ગુજરાતી: OBS translationNotes

Updated ? hours ago # views See on DCS Draft Material

01-01

આરંભ

એટલે કે, "દરેક વસ્તુઓનો આરંભ," દેવ સિવાય કોઈપણ વસ્તુ અસ્તિત્વમાં આવી એ પહેલા.

રચ્યું/ઘડ્યું

કશું પણ ન હતું એમાંથી સર્જવામાં આવ્યું હોય એવા ભાવ રૂપે આ અહિં વપરાયું છે.

સૃષ્ટિ

આમાં એ બધાનો સમાવેશ થાય છે, જે દ્રશ્ય અને અદ્રશ્ય હોય એવું દરેક જે દેવે પૃથ્વી અને આકાશમાં રચ્યુ હતું.

અંધારું

ત્યારે સંપુર્ણ અંધકાર હતો. ત્યારે બિલકુલ પ્રકાશ જ ન હતો, કેમ કે દેવે ત્યારે પ્રકાશ ઉત્પન્ન કર્યો ન હતો.

ખાલી

દેવે ત્યારે કશું પણ રચ્યું ન હતું સિવાય પાણીથી ઢંકાયેલી વેરાન ભૂમિ.

કશું પણ સર્જવામાં આવ્યું ન હતું

ત્યારે કોઈ પણ મહત્વની રચના ન હતી, ફક્ત જળ દરેક બાબત પર છવાયેલું હતું.

દેવનો આત્મા

દેવનો આત્મા, મોટે ભાગે પવિત્ર આત્મા તરીકે ઓળખાય છે, એ આરંભમાં હયાત હતા, જે એમણે બધું સર્જવાની યોજનાને લઈને પૃથ્વી ઉપર અહીં તહીં સ્વતંત્ર રીતે ફરતા હતા.

01-02

દેવે કહ્યું

દેવે અજવાળાની રચના ફક્ત સામાન્ય મૌખિક આદેશ દ્વારા કરી હતી.

થઈ જાઓ

આ એ આદેશ છે જે તરત જ અમલ કરે છે કેમ કે એ દેવ દ્વારા ઉચ્ચારાયેલો હતો. આને આવી રીતે ભાષાંતર કરવું વધુ સ્વાભાવિક કહેવાશે કે ચોક્કસતાનો આ આદેશ જે ખરેખર (કહ્યું એ જ) કરશે. ઉદાહરણ તરીકે, તમે એને આવી રીતે અનુવાદ કરી શકો છો, "દેવે કહ્યું, 'ત્યાં અજવાળું થશે."

અજવાળું

આ ખાસ અજવાળું છે જે દેવે રચ્યું છે, "સુર્ય રચાયો ન હતો ત્યાર પછી સુધી.

સારું હતું

આ વાક્ય સર્જનની વાર્તા દરમ્યાન વારંવાર વપરાયો છે, અને ખાસ ભાર આપે છે કે સર્જનના દરેક પગથીયા દેવને આનંદદાયક અને એમની યોજના અને હેતુને પૂર્ણ કરનાર હતા.

સર્જન

આ શબ્દ અહિં છ દિવસનો સમયગાળો જે દરમ્યાન દેવે અત્યારે અસ્તિત્વ ધરાવે છે એ દરેક બાબતનું સર્જન કર્યું એ માટે વપરાયો છે

01-03

બીજો દિવસ

દેવનું સર્જનનું કાર્ય શિસ્તબધ્ધ, હિતુસભર અને ક્રમિક હતું. દરેક દિવસે એમણે જે બાબતનું સર્જન કર્યું હતું એ પાછલા દિવસના સર્જન અને કાર્યો પર આધારિત હતું.

દેવ બોલ્યા

દેવે આકાશનું સર્જન આદેશ આપીને કર્યું હતું.

રચ્યું

દેવે આકાશની રચના શુન્યમાંથી કરી.

આકાશ

આ શબ્દ પૃથ્વીની ઉપરના અવકાશનો ઉલ્લેખ કરે છે, જેમાં આપણે લઈએ છીએ એ હવાનો શ્વાસ અને આકાશનો સમાવેશ છે.

01-04

ત્રીજો દિવસ

ક્રમિક દિવસોમાંના પછીના દિવસ, જેમાં દેવે જીવન જીવવા લાયક ભૂમિનું સર્જન કર્યું.

દેવ બોલ્યા

દેવે આદેશ આપીને સુકી ભૂમિનું સર્જન કર્યું.

પૃથ્વી

આ શબ્દ ધુળ અથવા માટી, જેનાથી આ કોરી ભૂમિ સર્જવામાં આવી છે એનો ઉલ્લેખ કરવા માટે વપરાયો છે. 01-01 "પૃથ્વી" શબ્દમાં એ સંપુર્ણ જગત જેમાં મનુષ્યો જીવે છે એનો ઉલ્લેખ કરાયો છે.

રચના કરી

અહીં આ શબ્દ, શુન્યમાંથી જે સર્જાયું એનો ઉલ્લેખ કરે છે.

01-05

દેવે કહ્યું

દેવે દરેક વનસ્પતિની રચના આદેશ આપીને કરી.

ભૂમિ ઉત્પન્ન કરો

આ એ આદેશ છે જે તરત જ અમલમાં મુકાઈ ગયો કેમ કે દેવે ઉચ્ચાર્યો હતો.

દરેક પ્રકારના

અસંખ્ય જાતિના, અથવા પ્રકારના, છોડવાઓ અથવા વૃક્ષો.

સર્જન કર્યું

અહીં આ શબ્દ શુન્યમાંથી કંઇક સર્જવા માટે વપરાયો છે.

સારું હતું

આ વાક્ય સર્જનની વાર્તા દરમ્યાન વારંવાર વપરાયો છે, અને ખાસ ભાર આપે છે કે સર્જનના દરેક તબક્કા દેવને આનંદદાયક અને એમની યોજના અને ઈચ્છાને પુરી કરનાર હતા.

01-06

ચોથો દિવસ

દેવે સર્જેલા ક્રમિક દિવસોની હારમાળામાં આગળના દિવસે.

દેવ બોલ્યા

દેવે આદેશ આપીને સૂર્ય, ચંદ્ર અને તારાઓનું સર્જન કર્યું.

પ્રકાશ

આકાશમાં ચમકતાપદાર્થો હવે પૃથ્વીને અજવાળું આપે છે.

દિવસ અને રાત્રિ, ઋતુઓ અને વર્ષો

દેવે અલગ અલગ પ્રકારની જ્યોતિઓ રચી જે સમયના દરેક, નાનાથી લઈને મોટા ભાગને દર્શાવે, અને સમયના અંત સુધી એ વારંવાર ફરી

સર્જન કર્યું

આ શબ્દ અહીં શુન્યમાંથી કશુંક સર્જવા માટે વપરાયો છે.

01-07

પાંચમો દિવસ

દેવ એમના ક્રમિક સર્જનની હારમાળા જે એમણે પાછલા ચાર દિવસથી શરૂ કરી હતી એને ચાલુ રાખે છે.

દેવ બોલ્યા

દેવે પક્ષી અને જળના જીવોનું સર્જન ઉચ્ચારેલા આદેશ દ્વારા કર્યું હતું.

દરેક જે તરે છે

દેવે ફક્ત માછલાંઓ જ નહિ, પરંતુ દરેક પ્રકારના સજીવ વસ્તુ જે પાણીમાં જીવે છે તેમનું સર્જન કર્યું હતું. દરેક અસ્તિત્વ ધરાવે છે કેમ કે દેવે એનું સર્જન કરવાનું પસંદ કર્યું હતું.

દરેક પક્ષીઓ

દેવે ફક્ત એક જ પ્રકારના પક્ષીઓનું સર્જન કર્યું ન હતું, પરંતુ દરેક અદભુત પ્રકારના, આકારના, રંગના અને જાતિના પક્ષીઓ.

એ સારું હતું

આ વાક્ય આખી રચનાની પ્રક્રિયા દરમ્યાન, દરેક પગથિયું દેવની ડાહપણ ભરેલી યોજના અને હેતુ મુજબ થઈ રહ્યુ હતું એ દર્શાવવા વપરાયું છે.

તેઓને આશીર્વાદ આપ્યા

દેવ એમની ઈચ્છા બોલી રહ્યા છે કે જે જગતમાં તેઓને મુક્યાં છે તેમાં તેઓ સમૃધ્ધ બને અને દરેક બાબતો તેઓ માટે સારી બની રહે.

01-08

છઠ્ઠો દિવસ

વણથંભ્યા, ક્રમિક હારમાળા પ્રમાણેના દિવસો અને સર્જનના કાર્યમાંનો આગળનો કાર્યક્રમ.

દેવે કહ્યું

દેવ દ્વારા ઉચ્ચારેલા શબ્દો જેના થકી પ્રાણીઓનું સર્જન થયું હતું.

દરેક પ્રકારના

આ વિશાળ વૈવિધ્ય, અને ક્રમિકતા પણ દર્શાવે છે

ભૂમિના પ્રાણીઓ

પક્ષીઓ સિવાયના ભૂમિ પર રહેતા દરેક જાતના પ્રાણીઓ, અથવા પાણીમાં રહેનાર પ્રાણીઓ.

પાલતું પ્રાણીઓ

એક પ્રકારના પ્રાણીઓ જે સામાન્ય રીતે શાંતિથી મનુષ્યો સાથે જીવે છે જેવી રીતે કે પાળેલા અથવા શિખવેલા જાનવરો.

જમીન પર સરકીને ચાલતા હતા

આમાં પેટે સરકીને ચાલનારા અને સંભવિત રીતે જંતુઓનો સમાવેશ થાય છે.

જંગલી

એ પ્રકારના પ્રાણીઓ જે સામાન્ય રીતે મનુષ્યો સાથે શાંતિપુર્વક નથી રહેતા, કારણે કે, તેઓ મનુષ્યોથી ડરતા હોય છે, અથવા એમને માટે જીવનું જોખમ હોય છે.

એ સારું હતુ

આ વાક્ય આખી સર્જનની પ્રક્રિયા દરમ્યાન દરેક તબક્કે દેવની યોજના અને હેતુ મુજબ થઈ રહ્યુ હતું એ દર્શાવવા વપરાયો છે

01-09

આવો આપણે

આ દેવના ઈરાદા પ્રમાણે, ખાસ રીતે ખાસ ઉદ્દેશ પ્રમાણે મનુષ્યનું સર્જન કરવામાં ઈચ્છીત નિર્ણયને દર્શાવે છે. તમે આને આવી રીતે પણ અનુવાદ કરી શકો છો, "આપણે સર્જન કરીશું."

આપણે¦આપણું¦આપણને

બાઈબલ એક જ દેવ હોવાનું શીખવે છે, પરંતુ જુનો કરારનો શબ્દ "દેવ" એ બહુવચન રૂપી છે, અને દેવ પોતાને સંબોધવા માટે બહુવચનીય સર્વનામ વાપરે છે. કેટલાક લોકો આને દેવની મહિમાના વર્ણનને ખાસ રીતે કહેવાની રીત માને છે, અને કેટલાક લોકો માને છે કે આવી રીતે પિતા દેવ પુત્ર અને આત્મા જોડે વાર્તાલાપ કરે છે, જે બધા જ દેવ છે.

આપણા પોતાના સ્વરૂપમાં

સ્વરૂપ એ કોઈ વસ્તુ અથવા કોઈ વ્યક્તિનુ એક શારીરિક નિદર્શન છે. મનુષ્ય એવી રીતે રચવામાં આવ્યા છે કે આપણે દેવના અમુક લક્ષણો અથવા ગુણ પ્રદર્શિત કરીએ છીએ.

આપણા જેવા

મનુષ્યો દેવના દરેક ગુણો નહીં, પણ અમુક લક્ષણો ધરાવે છે. આ વાક્ય એવા શબ્દો વડે ભાષાંતર કરી શકાય જે મનુષ્યોને દેવ સમાન દર્શાવે, પરંતુ એવી રીતે નહિ કે તેઓ દેવ સરખા અથવા દેવ પોતે જેવા છે તેવા .

અધિકાર

દેવે મનુષ્યોને પૃથ્વી અને પ્રાણીઓ પર અમલચલાવવાની , માર્ગદર્શક અને અંકુશ રાખવાનો અધિકાર અને સામર્થ્ય પ્રદાન કર્યા છે

01-10

થોડી માટી લીધી

દેવે મનુષ્યને માટીમાંથી બનાવ્યો, અથવા જમીનમાની કોરી ભૂમિમાંથી. ભૂમિ માટે વપરાતા શબ્દો કરતા આ શબ્દ ખાસ રીતે અલગ પ્રકારનો હોવો જોઈએ.

એને બનાવ્યો

આ શબ્દ સુચવે છે કે દેવે સ્વયં પોતે આદમનું સર્જન કર્યું, જેને માણસની હાથેબનાવેલી કૃતિઓ સાથે સરખાવી શકાય. ખાસ ધ્યાન રાખો કે “સર્જન” કરતા અલગ શબ્દ વપરાયો હોય. એ નોંધો કે એમણે કેવી રીતે બાકીનું આ બધું ફક્ત આદેશ આપીને રચ્યું એનાથી આ ખુબ જ અલગ છે.

એક માણસ

અત્યાર સુધી ફક્ત માણસનું સર્જન કરવામાં આવ્યું હતું; સ્ત્રીનું સર્જન રચના ત્યાર બાદ અલગ રીતે કરવામાં આવ્યું હતું.

જીવનનો શ્વાસ ફુંક્યો

આ વાક્ય દેવનું એકદમ વ્યક્તિગત, ખૂબજ અંગત કાર્ય વર્ણવે છે જેમ કે તેમણે પોતાનામાંથી જીવન આદમના શરીરમાં પસાર કરાવી દિધુ, એની સરખામણી કરો કે કેવી રીતે મનુષ્યો હવામાંથી શ્વાસ લઈ રહ્યા છે.

જીવન

આ પ્રસંગમાં, દેવે આદમમાં, શારીરિક અને આત્મિક બન્ને પ્રકારનું જીવન ફૂંક્યું.

આદમ

આદમનું નામ જુના કરાર પ્રમાણેનો શબ્દ “માણસ” જ છે, અને ભૂમિ માટેનો શબ્દ “માટી” સમાન જ છે જેમાંથી એ રચવામાં આવ્યો.

વાડી

જમીનનો હિસ્સો જેમાં વૃક્ષો અને ઝાડવાઓ ખોરાક અથવા સુંદરતા માટે ઉગાડવામાં આવ્યા હોય.

એની સંભાળ રાખે

ધ્યાન રાખીને, બીજ રોપીને, પાણી પાઈને, લણણી કાપીને, રોપાઓ ઉગાડીને વાડીની સંભાળ રાખે.

01-11

ની મધ્યે

મધ્ય ભાગ જે બે વૃક્ષોના મહત્વ પર ભારે મૂકે છે.

વાડી

જમીનનો તમામ હિસ્સો જેમાં વૃક્ષો અને ઝાડવાઓ ખોરાક અથવા સુંદરતાના ઉદ્દેશ માટે ઉગાડવામાં આવ્યા હોય.

જીવનનું વૃક્ષ

જે કોઈપણ આ વૃક્ષનું ફળ ખાશે એ કદી પણ મરણ નહિ પામે.

સારા અને ભુંડાનુ જ્ઞાન આપતું વૃક્ષ

આ વૃક્ષનું ફળ કોઈપણ વ્યક્તિને, સારું અને નરસું બંને સમજવાની શક્તિ પ્રદાન કરે છે.

જ્ઞાન

વ્યક્તિગત અનુભવને આધારે જાણવું અથવા સમજવું.

સારું અને નરસું

નરસું એ સારાપણાની વિરુધ્ધ નો શબ્દ છે. જેવી રીતે “સારું” એ દેવને આનંદદાયક હોય એ દર્શાવે છે, એવી રીતે “ભુંડુ” એ દેવને નાપસંદ હોય એવી દરેક બાબતને દર્શાવે છે.

મરણ પામીશ

આ ઉદાહરણમાં, એ બન્ને રીતે, શારીરિક અને આત્મિક રીતે મરણ પામશે.

01-12

સારુ નથી

સર્જનની પ્રક્રિયામાં આ પહેલી વખત કોઇ વસ્તુ સારી ન હતી. એનો અર્થ એ છે કે “હજુ સારુ નથી” કેમ કે દેવે મનુષ્યોની રચના પૂર્ણકરી ન હતી.

એકલો

આદમ એકલો મનુષ્ય હતો, બીજા અન્ય વ્યક્તિ જોડે સંબંધની કોઈ શક્યતા જ ન હતી, અને બાળકો પેદા કરીને સંખ્યામાં વધારો એ અશક્ય હતું

આદમનો મદદનીશ

ત્યારે ત્યાં અન્ય કોઈ જ ન હતુ જે આદમ સમાન હોય જે તેની સાથે જોડાઈને દેવે સોંપેલું કાર્ય પૂરું કરી શકે. કોઈ પણ પ્રાણી એ કરી શકવા અસમર્થ હતું.

01-13

ગાઢ નિંદ્રા

સામાન્ય કરતા આ ઘેરી નિંદ્રા હતી.

આદમની એક પાંસળી લીધી અને સર્જન કર્યું

આ પ્રક્રિયા, આદમમાંથી કાઢેલી એક પાંસળીને એક સ્ત્રીમાં બદલી નાંખી દેવના ખુબ જ વિશિષ્ટ કાર્યનો નિર્દેશ કરે છે

એક સ્ત્રી

એ પ્રથમ સ્ત્રી હતી, અત્યાર સુધી સ્ત્રી રૂપ હયાત ન હતું.

તેણીને આદમની પાસે લાવ્યા

દેવે સ્વયં તેઓની ઓળખાણ કરાવી. એક ખાસ ભેટ સમર્પિતકરીએ એ રીતે, એમણે સ્ત્રીને આદમ સમક્ષ રજુ કરી.

01-14

છેવટે!

આદમનું આશ્ચર્ય નિર્દેશ કરે છે કે એ પોતે સ્ત્રી જેવું જ કઈંક ઈચ્છતો હતો.

મારા જેવું

બન્ને વચ્ચે મહત્વના ઘણા ફેરફારો હોવા છતાં પણ, સ્ત્રી એ આદમ જેવું જ એક સજીવ હતું,

સ્ત્રી

આ શબ્દ એ માણસ જાતિમાં સ્ત્રીને દર્શાવે છે.

મનુષ્યમાંથી સર્જવામાં આવી

સ્ત્રીને આદમના શરીરમાંથી જ સીધી સર્જવામાં આવી.

મનુષ્ય છોડી દે છે

ભવિષ્યમાં જે સામાન્ય સ્થિતિ બનવાની છે એ આ રીતે વર્તમાન કાળમાં દર્શાવાયું છે. આદમના માતા પિતા ન હતા, પરંતુ દરેક બાકીના માણસો હશે.

એક બની ગયા

પતિ અને પત્નિ પ્રેમની એકતાનું નિકટનું બંધન ભોગવશે અને એકબીજા પ્રત્યે સમર્પિત રહેશે જે તેઓના અન્ય તમામ જોડેના સંબંધને કરતાં વધારે મહત્વનો હશે.

01-15

દેવે રચ્યું

દેવે આદમ અને સ્ત્રીનું સર્જન ખૂબ અંગત રીતે કર્યું.

એમની પોતાની પ્રતિકૃતિ મુજબ

પ્રતિકૃતિ એ કોઈ વ્યક્તિ અથવા વસ્તુનું નિદર્શન છે. દેવે એમની સંપુર્ણ સમાનતામાં નહિ, પરંતુ એમના કેટલાંક ગુણો અને લક્ષણો પ્રદર્શિત કરવા માટે મનુષ્યનું સર્જન કર્યું.

ખુબ જ સારું

પાછલા દિવસો કરતા વધુ ભાવુકતા પ્રદર્શિત કરતું વાક્ય "એ ખુબ જ સારું હતું" "ખુબ જ સારું" એ દરેક સર્જન તરફ નિર્દેશ કરે છે, ફ્કત પુરુષ અને સ્ત્રી જ નહિ, બધું જ દેવની જે ઈચ્છા હતી એ પ્રમાણે હતું.

સર્જન

છ દિવસના સમયગાળા દરમ્યાન દેવે (આત્યારે) જે અસ્તિત્વ ધરાવે છે એનું સર્જન કર્યું હતું.

01-16

સાતમો દિવસ

સર્જનના છ દિવસ પછીનો દિવસ.

એમનું કાર્ય પૂર્ણ કર્યું

ચોક્કસ રીતે, દેવે સર્જન કરવાનું કાર્ય પૂર્ણ કર્યું. દેવ હજુ પણ અન્ય કાર્યો કરી રહ્યા છે.

દેવે આરામ કર્યો

દેવે "વિશ્રામ કર્યો" એ અર્થમાં કે એમણે કાર્ય કરવાનું બંધ કર્યું કેમ કે સૃષ્ટીનું સર્જન કરવાનું કાર્ય પૂર્ણ થઈ ગયું હતું. દેવ ના તો થાકી ગયા હતા કે ના તો કાર્ય ચાલુ રાખવા અસમર્થ હતા.

સાતમા દિવસને આશીષિત કર્યો

દેવ પાસે સાતમા દિવસ માટે વિશેષ, હકારાત્મક યોજના હતી, જે દરેક સાતમા દિવસે પાળવાની હતી.

તેને પવિત્ર બનાવ્યો

એટલે કે, દેવે એ દિવસને ખાસ દિવસ તરીક "અલગ કર્યો" એ બાકીના અન્ય છ દિવસો પ્રમાણે એ દિવસ વ્યતીત ન થાય.

બ્રહ્માંડ

એમાં પૃથ્વી અને આકાશમાં, દેવનું સર્જેલ, દ્રશ્ય અને અદ્રશ્ય દરેક બાબતોનો સમાવેશ થાય છે.

બાઈબલની એક વાર્તા

આ સંદર્ભો કેટલાક બાઈબલના ભાષાંતર કરતા થોડાક અલગ હોઈ શકે.