ગુજરાતી (Gujarati): translationAcademy

Updated ? hours ago # views See on DCS Draft Material

Process Manual

1. Getting Started

પ્રક્રિયા પુસ્તિકાનો પરિચય

This page answers the question: પ્રક્રિયા પુસ્તિકા શું છે?

In order to understand this topic, it would be good to read:

સ્વાગત

પ્રક્રિયા પુસ્તિકા એ એક ક્રમશઃ માર્ગદર્શિકા છે, જે અનુવાદ જૂથોને જણાવે છે કે તેઓએ શું કરવાની જરૂર છે, એક આયોજનની શરૂઆતથી તેના સમાપ્તિ સુધી. આ માર્ગદર્શિકા, અનુવાદ થયેલ અને તપાસાયેલ સામગ્રીને અંતિમ પ્રકાશન માટે પ્રારંભિક સ્થાપનાથી અનુવાદ જૂથને સહાય કરશે.

શરૂઆત કરતાં

અનુવાદ તે એક જટિલ કાર્ય છે જે વ્યવસ્થા અને યોજના માગી લે છે. અનુવાદને એક વિચારથી પૂર્ણ, તપાસાયેલ, વિતરીત અને ઉપયોગી અનુવાદ બનાવવા માટે ઘણાં જરૂરી પગલાં લેવાના હોય છે. આ પ્રક્રિયા માર્ગદર્શિકામાંની માહિતી તમને અનુવાદ પ્રક્રિયામાંના તમામ જરૂરી પગલાઓ વિષે જાણવામાં મદદ કરશે.


2. Setting Up a Translation Team

અનુવાદ જૂથની સ્થાપના કરવી

This page answers the question: હું કેવી રીતે અનુવાદ જૂથની રચના કરી શકું?

In order to understand this topic, it would be good to read:

જૂથની પસંદગી

જેમ તમે અનુવાદ અને તપાસણી માટેના જૂથને પસંદ કરવાનું શરૂ કરો ત્યારે, ત્યાં વિવિધ પ્રકારના લોકો અને ભૂમિકાઓ આવશ્યક છે. ત્યાં પણ ચોક્કસ યોગ્યતા છે કે જે દરેક જૂથ માટે જરૂરી છે.

અનુવાદના નિર્ણયો

ઘણાં બધા નિર્ણયો છે જે અનુવાદ કરનાર જૂથે લેવાના રહેશે, તેમાંના કેટલાંક તો યોજનાની શરૂઆતમાં જ. નીચે મુજબ સમાવેશ થાય છે:


3. Translating

અનુવાદની શરૂઆત અગાઉ તાલીમ

This page answers the question: અનુવાદની શરૂઆત કરતાં પહેલા મારે કઈ બાબતો જાણવી જોઈએ?

In order to understand this topic, it would be good to read:

અનુવાદ અગાઉ શું જાણવું જોઈએ

જ્યારે તમે આ સામગ્રીનુ અનુવાદ કરો ત્યારે ભલામણ કરવામાં આવે છે કે તમે વારંવાર અનુવાદ પુસ્તિકા માંથી માહિતી મેળવો. તમે અનુવાદ કરવાનું શરુ કરો તે અગાઉ, અમે ભલામણ કરીએ છીએ કે તમે અનુવાદ પુસ્તિકાથી તમારું કાર્ય શરુ કરો ત્યાં સુધી કે તમે શાબ્દિક અને અર્થપૂર્ણ અનુવાદ વચ્ચેનો તફાવત સમજી લો. બાકીની અનુવાદ પુસ્તિકાનો ઉપયોગ “ફક્ત-સમય-માં” શીખવાના સાધન તરીકે થઈ શકે છે.

કેટલાક મહત્વપૂર્ણ વિષયો કે જે અનુવાદ આયોજન શરુ કરતાં અગાઉ શીખ્યા હોવું જરૂરી છે.

કેટલાક અન્ય મહત્વપૂર્ણ વિષયો જેમ કે તમે શરૂઆત કરો તેમાં સમાવેશ થાય છે:


મંચની પસંદગી

This page answers the question: અનુવાદ કરવા માટે હું કયા પ્રકારના માધ્યમોનો ઉપયોગ કરી શકું?

In order to understand this topic, it would be good to read:

ભલામણ કરેલ મંચ

Door43 ઈકોસીસ્ટમમાં અનુવાદ કરવા માટે સૂચિત મંચ તે અનુવાદસ્ટુડિયો છે. આ તે જ છે જ્યાં અનુવાદ અને તપાસ કરનાર જૂથો કામ કરશે. તમે એન્ડ્રોઇડ, વિન્ડોઝ, મેક અથવા લીનક્ષ ઉપકરણો પર અનુવાદસ્ટુડિયો સેટ કરી શકો છો. (વધુ જાણકારી માટે જુઓ, અનુવાદસ્ટુડિયો સેટ કરવો).

અન્ય વિકલ્પો

જો અનુવાદસ્ટુડિયોનો ઉપયોગ કરવો તે તમારા જૂથનુ વિકલ્પ નથી, તો તમે ઓનલાઈન અથવા ઓફલાઈન અન્ય સાધનોનો ઉપયોગ કરવાનું ધ્યાનમાં લઈ શકો છો. નોંધ કરો કે USFM અથવા માર્કડાઉન સ્વરૂપમાં સામગ્રી મેળવવાની જવાબદારી તમારી રહેશે જો તમે અનુવાદસ્ટુડિયોનો ઉપયોગ નથી કરતાં.


અનુવાદસ્ટુડીયોની સ્થાપના કરવી

This page answers the question: હું કેવી રીતે અનુવાદ માધ્યમ શરૂ કરી શકું?

In order to understand this topic, it would be good to read:

મોબાઈલ માટે tS સ્થાપિત કરવું

અનુવાદસ્ટુડિયોનું મોબાઈલ (એન્ડ્રોઇડ) સંસ્કરણ Google Play Store ઉપલબ્ધ છે (https://play.google.com/store/apps/details?id=com.translationstudio.androidapp) અથવા તેને http://ufw.io/ts/ પરથી સીધું ડાઉનલોડ કરી શકો છો. જો તમે તેને Play Store પરથી સ્થાપિત કરો, તો જ્યારે Play સ્ટોરે પર નવું સંસ્કરણ ઉપલબ્ધ થશે ત્યારે તે તમને જાણ કરશે. ધ્યાનમાં રાખો કે તમે આ appને બીજા ઉપકરણો માટે પણ apk દ્વારા સ્થાપિત કરી શકો છો.

ડેસ્કટોપમાટે tS સ્થાપિત કરવું

અનુવાદસ્ટુડીઓનું ડેસ્કટોપ અથવા લેપટોપ કોમ્પ્યુટર માટેનું (Windows, Mac, or Linux) નવીનતમ સંસ્કરણ http://ufw.io/ts/ પર ઉપલબ્ધ છે. તે કાર્યક્રમ સ્થાપિત કરવા માટે “ડેસ્કટોપ” વિભાગને ડાઉનલોડ કરવા તરફ દોરો અને નવીનતમ સંસ્કરણ લઈ લો. ધ્યાન રાખો કે તમે બીજા કોમ્પ્યુટર સાથે વહેંચવા માટે તમે તેની સ્થાપિત ફાઈલની નકલ કરી આપી શકો છો.

tSનો ઉપયોગ

એક વખત સ્થાપિત થયા પછી, અનુવાદસ્ટુડીઓમાં બંને સંસ્કરણો સમાન રીતે કામ કરવા માટે તૈયાર કરવામાં આવેલ છે. તમારે અનુવાદસ્ટુડીઓનો ઉપયોગ કરવા માટે ઈંટરનેટની જરૂર નથી. અનુવાદસ્ટુડીઓનો પ્રથમ વખત ઉપયોગ કરતાં તમારે [વિશ્વાસના નિવેદન], [અનુવાદ માર્ગદર્શિકા], અને [ખુલ્લા પરવાના]ના કરાર પર સહી કરવી જરૂરી છે.

આવરણના પ્રથમ ઉપયોગ બાદ, તમને તમારી ઘરના આવરણ પર પાછા લાવવામાં આવશે જ્યાં તમે નવી યોજના બનાવી શકો છો. એક વખત તમારી યોજના બની ગયા બાદ, તમે તરત જ અનુવાદ કરવાનું શરુ કરી શકો છો. સ્રોત લખાણની વધુ સારી સમજને માટે ત્યાં અનુવાદમદદ રાખવામાં આવી છે જે તમને appમાં તેનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તમારું કામ આપોઆપ સાચવવામાં આવે છે તેનું ધ્યાન રાખો. તમે વિવિધ અંતરાલે તમારા કામનું બેક અપ, વહેંચણી અથવા અપલોડ કરવાની પસંદગી કરી શકો છો. (આ કાર્યનો ઉપયોગ કરવા માટે યાદીનો ઉપયોગ કરો).

tSનો ઉપયોગ કર્યા બાદ

  1. અમે ભારપૂર્વક ભલામણ કરીએ છીએ કે તમારા અનુવાદની તપાસ કરવામાં આવે (જુઓ તપાસ શરુ થતા પહેલા તાલીમ).
  2. એક વખત તપાસણી પૂરી થાય (કોઈ પણ સ્તરે), તમે તે app પરથી તમારું કાર્ય અપલોડ કરી શકો છો (યાદી > અપલોડ).
  3. એક વખત અપલોડ થઈ ગયા બાદ, તમે તમારું કાર્ય Door43 પર ઓનલાઈન જોઈ શકો છો (જુઓ [પ્રકાશન])

4. Checking

તપાસની શરૂઆત અગાઉ તાલીમ

This page answers the question: શરૂઆત કરતાં અગાઉ તપાસણી વિષે મારે શું જાણવું જરૂરી છે?

In order to understand this topic, it would be good to read:

તપાસ કર્યા અગાઉ

તે ભલામણ કરવામાં આવે છે કે તમે આ સામગ્રીની તપાસ કરો ત્યારે વારંવાર તપાસ પુસ્તિકા સંપર્ક કરો. તમે તપાસ કરવાનું શરુ કરો તે અગાઉ, અમે તમને ભલામણ કરીએ છીએ કે તમે તપાસ પુર્સ્તિકા દ્વારા તમારી રીતે કામ કરવાનું શરુ કરો ત્યાં સુધી કે તમે સમજો કે દરેક સ્તરે શું જરૂરી છે. જેમ તમે તપાસ પ્રક્રિયા દ્વારા કામ શરુ કરો ત્યારે, તમારે વારંવાર તપાસ પુસ્તિકામાંથી સલાહ લેવી પડશે.


તપાસ કેવી રીતે કરવી

This page answers the question: હું કેવી રીતે અનુવાદની તપાસ કરી શકું?

In order to understand this topic, it would be good to read:

તપાસના સ્તરોનો હેતુ

તપાસના સ્તરોનો હેતુ (જુઓ તપાસ પુસ્તિકા) પ્રાથમિક રીતે તેઓને ખાતરી કરીને મદદ કરવાનો છે કે જે અનુવાદ કરેલ છે તે [વિશ્વાસના નિવેદન] અને [અનુવાદ માર્ગદર્શિકા] અનુસાર કરવામાં આવેલ છે. અન્ય એક કારણ તે પણ છે કે જે સમુદાય તેનો ઉપયોગ કરવાનો છે તેઓનું નિવેશ અને માલિકીપણું વધારવા માટે.

તપાસનુ સ્તર ૧

તપાસનુ સ્તર ૧ મુખ્યત્વે અનુવાદ કરનાર જૂથ દ્વારા, ભાષા સમુદાયની સાથેના નિવેશથી કરવામાં આવે છે. જુઓ તપાસનુ પ્રથમ સ્તર - અનુવાદ કરનાર જૂથ દ્વારા સમર્થન તપાસનું પ્રથમ સ્તર પૂર્ણ કર્યા બાદ, તમને Door43 પર તે ઉમેરવા માટે ઉત્સાહિત કરવામાં આવે છે (જુઓ પ્રકાશનની પ્રસ્તાવના) અને દ્વિતીય સ્તરની તપાસ ચાલુ રાખો (નીચે જુઓ).

તપાસનુ સ્તર ૨

દ્વિતીય તપાસના સ્તરમાં, ખરાઈ કર્યા બાદ સ્થાનિક ભાષા સમુદાયના પ્રતિનિધિ જૂથો સહમત થાય છે કે અનુવાદ સારું છે (જુઓ [તપાસનુ દ્વિતીય સ્તર - સમુદાય દ્વારા સમર્થન]). તે ભાષા સમુદાયના તપાસ દ્વારા પૂર્ણ કરવામાં આવે છે (જુઓ [ભાષા સમુદાય દ્વારા તપાસ]) અને મંડળીના આગેવાન દ્વારા તપાસ (જુઓ [મંડળીના આગેવાન દ્વારા તપાસ]). તપાસનું દ્વિતીય સ્તર પૂર્ણ કર્યા બાદ, તમને Door43 પર તે ઉમેરવા માટે ઉત્સાહિત કરવામાં આવે છે (જુઓ [પ્રકાશનની પ્રસ્તાવના]) અને તૃતીય સ્તરની તપાસ ચાલુ રાખો (નીચે જુઓ), જો તમારી ઈચ્છા હોય તો.

તપાસનુ સ્તર ૩

તૃતીય તપાસના સ્તર ત્યારે પૂર્ણ થાય છે જ્યારે ઓછામાં ઓછી બે મંડળીના માળખામાંના આગેવાનો સહમત થાય કે અનુવાદ સારું છે (જુઓ [તપાસનું તૃતીય સ્તર - મંડળીના આગેવાનો દ્વારા સમર્થન]). ધ્યાન રાખો કે તમે તૃતીય સ્તર પ્રશ્નો તપાસો છો અને કાર્ય કરો છો (જુઓ [તૃતીય સ્તર તપાસવાના પ્રશ્નો]) જ્યારે તપાસનુ આ સ્તર પૂર્ણ કરો. તપાસનું તૃતીય સ્તર પૂર્ણ કર્યા બાદ, તમને Door43 પર તે ઉમેરવા માટે ઉત્સાહિત કરવામાં આવે છે (જુઓ [પ્રકાશનની પ્રસ્તાવના]). આ તપાસનુ ઉચ્ચત્તમ સ્તર છે. પ્રવેશદ્વાર ભાષાઓએ [સ્રોત લખાણ પ્રક્રિયા] પૂર્ણ કરવી.

Next we recommend you learn about:


5. Publishing

પ્રકાશનનો પરિચય

This page answers the question: પ્રકાશન શું છે?

In order to understand this topic, it would be good to read:

પ્રકાશન ઝાંખી

એક વખત કાર્યને જ્યારે Door43માં ઉમેરી દેવામાં આવે, તે તમારા ઉપયોગનાં ખાતા હેઠળ ઓનલાઈન ઉપલબ્ધ થઈ જશે. આ સ્વ-પ્રકાશન તરીકે ઓળખાય છે. તમારી પાસે તમારા કામનું વેબ સંસ્કરણનો પ્રવેશ હક અહીંયા http://door43.org/u/user_name/project_name હશે. (જ્યાં ઉપયોગ કર્તાનુ નામ એટલે તમારું નામ અને યોજનાનું નામ એટલે તમારા અનુવાદ કાર્યનુ નામ). જ્યારે તમે ઉપલોડ કરો છો ત્યારે ટ્રાન્સલેશનસ્ટુડીઓ એપ તમને યોગ્ય લીંક આપે છે. તમે બધી યોજનાઓ પણ અહીં http://door43.org શોધી કરી શકો છો.

તમારા Door43 પાન પરથી તમે:

  • તમારી યોજના સાથે તમે મૂળભૂત બંધારણ જોઈ શકો છો.
  • તમારી યોજનાના દસ્તાવેજોને તમે ડાઉનલોડ કરી શકો છો (જેમ કે PDF)
  • તમારી યોજના માટે તમે સ્રોત ફાઈલોમાંથી લીંક મેળવી શકો છો.
  • તમારી યોજના વિષે તમે અન્ય સાથે વાર્તાલાપ કરી શકો છો.

સ્રોત લખાણની પ્રક્રિયા

This page answers the question: કેવી રીતે હું મારી મુખ્યદ્વાર ભાષા અનુવાદને સ્રોત ભાષા બનાવી શકું?

In order to understand this topic, it would be good to read:

મૂળ પાઠની કાર્યવાહી

મૂળ પાઠને પ્રકાશિત કરવું એ મૂળ ભાષાઓને માટે અગત્યનું છે કારણ કે આ મૂળ પાઠને અન્ય ભાષાઓમાં પણ ઉપયોગ કરી શકાય છે. નોધ રાખો કે આ કાર્યવાહી મૂળ ભાષાઓને જ લાગુ પાડી શકાય છે.

પૂર્વજરૂરિયાતો

મૂળ ભાષાનું આનુવાદ કર્યા પહેલા મુખ્ય ભાષાની જરૂરિયાતો પૂરી પાડવી જરૂરી છે.

  • પૂર્ણ ઉદભવસ્થાન - પૂર્ણ ઉદભવસ્થાનને અનુવાદ કરવો અને જરૂરી સ્તર તપાસવું ઉદભવસ્થાનના ભાગો (ઉ.દા. અધૂરી બાઈબલ વાર્તાઓ, બાઈબલના અમુક અધ્યાયો અને પુસ્તકો) પ્રકાશિત કરી શકાય નહીં.
  • તપાસણી - અનુવાદે યોગી તપાસણીનું સ્તર પૂર્ણ કરેલ હોવું જોઇયે. બાઈબલ અનુવાદ માટે એટ્લે કે [તપાસણીનું ત્રીજું સ્તર – મંડળીના આગેવાનો તરફથી સમર્થન].
  • door 43 પર - door43 નું જે આવૃત્તિ છે તે જ પ્રસિધ્ધ થવી જોઇયે. જો કાર્યને અલગ અલગ ઉપકરણોમાં કરેલું હોય તો તેને એક સાથે સમાવવું. સામગ્રી માટે આધુનિક મદદ લેવી જેથી સમાવણી સરળતાથી કરી શકાય (અથવા ઈમેલ help@door43.org અથવા slack ઉપકરણ વસ્તુનો ઉપયોગ કરવો).
  • સંમતિ - દરેક જેઓ અનુવાદમાં અને તપાસણીમાં ભાગ લે છે તેઓ સર્વ એ વિધાનની સાથે, અનુવાદ માર્ગદર્શિકા અને લાયસંસ સાથે સહમત થવા જોઇએ આ વસ્તુને door43 પર ખાતું ખોલીને અથવા પોતે દસ્તાવેજને સહી કરે કે તેઓને ડિજિટલ (સ્કૅન અથવા ચિત્ર) કરીને ઉત્પન કરે. . જુઓ http://ufw.io/forms ડાઉન લોડ કરી સકાય તેવા સંમતિ પત્ર

મુખ્ય પાઠનું વિનંતી પત્ર

એક વાર પૂર્વજરૂરિયાત થયા બાદ, મુખ્ય પાઠ વિનંતી પત્ર http://ufw.iou/pub/ પર ભરી શકો. પત્ર વિષે અમુક નોંધ :

તમારી પાસે door43 ખાતું હોવું જરૂરી છે અથવા ખાતું ખોલવા માટે વિનંતી મોકલો. તમારે દરેક સમાયેલા માટે નામ કે ઉપનામ ઉમેરવું. જો તમે સહી કરેલ સંમતિ પત્ર નથી જોડતા તો door43 નું ખાતાનું નામ ઉમેરવું. નોંધ રાખો કે તમે જે માહિતી આપો છો તે સામૂહિક છે અને તે મુખ્ય પાઠની પ્રથમ બાબત કે ભાગ બની રહેશે.

તમારો પત્ર સોંપ્યાં બાદ, કઈક ખૂટતું હશે તો તમારો સંપર્ક કરવામાં આવશે. એકવખત વિનંતી મંજૂર થયા પછી તે પ્રસિધ્ધ કરવાની લાઇનમાં જશે જ્યાં સુધારક અનુવાદને મુખ્ય ભાષા બનાવવાનું કાર્ય કરશે. પ્રસિધ્ધ કાર્યવાહીમાં જો કોઈ ભૂલ કે તકલીફ જણાય તો સુધારક મારફતે તમારો સંપર્ક કરવામાં આવશે. એકવાર કારી સંપૂર્ણ થયા પછી તમને જણાવવામાં આવશે અને તે કાર્યને PDF ફાઇલ માં પણ જોઈ શકશો.

મુખ્ય પાઠની કાર્યવાહીને સંપૂર્ણ કરવી

એકવાર મુખ્ય પાઠ પ્રસિધ્ધિ કરણની કાર્યવાહી પૂર્ણ થયા પછી તમારું કામ આ સ્થાને ઉપલબ્ધ રહેશે

તરંગ ઉપકરણ પર પ્રાપ્ત થશે

  • PDF કે, ડાઉનલોડ કરી શકાય

અનુવાદ વિભાગમાં અન્ય ભાષાઓના ઉપયોગ માટે મુખ્ય પાઠ લઈ શકાય (TS સુવ્યવસ્થિત જરૂરી છે)

Next we recommend you learn about:


6. Distributing

વિતરણનો પરિચય

This page answers the question: હું કેવી રીતે સામગ્રીનું વિતરણ કરી શકું?

In order to understand this topic, it would be good to read:

વિતરણની ઝાંખી

જ્યાં સુધી પ્રસારિત અને તેનો ઉપયોગ કરવામાં ના આવે ત્યાં સુધી સામગ્રી નકામી છે. Door43 અનુવાદ અને પ્રકાશન મંચનો ઉપયોગ કરવાનો એક ફાયદો એ છે કે તે સામગ્રીને વિતરિત કરવાના ઘણા સરળ માર્ગો પૂરા પાડે છે.

ખુલ્લો પરવાનો

સામગ્રી વિતરણ કરવા માટેનું સૌથી મોટું પરિબળ ખુલ્લો પરવાનો છે જેનો ઉપયોગ Door43 પરની તમામ સામગ્રી માટે થાય છે. આ પરવાનો દરેકને તેઓની સ્વતંત્રતા આપે છે:

  • સહભાગિતા - કોઈપણ માધ્યમ અથવા સ્વરૂપમાં સામગ્રીની નકલ કરો અને પુનઃવિતરણ કરો.
  • અનુકૂળ - ફરીથી ભેગું કરો, પરિવર્તન કરો અને સામગ્રી ઉપર બાંધો.

કોઈ પણ હેતુ માટે, વ્યાવસાયિક હેતુ માટે પણ.

પરવાનાની શરતો હેઠળ.


સામગ્રી કેવી રીતે વહેંચવી

This page answers the question: હું કેવી રીતે વિષયને વહેંચી શકું?

In order to understand this topic, it would be good to read:

ટી એસ થી વસ્તુને મોકલવી

અનુવાદ શાખામાં જે વસ્તુ સહેલી હોય એ વસ્તુને મોકલવી. ઓફ લાઇન મોકલવા માટે, ટી એસ મુદ્રામાથી સંગ્રહ અવયવનો ઉપયોગ કરો. ઓન લાઈન મોકલવા માટે, ટી એસ મુદ્રામાંથી ઉમેરવાનો અવયવનો ઉપયોગ કરવો.

૪૩નંબરના દરવાજેથી વસ્તુને મોકલવી

જો તમે તમારું કામ અનુવાદ શાખામાથી ઉમેરો છો તો તે આપોઆપ સક્રિય તરંગ૪૩નંબરના ખાનામાં દેખાશે. તમારી ઉમેરેલી દરેક વસ્તુ તમારા સક્રિય ખાતામાં દેખાશે. ઉ.દા. જો તમારું ખાતું ટેસ્ટ_યુસર* એટ્લે તમે તમારું સર્વ કામ http:/door43.org/u/test_user/. પર પ્રાપ્ત થસે. તમે તમારું કામ ઓન લાઈન અન્યને પણ લિંક મારફતે ઉમેરેલું કામ મોકલી સકશો.

વસ્તુને ઓફ લાઇન મોકલવી

તમે પણ દસ્તાવેજોનું નિર્માણ કરી આયોજન પેજ Door43 પરથી ડાઉનલોડ કરી શકો. એક વાર ડાઉન \લોડ કર્યા પછી તમે તેને પ્રિન્ટ કરી અને મુખ્ય કોપી અન્યને પણ વહેંચી શકો છો.