ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યાં
ઈસુની મશ્કરી કર્યા પછી, સૈનિકો તેમને વધસ્તંભે જડવા દૂર લઈ ગયા. તેઓએ ઈસુ પાસે જેની પર તેઓ મરવાના હતા વધસ્તંભ ઊંચકાવડાવ્યો.
સૈનિકો ઈસુને “ખોપરી” નામના સ્થાને લાવ્યા અને તેમના હાથ અને પગ વધસ્તંભ પર ખીલાથી જડી દીધા. પણ ઈસુએ કહ્યું, “હે પિતા, તેઓને માફ કરો, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. પિલાતે આજ્ઞા આપી કે તેના માથા ઉપર “યહૂદીઓનો રાજા” લખેલું તહોમતનામું લગાડવામાં આવે.
સૈનિકોએ ઈસુના કપડાં માટે ચિઠ્ઠી નાખી. જ્યારે તેઓએ આવું કર્યું ત્યારે આ ભવિષ્યવાણી પૂરી થઈઃ “તેઓએ માંહોમાંહે મારાં કપડાં વહેંચી લીધા, અને મારા ઝભ્ભાને માટે તેઓએ ચિઠ્ઠી નાખી.”
ઈસુને બે ચોરો વચ્ચે વધસ્તંભે જડવામાં આવ્યા. તેમાંનો એક ઈસુની નિંદા કરતો હતો, પરંતુ બીજાએ કહ્યું, “શું તું ઈશ્વરથી પણ બીતો નથી? આપણે તો દોષી છીએ, પણ આ માણસ નિર્દોષ છે.પછી તેણે ઈસુને કહ્યું, “કૃપા કરી, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને યાદ કરજો.” ઈસુએ તેને ઉત્તર આપ્યો, “આજે તું મારી સાથે પારાદેશમાં હોઈશ.”
યહૂદી યાજકો અને અન્ય લોકો જે ટોળામાં હતા તેઓ ઈસુની મશ્કરી કરતા હતા. તેઓએ ઈસુને કહ્યું, “જો તું ઈશ્વરનો દીકરો હોય તો વધસ્તંભ પરથી ઊતરી આવ અને પોતાને બચાવી લે. પછી અમે તારા પર વિશ્વાસ કરીશું.”
ત્યારે બપોરના સમયે સંપૂર્ણ વિસ્તારમાં અંધારુ થઈ ગયું. બપોરથી ૩.૦૦ વાગે સુધી અંધકાર છવાઈ રહ્યો.
ઈસુએ મોટે ઘાંટે બૂમ પાડી, “સંપૂર્ણ થયું.” પિતા હું મારો આત્મા તમારા હાથમાં સોંપુ છું. ત્યારે તેમણે માથું નમાવીને પોતાનો પ્રાણ છોડી દીધો. જ્યારે તેમનું મરણ થયું, ત્યારે એક ભૂકંપ આવ્યો, અને મંદિરનો મોટો પડદો જે લોકોને ઈશ્વરની હાજરીથી અલગ કરતો હતો તે ઉપરથી નીચે બે ટુભાગમાં ફાટી ગયો.
પોતાના મૃત્યુ દ્વારા ઈસુએ લોકોને ઈશ્વર પાસે આવવા માટે માર્ગ ખોલી દીધો. જે સિપાઈ ઈસુની રક્ષા કરી રહ્યો હતો તેણે સઘળું જોયું અને કહ્યું, “ચોક્કસ, તે નિર્દોષ હતા. તે ઈશ્વરના દીકરા હતા.”
ત્યારે યૂસફ અને નીકોદેમસ નામના બે યહૂદીઓ કે જેઓ વિશ્વાસ કરતા હતા કે ઈસુ તે જ ખ્રિસ્ત છે, તેમણે પિલાત પાસે ઈસુનું શબ માગ્યું. તેઓએ તેમનું શરીર કપડાથી વીટાળીને પહાડમાં કાપીને બનાવેલી કબરમાં રાખ્યું. પછી તેમણે કબર બંધ કરવા માટે એક મોટો પથ્થર ગબડાવી દીધો.
બાઇબલની એક વાર્તા :માથ્થી 27:27-61; માર્ક 15:16-47; લૂક 23:26-56; યોહાન 19:17-42