ગુજરાતી: Open Bible Stories

Updated ? hours ago # views See on DCS

ફિલિપ અને કૂશદેશનો અધિકારી

OBS Image

પહેલાના ખ્રિસ્તી સમુદાયમાં એક વ્યક્તિ હતો જેનું નામ સ્તેફન હતું. તે એક સારી પ્રતિષ્ઠાવાદી અને અને જ્ઞાનથી અને પવિત્ર આત્માથી ભરપૂર હતો. સ્તેફને ઘણા એવા આશ્ચર્ય જનક કામો કર્યા હતા. અને લોકોને તે આદરપૂર્વક સમજાવતો હતો.

OBS Image

એક દિવસ જ્યારે સ્તેફન ઈસુ વિષે શીખવી રહ્યો હતો, તો કેટલાક યહૂદીઓ જેઓ ઈસુ ઉપર વિશ્વાસ ન કરતા હતા, તેની સાથે વાદ-વિવાદ કરવા લાગ્યા. તેઓ ઘણા ક્રોધિત થયા અને સ્તેફન વિષે ધાર્મિક આગેવાનોને જૂઠું બોલ્યા. તેઓએ કહ્યું, “અમે તેને મૂસા અને ઈશ્વરની વિરુદ્ધ નિંદા કરતા સાંભળ્યો છે!”ધાર્મિક આગેવાનોએ સ્તેફનને કેદ કર્યો અને મુખ્ય યાજક અને બીજા યહૂદી આગેવાનો પાસે લઈ ગયા, જ્યાં જૂઠા સાક્ષીદારો સ્તેફન વિષે જૂઠું બોલ્યા.

OBS Image

મુખ્ય યાજકે સ્તેફનને પૂછ્યું, “શું આ બધી વાતો સાચી છે?” સ્તેફને તેમને ઇબ્રાહિમના સમયથી લઈને ઈસુના સમય સુધી ઈશ્વર દ્વારા થઈ ગયેલી મહાન વાતો યાદ કરાવતા ઉત્તર આપ્યો કે કેવી રીતે ઈશ્વરના લોકોએ તેમની આજ્ઞાનો અનાદર કર્યો. ત્યારે તેણે કહ્યું, “તમે કઠોર મનના અને બળવો કરનારા લોકો છો, તમે હંમેશા પવિત્ર આત્માનો વિરોધ કરતા રહો છો જેવી રીતે તમારા પૂર્વજોએ પ્રબોધકોને મારી નાખીને ઈશ્વરનો વિરોધ કર્યો. પણ તમે તેમનાથી પણ ખરાબ કામ કર્યું! તમે ખ્રિસ્તને મારી નાખ્યા!”

OBS Image

જ્યારે આ વાતો ધાર્મિક આગેવાનોએ સાંભળી તો તેઓ ગુસ્સે થયા અને તેઓએ પોતાના કાન બંધ કરી લીધા અને જોરથી બૂમો પાડી. તેઓ તેને નગરની બહાર લઈ ગયા અને તેને મારી નાખવા માટે તેના પર પથરાવ કરવાનું શરુ કર્યું.

OBS Image

જ્યારે સ્તેફન મરી રહ્યો હતો, ત્યારે તેણે ઊંચા અવાજે કહ્યું, “ઈસુ મારા આત્માનો અંગીકાર કરો.”પછી તેણે ઘૂટણે પડીને મોટો ઘાંટો પાડીને કહ્યું કે, “પ્રભુ, આ દોષ તેઓના માથે ન મૂકો.”પછી તે મરણ પામ્યો.

OBS Image

શાઉલ નામનો એક જુવાન સ્તેફનને ઘાત કરવામાં સહેમત હતો અને તે લોકોના વસ્ત્રોની રક્ષા કરી રહ્યો હતો જેઓ તેને પથ્થર મારી રહ્યા હતા. તે જ દિવસે, યરૂશાલેમમાં ઘણા લોકો ઈસુની પાછળ ચાલનારાઓનેસતાવવા લાગ્યા, જેના કારણે વિશ્વાસી લોકો બીજા સ્થળોએ ભાગી ગયા. છતાં, તેઓ જ્યાં પણ ગયા ત્યાં તેઓએ ઈસુની સુવાર્તાનો પ્રચાર કર્યો.

OBS Image

ઈસુનો એક શિષ્ય જેનું નામ ફિલિપ હતું તે વિશ્વાસીઓમાંનો એક હતો જે સતાવણીના કારણે યરૂશાલેમ છોડીને ભાગી ગયો હતો. તે સમરૂન નગરમાં ગયો જ્યાં તેણે ઈસુની સુવાર્તાનો પ્રચાર કર્યો અને ઘણા લોકો ઉદ્ધાર પામ્યા. એક દિવસ, ઈશ્વરના એક દૂતે ફિલિપને અરણ્યના માર્ગ પર જવાની આજ્ઞા આપી.જ્યારે તે માર્ગ પર જઈ રહ્યો હતો ત્યારે ફિલિપે કૂશના એક મોટા અમલદારને પોતાના રથ પર જતા જોયો. પવિત્ર આત્માએ ફિલિપને કહ્યું કે, “જા અને આ વ્યક્તિ સાથે વાત કર.”

OBS Image

જ્યારે ફિલિપ રથની પાસે ગયા ત્યારે તેણે ખોજાને યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતા સાંભળ્યો. તે વાંચી રહ્યો હતો, “તેઓ તેમને ઘેટાંની સમાન વધ કરવા માટે લઈ ગયા અને તે ઘેટાંની જેમ શાંત હતા, તેમણે એક પણ શબ્દ ન કહ્યો. તેઓએ તેમની સાથે અન્યાયથી વ્યવહાર કર્યો અને તેનો આદર ન કર્યો. તેઓએ તેનો પ્રાણ લઈ લીધો.”

OBS Image

ફિલિપે ખોજાને પૂછ્યું, “તું જે વાંચી રહ્યો છે શું તું સમજે છે?”ખોજાએ ઉત્તર આપ્યો, “ના. જ્યાં સુધી મને કોઈ ન સમજાવે ત્યાં સુધી હું કેવી રીતે સમજી શકું.કૃપા કરીને મારી સાથે આવીને બેસ. શું યશાયા પોતાના વિષે લખે છે કે કોઈ બીજાના વિષે લખે છે?

OBS Image

ફિલિપે ઈથિયોપિયાના તે માણસને સમજાવ્યું કે યશાયા ઈસુના વિષે લખે છેફિલિપે પવિત્ર શાસ્ત્રના અન્ય ભાગોનો ઉપયોગ કરીને ઈસુની સુવાર્તા સંભળાવી.

OBS Image

રસ્તામાં જતા ફિલિપ અને ઈથિયોપિયાનો રહેવાસી થોડા પાણી પાસે આવ્યા.ઈથિયોપિયાના રહેવાસીએ કહ્યું ,જુઓ!અહીંયા થોડુ પાણી છે! શું મને બાપ્તિસ્મા મળી શકે છે?”અને તેણે રથ રોકવાનો આદેશ આપ્યો.

OBS Image

પછી તે બન્ને પાણીમાં ઊતર્યા, અને ફિલિપે ખોજાને બાપ્તિસ્મા આપ્યું. જ્યારે તેઓ પાણીમાંથી બહાર નીકળ્યા ત્યારે પવિત્ર આત્મા અચાનક ફિલિપને લઈ ગયા અને ત્યાં તેણે લોકોને ઈસુ વિષે કહેવાનું ચાલુ રાખ્યું.

OBS Image

ખોજો ઈસુને જાણીને આનંદિત થયો અને પોતાના ઘર તરફનો પ્રવાસ ચાલુ રાખ્યો.

બાઇબલની એક વાર્તાઃપ્રેરિતોનાં કૃત્યો 6:8-8:5; 8:26-40