ગુજરાતી: Open Bible Stories

Updated ? hours ago # views See on DCS

પિતર અને યોહાન એક ભિખારીને સાજો કરે છે

OBS Image

એક દિવસ પિતર અને યોહાન મંદિરમાં જઈ રહ્યાં હતાં. જ્યારે તેઓ મંદિરના દ્વારે પહોંચ્યા ત્યારે તેઓએ એક લંગડા વ્યક્તિને પૈસા માગતા જોયો.

OBS Image

પિતરે એ લંગડા વ્યક્તિ તરફ જોઈને કહ્યું, “મારી પાસે તને આપવા માટે પૈસા નથી. પણ જે મારી પાસે છે તે હું તને આપીશ. ઈસુના નામમાં ઊઠ અને ચાલતો થા!”

OBS Image

તરત જ ઈશ્વરે એ લંગડા વ્યક્તિને સાજો કરી દીધો, અને તે ચાલવા તથા ચારે બાજુ કૂદવા, અને ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યો. મંદિરના આંગણામાં જે લોકો હતા તે બધા આશ્ચર્યચકિત થયા.

OBS Image

જે વ્યક્તિ સાજો થયો હતો તેને જોવા માટે તરત જ લોકોનું ટોળુ એકત્રિત થઈ ગયું. પિતરે તેમને કહ્યું, “તમે આ વાતથી કેમ ચકિત થયા છો કે આ વ્યક્તિ સાજો થયો છે?અમારા સામર્થ્યથી આ વ્યક્તિ સાજો નથી થયો.પણ ઈસુના સામર્થ્યથી આ વ્યક્તિ સાજો થયો છે."

OBS Image

"તમે જ રોમન રાજ્યપાલને કહ્યું હતું કે ઈસુને મારી નાખવામાં આવે. તમે જીવન આપનારને મારી નાખ્યો, પણ ઈશ્વરે તેમને મૂએલાઓમાંથી સજીવન કરી દીધા. તમે જાણતા ન હોતા કે તમે શું કરી રહ્યા છો, પણ ઈશ્વરે તમારા કાર્યોને ભવિષ્યવાણી પૂરીકરવા માટે ઉપયોગ કર્યા. એ માટે હવે તમે મન બદલો અને ઈશ્વરની તરફ ફરો જેથી તમારા પાપ માફ કરી દેવામાં આવે.”

OBS Image

પિતર અને યોહાન જે કંઈ કહી રહ્યા હતા એથી મંદિરના સરદારો ઘણાં પરેશાન થયા. તેથી તેઓએ તેમને બંદી બનાવી દીધા અને કેદખાનામાં નાખી દીધા. પણ ઘણા લોકોએ પિતરના સંદેશ પર વિશ્વાસ કર્યો અને ઈસુ પર વિશ્વાસ કરનારાઓની સંખ્યા વધીને ૫,૦૦૦ થઈ ગઈ.

OBS Image

બીજા દિવસે, યહૂદી સરદાર પિતર અને યોહાનને પ્રમુખ યાજક અને બીજા ધાર્મિક યાજકોની સામે લઈ આવ્યા. તેઓએ પિતર અને યોહાનને પૂછ્યું, “તમે આ લંગડા વ્યક્તિને કોના સામર્થ્યથી સાજો કર્યોં?”

OBS Image

પિતરે તેઓને ઉત્તર આપ્યો, “આ માણસ ઈસુ મસિહના સામર્થ્યથી સાજો થઈને તમારી આગળ ઊભો છે. તમે ઈસુને વધસ્તંભ પર જડી દીધા, પણ ઈશ્વરે તેમને મૂએલામાંથી ફરી પાછા જીવતા કરી દીધા. તમે તેમનો ધિક્કાર કર્યો, પણ તારણ પામવા માટે ઈસુના સામર્થ્ય સિવાય બીજો કોઈ માર્ગ નથી.”

OBS Image

આગેવાનો ચકિત હતા કે પિતર અને યોહાન આટલા હિંમતથી વાત કરી રહ્યા હતા કેમકે તેઓ જાણતા હતા કે આ લોકો સાધારણ અભણ માણસો છે. પરંતુ પછી તેમને યાદ આવ્યુ કે આ લોકો ઈસુની સાથે રહેતા હતા. ત્યારે તેઓએ પિતર અને યોહાનને ધમકી આપી અને પછી જવા દીધા.

બાઇબલની એકવાર્તા : પ્રેરિતોનાં કૃત્યો ૩ઃ૧-૪ઃ૨૨