ગુજરાતી: Open Bible Stories

Updated ? hours ago # views See on DCS

પાઉલ ખ્રિસ્તી બને છે

OBS Image

શાઉલ એક જુવાન વ્યક્તિ હતો જે લોકોના વસ્ત્રોની રક્ષા કરતો હતો જેઓએ સ્તેફનનો વધ કર્યો હતો. તે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતો ન હતો અને એ માટે તે વિશ્વાસીઓને સતાવતો હતો. તે યરૂશાલેમના ઘર ઘરમાં જઈને સ્ત્રી, પુરૂષ બધાને બંદી બનાવતો હતો જેથી તેઓને બંદીખાનામાં પૂરી શકે. પ્રમુખ યાજકે શાઉલને અનુમતિ આપી કે તે ખ્રિસ્તી લોકોને બંદી બનાવવા માટે દમસ્કમાં જાય અને તેઓને પાછા યરૂશાલેમાં લઈ આવે.

OBS Image

જ્યારે શાઉલ દમસ્કસના માર્ગ પર હતો ત્યારે આકાશમાંથી તેજ પ્રકાશ તેની ચારે બાજુ ચમક્યો અને તે નીચે પડી ગયો. શાઉલે કોઈક ને કહેતા સાંભળ્યું, “શાઉલ! શાઉલ! તું મને કેમ સતાવે છે?” શાઉલે પૂછ્યું, “પ્રભુ, તમે કોણ છે?” ઈસુએ જવાબ આપ્યો, “હું ઈસુ છું. તું મને સતાવે છે!”

OBS Image

જ્યારે શાઉલ ઊઠ્યો, ત્યારે તે જોઈ શકતો નહોતો.તેના મિત્રોએ તેને દમસ્ક તરફ દોરી લઈ જવો પડ્યો.શાઉલે ત્રણ દિવસ સુધી કંઈ ખાધું કે પીધું નહિ.

OBS Image

દમસ્કમાં અનાન્યા નામનો એક શિષ્ય હતો. ઈશ્વરે તેને કહ્યું, “જે ઘરમાં શાઉલ રોકાયેલો છે ત્યાં જા. તેના પર તારો હાથ મૂકે જેથી તે ફરીથી દેખતો થઈ શકે.” પણ અનાન્યાએ કહ્યું, “પ્રભુ આ વ્યક્તિએ વિશ્વાસીઓને કેવી રીતે સતાવ્યા છે મેં એ વિષે સાંભળ્યું છે. ઈશ્વરે તેને જવાબ આપ્યો, “જા! મેં તેને પસંદ કર્યો છે કે તે યહૂદીઓ તથા અન્ય જાતિઓને મારું નામ જણાવે.તે મારા નામના કારણે ઘણું દુઃખ ઉઠાવશે.”

OBS Image

એ માટે અનાન્યા શાઉલ પાસે ગયો, તેના પર પોતાનો હાથ મૂક્યો, અને કહ્યું, “આવતી વખતે ઇસુ જે તારા માર્ગમાં તને પ્રગટ થયા, તેમણે મને તારી પાસે મોકલ્યો છે. જેથી તું પોતાની દૃષ્ટી પાછી મેળવી શકે અને પવિત્ર આત્માથી ભરપુર થઈ શકે.શાઉલ તરત જ પાછો દેખતો થઈ ગયો, અને અનાન્યાએ તેને બાપ્તિસ્મા આપ્યું. પછી તેણે ભોજન કર્યું અને તેની શક્તિ પાછી આવી ગઈ.

OBS Image

તે સમયે, શાઉલ દમસ્કમાં રહેતા યહૂદીઓને પ્રચાર કરવા લાગ્યો, “ઈસુ ઈશ્વરના પુત્ર છે!”યહૂદી લોકો ચકિત થયા કે જે વ્યક્તિ વિશ્વાસીનો નાશ કરવા પ્રયત્ન કરતો હતો, તેણે પણ હવે ઈસુ પર વિશ્વાસ કરી લીધો છે. શાઉલ યહૂદી સામે આ સાબિત કરતો હતો કે ઈસુ એજ ખ્રિસ્ત છે.

OBS Image

ઘણાં દિવસો પછી, યહૂદીઓએ શાઉલને મારી નાખવાની યોજના બનાવી. તેઓએ નગરના દરવાજાઓ પર લોકોને નજર રાખવા માટે મોકલ્યા જેથી તેને મારી નાખવામાં આવે.પરંતુ શાઉલે એ યોજના વિષે સાંભળી લીધું. અને તેના મિત્રોએ તેને બચી જવા માટે મદદ કરી. એક રાત્રે તેઓએ તેને ટોપલામાં બેસાડીને કોટ ઉપરથી ઊતારી મૂક્યો.દમસ્કથી નિકળીને તરત તેણે ઈસુનો પ્રચાર કરવાનું ચાલુ રાખ્યું.

OBS Image

શાઉલ શિષ્યોને મળવા માટે યરૂશાલેમમાં ગયો પરંતુ તેઓ તેનાથી ગભરાયેલા હતા. પછી બર્નાબાસ નામનો એક વિશ્વાસી શાઉલને પ્રેરિતો પાસે લઈ ગયો અને તેણે કહ્યું કે શાઉલે દમસ્કમાં કેવી રીતે હિંમતથી પ્રચાર કર્યો હતો. અને તે પછી, શિષ્યોએ શાઉલનો સ્વીકાર કરી લીધો.

OBS Image

કેટલાક વિશ્વાસીઓ જે યરૂશાલેમની સતાવણીથી દૂર ચાલ્યા ગયા હતા તેઓ દૂર અંત્યોખ નગરમાં ચાલ્યા ગયા અને ત્યાં ઈસુની સુવાર્તાનો પ્રચાર કર્યો. અંત્યોખમાં વધારે લોકો યહૂદી ન હતા, પણ પ્રથમ વખત તેઓમાંથી ઘણા લોકો વિશ્વાસી બની ગયા. બાર્નાબાસ અને શાઉલ આ નવા વિશ્વાસીઓની પાસે ગયા જેથી તેઓ ઈસુના વિષે વધારે હજુ શિખવી શકે અને ખ્રિસ્તી સમુદાયને મજબૂત કરી શકે.અંત્યોખમાં પ્રથમ વિશ્વાસી લોકો “ખ્રિસ્તી” કહેવાયા હતા.

OBS Image

એક દિવસે, જ્યારે અંત્યોખના બધા ખ્રિસ્તી લોકો ઉપવાસ અને પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે પવિત્ર આત્માએ તેઓને કહ્યું, “બાર્નાબાસ અને શાઉલને મારુ કામ કરવા માટે અલગ કરો જે માટે મેં તેમને બોલાવ્યા છે. ત્યારે અંત્યોખની મંડળી બાર્નાબાસ અને શાઉલ માટે પ્રાર્થના કરી તેઓ પર પોતાના હાથ મૂક્યા.ત્યારે તેઓએ તેમને બીજી જગ્યાએ ઈસુની સુવાર્તા પ્રચાર કરવા માટે મોકલ્યા. બાર્નાબાસ અને શાઉલે ઘણી બધી જાતિઓના લોકોને ઈસુની સુવાર્તા સંભળાવી અને ઘણા બધા લોકોએ ઈસુ પર વિશ્વાસ કર્યો.

બાઇબલની એક વાર્તાઃ પ્રેરિતોનાં કૃત્યો ૮ઃ૩; ૯ઃ૧-૩૧; ૧૧ઃ૧૯-૨૬; ૧૩ઃ૧-૩