ગુજરાતી: Open Bible Stories

Updated ? hours ago # views See on DCS

ફિલિપી નગરમાં પાઉલ અને સિલાસ

OBS Image

જ્યારે શાઉલ સમગ્ર રોમન રાજ્યમાં મુસાફરી કરવા લાગ્યો ત્યારે તે પોતાના રોમન નામ “પાઉલ” નો ઉપયોગ કરવા લાગ્યો. એક દિવસે, પાઉલ અને તેનો મિત્ર સિલાસ ઈસુની સુવાર્તા પ્રચાર કરવા માટે ફિલિપી નગરમાં ગયા. એ શહેરની બહાર એક નદીની પાસે એક સ્થાન પર પહોંચ્યા. જ્યાં લોકો પ્રાર્થના કરવા માટે એકઠા થયા હતા.ત્યાં તેઓને લુદિયા નામની સ્ત્રી મળી જે એક વેપારી હતી. તે ઈશ્વરને પ્રેમ કરતી અને તેની આરાધના કરતી હતી.

OBS Image

ઈશ્વરે લુદિયાનું મન ખોલી દીધુ કારણકે તે ઈસુની સુવાર્તા પર વિશ્વાસ કરતી હતી અને તેણે અને તેના કુટુંબે બાપ્તિસ્મા લીધું. તેણે પાઉલ અને સિલાસને પોતાના ઘરે રહેવાનું આમંત્રણ આપ્યું. તેથી તેઓ તેણી અને તેનાં કુટુંબ સાથે રહ્યા.

OBS Image

પાઉલ અને સિલાસ મોટા ભાગે લોકોને પ્રાર્થનાના સ્થાન પર મળ્યાં કરતા હતા. દરરોજ જ્યારે તેઓ ત્યાં જતા હતા, દુષ્ટ આત્માથી પીડિત એક છોકરી તેમની પાછળ ફર્યા કરતી હતી. દુષ્ટ આત્મા દ્વારા તે લોકોને તેઓનું ભવિષ્ય બતાવ્યા કરતી હતી. તેથી તે એક ભવિષ્યવેતાના સ્વરૂપમાં પોતાના માલિકો માટે બહુ ધન કમાતી હતી.

OBS Image

જ્યારે તેઓ જઈ રહ્યા હતા ત્યારે દાસી બૂમો પાડી રહી હતી, “આ માણસો સર્વોચ્ચ ઈશ્વરના સેવકો છે. તેઓ તમને ઉદ્ધાર પામવાનો માર્ગ બતાવી રહ્યા છે.”આ પ્રમાણે તે કર્યા કરતી તેથી પાઉલ નારાજ થઇ ગયો.

OBS Image

આખરે એક દિવસ દાસીએ બૂમો પાડવાનું શરૂ કર્યું, તો પાઉલે તેની અંદર રહેલા દુષ્ટ આત્માને કહ્યું, “ઈસુના નામમાં તેનામાંથી બહાર નીકળી આવ.”તે જ સમયે દુષ્ટ આત્માએ તેને છોડી દીધી.

OBS Image

તે છોકરીના માલિકો બહુ ક્રોધિત થયા. તેઓ સમજી ગયા કે દુષ્ટ આત્મા વગર છોકરી લોકોનું ભવિષ્ય બતાવી શકશે નહિતેનો અર્થ એ કે તે લોકોનું ભવિષ્ય બતાવશે નહી અને તેથી લોકો તેના માલીકોને પૈસા આપશે નહીં.

OBS Image

તેથી દાસીના માલિકો પાઉલ અને સિલાસને રોમન અધિકારીઓની પાસે લઈ ગયા. તેઓએ તેમને માર્યા અને બંદીખાનામાં પૂરી દીધા.

OBS Image

તેઓએ પાઉલ અને સિલાસને બંદીખાનાના ખૂબજ ગુપ્તસ્થાનમાં નાખ્યા, અને ત્યાં સુધી કે તેમનાં પગહેડમાં નાખી દીધા. તો પણ અડધી રાતે તેઓ ઈશ્વરની સ્તુતિના ભજન ગાઈ રહ્યાં હતાં.

OBS Image

અચાનક ત્યાં એક ભયંકર ભૂંકપ આવ્યો. જેલના બધા દરવાજા ખૂલી ગયા અને બધા બંદિવાનોની સાંકળો તૂટી.

OBS Image

દ્વારપાળ જાગી ગયો. અને જ્યારે તેણે જોયું કે જેલના દરવાજા ખુલ્લા છે તો તે અત્યંત ભયભીત થયો. તેણે વિચાર્યું કે બધા કેદી બચીને ભાગી ગયા છે. તેથી તેણે પોતાને મારી નાખવાની યોજના બનાવી. (એ જાણતો હતો કે કેદીઓ ભાગી જશે તો રોમન અધિકારીઓ તેને મારી નાખશે.) પરંતુ પાઉલે તેને જોયો અને બૂમ પાડી, “થોભી જા! પોતાને ઘાયલ ન કર! અમે બધા અહીં છીએ.”.

OBS Image

દ્વારપાળ કાંપતો પાઉલ અને સિલાસની પાસે આવ્યો, અને પૂછ્યું “ઉદ્ધાર પામવા માટે હું શું કરું?” પાઉલે ઉત્તર આપ્યો, “જો તું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીશ તો તું અને તારા ઘરના ઉદ્ધાર પામશો.”ત્યારે દ્વારપાળ પાઉલ અને સિલાસને પોતાના ઘરે લઈ ગયો અને તેના ઘાવ ધોયા. પાઉલે દ્વારપાળના ઘરના બધા લોકોને ઈસુની સુવાર્તા સંભળાવી.

OBS Image

દ્વારપાળે અને તેના પૂરા પરિવારે ઈસુ પર વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા લીધું. ત્યારે દ્વારપાળે પાઉલ અને સિલાસને ભોજન આપ્યું અને સાથે મળીને આનંદ કર્યો.

OBS Image

બીજા દિવસે નગરના અધિકારીઓએ પાઉલ અને સિલાસને છોડી દીધા અને તેઓને આજ્ઞા આપી કે તમે ફિલિપીને છોડી દો. પાઉલ અને સિલાસ લુદિયા અને કેટલાંક અન્યમિત્રોની મુલાકાત પછી તેઓએ શહેર છોડી દીધું. ઈસુની સુવાર્તા ફેલાતી ગઈ. અને ખ્રિસ્તી સમુદાય વધતી ગઈ.

OBS Image

પાઉલ અને અન્ય ખ્રિસ્તી આગેવાનોએ ઇસુ વિષે સુવાર્તા પ્રચાર કરવા અને શિક્ષણ આપવા ઘણા શહેરોની યાત્રાઓ કરી. તેઓએ મંડળીના વિશ્વાસીઓને ઉત્તેજન આપવા અને સુવાર્તા પ્રચાર કરવા માટે ઘણા પત્રો લખ્યા. તેમાથી કેટલાક પત્રો બાઇબલના પુસ્તકો બની ગયા.

બાઇબલની એકવાર્તાઃ પ્રેરિતોનાં કૃત્યો ૧૬ઃ૧૧-૪૦