ગુજરાતી (Gujarati): translationNotes

Updated ? hours ago # views See on DCS Draft Material

Matthew

Matthew front

માથ્થીની સુવાર્તાની પ્રસ્તાવના

વિભાગ 1: સામાન્ય પ્રસ્તાવના

માથ્થીની સુવાર્તાની રૂપરેખા
  1. ઈસુ ખ્રિસ્તનો જન્મ અને તેમના સેવાકાર્યની શરૂઆત (1:1-4:25)
  2. ઈસુનો પહાડ પરનો ઉપદેશ (5:1-7:28)
  3. ઈસુ સાજાપણાના કાર્યો મારફતે ઈશ્વરના રાજ્યનું ઉદાહરણ આપે છે (8:1-9:34)
  4. સેવાકાર્ય અને રાજ્ય વિશે ઈસુનું શિક્ષણ (9:35-10:42)
  5. ઈશ્વરના રાજ્યની સુવાર્તા વિશે ઈસુ શિક્ષણ આપે છે. ઈસુના વિરોધની શરૂઆત. (11:1-12:50)
  6. ઈશ્વરના રાજ્ય વિશે ઈસુના દ્રષ્ટાંતો (13:1-52)
  7. ઈસુનો વધુ વિરોધ અને ઈશ્વર રાજ્યની ગેરસમજ (13:53-17:57)
  8. ઈશ્વરના રાજ્યમાં જીવન વિશે ઈસુનું શિક્ષણ (18:1-35)
  9. યહૂદિયામાં ઈસુના સેવાકાર્યો (19:1-22:46)
  10. અંતિમ ન્યાય અને તારણ વિશે ઈસુનું શિક્ષણ (23:1-25:46)
  11. ઈસુનુ ક્રૂસારોહણ, તેમનું મૃત્યુ અને પુનરુત્થાન (26:1-28:19)
માથ્થીનું પુસ્તક શેના વિશે છે?

માથ્થીની સુવાર્તા નવા કરારની સુવાર્તાઓમાંની એક સુવાર્તા છે જેમાં ઈસુ ખ્રિસ્તના પૃથ્વીય જીવનની કેટલીક ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. સુવાર્તાના લેખકોએ ઈસુ કોણ હતા અને તેમણે શું કર્યું તેના વિવિધ પાસાઓ વિશે લખ્યું છે. માથ્થીએ બતાવ્યું કે ઈસુ મસીહ હતા, અને ઈશ્વર ઇઝરાએલને તેમના દ્વારા બચાવશે. માથ્થીએ ઘણી વાર સમજાવ્યું કે ઈસુએ મસીહ વિશે જૂના કરારની ભવિષ્યવાણીઓ પૂરી કરી. આ સૂચવે છે કે તેને તેના પ્રથમ વાચકો મોટેભાગે યહૂદીઓ હોવાની અપેક્ષા હતી. (જુઓ: ખ્રિસ્ત, મસીહ)

આ પુસ્તકના શીર્ષકનું અનુવાદ કેવી રીતે થવું જોઈએ?

અનુવાદકો આ પુસ્તકને તેનું પારંપારિક શીર્ષક આપી શકે છે, ""માથ્થીની સુવાર્તા,"" અથવા ""માથ્થી રચિત સુવાર્તા."" અથવા તેઓ(અનુવાદકો) એવું શીર્ષક પસંદ કરી શકે છે જે વધુ સ્પષ્ટ હોય, જેમ કે, ""માથ્થી દ્વારા લખાયેલ ઈસુ વિશેની સુવાર્તા."" (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

માથ્થીની સુવાર્તા કોણે લખી?

આ પુસ્તક લેખકનું નામ આપતી નથી. જો કે, શરૂઆતના ખ્રિસ્તીઓના સમયથી, મોટાભાગના ખ્રિસ્તીઓ માને છે કે લેખક પ્રેરિત માથ્થી હતો.

ભાગ 2: મહત્વના ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો

""આકાશનું રાજ્ય"" શું છે?

આકાશના રાજ્ય વિશે માથ્થીએ સમાન રીતે કહ્યું છે જે રીતે અન્ય સુવાર્તાના લેખકોએ ઈશ્વરના રાજ્યની વિશે કહ્યું છે. આકાશનું રાજ્ય સર્વ લોકો પર અને સર્વ સર્જન પર, સર્વત્ર ઈશ્વરનું શાસન દર્શાવે છે. ઈશ્વર જેઓને તેમના રાજ્યમાં સ્વીકારે છે તે આશીર્વાદિત થશે. તેઓ(ઈશ્વરના લોકો) સર્વકાળ માટે ઈશ્વર સાથે રહેશે.

ઈસુની શિક્ષણ પદ્ધતિઓ શું હતી?

લોકો ઈસુને રાબ્બી માનતા હતા. રાબ્બી એ ઈશ્વરના નિયમશાસ્ત્રના શિક્ષક છે. ઇઝરાએલમાં અન્ય ધાર્મિક શિક્ષકોની જેમ જ ઈસુએ શીખવ્યું. તે જ્યાં પણ ગયા ત્યાં તેમને અનુસરનારા તેમના વિદ્યાર્થીઓ હતા. આ વિદ્યાર્થીઓ શિષ્યો કહેવાતા હતા. તેમણે વારંવાર દ્રષ્ટાંતો મારફતે શિક્ષણ આપ્યું હતું. દ્રષ્ટાંતો એ વાર્તાઓ છે જે નૈતિક પાઠ શીખવે છે. (જુઓ: નિયમ/કાયદો/કાનૂન, મુસાનો નિયમ, યહોવાનો નિયમ, ઈશ્વરનો નિયમ અને શિષ્ય, શિષ્યો અને દ્રષ્ટાંત, દ્રષ્ટાંતો)

ભાગ 3: અનુવાદને લગતા મહત્વના મુદ્દાઓ

સમાન સુવાર્તાઓ શું છે?

માથ્થી, માર્ક અને લૂકની સુવાર્તાઓને સમાન સુવાર્તાઓ કહેવામાં આવે છે કારણ કે તેઓ(સુવાર્તાઓ) સમાન ભાગોને દર્શાવે છે. ""સમાન"" શબ્દનો અર્થ છે ""એકસરખી રીતે જોવું.""

આ લખાણોને ""સમાંતર"" ગણવામાં આવે છે જ્યારે તેઓ સમાન હોય અથવા બે કે ત્રણ સુવાર્તામાં લગભગ એક સમાન હોય છે. સમાંતર લખાણોનું અનુવાદ કરતી વખતે, અનુવાદકે શક્ય એટલો સમાન શબ્દરચનાનો ઉપયોગ કરવો જોઈએ અને તેમને શક્ય એટલું સમાન બનાવવું જોઈએ.

શા માટે ઈસુ પોતાનો ઉલ્લેખ ""માણસના દીકરા"" તરીકે કરે છે?

સુવાર્તાઓમાં, ઈસુ પોતાને ""માણસનો દીકરો"" કહે છે. આ ઉલ્લેખ દાનીયેલ 7:13-14ની સમાનતામાં છે. આ ભાગમાં એક વ્યક્તિ છે જેને ""માણસના દીકરા"" તરીકે વર્ણવવામાં આવ્યો છે. તેનો અર્થ એ છે કે તે વ્યક્તિ એ કોઈ મનુષ્ય જેવો દેખાતો હોય. ઈશ્વરે માણસના દીકરાને દેશો પર સર્વકાળ શાસન કરવા માટે અધિકાર આપ્યો. અને સર્વ લોકો સદાકાળ તેમની સ્તુતિ કરશે.

ઈસુના સમયના યહૂદીઓએ કોઈના માટે ""માણસનો દીકરો"" શીર્ષકનો ઉપયોગ કર્યો ન હતો. તેથી, ઈસુએ સ્વયંના માટે તે શીર્ષકનો ઉપયોગ કર્યો જેથી તે ખરેખર કોણ હતા તે યહૂદીઓ સમજી શકે. (જુઓ: માણસનો દીકરો, માણસનો દીકરો)

""માણસનો દીકરો"" શીર્ષકનું અનુવાદ ઘણી ભાષાઓમાં મુશ્કેલ બની શકે છે. વાચકો શાબ્દિક અનુવાદને ગેરસમજ કરી શકે છે. અનુવાદકો વૈકલ્પિક વિચાર કરી શકે છે, જેમ કે, “એક માનવ.” શીર્ષકને સમજાવવા માટે પાનાંની નીચે ટૂંકી નોંધનો સમાવેશ પણ મદદરૂપ થઈ શકે છે.

માથ્થીના પુસ્તકના લખાણમાં મુખ્ય મુદ્દાઓ શું છે?

નીચેની કલમો બાઈબલના જૂના સંસ્કરણોમાં મળી આવે છે પરંતુ આધુનિક સંસ્કરણોમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

  • ""જેઓ તમને શાપ આપે છે તેમને આશીર્વાદ આપો, જેઓ તમને ધિક્કારે છે તેઓનું સારું કરો"" (5:44)
  • ""કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા છે. આમેન” (6:13)
  • ""પરંતુ પ્રાર્થના અને ઉપવાસ સિવાય આ પ્રકારની જાત નિકળતી નથી"" (17:21)
  • ""કેમ કે માણસનો દીકરો ખોવાયેલું શોધવા આવ્યો છે."" (18:11)
  • “તેડાયેલા ઘણા છે, પણ પસંદ કરાયેલા થોડા છે.” (20:16)
  • ""શાસ્ત્રીઓ અને ફરોશીઓ, તમને અફસોસ છે, ઢોંગીઓ! તમે વિધવાઓના ઘરોને ખાઈ જાઓ છો, જ્યારે તમે લાંબી પ્રાર્થનાઓનો દેખાડો કરો છો. તેથી તમને વધારે શિક્ષા મળશે."" (23:14)

અનુવાદકોને આ ફકરાઓનો સમાવેશ ન કરવાની સલાહ આપવામાં આવે છે. તેમ છતાં, જો અનુવાદકોના પ્રદેશમાં, બાઈબલના જૂના સંસ્કરણોમાં આમાંથી એક અથવા વધુ ફકરાઓનો સમાવેશ થયેલો છે, તો અનુવાદકર્તાઓ તેનો સમાવેશ કરી શકે છે. જો તેઓનો(ફકરાઓનો) સમાવેશ થાય, તો આ ફકરાઓ સંભવતઃ માથ્થીની સુવાર્તામાં મૂળભૂત રીતે હતા નહીં તે દર્શાવવા માટે તે ફકરાઓનો સમાવેશ ચોરસ કૌંસ ([]) માં સમાવેશ કરવો જોઈએ. (જુઓ: શાબ્દિક ભિન્નતા)

Matthew 1

માથ્થી 01 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક ભાષાંતરમાં જૂના કરારમાંથી અવતરણને બાકીના લખાણની તુલનાએ પૃષ્ઠની જમણી તરફ ગોઠવવામાં આવે છે. યુએલટી આ પ્રમાણે ગોઠવણ 1:23 માંના અવતરણ માટે કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

વંશાવળી

વંશાવળી એવી સૂચિ છે જે વ્યક્તિના પૂર્વજો અથવા વંશજોનો અહેવાલ દર્શાવે છે. યહૂદીઓએ રાજા નિયુક્ત કરવા માટે યોગ્ય માણસને પસંદ કરવા વંશાવળીનો ઉપયોગ કરતાં હતાં. તેઓ(યહૂદીઓ) આ પ્રમાણે વર્તતા કેમ કે રાજાનો દીકરો જ રાજા બની શકતો. મોટા ભાગના મહત્વપૂર્ણ લોકો પાસે તેમની વંશાવળીના અહેવાલો હતાં.

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

નિષ્ક્રિય વાણી(કર્તાના સ્થાને કર્મની પ્રાથમિકતા સાથેનું વાક્ય)નો ઉપયોગ

માથ્થી આ અધ્યાયમાં ખૂબ હેતુપૂર્વક નિષ્ક્રિય વાણીનો ઉપયોગ કરાયો છે જે સૂચવે છે કે કોઈપણ સાથે મરિયમનો જાતીય સંબંધ હતો નહીં. પવિત્ર આત્માના પરાક્રમ દ્વારા તેણીએ ગર્ભ ધારણ કરી ઈસુને જન્મ આપ્યો હતો. ઘણી ભાષાઓમાં નિષ્ક્રિય વાણી હોતી નથી, તેથી તે ભાષાઓમાં અનુવાદકોએ સમાન સત્યો પ્રસ્તુત કરવાની અન્ય રીતો શોધવી જરૂરી છે. (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 1:1

ઈસુ રાજા દાઉદ અને ઇબ્રાહિમના વંશજ છે તે દર્શાવવા માટે લેખક, વંશાવળીથી શરૂઆત કરે છે. વંશાવળી માથ્થી 1:17 સુધી જારી રહે છે.

βίβλος γενέσεως Ἰησοῦ Χριστοῦ

તમે આને સપૂર્ણ વાક્ય રચના તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “આ ઈસુના પૂર્વજોની યાદી છે”

Ἰησοῦ Χριστοῦ, υἱοῦ Δαυεὶδ, υἱοῦ Ἀβραάμ

ઈસુ, દાઉદ અને ઇબ્રાહિમની વચ્ચે ઘણી પેઢીઓ હતી. અહીં “પુત્ર” એટલે “વંશજ”. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુ ખ્રિસ્ત, એ દાઉદના વંશજ હતા, જે ઇબ્રાહિમના વંશજ હતા”

υἱοῦ Δαυεὶδ

ક્યારેક “દાઉદના પુત્ર” એ શબ્દસમૂહ શીર્ષક તરીકે ઉપયોગમાં લેવાયો છે, પરંતુ અહીં જાણે કે તેનો ઉપયોગ ફક્ત ઈસુના પૂર્વજોને જ દર્શાવવા માટે કરાયેલ છે.

Matthew 1:2

Ἀβραὰμ ἐγέννησεν τὸν Ἰσαάκ

ઇબ્રાહિમ ઇસહાકનો પિતા બન્યો અથવા “ઇબ્રાહિમનો પુત્ર ઇસહાક હતો” અથવા “ઇબ્રાહિમને ઇસહાક નામનો એક પુત્ર હતો.” તમે આનો અનુવાદ વિવિધ રીતે કરી શકો છો. જે રીતે તમે અહીં અનુવાદ કરો તે જ રીતે અનુવાદ ઈસુની સમગ્ર વંશાવળી માટે કરતા રહેવું ઉત્તમ રહેશે.

Ἰσαὰκ…ἐγέννησεν…Ἰακὼβ…ἐγέννησεν

અહીં શબ્દ “હતો”નો સદર્ભ સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઇસહાક પિતા હતો …. યાકૂબ પિતા હતો.” (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

Matthew 1:3

Φαρὲς…Ζάρα…Ἑσρώμ…Ἀράμ

આ તે પુરુષોના નામો છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Φαρὲς…ἐγέννησεν…Ἑσρὼμ…ἐγέννησεν

અહીં શબ્દ “હતો”નો સદર્ભ સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “પેરેસ પિતા હતો ……. હેસ્રોન પિતા હતો. (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

Matthew 1:4

Ἀμιναδὰβ…ἐγέννησεν…Ναασσὼν…ἐγέννησεν

અહીં શબ્દ “હતો”નો સદર્ભ સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “અમિનાદાબ પિતા હતો ……. નાહશોન પિતા હતો” (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

Matthew 1:5

Σαλμὼν…ἐγέννησεν τὸν Βόες ἐκ τῆς Ῥαχάβ

સલ્મોન બોઆઝનો પિતા હતો અને બોઆઝની મા રાહાબ અથવા “સલ્મોન અને રાહાબ, બોઆઝના માતા-પિતા હતા.

Βόες…ἐγέννησεν…Ἰωβὴδ…ἐγέννησεν

અહીં શબ્દ “હતો”નો સદર્ભ સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: બોઆઝ પિતા હતો…….. ઓબેદ પિતા હતો. (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

Βόες…ἐγέννησεν τὸν Ἰωβὴδ ἐκ τῆς Ῥούθ

બોઆઝ ઓબેદનો પિતા હતો અને રૂથ ઓબેદની મા હતી. અથવા “બોઆઝ અને રૂથ ઓબેદના માતા-પિતા હતા.”

Matthew 1:6

Δαυεὶδ…ἐγέννησεν τὸν Σολομῶνα ἐκ τῆς τοῦ Οὐρίου

અહીં શબ્દ “હતો”નો સદર્ભ સમજી શકાય છે. દાઉદ સુલેમાનનો પિતા હતો અને દાઉદ સાથે લગ્ન અગાઉ જે ઉરિયાની પત્ની હતી તે સુલેમાનની મા હતી. દાઉદ અને દાઉદ સાથે લગ્ન અગાઉ જે ઉરિયાની પત્ની હતી તે, સુલેમાનના માતા-પિતા હતા. (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

τῆς τοῦ Οὐρίου

ઉરિયાની વિધવા. સુલેમાનનો જન્મ ઉરિયાના મૃત્યુ બાદ થયો હતો.

Matthew 1:7

Ῥοβοὰμ…ἐγέννησεν τὸν Ἀβιά, Ἀβιὰ…ἐγέννησεν τὸν Ἀσάφ

શબ્દ “હતો”નો સંદર્ભ અહીં બંને વાક્યમાં સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “રહાબામ અબિયાનો પિતા અને અબિયા આસાનો પિતા હતો.” (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

Matthew 1:10

τὸν Ἀμώς

ક્યારેક આનું અનુવાદ “આમોસ” તરીકે થાય છે.

Matthew 1:11

Ἰωσίας…ἐγέννησεν τὸν Ἰεχονίαν

“પૂર્વજો” શબ્દ માટે વધુ ચોક્કસ શબ્દનો ઉપયોગ પણ કરી શકાય, ખાસ કરીને જો “પૂર્વજ” શબ્દનો ઉપયોગ ફક્ત વ્યક્તિના દાદાઓ પહેલાંના વ્યકિતનો ઉલ્લેખ કરવા માટે આવે. વૈકલ્પિક ભાષાંતર: યોશિયા યખોન્યાના દાદા હતા.”

ἐπὶ τῆς μετοικεσίας Βαβυλῶνος

જ્યારે તેઓ બાબિલના બંદીવાસમાં ગયા અથવા “બાબિલના લોકોએ તેઓ પર વિજય પ્રાપ્ત કર્યો અને તેઓને બાબિલમાં રહેવાને મજબૂર કર્યા.” જો તમારી ભાષામાં સ્પષ્ટ કરવાની જરૂર પડે કે કોણ બાબિલમાં ગયું તો તમે તેમ કહી શકો કે, “ઇઝરાએલીઓ” અથવા “યહૂદામાં રહેતા હતા તે ઇઝરાએલીઓ.”

Βαβυλῶνος

અહીં તેનો અર્થ બાબિલ દેશ છે, બાબિલ શહેર નહીં.

Matthew 1:12

μετὰ…τὴν μετοικεσίαν Βαβυλῶνος

માથ્થી 1:11માં ઉપયોગ કરેલ સમાન શબ્દનો ઉપયોગ કરો.

Σαλαθιὴλ…ἐγέννησεν τὸν Ζοροβαβέλ

શલથિયેલ ઝરુબ્બાબેલના દાદા હતા.

Matthew 1:15

માથ્થી માથ્થી 1:1 શરૂ થયેલી ઈસુની વંશાવળીને લેખક અહીં પૂર્ણ કરે છે.

Matthew 1:16

Μαρίας, ἐξ ἧς ἐγεννήθη Ἰησοῦς

આને સક્રિય સ્વરૂપ(કર્તાની પ્રાથમિકતા સાથેનું વાક્ય) વાક્યમાંમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “મરિયમ જેણે ઈસુને જન્મ આપ્યો.” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὁ λεγόμενος Χριστός

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “જેને લોકો ખ્રિસ્ત કહે છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 1:17

δεκατέσσαρες

14 (જુઓ: સંખ્યાઓ)

τῆς μετοικεσίας Βαβυλῶνος

માથ્થી 1:11માં ઉપયોગ કરેલ સમાન શબ્દનો ઉપયોગ કરો.

Matthew 1:18

અહીં માથ્થી તેની સુવાર્તાના નવા ભાગની શરૂઆત કરે છે જે ઈસુના જન્મ અંગેની ઘટનાઓનું વર્ણન કરે છે.

μνηστευθείσης τῆς μητρὸς αὐτοῦ Μαρίας τῷ Ἰωσήφ

તેમની મા, મરિયમના લગ્ન યૂસફ સાથે થવાના હતા. સામાન્ય રીતે માતા-પિતાઓ બાળકોના લગ્ન નક્કી કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ઈસુની મા મરિયમના માતા-પિતા મરિયમનું લગ્ન યૂસફ સાથે કરાવવાના વચને બંધાયા હતા. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

μνηστευθείσης τῆς μητρὸς αὐτοῦ Μαρίας

એવી રીતે અનુવાદ કરો કે જે સ્પષ્ટ કરે કે જ્યારે મરિયમ અને યૂસફની સગાઈ થઈ હતી ત્યારે ઈસુનો જન્મ થયો ન હતો. વૈકલ્પિક ભાષાંતર: ""મરિયમ, જે ઈસુની મા બનવાની છે, તેની સગાઈ થઈ ગઈ હતી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

πρὶν…συνελθεῖν αὐτοὺς

તેઓના લગ્ન પહેલાં. આ મરિયમ અને યૂસફનો જાતીય સબંધ થયો હતો નહીં, તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓના જાતીય સબંધ અગાઉ"" (જુઓ: સૌમ્યોક્તિ)

εὑρέθη ἐν γαστρὶ ἔχουσα

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓને અહેસાસ થયો કે તેણીને બાળક થવાનું છે"" અથવા ""એવું બન્યું કે તે ગર્ભવતી હતી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐκ Πνεύματος Ἁγίου

મરિયમ કોઈ પુરુષ સાથે શારીરિક સંભોગના સબંધમાં આવે તે પહેલાં પવિત્ર આત્માના સામર્થ્યએ મરિયમને એક બાળકને જન્મ આપવા સમર્થ કરી.

Matthew 1:19

Ἰωσὴφ…ὁ ἀνὴρ αὐτῆς

યૂસફે હજુ સુધી મરિયમ સાથે લગ્ન કર્યા ન હતા, પરંતુ જ્યારે એક પુરુષ અને સ્ત્રીએ એકબીજા સાથે લગ્ન કરવાના વચને એકબીજા સાથે બંધાય ત્યારે, તેઓ સાથે ન રહેતાં હોય તો પણ યહૂદીઓ તેમને પતિ અને પત્ની ગણતા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""યૂસફ, જે મરિયમ સાથે લગ્ન કરવાનો હતો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἀπολῦσαι αὐτήν

લગ્ન કરવાની તેઓની યોજના રદ કરવી

Matthew 1:20

αὐτοῦ ἐνθυμηθέντος

યૂસફે એવો વિચાર કર્યો

κατ’ ὄναρ ἐφάνη αὐτῷ

જ્યારે યૂસફ સ્વપ્ન જોતો હતો ત્યારે તેની પાસે આવ્યો

υἱὸς Δαυείδ

અહીં “પુત્ર” એટલે “વંશજ”

τὸ…ἐν αὐτῇ γεννηθὲν ἐκ Πνεύματός ἐστιν Ἁγίου

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પવિત્ર આત્મા દ્વારા મરિયમે આ બાળકનો ગર્ભ ધર્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 1:21

τέξεται…υἱὸν

કારણ કે ઈશ્વરે દૂતને મોકલ્યો હતો, દૂત જાણતો હતો કે તે બાળક નર સંતાન હતું.

καλέσεις τὸ ὄνομα αὐτοῦ

તમારે તેને નામ આપવું અથવા ""તમારે તેનું નામ આ રાખવું."" આ એક આદેશ છે.

αὐτὸς γὰρ σώσει

અનુવાદકર્તા એક પાનાંની નીચે ટૂંકી નોંધ મૂકી શકે છે જે કહે કે ""‘ઈસુના’ નામનો અર્થ 'પ્રભુ બચાવે છે’” થાય છે.

τὸν λαὸν αὐτοῦ

આ યહૂદીઓને ઉલ્લેખે છે.

Matthew 1:22

લેખક પ્રબોધક યશાયાના પુસ્તકને તે બતાવવા માટે નોંધે છે કે ઈસુનો જન્મ શાસ્ત્ર પ્રમાણે હતો. (જુઓ: પૂર્વભૂમિકા)

τοῦτο…ὅλον γέγονεν

હવે દૂત બોલી રહ્યો નથી. હવે માથ્થી સમજાવે છે કે દૂતે જે કહ્યું છે તેનું મહત્વ શું છે.

τὸ ῥηθὲν ὑπὸ Κυρίου διὰ τοῦ προφήτου

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે પ્રભુએ પ્રબોધકને ઘણા લાંબા સમય અગાઉ લખવાનું કહ્યું હતું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τοῦ προφήτου

ત્યાં ઘણા પ્રબોધકો હતા. માથ્થી યશાયાની વાત કરી રહ્યો હતો. વૈકલ્પિક ભાષાંતર: ""યશાયા પ્રબોધક"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 1:23

ἰδοὺ…Ἐμμανουήλ

અહીં માથ્થી યશાયા પ્રબોધકની વાતની નોંધ કરે છે.

ἰδοὺ, ἡ παρθένος

ધ્યાન આપો, કારણ કે હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે સત્ય અને મહત્વપૂર્ણ બંને છે: કુમારિકા

Ἐμμανουήλ

આ પુરુષનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

ὅ ἐστιν μεθερμηνευόμενον, μεθ’ ἡμῶν ὁ Θεός

આ યશાયાના પુસ્તકમાં નથી. માથ્થી ""ઈમ્માનુએલ"" નામનો અર્થ સમજાવે છે. તમે તેને અલગ વાક્ય તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “આ નામનો અર્થ ‘ઈશ્વર આપણી સાથે’ થાય છે.

Matthew 1:24

લેખક ઈસુના જન્મ સુધી દોરી જતી ઘટનાઓના વર્ણન સાથે સમાપન કરે છે.

ὡς προσέταξεν…ὁ ἄγγελος Κυρίου

દૂતે યૂસફને કહ્યું હતું કે તેણે મરિયમને તેની પત્ની તરીકે સ્વીકારવા અને બાળકનું નામ ઈસુ રાખવું.

παρέλαβεν τὴν γυναῖκα αὐτοῦ

તેણે મરિયમ સાથે લગ્ન કર્યું.

Matthew 1:25

οὐκ ἐγίνωσκεν αὐτὴν

આ એક સૌમ્યોક્તિ છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેણે તેણીની સાથે જાતીય સંબંધ બાંધ્યો ન હતો"" (જુઓ:સૌમ્યોક્તિ)

υἱόν

નર બાળક અથવા ""તેણીના પુત્રને."" નિશ્ચિત કરો કે તે સ્પષ્ટ છે કે ખરેખર પિતા તરીકે હજી સુધી યૂસફને રજૂ કરાયો નથી.

καὶ ἐκάλεσεν τὸ ὄνομα αὐτοῦ, Ἰησοῦν

યૂસફે બાળકનું નામ ઈસુ રાખ્યું.

Matthew 2

માથ્થી 02 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ શબ્દોને વાંચન માટે સરળ બનાવવા માટે કેટલાક ભાષાંતર કવિતાની પ્રત્યેક પંક્તિને જમણી તરફ ગોઠવે છે. યુએલટી આવૃત્તિ આ પ્રમાણે ગોઠવણ કલમ 6 અને 18 માં જે કવિતા છે, જેના શબ્દો જૂના કરારમાથી લેવામાં આવ્યા છે, તેના સંદર્ભમાં કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""તેમનો તારો""

આ શબ્દો સંભવતઃ કોઈ તારાનો ઉલ્લેખ કરે છે જે તારાને વિદ્વાન માણસો ઇઝરાએલના નવા રાજાની નિશાની હોવાનું માને છે. (જુઓ:ચિહ્ન, ચિહ્નો, સાબિતી, સ્મૃતિપત્ર)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""શિક્ષિત પુરુષો”

અંગ્રેજી અનુવાદ આ શબ્દસમૂહનું અનુવાદ કરવા માટે ઘણા વિભિન્ન શબ્દોનો ઉપયોગ કરે છે. આ શબ્દોમાં ""માગી"" અને ""જ્ઞાની પુરુષો"" શામેલ છે. આ પુરુષો કદાચ વૈજ્ઞાનિકો અથવા જ્યોતિષીઓ હોઈ શકે છે. જો તમે કરી શકો છો, તો સામાન્ય શબ્દમાં ""માગીઓ"" સાથે તેનો અનુવાદ કરવો.”

Matthew 2:1

માથ્થીની સુવાર્તાનો એક નવો વિભાગ અહીંથી શરૂ થઈને આધ્યાયના અંત ભાગ સુધી જારી રહે છે. યહૂદિઓના નવા રાજાને મારી નાખવાના હેરોદના પ્રયાસ વિશે માથ્થી કહે છે.

Βηθλέεμ τῆς Ἰουδαίας

યહૂદીયા પ્રાંતમાંના બેથલેહેમનું નગર

ἐν…ἡμέραις Ἡρῴδου τοῦ βασιλέως

જ્યારે હેરોદ ત્યાં રાજા હતો

Ἡρῴδου

આ મહાન હેરોદનો ઉલ્લેખ કરે છે.

μάγοι ἀπὸ ἀνατολῶν

પૂર્વના માણસો/માગીઓ જેઓએ તારાઓનો અભ્યાસ કર્યો હતો

ἀπὸ ἀνατολῶν

પૂર્વી યહૂદીયાના દૂર દેશથી

Matthew 2:2

ποῦ ἐστιν ὁ τεχθεὶς Βασιλεὺς τῶν Ἰουδαίων?

તારાઓનો અભ્યાસ કરવાથી માગીઓ જાણતા હતા કે જે રાજા બનવાનો છે તેનો જન્મ થયો છે. તે રાજા ક્યાં હતો તે જાણવા માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""એક બાળક કે જે યહૂદીઓનો રાજા બનવાનો છે તેનો જન્મ થયો છે. તે ક્યાં છે?

αὐτοῦ τὸν ἀστέρα

માગીઓ એમ કહેતા ન હતા કે તારાનો અધિકારયુક્ત માલિક તે બાળક હતો. વૈકલ્પિક ભાષાંતર: ""તારો જે તેના વિશે કહે છે"" અથવા ""તારો કે જે તેના જન્મ સાથે સંકળાયેલો છે

ἐν τῇ ἀνατολῇ

કારણ કે તે પૂર્વમાં આવ્યો હતો અથવા ""જ્યારે અમે અમારા દેશમાં હતા

προσκυνῆσαι

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તેઓ(માગીઓ) બાળકની આરાધના ઈશ્વરી રીતે કરવાના ઇરાદો રાખતા હતા, અથવા 2) તેઓ તેને માનવીય રાજા તરીકે માન આપવા માંગતા હતા. જો તમારી ભાષામાં કોઈ શબ્દ હોય કે જે ઉપરોકત બંને અર્થનો સમાવેશ કરતો હોય, તો તમારે અહીં તેનો ઉપયોગ કરવો.

Matthew 2:3

ἐταράχθη

તે ચિંતિત હતો. હેરોદ ચિંતિત હતો કે આ બાળક મારા સ્થાને રાજા બની જશે.

πᾶσα Ἱεροσόλυμα

અહીં ""યરૂશાલેમ"" લોકોનો ઉલ્લેખ કરે છે. અને, ""આખું""નો અર્થ ""ઘણા"" થાય છે. માથ્થી એ બાબત પર ભાર મૂકે છે કે કેટલા બધા લોકો ચિંતિત હતાં. વૈકલ્પિક ભાષાંતર: ""યરૂશાલેમમાંના ઘણા લોકો"" (જુઓ: ઉપનામ અને અત્યુક્તિ અને સામાન્યીકરણ)

Matthew 2:4

કલમ 6 માં, લોકોના મુખ્ય યાજકોએ અને શાસ્ત્રીઓએ પ્રબોધક મીખાહે જે કહ્યું હતું તેની નોંધ લીધી કે ખ્રિસ્તનો જન્મ બેથલેહેમમાં થશે.

Matthew 2:5

ἐν Βηθλέεμ τῆς Ἰουδαίας

યહૂદીયાના પ્રાંતમાં બેથલેહેમના નગરમાં

οὕτως…γέγραπται διὰ τοῦ προφήτου

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “આ પ્રબોધકે જે ઘણા વર્ષો પહેલા લખ્યું હતું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 2:6

σύ Βηθλέεμ…οὐδαμῶς ἐλαχίστη εἶ ἐν τοῖς ἡγεμόσιν Ἰούδα

બેથલેહેમના લોકો ત્યાં હતા નહીં પરંતુ મીખાહ તેઓ સાથે વાત એ રીતે કરી રહ્યો હતો જાણે કે તેઓ તેની સાથે હતા. ""સર્વથી નાનું નથી""નો અનુવાદ હકારાત્મક વાક્ય તરીકે પણ કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""તમે, બેથલેહેમના લોકો, ... યહૂદીયાના નગરોમાં તમારું નગર સૌથી મહત્વપૂર્ણ નગર છે"" (જુઓ: લુપ્તાશર સંબોધન, મૃત કે ગેરહાજર વ્યક્તિ કે વસ્તુને ઉદ્દેશીને કરેલું સંબોધન, ઉદ્ગાર સંબોધન અને વક્રોક્તિ)

ὅστις ποιμανεῖ τὸν λαόν μου τὸν Ἰσραήλ

મીખાહ આ અધિપતિને ઘેટાંપાળક તરીકે દર્શાવે છે. આનો અર્થ એ છે કે “તે લોકોને દોરશે અને લોકોની સંભાળ રાખશે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ ઘેટાંપાળક ઘેટાંને દોરે છે તેમ તે મારા લોક ઇઝરાઇલને દોરી જશે."" (જુઓ: રૂપક)

Matthew 2:7

Ἡρῴδης λάθρᾳ καλέσας τοὺς μάγους

આનો અર્થ એ થયો કે હેરોદે બીજા લોકોની જાણ બહાર આ જ્ઞાની પુરુષો/માગીઓ સાથે વાત કરી.

ἠκρίβωσεν παρ’ αὐτῶν τὸν χρόνον τοῦ φαινομένου ἀστέρος

આનો અનુવાદ પ્રત્યક્ષ અવતરણ તરીકે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""માગીઓ, અને તેણે તેઓ(માગીઓ)ને પૂછ્યું, 'ચોક્કસ કઈ વેળાએ તારો દેખાયો હતો?'"" (જુઓ: પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

τὸν χρόνον τοῦ φαινομένου ἀστέρος

તે એ બાબત સૂચવે છે કે તારો ક્યારે દેખાયો હતો તે તેને માગીઓએ કહ્યું હતું. વૈકલ્પિક ભાષાંતર: ""કઈ વેળાએ તારો દેખાયો હતો. માગીઓએ તેને કહી બતાવ્યુ કે તારો પ્રથમ કયા સમયે દેખાયો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 2:8

τοῦ παιδίου

આ ઈસુનો ઉલ્લેખ કરે છે.

ἀπαγγείλατέ μοι

મને જણાવો અથવા ""મને કહો"" અથવા ""તપાસ કરી મને જાણ કરો

προσκυνήσω αὐτῷ

તમે આનો અનુવાદ માથ્થી 2:2માં કેવી રીતે કર્યો છે તે જુઓ.

Matthew 2:9

οἱ δὲ ἀκούσαντες

ત્યાર બાદ માગીઓએ જે તારાને પૂર્વમાં જોયો હતો

εἶδον ἐν τῇ ἀνατολῇ

અથવા ""તેઓએ તેમના દેશમાં જોયો હતો

προῆγεν αὐτούς

તેમને દોરવણી આપી અથવા “તેમને દોર્યા”

ἐστάθη ἐπάνω

આવીને થંભ્યો

οὗ ἦν τὸ παιδίον

નાનો બાળક હતો તે સ્થળ પર

Matthew 2:11

અહીં હવે દ્રશ્યનું કેન્દ્ર, જે ઘરમાં મરિયમ, યૂસફ અને બાળ ઈસુ હતાં તે ઘર બને છે.

ἐλθόντες

માગીઓ/જ્ઞાની પુરુષો ઘરમાં ગયા

πεσόντες προσεκύνησαν αὐτῷ

તેઓ તેમના ચહેરાને જમીન સુધી ટેકવીને ઘૂટણે પડ્યા. તેઓએ ઈસુને માન આપવા માટે આ કર્યું હતું. (જુઓ: સાંકેતિક પગલું)

τοὺς θησαυροὺς αὐτῶν

અહીં ""નજરાણું"" એ તેમના ખજાનાને લઈ જવા માટે ઉપયોગ થતી પેટીઓ અથવા થેલીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પાત્રો કે જેમાં તેમના ખજાનાને મૂકવામાં આવ્યો હતો"" (જુઓ: ઉપનામ)

Matthew 2:12

χρηματισθέντες

ત્યારબાદ, ઈશ્વરે તે માગીઓને ચેતવણી આપી. ઈશ્વર જાણતા હતા કે હેરોદ બાળકને નુકસાન પહોંચાડવા માંગે છે.

κατ’ ὄναρ μὴ ἀνακάμψαι πρὸς Ἡρῴδην

આનો અનુવાદ તમે પ્રત્યક્ષ અવતરણ દ્વારા કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""સ્વપ્નમાં દર્શન થયું કે, 'રાજા હેરોદ પાસે પાછા જવું નહીં,’ તેથી"" (જુઓ: પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

Matthew 2:13

કલમ 15 માં, પ્રબોધક હોશિયા દ્વારા જણાવેલ બાબતની નોંધ અહીં માથ્થી કરે છે કે ખ્રિસ્તે મિસરમાં સમય વિતાવવો.

ἀναχωρησάντων…αὐτῶν

માગીઓએ/જ્ઞાની પુરુષોએ વિદાય લીધી

φαίνεται κατ’ ὄναρ τῷ Ἰωσὴφ

પ્રભુના દૂતે સ્વપ્નમાં યૂસફને દર્શન આપીને કહ્યું

ἐγερθεὶς, παράλαβε…φεῦγε…ἴσθι…σοι

ઈશ્વર યૂસફ સાથે વાત કરે છે, તેથી આ વાક્યો એકવચનમાં હોવા જોઈએ.

ἕως ἂν εἴπω σοι

આ નિવેદનનો સંપૂર્ણ અર્થ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યાં સુધી હું તમને ન કહું કે હવે સલામતી છે ત્યાં સુધી પાછા આવવું નહીં"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

εἴπω σοι

અહીં “હું” ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. ઈશ્વરનો સંદેશ, દૂત રજૂ કરી રહ્યો છે.

Matthew 2:15

ἦν

તે જણાવે છે કે યૂસફ, મરિયમ અને ઈસુએ મિસરમાં રહ્યાં. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ રહ્યાં"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἕως τῆς τελευτῆς Ἡρῴδου

ત્યાં સુધી માથ્થી 2:19 હેરોદનું મૃત્યુ થયું હતું નહીં. આ વાક્ય તેઓના મિસરમાંના વસવાટના સમયની લંબાઈને સ્પષ્ટ કરે છે અને આ વાક્ય તેમ જણાવતું નથી કે તે સમય દરમ્યાન હેરોદ મૃત્યુ પામ્યો હતો.

ἐξ Αἰγύπτου ἐκάλεσα τὸν Υἱόν μου

મેં મારા પુત્રને મિસરમાંથી બોલાવ્યો.

τὸν Υἱόν μου

હોશિયા અહીં ઇઝરાએલીઓનો ઉલ્લેખ કરે છે. માથ્થી કહે છે કે આ ઈસુ, ઈશ્વરના પુત્ર વિશેની વાત સાચી ઠરી. જે શબ્દ માત્ર એક પુત્ર કે પ્રથમ પુત્રનો ઉલ્લેખ કરતો હોય તે શબ્દ દ્વારા ‘પુત્ર’ શબ્દનો અનુવાદ કરો.

Matthew 2:16

આ ઘટનાઓ હેરોદના મૃત્યુ પહેલાં બને છે, જેનો ઉલ્લેખ માથ્થી [માથ્થી 2:15] (../02/15.md) માં છે. (જુઓ: ઘટનાઓનો ક્રમ)

અહીં દ્રશ્યનું કેન્દ્ર ફરી પાછું હેરોદ તરફ ફરે છે અને કહે છે કે જ્યારે હેરોદને ખબર પડી કે માગીઓએ તેને છેતર્યો છે ત્યારે તેણે શું કર્યું.

ἐνεπαίχθη ὑπὸ τῶν μάγων

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેને ચાલાકીથી ફસાવીને માગીઓએ તેને શરમજનક સ્થિતિમાં મૂક્યો હતો."" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἀποστείλας, ἀνεῖλεν πάντας τοὺς παῖδας

હેરોદે તેની જાતે બાળકોને મારી નાખ્યા નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રત્યેક નર બાળકને મારી નાખવાનો આદેશ તેણે તેના સૈનિકોને આપ્યો"" અથવા ""પ્રત્યેક બાળકોને મારી નાખવા માટે તેણે સૈનિકો મોકલ્યા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

διετοῦς καὶ κατωτέρω

2 વર્ષ અને તેથી નાના (જુઓ:સંખ્યાઓ)

κατὰ τὸν χρόνον

સમય પર આધારિત

Matthew 2:17

યર્મિયા પ્રબોધકના કહ્યા પ્રમાણે માથ્થી જણાવે છે કે બેથલેહેમના પ્રદેશમાંના તમામ નર બાળકોનું મૃત્યુ શાસ્ત્ર પ્રમાણે હતું.

τότε ἐπληρώθη

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ પૂર્ણ થયું"" અથવા ""હેરોદનું કાર્ય પૂર્ણ થયું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τὸ ῥηθὲν διὰ Ἰερεμίου τοῦ προφήτου

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લાંબા સમય અગાઉ યર્મિયા પ્રબોધક મારફતે પ્રભુએ જે કહ્યું હતું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 2:18

φωνὴ…ἠκούσθη…οὐκ εἰσίν

માથ્થી યર્મિયા પ્રબોધકની નોંધ કરે છે.

φωνὴ…ἠκούσθη

આને વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકોએ વાણી સાંભળી"" અથવા ""ત્યાં મોટી વાણી સંભળવામાં આવી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Ῥαχὴλ κλαίουσα τὰ τέκνα αὐτῆς

આ સમય અગાઉ ઘણા વર્ષો પહેલાં રાહેલ જીવન જીવી ચૂકી હતી. આ ભવિષ્યવાણી રાહેલને દર્શાવે છે કે જે મૃત્યુ પામી હતી પણ તેના વંશજો માટે વિલાપ કરતી હતી.

οὐκ ἤθελεν παρακληθῆναι

આને વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: "" કોઈપણ, તેને દિલાસો આપી શકશે નહીં"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὅτι οὐκ εἰσίν

કારણ કે તેના બાળકો મૃત્યુ પામ્યા હતાં અને તેઓ હવે ક્યારેય પાછા આવવાના હતા નહીં. તેઓ મૃત્યુ પામ્યા છે, તેમ હળવી રીતે કહેવા માટેના શબ્દો અહીં “હયાત નથી"" છે. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે તેઓ હયાત નથી"" (જુઓ: સૌમ્યોક્તિ)

Matthew 2:19

અહીં દ્રશ્યનું કેન્દ્ર ફરી એકવાર મિસર તરફ બદલાય છે, જ્યાં યૂસફ, મરિયમ અને બાળ ઈસુ રહે છે.

ἰδοὺ

અહીં આ વિસ્તૃત ઈતિહાસમાં બીજી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરે છે. તે અગાઉની ઘટનાઓ કરતા વિભિન્ન લોકોનો સમાવેશ કરી શકે છે. તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.

Matthew 2:20

οἱ ζητοῦντες τὴν ψυχὴν τοῦ παιδίου

અહીં ""બાળકનો જીવ લેવાની શોધ જેઓ કરતા હતા"" એ કહેવાનો અર્થ એ છે કે તેઓ બાળકને મારી નાખવા માંગતા હતાં. ""વૈકલ્પિક ભાષાંતર:"" જેઓ બાળકને મારી નાખવા માટે શોધતા હતા"" (જુઓ: સૌમ્યોક્તિ)

οἱ ζητοῦντες

આ હેરોદ અને તેના સલાહકારોનો ઉલ્લેખ કરે છે.

Matthew 2:22

યહૂદીઓના નવા રાજાને મારી નાખવાના હેરોદના પ્રયત્નથી [માથ્થી 2:1] (../02/01.md) માં શરૂ થયેલ ઘટનાનો આ અંત ભાગ છે.

ἀκούσας δὲ

પરંતુ જ્યારે યૂસફે સાંભળ્યું

Ἀρχέλαος

આ હેરોદના પુત્રનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

ἐφοβήθη

યૂસફ ભયભીત થયો

Matthew 2:23

τὸ ῥηθὲν διὰ τῶν προφητῶν

આને વાક્યને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રભુએ પ્રબોધકો દ્વારા લાંબા સમય અગાઉ જે કહ્યું હતું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Ναζωραῖος κληθήσεται

અહીં ""તે"" ઈસુનો ઉલ્લેખ કરે છે. ઈસુના જન્મ અગાઉના પ્રબોધકો ઈસુનો ઉલ્લેખ મસીહ અથવા ખ્રિસ્ત તરીકે કરતા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો કહેશે કે ખ્રિસ્ત નાઝારી છે"" (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Matthew 3

માથ્થી 03 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક ભાષાંતર જૂના કરારમાંથી લેવાયેલા અવતરણોને બાકીના લખાણથી અલગ પૃષ્ઠની જમણી તરફ ઉપર દર્શાવે છે. યુએલટી આવૃત્તિ આ પ્રમાણે ગોઠવણ કલમ ૩ના સંદર્ભમાં કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""પસ્તાવાને અનુરૂપ ફળ ઉપજાવો""

શાસ્ત્રમાં ફળ એક સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતું ચિત્ર છે. લેખકો સારા કે ખરાબ વર્તનના પરિણામોને વર્ણવવા માટે તેનો ઉપયોગ કરે છે. આ અધ્યાયમાં, સારા ફળ એ ઈશ્વરની આજ્ઞાઓ અનુસાર જીવવું થાય છે. (જુઓ: ફળ, ફળદાયી, નિષ્ક્રિય/નિરર્થક/બિનપરિણામકારક)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""આકાશનું રાજ્ય પાસે આવ્યું છે""

જ્યારે યોહાન આકાશના રાજ્યની વાત કરે છે ત્યારે કોઈ પણ વ્યક્તિને તેની ખાતરી નથી કે તે રાજ્ય, હાલમાં છે કે પછી આવવાનું છે. અંગ્રેજી અનુવાદમાં વારંવાર "" હાથવગું"" શબ્દનો ઉપયોગ થાય છે, પરંતુ આ શબ્દોનો અનુવાદ કરવો મુશ્કેલ હોઈ શકે છે. અન્ય આવૃત્તિઓ ""પાસે આવે છે"" અને ""પાસે આવ્યું છે"" શબ્દસમૂહોનો ઉપયોગ કરે છે.”

Matthew 3:1

અહીં માથ્થીની સુવાર્તાના નવા ભાગની શરૂઆત થાય છે જ્યાં માથ્થી યોહાન બાપ્તિસ્તના સેવાકાર્યની વાત કરે છે. કલમ 3 માં, યશાયા પ્રબોધકમાંથી અવતરણના ઉપયોગ દ્વારા માથ્થી દર્શાવે છે કે ઈસુના સેવાકાર્યનો માર્ગ તૈયાર કરવા માટે યોહાન બાપ્તિસ્ત ઈશ્વરના અભિષિક્ત સંદેશવાહક હતા.

ἐν…ταῖς ἡμέραις ἐκείναις

“તે દિવસોમાં” ઉલ્લેખ, ઘણાં વર્ષો પછી યૂસફ અને તેનું પરિવાર મિસર છોડીને નાઝરેથ જાય છે તે વિશેનો છે. આ સંભવતઃ ઈસુએ તેમની સેવા શરૂ કરી તેની નજદીકનો સમય છે. વૈકલ્પિક ભાષાંતર: ""થોડા સમય પછી"" અથવા ""થોડા વર્ષો પછી

Matthew 3:2

μετανοεῖτε

આ સ્વરૂપમાં બહુવચન છે. યોહાન લોકોના ટોળાને સંબોધી રહ્યો છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ἤγγικεν…ἡ Βασιλεία τῶν Οὐρανῶν

આકાશનું રાજ્ય"" શબ્દસમૂહનો અર્થ છે, ઈશ્વર રાજા તરીકે રાજ કરે છે. આ શબ્દસમૂહ માત્ર માથ્થીની સુવાર્તામાં જોવા મળે છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ"" શબ્દનો ઉપયોગ કરો. વૈકલ્પિક ભાષાંતર: ""આકાશના આપણાં ઈશ્વર ટૂંક સમયમાં પોતાને રાજા તરીકે જાહેર કરશે."" (જુઓ: ઉપનામ)

Matthew 3:3

οὗτος γάρ ἐστιν ὁ ῥηθεὶς διὰ Ἠσαΐου τοῦ προφήτου λέγοντος

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી ત્યારે તે યોહાન બાપ્તિસ્ત વિશે જણાવી રહ્યો હતો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

φωνὴ βοῶντος ἐν τῇ ἐρήμῳ

આને વાક્ય તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""રાનમાં પોકારનારની વાણી સાંભળવામાં આવી"" અથવા ""કોઈ રણમાંથી પોકારતું હોય તેવી વાણી તેઓએ સાંભળી

ἑτοιμάσατε τὴν ὁδὸν Κυρίου; εὐθείας ποιεῖτε τὰς τρίβους αὐτοῦ

આ બંને શબ્દસમૂહોનો અર્થ સમાન છે. (જુઓ: સમાંતરણ)

ἑτοιμάσατε τὴν ὁδὸν Κυρίου

જ્યારે પ્રભુ આવે ત્યારે તેમનો સંદેશ સાંભળવા લોકોને તૈયાર કરવાનું પ્રતિનિધિત્વ ‘પ્રભુનો માર્ગ તૈયાર કરો’ વાક્ય કરે છે. પ્રભુના સંદેશ માટે લોકો પશ્ચાત્તાપ દ્વારા તૈયાર થઇ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે પ્રભુ આવે છે ત્યારે પ્રભુનો સંદેશ સાંભળવા માટે તૈયાર થાઓ"" અથવા ""પ્રભુ આવી રહ્યા છે માટે પસ્તાવો કરી તૈયાર થાઓ""(જુઓ: રૂપક અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 3:4

δὲ…μέλι ἄγριον

અહીં “હવે” શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી, યોહાન બાપ્તિસ્તની પશ્વાદ્ ભૂમિકા વિશેની માહિતી આપે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

εἶχεν τὸ ἔνδυμα αὐτοῦ ἀπὸ τριχῶν καμήλου καὶ ζώνην δερματίνην περὶ τὴν ὀσφὺν αὐτοῦ

ઘણાં સમય અગાઉ થઇ ગયેલ પ્રબોધકો જેવો, ખાસ કરીને પ્રબોધક એલિયા જેવો જ પ્રબોધક યોહાન છે તેનું પ્રતિકાત્મક ચિત્ર આ વસ્ત્રો છે. (જુઓ: સાંકેતિક પગલું અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 3:5

τότε…Ἱεροσόλυμα, καὶ πᾶσα ἡ Ἰουδαία, καὶ πᾶσα ἡ περίχωρος

યરૂશાલેમ,"" ""યહૂદા,"" અને ""પ્રદેશ"" શબ્દો તે વિસ્તારોમાંના લોકો માટેના ઉપનામ છે. ‘ઘણા બધા લોકો બહાર ગયા’ તે તથ્ય પર ભાર મૂકવા “સર્વ” શબ્દરૂપ અતિશયોક્તિનો ઉપયોગ કરાયો છે. વૈકલ્પિક ભાષાંતર: પછી યરૂશાલેમ, યહૂદીયા અને તે પ્રદેશના ઘણા લોકો"" (જુઓ: ઉપનામ અને અત્યુક્તિ અને સામાન્યીકરણ)

Matthew 3:6

ἐβαπτίζοντο…ὑπ’ αὐτοῦ

આને સક્રિય રીતે ઉપયોગ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “યોહાને તેમને બાપ્તિસ્મા આપ્યું” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐβαπτίζοντο

આ યરૂશાલેમ, યહૂદીયા અને યર્દન નદીની આસપાસના પ્રદેશથી આવતા લોકોનો ઉલ્લેખ કરે છે. .

Matthew 3:7

યોહાન બાપ્તિસ્ત, સદૂકીઓ અને ફરોશીઓને ઠપકો આપવાનું શરૂ કરે છે.

γεννήματα ἐχιδνῶν, τίς

આ એક રૂપક છે. અહીં ""સંતાન""નો અર્થ ""ની લાક્ષણિકતાઓ હોવી” થાય છે. વાઈપર્સ, નાના ખતરનાક ઝેરી સર્પો છે જે દુષ્ટતાનું પ્રતિનિધિત્વ કરે છે. આને એક અલગ વાક્ય તરીકે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે ઓ દુષ્ટ ઝેરી સર્પો!” અથવા ""તમે ઓ ઝેરી સર્પ જેવા દુષ્ટ લોકો!"" (જુઓ: રૂપક)

τίς ὑπέδειξεν ὑμῖν φυγεῖν ἀπὸ τῆς μελλούσης ὀργῆς?

ઈશ્વર તેમને શિક્ષા કરે નહીં માટે ફરોશીઓ અને સદૂકીઓ બાપ્તિસ્મા પામવા ઈચ્છતા હતા પરંતુ તેઓ પાપને ત્યજી દેવા તૈયાર હતા નહીં તેથી યોહાન એક પ્રશ્નના ઉપયોગ દ્વારા તેઓને ઠપકો આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ રીતે તમે ઈશ્વરના કોપથી દૂર થઈ શકતા નથી."" અથવા ""હું તમને બાપ્તિસ્મા આપું છું તેથી તમે ઈશ્વરના કોપથી બચી જશો તેવું માનશો નહીં.” (જુઓ: આલંકારિક પ્રશ્ન)

φυγεῖν ἀπὸ τῆς μελλούσης ὀργῆς

કોપ” શબ્દ એ ઈશ્વરની શિક્ષાનો ઉલ્લેખ કરવા માટે ઉપયોગ થયો છે કારણ કે તેમનો કોપ સળગી ઉઠ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે શિક્ષા આવી રહી છે તેનાથી બચી જાવ"" અથવા ""ઈશ્વર તમને શિક્ષા કરનાર છે તેનાથી બચી જાવ"" (જુઓ: ઉપનામ)

Matthew 3:8

ποιήσατε οὖν καρπὸν ἄξιον τῆς μετανοίας

ફળ ઉપજાવવા"" શબ્દસમૂહ એ વ્યક્તિની કરણીઓનો ઉલ્લેખ કરનાર રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: “તમારી કરણીઓ દ્વારા દર્શાવો કે તમે ખરેખર પસ્તાવો કર્યો છે"" (જુઓ: રૂપક)

Matthew 3:9

πατέρα ἔχομεν τὸν Ἀβραάμ

ઇબ્રાહીમ આપણા પૂર્વજ છે અથવા ""આપણે ઇબ્રાહિમના સંતાનો છીએ."" કારણ કે તેઓ ઇબ્રાહિમના સંતાનો હતા તેથી ઈશ્વર તેમને શિક્ષા કરશે નહીં તેવું યહૂદી આગેવાનો માનતા હતા. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

λέγω γὰρ ὑμῖν

હવે યોહાન જે કહેનાર છે તેના પર આ ભાર મૂકે છે.

ὁ Θεὸς ἐκ τῶν λίθων τούτων ἐγεῖραι τέκνα τῷ Ἀβραάμ

ઈશ્વર આ પથ્થરોમાંથી પણ સંતાનો પેદા કરીને ઇબ્રાહિમને આપી શકે છે.

Matthew 3:10

યોહાન, સદૂકીઓ અને ફરોશીઓને સતત ઠપકો આપવાનું જારી રાખે છે.

ἤδη δὲ ἡ ἀξίνη πρὸς τὴν ῥίζαν τῶν δένδρων κεῖται; πᾶν οὖν δένδρον μὴ ποιοῦν καρπὸν καλὸν ἐκκόπτεται καὶ εἰς πῦρ βάλλεται

આ રૂપકનો અર્થ છે, ઈશ્વર પાપીઓને સજા આપવા માટે તૈયાર છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તેમની કુહાડી દ્વારા કોઈ પણ વૃક્ષ જે સારા ફળ આપતું નથી તેને કાપી નાખવા તથા બાળી નાખવા તૈયાર છે"" અથવા ""જેમ કોઈ વ્યક્તિ તેની કુહાડી દ્વારાં નઠારા વૃક્ષને કાપી, તેને બાળી નાખવા તૈયાર છે તે જ રીતે તમને તમારા પાપો માટે શિક્ષા કરવા ઈશ્વર પણ તૈયાર છે""(જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 3:11

εἰς μετάνοιαν

તમે પસ્તાવો કર્યો છે તેમ દર્શાવવા

ὁ δὲ ὀπίσω μου ἐρχόμενος

ઈસુ એ યોહાન પછી આવનાર વ્યક્તિ છે

ἰσχυρότερός μού ἐστιν

ઈસુ મારા કરતાં પણ મહત્વપૂર્ણ છે

αὐτὸς ὑμᾶς βαπτίσει ἐν Πνεύματι Ἁγίῳ καὶ πυρί

આ રૂપક, યોહાન દ્વારા પાણીથી બાપ્તિસ્માને ભવિષ્યમાંના અગ્નિ દ્વારા બાપ્તિસ્મા સાથે સરખાવે છે. આનો અર્થ છે કે યોહાનનું બાપ્તિસ્મા લોકોને તેમના પાપોથી શુદ્ધ કરનાર પ્રતિક માત્ર છે. પવિત્ર આત્માનું બાપ્તિસ્મા અને અગ્નિ, ખરેખર લોકોને તેમના પાપોથી શુદ્ધ કરશે. જો શક્ય હોય તો, “બાપ્તિસ્મા” શબ્દને તમારી ભાષામાં અનુવાદ કરો અને તેની સરખામણી યોહાનના બાપ્તિસ્મા સાથે કરો. (જુઓ: રૂપક)

Matthew 3:12

οὗ τὸ πτύον ἐν τῇ χειρὶ αὐτοῦ; καὶ διακαθαριεῖ τὴν ἅλωνα αὐτοῦ

આ રૂપક સરખામણી દર્શાવે છે કે જેમ ઘઉંના દાણાઓને ફોતરાંથી જુદા પાડવામાં આવે છે તેમ ખ્રિસ્ત ન્યાયી લોકોને અન્યાયી લોકોથી જુદા પાડશે. વૈકલ્પિક ભાષાંતર: ""અહીં, હાથમાં ખળી સાફ કરવાનું સૂપડું લઇ તૈયાર માણસની ઉપમા ખ્રિસ્તને આપવામાં આવી છે."" (જુઓ: રૂપક)

οὗ τὸ πτύον ἐν τῇ χειρὶ αὐτοῦ

અહીં ""તેમના હાથમાં"" નો અર્થ એ છે કે વ્યક્તિ કાર્ય કરવા માટે તૈયાર છે. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે ખ્રિસ્ત તૈયાર છે તેથી તેમણે હાથમાં સૂપડું પકડી રાખ્યું છે"" (જુઓ: રૂઢિપ્રયોગ)

τὸ πτύον

ઘઉંના અનાજને ફોતરાંથી અલગ કરવા માટે ઘઉંને હવામાં ઉડાડવા માટેનું આ એક સાધન છે. ભારે અનાજનો દાણો પાછો નીચે પડે છે અને બિનજરૂરી ફોતરાં પવનમાં ઉડી જાય છે. તે સાધન પંજેટી આકારનું પરંતુ લાકડાના લાંબા દાંતાની બનેલું હોય છે. (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

διακαθαριεῖ τὴν ἅλωνα αὐτοῦ

અહીં ખ્રિસ્ત એક માણસ સમાન છે જે ખળીને સાફ કરવા માટે સૂપડું લઈને તૈયાર છે.

τὴν ἅλωνα αὐτοῦ

તેમની જમીન અથવા ""જમીન જ્યાં તે અનાજને ફોતરાંથી અલગ કરે છે

συνάξει τὸν σῖτον αὐτοῦ εἰς τὴν ἀποθήκην…τὸ…ἄχυρον κατακαύσει πυρὶ ἀσβέστῳ

આ એક રૂપક છે જે દર્શાવે છે કે કેવી રીતે ઈશ્વર ન્યાયી લોકોને દુષ્ટ લોકોથી અલગ કરશે. ખેડૂતના સંગ્રહસ્થાનમાં જેમ ઘઉં ભરાય છે તેમ ન્યાયીઓ સ્વર્ગમાં જશે, અને ઈશ્વર, ફોતરાં સમાન લોકોને કદી ના હોલવાનાર અગ્નિથી બાળી નાખશે. (જુઓ: રૂપક)

ἀσβέστῳ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અગ્નિ જે કદી હોલવાશે નહીં"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 3:13

અહીં દ્રશ્ય પછીના સમય પર કેન્દ્રિત થાય છે જ્યાં યોહાન બાપ્તિસ્ત ઈસુને બાપ્તિસ્મા આપે છે.

βαπτισθῆναι ὑπ’ αὐτοῦ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી યોહાન તેમને બાપ્તિસ્મા આપી શકે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 3:14

ἐγὼ χρείαν ἔχω ὑπὸ σοῦ βαπτισθῆναι, καὶ σὺ ἔρχῃ πρός με?

યોહાન ઈસુની વિનંતીથી આશ્ચર્ય પામી પ્રશ્ન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે મારા કરતાં વધુ મહત્વના છો. મારે તમને બાપ્તિસ્મા આપવાનું હોય નહીં. તમારે મને બાપ્તિસ્મા આપવું જોઈએ."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 3:15

ἡμῖν

અહીં “આપણને” એ ઈસુને અને યોહાનનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)

Matthew 3:16

આ યોહાન બાપ્તિસ્ત વિશેની વાતના વિભાગનું સમાપન છે. ઈસુના બાપ્તિસ્મા પછી બનતી બિનાઓને આ વર્ણવે છે.

βαπτισθεὶς δὲ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""યોહાને ઈસુનું બાપ્તિસ્મા કર્યા પછી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἰδοὺ

ઈસુના બાપ્તિસમા પછી જે આશ્ચર્યજનક બિના બને છે તે વિશેની માહિતી તરફ ""જુઓ"" શબ્દ આપણું ધ્યાન દોરે છે.

ἀνεῴχθησαν αὐτῷ οἱ οὐρανοί

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુએ આકાશ ઉઘડેલું જોયું"" અથવા ""ઈશ્વરે ઈસુને માટે આકાશ ઉઘાડયું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

καταβαῖνον ὡσεὶ περιστερὰν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ એક નિવેદન માત્ર છે કે આત્મા કબૂતરના સ્વરૂપમાં હતા અથવા 2) આ એક સમાનતા ચિહ્ન છે કે કબૂતરની જેમ ધીરેથી આત્મા ઈસુ પર ઉતરી આવે છે. (જુઓ: ઉપમા)

Matthew 3:17

φωνὴ ἐκ τῶν οὐρανῶν λέγουσα

ઈસુએ આકાશમાંથી વાણી સાંભળી. અહીં ""વાણી"" એ ઈશ્વર બોલે છે તે દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર આકાશમાથી બોલ્યા"" (જુઓ: ઉપનામ)

ὁ Υἱός μου

ઈસુ માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર સાથેના તેમના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Matthew 4

માથ્થી 04 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

વાંચનમાં સરળતા રહે તે માટે કેટલાક ભાષાંતર કવિતાની પ્રત્યેક પંક્તિને અન્ય લખાણોથી અલગ જમણી બાજુએ ઉપર દર્શાવે છે. યુએલટી આવૃત્તિ આ પ્રમાણે ગોઠવણ કલમ 6, 15 અને 16ના સંદર્ભમાં કરે છે, જેમાં જૂના કરારમાંથી લેવાયેલ શબ્દો છે.

કેટલાક ભાષાંતર જૂના કરારમાંથી લેવાયેલા અવતરણોને બાકીના લખાણથી અલગ પૃષ્ઠની જમણી તરફ ઉપર દર્શાવે છે. યુએલટી આવૃત્તિ આ પ્રમાણે ગોઠવણ કલમ 10ના સંદર્ભમાં કરે છે.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""આકાશનું રાજ્ય પાસે આવ્યું છે""

જ્યારે ઈસુએ આ શબ્દો ઉચ્ચાર્યા ત્યારે આકાશનું રાજ્ય વર્તમાનમાં હતું કે હજી આવવાનું છે, તે વિશે ભાષાંતર માટે આપણી પાસે સ્પસ્ટતા નથી. અંગ્રેજી અનુવાદ વારંવાર ""પાસે આવ્યું છે"" શબ્દોનો ઉપયોગ કરે છે, પરંતુ આ શબ્દોનો અનુવાદ કરવો અઘરું હોઈ શકે છે. અન્ય આવૃત્તિઓ ""પાસે આવી રહ્યું છે"" અને ""પાસે આવ્યું છે"" શબ્દસમૂહોનો ઉપયોગ કરે છે.

""જો તમે ઈશ્વરના દીકરા છો""

વાચકે કલમ 3 અને 6 પ્રમાણે એમ સમજવું ના જોઈએ કે શેતાનને ખબર હતી નહીં કે ઈસુ ઈશ્વરના પુત્ર હતાં. ઈશ્વરે પહેલેથી જ કહ્યું હતું કે ઈસુ તેમના પુત્ર હતા (માથ્થી 3:17), તેથી ઈસુ કોણ હતા તે શેતાન જાણતો હતો. શેતાન એ પણ જાણતો હતો કે ઈસુ પથ્થરની રોટલી બનાવી શકે છે અને તેઓ(ઈસુ) પોતાને ઊંચા સ્થાનોથી ફેંકી દે તોપણ તેમને કોઈ ઈજા થશે નહીં. તે ઈસુને આ બાબતો કરાવવા માટે પ્રયત્ન કરતો હતો કે જેથી ઈસુ ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરે અને શેતાનનું કહ્યું પાલન કરે. આ શબ્દોનો અનુવાદ આ રીતે કરી શકાય કે “કારણ કે તમે ઈશ્વરના પુત્ર છો"" અથવા ""તમે ઈશ્વરના પુત્ર છો. મને બતાવો કે તમે શું કરી શકો છો."" (જુઓ: શેતાન, શેતાન, દુષ્ટ અને ઈશ્વરનો દીકરો, દીકરો)

Matthew 4:1

અહીં માથ્થી તેના દ્વારા લિખિત સુવાર્તામાં એક નવા ભાગને રજૂ કરે છે જેમાં ઈસુ અરણ્યમાં 40 દિવસો પસાર કરે છે, જ્યાં શેતાન તેમનું પરીક્ષણ કરે છે. કલમ 4 માં, ઈસુ પુનર્નિયમમાંથી કલમ ટાંકીને શેતાનને ઠપકો આપે છે.

ὁ Ἰησοῦς ἀνήχθη…ὑπὸ τοῦ Πνεύματος

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આત્માએ ઈસુને દોર્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

πειρασθῆναι ὑπὸ τοῦ διαβόλου

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી શેતાન ઈસુનું પરીક્ષણ કરી શકે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 4:2

νηστεύσας…ἐπείνασεν

આ ઈસુના ઉલ્લેખ કરે છે.

ἡμέρας τεσσεράκοντα καὶ νύκτας τεσσεράκοντα

40 દિવસો અને 40 રાત્રિઓ. આ 24-કલાકના સમયગાળાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""40 દિવસો"" (જુઓ: સંખ્યાઓ)

Matthew 4:3

ὁ πειράζων

આ શબ્દોનો ઉલ્લેખ ""શેતાન"" સમાન અસ્તિત્વ માટે થાય છે (કલમ 1). તમારે બંનેનો અનુવાદ કરવા માટે સમાન શબ્દનો ઉપયોગ કરવો પડે.

εἰ Υἱὸς εἶ τοῦ Θεοῦ, εἰπὲ

ઈસુ ઈશ્વરના પુત્ર છે તેવું શેતાન જાણતો હતો તેમ ધારવું ઉત્તમ છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈસુ પોતાના લાભ માટે આ ચમત્કારો કરે તે માટેનું આ પરીક્ષણ છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે ઈશ્વરના પુત્ર છો, તેથી તમે આજ્ઞા આપી શકો છો"" અથવા 2) આ એક પડકાર અથવા આરોપ છે. વૈકલ્પિક ભાષાંતર: ""આજ્ઞા આપીને સાબિત કરો કે તમે ઈશ્વરના પુત્ર છો

Υἱὸς…τοῦ Θεοῦ

ઈસુ માટે આ એક મહત્ત્વનું શીર્ષક છે કે જે ઈશ્વર સાથેના તેમના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

εἰπὲ ἵνα οἱ λίθοι οὗτοι ἄρτοι γένωνται

તમે પ્રત્યક્ષ નોંધ સાથે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""આ પથ્થરોને કહો, ‘તે રોટલી બની જાય.'"" (જુઓ: પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

ἄρτοι

અહીં ""રોટલી"" સામાન્ય રીતે ખોરાકનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખોરાક"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Matthew 4:4

γέγραπται

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""શાસ્ત્રમાં મૂસાએ આ ઘણાં લાંબા સમય અગાઉ લખ્યું હતું.” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

οὐκ ἐπ’ ἄρτῳ μόνῳ ζήσεται ὁ ἄνθρωπος

આ તે બાબત દર્શાવે છે કે જીવનમાં ખોરાક કરતાં પણ કંઈક વધારે મહત્વપૂર્ણ છે.

ἀλλ’ ἐπὶ παντὶ ῥήματι ἐκπορευομένῳ διὰ στόματος Θεοῦ

અહીં ""શબ્દ"" અને ""મોં"" એ ઈશ્વર જે કહે છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ ઈશ્વર જે સર્વ કહે છે તે સઘળું સાંભળવા દ્વારા"" (જુઓ: ઉપનામ)

Matthew 4:5

કલમ 6 માં, શેતાન ઈસુનું પરીક્ષણ કરવા માટે ગીતશાસ્ત્રમાંથી અવતરણ લે છે.

Matthew 4:6

εἰ Υἱὸς εἶ τοῦ Θεοῦ, βάλε σεαυτὸν κάτω

ઈસુ ઈશ્વરના પુત્ર છે તેવું શેતાન જાણતો હતો તેમ ધારવું ઉત્તમ છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈસુ પોતાના લાભ માટે આ ચમત્કારો કરે તે માટેનું આ પરીક્ષણ છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે ખરેખર ઈશ્વરના પુત્ર છો, તેથી તમે પોતાને નીચે ફેંકી દો” અથવા 2) આ એક પડકાર અથવા તહોમત છે. વૈકલ્પિક ભાષાંતર: ""પોતાને નીચે ફેંકી દઈને સાબિત કરો કે તમે ખરેખર ઈશ્વરના પુત્ર છો

Υἱὸς…τοῦ Θεοῦ

ઈસુની ઈશ્વર સાથેની સંગતનું વર્ણન કરવા આ મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

βάλε σεαυτὸν κάτω

પોતાને નીચે ફેંકી દો અથવા “નીચે છલાંગ લગાઓ”

γέγραπται γὰρ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""માટે લેખકોએ શાસ્ત્રોમાં લખ્યું છે"" અથવા ""માટે શાસ્ત્રોમાં તે પ્રમાણે કહેવામા આવ્યું છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τοῖς ἀγγέλοις αὐτοῦ ἐντελεῖται περὶ σοῦ, καὶ

તમારી સંભાળ રાખવાની આજ્ઞા ઈશ્વર તેમના દૂતોને આપશે અને દૂતો તમારી સંભાળ લેશે, અને આનો અનુવાદ સરળ અવતરણ તરીકે પણ કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""અને ઈશ્વર તેમના દૂતોને કહેશે, ‘તેમની સંભાળ રાખજો,'” (જુઓ: પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

ἀροῦσίν σε

દૂતો તમને ધરી રાખશે

Matthew 4:7

કલમ 7 માં, ઈસુ બીજી વખત પુનર્નિયમમાંથી અવતરણને ટાંકી શેતાનને ઠપકો આપે છે.

πάλιν γέγραπται

ઈસુ શાસ્ત્રના વચનનો ફરીથી ઉપયોગ કરે છે તે સમજી શકાય છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ફરીથી, હું તને જણાવું છું કે મૂસાએ શાસ્ત્રમાં શું લખ્યું છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

οὐκ ἐκπειράσεις

અહીં ""તું"" કોઈ પણનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈએ પરીક્ષણ કરવું જોઈએ નહીં"" અથવા ""કોઈ વ્યક્તિએ પરીક્ષણ કરવું જોઈએ નહીં

Matthew 4:8

πάλιν…ὁ διάβολος

પછી, શેતાન

Matthew 4:9

εἶπεν αὐτῷ

શેતાને ઈસુને કહ્યું

ταῦτά σοι πάντα δώσω

હું તમને આ સઘળી વસ્તુઓ આપીશ. અહીં પરીક્ષણ કરનાર ભાર મૂકે છે કે તે અમુક જ વસ્તુઓ નહીં પરંતુ “આ સઘળી વસ્તુઓ” આપશે.

πεσὼν

તારું મુખ ભૂમિ સુધી નમાવીને. વ્યક્તિ ભજન કરતો હતો તે દર્શાવવા માટેની આ એક સામાન્ય ક્રિયા હતી. (જુઓ: સાંકેતિક પગલું)

Matthew 4:10

કલમ 10 માં, ઈસુ પુનર્નિયમમાંના બીજા વચનના ઉપયોગ દ્વારા શેતાનને ઠપકો આપે છે.

શેતાને કેવી રીતે ઈસુનું પરીક્ષણ કર્યું તે વિશેના વૃતાંતનો આ અંત છે.

γέγραπται γάρ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મૂસાએ પણ શાસ્ત્રોમાં લખ્યું છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

προσκυνήσεις…λατρεύσεις

બંન્ને દાખલાઓમાં “તારા” એકવચન છે, જે દરેક સાંભળનાર માટે આજ્ઞાનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

Matthew 4:11

ἰδοὺ

હવે જે નવી મહત્વપૂર્ણ માહિતી આવનાર છે તેના પર ધ્યાન આપવાને અહીં ""જુઓ"" શબ્દ આપણને સાવધાન કરે છે.

Matthew 4:12

માથ્થી દ્વારા લેખિત આ સુવાર્તામાં અહીં એક નવા ભાગની શરૂઆત છે જેમાં માથ્થી ગાલીલમાં ઈસુના સેવાકાર્યની શરૂઆતને વર્ણવે છે. આ કલમો જણાવે છે કે કેવી રીતે ઈસુ ગાલીલમાં આવ્યા. (જુઓ: પૂર્વભૂમિકા)

δὲ

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી તેના દ્વારા લેખિત સુવાર્તાના નવા ભાગને કહેવાની શરૂઆત કરે છે.

Ἰωάννης παρεδόθη

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""રાજાએ યોહાનને બંદીવાન બનાવ્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 4:13

ἐν ὁρίοις Ζαβουλὼν καὶ Νεφθαλείμ

વિદેશીઓએ ઇઝરાએલની ભૂમિ પર વિજય મેળવી અંકુશ જમાવ્યો તેના ઘણા વર્ષો અગાઉ આ પ્રદેશોમાં “ઝબુલોન અને નફતાલી"" નામના ઇઝરાયેલી કૂળો રહેતા હતા. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 4:14

કલમ 15 અને 16 માં, યશાયા પ્રબોધકની વાતનો ઉલ્લેખ કરી માથ્થી જણાવે છે કે ગાલીલમાં ઈસુનું સેવાકાર્ય એ યશાયા પ્રબોધક દ્વારા કરાયેલ પ્રબોધવાણીની પરિપૂર્ણતા હતી.

ἵνα

ઈસુ કફરનહૂમમાં રહે છે તેનો ઉલ્લેખ આ કરે છે.

τὸ ῥηθὲν

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે જે કહ્યું” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 4:15

γῆ Ζαβουλὼν καὶ γῆ Νεφθαλείμ…Γαλιλαία τῶν ἐθνῶν

આ પ્રદેશો સમાન વિસ્તારનું વર્ણન કરે છે.

ὁδὸν θαλάσσης

આ ગાલીલનો સમુદ્ર કિનારો છે.

Matthew 4:16

ὁ λαὸς ὁ καθήμενος

આ શબ્દોને ""ઝબુલોનની ભૂમિ"" થી શરૂ થતાં વાક્ય સાથે જોડી શકાય છે (કલમ 15). વૈકલ્પિક ભાષાંતર: ""ઝબુલોન અને નફતાલીના પ્રદેશમાં ... જ્યાં ઘણા વિદેશીઓ રહેતા હતા, લોકો કે જેઓ ત્યાં વસતા હતા

ὁ λαὸς ὁ καθήμενος ἐν σκοτίᾳ φῶς εἶδεν μέγα

ઈશ્વરના સત્યની જાણ હોવી નહીં તેના માટેનું રૂપક અહીં ""અંધકાર"" છે. અને ઈશ્વરનો સત્ય ઉપદેશ જે લોકોને તેમના પાપમાંથી બચાવે છે તેના માટેનું રૂપક અહીં ""પ્રકાશ"" છે. (જુઓ: રૂપક)

τοῖς καθημένοις ἐν χώρᾳ καὶ σκιᾷ θανάτου, φῶς ἀνέτειλεν αὐτοῖς

વાક્યના પ્રથમ ભાગની જેમ આનો અર્થ મૂળભૂત રીતે સમાન જ છે. અહીં ""જેઓ પ્રદેશ અને મૃત્યુની છાયામાં બેઠાં હતાં” એક રૂપક છે. આ રૂપક, જેઓ ઈશ્વરને ઓળખતા નથી તેઓનું પ્રતિનિધિત્વ કરે છે. આ લોકો મૃત્યુ અને હંમેશા ઈશ્વરથી અલગ થઈ જવાના જોખમમાં હતા. (જુઓ: સમાંતરણ અને રૂપક)

Matthew 4:17

ἤγγικεν…ἡ Βασιλεία τῶν Οὐρανῶν

આકાશનું રાજ્ય"" શબ્દસમૂહનો અર્થ છે, ઈશ્વર એક રાજા તરીકે રાજ્ય કરી રહ્યા છે. આને શબ્દસમૂહ માત્ર માથ્થીની સુવાર્તામાં જ જોવા મળે છે. જો શક્ય હોય તો ""આકાશ"" શબ્દનો તમારા અનુવાદમાં સમાવેશ કરો. તમે કેવી રીતે માથ્થી 3: 2માં આનો અનુવાદ કર્યો છે તેને તપાસો. વૈકલ્પિક ભાષાંતર: ""આકાશમાંના આપણા ઈશ્વર સ્વયંને જલ્દીથી રાજા તરીકે જાહેર કરશે."" (જુઓ: ઉપનામ)

Matthew 4:18

આ ગાલીલમાં ઈસુના સેવાકાર્ય વિશેના વૃતાંતના ભાગરૂપે એક નવા દ્રશ્યની શરૂઆત કરે છે. અહીં ઈસુ તેમના શિષ્યો થવા માટે માણસોને પસંદ કરવાની શરૂઆત કરે છે.

βάλλοντας ἀμφίβληστρον εἰς τὴν θάλασσαν

આ નિવેદનનો સંપૂર્ણ અર્થ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""માછલી પકડવા માટે પાણીમાં જાળ નાખવી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 4:19

δεῦτε ὀπίσω μου

તેમની સાથે રહેવા તથા તેમનું અનુસરણ કરવા માટે ઈસુ, સિમોન અને આન્દ્રિયાને આમંત્રણ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારા શિષ્યો બનો

ποιήσω ὑμᾶς ἁλιεῖς ἀνθρώπων

આ રૂપકનો અર્થ છે, સિમોન અને આન્દ્રિયા લોકોને ઈશ્વરના સત્ય સંદેશનું શિક્ષણ આપશે, જેથી અન્ય લોકો પણ ઈસુ પાછળ ચાલે. વૈકલ્પિક ભાષાંતર: "" જેમ તમે માછલી પકડો છો તેમ હું તમને માણસોને પકડનારા બનાવીશ"" (જુઓ: રૂપક)

Matthew 4:21

ઈસુએ વધુ પુરુષોને તેમના શિષ્ય થવા સારું બોલાવ્યા.

ἐκάλεσεν αὐτούς

ઈસુએ યોહાન અને યાકૂબને બોલાવ્યા. આ શબ્દસમૂહનો અર્થ એ છે કે ઈસુએ તેમની સાથે રહેવા અને તેમનું અનુસરણ કરવા માટે તેઓને(યોહાન અને યાકૂબને) આમંત્રણ આપ્યું.

Matthew 4:22

οἱ…εὐθέως ἀφέντες

તે જ સમયે તેઓ સઘળું મૂકીને ઈસુ પાછળ ચાલ્યા

ἀφέντες τὸ πλοῖον…ἠκολούθησαν αὐτῷ

તે સ્પષ્ટ હોવું જોઈએ કે આ તેમના જીવનનું પરિવર્તન છે. આ માણસો હવે માછીમાર રહેશે નહીં અને તેઓ તેમનો કૌટુંબિક વ્યવસાય ત્યજી દઈ તેમના બાકીના જીવનકાળ દરમ્યાન ઈસુને અનુસરશે.

Matthew 4:23

ગાલીલમાં ઈસુના સેવાકાર્યની શરૂઆત વિશેના વૃતાંતનો અંત આ છે. આ કલમો સારાંશ રજૂ કરે છે કે ઈસુએ શું કર્યું અને તેમના પ્રત્યે લોકોનો પ્રત્યુત્તર કેવો હતો. (જુઓ: વાર્તાની સમાપ્તિ)

διδάσκων ἐν ταῖς συναγωγαῖς αὐτῶν

ગાલીલના સભાસ્થાનોમાં શિક્ષણ આપવું અથવા ""તે લોકોના સભાસ્થાનોમાં શિક્ષણ આપવું

κηρύσσων τὸ εὐαγγέλιον τῆς βασιλείας

અહીં ""રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સુવાર્તા પ્રગટ કરવી કે ઈશ્વર સ્વયંને રાજા તરીકે પ્રગટ થશે."" (જુઓ: ઉપનામ)

πᾶσαν νόσον καὶ πᾶσαν μαλακίαν

રોગ"" અને ""માંદગી"" શબ્દો એકસમાન છે પણ જો શક્ય હોય તો બંન્નેનો અનુવાદ અલગ શબ્દો તરીકે કરો. “રોગ”ના કારણે વ્યક્તિ બીમાર રહે છે.

μαλακίαν

એ શારીરિક નબળાઈ અથવા પીડા છે જે રોગ હોવાના પરિણામે થાય છે.

Matthew 4:24

δαιμονιζομένους

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ અશુદ્ધ આત્માના નિયંત્રણ હેઠળ હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

σεληνιαζομένους

આ ત્યાંના કોઈ પણ વ્યક્તિને સૂચવે છે જેને વાઈ છે, કોઈ વિશેષ પ્રકારની વાઈ નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""જેમને ક્યારેક આંચકીનો હુમલો આવે છે"" અથવા ""જેઓ ક્યારેક બેભાન થઈ જાય છે અને અનિયંત્રિત રીતે હલચલ કરે છે” (જુઓ: સર્વ સામાન્ય નામ સાથેની વાક્યરચના)

καὶ παραλυτικούς

આ એવા કોઈ પણનો ઉલ્લેખ કરે છે જેને લકવા થયો હોય, પણ ખાસ પ્રકારે લકવાગ્રસ્ત નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""અને દરેક જેઓ લકવાથી પીડિત હતા"" અથવા ""અને જે લોકો ચાલી શકતા નહોતા"" (જુઓ: સર્વ સામાન્ય નામ સાથેની વાક્યરચના)

Matthew 4:25

Δεκαπόλεως

આ નામનો અર્થ ""દશ નગરો"" થાય છે. આ નામ, ગાલીલના સમુદ્રની દક્ષિણ પૂર્વે આવેલા એક પ્રદેશનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Matthew 5

માથ્થી 05 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

ઘણા લોકો માથ્થી 5-7 અધ્યાયને પહાડ પરના ઉપદેશ તરીકે ઓળખાવે છે. આ એક લાંબો પાઠ છે જે ઈસુએ શીખવ્યો હતો. બાઈબલ આ પાઠને ત્રણ અધ્યાયમાં વહેંચે છે, પરંતુ તે ક્યારેક વાચકને ગૂંચવણમાં મૂકી શકે છે. જો તમારું અનુવાદ લખાણને વિભાગોમાં વિભાજિત કરે છે, તો ખાતરી કરો કે વાચક સમજી શકે કે આ સંપૂર્ણ ઉપદેશ એક વિશાળ વિભાગ છે.

માથ્થી 5: 3-10, જે ધન્યતાઓ અથવા આશીર્વાદો તરીકે ઓળખાય છે તેઓને ઉપદેશમાં પ્રથમ ક્રમે નોંધી બાકીના ઉપદેશથી અલગ દર્શાવવામાં આવી છે અને તેના દરેક વાક્યમાં ""ધન્ય છે"" શબ્દો આવે છે. આ રીતે પૃષ્ઠ પર શબ્દોની ગોઠવણ, શિક્ષણના કાવ્યાત્મક સ્વરૂપ પર પ્રકાશ પાડે છે.

આ ઉપદેશમાં ઈસુ ઘણા જુદા જુદા વિષયો પર શિક્ષણ આપે છે. તેથી જ્યારે પણ ઈસુ તેમના શિક્ષણના વિષય બદલે ત્યારે તમારે તે જગ્યાએ એક ખાલી પંક્તિ રાખવી કે જેથી વાચકને વિષય પરિવર્તન સમજવામાં મદદ પ્રાપ્ત થાય.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""તેમના શિષ્યો""

જે કોઈ પણ ઈસુને અનુસરતા હતા તેઓનો સંભવતઃ અનુયાયી અથવા શિષ્ય તરીકે ઉલ્લેખ થઇ શકે છે. જેઓ ઈસુને અનુસરતા હતા તેઓમાંથી બારને ઈસુએ તેમના નિકટના શિષ્યો તરીકે પસંદ કર્યા, ""બાર શિષ્યો"" કે જેઓ પાછળથી પ્રેરિતો તરીકે જાણીતા બન્યા.

Matthew 5:1

કલમ 3 માં ઈસુ આશીર્વાદિત વ્યક્તિની લાક્ષણિક્તાઓ જણાવે છે.

અહીં માથ્થી તેના દ્વારા લિખિત સુવાર્તામાં એક નવા ભાગની શરૂઆત કરે છે જ્યાં ઈસુ તેમના શિષ્યોને શિક્ષણ આપવાની શરૂઆત કરે છે. આ ભાગ, અધ્યાય 7 ના અંત સુધી ચાલે છે અને તેને ઘણી વાર પહાડ પરના ઉપદેશ તરીકે ઓળખવામાં આવે છે.

Matthew 5:2

ἀνοίξας τὸ στόμα αὐτοῦ

આ એક રૂઢિપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુએ બોલવાનું શરૂ કર્યું” (જુઓ: રૂઢિપ્રયોગ)

ἐδίδασκεν αὐτοὺς

“તેમને” શબ્દ, શિષ્યોનો ઉલ્લેખ કરે છે.

Matthew 5:3

οἱ πτωχοὶ τῷ πνεύματι

આનો અર્થ થાય છે વ્યકિત કે જે નમ્ર છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ જાણે છે કે તેઓને ઈશ્વરની જરૂર છે"" (જુઓ: રૂઢિપ્રયોગ)

ὅτι αὐτῶν ἐστιν ἡ Βασιλεία τῶν Οὐρανῶν

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: ""માટે આકાશમાંના ઈશ્વર તેઓના રાજા થશે"" (જુઓ: ઉપનામ)

Matthew 5:4

οἱ πενθοῦντες

તેઓ દુખી છે તેના સંભવિત કારણો 1) જગત/દુનિયાની દુષ્ટતા અથવા 2) તેમના પોતાના પાપો અથવા 3) કોઈનું મૃત્યુ. જ્યાં સુધી તમારી ભાષામાં આવશ્યકતા હોય નહીં ત્યાં સુધી શોક માટેના કારણનો ઉલ્લેખ કરશો નહીં.

αὐτοὶ παρακληθήσονται

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તેમને દિલાસો આપશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 5:5

οἱ πραεῖς

નમ્ર અથવા “જેઓ તેમની પોતાની શક્તિ પર આધાર રાખતા નથી તેવા લોકો”

αὐτοὶ κληρονομήσουσι τὴν γῆν

ઈશ્વર તેમને સમગ્ર પૃથ્વી આપશે

Matthew 5:6

οἱ πεινῶντες καὶ διψῶντες τὴν δικαιοσύνην

આ રૂપક એવા લોકોનું વર્ણન કરે છે જેઓ જે સારું છે તે કરવા માટે સખત પ્રયત્ન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે લોકો ખોરાક અને પાણીની ઇચ્છા જેવી જ ઇચ્છા સારું જીવન જીવવા માટે પણ રાખે છે"" (જુઓ: રૂપક)

αὐτοὶ χορτασθήσονται

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર તેમને ભરપૂર કરશે” અથવા “ઈશ્વર તેમને સંતુષ્ટ કરશે” (જુઓ:સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 5:8

οἱ καθαροὶ τῇ καρδίᾳ

લોકો કે જેઓના હૃદયો શુદ્ધ છે. અહીં ""હૃદય"" એ વ્યક્તિના આંતરિક અસ્તિત્વ અથવા હેતુઓ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ માત્ર ઈશ્વરની સેવા કરવા માંગે છે"" (જુઓ: ઉપનામ)

αὐτοὶ τὸν Θεὸν ὄψονται

અહીં ""જુઓ""નો અર્થ છે કે તેઓ ઈશ્વરની હાજરીમાં જીવી શકશે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તેઓને તેમની સાથે રહેવા પરવાનગી આપશે

Matthew 5:9

οἱ εἰρηνοποιοί

ઘણા લોકો બીજાઓને મદદ કરે છે જેથી તેઓ સલાહ શાંતિમાં રહી શકે.

ὅτι αὐτοὶ υἱοὶ Θεοῦ κληθήσονται

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ ઈશ્વરના બાળકો કહેવાશે"" અથવા ""તેઓ ઈશ્વરનાં બાળકો થશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

υἱοὶ Θεοῦ

તે જ શબ્દ સાથે ""દીકરાઓ"" શબ્દનો અનુવાદ કરવો ઉત્તમ છે, જેનો ઉલ્લેખ તમારી ભાષામાં સ્વભાવિકપણે ‘માનવ પુત્ર’ અથવા ‘બાળક’ થાય છે.

Matthew 5:10

οἱ δεδιωγμένοι

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""એવા લોકો જેઓ સાથે બીજાઓ અન્યાયથી વર્તતા હોય"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἕνεκεν δικαιοσύνης

કારણ કે ઈશ્વર જે કહે છે તે પ્રમાણે તેઓ કરે છે એટલે.

αὐτῶν ἐστιν ἡ Βασιλεία τῶν Οὐρανῶν

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. જુઓ તમે આનો અનુવાદ [માથ્થી 5:3] (../05/03.md)માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “માટે આકાશમાંના ઈશ્વર તેઓના રાજા થશે"" (જુઓ: ઉપનામ)

Matthew 5:11

ઈસુ આશીર્વદિત માણસોની લાક્ષણિક્તાઓ વિશે વર્ણન કરતા સમાપન કરે છે.

μακάριοί ἐστε

“તમે” શબ્દ બહુવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

εἴπωσιν πᾶν πονηρὸν καθ’ ὑμῶν ψευδόμενοι

તમારા વિશે સર્વ પ્રકારનાં ભૂંડાઇની વાતો કરે અથવા “તમારા વિશે જે સત્ય નથી તેવી ખોટી વાતો કહે.”

ἕνεκεν ἐμοῦ

કારણ કે તમે મને અનુસરો છો અથવા તમે મારા પર વિશ્વાસ કરો છો તે કારણે”

Matthew 5:12

χαίρετε καὶ ἀγαλλιᾶσθε

આનંદ કરો અને ""ખૂબ હરખાઓ"" બંને અર્થ લગભગ એકસમાન છે. ઈસુ ચાહે છે કે તેમના સાંભળનારા ફક્ત આનંદ જ નહી પણ શક્ય હોય તો વધારે હર્ષનાદ કે આનંદ કરે. (જુઓ: બેવડું/બમણાં)

Matthew 5:13

કેવી રીતે તેમના શિષ્યો મીઠા અને અજવાળા જેવા છે, ઈસુ તે શિક્ષણની શરૂઆત કરે છે.

ὑμεῖς ἐστε τὸ ἅλας τῆς γῆς

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) જેમ મીઠું ખોરાકને સારૂ બનાવે છે તેવી રીતે ઈસુના શિષ્યો દુનિયાના લોકોને પ્રભાવિત કરે છે કે જેથી તેઓ સારા બને. વૈકલ્પિક ભાષાંતર: ""તમે જગતના લોકો માટે મીઠા જેવા છો"" અથવા 2) જેમ મીઠું ખોરાકને સાચવે છે તેમ, ઈસુના શિષ્યો લોકોને સંપૂર્ણપણે ભ્રષ્ટ થતાં બચાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ મીઠું ખોરાક માટે છે, તમે તમે જગત માટે છો"" (જુઓ: રૂપક)

ἐὰν…τὸ ἅλας μωρανθῇ

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""જે કરવાની શક્તિ મીઠું ધરાવે છે તે જો મીઠું ગુમાવી દે તો"" અથવા 2) ""જો મીઠું તેનો સ્વાદ ગુમાવી દે તો."" (જુઓ: રૂપક)

ἐν τίνι ἁλισθήσεται?

તો મીઠું ફરી કેવી રીતે ઉપયોગી બની શકે? ઈસુ શિષ્યોને શિક્ષણ આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મીઠું ફરીથી ઉપયોગી બની શકવા સક્ષમ નથી."" (જુઓ: આલંકારિક પ્રશ્ન અને રૂપક)

εἰ μὴ βληθὲν ἔξω, καταπατεῖσθαι ὑπὸ τῶν ἀνθρώπων

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો મીઠાને રસ્તા પર ફેંકી દે અને તેના પર ચાલે તે સિવાય તે બીજા કોઈ કામનું નથી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 5:14

ὑμεῖς ἐστε τὸ φῶς τοῦ κόσμου

આનો અર્થ એ થાય છે કે જેઓ ઈશ્વરને ઓળખતા નથી તેવા લોકો પાસે ઈસુના અનુયાયીઓ ઈશ્વરના સત્ય જ્ઞાનને પહોંચાડે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે જગતના લોકો માટે અજવાળા સમાન છો"" (જુઓ: રૂપક)

οὐ δύναται πόλις κρυβῆναι ἐπάνω ὄρους κειμένη

રાત્રે જ્યારે અંધારું હોય ત્યારે લોકો શહેરના પ્રકાશને નિહાળી શકે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પહાડ પર ચમકતા પ્રકાશને રાત્રે કોઈ પણ છુપાવી શકતું નથી"" અથવા ""દરેક વ્યક્તિ પહાડ પરના શહેરના અજવાળાને જુએ છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 5:15

οὐδὲ καίουσιν λύχνον

લોકો દીવાને એટલા માટે સળગાવતા નથી

τιθέασιν αὐτὸν ὑπὸ τὸν μόδιον

દીવાને તેઓ ટોપલી નીચે મૂકે. આ કહેવું મૂર્ખતા ભરેલું છે કે લોકો અજવાળું પામી શકે નહીં માટે લોકો દીવો સળગાવી તેને ઢાંકી દે છે.

Matthew 5:16

λαμψάτω τὸ φῶς ὑμῶν ἔμπροσθεν τῶν ἀνθρώπων

આનો અર્થ એ છે કે ઈસુના શિષ્યએ એવી રીતે જીવવું જોઈએ કે જેથી બીજાઓ ઈશ્વરના સત્ય વિશે શીખી શકે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારૂ જીવન અજવાળા જેવુ લોકો સમક્ષ પ્રકાશવા દો"" (જુઓ: રૂપક)

τὸν Πατέρα ὑμῶν τὸν ἐν τοῖς οὐρανοῖς

માનવીય પિતાના ઉલ્લેખ માટે તમારી ભાષા સ્વાભાવિકપણે જે શબ્દનો ઉપયોગ કરે છે તે જ શબ્દ દ્વારા “પિતા” શબ્દનો અનુવાદ કરવો ઉત્તમ રહેશે.

Matthew 5:17

કેવી રીતે ઈસુ સ્વયં જૂના કરારના નિયમને પરિપૂર્ણ કરવા માટે આવ્યા છે, તે વિશે શિક્ષણ આપવાની શરૂઆત ઈસુ કરે છે.

τοὺς προφήτας

પ્રબોધકોએ શાસ્ત્રોમાં શું લખ્યું છે તેનો ઉલ્લેખ, આ કરે છે. (જુઓ:ઉપનામ)

Matthew 5:18

ἀμὴν,…λέγω ὑμῖν

હું તમને સત્ય કહું છું. આ શબ્દસમૂહ, ઈસુ આગળ જે કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

ἕως ἂν παρέλθῃ ὁ οὐρανὸς καὶ ἡ γῆ

અહીં ""આકાશ"" અને ""પૃથ્વી"" સમગ્ર સૃષ્ટિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યાં સુધી સૃષ્ટિ રહે ત્યાં સુધી"" (જુઓ: મેરિઝમ)

ἰῶτα ἓν ἢ μία κερέα οὐ μὴ

આ જૉટ હીબ્રુ ભાષાનો સૌથી નાનો અક્ષર હતો, અને શીર્ષક એક નાનું ચિહ્ન હતું જે બે હીબ્રુ અક્ષરો વચ્ચેના તફાવતને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સૌથી નાનો લેખિત અક્ષર અથવા કોઈ અક્ષરનો સૌથી નાનો ભાગ પણ નહી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

πάντα γένηται

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""સર્વ વસ્તુઓ થઈ છે"" અથવા ""ઈશ્વરે સર્વ બાબતોને અમલમાં આણે છે.” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

πάντα

સર્વ બાબતો"" શબ્દનો અર્થ નિયમની સર્વ બાબતોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""નિયમની દરેક બાબત"" અથવા ""સર્વ કે જે નિયમમાં લખેલું છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 5:19

ὃς ἐὰν…λύσῃ

જે કોઈ અનાદર કરે છેઅથવા “જે કોઈ અવગણના કરે છે”

μίαν τῶν ἐντολῶν τούτων τῶν ἐλαχίστων

આ આજ્ઞાઓમાંની કોઈ પણ, ઓછામાં ઓછી મહત્વની આજ્ઞા પણ

ὃς ἐὰν…διδάξῃ οὕτως τοὺς ἀνθρώπους…κληθήσεται

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો કોઈ ... બીજાઓને આમ કરવા શીખવે છે, ઈશ્વર તે વ્યક્તિને તેનો બદલો આપશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐλάχιστος…ἐν τῇ Βασιλεία τῶν Οὐρανῶν

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: ""આકાશના રાજ્યમાં ઓછું મહત્વપૂર્ણ"" અથવા "" આકાશમાં ઈશ્વર આપણાં રાજ કર્તાની સમક્ષ ઓછું મહત્વનું"" (જુઓ: ઉપનામ)

ποιήσῃ καὶ διδάξῃ

સર્વ આજ્ઞાઓનું પાલન કરો અને અન્યોને પણ તેમ કરવાનું શીખવો

μέγας

સૌથી મહત્વપૂર્ણ

Matthew 5:20

λέγω γὰρ ὑμῖν

ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

ὑμῖν…ὑμῶν

આ બહુવચનો છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ὅτι ἐὰν μὴ περισσεύσῃ ὑμῶν ἡ δικαιοσύνη…οὐ μὴ εἰσέλθητε

આને હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કે પ્રવેશ મેળવવા માટે ફરોશીઓ કરતાં ... તમારું ન્યાયીપણું વધારે હોવું જોઈએ"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

Matthew 5:21

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ""તમે"" એ ""તમે સાંભળ્યું છે"" અને “તમને” એ ""હું તમને કહું છું""માં બહુવચન છે. ""હત્યા ન કર""માં છુપાયેલ સર્વનામ ""તું"" એકવચન છે, પરંતુ કેટલીક ભાષાઓમાં તેને બહુવચન કરવું જરૂરી હોઈ શકે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ઈસુ કેવી રીતે જૂના કરારના નિયમને પરિપૂર્ણ કરવા આવ્યા છે તે વિશે શિક્ષણ આપવાનું જારી રાખે છે. અહીં તે ખૂન અને ગુસ્સા વિશે શિક્ષણ આપવાની શરૂઆત કરે છે.

ἐρρέθη τοῖς ἀρχαίοις

આને સક્રિય ક્રિયાપદ સાથે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઘણા લાંબા સમય અગાઉ જેઓ પૃથ્વી પર જીવિત હતા તે લોકોને ઈશ્વરે કહ્યું હતું"" અથવા ""ઘણા લાંબા સમય અગાઉ તમારા પૂર્વજોને મૂસાએ કહ્યું હતું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὃς…ἂν φονεύσῃ, ἔνοχος ἔσται τῇ κρίσει

અહીં ""ન્યાય"" સૂચવે છે કે ન્યાયાધીશ વ્યક્તિને મૃત્યુની શિક્ષા કરશે. વૈકલ્પિક ભાષાંતર: ""જે કોઈ વ્યક્તિ ખૂન કરે છે તે વ્યક્તિને ન્યાયાધીશ દોષિત ઠરાવશે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

φονεύσεις…φονεύσῃ

આ શબ્દ ખૂનનો ઉલ્લેખ કરે છે, ખૂનના સર્વ સ્વરૂપોનો નહીં.

ἔνοχος ἔσται τῇ κρίσει

એવું લાગે છે કે ઈસુ કોઈ માનવ ન્યાયાધીશનો ઉલ્લેખ કરતા નથી પરંતુ તેના ભાઈ સાથે ગુસ્સે થયેલી વ્યક્તિને ઈશ્વર શિક્ષા કરે છે તે દર્શાવે છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 5:22

ἐγὼ δὲ λέγω

ઈશ્વર અને તેમના વચન સાથે ઈસુ સહમત છે, પરંતુ ધાર્મિક આગેવાનોએ જે રીતે ઈશ્વરના વચનનું લાગુકરણ કર્યું હતું તેની સાથે ઈસુ સહમત નથી. ""હું"" ભારદર્શક છે. આ સૂચવે છે કે ઈસુ જે કહે છે તે, ઈશ્વરની મૂળભૂત આજ્ઞાઓ જેટલું જ મહત્વનું છે. આ મહત્વને દર્શાવે તે પ્રમાણે આ શબ્દસમૂહનો અનુવાદ કરો.

τῷ ἀδελφῷ

આ સાથી વિશ્વાસીનો ઉલ્લેખ કરે છે, લોહીના સબંધથી ભાઈ અથવા પાડોશીનો નહીં.

ῥακά…μωρέ

જે લોકો યોગ્ય રીતે વિચારી શકતા નથી તેઓ માટે આ અપમાનજનક છે. ""નકામો વ્યક્તિ"" એ ""મગજ વગરના વ્યક્તિ""નો નજદીકી શબ્દસમૂહ છે, જ્યાં ""મૂર્ખ"" શબ્દ, ઈશ્વરની આજ્ઞાનો ભંગ કરવાના વિચારને ઉમેરે છે.

Συνεδρίῳ

આ સંભવતઃ કોઈ સ્થાનિક પરિષદ હતી, યરૂશાલેમમાંનું મુખ્ય ન્યાયલય નહીં.

Matthew 5:23

προσφέρῃς

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ""તારું"" અને ""તને"" શબ્દો એકવચન છે, પરંતુ કેટલીક ભાષાઓમાં આ શબ્દોને બહુવચનમાં દર્શાવવાની જરૂર હોઈ શકે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

προσφέρῃς τὸ δῶρόν σου

તમારી ભેટ આપો અથવા “તમારી ભેટ લાવો”

ἐπὶ τὸ θυσιαστήριον

તે સૂચિત છે કે યરૂશાલેમના મંદિરમાં ઈશ્વરની વેદી છે. વૈકલ્પિક ભાષાંતર: ""મંદિરમાં વેદી સમક્ષ ઈશ્વરને"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

κἀκεῖ μνησθῇς

જ્યારે તમે વેદી સમક્ષ ઊભા હોય ત્યારે તમને યાદ આવે

ὁ ἀδελφός σου ἔχει τι κατὰ σοῦ

તમે કરેલા કોઈ કાર્યને લીધે અન્ય વ્યક્તિ તમારી સાથે ગુસ્સે છે

Matthew 5:24

πρῶτον διαλλάγηθι τῷ ἀδελφῷ σου

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પહેલાં તે વ્યક્તિની સાથે સુલેહ કરો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 5:25

ἴσθι εὐνοῶν τῷ ἀντιδίκῳ σου

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ""તું”, “તને” અને ""તારા"" શબ્દો એકવચન છે, પરંતુ કેટલીક ભાષાઓમાં આ શબ્દોને બહુવચનમાં દર્શાવવાની જરૂર હોઈ શકે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

τῷ ἀντιδίκῳ σου

આ તે વ્યક્તિ છે જે કંઈક ખોટું કરવા માટે અન્ય કોઈને દોષિત ઠેરવે છે. તે ગુનેગારને ન્યાયાધીશ સમક્ષ દોષી ઠરાવવા માટે અદાલતમાં લઈ જાય છે.

σε παραδῷ…τῷ κριτῇ

અહીં ""તને સોંપે"" એટલે કે તને કોઈ અન્ય વ્યક્તિના નિયંત્રણ હેઠળ મૂકે. વૈકલ્પિક ભાષાંતર: ""ન્યાયાધીશને તારી સાથે વ્યવહાર કરવા દેશે"" (જુઓ: રૂઢિપ્રયોગ)

ὁ κριτὴς τῷ ὑπηρέτῃ

અહીં ""તને સોંપે"" એટલે કે તને કોઈ અન્ય વ્યક્તિના નિયંત્રણ હેઠળ મૂકે. વૈકલ્પિક ભાષાંતર: ""ન્યાયાધીશ તને અધિકારીના હાથમાં સોંપશે."" (જુઓ: રૂઢિપ્રયોગ)

τῷ ὑπηρέτῃ

એવો વ્યક્તિ કે જેની પાસે ન્યાયાધીશ તરીકે નિર્ણયો લેવાનો અધિકાર છે.

εἰς φυλακὴν βληθήσῃ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અધિકારી તને જેલમાં પૂરી શકે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 5:26

ἀμὴν, λέγω σοι

હું તમને સત્ય કહું છું. આ વાક્ય, હવે પછી ઈસુ જે કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

ἐκεῖθεν

જેલમાંથી

Matthew 5:27

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. શબ્દ ""તમે"" એ ""તમે સાંભળ્યું છે"" અને “તમને” એ ""હું તમને કહું છું""માં બહુવચન છે. ""વ્યભિચાર ન કર""માં છુપાયેલ સર્વનામ ""તું"" એકવચન છે જે સમજી શકાય છે, પરંતુ કેટલીક ભાષાઓમાં તેને બહુવચન કરવાની જરૂર પડી શકે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ઈસુ જૂના કરારના નિયમને કેવી રીતે પરિપૂર્ણ કરવા આવ્યા છે તે વિશે શિક્ષણ આપવાનું જારી રાખે છે. અહીં તે વ્યભિચાર અને વિષય વાસના વિશે શિક્ષણ આપવાની શરૂઆત કરે છે.

ὅτι ἐρρέθη

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે કહ્યું"" અથવા “મૂસાના નિયમશાસ્ત્રમાં જણાવ્યા મુજબ” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

μοιχεύσεις

આ શબ્દનો અર્થ થાય છે કે કૃત્ય કરવું અથવા કંઈક કરવું.

Matthew 5:28

ἐγὼ δὲ λέγω

ઈશ્વર અને તેમના વચન સાથે ઈસુ સહમત છે, પરંતુ ધાર્મિક આગેવાનોએ જે રીતે ઈશ્વરના વચનનું લાગુકરણ કર્યું હતું તેની સાથે ઈસુ સહમત નથી. ""હું"" ભારદર્શક છે. આ સૂચવે છે કે ઈસુ જે કહે છે તે, ઈશ્વરની મૂળભૂત આજ્ઞાઓ જેટલું જ મહત્વનું છે. આ મહત્વને દર્શાવે તે પ્રમાણે આ શબ્દસમૂહનો અનુવાદ કરો. તમે આનો અનુવાદ [માથ્થી 5:22] (../05/22.md)માં કેવી રીતે કર્યો છે તે જુઓ.

πᾶς ὁ βλέπων γυναῖκα πρὸς τὸ ἐπιθυμῆσαι αὐτὴν, ἤδη ἐμοίχευσεν αὐτὴν ἐν τῇ καρδίᾳ αὐτοῦ

જેમ કોઈ વ્યકિત ખરેખર વ્યભિચારનું કૃત્ય કરે તે જ પ્રમાણે આ રૂપક સૂચવે છે કે જે પુરુષ સ્ત્રી પ્રત્યે વાસના રાખે છે તે વ્યભિચારના પાપનો દોષી છે. (જુઓ: રૂપક)

πρὸς τὸ ἐπιθυμῆσαι αὐτὴν

અને તેણીની પ્રત્યે વાસના અથવા “અને તેણીની સાથે શારીરિક સબંધની ઇચ્છા”

ἐν τῇ καρδίᾳ αὐτοῦ

અહીં ""હૃદય"" એ વ્યક્તિના વિચારોને પ્રગટ કરતું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેના મનમાં"" અથવા ""તેના વિચારોમાં"" (જુઓ: ઉપનામ)

Matthew 5:29

εἰ…σου

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ""તારી"" અને ""તારા"" શબ્દોના સર્વ ઉદાહરણો એકવચન છે, પરંતુ કેટલીક ભાષાઓમાં તે શબ્દોને બહુવચનમાં દર્શાવવાની જરૂર પડી શકે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

εἰ…ὁ ὀφθαλμός σου ὁ δεξιὸς σκανδαλίζει σε

અહીંયા ""આંખ"" વ્યક્તિ શું જુએ છે તેનો ઉલ્લેખ કરે છે. અને, “ઠોકર” એ ""પાપ"" માટેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો તું જે જુએ છે તે તને ઠોકર ખવડાવે છે"" અથવા ""તું જે જુએ છે તેના કારણે જો તું પાપ કરવાનું ઇચ્છે છે"" (જુઓ: ઉપનામ અને રૂપક)

ὁ ὀφθαλμός…ὁ δεξιὸς

આનો અર્થ થાય છે ડાબી આંખથી વિરુદ્ધની સૌથી મહત્વપૂર્ણ આંખ. તમારે ""જમણી આંખ”નો અનુવાદ ""વધુ સારી આંખ"" અથવા ""વધુ તેજસ્વી આંખ"" તરીકે કરવાની જરૂર પડી શકે છે. (જુઓ: રૂઢિપ્રયોગ)

ἔξελε αὐτὸν

વ્યક્તિએ પોતાને પાપ કરતા રોકવા માટે જે કાંઈ કરવું પડે તે કરવા માટેની આ એક અતિશયોક્તિપૂર્ણ આજ્ઞા છે. તેનો અર્થ છે ""બળપૂર્વક તેને દૂર કરો"" અથવા ""તેને નષ્ટ કરો."" જો જમણી આંખનો ઉલ્લેખ સ્પસ્ટપણે કરવામાં આવ્યો ન હોય તો ""તમારી આંખોને નષ્ટ કરો"" અનુવાદ કરવું. જો આંખોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો તમારે ""તેઓનો નાશ કરવો"" અનુવાદ કરવું. (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

βάλε ἀπὸ σοῦ

તેનાથી છૂટકારો મેળવો

ἀπόληται ἓν τῶν μελῶν σου

તમે તમારા શરીરનો એક અંગ ખોઈ બેસશો

καὶ μὴ ὅλον τὸ σῶμά σου βληθῇ εἰς Γέενναν

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તમારા આખા શરીરને નરકમાં ફેંકી દે તે કરતાં"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 5:30

εἰ ἡ δεξιά σου χεὶρ σκανδαλίζει σε

આ ઉપનામમાં, હાથ એ સંપૂર્ણ વ્યક્તિની ક્રિયાઓને માટે વપરાય છે. (જુઓ: ઉપનામ)

ἡ δεξιά σου χεὶρ

આનો અર્થ એ છે કે ડાબા હાથ સામેનો સૌથી મહત્વપૂર્ણ હાથ. તમારે ""જમણા""નો અનુવાદ ""વધુ સારો"" અથવા ""શક્તિશાળી"" તરીકે કરવાની જરૂર પડી શકે છે. (જુઓ: રૂઢિપ્રયોગ)

ἔκκοψον αὐτὴν

વ્યક્તિએ પોતાને પાપ કરતા રોકવા માટે જે કાંઈ કરવું પડે તે કરવા માટેની આ એક અતિશયોક્તિપૂર્ણ આજ્ઞા છે. (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

Matthew 5:31

ઈસુ કેવી રીતે જૂના કરારના નિયમને પરિપૂર્ણ કરવા આવ્યા છે તે વિશેનું શિક્ષણ આપવાનું જારી રાખે છે. અહીં ઈસુ છૂટાછેડાના વિષય પર શિક્ષણ આપવાની શરૂઆત કરે છે.

ἐρρέθη δέ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે પણ કહ્યું"" અથવા ""મૂસાએ પણ કહ્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἀπολύσῃ τὴν γυναῖκα αὐτοῦ

છૂટાછેડા માટે આ એક સૌમ્યતા છે. (જુઓ: સૌમ્યોક્તિ)

δότω

તેણે આપવું જ જોઈએ

Matthew 5:32

ἐγὼ δὲ λέγω

ઈશ્વર અને તેમના વચન સાથે ઈસુ સહમત છે, પરંતુ ધાર્મિક આગેવાનોએ જે રીતે ઈશ્વરના વચનનું લાગુકરણ કર્યું હતું તેની સાથે ઈસુ સહમત નથી. ""હું"" ભારદર્શક છે. આ સૂચવે છે કે ઈસુ જે કહે છે તે, ઈશ્વરની મૂળભૂત આજ્ઞાઓ જેટલું જ મહત્વનું છે. આ મહત્વને દર્શાવે તે પ્રમાણે આ શબ્દસમૂહનો અનુવાદ કરો. તમે આનો અનુવાદ[માથ્થી 5:22] (../05/22.md)માં કેવી રીતે કર્યો છે તે જુઓ.

ποιεῖ αὐτὴν μοιχευθῆναι

જે પુરુષ અયોગ્ય રીતે સ્ત્રીને છૂટાછેડા આપે છે, તે “તેને વ્યભિચાર કરવા માટે દોરે છે."" ઘણી સંસ્કૃતિઓમાં તે સ્ત્રીના માટે પુનઃલગ્ન કરવું સામાન્ય હશે, પરંતુ જો છૂટાછેડા અયોગ્ય રીતે છે, તો આવા પુનઃલગ્ન વ્યભિચાર છે.

ἀπολελυμένην

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેણીના પતિએ તેણીને છૂટાછેડા આપ્યા બાદ તેણી"" અથવા ""છૂટાછેડા લીધેલ સ્ત્રી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 5:33

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. શબ્દ ""તમે"" એ ""તમે સાંભળ્યું છે"" અને ""હું તમને કહું છું"" બહુવચન છે. ""સમ ખાવા નહીં"" અને ""શપથને પરિપૂર્ણ કરો""માં “તમે"" અને ""તમને"" એકવચન છે, પરંતુ કેટલીક ભાષાઓમાં તેને બહુવચન કરવાની જરૂર પડી શકે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ઈસુ કેવી રીતે જૂના કરારના નિયમને પરિપૂર્ણ કરવા આવ્યા છે તે વિશે શિક્ષણ આપવાનું જારી રાખે છે. અહીં ઈસુ સમ ખાવા વિશેના વિષય પર શિક્ષણ આપે છે.

πάλιν ἠκούσατε

તમે પણ અથવા “તમે, અહીં બીજું ઉદાહરણ છે.”

ἐρρέθη τοῖς ἀρχαίοις

આને સક્રિય ક્રિયાપદ સાથે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ ઘણા વર્ષો અગાઉ પૃથ્વી પર જીવિત હતા તેઓને ઈશ્વરે કહ્યું હતું"" અથવા ""વર્ષો અગાઉ તમારા પૂર્વજોને મૂસાએ કહ્યું હતું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

οὐκ ἐπιορκήσεις, ἀποδώσεις δὲ τῷ Κυρίῳ τοὺς ὅρκους σου

તમે કંઈક કરશો તે પ્રમાણેના સમ ખાધા પછી તે પ્રમાણે તમે કરો નહીં, તેવા સમ ખાશો નહીં. તેને બદલે પ્રભુની આગળ તમે જે સમ ખાધા છે તે પ્રમાણે કરો

Matthew 5:34

ἐγὼ δὲ λέγω

ઈશ્વર અને તેમના વચન સાથે ઈસુ સહમત છે, પરંતુ ધાર્મિક આગેવાનોએ જે રીતે ઈશ્વરના વચનનું લાગુકરણ કર્યું હતું તેની સાથે ઈસુ સહમત નથી. ""હું"" ભારદર્શક છે. આ સૂચવે છે કે ઈસુ જે કહે છે તે, ઈશ્વરની મૂળભૂત આજ્ઞાઓ જેટલું જ મહત્વનું છે. આ મહત્વને દર્શાવે તે પ્રમાણે આ શબ્દસમૂહનો અનુવાદ કરો. તમે આનો અનુવાદ[માથ્થી 5:22] (../05/22.md)માં કેવી રીતે કર્યો છે તે જુઓ.

μὴ ὀμόσαι ὅλως

કંઈ જ સમ ખાવા નહીં અથવા “કોઈપણ સોગંદ લેવા નહીં.”

θρόνος ἐστὶν τοῦ Θεοῦ

કારણ કે ઈશ્વર આકાશમાંથી રાજ કરે છે માટે આકાશ વિશે વાત ઈસુ એ રીતે કરે છે જાણે કે આકાશ એક સિંહાસન હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર અહીંથી જ શાસન કરે છે"" (જુઓ: રૂપક)

Matthew 5:35

લોકોએ સમ ખાવા જોઈએ નહીં તે વિશેના કલમ 34ના શબ્દોને અહીં ઈસુ પૂર્ણ કરે છે.

μήτε ἐν τῇ γῇ…πόλις ἐστὶν τοῦ μεγάλου Βασιλέως

અહીં ઈસુ કહેવા માંગે છે કે જ્યારે લોકો વચન આપે છે અથવા જ્યારે તેઓ કહે છે કે કંઈક સાચું છે, ત્યારે તેઓએ તે કોઈપણ બાબત વિશે સમ ખાવા નહીં. કેટલાક લોકો એવું શીખવતા હતા કે ઈશ્વરના સમ દ્વારા બંધાયેલ વ્યક્તિએ તેના સમ પ્રમાણે કરવું જ પડશે, પરંતુ બીજા કોઈ સમ જેમ કે આકાશ અને પૃથ્વીના સમ લીધા પછી વ્યક્તિ જો તે પ્રમાણે વર્તાતો નથી તો તે ઓછું હાનિકારક છે. ઈસુ કહે છે કે આકાશ, પૃથ્વી અને યરૂશાલેમના સોગંદ તે ઈશ્વરના સોગંદ જેટલી જ ગંભીર બાબત છે કારણ કે તે સર્વ ઈશ્વરની રચના છે.

ὑποπόδιόν ἐστιν τῶν ποδῶν αὐτοῦ

આ રૂપકનો અર્થ છે કે પૃથ્વી પણ ઈશ્વરની છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે રાજાના પાયાસન જેવુ છે જ્યાં તે પોતાનો પગ મૂકે છે"" (જુઓ: રૂપક)

ὅτι πόλις ἐστὶν τοῦ μεγάλου Βασιλέως

માટે તે ઈશ્વરનું, મહાન રાજાનું નગર છે

Matthew 5:36

ઈસુએ તેમના સાંભળનારાઓને કહ્યું કે ઈશ્વરનું સિંહાસન, પાયાસન અને પૃથ્વીના સોગન લેવા નહીં. અહીં તેઓ(ઈસુ) કહે છે કે તેઓએ પોતાના માથાના સમ પણ લેવા નહીં. .

σου

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. આ શબ્દોની ઘટનાઓ એકવચન છે, પરંતુ તમારે તેનો અનુવાદ કદાચ બહુવચન તરીકે કરવો પડે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ὀμόσῃς

આ અર્થ સમ ન લેવા વિશે છે. તમે [માથ્થી 5:34] (../05/34.md)માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ.

Matthew 5:37

ἔστω…ὁ λόγος ὑμῶν, ναὶ ναί, οὒ οὔ

જો તમારો અર્થ ‘હા’ છે તો ‘હા’ કહો, અને જો તમારો અર્થ ‘ના’ છે તો ‘ના’ કહો.

Matthew 5:38

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. શબ્દ ""તમે"" એ ""તમે સાંભળ્યું છે"" અને “તમને” એ ""હું તમને કહું છું""માં બહુવચન છે. “તારા જમણા ગાલ પર તમાચો મારે”માં ""તારા"" અને “તેની તરફ બીજો ગાલ પણ ફેરવ”માં ""તું"" શબ્દો એકવચન છે, પરંતુ કેટલીક ભાષાઓમાં આ શબ્દોને બહુવચન કરવાની જરૂર પડી શકે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ઈસુ કેવી રીતે જૂના કરારના નિયમને પરિપૂર્ણ કરવા આવ્યા છે તે શીખવવાનું જારી રાખે છે. અહીં ઈસુ કોઈ શત્રુ સામે બદલો લેવા સબંધીના શિક્ષણની શરૂઆત કરે છે.

ὅτι ἐρρέθη

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. તમે માથ્થી 5:27 માં આનો અનુવાદ કેવી રીતે કર્યો તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે જે કહ્યું"" અથવા “મૂસાએ જે કહ્યું” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὀφθαλμὸν ἀντὶ ὀφθαλμοῦ καὶ ὀδόντα ἀντὶ ὀδόντος

ઈજા પામનાર વ્યક્તિને મૂસાના નિયમ મુજબ છૂટ હતી કે તે તેને ઈજા કરનારને તેની ઈજાના પ્રમાણમાં હાની પહોચાડી શકે, પણ તેનાથી વધારે ઈજા પહોંચાડી શકે નહીં.

Matthew 5:39

ἐγὼ δὲ λέγω

ઈશ્વર અને તેમના વચન સાથે ઈસુ સહમત છે, પરંતુ ધાર્મિક આગેવાનોએ જે રીતે ઈશ્વરના વચનનું લાગુકરણ કર્યું હતું તેની સાથે ઈસુ સહમત નથી. ""હું"" ભારદર્શક છે. આ સૂચવે છે કે ઈસુ જે કહે છે તે, ઈશ્વરની મૂળભૂત આજ્ઞાઓ જેટલું જ મહત્વનું છે. આ મહત્વને દર્શાવે તે પ્રમાણે આ શબ્દસમૂહનો અનુવાદ કરો.

τῷ πονηρῷ

દુષ્ટ માણસ અથવા “કોઈ જે તમને નુકસાન પહોંચાડે છે”

ῥαπίζει…τὴν δεξιὰν σιαγόνα

માણસના ગાલ પર તમાચો મારવો તે ઈસુની સંસ્કૃતિમાં અપમાન ગણાતું હતું. આંખ અને હાથની જેમ, જમણો ગાલ વધારે મહત્વનો છે, અને તે ગાલ પર તમાચો મારવો તે ભયંકર અપમાન ગણાતું હતું.

ῥαπίζει

ઉલટા હાથથી મારવું/ખુલ્લા હાથની પાછળની બાજુએથી મારવું

στρέψον αὐτῷ καὶ τὴν ἄλλην

તેને તમારા બીજા ગાલ પર પણ મારવા દે

Matthew 5:40

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ""તારો"" અને ""તારું"" શબ્દોની સાથે સાથે ""લેવા દે"", ""જાઓ"", ""આપો,"" અને ""પાછા ન હટવું"" સર્વ આજ્ઞાઓમાં છુપાયેલ “તું” દર્શાવતા બધા ઉલ્લેખ એકવચન છે. કેટલીક ભાષાઓમાં આ શબ્દોનું બહુવચન કરવાની જરૂર પડી શકે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

τὸν χιτῶνά…ἱμάτιον

ભારે શર્ટ કે સ્વેટર સમાન ""કોટ"" શરીર પર ચુસ્ત રીતે પહેરવામાં આવતો હતો. ""પહેરણ”, જે બંને વસ્ત્રોમાં વધુ મૂલ્યવાન હતું, તેને “કોટ” ઉપર હૂંફ માટે પહેરવામાં આવતું હતું અને રાત્રીના સમયે હૂંફ માટે પહેરણનો ઉપયોગ કામળા તરીકે પણ કરવામાં આવતો હતો.

ἄφες αὐτῷ καὶ τὸ ἱμάτιον

તેને પણ તે વ્યક્તિને આપી દે

Matthew 5:41

ὅστις

જે કોઈ. સંદર્ભ સૂચવે છે કે ઈસુ અહીં રોમન સૈનિક વિશે વાત કરી રહ્યા છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

μίλιον ἕν

આ લગભગ પાંચ હજાર (5000) કદમનું અંતર છે, જે અંતર સુધી રોમન સૈનિક કોઈપણ વ્યક્તિને તેના માટે કોઈ વસ્તુ લઈ જવા માટે કાયદેસર દબાણ કરી શકતો હતો. જો ""માઇલ"" સમજવામાં મુશ્કેલી અનુભવાય તો તેને ""એક કિલોમીટર"" અથવા ""અંતર"" તરીકે અનુવાદ કરી શકાય છે.

μετ’ αὐτοῦ

તમને જવા માટે ફરજ પાડે છે, આ તેનો ઉલ્લેખ કરે છે.

ὕπαγε μετ’ αὐτοῦ δύο

તે તમને જવા માટે દબાણ કરે તો એક માઇલ જાઓ, અને પછી બીજું એક માઇલ જાઓ. જો ""માઇલ"" સમજવામાં મુશ્કેલી ઊભી કરે તો તમે તેને ""બે કિલોમીટર"" અથવા ""તેનાથી બમણા અંતરે"" તરીકે અનુવાદ કરી શકો છો.

Matthew 5:42

μὴ ἀποστραφῇς

ઉછીનું આપવાનું નકાર કરવો નહીં. આને હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઉછીનું આપવું

Matthew 5:43

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. શબ્દ ""તમે"" એ ""તમે સાંભળ્યું છે"" અને “તમને” એ ""હું તમને કહું છું""માં બહુવચન છે. પણ “તું” અને “તારા” એ “તું તારા પડોશીને પ્રેમ કર અને દુશ્મનને ધિક્કાર” એ એકવચન છે. પરંતુ કેટલીક ભાષાઓમાં આ શબ્દોનું બહુવચન કરવાની જરૂર પડી શકે છે. “તમે” અને “તમારા” શબ્દોના ઉલ્લેખની સર્વ ઘટનાઓ બહુવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ઈસુ જૂના કરારના નિયમને પરિપૂર્ણ કરવા આવ્યા છે તે વિશેનું શિક્ષણ આપવાનું જારી રાખે છે. અહીં ઈસુ વૈરીઓ પર પ્રેમ કરવા વિશે કહેવાની શરૂઆત કરે છે.

ὅτι ἐρρέθη

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. તમે માથ્થી 5:27માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે જે કહ્યું"" અથવા “મૂસાએ જે કહ્યું” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τὸν πλησίον σου

અહીં ""પાડોશી"" શબ્દ ચોક્કસ પાડોશીનો ઉલ્લેખ કરતું નથી, પણ કોઈપણ સમાજના સભ્ય અથવા લોકોના સમૂહનો ઉલ્લેખ કરે છે. આ લોકો કે જેઓ સામાન્ય રીતે અન્ય સાથે કરુણાનું વર્તન ઇચ્છે છે અથવા કૃપાળુ રીતે વર્તવામાં માને છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા દેશના લોકો"" અથવા ""જે લોકો તમારા સમાજના કે સમૂહના હોય” (જુઓ: સર્વ સામાન્ય નામ સાથેની વાક્યરચના)

Matthew 5:44

ἐγὼ δὲ λέγω

ઈશ્વર અને તેમના વચન સાથે ઈસુ સહમત છે, પરંતુ ધાર્મિક આગેવાનોએ જે રીતે ઈશ્વરના વચનનું લાગુકરણ કર્યું હતું તેની સાથે ઈસુ સહમત નથી. ""હું"" ભારદર્શક છે. આ સૂચવે છે કે ઈસુ જે કહે છે તે, ઈશ્વરની મૂળભૂત આજ્ઞાઓ જેટલું જ મહત્વનું છે. આ મહત્વને દર્શાવે તે પ્રમાણે આ શબ્દસમૂહનો અનુવાદ કરો. તમે આનો અનુવાદ [માથ્થી 5:22] (../05/22.md)માં કેવી રીતે કર્યો છે તે જુઓ.

Matthew 5:45

γένησθε υἱοὶ τοῦ Πατρὸς ὑμῶν

તમારી ભાષામાં સામાન્ય રીતે માનવીય પુત્રો અથવા બાળકો માટે ઉપયોગમાં લેવાતા શબ્દ દ્વારા ""દીકરાઓ"" શબ્દનો અનુવાદ કરવો શ્રેષ્ઠ છે.

Πατρὸς

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Matthew 5:46

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ""તમે"" અને ""તમારા"" શબ્દોના ઉલ્લેખની સર્વ ઘટનાઓ બહુવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ઈસુ કેવી રીતે જૂના કરારના નિયમોને પરિપૂર્ણ કરવા આવ્યા છે તે વિશેના શિક્ષણનું સમાપન કરે છે. આ ભાગની શરૂઆત માથ્થી5:17થી થઇ હતી.

τίνα μισθὸν ἔχετε?

ઈસુ આ પ્રશ્નના ઉપયોગ દ્વારા લોકોને શિક્ષણ આપવા માગે છે કે લોકો તેમને પ્રેમ કરનારાઓને પ્રેમ કરે તે કોઈ ખાસ બાબત નથી કે જેના માટે ઈશ્વર તેમને બદલો આપે. આ અલંકારિક પ્રશ્નનો અનુવાદ નિવેદનના રૂપમાં કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમને કોઈ બદલો મળનાર નથી."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

οὐχὶ καὶ οἱ τελῶναι τὸ αὐτὸ ποιοῦσιν?

આ અલંકારિક પ્રશ્નનો અનુવાદ નિવેદનના રૂપમાં કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""દાણીઓ પણ એમ જ કરે છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 5:47

τί περισσὸν ποιεῖτε?

આ પ્રશ્નનો અનુવાદ નિવેદનના રૂપમાં કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે અન્યોની સરખામણીમાં કંઈ વિશેષ કરતા નથી."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἀσπάσησθε

સાભળનારાની સુખાકારીની ઇચ્છા દર્શાવવા માટે આ એક સામાન્ય શબ્દ છે.

οὐχὶ καὶ οἱ ἐθνικοὶ τὸ αὐτὸ ποιοῦσιν?

આ પ્રશ્નનો અનુવાદ નિવેદનના રૂપમાં કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""વિદેશીઓ પણ એમ જ કરે છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 5:48

Πατὴρ

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Matthew 6

માથ્થી 06 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

“પહાડ પરના ઉપદેશ” તરીકે પ્રચલિત ઈસુના વિસ્તૃત શિક્ષણને માથ્થી 6 અધ્યાય જારી રાખે છે.

તમે 6:9-11 માંની પ્રાર્થનાને પૃષ્ઠની જમણી બાજુએ ઉપર નોંધીને તેને બાકીના લખાણ કરતાં અલગ દર્શાવી શકો છો..

આ ઉપદેશમાં ઈસુ વિવિધ વિષયો પર શિક્ષણ આપે છે, તેથી જ્યાં પણ ઈસુના શિક્ષણનો વિષય બદલાય ત્યાં તમે એક પંક્તિની જગ્યા રાખી વાચકને વિષય પરિવર્તન સમજવામાં સહાય કરી શકો છો.

Matthew 6:1

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ""તમને"" અને ""તમારા"" શબ્દોના ઉલ્લેખની સર્વ ઘટનાઓ બહુવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

માથ્થી 5: 3થી શરુ થયેલ પહાડ પરનો ઉપદેશ જે ઈસુ તેમના શિષ્યો સમક્ષ રજૂ કરી રહ્યા છે તે અહીં જારી રહે છે. આ વિભાગમાં, ઈસુ દાન આપવાના, પ્રાર્થના, અને ઉપવાસના “ન્યાયીપણાના કાર્યો” ને સંબોધિત કરે છે.

ἔμπροσθεν τῶν ἀνθρώπων, πρὸς τὸ θεαθῆναι αὐτοῖς

તે સૂચિત છે કે જેઓ તે વ્યક્તિને જોશે તેઓ તે વ્યક્તિને માન આપશે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો સમક્ષ તેઓ એવી રીતે કાર્ય કરે છે કે જેથી લોકો તેમને જુએ અને તેમણે જે કંઈ કર્યું છે તેને લીધે લોકો તેમને માન આપે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τῷ Πατρὶ

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Matthew 6:2

μὴ σαλπίσῃς ἔμπροσθέν σου

આ રૂપકનો અર્થ છે, કંઈક એવું કે જે કરવા દ્વારા હેતુપૂર્વક લોકોનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ કોઈ મોટી ભીડમાં મોટેથી રણશિંગડું વગાડે છે તેમ તમે તમારી તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા પ્રયત્ન કરશો નહીં. (જુઓ: રૂપક)

ἀμὴν, λέγω ὑμῖν

હું તમને સત્ય કહું છું. આ વાક્ય, હવે પછી ઈસુ જે કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

Matthew 6:3

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ""તું"" અને ""તારો"" શબ્દોના ઉલ્લેખની સર્વ ઘટનાઓ બહુવચન છે, સર્વ માણસોને લાગુકર્તા છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ઈસુ તેમના શિષ્યોને દાન વિશે શિક્ષણ આપવાનું જારી રાખે છે.

μὴ γνώτω ἡ ἀριστερά σου τί ποιεῖ ἡ δεξιά σου

આ રૂપક, સંપૂર્ણ ગુપ્તતાને દર્શાવે છે. સામાન્ય રીતે જેમ બંને હાથ એકસાથે કાર્ય કરે છે અને દરેક સમયે એક હાથને બીજા હાથના કાર્યની ખબર હોય છે તેમ તમારા વિશે બધું જાણતા તમારા સૌથી નજદીકી લોકોને પણ તમારે જાણ થવા દેવી નહીં કે તમે ગરીબોને દાન ક્યારે આપો છો. (જુઓ: રૂપક)

Matthew 6:4

ᾖ σου ἡ ἐλεημοσύνη ἐν τῷ κρυπτῷ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે અન્ય લોકોની જાણ બહાર ગરીબ લોકોને દાન આપી શકો છો."" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 6:5

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. કલમ 5 અને 7 માં ""તમે"", “તેઓ” અને ""તેમને"" શબ્દોના ઉલ્લેખની સર્વ ઘટનાઓ બહુવચન છે; કલમ 6 માં “તું”, “તારી” અને “તારા” શબ્દો એકવચન છે, પરંતુ કેટલીક ભાષાઓમાં આ શબ્દોને બહુવચન કરવા જરૂરી થઈ શકે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ઈસુ પ્રાર્થના વિશે શિક્ષણ આપવાની શરૂઆત કરે છે.

ὅπως φανῶσιν τοῖς ἀνθρώποις

તે સૂચિત છે કે જેઓ તેમને જોશે તેઓ તેમને માન આપશે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કે જેથી લોકો તેમને જુએ અને તેમને માંન આપે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἀμὴν, λέγω ὑμῖν

હું તમને સત્ય કહું છું. આ વાક્ય, હવે પછી ઈસુ જે કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

Matthew 6:6

εἴσελθε εἰς τὸ ταμεῖόν σου καὶ κλείσας τὴν θύραν σου

ગુપ્ત સ્થાને જાવ અથવા “જ્યાં તમે એકલા હોઈ શકો ત્યાં જાઓ”

τῷ Πατρί σου τῷ ἐν τῷ κρυπτῷ

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈશ્વરને કોઈપણ જોઈ શકતું નથી. વૈકલ્પિક ભાષાંતર: ""પિતા, જે અદ્રશ્ય છે"" અથવા 2) ગુપ્તમાં પ્રાર્થના કરનારની સાથે ઈશ્વર છે. વૈકલ્પિક ભાષાંતર: ""પિતા, જે તમારી સાથે ગુપ્તમાં છે

τῷ Πατρί

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

ὁ Πατήρ σου, ὁ βλέπων ἐν τῷ κρυπτῷ

અને ગુપ્તમાં તમે જે કરશો તે, તમને ગુપ્તમાં પણ જોનાર તમારા આકાશમાંના પિતા જોશે

Matthew 6:7

μὴ βατταλογήσητε

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) શબ્દોનું વારંવાર ઉચ્ચારણ અર્થહીન છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈપણ બાબતને ફરીને ફરી વારંવાર કહેવાનું ચાલુ રાખશો નહીં"" અથવા 2) શબ્દો અથવા વાક્યો અર્થહીન છે. વૈકલ્પિક ભાષાંતર: ""અર્થહીન શબ્દોનું પુનરાવર્તન કર્યા કરશો નહીં

εἰσακουσθήσονται

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમના ખોટા દેવો તેમનું સાંભળશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 6:8

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ એક વ્યક્તિ તરીકે પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ. ""તમે"" અને ""તમારા"" શબ્દો પ્રથમ વાક્યમાં બહુવચન છે. પ્રાર્થનામાં, ""તમારું નામ, તમારું રાજ્ય"" અને “તમારી ઈચ્છા” શબ્દો એકવચન છે અને ઈશ્વરનો ઉલ્લેખ કરે છે, ""આકાશમાંના અમારા પિતા."" (જુઓ: તમેનાં સ્વરૂપો)

ὁ Πατὴρ

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Matthew 6:9

Πάτερ ἡμῶν, ὁ ἐν τοῖς οὐρανοῖς

પ્રાર્થનાની શરૂઆતમાં લોકોએ ઈશ્વરને સંબોધન કેવી રીતે કરવું તે વિશે ઈસુ લોકોને શીખવે છે.

ἁγιασθήτω τὸ ὄνομά σου

અહીં ""તમારું નામ"" સ્વયં ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""દરેકને તમારું સન્માન કરવા દોરો"" (તમારું નામ પવિત્ર મનાઓ) (જુઓ: ઉપનામ)

Matthew 6:10

ἐλθέτω ἡ βασιλεία σου

અહીં ""રાજ્ય"" એ રાજા તરીકે ઈશ્વરના શાસનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે દરેક વ્યક્તિ અને દરેક વસ્તુ પર સંપૂર્ણપણે શાસન કરો” (જુઓ: ઉપનામ)

γενηθήτω τὸ θέλημά σου, ὡς ἐν οὐρανῷ καὶ ἐπὶ γῆς

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ આકાશમાં તેમ પૃથ્વી પર દરેક બાબતો તમારી ઇચ્છા પ્રમાણે થાઓ” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 6:11

આ પ્રાર્થનાનો એક ભાગ છે જે વિશે ઈસુ લોકોને શિક્ષણ આપી રહ્યા હતા. પ્રાર્થનામાં ""અમે,"" ""અમારુ,"" અને ""આપણું"" સર્વ ઘટનાઓ પ્રાર્થના કરનારનો ઉલ્લેખ કરે છે. આ શબ્દો ઈશ્વરનો ઉલ્લેખ કરતાં નથી કે જેઓને સંબોધીને લોકો પ્રાર્થના કરે છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

τὸν ἄρτον…τὸν ἐπιούσιον

અહીં “રોટલી” એ સામાન્ય રીતે ખોરાકનો ઉલ્લેખ કરે છે. (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Matthew 6:12

τὰ ὀφειλήματα

ઋણ એટલે એક વ્યક્તિનું બીજા વ્યક્તિ પ્રત્યે ઋણ ધરાવવું. આ પાપો માટેનું રૂપક છે. (જુઓ: રૂપક)

τοῖς ὀφειλέταις ἡμῶν

ઋણી એક એવી વ્યક્તિ છે જે અન્ય વ્યક્તિ પ્રત્યે ઋણ ધરાવે છે. જેમણે આપણી વિરુદ્ધ પાપ કર્યું હોય તે લોકો માટેનું આ એક રૂપક છે. (જુઓ: રૂપક)

Matthew 6:13

μὴ εἰσενέγκῃς ἡμᾶς εἰς πειρασμόν

“પરીક્ષણ"" શબ્દ અમૂર્ત સંજ્ઞા છે, જેને ક્રિયાપદ તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈપણ બાબતથી અમારું પરીક્ષણ થવા દેશો નહીં"" અથવા ""કશું પણ અમને પાપ કરવાની ઇચ્છા તરફ દોરી જાય તેવું થવા દેશો નહીં."" (જુઓ: અમૂર્ત નામો)

Matthew 6:14

શબ્દો ""તમે"", “તેઓ” અને ""તમને"" ઉદાહરણો બહુવચન છે. જો કે દરેક વ્યક્તિ જો બીજાને માફ ન કરે તો તેઓનું શું થશે, તે વિશે ઈસુ કહી રહ્યા છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

τὰ παραπτώματα αὐτῶν

અમૂર્ત સંજ્ઞા ""અપરાધ"" ને ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે તેઓ તમારી વિરુદ્ધ અપરાધ કરે"" (જુઓ: અમૂર્ત નામો)

ὁ Πατὴρ

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Matthew 6:15

τοῖς ἀνθρώποις…τὰ παραπτώματα ὑμῶν

અપરાધો"" સંજ્ઞાનો અનુવાદ ક્રિયાપદ તરીકે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે તેઓ તમારી વિરુદ્ધ અપરાધ કરે છે ... જ્યારે તમે ઈશ્વર વિરુદ્ધ અપરાધ કરો છો"" અથવા ""જ્યારે તેઓ તમને નુકસાનકારક બાબતો કરે છે ... જ્યારે તમે તમારા આકાશમાંના પિતાને ગુસ્સો ઉપજાવતી બાબતો કરો છો"" (જુઓ: અમૂર્ત નામો)

Matthew 6:16

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. કલમ 16 માં ""તમે"" શબ્દ બહુવચન છે. કલમ 17 અને 18 માં, જ્યારે તેઓ ઉપવાસ કરે ત્યારે તેઓએ કેવી રીતે વર્તવું તે વિશે ઈસુ તેમને શીખવે છે ત્યારે ""તું"", “તારા” અને ""તારું"" શબ્દોના ઉલ્લેખની સર્વ ઘટનાઓ એકવચન છે. કેટલીક ભાષાઓમાં આ સર્વ ઉલ્લેખોને બહુવચનમાં દર્શાવવાની જરૂર પડી શકે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ઈસુ ઉપવાસ વિશે શિક્ષણ આપવાની શરૂઆત કરે છે.

ἀφανίζουσιν…τὰ πρόσωπα αὐτῶν

ઢોંગી લોકો તેમના મોં ધોશે નહીં અથવા તેમના વાળને કાંસકો કરશે નહીં. તેઓએ આ હેતુપૂર્વક બીજાઓનું ધ્યાન દોરવા માટે કરે છે જેથી લોકો તેમને જુએ અને તેમના ઉપવાસ માટે તેમને માન આપે.

ἀμὴν, λέγω ὑμῖν

હું તમને સત્ય કહું છું. આ વાક્ય, હવે પછી ઈસુ જે કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

Matthew 6:17

ἄλειψαί σου τὴν κεφαλὴν

તમારા વાળમાં તેલ નાખો અથવા ""તમારા વાળને સજાવો"" અહીં માથા પર ""તેલ રેડવું” તે વ્યક્તિના વાળની સામાન્ય સંભાળ લેવાનો ઉલ્લેખ કરે છે. તે ""ખ્રિસ્ત"" કે જેનો અર્થ ""અભિષિક્ત"" છે તે શબ્દ સાથે કોઇપણ રીતે સબંધિત નથી. ઈસુનો અર્થ એ છે કે લોકો ઉપવાસ કરે કે ના કરે પણ તેઓનો દેખાવ એકસમાન હોવો જોઈએ.

Matthew 6:18

τῷ Πατρί σου τῷ ἐν τῷ κρυφαίῳ

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈશ્વરને કોઈપણ જોઈ શકતું નથી. વૈકલ્પિક ભાષાંતર: ""પિતા, જે અદ્રશ્ય છે"" અથવા 2) ગુપ્તમાં ઉપવાસ કરનાર સાથે ઈશ્વર છે. વૈકલ્પિક ભાષાંતર: ""પિતા, જે તમારી સાથે ગુપ્તમાં છે"" તમે આનો અનુવાદ માથ્થી 6:6 માં કેવી રીતે કર્યો છે તે જુઓ.

τῷ Πατρί

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

ὁ βλέπων ἐν τῷ κρυφαίῳ

તમે જે ગુપ્તમાં કરો છો તેને જોનાર ઈશ્વર. તમે આનો અનુવાદ માથ્થી 6:6 માં કેવી રીતે કર્યો છે તે જુઓ.

Matthew 6:19

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ""તમે"" અને ""તમારું"" શબ્દોના ઉલ્લેખની બધી ઘટનાઓ બહુવચન છે, કલમ 21 સિવાય, જ્યાં “તમારું” શબ્દ એકવચન છે. કેટલીક ભાષાઓમાં ""તમે"" અને ""તમારું"" શબ્દોની સર્વ ઘટનાઓને બહુવચન કરવાની જરૂર પડી શકે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ઈસુ સંપતિ અને ધન વિશે શિક્ષણ આપવાની શરૂઆત કરે છે.

θησαυροὺς

સંપતિ, એવી વસ્તુ છે જેને લોકો વધારે મહત્વ આપે છે.

ὅπου σὴς καὶ βρῶσις ἀφανίζει

જ્યાં કાટ અને કીડા ખજાનાનો નાશ કરે છે

σὴς

નાના, ઉડતા કીડા જે વસ્ત્રોઓનો નાશ કરે છે

βρῶσις

અને ભૂરો પદાર્થ જે ધાતુ પર રચાય છે

Matthew 6:20

θησαυρίζετε…ὑμῖν θησαυροὺς ἐν οὐρανῷ

આ એક રૂપક છે જેનો અર્થ કે પૃથ્વી પર સારી બાબતો કરો કે જેનો બદલો ઈશ્વર તમને આકાશમાં આપે. (જુઓ: રૂપક)

Matthew 6:21

ἐκεῖ ἔσται καὶ ἡ καρδία σου

અહીં “હ્રદય” એટલે વ્યક્તિના વિચારો અને રુચિ છે. (જુઓ: ઉપનામ)

Matthew 6:22

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ""તારી"" અને ""તારા""ના ઉદાહરણો એકવચન છે, પરંતુ કેટલીક ભાષાઓમાં તેમને બહુવચન કરવાની જરૂર પડી શકે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ὁ λύχνος τοῦ σώματός ἐστιν ὁ ὀφθαλμός…φωτεινὸν ἔσται

તંદુરસ્ત આંખો કે જે વ્યકિતને સારી રીતે જોવામાં મદદરૂપ છે તેની સરખામણી બીમાર આંખો સાથે કરે છે જે આંખો વ્યકિતને અંધાપા તરફ દોરી જાય છે. આ એક રૂપક છે જે આત્મિક તંદુરસ્તીનો ઉલ્લેખ કરે છે. મોટાભાગે લોભને દર્શાવવા યહૂદી લોકો ""ખરાબ આંખ"" શબ્દસમૂહનો ઉપયોગ કરતા હતા. અહીં અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિ ઈશ્વર પ્રત્યે સંપૂર્ણ રીતે સમર્પિત હોય અને ઈશ્વર જે કહે તે પ્રમાણે જો તે જુએ અથવા સમજે તો તે વ્યક્તિ જે સારું છે તે કરે છે. જો વ્યક્તિ વધુ પ્રાપ્ત કરવાનો લોભ ધરાવતો હોય, તો તે વ્યક્તિ જે દુષ્ટ છે તે કરે છે. (જુઓ: રૂપક)

ὁ λύχνος τοῦ σώματός ἐστιν ὁ ὀφθαλμός

આ રૂપકનો અર્થ છે કે જેમ અંધારામાં દીવો વ્યક્તિને જોવા માટે મદદરૂપ છે તેમ આંખો વ્યક્તિને જોવાની પરવાનગી આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""દીવાની જેમ, આંખ વસ્તુઓને સ્પષ્ટ રીતે નિહાળવાની મંજૂરી આપે છે"" (જુઓ: રૂપક)

ὀφθαλμός

તમારે આને બહુવચનમાં અનુવાદ કરવાનું થઈ શકે છે, “આંખો.”

Matthew 6:23

ἐὰν δὲ ὁ ὀφθαλμός σου…ἐστίν τὸ σκότος πόσον

તંદુરસ્ત આંખો કે જે વ્યકિતને સારી રીતે જોવામાં મદદરૂપ છે તેની સરખામણી બીમાર આંખો સાથે કરે છે જે આંખો વ્યકિતને અંધાપા તરફ દોરી જાય છે. આ એક રૂપક છે જે આત્મિક તંદુરસ્તીનો ઉલ્લેખ કરે છે. મોટાભાગે લોભને દર્શાવવા યહૂદી લોકો ""ખરાબ આંખ"" શબ્દસમૂહનો ઉપયોગ કરતા હતા. અહીં અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિ ઈશ્વર પ્રત્યે સંપૂર્ણ રીતે સમર્પિત હોય અને ઈશ્વર જે કહે તે પ્રમાણે જો તે જુએ અથવા સમજે તો તે વ્યક્તિ જે સારું છે તે કરે છે. જો વ્યક્તિ વધુ પ્રાપ્ત કરવાનો લોભ ધરાવતો હોય, તો તે વ્યક્તિ જે દુષ્ટ છે તે કરે છે. (જુઓ: રૂપક)

ἐὰν…ὁ ὀφθαλμός σου πονηρὸς ᾖ

આ જાદુનો ઉલ્લેખ કરતું નથી. યહૂદી લોકો હંમેશા આ પ્રકારના રૂપકનો ઉપયોગ લોભીનો ઉલ્લેખ કરવા માટે કરતા હતા. (જુઓ: રૂપક)

εἰ…τὸ φῶς τὸ ἐν σοὶ σκότος, ἐστίν τὸ σκότος πόσον

જે તમારા શરીરમાં પ્રકાશ આપવા માટે હોય પરંતુ જો તે અંધકાર ઉપજાવે તો તમારું શરીર સંપૂર્ણ અંધકારમાં છે.

Matthew 6:24

ἢ γὰρ τὸν ἕνα μισήσει καὶ τὸν ἕτερον ἀγαπήσει, ἢ ἑνὸς ἀνθέξεται καὶ τοῦ ἑτέρου καταφρονήσει

આ બંને શબ્દસમૂહોનો અર્થ મૂળભૂત રીતે એક જ વસ્તુ છે. તેઓ ભાર મૂકે છે કે એક વ્યક્તિ એક જ સમયે ઈશ્વર અને દ્રવ્ય બંનેને પ્રેમ કરી શકતો નથી અને સમર્પિત થઈ શકતો નથી. (જુઓ: સમાંતરણ)

οὐ δύνασθε Θεῷ δουλεύειν καὶ μαμωνᾷ

તમે એક જ સમયે ઈશ્વર અને દ્રવ્યને પ્રેમ કરી શકતા નથી.

Matthew 6:25

અહીં “તમને” અને “તમારા” ઉદાહરણો બહુવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

λέγω ὑμῖν

આ વાક્ય, હવે પછી ઈસુ જે કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

ὑμῖν

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.

οὐχὶ ἡ ψυχὴ πλεῖόν ἐστι τῆς τροφῆς, καὶ τὸ σῶμα τοῦ ἐνδύματος?

લોકોને શિક્ષણ આપવા માટે ઈસુ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સ્વાભાવિક છે કે તમે જે ખાઓ છો તે કરતાં જીવન વધારે છે, અને તમે જે પહેરો છો તે કરતાં શરીર વધારે છે."" અથવા ""સ્પષ્ટપણે જીવનમાં એવી બાબતો છે જે ખોરાક કરતાં વધુ મહત્વની છે અને શરીરને સબંધિત એવી બાબતો છે જે કપડાં કરતાં પણ વધુ મહત્વની છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 6:26

ἀποθήκας

અનાજ સંગ્રહ કરવાનું સ્થાન

ὁ Πατὴρ

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

οὐχ ὑμεῖς μᾶλλον διαφέρετε αὐτῶν?

ઈસુ લોકોને શિક્ષણ આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સ્વાભાવિક રીતે તમે પક્ષીઓ કરતાં વધુ મૂલ્યવાન છો."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 6:27

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ""તમારા"" બહુવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

τίς δὲ ἐξ ὑμῶν μεριμνῶν δύναται προσθεῖναι ἐπὶ τὴν ἡλικίαν αὐτοῦ πῆχυν ἕνα?

ઈસુ લોકોને શિક્ષણ આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. અહીં ""તેના આયુષ્યમાં એક ક્યુબિટ ઉમેરો” તે વ્યક્તિ કેટલો સમય જીવશે તે સમય ઉમેરવા માટેનું એક રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""ચિંતા કર્યા કરવાથી, તમારામાંનો કોઈપણ તમારા જીવનમાં વર્ષો ઉમેરી શકતા નથી. તમે તમારા જીવનમાં એક મિનિટ પણ ઉમેરી શકતા નથી! તેથી તમારે તમારી જરૂરીયાતની વસ્તુઓ વિશે ચિંતા કરવી નહીં."" (જુઓ: આલંકારિક પ્રશ્ન અને રૂપક)

πῆχυν ἕνα

ક્યુબિટ એ અડધા મીટર કરતાં પણ ઓછું માપ છે. (જુઓ: બાઈબલમાં લિખિત અંતર)

Matthew 6:28

περὶ ἐνδύματος τί μεριμνᾶτε?

ઈસુ લોકોને શિક્ષણ આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે શું પહેરશો તેના વિશે તમારે ચિંતા કરવી નહીં."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

καταμάθετε

ધ્યાનમાં લેવું

τὰ κρίνα…αὐξάνουσιν; οὐ κοπιῶσιν οὐδὲ νήθουσιν

ઈસુ ખેતરનાં ફૂલઝાડો વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે કપડાં પહેરેલાં લોકો હોય. ખેતરનાં ફૂલઝાડોને કપડાં પહેરાવવા એ સુંદર અને રંગબેરંગી ફૂલો ધરાવતા છોડ માટેનું રૂપક છે. (જુઓ: વ્યક્તિનો અવતાર અને રૂપક)

κρίνα

ખેતરનાં ફૂલઝાડ એક પ્રકારના જંગલી ફૂલનો ઉલ્લેખ કરે છે. (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

Matthew 6:29

οὐδὲ Σολομὼν ἐν πάσῃ τῇ δόξῃ αὐτοῦ περιεβάλετο ὡς ἓν τούτων

ઈસુ ખેતરનાં ફૂલઝાડો વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે કપડાં પહેરેલાં લોકો હોય. ખેતરનાં ફૂલઝાડોને કપડાં પહેરાવવા એ સુંદર અને રંગબેરંગી ફૂલો ધરાવતા છોડવાઓ માટેનું રૂપક છે. (જુઓ: વ્યક્તિનો અવતાર અને રૂપક)

λέγω…ὑμῖν

આ વાક્ય, હવે પછી ઈસુ જે કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

περιεβάλετο ὡς ἓν τούτων

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ કપડાં પહેરતા નથી છતાં આ ખેતરનાં ફૂલઝાડોની જેમ સુંદર દેખાય છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 6:30

τὸν χόρτον τοῦ ἀγροῦ…οὕτως

ઈસુ કમળ વિશે વાત કરવાનું ચાલુ રાખે છે કે જાણે કે તે કપડાં પહેરેલાં લોકો હોય. ખેતરનાં ફૂલઝાડોને કપડાં પહેરાવવા એ સુંદર અને રંગબેરંગી ફૂલો ધરાવતા છોડવાઓ માટેનું રૂપક છે. (જુઓ: વ્યક્તિનો અવતાર અને રૂપક)

χόρτον

જો તમારી ભાષામાં કોઈ શબ્દ હોય કે જે ""ઘાસ""નો અને અગાઉની કલમમાં તમે ઉપયોગ કરેલા શબ્દો ""ખેતરનાં ફૂલઝાડો""નો સમાવેશ કરતો હોય તો અહીં તમે તેનો ઉપયોગ કરી શકો છો.

εἰς κλίβανον βαλλόμενον

તે સમયે યહૂદીઓ તેમના ખોરાકને રાંધવા માટે આગમાં ઘાસનો ઉપયોગ કરતાં હતાં. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈ તેને અગ્નિમાં નાખી દે છે"" અથવા ""કોઈ તેને સળગાવી દે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἀμφιέννυσιν, οὐ πολλῷ μᾶλλον ὑμᾶς, ὀλιγόπιστοι?

ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ લોકોને શિક્ષણ આપવા માટે કરે છે કે ઈશ્વર તેઓને જે જરૂરિયાત છે તે પૂરી પાડશે. વૈકલ્પિક ભાષાંતર: ""વિશ્વાસ રાખો ... તે ચોક્કસ તમને કપડાં પહેરાવશે"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ὑμᾶς, ὀλιγόπιστοι

તમે કે જેઓ અલ્પવિશ્વાસ ધરાવો છો. ઈસુ લોકોને આ રીતે સંબોધે છે કારણ કે તેઓ કપડાં વિશે ચિંતિત છે જે દર્શાવે છે કે ઈશ્વરમાં તેઓનો વિશ્વાસ ખૂબ ઓછો છે.

Matthew 6:31

οὖν

આ સર્વને કારણે

τί περιβαλώμεθα

આ વાક્યમાં, ""કપડાં"" ભૌતિક સંપત્તિ માટે એક ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમારી પાસે શું સંપત્તિ હશે"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Matthew 6:32

γὰρ ταῦτα τὰ ἔθνη ἐπιζητοῦσιν

માટે વિદેશીઓ તેઓ શું ખાશે, પીશે અને પહેરશે તેના વિશે ચિંતા કરે છે

οἶδεν…ὁ Πατὴρ ὑμῶν ὁ οὐράνιος ὅτι χρῄζετε τούτων

ઈસુ સૂચવે છે કે ઈશ્વર ચોક્કસાઈ રાખશે કે તેઓની પાયાની જરૂરિયાતો પૂરી પાડવામાં આવે.

ὁ Πατὴρ

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Matthew 6:33

ζητεῖτε…πρῶτον τὴν βασιλείαν καὶ τὴν δικαιοσύνην αὐτοῦ

અહીં ""રાજ્ય"" એ ઈશ્વરના રાજા તરીકેના રાજ્યશાસનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર, જે તમારા રાજા છે તેમની સેવા કરવામાં તમારું ધ્યાન લગાડો, અને જે યોગ્ય છે તે કરવાનું જારી રાખો” (જુઓ: ઉપનામ)

καὶ ταῦτα πάντα προστεθήσεται ὑμῖν

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તમારા માટે આ સર્વ બાબતો પૂરી પાડશે."" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 6:34

οὖν

આ સર્વને કારણે

ἡ…αὔριον μεριμνήσει ἑαυτῆς

ઈસુ ""આવતીકાલ"" વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે કોઈ ચિંતા કરતો વ્યક્તિ હોય. ઈસુનો અર્થ એ છે કે વ્યક્તિ પાસે બીજો દિવસ આવે ત્યારે તે દિવસે ચિંતા કરવા માટે પૂરતું હશે. (જુઓ: વ્યક્તિનો અવતાર)

Matthew 7

માથ્થી 07 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

ઈસુએ તેમના ઉપદેશમાં ઘણા ભિન્ન વિષયો પર શિક્ષણ આપ્યું, જેથી જ્યારે પણ વિષય બદલી થાય ત્યારે તેને નવી પંક્તિમાં લખવો જેથી વાંચકને સમજવામાં મદદ મળી શકે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

માથ્થી 5-7

ઘણાં લોકો માથ્થી 5-7 અધ્યાયને પહાડ પરના ઉપદેશ તરીકે ઓળખાવે છે. આ એક લાંબો પાઠ છે જે ઈસુએ શીખવ્યો. બાઈબલ આ પાઠને/શિક્ષણને ત્રણ અધ્યાયોમાં વિભાજિત કરે છે, પરંતુ તે ક્યારેક વાચકને ગૂંચવણમાં મૂકી શકે છે. જો તમારી ભાષાની બાઈબલ આવૃત્તિ, આ શિક્ષણને વિભાગોમાં વિભાજિત કરે છે, તો ખાતરી કરો કે વાંચનાર સમજે કે આ સંપૂર્ણ ઉપદેશ એક લાંબુ શિક્ષણ છે.

""તેમના ફળ દ્વારા તમે તેમને જાણશો""

શાસ્ત્રમાં ફળ એ સામાન્યપણે ઉપયોગમાં લેવામાં આવતું ચિત્ર છે. તેનો ઉપયોગ સારી અથવા ખરાબ પ્રવૃત્તિઓના પરિણામનું વર્ણન કરવા માટે થાય છે. આ અધ્યાયમાં, સારા ફળ એ ઈશ્વરની આજ્ઞાઓ અનુસાર જીવવાનું ફળ છે. (જુઓ: ફળ, ફળદાયી, નિષ્ક્રિય/નિરર્થક/બિનપરિણામકારક)

Matthew 7:1

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ""તમે"" અને આજ્ઞાઓના ઉદાહરણો બહુવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

પહાડ પરના આ ઉપદેશમાં, ઈસુ શિષ્યોને શિક્ષણ આપવાનું જારી રાખે છે, જે માથ્થી 5:3 માં શરૂ થયું હતું.

μὴ κρίνετε

અહીં સૂચિત છે કે ""ન્યાયાધીશ"" શબ્દ ""કઠોર શિક્ષા કરનાર"" અથવા ""દોષી જાહેર કરનાર""ના અર્થમાં છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકોને કઠોર રીતે દોષી ન ઠરાવો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

μὴ κριθῆτε

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તમને કઠોરતાથી દોષી ઠરાવશે નહીં"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 7:2

γὰρ

ખાતરી કરો કે વાચક સમજે કે 7: 2 માંનું નિવેદન, ઈસુએ જે 7: 1 માં કહ્યું તેના પર આધારીત છે.

ἐν ᾧ…κρίματι κρίνετε, κριθήσεσθε

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે રીતે તમે બીજાઓને દોષિત ઠરાવો છો તે જ રીતે ઈશ્વર તમને દોષિત ઠરાવશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ᾧ μέτρῳ

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ આપવામાં આવેલ સજાનું પ્રમાણ છે અથવા 2) ન્યાયને માટે આ ધોરણ ઉપયોગમાં લેવામાં આવે છે.

μετρηθήσεται ὑμῖν

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તે પ્રમાણે તમને માપી આપશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 7:3

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ""તારી"" અને ""તારા""ના સર્વ ઉદાહરણો એકવચન છે, પરંતુ કેટલીક ભાષાઓમાં તે શબ્દોને બહુવચન કરવાની જરૂર પડી શકે છે.

τί δὲ βλέπεις τὸ κάρφος…τὴν δὲ ἐν τῷ σῷ ὀφθαλμῷ δοκὸν οὐ κατανοεῖς?

લોકો પોતાનાં પાપોની અવગણના કરી બીજાઓનાં પાપો તરફ ધ્યાન આપતા હતા તેઓને ઠપકો આપવા ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે જુઓ છો... તમારા ભાઈની આંખમાં, પરંતુ તમે તમારી પોતાની આંખમાં જે ભારોટિયો છે તેને જોતાં નથી."" અથવા ""પોતાનાં ભાઈની આંખમાં જોશો નહીં ... અને તમારી પોતાની આંખમાં રહેલા ભારોટિયાની અવગણના કરશો નહીં."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τὸ κάρφος τὸ ἐν τῷ ὀφθαλμῷ τοῦ ἀδελφοῦ σου

આ એક રૂપક છે જે સાથી વિશ્વાસીની ઓછી ગંભીર ભૂલોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: રૂપક)

κάρφος

તણખલું અથવા ""નાનો ટુકડો"" અથવા ""થોડી ધૂળ"". વ્યક્તિની આંખોમાં પડતી સૌથી નાની વસ્તુ માટે વપરાતા સામાન્ય શબ્દનો ઉપયોગ કરો.

τοῦ ἀδελφοῦ

7:3-5 માં “ભાઈ”ની સર્વ ઘટનાઓ સગા ભાઈ અથવા પાડોશીનો નહીં પરંતુ સાથી વિશ્વાસીનો ઉલ્લેખ કરે છે.

τὴν…ἐν τῷ σῷ ὀφθαλμῷ δοκὸν

વ્યક્તિના સૌથી ગંભીર ભૂલો માટેનું આ એક રૂપક છે. એક ભારોટિયો વ્યક્તિની આંખમાં ખરેખર જઈ શકતો નથી. ઈસુ અતિશયોક્તિ દર્શાવી એ બાબત પર ભાર મૂકે છે કે વ્યક્તિએ અન્યની ઓછી ગંભીર ભૂલો સબંધી વ્યવહાર કરતાં પહેલાં પોતાની વધુ ગંભીર ભૂલો તરફ ધ્યાન આપવું જોઈએ. (જુઓ: રૂપક અને અત્યુક્તિ અને સામાન્યીકરણ)

δοκὸν

ભારોટિયો એટલે વૃક્ષનો સૌથી મોટો ભાગ કે જેને કોઈએ કાપી નાખ્યો છે.

Matthew 7:4

ἢ πῶς ἐρεῖς…τῷ ὀφθαλμῷ σοῦ?

ઈસુએ આ પ્રશ્નનો ઉપયોગ લોકોને પડકાર આપવા માટે કર્યો કે જેથી તેઓ બીજા વ્યક્તિના પાપો પર ધ્યાન આપવાને બદલે પોતાના પાપો પર ધ્યાન આપે. વૈકલ્પિક ભાષાંતર: ""તું તારા ભાઈને કેમ કહેશે કે ... પણ જો, તારી પોતાની જ આંખમાં તો ભારોટિયો છે!."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 7:6

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ""તમને"" અને ""તમારાં"" શબ્દોના સર્વ ઉદાહરણો બહુવચન છે.

τοῖς κυσίν…τῶν χοίρων

યહૂદીઓ આ પ્રાણીઓને ગંદા માનતા હતા, અને ઈશ્વરે યહૂદીઓને તેમને ન ખાવા માટે કહ્યું હતું. દુષ્ટ લોકો કે જેઓ પવિત્ર બાબતોને મહત્વ આપતાં નથી તેઓના ઉલ્લેખ માટે રૂપક તરીકે આ પ્રાણીઓના નામનો ઉપયોગ કરાયો છે. આ શબ્દોનો અનુવાદ શાબ્દિક રૂપે કરવો ઉત્તમ રહેશે. (જુઓ: રૂપક)

τοὺς μαργαρίτας

આ ગોળ, કિંમતી પથ્થરો અથવા મણકાઓ સમાન છે. તેઓ સામાન્ય રીતે ઈશ્વરના જ્ઞાન અથવા કિંમતી વસ્તુઓ દર્શાવવા માટેના રૂપક છે. (જુઓ: રૂપક)

καταπατήσουσιν

ભૂંડો કદાચ કચડી નાંખે

καὶ στραφέντες ῥήξωσιν ὑμᾶς

કૂતરાઓ પાછા વળી ફાડી નાંખે

Matthew 7:7

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ""તમને"" અને ""તમારે"" શબ્દોના સર્વ ઉદાહરણો બહુવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

αἰτεῖτε…ζητεῖτε…κρούετε

આ રૂપકો, ઈશ્વરને પ્રાર્થના કરવા માટેના છે. ક્રિયાપદનું સ્વરૂપ બતાવે છે કે આપણને જવાબ મળે નહીં ત્યાં સુધી આપણે પ્રાર્થના કરવાનું જારી રાખવું જોઈએ. જો તમારી ભાષામાં કંઈક કરવાનું જારી રાખવા માટેના સ્વરૂપ હોય, તો તેનો ઉપયોગ અહીં કરો. (જુઓ: રૂપક)

αἰτεῖτε

કોઈની પાસેથી વસ્તુઓની વિનંતી કરો, આ કિસ્સામાં ઈશ્વરને

δοθήσεται ὑμῖν

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તમને જે જોઈએ છે તે આપશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ζητεῖτε

કોઈની તરફ જુઓ, આ કિસ્સામાં ઈશ્વરની તરફ જુઓ

κρούετε

દરવાજો ખટખટાવવો એ ઘરની અંદરની વ્યક્તિ અથવા ઓરડામાંની વ્યક્તિ દરવાજો ખોલે તે માટે વિનંતી કરવાની નમ્ર રીત હતી. જો તમારી ભાષામાં દરવાજો ખટખટાવવો એ અસભ્ય મનાતું હોય તો દરવાજો ઉઘાડવા માટે નમ્ર વિનંતી દર્શાવતા શબ્દનો ઉપયોગ કરો. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરને કહો કે તમે ઈચ્છો છો કે ઈશ્વર દરવાજો ઉઘાડે

ἀνοιγήσεται ὑμῖν

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર તમારા માટે દરવાજો ઉઘાડશે.” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 7:9

ἢ τίς ἐστιν ἐξ ὑμῶν ἄνθρωπος…μὴ λίθον ἐπιδώσει αὐτῷ?

ઈસુ લોકોને શીખવવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારામાં એકપણ વ્યક્તિ એવો નથી ... જે પથ્થર આપશે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἄρτον

સામાન્ય રીતે આ ખોરાકનો ઉલ્લેખ કરે છે, વૈકલ્પિક ભાષાંતર: “થોડો ખોરાક” (જુઓ:અભિવ્યક્ત અલંકાર)

λίθον

આ નામનું ભાષાંતર શબ્દશઃ થવું જોઈએ.

Matthew 7:10

ἰχθὺν…ὄφι

આ નામોનું ભાષાંતર શબ્દશઃ થવું જોઈએ.

ἢ καὶ ἰχθὺν αἰτήσει, μὴ ὄφιν ἐπιδώσει αὐτῷ?

ઈસુ લોકોને શિક્ષણ આપવા માટે બીજો પ્રશ્ન કરે છે. તે સમજી શકાય છે કે ઈસુ હજીપણ એક માણસ અને તેના પુત્રના ઉદાહરણનો ઉલ્લેખ કરી રહ્યા છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારામાં કોઈપણ વ્યક્તિ એવી નથી કે જેનો દીકરો માછલી માંગે તો તે તેને સાપ આપશે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન અને અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

Matthew 7:11

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ""તમે"", ""તમારાં"", “તમારા” અને “તેઓ” શબ્દોના સર્વ ઉદાહરણો બહુવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

πόσῳ μᾶλλον ὁ Πατὴρ ὑμῶν ὁ ἐν τοῖς οὐρανοῖς δώσει…αὐτόν?

ઈસુ લોકોને શિક્ષણ આપવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તો પછી તમારા આકાશમાંના પિતા તેઓને ચોક્કસપણે આપશે ... તેને."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ὁ Πατὴρ

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Matthew 7:12

ὅσα ἐὰν θέλητε ἵνα ποιῶσιν ὑμῖν οἱ ἄνθρωποι

જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમારી પ્રત્યે કરે

οὗτος γάρ ἐστιν ὁ νόμος καὶ οἱ προφῆται

અહીં ""નિયમ"" અને ""પ્રબોધકો"" એ મૂસા અને પ્રબોધકોએ જે લખ્યું તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ છે જે વિશે મૂસા અને પ્રબોધકો શાસ્ત્રોમાં શીખવે છે"" (જુઓ: ઉપનામ)

Matthew 7:13

વિનાશના પહોળા દરવાજાથી ચાલવાની છબી અથવા જીવનના સાંકડા દરવાજાથી ચાલવાની છબી, લોકોની જીવન જીવવાની રીતો અને તેના પરિણામોનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે તમે અનુવાદ કરો, ત્યારે બંને દરવાજાઓ અને તેના માર્ગો પર ભાર મૂકવા માટે “પહોળા” અને “વિશાળ” શબ્દો માટે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરો જે “સાંકડા” શબ્દથી વધુમાં વધુ વિરોધાભાસ દર્શાવતા હોય.

εἰσέλθατε διὰ τῆς στενῆς πύλης…πολλοί εἰσιν οἱ εἰσερχόμενοι δι’ αὐτῆς

એક માર્ગ પર મુસાફરી કરી એક દરવાજા દ્વારા એક રાજ્યમાં પ્રવેશ કરતા લોકોનું આ એક ચિત્ર છે. એક રાજ્યમાં પ્રવેશ પામવો સરળ છે; પણ બીજા રાજ્યમાં પ્રવેશ પામવો મુશ્કેલ છે. (જુઓ: રૂપક)

εἰσέλθατε διὰ τῆς στενῆς πύλης

તમારે આને કલમ 14 ના અંત ભાગમાં ખસેડવાની જરૂર પડી શકે છે. “તેથી, સાંકડે માર્ગેથી અંદર પ્રવેશ કરો.”

τῆς…πύλης…ἡ ὁδὸς

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""માર્ગ"" એ રસ્તાનો ઉલ્લેખ કરે છે જે એક રાજ્યના પ્રવેશદ્વાર તરફ દોરી જાય છે, અથવા 2) ""દરવાજો"" અને ""માર્ગ"" બંને રાજ્યના પ્રવેશદ્વારનો ઉલ્લેખ કરે છે.

εἰς τὴν ἀπώλειαν

આ અમૂર્ત સંજ્ઞાનો અનુવાદ ક્રિયાપદ સાથે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે સ્થળે જ્યાં લોકો મૃત્યુ પામે છે"" (જુઓ: અમૂર્ત નામો)

Matthew 7:14

એક માર્ગ અથવા તો બીજા માર્ગની પસંદગી કરવાના હોય તે રીતે જીવન જીવતા લોકો વિશે વાત કરવાનું ઈસુ જારી રાખે છે.

εἰς τὴν ζωήν

અમૂર્ત સંજ્ઞા ""જીવન"" શબ્દનો અનુવાદ ક્રિયાપદ ""જીવંત""ના ઉપયોગ દ્વારા કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે સ્થળે કે જ્યાં લોકો જીવે છે"" (જુઓ: અમૂર્ત નામો)

Matthew 7:15

προσέχετε ἀπὸ

તેની વિરુદ્ધ સાવધ રહો

οἵτινες ἔρχονται πρὸς ὑμᾶς ἐν ἐνδύμασι προβάτων, ἔσωθεν δέ εἰσιν λύκοι ἅρπαγες

આ રૂપકનો અર્થ એ છે કે ખોટા પ્રબોધકો ઢોંગ કરે છે કે તેઓ સારા છે અને લોકોને મદદ કરવા માંગે છે, પરંતુ તેઓ ખરેખર દુષ્ટ છે અને લોકોને નુકસાન પહોંચાડશે. (જુઓ: રૂપક)

Matthew 7:16

ἀπὸ τῶν καρπῶν αὐτῶν ἐπιγνώσεσθε αὐτούς

આ રૂપક વ્યક્તિની ક્રિયાઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ તમે તેના ઉપર ઉગેલા ફળ દ્વારા વૃક્ષને ઓળખો છો, તેમ તમે તેમના કાર્યો મારફતે જૂઠાં પ્રબોધકોને ઓળખશો"" (જુઓ: રૂપક)

μήτι συλλέγουσιν…ἢ ἀπὸ τριβόλων σῦκα?

લોકોને શિક્ષણ આપવા માટે ઈસુ પ્રશ્નનો ઉપયોગ કરે છે. લોકો જાણતા હતા કે આ પ્રશ્નનો જવાબ ‘ના’ હોય. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો કાંટાના ઝાડ પરથી ... એકત્ર કરતા નથી"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 7:17

πᾶν δένδρον ἀγαθὸν καρποὺς καλοὺς ποιεῖ

સારા કાર્યો અથવા સારા શબ્દો ઉપજાવનાર સારા પ્રબોધકોનો ઉલ્લેખ કરવા માટે ઈસુ ફળના રૂપકનો ઉપયોગ કરવાનું જારી રાખે છે. (જુઓ: રૂપક)

τὸ…σαπρὸν δένδρον καρποὺς πονηροὺς ποιεῖ

દુષ્ટ કાર્યો ઉત્પન્ન કરનાર ખરાબ પ્રબોધકોનો ઉલ્લેખ કરવા માટે ઈસુ ફળના રૂપકનો ઉપયોગ કરવાનું જારી રાખે છે. (જુઓ: રૂપક)

Matthew 7:19

πᾶν δένδρον μὴ ποιοῦν καρπὸν καλὸν ἐκκόπτεται καὶ εἰς πῦρ βάλλεται

જૂઠાં પ્રબોધકોનો ઉલ્લેખ કરવા માટે ઈસુ ફળ ઉપજાવતા વૃક્ષોનો ઉપયોગ કરવાનું જારી રાખે છે. અહીં, ઈસુ જણાવે છે કે ખરાબ વૃક્ષોનું શું થશે. એ સૂચિત છે કે ખોટા પ્રબોધકો સાથે ખરાબ વૃક્ષોની જેમ જ થશે. (જુઓ: રૂપક અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἐκκόπτεται καὶ εἰς πῦρ βάλλεται

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “લોકો કાપી નાંખશે અને સળગાવશે.” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 7:20

ἀπὸ τῶν καρπῶν αὐτῶν ἐπιγνώσεσθε αὐτούς

તેમના"" શબ્દ કાં તો પ્રબોધકોનો અથવા વૃક્ષોનો ઉલ્લેખ કરે છે. આ રૂપક સૂચવે છે કે વૃક્ષોનું ફળ અને પ્રબોધકોનાં કાર્યો બંને જાહેર કરે છે કે તેઓ સારા છે કે ખરાબ. જો શક્ય હોય, તો આનો અનુવાદ એવી રીતે કરો કે વૃક્ષો અને પ્રબોધકો બંનેનો ઉલ્લેખ શક્ય બને. (જુઓ: રૂપક)

Matthew 7:21

εἰσελεύσεται εἰς τὴν Βασιλείαν τῶν Οὐρανῶν

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. ""આકાશનું રાજ્ય"" શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે ઈશ્વર સ્વયંને રાજા તરીકે પ્રગટ કરશે ત્યારે આકાશમાં ઈશ્વર સાથે જીવીશું."" (જુઓ: ઉપનામ)

ὁ ποιῶν τὸ θέλημα τοῦ Πατρός μου τοῦ ἐν τοῖς οὐρανοῖς

જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે

τοῦ Πατρός

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Matthew 7:22

ἐν ἐκείνῃ τῇ ἡμέρᾳ

તે દિવસ"" શબ્દસમૂહનો ઉલ્લેખ કરવા દ્વારા ઈસુ જાણતા હતા કે તેમના સાંભળનારાઓ સમજશે કે ઈસુ ન્યાયના દિવસનો ઉલ્લેખ કરી રહ્યા હતા. જો તમારા વાચકો સમજી શકે તેમ ના હોય તો જ તમારે ""ન્યાયનો દિવસ"" શબ્દસમૂહનો સમાવેશ કરવો. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἐπροφητεύσαμεν…δαιμόνια ἐξεβάλομεν…δυνάμεις πολλὰς ἐποιήσαμεν?

તેઓ આ પ્રમાણે વર્ત્યા છે તેના પર ભાર મૂકવા માટે લોકો આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમે પ્રબોધવાણી કરી ... અમે ભૂતોને કાઢ્યા ... અમે ઘણા પરાક્રમી કાર્યો કર્યા."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἐπροφητεύσαμεν

અહીં “અમે” શબ્દ ઈસુનો સમાવેશ કરતો નથી (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

τῷ σῷ ὀνόματι

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""તમાર અધિકાર દ્વારા"" અથવા ""તમારા પરાક્રમથી"" અથવા 2) ""કારણ કે તમે અમારી પાસે જે કરાવવા માંગતા હતા અમે તે કરી રહ્યા હતા"" અથવા 3) “કારણ કે તે કરવાને માટે અમે તમારી પાસે સામર્થ્ય માગ્યું."" (જુઓ: ઉપનામ )

δυνάμεις

ચમત્કારો

Matthew 7:23

οὐδέποτε ἔγνων ὑμᾶς

તેનો અર્થ એ છે કે વ્યક્તિ ઈસુનો નથી. વૈકલ્પિક ભાષાંતર: ""તમે મારા અનુયાયી નથી"" અથવા ""મારે તમારી સાથે કંઈ લાગભાગ નથી"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Matthew 7:24

οὖν

તે કારણ માટે

μου τοὺς λόγους τούτους

ઈસુ જે કહે છે તેનો ઉલ્લેખ અહીં “શબ્દો” કરે છે. (જુઓ: ઉપનામ)

ὁμοιωθήσεται ἀνδρὶ φρονίμῳ, ὅστις ᾠκοδόμησεν αὐτοῦ τὴν οἰκίαν ἐπὶ τὴν πέτραν

તેમના વચનોનું પાલન કરતા લોકોની સરખામણી ઈસુ એવા વ્યક્તિ સાથે કરે છે જે પોતાના ઘરનું નિર્માણ એવી જગ્યાએ કરે છે જ્યાં કંઈપણ નુકસાન પહોંચાડી શકે તેમ નથી. (જુઓ: ઉપમા)

πέτραν

આ ભૂમિ ઉપરનો કોઈ મોટો પથ્થર કે શિલાખંડ નહીં પરંતુ જમીન અને માટીની નીચેનો આધારભૂત ખડક છે.

Matthew 7:25

τεθεμελίωτο

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “તેણે તે બાંધ્યું” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 7:26

અહીં ઈસુના પહાડ પરના ઉપદેશનો અંત આવે છે, જે માથ્થી 5:3થી શરૂ થયો હતો.

ὁμοιωθήσεται ἀνδρὶ μωρῷ, ὅστις ᾠκοδόμησεν αὐτοῦ τὴν οἰκίαν ἐπὶ τὴν ἄμμον

ઈસુ અગાઉની કલમની સમાનતામાં શિક્ષણ આપવાનું જારી રાખે છે. ઈસુ તેમના વચનોનું પાલન ન કરનાર લોકોની સરખામણી મૂર્ખ મકાન બાંધનાર સાથે કરે છે. ફક્ત મૂર્ખ જ રેતી પર બાંધકામ કરે છે જેને વરસાદ, પૂર અને વાવાઝોડાના સપાટા પાડી નાંખી શકે છે. (જુઓ: ઉપમા)

Matthew 7:27

ἔπεσεν

તમારી ભાષાના સર્વસામાન્ય શબ્દનો ઉપયોગ કરો જે દર્શાવે કે જ્યારે ઘર પડી જાય ત્યારે શું થાય છે.

ἦν ἡ πτῶσις αὐτῆς μεγάλη

વરસાદ, પૂર અને વાવાઝોડાએ ઘરનો સંપૂર્ણ નાશ કર્યો.

Matthew 7:28

ઈસુના પહાડ પરના ઉપદેશના શિક્ષણનો પ્રત્યુતર લોકોએ કેવી રીતે આપ્યો તેનું વર્ણન આ કલમો કરે છે. (જુઓ: વાર્તાની સમાપ્તિ)

καὶ ἐγένετο, ὅτε

ઈસુના પહાડ પરના શિક્ષણ પછી માથ્થીની સુવાર્તામાં આગળ જે બનવાનું છે તે તરફના બદલાવનો સંકેત આ શબ્દસમૂહ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ત્યારે” અથવા “પછી”

ἐξεπλήσσοντο…ἐπὶ τῇ διδαχῇ αὐτοῦ

7:29 સ્પષ્ટ કરે છે કે ઈસુએ જે શીખવ્યું માત્ર તેનાથી જ નહીં પણ તેમણે જે રીતે તે શીખવ્યું તેથી પણ લોકો આશ્ચર્ય પામ્યા. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુએ જે રીતે શીખવ્યું તેનાથી તેઓ આશ્ચર્ય પામ્યા

Matthew 8

માથ્થી 08 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ અધ્યાયમાં નવા વિભાગની શરૂઆત થાય છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ચમત્કારો

ચમત્કારો કરવા દ્વારા ઈસુએ દર્શાવ્યું કે પદાર્થો અને પરિબળો પર તેઓ(ઈસુ) જે નિયંત્રણ ધરાવે છે તેવું નિયંત્રણ અન્ય કોઈ ધરાવતું નથી. ઈસુએ એમ પણ દર્શાવ્યું કે તેમણે જે ચમત્કારો કર્યા તે સ્તુતિ કરવા યોગ્ય છે. (જુઓ: અધિકાર)

Matthew 8:1

આ માથ્થીની સુવાર્તામાં એક નવા ભાગની શરૂઆત છે જે ઈસુ દ્વારા લોકોને સાજા કરવાના ઘણાં વૃતાંતોનો સમાવેશ કરે છે. આ વિષય-વસ્તુ માથ્થી 9:35થી જારી રહે છે. (જુઓ: એક નવી ઘટનાનો પરિચય)

καταβάντος δὲ αὐτοῦ ἀπὸ τοῦ ὄρους, ἠκολούθησαν αὐτῷ ὄχλοι πολλοί

ઈસુ પહાડ પરથી નીચે ઉતર્યા પછી, મોટી ભીડ તેમની પાછળ ચાલી. જે લોકો પહાડ પર તેમની સાથે હતા અને જે લોકો ન હતા તેવા બંને પ્રકારના લોકોનો સમાવેશ ભીડમાં થતો હતો.

Matthew 8:2

ἰδοὺ

“જુઓ” શબ્દ માથ્થી રચીત સુવાર્તામાં નવા વ્યક્તિના પ્રવેશ વિશે જણાવે છે. તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.

λεπρὸς

જે માણસ કોઢી હતો અથવા “જે માણસને ચામડીનો રોગ હતો”

προσεκύνει αὐτῷ

ઈસુની સમક્ષ નમ્ર આદરની આ નિશાની છે. (જુઓ: સાંકેતિક પગલું)

ἐὰν θέλῃς

જો તમે ચાહતા હોય અથવા “જો તમારી ઇચ્છા હોય.” કોઢી જાણતો હતો કે ઈસુ પાસે સાજા કરવાનું સામર્થ્ય છે, પણ તે જાણતો ન હતો કે ઈસુ તેને સ્પર્શ કરશે.

δύνασαί με καθαρίσαι

અહીં ""શુદ્ધ"" શબ્દનો અર્થ સાજા થઈ ફરીથી સમાજમાં રહેવા માટે સક્ષમ થવાનો છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે મને સાજો કરી શકો છો"" અથવા ""મહેરબાની કરીને મને સાજો કરો"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Matthew 8:3

καθαρίσθητι

આ પ્રમાણે કહીને, ઈસુએ તે માણસને સાજો કર્યો. (જુઓ: આદેશાત્મક વાક્યો - અન્ય ઉપયોગો)

εὐθέως ἐκαθαρίσθη

જે સમયે તે શુદ્ધ થયો હતો

ἐκαθαρίσθη αὐτοῦ ἡ λέπρα

ઈસુના ""શુદ્ધ થા"" કહેવાના પરિણામે તે માણસ સાજો થઈ ગયો. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે સાજો હતો"" અથવા ""કોઢ તેને છોડી ગયો"" અથવા ""કોઢ સમાપ્ત થયો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 8:4

αὐτῷ

ઈસુએ હમણાં જ જે વ્યક્તિને સાજો કર્યો હતો તેનો આ ઉલ્લેખ છે.

ὅρα μηδενὶ εἴπῃς

કોઈને કંઈપણ કહીશ નહીં અથવા “મે તને સાજો કર્યો છે તેવું કોઈને કહેતો નહીં”

σεαυτὸν, δεῖξον τῷ ἱερεῖ

યહૂદી નિયમશાસ્ત્રમાં જરૂરી છે કે તે વ્યક્તિ તેની સાજાપણું પામેલી ત્વચા યાજકને બતાવે, ત્યારપછી યાજક તેને કે તેણીને સમાજમાં પાછા ફરવાની, અન્ય લોકો સાથે રહેવા માટે અનુમતિ આપતા હતા. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

προσένεγκον τὸ δῶρον ὃ προσέταξεν Μωϋσῆς, εἰς μαρτύριον αὐτοῖς

મૂસાના નિયમ પ્રમાણે, કોઈ કોઢથી સાજો થાય તો તેને યાજકને આભારસ્તુતિનું અર્પણ આપવું જોઈએ. જ્યારે યાજક તેનું અર્પણ સ્વીકારે ત્યારે લોકો સમજી જતા હતા કે તે માણસ સંપૂર્ણપણે સાજો થઈ ગયો છે. કોઢમાંથી સાજાપણાંનું પ્રમાણ જ્યાં સુધી રજૂ કરવામાં આવે નહીં ત્યાં સુધી કોઢીએ સમાજ બહાર રહેવાનું હતું અને સમુદાયમાં રહેવા માટે તેના પર પ્રતિબંધિત રહેતો હતો. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

αὐτοῖς

આ સંભવિત રીતે ઉલ્લેખ કરે છે: 1) યાજકોનો અથવા 2) સર્વ લોકોનો અથવા 3) ઈસુના ટીકાકારોનો. જો શક્ય હોય તો એવા સર્વનામનો ઉપયોગ કરો જે આ જૂથોમાંથી કોઈપણનો ઉલ્લેખ દર્શાવી શકે. (જુઓ: સર્વનામ)

Matthew 8:5

અહીં દ્રશ્ય અલગ સમય અને સ્થાને સ્થાનાંતરિત થઇ જણાવે છે કે ઈસુ અન્ય વ્યક્તિને સાજાપણું આપે છે.

προσῆλθεν αὐτῷ…παρακαλῶν αὐτὸν

અહીં “તેમની પાસે આવીને” ઈસુનો ઉલ્લેખ કરે છે.

Matthew 8:6

παραλυτικός

બીમારીને કારણે અથવા આઘાતના કારણે હલનચલન કરી શકતો ન હતો

Matthew 8:7

λέγει αὐτῷ

ઈસુએ સૂબેદારને કહ્યું

ἐγὼ ἐλθὼν, θεραπεύσω αὐτόν

હું તારા ઘરે આવીને તારા ચાકરને સાજો કરીશ

Matthew 8:8

μου ὑπὸ τὴν στέγην

આ રૂઢિપ્રયોગ ઘરની અંદરની વાત દર્શાવે છે . વૈકલ્પિક ભાષાંતર: “મારા ઘરમાં” (જુઓ: રૂઢિપ્રયોગ)

εἰπὲ λόγῳ

અહીં “શબ્દ” આજ્ઞા દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: “આજ્ઞા આપો” (જુઓ: ઉપનામ)

ἰαθήσεται

આ સક્રિય વાક્યમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “સાજો થઈ જશે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 8:9

ὑπὸ ἐξουσίαν, τασσόμενος

આ સક્રિય વાક્યમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “જે અન્ય કોઈની સત્તા હેઠળ છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὑπὸ ἐξουσίαν…ὑπ’ ἐμαυτὸν

કોઈની “હેઠળ” હોવાનો અર્થ છે કે ઓછા મહત્વના હોવું અને કોઈ વધુ મહત્વ ધરાવતી વ્યક્તિની આજ્ઞાઓનું પાલન કરવું. (જુઓ: રૂઢિપ્રયોગ)

Matthew 8:10

ἀμὴν, λέγω ὑμῖν

હું તમને સત્ય કહું છું. આ શબ્દસમૂહ ઈસુ આગળ શું કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

παρ’ οὐδενὶ τοσαύτην πίστιν ἐν τῷ Ἰσραὴλ εὗρον

ઈસુના સાંભળનારાઓએ વિચાર્યું હશે કે ઇઝરાએલમાંના યહૂદીઓ, જેઓ ઈશ્વરના બાળકો હોવાનો દાવો કરે છે, તેઓનો વિશ્વાસ અન્ય કોઈપણની તુલનામાં વધારે હશે. ઈસુ કહે છે કે તેઓનું વિચારવું ખોટું હતું અને સૂબેદારનો વિશ્વાસ વધુ મહાન હતો. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 8:11

ὑμῖν

અહીં “તમને” બહુવચન છે “જેઓ તેમનું અનુસરણ કરે છે” તેનો ઉલ્લેખ કરે છે. [માથ્થી 8:10] (../08/10.md) (જુઓ: તમેનાં સ્વરૂપો)

ἀπὸ ἀνατολῶν καὶ δυσμῶν

પૂર્વ"" અને ""પશ્ચિમ"" વિરોધાભાસનો ઉપયોગ ""દરેક જગ્યા/સર્વત્ર""નો ઉલ્લેખ કરવાની રીત છે. વૈકલ્પિક ભાષાંતર: ""દરેક જગ્યાએથી"" અથવા ""દૂર દૂર દરેક દિશાઓમાંથી"" (જુઓ: મેરિઝમ)

ἀνακλιθήσονται

તે સંસ્કૃતિમાં લોકો જમતી વેળાએ એકબાજુએ મેજને અઢેલીને, આડા સૂઈ ગયા હોય તે મુદ્રામાં ભોજન આરોગતા હતા. આ શબ્દસમૂહ સૂચવે છે કે મેજ પરના સર્વ લોકો કુટુંબીજનો અને ગાઢ મિત્રો છે. લોકો મિજબાની કરી રહ્યા હોય તે રીતે ઈશ્વરના રાજ્યમાં આનંદ કરવા વિશે વારંવાર કહેવાયું છે. વૈકલ્પિક ભાષાંતર: ""કુટુંબ અને મિત્રો તરીકે રહો"" (જુઓ: ઉપનામ)

ἐν τῇ Βασιλεία τῶν Οὐρανῶν

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. ""આકાશનું રાજ્ય"" શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે આકાશમાંના આપણા ઈશ્વર સ્વયંને રાજા તરીકે પ્રગટ કરશે.

Matthew 8:12

οἱ…υἱοὶ τῆς βασιλείας ἐκβληθήσονται

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર રાજ્યના દીકરાઓને ફેંકી દેશે"" (જુઓ: ઉપનામ)

οἱ δὲ υἱοὶ τῆς βασιλείας

ના દીકરાઓ"" શબ્દસમૂહ એક અલંકાર છે, જે યહૂદિયા રાજ્યના અવિશ્વાસુ યહૂદીઓનો ઉલ્લેખ કરે છે. અહીં આ કટાક્ષવચન છે કારણ કે એકબાજુ “દીકરાઓ”ને બહાર ફેંકી દેવામાં આવશે અને બીજી તરફ અજાણ્યા લોકો આવકાર પામશે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓએ ઈશ્વરને તેમના પર શાસન કરવાની મંજૂરી આપી હોઈ.” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને ઉપનામ)

τὸ σκότος τὸ ἐξώτερον

અહીં ""બાહ્ય અંધકાર"", જે સ્થળે ઈશ્વર તેમને નકારી કાઢનારાઓને ફેંકી દે છે તે સ્થળ માટેનું અલંકારિક નામ છે. આ તે સ્થાન છે જે સંપૂર્ણપણે ઈશ્વરથી સદાકાળ માટે અલગ કરાયેલું છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરથી દૂર અંધકારમય સ્થળ"" (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન)

ὁ κλαυθμὸς καὶ ὁ βρυγμὸς τῶν ὀδόντων

અહીં દાંત પીસવું એક પ્રતીકાત્મક ક્રિયા છે, જે અત્યંત ઉદાસીનતા અને પીડાને રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""રડવું અને દાંત પીસવું તેઓની અત્યંત પીડાને દર્શાવે છે"" (જુઓ: ઉપનામ)

Matthew 8:13

γενηθήτω σοι

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “તેમ હું તારા માટે કરીશ” (જુઓ: સાંકેતિક પગલું)

ἰάθη ὁ παῖς

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુએ ચાકરને સાજો કર્યો.” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐν τῇ ὥρᾳ ἐκείνῃ

ઈસુએ જે સમયે કહ્યું હતું તે જ સમયે ચાકર સાજો થયો.

Matthew 8:14

અહીં દ્રશ્ય અલગ સમય અને સ્થાને સ્થાનાંતરિત થઇ જણાવે છે કે ઈસુ અન્ય વ્યક્તિને સાજાપણું આપે છે.

ἐλθὼν ὁ Ἰησοῦς

શિષ્યો કદાચ ઈસુ સાથે હતા, પરંતુ ઘટનાનું કેન્દ્ર ઈસુએ જે કહ્યું અને કર્યું તે છે, તેથી જો ખોટા અર્થ ટાળવાની જરૂર હોય તો જ શિષ્યોનો પરિચય આપો.

τὴν πενθερὰν αὐτοῦ

પિતરની પત્નીના મા

Matthew 8:15

ἀφῆκεν αὐτὴν ὁ πυρετός

તાવ સ્વયં વિચાર અને કાર્ય કરી શકે છે તેવા અર્થનું વ્યક્તિત્વ જો તમારી ભાષામાં સમજી શકાય છે તો આનો અનુવાદ ""તેણી વધુ સારી થઈ"" અથવા ""ઈસુએ તેને સાજી કરી"" તરીકે કરી શકાય છે. (જુઓ: વ્યક્તિનો અવતાર)

ἠγέρθη

ખાટલા પરથી ઉઠી

Matthew 8:16

કલમ 17 માં, માથ્થીએ પ્રબોધક યશાયા એ કહ્યું હતું તેનો ઉલ્લેખ કરી બતાવ્યું કે ઈસુની સાજાપણાંની સેવા ભવિષ્યવાણીની પરિપૂર્ણતા હતી.

અહીં દ્રશ્ય મોડી સાંજના સમયે સ્થાનાંતરિત થઇ જણાવે છે કે ઈસુ ઘણાં લોકોને સાજા કરે છે અને ભૂતોને હાંકી કાઢે છે.

ὀψίας δὲ γενομένης

કારણ કે યહૂદીઓ સાબ્બાથના દિવસે કામ અથવા મૂસાફરી કરતા નહોતા, તેથી ""સાંજ"" કદાચ સાબ્બાથ પછીના સમયને સૂચવે છે. લોકોને ઈસુ પાસે લાવવા માટે તેઓએ સાંજ સુધી રાહ જોઈ. જ્યાં સુધી ગેરસમજ ટાળવાની જરૂરત હોય નહીં ત્યાં સુધી તમારે સાબ્બાથનો ઉલ્લેખ કરવાની જરૂર નથી. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

δαιμονιζομένους πολλούς

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઘણા લોકો જેઓને ભૂતો વળગેલા હતા"" અથવા ""ઘણા લોકો જેઓને ભૂતોએ નિયંત્રિત કરેલા હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐξέβαλεν τὰ πνεύματα λόγῳ

અહીં “વચન” એ આદેશ માટે વપરાય છે. વૈકલ્પિક ભાષાંતર: “તેમણે ભૂતોને નિકળી જવા આદેશ કર્યો.” (જુઓ: ઉપનામ)

Matthew 8:17

πληρωθῇ τὸ ῥηθὲν διὰ Ἠσαΐου τοῦ προφήτου

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઇઝરાયેલના લોકો સમક્ષ યશાયા પ્રબોધકે જે ભવિષ્યવાણી કરી હતી તેને ઈસુ પૂર્ણ કરે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τὰς ἀσθενείας ἡμῶν ἔλαβεν καὶ τὰς νόσους ἐβάστασεν

માથ્થી યશાયા પ્રબોધકનો ઉલ્લેખ કરે છે. આ બે શબ્દસમૂહોનો અર્થ મૂળભૂત રીતે એક જ બાબત છે અને ભારપૂર્વક જણાવે છે કે ઈસુએ આપણા તમામ રોગોને સાજા કર્યા છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે લોકો બીમાર હતા તેઓને સાજા કર્યા અને તંદુરસ્ત બનાવ્યા"" (જુઓ: સમાંતરણ)

Matthew 8:18

અહીં દ્રશ્ય સ્થાનાંતરીત થાય છે અને કેટલાક લોકોને જેઓ તેમને અનુસરવા માગે છે તેઓના પ્રત્યેના ઈસુના પ્રતિસાદ વિશે કહે છે.

δὲ

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી, તેના દ્વારા લેખિત સુવાર્તાના વૃતાંતમાં નવા ભાગની શરૂઆત કરે છે.

ἐκέλευσεν

ઈસુએ તેમના શિષ્યોને કહ્યું

Matthew 8:19

καὶ

આનો અર્થ છે કે ઈસુ હોડીમાં બેસે તે પહેલાં ઈસુએ “સૂચનાઓ આપી”.

ὅπου ἐὰν

કોઈ અન્ય સ્થળે

Matthew 8:20

αἱ ἀλώπεκες φωλεοὺς ἔχουσιν καὶ τὰ πετεινὰ τοῦ οὐρανοῦ κατασκηνώσεις

ઈસુ કહેવત દ્વારા જવાબ આપે છે. આનો અર્થ કે જંગલી પશુઓને પણ રહેવાને માટે સ્થાન હોય છે. (જુઓ: નીતિવચનો)

αἱ ἀλώπεκες

શિયાળ, કૂતરા જેવું પ્રાણી છે. તેઓ માળામાં રહેતા પક્ષીઓ અને અન્ય નાના પ્રાણીઓને ખાય છે. જો તમારા વિસ્તારમાં શિયાળ વિશે જાણકારી ના હોય તો કૂતરા જેવા જીવો અથવા અન્ય રુવાંટીવાળા પ્રાણીઓ માટેના સર્વસામાન્ય શબ્દનો ઉપયોગ કરો. (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

φωλεοὺς

શિયાળ જમીનમાં રહેવા માટે દર બનાવે છે. જો તમે “શિયાળ”ના સ્થાને અન્ય પ્રાણીના નામનો ઉપયોગ કર્યો હોય તો તે પ્રાણીના રહેઠાણ માટે યોગ્ય શબ્દનો ઉપયોગ કરો.

ὁ…Υἱὸς τοῦ Ἀνθρώπου

ઈસુ પોતાના વિશે વાત કરી રહ્યા છે. (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

οὐκ ἔχει ποῦ τὴν κεφαλὴν κλίνῃ

આ સૂવાની જગ્યાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પોતાની સૂવાની જગ્યા નથી"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Matthew 8:21

ἐπίτρεψόν μοι πρῶτον ἀπελθεῖν καὶ θάψαι τὸν πατέρα μου

તે સ્પષ્ટ નથી કે માણસના પિતાનું અવસાન થયું છે અને હવે તે તેને તરત જ દફનાવશે, અથવા તો તેના પિતાનું મૃત્યુ થાય ત્યાં સુધી વ્યક્તિ તેના પિતા સાથે રહેવા માંગે છે કે જેથી તેના પિતાના મૃત્યું પછી તે તેને દફનાવી શકે. મુખ્ય મુદ્દો એ છે કે તે માણસ ઈસુને અનુસરતા પહેલા કંઈક બીજું જ કરવા માંગે છે.

Matthew 8:22

ἄφες τοὺς νεκροὺς θάψαι τοὺς ἑαυτῶν νεκρούς

ઈસુનો અર્થ એ નથી કે ખરેખર મૃત્યું પામેલા લોકો અન્ય મૃત લોકોને દફનાવશે. ""મૃત વ્યક્તિ""ના શક્ય અર્થો આ પ્રમાણે છે: 1) જે લોકો ટૂંક સમયમાં મૃત્યુ પામશે તેઓ માટે આ એક રૂપક છે, અથવા 2) તે એવા લોકો માટે રૂપક છે જેઓ ઈસુને અનુસરતા નથી અને આત્મિક રીતે મૃત છે. મુખ્ય મુદ્દો એ છે કે શિષ્યએ ઈસુને અનુસરવામાં વિલંબ કરવો જોઈએ નહીં. (જુઓ: રૂપક)

Matthew 8:23

અહીં દ્રશ્ય સ્થાનાંતરીત થઇ તે વૃતાંતનું વર્ણન કરે છે જેમાં, ઈસુ અને તેમના શિષ્યોની ગાલીલ સમુદ્રી મુસાફરી દરમ્યાન ઈસુ સમુદ્રી તોફાનને શાંત કરે છે.

καὶ ἐμβάντι αὐτῷ εἰς πλοῖον

નાવમાં બેસી ગયા

ἠκολούθησαν αὐτῷ οἱ μαθηταὶ αὐτοῦ

જેમ તમે માથ્થી 8:21-22 માં “શિષ્ય” અને “અનુસરતા” માટે જે શબ્દોનો ઉપયોગ કર્યો તેનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરો.

Matthew 8:24

ἰδοὺ

માથ્થીની સુવાર્તામાં મોટી ઘટનામાં આ એક બીજી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરે છે. આને દર્શાવવાની રીત તમારી ભાષામાં હોઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અચાનક"" અથવા ""ચેતવણી વિના

σεισμὸς μέγας ἐγένετο ἐν τῇ θαλάσσῃ

આ સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “સમુદ્રમાં ભારે તોફાન આવ્યું” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὥστε τὸ πλοῖον καλύπτεσθαι ὑπὸ τῶν κυμάτων

આ સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “મોજાંઓએ નાવને ઢાંકી દીધી” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 8:25

ἤγειραν αὐτὸν λέγοντες, Κύριε, σῶσον

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તેઓએ પ્રથમ ઈસુને ઉંઘમાંથી ઉઠાડયા અને પછી તેઓએ તેમને કહ્યું, ""અમને બચાવો"" અથવા 2) જ્યારે તેઓ ઈસુને જગાડી રહ્યા હતા, ત્યારે તેઓ પોકારતા હતા કે ""અમને બચાવો.

σῶσον…ἀπολλύμεθα

જો તમારે આ શબ્દને વ્યાપક કે વિશિષ્ટ રીતે અનુવાદ કરવું હોય તો કરી શકો છો જેમાં વ્યાપક શ્રેષ્ઠ છે. શિષ્યોનો અર્થ સંભવતઃ છે કે તેઓ ઇચ્છતા હતા કે ઈસુ પોતાને તથા શિષ્યોને ડૂબી જવાથી બચાવી લે. (જુઓ: સમાવેશક “અમે”)

ἀπολλύμεθα

અમે મરી રહ્યા છીએ

Matthew 8:26

αὐτοῖς

શિષ્યોને

τί δειλοί ἐστε, ὀλιγόπιστοι

ઈસુ આ અલંકારિક પ્રશ્ન દ્વારા શિષ્યોને ઠપકો આપતા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""તમારે ડરવું ન જોઈએ ... વિશ્વાસ રાખો!"" અથવા ""તમારે ડરવાની કોઈ જરૂર નથી ... વિશ્વાસ રાખો!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ὀλιγόπιστοι

તમે ઓ અલ્પવિશ્વાસીઓ. ઈસુ તેમના શિષ્યોને આ રીતે સંબોધે છે કેમ કે તોફાન વિશેની શિષ્યોની ચિંતા દર્શાવે છે કે ઈસુ તે તોફાન પર નિયંત્રણ કરી શકશે કે કેમ તે વિશે તેઓ(શિષ્યો)માં અલ્પવિશ્વાસ હતો. તમે આનો અનુવાદ માથ્થી 6:30માં કેવી રીતે કર્યો છે તે જુઓ.

Matthew 8:27

ποταπός ἐστιν οὗτος, ὅτι καὶ οἱ ἄνεμοι καὶ ἡ θάλασσα αὐτῷ ὑπακούουσιν

પવન અને સમુદ્ર પણ એમનું માને છે! આ શી તરેહનું માણસ છે? આ અલંકારિક પ્રશ્ન બતાવે છે કે શિષ્યો આશ્ચર્ય પામ્યા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""આવા વ્યક્તિ આપણે ક્યારેય જોયા નથી! પવન અને તોફાન પણ એમનું માને છે! (જુઓ: આલંકારિક પ્રશ્ન)

καὶ οἱ ἄνεμοι καὶ ἡ θάλασσα αὐτῷ ὑπακούουσιν

લોકો અથવા પ્રાણી માટે આજ્ઞાનું પાલન કરવું અથવા આજ્ઞાનો અનાદર કરવું એ આશ્ચર્યજનક નથી, પરંતુ પવન અને પાણી આજ્ઞા માને તે ખૂબ આશ્ચર્યજનક છે. આ વ્યક્તિત્વ કુદરતી તત્વોનું વર્ણન એ રીતે કરે છે જાણે કે તે તત્વો માણસની જેમ સાંભળવા અને જવાબ આપવા સક્ષમ હોય. (જુઓ: વ્યક્તિનો અવતાર)

Matthew 8:28

અહીં લેખક, ઈસુ લોકોને સાજાપણું આપે છે તે વિષય-વસ્તુ પર પરત ફરે છે. બે ભૂત વળગેલા માણસોને ઈસુ સાજા કરે છે તે વૃતાંતથી આ વાતની શરૂઆત થાય છે.

εἰς τὸ πέραν

ગાલીલના સમુદ્રને બીજા કિનારે

τὴν χώραν τῶν Γαδαρηνῶν

ગદરાની દેશનું નામ ગદરા પ્રદેશના નામથી પડ્યું હતું. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

δύο δαιμονιζόμενοι

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""બે માણસો જેઓને ભૂત વળગેલા હતા"" અથવા ""બે માણસો જેઓને અશુદ્ધ આત્માઓ નિયંત્રિત કરી રહ્યા હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐξερχόμενοι, χαλεποὶ λείαν ὥστε μὴ ἰσχύειν τινὰ παρελθεῖν διὰ τῆς ὁδοῦ ἐκείνης

આ બે માણસોને નિયંત્રિત કરનારા અશુદ્ધ આત્મા એટલા ભયંકર હતા કે કોઈ પણ તે વિસ્તારમાંથી પસાર થઈ શકતો ન હતો.

Matthew 8:29

ἰδοὺ

આ વિસ્તૃત ઘટનામાં એક બીજી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરે છે. આ દર્શાવવાની રીત તમારી ભાષામાં હોઈ શકે છે.

τί ἡμῖν καὶ σοί, Υἱὲ τοῦ Θεοῦ?

અશુદ્ધ આત્માઓ પ્રશ્નનો ઉપયોગ કરે છે પરંતુ તેઓ ઈસુ તરફ પ્રતિકૂળ છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરના પુત્ર! અમને પરેશાન કરશો નહીં"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Υἱὲ τοῦ Θεοῦ

ઈસુના માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે, જે ઈસુના ઈશ્વર સાથેના સબંધને દર્શાવે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

ἦλθες ὧδε πρὸ καιροῦ βασανίσαι ἡμᾶς

ફરીથી, અશુદ્ધ આત્મા વિરોધાભાસમાં પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે અમારા માટે શિક્ષાનો સમય નિર્ધાર કર્યો છે અને તે સમય પહેલા અમને શિક્ષા કરીને ઈશ્વરની આજ્ઞાની અવગણના ન કરો!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 8:30

δὲ

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી ઈસુના આવ્યા પહેલાં ત્યાં ભૂંડનું ટોળું હતું તે વિશે પૃષ્ઠભૂમિકાની માહિતી આપે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

Matthew 8:31

εἰ ἐκβάλλεις ἡμᾶς

તે સૂચવે છે કે અશુદ્ધ આત્માઓ જાણતા હતા કે ઈસુ તેમને બહાર ફેંકી દેશે. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે તમે અમને બહાર કાઢી મૂકવાના છો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἡμᾶς

અશુદ્ધ આત્માઓ માટે, આ વિશિષ્ટ વાક્ય છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

Matthew 8:32

αὐτοῖς

આ માણસની અંદર અશુદ્ધ આત્માઓનો ઉલ્લેખ કરે છે.

οἱ…ἐξελθόντες ἀπῆλθον εἰς τοὺς χοίρους

અશુદ્ધ આત્માઓ મનુષ્યને છોડીને ચાલ્યા ગયા અને ભૂંડોમાં પેઠા.

ἰδοὺ

હવે પછીની આશ્ચર્યજનક માહિતી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ આપણને તૈયાર કરે છે.

ὥρμησεν…κατὰ τοῦ κρημνοῦ

ઝડપથી દોડીને સીધા ઢાળ પરથી નીચે પડી ગયા

ἀπέθανον ἐν τοῖς ὕδασιν

તેઓ પાણીમાં પડ્યા અને ડૂબી ગયા.

Matthew 8:33

ઈસુ અશુદ્ધ આત્મા વળગેલા બે માણસને સાજા કરે છે તે વૃતાંતનું આ સમાપન છે.

οἱ…βόσκοντες

ભૂંડોની કાળજી લેનારા

τὰ τῶν δαιμονιζομένων

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે માણસો પર અશુદ્ધ આત્માઓનો નિયંત્રણ હતો તેઓને મદદ કરવા ઈસુએ શું કર્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 8:34

ἰδοὺ

આ વિસ્તૃત ઘટનાક્રમમાં એક બીજી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરે છે. તે અગાઉની ઘટનાઓ કરતા જુદા લોકોનો સમાવેશ કરી શકે છે. તમારી ભાષામાં એ દર્શાવવાની રીત હોઈ શકે છે.

πᾶσα ἡ πόλις

શહેર"" શબ્દ શહેરના લોકો માટે રૂપક છે. ""સર્વ"" શબ્દ સંભવતઃ અતિશયોક્તિ છે જે દર્શાવે છે કે કેવી રીતે ઘણા લોકો બહાર આવ્યા. અહીં એવું જરૂરી નથી કે શહેરમાંથી દરેક વ્યક્તિ બહાર આવી હતી. (જુઓ: ઉપનામ અને અત્યુક્તિ અને સામાન્યીકરણ)

τῶν ὁρίων αὐτῶν

તેઓનો વિસ્તાર

Matthew 9

માથ્થી 09 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""પાપીઓ""

ઈસુના સમયના લોકો જ્યારે ""પાપીઓ"" વિશે વાત કરતા ત્યારે તેઓ મૂસાના નિયમનું પાલન ન કરનારા અને ચોરી અથવા વ્યભિચારના પાપ આચરતા લોકો વિશે વાત કરતા હતા. જ્યારે ઈસુએ કહ્યું કે તેઓ(ઈસુ) ""પાપીઓને"" બોલાવવા આવ્યા છે, ત્યારે ઈસુના કહેવાનો અર્થ એ હતો કે જે લોકો પોતાને પાપી માને છે ફક્ત તેઓ જ ઈસુના અનુયાયીઓ બની શકે છે. જે લોકોને મોટાભાગના લોકો ""પાપી"" ગણતા નહોતા તેઓને માટે પણ ઉપરોક્ત સાચું છે. (જુઓ: પાપ, પાપરૂપ, પાપી, પાપ કર્યા કરવું)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

કર્મ વાક્ય/ નિષ્ક્રિય વાણી

આ અધ્યાયમાંના ઘણા વાક્યો, કોઈક વ્યક્તિ સાથે કંઈક બન્યું તેમ જણાવે છે પરંતુ તે વ્યક્તિ સાથે તેવું વર્તન કોણે કર્યું તે વિશે જણાવતા નથી. તમારે વાક્યનો અનુવાદ એ રીતે કરવો પડશે કે જેથી તે ક્રિયા કરનાર કોણ છે તેની જાણ વાચકને થાય. (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

અલંકારિક પ્રશ્નો

આ અધ્યાયમાં ઉપદેશકો પ્રશ્નો પૂછે છે કે જેના જવાબ તેમના સાંભળનારાઓ પહેલાથી જ જાણતા હતા. ઉપદેશકોએ તેઓને પ્રશ્નો પૂછવા દ્વારા કહ્યું કે તેઓ સાંભળનારાઓથી ખુશ નથી અથવા તેમને શીખવવા માટે અથવા તેમને વિચારતા કરવા સબંધી ઈચ્છુક નથી. આનું વર્ણન કરવાની બીજી રીત તમારી ભાષામાં હોઈ શકે છે. (જુઓ: આલંકારિક પ્રશ્ન)

નીતિવચનો

નીતિવચનો ખૂબ ટૂંકા વાક્યો છે જે સર્વસામાન્ય સત્યને યાદ રાખવામાં સરળ એવા શબ્દો દ્વારા રજૂ કરાય છે. નીતિવચનોને સમજનાર લોકો સામાન્ય રીતે ઉપદેશકની ભાષા અને સંસ્કૃતિ વિશે ઘણું જાણતા હોય તે જરૂરી છે. જ્યારે તમે આ અધ્યાયમાં નીતિવચનોનો અનુવાદ કરો ત્યારે તમારે ઉપદેશકોએ ઉપયોગ કરેલા શબ્દો કરતા ઘણા વધારે શબ્દોનો ઉપયોગ કરવો જેથી કરીને તમે તે માહિતીનો ઉમેરો કરી શકો જે ઉપદેશકોના સાંભળનારાઓ જાણતા હતા પણ તમારા વાંચકો કદાચ જાણતા હોય નહીં. (જુઓ: નીતિવચનો)

Matthew 9:1

માથ્થી 8:1માં ઈસુ લોકોને સાજાપણું આપે છે તે દ્વારા જે વિષયની શરૂઆત માથ્થીએ કરી હતી તે વિષય પર માથ્થી પરત ફરે છે. જેની શરૂઆત, ઈસુ એક લકવાગ્રસ્ત માણસને સાજો કરે છે તે વિશેના વૃતાંતથી થાય છે.

ἐμβὰς εἰς πλοῖον

એ સૂચિત છે કે શિષ્યો ઈસુની સાથે હતા.

πλοῖον

સંભવતઃ આ તે જ હોડી છે જેનો ઉલ્લેખ માથ્થી 8:23માં છે. આની સ્પસ્ટતા તમારે ગૂંચવણને ટાળવાની જરૂરતના સંદર્ભમાં જ કરવી.

εἰς τὴν ἰδίαν πόλιν

ઈસુ જે શહેરમાં રહેતા હતા. આ કફરનહૂમનો ઉલ્લેખ કરે છે.

Matthew 9:2

ἰδοὺ

આ વિસ્તૃત ઘટનાક્રમમાં અન્ય એક ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરે છે. અગાઉની ઘટનાઓ કરતા આ ઘટના કદાચ જુદા લોકોનો પણ સમાવેશ કરે. આને દર્શાવવાની એક અલગ રીત તમારી ભાષામાં હોઈ શકે છે.

προσέφερον

શહેરમાંથી થોડા માણસો

τὴν πίστιν αὐτῶν

આ ઉલ્લેખ, તે માણસોનો વિશ્વાસ અને કદાચ લકવાગ્રસ્ત માણસના વિશ્વાસનો પણ સમાવેશ કરે છે.

τέκνον

તે માણસ ખરેખર ઈસુનો દીકરો હતો નહીં. ઈસુ તેની સાથે પ્રેમાળ રીતે વાત કરી રહ્યા હતાં. જો આ ગૂંચવણ ઉપજાવનાર લાગે તો તેનો અનુવાદ ""મારા મિત્ર” અથવા “જુવાન માણસ"" તરીકે કરો અથવા તેનો અનુવાદ કરવાનું ટાળી પણ શકાય છે.

ἀφίενταί σου αἱ ἁμαρτίαι

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “હું તને તારા પાપ માફ કરું છું.” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 9:3

ἰδού

આ વિસ્તૃત ઘટનાક્રમમાં અન્ય એક ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરે છે. અગાઉની ઘટનાઓ કરતા આ ઘટના કદાચ જુદા લોકોનો સમાવેશ પણ કરે. તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.

ἐν ἑαυτοῖς

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) દરેક પોતાની રીતે વિચારી રહ્યા હતા, અથવા 2) તેઓ એકબીજા સાથે માંહોમાંહ વાત કરી રહ્યા હતાં.

βλασφημεῖ

ઈસુ એવી બાબતો કરી શકવાનો દાવો કરતા હતા જેના વિશે શાસ્ત્રીઓ માનતા હતા કે ફક્ત ઈશ્વર જ તે બાબતો કરી શકે છે.

Matthew 9:4

ἰδὼν…τὰς ἐνθυμήσεις αὐτῶν

ઈસુ અલૌકિક રીતે અથવા તેઓને એકબીજા સાથે વાત કરતા જોઈને જાણતા હતા કે તેઓ કંઈક અલગ વિચારી રહ્યા હતા.

ἵνα τί ἐνθυμεῖσθε πονηρὰ ἐν ταῖς καρδίαις ὑμῶν?

ઈસુએ શાસ્ત્રીઓને ઠપકો આપવા આ પ્રશ્નનો ઉપયોગ કર્યો.

πονηρὰ

આ અનૈતિક ભૂંડાઈ અથવા દુષ્ટતા છે, જે વાસ્તવમાં સામાન્ય ભૂલ નથી.

ἐν ταῖς καρδίαις ὑμῶν

અહીં “હૃદયો” તેઓના મન અને હ્રદયના વિચારોનો ઉલ્લેખ કરે છે (જુઓ: ઉપનામ)

Matthew 9:5

τί γάρ ἐστιν εὐκοπώτερον εἰπεῖν, ἀφέωνται σου αἱ ἁμαρτίαι, ἢ εἰπεῖν, ἔγειρε καὶ περιπάτει?

ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરી શાસ્ત્રીઓને વિચારતા કરે છે કે શું કરવા દ્વારા એમ સાબિત થાય કે ઈસુ ખરેખર પાપોની માફી આપી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મેં હમણાં જ કહ્યું કે 'તારા પાપ માફ થયા છે.' તમે વિચારશો કે 'ઊઠ અને ચાલ' કહેવું મુશ્કેલ છે, કારણ કે તે માણસ ઉઠીને ચાલશે કે નહીં તે દ્વારા હું તે માણસને સાજા કરી શકું છું કે નહીં તેની સાબિતી પ્રાપ્ત થશે” અથવા ""તમે વિચારશો કે “ઉઠીને ચાલ” તેમ કહેવા કરતાં “તારા પાપ માફ થયા છે” તેમ કહેવું સરળ છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τί…ἐστιν εὐκοπώτερον εἰπεῖν, ἀφέωνται σου αἱ ἁμαρτίαι, ἢ εἰπεῖν, ἔγειρε καὶ περιπάτει?

અવતરણ ચિહ્નોનો અનુવાદ ભાવાર્થ તરીકે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “શું સરળ છે, કોઈને એમ કહેવું કે તારા પાપ માફ કરવામાં આવ્યા છે અથવા તેને કહેવું કે ઉઠ અને ચાલ?” અથવા ""તમે વિચારશો કે ઉઠીને ચાલ એવું કોઈને કહેવા કરતાં તારા પાપ માફ થયા છે તેમ કહેવું સરળ છે."" (જુઓ: પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

ἀφέωνται σου αἱ ἁμαρτίαι

અહીં ""તારાં"" એકવચન છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મેં તારાં પાપ માફ કર્યા છે"" (જુઓ: તમેનાં સ્વરૂપો અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 9:6

ἵνα δὲ εἰδῆτε

હું તમને સાબિત કરીશ. આ કલમમાં “તમે” બહુવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

σου τὴν κλίνην…τὸν οἶκόν σου

અહીંયાં “તમે” એકવચન છે. (જુઓ : તમેનાં સ્વરૂપો)

ὕπαγε εἰς τὸν οἶκόν σου

ઈસુ તે માણસને બીજે ક્યાય જવા મનાઈ કરતાં નથી. તે માણસને ઘરે જવાની તક પૂરી પાડે છે.

Matthew 9:7

ઈસુ એક લકવાગ્રસ્ત માણસને સાજો કરે છે તે વૃતાંતનું આ સમાપન છે. ત્યારબાદ ઈસુ એક દાણીને તેમના શિષ્ય થવા માટે તેડું આપે છે.

Matthew 9:8

τὸν δόντα

કારણ કે ઈશ્વરે ઈસુને તે આપ્યું હતું

ἐξουσίαν τοιαύτην

આ ઉલ્લેખ, ઈસુ પાસે પાપ માફ કરવાના અધિકારનો છે.

Matthew 9:9

καὶ παράγων ὁ Ἰησοῦς ἐκεῖθεν

આ શબ્દસમૂહ ઘટનાક્રમમાં એક નવ ભાગની શરૂઆતને ચિહ્નિત કરે છે. આ રજૂ કરવાની રીત જો તમારી ભાષામાં હોય તો તેનો ઉપયોગ તમે અહીં કરી શકો છો.

παράγων

ત્યાં થઇને જતાં અથવા “જઈ રહ્યા હતા”

Μαθθαῖον…αὐτῷ…αὐτῷ

મંડળીની પરંપરા જણાવે છે કે અહીં ઉલ્લેખ કરાયેલ માથ્થી એટલે આ સુવાર્તાના લેખક માથ્થી, પરંતુ લખાણ ""તેને"" અને ""તું"" ને સ્થાને ""મને"" અને ""હું"" ના સર્વનામો બદલવાની કોઈ જરૂરત દર્શાવતું નથી.

λέγει αὐτῷ

ઈસુએ માથ્થીને કહ્યું

ἀναστὰς, ἠκολούθησεν αὐτῷ

માથ્થી ઉઠીને તરત જ ઈસુની પાછળ ચાલ્યો. આનો અર્થ છે કે માથ્થી ઈસુનો શિષ્ય બન્યો.

Matthew 9:10

આ બીનાઓ માથ્થી દાણીના ઘરમાં બની હતી.

τῇ οἰκίᾳ

આ સંભવતઃ માથ્થીનું ઘર છે, પરંતુ તે કદાચ ઈસુનું ઘર પણ હોઈ શકે છે. જો જરૂરી હોય તો જ મૂંઝવણ ટાળવા માટે સ્પષ્ટતા કરો.

ἰδοὺ

આ વિસ્તૃત ઘટનાક્રમમાં અન્ય એક ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરે છે. અગાઉની ઘટનાઓ કરતા આ ઘટના કદાચ જુદા લોકોનો સમાવેશ પણ કરે. તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.

ἁμαρτωλοὶ

આ લોકો મૂસાના નિયમને આધીન નહોતા પરંતુ બીજા લોકો જેને ખરાબ પાપો માનતા હતા તે પ્રમાણે નહીં કરવાને સમર્પિત હતા.

Matthew 9:11

καὶ ἰδόντες, οἱ Φαρισαῖοι

જ્યારે ફરોશીઓએ જોયું કે દાણીઓ અને પાપીઓની સાથે ઈસુ જમે છે

διὰ τί μετὰ τῶν τελωνῶν καὶ ἁμαρτωλῶν ἐσθίει ὁ διδάσκαλος ὑμῶν?

ઈસુના આ કૃત્યની ટીકા કરવા માટે ફરોશીઓએ આ પ્રશ્નનો ઉપયોગ કર્યો. (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 9:12

આ બીનાઓ માથ્થી દાણીના ઘરમાં બને છે.

ὁ δὲ ἀκούσας

અહીં ""આ"" એ વાતનો ઉલ્લેખ કરે છે કે દાણીઓ અને પાપીઓની સાથે ઈસુ જમે છે તે વિશે ફરોશીઓએ પ્રશ્ન કર્યો.

οὐ χρείαν ἔχουσιν οἱ ἰσχύοντες ἰατροῦ, ἀλλὰ οἱ κακῶς ἔχοντες

ઈસુ એક નીતિવચનથી જવાબ આપે છે. તેનો અર્થ એ છે કે ઈસુ આ પ્રકારના લોકો સાથે જમે છે કારણ કે પાપીઓને મદદ કરવા માટે ઈસુ આવ્યા છે. (જુઓ: નીતિવચનો)

οἱ ἰσχύοντες ἰατροῦ

જે લોકો તંદુરસ્ત છે

ἰατροῦ

તબીબ

οἱ κακῶς ἔχοντες

શબ્દસમૂહ ""એક તબીબની જરૂર છે"" સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે લોકો બીમાર છે તેઓને તબીબની જરૂર છે"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

Matthew 9:13

πορευθέντες δὲ, μάθετε τί ἐστιν

ઈસુ શાસ્ત્રમાંથી જવાબ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે શાસ્ત્રોમાં જે કહ્યું છે તેનો અર્થ તમારે સમજવો જોઈએ

πορευθέντες

અહીં “તમે” બહુવચન છે જે ફરોશીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ἔλεος θέλω καὶ οὐ θυσίαν

શાસ્ત્રમાં હોશિયા પ્રબોધકે જે લખ્યું છે તે વચનનો ઉપયોગ ઈસુ કરે છે. અહીં, “હું” ઈશ્વરનો ઉલ્લેખ કરે છે.

οὐ γὰρ ἦλθον

અહીં “હું” ઈસુનો ઉલ્લેખ કરે છે.

δικαίους

ઈસુ કટાક્ષવચનનો ઉપયોગ કરે છે. ઈસુને નથી લાગતું કે કોઈપણ ન્યાયી છે અને તે લોકોને પસ્તાવો કરવાની જરૂર નથી. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ વિચારે છે કે તેઓ ન્યાયી છે"" (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન)

Matthew 9:14

ઈસુના શિષ્યો ઉપવાસ કરતા નથી તે હકીકતને લીધે યોહાન બાપ્તિસ્તના શિષ્યો પ્રશ્ન કરે છે.

οὐ νηστεύουσιν

નિયમિતપણે ખાવાનું ખાય છે

Matthew 9:15

μὴ δύνανται οἱ υἱοὶ τοῦ νυμφῶνος πενθεῖν, ἐφ’ ὅσον μετ’ αὐτῶν ἐστιν ὁ νυμφίος?

યોહાનના શિષ્યોને જવાબ આપવા માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેઓ સર્વ જાણતા હતા કે લગ્નના સમયમાં લોકો શોક અને ઉપવાસ કરતા નથી. આ નીતિવચનનો ઉપયોગ કરી ઈસુ જણાવે છે કે તેમના શિષ્યો શોક કરતાં નથી કેમ કે ઈસુ હજી તેમની સાથે છે. (જુઓ: આલંકારિક પ્રશ્ન અને નીતિવચનો)

ἐλεύσονται δὲ ἡμέραι ὅταν

ભવિષ્યમાંના કોઈ સમયનો ઉલ્લેખ કરવાની આ એક રીત છે. વૈકલ્પિક ભાષાંતર: “જ્યારે સમય આવશે” અથવા “કોઈ દિવસ”

ἀπαρθῇ ἀπ’ αὐτῶν ὁ νυμφίος

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""વરરાજા હવે તેમની સાથે રહી શકશે નહીં"" અથવા ""કોઈ વરરાજાને તેમનાથી દૂર લઈ જશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἀπαρθῇ

ઈસુ સંભવતઃ તેમના પોતાના મૃત્યુનો ઉલ્લેખ કરે છે, પરંતુ અહીં અનુવાદમાં તેને સ્પષ્ટ કરવું ના જોઈએ. લગ્નની છબીને જાળવી રાખવા માટે, ફક્ત તે કહેવું ઉત્તમ રહેશે કે વરરાજા હવે ત્યાં રહેશે નહીં.

Matthew 9:16

યોહાનના શિષ્યોએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપવાનું જારી રાખતાં ઈસુ બે ઉદાહરણો આપે છે, જૂની અને નવી વસ્તુઓ કે જેને લોકો એકસાથે મૂકતા નથી.

οὐδεὶς δὲ ἐπιβάλλει ἐπίβλημα ῥάκους ἀγνάφου ἐπὶ ἱματίῳ παλαιῷ

કોઈપણ વ્યક્તિ નવા વસ્ત્રને જૂના વસ્ત્રનું થીંગડું મારતું નથી અથવા ""જૂના વસ્ત્રને થીગડું મારી સીવવા માટે લોકો નવા વસ્ત્રના ટુકડાને ઉપયોગ કરતા નથી

ἱματίῳ παλαιῷ…τοῦ ἱματίου

જૂના કપડાં ... કપડાં ""-

αἴρει…τὸ πλήρωμα αὐτοῦ ἀπὸ τοῦ ἱματίου

ટુકડો વસ્ત્રમાંથી ફાટીને અલગ થઇ જશે, જો કોઈ તે કપડાંને ધોશે તો નવા કપડાંનો ટુકડો સંકોચાશે પરંતુ જૂનું કપડું સંકોચાશે નહીં. આ પ્રક્રિયા વસ્ત્રમાંથી ટુકડાને અલગ કરી ફાડી નાંખશે અને મોટું છિદ્ર પાડશે.

τὸ πλήρωμα αὐτοῦ

થીગડું નવા વસ્ત્રના ટુકડાનું થીગડું.” આ કાપડનો ટુકડો છે જે જૂના કાપડમાંના છિદ્રને ઢાંકવા માટે ઉપયોગમાં લેવાય છે.

χεῖρον σχίσμα γίνεται

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “આ છિદ્રને વધારે ખરાબ બનાવશે.” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 9:17

યોહાનના શિષ્યોએ જે પ્રશ્ન પૂછ્યો હતો તેનો જવાબ આપવાનું ઈસુ જારી રાખે છે.

οὐδὲ βάλλουσιν οἶνον νέον εἰς ἀσκοὺς παλαιούς

યોહાનના શિષ્યોને જવાબ આપવા માટે ઈસુ બીજા એક નીતિવચનનો ઉપયોગ કરે છે. આનો અર્થ [માથ્થી 9:16] (../9/16.md)માંની કહેવત જેવો જ છે.

οὐδὲ βάλλουσιν

અથવા “લોકો ભરતા નથી”

οἶνον νέον

આ એ દ્રાક્ષારસનો ઉલ્લેખ કરે છે જે હજુ સુધી અથાયો નથી. જો તમારા વિસ્તારમાં દ્રાક્ષમાંથી બનતા દ્રાક્ષારસ વિશે માહિતી ના હોય, તો ફળ માટેના સામાન્ય શબ્દનો ઉપયોગ કરો. વૈકલ્પિક ભાષાંતર: ""દ્રાક્ષનો રસ"" (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

ἀσκοὺς παλαιούς

આ દ્રાક્ષની મશકો નો ઉલ્લેખ કરે છે જે ખેંચાઈ ગઈ છે અને સૂકાઈ ગઈ છે કારણ કે તેનો ઉપયોગ અગાઉથી દ્રાક્ષારસને આથવા માટે કર્યો હતો.

ἀσκοὺς

દ્રાક્ષારસની મશકો અથવા “ચામડાની થેલીઓ”. આ એ થેલીઓ હતી જે પ્રાણીઓની ચામડીમાંથી બનાવવામાં આવતી હતી.

ὁ οἶνος ἐκχεῖται καὶ οἱ ἀσκοὶ ἀπόλλυνται

આને સક્રિયરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “અને આ નવો દ્રાક્ષારસ જૂની મશકોને ફાડી નાંખીને વહી જશે.” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ῥήγνυνται οἱ ἀσκοί

જ્યારે નવો દ્રાક્ષારસનો આથો થઈ જાય છે અને તે વિસ્તરે છે, ત્યારે તે મશકો ફાટી જાય છે કારણ કે તેઓ હવે વધુ ખેંચાઈ શકતી નથી નથી.

ἀσκοὺς καινούς

નવી મશકો અથવા “દ્રાક્ષારસની નવી થેલીઓ.” આ તે મશકોનો છે જેનો કોઈએ ઉપયોગ કર્યો નથી.

ἀμφότεροι συντηροῦνται

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “આ મશકો અને દ્રાક્ષારસ બંનેને સુરક્ષિત રાખશે. (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 9:18

ઈસુ યહૂદી અધિકારીની દીકરીને તેના મૃત્યુ બાદ સજીવન કરે છે તે વૃતાંતની શરૂઆત અહીં થાય છે.

ταῦτα

ઈસુએ યોહાન બાપ્તિસ્તના શિષ્યોને ઉપવાસ વિશે જે જવાબ આપ્યો તેનો ઉલ્લેખ આ કરે છે.

ἰδοὺ

શબ્દ “જુઓ” એ ઘટનામાં એક નવા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે, તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.

προσεκύνει αὐτῷ

યહૂદી સંસ્કૃતિમાં કોઈને માન આપવાની આ રીત છે. (જુઓ: સાંકેતિક પગલું)

ἐλθὼν ἐπίθες τὴν χεῖρά σου ἐπ’ αὐτήν καὶ ζήσεται

આ દર્શાવે છે કે યહૂદી અધિકારીને વિશ્વાસ હતો કે ઈસુમાં તેની દીકરીને ફરીથી જીવન આપવાનું સામર્થ્ય છે.

Matthew 9:19

οἱ μαθηταὶ αὐτοῦ

ઈસુના શિષ્યો

Matthew 9:20

યહૂદી અધિકારીના ઘરે જતાં ઈસુ કેવી રીતે બીજી સ્ત્રીને સાજાપણું આપે છે તેનું વર્ણન અહીં છે.

ἰδοὺ

શબ્દ “જુઓ” એ ઘટનામાં એક નવા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે, તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.

αἱμορροοῦσα

જે રક્તસ્ત્રાવથી પીડિત હતી અથવા ""જેને સતત રક્તસ્ત્રાવ થતો હતો."" જ્યારે તે તેના માટે સામાન્ય સમય ન હોય ત્યારે પણ તેણીને કદાચ ગર્ભાશયમાંથી રક્તસ્રાવ થઈ રહ્યો હતો. કેટલીક સંસ્કૃતિઓમાં આ સ્થિતિનો દર્શાવવાની વધુ કાળજીપૂર્વકની રીત હોઈ શકે છે. (જુઓ: સૌમ્યોક્તિ)

δώδεκα ἔτη

12 વર્ષો (જુઓ: સંખ્યાઓ)

τοῦ ἱματίου αὐτοῦ

તેમનો ઝભ્ભો અથવા “તેમણે જે પહેર્યું હતું”

Matthew 9:21

ἔλεγεν γὰρ ἐν ἑαυτῇ, ἐὰν μόνον ἅψωμαι τοῦ ἱματίου αὐτοῦ, σωθήσομαι.

તેણી ઈસુના વસ્ત્રને સ્પર્શ કરે તે પહેલા તેણીએ પોતાને આ પ્રમાણે કહ્યું. આ દર્શાવે છે કે શા માટે તેણીએ ઈસુના વસ્ત્રનો સ્પર્શ કર્યો. (જુઓ: ઘટનાઓનો ક્રમ અને પદ્ય સેતુઓ)

ἐὰν μόνον ἅψωμαι τοῦ ἱματίου αὐτοῦ

યહૂદી નિયમ અનુસાર, તેણીને રક્તસ્રાવ થઈ રહ્યો હોવાથી તેણી કોઈને પણ સ્પર્શી શકે નહીં. તેણીએ ઈસુના વસ્ત્રોને સ્પર્શ કર્યો જેથી ઈસુના સામર્થ્યથી તેણી સાજાપણું પ્રાપ્ત કરે અને (તેણીએ એમ વિચાર્યું કે) ઈસુને જાણ થશે નહીં કે તેણીએ ઈસુના કપડાંને સ્પર્શ કર્યો હતો. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 9:22

ὁ δὲ Ἰησοῦς

સ્ત્રી આશા રાખતી હતી કે તે ઈસુના કપડાંનો સ્પર્શ ઈસુની જાણ બહાર કરી લે પરંતુ ઈસુને તેની જાણ થઇ ગઈ,

θύγατερ

તે સ્ત્રી ખરેખર ઈસુની દીકરી હતી નહીં. ઈસુ તેની સાથે પ્રેમાળ રીતે વાત કરી રહ્યા હતાં. જો આ ગૂંચવણ ઉપજાવનાર લાગે તો તેનો અનુવાદ ""જુવાન સ્ત્રી"" તરીકે કરો અથવા તેનો અનુવાદ કરવાનું ટાળી પણ શકાય છે.

ἡ πίστις σου σέσωκέν σε

કારણ કે તેં મારા પર વિશ્વાસ કર્યો છે, માટે હું તને સાજાપણું આપીશ.

ἐσώθη ἡ γυνὴ ἀπὸ τῆς ὥρας ἐκείνης

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુએ તેણીને તે જ પળે સાજી કરી. (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 9:23

અહીં ઘટનાક્રમ ઈસુએ યહૂદી અધિકારીની દીકરીને જીવંત કર્યાના વૃતાંતમાં પરત ફરે છે.

τοὺς αὐλητὰς καὶ τὸν ὄχλον θορυβούμενον

મૃત્યુ પામનાર વ્યક્તિ માટે શોક કરવાની આ એક સામાન્ય રીત હતી.

τοὺς αὐλητὰς

જે લોકો વાંસળી વગાડે છે

Matthew 9:24

ἀναχωρεῖτε

ઈસુ ઘણા લોકો સાથે વાત કરી રહ્યા હતા, તેથી જો તમારી ભાષામાં બહુવચન આદેશ સ્વરૂપ હોય તો તેનો ઉપયોગ કરો.

οὐ…ἀπέθανεν τὸ κοράσιον, ἀλλὰ καθεύδει

ઈસુ અહીં વિવિધ અર્થ ધરાવતા શબ્દનો ઉપયોગ કરે છે. ઈસુના દિવસોમાં મૃત્યુ પામેલ વ્યક્તિનો ઉલ્લેખ કરવા માટે ""ઊંઘે છે"" એમ કહેવું સામાન્ય બાબત હતી. પરંતુ અહીં મૃત્યુ પામેલી છોકરી પાછી જીવનમાં આવશે, જાણે કે તે ફક્ત સૂઈ ગઈ હોય. (જુઓ: સૌમ્યોક્તિ)

Matthew 9:25

ઈસુ એક મૃત છોકરીને જીવનમાં પાછી લાવે છે તેની અસરને દર્શાવતું સારાંશ નિવેદન કલમ 26માં છે.

યહૂદી અધિકારીની મૃત દીકરીને ઈસુ જીવનમાં પાછી લાવે છે તે વિશેનો વૃતાંત અહીં પૂર્ણ થાય છે.

ὅτε δὲ ἐξεβλήθη ὁ ὄχλος

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુએ લોકોના ટોળાને બહાર મોકલ્યા પછી"" અથવા ""પરિવારે લોકોના ટોળાને બહાર મોકલ્યા પછી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἠγέρθη

પલંગ પરથી ઉભી થઈ. અહીં માથ્થી 8:15ની જેમ જ સમાન અર્થ છે.

Matthew 9:26

καὶ ἐξῆλθεν ἡ φήμη αὕτη εἰς ὅλην τὴν γῆν ἐκείνην

આખા પ્રદેશના લોકોએ તેના વિશે સાંભળ્યું અથવા ""જે લોકોએ જોયું કે છોકરી જીવિત થઇ છે તેઓએ સમગ્ર વિસ્તારમાં દરેકને તે વિશે કહેવાનું શરૂ કર્યું.”

Matthew 9:27

બે અંધ માણસોને ઈસુ સાજા કરે છે તે વૃતાંતની શરૂઆત અહીં થાય છે.

καὶ παράγοντι ἐκεῖθεν τῷ Ἰησοῦ

ઈસુ તે પ્રદેશ છોડીને જઈ રહ્યા હતા ત્યારે

παράγοντι

ત્યાંથી જતાં હતા અથવા “જઈ રહ્યા હતા”

ἠκολούθησαν αὐτῷ

આનો અર્થ એ છે કે તેઓ ઈસુની પાછળ ચાલી રહ્યા હતા, તે જરૂરી નથી કે તેઓ ઈસુના શિષ્યો બન્યા હતા.

ἐλέησον ἡμᾶς

તે સૂચિત છે કે તેઓ ઇચ્છતા હતા કે ઈસુ તેમને સાજા કરે. (જુઓ; અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Υἱὲ Δαυείδ

ઈસુ પ્રત્યક્ષપણે દાઉદના પુત્ર ન હતા, તેથી આનો અનુવાદ ""દાઉદના વંશજ"" તરીકે થઈ શકે છે. જો કે, મસીહા માટે ""દાઉદનો દીકરો"" પણ એક શીર્ષક છે, અને આ માણસો કદાચ આ શીર્ષક દ્વારા ઈસુને પોકારી રહ્યા હતા.

Matthew 9:28

ἐλθόντι δὲ εἰς τὴν οἰκίαν

આ કદાચ ઈસુનું પોતાનું ઘર હશે અથવા તો માથ્થી. 9:10માં ઉલ્લેખ કરાયેલ ઘર હશે.

ναί, Κύριε

તેમના જવાબની સંપૂર્ણ માહિતી જણાવવામાં આવી નથી, પરંતુ તે સમજી શકાય તેમ છે. વૈકલ્પિક ભાષાંતર: ""હા, પ્રભુ, અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે અમને સાજાપણું આપી શકો છો"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

Matthew 9:29

ἥψατο τῶν ὀφθαλμῶν αὐτῶν λέγων

તે સ્પષ્ટ નથી કે કાં તો ઈસુ એક જ સમયે બંનેની આંખોને સ્પર્શ કરે છે અથવા વારાફરતી બંનેની આંખોને તેમના જમણા હાથથી સ્પર્શ કરે છે. કેમ કે રૂઢીગત રીતે ડાબા હાથનો ઉપયોગ અશુદ્ધ હેતુઓ માટે કરવામાં આવતો હતો, તેથી મહ્દઅંશે એમ શક્ય છે કે તેમની આંખોને સ્પર્શ કરવા માટે ઈસુએ માત્ર તેમના જમણા હાથનો જ ઉપયોગ કર્યો હોય. તે પણ સ્પષ્ટ નથી કે ઈસુ તેમની સાથે વાત તેમને સ્પર્શ કરતી વેળાએ કરે છે અથવા પ્રથમ તેમને સ્પર્શ કરે છે અને પછી તેઓની સાથે વાત કરે છે.

κατὰ τὴν πίστιν ὑμῶν γενηθήτω ὑμῖν

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે જેમ વિશ્વાસ કરો છો તે પ્રમાણે હું કરીશ"" અથવા ""કેમ કે તમે વિશ્વાસ કરો છો, હું તમને સાજાપણું આપીશ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 9:30

ἠνεῴχθησαν αὐτῶν οἱ ὀφθαλμοί

આનો અર્થ એ છે કે તેઓ હવે જોઈ શકતા હતા. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તેઓની આંખોને સાજી કરી"" અથવા ""બે અંધ માણસો હવે જોઈ શકતા હતા"" (જુઓ: રૂઢિપ્રયોગ અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὁρᾶτε μηδεὶς γινωσκέτω

અહીં ""જુઓ"" નો અર્થ ""ખાતરી કરો."" વૈકલ્પિક ભાષાંતર: ""ખાતરી કરો કે આ વિશે કોઈને પણ જાણ થાય નહીં"" અથવા "" મેં તમને સાજા કર્યા છે તેવું કોઈને પણ કહેશો નહીં"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Matthew 9:31

οἱ δὲ

ઈસુએ તે બંનેને જે કહ્યું હતું તે પ્રમાણે તેઓએ કર્યું નહીં. તેઓએ

διεφήμισαν

તેમની સાથે જે થયું હતું તે ઘણા લોકોને કહ્યું

Matthew 9:32

અશુદ્ધ આત્મા વળગેલા એક મૂંગા માણસને ઈસુએ સાજો કર્યો અને તે વિશે લોકોના પ્રતિસાદનો આ વૃતાંત છે.

ἰδοὺ

શબ્દ “જુઓ” એ ઘટનામાં એક નવા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે, તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.

προσήνεγκαν αὐτῷ ἄνθρωπον κωφὸν

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “કોઈ વ્યક્તિ એક મૂંગા માણસને ... ઈસુ પાસે લાવે છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

κωφὸν

બોલી શકતો નથી

δαιμονιζόμενον

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેને અશુદ્ધ આત્મા વળગેલો હતો"" અથવા ""જેને અશુદ્ધ આત્મા નિયંત્રિત કરતો હતો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 9:33

καὶ ἐκβληθέντος τοῦ δαιμονίου

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુએ અશુદ્ધ આત્માને બહાર કાઢી મૂક્યા બાદ"" અથવા ""ઈસુએ અશુદ્ધ આત્માને તેના શરીરમાંથી નીકળી જવાની આજ્ઞા કર્યા પછી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐλάλησεν ὁ κωφός

મૂંગા માણસે બોલવાનું શરૂ કર્યું અથવા ""મૂંગો માણસ બોલ્યો"" અથવા ""તે માણસ બોલ્યો, તે હવે મૂંગો હતો નહીં

καὶ ἐθαύμασαν οἱ ὄχλοι

લોકો આશ્ચર્ય પામ્યા

οὐδέποτε ἐφάνη οὕτως

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આવું પહેલાં ક્યારેય બન્યું નથી"" અથવા ""કોઈએ પણ પહેલા આવું ક્યારેય કર્યું નથી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 9:34

ἐκβάλλει τὰ δαιμόνια

તે અશુદ્ધ આત્માઓને નીકળી જવા ધમકાવે છે

ἐκβάλλει

“તે” સર્વનામ ઈસુનો ઉલ્લેખ કરે છે.

Matthew 9:35

કલમ 36 માં માથ્થીની સુવાર્તાના ઘટનાક્રમના એક નવા વિભાગની શરુઆત થાય છે જ્યાં ઈસુ તેમના શિષ્યોને શિક્ષણ આપી, પોતાની જેમ જ ઉપદેશ આપવા અને સાજાપણું આપવા મોકલે છે.

ગાલીલમાં ઈસુ દ્વારા સાજાપણાંની સેવાના ઘટનાક્રમની શરૂઆત, જે માથ્થી 8:1 માં થઈ હતી તેનું સમાપન કલમ 35 છે. (જુઓ: વાર્તાની સમાપ્તિ)

τὰς πόλεις πάσας

સઘળાં/બધાં"" શબ્દ અતિશયોક્તિ છે જે દર્શાવે છે કે કેટલાં બધાં શહેરોમાં ઈસુ ગયા હતા. તે જરૂરી નથી કે ઈસુ તે વિસ્તારના દરેક શહેરમાં ગયા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""ઘણાં શહેરોમાં"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

πόλεις…κώμας

મોટા ગામો ... નાના ગામો ... અથવા “મોટા નગરો ... નાના નગરો”

τὸ εὐαγγέλιον τῆς βασιλείας

અહીં ""રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. તમે આનો અનુવાદ માથ્થી 4:23માં કેવી રીતે કર્યો છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""સુવાર્તા પ્રગટ કરતાં કે ઈશ્વર સ્વયંને રાજા તરીકે પ્રગટ કરશે"" (જુઓ: અમૂર્ત નામો)

πᾶσαν νόσον καὶ πᾶσαν μαλακίαν

દરેક રોગ અને દરેક બીમારી. ""રોગ"" અને ""બીમારી"" શબ્દો નજીકથી સંબંધિત છે પરંતુ જો શક્ય હોય તો બંને શબ્દોનો અનુવાદ અલગ અલગ કરો. ""રોગ"" વ્યક્તિને બીમાર કરે છે. ""બિમારી"" એ રોગના લીધે થતી શારીરિક નબળાઇ અથવા પીડા છે.

Matthew 9:36

ὡσεὶ πρόβατα μὴ ἔχοντα ποιμένα

આ ઉપમાનો અર્થ એ છે કે લોકોની સંભાળ લેવા માટે લોકો પાસે કોઈ આગેવાન હતા નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો પાસે કોઈ આગેવાન હતા નહીં"" (જુઓ: ઉપમા)

Matthew 9:37

ફસલ વિશેના નીતિવચનનો ઉપયોગ કરવા દ્વારા ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે અગાઉના વિભાગમાં ઉલ્લેખિત ભીડની જરૂરિયાતો પ્રત્યે શિષ્યોએ કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ.

ὁ μὲν θερισμὸς πολύς, οἱ δὲ ἐργάται ὀλίγοι

ઈસુ જે જોઈ રહ્યા છે તેના પ્રતિસાદમાં તેઓ(ઈસુ) એક નીતિવચનનો ઉપયોગ કરે છે. ઈસુનો અર્થ એ છે કે ત્યાં ઘણા લોકો છે જેઓ ઈશ્વર પર વિશ્વાસ કરવા તૈયાર છે પરંતુ તેમને ઈશ્વરનું સત્ય શીખવવા માટે માત્ર થોડા જ લોકો છે. (જુઓ: નીતિવચનો)

ὁ μὲν θερισμὸς πολύς

ત્યાં ફસલની કાપણી કરનારાઓ માટે ફસલ પુષ્કળ માત્રામાં તૈયાર છે.

ἐργάται

મજૂરો

Matthew 9:38

δεήθητε…τοῦ Κυρίου τοῦ θερισμοῦ

ઈશ્વરને પ્રાર્થના કરો, કારણ કે તે ફસલના પ્રભારી છે

Matthew 10

માથ્થી 10 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

બાર શિષ્યોને મોકલવા

આ અધ્યાયમાંની ઘણી કલમો વર્ણવે છે કે ઈસુએ કેવી રીતે બાર શિષ્યોને સેવા માટે બહાર મોકલ્યા. તેમણે તેઓ(શિષ્યો)ને આકાશના રાજ્ય વિશેનો તેમનો સંદેશ આપવા મોકલ્યા. શિષ્યોએ ફક્ત ઇઝરાએલમાં જ ઈસુનો સંદેશ જણાવવાનો હતો, વિદેશી પ્રાંતોમાં નહીં

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

બાર શિષ્યો

બાર શિષ્યોની સૂચિ નીચે પ્રમાણે છે:

માથ્થીમાં:

સિમોન (પિતર), આન્દ્રિયા, ઝબદીનો દીકરો યાકૂબ, ઝબદીનો દીકરો યોહાન, ફિલિપ, બર્થોલ્મી, થોમા, માથ્થી, અલ્ફીનો દીકરો યાકૂબ, થદ્દી, સિમોન કનાની અને યહૂદા ઇશ્કરિયોત.

માર્ક લેખિત સુવાર્તામાં:

સિમોન (પિતર), આન્દ્રિયા, ઝબદીનો દીકરો યાકૂબ અને ઝબદીનો દીકરો યોહાન (જેમની અટક તેમણે બને-રગેસ પાડી, એટલે કે ગર્જનાના દીકરા), ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, થદ્દી, સિમોન કનાની, અને યહૂદા ઇશ્કરિયોત.

લૂક લેખિત સુવાર્તામાં:

સિમોન (પિતર), આન્દ્રિયા, યાકૂબ, યોહાન, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફી પુત્ર યાકૂબ, સિમોન (જે કનાની કહેવાતો હતો), યાકૂબના પુત્ર યહૂદા અને યહૂદા ઇશ્કરિયોત.

થદ્દી લગભગ, યાકૂબના પુત્ર યહૂદા બંને એક જ વ્યક્તિ હોઈ શકે છે.

""આકાશનું રાજ્ય પાસે આવ્યું છે""

જ્યારે યોહાન આકાશના રાજ્યની વાત કરે છે ત્યારે કોઈ પણ વ્યક્તિને તેની ખાતરી નથી કે તે રાજ્ય, હાલમાં છે કે પછી આવવાનું છે. અંગ્રેજી અનુવાદમાં વારંવાર "" હાથવગું"" શબ્દનો ઉપયોગ થાય છે, પરંતુ આ શબ્દોનો અનુવાદ કરવો મુશ્કેલ હોઈ શકે છે. અન્ય આવૃત્તિઓ ""પાસે આવે છે"" અને ""પાસે આવ્યું છે"" શબ્દસમૂહોનો ઉપયોગ કરે છે.”

Matthew 10:1

ઈસુ તેમના બાર શિષ્યોને તેમનું કાર્ય કરવા માટે બહાર મોકલે છે તે વૃતાંત દ્વારા આ અધ્યાયની શરૂઆત થાય છે.

καὶ προσκαλεσάμενος τοὺς δώδεκα μαθητὰς αὐτοῦ

12 શિષ્યોને બોલાવ્યા (જુઓ: સંખ્યાઓ)

ἔδωκεν αὐτοῖς ἐξουσίαν

ખાતરી કરો કે લખાણ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે આ અધિકાર 1) અશુદ્ધ આત્માઓને બહાર કાઢવા અને 2) રોગ અને માંદગી સાજા કરવાનો હતો.

ὥστε ἐκβάλλειν αὐτὰ

અશુદ્ધ આત્માઓને હાંકી કાઢવા

πᾶσαν νόσον καὶ πᾶσαν μαλακίαν

દરેક રોગ અને દરેક બીમારી. ""રોગ"" અને ""બીમારી"" શબ્દો નજીકથી સંબંધિત છે પરંતુ જો શક્ય હોય તો બંને શબ્દોનો અનુવાદ અલગ અલગ કરો. ""રોગ"" વ્યક્તિને બીમાર કરે છે. ""બિમારી"" એ રોગના લીધે થતી શારીરિક નબળાઇ અથવા પીડા છે.

Matthew 10:2

અહીં લેખક બાર પ્રેરીતોના નામ દ્વારા તેમની પૃષ્ઠભૂમિ વિશે માહિતી પૂરી પાડે છે.

δὲ

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી બાર પ્રેરિતોની પૃષ્ઠભૂમિ વિશેની માહિતી આપે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

τῶν…δώδεκα ἀποστόλων

આ એજ “બાર શિષ્યો” નું સમૂહ છે જેનો ઉલ્લેખ માથ્થી 10:1માં છે.

πρῶτος

આ તેઓના નામનો ક્રમ છે, હોદ્દાનો નહીં. (જુઓ: ક્રમવાચક સંખ્યાઓ)

Matthew 10:3

Μαθθαῖος ὁ τελώνης

માથ્થી જે એક દાણી (કર ઉઘરાવનાર) હતો

Matthew 10:4

ὁ Καναναῖος

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""કનાની"" એ એક શીર્ષક છે જે દર્શાવે છે કે તે એવા લોકોના સમૂહનો ભાગ હતો જે યહૂદી લોકોને રોમન શાસનમાંથી મુક્ત કરવા માંગતા હતાં. વૈકલ્પિક ભાષાંતર: ""દેશભક્ત"" અથવા ""રાષ્ટ્રવાદી"" અથવા 2) ""કનાની"" એ એક વર્ણન છે જે દર્શાવે છે કે તે ઈશ્વરને મહિમા આપવા માટે ઉત્સાહી હતો. વૈકલ્પિક ભાષાંતર: ""એક ઉત્સાહી"" અથવા ""એક જુસ્સાદાર

ὁ καὶ παραδοὺς αὐτόν

ઈસુને કોણ પરસ્વાધીન કરશે

Matthew 10:5

જો કે કલમ 5ની શરૂઆત, ઈસુએ બાર શિષ્યોને મોકલ્યા તે કહેવા દ્વારા થાય છે તેમ છતાં ઈસુએ આ સૂચનાઓ તેઓને મોકલ્યા પહેલાં આપી હતી. (જુઓ: ઘટનાઓનો ક્રમ)

શિષ્યો જયારે પ્રચાર કરવા જાય ત્યારે તેઓએ શું કરવું અને શી અપેક્ષા રાખવી તે વિશે સૂચનાઓ આપવાની શરૂઆત ઈસુ અહીં કરે છે.

τούτους τοὺς δώδεκα ἀπέστειλεν ὁ Ἰησοῦς

ઈસુએ આ બાર માણસોને મોકલ્યા અથવા “આ એ બાર માણસો હતા જેઓને ઈસુએ મોકલ્યા હતા”

ἀπέστειλεν

ઈસુએ તેઓને એક ખાસ હેતુને માટે મોકલ્યા હતા.

παραγγείλας αὐτοῖς

તેઓએ શું કરવું તે વિશે ઈસુએ તેઓને કહ્યું અથવા “તેમણે તેઓને આદેશ આપ્યો હતો”

Matthew 10:6

τὰ πρόβατα τὰ ἀπολωλότα οἴκου Ἰσραήλ

આ એક રૂપક છે જે આખા ઇઝરાએલ દેશની સરખામણી એવા ઘેટાં સાથે કરે છે જેઓ તેમના ઘેટાંપાળકથી ભટકી ગયેલ છે. (જુઓ: રૂપક)

οἴκου Ἰσραήλ

આ ઇઝરાએલ દેશનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઇઝરાએલના લોકો” અથવા “ઇઝરાએલના વંશજો” (જુઓ: ઉપનામ)

Matthew 10:7

πορευόμενοι

અહીં “તમે” બહુવચન છે અને તે બાર પ્રેરીતોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ἤγγικεν ἡ Βασιλεία τῶν Οὐρανῶν

આકાશનું રાજ્ય"" શબ્દસમૂહનો અર્થ છે, ઈશ્વર રાજા તરીકે રાજ કરે છે. આ શબ્દસમૂહ માત્ર માથ્થીની સુવાર્તામાં જોવા મળે છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ"" શબ્દનો ઉપયોગ કરો. તમે આનો અનુવાદ માથ્થી 3:2માં કેવી રીતે કર્યો છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""આકાશના આપણાં ઈશ્વર ટૂંક સમયમાં પોતાને રાજા તરીકે જાહેર કરશે."" (જુઓ: ઉપનામ)

Matthew 10:8

શિષ્યો જ્યારે ઉપદેશ આપવા જાય ત્યારે તેઓએ શું કરવું તે વિશે તેમને આજ્ઞા આપવાનું ઈસુ જારી રાખે છે.

θεραπεύετε…ἐγείρετε…καθαρίζετε…ἐκβάλλετε…ἐλάβετε…δότε

આ ક્રિયાપદો અને સર્વનામો બહુવચન છે અને બાર પ્રેરીતોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

νεκροὺς ἐγείρετε

આ રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “મૃત્યુ પામેલાઓને ફરીથી જીવનમાં લાવવા” (જુઓ: રૂઢિપ્રયોગ)

δωρεὰν ἐλάβετε, δωρεὰν δότε

શિષ્યોને શું મળ્યું હતું અથવા તેઓ(શિષ્યો)એ શું આપવાનું હતું તેનો ઉલ્લેખ ઈસુએ કર્યો નથી. કેટલીક ભાષાઓમાં આ માહિતીને વાક્યમાં દર્શાવવાની જરૂર પડી શકે છે. અહીં ""મફત""નો અર્થ છે કે ત્યાં કોઈ ચુકવણીની જરૂરત નથી. વૈકલ્પિક ભાષાંતર: ""તમે આ બાબતો મફત પામ્યા છો, તે બીજાઓને મફત આપો"" અથવા ""તમે કિમંત આપ્યા વિના આ વસ્તુઓ પ્રાપ્ત કરી છે, તેથી લોકોને તે કિમંત લીધા વિના આપો"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

δωρεὰν ἐλάβετε, δωρεὰν δότε

અહીં ""પામ્યા"" એ રૂપક છે કે જે કાર્યો કરવાને સમર્થ કરાયા હોવાનું પ્રતિનિધિત્વ કરે છે અને ""આપવું"" એ રૂપક છે કે જે બીજાઓ માટે કાર્યો કરવાનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે આ બાબતો કરવાની ક્ષમતા મફત પામ્યા છો, તે બાબતો બીજાઓ માટે મફત કરો."" અથવા ""આ બાબતો કરવા માટેનું સામર્થ્ય મેં તમને મફતમાં આપ્યું છે, બીજાઓ માટે તમે તે મફતમાં કરો"" (જુઓ: રૂપક)

Matthew 10:9

ὑμῶν

આ બાર પ્રેરીતોનો ઉલ્લેખ કરે છે એટલે બહુવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

χρυσὸν, μηδὲ ἄργυρον, μηδὲ χαλκὸν

આ ધાતુઓ છે જેમાંથી સિક્કાઓ બનાવવામાં આવ્યા છે. આ યાદી નાણાં માટેનું ઉપનામ છે, તેથી જો આ ધાતુઓ તમારા વિસ્તારમાં જાણીતી ના હોય તો તેનો અનુવાદ ""નાણાં"" તરીકે કરો. (જુઓ: ઉપનામ)

τὰς ζώνας

તેનો અર્થ ""કમરબંધ"" અથવા ""નાણાંનો કમરબંધ” એમ થાય છે, પરંતુ તે નાણાં લઈ જવા માટે ઉપયોગમાં લેવાયેલી કોઈપણ વસ્તુનો ઉલ્લેખ કરી શકે છે. પટ્ટો એ કમરની આસપાસ પહેરવામાં આવતા કાપડ અથવા ચામડાના લાંબો પટ્ટો છે. પટ્ટો મહદઅંશે પૂરતા પ્રમાણમાં પહોળો અને વાળી શકાતો હતો, જેનો ઉપયોગ પૈસા લઈ જવા માટે કરવામાં આવતો હતો.

Matthew 10:10

πήραν

આ કદાચ મૂસાફરી દરમિયાન સાથે લઈ જવામાં આવતી થેલી અથવા કોઈક દ્વારા ખોરાક કે પૈસા મુકવા માટે વાપરવામાં આવતી થેલી હોઈ શકે છે.

δύο χιτῶνας

માથ્થી 5:40માં “પહેરણ” માટે ઉપયોગમાં લેવાયેલ સમાન શબ્દનો ઉપયોગ કરો.

ὁ ἐργάτης

મજૂર

τῆς τροφῆς αὐτοῦ

અહીં “ખોરાક” એ વ્યક્તિની જરૂરિયાતનું વર્ણન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “તેને શાની જરૂર છે” (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Matthew 10:11

શિષ્યો જ્યારે ઉપદેશ આપવા જાય ત્યારે તેઓએ શું કરવું તે વિશે તેમને આજ્ઞા આપવાનું ઈસુ જારી રાખે છે.

εἰς ἣν δ’ ἂν πόλιν ἢ κώμην εἰσέλθητε

જ્યારે તમે ગામ કે શહેરમાં પ્રવેશ કરો અથવા “જ્યારે તમે ગામ કે શહેરમાં પ્રવેશ કરો ત્યારે”

πόλιν…κώμην

મોટું ગામ…. નાનું ગામ અથવા “મોટું નગર … નાનું નગર.” જુઓ તમે માથ્થી 9:35માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે.

εἰσέλθητε

આ બહુવચન છે અને બાર પ્રેરીતોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ἄξιός

“યોગ્ય” વ્યક્તિ એવો વ્યક્તિ કે જે ઇચ્છાથી શિષ્યોનો આવકાર કરે.

κἀκεῖ μείνατε ἕως ἂν ἐξέλθητε

આ નિવેદનનો સંપૂર્ણ અર્થ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યાં સુધી તમે નગર અથવા ગામ છોડો નહીં ત્યાં સુધી તે વ્યક્તિના ઘરમાં રહો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 10:12

εἰσερχόμενοι δὲ εἰς τὴν οἰκίαν, ἀσπάσασθε αὐτήν

શબ્દસમૂહ ""તે અભિવાદન"" નો અર્થ છે કે ઘરને અભિવાદન પાઠવો. તે દિવસોમાં આ એક સામાન્ય અભિવાદન હતું કે ""આ ઘરને શાંતિ થાઓ!"" અહીં ""ઘર"" એ ઘરમાં રહેતા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે તમે ઘરમાં પ્રવેશ કરો, ત્યારે તેમાં રહેતા લોકોને અભિવાદન પાઠવો."" (જુઓ: ઉપનામ)

εἰσερχόμενοι

આ બહુવચન છે અને બાર પ્રેરીતોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

Matthew 10:13

ὑμῶν…ὑμῶν

આ બહુવચનો છે અને બાર પ્રેરીતોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

μὲν ᾖ ἡ οἰκία ἀξία…μὴ ᾖ ἀξία

અહીં ""ઘર"" એવા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે જેઓ ઘરમાં રહે છે. ""યોગ્ય"" વ્યક્તિ એવો માણસ છે જે શિષ્યોનું સ્વાગત કરવાણી ઇચ્છા રાખે છે. ઈસુ આ વ્યક્તિની સરખામણી એવા વ્યક્તિ સાથે કરે છે, જે ""યોગ્ય નથી,"" જે શિષ્યોનું સ્વાગત કરતો નથી. વૈકલ્પિક ભાષાંતર: ""તે ઘરમાં રહેતા લોકો પણ તમારો આવકાર કરશે"" અથવા ""તે ઘરમાં રહેતા લોકો તમારી સારી રીતે સારવાર કરશે"" (જુઓ: ઉપનામ)

ἐλθάτω ἡ εἰρήνη ὑμῶν ἐπ’ αὐτήν

તે"" શબ્દનો અર્થ ઘરનો ઉલ્લેખ કરે છે, જે ઘરમાં રહેનારા લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમને તમારી શાંતિ પ્રાપ્ત કરવા દો"" અથવા ""જે અભિવાદન સાથે તમે તેમને તે શાંતિ પ્રાપ્ત કરવા દો."" (જુઓ: ઉપનામ)

ἐὰν…μὴ ᾖ ἀξία

તે"" શબ્દનો અર્થ ઘર છે. અહીંયા ""ઘર"" એ ઘરમાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો તેઓ તમને સારી રીતે સ્વીકારતા નથી"" અથવા ""જો તેઓ તમારી સાથે સારી રીતે વર્તતા નથી"" (જુઓ: ઉપનામ)

ἡ εἰρήνη ὑμῶν πρὸς ὑμᾶς ἐπιστραφήτω

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) જો તે ઘર લાયક નથી તો તે ઘરમાં ઈશ્વર તેમની શાંતિ અને આશીર્વાદ આવતા અટકાવશે અથવા 2) જો ઘર લાયક નથી, તો પછી પ્રેરિતોએ ઈશ્વરને વિંનતી કરવાની છે કે તે ઘરને શાંતિની અભિવાદન ન આપવી. જો તમારી ભાષામાં અભિવાદન અથવા તેની અસરો પાછી લેવાનો સમાન અર્થ છે, તો અહીં તેનો ઉપયોગ કરવો.

Matthew 10:14

ઈસુ તેમના શિષ્યોને સુચન આપવાનું ચાલુ રાખે છે કે જ્યારે તેઓ ઉપદેશ આપવા બહાર જાય ત્યારે તેઓએ શું કરવું.

καὶ ὃς ἂν μὴ δέξηται ὑμᾶς, μηδὲ ἀκούσῃ

જો તે ઘરમાંના અથવા શહેરમાંના લોકો તમારો આવકાર ન કરે અથવા ન સાંભળે

ὑμᾶς…ὑμῶν

આ બહુવચન છે અને બાર પ્રેરીતોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ἀκούσῃ τοὺς λόγους ὑμῶν

“વચનો” અહીં પ્રેરીતો જે કહે છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “તમારા ઉપદેશને સાંભળે” અથવા “તમે જે કહો છો તે સાંભળો” (જુઓ: ઉપનામ)

πόλεως

તમે જે રીતે માથ્થી 10:11 માં અનુવાદ કર્યું છે તે સમાન રીતે આનો અનુવાદ કરો.

ἐκτινάξατε τὸν κονιορτὸν τῶν ποδῶν ὑμῶν

તમે ત્યાંથી નીકળતાં તમારા પગની ધૂળ ખંખેરી નાખો. આ એક નિશાની છે કે ઈશ્વરે તે ઘર અથવા શહેરના લોકોને નકારી કાઢ્યા છે. (જુઓ: સાંકેતિક પગલું)

Matthew 10:15

ἀμὴν, λέγω ὑμῖν

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે આગળ શું કહેવાના છે તે પર આ શબ્દસમૂહ ભાર મૂકે છે.

ἀνεκτότερον ἔσται

પીડા ઓછી થશે

γῇ Σοδόμων καὶ Γομόρρων

આ સદોમ અને ગમોરામાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે લોકો સદોમ અને ગમોરા શહેરોમાં રહેતા હતાં"" (જુઓ: ઉપનામ)

τῇ πόλει ἐκείνῃ

આ તે શહેરના લોકોનો ઉલ્લેખ કરે છે કે જેઓએ પ્રેરિતોનો સ્વીકાર ન કર્યો અને તેમનો સંદેશ ન સાંભળ્યો. વૈકલ્પિક ભાષાંતર: ""શહેરના લોકો જેઓએ તમારો આવકાર કર્યો નહીં"" (જુઓ: ઉપનામ)

Matthew 10:16

ઈસુ તેમના શિષ્યોને સૂચન આપવાનું ચાલુ રાખે છે. અહીં તે કહેવાનું શરૂ કરે છે કે તેઓ જ્યારે ઉપદેશ કરવા જાય ત્યારે તેઓને સતાવણી સહન કરવી પડશે.

ἰδοὺ, ἐγὼ ἀποστέλλω

અહીં ""જુઓ"" શબ્દ જે આવનારી બાબતો છે તે પર ભાર મૂકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જુઓ, હું મોકલું છું"" અથવા ""સાંભળો, મોકલું છું"" અથવા ""હું તમને જે કહેવા જઈ રહ્યો છું તેના પર ધ્યાન આપો. હું તમને મોકલું છું

ἐγὼ ἀποστέλλω ὑμᾶς

ઈસુ તેઓને એક ખાસ હેતુ માટે બહાર મોકલે છે.

ὡς πρόβατα ἐν μέσῳ λύκων

વરુઓમાં ઘેટાંના જેવા હું તમને મોકલું છું. ઈસુ કહે છે કે લોકો શિષ્યોને નુકસાન પહોંચાડી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખતરનાક વરુના જેવા લોકો મધ્યે ઘેટાં જેવા"" અથવા “ખતરનાક પ્રાણીઓની જેમ વર્તનારા લોકોમાં ઘેટાં જેવા” (જુઓ: ઉપમા)

γίνεσθε…φρόνιμοι ὡς οἱ ὄφεις καὶ ἀκέραιοι ὡς αἱ περιστεραί

ઈસુ શિષ્યોને કહે છે કે લોકો મધ્યે તમે સાવધ અને નિર્દોષ રહેજો. જો શિષ્યોને સાપ અથવા કબૂતર સાથે સરખાવીએ તો તે ગૂંચવણભર્યું છે, એટલે તેનો સમન્વય યોગ્ય નથી. વૈકલ્પિક ભાષાંતર: ""સમજૂતી અને સાવચેતી સાથે કાર્ય કરો, સાથે સાથે નિર્દોષતા અને સદગુણ પણ હોય"" (જુઓ: ઉપમા)

Matthew 10:17

προσέχετε δὲ ἀπὸ τῶν ἀνθρώπων; παραδώσουσιν γὰρ ὑμᾶς

આ બે નિવેદનો કેવી રીતે સંબંધિત છે તે દર્શાવવા તમે ""કારણ કે"" થી અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""લોકોથી સાવધ રહેજો કારણ કે તેઓ તે પ્રમાણે વર્તશે"" (જુઓ: જોડતા શબ્દો)

παραδώσουσιν…ὑμᾶς εἰς

તેઓ(લોકો) તમને ન્યાયસભાના નિયંત્રણ હેઠળ મૂકશે

συνέδρια

સ્થાનિક ધાર્મિક આગેવાનો અથવા જેઓ સાથે મળી સમાજમાં શાંતિ જાળવે છે.

μαστιγώσουσιν ὑμᾶς

તમને ચાબુકથી મારશે

Matthew 10:18

ἀχθήσεσθε

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “તેઓ તમને લાવશે” અથવા “તેઓ તમને ખેંચીને લઇ જશે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἕνεκεν ἐμοῦ

કારણ કે તમે મારા છો અથવા “તમે મને અનુસરો છો”

αὐτοῖς καὶ τοῖς ἔθνεσιν

તેઓને"" સર્વનામ એ ""ગવર્નર અને રાજાઓ"" અથવા “યહૂદી વિરોધ કરનારા” નો ઉલ્લેખ કરે છે.

Matthew 10:19

ઈસુ તેમના શિષ્યોને સૂચન આપવાનું ચાલુ રાખે છે કે તેઓ જ્યારે ઉપદેશ કરવા જાય ત્યારે તેઓને સતાવણી સહન કરવી પડશે.

ὅταν δὲ παραδῶσιν ὑμᾶς

જ્યારે લોકો તમને ન્યાયસભામાં લઈ જાય. અહીં એજ “લોકો” છે જે “લોકો” માથ્થી 10:17 માં છે.

ὑμᾶς…ὑμῖν

આ બહુવચન છે અને બાર પ્રેરીતોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

μὴ μεριμνήσητε

ચિંતા કરશો નહીં

πῶς ἢ τί λαλήσητε

તમારે શું કહેવું અથવા શું બોલવું. આ બે વિચારોને જોડી શકાય છે: “તમારે શું બોલવું” (જુઓ: સંયોજકો)

δοθήσεται γὰρ ὑμῖν…τί λαλήσητε

આને સક્રીય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “માટે પવિત્ર આત્મા તમને શીખવશે કે તમારે શું બોલવું” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐν ἐκείνῃ τῇ ὥρᾳ

અહીં “ઘડી” નો અર્થ “તે સમય” છે. વૈકલ્પિક ભાષાંતર: “તે સમયે” અથવા “તે જ ઘડીએ” (જુઓ: ઉપનામ)

Matthew 10:20

ὑμεῖς…ὑμῶν…ὑμῖν

આ બહુવચન છે અને બાર પ્રેરીતોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

τὸ Πνεῦμα τοῦ Πατρὸς ὑμῶν

જો આવશ્યક હોય, તો તેને ""આકાશમાંના પિતાનો આત્મા"" તરીકે અનુવાદિત કરી શકાય છે અથવા તેને સ્પષ્ટ કરવા માટે પાનાંની નીચે ટૂંકી નોંધ ઉમેરી શકાય છે કે આ ઈશ્વરના પવિત્ર આત્માનો ઉલ્લેખ કરે છે અને પૃથ્વી પરના જૈવિક પિતાના આત્માનો નહીં.

τοῦ Πατρὸς

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

ἐν ὑμῖν

તમારા દ્વારા

Matthew 10:21

ઈસુ તેમના શિષ્યોને સૂચન આપવાનું જારી રાખે છે કે તેઓ જ્યારે ઉપદેશ કરવા જાય ત્યારે તેઓએ સતાવણી સહન કરવી પડશે.

παραδώσει δὲ ἀδελφὸς ἀδελφὸν εἰς θάνατον

એક ભાઈ તેના ભાઈને મૃત્યુ સુધી પહોંચાડી દેશે અથવા ""ભાઈઓ તેમના ભાઈઓને મૃત્યુ સુધી પહોંચાડશે.” ઈસુ એવી કંઈક વાત કરે છે જે ઘણી વખત બનશે.

παραδώσει…ἀδελφὸν εἰς θάνατον

અમૂર્ત નામ ""મૃત્યુ” ને ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભાઈને અધિકારીઓને સોંપી દેશે જેઓ તેને મારી નાખશે"" (જુઓ: અમૂર્ત નામો)

πατὴρ τέκνον

આ શબ્દોનો સંપૂર્ણ વાક્ય તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પિતા તેમનાં બાળકોને મૃત્યુની શિક્ષા આપશે"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

ἐπαναστήσονται…ἐπὶ

બળવો કરવો અથવા “વિરુદ્ધ થવું”

θανατώσουσιν αὐτούς

આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમને મૃત્યુને શરણે લઈ જાય છે"" અથવા ""અધિકારીઓ તેમને મારી નાખશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 10:22

καὶ ἔσεσθε μισούμενοι ὑπὸ πάντων

આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""દરેક તમને ધિક્કારશે"" અથવા ""સર્વ લોકો તમને ધિક્કારશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἔσεσθε

આ બહુવચન છે અને બાર પ્રેરીતોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

διὰ τὸ ὄνομά μου

અહીં ""નામ"" એ સમગ્ર વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારા કારણે"" અથવા ""કારણ કે તમે મારા પર વિશ્વાસ કરો છો"" (જુઓ: ઉપનામ)

ὁ…ὑπομείνας

જે વિશ્વાસુ રહે છે

εἰς τέλος

અંત"" નો અર્થ સ્પષ્ટ થતો નથી એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ મરી જાય છે, જ્યારે સતાવણી સમાપ્ત થાય છે ત્યારે અથવા જ્યારે ઈશ્વર પોતાને રાજા તરીકે જાહેર કરશે તે યુગ. મુખ્ય બાબત એ છે કે તેઓએ અંત સુધી સહન કરવાનું છે.

οὗτος σωθήσεται

આને સક્રિય રૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર તે વ્યક્તિને ઉગારશે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 10:23

ἐν τῇ πόλει ταύτῃ

અહીં “આ” એ ચોક્કસ શહેરનો ઉલ્લેખ કરતું નથી. વૈકલ્પિક ભાષાંતર: “એક શહેરમાં”

φεύγετε εἰς τὴν ἑτέραν

બીજા શહેરમાં ચાલ્યા જાઓ

ἀμὴν…λέγω ὑμῖν

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે આગળ શું કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

Υἱὸς τοῦ Ἀνθρώπου

ઈસુ પોતાના વિશે કહે છે. (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

ἔλθῃ

પહોંચે છે

Matthew 10:24

ઈસુ તેમના શિષ્યોને સૂચન આપવાનું ચાલુ રાખે છે કે તેઓ જ્યારે ઉપદેશ કરવા જાય ત્યારે તેઓએ સતાવણી સહન કરવી પડશે.

οὐκ ἔστιν μαθητὴς ὑπὲρ τὸν διδάσκαλον, οὐδὲ δοῦλος ὑπὲρ τὸν κύριον αὐτοῦ

ઈસુ પોતાના શિષ્યોને એક સામાન્ય સત્યનું શિક્ષણ આપવા નીતિવચનનો ઉપયોગ કરી રહ્યા છે. ઈસુ વર્ણવે છે કે શિષ્યોએ એવી અપેક્ષા ન રાખવી કે લોકો જેમ ઈસુ સાથે વ્યવહાર કરે છે તેનાથી વધુ સારી રીતે લોકો તેમની સાથે વ્યવહાર કરશે. (જુઓ: નીતિવચનો)

οὐκ ἔστιν μαθητὴς ὑπὲρ τὸν διδάσκαλον

શિષ્ય હંમેશા તેના શિક્ષક કરતાં ઓછું મહત્વ ધરાવે છે અથવા ""શિક્ષક હંમેશા તેના શિષ્ય કરતા વધારે મહત્વના છે

οὐδὲ δοῦλος ὑπὲρ τὸν κύριον αὐτοῦ

અને નોકર હંમેશા તેના માલિક કરતા ઓછું મહત્વનું ધરાવે છે અથવા ""માલિક હંમેશા નોકર કરતાં વધારે મહત્વનો છે

Matthew 10:25

ἀρκετὸν τῷ μαθητῇ ἵνα γένηται ὡς ὁ διδάσκαλος αὐτοῦ

શિષ્યને તેના શિક્ષકની જેમ બનવામાં સંતોષ અનુભવવો જોઈએ

γένηται ὡς ὁ διδάσκαλος αὐτοῦ

જો આવશ્યક હોય, તો તમે સ્પષ્ટ કરી શકો છો કે શિષ્ય કેવી રીતે શિક્ષકની જેવો બની શકે. વૈકલ્પિક ભાષાંતર: ""તેના શિક્ષક જેટલું જાણે છે તેટલું જાણવું” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ὁ δοῦλος ὡς ὁ κύριος αὐτοῦ

જો આવશ્યક હોય, તો તમે સ્પષ્ટ કરી શકો છો કે નોકર કેવી રીતે માલિક જેવો બની શકે. વૈકલ્પિક ભાષાંતર: ""નોકરે તેના માલિક જેટલો જ મહત્વપૂર્ણ બનવામાં સંતોષ અનુભવવો જોઈએ"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

εἰ…ἐπεκάλεσαν, πόσῳ μᾶλλον τοὺς οἰκιακοὺς αὐτοῦ

ફરીથી ઈસુ જાણાવે છે કે જેમ લોકોએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો, તેમના શિષ્યોએ અપેક્ષા રાખવી જોઈએ કે લોકો તેમની સાથે સમાન કે તેથી વધારે દુર્વ્યવહાર કરી શકે છે.

πόσῳ μᾶλλον τοὺς οἰκιακοὺς αὐτοῦ

જે નામોથી તેઓ તેમના ઘરના સભ્યોને બોલાવશે તે ચોક્કસપણે વધુ ખરાબ થશે અથવા ""તેઓ તેમના ઘરના સભ્યોને વધુ ખરાબ નામોથી પોકારશે

εἰ…ἐπεκάλεσαν

જ્યારથી લોકોએ તે નામ આપી ઓળખાવ્યા છે

τὸν οἰκοδεσπότην

ઈસુ પોતાને માટે આ રૂપકનો ઉપયોગ કરે છે. (જુઓ: રૂપક)

Βεελζεβοὺλ

આ નામ કાં તો 1) ""બાલઝબૂલ"" તરીકે સીધું લખાણ લખેલું હોઈ શકે છે અથવા તો 2) “શેતાન” તરીકે મૂળ રૂપે તેના નામનો અર્થ થાય છે.

τοὺς οἰκιακοὺς αὐτοῦ

ઈસુના શિષ્યોને માટે આ એક રૂપક છે. (જુઓ: રૂપક)

Matthew 10:26

ઈસુ તેમના શિષ્યોને સૂચન આપવાનું જારી રાખે છે કે તેઓ જ્યારે ઉપદેશ કરવા જાય ત્યારે તેઓને સતાવણી સહન કરવી પડશે.

μὴ…φοβηθῆτε αὐτούς

અહીં “તેમને” ઉપનામ, એ ઈસુના શિષ્યોની સાથે ગેરવર્તન કરતાં લોકોનો ઉલ્લેખ કરે છે.

οὐδὲν…ἐστιν κεκαλυμμένον ὃ οὐκ ἀποκαλυφθήσεται, καὶ κρυπτὸν ὃ οὐ γνωσθήσεται

આ બંને નિવેદન એક સમાન બાબત છે. રહસ્યમય અથવા છુંપાવેલું રહસ્ય ગુપ્ત રાખવાનું પ્રતિનિધિત્વ કરે છે, અને જાહેર કરવામાં આવે છે તે પ્રગટ થયેલું જણાય છે. ઈસુ જણાવે છે કે ઈશ્વર બધી વસ્તુઓના જાણકાર છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો જે બાબતો છુપાવે છે તેને ઈશ્વર જાહેર કરશે"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 10:27

ὃ λέγω ὑμῖν ἐν τῇ σκοτίᾳ, εἴπατε ἐν τῷ φωτί; καὶ ὃ εἰς τὸ οὖς ἀκούετε, κηρύξατε ἐπὶ τῶν δωμάτων

આ બંને નિવેદન એક સમાન બાબત છે. ઈસુએ ભારપૂર્વક કહે છે કે જે શિષ્યોને ખાનગીમાં કહેવામાં આવ્યું છે તે તેઓ(શિષ્યો)એ દરેકને જણાવવું. વૈકલ્પિક ભાષાંતર: ""અંધારામાં મેં તમને લોકોને જે કહ્યું છે તે લોકોને અજવાળામાં જણાવો, અને તમે તમારા કાનમાં નરમાશથી જે સાંભળો છો તે ધાબાઓ પર જઈ જાહેર કરો"" (જુઓ: સમાંતરણ)

ὃ λέγω ὑμῖν ἐν τῇ σκοτίᾳ, εἴπατε ἐν τῷ φωτί

અહીં ""અંધકાર"" એ ""રાત"" માટેનું ઉપનામ છે જે ""ખાનગી"" માટેનું ઉપનામ છે. અહીં ""સવારનું અજવાળું"" એ ""સાર્વજનિક"" માટેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે હું તમને રાત્રે ખાનગીમાં જણાવું છું તે તમે જાહેરમાં જણાવો"" (જુઓ: ઉપનામ)

ὃ εἰς τὸ οὖς ἀκούετε

ધીમેથી કાનમાં કહેવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “હું જે તમને ધીમેથી કાનમાં કહું છું.” (જુઓ: રૂઢિપ્રયોગ)

κηρύξατε ἐπὶ τῶν δωμάτων

ઈસુ જ્યાં રહેતા હતા ત્યાંના ઘરના ધાબા સપાટ હતા, અને લોકો દૂરથી અવાજથી બોલતા કોઈપણને સાંભળી શકતા હતા. અહીં ""ઘરના ધાબા"" એ કોઈ પણ સ્થાનનો ઉલ્લેખ કરે છે જ્યાંથી સર્વ લોકો સાંભળી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સર્વ સાંભળે તે માટે જાહેર સ્થાનમાં મોટેથી બોલો"" (જુઓ: ઉપનામ)

Matthew 10:28

અહીં ઈસુ પણ કારણો આપવાનું શરૂ કરે છે કે શા માટે તેમના શિષ્યોને જે સતાવણીનો અનુભવ થાય તેનાથી શિષ્યોએ ડરવું જોઈએ નહીં.

ઈસુ તેમના શિષ્યોને સૂચન આપવાનું જારી રાખે છે કે તેઓ જ્યારે ઉપદેશ કરવા જાય ત્યારે તેઓએ સતાવણી સહન કરવી પડશે.

καὶ μὴ φοβεῖσθε ἀπὸ τῶν ἀποκτεννόντων τὸ σῶμα, τὴν δὲ ψυχὴν μὴ δυναμένων ἀποκτεῖναι

આ એવા લોકો વચ્ચેનો તફાવત દર્શાવે છે કે જેઓ આત્માને મારી શકતા નથી અને જે લોકો આત્માને મારી શકે છે. કોઈ વ્યક્તિ આત્માને મારી નાંખી શકતો નથી. વૈકલ્પિક ભાષાંતર: ""લોકોથી ડરશો નહીં, તેઓ શરીરને મારી શકે છે, પરંતુ તેઓ આત્માને મારી શકતા નથી"" (જુઓ: માહિતી આપવી કે યાદ દેવડાવવું વચ્ચેનો તફાવત)

τῶν ἀποκτεννόντων τὸ σῶμα

આનો અર્થ શારીરિક મૃત્યુ છે. જો આ શબ્દો અજાણ હોય, તો તેનો અનુવાદ ""તમને મારી નાખે"" અથવા ""અન્ય લોકોને મારી નાખે"" કરો.

τὸ σῶμα

વ્યકિતનો ભાગ સ્પર્શ કરી શકાય છે, અને તે આત્મા અને પ્રાણના વિરોધમાં

τὴν…ψυχὴν…ἀποκτεῖναι

આનો અર્થ એ છે કે લોકો શારીરિક રીતે મૃત્યુ પામ્યા પછી તેમને નુકસાન પહોંચાડશે.

τὴν…ψυχὴν

વ્યકિતનો ભાગ સ્પર્શ કરી શકતા નથી અને શારીરિક શરીરના મૃત્યુ પછી જીવે છે.

φοβεῖσθε…τὸν δυνάμενον

લોકોએ શા માટે ઈશ્વરથી ડરવું જોઈએ તે સ્પષ્ટ કરવા માટે તમે ""કેમ કે"" ઉમેરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરનો ડર રાખો કારણ કે તે સમર્થ છે"" (જુઓ: જોડતા શબ્દો)

Matthew 10:29

οὐχὶ δύο στρουθία ἀσσαρίου πωλεῖται?

ઈસુ તેમના શિષ્યોને શીખવવા માટે એક પ્રશ્ન તરીકે આ નીતિવચન કહે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ચકલીઓ વિશે વિચાર કરો. તેમનું મૂલ્ય કેટલું ઓછું છે કે તમે તેમને એક નાના સિક્કાથી ખરીદી શકો છો."" (જુઓ: નીતિવચનો અને આલંકારિક પ્રશ્ન)

στρουθία

તેઓ ખૂબ નાની છે, દાણા ખાનાર પક્ષીઓ. વૈકલ્પિક ભાષાંતર: “નાના પક્ષીઓ” (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

ἀσσαρίου

આ ઘણીવાર તમારા દેશમાં ઉપલબ્ધ સૌથી ઓછા મૂલ્યવાન સિક્કા તરીકે અનુવાદિત થાય છે. તે એક કામદાર માટે દિવસના વેતનના લગભગ સોળમા ભાગના તાંબાના સિક્કાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખૂબ ઓછા નાણાં

ἓν ἐξ αὐτῶν οὐ πεσεῖται ἐπὶ τὴν γῆν, ἄνευ τοῦ Πατρὸς ὑμῶν

આને હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે એક ચકલી ક્યારે મૃત્યુ પામે છે અને ભોય પર પડે છે તે વિશે પણ તમારા પિતા જાણે છે"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

τοῦ Πατρὸς

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Matthew 10:30

ὑμῶν…καὶ αἱ τρίχες τῆς κεφαλῆς πᾶσαι ἠριθμημέναι εἰσίν

આને સક્રિય સ્વરૂપમાં લખી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “તમારા માથા પર કેટલા વાળ છે તે પણ ઈશ્વર જાણે છે.” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἠριθμημέναι

ગણેલા છે

Matthew 10:31

πολλῶν στρουθίων διαφέρετε ὑμεῖς

ઈશ્વરે તમને ઘણી ચકલીઓ કરતા મૂલ્યવાન ગણ્યા છે

Matthew 10:32

ઈસુ તેમના શિષ્યોને સૂચન આપવાનું જારી રાખે છે કે તેઓ જ્યારે ઉપદેશ કરવા જાય ત્યારે તેઓએ સતાવણી સહન કરવી પડશે.

πᾶς…ὅστις ὁμολογήσει ἐν ἐμοὶ…κἀγὼ ἐν αὐτῷ ἔμπροσθεν τοῦ Πατρός μου

જે કોઈ મને કબૂલ કરે છે ... તેને પણ હું મારા પિતા સમક્ષ કબૂલ કરીશ અથવા “જે કોઈ મને કબૂલ કરે છે ... હું પણ તેને મારા પિતાની આગળ કબૂલ કરીશ.”

ὁμολογήσει ἐν ἐμοὶ ἔμπροσθεν τῶν ἀνθρώπων

બીજાને કહે છે કે તે મારો શિષ્ય છે અથવા “અન્ય લોકોની સમક્ષ સ્વીકાર કરે કે તે મારા પ્રત્યે વફાદાર છે”

ὁμολογήσω κἀγὼ ἐν αὐτῷ ἔμπροσθεν τοῦ Πατρός μου τοῦ ἐν οὐρανοῖς

તમે સમજાયેલી માહિતીને સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""હું આકાશમાંના મારા પિતા સમક્ષ પણ તે વ્યક્તિનો સ્વીકાર કરીશ કે તે મારો છે"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

τοῦ Πατρός μου τοῦ ἐν οὐρανοῖς

મારા આકાશમાંના પિતા

τοῦ Πατρός μου

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Matthew 10:33

ὅστις…ἂν ἀρνήσηταί με…ἀρνήσομαι κἀγὼ αὐτὸν ἔμπροσθεν τοῦ Πατρός μου

જે કોઈ મારો નકાર કરે છે ... હું પણ મારા પિતા આગળ તેમનો નકાર કરીશ અથવા ""જે કોઈ મારો નકાર કરશે તેને હું મારા પિતા સમક્ષ પણ નકારીશ

ἂν ἀρνήσηταί με ἔμπροσθεν τῶν ἀνθρώπων

અન્ય લોકો સમક્ષ નકારે છે કે તે મારા પ્રત્યે વફાદાર છે અથવા ""તે મારો શિષ્ય છે તેવો સ્વીકાર કરવાનો ઇનકાર કરે છે

ἀρνήσομαι κἀγὼ αὐτὸν ἔμπροσθεν τοῦ Πατρός μου τοῦ ἐν οὐρανοῖς

તમે સમજાયેલી માહિતીને સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""હું મારા પિતા કે જે આકાશમાં છે તેમની સમક્ષ તમારો નકાર કરીશ કે તમે મારા છો"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

Matthew 10:34

ઈસુએ શિષ્યોને શિક્ષણ આપવાનું જારી રાખ્યું કે શા માટે તેઓએ સતાવણીના અનુભવોથી ડરવાનું નથી.

μὴ νομίσητε

તમે એમ નહીં અથવા “તમે એવું વિચારો નહીં”

ἐπὶ τὴν γῆν

આ પૃથ્વી પર રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પૃથ્વી પરના લોકોને"" અથવા ""લોકોને"" (જુઓ: ઉપનામ)

μάχαιραν

આ લોકો મધ્યે વિભાજન, ઝઘડા અને ખૂનનો ઉલ્લેખ કરે છે. (જુઓ: ઉપનામ)

Matthew 10:35

διχάσαι ἄνθρωπον κατὰ

વિરુદ્ધ ઝઘડો ... કારણ ને

ἄνθρωπον κατὰ τοῦ πατρὸς αὐτοῦ

પુત્ર તેના પિતાની વિરુદ્ધ

Matthew 10:36

καὶ ἐχθροὶ τοῦ ἀνθρώπου

વ્યક્તિના દુશ્મનો અથવા “વ્યક્તિના સૌથી ખરાબ દુશ્મનો”

οἱ οἰκιακοὶ αὐτοῦ

તેના પોતાના ઘરના સભ્યો

Matthew 10:37

ઈસુ તેમના શિષ્યોને સૂચન આપવાનું જારી રાખે છે કે તેઓ જ્યારે ઉપદેશ કરવા જાય ત્યારે તેઓએ સતાવણી સહન કરવી પડશે.

ὁ φιλῶν…οὐκ ἔστιν μου ἄξιος

અહીં ""તે"" એટલે સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ. વૈકલ્પિક ભાષાંતર: ""જે લોકો પ્રેમ કરે છે ... તેઓ લાયક નથી"" અથવા ""જો તમે પ્રેમ કરો છો ... તમે લાયક નથી"" (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)

ὁ φιλῶν

અહીં ""પ્રેમ"" શબ્દનો અર્થ ""ભાઈ પરનો પ્રેમ"" અથવા ""મિત્ર તરફથી પ્રેમ"" થાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""માટે સંભાળ રાખવી"" અથવા ""તેને સમર્પિત છે"" અથવા ""શોખીન છે

μου ἄξιος

મને લાયક હોવું અથવા “મારો શિષ્ય બનવા લાયક હોવું”

Matthew 10:38

λαμβάνει τὸν σταυρὸν αὐτοῦ καὶ ἀκολουθεῖ ὀπίσω μου

મારો વધસ્તંભ ઉંચકો અને પાછળ ચાલો. વધસ્તંભ એ દુખ અને મૃત્યુનો ઉલ્લેખ કરે છે. વધસ્તંભ ઊંચકીને ચાલવું એ મૃત્યુ અને દુખ સહન કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""દુઃખ અને મૃત્યુ સુધી પણ મારુ પાલન કરો"" (જુઓ: ઉપનામ અને રૂપક)

λαμβάνει

ઉંચકો અથવા “પસંદ કરો અને ઊંચકવું”

Matthew 10:39

ὁ εὑρὼν τὴν ψυχὴν αὐτοῦ ἀπολέσει αὐτήν; καὶ ὁ ἀπολέσας…εὑρήσει αὐτήν

ઈસુ તેમના શિષ્યોને શીખવવા માટે એક કહેવતનો ઉપયોગ કરે છે. આ શક્ય તેટલા ઓછા શબ્દો સાથે અનુવાદિત થવું જોઈએ. વૈકલ્પિક ભાષાંતર: ""જે પોતાનો જીવ બચાવવા માંગે છે તે તેને ખોશે. અને જેઓ ગુમાવશે તે તેને પામશે” અથવા "" જે પોતાનો જીવ બચાવવા માંગે છે તે તેને ખોશે. અને જે તેને ગુમાવશે તે તેને પામશે"" (જુઓ: નીતિવચનો)

ὁ εὑρὼν

આ “બચાવવું” અથવા “રાખવું” માટેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: “રાખવા પ્રયત્ન કરે છે” અથવા “બચાવવા પ્રયત્ન કરે છે” (જુઓ: રૂપક)

ἀπολέσει αὐτήν

તેનો અર્થ એ નથી કે વ્યક્તિ મૃત્યુ પામશે. તે એક રૂપક છે જેનો અર્થ એ છે કે વ્યક્તિ ઈશ્વર સાથેના આત્મિક જીવનનો અનુભવ કરી શકશે નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""ખરું જીવન મેળવશે નહીં"" (જુઓ: રૂપક)

ὁ ἀπολέσας τὴν ψυχὴν αὐτοῦ

આ મૃત્યુ પામવાનો અર્થ નથી. તે એક રૂપક છે જેનો અર્થ એ છે કે કોઈ વ્યક્તિ પોતાના જીવન કરતાં ઈસુને વધુ મહત્વ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે પોતાનો નકાર કરે છે"" (જુઓ: રૂપક)

ἕνεκεν ἐμοῦ

કારણ કે તે મારા પર ભરોસો કરે છે અથવા “મારા લીધે” અથવા ""મારા કારણે"". માથ્થી 10:18 માં આ ""મારી ખાતર"" એ વિચાર છે.

εὑρήσει αὐτήν

આ રૂપકનો અર્થ એ છે કે વ્યક્તિ ઈશ્વર સાથે આત્મિક જીવનનો અનુભવ કરશે. વૈકલ્પિક ભાષાંતર: ""સત્ય જીવનને પ્રાપ્ત કરશે"" (જુઓ: રૂપક)

Matthew 10:40

ઈસુ તેમના શિષ્યોને સૂચન આપવાનું જારી રાખે છે કે તેઓ જ્યારે ઉપદેશ કરવા જાય ત્યારે તેઓએ સતાવણી સહન કરવી પડશે.

ὁ δεχόμενος

શબ્દ “તે” સામાન્ય રીતે કોઈપણનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “જે કોઈ” અથવા “કોઈપણ જે” અથવા “એક જે” (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)

ὁ δεχόμενος

આનો અર્થ એ છે કે કોઈને મહેમાન તરીકે સ્વીકારવા.

ὑμᾶς

આ બહુવચન છે અને બાર પ્રેરીતોને કે જેઓની સાથે ઈસુ વાત કરે છે તેઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ὁ δεχόμενος ὑμᾶς ἐμὲ δέχεται

ઈસુનો અર્થ એ છે કે જ્યારે કોઈ તમને આવકારે છે, ત્યારે તે ઈસુનો આવકાર કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે કોઈ તમને આવકારે છે, તે મારો આવકાર કર્યા બરાબર છે"" અથવા ""જો કોઈ તમારો આવકાર કરે છે, તો તે જાણે કે મારો આવકાર કરે છે

ὁ ἐμὲ δεχόμενος δέχεται τὸν ἀποστείλαντά με

આનો અર્થ એ થાય કે જ્યારે કોઈ ઈસુને આવકારે છે, તે તો જાણે ઈશ્વરનો આવકાર કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે કોઈ મને આવકારે છે ત્યારે તે મને મોકલનાર પિતાને ઓળખે છે અને આવકાર કરે છે"" અથવા ""જો કોઈ મને આવકારે છે, તો તે જાણે મને મોકલનાર મારા પિતાનો આવકાર કરે છે

Matthew 10:41

εἰς ὄνομα προφήτου

અહીં “તે” શબ્દ જે આવકાર કરી રહ્યો છે તેની વાત નથી પણ જેને આવકારી લીધો છે તેની વાત છે.

μισθὸν προφήτου

ઈશ્વર પ્રબોધકને બદલો આપે છે તેનો આ ઉલ્લેખ છે, નહી કે પ્રબોધક બીજા વ્યક્તિને બદલો કે ઇનામ આપે છે.

εἰς ὄνομα δικαίου

અહીં “તે” શબ્દ જે આવકાર કરી રહ્યો છે તેની વાત નથી પણ જેને આવકારી લીધો છે તેની વાત છે.

μισθὸν δικαίου

ઈશ્વર ન્યાયી માણસને બદલો આપે છે તેનો આ ઉલ્લેખ છે, નહી કે ન્યાયી માણસ બીજા વ્યક્તિને બદલો કે ઇનામ આપે છે.

Matthew 10:42

ઈસુ તેમના શિષ્યોને માર્ગદર્શન આપવાનું પૂર્ણ કરે છે કે તેઓએ સુવાર્તા પ્રચાર દરમિયાન શું કરવું અને ધ્યાનમાં રાખવું.

καὶ ὃς ἐὰν ποτίσῃ

જે કોઈ આપે છે

ἕνα τῶν μικρῶν τούτων

આ નાનામાંના એકને અથવા ""આમાંથી ઓછામાં ઓછું મહત્વનું."" શબ્દસમૂહ ""આમાંના એક"" શબ્દનો અર્થ ઈસુના શિષ્યોમાંનો એકનો ઉલ્લેખ કરે છે.

εἰς ὄνομα μαθητοῦ

કારણ કે તે મારો શિષ્ય છે. અહીં ""તે"" આપનારનું મહત્વ દર્શાવવા કરતાં તે એક ઓછા મહત્વપૂર્ણ દેખાતા વ્યક્તિને આપે છે તેનું મહત્વ દર્શાવે છે.

ἀμὴν, λέγω ὑμῖν

હું તમને સત્ય કહું છું. ઈસુ આગળ હવે શું કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

οὐ μὴ ἀπολέσῃ τὸν μισθὸν αὐτοῦ

અહીં “તે” અને “તેનું” એ જે આપનાર છે તેનો ઉલ્લેખ કરે છે.

οὐ μὴ ἀπολέσῃ

ઈશ્વર તેનો નકાર કરશે નહીં. આ માલમિલકત લેવાની સાથે કોઈ લેવાદેવા નથી. તે હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તેને ચોક્કસપણે આપશે

Matthew 11

માથ્થી 11 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક ભાષાંતર જૂના કરારના નિવેદનોના પાઠને પૃષ્ઠ પર જમણી બાજૂએ બાકીના લખાણો તરીકે ગોઠવે છે. યુએલટી 11:10 માં અવતરણ કરેલ સામગ્રી સાથે ગોઠવે છે.

કેટલાક વિદ્વાનો માને છે કે માથ્થી 11:20 ખ્રિસ્ત તેમની સેવાકાર્યની નવી શરૂઆતનુ વર્ણન કરે છે કારણ કે ઇઝરાએલીઓએ તેમનો નકાર કર્યો.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

છુપાયેલ/અપ્રગટ પ્રકટીકરણ

પછી માથ્થી 11:20,માં ઈસુ પોતાની અને ઈશ્વર પિતાની યોજનાઓ વિશે માહિતી જાહેર કરે છે, જે માહિતીથી તેમણે તેમના નકારનારા લોકોને વંચિત રાખ્યા હતા. (માથ્થી 11:25).

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""આકાશનું રાજ્ય પાસે છે""

કોઈપણ જાણતું નથી કે ""આકાશનું રાજ્ય"" હાજર હતું કે જ્યારે યોહાન બાપ્તિસ્ત આ વાત કહે છે ત્યારે હજી આવી રહ્યું છે. અંગ્રેજી અનુવાદમાં વારંવાર ""હાથમાં"" શબ્દનો ઉપયોગ થાય છે, પરંતુ આ શબ્દનો અનુવાદ કરવો મુશ્કેલ હોઈ શકે છે. અન્ય આવૃતિઓ ""નજીક આવે છે"" અને ""નજીક આવ્યુ છે"" શબ્દનો ઉપયોગ કરે છે

Matthew 11:1

આ વાર્તાના નવા ભાગની શરૂઆત છે જ્યાં યોહાન બાપ્તિસ્તના શિષ્યોને ઈસુએ કેવી રીતે જવાબ આપ્યો તે વિશે માથ્થી જણાવે છે. (જુઓ: એક નવી ઘટનાનો પરિચય)

καὶ ἐγένετο ὅτε

આ શબ્દ માથ્થીની સુવાર્તામાં ઈસુના શિક્ષણ પછી જે બન્યું તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હવે પછી"" અથવા ""પછી

ἐτέλεσεν…διατάσσων

શિક્ષણ આપવાનું પૂરું કર્યું અથવા “આજ્ઞા આપવાનું પૂર્ણ કર્યું”

τοῖς δώδεκα μαθηταῖς αὐτοῦ

આ ઈસુના બાર પસંદ કરેલા પ્રેરીતોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સંખ્યાઓ)

ἐν ταῖς πόλεσιν αὐτῶν

અહિયા “તેઓના” એ સામાન્ય સર્વ યહૂદીઓનો ઉલ્લેખ કરે છે

Matthew 11:2

δὲ

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી સુવાર્તાના નવા ભાગને કહેવાની શરૂઆત કરે છે.

ὁ…Ἰωάννης, ἀκούσας ἐν τῷ δεσμωτηρίῳ

જ્યારે યોહાન, જેલમાં હતો, ત્યારે તેણે તે વિશે સાંભળ્યું હતું અથવા ""જ્યારે કોઈએ યોહાનને તે વિશે કહ્યું, જ્યારે તે જેલમાં હતો,."" માથ્થીએ હજી સુધી વાચકોને કહ્યું નથી કે રાજા હેરોદે યોહાન બાપ્તિસ્તને જેલમાં મૂક્યો હતો, મૂળ પ્રેક્ષકો વાર્તા સાથે પરિચિત હતા અને અહીં અસ્પષ્ટ માહિતીને સમજી શક્યા હતા. અહીં માથ્થી, યોહાન બાપ્તિસ્ત વિશે વધુ માહિતી આપશે, તેથી સંભવતઃ તે અહીં સ્પષ્ટ કરવું ઉત્તમ છે.

πέμψας διὰ τῶν μαθητῶν αὐτοῦ

યોહાન બાપ્તિસ્તે તેના શિષ્યોને ઈસુ પાસે સંદેશ લઈ મોકલ્યા

Matthew 11:3

εἶπεν αὐτῷ

“તેને” સર્વનામ ઈસુનો ઉલ્લેખ કરે છે.

σὺ εἶ ὁ ἐρχόμενος

અમે જેની અપેક્ષા રાખી રહ્યા છે તે શું તમે જ છો. આ મસીહ અથવા ખ્રિસ્તનો ઉલ્લેખ કરવાની બીજી રીત છે.

ἕτερον προσδοκῶμεν?

કે પછી અમે કોઈ બીજાની રાહ જોઈએ. સર્વનામ “અમે” એ સર્વ યહૂદીઓનો ઉલ્લેખ કરે છે નહીં કે માત્ર યોહાનના શિષ્યોનો

Matthew 11:4

ἀπαγγείλατε Ἰωάννῃ

યોહાનને કહો

Matthew 11:5

λεπροὶ καθαρίζονται

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “હું કોઢીઓને સાજા કરું છું” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

νεκροὶ ἐγείρονται

જેઓ મૃત્યુ પામેલા છે તેઓને ફરીથી જીવિત કરવા માટેનો રૂઢીપ્રયોગ અહીં ‘ઉઠાડવું’ છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે લોકો મૃત્યુ પામ્યા છે તેઓને ફરીથી જીવન પ્રાપ્ત થાય છે"" અથવા ""હું ફરીથી મૃત્યુ પામેલાઓને જીવન આપું છું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ)) અને રૂઢિપ્રયોગ)

πτωχοὶ εὐαγγελίζονται

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “હું દરિદ્રીઓને સુવાર્તા પ્રચાર કરું છું” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

πτωχοὶ

આ નામાંકિત વિશેષણનું નામ સંજ્ઞાના શબ્દસમૂહ તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “દરિદ્રી લોકોને” (જુઓ: નામવાચક વિશેષણો)

Matthew 11:7

ઈસુ યોહાન બપ્તિસ્ત વિશે ટોળાની સાથે વાત કરવાનું શરૂ કરે છે.

τί ἐξήλθατε εἰς τὴν ἔρημον θεάσασθαι? κάλαμον ὑπὸ ἀνέμου σαλευόμενον?

લોકો યોહાન બાપ્તિસ્ત વિશે વિચારે કે તે કયા પ્રકારનાં વ્યક્તિ છે તે માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ચોક્કસપણે તમે અરણ્યમાં શું જોવાને નીકળ્યા હતાં… પવનથી હાલતા બરુંને!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

κάλαμον ὑπὸ ἀνέμου σαλευόμενον

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈસુ યર્દન નદીના નાના છોડને દર્શાવે છે અથવા 2) ઈસુ આ રીતે એક પ્રકારના વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""માણસ જે સરળતાથી તેના મનના વિચારોમાં ફેરફાર કરે છે તે પવનથી આગળ ધસી રહેલા બરુના જેવો છે"" (જુઓ: રૂપક)

ὑπὸ ἀνέμου σαλευόμενον

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “પવનથી હાલવું” અથવા “પવનથી ઉડવું” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 11:8

ἀλλὰ τί ἐξήλθατε ἰδεῖν? ἄνθρωπον ἐν μαλακοῖς ἠμφιεσμένον?

લોકો યોહાન બાપ્તિસ્ત વિશે વિચારે કે તે કયા પ્રકારનાં વ્યક્તિ છે તે માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને, ચોક્કસપણે તમે અરણ્યમાં કોઈ માણસને જોવા ગયા ન હતાં… કપડાં પહેરેલા!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἐν μαλακοῖς ἠμφιεσμένον

કિંમતી વસ્ત્રો પહેરેલા. ઘનવાન લોકો આ પ્રકારના વસ્ત્રો પહેરતા હતા.

ἰδοὺ

આ શબ્દ આગળની બાબતો પર ભાર મૂકે છે. વૈકલ્પિક ભાષાંતર: “ખરેખર”

τοῖς οἴκοις τῶν βασιλέων

રાજાના મહેલો

Matthew 11:9

કલમ 10 માં, ઈસુ પ્રબોધક માલાખીની વાતનો ઉલ્લેખ કરે છે કે યોહાન બાપ્તિસ્તનું જીવન અને સેવા ભવિષ્યવાણી પરિપૂર્ણ કરે છે.

ઈસુ ટોળાને યોહાન બાપ્તિસ્ત વિશે વાત કરવાનું જારી રાખે છે.

ἀλλὰ τί ἐξήλθατε? προφήτην ἰδεῖν

લોકો યોહાન બાપ્તિસ્ત વિશે વિચારે કે તે કયા પ્રકારનાં વ્યક્તિ છે તે માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પણ ચોક્કસપણે તમે અરણ્યમાં પ્રબોધક જોવાને નીકળ્યા હતા!” (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ναί, λέγω ὑμῖν

હું તમને સત્ય કહું છું,

περισσότερον προφήτου

આ સંપૂર્ણ વાક્ય તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે સામાન્ય પ્રબોધક નથી"" અથવા ""તે સામાન્ય પ્રબોધક કરતાં વધુ મહત્વપૂર્ણ છે"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

Matthew 11:10

οὗτός ἐστιν περὶ οὗ γέγραπται

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""માલાખી પ્રબોધકે યોહાન બાપ્તિસ્ત વિશે આ બાબતો ઘણા સમય પહેલાં લખી હતી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐγὼ ἀποστέλλω τὸν ἄγγελόν μου

“હું” અને “મારું” સર્વનામ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. ઈશ્વર જે કહે છે માલાખી તે ટાંકે છે.

πρὸ προσώπου σου

અહીં “તમારું” એ એકવચન છે કારણ કે મસીહ આને અવતરણમાં કહે છે. અને “ચહેરો” એ સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “તમારી સમક્ષ” અથવા “તમારી પહેલા જવું” (જુઓ: તમેનાં સ્વરૂપો)

κατασκευάσει τὴν ὁδόν σου ἔμπροσθέν σου

આ એક રૂપક છે જેનો અર્થ છે કે સંદેશવાહક મસીહનો સંદેશ પ્રાપ્ત કરવા લોકોને તૈયાર કરશે. (જુઓ: રૂપક)

Matthew 11:11

ઈસુ ટોળાને યોહાન બાપ્તિસ્ત વિશે વાત કરવાનું ચાલુ રાખે છે.

ἀμὴν, λέγω ὑμῖν

હું તમને સત્ય કહું છું. હવે ઈસુ આગળ શું કહેવાના છે તે પર ભાર મૂકે છે.

ἐν γεννητοῖς γυναικῶν

જો કે આદમનો જન્મ કોઈ સ્ત્રીથી થયો ન હતો, પણ આ સર્વ મનુષ્યોનો ઉલ્લેખ કરવાની રીત છે. વૈકલ્પિક ભાષાંતર: ""ક્યારેય જીવી ગયા હોય તે સર્વ લોકોમાંથી"" (જુઓ: રૂઢિપ્રયોગ)

μείζων Ἰωάννου τοῦ Βαπτιστοῦ

આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""યોહાન બાપ્તિસ્ત સૌથી મહાન છે"" અથવા ""યોહાન બાપ્તિસ્ત સૌથી મહત્વપૂર્ણ છે

ὁ…μικρότερος ἐν τῇ Βασιλεία τῶν Οὐρανῶν

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. ""આકાશનું રાજ્ય"" શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: "" આકાશમાં આપણા ઈશ્વરના રાજ હેઠળ ઓછામાં ઓછા મહત્વપૂર્ણ વ્યક્તિ"" (જુઓ: ઉપનામ)

μείζων αὐτοῦ ἐστιν

યોહાન કરતા પણ વધુ મહત્વપૂર્ણ

Matthew 11:12

ἀπὸ δὲ τῶν ἡμερῶν Ἰωάννου τοῦ Βαπτιστοῦ

યોહાને જે સમય તેનો સંદેશ પ્રચાર કરવાનું શરૂ કર્યું. શબ્દ ""દિવસો"" કદાચ અહીં મહિનાઓ અથવા વર્ષો સુધીનો ઉલ્લેખ કરે છે.

ἡ Βασιλεία τῶν Οὐρανῶν βιάζεται, καὶ βιασταὶ ἁρπάζουσιν αὐτήν

આ કલમના વિવિધ સંભવિત અર્થઘટનો આ પ્રમાણે છે. યુએસટી માને છે કે તેનો અર્થ એ છે કે કેટલાક લોકો તેમના પોતાના સ્વાર્થી હેતુ માટે ઈશ્વરના રાજ્યનો ઉપયોગ કરવા માંગે છે, અને તે પ્રાપ્ત કરવા માટે તેઓ અન્ય લોકોનો ઉપયોગ કરે છે. અન્ય આવૃતિઓ હકારાત્મક અર્થઘટનની ધારણા કરે છે, કે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવાનું તેડું તાકીદનું બની ગયુ છે કે, લોકોએ આ તેડાનો જવાબ આપવા માટે અને પાપનો નકાર કરવા અત્યંત આકરી રીતે કાર્ય કરવું જોઈએ. ત્રીજુ અર્થઘટન એ છે કે હિંસક લોકો ઈશ્વરના લોકોને નુકસાન પહોંચાડે છે અને એ પ્રમાણે તેઓ ઈશ્વરને રાજ કરતા અટકાવાનો પ્રયત્ન કરે છે.

Matthew 11:13

ઈસુ ટોળાને યોહાન બાપ્તિસ્ત વિશે વાત કરવાનું ચાલુ રાખે છે.

πάντες…οἱ προφῆται καὶ ὁ νόμος ἕως Ἰωάννου ἐπροφήτευσαν

અહીં ""પ્રબોધકો અને નિયમશાસ્ત્ર"" પ્રબોધકોએ અને મૂસા, એ શાસ્ત્રમાં લખેલી બાબતોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ માટે જ પ્રબોધકોએ અને મૂસાએ યોહાન બાપ્તિસ્તના આવતા સુધી શાસ્ત્ર દ્વારા આ વિશેની ભવિષ્યવાણીઓ કરી હતી"" (જુઓ: ઉપનામ)

Matthew 11:14

εἰ θέλετε

અહિયા “તમે” એ બહુવચન છે અને તે ટોળાનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

αὐτός ἐστιν Ἠλείας, ὁ μέλλων ἔρχεσθαι

તે"" શબ્દ યોહાન બાપ્તિસ્તનો ઉલ્લેખ કરે છે. તેનો અર્થ એ નથી કે યોહાન બાપ્તિસ્ત શબ્દશઃ એલીયા છે. ઈસુનો અર્થ છે કે યોહાન બાપ્તિસ્ત ""એલીયા, જે આવનાર છે"" અથવા બીજા એલીયા તરીકેની ભવિષ્યવાણીને પરિપૂર્ણ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે પ્રબોધક માલાખીએ કહ્યું હતું કે એલીયા પાછો આવશે, ત્યારે તે યોહાન બાપ્તિસ્ત વિશે બોલી રહ્યો હતો

Matthew 11:15

ὁ ἔχων ὦτα ἀκούειν, ἀκουέτω

ઈસુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમણે જે કહ્યું છે તે મહત્વપૂર્ણ છે અને તે સમજવા માટે અને લાગુકરણ કરવા માટેનું છે. અહીં શબ્દસમૂહ ""સાંભળવા માટે કાન"" સમજવું અને તેનું પાલન કરવા વિશેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેને સાંભળવાને કાન છે તે સાંભળે"" અથવા ""જે સમજવા તૈયાર છે તેને સમજવા દો અને તેને તેનું પાલન કરવા દો” (જુઓ: ઉપનામ)

ὁ ἔχων…ἀκουέτω

કેમ કે ઈસુ સીધા તેમના પ્રેક્ષકો સાથે વાત કરે છે, તમે અહીં બીજા વ્યક્તિનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""જો તમે સાંભળવા તૈયાર છો, તો સાંભળો"" અથવા ""જો તમે સમજી શકો છો, તો સમજો અને તેનું પાલન કરો"" (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

Matthew 11:16

ઈસુ ટોળાને યોહાન બાપ્તિસ્ત વિશે વાત કરવાનું ચાલુ રાખે છે.

τίνι δὲ ὁμοιώσω τὴν γενεὰν ταύτην?

ઈસુ તે દિવસના લોકો અને બજારમાંના બાળકોના કહેવા વચ્ચેની સરખામણી રજૂ કરવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ પેઢી તેના જેવી લાગે છે"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τὴν γενεὰν ταύτην

જે લોકો હાલમાં જીવિત છે અથવા “આ લોકો” અથવા “આ પેઢીના તમે લોકો”

ταῖς ἀγοραῖς

મોટું, હવાવાળો ખુલ્લો વિસ્તાર જ્યાં લોકો વસ્તુઓ ખરીદે અને વેચે

Matthew 11:17

ઈસુ દ્રષ્ટાંત સાથે શરૂઆત કરે છે અને કલમ 16 માં કહે છે કે “તેના જેવું”.

λέγουσιν…καὶ οὐκ ἐκόψασθε

તે સમયના લોકોનું વર્ણન કરવા માટે ઈસુ એક દ્રષ્ટાંતનો ઉપયોગ કરે છે. તે લોકોને ઈસુ બાળકોના સમૂહ સાથે સરખાવે છે કે જે બીજા બાળકોને તેમની સાથે રમે તેવો પ્રયત્ન કરી રહ્યા છે. જો કે તેઓ ગમે તે રીતે પ્રયત્ન કરે તેમ છતાં પણ અન્ય બાળકો તેમની સાથે રમતમાં જોડાશે નહીં. ઈસુનો અર્થ એ છે કે આ લોકો માટે કશું જ મહત્વનું નથી જેમ કે ઈશ્વર યોહાન બાપ્તિસ્ત જેવા રણમાં રહી ઉપવાસ કરનાર વ્યક્તિને તેમની પાસે મોકલે અથવા ઈસુ કે જેઓ પાપીઓની સાથે ખાયપીયે છે અને ઉપવાસ કરતા નથી, તેમને તેઓ પાસે મોકલે. લોકો, ખાસ કરીને ફરોશીઓ અને ધાર્મિક આગેવાનો હઠીલા જ રહે છે અને ઈશ્વરના સત્યને સ્વીકારવાનો નકાર કરે છે. (જુઓ: દ્રષ્ટાંતો અને ઉપમા)

ηὐλήσαμεν ὑμῖν

‘અમે’ બજાર વિસ્તારમાં બેસી રહેલા બાળકોનો ઉલ્લેખ કરે છે. અહીં ""તમે"" એ બહુવચન છે અને તે અન્ય બાળકોના સમૂહનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

καὶ οὐκ ὠρχήσασθε

પરંતુ તમે આનંદિત સંગીત પર નૃત્ય કર્યું નહીં

ἐθρηνήσαμεν

આનો અર્થ એ છે કે સ્મશાન યાત્રામાં સ્ત્રીઓ જેવા ગાય છે તેવા દુખિત ગીતો તેઓએ ગાયા. (જુઓ :અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

καὶ οὐκ ἐκόψασθε

પણ તમે અમારી સાથે રડ્યા નહીં

Matthew 11:18

ઈસુ ટોળાની સાથે યોહાન બાપ્તિસ્ત વિશેની વાત પૂર્ણ કરે છે.

μήτε ἐσθίων μήτε πίνων

અહીં ""રોટલી"" ખોરાકનો ઉલ્લેખ કરે છે. તેનો અર્થ એ નથી કે યોહાને ક્યારેય ખાધું નથી. તેનો અર્થ એ છે કે તે વારંવાર ઉપવાસ કરે છે, અને જ્યારે તે ખાય છે ત્યારે તેણે સારો, કીમતી ખોરાક ખાધો નથી. વૈકલ્પિક ભાષાંતર: ""વારંવાર ઉપવાસ અને મદ્યપાન કરતા નથી "" અથવા "" તરંગી ખોરાક ખાતા નથી અને મદ્યપાન કરતા નથી"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

λέγουσιν, δαιμόνιον ἔχει.

આને પરોક્ષ ભાવ સાથે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ કહે છે કે તેને ભૂત વળગેલ છે"" અથવા ""તેઓ તેને ભૂત વળગેલ હોવાનો આક્ષેપ લગાવે છે"" (જુઓ: પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

λέγουσιν

તેઓ"" ના સર્વ ઉલ્લેખ, પેઢીઓના લોકોનો ઉલ્લેખ કરે છે અને ખાસ કરીને ફરોશીઓ અને ધાર્મિક આગેવાનોને ઉલ્લેખ કરે છે.

Matthew 11:19

ἦλθεν ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου

ઈસુ પોતાને સંબોધે છે. વૈકલ્પિક ભાષાંતર: “હું, માણસનો દીકરો, આવ્યો છું.” (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

ἦλθεν…ἐσθίων καὶ πίνων

આ યોહાનના વર્તન વિરુદ્ધનું કાર્ય છે. આનો અર્થ ફક્ત સામાન્ય ખોરાક અને પીણું જ લેવાની વાત છે. તેનો અર્થ એ છે કે ઈસુએ અન્ય સામાન્ય લોકોની જેમ જ સારા ખોરાક અને પીણાનો આનંદ માણ્યો.

λέγουσιν, ἰδοὺ, ἄνθρωπος, φάγος καὶ οἰνοπότης…ἁμαρτωλῶν!

આનો અનુવાદ પ્રત્યક્ષ પરોક્ષ ભાવ સાથે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ કહે છે કે તે એક ખાઉધરો માણસ છે અને દારૂબાજ છે ... પાપીઓનો મિત્ર છે."" અથવા ""તેઓ તેને પાપીઓ સાથે ખાવાપીવાનો આરોપ લગાવે છે."" જો તમે ""માણસનો દીકરા""નો અનુવાદ ""હું, માણસનો દીકરો"" તરીકે કર્યો હોય તો આનો અનુવાદ પરોક્ષ રીતે એકવચનમાં કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ કહે છે કે હું એક ખાઉધરો અને દરુબાજ માણસ છે.... પાપીઓ."" (જુઓ: પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો અને પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

ἄνθρωπος, φάγος

તે ખાઉધરો માણસ છે અથવા “તે સતત ખૂબ જ ખોરાક ખાયા કરે છે”

οἰνοπότης

પીધેલો અથવા “તે સતત ખૂબ જ દારુ પીધા કરે છે”

καὶ ἐδικαιώθη ἡ σοφία ἀπὸ τῶν τέκνων αὐτῆς

આ એક કહેવત છે જેને ઈસુ આ પરિસ્થિતિને લાગુ પાડે છે, કારણ કે જે લોકોએ ઈસુ અને યોહાનનો નકાર કર્યો હતો તેઓ ડહાપણભરી રીતે વર્તી રહ્યા નહોતા. ઈસુ અને યોહાન બાપ્તિસ્ત બંને જ્ઞાની વ્યક્તિઓ છે, અને તેમના કાર્યોના પરિણામો તે સાબિત કરે છે. (જુઓ: નીતિવચનો)

ἐδικαιώθη ἡ σοφία ἀπὸ τῶν τέκνων αὐτῆς

અહીં ""શાણપણ"" એ એવી સ્ત્રીનું વર્ણન છે કે તેણી જે કરે છે તેનાથી સત્ય સાબિત થાય છે. ઈસુ કહે છે કે જ્ઞાની વ્યક્તિના કાર્યો તેના સબંધી સાચા ઠરે છે કે તે ખરેખર બુદ્ધિશાળી છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્ઞાની વ્યક્તિના કાર્યો જ તેના જ્ઞાની હોવાનું સાબિત કરે છે"" (જુઓ: વ્યક્તિનો અવતાર અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 11:20

ઈસુએ જ્યાં પહેલા ચમત્કારો કર્યા હતા તે શહેરોના લોકોને ઠપકો આપવાનું શરૂ કરે છે.

ὀνειδίζειν τὰς πόλεις

અહીં “શહેરો” તેમાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “શહેરના લોકોને ઠપકો આપ્યો” (જુઓ: ઉપનામ)

πόλεις

નગરો

ἐν αἷς ἐγένοντο αἱ πλεῖσται δυνάμεις αὐτοῦ

આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમાં તેણે મહાન અદભુત કાર્યો કર્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

αἱ πλεῖσται δυνάμεις αὐτοῦ

શક્તિશાળી કાર્યો અથવા “સામર્થ્યના કાર્યો” અથવા “ચમત્કારો”

Matthew 11:21

οὐαί σοι, Χοραζείν! οὐαί σοι, Βηθσαϊδάν!

ઈસુ ખોરાઝીન અને બેથસૈદા શહેરોના લોકોને સંબોધીને કહે છે કે જાણે કે તેઓ તેમનું સાંભળતા હોય, પરંતુ તેઓ સાંભળતા ન હતા. (જુઓ: લુપ્તાશર સંબોધન, મૃત કે ગેરહાજર વ્યક્તિ કે વસ્તુને ઉદ્દેશીને કરેલું સંબોધન, ઉદ્ગાર સંબોધન)

οὐαί σοι

તે તમારા માટે કેટલું ભયંકર હશે. અહીં ""તમે"" શબ્દ એકવચન છે અને તે શહેરનો નિર્દેશ કરે છે. જો શહેરની જગ્યાએ લોકોનો ઉલ્લેખ કરવો વધુ સ્વાભાવિક હોય, તેથી તમે તેને બહુવચન ""તમે"" તરીકે અનુવાદ કરી શકો છો. (જુઓ: તમેનાં સ્વરૂપો)

Χοραζείν…Βηθσαϊδάν…Τύρῳ…Σιδῶνι

આ શહેરમાં રહેતા લોકો માટે આ શહેરનું નામ એક રૂપક છે. (જુઓ: ઉપનામ અને નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

εἰ…αἱ δυνάμεις…ἂν ἐν σάκκῳ καὶ σποδῷ

ઈસુ ભૂતકાળમાં બની શકી હોત તેવી કાલ્પનિક પરિસ્થિતિનું વર્ણન કરી રહ્યાં છે, પરંતુ તે બની નથી. (જુઓ: આનુમાનિત પરિસ્થિતિઓ)

εἰ ἐν Τύρῳ καὶ Σιδῶνι ἐγένοντο αἱ δυνάμεις αἱ γενόμεναι ἐν ὑμῖν

આને સક્રિય સ્વરૂપ સાથે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે પરાક્રમી કાર્યો મેં તમારી મધ્યે કર્યા છે તે જો મેં તૂર અને સિદોનના લોકો મધ્યે કર્યા હોત તો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

αἱ γενόμεναι ἐν ὑμῖν

અહીં ""તમે"" બહુવચન છે અને ખોરાઝીન અને બેથસૈદાનો ઉલ્લેખ કરે છે. જો તે તમારી ભાષા માટે વધુ પ્રાકૃતિક છે, તો તમે શહેરોના લોકોનો ઉલ્લેખ કરવા માટે બે શહેરોને બહુવચનના રૂપમાં ""તમે"" તરીકે ઉલ્લેખી શકો છો. (જુઓ: તમેનાં સ્વરૂપો)

πάλαι…μετενόησαν

સર્વનામ “તેઓ” એ તૂર અને સિદોનના લોકોને ઉલ્લેખે છે.

μετενόησαν

બતાવ્યુ હોત કે તેઓ તેમના પાપો માટે દિલગીર છે.

Matthew 11:22

Τύρῳ καὶ Σιδῶνι ἀνεκτότερον ἔσται ἐν ἡμέρᾳ κρίσεως ἢ ὑμῖν

અહીં ""તૂર અને સિદોન"" ત્યાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર ન્યાયના દિવસે તૂર અને સિદોનના લોકો પર તમારા કરતા વધારે દયા બતાવશે,"" અથવા ""ઈશ્વર ન્યાયના દિવસે તૂર અને સિદોનના લોકો કરતાં તમને વધારે ભારે શિક્ષા કરશે."" (જુઓ: ઉપનામ )

ἢ ὑμῖν

અહીં ""તમે"" શબ્દ બહુવચન છે જે ખોરાઝીન અને બેથસૈદાનો ઉલ્લેખ કરે છે. જો તે તમારી ભાષા માટે વધુ પ્રાકૃતિક રીત છે, તો તમે શહેરોના લોકોનો ઉલ્લેખ કરવા માટે બે શહેરો અથવા બહુવચન ""તમે"" શબ્દનો ઉલ્લેખ કરી શકો છો. અસ્પષ્ટ માહિતી સ્પષ્ટ કરી શકાય છે. એટલું જ નહીં ""તમે મને ચમત્કારો કરતા જોયો તેમ છતાં તમે પસ્તાવો કર્યો નહીં અને મારામાં વિશ્વાસ કર્યો નહીં"" (જુઓ: તમેનાં સ્વરૂપો અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 11:23

ઈસુએ તે શહેરોના લોકોને ઠપકો આપવાનું ચાલુ રાખ્યું જ્યાં તેમણે પહેલાં ચમત્કારો કર્યા હતા.

σύ, Καφαρναούμ

ઈસુ હવે કફરનહૂમ શહેરના લોકો સાથે વાત કરે છે કે જાણે કે તેઓ તેમની વાતો સાંભળતા હોય, પણ તેઓ સાંભળતા ન હતા. સર્વનામ ""તમે"" એકવચન છે અને આ બે કલમોમાં કફરનહૂમનો ઉલ્લેખ કરે છે. (જુઓ: લુપ્તાશર સંબોધન, મૃત કે ગેરહાજર વ્યક્તિ કે વસ્તુને ઉદ્દેશીને કરેલું સંબોધન, ઉદ્ગાર સંબોધન)

σύ

તમે"" શબ્દની બધી ઘટનાઓ એકવચન છે. જો તે શહેરના લોકોનો ઉલ્લેખ સ્વાભાવિક રીતે દર્શાવે છે, તો તમે બહુવચન ""તમે"" શબ્દથી અનુવાદ કરી શકો છો. (જુઓ: તમેનાં સ્વરૂપો)

Καφαρναούμ…Σοδόμοις

આ શહેરોનાં નામ કફરનહૂમ અને સદોમમાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: ઉપનામ)

μὴ ἕως οὐρανοῦ ὑψωθήσῃ?

શું તમે વિચારો છો કે તમને આકાશ સુધી ઊંચા કરવામાં આવશે? કફરનહૂમના લોકોને તેમના ગર્વ માટે ઠપકો આપવા માટે ઈસુએ અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કર્યો. તે વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે: વૈકલ્પિક ભાષાંતર: ""તમે પોતાને આકાશ સુધી ઉઠાવી શકતા નથી!"" અથવા ""અન્ય લોકોની પ્રસંશા તમને આકાશ સુધી ઊંચા ઉઠાવી શકશે નહીં!"" અથવા ""તમે જેમ વિચારો છો તેમ ઈશ્વર તમને આકાશ સુધી ઊંચા ઉઠાવશે નહીં!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἕως ᾍδου καταβήσῃ

આને સક્રિય રૂસ્વપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર તમને નીચે હાદેસ સુધી ફેંકી દેશે.” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὅτι εἰ ἐν Σοδόμοις…ἔμεινεν ἂν μέχρι τῆς σήμερον

ઈસુ ભૂતકાળમાં બની હોય તેવી કાલ્પનિક પરિસ્થિતીનું વર્ણન કરી રહ્યા છે, પરંતુ તેમ બન્યું નથી. (જુઓ: આનુમાનિત પરિસ્થિતિઓ)

εἰ ἐν Σοδόμοις ἐγενήθησαν αἱ δυνάμεις αἱ γενόμεναι ἐν σοί

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારી મધ્યે જે પરાક્રમી કાર્યો મેં કર્યા તે જો મેં સદોમના લોકો મધ્યે કર્યા હોત” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

δυνάμεις

પરાક્રમી કાર્યો અથવા “સામર્થ્યના કાર્યો” અથવા “ચમત્કારો”

ἔμεινεν

સર્વનામ “તે” સદોમ શહેરનો ઉલ્લેખ કરે છે .

Matthew 11:24

λέγω ὑμῖν

આ શબ્દસમૂહ ઈસુ આગળ શું કહેવાના છે તે પર ભાર મૂકે છે.

γῇ Σοδόμων ἀνεκτότερον ἔσται ἐν ἡμέρᾳ κρίσεως ἢ σοί

અહીં ""સદોમની ભૂમિ"" એ ત્યાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર ન્યાયના દિવસે તમારા કરતા સદોમના લોકો પર વધુ દયા બતાવશે"" અથવા ""ઈશ્વર ન્યાયના દિવસે સદોમના લોકો કરતાં તમને વધારે શિક્ષા કરશે."" (જુઓ: ઉપનામ)

ἢ σοί

અસ્પષ્ટ માહિતી સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે મને ચમત્કારો કરતા જોયો હોવા છતાં તમે પસ્તાવો કર્યો નથી અને મારા પર વિશ્વાસ કર્યો નથી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 11:25

કલમ 25 અને 26 માં, ઈસુ ટોળાની પ્રત્યક્ષ હાજરીમાં આકાશમાંના પિતાને પ્રાર્થના કરે છે. કલમ 27 માં, ઈસુ ફરીથી લોકોને સંબોધન કરવાનું શરૂ કરે છે.

Πάτερ

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Κύριε τοῦ οὐρανοῦ καὶ τῆς γῆς

ઈશ્વર જે આકાશ અને પૃથ્વી પર રાજ કરે છે. શબ્દસમૂહ ""આકાશ અને પૃથ્વી"" બ્રહ્માંડમાં જે છે તે સર્વ લોકો અને વસ્તુઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર જે સમગ્ર સૃષ્ટિ પર શાસન કરે છે.” (જુઓ: મેરિઝમ)

ἔκρυψας ταῦτα…καὶ ἀπεκάλυψας αὐτὰ

આ વસ્તુઓ"" નો અર્થ શું છે તે સ્પષ્ટ નથી. જો તમારી ભાષામાં તે વસ્તુઓનો અર્થ નિર્ધારિત કરવાની જરૂર હોય તો, બીજું અનુવાદ શ્રેષ્ઠ હોઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે સત્યો છુપાવી દીધા ... અને સત્યોને જાહેર કર્યા

ἔκρυψας ταῦτα ἀπὸ

તમે તેઓથી આ વસ્તુઓ છુપાવી છે અથવા “તમે આ વસ્તુઓને જાહેર કરી નથી. “આ ક્રિયાપદ પ્રગટ કરાયેલનું વિરુદ્ધાર્થી છે.”

ἀπὸ σοφῶν καὶ συνετῶν

આ નજીવા વિશેષણને વિશેષણો તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો જેઓ બુદ્ધિશાળી અને સમજદાર છે"" (જુઓ: નામવાચક વિશેષણો)

σοφῶν καὶ συνετῶν

ઈસુ દ્રષ્ટાંતનો ઉપયોગ કરે છે. આ લોકો ખરેખર સમજદાર છે તેવું ઈસુ માનતા નથી. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો કે જેઓ વિચારે છે કે તેઓ બુદ્ધિશાળી અને સમજદાર છે"" (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન)

ἀπεκάλυψας αὐτὰ

તેમને પ્રગટ કર્યા. સર્વનામ “તેમને” અગાઉની કલમમાં “આ વસ્તુઓ” નો ઉલ્લેખ કરે છે.

νηπίοις

ઈસુ અજાણ્યા લોકોને નાના બાળકો સાથે સરખાવે છે. ઈસુએ એ બાબત પર ભાર મૂક્યો છે કે તેનામાંના ઘણા માને છે કે તેઓ સારા શિક્ષિત નથી અથવા પોતાને જ્ઞાની સમજતા નથી. (જુઓ: રૂપક)

Matthew 11:26

ὅτι οὕτως εὐδοκία ἐγένετο ἔμπροσθέν σου

તમારી દૃષ્ટિમાં"" શબ્દસમૂહ વ્યક્તિ સ્વયંને જે સમજે છે તે વિશેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે એ પ્રમાણે કરવા માટે યોગ્ય ગણ્યું છે"" (જુઓ: ઉપનામ)

Matthew 11:27

πάντα μοι παρεδόθη ὑπὸ τοῦ Πατρός μου

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારા પિતાએ મને સઘળો અધિકાર આપ્યો છે"" અથવા ""મારા પિતાએ મને સઘળું સોંપ્યું છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

πάντα

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈશ્વર પિતાએ ઈસુને તેમના રાજ્ય અને પોતા વિશે સર્વ જાહેર કર્યું છે અથવા 2) ઈશ્વર પિતાએ સર્વ અધિકાર ઈસુને આપ્યા છે.

τοῦ Πατρός μου

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

οὐδεὶς ἐπιγινώσκει τὸν Υἱὸν, εἰ μὴ ὁ Πατήρ

ફક્ત પિતા જ દીકરાને જાણે છે

οὐδεὶς ἐπιγινώσκει

અહીં ""જાણવું"" શબ્દનો અર્થ ફક્ત કોઈની સાથે પરિચિત હોવા કરતાં વધુ છે. તેનો અર્થ એ છે કે કોઈને પણ આત્મીયતાથી જાણવું અને તેણી સાથે ખાસ સંબંધ રાખવો.

τὸν Υἱὸν

અહીં ઈસુ પોતાને ત્રીજો પુરુષ એકવચનમાં દર્શાવે છે. (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

τὸν Υἱὸν

ઈશ્વરનો પુત્ર, એ ઈસુ માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

οὐδὲ τὸν Πατέρα τις ἐπιγινώσκει, εἰ μὴ ὁ Υἱὸς

ફક્ત પુત્ર જ પિતાને જાણે છે

Matthew 11:28

ઈસુ ટોળાની સાથે વાત કરવાનું સમાપન કરે છે.

πάντες

“તમે” નો ઉલ્લેખ દર્શાવતી સર્વ ઘટનાઓ બહુવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

οἱ κοπιῶντες καὶ πεφορτισμένοι

નિયમનું પાલન કરવામાં નિષ્ફળ ગયેલા લોકો નિયમને એક ભારે બોજ સમાન ગણે છે અને તેનો ભાર સહન કરે છે, તેઓની સાથે ઈસુ વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સખત મહેનત કર્યા પછી પણ નિરાશ કોણ છે"" અથવા ""નિયમનું સખત સંપૂર્ણપણે પાલન કરવાના પ્રયત્નો કર્યાથી નિરાશ કોણ છે"" (જુઓ: રૂપક)

κἀγὼ ἀναπαύσω ὑμᾶς

હું તમને તમારી મજૂરી અને બોજથી આરામ કરવાની મંજૂરી આપીશ

Matthew 11:29

ἄρατε τὸν ζυγόν μου ἐφ’ ὑμᾶς

ઈસુ રૂપક આપવાનું જારી રાખે છે. ઈસુ લોકોને શિષ્યો બનવા અને તેમનું અનુસરણ કરવા માટે આહવાન આપે છે. (જુઓ: રૂપક)

πραΰς εἰμι καὶ ταπεινὸς τῇ καρδίᾳ

અહીં ""નમ્ર"" અને ""નમ્ર હૃદય"" નો મૂળ અર્થ એક જ છે. ઈસુ તે બંને શબ્દોનો સમન્વય કરી ભારપૂર્વક જણાવે છે કે ધાર્મિક આગેવાનો કરતા ઈસુ વધુ દયાળુ રીતે વર્તશે. વૈકલ્પિક ભાષાંતર: ""હું મનમાં નમ્ર અને રાંકડો છું"" અથવા ""હું ખૂબ જ રાંકડો/નમ્ર છું"" (જુઓ: બેવડું/બમણાં)

ταπεινὸς τῇ καρδίᾳ

અહીં ""હૃદય"" એ વ્યક્તિના આંતરિક વ્યક્તિત્વ માટેનું ઉપનામ છે. ""નમ્ર હૃદય"" એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ ""નમ્ર"" થાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""નમ્ર"" (જુઓ: ઉપનામ અને રૂઢિપ્રયોગ)

εὑρήσετε ἀνάπαυσιν ταῖς ψυχαῖς ὑμῶν

અહીં ""આત્મા"" એ સમગ્ર વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે તમારા માટે આરામ મેળવશો"" અથવા ""તમે વિશ્રામ કરી શકશો"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Matthew 11:30

ὁ γὰρ ζυγός μου χρηστὸς καὶ τὸ φορτίον μου ἐλαφρόν ἐστιν

આ બંને શબ્દસમૂહોનો અર્થ સમાન જ થાય છે. ઈસુ ભારપૂર્વક કહે છે કે યહૂદી નિયમનું પાલન કરવા કરતા તેમને અનુસરવું સરળ છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું તમારા પર જે મૂકું છું, તે તમે ઉઠાવી લઈ જઈ શકશો કારણ કે તે હલકું છે."" (જુઓ: સમાંતરણ)

τὸ φορτίον μου ἐλαφρόν ἐστιν

અહીં “હલકું” શબ્દ ભારેનું વિરોધી છે, અંધકારનું વિરોધી નહીં.

Matthew 12

માથ્થી 12 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક ભાષાંતરકારોએ વાંચનને સરળ બનાવવા માટે કવિતાની પ્રત્યેક પંક્તિને જમણી તરફ જમણી બાજુએ બાકીના લખાણથી અલગ ગોઠવેલી છે. યુએલટી આ કવિતા, જે જૂના કરારના શબ્દો છે તેને 12: 18-21 માં આ રીતે ગોઠવે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

સાબ્બાથ

ઈશ્વરના લોકોએ સાબ્બાથના નિયમનું પાલન કેવી રીતે કરવું જોઈએ, તે વિશે આ અધ્યાય ઘણું શીખવે છે. ઈસુએ કહ્યું કે સાબ્બાથ પાળવા સબંધી ઈશ્વરની ઈચ્છા પ્રમાણે આધીન થવામાં લોકોને ફરોશીઓએ બનાવેલા નિયમો મદદ કરી શક્યા નહીં. (જુઓ: વિશ્રામવાર)

""આત્મા વિરુદ્ધ દુર્ભાષણ""

કોઈ પણ વ્યક્તિ ચોક્કસપણે એ જાણતો નથી કે લોકો જ્યારે આ પાપ કરે છે ત્યારે તેઓ કેવા કાર્યો કરે છે અથવા શું કહે છે. જો કે, તેઓ કદાચ પવિત્ર આત્મા અને તેના કાર્યનું અપમાન કરે છે. પવિત્ર આત્માના કાર્યનો એક ભાગ એ છે કે લોકોને સમજાવવું કે તેઓ પાપી છે અને તેઓએ ઈશ્વર પાસેથી ક્ષમા પ્રાપ્ત કરવી જોઈએ. તેથી, જે કોઈ પાપ કરવાનું બંધ કરવાનો પ્રયત્ન કરતો નથી તે કદાચ આત્માની વિરુદ્ધ દુર્ભાષણનું કાર્ય કરે છે. (જુઓ: ઈશ્વર નિંદા, ઈશ્વરની નિંદા કરવી, નિંદા કરાયેલ, અનાદરભર્યું, દુર્ભાષણો અને પવિત્ર આત્મા, ઈશ્વરના આત્મા, પ્રભુના આત્મા, આત્મા)

આ અધ્યાયમાં અનુવાદની અન્ય શક્ય મુશ્કેલીઓ

ભાઈઓ અને બહેનો

મોટાભાગના લોકો જેમને સમાન માતાપિતા છે તેઓ એકમેકને ""ભાઈ"" અને ""બહેન"" તરીકે ઓળખે છે અને તેમને તેમના જીવનના સૌથી મહત્વપૂર્ણ લોકો તરીકે માને છે. જેઓના દાદા-દાદી સમાન હોય તેવા ઘણાં લોકો પણ એકમેકને ઉપરોક્ત રીતે “ભાઈ” અને ""બહેન"" માને છે. આ અધ્યાયમાં ઈસુ કહે છે કે તેમના માટે સૌથી મહત્વપૂર્ણ લોકો એ છે કે જેઓ તેમના આકાશમાંના પિતાની આજ્ઞાનું પાલન કરે છે. (જુઓ: ભાઈ, ભાઈઓ)

Matthew 12:1

માથ્થીની સુવાર્તામાં અહીં એક નવા ભાગની શરૂઆત થાય છે જ્યાં ઈસુના સેવાકાર્યમાં વધતાં વિરોધ વિશે માથ્થી જણાવે છે. અહીં, ફરોશીઓએ ઈસુના શિષ્યોને સાબ્બાથ વારે ખેતરમાંથી દાણાઓ વીણી ખાવા સબંધી ટીકા કરે છે.

ἐν ἐκείνῳ τῷ καιρῷ

સુવાર્તાના નવા ભાગને આ ચિહ્નિત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “થોડા સમય પછી”

τῶν σπορίμων

અનાજ રોપણી માટે એક સ્થળ. જો ઘઉં અજાણ્યું હોય અને ""અનાજ"" ખૂબ જ સામાન્ય હોય, તો તમે ""જેમાંથી રોટલી બનાવી તે છોડની ડાળી"" નો ઉપયોગ કરી શકો છો. (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

τίλλειν στάχυας καὶ ἐσθίειν

બીજાના ખેતરમાંથી અનાજના દાણા તોડવા અને ખાવા તેને ચોરી ગણવામાં આવતી ન હતી. પ્રશ્ન એ હતો કે શું સાબ્બાથ પર કોઈ અન્યથા નિયમ મુજબ પ્રવૃત્તિ કરી શકે કે કેમ?

τίλλειν στάχυας καὶ ἐσθίειν

ઘઉંના થોડા દાણા તોડવા અને ખાવા અથવા “અનાજનાં થોડા દાણા તોડવા અને ખાવા”

στάχυας

આ ઘઉંના છોડનો સૌથી ઉપરનો ભાગ છે. તે છોડના પાકેલા દાણા અથવા બીજને પકડી રાખે છે.

Matthew 12:2

ποιοῦσιν ὃ οὐκ ἔξεστιν ποιεῖν ἐν Σαββάτῳ

બીજાના ખેતરમાંથી અનાજના દાણા તોડવા અને ખાવા તેને ચોરી ગણવામાં આવતી ન હતી. પ્રશ્ન એ હતો કે શું સાબ્બાથ પર કોઈ અન્યથા નિયમ મુજબ પ્રવૃત્તિ કરી શકે કે કેમ?

οἱ…Φαρισαῖοι

આનો અર્થ સર્વ ફરોશીઓ નહીં. વૈકલ્પિક ભાષાંતર: “અમુક ફરોશીઓ”

ἰδοὺ, οἱ μαθηταί σου

જુઓ, તમારા શિષ્યો. આ શબ્દનો ઉપયોગ શિષ્યો જે કરતાં હતા તે તરફ ધ્યાન દોરવા માટે ફરોશીઓ કરે છે.

Matthew 12:3

ફરોશીઓની ટીકાઓનો પ્રત્યુત્તર ઈસુએ આપ્યો.

αὐτοῖς

ફરોશીઓને

οὐκ ἀνέγνωτε…μετ’ αὐτοῦ?

ફરોશીઓની ટીકાનો જવાબ આપવા માટે ઈસુએ એક પ્રશ્નનો ઉપયોગ કર્યો. ઈસુએ ફરોશીઓને પ્રશ્ન કરી પડકાર આપ્યો કે તેમણે જે શાસ્ત્ર વાંચ્યું તેનો અર્થ ફરોશીઓ સમજાવે. વૈકલ્પિક ભાષાંતર: ""હું જાણું છું કે તમે તેના વિશે વાંચ્યું છે ...તેની સાથે"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 12:4

τὸν οἶκον τοῦ Θεοῦ

દાઉદના સમય દરમિયાન કોઈ પ્રાર્થનાઘર બન્યું ન હતું. વૈકલ્પિક ભાષાંતર: ""મુલાકાત મંડપ"" અથવા ""ઈશ્વરની સ્તુતિ કરવા માટેનું સ્થળ

τοὺς ἄρτους τῆς Προθέσεως

આ પવિત્ર રોટલી છે જે યાજકો મુલાકાત મંડપમાં ઈશ્વર સમક્ષ મૂકી હતી. વૈકલ્પિક ભાષાંતર: ""રોટલી જે યાજક ઈશ્વર સમક્ષ મૂકે છે” અથવા ""પવિત્ર રોટલી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

τοῖς μετ’ αὐτοῦ

જે માણસો દાઉદની સાથે હતા

εἰ μὴ τοῖς ἱερεῦσιν μόνοις

પણ, નિયમ પ્રમાણે, ફક્ત યાજક જ અર્પેલી રોટલી ખાઈ શકે

Matthew 12:5

ઈસુ ફરોશીઓને પ્રત્યુત્તર આપવાનું જારી રાખે છે.

οὐκ ἀνέγνωτε ἐν τῷ νόμῳ, ὅτι…ἀναίτιοί εἰσιν?

ફરોશીઓની ટીકાનો પ્રત્યુત્તર આપવા માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. શાસ્ત્રવચનોમાં તેઓએ જે વાંચ્યું છે તેનો અર્થ સમજાવવા માટે ઈસુ ફરોશીઓને પડકાર આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ચોક્કસ તમે મૂસાના નિયમમાં વાંચ્યું છે ... પરંતુ નિર્દોષ છે."" અથવા ""તમારે જાણવું જોઈએ કે નિયમ તે શીખવે છે ... પરંતુ નિર્દોષ છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τὸ Σάββατον βεβηλοῦσιν

સાબ્બાથ પર કરશે કે જે તેઓ અન્ય દિવસે કરશે

ἀναίτιοί εἰσιν

ઈશ્વર તેઓને શિક્ષા કરશે નહીં અથવા “ઈશ્વર તેઓને દોષિત ઠેરવશે નહીં”

Matthew 12:6

λέγω…ὑμῖν

ઈસુ આગળ હવે શું કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

τοῦ ἱεροῦ μεῖζόν ἐστιν

કોઈ છે જે પ્રાર્થનાઘર કરતા પણ વધુ મહત્વના છે. ઈસુ પોતાનો ઉલ્લેખ કરતાં સ્વયંને પ્રાર્થનાઘર કરતાં પણ વધુ મહત્વના દર્શાવે છે. (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

Matthew 12:7

કલમ 7 માં, હોશિયા પ્રબોધકની વાતને ટાંકીને ઈસુ ફરોશીઓને ઠપકો આપે છે.

ઈસુ ફરોશીઓને પત્યુત્તર આપવાનું જારી રાખે છે.

εἰ δὲ ἐγνώκειτε τί ἐστιν, ἔλεος θέλω καὶ οὐ θυσίαν, οὐκ ἂν κατεδικάσατε τοὺς ἀναιτίους

અહીં ઈસુ શાસ્ત્રનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હોશિયા પ્રબોધકે વર્ષો પહેલા આ લખ્યું હતું: 'યજ્ઞ કરતા હું દયા ચાહું છું.' જો તમે આનો અર્થ સમજી શક્યા હોત, તો તમે નિર્દોષને દોષિત ઠરાવત નહી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἔλεος θέλω καὶ οὐ θυσίαν

મૂસાના નિયમમાં, ઇઝરાએલીઓને બલિદાન ચઢાવવાની આજ્ઞા ઈશ્વરે આપી હતી. આનો અર્થ એ કે ઈશ્વર યજ્ઞ કરતા દયાને વધારે મહત્વની ગણે છે.

θέλω

સર્વનામ “હું” એ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે

τοὺς ἀναιτίους

આ વિશેષણ તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “જેઓ દોષી નથી. (જુઓ: નામવાચક વિશેષણો)

Matthew 12:8

ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου

ઈસુ પોતાનો ઉલ્લેખ કરે છે. (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

Κύριος…ἐστιν τοῦ Σαββάτου

સાબ્બાથના નિયમો અથવા “સાબ્બાથને દિવસે લોકો શું કરી શકે તેના નિયમો બનાવવા”

Matthew 12:9

અહીં સુવાર્તામાં દ્રશ્ય બદલાય છે જેમાં જ્યારે ઈસુ સાબ્બાથે એક માણસને સાજો કરે છે ત્યારે ફરોશીઓ ઈસુની ટીકા કરે છે

καὶ μεταβὰς ἐκεῖθεν

ઈસુએ ઘઉંના ખેતરમાંથી નીકળી ગયા અથવા “પછી ઈસુ ત્યાંથી નીકળી ગયા”

τὴν συναγωγὴν αὐτῶν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) શબ્દ ""તેમના"" તે શહેરના યહૂદીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સભાસ્થાન” અથવા 2) ""તેમના"" શબ્દ ફરોશીઓને સંબોધે છે જેની સાથે ઈસુએ વાત કરી અને આ એ સભાસ્થાન હતું જ્યાં તેઓ અને યહૂદીઓ હાજર રહ્યા હતા. ""તેમના"" શબ્દનો અર્થ એ નથી કે ફરોશીઓ સભાસ્થાનના માલિક છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ જે સભાસ્થાનમાં હાજરી આપી હતી તે સભાસ્થાન

Matthew 12:10

ἰδοὺ

જુઓ"" શબ્દ આ સુવાર્તામાં નવા વ્યક્તિ વિશે જણાવે છે. તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.

ἄνθρωπος χεῖρα ἔχων ξηράν

જે માણસનો હાથ સુકાઈ ગયેલો હતો અથવા “લકવાગ્રસ્ત માણસનો હાથ”

καὶ ἐπηρώτησαν αὐτὸν λέγοντες, εἰ ἔξεστι τοῖς Σάββασιν θεραπεύειν? ἵνα κατηγορήσωσιν αὐτοῦ

ફરોશીઓ ઈસુને એ પાપના દોષિત ઠેરવવા માગતા હતા, તેથી તેઓએ તેમને પૂછ્યું, 'શું વિશ્રામવારને સાજા કરવું વાજબી છે?'

εἰ ἔξεστι τοῖς Σάββασιν θεραπεύειν?

મૂસાના નિયમ અનુસાર, શું એક વ્યક્તિ બીજા વ્યક્તિને સાબ્બાથ દિવસે સાજા કરી શકે છે

ἵνα κατηγορήσωσιν αὐτοῦ

ફરોશીઓ ફક્ત ઈસુને લોકોની સમક્ષ દોષિત ઠેરવવા જ માંગતા નહોતા. પરંતુ તેઓ તો ઈચ્છતા હતા કે ઈસુ જવાબ આપે જે જવાબ મૂસાના નિયમની વિરુદ્ધમાં જણાય, જેથી તેઓ ઈસુને ન્યાયાધીશ સમક્ષ લઈ જઈ શકે અને નિયમ ભંગ કરવાના બદલે ઈસુને શિક્ષા અપાવી શકે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 12:11

ફરોશીની ટીકાનો પ્રત્યુત્તર ઈસુ આપે છે.

τίς ἔσται ἐξ ὑμῶν ἄνθρωπος, ὃς ἕξει πρόβατον ἕν…οὐχὶ κρατήσει αὐτὸ καὶ ἐγερεῖ?

ફરોશીઓને જવાબ આપવા માટે ઈસુ પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેઓ સભામાં કયા પ્રકારનું કાર્ય કરે છે તે વિચારવા માટે તે પ્રશ્ન પડકારરૂપ છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારામાંનો દરેક, જો તમારી પાસે ફક્ત એક જ ઘેટું હોય ... જો તે પડી જાય તો તેને ઉઠાવશે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 12:12

πόσῳ οὖν διαφέρει ἄνθρωπος προβάτου?

શબ્દસમૂહ ""કેટલું બધુ વધારે"" નિવેદનમાં ભાર ઉમેરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""દેખીતી રીતે, માણસ ઘેટાંના કરતાં કેટલું ઉત્તમ છે!"" અથવા ""વિચાર કરો કે માણસ ઘેટાં કરતાં કેટલો વધારે મહત્વનો છે

ἔξεστιν τοῖς Σάββασιν καλῶς ποιεῖν

જેઓ સાબ્બાથને દિવસે સારું કરે છે તેઓ નિયમનું પાલન કરે છે.

Matthew 12:13

τότε λέγει τῷ ἀνθρώπῳ, ἔκτεινόν σου τὴν χεῖρα.

આ પરોક્ષ રીતે ભાવમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પછી ઈસુએ તે માણસને તેનો હાથ લાંબો કરવાની આજ્ઞા કરી"" (જુઓ: પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

τῷ ἀνθρώπῳ

સુકાઈ ગયલા હાથવાળા માણસને અથવા “જે માણસનો હાથ સુકાઈ ગયો છે તેને”

ἔκτεινόν σου τὴν χεῖρα

તારો હાથ પકડ અથવા “તારો હાથ લાંબો કર”

ἐξέτεινεν

તે માણસે તેનો હાથ લાંબો કર્યો

ἀπεκατεστάθη, ὑγιὴς

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે ફરીથી સ્વસ્થ થયો"" અથવા ""તે ફરીથી સાજો થઈ ગયો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 12:14

συμβούλιον ἔλαβον κατ’ αὐτοῦ

ઈસુને નુકસાન પહોંચાડવાનો ઈરાદો

ὅπως αὐτὸν ἀπολέσωσιν

ઈસુને કેવી રીતે મારી નાખવા તે વિશે ચર્ચા વિચારણા કરી રહ્યા છે

Matthew 12:15

આ અહેવાલ બતાવે છે કે કેવી રીતે ઈસુના કાર્યોએ યશાયાની ભવિષ્યવાણીઓને પૂર્ણ કરી.

ὁ δὲ Ἰησοῦς γνοὺς, ἀνεχώρησεν

ફરોશીઓ શી યોજના બનાવી રહ્યા છે તે ઈસુ જાણતા હતા, તેથી તે

ἀνεχώρησεν ἐκεῖθεν

ત્યાંથી ચાલ્યા ગયા અથવા “નીકળી ગયા”

Matthew 12:16

μὴ φανερὸν αὐτὸν ποιήσωσιν

કોઈને પણ તે સબંધી જણાવવું નહીં

Matthew 12:17

ἵνα πληρωθῇ τὸ ῥηθὲν

શબ્દસમૂહ ""તે સાચું પડી શકે છે"" ને નવા વાક્યની શરૂઆત તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ પરિપૂર્ણ કરવાનું હતું

τὸ ῥηθὲν διὰ Ἠσαΐου τοῦ προφήτου λέγοντος

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રબોધક યશાયા દ્વારા ઈશ્વરે વર્ષો પહેલાં શું કહ્યું હતું

Matthew 12:18

અહીં માથ્થી દર્શાવે છે કે ઈસુના સેવાકાર્ય, યશાયા પ્રબોધકની ભવિષ્યવાણી વિશેના શાસ્ત્રને પૂર્ણ કરે છે.

ἰδοὺ

જુઓ અથવા “સાંભળો” અથવા “હું તમને જે કહું છું તે પર ધ્યાન આપો.”

μου…ᾑρέτισα…θήσω

શબ્દોના સર્વજ ભાવાર્થો ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. ઈશ્વરે યશાયાને જે કહ્યું હતું તેનું વર્ણન છે.

ὁ ἀγαπητός μου εἰς ὃν εὐδόκησεν ἡ ψυχή μου

તે મારા પ્રિય પુત્ર છે, અને હું તેમના પર અતિ પ્રસન્ન છું

εἰς ὃν εὐδόκησεν ἡ ψυχή μου

અહીં ""આત્મા"" એ સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમનાથી હું ખૂબ ખુશ છું"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

κρίσιν τοῖς ἔθνεσιν ἀπαγγελεῖ

ઈશ્વરનો સેવક વિદેશીઓને કહેશે કે ન્યાય થશે. તે સ્પષ્ટપણે કહી શકાય છે કે ઈશ્વર જ ન્યાય કરનાર છે, અને અમૂર્ત નામ ""ન્યાય"" અને ""જે સાચું છે તે"" તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે રાષ્ટ્રોને જાહેર કરશે કે ઈશ્વર તેમના માટે જે સારું છે તે જ કરશે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને અમૂર્ત નામો)

Matthew 12:19

માથ્થી યશાયા પ્રબોધકની વાતનો ઉલ્લેખ ચાલુ રાખે છે.

οὐδὲ ἀκούσει τις…τὴν φωνὴν αὐτοῦ

અહીં ‘લોકો તેમની વાણી સાંભળતા નથી’ તેનું પ્રતિનિધિત્વ ‘તેઓ મોટા અવાજે બોલતા નથી’, કરે છે. વૈકલ્પિક ભાષાંતર:""તેઓ મોટેથી બોલાશે નહીં"" (જુઓ: ઉપનામ)

οὐκ ἐρίσει…αὐτοῦ

આ શબ્દોની સર્વ ઘટનાઓ ઈશ્વરના પસંદ કરેલા સેવકને સંબોધે છે.

ἐν ταῖς πλατείαις

આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ ""જાહેરમાં"" એમ થાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""શહેરો અને નગરોમાં"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Matthew 12:20

οὐ κατεάξει

“તે” ની સર્વ ઘટનાઓ ઈશ્વરના પસંદ કરેલા સેવકનો ઉલ્લેખ કરે છે.

κάλαμον συντετριμμένον οὐ κατεάξει, καὶ λίνον τυφόμενον οὐ σβέσει

આ બંને નિવેદનો એક જ વસ્તુ છે. તેઓ રૂપકો પર ભાર મૂકે છે કે ઈશ્વરનો સેવક નમ્ર અને દયાળુ રહેશે. બંને ""છૂંદેલું બરું"" અને ""ધુમાડાવાળું શણ"" નબળા અને નુકસાન પહોંચાડનારનો ઉલ્લેખ કરે છે. જો રૂપક ગૂંચવણમાં મૂકે છે, તો તમે શાબ્દિક અર્થનો અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""તે નબળા લોકો માટે દયાળુ રહેશે, અને જેઓ દુઃખ અનુભવે છે તેઓ માટે તેઓ નમ્ર રહેશે"" (જુઓ: સમાંતરણ અને રૂપક)

κάλαμον συντετριμμένον

ક્ષતિગ્રસ્ત છોડ

λίνον τυφόμενον οὐ σβέσει

તે કોઈ પણ ધુમાડાવાળા શણને બહાર મૂકશે નહીં અથવા ""તે કોઈ પણ ધુમાડાવાળા બળતણને ઓલવી નાખશે નહીં

λίνον τυφόμενον

આ એક દીવાની વાટનો ઉલ્લેખ કરે છે જેને જ્યારે સળગાવામાં આવે છે ત્યારે તેમાંથી માત્ર ધુમાડો નીકળે છે.

λίνον…ἕως

આને નવા વાક્યમાં અનુવાદ કરી શકાય છે: “શણ. આ તે ત્યાં સુધી કરશે.”

ἂν ἐκβάλῃ εἰς νῖκος τὴν κρίσιν

કોઈ પણ વ્યક્તિને વિજયમાં દોરી જવું તે, તેમને વિજયી બનવા માટેના કારણનું પ્રતિનિધિત્વ કરે છે. ન્યાયને વિજયી બનવા માટેનું પ્રતિનિધિત્વ ખોટી બાબતોને સાચી બાબતોમાં ફેરવવાનું છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે બધું જ યોગ્ય બનાવે છે"" (જુઓ: અમૂર્ત નામો)

Matthew 12:21

τῷ ὀνόματι αὐτοῦ

અહીં “નામ” સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “તેનામાં” (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Matthew 12:22

અહીં સુવાર્તામાં દ્રશ્ય હવે પાછળના સમયમાં પાછુ ફરે છે જ્યારે ફરોશીઓએ ઈસુ પર શેતાનની શક્તિ દ્વારા માણસને સાજો કરવાના આરોપ મૂક્યા હતા.

τότε προσηνέχθη αὐτῷ δαιμονιζόμενος, τυφλὸς καὶ κωφός

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પછી કોઈ વ્યક્તિ ઈસુ પાસે એક માણસને લાવ્યો જે અંધ અને મૂંગો હતો કારણ કે દુષ્ટાત્મા તેને નિયંત્રિત કરી રહ્યો હતો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

προσηνέχθη…τυφλὸς καὶ κωφός

કશું જોઈ શકે નહીં અને વાત કરી શકે નહીં એવો વ્યક્તિ

Matthew 12:23

καὶ ἐξίσταντο πάντες οἱ ὄχλοι

જે સર્વ લોકોએ ઈસુને આ વ્યક્તિને સાજો કરતા જોયા તેઓ મોટું આશ્ચર્ય પામ્યા

ὁ υἱὸς Δαυείδ

ખ્રિસ્ત અથવા મસીહ માટે આ શીર્ષક છે.

υἱὸς

અહીં તેનો અર્થ “ના વંશજ”

Matthew 12:24

કલમ 25 માં, ફરોશીઓના આક્ષેપોનો જવાબ આપવાનું શરૂ કરતા ઈસુ કહે છે કે શેતાનની શક્તિ દ્વારા તેણે આ માણસને સાજો કર્યો તેવું ફરોશીઓ કહે છે.

ἀκούσαντες

અહીં તે અંધ, મૂંગા અને અશુદ્ધ આત્માથી પીડિત માણસને સાજાપણું આપવાના ચમત્કારનો ઉલ્લેખ કરે છે.

οὗτος οὐκ ἐκβάλλει τὰ δαιμόνια, εἰ μὴ ἐν τῷ Βεελζεβοὺλ

આને હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. ""આ માણસ માત્ર અશુદ્ધ આત્માને બહાર કાઢી શકે છે કારણ કે તે બાલઝબૂલનો મિત્ર છે"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

οὗτος

ફરોશીઓ ઈસુનો નકાર કરે છે તે બતાવવા તેમને નામથી બોલાવવાનું ટાળે છે.

ἄρχοντι τῶν δαιμονίων

અશુદ્ધ આત્માઓનો સરદાર

Matthew 12:25

πᾶσα βασιλεία μερισθεῖσα καθ’ ἑαυτῆς ἐρημοῦται, καὶ πᾶσα πόλις ἢ οἰκία μερισθεῖσα καθ’ ἑαυτῆς οὐ σταθήσεται

ઈસુએ ફરોશીઓને જવાબ આપવા માટે નીતિવચનનો ઉપયોગ કરે છે. આ બંને નિવેદનો એક જ બાબત છે. ઈસુ એ બાબત પર ભાર મૂકે છે કે અન્ય અશુદ્ધ આત્માઓ સાથે લડવા માટે બાલઝબૂલ પોતાના સામર્થ્યનો ઉપયોગ કરે તે વાતનો કોઈ અર્થ નથી. (જુઓ: નીતિવચનો અને સમાંતરણ)

πᾶσα βασιλεία μερισθεῖσα καθ’ ἑαυτῆς ἐρημοῦται

અહીં ""રાજ્ય"" એ રાજ્યમાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""એક સામ્રાજ્ય ટકશે નહીં જ્યારે તેના લોકો એકબીજાની વચ્ચે લડાઈ કરશે"" (જુઓ: ઉપનામ અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

πᾶσα πόλις ἢ οἰκία μερισθεῖσα καθ’ ἑαυτῆς οὐ σταθήσεται

અહીં ""શહેર"" ત્યાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે, અને ""ઘર"" એ કુટુંબને નિર્દેશ કરે છે. ""પોતાનાથી વિભાજિત"" થવાથી તેના લોકો એકબીજા સાથે લડતા હોય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે લોકો એકબીજા સાથે લડાઈ કરે છે ત્યારે તે શહેર અથવા પરિવારનો નાશ થાય છે"" (જુઓ: ઉપનામ અને રૂપક)

Matthew 12:26

ફરોશીઓએ ઈસુ પર શેતાનની શક્તિ દ્વારા માણસને સાજો કરવાના આરોપ મૂક્યા હતા તેનો પ્રત્યુતર આપવાનું ઈસુ જારી રાખે છે.

καὶ εἰ ὁ Σατανᾶς τὸν Σατανᾶν ἐκβάλλει

શેતાન નામનો બીજો ઉપયોગ શેતાનની સેવા કરતા અશુદ્ધ આત્માઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો શેતાન તેના પોતાના અશુદ્ધ આત્માઓ વિરુદ્ધ કાર્ય કરે તો"" (જુઓ: ઉપનામ)

πῶς οὖν σταθήσεται ἡ βασιλεία αὐτοῦ?

ફરોશીઓ જે કહે છે તે તર્કહિન છે તેવું તેઓને બતાવવા માટે ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો શેતાન પોતાનામાં વિભાજિત છે તો, તેનું રાજ્ય સ્થિર રહી શકશે નહીં!"" અથવા ""જો શેતાન પોતાનાની સાથે લડાઈ કરે તો તેનું રાજ્ય ટકશે નહીં!” (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 12:27

Βεελζεβοὺλ

આ નામ એ જ સમાન વ્યક્તિનો “શેતાન” તરીકે ઉલ્લેખ કરે છે (કલમ 26).

οἱ υἱοὶ ὑμῶν ἐν τίνι ἐκβάλλουσιν?

ફરોશીઓને પડકારવા માટે ઈસુએ બીજા એક પ્રશ્નનો ઉપયોગ કર્યો. વૈકલ્પિક ભાષાંતર: ""પછી તમારે કહેવું જોઈએ કે તમારા અનુયાયીઓ પણ બાલઝબૂલની મદદથી અશુદ્ધ આત્માઓને કાઢે છે. પરંતુ, તમે જાણો છો કે આ સત્ય નથી."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

οἱ υἱοὶ ὑμῶν

ઈસુ ફરોશીઓ સાથે વાત કરી રહ્યા હતા. ""તમારા પુત્રો"" શબ્દ તેમના અનુયાયીઓનો ઉલ્લેખ કરે છે. શિક્ષકો અથવા આગેવાનોને અનુસરતા લોકોનો ઉલ્લેખ કરવાની આ એક સામાન્ય રીત હતી. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા અનુયાયીઓ"" (જુઓ: રૂપક)

διὰ τοῦτο, αὐτοὶ κριταὶ ἔσονται ὑμῶν

તમારા અનુયાયીઓ ઈશ્વરની મદદથી અશુદ્ધ આત્માઓને કાઢે છે, તેઓ બતાવે છે કે તમે મારા પ્રત્યે ખોટા છો.

Matthew 12:28

ઈસુ ફરોશીઓને પ્રત્યુત્તર આપવાનું જારી રાખે છે.

εἰ δὲ…ἐγὼ

અહીં ""જો"" નો અર્થ એ નથી કે ઈસુ પ્રશ્ન કરે છે કે શેતાનને કેવી રીતે હાંકી કાઢવો. અહીં ઈસુ સાચું નિવેદન દાખલ કરવા માટે આ શબ્દનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ જો કે હું

ἄρα ἔφθασεν ἐφ’ ὑμᾶς ἡ Βασιλεία τοῦ Θεοῦ

તો પછી ઈશ્વરનું રાજ્ય તમારામાં આવી ચૂક્યું છે. અહીં ""રાજ્ય"" એ રાજા તરીકે ઈશ્વરના શાસનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આનો અર્થ એ છે કે ઈશ્વર તમારામાં તેનું રાજ્ય સ્થાપિત કરી રહ્યા છે"" (જુઓ: ઉપનામ)

ἔφθασεν ἐφ’ ὑμᾶς

અહીં “તમે” બહુવચન છે અને ઇઝરાએલના લોકોને સંબોધે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

Matthew 12:29

πῶς δύναταί τις εἰσελθεῖν εἰς τὴν οἰκίαν…τὴν οἰκίαν αὐτοῦ διαρπάσει.

ફરોશીઓને જવાબ આપવા માટે ઈસુ દ્રષ્ટાંતનો ઉપયોગ કરે છે. ઈસુનો કહેવાનો અર્થ એ છે કે તેઓ(ઈસુ) સ્વયં, શેતાનથી વધારે શક્તિશાળી છે તેથી તેઓ(ઈસુ) અશુદ્ધ આત્માઓને બહાર કાઢી શકે છે. (જુઓ: દ્રષ્ટાંતો)

πῶς δύναταί τις εἰσελθεῖν…ἐὰν μὴ πρῶτον δήσῃ τὸν ἰσχυρόν?

ફરોશીઓ અને ટોળાને શીખવવા માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""બળવાન વ્યક્તિને બાંધ્યા વિના કોઈ પણ તે ઘરમાં પ્રવેશી શકશે નહીં."" અથવા ""જો કોઈ વ્યક્તિ પ્રવેશ કરવા માંગે છે ... તો તેણે પ્રથમ બળવાન માણસને બાંધવો પડે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἐὰν μὴ πρῶτον δήσῃ τὸν ἰσχυρόν?

પ્રથમ બળવાન માણસ પર નિયંત્રણ લીધા વિના

τότε τὴν οἰκίαν αὐτοῦ διαρπάσει

પછી તે ચોરી કરી શકે છે અથવા “પછી તે ચોરી કરવા સમર્થ બની શકે છે”

Matthew 12:30

ὁ μὴ ὢν μετ’ ἐμοῦ

જે મને સમર્થન આપતો નથી અથવા “જે મારી સાથે કાર્ય કરતો નથી”

κατ’ ἐμοῦ ἐστιν

મારો વિરોધ કરે છે અથવા “મારી વિરુદ્ધ કાર્ય કરે છે”

ὁ μὴ συνάγων μετ’ ἐμοῦ σκορπίζει

ઈસુ એક રૂપકનો ઉપયોગ કરી રહ્યા છે કે કોઈ વ્યક્તિ ઘેટાંના ટોળાને ઘેટાંપાળક પાસે ભેગા કરે છે અથવા તેમને ઘેટાંપાળકથી દૂર લઈ જાય છે. ઈસુનો અર્થ એ છે કે કોઈ વ્યક્તિ કાં તો લોકોને ઈસુના શિષ્ય બનવામાં મદદ કરે છે અથવા તે લોકોને ઈસુનો નકાર કરવા કહે છે. (જુઓ: રૂપક)

Matthew 12:31

ઈસુ ફરોશીઓને પ્રત્યુત્તર આપવાનું ચાલુ રાખે છે.

λέγω ὑμῖν

હવે ઈસુ જે આગળ કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

λέγω ὑμῖν

અહીં “તમે” બહુવચન છે. ઈસુ પ્રત્યક્ષ રીતે ફરોશીઓ સાથે વાત કરે છે પણ તે ટોળાને શિક્ષણ આપતા નથી. (જુઓ: તમેનાં સ્વરૂપો)

πᾶσα ἁμαρτία καὶ βλασφημία ἀφεθήσεται τοῖς ἀνθρώποις

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો જે પાપ કરે છે અને લોકો જે કહે છે તે પ્રત્યેક દુષ્ટ બાબતને ઈશ્વર માફ કરશે"" અથવા ""ઈશ્વર દરેક દુષ્ટતા અને પાપોને ક્ષમા કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἡ…τοῦ Πνεύματος, βλασφημία οὐκ ἀφεθήσεται

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પવિત્ર આત્મા વિરુદ્ધ કરેલ દરેક પાપ અને દુર્ભાષણને ઈશ્વર માફ કરશે નહીં"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 12:32

καὶ ὃς ἐὰν εἴπῃ λόγον κατὰ τοῦ Υἱοῦ τοῦ Ἀνθρώπου

અહીં ""શબ્દ"" નો અર્થ છે કોઈ શું કહે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો કોઈ વ્યક્તિ માણસના દીકરા વિશે દુર્ભાષણ કરશે"" (જુઓ: ઉપનામ)

τοῦ Υἱοῦ τοῦ Ἀνθρώπου

ઈસુ પોતાના વિશે વાત કરી રહ્યા છે. (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

ἀφεθήσεται αὐτῷ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તે વ્યક્તિને માફ કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

οὐκ ἀφεθήσεται αὐτῷ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “પવિત્ર આત્મા વિરુદ્ધનું પાપ માફ કરશે નહીં.

οὔτε ἐν τούτῳ τῷ αἰῶνι οὔτε ἐν τῷ μέλλοντι

અહીંયા ""જગત"" અને ""તે જે આવવાનું છે"" તે વર્તમાન યુગ અને આવનાર યુગને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ યુગમાં અથવા આવનાર યુગમાં"" અથવા ""સદા અને સર્વકાળ"" (જુઓ: ઉપનામ)

Matthew 12:33

ઈસુ ફરોશીઓને પ્રત્યુત્તર આપવાનું ચાલુ રાખે છે.

ἢ ποιήσατε τὸ δένδρον καλὸν καὶ τὸν καρπὸν αὐτοῦ καλόν, ἢ ποιήσατε τὸ δένδρον σαπρὸν καὶ τὸν καρπὸν αὐτοῦ σαπρόν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""જો ઝાડ સારું હશે તો તેનું ફળ સારું મળશે, અને જો વૃક્ષ ખરાબ હશે તો તેનું ફળ ખરાબ મળશે"" અથવા 2) ""જો તમે ઝાડને સારું ગણો તો તેનું ફળ સારું છે, અને જો તમે તે ઝાડને ખરાબ માનતા હો, તો તેનું ફળ ખરાબ રહેશે."" આ એક કહેવત હતી. કોઈ વ્યક્તિ સારી કે ખરાબ છે તે કેમ જાણી શકાય તેના માટે આ સત્યને લાગુ પાડવું.

καλὸν…σαπρὸν

તંદુરસ્ત… રોગગ્રસ્ત

ἐκ γὰρ τοῦ καρποῦ, τὸ δένδρον γινώσκεται

અહીં ફળ વ્યક્તિ શું કરે છે તેનો ઉલ્લેખ કરે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે ઝાડ ફળથી ઓળખાય છે કે તે સારું છે કે ખરાબ છે"" અથવા ""લોકો વ્યક્તિના વર્તન અને પ્રવૃત્તિઓના પરિણામો જોઈને કહે છે કે તે વ્યક્તિ સારો છે કે ખરાબ છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને રૂપક)

Matthew 12:34

γεννήματα ἐχιδνῶν

અહીં ""સંતાન"" નો અર્થ છે કે ""ની લાક્ષણિકતાઓ હોવી."" એક પ્રકારના ઝેરી સાપો છે જે જોખમી છે અને દુષ્ટતાને દર્શાવે છે. તમે માથ્થી 3: 7 માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: રૂપક)

γεννήματα…λαλεῖν…ὄντες

આ બહુવચન છે જે ફરોશીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

πῶς δύνασθε ἀγαθὰ λαλεῖν

ઈસુ ફરોશીઓને ઠપકો આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે સારી વાતો કહી શકો નહીં."" અથવા ""તમે માત્ર દુષ્ટ વાતો જ કહી શકો છો."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἐκ…τοῦ περισσεύματος τῆς καρδίας, τὸ στόμα λαλεῖ

અહીં ""હૃદય"" એ વ્યક્તિના મનમાં વિચારો માટેનું નામ છે. અહીં ""મુખ"" એ જે સંપૂર્ણ રૂપે વ્યક્તિને રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""વ્યક્તિ જે મુખથી બોલે છે તે તેના મનમાં શું ચાલે છે તે પ્રગટ કરે છે."" (જુઓ: ઉપનામ અને અભિવ્યક્ત અલંકાર)

Matthew 12:35

ὁ ἀγαθὸς ἄνθρωπος ἐκ τοῦ ἀγαθοῦ θησαυροῦ ἐκβάλλει ἀγαθά; καὶ ὁ πονηρὸς ἄνθρωπος ἐκ τοῦ πονηροῦ θησαυροῦ ἐκβάλλει πονηρά

ઈસુ ""હૃદય"" વિશે બોલે છે કે તે જાણે એક પાત્ર છે કે જે વ્યક્તિ સારી કે ખરાબ વાતોથી ભરપૂર છે. આ એક રૂપક છે જેનો અર્થ એ છે કે વ્યક્તિ શું કહે છે તે બતાવે છે કે વ્યક્તિ ખરેખર શું છે. જો તમારે આ કાલ્પનિક રાખવું હોય તો તમે યુએસટી તપાસો. તમે શાબ્દિક અનુવાદ પણ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""જે માણસ ખરેખર સારૂ છે તે સારી વાત કરશે, અને ખરેખર જે દુષ્ટ છે તે ખરાબ વાતો બોલશે"" (જુઓ: રૂપક)

Matthew 12:36

ઈસુએ અશુદ્ધ આત્મા વળગેલા માણસને સાજો કર્યો તેવા ફરોશીઓના આરોપ વિશેના પ્રત્યુત્તર આપવાનું સમાપન ઈસુ કરે છે.

λέγω…ὑμῖν

આ ઈસુ આગળ શું કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

οἱ ἄνθρωποι, ἀποδώσουσιν περὶ

ઈશ્વર તેઓને પૂછશે અથવા “લોકોએ ઈશ્વરને સમજાવવું પડશે”

πᾶν ῥῆμα ἀργὸν ὃ λαλήσουσιν

અહીં ""શબ્દ"" કોઈક કંઈક કહે છે તે બતાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""દરેક હાનિકારક વસ્તુ જે તેઓએ કહી હશે"" (જુઓ: ઉપનામ)

Matthew 12:37

δικαιωθήσῃ…καταδικασθήσῃ

આને સક્રિય રૂપમાં દર્શાવે શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર તમને ન્યાયી ઠેરવશે અને ,,, ઈશ્વર તમને શિક્ષા કરશે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 12:38

કલમ 39 માં, ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓને ઠપકો આપવાનું શરૂ કરે છે.

શેતાનની શક્તિ દ્વારા ઈસુએ માણસને સાજો કર્યો છે તેવા ફરોશીઓના આક્ષેપનો જવાબ ઈસુએ આપ્યા પછીની કલમોમાં જ આ સંવાદ થાય છે.

θέλομεν

અમને જોઈએ

ἀπὸ σοῦ σημεῖον ἰδεῖν

તમે સ્પષ્ટ કરી શકો છો કે તેઓ શા માટે નિશાની માગે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા તરફથી નિશાની મળશે તે જ સાબિત કરશે કે તમે જે કહો છો તે સાચું છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 12:39

γενεὰ πονηρὰ καὶ μοιχαλὶς σημεῖον ἐπιζητεῖ…δοθήσεται αὐτῇ

ઈસુ હાલની વર્તમાન પેઢી સાથે વાત કરી રહ્યા છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે એક દુષ્ટ અને વ્યભિચારી પેઢી છો જે નિશાની માગે છે.."" (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

γενεὰ…μοιχαλὶς

અહીં ""વ્યભિચારી"" એવા લોકો માટે એક રૂપક છે કે જે ઈશ્વરને વફાદાર નથી. વૈકલ્પિક ભાષાંતર: ""અવિશ્વસનીય પેઢી"" અથવા ""દુષ્ટ પેઢી"" (જુઓ: રૂપક)

σημεῖον οὐ δοθήσεται αὐτῇ

ઈસુએ તેઓને નિશાની આપી ન હતી કારણ કે, તેમણે ઘણા ચમત્કારો કર્યા હોવા છતા તેઓએ તેના પર વિશ્વાસ કર્યો નહીં. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું તેમને નિશાની આપીશ નહીં"" અથવા ""ઈશ્વર તમને કોઈ નિશાની આપશે નહીં"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

εἰ μὴ τὸ σημεῖον Ἰωνᾶ τοῦ προφήτου

યૂના પ્રબોધક વિના કોઈ નિશાની અપાશે નહીં.

Matthew 12:40

τρεῖς ἡμέρας καὶ τρεῖς νύκτας

અહીં “દિવસ” અને “રાત” એ 24 કલાકના દિવસનો સમય છે. વૈકલ્પિક ભાષાંતર: “સંપૂર્ણ ત્રણ દિવસ” (જુઓ: મેરિઝમ)

ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου

ઈસુ પોતાન વિશે કહે છે. (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

ἐν τῇ καρδίᾳ τῆς γῆς

આનો અર્થ ભૌતિક કબરની અંદર થાય છે. (જુઓ: રૂઢિપ્રયોગ)

Matthew 12:41

ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓને ઠપકો આપવાનું ચાલુ રાખે છે.

ἄνδρες Νινευεῖται

નિનવેહના નાગરિકો

ἐν τῇ κρίσει

ન્યાયના દિવસે અથવા “જ્યારે ઈશ્વર લોકોનો ન્યાય કરશે”

τῆς γενεᾶς ταύτης

ઈસુના સુવાર્તા પ્રચારના સમયમાં જેઓ હતા તેઓનો ઉલ્લેખ કરે છે.

καὶ κατακρινοῦσιν αὐτήν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""શિક્ષા"" એ આરોપ દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને લોકોની આ પેઢીનો દોષ કાઢશે"" અથવા 2) ઈશ્વર આ પેઢીના લોકોને શિક્ષા કરશે કારણ કે તેઓએ નિનેવેહના લોકોની જેમ પસ્તાવો કર્યો નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""અને ઈશ્વર આ પેઢીના લોકોને શિક્ષા કરશે"" (જુઓ: ઉપનામ)

καὶ ἰδοὺ

અને જુઓ. આ ઈસુ આગળ શું કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

πλεῖον

કોઈ વધુ મહત્વપૂર્ણ

πλεῖον

ઈસુ પોતાના વિશે કહી રહ્યા છે. (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

Ἰωνᾶ ὧδε

તમે ઈસુના નિવેદનનો સ્પષ્ટ અર્થ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “યૂના કરતાં પણ મહાન અહીં છે, છતાં પણ તમે પસ્તાવો કર્યો નથી, તેથી જ ઈશ્વર તમને શિક્ષા કરશે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 12:42

ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓને ઠપકો આપવાનું ચાલુ રાખે છે.

βασίλισσα νότου

આ શેબાની રાણીનો ઉલ્લેખ કરે છે. શેબા ઇઝરાએલની દક્ષિણમાં આવેલી એક ભૂમિ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

ἐγερθήσεται ἐν τῇ κρίσει

ન્યાયના દિવસે ઉભા રહેવું પડશે

ἐν τῇ κρίσει

ન્યાયના દિવસે અથવા ""જ્યારે ઈશ્વર લોકોનો ન્યાય કરે છે."" જુઓ તમે માથ્થી 12:41 માં તમે કેવી રીતે અનુવાદ કર્યું છે.

τῆς γενεᾶς ταύτης

ઈસુના સુવાર્તા પ્રચારના સમય દરમિયાન જેઓ રહેતા હતા તેઓનો ઉલ્લેખ કરે છે

καὶ κατακρινεῖ αὐτήν

તમે માથ્થી 12:41 માં સમાન નિવેદનનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""શિક્ષા"" અહીં આરોપ રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને લોકોની આ પેઢીનો દોષ કાઢશે"" અથવા 2) ઈશ્વર આ પેઢીના લોકોને શિક્ષા કરશે કારણ કે તેઓએ દક્ષિણની રાણીની જેમ જ્ઞાનની વાત સાંભળી નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""અને ઈશ્વર આ પેઢીના લોકોને શિક્ષા કરશે"" (જુઓ: ઉપનામ)

ἦλθεν ἐκ τῶν περάτων τῆς γῆς

અહીં “પૃથ્વીનો છેડો” એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ “ખૂબ દુર”. વૈકલ્પિક ભાષાંતર: “તે રાણી પૃથ્વીના અંત ભાગથી મળવાને આવી. (જુઓ: રૂઢિપ્રયોગ)

ἦλθεν ἐκ τῶν περάτων τῆς γῆς ἀκοῦσαι τὴν σοφίαν Σολομῶνος

આ નિવેદન સમજાવે છે કે શા માટે ઈસુના સમયની આ પેઢીના લોકોને દક્ષિણની રાણી દોષિત ઠરાવશે. વૈકલ્પિક ભાષાંતર: ""તે આવી"" (જુઓ: જોડતા શબ્દો)

καὶ ἰδοὺ

અને જુઓ. આ ઈસુ આગળ શું કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

πλεῖον

કોઈ વધુ મહત્વપૂર્ણ

πλεῖον

ઈસુ પોતાના વિશે કહી રહ્યા છે. (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

Σολομῶνος ὧδε

તમે ઈસુના નિવેદનના અસ્પષ્ટ અર્થને સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""સુલેમાન કરતાં અહીં એક મોટો છે, છતાં તમે તેનું સાંભળતા નથી. તેથી જ ઈશ્વર તમને શિક્ષા કરશે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 12:43

ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓને ઠપકો આપવાનું ચાલુ રાખે છે. તે દ્રષ્ટાંત કહેવાનું શરૂ કરે છે.

ἀνύδρων τόπων

સુકી જગ્યા અથવા “એવી જગ્યા જ્યાં લોકો રહેતા નથી”

οὐχ εὑρίσκει

અહીં “તે” વિશ્રામનો ઉલ્લેખ કરે છે.

Matthew 12:44

τότε λέγει, εἰς τὸν οἶκόν μου ἐπιστρέψω ὅθεν ἐξῆλθον.

આને અવતરણના સ્થાને નિવેદન તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેથી, અશુદ્ધ આત્મા જે ઘરમાંથી તે નીકળ્યો હતો ત્યાં પાછો આવશે.

εἰς τὸν οἶκόν μου…ὅθεν ἐξῆλθον

જે વ્યક્તિમાં અશુદ્ધ આત્મા છે તેના માટે આ રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: “હું જ્યાંથી નીકળ્યો હતો” (જુઓ: રૂપક)

εὑρίσκει σχολάζοντα σεσαρωμένον καὶ κεκοσμημένον

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અશુદ્ધ આત્મા એવા ઘરને શોધે છે કે જે કોઈએ સાફ કર્યું હોય અને જે વસ્તુ જ્યાં શોભે છે ત્યાં દરેક વસ્તુ વ્યવસ્થિત ગોઠવેલી હોય."" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

σχολάζοντα σεσαρωμένον καὶ κεκοσμημένον

ફરી, ""ઘર"" એવા વ્યક્તિ માટે રૂપક છે કે જેમાં અશુદ્ધ આત્મા રહે છે. અહીં, ""બહાર નીકળવું અને ગોઠવવું"" સૂચવે છે કે કોઈ પણ ઘરમાં રહેતું નથી. ઈસુ કહે છે કે જ્યારે અશુદ્ધ આત્મા કોઈ વ્યક્તિને છોડે છે ત્યારે વ્યક્તિએ પવિત્ર આત્માને તેનામાં રહેવા માટે આમંત્રણ આપવું જોઈએ નહીં તો અશુદ્ધ આત્મા પાછો આવી તે વ્યક્તિમાં ફરીથી વાસ કરશે. (જુઓ: રૂપક)

Matthew 12:45

“જ્યારે અશુદ્ધ આત્મા” શબ્દોથી કલમ 43 માં શરુ કરેલ દ્રષ્ટાંતને ઈસુ અહીં પૂર્ણ કરે છે.

τότε πορεύεται…καὶ τῇ γενεᾷ ταύτῃ τῇ πονηρᾷ

લોકોને વિશ્વાસ ન કરવાના જોખમથી ચેતવણી આપવા માટે ઈસુ એક દ્રષ્ટાંત કહે છે. (જુઓ: દ્રષ્ટાંતો)

οὕτως ἔσται καὶ τῇ γενεᾷ ταύτῃ τῇ πονηρᾷ

આનો અર્થ એ થાય કે જો ઈસુના સમયના લોકો કે પેઢીએ તેમના પર વિશ્વાસ કર્યો નથી અને તેમના શિષ્યો બન્યા નથી તો ઈસુના આવ્યા પહેલાં તેઓ જે સ્થિતિમાં હતા તેનાથી પણ વધુ ખરાબ સ્થિતિમાં તેઓ આવી પડશે.

Matthew 12:46

ઈસુની માતા અને ભાઈઓનું આગમન તેમના આત્મિક કુટુંબનું વર્ણન કરવાની તક બની જાય છે.

ἰδοὺ

શબ્દ “જુઓ” એ વાર્તામાંના વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.

ἡ μήτηρ

આ મરિયમ, ઈસુની માનવ માતા છે.

οἱ ἀδελφοὶ αὐτοῦ

અહીં મરિયમ દ્વારા જન્મેલા અન્ય બાળકો હોઈ શકે છે, પરંતુ શક્ય છે કે અહીં ""ભાઈઓ"" શબ્દનો અર્થ ઈસુના પિતરાઈ ભાઈઓનો ઉલ્લેખ કરે છે.

ζητοῦντες…λαλῆσαι

બોલવાની ઇચ્છા

Matthew 12:47

εἶπεν δέ τις αὐτῷ, ἰδοὺ, ἡ μήτηρ σου καὶ οἱ ἀδελφοί σου ἔξω ἑστήκασιν ζητοῦντές σοι λαλῆσαι.

આને પરોક્ષ ભાવમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈએ ઈસુને કહ્યું કે તેમની માતા અને ભાઈઓ બહાર તેમને મળવાને આવ્યા છે."" (જુઓ: પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

Matthew 12:48

માથ્થી 12: 1 માં શરૂ થયેલ વૃતાંત, જ્યાં માથ્થી જણાવે છે કે ઈસુના સેવાકાર્યમાં વિરોધ વધવા લાગ્યા છે, તેનો અહીં અંત આવે છે.

τῷ λέγοντι αὐτῷ

જે વ્યક્તિએ ઈસુને કહ્યું તે સંદેશની વિગતો સમજી શકાય છે અને પુનરાવર્તનની જરૂર નથી. વૈકલ્પિક ભાષાંતર: ""જેણે ઈસુને કહ્યું કે તેમની માતા અને ભાઈઓ તેમની સાથે વાત કરવા માગે છે"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

τίς ἐστιν ἡ μήτηρ μου καὶ τίνες εἰσὶν οἱ ἀδελφοί μου?

ઈસુ લોકોને શીખવવા માટે આ પ્રશ્નોનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારી માતા અને ભાઈઓ કોણ છે તે હું તમને જણાવીશ."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 12:49

ἰδοὺ

જુઓ અથવા “સંભાળવું” અથવા “હું તમને જે કહેવા માગું છે તે પર ધ્યાન આપો”

ἡ μήτηρ μου καὶ οἱ ἀδελφοί μου

આ એક રૂપક છે જેનો અર્થ છે ઈસુના શિષ્યો ઈસુના આત્મિક કુટુંબના સભ્યો છે. તેમના શારીરિક પરિવારની તુલનામાં આ વધુ મહત્વપૂર્ણ છે. (જુઓ: રૂપક)

Matthew 12:50

ὅστις…ἂν ποιήσῃ

જે કોઈ આ પ્રમાણે કરે છે

τοῦ Πατρός

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

αὐτός μου ἀδελφὸς, καὶ ἀδελφὴ, καὶ μήτηρ ἐστίν

આ એક રૂપક છે જેનો અર્થ છે કે જે કોઈ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરે છે તે ઈસુના આત્મિક કુટુંબના છે. તેના શારીરિક પરિવારની તુલનામાં આ વધુ મહત્વપૂર્ણ છે. (જુઓ: રૂપક)

Matthew 13

માથ્થી 13 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદ વાંચનને સરળ બનાવવા માટે કવિતાની પ્રત્યેક પંક્તિને બાકીના લખાણથી જમણી તરફ જમણી બાજુએ ગોઠવે છે. યુએલટી આ પ્રમાણે 13: 14-15 ની કવિતાને ગોઠવે છે, જેના શબ્દો જૂના કરારના છે.

આ અધ્યાય સુવાર્તામાં નવા વિભાગની શરૂઆત કરે છે. તે ઈશ્વરના રાજ્યના કેટલાક દ્રષ્ટાંતોનો સમાવેશ કરે છે.

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

ઉપનામ

ઈસુ ઘણીવાર “આકાશ” શબ્દનો ઉપયોગ કરે છે જેથી તેમના સાંભળનારાઓ ઈશ્વર જે આકાશમાં રહે છે તેમના વિશે વિચાર કરે ([માથ્થી 13:11] (../../mat/13/11.md)).

સ્પષ્ટ માહિતી

ઉપદેશક સામાન્ય રીતે એવી વાતો કહેતા નથી કે જે તેમના સાંભળનારાઓને પહેલેથી સમજતા હોય. જ્યારે માથ્થીએ લખ્યું કે ઈસુ ""સમુદ્ર કિનારે બેઠા હતા"" ([માથ્થી 13: 1] (../../mat/13/01.md)), સંભવતઃ ઈસુ અપેક્ષા રાખી રહ્યા હતા કે તેમના સાંભળનારાઓ જાણે કે ઈસુ હવે શિક્ષણ આપવાની શરૂઆત કરવાના છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

રૂપક

ઉપદેશકો મહદઅંશે વસ્તુઓ માટે એવા શબ્દોનો ઉપયોગ કરે છે કે જે સ્પર્શ કરી શકાતા હોય અને સ્પર્શ કરી શકાતા ના પણ હોય. શેતાન લોકોને ઈસુના સંદેશને સમજતા અટકાવે છે તેનું વર્ણન કરવા માટે ઈસુ બીજ ખાતા પક્ષીની વાત કરે છે ([માથ્થી 13:19] (../../mat/13/19.md)).

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

નિષ્ક્રિય વાણી

આ અધ્યાયમાં ઘણા વાક્યો જણાવે છે કે વ્યક્તિને કંઈક થયું છે પણ કોઈ જાણતું નથી કે તેને શું થયું છે અને એ બનવાનું કારણ કોણ છે. ઉદાહરણ તરીકે, ""તેઓ સળગતા હતા"" ([માથ્થી 13: 6] (../../mat/13/06.md)). તમારે આને વાક્યમાં એ રીતે અનુવાદ કરવું જોઈએ કે જે ક્રિયા દર્શાવે. (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

દ્રષ્ટાંતો

દ્રષ્ટાંતો ટૂંકી વાર્તાઓ છે કે જે ઈસુ લોકોને શિક્ષણ આપતા હતા તે સહેલાઈથી સમજી શકે. તેમણે વાર્તાઓ પણ કહી હતી જેથી જેઓ તેમનામાં વિશ્વાસ કરવા માંગતા ન હતા તેઓ સત્યને સમજી શકે નહીં. (માથ્થી 13:11-13).

Matthew 13:1

આ સુવાર્તાના નવા ભાગની શરૂઆત છે જ્યાં ઈસુએ આકાશના રાજ્ય વિશેનું શિક્ષણ આપવા માટે દૃષ્ટાંતોનો ઉપયોગ કરીને ભીડને શીખવવાનું શરૂ કર્યું.

ἐν τῇ ἡμέρᾳ ἐκείνῃ

આ ઘટનાઓ પહેલાના પ્રકરણની જેમ જ સમાન દિવસે બની હતી.

ἐξελθὼν…τῆς οἰκίας

ઈસુ કોના ઘરે રહી રહ્યા છે તેનું વર્ણન કરવામાં આવ્યું નથી.

ἐκάθητο παρὰ τὴν θάλασσαν

એ સ્પષ્ટ છે કે ઈસુએ નીચે બેસીને શિક્ષણ આપ્યું છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 13:2

ὥστε αὐτὸν εἰς πλοῖον ἐμβάντα

તે ગર્ભિત છે કે ઈસુ નાવમાં બેસી ગયા કારણ કે તે લોકોને શીખવવું સરળ બનાવી શકે છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

πλοῖον

આ કદાચ એક ખુલ્લી, લાકડાની માછલી પકડવાની નાવ હતી. (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

Matthew 13:3

બીજ વાવનાર વ્યક્તિનું દ્રષ્ટાંત કહીને ઈસુ આકાશના રાજ્યનું શિક્ષણ આપે છે.

καὶ ἐλάλησεν αὐτοῖς πολλὰ ἐν παραβολαῖς

ઈસુએ દ્રષ્ટાંતોમાં ઘણી બધી વાતો કહી.

αὐτοῖς

ટોળામાં ઉભેલા લોકોને

ἰδοὺ

જુઓ અથવા ""સાંભળો."" હવે આગળ શું કહેવાનું છે તે તરફ ધ્યાન દોરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું તમને જે કહેવાનું છું તેના પર ધ્યાન આપો

ἐξῆλθεν ὁ σπείρων τοῦ σπείρειν

ખેડૂત ખેતરમાં બીજ વાવવાને માટે જાય છે

Matthew 13:4

καὶ ἐν τῷ σπείρειν αὐτὸν

જે રીતે ખેડૂત બીજ વેરે છે

παρὰ τὴν ὁδόν

આ “માર્ગ”નો નિર્દેશ કરે છે જે ખેતરની બાજુમાં છે. લોકો તે પરથી ચાલે છે એટલે માર્ગ કઠીન હોઈ શકે છે.

κατέφαγεν αὐτά

સર્વ જ બીજ ખાઈ ગયા

Matthew 13:5

τὰ πετρώδη

કાંકરાથી ભરેલી જમીન જેમાં માટીવાડી જમીનનું સ્તર ઓછું અને પથ્થર વધારે છે.

καὶ εὐθέως ἐξανέτειλεν

આ બીજ જલ્દી વધીને ઉગી નીકળ્યા

Matthew 13:6

ἐκαυματίσθη

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""સૂર્યના તાપથી છોડ ચીમળાઈ ગયા અને ખૂબ તાપ પડ્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐξηράνθη

છોડ સુકાઈને નાશ પામ્યો

Matthew 13:7

બીજ વાવનારનું દ્રષ્ટાંત અહીં ઈસુ પૂર્ણ કરે છે.

ἔπεσεν ἐπὶ τὰς ἀκάνθας

છોડની સાથે કાંટા અને ઝાંખરા ઉગી નીકળ્યા

ἀπέπνιξαν αὐτά

નવું ઝાડ ઉગ્યું. ઝાડને વિકસતા અટકાવવા અન્ય બિનજરૂરી વનસ્પતિ પણ સહેલાઈથી ઉગી નીકળી.

Matthew 13:8

ἐδίδου καρπόν

વધારે ઝાડ ઉગ્યા અથવા “ફળ આપ્યું”

ὃ μὲν ἑκατὸν, ὃ δὲ ἑξήκοντα, ὃ δὲ τριάκοντα

અગાઉના શબ્દોમાંથી ""બીજ"", ""ઉત્પાદન,"" અને ""પાક"" શબ્દો સમજી શકાય છે. આ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેટલાક બીજે સો ગણો પાક ઉત્પન્ન કર્યુ, કેટલાક બીજે સાંઢ ગણું પાક ઉત્પન્ન કર્યુ, અને કેટલાક બીજે ત્રીસ ગણું પાક ઉપ્તન કર્યું"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

ἑκατὸν…ἑξήκοντα…τριάκοντα

100 ... 60 ... 30 (જુઓ: સંખ્યાઓ)

Matthew 13:9

ὁ ἔχων ὦτα, ἀκουέτω

ઈસુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમણે જે કહ્યું છે તે મહત્વપૂર્ણ છે અને તે સમજવા અને અનુકરણ કરી શકાય છે. અહીં ""કાન હોય"" શબ્દનો અર્થ સમજવા અને તેનું પાલન કરવાની ઇચ્છા માટેનું રૂપ છે. જુઓ કે તમે [માથ્થી 11:15] (../11/15md) માં સમાન શબ્દનો અનુવાદ કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેને સાંભળવાને કાન છે તે સાંભળે"" અથવા ""જેને સમજવું છે તે સમજે અને તેની આજ્ઞાનું પાલન કરે"" (જુઓ: ઉપનામ)

ὁ ἔχων ὦτα, ἀκουέτω

કેમ કે ઈસુ સીધા તેમને સાંભળનારની સાથે વાત કરે છે, તમે અહીં બીજા વ્યક્તિના રૂપમાં તેનો ઉપયોગ કરી શકો છો. જુઓ કે તમે [માથ્થી 11:15] (../11/15md) માં સમાન શબ્દનો અનુવાદ કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો તમને સાંભળવાને કાન છે તો સાંભળો"" અથવા ""જો તમે સમજી શકો છો, તો સમજો અને તેની આજ્ઞાનું પાલન કરો"" (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

Matthew 13:10

ઈસુ શા માટે દ્રષ્ટાંતોમાં વાત કરે છે તેની સમજ તે શિષ્યોને આપે છે.

Matthew 13:11

ὑμῖν δέδοται γνῶναι τὰ μυστήρια τῆς Βασιλείας τῶν Οὐρανῶν, ἐκείνοις δὲ οὐ δέδοται

આને સક્રિય સ્વરૂપ સાથે અનુવાદ કરી શકાય છે અને પ્રત્યક્ષ માહિતી સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તમને આકાશના રાજ્યના રહસ્યને સમજવાનો વિશેષાધિકાર આપ્યો છે પરંતુ ઈશ્વરે આ લોકોને તે હક આપ્યા નથી"" અથવા ""ઈશ્વર તમને આકાશના રાજ્યના રહસ્યો સમજવામાં સમર્થ બનાવે છે, પરંતુ તે આ લોકો સમજી શકતા નથી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ὑμῖν δέδοται γνῶναι

શબ્દ “તમે” અહીં બહુવચન છે અને શિષ્યોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

τὰ μυστήρια τῆς Βασιλείας τῶν Οὐρανῶν

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: ""આકાશમાંના આપણા ઈશ્વરના રહસ્યો અને તેમની સત્તા."" (જુઓ: ઉપનામ)

Matthew 13:12

ὅστις…ἔχει

જે કોઈને સમજશક્તિ હોય અથવા “હું જે શિક્ષણ આપું છું તે જે કોઈ સમજે છે”

δοθήσεται

આને સક્રિય વાક્યમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર:“ઈશ્વર તેને વધારે સમજશક્તિ આપશે.

ὅστις…οὐκ ἔχει

જે કોઈને સમજશક્તિ નથી અથવા “હું જે શિક્ષણ આપું છું તે જો કોઈ પ્રાપ્ત કરતુ નથી તો”

καὶ ὃ ἔχει ἀρθήσεται ἀπ’ αὐτοῦ

આને સક્રિય વાક્યમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર:“તેની પાસે જે છે તે પણ લઈ લેવામાં આવશે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 13:13

14 મી કલમમાં, ઈસુ યશાયા પ્રબોધકનો ઉલ્લેખ કરી દર્શાવે છે કે ઈસુનો ઉપદેશ અને તેમના વિશેની ભવિષ્યવાણીની પરિપૂર્ણતા સમજવામાં લોકો નિષ્ફળ ગયા.

ઈસુ શા માટે દ્રષ્ટાંતોમાં વાત કરે છે તેની સમજ તે શિષ્યોને આપે છે.

αὐτοῖς…βλέπουσιν

“તેઓને” અને “તેઓ” શબ્દો લોકોના ટોળાનો ઉલ્લેખ કરે છે.

ઈસુએ શિષ્યોને કહેવા અને ઉલ્લેખ કરવા આ સમાંતરણનો ઉપયોગ કર્યો છે કે લોકોનું ટોળું ઈશ્વરના સત્યને સમજી શક્યું નથી. (જુઓ: સમાંતરણ)

βλέποντες

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આનો અર્થ એ થાય છે કે ઈસુ શું કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું જે કરું તે તેઓ જુએ છે તેમ છતાં"" અથવા 2) તેમની જોવાની ક્ષમતાને નિર્દેશ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ જોઈ શકે છે તેમ છતાં

οὐ βλέπουσιν

અહીં “જોવું” એ સમજશક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “તેઓ સમજતા નથી” (જુઓ: રૂપક)

ἀκούοντες

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આનો અર્થ એ છે કે ઈસુ જે શીખવે છે તે સાંભળે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું જે કહું છું તે તેઓ સાંભળે છે તેમ છતાં"" અથવા 2) તે સાંભળવાની તેમની ક્ષમતાને સૂચવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ સાંભળી શકે છે તેમ છતાં

οὐκ ἀκούουσιν

અહીં ""સાંભળો"" સારી રીતે સાંભળવાનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ સારી રીતે સાંભળતા નથી"" અથવા ""તેઓ ધ્યાન આપતા નથી"" (જુઓ: રૂપક)

Matthew 13:14

καὶ ἀναπληροῦται αὐτοῖς ἡ προφητεία Ἠσαΐου ἡ λέγουσα

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ વિશે ઘણાં સમય પહેલાં ઈશ્વરે યશાયા પ્રબોધક દ્વારા જે કહ્યું હતું તેની પરિપૂર્ણતા તેઓ કરી રહ્યા છે”

ἀκοῇ ἀκούσετε καὶ οὐ μὴ συνῆτε; καὶ βλέποντες βλέψετε καὶ οὐ μὴ ἴδητε

યશાયાના દિવસના અવિશ્વસનીય લોકો વિશે યશાયા પ્રબોધકનો ભાવાર્થ છે. જે ટોળું ઈસુને સાંભળી રહ્યા હતા તેઓનો ઉલ્લેખ કરવા માટે ઈસુએ આ ભાવાર્થનો ઉપયોગ કર્યો છે. આ નિવેદનો ફરી એક સરખું છે અને જણાવે છે કે લોકો ઈશ્વરના સત્યને સમજવાનો નકાર કરે છે. (જુઓ: સમાંતરણ)

ἀκοῇ ἀκούσετε καὶ οὐ μὴ συνῆτε

તમે સાંભળશો પણ તમે તેને સમજી શકશો નહીં. તમે સ્પષ્ટ કરી શકો છો કે લોકો શું સાંભળશે. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રબોધક દ્વારા ઈશ્વર શું કહે છે તે તમે સાંભળો છો, પરંતુ તમે તેના સાચા અર્થને સમજી શકશો નહીં"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

βλέποντες βλέψετε καὶ οὐ μὴ ἴδητε

તમે સ્પષ્ટ કરી શકો છો કે લોકો શું જુએ છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે જોશો કે ઈશ્વર પ્રબોધકો દ્વારા શું કરે છે, પરંતુ તમે તેને સમજી શકશો નહીં"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 13:15

ઈસુ યશાયા પ્રબોધકની વાતને પૂર્ણ કરે છે.

ἐπαχύνθη γὰρ ἡ καρδία τοῦ λαοῦ τούτου…ἰάσομαι αὐτούς

13:15 માં ઈશ્વર ઇઝરાએલ લોકોનું વર્ણન એ રીતે કરે છે જાણે કે તેઓ શારીરિક રોગોથી પીડિત છે, જે રોગો તેમને જોવા અને સાંભળવા દ્વારા કંઈક શીખવાથી અટકાવરૂપ બને છે. ઈશ્વર તેમની પાસે આવવા માંગે છે કે જેથી ઈશ્વર તેમને સાજા કરે. આ લોકોની આત્મિક પરીસ્થિતિનું વર્ણન કરનાર એક રૂપક છે. તેનો અર્થ એ છે કે લોકો હઠીલા છે અને ઈશ્વરના સત્યને સ્વીકારવા અને સમજવાનો તેઓ નકાર કરે છે. જો તેઓ ઇચ્છે તો, અને જો તેઓ પસ્તાવો કરે તો ઈશ્વર તેઓને માફ કરશે અને ઈશ્વરના લોકોમાં તેમનો આવકાર કરશે. જો અર્થ સ્પષ્ટ છે, તો તમારા અનુવાદમાં રૂપક રાખો. (જુઓ: રૂપક)

ἐπαχύνθη γὰρ ἡ καρδία τοῦ λαοῦ τούτου

અહીં ""હૃદય"" એ મનને સૂચવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ લોકોના મન શીખવામાં ધીમા છે"" અથવા ""આ લોકો હવે શીખી શકશે નહીં"" (જુઓ: ઉપનામ)

τοῖς ὠσὶν βαρέως ἤκουσαν

તેઓ શારીરિક રીતે બહેરા નથી. અહીં ""સાંભળવામાં કઠણ"" એટલે કે તેઓ ઈશ્વરના સત્યને શીખવા કે સાંભળવા માટે નકાર કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓએ સાંભળવા માટે તેમના કાનનો ઉપયોગ કરવાનો નકાર કર્યો છે"" (જુઓ: ઉપનામ)

τοὺς ὀφθαλμοὺς αὐτῶν ἐκάμμυσαν

તેઓએ ભારદર્શક રીતે આંખો બંધ કરી નથી. આનો અર્થ એ છે કે તેઓ સમજવાનો નકાર કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ તેમની આંખથી જોવાનો નકાર કરે છે"" (જુઓ: ઉપનામ)

μήποτε ἴδωσιν τοῖς ὀφθαλμοῖς, καὶ τοῖς ὠσὶν ἀκούσωσιν, καὶ τῇ καρδίᾳ συνῶσιν, καὶ ἐπιστρέψωσιν

જેથી તેઓ પોતાની આંખે જોઈ શકતા નથી, કાનથી સાંભળી શકતા નથી અને મનથી સમજી શકતા નથી અને પરિણામે પાછા ફર્યા છે

τῇ καρδίᾳ συνῶσιν

અહીં ""હૃદય"" શબ્દ લોકોના અંતઃકરણ રૂપ માટેનું નામ છે. તમારે લોકોની વિચારસરણી અને લાગણીઓના સ્ત્રોત માટે તમારી ભાષામાં શબ્દનો ઉપયોગ કરવાની જરૂર પડી શકે છે. તે તરફ: ""તેઓ તેમના મનથી સમજે"" (જુઓ:: ઉપનામ)

ἐπιστρέψωσιν

મારી પાસે પાછા ફરો અને “પસ્તાવો કરો”

ἰάσομαι αὐτούς

મને તેઓને સાજા કરવા દો. આનો અર્થ એ છે કે ઈશ્વર તેઓને આત્મિક રીતે સાજા કરશે, તેઓના પાપોને ક્ષમા કરશે અને ઈશ્વરના લોકોમાં તેઓનો ફરી આવકાર કરશે. વૈકલ્પિક ભાષાંતર: ""મને તેઓને આવકારવા દો"" (જુઓ: રૂપક)

Matthew 13:16

ઈસુ શા માટે દ્રષ્ટાંતોમાં વાત કરે છે તે વિશે શિષ્યોને સમજાવવાનું ઈસુ પૂર્ણ કરે છે.

ὑμῶν δὲ μακάριοι οἱ ὀφθαλμοὶ ὅτι βλέπουσιν, καὶ τὰ ὦτα ὑμῶν ὅτι ἀκούουσιν

આ બંને નિવેદનો એક જ બાબત છે. ઈસુએ ભાર મૂક્યો છે કે તેઓ ઈશ્વરને પ્રસન્ન કરે છે કારણ કે તેઓએ જે કહ્યું છે અને કર્યું છે તેના પર તેઓએ વિશ્વાસ કર્યો છે. (જુઓ: સમાંતરણ)

ὑμῶν δὲ μακάριοι οἱ ὀφθαλμοὶ ὅτι βλέπουσιν

અહીં ""આંખો"" એ સંપૂર્ણ વ્યક્તિત્વનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે આશીર્વાદિત છો કારણ કે તમે જોઈ શકો છો"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

ὑμῶν…ὑμῶν

આ સર્વ શબ્દો બહુવચન છે અને શિષ્યોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

τὰ ὦτα ὑμῶν ὅτι ἀκούουσιν

અહીં ""કાન"" એ સંપૂર્ણ વ્યક્તિત્વનો ઉલ્લેખ કરે છે. તમે માહિતીને સમજી સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""તમે આશીર્વાદિત છો કારણ કે તમે સાંભળી શકો છો"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર અને અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

Matthew 13:17

ἀμὴν, γὰρ λέγω ὑμῖν

હું તમને સત્ય કહું છું. હવે ઈસુ જે કહેવાના છે તે બાબત પર આ ભાર મૂકે છે.

ὑμῖν

આ સર્વ શબ્દો બહુવચન છે અને શિષ્યોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ἃ βλέπετε

તેઓએ જે જોયું છે તે સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “તમે મને જે કરતા જોયો છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἃ ἀκούετε

તેઓએ જોયું છે તે તમે સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “તમે મને જે કહેતા સાંભળ્યો છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 13:18

અહીં ઈસુએ તેમના શિષ્યોને બીજ વાવનાર વ્યક્તિ વિશેનું દ્રષ્ટાંત સમજાવવાનું શરૂ કર્યું, જેની શરૂઆત તેમણે [માથ્થી 13: 3] (../13 / 03.md)માં કરી હતી.

Matthew 13:19

τὸν λόγον τῆς βασιλείας

ઈશ્વર રાજા તરીકે રાજ કરશે તે સંદેશ છે

ἔρχεται ὁ πονηρὸς καὶ ἁρπάζει τὸ ἐσπαρμένον ἐν τῇ καρδίᾳ αὐτοῦ

વ્યક્તિએ જે સાંભળ્યું છે તેને ભૂલાવવા માટેનું કારણ શેતાન બને છે તે રીતે શેતાનની વાત કરતા ઈસુ કહે છે કે શેતાન જાણે કે પક્ષી બનીને જમીન પરથી બીજને લઈ જાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ પક્ષી ભૂમિ પરથી બીજ લઇ જાય છે તેમ સાંભળેલ સંદેશને વ્યક્તિ ભૂલી જાય તે માટે દૃષ્ટ તે વ્યક્તિ પર અસર કરે છે"" (જુઓ: રૂપક)

ὁ πονηρὸς

આ શેતાનનો ઉલ્લેખ કરે છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἁρπάζει

એવા શબ્દનો ઉપાયોગ કરો જે દર્શાવે કે જે કોઈક ખરેખર માલિક/શેઠ છે તેના હાથમાંથી કંઇક ઝૂંટવી લીધું હોય.

τὸ ἐσπαρμένον ἐν τῇ καρδίᾳ αὐτοῦ

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય: વૈકલ્પિક ભાષાંતર: “જે સંદેશ ઈશ્વરે તેના મનમાં મુક્યો છે” અથવા “જે સંદેશ તેણે સાંભળ્યો છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐν τῇ καρδίᾳ αὐτοῦ

અહીં “હૃદય” એ સાંભળનારના મનનો ઉલ્લેખ કરે છે. (જુઓ: ઉપનામ)

οὗτός ἐστιν ὁ παρὰ τὴν ὁδὸν σπαρείς

જે બીજ રસ્તાની બાજુએ રોપવામાં આવ્યુ હતું અથવા “જે માણસે રસ્તાની બાજુએ બીજ વાવ્યું હતું તે આવો માણસ છે

παρὰ τὴν ὁδὸν

જુઓ માથ્થી [13:1] (../13/04.md) માં તમે આનો અનુવાદ કેવી રીતે કર્યો હતો.

Matthew 13:20

ઈસુ તેમના શિષ્યોને બીજ વાવનાર માણસનું દ્રષ્ટાંત સમજાવવાનું જારી રાખે છે.

ὁ δὲ ἐπὶ τὰ πετρώδη σπαρείς

શબ્દસમૂહ “જે વાવવામાં આવ્યું છે” તે પડેલા બીજને રજુ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “જે બીજ પથ્થરવાળી જમીનમાં પડ્યા” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ὁ δὲ ἐπὶ τὰ πετρώδη σπαρείς, οὗτός ἐστιν

જે બીજ પથ્થર વાળી જમીનમાં પડ્યા તે પ્રતિનિધિત્વ કરે છે અથવા “જે રસ્તે પથ્થરવાળી જમીનમાં બીજ પડ્યા તે પ્રતિનિધિત્વ કરે છે”

ὁ τὸν λόγον ἀκούων

દ્રષ્ટાંતમાં, બીજ ઈશ્વરના વચનનો ઉલ્લેખ કરે છે.

τὸν λόγον

આ ઈશ્વરના સંદેશનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “સંદેશ” અથવા “ઈશ્વરનું શિક્ષણ” (જુઓ: ઉપનામ)

μετὰ χαρᾶς λαμβάνων αὐτόν

વચન સાંભળી હર્ષથી તેને માની લે છે. વૈકલ્પિક ભાષાંતર: “હર્ષથી સ્વીકારે છે” (જુઓ: રૂપક)

Matthew 13:21

οὐκ ἔχει δὲ ῥίζαν ἐν ἑαυτῷ, ἀλλὰ πρόσκαιρός ἐστιν

તેમ છતાં તેની પાસે છીછરું મૂળ છે અને તે થોડા સમય માટે જ તે ટકે છે. ઈશ્વરના સંદેશમાં વિશ્વાસ કરવાનું વ્યક્તિ જારી રાખે તે બાબતનું પ્રતિનિધિત્વ, ‘જડ’ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ જે છોડ ઊંડા મૂળ ધરાવતું નથી તેની જેમ તે વ્યક્તિ ફક્ત થોડા સમય માટે જ ટકે છે"" (જુઓ: રૂપક)

εὐθὺς σκανδαλίζεται

અહીં ""દૂર પડે છે"" એટલે કે વિશ્વાસ કરતા નથી. વૈકલ્પિક ભાષાંતર: ""તરત જ તે પડી જાય છે"" અથવા ""તે ઝડપથી સંદેશા પર વિશ્વાસ કરતા નથી"" (જુઓ: રૂપક)

Matthew 13:22

ઈસુ તેમના શિષ્યોને બીજ વાવનાર માણસનું દ્રષ્ટાંત સમજાવવાનું જારી રાખે છે.

ὁ…σπαρείς

જે બીજ વાવવામાં આવ્યું છે અથવા પડ્યું છે, આ તેનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “જે બીજ વાવવામાં આવ્યું છે” અથવા “જે બીજ પડ્યું છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ὁ δὲ εἰς τὰς ἀκάνθας σπαρείς

કાંટા ઝાંખરામાં જે બીજ વાવવામાં આવ્યું છે

οὗτός ἐστιν ὁ

આ વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરે છે

τὸν λόγον

સંદેશ અથવા “ઈશ્વરનું શિક્ષણ”

ἡ μέριμνα τοῦ αἰῶνος τούτου καὶ ἡ ἀπάτη τοῦ πλούτου συνπνίγει τὸν λόγον

ઈસુ કહે છે કે, જગતની ચિંતાઓ અને દ્રવ્યની માયા છે જે, વ્યક્તિને વચનનું પાલન કરવાથી ભ્રમિત કરે છે, એ રીતે જેમ કે છોડની આજુબાજુ કડવા દાણાઓના છોડો વીંટળાઈ તે છોડને વૃદ્ધિ પામવાથી અટકાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ કડવા દાણા સારા છોડને વધતા રોકે છે તેમ જગતની ચિંતા અને દ્રવ્યની માયા વ્યક્તિને ઈશ્વરના વચન સાંભળવામાં અટકાવરૂપ બને છે"" (જુઓ: રૂપક)

μέριμνα τοῦ αἰῶνος τούτου

લોકો જગતમાં જે બાબત વિશે ચિંતા કરે છે

ἡ ἀπάτη τοῦ πλούτου

ઈસુ ""દ્રવ્ય""નું વર્ણન એ રીતે કરે છે જાણે કે દ્રવ્ય કોઈ વ્યક્તિ છે જે કોઈને છેતરી શકે છે. આનો અર્થ એ છે કે લોકો માને છે કે તેઓના વધુ પૈસા તેઓને વધુ ખુશી પૂરી પાડશે, પરંતુ તેમ થતું નથી. વૈકલ્પિક ભાષાંતર: ""દ્રવ્ય પ્રેમી"" (જુઓ: વ્યક્તિનો અવતાર)

ἄκαρπος γίνεται

વ્યક્તિ જાણે કે એક છોડ હોય તે રીતે તેના વિશે વાત કરવામાં આવી છે. બિનફળદ્રુપતા એ બિનઉત્પાદકતાનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે બિનઉત્પાદક બની જાય છે"" અથવા ""ઈશ્વર જે ઈચ્છે છે તે પ્રમાણે તે વર્તતો નથી"" (જુઓ: રૂપક)

Matthew 13:23

ὁ…ἐπὶ τὴν καλὴν γῆν σπαρείς

સારી ભોયમાં પડેલા બીજ

δὴ καρποφορεῖ καὶ ποιεῖ

વ્યક્તિ જાણે કે છોડ હોય તે રીતે વાત કરવામાં આવી છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે વ્યક્તિ, સારું ઝાડ કે જે ઘણાં ફળ આપે છે તેના જેવો ઉત્પાદક છે.” (જુઓ: રૂપક)

ὃ μὲν ἑκατὸν, ὃ δὲ ἑξήκοντα, ὃ δὲ τριάκοντα

આ દરેક અંકોનું અનુસરણ કરતા “જેટલું વાવેતર કરવામાં આવ્યું હતું તેટલું"" શબ્દસમૂહને સમજી શકાય છે. જુઓ કે તમે માથ્થી 13: 8માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેટલાક લોકો વાવેતર કરતાં 100 ગણું વધારે ઉત્પન કરે છે, કેટલાક 60 ગણું અને કેટલાક 30 ગણું વધારે ઉત્પન્ન કરે છે"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ) અને સંખ્યાઓ)

Matthew 13:24

કડવા અને સારા દાણાનું દ્રષ્ટાંત કહીને ઈસુ અહીં આકાશના રાજ્યનું વર્ણન કરે છે. (જુઓ: દ્રષ્ટાંતો)

ὡμοιώθη ἡ Βασιλεία τῶν Οὐρανῶν, ἀνθρώπῳ

આકાશનું રાજ્ય વ્યક્તિ સમાન છે તેમ નહીં પરંતુ આકાશનું રાજ્ય દ્રષ્ટાંતમાં દર્શાવાયેલ પરિસ્થિતિ સમાન છે તે પ્રમાણે ભાષાંતર અહીં થવું જોઈએ. (જુઓ: ઉપમા)

ὡμοιώθη ἡ Βασιλεία τῶν Οὐρανῶν

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે ઈશ્વર આકાશમાં પોતાને રાજા તરીકે પ્રગટ કરશે, તેના જેવું તે છે."" (જુઓ: ઉપનામ)

καλὸν σπέρμα

સારા ફળ અથવા “સારા બીજ.” સાંભળનારાઓ કદાચ એવું સમજ્યા કે ઈસુ ઘઉં વિશે વાત કરી રહ્યા છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 13:25

ἦλθεν αὐτοῦ ὁ ἐχθρὸς

તેનો વૈરી ખેતરમાં આવ્યો

ζιζάνια

આ કડવા દાણા જ્યારે તાઝા હોય ત્યારે તે દાણા, ખાદ્ય ખોરાક જેવા લાગે છે, પરંતુ તે દાણા ઝેર જેવા છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખરાબ બીજ"" અથવા ""કડવા બીજ

Matthew 13:26

ὅτε δὲ ἐβλάστησεν ὁ χόρτος

જ્યારે ઘઉના દાણા ફૂટ્યા અથવા “જ્યારે બીજને કણ ફૂટ્યા”

καρπὸν ἐποίησεν

દાણા દેખાવા લાગ્યા અથવા “ઘઉંના દાણા પાક્યા”

τότε ἐφάνη καὶ τὰ ζιζάνια

ત્યારે લોકોએ જોયું કે ખેતરમાં કડવા દાણા પણ છે

Matthew 13:27

ઈસુ સતત દ્રષ્ટાંતમાં ખેતર અને સારા દાણા અને કડવા દાણાની વાત કરે છે

τοῦ οἰκοδεσπότου

આ એ જ વ્યક્તિ છે જેણે ખેતરમાં સારા દાણા વાવ્યા હતા.

οὐχὶ καλὸν σπέρμα ἔσπειρας ἐν τῷ σῷ ἀγρῷ?

ચાકરોએ તેમના આશ્ચર્ય પર ભાર મૂકવા માટે પ્રશ્નનો ઉપયોગ કર્યો. વૈકલ્પિક ભાષાંતર: ""તમે તમારા ખેતરમાં સારા બીજ વાવ્યા હતા!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

οὐχὶ…ἔσπειρας

ખેતરના માલિકે તેના ચાકારોને બીજ રોપવાનું કહ્યું હતું. વૈકલ્પિક ભાષાંતર: ""શું અમે તે વાવ્યું નથી"" (જુઓ: ઉપનામ)

Matthew 13:28

ὁ δὲ ἔφη αὐτοῖς

ખેતરના માલિકે ચાકરોને કહ્યું

θέλεις οὖν ἀπελθόντες

શબ્દ “આપણને” એ ચાકારોનો ઉલ્લેખ કરે છે.

Matthew 13:29

ખેતર અને બીજનું દ્રષ્ટાંત કે જે ઘઉં અને કડવા દાણાનું એકસાથે ઊગવું દર્શાવે છે તેનું સમાપન ઈસુ અહીં કરે છે.

ὁ δέ φησιν

ખેતરના માલિકે ચાકારોને કહ્યું

Matthew 13:30

ἐρῶ τοῖς θερισταῖς, συλλέξατε πρῶτον τὰ ζιζάνια καὶ δήσατε αὐτὰ εἰς δέσμας πρὸς τὸ κατακαῦσαι αὐτά; τὸν δὲ σῖτον συναγάγετε εἰς τὴν ἀποθήκην μου.

તમે આને પરોક્ષ અવતરણ (AT) તરીકે અનુવાદ કરી શકો છો: ""હું વાવાનારોને કહીશ કે તમે પહેલા કડવા દાણા વીણી લો અને તેને અગ્નિમાં નાખી દો અને ઘઉં મારી વખારમાં ભરો."" (જુઓ: પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

τὴν ἀποθήκην

ખેતરમાંનું મકાન એ અનાજ સંગ્રહ કરવાનું સ્થળ હોઈ શકે છે.

Matthew 13:31

એક ખૂબ જ નાનું બી જે વૃદ્ધિ પામી એક મોટા વૃક્ષમાં આકાર પામે છે તેનું દ્રષ્ટાંત કહેવા દ્વારા ઈસુ આકાશના રાજ્યને વર્ણવે છે. (જુઓ: દ્રષ્ટાંતો)

ὁμοία ἐστὶν ἡ Βασιλεία τῶν Οὐρανῶν

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. જુઓ કે તમે આનો અનુવાદ માથ્થી 13:24માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે આકાશમાંના આપણા ઈશ્વર પોતાને રાજા તરીકે પ્રગટ કરશે, તેના જેવું તે હશે"" (જુઓ: ઉપનામ)

κόκκῳ σινάπεως

એક ખૂબ નાનો દાણો વૃદ્ધિ પામી મોટું ઝાડ બને છે. (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

Matthew 13:32

ὃ μικρότερον μέν ἐστιν πάντων τῶν σπερμάτων

સાંભળનારાઓની સમજ મુજબ રાઈના દાણા નાનામાં નાના દાણા હતા. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ὅταν δὲ αὐξηθῇ

પરંતુ જયારે તે વૃક્ષ વૃદ્ધિ પામે છે

μεῖζον…ἐστὶν

તે અન્ય વૃક્ષો કરતાં વિશાળ થાય છે

γίνεται δένδρον

રાઈનું ઝાડ 2 થી 4 મીટર ઊંચું વધે છે.

τὰ πετεινὰ τοῦ οὐρανοῦ

પક્ષીઓ

Matthew 13:33

લોટ પર જે અસર ખમીરની થાય છે તેનું દ્રષ્ટાંત કહેવા દ્વારા ઈસુ, આકાશના રાજ્યને વર્ણવે છે. (જુઓ: દ્રષ્ટાંતો)

ὁμοία ἐστὶν ἡ Βασιλεία τῶν Οὐρανῶν ζύμῃ

રાજ્ય ખમીરના જેવું નથી, પણ રાજ્યનો ફેલાવો એ ખમીરના ફેલાવા જેવો છે. (જુઓ: ઉપમા)

ὁμοία ἐστὶν ἡ Βασιλεία τῶν Οὐρανῶν

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 13:24] (../13/24.md)માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે આકાશમાંના આપણા ઈશ્વર પોતાને રાજા તરીકે પ્રગટ કરશે, તેના જેવું તે હશે"" (જુઓ: ઉપનામ)

ἀλεύρου σάτα τρία

“લોટનો વિશાળ જથ્થો” અથવા તમારી ભાષામાં લોટના વિશાળ જથ્થાને માપવા માટે ઉપયોગમાં લેવાતા પાત્રનો ઉલ્લેખ કરો. (જુઓ: બાઈબલનાં ઘન કે પ્રવાહી માપ)

ἕως οὗ ἐζυμώθη ὅλον

અહીં સૂચિત માહિતી એ છે કે ખમીર અને ત્રણ માપનો લોટ, ખમીરવાળા લોટમાં રૂપાંતરીત થઇ ગયો હતો. (જુઓ:અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 13:34

અહીં લેખક ગીતશાસ્ત્રમાંથી અવતરણ ટાંકી દર્શાવે છે કે ઈસુનું દ્રષ્ટાંતોમાં શીખવવું એ ભવિષ્યવાણીની પરિપૂર્ણતા છે.

ταῦτα πάντα ἐλάλησεν ὁ Ἰησοῦς ἐν παραβολαῖς τοῖς ὄχλοις, καὶ χωρὶς παραβολῆς οὐδὲν ἐλάλει αὐτοῖς

બંને વાક્યો સમાન અર્થ સૂચવે છે. તેઓ બંને એક જ બાબત સૂચવે છે કે ઈસુ ટોળાને દ્રષ્ટાંતમાં કહેતા અને શિક્ષણ આપતા હતા. (જુઓ: સમાંતરણ)

ταῦτα πάντα

ઈસુએ શરૂઆતમાં જે શિક્ષણ આપ્યું તેનો ઉલ્લેખ કરે છે માથ્થી 13:1

χωρὶς παραβολῆς οὐδὲν ἐλάλει αὐτοῖς

ઈસુએ તેઓને દ્રષ્ટાંતમાં જ શીખવ્યું. બેવડા નકારાત્મકને હકારાત્મક રીતે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુએ લોકોને દ્રષ્ટાંતમાં જ શિક્ષણ આપ્યું.” (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

Matthew 13:35

πληρωθῇ τὸ ῥηθὲν διὰ τοῦ προφήτου λέγοντος

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે પ્રબોધકને જે વર્ષો પહેલા લખવાનું કહ્યું હતું તે હવે પૂર્ણ થઈ રહ્યું છે. (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

λέγοντος

જ્યારે પ્રબોધકે કહ્યું

ἀνοίξω…τὸ στόμα μου

આ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ બોલવું થાય છે. વૈકલ્પિક ભાષાંતર: “હું બોલીશ” (જુઓ:રૂઢિપ્રયોગ)

κεκρυμμένα

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે જે બાબતો ગુપ્ત રાખી છે” (જુઓ:સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἀπὸ καταβολῆς κόσμου

જગતનો પાયો નખાયો તે સમયથી અથવા “ઈશ્વરે જગત ઉત્પન કર્યા ત્યારથી”

Matthew 13:36

અહીંયા ઈસુ અને તેમના શિષ્યોએ જ્યાં રોકાણ કર્યું હતું તે સ્થાન તરફ સુવાર્તાનું દ્રશ્ય ધ્યાન કેન્દ્રિત કરે છે. ઈસુએ તેઓને ખેતરના દ્રષ્ટાંતથીમાથ્થી 13:24 સમજાવવાનું શરૂ કર્યું જે ખેતરમાં ઘઉં અને કડવા દાણા બંને એકસાથે હતા.

ἦλθεν εἰς τὴν οἰκίαν

અંદર ગયા અથવા “તેઓ(ઈસુ) જ્યાં રહેતા હતા ત્યાં ઘરમાં અંદર ગયા”

Matthew 13:37

ὁ σπείρων τὸ καλὸν σπέρμα

જે સારા બીજ વાવે છે અથવા “જે સારા બીજનું વાવેતર કરે છે

ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου

ઈસુ પોતાના વિશે કહે છે. (જુઓ:પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

Matthew 13:38

οἱ υἱοὶ τῆς βασιλείας

જેઓ, કોઈક વ્યક્તિ અથવા વસ્તુની લાક્ષણિકતા સમાન હોય અથવા સબંધિત હોય તેવા વ્યક્તિઓનો ઉલ્લેખ, ""પુત્રો"" રૂઢીપ્રયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે લોકો ઈશ્વરના રાજ્યના છે"" (જુઓ:રૂઢિપ્રયોગ)

τῆς βασιλείας

અહીં “રાજ્ય” ઈશ્વરને રાજા તરીકે દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરનું” (જુઓ:ઉપનામ)

οἱ υἱοὶ τοῦ πονηροῦ

જેઓ, કોઈક વ્યક્તિ અથવા વસ્તુની લાક્ષણિકતા સમાન હોય અથવા સબંધિત હોય તેવા વ્યક્તિઓનો ઉલ્લેખ, ""પુત્રો"" રૂઢીપ્રયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે લોકો દુષ્ટતાના છે"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Matthew 13:39

ὁ…ἐχθρὸς, ὁ σπείρας αὐτά

જે વૈરીએ કડવા દાણા વાવ્યા હતા

Matthew 13:40

શિષ્યોને સારા અને કડવા બીજ ધરાવતા ખેતર વિશેનું દ્રષ્ટાંત સમજાવવાનું ઈસુ પૂર્ણ કરે છે

ὥσπερ οὖν συλλέγεται τὰ ζιζάνια καὶ πυρὶ κατακαίεται

આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેથી, જેમ લોકો કડવા દાણા ભેગા કરે છે અને તેમને અગ્નિમાં બાળી નાખે છે"" (જુઓ:સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 13:41

ἀποστελεῖ ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου τοὺς ἀγγέλους αὐτοῦ

અહીં ઈસુ પોતાના વિશે કહે છે. વૈકલ્પિક ભાષાંતર: “હું ઈશ્વરનો દીકરો, મારા દૂતોને મોકલીશ” (જુઓ:પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

τοὺς ποιοῦντας τὴν ἀνομίαν

જેઓ નિયમવિહીન છે અથવા “દુષ્ટ લોકો”

Matthew 13:42

τὴν κάμινον τοῦ πυρός

આ નર્કની આગ માટે રૂપક છે. જો ""ભઠ્ઠી"" શબ્દ જાણીતો નથી, તો ""પકાવવાની નાની ભઠ્ઠી"" નો ઉપયોગ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""બળતી ભઠ્ઠી"" (જુઓ:રૂપક)

ὁ κλαυθμὸς καὶ ὁ βρυγμὸς τῶν ὀδόντων

અહીં દાંત પીસવું એક પ્રતીકાત્મક કાર્ય છે, જે અત્યંત ઉદાસી અને પીડાને રજૂ કરે છે. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 8:12] (../ 08 / 12.md)માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""રડવું એ તેઓની અત્યંત પીડા દર્શાવે છે"" (જુઓ:સાંકેતિક પગલું)

Matthew 13:43

ἐκλάμψουσιν ὡς ὁ ἥλιος

જો આ સમાનતા તમારી ભાષામાં સમજી શકાતી ના હોય તો તમે “સૂર્યના પ્રકાશની જેમ” શબ્દસમૂહનો ઉપયોગ કઈ શકો છો. (જુઓ:ઉપમા)

τοῦ Πατρὸς

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ:પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

ὁ ἔχων ὦτα, ἀκουέτω

ઈસુ ભારપૂર્વક જણાવે છે કે તેમણે જે કહ્યું છે તે મહત્વપૂર્ણ છે અને તે સમજવા અને અનુકરણ કરવા કેટલાક પ્રયત્નો જરૂરી છે. અહીં ""જેને કાન છે"" શબ્દસમૂહ, સમજવા અને તેનું પાલન કરવાની ઇચ્છા માટેના રૂપક તરીકે છે. જુઓ કે તમે [માથ્થી 11:15] (../11/15md) માં સમાન શબ્દસમૂહનો અનુવાદ કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે સાંભળવા તૈયાર છે તે સાંભળો"" અથવા ""જે સમજવા તૈયાર છે તેને સમજવા અને પાલન કરવા દો"" (જુઓ:ઉપનામ)

ὁ…ἀκουέτω

કેમ કે ઈસુ સીધા તેમના પ્રેક્ષકો સાથે વાત કરે છે, તમે અહીં બીજા વ્યક્તિનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકો છો. જુઓ કે તમે [માથ્થી 11:15] (../11/15md)માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો તમે સાંભળવા તૈયાર છો, તો સાંભળો"" અથવા ""જો તમે સમજી શકો છો, તો સમજો અને તેનું પાલન કરો"" (જુઓ:પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

Matthew 13:44

આ બે દ્રષ્ટાંતમાં, ઈસુ બે પ્રકારની સમાનતાનો ઉપયોગ કરીને શિષ્યોને આકાશના રાજ્ય વિશે શિક્ષણ આપે છે. (જુઓ: ઉપમા)

કાંઈક અતિ મૂલ્યવાન ખરીદવા માટે તેમની સંપત્તિ વેચી દેનારા બે વ્યક્તિઓ વિશેના બે દ્રષ્ટાંત કહીને, ઈસુ આકાશના રાજ્યને વર્ણવે છે. (જુઓ: દ્રષ્ટાંતો)

ὁμοία ἐστὶν ἡ Βασιλεία τῶν Οὐρανῶν

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. જુઓ કે તમે [માથ્થી 13:24] (../13/24.md)માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે આકાશમાંના આપણા ઈશ્વર પોતાને રાજા તરીકે પ્રગટ કરશે, તેના જેવું તે છે. (જુઓ: ઉપનામ)

ὁμοία ἐστὶν…θησαυρῷ κεκρυμμένῳ ἐν τῷ ἀγρῷ

આને સક્રિય સ્વરૂપમાં લખી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “દ્રવ્ય કે જેને કોઈએ ખેતરમાં સંતાડ્યું હતું” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

θησαυρῷ

મહત્વની અને મુલ્યાવાન વસ્તુ અથવા વસ્તુઓનો સંગ્રહ

ἔκρυψεν

તેને ઢાંકી દીધું

πωλεῖ πάντα ὅσα ἔχει, καὶ ἀγοράζει τὸν ἀγρὸν ἐκεῖνον

આ સ્પષ્ટ માહિતી છે કે ખેતરમાં સંતાડેલા દ્રવ્યને પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ તે ખેતર ખરીદે છે. (જુઓ:અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 13:45

ὁμοία…ἀνθρώπῳ ἐμπόρῳ ζητοῦντι καλοὺς μαργαρίτας

આ સ્પષ્ટ માહિતી દર્શાવે છે કે વ્યક્તિ મૂલ્યવાન હીરાની તપાસમાં છે કે જેને તે ખરીદી શકે. (જુઓ: ઉપમા અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἀνθρώπῳ ἐμπόρῳ

વેપારી અથવા જથ્થાબંધ વેપારી જે હંમેશા દુર સ્થાનેથી વેપાર કરે છે

καλοὺς μαργαρίτας

મોતી"" એ સમુદ્રના પેટાળની અંદર બનેલા એક સરળ, સખત, ચળકતા, સફેદ અથવા પ્રકાશના રંગીન મણકા છે અને તે એક મણિ તરીકે મૂલ્યવાન છે અથવા તેના ઉપયોગથી મૂલ્યવાન દાગીના પણ બનાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""સુંદર મોતી"" અથવા ""અતિ સુંદર મોતી"" (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

Matthew 13:47

માછલા પકડવા માટે મોટી જાળનો ઉપયોગ કરનાર માછીમારો વિશે વાત કહીને ઈસુ આકાશના રાજ્યને વર્ણવે છે. (જુઓ: દ્રષ્ટાંતો)

ὁμοία ἐστὶν ἡ Βασιλεία τῶν Οὐρανῶν σαγήνῃ

રાજ્ય જાળના જેવું નથી, પરંતુ જેમ જાળ તમામ પ્રકારની માછલીઓને પકડે છે તેમ રાજ્ય તમામ પ્રકારના લોકોને ખેંચી લાવે છે. (જુઓ: ઉપમા)

ὁμοία ἐστὶν ἡ Βασιλεία τῶν Οὐρανῶν

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 13:24] (../13/24.md)માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “જ્યારે ઈશ્વર આકાશમાં પોતાને રાજા તરીકે પ્રગટ કરશે તેના જેવું તે છે"" (જુઓ: ઉપનામ)

ὁμοία…σαγήνῃ βληθείσῃ εἰς τὴν θάλασσαν

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""માછીમારો જે જાળ સમુદ્રમાં ફેંકે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

βληθείσῃ εἰς τὴν θάλασσαν

સમુદ્રમાં નાખે છે

ἐκ παντὸς γένους συναγαγούσῃ

હરેક પ્રકારની માછલીઓ પકડે છે

Matthew 13:48

ἀναβιβάσαντες ἐπὶ τὸν αἰγιαλὸν

કિનારા સુધી ખેંચી લાવે છે અથવા “કિનારા સુધી જાળ ખેંચી લાવે છે”

τὰ καλὰ

સારી સારી માછલીઓ

τὰ…σαπρὰ

ખરાબ માછલીઓ અથવા “ખાવાને યોગ્ય નહીં એવી માછલીઓ”

ἔβαλον

રાખવામાં આવતી નથી

Matthew 13:49

ઈસુ માછીમાર વિશેનું દ્રષ્ટાંત સમજાવતા કહે છે કે માછલીઓ પકડવા મોટી જાળની જરૂર પડે છે

ἐξελεύσονται

આવી જશે અથવા “બહાર જશે” અથવા “આકાશથી આવશે”

τοὺς πονηροὺς ἐκ μέσου τῶν δικαίων

આ નામાંકિત વિશેષણોને વિશેષણો તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""દુષ્ટ લોકોને ન્યાયી લોકોથી અલગ કરવામાં આવશે."" (જુઓ: નામવાચક વિશેષણો)

Matthew 13:50

βαλοῦσιν αὐτοὺς

દૂતો દુષ્ટ લોકોને ફેંકી દેશે

τὴν κάμινον τοῦ πυρός

આ નર્કની આગ માટે રૂપક છે. જો ""ભઠ્ઠી"" શબ્દ જાણીતો નથી, તો ""બળતી ભઠ્ઠી""નો ઉપયોગ કરી શકાય છે. જુઓ કે તમે આનો અનુવાદ માથ્થી 13:42માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""બળતી ભઠ્ઠી"" (જુઓ: રૂપક)

ὁ κλαυθμὸς καὶ ὁ βρυγμὸς τῶν ὀδόντων

અહીં દાંત પીસવું એક પ્રતીકાત્મક ક્રિયા છે, જે અત્યંત ઉદાસી અને પીડાને રજૂ કરે છે. જુઓ કે તમે આનો અનુવાદ માથ્થી 8:12માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: રડવું એ તેમની ભારે પીડાને વ્યક્ત કરે છે."" (જુઓ: સાંકેતિક પગલું)

Matthew 13:51

આકાશના રાજ્યનું વર્ણન કરવા માટે ઈસુ, એક પરિવારનો વહીવટ કરનાર વ્યક્તિનું દ્રષ્ટાંત કહે છે. આ દ્રષ્ટાંતની સાથે ઈસુ દ્વારા લોકોને દ્રષ્ટાંતોના ઉપયોગ થકી આકાશના રાજ્યનું શિક્ષણ આપવાનો વિભાગ પૂર્ણ થાય છે.

συνήκατε ταῦτα πάντα? λέγουσιν αὐτῷ, ναί.

જો જરૂરી હોય, તો બંને પ્રત્યક્ષ અવતરણનો અનુવાદ પરોક્ષ અવતરણ તરીકે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુએ તેઓને પૂછ્યું કે શું તેઓ આ બધું સમજી ગયા છે, અને તેઓએ કહ્યું કે તેઓ સમજી ગયા છે."" (જુઓ: પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

Matthew 13:52

μαθητευθεὶς τῇ Βασιλεία τῶν Οὐρανῶν

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: ""આકાશમાંના આપણા પિતા જેઓ રાજા છે તેમના વિશે સત્ય શીખ્યા છે"" અથવા ""પોતાને ઈશ્વરના રાજ્યને આધીન કર્યા છે” (જુઓ: ઉપનામ)

ὅμοιός ἐστιν ἀνθρώπῳ οἰκοδεσπότῃ, ὅστις ἐκβάλλει ἐκ τοῦ θησαυροῦ αὐτοῦ καινὰ καὶ παλαιά

ઈસુ અહીં આખરી દ્રષ્ટાંત જણાવે છે. શાસ્ત્રીઓ કે જેઓ મૂસા અને પ્રબોધકોએ લખેલા શાસ્ત્રોને સારી રીતે જાણે છે, અને જેઓ હવે ઈસુના ઉપદેશોને સ્વીકારે છે તેઓની તુલના ઈસુ ઘરમાંથી જૂની અને નવી વસ્તુઓ કાઢનાર માલિકની સાથે કરે છે. (જુઓ: દ્રષ્ટાંતો)

τοῦ θησαυροῦ αὐτοῦ

ખજાનો એ ખૂબ કીમતી અને મૂલ્યવાન વસ્તુ અથવા વસ્તુઓનો સંગ્રહ છે. અહીં તે સ્થાનનો ઉલ્લેખ કરી શકે છે કે જ્યાં આ વસ્તુઓનો સંગ્રહ થાય છે, ""ભંડાર"" અથવા ""સંગ્રહસ્થાન.

Matthew 13:53

καὶ ἐγένετο ὅτε

ઈસુના શિક્ષણ પછી જે બન્યું તે તરફ અહીં સુવાર્તાની વાત હવે આગળ વધે છે. વૈકલ્પિક ભાષાંતર: “હવે” અથવા “પછી”

Matthew 13:54

આ સુવાર્તાના નવા ભાગની શરૂઆત છે જે [માથ્થી 17:27] (../17/27.md)સુધી જારી રહે છે, જ્યાં માથ્થી ઈસુના સેવાકાર્યને નડતા સતત વિરોધ અને આકાશના રાજ્ય સબંધીના શિક્ષણ વિશે જણાવે છે. અહીં, ઈસુના વતનના લોકો ઈસુને નકારે છે.

τὴν πατρίδα αὐτοῦ

તેમના પોતાના વતનમાં. આ નાઝરેથ શહેરનો ઉલ્લેખ કરે છે જ્યાં ઈસુ મોટા થયા હતા. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἐν τῇ συναγωγῇ αὐτῶν

સર્વનામ “તેઓને” એ તે પ્રદેશમાં રહેતા લોકોને દર્શાવે છે.

ἐκπλήσσεσθαι αὐτοὺς

તેઓ અચરત પામ્યા

πόθεν τούτῳ ἡ σοφία αὕτη καὶ αἱ δυνάμεις?

લોકો માનતા હતા કે ઈસુ ફક્ત એક સામાન્ય માણસ હતો. ઈસુ ખૂબ બુદ્ધિશાળી હતા અને ચમત્કાર કરવા સક્ષમ હતા તે વિશેની પોતાની આશ્ચર્યકારકતાને વ્યક્ત કરવા માટે લોકો આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આના જેવો સામાન્ય માણસ કેવી રીતે આટલો બુદ્ધિશાળી છે અને તે કેવી રીતે આવા મહાન ચમત્કારો કરી શકે છે?"" અથવા ""આ તો વિચિત્ર બાબત છે કે તે આ પ્રકારની બુદ્ધિ સાથે વાત કરી શકે છે અને આ ચમત્કારો કરી શકે છે!"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને આલંકારિક પ્રશ્ન)

Matthew 13:55

οὐχ οὗτός ἐστιν ὁ τοῦ τέκτονος υἱός? οὐχ ἡ μήτηρ αὐτοῦ λέγεται Μαριὰμ, καὶ οἱ ἀδελφοὶ αὐτοῦ, Ἰάκωβος, καὶ Ἰωσὴφ, καὶ Σίμων, καὶ Ἰούδας?

તેઓ જાણે છે કે ઈસુ કોણ છે અને તે માત્ર એક સામાન્ય માણસ છે, તેવી ઈસુ વિશેની તેમની માન્યતા વ્યક્ત કરવા માટે ભીડ આ પ્રશ્નોનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે એક સુથારનો દીકરો માત્ર છે. અમે તેની માતા મરિયમ અને તેના ભાઈઓ યાકૂબ, યૂસફ, સિમોન અને યહૂદાને ઓળખીએ છીએ."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ὁ τοῦ τέκτονος υἱός

સુથાર એ એવી વ્યક્તિ છે જે લાકડામાંથી કંઈક બનાવે છે. જો “સુથાર” શબ્દ જાણીતો નથી તો, બનાવનાર શબ્દનો ઉપયોગ કરો.’

Matthew 13:56

αἱ ἀδελφαὶ αὐτοῦ οὐχὶ πᾶσαι πρὸς ἡμᾶς εἰσιν?

તેઓ જાણે છે કે ઈસુ કોણ છે અને તે માત્ર એક સામાન્ય માણસ છે, તેવી ઈસુ વિશેની તેમની માન્યતા વ્યક્ત કરવા માટે ભીડ આ પ્રશ્નોનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને તેની બધી બહેનો પણ અમારી સાથે છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

πόθεν οὖν τούτῳ ταῦτα πάντα?

ઈસુએ તેમની આ ક્ષમતાઓ ક્યાંકથી પ્રાપ્ત કરી હશે તે વિશેની તેમની સમજણ દર્શાવવા માટે ભીડ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેઓ કદાચ શંકા વ્યક્ત કરી રહ્યા હતા કે ઈસુએ આ ક્ષમતાઓને ઈશ્વર પાસેથી પ્રાપ્ત કરી હશે. વૈકલ્પિક ભાષાંતર: ""આ બાબતો કરવાની તેની ક્ષમતા તેણે ક્યાંકથી મેળવી લીધી હશે!"" અથવા ""તેને આ ક્ષમતાઓ ક્યાંથી મળી છે, તે અમે જાણતા નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ταῦτα πάντα

આ ઈસુના જ્ઞાન અને ચમત્કારો કરવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે

Matthew 13:57

ἐσκανδαλίζοντο ἐν αὐτῷ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુના વતનના લોકોએ ઈસુ સબંધી ઠોકર ખાધી"" અથવા ""લોકોએ ઈસુને નકારી કાઢ્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

οὐκ ἔστιν προφήτης ἄτιμος

આને હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “પ્રબોધક સર્વત્ર માન મેળવે છે"" અથવા ""લોકો સર્વત્ર પ્રબોધકને માન આપે છે"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

τῇ πατρίδι

તેના પોતાના દેશ અથવા “તેના પોતાના પ્રદેશ”

ἐν τῇ οἰκίᾳ αὐτοῦ

પોતાનું ઘર/વતન

Matthew 13:58

οὐκ ἐποίησεν ἐκεῖ δυνάμεις πολλὰς

ઈસુએ પોતાના વતનમાં ઘણાં ચમત્કારો કર્યા નહીં.

Matthew 14

માથ્થી 14 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કલમ 1 અને 2 અધ્યાય 13થી શરુ થયેલ વૃતાંતને જારી રાખે છે. 3-12 કલમ તે વૃતાંતને અટકાવીને અગાઉ જે બાબતો બની હતી તે વિશે વાત કરે છે, સંભવતઃ આ બાબતો ઈસુનું પરીક્ષણ શેતાને કર્યા પછીની છે (જુઓ માથ્થી 4:12). કલમ 2 નો વૃતાંત હવે કલમ 13 જારી રાખે છે. કલમ 3-12 માં એવા શબ્દો હોવાની ખાતરી કરો કે જે વાંચકને જણાવે કે આગળ વાત જારી કરતા પહેલાં માથ્થીએ તેના વૃતાંતને નવી માહિતી આપવાથી અટકાવી દીધો છે. (જુઓ: પૂર્વભૂમિકા)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

નિષ્ક્રિય વાણી

આ અધ્યાયમાં ઘણા વાક્યો એમ દર્શાવે છે કે કોઈક વ્યક્તિ સાથે કોઈક ઘટના બની હતી પરંતુ તે વાક્યો ઘટનાંનું કારણ અને ઘટના વિશે જણાવતા નથી. ઉદાહરણ તરીકે, લેખક એ જણાવતા નથી કે યોહાન બાપ્તિસ્તનું માથું હેરોદિયાની પુત્રી પાસે કોણ લાવ્યું (માથ્થી 14:11). તમારે આ વાક્યનું અનુવાદ કરવું જોઈએ કે જેથી તે વાચકોને કહે કે આ કાર્ય કરનાર કોણ છે. (જુઓ:સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 14:1

આ કલમ વર્ણન કરે છે કે ઈસુ વિશે સાંભળીને હેરોદ પર કેવી અસર પડે છે. વૃતાંતમાં જે ઘટનાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે ઘટનાઓ પછી સુવાર્તામાં આ ઘટના આવે છે. (જુઓ: ઘટનાઓનો ક્રમ)

ἐν ἐκείνῳ τῷ καιρῷ

તે દિવસોમાં અથવા “જ્યારે ઈસુ ગાલીલમાં સેવાકાર્ય કરતા હતા ત્યારે’

ἤκουσεν…τὴν ἀκοὴν Ἰησοῦ

ઈસુના કાર્યનો અહેવાલ મેળવ્યો અથવા “ઈસુની કીર્તિ વિશે સાંભળ્યું”

Matthew 14:2

εἶπεν

હેરોદે કહ્યું

ἠγέρθη ἀπὸ τῶν νεκρῶν

શબ્દ ""મૃત્યુમાંથી"" સર્વ મૃત્યુ પામેલા લોકો વિશે કહે છે. મૃત્યુમાંથી ઊભા થવું એટલે કે ફરી જીવંત થવું.

διὰ τοῦτο αἱ δυνάμεις ἐνεργοῦσιν ἐν αὐτῷ

તે સમયે કેટલાક યહૂદીઓ માનતા હતા કે જો કોઈ વ્યક્તિ મૃત્યુમાંથી પાછો આવ્યો હોય તો તેની પાસે શકિતશાળી કાર્યો કરવાની શક્તિ હશે.

Matthew 14:3

ઈસુ વિશે હેરોદે સાંભળ્યા પછી હેરોદે આપેલ પ્રતિક્રિયાના કારણને દર્શાવવા માટે માથ્થી યોહાન બાપ્તિસ્તના મૃત્યુને ઘટનાને વિગતવાર વર્ણવે છે.

અહીં લેખક વર્ણન કરે છે કે યોહાન બાપ્તિસ્તનો વધ હેરોદે કેવી રીતે કર્યો હતો. આ ઘટના અગાઉની કલમોમાં પણ જોવા મળે છે. (જુઓ: ઘટનાઓનો ક્રમ)

ὁ γὰρ Ἡρῴδης κρατήσας τὸν Ἰωάννην, ἔδησεν αὐτὸν καὶ ἐν φυλακῇ ἀπέθετο

તે કહે છે કે હેરોદે આ બધી બાબતો કરી હતી કારણ કે તેણે તેના માટે બીજાઓને તે પ્રમાણે કરવાનું કહ્યું હતું. વૈકલ્પિક ભાષાંતર: ""હેરોદે તેના સૈનિકોને યોહાન બાપ્તિસ્તની ધરપકડ કરી બાંધીને લાવવા અને તેને જેલમાં મૂકવા આદેશ આપ્યો"" (જુઓ: ઉપનામ)

τὴν γυναῖκα Φιλίππου

ફીલીપ હેરોદનો ભાઈ હતો. હેરોદે તેના ભાઈ ફીલીપની પત્નીને પોતાની કરી લીધી હતી. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Matthew 14:4

ἔλεγεν γὰρ…ὁ Ἰωάννης…ἔχειν αὐτήν

જો આવશ્યકતા હોય, તો 14: 3-4 માં થયેલ ઘટનાઓને તેના ક્રમમાં, જેમ યુ.એસ.ટી.માં છે તેમ, રજૂ કરી શકો છો. (જુઓ: ઘટનાઓનો ક્રમ)

ἔλεγεν γὰρ αὐτῷ ὁ Ἰωάννης, οὐκ ἔξεστίν σοι ἔχειν αὐτήν.

જો આવશ્યક હોય, તો આને પરોક્ષ અવતરણ તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""યોહાને હેરોદને કહ્યું હતું કે હેરોદિયાને તેની પત્ની તરીકે રાખવી હેરોદ માટે યોગ્ય નથી."" (જુઓ: પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

ἔλεγεν γὰρ αὐτῷ ὁ Ἰωάννης

યોહાને હેરોદ વિશે કહેવાનું ચાલુ રાખ્યું

οὐκ ἔξεστίν

જ્યારે હેરોદે હેરોદીયાં સાથે લગ્ન કર્યા ત્યારે ફીલીપ જીવિત હતો. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 14:5

ἐφοβήθη

હેરોદ ગભરાયો

αὐτὸν εἶχον

તેઓ યોહાન વિશે માનતા હતા

Matthew 14:6

ἐν τῷ μέσῳ

તમે અસ્પષ્ટ માહિતી સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""જન્મદિવસની ઉજવણીમાં મહેમાનોની હજુરાતમાં"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 14:8

ἡ δὲ προβιβασθεῖσα ὑπὸ τῆς μητρὸς αὐτῆς

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેની માતાએ તેને સૂચના આપી હતી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἡ δὲ προβιβασθεῖσα

સંબોધવું અથવા કહેવું

φησίν

હેરોદીયાની દીકરીએ હેરોદને કહ્યું

πίνακι

એક મોટી થાળીમાં

Matthew 14:9

καὶ ἐλυπήθη ὁ βασιλεὺς

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેણીની વિનંતી રાજાને ખૂબ જ નિરાશ બનાવી દે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὁ βασιλεὺς

હેરોદ રાજા

ἐκέλευσεν δοθῆναι

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેણીએ જે કહ્યું તે પ્રમાણે કરવા માટે તેણે તેના માણસોને આદેશ આપ્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 14:10

હેરોદે યોહાન બાપ્તિસ્તને કેવી રીતે મારી નંખાવ્યો તે માહિતીનો અહીં અંત આવે છે.

Matthew 14:11

ἠνέχθη ἡ κεφαλὴ αὐτοῦ ἐπὶ πίνακι, καὶ ἐδόθη τῷ κορασίῳ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈએ તેનું માથું થાળીમાં લાવી છોકરીને આપ્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

πίνακι

મોટી થાળી

τῷ κορασίῳ

અપરણિત તરુણી માટેનો શબ્દ વાપરવો

Matthew 14:12

οἱ μαθηταὶ αὐτοῦ

યોહાનના શિષ્યો

τὸ πτῶμα

મૃત દેહ

ἐλθόντες, ἀπήγγειλαν τῷ Ἰησοῦ

આ નિવેદનનો સંપૂર્ણ અર્થ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""યોહાનના શિષ્યોએ ઈસુને જઈને યોહાન બાપ્તિસ્તનું શું થયું હતું તેની જાણ કરી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 14:13

આ કલમો ઈસુ પાંચ હજાર લોકોને ખોરાક આપે છે તે ચમત્કારની માહિતી રજુ કરે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

આ કલમો એ બાબત વર્ણવે છે કે હેરોદે યોહાન બાપ્તિસ્તને મારી નંખાવ્યો તે વાત સાંભળીને ઈસુએ કેવી પ્રતિક્રિયા આપી.

δὲ

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી સુવાર્તાના નવા ભાગની શરૂઆત કરે છે.

ἀκούσας

યોહાનને શું થયું હતું તે જાણ્યું અથવા “યોહાન વિશેની માહિતી પ્રાપ્ત કરી”

ἀνεχώρησεν

ઈસુ ગયા અથવા ""ટોળાથી દૂર ઈસુ ઉજ્જડ ઠેકાણે ગયા."" તે સૂચિત છે કે ઈસુના શિષ્યો તેમની સાથે ગયા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુ અને તેમના શિષ્યો બીજે ઠેકાણે ગયા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἐκεῖθεν

તે પ્રદેશથી

καὶ ἀκούσαντες, οἱ ὄχλοι

જ્યારે ટોળાએ સાંભળ્યું કે ઈસુ ગયા છે અથવા “જ્યારે ટોળાએ જાણ્યું કે ઈસુ બીજે ઠેકાણે ગયા છે”

οἱ ὄχλοι

લોકોનું ટોળું અથવા “લોકોનું મોટું ટોળું” અથવા “લોકો”

πεζῇ

આનો અર્થ એ છે કે લોકો ચાલતા હતા. (જુઓ: રૂઢિપ્રયોગ)

Matthew 14:14

καὶ ἐξελθὼν, εἶδεν πολὺν ὄχλον

જ્યારે ઈસુ કિનારે આવ્યા, ત્યારે તેમણે મોટું ટોળું નિહાળ્યું

Matthew 14:15

ઈસુ ત્યારે ફક્ત પાંચ નાની રોટલી અને બે નાની માછલીઓ મારફતે પાંચ હજાર લોકોને ખોરાક પૂરો પાડે છે તે ઘટનાની વાત અહીં શરૂ થાય છે.

προσῆλθον αὐτῷ οἱ μαθηταὶ

ઈસુના શિષ્યો તેમની પાસે આવ્યા

Matthew 14:16

οὐ χρείαν ἔχουσιν

લોકોના ટોળાની બીજી કોઈ જરૂરીયાત નથી

δότε αὐτοῖς ὑμεῖς

શબ્દ “તમે” બહુવચન છે જે શિષ્યોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

Matthew 14:17

οἱ δὲ λέγουσιν αὐτῷ

શિષ્યોએ ઈસુને કહ્યું

πέντε ἄρτους

પાંચ નાની શેકેલી રોટલીઓ છે

Matthew 14:18

φέρετέ μοι ὧδε αὐτούς

ઈસુએ કહ્યું તે રોટલી અને માછલી મારી પાસે લાવો

Matthew 14:19

ઈસુએ પાંચ હજારને જમાડ્યા તે ઘટનાનું વૃતાંત અહીં પૂર્ણ થાય છે.

ἀνακλιθῆναι

નીચે બેસવું. તમારી સંસ્કૃતિમાં લોકો જે રીતે જમવા બેસતા હોય તે સ્થિતિને દર્શાવતા ક્રિયાપદનો ઉપયોગ કરો.

λαβὼν

તેમણે હાથમાં રોટલીઓ લીધી. તેમની પાસેથી રોટલીઓ છીનવી લીધી નથી. (જુઓ: રૂઢિપ્રયોગ)

κλάσας…τοὺς ἄρτους

રોટલીઓ ભાંગી

τοὺς ἄρτους

રોટલીના ટુકડા અથવા “બધી રોટલીઓ”

ἀναβλέψας

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “ઉપર જોતાં જોતા” અથવા 2) “ઉપર જોયા પછી.”

Matthew 14:20

καὶ ἐχορτάσθησαν

આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યાં સુધી તેઓ ધરાયા નહીં"" અથવા ""જ્યાં સુધી તેઓની ભૂખ તૃપ્ત થઇ નહીં ત્યાં સુધી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἦραν

શિષ્યોએ ટોપલીઓ ભરી અથવા “કેટલાક લોકોએ ટોપલીઓ ભરી”

δώδεκα κοφίνους πλήρεις

12 ટોપલીઓ ભરી (જુઓ: સંખ્યાઓ)

Matthew 14:21

οἱ δὲ ἐσθίοντες

જેઓએ રોટલી અને માછલી ખાધી તેઓ

ἄνδρες…πεντακισχίλιοι

5000 લોકો હતા. (જુઓ: સંખ્યાઓ)

Matthew 14:22

અહીં આ કલમો ઈસુ પાણી પર ચાલે છે તે ચમત્કારનું વર્ણન કરે છે.

આ ઘટના ઈસુએ પાંચ હજારને જમાડ્યા ત્યાર પછી તરત જ બને છે.

καὶ εὐθέως ἠνάγκασεν

ઈસુ પાંચ હજારને જમાડ્યા પછી તરત જ ઈસુ

Matthew 14:23

ὀψίας δὲ γενομένης

મોડી રાત્રે અથવા “અંધકાર થયો ત્યારે”

Matthew 14:24

βασανιζόμενον ὑπὸ τῶν κυμάτων

અને સામે પવન હોવાને લીધે શિષ્યો નાવને કાબુ ન કરી શક્યા

Matthew 14:25

τετάρτῃ δὲ φυλακῇ τῆς νυκτὸς

ચોથા પહોરનો સમય એટલે કે સવારના 3 વાગ્યાથી સૂર્યોદય થાય તે વચ્ચેનો સમય. વૈકલ્પિક ભાષાંતર: ""વહેલી સવારે

περιπατῶν ἐπὶ τὴν θάλασσαν

ઈસુ પાણી પર ચાલે છે

Matthew 14:26

ἐταράχθησαν

તેઓ ભયભીત થયા

φάντασμά

એક આત્મા જેણે મૃત્યુ પામેલા વ્યક્તિના શરીરનો ત્યાગ કર્યો છે

Matthew 14:28

ἀποκριθεὶς δὲ αὐτῷ, ὁ Πέτρος

પિતરે ઈસુને ઉત્તર આપ્યો

Matthew 14:30

βλέπων…τὸν ἄνεμον ἰσχυρὸν

અહીંયા ""પવન જોઈને"" એટલે કે તે પવન વિશે સભાન થયો. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે પિતરે જોયું કે પવન મોજાંઓને આગળ-પાછળ ફંગોળી રહ્યો હતો"" અથવા ""પવન કેટલો ભારે હતો એ તેને સમજાયું ત્યારે” (જુઓ: રૂઢિપ્રયોગ)

Matthew 14:31

ὀλιγόπιστε, εἰς τί

ઓ અલ્પવિશ્વાસી. ઈસુએ પિતરને કહ્યું કારણ કે પિતર ભયભીત થઈ ગયો હતો. આને ઉદ્ગાગાર વાક્ય તરીકે પણ અનુવાદ કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""તું અલ્પવિશ્વાશી કેમ છે! કેમ?

εἰς τί ἐδίστασας

ઈસુ પ્રશ્ન મારફતે પિતરને કહે છે કે તને સંદેહ હોવો જોઈએ નહીં. પિતરને સંદેહ હોવો જોઈએ નહીં તે તમે સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: "" હું તને ડૂબવાથી બચાવી શકું છું તે વિશે તારે સંદેહ રાખવો જોઈએ નહીં"" (જુઓ: આલંકારિક પ્રશ્ન અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 14:33

Θεοῦ Υἱὸς

ઈસુ માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર સાથેના તેમના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Matthew 14:34

આ કલમો, ઈસુ પાણી પર ચાલ્યા પછી શું થયું તેનું વર્ણન કરે છે. લોકો ઈસુની સેવાનો જવાબ કેવી રીતે આપી રહ્યા હતા તેનો સારાંશ આ કલમો આપે છે.

καὶ διαπεράσαντες

જ્યારે ઈસુ અને તેમના શિષ્યો સમુદ્રની બીજી બાજુ પહોંચ્યા.

Γεννησαρέτ

ગાલીલના સમુદ્રના ઉત્તર-પશ્ચિમ કિનારા તરફનું આ એક નાનું શહેર હતું. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Matthew 14:35

ἀπέστειλαν

ત્યાના લોકોએ સંદેશા મોકલાવ્યા

Matthew 14:36

καὶ παρεκάλουν αὐτὸν

બીમાર લોકોએ તેને વિનંતી કરી

τοῦ ἱματίου αὐτοῦ

તેમનો ઝભ્ભો અથવા “તેમણે જે પહેર્યું હતું તેને”

διεσώθησαν

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “લોકો સાજા થયા” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 15

માથ્થી 15 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક ભાષાંતરો, વાંચનને સરળ બનાવવા માટે કવિતાની પ્રત્યેક પંક્તિને બાકીના લખાણ કરતાં જમણી બાજુ ગોઠવે છે. કલમ 15: 8 -9 માંની કવિતા કે જેના શબ્દો જૂના કરારમાંથી લેવામાં આવ્યા છે, તેના સબંધી યુએલટી આ પ્રમાણે ગોઠવણ કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""વડીલોની પરંપરા""

""વડીલોની પરંપરા"" એટલે યહૂદી ધાર્મિક આગેવાનોએ વિકસાવેલા મૌખિક નિયમો, જેના દ્વારા લોકો મૂસાના નિયમનું પાલન કરે તે સબંધી ખાતરીબદ્ધ થવા તેઓ ઈચ્છતા હતા. જો કે, તેઓ મૂસાના નિયમો કરતાં આ મૌખિક નિયમોને અનુસરવા માટે વધારે પ્રયત્ન કરતા હતા. ઈસુએ આ કારણે ધાર્મિક આગેવાનોને ઠપકો આપ્યો, અને તેના પરિણામે તે ધાર્મિક આગેવાનો ગુસ્સે થયા. (જુઓ: નિયમ/કાયદો/કાનૂન, મુસાનો નિયમ, યહોવાનો નિયમ, ઈશ્વરનો નિયમ)

યહૂદીઓ અને વિદેશીઓ

ઈસુના સમયના યહૂદીઓ એવું વિચારતા હતા કે ફક્ત યહૂદીઓ જ તેમની જીવનશૈલી મારફતે ઈશ્વરને પ્રસન્ન કરી શકે છે. યહૂદીઓ અને વિદેશીઓને એમ બંનેને તેમના લોકો તરીકે ઈસુ સ્વીકારશે તે તેમના અનુયાયીઓને બતાવવા માટે ઈસુએ કનાની વિદેશી સ્ત્રીની પુત્રીને સાજી કરી.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

ઘેટું

બાઈબલ ઘણીવાર લોકોનો ઉલ્લેખ ઘેટાં તરીકે કરે છે કારણ કે ઘેટાંને તેમની સંભાળ લેવા માટે કોઈની જરૂર પડે છે. આ એટલા માટે છે કારણ કે તેઓ સારી રીતે જોઈ શકતા નથી અને તેઓ ઘણીવાર ત્યાં જાય છે જ્યાં જંગલી પ્રાણીઓ તેમને મારી નાખી શકતા હોય છે. (જુઓ: રૂપક)

Matthew 15:1

અગાઉના અધ્યાયની ઘટનાઓના થોડા સમય પછી જે ઘટનાઓ બની તે તરફ આ દ્રશ્ય ધ્યાન કેન્દ્રિત કરે છે. અહીં ઈસુ ફરોશીઓની ટીકાઓનો જવાબ આપે છે. (જુઓ: એક નવી ઘટનાનો પરિચય)

Matthew 15:2

διὰ τί οἱ μαθηταί σου παραβαίνουσιν τὴν παράδοσιν τῶν πρεσβυτέρων?

અહીં ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુ અને તેના શિષ્યોને પ્રશ્ન કરીને ટીકા કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તારા શિષ્યો આપણા વડીલોના સાંપ્રદાયનું ઉલ્લંઘન કેમ કરે છે અને નિયમોનું પાલન કેમ કરતા નથી."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τὴν παράδοσιν τῶν πρεσβυτέρων

મૂસાના નિયમની જેમ આ નિયમો નથી. મૂસા પછીના ધાર્મિક આગેવાનો દ્વારા નિયમશાસ્ત્રના અર્થઘટન અને શિક્ષણનો આ ઉલ્લેખ કરે છે.

οὐ…νίπτονται τὰς χεῖρας

હાથ ધોવા એ માત્ર હાથ સાફ કરવાની વાત નથી. આ વડીલોની સાંપ્રદાયની પ્રાસંગિક હાથ ધોવાની વાત છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ તેમના હાથ યોગ્ય રીતે ધોતા નથી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 15:3

διὰ τί καὶ ὑμεῖς παραβαίνετε τὴν ἐντολὴν τοῦ Θεοῦ διὰ τὴν παράδοσιν ὑμῶν?

ધાર્મિક આગેવાનોની ટીકા કરવા માટે ઈસુ પ્રશ્નનો જવાબ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને હું જોઉં છું કે તમે ઈશ્વરના નિયમોનું પાલન કરવાનો નકાર કરો છો અને તમારા પૂર્વજોએ તમને જે શીખવ્યું તે અનુસરો છો."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 15:4

કલમ 4, ઈસુએ નિર્ગમનના પુસ્તકમાંથી બે વખત જણાવ્યું કે ઈશ્વર ઈચ્છે છે કે લોકો તેમના પિતાનું સન્માન કરે.

ઈસુ ફરોશીઓને પ્રત્યુત્તર આપવાનું જારી રાખે છે.

θανάτῳ τελευτάτω

લોકો તેને ચોક્કસપણે મારી નાંખશે

Matthew 15:5

ὑμεῖς δὲ λέγετε

અહીં “તમે” એ બહુવચન છે અને ફરોશીઓ અને શાસ્ત્રીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

Matthew 15:6

ઈસુ સતત ફરોશીઓને ઠપકો આપવાનું જારી રાખે છે.

οὐ μὴ τιμήσει τὸν πατέρα αὐτοῦ

પણ તમે કહો છો"" (કલમ 5) થી શરૂ થતા શબ્દોમાં અવતરણમાં અવતરણ છે. જો શક્ય હોય તો તમે તેને ગૌણ રીતે અનુવાદ કરી શકો છો. ""પરંતુ તમે શીખવો છો કે કોઈ વ્યક્તિ જો તેના માતા-પિતાને કહે કે તમને લાભદાયી વાનાં, જે મારે તમને આપવાના થાય તે મેં ભેટ તરીકે ઈશ્વરને અપર્ણ કરી દીધાં છે તો ત્યારબાદ તે વ્યક્તિએ તેના માતા-પિતાનું સન્માન કરવાની જરૂર નથી.."" (જુઓ: અવતરણોની અંદર અવતરણો અને પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

οὐ μὴ τιμήσει τὸν πατέρα αὐτοῦ

તે સૂચિત છે કે ""તેના પિતા"" એટલે ""તેના માતા-પિતા"" થાય છે. આનો અર્થ એ થયો કે ધાર્મિક આગેવાનો શીખવે છે કે કોઈ વ્યક્તિએ માતા-પિતા પ્રત્યે માન બતાવવાની જરૂર નથી અને સંભાળ લેવાની જરુર નથી. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἠκυρώσατε τὸν λόγον τοῦ Θεοῦ

અહીં ""ઈશ્વરનું વચન"" ખાસ કરીને તેના નિયમોનો ઉલ્લેખ કરે છે. AT: ""તમે ઈશ્વરના વચનને નહીં સમાન ગણ્યું છે"" અથવા ""તમે ઈશ્વરના નિયમોની અવગણના કરી છે

διὰ τὴν παράδοσιν ὑμῶν

કારણ કે તમારે તમારા સંપ્રદાયો ચલાવવા છે

Matthew 15:7

કલમ 8 અને 9માં, ઈસુ યશાયા પ્રબોધકની વાત રજુ કરી ફરોશીઓ અને શાસ્ત્રીઓને ઠપકો આપે છે.

ઈસુ ફરોશીઓ અને શાસ્ત્રીઓ સાથેનો વાર્તાલાપ પૂર્ણ કરે છે.

καλῶς ἐπροφήτευσεν περὶ ὑμῶν Ἠσαΐας

યશાયાએ તમારા વિશે ઠીક જ કહ્યું છે

λέγων

એ દર્શાવે છે કે, ઈશ્વરે તેને જે કહ્યું તે યશાયાએ જણાવ્યું. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે તેને જે કહ્યું તે તેણે જણાવ્યું ત્યારે.” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 15:8

ὁ λαὸς οὗτος τοῖς χείλεσίν με τιμᾷ

અહીં ""હોઠ"" એ બોલવાની ક્રિયા રજુ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ લોકો મારા વિશે સારું સારું બોલે છે"" (જુઓ: ઉપનામ)

με

આ શબ્દની સર્વ ઘટનાઓ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે

ἡ δὲ καρδία αὐτῶν πόρρω ἀπέχει ἀπ’ ἐμοῦ

અહીંયા ""હૃદય"" એ વ્યક્તિના વિચારો અથવા લાગણીઓનો ઉલ્લેખ કરે છે. આ શબ્દ રજુ કરે છે કે લોકો ખરેખર ઈશ્વરને સમર્પિત નથી. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ તેઓ ખરેખર મને પ્રેમ કરતા નથી"" (જુઓ: ઉપનામ અને રૂઢિપ્રયોગ)

Matthew 15:9

μάτην δὲ σέβονταί με

તેઓ ફોકટ મારી ભક્તિ કરે છે અથવા “તેઓ ભક્તિનો ઢોંગ કરે છે”

ἐντάλματα ἀνθρώπων

માણસોની આજ્ઞાઓ શીખવે છે

Matthew 15:10

ઈસુ ટોળાને અને તેમના શિષ્યોને શીખવે છે કે કઈ બાબત વ્યક્તિને અશુદ્ધ કરે છે અને શા માટે ફરોશીઓ અને શાસ્ત્રીઓ તેની ટીકા કરવા સબંધી ખોટા હતા.

Matthew 15:11

εἰσερχόμενον εἰς τὸ στόμα…ἐκπορευόμενον ἐκ τοῦ στόματος

વ્યક્તિ શું ખાય છે અને વ્યક્તિ શું કહે છે તે વચ્ચેના તફાવતને ઈસુ દર્શાવે છે. ઈસુનો અર્થ છે કે વ્યક્તિ જે ખાય છે તેના કરતાં વ્યક્તિ જે કહે છે તે ઈશ્વર માટે વધુ મહત્વનું છે. (જુઓ: ઉપનામ)

Matthew 15:12

οἱ Φαρισαῖοι ἀκούσαντες τὸν λόγον ἐσκανδαλίσθησαν

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ નિવેદન ફરોશીઓને ક્રોધિત કરે છે"" અથવા ""આ નિવેદન ફરોશીઓને નાખુશ કરે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 15:13

πᾶσα φυτεία ἣν οὐκ ἐφύτευσεν ὁ Πατήρ μου ὁ οὐράνιος ἐκριζωθήσεται

આ એક રૂપક છે. ઈસુનો અર્થ એ છે કે ફરોશીઓ ખરેખર ઈશ્વરના નથી, તેથી ઈશ્વર તેમને દૂર કરશે. (જુઓ: રૂપક)

ὁ Πατήρ μου ὁ οὐράνιος

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

ἐκριζωθήσεται

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારા પિતા તેને ઉખેડી કાઢશે"" અથવા ""ઈશ્વર તેને જમીનદોસ્ત કરશે"" અથવા ""ઈશ્વર તેઓનો નાશ કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 15:14

ἄφετε αὐτούς

શબ્દ “તેઓને” એ ફરોશીઓનો ઉલ્લેખ કરે છે.

ὁδηγοί εἰσιν τυφλοί…ἀμφότεροι εἰς βόθυνον πεσοῦνται

ફરોશીઓનું વર્ણન કરવા ઈસુ બીજા એક રૂપકનો ઉપયોગ કરે છે. ઈસુનો કહેવાનો અર્થ એ છે કે ફરોશીઓ ઈશ્વરના નિયમો અને તેમને કેવી રીતે પ્રસન્ન કરવા તે સમજતા નથી. તેથી, તેઓ ઈશ્વરને પ્રસન્ન કરવા વિશે તેઓ બીજાઓને પણ શીખવી શકે નહીં. (જુઓ: રૂપક)

Matthew 15:15

માથ્થી. 15:13-14 મા ઈસુએ જે દ્રષ્ટાંત કહ્યું તેનો મર્મ સમજાવા માટે પિતર ઈસુને કહે છે.

ἡμῖν

તમો શિષ્યોને

Matthew 15:16

માથ્થી. 15:13-14 માં ઈસુએ જે દ્રષ્ટાંત કહ્યું હતું તેનો અર્થ ઈસુ સમજાવે છે.

ἀκμὴν καὶ ὑμεῖς ἀσύνετοί ἐστε?

દ્રષ્ટાંતનો અર્થ ના સમજવાના લીધે ઈસુ પ્રશ્ન પૂછવા દ્વારા શિષ્યોને ઠપકો આપે છે. વધુમાં “તમે” પર ભાર મૂકવામાં આવ્યો છે. ઈસુને એ બાબત સ્વીકાર્ય જ નથી કે તેમના શિષ્યો દ્રષ્ટાંત સમજ્યા નહીં. વૈકલ્પિક ભાષાંતર: “હું દિલગીર છું મારા શિષ્યો કારણ કે તમે હજીપણ હું જે શીખવું છું તે સમજતા નથી. (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 15:17

οὔπω νοεῖτε…εἰς ἀφεδρῶνα

ઈસુ શિષ્યોને ઠપકો આપે છે કારણ કે તેઓ દ્રષ્ટાંત સમજ્યા નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""ચોક્કસપણે તમે સમજો છો ... કે સંડાસમાં નીકળી જાય છે"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

εἰς τὴν κοιλίαν χωρεῖ

જે પેટમાં જાય છે

ἀφεδρῶνα

શરીરના કચરાને જમીનમાં દાટી દેવાના સ્થાન વિશેનો આ હળવો શબ્દ છે.

Matthew 15:18

માથ્થી. 15:13-14 માં ઈસુએ જે દ્રષ્ટાંત કહ્યું હતું તેનો અર્થ સમજાવવાનું ઈસુ જારી રાખે છે.

τὰ…ἐκπορευόμενα ἐκ τοῦ στόματος

વ્યક્તિ શું કહે છે તેનો ઉલ્લેખ છે. વૈકલ્પિક ભાષાંતર: ""વ્યક્તિ જે વાત કહે છે"" (જુઓ: ઉપનામ)

ἐκ τῆς καρδίας

અહીંયા ""હૃદય"" એ વ્યક્તિના મન અથવા અંતઃકરણનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""વ્યક્તિની અંદરથી"" અથવા ""વ્યક્તિના હૃદયમાંથી"" (જુઓ: ઉપનામ)

Matthew 15:19

φόνοι

નિર્દોષ લોકોનું ખૂન કરવાનું કૃત્ય

Matthew 15:20

ἀνίπτοις χερσὶν φαγεῖν

આનો ઉલ્લેખ વડીલોના સંપ્રદાય પ્રમાણે હાથ ધોયા વિના ખાવું તે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પોતાના હાથ ધોયા વિના ખાવું

Matthew 15:21

ઈસુ કનાની સ્ત્રીની દીકરીને સાજી કરે છે તેનું આ વર્ણન છે.

ἐξελθὼν…ὁ Ἰησοῦς

તે સૂચિત છે કે શિષ્યો ઈસુ સાથે ગયા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુ અને તેના શિષ્યો બહાર ગયા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 15:22

ἰδοὺ, γυνὴ Χαναναία…ἐξελθοῦσα

જુઓ"" શબ્દ આપણને વૃતાંતમા નવા વ્યક્તિના આગમન વિશે સાવધ કરે છે. તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""એક કનાની સ્ત્રી હતી જે આવી

γυνὴ Χαναναία ἀπὸ τῶν ὁρίων ἐκείνων ἐξελθοῦσα

તે પ્રદેશમાંથી આવેલી સ્ત્રી કે જે કનાની લોકોના સમૂહની છે તેને કનાની કહેવામાં આવતી હતી. આ સમયે કનાન દેશ અસ્તિત્વમાં હતો નહીં. તે સ્ત્રી, તૂર અને સિદોનના શહેરો નજીક રહેતા લોકોના સમૂહનો એક ભાગ હતી.

ἐλέησόν με

આ શબ્દસમૂહ સૂચવે છે કે તે સ્ત્રી વિનંતી કરે છે કે ઈસુ તેની દીકરીને સાજી કરે. વૈકલ્પિક ભાષાંતર: ""દયા કરો અને મારી દીકરીને સાજી કરો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Υἱὸς Δαυείδ

ઈસુ દાઉદના પ્રત્યક્ષ પુત્ર ન હતા તેથી આનો અનુવાદ ""દાઉદના વંશજ"" તરીકે કરવો જોઈએ. જો કે, ""દાઉદનો દીકરો"" મસીહ માટે પણ ઉપનામ છે, અને સ્ત્રી કદાચ આ શિર્ષકથી ઈસુને સંબોધી રહી હતી.

ἡ θυγάτηρ μου κακῶς δαιμονίζεται

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અશુદ્ધ આત્મા મારી દીકરીને ભયંકર રીતે સતાવે છે"" અથવા ""અશુદ્ધ આત્મા મારી દીકરીને ભયંકર રીતે સતાવે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 15:23

οὐκ ἀπεκρίθη αὐτῇ λόγον

અહીં “વચન” એ વ્યક્તિ શું કહે છે તે રજુ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “કઈ પણ કહ્યું નહીં. (જુઓ: ઉપનામ)

Matthew 15:24

οὐκ ἀπεστάλην

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે મને બીજા કોઈના માટે મોકલ્યો નથી. (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

εἰς τὰ πρόβατα τὰ ἀπολωλότα οἴκου Ἰσραήλ

આ ઇઝરાએલની સમગ્ર રાષ્ટ્રની તુલના ઘેટાં સાથે કરે છે કે જે તેમના ઘેટાંપાળકથી દૂર ચાલ્યા ગયા છે. જુઓ કે તમે [માથ્થી 10: 6] (..//6/md)માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે (જુઓ: રૂપક)

Matthew 15:25

ἡ…ἐλθοῦσα

કનાની સ્ત્રી આવી

προσεκύνει αὐτῷ

ઈસુ સમક્ષ તે સ્ત્રીએ પોતાને નમ્ર કરી તેને આ દર્શાવે છે. (જુઓ: સાંકેતિક પગલું)

Matthew 15:26

οὐκ ἔστιν καλὸν λαβεῖν τὸν ἄρτον τῶν τέκνων καὶ βαλεῖν τοῖς κυναρίοις

ઈસુ કહેવતથી સ્ત્રીને જવાબ આપે છે. તેનો સર્વસામાન્ય અર્થ એ છે કે યહૂદીઓ એવું માને છે કે જે યહૂદીઓનું છે તે બિન-યહૂદીઓને આપવું યોગ્ય નથી. (જુઓ: નીતિવચનો)

τὸν ἄρτον τῶν τέκνων

અહીંયા ""રોટલી"" એ ખોરાકનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""બાળકોનો ખોરાક"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

τοῖς κυναρίοις

યહૂદીઓ કુતરાને અશુદ્ધ પ્રાણી માને છે. અહીં કુતરા શબ્દનો ઉપયોગ બિન યહૂદીઓને દર્શાવવા માટે છે.

Matthew 15:27

καὶ…τὰ κυνάρια ἐσθίει ἀπὸ τῶν ψιχίων τῶν πιπτόντων ἀπὸ τῆς τραπέζης τῶν κυρίων αὐτῶν

ઈસુ જે રીતે કહેવતમાં બોલે છે તે જ રીતે તે સ્ત્રી પણ ઈસુને ઉત્તર આપે છે. તેનો અર્થ એ છે કે યહૂદીઓ જે વસ્તુઓ ફેંકી દે છે તેમની કંઈક બિન-યહૂદીઓને પ્રાપ્ત થવી જોઈએ. (જુઓ: રૂપક)

τὰ κυνάρια

લોકો કૂતરાઓને ઘરેલું પ્રાણી તરીકે રાખે છે તે શબ્દનો અહીં ઉપયોગ કરો. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 15:26] (../15 / 26.md)માં કેવી રીતે કર્યો છે.

Matthew 15:28

γενηθήτω

આને સક્રીય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “હું તે પ્રમાણે કરીશ” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἰάθη ἡ θυγάτηρ αὐτῆς

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુએ તેની દીકરીને સાજી કરી"" અથવા ""તેણીની દીકરી સાજી થઈ ગઈ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἀπὸ τῆς ὥρας ἐκείνης

આ એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: ""બરાબર તે જ સમયે"" અથવા ""તરત જ"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Matthew 15:29

ચાર હજાર લોકોને જમાડવા વિશેનો ચમત્કાર ટૂંક સમયમાં ઈસુ કરવાના છે તે વિશેની પૂર્વભૂમિકા આ કલમોમાં દર્શાવાયેલ છે. (જુઓ: પૂર્વભૂમિકા)

Matthew 15:30

χωλούς, τυφλούς, κυλλούς, κωφούς

જેઓ ચાલી ન શકે, જેઓ જોઈ ન શકે, જેઓ વાત ન કરી શકે અને જેઓના હાથ અને પગ કામ કરતા નહોય

ἔρριψαν αὐτοὺς παρὰ τοὺς πόδας αὐτοῦ

દેખીતી રીતે આમાંના કેટલાક બીમાર અથવા અપંગ લોકો હતા જેઓ ઉભા થવામાં અસમર્થ હતા, તેથી જ્યારે તેમના મિત્રો તેમને ઈસુ પાસે લાવ્યા અને તેઓએ તેમને ઈસુની આગળ મૂક્યા. વૈકલ્પિક ભાષાંતર: ""લોકોની ભીડ બીમાર લોકોને ઈસુની સમક્ષ લાવીને મુકે છે

Matthew 15:31

κυλλοὺς ὑγιεῖς

આને સક્રિય રૂપમાં કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “પગથી અપંગ માણસ સાજો થયો” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

κυλλοὺς…χωλοὺς…τυφλοὺς

આ નામાંકિત વિશેષણોને વિશેષણ તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અપંગ લોકો ... ચાલી ના શકે તેવા અપંગ લોકો ... અંધ લોકો"" (જુઓ: નામવાચક વિશેષણો)

Matthew 15:32

અહીં ઈસુ સાત રોટલી અને થોડી માછલીઓ મારફતે ચાર હજાર લોકોને ખોરાક પૂરો પાડે છે તેનું વર્ણન છે.

νήστεις…μήποτε ἐκλυθῶσιν ἐν τῇ ὁδῷ

ખોરાક વિના કદાચને તેઓ માર્ગમાં નિર્ગત થઈ જાય.

Matthew 15:33

πόθεν ἡμῖν ἐν ἐρημίᾳ, ἄρτοι τοσοῦτοι ὥστε χορτάσαι ὄχλον τοσοῦτον?

શિષ્યો પ્રશ્નનો ઉપયોગ કરી જણાવે છે કે ભીડ માટે ખોરાક મેળવવાનું સ્થળ ક્યાંય નથી. વૈકલ્પિક ભાષાંતર: ""ત્યાં કોઈ એવું સ્થળ નજીક નથી કે અમે આ મોટી મેદની/ભીડ માટે પૂરતો ખોરાક મેળવી શકીએ."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 15:34

ἑπτά, καὶ ὀλίγα ἰχθύδια

સમજાયેલી માહિતી સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""સાત રોટલી અને થોડી માછલીઓ"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

Matthew 15:35

ἀναπεσεῖν ἐπὶ τὴν

તમારી ભાષામાં અનુવાદ કરો કે જ્યારે જમવા માટે મેજ ન હોય ત્યારે કેવી રીતે બેસીને ભોજન કરવું.

Matthew 15:36

ἔλαβεν τοὺς ἑπτὰ ἄρτους καὶ τοὺς ἰχθύας

ઈસુએ સાત રોટલી અને થોડી માછલીઓ હાથમાં લીધી

ἔκλασεν

રોટલી ભાંગી

ἐδίδου

અને રોટલી અને માછલી વહેંચી

Matthew 15:37

ἦραν

શિષ્યોએ ભેગુ કર્યું’ અથવા “અમુક લોકોએ ભેગું કર્યું”

Matthew 15:38

οἱ…ἐσθίοντες

જે લોકોએ ખાધું

τετρακισχίλιοι ἄνδρες

તેઓ 4,000 પુરુષો હતા (જુઓ: સંખ્યાઓ)

Matthew 15:39

τὰ ὅρια

તે પ્રદેશ

Μαγαδάν

તે વિસ્તારને લોકો “મગદલા” તરીકે ઓળખે છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Matthew 16

માથ્થી 16 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ખમીર

લોકો ઈશ્વર વિશે જે રીતે વિચારતા હતા તે રીત વિશે વાત કરતા ઈસુ કહે છે જાણે કે તે રીત એક રોટલી હોય, અને લોકોને ઈશ્વર વિશે જે શિક્ષણ આપવામાં આવતું હતું તે વિશે વાત કરતા ઈસુ કહે છે જાણે કે તે શિક્ષણ થોડું ખમીર હોય જે રોટલીના લોયને મોટો બનાવે છે અને શેકેલી રોટલીને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. ઈસુ નથી ઇચ્છતા કે તેમના અનુયાયીઓ ફરોશીઓ અને સદૂકીઓ જે શીખવે છે તે સાંભળે. આ તે કારણથી છે કે જો તેઓ સાંભળે, તો તેઓ સમજી શકશે નહીં કે ઈશ્વર કોણ છે અને ઈશ્વરના લોકો કેવી રીતે જીવન જીવે તે સબંધી ઈશ્વરની ઈચ્છાને પણ તેઓ સમજી શકશે નહીં. (જુઓ: રૂપક)

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

રૂપક

ઈસુએ તેમના લોકોને તેમના આદેશોનું પાલન કરવા કહ્યું. અને તેમણે તેઓને ""અનુસરણ"" કરવા કહ્યું. એ જાણે કે ઈસુ આગળ ચાલે અને લોકો પાછળ એવી વાત છે. (જુઓ: રૂપક)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

પૃષ્ઠભૂમિકાની માહિતી

માથ્થી આ અધ્યાયમાં 15:1-20 માંથી લખાણ જારી રાખે છે. આ વર્ણન કલમ 21 માં અટકે છે કે જેથી માથ્થી તેના વાચકોને કહી શકે કે ઈસુ વારંવાર તેમના શિષ્યોને જણાવવા લાગ્યા હતા કે યરૂશાલેમ પહોંચ્યા પછી લોકો ઈસુને મારી નાખશે. ત્યારબાદ તે વર્ણન 22-27 કલમોમાં જારી રહે છે અને જણાવે છે કે જ્યારે ઈસુએ પ્રથમવાર તેમના શિષ્યોને પોતાના મૃત્યુ વિશે વાત કરી ત્યારે શું બન્યું.

વિરોધાભાસ

વિરોધાભાસ એ સાચું નિવેદન છે જે કંઈક અશક્યનું વર્ણન કરવા માટે છે. જ્યારે ઈસુ વિરોધાભાસનો ઉપયોગ કરીને કહે છે કે, ""જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે તે તેને ગુમાવશે, અને જે કોઈ મારા માટે પોતાનો જીવ ખોશે તે તેને મેળવશે."" ([માથ્થી 16:25] (../../mat/16/25.md)).

Matthew 16:1

અહીં ઈસુ, સદૂકીઓ અને ફરોશીઓના વાર્તાલાપનો ઉલ્લેખ કરે છે.

πειράζοντες

અહીં ""પરીક્ષા કરવી” એ નકારાત્મક અર્થમાં છે તેથી ગુજરાતી બાઈબલ અનુવાદમાં “પરીક્ષણ"" શબ્દનો જ ઉપયોગ કરાયો છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમને પડકાર આપ્યો"" અથવા ""તેમને ફસાવવા માંગતા હતા

Matthew 16:4

γενεὰ πονηρὰ καὶ μοιχαλὶς σημεῖον ἐπιζητεῖ…δοθήσεται αὐτῇ

ઈસુ તેમની વર્તમાન પેઢી સાથે વાત કરી રહ્યા છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે દુષ્ટ અને વ્યભિચારી પેઢી છો જે મારી પાસે નિશાની માંગે છે ... તે નિશાની તમને આપવામાં આવી છે"" જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 12:39] (../12/39.md)માં કેવી રીતે કર્યો છે. (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

γενεὰ πονηρὰ καὶ μοιχαλὶς

અહીં ""વ્યભિચારી"" એવા લોકો માટે એક રૂપક છે જે ઈશ્વરને વિશ્વાસુ નથી. જુઓ [માથ્થી 12:39] (../12/39.md) માં તમે આનું અનુવાદ કેવી રીતે કર્યું. વૈકલ્પિક ભાષાંતર: ""એક અવિશ્વાસી પેઢી"" અથવા ""ઈશ્વર વિહોણા લોકો"" (જુઓ: રૂપક)

σημεῖον…οὐ δοθήσεται αὐτῇ

ઈસુએ તેઓને નિશાની આપી ન હતી કારણ કે, તેમણે પહેલેથી જ ઘણા ચમત્કારો કર્યા હોવા છતાં, તેઓએ તેમના પર વિશ્વાસ કર્યો નહીં. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. જુઓ [માથ્થી 12:39] (../12/39.md) માં તમે આનો અનુવાદ કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું તેઓને કોઈ નિશાની આપીશ નહીં"" અથવા ""ઈશ્વર તેમને કોઈ નિશાની આપશે નહીં"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

εἰ μὴ τὸ σημεῖον Ἰωνᾶ

યૂના સિવાય કોઈ નિશાની આપવામાં આવશે નહીં. જુઓ તમે [માથ્થી 12:39] (../12/39.md) માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે.

Matthew 16:5

અહીં ઘટના પાછળના સમય તરફ ફરે છે. સદૂકીઓ અને ફરોશીઓ વિશે શિષ્યોને ચેતવવા માટે ઈસુ એક તકનો ઉપયોગ કરે છે.

τὸ πέραν

તમે સમજાયેલી માહિતીને સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""કિનારાની બીજી બાજુ"" અથવા ""ગાલીલ સમુદ્રના બીજે કિનારે"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

Matthew 16:6

τῆς ζύμης τῶν Φαρισαίων καὶ Σαδδουκαίων

અહીં ""ખમીર"" રૂપક છે જે દુષ્ટ વિચારો અને ખોટા ઉપદેશોને સૂચવે છે. અહીં ""ખમીર"" તરીકે અનુવાદ કરો અને તમારા અનુવાદમાં તેનો અર્થ સમજાવશો નહીં. તેનો અર્થ 16:12 માં સ્પષ્ટ કરવામાં આવશે. (જુઓ: રૂપક)

Matthew 16:7

διελογίζοντο ἐν ἑαυτοῖς

આ વિશે એકબીજાની સાથે વાતચીત કરો અથવા “આ વિશે વિચાર કરો

Matthew 16:8

ὀλιγόπιστοι

તમે અલ્પવિશ્વાસીઓ. ઈસુ તેમના શિષ્યોને આ રીતે સંબોધે છે કારણ કે રોટલી લાવવાની તેમની ચિંતા બતાવે છે કે ઈસુમાં તેઓના વિશ્વાસની કમી જાહેર થાય છે. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 6:30] (../06/30.md) માં કેવી રીત કર્યો છે.

τί διαλογίζεσθε…ἄρτους οὐκ ἔχετε?

ઈસુએ હમણાં જ જે કહ્યું તે શિષ્યો સમજ્યા નથી તેથી તેમને ઠપકો આપવા માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું નિરાશ છું કે તમે એવું વિચારો છો કે, તમે રોટલી લાવવાનું ભૂલી ગયા તે કારણથી મેં તમને ફરોશીઓ અને સદૂકીઓના ખમીર વિશે સાવધ રહેવાનું કહ્યું."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 16:9

ઈસુ સતત તેમના શિષ્યોને સદૂકીઓ અને ફરોશીઓ વિશે સાવધ કરે છે.

οὔπω νοεῖτε, οὐδὲ μνημονεύετε…ἐλάβετε?

ઈસુ શિષ્યોને ઠપકો આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે સ્મરણ કરો ... તમે કેટલી ટોપલીઓ ભેગી કરી હતી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τῶν πεντακισχιλίων

5,000 (જુઓ: સંખ્યાઓ)

Matthew 16:10

τῶν τετρακισχιλίων

4,000 (જુઓ: સંખ્યાઓ)

οὐδὲ τοὺς ἑπτὰ ἄρτους…ἐλάβετε?

શું તમને સાત રોટલીઓનું પણ સ્મરણ નથી? ઈસુ તેમના શિષ્યોને ઠપકો આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમને સાત રોટલીઓનું સ્મરણ નથી .... કે તમે કેટલી ટોપલીઓ ઉઠાવી હતી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 16:11

ઈસુ સતત શિષ્યોને સદૂકીઓ અને ફરોશીઓ વિશે ચેતવે છે.

πῶς οὐ νοεῖτε, ὅτι οὐ περὶ ἄρτων εἶπον ὑμῖν?

ઈસુ શિષ્યોને ઠપકો આપવા પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે કેમ સમજતા નથી કે હું રોટલી વિશે કહેતો નથી."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τῆς ζύμης τῶν Φαρισαίων καὶ Σαδδουκαίων

અહીં ""ખમીર"" દુષ્ટ વિચારો અને ખોટા ઉપદેશને રજૂ કરે છે. ""ખમીર"" તરીકે અનુવાદ કરો અને તમારા અનુવાદનો અર્થ સમજાવશો નહીં. 16:12 માં શિષ્યો સમક્ષ આ અર્થ સ્પસ્ટ થાય છે. (જુઓ: રૂપક)

Matthew 16:12

συνῆκαν

આ શિષ્યોનું વર્ણન કરે છે.

Matthew 16:13

અહીં દ્રશ્ય હવે પછીના સમય તરફ ફરે છે. ઈસુ તેમના શિષ્યોને પુછે છે કે ઈસુ કોણ છે તે વિશે લોકો શું માને છે?

δὲ

સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા અથવા નવા વ્યક્તિને રજૂ કરવા માટે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં માથ્થી વૃતાંતના નવા ભાગને રજુ કરે છે.

τὸν Υἱὸν τοῦ Ἀνθρώπου

ઈસુ પોતાના વિશે કહે છે. (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

Matthew 16:16

ὁ Υἱὸς τοῦ Θεοῦ τοῦ ζῶντος

ઈસુ માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર સાથેના તેમના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

τοῦ Θεοῦ τοῦ ζῶντος

અહીં ""જીવંત"" શબ્દ ઇઝરાએલના ઈશ્વર અને લોકો જેમને ભજે છે તેવા જુઠા દેવો અને મુર્તીઓ વચ્ચેનો ભેદ દર્શાવે છે. માત્ર ઇઝરાએલના ઈશ્વર જ જીવંત છે અને તેમની પાસે કાર્ય કરવાનું સામર્થ્ય છે.

Matthew 16:17

Σίμων Βαριωνᾶ

સિમોન યૂના પુત્ર (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

σὰρξ καὶ αἷμα οὐκ ἀπεκάλυψέν

અહીં “માસ અને રક્ત” એ માનવ દેહનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “મનુષ્યએ પ્રગટ કર્યું નથી” (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

σοι

અહીંયા ""આ"" શબ્દ એ પિતરનું નિવેદન કે, ઈસુ ખ્રિસ્ત છે અને જીવતા ઈશ્વરના દીકરા છે, તેનું વર્ણન કરે છે.

ἀλλ’ ὁ Πατήρ μου, ὁ ἐν τοῖς οὐρανοῖς

સમજાયેલી માહિતી સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આકાશમાંના મારા બાપે તને એ જણાવ્યું છે"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

ὁ Πατήρ μου

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Matthew 16:18

κἀγὼ…σοι λέγω

હવે ઈસુ જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

σὺ εἶ Πέτρος

પિતરના નામનો આર્થ “પથ્થર” થાય છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἐπὶ ταύτῃ τῇ πέτρᾳ οἰκοδομήσω μου τὴν ἐκκλησίαν

જે લોકો સમુદાય તરીકે ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓમાં એકતા માટેનું એક રૂપક અહીં ""મારી મંડળી બાંધવી"" છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""પથ્થર"" પિતરને દર્શાવે છે, અથવા 2) ""ખડક"" એ સત્યને રજૂ કરે છે જે પિતરે હમણાં જ [માથ્થી 16:16] (../16/16md) માં કહ્યું. (જુઓ: રૂપક)

πύλαι ᾍδου οὐ κατισχύσουσιν αὐτῆς

અહીં ""હાદેસ"" શબ્દ એવા શહેર માટે વપરાય છે કે જે દિવાલોથી ઘેરાયેલ મોટા દરવાજા છે જેમાં મૃત્યુ પામેલા લોકો અંદર અને બીજા લોકો બહાર રહે છે. અહીં “હાદેસ"" મૃત્યુને દર્શાવે છે, અને તેના ""દરવાજા"" તેનું સામર્થ્ય પ્રગટ કરે છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “મારી મંડળી વિરુદ્ધ મૃત્યુની સત્તાઓનું જોર ચાલશે નહીં"" અથવા 2) ""જેમ સૈન્ય શહેરને તોડી પાડે છે તેમ મારી મંડળી મૃત્યુની સત્તાને તોડી નાખશે."" (જુઓ: રૂપક અને ઉપનામ)

Matthew 16:19

δώσω σοι

અહીં “તું” એકવચન છે અને તે પિતરનો ઉલ્લેખ કરે છે (જુઓ: તમેનાં સ્વરૂપો)

τὰς κλεῖδας τῆς Βασιλείας τῶν Οὐρανῶν

ચાવીઓ પદાર્થો છે જેઓનો ઉપયોગ તાળા ખોલવા અને બંધ કરવા થાય છે. અહીં તે અધિકારનું પ્રતિનિધિત્વ કરે છે. (જુઓ: રૂપક)

τῆς Βασιλείας τῶν Οὐρανῶν

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. ""આકાશનું રાજ્ય"" શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. (જુઓ: ઉપનામ)

ὃ ἐὰν δήσῃς ἐπὶ τῆς γῆς, ἔσται δεδεμένον ἐν τοῖς οὐρανοῖς; καὶ ὃ ἐὰν λύσῃς ἐπὶ τῆς γῆς, ἔσται λελυμένον ἐν τοῖς οὐρανοῖς

અહીં ""બાધવું"" એ રૂપક છે જે કંઈક પ્રતિબંધિત કરે છે, અને ""છૂટક"" એ રૂપક છે જેનો અર્થ કંઈક કરવાની મંજૂરી છે. પણ, ""આકાશમાં"" એ ઉપનામ છે જે ઈશ્વરનું વર્ણન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે પૃથ્વી પર જે બાંધશો અને છોડશો તે સર્વને ઈશ્વર આકાશમાં મંજૂર કરશે"" (જુઓ: રૂપક અને ઉપનામ)

Matthew 16:21

ઈસુ પ્રથમ વાર શિષ્યોને કહે છે કે ઈસુ ટૂંક સમયમાં મૃત્યુ પામશે.

πολλὰ παθεῖν ἀπὸ τῶν πρεσβυτέρων, καὶ ἀρχιερέων, καὶ γραμματέων

અહીં ""હાથ"" એ સામર્થ્યનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યાં વડીલો, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ તેમને પીડા આપશે છે"" (જુઓ: ઉપનામ)

γραμματέων, καὶ ἀποκτανθῆναι καὶ τῇ τρίτῃ ἡμέρᾳ ἐγερθῆναι

અહીં ‘ફરી જીવંત કરવું’ એ રૂઢીપ્રયોગ છે કે જેનો ઉપયોગ મૃત્યું પામેલા મનુષ્યને ફરી જીવંત કરવાના અર્થમાં છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વડીલો અને મુખ્ય યાજકો ઈસુ પર આરોપ મૂકશે અને અન્ય લોકો ઈસુને મારી નાખશે. વૈકલ્પિક ભાષાંતર: ""શાસ્ત્રીઓ. ત્યારબાદ લોકો તેમને મારી નાખશે, અને ઈશ્વર ત્રીજા દિવસે તેમને ફરીથી જીવંત કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τῇ τρίτῃ ἡμέρᾳ

“ત્રીજું એ ત્રણનું રૂપ છે” (જુઓ: ક્રમવાચક સંખ્યાઓ)

Matthew 16:22

καὶ προσλαβόμενος αὐτὸν, ὁ Πέτρος

ઈસુએ તેઓને પ્રથમવાર કહ્યું કે ઈસુ ટૂંક સમયમાં મૃત્યુ પામશે (કલમ 21). તેમણે પહેલીવાર આમ કહ્યા પછી આ બાબત શિષ્યોને ઘણીવાર કહી. અહીં પ્રથમવાર પિતર ઈસુને એક બાજુએ લઈ જાય છે. (જુઓ: પૂર્વભૂમિકા)

προσλαβόμενος αὐτὸν, ὁ Πέτρος

કોઈ સાંભળે નહીં તે રીતે પિતરે ઈસુને કહ્યું.

ἵλεώς σοι

આ એક રૂઢીપ્રયોગ છે ""એવું તમને કદી ન થાઓ."" વૈકલ્પિક ભાષાંતર: ""ના"" અથવા ""કદી નહીં"" અથવા ""ઈશ્વર એમ થવા ન દો"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Matthew 16:23

ὕπαγε ὀπίσω μου, Σατανᾶ! σκάνδαλον εἶ ἐμοῦ

ઈસુનો અર્થ એ છે કે પિતર શેતાનની જેમ વર્તન કરી રહ્યો છે કારણ કે જે હેતુ માટે ઈશ્વરે તેમને મોકલ્યા છે તે પૂર્ણ કરવાથી ઈસુને અટકાવવા માટે પિતર પ્રયત્ન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારી પાછવાડે જા, શેતાન! તું મને ઠોકર રૂપ છે"" અથવા "" શેતાન મારી પછવાડે જા! હું તને શેતાન કહું છું કારણ કે તું મને ઠોકરરૂપ છે” (જુઓ: રૂપક)

ὕπαγε ὀπίσω μου

મારાથી દુર જા

Matthew 16:24

ὀπίσω μου ἐλθεῖν

તેમની પાછળ ચાલવું એટલે કે તેમના એક શિષ્ય થવાને રજુ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “મારા શિષ્ય બનો” અથવા “મારા શિષ્ય થાઓ” (જુઓ: રૂપક)

ἀπαρνησάσθω ἑαυτὸν

પોતાની ઇચ્છા પ્રમાણે ચાલવું નહીં અથવા “પોતાની ઈચ્છાઓનો નકાર કરવો”

ἀράτω τὸν σταυρὸν αὐτοῦ, καὶ ἀκολουθείτω μοι

તેનો વધસ્તંભ ઉચકી મારી પાછળ ચાલવું. વધસ્તંભ પીડા અને મૃત્યુ દર્શાવે છે. વધસ્તંભ ઉચકવો તે દર્શાવે છે કે વ્યક્તિ પીડા અને મૃત્યુ સહન કરવા તૈયાર છે. વૈકલ્પિક ભાષાંતર: ""દુઃખ અને મૃત્યુની સીમા સુધી મારી પાછળ ચાલો” અથવા ""પીડા અને મૃત્યુ સુધી પણ મને અનુસરવું"" (જુઓ: ઉપનામ અને રૂપક)

καὶ ἀκολουθείτω μοι

ઈસુની પાછળ ચાલવું એટલે કે તેમનું અનુકરણ કરવું. વૈકલ્પિક ભાષાંતર: “મારી પાછળ ચાલો” (જુઓ: રૂપક)

Matthew 16:25

ὃς γὰρ ἐὰν θέλῃ

જે કોઈ મારી પાછળ આવવા ચાહે છે

ἀπολέσει αὐτήν

આનો અર્થ એ નથી કે વ્યક્તિ આવશ્યકપણે મૃત્યુ પામશે. તે એક રૂપક છે જેનો અર્થ એ છે કે વ્યક્તિ પોતાના કરતા ઈસુને તેના જીવનમાં વધારે મહત્ત્વ આપવું. (જુઓ: રૂપક)

ἕνεκεν ἐμοῦ

કારણ કે તે મારા પર વિશ્વાસ રાખે છે અથવા “મારા માટે” અથવા “મારે લીધે”

εὑρήσει αὐτήν

આ રૂપકનો અર્થ એ છે કે વ્યક્તિ ઈશ્વર સાથે આત્મિક અનુભવમાં આવશે. વૈકલ્પિક ભાષાંતર: “સત્ય જીવન પ્રાપ્ત કરશે” (જુઓ: રૂપક)

Matthew 16:26

τί γὰρ ὠφεληθήσεται ἄνθρωπος…τῆς ψυχῆς αὐτοῦ?

ઈસુ પોતાના શિષ્યોને શીક્ષણ આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે વ્યક્તિને ... તેના જીવનને લાભ નથી કરતું."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἐὰν τὸν κόσμον ὅλον κερδήσῃ

આખું જગત"" શબ્દ એ અદ્યતન સંપત્તિ દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે તે ઇચ્છે છે તે બધું પ્રાપ્ત કરશે"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

τὴν δὲ ψυχὴν αὐτοῦ ζημιωθῇ

પણ તે તેનો જીવ ખોશે

ἢ τί δώσει ἄνθρωπος ἀντάλλαγμα τῆς ψυχῆς αὐτοῦ?

ઈસુ પોતાના શિષ્યોને શીક્ષણ આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ફરી જીવન પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ પાસે એવું કશું જ નથી."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 16:27

ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου…τοῦ Πατρὸς αὐτοῦ…τότε ἀποδώσει

અહીં ઈસુ પોતાને ત્રીજા વ્યક્તિના રૂપમાં દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું, માણસનો દીકરો ... મારા પિતા ... અને હું"" (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

μέλλει…ἔρχεσθαι ἐν τῇ δόξῃ τοῦ Πατρὸς αὐτοῦ

પિતાના માહિમમાં પાછા આવશે

μετὰ τῶν ἀγγέλων αὐτοῦ

અને દૂતો તેમની સાથે હશે. જો તમે પ્રથમ વ્યક્તિમાં ઈસુ બોલતા હોય તે રીતે વાક્યના પ્રથમ ભાગનો અનુવાદ કરેલ છે તો તમે આ રીતે અનુવાદ કરી શકો છો ""અને મારા પિતાન દૂતો મારી સાથે હશે."" (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

τοῦ Πατρὸς αὐτοῦ

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને માનવ પુત્ર ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

κατὰ τὴν πρᾶξιν αὐτοῦ

દરેક વ્યક્તિને તેના કામ પ્રમાણે બદલો મળશે

Matthew 16:28

ἀμὴν, λέγω ὑμῖν

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે શું કહેવાના છે તે પર આ શબ્દસમૂહ ભાર મૂકે છે.

ὑμῖν

જગતની બધી જ બાબતો બહુવચનમાં છે અને તે શિષ્યોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

οὐ μὴ γεύσωνται θανάτου

અહીંયા ""સ્વાદ"" એટલે કે અનુભવ. વૈકલ્પિક ભાષાંતર: ""મૃત્યુનો અનુભવ થશે નહીં"" અથવા ""મૃત્યુ પામશે નહીં"" (જુઓ: રૂઢિપ્રયોગ)

ἕως ἂν ἴδωσιν τὸν Υἱὸν τοῦ Ἀνθρώπου ἐρχόμενον ἐν τῇ βασιλείᾳ αὐτοῦ

અહીંયા ""તેમનું રાજ્ય"" તેમને રાજા તરીકે રજુ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યાં સુધી તેઓ માણસના દીકરાને રાજા તરીકે આવતો જુએ નહીં"" અથવા ""માણસનો દીકરો રાજા છે તે લોકો જ્યાં સુધી જુએ નહીં ત્યાં સુધી"" (જુઓ: ઉપનામ)

Matthew 17

માથ્થી 17 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

એલિયા

જૂના કરારમાં માલાખી પ્રબોધક ઈસુના જન્મના ઘણા વર્ષો પહેલા જીવતા હતા. માલાખીએ કહ્યું હતું કે મસીહ આવે તે પહેલાં એલીયા પ્રબોધક આવશે. ઈસુએ સમજાવ્યું કે માલાખી યોહાન બાપ્તિસ્ત વિશે વાત કરી રહ્યો હતો. ઈસુએ આ કહ્યું કારણ કે જે માલાખીએ કહ્યું હતું કે એલીયા કરશે તે યોહાન બાપ્તિસ્તે કર્યું હતું. (જુઓ: પ્રબોધક, પ્રબોધવાણી, પ્રબોધવાણી કરવી, દ્રષ્ટા, પ્રબોધિકા અને ખ્રિસ્ત, મસીહ)

""રૂપાંતર""

શાસ્ત્ર ઘણીવાર ઈશ્વરના મહિમાની વાત કરે છે જેમ કે મહાન, તેજસ્વી પ્રકાશ હોય. જ્યારે લોકો આ પ્રકાશ જુએ છે, ત્યારે તેઓ ડરે છે. માથ્થી આ અધ્યાયમાં કહે છે કે ઈસુનું શરીર ભવ્ય પ્રકાશથી ભરેલું પ્રકાશમાન થયું હતું જેથી તેમના અનુયાયીઓ જોઈ શકે કે ઈસુ ખરેખર ઈશ્વરના પુત્ર હતાં. તે જ સમયે, ઈશ્વરે તેમને કહ્યું કે ઈસુ તેમના પુત્ર છે. (જુઓ: ગૌરવ, તેજસ્વી/સ્તુત્ય, મહિમા કરવો અને ડર,(ભય), ડર લાગે છે, બીક)

Matthew 17:1

અહીં ઈસુના રૂપાંતર વિશેની વાત કરવામાં આવી છે.

τὸν Πέτρον, καὶ Ἰάκωβον, καὶ Ἰωάννην, τὸν ἀδελφὸν αὐτοῦ

પિતર, યાકૂબ અને યાકૂબનો ભાઈ યોહાન

Matthew 17:2

μετεμορφώθη ἔμπροσθεν αὐτῶν

જયારે તેઓએ તેમને જોયા, ત્યાર તેમનો પ્રભાવ એક્દમ અલગ જ પ્રકારના તેજથી ભરેલો હતો.

μετεμορφώθη

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમનું રૂપાંતર થયું હતું"" અથવા ""તેમનું ઉમદા રૂપાંતર થયું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἔμπροσθεν αὐτῶν

તેઓની સામે જ અથવા “તેથી તેઓ તેમને જોઈ શકે”

ἔλαμψεν τὸ πρόσωπον αὐτοῦ ὡς ὁ ἥλιος, τὰ δὲ ἱμάτια αὐτοῦ ἐγένετο λευκὰ ὡς τὸ φῶς

આ સમાનતા રજુ કરે છે કે ઈસુનું મુખ કેટલું પ્રકાશિત હતું. (જુઓ: ઉપમા)

τὰ…ἱμάτια αὐτοῦ

તેમણે જે પહેરણ પહેર્યું હતું

Matthew 17:3

ἰδοὺ

આ શબ્દ તેમના વિશેની આશ્ચર્ય પમાડનાર માહિતી તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે.

αὐτοῖς

આ બાબત પિતર, યાકૂબ અને યોહાનને વર્ણવે છે

μετ’ αὐτοῦ

ઈસુની સાથે

Matthew 17:4

ἀποκριθεὶς…εἶπεν

કહ્યું. પિતર પ્રશ્નનો પ્રત્યુત્તર આપતો નથી.

καλόν ἐστιν ἡμᾶς ὧδε εἶναι

અમને"" શબ્દ પિતર, યાકૂબ અને યોહાનનો ઉલ્લેખ કરે છે તે સ્પષ્ટ નથી અથવા તે ત્યાં ઉપસ્થિત સર્વ એટલે કે ઈસુ, એલીયા અને મૂસાનો ઉલ્લેખ કરે છે. જો તમે અનુવાદ કરી શકો છો તો બંને વિકલ્પો શક્ય હોય તેમ કરો. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે” અને સમાવેશક “અમે”)

Matthew 17:5

ἰδοὺ

આ તેમના વાચકોનું ધ્યાન હવે પછી આવનાર આશ્ચર્યજનક માહિતી પ્રત્યે દોરે છે.

ἐπεσκίασεν αὐτούς

તેમના પર આવ્યું

φωνὴ ἐκ τῆς νεφέλης

અહીં “વાણી” એ ઈશ્વર બોલે છે તે રજુ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે વાદળમાંથી તેઓની સાથે વાત કરી” (જુઓ: ઉપનામ)

Matthew 17:6

καὶ ἀκούσαντες, οἱ μαθηταὶ

શિષ્યોએ ઈશ્વરની વાણી સાંભળી

ἔπεσαν ἐπὶ πρόσωπον αὐτῶν

તેમના ચહેરા પર પડી"" તે અહીંયા રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ તેમના મુખને જમીન સુધી વાળી ઉંધા મુખે પડ્યા"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Matthew 17:9

ત્રણ શિષ્યોએ ઈસુનું રૂપાંતર જોયું અને સાક્ષીરૂપ બન્યા તે ઘટના પછી તરત જ આ બીના બને છે.

καὶ καταβαινόντων αὐτῶν

ઈસુ અને તેમના શિષ્યો

ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου

ઈસુ તેમના સ્વયં વિશે આ કહે છે (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

Matthew 17:10

τί οὖν οἱ γραμματεῖς λέγουσιν ὅτι Ἠλείαν δεῖ ἐλθεῖν πρῶτον?

મસીહ આવે તે પહેલાં એલીયા જીવંત થઇ ઇઝરાએલના લોકો પાસે પાછો આવશે, તે માન્યતાનો ઉલ્લેખ શિષ્યો કરી રહ્યા હતા. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 17:11

ἀποκαταστήσει πάντα

યથાસ્થિત કરવું અથવા “લોકોને મસીહનો આવકાર કરવા માટે તૈયાર કરવા”

Matthew 17:12

λέγω δὲ ὑμῖν

ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

ἐποίησαν…αὐτῶν

આ સર્વ શબ્દોનો અર્થ કદાચ 1) યહૂદી આગેવાનો અથવા 2)સર્વ યહૂદીઓ હોઈ શકે છે.

καὶ ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου μέλλει πάσχειν ὑπ’ αὐτῶν

અહીંયા ""હાથો"" સામર્થ્યનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ માનવ પુત્રને દુઃખ આપશે"" (જુઓ: ઉપનામ)

ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου

ઈસુ પોતાના વિશે આ કહે છે. (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

Matthew 17:14

ઈસુ અશુદ્ધ આત્મા વળગેલા એક છોકરાને સાજો કરે છે તે ઘટનાના વૃતાંતની આ શરૂઆત છે. ઈસુ અને તેમના શિષ્યો પર્વત પરથી ઉતર્યા પછી તરત જ આ ઘટનાઓ બને છે.

Matthew 17:15

ἐλέησόν μου τὸν υἱόν

તે સૂચવે છે કે તે માણસ ઈચ્છે છે કે ઈસુ તેના પુત્રને સાજો કરે. વૈકલ્પિક ભાષાંતર: ""મારા પુત્ર પર દયા કરો અને તેને સાજો કરો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

σεληνιάζεται

આનો અર્થ એ થાય છે કે કેટલીકવાર તેને આંચકીનો હુમલો/ખેંચ આવે છે. તે બેભાન થઈ જાય છે અને અસંયમી રીતે હલે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેને આંચકીના હુમલા આવે છે

Matthew 17:17

γενεὰ ἄπιστος καὶ διεστραμμένη, ἕως πότε

આ પેઢી ઈશ્વર પર વિશ્વાસ કરતી નથી અને સારું નરસું પણ જાણતી નથી. કેવી રીતે

ἕως πότε μεθ’ ὑμῶν ἔσομαι? ἕως πότε ἀνέξομαι ὑμῶν?

આ પ્રશ્નો બતાવે છે કે ઈસુ લોકોથી નાખુશ છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું તમારી સાથે રહીને થાકી ગયો છું! હું તમારા અવિશ્વાસ અને ભ્રષ્ટાચારથી કંટાળી ગયો છું!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 17:18

ἐθεραπεύθη ὁ παῖς

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “તે દીકરો સાજો થઈ ગયો” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἀπὸ τῆς ὥρας ἐκείνης

આ એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “તરત જ” અથવા “તે જ સમયે” (જુઓ: રૂઢિપ્રયોગ)

Matthew 17:19

ἡμεῖς

અહીં “અમે” એ બોલનારાઓનો ઉલ્લેખ કરે છે નહીં કે સાંભળનારાઓનો અને તેથી તે ઉલ્લેખ વિશિષ્ટ છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

διὰ τί ἡμεῖς οὐκ ἠδυνήθημεν ἐκβαλεῖν αὐτό?

અમે તે છોકરામાંથી અશુદ્ધ આત્માને કાઢી કેમ શક્યા નહીં?

Matthew 17:20

ἀμὴν, γὰρ λέγω ὑμῖν

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તે પર આ ભાર દર્શાવે છે.

ἐὰν ἔχητε πίστιν ὡς κόκκον σινάπεως

ઈસુ કહે છે કે જો તમારામાં રાઈના દાણા જેટલો વિશ્વાસ હોત તો એ ચમત્કાર થાત. રાઈનો દાણો નાનો છે, પણ તે મોટા ઝાડના રૂપમાં વૃદ્ધિ પામે છે. ઈસુ તેઓને કહે છે કે ચમત્કાર કરવા માટે રાઈના દાણા જેટલો જ વિશ્વાસ જરૂરી છે. (જુઓ: ઉપમા)

οὐδὲν ἀδυνατήσει ὑμῖν

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: તમેં કશું પણ કરી શકવાને સક્ષમ હશો” (જુઓ: વક્રોક્તિ)

Matthew 17:22

અહીં થોડી ક્ષણો માટે દ્રશ્ય ભવિષ્યવાણી તરફ ફરે છે અને ઈસુ તેમના મૃત્યુ અને પુનારુત્થાન વિશે બીજી વાર આગાહી કરે છે.

συστρεφομένων…αὐτῶν

ઈસુ અને તેમના શિષ્યો ત્યાં રહ્યા

μέλλει ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου παραδίδοσθαι

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈક માનવપુત્રને પરસ્વાધીન કરશે."" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

παραδίδοσθαι εἰς χεῖρας ἀνθρώπων

લોકો હાથોથી કસરત કરી પ્રાપ્ત કરતા સામર્થ્યનો ઉલ્લેખ અહીં ""હાથો"" શબ્દ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકોની સત્તા હેઠળ તેમને સોંપવામાં આવશે"" અથવા ""તેમના પર નિયંત્રણ અજમાવવા માટે તેમને લોકોના હાથમાં સમર્પિત કરવામાં આવશે"" (જુઓ: ઉપનામ)

ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου

ઈસુ પોતાનો ઉલ્લેખ વાક્યના ત્રીજા પુરુષ સર્વનામ તરીકે કરે છે. (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

εἰς χεῖρας ἀνθρώπων

અહીં ""હાથો"" એ સામર્થ્ય અથવા સંયમનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકોના નિયંત્રણમાં"" અથવા ""લોકોને"" (જુઓ: ઉપનામ)

Matthew 17:23

αὐτόν…ἐγερθήσεται

ઈસુ પોતાનો ઉલ્લેખ વાક્યના ત્રીજા પુરુષ સર્વનામ તરીકે કરે છે. પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

τῇ τρίτῃ ἡμέρᾳ

ત્રીજા એ ત્રણનું સામાન્ય રૂપ છે. (જુઓ: ક્રમવાચક સંખ્યાઓ)

ἐγερθήσεται

જેઓ મૃત્યુ પામેલા છે તેઓને ફરીથી જીવિત કરવા માટેનો રૂઢીપ્રયોગ અહીં ‘ઉઠાડવું’ છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તેમને ઉઠાડશે"" અથવા ""ઈશ્વર તેમને ફરીથી જીવંત કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને રૂઢિપ્રયોગ)

Matthew 17:24

અહીં દ્રશ્ય ફરીથી પછીની ઘટના તરફ ફરે છે જ્યાં ઈસુ પિતરને મંદિરમાં કર ભરવા વિશે શિક્ષણ આપે છે.

ἐλθόντων…αὐτῶν

જ્યારે ઈસુ અને તેમના શિષ્યો

τὰ δίδραχμα

યરૂશાલેમના મંદિરને મદદ કરવા માટે યહૂદી માણસો નાણાં આપતા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""મંદિરના નાણાં"" (જુઓ: બાઈબલમાં વર્ણિત ચલણ અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 17:25

τὴν οἰκίαν

જ્યાં ઈસુ રહેતા હતા

τί σοι δοκεῖ, Σίμων? οἱ βασιλεῖς τῆς γῆς, ἀπὸ τίνων λαμβάνουσιν τέλη ἢ κῆνσον? ἀπὸ τῶν υἱῶν αὐτῶν ἢ ἀπὸ τῶν ἀλλοτρίων?

ઈસુ પોતાને માટે માહિતી મેળવવા માટે નહીં પરંતુ સિમોનને શીખવવા માટે પ્રશ્ન પૂછે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સિમોન સાંભળ. આપણે જાણીએ છીએ કે રાજા નાણાં એકત્ર કરે છે, એવા લોકો પાસેથી કે જેઓ તેમના પોતાના પરિવારના સભ્યો નથી"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 17:26

[માથ્થી 13:54] (../13/54.md) માં શરૂ થયેલ વૃતાંતનો અહીં અંત આવે છે, જેમાં માથ્થી, ઈસુની સેવાઓ વિરુદ્ધ સતત વિરોધ અને આકાશના રાજ્યના શિક્ષણ વિશે વાત કરે છે.

ઈસુ પિતરને મંદિરમાં નાણા ભરવા વિશે શિક્ષણ આપે છે.

εἰπόντος δέ, ἀπὸ τῶν ἀλλοτρίων, ἔφη αὐτῷ ὁ Ἰησοῦς

જો તમે [માથ્થી 17:25] (../17/25.md) માં ઈસુના નિવેદનને પ્રશ્નમાં અનુવાદ કર્યું છે, તો અહીં તમારે તેનો પ્રત્યુત્તર આપવો. તમે તેને ઔપચારિક રીતે પણ દર્શાવી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે પિતરે કહ્યું, 'હા, તે સાચું છે. રાજાઓ વિદેશીઓ પાસેથી કર એકત્રિત કરે છે,' ઈસુએ કહ્યું કે અથવા ""ઈસુ સાથે પિતર સહમત થયા પછી, ઈસુએ કહ્યું ""(જુઓ: પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

ἀπὸ τῶν ἀλλοτρίων

આધુનિક સમયમાં, આગેવાનો સામાન્ય રીતે તેમના પોતાના નાગરિકો પાસેથી કરવેરા લે છે. પરંતુ, પ્રાચીન સમયમાં, આગેવાનોએ તેમના પોતાના નાગરિકોને બદલે જીતી લીધેલા લોકો પાસેથી કર લેતા હતા

οἱ υἱοί

જે લોકો પર રાજા અથવા અધિકારીઓ રાજ કરતા હતા

Matthew 17:27

ἵνα δὲ μὴ σκανδαλίσωμεν αὐτούς, πορευθεὶς

પણ આપણે તેઓને ઠોકર ખવડાવીયે નહીં તેથી જા

βάλε ἄγκιστρον

માછીમારો ગલના છેલ્લા ભાગે જાળને બાંધતા અને પછી માછલી પકડવા માટે પાણીમાં ગલ નાખતા (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

τὸ στόμα αὐτοῦ

માછલીના મુખમાં

στατῆρα

ચાંદીનો સિક્કો મળશે જે ચાર દિવસની મજુરી બરાબર છે. (જુઓ: બાઈબલમાં વર્ણિત ચલણ)

ἐκεῖνον λαβὼν

શેકેલ લેવા

ἀντὶ ἐμοῦ καὶ σοῦ

અહીંયા ""તમે"" એકવચન છે અને તે પિતરનો ઉલ્લેખ કરે છે. દરેક માણસને અડધા શેકેલ કર ચૂકવવો પડતો હતો. તેથી, ઈસુ અને પિતર માટે એક શેકેલ કર ચૂકવવા માટે પૂરતો હતો. (જુઓ: તમેનાં સ્વરૂપો)

Matthew 18

માથ્થી 18 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

જ્યારે અન્ય અનુયાયીઓ ઈસુના અનુયાયીઓ વિરુદ્ધ પાપ કરે ત્યારે તેઓએ શું કરવું?

ઈસુએ શિષ્યોને શીખવ્યું હતું કે તેઓએ એકબીજા સાથે સારી રીતે વર્તવું અને એકબીજા પ્રત્યે ગુસ્સે ન થવું. જેઓ તેમના પાપ માટે દિલગીર છે તે દરેકને તેમણે માફ કરી દેવા જોઈએ, જો તેણે તે પાપ અગાઉ કર્યું હોય તો પણ. જો તે તેના પાપ માટે દિલગીર ન હોય, તો ઈસુના અનુયાયીઓએ તેની સાથે એકલા અથવા નાના સમૂહમાં મળીને વાત કરવી જોઈએ. જો તે પછી પણ તે દિલગીર ન હોય, તો પછી ઈસુના અનુયાયીઓએ તેને દોષી ગણવો. (જુઓ: પશ્ચાતાપ કરવો, પશ્ચાતાપ કરે છે, પશ્ચાતાપ કર્યો, પશ્ચાતાપ અને પાપ, પાપરૂપ, પાપી, પાપ કર્યા કરવું)

Matthew 18:1

સુવાર્તામાં આ નવા ભાગની શરૂઆત છે જે [માથ્થી 18:35] (../18/35.md) માં જોવા મળે છે, જ્યાં ઈસુ આકાશના રાજ્યના જીવન વિશે શિક્ષણ આપે છે. અહીં, ઈસુ શિષ્યોને શિક્ષણ આપવા માટે નાના બાળકનો ઉપયોગ કરે છે.

τίς ἄρα μείζων ἐστὶν

કોણ મહત્વનું છે અથવા “આપણામાં કોણ મહત્વનું છે”

ἐν τῇ Βασιλεία τῶν Οὐρανῶν

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરના રાજ્યમાં"" અથવા ""આપણા આકાશમાંના પિતા તેમનું રાજ્ય પૃથ્વી પર સ્થાપિત કરશે ત્યારે” (જુઓ: ઉપનામ)

Matthew 18:3

ἀμὴν, λέγω ὑμῖν

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે જે કહેવાના છે તે પર આ ભાર મૂકે છે.

ἐὰν μὴ στραφῆτε…τὰ παιδία, οὐ μὴ εἰσέλθητε

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: તમે બાળકના જેવા થાઓ…જો તમારે રાજ્યમાં પ્રવેશવું છે તો. (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

γένησθε ὡς τὰ παιδία

ઈસુ શિષ્યોને શીખવવા માટે એક ઉદાહરણનો ઉપયોગ કરે છે કે તેઓ માટે સૌથી મહત્વપૂર્ણ શું છે તેની ચિંતા ન કરવી જોઈએ. પણ તેઓએ બાળક જેવા નમ્ર બનવા વિશે ધ્યાન આપવું જોઈએ. (જુઓ: ઉપમા)

εἰσέλθητε εἰς τὴν Βασιλείαν τῶν Οὐρανῶν

આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરના રાજ્યમાં દાખલ થાઓ"" અથવા ""જ્યારે ઈશ્વર તેમનું રાજ્ય પૃથ્વી પર સ્થાપે ત્યારે ઈશ્વરના બનો"" (જુઓ: ઉપનામ)

Matthew 18:4

ઈસુ શિષ્યોને સતત શિક્ષણ આપી રહ્યા છે કે તેઓએ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવા માટે વધારે ન વધારે બાળકના જેવા નમ્ર બનવાની જરૂર છે. (જુઓ: ઉપમા)

ἐστιν ὁ μείζων

શું મહત્વનું છે અથવા “તે વધારે મહત્વનું છે”

ἐν τῇ Βασιλεία τῶν Οὐρανῶν

આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરના રાજ્યમાં"" અથવા ""જ્યારે ઈશ્વર તેમનું રાજ્ય પૃથ્વી પર સ્થાપે ત્યારે"" (જુઓ: ઉપનામ)

Matthew 18:5

ἐπὶ τῷ ὀνόματί μου

અહીં “મારું નામ” એ સમગ્ર વ્યક્તિને વર્ણવે છે. વૈકલ્પિક ભાષાંતર: “મારા નામે” અથવા “તે મારો શિષ્ય છે માટે” (જુઓ: ઉપનામ)

καὶ ὃς ἐὰν…ἐπὶ τῷ ὀνόματί μου, ἐμὲ δέχεται

ઈસુનો અર્થ એ છે કે તેને આવકારવામાં આવે છે તેના જેવું છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે કોઈ વ્યક્તિ ... મારા નામને લીધે તમારો આવકાર કરે તો તે મારો આવકાર કરે છે"" અથવા ""જ્યારે કોઈ વ્યક્તિ ... મારા નામમાં આવકારે છે, તો તે મને આવકારે છે

Matthew 18:6

κρεμασθῇ μύλος ὀνικὸς περὶ τὸν τράχηλον αὐτοῦ, καὶ καταποντισθῇ ἐν τῷ πελάγει τῆς θαλάσσης

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો તેના કોટે ઘંટીનું પડ બાંધીને તેને ઊંડા સમુદ્રમાં ફેંકી દે તે તેના માટે સારું છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

μύλος

આ ઘઉંના દાણાને અનાજમાં એટલે કે લોટ પિલવા માટે વપરાતો મોટો, ભારે, ગોળાકાર પથ્થર છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભારે પથ્થર

Matthew 18:7

ઈસુ શિષ્યોને શીખવવા માટે નાના બાળકનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે અને બાળકોને પાપ કરવા પ્રેરવાના ભયંકર પરિણામો વિશે ચેતવણી આપે છે.

τῷ κόσμῳ

અહીં “જગત” લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “જગતના લોકોને” (જુઓ: ઉપનામ)

τῶν σκανδάλων…ἐλθεῖν τὰ σκάνδαλα…τῷ ἀνθρώπῳ δι’ οὗ τὸ σκάνδαλον ἔρχεται

અહીં ""ઠોકર ખવડાવવું"" પાપ માટે રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""બાબતો જે લોકોને પાપ કરવા પ્રેરે છે ... જે બાબતો લોકોને પાપ કરવા પ્રેરે છે ... કોઈ વ્યક્તિ બીજાને પાપ કરવા પ્રેરે છે"" (જુઓ: રૂપક)

Matthew 18:8

εἰ δὲ ἡ χείρ σου ἢ ὁ πούς σου σκανδαλίζει σε, ἔκκοψον αὐτὸν καὶ βάλε ἀπὸ σοῦ

ઈસુ અહીં ભારપૂર્વક જણાવે છે કે લોકોએ તેમના જીવનમાંથી પાપને દૂર કરવા માટે જે કંઇ જરૂરી છે તે કરવું. (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

σου…σε

આ શબ્દોની બધી ઘટનાઓ એકવચન છે. ઈસુ સામાન્ય રીતે સર્વ લોકો સાથે વાત કરી રહ્યા છે. તમારી ભાષા માટે બહુવચન ""તમે"" સાથે અનુવાદ કરવું વધુ સ્વાભાવિક હોઈ શકે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

εἰς τὴν ζωὴν

અનંતજીવન તરફ

ἢ δύο χεῖρας ἢ δύο πόδας ἔχοντα, βληθῆναι εἰς τὸ πῦρ τὸ αἰώνιον

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તને બંને હાથ અને પગ સાથે અનંત અગ્નિમાં ફેંકી દે તેના કરતાં"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 18:9

καὶ εἰ ὁ ὀφθαλμός σου σκανδαλίζει σε, ἔξελε αὐτὸν καὶ βάλε ἀπὸ σοῦ

આંખનો નાશ કરવાનો આદેશ, સંભવીતઃ રીતે આંખ એ શરીરનું સૌથી અગત્યનું અંગ છે, સંભવતઃ તેના સાંભળનારાઓ માટે આ અતીશીયોક્તીરૂપ સુચના છે કે તેમના જીવન જે કંઇપણ બાબત પાપ કરાવે તે સર્વને તેઓએ દુર કરવું. (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

σκανδαλίζει σε

અહીં “ઠોકર” એ પાપ માટે રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: “જે તમને પાપ કરાવે છે” (જુઓ: રૂપક)

σου…σοῦ

આ શબ્દોની બધી ઘટનાઓ એકવચન છે. ઈસુ સામાન્ય રીતે સર્વ લોકો સાથે વાત કરી રહ્યા છે. તમારી ભાષા માટે બહુવચન ""તમે"" સાથે અનુવાદ કરવું વધુ સ્વાભાવિક હોઈ શકે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

εἰς τὴν ζωὴν

અનંત જીવન તરફ

ἢ δύο ὀφθαλμοὺς ἔχοντα βληθῆναι εἰς τὴν Γέενναν τοῦ πυρός

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તને બંને આંખો સાથે અનંત અગ્નિમાં ફેંકી દે તેના કરતાં"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 18:10

ὁρᾶτε

સાવધ રહો અથવા “સચેત રહો”

μὴ καταφρονήσητε ἑνὸς τῶν μικρῶν τούτων

તમે આ નાના બાળકોને ઓછા મહત્વના ના સમજો. આને હકારાત્મક રૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે આ નાનાઓનો પ્રત્યે આદર દર્શાવો

λέγω γὰρ ὑμῖν

ઈસુ હવે શું કહેવાના છે તેના પર આ ભાર દર્શાવે છે.

ὅτι οἱ ἄγγελοι αὐτῶν ἐν οὐρανοῖς, διὰ παντὸς βλέπουσι τὸ πρόσωπον τοῦ Πατρός μου, τοῦ ἐν οὐρανοῖς

યહૂદી શિક્ષકોએ શીખવ્યું હતું કે ફક્ત મહત્વના દૂતો જ ઈશ્વરની હાજરીમાં પ્રવેશી શકે છે. ઈસુનો અર્થ એ છે કે સૌથી મહત્વના દૂતો આ નાનાઓના વિશે ઈશ્વર સાથે વાત કરે છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

διὰ παντὸς βλέπουσι τὸ πρόσωπον τοῦ Πατρός μου

આ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે તેઓ ઈશ્વરની સમક્ષતામાં છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ હંમેશા મારા પિતાના મુખને જુએ છે"" અથવા ""તેઓ હંમેશા મારા પિતાની સમક્ષતામાં રહે છે"" (જુઓ: રૂઢિપ્રયોગ)

τοῦ Πατρός μου

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Matthew 18:12

ઈસુ શિષ્યોને શીખવવા માટે એક નાના બાળકનો ઉપયોગ કરે છે અને ઈશ્વર લોકોની કાળજી કે છે તે સમજાવવા માટે દ્રષ્ટાંત કહે છે.

τί ὑμῖν δοκεῖ?

લોકોનું ધ્યાન મેળવવા માટે ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો કેવી રીતે વર્તે છે તેનો વિચાર કરો."" અથવા ""આ વિશે વિચાર કરો."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ὑμῖν

આ શબ્દ બહુવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ἑκατὸν…ἐνενήκοντα ἐννέα

100 ... 99 (જુઓ: સંખ્યાઓ)

οὐχὶ ἀφείς…τὸ πλανώμενον?

ઈસુ પોતાના શિષ્યોને શીખવવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""શું તે હંમેશા છોડી દેશે ... ભટકેલાને."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 18:13

καὶ ἐὰν γένηται εὑρεῖν αὐτό…τοῖς μὴ πεπλανημένοις

કલમ 12 “જે કોઈ” શબ્દોથી શરુ થયેલ દ્રષ્ટાંતનો અહીં અંત આવે છે. (જુઓ: દ્રષ્ટાંતો)

αὐτό, ἀμὴν, λέγω ὑμῖν

હું તમને સત્ય કહું છું. હવે પછી ઈસુ જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે. ""તમે"" શબ્દ બહુવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

Matthew 18:14

οὐκ ἔστιν θέλημα ἔμπροσθεν τοῦ Πατρὸς ὑμῶν, τοῦ ἐν οὐρανοῖς, ἵνα ἀπόληται ἓν τῶν μικρῶν τούτων

આકાશમાંના તમારા પિતા ઇચ્છતા નથી કે આ નાનામાંથી કોઈનો પણ નાશ થાય અથવા ""આ નાનાઓમાંના એકનો પણ નાશ થાય તેવું તમારા આકાશમાંના પિતા ઈચ્છતા નથી

ὑμῶν

શબ્દ બહુવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

τοῦ Πατρὸς

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Matthew 18:15

ઈસુએ તેમના શિષ્યોને માફી અને સમાધાન વિશે શીખવે છે.

ὁ ἀδελφός σου

અહીં ઈશ્વરમાં વિશ્વાસી ભાઈની વાત છે શારીરિક ભાઈની વાત નથી. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા સાથી વિશ્વાસી ભાઈ

ἐκέρδησας τὸν ἀδελφόν σου

તમે તમારા ભાઈ સાથે ફરી સારી સંગત કેળવી છે

Matthew 18:16

ἵνα ἐπὶ στόματος δύο μαρτύρων ἢ τριῶν, σταθῇ πᾶν ῥῆμα

અહીં ""મુખ"" અને ""શબ્દ"" એ વ્યક્તિ શું કહે છે તે રજુ કરે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે તમારા ભાઈ વિશે જે કહો છો તે સત્ય છે તેમ બે અથવા ત્રણ સાક્ષીઓથી પ્રમાણિત થાય” (જુઓ: ઉપનામ અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 18:17

ἐὰν…παρακούσῃ αὐτῶν

જો તમારો સાથી વિશ્વાસી ભાઈ તમારી સાથે આવેલા સાક્ષીઓનું સાંભળવાનો ઇનકાર કરે

τῆς ἐκκλησίας

તો તમારે વિશ્વાસીઓના સંપૂર્ણ સમુદાયનો સંપર્ક કરવો

ἔστω σοι ὥσπερ ὁ ἐθνικὸς καὶ ὁ τελώνης

તમારે તેની સાથે વિદેશી અથવા દાણીના જેવો વ્યવહાર કરવો. આનો અર્થ એ છે કે તેમે તેને વિશ્વાસીઓની મંડળીમાંથી નાબુદ કરો. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 18:18

ἀμὴν, λέγω ὑμῖν

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

ὑμῖν

અહીં સર્વ શબ્દો બહુવચનમાં છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ὅσα ἐὰν δήσητε ἐπὶ τῆς γῆς, ἔσται δεδεμένα ἐν οὐρανῷ, καὶ ὅσα ἐὰν λύσητε ἐπὶ τῆς γῆς, ἔσται λελυμένα ἐν οὐρανῷ

અહીંયા ""બાંધવું"" રૂપક છે જેનો અર્થ પ્રતિબંધિત કરવાનો છે, અને ""છોડવું"" એ કોઈ વસ્તુને મંજૂરી આપવા માટેનો અર્થ છે. પણ, ""આકાશમાં"" એ ઉપનામ છે જે ઈશ્વરને રજૂ કરે છે. જુઓ કે તમે [માથ્થી 16:19] (../16/19.md) માં સમાન શબ્દસમૂહનો અનુવાદ કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે જે કંઈ પણ પૃથ્વી બાંધશો કે છોડશો તેને આકાશમાં ઈશ્વર મંજૂર કરશે"" (જુઓ: રૂપક અને ઉપનામ)

λέγω ὑμῖν

ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

Matthew 18:19

ἐὰν δύο…ἐξ ὑμῶν

ઈસુનો કહેવાનો અર્થ સૂચવે છે કે ""જો તમે ઓછામાં ઓછા બે"" અથવા ""જો તમારામાંથી બે અથવા વધુ."" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἐὰν αἰτήσωνται…αὐτοῖς

“બે કે તેથી વધુ” નો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “તમે.. તમે”

τοῦ Πατρός μου

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Matthew 18:20

δύο ἢ τρεῖς

ઈસુનો કહેવાનો અર્થ સૂચવે છે કે ""જો તમે ઓછામાં ઓછા બે"" અથવા ""જો તમારામાંથી બે અથવા વધુ."" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

συνηγμένοι

મળવું

εἰς τὸ ἐμὸν ὄνομα

અહીં ""નામ"" એ સમગ્ર વ્યક્તિનો નિર્દેશ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારા કારણે"" અથવા ""કારણ કે તેઓ મારા શિષ્યો છે"" (જુઓ: ઉપનામ)

Matthew 18:21

ἑπτάκις

7 વખત (જુઓ: સંખ્યાઓ)

Matthew 18:22

ἑβδομηκοντάκις ἑπτά

શક્ય અર્થો આ પ્રમાણે છે છે 1) ""70 ગુણ્યા 7"" અથવા 2) ""77 વખત."" જો કોઈ નંબરનો ઉપયોગ કરવો ગૂંચવણભર્યું હશે, તો તમે તેને ""તમે ગણી શકો તેના કરતાં પણ વધારે વખત"" અથવા ""તમારે હંમેશા તેને માફ કરવો જોઈએ"" એ તરીકે અનુવાદ કરો. (જુઓ: સંખ્યાઓ)

Matthew 18:23

ઈસુ માફી અને સમાધાન વિશે દ્રષ્ટાંતમાં શિક્ષણ આપે છે.

ὡμοιώθη ἡ Βασιλεία τῶν Οὐρανῶν

આ એક દ્રષ્ટાંત રજૂ કરે છે. જુઓ [માથ્થી 13:24] (../13/24.md) માં સમાન દ્રષ્ટાંતની માહિતી કેવી રીતે અનુવાદ કરી હતી. (જુઓ: દ્રષ્ટાંતો)

συνᾶραι λόγον μετὰ τῶν δούλων αὐτοῦ

તેના સેવકોએ તેને જે ચૂકવવાનું થતું હતું તે તેઓ ચૂકવે

Matthew 18:24

προσηνέχθη εἷς αὐτῷ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈ રાજાના એક સેવકને લઇ આવ્યું” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

μυρίων ταλάντων

10,000 તાલંત અથવા ""વધારે નાણું જે તે નોકર ક્યારેય પણ ચૂકવી શકે નહીં"" (જુઓ: બાઈબલમાં વર્ણિત ચલણ અને સંખ્યાઓ)

Matthew 18:25

ἐκέλευσεν αὐτὸν ὁ κύριος πραθῆναι…καὶ ἀποδοθῆναι

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""રાજાએ તેના નોકરોને માણસ પાસે જે હતું તે સર્વ વેચવા માટે આદેશ આપ્યો ... અને તે વેચાણમાંથી તેનું દેવું ચૂકવવાનું કહ્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 18:26

πεσὼν οὖν…προσεκύνει

આ બતાવે છે કે નોકરે રાજાને સંપૂર્ણ વીનમ્રભાવે રજૂઆત કરી. (જુઓ: સાંકેતિક પગલું)

προσεκύνει αὐτῷ

રાજાની સમક્ષ

Matthew 18:27

σπλαγχνισθεὶς

તેને તેના નોકર પર દયા આવી

ἀπέλυσεν αὐτόν

તેણે તેને જવા દીધો

Matthew 18:28

ઈસુ શિષ્યોને દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: દ્રષ્ટાંતો)

ἑκατὸν δηνάρια

100 દીનાર અથવા “સો દિવસનું મહેનતાણું” (જુઓ: બાઈબલમાં વર્ણિત ચલણ અને સંખ્યાઓ)

κρατήσας αὐτὸν

પહેલા ચાકરે તેના સાથી ચાકરને પકડ્યો

κρατήσας

પકડ્યો અથવા “ગરદન પકડી”

Matthew 18:29

πεσὼν

આ બતાવે છે કે સાથી સેવકે વીનમ્રભાવે પ્રથમ સેવકનો સંપર્ક કર્યો. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 18:26] (../18/26.md)માં કેવી રીતે કર્યો છે. (જુઓ: સાંકેતિક પગલું)

παρεκάλει αὐτὸν

તેને વિનંતી કરી

Matthew 18:30

ઈસુ શિષ્યોને દ્રષ્ટાંત કહેવાનું ચાલુ રાખે છે. (જુઓ: દ્રષ્ટાંતો)

ἀπελθὼν, ἔβαλεν αὐτὸν εἰς φυλακὴν

પહેલા ચાકરે તેના સાથી ચાકરને પકડીને કેદખાનામાં નાખ્યો

Matthew 18:31

οἱ σύνδουλοι αὐτοῦ

બીજા ચાકરોએ

διεσάφησαν τῷ κυρίῳ ἑαυτῶν

રાજાને કહ્યું

Matthew 18:32

ઈસુ શિષ્યોને દ્રષ્ટાંત કહેવાનું ચાલુ રાખે છે. (જુઓ: દ્રષ્ટાંતો)

τότε προσκαλεσάμενος αὐτὸν ὁ κύριος αὐτοῦ

રાજાએ પહેલા ચાકરને બોલાવ્યો

παρεκάλεσάς με

તે મને વિનંતી કરી

Matthew 18:33

οὐκ ἔδει καὶ σὲ ἐλεῆσαι…σὲ ἠλέησα?

રાજાએ પ્રથમ ચાકરને ઠપકો આપવા પ્રશ્નનો ઉપયોગ કર્યો. વૈકલ્પિક ભાષાંતર: ""તારે પણ એ પ્રમાણે વર્તવું જોઈતું હતું ... તારે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 18:34

[માથ્થી 18: 1] (../18/01.md) માં શરૂ થયેલ દ્રષ્ટાંતનો આ અંત છે, જ્યાં ઈસુ આકાશના રાજ્યમાં નવા જીવન વિશે શિક્ષણ આપે છે.

ઈસુ માફી અને સમાધાનનું દ્રષ્ટાંત પૂર્ણ કરે છે.

ὁ κύριος αὐτοῦ

રાજાએ

παρέδωκεν αὐτὸν

તેને પીડા આપનારને આપ્યો. પહેલાં તો રાજાએ પ્રથમ ચાકરને પીડા આપનારને સોપ્યો નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""તેણે તેના સેવકોને તેને પીડા આપનારને આપવાનો આદેશ કર્યો.” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

τοῖς βασανισταῖς

કે જેઓ તેને પીડા આપશે

τὸ ὀφειλόμενον

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે પ્રથમ સેવકે રાજાને જે દેવું વાળવાનું હતું તે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 18:35

ὁ Πατήρ μου ὁ οὐράνιος

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

ὑμῖν…ὑμῶν

આ શબ્દોની બધી ઘટનાઓ બહુવચન છે. ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરી રહ્યા છે, પરંતુ આ દ્રષ્ટાંત એક સામાન્ય સત્ય શીખવે છે જે સર્વને લાગુ પડે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ἀπὸ τῶν καρδιῶν ὑμῶν

અહીંયા ""હૃદય"" એ વ્યક્તિના આંતરિક સ્વભાવનું નામ છે. ""તમારા હૃદયથી"" શબ્દ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ પ્રમાણિક થાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રામાણિકપણે"" અથવા ""સંપૂર્ણ"" (જુઓ: ઉપનામ અને રૂઢિપ્રયોગ)

Matthew 19

માથ્થી 19 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

છૂટાછેડા

ઈસુ છૂટાછેડા વિશે શિક્ષણ આપે છે કારણ કે ફરોશીઓ ઈચ્છતા હતા કે લોકો વિચારે કે છૂટાછેડા વિશે ઈસુનું શિક્ષણ ખોટુ છે (માથ્થી 19:3-12). ઈશ્વરે જ્યારે લગ્નનું સર્જન કર્યું ત્યારે સૌપ્રથમ તેમણે શું કહ્યું તેના વિશે ઈસુ વાત કરે છે.

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

ઉપનામ

ઈસુ ઘણીવાર “આકાશ” શબ્દનો ઉપયોગ કરે છે કારણ કે ત્યારે ઈસુ ઈચ્છતા હતા કે તેમના સાંભળનારાઓ આકાશમાં રહેતા ઈશ્વર વિશે વિચાર કરે (માથ્થી 1:12).

Matthew 19:1

આ ઘટના નવા દ્રષ્ટાંતની શરૂઆત છે જે માથ્થી 22:46 માં શરુ થઈ છે, જે ઈસુની યહૂદીયામાંની સેવા વિશે કહે છે. આ કલમો ઈસુ કેવી રીતે યહૂદીયામાં આવ્યા તેની પૃષ્ઠભૂમિ વિશે માહિતી પૂરી પાડે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

ἐγένετο, ὅτε

આ શબ્દસમૂહ સુવાર્તાના નિરૂપણમાં ઈસુના શિક્ષણ પછી આગળ શું બન્યું તેને રજુ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ક્યારે"" અથવા ""પછી

ἐτέλεσεν…τοὺς λόγους τούτους

અહીં ""શબ્દો"" એ ઈસુએ શરૂઆતમાં જે શીખવ્યું તેનો ઉલ્લેખ કરે છે માથ્થી 18: 1. વૈકલ્પિક ભાષાંતર: ""આ બાબતો શીખવવાનું પૂર્ણ કર્યું"" (જુઓ: ઉપનામ)

ἀπὸ

ત્યાંથી ચાલી નીકળે છે અથવા “નીકળી જવું”

Matthew 19:3

ઈસુ લગ્ન અને છૂટાછેડા વિશે શિક્ષણ આપે છે.

προσῆλθον αὐτῷ

ઈસુની પાસે આવ્યા

πειράζοντες αὐτὸν καὶ λέγοντες

અહીં ""પરીક્ષા કરવી” એ નકારાત્મક અર્થમાં છે તેથી ગુજરાતી બાઈબલ અનુવાદમાં “પરીક્ષણ"" શબ્દનો જ ઉપયોગ કરાયો છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને તેમને પૂછીને તેમને પડકાર આપ્યો"" અથવા ""તેમને પૂછીને તેમને ફસાવવા માંગતા હતા

Matthew 19:4

οὐκ ἀνέγνωτε, ὅτι ὁ ποιήσας ἀπ’ ἀρχῆς, ἄρσεν καὶ θῆλυ, ἐποίησεν αὐτοὺς?

ઈસુએ આ પ્રશ્નના ઉપયોગ દ્વારા ફરોશીઓને યાદ અપાવવા ઈચ્છતા હતા કે પુરુષો, સ્ત્રીઓ અને લગ્ન વિશે શાસ્ત્ર શું કહે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે સાચે જ વાંચ્યું છે કે શરૂઆતમાં જ્યારે ઈશ્વરે સર્જન કર્યું ત્યારે તેમણે તેમને પુરુષ અને સ્ત્રી બનાવ્યાં."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 19:5

કલમ 5માં, ઈસુ ઉત્પતિમાંથી જણાવે છે કે પતિ અને પત્ની છૂટાછેડા ન આપે.

καὶ εἶπεν, ἕνεκα τούτου…εἰς σάρκα μίαν?

ફરોશીઓને શાસ્ત્રોમાંથી એ બાબત સમજે તેની અપેક્ષા ઈસુ રાખતા હતા. પ્રત્યક્ષ અવતરણને પરોક્ષ અવતરણ તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને તમે જાણો છો કે ઈશ્વરે પણ એ કારણે ખરેખર કહ્યું હતું કે ..... બંને એક દેહ થશે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

ἕνεκα τούτου

આ આદમ અને હવા વિશે ઉત્પત્તિની વાર્તાના અવતરણનો એક ભાગ છે. તે સંદર્ભમાં માણસ તેના પિતા અને માતાને છોડી દેશે અને કારણ કે ઈશ્વરે સ્ત્રીનું સર્જન પુરુષની સંગીની તરીકે કર્યું છે.

κολληθήσεται τῇ γυναικὶ αὐτοῦ

તેની પત્ની સાથે રહેશે અથવા “તેની પત્ની સાથે જીવશે”

ἔσονται οἱ δύο εἰς σάρκα μίαν

આ એક રૂપક છે કે જે પતિ અને પત્નીની એકતાનું વર્ણન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ એક દેહ બનશે"" (જુઓ: રૂપક)

Matthew 19:6

ὥστε οὐκέτι εἰσὶν δύο, ἀλλὰ σὰρξ μία

આ એક રૂપક છે કે જે પતિ અને પત્નીની એકતાનું વર્ણન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેથી હવે પતિ અને પત્ની બે વ્યક્તિઓ નથી, પરંતુ તેઓ એક દેહ છે"" (જુઓ: રૂપક)

Matthew 19:7

λέγουσιν αὐτῷ

ફરોશીઓએ ઈસુને કહ્યું

ἐνετείλατο

યહૂદીઓએ આજ્ઞા આપી હતી

βιβλίον ἀποστασίου

આ એક દસ્તાવેજી નિયમ છે કે જે કાયદાકીય રીતે લગ્નનો અંત આણે છે.

Matthew 19:8

πρὸς τὴν σκληροκαρδίαν ὑμῶν

શબ્દ ""હૃદયની કઠોરતા"" રૂપક છે જેનો અર્થ ""હઠીલાપણું"" છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારી કઠણતાને કારણે” અથવા ""તમે હઠીલા છો તેથી"" (જુઓ: રૂપક)

τὴν σκληροκαρδίαν ὑμῶν…ἐπέτρεψεν ὑμῖν…τὰς γυναῖκας ὑμῶν

અહીંયા ""તેઓ"" “તમને” અને ""તમારી"" બહુવચન છે. ઈસુ ફરોશીઓ સાથે વાત કરે છે, પરંતુ મૂસાએ આ આજ્ઞા ઘણા વર્ષો પહેલા તેમના પૂર્વજોને આપી હતી. મૂસાની આજ્ઞા સામાન્ય રીતે સર્વ યહૂદી પુરુષોને લાગુ પડે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ἀπ’ ἀρχῆς δὲ

અહીં “શરૂઆત” એ ઈશ્વરે જયારે પ્રથમ સ્ત્રી અને પુરુષનું સર્જન કર્યું તેનું વર્ણન કરે છે. (જુઓ: ઉપનામ)

Matthew 19:9

λέγω…ὑμῖν

ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

γαμήσῃ ἄλλην

સમજાયેલી માહિતીને તમે સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""બીજી સ્ત્રી સાથે લગ્ન કરે છે"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

καὶ ὁ ἀπολελυμένην γαμήσας μοιχᾶται

ઘણી જૂની આવૃતિઓમાં આ શબ્દોનો સમાવેશ નથી. (જુઓ: શાબ્દિક ભિન્નતા)

Matthew 19:11

δέδοται

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર જેને મંજૂરી આપે છે"" અથવા ""જેને ઈશ્વર સક્ષમ કરે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 19:12

εἰσὶν γὰρ εὐνοῦχοι, οἵτινες ἐκ κοιλίας μητρὸς ἐγεννήθησαν οὕτως

તમે અસ્પષ્ટ માહિતીને સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""પુરૂષો લગ્ન કરતા નથી તેના કારણો ભિન્ન ભિન્ન છે. ઉદાહરણ તરીકે, ઘણા માણસો ખોજા તરીકે જન્મ્યા છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

εἰσὶν εὐνοῦχοι οἵτινες εὐνουχίσθησαν ὑπὸ τῶν ἀνθρώπων

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઘણાં માણસોએ બીજાઓને ખોજા બનાવ્યા છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

εὐνοῦχοι οἵτινες εὐνούχισαν ἑαυτοὺς

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""ઘણાં માણસો કે જેમણે પોતાના અંગત અંગોને દૂર કરીને પોતાને ખોજા બનાવ્યા છે"" અથવા 2) ""જે પુરુષોએ અવિવાહિત અને શારીરિક રીતે શુદ્ધ રહેવાનું પસંદ કરેલ છે."" (જુઓ: રૂપક)

διὰ τὴν Βασιλείαν τῶν Οὐρανῶν

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: ""તેથી તેઓ આકાશમાં આપણા ઈશ્વરની ઉત્તમ રીતે સેવા કરી શકે"" (જુઓ: ઉપનામ)

χωρεῖν, χωρείτω

આ શિક્ષણ સ્વીકાર કરો…. સ્વીકાર કરો

Matthew 19:13

ઈસુ નાના બાળકોને આશીર્વાદ આપે છે.

προσηνέχθησαν αὐτῷ παιδία

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેટલાક લોકો નાના બાળકોને ઈસુ પાસે લાવ્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 19:14

ἄφετε

આવવા દીધા

μὴ κωλύετε αὐτὰ ἐλθεῖν πρός με

તેઓને મારી પાસે આવવાથી રોકો નહીં

τῶν γὰρ τοιούτων ἐστὶν ἡ Βασιλεία τῶν Οὐρανῶν

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે આકાશમાંના આપણા ઈશ્વર પૃથ્વી પર પોતાનું રાજ્ય સ્થાપશે, ત્યારે તેઓ આવા સઘળાંઓ પર રાજા હશે"" અથવા ""ઈશ્વર આવા સઘળાંઓને તેમના રાજ્યમાં પ્રવેશ આપશે"" (જુઓ: ઉપનામ)

τῶν…τοιούτων ἐστὶν ἡ Βασιλεία τῶν Οὐρανῶν

જેઓ બાળકોના જેવા છે. આ એક ઉદાહરણ છે કે જેનો અર્થ એ છે કે જેઓ બાળકો જેવા નમ્ર છે તેઓ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામશે. (જુઓ: ઉપમા)

Matthew 19:16

ઈસુ અહીં એક ધનવાન વ્યક્તિને તેમનું અનુસણ કરવા માટેની કિંમત સમજાવે છે.

ἰδοὺ

જુઓ"" શબ્દ સુવાર્તામાં નવા વ્યક્તિને સૂચવે છે. તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.

ἀγαθὸν

આનો અર્થ ઈશ્વરને પસંદ પડતું શું છે તે કરવું.

Matthew 19:17

τί με ἐρωτᾷς περὶ τοῦ ἀγαθοῦ?

ઈસુ અલંકારિક પ્રશ્ન પૂછીને તે જુવાનને સારું શું છે તેના કારણો વિશે વિચાર કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. વૈકલ્પિક ભાષાંતર: ""શું સારું છે તે વિશે તું મને પૂછે છે"" અથવા ""વિચાર કે સારું શું છે તે વિશે તું મને કેમ પૂછે છે?"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

εἷς ἐστιν ὁ ἀγαθός

ઈશ્વર એકલા જ સારા છે

εἰς τὴν ζωὴν εἰσελθεῖν

અનંત જીવન પ્રાપ્ત કરવા માટે

Matthew 19:19

ἀγαπήσεις τὸν πλησίον σου

યહૂદી લોકો માનતા હતા કે તેમના પડોશીઓ ફક્ત અન્ય યહૂદીઓ હતા. ઈસુ સર્વ લોકોનો સમાવેશ કરવા માટે વ્યાખ્યાનો ઉપયોગ કરે છે.

Matthew 19:21

εἰ θέλεις

જો તમે ઈચ્છો

πτωχοῖς

આ નામાંકિત વિશિષ્ટતાને વિશેષણ તરીકે કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ ગરીબ છે"" (જુઓ: નામવાચક વિશેષણો)

ἕξεις θησαυρὸν ἐν οὐρανοῖς

આકાશમાં ઘન” શબ્દ રૂપક છે જે ઈશ્વર તરફથી પુરસ્કાર/બદલો દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તમને આકાશમાં બદલો આપશે"" (જુઓ: રૂપક)

Matthew 19:23

ઈસુએ પોતાના શિષ્યોને સંપતિ, ભૌતિક વાનાં ત્યજી દેવાનો અને ઈશ્વર સાથે સબંધમાં રહેવાનો બદલો સમજાવે છે.

ἀμὴν, λέγω ὑμῖν

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તે પર આ શબ્દસમૂહ ભાર મૂકે છે.

εἰσελεύσεται εἰς τὴν Βασιλείαν τῶν Οὐρανῶν

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓએ આકાશમાંના ઈશ્વરને તેમના રાજા તરીકે સ્વીકારવા"" અથવા ""ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવા"" (જુઓ: ઉપનામ)

Matthew 19:24

ὐκοπώτερόν ἐστιν…τὴν Βασιλείαν Θεοῦ

ધનવાન લોકોને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવું કેટલું અઘરું છે તે સમજાવવા માટે ઈસુ દ્રષ્ટાંતનો ઉપયોગ કરે છે. (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

τρήματος ῥαφίδος

સોયના નાકામાંથી, જે સોયની બીજી દિશાએ હોય છે જ્યાંથી દોરી પરોવાય છે.

Matthew 19:25

ἐξεπλήσσοντο

શિષ્યો આશ્ચર્ય પામ્યા હતા. તે સૂચિત છે કે તેઓ આશ્ચર્ય પામ્યા કારણ કે તેઓ માનતા હતા કે ધનવાન હોવું એ સાબિત કરે છે કે ઈશ્વર કોઈકને મંજૂરી આપે છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

τίς ἄρα δύναται σωθῆναι?

શિષ્યો તેમના આશ્ચર્યને રજુ કરવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તો પછી એવું કોઈ નથી કે જેને ઈશ્વર બચાવશે!"" અથવા ""તો પછી એવું કોઈ નથી જે અનંત જીવન પ્રાપ્ત કરી શકશે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 19:27

ἡμεῖς ἀφήκαμεν πάντα

અમે સર્વ સંપતિ મુકીને આવ્યા છીએ અથવા “અમે અમારી સર્વ સંપતિ ત્યજી દીધી છે.”

τί ἄρα ἔσται ἡμῖν?

ઈશ્વર કઈ સારી વસ્તુ અમને આપશે?

Matthew 19:28

ἀμὴν, λέγω ὑμῖν

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તે પર આ શબ્દસમૂહ ભાર મૂકે છે.

ἐν τῇ παλιγγενεσίᾳ

નવા સમયમાં. ઈશ્વર સર્વસ્વનું પુનઃનિર્માણ કરશે તેનો ઉલ્લેખ આ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે સમયે જ્યારે ઈશ્વર બધી વસ્તુઓ નવી બનાવશે"" (જુઓ: ઉપનામ)

ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου

ઈસુ પોતાના વિશે કહે છે. (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

καθίσῃ…ἐπὶ θρόνου δόξης αὐτοῦ

રાજ્યાસન પર બેસવું એ રાજા તરીકે રાજ કરવું સૂચવે છે. તેમના સિંહાસનનું ભવ્ય હોવું એ તેમના શાસનની ભવ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""રાજા તરીકે તેમના મહિમાવંત સિંહાસન પર બેસવું"" અથવા ""રાજા તરીકે મહિમાવંત રીતે રાજ કરવું"" (જુઓ: ઉપનામ)

καθήσεσθε…ἐπὶ δώδεκα θρόνους

અહીં રાજ્યાસન પર બેસવું એ રાજાઓ તરીકે રાજ કરવાને સૂચવે છે. ઈસુ જયારે તેમના સિંહાસન પર બેસશે ત્યારે શિષ્યો ઈસુની સમાનતામાં હશે નહીં. તેઓ તેના તરફથી અધિકાર પ્રાપ્ત કરશે. વૈકલ્પિક ભાષાંતર: ""12 રાજ્યાસનો પર રાજા તરીકે બેસસે"" (જુઓ: ઉપનામ)

τὰς δώδεκα φυλὰς τοῦ Ἰσραήλ

અહીં ""કુળો"" એ તે જાતિના લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઇઝરાએલના 12 કુળોના લોક"" (જુઓ: ઉપનામ)

Matthew 19:29

ἕνεκεν τοῦ ἐμοῦ ὀνόματός

અહીંયા ""નામ"" એ સમગ્ર વ્યક્તિનો નિર્દેશ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારા નામને લીધે"" અથવા ""કારણ કે તે મારામાં વિશ્વાસ કરે છે"" (જુઓ: ઉપનામ)

ἑκατονταπλασίονα λήμψεται

તેઓએ જે છોડ્યું હશે તેના બદલામાં ઈશ્વર તેઓને 100 ગણું પાછું આપશે. (જુઓ: સંખ્યાઓ)

ζωὴν αἰώνιον κληρονομήσει

આ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે ""ઈશ્વર તેમને અનંતજીવનનો આશીર્વાદ આપશે"" અથવા ""ઈશ્વર તેઓને સદાકાળ માટે જીવતા રાખશે."" (જુઓ: રૂઢિપ્રયોગ)

Matthew 19:30

πολλοὶ δὲ ἔσονται πρῶτοι ἔσχατοι, καὶ ἔσχατοι πρῶτοι

અહીંયા ""પ્રથમ"" અને ""છેલ્લું"" લોકોની સ્થિતિ અથવા મહત્વનો ઉલ્લેખ કરે છે. લોકોની વર્તમાન સ્થિતિ અને તેઓની આકાશમાંના રાજ્યની સ્થિતિ વચ્ચેના વિરોધાભાસને, ઈસુ દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ જેઓ હમણાં મહત્વપૂર્ણ લાગે છે તેઓ ઘણાં ઓછા મહત્વપૂર્ણ થશે અને જેઓ હમણાં ઓછા મહત્વપૂર્ણ લાગે છે તેઓ ખૂબ જ મહત્વપૂર્ણ થશે.

Matthew 20

માથ્થી 20 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ઘરધણી અને તેની દ્રાક્ષાવાડીનું દ્રષ્ટાંત

ઈસુ આ દ્રષ્ટાંત (માથ્થી 20:1-16) તેમના શિષ્યોને શીખવવા કહે છે કે લોકો જેને સત્ય કહે છે તેનાથી ભિન્ન ઈશ્વરનું સત્ય છે.

Matthew 20:1

ઘરધણી જે મજૂરોને કામે રાખે છે, તે વિશેનું દ્રષ્ટાંત ઈસુ કહે છે, તે સમજાવવા માટે કે જેઓ આકાશના રાજ્યના છે તેઓને ઈશ્વર બદલો કેવી રીતે આપશે.

ὁμοία γάρ ἐστιν ἡ Βασιλεία τῶν Οὐρανῶν

આ દ્રષ્ટાંતની શરૂઆત છે. જુઓ માથ્થી 13:24 માં તમે આ પ્રસ્તાવનાનો અનુવાદ કેવી રીતે કર્યો છે. (જુઓ: દ્રષ્ટાંતો)

Matthew 20:2

συμφωνήσας

ઘરધણી સહમત થયા બાદ

δηναρίου

તે સમયે આ દૈનિક મજુરી હતી. વૈકલ્પિક ભાષાંતર: “એક દિવસનું મહેનતાણું” (જુઓ: બાઈબલમાં વર્ણિત ચલણ)

ἀπέστειλεν αὐτοὺς εἰς τὸν ἀμπελῶνα αὐτοῦ

દ્રાક્ષાવાડીમાં કામ કરવાને તેઓને મોકલ્યા

Matthew 20:3

ઈસુ દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: દ્રષ્ટાંતો)

καὶ ἐξελθὼν

ઘરધણી કામથી બહાર ગયો

τρίτην ὥραν

સવારના પહોરે આશરે નવ વાગે સવારે (જુઓ: ક્રમવાચક સંખ્યાઓ)

ἑστῶτας ἐν τῇ ἀγορᾷ ἀργούς

બજારના ચોકમાં નવરા ઊભા રહેલાઓને અથવા ""બજારમાં કામ વગર ઊભા રહેવું

τῇ ἀγορᾷ

મોટી, ખુલ્લી જગ્યા જ્યાં લોકો ખોરાક અને અન્ય જરૂરી સાધન સામગ્રી ખરીદે

Matthew 20:5

ઈસુ દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: દ્રષ્ટાંતો)

πάλιν ἐξελθὼν

ઘરધણી ફરી બહાર ગયો

περὶ ἕκτην καὶ ἐνάτην ὥραν

છઠ્ઠો કલાક બપોરેનો સમય. નવમી હોરા આશરે બપોરે ત્રણ કલાકે. (જુઓ: ક્રમવાચક સંખ્યાઓ)

ἐποίησεν ὡσαύτως

એટલે કે ઘરધણીએ બજારમાં જઈને બીજા અન્ય કામદારોને કામે રાખ્યા

Matthew 20:6

τὴν ἑνδεκάτην

આશરે સાંજના પાંચ કલાકે. (જુઓ: ક્રમવાચક સંખ્યાઓ)

ἑστῶτας

કોઈ કામ વિનાના અથવા “કામ વિહોણા”

Matthew 20:8

ઈસુ દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: દ્રષ્ટાંતો)

ἀρξάμενος ἀπὸ τῶν ἐσχάτων ἕως τῶν πρώτων

સમજાયેલી માહિતીને તમે સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""જે કામદારોએ છેલ્લે કામ કરવાનું શરૂ કર્યું હતું તેઓથી શરુ કરી, તેમનાથી પહેલા જેમણે કામ શરુ કર્યું હતું તેઓ, અને અંતે કામદારો જેમણે પહેલા કામ શરૂ કર્યું હતું તેઓ"", અથવા જેઓને છેલ્લે કામે રાખવામાં આવ્યા હતા તેમને પ્રથમ મહેનતાણું આપ્યું, પછી દિવસે જેઓને કામે રાક્યા હતા તેઓને અને અંતે જેઓને પ્રથમ કામે રાખ્યા હતા તે કામદારોને મહેનતાણું આપ્યું

Matthew 20:9

οἱ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓને ઘરધણીએ કામે રાખ્યા હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 20:10

δηνάριον

તે સમયે તે દૈનિક વેતન હતું. વૈકલ્પિક ભાષાંતર: ""એક દિવસની મજુરી/વેતન"" (જુઓ: બાઈબલમાં વર્ણિત ચલણ)

Matthew 20:11

ઈસુ દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: દ્રષ્ટાંતો)

λαβόντες

જે કામદારે લાંબો સમય કામ કર્યું હતું તેને વેતન પ્રાપ્ત થયું ત્યારે

τοῦ οἰκοδεσπότου

દ્રાક્ષાવાડીનો ઘરધણી

Matthew 20:12

ἴσους ἡμῖν αὐτοὺς ἐποίησας

જેમ તે અમને વેતન આપ્યું તેમ જ તેઓને પણ આપ્યું છે

τοῖς βαστάσασι τὸ βάρος τῆς ἡμέρας καὶ τὸν καύσωνα

શબ્દ ""દિવસની મજૂરીને લાયક"" એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ ""આખા દિવસ સુધી કામ કરવું."" વૈકલ્પિક ભાષાંતર: ""અમે આખો દિવસ ખૂબ ગરમીના સમયમાં પણ કામ કર્યું છે"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Matthew 20:13

ઈસુ દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: દ્રષ્ટાંતો)

ἑνὶ αὐτῶν

કામદારો પૈકીનો એક કામદાર કે જેણે આખો દિવસ કામ કર્યું છે

ἑταῖρε

એક શબ્દનો ઉપયોગ કરો જેનો ઉપયોગ એક માણસ બીજા માણસને સંબોધન કરવા માટે કરશે જેને તે હળવી રીતે ઠપકો આપી રહ્યો છે.

οὐχὶ δηναρίου συνεφώνησάς μοι

ઘરધણી ફરિયાદ કરનારા કાર્યકરને ઠપકો આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે પહેલેથી જ સહમત થયા છીએ કે હું તમને એક દીનારનું વેતન આપીશ."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

δηναρίου

તે સમયે તે દૈનિક વેતન હતું. વૈકલ્પિક ભાષાંતર: ""એક દિવસના કામનું વેતન"" (જુઓ: બાઈબલમાં વર્ણિત ચલણ)

Matthew 20:15

ઈસુ, ઘરધણી જે કામદારોને કામે રાખે છે તે દ્રષ્ટાંતનું સમાપન કરે છે. (જુઓ: દ્રષ્ટાંતો)

ἢ οὐκ ἔξεστίν μοι, ὃ θέλω ποιῆσαι ἐν τοῖς ἐμοῖς?

ઘરધણી ફરિયાદ કરનાર કામદારોને સુધારવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું મારી પોતાની સંપત્તિ સબંધી જે ઈચ્છું તે કરી શકું છું."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἢ ὁ ὀφθαλμός σου πονηρός ἐστιν, ὅτι ἐγὼ ἀγαθός εἰμι?

ફરિયાદ કરનારા કર્મચારીઓને ઠપકો આપવા માટે ઘરધણી પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે હું અન્ય લોકો માટે ઉદાર છું ત્યારે તમે ઈર્ષ્યા ન કરો."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 20:16

οὕτως ἔσονται οἱ ἔσχατοι πρῶτοι, καὶ οἱ πρῶτοι ἔσχατοι

અહીંયા ""પ્રથમ"" અને ""છેલ્લું"" લોકોની સ્થિતિ અથવા મહત્વનો ઉલ્લેખ કરે છે. લોકોની વર્તમાન સ્થિતિ અને તેઓની આકાશમાંના રાજ્યની સ્થિતિ વચ્ચેના વિરોધાભાસને, ઈસુ દર્શાવે છે. જુઓ તમે આના સમાન વાક્યનું ભાષાંતર માથ્થી 19:30માં કેવી રીતે કર્યું છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ જેઓ હમણાં ઓછા મહત્વપૂર્ણ લાગે છે તેઓ ખૂબ જ મહત્વપૂર્ણ થશે, અને જેઓ હમણાં ખૂબ મહત્વપૂર્ણ લાગે છે તેઓ ઘણાં ઓછા મહત્વપૂર્ણ થશે.

οὕτως ἔσονται οἱ ἔσχατοι πρῶτοι

અહીંયા દ્રષ્ટાંત પૂર્ણ થાય છે અને ઈસુ હજી બોલી રહ્યા છે. વૈકલ્પિક ભાષાંતર: ""પછી ઈસુએ કહ્યું, 'તેથી છેલ્લા તે પહેલા થશે'

Matthew 20:17

ઈસુ અને તેમના શિષ્યો યરૂશાલેમ તરફ મૂસાફરી કરી રહ્યા હતા ત્યારે ત્રીજી વાર ઈસુએ તેમના મૃત્યુ અને પુનરુત્થાન વિશે ભવિષ્યવાણી કરી.

ἀναβαίνων ὁ Ἰησοῦς εἰς Ἱεροσόλυμα

યરૂશાલેમ એક પહાડ ઉપર હતું, તેથી લોકોને ત્યાં ઉપર જવા માટે મૂસાફરી કરવી પડતી હોય છે.

Matthew 20:18

ἰδοὺ, ἀναβαίνομεν

હવે પછી તેઓ જે કહેવાના છે તે પ્રત્યે શિષ્યોએ ફરજીયાતપણે ધ્યાન આપવાની જરૂર છે તે સૂચવવા માટે ઈસુ ""જુઓ"" શબ્દનો ઉપયોગ કરે છે.

ἀναβαίνομεν

અહીં “આપણે” એ ઈસુ અને શિષ્યોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)

ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου παραδοθήσεται

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈક માણસના દીકરાને પરસ્વાધીન કરશે.."" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου…αὐτὸν

ઈસુ સ્વયંનો ઉલ્લેખ ત્રીજા વ્યક્તિના રૂપમાં કરે છે. જો જરૂરી હોય, તો તમે આનો અનુવાદ પ્રથમ વ્યક્તિના રૂપમાં કરી શકો છો. (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

κατακρινοῦσιν

મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ ઈસુને શિક્ષા કરશે.

Matthew 20:19

καὶ παραδώσουσιν αὐτὸν τοῖς ἔθνεσιν, εἰς τὸ ἐμπαῖξαι

યાજકો અને શાસ્ત્રીઓ ઈસુને વિદેશીઓને સોપશે અને વિદેશીઓ તેમની ઠઠ્ઠા મશ્કરી કરશે.

μαστιγῶσαι

તેમને કોરડા મારશે અથવા “કોરડાનો માર મારશે”

τῇ τρίτῃ ἡμέρᾳ

ત્રીજા એ ત્રણ નું સ્વરૂપ છે. (જુઓ: ક્રમવાચક સંખ્યાઓ)

αὐτὸν…σταυρῶσαι…ἀναστήσεται

ઈસુ સ્વયંનો ઉલ્લેખ ત્રીજા વ્યક્તિના રૂપમાં કરે છે. જો જરૂરી હોય, તો તમે આનો અનુવાદ પ્રથમ વ્યક્તિના રૂપમાં કરી શકો છો. (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

ἀναστήσεται

ઉઠાડવામાં આવશે"" તે શબ્દો ""જીવંત બનાવવામાં આવશે"" તેના રૂઢીપ્રયોગ છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તેમને ઉઠાડશે"" અથવા ""ઈશ્વર ફરીથી તેમને જીવંત કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 20:20

જે પ્રશ્ન બે શિષ્યોની માતાએ પૂછ્યો તેના પ્રત્યુતરમાં, ઈસુ તેમના શિષ્યોને આકાશના રાજ્યમાં અધિકાર અને અન્યોની સેવા કરવા વિશે શિક્ષણ આપે છે.

τῶν υἱῶν Ζεβεδαίου

આ યાકૂબ અને યોહાનનો ઉલ્લેખ કરે છે.

Matthew 20:21

ἐκ δεξιῶν…ἐξ εὐωνύμων σου

આ સત્તાના હોદ્દાઓ, અધિકાર અને માન મહિમા હોવા વિશેનો ઉલ્લેખ કરે છે. (જુઓ: ઉપનામ)

ἐν τῇ βασιλείᾳ σου

અહીં ""રાજ્ય"" એ ઈસુ રાજા તરીકે રાજ કરશે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે તમે રાજા હશો ત્યારે"" (જુઓ: ઉપનામ)

Matthew 20:22

οὐκ οἴδατε

અહીં “તમે” બહુવચન છે જે બે શિષ્યો અને તેમના માંનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

δύνασθε

અહીં “તમે” બહુવચન છે પણ ઈસુ બે શિષ્યો વિશે જ કહે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

πιεῖν τὸ ποτήριον ὃ ἐγὼ μέλλω πίνειν

પ્યાલો પીવો"" અથવા ""પ્યાલામાંથી પીવું"" એ એક રૂઢીપ્રયોગ છે એટલે કે દુઃખ સહન કરવાનો અનુભવ કરવો. વૈકલ્પિક ભાષાંતર: ""હું જે દુઃખ સહન કરું છું તે શું તમે સહન કરશો"" (જુઓ: રૂઢિપ્રયોગ)

λέγουσιν

ઝબદીના દીકરાઓએ કહ્યું અથવા “યાકૂબ અને યોહાને કહ્યું”

Matthew 20:23

τὸ μὲν ποτήριόν μου πίεσθε

પ્યાલો પીવો"" અથવા ""પ્યાલામાંથી પીવું"" એ એક રૂઢીપ્રયોગ છે એટલે કે દુઃખ સહન કરવાનો અનુભવ કરવો. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ હું દુઃખ સહન કરું છું તેમ તમે પણ દુઃખ સહન કરશો ખરા"" (જુઓ: રૂઢિપ્રયોગ)

δεξιῶν…εὐωνύμων

આ સત્તાના હોદ્દાઓ, અધિકાર અને માન મહિમા હોવાનો ઉલ્લેખ છે. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 20:21] (../20 / 21.md)માં કેવી રીતે કર્યો છે. (જુઓ: ઉપનામ)

οἷς ἡτοίμασται ὑπὸ τοῦ Πατρός μου

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે સ્થાનો મારા પિતાએ તૈયાર કરેલા છે, અને મારા પિતા જેઓને પસંદ કરશે તેઓને જ તે સ્થાનો આપશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τοῦ Πατρός μου

ઈશ્વર માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધને રજુ કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Matthew 20:24

ἀκούσαντες

યાકૂબ અને યોહાને ઈસુ પાસે જે માંગ્યું તે વિશે અન્ય શિષ્યોએ સાંભળ્યું.

ἠγανάκτησαν περὶ τῶν δύο ἀδελφῶν

જો જરૂરી હોય, તો તમે સ્પષ્ટ કરી શકો છો કે શા માટે દસ શિષ્યો ગુસ્સે થયા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ બંને ભાઈઓ સાથે ખૂબ જ ગુસ્સે હતા કારણ કે તેઓમાંના દરેક ઈસુની આગળ મહિમાના સ્થાને બેસવા ઈચ્છતા હતા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 20:25

ઈસુ અધિકાર અને એકબીજાની સેવા કરવા વિશેના શિક્ષણનું સમાપન કરે છે.

προσκαλεσάμενος αὐτοὺς

બાર શિષ્યોને બોલાવ્યા

οἱ ἄρχοντες τῶν ἐθνῶν κατακυριεύουσιν αὐτῶν

વિદેશીઓના રાજાઓ તેઓના પર ધણીપણું કરે છે.

οἱ μεγάλοι

વિદેશીઓમાં મુખ્ય માણસો

κατεξουσιάζουσιν αὐτῶν

લોકો પર ધણીપણું કરે છે

Matthew 20:26

ὃς ἐὰν θέλῃ

જે કોઈ ચાહે અથવા જે કોઈ ઇચ્છા રાખે છે”

Matthew 20:27

εἶναι πρῶτος

મહત્વનું થવા માટે

Matthew 20:28

ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου…τὴν ψυχὴν αὐτοῦ

ઈસુ ત્રીજા વ્યક્તિના રૂપમાં પોતાની જાત વિશે વાત કરે છે. જો જરૂરી હોય, તો તમે અહીં પ્રથમ વ્યક્તિના રૂપમાં અનુવાદ કરી શકો છો. (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

οὐκ ἦλθεν διακονηθῆναι

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""બીજાઓ તેમની સેવા કરે તે માટે તેઓ(ઈસુ) આવ્યા નથી” અથવા ""એ માટે આવ્યા નથી કે જેથી બીજા લોકો તેમની સેવા કરે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἀλλὰ διακονῆσαι

તમે સમજાયેલી માહિતીને સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ લોકોની સેવા કરવા માટે આવ્યા છે"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

καὶ δοῦναι τὴν ψυχὴν αὐτοῦ λύτρον ἀντὶ πολλῶν

ઈસુનું જીવન ""ખંડણી"" એટલે કે લોકોને તેમના પોતાના પાપરૂપી શિક્ષાથી મુક્ત કરી બચાવવા આવ્યા છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઘણા લોકો માટે પોતાનો જીવ આપવા"" અથવા ""ઘણા લોકોના પાપોને માટે પોતાનો જીવ આપવા"" (જુઓ: રૂપક)

καὶ δοῦναι τὴν ψυχὴν αὐτοῦ

કોઈના માટે પોતાનો જીવ આપવો એ રૂઢીપ્રયોગ છે એટલે કે સ્વેચ્છાએ બીજાને માટે મૃત્યુ પામવું, સામાન્ય રીતે એ પ્રમાણે બીજાઓની મદદ કરવી. વૈકલ્પિક ભાષાંતર: ""મૃત્યુ પામવું"" (જુઓ: રૂઢિપ્રયોગ)

ἀντὶ πολλῶν

તમે સમજાયેલી માહિતીને સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""ઘણા લોકો માટે"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

Matthew 20:29

ઈસુ બે અંધ માણસોને સાજા કરે છે તેનો વૃતાંત.

ἐκπορευομένων αὐτῶν

આ ઈસુ અને શિષ્યોનો ઉલ્લેખ કરે છે

ἠκολούθησεν αὐτῷ

ઈસુની પાછળ ચાલ્યા

Matthew 20:30

ἀκούσαντες

જ્યારે બે અંધ માણસોએ સાંભળ્યું

παράγει

ઈસુ ત્યાંથી પસાર થઈ રહ્યા છે

Υἱὸς Δαυείδ

ઈસુ દાઉદના પ્રત્યક્ષ પુત્ર ન હતા, તેથી તેનો અનુવાદ ""દાઉદના વંશજ"" તરીકે થઈ શકે છે. જો કે, ""દાઉદનો દીકરો"" મસીહ માટે શીર્ષક છે, અને લોકો કદાચ ઈસુને આ શીર્ષકથી બોલાવતા હતા.

Matthew 20:32

ἐφώνησεν αὐτοὺς

અંધોને બોલાવ્યા

τί θέλετε

તમારી શી ઇચ્છા છે

Matthew 20:33

ἵνα ἀνοιγῶσιν οἱ ὀφθαλμοὶ ἡμῶν

તેઓની આંખો ખુલ્લી થવાથી તેઓ જોઈ શકતા હતા તે પ્રમાણે આ માણસો વાત કરે છે. ઈસુના અગાઉના પ્રશ્નને કારણે, આપણે સમજીએ છીએ કે તેઓ તેમની ઇચ્છા વ્યક્ત કરી રહ્યાં હતા. વૈકલ્પિક ભાષાંતર: ""અમે ઇચ્છા રાખીએ છીએ કે તમે અમારી આંખો ઉઘાડો"" અથવા ""અમે જોવા માંગીએ છીએ"" (જુઓ: રૂપક અને અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

Matthew 20:34

σπλαγχνισθεὶς

કરુણા આવી અથવા “તેઓના પર દયા આવી”

Matthew 21

માથ્થી 21 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક ભાષાંતર વાંચનને સરળ બનાવવા માટે કવિતાની દરેક પંક્તિને બાકીના લખાણથી અલગ જમણી તરફ ગોઠવે છે. યુએલટી આ 21: 5,16 અને 42 માંની કવિતાના સંદર્ભમાં કરે છે, કે જેના શબ્દો જૂના કરારમાંથી લેવામાં આવ્યા છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ગધેડું અને ગધેડીનું બચ્ચું

. ઈસુ યરૂશાલેમમાં પ્રાણી પર સવારી કરીને આવે છે. આ રીતે તે એક રાજા જેવા હતા કે જે એક મહત્વપૂર્ણ યુદ્ધ જીત્યા પછી શહેરમાં આવ્યા હતા. વળી, જૂના કરારમાં ઇઝરાએલના રાજાઓ ગધેડાઓ પર સવારી કરતા હતાં. અન્ય રાજાઓ ઘોડાઓ પર સવારી કરતા હતાં. તેથી ઈસુ દર્શાવવા માંગતા હતા કે તે ઇઝરાએલના રાજા છે અને તે અન્ય રાજાઓના જેવા ન હતાં.

માથ્થી, માર્ક, લૂક અને યોહાન સર્વ આ ઘટના વિશે લખે છે. માથ્થી અને માર્ક લખે છે કે શિષ્યો ઈસુને માટે ગધેડું લાવ્યા. યોહાન લખે છે કે ઈસુને ગધેડું મળ્યું. લૂક લખે છે કે તેઓ તેમને માટે એક ગધેડીનું બચ્ચું લાવ્યા. ફક્ત માથ્થીએ લખ્યું છે કે એક ગધેડા પાસે ગધેડીનું બચ્ચું હતું. કોઈ ચોક્કસપણે જાણતું નથી કે ઈસુએ ગધેડા પર કે ગધેડીના બચ્ચા પર સવારી કરી. આ દરેક સુવાર્તાના વૃતાંત ચોક્કસપણે એકસમાન વાત કહે તેમ દર્શાવવાનો પ્રયત્ન કરવા કરતાં આ દરેક વૃતાંતો જેમ યુએલટીમાં દ્રશ્યમાન થાય છે તે રીતે જ તેમનું ભાષાંતર કરવું યોગ્ય છે. (જુઓ: માથ્થી 21:1-7 અને માર્ક 11:1-7 અને લૂક 19:29-36 અને યોહાન 12:14-15)

હોસાન્ના

લોકોએ ઈસુને યરૂશાલેમમાં આવકારવા માટે આ પ્રમાણે પોકાર કર્યો. આ શબ્દનો અર્થ ""અમને બચાવો"" થાય છે, પરંતુ લોકોએ તેનો ઉપયોગ ઈશ્વરની સ્તુતિ કરવા માટે કર્યો.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવામાં આવશે""

ચોક્કસપણે કોઈપણ જાણતું નથી કે આ શબ્દસમૂહનો અર્થ શું છે. કોઈ જાણતું નથી કે ઈસુનો કહેવાનો અર્થ એ હતો કે કોઈક દિવસ ઈશ્વર આકાશનું રાજ્ય પાછું આપશે કે નહીં.

Matthew 21:1

યરૂશાલેમમાં ઈસુના પ્રવેશની ઘટનાના વૃતાંતની આ શરૂઆત છે. અહીં ઈસુ, તેમના શિષ્યોએ શું કરવું તે વિશેની સૂચનાઓ આપે છે.

Βηθφαγὴ

આ યરૂશાલેમ નજીકનું એક ગામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Matthew 21:2

ὄνον δεδεμένην

તમે આને સક્રિય સ્વરૂપમાં કહી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""એક ગધેડું જેને કોઈકે બાંધેલું હશે."" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

δεδεμένην

ગધેડું બાંધેલું છે તે તમે સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""ત્યાં કોઈ જગ્યાએ બાંધેલું હશે"" અથવા "" ત્યાં એક વૃક્ષે બાંધેલું હશે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

πῶλον

જુવાન નર ગધેડું

Matthew 21:4

અહીં લેખક ઝખાર્યા પ્રબોધકનો ઉલ્લેખ કરી દર્શાવે છે કે યરુશાલેમમાં ગધેડા પર સવારી કરી પ્રવેશ કરવાની ભવિષ્યવાણીને ઈસુ પૂર્ણ કરે છે.

δὲ

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી સમજાવે છે કે કેવી રીતે ઈસુના કામો શાસ્ત્રની વાતો પૂર્ણ કરે છે.

τοῦτο…γέγονεν, ἵνα πληρωθῇ τὸ ῥηθὲν διὰ τοῦ προφήτου

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ એ માટે થયું કે જેથી ઈશ્વરે ઘણા વર્ષો અગાઉ પ્રબોધકો મારફતે જે કહ્યું હતું તે પૂર્ણ થાય"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

διὰ τοῦ προφήτου

ત્યાં ઘણા પ્રબોધકો હતા. માથ્થી ઝખાર્યાની વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઝખાર્યા પ્રબોધક"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 21:5

τῇ θυγατρὶ Σιών

શહેરની ""દીકરી"" એટલે શહેરના લોકો. વૈકલ્પિક ભાષાંતર: ""સિયોનના લોકો"" અથવા ""સિયોનમાં રહેનારા લોકો

Σιών

યરૂશાલેમ માટે આ એક બીજું નામ છે.

ἐπὶ ὄνον καὶ ἐπὶ πῶλον, υἱὸν ὑποζυγίου

શબ્દસમૂહ ""ગધેડા પર, હા ગધેડીના વછેરા પર” એ સમજાવે છે કે તે ગધેડું એક યુવાન ગધેડું છે. વૈકલ્પિક ભાષાંતર: ""એક યુવાન ગધેડા પર સવાર થઈને આવે છે

Matthew 21:7

τὰ ἱμάτια

બહારનું પહેરણ એટલે કે લાંબા ઝભ્ભા કે વસ્ત્રો

Matthew 21:8

ὄχλος ἔστρωσαν ἑαυτῶν τὰ ἱμάτια ἐν τῇ ὁδῷ; ἄλλοι δὲ ἔκοπτον κλάδους ἀπὸ τῶν δένδρων, καὶ ἐστρώννυον ἐν τῇ ὁδῷ

ઈસુ યરૂશાલેમમાં પ્રવેશ કરે છે ત્યારે તેમના પ્રત્યે સન્માન દર્શાવવાની આ રીતો છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને સાંકેતિક પગલું)

Matthew 21:9

ὡσαννὰ

આનો અર્થ “અમને બચાવો” અને “ઈશ્વરની સ્તુતિ થાઓ!”

τῷ Υἱῷ Δαυείδ

ઈસુ દાઉદના પ્રત્યક્ષ પુત્ર ન હતા, તેથી તેનો અનુવાદ ""દાઉદના વંશજ"" તરીકે થઈ શકે છે. જો કે, ""દાઉદનો દીકરો"" મસીહ માટે શીર્ષક છે, અને લોકોનું ટોળું ઈસુને કદાચ આ શીર્ષકથી સંબોધી રહ્યું હતું.

ἐν ὀνόματι Κυρίου

અહીં ""તે નામમાં"" એટલે ""સામર્થ્યમાં"" અથવા ""પ્રતિનિધિ તરીકે."" વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરના સામર્થ્યમાં"" અથવા ""ઈશ્વરના પ્રતિનિધિ તરીકે"" (જુઓ: ઉપનામ)

ὡσαννὰ ἐν τοῖς ὑψίστοις

અહીં ""પરમ ઊંચામાં"" એ આકાશમાંથી રાજ કરતા ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરની સ્તુતિ હો જે પરમ ઊંચામાં છે"" અથવા ""ઈશ્વરની સ્તુતિ હો"" (જુઓ: ઉપનામ)

Matthew 21:10

ἐσείσθη πᾶσα ἡ πόλις

અહીં ""શહેર"" એ ત્યાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સમગ્ર શહેરભરના ઘણા લોકો ખળભળી ઉઠ્યા"" (જુઓ: ઉપનામ)

ἐσείσθη

લોકો આશ્ચર્યચકિત થયા

Matthew 21:12

કલમ 13 માં, ઈસુએ યશાયા પ્રબોધકની વાતનો ઉલ્લેખ કરી નાણાંવટીઓને અને વેપારીઓને ઠપકો આપ્યો.

ઈસુ પ્રાર્થનાઘરમાં પ્રવેશ કરે છે, આ તેનો ઉલ્લેખ છે.

εἰσῆλθεν Ἰησοῦς εἰς τὸ ἱερόν

ઈસુ ખરેખર રીતે મંદિરમાં પ્રવેશ્યા ન હતા. તેઓએ મંદિરના આસપાસના આંગણામાં પ્રવેશ કર્યો હતો. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

τοὺς πωλοῦντας καὶ ἀγοράζοντας

મંદિરમાં યોગ્ય અર્પણ ચડાવવા માટે મુસાફરોએ ખરીદવા પડે તેવા પ્રાણીઓ અને અન્ય વસ્તુઓનું વેચાણ વેપારીઓ કરતા હતા.

Matthew 21:13

λέγει αὐτοῖς

ઈસુએ તે સર્વ નાણાંવટીઓને અને વેપારીઓને કહ્યું.

γέγραπται

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રબોધકોએ અગાઉ લખ્યું હતું"" અથવા ""ઈશ્વરે પહેલા કહ્યું હતું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὁ οἶκός μου…κληθήσεται

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὁ οἶκός μου

અહીં “મારું” એ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે અને “ઘર” એ મંદિરનો ઉલ્લેખ કરે છે.

οἶκος προσευχῆς

આ રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “તે સ્થાન જ્યાં લોકો પ્રાર્થના કરે છે” (જુઓ: રૂઢિપ્રયોગ)

σπήλαιον λῃστῶν

એક રૂપકના ઉપયોગ દ્વારા મંદિરમાં વસ્તુઓ ખરીદતા અને વેચતા લોકોને ઈસુ ઠપકો આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""લૂંટારાઓના કોતર જેવું કર્યું છે"" (જુઓ: રૂપક)

Matthew 21:14

τυφλοὶ καὶ χωλοὶ

આ નામાંકિત વિશેષણોને વિશેષણો તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ આંખે અંધ અને પગે અપંગ હતા તેઓને"" (જુઓ: નામવાચક વિશેષણો)

χωλοὶ

જે લોકોને પગમાં ચાલવા માટે તકલીફ હોય અને ઈજા પામેલા હોય એવા લોકો.

Matthew 21:15

16 મી કલમમાં, ઈસુ લોકોને સમજાવવા માટે અને યોગ્ય જવાબ આપવા માટે ગીતશાસ્ત્રમાંથી કલમ ટાંકે છે.

τὰ θαυμάσια

અદભુત વસ્તુઓ અથવા ""ચમત્કારો."" આંખે અંધ અને પગે અપંગ લોકોને ઈસુ સાજા કરે છે, આ તેનો ઉલ્લેખ કરે છે [માથ્થી 21:14] (../21/14 md).

ὡσαννὰ

અમને બચાવો"" આ શબ્દનો અર્થ છે અને “ઈશ્વરની સ્તુતિ કરો!"" તેમ પણ અર્થ થાય છે. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 21: 9] (../21 / 09.md)માં કેવી રીતે કર્યો છે.

τῷ Υἱῷ Δαυείδ

ઈસુ દાઉદના પ્રત્યક્ષ પુત્ર ન હતા, તેથી તેનો અનુવાદ ""દાઉદના વંશજ"" તરીકે થઈ શકે છે. જો કે, ""દાઉદનો દીકરો"" મસીહ માટે શીર્ષક છે, અને બાળકો ઈસુને કદાચ આ શીર્ષકથી સંબોધી રહ્યા હતા. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 21: 9] (../21 / 09.md)માં કેવી રીતે કર્યો છે.

ἠγανάκτησαν

તે સૂચવે છે કે તેઓ ગુસ્સે થયા હતા કારણ કે તેઓ માનતા નહોતા કે ઈસુ જ ખ્રિસ્ત છે અને તેઓ ઇચ્છતા નથી કે અન્ય લોકો તેમની સ્તુતિ કરે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ ખૂબ ગુસ્સે થયા કારણ કે લોકો ઈસુની સ્તુતિ કરતા હતા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 21:16

ἀκούεις τί οὗτοι λέγουσιν?

મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ આ પ્રશ્નનો ઉપયોગ ઈસુને ઠપકો આપવા માટે કર્યો કારણ કે તેઓ તેમના પર ગુસ્સે થયા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""તમારે તેઓને તમારા વિશે આ રીતે પોકારવાની પરવાનગી આપવી જોઈએ નહીં!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

οὐδέποτε ἀνέγνωτε…αἶνον?

આ પ્રશ્ન મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓને કરી ઈસુ તેઓને યાદ કરાવવા માંગે છે કે શાસ્ત્રોમાંથી તેઓ શું શીખ્યા છે. વૈકલ્પિક ભાષાંતર: ""હા, હું તેમને સાંભળું છું, પરંતુ શું તમે શાસ્ત્રમાં વાંચ્યું નથી કે ..... ઈશ્વરે સ્તુતિ પૂર્ણ કરાવી છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἐκ στόματος νηπίων καὶ θηλαζόντων, κατηρτίσω αἶνον

મુખથી"" શબ્દ, બોલવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""બાળકો તથા ધાવણઓના મોંથી ઈશ્વરે સ્તુતિ સંપૂર્ણ કરાવી છે તે શું તમે કદી વાંચ્યું નથી."" (જુઓ: ઉપનામ)

Matthew 21:17

καταλιπὼν αὐτοὺς

ઈસુ મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓને મુકીને ચાલ્યા જાય છે.

Matthew 21:18

ઈસુ અંજીરીના ઝાડનો ઉપયોગ કરી શિષ્યોને પ્રાર્થના અને વિશ્વાસનું શિક્ષણ આપે છે.

δὲ

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી સમજાવે છે કે ઈસુ ભૂખ્યા છે અને એટલા માટે તે અંજીરના ઝાડ પાસે આવી થંભે છે.

Matthew 21:19

ἐξηράνθη

તે સુકું હતું અને મરેલું ઝાડ હતું

Matthew 21:20

πῶς παραχρῆμα ἐξηράνθη ἡ συκῆ?

કેટલીહદે શિષ્યો આશ્ચર્ય પામ્યા હતા તે દર્શાવવા શિષ્યો પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમે આશ્ચર્યચકિત છીએ કે અંજીરનું ઝાડ તરત જ સૂકાઈ ગયું!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἐξηράνθη

સુકું થઈ ગયું અને મરેલું થયું

Matthew 21:21

ἀμὴν, λέγω ὑμῖν

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

ἐὰν ἔχητε πίστιν καὶ μὴ διακριθῆτε

વિશ્વાસ ફરજીયાતપણે યથાર્થ હોવો જોઈએ તે સત્ય પર ભાર મૂકવા માટે ઈસુ આ વિચારને હકારાત્મક અને નકારાત્મક રીતે વ્યક્ત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો તમે ખરેખર વિશ્વાસ કરો છો તો"" (જુઓ: બેવડું/બમણાં)

κἂν τῷ ὄρει τούτῳ εἴπητε, ἄρθητι καὶ βλήθητι εἰς τὴν θάλασσαν

તમે આ પ્રત્યક્ષ અવતરણનો અનુવાદ પરોક્ષ અવતરણ તરીકે કરી શકો છો. આને સક્રિય સ્વરૂપમાં પણ કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે આ પહાડને પણ કહી શકશો કે તે ઉખેડાઇને પોતાને સમુદ્રમાં નાંખે."" (જુઓ: પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

γενήσεται

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તો તેમ થશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 21:23

ધાર્મિક આગેવાનો ઈસુને તેમના અધિકાર વિશે પ્રશ્ન કરે છે તે વિશેના વૃતાંતની આ શરુઆત છે.

ἐλθόντος αὐτοῦ εἰς τὸ ἱερὸν

તે સૂચિત છે કે ઈસુએ ખરેખર મંદિરમાં પ્રવેશ કર્યો નથી. તેમણે મંદિરની આસપાસના આંગણામાં પ્રવેશ કર્યો હતો.(જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ταῦτα

ઈસુ મંદિરમાં શિક્ષણ અને સાજાપણું આપે છે તે સબંધી તેમના અધિકારનો તથા અગાઉના દિવસે ખરીદદારો અને વેચાણકર્તાઓને ઈસુએ બહાર કાઢ્યા હતા તેનો પણ સંભવતઃ અહીં ઉલ્લેખ છે.

Matthew 21:25

ધાર્મિક આગેવાનોને પ્રત્યુત્તર આપવાનું ઈસુ જારી રાખે છે.

πόθεν ἦν?

આમ કરવાનો અધિકાર તેણે ક્યાંથી પ્રાપ્ત કર્યો?

ἐὰν εἴπωμεν, ἐξ οὐρανοῦ, ἐρεῖ ἡμῖν, διὰ τί οὖν οὐκ ἐπιστεύσατε αὐτῷ?

આમાં અવતરણની અંદર અવતરણ છે. તમે પ્રત્યક્ષ અવતરણને પરોક્ષ અવતરણ તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""જો આપણે એમ માનીએ છીએ કે યોહાનને આકાશમાંથી અધિકાર પ્રાપ્ત થયો, તો પછી ઈસુ આપણને પૂછશે કે તમે યોહાન પર કેમ વિશ્વાસ કર્યો નહીં."" (જુઓ: અવતરણોની અંદર અવતરણો અને પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

ἐξ οὐρανοῦ

અહીં “આકાશ” ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “આકાશમાંથી ઈશ્વરે” (જુઓ: ઉપનામ)

διὰ τί οὖν οὐκ ἐπιστεύσατε αὐτῷ?

ધાર્મિક આગેવાનો જાણે છે કે ઈસુ આ અલંકારિક પ્રશ્ન મારફતે તેમને ઠપકો આપી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તો પછી તમે યોહાન બાપ્તિસ્ત પર વિશ્વાસ કેમ કર્યો નહીં"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 21:26

ἐὰν δὲ εἴπωμεν, ἐξ ἀνθρώπων,

અહીં અવતરણની અંદર અવતરણ છે. તમે આ અવતરણને પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણ તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ જો આપણે કહીએ કે અમે માનીએ છીએ કે યોહાનને લોકો તરફથી અધિકાર પ્રાપ્ત થયો છે"" (જુઓ: અવતરણોની અંદર અવતરણો અને પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

φοβούμεθα τὸν ὄχλον

ટોળું આપણા વિશે શું વિચારશે અથવા ટોળું આપણને શું કરશે, તેવી બીક આપણે અનુભવીએ છીએ.

πάντες…ὡς προφήτην ἔχουσιν τὸν Ἰωάννην

કારણ કે તેઓ યોહાનને પ્રબોધક માનતા હતા.

Matthew 21:28

ધાર્મિક આગેવાનોને ઠપકો આપવા અને તેમના અવિશ્વાસને સચિત્ર સમજાવવા માટે ઈસુ બે પુત્રો વિશેનું દ્રષ્ટાંત કહે છે. (જુઓ: દ્રષ્ટાંતો)

τί δὲ ὑμῖν δοκεῖ

ધાર્મિક આગેવાનોને પડકાર આપવા માટે ઈસુ પ્રશ્નનો ઉપયોગ કરે છે કે જેથી તેઓ દ્રષ્ટાંત વિશે ઊંડાણથી વિચાર કરે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે મને કહો કે હું તમને જે કહેવાનો છું તે વિશે તમે શું વિચારો છો."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 21:29

μεταμεληθεὶς

આનો અર્થ એ છે કે પુત્ર તેના વિચારો પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેણે જે કહ્યું છે તેનાથી અલગ વર્તન કરવાનું નક્કી કરે છે. (જુઓ: રૂપક)

Matthew 21:31

λέγουσιν

મુખ્ય યાજકો અને વડીલોએ કહ્યું

λέγει αὐτοῖς ὁ Ἰησοῦς

ઈસુએ મુખ્ય યાજકોને અને વડીલોને કહ્યું

ἀμὴν, λέγω ὑμῖν

હું તમને સત્ય કહું છું. હવે પછી ઈસુ જે કહેવાના છે તે પર આ શબ્દસમૂહ ભાર મૂકે છે.

οἱ τελῶναι καὶ αἱ πόρναι προάγουσιν ὑμᾶς εἰς τὴν Βασιλείαν Θεοῦ

અહીંયા ""ઈશ્વરનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે ઈશ્વર પૃથ્વી પર તેમના રાજ્યને સ્થાપિત કરશે, ત્યારે તમારી અગાઉ દાણીઓ અને કસબણોને મૂકીને તેઓને પ્રથમ આશીર્વાદ આપવા માટે ઈશ્વર સમંત હશે."" (જુઓ: ઉપનામ)

προάγουσιν ὑμᾶς

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) યહૂદી ધાર્મિક આગેવાનો કરતા ઈશ્વર પહેલાં દાણીઓને અને કસબણોનો રાજ્યમાં સ્વીકાર કરશે અથવા 2) યહૂદી ધાર્મિક આગેવાનોને બદલે ઈશ્વર દાણીઓને અને કસબણોનો સ્વીકાર કરશે.

Matthew 21:32

ἦλθεν…Ἰωάννης πρὸς ὑμᾶς

અહીં ""તમે"" શબ્દ બહુવચન છે અને ફક્ત ધાર્મિક આગેવાનોને જ નહીં પરંતુ સર્વ ઇઝરાએલના લોકોનો પણ ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""યોહાન ઇઝરાએલના લોકો પાસે આવ્યો"" (જુઓ: તમેનાં સ્વરૂપો)

ἐν ὁδῷ δικαιοσύνης

આ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે યોહાને લોકોને જીવનનો સાચો માર્ગ બતાવ્યો. વૈકલ્પિક ભાષાંતર: ""અને ઈશ્વર ઈચ્છે છે તેમ જીવન જીવવા યોહાને તમને જણાવ્યું"" (જુઓ: રૂઢિપ્રયોગ)

οὐκ ἐπιστεύσατε αὐτῷ

અહિયા “તમે” બહુવચન છે જે ધાર્મિક આગેવાનોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

Matthew 21:33

ધાર્મિક આગેવાનોને ઠપકો આપવા અને તેમના અવિશ્વાસને સચિત્ર સમજાવવા માટે ઈસુ એક બળવાખોર સેવકનું દ્રષ્ટાંત કહે છે. (જુઓ: દ્રષ્ટાંતો)

οἰκοδεσπότης

એક માણસ જે એક જમીનનો માલિક હતો

φραγμὸν

દીવાલ અથવા “વાડ બાંધી”

ὤρυξεν ἐν αὐτῷ ληνὸν

દ્રાક્ષાવાડીમાં ખોદાણ કરાવ્યું અને તેમાં દ્રાક્ષા રોપી

ἐξέδετο αὐτὸν γεωργοῖς

માલિક હજુ પણ દ્રાક્ષાવાડીનું માલિકીપણું ધરાવતો હતો, પણ તેણે દ્રાક્ષ ઉગવનારાઓને તે વાડી સંભાળ માટે આપી. જ્યારે વાડીની દ્રાક્ષ પાકીને તૈયાર થઇ જાય ત્યારે આ દ્રાક્ષ ઉગવનારાઓએ અમુક દ્રાક્ષ માલિકને આપી બીજી દ્રાક્ષ પોતાના માટે રાખવાની હતી.

γεωργοῖς

આ એ લોકો છે કે જેઓ દ્રાક્ષાવાડીની સંભાળ લે છે અને તેની કાળજી રાખે છે.

Matthew 21:35

ઈસુ દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: દ્રષ્ટાંતો)

τοὺς δούλους αὐτοῦ

ઘરધણીના ચાકરો

Matthew 21:38

ઈસુ દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: દ્રષ્ટાંતો)

Matthew 21:40

οὖν

અત્યારે"" શબ્દનો અર્થ ""આ ક્ષણે"" નથી, પરંતુ અગત્યની માહિતી પર ધ્યાન કેન્દ્રિત કરવા તેનો ઉપયોગ થયો છે.

Matthew 21:41

λέγουσιν αὐτῷ

માથ્થી સ્પષ્ટ નથી કરતો કે ઈસુને જવાબ કોણે આપ્યો. જો તમારે જવાબ આપનારને દર્શાવવા હોય તો તમે ""લોકોએ ઈસુને કહ્યું"" એ રીતે અનુવાદ કરી શકો છો.

Matthew 21:42

ઈસુ યશાયા પ્રબોધકની વાતમાંથી બતાવે છે કે જેને ધાર્મિક આગેવાનોએ નકારી કાઢ્યો છે તેને ઈશ્વર સન્માન આપશે.

અહીં ઈસુ બળવાખોર ચાકરનું દ્રષ્ટાંત સમજાવવાનું શરુ કરે છે.

λέγει αὐτοῖς ὁ Ἰησοῦς

હવે પછીનો પ્રશ્ન ઈસુ કોને પૂછે છે તે અસ્પષ્ટ છે. ઈસુ જેઓને પ્રશ્ન પૂછે છે તેઓને દર્શાવવાની જરૂર જો હોય તો તમે જેમ [માથ્થી 21:41] (../21/41.md)માં દર્શાવ્યું તે પ્રમાણે દર્શાવો.

οὐδέποτε ἀνέγνωτε…ὀφθαλμοῖς ἡμῶν?

આ શાસ્ત્રનો અર્થ વિશે તેમના સાંભળનારાઓ ગહન રીતે વિચારે તે માટે ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે જે વાંચ્યું છે તે વિશે વિચાર કરો ... આંખો.’"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

λίθον ὃν ἀπεδοκίμασαν οἱ οἰκοδομοῦντες, οὗτος ἐγενήθη εἰς κεφαλὴν γωνίας

ઈસુ ગીતશાસ્ત્રમાંથી અવતરણ ટાંકે છે. આ એક રૂપક છે જેનો અર્થ છે ધાર્મિક આગેવાનો, બાંધનારાઓની જેમ, ઈસુનો નકાર કરશે, પણ ઈશ્વર તેમને તેમના રાજ્યમાં સૌથી મહત્વના બનાવશે, ઈમારતમાં ખુણાના મુખ્ય પથ્થરના જેવા. (જુઓ: રૂપક)

ἐγενήθη εἰς κεφαλὴν γωνίας

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખૂણાનો મુખ્ય પથ્થર બની ગયો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

παρὰ Κυρίου ἐγένετο αὕτη

ઈશ્વરે આ મહાન બદલાવ આણ્યો છે.

ἔστιν θαυμαστὴ ἐν ὀφθαλμοῖς ἡμῶν

અહીંયા ""આપણી આંખોમાં"" જોવું દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જોવું તે અદભુત છે"" (જુઓ: ઉપનામ)

Matthew 21:43

λέγω ὑμῖν

ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

ὑμῖν

અહીંયા ""તમે"" બહુવચન છે. ઈસુ ધાર્મિક આગેવાનોની સાથે વાત કરી રહ્યા છે જેઓએ તેમનો નકાર કર્યો હતો. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ἀρθήσεται ἀφ’ ὑμῶν ἡ Βασιλεία τοῦ Θεοῦ, καὶ δοθήσεται ἔθνει

અહીં ""ઈશ્વરનું રાજ્ય"" ઈશ્વર રાજા તરીકે રાજ કરશે તેમ સૂચવે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તમારી પાસેથી રાજ્ય લઈ લેશે અને તે અન્ય પ્રજાને આપશે” અથવા ""ઈશ્વર તમારો નકાર કરશે અને તે અન્ય દેશોના લોકો પર રાજા તરીકે રાજ કરશે"" (જુઓ: ઉપનામ અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ποιοῦντι τοὺς καρποὺς αὐτῆς

અહીંયા ફળ એ ""પરિણામો"" અથવા પરિણામ માટે રૂપક છે. ""વૈકલ્પિક ભાષાંતર:""જે સારા પરિણામો આપે છે""(જુઓ: રૂપક)

Matthew 21:44

ὁ πεσὼν ἐπὶ τὸν λίθον τοῦτον, συνθλασθήσεται

અહીંયા, ""આ પથ્થર"" એ જ પથ્થર છે જેનો ઉલ્લેખ[માથ્થી 21:42] (../21/42.md)માં છે. આ રૂપક છે જેનો અર્થ છે કે જે લોકો ખ્રિસ્તની વિરૂદ્ધ પડશે તેઓનો નાશ ઈશ્વર કરશે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે કોઈ આ પથ્થર પર પડશે તેના ટુકડેટુકડા થઈ જશે” (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὃν δ’ ἂν πέσῃ, λικμήσει αὐτόν

આનો અર્થ પાછલા વાક્યની જેમ જ સમાન છે. તે રૂપક છે જેનો અર્થ છે કે ખ્રિસ્ત અંતિમ ન્યાય કરશે અને જેઓ તેમની વિરુદ્ધ બળવો કરશે તે દરેકનો તેઓ નાશ કરશે.(જુઓ: સમાંતરણ અને રૂપક)

Matthew 21:45

ઈસુએ જે દ્રષ્ટાંત કહ્યું તે પ્રત્યે ધાર્મિક આગેવાનોએ પ્રત્યુત્તર આપ્યો.

τὰς παραβολὰς αὐτοῦ

ઈસુના દ્રષ્ટાંતો

Matthew 22

માથ્થી 22 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદ વાંચનને સરળ બનાવવા માટે કવિતાની દરેક પંક્તિને બાકીના લખાણથી જમણી તરફ ગોઠવે છે. યુએલટી આ પ્રમાણે કલમ 44 માંની કવિતા સબંધી કરે છે, જેના શબ્દો જૂના કરારમાંથી લેવામાં આવ્યા છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

લગ્ન જમણ

લગ્ન જમણના દ્રષ્ટાંતમાં (માથ્થી 22:1-14), ઈસુએ શીખવ્યું કે જ્યારે ઈશ્વર વ્યક્તિને બચવાની તક આપે છે, ત્યારે તે વ્યક્તિએ તે તકનો સ્વીકાર કરવો જોઈએ. ઈસુએ ઈશ્વર સાથે જીવનની વાત કરી હતી, જેમાં એક રાજા તેના પુત્ર માટે મિજબાનીનું આયોજન કરે છે, જેનું હમણાં જ લગ્ન થયું છે. વધુમાં, ઈસુ એ વાત પર ભાર મૂકે છે કે ઈશ્વરે જેઓને મિજબાનીમાં આમંત્રણ આપ્યું છે તેઓમાંના દરેક યોગ્ય રીતે તૈયાર થઇ મિજબાનીમાં આવશે તેવું બનશે નહીં. અને મિજબાનીમાં અયોગ્ય રીતે તૈયાર થઇને આવેલાઓને ઈશ્વર બહાર ફેંકી દેશે.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

સ્પષ્ટ માહિતી

ઉપદેશક સામાન્ય રીતે એવી બાબતો કહેતા નથી કે જે તેઓ માને છે કે તેમના સાંભળનારાઓ પહેલેથી જ સમજતા હોય. જ્યારે દ્રષ્ટાંતમાં રાજાએ કહ્યું, ""મારા બળદો અને પુષ્ટ વાછરડાઓને કાપવામાં આવ્યાં છે"" (માથ્થી 22:4), તે ધારી લે છે કે ત્યારે સાંભળનારાઓએ સમજી લીધું કે જેમણે પ્રાણીઓને કાપ્યા છે તેઓએ તેમને રાંધ્યા પણ છે.

વિરોધાભાસ

વિરોધાભાસ એ સાચું નિવેદન છે જે કંઈક અશક્યનું વર્ણન કરવા ઉપયોગમાં આવે છે. યહૂદીઓ માટે, તેમના પૂર્વજો, વંશજોના માલિકો હતા, પરંતુ એક ગીતમાં દાઉદ તેના વંશજોમાંથી એકને ""પ્રભુ"" તરીકે સંબોધે છે. ઈસુ યહૂદી આગેવાનોને કહે છે કે આ વિરોધાભાસ છે, એમ કહીને, ""જો દાઉદ ખ્રિસ્તને 'પ્રભુ' કહે છે તો ખ્રિસ્ત દાઉદનો દીકરો કેવી રીતે છે? ([માથ્થી 22:45] (../../mat/22/45.md)).

Matthew 22:1

ધાર્મિક આગેવાનોને ઠપકો આપવા અને તેમના અવિશ્વાસને સચિત્ર સમજાવવા માટે ઈસુ લગ્ન જમણનું દ્રષ્ટાંત કહે છે. (જુઓ: દ્રષ્ટાંતો)

αὐτοῖς

લોકોને

Matthew 22:2

ὡμοιώθη ἡ Βασιλεία τῶν Οὐρανῶν

અહિયાં દ્રષ્ટાંતની શરૂઆત થાય છે. જુઓ કે તમે આનો અનુવાદમાથ્થી 13:24માં કેવી રીતે કર્યો છે.

Matthew 22:3

τοὺς κεκλημένους

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""રાજાએ જે લોકોને આમંત્રણ આપ્યું હતું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 22:4

ઈસુ દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: દ્રષ્ટાંતો)

δούλους λέγων, εἴπατε τοῖς κεκλημένοις

આ પ્રત્યક્ષ અવતરણ પરોક્ષ અવતરણ તરીકે અનુવાદ કરી શકાય છે. આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “જેઓને તેમણે આમંત્રણ આપ્યું છે તેઓને બોલાવવા માટે ચાકરો તમને આદેશ આપવામાં આવે છે” (જુઓ: પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἰδοὺ

જુઓ અથવા “સાંભળો” અથવા “હું જે કહેવાને જઈ રહ્યો છું તે પર ધ્યાન આપો.”

οἱ ταῦροί μου καὶ τὰ σιτιστὰ τεθυμένα

તે સૂચિત છે કે જાનવરોને કાપીને રાંધવામાં આવ્યા છે અને જમણ તૈયાર છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારા ચાકરોએ બળદો અને પુષ્ટ વાછરડાઓ કાપ્યા છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

οἱ ταῦροί μου καὶ τὰ σιτιστὰ

જમણ માટે મારા ઉત્તમ બળદો અને પુષ્ટ વાછરડાઓ

Matthew 22:5

ઈસુ દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: દ્રષ્ટાંતો)

οἱ δὲ ἀμελήσαντες

પણ રાજાએ જેઓને નોતર્યા હતા તેઓએ આમંત્રણને નકારી કાઢ્યું.

Matthew 22:7

ἀπώλεσεν τοὺς φονεῖς ἐκείνους

તે સૂચિત છે કે રાજાના સૈનિકોએ તે ખુનીઓનો નાશ કર્યો. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 22:8

ઈસુ દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: દ્રષ્ટાંતો)

οἱ…κεκλημένοι

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓને મેં આમંત્રિત કર્યા છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 22:9

τὰς διεξόδους τῶν ὁδῶν

જ્યાં શહેરના મુખ્ય રસ્તાઓ એકબીજા વચ્ચેથી પસાર થાય છે. જ્યાં વધારે લોકો મળી શકે તેવી સંભાવના છે તેવા સ્થળે રાજા તેના સેવકોને મોકલી રહ્યા છે.

Matthew 22:10

πονηρούς τε καὶ ἀγαθούς

ભલા લોકો અને ભૂંડા લોકો એમ બંને

καὶ ἐπλήσθη ὁ γάμος ἀνακειμένων

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેથી મહેમાનોથી લગ્ન રૂમ ભરાઈ ગયો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὁ γάμος

મોટી રૂમ

Matthew 22:11

ઈસુ દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: દ્રષ્ટાંતો)

Matthew 22:12

πῶς εἰσῆλθες ὧδε μὴ ἔχων ἔνδυμα γάμου?

રાજા પ્રશ્ન મારફતે એક મહેમાનને ઠપકો આપે છે. વૈકલ્પિક ભાષાંતર: “તમે લગ્નનો પોષક પહેર્યા વિના આવ્યા છો. અને તમે અહીં હોવા જોઈએ નહીં."" (જુઓ:આલંકારિક પ્રશ્ન)

ὁ…ἐφιμώθη

તે વ્યક્તિ કાંઈ બોલી શક્યો નહીં

Matthew 22:13

ઈસુ લગ્ન જમણનું દ્રષ્ટાંતનું સમાપન કરે છે.

διακόνοις, δήσαντες αὐτοῦ πόδας καὶ χεῖρας

તેના હાથ પગ બાંધીને તેને બહાર ફેંકી દો.

τὸ σκότος τὸ ἐξώτερον

અહીં ""બાહ્ય અંધકાર"" એ રૂપક છે કે ઈશ્વર જેને નકારે છે તેઓએ તે સ્થાને મોકલવામાં આવશે. આ તે સ્થાન છે કે જે ઈશ્વરથી સંપૂર્ણપણે સદાકાળ માટે અલગ થઈ ગયેલું છે. જુઓ કે તમે આનો અનુવાદ[માથ્થી 8:12] (../ 08 / 12.md)માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરથી સદાકાળ દુર એક અંધકારનું સ્થળ"" (જુઓ: ઉપનામ)

ὁ κλαυθμὸς καὶ ὁ βρυγμὸς τῶν ὀδόντων

દાંત પીસવું એ પ્રતીકાત્મક ક્રિયા છે, જે અત્યંત ઉદાસીનતા અને પીડાને રજૂ કરે છે. જુઓ કે તમે આનો અનુવાદ[માથ્થી 8:12] (../ 08 / 12.md)માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""ત્યાં તેમના અસહ્ય દુઃખને રડવા દ્વારા વ્યક્ત કરશે"" (જુઓ: સાંકેતિક પગલું)

Matthew 22:14

πολλοὶ γάρ εἰσιν κλητοὶ, ὀλίγοι δὲ ἐκλεκτοί

આ વાકય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે ઈશ્વર આમંત્રણ ઘણાં લોકોને આપે છે, પરંતુ પસંદ ફક્ત થોડાઓને જ કરે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

γάρ

આ એક સંક્રમણ ચિહ્ન છે. ઈસુએ દ્રષ્ટાંત સમાપન કર્યું છે અને હવે દ્રષ્ટાંતનો અર્થ સમજાવે છે.

Matthew 22:15

આથી કેટલાક અઘરા પ્રશ્નોથી ઈસુને ફસાવવા માટે ધાર્મિક આગેવાનો ષડયંત્ર રચે છે. અહીં ફરોશીઓ તેને કાઈસારને કર ચૂકવવા વિશે પૂછે છે.

ὅπως αὐτὸν παγιδεύσωσιν ἐν λόγῳ

કેવી રીતે તેઓ ઈસુને કંઈક ખોટું બોલવાને મજબૂર કરે જેથી તેઓ ઈસુની ધરપકડ કરી શકે

Matthew 22:16

τοὺς μαθητὰς αὐτῶν…τῶν Ἡρῳδιανῶν

ફક્ત યહૂદી અધિકારીઓને જ કર ચૂકવવાની તરફેણ ફરોશીઓના શિષ્યો કરતા હતા. રોમન અધિકારીઓને કર ચૂકવવાની તરફેણ હેરોદીઓ કરતા હતા. તેથી અહીં સૂચિત છે કે ફરોશીઓએ ધાર્યું કે ઈસુ કોઈપણ જવાબ આપે, તે જવાબ ઉપરોક્ત બંનેમાંથી એક જૂથની વિરુદ્ધ હશે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Ἡρῳδιανῶν

આ યહૂદી રાજા હેરોદના અધિકારીઓ અને અનુયાયીઓ હતા. અને હેરોદ રોમન અધિકારીઓનો મિત્ર હતો. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

οὐ γὰρ βλέπεις εἰς πρόσωπον ἀνθρώπων

તમે કોઈ પ્રત્યે ભેદભાવયુક્ત વિશેષ સન્માન દર્શાવતા નથી અથવા “તમે કોઈ એકને બીજા અન્યો કરતાં વધારે માનપાત્ર માનતા નથી

Matthew 22:17

δοῦναι κῆνσον Καίσαρι

લોકો પ્રત્યક્ષપણે કાઈસારને નહીં પરંતુ કાઈસાર દ્વારા નિયુક્ત એક કર ઉઘરાવનારને કર ચૂકવતા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""કાઈસારનું છે તે કાઈસારને આપો.” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 22:18

τί με πειράζετε, ὑποκριταί?

જે લોકો તેમને ફસાવવા માંગતા હતા તેઓને ઈસુ પ્રશ્નથી ઠપકો આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઢોંગીઓ તમે મારું પરીક્ષણ કેમ કરો છો!"" અથવા ""હું જાણું છું કે તમે ઢોંગીઓ મારું પરીક્ષણ કરવા ચાહો છો!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 22:19

δηνάριον

આ રોમન નાણાંનો એક સિક્કો હતો જે એક દિવસની મજુરી બરાબર હતો. (જુઓ: બાઈબલમાં વર્ણિત ચલણ)

Matthew 22:20

αὐτοῖς

અહીં “તેઓને” એ હેરોદીઓને અને ફરોશીઓના શિષ્યોનો ઉલ્લેખ કરે છે.

τίνος ἡ εἰκὼν αὕτη καὶ ἡ ἐπιγραφή?

ઈસુ જે કહી રહ્યા છે તે વિશે તેમના સાંભળનારાઓ ગહન રીતે વિચારે તે માટે ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મને કહો કે સિક્કા પર ચિત્ર તથા લખાણ કોના છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 22:21

Καίσαρος

તમે તેમની પ્રતિક્રિયામાં સમજાયેલી માહિતીને સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""સિક્કામાં કાઈસારનું ચિત્ર અને નામ છે"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

τὰ Καίσαρος

જે કાઈસારનું છે તે કાઈસારને

τὰ τοῦ Θεοῦ

જે ઈશ્વરનું છે તે ઈશ્વરને

Matthew 22:23

લગ્ન અને પુનરુત્થાન વિશે અઘરો પ્રશ્ન કરીને સદૂકીઓ ઈસુને ફસાવવાનો પ્રયત્ન કરે છે.

Matthew 22:24

Διδάσκαλε, Μωϋσῆς εἶπεν, ἐάν τις ἀποθάνῃ

ધાર્મિક આગેવાનો ઈસુને શાસ્ત્રમાં મૂસાએ શું લખ્યું છે તે વિશે પ્રશ્ન કરે છે. જો તમારી ભાષા અવતરણચિહ્નની અંતર્ગત અવતરણની મંજૂરી આપતી નથી, તો તમે પરોક્ષ અવતરણ તરીકે દર્શાવી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""ઉપદેશક, મૂસાએ કહ્યું કે જો કોઈ માણસ મરી જાય"" (જુઓ: અવતરણોની અંદર અવતરણો અને પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

τῷ ἀδελφῷ αὐτοῦ…τὴν γυναῖκα αὐτοῦ…τῷ ἀδελφῷ αὐτοῦ

અહીં તેને” એ મૃત્યુ પામેલ વ્યક્તિનો ઉલ્લેખ છે.

Matthew 22:25

સદૂકીઓ ઈસુને પ્રશ્ન કરે છે.

ὁ πρῶτος

સૌથી મોટો ભાઈ (જુઓ: ક્રમવાચક સંખ્યાઓ)

Matthew 22:26

ὁ δεύτερος…ὁ τρίτος…τῶν ἑπτά

પછી તેનાથી નાનો ... તેનાથી નાનો ... સૌથી નાનો અથવા ""તેનો સૌથી નાનો ભાઈ ... તે ભાઈનો સૌથી નાનો ભાઈ ... સૌથી નાનો"" (જુઓ: ક્રમવાચક સંખ્યાઓ)

Matthew 22:27

ὕστερον…πάντων

દરેક ભાઈ મૃત્યુ પામ્યા પછી

Matthew 22:28

οὖν

અહીં સદૂકીઓ સાત ભાઈઓ વિશેની વાર્તામાંથી તેમના ભારદર્શક પ્રશ્ન તરફ આવે છે.

ἐν τῇ ἀναστάσει

જ્યારે મૃત્યુ પામેલ લોકો ફરી જીવંત થાય છે

Matthew 22:29

πλανᾶσθε

એ સૂચિત છે કે ઈસુ કહેવા માંગે છે કે સદૂકી લોકો પુનરુત્થાન વિશે જે વિચારે છે તે ભૂલભરેલું છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે પુનરુત્થાન વિશે ભૂલ કરો છો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

τὴν δύναμιν τοῦ Θεοῦ

ઈશ્વર શું કરવા સમર્થ છે

Matthew 22:30

ἐν…τῇ ἀναστάσει

જ્યારે મુએલાઓને ફરી જીવન મળે છે

οὔτε γαμοῦσιν

પુનરુત્થાનમાં પરણતા નથી કે પરણાવતા નથી

οὔτε γαμίζονται

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: "" ત્યાં લોકો પરણતા નથી કે પરણાવતા નથી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 22:31

ઈસુ પ્રશ્ન પૂછવાનું શરૂ કરે છે કે જે લોકો મૃત્યુ પામ્યા છે તેઓ ફરી જીવીત થશે.

οὐκ ἀνέγνωτε…τοῦ Θεοῦ λέγοντος

ઈસુએ સદૂકીઓને એક પ્રશ્ન પૂછીને ઠપકો આપ્યો. ઈસુ તે પ્રશ્નનો જવાબ શોધી રહ્યા નથી. વૈકલ્પિક ભાષાંતર: ""મને ખબર છે કે તમે વાંચ્યું છે...ઈશ્વર. તમે જાણો છો કે ઈશ્વરે શું કહ્યું છે,” (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τὸ ῥηθὲν ὑμῖν ὑπὸ τοῦ Θεοῦ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તમને શું કહ્યું હતું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 22:32

31મી કલમમાં ઈસુએ જે પ્રશ્નની શરૂઆત કરી હતી તેનું અહીં ઈસુ સમાપન કરે છે.

ἐγώ εἰμι ὁ Θεὸς…Ἰακώβ?

“શું તમે વાંચ્યું નથી” આ પ્રશ્નનો અંત છે જે 31 થી કલમમાં તે શબ્દોથી શરૂ થયો હતો. ઈસુ આ પ્રશ્ન પૂછીને ધાર્મિક આગેવાનોને એ યાદ કરાવવા માગે છે કે શાસ્ત્રોમાં શું લખ્યું છે. ""હું જાણું છું કે તમે વાંચ્યું છે, પરંતુ તમે સમજી શકતા નથી કે ...હું યાકૂબનો ઈશ્વર છું."" તમે આ પ્રત્યક્ષ અવતરણને પરોક્ષ અવતરણ તરીકે અનુવાદ કરી શકો છો. ""ઈશ્વર, જેમણે મૂસાને કહ્યું કે તે ઇબ્રાહિમનો ઈશ્વર, ઈસ્હાકનો ઈશ્વર અને યાકૂબનો ઈશ્વર છે."" (જુઓ: પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો અને આલંકારિક પ્રશ્ન)

νεκρῶν, ἀλλὰ ζώντων

આ નામાંકિત વિશેષણોને વિશેષણો તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મુએલાંઓના ઈશ્વર નથી પણ જીવંત લોકોના ઈશ્વર છે"" (જુઓ: નામવાચક વિશેષણો)

Matthew 22:34

એક ફરોશી જે નિયમનો નિષ્ણાત હતો તેણે ઈસુને સૌથી મોટી આજ્ઞા કઈ છે તે વિશે મુશ્કેલ પ્રશ્ન પૂછી તેમને ફસાવાનો પ્રયન્ત કરે છે.

Matthew 22:35

νομικὸς

નિયમના નિષ્ણાત. આ એક ફરોશી છે, જે મૂસાના નિયમ વિશે કુશળતાથી સમજણ ધરાવે છે.

Matthew 22:37

ઈસુ પુર્નનિયમમાંથી એક કલમનો ઉલ્લેખ સૌથી મોટી આજ્ઞા તરીકે કરે છે.

ἐν ὅλῃ τῇ καρδίᾳ σου, καὶ ἐν ὅλῃ τῇ ψυχῇ σου, καὶ ἐν ὅλῃ τῇ διανοίᾳ σου

સંપૂર્ણપણે"" અથવા ""ખંતપૂર્વક"" અર્થ દર્શાવવા માટે આ ત્રણેય શબ્દસમૂહોને ઉપયોગ એકસાથે કરવામાં આવ્યો છે. અહીં ""હૃદય"" અને ""આત્મા"" વ્યક્તિના આંતરિકત્વના ઉપનામ છે. (જુઓ: ઉપનામ અને બેવડું/બમણાં)

Matthew 22:38

ἡ μεγάλη καὶ πρώτη ἐντολή

અહીં ""મહાન"" અને ""પ્રથમ"" સમાન જ છે. તે શબ્દો વર્ણવે છે કે આ સૌથી મહત્વપૂર્ણ આજ્ઞા છે. (જુઓ: બેવડું/બમણાં)

Matthew 22:39

ઈસુ લેવીઓના પુસ્તકમાંથી બીજી મોટી આજ્ઞા જણાવે છે.

τὸν πλησίον σου

અહીંયા ""પાડોશી"" એટલે કે નજીકના લોકો કરતા વધુ વિશેષ. ઈસુ કહે છે કે વ્યક્તિએ સર્વ લોકોને પ્રેમ કરવો.

Matthew 22:40

ἐν ταύταις ταῖς δυσὶν ἐντολαῖς, ὅλος ὁ νόμος κρέμαται καὶ οἱ προφῆται

અહીંયા શબ્દસમૂહ ""સંપૂર્ણ નિયમ અને પ્રબોધકો"" સઘળા શાસ્ત્રવચનોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""શાસ્ત્રમાં જે બધું લખવામાં આવ્યું છે અને મૂસા તથા પ્રબોધકોએ જે લખ્યું છે તે સર્વનો પાયો આ બે આજ્ઞાઓ છે"" (જુઓ: ઉપનામ)

Matthew 22:41

ઈસુને ફસાવવાના પ્રયત્નોથી ફરોશીઓને અટકાવવા માટે ઈસુ ફરોશીઓને એક જટિલ પ્રશ્ન પૂછે છે.

δὲ

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. ઈસુ જ્યારે ધાર્મિક આગેવાનોને પ્રશ્ન પૂછે છે ત્યારે અહીં માથ્થી સુવાર્તાના નવા ભાગને શરૂ કરે છે.

Matthew 22:42

υἱός…τοῦ Δαυείδ

અહીં બંનેમાં “પુત્ર”નો અર્થ “વંશજ”

Matthew 22:43

ઈસુએ ગીતશાસ્ત્રમાંથી ટાંક્યું છે કે ખ્રિસ્ત ""દાઉદના દીકરા"" હોવા સાથે દાઉદના દિકરાથી પણ અતિ વિશેષ છે.

πῶς οὖν Δαυεὶδ ἐν Πνεύματι καλεῖ Κύριον αὐτὸν

જે ગીતશાસ્ત્રનો ઉલ્લેખ ઈસુ હવે કરવાના છે તે વિશે ધાર્મિક આગેવાનો ગહન રીતે વિચારે તે માટે ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તો મને કહો કે આત્મા વડે દાઉદ તેમને પ્રભુ કેમ કહે છે"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Δαυεὶδ ἐν Πνεύματι

દાઉદ, જેને પવિત્ર આત્મા પ્રેરણા આપે છે. આનો અર્થ એ છે કે પવિત્ર આત્મા જે પ્રેરણા આપે છે તે દાઉદ બોલે છે.

καλεῖ…αὐτὸν

અહીં “તેને/તેમને” તે ઈસુનો ઉલ્લેખ કરે છે કે તેઓ(ઈસુ) પણ દાઉદના વંશજ છે.

Matthew 22:44

εἶπεν Κύριος

અહીં “પ્રભુ” એ ઈશ્વર પિતાનો ઉલ્લેખ છે.

τῷ Κυρίῳ μου

અહીં ""ઈશ્વર"" ખ્રિસ્તને નિર્દેશ કરે છે. પણ, ""મારું"" દાઉદનો ઉલ્લેખ કરે છે. આનો અર્થ છે કે ખ્રિસ્ત દાઉદથી શ્રેષ્ઠ છે.

κάθου ἐκ δεξιῶν μου

ઈશ્વરના જમણા હાથ"" પર બેસવું તે ઈશ્વર તરફથી મહાન સન્માન અને અધિકાર પ્રાપ્ત કરવાની પ્રતીકાત્મક ક્રિયા છે. વૈકલ્પિક ભાષાંતર: ""સન્માનના સ્થાને મારી પાસે બેસો"" (જુઓ: સાંકેતિક પગલું)

ἕως ἂν θῶ τοὺς ἐχθρούς σου ὑποκάτω τῶν ποδῶν σου

આ એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: ""તારા શત્રુઓ પર હું વિજય ન પામું ત્યાં સુધી"" અથવા "" તારા શત્રુઓને તારી સમક્ષ હું નમાવી દઉં નહીં ત્યાં સુધી"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Matthew 22:45

[માથ્થી 19: 1] (../19 / 01.md)માં શરૂ થયેલ વૃતાંતનો આ અંત છે, જે ઈસુની યહૂદીયામાંની સેવાઓ વિશે જણાવે છે.

ઘણા મુશ્કેલ પ્રશ્નો સાથે ઈસુને ફસાવવાનો પ્રયાસ કરતા ધાર્મિક આગેવાનો વિશેના વૃતાંતનું આ સમાપન છે.

εἰ οὖν Δαυεὶδ καλεῖ αὐτὸν, Κύριον, πῶς υἱὸς αὐτοῦ ἐστιν?

ઈસુએ જે કહી રહ્યા છે તેના વિશે ધાર્મિક આગેવાનો ગહન રીતે વિચારે તે માટે ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""દાઉદ તેમને 'પ્રભુ' કહે છે, તેથી ખ્રિસ્ત ફક્ત દાઉદના વંશજ કરતા પણ વિશેષ હોવા જોઈએ."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

εἰ οὖν Δαυεὶδ καλεῖ αὐτὸν, Κύριον, πῶς υἱὸς αὐτοῦ ἐστιν?

દાઉદ ઈસુને ""પ્રભુ"" તરીકે ઓળખાવે છે, કેમ કે ઈસુ માત્ર દાઉદના વંશજ જ ન હતા, પરંતુ દાઉદ કરતાં પણ તેઓ(ઈસુ) સર્વોચ્ચ હતા.

Matthew 22:46

ἀποκριθῆναι αὐτῷ λόγον

અહીંયા ""શબ્દ"" એ લોકો શું કહે છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમને કોઈ જવાબ આપવા"" અથવા ""તેમને જવાબ આપવા"" (જુઓ: ઉપનામ)

ἐπερωτῆσαι αὐτὸν οὐκέτι

તે સૂચિત છે કે ત્યારબાદ કોઈએ પણ ઈસુને એવા કોઈ પ્રશ્નો પૂછવાની હિંમત કરી નહીં, જેનો હેતુ એમ હોય કે ઈસુ તે પ્રશ્નોનો જવાબ ખોટો આપે અને ધાર્મિક આગેવાનો તેમની ધરપકડ કરી શકે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 23

માથ્થી 23 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ઢોંગીઓ

ઈસુ ફરોશીઓને ઘણીવાર ઢોંગીઓ કહે છે (માથ્થી 23:13) અને તેમ કરવા દ્વારા તેનો અર્થ શું છે તે ભારપૂર્વક કહે છે. ફરોશીઓએ એવા નિયમો બનાવ્યા હતા કે વાસ્તવમાં કોઈપણ વ્યક્તિ તેનું પાલન કરી શકે નહીં, અને ત્યારપછી તે નિયમોનું પાલન કરવામાં અસમર્થ સામાન્ય લોકોને તેઓ દોષિત ઠરાવતા હતા. વધુમાં, મૂસાના નિયમશાસ્ત્રમાંની ઈશ્વરની મૂળ આજ્ઞાઓના પાલનના બદલે ફરોશીઓ પોતે બનાવેલા નિયમોનું પાલન કરવામાં માનતા હતા.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

નામથી બોલાવવું

મોટા ભાગની સંસ્કૃતિઓમાં, લોકોનું અપમાન કરવું ખોટી બાબત છે. આ અધ્યાયમાંના ઘણા શબ્દો ફરોશીઓ માટે અપમાનજનક શબ્દો છે. ઈસુએ તેમને ""ઢોંગીઓ,"" ""અંધ માર્ગદર્શકો,"" ""મૂર્ખો,"" અને ""સર્પો"" કહે છે (માથ્થી 23:16-17). ઈસુ આ શબ્દોનો ઉપયોગ કરવા દ્વારા કહે છે કે ઈશ્વર ચોક્કસપણે ફરોશીઓને શિક્ષા કરશે કારણ કે તેઓ ખોટું કરી રહ્યા હતા.

વિરોધાભાસ

વિરોધાભાસ એ સાચું નિવેદન છે જે કંઈક અશક્યનું વર્ણન કરે છે. જ્યારે ઈસુ કહે છે કે ""જે તમારામાં સૌથી મહાન છે તે તમારો સેવક થાય"" ત્યારે ઈસુ વિરોધાભાસનો ઉપયોગ કરે છે. ([માથ્થી 23:11-12] (./ 11.md)).

Matthew 23:1

આ સુવાર્તાના નવા ભાગની શરૂઆત છે જે માથ્થી 25:46 સુધી જારી રહે છે, જ્યાં ઈસુ ઉદ્ધાર અને ન્યાયના દિવસ વિશે શિક્ષણ આપે છે. અહીં ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓ વિશે લોકોને ચેતવણી આપવાનું શરુ કરે છે.

Matthew 23:2

ἐπὶ τῆς Μωϋσέως καθέδρας ἐκάθισαν

અહીં ""બેસવું"" એ નિર્ણય કરવા માટે અધિકાર રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મૂસાની જેમ અધિકાર હોવો"" અથવા ""મૂસાના નિયમો શું કહે છે તે કહેવાનો અધિકાર હોવો"" (જુઓ: ઉપનામ)

Matthew 23:3

πάντα οὖν ὅσα ἐὰν…ποιήσατε, καὶ τηρεῖτε

બધી બાબતો ... કરો તથા તેને પાળો અથવા ""સર્વ ... કરો અને તેનું પાલન કરો

Matthew 23:4

δεσμεύουσιν δὲ φορτία βαρέα καὶ δυσβάστακτα, καὶ ἐπιτιθέασιν ἐπὶ τοὺς ὤμους τῶν ἀνθρώπων; αὐτοὶ δὲ τῷ δακτύλῳ αὐτῶν οὐ θέλουσιν κινῆσαι αὐτά

અહીં ""ભારે બોજો બાંધીને ... તે બોજાને લોકોના ખભા પર મૂકવો"" એક રૂપક છે ધાર્મિક આગેવાનો માટે જેઓ ઘણા મુશ્કેલ નિયમો બનાવી લોકોને તે નિયમો પાલન કરવાનું કહે છે. અને ""તેઓ પોતે એક આંગળી પણ લગાડતા નથી"" તે એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે ધાર્મિક આગેવાનો લોકોની મદદ કરતા નથી. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ તમને ઘણા અઘરા નિયમોનું પાલન કરવા કહે છે. પરંતુ લોકો નિયમોનું પાલન કરે તે માટે તેઓ લોકોને બિલકુલ સહાય કરતા નથી"" (જુઓ: રૂપક અને રૂઢિપ્રયોગ)

Matthew 23:5

πάντα δὲ τὰ ἔργα αὐτῶν, ποιοῦσιν πρὸς τὸ θεαθῆναι τοῖς ἀνθρώποις

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ તેમના કાર્યો એ રીતે કરે છે કે લોકો તેઓને જુએ કે તેઓ શું કરે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

πλατύνουσι γὰρ τὰ φυλακτήρια αὐτῶν καὶ μεγαλύνουσι τὰ κράσπεδα

ફરોશીઓ દ્વારા કરવામાં આવતી આ બંને બાબતો એ મુજબનું ચિત્ર ઉભું કરે છે જાણે કે તેઓ અન્ય લોકો કરતાં ઈશ્વરને વધુ માન આપે છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

φυλακτήρια

ચામડાની નાની પેટીઓ જેના પર શાસ્ત્રની કલમો લખેલ કાગળ હોય

μεγαλύνουσι τὰ κράσπεδα

ઈશ્વર પ્રત્યે તેમનો ભકિતભાવ દર્શાવવા માટે ફરોશીઓ તેમના વસ્ત્રોની કોર વિશેષ કરીને તળિયા સુધી લાંબી રાખતા હતા.

Matthew 23:6

ઈસુએ ફરોશીઓ વિશે ટોળા અને શિષ્યો સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું.

τὴν πρωτοκλισίαν…τὰς πρωτοκαθεδρίας

આ બંને સ્થાનો છે જ્યાં સૌથી મહત્વપૂર્ણ લોકો બેસે છે.

Matthew 23:7

ταῖς ἀγοραῖς

મોટું, ખુલ્લુ વિશાળ સ્થાન જ્યાં લોકો વસ્તુઓ વેચે અને ખરીદે છે.

καλεῖσθαι ὑπὸ τῶν ἀνθρώπων, Ῥαββεί

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ ચાહે છે કે લોકો તેમને 'રાબ્બી' કહે."" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 23:8

ὑμεῖς δὲ μὴ κληθῆτε

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ તમે કોઈને રાબ્બી ન કહો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὑμεῖς

“તમે” શબ્દના સર્વ ઉલ્લેખ અહીં બહુવચન છે અને તે ઈસુ અને તેમના શિષ્યોનો ઉલ્લેખ કરે છે.

ὑμεῖς ἀδελφοί ἐστε

અહીં “ભાઈઓ” એટલે કે “વિશ્વાસી ભાઈઓ”

Matthew 23:9

Πατέρα μὴ καλέσητε ὑμῶν ἐπὶ τῆς γῆς

ઈસુ અતિરેકનો ઉપયોગ કરીને પણ તેમના સાંભળનારાઓને કહી રહ્યા છે કે તેઓએ અતિ મહત્વના લોકોને પણ તેમના જીવનમાં ઈશ્વર કરતાં મહત્વના બનવા દેવા જોઈએ જ નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""પૃથ્વી પર કોઈપણ માણસને તમારા પિતા ન કહો"" અથવા ""પૃથ્વી પર તમારા કોઈ પિતા છે તેવું તમે કહેશો નહીં"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

εἷς γάρ ἐστιν ὑμῶν ὁ Πατὴρ

અહીં “પિતા” શીર્ષક ઈશ્વર માટે મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Matthew 23:10

μηδὲ κληθῆτε

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""વળી, કોઈને તમને સ્વામી કહેવા ના દો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὅτι καθηγητὴς ὑμῶν ἐστιν εἷς, ὁ Χριστός

જ્યારે ઈસુએ કહ્યું કે ""ખ્રિસ્ત"" ત્યારે તેઓ(ઈસુ) ત્રીજા વ્યક્તિના રૂપમાં પોતાને વિશે કહે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું, ખ્રિસ્ત, હું જ તમારો એકમાત્ર શિક્ષક/સ્વામી છું"" (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

Matthew 23:11

ὁ…μείζων ὑμῶν

તમારામાંનો જે વ્યક્તિ સૌથી મહત્વપૂર્ણ છે

ὑμῶν

અહીં ""તમે"" બહુવચન છે અને ઈસુના અનુયાયીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

Matthew 23:12

ὑψώσει ἑαυτὸν

પોતાને મહત્વપૂર્ણ બનાવે છે

ταπεινωθήσεται

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર નમ્ર બનાવશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὑψωθήσεται

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર મહત્વના બનાવશે"" અથવા ""ઈશ્વર માન આપશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 23:13

ઈસુ આકાશના રાજ્ય વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે એક ઘર હોય, જેનો દરવાજો ફરોશીઓ બહારથી બંધ કર્યો છે કે જેથી તેઓ અથવા બીજા કોઈપણ તે ઘરમાં પ્રવેશી શકે નહીં. જો તમે ઘરના રૂપકનો ઉપયોગ કરો નહીં, તો ""બંધ"" અને ""પ્રવેશ"" ના સર્વ શબ્દોને બદલવાનું ભૂલશો નહીં. ઉપરાંત, ""આકાશનું રાજ્ય"" શબ્દસમૂહ જે આકાશમાં રહેતા ઈશ્વરનો ઉલ્લેખ કરે છે, અને ફક્ત માથ્થીની સુવાર્તામાં જ દ્રશ્યમાન થાય છે. ""આકાશ” માટે તમારી ભાષાના શબ્દનો ઉપયોગ તમારા અનુવાદમાં કરો. (જુઓ: રૂપક અને ઉપનામ)

ઈસુ ધાર્મિક આગેવાનોના તેમના પાખંડના કારણે ઠપકો આપે છે.

οὐαὶ δὲ ὑμῖν

તે તમારા માટે કેટલું ભયંકર હશે! જુઓ આનો અનુવાદ તમે માથ્થી 11:21 માં કેવી રીતે કર્યો છે.

κλείετε τὴν Βασιλείαν τῶν Οὐρανῶν ἔμπροσθεν τῶν ἀνθρώπων; ὑμεῖς γὰρ οὐκ εἰσέρχεσθε, οὐδὲ τοὺς εἰσερχομένους ἀφίετε εἰσελθεῖν

ઈશ્વરનું શાશન તેમના લોકો પર એટલે આકાશના રાજ્ય, જેના વિશે ઈસુ વાત એ રીતે કરી રહ્યા છે જાણે કે તે એક ઘર હોય, જેનો દરવાજો ફરોશીઓ બહારથી બંધ કર્યો છે કે જેથી તેઓ અથવા બીજા કોઈપણ તે ઘરમાં પ્રવેશી શકે નહીં. ""આકાશનું રાજ્ય"" શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં જ આ દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો તમારા અનુવાદમાં ""આકાશ” માટે તમારી ભાષાના શબ્દનો ઉપયોગ કરો. વૈકલ્પિક ભાષાંતર: ""તમે લોકોને આકાશના રાજ્યમાં પ્રવેશ કરવાનું અશક્ય બનાવો છો... તમે તેમાં પ્રવેશતા નથી ... જેઓ તેમાં પ્રવેશ પામવા ઈચ્છતા હોય તેઓને તમે પ્રવેશ પામવા દેતા નથી"" અથવા ""તમે લોકોને ઈશ્વરનો સ્વીકાર કરતા અટકાવો છો, જે ઈશ્વર આકાશમાં રહે છે, સ્વર્ગમાં એક રાજા તરીકે ...તમે તે ઈશ્વરનો રાજા તરીકે સ્વીકાર કરતા નથી ...અને જેઓ તે ઈશ્વરને રાજા તરીકે સ્વીકારવા તૈયાર હોય તેઓ માટે તેમ કરવું તમે અશક્ય બનાવો છો"" (જુઓ: રૂપક અને ઉપનામ)

Matthew 23:15

περιάγετε τὴν θάλασσαν καὶ τὴν ξηρὰν

આ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે તેઓ દૂરના સ્થળોએ જાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે લાંબા અંતરની મુસાફરી કરો છો"" (જુઓ: રૂઢિપ્રયોગ)

ποιῆσαι ἕνα προσήλυτον

એક વ્યક્તિને તમારો ધર્મ સ્વીકાર કરાવવા માટે

υἱὸν Γεέννης

અહીં ""તેઓના પુત્રો"" એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ ""એક જે તેને યોગ્ય છે."" વૈકલ્પિક ભાષાંતર: ""વ્યક્તિ કે જેનું સ્થાન નરક છે"" અથવા ""વ્યક્તિ કે જેણે નરકમાં જવું જોઈએ"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Matthew 23:16

ὁδηγοὶ τυφλοὶ

યહૂદી આગેવાનો આત્મિક રીતે અંધ હતા. પોતાને શિક્ષકો તરીકે માનતા હોવા છતાં, તેઓ ઈશ્વરના સત્યને સમજવામાં અસમર્થ હતા. તમે ""અંધ માર્ગદર્શકો""નો અનુવાદ માથ્થી 15:14 માં કેવી રીતે કર્યો છે તે જુઓ. (જુઓ: રૂપક)

ἐν τῷ ναῷ, οὐδέν ἐστιν

મંદિર દ્વારા જો કોઈ તેના સમ પૂરા કરવા માંગતો હોય નહીં

ὀφείλει

પણ જે સમ લે છે તે તો તેના સમથી બંધાયેલો છે. ""તેના સમથી બંધાયેલ"" શબ્દસમૂહનો અર્થ એ છે કે તેણે જે કરવાના સમ લીધા છે તે પ્રમાણે કરવું તેના માટે જરૂરી છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેણે જે કરવાનું વચન આપ્યું છે તે તેણે ફરજીયાતપણે કરવું"" (જુઓ: રૂપક)

Matthew 23:17

μωροὶ καὶ τυφλοί!

યહૂદી આગેવાનો આત્મિક રીતે અંધ હતા. પોતાને શિક્ષકો તરીકે માનતા હોવા છતાં, તેઓ ઈશ્વરના સત્યને સમજવામાં અસમર્થ હતા. (જુઓ: રૂપક)

τίς γὰρ μείζων ἐστίν, ὁ χρυσὸς ἢ ὁ ναὸς ὁ ἁγιάσας τὸν χρυσόν?

ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ ફરોશીઓને ઠપકો આપવા માટે કરે છે કારણ કે તેઓ સોનાને મંદિર કરતા વધારે મહત્વનું માનતા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""જે મંદિરમાં ઈશ્વરને સોનું સમર્પિત કરવામાં આવ્યું છે તે મંદિર, તેમાં મૂકવામાં આવેલા સોના કરતાં વધુ મહત્વનું છે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ὁ ναὸς ὁ ἁγιάσας τὸν χρυσόν

મંદિર કે જે ઈશ્વરને જ સોનું સમર્પિત કરે છે

Matthew 23:18

καί

સમજાયેલી માહિતી સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને તમે પણ કહો"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

οὐδέν ἐστιν

તેણે જે કરવાના સમ લીધા છે તે તેણે કરવાની જરૂર નથી અથવા ""તેણે તેના સમ પૂરા કરવાની જરૂર નથી

τῷ δώρῳ

અહીં પ્રાણી અથવા અનાજ છે જે કોઈ વ્યક્તિ ઈશ્વરની વેદી પર મૂકીને અર્પણ કરે છે.

ὀφείλει

તે સમથી બંધાયેલો છે. વ્યક્તિએ જે કહ્યું છે તે કરવા માટે તે બંધાયેલો છે અને સમ લઈને તેણે જે કહ્યું છે તે કરવા માટે તે બંધાયેલો છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેણે જે કરવાનું વચન આપ્યું છે તે તેણે કરવું"" (જુઓ: રૂપક)

Matthew 23:19

τυφλοί

યહૂદી આગેવાનો આત્મિક રીતે અંધ હતા. પોતાને શિક્ષકો તરીકે માનતા હોવા છતાં, તેઓ ઈશ્વરના સત્યને સમજવામાં અસમર્થ હતા. (જુઓ: રૂપક)

τί γὰρ μεῖζον, τὸ δῶρον, ἢ τὸ θυσιαστήριον τὸ ἁγιάζον τὸ δῶρον?

ઈસુએ ફ્રોશીઓને ઠપકો આપવા પ્રશ્નનો ઉપયોગ કર્યો કારણ કે તેઓ અર્પણને વેદી કરતાં વધારે મહત્વ આપતા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""અર્પણને પવિત્ર કરનાર વેદી, તે અર્પણ કરતાં વધુ મહત્વની છે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τὸ θυσιαστήριον τὸ ἁγιάζον τὸ δῶρον

વેદી અર્પણને ઈશ્વરને માટે મહત્વનું બનાવે છે

Matthew 23:20

ἐν πᾶσι τοῖς ἐπάνω αὐτοῦ

સર્વ અર્પણો જે વેદી સમક્ષ મુકવામાં આવ્યા છે તે સર્વના

Matthew 23:21

τῷ κατοικοῦντι αὐτόν

ઈશ્વર પિતા

Matthew 23:22

τῷ καθημένῳ ἐπάνω αὐτοῦ

ઈશ્વર પિતા

Matthew 23:23

οὐαὶ ὑμῖν…ὑποκριταί!

ઢોંગીઓ…તે તમારા માટે કેટલું ભયંકર હશે! જુઓ (માથ્થી 11:21માં આનો અનુવાદ તમે કેવી રીતે કર્યો છે.)

τὸ ἡδύοσμον, καὶ τὸ ἄνηθον, καὶ τὸ κύμινον

આ વિવિધ પાંદડા અને બીજ છે જેનો ઉપયોગ ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે થાય છે. (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

ἀφήκατε

તમે તેનું પાલન કર્યું નથી

τὰ βαρύτερα

સૌથી મહત્વની બાબતો

ταῦτα δὲ ἔδει ποιῆσαι

તમારે આ મહત્વના નિયમો પાળવાની જરૂર હતી

κἀκεῖνα μὴ ἀφιέναι

આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઓછા મહત્વપૂર્ણ નિયમોને પાળવાની સાથે સાથે"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

Matthew 23:24

ὁδηγοὶ τυφλοί!

ફરોશીઓનું વર્ણન કરવા ઈસુ આ રૂપકનો ઉપયોગ કરે છે. ઈસુનો કહેવાનો અર્થ છે કે ફરોશીઓ ઈશ્વરના નિયમો અને તેમને કેવી રીતે પ્રસન્ન કરવા તે સમજ્યા નહોતા. તેથી, તેઓ ઈશ્વરને પ્રસન્ન કરવા વિશે તેઓ બીજાઓને પણ શીખવી શકે નહીં. જુઓ માથ્થી 15:14માં આ રૂપકનો અનુવાદ તમે કેવી રીતે કર્યો છે. (જુઓ: રૂપક)

οἱ διϋλίζοντες τὸν κώνωπα τὴν δὲ κάμηλον καταπίνοντες!

ઓછા મહત્વના નિયમોનું પાલન કરવું અને તેથી વધુ મહત્વના નિયમોની અવગણના કરવી તે વિશે સાવધ રહેવું જરૂરી છે કારણ કે તે મૂર્ખતા છે, કેમ કે તે નાના અશુદ્ધ પ્રાણીને ના ખાવું અને મોટા અશુદ્ધ પ્રાણીના માંસને ખાવા જેવી બાબત છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે એવા વ્યક્તિ જેટલા મૂર્ખ છો કે જે પીવાના પાણીમાંથી મચ્છરને કાઢી નાખો છો પણ ઉંટને ગળી જાઓ છો"" (જુઓ: રૂપક અને અત્યુક્તિ અને સામાન્યીકરણ)

οἱ διϋλίζοντες τὸν κώνωπα

આનો અર્થ એ છે કે પાણીને રૂમાલ વડે ગાળવું જેથી પાણીમાંથી મચ્છરને કાઢી નાંખી શકાય.

κώνωπα

નાનું ઉડતું જંતુ

Matthew 23:25

οὐαὶ ὑμῖν…ὑποκριταί!

ઢોંગીઓ…તે તમારા માટે કેટલું ભયંકર હશે! જુઓ માથ્થી 11:21 માં તમે આનો અનુવાદ કેવી રીતે કર્યો છે.

ὅτι καθαρίζετε τὸ ἔξωθεν τοῦ ποτηρίου καὶ τῆς παροψίδος, ἔσωθεν δὲ γέμουσιν ἐξ ἁρπαγῆς καὶ ἀκρασίας

આ એક રૂપક છે જેનો અર્થ છે કે અન્ય લોકો સમક્ષ શાસ્ત્રીઓ અને ફરોશીઓ બહારથી શુદ્ધ દેખાય છે, પરંતુ અંદરથી તેઓ દુષ્ટ છે. (જુઓ: રૂપક)

γέμουσιν ἐξ ἁρπαγῆς καὶ ἀκρασίας

બીજાઓ પાસે જે છે તે મેળવવાની લાલચ તેઓ રાખે છે અને પોતાના લાભ માટે કાર્ય કરે છે.

Matthew 23:26

Φαρισαῖε τυφλέ!

ફરોશીઓ આત્મિક રીતે અંધ હતા. તેઓ પોતાને શિક્ષકો તરીકે માનતા હોવા છતાં તેઓ ઈશ્વરના સત્યને સમજવાને અસમર્થ હતા. (જુઓ: રૂપક)

καθάρισον πρῶτον τὸ ἐντὸς τοῦ ποτηρίου καὶ τῆς παροψίδος, ἵνα γένηται καὶ τὸ ἐκτὸς…καθαρόν

આ એક રૂપક છે જેનો અર્થ છે કે જો તેઓ આંતરિક રીતે શુદ્ધ બને, તો પરિણામે તેઓ બાહ્ય રીતે પણ શુદ્ધ રહી શકશે. (જુઓ: રૂપક)

Matthew 23:27

παρομοιάζετε τάφοις κεκονιαμένοις…ἀκαθαρσίας

આ એક સમાનતા છે જેનો અર્થ છે કે શાસ્ત્રીઓ અને ફરોશીઓ બહારથી શુદ્ધ દેખાય છે, પરંતુ અંદરથી તેઓ દુષ્ટ છે. (જુઓ: ઉપમા)

τάφοις κεκονιαμένοις

કબરો કે જે સફેદ ધોળવામાં આવે છે. યહૂદીઓ કબરોને સફેદ રંગથી ધોળશે કે જેથી લોકો સહેલાઈથી તે કબરોને જુએ અને સ્પર્શ કરતા અટકે. એક કબરનો સ્પર્શ વ્યક્તિને વિધિવત અશુદ્ધ બનાવશે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 23:29

τῶν δικαίων

આ નામાંકિત વિશેષણને વિશેષણ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ન્યાયી લોકોના"" (જુઓ: નામવાચક વિશેષણો)

Matthew 23:30

ἐν ταῖς ἡμέραις τῶν πατέρων ἡμῶν

આપણા પૂર્વજોના સમયમાં

οὐκ ἂν ἤμεθα κοινωνοὶ αὐτῶν

અમે તેમની સાથે જોડાયા ન હોત

ἐν τῷ αἵματι τῶν

અહીં ""રક્ત"" જીવનનો ઉલ્લેખ કરે છે. રક્ત વહેવડાવવાનો અર્થ છે ખૂન કરવું. વૈકલ્પિક ભાષાંતર: ""હત્યા કરવી"" અથવા ""ખૂન કરવું” (જુઓ: ઉપનામ)

Matthew 23:31

υἱοί ἐστε

અહીં “પુત્રો” એટલે કે “વંશજો”

Matthew 23:32

καὶ ὑμεῖς πληρώσατε τὸ μέτρον τῶν πατέρων ὑμῶν

ઈસુ અહીં આનો ઉપયોગ એક રૂપક તરીકે કરે છે, જેનો અર્થ છે કે ફરોશીઓના પૂર્વજોએ પ્રબોધકોને મારી નાંખવા દ્વારા શરુ કરેલ દુષ્ટ વર્તનની પરિપૂર્ણતા ફરોશીઓ કરશે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા પૂર્વજોએ શરૂ કરેલા પાપોને પણ તમે પૂર્ણ કરશો"" (જુઓ: રૂપક)

Matthew 23:33

ὄφεις, γεννήματα ἐχιδνῶν

સર્પો એ સાપો છે, અને વાઇપર્સ એ ઝેરી સાપો છે. તેઓ ખતરનાક અને ઘણી વખત દુષ્ટતાનું પ્રતીક છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે ઝેરી સર્પ જેવા દુષ્ટ છો"" (જુઓ: બેવડું/બમણાં અને રૂપક)

γεννήματα ἐχιδνῶν

અહીં ""સંતાન""નો અર્થ ""ની લાક્ષણિકતાઓ હોવી” થાય છે. તમે માથ્થી 3:7 માં સમાન શબ્દનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ.

πῶς φύγητε ἀπὸ τῆς κρίσεως τῆς Γεέννης?

ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ ઠપકો આપવા કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""નર્કના દંડથી બચવાને તમારી પાસે કોઈ માર્ગ નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 23:34

ધાર્મિક આગેવાનોને તેઓના ઢોંગને લીધે ઠપકો આપવાનું ઈસુ જારી રાખે છે.

ἐγὼ ἀποστέλλω πρὸς ὑμᾶς προφήτας, καὶ σοφοὺς, καὶ γραμματεῖς

કેટલીકવાર વર્તમાનકાળનો ઉપયોગ એ બતાવવા માટે થાય છે કે કોઈક તરત જ કંઈક કરશે. વૈકલ્પિક ભાષાંતર: ""હું પ્રબોધકોને, જ્ઞાની પુરુષોને અને શાસ્ત્રીઓને તમારી પાસે મોકલીશ

Matthew 23:35

ἔλθῃ ἐφ’ ὑμᾶς πᾶν αἷμα δίκαιον ἐκχυννόμενον ἐπὶ τῆς γῆς

શબ્દ ""તમારી ઉપર આવશે"" એ શિક્ષા પ્રાપ્ત કરવાનો રૂઢીપ્રયોગ છે. રક્ત વહેવડાવવું એ લોકોને મારી નાખવું થાય છે, તેથી ""પૃથ્વી પર ન્યાયીનું જે રક્ત વહેવડાવ્યું છે"" જે ન્યાયી લોકોનું ખૂન થયું છે તેનું વર્ણન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તમ સર્વને ન્યાયી લોકોની હત્યા માટે શિક્ષા કરશે"" (જુઓ: રૂઢિપ્રયોગ અને ઉપનામ)

ἀπὸ τοῦ αἵματος…ἕως τοῦ αἵματος

અહીં ""રક્ત"" શબ્દ એક વ્યક્તિનું ખૂન દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હત્યા થી ... ખૂન કરવા સુધી"" (જુઓ: ઉપનામ)

Ἂβελ…Ζαχαρίου

પ્રથમ ન્યાયી હત્યાનો ભોગ હાબેલ બન્યો હતો અને ઝખાર્યાની હત્યા પણ મંદિરમાં યહૂદીઓએ કરી હતી, તે સંભવીત રીતે અંતિમ માનવામાં આવે છે. આ બે માણસોની હત્યા સર્વ ન્યાયી લોકોની હત્યાને દર્શાવે છે. (જુઓ: મેરિઝમ)

Ζαχαρίου

અહીં આ ઝખાર્યા યોહાન બાપ્તિસ્તનો પિતા નહતો.

ὃν ἐφονεύσατε

ઈસુનો અર્થ એ નથી કે જે લોકો સાથે તે વાત કરે છે તે લોકોએ ખરેખર ઝખાર્યાને મારી નાખ્યો હતો. તેનો અર્થ એ થયો કે તેમના પૂર્વજોએ તે કર્યું હતું.

Matthew 23:36

ἀμὴν, λέγω ὑμῖν

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

Matthew 23:37

ઈસુ યરૂશાલેમના લોકો માટે ખેદ કરે છે કારણ કે તેઓએ ઈશ્વર તરફથી મોકલવામાં આવેલા પ્રત્યેક સંદેશવાહકનો નકાર કર્યો હતો.

Ἰερουσαλὴμ, Ἰερουσαλήμ

ઈસુ યરૂશાલેમના લોકોને કહે છે જાણે કે તેઓ યરૂશાલેમ શહેર હોય. (જુઓ: લુપ્તાશર સંબોધન, મૃત કે ગેરહાજર વ્યક્તિ કે વસ્તુને ઉદ્દેશીને કરેલું સંબોધન, ઉદ્ગાર સંબોધન)

τοὺς ἀπεσταλμένους πρὸς αὐτήν

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓને ઈશ્વરે તમારી પાસે મોકલ્યા"" (જુઓ: ઉપનામ)

τὰ τέκνα σου

ઈસુ યરૂશાલેમ સાથે વાત કરે છે જાને કે તે સ્ત્રી છે અને ત્યાં રહેતા લોકો તેના બાળકો છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા છોકરા"" અથવા ""તમારા રહેવાસીઓ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὃν τρόπον ὄρνις ἐπισυνάγει τὰ νοσσία αὐτῆς ὑπὸ τὰς πτέρυγας

આ એક સમાન બાબત છે કે જે લોકો પ્રત્યે ઈસુનો પ્રેમ અને ઈસુ કેવી રીતે તેઓની કેવી કાળજી લેવા માંગતા હતા તેને પ્રગટ કરે છે. (જુઓ: રૂપક)

ὄρνις

મરઘી. તમે એવા કોઈ પક્ષીનું નામ રાખી શકો છો કે જે પોતાની પંખો તળે બચ્ચાને સાચવે છે. (જુઓ: ઉપમા)

Matthew 23:38

ἀφίεται ὑμῖν ὁ οἶκος ὑμῶν ἔρημος

તમારા ઘરથી ઈશ્વર દુર જશે અને તમારું ઘર ઉજ્જડ થશે.

ὁ οἶκος ὑμῶν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ”યરૂશાલેમ શહેર” અથવા 2) “મંદિર/આરાધનાલય” (જુઓ: ઉપનામ)

Matthew 23:39

λέγω γὰρ ὑμῖν

ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

εὐλογημένος ὁ ἐρχόμενος ἐν ὀνόματι Κυρίου!

અહીં ""તે નામમાં"" એટલે ""સામર્થ્યમાં"" અથવા ""પ્રતિનિધિ તરીકે."" જુઓ કે તમે આનો અનુવાદ માથ્થી 21: 9માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે"" અથવા ""પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે"" (જુઓ: ઉપનામ)

Matthew 24

માથ્થી 24 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ અધ્યાયમાં, જ્યાં સુધી તેઓ(ઈસુ) સ્વયં રાજા તરીકે પાછા ન ફરે તે ભવિષ્યના સમયની ભવિષ્યવાણી કરવાની શરૂઆત ખ્રિસ્ત ઈસુ કરે છે. (જુઓ: પ્રબોધક, પ્રબોધવાણી, પ્રબોધવાણી કરવી, દ્રષ્ટા, પ્રબોધિકા)

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""યુગનો અંત""

આ અધ્યાયમાં, જ્યારે ઈસુના શિષ્યો ઈસુને પૂછે છે કે ઈસુના પાછા આવવા વિશેના સમયની જાણ તેઓને કેવી રીતે થશે ત્યારે ઈસુ તેમના શિષ્યોને જવાબ આપે છે. (જુઓ: સાંકેતિક ભવિષ્યવાણી)

નૂહનું ઉદાહરણ

નૂહના સમયમાં, ઈશ્વરે લોકોના પાપોની શિક્ષા માટે જળપ્રલય મોકલ્યો હતો. તેમણે આ આવનાર જળપ્રલય વિશે લોકોને ઘણી વખત ચેતવણી આપી હતી, પરંતુ ખરેખર તે અચાનક જ બન્યું હતું. આ અધ્યાયમાં, ઈસુ જળપ્રલય અને અંતિમ દિવસો વચ્ચેના સમયની સરખામણી કરે છે. (જુઓ: પાપ, પાપરૂપ, પાપી, પાપ કર્યા કરવું)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""તેમ વર્તવું""

યુએલટી આ શબ્દસમૂહનો ઉપયોગ ઈસુના કેટલાક આદેશોની શરૂઆત તરીકે કરે છે, જેમ કે ""જેઓ યહૂદીયામાં છે તેઓએ પહાડોમાં નાસી જવું"" (24:16), “જે ઘરના ધાબા પર છે તે ઘરમાંથી કંઇ લેવા માટે નીચે ન આવે"" (24:17), અને “જે કોઈ ખેતરમાં છે તે તેના વસ્ત્રો લેવા પાછો ન આવે"" (24:18). આદેશ દર્શાવવાની ઘણી જુદી જુદી રીતો હોય છે. અનુવાદકોએ તેમની પોતાની ભાષામાં સૌથી વધુ પ્રાકૃતિક રીતને પસંદ કરી તેનો ઉપયોગ કરવો જોઈએ.

Matthew 24:1

ઈસુ ફરીથી આવનાર છે તે પહેલાં જે ઘટનાઓ બનશે તેનું વર્ણન કરવાની શરૂઆત ઈસુ કરે છે.

ἀπὸ τοῦ ἱεροῦ

તે સૂચવે છે કે ઈસુ મંદિરમાં ગયા ન હતા. તે મંદિરની આસપાસના આંગણામાં હતા. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 24:2

οὐ βλέπετε ταῦτα πάντα?

ઈસુ શિષ્યોને હવે જે કહેવાના છે તે વિશે શિષ્યો ગહન વિચાર કરે તે માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ બધી ઇમારતો વિશે મને તમને કંઈક કહેવા દો."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἀμὴν, λέγω ὑμῖν

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

οὐ μὴ ἀφεθῇ ὧδε λίθος ἐπὶ λίθον, ὃς οὐ καταλυθήσεται

તે સૂચવે છે કે દુશ્મનના સૈનિકો પત્થરો તોડી નાખશે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે દુશ્મન સૈનિકો આવશે, ત્યારે તેઓ આ ઇમારતોમાંના દરેક પથ્થરને તોડી નાખશે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 24:3

τί τὸ σημεῖον τῆς σῆς παρουσίας, καὶ συντελείας τοῦ αἰῶνος?

અહીં ""તમારું આવવું"" એનો અર્થ છે કે જ્યારે ઈસુ સામર્થ્યમાં પાછા આવશે અને પૃથ્વી પર તેમના રાજ્યની સ્થાપના કરશે અને આ યુગનો અંત આણશે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારી આવવાની નિશાની કઈ છે અને જગતના અંતની નિશાની કઈ છે તે અમને કહો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 24:4

βλέπετε μή τις ὑμᾶς πλανήσῃ

અહીં ""તમને ગેરમાર્ગે દોરે છે"" એ એક એવું રૂપક છે જેનો અર્થ છે કે જે સત્ય નથી તે પર વિશ્વાસ કરાવવા માટે કોઈકની પાછળ પડી જવું. વૈકલ્પિક ભાષાંતર: ""સાવચેત રહો કે તમને કોઈ ભુલાવે નહીં"" (જુઓ: રૂપક)

Matthew 24:5

πολλοὶ…ἐλεύσονται ἐπὶ τῷ ὀνόματί μου

અહીં ""નામ"" એ ""અધિકાર"" અથવા ""કોઈના પ્રતિનિધિ તરીકે"" રજુ થાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઘણાં લોકો દાવો કરશે કે હું તે છું."" અથવા ""ઘણા લોકો મારે નામેં આવશે."" (જુઓ: ઉપનામ)

πολλοὺς πλανήσουσιν

અહીં ""તમને ભુલાવશે"" એ એક એવું રૂપક છે જેનો અર્થ છે કે જે સત્ય નથી તે પર વિશ્વાસ કરાવવા માટે કોઈકની પાછળ પડી જવું. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ ઘણાને ભુલાવશે"" (જુઓ: રૂપક)

Matthew 24:6

ὁρᾶτε, μὴ θροεῖσθε

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ બીનાઓથી તમે ગભરાશો નહીં."" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 24:7

ἐγερθήσεται γὰρ ἔθνος ἐπὶ ἔθνος, καὶ βασιλεία ἐπὶ βασιλείαν

આ બંનેનો અર્થ એ જ છે. ઈસુ ભાર મૂકે છે કે દરેક જગ્યાએ લોકો એકબીજા સાથે લડશે. (જુઓ: સમાંતરણ અને ઉપનામ)

Matthew 24:8

ἀρχὴ ὠδίνων

બાળકને જન્મ આપતા પહેલા મહિલાને જે દુખાવો થાય છે તેનો ઉલ્લેખ આ કરે છે. આ રૂપકનો અર્થ એ છે કે યુદ્ધ, દુકાળ અને ધરતીકંપો જેવી ઘટનાઓ શરૂઆત માત્ર છે જે આ યુગને અંત તરફ દોરી લઈ જશે. (જુઓ: રૂપક)

Matthew 24:9

παραδώσουσιν ὑμᾶς εἰς θλῖψιν, καὶ ἀποκτενοῦσιν ὑμᾶς

લોકો તમને અધિકારીઓના હવાલે કરશે, જેઓ તમને પીડા આપશે અને તમને મારી નાખશે.

ἔσεσθε μισούμενοι ὑπὸ πάντων τῶν ἐθνῶν

અહીં ""રાષ્ટ્રો"" એ ઉપનામ છે, જે દેશના લોકોનો ઉલ્લેખ કરે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""દરેક દેશના લોકો તમને ધિક્કારશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને ઉપનામ)

διὰ τὸ ὄνομά μου

અહીં ""નામ"" એ સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે તમે મારામાં વિશ્વાસ કરો છો""(જુઓ: ઉપનામ)

Matthew 24:11

ἐγερθήσονται

ઉભા થવું એ અહીં રૂઢીપ્રયોગ છે જે “સ્થાપિત થવાને” દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: “આવશે” (જુઓ: રૂઢિપ્રયોગ)

καὶ πλανήσουσιν πολλούς

અહીં ""ભુલામણમાં ... નાખશે” એવું કોઈ રૂપક છે જેનો અર્થ છે કે જે સત્ય નથી તે પર વિશ્વાસ કરાવવા માટે કોઈકની પાછળ પડી જવું. વૈકલ્પિક ભાષાંતર: ""અને ઘણા લોકોને છેતરશે"" (જુઓ: રૂપક)

Matthew 24:12

τὸ πληθυνθῆναι τὴν ἀνομίαν

અમૂર્ત સંજ્ઞા ""નિયમ વિનાનું"" શબ્દનો અનુવાદ ""નિયમની અવગણના કરવી"" શબ્દ થઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""નિયમની અવગણનામાં વધારો થશે"" અથવા ""લોકો ઈશ્વરના નિયમનો વધુને વધુ અનાદર કરશે"" (જુઓ: અમૂર્ત નામો)

ψυγήσεται ἡ ἀγάπη τῶν πολλῶν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""આ કારણે ઘણા લોકોનો પ્રેમ ઠંડો થઈ જશે"" અથવા 2) ""ઘણા લોકોનો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ ઠંડો થઈ જશે."" (જુઓ: રૂઢિપ્રયોગ)

Matthew 24:13

ὁ…ὑπομείνας εἰς τέλος, οὗτος σωθήσεται

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તેનું જ તારણ કરશે જે અંત સુધી ટકશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὁ δὲ ὑπομείνας

જે વ્યક્તિ વિશ્વાસુ રહે છે.

εἰς τέλος

શબ્દ “અંત”ના ઉલ્લેખનો અર્થ સ્પસ્ટ નથી. શું કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે અંત? અથવા શું સતાવણી સમાપ્ત થાય ત્યારે અંત? અથવા શું ઈશ્વર પોતાને રાજા તરીકે પ્રગટ કરશે અને તે યુગ સમાપ્ત થાય ત્યારે અંત? મુખ્ય બાબત એ છે કે જ્યાં સુધી જરૂરી છે ત્યાં સુધી તેઓએ દુઃખ સહન કરવું.

τέλος

જગતનો અંત અથવા ""યુગનો અંત

Matthew 24:14

κηρυχθήσεται τοῦτο τὸ εὐαγγέλιον τῆς βασιλείας

અહીં ""રાજ્ય"" એ ઈશ્વરને રાજા તરીકે રાજ કરતા સૂચવે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો સુવાર્તા પ્રગટ કરશે કે ઈશ્વર રાજ કરશે"" (જુઓ: ઉપનામ અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

πᾶσιν τοῖς ἔθνεσιν

અહીં, ""પ્રજાઓ/રાષ્ટ્રો"" લોકો માટે વપરાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""સર્વ સ્થળોના સર્વ લોકોને"" (જુઓ: ઉપનામ)

Matthew 24:15

τὸ βδέλυγμα τῆς ἐρημώσεως, τὸ ῥηθὲν διὰ Δανιὴλ τοῦ προφήτου

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમંગળપણાની નિશાની જે ઈશ્વરની વસ્તુઓને અશુદ્ધ કરે છે, જેના વિશે દાનિયેલ પ્રબોધકે લખ્યું છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὁ ἀναγινώσκων νοείτω

આ વાક્ય ઈસુ બોલતા નથી. આ વાક્યનો ઉમેરો કરી માથ્થી વાંચકોને ચેતવણી આપે છે કે ઈસુ જે શબ્દો બોલી રહ્યા હતા તેના વિશે તેઓ વિચારે અને અર્થઘટન કરે.

Matthew 24:17

ὁ ἐπὶ τοῦ δώματος

ઈસુએ જ્યાં જીવન ગુજાર્યું તે વિસ્તારોના ધાબાં, લોકો તેના પર ઉભા રહી શકે તેવા સપાટ હતા.

Matthew 24:19

ταῖς ἐν γαστρὶ ἐχούσαις

આ વીનમ્રપણે કહેવાની રીતે છે “ગર્ભવતી સ્ત્રીઓ.” (જુઓ: સૌમ્યોક્તિ)

ἐν ἐκείναις ταῖς ἡμέραις

તે સમયે

Matthew 24:20

ἵνα μὴ γένηται ἡ φυγὴ ὑμῶν

તમારું નાસવું ન થાય અથવા “તમારે નાસવાનું ન થાય”

χειμῶνος

શિયાળાની ઋતુમાં

Matthew 24:22

εἰ μὴ ἐκολοβώθησαν αἱ ἡμέραι ἐκεῖναι, οὐκ ἂν ἐσώθη πᾶσα σάρξ

આને હકારાત્મક અને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો ઈશ્વરે દુઃખના દિવસો ઓછા ન કર્યા હોત તો સર્વનો નાશ થાત.” (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

σάρξ

લોકો. અહીં “દેહ” એ સર્વ લોકોને કાવ્યત્મક રીતે રજૂ કરવાની રીત છે. (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

κολοβωθήσονται αἱ ἡμέραι ἐκεῖναι

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે પીડાના દિવસો ટૂંકા કર્યા.” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 24:23

શિષ્યો સાથે વાત કરવાનું ઈસુ જારી રાખે છે.

μὴ πιστεύσητε

તેઓએ તમને જે જુઠી વાતો કહી છે તે પર વિશ્વાસ ન કરતા

Matthew 24:24

ὥστε πλανῆσαι εἰ δυνατὸν καὶ τοὺς ἐκλεκτούς

અહીં ""જુદા માર્ગે દોરી જવા/ભુલાવવા"" એવું એક રૂપક છે જેનો અર્થ છે કે જે સત્ય નથી તે પર વિશ્વાસ કરાવવા માટે કોઈકની પાછળ પડી જવું. આનો અનુવાદ બે વાક્યો તરીકે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""શક્ય હોય તો તેઓ પસંદ કરેલાને પણ ભુલાવશે"" અથવા ""તેથી શક્ય હશે તો તેઓ પસંદ કરેલાઓને પણ ભુલાવશે અને છેતરશે. (જુઓ: રૂપક)

Matthew 24:26

ἐὰν…εἴπωσιν ὑμῖν, ἰδοὺ, ἐν τῇ ἐρήμῳ ἐστίν, μὴ

આ પરોક્ષ અવતરણ તરીકે કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""જો કોઈ તમને કહે કે ખ્રિસ્ત રાનમાં છે તો જતા નહીં"" (જુઓ: પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

ἰδοὺ, ἐν τοῖς ταμείοις

આ પરોક્ષ અવતરણ તરીકે કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""અથવા, જો કોઈ તમને કહે કે ખ્રિસ્ત ઓરડામાં છે તો માનતા નહીં,"" (જુઓ: પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

ἐν τοῖς ταμείοις

અંગત ઓરડામાં અથવા “ગુપ્ત સ્થાનમાં”

Matthew 24:27

ὥσπερ…ἡ ἀστραπὴ ἐξέρχεται…οὕτως ἔσται ἡ παρουσία

આનો અર્થ એ થાય કે માણસનો દીકરો ખૂબ ઝડપથી આવશે અને તે નિહાળવાનું સરળ બનશે. (જુઓ: ઉપમા)

τοῦ Υἱοῦ τοῦ Ἀνθρώπου

ઈસુ પોતાના વિશે ત્રીજા પુરુષમાં કહે છે. (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

Matthew 24:28

ὅπου ἐὰν ᾖ τὸ πτῶμα, ἐκεῖ συναχθήσονται οἱ ἀετοί

આ કદાચ એક કહેવત છે કે ઈસુના સમયના લોકો સમજી ગયા. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) જ્યારે માણસનો દીકરો આવશે, ત્યારે દરેક વ્યક્તિ જાણશે અને જોશે કે તે આવ્યો છે, અથવા 2) જ્યાં આત્મિક રીતે મૃત્યુ પામેલા લોકો છે ત્યાં જુઠા પ્રબોધકો પણ હશે. (જુઓ: નીતિવચનો)

οἱ ἀετοί

ગીધો આવીને તેઓના મુડદા ખાશે

Matthew 24:29

εὐθέως…μετὰ τὴν θλῖψιν τῶν ἡμερῶν ἐκείνων, ὁ ἥλιος

તે દહાડાઓની વીપત્તી પછી સુરજ અંધકારરૂપ થઈ જશે

τὴν θλῖψιν τῶν ἡμερῶν ἐκείνων

દુ:ખના સમયો

ὁ ἥλιος σκοτισθήσεται

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર સૂર્યને અંધકારરૂપ કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

αἱ δυνάμεις τῶν οὐρανῶν σαλευθήσονται

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર આકાશ અને આકાશના ઉપરના પરાક્રમોને હલાવશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 24:30

τοῦ Υἱοῦ τοῦ Ἀνθρώπου

ઈસુ પોતાના વિશે ત્રીજા પુરુષમાં વાત કરે છે. (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

πᾶσαι αἱ φυλαὶ

અહીં ""કુળો"" લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સર્વ કુળના લોકો"" અથવા ""સર્વ લોકો"" (જુઓ: ઉપનામ)

Matthew 24:31

ἀποστελεῖ τοὺς ἀγγέλους αὐτοῦ μετὰ σάλπιγγος μεγάλης

તેમના હાથમાંના એક રણશિંગડાનો મોટો અવાજ સંભળાશે અને તેઓ તેમના દૂતોને મોકલશે અથવા ""રણશિંગડાના મોટા અવાજ સહીત તેઓ(ઈસુ) પોતાના દૂતોને મોકલશે

ἀποστελεῖ…αὐτοῦ

ઈસુ પોતાના વિશે ત્રીજા પુરુષમાં વાત કરે છે. (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

ἐπισυνάξουσιν

તેમના દૂતો એકઠા કરશે

τοὺς ἐκλεκτοὺς αὐτοῦ

આ એ લોકો છે જેઓને માણસના દીકરાએ પસંદ કર્યા છે

ἐκ τῶν τεσσάρων ἀνέμων, ἀπ’ ἄκρων οὐρανῶν ἕως ἄκρων αὐτῶν

આ બંનેનો અર્થ એ જ છે. આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે ""દરેક જગ્યાએથી"". વૈકલ્પિક ભાષાંતર: ""સમગ્ર વિશ્વમાંથી"" (જુઓ: સમાંતરણ અને રૂઢિપ્રયોગ)

Matthew 24:33

ἐγγύς ἐστιν

ઈસુ પોતાના વિશે ત્રીજા પુરુષમાં વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “મારો આવવાનો સમય પાસે છે” (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

ἐπὶ θύραις

દરવાજા પાસે જ છું. રાજા અથવા મુખ્ય અધિકારીનું દરવાજા પાસે આવવું અથવા દિવાલવાળા શહેરના દરવાજાઓ પાસે આવવાની આ કાલ્પનિક છબીનો ઉપયોગ ઈસુ કરે છે. તે એક રૂપક છે જેનો અર્થ એ થયો કે ઈસુના આવવાનો સમય પાસે છે. (જુઓ: રૂપક)

Matthew 24:34

ἀμὴν, λέγω ὑμῖν

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

οὐ μὴ παρέλθῃ ἡ γενεὰ αὕτη

અહીં ""પસાર થવું"" એ ""મૃત્યુ પામવું"" કહેવાની નમ્ર રીત છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ પેઢી મૃત્યુ પામશે નહીં"" (જુઓ: સૌમ્યોક્તિ)

ἡ γενεὰ αὕτη

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""આજે જીવિત સર્વ લોકો"", જ્યારે ઈસુ બોલી રહ્યા હતા ત્યારે જીવિત સર્વ લોકોનો ઉલ્લેખ આ કરે છે, અથવા 2) ""મેં આ બધી બાબતો તમને કહી છે તે જ્યારે બનશે ત્યારે જીવિત સર્વ લોકો."" એ રીતે અનુવાદ કરવાનો પ્રયાસ કરો કે જેથી બંને અર્થઘટન શક્ય બને.

ἕως ἂν πάντα ταῦτα γένηται

જ્યાં સુધી ઈશ્વર આ બાબતોને પૂર્ણ કરે

παρέλθῃ

અદ્રશ્ય અથવા “દિવસો પુરા નહીં થાય ત્યાં સુધી”

Matthew 24:35

ὁ οὐρανὸς καὶ ἡ γῆ παρελεύσεται

આકાશ"" અને ""પૃથ્વી"" શબ્દો એ બંને શબ્દો એકસાથે છે જેમાં ઈશ્વર દ્વારા બનાવેલી દરેક વસ્તુઓ શામેલ છે, ખાસ કરીને તે વસ્તુઓ જે કાયમી લાગે છે. ઈસુ કહે છે કે આ વસ્તુઓથી વિપરીત તેમના વચનો કાયમ રહેશે. વૈકલ્પિક ભાષાંતર: ""સ્વર્ગ અને પૃથ્વી પણ જતા રહેશે"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

οἱ…λόγοι μου οὐ μὴ παρέλθωσιν

અહીંયા ""શબ્દો"" ઈસુએ જે કહ્યું છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું જે કહું છું તે હંમેશા સાચું રહેશે"" (જુઓ: ઉપનામ)

Matthew 24:36

τῆς ἡμέρας ἐκείνης καὶ ὥρας

અહીં ""દિવસ"" અને ""કલાક"" એ સમયનો ઉલ્લેખ કરે છે કે જયારે માણસનો દીકરો પાછો આવશે. (જુઓ: ઉપનામ)

οὐδὲ ὁ Υἱός

દીકરો પણ જાણતો નથી

Υἱός

ઈશ્વરનો પુત્ર, શીર્ષક ઈસુ માટે મહત્વનું છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Πατὴρ

ઈશ્વરને માટે આ શીર્ષક મહત્વનું છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Matthew 24:37

ὥσπερ γὰρ αἱ ἡμέραι τοῦ Νῶε, οὕτως ἔσται ἡ παρουσία τοῦ Υἱοῦ τοῦ Ἀνθρώπου

જે સમયે માણસનો દીકરો આવશે ત્યારે નૂહના સમયમાં જે થયું હતું તેવું થશે.

τοῦ Υἱοῦ τοῦ Ἀνθρώπου

ઈસુ પોતાના વિશે ત્રીજા પુરુષમાં વાત કરે છે. (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

Matthew 24:39

καὶ οὐκ ἔγνωσαν

આ અલગ વાક્ય તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે ઘટના થઈ રહી તે વિશે લોકોને ખબર જ ન પડી કે શું થઈ રહ્યું છે

ἦρεν ἅπαντας; οὕτως ἔσται καὶ ἡ παρουσία τοῦ Υἱοῦ τοῦ Ἀνθρώπου

આ અલગ વાક્ય તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""દૂર. જ્યારે માણસનો દીકરો આવે ત્યારે આવું જ થશે

Matthew 24:40

ઈસુએ તેમના શિષ્યોને તેમના પાછા આવવા વિશે અને તૈયાર રહેવા કહે છે.

τότε

આ ત્યારે થશે જ્યારે માણસનો દીકરો આવશે.

εἷς παραλαμβάνεται, καὶ εἷς ἀφίεται

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) માણસનો દીકરો એકને આકાશમાં લઈ જશે અને બીજાને શિક્ષા ભોગવવા માટે પૃથ્વી પર રહેવા દેશે અથવા 2) દૂતો શિક્ષા માટે એકને દૂર કરશે અને બીજાને આશીર્વાદ માટે છોડી દેશે. (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 24:42

οὖν

કારણ કે મેં જે કહ્યું છે તે સત્ય છે

γρηγορεῖτε

તે પર ધ્યાન આપો

Matthew 24:43

ὅτι εἰ ᾔδει ὁ οἰκοδεσπότης,…διορυχθῆναι τὴν οἰκίαν αὐτοῦ

ઈસુ તેમના શિષ્યોને, જયારે તેઓ(ઈસુ) પાછા આવશે તે માટે તૈયાર રહેવાનું સમજાવવા માટે એક ઘરધણી અને ચાકરનું દ્રષ્ટાંત કહે છે. (જુઓ: દ્રષ્ટાંતો)

ὁ κλέπτης

તમે ધારતા નથી તે ઘડીએ માણસનો દીકરો આવશે, જેમ ચોર આવે છે તેમ તેનું આવવું થશે. (જુઓ: રૂપક)

ἐγρηγόρησεν ἂν

તે તેના ઘરમાં ચોરી થવા ન દેત.

οὐκ ἂν εἴασεν διορυχθῆναι τὴν οἰκίαν αὐτοῦ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈ પણ વ્યક્તિને તેના ઘરમાં ચોરી કરવા માટે મંજૂરી ન મળત"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 24:44

ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου

ઈસુ પોતાના વિશે ત્રીજા પુરુષમાં વાત કરે છે. (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

Matthew 24:45

ઈસુ તેમના શિષ્યોને, જયારે તેઓ(ઈસુ) પાછા આવશે તે માટે તૈયાર રહેવાનું સમજાવવા માટે એક ઘરધણી અને ચાકરનું દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: @)

τίς ἄρα ἐστὶν ὁ πιστὸς δοῦλος καὶ φρόνιμος, ὃν…ἐν καιρῷ?

તેમના શિષ્યોને વિચારતા કરવા માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર કોણ છે? તે એક છે જેને તેના માલિકે ... વખતસરનો કારભારી ઠરાવ્યો છે."" અથવા ""વિશ્વાસુ અને બુદ્ધિમાન નોકર જેવા બનો, જેને તેના માલિકે કારભારી ઠરાવ્યો.” (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τοῦ δοῦναι αὐτοῖς τὴν τροφὴν

તેના માલિકના ઘરમાંના લોકોને ભોજન આપવા

Matthew 24:47

ἀμὴν, λέγω ὑμῖν

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

Matthew 24:48

જયારે તેઓ(ઈસુ) પાછા આવશે ત્યારે તેમના શિષ્યોએ તૈયાર રહેવું તેમ સમજાવવા ઈસુએ જે દ્રષ્ટાંત, ઘરધણી અને ચાકરનું, શરુ કર્યું હતું તેનું તેઓ(ઈસુ) સમાપન કરે છે. (જુઓ: નીતિવચનો)

εἴπῃ…ἐν τῇ καρδίᾳ αὐτοῦ

અહીં “હૃદય” એ મન નો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “તેના મનમાં વિચારે છે” (જુઓ: ઉપનામ)

χρονίζει μου ὁ κύριος

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારા માલિકને આવતા વાર લાગે છે"" અથવા ""મારા માલિકને આવતા વાર લાગશે."" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 24:50

ἐν ἡμέρᾳ ᾗ οὐ προσδοκᾷ, καὶ ἐν ὥρᾳ ᾗ οὐ γινώσκει

આ બંને નિવેદનો એક જ બાબત રજુ કરે છે. તેઓ જણાવે છે કે જ્યારે નોકરે અપેક્ષા રાખી નહીં હોય તેવે સમયે તેનો માલિક આવશે. (જુઓ: સમાંતરણ)

Matthew 24:51

διχοτομήσει αὐτὸν

આ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે વ્યક્તિ ભયંકર પીડા ભોગવશે. (જુઓ: રૂઢિપ્રયોગ)

τὸ μέρος αὐτοῦ μετὰ τῶν ὑποκριτῶν θήσει

તેને એ ઢોંગીઓની સાથે નાખી દો અથવા “જ્યાં દંભીઓને નાખવામાં આવ્યા છે ત્યાં તેઓને નાખો.”

ἔσται ὁ κλαυθμὸς καὶ ὁ βρυγμὸς τῶν ὀδόντων

અહીંયા દાંત પીસવું એક પ્રતીકાત્મક ક્રિયા છે, જે ભારે પીડાનું પ્રતિનિધિત્વ કરે છે. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 8:12] (../ 08 / 12.md)માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો પોતાની થતી વેદનાને લીધે રડશે અને દાંત પીસસે."" (જુઓ: સાંકેતિક પગલું)

Matthew 25

માથ્થી 25 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ અધ્યાયમાં અગાઉના અધ્યાયનું શિક્ષણ ચાલુ છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

દસ કુમારિકાઓનું દ્રષ્ટાંત

તેમના અનુયાયીઓ તેમના પાછા આવવાના સમયે તૈયાર રહે તે માટે ઈસુ દસ કુમારિકાઓનું દ્રષ્ટાંત (માથ્થી 25: 1-13)માં કહે છે. તેમના સાંભળનારાઓ યહૂદી લગ્ન રિવાજોને જાણતા હતા તેથી તેઓ આ દ્રષ્ટાંતને સમજી શક્યા.

જ્યારે યહૂદીઓ લગ્ન નક્કી કરે ત્યારે, તેઓ લગ્નની યોજના કરશે લગ્ન અઠવાડિયા કે મહિનાઓ પછી આયોજિત થશે. યોગ્ય સમયે, યુવા પુરુષ તેની કન્યાના ઘરે જશે, જ્યાં તેણી તેની રાહ જોતી હશે. લગ્ન સમારંભ યોજાશે, અને પછી વર તેની કન્યા સાથે પોતાના ઘરે જશે, જ્યાં મિજબાની હશે. (જુઓ: સાંકેતિક ભવિષ્યવાણી)

Matthew 25:1

તેમના બીજા આગમન વિશે તેમના શિષ્યોએ તૈયાર રહેવું જ જોઈએ તે સચિત્ર રીતે દર્શાવવા બુદ્ધિમાન અને મૂર્ખ કુમારિકાઓ વિશેનું દ્રષ્ટાંત ઈસુ કહે છે. (જુઓ: દ્રષ્ટાંતો)

ὁμοιωθήσεται ἡ Βασιλεία τῶν Οὐρανῶν

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. જુઓ કે તમે આનો અનુવાદ માથ્થી 13:24માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે આકાશમાંના આપણા ઈશ્વર પોતાને રાજા તરીકે પ્રગટ કરશે તેના જેવું તે છે."" (જુઓ: ઉપનામ)

λαμπάδας

આ કદાચ 1) દીવાઓ અથવા 2) લાકડીના અંતે આજુબાજુ કાપડ મૂકીને કાપડને તેલથી ભીના કરીને બનાવેલ મશાલો, હોઈ શકે છે.

Matthew 25:2

πέντε…ἐξ αὐτῶν

પાંચ કુમારિકાઓ

Matthew 25:3

οὐκ ἔλαβον μεθ’ ἑαυτῶν ἔλαιον

તેમની પાસે જ તેમની મશાલોમાં તેલ હતું

Matthew 25:5

δὲ

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં ઈસુ નવી વાત કહેવાનું શરૂ કરે છે.

χρονίζοντος…τοῦ νυμφίου

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જયારે વરરાજાને આવતા વાર લાગી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐνύσταξαν πᾶσαι

સર્વ દશ કુમારિકાઓને ઊંઘ આવી ગઈ

Matthew 25:6

κραυγὴ γέγονεν

કોઈએ પોકાર કર્યો

Matthew 25:7

ઈસુ દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: દ્રષ્ટાંતો)

ἐκόσμησαν τὰς λαμπάδας ἑαυτῶν

તેઓએ પોતાની મશાલોઓ તૈયાર કરી કે મશાલો સારી રીતે અજવાળું આપે

Matthew 25:8

αἱ…μωραὶ ταῖς φρονίμοις εἶπον

આ નામાંકિત વિશેષણોને વિશેષણો તરીકે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મૂર્ખ કુમારિકાઓએ બુદ્ધિમાન કુમારિકાઓને કહ્યું"" (જુઓ: નામવાચક વિશેષણો)

αἱ λαμπάδες ἡμῶν σβέννυνται

આ રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “અમારી મશાલો હોલવાઈ જઈ રહી છે. (જુઓ: રૂઢિપ્રયોગ)

Matthew 25:10

દસ કુમારિકાઓના દ્રષ્ટાંતનું સમાપન ઈસુ કરે છે. (જુઓ: દ્રષ્ટાંતો)

ἀπερχομένων δὲ αὐτῶν

પાંચ મુર્ખ કુમારિકાઓ બહાર નીકળી

ἀγοράσαι

સમજાયેલ માહિતીને સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “વધુ તેલ ખરીદવાને” (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

αἱ ἕτοιμοι

આ એ કુમારિકાઓ છે જેઓની પાસે વધારાનું તેલ હતું.

ἐκλείσθη ἡ θύρα

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “ચાકરોએ દરવાજો બંધ કરી દીધો” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 25:11

ἄνοιξον ἡμῖν

આ ગર્ભિત માહિતીને સ્પષ્ટપણે જણાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમારા માટે દરવાજો ખોલો જેથી અમે અંદર આવી શકીએ"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 25:12

ἀμὴν, λέγω ὑμῖν

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે શું કહેવાના છે તે રજુ કરે છે.

οὐκ οἶδα ὑμᾶς

તમે કોણ છો તે હું જાણતો નથી. આહિયા દ્રષ્ટાંતનો અંત છે.

Matthew 25:13

οὐκ οἴδατε τὴν ἡμέραν, οὐδὲ τὴν ὥραν

અહીંયા ""દિવસ"" અને ""ઘડી"" ચોક્કસ સમયનો ઉલ્લેખ કરે છે. આ ગર્ભિત માહિતીને સ્પષ્ટપણે જણાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""માણસનો દીકરો ક્યારે પાછો આવશે તે વિશેનો ચોક્કસ સમય તમે જાણતા નથી” (જુઓ: ઉપનામ અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 25:14

તેમની ગેરહાજરીમાં તેમના શિષ્યોએ વિશ્વાસુ રહી તેમના આગમન માટે તૈયાર રહેવું જોઈએ તે બાબતને સચિત્ર સમજાવવા માટે, વિશ્વાસુ અને અવિશ્વાસુ ચાકરોનું દ્રષ્ટાંત ઈસુ કહે છે. (જુઓ: દ્રષ્ટાંતો)

ὥσπερ

અહીંયા ""તે"" શબ્દ આકાશના રાજ્યનો ઉલ્લેખ કરે છે ([માથ્થી 13:24] (../13/24.md)).

ἀποδημῶν

જવાને તૈયાર અથવા “જલ્દી જવાને તૈયાર”

παρέδωκεν αὐτοῖς τὰ ὑπάρχοντα αὐτοῦ

તેને સઘળો કારભાર ઠરાવો.

τὰ ὑπάρχοντα αὐτοῦ

તેની સર્વ સંપતિનો

Matthew 25:15

πέντε τάλαντα

પાંચ તાલંત સોનું. આધુનિક નાણાંમાં આનો અનુવાદ કરવાનું ટાળવું. સોનાનું ""તાલંત"" વીસ વર્ષના વેતન સમાન હતું. પાંચ, બે અને એકની સંબંધિત કિમંત સાથે દ્રષ્ટાંતમાં દર્શાવેલ કિમંત વિરોધાભાસ દર્શાવે છે, સાથે સાથે અહીં ખૂબ વિપુલ સંપત્તિનો ઉલ્લેખ છે. વૈકલ્પિક ભાષાંતર: ""સોનાથી ભરેલ પાંચ બેગ"" અથવા ""સોનાની પાંચ બેગ, દરેકમાં 20 વર્ષની મજુરી"" (જુઓ: બાઈબલમાં વર્ણિત ચલણ)

ᾧ δὲ δύο…ἕν

શબ્દ ""તાલંતો"" અગાઉના શબ્દ દ્વારા સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""બીજાને તેણે બે તાલંત સોનું આપ્યુ ... અને એક તાલંત સોનું આપ્યું"" અથવા ""બીજાને તેણે સોનાની બે બેગ આપી ... અને સોનાની એક થેલી આપી” (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

κατὰ τὴν ἰδίαν δύναμιν

ગર્ભિત માહિતીને સ્પષ્ટપણે જણાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""દરેકને પોતાપોતાની શક્તિ પ્રમાણે આપ્યું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 25:16

ἐκέρδησεν ἄλλα πέντε τάλαντα

જેને પાંચ તાલંત મળ્યા હતા તે વેપાર કરીને બીજા પાંચ કમાયો

Matthew 25:17

ચાકરો અને તાલંતો વિશેનું દ્રષ્ટાંત કહેવાનું ઈસુ જારી રાખે છે. (જુઓ: દ્રષ્ટાંતો અને બાઈબલમાં વર્ણિત ચલણ)

ἐκέρδησεν ἄλλα δύο

બીજા બે તાલંત કમાયો

Matthew 25:19

ચાકરો અને તાલંતો વિશેનું દ્રષ્ટાંત કહેવાનું ઈસુ જારી રાખે છે. (જુઓ: દ્રષ્ટાંતો અને બાઈબલમાં વર્ણિત ચલણ)

δὲ

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીંયા ઈસુ સુવાર્તાના નવા ભાગને કહેવાનું શરૂ કરે છે.

Matthew 25:20

πέντε τάλαντα ἐκέρδησα

હું બીજા પાંચ કમાયો છું

τάλαντα

એક ""તાલંત"" વીસ વર્ષનાં વેતનની કિંમત બરાબર હતું. આ નાણાંનો અનુવાદ આધુનિક નાણાંમાં કરવાનું ટાળો. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 25:15] (../25 / 15.md)માં કેવી રીતે કર્યો છે. (જુઓ: બાઈબલમાં વર્ણિત ચલણ)

Matthew 25:21

εὖ

તેં ઘણું સારું કર્યું છે અથવા ""તેં સારું કર્યું છે."" તમારી સંસ્કૃતિમાં એવી અભિવ્યક્તિ હોઈ શકે છે જેનો ઉપયોગ માલિક (અથવા અધિકારમાં જે હોય તે) કરે એમ દર્શાવવા કે તેના સેવકે (અથવા તેના તાબેના કોઈ વ્યક્તિએ) જે કર્યું છે તેને તે મંજૂર કરે છે.

εἴσελθε εἰς τὴν χαρὰν τοῦ κυρίου σου

શબ્દસમૂહ ""આનંદમાં પ્રવેશ કર"" એ એક રૂઢીપ્રયોગ છે. વધુમાં, માલિક અહીં પોતાને ત્રીજા વ્યક્તિના રૂપમાં દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આવ અને મારી સાથે આનંદિત થા"" (જુઓ: રૂઢિપ્રયોગ અને પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

Matthew 25:22

ચાકરો અને તાલંતો વિશેનું દ્રષ્ટાંત કહેવાનું ઈસુ જારી રાખે છે. (જુઓ: દ્રષ્ટાંતો અને બાઈબલમાં વર્ણિત ચલણ)

δύο τάλαντα ἐκέρδησα

હું બીજા બે તાલંત કમાયો છું

Matthew 25:23

εὖ

તેં ઘણું સારું કર્યું છે અથવા ""તેં સારું કર્યું છે."" તમારી સંસ્કૃતિમાં એવી અભિવ્યક્તિ હોઈ શકે છે જેનો ઉપયોગ માલિક (અથવા અધિકારમાં જે હોય તે) કરે એમ દર્શાવવા કે તેના સેવકે (અથવા તેના તાબેના કોઈ વ્યક્તિએ) જે કર્યું છે તેને તે મંજૂર કરે છે. જુઓ કે તમે આનો અનુવાદ માથ્થી25:21માં કેવી રીતે કર્યો છે.

εἴσελθε εἰς τὴν χαρὰν τοῦ κυρίου σου

શબ્દસમૂહ ""આનંદમાં પ્રવેશ કર"" એ એક રૂઢીપ્રયોગ છે. વધુમાં, માલિક અહીં પોતાને ત્રીજા વ્યક્તિના રૂપમાં દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આવ અને મારી સાથે આનંદિત થા"" (જુઓ: રૂઢિપ્રયોગ અને પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ) જુઓ તમે આનો અનુવાદ માથ્થી25:21માં કેવી રીતે કર્યો છે.

Matthew 25:24

ચાકરો અને તાલંતો વિશેનું દ્રષ્ટાંત કહેવાનું ઈસુ જારી રાખે છે. (જુઓ: દ્રષ્ટાંતો અને બાઈબલમાં વર્ણિત ચલણ)

θερίζων ὅπου οὐκ ἔσπειρας, καὶ συνάγων ὅθεν οὐ διεσκόρπισας

જ્યાં તમે વાવ્યું નથી ત્યાંથી તમે કાપો છો"" અને ""જ્યાં તમે નથી વેર્યું ત્યાંથી તમે એકઠું કરો છો"" શબ્દસમૂહોનો અર્થ એક જ છે. આ શબ્દસમૂહો એવા ખેડૂતનો ઉલ્લેખ કરે છે જેણે અન્ય લોકોની કાપણીને એકઠી કરી છે. નોકર આ રૂપકનો ઉપયોગ કરી તેના માલિક પર આરોપ મૂકે છે કે બીજાઓની ન્યાયપૂર્વકની કમાણી તેના માલિક છીનવી લે છે. (જુઓ: સમાંતરણ અને રૂપક)

διεσκόρπισας

વેરાયેલા દાણા. મુઠ્ઠીભર દાણાઓને હળવાશથી જમીન પર વેરવા કે ફેંકવા તેમ, આ વાવણીનો ઉલ્લેખ કરે છે.

Matthew 25:25

ἴδε, ἔχεις τὸ σόν

જો, જે તારું હતું તે આ છે.

Matthew 25:26

ચાકરો અને તાલંતો વિશેનું દ્રષ્ટાંત કહેવાનું ઈસુ જારી રાખે છે. (જુઓ: દ્રષ્ટાંતો અને @)

πονηρὲ δοῦλε καὶ ὀκνηρέ! ᾔδεις

તું ભૂંડો તથા આળસુ ચાકર છે જે કામ કરવાની ઇચ્છા ધરાવતો નથી. તું જાણતો હતો કે

θερίζω ὅπου οὐκ ἔσπειρα, καὶ συνάγω ὅθεν οὐ διεσκόρπισα

જ્યાં તમે વાવ્યું નથી ત્યાંથી તમે કાપો છો"" અને ""જ્યાં તમે નથી વેર્યું ત્યાંથી તમે એકઠું કરો છો"" શબ્દસમૂહોનો અર્થ એક જ છે. આ શબ્દસમૂહો એવા ખેડૂતનો ઉલ્લેખ કરે છે જેણે અન્ય લોકોની કાપણીને એકઠી કરી છે. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 25:24] (../25/24.md)માં કેવી રીત કર્યો છે, જ્યાં ચાકર તેના માલિક પર આરોપ મૂકવા માટે આ શબ્દોનો ઉપયોગ કરે છે. વાચકોએ સમજવું જોઈએ કે ખેડૂત સ્વીકારે છે કે તે ખરેખર બીજાંઓએ જે વાવેતર કર્યું છે તેને ભેગું કરે છે પણ તે કહે છે કે તેને એ પ્રમાણે કરવાનો અધિકાર છે. (જુઓ: સમાંતરણ અને રૂપક)

Matthew 25:27

ἐκομισάμην ἂν τὸ ἐμὸν

સમજાયેલ માહિતીને સ્પસ્ટ રીતે રજૂ કરવી. વૈકલ્પિક ભાષાંતર: “મારું નાણું મને પાછું મળત” (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

τόκῳ

શાહુકારો તરફથી, જેઓએ માલિકના નાણાંનો ઉપયોગ થોડા સમય માટે કર્યો હોત.

Matthew 25:28

ચાકરો અને તાલંતોના દ્રષ્ટાંતનું સમાપન ઈસુ કરે છે. (જુઓ: દ્રષ્ટાંતો અને બાઈબલમાં વર્ણિત ચલણ)

ἄρατε οὖν…τὸ τάλαντον

માલિક બીજા ચાકરો સાથે વાત કરે છે.

τὸ τάλαντον

એક ""તાલંત"" વીસ વર્ષનાં વેતનની કિંમત બરાબર હતું. આ નાણાંનો અનુવાદ આધુનિક નાણાંમાં કરવાનું ટાળો. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 25:15] (../25 / 15.md)માં કેવી રીતે કર્યો છે. (જુઓ: બાઈબલમાં વર્ણિત ચલણ)

Matthew 25:29

τῷ…ἔχοντι

તે સૂચવે છે કે તે વ્યક્તિ તેની પાસે જે કંઈક છે તેનો પણ તે કુશળતાપૂર્વક ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેની પાસે જે છે તેનો તે સારી રીતે ઉપયોગ કરે છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

καὶ περισσευθήσεται

તે કરતા પણ વધારે

τοῦ δὲ μὴ ἔχοντος

તે સૂચવે છે કે તે વ્યક્તિ તેની પાસે જે કંઈક છે તેનો પણ તે કુશળતાપૂર્વક ઉપયોગ કરતો નથી. વૈકલ્પિક ભાષાંતર: ""તેની પાસે જે છે તેનો તે સારી રીતે ઉપયોગ કરતો નથી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἀρθήσεται

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર સર્વ લઈ લેશે"" અથવા ""હું તે લઈ લઈશ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 25:30

τὸ σκότος τὸ ἐξώτερον

અહીં ""બાહ્ય અંધકાર"" એટલે ઈશ્વર જેઓનો નકાર કરી તેઓને ત્યાં મોકલે છે તેનું રૂપક છે. આ તે સ્થાન છે જેને સંપૂર્ણપણે ઈશ્વરથી સદાકાળ માટે અલગ કરવામાં આવ્યું છે. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 8:12] (../ 08 / 12.md)માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરની હાજરીથી દૂર અંધકારમય સ્થળ"" (જુઓ: ઉપનામ)

ὁ κλαυθμὸς καὶ ὁ βρυγμὸς τῶν ὀδόντων

અહીં દાંત પીસવું એક પ્રતીકાત્મક ક્રિયા છે, જે અત્યંત ઉદાસીનતા અને પીડાને રજૂ કરે છે. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 8:12] (../ 08 / 12.md)માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""રડવું અને દાંત પીસવું તેઓની અત્યંત પીડાને દર્શાવે છે"" (જુઓ: સાંકેતિક પગલું)

Matthew 25:31

ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે જ્યારે અંતનો સમય આવે છે ત્યારે તેઓ(ઈસુ) લોકોનો ન્યાય કેવી રીતે કરશે.

ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου

ઈસુ ત્રીજા વ્યક્તિના રૂપમાં પોતાના વિશે વાત કરે છે. (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

Matthew 25:32

καὶ συναχθήσονται ἔμπροσθεν αὐτοῦ πάντα τὰ ἔθνη

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તેમની સમક્ષ સર્વ દેશજાતીઓને એકઠી કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἔμπροσθεν αὐτοῦ

તેમની સમક્ષ/ઈસુની સમક્ષ

πάντα τὰ ἔθνη

અહીં ""દેશજાતી” લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""દરેક દેશમાંથી સર્વ લોકો"" (જુઓ: ઉપનામ)

ὥσπερ ὁ ποιμὴν ἀφορίζει τὰ πρόβατα ἀπὸ τῶν ἐρίφων

ઈસુ સમાનતાનો ઉપયોગ કરી વર્ણન કરે છે કે તેઓ(ઈસુ) કેવી રીતે લોકોને જુદા પાડશે. (જુઓ: ઉપમા)

Matthew 25:33

καὶ στήσει τὰ μὲν πρόβατα ἐκ δεξιῶν αὐτοῦ, τὰ δὲ ἐρίφια ἐξ εὐωνύμων

આ એક રૂપક છે જેનો અર્થ છે માણસનો પુત્ર સર્વ લોકોને અલગ કરશે. તેઓ(ઈસુ) ન્યાયી લોકોને તેમની જમણી બાજુ પર મૂકશે, અને તેઓ(ઈસુ) પાપીઓને તેમની ડાબી તરફ મુકશે. (જુઓ: રૂપક)

Matthew 25:34

ὁ Βασιλεὺς…δεξιῶν αὐτοῦ

અહીંયા, ""રાજા"" એ માણસના દીકરા માટે બીજું શીર્ષક છે. ઈસુ પોતાને ત્રીજા વ્યક્તિના રૂપમાં ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું, રાજા, ... મારા જમણા હાથે"" (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

δεῦτε οἱ εὐλογημένοι τοῦ Πατρός μου

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આવો, મારા પિતાના આશીર્વાદીતો આવો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τοῦ Πατρός μου

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધને રજુ કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

κληρονομήσατε τὴν ἡτοιμασμένην ὑμῖν βασιλείαν

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે આકાશના રાજ્યમાં તમારા માટે તૈયાર કરેલો વરસો પ્રાપ્ત કરો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

κληρονομήσατε τὴν ἡτοιμασμένην ὑμῖν βασιλείαν

અહીં ""રાજ્ય"" એ ઈશ્વરને રાજા તરીકે રાજ કરતા સૂચવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરના રાજ્યના આશીર્વાદો પ્રાપ્ત કરો કે જેને તેમણે તમને આપવા સારું આયોજિત કર્યા છે"" (જુઓ: ઉપનામ)

ἀπὸ καταβολῆς κόσμου

જગતના મંડાણ અગાઉ

Matthew 25:37

οἱ δίκαιοι

આ એક વિશેષણ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ન્યાયી લોકો"" (જુઓ: નામવાચક વિશેષણો)

ἢ διψῶντα

સમજાયેલી માહિતી સ્પષ્ટ રીતે વર્ણવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અથવા ક્યારે અમે તને તરસ્યો જોયો"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

Matthew 25:38

ἢ γυμνὸν

અહીં પ્રશ્નોની શ્રુંખલા પૂર્ણ થાય છે જે કલમ 37 થી શરુ થઈ હતી. સમજાયેલી માહિતી સ્પષ્ટ રીતે વર્ણવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અથવા અમે ક્યારે તને નિવસ્ત્ર જોયો"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

Matthew 25:40

ὁ Βασιλεὺς

માણસના દીકરા માટે આ એક બીજું શીર્ષક છે. ઈસુ ત્રીજા વ્યક્તિના રૂપમાં પોતાના વિશે વાત કરે છે. (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

ἐρεῖ αὐτοῖς

તેમની જમણી તરફ બેઠેલાઓને કહેશે

ἀμὴν, λέγω ὑμῖν

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે જે કહેવાના છે તે પર આ ભાર મૂકે છે.

ἑνὶ…τῶν ἐλαχίστων

નાનાંઓમાંના એકને/ઓછા મહત્વપૂર્ણઓમાંના એકને

τούτων τῶν ἀδελφῶν μου

અહીં ""ભાઈઓ"" એ કોઈપણ પુરુષ અથવા સ્ત્રીનો ઉલ્લેખ કરે છે, જે રાજાને આધીન છે. વૈકલ્પિક ભાષાંતર: ""અહીં મારા ભાઈઓ અને બહેનો"" અથવા ""જેઓ મારા ભાઈઓ અને બહેનો જેવા છે"" (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)

ἐμοὶ ἐποιήσατε

તે મને કર્યા બરાબર છે તેમ હું માનીશ

Matthew 25:41

τότε ἐρεῖ

પછી રાજા કહેશે. ઈસુ ત્રીજા વ્યક્તિના રૂપમાં પોતાના વિશે વાત કરે છે. (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

κατηραμένοι

તમે કે જેઓને ઈશ્વરે શાપિત કર્યા છે

τὸ πῦρ τὸ αἰώνιον, τὸ ἡτοιμασμένον

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""સર્વકાલિક અગ્નિ જે ઈશ્વરે તૈયાર કરેલી છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τοῖς ἀγγέλοις αὐτοῦ

તેના સહાયકારીઓ

Matthew 25:43

γυμνὸς καὶ οὐ περιεβάλετέ με

“નિવસ્ત્ર” શબ્દ પહેલાંના શબ્દો ""હું હતો"" સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું નિવસ્ત્ર હતો, પણ તમે મને વસ્ત્ર પહેરાવ્યા નહીં"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

ἀσθενὴς καὶ ἐν φυλακῇ

“બીમાર” શબ્દ પહેલાંના શબ્દો ""હું હતો"" સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું બીમાર હતો અને જેલમાં હતો"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

Matthew 25:44

[માથ્થી 23: 1] (../23/01.md) માં શરૂ થયેલ વૃતાંતનું અહીં સમાપન છે, જ્યાં ઈસુ ઉદ્ધાર અને આખરી ન્યાયકાળ વિશે શિક્ષણ આપે છે.

અંતના સમયે ઈસુ જ્યારે પાછા આવશે ત્યારે તેઓ(ઈસુ) કેવી રીતે લોકોનો ન્યાય કરશે તે વિશે પોતાના શિષ્યોને કહેવાનું ઈસુ પૂર્ણ કરે છે.

ἀποκριθήσονται καὶ αὐτοὶ

તેમની ડાબી તરફના લોકો પણ ઉત્તર દેશે

Matthew 25:45

ἑνὶ τούτων τῶν ἐλαχίστων

મારા નાનાંઓમાંના એકને તમે કર્યું એટલે તે મને કર્યા બરાબર છે

οὐδὲ ἐμοὶ ἐποιήσατε.

હું માનું છું કે તમે મારા માટે તે કર્યું નથી અથવા ""હું તે જ હતો જેને તમે મદદ કરી ન હતી

Matthew 25:46

καὶ ἀπελεύσονται οὗτοι εἰς κόλασιν αἰώνιον

રાજા તેઓને એવા સ્થળે મોકલશે જ્યાં તેઓને શિક્ષા થશે અને તે શિક્ષાનો અંત ક્યારેય આવશે નહીં

οἱ δὲ δίκαιοι εἰς ζωὴν

સમજાયેલી માહિતી સ્પષ્ટ રીતે વર્ણવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ રાજા ન્યાયીને તે સ્થળે મોકલશે જ્યાં તેઓ સર્વકાલિક જીવનમાં ઈશ્વર સાથે રહેશે."" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

οἱ…δίκαιοι

આ નામાંકિત વિશિષ્ટતાને વિશેષણો તરીકે વર્ણવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""ન્યાયી લોકો"" (જુઓ: નામવાચક વિશેષણો)

Matthew 26

માથ્થી 26 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક ભાષાંતર વાંચનને સરળ બનાવવા માટે કવિતાની પ્રત્યેક પંક્તિને આવૃત્તિના અન્ય લખાણથી અલગ જમણી તરફ ગોઠવે છે. 26:31 માંની કવિતાની ગોઠવણ યુએલટી આ પ્રમાણે કરે છે, જેના શબ્દો જૂના કરારમાંથી લેવાયેલા છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ઘેટાં

ઘેટાં શાસ્ત્રમાં વપરાયેલી એક સામાન્ય છબી છે જેનો ઉલ્લેખ ઇઝરાએલના લોકો માટે થયો છે. માથ્થી 26:31, જો કે, ઈસુએ તેમના શિષ્યોનો ઉલ્લેખ કરવા માટે ""ઘેટાં"" શબ્દનો ઉપયોગ કર્યો અને કહ્યું કે જ્યારે તેમની ધરપકડ થશે ત્યારે તેમના શિષ્યો ભાગી જશે.

પાસ્ખા પર્વ

જ્યારે ઈશ્વરે મિસરીઓના પ્રથમ જન્મેલા નર બાળકોનો નાશ કર્યો પરંતુ ઇઝરાએલીઓ “પરથી પસાર” થઈ તેઓના પ્રથમજનિતોને જીવંત રાખ્યા તે દિવસ યાદમાં પાસ્ખા પર્વના તહેવારની ઉજવણી કરાય છે.

શરીર અને રક્તને ખાવા

માથ્થી 26:26-28 ઈસુના તેમના અનુયાયીઓ સાથેના છેલ્લા ભોજનનું વર્ણન કરે છે. આ સમયે, ઈસુએ તેઓને કહ્યું કે તેઓ(શિષ્યો) જે ખાતા અને પીતા હતા તે તેમનું શરીર અને તેમનું રક્ત હતું. લગભગ સર્વ ખ્રિસ્તી મંડળીઓ ""છેલ્લું ભોજન,"" ""ધાર્મિક સંસ્કાર,"" અથવા ""પવિત્ર મેજની સંગત"" ની ઉજવણી કરે છે.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

ઈસુ માટે યહૂદાનું ચુંબન

માથ્થી 26:49 વર્ણવે છે કે યહૂદાએ ઈસુને ચુંબન કર્યું કે જેથી સૈનિકો જાણી શકે કે તેઓએ કોની ધરપકડ કરવાની છે. યહૂદીઓ એકબીજાને અભિવાદન કરતી વખતે એકબીજાને ચુંબન કરે છે.

""હું ઈશ્વરના ભક્તિસ્થાનનો/મંદિરનો નાશ કરવા સમર્થ છું""

બે માણસોએ ઈસુ પર આરોપ મૂક્યો કે યરૂશાલેમના મંદિરનો નાશ કરી પછી તેને ત્રણ દિવસમાં ફરીથી ઉભું કરવાનો દાવો ઈસુ કરતા હતા"" (માથ્થી 26:61). તેઓએ તેમના પર ઈશ્વરનું અપમાન કરવાનો આરોપ મૂકી કહ્યું કે ઈસુ કહે છે કે ઈશ્વરે ઈસુને મંદિરનો નાશ કરવાનો અને ફરીથી તેને બાંધવાનું સામર્થ્ય અને અધિકાર આપ્યો છે. ઈસુએ જે ખરેખર કહ્યું તે એ હતું કે જો યહૂદી અધિકારીઓ આ મંદિરનો નાશ કરવા માંગતા હોય, તો તેઓ(ઈસુ) ચોક્કસપણે તેને ત્રણ દિવસમાં ઊભું કરશે ([યોહાન 2:19] (../../jhn/02/19.md))

Matthew 26:1

અહીં સુવાર્તાના નવા ભાગની શરૂઆત થાય છે, જે ઈસુના વધસ્તંભ, મૃત્યુ અને પુનરુત્થાન વિશે જણાવે છે. ઈસુ તેમના શિષ્યોને કહે છે કે ઈસુ કેવી રીતે દુઃખ સહેશે અને મૃત્યુ પામશે.

καὶ ἐγένετο ὅτε

પછી અથવા “પછી, ત્યારપછી."" આ શબ્દસમૂહ ઈસુના શિક્ષણ પછી જે બન્યું તે તરફ વૃતાંતને આગળ લઈ જાય છે.

πάντας τοὺς λόγους τούτους

આ ઈસુએ માથ્થી 24:3 માં શરૂ કરેલી સર્વ બાબતોનો ઉલ્લેખ કરે છે.

Matthew 26:2

ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου παραδίδοται εἰς τὸ σταυρωθῆναι

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેટલાક માણસો માણસના દીકરાને વધસ્તંભે ચડાવવા માટે અન્ય લોકો પાસે લઈ જશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου

ઈસુ પોતાના વિશે ત્રીજા પુરુષના રૂપમાં કહે છે. (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

Matthew 26:3

યહૂદી આગેવાનોએ ઈસુની ધરપકડ કરવા અને તેમને મારવા માટે જે યુક્તિઓ રચી હતી તેની પૃષ્ઠભૂમિકાની માહિતી આ કલમો આપે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

συνήχθησαν

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""એકસાથે આવ્યા"" અથવા ""એકસાથે મળ્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 26:4

τὸν Ἰησοῦν δόλῳ

ઈસુએ ગુપ્તમાં

Matthew 26:5

μὴ ἐν τῇ ἑορτῇ

આ તહેવાર દરમિયાન આગેવાનો શું કરવા માંગતા ન હતા તે સ્પષ્ટ રીતે વર્ણવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તહેવાર દરમિયાન ઈસુને મારી નાખવો નહીં"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

ἐν τῇ ἑορτῇ

આ વાર્ષિક પાસ્ખા પર્વનો તહેવાર છે.

Matthew 26:6

હવે ઈસુના મૃત્યુ પહેલા એક સ્ત્રી અતિ મૂલ્યવાન અત્તર લઈને ઈસુ ઉપર રેડે છે તેનો વૃત્તાંત શરુ થાય છે.

δὲ

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીંયા માથ્થી સુવાર્તાના નવા ભાગને કહેવાનું શરૂ કરે છે.

Σίμωνος τοῦ λεπροῦ

આ સૂચિત છે કે આ એ માણસ છે જેનો કોઢ ઈસુએ મટાડ્યો હતો. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 26:7

ἀνακειμένου

ઈસુ તેમની જગ્યાએ બેઠા હતા. લોકો જયારે જમવા બેઠા હોય ત્યારે તેઓની શારીરિક મુદ્રા માટેના તમારી ભાષાના શબ્દનો ઉપયોગ તમે કરી શકો છો.

προσῆλθεν αὐτῷ γυνὴ

તે સ્ત્રી ઈસુ પાસે આવી

ἀλάβαστρον

આ એક મૂલ્યવાન અત્તર છે જેનો સંગ્રહ વર્ષો સુધી કરાયોછે. (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

μύρου

તેલ કે જેની સુંગધ પ્રશંસનીય છે

κατέχεεν ἐπὶ τῆς κεφαλῆς αὐτοῦ

સ્ત્રી ઈસુને માન આપવા માટે આ કરે છે.

Matthew 26:8

εἰς τί ἡ ἀπώλεια αὕτη?

સ્ત્રીના કૃત્યો પ્રત્યે તેમનો ગુસ્સો વ્યક્ત કરવા માટે શિષ્યો આ પ્રશ્ન પૂછે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ મૂલ્યવાન અત્તરનો બગાડ કરી આ સ્ત્રીએ દુષ્ટ કામ કર્યું છે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 26:9

ἐδύνατο γὰρ τοῦτο πραθῆναι πολλοῦ καὶ δοθῆναι

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ અત્તરને મોટી કિંમતે વેચી તેણી તેના નાણાં ગરીબોને આપી શકી હોત"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

πτωχοῖς

અહીંયા ""ગરીબ"" વિશેષણ તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ગરીબ લોકો"" (જુઓ: નામવાચક વિશેષણો)

Matthew 26:10

τί κόπους παρέχετε τῇ γυναικί?

ઈસુ શિષ્યોને ઠપકો આપવા પ્રશ્ન પૂછે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમેં આ સ્ત્રીને કેમ પરેશાન કરો છો!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

παρέχετε

“તમે”ના સર્વ શબ્દો બહુવચન છે જે શિષ્યોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

Matthew 26:11

τοὺς πτωχοὺς

આને એક વિશેષણ તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ગરીબ લોકો"" (જુઓ: નામવાચક વિશેષણો)

Matthew 26:12

τὸ μύρον

આ તેલ છે જેની સુંગધ પ્રશંસનીય છે. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 26: 7] (../26/07.md)માં કેવી રીતે કર્યો છે.

Matthew 26:13

ἀμὴν, λέγω ὑμῖν

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

ὅπου ἐὰν κηρυχθῇ τὸ εὐαγγέλιον τοῦτο

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે કોઈ સ્થળે લોકો આ સુવાર્તા પ્રગટ કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

λαληθήσεται καὶ ὃ ἐποίησεν αὕτη εἰς μνημόσυνον αὐτῆς

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ સ્ત્રીએ જે કર્યું છે તેને યાદ કરીને તેઓ અન્યોને તેણી વિશે જણાવશે"" અથવા ""આ મહિલાએ જે કર્યું છે તે લોકો યાદ કરશે અને તેના વિશે અન્ય લોકોને જણાવશે."" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 26:14

યહૂદી આગેવાનો સાથે ઈસુને મારી નાખવા માટે યહૂદા ઈશ્કારીયોત સહમત થાય છે.

Matthew 26:15

κἀγὼ ὑμῖν παραδώσω αὐτόν

ઈસુને તમારી પાસે લાવું

τριάκοντα ἀργύρια

જેમ જૂના કરારની ભવિષ્યવાણીમાં છે તેમ જ આ શબ્દો છે, તેથી આ રૂપને આધુનિક નાણાંમાં બદલવાને બદલે તેનું તે જ રાખો.

τριάκοντα ἀργύρια

30 નંગ (જુઓ: સંખ્યાઓ)

Matthew 26:16

ἵνα αὐτὸν παραδῷ

ઈસુને તેઓને હવાલે કરવા માટે

Matthew 26:17

ઈસુના તેમના શિષ્યો સાથે પાસ્ખા પર્વ ઉજવે છે તે ઘટનાના વૃતાંતની શરુઆત અહીં થાય છે.

δὲ

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી સુવાર્તાના નવા ભાગને કહેવાનું શરૂ કરે છે.

Matthew 26:18

ὁ δὲ εἶπεν, ὑπάγετε εἰς τὴν πόλιν πρὸς τὸν δεῖνα καὶ εἴπατε αὐτῷ, ὁ διδάσκαλος λέγει, ὁ καιρός μου ἐγγύς ἐστιν; πρὸς σὲ ποιῶ τὸ Πάσχα μετὰ τῶν μαθητῶν μου.

અહીં અવતરણમાં અવતરણ છે. તમે પ્રત્યક્ષ અવતરણોને પરોક્ષ અવતરણ તરીકે નિર્દેશિત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""તેમણે તેમના શિષ્યોને શહેરમાં કોઈ ચોક્કસ માણસ પાસે જવા કહ્યું અને કહ્યું કે શિક્ષક કહે છે કે, 'મારો સમય પાસે આવ્યો છે. હું મારા શિષ્યો સાથે તમારા ઘરે પાસ્ખાપર્વ પાળવાનો છું.'"" અથવા "" તેમણે તેમના શિષ્યોને શહેરમાં ચોક્કસ માણસ પાસે જવા કહ્યું અને કહ્યું કે શિક્ષકનો સમય નજીક છે અને તેઓ(ઈસુ) તેમના શિષ્યો સાથે તે માણસના ઘરે પાસ્ખાપર્વ પાળશે."" (જુઓ: અવતરણોની અંદર અવતરણો અને પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

ὁ καιρός μου

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""મેં તમને જે સમય આપ્યો હતો તે"" અથવા 2) ""ઈશ્વરે જે સમય મારા માટે ગોઠવ્યો છે તે.

ἐγγύς ἐστιν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “સમય પાસે છે” અથવા 2) “સમય આવ્યો છે” (જુઓ: રૂઢિપ્રયોગ)

ποιῶ τὸ Πάσχα

પાસ્ખાપર્વ ભોજન ખાય અથવા ""વિશિષ્ઠ ભોજન લઈને પાસ્ખા પર્વ ઉજવો

Matthew 26:20

ἀνέκειτο

તમારી સંસ્કૃતિમાં લોકો જે રીતે જમવા બેસતા હોય તે સ્થિતિ માટેના શબ્દનો ઉપયોગ કરો.

Matthew 26:21

ἀμὴν, λέγω ὑμῖν

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

Matthew 26:22

μήτι ἐγώ εἰμι, Κύριε?

ચોક્કસપણે હું તે નથી, શું પ્રભુ હું તે છું? શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ અલંકારિક પ્રશ્ન છે કારણ કે પ્રેરિતોને ખાતરી છે કે તેઓ ઈસુને દગો દેશે નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રભુ, હું ક્યારેય તમને દગો દઈશ નહીં!"" અથવા 2) આ એક પ્રમાણિક પ્રશ્ન હતો કારણ કે ઈસુના નિવેદનથી તેઓ તકલીફ અનુભવતા હતા અને ગુંચવાયા હતા. (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 26:24

ὁ μὲν Υἱὸς τοῦ Ἀνθρώπου

ઈસુ પોતાના વિશે ત્રીજા પુરુષના રૂપમાં વાત કરે છે. (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

ὑπάγει

અહીંયા ""જવું"" એ મૃત્યુનો ઉલ્લેખ કરવા માટે એક વિનમ્ર રીત છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમના મૃત્યુ તરફ જશે"" અથવા ""મૃત્યું પામશે"" (જુઓ: સૌમ્યોક્તિ)

καθὼς γέγραπται περὶ αὐτοῦ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ શાસ્ત્રમાં પ્રબોધકોએ તેમના વિશે લખ્યું છે તેમ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τῷ ἀνθρώπῳ ἐκείνῳ δι’ οὗ ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου παραδίδοται

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""વ્યક્તિ જે માણસના દીકરાને પરસ્વાધીન કરે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 26:25

μήτι ἐγώ εἰμι, Ῥαββεί?

રાબ્બી, શું હું તે છું જે તને દગો દેશે? યહૂદા એ અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરીને પૂછે છે કે શું તે પોતે છે કે જે ઈસુને દગો દેશે. વૈકલ્પિક ભાષાંતર: ""રાબ્બી, નિશ્ચિતપણે હું તને દગો દેનાર નથી"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

σὺ εἶπας

આ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે ઈસુ જે કહી રહ્યા છે તે સબંધી સંપૂર્ણપણે સ્પસ્ટતા યહૂદાને દર્શાવ્યા વિના “હા” કહી રહ્યા છે. વૈકલ્પિક ભાષાંતર: ""તું તે કહી રહ્યો છે"" અથવા ""તું તેનો સ્વીકાર કરી રહ્યો છે"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Matthew 26:26

ઈસુ તેમના શિષ્યો સાથે પાસ્ખા પર્વ ઉજવે છે ત્યારે પ્રભુ ભોજનની વિધિની સ્થાપના કરે છે.

λαβὼν…εὐλογήσας ἔκλασεν

જુઓ કે તમે આ શબ્દોનો અનુવાદ [માથ્થી 14:19] (../14 / 19.md)માં કેવી રીતે કર્યો.

Matthew 26:27

καὶ λαβὼν

[માથ્થી 14:19] (../14 / 19.md)માં જેમ અનુવાદ કર્યો તેમ અહીં અનુવાદ કરો. ""તેમણે હાથમાં પ્યાલો લીધો"".

ποτήριον

અહીં ""પ્યાલો"" એ પ્યાલા અને પ્યાલામાંના દ્રાક્ષારસનો ઉલ્લેખ કરે છે. (જુઓ: ઉપનામ)

ἔδωκεν αὐτοῖς

શિષ્યોને આપ્યું

πίετε ἐξ αὐτοῦ

આ પ્યાલામાંથી દ્રાક્ષારસ પીવો

Matthew 26:28

τοῦτο γάρ ἐστιν τὸ αἷμά μου

કેમ કે આ દ્રાક્ષારસ એ મારું રક્ત છે

τὸ αἷμά…τῆς διαθήκης

રક્ત દર્શાવે છે કે કરાર અસરકારક છે અથવા ""રક્ત જે કરારને શક્ય બનાવે છે

ἐκχυννόμενον

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારા શરીરમાંથી વહી જશે"" અથવા ""જ્યારે હું મૃત્યુ પામીશ ત્યારે મારા ઘામાંથી બહાર વહી જશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 26:29

λέγω…ὑμῖν

ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

τοῦ γενήματος τῆς ἀμπέλου

આ રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “દ્રાક્ષારસ”. (જુઓ: રૂઢિપ્રયોગ)

ἐν τῇ βασιλείᾳ τοῦ Πατρός μου

અહીંયા ""રાજ્ય"" એ ઈશ્વરને રાજા તરીકે રાજ કરતા સૂચવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે મારા પિતા પૃથ્વી પર તેમના રાજ્યની સ્થાપના કરશે"" (જુઓ: ઉપનામ)

τοῦ Πατρός μου

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Matthew 26:30

31 મી કલમમાં, ઈસુ ઝખાર્યા પ્રબોધકનો ઉલ્લેખ કરી દર્શાવે છે કે ભવિષ્યવાણીની પરિપૂર્ણતાના સંદર્ભમાં તેમના સર્વ શિષ્યો તેમને છોડી દેશે.

ઈસુ અને તેમના શિષ્યો જ્યારે જૈતુન પર્વત તરફ જાય છે ત્યારે પણ ઈસુ તેઓને શિક્ષણ આપવાનું જારી રાખે છે.

καὶ ὑμνήσαντες

ઈશ્વરની સ્તુતિનું એક ગીત

Matthew 26:31

σκανδαλισθήσεσθε

મને ત્યજી દેશો

γέγραπται γάρ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઝખાર્યા પ્રબોધકે વર્ષો પહેલા શાસ્ત્રમાં લખ્યું હતું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

πατάξω

અહીં “હું” ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. તે સૂચિત છે કે ઈશ્વર લોકોને કારણ બનાવશે અથવા લોકોને સમંતિ આપશે કે તેઓ ઈસુને નુકસાન પહોંચાડી તેમને મારી નાંખે.(જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

τὸν ποιμένα…τὰ πρόβατα τῆς ποίμνης

આ રૂપકો છે જે ઈસુ અને શિષ્યોનું વર્ણન કરે છે. (જુઓ: રૂપક)

διασκορπισθήσονται τὰ πρόβατα τῆς ποίμνης

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ ઘેટાંના ટોળાને વિખેરી નાંખશે"" અથવા ""ઘેટાંના ટોળાઓ બીજી દિશામાં વિખેરાઈ જશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 26:32

μετὰ…τὸ ἐγερθῆναί με

જેઓ મૃત્યુ પામેલા છે તેઓને ફરીથી જીવિત કરવા માટેનો રૂઢીપ્રયોગ અહીં ‘ઉઠાડવું’ છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર મને પાછો ઉઠાડશે તે પછી"" અથવા ""ઈશ્વર મને જીવનમાં પાછા લાવશે તે પછી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને રૂઢિપ્રયોગ)

Matthew 26:33

σκανδαλισθήσονται

જુઓ કે તમે [માથ્થી 26:31] (../26/31md)માં આનો અનુવાદ કેવો કર્યો છે.

Matthew 26:34

ἀμὴν, λέγω σοι

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

πρὶν ἀλέκτορα φωνῆσαι

સવારના સમયે સૂર્ય ઉગવાના સમયે જ મરઘો બોલે છે તેથી સાંભળનારાઓ આ શબ્દોને સૂર્યોદય માટેના એક રૂપક તરીકે સમજી શકે. જો કે, પાછળથી વૃતાંતમાં ખરેખર મરઘાનું બોલવું ભારદર્શક રીતે એક મહત્વપૂર્ણ ભાગ બને છે, તેથી અનુવાદમાં ""મરઘો"" શબ્દ રાખો. (જુઓ: ઉપનામ)

ἀλέκτορα

નર મરઘો, જે પક્ષી સૂર્યોદય સમયે ઊંચા અવાજે પોકારે છે

φωνῆσαι

અગ્રેજીનો આ એક સામાન્ય શબ્દ છે જે દર્શાવે છે કે પોતાનો અવાજ ઉંચો કરવા માટે મરઘો શું કરે છે.

τρὶς ἀπαρνήσῃ με

મરઘો બોલ્યા અગાઉ તું મારો ત્રણ વાર નકાર કરીશ

Matthew 26:36

ઈસુની ગેથસેમાનેની વાડીમાં પ્રાર્થના કરે છે, તે વૃતાંતની આ શરૂઆત છે

Matthew 26:37

ἤρξατο λυπεῖσθαι

ઈસુ ખૂબ ઉદાસ થયા

Matthew 26:38

περίλυπός ἐστιν ἡ ψυχή μου

અહીંયા ""આત્મા"" એ સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું શોકાતુર થયો છું"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

ἕως θανάτου

આ રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “મારો જીવ મરવા જેવો શોકાતુર થયો છે” (જુઓ: રૂઢિપ્રયોગ)

Matthew 26:39

ἔπεσεν ἐπὶ πρόσωπον αὐτοῦ

ઈસુ હેતુપૂર્વક જમીન સુધી મુખ નમાવીને પ્રાર્થના કરતા હતા. (જુઓ: રૂઢિપ્રયોગ)

Πάτερ μου

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

παρελθέτω ἀπ’ ἐμοῦ τὸ ποτήριον τοῦτο

ઈસુએ જે કામ કરવાનું જ છે, વધસ્તંભ પરના મરણના સમાવેશ સાથે, તે વિશે ઈસુ વાત એ રીતે કરે છે જાણે કે તે એક કડવું પ્રવાહી હોય જેને પ્યાલામાંથી પીવા માટે ઈસુને ઈશ્વરે આજ્ઞા કરી હોય. નવા કરારમાં ""પ્યાલો"" શબ્દ મહત્વનો શબ્દ છે, તેથી તમારા અનુવાદમાં તેના માટે સમાન શબ્દનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. (જુઓ: રૂપક)

τὸ ποτήριον τοῦτο

અહીંયા ""પ્યાલો"" એ ઉપનામ છે જે પ્યાલો અને તેમાં રહેલા પદાર્થ માટે વપરાયો છે. પ્યાલો એ ઈસુએ જે દુઃખ સહન કરવાનું છે તેના રૂપક તરીકે દર્શાવાયો છે. ઈસુ પિતાને પૂછી રહ્યા છે કે જો શક્ય છે તો આ પ્યાલો કે જેમાં મૃત્યુ અને વેદના છે, જે ટૂંક સમયમાં બનનાર છે તેનો અનુભવ ઈસુએ કરવો પડે નહીં. (જુઓ: ઉપનામ અને રૂપક)

πλὴν οὐχ ὡς ἐγὼ θέλω, ἀλλ’ ὡς σύ

આ સંપૂર્ણ વાક્ય તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ મારી ઇચ્છા અહીં પરંતુ તમારી ઇચ્છા પૂર્ણ થાઓ."" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

Matthew 26:40

λέγει τῷ Πέτρῳ, οὕτως οὐκ ἰσχύσατε…γρηγορῆσαι

ઈસુ પિતર સાથે વાત કરી રહ્યા છે, પરંતુ ""તમે"" સર્વનામ બહુવચન છે, જે પિતર, યાકૂબ અને યોહાનનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

οὕτως οὐκ ἰσχύσατε μίαν ὥραν γρηγορῆσαι μετ’ ἐμοῦ?

પિતર, યાકૂબ અને યોહાનને ઠપકો આપવા માટે ઈસુ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું નિરાશ છું કે તમે એક ઘડીભર પણ મારી સાથે જાગતા રહી શકતા નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 26:41

μὴ εἰσέλθητε εἰς πειρασμόν

અહીં અમૂર્ત નામ ""પરીક્ષણ""ને ક્રિયાપદ તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈ તમને પાપ કરવા માટે પરીક્ષણમાં ન લાવે"" (જુઓ: અમૂર્ત નામો)

τὸ μὲν πνεῦμα πρόθυμον, ἡ δὲ σὰρξ ἀσθενής

અહીંયા ""આત્મા"" એ એક ઉપનામ છે જે વ્યક્તિની સારી ઇચ્છાઓ માટે વપરાય છે. ""શરીર"" વ્યક્તિના શરીરની જરૂરિયાતો અને ઇચ્છાઓ માટે વપરાય છે. ઈસુનો અર્થ એ કે શિષ્યો પાસે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવા માટેની ઇચ્છા હોઈ શકે છે, પણ શરીર અબળ છે તેથી ઘણી વાર તેઓ નિષ્ફળ જાય છે. (જુઓ: ઉપનામ અને અભિવ્યક્ત અલંકાર)

Matthew 26:42

ἀπελθὼν

ઈસુ દૂર ગયા

ἐκ δευτέρου

માથ્થી 26:39માં આનું વર્ણન પ્રથમ વખત થયું છે. (જુઓ: ક્રમવાચક સંખ્યાઓ)

Πάτερ μου

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

εἰ οὐ δύναται τοῦτο παρελθεῖν, ἐὰν μὴ αὐτὸ πίω

હું આ પ્યાલો પીઉં તો જ તે પ્યાલો દૂર થાય તેમ એકમાત્ર માર્ગ હોય તો. ઈસુએ જે કામ કરવાનું છે તેના વિશે ઈસુ વાત એ રીતે કરે છે જાણે કે તે એક કડવું પીણું હોય જેને પીવાની આજ્ઞા ઈશ્વરે તેમને આપી છે. (જુઓ: રૂપક)

εἰ…τοῦτο

અહીંયા ""આ"" તે પ્યાલા અને તેમાંના પદાર્થનો ઉલ્લેખ કરે છે, જે વેદના માટે એક રૂપક છે, જેમ કે [માથ્થી 26:39] (../26/39.md)). (જુઓ: રૂપક)

ἐὰν μὴ αὐτὸ πίω

હું તેમાંથી પીવું તે સિવાય અથવા ""જ્યાં સુધી હું આ વેદનાનો પ્યાલો પીવું નહીં."" અહીંયા ""તે"" પ્યાલો અને તેમાંના પદાર્થનો ઉલ્લેખ કરે છે, જે પીડા માટે એક રૂપક છે, જેમ કે [માથ્થી 26:39] (../26/39.md)). (જુઓ: રૂપક)

γενηθήτω τὸ θέλημά σου

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે જે ઈચ્છો છો તે પ્રમાણે થાઓ"" અથવા ""તમારી ઇચ્છા પૂર્ણ થાઓ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 26:43

ἦσαν…αὐτῶν οἱ ὀφθαλμοὶ βεβαρημένοι

આ એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “તેઓ ભર નિદ્રામાં હતા.” (જુઓ: રૂઢિપ્રયોગ)

Matthew 26:44

ἐκ τρίτου

આનું વર્ણન માથ્થી 26:39માં પ્રથમ વખત થયું છે. (જુઓ: ક્રમવાચક સંખ્યાઓ)

Matthew 26:45

καθεύδετε τὸ λοιπὸν καὶ ἀναπαύεσθε?

ઈસુ શિષ્યોને ઊંઘતા જોઇને પ્રશ્નનો ઉપયોગ કરીને તેઓને ઠપકો આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું નિરાશ છું કારણ કે તમે હજી ઊંઘો છો અને આરામ કરો છો!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἤγγικεν ἡ ὥρα

આ એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “તે સમય આવી પહોંચ્યો છે” (જુઓ: રૂઢિપ્રયોગ)

ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου παραδίδοται

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈક માણસના દીકરાને પરસ્વાધીન કરી રહ્યું છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου

ઈસુ પોતાના વિશે ત્રીજા પુરુષના રૂપમાં વાત કરે છે. (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

παραδίδοται εἰς χεῖρας ἁμαρτωλῶν

અહીંયા ""હાથો"" એ સામર્થ્યનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પાપીઓના હાથમાં પરસ્વાધીન કરાય છે"" અથવા ""પરસ્વાધીન કરાય છે જેથી પાપીઓ તેના પર અધિકાર ચલાવી શકે"" (જુઓ: ઉપનામ)

ἰδοὺ

હું તમને જે કહેવાને જઈ રહ્યો છું તે પર ધ્યાન આપો.

Matthew 26:47

અહીં યહૂદા ઇશ્કારીયોત ઈસુને પરસ્વાધીન કરે છે અને ધાર્મિક આગેવાનોએ તેમની ધરપકડ કરી તેનું વર્ણન છે.

καὶ ἔτι αὐτοῦ λαλοῦντος

ઈસુ હજી વાત કરી રહ્યા છે તે દરમિયાન

ξύλων

યહૂદા અને વડીલો મારવાને માટે લાકડીઓ લઈને આવ્યા

Matthew 26:48

δὲ…κρατήσατε αὐτόν

અહીં “હવે” શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી યહૂદા અને તેણે ઈસુને દગો દેવા માટે નક્કી કરેલ ચિહ્નની પૂર્વભૂમિકા વિશે વાત કરે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

λέγων, ὃν ἂν φιλήσω, αὐτός ἐστιν; κρατήσατε αὐτόν.

આ પ્રત્યક્ષ અવતરણને પરોક્ષ અવતરણ તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેણે કહ્યું કે હું જેને ચુંબન કરીશ તે જ તે છે તેને પકડી લેજો."" (જુઓ: પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

ὃν ἂν φιλήσω

હું જેને ચુંબન કરું અથવા “જે માણસને હું ચુંબન કરું”

φιλήσω

રાબ્બીને આ રીતે શુભેછા પાઠવવાની આ એક સન્માનિત રીત છે

Matthew 26:49

προσελθὼν τῷ Ἰησοῦ

યહૂદા ઈસુ પાસે આવ્યો

κατεφίλησεν αὐτόν

તેણે ઈસુને ચુંબન કર્યું. સારા મિત્રો એકબીજાના ગાલ પર ચુંબન કરશે, પરંતુ શિષ્ય શિક્ષકને આદર આપવા માટે તેમના હાથ પર ચુંબન કરશે. કોઈપણ જાણતું નથી કે યહૂદાએ ઈસુને ચુંબન કેવી રીતે કર્યુ.

Matthew 26:50

τότε προσελθόντες

અહીંયા ""તેઓ"" યહૂદા અને ધાર્મિક આગેવાનો સાથે ભાલા અને તલવારો લઈને આવ્યા તેમનો ઉલ્લેખ કરે છે.

ἐπέβαλον τὰς χεῖρας ἐπὶ τὸν Ἰησοῦν, καὶ ἐκράτησαν αὐτόν

ઈસુ પર હાથ નાખીને પકડી લીધા

Matthew 26:51

καὶ ἰδοὺ

અહીંયા ""જુઓ"" શબ્દ એ આવનાર આશ્ચર્યજનક માહિતી પર ધ્યાન આપવા ચેતવણી આપે છે.

Matthew 26:52

οἱ λαβόντες μάχαιραν

શબ્દ “તલવાર” એ કોઈને તલવારથી મારી નાખવો એનું રૂપક છે. અસ્પષ્ટ માહિતી સ્પષ્ટપણે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""બીજાને મારી નાખવા માટે જે કોઈ તલવાર ઉઠાવે છે"" અથવા ""જે બીજા વ્યક્તિઓને મારી નાંખવા માંગે છે"" (જુઓ: ઉપનામ અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

μάχαιραν, ἐν μαχαίρῃ ἀπολοῦνται

જેટલા તલવાર પકડે છે એટલા તલવારથી નાશ પામશે અથવા ""તલવાર--કોઈક તેમને તલવારથી જ મારી નાંખશે

Matthew 26:53

ἢ δοκεῖς ὅτι οὐ δύναμαι παρακαλέσαι…ἀγγέλων

તલવાર ઉઠાવેલ વ્યક્તિને ઈસુ પ્રશ્ન દ્વારા યાદ કરાવવા માંગે છે કે જેઓ તેમની ધરપકડ કરી રહ્યા છે તેઓને ઈસુ અટકાવી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ચોક્કસપણે તમે જાણો છો કે ,,,, હું દૂતોની ફોજ બોલાવી શકું છું"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

δοκεῖς

અહીંયા ""તમે"" એકવચન છે અને તે તલવારવાળા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

τὸν Πατέρα μου

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

πλείω δώδεκα λεγιῶνας ἀγγέλων

ફોજ"" લશ્કરી શબ્દ છે જે આશરે 6,000 સૈનિકોના સમૂહનો ઉલ્લેખ કરે છે. ઈસુ કહે છે કે તેમને ધરપકડ કરનારાઓને રોકવા માટે ઈશ્વર દૂતોની ફોજ મોકલી શકે છે. દૂતોની ચોક્કસ સંખ્યા મહત્વપૂર્ણ નથી. વૈકલ્પિક ભાષાંતર: ""12 કરતાં વધારે દૂતોની ફોજ"" (જુઓ: સંખ્યાઓ)

Matthew 26:54

πῶς οὖν πληρωθῶσιν αἱ Γραφαὶ, ὅτι οὕτως δεῖ γενέσθαι?

ઈસુ પ્રશ્નનો ઉપયોગ કરી વર્ણન કરે છે કે શા માટે તેઓ(ઈસુ) આ લોકોને તેમની ધરપકડ કરવા દે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ જો હું તે કરું, તો શાસ્ત્રમાં ઈશ્વરે જે થવા સબંધી કહ્યું છે તે હું પૂર્ણ કરી શકીશ નહીં.” (જુઓ: આલંકારિક પ્રશ્ન અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 26:55

ὡς ἐπὶ λῃστὴν ἐξήλθατε μετὰ μαχαιρῶν καὶ ξύλων συνλαβεῖν με?

ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ તેમની ધરપકડ કરનારાઓના ખોટા કૃત્યોને દર્શાવવા માટે કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે જાણો છો કે હું ચોર નથી, તેથી મને પકડવા માટે તલવારો અને ભાલાઓ લઈને આવવું ખોટું છે"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ξύλων

લોકોને મારવા માટે લાકડીના જાડા અને લાંબા ટુકડાઓ

ἐν τῷ ἱερῷ

તે સૂચવે છે કે ઈસુ ખરેખર મંદિરમાં ન હતા. તે મંદિરની આસપાસના આંગણામાં હતા. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 26:56

πληρωθῶσιν αἱ Γραφαὶ τῶν προφητῶν

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""શાસ્ત્રમાં પ્રબોધકોએ જે જે લખ્યું છે તે બધું હું પૂર્ણ કરીશ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἀφέντες αὐτὸν

જો તમારી ભાષામાં કોઈ શબ્દ હોય કે જેનો અર્થ થાય કે, જ્યારે તેઓએ તેમની સાથે રહેવું જોઈતું હતું ત્યારે તેઓએ તેમને છોડી દીધા, તો તે શબ્દનો ઉપયોગ અહીં કરો.

Matthew 26:57

અહીં યહૂદી ધાર્મિક આગેવાનો અને ન્યાયસભાની સમક્ષ ઈસુના પરીક્ષણની ઘટના શરુ થાય છે.

Matthew 26:58

ὁ δὲ Πέτρος ἠκολούθει αὐτῷ

પિતર ઈસુની પાછળ ગયો

τῆς αὐλῆς τοῦ ἀρχιερέως

પ્રમુખ યાજકના ઘરની બહાર ખુલ્લી જગ્યાએ

καὶ εἰσελθὼν ἔσω

પિતર ત્યાં અંદર ગયો

Matthew 26:59

δὲ

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીંયા માથ્થી ઘટનાના નવા ભાગને રજુ કરે છે.

αὐτὸν θανατώσωσιν

અહીં “તેઓ” તે મુખ્ય યાજકો અને સભાનો ઉલ્લેખ કરે છે.

αὐτὸν θανατώσωσιν

કદાચ તેમને મારી નાખવાનું કારણ મળી શકે

Matthew 26:60

προσελθόντες δύο

બે માણસો આવ્યા અથવા “બે શાહેદીઓ આગળ આવ્યા”

Matthew 26:61

εἶπον, οὗτος ἔφη, δύναμαι καταλῦσαι…διὰ τριῶν ἡμερῶν οἰκοδομῆσαι.

જો તમારી ભાષા અવતરણચિહ્નોમાં અવતરણની મંજૂરી આપતી નથી, તો તમે તેને એક અવતરણ તરીકે ફરીથી લખી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""આ માણસે કહ્યું કે હું મંદિરને તોડી પાડી તેને .... દિવસોમાં."" (જુઓ: અવતરણો અને અવતરણ શબ્દો અને પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

οὗτος ἔφη

આ માણસ, ઈસુએ કહ્યું

διὰ τριῶν ἡμερῶν

ત્રણ દિવસની અંદર, સૂર્ય ત્રણ વખત અસ્ત થાય તે પહેલા, નહીં કે ""ત્રણ દિવસ પછી"", સૂર્ય ત્રીજી વખત અસ્ત થાય પછી.

Matthew 26:62

τί οὗτοί σου καταμαρτυροῦσιν?

સાક્ષીઓએ જે માહિતી આપી છે તે વિશે મુખ્ય યાજક ઈસુને પૂછતા નથી. સાક્ષીઓએ જે કહ્યું તે ખોટું છે તે સાબિત કરવા યાજક ઈસુને પૂછે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે શાહેદીઓ તારી વિરુદ્ધ આરોપ મુકે છે ત્યારે તારો પ્રતિસાદ શું છે?

Matthew 26:63

ὁ Υἱὸς τοῦ Θεοῦ

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

τοῦ Θεοῦ τοῦ ζῶντος

અહીં ""જીવંત"" શબ્દ ઇઝરાએલના ઈશ્વર અને લોકો જેમને ભજે છે તેવા જુઠા દેવો અને મુર્તીઓ વચ્ચેનો ભેદ દર્શાવે છે. માત્ર ઇઝરાએલના ઈશ્વર જ જીવંત છે અને તેમની પાસે કાર્ય કરવાનું સામર્થ્ય છે. જુઓ કે તમે આનો અનુવાદ માથ્થી 16:16માં કેવી રીતે કર્યો છે.

Matthew 26:64

σὺ εἶπας

આ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે ઈસુ સંપૂર્ણ સ્પષ્ટતા કાર્ય વિના ""હા"" નો જવાબ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તું તે કહે છે"" અથવા ""તેં પોતે જ તે કબૂલ કર્યું છે"" (જુઓ: રૂઢિપ્રયોગ)

πλὴν λέγω ὑμῖν, ἀπ’ ἄρτι ὄψεσθε

અહીં ""તમે"" બહુવચન છે. ઈસુ પ્રમુખ યાજક અને બીજા અન્ય લોકો સાથે વાત કરી રહ્યા છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ἀπ’ ἄρτι ὄψεσθε τὸν Υἱὸν τοῦ Ἀνθρώπου

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""હવે પછી"" શબ્દસમૂહ એક રૂપક છે જેનો અર્થ છે કે માણસના દીકરાને તેના પરાક્રમમાં ભવિષ્યના કોઈક સમયે તેઓ જોશે અથવા 2) ""હવેથી"" શબ્દસમૂહનો અર્થ છે કે ઈસુના પરીક્ષણના સમય અને ત્યારપછીથી, ઈસુ પોતાને સામર્થ્યવાન અને વિજયવંત મસીહ તરીકે રજૂ કરશે.

τὸν Υἱὸν τοῦ Ἀνθρώπου

ઈસુ ત્રીજા વ્યક્તિના રૂપમાં પોતાના વિશે કહે છે. (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

καθήμενον ἐκ δεξιῶν τῆς δυνάμεως

અહીં ""સામર્થ્ય"" એ ઉપનામ છે જે ઈશ્વરને રજૂ કરે છે. ""ઈશ્વરના જમણા હાથ"" પર બેસવું એ ઈશ્વર તરફથી મહાન સન્માન અને અધિકાર પ્રાપ્ત કરવાની પ્રતીકાત્મક ક્રિયા છે. વૈકલ્પિક ભાષાંતર: ""સર્વશક્તિમાન ઈશ્વરની બાજુમાં સન્માનના સ્થાને બેસવું"" (જુઓ: ઉપનામ અને સાંકેતિક પગલું)

ἐρχόμενον ἐπὶ τῶν νεφελῶν τοῦ οὐρανοῦ

આકાશમાં મેઘ પર આવતો જોશો

Matthew 26:65

ὁ ἀρχιερεὺς διέρρηξεν τὰ ἱμάτια αὐτοῦ

વસ્ત્રો ફાડવા એ ક્રોધ અને ઉદાસીનતાની નિશાની હતી. (જુઓ: સાંકેતિક પગલું)

ἐβλασφήμησεν

મુખ્ય યાજકોએ ઈસુના નિવેદનને દુર્ભાષણ ગણ્યું કારણ કે તેઓએ કદાચ ઈસુના શબ્દોને [માથ્થી 26:64] (../26/64.md) પ્રમાણે ઈશ્વર સમાન દાવો કરનાર તરીકે સમજ્યા. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

τί ἔτι χρείαν ἔχομεν μαρτύρων?

પ્રમુખ યાજક પ્રશ્નનો ઉપયોગ કરે છે અને કહે છે કે હવે આપણે બીજા કોઈ વધુ સાક્ષીઓ સાંભળવાની જરૂર રહેતી નથી. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે હવે કોઈ વધુ સાક્ષીઓ સાંભળવાની જરૂર નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

νῦν ἠκούσατε

અહીં “તમે” શબ્દ બહુવચન છે જે સભાના સભ્યોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

Matthew 26:67

τότε ἐνέπτυσαν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “પછી કેટલાક માણસો” અથવા 2) “પછી સૈનિકો”.

ἐνέπτυσαν εἰς τὸ πρόσωπον αὐτοῦ

આ અપમાન કરવા માટે કરવામાં આવ્યું હતું.

Matthew 26:68

προφήτευσον ἡμῖν

અહીં ""તે આપણાને કહી સંભળાવશે"" નો અર્થ કહેવું એટલે ઈશ્વરના સામર્થ્ય દ્વારા જણાવવું. અહીં ભવિષ્યમાં શું થશે તેમ કહેવાનો અર્થ નથી.

Χριστέ

જે લોકો ઈસુને મુક્કીઓ મારતા હતા તેઓ ખરેખર માનતા નહોતા કે ઈસુ તે ખ્રિસ્ત છે. તેઓ તેમના ઠઠ્ઠા અને મશ્કરી કરવા માટે તેમને આ રીતે બોલાવે છે. (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન)

Matthew 26:69

આ ઘટનાઓ તે જ સમયે બને છે જ્યારે ધાર્મિક આગેવાનો સમક્ષ ઈસુ પર કાર્યવાહી ચાલી રહી હતી.

જેમ ઈસુએ કહ્યું હતું કે પિતર તેમનો નકાર કરશે, તે જ રીતે પિતર ઈસુનો ત્રણ વખત નકાર કરે છે, તે વૃતાંતની અહીં શરૂઆત થાય છે.

δὲ

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીંયા માથ્થી સુવાર્તાના નવા ભાગને કહેવાનું શરૂ કરે છે.

Matthew 26:70

οὐκ οἶδα τί λέγεις

દાસી જે કહી રહી હતી તેને પિતર સમજતો હતો. તેણે આ શબ્દો દ્વારા તે ઈસુ સાથે હતો તે વાતનો નકાર કર્યો.

Matthew 26:71

ἐξελθόντα δὲ

જ્યારે પિતર બહાર ગયો.

τὸν πυλῶνα

જ્યારે તે પરસાળમાં બહાર ગયો

λέγει τοῖς ἐκεῖ

ત્યાં બેઠેલા લોકોને કહ્યું

Matthew 26:72

καὶ πάλιν ἠρνήσατο μετὰ ὅρκου, ὅτι οὐκ οἶδα τὸν ἄνθρωπον.

તેણે ફરીથી સમ ખાઈને નકાર કર્યો, 'હું તે માણસને ઓળખતો નથી!'

Matthew 26:73

ἐξ αὐτῶν

તું પણ તેઓમાંનો એક છે

γὰρ ἡ λαλιά σου δῆλόν σε ποιεῖ

આનો અનુવાદ નવા વાક્ય તરીકે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તું પણ ગાલીલથી છે તે અમે કહી શકીએ છીએ કારણ કે તું ગાલીલના લોકોની જેમ વાત કરે છે

Matthew 26:74

καταθεματίζειν

તે પોતાના પર શાપ લાવવા લાગ્યો

ἀλέκτωρ ἐφώνησεν

મરઘો એક પક્ષી છે જે સૂર્યોદયના સમયે ઊંચા અવાજથી પોકારે છે. મરઘો જે અવાજ કરે છે તેને “કુકડેકુક” કહેવાય છે. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 26:34] (../26/34.md)માં કેવી રીતે કર્યો છે.

Matthew 26:75

καὶ ἐμνήσθη ὁ Πέτρος τοῦ ῥήματος Ἰησοῦ εἰρηκότος, ὅτι πρὶν ἀλέκτορα φωνῆσαι, τρὶς ἀπαρνήσῃ με

આ પ્રત્યક્ષ અવતરણને પરોક્ષ અવતરણ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પિતરને યાદ આવે છે કે ઈસુએ તેને કહ્યું હતું કે મરઘો બોલ્યા અગાઉ તું મારો નકાર ત્રણ વાર કરીશ"" (જુઓ: પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

Matthew 27

માથ્થી 27 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""તેમને પિલાત હાકેમને સોંપવામાં આવ્યા""

યહૂદી આગેવાનોએ ઈસુને મારી નાખતા પહેલા રોમના હાકેમ પોન્તિયસ પિલાત પાસેથી પરવાનગી મેળવવી જરૂરી હતી. કેમ કે રોમનો કાયદો તેઓને ઈસુને મારી નાખવાની પરવાનગી આપતો ન હતો. પિલાત ઈસુને મુક્ત કરવા માંગતા હતા, પરંતુ તેઓ ખૂબ જ દુષ્ટ કેદી બરબ્બાસને મુક્ત કરાવવાની ઈચ્છા રાખતા હતા.

કબર

જે કબરમાં ઈસુને દફનાવવામાં આવ્યા હતાં (માથ્થી 27:60) તે કબર એ પ્રકારની કબર હતી જેમાં ધનવાન યહૂદી પરિવારો તેમના મૃતકોને દફનાવતા હતાં. તે ખડકમાં કોતરેલો એક ઓરડો હતો. તેલ અને સુગંધી પદાર્થ લગાડયા પછી મૃત શરીરને વસ્ત્રોમાં લપેટીને મૂકી શકે તે માટે તેમાં એક બાજુએ એક સપાટ જગ્યા હતી. ત્યારપછી તે કબરની આગળ એક મોટો ગોળ પથ્થર ગબડાવી દેતા જેથી કોઈ અંદર જોઈ શકે નહીં કે પ્રવેશ કરી શકે નહીં.

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

કટાક્ષ

સૈનિકો, ""જય હો, યહૂદીઓના રાજાને!""([માથ્થી 27:29] (../../mat/27/29.md)) ઈસુની મજાક કરવા માટે કહે છે. તેઓ માનતા નહોતા કે ઈસુ ખરેખર યહૂદીઓના રાજા છે. (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન)

Matthew 27:1

પિલાતની સમક્ષ ઈસુ પર અદાલતી કાર્યવાહીના વૃતાંતની શરૂઆત અહીં થાય છે.

δὲ

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી સુવાર્તાના નવા ભાગને કહેવાનું શરૂ કરે છે.

συμβούλιον ἔλαβον…κατὰ τοῦ Ἰησοῦ, ὥστε θανατῶσαι αὐτόν

યહૂદી આગેવાનો રોમન અધિકારીઓને ઈસુની હત્યા કરવા માટે સમજાવી રહ્યા છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 27:3

આ ઘટના યહૂદી ધાર્મિક આગેવાનોની સભા સમક્ષ ઈસુ પરની કાર્યવાહી પછી થાય છે, પરંતુ આપણે જાણતા નથી કે આ ઘટના પિલાત સમક્ષ ઈસુનું પરીક્ષણ થયા પહેલાં બની કે કેમ. (જુઓ: ઘટનાઓનો ક્રમ)

ઈસુ પર અદાલતી કાર્યવાહીના વૃતાંતને લેખક અટકાવે છે જેથી યહૂદાએ પોતાને મારી નાખ્યો તેના વૃતાંતનું વર્ણન લેખક કરી શકે.

τότε ἰδὼν Ἰούδας

કોઈ નવી વાર્તાની શરૂઆત કરવાની રીત જો તમારી ભાષામાં છે તો તેનો ઉપયોગમાં તમે અહીં કરી શકો છો.

ὅτι κατεκρίθη

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""યહૂદી આગેવાનોએ ઈસુને દોષી ઠેરવ્યા હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τὰ τριάκοντα ἀργύρια

મુખ્ય યાજકોએ ઈસુને પરસ્વાધીન કરવા યહૂદાને પૈસા આપ્યા હતા. જુઓ કે તમે આનો અનુવાદ માથ્થી 26:15માં કેવી રીતે કર્યો છે.

Matthew 27:4

αἷμα ἀθῷον

આ રૂઢીપ્રયોગ છે જે નિર્દોષ વ્યક્તિના મૃત્યુનો નિર્દેશ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે વ્યક્તિ મૃત્યુને યોગ્ય ન હોય"" (જુઓ: રૂઢિપ્રયોગ)

τί πρὸς ἡμᾶς?

આ પ્રશ્ન દ્વારા યહૂદી આગેવાનો એ બાબત પર ભાર મૂકે છે કે યહૂદાએ જે કહ્યું તેની તેઓને પરવાહ હતી નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""તે અમારી સમસ્યા નથી!"" અથવા ""તે તારી સમસ્યા છે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 27:5

ῥίψας τὰ ἀργύρια εἰς τὸν ναὸν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તે મંદિરના આંગણામાં ચાંદીના સિક્કાઓ નાખીને ચાલ્યો ગયો અથવા 2) તે મંદિરના આંગણામાં ઊભો હતો, અને તેણે ચાંદીના સિક્કાઓ મંદિરમાં ફેંકી દીધા.

Matthew 27:6

οὐκ ἔξεστιν βαλεῖν αὐτὰ

આપણો નિયમ આને ભંડારમાં મૂકવાની રજા આપતો નથી

βαλεῖν αὐτὰ

ચાંદીના સિક્કાઓને મૂકવાની

τὸν κορβανᾶν

આ સ્થળે તેઓ નાણાં મૂકતા હતા જે નાણાંમાંથી તેઓ મંદિર અને યાજકો માટે જરૂરી વસ્તુઓ ખરીદતા હતા. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

τιμὴ αἵματός

આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ એવો થાય છે કે કોઈ વ્યક્તિની હત્યા કરવા પૈસા ચૂકવવામાં આવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""વ્યક્તિનું ખૂન કરવા માટે આપવામાં આવેલા પૈસા” (જુઓ: રૂઢિપ્રયોગ)

Matthew 27:7

τὸν Ἀγρὸν τοῦ Κεραμέως

આ એ ખેતર હતું જ્યાં યરૂશાલેમમાં મરણ પામેલા અજાણ્યા લોકોના મૃતદેહોને દફનાવામાં આવતા હતા.

Matthew 27:8

ἐκλήθη ὁ ἀγρὸς ἐκεῖνος

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો તે ખેતરને રક્તનું ખેતર કહે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἕως τῆς σήμερον

આનો અર્થ એ છે કે તે સમય જ્યારે માથ્થી આ પુસ્તક લખે છે.

Matthew 27:9

લેખક જૂના કરારની ભવિષ્યવાણીની પરિપૂર્ણતા દર્શાવવા માટે જૂના કરારના શાસ્ત્ર વચનને ટાંકે છે.

τότε ἐπληρώθη τὸ ῥηθὲν διὰ Ἰερεμίου τοῦ προφήτου

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ યમિર્યા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τὴν τιμὴν τοῦ τετιμημένου, ὃν ἐτιμήσαντο ἀπὸ υἱῶν Ἰσραήλ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઇઝરાએલીઓએ તેનું મૂલ્ય ઠરાવી આપ્યું છે."" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

υἱῶν Ἰσραήλ

આ ઇઝરાએલના એ લોકોનો ઉલ્લેખ કરે છે જેઓએ ઈસુને મારી નાખવા માટે ચુકવણી કરી હતી. વૈકલ્પિક ભાષાંતર: ""ઇઝરાએલના કેટલાક લોકો"" અથવા ""ઇઝરાએલના આગેવાનો"" (જુઓ: ઉપનામ)

Matthew 27:10

συνέταξέν μοι

અહીં “મને” યર્મિયા પ્રબોધકનો ઉલ્લેખ કરે છે

Matthew 27:11

પિલાતની સમક્ષ ઈસુ પરની કાયદાકીય કાર્યવાહીનો વૃતાંત, જે માથ્થી 27: 2માં શરૂ થયો હતો તેને અહીંથી આગળ ધપાવવામાં આવે છે.

δὲ

જો તમારી ભાષામાં મુખ્ય વાર્તામાં તફાવત દર્શાવવા વિરામ ચિહ્ન લગાવી પછી વાત જારી રાખવાની રીત હોય તો અહીં તેનો ઉપયોગ કરી શકો છો.

τοῦ ἡγεμόνος

પિલાત

αὐτῷ σὺ λέγεις

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આમ કહેવા દ્વારા, ઈસુએ સૂચિત કર્યું કે તેઓ યહૂદીઓના રાજા છે. વૈકલ્પિક ભાષાંતર: ""હા, તું જેમ કહે છે તેમ હું છું"" અથવા ""હા, જેમ તે કહ્યું તેમ છે"" અથવા 2) આમ કહેવા દ્વારા, ઈસુ કહી રહ્યા હતા કે તેઓ સ્વયં નહીં પરંતુ પિલાત જ ઈસુને યહૂદીઓના રાજા કહે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે પોતે જ તે કહ્યું છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 27:12

καὶ ἐν τῷ κατηγορεῖσθαι αὐτὸν ὑπὸ τῶν ἀρχιερέων καὶ τῶν πρεσβυτέρων

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ જ્યારે મુખ્ય યાજકોએ અને વડીલોએ તેમના પર આરોપ મૂક્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 27:13

οὐκ ἀκούεις πόσα σου καταμαρτυροῦσιν?

પિલાતે આ પ્રશ્ન પૂછ્યો કારણ કે તે આશ્ચર્ય પામે છે કે ઈસુ કેમ શાંત રહે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મને આશ્ચર્ય થયું છે કે તમે આ લોકોનો જવાબ આપતા નથી કે જે તમારા પર જુઠા આરોપ લગાવે છે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Matthew 27:14

οὐκ ἀπεκρίθη αὐτῷ πρὸς οὐδὲ ἓν ῥῆμα, ὥστε θαυμάζειν τὸν ἡγεμόνα λίαν

એક શબ્દ પણ ના બોલ્યા; હાકેમ ખૂબ આશ્ચર્ય પામ્યા. આ કહેવાનો અર્થ એ છે કે ઈસુ સંપૂર્ણપણે શાંત રહ્યા.

Matthew 27:15

δὲ

અહીં જે શબ્દનો ઉપયોગ થયો છે તે મુખ્ય સુવાર્તામાં વિભાગ પાડવા ચિહ્નનો ઉપયોગ કરે છે તેથી માથ્થી વાંચકને શરુઆતની માહિતી સમજવા માટે મદદ કરે છે માથ્થી 27:17. (જુઓ: પૂર્વભૂમિકા)

ἑορτὴν

આ પાસ્ખા પર્વનો ઉત્સવ છે.

ἕνα τῷ ὄχλῳ δέσμιον, ὃν ἤθελον

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""બંદીવાનને જેને લોકો પસંદ કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 27:16

εἶχον…δέσμιον ἐπίσημον

ત્યાં એક નામચીન બંદીવાન હતો

ἐπίσημον

કંઈક દુષ્ટતા કરવામાં જાણીતો હતો

Matthew 27:17

συνηγμένων…αὐτῶν

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ટોળું ભેગુ થયું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Ἰησοῦν, τὸν λεγόμενον Χριστόν

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “જેને કેટલાક લોકો ખ્રિસ્ત કહે છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 27:18

παρέδωκαν αὐτόν

યહૂદી આગેવાનો ઈસુને પિલાતની પાસે લાવ્યા હતા. તેઓએ આમ કર્યુ હતું જેથી પિલાત ઈસુનો ન્યાય કરે.

Matthew 27:19

καθημένου δὲ αὐτοῦ

પિલાત બેઠો હતો ત્યારે

καθημένου…ἐπὶ τοῦ βήματος

ન્યાયાધીશની બેઠક પર બેઠો હતો. આ તે બેઠક છે જ્યાં બેસીને ન્યાયાધીશ નિર્ણય કરે છે.

ἀπέστειλεν

સંદેશો મોકલ્યો

πολλὰ…ἔπαθον σήμερον

મને આજે તેને લીધે ઘણું દુઃખ થયું

Matthew 27:20

δὲ…τὸν δὲ Ἰησοῦν ἀπολέσωσιν

અહીંયા “હવે” શબ્દનો ઉપયોગ કરીને મુખ્ય સુવાર્તામાં વિભાગ કરીને ચિહ્ન કરવામાં આવે છે. માથ્થી પૂર્વભૂમિકાની માહિતી આપી જણાવે છે કે લોકોએ કેમ બરબ્બાસને પસંદ કર્યો. (જુઓ: પૂર્વભૂમિકા)

τὸν δὲ Ἰησοῦν ἀπολέσωσιν

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""રોમન સિપાઈઓ દ્વારા ઈસુને મારી નંખાવે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 27:21

εἶπεν αὐτοῖς

લોકોના ટોળાને પૂછ્યું

Matthew 27:22

τὸν λεγόμενον Χριστόν

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 27:23

ἐποίησεν

ઈસુએ શું કર્યુ છે

οἱ…ἔκραζον

લોકોના ટોળાએ બુમ પાડી

Matthew 27:24

ἀπενίψατο τὰς χεῖρας ἀπέναντι τοῦ ὄχλου

પિલાતે કહ્યું કે આ ન્યાયી ઈસુના રક્ત માટે હું જવાબદાર નથી. (જુઓ: સાંકેતિક પગલું)

τοῦ αἵματος

અહિયા “રક્ત” વ્યક્તિના મૃત્યુને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: “મૃત્યુ” (જુઓ: ઉપનામ)

ὑμεῖς ὄψεσθε

એ તમારી જવાબદારી છે

Matthew 27:25

τὸ αἷμα αὐτοῦ ἐφ’ ἡμᾶς καὶ ἐπὶ τὰ τέκνα ἡμῶν

અહીંયા ""રક્ત"" એ વ્યક્તિના મૃત્યુ માટે ઉપનામ છે. વાક્ય ""અમને અને અમારા બાળકોના માથે"" એ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે જે થઈ રહ્યું છે તેની જવાબદારી તેઓ સ્વીકારે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હા! તેનું રક્ત અમારા માથે અને અમારા વંશજોને માથે"" (જુઓ: ઉપનામ અને રૂઢિપ્રયોગ)

Matthew 27:26

τότε ἀπέλυσεν αὐτοῖς τὸν Βαραββᾶν

પિલાત લોકોને માટે બરબ્બાસને છોડી દે છે

τὸν δὲ Ἰησοῦν φραγελλώσας, παρέδωκεν ἵνα σταυρωθῇ

તે સૂચવે છે કે ઈસુને વધસ્તંભે જડાવા માટે પિલાતે તેમને સિપાઈઓને સોંપ્યા. ઈસુને વધસ્તંભે જડવા સોંપી દેવા તે એક રૂપક છે જેનો અર્થ છે ઈસુને વધસ્તંભે જડી દેવા માટે તેના સિપાઈઓને હુકમ કરવો. વૈકલ્પિક ભાષાંતર: ""તેણે તેના સિપાઈઓને ઈસુને વધસ્તંભે જડવા સારું આદેશ આપ્યો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને રૂપક)

τὸν…Ἰησοῦν φραγελλώσας

ઈસુને કોરડાથી મારે છે અથવા “ઈસુને કોરડા માર્યા”

Matthew 27:27

આ માહિતી ઈસુનું વધસ્તંભ જડાવું અને તેમના મૃત્યુના વૃતાંતની શરૂઆત કરે છે.

τὴν σπεῖραν

સિપાઈઓનું ટોળું

Matthew 27:28

καὶ ἐκδύσαντες αὐτὸν

તેમના વસ્ત્રો ઉતારીને

κοκκίνην

લાલ રંગનો ઝભ્ભો પહેરાવ્યો

Matthew 27:29

στέφανον ἐξ ἀκανθῶν

કાંટાવાળી ડાળીઓથી બનાવેલો કાંટાનો તાજ અથવા ""એક મુગટ જેને કાંટાની ડાળીઓથી બનાવેલો હોય છે

κάλαμον ἐν τῇ δεξιᾷ αὐτοῦ

રાજા જે રાજદંડ હાથમાં ધારણ કરે છે તેના પ્રતિનિધિત્વ રૂપે તેઓએ ઈસુને જમણા હાથમાં સોટી આપી. તેઓએ ઈસુની મજાક કરવા આમ કર્યું.

χαῖρε, ὁ Βασιλεῦ τῶν Ἰουδαίων

તેઓ ઈસુની મજાક કરવા આમ કહેતા હતા. તેઓ ઈસુને ""યહૂદીઓનો રાજા"" કહેતા હતા, પરંતુ તેઓ ખરેખર માનતા નહોતા કે ઈસુ રાજા છે. અને તેમ છતાં તેઓ જે કહેતા હતા તે સાચું હતું. (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન)

χαῖρε

અમે તમને માન આપીએ છીએ અથવા “તમે લાંબા સમય જીવિત રહો”

Matthew 27:30

καὶ ἐμπτύσαντες εἰς αὐτὸν

તેમના થૂંકનો ઉપયોગ કરીને, સિપાઈઓ ઈસુ પર થૂંકયા

Matthew 27:32

ἐξερχόμενοι

આનો અર્થ ઈસુ અને સૈનિકો શહેરમાંથી બહાર આવ્યા. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ યરૂશાલેમથી બહાર આવ્યા ત્યારે""(જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

εὗρον ἄνθρωπον

સિપાઈઓએ એક માણસને જોયો

τοῦτον ἠγγάρευσαν ἵνα ἄρῃ τὸν σταυρὸν αὐτοῦ

સૈનિકોએ તેની સાથે બળજબરી પૂર્વક ઈસુનો વધસ્તંભ ઉચકાવ્યો

Matthew 27:33

τόπον λεγόμενον Γολγοθᾶ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""સ્થળ જેને લોકો ગલગથા કહે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 27:34

αὐτῷ πιεῖν οἶνον μετὰ χολῆς μεμιγμένον

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પીવાને સરકો, તેમણે પિત્ત સાથે મિશ્ર કર્યો હતો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

χολῆς

કડવો, પીળો પ્રવાહી જે શરીરમાં પાચન માટે વપરાય છે

Matthew 27:35

τὰ ἱμάτια αὐτοῦ

આ એ વસ્ત્રો છે જે ઈસુએ પહેર્યા હતા. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 27:37

τὴν αἰτίαν αὐτοῦ

તેમને કેમ વધસ્તંભ પર જડી દેવામાં આવ્યા હતા તેનું લેખિત સ્પસ્ટીકરણ

Matthew 27:38

τότε σταυροῦνται σὺν αὐτῷ δύο λῃσταί

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""સિપાઈઓએ ઈસુ સાથે બે ચોરોને વધસ્તંભે જડ્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 27:39

κινοῦντες τὰς κεφαλὰς αὐτῶν

ઈસુની મશ્કરી કરવા તેઓએ આમ કર્યું. (જુઓ: સાંકેતિક પગલું)

Matthew 27:40

εἰ υἱὸς εἶ τοῦ Θεοῦ, καὶ κατάβηθι ἀπὸ τοῦ σταυροῦ

તેઓ માનતા ન હતા કે ઈસુ ઈશ્વરના દીકરા છે, તેથી તેઓ ઇચ્છે છે કે જો તે છે તો તેમ સાબિત કરે. વૈકલ્પિક ભાષાંતર: ""જો તમે ઈશ્વરનો દીકરા છો, તો તમે વધસ્તંભથી નીચે ઉતરી આવો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

υἱὸς…τοῦ Θεοῦ

ખ્રિસ્ત માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર સાથેના તેમના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Matthew 27:42

ἄλλους ἔσωσεν, ἑαυτὸν οὐ δύναται σῶσαι

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) યહૂદી આગેવાનો માનતા નહોતા કે ઈસુએ બીજાઓને બચાવ્યા હતા અથવા હવે તેઓ(ઈસુ) પોતાને બચાવી શકે છે, અથવા 2) તેઓ ઈસુ પર હસે છે કેમ કે તેઓ માને છે કે ઈસુએ બીજાઓને બચાવ્યા પરંતુ હવે તેઓ પોતાને બચાવી શકતા નથી. (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન)

Βασιλεὺς Ἰσραήλ ἐστιν,

આગેવાનો ઈસુની મશ્કરી કરે છે. તેઓ તેમને ""ઇઝરાએલનો રાજા"" કહે છે, પરંતુ તેઓ ખરેખર માનતા નથી કે ઈસુ રાજા છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુ કહે છે કે તેઓ(ઈસુ) સ્વયં ઇઝરાએલના રાજા છે"" (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન)

Matthew 27:43

યહૂદી આગેવાનો ઈસુની મશ્કરી કરવાનું ચાલુ રાખે છે.

εἶπεν γὰρ, ὅτι Θεοῦ εἰμι Υἱός.

અહીં અવતરણની અંદર અવતરણ છે. તેને પરોક્ષ અવતરણ તરીકે લખી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે સ્વયં ઈસુએ કહ્યું કે તેઓ(ઈસુ) પોતે ઈશ્વરના દીકરા છે."" (જુઓ: અવતરણોની અંદર અવતરણો અને પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

Θεοῦ…Υἱός

ઈસુને માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર સાથેનો તેમનો સબંધ દર્શાવે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Matthew 27:44

οἱ λῃσταὶ, οἱ συνσταυρωθέντες σὺν αὐτῷ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ચોરો કે જેઓને સિપાઈઓએ ઈસુ સાથે વધસ્તંભ પર જડ્યા હતા."" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 27:45

δὲ

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીંયા માથ્થી સુવાર્તાના નવા ભાગને કહે છે.

ἀπὸ…ἕκτης ὥρας…ἕως ὥρας ἐνάτης

લગભગ બપોર પછી ... ત્રણ કલાક અથવા ""બપોરે લગભગ બાર વાગ્યાથી ... લગભગ બપોરના ત્રણ વાગ્યા સુધી

σκότος ἐγένετο ἐπὶ πᾶσαν τὴν γῆν

અંધકાર"" શબ્દ એ અમૂર્ત નામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે સમગ્ર પ્રદેશ પર અંધકાર છવાઈ ગયો"" (જુઓ: અમૂર્ત નામો)

Matthew 27:46

ἀνεβόησεν ὁ Ἰησοῦς

ઈસુએ મોટેથી બુમ પાડી અથવા “ઈસુએ બુમ પાડી”

Ἐλωῒ, Ἐλωῒ, λεμὰ σαβαχθάνει

ઈસુએ પોતાની ભાષામાં બૂમ પાડી તેના આ શબ્દો છે. અનુવાદકો સામાન્ય રીતે આ શબ્દોને તેના મૂળસ્વરૂપમાં છોડી દે છે. (જુઓ: શબ્દોની નકલ અથવા ઉછીના લેવા)

Matthew 27:48

εἷς ἐξ αὐτῶν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) સિપાઈઓમાંના એક અથવા 2) તેઓમાંનો એક જે ત્યાં ઊભો હતો અને જોતો હતો.

σπόγγον

આ એક સમુદ્રી પ્રાણી છે જેનો ઉછેર કરવામાં આવે છે અને જેનો ઉપયોગ પ્રવાહીને સમાવવા અને જાળવી રાખવા માટે થાય છે. પાછળથી પ્રવાહીને નીચોવી નાંખી બહાર કાઢી મૂકાય છે.

ἐπότιζεν αὐτόν

ઈસુને આપ્યું

Matthew 27:50

ἀφῆκεν τὸ πνεῦμα

જે વ્યક્તિને જીવન આપે છે તેનો ઉલ્લેખ અહીં ""આત્મા"" કરે છે. ઈસુ મૃત્યુ પામ્યા તેમ આ શબ્દસમૂહ દ્વારા કહેવાયું છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુએ તેમનો આત્મા ઈશ્વરના હાથ સોપી દીધો અને પ્રાણ છોડ્યો"" અથવા ""તેમણે અંતિમ શ્વાસ લીધો""(જુઓ: સૌમ્યોક્તિ)

Matthew 27:51

આ ઈસુના મરણ પછી બનતી ઘટનાઓનું વૃતાંત શરૂ કરે છે.

ἰδοὺ

અહીં ""જોવું"" શબ્દ એ આવનારી આશ્ચર્યજનક માહિતી પર ધ્યાન આપવા માટે ચેતવણી આપે છે.

τὸ καταπέτασμα τοῦ ναοῦ ἐσχίσθη εἰς δύο

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મંદિરનો પડદો ફાટીને બે ભાગ થઈ ગયા"" અથવા ""ઈશ્વરે મંદિરના પડદાને બે ભાગમાં ફાડી નાખ્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 27:52

καὶ τὰ μνημεῖα ἀνεῴχθησαν, καὶ πολλὰ σώματα τῶν κεκοιμημένων ἁγίων ἠγέρθη

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે કબરો ખોલી નાખી અને મૃત્યુ પામેલા ઘણા ઈશ્વરપરાયણ લોકોના મૃતદેહોને જીવંત કર્યા” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

σώματα τῶν κεκοιμημένων ἁγίων ἠγέρθη

અહીંયા ઉઠાડવું એ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે કોઈક જે મૃત્યુ પામ્યું છે તે ફરી જીવંત થાય છે. આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઊંઘી ગયેલા ઘણા ધર્મી લોકોના મૃતદેહોમાં ઈશ્વર પાછું જીવન મૂકે છે"" (જુઓ: રૂઢિપ્રયોગ)

κεκοιμημένων

મૃત્યુ વિશે કહેવાની આ એક વિનમ્ર રીત છે. વૈકલ્પિક ભાષાંતર: ""મૃત્યુ પામ્યા"" (જુઓ: સૌમ્યોક્તિ)

Matthew 27:53

καὶ ἐξελθόντες ἐκ…ἐνεφανίσθησαν πολλοῖς

ઘટનાનો ક્રમ જેનું વર્ણન માથ્થી કરે છે (કલમ 52 માં ""કબરો ઉઘડી ગઈ” શબ્દોથી શરૂઆત કરીને) જે અસ્પષ્ટ છે. ઈસુના મૃત્યુ પછી ભૂકંપ થયો અને કબરો ઉઘડી ગઈ. 1) પવિત્ર લોકો જીવનમાં પાછા આવ્યા, અને ઈસુના જીવિત થયા પછી આ પવિત્ર લોકો યરૂશાલેમમાં પ્રવેશ્યા, જ્યાં ઘણા લોકોએ તેમને જોયા, અથવા 2) ઈસુ પાછા સજીવન થયા, અને પછી પવિત્ર લોકો જીવનમાં પાછા આવ્યા અને શહેરમાં પ્રવેશ્યા, જ્યાં ઘણા લોકોએ તેમને જોયા.

Matthew 27:54

δὲ

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીંયા માથ્થી સુવાર્તાના નવા ભાગને કહેવાનું શરૂ કરે છે.

οἱ…τηροῦντες τὸν Ἰησοῦν

જે લોકો ઈસુની સંભાળ રાખતા હતા. આ બીજા સિપાઈઓ છે જેઓ સુબેદાર સાથે ઈસુની કબર આગળ ચોકીપહેરો ભરી રહ્યા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""તેની સાથેના બીજા સિપાઈઓ જેઓ ઈસુની સંભાળ રાખી રહ્યા હતા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Θεοῦ Υἱὸς

ઈસુ માટે આ એક મહત્ત્વનું શીર્ષક છે જે ઈશ્વર સાથેના તેમના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Matthew 27:56

ἡ μήτηρ τῶν υἱῶν Ζεβεδαίου

યાકૂબ અને યોહાનની મા અથવા “ઝબદીની પત્ની”

Matthew 27:57

ઈસુના દફનના વૃતાંતની અહીં શરૂઆત થાય છે.

Ἁριμαθαίας

આ ઇઝરાએલમાંના એક શહેરનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Matthew 27:58

τότε ὁ Πειλᾶτος ἐκέλευσεν ἀποδοθῆναι

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પછી પિલાતે સિપાઈઓને ઈસુના શબને યૂસફને આપવાનો આદેશ આપ્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 27:59

σινδόνι

શણના, કિંમતી વસ્ત્ર

Matthew 27:60

ὃ ἐλατόμησεν ἐν τῇ πέτρᾳ

તે સૂચવે છે કે યૂસફ પાસે એવા કામદારો હતા કે જેઓ પથ્થરમાંથી કબરો બનાવતા હતા. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

καὶ προσκυλίσας λίθον μέγαν

મોટા ભાગે યૂસફ પાસે ત્યાં પથ્થરને ખસેડવા માટે અન્ય લોકો હતા. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 27:61

ἀπέναντι τοῦ τάφου

કબરમાંથી બીજી બાજુ

Matthew 27:62

τὴν παρασκευήν

આ તે દિવસ છે કે લોકોએ સાબ્બાથને માટે બધી તૈયારી કરી હોય

συνήχθησαν…πρὸς Πειλᾶτον

પિલાતને મળ્યો

Matthew 27:63

ἐκεῖνος ὁ πλάνος…ἔτι ζῶν

જ્યારે ઈસુ, તે છેતરનાર, જીવિત હતા

εἶπεν…μετὰ τρεῖς ἡμέρας ἐγείρομαι.

આ અવતરણમાં અવતરણ છે. તે પરોક્ષ અવતરણ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમણે કહ્યું હતું કે ત્રણ દિવસ પછી તેઓ(ઈસુ) ફરી પાછા ઊઠશે."" અથવા ""તેમણે કહ્યું હતું કે ત્રણ દિવસ પછી તેઓ(ઈસુ) ફરી પાછા ઊઠશે."" (જુઓ: અવતરણોની અંદર અવતરણો અને પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

Matthew 27:64

κέλευσον…ἀσφαλισθῆναι τὸν τάφον

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા સિપાઈઓને કબરનો ચોકીપહેરો કરવા માટે આદેશ આપો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τῆς τρίτης ἡμέρας

(જુઓ: ક્રમવાચક સંખ્યાઓ)

ἐλθόντες οἱ μαθηταὶ αὐτοῦ, κλέψωσιν αὐτὸν

તેમના શિષ્યો કદાચ આવે અને તેમના દેહને ચોરી જાય

ἐλθόντες οἱ μαθηταὶ αὐτοῦ…εἴπωσιν τῷ λαῷ, ἠγέρθη ἀπὸ τῶν νεκρῶν; καὶ

આ અવતરણની અંદર અવતરણ છે. તે પરોક્ષ અવતરણ તરીકે કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""તેના શિષ્યો કદાચ... લોકોને કહે કે ઈસુ મૂએલામાંથી ઉઠ્યા છે, અને"" (જુઓ: અવતરણોની અંદર અવતરણો અને પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

ἀπὸ τῶν νεκρῶν

જેઓ સર્વ મૃત્યુ પામ્યા છે તેઓમાંથી. આ અભિવ્યક્તિ સર્વ મૃત્યુ પામેલા લોકો જેઓ અધોલોકમાં છે તેઓને વર્ણવે છે. તેઓમાંથી ઉઠવું એટલે ફરીથી જીવિત થવું.

καὶ ἔσται ἡ ἐσχάτη πλάνη χείρων τῆς πρώτης

સમજાયેલી માહિતી સ્પષ્ટ રીતે જણાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને જો તેઓ લોકોને એમ કહીને છેતરે તો તે છેતરામણી અગાઉના કરતાં ભૂંડી હશે જ્યારે તેમણે એમ કહીને લોકોને છેતર્યા હતા કે તેઓ(ઈસુ) ખ્રિસ્ત છે."" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

Matthew 27:65

κουστωδίαν

આ ચાર થી સોળ રોમના સિપાઈઓનો સમાવેશ કરે છે.

Matthew 27:66

σφραγίσαντες τὸν λίθον

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તેઓએ કબરના મુખ પ્રદેશ તરફ એટલે કે પ્રવેશદ્વારની બંને બાજુએ પથ્થરની દિવાલ જોડી છે અથવા 2) તેઓએ પથ્થર અને દિવાલ વચ્ચે મહોર મારી છે.

μετὰ τῆς κουστωδίας

સિપાઈઓને ત્યાં ઊભા રહેવાનુ કહ્યું કે જ્યાંથી લોકોને કબર સાથે ચેડાં કરતાં અટકાવી શકાય.

Matthew 28

માથ્થી 28 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

કબર

જે કબરમાં ઈસુને દફનાવવામાં આવ્યા હતાં (માથ્થી 28: 1) તે કબર એ પ્રકારની કબર હતી જેમાં ધનવાન યહૂદી પરિવારો તેમના મૃતકોને દફનાવતા હતાં. તે ખડકમાં કોતરેલો એક ઓરડો હતો. તેલ અને સુગંધી પદાર્થ લગાડયા પછી મૃત શરીરને વસ્ત્રોમાં લપેટીને મૂકી શકે તે માટે તેમાં એક બાજુએ એક સપાટ જગ્યા હતી. ત્યારપછી તે કબરની આગળ એક મોટો ગોળ પથ્થર ગબડાવી દેતા જેથી કોઈ અંદર જોઈ શકે નહીં કે પ્રવેશ કરી શકે નહીં.

""શિષ્યો બનાવો""

છેલ્લી બે કલમો (માથ્થી 28: 19-20) સામાન્ય રીતે ""મહાન આદેશ"" તરીકે ઓળખાય છે કારણ કે તે સર્વ ખ્રિસ્તીઓને આપવામાં આવતો ખૂબ જ મહત્વપૂર્ણ આદેશ છે. ખ્રિસ્તીઓએ સુવાર્તા પ્રચાર કરીને “શિષ્યો બનાવવાના” છે અને લોકો સાથે સુવાર્તા પ્રચારીને તેમને ખ્રિસ્તી તરીકે જીવન જીવવા માટે તાલીમ આપવી.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

પ્રભુનો દૂત

માથ્થી, માર્ક, લૂક અને યોહાન સર્વએ ઈસુના કબર આગળ સ્ત્રીઓ સાથે સફેદ વસ્ત્રોમાં દૂતો પ્રગટ થયા તે વિશે લખ્યું છે. બે લેખકો તેઓને માણસો કહે છે, કારણ કે તે દૂતો મનુષ્ય જેવા લાગતાં હતાં. પરંતુ અન્ય બે લેખકોએ તે બે દૂતોમાંથી ફક્ત એકના જ વિશે લખ્યું છે. બધા ફકરાઓ એકસમાન વાત કહે છે તેમ કહેવાનો પ્રયત્ન કરવા કરતાં આ સર્વ ભાગોનો અનુવાદ યુએલટી અનુસાર કરવો ઉત્તમ છે. (જુઓ: માથ્થી 28:1-2 અને માર્ક 16:5 અને લૂક 24:4 અને યોહાન 20:12)

Matthew 28:1

ઈસુના મૂએલામાંથી પુનરુત્થાન થવાના વૃતાંતની આ શરૂઆત છે.

ὀψὲ δὲ Σαββάτων, τῇ ἐπιφωσκούσῃ εἰς μίαν σαββάτων

સાબ્બાથ પૂરો થયા પછી, જેમ રવિવારની સવારે સૂર્ય ઉપર આવ્યો

δὲ

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીંયા માથ્થી સુવાર્તાના નવા વિભાગનું વર્ણન કરવાની શરૂઆત કરે છે.

ἡ ἄλλη Μαρία

મરિયમ નામની બીજી સ્ત્રી. આ મરિયમ યાકૂબ અને યૂસફની મા છે (માથ્થી 27:56).

Matthew 28:2

ἰδοὺ

અહીં ""જુઓ"" શબ્દ આવનાર આશ્ચર્યજનક માહિતી પર ધ્યાન આપવા ચેતવણી આપે છે. તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.

σεισμὸς ἐγένετο μέγας; ἄγγελος γὰρ Κυρίου καταβὰς…ἀπεκύλισε τὸν λίθον

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ધરતીકંપ થયો કારણ કે દૂતે નીચે આવીને પથ્થરને ગબડાવ્યો અથવા 2) આ સર્વ ઘટનાઓ એક જ સમયે થાય છે.

σεισμὸς

અચાનક અને ખૂબ ધ્રુજારી સાથે જમીન કાંપી ગઈ

Matthew 28:3

ἡ εἰδέα αὐτοῦ

દૂતનો દેખાવ

ἦν…ὡς ἀστραπὴ

આ એક સમાનતા છે જે દૂતના દેખાતા તેજસ્વી પ્રકાશ પર ભાર મૂકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""વીજળી જેવો તેજસ્વી હતો"" (જુઓ: ઉપમા)

τὸ ἔνδυμα αὐτοῦ λευκὸν ὡς χιών

આ એક સમાનતા છે જે દૂતના વસ્ત્રો કેવા તેજસ્વી અને શ્વેત હતા તેના ઉપર ભાર મૂકે છે. અગાઉના વાક્યમાંથી ""હતો"" ક્રિયાપદ પુનરાવર્તિત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેના વસ્ત્રો ખૂબ તેજસ્વી બરફના જેવા શ્વેત હતા,"" (જુઓ: ઉપમા અને અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

Matthew 28:4

ἐγενήθησαν ὡς νεκροί

આ એક સમાનતા છે જેનો અર્થ એ છે કે સિપાઈઓ પડી ગયા અને ઉભા થઈ શક્યા નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ ધ્રુજી ગયા અને મરણતોલ થઈ ગયા"" (જુઓ: ઉપમા)

Matthew 28:5

ταῖς γυναιξίν

માગ્દલાની મરિયમ અને મરિયમ નામની અન્ય સ્ત્રી

τὸν ἐσταυρωμένον

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમને લોકોએ અને સિપાઈઓએ વધસ્તંભે જડ્યા હતા"" અથવા ""જેઓને તેઓએ વધસ્તંભ પર જડ્યા હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Matthew 28:7

εἴπατε τοῖς μαθηταῖς αὐτοῦ, ὅτι ἠγέρθη ἀπὸ τῶν νεκρῶν; καὶ ἰδοὺ, προάγει ὑμᾶς εἰς τὴν Γαλιλαίαν; ἐκεῖ αὐτὸν ὄψεσθε

આ અવતરણની અંદર અવતરણ છે. તે પરોક્ષ અવતરણ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમના શિષ્યોને કહો કે તેઓ(ઈસુ) મૂએલામાંથી ઉઠ્યા છે અને તે ઈસુ તમારી આગળ ગાલીલ ગયા છે જ્યાં તમે તેમને જોશો."" (જુઓ: અવતરણોની અંદર અવતરણો અને પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

ἠγέρθη

તે ફરીથી જીવિત થયા છે

ἀπὸ τῶν νεκρῶν

જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ સર્વમાંથી. મૃત્યું પામેલા સર્વ લોકો જેઓ અધોલોકમાં છે તેઓનું વર્ણન આ અભિવ્યક્ત કરે છે. તેઓમાંથી ઉઠવું એટલે ફરીથી જીવંત થવું.

προάγει ὑμᾶς…αὐτὸν ὄψεσθε

અહીંયા ""તમે"" બહુવચન છે. તે સ્ત્રીઓ અને શિષ્યોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

εἶπον ὑμῖν

અહીંયા ""તમે"" બહુવચન છે અને સ્ત્રીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

Matthew 28:8

καὶ ἀπελθοῦσαι

મરિયમ માગ્દાલાની અને મરિયમ નામની અન્ય સ્ત્રી

Matthew 28:9

ἰδοὺ

અહીંયા ""જુઓ"" શબ્દ આવનાર આશ્ચર્યજનક માહિતી પર ધ્યાન આપવા ચેતવણી આપે છે. તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.

χαίρετε

આ એક સામાન્ય અભિવાદન છે, જે અંગ્રેજીમાં ""હેલો"" જેવું છે.

ἐκράτησαν αὐτοῦ τοὺς πόδας

તેઓએ તેમના પગે પડીને તેમનું ભજન કર્યું

Matthew 28:10

τοῖς ἀδελφοῖς μου

આ ઈસુના શિષ્યોનો ઉલ્લેખ કરે છે

Matthew 28:11

ઈસુના પુનરુત્થાન વિશે યહૂદી આગેવાનોએ જ્યારે સાંભળ્યું ત્યારે તેઓનો પ્રતિસાદ વિશેના વૃતાંતની આ શરુઆત છે.

δὲ

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી સુવાર્તાના નવા ભાગને કહેવાનું શરૂ કરે છે.

αὐτῶν

અહીંયા મરિયમ માગ્દાલાની અને અન્ય મરિયમનો ઉલ્લેખ કરે છે.

ἰδού

અહીં સુવાર્તામાં મોટી ઘટનામાં/વિસ્તૃત વૃતાંતમાં બીજી નાની ઘટનાની/વૃતાંતની શરૂઆત છે. તેમાં કદાચને અગાઉની ઘટના કરતા ભિન્ન લોકોનો સમાવેશ હોઈ શકે છે. તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.

Matthew 28:12

συμβούλιόν τε λαβόντες

તેઓની મધ્યે યોજના નક્કી થઈ. યાજકો અને વડીલોએ સિપાઈઓને પૈસા આપવાનું નક્કી કર્યું.

Matthew 28:13

εἴπατε ὅτι, οἱ μαθηταὶ αὐτοῦ…ἐλθόντες…ἡμῶν κοιμωμένων.

જો તમારી ભાષા અવતરણચિહ્નોમાં અવતરણની મંજૂરી આપતી નથી, તો તમે આને એક જ અવતરણ તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""લોકોને કહો કે અમે જ્યારે ઉંઘતા હતા ત્યારે ... ઈસુના શિષ્યો આવીને તેનું શબ લઈ ગયા.” (જુઓ: અવતરણો અને અવતરણ શબ્દો અને પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

Matthew 28:14

καὶ ἐὰν ἀκουσθῇ τοῦτο ἐπὶ τοῦ ἡγεμόνος

જ્યારે અમે ઊંઘતા હતા ત્યારે ઈસુના શિષ્યો આવીને તેનું શબ લઈ ગયા તે વિશે જો હાકેમને જાણ થાય

τοῦ ἡγεμόνος

પિલાત (માથ્થી 27:2)

ἡμεῖς πείσομεν καὶ ὑμᾶς ἀμερίμνους ποιήσομεν

તેની ચિંતા કરશો નહીં. અમે હાકેમ સાથે વાત કરીશું જેથી તે તમને શિક્ષા કરશે નહીં.

Matthew 28:15

ἐποίησαν ὡς ἐδιδάχθησαν

આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""યાજકોએ તેમને જે કરવા કહ્યું હતું તે પ્રમાણે તેઓએ કર્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὁ λόγος οὗτος παρὰ Ἰουδαίοις μέχρι τῆς σήμερον ἡμέρας

ઘણા યહૂદીઓએ આ વાત સાંભળી અને બીજાઓને કહી અને આજદિન સુધી આજ વાત તેઓમાં ચાલી રહી છે.

μέχρι τῆς σήμερον ἡμέρας

આ પુસ્તક માથ્થીએ કયા સમયે લખ્યું તેનો ઉલ્લેખ કરે છે.

Matthew 28:16

ઈસુ તેમના પુનરુત્થાન પછી તેમના શિષ્યોને પ્રગટ થયા તેનો ઉલ્લેખ કરે છે.

Matthew 28:17

προσεκύνησαν, οἱ δὲ ἐδίστασαν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તેઓ સર્વએ ઈસુની સ્તુતિ કરી, તેમ છતાં તેમાંના કેટલાકે સંદેહ કર્યો, અથવા 2) તેમનામાંના કેટલાકે ઈસુની સ્તુતિ કરી, પણ બીજાઓએ તેમની સ્તુતિ કરી નહીં કારણ કે તેઓ સંદેહ રાખતા હતા.

οἱ δὲ ἐδίστασαν

શિષ્યોએ કયો સંદેહ રાખ્યો તે સ્પષ્ટપણે કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""કેટલાકને સંદેહ હતો કે તેઓ(ઈસુ) ખરેખર ઈસુ હતા અને તેઓ(ઈસુ) ફરીથી જીવંત થયા છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Matthew 28:18

ἐδόθη μοι πᾶσα ἐξουσία

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારા પિતાએ મને બધો અધિકાર આપ્યો છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐν οὐρανῷ καὶ ἐπὶ τῆς γῆς

અહીં ""આકાશ"" અને ""પૃથ્વી"" નો ઉપયોગ એ આકાશ અને પૃથ્વી પરના દરેક અને દરેક વસ્તુ દર્શાવવા માટે થાય છે. (જુઓ: મેરિઝમ)

Matthew 28:19

πάντα τὰ ἔθνη

અહીં ""દેશો” લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""દરેક દેશના સર્વ લોકોને"" (જુઓ: ઉપનામ)

εἰς τὸ ὄνομα

અહીં ""નામ"" એ અધિકારને ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અધિકાર દ્વારા"" (જુઓ: ઉપનામ)

τοῦ Πατρὸς…τοῦ Υἱοῦ

આ મહત્વપૂર્ણ શિર્ષકો છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Matthew 28:20

ἰδοὺ

જુઓ અથવા ""સાંભળો"" અથવા ""હું તમને જે કહેવાનું છું તેના પર ધ્યાન આપો

ἕως τῆς συντελείας τοῦ αἰῶνος

આ યુગના અંત સુધી અથવા ""જગતના અંત સુધી