ગુજરાતી (Gujarati): translationNotes

Updated ? hours ago # views See on DCS Draft Material

Titus

Titus front

તિતસને પત્રની પ્રસ્તાવના 

ભાગ ૧ : સર્વ સામાન્ય પ્રસ્તાવના 

તિતસને પત્રની રૂપરેખા 
  1. પાઉલ તિતસને સૂચના આપે છે કે તેણે ઈશ્વરપરાયણ આગેવાનોની નિયુક્તિ કરવી. (૧:૧-૧૬) 
  2. પાઉલ તિતસને સૂચના આપે છે કે તેણે લોકોને ઈશ્વરપરાયણ જીવન જીવવા તાલીમ આપવી. (૨:૧-૩:૧૧)
  3. તેના કેટલાક આયોજન જણાવી તથા વિવધ વિશ્વાસીઓને સલામ પાઠવી પાઉલ પત્રનું સમાપન કરે છે. (૩:૧૨-૧૫)
તિતસને પત્ર કોણે લખ્યો હતો? 

તિતસને પત્રનો લેખક પાઉલ છે. પાઉલ તાર્સસ શહેરનો વતની હતો. તેના જીવનના અગાઉના સમયોમાં તે શાઉલ તરીકે ઓળખાતો હતો. ખ્રિસ્તી બન્યા પૂર્વે પાઉલ એક ફરોશી હતો. તેણે ખ્રિસ્તીઓની સતામણી કરી હતી. ખ્રિસ્તી બન્યા પછી તેણે કેટલીયવાર સમગ્ર રોમન સામ્રાજ્યના વિસ્તારોમાં મુસાફરી કરી લોકોને પ્રભુ ઈસુ વિષે જણાવ્યું હતું. 

તિતસને પત્ર શા વિષે છે? 

તિતસને, તેના સાથી કાર્યકરને, કે જે ક્રિતના ટાપુ પર વિશ્વાસીઓના સમુદાયો/મંડળીઓની આગેવાની કરતો હતો તેને, આ પત્ર પાઉલે લખ્યો હતો. વિશ્વાસી સમુદાયોના/મંડળીઓના આગેવાનો નીમવા માટે પાઉલે તેને સૂચનાઓ આપી. વધુમાં પાઉલે એમ પણ વર્ણવ્યું કે કેવી રીતે વિશ્વાસીઓએ એકબીજા સાથે વ્યવહાર કરવો જોઈએ. ઈશ્વરને પસંદ પડે તે રીતે જીવવા માટે પણ તેણે તેઓને પ્રોત્સાહન આપ્યું. 

આ પત્રના શીર્ષકનો અનુવાદ કેવી રીતે કરવો જોઈએ?

અનુવાદકો આ પત્રને પરંપરાગત શીર્ષક આપવાનું પસંદ કરી શકે છે જેમ કે, "તિતસ." અથવા તેઓ વધુ સ્પષ્ટ શીર્ષક પસંદ કરી શકે છે જેમ કે "તિતસને પાઉલનો પત્ર" અથવા "તિતસને પત્ર." (See: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

ભાગ ૨: મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો ભાગ 

વિશ્વાસી સમુદાયમાં/મંડળીમાં લોકો કેવી ભૂમિકાઓ નિભાવી સેવા કરી શકે છે?   

તિતસને પત્રમાં કેટલુંક એવું શિક્ષણ આપવામાં આવ્યું છે કે શું કોઈ સ્ત્રી અથવા છૂટાછેડા થયેલ પુરુષ મંડળીમાં આગેવાન તરીકે સેવા આપી શકે? શિક્ષણના અર્થ વિશે વિદ્વાનોમાં અસંમતી છે. આ પત્રનું ભાષાંતર કરતાં પહેલાં આ બાબતો પર વધુ અભ્યાસ જરૂરી હોઈ શકે છે.

૩: મહત્વપૂર્ણ ભાષાંતર સમસ્યાઓ 

એકવચન અને બહુવચન "તું/તમે" 

આ પત્રમાં, "હું" શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે. તથા “તું/તારે” શબ્દ, મોટાભાગે હંમેશા એકવચન છે અને તે તિતસનો ઉલ્લેખ કરે છે. આનો અપવાદ ૩:૧૫ છે. (See: વિશિષ્ટ અને સમાવેશક “અમે” and તમેનાં સ્વરૂપો

ઈશ્વર આપણા તારણહારનો અર્થ શું છે? 

આ પત્રમાં, આ શબ્દસમૂહ સર્વસામાન્ય છે. પાઉલનો અર્થ એ હતો કે આ પત્રના વાચકો વિચાર કરે કે, કેવી રીતે ઈશ્વરે લોકોને તેમની વિરુદ્ધ કરેલા પાપોની માફી ખ્રિસ્તમાં આપી છે, અને તેમને માફ કર્યાથી તેઓને ન્યાયને દિવસ, જે દિવસે ઈશ્વર અન્ય લોકોને શિક્ષા કરી તેમનો ન્યાય કરવાના છે તે દિવસથી, ઈશ્વરે આ લોકોને બચાવી લીધા છે. આ પત્રમાં સમાન શબ્દસમૂહ છે "આપણા મહાન ઈશ્વર અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્ત"

Titus 1

તિતસ ૦૧ સર્વસામાન્ય નોંધ 

માળખું અને બંધારણ

૧-૪ કલમોમાં પાઉલ ઔપચારિક રીતે આ પત્રની પ્રસ્તાવના રજૂ કરે છે. પૂર્વ નજીકના પ્રાચીન સમયોમાં લેખકો મોટાભાગે આ રીતે પત્રની પ્રસ્તાવના લખતા હતા. 

૬-૯ કલમોમાં મંડળીના અધ્યક્ષ હોવાની ઈચ્છા ધરાવતા વિશ્વાસી વ્યક્તિમાં જે કેટલીક લાયકાતો હોવી જરૂરી છે, તેની યાદી રજૂ કરે છે. (See: https://git.door43.org/STR/gu_ta/src/branch/master/translate/figs-abstractnouns/01.md) તિમોથીને પહેલા પત્રના ત્રીજા અધ્યાયમાં પણ પાઉલ આવી જ સમાન યાદી આપે છે. 

આ અધ્યાયમાં વિશેષ ખ્યાલો 

વડીલો 

વિશ્વાસી સમુદાય/મંડળીના આગેવાનો માટે મંડળીએ વિવિધ શિર્ષકોનો ઉપયોગ કર્યો છે. તેમાંના કેટલાક શિર્ષકો અવેક્ષક, વડીલ, સેવક, પાળક અને અધ્યક્ષ જેવા શબ્દોનો સમાવેશ કરે છે.

આ અધ્યાયની અન્ય સંભવિત ભાષાંતર સમસ્યાઓ 

જોએઈ, કદાચ, ફરજીયાત 

The ULT uses different words that indicate requirements or obligations. These verbs have different levels of force associated with them. The subtle differences may be difficult to translate. The UST translates these verbs in a more general way.

Titus 1:1

κατὰ πίστιν

વિશ્વાસ, એક અમૂર્ત નામ છે. અહીં તે ઈસુમાં માનવું અથવા વિશ્વાસ કરવું, સૂચવે છે. જો તમારી ભાષમાં વધારે સ્પસ્ટ નામ હોય તો તમે અહીં તેવા ક્રિયાપદ દ્વારા તેનું ભાષાંતર, જેમ યુ.એસ.ટી.માં છે તેમ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: "વિશ્વાસને મજબૂત કરવો" અથવા "સહાયતા કરવી [ઈશ્વરના પસંદ કરાયેલ લોકોને] ઈશ્વરમાં વધુ વિશ્વાસ કરવા માટે"(See: અમૂર્ત નામો)

ἐπίγνωσιν

જ્ઞાન એક અમૂર્ત નામ છે. જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ છે તો તમે "જાણવું" જેવા ક્રિયાપદ કે જે યુ.એસ.ટી.માં છે, તેનો ઉપયોગ કરી શકો છો. પાઉલ ઈચ્છે છે કે લોકો ઈશ્વર અને ખ્રિસ્ત વિષે સાચો સંદેશ જાણે કે જેથી તેઓ ઈશ્વરને પસંદ પડે તે રીતે જીવન જીવી શકે. (See: અમૂર્ત નામો)

ἀληθείας

સત્ય એક અમૂર્ત નામ છે.  જો તમારી ભાષમાં તે વધારે સ્પસ્ટ છે, તો તમે વિશેષણ શબ્દસમૂહ જેવા કે "સત્ય શું છે" અથવા "સાચો સંદેશ"નો ઉપયોગ કરી શકો છો. પાઉલ ઈચ્છે છે કે લોકો ઈશ્વર અને ખ્રિસ્ત વિષે સાચો સંદેશ જાણે કે જેથી તેઓ ઈશ્વરને પસંદ પડે તે રીતે જીવન જીવી શકે. (See: અમૂર્ત નામો)

τῆς κατ’ εὐσέβειαν

ઈશ્વરપરાયણતા એક અમૂર્ત નામ છે જે ઈશ્વરને પસંદ એવા માર્ગમાં જીવવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરને મહિમા આપતું જે યોગ્ય છે તે” (See: અમૂર્ત નામો)

Titus 1:2

ἐπ’ ἐλπίδι ζωῆς αἰωνίου

“તે આપણને અનંતકાળીક જીવનની ચોક્કસ આશા આપે છે" અથવા “અનંતજીવનની આપણી ચોક્કસ આશા પર આધારિત”

πρὸ χρόνων αἰωνίων

“સમયનાં આરંભ પહેલાં”

Titus 1:3

καιροῖς ἰδίοις

“યોગ્ય સમયે”

ἐφανέρωσεν…τὸν λόγον αὐτοῦ

પાઉલ ઈશ્વરના વચન વિષે એ રીતે વાત કરે છે જાણે કે તે કોઈ પદાર્થ હતો જે લોકોને સરળતાથી દ્રશ્યમાન રીતે બતાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “તેમણે મને તેમનો સંદેશો સમજવાને દોર્યો" (See: રૂપક)

ἐν κηρύγματι

“સંદેશની ઘોષણા કરવા દ્વારા

ὃ ἐπιστεύθην ἐγὼ

આ સક્રિય સ્વરૂપમાં વ્યક્ત કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: "તેમણે મને વિશ્વાસપૂર્વક તે સોંપ્યું" અથવા “તેમણે મને પ્રચાર કરવાની જવાબદારી સોંપી” (See: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τοῦ Σωτῆρος ἡμῶν, Θεοῦ

“ઈશ્વર, કે જે આપનો ઉદ્ધાર કરે છે”

ἡμῶν

આ પાઉલ, તિતસ અને સર્વ ખ્રિસ્તીઓનો સમાવેશ કરે છે. (See: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

Titus 1:4

γνησίῳ τέκνῳ

જો કે તિતસ પાઉલનો જૈવિક પુત્ર હતો નહીં પરંતુ તેઓ ખ્રિસ્તમાં એકસમાન વિશ્વાસ ધરાવતા/વહેંચતા હતા. ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા સ્થાપિત થતા સંબંધને પાઉલ, જૈવિક સંબંધ કરતાં વધારે મહત્વનો ગણે છે. તેથી તેઓની સબંધિત ઉંમર અને ખ્રિસ્તમાં વહેંચાયેલ વિશ્વાસને લીધે, પાઉલ તિતસને તેના ખરા પુત્ર તરીકે માને છે. કદાચ એના લીધે પણ કે પાઉલે તિતસને ખ્રિસ્તમાં વિશ્વાસ કરવા માટે દોર્યો અને તેથી તિતસ તેના માટે આત્મિક અર્થમાં દિકરા સમાન છે. વૈકલ્પિક ભાષાંતર: "તું મને એક પુત્ર સમાન છે” (See: રૂપક)

κοινὴν πίστιν

પાઉલ અને તિતસ બંને એકસમાન વિશ્વાસ, ખ્રીસ્તમાં ધરાવતા/વહેંચતા હતા. વૈકલ્પિક ભાષાંતર: “કારણ કે આપણે બંને ખ્રિસ્તમાં વિશ્વાસ ધરાવીએ છીએ”

χάρις καὶ εἰρήνη

આ એક સર્વસામાન્ય સલામ, પાઉલ ઉપયોગ કરતો હતો. તમે તે સ્પસ્ટ રીતે સમજાયેલ માહિતીને દર્શાવી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “તું દયા અને આંતરિક શાંતિનો અનુભવ કરે” (See: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

Χριστοῦ Ἰησοῦ τοῦ Σωτῆρος ἡμῶν

“ખ્રિસ્ત ઈસુ જે આપણા ઉધ્ધારક છે તે”

ἡμῶν

આ પાઉલ, તિતસ અને સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (See: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

Titus 1:5

τούτου χάριν

આ હેતુ માટે જોડાણ ધરાવતો શબ્દસમૂહ એ ધ્યેયને પ્રસ્તાવિત કરે છે જેને પૂર્ણ કરવાની ઈચ્છા રાખતાં, પાઉલે તિતસને ક્રિતમાં મૂક્યો હતો (મંડળીમાં વડીલોની નિમણૂંક કરવા માટે).વૈકલ્પિક ભાષાંતર: "આ કારણને લીધે" (See: જોડાણ - ધ્યેય (હેતુ) સબંધ)

ἀπέλιπόν σε ἐν Κρήτῃ

“મેં તને ક્રિતમાં રહેવા માટે કહ્યું”

ἵνα τὰ λείποντα ἐπιδιορθώσῃ

“કે જેથી જે બાબતો પૂર્ણ કરવાની છે તેની તું ગોઠવણ કરે

καταστήσῃς…πρεσβυτέρους

વડીલોની નિમણૂંક કરવી" અથવા "વડીલોને હોદ્દાનામ આપવું“

πρεσβυτέρους

શરૂઆતની ખ્રિસ્તી મંડળીઓમાં (વિશ્વાસી સમુદાયોમાં) ખ્રિસ્તી આગેવાનો વિશ્વાસીઓના સમુદાયોને આત્મિક આગેવાની પૂરી પાડતા હતા. આ શબ્દ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જે વિશ્વાસમાં પરિપક્વ હતા.

Titus 1:6

તિતસને ક્રિત ટાપુના દરેક શહેર પર વડીલો/આગેવાનોની નિમણૂંક કરવાનું કહીને પાઉલ તિતસને વડીલ/આગેવાનની ;લાક્ષણિકતાઓ જણાવે છે. .

εἴ τίς ἐστιν ἀνέγκλητος

વડીલ/આગેવાન/અધ્યક્ષની લાક્ષણીકતાઓના વર્ણનની આ શરૂઆત છે. તિતસ એક પસંદ કરાયેલ વ્યક્તિ છે જે આ વર્ણન અનુસારનો વ્યક્તિ છે. ડાઘ રહિત હોવું/દોષ રહિત હોવું એટલે એવા વ્યક્તિ તરીકેની છાપ હોવી જે ખરાબ બાબતો કરતો નથી. વૈકલ્પિક ભાષાંતર: "વડીલ/આગેવાન ડાઘ રહિત/દોષ રહિત" હોવો જોઈએ અથવા "વડીલ/આગેવાનની શાખ ખરાબ ના હોવી જોઈએ"

ἀνέγκλητος

ડાઘ રહિત હોવું/દોષ રહિત હોવું એટલે કે એક એવા વ્યક્તિ તરીકે ઓળખ હોવી જે કશી ખરાબ ક્રિયાઓ/વર્તણૂક કરતો નથી. વૈકલ્પિક ભાષાંતર: “ડાઘ રહિત હોવું/દોષ રહિત હોવું” આનો અનુવાદ હકારાત્મક રીતે પણ થઇ શકે છે: "એક વ્યક્તિ કે જેની શાખ સારી છે" (See: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

μιᾶς γυναικὸς ἀνήρ

આનો અર્થ છે કે તેને એક જ પત્ની છે, એનો અર્થ, તેને બીજી કોઈ પત્નીઓ કે ઉપપત્નીઓ છે નહિ. આનો અર્થ એ પણ થઇ શકે છે કે તેણે વ્યભિચાર કર્યો નથી અને એ પણ અર્થ થઇ શકે છે કે તેણે અગાઉ છૂટાછેડા લીધેલ નથી. વૈકલ્પિક ભાષાંતર: “એક માણસ કે જેને એક જ પત્ની હોય" અથવા "એક માણસ કે જે તેની પત્નીને વિશ્વાસુ છે" (See: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

τέκνα…πιστά

સંભવિત અર્થો છે કે (૧) બાળકો કે જેઓ પ્રભુ ઈસુમાં વિશ્વાસ ધરાવતા હોય અથવા (૨) બાળકો કે જેઓ વિશ્વાસપાત્ર છે.

Titus 1:7

τὸν ἐπίσκοπον

૧:૫ માં પાઉલ જે આત્મિક આગેવાનના વડીલ/અધ્યક્ષ તરીકેના હોદ્દાનો ઉલ્લેખ કરે છે તેના માટે આ બીજું નામ છે. આ શબ્દ વડીલના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે: મંડળીના લોકો અને પ્રવૃતિઓ પર તે દેખરેખ રાખે છે.

Θεοῦ οἰκονόμον

મંડળી (વિશ્વાસી સમુદાય) જાણે ઈશ્વરનો પરિવાર હોય અને તેની દેખરેખ રાખનાર જાણે તે પરિવારનો વહીવટ કરનાર સેવક હોય, તે રીતે પાઉલ વાત કરે છે. (See: રૂપક)

μὴ πάροινον

“દારુડીયો નહિ” અથવા “જે ખૂબ દારુ પીતો હોય તેવો નહિ”

μὴ πλήκτην

“જે હિંસક હોય તેવો નહિ" અથવા "ઝગડા કરવાની વૃતિ વાળો નહિ”

Titus 1:8

ἀλλὰ

વડીલ/અધ્યક્ષ વ્યક્તિ કેવી બાબતો કરતો હોવો જોઈએ (જે પાઉલે જણાવી દીધું છે) અને વડીલ/અધ્યક્ષ વ્યક્તિ કેવી બાબતો કરતો હોવો જોઈએ (જેના વિષે હવે પાઉલ જાણવવાનો છે, તે બે વચ્ચેનો ભેદ 'ના બદલે/તેનાથી વિપરીત' જોડાણ શબ્દ પ્રસ્તાવિત કરે છે. (See: જોડાણ-વિરોધાભાસ સબંધ)

φιλάγαθον

“એક વ્યક્તિ કે જેને સારું કરવું ગમે છે”

σώφρονα…ἐγκρατῆ

આ બે શબ્દો અર્થમાં ખૂબ સમાન છે અને તેનો અનુવાદ એક શબ્દથી કરી શકાય, જો જે ભાષામાં ભાષાંતર થઇ રહ્યું છે તે ભાષામાં બે સમાન શબ્દો હોય નહિ તો. (See: બેવડું/બમણાં)

δίκαιον, ὅσιον

આ બે શબ્દો અર્થમાં ખૂબ સમાન છે અને તેનો અનુવાદ એક શબ્દથી કરી શકાય, જો જે ભાષામાં ભાષાંતર થઇ રહ્યું છે તે ભાષામાં બે સમાન શબ્દો હોય નહિ તો. (See: બેવડું/બમણાં)

Titus 1:9

ἀντεχόμενον

ખ્રિસ્તી વિશ્વાસ પ્રત્યે ભક્તિભાવ વિષે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે એક વ્યક્તિ તેના એક  હાથથી વિશ્વાસની પકડી રહ્યો હોય. વૈકલ્પિક ભાષાંતર: "તે તેને સમર્પિત હોવો જોઈએ" અથવા "તેને સારી સમજ હોવી જોઈએ" (See: રૂપક)

κατὰ τὴν διδαχὴν

“અમે તેને જે બાબતો શીખવી છે તેની સાથે તે સમંત હોવો જોઈએ

ἵνα

જોડાણરૂપી શબ્દો "તેથી/જેથી કરીને," ધ્યેય અથવા હેતુકીય સંબંધને રજૂ કરે છે. વડીલ/અધ્યક્ષ માટે વિશ્વાસપાત્ર સંદેશને દ્રઢતાથી વળગી રહેવાનો હેતુ એ છે કે તે બીજાઓને ઉત્તેજન આપી શકે અને જેઓ તેનો વિરોધ કરે છે તેઓને ઠપકો આપી શકે. તમારી ભાષામાં આ હેતુને સ્પસ્ટ રીતે દર્શાવતા જોડાણરૂપી શબ્દ/સંયોજકનો ઉપયોગ કરો. (See: જોડાણ - ધ્યેય (હેતુ) સબંધ)

τῇ διδασκαλίᾳ τῇ ὑγιαινούσῃ

'સારું/શુદ્ધ' શબ્દ માટે જે ગ્રીક શબ્દ ઉપયોગમાં લેવાયો છે તે સામાન્ય રીતે શારીરિક સ્વાસ્થ્યનો ઉલ્લેખ કરે છે. આ શિક્ષણ વિષે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે જે લોકો તેમાં વિશ્વાસ કરશે તેમને આ શિક્ષણ આત્મિક રીતે બિમારના બદલે આત્મિક રીતે તંદુરસ્ત બનાવશે.

Titus 1:10

તેઓ કે જેઓ ઈશ્વરના વચનનો વિરોધ કરશે તેના લીધે, પાઉલ તિતસને ઈશ્વરના વચનનો બોધ કરવાના કારણો આપે છે અને તેને, જુઠા શિક્ષકો સંબંધી ચેતવણી આપે છે.

ἀνυπότακτοι, ματαιολόγοι

આ લોકો બળવાખોર લોકો છે કે જેઓ સુવાર્તાના સંદેશને આધીન થતા નથી. અહિ ખાલી એ બિનઉપયોગી માટેનું રૂપક છે, અને ખાલી બડબડાટ કરનારાઓ/ખાલી વાતો કરનારાઓ, એ લોકો છે કે જેઓ બિનઉપયોગી અને મૂર્ખ વાતો કરે છે.  વૈકલ્પિક ભાષાંતર: "લોકો કે જેઓ આધીન થવાનો ઇનકાર કરે અને મૂર્ખ વાતો કરે" (See: રૂપક)

φρεναπάται

પાઉલે પ્રગટ કરેલ સાચી સુવાર્તા સિવાયની બીજી બાબતો પર લોકોને વિશ્વાસ કરાવવા, સક્રિય રીતે સમજાવવાનું કાર્ય કરનાર લોકોનું વર્ણન આ શબ્દસમૂહ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: "જે બાબતો સત્ય નથી તે પર વિશ્વાસ કરવા માટે બીજાઓને સમજાવવાનું કાર્ય કરતા લોકો" Alternate translation: “people who persuade others to believe things that are not true”

ματαιολόγοι, καὶ φρεναπάται

ખાલી વાતો કરનારાઓ અને છેતરપીંડી કરનારાઓ, બંને સમાન લોકોનો ઉલ્લેખ કરે છે. તેઓ ખોટી અને બિનઉપયોગી બાબતો શીખવે છે અને ઈચ્છે છે કે લોકો તે વાતો પર વિશ્વાસ કરે.(See: સંયોજકો)

οἱ ἐκ τῆς περιτομῆς

આ એ યહૂદી ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કરે છે જેઓ શીખવતા હતા કે ઈસુની પાછળ ચાલવા માટે પુરુષોની સુન્નત થવી જ જોઈએ. આ શિક્ષણ ખોટું છે. (See: ઉપનામ)

Titus 1:11

οὓς δεῖ ἐπιστομίζειν

“તારે તેમને આવું શિક્ષણ પ્રચાર કરવાથી અટકાવવા જોઈએ" અથવા "કોઈએ તેમને, બીજાઓને તેમના શબ્દોથી પ્રભાવિત કરતા અટકાવવા જોઈએ"

ὅλους οἴκους ἀνατρέπουσιν

તેઓ સમગ્ર/સર્વ પરિવારોનો નાશ કરે છે. મુદ્દો એ હતો કે તેઓ પરિવારોને સત્યથી દૂર દોરી જતા હતા અને તેઓના વિશ્વાસનો વિનાશ કરતા હતા.

διδάσκοντες ἃ μὴ δεῖ

ખ્રિસ્ત અને નિયમ વિષે આવી બાબતો શીખવવી યોગ્ય નથી કેમ કે તે સત્ય નથી.

αἰσχροῦ κέρδους χάριν

જે બાબતો માનયોગ્ય નથી તે કરવા દ્વારા લોકો જે લાભ મેળવે છે, આ તેનો ઉલ્લેખ કરે છે.

Titus 1:12

τις ἐξ αὐτῶν, ἴδιος αὐτῶν προφήτης

“એક ચોક્કસ ક્રીતી વ્યક્તિ જેને તેઓ પ્રબોધક માનતા હતા

Κρῆτες ἀεὶ ψεῦσται

“ક્રીતીઓ સર્વ સમયે જુઠ્ઠું બોલે છે" આ એક અતિશયોક્તિ છે જેનો અર્થ એ છે કે ક્રીતીઓની શાખ જૂઠા વ્યક્તિઓ તરીકેની હતી. (See: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

κακὰ θηρία

આ રૂપક ક્રીતીઓને જંગલી ખતરનાક પ્રાણીઓ તરીકે સરખાવે છે. વૈકલ્પિક ભાષાંતર: “જંગલી જાનવરો જેવા ખતરનાક” (See: રૂપક)

γαστέρες ἀργαί

માનવીય શરીરનો ખોરાક સંગ્રહ કરતા ભાગનો ઉપયોગ, માણસ કે જે સર્વ સમયે ખાયા કરે છે, તેને દર્શાવવા માટે થયો છે.  વૈકલ્પિક ભાષાંતર: “આળસું ખાવધરાઓ"  (See: અભિવ્યક્ત અલંકાર)

Titus 1:13

δι’ ἣν αἰτίαν ἔλεγχε αὐτοὺς ἀποτόμως

“તે કારણથી તારે સખત/કડક ભાષાનો ઉપયોગ કરવો કે જેથી જ્યારે તું તેઓને સુધારે ત્યારે તે ક્રીતીઓ સમજી શકે.”

δι’ ἣν αἰτίαν

આ કારણથી, માટેના સંયોજક/જોડાણરૂપ શબ્દો કારણ-પરિણામ સંબંધને પ્રસ્તાવિત કરે છે. કારણ એ છે કે ક્રીતના પ્રબોધકે તેના પોતના લોકો વિષે જે કહ્યું હતું તે સત્ય છે (તેઓ જુઠ્ઠા, દુષ્ટ અને આળસું છે), અને પરિણામ એ છે કે તિતસે તેમને સખ્તાઈપૂર્વક ઠપકો આપવો. (See: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

ἵνα ὑγιαίνωσιν ἐν τῇ πίστει

સાચું/ખરું વિષે તિતસ ૧:૯ ની નોંધ જુઓ. વૈકલ્પિક ભાષાંતર: "તેથી તેઓનો વિશ્વાસ તંદુરસ્ત/ખરો હશે" અથવા "કે જેથી તેઓનો વિશ્વાસ સત્ય હોય" અથવા "ઈશ્વર વિષે જે સત્ય છે તે માત્ર પર જ તેઓ વિશ્વાસ કરે"

ἵνα

જેથી/તેથી કરીને, જોડાણરૂપ એક કારણ-પરિણામ સંબંધને પ્રસ્તાવિત કરે છે. કારણ એ છે કે વડીલ/અધ્યક્ષ ક્રીતીઓને સખ્ત રીતે ધમકાવે છે અને પરિણામ એ છે કે ક્રીતીઓ વિશ્વાસમાં સાચા અને મજબૂત બને છે. (See: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)

ἐν τῇ πίστει

અહી અમૂર્ત નામ, વિશ્વાસ એ બાબતને રજૂ કરે છે જે બાબત સંબંધી લોકોએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો. વૈકલ્પિક ભાષાંતર: "ઈશ્વર વિષે તેઓએ જે વિશ્વાસ કર્યો તે" (See: અમૂર્ત નામો)

Titus 1:14

μὴ

સંયોજક/જોડાણરૂપી શબ્દ, નહિ અગાઉની કલમમાં "વિશ્વાસમાં ખરા/મજબૂત"થી વિરોધાભાસ વ્યક્ત કરે છે. વિશ્વાસમાં ખરા/મજબૂત હોવા માટે લોકોએ, યહૂદી દંતકથાઓ અથવા સત્યનું અનુસરણ ના કરનારા લોકોની આજ્ઞાઓ પર ધ્યાન આપવું જોઈએ નહિ. (See: જોડાણ-વિરોધાભાસ સબંધ)

Ἰουδαϊκοῖς μύθοις

આ યહૂદીઓના જુઠા શિક્ષણનો ઉલ્લેખ કરે છે.

ἀποστρεφομένων τὴν ἀλήθειαν

સત્ય વિષે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે તે એક પદાર્થ હોય અને તેનાથી કોઈ અન્ય મારતે જઈ શકે અથવા તેને અવગણી શકે. વૈકલ્પિક ભાષાંતર: “સત્યનો નકાર કરવો” (See: રૂપક)

Titus 1:15

πάντα καθαρὰ τοῖς καθαροῖς

“જો લોકો આંતરિક રીતે શુદ્ધ હોય, તો તેઓ જે કાંઈ કરશે તે શુદ્ધ હશે" અથવા "જ્યારે લોકોમાં માત્ર શુદ્ધ વિચારો હોય, તો તેઓ જે કાંઈ કરશે તે ઈશ્વરને દુઃખરૂપ હશે નહિ"

τοῖς καθαροῖς

“જેઓ ઈશ્વર દ્વારા સ્વીકાર્ય છે તેઓને

δὲ

સંયોજક/જોડાણરૂપ શબ્દ, પણ, લોકો કે જેઓ શુદ્ધ છે અને લોકો કે જેઓ ભ્રષ્ટ અને અવિશ્વાસી છે તેઓ વચ્ચેના તફાવતને પ્રસ્તાવિત કરે છે. (See: જોડાણ-વિરોધાભાસ સબંધ)

τοῖς…μεμιαμμένοις καὶ ἀπίστοις, οὐδὲν καθαρόν

પાપીઓ વિષે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે તેઓ દૈહીક રીતે ગંદા હોય. વૈકલ્પિક ભાષાંતર: "જો લોકો નૈતિક રીતે અશુદ્ધ થયેલા હોય અને વિશ્વાસ કરતા ના હોય તો તેઓ કશું જ શુદ્ધ કરી શકે નહિ" અથવા "જ્યારે લોકો પાપ અને અવિશ્વાસુપણાંથી ભરેલા હોય, તો તેઓ કાંઈ પણ કરે તે ઈશ્વરને સ્વીકાર્ય નથી" (See: રૂપક)

Titus 1:16

δὲ

સંયોજક/જોડાણરૂપ શબ્દ, 'પણ', આ ભ્રષ્ટ લોકો જે કહે છે (કે તેઓ ઈશ્વરને ઓળખે છે) અને તેમની કરણીઓ દર્શાવે (કે તેઓ ઈશ્વરને ઓળખતા નથી) તે વચ્ચેના તફાવતને પ્રસ્થાપિત કરે છે. (See: જોડાણ-વિરોધાભાસ સબંધ)

τοῖς…ἔργοις ἀρνοῦνται

“તેઓ જે રીતે જીવન જીવે છે તે સાબિત કરે છે કે તેઓ ઈશ્વરને ઓળખતા નથી”

βδελυκτοὶ ὄντες

“તેઓ ઘૃણાસ્પદ છે”

Titus 2

તિતસ ૦૨ સામાન્ય નોંધ 

આ પ્રકરણમાંના વિશિષ્ટ ખ્યાલો 

જાતિવાચક ભૂમિકાઓ 

આ શાસ્ત્રભાગને તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં કેવી રીતે સમજવો તે વિષે વિદ્ધવાનોમાં મતભેદ છે અને તેઓ અલગ અલગ જૂથમાં વહેંચાયેલા છે. કેટલાક વિદ્વાનો માને છે કે સર્વ બાબતોમાં પુરુષો અને સ્ત્રીઓ સમ્પૂર્ણપણે સરખાં છે. બીજા વિદ્વાનો એમ માને છે કે લગ્ન તથા મંડળી/વિશ્વાસી સમુદાયમાં, પુરુષ અને સ્ત્રીને વિશિષ્ટ ભૂમિકાઓ સાથે ઈશ્વરે સૃજ્યા છે. ભાષાંતરકારે સાવધાન રહેવું કે તેઓ આ મુદ્દાને જે રીતે સમજે છે તે સમજ આ શાસ્ત્રભાગના ભાષાંતર પર અસર કરવી જોઈએ નહિ. 

ગુલામી

ગુલામી સારી છે કે ખરાબ, તે વિષે પાઉલ આ પ્રકરણ લખતો નથી. પાઉલ શીખવે છે કે ગુલામોએ તેમના માલિકોને સેવા વિશ્વાસુપણે કરવી જોઈએ. બધા વિશ્વાસુઓએ ઈશ્વરપરાયણ હોવું તથા દરેક પરિસ્થિતિમાં સાચી રીતે જીવવું જોઈએ, તેવું શિક્ષણ પાઉલ, દરેક વિશ્વાસીઓને આપે છે.

Titus 2:1

ઈશ્વરના વચનોનો ઉપદેશ આપવા માટેના કારણો તિતસને આપવાનું જારી રાખતાં પાઉલ, વૃદ્ધ પુરુષોએ, વૃદ્ધ સ્ત્રીઓએ, યુવાન પુરુષોએ, અને ગુલામો અથવા દાસોએ, વિશ્વાસી તરીકે કેવી રીતે જીવવું, તે સમજાવે છે.

σὺ δὲ

તું અહીં એકવચન છે અને તે તિતસનો ઉલ્લેખ કરે છે.  જો તે મદદરૂપ હોય તો "તિતસ" નામનો ઉમેરો તમે અહીં યુ.એસ.ટી.માં કરી શકો છો. (અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

τῇ ὑγιαινούσῃ διδασκαλίᾳ

Titus 1:9. વિષેની નોંધ જુઓ. વૈકલ્પિક ભાષાંતર: "સાચો સિદ્ધાંત" અથવા "સાચા શિક્ષણ સાથે"

Titus 2:2

πρεσβύτας…εἶναι

ચાલુ વર્તમાનકાળ શબ્દ, 'છે', તે ગ્રીકમાં નથી, પરંતુ 'વૃદ્ધ માણસોએ હોવું' ફક્ત તેટલો જ ઉલ્લેખ છે. અહીં આપણે એક ક્રિયાપદને ઉમેરવું પડશે, આગાઉની કલમ 'બોલવા' માંથી  ખ્યાલ તારવીને, જેમ કે શિક્ષણ આપવું અથવા પ્રોત્સાહિત કરવું. વૈકલ્પિક ભાષાંતર: "વૃદ્ધ પુરુષોને હોવાનું શીખવ" (See: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

νηφαλίους…σεμνούς, σώφρονας

આ ત્રણ શબ્દો અર્થમાં ખૂબ જ સમાન છે અને  જો ભાષાંતરની ભાષામાં ત્રણ અલગ અલગ શબ્દો હોય નહિ તો કદાચ આ ત્રણ શબ્દોને, એક અથવા બે શબ્દોમાં જોડી શકાય. (See: બેવડું/બમણાં)

νηφαλίους

“સમજદાર મનના હોવું" અથવા "સ્વ-શિસ્ત હોવું"

εἶναι…σώφρονας

“"તેઓની ઈચ્છાઓને નીયંત્રણ... કરવી"

ὑγιαίνοντας τῇ πίστει

અહીં દ્રઢ શબ્દનો અર્થ સ્થિર હોવું અને અપરિવર્તનશીલ હોવું. દ્રઢ હોવા વિષે Titus 1:9 ની નોંધ જુઓ અને વિશ્વાસમાં દ્રઢ હોવા/મજબૂત હોવા વિષે Titus 1:13 ની નોંધ જુઓ.

ὑγιαίνοντας τῇ πίστει

અમૂર્ત નામ વિશ્વાસ ને ક્રિયાપદ તરીકે લખી શકાય જો તે તમારી ભાષાંતર ભાષમાં વધુ સ્પસ્ટ હોય તો. વૈકલ્પિક ભાષાંતર: "ઈશ્વર વિષેના સાચા શિક્ષણને દ્રઢતાથી માન" (See: અમૂર્ત નામો)

τῇ ἀγάπῃ

અમૂર્ત નામ પ્રેમ ને ક્રિયાપદ તરીકે લખી શકાય જો તે તમારી ભાષાંતર ભાષામાં વધુ સ્પસ્ટ હોય તો. વૈકલ્પિક ભાષાંતર: "બીજાઓને સાચી રીતે પ્રેમ કરો" (See: અમૂર્ત નામો)

τῇ ὑπομονῇ

અમૂર્ત નામ ધૈર્ય/ધીરજ ને ક્રિયાપદ તરીકે લખી શકાય જો તે તમારી ભાષાંતર ભાષામાં વધુ સ્પસ્ટ હોય તો. વૈકલ્પિક ભાષાંતર:  “જ્યારે બાબતો કઠણ/વિપરીત હોય ત્યારે પણ સતત ઈશ્વરની સેવા કર" (See: અમૂર્ત નામો)

Titus 2:3

πρεσβύτιδας ὡσαύτως

'હોવું જોઈએ' ગ્રીકમાં નથી પરંતુ 'એ પ્રમાણે વૃદ્ધ સ્ત્રીઓએ' તેમ છે. આપણે અગાઉની બે કલમોમાંથી મૌખિક ખ્યાલને જારી રાખી, જેમ કે 'શિક્ષણ આપ' અથવા 'પ્રોત્સાહન આપ' ની જેમ,  અહીં તેનું અમલીકરણ કરવું જોઈએ. વૈકલ્પિક ભાષાંતર: "તે જ રીતે, વૃદ્ધ સ્ત્રીઓને શીખવ" અથવા "વૃદ્ધ સ્ત્રીઓને પણ શીખવ" (See: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

διαβόλους

જે લોકો બીજાઓ વિષે ખરાબ વાત, જે સાચી હોય કે નહિ, કરે છે, તેવા લોકોનો ઉલ્લેખ આ શબ્દ કરે છે.

οἴνῳ πολλῷ δεδουλωμένας

જે લોકો પોતા પર કાબૂ કરી શકે નહિ અને ખૂબ જ દારૂ પીવે તેઓ વિષે એ રીતે વાત કરવામાં આવી છે જાણે કે તેઓ દારૂના ગુલામ હોય. વૈકલ્પિક ભાષાંતર: "દારૂ વિષેની તેઓની ઈચ્છાથી નિયંત્રીત" અથવા "દારૂના વ્યસની" (See: રૂપક)

οἴνῳ πολλῷ δεδουλωμένας

આને સક્રિય સ્વરૂપમાં લખી શકાય. વૈકલ્પિક ભાષાંતર: "અથવા ખૂબ જ દારૂ પીનાર" અથવા "દારૂના વ્યસની" (See: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

καλοδιδασκάλους

જે ગ્રીક શબ્દનો ઉપયોગ અહીં થયો છે તેનો અર્થ થાય છે કે "જે સારું છે તેનો એક શિક્ષક". શબ્દસમૂહ પરંતુ હોય/હોવું નો ઉમેરો અંગ્રેજીમાં કરવામાં આવ્યો છે જેથી આ સારી લાક્ષણિકતા અને તેના પછીની બે ખરાબ લાક્ષણિકતાઓ વચ્ચે તફાવત કરી શકાય. સારી અને ખરાબ લાક્ષણિકતાઓ વચ્ચે તફાવત દર્શાવવા એક સમાન શબ્દનો ઉપયોગ કરવાની જરૂરત વિષે તમે વિચારી શકો.

Titus 2:4

φιλάνδρους

“તેમના સ્વયંના પતિઓને પ્રેમ કરનારી

φιλοτέκνους

“તેમના સ્વયંના બાળકોને પ્રેમ કરનારી”

Titus 2:5

ὑποτασσομένας τοῖς ἰδίοις ἀνδράσιν

“અને તેઓના સ્વયંના પતિઓને આધીન રહેનારી

ἵνα μὴ ὁ λόγος τοῦ Θεοῦ βλασφημῆται

'શબ્દ/વચન' શબ્દ અહીં 'સંદેશ' ના સ્થાનનો શબ્દ છે, જે પરિણામસ્વરૂપ તે જ રીતે સ્વયં ઈશ્વરના સ્થાને ઉપયોગમાં લેવાતો શબ્દ છે. (See: ઉપનામ)

ἵνα μὴ ὁ λόγος τοῦ Θεοῦ βλασφημῆται

આને સક્રિય સ્વરૂપમાં લખી શકાય. વૈકલ્પિક ભાષાંતર: "કે જેથી કોઇપણ ઈશ્વરના વચનનો તિરસ્કાર કરે નહિ" અથવા "તેના સંદેશ વિષે ખરાબ વાતો બોલીને કોઈ ઈશ્વરનો તિરસ્કાર  કરે નહિ" (See: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Titus 2:6

ὡσαύτως

જેમ તિતસે વૃદ્ધ લોકોને તાલીમ આપવાની હતી તેમ તેણે જુવાન પુરુષોને પણ તાલીમ આપવાની હતી.

Titus 2:7

σεαυτὸν παρεχόμενος

“તું પોતાને દર્શાવે” અથવા “તારે સ્વયં હોવું જોઈએ

τύπον καλῶν ἔργων

“જે સાચી અને યોગ્ય બાબતો કરે છે, તેવા વ્યક્તિના ઉદાહરણરૂપ બનવું

Titus 2:8

ὑγιῆ

કલમ ૨:૭માં આ શબ્દનો મૂળભૂત અર્થ ભ્રષ્ટ નહિ હોવાના સમાનઅર્થી છે. કલમ ૨"૭માં પાઉલ આ અર્થને નકારાત્મક અર્થમાં રજૂ કરે છે: ભ્રષ્ટ નહિ, જેનો અર્થ ખામી/દોષ વગર અને કલમ ૨:૮માં તે આ અર્થને હકારાત્મક રીતે રજૂ કરે છે: સાચું, સમ્પૂર્ણ જેનો અર્થ થાય સાચું. બંને શબ્દો તિતસના શિક્ષણનો ઉલ્લેખ કરે છે. તમારી ભાષાંતર ભાષમાં કાં તો હકારાત્મક અથવા નકારાત્મક શબ્દોનો ઉપયોગ કરો, અને જો બંને શબ્દોનો ઉપયોગ કરવું અઘરું હોય તો આ અર્થ સાથેના એક શબ્દનો ઉપયોગ કરો.

ἵνα ὁ ἐξ ἐναντίας ἐντραπῇ

આ એક કાલ્પનિક/આનુમાનિક સ્થિતિને રજૂ કરે છે જેમાં કોઈક તિતસનો વિરોધ કરે છે અને પછી તેમ કરવા બદલ શરમ અનુભવે છે. વૈકલ્પિક ભાષાંતર: "તેથી જો કોઈ તારો વિરોધ કરે, તો તે સ્વયં શરમીંદગી અનુભવે" અથવા તેથી જો લોકો તારો વિરોધ કરે, તો તેઓ શરમીંદગી અનુભવે" (See: આનુમાનિત પરિસ્થિતિઓ)

ἡμῶν

આ પાઉલ તિતસ અને સર્વ ખ્રિસ્તીઓનો સમાવેશ કરે છે. (See: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

Titus 2:9

δούλους ἰδίοις δεσπόταις ὑποτάσσεσθαι

ગ્રીકમાં 'છે' શબ્દ નથી, પરંતુ 'દાસોએ તેમના માલિકોને આધીન રહેવું' શબ્દો માત્ર છે. કલમ ૬ માંથી મૌખિક ખ્યાલને આપણે અહીં  રજૂ કરવો જોઈએ, જે વિનંતી કરવી અથવા પ્રોત્સાહન આપવું છે. વૈકલ્પિક ભાષાંતર: દાસો તેમના માલિકોને આધીન રહે તે માટે તેમને પ્રોત્સાહન આપ. (See: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

“તેઓના પોતાના માલિકોને”

ὑποτάσσεσθαι

“આધીન થાય જ”

ἐν πᾶσιν

“દરેક સ્થિતિમાં” અથવા “હંમેશા”

εὐαρέστους εἶναι

“તેમના માલિકોને પ્રસન્ન કરવા" અથવા "તેમના માલિકોને સંતોષ આપવા"

Titus 2:10

μὴ νοσφιζομένους

“તેમના માલિકો પાસેથી કશુંપણ ચોરી કરવી નહિ

πᾶσαν πίστιν ἐνδεικνυμένους ἀγαθήν

“એ દર્શાવવા કે તેઓ તેમના માલિકોના વિશ્વાસયોગ્ય છે

ἐν πᾶσιν

“તેઓ જે કરે છે તે સઘળામાં

τὴν διδασκαλίαν τὴν τοῦ Σωτῆρος ἡμῶν, Θεοῦ, κοσμῶσιν

“કે તેઓ આપણા પ્રભુ, આપણા ઉદ્ધારક વિષેના શિક્ષણને આકર્ષક બનાવે" અથવા "તેઓ લોકોને એ સમજવા દોરે કે આપણા પ્રભુ આપણા ઉદ્ધારક વિષેનું શિક્ષણ સારું છે"

Σωτῆρος ἡμῶν, Θεοῦ

“આપણા ઈશ્વર જે આપણો ઉદ્ધાર/બચાવ કરે છે”

ἡμῶν

અહીં, આપણા તે પાઉલ, તિતસ અને સર્વ ખ્રિસ્તીઓનો સમાવેશ કરે છે. (See: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

Titus 2:11

પ્રભુ ઈસુના પુનરાગમન તરફ જોવાને અને ઈસુ દ્વારા તેના અધિકારને યાદ રાખવાને, પાઉલ તિતસને પ્રોત્સાહન આપે છે.

ἐπεφάνη…ἡ χάρις τοῦ Θεοῦ

ઈશ્વરની કૃપા વિષે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે એક વ્યક્તિ હોય અને તેનું આગમન થયું હોય. આને અન્ય રીતે વ્યક્ત કરવા માટે યુ.એસ.ટી. પણ તપાસો. વૈકલ્પિક ભાષાંતર: "ઈશ્વર હવે તેમની કૃપા આપી રહ્યા છે. (See: વ્યક્તિનો અવતાર)

Titus 2:12

παιδεύουσα ἡμᾶς

પાઉલ ઈશ્વરની કૃપા (૨:૧૧) વિષે એ રીતે વાત કરે છે જાણે કે તે એક વ્યક્તિ હોય જે બીજા લોકોને પવિત્ર જીવન જીવવા માટે તાલીમ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: "ઈશ્વર આપણને જે દ્વારા તૈયાર કરે છે" (See: વ્યક્તિનો અવતાર)

ἡμᾶς

આ આપણા, તે પાઉલ, તિતસ અને સર્વ ખ્રિસ્તીઓનો સમાવેશ કરે છે. See: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

τὴν ἀσέβειαν

“બાબતો જે ઈશ્વરનું અપમાન કરે છે

τὰς κοσμικὰς ἐπιθυμίας

આ જગતની બાબતો માટે મજબૂત ઈચ્છાઓ હોવી" અથવા "પાપી આનંદ માટે મજબૂત ઈચ્છાઓ હોવી

ἀσέβειαν…εὐσεβῶς

આ શબ્દો પ્રત્યક્ષ વિરોધાભાસી છે, જેનો અર્થ અનુક્રમે, ઈશ્વરને માન આપવું નહિ અને ઈશ્વરને માન આપવું થાય છે.

ἐν τῷ νῦν αἰῶνι

“જ્યારે આપણે આ જગતમાં જીવીએ છીએ ત્યારે" અથવા "આ સમય દરમ્યાન"

Titus 2:13

προσδεχόμενοι

આવકાર કરવાને રાહ જોતા

τὴν μακαρίαν ἐλπίδα

અહીં આપણે જે આશા રાખીએ છીએ તે ધન્ય છે, જે ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન છે. વૈકલ્પિક ભાષાંતર: "જેના માટે આપણે આશા રાખીએ તે અદભૂત બાબત" (See: ઉપનામ)

καὶ ἐπιφάνειαν τῆς δόξης τοῦ μεγάλου Θεοῦ καὶ Σωτῆρος ἡμῶν, Ἰησοῦ Χριστοῦ

અહીં, મહિમા શબ્દ સ્વયં ઈસુ કે જેઓ મહિમાવાન રીતે આવવાના છે તેમને રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: "એટલે, આપણા મહાન પ્રભુ અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનું મહિમાવંત રીતે પ્રગટ થવું" (See: ઉપનામ)

τὴν μακαρίαν ἐλπίδα, καὶ ἐπιφάνειαν τῆς δόξης

ધન્ય/આશીર્વાદિત આશા અને મહિમાવંત રીતે પ્રગટ થવું, એ બંને એકસમાન ઘટનાને રજૂ કરે છે. તેને સ્પસ્ટ રીતે દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: "આપને જેની આતુરતાથી આશા રાખીએ છીએ, તે ધન્ય અને મહિમાવંત રીતે પ્રગટ થવું" (See: સંયોજકો)

τοῦ μεγάλου Θεοῦ καὶ Σωτῆρος ἡμῶν, Ἰησοῦ Χριστοῦ

આપણા મહાન પ્રભુ અને ઉદ્ધારક, એક જ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે, ઈસુ ખ્રિસ્ત. વૈકલ્પિક ભાષાંતર: "ઈસુ ખ્રિસ્ત, આપણા મહાન પ્રભુ અને ઉદ્ધારક" (See: સંયોજકો)

Titus 2:14

ἔδωκεν ἑαυτὸν ὑπὲρ ἡμῶν

આ ઈસુના સ્વૈછીક મરણનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: "આપણા માટે સ્વયંને મરણને સ્વાધીન કર્યા" (See: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἡμῶν

આ પાઉલ, તિતસ અને સર્વ ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કરે છે. (See: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

λυτρώσηται ἡμᾶς ἀπὸ πάσης ἀνομίας

પાઉલ ઈસુ વિષે એ રીતે વાત કરે છે જાણે કે તેઓ(ઈસુ) તેમને તેમના દૃષ્ટ માલિકોથી મુક્ત કરી રહ્યા હોય. (See: રૂપક)

ἡμᾶς

આ પાઉલ, તિતસ અને સર્વ ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કરે છે. (See: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

λαὸν περιούσιον

“લોકોનું એક જૂથ જે જૂથને તે ખૂબ મૂલ્યવાન માને છે”

ζηλωτὴν καλῶν ἔργων

“જે કાર્ય કરવાને આતુર છે”

Titus 2:15

παρακάλει

“આ બાબતો તેઓ કરે માટે તેમને પ્રોત્સાહિત કર”

ἔλεγχε, μετὰ πάσης ἐπιταγῆς

જો તે મદદરૂપ/ઉપયોગી હોય તો, જે લોકોને તિતસે સુધારવાના છે તે વિષે સ્પસ્ટ ઉલ્લેખ કરી  શકાય. વૈકલ્પિક ભાષાંતર: "જે લોકો આ બાબતો કરતા નથી તેઓને સર્વ અધિકાર સાથે સુધાર" (See: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

μηδείς σου περιφρονείτω

“કોઈ તારી અવગણના કરે તેવું થવા ન દે”

μηδείς σου περιφρονείτω

આને હકારાત્મક રીતે રજૂ કરી શકાય. "એ બાબતની ચોક્કસાઈ રાખ કે સર્વ લોકો તારું સાંભળે છે" (See: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

σου περιφρονείτω

જે રીતે લોકો તિતસની અવગણના કરે છે તેની સ્પસ્ટતા કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: "તારા શબ્દો સાંભળવાનો ઇનકાર કરે છે" અથવા "તને સમ્માન આપવાનો ઇનકાર કરે છે" (See: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Titus 3

તિતસ ૦૩ સામાન્ય નોંધ 

માળખું અને બંધારણ 

આ અધ્યાયમાં પાઉલ તિતસને વ્યક્તિગત સૂચનાઓ આપે છે. 

કલમ ૧૫ આ પત્રનું ઔપચારિક સમાપન કરે છે. પૂર્વ નજીકના પ્રાચીન પ્રદેશોમાં પત્રનું સમાપન કરવાની એક સર્વસામાન્ય રીત હતી. 

આ અધ્યાયમાં વિશિષ્ટ ખ્યાલો 

વંશાવળી 

વંશાવળી (કલમ ૯) એક યાદી છે જે વ્યક્તિના પૂર્વજો અથવા વંશજોની નોંધ છે, અને વ્યક્તિ ક્યા કુળ અને પરિવારમાંથી આવ્યો તે દર્શાવે છે. ઉદાહરણ તરીકે, યાજકો લેવીના કુળ અબે હારુનના પરિવારમાંથી આવ્યા. આમાંની કેટલીક યાદીઓ પૂર્વજોની વાર્તાઓ અને કેટલાક  આત્મિક વ્યક્તિઓની વાતોનો પણ સમાવેશ કરે છે. આ યાદીઓ અને વાર્તાઓનો ઉપયોગ કરવા દ્વારા કઈ બાબત કયાંથી આવી અને વિવિધ લોકો કેટલા મહત્વના હતા, તે વિષે દલીલો કરવમાં આવતી હતી.

Titus 3:1

ક્રીતમાં તેની સંભાળ હેઠળના લોકો અને વડીલોને કેવી રીતે શીખવવું, તે વિષેની સલાહ તિતસને આપવાનું પાઉલ જારી રાખે છે.

ὑπομίμνῃσκε αὐτοὺς…ὑποτάσσεσθαι

“આપણા લોકો જે પહેલેથી જ જાણે છે તે તેઓને ફરીથી કહે કે આધીન થવું" અથવા "આધીન થવા વિષે તેઓને યાદ કરવતો રહે"

ἀρχαῖς, ἐξουσίαις, ὑποτάσσεσθαι, πειθαρχεῖν

“સરકારી અધિકારીઓ અને રાજકીય શાશકો જેમ આધીન થઈને કહે છે તે રીતે કહે

ἀρχαῖς, ἐξουσίαις

આ શબ્દોનો અર્થ સમાન છે અને બંને શબ્દો સરકારમાં જે સત્તા ધરાવે છે, તેનો ઉલ્લેખ કરે છે. જો ભાષાંતરની ભાષામાં આ માટે આ શબ્દોમાંનો એક જ શબ્દ હોય તો તે જ શબ્દનો ઉપયોગ કરો. (See: બેવડું/બમણાં)

ὑποτάσσεσθαι, πειθαρχεῖν

આ શબ્દોનો અર્થ સમાન છે અને બંને એક જ બાબતનો ઉલ્લેખ કરે છે કે કોઈ તમને જે કરવાનું કહે તે. આ માટે ભાષાંતરની ભાષામાં જો એક જ શબ્દ હોય તો તેનો ઉપયોગ કરો. (See: બેવડું/બમણાં)

πρὸς πᾶν ἔργον ἀγαθὸν ἑτοίμους εἶναι

“જ્યારે પણ તક છે ત્યારે સારું કરવા તૈયાર રહે”

Titus 3:2

βλασφημεῖν

“ની ખરાબ બોલી”

ἀμάχους εἶναι

આને હકારાત્મક રીતે રજૂ કરી શકાય: "શાંત રહેવું" (See: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

Titus 3:3

ἦμεν γάρ ποτε καὶ ἡμεῖς

“આ એટલા માટે કે આપણે પણ એકસમયે એવા હતા

ποτε

અગાઉ" અથવા "કોઈક સમયે" અથવા "પહેલાં

ἡμεῖς

આપણે પણ" અથવા "આપણે સ્વયં" આ શબ્દો પાઉલ, તિતસ અને સર્વ ખ્રિસ્તીઓનો સમાવેશ કરે છે, તેઓએ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો તે પહેલાંના સમયનો ઉલ્લેખ કરતાં. (See: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

ἦμεν…ἀνόητοι

સમજણ વગરના હતા" અથવા "મૂર્ખ હતા

πλανώμενοι, δουλεύοντες ἐπιθυμίαις καὶ ἡδοναῖς ποικίλαις

આવેગ અને ભોગવિલાસ વિષે એ રીતે વાત કરવામાં આવી છે જાણે કે તે લોકો પર માલિકી ધરાવતા હોય અને લોકોને જુઠ્ઠું કહેવા દ્વારા તેમને ગુલામીમાં બાંધી દીધા હોય. વૈકલ્પિક ભાષાંતર: “વિવિધ આવેગો અને ભોગવિલાસ આપણને ખુશ કરી શકે છે તે અસત્ય પર વિશ્વાસ કરવાને આપણે પોતે પોતાને મંજૂરી આપી, અને ત્યારપછી આપણે આપણી લાગણીઓને નિયંત્રિત કરવાને અસમર્થ હતા અથવા જે બાબતો આપણને ખુશી આપશે તેમ આપણે વિચાર્યું હતું તે બાબતો કરતા અટકવાથી અસમર્થ હતા" (See: વ્યક્તિનો અવતાર)

πλανώμενοι, δουλεύοντες ἐπιθυμίαις καὶ ἡδοναῖς ποικίλαις

આને સક્રિય રીતે ભાષાંતર કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: "વિવિધ આવેગો અને ભોગવિલાસે આપણને જુઠ્ઠું કહી આપણને ગેરમાર્ગે દોર્યા હતા" (See: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐπιθυμίαις

વાસનાઓ" અથવા "ઈચ્છાઓ

ἐν κακίᾳ καὶ φθόνῳ διάγοντες

અહીં, દુષ્ટ અને અદેખાઈ પાપને વર્ણવે છે. દુષ્ટ એ સામાન્ય પ્રકારનું અને અદેખાઈ/ઈર્ષા તે ચોક્કસ પ્રકારનું પાપ છે. વૈકલ્પિક ભાષાંતર: “આપણે હંમેશા દુષ્ટ બાબતો કરતા હતા અને બીજાઓ પાસે જે હોય તે ઈચ્છતા હતા

στυγητοί

“બીજાઓ આપણને ધિક્કારે તેવું કરતા હતા

Titus 3:4

δὲ

લોકો જે દુષ્ટ માર્ગમાં છે તે (૧-૩ કલમો) અને ઈશ્વરના સારાપણા વિષે (૪-૭ કલમો) વચ્ચે તફાવતને ચિહ્નિત કરવામાં આવે તે અહીં મહત્વનું છે. (See: જોડાણ-વિરોધાભાસ સબંધ)

ὅτε…ἡ χρηστότης καὶ ἡ φιλανθρωπία ἐπεφάνη τοῦ Σωτῆρος ἡμῶν, Θεοῦ

ઈશ્વરની દયા/સદ્વ્યવ્હાર અને પ્રેમ વિષે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે તે લોકો હોય અને જેને જોઈ શકાતા હોય. વૈકલ્પિક ભાષાંતર: “જ્યારે ઈશ્વર આપણા ઉદ્ધારકે આપણને લોકો પ્રત્યેની તેમની દયા અને પ્રેમ દર્શાવ્યા ત્યારે" (See: વ્યક્તિનો અવતાર)

ὅτε…ἡ χρηστότης καὶ ἡ φιλανθρωπία ἐπεφάνη τοῦ Σωτῆρος ἡμῶν, Θεοῦ

અમૂર્ત નામો, દયા ને પ્રેમ, વિશેષણ તરીકે રજૂ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “જ્યારે ઈશ્વર કે જે આપણો બચાવ/ઉદ્ધાર કરે છે, તેમણે દર્શાવ્યું કે તેઓ માનવજાતને કેટલા દયાળુ અને પ્રેમાળ હશે" (See: અમૂર્ત નામો)

ἡμῶν

આ પાઉલ, તિતસ અને બધા ખ્રિસ્તીઓનો સમાવેશ કરે છે. (See: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

Titus 3:5

κατὰ τὸ αὐτοῦ ἔλεος

“કારણ કે આપણા પર તેમને દયા હતી તેથી

λουτροῦ παλινγενεσίας

અહીં પાઉલ બે રૂપકોને જોડે છે. તે પાપીઓ માટે ઈશ્વરની માફી વિષે એ રીતે વાત કરે છે જાણે કે તેમને શારીરિક રીતે ધોઈને, તેમના પાપથી શુદ્ધ કરવામાં આવ્યા હોય. પાપીઓ કે જેઓ ઈશ્વર પ્રત્યે પ્રત્યુતરીત બન્યા તેઓ વિષે પણ પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે તેઓ ફરીથી જન્મ પામ્યા હોય. (See: રૂપક)

Titus 3:6

οὗ ἐξέχεεν ἐφ’ ἡμᾶς πλουσίως

નવા કરારના લેખકો વિષે એ સર્વસામાન્ય હતું કે તેઓ પવિત્ર આત્મા વિષે એ રીતે વાત કરે, જાણે કે તે એક પ્રવાહી હોય, જેને પુષ્કળ માત્રામાં ઈશ્વર રેડી દેતા હોય. વૈકલ્પિક ભાષાંતર: “જેમને ખૂબ ઉદારતાથી ઈશ્વરે આપણને આપ્યા” (See: રૂપક)

ἡμᾶς

આ પાઉલ, તિતસ અને સર્વ ખ્રિસ્તીઓનો સમાવેશ કરે છે. (See: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

διὰ Ἰησοῦ Χριστοῦ, τοῦ Σωτῆρος ἡμῶν

“જયારે ઈસુ ખ્રિસ્ત આપણને બચાવે છે ત્યારે”

ἡμῶν

આ પાઉલ, તિતસ અને સર્વ ખ્રિસ્તીઓનો સમાવેશ કરે છે. (See: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

Titus 3:7

δικαιωθέντες

આને સક્રિય રીતે રજૂ કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: "જ્યારે ઈશ્વરે આપણને પાપરહિત જાહેર કર્યા છે ત્યારે" (See: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

κληρονόμοι γενηθῶμεν, κατ’ ἐλπίδα ζωῆς αἰωνίου

લોકો કે જેઓને ઈશ્વરે ખાતરીદાયક વચનો આપ્યાં છે તેઓ વિષે વાત એ રીતે કરવામાં આવી છે જાણે કે તેઓ વચનથી આપેલી બાબતો વારસામાં પ્રાપ્ત કરવાના હોય, એવી જ રીતે જેમ કે વ્યક્તિ તેના પરિવારના સભ્ય તરફથી મિલકત અથવા સંપતિ વારસામાં પ્રાપ્ત કરે છે તેમ. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે આપણને જેનું વચન આપ્યું છે તે અનંતજીવન પામવાની આશા, આપણે ધરાવીએ છે" (See: રૂપક)

Titus 3:8

ὁ λόγος

૪-૭ કલમોમાં વ્યક્ત કરવામાં આવેલા સંદેશ પૈકીનો આ એક સંદેશ છે, કે ઈસુ દ્વારા આપણ વિશ્વાસીઓને પ્રભુ મુક્તપણે પવિત્ર આત્મા અને અનંતજીવન આપે છે.

τούτων

૧-૭ કલમોમાં જે શિક્ષણ વિષે પાઉલે વાત કરી છે તેનો ઉલ્લેખ આ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “આ શિક્ષણ જેના વિષે મેં હમણાં જ વાત કરી છે

φροντίζωσιν καλῶν ἔργων, προΐστασθαι

“સારા કૃત્યો કરવાની ઈચ્છા રાખે

Titus 3:9

તિતસે શાની અવગણના કરવી જોઈએ અને જેઓ વિશ્વાસીઓ વચ્ચે તકરાર ઉભી કરે છે તેઓની સાથે કેવી રીતે વર્તવું જોઈએ, તે વિષે પાઉલ તિતસને સમજાવે છે.

δὲ…περιΐστασο

“તેથી અવગણના કર" અથવા "તેથી કરીને અવગણના કર"

μωρὰς…ζητήσεις

“બિનમહત્વપૂર્ણ બાબતો સંબંધી દલીલો

γενεαλογίας

પરિવારના સંબંધનો આ અભ્યાસ છે, તિતસને પત્રની પ્રસ્તાવના જુઓ.

ἔρεις

દલીલો અથવા ઝગડાઓ

νομικὰς

“મૂસના નિયમશાસ્ત્ર વિષે”

Titus 3:10

αἱρετικὸν ἄνθρωπον…παραιτοῦ

“જે વ્યક્તિ ભાગલા પાડે છે તેનાથી દૂર રહે

μετὰ μίαν καὶ δευτέραν νουθεσίαν

“તે વ્યક્તિને તેં એક કે બે વાર ચેતવણી આપ્યા પછી

Titus 3:11

ὁ τοιοῦτος

“તેના જેવો એક વ્યક્તિ”

ἐξέστραπται

કોઈક કે જે ખોટી બાબતો કરવાની પસંદગી કરે છે તેના વિષે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે તે સાચો માર્ગ મૂકીને ખોટી દિશામાં ચાલતો હોય. (See: રૂપક)

ὢν αὐτοκατάκριτος

“પોતાના પર ન્યાય લાવે છે”

Titus 3:12

ક્રીતમાં વડીલો/આગેવાનો ની નિમણૂંક કર્યા પછી તેણે શું કરવું એ તિતસને કહીને તથા તેની સાથે જેઓ છે તેમના તરફથી સલામ પાઠવી, પાઉલ આ પત્રનું સમાપન કરે છે.

ὅταν πέμψω

“હું મોકલું પછી”

Ἀρτεμᾶν…Τυχικόν

આ પુરુષોના નામો છે. (See: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

σπούδασον ἐλθεῖν

“ઝડપથી આવજે”

σπούδασον

આ ક્રિયાપદ એકવચન છે અને ફક્ત તિતસને સંબોધિત કરવામાં આવ્યું છે. આર્તિમાસ અને તુખીક્સ ક્રીતમાં રહેશે, કદાચ તિતસનું સ્થાન/જવાબદારીઓ ગ્રહણ કરવામાં.

παραχειμάσαι

“શીયાળા દરમ્યાન વાસ કરવાને

Titus 3:13

Ζηνᾶν…Ἀπολλῶν

આ પુરુષોના નામો છે. (See: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

καὶ Ἀπολλῶν

“અને અપોલોસને પણ”

σπουδαίως πρόπεμψον

“તેઓને મોકલવામાં વિલંબ કરતો નહિ”

ἵνα μηδὲν αὐτοῖς λείπῃ

આને હકારાત્મક રીતે લખી શકાય: "જેથી કરી તેઓની જરૂરીયાત મુજબ સર્વ તેઓ પાસે હોય"(See: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

Titus 3:14

પાઉલ સમજાવે છે કે સઘળા વિશ્વાસીઓ માટે એ અગત્યનું છે કે જેઓ જરુરતમંદ છે તેઓને તેઓ પૂરું પાડે.

οἱ ἡμέτεροι

પાઉલ ક્રીતના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: "આપણા પોતાના લોકો"

οἱ ἡμέτεροι

અહીં આપણા તે પાઉલ અને તિતસનો સમાવેશ કરે છે, અહીં  સ્વરૂપ બમણું અથવા સમાવિષ્ટ કરતું હોવું જોઈએ. (See: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

εἰς τὰς ἀναγκαίας χρείας

“લોકોની જરૂરીયાત મુજબની ખૂટતી બાબતો સંબંધી સહાય કરવાને તેઓ સમર્થ બને તે માટે તેઓને સશક્ત કર

ἵνα μὴ ὦσιν ἄκαρποι

સારું કાર્ય કરતા લોકો વિષે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે સારાં ફળ આપતા ઝાડ હોય. વૈકલ્પિક ભાષાંતર: "જેથી તેઓ બિનઉપયોગી જીવન જીવશે નહિ" (See: રૂપક)

ἵνα μὴ ὦσιν ἄκαρποι

આને હકારાત્મક રીતે રજૂ કરી શકાય છે: "આ રીતે તેઓ ફળદાયી બનશે" અથવા "આ રીતે તેઓ ઉત્પાદક બનશે" (See: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

Titus 3:15

તિતસને પત્રનું સમાપન પાઉલ કરે છે.

ἀσπάζονταί σε

અહીં, તું એકવચન છે-આ તિતસને વ્યક્તિગત સલામ છે.

οἱ μετ’ ἐμοῦ πάντες

“મારી સાથેના સઘળાં લોકો” અથવા "સઘળા વિશ્વાસીઓ જેઓ અહીં મારી સાથે છે"

τοὺς φιλοῦντας ἡμᾶς ἐν πίστει

સંભવિત અર્થ છે: (૧) "વિશ્વાસીઓ કે જેઓ આપણને પ્રેમ કરે છે" અથવા (૨) "વિશ્વાસીઓ જેઓ આપણને પ્રેમ કરે છે કારણ કે તેઓ સમાન માન્યતામાં માને છે/વહેંચે છે"

ἡμᾶς

અહીં, અમે કદાચ પાઉલ તથા તેની સાથેના ખ્રિસ્તીઓના જૂથનો જ ઉલ્લેખ કરે છે અને અન્યોનો સમાવેશ કરતું નથી. ક્રીતમાં તિતસની સાથે ખ્રિસ્તીઓનું જે જૂથ છે તેને પાઉલ તેની સાથેના જૂથ તરફથી સલામ પાઠવે છે. (See: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

ἡ χάρις μετὰ πάντων ὑμῶν

આ એક સર્વસામાન્ય ખ્રિસ્તી સલામ હતી. વૈકલ્પિક ભાષાંતર: "ઈશ્વરની કૃપા તમારી સાથે હો" અથવા "હું પ્રાર્થના કરું છું કે ઈશ્વર તમો સર્વ પ્રત્યે કૃપવાન હો"

ὑμῶν

અહીં, તું/તમે બહુવચન છે. આ આશીર્વાદ તિતસ અને ક્રીતમાંના સર્વ વિશ્વાસીઓ માટે છે.