Galatians
Galatians front
ગલાતીઓના પત્રની પ્રસ્તાવના
ભાગ ૧: સામાન્ય પરિચય
ગલાતીઓના પત્રની રૂપરેખા
- પાઉલે ઈસુ ખ્રિસ્તના પ્રેરિત તરીકે પોતાનો અધિકાર જાહેર કર્યો; તે કહે છે કે તે જુઠા ઉપદેશથી આશ્ચર્ય પામ્યો છે જેને ગલાતીઓના ખ્રિસ્તીઓએ બીજા લોકો પાસેથી સ્વીકાર્યો છે. (૧:૧-૧૦).
- પાઉલ કહે છે કે માત્ર ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા જ લોકો ઉદ્ધાર/તારણ પ્રાપ્ત કરે છે, નિયમશાસ્ત્રનું પાલન જરૂરી નથી. (૧:૧૧-૨:૨૧).
- જ્યારે લોકો ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે ત્યારે જ ઈશ્વર લોકોને પોતાની સાથેના સબંધમાં સાચા ઠેરવે છે; ઈબ્રાહીમનું ઉદાહરણ; નિયમ જે શ્રાપ લાવે છે (અને તારણ માટેનું માધ્યમ નથી); હાગાર અને સારાહના દ્રષ્ટાંત દ્વારા ગુલામી અને સ્વતંત્રતાની સરખામણી કરવામાં આવી છે (૩:૧-૪:૩૧),
- જ્યારે લોકો ખ્રિસ્ત સાથે જોડાય છે, ત્યારે તેઓ મૂસાના નિયમ પાલનથી મુક્ત થાય છે. પવિત્ર આત્મા તેઓને દોરે તે રીતે જીવવા માટે પણ તેઓ સ્વતંત્રતા પામે છે. તેઓ પાપની માંગણીઓને નકારવા માટે સ્વતંત્ર કરાય છે. તેઓ એકબીજાના બોજને ઉચકવા સ્વતંત્ર કરાય છે (૫:૧-૬:૧૦).
- પાઉલ ખ્રિસ્તીઓને ચેતવણી આપે છે કે તેઓએ ફરજીયાત સુન્નત અને મૂસા દ્વારા અપાયેલ નિયમશાસ્ત્રના પાલનમાં વિશ્વાસ રાખવો નહીં. તેના બદલે, તેઓએ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખવો જોઈએ (૬:૧૧-૧૮).
ગલાતીઓનો પત્ર કોણે લખ્યો?
તાર્સસ શહેરનો પાઉલ લેખક હતો. તે તેના પ્રારંભિક જીવનમાં શાઉલ તરીકે જાણીતો હતો. ખ્રિસ્તી બન્યા પહેલા, પાઉલ એક ફરોશી હતો. તેણે ખ્રિસ્તીઓને સતાવ્યા હતા. ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસથી જીવનની શરૂઆત કર્યા પછી, તેણે ઘણી વખત આખા રોમન સામ્રાજ્યની મુસાફરી કરી લોકોને ઈસુ વિશે લોકોને જણાવ્યું હતું.
પાઉલે આ પત્ર ક્યારે અને ક્યાંથી લખ્યો તે વિશે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. કેટલાક વિદ્વાનો માને છે એફેસસમાં લોકોને ઈસુ વિશે જણાવવા માટેની તેની બીજી મુસાફરી દરમ્યાન (પ્રે.કૃ.૧૯:૧) આ પત્ર પાઉલે લખ્યો. બીજા વિદ્વાનો માને છે કે તેની પ્રથમ સુવાર્તિક મુસાફરી પછી તુરંત જ પાઉલે આ પત્ર સિરિયાના અંત્યોખ શહેરથી (પ્રે.કૃ.૧૪;૨૬, ૧૫:૩૫) લખ્યો.
ગલાતીઓના પત્રનું પ્રયોજન/હેતુ શું છે?
પાઉલે આ પત્ર ગલાતીઆ પ્રાંતના બંને ખ્રિસ્તીઓ, યહૂદી અને બિનયહૂદી ખ્રિસ્તીઓને ઉદ્દેશીને લખ્યો. જૂઠા શિક્ષકો જેઓએ કહ્યું હતું કે ખ્રિસ્તીઓએ મૂસાના નિયમનું પાલન કરવાની જરૂર છે તેઓની વિરુદ્ધ પાઉલ લખવા માંગતો હતો. સુવાર્તાનો બચાવ કરતા પાઉલે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા તારણ પામે છે. લોકો ઈશ્વરની કૃપાના પરિણામ સ્વરૂપે તારણ પામે છે; સારા કૃત્યોના પરિણામ સ્વરૂપે નહીં. કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણપણે નિયમનું પાલન કરી શકતી નથી. મૂસાના નિયમનું પાલન કરીને ઈશ્વરને પ્રસન્ન કરવાનો કોઈ પણ પ્રયાસ ગલાતીઓ પર ઈશ્વરનો તિરસ્કાર લાવશે. (જુઓ: સારા સમાચારો, સુવાર્તા, બચાવવું, બચાવ્યા, સલામત, તારણ, વિશ્વાસ/શ્રદ્ધા અનેનિયમ/કાયદો/કાનૂન, મુસાનો નિયમ, યહોવાનો નિયમ, ઈશ્વરનો નિયમ અનેકામો, કાર્યો, કાર્ય, કૃત્યો)
આ પત્રના શીર્ષકનો અનુવાદ કેવી રીતે કરવો જોઈએ?
અનુવાદકો આ પત્રને તેના પરંપરાગત શીર્ષક, ""ગલાતીઓ"" તરીકે ઓળખવાનું પસંદ કરી શકે છે. અથવા તેઓ એક સ્પષ્ટ શીર્ષક પસંદ કરી શકે છે, જેમ કે ""ગલાતીઓને પાઉલ પ્રેરિતનો પત્ર."" (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
ભાગ ૨: ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વપૂર્ણ વિચારો
""યહૂદીઓની જેમ જીવવા""નો અર્થ શો છે?(૨;૧૪)?
""યહૂદીઓની જેમ જીવવા""નો અર્થ એ છે કે, ઉદ્ધારને/તારણને અર્થે ખ્રિસ્તમાં વિશ્વાસ હોવા છતાં/ઉપરાંત મૂસાના નિયમને પાળવાનો આગ્રહ રાખવો. આ પ્રકારના શિક્ષણનો પ્રસાર કરનારા શરૂઆતના ખ્રિસ્તીઓને ""જ્યુડાઈઝર્સ"" તરીકે ઓળખવામાં આવતા હતાં.
ભાગ ૩: મહત્વપૂર્ણ અનુવાદ મુદ્દાઓ
પાઉલે આ પત્રમાં ""નિયમ"" અને ""કૃપા"" શબ્દનો ઉપયોગ કેવી રીતે કર્યો છે?
આ શબ્દોનો ઉપયોગ ગલાતીઓમાં ખાસ રીતે કરવામાં આવ્યો છે. ખ્રિસ્તી જીવન વિશે ગલાતીઓના પત્રમાં મહત્વપૂર્ણ શિક્ષણ છે. મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે ન્યાયી અથવા પવિત્ર જીવન જીવવા માટે વ્યક્તિએ નિયમો અને નિયમોના સમૂહનું પાલન કરવાની જરૂર હતી. પરંતુ હવે ખ્રિસ્તીઓ તરીકે પવિત્ર જીવન “ઈશ્વરની કૃપા” દ્વારા પ્રેરિત છે. એટલે કે ખ્રિસ્તીઓ ખ્રિસ્તમાં સ્વતંત્રતા ધરાવે છે અને તેથી તેઓએ નિયમોના વિશિષ્ટ સમૂહનું પાલન કરવાની જરૂરત નથી. તેના બદલે, ખ્રિસ્તીઓ પવિત્ર જીવન ઈશ્વર પ્રત્યે આભારીપણા સાથે જીવે કારણ કે ઈશ્વર તેઓ પ્રત્યે પુષ્કળ દયાવાન રહ્યા છે. આને ""ખ્રિસ્તનો નિયમ"" કહેવામાં આવે છે. (જુઓ: ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું અનેપવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પૂજ્ય)
""ખ્રિસ્તમાં"", ""પ્રભુમાં"", વગેરે અભિવ્યક્તિ દ્વારા પાઉલ શું અર્થ સૂચવે છે?
આ પ્રકારની અભિવ્યક્તિ ૧:૨૨, ૨:૪, ૧૭; ૩:૧૪, ૨૬, ૨૮; ૫:૬, ૧૦માં દ્રશ્યમાન થાય છે. આ દ્વારા પાઉલનો હેતુ “ખ્રિસ્ત અને વિશ્વાસીઓના ખૂબ નજદીકી રીતે એક હોવાના” વિચારને વ્યક્ત કરવાનો હતો. સાથે સાથે તે જ સમયે અન્ય વિચારો સૂચવવાનો ઈરાદો પણ પાઉલ રાખતો હતો. ઉદાહરણ તરીકે, જુઓ (૨:૧૭) ""ઈશ્વર આપણને ખ્રિસ્તમાં ન્યાયી ઠરાવે તેવી ઇચ્છા આપણે રાખીએ છીએ"", જ્યાં પાઉલે ખ્રિસ્તના માધ્યમ દ્વારા ન્યાયી હોવાનું કહ્યું છે.
આ પ્રકારની અભિવ્યક્તિની વધુ માહિતી માટે કૃપા કરીને રોમનોને પત્રની પ્રસ્તાવના જુઓ.
ગલાતીઓના પત્રમાં મુખ્ય પ્રશ્નો ક્યા છે?
""મૂર્ખ ગલાતીઓ, કોની દુષ્ટતા તમને ભરમાવી ગઈ? શું તમારી આગળ સાક્ષાત વધસ્તંભે જડાયેલા ખ્રિસ્ત ઈસુને પ્રગટ કરવામાં આવ્યા ન હતા""(૩:૧)? યુએલટી, યુએસટી અને અન્ય આધુનિક આવૃતિઓમાં આ પ્રમાણે વાંચન છે. જો કે, બાઇબલની જૂની આવૃતિઓ ઉમેરે છે કે, ""[જેથી] તમે સત્યનું પાલન ન કરો."" અનુવાદકોને આ અભિવ્યક્તિ સામેલ ન કરવાની સલાહ આપવામાં આવે છે. જો કે, અનુવાદકોના ભૌગોલિક વિસ્તારમાં જૂની બાઇબલની આવૃતિઓ ઉપલબ્ધ હોય જેમાં ઉપરોક્ત મુજબનો ઉમેરો હોય તો અનુવાદકો તેનો સમાવેશ કરી શકે છે. જો તેનો અનુવાદ થાય છે તો તે કદાચ ગલાતીઓના પત્ર પ્રમાણે અસલ નથી તે સૂચવવા માટે તેને ચોરસ કૌંસ ([])માં મૂકવું જોઈએ. (જુઓ: શાબ્દિક ભિન્નતા)
(જુઓ: શાબ્દિક ભિન્નતા)
Galatians 1
ગલાતી ૦૧ સામાન્ય નોંધો
માળખું અને વ્યવસ્થા
પાઉલે તેના બીજા પત્રો કરતા આ પત્રને અલગ રીતે લખવાની શરૂઆત કરે છે. તે ઉમેરે છે કે “હું પાઉલ પ્રેરિત, જે માણસોથી કે માણસથી નહીં પણ ઈસુ ખ્રિસ્તથી તથા ઈશ્વર પિતા જેમણે તેમને મૂએલાંમાંથી ઉઠાડયા તેથી નિમાયેલો.” અહીં પાઉલ દ્વારા આ સત્ય દર્શાવવાનું કારણ કદાચ એ હતું કે જૂઠા શિક્ષકો તેનો વિરોધ કરતા હતા અને તેના અધિકારને નબળો પાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
આ પત્રમાંના વિશિષ્ટ ખ્યાલો
વિરુદ્ધ મત
બાઈબલની સત્ય સુવાર્તા દ્વારા ઈશ્વર સદાકાળને માટે લોકોને બચાવે છે. સુવાર્તાના આ સંસ્કરણ સિવાય સુવાર્તાના અન્ય સંસ્કરણોને ઈશ્વર ખોટા ઠેરવે છે. જેઓ ખોટી સુવાર્તા શીખવે છે તેઓ ઈશ્વર દ્વારા શાપિત થાય તેવી માંગણી પાઉલ કરે છે. તેઓ તારણ પામેલા નથી. તેઓ બિન-ખ્રિસ્તીઓ છે તેમ માની તેઓ સાથે વર્તવું જોઈએ. (જુઓ: બચાવવું, બચાવ્યા, સલામત, તારણ, અનંતકાળ, શાશ્વત, અનંત, સદાકાળ, સારા સમાચારો, સુવાર્તા અનેદોષિત, દંડ પામે છે, દોષિત ઠરાવેલું, દંડાજ્ઞા અનેશાપ, શાપિત, શ્રાપો, શાપ આપવો)
પાઉલની લાયકાત
શરૂઆતની મંડળીના કેટલાક લોકો એવું શીખવતા હતા કે વિદેશીઓને મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરવાની જરૂર છે. આ શિક્ષણનું ખંડન કરવા માટે, કલમ ૧૩-૧૬ માં પાઉલ સમજાવે છે કે કેવી રીતે તે અગાઉ ઝનૂની યહૂદી હતો. પરંતુ તેમ છતાં સત્ય સુવાર્તા દ્વારા ઈશ્વરે તેને બચાવવો જરૂરી હતો અને તેને સત્ય સુવાર્તા જણાવવી જરૂરી હતી. યહૂદી તરીકે, અને વિદેશી લોકો માટેના પ્રેરિત તરીકે આ પ્રશ્નોને સંબોધવા માટે પાઉલ વિશિષ્ટ રીતે યોગ્ય હતો. (જુઓ: નિયમ/કાયદો/કાનૂન, મુસાનો નિયમ, યહોવાનો નિયમ, ઈશ્વરનો નિયમ)
આ અધ્યાયમાં બીજા શક્ય અનુવાદોની મુશ્કેલીઓ
""તમે એટલા બધા વહેલા જુદી સુવાર્તા તરફ ફરી રહ્યા છો”
શાસ્ત્રમાં ગલાતીઓનો પત્ર પાઉલના શરૂઆતના પત્રોમાંનો એક પત્ર છે. તે દર્શાવે છે કે શરૂઆતની મંડળીમાં પણ જુઠ્ઠા શિક્ષણની મુશ્કેલીઓ હતી. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Galatians 1:1
પાઉલ પ્રેરિત, ગલાતીઆના વિસ્તારમાંની મંડળીને આ પત્ર લખે છે. જો બીજી રીતે ઉલ્લેખ કરાયો ના હોય તો, આ પત્રમાં ""તમે"" અને ""તમારા"" શબ્દોના ઉલ્લેખની સઘળી ઘટનાઓ ગલાતીઆના લોકોનો ઉલ્લેખ કરે છે અને તે બહુવચનમાં છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)
τοῦ ἐγείραντος αὐτὸν
જેમણે તેમને ફરી જીવન (પુનરુત્થાન) આપ્યું
Galatians 1:2
ἀδελφοί
અહીં આનો અર્થ થાય છે, સાથી ખ્રિસ્તીઓ, બંને પુરુષો અને સ્ત્રીઓ. કેમ કે ખ્રિસ્તમાં સર્વ વિશ્વાસીઓ એક આત્મિક કુટુંબના સભ્યો છે જેમના સ્વર્ગીય પિતા ઈશ્વર છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભાઈઓ અને બહેનો"" (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)
Galatians 1:4
περὶ τῶν ἁμαρτιῶν ἡμῶν
પાપો એ પાપ માટેની સજાનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણા પાપોને કારણે આપણે જે સજાને લાયક આપણે હતા તે સજા તેમણે ભોગવી"" (જુઓ: ઉપનામ)
ὅπως ἐξέληται ἡμᾶς ἐκ τοῦ αἰῶνος τοῦ ἐνεστῶτος πονηροῦ
અહીં ""હાલનું ... જગત"" એ જગતમાં કાર્યરત સામર્થ્યને રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""કે તેઓ આપણને હાલના જગતમાં કાર્યરત દુષ્ટ સામર્થ્યથી સુરક્ષિત સ્થાન પર લાવે"" (જુઓ: ઉપનામ)
τοῦ Θεοῦ καὶ Πατρὸς ἡμῶν
આ “ઈશ્વર આપણા પિતા”ને દર્શાવે છે. તે આપણા ઈશ્વર અને પિતા છે.
Galatians 1:6
આ પત્ર લખવા માટેનું કારણ પાઉલ જણાવે છે: સુવાર્તાને સતત સમજતા રહેવા માટે તે તેઓને યાદ અપાવે છે.
θαυμάζω
મને નવાઈ લાગે છે અથવા “હું અચરત થયો.” પાઉલ નિરાશ થયો કે તેઓ આમ વર્તી રહ્યા હતા.
οὕτως ταχέως, μετατίθεσθε ἀπὸ τοῦ καλέσαντος
અહીં ""તેમનાથી દૂર થઈ જવું..."" એ એક રૂપક છે જે દર્શાવે છે કે ઈશ્વર પર વિશ્વાસ નથી અથવા ઈશ્વર પર શંકા કરવાનું શરૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે એટલા બધા વહેલા તેમના પર શંકા કરવાનું શરૂ કરી રહ્યા છો"" (જુઓ: રૂપક)
τοῦ καλέσαντος ὑμᾶς
ઈશ્વર, જેમણે તમને બોલાવ્યા
τοῦ καλέσαντος
અહીં આનો અર્થ એ છે કે ઈશ્વરે પોતાના પસંદ કરાયેલા લોકોને તેમના બાળકો થવા, તેમની સેવા કરવા અને ઈસુ દ્વારા તારણના સંદેશની જાહેરાત કરવા માટે નિમ્યા છે.
ἐν χάριτι Χριστοῦ
કારણ કે ખ્રિસ્તની કૃપા અથવા “ખ્રિસ્તના કૃપાવંત બલિદાનના કારણે”
μετατίθεσθε…εἰς ἕτερον εὐαγγέλιον
અહીં ""પાછા ફરવું"" એક રૂપક છે જેનો અર્થ, બીજી કોઈ બાબતમાં વિશ્વાસ કરવાનું શરૂ કરો છો. વૈકલ્પિક ભાષાંતર: ""તમે તેના બદલે એક અલગ સુવાર્તા પર વિશ્વાસ કરવાનો પ્રારંભ કરો છો"" (જુઓ: રૂપક)
Galatians 1:7
οἱ ταράσσοντες
કેટલાક લોકો
Galatians 1:8
εὐαγγελίζηται
જે થયું નથી અને થવું જોઈએ નહીં તેવી બાબતનું વર્ણન આ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""બીજી સુવાર્તા પ્રગટ કરે"" અથવા ""બીજી સુવાર્તા પ્રગટ કરવા માંગતા હોય"" (જુઓ: આનુમાનિત પરિસ્થિતિઓ)
παρ’ ὃ εὐηγγελισάμεθα
સુવાર્તાથી અલગ અથવા “ઉપદેશથી અલગ”
ἀνάθεμα ἔστω
ઈશ્વર દ્વારા તે વ્યક્તિ સદાકાળને માટે શાપિત થાય. જો તમારી ભાષામાં કોઈને શાપ આપવાનો સામાન્ય પ્રયોગ છે, તો તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ.
Galatians 1:10
ἄρτι γὰρ ἀνθρώπους πείθω ἢ τὸν Θεόν? ἢ ζητῶ ἀνθρώποις ἀρέσκειν
આ અલંકારિક પ્રશ્નોના જવાબ ""ના""ની અપેક્ષા રાખે છે. વૈકલ્પિક ભાષાંતર: ""માણસોની મંજૂરી પ્રાપ્ત કરવાને બદલે હું ઈશ્વરની મંજૂરી પ્રાપ્ત કરવા યત્ન કરું છું. હું માણસોને ખુશ કરવા માંગતો નથી."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
εἰ ἔτι ἀνθρώποις ἤρεσκον, Χριστοῦ δοῦλος οὐκ ἂν ἤμην
જો"" અને ""પછી"" બંને શબ્દ જો હકીકતની વિરુદ્ધ છે. ""હું ખ્રિસ્તનો સેવક છું; હું માણસોને ખુશ કરવાનો પ્રયાસ કરતો નથી.” અથવા અથવા ""જો હું હજીપણ માણસોને ખુશ કરવાનો પ્રયત્ન કરું છું, તો હું ખ્રિસ્તનો સેવક નથી
Galatians 1:11
પાઉલ સમજાવે છે કે તે બીજાઓ પાસેથી નહીં પરંતુ ઈસુ ખ્રિસ્ત પાસેથી સુવાર્તા શીખ્યો છે.
ἀδελφοί
જુઓ કે ગલાતી ૧:૨ આનો અનુવાદ તમે કેવી રીતે કર્યો છે.
ὅτι οὐκ ἔστιν κατὰ ἄνθρωπον
આ શબ્દસમૂહનો ઉપયોગ કરીને, પાઉલ કહેતો નથી કે ઈસુ ખ્રિસ્ત પોતે માનવ નથી. કારણ કે ખ્રિસ્ત માણસ અને ઈશ્વર બંને છે, તેમ છતાં, તે પાપી માણસ નથી. પાઉલ સુવાર્તા વિશે લખી રહ્યો છે કે તે ક્યાંથી આવી; કે તે બીજા પાપી મનુષ્યોમાંથી આવી નથી, પરંતુ તે ઈસુ ખ્રિસ્ત તરફથી આવી છે.
Galatians 1:12
δι’ ἀποκαλύψεως Ἰησοῦ Χριστοῦ
શક્ય અર્થ છે કે એ છે કે ૧) ""સ્વયં ઈસુ ખ્રિસ્તે મને સુવાર્તા પ્રગટ કરી છે"" અથવા ૨) ""જ્યારે ઈશ્વરે મને બતાવ્યું કે ઈસુ ખ્રિસ્ત કોણ છે ત્યારે તેમણે મને સુવાર્તા જાણનાર બનાવ્યો.
Galatians 1:13
ἀναστροφήν ποτε
એક સમયની વર્તણૂક અથવા “પહેલાનું જીવન” અથવા “અગાઉનું જીવન”
Galatians 1:14
καὶ προέκοπτον
સંપૂર્ણપણે યહૂદી હોવાના લક્ષ્યમાં પાઉલ તેની ઉંમરના બીજા યહૂદીઓ કરતાં આગળ હોવાની હકીકતનું ચિત્રણ આ રૂપક કરે છે.
συνηλικιώτας
મારી ઉંમરના યહૂદી લોકો
τῶν πατρικῶν μου
મારા પૂર્વજો
Galatians 1:15
καλέσας διὰ τῆς χάριτος αὐτοῦ
શક્ય અર્થ એ છે કે ૧) ""ઈશ્વરે મને તેમની સેવા કરવાનું તેડું આપ્યું કારણ કે તેઓ દયાળુ છે"" અથવા ૨) ""તેમણે મને તેમની કૃપા દ્વારા સેવાકાર્યનું તેડું આપ્યું.
Galatians 1:16
ἀποκαλύψαι τὸν Υἱὸν αὐτοῦ ἐν ἐμοὶ
શક્ય અર્થ એ છે કે ૧) ""મને તેમના પુત્રને ઓળખવા માટે દોર્યો"" અથવા ૨) ""મારા દ્વારા દુનિયાને બતાવવા કે ઈસુ ઈશ્વરપુત્ર છે.
τὸν Υἱὸν
ઈશ્વરપુત્ર, ઈસુ માટે આ એક મહત્વનું શીર્ષક છે. (જુઓ:પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
εὐαγγελίζωμαι αὐτὸν
તેઓ ઈશ્વરપુત્ર છે તેમ પ્રગટ કરો અથવા “ઈશ્વરના પુત્ર વિશે સુવાર્તા પ્રચાર કરો”
προσανεθέμην σαρκὶ καὶ αἵματι
આ એક અભિવ્યક્તિ છે જેનો અર્થ છે કે અન્ય લોકો સાથે વાત કરવી. વૈકલ્પિક ભાષાંતર: ""સંદેશને સમજવામાં લોકોની મદદ/સલાહ લેવામાં"" (જુઓ: રૂઢિપ્રયોગ)
Galatians 1:17
ἀνῆλθον εἰς Ἱεροσόλυμα
યરૂશાલેમ જાઓ. યરૂશાલેમ ઊંચી ટેકરીઓના પ્રદેશમાં હતું, ત્યાં જવા માટે ઘણી ટેકરીઓ ચઢીને જવું જરૂરી હતું, અને તેથી યરૂશાલેમની મુસાફરીને ""ઉપર યરૂશાલેમમાં જવું"" તેમ કહેવું સાહજિક હતું.
Galatians 1:19
ἕτερον…τῶν ἀποστόλων οὐκ εἶδον, εἰ μὴ Ἰάκωβον
આ બમણો નકારાત્મક ભાર સૂચવે છે કે અન્ય પ્રેરીતોમાંથી માત્ર યાકુબ એકલાને જ પાઉલ મળ્યો હતો. વૈકલ્પિક ભાષાંતર: ""પણ પ્રભુના ભાઈ યાકૂબ સિવાય પ્રેરિતોમાંના બીજા કોઈને હું મળ્યો નહિ"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)
Galatians 1:20
ἐνώπιον τοῦ Θεοῦ
પાઉલ ઇચ્છે છે કે ગલાતીઓ સમજે કે પાઉલ સંપૂર્ણપણે ગંભીર છે અને તે જાણે છે કે તે જે કહે છે તે ઈશ્વર સાંભળે છે અને જો તે સત્ય કહેશે નહીં તો ઈશ્વર તેને શિક્ષા કરશે.
ἃ δὲ γράφω ὑμῖν, ἰδοὺ, ἐνώπιον τοῦ Θεοῦ ὅτι οὐ ψεύδομαι
પાઉલ સત્યને જણાવે છે તે હકીકત પર ભાર મૂકવા તે સાહિત્યિક રીતનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું તમને જે સંદેશાઓ લખું છું તેમાં હું તમારી સાથે જુઠું બોલતો નથી"" અથવા ""જે બાબતો હું તમને લખું છું તેમાં હું તમને સત્ય કહું છું"" (જુઓ: વક્રોક્તિ)
Galatians 1:21
κλίματα τῆς Συρίας
વિશ્વના ભાગ જે નામે ઓળખાય છે
Galatians 1:22
ἤμην δὲ ἀγνοούμενος τῷ προσώπῳ ταῖς ἐκκλησίαις τῆς Ἰουδαίας, ταῖς ἐν Χριστῷ
યહુદિયાની મંડળીમાંના જેઓ ખ્રિસ્તમાં છે તેઓમાંના ઘણાંની સાથે મારી મુલાકાત થઈ નથી
Galatians 1:23
μόνον δὲ ἀκούοντες ἦσαν
પણ તેઓ બીજાઓ પાસેથી મારા વિશે સાંભળેલું જ જાણે છે
Galatians 2
ગલાતીઓનો પત્ર ૦૨ સામાન્ય નોંધો
માળખું અને વ્યવસ્થા
પાઉલ સાચી સુવાર્તાનો બચાવ કરવાનું ચાલુ રાખે છે. આની શરૂઆત [ગલાતી ૧:૧૧] (../../ Gal/01/ 11.md).
આ પત્રના વિશિષ્ટ વિચારો/ખ્યાલો
સ્વતંત્રતા અને ગુલામી
આખા પત્ર દરમ્યાન, પાઉલ સ્વતંત્રતા અને ગુલામીના વિરોધાભાસને દર્શાવે છે. ખ્રિસ્તીઓ ખ્રિસ્તમાં ઘણી વિવિધ વસ્તુઓ કરવા માટે સ્વતંત્ર છે. પરંતુ જે ખ્રિસ્તીઓ મૂસાના નિયમનું પાલન કરવાનો પ્રયત્ન કરે છે તેઓએ તે નિયમને સંપૂર્ણપણે અનુસરવાની જરૂર છે. પાઉલ દર્શાવે છે કે નિયમનું પાલન કરવું એક પ્રકારની ગુલામી છે. (જુઓ: નિયમ/કાયદો/કાનૂન, મુસાનો નિયમ, યહોવાનો નિયમ, ઈશ્વરનો નિયમ)
આ અધ્યાયમાં અનુવાદને લગતી બીજી શક્ય મુશ્કેલીઓ
""હું ઈશ્વરની કૃપાને નકારતો નથી""
પાઉલ શીખવે છે કે, જો કોઈ ખ્રિસ્તી વ્યક્તિ મૂસાના નિયમને અનુસરવાનો પ્રયત્ન કરે છે, તો ઈશ્વરે તેના પર દર્શાવેલ કૃપાને તે સમજી શકતો નથી. આ એક મૂળભૂત ભૂલ છે. પરંતુ પાઉલ કાલ્પનિક ઘટનાઓના પ્રકાર તરીકે ""હું ઈશ્વરની કૃપાનો નકાર કરતો નથી"" શબ્દોનો ઉપયોગ કરે છે. આ નિવેદનનો હેતુ એવી રીતે જોવા મળે છે કે, ""જો તમે નિયમના પાલન દ્વારા ઉદ્ધાર પામવા યત્ન કરશો, તો તે ઈશ્વરની કૃપાને નકારી કાઢશે."" (જુઓ: કૃપા, કૃપાળુ અનેઆનુમાનિત પરિસ્થિતિઓ)
Galatians 2:1
પાઉલ કેવી રીતે સુવાર્તા, ઈશ્વર દ્વારા શીખ્યો અને પ્રેરીતો દ્વારા નહીં, તેનો ઈતિહાસ કહેવાનું ચાલુ રાખે છે,
ἀνέβην
મુસાફરી કરી. યરૂશાલેમ પર્વતીય પ્રદેશમાં સ્થિત છે. યરૂશાલેમને સ્વર્ગની સૌથી નજીકના પૃથ્વી પરના સ્થાન તરીકે યહૂદીઓ જુએ છે, તેથી કદાચ પાઉલ અલંકારિક રીતે વાત કરે છે, અથવા એમ હોઈ શકે કે યરૂશાલેમ જવા માટેની મુશ્કેલ, ઉંચા ચઢાણવાળી મુસાફરીને તે પ્રતિબિમ્બિત કરે છે.
Galatians 2:2
τοῖς δοκοῦσιν
વિશ્વાસીઓ મધ્યે ખૂબ મહત્વના આગેવાનો
μή πως εἰς κενὸν τρέχω ἢ ἔδραμον
પાઉલ સેવાના રૂપક તરીકે દોડનો ઉપયોગ કરે છે, અને બમણા નકારાત્મક ભારના ઉપયોગ દ્વારા તે દર્શાવે છે કે તેણે કરેલુ સેવાકાર્ય લાભકારક છે. વૈકલ્પિક ભાષાંતર: ""મેં લાભકારક સેવા કરી છે અથવા કાર્ય કર્યું છે"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો અનેરૂપક)
εἰς κενὸν
કોઈ લાભ માટે નહી અથવા “ફાયદા માટે નહી”
Galatians 2:3
περιτμηθῆναι
આ વાક્ય સક્રિય સ્વરૂપમાં શરૂ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેને સુન્નત કરવાની ફરજ પાડવા માટે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Galatians 2:4
τοὺς παρεισάκτους ψευδαδέλφους
જે લોકો ખ્રિસ્તી હોવાનો ઢોંગ કરતા હતા તેઓ મંડળીમાં આવ્યા, અથવા ""ખ્રિસ્તીઓ હોવાનો ડોળ કરતા લોકો અમારી મધ્યે આવ્યા.
κατασκοπῆσαι τὴν ἐλευθερίαν ἡμῶν
આપણી જે સ્વતંત્રતા છે તેની બાતમી કાઢવા તેઓ ગુપ્ત રીતે આવ્યા.
τὴν ἐλευθερίαν
સ્વતંત્રતા
ἵνα ἡμᾶς καταδουλώσουσιν
આપણને નિયમના ગુલામ બનાવવા માટે. યહુદી નિયમ જે વિધિઓને અનુસરવાની ફરજ પાડે છે તે વાત પાઉલ જણાવે છે. આ ગુલામી વિશેની વાત કરે છે. સૌથી મહત્વની વિધિ સુન્નત હતી. વૈકલ્પિક ભાષાંતર: ""નિયમનું પાલન કરવાની અમને ફરજ પાડવામાં આવે છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અનેરૂપક)
Galatians 2:5
εἴξαμεν τῇ ὑποταγῇ
સમર્પિત કરવું અથવા “સાંભળવું”
Galatians 2:6
ἐμοὶ…οὐδὲν προσανέθεντο
અહીં ""મેં"" શબ્દ પાઉલ જે શિક્ષણ આપે છે તેને રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મેં જે શીખવ્યું છે તેમાં કંઈ ઉમેર્યું નથી"" અથવા ""મેં જે શીખવ્યું છે તેમાં કંઈપણ ઉમેરવા માટે મને કહ્યું નથી"" (જુઓ: ઉપનામ)
Galatians 2:7
ἀλλὰ τοὐναντίον
તેના બદલે અથવા “તેના સિવાય”
πεπίστευμαι
આ વાક્ય સક્રિય રૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે મારા પર ભરોસો મૂક્યો”
Galatians 2:9
δοκοῦντες στῦλοι εἶναι
તેઓ એવા માણસો હતા કે જેમણે લોકોને ઈસુ વિશે શીખવ્યું હતું અને લોકોને ઈસુમાં વિશ્વાસ કરવાનું સમજાવ્યું હતું. (જુઓ: રૂપક)
γνόντες τὴν χάριν τὴν δοθεῖσάν μοι
અમૂર્ત નામ ""કૃપા""ને ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય છે ""દયાળુ બનો."" વૈકલ્પિક ભાષાંતર: ""સમજી ગયો કે ઈશ્વર મારા પ્રત્યે દયાળુ છે"" (જુઓ: અમૂર્ત નામો)
τὴν χάριν τὴν δοθεῖσάν μοι
આ વાક્ય સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""જે કૃપા ઈશ્વરે મને આપી હતી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
δεξιὰς ἔδωκαν…κοινωνίας
સંગતના પ્રતિક તરીકે હસ્તધૂન કરવાનો ઉલ્લેખ કરાયો છે. વૈકલ્પિક ભાષાંતર: ""સત્કાર કર્યો ... સાથી સેવકો તરીકે"" અથવા ""આદરભાવથી સત્કાર કર્યો..."" (જુઓ: સાંકેતિક પગલું)
δεξιὰς
તેઓનો જમણો હાથ
Galatians 2:10
τῶν πτωχῶν…μνημονεύωμεν
તેણે ગરીબો વિશે શું યાદ રાખવાનું હતું તે કદાચ તમારે સ્પસ્ટ કરવું પડે. વૈકલ્પિક ભાષાંતર: ""ગરીબોની જરૂરિયાતોની કાળજી રાખવાનું યાદ રાખો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Galatians 2:11
κατὰ πρόσωπον αὐτῷ ἀντέστην
જ્યાં તે મને જોઈ શકશે અને સાંભળી શકશે"" તેના રૂપક તરીકે “તેના ચહેરા પર” શબ્દોનો ઉપયોગ કરાયો છે. વૈકલ્પિક ભાષાંતર: ""મેં તેને મોંઢા મોઢ પડકાર્યો હતો"" અથવા “મેં તેના કાર્યોને મોંઢા મોઢ પડકાર્યા હતા” (જુઓ: ઉપનામ)
Galatians 2:12
πρὸ
સમયના સંદર્ભમાં
ὑπέστελλεν
તેણે તેમની સાથે જમવાનું બંધ કર્યું
φοβούμενος τοὺς ἐκ περιτομῆς
ક્યા કારણસર કેફા ભયભીત થયો હતો તે સ્પષ્ટ રીતે રજૂ કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “તે બીતો હતો કારણ કે તેને લાગ્યું કે જેઓ સુન્નત કરાવવાના આગ્રહી હતા તેઓ તેનો ન્યાય કરશે કે તે કાંઈક ખોટું કરી રહ્યો હતો” અથવા “તે બીતો હતો કારણ કે તેને લાગ્યું કે જેઓ સુન્નત કરાવવાના આગ્રહી હતા તેઓ તેના પર આરોપ મુકશે કે તે કાંઈક ખોટું કરી રહ્યો હતો” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
τοὺς ἐκ περιτομῆς
યહુદીઓ જેઓ ખ્રિસ્તી બન્યા હતા, પરંતુ તેઓએ એવી માંગણી કરી કે જે લોકો ખ્રિસ્તમાં માને છે તેઓ યહુદી રિવાજો અનુસાર જીવે
ἀφώριζεν ἑαυτόν
તેઓથી દૂર રહ્યા અથવા “નકાર્યા”
Galatians 2:14
οὐκ ὀρθοποδοῦσιν πρὸς τὴν ἀλήθειαν τοῦ εὐαγγελίου
સુવાર્તા પર વિશ્વાસ કરનારાઓ જેવું જીવન તેઓ જીવી રહ્યા નહોતા અથવા ""સુવાર્તા પર વિશ્વાસ કરતા ના હોય તેવું જીવન તેઓ જીવી રહ્યા હતા
πῶς τὰ ἔθνη ἀναγκάζεις Ἰουδαΐζειν
આ અલંકારિક પ્રશ્ન એ એક ઠપકો છે અને તેનો અનુવાદ નિવેદન તરીકે કરી શકાય છે. ""તું"" શબ્દ એકવચન છે અને તે પિત્તરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""વિદેશીઓને યહુદીઓની જેમ જીવન જીવવા માટેની ફરજ પાડવામાં તું ખોટો છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન અનેતમેનાં સ્વરૂપો)
ἀναγκάζεις
શક્ય અર્થ છે કે ૧)શબ્દોનો ઉપયોગ કરીને ફરજ પાડવી અથવા ૨)સમજાવવું.
Galatians 2:15
પાઉલ વિશ્વાસીઓને કહે છે કે યહુદીઓ કે જેઓ નિયમશાસ્ત્ર જાણે છે, તેમજ બિનયહૂદીઓ કે જેઓ નિયમશાસ્ત્રને જાણતા નથી, તેઓને નિયમશાસ્ત્ર અનુસરવાથી નહીં પરંતુ ફક્ત ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા જ ઉદ્ધાર/તારણ આપવામાં આવે છે.
οὐκ ἐξ ἐθνῶν ἁμαρτωλοί
તેઓને નહીં કે જેઓને યહુદીઓ બિનયહુદી પાપીઓ કહે છે
Galatians 2:16
καὶ ἡμεῖς εἰς Χριστὸν Ἰησοῦν ἐπιστεύσαμεν
અમે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યો
εἰδότες
આ કદાચ પાઉલ અને અન્ય લોકોનો ઉલ્લેખ કરે છે, પરંતુ ગલાતીઆના લોકો માટે નહીં, જેઓ મુખ્યત્વે બિનયહૂદી હતા. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)
οὐ…σάρξ
દેહ"" શબ્દ સંપૂર્ણ વ્યક્તિ માટે એક અલંકાર છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈ માણસ નહીં"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)
Galatians 2:17
ζητοῦντες δικαιωθῆναι ἐν Χριστῷ
ખ્રિસ્તમાં ન્યાયી"" શબ્દસમૂહનો અર્થ ન્યાયી થાય છે કેમ કે આપણને ખ્રિસ્તમાં એક કરવામાં આવ્યા છે અને ખ્રિસ્ત દ્વારા ન્યાયી ઠરાવવામાં આવ્યા છે.
εὑρέθημεν καὶ αὐτοὶ ἁμαρτωλοί
“માલૂમ પડીએ છે” શબ્દો એક રૂઢીપ્રયોગ છે જે “અમે ચોક્કસપણે પાપીઓ છીએ” તે હકીકત પર ભાર મૂકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમે જાણીએ છીએ કે અમે ચોક્કસપણે પાપીઓ છીએ"" (જુઓ: રૂઢિપ્રયોગ)
μὴ γένοιτο
ખરેખર, તે સાચું નથી! અગાઉના અલંકારિક પ્રશ્નનો સંભવિત ભારી નકારાત્મક જવાબ આ અભિવ્યક્તિ આપે છે “શું ખ્રિસ્ત પાપના પોષક છે?” તમારી ભાષામાં સમાન અભિવ્યક્તિ હોઈ શકે જેનો ઉપયોગ તમે અહીં કરી શકો છો. (જુઓ: આલંકારિક પ્રશ્ન)
Galatians 2:20
Υἱοῦ τοῦ Θεοῦ
ઈસુ માટેનું આ એક મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
Galatians 2:21
οὐκ ἀθετῶ
પાઉલે હકારાત્મકતા પર ભાર મૂકવા માટે નકારાત્મક વાક્ય કહે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે મહત્વનું છે તેની ખાતરી હું કરું છું"" (જુઓ: વક્રોક્તિ)
εἰ…διὰ νόμου δικαιοσύνη, ἄρα Χριστὸς δωρεὰν ἀπέθανεν
પાઉલ એવી સ્થિતિનું વર્ણન કરે છે કે જે કદી સંભવિત નથી. (જુઓ: આનુમાનિત પરિસ્થિતિઓ)
εἰ…διὰ νόμου δικαιοσύνη
જો નિયમશાસ્ત્રનું પાલન કરવાથી લોકો ન્યાયી બનતા હોય
ἄρα Χριστὸς δωρεὰν ἀπέθανεν
તો ખ્રિસ્તે મૃત્યું પામવા દ્વારા કશું જ પરિપૂર્ણ કર્યું હોત નહીં
Galatians 3
ગલાતી ૦૩ સામાન્ય નોંધો
આ અધ્યાયમાં વિશિષ્ટ વિચારો
ખ્રિસ્તમાં સમાનતા
ખ્રિસ્તમાં બધા ખ્રિસ્તીઓ એકસમાન રીતે જોડાયેલ છે. વંશ, લિંગ અને સામાજિક દરજજાથી કોઈ ફર્ક પડતો નથી. બધા એકબીજા સાથે સમાન છે. બધા ઈશ્વરની દ્રષ્ટિમાં સમાન છે.
આ અધ્યાયમાં મહત્વના અલંકારો
અલંકારિક પ્રશ્નો
આ અધ્યાયમાં પાઉલ ઘણાં જુદા જુદા અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરે છે. તે પ્રશ્નોનો ઉપયોગ તેણે ગલાતીઓને તેમના પાપ વિશે પાકી ખાતરી કરાવવા માટે કર્યો. (જુઓ: આલંકારિક પ્રશ્ન અનેપાપ, પાપરૂપ, પાપી, પાપ કર્યા કરવું)
આ પત્રમાં અન્ય શક્ય એવા મુશ્કેલ અનુવાદો
દેહ
આ એક જટિલ મુદ્દો છે. “દેહ” સંભવતઃ આપણા પાપી સ્વભાવ માટેનું એક રૂપક છે. પાઉલ એવું શીખવતો નથી કે માણસનો શારીરિક ભાગ પાપી છે. આ અધ્યાયમાં આધ્યાત્મિકતાના વિપરીત શબ્દ તરીકે “દેહ”નો ઉપયોગ થાય છે. (જુઓ: દેહ)
""વિશ્વાસના લોકો ઈબ્રાહમનાં સંતાનો છે""
આનો અર્થ શું થાય છે તે વિશે વિદ્વાનોમાં મતભેદ છે. કેટલાક માને છે કે ઈશ્વરે જે વચનો ઈબ્રાહીમને આપ્યા તેનો વારસો હવે ખ્રિસ્તીઓ ધરાવે છે અને તેમ તેઓ ઇઝરાયેલના શારીરિક વંશજોનું સ્થાન લે છે. અન્ય વિદ્વાનો માને છે કે ખ્રિસ્તીઓ આધ્યાત્મિક રીતે ઈબ્રાહીમને અનુસરે છે પરંતુ ઈશ્વરે જે વચનો ઈબ્રાહીમને આપ્યા તેનો વારસો તેઓ ધરાવતા નથી. પાઉલના અન્ય ઉપદેશોના પ્રકાશમાં અને અહીંના સંદર્ભને ધ્યાનમાં રાખીને, પાઉલ કદાચ યહૂદી અને વિદેશી ખ્રિસ્તીઓ વિશે લખે છે કે તેઓ ઈબ્રાહીમની જેમ સમાન વિશ્વાસ ધરાવે છે. (જુઓ: આત્મા, આત્માઓ, આત્મિક અનેરૂપક)
Galatians 3:1
પાઉલ એક અલંકારિક પ્રશ્ન દ્વારા ગલાતીઓને ઠપકો આપી રહ્યો છે.
ગલાતીઆના વિશ્વાસીઓને પાઉલ યાદ અપાવે છે કે તેઓએ ઈશ્વર દ્વારા અપાયેલ નિયમશાત્રનું પાલન કરવા યત્ન કર્યો તેથી નહીં પરંતુ તેઓએ સુવાર્તાના સંદેશ પર વિશ્વાસ કર્યો તેથી ઈશ્વરે તેમને ઈશ્વરનો આત્મા આપ્યો.
τίς ὑμᾶς ἐβάσκανεν
પાઉલ કટાક્ષ અને અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરીને કહે છે કે કોઈએ ગલાતીઓને ભરમાવ્યા હોય તેમ તેઓ વર્તે છે. કોઈએ તેમને ભરમાવ્યા હોય તેવું તે ખરેખર માનતો ન હતો. વૈકલ્પિક ભાષાંતર: ""તમે એવું વર્તન કરો છો જાણે કે કોઈએ તમને ભરમાવ્યા હોય.” (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન અનેઆલંકારિક પ્રશ્ન)
ὑμᾶς ἐβάσκανεν
તમારા પર જાદુક્રિયા કરવામાં આવી છે અથવા “તમારા પર મેલીવિદ્યા કરવામાં આવી છે”
οἷς κατ’ ὀφθαλμοὺς Ἰησοῦς Χριστὸς προεγράφη ἐσταυρωμένος
વધસ્તંભે જડાયેલ ખ્રિસ્ત વિશેના તેના સ્પસ્ટ શિક્ષણ વિશે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે વધસ્તંભે જડાયેલ ખ્રિસ્ત વિશેનું એક ચિત્ર તેણે જાહેરમાં મૂક્યું હોય. અને ગલાતીઓએ તે ચિત્ર જોયું હોય તે રીતે વાત કરતાં પાઉલ દર્શાવે છે કે તેના શિક્ષણને ગલાતીઓએ સાંભળ્યું છે. વૈકલ્પિક ભાષાંતર: “વધસ્તંભે જડાયેલ ખ્રિસ્ત વિશેનું શિક્ષણ તમે પોતે સાંભળ્યું છે” (જુઓ: રૂપક)
Galatians 3:2
τοῦτο μόνον θέλω μαθεῖν ἀφ’ ὑμῶν
આ કલમ ૧ના કટાક્ષને આગળ ધપાવે છે. જે અલંકારિક પ્રશ્નો તે હવે પૂછવાનો છે તેના જવાબો પાઉલ જાણે છે. (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન)
ἐξ ἔργων νόμου τὸ Πνεῦμα ἐλάβετε, ἢ ἐξ ἀκοῆς πίστεως
જો તમે કરી શકો તો આ અલંકારિક પ્રશ્નનો એક પ્રશ્ન તરીકે અનુવાદ કરો કેમ કે વાચક અહીં એક પ્રશ્નની અપેક્ષા રાખશે. સાથે સાથે ખાતરી કરો કે વાચક આ પ્રશ્નનો જવાબ જાણે છે કે “નિયમશાત્ર જે કહે છે તે કરવા દ્વારા નહીં” પરંતુ “તમે જે સાંભળ્યું તે પર વિશ્વાસ કરવા દ્વારા.” વૈકલ્પિક ભાષાંતર: “નિયમ જે કહે છે તે કરવા દ્વારા નહીં પરંતુ તમે જે સાંભળ્યું છે તે પર વિશ્વાસ કરવા દ્વારા તમે પવિત્ર આત્મા પામ્યા છો.” (જુઓ: આલંકારિક પ્રશ્ન)
Galatians 3:3
οὕτως ἀνόητοί ἐστε
આ અલંકારિક પ્રશ્ન બતાવે છે કે ગલાતીઓની મૂર્ખતાને લીધે પાઉલ આશ્ચર્ય સાથે ગુસ્સો પણ અનુભવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે ખૂબ અણસમજુ છો!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
σαρκὶ
શબ્દ ""દેહ"" પ્રયત્નો માટેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા પોતાના પ્રયત્નો દ્વારા"" અથવા ""તમારા પોતાના કાર્ય દ્વારા"" (જુઓ: ઉપનામ)
Galatians 3:4
τοσαῦτα ἐπάθετε εἰκῇ
પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ ગલાતીઓને યાદ કરાવવા માટે કરે છે કે જ્યારે તેઓ દુઃખ સહન કરી રહ્યા હતા ત્યારે તેઓ જાણતા હતા કે તેઓને કેટલોક લાભ થશે. વૈકલ્પિક ભાષાંતર: ""ચોક્કસપણે તમે એવું માનતા નહોતા કે ઘણી બધી રીતે તમારું દુઃખ સહન કરવું વૃથા હતુ...!"" અથવા ""ચોક્કસપણે તમે જાણતા હતા કે ઘણી બધી રીતે તમારા દુઃખ સહન કરવા પાછળ કેટલાક સારા હેતુ હતા...!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
τοσαῦτα ἐπάθετε εἰκῇ
એમ સ્પસ્ટપણે કહી શકાય કે તેઓનું આ દુઃખો સહન કરવાનું કારણ ખ્રિસ્ત પરનો તેમનો વિશ્વાસ હતો, જેના લીધે લોકોએ તેમનો વિરોધ કર્યો. વૈકલ્પિક ભાષાંતર: “ખ્રિસ્ત પરના તમારા વિશ્વાસને લીધે જેઓએ તમારો વિરોધ કર્યો, તે ઘણું બધું શું તમે વૃથા સહન કર્યું?” અથવા “તમે ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યો અને જેઓ ખ્રિસ્તનો વિરોધ કરે છે તેઓ દ્વારા તમે ઘણું દુઃખ સહન કર્યું. શું તમારી માન્યતા અને દુઃખો વૃથા હતા?” (જુઓ:અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
εἰκῇ
બીન ઉપયોગી અથવા “કંઈક સારું પ્રાપ્ત કરવાની આશા વિહોણાં”
εἴ γε καὶ εἰκῇ
શક્ય અર્થ છે કે ૧) પાઉલ આ અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરી તેઓને ચેતવે છે કે તેઓ પોતે અનુભવેલા સંકટોને વૃથા સાબિત થવા ના દે. વૈકલ્પિક ભાષાંતર: ""તેને વૃથા સાબિત થવા દો!"" અથવા ""ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરવાનું બંધ ન કરો અને તમારૂ સંકટને વૃથા સાબિત થવા ના દો."" અથવા ૨) પાઉલે આ પ્રશ્નનો ઉપયોગ તેમને ખાતરી આપવા માટે કર્યો કે તેમનું દુઃખ સહન કરવું વૃથા નહોતું. વૈકલ્પિક ભાષાંતર: ""તે ચોક્કસપણે વૃથા નહોતું!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
Galatians 3:5
ἐξ ἔργων νόμου ἢ ἐξ ἀκοῆς πίστεως
લોકો પવિત્ર આત્મા કેવી રીતે પ્રાપ્ત કરે છે તે વિશે પાઉલ ગલાતીઆના લોકોને યાદ કરાવવા માટે બીજો અલંકારિક પ્રશ્ન પૂછે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ ... નિયમશાસ્ત્ર અનુસારની કરણીઓ દ્વારા નહીં; પરંતુ તેઓ વિશ્વાસથી સુવાર્તા સાંભળવા દ્વારા પવિત્ર આત્મા આપે છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
ἐξ ἔργων νόμου
આ નિયમશાસ્ત્ર દ્વારા જરૂરી કરણીઓ કરતા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે જે કરવાનું નિયમ સૂચવે છે તે તમે કરો છો
ἐξ ἀκοῆς πίστεως
તમારી ભાષામાં, લોકોએ શું સાંભળ્યું અને કોના પર તેઓએ વિશ્વાસ કર્યો તે બંને બાબતોને સ્પસ્ટ રીતે દર્શાવવાની જરૂરત કદાચ ઉદભવે. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે સંદેશ સાંભળવાથી તમે ઈસુમાં વિશ્વાસ કર્યો"" અથવા ""કારણ કે તમે સંદેશ સાંભળ્યો અને ઈસુમાં વિશ્વાસ કર્યો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Galatians 3:6
પાઉલ ગલાતીઆના વિશ્વાસીઓને યાદ અપાવે છે કે ઈબ્રાહીમે વિશ્વાસથી ન્યાયીપણું પ્રાપ્ત કર્યું હતું અને નિયમ દ્વારા નહીં.
ἐλογίσθη αὐτῷ εἰς δικαιοσύνην
ઈશ્વર પરના ઈબ્રાહીમના વિશ્વાસને ઈશ્વરે જોયો, અને તેથી ઈશ્વરે ઈબ્રાહિમને ન્યાયી ગણ્યો.
Galatians 3:7
οἱ ἐκ πίστεως
જેઓ વિશ્વાસ ધરાવે છે. ""વિશ્વાસ""ના નામનો અર્થ ""માનવું"" ક્રિયાપદ સાથે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ માને છે"" (જુઓ: અમૂર્ત નામો)
υἱοί…Ἀβραὰμ
આ એ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે જેઓને ઈશ્વર ઈબ્રાહીમની જેમ ન્યાયી તરીકે જુએ છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈબ્રાહિમની જેમ જ ન્યાયી"" (જુઓ: રૂપક)
Galatians 3:8
προϊδοῦσα δὲ
કારણ કે ઈશ્વરે ઈબ્રાહિમને વચન આપ્યું અને ખ્રિસ્ત દ્વારા વચન આવ્યું તે પહેલાં તેઓએ તે વચન લખ્યું હતું તેથી શાસ્ત્ર એક એવા વ્યક્તિ સમાન છે જે ભવિષ્યમાં થનારી ઘટના વિશે અગાઉથી જાણે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આગાહી કરી"" અથવા ""તે થયા અગાઉ તેને જોયું"" (જુઓ: વ્યક્તિનો અવતાર)
ἐν σοὶ
કારણ કે તેં જે કર્યુ છે અથવા ""કારણ કે મેં તને આશીર્વાદ આપ્યો છે."" ""તારી મારફતે"" શબ્દો ઈબ્રાહીમનો ઉલ્લેખ કરે છે અને તે એકવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)
πάντα τὰ ἔθνη
વિશ્વના તમામ લોકો-જૂથો. ઈશ્વર ભાર મૂકતા હતા કે તેઓ માત્ર યહૂદી લોકો, તેમના પસંદ કરેલા જૂથની જ તરફેણ કરતા ન હતા. ઉદ્ધાર માટેની તેમની યોજના યહૂદીઓ અને બિન-યહૂદીઓ બંને માટે હતી.
Galatians 3:10
ὅσοι γὰρ ἐξ ἔργων νόμου εἰσὶν ὑπὸ κατάραν εἰσίν
શ્રાપ હેઠળ હોવું, શાપિત હોવાને રજૂ કરે છે. અહીં તે સર્વકાલીન દંડ પામવાનો ઉલ્લેખ કરે છે. ""જે લોકો નિયમ પર આધાર રાખે છે તેઓ શાપિત છે"" અથવા ""જેઓ નિયમ પર આધાર રાખે છે તેઓને ઈશ્વર સર્વકાલીન સજા કરશે ..."" (જુઓ: રૂપક અનેઉપનામ)
ἔργων νόμου
નિયમ આપણને જે કહે છે તે આપણે કરવું જોઈએ
Galatians 3:11
δὲ…δῆλον
જે દેખીતું છે તેને સ્પષ્ટ રીતે દર્શાવવું. AT ""શાસ્ત્રો સ્પષ્ટ છે"" અથવા ""શાસ્ત્રો સ્પષ્ટ રીતે શીખવે છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ἐν νόμῳ, οὐδεὶς δικαιοῦται παρὰ τῷ Θεῷ
આને સક્રિય ક્રિયાપદ સાથે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર નિયમ દ્વારા કોઈને ન્યાયી ઠેરવતા નથી
ἐν νόμῳ, οὐδεὶς δικαιοῦται παρὰ τῷ Θεῷ
જો તેઓ નિયમનું પાલન કરશે તો ઈશ્વર તેમને ન્યાયી ઠરાવશે તેવી તેઓની માન્યતાને પાઉલ સુધારે છે. વૈકલ્પિક ભાષાંતર: ""નિયમનું પાલન કરીને ઈશ્વર સમક્ષ કોઈ પણ ન્યાયી ઠરતું નથી"" અથવા ""નિયમ પ્રત્યેની આધીનતાને લીધે ઈશ્વર કોઈને પણ ન્યાયી ઠરાવશે નહીં"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ὁ δίκαιος ἐκ πίστεως ζήσεται
નામાંકિત વિશેષણ ""ન્યાયી"" ન્યાયી લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ન્યાયી વિશ્વાસથી જીવશે"" (જુઓ: નામવાચક વિશેષણો)
Galatians 3:12
ζήσεται ἐν αὐτοῖς
શક્ય અર્થ છે કે ૧) ""સમગ્ર નિયમનું પાલન કરવું જ પડે"" અથવા ૨) ""નિયમ જે માંગણીઓ કરે છે તે અનુસાર કરવાની તેની ક્ષમતા દ્વારા તેનો ન્યાય કરવામાં આવશે.”
Galatians 3:13
પાઉલ વિશ્વાસીઓને ફરીવાર યાદ અપાવતા કહે છે કે નિયમને પાળવાવી વ્યક્તિનો ઉદ્ધાર થતો નથી અને ઈબ્રાહીમને વિશ્વાસથી આપવામાં આવેલા વચનમાં નિયમશાસ્ત્રએ કોઈ નવી શરત ઉમેરી નથી.
ἐκ τῆς κατάρας τοῦ νόμου
નામ ""શાપ"" ક્રિયાપદ ""શાપ"" સાથે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""નિયમના કારણે શાપિત હોવાથી"" અથવા ""નિયમનું પાલન નહીં કરવાને લીધે શાપિત હોવાથી
ἐκ τῆς κατάρας τοῦ νόμου, γενόμενος ὑπὲρ ἡμῶν κατάρα…ἐπικατάρατος πᾶς
અહીં ""શાપ"" શબ્દ એ ઉપનામ છે જેને ઈશ્વરે શાપ આપ્યો છે તેને ઈશ્વર દોષિત ઠરાવે છે. વૈકલ્પિક ભાષાંતર: “કારણ કે આપણે નિયમનું પાલન કર્યું નહીં તેથી આપણ સર્વ ઈશ્વર સમક્ષ દોષિત છીએ... ઈશ્વરે સર્વને દોષિત ઠેરવવાને બદલે... આપણા બદલે ઈશ્વર તેમને (ઈસુને) દોષિત ઠેરવ્યા” (જુઓ: ઉપનામ)
ὁ κρεμάμενος ἐπὶ ξύλου
પાઉલે અપેક્ષા રાખી હતી કે તેના વાચકો સમજે કે તે વધસ્તંભ પર જડાયેલ ઈસુનો ઉલ્લેખ કરી રહ્યો હતો.
Galatians 3:14
ἵνα…ἡ εὐλογία τοῦ Ἀβραὰμ γένηται
કારણકે ખ્રિસ્ત આપણે માટે શાપિત બન્યા, ઈબ્રાહિમનો આશીર્વાદ આવશે
ἵνα…λάβωμεν διὰ τῆς πίστεως
કેમ કે ખ્રિસ્ત આપણા માટે શાપિત બન્યા, માટે આપણે વિશ્વાસ દ્વારા પ્રાપ્ત કરીશું
λάβωμεν
આ શબ્દ “આપણે” પત્રના વાચકોનો સમાવેશ કરે છે અને તેથી તે શબ્દ અહીં વ્યાપક અર્થમાં છે. (જુઓ:સમાવેશક “અમે”)
Galatians 3:15
ἀδελφοί
જુઓ કે ગલાતી ૧:૨માં તમે આનો અનુવાદ કેવી રીતે કર્યો છે.
κατὰ ἄνθρωπον
એક વ્યક્તિ તરીકે અથવા “જેને મોટા ભાગના લોકો સમજે તેવી વસ્તુઓ તરીકે”
Galatians 3:16
δὲ
આ શબ્દ બતાવે છે કે પાઉલે સામાન્ય સિદ્ધાંતને રજૂ કર્યો છે અને હવે તે વિશિષ્ટ બાબતનો પરિચય રજૂ કરી રહ્યો છે.
ὡς ἐπὶ πολλῶν
ઘણા વંશજોનો ઉલ્લેખ કરે છે
τῷ…σπέρματί σου
તારા"" શબ્દ એકવચન છે અને તે ચોક્કસ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે, જે ઈબ્રાહીમનો ખાસ વંશજ છે (અને તે વંશજને ""ખ્રિસ્ત"" તરીકે ઓળખવામાં આવે છે). (જુઓ: તમેનાં સ્વરૂપો)
Galatians 3:17
ὁ μετὰ τετρακόσια καὶ τριάκοντα ἔτη
ચારસો ત્રીસ વર્ષ (જુઓ: સંખ્યાઓ)
Galatians 3:18
εἰ γὰρ ἐκ νόμου ἡ κληρονομία, οὐκέτι ἐξ ἐπαγγελίας
વારસો ફક્ત વચનના માધ્યમ દ્વારા આવ્યો તે હકીકત પર ભાર મૂકવા માટે પાઉલ એક એવી એક સ્થિતિની વાત કરે છે જે સંભવિત નથી. વૈકલ્પિક ભાષાંતર: "" કારણ કે આપણે ઈશ્વરના નિયમની માંગણીઓને પરિપૂર્ણ કરી શકતા નથી, તેથી વારસો આપણી પાસે વચનના માધ્યમ દ્વારા આવે છે"" (જુઓ: આનુમાનિત પરિસ્થિતિઓ)
κληρονομία
ઈશ્વરે વિશ્વાસીઓને અનંતકાળિક આશીર્વાદો અને ઉદ્ધારનું જે વચન આપ્યું છે તેના સ્વીકાર અંગે એ પ્રમાણે કહેવામાં આવ્યું છે જાણે કે તે એક પરિવારના સભ્ય તરફથી આપવામાં આવેલ મિલ્કત અને સંપતિના વારસાનો સ્વીકાર હોય. (જુઓ: રૂપક)
Galatians 3:19
પાઉલ ગલાતીના વિશ્વાસીઓને કહે છે કે ઈશ્વરે નિયમ શા માટે આપ્યો.
τί οὖν ὁ νόμος
પાઉલ બીજા વિષય પર ચર્ચા કરવા માંગતો હતો માટે તે આ અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેનો અનુવાદ નિવેદન તરીકે પણ થઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું તમને જણાવીશ કે નિયમનો હેતુ શું છે."" અથવા ""હું તમને કહું છું કે ઈશ્વરે શા માટે નિયમ આપ્યો હતો."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
προσετέθη
આ સક્રિય રૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તેને ઉમેર્યો"" અથવા ""ઈશ્વરે નિયમને ઉમેર્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
διαταγεὶς δι’ ἀγγέλων ἐν χειρὶ μεσίτου
આ સક્રિય રૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે નિયમ દૂતોની મદદથી જારી કર્યો અને એક મધ્યસ્થ દ્વારા તેને અમલમાં મૂક્યો હતો” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
χειρὶ μεσίτου
એક પ્રતિનિધિ
Galatians 3:20
ὁ δὲ μεσίτης ἑνὸς οὐκ ἔστιν, ὁ δὲ Θεὸς εἷς ἐστιν
ઈશ્વરે ઈબ્રાહિમને તેમનું વચન એક મધ્યસ્થ વિના આપ્યું, પરંતુ મૂસાનો નિયમ તેમણે એક મધ્યસ્થ દ્વારા આપ્યો. પરિણામ સ્વરૂપ પાઉલના વાચકોએ કદાચ એવું વિચાર્યું હોય કે કોઈક રીતે નિયમે વચનને બિનઅસરકકારક બનાવી દીધું. અહીં તેના વાચકોએ શું વિચાર્યું હશે તેનો ઉલ્લેખ પાઉલ કરે છે અને હવે પછીની કલમોમાં તે તેઓને પ્રત્યુતર આપશે.
Galatians 3:21
“આપણે” શબ્દ આ ભાગમાં બધા ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)
κατὰ τῶν ἐπαγγελιῶν
વચનોની વિરુદ્ધ અથવા “વચનો સાથે વિરોધાભાસમાં”
εἰ…ἐδόθη νόμος ὁ δυνάμενος ζῳοποιῆσαι
આ વાક્ય સક્રિય રૂપમાં દર્શાવી શકાય છે, અને અમૂર્ત સંજ્ઞા ""જીવન""ને ક્રિયાપદ ""જીવંત"" સાથે અનુવાદિત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જો ઈશ્વરે એક એવો નિયમ આપ્યો હોત કે જેણે તેના પાળનારાઓને જીવંત રહેવા માટે સક્ષમ કર્યા હોત (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અનેઅમૂર્ત નામો)
ἐν νόμου ἂν ἦν ἡ δικαιοσύνη
નિયમનું પાલન કરવાથી આપણે ન્યાયી ઠરી શકતા હોત
Galatians 3:22
συνέκλεισεν ἡ Γραφὴ τὰ πάντα ὑπὸ ἁμαρτίαν, ἵνα ἡ ἐπαγγελία ἐκ πίστεως Ἰησοῦ Χριστοῦ δοθῇ τοῖς πιστεύουσιν
અન્ય શક્ય અર્થ છે કે ૧) ""કારણ કે આપણે બધા પાપ કરીએ છીએ માટે તે સર્વ બાબતોને જાણે કે જેલમાં મૂકતા હોય તેમ, ઈશ્વરે તેમને નિયમશાસ્ત્રના નિયંત્રણ હેઠળ મૂકી, જેથી ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ કરનારાઓને આપેલ ખાતરીદાયક વચન મુજબ ઈશ્વર તેઓને તેમના વિશ્વાસને લીધે આપે"" અથવા ૨) ""કારણ કે આપણે બધા પાપ કરીએ છીએ માટે તે સર્વ બાબતોને જાણે કે જેલમાં મૂકતા હોય તેમ, ઈશ્વરે તેમને નિયમશાસ્ત્રના નિયંત્રણ હેઠળ મૂકી. કેમ કે ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ કરનારાઓને આપેલ ખાતરીદાયક વચન પ્રમાણે તેઓને આપવાની ઇચ્છા ઈશ્વર ધરાવે છે.”
Γραφὴ
શાસ્ત્ર સબંધી પાઉલ એ રીતે વ્યવહાર કરે છે જાણે કે તે એક વ્યક્તિ હતું અને તેને લખનાર ઈશ્વર તરફથી તે વાત કરતું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર"" (જુઓ: વ્યક્તિનો અવતાર)
Galatians 3:23
પાઉલે ગલાતીઆના લોકોને યાદ અપાવ્યું કે વિશ્વાસીઓ નિયમ હેઠળ ગુલામીમાં નથી પરંતુ ઈશ્વરના કુટુંબમાં સ્વતંત્ર છે,.
ὑπὸ νόμον ἐφρουρούμεθα, συνκλειόμενοι
આ વાક્ય સક્રિય રૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""નિયમે અમને સાંકળોમાં બાંધ્યા હતા અને અમે બંદીખાનામાં હતા"" અથવા ""નિયમે અમને બંદીખાનામાં બંદીવાન બનાવ્યા હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ὑπὸ νόμον ἐφρουρούμεθα, συνκλειόμενοι
નિયમ કેવી રીતે અમને નિયંત્રિત કરે છે તે એ રીતે કહેવાયું છે જાણે કે અમને બંદીવાન બનાવી રાખનાર નિયમ એક બંદીખાનાનો સિપાઈ હતો. વૈકલ્પિક ભાષાંતર: ""નિયમે અમને બંદીખાનાના સિપાઈની જેમ અંકુશમાં રાખ્યા"" (જુઓ: રૂપક)
εἰς τὴν μέλλουσαν πίστιν ἀποκαλυφθῆναι
આને સક્રિય રૂપમાં કહી શકાય છે, અને વિશ્વાસ કોના ઉપર અથવા વિશ્વાસ કોનામાં તે સ્પષ્ટ રીતે જણાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યાં સુધી ઈશ્વર જાહેર કરશે કે તેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ કરનારાઓને ન્યાયી ઠરાવે છે"" અથવા ""જ્યાં સુધી ઈશ્વર જાહેર કરશે કે તેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ ધરાવનારાઓને ન્યાયી ઠરાવે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અનેઅનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Galatians 3:24
παιδαγωγὸς
સામાન્યથી પણ વધુ સામાન્ય રીતે ""બાળકની દેખરેખ રાખનાર વ્યક્તિ"" બાળશિક્ષક સામાન્યપણે એક ગુલામ હતો જે બાળકના માતાપિતા દ્વારા અપાયેલ નિયમો અને વર્તનને લાગુ કરવા તથા તે સબંધી માતાપિતાને અહેવાલ આપવા જવાબદાર હતો.
εἰς Χριστόν
જ્યારે ખ્રિસ્ત આવ્યા તે સમય સુધી
ἵνα…δικαιωθῶμεν
ખ્રિસ્ત આવ્યા તે પહેલાં, ઈશ્વરે આપણને ન્યાયી ઠરાવવાનું આયોજન કર્યું હતું. જ્યારે ખ્રિસ્ત આવ્યા ત્યારે તેમણે અમને ન્યાયી ઠરાવવાની યોજના હાથ ધરી. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી ઈશ્વર આપણને ન્યાયી જાહેર કરે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Galatians 3:27
ὅσοι γὰρ εἰς Χριστὸν ἐβαπτίσθητε
તમે સર્વ જે ખ્રિસ્તમાં બાપ્તિસમાં પામ્યા.
Χριστὸν…ἐνεδύσασθε
શક્ય અર્થ છે કે ૧) આ એક રૂપક છે કે તેઓ ખ્રિસ્તમાં એક થયા છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્ત સાથે એક થયા છો."" અથવા ""ખ્રિસ્તના છો"" અથવા ૨) આ એક રૂપક છે જેનો અર્થ છે કે તેઓ ખ્રિસ્ત જેવા બન્યા છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્ત જેવા બન્યા છે"" (જુઓ: રૂપક)
Galatians 3:28
οὐκ ἔνι Ἰουδαῖος οὐδὲ Ἕλλην, οὐκ ἔνι δοῦλος οὐδὲ ἐλεύθερος, οὐκ ἔνι ἄρσεν καὶ θῆλυ
ઈશ્વર યહૂદી અને ગ્રીક, દાસ અને સ્વતંત્ર, પુરુષ અને સ્ત્રીમાં કોઈ તફાવત જોતા નથી.
Galatians 3:29
κληρονόμοι
ઈશ્વરે જે લોકોને વચનો આપ્યા છે તેઓ વિશે એ રીતે કહેવાયું છે જાણે કે તેઓ એક પારિવારિક સભ્ય તરફથી મિલ્કત અને સંપત્તિનો વારસો પામવાના હોય. (જુઓ: રૂપક)
Galatians 4
ગલાતી ૦૪ સામાન્ય નોંધો
માળખું અને વ્યવસ્થા
વાંચન સરળ બને તે હેતુથી કેટલાક ભાષાંતરોમાં કવિતાની પ્રત્યેક પંક્તિને બાકીના લખાણથી અલગ જમણી તરફ ગોઠવી છે. યુએલટી આ પ્રમાણે ગોઠવણ કલમ ૨૭ માટે કરે છે, જે અવતરણ જુના કરારમાંથી લેવામાં આવ્યું છે.
આ આધ્યાયમાં વિશિષ્ઠ વિચારો
પુત્રપણું
પુત્રપણું એક અઘરો મુદ્દો છે. ઇઝરાયેલના પુત્રપણાં વિશે વિદ્વાનો પાસે ઘણા મંતવ્યો છે. પુત્રપણાંનો ઉલ્લેખ કરી પાઉલ શીખવે છે કે જેઓ નિયમ તળે છે તેઓ કેવી રીતે જેઓ ખ્રિસ્તમાં છે તેમનાથી અલગ છે. ઈબ્રાહીમના બધા જ શારીરિક વંશજો ઈશ્વર દ્વારા ઈબ્રાહીમને આપેલા વચનોનો વારસો પામ્યા નહીં. ફક્ત ઈસહાક અને યાકુબ દ્વારા તેના વંશજોએ વચનોનો વારસો પ્રાપ્ત કર્યો. એમ જેઓ વિશ્વાસથી ઈબ્રાહિમને આત્મિકતામાં અનુસરે છે તેઓને જ ઈશ્વર પોતાના પરિવારમાં સ્વીકારે છે. તેઓ વારસાથી ઈશ્વરના સંતાનો છે. પાઉલ તેઓને ""વચનના સંતાન"" કહે છે. (જુઓ: વારસો મેળવવો, વારસો, ધરોહર, વારસદાર, વચન, વચન આપવું, આત્મા, આત્માઓ, આત્મિક અનેવિશ્વાસ/શ્રદ્ધા અનેદત્તક લેવું, દત્તક, દત્તક લીધેલ)
આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત મુશ્કેલીઓ
અબ્બા, પિતા
""અબ્બા"" એ અરામિક શબ્દ છે. પ્રાચીન ઇઝરાયલમાં, લોકો આ શબ્દનો અનૌપચારિક ઉપયોગ પોતાના પિતાઓને સંબોધન કરવા માટે કરતા હતા. પાઉલ આ શબ્દને ગ્રીક અક્ષરોમાં લખીને તેના અવાજનું ""લિવ્યંતર કરે છે (એક લિપિ કે ભાષામાંનું લખાણ બીજી લિપિમાં લખવું)."" (જુઓ: શબ્દોની નકલ અથવા ઉછીના લેવા)
Galatians 4:1
પાઉલ ગલાતીઆના વિશ્વાસીઓને યાદ દેવડાવવાનું ચાલુ રાખતા કહે છે કે જેઓ નિયમને આધીન હતા તેઓને છોડાવવાને ખ્રિસ્ત આવ્યા, અને તેમણે તેઓને હવે ગુલામ નહીં પરંતુ પુત્ર બનાવ્યા છે.
οὐδὲν διαφέρει
જેમ કે
Galatians 4:2
ἐπιτρόπους
બાળકો સબંધી કાનૂની જવાબદારી ધરાવતા લોકો
οἰκονόμους
લોકો કે જેઓની પાસે બીજા લોકો તેમની કિમંતી વસ્તુઓ મુકવામાં સલામતી અનુભવે છે
Galatians 4:3
અહીં “આપણે” શબ્દ પાઉલના વાચકોના સમાવેશ સાથે અન્ય સઘળા ખ્રિસ્તીઓનો સમાવેશ કરે છે. (જુઓ:સમાવેશક “અમે”)
ὅτε ἦμεν νήπιοι
અહીં ""બાળકો"" આત્મિક રીતે અપરિપક્વ હોવા માટેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે જ્યારે બાળકો જેવા હતા"" (જુઓ: રૂપક)
ἡμεῖς…ὑπὸ τὰ στοιχεῖα τοῦ κόσμου ἤμεθα δεδουλωμένοι
અહીં ""ગુલામી"" સ્વયંને કંઈક કરવાથી રોકી નહીં શકવા માટેનું એક રૂપક છે. આ વાક્ય સક્રિય રૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જગતના તત્વોએ આપણને અંકુશમાં રાખ્યા હતા"" અથવા ""જાણે કે ગુલામ હોઈએ તેમ આપણે જગતના તત્વોને આધીન થવું પડતું હતું"" (જુઓ: રૂપક અનેસક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
τὰ στοιχεῖα τοῦ κόσμου
શક્ય અર્થ છે કે ૧) આનો અર્થ જગતના નિયમો અને નૈતિક સિદ્ધાંતો, અથવા ૨) આ પૃથ્વી પર થતી બાબતોનું નિયંત્રણ કરતી આત્મિક શકિતઓનો ઉલ્લેખ કરે છે તેમ કેટલાક લોકો માને છે.
Galatians 4:4
τὸν Υἱὸν
ઈશ્વરપુત્ર એ ઈસુને માટેનું એક મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
Galatians 4:5
ἐξαγοράσῃ
વધસ્તંભ પરના મરણ દ્વારા ઈસુ તેમના લોકોના પાપો માટે કિમંત ચૂકવે છે તે સત્યને ચિત્રિત કરવા પાઉલ બે રૂપકોનો ઉપયોગ કરે છે: વ્યક્તિ તેની ગુમાવેલી મિલ્કત પાછી ખરીદે છે અથવા ગુલામની સ્વતંત્રતા ખરીદે છે. (જુઓ:રૂપક)
Galatians 4:6
ἐστε υἱοί
પાઉલ પુરુષ બાળકનો ઉલ્લેખ કરે છે કેમ કે અહીં વિષય વારસા વિશેનો છે. તેની અને તેના વાચકોની સંસ્કૃતિમાં, જો કે હમેંશા નહીં તો પણ બહુ જ સામાન્યપણે, વારસો પુરુષ બાળકને પ્રાપ્ત થતો હતો. અહીં જો કે વારસામાંથી સ્ત્રી બાળકોને બાકાત રાખવા વિશે પાઉલ સૂચવતો પણ નથી.
ἐξαπέστειλεν ὁ Θεὸς τὸ Πνεῦμα τοῦ υἱοῦ αὐτοῦ εἰς τὰς καρδίας ἡμῶν κρᾶζον, Ἀββά, ὁ Πατήρ
અબ્બા, પિતા"" તરીકે ઈશ્વરને પોકારવા દ્વારા આત્મા આપણને ખાતરી આપે છે કે આપણે ઈશ્વરનાં બાળકો છીએ અને તેઓ આપણને પ્રેમ કરે છે.
ἐξαπέστειλεν…τὸ Πνεῦμα τοῦ υἱοῦ αὐτοῦ εἰς τὰς καρδίας ἡμῶν
મનુષ્યના શરીરનો જે ભાગ વિચારે તથા અનુભવે છે તેનું રૂપક ‘હ્રદય’ છે. વૈકલ્પિક ભાષાંતર: “કેવી રીતે વિચારવું અને વર્તવું, તે શીખવવા માટે તેમના પુત્રના આત્માને મોકલી આપ્યા” (જુઓ: ઉપનામ)
τοῦ υἱοῦ αὐτοῦ
ઈશ્વરપુત્ર એ ઈસુ માટે મહત્વનું શીર્ષક છે. (જુઓ:પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
κρᾶζον
આત્મા છે જે હાંક મારે છે
Ἀββά, ὁ Πατήρ
પાઉલની સ્થાનિક ભાષામાં આ રીતે નાનાં બાળક તેમના પિતાને સંબોધન કરતા હતા પરંતુ ગલાતીઆના વાચકોની ભાષામાં નહીં. વિદેશી ભાષામાં અર્થને જાળવી રાખતા જેનો અવાજ “અબ્બા” જેવો ઉદભવે તેવા શબ્દથી આનો અનુવાદ કરો.
Galatians 4:7
οὐκέτι εἶ δοῦλος, ἀλλὰ υἱός
પાઉલ પુરુષ બાળકનો ઉલ્લેખ કરે છે કેમ કે અહીં વિષય વારસા વિશેનો છે. તેની અને તેના વાચકોની સંસ્કૃતિમાં, જો કે હમેંશા નહીં તો પણ બહુ જ સામાન્યપણે, વારસો પુરુષ બાળકને પ્રાપ્ત થતો હતો. અહીં જો કે વારસામાંથી સ્ત્રી બાળકોને બાકાત રાખવા વિશે પાઉલ સૂચવતો પણ નથી.
οὐκέτι εἶ δοῦλος…καὶ κληρονόμος
તેના વાચકો જાણે કે એક વ્યક્તિ હોય તે રીતે પાઉલ તેઓને સંબોધન કરે છે, તેથી “તું” અહીં એકવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)
κληρονόμος
ઈશ્વરે જે લોકોને વચન આપ્યું છે તેઓ વિશે એ રીતે કહેવાયું છે જાણે કે તેઓ પરિવારના એક સભ્ય પાસેથી મિલ્કત અને સંપત્તિનો વારસો પ્રાપ્ત કરવાના હોય. (જુઓ: રૂપક)
Galatians 4:8
તે ગલાતીઓને અલંકારિક પ્રશ્નો પૂછીને ઠપકો આપવાનું ચાલુ રાખે છે.
પાઉલે ગલાતીઆના વિશ્વાસીઓને યાદ અપાવે છે કે તેઓ વિશ્વાસ દ્વારા જીવવાને બદલે ફરીથી ઈશ્વરના નિયમ હેઠળ જીવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
τοῖς φύσει μὴ οὖσι θεοῖς
તે બાબતો આ છે અથવા “તે આત્માઓ આ છે”
Galatians 4:9
γνωσθέντες ὑπὸ Θεοῦ
આ વાક્ય સક્રિય રૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર તમને ઓળખે છે”(જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
πῶς ἐπιστρέφετε πάλιν ἐπὶ τὰ ἀσθενῆ καὶ πτωχὰ στοιχεῖα
ફરીથી કોઈક બાબત પરત્વે ધ્યાન આપવાની શરૂઆત કરવાના વર્તનનો ઉલ્લેખ અહીં “તે તરફ પાછા ફરવું” રૂપક દ્વારા કરાયો છે. બે અલંકારિક પ્રશ્નોમાંનો આ પ્રથમ પ્રશ્ન છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારે નબળા અને નિર્માલ્ય તત્વજ્ઞાનના સિદ્ધાંતો પર ધ્યાન આપવાનું શરૂ કરવું જોઈએ નહીં."" અથવા ""તમારે નબળા અને નિર્માલ્ય તત્વજ્ઞાનના સિદ્ધાંતો સબંધી ચિંતા કરવી જોઈએ નહીં."" (જુઓ: રૂપક અનેઆલંકારિક પ્રશ્ન)
τὰ ἀσθενῆ καὶ πτωχὰ στοιχεῖα
જુઓ તમે આ શબ્દસમૂહનો અનુવાદગલાતી ૪:૩માં કેવી રીતે કર્યો છે.
οἷς πάλιν ἄνωθεν δουλεύειν θέλετε
તેઓને ગુલામ બનાવે તે પ્રકારના તેઓના વર્તન માટે પાઉલ તેઓને આ પ્રશ્નના ઉપયોગ દ્વારા ઠપકો આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""એવું લાગે છે કે તમે ફરીથી ગુલામ બનવા માંગો છો."" અથવા ""તમે એવું વર્તન કરો છો કે તમે ફરીથી ગુલામો જેવા બનવા ઇચ્છતા હતા."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
οἷς πάλιν ἄνωθεν δουλεύειν θέλετε
ચોક્કસ નિયમો અને પ્રણાલિકાઓનું પાલન કરવા માટે બંધાયેલ હોવાના વર્તન માટે અહીં “ગુલામ હોવું” રૂપકનો ઉપયોગ થયો છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ ગુલામે તેના માલિકને આધીન થવું પડે છે તેમ તમે શું ફરીથી નિયમોનું પાલન કરવા માંગો છો?” અથવા ""એવું લાગે છે કે તમે ફરીથી સંપૂર્ણપણે દાસત્વમાં જવા માંગો છો!"" (જુઓ: રૂપક)
Galatians 4:10
ἡμέρας παρατηρεῖσθε, καὶ μῆνας, καὶ καιροὺς, καὶ ἐνιαυτούς
ચોક્કસ સમયે ઉજવણીઓ કરવા સબંધીની તેઓની સાવધાની વિશે પાઉલ વાત કરે છે કેમ કે તેઓ માનતા હતા કે તે ઉજવણીઓ તેમને ઈશ્વર આગળ ન્યાયી ઠેરવશે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે કાળજીપૂર્વક દિવસો અને નવા ચંદ્ર પર્વો અને ઋતુઓ અને વર્ષો ઉજવો છો
Galatians 4:11
εἰκῇ
એ બિનઉપયોગી થઇ જાય અથવા “તેની કોઈ અસર રહે નહીં”
Galatians 4:12
પાઉલે ગલાતીઆના વિશ્વાસીઓને યાદ અપાવ્યું કે જયારે તે તેઓની સાથે હતો ત્યારે તેઓએ તેની સાથે કેટલો પ્રેમાળ વ્યવહાર કર્યો હતો, અને હવે જ્યારે તે તેઓની સાથે નથી ત્યારે પણ તેઓ વિશ્વાસ કરવાનું ચાલુ રાખે તે માટે તે તેઓને પ્રોત્સાહિત કરે છે.
δέομαι
અહીં આનો અર્થ છે કે વિનંતી કરવી અથવા આગ્રહપૂર્વક માંગણી કરવી. આ કોઈ નાણાં અથવા ખોરાક અથવા ભૌતિક વસ્તુઓની માંગણી માટેના શબ્દો નથી.
ἀδελφοί
જુઓ તમે ગલાતી ૧:૨માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે.
οὐδέν με ἠδικήσατε
આને હકારાત્મક સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે મારી સાથે સારી રીતે વર્ત્યા હતા"" અથવા ""તમારે જેવો વ્યવહાર મારી સાથે કરવો જોઈએ તેવો તમે કર્યો હતો
Galatians 4:14
καὶ τὸν πειρασμὸν ὑμῶν ἐν τῇ σαρκί μου
જો કે હું શારીરિક રીતે નબળો હતો તે જોવું તમારા માટે મુશ્કેલ હતું.
ἐξουθενήσατε
ખૂબ તિરસ્કારયુક્ત
Galatians 4:17
ζηλοῦσιν ὑμᾶς
તેઓની સાથે જોડાવવા માટે તમને સમજાવું છું
ἀλλὰ ἐκκλεῖσαι ὑμᾶς
તમને અમારાથી અલગ કરવા અથવા ""અમારા પ્રત્યે તમને વફાદાર રહેવાથી અટકાવવા
αὐτοὺς ζηλοῦτε
તેઓએ તમને જે કહ્યું છે તે કરવા માટે તમે ઝનૂની થાઓ માટે
Galatians 4:19
પાઉલ વિશ્વાસીઓને કહે છે કે કૃપા અને નિયમ એકસાથે કાર્ય કરી શકતા નથી.
τέκνα μου
આ ‘શિષ્યો’ અથવા ‘અનુસરણ કરનારાઓ’ માટે એક રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે મારા દ્વારા શિષ્યો બન્યા"" (જુઓ: રૂપક)
οὓς…ὠδίνω, μέχρις οὗ μορφωθῇ Χριστὸς ἐν ὑμῖν
પાઉલે ગલાતીઆના લોકોની ચિંતા વિશેના રૂપક તરીકે બાળજન્મનો ઉપયોગ કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “બાળકને જન્મ આપનાર સ્ત્રીની જેમ હું પ્રસૂતાની વેદના સહન કરું છું, અને જ્યાં સુધી ખ્રિસ્તનું રાજ્ય ખરેખર સંપૂર્ણપણે તમારામાં સ્થાપિત થાય નહીં ત્યાં સુધી હું આ વેદના સહન કરીશ.” (જુઓ: રૂપક)
Galatians 4:21
λέγετέ μοι
મારે તમને એક પ્રશ્ન પૂછવો છે અથવા “મારે તમને કંઈક કહેવું છે”
τὸν νόμον οὐκ ἀκούετε
હવે પછી તે શું કહેવાનો છે તેની પ્રસ્તાવના, પાઉલ રજુ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""નિયમ ખરેખર શું કહે છે તે શીખવાની તમારે જરૂર છે."" અથવા ""નિયમ ખરેખર શું કહે છે તે મને તમને જણાવવા દો."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
Galatians 4:24
નિયમ અને કૃપા એક સાથે રહી શકતા નથી, તે સત્યને દ્રષ્ટાંત દ્વારા રજૂ કરવા માટે પાઉલ એક વાત કહેવાની શરૂઆત કરે છે.
ἅτινά ἐστιν ἀλληγορούμενα
બે સંતાનોની વાત તો, હવે તમને જે હું કહેવાનો છું તેના ચિત્ર જેવી છે.
ἀλληγορούμενα
દૃષ્ટાંત રૂપક"" એ એક વાત છે જે વાતમાં ઉલ્લેખ કરાયેલ લોકો અને વસ્તુઓ, અન્ય વસ્તુઓનું પ્રતિનિધિત્વ કરે છે. પાઉલના દૃષ્ટાંત રૂપકમાં, બે સ્ત્રીઓ [ગલાતી4:22] (../ 04 / 22.એમડી)માં ઉલ્લેખિત છે, તેઓ બે કરારને દર્શાવે છે.
αὗται…εἰσιν
સ્ત્રીઓ બે કરારનું ચિત્ર છે
Ὄρους Σινά
અહીં સિનાઇ પર્વત એ નિયમ માટે અલંકાર છે જે નિયમ મૂસાએ ઇઝરાયેલીઓને સિનાઇ પર્વત આગળ આપ્યો હતો. વૈકલ્પિક ભાષાંતર: ""સિનાઈ પર્વત, જ્યાં મૂસાએ ઇઝરાયલને નિયમ આપ્યો હતો"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)
δουλείαν γεννῶσα
પાઉલ નિયમ વિશે વ્યવહાર એ રીતે કરે છે જાણે કે તે એક વ્યક્તિ હતો. વૈકલ્પિક ભાષાંતર: ""આ કરાર હેઠળના લોકો ગુલામો જેવા છે જેમણે નિયમનું પાલન કરવું પડે છે"" (જુઓ: રૂપક અનેવ્યક્તિનો અવતાર)
Galatians 4:25
συνστοιχεῖ
તેણી તે પહાડના એક ચિત્ર સમાન છે
δουλεύει…μετὰ τῶν τέκνων αὐτῆς
હાગાર એક ગુલામ છે અને તેના બાળકો તેની સાથે ગુલામો છે. વૈકલ્પિક ભાષાંતર: ""યરૂશાલેમ, હાગારની જેમ, એક ગુલામ છે, અને તેના બાળકો તેની સાથે ગુલામ છે"" (જુઓ: રૂપક)
Galatians 4:26
ἐλευθέρα ἐστίν
બંધાયેલ નથી અથવા “ગુલામ નથી”
Galatians 4:27
εὐφράνθητι
આનંદિત રહો
στεῖρα…ἡ οὐκ ὠδίνουσα
અહિયાં “તું” એકવચન છે અને તે નિસંતાન સ્ત્રીનો ઉલ્લેખ કરે છે. (જુઓ:તમેનાં સ્વરૂપો)
Galatians 4:28
ἀδελφοί
જુઓ તમે આનો અનુવાદ [ગલાતી ૧:૨](../૦૧/૦૨.એમડીમાં કેવી રીતે કર્યો છે.
ἐπαγγελίας τέκνα
શક્ય અર્થ એ છે કે ગલાતીઓ ઈશ્વરના સંતાનો બન્યા છે ૧) ઈશ્વરના વચન પર વિશ્વાસ દ્વારા અથવા ૨) કારણ કે ઈશ્વરે ઈબ્રાહીમને આપેલા તેમના વચનો પરિપૂર્ણ કરવા ચમત્કારિક કાર્યો કર્યા, પ્રથમ ઈબ્રાહીમને પુત્ર આપીને અને પછી ગલાતીઓને ઈબ્રાહિમના બાળકો બનાવીને અને તેમ તેઓને ઈશ્વરના પુત્રો બનાવીને.
Galatians 4:29
κατὰ σάρκα
આ બાબત ઈબ્રાહીમે હાગારને પત્ની તરીકે લઈને ઈશ્માએલના પિતા બનવાનું સૂચવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""માનવ ક્રિયાના માધ્યમ દ્વારા"" અથવા ""લોકોએ જે કર્યું છે તેના કારણે"" (જુઓ: રૂપક)
κατὰ Πνεῦμα
આત્માએ કંઈક કર્યું તે કારણે
Galatians 4:31
ἀδελφοί
જુઓ કે તમે આનો અનુવાદ [ગલાતી ૧:૨](../૦૧/૦૨.એમડીમાં કેવી રીતે કર્યો છે.
ἀλλὰ τῆς ἐλευθέρας
આપણે સંતાનો છીએ"" શબ્દો અગાઉના શબ્દસમૂહથી સમજી શકાય છે. આ અલગ વાક્ય તરીકે અનુવાદિત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેના બદલે, અમે સ્વતંત્ર સ્ત્રીનાં સંતાનો છીએ"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))
Galatians 5
ગલાતી ૦૫ સામાન્ય નોંધો
માળખું અને વ્યવસ્થા
પાઉલ મૂસાના નિયમ વિશે લખવાનું એ રીતે જારી રાખે છે જાણે કે નિયમ વ્યક્તિને ફાંદામાં ફસાવે છે અથવા ગુલામ બનાવે છે. (જુઓ: નિયમ/કાયદો/કાનૂન, મુસાનો નિયમ, યહોવાનો નિયમ, ઈશ્વરનો નિયમ)
આ અધ્યાયના વિશિષ્ટ વિચારો/ખ્યાલો
આત્માના ફળ
""આત્માના ફળ"" શબ્દસમૂહ બહુવચન નથી, તેમ છતાં તે કેટલીક બાબતોની યાદી શરૂ કરે છે. શક્ય હોય તો અનુવાદકોએ એકવચન સ્વરૂપ રાખવું. (જુઓ: ફળ, ફળદાયી, નિષ્ક્રિય/નિરર્થક/બિનપરિણામકારક)
આ અધ્યાયમાં અલંકારિક પ્રયોગ
ઉદાહરણો/દ્રષ્ટાંતો
આ અધ્યાયમાં પાઉલ તેના મુદ્દાઓ અને જટિલ પ્રશ્નોને સમજાવવા માટે કેટલાક રૂપકોનો ઉપયોગ કરે છે. (જુઓ: રૂપક)
આ અધ્યાયમાં અન્ય અનુવાદની શક્ય મુશ્કેલીઓ
""તમે જેઓ નિયમ[શાસ્ત્રના પાલન]થી ન્યાયી ઠરવા ચાહો છો તેઓ તમે ખ્રિસ્તથી અલગ થયા છો; તમે કૃપાથી વિમુખ થયા છો."" કેટલાક વિદ્વાનોને લાગે છે કે પાઉલ શીખવે છે કે સુન્નત કરાવવી તે વ્યક્તિઓને તેમનું તારણ ગુમાવવાનું કારણ બને છે. બીજા વિદ્વાનો માને છે કે પાઉલનો અર્થ એ છે કે ઈશ્વર સાથે ન્યાયી ઠરવા માટે નિયમશાસ્ત્રના પાલનનો પ્રયાસ વ્યક્તિને કૃપા દ્વારા તારણ/ઉદ્ધાર પામવાથી વિમુખ રાખશે. (જુઓ: કૃપા, કૃપાળુ)
Galatians 5:1
પાઉલ આ દૃષ્ટાંત રૂપકનો ઉપયોગ કરીને વિશ્વાસીઓને યાદ અપાવે છે કે તેઓએ ખ્રિસ્તની સ્વતંત્રતામાં દ્રઢ રહેવું કારણ કે જેમ પોતા પર તેમ પોતાના પડોશી પર પ્રીત કરવામાં સમગ્ર નિયમશાસ્ત્રનો સમાવેશ થાય છે.
τῇ ἐλευθερίᾳ, ἡμᾶς Χριστὸς ἠλευθέρωσεν
ખ્રિસ્તે આપણને સ્વતંત્ર કર્યા છે તેથી આપણે સ્વતંત્ર છીએ. તે સૂચવે છે કે ખ્રિસ્તે વિશ્વાસીઓને જૂના કરારથી (મૂસા દ્વારા અપાયેલ નિયમશાસ્ત્રના રીતીરીવાજો, પર્વો, યજ્ઞો, પ્રણાલિકાઓથી) સ્વતંત્ર કર્યા છે. અહીં ‘જૂના કરારથી સ્વતંત્રતા’ એ એક રૂપક છે કે જેનો અર્થ છે કે નિયમશાસ્ત્રનું પાલન કરવા માટે બંધાયેલ નથી. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્તે આપણને જૂના કરારથી સ્વતંત્ર કર્યા છે કે જેથી આપણે સ્વતંત્ર થઈ શકીએ"" અથવા ""ખ્રિસ્તે આપણને સ્વતંત્ર કર્યા છે કે જેથી આપણે સ્વતંત્ર લોકો તરીકે જીવી શકીએ"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અનેરૂપક)
στήκετε
અહીં ‘દ્રઢ રહેવું’ સૂચવે છે કે ફરી ના જવા માટે મક્કમ રહેવું. તેઓ કેવી રીતે ફરી નહીં જાય, તે સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે લોકો કંઇક અલગ શીખવે છે તેમની દલીલોથી ભરમાવું નહીં"" અથવા ""સ્વતંત્ર રહેવા માટે દ્રઢ રહો"" (જુઓ: રૂપક અનેઅનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
μὴ πάλιν ζυγῷ δουλείας ἐνέχεσθε
અહીં દાસત્વની ઝૂંસરીના નિયંત્રણ હેઠળ હોવાને નિયમનું પાલન કરવા માટે જવાબદાર હોવા તરીકે દર્શાવાયું છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ કે કોઈ વ્યક્તિ નિયમના દાસત્વની ઝૂંસરી હેઠળ જીવે છે તેમ તમે જીવશો નહીં"" (જુઓ: રૂપક અનેઅનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Galatians 5:2
ἐὰν περιτέμνησθε
પાઉલ યહૂદી ધર્મના રૂપક તરીકે સુન્નતનો ઉપયોગ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો તમે યહૂદી ધર્મ તરફ પાછા ફરશો તો"" (જુઓ: ઉપનામ)
Galatians 5:3
μαρτύρομαι δὲ
હું પ્રગટ કરું છું અથવા “હું સાક્ષી તરીકે સેવા આપું છું”
παντὶ ἀνθρώπῳ περιτεμνομένῳ
પાઉલ યહૂદી હોવાના રૂપક તરીકે સુન્નતનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે દરેક વ્યક્તિને કે જે યહૂદી બની ગયો છે"" (જુઓ: ઉપનામ)
ὀφειλέτης ἐστὶν…ποιῆσαι
તેણે આધીન રહેવું જોઈએ
Galatians 5:4
κατηργήθητε ἀπὸ Χριστοῦ
અહીં ""અલગ થયા છો"" એ ખ્રિસ્તથી અલગ થવા માટેનું એક રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે ખ્રિસ્ત સાથેના તમારા સંબંધને સમાપ્ત કર્યો છે"" અથવા ""તમે હવે ખ્રિસ્ત સાથે જોડાયેલ નથી"" (જુઓ: રૂપક)
οἵτινες ἐν νόμῳ δικαιοῦσθε
પાઉલ અહીં કટાક્ષમાં બોલે છે. તે ખરેખર શીખવે છે કે નિયમ દ્વારા જરૂરી કાર્યો કરવાના પ્રયાસથી કોઈ પણ વ્યક્તિ ન્યાયી ઠરી શકતો નથી. વૈકલ્પિક ભાષાંતર: ""તમે સર્વ જેઓ વિચારો છો કે નિયમ દ્વારા આવશ્યક કાર્યો કરીને તમે ન્યાયી ઠરી શકો છો"" અથવા ""તમે જે નિયમ દ્વારા ન્યાયી ઠરવા ઈચ્છો છો"" (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન)
τῆς χάριτος ἐξεπέσατε
જેમના તરફથી કૃપા આવે છે તેમનો ઉલ્લેખ સ્પષ્ટપણે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર તમારા પ્રત્યે કૃપા દાખવશે નહીં” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Galatians 5:5
અહીં ""અમે"" શબ્દ પાઉલ અને તેઓનો ઉલ્લેખ કરે છે જેઓ ખ્રિસ્તીઓની સુન્નતનો વિરોધ કરે છે. તે કદાચ ગલાતીઓનો સમાવેશ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)
γὰρ Πνεύματι
કારણ કે તે આત્મા દ્વારા છે
ἡμεῖς…ἐκ πίστεως ἐλπίδα δικαιοσύνης ἀπεκδεχόμεθα
શક્ય અર્થ છે કે ૧) ""અમે ન્યાયીપણાની આશા માટે વિશ્વાસથી રાહ જોઈ રહ્યા છીએ"" અથવા ૨) ""અમે ન્યાયીપણાની આશા માટે રાહ જોઈએ છે જે વિશ્વાસથી છે.
ἡμεῖς…ἐλπίδα δικαιοσύνης ἀπεκδεχόμεθα
અમે ધીરજપૂર્વક અને ઉત્સાહથી રાહ જોઈએ છે કે ઈશ્વર અમને હંમેશના માટે પોતાની સાથે ન્યાયીપણાંમાં સ્થાપિત કરે, અને ઈશ્વર તેમ કરે તેવી અપેક્ષા અમે રાખીએ છીએ.
Galatians 5:6
οὔτε περιτομή…οὔτε ἀκροβυστία
યહૂદી અથવા બિન-યહૂદી હોવા માટે આ રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""યહુદી હોવાથી કે યહૂદી નહીં હોવાથી"" (જુઓ: ઉપનામ)
ἀλλὰ πίστις δι’ ἀγάπης ἐνεργουμένη
તેના બદલે, ઈશ્વર તેમના પોતાનામાં આપણા વિશ્વાસ વિશે વિચારે છે, જેને આપણે બીજાઓને પ્રેમ કરવા દ્વારા દર્શાવી શકીએ છે.
τι ἰσχύει
યોગ્ય છે
Galatians 5:7
ἐτρέχετε
ઈસુએ જે શીખવ્યું છે તે તમે અમલમાં મૂકતા હતા
Galatians 5:8
ἡ πεισμονὴ οὐκ ἐκ τοῦ καλοῦντος ὑμᾶς
એક કે જે તમને એમ કરવાને પ્રેરે છે, જે તમને બોલાવે છે તે શું ઈશ્વર નથી.
τοῦ καλοῦντος ὑμᾶς
તેઓ તેમને જે માટે બોલાવે છે તે સ્પષ્ટપણે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ તમને તેમના લોક તરીકે બોલાવે છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
πεισμονὴ
વ્યક્તિ જે માન્યતા ધરાવતો હોય તેને બદલવા દ્વારા તેને અલગ રીતે વર્તવા દોરવો એટલે તે વ્યક્તિને સમજાવવો/મનાવવો.
Galatians 5:10
οὐδὲν ἄλλο φρονήσετε
હું જે તમને કહું છું તેનાથી વિપરીત બીજા મતમાં તમે વિશ્વાસ કરશો નહીં
ὁ δὲ ταράσσων ὑμᾶς, βαστάσει τὸ κρίμα
જે તમને ગૂંચવણમાં નાખે છે તેને ઈશ્વર શિક્ષા કરશે
ταράσσων ὑμᾶς
જે સત્ય છે તે વિશે અચોક્કસ થવાને તે તમને દોરે છે અથવા “તમારી મધ્યે ગૂંચવણ ઉત્પન્ન કરે છે”
ὅστις ἐὰν ᾖ
શક્ય અર્થ છે કે ૧) જે લોકો ગલતિઆના વિશ્વાસીઓને કહે છે કે તેઓએ મૂસાનો નિયમ પાળવાની જરૂર છે તેઓના નામ પાઉલ જાણતો નથી અથવા ૨) તેમને ""ગૂંચવનાર"" ધનવાન છે કે દરિદ્રી અથવા મહાન છે કે સામાન્ય અથવા ધાર્મિક છે કે અધાર્મિક, તેની ચિંતા ગલાતીઓ કરે, તેમ પાઉલ ઈચ્છતો નથી.
Galatians 5:11
ἐγὼ δέ, ἀδελφοί, εἰ περιτομὴν ἔτι κηρύσσω, τί ἔτι διώκομαι
પાઉલ એક સ્થિતિનું વર્ણન કરે છે જે અચૂકપણે એ હકીકત પર ભાર મૂકે છે કે લોકોએ યહૂદી બનવું જોઈએ તેવો પ્રચાર પાઉલ કરતો ના હોવાથી તેની સતામણી થાય છે. આ સક્રિય રૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભાઈઓ, જુઓ હું હજી પણ સુન્નતની હિમાયત કરતો નથી અને તેથી યહૂદીઓ મારી સતાવણી કરે છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન અનેઆનુમાનિત પરિસ્થિતિઓ)
ἀδελφοί
જુઓ તમે ગલાતી ૧:૨નો અનુવાદ કેવી રીતે કર્યો છે.
ἄρα κατήργηται τὸ σκάνδαλον τοῦ σταυροῦ
પાઉલ એક સ્થિતિનું વર્ણન કરે છે જે તે હકીકત ભાર મૂકવાનું ચૂકતી નથી કે લોકો તેની સતામણી એ કારણથી કરે છે કે તે ઈસુના વધસ્તંભ પરના કાર્ય થકી ઈશ્વર દ્વારા લોકોને માફીના સંદેશને પ્રગટ કરે છે. (જુઓ: આનુમાનિત પરિસ્થિતિઓ)
ἄρα
જો હું હજી પણ લોકોને કહેતો હોત કે તેઓએ યહૂદીઓ બનવાની જરૂર છે
κατήργηται τὸ σκάνδαλον τοῦ σταυροῦ
આ સક્રિય રૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""વધસ્તંભ વિશેના શિક્ષણમાં ઠોકરનું કોઈ કારણ નથી"" અથવા ""વધસ્તંભના શિક્ષણમાં એવું કંઇ નથી કે જે લોકોને ઠોકર માટેનું કારણ બને"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
κατήργηται τὸ σκάνδαλον τοῦ σταυροῦ
ઠોકર ખાવી ‘પાપ કરવાના’ કૃત્યને દર્શાવે છે, અને ઠોકર સમાન પથ્થર લોકોને પાપમાં દોરવાના કૃત્યનું પ્રતિનિધિત્વ કરે છે. આ કિસ્સામાં પાપ એ સત્ય શિક્ષણનો નકાર છે જે જણાવે છે કે ઈશ્વર દ્વારા ન્યાયી ગણાવા માટે લોકોએ આપણા પાપો માટે વધસ્તંભ પર મૃત્યું પામેલા ઈસુ પર વિશ્વાસ માત્ર કરવાની જરૂર છે. વૈકલ્પિક ભાષાંતર: ""વધસ્તંભ વિશેના શિક્ષણમાં લોકોને સત્યનો નકાર કરવા દોરતા કારણને હઠાવી દેવામાં આવ્યું છે” અથવા ""ઈસુના વધસ્તંભ પરના મરણ વિશેના શિક્ષણમાં એવું કશું જ નથી જે લોકોને તે શિક્ષણનો નકાર કરવા દોરશે” (જુઓ: રૂપક અનેઅનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Galatians 5:12
ἀποκόψονται
શક્ય અર્થ છે કે ૧) અક્ષરશ, તેઓ ખોજા બની જાય તે માટે તેઓના પુરૂષ અંગોને કાપી નાખવા અથવા ૨) અલંકારિક રીતે, સંપૂર્ણપણે ખ્રિસ્તી સમુદાયથી દૂર થઈ જાય. (જુઓ: રૂપક)
Galatians 5:13
γὰρ
પાઉલ ગલાતી ૫:૧૨માં પોતાના શબ્દો માટેનું કારણ આપે છે.
ὑμεῖς…ἐπ’ ἐλευθερίᾳ ἐκλήθητε
આને સક્રિય રૂપમાં વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્તે તમને સ્વતંત્રતા માટે બોલાવ્યા છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ὑμεῖς…ἐπ’ ἐλευθερίᾳ ἐκλήθητε
તે સૂચવે છે કે ખ્રિસ્તે જૂના કરારમાંથી વિશ્વાસીઓને સ્વતંત્ર કર્યા છે. અહીં જૂના કરારથી સ્વતંત્રતા એ રૂપક છે જેનો અર્થ છે નિયમ પ્રમાણેની આજ્ઞા પાળવા માટે બંધાયેલા નથી. વૈકલ્પિક ભાષાંતર: ""તમને જૂના કરારથી સ્વતંત્રતા માટે બોલાવામાં આવ્યા હતા"" અથવા ""ખ્રિસ્તે તમને એ માટે પસંદ નથી કર્યા કે તમે જૂના કરારનું પાલન કરવા બંધાયેલા રહો” (જુઓ: રૂપક)
ἀδελφοί
જુઓ તમે ગલાતી ૧:૨નો અનુવાદ કેવી રીતે કર્યો છે.
ἀφορμὴν τῇ σαρκί
તક અને પાપી સ્વભાવ વચ્ચેનો સંબંધ વધુ સ્પષ્ટ રીતે જણાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા માટે તમારા પાપી સ્વભાવ પ્રમાણે વર્તવાની તક"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Galatians 5:14
ὁ…πᾶς νόμος ἐν ἑνὶ λόγῳ πεπλήρωται
શક્ય અર્થ છે કે ૧) ""તમે આખા નિયમને માત્ર એક આજ્ઞામાં કહી શકો છો, જે આ છે"" અથવા ૨) “એક આજ્ઞાના પાલન દ્વારા તમે બધી આજ્ઞાઓનું પાલન કરી શકો છો, અને તે એક આજ્ઞા આ છે.”
ἀγαπήσεις τὸν πλησίον σου ὡς σεαυτόν
“તું,” “તારા,” અને “તમારું” આ બધા શબ્દો એકવચન છે. (જુઓ:તમેનાં સ્વરૂપો)
Galatians 5:16
પાઉલ સમજુતી આપે છે કે કેવી રીતે આત્મા આપણને પાપ ઉપર નિયંત્રણ આપે છે.
Πνεύματι περιπατεῖτε
ચાલવું એ જીવવા માટેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""પવિત્ર આત્માના સામર્થ્યમાં તમારું જીવન વ્યતિત કરો"" અથવા ""પવિત્ર આત્મા પર નિર્ભર રહીને તમારું જીવન જીવો"" (જુઓ: રૂપક)
ἐπιθυμίαν σαρκὸς οὐ μὴ τελέσητε
શબ્દસમૂહ ""કોઈની ઇચ્છાઓનો અમલ કરે છે"" એ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ થાય છે ""કોઈ જે ઇચ્છા રાખે તે પ્રમાણે કરવું."" વૈકલ્પિક ભાષાંતર: ""તમારો પાપી સ્વભાવ જે ઇચ્છાઓ ધરાવે છે તે પ્રમાણે તમે કરશો નહીં"" (જુઓ: રૂઢિપ્રયોગ)
ἐπιθυμίαν σαρκὸς
પાપી સ્વભાવની વાત એ રીતે કરવામાં આવી છે જાણે કે તે એક વ્યક્તિ છે અને પાપ કરવા ઈચ્છે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા પાપી સ્વભાવના કારણે તમે જે કરવા માંગો છો તે"" અથવા ""કારણ કે તમે પાપી છો માટે જે બાબતો તમે કરવા માંગો છો તે"" (જુઓ: વ્યક્તિનો અવતાર)
Galatians 5:18
οὐκ…ὑπὸ νόμον
મૂસાના નિયમનું પાલન કરવા માટે બંધાયેલ નથી.
Galatians 5:19
τὰ ἔργα τῆς σαρκός
અમૂર્ત નામ ""કાર્યો""નો અનુવાદ ક્રિયાપદ ""કાર્ય કરે છે"" સાથે કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""પાપી સ્વભાવ જે કરે છે તે
τὰ ἔργα τῆς σαρκός
પાપી સ્વભાવ વિશે એ રીતે વાત કરવામાં આવી છે જાણે કે તે એક વ્યક્તિ છે જે કાર્યો કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો તેમના પાપી સ્વભાવને કારણે શું કરે છે"" અથવા ""લોકો પાપી છે માટે તેઓ તેવા કાર્યો કરે છે"" (જુઓ: વ્યક્તિનો અવતાર)
Galatians 5:21
κληρονομήσουσιν
ઈશ્વરે વિશ્વાસીઓને જે વચન આપ્યું છે તે પ્રાપ્ત કરવા વિશે એ રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે એક કુટુંબના સભ્ય પાસેથી પ્રાપ્ત મિલકત અને સંપત્તિનો વારસો છે. (જુઓ: રૂપક)
Galatians 5:22
ὁ…καρπὸς τοῦ Πνεύματός ἐστιν ἀγάπη…πίστις
અહીં ""ફળ"" તે ""પરિણામ"" અથવા ""પ્રતિફળ"" માટે એક રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""આત્મા જે ઉત્પન્ન કરે છે તે પ્રેમ... વિશ્વાસ છે"" અથવા ""આત્મા ઈશ્વરના લોકોમાં પ્રેમ... વિશ્વાસ ઉત્પન્ન કરે છે"" (જુઓ: રૂપક)
Galatians 5:23
πραΰτης…ἐνκράτεια
આત્માના ફળ""ની યાદી જે ""પ્રેમ, આનંદ અને શાંતિ"" શબ્દોથી શરૂ થાય છે તે અહીં સમાપ્ત થાય છે. અહીં ""ફળ"" તે ""પરિણામ"" અથવા "" પ્રતિફળ"" માટે એક રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""આત્મા જે ઉત્પન્ન કરે છે તે પ્રેમ, આનંદ, શાંતિ ... ભલાઈ ...સંયમ"" અથવા ""આત્મા ઈશ્વરના લોકોમાં પ્રેમ, આનંદ, શાંતિ ... ભલાઈ ... સંયમ ઉત્પન્ન કરે છે.""(જુઓ: રૂપક)
Galatians 5:24
τὴν σάρκα ἐσταύρωσαν σὺν τοῖς παθήμασιν καὶ ταῖς ἐπιθυμίαις
ખ્રિસ્તીઓ જેઓએ પોતાના પાપી સ્વભાવ પ્રમાણે જીવવાનો ઇન્કાર કર્યો હોય તેઓના વિશે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે તે (પાપી સ્વભાવ) એક વ્યક્તિ હોય જેને તેઓએ વધસ્તંભ પર જડી દીધો છે. વૈકલ્પિક ભાષાંતર: ""પાપી સ્વભાવની ઇચ્છાઓ અને વિષયો પ્રમાણે જીવન જીવવાનો ઇન્કાર કર્યો છે જેમ કે તેઓએ તેને વધસ્તંભ પર જડી દીધો હોય."" (જુઓ: વ્યક્તિનો અવતાર અનેરૂપક)
τὴν σάρκα…σὺν τοῖς παθήμασιν καὶ ταῖς ἐπιθυμίαις
પાપી સ્વભાવ વિશે એ રીતે વાત કરવામાં આવી છે જાણે કે તે એક વ્યક્તિ હોય જે ઇચ્છાઓ અને વિષયો ધરાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમનો પાપી સ્વભાવ, અને તેના લીધે જે બાબતો તેઓ આવેશથી કરવા માંગે છે તે"" (જુઓ: વ્યક્તિનો અવતાર)
Galatians 5:25
εἰ ζῶμεν Πνεύματι
કેમ કે ઈશ્વરના આત્માએ આપણને જીવંતતા આપી છે
Πνεύματι…στοιχῶμεν
અહીં ‘ચાલવું’ એ ‘દરરોજ જીવવા’ માટેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""પવિત્ર આત્મા આપણને દોરવણી આપે તે સ્વીકારવું જેથી ઈશ્વરને પ્રસન્ન અને મહિમા આપે તેવી બાબતો આપણે કરી શકીએ.” (જુઓ: રૂપક)
Galatians 5:26
γινώμεθα
આપણે તે પ્રમાણે કરવું જોઈએ
Galatians 6
ગલાતી ૦૬ સામાન્ય નોંધો
માળખું અને વ્યવસ્થા
આ અધ્યાય પાઉલના પત્રને સમાપ્ત કરે છે. તેના અંતિમ શબ્દો કેટલાક મુદ્દાઓને સંબોધે છે જે પત્રના તેના બાકીના લખાણ સાથે સબંધિત ના હોય તેવું લાગે છે.
ભાઈઓ
પાઉલ આ અધ્યાયમાં ખ્રિસ્તીઓ માટેના શબ્દો લખે છે. તે તેમને ""ભાઈઓ"" કહે છે. આ પાઉલના ખ્રિસ્તી ભાઈઓનો ઉલ્લેખ કરે છે અને તેના યહૂદી ભાઈઓનો નહીં.
આ અધ્યાયના ખાસ ખ્યાલો
નવી ઉત્પતિ
જે લોકો નવો જન્મ/તારણ પામે છે તેઓ ખ્રિસ્તમાં નવી ઉત્પતિ છે. ખ્રિસ્તમાં ખ્રિસ્તીઓને નવું જીવન આપવામાં આવ્યું છે. ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યા પછી તેઓ પોતામાં નવો સ્વભાવ પામે છે. આ પાઉલ માટે વ્યક્તિની વંશાવળી કરતાં વધુ અગત્યનું છે (જુઓ: ફરીથી જન્મ પામવો, ઈશ્વર દ્વારા જન્મેલો, નવો જન્મ અનેવિશ્વાસ/શ્રદ્ધા)
આ અધ્યાયમાં બીજા કેટલાક શક્ય એવા મુશ્કેલ અનુવાદ
દેહ
આ એક જટિલ પ્રશ્ન છે. ""દેહ"" એ ""આત્મા"" સાથે વિરોધાભાસ છે. આ અધ્યાયમાં, શારીરિક શરીરને દર્શાવવા પણ દેહ શબ્દનો ઉપયોગ થયો છે. (જુઓ: દેહ અનેપાપ, પાપરૂપ, પાપી, પાપ કર્યા કરવું અનેઆત્મા, આત્માઓ, આત્મિક)
Galatians 6:1
વિશ્વાસીઓએ બીજા વિશ્વાસીઓ સાથે કેવી રીતે વર્તવું જોઈએ અને ઈશ્વર કેવી રીતે બદલો આપે છે, તે વિશે પાઉલ શિક્ષણ આપે છે.
ἀδελφοί
જુઓ કે તમે ગલાતી ૧:૨માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે.
ἐὰν…ἄνθρωπος
તમારી મધ્યે જો કોઈ હોય
ἐὰν καὶ προλημφθῇ ἄνθρωπος ἔν τινι παραπτώματι
શક્ય અર્થ છે કે ૧) કોઇ અન્યએ તે વ્યક્તિને પાપ કરતા જોયો. વૈકલ્પિક ભાષાંતર: ""જો કોઈ વ્યક્તિ પાપ કરતો પકડાય છે"" અથવા ૨) તે વ્યક્તિએ ભૂંડું કરવાના હેતુ વિના પાપ કર્યું છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો કોઈ પ્રલોભનમાં પડી ગયો અને પાપ કર્યું
ὑμεῖς, οἱ πνευματικοὶ
તમારામાંના જેઓ આત્મા દ્વારા દોરવાયેલા છે અથવા ""તમે જેઓ આત્માની દોરવણીથી જીવો છો
καταρτίζετε τὸν τοιοῦτον
જે વ્યક્તિએ પાપ કર્યું છે તેને સુધારો અથવા ""પાપ કરનારા વ્યક્તિને ઈશ્વર સાથેના સાચા સંબંધમાં પાછા ફરવા માટે પ્રોત્સાહન આપો
ἐν πνεύματι πραΰτητος
શક્ય અર્થ છે કે ૧) જે વ્યક્તિ સુધારા માટે મદદ કરે છે તે આત્માથી દોરવાયેલ છે અથવા ૨) ""ભલમનસાઈથી વર્તન"" અથવા ""દયાળું રીતે.
σκοπῶν σεαυτόν
ગલાતીઓમાંના દરેકની સાથે પાઉલ વાત કરી રહ્યો છે તે હકીકત પર ભાર મૂકવા માટે આ શબ્દો, સઘળા ગલાતીઓને એક વ્યક્તિની જેમ ઉદ્દેશે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા પોતા વિશે સાવધ રહો"" અથવા ""હું તમારામાંના દરેકને કહું છું, 'તમારી પોતાની સંભાળ રાખો''(જુઓ: તમેનાં સ્વરૂપો)
μὴ καὶ σὺ πειρασθῇς
આ સક્રિય રૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી કશું પણ તમને પાપ કરવા લલચાવે નહીં"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Galatians 6:3
εἰ γὰρ
કારણ કે તેમ થાય છે તો. નીચે પ્રમાણેના શબ્દો જણાવે છે કે ગલાતીઓએ શા માટે ૧) ""એકબીજાનો બોજ ઉઠાવવો જોઈએ"" ([ગલાતી6: 2] (../ 06 / 02.એમડી)) અથવા ૨) ધ્યાન રાખો કે તેઓ પોતાને ભુલાવે નહીં ([ગલાતી6: 1] (../ 06 / 01.એમડી)) અથવા ૩) ""અભિમાની બનશો નહીં"" ([ગલાતી5:26] (../ 05 / 26.એમડી)).
εἶναί τι
તે કોઈક મહત્વપૂર્ણ છે અથવા “તે બીજા કરતા વધારે સારો છે”
μηδὲν ὤν
તે કોઈક મહત્વપૂર્ણ નથી અથવા “તે બીજા કરતા વધારે સારો નથી”
Galatians 6:4
δοκιμαζέτω ἕκαστος
દરેક વ્યક્તિ ખાસ છે
Galatians 6:5
ἕκαστος…τὸ ἴδιον φορτίον βαστάσει
દરેક વ્યક્તિનો ન્યાય તેના પોતાના કાર્યો પ્રમાણે કરવામાં આવશે અથવા ""પ્રત્યેક વ્યક્તિ તેના પોતાના કાર્ય માટે જ જવાબદાર રહેશે
ἕκαστος…βαστάσει
દરેક વ્યક્તિએ
Galatians 6:6
ὁ κατηχούμενος
જે વ્યક્તિ તેને શીખવે છે તેની સાથે
τὸν λόγον
સંદેશ, દરેક બાબતો જે ઈશ્વરે કહી છે અથવા આજ્ઞા કરી છે
Galatians 6:7
ὃ γὰρ ἐὰν σπείρῃ ἄνθρωπος, τοῦτο καὶ θερίσει
રોપણી કરવાનું કાર્ય એવી કરણીઓને સૂચવે છે જે કોઈ પણ પ્રકારનાં પરિણામો ઉપજાવે, અને કોઈકે જે કર્યું છે તેના પરિણામોનો અનુભવ કરવાની બાબત લણવા દ્વારા સૂચવવામાં આવી છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ કે ખેડૂત જે પ્રકારના બીજ વાવે છે તે પ્રમાણે ફળ તે લણે છે, તે જ રીતે દરેક જે કરે છે તે પ્રકારનો અનુભવ તે મેળવે છે."" (જુઓ: રૂપક)
ὃ γὰρ ἐὰν σπείρῃ ἄνθρωπος
પાઉલ અહીં પુરુષનો ઉલ્લેખ કરતો નથી. વૈકલ્પિક ભાષાંતર: ""વ્યક્તિ જે કાંઈ વાવે છે"" અથવા ""કોઈક જે કાંઈ વાવે છે"" (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)
Galatians 6:8
ὁ σπείρων εἰς τὴν σάρκα ἑαυτοῦ
જે કાર્યોના પરિણામો પાછળથી ભોગવવા પડે તે માટેનું રૂપક બીજ વાવવું છે. અહીં આ કિસ્સામાં, વ્યક્તિ તેના પાપી સ્વભાવને લીધે પાપી કૃત્યો કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેના પાપી સ્વભાવને લીધે તે જે ઈચ્છે છે તેના આધારે તે બીજ વાવેતર કરે છે"" અથવા ""તેના પાપી સ્વભાવને લીધે તે જે કરવા માંગે છે તે પ્રમાણે તે કરે છે"" (જુઓ: રૂપક)
θερίσει φθοράν
વ્યક્તિ પાકની લણણી કરી રહ્યો હોય, તે ઉદાહરણ દ્વારા ઈશ્વર વ્યક્તિને સજા કરી રહ્યા હોય તેમ દર્શાવાયું છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેણે જે કર્યું છે તેના માટે તે સજા પામશે"" (જુઓ: રૂપક)
σπείρων εἰς…τὸ Πνεῦμα
જે કાર્યોના પરિણામો પાછળથી ભોગવવા પડે તે માટેનું રૂપક બીજ વાવવું છે. આ કિસ્સામાં, વ્યક્તિ સારા કાર્યો કરી રહ્યો છે કારણ કે તે ઈશ્વરના આત્માને સાંભળી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરના આત્માને પસંદ બાબતો તે કરે છે"" (જુઓ: રૂપક)
ἐκ τοῦ Πνεύματος θερίσει ζωὴν αἰώνιον
ઈશ્વરના આત્મા તરફથી આપણે અનંતજીવનનો બદલો પામીશું
Galatians 6:9
τὸ δὲ καλὸν ποιοῦντες, μὴ ἐνκακῶμεν
આપણે સારું કરવાનું ચાલુ રાખવું જોઈએ
τὸ δὲ καλὸν ποιοῦντες
બીજાઓના ભલા માટે તેઓનું સારું જ કરવું
καιρῷ γὰρ ἰδίῳ
યોગ્ય સમયે અથવા “કારણ કે ઈશ્વરે પસંદ કરેલા સમયે”
Galatians 6:10
ἄρα οὖν
આના પરિણામે અથવા “આના કારણે”
μάλιστα δὲ πρὸς τοὺς οἰκείους
સૌથી વધુ ... તેઓને અથવા ""ખાસ કરીને ... તેઓને
τοὺς οἰκείους τῆς πίστεως
ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા જેઓ ઈશ્વરના કુટુંબના સભ્યો છે
Galatians 6:11
જેમ પાઉલ આ પત્રનું સમાપન કરે છે, તેમ તે ફરી એકવાર યાદ અપાવે છે કે નિયમ ઉદ્ધાર આપતો નથી અને તેથી તેઓએ ખ્રિસ્તના વધસ્તંભને યાદ રાખવો જોઈએ.
πηλίκοις…γράμμασιν
આનો અર્થ છે કે પાઉલ ભાર મૂકવા માંગે છે ૧) તેના પછી આવતા વાક્યો પર અથવા ૨) કે આ પત્ર તેના તરફથી છે.
τῇ ἐμῇ χειρί
શક્ય અર્થ છે કે ૧) જેમ પાઉલે તેને કહ્યું તેમ લખવા માટે સંભવતઃ પાઉલની પાસે એક મદદનીશ હતો જેણે મોટાભાગે આ પત્રનું લેખન કર્યું, પરંતુ પાઉલે પોતે પત્રનો છેલ્લો ભાગ લખ્યો અથવા ૨) પાઉલે સ્વયં સંપૂર્ણ પત્ર લખ્યો.
Galatians 6:12
εὐπροσωπῆσαι
બીજાઓ તેમના વિશે સારું વિચારે તેવું કરવું અથવા “તેઓ સારા છે તેવું વિચારવા બીજાઓને પ્રેરવા”
ἐν σαρκί
દ્રશ્યમાન પુરાવા સાથે અથવા “તેમના પોતાના પ્રયત્નો દ્વારા”
οὗτοι ἀναγκάζουσιν
દબાણ કરવા અથવા “ભારપૂર્વક પ્રભાવ”
μόνον ἵνα τῷ σταυρῷ τοῦ Χριστοῦ Ἰησοῦ μὴ διώκωνται
કે જેથી માત્ર ખ્રિસ્તના વધસ્તંભની સુવાર્તા દ્વારા જ લોકોનો ઉદ્ધાર છે તેવા દાવા માટે યહૂદીઓ તેઓની સતામણી કરશે નહીં
τῷ σταυρῷ
ખ્રિસ્તે વધસ્તંભ પરના મરણ દ્વારા આપણા માટે જે કર્યું તેનું પ્રતિનિધિત્વ અહીં વધસ્તંભ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુએ વધસ્તંભ પર કરેલું કાર્ય"" અથવા"" ઈસુનું મરણ અને પુનરુત્થાન""(જુઓ: ઉપનામ)
Galatians 6:13
θέλουσιν
સુન્નત કરાવવા વિશે જેઓ તમને આગ્રહ કરે છે તેઓ ઈચ્છે છે
ἵνα ἐν τῇ ὑμετέρᾳ σαρκὶ καυχήσωνται
કે જેથી તેઓ ગર્વ અનુભવી શકે કે તેઓએ તમને એવા લોકોમાં ઉમેર્યા છે કે જેઓ નિયમનું પાલન કરવાનો પ્રયાસ કરે છે
Galatians 6:14
ἐμοὶ δὲ, μὴ γένοιτο καυχᾶσθαι, εἰ μὴ ἐν τῷ σταυρῷ
હું ક્યારેય વધસ્તંભ સિવાય કશામાં અભિમાન કરવા માંગતો નથી અથવા ""હું ફક્ત વધસ્તંભમાં અભિમાન કરું છું
ἐμοὶ…κόσμος ἐσταύρωται
આ સક્રિય રૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મને લાગે છે કે આ જગત પહેલેથી જ મૃતપાય છે"" અથવા ""મારા સબંધી જગત વધસ્તંભે જડાયેલું છે તે રીતે હું આ જગત સાથે વ્યવહાર કરુ છું "" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
κἀγὼ κόσμῳ
વધસ્તંભે જડાયેલું છે"" શબ્દોને તેની અગાઉના શબ્દસમૂહથી સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને હું આ જગત સબંધી મૂએલો છું"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))
κἀγὼ κόσμῳ
શક્ય અર્થ છે કે ૧) ""જગત હવે મને મૃતપાય માને છે"" અથવા ૨) ""જગત મારી સાથે અપરાધી જેવો વ્યવહાર કરે છે જેને ઈશ્વરે વધસ્તંભ પર મારી નાખ્યો છે”
κόσμος
શક્ય અર્થ છે કે ૧) દુનિયાના લોકો, જેઓ ઈશ્વરને ગણકારતા નથી અથવા ૨) જે લોકો ઈશ્વરને ગણકારતા નથી તેઓ જે બાબતોને મહત્વપૂર્ણ ગણે છે.
Galatians 6:15
τὶ ἐστιν
તે ઈશ્વરને માટે મહત્વપૂર્ણ છે
καινὴ κτίσις
શક્ય અર્થ છે કે ૧)ઈસુ ખ્રિસ્તમાં એક નવો વિશ્વાસી અથવા ૨) વિશ્વાસીનું નવું જીવન.
Galatians 6:16
εἰρήνη ἐπ’ αὐτοὺς, καὶ ἔλεος, καὶ ἐπὶ τὸν Ἰσραὴλ τοῦ Θεοῦ
શક્ય અર્થ છે કે ૧) સઘળા વિશ્વાસીઓ સામાન્યપણે ઈશ્વરનું ઇઝરાયલ છે અથવા ૨) ""શાંતિ અને દયા બિનયહુદી વિશ્વાસીઓ પર અને ઈશ્વરના ઇઝરાઇલ પર થાઓ"" અથવા ૩) ""જે લોકો નવી ઉત્પત્તિના નિયમનું પાલન કરે છે તેઓને શાંતિ થાઓ અને ઈશ્વરના ઇઝરાયલ પર પણ કૃપા થાઓ.
Galatians 6:17
τοῦ λοιποῦ
આનો અર્થ પણ થઈ શકે “અંતિમ” અથવા “જેમ હું આ પત્રનું સમાપન કરું છું.”
κόπους μοι μηδεὶς παρεχέτω
શક્ય અર્થ છે કે ૧) પાઉલ ગલાતીઓને આજ્ઞા કરે છે કે તેને તસ્દી આપવી નહીં, ""હું તમને આજ્ઞા કરું છું: મને તસ્દી આપશો નહીં"" અથવા ૨) પાઉલ ગલાતીઆના બધા લોકોને આજ્ઞા કરે છે કે તેઓએ તેને તસ્દી આપવી નહીં, ""હું દરેકને આ આજ્ઞા કરું છું કે મને તસ્દી આપવી નહીં,"" અથવા ૩) પાઉલે ઇચ્છા વ્યક્ત કરી છે, ""હું નથી ઈચ્છતો કે કોઈ મને તસ્દી આપે.
κόπους μοι
શક્ય અર્થ છે કે ૧) ""આ બાબતો વિશે મારી સાથે વાત કરો"" અથવા ૨) ""મને તકલીફ આપી"" અથવા ""મને ભારે બોજ આપ્યો.
ἐγὼ γὰρ τὰ στίγματα τοῦ Ἰησοῦ ἐν τῷ σώματί μου βαστάζω
ઈસુ વિશે પાઉલ શિક્ષણ આપતો હતો જે લોકોને ગમ્યું ના હોવાથી તેઓએ તેને કોરડાનો માર માર્યો હતો અને તેથી પાઉલના શરીર પર આ ચિહ્નો હતા. વૈકલ્પિક ભાષાંતર: ""મારા શરીર પરના ચિહ્નો બતાવે છે કે હું ઈસુની સેવા કરું છું
Galatians 6:18
ἡ χάρις τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ, μετὰ τοῦ πνεύματος ὑμῶν
હું પ્રાર્થના કરું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો.
ἀδελφοί
જુઓ [ગલાતી1: 2] (../ 01 / 02.એમડી)નો અનુવાદ તમે કેવી રીતે કર્યો છે.