Hebrews
Hebrews front
હિબ્રૂઓના પત્રની પ્રસ્તાવના
ભાગ 1: સામાન્ય પ્રસ્તાવના
હિબ્રૂઓના પુસ્તકની રૂપરેખા
- ઈસુ ઈશ્વરના પ્રબોધકો અને દૂતો કરતાં ઉત્કૃષ્ટ છે (1:1-4:13)
- ઈસુ યાજકો કે જેઓ યરૂશાલેમના મંદિરમાં સેવા કરે છે તેઓ કરતાં ઉત્કૃષ્ટ છે (4:14-7:28)
- જૂનો કરાર જે ઈશ્વરે તેમના લોકો સાથે કર્યો હતો તેના કરતાં ઈસુનું સેવાકાર્ય ઉત્કૃષ્ટ છે (8:1-10:39)
- વિશ્વાસ કોના જેવો છે (11:1-40)
- ઈશ્વરને વિશ્વાસુ રહેવાનું ઉત્તેજન (12:1-29)
- સમાપનરૂપ પ્રોત્સાહનો અને અભિવાદનો (13:1-25)
હિબ્રૂઓનું પુસ્તક કોણે લખ્યું?
કોઈ જાણતું નથી કે હિબ્રૂઓનું પુસ્તક કોણે લખ્યું. સંભવિત રીતે જેઓ લેખક હોઈ શકે છે તેવા અલગ અલગ લોકો વિશે વિદ્વાનો સૂચન કરે છે. સંભવિત લેખકો પાઉલ, લૂક, અને બાર્નાબાસ હોઈ શકે છે. લખાણની તારીખની પણ કોઈ જાણકારી નથી. મોટા ભાગના વિદ્વાનો એવું માને છે કે તે ઈ.સ. 70 પહેલા લખાયું હતું. ઈ.સ. 70 માં યરૂશાલેમનો વિનાશ થયો, પરંતુ આ પત્રનો લેખક યરૂશાલેમ વિશે એવી રીતે વાત કરે છે જાણે કે તે હજી નાશ પામ્યું નથી.
હિબ્રૂઓનું પુસ્તક શેના વિશે છે?
હિબ્રૂઓના પુસ્તકમાં, લેખક દર્શાવે છે કે ઈસુએ જૂના કરારની ભવિષ્યવાણીઓને પરિપૂર્ણ કરી. આ દ્વારા લેખકનો હેતુ યહૂદી ખ્રિસ્તીઓને ઉત્તેજન આપવાનો તથા સમજાવવાનો હતો કે જૂનો કરારમાં જે કાંઈ લોકો માટે હતું તે સર્વ કરતાં ઈસુ શ્રેષ્ઠ છે. ઈસુ સંપૂર્ણ પ્રમુખ યાજક છે. ઈસુ સંપૂર્ણ બલિદાન પણ હતા. પ્રાણીઓના બલિદાન બિનઉપયોગી બન્યા કેમ કે ઈસુનું અર્પણ એકવારનું અને સર્વ સમય માટેનું હતું. તેથી, લોકો માટે ઈશ્વર દ્વારા સ્વીકૃત થવાનો એકમાત્ર માર્ગ ઈસુ જ છે.
આ પુસ્તકના શીર્ષકનો અનુવાદ કેવી રીતે થવો જોઈએ?
અનુવાદકો આ પુસ્તકને તેના પારંપારિક શીર્ષક, ""હિબ્રૂઓ""તરીકે રાખવાનું પસંદ કરી શકે છે. અથવા તેઓ સ્પષ્ટ શીર્ષક, જેમ કે ""હિબ્રૂઓને પત્ર"" અથવા ""યહૂદી ખ્રિસ્તીઓને પત્ર"" રાખવાનું પસંદ કરી શકે છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
ભાગ 2: મહત્વના ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો
શું વાચકો બલિદાનો વિશે અને જૂના કરારના યાજકોના કાર્યની આવશ્યકતા વિશે જાણ્યા વિના આ પુસ્તકને સમજી શકે છે?
આ બાબતોને સમજ્યા વિના આ પુસ્તકને સમજવું વાચકો માટે ખૂબ મુશ્કેલ બનશે. અનુવાદકો જૂના કરારના કેટલાક ખ્યાલોને નોંધમાં અથવા આ પુસ્તકની પ્રસ્તાનામાં સમજાવવાનું વિચારી શકે છે.
હિબ્રૂઓના પુસ્તકમાં કેવી રીતે રક્તના ખ્યાલની રજૂઆત કેવી રીતે કરવામાં આવી છે?
[હિબ્રૂઓ9:7] (../../heb/09/07.md)થી શરુઆત કરતાં, ઇઝરાએલ સાથેના ઈશ્વરના કરાર પ્રમાણે અર્પણ કરવામાં આવેલ કોઈપણ પ્રાણીના મરણના રૂપક તરીકે મહદઅંશે રક્તના ખ્યાલની રજૂઆત કરવામાં આવી છે. ઈસુ ખ્રિસ્તના મરણને રજૂ કરવા માટે પણ લેખક રક્તનો ઉપયોગ કરે છે. ઈસુ સંપૂર્ણ અર્પણ બન્યા જેથી ઈશ્વર વિરુદ્ધ લોકોએ કરેલા પાપોની માફી ઈશ્વર લોકોને આપે. (જુઓ: ઉપનામ)
શરૂઆતમાં હિબ્રૂઓ 9:19, લેખકે છંટકાવના વિચારનો પ્રતિકાત્મક ક્રિયા તરીકે ઉપયોગ કર્યો છે. જૂના કરારના યાજકો અર્પણ કરેલા પ્રાણીઓના રક્તનો છંટકાવ કરતા હતા. લોકો અથવા વસ્તુ પર અસરકારક દર્શાવવામાં આવતા પ્રાણીના મરણના લાભનું તે ચિહ્ન હતું. તે દર્શાવતુ હતું કે લોકો અથવા વસ્તુ ઈશ્વરને સ્વીકાર્ય હતા. (જુઓ: સાંકેતિક પગલું)
ભાગ 3: અનુવાદને લગતા મહત્વના મુદ્દાઓ
યુએલટીમાં કેવી રીતે હિબ્રૂઓના પત્રમાંના ""પવિત્ર"" અને ""પવિત્ર કરવું""ના વિચારોને રજૂ કરવામાં આવ્યાં છે?
શાસ્ત્રો આવા શબ્દોનો ઉપયોગ વિવિધ વિચારોવાળા કોઈએક શબ્દને દર્શાવવા કરે છે. આ કારણે, અનુવાદકો માટે તેને યોગ્ય રીતે તેમની આવૃત્તિઓમાં દર્શાવવા મુશ્કેલ બને છે. અંગ્રેજીમાં અનુવાદ કરવામાં, યુએલટી નીચે પ્રમાણેના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે:
- કેટલીકવાર ફકરામાં આપેલ અર્થ નૈતિક પવિત્રતાને સૂચવતો હોય છે. ખાસ કરીને સુવાર્તાને સમજવા એ વાસ્તવિકતાને સમજવી મહત્વની છે કે ખ્રિસ્તીઓ ઈસુ ખ્રિસ્ત સાથે જોડાયેલા છે તેથી ઈશ્વર ખ્રિસ્તીઓને પાપરહિત જુએ છે. બીજી સંબંધિત વાસ્તવિકતા એ છે કે ઈશ્વર સંપૂર્ણ અને દોષરહિત છે. ત્રીજી વાસ્તવિકતા એ છે કે ખ્રિસ્તીઓએ પોતાની જીવનશૈલી દોષરહિત,ખામીરહિત રાખવી જોઈએ. આ કિસ્સાઓમાં, યુએલટી ""પવિત્ર,"" ""પવિત્ર ઈશ્વર,"" ""પવિત્ર વ્યક્તિઓ,"" અથવા ""પવિત્ર લોકો""નો ઉપયોગ કરે છે.
- કેટલીકવાર ખ્રિસ્તીઓ દ્વારા ભજવાયેલ કોઈપણ પ્રકારની ભૂમિકાને સૂચિત કર્યા સિવાય પણ ખ્રિસ્તીઓના સંદર્ભનો સામાન્ય સમાવેશ અર્થમાં થાય છે. આ બાબતોમાં, યુએલટી ""વિશ્વાસી"" અથવા ""વિશ્વાસીઓ""નો ઉપયોગ કરે છે. (જુઓ: 6:10; 13:24)
- ઈશ્વર માટે જ કોઈકને અથવા કંઈક અલગ કરાયું છે તે ખ્યાલનો સમાવેશ કેટલીકવાર અર્થમાં થાય છે. આ બાબતોમાં, યુએલટી ""પવિત્ર કરવું,"" ""અલગ કરવું,"" ""ને સમર્પિત,"" અથવા ""માટે આરક્ષિત""નો ઉપયોગ કરે છે. (જુઓ: 2:11: 9:13; 10:10, 14, 29; 13:12)
આ વિચારોને કેવી રીતે પોતાની આવૃત્તિઓમાં રજૂ કરવા એવું જો અનુવાદકો વિચારતા હોય તો યુએસટી પણ મદદરૂપ બની શકે છે.
હિબ્રૂઓના પુસ્તકના લખાણમાં મુખ્ય મુદ્દાઓ કયા છે?
નીચેની કલમો માટે, બાઈબલની આધુનિક આવૃત્તિઓ જૂની આવૃત્તિઓ કરતાં ભિન્ન છે. યુએલટી લખાણ આધુનિક વાંચન ધરાવે છે અને જૂના વાંચનને પાનાંની નીચે નોંધમાં મૂકે છે. વાચકોના ભૌગોલિક પ્રદેશની ભાષામાં જો બાઈબલનું અનુવાદ ઉપલબ્ધ હોય, તો અનુવાદકોએ તે આવૃત્તિમાંના વાંચનને લક્ષમાં લેવું જોઈએ. જો નથી,તો અનુવાદકોને આધુનિક આવૃત્તિનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.
- ""તમે તેમના પર ગૌરવ તથા માનનો મુગટ મૂક્યો છે"" (2:7). કેટલીક જૂની આવૃત્તિઓમાં આ પ્રમાણે નોંધવામાં આવ્યું છે, ""તમે તેમના પર ગૌરવ તથા માનનો મુગટ મૂક્યો છે અને તમારા હાથના કામ પર તેમને અધિકાર આપ્યો છે.""
- ""જેઓ આધીન થયા તેઓની સાથે તેઓ વિશ્વાસમાં એક થયા નહીં"" (4:2). કેટલીક જૂની આવૃત્તિઓમાં આ પ્રમાણે છે, ""જેઓએ તે સાંભળ્યુ તેઓ તેની સાથે વિશ્વાસથી જોડાયા નહીં.""
- ""જે સારી બાબતો આવી તેના પ્રમુખ યાજક તરીકે ખ્રિસ્ત આવ્યા"" (9:11). કેટલીક આધુનિક અને જૂની આવૃત્તિ આ પ્રમાણે જણાવે છે, ""ખ્રિસ્ત આવનાર સારી બાબતોના પ્રમુખ યાજક તરીકે આવ્યા.""
- ""જેઓ કેદીઓ હતા તેઓ પર"" (10:34). કેટલીક જૂની આવૃત્તિ આ પ્રમાણે જણાવે છે, ""મારી સાંકળોમાં મારા વિશે.""
- ""તેઓને પથ્થરો મારવામાં આવ્યા. તેઓને વહેરીને બે કરવામાં આવ્યા. તેઓને તલવારથી મારી નાખવામાં આવ્યા"" (11:37). કેટલીક જૂની આવૃત્તિઓ આ પ્રમાણે જણાવે છે, ""તેઓને પથ્થરો મારવામાં આવ્યા. તેઓને વહેરીને બે કરવામાં આવ્યા. તેઓનું પરીક્ષણ કરવામાં આવ્યું. તેઓને તલવારથી મારી નાખવામાં આવ્યા.""
- ""જો પ્રાણી પણ પર્વતને અડકે, તો તે પથ્થર વડે માર્યું જાય"" (12:20). કેટલીક જૂની આવૃત્તિ આ પ્રમાણે જણાવે છે, ""જો પ્રાણી પણ પર્વતને અડકે, તો તે પથ્થરે માર્યું જાય અથવા તીર વડે માર્યું જાય.""
(જુઓ: શાબ્દિક ભિન્નતા)
Hebrews 1
હિબ્રૂઓ 01 સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
આ અધ્યાય વર્ણવે છે કે આપણા માટે દૂતોની સરખામણીએ ઈસુ કેવી રીતે વિશેષ મહત્વના છે.
કેટલાક અનુવાદો કવિતાની દરેક પંક્તિને દૂર જમણી તરફ બીજા લખાણથી અલગ દર્શાવે છે જેથી વાંચવામાં સરળતા રહે. યુએલટી આ પ્રમાણે જે જૂના કરારના શબ્દો છે તેમાં,1:5, 7-13માં આપેલ કવિતામાં કરે છે.
""આપણાં પૂર્વજો""
લેખકે આ પત્ર ખ્રિસ્તીઓ કે જેઓ યહૂદીઓ તરીકે ઉછર્યા છે તેઓને લખ્યો છે. તેથી આ પત્રને ""હિબ્રૂઓને પત્ર"" એમ કહેવાય છે.
આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર
અલંકારિક પ્રશ્નો
ઈસુ દૂતો કરતાં શ્રેષ્ઠ છે એ સાબિત કરવાના ભાગ સ્વરૂપે લેખક અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરે છે. તે અને વાચકો બંને પ્રશ્નોના જવાબો જાણે છે, અને લેખક જાણે છે કે જેમ જેમ વાચકો પ્રશ્નોના જવાબો વિશે વિચારશે, તેમ તેમ તેઓને ખબર પડશે કે ઈશ્વરપુત્ર કોઈપણ દૂતો કરતાં વિશેષ મહત્વના છે.
કાવ્ય
યહૂદી શિક્ષકો, જૂના કરારના પ્રબોધકોની જેમ, તેમનું મહત્વનુ શિક્ષણ કવિતાના સ્વરૂપમાં મુકતા કે જેથી સાંભળનારાઓ તેઓને શીખી શકે અને યાદ રાખી શકે.
Hebrews 1:1
જોકે આ પત્ર કોને મોકલવામાં આવ્યો છે તે પ્રાપ્તકર્તા વિશેનો કોઈ ઉલ્લેખ આ પત્રમાં નથી, તોપણ લેખકે આ પત્ર ખાસ કરીને હિબ્રૂઓ (યહૂદીઓ), જેઓ જૂના કરારના ઘણાં સંદર્ભોને સમજતા હતા, તેઓને લખ્યો હતો.
આ પ્રસ્તાવના આખા પુસ્તક માટેની પાશ્ચાતભૂમિકા મૂકે છે: પુત્રની અપાર અને અસીમ મહાનતા — પુત્ર સર્વ કરતાં મહાન છે. પુત્ર એ પ્રબોધકો અને દૂતો કરતાં શ્રેષ્ઠ છે તે પર ભાર મૂકવા દ્વારા આ પુસ્તકની શરૂઆત થાય છે.
Hebrews 1:2
ἐπ’ ἐσχάτου τῶν ἡμερῶν τούτων
આ અંતિમ દિવસોમાં. આ શબ્દસમૂહ જ્યારે ઈસુએ પોતાનું સેવાકાર્ય શરૂ કર્યું ત્યારથી ઈશ્વર પોતાનું સંપૂર્ણ શાસન તેમના સર્જનમાં વિસ્તારશે તે સમયનો ઉલ્લેખ કરે છે.
ἐν Υἱῷ
અહીં પુત્ર એટલે ઈસુ, જે ઈશ્વરના પુત્ર, તેઓના માટેનું આ એક મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
ἔθηκεν κληρονόμον πάντων
લેખક પુત્ર વિશે એવી રીતે બોલે છે જાણે કે તેઓ(પુત્ર) તેમના પિતા તરફથી ધન તથા સંપત્તિ વારસામાં મેળવવાના હોય. વૈકલ્પિક ભાષાંતર: ""સર્વ બાબતો પર માલિકી હક ધરાવવો"" (જુઓ: રૂપક)
δι’ οὗ καὶ ἐποίησεν τοὺς αἰῶνας;
તે પુત્ર દ્વારા જ ઈશ્વરે સર્વ વસ્તુઓ બનાવી છે
Hebrews 1:3
ἀπαύγασμα τῆς δόξης
તેમના મહિમાનો પ્રકાશ. ઈશ્વરના મહિમાને ઘણાં તેજસ્વી પ્રકાશની ઉપમા સાથે સાંકળવામાં આવેલ છે. લેખક એમ કહી રહ્યો છે કે પુત્ર તે પ્રકાશને ધારણ કરે છે અને સંપૂર્ણપણે ઈશ્વરનો મહિમા પ્રગટ કરે છે.
τῆς δόξης καὶ χαρακτὴρ τῆς ὑποστάσεως αὐτοῦ
મહિમા, ઈશ્વરના અસ્તિત્વની પ્રતિકૃતિ. ""તેમના અસ્તિત્વનું ચોક્કસ પ્રતિનિધિત્વ"" એ ""ઈશ્વરના મહિમાની તેજસ્વીતા""ના અર્થમાં સમાન છે. પુત્ર એ ઈશ્વરના ચારિત્ર્ય અને સત્વનું પ્રતિનિધિત્વ કરે છે અને ઈશ્વર જે છે તે સઘળું સંપૂર્ણપણે રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મહિમામાં ઈશ્વર સમાન જ છે"" અથવા ""મહિમા, જે ઈશ્વર માટે સત્ય છે તે જ મહિમા, પુત્ર માટે પણ સત્ય છે
τῷ ῥήματι τῆς δυνάμεως αὐτοῦ
તેમનો સામર્થ્યવાન શબ્દ. અહીં ""શબ્દ"" સંદેશનો અથવા આજ્ઞાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમની સામર્થ્યવાન આજ્ઞા"" (જુઓ: ઉપનામ)
καθαρισμὸν τῶν ἁμαρτιῶν ποιησάμενος
અમૂર્ત નામ (ભાવવાચક સંજ્ઞા) ""શુદ્ધતા""ને ક્રિયાપદ તરીકે વ્યક્ત કરી શકાય છે: ""શુદ્ધ બનાવવું."" વૈકલ્પિક ભાષાંતર: ""તેમણે આપણને પાપોમાંથી શુદ્ધ કર્યા પછી"" અથવા""તેમણે આપણને પાપોથી શુદ્ધ કરી લીધા પછી"" (જુઓ: અમૂર્ત નામો)
καθαρισμὸν τῶν ἁμαρτιῶν ποιησάμενος
માફ કરવા વિશે લેખક એવી રીતે બોલે છે જાણે કે તે વ્યક્તિને શુદ્ધ કરતું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર આપણાં પાપો માફ કરે તેવું શક્ય તેમણે બનાવ્યું"" (જુઓ: રૂપક)
ἐκάθισεν ἐν δεξιᾷ τῆς Μεγαλωσύνης ἐν ὑψηλοῖς
ઈશ્વરના જમણા હાથે બેસવું"" એ ઈશ્વર પાસેથી મોટું માન તથા અધિકાર પ્રાપ્ત કરવાની પ્રતિકાત્મક ક્રિયા છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ ઊંચે ગૌરવની બાજુમાં માન તથા અધિકારના સ્થાને બેઠા"" (જુઓ: સાંકેતિક પગલું)
δεξιᾷ τῆς Μεγαλωσύνης ἐν ὑψηλοῖς
અહીં ""ગૌરવ"" એ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સર્વોપરી ઈશ્વર"" (જુઓ: ઉપનામ)
Hebrews 1:4
પ્રથમ પ્રબોધકીય અવતરણ (તું મારો પુત્ર છે) એ ગીતશાસ્ત્રમાંથી આવે છે. શમુએલ પ્રબોધકે બીજું અવતરણ લખ્યું (હું તેનો પિતા થઈશ). ""તે/તેઓ"" ના સર્વ ઉલ્લેખો ઈસુનો, પુત્રનો ઉલ્લેખ કરે છે. ""તું"" શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે અને ""હું"" અને ""મારો"" શબ્દો ઈશ્વર પિતાનો ઉલ્લેખ કરે છે.
γενόμενος
પુત્ર બન્યો છે
ὅσῳ διαφορώτερον παρ’ αὐτοὺς, κεκληρονόμηκεν ὄνομα
અહીં ""નામ"" એ માન તથા અધિકારનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે માન તથા અધિકાર પુત્રએ વારસામાં મેળવ્યો છે તે દૂતોના માન તથા અધિકાર કરતાં ઉત્તમ છે"" (જુઓ: ઉપનામ)
κεκληρονόμηκεν
લેખક માન તથા અધિકાર પ્રાપ્ત કરવા વિશે એવી રીતે જણાવે છે જાણે કે તેઓ તેમના પિતા પાસેથી ધન તથા સંપત્તિ વારસામાં મેળવતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તેમણે મેળવ્યું છે"" (જુઓ: રૂપક)
Hebrews 1:5
τίνι γὰρ εἶπέν ποτε τῶν ἀγγέλων, Υἱός μου εἶ σύ…μοι εἰς Υἱόν?
આ પ્રશ્ન ભાર મૂકે છે કે ઈશ્વર કોઈપણ દૂતને તેમના પુત્ર તરીકે સંબોધતા નથી. વૈકલ્પિક ભાષાંતર: ""માટે ઈશ્વરે ક્યારેય કોઈપણ દૂતને કહ્યું નથી કે 'તું મારો પુત્ર છે ... મને પુત્ર સમાન છે.'"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
Υἱός μου εἶ σύ…ἐγὼ…γεγέννηκά σε
આ બંને શબ્દસમૂહનો અર્થ મૂળભૂત રીતે સમાન છે. (જુઓ: સમાંતરણ)
Hebrews 1:6
આ ભાગમાં પ્રથમ અવતરણ, ""ઈશ્વરના સર્વ દૂતો ... તેમનું,"" એ મૂસાએ લખેલ પુસ્તકોમાંના એક પુસ્તકમાંથી લેવાયેલ છે. બીજું અવતરણ, ""તે એ જ છે જે કરે છે ... અગ્નિ,"" તે ગીતશાસ્ત્રમાંથી લેવાયેલ છે.
τὸν πρωτότοκον
તેનો અર્થ ઈસુ છે. લેખક ઈસુનો ઉલ્લેખ ""પ્રથમજનિત"" તરીકે કરી, પુત્રના મહત્વ અને સઘળાં પર પુત્રના અધિકાર વિશે ભાર મૂકે છે. તે ઈસુના અસ્તિત્વ પહેલાનો સમય હતો અથવા ઈશ્વરને ઈસુ સમાન બીજા પુત્રઓ હતા તેવું તે દર્શાવતું નથી. વૈકલ્પિક ભાષાંતર: ""તેમનો માનનીય પુત્ર, તેમનો એકમાત્ર પુત્ર"" (જુઓ: રૂપક)
λέγει
ઈશ્વર કહે છે
Hebrews 1:7
ὁ ποιῶν τοὺς ἀγγέλους αὐτοῦ πνεύματα, καὶ τοὺς λειτουργοὺς αὐτοῦ πυρὸς φλόγα
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""ઈશ્વરે તેમના દૂતોને આત્માઓ થવા બનાવ્યા જેઓ ઈશ્વરની સેવા અગ્નિની જ્વાળાની જેમ સમર્થ રીતે કરે"" અથવા 2) ઈશ્વરે વાયુ અને અગ્નિની જ્વાળાને તેમના સંદેશવાહકો અને ચાકરો બનાવે છે. મૂળ ભાષામાં ""દૂત"" માટેનો શબ્દ ""સંદેશવાહક"" સમાન છે, અને ""આત્માઓ"" માટેનો શબ્દ ""વાયુ"" સમાન છે. બંનેમાંથી કોઈપણ સંભવિત અર્થ સાથે મુદ્દો એ છે કે પુત્ર શ્રેષ્ઠ છે માટે દૂતો પુત્રની સેવા કરે છે. (જુઓ: રૂપક)
Hebrews 1:8
આ અવતરણ ગીતશાસ્ત્રમાંથી લેવાયેલ છે.
πρὸς δὲ τὸν Υἱόν
પરંતુ ઈશ્વર, પુત્રને આ કહે છે
τὸν Υἱόν
ઈશ્વરના પુત્ર, એ ઈસુ માટેનું એક મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
ὁ θρόνος σου, ὁ Θεὸς, εἰς τὸν αἰῶνα τοῦ αἰῶνος
પુત્રનું સિંહાસન તેમના શાસનને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે ઈશ્વર છો, અને તમારું શાસન અંતકાળ સુધી ટકશે"" (જુઓ: ઉપનામ)
ἡ ῥάβδος τῆς εὐθύτητος ῥάβδος τῆς βασιλείας αὐτοῦ
અહીં ""રાજદંડ"" પુત્રના શાસનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા રાજ્યના લોકો પર ન્યાય વડે તમે રાજ કરશો"" (જુઓ: ઉપનામ)
Hebrews 1:9
ἔχρισέν σε…ἔλαιον ἀγαλλιάσεως παρὰ τοὺς μετόχους σου
અહીં ""આનંદરૂપી તેલ"" એ જ્યારે ઈશ્વરે પુત્રને માન આપ્યું ત્યારે તેમણે જે આનંદ અનુભવ્યો તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમને માન આપ્યું અને તમને બીજા કોઈપણ કરતાં વિશેષ આનંદીત બનાવ્યા"" (જુઓ: રૂપક)
Hebrews 1:10
આ અવતરણ ગીતશાસ્ત્ર પુસ્તકના બીજા એક ગીતમાંથી લેવાયેલ છે.
ઈસુ દૂતો કરતાં શ્રેષ્ઠ છે એ સમજાવવાનુ લેખક જારી રાખે છે.
κατ’ ἀρχάς
બીજું કંઈપણ અસ્તિત્વ ધરાવતું હતું તે પહેલા
τὴν γῆν ἐθεμελίωσας
ઈશ્વરે પૃથ્વીનું સર્જન કર્યું એ વિશે લેખક એ રીતે બોલે છે જાણે કે તેમણે પાયા પર ઇમારત બાંધી હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તમે પૃથ્વી ઉત્પન્ન કરી"" (જુઓ: રૂપક)
ἔργα τῶν χειρῶν σού εἰσιν οἱ οὐρανοί
અહીં ""હાથો"" એ ઈશ્વરના સામર્થ્ય અને કૃત્યનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે આકાશો બનાવ્યા"" (જુઓ: ઉપનામ)
Hebrews 1:11
αὐτοὶ ἀπολοῦνται
આકાશો અને પૃથ્વી અદ્રશ્ય થઈ જશે અથવા ""આકાશો અને પૃથ્વી હવે પછી અસ્તિત્વ ધરાવશે નહીં
ὡς ἱμάτιον παλαιωθήσονται
લેખક સ્વર્ગ અને પૃથ્વી વિશે એવી રીતે જણાવે છે જાણે કે તેઓ વસ્ત્રના ટુકડાઓ હોય જે જૂના થઈ જવાના હોય અને આખરે બિનઉપયોગી થઈ જવાના હોય. (જુઓ: ઉપમા)
Hebrews 1:12
ὡσεὶ περιβόλαιον ἑλίξεις αὐτούς
લેખક આકાશો અને પૃથ્વી વિશે એવી રીતે જણાવે છે જાણે કે તેઓ ઝભ્ભાઓ હોય અથવા બીજા પ્રકારનો બાહ્ય પોશાક હોય. (જુઓ: ઉપમા)
ὡς ἱμάτιον καὶ ἀλλαγήσονται
લેખક સ્વર્ગ અને પૃથ્વી વિશે એવી રીતે જણાવે છે જાણે કે તેઓએવા પોશાક હોય જેની બીજા પોશાક સાથે અદલા બદલી કરી શકાતી હોય. (જુઓ: ઉપમા)
ἀλλαγήσονται
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે તેઓને બદલી નાખશો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἔτη σου οὐκ ἐκλείψουσιν
ઈશ્વરના અનંતકાળિક અસ્તિત્વનું પ્રતિનિધિત્વ કરવા સમયના સમયગાળાઓનો પ્રયોગ કરવામાં આવ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારું જીવન કદી પૂર્ણ થનાર નથી"" (જુઓ: રૂપક)
Hebrews 1:13
આ અવતરણ ગીતશાસ્ત્ર પુસ્તકના બીજા એક ગીતમાંથી લેવાયેલ છે.
πρὸς τίνα δὲ τῶν ἀγγέλων εἴρηκέν ποτε…τῶν ποδῶν σου?
ઈશ્વરે ક્યારેય પણ દૂતને આ કહ્યું નથી એ પર ભાર મૂકવા લેખક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ ઈશ્વરે ક્યારેય દૂતને કહ્યું નથી ... પાયાસન.'"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
κάθου ἐκ δεξιῶν μου
ઈશ્વરના જમણા હાથે બેસવું"" એ ઈશ્વર પાસેથી મોટું માન તથા અધિકાર પ્રાપ્ત કરવાની પ્રતિકાત્મક ક્રિયા છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારી બાજુમાં માનના સ્થાને બેસો"" (જુઓ: સાંકેતિક પગલું)
ἕως ἂν θῶ τοὺς ἐχθρούς σου, ὑποπόδιον τῶν ποδῶν σου
ખ્રિસ્તના શત્રુઓ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ પદાર્થો બનવાના હોય જે પર રાજા તેમના પગ મૂકવાના હોય. આ દ્રશ્ય તેમના શત્રુઓ માટેની હાર અને અપમાનને રજૂ કરે છે. (જુઓ: રૂપક)
Hebrews 1:14
οὐχὶ πάντες εἰσὶν λειτουργικὰ πνεύματα…κληρονομεῖν σωτηρίαν?
લેખક આ પ્રશ્નનો ઉપયોગ વાચકોને એ યાદ કરાવવા કરે છે કે દૂતો ખ્રિસ્ત જેટલા સામર્થ્યવાન નથી, પરંતુ તેઓની અલગ ભૂમિકા છે. વૈકલ્પિક ભાષાંતર: ""સર્વ દૂતો આત્માઓ છે જેઓ ... તારણનો વારસો."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
διὰ τοὺς μέλλοντας κληρονομεῖν σωτηρίαν
ઈશ્વરે વિશ્વાસીઓને આપેલ વચન પ્રમાણે પ્રાપ્ત કરવા વિશે એ રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે કુટુંબના સભ્ય પાસેથી ધન અને સંપત્તિનો વારસો મેળવવા સમાન હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ માટે જેઓને ઈશ્વર બચાવશે"" (જુઓ: રૂપક)
Hebrews 2
હિબ્રૂઓ 02 સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
ઈસુ કેવી રીતે મૂસા, સૌથી મહાન ઇઝરાએલી કરતાં શ્રેષ્ઠ છે, તે વિશે આ અધ્યાય છે.
કેટલાક અનુવાદો કવિતાની દરેક પંક્તિને દૂર જમણી તરફ બીજા લખાણથી અલગ દર્શાવે છે જેથી વાંચવામાં સરળતા રહે. યુએલટી આ પ્રમાણે જે જૂના કરારના શબ્દો છે તે સબંધી 2:6-8, 12-13માં કરે છે.
આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
ભાઈઓ
લેખક કદાચ ""ભાઈઓ"" શબ્દનો ઉપયોગ ખ્રિસ્તીઓ કે જેઓનો ઉછેર યહૂદીઓ તરીકે થયો છે તેઓનો ઉલ્લેખ કરવા માટે કરે છે.
Hebrews 2:1
આ પાંચમાંથી પ્રથમ તાકીદની ચેતવણી છે જે લેખક અહીં આપે છે.
δεῖ…ἡμᾶς
અહીં ""આપણાં"" એ લેખકનો ઉલ્લેખ કરવા સાથે તેના શ્રોતાજનોનો સમાવેશ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)
μήποτε παραρυῶμεν
આ રૂપક માટેના શક્ય અર્થો આ પ્રમાણે છે 1) લોકો કે જેઓ ઈશ્વરના વચનો પર વિશ્વાસ કરવાનું પડતું મૂકે છે તેઓ માટે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ જેમ પાણીમાં હોડી તેની જગાથી દૂર ખેંચાતી હોય તેમ તેઓ દૂર ખેંચાઈ રહ્યા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તેથી આપણે તે પર વિશ્વાસ કરવાનું પડતું ન મૂકીએ"" અથવા 2) લોકો કે જેઓ ઈશ્વરના વચનોને આધીન થવાનું પડતું મૂકે છે તેઓ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ જેમ પાણીમાં હોડી તેની જગાથી દૂર ખેંચાતી હોય તેમ તેઓ દૂર ખેંચાઈ રહ્યા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તેથી આપણે તેને આધીન થવાનું પડતું ન મૂકીએ"" (જુઓ: રૂપક)
Hebrews 2:2
εἰ γὰρ ὁ δι’ ἀγγέλων λαληθεὶς λόγος
યહૂદીઓ એવું માનતા હતા કે ઈશ્વરે દૂતો મારફતે તેમનો નિયમ મૂસાને કહ્યો. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે જે સંદેશ ઈશ્વર દૂતો મારફતે બોલ્યા તે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
εἰ γὰρ ὁ…λόγος
લેખક ચોક્કસ છે કે આ બાબતો સત્ય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે સંદેશ
πᾶσα παράβασις καὶ παρακοὴ ἔλαβεν ἔνδικον μισθαποδοσίαν
અહીં ""અપરાધ"" અને ""આજ્ઞાભંગ""ના શબ્દો તે પાપો માટેના દોષિત લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""દરેક વ્યક્તિ કે જે પાપો કરે છે અને આજ્ઞાભંગ કરે છે તેઓ શિક્ષા ભોગવશે જ"" (જુઓ: ઉપનામ)
παράβασις καὶ παρακοὴ
આ બંને શબ્દોનો મૂળ અર્થ સમાન જ છે. (જુઓ: બેવડું/બમણાં)
Hebrews 2:3
πῶς ἡμεῖς ἐκφευξόμεθα τηλικαύτης ἀμελήσαντες σωτηρίας?
લોકો જો ખ્રિસ્ત મારફતે ઈશ્વરના તારણનો નકાર કરશે તો તેઓ ચોક્કસ શિક્ષા ભોગવશે એ પર ભાર મૂકવા લેખક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેવી રીતે ઈશ્વર આપણને બચાવશે એ સંદેશ પર જો આપણે ધ્યાન ન આપીએ તો ઈશ્વર આપણને ચોક્કસ શિક્ષા કરશે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
ἀμελήσαντες
ના પર ધ્યાન ન આપવું અથવા ""નકામું ગણવું
ἥτις ἀρχὴν λαβοῦσα, λαλεῖσθαι διὰ τοῦ Κυρίου, ὑπὸ τῶν ἀκουσάντων εἰς ἡμᾶς ἐβεβαιώθη
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. અમૂર્ત નામ ""તારણ"" ને શાબ્દિક શબ્દસમૂહ વડે અનુવાદિત કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર આપણને કેવી રીતે બચાવશે તે વિશેનો સંદેશ તેમણે પોતે જ પ્રથમ જાહેર કર્યો અને ત્યાર પછી જેઓએ તે સંદેશ સાંભળ્યો તેઓએ તેની પુષ્ટિ આપણને કરી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને અમૂર્ત નામો)
Hebrews 2:4
κατὰ τὴν αὐτοῦ θέλησιν
તેઓ જે રીતે ઇચ્છતા હતા તે પ્રમાણે કર્યું
Hebrews 2:5
અહીં આપવામાં આવેલ અવતરણ એ જૂના કરારના ગીતશાસ્ત્રના પુસ્તકનું છે. તે આગળના વિભાગમાં પણ જારી રહે છે.
લેખક આ હિબ્રૂ વિશ્વાસીઓને યાદ અપાવે છે કે પૃથ્વી એક દિવસ પ્રભુ ઈસુના શાસન હેઠળ હશે.
οὐ γὰρ ἀγγέλοις ὑπέταξεν
કેમ કે ઈશ્વરે દૂતોને તે પર શાસકો બનાવ્યા નથી
τὴν οἰκουμένην τὴν μέλλουσαν
અહીં ""જગત"" એ ત્યાં રહેનાર લોકોનો ઉલ્લેખ કરે છે. અને ""આવનાર"" એટલે કે આગળના યુગમાં ખ્રિસ્તના પાછા આવવા બાદ આવનાર જગત. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો કે જેઓ નવા જગતમાં રહેશે"" (જુઓ: ઉપનામ)
Hebrews 2:6
τί ἐστιν ἄνθρωπος, ὅτι μιμνῄσκῃ αὐτοῦ
આ અલંકારિક પ્રશ્ન માનવીઓની નિરર્થકતા પર ભાર મૂકે છે અને તેઓ પર ઈશ્વર ધ્યાન આપે છે તે સબંધી આશ્ચર્ય વ્યક્ત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""માનવીઓ નિરર્થક છે, અને તોપણ તમે તેઓનું સ્મરણ કરો છો!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
ἢ υἱὸς ἀνθρώπου, ὅτι ἐπισκέπτῃ αὐτόν?
માણસનો પુત્ર"" રૂઢિપ્રયોગ માનવજાતનો ઉલ્લેખ કરે છે. આ અલંકારિક પ્રશ્નનો અર્થ મૂળ રીતે પ્રથમ પ્રશ્નને સમાન જ થાય છે. તે આશ્ચર્યને વ્યક્ત કરે છે કે, માનવી કે જેઓ નિરર્થક છે, તેઓની ચિંતા ઈશ્વર કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""માનવીઓ ખૂબ ઓછા મહત્વના છે, અને તોપણ તમે તેઓની સંભાળ રાખો છો!"" (જુઓ: રૂઢિપ્રયોગ અને સમાંતરણ અને આલંકારિક પ્રશ્ન)
ἢ υἱὸς ἀνθρώπου
ક્રિયાપદ એ પાછળના પ્રશ્ન પરથી પૂરું પાડવામાં આવી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અથવા માણસ પુત્ર કોણ છે"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))
Hebrews 2:7
ἠλάττωσας αὐτὸν, βραχύ τι παρ’ ἀγγέλους
લોકો દૂતો કરતાં ઓછા મહત્વના છે એ વિશે લેખક એ રીતે બોલે છે જાણે કે લોકો દૂતો કરતાં નીચલા સ્થાન પર ઊભા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""દૂતો કરતાં ઉતરતા"" (જુઓ: રૂપક)
ἠλάττωσας αὐτὸν…ἐστεφάνωσας αὐτόν
અહીં, આ શબ્દસમૂહો ચોક્કસ વ્યક્તિનો ઉલ્લેખ કરતાં નથી પણ તે પુરુષ તથા સ્ત્રીના સમાવેશ સાથે, માણસોનો ઉલ્લેખ સામાન્ય અર્થમાં કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""માણસો બનાવ્યા ... તેમને મુગટ પહેરાવ્યો"" (જુઓ: સર્વ સામાન્ય નામ સાથેની વાક્યરચના અને જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)
δόξῃ καὶ τιμῇ ἐστεφάνωσας αὐτόν
મહિમા અને માનની ભેટ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ વિજયી રમતવીરના માથે પાંદડાની માળા સમાન હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તમે તેઓને મોટું માન તથા મહિમા આપ્યા"" (જુઓ: રૂપક)
Hebrews 2:8
τῶν ποδῶν αὐτοῦ…αὐτῷ
અહીં, આ શબ્દસમૂહો ચોક્કસ વ્યક્તિનો ઉલ્લેખ કરતાં નથી પણ તે પુરુષ તથા સ્ત્રીના સમાવેશ સાથે, માણસોનો ઉલ્લેખ સામાન્ય અર્થમાં કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓના પગ ... તેમને"" (જુઓ: સર્વ સામાન્ય નામ સાથેની વાક્યરચના અને જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)
πάντα ὑπέταξας ὑποκάτω τῶν ποδῶν αὐτοῦ
સર્વ પર માનવીના કાબૂ વિશે લેખક એવી રીતે જણાવે છે જાણે કે તેઓ એ સઘળાં પર તેમના પગ વડે ચાલ્યા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તમે તેઓને સઘળાં પર કાબૂ આપ્યો"" (જુઓ: રૂપક)
οὐδὲν ἀφῆκεν αὐτῷ ἀνυπότακτον
આ બેવડા નકારાત્મકનો અર્થ સર્વ વસ્તુઓ ખ્રિસ્તને તાબે થશે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે સઘળું તેઓને તાબે કર્યું છે"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)
οὔπω ὁρῶμεν αὐτῷ τὰ πάντα ὑποτεταγμένα
આપણે જાણીએ છીએ કે હજુ માણસોનો કાબૂ સઘળાં પર નથી
Hebrews 2:9
લેખક આ હિબ્રૂ વિશ્વાસીઓને યાદ અપાવે છે કે ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર પાપોની માફી માટે મરણ સહેવા આવ્યા ત્યારે તેઓ દૂતો કરતાં ઉતરતા બન્યા અને તેઓ વિશ્વાસીઓ માટે દયાળુ પ્રમુખ યાજક બન્યા.
βλέπομεν Ἰησοῦν
આપણે જાણીએ છીએ કે એક છે
ἠλαττωμένον
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેને ઈશ્વરે બનાવ્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
παρ’ ἀγγέλους ἠλαττωμένον…δόξῃ καὶ τιμῇ ἐστεφανωμένον
આ શબ્દોનો અનુવાદ તમે હિબ્રૂઓ 2:7માં કેવી રીતે કર્યો છે તે જુઓ.
γεύσηται θανάτου
મરણના અનુભવ વિશે એવી રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તે ખોરાક હોય જેનો સ્વાદ લોકો માણી શકતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તે મરણનો અનુભવ કરે"" અથવા ""તે મરણ પામે"" (જુઓ: રૂપક)
Hebrews 2:10
πολλοὺς υἱοὺς εἰς δόξαν ἀγαγόντα
અહીં મહિમાની ભેટ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે એક સ્થળ હોય જ્યાં લોકોને લઈ જઈ શકાતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઘણાં પુત્રોને બચાવ્યા"" (જુઓ: રૂપક)
πολλοὺς υἱοὺς
અહીં તે પુરુષ અને સ્ત્રીનો સમાવેશ કરતાં ખ્રિસ્તમાંના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઘણાં વિશ્વાસીઓ"" (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)
τὸν ἀρχηγὸν τῆς σωτηρίας αὐτῶν
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ એક કહેવત છે જેમાં લેખક તારણ વિશે એવી રીતે બોલે છે જાણે કે તે એક અંતિમ મુકામ હોય અને ઈસુ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ એક એવા વ્યક્તિ હોય જેઓ માર્ગ પર લોકોની આગળ જતાં હોય અને લોકોને તારણ તરફ દોરતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""એક કે જે લોકોને તારણ તરફ દોરે છે"" અથવા 2) અહીં શબ્દ ""આગેવાન"" તરીકે અનુવાદિત થયો છે તેનો અર્થ ""સ્થાપક""થઈ શકે છે અને ઈસુનો ઉલ્લેખ લેખક તારણના સ્થાપક તરીકે કરે છે, અથવા ઈશ્વર લોકોને બચાવી શકે તેવી શક્યતા ઉભી કરનાર તરીકે ઈસુનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""એક કે જે તેઓનું તારણ શક્ય બનાવે છે"" (જુઓ: રૂપક)
τελειῶσαι
પરિપક્વ બનવું અને સંપૂર્ણપણે તાલીમબદ્ધ બનવું એ વિશે એવી રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે વ્યક્તિને કદાચ તેના શરીરના સર્વ ભાગોમાં સંપૂર્ણ બનાવવામાં આવી હોય. (જુઓ: રૂપક)
Hebrews 2:11
આ પ્રબોધકીય અવતરણ રાજા દાઉદના ગીતશાસ્ત્રમાંથી લેવાયેલ છે.
ὅ…ἁγιάζων
એક કે જેઓ બીજાઓને પવિત્ર બનાવે છે અથવા ""એક કે જેઓ બીજાઓને પાપથી શુદ્ધ બનાવે છે
οἱ ἁγιαζόμενοι
આ સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ કે જેઓને ઈસુ પવિત્ર બનાવે છે"" અથવા ""તેઓ કે જેઓને ઈસુ પાપથી શુદ્ધ કરે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἐξ ἑνὸς
તે સ્ત્રોત કોણ છે તેને સ્પષ્ટ રીતે દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""એક સ્ત્રોત છે, ઈશ્વર પોતે"" અથવા ""સમાન પિતા છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
οὐκ ἐπαισχύνεται
ઈસુ શરમીંદગી અનુભવતા નથી
οὐκ ἐπαισχύνεται ἀδελφοὺς αὐτοὺς καλεῖν
આ બેવડા નકારાત્મકનો અર્થ એ છે કે ઈસુ તેઓનો પોતાના ભાઈઓ તરીકે દાવો કરશે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુ તેમને પોતાના ભાઈઓ તરીકે બોલાવવામાં ખુશ છે"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)
ἀδελφοὺς
અહીં તે સર્વ, પુરુષો તથા સ્ત્રીઓના સમાવેશ સાથે જે સર્વએ ઈસુ પર વિશ્વાસ કર્યો છે તે વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)
Hebrews 2:12
ἀπαγγελῶ τὸ ὄνομά σου τοῖς ἀδελφοῖς μου
અહીં ""નામ"" એ વ્યક્તિની પ્રતિષ્ઠા અને તેઓએ જે કર્યું છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મહાન બાબતો જે તમે કરી છે તે હું મારા ભાઈઓને જાહેર કરીશ"" (જુઓ: ઉપનામ)
ἐν μέσῳ ἐκκλησίας
જ્યારે વિશ્વાસીઓ ઈશ્વરની આરાધના કરવા એકત્ર થાય છે
Hebrews 2:13
યશાયા પ્રબોધકે આ અવતરણો લખ્યાં હતા.
καὶ πάλιν,
અને ખ્રિસ્તે ઈશ્વર વિશે જે કહ્યું તે પ્રબોધકે બીજા શાસ્ત્રપાઠમાં લખ્યું:
τὰ παιδία
જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓ વિશે એવી રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તેઓ બાળકો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ મારા બાળકો સમાન છે"" (જુઓ: રૂપક)
Hebrews 2:14
τὰ παιδία
જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓ વિશે એવી રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તેઓ બાળકો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ મારા બાળકો સમાન છે"" (જુઓ: રૂપક)
κεκοινώνηκεν αἵματος καὶ σαρκός
માંસ અને રક્ત"" શબ્દસમૂહ લોકોના માનવીય સ્વભાવનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સર્વ માનવો છે"" (જુઓ: રૂઢિપ્રયોગ)
αὐτὸς παραπλησίως μετέσχεν τῶν αὐτῶν
તે જ રીતે ઈસુ માંસ અને રક્તના બનેલા છે અથવા ""માંસ અને રક્તથી બનેલા માનવીઓની જેમ ઈસુ પણ બન્યા
διὰ τοῦ θανάτου
અહીં ""મરણ"" ને ક્રિયાપદ તરીકે વર્ણવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""મરણ દ્વારા"" (જુઓ: અમૂર્ત નામો)
τὸ κράτος ἔχοντα τοῦ θανάτου
અહીં ""મરણ"" ને ક્રિયાપદ તરીકે વર્ણવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""લોકોને મારવાનું સામર્થ છે"" (જુઓ: અમૂર્ત નામો)
Hebrews 2:15
ἀπαλλάξῃ τούτους, ὅσοι φόβῳ θανάτου, διὰ παντὸς τοῦ ζῆν, ἔνοχοι ἦσαν δουλείας
મરણની બીક વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે ગુલામી હોય. કોઈકની બીકને દૂર કરવી તે વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે વ્યક્તિને ગુલામીમાંથી મુક્ત કરાવવાની હોય. વૈકલ્પિક ભાષાંતર: ""આ પ્રમાણે હતું જેથી તેઓ સર્વ લોકોને મુક્ત કરી શકે. કેમ કે આપણે ગુલામો તરીકે જીવ્યા કારણ કે આપણે મરણથી બીતા હતા"" (જુઓ: રૂપક)
Hebrews 2:16
σπέρματος Ἀβραὰμ
ઇબ્રાહિમના વંશજો વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ તેના બીજ હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઇબ્રાહિમના વંશજો"" (જુઓ: રૂપક)
Hebrews 2:17
ὤφειλεν
તે ઈસુ માટે જરૂરી હતું
τοῖς ἀδελφοῖς ὁμοιωθῆναι
અહીં ""ભાઈઓ"" સામાન્ય અર્થમાં લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""માનવ સમાન
εἰς τὸ ἱλάσκεσθαι τὰς ἁμαρτίας τοῦ λαοῦ
ખ્રિસ્તના વધસ્તંભ પરના મરણનો અર્થ ઈશ્વર પાપો માફ કરી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર લોકોના પાપો માફ કરી શકે તેવી શક્યતા ઈસુ ઉભી કરે છે
Hebrews 2:18
πειρασθείς
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""શેતાને તેમનું પરીક્ષણ કર્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
πειραζομένοις
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમનું શેતાન પરીક્ષણ કરી રહ્યો હતો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 3
હિબ્રૂઓ 03 સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
કેટલાક અનુવાદો કવિતાની દરેક પંક્તિને દૂર જમણી તરફ બીજા લખાણથી અલગ દર્શાવે છે જેથી વાંચવામાં સરળતા રહે. 3:7-11,15 માં જે જૂના કરારના શબ્દો છે તે સબંધી યુએલટી આ પ્રમાણે કરે છે.
આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
ભાઈઓ
""ભાઈઓ"" શબ્દનો ઉપયોગ દ્વારા લેખક કદાચ, જેઓનો ઉછેર યહૂદીઓ તરીકે થયો છે તે ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કરે છે.
આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર
તમારાં કઠણ હ્રદયોને
વ્યક્તિ કે જે પોતાના હ્રદયને કઠણ કરે છે તે વ્યક્તિ ઈશ્વરનું સાંભળશે નહીં કે તેમને આધીન થશે નહીં. (જુઓ: રૂપક)
અલંકારિક પ્રશ્નો
લેખક તેના વાચકોને ચેતવણી આપવાના ભાગરૂપે અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરે છે. તે અને વાચકો, બંને પ્રશ્નોના જવાબો જાણે છે, અને લેખક જાણે છે કે જ્યારે વાચકો પ્રશ્નોના જવાબો વિશે વિચારશે, ત્યારે તેઓને માલૂમ પડશે કે તેઓએ ઈશ્વરનું સાંભળવું જોઈએ અને તેમને આધીન થવું જોઈએ.
Hebrews 3:1
આ બીજી ચેતવણી લાંબી અને વિસ્તૃત છે જે અધ્યાય 3 અને 4નો સમાવેશ કરે છે. લેખક એ દર્શાવતા શરૂ કરે છે કે ખ્રિસ્ત તેમના સેવક મૂસા કરતાં શ્રેષ્ઠ છે.
ἀδελφοὶ ἅγιοι
અહીં ""ભાઈઓ"", સ્ત્રીઓ અને પુરુષો બંનેનો સમાવેશ કરતાં, સાથી ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પવિત્ર ભાઈઓ અને બહેનો"" અથવા ""મારા પવિત્ર સાથી વિશ્વાસીઓ"" (જુઓ: રૂપક અને જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)
κλήσεως ἐπουρανίου, μέτοχοι
અહીં ""સ્વર્ગીય"" એ ઈશ્વરને રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે આપણને સાથે તેડ્યા છે"" (જુઓ: ઉપનામ)
τὸν ἀπόστολον καὶ ἀρχιερέα τῆς
અહીં ""પ્રેરિત"" શબ્દ એટલે એવું કોઈક કે જેને મોકલવામાં આવેલ છે. આ શાસ્ત્ર ભાગમાં, તે બારમાંથી કોઈપણ પ્રેરિતોનો ઉલ્લેખ કરતું નથી. વૈકલ્પિક ભાષાંતર: ""એવું કોઈક કે જેને ઈશ્વરે મોકલેલ છે અને જે પ્રમુખ યાજક છે
τῆς ὁμολογίας ἡμῶν
તેને બીજા શબ્દોમાં મૂકી શકાય કે જેથી અમૂર્ત નામ ""કબૂલાત"" ને ક્રિયાપદ ""કબૂલ કરવા"" તરીકે વ્યક્ત કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ વિશે આપણે કબૂલાત કરીએ છીએ"" અથવા ""જેઓનામાં આપણે વિશ્વાસ કરીએ છીએ"" (જુઓ: અમૂર્ત નામો)
Hebrews 3:2
ἐν τῷ οἴκῳ αὐτοῦ
હિબ્રૂ લોકો કે જેઓ સમક્ષ ઈશ્વરે પોતાને પ્રગટ કર્યા તે લોકો વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ અક્ષરશ: એક ઘર હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરના સઘળાં લોકોને"" (જુઓ: રૂપક)
Hebrews 3:3
οὗτος…ἠξίωται
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે ઈસુને વિશેષ માન મળવાને યોગ્ય ગણ્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 3:4
ὁ…πάντα κατασκευάσας
ઈશ્વરના કાર્ય, જગતના સર્જન વિશે એવી રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે ઈશ્વરે ઘર બાંધ્યું હોય. (જુઓ: રૂપક)
πᾶς…οἶκος κατασκευάζεται ὑπό τινος
આ સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""દરેક ઘરમાં એક એવો વ્યક્તિ છે જેણે તે ઘર બાંધ્યું હોય"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 3:5
ἐν ὅλῳ τῷ οἴκῳ αὐτοῦ
હિબ્રૂ લોકો કે જેઓ સમક્ષ ઈશ્વરે પોતાને પ્રગટ કર્યા તેઓ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ અક્ષરશ: એક ઘર હોય. કેવી રીતે તમે તેને [હિબ્રૂઓ 3:2] (../03/02.md)માં અનુવાદિત કર્યું છે તે જુઓ. (જુઓ: રૂપક)
εἰς μαρτύριον τῶν
આ શબ્દસમૂહ કદાચ મૂસાના સર્વ કાર્યનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મૂસાના જીવને તથા કાર્યએ તે બાબતો તરફ આંગળી ચીંધી"" (જુઓ: ઉપનામ)
λαληθησομένων
આ સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભવિષ્યમાં ઈસુ જણાવશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 3:6
Υἱὸς
આ ઈશ્વરના પુત્ર, ઈસુ માટેનું એક મહત્વનુ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
ἐπὶ τὸν οἶκον αὐτοῦ
તે ઈશ્વરના લોકો વિશે એવી રીતે જણાવે છે જાણે કે તેઓ અક્ષરશ: એક ઘર હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જે ઈશ્વરના લોકો પર રાજ કરે છે"" (જુઓ: રૂપક)
οὗ οἶκός ἐσμεν ἡμεῖς
તે ઈશ્વરના લોકો વિશે એ રીતે જણાવે છે જાણે કે તેઓ અક્ષરશ: એક ઘર હોય. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે ઈશ્વરના લોકો છીએ"" (જુઓ: રૂપક)
ἐὰν τὴν παρρησίαν καὶ τὸ καύχημα τῆς ἐλπίδος κατάσχωμεν
અહીં ""હિંમત"" અને ""આશા"" અમૂર્ત(ભાવવાચક) છે અને તેઓને ક્રિયાપદો તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો આપણે હિંમતવાન બનવાનું ચાલું રાખીએ અને આનંદથી આશા રાખીએ કે ઈશ્વરે જે વચન આપ્યું છે તે પ્રમાણે ઈશ્વર કરશે"" (જુઓ: અમૂર્ત નામો)
Hebrews 3:7
આ અવતરણ જૂના કરારના ગીતશાસ્ત્રના પુસ્તકમાંથી લેવાયેલ છે.
ચેતવણી અહીં સ્મરણ કરાવે છે કે ઇઝરાએલીઓના અવિશ્વાસે લગભગ તેઓમાંના સર્વને, ઈશ્વરે તેઓને જે પ્રદેશનું વચન આપ્યું હતું તેમાં પ્રવેશ કરતા અટકાવ્યા.
ἐὰν τῆς φωνῆς αὐτοῦ ἀκούσητε
ઈશ્વરની ""વાણી"" તેમને બોલતા રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે તમે ઈશ્વરને બોલતા સાંભળો"" (જુઓ: ઉપનામ)
Hebrews 3:8
μὴ σκληρύνητε τὰς καρδίας ὑμῶν
અહીં ""હ્રદયો"" એ વ્યક્તિના મન માટેનું એક ઉપનામ છે. ""તમારાં હ્રદયો કઠણ કરો"" શબ્દસમૂહ એ જીદ્દી હોવાનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""જીદ્દી બનશો નહીં"" અથવા ""સાંભળવાનું પડતું મુકશો નહીં"" (જુઓ: ઉપનામ)
ὡς ἐν τῷ παραπικρασμῷ, κατὰ τὴν ἡμέραν τοῦ πειρασμοῦ, ἐν τῇ ἐρήμῳ
અહીં ""બંડ"" અને ""પરીક્ષા"" ને ક્રિયાપદો તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ તમારાં પૂર્વજોએ ઈશ્વર વિરુદ્ધ બંડ કર્યું અને રાનમાં તેમની પરીક્ષા કરી તેમ"" (જુઓ: અમૂર્ત નામો)
Hebrews 3:9
આ અવતરણ ગીતશાસ્ત્રમાંથી લેવામાં આવ્યું છે.
οἱ πατέρες ὑμῶν
અહીં ""તમારાં"" એ બહુવચન છે અને ઇઝરાએલી લોકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)
ἐν δοκιμασίᾳ
અહીં ""મને અને મારું"" એ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે.
Hebrews 3:10
τεσσεράκοντα ἔτη
40 વર્ષો (જુઓ: સંખ્યાઓ)
προσώχθισα
હું ગુસ્સે હતો અથવા ""હું ખૂબ જ નાખુશ હતો
ἀεὶ πλανῶνται τῇ καρδίᾳ
અહીં ""તેમના હ્રદયોમાં અવળે માર્ગે ગયા"" એ ઈશ્વરને વફાદાર ન રહેવાનું રૂપક છે. અહીં ""હ્રદયો"" એ મનો તથા ઇચ્છાઓ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓએ હંમેશા મને નકાર્યો"" અથવા ""તેઓએ હંમેશા મને આધીન થવાનું નકાર્યું"" (જુઓ: રૂપક અને ઉપનામ)
οὐκ ἔγνωσαν τὰς ὁδούς μου
વ્યક્તિના જીવન વ્યવહારની રીત વિશે આ એવી રીતે વાત કરે છે જાણે કે તે એક માર્ગ કે રસ્તો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓએ કેવી રીતે પોતાના જીવનોના વ્યવહારને જાળવવા તે વિશેની મારી ઈચ્છાને તેઓ સમજ્યા નહીં"" (જુઓ: રૂપક)
Hebrews 3:11
εἰ εἰσελεύσονται εἰς τὴν κατάπαυσίν μου
ઈશ્વર દ્વારા પૂરી પાડવામાં આવતી શાંતિ અને સુરક્ષા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ વિસામો હોય, જે તેઓ(ઈશ્વર) આપી શકતા હોય, અને જાણે કે તેઓ એક જગ્યા હોય જ્યાં લોકોને લઈ જઈ શકાતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ વિસામાની જગામાં કદી પ્રવેશી શકશે નહીં"" અથવા ""તેઓ મારા વિસામાના આશીર્વાદોનો અનુભવ કરે તેવું હું કદી થવા દઈશ નહીં"" (જુઓ: રૂપક)
Hebrews 3:12
ἀδελφοί
અહીં તે પુરુષો અને સ્ત્રીઓનો સમાવેશ કરતાં, સાથી ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભાઈઓ તથા બહેનો"" અથવા ""સાથી વિશ્વાસીઓ"" (જુઓ: રૂપક અને જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)
μήποτε ἔσται ἔν τινι ὑμῶν καρδία πονηρὰ ἀπιστίας, ἐν τῷ ἀποστῆναι ἀπὸ Θεοῦ ζῶντος
અહીં ""હ્રદય"" એ વ્યક્તિના મન તથા ઇચ્છાને રજૂ કરવા માટેનું એક ઉપનામ છે. ઈશ્વર પર વિશ્વાસ નહીં કરવાનું અને ઈશ્વરને આધીન નહીં થવા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે હ્રદયે વિશ્વાસ કર્યો નહીં અને શરીરના એક અંગ તરીકે તે ઈશ્વર તરફથી દૂર જતું રહ્યું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તમારાંમાંનું એવું કોઈ નહીં હોય જે સત્ય પર વિશ્વાસ કરવાનો નકાર કરે અને જે જીવંત ઈશ્વરને આધીન થવાનું બંધ કરે"" (જુઓ: ઉપનામ અને રૂપક)
Θεοῦ ζῶντος
સત્ય ઈશ્વર જે ખરેખર જીવંત છે
Hebrews 3:13
ἄχρις οὗ, τὸ σήμερον, καλεῖται
હજી પણ જ્યાં સુધી તક હોય ત્યાં સુધી,
μὴ σκληρυνθῇ τις ἐξ ὑμῶν ἀπάτῃ τῆς ἁμαρτίας
આ સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પાપનું કપટ તમારાંમાંના કોઈને કઠણ કરશે નહીં"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
μὴ σκληρυνθῇ τις ἐξ ὑμῶν ἀπάτῃ τῆς ἁμαρτίας
જીદ્દીને સખત અથવા ભારે હ્રદય તરીકે કહેવામાં આવ્યું છે. કઠણપણું એ પાપથી છેતરાવાનું પરિણામ છે. તેને બીજા શબ્દોમાં મૂકી શકાય કે જેથી અમૂર્ત નામ ""કપટ"" ને ક્રિયાપદ ""છેતરવું""તરીકે રજૂ કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""તમારાંમાંનું કોઈપણ પાપ દ્વારા છેતરાય નહીં અને જીદ્દી ન બને"" અથવા ""તમે જીદ્દી ના બનો તે માટે પોતાને છેતરી તમારે પાપ કરવું જોઈએ નહીં"" (જુઓ: અમૂર્ત નામો અને રૂપક)
Hebrews 3:14
આ એ જ ગીતશાસ્ત્રમાંથી અવતરણને જારી રાખે છે, જેને હિબ્રૂઓ 3:7માં પણ ટાંકવામાં આવ્યું છે.
γὰρ…γεγόναμεν
અહીં ""આપણે"" શબ્દ લેખક અને વાચકો, બંનેનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)
ἐάνπερ…τῆς ὑποστάσεως…βεβαίαν κατάσχωμεν
જો આપણે વિશ્વાસપૂર્વક તેમના પર ભરોસો કરવાનું ચાલું રાખીએ તો
τὴν ἀρχὴν
જ્યારે આપણે તેમના પર પ્રથમ વિશ્વાસ કરવાનું શરૂ કર્યું ત્યારથી
μέχρι τέλους
જ્યારે વ્યક્તિ મરણ પામે ત્યારે તે સબંધી રજૂઆત કરવાની આ એક સૌમ્ય રીત છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યાં સુધી આપણે મરણ ન પામીએ ત્યાં સુધી"" (જુઓ: સૌમ્યોક્તિ)
Hebrews 3:15
λέγεσθαι
આ સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લેખકે લખ્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἐὰν τῆς φωνῆς αὐτοῦ ἀκούσητε
ઈશ્વરની ""વાણી"" તેમને બોલતા રજૂ કરે છે. તમે તેને હિબ્રૂઓ 3:7માં કેવી રીતે અનુવાદિત કર્યું છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે તમે ઈશ્વરને બોલતા સાંભળો"" (જુઓ: ઉપનામ)
ὡς ἐν τῷ παραπικρασμῷ
અહીં ""બંડ"" ને ક્રિયાપદ તરીકે દર્શાવી શકાય છે. તમે તેને હિબ્રૂઓ 3:8માં કેવી રીતે અનુવાદિત કર્યું છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""જે પ્રમાણે તમારાં પૂર્વજોએ ઈશ્વર વિરુદ્ધ બંડ કર્યું તે પ્રમાણે"" (જુઓ: અમૂર્ત નામો)
Hebrews 3:16
તેઓ"" શબ્દ અવગણના કરનાર ઇઝરાએલીઓનો ઉલ્લેખ કરે છે, અને ""આપણે"" શબ્દ લેખક અને વાચકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)
τίνες γὰρ ἀκούσαντες παρεπίκραναν? ἀλλ’ οὐ πάντες οἱ ἐξελθόντες ἐξ Αἰγύπτου διὰ Μωϋσέως?
લેખક તેના વાચકોને શીખવવા માટે પ્રશ્નોનો ઉપયોગ કરે છે. જો જરૂર જણાય તો આ બે પ્રશ્નોને એક વાક્ય તરીકે જોડી શકાય. વૈકલ્પિક અનનુવાદ: ""તેઓ સર્વ જેઓ મૂસા સાથે મિસરમાંથી બહાર આવ્યા, તેઓએ ઈશ્વરને સાંભળ્યા, તોપણ તેઓએ બંડ કર્યું."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
Hebrews 3:17
τίσιν δὲ προσώχθισεν τεσσεράκοντα ἔτη? οὐχὶ τοῖς ἁμαρτήσασιν, ὧν τὰ κῶλα ἔπεσεν ἐν τῇ ἐρήμῳ?
લેખક તેના વાચકોને શીખવવા માટે પ્રશ્નોનો ઉપયોગ કરે છે. જો જરૂર જણાય તો આ બે પ્રશ્નોને એક વાક્ય તરીકે જોડી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કેમ કે ચાળીસ વર્ષો, ઈશ્વર તેઓ કે જેઓએ પાપ કર્યું હતું તેઓ પર ગુસ્સે રહ્યાં, અને તેમણે તેઓને અરણ્યમાં મરણ પામવા દીધા."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
τεσσεράκοντα ἔτη
40 વર્ષો (જુઓ: સંખ્યાઓ)
Hebrews 3:18
τίσιν δὲ ὤμοσεν μὴ εἰσελεύσεσθαι εἰς τὴν κατάπαυσιν αὐτοῦ, εἰ μὴ τοῖς ἀπειθήσασιν?
લેખક તેના વાચકોને શીખવવા માટે પ્રશ્નોનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને જેઓ આધીન ના રહ્યા તેઓ માટે ઈશ્વરે સમ ખાધા કે તેઓ તેમના વિસામામાં પ્રવેશશે નહીં."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
μὴ εἰσελεύσεσθαι εἰς τὴν κατάπαυσιν αὐτοῦ
ઈશ્વર દ્વારા પૂરી પાડવામાં આવતી શાંતિ અને સુરક્ષા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ વિસામો હોય, જે તેઓ(ઈશ્વર) આપી શકતા હોય, અને જાણે કે તેઓ એક જગ્યા હોય જ્યાં લોકોને લઈ જઈ શકાતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ વિસામાના સ્થાનમાં પ્રવેશી શકશે નહીં"" અથવા ""તેઓ ઈશ્વરના વિસામાના આશીર્વાદનો અનુભવ કરી શકશે નહીં"" (જુઓ: રૂપક)
Hebrews 3:19
δι’ ἀπιστίαν
અમૂર્ત નામ ""અવિશ્વાસ"" ને શાબ્દિક શબ્દસમૂહ સાથે અનુવાદિત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે તેઓએ તેમના પર વિશ્વાસ કર્યો નહીં"" (જુઓ: અમૂર્ત નામો)
Hebrews 4
હિબ્રૂઓ 04 સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
આ અધ્યાય જણાવે છે કે ઈસુ શા માટે મહાન પ્રમુખ યાજક છે.
કેટલાક અનુવાદો કવિતાની દરેક પંક્તિને દૂર જમણી તરફ બીજા લખાણથી અલગ દર્શાવે છે જેથી વાંચવામાં સરળતા રહે. 4:3-4, 7 જે જૂના કરારના શબ્દો છે તેની ગોઠવણ યુએલટી આ પ્રમાણે કરે છે.
આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
ઈશ્વરનો વિસામો
""વિસામો""શબ્દ આ અધ્યાયમાં ઓછામાં ઓછી બે બાબતોનો ઉલ્લેખ કરતો હોય એમ દેખાય છે. તે જ્યારે ઈશ્વર તેમના લોકોને તેમના કામથી વિસામો આપશે એ સ્થળ અથવા સમયનો ઉલ્લેખ કરે છે (હિબ્રૂઓ 4:3), અને તે ઈશ્વરે સાતમા દિવસે વિશ્રામ કર્યો તેનો ઉલ્લેખ કરે છે (હિબ્રૂઓ 4:4).
Hebrews 4:1
અધ્યાય 4 હિબ્રૂઓ 3:7માં શરૂ કરેલ વિશ્વાસીઓને આપવામાં આવેલ ચેતવણીને જારી રાખે છે. ઈશ્વર, લેખક મારફતે, વિશ્વાસીઓને વિશ્રામ આપે છે જે વિશ્રામને સૃષ્ટિના સર્જનમાં ઈશ્વરના વિશ્રામ તરીકે દર્શાવવામાં આવ્યો છે.
οὖν
કેમ કે મેં હમણાં જે કહ્યું તે ખરું છે અથવા ""કેમ કે ચોક્કસપણે જેઓ ઈશ્વરને આધીન રહેશે નહીં તેઓને ઈશ્વર શિક્ષા કરશે
μήποτε καταλειπομένης ἐπαγγελίας εἰσελθεῖν εἰς τὴν κατάπαυσιν αὐτοῦ, δοκῇ τις ἐξ ὑμῶν ὑστερηκέναι
ઈશ્વરના ખાતરીદાયક વચન વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે એક ભેટ હોય જેને લોકોની મુલાકાત કર્યા પછી ઈશ્વર મૂકીને ગયા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તમારામાંનું કોઈપણ ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશતા રહી ન જાય, જેનું વચન તેમણે આપણને આપ્યું છે"" અથવા ""જેમ ઈશ્વરે આપણને વચન આપ્યું છે તેમ તેઓ તમો સર્વને તેમના વિશ્રામમાં પ્રવેશવા અનુમતિ આપશે"" (જુઓ: રૂપક)
εἰσελθεῖν εἰς τὴν κατάπαυσιν αὐτοῦ
ઈશ્વર દ્વારા આપવામાં આવતી શાંતિ અને સુરક્ષા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ વિશ્રામ હોય જે તેઓ(ઈશ્વર) આપણને આપી શકતા હોય, અને જાણે કે તેઓ સ્થળ હોય જ્યાં લોકો જઈ શકતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""વિશ્રામના સ્થળમાં પ્રવેશવું"" અથવા ""ઈશ્વરના વિશ્રામનો આશીર્વાદ અનુભવવો"" (જુઓ: રૂપક)
Hebrews 4:2
γάρ ἐσμεν εὐηγγελισμένοι καθάπερ κἀκεῖνοι
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે જેમ તેઓએ સુવાર્તા સાંભળી તેમ આપણે પણ સુવાર્તા સાંભળી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
καθάπερ κἀκεῖνοι
અહીં ""તેઓ"" હિબ્રૂ પૂર્વજો જેઓ મૂસાના સમય દરમિયાન જીવતા હતા તેઓનો ઉલ્લેખ કરે છે.
ἀλλ’ οὐκ ὠφέλησεν ὁ λόγος τῆς ἀκοῆς ἐκείνους, μὴ συνκεκερασμένους τῇ πίστει τοῖς ἀκούσασιν
જેઓએ વિશ્વાસ કર્યો અને આધીન થયા તેઓની સાથે જેઓ જોડાયા નહીં તેઓને એ સંદેશ લાભકારક થયો નહીં. લેખક બે જૂથના લોકો વિશે વાત કરી રહ્યો છે, પ્રથમ કે જેઓએ ઈશ્વરનો કરાર વિશ્વાસ દ્વારા પ્રાપ્ત કર્યો, અને બીજા કે જેઓએ તે કરાર સાંભળ્યો પણ વિશ્વાસ કર્યો નહીં. તેને હકારાત્મક સ્વરૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ તે સંદેશ કેવળ તે લોકોને જ લાભકારક રહ્યો જેઓએ વિશ્વાસ કર્યો અને તેને આધીન થયા"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)
Hebrews 4:3
અહીં પ્રથમ અવતરણ, ""જેમ મેં સમ ખાધા ... વિશ્રામ,"" એ ગીતશાસ્ત્રમાંથી લેવાયેલ છે. બીજું અવતરણ, ""ઈશ્વરે વિશ્રામ લીધો ... કાર્યો,"" એ મૂસાના લખાણમાંથી લેવાયેલ છે. ત્રીજું અવતરણ, ""તેઓ કદી પ્રવેશ કરશે નહીં ... વિશ્રામ,"" એ ફરીથી તે જ ગીતશાસ્ત્રમાંથી લેવાયેલ છે.
οἱ πιστεύσαντες
આપણે કે જેઓ વિશ્વાસ કરીએ છીએ
εἰσερχόμεθα…εἰς κατάπαυσιν, οἱ πιστεύσαντες
ઈશ્વર દ્વારા આપવામાં આવતી શાંતિ અને સુરક્ષા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ વિશ્રામ હોય જે તેઓ(ઈશ્વર) આપણને આપી શકતા હોય, અને જાણે કે તેઓ સ્થળ હોય જ્યાં લોકો જઈ શકતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે કે જેઓએ વિશ્વાસ કર્યો છે તેઓ વિશ્રામના સ્થળમાં પ્રવેશ પામીશું"" અથવા ""આપણે કે જેઓએ વિશ્વાસ કર્યો છે તેઓ ઈશ્વરના વિશ્રામના આશીર્વાદોનો અનુભવ કરીશું"" (જુઓ: રૂપક)
καθὼς εἴρηκεν
જે પ્રમાણે ઈશ્વરે કહ્યું છે તેમ જ
ὡς ὤμοσα ἐν τῇ ὀργῇ μου
જ્યારે હું ખૂબ ગુસ્સે હતો ત્યારે જેમ મેં સમ ખાધા
εἰ εἰσελεύσονται εἰς τὴν κατάπαυσίν μου
ઈશ્વર દ્વારા આપવામાં આવતી શાંતિ અને સુરક્ષા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ વિશ્રામ હોય જે તેઓ(ઈશ્વર) આપણને આપી શકતા હોય, અને જાણે કે તેઓ સ્થળ હોય જ્યાં લોકો જઈ શકતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ કદી વિશ્રામના સ્થળમાં પ્રવેશી શકશે નહીં"" અથવા ""તેઓ કદી ઈશ્વરના વિશ્રામના આશીર્વાદોનો અનુભવ કરી શકશે નહીં"" (જુઓ: રૂપક)
τῶν ἔργων…γενηθέντων
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમણે સર્જનનું કાર્ય પૂર્ણ કર્યું"" અથવા ""તેમણે તેમનું સર્જન કાર્ય પૂર્ણ કર્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἀπὸ καταβολῆς κόσμου
લેખક જગત વિશે એવી રીતે બોલે છે જાણે કે તે ઇમારત હોય જે પાયા પર સ્થાપિત હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જગતની શરૂઆતમાં"" (જુઓ: રૂપક)
Hebrews 4:4
τῆς ἑβδόμης
તે ""સાત"" માટેનો ક્રમવાચક અંક છે. (જુઓ: ક્રમવાચક સંખ્યાઓ)
Hebrews 4:6
ἀπολείπεται τινὰς εἰσελθεῖν εἰς αὐτήν
ઈશ્વર દ્વારા આપવામાં આવતી શાંતિ અને સુરક્ષા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ વિશ્રામ હોય જે તેઓ(ઈશ્વર) આપણને આપી શકતા હોય, અને જાણે કે તેઓ સ્થળ હોય જ્યાં લોકો જઈ શકતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર હજુપણ કેટલાક લોકોને તેમના વિશ્રામના સ્થળમાં પ્રવેશવા અનુમતિ આપે છે"" અથવા ""ઈશ્વર હજુપણ કેટલાક લોકોને તેમના વિશ્રામના આશીર્વાદોનો અનુભવ કરવા અનુમતિ આપે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને રૂપક)
Hebrews 4:7
અહીં આપણે જોઈએ છીએ કે આ અવતરણ દાઉદ લેખિત ગીતશાસ્ત્રમાંથી લેવાયેલ છે (હિબ્રૂઓ 3:7-8).
ἐὰν τῆς φωνῆς αὐτοῦ ἀκούσητε
ઈશ્વરે ઇઝરાએલને આપેલી આજ્ઞા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેમણે તેઓને તે બુલંદ અવાજમાં આપી હોય. તમે તેને કેવી રીતે હિબ્રૂઓ 3:7માં અનુવાદિત કર્યું છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""જો તમે ઈશ્વરને બોલતા સાંભળો તો"" (જુઓ: રૂપક)
μὴ σκληρύνητε τὰς καρδίας ὑμῶν
અહીં ""હ્રદયો"" એ વ્યક્તિના મન માટેનું એક ઉપનામ છે. ""તમારાં કઠણ હ્રદયો"" શબ્દસમૂહ જીદ્દી હોવા માટેનું રૂપક છે. તમે તેને કેવી રીતે હિબ્રૂઓ3:8માં અનુવાદિત કર્યું છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""જીદ્દી બનશો નહીં"" અથવા ""સાંભળવાની મના કરશો નહીં"" (જુઓ: ઉપનામ)
Hebrews 4:8
અહીં લેખક વિશ્વાસીઓને અવગણના ન કરવાની ચેતવણી આપે છે અને ઈશ્વર જે વિશ્રામ આપે છે તેમાં પ્રવેશવા માટે જણાવે છે. તે તેઓને યાદ ઈશ્વરડાવે છે કે ઈશ્વરનું વચન તેમને ખાતરી અપાવશે અને ઈશ્વર તેઓને મદદ કરશે તેવા વિશ્વાસથી તેઓ પ્રાર્થનામાં આવી શકે.
εἰ…αὐτοὺς Ἰησοῦς κατέπαυσεν
ઈશ્વર દ્વારા આપવામાં આવતી શાંતિ અને સુરક્ષા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ વિશ્રામ હોય અને જેને યહોશુઆ આપી શકતો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જે વિશ્રામ ઇઝરાએલીઓને ઈશ્વર આપવાના હતા તે જગાએ યહોશુઆ જો તેઓને લાવી શક્યો હોત તો"" અથવા ""યહોશુઆના સમય દરમિયાન ઇઝરાએલીઓએ જો ઈશ્વરના વિશ્રામનો અનુભવ કર્યો હોત તો"" (જુઓ: રૂપક)
Hebrews 4:9
ἀπολείπεται σαββατισμὸς τῷ λαῷ τοῦ Θεοῦ
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તેમના લોકોને માટે વિશ્રામવારનો વિશ્રામ હજી આરક્ષિત કરેલો છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
σαββατισμὸς
અનંતકાળની શાંતિ અને સુરક્ષા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ વિશ્રામવાર હોય, કામથી વિશ્રાંતિનો અને આરાધના માટેનો યહૂદી દિવસ. વૈકલ્પિક ભાષાંતર: ""અનંતકાળનો વિશ્રામ"" (જુઓ: રૂપક)
Hebrews 4:10
ὁ…εἰσελθὼν εἰς τὴν κατάπαυσιν αὐτοῦ
ઈશ્વર દ્વારા આપવામાં આવતી શાંતિ અને સુરક્ષા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ સ્થળ હોય જેમાં પ્રવેશી શકાતું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""વ્યક્તિ કે જે ઈશ્વરના વિશ્રામના સ્થળમાં પ્રવેશે છે"" અથવા ""વ્યક્તિ કે જે ઈશ્વરના વિશ્રામના આશીર્વાદને અનુભવે છે"" (જુઓ: રૂપક)
Hebrews 4:11
σπουδάσωμεν…εἰσελθεῖν εἰς ἐκείνην τὴν κατάπαυσιν
ઈશ્વર દ્વારા આપવામાં આવતી શાંતિ અને સુરક્ષા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ સ્થળ હોય જેમાં પ્રવેશી શકાતું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર જ્યાં છે ત્યાં વિશ્રામ મેળવવા માટે આપણે પણ જે સઘળું કરી શકતા હોઈએ તે કરવું જોઈએ"" (જુઓ: રૂપક)
ἐν τῷ αὐτῷ τις ὑποδείγματι πέσῃ τῆς ἀπειθείας
આજ્ઞાભંગ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે ખાડો હોય જેમાં વ્યક્તિનું શરીર આકસ્મિક રીતે પડી જતું હોય. આ ભાગને અલગ શબ્દોમાં મૂકી શકાય જેથી અમૂર્ત નામ ""આજ્ઞાભંગ"" ને ક્રિયાપદ ""અનાજ્ઞાંકિત""તરીકે વ્યક્ત કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ તેઓ અનાજ્ઞાંકિત થયા હતા તેમ તેઓ પણ થશે"" (જુઓ: રૂપક અને અમૂર્ત નામો)
અહીં ""તેઓ"" મૂસાના સમય દરમિયાનના હિબ્રૂ પૂર્વજોનો ઉલ્લેખ કરે છે.
Hebrews 4:12
ζῶν…ὁ λόγος τοῦ Θεοῦ
અહીં ""ઈશ્વરનો શબ્દ"" એ ઈશ્વરે માનવી સાથે વાણી અથવા લેખિત સંદેશાઓ મારફતે જે કોઈપણ રીતે વાર્તાલાપ કર્યો તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરના શબ્દો જીવંત છે
ζῶν…καὶ ἐνεργὴς
તે ઈશ્વરના શબ્દ વિશે એવી રીતે જણાવે છે જાણે કે તે જીવંત હોય. તેનો અર્થ કે જ્યારે ઈશ્વર બોલે છે, ત્યારે તે પ્રબળ અને અસરકારક છે. (જુઓ: વ્યક્તિનો અવતાર)
τομώτερος, ὑπὲρ πᾶσαν μάχαιραν δίστομον
બેધારી તલવાર વ્યક્તિના દેહને સરળતાથી કાપી શકે છે. વ્યક્તિના હ્રદય અને વિચારોમાં શું છે એ દર્શાવવા ઈશ્વરનો શબ્દ ઘણો અસરકારક છે. (જુઓ: રૂપક)
μάχαιραν δίστομον
તલવારની ધારદાર બાજુ જે તેની બંને તરફ તિક્ષ્ણ હોય છે
καὶ διϊκνούμενος ἄχρι μερισμοῦ ψυχῆς καὶ πνεύματος, ἁρμῶν τε καὶ μυελῶν
આ કલમ ઈશ્વરના શબ્દ વિશે એવી રીતે કહેવાનું જારી રાખે છે જાણે કે તે તલવાર હોય. અહીં આ તલવાર ખૂબ તિક્ષ્ણ છે જે સંપૂર્ણપણે માનવીને કાપી શકે અને વધુ મુશ્કેલ હોય અથવા જેના ભાગ પાડવા અશક્ય છે તેના ભાગ પાડી શકે છે. તેનો અર્થ એમ કે આપણી અંદર એવું કશું નથી જેને આપણે ઈશ્વરથી સંતાડી શકીએ. (જુઓ: રૂપક)
ψυχῆς καὶ πνεύματος
તે બે જુદા પણ નિકટતાથી સંબંધિત માનવીના બીનશારીરીક ભાગો છે. ""પ્રાણ"" જે વ્યક્તિને જીવિત રાખે છે. ""આત્મા"" એ વ્યક્તિનો ભાગ છે જે તેને ઈશ્વરને જાણવા તથા તેમના પર વિશ્વાસ કરવા દોરે છે.
ἁρμῶν τε καὶ μυελῶν
સાંધા"" જે બે હાડકાંને એકસાથે પકડી રાખે છે. ""મજ્જા"" હાડકાંનો કેન્દ્ર ભાગ છે.
κριτικὸς
તે ઈશ્વરના શબ્દ વિશે એવી રીતે જણાવે છે જાણે કે તે વ્યક્તિ હોય જે કંઈક જાણતી હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ખુલ્લું કરવું"" (જુઓ: વ્યક્તિનો અવતાર)
ἐνθυμήσεων καὶ ἐννοιῶν καρδίας
અહીં હ્રદય એ ""આંતરિક વ્યક્તિત્વ"" માટેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""વ્યક્તિ શું વિચારે છે અને શું કરવાનો ઇરાદો કરે છે"" (જુઓ: ઉપનામ)
Hebrews 4:13
οὐκ ἔστιν κτίσις ἀφανὴς ἐνώπιον αὐτοῦ
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""એવું કશું ઈશ્વરે સર્જયું નથી જે તેમનાથી સંતાઈ રહી શકે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
πάντα…γυμνὰ καὶ τετραχηλισμένα
તે સર્વ બાબતો વિશે એવી રીતે જણાવે છે જાણે કે તેઓ વ્યક્તિઓ હોય જે ઉઘાડાં ઊભા રહ્યા હોય, અથવા પેટી હોય જે ખુલ્લી હોય. વૈકલ્પિક ભાષાંતર: ""સર્વ સંપૂર્ણપણે ખુલ્લું થઈ ગયું"" (જુઓ: રૂપક)
γυμνὰ καὶ τετραχηλισμένα
આ બંને શબ્દોનો મૂળ અર્થ સમાન જ થાય છે અને ભાર મૂકે છે કે કશું પણ ઈશ્વરથી ગુપ્ત નથી. (જુઓ: બેવડું/બમણાં)
τοῖς ὀφθαλμοῖς αὐτοῦ, πρὸς ὃν ἡμῖν ὁ λόγος
ઈશ્વર વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓને આંખો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરને, જેઓ આપણે કેવી રીતે જીવ્યા તેનો ન્યાય કરશે"" (જુઓ: રૂપક)
Hebrews 4:14
διεληλυθότα τοὺς οὐρανούς
ઈશ્વર જ્યાં છે ત્યાં તેઓ પ્રવેશ્યા છે
τὸν Υἱὸν τοῦ Θεοῦ
આ ઈસુ માટેનું મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
κρατῶμεν τῆς ὁμολογίας
માન્યતાઓ અને ભરોસા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ પદાર્થો હોય જેને વ્યક્તિ મજબૂતાઈથી પકડી શકે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમના પર વિશ્વાસ કરવાનું દ્રઢતાપૂર્વક જારી રાખીએ"" (જુઓ: રૂપક)
Hebrews 4:15
οὐ…ἔχομεν ἀρχιερέα μὴ δυνάμενον συνπαθῆσαι…δὲ
આ બેવડા નકારાત્મકનો અર્થ એ છે કે વાસ્તવમાં ઈસુ લોકો સાથે સહાનુભૂતિ અનુભવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણી પાસે પ્રમુખ યાજક છે જે સહાનુભૂતિ અનુભવી શકે છે ... ખરેખર, આપણી પાસે છે"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)
πεπειρασμένον…κατὰ πάντα καθ’ ὁμοιότητ
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે રીતે આપણે પરીક્ષણ સહન કરીએ છીએ તે જ રીતે તેમણે દરેક રીતે પરીક્ષણ સહન કર્યા"" અથવા ""જે રીતે શેતાન આપણું પરીક્ષણ કરે છે તે જ રીતે શેતાને તેમનું દરેક રીતે પરીક્ષણ કર્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
χωρὶς ἁμαρτίας
તેમણે પાપ ન કર્યું
Hebrews 4:16
τῷ θρόνῳ τῆς χάριτος
ઈશ્વરના સિંહાસન પાસે, જ્યાં કૃપા છે. અહીં ""સિંહાસન"" ઈશ્વરના રાજા તરીકેના શાસનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યાં આપણાં કૃપાળુ ઈશ્વર તેમના સિંહાસન પર બિરાજમાન છે"" (જુઓ: ઉપનામ)
λάβωμεν ἔλεος, καὶ χάριν εὕρωμεν, εἰς εὔκαιρον βοήθειαν
અહીં ""દયા"" અને ""કૃપા"" વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ પદાર્થો હોય જેને આપી શકાતા હોય અથવા શોધી શકાતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર દયાળુ અને કૃપાળુ થશે અને જરૂરિયાતના સમયમાં આપણને મદદ કરશે"" (જુઓ: રૂપક)
Hebrews 5
હિબ્રૂઓ 05 સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
આ અધ્યાય પાછલાં અધ્યાયનાં શિક્ષણના સાતત્યમાં છે.
કેટલાક અનુવાદો કવિતાની દરેક પંક્તિને દૂર જમણી તરફ બીજા લખાણથી અલગ દર્શાવે છે જેથી વાંચવામાં સરળતા રહે. 5:5-6 જે જૂના કરારના શબ્દો છે તે સબંધી યુએલટી આ પ્રમાણે ગોઠવણ કરે છે.
ઈશ્વર લોકોને તેઓના પાપોની ક્ષમા આપે તે માટે અર્પણો કેવળ પ્રમુખ યાજકે જ અર્પણ કરવાના હતા અને તેથી ખરા અર્થમાં લોકોના પાપોની માફીનો માર્ગ બનવા માટે ઈસુએ પણ પ્રમુખ યાજક બનવું જ પડે તેવી જરૂરીયાત હતી. મૂસાનો નિયમ આજ્ઞા કરતો હતો કે પ્રમુખ યાજક લેવીના કુળમાંથી હોવો જોઈએ, પરંતુ ઈસુ યહૂદાના કુળમાંથી હતા. ઈશ્વરે તેમને મલ્ખીસેદેક યાજક, જે લેવીનું કુળ અસ્તિત્વમાં આવ્યું તે પહેલાનાં ઇબ્રાહિમના સમયમાં જીવિત હતા, તે મલ્ખીસેદેક યાજકના ધારા પ્રમાણે યાજક બનાવ્યા.
આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર
દૂધ અને ભારે ખોરાક
જે રીતે બાળકો કેવળ દૂધ પીએ છે અને ભારે ખોરાક ખાઈ શકતા નથી તે જ પ્રમાણે ઈસુ વિશેની કેવળ સરળ બાબતો જ સમજવા સમર્થ ખ્રિસ્તીઓની વાત લેખક કરે છે. (જુઓ: રૂપક)
Hebrews 5:1
લેખક જૂના કરારના યાજકોની દુષ્ટતાનું વર્ણન કરે છે, ત્યારબાદ તે દર્શાવે છે કે ખ્રિસ્ત પાસે વધુ સારું યાજકપણું છે, જે હારુનના યાજકપણા પર આધારિત નથી, બલ્કે મલ્ખીસેદેકના યાજકપણા પર આધારિત છે.
ἐξ ἀνθρώπων λαμβανόμενος
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેને ઈશ્વર લોકો મધ્યેથી પસંદ કરે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
καθίσταται
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર નિયુક્ત કરે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ὑπὲρ ἀνθρώπων καθίσταται
લોકોનું પ્રતિનિધિત્વ કરવા
Hebrews 5:2
τοῖς…πλανωμένοις
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ ... જેઓને બીજાઓએ છેતર્યા છે"" અથવા ""તેઓ ... જેઓ જે ખોટું છે તે પર વિશ્વાસ કરે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
πλανωμένοις
જેઓ ખોટી બાબતો પર વિશ્વાસ કરે છે અને તેથી ખરાબ રીતે વર્તે છે
περίκειται ἀσθένειαν
પ્રમુખ યાજકની પોતાની નબળાઈ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે કોઈ બીજી વ્યક્તિ હોય જે તેના પર રાજ કરતી હોય. વૈકલ્પિક ભાષાંતર: ""આત્મિક રીતે નબળા છે"" અથવા ""પાપ વિરુદ્ધ નબળા છે"" (જુઓ: રૂપક)
ἀσθένειαν
પાપ કરવાની ઇચ્છા
Hebrews 5:3
ὀφείλει
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તેને માટે પણ જરૂરી બનાવે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 5:4
આ અવતરણ જૂના કરારના ગીતશાસ્ત્રમાંથી લેવામાં આવ્યું છે.
λαμβάνει τὴν τιμήν
માન વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે પદાર્થ હોય જેને વ્યક્તિ પોતાના હાથમાં પકડી શકતી હોય. (જુઓ: રૂપક)
λαμβάνει τὴν τιμήν
લોકો ""માન"" અથવા સ્તુતિ અને આદર પ્રમુખ યાજકને આપતા હતા તે તેના કાર્યના સંદર્ભમાં હતું. (જુઓ: ઉપનામ)
καλούμενος ὑπὸ τοῦ Θεοῦ, καθώσπερ καὶ Ἀαρών
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે રીતે ઈશ્વરે હારુનને બોલાવ્યો, તે રીતે ઈશ્વરે તેને બોલાવ્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 5:5
ὁ λαλήσας πρὸς αὐτόν
ઈશ્વરે તેને કહ્યું
Υἱός μου εἶ σύ, ἐγὼ σήμερον γεγέννηκά σε
આ બંને શબ્દસમૂહોનો અર્થ સમાન જ થાય છે. તમે તેનો અનુવાદ હિબ્રૂઓ 1:5માં કેવી રીતે કર્યો છે તે જુઓ. (જુઓ: સમાંતરણ)
Υἱός
આ મહત્વના શિર્ષકો છે જે ઈસુ અને ઈશ્વરપિતા વચ્ચેના સબંધોનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
Hebrews 5:6
આ પ્રબોધવાણી દાઉદના ગીતશાસ્ત્રમાંથી લેવાયેલ છે.
καὶ…λέγει
ઈશ્વર કોની સાથે વાત કરી રહ્યા છે તેને સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""વધુમાં તેઓ(ઈશ્વર) ખ્રિસ્તને કહે છે"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))
ἐν ἑτέρῳ
શાસ્ત્રમાં બીજી જગ્યાએ
κατὰ τὴν τάξιν Μελχισέδεκ
તેનો અર્થ એ છે કે મલ્ખીસેદેકના યાજક પદ અને ખ્રિસ્તના યાજક પદમાં કેટલીક સામ્યતા છે. વૈકલ્પિક ભાષાંતર: ""મલ્ખીસેદેક જે રીતે યાજક હતો તેના જેવી જ રીતે
Hebrews 5:7
ἐν ταῖς ἡμέραις τῆς σαρκὸς αὐτοῦ
અહીં ""દિવસો"" એટલે સમયગાળો. અને, ""દેહ"" એટલે ઈસુનું પૃથ્વી પરનું જીવન. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે તેઓ પૃથ્વી પર જીવ્યા"" (જુઓ: ઉપનામ)
δεήσεις…καὶ ἱκετηρίας
આ બંને શબ્દોનો અર્થ મૂળ રીતે સમાન જ થાય છે. (જુઓ: બેવડું/બમણાં)
τὸν δυνάμενον σῴζειν αὐτὸν ἐκ θανάτου
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈશ્વર ખ્રિસ્તને બચાવવાને માટે સમર્થ હતા કે જેથી તેઓ મરણ પામ્યા ન હોત. વૈકલ્પિક ભાષાંતર: 'મરણથી તેમને બચાવવું"" અથવા 2) ઈશ્વર ખ્રિસ્તને તેમના મરણ પછી, તેમને જીવંત કરવા દ્વારા, બચાવવાને માટે સમર્થ હતા. જો શક્ય હોય તો, તેનું અનુવાદ એ રીતે કરો કે જે બંને અર્થઘટનોની અનુમતિ આપે.
εἰσακουσθεὶς
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તેમનું સાંભળ્યુ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 5:8
υἱός
ઈશ્વરનો પુત્ર, એ ઈસુ માટેનું મહત્વનું શિર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
Hebrews 5:9
કલમ 11માં લેખક તેની ત્રીજી ચેતવણી શરૂ કરે છે. વિશ્વાસીઓ હજી પરિપક્વ નથી તેમ તેઓને ચેતવીને લેખક તેઓને ઈશ્વરના વચનો શીખવાનું ઉત્તેજન આપે છે કે જેથી તેઓ સાચા-ખોટાની પરખ કરી શકે.
τελειωθεὶς
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તેમને સંપૂર્ણ બનાવ્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
τελειωθεὶς
અહીં તેનો અર્થ, પરિપક્વ બનવું તથા જીવનના સર્વ પાસાઓમાં ઈશ્વરને માન આપવું.
ἐγένετο πᾶσιν τοῖς ὑπακούουσιν αὐτῷ αἴτιος σωτηρίας αἰωνίου
અમૂર્ત નામ ""તારણ"" ને ક્રિયાપદ તરીકે દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""હવે જેઓ તેમને આધીન થાય છે તેઓને તે બચાવી તેઓના અનંતકાળીક જીવન માટે કારણભૂત બને છે"" (જુઓ: અમૂર્ત નામો)
Hebrews 5:10
προσαγορευθεὶς ὑπὸ τοῦ Θεοῦ
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તેમને નિયુક્ત કર્યા"" અથવા ""ઈશ્વરે તેમને નિમ્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
κατὰ τὴν τάξιν Μελχισέδεκ
તેનો અર્થ એ છે કે મલ્ખીસેદકના યાજક પદ અને ખ્રિસ્તના યાજક પદમાં કેટલીક સામ્યતાઓ છે. વૈકલ્પિક ભાષાંતર: ""મલ્ખીસેદેક જે સ્તરના પ્રમુખ યાજક હતા તે પ્રકારના યાજક તેઓ(ખ્રિસ્ત) બન્યા
Hebrews 5:11
πολὺς ἡμῖν ὁ λόγος
જોકે લેખક બહુવચનવાળા સર્વનામ ""આપણે""નો ઉપયોગ કરે છે, તોપણ તે મોટેભાગે કેવળ પોતાનો જ ઉલ્લેખ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારે ઘણું કહેવાનું છે"" (જુઓ: સર્વનામ)
νωθροὶ γεγόνατε ταῖς ἀκοαῖς
સમજવા અને આધીન થવાની ક્ષમતા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે સાંભળવાની ક્ષમતા હોય. અને સાંભળવાની ક્ષમતા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે ધાતુનું સાધન હોય જે વપરાશ વડે શુષ્ક બની ગયું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તે સમજવું તમને મુશ્કેલ પડે છે"" (જુઓ: રૂપક)
Hebrews 5:12
στοιχεῖα τῆς ἀρχῆς
અહીં ""સિદ્ધાંતો"" એટલે માર્ગદર્શિકા અથવા નિર્ણયો લેવા માટેના ધોરણો. વૈકલ્પિક ભાષાંતર: ""મૂળભૂત સત્યો
γεγόνατε χρείαν ἔχοντες γάλακτος
ઈશ્વર વિશેનું શિક્ષણ જે સમજવું સરળ છે તેના વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે દૂધ હોય, જે એકમાત્ર ખોરાક હોય છે જે બાળકો લેતા હોય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે બાળકો સમાન બન્યા છો અને કેવળ દૂધ જ પી શકો છો"" (જુઓ: રૂપક)
γάλακτος, οὐ στερεᾶς τροφῆς
ઈશ્વર વિશેનું શિક્ષણ જે સમજવું મુશ્કેલ છે તે વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે ભારે ખોરાક હોય, જે પુખ્ત લોકો માટે ઉચિત હોય. વૈકલ્પિક ભાષાંતર: ""દૂધને બદલે ભારે ખોરાક જે પુખ્ત લોકો ખાઈ શકે છે"" (જુઓ: રૂપક)
Hebrews 5:13
μετέχων γάλακτος
અહીં ""લેવું"" એટલે ""પીવું."" વૈકલ્પિક ભાષાંતર: ""દૂધ પીઓ છે"" (જુઓ: ઉપનામ)
νήπιος γάρ ἐστιν
વૃદ્ધિ પામનાર બાળક આરોગતું હોય તેવા ખોરાક સાથે આત્મિક પરિપક્વતાને સરખાવવામાં આવી છે. ભારે ખોરાક એ નાના બાળકો માટે હોતો નથી, અને તે કેવળ પ્રતિમા છે જે જુવાન ખ્રિસ્તી વ્યક્તિનું વર્ણન કરે છે જે માત્ર સરળ સત્યો જ સમજે છે; પણ પછીથી, વધુ ભારે ખોરાક નાના બાળકોને આપવામાં આવે છે, એ જ રીતે જ્યારે વ્યક્તિ પરિપક્વ બને છે ત્યારે તે મુશ્કેલ બાબતો વિશે શીખે છે, સમજે છે. (જુઓ: રૂપક)
Hebrews 5:14
τῶν διὰ τὴν ἕξιν τὰ αἰσθητήρια γεγυμνασμένα, ἐχόντων πρὸς διάκρισιν, καλοῦ τε καὶ κακοῦ
કંઈ સમજવા તાલીમબદ્ધ લોકો વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેમની સમજવાની ક્ષમતા તાલીમબદ્ધ થઈ ગઈ હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ પરિપક્વ છે અને સારાં અને નરસા વચ્ચેનો ભેદ પારખી શકે છે"" (જુઓ: ઉપનામ)
Hebrews 6
હિબ્રૂઓ 06 સામાન્ય નોંધો
આ અધ્યાયમાંના ખાસ ખ્યાલો
ઇબ્રાહિમ સાથેનો કરાર
ઈશ્વરે ઇબ્રાહિમ સાથે કરેલા કરારમાં, ઈશ્વરે ઇબ્રાહિમના વંશજોને એક મોટી દેશજાતિ બનાવવાનું વચન આપ્યું હતું. તેમણે ઇબ્રાહિમના વંશજોનું રક્ષણ કરવાનું અને તેઓને પોતાની માલિકીનો પ્રદેશ આપવાનું પણ વચન આપ્યું હતું. (જુઓ: કરાર, કરારો, નવો કરાર)
Hebrews 6:1
અપરિપક્વ હિબ્રૂ વિશ્વાસીઓએ પરિપક્વ ખ્રિસ્તીઓ બનવા શું કરવું જોઈએ તે કહેવાનું લેખક જારી રાખે છે. તે તેઓને પાયાગત બોધપાઠોની યાદ અપાવે છે.
ἀφέντες τὸν τῆς ἀρχῆς τοῦ Χριστοῦ λόγον, ἐπὶ τὴν τελειότητα φερώμεθα
મૂળ ઉપદેશો વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે મૂસાફરીની શરૂઆત હોય અને પરિપક્વ ઉપદેશો વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે મૂસાફરીનો અંત હોય. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે પ્રથમ શું શીખ્યા તેની જ ચર્ચા કર્યા કરવાનું મૂકી દઈ અને વધુ પરિપક્વ ઉપદેશો સમજવાનું શરૂ કરીએ"" (જુઓ: રૂપક)
μὴ πάλιν θεμέλιον καταβαλλόμενοι…πίστεως ἐπὶ Θεόν
મૂળ ઉપદેશો વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે ઇમારત હોય જેનું બાંધકામ પાયો નાખવા દ્વારા શરૂ કરવામાં આવ્યું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""મૂળ ઉપદેશોને પુનરાવર્તિત ન કરો ... ઈશ્વરમાં વિશ્વાસ વિશેના"" (જુઓ: રૂપક)
νεκρῶν ἔργων
પાપી કૃત્યો વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે મરણના જગત સાથે સબંધિત હોય. (જુઓ: રૂપક)
Hebrews 6:2
διδαχὴν…κρίματος αἰωνίου
મૂળ ઉપદેશો વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે ઇમારત હોય જેનું બાંધકામ પાયો નાખવા દ્વારા શરૂ કરવામાં આવ્યું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""મૂળ ઉપદેશો પણ નહીં ... અનંતકાળિક શિક્ષા"" (જુઓ: રૂપક)
ἐπιθέσεώς τε χειρῶν
આ પ્રણાલી કોઈકને ખાસ સેવા કે સ્થાનને માટે અલગ કરવા કરવામાં આવતી હતી.
Hebrews 6:4
τοὺς ἅπαξ φωτισθέντας
સમજ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે પ્રકાશ હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ એકવાર ખ્રિસ્ત વિશેનો સંદેશ સમજ્યા હતા"" (જુઓ: રૂપક)
γευσαμένους…τῆς δωρεᾶς τῆς ἐπουρανίου
તારણનો અનુભવ કરવા વિશે એ રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે ખોરાકના સ્વાદ ચાખવા સમાન હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જેમણે ઈશ્વરના બચાવના સામર્થ્યનો અનુભવ કર્યો"" (જુઓ: રૂપક)
μετόχους γενηθέντας Πνεύματος Ἁγίου
પવિત્ર આત્મા, જે વિશ્વાસીઓ પાસે આવે છે, તેમના વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ પદાર્થ હોય જેને લોકો વહેંચી શકતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ પવિત્ર આત્મા પામ્યા"" (જુઓ: રૂપક)
Hebrews 6:5
καλὸν γευσαμένους Θεοῦ ῥῆμα
ઈશ્વરના સંદેશને શીખવા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે ખોરાકનો સ્વાદ ચાખવા સમાન હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ ઈશ્વરની સુવાર્તા શીખ્યા"" (જુઓ: રૂપક)
δυνάμεις…μέλλοντος αἰῶνος
જ્યારે ઈશ્વરનું રાજ્ય સર્વ જગતમા સંપૂર્ણપણે રજૂ કરવામાં આવશે ત્યારે ઈશ્વરનું પરાક્રમ, એમ તેનો અર્થ થાય છે. આ સમજમાં, ""પરાક્રમો"" પોતે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે, ઈશ્વર જેઓ પરાક્રમ ધરાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેવી રીતે ઈશ્વર ભવિષ્યમાં સમર્થ રીતે કાર્ય કરશે તે શીખ્યા"" (જુઓ: ઉપનામ)
Hebrews 6:6
πάλιν ἀνακαινίζειν εἰς μετάνοιαν
તેઓને ફરીથી પસ્તાવો કરવા તરફ લાવવા એ અસંભવ છે
ἀνασταυροῦντας ἑαυτοῖς τὸν Υἱὸν τοῦ Θεοῦ
લોકો જ્યારે ઈશ્વરથી પાછા ફરે ત્યારે તે બાબત લોકો જાણે કે ફરીથી ઈસુને વધસ્તંભે ચઢાવતા હોય, તેના સમાન છે. વૈકલ્પિક ભાષાંતર: ""એ તો જાણે કે તેઓ પોતાને માટે ઈશ્વરના એકના એક પુત્રને ફરીથી વધસ્તંભે ચઢાવે છે"" (જુઓ: રૂપક)
τὸν Υἱὸν τοῦ Θεοῦ
તે ઈસુ માટેનું એક મહત્વનું શિર્ષક છે જે તેમના ઈશ્વર સાથેના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
Hebrews 6:7
γῆ…ἡ πιοῦσα τὸν…ὑετόν
ખેડાણ માટેની ભૂમિ જે ખૂબ વરસાદથી લાભ પ્રાપ્ત કરે છે તેના વિશે એવી રીતે લખવામાં આવ્યું છે જાણે કે તે વ્યક્તિ હોય જે વરસાદનું પાણી પીતી હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ભૂમિ જે વરસાદનું શોષણ કરે છે"" (જુઓ: વ્યક્તિનો અવતાર)
τίκτουσα βοτάνην
ખેડાણ માટેની ભૂમિ જે વનસ્પતિ ઉગાવે છે તેના વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે તેઓને જન્મ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે છોડવાઓ ઉગાવે છે"" (જુઓ: વ્યક્તિનો અવતાર)
μεταλαμβάνει εὐλογίας ἀπὸ τοῦ Θεοῦ
વરસાદ અને ખેતપેદાશો એ પુરાવા માટે છે કે ખેડાણ માટેની ભૂમિને ઈશ્વરે મદદ પૂરી પાડી છે. ખેડાણ માટેની ભૂમિ વિશે એવી રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તે વ્યક્તિ હોય જે ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત કરી શક્તો હોય. (જુઓ: વ્યક્તિનો અવતાર)
εὐλογίας ἀπὸ τοῦ Θεοῦ
અહીં ""આશીર્વાદ"" એટલે બોલાયેલ શબ્દો નહીં પરંતુ ઈશ્વર પાસેથી મદદ,
Hebrews 6:8
κατάρας ἐγγύς
તે ""શાપ"" વિશે એવી રીતે જણાવે છે જાણે કે તે જગા હોય જેની નજીક વ્યક્તિ જઈ શક્તો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તેને શાપ આપે તેના જોખમમાં તે છે"" (જુઓ: રૂપક)
ἧς τὸ τέλος εἰς καῦσιν
ખેડૂત ખેતરમાંનું સઘળું સળગાવી દેશે.
Hebrews 6:9
πεπείσμεθα
જો કે લેખક બહુવચન સર્વનામ ""અમે""નો પ્રયોગ કરે છે, તોપણ તે મોટેભાગે ફક્ત પોતાનો જ ઉલ્લેખ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું સહમત છું"" અથવા ""હું ચોક્કસ છું"" (જુઓ: સર્વનામ)
περὶ ὑμῶν…τὰ κρείσσονα
તેનો અર્થ એ છે કે તેઓ વધુ સારું કરી રહ્યા છે તેઓની સરખામણીમાં જેઓએ ઈશ્વરને નકાર્યા છે, તેમને અનાજ્ઞાંકિત થયા છે, અને ઈશ્વર તેઓને માફ કરે તે માટે હવે તેઓ પસ્તાવો પણ કરી શકતા નથી (હિબ્રૂઓ 6:4-6). વૈકલ્પિક ભાષાંતર: ""મેં જે તમને જણાવ્યું તે કરતાં તમે સારી બાબતો કરી રહ્યા છો
ἐχόμενα σωτηρίας
અમૂર્ત નામ ""તારણ"" ને ક્રિયાપદ તરીકે દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""બાબતો ઈશ્વર તમને બચાવી રહ્યા છે તેની ચિંતાની બાબતો"" (જુઓ: અમૂર્ત નામો)
Hebrews 6:10
οὐ γὰρ ἄδικος ὁ Θεὸς, ἐπιλαθέσθαι
આ બેવડા નકારાત્મકનો અર્થ એ છે જે કોઈ સારી બાબતો ઈશ્વરના લોકોએ કરી હશે એ તેઓ તેમના ન્યાયમાં યાદ કરશે. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે ઈશ્વર ન્યાયી છે અને તેથી ચોક્કસપણે યાદ રાખશે"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)
εἰς τὸ ὄνομα αὐτοῦ
ઈશ્વરનું ""નામ"" એ ઉપનામ છે જે ઈશ્વરને પોતાને માટે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમના માટે"" (જુઓ: ઉપનામ)
Hebrews 6:11
ἐπιθυμοῦμεν
જો કે લેખક બહુવચન સર્વનામ ""અમે""નો પ્રયોગ કરે છે, તોપણ તે મોટેભાગે ફક્ત પોતાનો જ ઉલ્લેખ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું ખૂબ ઇચ્છુક છું"" (જુઓ: સર્વનામ)
σπουδὴν
સાવચેત, મહેનત
ἄχρι τέλους
ગર્ભિત અર્થને સ્પષ્ટ રીતે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારાં જીવનના અંતે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
πρὸς τὴν πληροφορίαν τῆς ἐλπίδος
ઈશ્વરે તમને જે વચન આપ્યું છે તે તમે મેળવશો તેની સંપૂર્ણ ખાતરી કરવા માટે
Hebrews 6:12
μιμηταὶ
અનુકરણ કરનાર"" એ એક એવી વ્યક્તિ છે જે બીજી વ્યક્તિના વ્યવહારની નકલ કરે છે.
κληρονομούντων τὰς ἐπαγγελίας
ઈશ્વરે વિશ્વાસીઓને આપેલ વચન પ્રમાણે પ્રાપ્ત કરવા વિશે એ રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે કુટુંબના સભ્ય પાસેથી ધન અને સંપત્તિનો વારસો મેળવવા સમાન હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તેઓને જે વચન આપ્યું છે તે મેળવવું"" (જુઓ: રૂપક)
Hebrews 6:14
λέγων
ઈશ્વરે કહ્યું
πληθύνων, πληθυνῶ σε
અહીં ""વધારવું"" નો અર્થ વંશવેલો વધારવું છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું તને ઘણાં વંશજો આપીશ"" (જુઓ: ઉપનામ)
Hebrews 6:15
τῆς ἐπαγγελίας
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તેને જે વચન આપ્યું હતું તે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 6:17
τοῖς κληρονόμοις τῆς ἐπαγγελίας
લોકો કે જેને ઈશ્વરે વચન આપ્યું હતું તેમના વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ કુટુંબના સભ્ય પાસેથી ધન અને સંપત્તિનો વારસો મેળવવાના હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તેમણે જેઓને વચન આપ્યું છે તે વચન પ્રમાણે તેઓ પ્રાપ્ત કરશે"" (જુઓ: રૂપક)
τὸ ἀμετάθετον τῆς βουλῆς αὐτοῦ
કે તેમના હેતુઓ કદી બદલાતા નથી અથવા ""કે તેઓ હંમેશા તેમણે જે કહ્યું છે કે તેઓ કરશે તે તેઓ કરશે જ
Hebrews 6:18
οἱ καταφυγόντες
વિશ્વાસીઓ, કે જેઓ ઈશ્વર પર પોતાના રક્ષણ માટે ભરોસો રાખે છે, તેઓ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ સુરક્ષિત સ્થાન તરફ દોડી જતાં હોય. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે, જેઓએ તેમના પર ભરોસો કર્યો છે"" (જુઓ: રૂપક)
ἰσχυρὰν παράκλησιν ἔχωμεν…κρατῆσαι τῆς προκειμένης ἐλπίδος
ઈશ્વર પર ભરોસો રાખવા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે પ્રોત્સાહન એક પદાર્થ હોય જે વ્યક્તિને આપી શકાતો હોય અને તે વ્યક્તિ તેને મજબૂત રીતે પકડી શકતો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જે રીતે ઈશ્વરે આપણને ભરોસો રાખવા ઉત્તેજન આપ્યું છે તે પ્રમાણે ભરોસો કરવાનું ચાલું રાખવું"" (જુઓ: રૂપક)
προκειμένης
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેને ઈશ્વરે આપણી સમક્ષ મૂક્યું છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 6:19
હિબ્રૂઓનો લેખક વિશ્વાસીઓને તેની ત્રીજી ચેતવણી અને પ્રોત્સાહનનું સમાપન કરતાં, ઈસુની યાજક તરીકેની સરખામણી મલ્ખીસેદેક યાજક સાથે કરવાનું જારી રાખે છે.
ὡς ἄγκυραν…τῆς ψυχῆς, ἀσφαλῆ τε καὶ βεβαίαν
જે રીતે લંગર હોડીને પાણીમાં દૂર ખેંચાઈ જતા બચાવે છે, તે પ્રમાણે ઈસુ આપણને ઈશ્વરની હાજરીમાં સુરક્ષિત રાખે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે આપણને ઈશ્વરની હાજરીમાં સુરક્ષિત રહેવા માટે મદદરૂપ છે"" (જુઓ: રૂપક)
ἄγκυραν…ἀσφαλῆ…καὶ βεβαίαν
અહીં ""સુરક્ષિત"" અને ""વિશ્વસનીય"" શબ્દોનો અર્થ મૂળભૂત રીતે સમાન થાય છે અને લંગરની સંપૂર્ણ વિશ્વસનિયતા પર ભાર મૂકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સંપૂર્ણ વિશ્વસનીય લંગર"" (જુઓ: બેવડું/બમણાં)
ἣν…καὶ εἰσερχομένην εἰς τὸ ἐσώτερον τοῦ καταπετάσματος
પૂરેપૂરા નિશ્ચય સહિતના વિશ્વાસ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે વ્યક્તિ હોય જે મંદિરના પરમપવિત્રસ્થાનમાં જઈ શકતી હોય. (જુઓ: વ્યક્તિનો અવતાર)
τὸ ἐσώτερον
આ મંદિરમાંનું પરમપવિત્રસ્થાન હતું. તે એવું સ્થાન હતું જ્યાં ઈશ્વર તેમના લોકો મધ્યે અતિશયતાથી હાજર રહેતા હતા એમ માનવામાં આવતું હતું. આ ભાગમાં, આ સ્થાન એટલે સ્વર્ગ અને ઈશ્વરના સિંહાસનનો ઓરડો. (જુઓ: રૂપક)
Hebrews 6:20
κατὰ τὴν τάξιν Μελχισέδεκ
તેનો અર્થ એ છે કે મલ્ખીસેદેકના યાજક પદ અને ખ્રિસ્તના યાજક પદમાં કેટલીક સામ્યતા છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ મલ્ખીસેદેક યાજક હતા તે જ પ્રમાણે
Hebrews 7
હિબ્રૂઓ 07 સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
કેટલાક અનુવાદો કવિતાની દરેક પંક્તિને દૂર જમણી તરફ બીજા લખાણથી અલગ દર્શાવે છે જેથી વાંચવામાં સરળતા રહે. 7:17, 21 જે જૂના કરારના શબ્દો છે તે સબંધી યુએલટી આ પ્રમાણે ગોઠવણ કરે છે.
આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
પ્રમુખ યાજક
ઈશ્વર લોકોને તેઓના પાપોની ક્ષમા આપે તે માટે અર્પણો કેવળ પ્રમુખ યાજકે જ અર્પણ કરવાના હતા અને તેથી ખરા અર્થમાં લોકોના પાપોની માફીનો માર્ગ બનવા માટે ઈસુએ પણ પ્રમુખ યાજક બનવું જ પડે તેવી જરૂરીયાત હતી. મૂસાનો નિયમ આજ્ઞા કરતો હતો કે પ્રમુખ યાજક લેવીના કુળમાંથી હોવો જોઈએ, પરંતુ ઈસુ યહૂદાના કુળમાંથી હતા. ઈશ્વરે તેમને મલ્ખીસેદેક યાજક, જે લેવીનું કુળ અસ્તિત્વમાં આવ્યું તે પહેલાનાં ઇબ્રાહિમના સમયમાં જીવિત હતા, તે મલ્ખીસેદેક યાજકના ધારા પ્રમાણે યાજક બનાવ્યા.
Hebrews 7:1
હિબ્રૂઓનો લેખક ઈસુની યાજક તરીકેની સરખામણી મલ્ખીસેદેક યાજક સાથે કરવાનું જારી રાખે છે.
Σαλήμ
આ શહેરનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
Ἀβραὰμ ὑποστρέφοντι ἀπὸ τῆς κοπῆς τῶν βασιλέων
તે જ્યારે ઇબ્રાહિમ અને તેના માણસો તેના ભત્રીજા લોત અને તેના કુટુંબને બચાવવાના કારણોસર ગયા અને ચાર રાજાઓના સૈન્યોને હરાવ્યું, તેનો ઉલ્લેખ કરે છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Hebrews 7:2
ᾧ
તે મલ્ખીસેદેકને હતું
βασιλεὺς δικαιοσύνης…βασιλεὺς εἰρήνης
ન્યાયીપણાનો રાજા ... શાંતિનો રાજા
Hebrews 7:3
ἀπάτωρ, ἀμήτωρ, ἀγενεαλόγητος, μήτε ἀρχὴν ἡμερῶν, μήτε ζωῆς τέλος ἔχων
આ શાસ્ત્રભાગ પરથી એ વિચારવું શક્ય છે કે મલ્ખીસેદેક જન્મ્યા કે મરણ પામ્યા ન હતા. જોકે સર્વ લેખકોનો અર્થ એ હોઈ શકે કે શાસ્ત્રો મલ્ખીસેદેકના કુળ, જન્મ કે મરણ અંગે કોઈ માહિતી આપતા નથી.
Hebrews 7:4
લેખક દર્શાવે છે કે મલ્ખીસેદેકનું યાજકપણું હારુનના યાજકપણા કરતાં શ્રેષ્ઠ છે અને ત્યારપછી તેઓને યાદ અપાવે છે કે હારુનના યાજકપણાએ કશું જ સંપૂર્ણ કર્યું ન હતું.
οὗτος
મલ્ખીસેદેક હતા
Hebrews 7:5
τῶν υἱῶν Λευεὶ τὴν ἱερατείαν λαμβάνοντες
લેખક આમ કહે છે કારણ કે લેવીના સર્વ પુત્રઓ યાજકો બન્યા ન હતા. વૈકલ્પિક ભાષાંતર: ""લેવીના વંશજો જેઓ યાજકો બન્યા"" (જુઓ: માહિતી આપવી કે યાદ દેવડાવવું વચ્ચેનો તફાવત)
τὸν λαὸν
ઇઝરાએલના લોકોમાંથી
τοὺς ἀδελφοὺς αὐτῶν
અહીં ""ભાઈઓ"" એટલે તેઓ સઘળાં ઇબ્રાહિમ મારફતે એકબીજા સાથે સંકળાયેલા છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓના સબંધીઓમાંથી
ἐξεληλυθότας ἐκ τῆς ὀσφύος Ἀβραάμ
આ કહેવાની રીત છે કે તેઓ ઇબ્રાહિમના વંશજો હતા. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ પણ ઇબ્રાહિમના વંશજો છે"" (જુઓ: રૂપક)
Hebrews 7:6
ὁ…μὴ γενεαλογούμενος ἐξ αὐτῶν
તેઓ લેવીના વંશજ ન હતા
τὸν ἔχοντα τὰς ἐπαγγελίας
ઈશ્વરે ઇબ્રાહિમ માટે જે કરવાનું વચન આપ્યું હતું તે વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ પદાર્થો હોય જેને તે ધરાવી શકતો હોય. વૈકલ્પિક ભાષાંતર: એક કે જેને ઈશ્વરે તેમના ખાતરીદાયક વચનો આપ્યા"" (જુઓ: રૂપક)
Hebrews 7:7
τὸ ἔλαττον ὑπὸ τοῦ κρείττονος εὐλογεῖται
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""વધુ મહત્વ ધરાવનાર વ્યક્તિ ઓછું મહત્વ ધરાવનાર વ્યક્તિને આશીર્વાદ આપે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 7:8
ὧδε μὲν…ἐκεῖ
આ શબ્દસમૂહો લેવી કુળના યાજકોને મલ્ખીસેદેક સાથે સરખાવા વાપરવામાં આવ્યા છે. લેખક જે સરખામણી કરે છે તે પર ભાર મૂકવા તમારી ભાષામાં કોઈ રીત હોઈ શકે છે.
μαρτυρούμενος ὅτι ζῇ
શાસ્ત્રમાં એવું સ્પષ્ટપણે કશું જ લખવામાં આવ્યું નથી કે મલ્ખીસેદેક મરણ પામ્યા. હિબ્રૂઓનો લેખક શાસ્ત્રમાં મલ્ખીસેદેકના મરણ અંગેની આ અનુપસ્થિત માહિતી વિશે એવી રીતે જણાવે છે જાણે કે તે હકારાત્મક વિધાન હોય કે તેઓ હજુ પણ જીવંત છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""શાસ્ત્ર દર્શાવે છે કે તેઓ હજુ જીવે છે"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 7:9
δι’ Ἀβραὰμ, καὶ Λευεὶς, ὁ δεκάτας λαμβάνων, δεδεκάτωται
જો કે હજુ લેવીનો જન્મ થયો ન હતો, તોપણ લેખક તેને ઇબ્રાહિમના શરીરમાં અસ્તિત્વ ધરાવનાર તરીકે જણાવે છે. આ રીતે, લેખક દલીલ કરે છે કે લેવીએ મલ્ખીસેદેકને ઇબ્રાહિમ મારફતે દશાંશ ચૂકવ્યો. (જુઓ: રૂપક)
Hebrews 7:10
ἐν τῇ ὀσφύϊ τοῦ πατρὸς ἦν
જો કે હજુ લેવીનો જન્મ થયો ન હતો, તોપણ લેખક તેને ઇબ્રાહિમના શરીરમાં અસ્તિત્વ ધરાવનાર તરીકે જણાવે છે. આ રીતે, લેખક દલીલ કરે છે કે લેવીએ મલ્ખીસેદેકને ઇબ્રાહિમ મારફતે દશાંશ ચૂકવ્યો. (જુઓ: રૂપક)
Hebrews 7:11
μὲν οὖν
તેનો અર્થ ""આ પળે"" એમ થતો નથી, પરંતુ તેનો ઉપયોગ હવે પછી આવનાર મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો.
τίς ἔτι χρεία κατὰ τὴν τάξιν Μελχισέδεκ, ἕτερον ἀνίστασθαι ἱερέα, καὶ οὐ κατὰ τὴν τάξιν Ἀαρὼν λέγεσθαι?
આ પ્રશ્ન ભાર મૂકે છે કે એ અનેપક્ષિત હતું કે યાજકો મલ્ખીસેદેકના ક્રમ પછી આવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મલ્ખીસેદેક સમાન ના હોય અને હારુન સમાન હોય તેવા બીજા યાજકના આવવાની આવશ્યકતા કોઈને પણ હતી નહીં."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
ἀνίστασθαι
આવવું અથવા ""દેખાવું
κατὰ τὴν τάξιν Μελχισέδεκ
તેનો અર્થ એ છે કે યાજક તરીકે ખ્રિસ્ત અને મલ્ખીસેદેક યાજક વચ્ચે સામ્યતા છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે રીતે મલ્ખીસેદેક યાજક હતા તે જ પ્રમાણે
οὐ κατὰ τὴν τάξιν Ἀαρὼν λέγεσθαι
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""હારુનની રીત પ્રમાણે નહીં"" અથવા ""જે હારુન સમાન યાજક ન હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 7:12
μετατιθεμένης γὰρ τῆς ἱερωσύνης, ἐξ ἀνάγκης καὶ νόμου μετάθεσις γίνεται
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે જો ઈશ્વરે યાજકપણામાં ફેરબદલ કર્યું હોત, તો તેમણે નિયમશાસ્ત્રમાં પણ ફેરબદલ કરવી પડત"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 7:13
ὃν γὰρ
આ ઈસુનો ઉલ્લેખ કરે છે.
ἐφ’ ὃν…λέγεται ταῦτα
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેના વિશે હું બોલી રહ્યો છું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 7:14
γὰρ
તેનો અર્થ ""આ પળે"" એમ થતો નથી, પરંતુ તેનો ઉપયોગ હવે પછી આવનાર મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો.
ἐξ Ἰούδα ἀνατέταλκεν ὁ Κύριος ἡμῶν
આપણાં પ્રભુ"" શબ્દો ઈસુનો ઉલ્લેખ કરે છે.
ἐξ Ἰούδα
યહૂદાના કુળમાંથી
Hebrews 7:15
આ અવતરણ દાઉદ રાજાના ગીતમાંથી લેવાયેલ છે.
περισσότερον ἔτι κατάδηλόν ἐστιν
આપણે વધુ સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ. અહીં ""આપણે"" એ લેખક અને તેના શ્રોતાજનોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)
εἰ…ἀνίσταται ἱερεὺς ἕτερος
જો બીજો યાજક આવે તો
κατὰ τὴν ὁμοιότητα Μελχισέδεκ
તેનો અર્થ એ છે કે યાજક તરીકે ખ્રિસ્ત અને મલ્ખીસેદેક યાજક વચ્ચે સામ્યતા છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે રીતે મલ્ખીસેદેક યાજક હતા તે જ પ્રમાણે
Hebrews 7:16
ὃς οὐ κατὰ νόμον
તેમનું યાજક બનવું નિયમશાસ્ત્ર પર આધારિત ન હતું
νόμον ἐντολῆς σαρκίνης
માનવીય વંશના વિચાર વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેને ફક્ત કોઈકના શરીર સાથે જ લેવાદેવા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""માનવીય વંશનો નિયમ"" અથવા ""યાજકો વિશેનો નિયમ' યાજકો બનનારા વંશજો"" (જુઓ: ઉપનામ અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Hebrews 7:17
μαρτυρεῖται γὰρ
તે શાસ્ત્ર વિશે એ રીતે જણાવે છે જાણે કે તે વ્યક્તિ હોય જે કંઈક વિશે સાક્ષી આપી શકતું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે ઈશ્વર શસ્ત્રો મારફતે તેમના વિશે સાક્ષી આપે છે"" અથવા ""કેમ કે તેમના વિશે આ પ્રમાણે શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે"" (જુઓ: વ્યક્તિનો અવતાર)
κατὰ τὴν τάξιν Μελχισέδεκ
યાજકોના બે જૂથો હતા. એક લેવીના વંશજોનું બનેલું હતું. બીજું મલ્ખીસેદેક અને ઈસુ ખ્રિસ્તનું બનેલું હતું. વૈકલ્પિક ભાષાંતર: ""મલ્ખીસેદેકના ધારા પ્રમાણે"" અથવા ""મલ્ખીસેદેકના યાજકપણા પ્રમાણે
Hebrews 7:18
ἀθέτησις μὲν…γίνεται προαγούσης ἐντολῆς
અહીં ""રદ કરવું"" એ કોઈ વસ્તુને અમાન્ય કરવા માટેનું રૂપક છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે આજ્ઞાને અમાન્ય કરી"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 7:19
οὐδὲν…ἐτελείωσεν ὁ νόμος
નિયમશાસ્ત્ર વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે વ્યક્તિ હોય જે કાર્ય કરી શકતો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""નિયમશાસ્ત્રને અનુસરવા દ્વારા કોઈપણ સંપૂર્ણ બની શકતું નથી"" (જુઓ: વ્યક્તિનો અવતાર)
ἐπεισαγωγὴ…κρείττονος ἐλπίδος
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે વધારે સારી આશાને પ્રસ્તુત કરી"" અથવા ""ઈશ્વરે આપણને વધારે મજબૂત આશાનું કારણ આપ્યું (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
δι’ ἧς ἐγγίζομεν τῷ Θεῷ
ઈશ્વરની આરાધના કરવી અને તેમની કૃપા પ્રાપ્ત કરવી તેને તેમની નજીક આવવા તરીકે દર્શાવવામાં આવ્યું છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને આ આશાને કારણે આપણે ઈશ્વર પાસે જઈ શકીએ છીએ"" અથવા ""અને આ આશાને કારણે આપણે ઈશ્વરની આરાધના કરી શકીએ છીએ"" (જુઓ: રૂપક)
Hebrews 7:20
આ અવતરણ હિબ્રૂઓ 7:17)ની જેમ દાઉદના ગીતમાંથી લેવાયેલ છે.
καὶ καθ’ ὅσον οὐ χωρὶς ὁρκωμοσίας
તે"" શબ્દ એ ઈસુ સનાતન યાજક બન્યા તેનો ઉલ્લેખ કરે છે. કોણે સમ આપ્યા તેને સ્પષ્ટપણે દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""અને ઈશ્વરે આ નવા યાજકને સમ લીધા વિના પસંદ કર્યા ન હતા!"" અથવા ""અને તે એટલા માટે હતું કારણ કે ઈશ્વરે સમ ખાધા હતા કે પ્રભુ નવા યાજક બન્યા!"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)
Hebrews 7:22
ત્યારબાદ લેખક આ યહૂદી વિશ્વાસીઓને ખાતરી આપે છે કે ખ્રિસ્ત પાસે સારું યાજકપણું છે કેમ કે તેઓ સદાકાળ માટે જીવે છે અને યાજકો જેઓ હારુનના વંશ પરથી ઉતરી આવ્યા તેઓ સર્વ મરણ પામ્યા.
κρείττονος διαθήκης, γέγονεν ἔγγυος
આપણને કહ્યું કે આપણે ચોક્કસ રહી શકીએ છીએ કે ત્યાં વધુ સારો કરાર થશે
Hebrews 7:24
ἀπαράβατον ἔχει τὴν ἱερωσύνην
યાજકના કામ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે પદાર્થ હોય જે ઈસુ ધરાવતા હોય. અમૂર્ત નામને ટાળવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ(ઈસુ) સદાકાળને માટે યાજક છે"" (જુઓ: અમૂર્ત નામો)
Hebrews 7:25
ὅθεν…δύναται
તેથી"" શું સૂચવે છે એ તમે સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે ખ્રિસ્ત આપણાં પ્રમુખ યાજક છે જેઓ સદાકાળ જીવિત છે, તે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
τοὺς προσερχομένους δι’ αὐτοῦ τῷ Θεῷ
ઈસુએ જે કર્યું તે કારણે જેઓ ઈશ્વરની પાસે આવે છે
Hebrews 7:26
ὑψηλότερος τῶν οὐρανῶν γενόμενος
ઈશ્વરે તેમને આકાશ કરતાં ઊંચે ચઢાવ્યા. લેખક બીજા કોઈ કરતાં વધુ માન તથા સામર્થ્ય ધરાવવા વિશે એવી રીતે જણાવે છે જાણે કે તે દરજ્જો હોય જે સર્વ બાબતો કરતાં ઊંચે હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તેમને બીજા કરતાં વધુ માન તથા સામર્થ્ય આપ્યા"" (જુઓ: રૂપક)
Hebrews 7:27
અહીં ""તેમને,"" ""તેમનું,"" અને ""પોતાનું"" શબ્દો ખ્રિસ્તનો ઉલ્લેખ કરે છે.
Hebrews 7:28
ὁ νόμος…ἀνθρώπους καθίστησιν ἀρχιερεῖς ἔχοντας ἀσθένειαν
અહીં ""નિયમશાસ્ત્ર"" એ મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે નિમાતા પ્રમુખ યાજકો માટેનું ઉપનામ છે. જેઓએ એમ કર્યું તેઓ પર નહીં પરંતુ તેઓએ તેમ નિયમશાસ્ત્ર પ્રમાણે કર્યું, તે વાસ્તવિક્તા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વૈકલ્પિક ભાષાંતર: ""નિયમશાસ્ત્ર પ્રમાણે, માણસો જે માણસોને પ્રમુખ યાજકો તરીકે નિયુક્ત કરતા હતા તેઓ નિર્બળતા ધરાવતા હતા"" અથવા ""કેમ કે નિયમશાસ્ત્ર પ્રમાણે, પ્રમુખ યાજકો તરીકે નિમાતા માણસોમાં નિર્બળતા હોય છે"" (જુઓ: ઉપનામ)
ἀνθρώπους…ἔχοντας ἀσθένειαν
માણસો જેઓ આત્મિક રીતે નિર્બળ છે અથવા ""માણસો જેઓ પાપની વિરુદ્ધમાં નિર્બળ છે
ὁ λόγος…τῆς ὁρκωμοσίας, τῆς μετὰ τὸν νόμον, Υἱόν
સમનું વચન"" એ ઈશ્વરને દર્શાવે છે જેમણે સમ ખાધા છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તેમના સમ દ્વારા પુત્રને નિમ્યા, જે સમ તેમણે નિયમશાસ્ત્ર આપ્યા પછી લીધા હતા"" અથવા ""ઈશ્વરે નિયમશાસ્ત્ર આપ્યા પછી સમ ખાધા અને તેમના પુત્રને નિમ્યા"" (જુઓ: ઉપનામ)
Υἱόν
તે ઈસુ, ઈશ્વરના પુત્ર માટેનું મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
τετελειωμένον
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ ઈશ્વરને સંપૂર્ણપણે આધીન થયા અને પરિપક્વ બન્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 8
હિબ્રૂઓ 08 સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
કેવી રીતે અને શા માટે ઈસુ વધુ મહત્વના પ્રમુખ યાજક છે તે વર્ણવાનું લેખક પૂર્ણ કરે છે. ત્યારબાદ ઈશ્વરે જે કરાર મૂસા સાથે કર્યો હતો તે કરતાં નવો કરાર કેવી રીતે વધુ સારો છે, તેની રજૂઆત કરે છે. (જુઓ: કરાર, કરારો, નવો કરાર)
કેટલાક અનુવાદો કવિતાની દરેક પંક્તિને દૂર જમણી તરફ બીજા લખાણથી અલગ દર્શાવે છે જેથી વાંચવામાં સરળતા રહે. 8:8-12 જે જૂના કરારના શબ્દો છે તે સબંધી યુએલટી આ પ્રમાણે ગોઠવણ કરે છે.
આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
નવો કરાર
ઈશ્વરે ઇઝરાએલીઓ સાથે સ્થાપિત કરેલા કરાર કરતાં ઈસુએ સ્થાપિત કરેલો નવો કરાર, કેવી રીતે વધુ સારો છે તે વિશે લેખક જણાવે છે. (જુઓ: કરાર, કરારો, નવો કરાર)
Hebrews 8:1
લેખકે દર્શાવ્યું કે ખ્રિસ્તનું યાજકપણું પૃથ્વી પરના યાજકપણા કરતાં વધુ સારું છે જે દર્શાવે છે કે પૃથ્વી પરનું યાજકપણું એ સ્વર્ગીય બાબતોનો નમૂનો હતો. ખ્રિસ્ત પાસે ઉચ્ચ સેવાકાર્ય, ઉચ્ચ કરાર છે.
δὲ
તેનો અર્થ ""આ પળે"" એમ થતો નથી, પરંતુ તેનો ઉપયોગ હવે પછી આવનાર મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો.
λεγομένοις
જોકે લેખક બહુવચન સર્વનામ ""અમે"" નો પ્રયોગ કરે છે, તોપણ તે સંભવિત રીતે કેવળ પોતાનો જ ઉલ્લેખ કરી રહ્યો છે. લેખક અહીં તેના વાચકોનો સમાવેશ કરતો નથી માટે ""અમે"" શબ્દ અનન્ય છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું કહી રહ્યો છું"" અથવા ""હું લખી રહ્યો છું"" (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે” અને સર્વનામ)
ἔχομεν ἀρχιερέα
લેખક અહીં તેના વાચકોનો સમાવેશ કરી રહ્યો છે માટે ""અમે"" શબ્દ વ્યાપક છે. (જુઓ: સમાવેશક “અમે”)
ἐκάθισεν ἐν δεξιᾷ τοῦ θρόνου τῆς Μεγαλωσύνης
ઈશ્વરના જમણા હાથે"" બેસવું એ ઈશ્વર તરફથી મોટું માન તથા અધિકાર પ્રાપ્ત કરવાની પ્રતિકાત્મક ક્રિયા છે. તમે કેવી રીતે આ સમાન શબ્દસમૂહનો અનુવાદ [હિબ્રૂઓ 1:3] (../01/03.md)માં કર્યો હતો તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ(ઈસુ) ઊંચે ગૌરવની બાજુમાં માન તથા અધિકારના સ્થાને બેઠા"" (જુઓ: સાંકેતિક પગલું)
Hebrews 8:2
τῆς σκηνῆς τῆς ἀληθινῆς, ἣν ἔπηξεν ὁ Κύριος, οὐκ ἄνθρωπος
પ્રાણીના ચામડાને લાકડાનાં માળખા ઉપર જડીને લોકોએ પૃથ્વીય મુલાકાત મંડપને બાંધ્યો હતો અને તેને તંબુની રીતે ગોઠવ્યો હતો. અહીં ""ખરો મુલાકાત મંડપ"" એટલે ઈશ્વર દ્વારા સર્જવામાં આવેલો સ્વર્ગીય મુલાકાત મંડપ.
Hebrews 8:3
πᾶς γὰρ ἀρχιερεὺς…καθίσταται
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે ઈશ્વર દરેક યાજકને નીમે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 8:4
οὖν
તેનો અર્થ ""આ પળે"" એમ થતો નથી, પરંતુ તેનો ઉપયોગ હવે પછી આવનાર મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો.
κατὰ νόμον
નિયમશાસ્ત્ર પ્રમાણે ઈશ્વર જેમ ઈચ્છે છે તેમ
Hebrews 8:5
οἵτινες ὑποδείγματι καὶ σκιᾷ λατρεύουσιν τῶν ἐπουρανίων
પ્રતિમા"" અને ""પ્રતિછાયા"" શબ્દોનો સમાન અર્થ છે અને તેઓ રૂપકો છે જેનો અર્થ છે કે કંઈ ખરું નથી પરંતુ તે ખરી વસ્તુ સમાન છે. આ શબ્દો ભાર મૂકે છે કે યાજકપણું અને પૃથ્વી પરનું મંદિર; ખ્રિસ્ત, ખરા પ્રમુખ યાજક, અને સ્વર્ગીય મંદિરની પ્રતિમાઓ હતાં. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ સ્વર્ગીય બાબતોની અસ્પષ્ટ પ્રતિમાની સેવા કરે છે"" અથવા ""જે કેવળ સ્વર્ગીય સમાન બાબતો છે તેની તેઓ સેવા કરે છે"" (જુઓ: રૂપક અને બેવડું/બમણાં)
καθὼς κεχρημάτισται Μωϋσῆς, μέλλων
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે મૂસાએ તે મંડપ બાંધવાનો હતો ત્યારે ઈશ્વરે જે રીતે મૂસાને સૂચના આપી હતી તે જ પ્રમાણે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
μέλλων ἐπιτελεῖν τὴν σκηνήν
મૂસાએ પોતે મુલાકાત મંડપ બાંધ્યો ન હતો. તેણે તે બાંધવા લોકોને આદેશ આપ્યો હતો. વૈકલ્પિક ભાષાંતર: ""મુલાકાત મંડપ બાંધવા લોકોને આદેશ આપવાનો હતો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ὅρα
કાળજી રાખ કે
κατὰ τὸν τύπον
નમૂના માટે
τὸν δειχθέντα σοι
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે મેં તને બતાવ્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἐν τῷ ὄρει
તમે તે ""પર્વત"" ને સ્પષ્ટ કરી શકો જે સિનાઈ પર્વતનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સિનાઈ પર્વત પર"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Hebrews 8:6
આ ભાગ એ દર્શાવતા શરૂ થાય છે કે નવો કરાર એ ઇઝરાએલ અને યહૂદા સાથે કરવામાં આવેલ જૂના કરાર કરતાં વધુ સારો છે.
διαφορωτέρας
ઈશ્વરે ખ્રિસ્તને આપ્યા
κρείττονός…διαθήκης μεσίτης
એનો અર્થ એ કે ઈશ્વર અને માનવીઓ વચ્ચે વધુ સારા, જીવંત, અસ્તિત્વ ધરાવતા કરારની સ્થાપના ખ્રિસ્તે કરી.
διαθήκης…ἥτις ἐπὶ κρείττοσιν ἐπαγγελίαις νενομοθέτηται
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કરાર. એ તો આ કરાર હતો જે ઈશ્વરે વધુ સારા ખાતરીદાયક વચનોના આધાર પર કર્યો હતો"" અથવા ""કરાર. જ્યારે ઈશ્વરે આ કરાર કર્યો ત્યારે તેમણે વધુ સારી બાબતોના વચનો આપ્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 8:7
ἡ πρώτη ἐκείνη…δευτέρας
પહેલાં"" અને ""બીજા"" શબ્દો ક્રમવાચક અંકો છે. વૈકલ્પિક ભાષાંતર: ""જૂનો કરાર ... નવો કરાર"" (જુઓ: ક્રમવાચક સંખ્યાઓ)
ἦν ἄμεμπτος
સંપૂર્ણ હતો
Hebrews 8:8
આ અવતરણમાં નવો કરાર જે ઈશ્વર કરવાના હતા તેની ભવિષ્યવાણી યર્મિયા પ્રબોધકે કરી હતી.
αὐτοῖς
ઇઝરાએલના લોકો સાથે
ἰδοὺ
જુઓ અથવા ""સાંભળો"" અથવા ""હું તમને જે કહેવાનો છું તે પર ધ્યાન આપો
τὸν οἶκον Ἰσραὴλ, καὶ ἐπὶ τὸν οἶκον Ἰούδα
ઇઝરાએલ અને યહૂદાના લોકો વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ ઘરો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઇઝરાએલના લોકો અને યહૂદાના લોકો સાથે"" (જુઓ: રૂપક)
Hebrews 8:9
ἐπιλαβομένου μου τῆς χειρὸς αὐτῶν, ἐξαγαγεῖν αὐτοὺς ἐκ γῆς Αἰγύπτου
આ રૂપક ઈશ્વરનો મહાન પ્રેમ તથા ચિંતા વ્યક્ત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે રીતે એક પિતા તેના બાળકને દોરે છે તે પ્રમાણે હું તેઓને મિસરમાંથી બહાર કાઢી લાવ્યો"" (જુઓ: રૂપક)
Hebrews 8:10
આ અવતરણ યર્મિયા પ્રબોધકના પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે.
τῷ οἴκῳ Ἰσραὴλ
ઇઝરાએલ લોકો વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ ઘરો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઇઝરાએલના લોક"" (જુઓ: રૂપક)
μετὰ τὰς ἡμέρας ἐκείνας
તે સમય બાદ
διδοὺς νόμους μου εἰς τὴν διάνοιαν αὐτῶν
ઈશ્વરની આવશ્યકતાઓ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ પદાર્થો હોય જેને ક્યાંક મૂકી શકાતી હોય. લોકોની વિચારવા માટેની ક્ષમતા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે જગા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""હું તેઓને મારાં નિયમો સમજવા શક્તિમાન કરીશ"" (જુઓ: રૂપક)
ἐπὶ καρδίας αὐτῶν ἐπιγράψω αὐτούς
અહીં ""હ્રદયો"" એ વ્યક્તિના આંતરિક અસ્તિત્વ માટેનું ઉપનામ છે. ""તેઓને તેમના હ્રદયો પર લખીશ"" શબ્દસમૂહ એ નિયમને આધીન થવા લોકોને શક્તિમાન કરવા માટેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓને હું તેમના હ્રદયોમાં પણ મૂકીશ"" અથવા ""હું તેઓને મારો નિયમ પાળવા શક્તિમાન કરીશ"" (જુઓ: ઉપનામ અને રૂપક)
ἔσομαι αὐτοῖς εἰς Θεόν
હું જ તે ઈશ્વર હોઈશ જેની તેઓ આરાધના કરશે
αὐτοὶ ἔσονταί μοι εἰς λαόν
તેઓ મારાં લોક થશે જેઓની હું સંભાળ રાખીશ
Hebrews 8:11
આ યર્મિયા પ્રબોધકના અવતરણને જારી રાખે છે.
οὐ μὴ διδάξωσιν ἕκαστος τὸν πολίτην αὐτοῦ, καὶ ἕκαστος τὸν ἀδελφὸν αὐτοῦ λέγων, γνῶθι τὸν Κύριον
આ પ્રત્યક્ષ અવતરણને પરોક્ષ અવતરણ તરીકે દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓએ પોતાના પડોશીઓને અથવા ભાઈઓને, ‘મને ઓળખવા’ માટેનું શિક્ષણ આપવાની જરૂર રહેશે નહીં "" (જુઓ: પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)
τὸν πολίτην…τὸν ἀδελφὸν
આ બંને સાથી ઇઝરાએલીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: બેવડું/બમણાં)
γνῶθι τὸν Κύριον…πάντες εἰδήσουσίν με
અહીં જાણવું એટલે સ્વીકારવું. (જુઓ: ઉપનામ)
Hebrews 8:12
ταῖς ἀδικίαις αὐτῶν
તે એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓએ આ દુષ્ટ કૃત્યો કર્યા છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ કે જેઓએ દુષ્ટ કૃત્યો કર્યા"" (જુઓ: ઉપનામ)
τῶν ἁμαρτιῶν αὐτῶν οὐ μὴ μνησθῶ ἔτι
અહીં ""યાદ કરવું"" એટલે ""ના વિશે વિચારવું."" (જુઓ: ઉપનામ)
Hebrews 9
હિબ્રૂઓ 09 સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
ઈસુ કેવી રીતે મંદિર અને તેના સર્વ કાયદાઓ અને નિયમો કરતાં શ્રેષ્ઠ છે તેનું વર્ણન આ અધ્યાય કરે છે. જો જૂના કરારનાં પ્રથમ પાંચ પુસ્તકોનો અનુવાદ વાચકોની ભાષામાં હજુ નહીં થયો હોય તો આ અધ્યાય સમજવો મુશ્કેલ બનશે.
આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
વસિયતનામું
વસિયતનામું એ કાયદેસરનો દસ્તાવેજ છે જે વર્ણવે છે કે વ્યક્તિના મરણ બાદ તેની માલ-મિલકતનું શું થશે.
રક્ત
જૂના કરારમાં, ઈશ્વરે ઇઝરાએલીઓને અર્પણો ચઢાવવા માટે આજ્ઞા આપી હતી કે જેથી તેઓ(ઈશ્વર) તેમને તેમના પાપો માફ કરી શકે. તેઓએ આ અર્પણો અર્પણ કરતાં પહેલા, પ્રથમ પ્રાણીઓની હત્યા કરવી પડતી અને ત્યારપછી કેવળ પ્રાણીના શરીરને જ નહીં પરંતુ તેના રક્તને પણ અર્પણ કરવું પડતું હતું. રક્ત વહેવડાવવું એ પ્રાણી કે વ્યક્તિની હત્યા માટેનું રૂપક છે. જ્યારે ઈસુએ પોતાના વધ માટે માણસોને પરવાનગી આપી ત્યારે તેમણે પોતાનું જીવન, પોતાનું રક્ત અર્પણ તરીકે ધરી દીધું. હિબ્રૂઓના પુસ્તકનો લેખક આ અધ્યાયમાં જણાવે છે કે આ અર્પણ, ઈસુનું અર્પણ એ જૂના કરારના અર્પણો કરતાં શ્રેષ્ઠ છે. (જુઓ: રૂપક અને કરાર, કરારો, નવો કરાર)
ખ્રિસ્તનું પુનરાગમન
ઈશ્વર લોકોના પાપોની માફી આપી શકે તે માટે ઈસુ, પોતાના મૃત્યુ દ્વારા શરુ કરેલ કાર્યને પૂર્ણ કરવા પાછા આવશે. જેઓ ઈસુની રાહ જોઈ રહ્યા છે તે લોકોને બચાવવાનું કામ તેઓ(ઈસુ) પૂર્ણ કરશે. (જુઓ: બચાવવું, બચાવ્યા, સલામત, તારણ)
આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ
પહેલો કરાર
તે ઈશ્વરે મૂસા સાથે કરેલા કરારનો ઉલ્લેખ કરે છે. જોકે, તેમણે આ કરાર કર્યો તે પહેલાં, ઈશ્વરે ઇબ્રાહિમ સાથે કરાર કર્યો હતો. પરંતુ આ પહેલો કરાર હતો જે ઈશ્વરે ઇઝરાએલ લોકો સાથે કર્યો હતો. ""પહેલાંના કરારને"" તમે ""પ્રથમ કરાર"" તરીકે અનુવાદ કરવાનું નક્કી કરી શકો.
Hebrews 9:1
લેખક આ યહૂદી વિશ્વાસીઓને સ્પષ્ટ કરે છે કે જૂના કરારના નિયમો તથા મુલાકાત મંડપ એ શ્રેષ્ઠ નવા કરારની છબીઓ હતી.
οὖν
આ શબ્દ એ શિક્ષણના નવા ભાગને ચિહ્નિત કરે છે.
ἡ πρώτη
તમે તેનેહિબ્રૂઓ 8:7માં કેવી રીતે અનુવાદિત કર્યું છે તે જુઓ.
εἶχε…δικαιώματα
વિગતવાર સૂચનાઓ હતી અથવા ""નિયમો હતા
Hebrews 9:2
γὰρ
લેખક હિબ્રૂઓ 8:7ની ચર્ચાને જારી રાખે છે.
σκηνὴ…κατεσκευάσθη
મુલાકાત મંડપ ઉપયોગને માટે બાંધવામાં અને તૈયાર કરવામાં આવ્યો હતો. આ વિચારને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""ઇઝરાએલીઓએ મુલાકાત મંડપ તૈયાર કર્યો હતો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἥ τε λυχνία καὶ ἡ τράπεζα, καὶ ἡ Πρόθεσις τῶν ἄρτων
આ પદાર્થો ચોક્કસ ઉપપદ સાથે વાપરવામાં આવ્યા છે, કેમ કે લેખક એવું ધારે છે કે તેના વાચકો આ બાબતો વિશે અગાઉથી જાણે જ છે.
ἡ Πρόθεσις τῶν ἄρτων
તેને બીજા શબ્દોમાં મૂકી શકાય કે જેથી અમૂર્ત નામ ""હાજરી""ને ""દેખાય તેમ અથવા પ્રદર્શન"" અથવા ""હાજર"" ક્રિયાપદ તરીકે દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""રોટલી ઈશ્વર સમક્ષ અર્પિત હતા"" અથવા ""રોટલી જે યાજકોએ ઈશ્વરને રજૂ કરી હતી"" (જુઓ: અમૂર્ત નામો)
Hebrews 9:3
μετὰ…τὸ δεύτερον καταπέτασμα
પહેલો પડદો એ મુલાકાત મંડપની બહારની દીવાલ પર હતો, તેથી ""બીજો પડદો"" એ ""પવિત્રસ્થાન"" અને ""પરમ પવિત્રસ્થાન"" વચ્ચેનો પડદો હતો.
δεύτερον
તે બીજા અંક માટેનો ક્રમિક શબ્દ છે. (જુઓ: ક્રમવાચક સંખ્યાઓ)
Hebrews 9:4
ἐν
કરારકોશની અંદર
ἡ ῥάβδος Ἀαρὼν ἡ βλαστήσασα
આ એ જ લાકડી હતી, હારુનની કળી ફૂટેલી લાકડી કે જેના દ્વારા ઈશ્વરે હારુનને તેમના યાજક તરીકે પસંદ કર્યાની સાબિતી ઇઝરાએલીઓને આપી હતી. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ἡ βλαστήσασα
જેના પર પાંદડાઓ અને ફૂલો ઉગ્યા હતા
αἱ πλάκες τῆς διαθήκης
અહીં ""શિલાપાટ"" એ પથ્થરના સપાટ ટુકડાઓ છે જેના ઉપર લખાણો હતા. તે પથ્થરની શિલાપાટીઓનો ઉલ્લેખ કરે છે જે પર દશ આજ્ઞાઓ લખવામાં આવી હતી.
Hebrews 9:5
Χερουβεὶν δόξης κατασκιάζοντα τὸ ἱλαστήριον
જ્યારે ઇઝરાએલીઓ કરારકોશ બનાવી રહ્યા હતા, ત્યારે ઈશ્વરે તેઓને કરારકોશના દયાસન પર બે કરૂબો, જેઓની પાંખો એકબીજાને સ્પર્શતી હોય અને તેઓ એકબીજા સામે જોતાં હોય એ રીતે કોતરવાની આજ્ઞા આપી હતી. અહીં તેઓ કરારકોશને માટે છાયા પૂરી પાડતા હોય એ રીતે કહેવામાં આવ્યુ છે. વૈકલ્પિક ભાષાંતર: ""મહિમાદર્શક કરૂબો તેમની પાંખો દ્વારા દયાસનને ઢાંકતા હતા
Χερουβεὶν
અહીં ""કરૂબો"" એટલે બે કરૂબો. (જુઓ: ઉપનામ)
περὶ ὧν οὐκ ἔστιν
જોકે લેખક બહુવચન સર્વનામ ""અમારાં""નો પ્રયોગ કરે છે તોપણ તે મોટે ભાગે પોતાનો જ ઉલ્લેખ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે હું કહી શકતો નથી"" (જુઓ: સર્વનામ)
Hebrews 9:6
τούτων…οὕτως κατεσκευασμένων
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""યાજકોએ આ બાબતો તૈયાર કર્યા પછી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 9:7
οὐ χωρὶς αἵματος
તેને હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે હંમેશા રક્ત લાવતો"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)
αἵματος
આ વાછરડા અને ઘેટાંનું રક્ત છે જે પ્રમુખ યાજકે પ્રાયશ્ચિતના દિવસે અર્પણ કરવાનું હોય છે.
Hebrews 9:8
τῶν ἁγίων
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) પૃથ્વી પરના મુલાકાતમંડપનો અંદરનો ઓરડો અથવા 2) સ્વર્ગમાં ઈશ્વરની હાજરી.
ἔτι τῆς πρώτης σκηνῆς ἐχούσης στάσιν
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""મુલાકાત મંડપનો બહારનો ઓરડો હજુ ઊભો હતો"" અથવા 2) ""પૃથ્વી પરનો મુલાકાત મંડપ અને અર્પણોની વ્યવસ્થા હજુ પણ અસ્તિત્વ ધરાવતી હતી."" (જુઓ: ઉપનામ)
Hebrews 9:9
ἥτις παραβολὴ
આ એક છબી હતી અથવા ""આ એક ચિહ્ન હતું
εἰς τὸν καιρὸν τὸν ἐνεστηκότα
હવે પછી માટે
προσφέρονται
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""યાજકો જે અર્પણો હાલમાં કરે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
μὴ δυνάμεναι κατὰ συνείδησιν τελειῶσαι τὸν λατρεύοντα
લેખક વ્યક્તિના અંત:કરણ વિશે એવી રીતે જણાવે છે જાણે કે તે એક પદાર્થ હોય જે દોષ વિનાનો થાય નહીં ત્યાં સુધી તેને વધારે ને વધારે સારો બનાવી શકાતો હોય. વ્યક્તિનું અંત:કરણ એ વ્યક્તિના સાચા અને ખોટા વિશેનું જ્ઞાન છે. તેણે ખોટું કર્યું છે કે નહીં તે વિશેની તેની સભાનતા પણ છે. જો તે જાણતો હોય કે તેણે કંઈક ખોટું કર્યું છે, તો આપણે કહી શકીએ કે તે દોષિતપણાની લાગણી અનુભવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભજન કરનારને દોષથી મુક્ત કરવા સક્ષમ નથી"" (જુઓ: રૂપક)
συνείδησιν…τὸν λατρεύοντα
લેખક કોઈ એક ભજન કરનારનો ઉલ્લેખ કરતો હોય એમ દેખાય છે, પણ તેનો અર્થ એ સહુ લોકો છે જેઓ મુલાકાત મંડપમાં ભજન કરવા માટે આવતા હતા. (જુઓ: સર્વ સામાન્ય નામ સાથેની વાક્યરચના)
Hebrews 9:10
μέχρι καιροῦ διορθώσεως
જ્યાં સુધી ઈશ્વરે નવો ક્રમ સૃજ્યો નહીં ત્યાં સુધી
διορθώσεως
નવો કરાર
Hebrews 9:11
ઈશ્વરના નિયમશાસ્ત્ર હેઠળ મુલાકાત મંડપની સેવાનું વર્ણન કર્યા પછી લેખક સ્પષ્ટ કરે છે કે નવા કરાર હેઠળ ખ્રિસ્તની સેવા શ્રેષ્ઠ છે કેમ કે તે તેમના રક્તથી મુદ્રાંકિત કરવામાં આવી છે. તે એટલા માટે પણ શ્રેષ્ઠ છે કેમ કે ખ્રિસ્ત, પૃથ્વી પરનો મુલાકાત મંડપ કે જે કેવળ એક અપૂર્ણ નકલ હતી તેમાં બીજા પ્રમુખ યાજકોની જેમ પ્રવેશ કરવાને બદલે ખરો ""મુલાકાત મંડપ"" એટલે કે, સ્વર્ગમાં, ઈશ્વરની પોતાની હાજરીમાં, પ્રવેશ પામ્યા છે.
ἀγαθῶν
આ ભૌતિક બાબતોનો ઉલ્લેખ કરતું નથી. તેનો અર્થ સારી બાબતો છે જેનું વચન ઈશ્વરે તેમના નવા કરારમાં આપ્યું છે.
τῆς μείζονος καὶ τελειοτέρας σκηνῆς
આ સ્વર્ગીય તંબુ અથવા મુલાકાત મંડપનો ઉલ્લેખ કરે છે, જે પૃથ્વી પરના મુલાકાત મંડપ કરતાં વધુ મહત્વનો અને વધુ સંપૂર્ણ છે.
οὐ χειροποιήτου
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેને માનવીય હાથોએ બનાવ્યો નહોતો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
χειροποιήτου
અહીં ""હાથો"" એ સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""માનવીઓ"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)
Hebrews 9:12
ἅγια
સ્વર્ગમાં ઈશ્વરની હાજરી વિશે એ રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તે અધિક પવિત્ર જગા, મુલાકાત મંડપમાંનો અંદરનો ઓરડો હોય. (જુઓ: રૂપક)
Hebrews 9:13
σποδὸς δαμάλεως, ῥαντίζουσα τοὺς κεκοινωμένους
યાજક થોડાં પ્રમાણમાં રાખ અશુદ્ધ લોકો પર છાંટતા હતા.
πρὸς τὴν τῆς σαρκὸς καθαρότητα
અહીં ""દેહ"" એ સમગ્ર શરીરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓના શરીરોને શુદ્ધ કરવાને માટે"" (જુઓ: ઉપનામ)
Hebrews 9:14
πόσῳ μᾶλλον τὸ αἷμα τοῦ Χριστοῦ, ὃς διὰ Πνεύματος αἰωνίου, ἑαυτὸν προσήνεγκεν ἄμωμον τῷ Θεῷ, καθαριεῖ τὴν συνείδησιν ὑμῶν ἀπὸ νεκρῶν ἔργων, εἰς τὸ λατρεύειν Θεῷ ζῶντι!
લેખક આ પ્રશ્નનો ઉપયોગ એ બાબત પર ભાર મૂકવા કરે છે કે ખ્રિસ્તનું બલિદાન સૌથી સામર્થ્યવાન હતું. વૈકલ્પિક ભાષાંતર: ""તો ચોકકસપણે જીવતા ઈશ્વરની સેવા કરવા, આપણા અંત:કરણને મૃત કાર્યોથી વિશેષ શુદ્ધ ખ્રિસ્તનું રક્ત કરશે! કેમ કે સનાતન આત્મા મારફતે, તેમણે પોતાનું દોષ વિનાનું અર્પણ ઈશ્વરને કર્યું."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
τὸ αἷμα τοῦ Χριστοῦ
ખ્રિસ્તનું ""રક્ત"" એટલે તેમનું મરણ. (જુઓ: ઉપનામ)
ἄμωμον
એક નાના પાપ કે નૈતિક ખામી વિશે અહીં એ રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે ખ્રિસ્તના શરીર પરનું નાનું, અસામાન્ય ચિહ્ન કે ખોડ હોય. એટલે કે ખ્રિસ્તનું બલિદાન સમ્પૂર્ણ પાપરહિત હતું, જેમાં એક નાનું પાપ પણ હતું નહીં. (જુઓ: રૂપક)
καθαριεῖ τὴν συνείδησιν ὑμῶν
અહીં ""અંત:કરણ"" એ વ્યક્તિની દોષિતપણાની લાગણીનો ઉલ્લેખ કરે છે. વિશ્વાસીઓએ હવે તેમણે કરેલા પાપો માટે દોષિતપણાની લાગણી અનુભવવાની નથી કેમ કે ઈસુએ પોતાનું બલિદાન આપ્યું અને તેઓને માફ કર્યા છે. (જુઓ: ઉપનામ)
καθαριεῖ
અહીં ""શુદ્ધ કરવું"" એટલે આપણે જે પાપો કર્યા છે તેના દોષિતપણામાંથી આપણાં અંત:કરણને છુટકારો મળવાની ક્રિયા. (જુઓ: રૂપક)
νεκρῶν ἔργων
દુષ્ટ કૃત્યો વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે મૃત જગત સાથે સંબંધિત હોય. (જુઓ: રૂપક)
Hebrews 9:15
διὰ τοῦτο
પરિણામ તરીકે અથવા ""આને કારણે
διαθήκης καινῆς μεσίτης ἐστίν
એનો અર્થ એ કે ઈશ્વર અને માનવીઓ વચ્ચે વધુ સારા, જીવંત, અસ્તિત્વ ધરાવતા કરારની સ્થાપના ખ્રિસ્તે કરી.
τῇ πρώτῃ διαθήκῃ
કેવી રીતે તમે તેનો અનુવાદ હિબ્રૂઓ 8:7માં કર્યો છે તે જુઓ.
εἰς ἀπολύτρωσιν τῶν ἐπὶ τῇ πρώτῃ διαθήκῃ παραβάσεων
જેઓ પ્રથમ કરાર હેઠળ હતા તેઓના પાપો દૂર કરે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) અહીં ""તેઓના પાપ"" એ તેઓના પાપના દોષ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: "" જેઓ પ્રથમ કરાર હેઠળ હતા તેઓનો દોષ દૂર કરે"" અથવા 2) અહીં ""તેઓના પાપ"" તેમના પાપની શિક્ષા માટેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ પ્રથમ કરાર હેઠળ હતા તેઓના પાપોની શિક્ષા દૂર કરે"" (જુઓ: ઉપનામ)
οἱ κεκλημένοι
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓને ઈશ્વરે પોતાના બાળકો બનવા પસંદ કર્યા છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
κληρονομίας
ઈશ્વરે વિશ્વાસીઓને આપેલ વચન પ્રમાણે પ્રાપ્ત કરવા વિશે એ રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે કુટુંબના સભ્ય પાસેથી ધન અને સંપત્તિનો વારસો મેળવવા સમાન હોય. (જુઓ: રૂપક)
Hebrews 9:16
διαθήκη
એક કાયદેસરનો દસ્તાવેજ જેમાં વ્યક્તિ દર્શાવે છે કે જ્યારે તે મરણ પામે ત્યારે કોણે તેની સંપત્તિ પ્રાપ્ત કરવી જોઈએ
θάνατον ἀνάγκη φέρεσθαι τοῦ διαθεμένου
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""વ્યક્તિએ પુરવાર કરવું જ પડે કે વસિયતનામું બનાવનાર વ્યક્તિ મરણ પામી છે
Hebrews 9:18
ὅθεν οὐδ’ ἡ πρώτη χωρὶς αἵματος ἐνκεκαίνισται
આ સક્રિય અને હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેથી ઈશ્વરે પ્રથમ કરાર પણ રક્ત વડે સ્થાપ્યો હતો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)
πρώτη
તમે કેવી રીતે તેનો અનુવાદ હિબ્રૂઓ 8:7માં કર્યો છે તે જુઓ.
αἵματος
ઈશ્વરને અર્પણ કરવામાં આવેલા પ્રાણીઓના મરણ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે કંઈ નથી પણ રક્ત જ છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરને અર્પણ કરેલ પ્રાણીઓનું મરણ"" (જુઓ: ઉપનામ)
Hebrews 9:19
λαβὼν τὸ αἷμα…μετὰ ὕδατος…τὸ βιβλίον…πάντα τὸν λαὸν, ἐράντισεν
યાજક જંગલી લાકડાંને રક્ત અને પાણીમાં બોળતો અને ત્યાર પછી તેને હલાવતો કે જેથી રક્ત અને પાણીના ટીપાં પુસ્તક પર તથા સર્વ લોકો પર પડે. છંટકાવ એ યાજકો દ્વારા કરવામાં આવતું એક ચિહ્નિત કાર્ય હતું જે દ્વારા તેઓ કરારના લાભો, લોકો અને પદાર્થોને લાગુ કરતાં હતા. અહીં ઈશ્વર દ્વારા, પુસ્તક અને લોકોની સ્વીકૃતિને તાજી કરવામાં આવી છે. (જુઓ: સાંકેતિક પગલું)
ὑσσώπου
ઉનાળામાં ફૂલો સાથેનું લાકડાંવાળું ઝાડવું, જે ધાર્મિક ક્રિયામાં છંટકાવ માટે વાપરવામાં આવતું હતું
Hebrews 9:20
τὸ αἷμα τῆς διαθήκης
અહીં ""રક્ત"" અર્પિત કરેલ પ્રાણીઓના મરણનો ઉલ્લેખ કરે છે જે કરારની આવશ્યકતાઓને અમલમાં મૂકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""રક્ત કે જે કરારને અમલમાં લાવે છે"" (જુઓ: ઉપનામ)
Hebrews 9:21
ἐράντισεν
મૂસાએ છાંટ્યું
ἐράντισεν
છંટકાવ એ યાજકો દ્વારા કરવામાં આવતું ચિહ્નિત કાર્ય હતું જે દ્વારા તેઓ કરારના લાભો લોકો અને પદાર્થોને લાગુ કરતાં હતા. તમે તેનો અનુવાદ હિબ્રૂઓ 9:19માં કેવી રીતે કર્યો છે તે જુઓ. (જુઓ: સાંકેતિક પગલું).
πάντα τὰ σκεύη τῆς λειτουργίας
પાત્ર એ એક પદાર્થ છે જે વસ્તુઓને રાખી શકે છે. અહીં તે કોઈપણ પ્રકારના વાસણ અથવા સાધનનો ઉલ્લેખ કરતું હોઈ શકે. વૈકલ્પિક ભાષાંતર: ""સેવા માટે ઉપયોગમાં લેવાતા સર્વ વાસણો
τῆς λειτουργίας
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""યાજકોએ તેમના કાર્યોમાં ઉપયોગ કર્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
τῷ αἵματι
અહીં પ્રાણીનું ""રક્ત"" એ પ્રાણીના મરણ વિશે જણાવે છે. (જુઓ: ઉપનામ)
Hebrews 9:22
σχεδὸν ἐν αἵματι πάντα καθαρίζεται
કોઈ વસ્તુને ઈશ્વર માટે સ્વીકાર્ય બનાવવું તે વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે એ બાબતને શુદ્ધ કરતું હોય. આ વિચારને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લગભગ બધું જ શુદ્ધ કરવા માટે યાજકો રક્તનો ઉપયોગ કરતાં હતા"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
χωρὶς αἱματεκχυσίας, οὐ γίνεται ἄφεσις
ઈશ્વર સમક્ષ અર્પણ તરીકે કંઈક મરણ પામી રહ્યું છે તેનો ઉલ્લેખ અહીં ""રક્ત વહેવડાવવું"" કરે છે. આ બેવડા નકારાત્મકનો અર્થ એ થઈ શકે કે સંપૂર્ણ માફી રક્ત વહેવડાવવા મારફતે જ આવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""કંઈ અર્પણ તરીકે મરણ પામે ત્યારે જ માફી આવે છે"" અથવા ""જ્યારે કંઈ અર્પણ તરીકે મરણ પામે ત્યારે જ ઈશ્વર માફી આપે છે"" (જુઓ: ઉપનામ અને બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)
ἄφεσις
તમે સ્પષ્ટ રીતે ગર્ભિત અર્થ દર્શાવી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""લોકોના પાપોની માફી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Hebrews 9:23
લેખક ભારપૂર્વક જણાવે છે કે ખ્રિસ્તે (હાલ સ્વર્ગમાં આપણાં માટે મધ્યસ્થી કરે છે) પાપો માટે એક જ વાર મરણ પામવું પડ્યું અને તેઓ બીજી વખત પૃથ્વી પર પાછા આવશે.
τὰ μὲν ὑποδείγματα τῶν ἐν τοῖς οὐρανοῖς τούτοις καθαρίζεσθαι
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રાણીના અર્પણો, જે સ્વર્ગીય બાબતોના નમૂનારૂપ છે, તેનો ઉપયોગ યાજકોએ શુદ્ધિકરણ કરવા માટે કરવો જોઈએ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
αὐτὰ δὲ τὰ ἐπουράνια κρείττοσι θυσίαις παρὰ ταύτας
જે, પૃથ્વી પરની નકલરૂપ વસ્તુઓને શુદ્ધ કરવા વપરાતા અર્પણો કરતાં શ્રેષ્ઠ છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે સ્વર્ગીય વસ્તુઓ માટે, ઈશ્વરે સ્વર્ગીય વસ્તુઓને વધુ સારાં અર્પણોથી શુદ્ધ કરવી પડે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 9:24
χειροποίητα…ἅγια
અહીં ""હાથ વડે"" એટલે ""માનવીઓ દ્વારા."" આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરમપવિત્રસ્થાન, જે માનવીઓએ બનાવ્યું, અને જેને"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
τῶν ἀληθινῶν
ખરા પરમપવિત્રસ્થાનનું
Hebrews 9:25
οὐδ’
તે સ્વર્ગમાં પ્રવેશ્યા નહીં
κατ’ ἐνιαυτὸν
દર વર્ષે અથવા ""દરેક વર્ષે
ἐν αἵματι ἀλλοτρίῳ
આનો અર્થ પ્રાણી પીડિતના રક્ત સાથે થાય છે, તેના પોતાના રક્ત વડે નહીં.
Hebrews 9:26
ἐπεὶ
જો તેમણે પોતાને વારંવાર અર્પણ કરવું પડે તો
εἰς ἀθέτησιν ἁμαρτίας διὰ τῆς θυσίας αὐτοῦ
પાપને દૂર કરવું દર્શાવે છે કે ઈશ્વરે તેને માફ કર્યું છે. વૈકલ્પિક ભાષાંતર: ""પોતાનું અર્પણ કરીને પાપો માફ કરવા માટે ઈશ્વરને નિમિત્ત આપ્યું"" અથવા ""પોતાનું અર્પણ કર્યું કે જેથી ઈશ્વર પાપ માફ કરી શકે"" (જુઓ: રૂપક)
Hebrews 9:28
ὁ Χριστός ἅπαξ προσενεχθεὶς
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્તે પોતાનું એક જ વાર બલિદાન આપ્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
εἰς τὸ…ἀνενεγκεῖν ἁμαρτίας
આપણાં પાપો માટે દોષિત બનાવવા કરતાં નિર્દોષ બનાવવાના કાર્ય વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે આપણાં પાપો ભૌતિક પદાર્થો હોય જેને ખ્રિસ્ત આપણી પાસેથી દૂર કરી શકતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""કે જેથી ઈશ્વર પાપો માફ કરી શકે"" (જુઓ: રૂપક)
τὸ…ἁμαρτίας
અહીં ""પાપો"" એટલે ઈશ્વર સમક્ષ લોકોને પાપ કરવાને કારણે જે દોષિતપણું લાગે છે તે. (જુઓ: ઉપનામ)
Hebrews 10
હિબ્રૂઓ 10 સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
આ અધ્યાયમાં, ઈસુનું બલિદાન કેવી રીતે મંદિરમાં ધરવામાં આવતા અર્પણો કરતાં શ્રેષ્ઠ હતું તેનું વર્ણન કરવાનું લેખક પૂર્ણ કરે છે. (જુઓ: નિયમ/કાયદો/કાનૂન, મુસાનો નિયમ, યહોવાનો નિયમ, ઈશ્વરનો નિયમ)
કેટલાક અનુવાદો કવિતાની દરેક પંક્તિને દૂર જમણી તરફ બીજા લખાણથી અલગ દર્શાવે છે જેથી વાંચવામાં સરળતા રહે. 10:5-7, 15-17, 37-38 જે જૂના કરારના શબ્દો છે તે સબંધી યુએલટી આ પ્રમાણે ગોઠવણ કરે છે.
આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
ઈશ્વરનું ન્યાયશાસન અને પુરુસ્કાર/ઈનામ
ખ્રિસ્તી વ્યક્તિઓ માટે પવિત્ર જીવન જીવવું એ મહત્વનું છે. લોકો કેવી રીતે તેમનું ખ્રિસ્તી જીવન જીવ્યા તે માટે ઈશ્વર તેઓને જવાબદાર ગણશે. જોકે ખ્રિસ્તીઓ માટે ત્યાં અનંતકાળિક દંડાજ્ઞા નહીં હોય તેમ છતાંય દુષ્ટ કૃત્યોના પરિણામો છે અને હશે જ. વધુમાં, વિશ્વાસુ રીતે જીવન જીવનારને બદલો મળશે. (જુઓ: પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પૂજ્ય, ઈશ્વરપરાયણ/ઈશ્વરીય, ધર્મનિષ્ઠા/ઈશ્વરપરાયણતા, અધર્મી, નાસ્તિક, નાસ્તિકતા/અનાસ્થા અને વફાદાર (વિશ્વાસુ), વિશ્વસનીય, વિશ્વાસપાત્ર, અવિશ્વાસુ, બેવફાઈ અને બદલો, બદલો આપે છે, બદલો આપ્યો, બદલો આપતું, બદલો આપનાર)
આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ
""કેમ કે વાછરડા અને ઘેટાંના રક્ત માટે પાપોને દૂર કરવા એ અશક્ય હતું""
અર્પણોના પોતામાં જ કોઈ ઉદ્ધારનું સામર્થ્ય ન હતું. તેઓ અસરકારક હતા કેમ કે તેઓ વિશ્વાસને દર્શાવતા હતા, જે અર્પણો આપનારને અર્થે ગણવામાં આવતા હતા. છેવટે તો એ ઈસુનું જ બલિદાન હતું જે પછીથી આ અર્પણોને ""પાપોને દૂર કરનાર"" બનાવે છે.(જુઓ: ઉદ્ધાર/છૂટકારો, ઉદ્ધારક, ઉદ્ધાર કરવો અને વિશ્વાસ/શ્રદ્ધા)
""કરાર જે હું કરીશ""
એ અસ્પષ્ટ છે કે લેખક જ્યારે આ લખી રહ્યા હતા ત્યારે આ પ્રબોધવાણી પરિપૂર્ણ થઈ હતી કે તે પછીથી બનનાર હતી. અનુવાદકોએ આ કરારની શરૂઆતના સમય વિશે દાવો કરવાનું ટાળવું જોઈએ. (જુઓ: પ્રબોધક, પ્રબોધવાણી, પ્રબોધવાણી કરવી, દ્રષ્ટા, પ્રબોધિકા અને કરાર, કરારો, નવો કરાર)
Hebrews 10:1
લેખક નિયમશાસ્ત્રની તથા તેના અર્પણોની નબળાઈ, શા માટે ઈશ્વરે નિયમશાસ્ત્ર આપ્યું, અને નવા યાજકપણાની સંપૂર્ણતા તથા ખ્રિસ્તના બલિદાનને દર્શાવે છે.
σκιὰν…ἔχων ὁ νόμος τῶν μελλόντων ἀγαθῶν
નિયામશાસ્ત્ર વિશે આ એવી રીતે જણાવે છે જાણે કે તે પડછાયો હોય. લેખકનો અર્થ, નિયમશાસ્ત્ર એ ઈશ્વરે વચન આપેલ સારી બાબતો નહોતું પરંતુ જે સારી બાબતો ઈશ્વર કરવાના હતા ફક્ત તેના સંકેત સમાન હતું. (જુઓ: રૂપક)
οὐκ αὐτὴν τὴν εἰκόνα τῶν πραγμάτων
પોતાનામાં ખરી વસ્તુઓ નથી
κατ’ ἐνιαυτὸν
દર વર્ષે
Hebrews 10:2
οὐκ ἂν ἐπαύσαντο προσφερόμεναι
અર્પણો તેના સામર્થ્યમાં મર્યાદિત હતા તે દર્શાવવા લેખક પ્રશ્નનો ઉપયોગ કરે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓએ તે અર્પણો કરવાના બંધ કરી દીધા હોત."" (જુઓ: આલંકારિક પ્રશ્ન અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἐπαύσαντο
અટકાવી દીધું
τοὺς λατρεύοντας…κεκαθαρισμένους
અહીં શુદ્ધ થયેલ એ પાપના દોષિતપણા હેઠળ નહીં એમ દર્શાવે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો અર્પણોએ તેઓના પાપ દૂર કર્યા હોત"" અથવા ""હવે પછીથી ઈશ્વરે તેઓને પાપના દોષિત ગણ્યાં ના હોત"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
τὸ μηδεμίαν ἔχειν ἔτι συνείδησιν ἁμαρτιῶν
હવે વિચારતા નથી કે તેઓ પાપથી દોષિત છે અથવા ""જાણે છે કે તેઓ પાપથી દોષિત નથી
Hebrews 10:4
ἀδύνατον γὰρ αἷμα ταύρων καὶ τράγων ἀφαιρεῖν ἁμαρτίας
પાપો વિશે એવી રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તેઓ પદાર્થો હોય જેનો નાશ પ્રાણીનું રક્ત વહેવડાવવા દ્વારા થતો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે વાછરડા અને ઘેટાંના રક્ત માટે એ અશક્ય હતું કે તેના દ્વારા ઈશ્વર પાપોની ક્ષમા આપે"" (જુઓ: રૂપક)
αἷμα ταύρων καὶ τράγων
અહીં ""રક્ત"" એ ઈશ્વર સમક્ષ અર્પણો તરીકે મરણ પામતા પ્રાણીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: ઉપનામ)
Hebrews 10:5
દાઉદના ગીતશાસ્ત્રમાંથી ભવિષ્યકથન તરીકેનું અવતરણ જે ખ્રિસ્તના પૃથ્વી પરના જીવન સબંધિત ઉચ્ચારેલ હતું.
οὐκ ἠθέλησας
અહીં ""તમે"" એ એકવચન છે અને તે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)
σῶμα…κατηρτίσω
તમે એક શરીર તૈયાર રાખ્યું છે
Hebrews 10:7
τότε εἶπον
અહીં ""હું"" એ ખ્રિસ્તનો ઉલ્લેખ કરે છે.
Hebrews 10:8
જોકે શબ્દરચનામાં થોડો ફેરફાર આવી રહ્યો છે તોપણ ભારપૂર્વક જણાવવા માટે ફરીથી ગીતશાસ્ત્રમાંથી દાઉદના આ અવતરણનો ઉલ્લેખ, લેખક કરે છે.
θυσίας…προσφορὰς
તમે કેવી રીતે તેનો અનુવાદ હિબ્રૂઓ 10:5માં કર્યો છે તે જુઓ.
ὁλοκαυτώματα…περὶ ἁμαρτίας
આ સમાન શબ્દોનો અનુવાદ તમે [હિબ્રૂઓ 10:6] (./06.md)માં કેવી રીતે કર્યો છે તે જુઓ.
αἵτινες…προσφέρονται
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે યાજકો આપે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 10:9
ἰδοὺ
જુઓ અથવા ""સાંભળો"" અથવા ""હું તમને જે કહેવાનો છું તે પર ધ્યાન આપો
ἀναιρεῖ τὸ πρῶτον, ἵνα τὸ δεύτερον στήσῃ
અમૂર્ત નામ ""પ્રથા"" અહીં પાપોના પ્રાયશ્ચિતની એક રીતનો ઉલ્લેખ કરે છે. તે પ્રથા બંધ કરવા વિશે એ રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તે એક પદાર્થ હોય જેને દૂર કરી શકાતું હોય. પાપોના પ્રાયશ્ચિતની બીજી રીતને શરૂ કરવાને વિશે એ રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તે પ્રથાને સ્થાપિત કરવી. વૈકલ્પિક ભાષાંતર: ""પાપોના પ્રાયશ્ચિતની બીજી રીતને સ્થાપવા માટે તેઓએ(ઈશ્વરે), પ્રથમ રીત પ્રમાણે લોકોના પાપોના પ્રાયશ્ચિતની રીતને બંધ કરી"" (જુઓ: અમૂર્ત નામો અને રૂપક)
τὸ πρῶτον…τὸ δεύτερον
પ્રથમ"" અને ""બીજો"" શબ્દો એ ક્રમિક અંકો છે. વૈકલ્પિક ભાષાંતર: ""જૂની પ્રથા ... નવી પ્રથા"" (જુઓ: ક્રમવાચક સંખ્યાઓ)
Hebrews 10:10
ἡγιασμένοι ἐσμὲν
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે આપણને પવિત્ર કર્યા છે"" અથવા ""ઈશ્વરે આપણને તેમને સમર્પિત કર્યા છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
διὰ τῆς προσφορᾶς τοῦ σώματος Ἰησοῦ Χριστοῦ
અમૂર્ત નામ ""અર્પણ"" ને ક્રિયાપદ ""ધરવું"" અથવા ""બલિદાન"" તરીકે વ્યક્ત કરી શકાય.વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે ઈસુ ખ્રિસ્તે પોતાનું શરીર બલિદાન તરીકે ધરી દીધું"" અથવા ""કેમ કે ઈસુ ખ્રિસ્તે પોતાના શરીરનું બલિદાન કર્યું"" (જુઓ: અમૂર્ત નામો)
Hebrews 10:11
καθ’ ἡμέραν
દિન પ્રતિદિન અથવા ""દરરોજ
οὐδέποτε δύνανται περιελεῖν ἁμαρτίας
તે ""પાપો"" વિશે એવી રીતે જણાવે છે જાણે કે તેઓ એક પદાર્થ હોય જેને કોઈ વ્યક્તિ દૂર લઈ જઈ શકતું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""પાપો માફ કરવા માટે ઈશ્વરને કદીપણ પ્રેરી શકતા નથી"" (જુઓ: રૂપક)
Hebrews 10:12
ἐκάθισεν ἐν δεξιᾷ τοῦ Θεοῦ
ઈશ્વરના જમણા હાથે"" બેસવું એ ઈશ્વર પાસેથી મોટું માન અને અધિકાર પ્રાપ્ત કરવાની પ્રતિકાત્મક ક્રિયા છે. તમે કેવી રીતે આ સમાન શબ્દસમૂહનું હિબ્રૂઓ 1:3માં અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ ઈશ્વરની બાજુમાં, માન અને અધિકારના સ્થાને બેઠા"" (જુઓ: સાંકેતિક પગલું)
Hebrews 10:13
ἕως τεθῶσιν οἱ ἐχθροὶ αὐτοῦ ὑποπόδιον τῶν ποδῶν αὐτοῦ
ખ્રિસ્તના દુશ્મનોના અપમાન વિશે એવી રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તેઓએ તેમના પગના આરામ માટે જગા બનાવી હોય. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યાં સુધી ઈશ્વર, ખ્રિસ્તના દુશ્મનોને અપમાનિત ન કરે અને તેઓ તેમનું પાયાસન ન બની જાય ત્યાં સુધી"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 10:14
τοὺς ἁγιαζομένους
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ કે જેઓને ઈશ્વર પવિત્ર કરી રહ્યા છે"" અથવા ""તેઓ કે જેઓને સ્વયં ઈશ્વરે, પોતાને માટે અર્પણ તરીકે અર્પિત કર્યા છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 10:15
આ જૂના કરારમાંના યર્મિયા પ્રબોધકનું અવતરણ છે.
Hebrews 10:16
πρὸς αὐτοὺς
મારા લોકો સાથે
μετὰ τὰς ἡμέρας ἐκείνας
જ્યારે મારા લોકો સાથેના પ્રથમ કરારનો સમય પૂરો થશે ત્યારે
διδοὺς νόμους μου ἐπὶ καρδίας αὐτῶν
અહીં ""હ્રદયો"" એ વ્યક્તિના આંતરિક સ્વ માટેનું ઉપનામ છે. ""તેઓને તેમના હ્રદયોમાં મૂકીશ"" શબ્દસમૂહ, નિયમને આધીન થવા માટે લોકોને સક્રિય કરવાનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું તેઓને મારા નિયમોને આધીન થવા સક્રિય કરીશ"" (જુઓ: ઉપનામ અને રૂપક)
Hebrews 10:17
તે જૂના કરારમાંના યર્મિયા પ્રબોધકના અવતરણને જારી રાખે છે.
τῶν ἁμαρτιῶν αὐτῶν, καὶ τῶν ἀνομιῶν αὐτῶν, οὐ μὴ μνησθήσομαι ἔτι
હું તેઓના પાપો અને અન્યાયી કાર્યોને યાદ કરીશ નહીં.' અથવા ""હું તેઓના પાપો અને અન્યાયી કાર્યો સબંધી વિચારીશ નહીં.'"" તે પવિત્ર આત્માની સાક્ષીનો બીજો ભાગ છે (હિબ્રૂઓ 10:15-16). તમે કલમ 16 ના અંતે અવતરણને પૂર્ણ કરી તથા નવા અવતરણને અહીંથી શરૂ કરીને અનુવાદમાં તેને સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""ત્યાર પછી તેમણે કહ્યું, 'તેઓના પાપો અને અન્યાયી કૃત્યોને હવેથી હું યાદ કરીશ નહીં.'"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
τῶν ἁμαρτιῶν αὐτῶν, καὶ τῶν ἀνομιῶν αὐτῶν
પાપો"" અને ""અન્યાયી કૃત્યો"" નો અર્થ મૂળ રીતે સમાન થાય છે. આ બંને શબ્દો સાથે મળીને, પાપ કેટલું ખરાબ છે તે તથ્ય ભારપૂર્વક જણાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેની મનાઈ ફરમાવવામાં આવી હતી તે બાબતો તેઓએ કરી અને કેવી રીતે તેઓએ નિયમ તોડ્યો"" (જુઓ: બેવડું/બમણાં)
Hebrews 10:18
δὲ
તે આવનાર અગત્યના મુદ્દા પર ધ્યાન ખેંચવા વાપરવામાં આવ્યું છે. તેનો અર્થ ""આ પળે"" એમ થતો નથી.
ὅπου…ἄφεσις
તેને બીજા શબ્દોમાં મૂકી શકાય કે જેથી અમૂર્ત નામ ""માફી"" ને ક્રિયાપદ ""માફ કરવું"", તરીકે વ્યક્ત કરી શકાય.વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે ઈશ્વરે આ બાબતોની માફી આપી છે"" (જુઓ: અમૂર્ત નામો)
οὐκέτι προσφορὰ περὶ ἁμαρτίας
તેને બીજા શબ્દોમાં મૂકી શકાય કે જેથી અમૂર્ત નામ ""બલિદાન"" ને ક્રિયાપદ ""અર્પણ કરવું"", તરીકે વ્યક્ત કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""પાપ માટે લોકોએ હવે અર્પણો ચઢાવવાની જરૂર નથી"" (જુઓ: અમૂર્ત નામો)
Hebrews 10:19
પાપ માટે કેવળ એક જ અર્પણ છે તે સ્પષ્ટ કર્યા પછી લેખક મંદિરના પરમપવિત્રસ્થાનના ચિત્ર સાથે રજૂઆત કરવાનું જારી રાખે છે, જ્યાં કેવળ પ્રમુખ યાજક જ વર્ષમાં એકવાર પાપો માટેના અર્પણોના રક્ત સાથે જઈ શકતો હતો. તે વિશ્વાસીઓને યાદ અપાવે છે કે જાણે તેઓ પરમ પવિત્રસ્થાનમાં ઊભા હોય એમ તેઓ હવે ઈશ્વરનું ભજન તેમની હાજરીમાં રહીને કરી શકે છે.
ἀδελφοί
અહીં આનો અર્થ ખ્રિસ્તમાં વિશ્વાસ કરતાં સર્વ વિશ્વાસીઓ, પુરુષ કે સ્ત્રી, થાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભાઈઓ તથા બહેનો"" અથવા ""સાથી વિશ્વાસીઓ"" (જુઓ: રૂપક અને જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)
τῶν ἁγίων
આનો અર્થ ઈશ્વરની હાજરી થાય છે, જૂના મુલાકાત મંડપમાંનું પરમપવિત્રસ્થાન નહીં. (જુઓ: રૂપક)
ἐν τῷ αἵματι Ἰησοῦ
અહીં ""ઈસુનું રક્ત"" એ ઈસુના મરણનો ઉલ્લેખ કરે છે. (જુઓ: ઉપનામ)
Hebrews 10:20
ὁδὸν…ζῶσαν
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈશ્વર પાસે જવાનો આ નવો રસ્તો જે ઈસુએ પૂરો પાડ્યો તે વિશ્વાસીઓના અનંતકાળના જીવનમાં પરિણમે છે અથવા 2) ઈસુ જીવંત છે, અને તે જ માર્ગ છે જે દ્વારા વિશ્વાસીઓ ઈશ્વરની હાજરીમાં પ્રવેશ પામી શકે છે.
διὰ τοῦ καταπετάσματος
પૃથ્વી પરના મંદિરનો પડદો એ લોકો અને ઈશ્વરની ખરી હાજરી વચ્ચેની અલગતાને રજૂ કરે છે. (જુઓ: રૂપક)
τῆς σαρκὸς αὐτοῦ
અહીં ""દેહ"" એટલે ઈસુનું શરીર, અને તેમનું શરીર એટલે તેમનું બલિદાનયુક્ત મરણ. વૈકલ્પિક ભાષાંતર: ""તેમના મરણ દ્વારા"" (જુઓ: ઉપનામ)
Hebrews 10:21
καὶ ἱερέα μέγαν ἐπὶ τὸν οἶκον τοῦ Θεοῦ
ઈસુ એ જ આ ""મહાન યાજક"" છે તે સ્પષ્ટ કરવા તેનું અનુવાદ યોગ્ય રીતે થવું જોઈએ.
ἐπὶ τὸν οἶκον
ઘરનો વહીવટકર્તા
τὸν οἶκον τοῦ Θεοῦ
તે ઈશ્વરના લોકો વિશે એવી રીતે જણાવે છે જાણે કે તેઓ ખરેખર ઘર હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરના સર્વ લોકો"" (જુઓ: રૂપક)
Hebrews 10:22
προσερχώμεθα
અહીં ""ની નજીક જવું"" એટલે ઈશ્વરનું ભજન કરવું, જેમ યાજક ઈશ્વરની વેદી પાસે ઈશ્વરને પ્રાણીઓના અર્પણ ચઢાવવા જતો હતો તેમ. (જુઓ: ઉપનામ)
μετὰ ἀληθινῆς καρδίας
વિશ્વાસુ હ્રદયો સાથે અથવા ""પ્રામાણિક હ્રદયો સાથે."" અહીં ""હ્રદયો"" એટલે વિશ્વાસીઓની ખરી ઇચ્છા અને પ્રેરણા. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રામાણિક્તા સાથે"" અથવા ""અંત:કરણપૂર્વક"" (જુઓ: ઉપનામ)
ἐν πληροφορίᾳ πίστεως
અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને અથવા""અને સંપૂર્ણપણે ઈસુમાં ભરોસો કરીને
ῥεραντισμένοι τὰς καρδίας
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જાણે કે તેમણે આપણાં હ્રદયો તેમના રક્ત વડે શુદ્ધ કર્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ῥεραντισμένοι τὰς καρδίας
અહીં ""હ્રદયો"" એ અંત:કરણ, સાચા અને ખોટા માટેની સભાનતા માટેનું ઉપનામ છે. શુદ્ધ કરાયા એ માફ કરવામાં આવ્યા અને ન્યાયીપણાનો દરજ્જો આપવામાં આવ્યો તે માટેનું રૂપક છે. (જુઓ: ઉપનામ અને રૂપક)
ῥεραντισμένοι
છંટકાવ એ યાજકો મારફતે કરવામાં આવતી પ્રતિકાત્મક ક્રિયા હતી જે દ્વારા તેઓ કરારના લાભો લોકો અને પદાર્થો માટે લાગુ કરતા હતા. તમે તેનો અનુવાદ કેવી રીતે હિબ્રૂઓ 9:19માં કર્યો છે તે જુઓ. (જુઓ: સાંકેતિક પગલું)
λελουμένοι τὸ σῶμα ὕδατι καθαρῷ
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જાણે કે તેમણે આપણાં શરીરો શુદ્ધ પાણીમાં ધોયા હોય"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
λελουμένοι τὸ σῶμα ὕδατι καθαρῷ
જો અનુવાદક આ શબ્દસમૂહ સમજી શકતો હોય કે તે ખ્રિસ્તી બાપ્તિસ્માનો ઉલ્લેખ કરે છે તો પછી ""પાણી"" એ શાબ્દિક છે, અર્થાલંકારિક નથી. પરંતુ જો પાણીને શાબ્દિક લેવામાં આવે, તો પછી ""શુદ્ધ"" એ અર્થાલંકારિક છે, આત્મિક શુદ્ધતા માટે ઊભા રહેવું, જેની પરિપૂર્ણતા વિશે અહીં બાપ્તિસ્મા જણાવે છે. ""ધોવું"" એટલે વિશ્વાસીઓને ઈશ્વરને સ્વીકાર્ય બનાવવામાં આવ્યા છે. (જુઓ: ઉપનામ અને રૂપક)
Hebrews 10:23
κατέχωμεν τὴν ὁμολογίαν τῆς ἐλπίδος
અહીં ""દ્રઢતાથી પકડી રાખવું"" એ રૂપક છે જે એક વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે કંઈક કરવા સુનિશ્ચિત છે અને અટકવાની મના કરી રહ્યો છે. અમૂર્ત નામો ""કબૂલાત"" અને ""આશા"" ને ક્રિયાપદો તરીકે અનુવાદિત કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""જે બાબતોની આપણે ઈશ્વર પાસેથી ખાતરીપૂર્વક આશા રાખીએ છીએ તેની કબૂલાત કરીને જારી રહેવાનું આપણે સુનિશ્ચિત કરીએ"" (જુઓ: રૂપક અને અમૂર્ત નામો)
ἀκλινῆ
કોઈક બાબત વિશે અચોક્કસ હોવું એ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે ડગમગતો હોય અથવા એક તરફથી બીજી તરફ જવાની વૃત્તિ ધરાવતો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""અચોક્કસ બન્યા વિના"" અથવા ""શંકા કર્યા વિના"" (જુઓ: રૂપક)
Hebrews 10:25
μὴ ἐγκαταλείποντες τὴν ἐπισυναγωγὴν ἑαυτῶν
તમે સ્પષ્ટ કરી શકો કે લોકો ભજન કરવા મળતા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""ભજન કરવા સાથે આવવાનું કે મળવાનું અટકાવીએ નહીં"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ὅσῳ βλέπετε ἐγγίζουσαν τὴν ἡμέραν
ભવિષ્યના સમય વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે એક પદાર્થ હોય જે બોલનારની નજીક આવી રહ્યો હોય. અહીં ""દિવસ"" એ જ્યારે ઈસુ પાછા આવશે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ તમે જાણો છો કે ખ્રિસ્ત જલ્દીથી પાછા આવશે"" (જુઓ: રૂપક અને ઉપનામ)
Hebrews 10:26
લેખક હવે તેની ચોથી ચેતવણી આપે છે.
ἑκουσίως…ἁμαρτανόντων ἡμῶν
આપણે જાણીએ છીએ કે આપણે પાપ કરીએ છીએ તેમ છતાં આપણે તેને અવારનવાર કરીએ છીએ
μετὰ τὸ λαβεῖν τὴν ἐπίγνωσιν τῆς ἀληθείας
સત્યના જ્ઞાન વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે એક પદાર્થ હોય જેને તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિને આપી શકાતું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે સત્ય શીખ્યા ત્યારબાદ"" (જુઓ: રૂપક)
τῆς ἀληθείας
ઈશ્વર વિશેનું સત્ય. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
οὐκέτι περὶ ἁμαρτιῶν ἀπολείπεται θυσία
કોઈપણ હવે નવું બલિદાન આપવા સમર્થ નથી કેમ કે ખ્રિસ્તનું બલિદાન જ પૂરતું છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર આપણાં પાપો માફ કરે માટે હવે કોઈપણ બલિદાન આપી શકે નહીં"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
περὶ ἁμαρτιῶν…θυσία
અહીં ""પાપો માટેનું અર્પણ"" એટલે ""પાપો દૂર કરવા પ્રાણીઓના અર્પણનો એક અસરકારક માર્ગ
Hebrews 10:27
κρίσεως
ઈશ્વરનો ન્યાય, એટલે કે, ઈશ્વર ન્યાય કરશે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
πυρὸς ζῆλος ἐσθίειν μέλλοντος τοὺς ὑπεναντίους
ઈશ્વરના કોપ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે અગ્નિ હોય જે તેમના દુશ્મનોને બાળી શકતો હોય. (જુઓ: રૂપક)
Hebrews 10:28
δυσὶν ἢ τρισὶν μάρτυσιν
તે ગર્ભિત છે કે તેનો અર્થ ""ઓછામાં ઓછા બે કે ત્રણ સાક્ષીઓ"" એમ થાય છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Hebrews 10:29
πόσῳ δοκεῖτε χείρονος, ἀξιωθήσεται τιμωρίας, ὁ…τῆς χάριτος ἐνυβρίσας!
જેઓ ખ્રિસ્તનો નકાર કરે છે તેઓને મળનાર સખત શિક્ષા પર લેખક ભાર મૂકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે ભયંકર શિક્ષા હતી. પરંતુ કોઈના પણ માટે શિક્ષા હજુ વધુ સખત થશે ... કૃપા!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
τὸν Υἱὸν τοῦ Θεοῦ καταπατήσας
ખ્રિસ્તની ઉપેક્ષા કરવી અને તેમની નિંદા કરવી તે વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કોઈક તેમના ઉપર ચાલ્યું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરના પુત્રનો નકાર કર્યો છે"" (જુઓ: રૂપક)
τὸν Υἱὸν τοῦ Θεοῦ
તે ઈસુ માટેનું મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
τὸ αἷμα τῆς διαθήκης κοινὸν ἡγησάμενος
તે દર્શાવે છે કે કેવી રીતે વ્યક્તિએ ઈશ્વરના પુત્રને કચડી નાખ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""કરારના રક્તને અપવિત્ર ગણીને
τὸ αἷμα τῆς διαθήκης
અહીં ""રક્ત"" એટલે ખ્રિસ્તનું મરણ, જે દ્વારા ઈશ્વરે નવો કરાર સ્થાપ્યો. (જુઓ: ઉપનામ)
τὸ αἷμα…ἐν ᾧ ἡγιάσθη
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""રક્ત કે જે દ્વારા ઈશ્વરે તેમને પવિત્ર કર્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
τὸ Πνεῦμα τῆς χάριτος
ઈશ્વરનો આત્મા, જે કૃપા પૂરી પાડે છે
Hebrews 10:30
આપણે"" શબ્દ અહીં લેખક અને સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. આ બંને અવતરણો, જૂના કરારમાં મૂસા દ્વારા અપાયેલ નિયમશાસ્ત્રમાંથી લેવાયેલ છે. (જુઓ: સમાવેશક “અમે”)
ἐμοὶ ἐκδίκησις
વેર વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે એક પદાર્થ હોય જે ઈશ્વરની માલિકીનું હોય, જેનો તેઓ(ઈશ્વર) જેમ ચાહે તેમ ઉપયોગ કરવાને હક્ક ધરાવતા હોય. ઈશ્વરને તેમના દુશ્મનો પર વેર લેવાનો હક્ક છે. (જુઓ: રૂપક)
ἐγὼ ἀνταποδώσω
ઈશ્વર વેર લઈ રહ્યા છે એ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે, જેમ કોઇકે બીજાઓને જે નુકસાનકારક બાબતો કરી હોય તેના બદલામાં તેઓને ઈશ્વર નુકસાનકારક બાબતો પાછી આપી રહ્યા હોય. (જુઓ: રૂપક)
Hebrews 10:31
τὸ ἐμπεσεῖν εἰς χεῖρας
ઈશ્વરની સખત શિક્ષા પામવા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે વ્યક્તિ ઈશ્વરના હાથમાં પડતી હોય. અહીં ""હાથ"" એ ન્યાય કરવા માટે ઈશ્વરના સામર્થ્યનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તરફથી સખત શિક્ષા પામવી"" (જુઓ: રૂપક અને ઉપનામ)
Hebrews 10:32
τὰς πρότερον ἡμέρας
પહેલાના દિવસો
φωτισθέντες
સત્ય શીખવા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે ઈશ્વરે વ્યક્તિ પર પ્રકાશ કર્યો હોય. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્ત વિશેનું સત્ય શીખ્યા બાદ"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
πολλὴν ἄθλησιν ὑπεμείνατε παθημάτων
કેટલી વેદના તમારે સહન કરવી પડે
Hebrews 10:33
ὀνειδισμοῖς…καὶ θλίψεσιν θεατριζόμενοι
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકોએ જાહેરમાં તમારું અપમાન તથા સતાવણી કરીને તમારાં ઠઠ્ઠા કર્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
κοινωνοὶ τῶν…γενηθέντες
તમે દુઃખ સહન કરનારાઓની સાથે જોડાયા
Hebrews 10:34
κρείσσονα ὕπαρξιν, καὶ μένουσαν
ઈશ્વરના અનંતકાળના આશીર્વાદો વિશે એવી રીતે કહેવાયું છે જાણે કે તે ""વિશ્વાસીઓનો અધિકાર"" છે. (જુઓ: રૂપક)
Hebrews 10:35
10:37 માં જૂના કરારમાંના યશાયા પ્રબોધકનું અવતરણ છે.
μὴ ἀποβάλητε οὖν τὴν παρρησίαν ὑμῶν, ἥτις ἔχει μεγάλην μισθαποδοσίαν
વ્યક્તિ કે જેને હવે વિશ્વાસ નથી તેના વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે કોઈક વ્યક્તિ નકામી વસ્તુ કાઢી નાખતી હોય તેમ વિશ્વાસીએ તેના વિશ્વાસને ફેંકી દીધો છે. અમૂર્ત નામ ""નિશ્ચય સહિતના વિશ્વાસ"" ને વિશેષણ ""વિશ્વાસ"" સાથે અથવા ક્રિયાવિશેષણ ""વિશ્વાસપૂર્વક"" સાથે અનુવાદિત કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""વિશ્વાસુ બનતા અટકશો નહીં, કેમ કે વિશ્વાસુ હોવાને લીધે તમે મોટો બદલો પામશો"" અથવા ""ઈશ્વર કે જેઓ તમને મોટો બદલો આપનાર છે, તેઓ પર વિશ્વાસુપૂર્વક ભરોસો કરવાનું અટકાવશો નહીં"" (જુઓ: રૂપક અને અમૂર્ત નામો)
Hebrews 10:37
ἔτι γὰρ μικρὸν ὅσον, ὅσον
તમે આ સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ ઈશ્વરે શાસ્ત્રોમાં કહ્યું છે, 'છેક થોડી જ વારમાં"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ἔτι…μικρὸν ὅσον, ὅσον
બહુ જલદી
Hebrews 10:38
10:38 માં લેખક હબાક્કુક પ્રબોધકના પુસ્તકમાંથી અવતરણ ટાંકે છે, જે યશાયા પ્રબોધકના 10:37માંના અવતરણ પછી તરત જ આવે છે.
ὁ…δίκαιός μου…ἐὰν ὑποστείληται…ἐν αὐτῷ
તે સામાન્ય રીતે ઈશ્વરના કોઈપણ લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારાં વિશ્વાસુ લોકો ... જો તેમાંનો કોઈક પાછો હઠે ... તે વ્યક્તિથી"" અથવા ""મારાં વિશ્વાસુ લોકો ... જો તેઓ પાછા હઠે તો ... તેઓથી"" (જુઓ: સર્વ સામાન્ય નામ સાથેની વાક્યરચના)
ὁ…δίκαιός μου…εὐδοκεῖ
અહીં ""મારો"" અને ""મારા"" એ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે.
ὑποστείληται
જે સારાં કામો તે કરી રહ્યો છે તે કરવાનું જો તે છોડી દે તો
Hebrews 10:39
ὑποστολῆς εἰς ἀπώλειαν
વ્યક્તિ કે જે હિંમત અને વિશ્વાસ ગુમાવી દે તેના વિશે એવી રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તે કશાકથી ડરના કારણે પાછો હટતો હોય. અને ""વિનાશ"" વિશે એવી રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તે એક અંતિમ મુકામ હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જે ઈશ્વર પર ભરોસો કરવાનું મૂકી દે છે, તે તેઓને (ઈશ્વરને) આપણો અંત આણવાનું કારણ આપશે"" (જુઓ: રૂપક)
εἰς περιποίησιν ψυχῆς
ઈશ્વર સાથે અનંતકાળિક જીવવા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે વ્યક્તિના આત્માને રાખવા સમાન હોય. અહીં ""આત્મા"" એ સમગ્ર વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેનું પરિણામ હશે કે આપણે ઈશ્વર સાથે સદાકાળ માટે જીવીશું"" (જુઓ: રૂપક અને અભિવ્યક્ત અલંકાર)
Hebrews 11
હિબ્રૂઓ 11 સામાન્યનોંધો
માળખું
વિશ્વાસ શું છે એ કહેવા દ્વારા લેખક આ અધ્યાયની શરૂઆત કરે છે. ત્યારપછી તે જે લોકોને વિશ્વાસ હતો અને તેઓ જે રીતે જીવ્યા તેવા ઘણાં લોકોના ઉદાહરણો આપે છે.
આ અધ્યાયમાંના મહત્વના ખ્યાલો
વિશ્વાસ
જૂના અને નવા કરારમાં, વિશ્વાસની આવશ્યકતાને ઈશ્વરે જણાવી છે. વિશ્વાસયુક્ત કેટલાક લોકોએ ચમત્કારો કર્યા અને તેઓ ઘણાં સામર્થ્યવાન હતા. બીજા વિશ્વાસયુક્ત લોકોએ મોટા પ્રમાણમાં સહન કર્યું.
Hebrews 11:1
આ ટૂંકી પ્રસ્તાવનામાં લેખક વિશ્વાસ વિશે ત્રણ બાબતો જણાવે છે.
δὲ
મુખ્ય શિક્ષણમાં વિરામ ચિહ્નિત કરવા અહીં આ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અહીં લેખક ""વિશ્વાસ""નો અર્થ સમજાવવાનું શરૂ કરે છે.
ἔστιν…πίστις ἐλπιζομένων ὑπόστασις
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે આપણી પાસે વિશ્વાસ છે, ત્યારે આપણે જે બાબતોની આશા રાખીએ છીએ તે વિશે આપણે ચોક્કસ હોઈએ છીએ"" અથવા ""વિશ્વાસ એ છે જે વ્યક્તિને ચોક્કસ બાબતોની વિશ્વાસુપૂર્વક આશા રાખવા પરવાનગી આપે છે
ἐλπιζομένων
અહીં તે ચોક્કસપણે ઈશ્વરના ખાતરીદાયક વચનોનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને ઈસુ પર વિશ્વાસ કરનારા સર્વ વિશ્વાસીઓ સ્વર્ગમાં ઈશ્વર સાથે સદાકાળ જીવશે તેની ચોક્કસતા.
πραγμάτων ἔλεγχος οὐ βλεπομένων
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેને આપણે હજુ સુધી જોયું નથી"" અથવા ""જે હજુ સુધી બન્યું નથી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 11:2
ἐν ταύτῃ γὰρ
કારણ કે જે બન્યા જ ન હતા તે બનાવો વિશે તેઓ ચોક્કસ હતા
ἐμαρτυρήθησαν οἱ πρεσβύτεροι
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે આપણાં પૂર્વજોને માન્ય કર્યા કેમ કે તેઓ પાસે વિશ્વાસ હતો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
οἱ πρεσβύτεροι
લેખક હિબ્રૂઓ સાથે હિબ્રૂ પૂર્વજો વિશે વાત કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણાં પૂર્વજો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Hebrews 11:3
κατηρτίσθαι τοὺς αἰῶνας ῥήματι Θεοῦ
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""વિશ્વ અસ્તિત્વમાં આવે તેવો હુકમ કરી ઈશ્વરે વિશ્વનું સર્જન કર્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
τὸ μὴ ἐκ φαινομένων, τὸ βλεπόμενον γεγονέναι
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે જે જોઈએ છે તે દ્રશ્યમાન બાબતો જોઇને ઈશ્વરે સર્જન કર્યું નથી
Hebrews 11:4
ત્યારબાદ લેખક એવાં ઘણાં લોકોના ઉદાહરણો (ખાસ કરીને જૂના કરારમાંથી) આપે છે જેઓ તેમના પૃથ્વીય જીવનકાળમાં, ઈશ્વરે તેમને આપેલા વચન પ્રમાણે પામ્યા નહીં પરંતુ તેઓ ઈશ્વરમાં વિશ્વાસથી જીવ્યા.
ἐμαρτυρήθη εἶναι δίκαιος
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તેને ન્યાયી જાહેર કરે છે"" અથવા ""ઈશ્વરે જાહેર કર્યું કે હાબેલ ન્યાયી હતો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἔτι λαλεῖ
શાસ્ત્રોના વાંચન અને હાબેલના વિશ્વાસ સબંધી શિક્ષણ પામવા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે હાબેલ પોતે હજુ બોલી રહ્યો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે હજુ પણ હાબેલે જે કર્યું તેથી શીખીએ છીએ"" (જુઓ: રૂપક)
Hebrews 11:5
πίστει Ἑνὼχ μετετέθη, τοῦ μὴ ἰδεῖν θάνατον
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે વિશ્વાસ દ્વારા હતું કે હનોખ મરણ ન પામ્યો કારણ કે ઈશ્વરે તેને ઉપર લઈ લીધો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἰδεῖν θάνατον
તે મરણ વિશે જણાવે છે જાણે કે તે એક પદાર્થ હોય જેને લોકો જોઈ શકતા હોય. તેનો અર્થ મરણનો અનુભવ કરવો એમ થાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મરણ"" (જુઓ: રૂપક)
πρὸ…τῆς μεταθέσεως
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તેને ઉપર લઈ લીધો તે પહેલાં"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
μεμαρτύρηται εὐηρεστηκέναι τῷ Θεῷ
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""ઈશ્વરે કહ્યું કે હનોખે તેમને પ્રસન્ન કર્યા છે"" અથવા 2) ""લોકોએ કહ્યું કે હનોખે ઈશ્વરને પ્રસન્ન કર્યા."" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 11:6
χωρὶς δὲ πίστεως
અહીં ""હવે"" નો અર્થ ""આ પળે"" એમ થતો નથી પરંતુ તે હવે પછી આવનાર અગત્યના મુદ્દા પર ધ્યાન ખેંચવા માટે પ્રયોગ કરવામાં આવ્યો છે.
χωρὶς…πίστεως, ἀδύνατον εὐαρεστῆσαι
આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""વ્યક્તિ ઈશ્વરને ત્યારે જ પ્રસન્ન કરી શકે જ્યારે તે ઈશ્વર પર વિશ્વાસ કરતો હોય"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)
τὸν προσερχόμενον τῷ Θεῷ
ઈશ્વરનું ભજન કરવાની ઇચ્છા રાખવી અને તેમના લોકો થવું એ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે વ્યક્તિ ખરેખર ઈશ્વર પાસે આવતો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈપણ જે ઈશ્વરનો થવા ચાહે છે"" (જુઓ: રૂપક)
τοῖς ἐκζητοῦσιν…μισθαποδότης γίνεται
તેઓ(ઈશ્વર) તેમને બદલો આપે છે
τοῖς ἐκζητοῦσιν αὐτὸν
જેઓ ઈશ્વર વિશે શીખે છે અને તેમને અનુસરવા પ્રયત્ન કરે છે તે લોકો માટે એવી રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તેઓ તેમને મેળવી લેવા માટે શોધ કરતા હોય. (જુઓ: રૂપક)
Hebrews 11:7
χρηματισθεὶς
આ સક્રિય સ્વરૂપમાં અને બીજા શબ્દોમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે ઈશ્વરે તેને કહ્યું હતું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
περὶ τῶν μηδέπω βλεπομένων
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""એવી બાબતો જેને કોઈએ અગાઉ જોઈ ન હતી"" અથવા ""બનાવો જે હજુ સુધી બન્યા ન હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
τὸν κόσμον
અહીં ""જગત"" એ જગતની માનવી વસ્તીનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો કે જેઓ એ સમયે જગતમાં જીવતા હતા"" (જુઓ: ઉપનામ)
τῆς…δικαιοσύνης, ἐγένετο κληρονόμος
નૂહ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેને કુટુંબના સભ્ય પાસેથી ધન અને સંપત્તિ વારસામાં મળવાની હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર પાસેથી ન્યાયીપણું પ્રાપ્ત કર્યું"" (જુઓ: રૂપક)
κατὰ πίστιν
જેઓ ઈશ્વર પર વિશ્વાસ કરે છે તેઓને ઈશ્વર જે આપે છે
Hebrews 11:8
καλούμενος
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે ઈશ્વરે તેને બોલાવ્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἐξελθεῖν εἰς τόπον
તે જગ્યાએ જવા તેનું ઘર છોડ્યું
ὃν ἤμελλεν λαμβάνειν εἰς κληρονομίαν
ઈશ્વરે ઇબ્રાહિમના વંશજોને જે ભૂમિ આપવાનું વચન આપ્યું તે વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે ઇબ્રાહિમે પ્રાપ્ત કરવાનો વારસો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જે ઈશ્વર તેને આપવાના હતા"" (જુઓ: રૂપક)
ἐξῆλθεν
તેણે પોતાનું ઘર છોડ્યું
Hebrews 11:9
παρῴκησεν εἰς γῆν τῆς ἐπαγγελίας ὡς ἀλλοτρίαν
તેને જુદાં શબ્દોમાં મૂકી શકાય કે જેથી અમૂર્ત નામ ""વચન"" ને ક્રિયાપદ ""વચન આપ્યું"" તરીકે વ્યક્ત કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""જે ભૂમિ વિશે ઈશ્વરે તેને વચન આપ્યું હતું તેમાં તે પરદેશી તરીકે રહ્યો"" (જુઓ: અમૂર્ત નામો)
τῶν συνκληρονόμων
વારસદારો સાથે. તે ઇબ્રાહિમ,ઇસહાક અને યાકૂબ વિશે એવી રીતે જણાવે છે જાણે કે તેઓ વારસદારો હોય જેઓ તેમના પિતા પાસેથી વારસો મેળવવાના હોય. (જુઓ: રૂપક)
Hebrews 11:10
τὴν τοὺς θεμελίους ἔχουσαν πόλιν
શહેર કે જેનો પાયો છે. પાયો હોવો એ સૂચવે છે કે શહેર કાયમી છે. વૈકલ્પિક ભાષાંતર: ""અનંતકાળિક શહેર"" (જુઓ: ઉપનામ)
ἧς τεχνίτης καὶ δημιουργὸς ὁ Θεός
જેની યોજના કરનાર અને બાંધનાર ઈશ્વર છે અથવા ""જેની યોજના અને બાંધકામ ઈશ્વર કરશે
τεχνίτης
વ્યક્તિ જે ઇમારતો અને શહેરોની યોજના કરે છે
Hebrews 11:11
ઘણી આવૃત્તિઓ આ કલમનું અર્થઘટન, સારાને સંબોધન કરવામાં આવ્યું છે, અને બીજી આવૃત્તિઓ તેનું અર્થઘટન, ઇબ્રાહિમને સંબોધન કરવામાં આવ્યું છે, તેમ કરે છે.
πίστει καὶ αὐτῇ Σάρρᾳ δύναμιν εἰς καταβολὴν σπέρματος ἔλαβεν, καὶ παρὰ καιρὸν ἡλικίας, ἐπεὶ…ἡγήσατο
ઘણી આવૃત્તિઓ આ કલમનું અર્થઘટન સારાને સંબોધન કરવામાં આવ્યું છે એ પ્રમાણે કરે છે. ""વિશ્વાસ દ્વારા સારા, જે પોતે નિ:સંતાન હતી, તેણે શરીરે વૃદ્ધ હોવા છતાં પણ સંતાનને જન્મ આપવાનું સામર્થ્ય પ્રાપ્ત કર્યું
πίστει
અમૂર્ત નામ ""વિશ્વાસ"" ને ક્રિયાપદ ""માનવું"" એ તરીકે વ્યક્ત કરી શકાય. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) એ તો ઇબ્રાહિમના વિશ્વાસ દ્વારા હતું. વૈકલ્પિક ભાષાંતર: ""તે એટલા માટે કે ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો હતો"" અથવા 2) એ તો સારાના વિશ્વાસ દ્વારા હતું. વૈકલ્પિક ભાષાંતર: ""તે એટલા માટે કે સારાએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો"" (જુઓ: અમૂર્ત નામો)
δύναμιν εἰς καταβολὴν σπέρματος ἔλαβεν
પિતા બનવાની સક્ષમતા પ્રાપ્ત કરી અથવા ""સંતાન પ્રાપ્ત કરવાની સક્ષમતા પ્રાપ્ત કરી
ἐπεὶ πιστὸν ἡγήσατο τὸν ἐπαγγειλάμενον
કેમ કે તેણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો, જેમણે વચન આપ્યું હતું તેમને(ઈશ્વરને) તેણે વિશ્વાસયોગ્ય ગણ્યા
Hebrews 11:12
ἐγεννήθησαν…καθὼς τὰ ἄστρα τοῦ οὐρανοῦ τῷ πλήθει, καὶ ὡς ἡ ἄμμος, ἡ παρὰ τὸ χεῖλος τῆς θαλάσσης, ἡ ἀναρίθμητος
આ શબ્દાલંકારનો અર્થ એ છે કે ઇબ્રાહિમના ઘણાં વંશજો છે. (જુઓ: ઉપમા)
ὡς ἡ ἄμμος, ἡ παρὰ τὸ χεῖλος τῆς θαλάσσης, ἡ ἀναρίθμητος
તેનો અર્થ એ છે કે જે રીતે સમુદ્રના કાંઠા પર રેતીના ઘણાં કણ હોય છે, જેને કોઈ ગણી શકતું નથી તે પ્રમાણે ઇબ્રાહિમના વંશજો ઘણાં છે જેઓને કોઈ ગણી શકતું નથી.
Hebrews 11:13
μὴ λαβόντες τὰς ἐπαγγελίας
તે ખાતરીદાયક વચન વિશે એવી રીતે જણાવે છે જાણે કે તેઓ પદાર્થો હોય જેને વ્યક્તિ મેળવી શકતી હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તેઓને જે વચન આપ્યું હતું તે પામ્યા વિના"" (જુઓ: રૂપક)
πόρρωθεν αὐτὰς ἰδόντες καὶ ἀσπασάμενοι
ભાવિ વચન મુજબની ઘટનાઓ વિશે એવી રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તેઓ દૂરથી આવનાર પ્રવાસીઓ હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ભવિષ્યમાં ઈશ્વર શું કરશે એ જાણ્યા પછી"" (જુઓ: રૂપક)
ὁμολογήσαντες
તેઓએ કબૂલ્યું અથવા ""તેઓએ સ્વીકાર્યું
ξένοι καὶ παρεπίδημοί εἰσιν ἐπὶ τῆς γῆς
અહીં ""વિદેશીઓ"" અને ""ગુલામો"" નો અર્થ મૂળ રીતે સમાન થાય છે. તે ભારપૂર્વક જણાવે છે કે આ પૃથ્વી તેમનું ખરું ઘર નથી. તેઓ તેમના ખરા ઘરની રાહ જોઈ રહ્યા હતા જે ઈશ્વર તેમના માટે બનાવવાના હતા. (જુઓ: બેવડું/બમણાં)
Hebrews 11:14
πατρίδα
એક દેશ જેના તેઓ નિવાસી છે
Hebrews 11:16
ἐπουρανίου
સ્વર્ગીય દેશ અથવા ""સ્વર્ગમાંનો દેશ
οὐκ ἐπαισχύνεται αὐτοὺς ὁ Θεὸς, Θεὸς ἐπικαλεῖσθαι αὐτῶν
આ સક્રિય અને હકારાત્મક સ્વરૂપમાં વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તેમના ઈશ્વર છે એમ કહેવડાવવામાં ઈશ્વર ખુશ છે"" અથવા "" ઈશ્વર તે કહેવામાં ગર્વ અનુભવે છે કે તેઓ તેમના ઈશ્વર છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને વક્રોક્તિ)
Hebrews 11:17
πειραζόμενος
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે ઈશ્વરે તેની પરીક્ષા કરી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 11:18
πρὸς ὃν ἐλαλήθη
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે.વૈકલ્પિક ભાષાંતર: ""જેને ઈશ્વરે કહ્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
κληθήσεταί σοι σπέρμα
અહીં ""નામ આપ્યું"" એટલે સોંપાયેલ અથવા નિયુક્ત. આ વાક્યને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે.. વૈકલ્પિક ભાષાંતર: ""કે હું તારા વંશજોની નિયુક્તિ કરીશ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))(જુઓ: ઉપનામ)
Hebrews 11:19
ἐκ νεκρῶν ἐγείρειν δυνατὸς ὁ Θεός
ઈશ્વર ઇસહાકને સજીવન કરવા સક્ષમ હતા
ἐκ νεκρῶν ἐγείρειν
આ કલમમાં, ""ઉઠાડવા"" એટલે સજીવન કરવા થાય છે. ""મરણમાંથી"" શબ્દો પાતાળ લોકના સર્વ મૃત લોકોનો ઉલ્લેખ કરે છે.
ἐν παραβολῇ
બોલવાના સંદર્ભમાં. તેનો અર્થ એમ છે કે હવે પછી લેખક જે કહેનાર છે તેને અક્ષરસઃ સમજવું નહીં. ઈશ્વર ખરેખર રીતે ઇસહાકને મરણમાંથી પાછો લાવ્યા ન હતા. પરંતુ જ્યારે ઇબ્રાહિમ ઇસહાકનું અર્પણ કરવાની તૈયારીમાં જ હતો ત્યારે ઈશ્વરે તેને રોક્યો, તે ઈશ્વરીય કૃત્ય એ પ્રમાણે હતું જાણે કે ઈશ્વર તેને મરણમાંથી બહાર લાવ્યા.
ὅθεν αὐτὸν
તે મૂએલામાંથી પાછા આવવા સમાન હતું
αὐτὸν…ἐκομίσατο
ઇબ્રાહિમે ઇસહાકને પાછો મેળવ્યો
Hebrews 11:21
Ἰακὼβ…προσεκύνησεν
યાકૂબે ઈશ્વરની ભક્તિ કરી
Hebrews 11:22
τελευτῶν
અહીં ""તેના અંતકાળે"" એ મરણનું સંબોધન કરવાની વિનમ્ર રીત છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે તે મરણ પામવાની તૈયારીમાં હતો"" (જુઓ: સૌમ્યોક્તિ)
περὶ τῆς ἐξόδου τῶν υἱῶν Ἰσραὴλ ἐμνημόνευσεν
જ્યારે ઇઝરાએલના સંતાનો મિસર છોડશે તે વિશે બોલ્યો
τῶν υἱῶν Ἰσραὴλ
ઇઝરાએલીઓ અથવા ""ઇઝરાએલના વંશજો
περὶ τῶν ὀστέων αὐτοῦ ἐνετείλατο
યૂસફ મિસરમાં મરણ પામ્યો. તે ચાહતો હતો કે તેના લોકો જ્યારે મિસર છોડે ત્યારે તેના હાડકાં પોતાની સાથે લઈ જાય જેથી તેઓ તેના હાડકાં, ઈશ્વરે જે ભૂમિનું વચન તેઓને આપ્યું હતું ત્યાં દફનાવે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Hebrews 11:23
Μωϋσῆς, γεννηθεὶς, ἐκρύβη τρίμηνον ὑπὸ τῶν πατέρων αὐτοῦ
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મૂસાના માં-બાપે તેના જન્મ પછી તેને ત્રણ મહિના સંતાડી રાખ્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 11:24
μέγας γενόμενος
પુખ્ત થયો
ἠρνήσατο λέγεσθαι
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો તેને એમ કહે તે માટે તેણે નકાર કર્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 11:26
τὸν ὀνειδισμὸν τοῦ Χριστοῦ
તેને બીજા શબ્દોમાં મૂકી શકાય કે જેથી અમૂર્ત નામ ""અપમાન"" ને ક્રિયાપદ ""અનાદર"" તરીકે વ્યક્ત કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્તે જે ચાહયું તે પ્રમાણે તેણે કર્યું હોવાથી તેણે અનુભવ્યું કે લોકો તેનો અનાદર કરતા હતા"" (જુઓ: અમૂર્ત નામો)
τοῦ Χριστοῦ
ખ્રિસ્તને આધીન થવા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે તેમને માર્ગમાં અનુસરવા સમાન હોય. (જુઓ: રૂપક)
ἀπέβλεπεν…εἰς τὴν μισθαποδοσίαν
ધ્યેય સિદ્ધ કરવા, સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે વ્યક્તિ પદાર્થ તરફ તાકી રહ્યો હોય અને બીજી તરફ જોવાની મના કરતો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તે જાણતો હતો એ કરવું તે તેના માટે સ્વર્ગમાં મોટો બદલો લાવશે"" (જુઓ: રૂપક અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Hebrews 11:27
τὸν…ἀόρατον ὡς ὁρῶν, ἐκαρτέρησεν
મૂસા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેણે ઈશ્વર, જેઓ અદ્રશ્ય છે, તેમને જોયા હોય. (જુઓ: ઉપમા)
τὸν…ἀόρατον
એવા એક કે જેને કોઈ જોઈ ન શકે
Hebrews 11:28
πεποίηκεν τὸ Πάσχα καὶ τὴν πρόσχυσιν τοῦ αἵματος
આ પહેલું પાસ્ખાપર્વ હતું. પાસ્ખાપર્વ અંગે ઈશ્વરની આજ્ઞાઓને આધીન થતાં અને લોકો તેને દર વર્ષે પાળે તેવો હુકમ કરતાં મૂસાએ પાસ્ખાપર્વ પાળ્યું. વૈકલ્પિક ભાષાંતર: ""પાસ્ખાપર્વ અને તેમના દરવાજાઓ પર રક્ત છાંટવા અંગે ઈશ્વરની જે આજ્ઞાઓ હતી તે પાળવા તેણે લોકોને હુકમ કર્યો"" અથવા ""તેણે પાસ્ખાપર્વ તથા રક્તનો છંટકાવ સ્થાપિત કર્યો
τὴν πρόσχυσιν τοῦ αἵματος
હલવાનને મારવું અને તેના રક્તને જ્યાં ઇઝરાએલીઓ રહેતા હતા તે દરેક ઘરની બારસાખો પર છાંટવા ઈશ્વરની ઇઝરાએલીઓને આપવામાં આવેલ આજ્ઞાનો ઉલ્લેખ, તે કરે છે. તે રક્ત, વિનાશકને તેમના પ્રથમજનિત પુત્રોને નુકસાન કરવાથી અટકાવશે. તે પાસ્ખાની આજ્ઞાઓમાંની એક હતી. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
μὴ…θίγῃ
અહીં ""અડકવું"" નુકસાન કરવાનો અથવા કોઈકની હત્યા કરવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈજા કરશે નહીં"" અથવા ""હત્યા કરશે નહીંl"" (જુઓ: ઉપનામ)
Hebrews 11:29
અહીં પહેલો શબ્દ ""તેઓ"" ઇઝરાએલીઓનો ઉલ્લેખ કરે છે, બીજો શબ્દ ""તેઓ"" મિસરીઓનો ઉલ્લેખ કરે છે, ત્રીજો શબ્દ ""તેઓ"" યરીખોની દીવાલનો ઉલ્લેખ કરે છે.
διέβησαν τὴν Ἐρυθρὰν Θάλασσαν
ઇઝરાએલીઓ લાલ સમુદ્રમાં થઈને પસાર થયા
κατεπόθησαν
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પાણી મિસરીઓને ગળી ગયા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
κατεπόθησαν
પાણી વિશે એવી રીતે લખવામાં આવ્યું છે જાણે કે તે એક પ્રાણી હોય. વૈકલ્પિક ભાષાંતર: ""મિસરીઓ પાણીમાં ડૂબી ગયા"" (જુઓ: વ્યક્તિનો અવતાર)
Hebrews 11:30
κυκλωθέντα ἐπὶ ἑπτὰ ἡμέρας
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઇઝરાએલીઓએ તેની આસપાસ સાત દિવસો સુધી પ્રદક્ષિણા કરી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἑπτὰ ἡμέρας
7 દિવસો (જુઓ: સંખ્યાઓ)
Hebrews 11:31
δεξαμένη τοὺς κατασκόπους μετ’ εἰρήνης
શાંતિથી જાસૂસોનો આવકાર કર્યો
Hebrews 11:32
ઈશ્વરે ઇઝરાએલના લોકોના પૂર્વજો માટે શું કર્યું તે કહેવાનું લેખક જારી રાખે છે.
τί ἔτι λέγω?
લેખક ભારપૂર્વક જણાવવા પ્રશ્નનો ઉપયોગ કરે છે કે એવા ઘણા ઉદાહરણો છે જેને તે ટાંકી શક્યો હોત. તેને એક વાક્યના સ્વરૂપમાં વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને બીજા ઘણાં ઉદાહરણો છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
ἐπιλείψει…με…ὁ χρόνος
મારી પાસે પૂરતો સમય નથી
Βαράκ
તે એક માણસનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
Hebrews 11:33
οἳ διὰ πίστεως
અહીં ""તેઓ"" નો અર્થ એ નથી કે 11:32 માં નોંધવામાં આવેલ સર્વ વ્યક્તિએ, લેખક જે બાબતોનો ઉલ્લેખ કરે છે તે સર્વ બાબતો કરી હોય. લેખકનો અર્થ સામાન્ય રીતે એ કહેવાનો છે કે વિશ્વાસયુક્ત વ્યક્તિઓ આ પ્રકારની બાબતો કરવા સક્ષમ હતી. વૈકલ્પિક ભાષાંતર: ""તે વિશ્વાસ દ્વારા હતું કે આ પ્રકારના માણસો
οἳ…κατηγωνίσαντο βασιλείας
અહીં ""રાજ્યો"" લોકો કે જેઓ ત્યાં રહેતા હતા તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓએ વિદેશી રાજ્યોના લોકોને હરાવ્યા
ἔφραξαν στόματα λεόντων
આ શબ્દો ઈશ્વરે જે કેટલીક રીતે વિશ્વાસીઓને મરણમાંથી બચાવ્યા તે યાદીની શરૂઆત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓને ખાઈ જવાથી સિંહોને અટકાવ્યા"" (જુઓ: રૂપક અને ઉપનામ)
Hebrews 11:34
ἔσβεσαν δύναμιν πυρός, ἔφυγον στόματα μαχαίρης
ઈશ્વરે જે કેટલીક રીતે વિશ્વાસીઓને મરણમાંથી બચાવ્યા તેની આ કેટલીક રીતો છે. વૈકલ્પિક ભાષાંતર: ""અગ્નિને તેઓને દઝાડતા અટકાવી, દુશ્મનોને તેમની હત્યા કરતાં અટકાવ્યા"" (જુઓ: રૂપક અને ઉપનામ)
ἐδυναμώθησαν ἀπὸ ἀσθενείας
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તરફથી સાજાપણું પ્રાપ્ત કર્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἐγενήθησαν ἰσχυροὶ ἐν πολέμῳ…ἔκλιναν
અને તેઓ લડાઈમાં પરાક્રમી થયા અને હરાવ્યા
Hebrews 11:35
ἔλαβον γυναῖκες ἐξ ἀναστάσεως τοὺς νεκροὺς αὐτῶν
અમૂર્ત નામ ""પુનરુત્થાન""ને બદલવા તેને ફરીથી દર્શાવી શકાય છે. ""મૃત"" શબ્દ એ નામમાત્ર વિશેષણ છે. તેને ક્રિયાપદ તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ મરણ પામ્યા હતા તેઓને સ્ત્રીઓએ જીવતાં પાછા મેળવ્યા"" (જુઓ: અમૂર્ત નામો અને નામવાચક વિશેષણો)
ἄλλοι δὲ ἐτυμπανίσθησαν, οὐ προσδεξάμενοι τὴν ἀπολύτρωσιν
તે ગર્ભિત છે કે તેમના શત્રુઓએ તેમને કેદમાંથી ચોક્કસ સ્થિતિઓ હેઠળ છોડી મૂકવાના હતા. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""બીજાઓએ કેદમાંથી છૂટવાને બદલે રિબાવવાનું સ્વીકાર્યું"" અથવા ""તેમના શત્રુઓ તેમને છોડી મૂકવાને બદલે તેમની પાસે જે કરાવવાની આવશ્યકતાઓ રાખતા હતા તે ના સ્વીકારીને, કેટલાકે તેમના શત્રુઓ તેમને પીડા આપે તેમ થવા દીધું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ἐτυμπανίσθησαν
સખત માનસિક તથા શારીરિક વેદના સહન કરનાર બન્યા
κρείττονος ἀναστάσεως
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ લોકોએ જગતમાં જે જીવનનો અનુભવ કર્યો તે કરતાં તેઓ સ્વર્ગમાં શ્રેષ્ઠ જીવનનો અનુભવ કરશે અથવા 2) જે લોકો વિશ્વાસ કરતાં નથી તેમના કરતાં આ લોકોનું પુનરુત્થાન શ્રેષ્ઠ હશે. જેઓ પાસે વિશ્વાસ છે તેઓ સદાકાળ માટે ઈશ્વર સાથે જીવશે. જેઓ વિશ્વાસવિહોણા છે તેઓ સદાકાળ માટે ઈશ્વરથી અલગ રહેશે.
Hebrews 11:36
ἕτεροι…ἐμπαιγμῶν καὶ μαστίγων πεῖραν ἔλαβον
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકોએ બીજાઓની મશ્કરી કરી અને ફટકા માર્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἕτεροι…ἐμπαιγμῶν καὶ μαστίγων πεῖραν ἔλαβον, ἔτι δὲ δεσμῶν καὶ φυλακῆς
આ ફરીથી શબ્દોમાં મૂકી શકાય કે જેથી અમૂર્ત નામને ક્રિયાપદ તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમના શત્રુઓ તેમની મશ્કરી કરે અને ફટકા મારે અને તેઓને સાંકળો બાંધે અને કેદખાનામાં નાખે તેની પરવાનગી આપીને ઈશ્વરે બીજાઓની પરીક્ષા કરી"" (જુઓ: અમૂર્ત નામો)
Hebrews 11:37
ἐλιθάσθησαν, ἐπρίσθησαν, ἐπειράσθησαν, ἐν φόνῳ μαχαίρης ἀπέθανον
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકોએ બીજાઓની મશ્કરી કરી અને ફટકા માર્યા... લોકોએ બીજાઓને પથ્થરો માર્યા. લોકોએ બીજાઓના કાપીને બે ટુકડા કર્યા. લોકોએ બીજાઓને તલવારથી મારી નાખ્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
περιῆλθον
એક સ્થળેથી બીજા સ્થળે ગયા અથવા ""સર્વ સમયે જીવ્યા
ἐν μηλωταῖς, ἐν αἰγίοις δέρμασιν
ફક્ત ઘેટાં અને બકરાંઓના ચામડા પહેર્યા
ὑστερούμενοι
તેઓ પાસે કશું ન હતું અથવા ""તેઓ ખૂબ ગરીબ હતા
Hebrews 11:38
οὐκ ἦν ἄξιος ὁ κόσμος
અહીં ""જગત"" લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ જગતના લોકો યોગ્ય ન હતા"" (જુઓ: ઉપનામ)
πλανώμενοι
આ એટલા માટે હતું કારણ કે જીવવા માટે તેઓ પાસે સ્થળ નહોતું.
σπηλαίοις, καὶ ταῖς ὀπαῖς τῆς γῆς
ગુફાઓ, અને કેટલાક ભૂમિમાં કરેલ બખોલોમાં રહ્યા
Hebrews 11:39
οὗτοι πάντες μαρτυρηθέντες διὰ τῆς πίστεως, οὐκ ἐκομίσαντο τὴν ἐπαγγελίαν
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે આ સર્વને તેઓના વિશ્વાસને કારણે માન આપ્યું, પણ તેઓએ સ્વયં ઈશ્વરે તેઓને જે વચન આપ્યું હતું તે પ્રમાણે પ્રાપ્ત ન કર્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
τὴν ἐπαγγελίαν
આ અભિવ્યક્તિનો અર્થ ""ઈશ્વરે જેનું તેમને વચન આપ્યું હતું."" (જુઓ: ઉપનામ)
Hebrews 11:40
ἵνα μὴ χωρὶς ἡμῶν τελειωθῶσιν
તેને હકારાત્મક અને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""એટલા માટે કેમ કે ઈશ્વર આપણને અને તેઓને એકસાથે સંપૂર્ણ કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 12
હિબ્રૂઓ 12 સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
શિસ્તના મૂલ્યો જણાવ્યા બાદ, લેખક પ્રોત્સાહનોની શ્રેણીની શરૂઆત કરે છે. (જુઓ; ઉત્તેજન, પ્રોત્સાહન, બોધ આપવો)
કેટલાક અનુવાદો કવિતાની દરેક પંક્તિને દૂર જમણી તરફ બીજા લખાણથી અલગ દર્શાવે છે જેથી વાંચવામાં સરળતા રહે. 12:5-6 જે જૂના કરારના શબ્દો છે તે સબંધી યુએલટી આ પ્રમાણે ગોઠવણ કરે છે.
આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
શિસ્ત
ઈશ્વર ચાહે છે કે તેમના લોકો જે યોગ્ય છે તે કરે. જ્યારે તેઓ જે ખોટું છે તે કરે છે, ત્યારે ઈશ્વરને તેઓને સુધારવાની અથવા શિક્ષા કરવાની જરૂર પડે છે. જે રીતે પૃથ્વી પરના પિતાઓ તેમના બાળકોને પ્રેમ કરતાં હોવાને કારણે તેમને સુધારે છે અને શિક્ષા કરે છે તેમ ઈશ્વર કરે છે. (જુઓ: શિસ્ત, સ્વ-શિસ્ત)
Hebrews 12:1
અમે"" અને ""આપણે"" શબ્દો લેખક અને તેના વાચકોનો ઉલ્લેખ કરે છે. ""તમે"" શબ્દ બહુવચન છે અને અહીં વાચકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સમાવેશક “અમે” અને તમેનાં સ્વરૂપો)
જૂના કરારના આ મોટાભાગના વિશ્વાસીઓને કારણે, તેઓના નમૂનાને આધારે વિશ્વાસીઓએ ઈસુ સાથે જે રીતે વિશ્વાસુ જીવન જીવવું જોઈએ તેની વાત લેખક કરે છે.
ἡμεῖς, τοσοῦτον ἔχοντες περικείμενον ἡμῖν νέφος μαρτύρων
લેખક જૂના કરારના વિશ્વાસીઓ વિશે એવી રીતે જણાવે છે જાણે કે તેઓ વાદળાં હોય જે વર્તમાનના વિશ્વાસીઓને ઘેરી વળ્યા હોય. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""સાક્ષીઓનું મોટું વાદળું આપણી આસપાસ છે"" અથવા ""વિશ્વાસુ લોકોના ઘણાં બધા ઉદાહરણો છે જે વિશે આપણે શાસ્ત્રમાંથી શીખીએ છીએ"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
μαρτύρων
અહીં ""સાક્ષીઓ"" અધ્યાય 11 માંના જૂના કરારના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે જેઓ અગાઉ વિશ્વાસની દોડ જીવી ગયા, જે દોડ હવે વિશ્વાસીઓ દોડી રહ્યા છે.
ὄγκον ἀποθέμενοι πάντα καὶ τὴν εὐπερίστατον ἁμαρτίαν
અહીં ""બોજ"" અને ""વળગી રહેનાર પાપ"" વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે વ્યક્તિ તેઓને લઈ શકતો હોય અને તેઓને નીચે મૂકી શકતો હોય. (જુઓ: રૂપક)
ὄγκον…πάντα
વલણો અથવા ટેવો જે વિશ્વાસીઓને ઈશ્વર પર ભરોસો કરતાં અથવા આધીન થતાં અટકાવે છે તે વિશે એ રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તેઓ બોજાઓ હોય જે દોડતી વખતે વ્યક્તિ માટે ઊંચકવું મુશ્કેલ બનાવતા હોય. (જુઓ: રૂપક)
τὴν εὐπερίστατον ἁμαρτίαν
પાપ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે એક જાળ અથવા બીજું કંઈ જે લોકોને ફરાવી શકતું હોય અને તેમને પાડી શકતું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""પાપ જે ઈશ્વરને આધીન થવું મુશ્કેલ બનાવે છે"" (જુઓ: રૂપક)
τρέχωμεν τὸν προκείμενον ἡμῖν ἀγῶνα
ઈસુને અનુસરવા વિશે એ રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે શરતમાં દોડવા સમાન હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જે રીતે એક દોડવીર જ્યાં સુધી તે શરત પૂર્ણ ન થાય ત્યાં સુધી દોડ ચાલુ રાખે છે,તે જ રીતે ઈશ્વરે આપણને જે આજ્ઞા આપી છે તેને આધીન થવાનું ચાલું રાખીએ"" (જુઓ: રૂપક)
Hebrews 12:2
τὸν τῆς πίστεως ἀρχηγὸν καὶ τελειωτὴν
ઈસુ આપણને વિશ્વાસ આપે છે અને આપણાં ધ્યેયને પહોંચવાનું કારણ આપીને આપણાં વિશ્વાસને સંપૂર્ણ બનાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણાં વિશ્વાસના સર્જક અને પૂર્ણ કરનાર"" અથવા ""એક કે જે આપણને શરૂઆતથી અંત સુધી વિશ્વાસ રાખવા શક્તિમાન કરે છે
ἀντὶ τῆς προκειμένης αὐτῷ χαρᾶς
આનંદ જે ઈસુએ અનુભવ્યો તે વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે ઈશ્વરપિતાએ તેને તેમની સમક્ષ ધ્યેય તરીકે મૂક્યો હતો કે જેને તેઓ(ઈસુ) પ્રાપ્ત કરે. (જુઓ: રૂપક)
αἰσχύνης καταφρονήσας
આનો અર્થ એ કે તેઓ વધસ્તંભ પર મરણની શરમ વિશે ચિંતાતુર ન હતા.
ἐν δεξιᾷ τε τοῦ θρόνου τοῦ Θεοῦ κεκάθικεν
ઈશ્વરના જમણા હાથે” બેસવું એ ઈશ્વર પાસેથી મોટું માન તથા અધિકાર પ્રાપ્ત કરવાની પ્રતિકાત્મક ક્રિયા છે. કેવી રીતે આ સમાન શબ્દસમૂહનું અનુવાદ તમે હિબ્રૂઓ 1:3માં કર્યું છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરના સિંહાસનની બાજુમાં માન અને અધિકારના સ્થાને બેઠા"" (જુઓ: સાંકેતિક પગલું)
Hebrews 12:3
κάμητε, ταῖς ψυχαῖς ὑμῶν
અહીં ""હ્રદયો"" એ વ્યક્તિના વિચારો અને લાગણીઓને રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""નાહિંમત કરવું"" (જુઓ: ઉપનામ)
Hebrews 12:4
હિબ્રૂઓનો લેખક ખ્રિસ્તી જીવનને દોડ સાથે સરખાવી રહ્યો છે.
οὔπω…ἀντικατέστητε, πρὸς τὴν ἁμαρτίαν ἀνταγωνιζόμενοι
અહીં ""પાપ"" વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે એક વ્યક્તિ હોય જેની સાથે કોઈ યુદ્ધમાં લડી રહ્યું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તમે હજુ સુધી પાપીઓના હુમલાઓ સહન કર્યા નથી"" (જુઓ: વ્યક્તિનો અવતાર)
μέχρις αἵματος
વિરોધનો એટલો બધો પ્રતિકાર કરવો કે કોઈક તે માટે મૃત્યુ પામે એ વિશે એ રીતે જણાવવામાં આવ્યું છે જાણે કોઈક ચોક્કસ સ્થાને પહોંચી ગયું છે જ્યાં તે મૃત્યુ પામશે. (જુઓ: રૂપક)
αἵματος
અહીં ""રક્ત"" મૃત્યુનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મૃત્યુનું"" (જુઓ: ઉપનામ)
Hebrews 12:5
τῆς παρακλήσεως, ἥτις ὑμῖν…διαλέγεται
જૂના કરારના વચનો વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે કોઈ વ્યક્તિ હોય જે બીજાઓને ઉત્તેજન આપી શકતી હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તમને ઉત્તેજન આપવા માટે વચનોમાં જે સૂચનાઓ આપી છે તે"" (જુઓ: વ્યક્તિનો અવતાર)
ὡς υἱοῖς…υἱέ μου
પુત્રો"" અને ""પુત્ર"" અનુવાદિત શબ્દો એ ચોક્કસપણે નર બાળક માટેનો શબ્દ છે. તે સંસ્કૃતિમાં કૌટુંબિક રેખા પુત્રો મારફતે ચાલું રહેતી હતી, સામાન્ય રીતે પુત્રીઓ દ્વારા નહીં. જોકે યુએસટી અને કેટલીક અંગ્રેજી આવૃત્તિઓ પ્રમાણે, લેખક તેના શબ્દો નર અને નારી બંનેને ઉદ્દેશીને જણાવે છે. (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)
υἱέ μου…ὑπ’ αὐτοῦ ἐλεγχόμενος
અહીં લેખક જૂના કરારના નીતિવચનોના પુસ્તકમાંથી નીતિવચનો કે જે સુલેમાનનાં તેના નર બાળકો માટેના શબ્દો હતા, તેનો ઉપયોગ કરે છે.
μὴ ὀλιγώρει παιδείας Κυρίου, μηδὲ ἐκλύου
આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે પ્રભુ તમને શિસ્તમાં લાવે, ત્યારે તેને ખૂબ ગંભીરતાપૂર્વક લો, અને થાકી જશો નહીં"" (જુઓ: વક્રોક્તિ)
μηδὲ ἐκλύου
અને નાસીપાસ થશો નહીં
ὑπ’ αὐτοῦ ἐλεγχόμενος
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ(ઈશ્વર) તમને સુધરે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 12:6
πάντα υἱὸν ὃν παραδέχεται
અનુવાદિત થયેલ શબ્દ ""પુત્ર"" એ ચોક્કસપણે નર બાળક માટે છે. તે સંસ્કૃતિમાં કૌટુંબિક રેખા પુત્રો મારફતે આગળ વધતી હતી, સામાન્ય રીતે પુત્રીઓ દ્વારા નહીં. (જુઓ: https://git.door43.org/STR/gu_ta/src/branch/master/translate/figs-gendernotations/01.md)
Hebrews 12:7
εἰς παιδείαν ὑπομένετε
સમજો કે સહન કરવાના સમય દરમિયાન ઈશ્વર આપણને શિસ્ત શીખવે છે
ὡς υἱοῖς ὑμῖν προσφέρεται ὁ Θεός
તે ઈશ્વર તેમના લોકોને શિસ્તમાં લાવે છે તેને પિતા તેમના પુત્રોને શિસ્તમાં લાવે છે તેની સાથે સરખાવે છે. તમે સમજાઈ ગયેલ માહિતીને સ્પષ્ટપણે કહી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તમારી સાથે એ જ રીતે વર્તે છે જેમ એક પિતા તેના પુત્રોની સાથે વર્તે છે"" (જુઓ: ઉપમા અને અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))
ὑμῖν…υἱὸς
આ શબ્દોના દરેક બનાવો નર અને નારીનો સમાવેશ કરવા કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""બાળકો ... બાળક"" (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)
τίς γὰρ υἱὸς ὃν οὐ παιδεύει πατήρ?
આ પ્રશ્ન મારફતે લેખક જણાવે છે કે દરેક સારો પિતા તેના બાળકોને શિસ્તમાં કેળવે છે. આ એક વાક્ય તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""દરેક પિતા તેના બાળકોને કેળવે છે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
Hebrews 12:8
εἰ δὲ χωρίς ἐστε παιδείας, ἧς μέτοχοι γεγόνασι πάντες
તમે અમૂર્ત નામ ""શિસ્ત""ને ક્રિયાપદ ""શિસ્તની કાર્યવાહી"" તરીકે ફરીથી દર્શાવી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ ઈશ્વર તેમના સર્વ બાળકોને શિસ્તમાં લાવે છે તેમ તેઓ(ઈશ્વર) તમને શિસ્તમાં લાવ્યા હોય તેમ તમે અનુભવ્યું ના હોય તો"" (જુઓ: અમૂર્ત નામો)
ἄρα νόθοι καὶ οὐχ υἱοί ἐστε
જેઓને ઈશ્વર કેળવતા નથી તેઓ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ એકબીજા સાથે પરણેલ ન હોય તેવા પુરુષ અને સ્ત્રીના પુત્રો હોય. (જુઓ: રૂપક)
Hebrews 12:9
πολὺ…μᾶλλον ὑποταγησόμεθα τῷ Πατρὶ τῶν πνευμάτων, καὶ ζήσομεν?
લેખક ભારપૂર્વક જણાવવા ઉદ્દગાર વાચકનો ઉપયોગ કરે છે કે આપણે ઈશ્વરપિતાને આધીન થવું જોઈએ. આ એક વાક્ય તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેથી આપણે આપણાં આત્માઓના પિતાને, એથી વિશેષ આધીન થવું જોઈએ અને જીવવું જોઈએ."" (જુઓ: ઉદ્ગાર સંબોધનો)
τῷ Πατρὶ τῶν πνευμάτων
આ રૂઢિપ્રયોગ ""દેહમાંના પિતાઓ"" સાથે વિરોધાભાસ દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણાં આત્મિક પિતા"" અથવા ""સ્વર્ગમાંના આપણાં પિતા"" (જુઓ: રૂઢિપ્રયોગ)
καὶ ζήσομεν
જેથી કે આપણે જીવીશું
Hebrews 12:10
εἰς τὸ μεταλαβεῖν τῆς ἁγιότητος αὐτοῦ
આ રૂપક ""પવિત્રતા"" વિશે એવી રીતે જણાવે છે જાણે કે તે પદાર્થ હોય જેને લોકો મધ્યે વહેંચી શકાતો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તેથી જેમ ઈશ્વર પવિત્ર છે તેવા પવિત્ર આપણે બનીએ"" (જુઓ: રૂપક)
Hebrews 12:11
καρπὸν εἰρηνικὸν…ἀποδίδωσιν δικαιοσύνης
અહીં ફળ એ ""પરિણામ"" અથવા ""નિષ્પતિ/નિષ્કર્ષ"" માટેનું એક રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે ન્યાયીપણાનું શાંતિપૂર્વક પરિણામ ઉત્પન્ન કરે છે"" અથવા ""તે ન્યાયીપણું ઉત્પન્ન કરે છે, જે શાંતિમાં પરિણમે છે"" (જુઓ: રૂપક)
τοῖς δι’ αὐτῆς γεγυμνασμένοις
જે શિસ્ત દ્વારા તાલીમબદ્ધ થયેલ છે. ઈશ્વર દ્વારા શિસ્ત કરાયેલ અથવા કરવામાં આવેલ સુધારા વિશે એવી રીતે કહેવાયું છે જાણે કે તે પોતે પ્રભુ હોય. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓને શિસ્ત દ્વારા ઈશ્વરે તાલીમબદ્ધ કર્યા હોય"" (જુઓ: વ્યક્તિનો અવતાર અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 12:12
τὰς παρειμένας χεῖρας, καὶ τὰ παραλελυμένα γόνατα, ἀνορθώσατε
શક્ય રીતે તે દોડ માટે હિબ્રૂઓ 12:1નું રૂપક જારી રાખે છે. આ રીતે લેખક ખ્રિસ્તીઓ તરીકે જીવવા અને બીજાઓને મદદ કરવા વિશે વાત કરે છે. (જુઓ: રૂપક)
Hebrews 12:13
τροχιὰς ὀρθὰς ποιεῖτε τοῖς ποσὶν ὑμῶν
શક્ય રીતે આ દોડ વિશે હિબ્રૂઓ 12:1નું રૂપક ચાલુ રાખે છે. આ રીતે લેખક ખ્રિસ્તીઓ તરીકે જીવવા અને બીજાઓને મદદ કરવા વિશે વાત કરે છે. (જુઓ: રૂપક)
τροχιὰς ὀρθὰς
ઈશ્વરને માન મળે અને તેઓ પ્રસન્ન થાય એ રીતે જીવવા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે અનુસરવા માટેનો એક સીધો રસ્તો હોય. (જુઓ: રૂપક)
μὴ τὸ χωλὸν ἐκτραπῇ
શરતમાં દોડવાના આ રૂપકમાં, ""લંગડું"" એ શરતમાંના બીજા વ્યક્તિને રજૂ કરે છે, જે ઇજાગ્રસ્ત છે અને છોડી દેવા માંગે છે. તે ખ્રિસ્તીઓને પોતાને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે કોઈ નબળો છે અને છોડી દેવા માંગે છે તે પોતાના પગની ઘૂંટીને મરડશે નહીં"" (જુઓ: રૂપક)
μὴ…ἐκτραπῇ
કોઈક કે જેણે ઈશ્વરને આધીન થવાનું મૂકી દીધું છે તે વિશે એ રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તેણે માર્ગમાં પોતાના પગ કે ઘૂંટીને ઈજા કરી છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેની ઘૂંટીને મરડશે નહીં"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἰαθῇ…μᾶλλον
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેને બદલે પ્રબળ બને"" અથવા ""તેને બદલે ઈશ્વર તેને સાજો કરે"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 12:14
એક વ્યક્તિ એસાવ, કે જેના વિશે મૂસાના લખાણમાં લખવામાં આવ્યું છે, તેનો ઉલ્લેખ ઇસહાકના પ્રથમ પુત્ર તરીકે અને યાકૂબના ભાઈ તરીકે કરવામાં આવ્યો છે.
εἰρήνην διώκετε μετὰ πάντων
અહીં અમૂર્ત નામ ""શાંતિ"" વિશે એવી રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તે એવું કંઈક હોય જેનો વ્યક્તિએ પીછો કરવો જોઈએ અને તેને ક્રિયાવિશેષણ તરીકે અનુવાદિત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""દરેક સાથે શાંતિપૂર્વક રહેવાનો પ્રયત્ન કરો"" (જુઓ: રૂપક અને અમૂર્ત નામો)
καὶ τὸν ἁγιασμόν, οὗ χωρὶς οὐδεὶς ὄψεται τὸν Κύριον
આ હકારાત્મક ઉત્તેજન તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પવિત્ર બનવા ભારે પરિશ્રમ કરો, કેમ કે કેવળ પવિત્ર લોકો જ પ્રભુને જોશે"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)
καὶ τὸν ἁγιασμόν
તમે સમજી ગયેલ માહિતીને સ્પષ્ટપણે દર્શાવી શકો. વૈકલ્પિક ભાષાંતર: ""પવિત્રતાનો પીછો કરો"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))
Hebrews 12:15
μή τις ὑστερῶν ἀπὸ τῆς χάριτος τοῦ Θεοῦ
કોઈપણ ઈશ્વરની કૃપા મેળવીને તેને જવા દઈ શકતો નથી અથવા ""કોઈપણ ઈશ્વર પર પ્રથમ ભરોસો કર્યા પછી તેમની કૃપાનો અનાદર કરી શકતો નથી
μή τις ῥίζα πικρίας ἄνω φύουσα ἐνοχλῇ, καὶ δι’ αὐτῆς μιανθῶσιν πολλοί
તિરસ્કારજનક અથવા રોષે ભરાયેલા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ છોડ હોય જે સ્વાદમાં કડવા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""કે કોઈપણ કડવા મૂળ જેવો ન બને, જે જ્યારે ઊગે, ત્યારે ઘણાં લોકોને મુશ્કેલી અને નુકસાન પહોંચાડવાનું કારણ બને"" (જુઓ: રૂપક)
Hebrews 12:17
ἀπεδοκιμάσθη
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેના પિતા, ઇસહાકે, તેને આશીર્વાદ આપવાની મના કરી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
μετανοίας γὰρ τόπον οὐχ εὗρεν
અમૂર્ત નામ ""પસ્તાવા"" ને શાબ્દિક શબ્દસમૂહ વડે અનુવાદિત કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે તેના માટે પસ્તાવો કરવો એ શક્ય ન હતું"" અથવા ""કેમ કે તેના માટે પોતાનો નિર્ણય બદલવો શક્ય ન હતો"" (જુઓ: અમૂર્ત નામો)
καίπερ μετὰ δακρύων ἐκζητήσας αὐτήν
અહીં ""તે"" એસાવનો ઉલ્લેખ કરે છે.
Hebrews 12:18
તું"" અને ""તમે"" શબ્દો હિબ્રૂ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે જેઓને લેખકે પત્ર લખ્યો છે. ""તેઓ"" શબ્દ ઇઝરાએલી લોકો, જેઓને મૂસાએ મિસરમાંથી બહાર કાઢ્યા અને દોર્યા, તેઓનો ઉલ્લેખ કરે છે. પ્રથમ અવતરણ મૂસાના લખાણોમાંથી લેવાયેલ છે. હિબ્રૂના પત્રના આ ભાગમાં ઈશ્વર પ્રગટ કરે છે કે મૂસાએ કહ્યું કે પર્વત તરફ જોતાં તે ધ્રુજી ગયો.
નિયમ હેઠળ જીવતાં મૂસાના સમયના વિશ્વાસીઓ પાસે શું હતું અને ઈસુ પાસે આવવા દ્વારા નવા કરાર હેઠળ વર્તમાન સમયના વિશ્વાસીઓ પાસે શું છે તેનો વિરોધાભાસ લેખક અહીં દર્શાવે છે. કેવી રીતે ઈશ્વરે સિનાઈ પર્વત પર ઇઝરાએલીઓને દર્શન આપ્યું હતું તે વિશેનું વર્ણન કરી ઇઝરાએલીઓના અનુભવને લેખક સમજાવે છે.
οὐ γὰρ προσεληλύθατε, ψηλαφωμένῳ
ગર્ભિત માહિતીને સ્પષ્ટપણે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે જેમ ઇઝરાએલના લોક પર્વતને સ્પર્શવા આવ્યા હતા, તેમ તમે આવ્યા નથી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
προσεληλύθατε
તેનો અર્થ એ છે કે ખ્રિસ્ત પર વિશ્વાસ રાખતા વિશ્વાસીઓ, સિનાઈ પર્વત સમાન ભૌતિક પર્વત કે જેને વ્યક્તિ જોઈ કે સ્પર્શી શકે, તેની પાસે આવ્યા નથી. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેને વ્યક્તિ સ્પર્શી શકે"" અથવા ""જેને લોકો તેમની સંવેદના દ્વારા સમજી શકે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 12:19
σάλπιγγος ἤχῳ
તમે એવા સ્થાન પાસે આવ્યા નથી જ્યાં રણશિંગડાનો મોટો અવાજ આવતો હોય
καὶ φωνῇ ῥημάτων, ἧς οἱ ἀκούσαντες παρῃτήσαντο, μὴ προστεθῆναι αὐτοῖς λόγον
અહીં ""અવાજ"" કોઈકના બોલવાનો ઉલ્લેખ કરે છે. ""બોલવામાં આવેલ"" શબ્દસમૂહને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""અથવા જ્યાં ઈશ્વર એવી રીતે બોલી રહ્યા હતા કે જેઓએ તેમને સાંભળ્યા તેઓ તેમને બીજો શબ્દ ન બોલે માટે વિનંતી કરવા લાગ્યા"" (જુઓ: ઉપનામ અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 12:20
τὸ διαστελλόμενον
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેની ઈશ્વરે આજ્ઞા કરી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
λιθοβοληθήσεται
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારે તેને પથ્થરે મારવો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 12:22
હાબેલ એ પ્રથમ પુરુષ અને સ્ત્રી, આદમ અને હવાનો પુત્ર હતો. કાઈન પણ તેમનો પુત્ર હતો, જેણે હાબેલનું ખૂન કર્યું હતું.
Σιὼν Ὄρει
લેખક સિયોન પહાડ, યરૂશાલેમના મંદિર વિશે એવી રીતે જણાવે છે જાણે કે તે પોતે જ સ્વર્ગ, ઈશ્વરનું ઘર હોય. (જુઓ: રૂપક)
μυριάσιν ἀγγέλων
દૂતોની અસંખ્ય સંખ્યા
Hebrews 12:23
πρωτοτόκων
તે ખ્રિસ્ત પર વિશ્વાસ કરતાં વિશ્વાસીઓ વિશે એવી રીતે જણાવે છે જાણે કે તેઓ પ્રથમજનિત સંતાનો હોય. આ તેમની ખાસ જગા અને ઈશ્વરના લોક તરીકેના વિશેષાધિકાર પર ભાર મૂકે છે. (જુઓ: રૂપક)
ἀπογεγραμμένων ἐν οὐρανοῖς
જેઓના નામ સ્વર્ગમાં લખાયેલા છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓના નામ ઈશ્વરે સ્વર્ગમાં લખ્યા છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
τετελειωμένων
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓને ઈશ્વરે સંપૂર્ણ કર્યા છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 12:24
διαθήκης νέας μεσίτῃ
તેનો અર્થ ખ્રિસ્તે ઈશ્વર અને મનુષ્ય વચ્ચે અસ્તિત્વ ટકી રહે માટે નવો કરાર સ્થાપ્યો. કેવી રીતે તમે તેનું હિબ્રૂઓ 9:15માં અનુવાદ કર્યું છે તે જુઓ.
αἵματι ῥαντισμοῦ, κρεῖττον λαλοῦντι παρὰ τὸν Ἂβελ
ઈસુના રક્ત અને હાબેલના રક્ત વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ લોકો હોય જેઓ બોલાવી રહ્યા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુનું છંટકાવનું રક્ત જે હાબેલના રક્ત કરતાં વધારે સારી બાબતો જણાવે છે"" (જુઓ: વ્યક્તિનો અવતાર અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
αἵματι
જે રીતે હાબેલનું રક્ત તેના મરણનો ઉલ્લેખ કરે છે તેમ અહીં ""રક્ત"" એટલે ઈસુનું મરણ,. (જુઓ: ઉપનામ)
Hebrews 12:25
આ અવતરણ જૂના કરારના હાગ્ગાય પ્રબોધકના પુસ્તકમાંથી લેવાયેલ છે. ""તમે"" શબ્દ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરવાનું જારી રાખે છે. ""આપણે"" શબ્દ લેખક અને વાચકો કે જેઓ વિશ્વાસીઓ છે તેઓનો ઉલ્લેખ કરવાનું જારી રાખે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો અને સમાવેશક “અમે”)
સિનાઈ પર્વત પર ઇઝરાએલીઓના અનુભવને, ખ્રિસ્તના મરણ બાદ વિશ્વાસીઓના અનુભવ સાથે તફાવત કરીને લેખક વિશ્વાસીઓને યાદ અપાવે છે કે તેઓ પાસે એ જ ઈશ્વર છે જે તેઓને આજે ચેતવણી આપે છે. આ પાંચમી મુખ્ય ચેતવણી વિશ્વાસીઓને આપવામાં આવી છે.
μὴ παραιτήσησθε τὸν λαλοῦντα
આ હકારાત્મક સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે બોલી રહ્યા છે તેઓ તરફ ધ્યાન આપો"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)
εἰ…ἐκεῖνοι οὐκ ἐξέφυγον
ગર્ભિત માહિતીને સ્પષ્ટપણે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો ઇઝરાએલના લોકો ન્યાયથી બચ્યા નહીં તો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ἐπὶ γῆς…τὸν χρηματίζοντα
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""મૂસા, જેણે તેઓને આ પૃથ્વી પર ચેતવ્યા"" અથવા 2) ""ઈશ્વર, જેમણે તેઓને સિનાઈ પર્વત પર ચેતવ્યા
ἡμεῖς οἱ τὸν ἀπ’ οὐρανῶν ἀποστρεφόμενοι
ઈશ્વરને આધીન ના રહેવાના વલણ વિશે વાત એ રીતે કરવામાં આવી છે જાણે કે તે રીતે વર્તનાર વ્યક્તિ દિશા બદલી રહી હોય અને ઈશ્વરથી દૂર ચાલી રહી હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જે આપણને ચેતવી રહ્યા છે તેમનો જો આપણે અનાદર કરીએ તો"" (જુઓ: રૂપક)
Hebrews 12:26
οὗ ἡ φωνὴ τὴν γῆν ἐσάλευσεν
જ્યારે ઈશ્વર બોલ્યા ત્યારે તેમના અવાજનો ધ્વનિ, પૃથ્વીના ધ્રૂજવાનું કારણ બન્યો
ἐσάλευσεν…σείσω
જમીનને હલાવવા ધરતીકંપ શું કરે છે તે માટેના શબ્દનો ઉપયોગ કરો. તે ફરીથી હિબ્રૂઓ 12:18-21નો ઉલ્લેખ કરે છે કે મૂસાએ જ્યારે ઈશ્વર પાસેથી નિયમ મેળવ્યો ત્યારે ત્યાં લોકોએ જ્યારે પર્વતને જોયો ત્યારે શું થયું.
Hebrews 12:27
અહીં આગલી કલમ પરથી હાગ્ગાય પ્રબોધકના અવતરણનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે.
δηλοῖ τῶν σαλευομένων μετάθεσιν, ὡς πεποιημένων
અમૂર્ત નામ ""નાબૂદી"" ને ક્રિયાપદ ""દૂર કરવું"" તરીકે અનુવાદિત કરી શકાય છે.આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અર્થ એ છે કે કંપાયમાન વસ્તુઓને, જે ઈશ્વર સમક્ષ સ્થિર હશે નહીં તેને ઈશ્વર દૂર કરશે"" (જુઓ: અમૂર્ત નામો અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
τῶν σαλευομένων
જમીનને હલાવવા ધરતીકંપ શું કરે છે તે માટેના શબ્દનો ઉપયોગ કરો. તે ફરીથી હિબ્રૂઓ 12:18-21નો ઉલ્લેખ કરે છે કે મૂસાએ જ્યારે ઈશ્વર પાસેથી નિયમ મેળવ્યો ત્યારે ત્યાં લોકોએ જ્યારે પર્વતને જોયો ત્યારે શું થયું. તમે કેવી રીતે ""હલાવવું"" અને ""કંપાવું""નો અનુવાદ હિબ્રૂઓ 12:26માં કર્યો છે તે જુઓ.
πεποιημένων
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કે જે ઈશ્વરે ઉત્પન્ન કર્યું છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
τὰ μὴ σαλευόμενα
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""વસ્તુઓ કે જે કાંપતી નથી"" અથવા ""વસ્તુઓ કે જેઓ કાંપી શકતી નથી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
τὰ μὴ σαλευόμενα
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે કાંપતી નથી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 12:28
βασιλείαν…παραλαμβάνοντες
તમે ""કેમ કે આપણે"" શબ્દો આ વાક્ય અને આવનાર વાક્ય વચ્ચે તાર્કિક જોડાણને સ્પષ્ટ કરવા ઉમેરી શકો. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે આપણે રાજ્ય મેળવી રહ્યા છીએ"" અથવા ""કેમ કે ઈશ્વર આપણને તેમના રાજ્યના સભ્યો બનાવી રહ્યા છે"" (જુઓ: જોડતા શબ્દો)
ἔχωμεν χάριν
આવો આપણે આભાર માનીએ
μετὰ εὐλαβείας καὶ δέους
આદરભાવ"" અને ""ભય"" શબ્દો સમાન અર્થ ધરાવે છે અને ઈશ્વરના કારણે આદરભાવની મહાનતા પર ભાર મૂકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મોટા માન અને ડર સાથે"" (જુઓ: બેવડું/બમણાં)
Hebrews 12:29
ὁ Θεὸς ἡμῶν πῦρ καταναλίσκον
ઈશ્વર વિશે અહીં એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ અગ્નિ હોય જે કશું પણ બાળી શકતા હોય. (જુઓ: રૂપક)
Hebrews 13
હિબ્રૂઓ 13 સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
લેખક અધ્યાય 12 માં શરૂ કરેલ શિખામણ આપવાનું પૂર્ણ કરે છે. ત્યારબાદ તે વાચકોને તેના માટે પ્રાર્થના કરવાનું કહે છે અને પત્રનો અંત કરે છે.
કેટલાક અનુવાદો કવિતાની દરેક પંક્તિને દૂર જમણી તરફ બીજા લખાણથી અલગ દર્શાવે છે જેથી વાંચવામાં સરળતા રહે. 13:6 જે જૂના કરારના શબ્દો છે તે સબંધી યુએલટી આ પ્રમાણે ગોઠવણ કરે છે.
આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
અતિથિ સત્કાર
ઈશ્વર ચાહે છે કે તેમના લોક, બીજા લોકોને તેમના ઘરે જમવા તથા રહેવા માટે પણ આમંત્રણ આપે. જેઓને તેઓ આમંત્રણ આપી રહ્યા છે તેઓને બરાબર ઓળખતા ના હોય તોપણ તેમના લોકે આ પ્રમાણે કરવું જોઈએ. જૂના કરારમાં, ઇબ્રાહિમ અને તેના ભત્રીજા લોતે, જે લોકોને તેઓ ઓળખતા ન હતા તેઓ પ્રત્યે અતિથિ સત્કાર દર્શાવ્યો. ઇબ્રાહિમે તેઓને કિંમતી ભોજન જમાડ્યું અને પછી તેઓ જ્યારે લોતના નિવાસસ્થાને ગયા ત્યારે તેણે તેઓને રહેવા માટે આમંત્રણ આપ્યું. પાછળથી ઇબ્રાહિમ અને લોત સમજ્યા કે જેઓને તેઓએ આમંત્રણ આપ્યું હતું તેઓ તો ખરેખર દૂતો હતા.
Hebrews 13:1
આ અંત ભાગમાં, લેખક વિશ્વાસીઓએ કેવી રીતે જીવવું જોઈએ તે પર ચોક્કસ સૂચનાઓ આપે છે.
ἡ φιλαδελφία μενέτω
જે રીતે તમે તમારાં કુટુંબના સભ્ય પર પ્રેમ કરો છો તે પ્રમાણે બીજા વિશ્વાસીઓ પ્રત્યે તમારો પ્રેમ બતાવાનું ચાલું રાખો
Hebrews 13:2
μὴ ἐπιλανθάνεσθε
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""યાદ રાખવા ચોક્કસ રહો"" (જુઓ: વક્રોક્તિ)
φιλοξενίας
અજાણ્યાઓને આવકારો અને તેઓ પ્રત્યે સદવ્યવહાર દર્શાવો
Hebrews 13:3
ὡς συνδεδεμένοι
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જાણે તમે તેઓ સાથે બંધાયેલા હો"" અથવા ""જાણે તમે તેમની સાથે કેદખાનામાં હો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
τῶν κακουχουμένων
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ સાથે બીજાઓ દુર્વ્યવહાર કરે છે"" અથવા ""જેઓ સહન કરી રહ્યા છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ὡς καὶ αὐτοὶ ὄντες ἐν σώματι
જે રીતે વિશ્વાસીઓ પોતાની પીડા વિશે વિચારે છે તે પ્રમાણે તેઓએ બીજાઓની પીડા વિશે વિચારવું જોઈએ એ માટે આ શબ્દસમૂહ ઉત્તેજન આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જાણે તમે જ સહન કરી રહ્યા હોય"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 13:4
τίμιος ὁ γάμος ἐν πᾶσιν
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પુરુષ અને સ્ત્રી કે જેઓ એકબીજા સાથે પરણેલા છે તેઓએ એકબીજાનો આદર કરવો જોઈએ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἡ κοίτη ἀμίαντος
આ જાતીય ઐક્યતાના કાર્ય વિશે એવી રીતે જણાવે છે જાણે કે તે ફક્ત પરણેલા યુગલનું જ બિછાનું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""પતિઓ તથા પત્નીઓ તેઓના લગ્ન સંબંધને એકબીજા થકી માન આપે અને અન્ય વ્યક્તિ સાથે સૂઈ જાય નહીં"" (જુઓ: સૌમ્યોક્તિ અને ઉપનામ)
Hebrews 13:5
ἀφιλάργυρος ὁ τρόπος
અહીં ""વર્તન"" વ્યક્તિના ચારિત્ર્ય અથવા જે રીતે તે જીવે છે તેનો ઉલ્લેખ કરે છે અને ""પૈસા પ્રત્યેના મોહથી મુક્ત"", પુષ્કળ પ્રમાણમાં નાણાં હોવાની તીવ્ર ઇચ્છા ના હોવાનો ઉલ્લેખ કરે છે. જે વ્યક્તિ નાણાંને પ્રેમ કરે છે તે પોતાની પાસે જે નાણાં હોય છે તેથી સંતુષ્ટ હોતો નથી. વૈકલ્પિક ભાષાંતર: ""તમારી ચાલચલગત ધન પ્રત્યેના પ્રેમ દ્વારા અસરગ્રસ્ત ન હોય"" અથવા ""પુષ્કળ નાણાં માટે તીવ્ર ઇચ્છા ન રાખો
ἀρκούμενοι
સંતોષી રહો
Hebrews 13:6
Κύριος ἐμοὶ βοηθός…ποιήσει μοι ἄνθρωπος
આ અવતરણ જૂના કરારના ગીતશાસ્ત્રના પુસ્તકમાંથી લેવાયેલ છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
οὐ φοβηθήσομαι; τί ποιήσει μοι ἄνθρωπος?
લેખક ભારપૂર્વક જણાવવા પ્રશ્નનો ઉપયોગ કરે છે કે તે લોકોથી ડરતો નથી કેમ કે ઈશ્વર તેને મદદ કરી રહ્યા છે. અહીં ""માણસ"" એટલે કોઈપણ વ્યક્તિ. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈપણ વ્યક્તિ મને શું કરી શકે છે તેથી હું ડરીશ નહીં!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન અને જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)
Hebrews 13:7
τὸν λόγον τοῦ Θεοῦ
જે ઈશ્વરે કહ્યું
τὴν ἔκβασιν τῆς ἀναστροφῆς
જે રીતે તેઓ વર્ત્યા તેનું પરિણામ
μιμεῖσθε τὴν πίστιν
અહીં ઈશ્વર પર ભરોસો અને આ આગેવાનો જે રીતે જીવન જીવ્યા તે વિશે ""તેઓનો વિશ્વાસ"" એમ કહેવામાં આવ્યું છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે રીતે તેઓ ઈશ્વર પર ભરોસો રાખે છે અને તેમને આધીન થાય છે તેમ જ તમે કરો"" (જુઓ: ઉપનામ)
Hebrews 13:8
ἐχθὲς καὶ σήμερον, ὁ αὐτός, καὶ εἰς τοὺς αἰῶνας
અહીં ""ગઈ કાલે"" એટલે ભૂતકાળનો સમય. વૈકલ્પિક ભાષાંતર: ""ભૂતકાળ, વર્તમાન, અને ભવિષ્ય એમ સર્વકાળમાં સમાન છે"" (જુઓ: ઉપનામ)
Hebrews 13:9
આ ભાગ જૂના કરારમાં વિશ્વાસીઓ દ્વારા ઈશ્વરને જે પ્રાણીઓના અર્પણો કરવામાં આવતા હતા, જે જ્યાં સુધી ખ્રિસ્તનું મરણ થયું નહીં ત્યાં સુધી, ક્ષણિક સમય પૂરતા તેઓના પાપો ઢાંકતા હતા, તેનો ઉલ્લેખ કરે છે.
διδαχαῖς ποικίλαις καὶ ξέναις, μὴ παραφέρεσθε
વિવિધ શિક્ષણો દ્વારા સમજાવવામાં આવ્યા તે વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે વ્યક્તિને બળજબરીપૂર્વક દૂર લઈ જવામાં આવી હોય. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""બીજાઓ તમને તેમના વિવિધ વિચિત્ર શિક્ષણો પર વિશ્વાસ કરવા સમજાવે તેવું થવા ના દો"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
διδαχαῖς ποικίλαις καὶ ξέναις
ઘણાં, જુદાં-જુદાં શિક્ષણો જે સુવાર્તા નથી, એ વિશે અમે તમને કહ્યું છે
καλὸν…χάριτι βεβαιοῦσθαι τὴν καρδίαν, οὐ βρώμασιν, ἐν οἷς οὐκ ὠφελήθησαν οἱ περιπατοῦντες
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે આપણે વિચારીએ છીએ કે ઈશ્વર આપણાં પ્રત્યે કેટલા દયાળુ રહ્યા છે ત્યારે આપણે પ્રબળ બનીએ છીએ, પણ આપણે ખોરાક વિશેના નિયમો પાળીને પ્રબળ બની શકતા નથી"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
βεβαιοῦσθαι τὴν καρδίαν
અહીં ""હ્રદય"" એ ""આંતરિક સ્વ""માટેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે આંતરિક રીતે મજબૂત થવું જોઈએ"" (જુઓ: ઉપનામ)
βρώμασιν
અહીં ""ખોરાક"" એટલે ખોરાક વિશેના નિયમો. (જુઓ: ઉપનામ)
οἱ περιπατοῦντες
જીવવા વિશે એવી રીતે કહેવાયું છે જાણે કે તે ચાલવું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ તે દ્વારા જીવે છે"" અથવા ""જેઓ પોતાના જીવનનું નિયમન તેઓ દ્વારા કરે છે"" (જુઓ: રૂપક)
Hebrews 13:10
ἔχομεν θυσιαστήριον
અહીં ""વેદી"" એટલે ""ભક્તિનું સ્થાન."" તે પ્રાણીઓનો પણ અર્થ ધરાવે છે જેનું અર્પણ જૂના કરારમાં યાજકો કરતા હતા, જ્યાંથી તેઓ પોતાને માટે અને પોતાના કુટુંબને સારું માંસ લેતા હતા. (જુઓ: ઉપનામ)
Hebrews 13:11
ὧν…εἰσφέρεται ζῴων τὸ αἷμα περὶ ἁμαρτίας εἰς τὰ ἅγια διὰ τοῦ ἀρχιερέως
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રમુખ યાજક પ્રાણીઓ, જેને યાજકોએ પાપો માટે કાપ્યું, તેનું રક્ત પવિત્રસ્થાનમાં લાવતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
τούτων τὰ σώματα κατακαίεται
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે યાજકો પ્રાણીઓના શરીરોને બાળતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἔξω τῆς παρεμβολῆς
જ્યાં લોકો રહેતા હતા તેથી દૂર
Hebrews 13:12
અહીં ઈસુના બલિદાન અને જૂના કરારના મુલાકાતમંડના અર્પણો વચ્ચે સરખામણી કરવામાં આવી છે.
διὸ
તે જ રીતે અથવા ""કેમ કે અર્પણોના શરીરો છાવણી બહાર બાળવામાં આવતા હતા"" (હિબ્રૂઓ 13:11)
ἔξω τῆς πύλης
તેનો અર્થ ""શહેરની બહાર"" એમ થાય છે. (જુઓ: ઉપનામ)
Hebrews 13:13
τοίνυν ἐξερχώμεθα πρὸς αὐτὸν ἔξω τῆς παρεμβολῆς
ઈસુને આધીન થવા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે વ્યક્તિ છાવણી છોડીને જ્યાં ઈસુ છે ત્યાં બહાર જઈ રહ્યો હોય. (જુઓ: રૂપક)
τὸν ὀνειδισμὸν αὐτοῦ φέροντες
અપમાન વિશે એવી રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તે એક પદાર્થ હોય જેને કોઈકના હાથમાં કે પીઠ પર વહન કરવાનું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જે રીતે લોકોએ તેમનું અપમાન કર્યું તે પ્રમાણે બીજાઓને આપણું અપમાન કરવાની પરવાનગી આપવી"" (જુઓ: રૂપક)
Hebrews 13:14
ἐπιζητοῦμεν
ના માટે રાહ જોવી
Hebrews 13:15
θυσίαν αἰνέσεως
સ્તુતિ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે પ્રાણીઓનું અર્પણ અથવા ધૂપ હોય. (જુઓ: રૂપક)
αἰνέσεως…τοῦτ’ ἔστιν καρπὸν χειλέων
સ્તુતિ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે લોકોના હોઠો દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ ફળ હોય. વૈકલ્પિક ભાષાંતર: ""સ્તુતિ જેઓ તેમના નામને કબૂલ કરે છે તેઓના હોઠો દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે"" (જુઓ: રૂપક)
χειλέων ὁμολογούντων τῷ ὀνόματι αὐτοῦ
અહીં ""હોઠો"" લોકો કે જેઓ બોલે છે તેને રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ તેમના નામને સ્વીકારે છે તેઓના હોઠો"" અથવા ""જેઓ તેમના નામને કબૂલે છે"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)
τῷ ὀνόματι αὐτοῦ
વ્યક્તિનું નામ તે વ્યક્તિને રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમને"" (જુઓ: ઉપનામ)
Hebrews 13:16
τῆς…εὐποιΐας καὶ κοινωνίας μὴ ἐπιλανθάνεσθε
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""સારું કરવા અને બીજાઓને મદદ કરવાનું આપણે હંમેશા યાદ રાખીએ"" (જુઓ: વક્રોક્તિ)
τοιαύταις…θυσίαις
સારું કરવા અને બીજાઓને મદદ કરવા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ વેદી પરના અર્પણો હોય. (જુઓ: રૂપક)
Hebrews 13:17
ἀγρυπνοῦσιν ὑπὲρ τῶν ψυχῶν ὑμῶν
વિશ્વાસીઓના આત્માઓ, એટલે કે, વિશ્વાસીઓનું આત્મિક હિત, તે વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ પદાર્થો અથવા પ્રાણીઓ હોય જેના પર ચોકીદારો નજર રાખી શકતા હોય. (જુઓ: રૂપક)
μὴ στενάζοντες
અહીં ""શોક"" એટલે ઉદાસીનતા અથવા દુ:ખ. (જુઓ: ઉપનામ)
Hebrews 13:18
લેખક આશીર્વાદ અને સલામ સાથે સમાપન કરે છે.
προσεύχεσθε περὶ ἡμῶν
અહીં ""અમારે"" લેખક અને તેના સાથીઓનો ઉલ્લેખ કરે છે, વાચકોનો નહીં. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)
πειθόμεθα…ὅτι καλὴν συνείδησιν ἔχομεν
અહીં ""શુદ્ધ"" એ દોષથી મુક્ત માટે વાપરવામાં આવેલ છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમે ચોક્કસ છીએ કે અમારામાં અપરાધભાવ નથી"" (જુઓ: રૂપક)
Hebrews 13:19
ἵνα τάχειον ἀποκατασταθῶ ὑμῖν
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારું તમારી પાસે આવવું જે બાબતો અટકાવે છે તેને ઈશ્વર જલદીથી દૂર કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 13:20
δὲ
તે પત્રના નવા ભાગને સૂચિત કરે છે. અહીં લેખક ઈશ્વરની સ્તુતિ કરે છે અને વાચકો માટે અંતિમ પ્રાર્થના કરે છે.
ὁ ἀναγαγὼν ἐκ νεκρῶν τὸν Ποιμένα τῶν προβάτων τὸν μέγαν…τὸν Κύριον ἡμῶν, Ἰησοῦ
ઘેટાંના મહાન રખેવાળ, આપણાં પ્રભુ ઈસુને, મૂએલામાંથી પાછા ઉઠાડયા
ἐκ νεκρῶν
તેઓ સર્વ જેઓ મરણ પામ્યા તેઓમાંથી. આ અભિવ્યક્તિ પાતાળ લોકમાંના સર્વ મૃત લોકોનું વર્ણન કરે છે. તેઓ મધ્યેથી કોઈકને ઉઠાડવો, તે વ્યક્તિને મૃત્યુમાંથી જીવિત થવા માટે દોરે છે.
τὸν Ποιμένα τῶν προβάτων τὸν μέγαν
જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓ માટે ખ્રિસ્તની આગેવાન અને રક્ષક તરીકેની ભૂમિકા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ ઘેટાંના રખેવાળ હોય. (જુઓ: રૂપક)
ἐν αἵματι διαθήκης αἰωνίου
અહીં ""રક્ત"" એટલે ઈસુનું મરણ, જે ખ્રિસ્ત પર વિશ્વાસ કરતાં સર્વ લોકો અને ઈશ્વર વચ્ચેના સદાકાળ માટેના કરારનો આધાર છે. (જુઓ: ઉપનામ)
Hebrews 13:21
καταρτίσαι ὑμᾶς ἐν παντὶ ἀγαθῷ, εἰς τὸ ποιῆσαι τὸ θέλημα αὐτοῦ
તેમની ઇચ્છા પ્રમાણે કરવા તમને જરૂર દરેક સારાં વાના આપશે જે તમને તેમની ઇચ્છા પ્રમાણે દરેક સારાં વાના કરવા સમર્થ બનાવશે
ποιῶν ἐν ἡμῖν
આપણે"" શબ્દ લેખક અને વાચકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)
ᾧ ἡ δόξα εἰς τοὺς αἰῶνας τῶν αἰώνων
જેઓની સ્તુતિ સદાકાળ માટે લોકો કરશે
Hebrews 13:22
δὲ
આ પત્રના નવા ભાગને સૂચિત કરે છે. અહીં લેખક તેમના શ્રોતાજનોને અંતિમ સૂચનાઓ આપે છે.
ἀδελφοί
આ સર્વ વિશ્વાસીઓ કે જેઓને તે લખી રહ્યો છે, સ્ત્રી-પુરુષ બંનેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સાથી વિશ્વાસીઓ"" (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)
ἀνέχεσθε τοῦ λόγου τῆς παρακλήσεως
મેં તમને ઉત્તેજન મળે માટે જે લખ્યું તેનો ધીરજથી વિચાર કરો
τοῦ λόγου τῆς παρακλήσεως
અહીં ""વચન"" સંદેશ માટે પ્રયોગ કરાયેલ છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઉત્તેજન આપનાર સંદેશ"" (જુઓ: ઉપનામ)
Hebrews 13:23
ἀπολελυμένον
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે હવે કેદખાનામાં નથી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Hebrews 13:24
ἀσπάζονται ὑμᾶς οἱ ἀπὸ τῆς Ἰταλίας
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) લેખક ઇટાલીમાં નથી, પણ ત્યાં તેની પાસે વિશ્વાસીઓનું જૂથ છે જે ઇટાલીથી આવ્યું છે અથવા 2) આ પત્ર લખતી વખતે લેખક ઇટાલીમાં છે.
τῆς Ἰταλίας
આ તે સમયના પ્રદેશનું નામ છે. પછીથી રોમ ઇટાલીનું પાટનગર હતું. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)