Philemon
Philemon front
ફિલેમોનને પત્રની પ્રસ્તાવના
ભાગ ૧: સામાન્ય પ્રસ્તાવના
ફિલેમોનને પત્રની રૂપરેખા
- પાઉલ ફિલેમોનને સલામી પાઠવે છે (૧:૧-૩)
- પાઉલ ફિલેમોનને ઓનેસિમસ વિષે વિનંતીઓ કરે છે (૧:૪-૨૧)
- સમાપન (૧:૨૨-૨૫)
ફિલેમોનને પત્ર કોણે લખ્યો?
ફિલેમોનને પત્ર પાઉલે લખ્યો. પાઉલ તાર્સસ શહેરનો વતની હતો. તેના અગાઉના જીવનમાં તે શાઉલ તરીકે ઓળખાતો હતો. ખ્રિસ્તી બન્યા અગાઉ શાઉલ એક ફરોશી હતો. તેણે ખ્રિસ્તીઓની સતામણી કરી હતી. તે ખ્રિસ્તી બન્યા પછી તેણે લોકોને ઈસુ વિષે કહેતાં આખા રોમન સામ્રાજ્યની મુસાફરી કેટલીકવાર કરી હતી.
પાઉલે આ પત્ર લખ્યો ત્યારે તે જેલમાં હતો.
ફિલેમોનને પત્ર શા વિષે છે?
પાઉલે આ પત્ર એક માણસ નામે ફિલેમોનને લખ્યો હતો. ફિલેમોન ખ્રિસ્તમાં એક વિશ્વાસી હતો જે ક્લોસ્સે શહેરમાં રહેતો હતો. તે ઓનેસિમસ નામના એક દાસનો માલિક હતો. ઓનેસિમસ ફિલેમોનથી નાસી ગયો હતો અને સંભવતઃ તેણે તેની પાસેથી કાંઇક ચોરી પણ લીધું હતું. ઓનેસિમસ રોમ ગયો અને ત્યાં કેદખાનામાં તેણે પાઉલની મુલાકાત કરી, જ્યાં પાઉલ ઓનેસિમસને ખ્રિસ્ત પાસે લાવે છે.
પાઉલ ફિલેમોનને કહે છે કે તે ઓનેસિમસને તેની પાસે પાછો મોકલે છે. રોમન કાયદા પ્રમાણે ફિલેમોન પાસે ઓનેસિમસને દેહાતદંડ આપવાનો હક હતો. પરંતુ પાઉલે ફિલેમોનને કહ્યું કે તેણે ઓનેસિમસને એક ખ્રિસ્તી ભાઈ તરીકે પાછો સ્વીકારવાનો છો. તેણે એમ પણ સૂચન કર્યું કે ફિલેમોન ઓનેસિમસને પાઉલ પાસે પાછો આવવા દે અને કેદખાનામાં તેની સેવા કરવા દે.
આ પુસ્તકના શીર્ષકનો ભાષાંતર કેવી રીતે કરવો?
ભાષાંતરકો આ પુસ્તકને તેના પરંપરાગત શીર્ષક “ફિલેમોન” તરીકે ઓળખવાનું પસંદ કરી શકે છે. અથવા તેઓ સ્પસ્ટ શીર્ષક પસંદ કરી શકે છે જેમ કે “ફિલેમોનને પાઉલનો પત્ર” અથવા “પત્ર જે પાઉલે ફિલેમોનને લખ્યો”. (જુઓ:નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
ભાગ:૨: મહત્વના ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો
શું આ પત્ર ગુલામી પ્રથાને સ્વીકૃતિ આપે છે?
પાઉલ ઓનેસિમસને તેના અગાઉના માલિક પાસે પાછો મોકલે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે પાઉલે શીખવ્યું કે ગુલામી એક સ્વીકૃત પ્રથા હતી. તેના બદલે, પાઉલ વધારે ચિંતિત હતો એ બાબતે કે લોકો એકબીજા સાથે સમાધાન પામે અને તેઓ જે પણ સ્થિતિમાં હોય તેમાં ઈશ્વરની સેવા કરે. એ અગત્યનું છે નોંધવું કે એ સમયની સંસ્કૃતિમાં, લોકો વિવિધ કારણોસર દાસ બનતા હતા અને તેને એક કાયમી સ્થાન ગણવામાં આવતું નહોતું.
અભિવ્યક્તિ “ખ્રિસ્તમાં” “પ્રભુમાં” વિગેરે દ્વારા પાઉલ શું કહેવા માંગે છે?
ખ્રિસ્ત અને વિશ્વાસીઓ સાથે ખૂબ નજદીકી સંબંધનો અર્થ પાઉલ સૂચવે છે. આ પ્રકારની અભિવ્યક્તિ માટે વધારે માહિતી મેળવવા રોમનોના પત્રની પ્રસ્તાવના જુઓ.
ભાગ ૩: ભાષાંતરના મહત્વના મુદ્દાઓ
એકવચન અને બહુવચન “તું/તમે”
આ પત્રમાં, “હું” શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે. “તું” શબ્દ મહંદઅંશે એકવચન છે અને ફિલેમોનનો ઉલ્લેખ કરે છે. આમાં બે અપવાદો છે ૧:૨૨ અને ૧:૨૫. ત્યાં “તમે” ફિલમોન અને તેના ઘરે મળતા વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ વિશિષ્ટ અને સમાવેશક “અમે” અને તમેનાં સ્વરૂપો)
ત્રણ વખત પાઉલ આ પત્રના લેખક તરીકે પોતાને ઓળખાવે છે. (કલમ ૧, ૯, અને ૧૯). દેખીતી રીતે તિમોથી તેની સાથે હતો અને તેણે પાઉલે કહ્યું તેમ શબ્દો લખ્યા હશે. ""હું,"" ""મને,"" અને ""મારું"" ના તમામ સંદર્ભો પાઉલનો સંદર્ભ સૂચવે છે. ફિલેમોન મુખ્ય વ્યક્તિ છે જેને આ પત્ર લખવામાં આવ્યો છે. ""તું"" અને ""તારા"" ના તમામ સંદર્ભો તેનો સંદર્ભ સૂચવે છે અને જ્યાં સુધી અન્યથા નોંધવામાં ન આવે ત્યાં સુધી એકવચન છે.
Philemon 1
Philemon 1:1
Παῦλος
તમારી ભાષામાં પત્રના લેખકનો પરિચય કરાવવાની ચોક્કસ રીત હોઈ શકે છે. તેનો અહીં ઉપયોગ કરો. વૈકલ્પિક ભાષાંતર: “મારા તરફથી, પાઉલ” અથવા “હું, પાઉલ” (See: https://git.door43.org/STR/gu_ta/src/branch/master/translate/figs-123person/01.md)
δέσμιος Χριστοῦ Ἰησοῦ
પાઉલ જેલમાં હતો કારણ કે સત્તામાં બિરાજમાન લોકો ઇચ્છતા ન હતા કે તે ઈસુ વિષે પ્રચાર કરે. તેઓએ તેને રોકવા અને તેને સજા કરવા માટે તેને ત્યાં મૂક્યો. એનો અર્થ એવો નથી કે ઈસુએ પાઉલને જેલમાં પૂર્યો હતો. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્ત ઈસુની ખાતર એક બંદીવાન""
ὁ ἀδελφὸς
ભાઈ શબ્દનો અલંકારિક રૂપે ઉપયોગ પાઉલ કરી રહ્યો છે જેનો અર્થ સમાન વિશ્વાસ ધરાવતી વ્યક્તિ છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણો સાથી ખ્રિસ્તી"" અથવા ""વિશ્વાસમાં આપણો સાથી"" (See: https://git.door43.org/STR/gu_ta/src/branch/master/translate/figs-metaphor/01.md)
ὁ ἀδελφὸς
અહીં, અમારો શબ્દ મૂળમાં નથી, પરંતુ અંગ્રેજી માટે જરૂરી હતો, જેના માટે સંબંધ શબ્દ સૂચવે છે કે વ્યક્તિ કોની સાથે સંબંધિત છે. આ કિસ્સામાં, આપણું સમાવિષ્ટ હશે, તિમોથીને પાઉલ અને વાચકો સાથે ખ્રિસ્તમાં એક ભાઈ તરીકે સંબંધિત કરશે. જો તમારી ભાષાને આની જરૂર હોય, તો તમે તે જ કરી શકો છો. જો નહીં, તો તમે મૂળ શબ્દોને અનુસરી શકો છો, જે કહે છે, ""ભાઈ."" (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)
Φιλήμονι
આ એક માણસનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
Φιλήμονι
જો તે તમારી ભાષામાં વધુ સ્વાભાવિક હોય તો તમે માહિતીનો સમાવેશ કરી શકો છો કે આ એક પત્ર છે જેમાં પાઉલ સીધો ફિલેમોન સાથે વાત કરી રહ્યો છે, જેમ કે યુ.એસ.ટી. માં. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ἡμῶν
અહીં અમારો શબ્દ પાઉલ અને તેની સાથેના લોકોનો સંદર્ભ સૂચવે છે, પરંતુ વાચકને નહીં. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)
καὶ συνεργῷ ἡμῶν
જો તમારી ભાષામાં તે વધુ સ્પષ્ટ હશે, તો તમે વધુ સ્પષ્ટ રીતે કહી શકો કે ફિલેમોને પાઉલ સાથે કેવી રીતે કામ કર્યું. વૈકલ્પિક ભાષાંતર: ""કોણ, આપણી જેમ, સુવાર્તા ફેલાવવાનું કામ કરે છે"" અથવા ""જે ઈસુની સેવા કરવા માટે આપણે કરીએ છીએ તેમ કામ કરે છે""
Philemon 1:2
Ἀπφίᾳ
આ એક મહિલાનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
τῇ ἀδελφῇ
અહીં, અમારો શબ્દ મૂળમાં નથી, પરંતુ અંગ્રેજી માટે જરૂરી હતો, જેના માટે સંબંધ શબ્દ સૂચવે છે કે વ્યક્તિ કોની સાથે સંબંધિત છે. આ કિસ્સામાં, આપણું સમાવિષ્ટ હશે, જે આફીયાને પાઉલ તથા વાચકો સાથે ખ્રિસ્તમાં એક બહેન તરીકે સંબંધિત કરશે. જો તમારી ભાષાને આની જરૂર હોય, તો તમે તે જ કરી શકો છો. જો નહીં, તો તમે મૂળ જેવું જ કરી શકો છો, જે કહે છે, ""બહેન."" (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)
τῇ ἀδελφῇ
પાઉલ બહેન શબ્દનો અલંકારિક રીતે ઉપયોગ કરી રહ્યો છે જેનો અર્થ સ્ત્રી છે જે સમાન વિશ્વાસ ધરાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણા સાથી ખ્રિસ્તી"" અથવા ""આપણી આત્મિક બહેન"" (See: https://git.door43.org/STR/gu_ta/src/branch/master/translate/figs-metaphor/01.md)
ἡμῶν
અહીં અમારો શબ્દ પાઉલ અને તેની સાથેના લોકોનો સંદર્ભ આપે છે, પરંતુ વાચકને નહીં. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)
Ἀπφίᾳ…Ἀρχίππῳ…τῇ…ἐκκλησίᾳ
આ પત્ર મુખ્યત્વે ફિલેમોનને સંબોધવામાં આવ્યો છે. પાઉલ ફિલેમોનને લખે છે તે જ સ્તરે, ફિલેમોનના ઘરમાંની મંડળીને, આર્ખિપસ, અને આફિયાને લખી રહ્યો હોવાનું સૂચવવું ભ્રામક હોઈ શકે છે.
Ἀρχίππῳ
આ ફિલેમોન સાથે મંડળીમાંના એક માણસનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
τῷ συνστρατιώτῃ ἡμῶν
પાઉલ અહીં આર્ખિપસ વિષે વાત કરે છે જાણે કે તે અને આર્ખિપસ બંને લશ્કરમાં સૈનિકો હતા. તેનો અર્થ એ છે કે આર્ખિપસ સખત મહેનત કરે છે, જેમ કે પાઉલ પોતે સુવાર્તા ફેલાવવા માટે સખત મહેનત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમારો સાથી આત્મિક યોદ્ધો"" અથવા ""જે અમારી સાથે આત્મિક યુદ્ધ પણ લડે છે"" (જુઓ: રૂપક)
καὶ τῇ κατ’ οἶκόν σου ἐκκλησίᾳ
આફિયા અને આર્ખિપસ પણ કદાચ ફિલેમોનના ઘરે મળતી મંડળીના સભ્યો હતા. જો તેમનો ઉલ્લેખ અલગથી કરવામાં આવે તો તેનો અર્થ એમ થશે કે તેઓ મંડળીના ભાગ નથી, તો તમે ""અન્ય"" જેવા શબ્દનો સમાવેશ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા ઘરનીમંડળીના અન્ય સભ્યો માટે""
Philemon 1:3
χάρις ὑμῖν καὶ εἰρήνη, ἀπὸ Θεοῦ Πατρὸς ἡμῶν καὶ Κυρίου ἡμῶν Ἰησοῦ Χριστοῦ
પત્ર મોકલનાર અને પ્રાપ્તકર્તાઓનો પરિચય કરાવ્યા પછી, પાઉલ આશીર્વાદ આપે છે. એવા સ્વરૂપનો ઉપયોગ કરો કે જેને લોકો તમારી ભાષામાં આશીર્વાદ તરીકે સમજે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર આપણા પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા અને શાંતિ આપે."" (જુઓ: INVALID translate/translate-blessing)
χάρις ὑμῖν καὶ εἰρήνη, ἀπὸ Θεοῦ Πατρὸς ἡμῶν καὶ Κυρίου ἡμῶν Ἰησοῦ Χριστοῦ.
જો તમારી ભાષામાં તે વધુ સ્પષ્ટ હોય તો તમે અમૂર્ત સંજ્ઞાઓ/નામો કૃપા અને શાંતિ પાછળના વિચારને ""કૃપાળુ"" અને ""શાંતિપૂર્ણ"" જેવા વિષેષણો સાથે વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર આપણા પિતા અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા પર કૃપાળુ બને અને તમને શાંતિપૂર્ણ બનાવે"" (જુઓ: અમૂર્ત નામો)
ἡμῶν…ἡμῶν
અહીં અમારો શબ્દ સમાવિષ્ટ છે, જે પાઉલ, તેની સાથેના લોકો અને વાચકનો ઉલ્લેખ કરે છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)
ὑμῖν
અહીં તમે બહુવચન છે, જે કલમો ૧-૨ માં આપવામાં આવેલ તમામ પ્રાપ્તકર્તાઓના નામનો ઉલ્લેખ કરે છે. (જુઓ: 'તમે' ના સ્વરૂપો - એકવચન)
Πατρὸς
ઈશ્વર માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
Philemon 1:4
σου
અહીં, તું શબ્દ એકવચન છે અને ફિલેમોનનો સંદર્ભ સૂચવે છે. (જુઓ: 'તમે' ના સ્વરૂપો - એકવચન)
Philemon 1:5
ἀκούων σου τὴν ἀγάπην καὶ τὴν πίστιν, ἣν ἔχεις πρὸς τὸν Κύριον Ἰησοῦν, καὶ εἰς πάντας τοὺς ἁγίους
જો તે તમારી ભાષામાં સ્પષ્ટ હોય તો તમે અમૂર્ત સંજ્ઞાઓ પ્રેમ અને વિશ્વાસ પાછળના વિચારોને બદલે, ક્રિયાપદો સાથે વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""સાંભળ્યું છે કે તમે પ્રભુ ઈસુમાં અને બધા સંતો પર કેટલો પ્રેમ અને વિશ્વાસ કરો છો"" (જુઓ: અમૂર્ત નામો)
ἀκούων σου τὴν ἀγάπην καὶ τὴν πίστιν, ἣν ἔχεις πρὸς τὸν Κύριον Ἰησοῦν, καὶ εἰς πάντας τοὺς ἁγίους
પાઉલ અહીં એક કાવ્યાત્મક રચનાનો ઉપયોગ કરી રહ્યો છે જેમાં પ્રથમ અને છેલ્લા ભાગો સંબંધિત છે અને બીજા અને ત્રીજા ભાગો સંબંધિત છે. તેથી, અર્થ છે: ""તમે પ્રભુ ઈસુમાં જે વિશ્વાસ ધરાવો છો અને બધા સંતો માટેના તમારા પ્રેમ વિષે સાંભળીને."" કોલોસી ૧:૪ માં છે તે પ્રમાણે કાવ્યાત્મક બંધારણ વિના પાઉલે સચોટ કહ્યું. (જુઓ: કવિતા)
σου…ἔχεις
અહીં, તારો અને તું શબ્દો એકવચન છે અને ફિલેમોનનો સંદર્ભ સૂચવે છે. (જુઓ: 'તમે' ના સ્વરૂપો - એકવચન)
Philemon 1:6
ὅπως
અહીં, તે પ્રાર્થનાની વિગતનો પરિચય આપે છે જેનો ઉલ્લેખ પાઉલે કલમ ૪માં કર્યો છે. જો તે તમારી ભાષામાં સ્પષ્ટ હોય તો તમે અહીં પ્રાર્થનાના વિચારનું પુનરાવર્તન કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""હું પ્રાર્થના કરું છું કે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ἡ κοινωνία τῆς πίστεώς σου
સંગત શબ્દનો અર્થ થાય છે વહેંચણી અથવા કોઈ વસ્તુમાં ભાગીદારી. પાઉલ કદાચ બંને અર્થ ઇચ્છે છે, પરંતુ જો તમારે પસંદ જ કરવાનું હોય, તો તેનો અર્થ થઈ શકે છે: (૧) કે પાઉલ અને અન્ય લોકો જેવો જ ખ્રિસ્તમાં વિશ્વાસ ફિલેમોન ધરાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તું અમારી સાથે વહેંચે છે તે વિશ્વાસ"" (૨) કે પાઉલ અને અન્ય લોકો સાથે ખ્રિસ્ત માટે કામ કરવામાં ફિલેમોન ભાગીદાર છે. વૈકલ્પિક ભાષાંતર: ""તું અમારી સાથે વિશ્વાસી તરીકે કામ કરે છે"" (જુઓ: અમૂર્ત નામો)
ἡ κοινωνία τῆς πίστεώς σου, ἐνεργὴς γένηται ἐν ἐπιγνώσει παντὸς ἀγαθοῦ τοῦ ἐν ἡμῖν εἰς Χριστόν.
જો તમારી ભાષામાં તે વધુ સ્પષ્ટ હોય, તો તમે અમૂર્ત સંજ્ઞા વિશ્વાસ પાછળના વિચારને ""વિશ્વાસ"" અથવા ""ભરોસો"" જેવા ક્રિયાપદ સાથે અને અમૂર્ત સંજ્ઞા જ્ઞાનને ક્રિયાપદ જેવા કે ""જાણો"" અથવા ""શીખો"" સાથે વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ તમે અમારી સાથે ખ્રિસ્તમાં વિશ્વાસ રાખો છો, તમે ખ્રિસ્તની સેવા કરવામાં વધુને વધુ સારા બની શકો છો, કારણ કે તમે તેમના માટે ઉપયોગ કરવા માટે તેમણે અમને આપેલી બધી સારી બાબતો વિષે શીખો છો"" (જુઓ: અમૂર્ત નામો)
ἐν ἐπιγνώσει παντὸς ἀγαθοῦ
આનો અર્થ હોઈ શકે છે કે: (૧) ""અને તમને દરેક સારી વસ્તુ જાણવામાં પરિણમશે"" (૨) ""જેથી જેઓ તમારી સાથે વિશ્વાસ કરે છે તે દરેક સારી બાબત જાણશે"" વૈકલ્પિક ભાષાંતર: ""બધું સારું જાણીને"" (જુઓ: અમૂર્ત નામો)
εἰς Χριστόν
જો તે તમારી ભાષામાં સ્પષ્ટ હોય તો તમે વધુ સ્પષ્ટ રીતે કહી શકો છો કે *ખ્રિસ્ત માટે * બધું સારું છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્તના ખાતર"" અથવા ""ખ્રિસ્તના લાભ માટે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Philemon 1:7
χαρὰν γὰρ πολλὴν ἔσχον καὶ παράκλησιν
જો તમારી ભાષામાં તે વધુ સ્પષ્ટ હોય તો તમે અમૂર્ત સંજ્ઞાઓ આનંદ અને આરામ પાછળનો વિચાર વિષેષણો સાથે વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે તેં મને ખૂબ આનંદિત કર્યો અને દિલાસો આપ્યો"" (જુઓ: અમૂર્ત નામો)
ἐπὶ τῇ ἀγάπῃ σου
જો તે તમારી ભાષામાં સ્પષ્ટ હશે, તો તમે અમૂર્ત સંજ્ઞા પ્રેમ પાછળનો વિચાર ક્રિયાપદ સાથે વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે તું લોકોને પ્રેમ કરે છે"" (જુઓ: અમૂર્ત નામો)
τὰ σπλάγχνα τῶν ἁγίων ἀναπέπαυται διὰ σοῦ
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""તમે સંતોના આંતરિક મનોને તાજા કર્યા છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
τὰ σπλάγχνα τῶν ἁγίων
અહીં, આંતરિક મનો અલંકારિક રીતે વ્યક્તિની લાગણીઓ અથવા આંતરિક અસ્તિત્વનો ઉલ્લેખ કરે છે. આ માટે તમારી ભાષામાં સામાન્ય હોય તેવા રૂપકનો ઉપયોગ કરો, જેમ કે ""હૃદય"" અથવા "" યકૃત"" અથવા સાદો અર્થ આપો. વૈકલ્પિક ભાષાંતર: ""સંતોના વિચારો અને લાગણીઓ"" (જુઓ: ઉપનામ)
τὰ σπλάγχνα τῶν ἁγίων ἀναπέπαυται διὰ σοῦ
અહીં, તાજું થવું અલંકારિક રીતે પ્રોત્સાહન અથવા રાહતની લાગણીનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેં સંતોને પ્રોત્સાહિત કર્યા છે"" અથવા ""તેં વિશ્વાસીઓને મદદ કરી છે"" (જુઓ: રૂપક)
σοῦ, ἀδελφέ
પાઉલે ફિલેમોનને ભાઈ કહ્યો કારણ કે તેઓ બંને વિશ્વાસીઓ હતા, અને તે તેમની મિત્રતા પર ભાર મૂકવા માંગતો હતો. વૈકલ્પિક ભાષાંતર: “તું, પ્રિય ભાઈ” અથવા “તું, પ્રિય મિત્ર” (જુઓ: રૂપક)
Philemon 1:8
પાઉલ તેની અરજી અને આ પત્ર લખવાનું કારણ કહેવાની શરૂઆત કરે છે.
πολλὴν ἐν Χριστῷ παρρησίαν
આનો અર્થ થઈ શકે છે: (1) ""ખ્રિસ્તને લીધે સઘળો અધિકાર"" (2) ""ખ્રિસ્તને લીધે બધી હિંમત.""
διό
તેથી શબ્દ સંકેત આપે છે કે પાઉલે હમણાં જ કલમો ૪-૭ માં જે કહ્યું છે એ તે જે કહેવા માંગે છે તેનું કારણ છે. જોડાણ દર્શાવતા શબ્દ અથવા અન્ય રીતનો ઉપયોગ કરો કે જેનો ઉપયોગ તમારી ભાષા આ સંબંધને સંકેત આપવા માટે કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “આના કારણે” (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)
Philemon 1:9
διὰ τὴν ἀγάπην
આ પ્રેમ કોના માટે છે તે પાઉલ કહેતો નથી. જો તમારે અહીં ક્રિયાપદનો ઉપયોગ કરવાની અને કોણ કોને પ્રેમ કરે છે તે કહેવાની જરૂર હોય, તો આનો સંદર્ભ આમ હોઈ શકે છે: (૧) તેની અને ફિલેમોન વચ્ચેનો પરસ્પર પ્રેમ. યુ.એસ.ટી. જુઓ. (૨) ફિલેમોન માટે પાઉલનો પ્રેમ. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે હું તને પ્રેમ કરું છું"" (૩) ફિલેમોનનો તેના સાથી વિશ્વાસીઓ માટેનો પ્રેમ. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે હું જાણું છું કે તું ઈશ્વરના લોકોને પ્રેમ કરે છે"" (જુઓ: અમૂર્ત નામો)
δέσμιος Χριστοῦ Ἰησοῦ
પાઉલ જેલમાં હતો કારણ કે સત્તાવાળા લોકો ઇચ્છતા ન હતા કે તે ઈસુ વિષે પ્રચાર કરે. તેઓએ તેને રોકવા અને તેને સજા કરવા માટે તેને ત્યાં મૂક્યો. એનો અર્થ એવો નથી કે ઈસુએ પાઉલને જેલમાં પૂર્યો હતો. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્ત ઈસુની ખાતર બંદીવાન""
Philemon 1:10
Ὀνήσιμον
ઓનિસિમસ એ એક માણસનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
Ὀνήσιμον
ઓનિસિમસ નામનો અર્થ થાય છે ""લાભકારક"" અથવા ""ઉપયોગી."" જો તે તમારા વાચકોને મદદરૂપ હોય તો તમે આ માહિતીને લખાણમાં અથવા પાનાંની નીચે નોંધમાં સમાવી શકો છો. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
τέκνου, ὃν ἐγέννησα
અહીં, પિતાની જેમ વર્ત્યો એ એક રૂપક છે જેનો અર્થ એ થાય છે કે પાઉલે તેને ખ્રિસ્ત વિષે શીખવ્યું તેમ ઓનેસિમસ વિશ્વાસી બન્યો. વૈકલ્પિક ભાષાંતર: ""જેને નવું જીવન મળ્યું અને જ્યારે મેં તેને ખ્રિસ્ત વિષે શીખવ્યું ત્યારે તે મારો આત્મિક પુત્ર બન્યો"" અથવા ""જે મારા માટે આત્મિક પુત્ર બન્યો"" (જુઓ: રૂપક)
ἐν τοῖς δεσμοῖς
કેદીઓને ઘણીવાર સાંકળોમાં બાંધવામાં આવતા હતા. પાઉલ જ્યારે ઓનેસિમસને શીખવતો હતો ત્યારે જેલમાં હતો અને જ્યારે તેણે આ પત્ર લખ્યો ત્યારે તે જેલમાં હતો. વૈકલ્પિક ભાષાંતર: ""અહીં જેલમાં"" (જુઓ: ઉપનામ)
Philemon 1:12
ὃν ἀνέπεμψά σοι
પાઉલ કદાચ ઓનેસિમસને બીજા વિશ્વાસી સાથે મોકલી રહ્યો હતો જે આ પત્રને લઇ જઇ રહ્યો હતો.
τὰ ἐμὰ σπλάγχνα
વાક્ય આ એક મારા આંતરિક ભાગો છે એ કોઈ વ્યક્તિ વિષેની ઊંડી લાગણીઓનું રૂપક છે. પાઉલ ઓનેસિમસ વિષે આમ કહેતો હતો. વૈકલ્પિક ભાષાંતર: ""આ એક વ્યક્તિ છે જેને હું ખૂબ પ્રેમ કરું છું"" અથવા ""આ વ્યક્તિ મારા માટે ખૂબ જ ખાસ છે"" (જુઓ: રૂપક)
τὰ ἐμὰ σπλάγχνα
અહીં, * આંતરિક ભાગો* વ્યક્તિની લાગણીઓના સ્થાન માટે અલંકારિક છે. જો તમારી ભાષામાં સમાન રૂપક છે, તો તેનો ઉપયોગ કરો. જો નહીં, તો સાદી ભાષાનો ઉપયોગ કરો. વૈકલ્પિક ભાષાંતર: “મારું હૃદય” અથવા “મારું યકૃત” અથવા “મારી સૌથી ઊંડી લાગણીઓ” (જુઓ: ઉપનામ)
Philemon 1:13
ἵνα ὑπὲρ σοῦ μοι διακονῇ
પાઉલ જાણે છે કે ફિલેમોન તેને મદદ કરવા માંગે છે, અને તેથી તે સૂચવે છે કે તે કરવાનો એક માર્ગ ઓનેસિમસને જેલમાં પાઉલની સેવા કરવા દેવાનો છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે તું અહીં હોઈ ન શકે તેથી તે મને મદદ કરી શકે"" અથવા ""જેથી તે તારા સ્થાને મને મદદ કરી શકે""
ἐν τοῖς δεσμοῖς
કેદીઓને ઘણીવાર સાંકળોમાં બાંધવામાં આવતા હતા. પાઉલે જ્યારે ઓનેસિમસને ખ્રિસ્ત વિષે કહ્યું ત્યારે જેલમાં હતો અને જ્યારે તેણે આ પત્ર લખ્યો ત્યારે તે હજુ પણ જેલમાં હતો. (જુઓ: ઉપનામ)
ἐν τοῖς δεσμοῖς τοῦ εὐαγγελίου
પાઉલ જેલમાં હતો કારણ કે તેણે જાહેરમાં સુવાર્તાનો પ્રચાર કર્યો હતો. આ સ્પષ્ટપણે કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""હું સુવાર્તાનો ઉપદેશ આપું છું તેથી તેઓએ મને સાંકળોમાં કેદ કર્યો છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Philemon 1:14
ἵνα μὴ ὡς κατὰ ἀνάγκην τὸ ἀγαθόν σου ᾖ
જો તે તમારી ભાષામાં સ્પષ્ટ હોય તો તમે ક્રિયાપદ સાથે અમૂર્ત સંજ્ઞા મજબૂરી પાછળના વિચારને વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે મેં તને આજ્ઞા આપી હોવા માત્રથી તું આ સારું કાર્ય કરે તેમ હું ઈચ્છતો નહોતો"" (જુઓ: અમૂર્ત નામો)
ἀλλὰ κατὰ ἑκούσιον.
જો તે તમારી ભાષામાં સ્પષ્ટ હોય તો તમે અમૂર્ત સંજ્ઞા ઈચ્છા પાછળના વિચારને ક્રિયાપદ સાથે વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ કારણ કે તું એમ કરવા માંગતો હતો"" અથવા ""પરંતુ કારણ કે તેં મુક્તપણે યોગ્ય વસ્તુ કરવાનું પસંદ કર્યું છે"" (જુઓ: અમૂર્ત નામો)
Philemon 1:15
τάχα γὰρ διὰ τοῦτο, ἐχωρίσθη πρὸς ὥραν, ἵνα
જો તમારી ભાષામાં તે સ્પષ્ટ હોય તો તમે તેને સક્રિય સ્વરૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""કદાચ એ કારણસર કે ઈશ્વર ઓનેસિમસને તારી પાસેથી થોડા સમય માટે દૂર લઈ ગયા હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
πρὸς ὥραν
અહીં, એક ઘડી માટે વાક્ય એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ થાય છે ""થોડા સમય માટે."" જો તે તમારી ભાષામાં સ્પષ્ટ હોય તો તમે સમકક્ષ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી શકો છો અથવા સાદી ભાષાનો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""આ ટૂંકા સમય માટે"" (જુઓ: રૂઢિપ્રયોગ)
Philemon 1:16
ὑπὲρ δοῦλον
વૈકલ્પિક ભાષાંતર: ""દાસ કરતાં વધુ મૂલ્યવાન"" અથવા ""દાસ કરતાં વધુ પ્રિય""
οὐκέτι ὡς δοῦλον
આનો અર્થ એ નથી કે ઓનેસિમસ હવે ફિલેમોનનો દાસ રહેશે નહીં. તમારી ભાષામાં આને વધુ સ્પષ્ટ કરવા માટે, તમે ""ફક્ત"" અથવા ""માત્ર"" જેવા શબ્દનો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""હવે ફક્ત દાસ તરીકે નહીં""
ὑπὲρ δοῦλον
વૈકલ્પિક ભાષાંતર: ""દાસ કરતાં વધુ મૂલ્યવાન""
ἀδελφὸν
અહીં, ભાઈ એ સાથી વિશ્વાસી માટેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર, ""આત્મિક ભાઈ"" અથવા ""ખ્રિસ્તમાં ભાઈ"" (જુઓ: રૂપક)
ἀγαπητόν
વૈકલ્પિક ભાષાંતર: “પ્રિય” અથવા “મૂલ્યવાન”
ἐν Κυρίῳ
વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુ દ્વારા ભાઈચારાની સંગતમાં"" અથવા ""પ્રભુમાં વિશ્વાસીઓની સંગતમાં""
Philemon 1:17
εἰ…με ἔχεις κοινωνόν
પાઉલ એવી રીતે લખી રહ્યો છે જેનાથી એવું લાગે છે કે શક્ય છે કે ફિલેમોન પાઉલને તેનો ભાગીદાર માનતો નથી, પરંતુ તે જાણે છે કે ફિલેમોન પાઉલને તેનો ભાગીદાર માને છે. ફિલેમોનને એક બાબત પર સંમત કરવાનો આ એક માર્ગ છે (કે પાઉલ એક ભાગીદાર છે) જેથી તે બીજી બાબત (ઓનેસિમસને પ્રાપ્ત કરવા) માટે સંમત થાય. જો તમારી ભાષા કશાકને અચોક્કસ તરીકે દર્શાવતી નથી કે તે ચોક્કસ છે અથવા સાચું છે, અને જો તમારા વાચકો ગેરસમજ કરી શકે છે અને વિચારે છે કે પાઉલ જે કહી રહ્યો છે તે ચોક્કસ નથી, તો તમે તેના શબ્દોને હકારાત્મક નિવેદન તરીકે અનુવાદિત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે હું તને એક ભાગીદાર હોવાથી"" (જુઓ: વાસ્તવિક સ્થિતિઓને – જોડવા)
οὖν
તેથી નો અર્થ છે કે આ શબ્દ પહેલા જે આવ્યું છે તે તેના પછી જે આવે છે તેનું કારણ છે. એવું બની શકે છે કે પહેલા જે કંઈપણ આવ્યું તેને કારણ તરીકે પાઉલ સૂચવે છે, કારણ કે આ શબ્દ એ પણ સૂચવે છે કે પાઉલ હવે પત્રના મુખ્ય મુદ્દા પર આવી રહ્યો છે. આ પરિવર્તનકાળ દર્શાવવા માટે તમારી ભાષામાં કુદરતી પદ્ધતિનો ઉપયોગ કરો. વૈકલ્પિક ભાષાંતર: “આ બધી બાબતોને લીધે” (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)
προσλαβοῦ αὐτὸν ὡς ἐμέ.
પાઉલ અહીં કેટલાક શબ્દો છોડી રહ્યો છે જે વાક્ય પૂર્ણ થવા માટે ઘણી ભાષાઓમાં જરૂરી છે. જો તે તમારી ભાષામાં સ્પષ્ટ હોય તો તમે સંદર્ભમાંથી આ શબ્દો લઇ શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ તું મને સ્વીકારે તેમ તેને સ્વીકાર"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))
Philemon 1:18
εἰ δέ τι ἠδίκησέν σε ἢ ὀφείλει
ઓનેસિમસે ચોક્કસપણે ભાગીને ફિલેમોન સાથે ખોટું કર્યું હતું, અને તેણે કદાચ ફિલેમોનની કેટલીક મિલકત પણ ચોરી લીધી હતી. પરંતુ પાઉલ હળવાશથી વાત કરવા માટે આ બાબતોને અનિશ્ચિત તરીકે જણાવે છે. જો તમારી ભાષા આ રીતે શરતી વિધાનનો ઉપયોગ કરતી નથી, તો આ જણાવવા માટે વધુ કુદરતી રીતનો ઉપયોગ કરો. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ તેણે જે કંઈ લીધું છે અથવા તેણે તારી સાથે જે કંઈ ખોટું કર્યું છે તે"" (જુઓ: વાસ્તવિક સ્થિતિઓને – જોડવા)
εἰ δέ τι ἠδίκησέν σε ἢ ὀφείλει
આ બે શબ્દસમૂહોનો અર્થ સમાન બાબતો થાય છે, જો કે તારી સાથે ખોટું કર્યું એ તારા ઋણ કરતાં વધુ સામાન્ય છે. જો તે તમારી ભાષામાં વધુ સ્વાભાવિક હોય તો તમે વધુ સામાન્ય શબ્દસમૂહને બીજા સ્થાને મૂકી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ જો તે તારા પ્રત્યે કશું દેવું ધરાવે છે અથવા કોઈપણ રીતે તેણે તને અન્યાય કર્યો હોય તો""
τοῦτο ἐμοὶ ἐλλόγα.
વૈકલ્પિક ભાષાંતર: ""તને ચૂકવી આપવાની જવાબદારી હું લઈશ"" અથવા ""કહો કે હું જ તમારો ઋણી છું""
Philemon 1:19
ἐγὼ Παῦλος ἔγραψα τῇ ἐμῇ χειρί
પાઉલે આ ભાગ પોતાના હાથે લખ્યો હતો જેથી ફિલેમોનને ખબર પડે કે આ શબ્દો ખરેખર પાઉલના છે અને પાઉલ ખરેખર તેને ચૂકવશે. તેણે અહીં ભૂતકાળનો ઉપયોગ કર્યો કારણ કે જ્યારે ફિલેમોન પત્ર વાંચશે ત્યારે લખવાની ક્રિયા ભૂતકાળની હશે. તમારી ભાષામાં સૌથી સ્વાભાવિક હોય તે કાળનો ઉપયોગ કરો. વૈકલ્પિક ભાષાંતર: ""હું, પાઉલ, આ જાતે લખું છું.""
ἵνα μὴ λέγω σοι
પાઉલ કહે છે કે તે કહેતી વખતે ફિલેમોનને તે કંઈ કહેશે નહિ. પાઉલ તેને જે કહે છે તેના સત્ય પર ભાર મૂકવાની આ એક નમ્ર રીત છે. જો તમારી ભાષા આ રીતે વક્રોક્તિનો/કટાક્ષવચનનો ઉપયોગ ન કરે, તો વધુ કુદરતી અભિવ્યક્તિનો ઉપયોગ કરો. વૈકલ્પિક ભાષાંતર: “મારે તને યાદ કરાવવાની જરૂર નથી” અથવા “તું પહેલેથી જ જાણે છે” (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન)
καὶ σεαυτόν μοι προσοφείλεις
પાઉલ સૂચવે છે કે ઓનેસિમસ અથવા પાઉલે ફિલેમોન પ્રત્યે જે કંઈપણ દેવું હતું તે ફિલેમોને પાઉલને ચૂકવવાની મોટી રકમ દ્વારા રદ કરવામાં આવ્યું હતું, જે ફિલેમોનનું પોતાનું જીવન હતું. ફિલેમોનને પાઉલ પ્રત્યે તેના જીવનનું ઋણ હતું તેનું કારણ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તું તારા પોતાના જીવન માટે પણ મારો ઋણી છે"" અથવા ""તું મારાથી વધુ ઋણી છે કારણ કે મેં તારો જીવ બચાવ્યો છે"" અથવા ""તું તારા પોતાના જીવનનો ઋણી છે કારણ કે મેં તને ઈસુ વિષે કહ્યું હતું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Philemon 1:20
ἀδελφέ
અહીં, ભાઈ એ સાથી વિશ્વાસી માટેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: “આત્મિક ભાઈ” અથવા “ખ્રિસ્તમાં ભાઈ” (જુઓ: રૂપક)
ἐν Κυρίῳ
જુઓ કે તમે કલમ ૧૬ માં પ્રભુમાં કેવી રીતે ભાષાંતર કર્યું છે. આ રૂપક ઈસુમાં વિશ્વાસી હોવાનો ઉલ્લેખ કરે છે અને તેનો અર્થ ખ્રિસ્તમાં જેવો જ થાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ તમે ઈશ્વરની સેવા કરો છો"" અથવા ""કારણ કે આપણે ઈશ્વરમાં સાથી વિશ્વાસીઓ છીએ"" (જુઓ: રૂપક)
ἀνάπαυσόν μου τὰ σπλάγχνα ἐν Χριστῷ
કેવી રીતે ફિલેમોન પાઉલને તાજગી આપવાનું ઈચ્છી શકે છે તે સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઓનેસિમસને કૃપાપૂર્વક સ્વીકારીને ખ્રિસ્તમાં મારા આંતરિક મનને તાજું કર” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ἀνάπαυσόν μου τὰ σπλάγχνα
અહીં તાજગી આપવી એ આરામ અથવા પ્રોત્સાહિત માટેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: “મને પ્રોત્સાહિત કર” અથવા “મને દિલાસો આપ” (જુઓ: રૂપક)
ἀνάπαυσόν μου τὰ σπλάγχνα
અહીં, આંતરિક મન એ વ્યક્તિની લાગણીઓ, વિચારો અથવા આંતરિક અસ્તિત્વ માટેનું પર્યાયવાચી છે. વૈકલ્પિક ભાષાંતર: “મને પ્રોત્સાહિત કર” અથવા “મને દિલાસો આપ” (જુઓ: ઉપનામ)
Philemon 1:21
πεποιθὼς τῇ ὑπακοῇ σου
જો તે તમારી ભાષામાં સ્પષ્ટ હોય તો તમે અમૂર્ત સંજ્ઞાઓ પાછળનો વિચાર ભરોસો અને આજ્ઞાપાલન ક્રિયાપદો સાથે વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “કારણ કે મને વિશ્વાસ છે કે તું આજ્ઞા પાળશે” (જુઓ: અમૂર્ત નામો)
ἔγραψά σοι
પાઉલે અહીં ભૂતકાળનો ઉપયોગ કર્યો કારણ કે ફિલેમોન જ્યારે પત્ર વાંચશે ત્યારે લખવાની ક્રિયા ભૂતકાળની હશે. તમારી ભાષામાં સૌથી સ્વાભાવિક હોય તે કાળનો ઉપયોગ કરો. વૈકલ્પિક ભાષાંતર: ""હું તને લખું છું""
Philemon 1:22
અહીં પાઉલ પોતાના પત્રનું સમાપન કરે છે અને ફિલેમોનને અંતિમ સૂચના આપે છે અને ફિલેમોન અને ફિલેમોનના ઘરમાં ચર્ચ માટે મળેલા વિશ્વાસીઓને આશીર્વાદ આપે છે. જો તમે વિભાગના શીર્ષકોનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમે કલમ ૨૨ પહેલાં અહીં એક શીર્ષક મૂકી શકો છો. સૂચિત શીર્ષક: “અંતિમ સૂચના અને આશીર્વાદ” (જુઓ: વિભાગીય શીર્ષકો)
ἅμα
તે જ સમયે અનુવાદિત શબ્દો સૂચવે છે કે પાઉલ ઇચ્છે છે કે ફિલેમોન તેના માટે બીજું કંઈક કરે જ્યારે તે પ્રથમ કામ કરે. તમે તમારા ભાષાંતરમાં યોગ્ય જોડાણ માટેનો શબ્દ અથવા શબ્દસમૂહ વડે આ સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “તે કરતી વખતે” અથવા “તે ઉપરાંત” (જુઓ: સમકાલીન સંબંધ)
χαρισθήσομαι ὑμῖν
વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ મને જેલમાં રાખે છે તે મને મુક્ત કરશે જેથી હું તારી પાસે જઈ શકું.""
ἑτοίμαζέ μοι ξενίαν
અતિથી રૂમનો ભાષાંતર કરવામાં આવેલ શબ્દ કોઈ પણ મહેમાન માટે આપવામાં આવતા આતિથ્યનો સંદર્ભ સૂચવે છે. તેથી જગ્યાનો પ્રકાર અસ્પષ્ટ છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારા માટે તારા ઘરમાં એક જગ્યા પણ તૈયાર કર.""
διὰ τῶν προσευχῶν ὑμῶν
વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તારી પ્રાર્થનાનો જવાબ આપશે""
χαρισθήσομαι ὑμῖν.
જો તે તમારી ભાષામાં સ્પષ્ટ હોય તો તમે આને સક્રિય સ્વરૂપ સાથે કહી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર મને તારી પાસે પાછો લાવશે"" અથવા ""જેઓ મને જેલમાં રાખે છે તેઓ મને મુક્ત કરશે જેથી હું તારી પાસે આવી શકું."" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ὑμῶν…ὑμῖν
અહીં તમે અને તમારું શબ્દો બહુવચન છે, જે ફિલેમોન અને તેના ઘરમાં મળતા તમામ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)
Philemon 1:23
Ἐπαφρᾶς
એપાફ્રાસ એ એક માણસનું નામ હતું જે પાઉલ સાથે સાથી વિશ્વાસી અને કેદી હતો. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
ἐν Χριστῷ Ἰησοῦ
અહીં, ખ્રિસ્ત ઈસુમાં નો અર્થ કલમ ૨૦ માં ""પ્રભુમાં"" અને ""ખ્રિસ્તમાં"" શબ્દસમૂહો જેવો જ કંઈક છે. જુઓ કે તમે તેનું ત્યાં કેવી રીતે ભાષાંતર કર્યું છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોણ અહીં મારી સાથે છે કારણ કે તે ખ્રિસ્ત ઈસુની સેવા કરે છે""
Philemon 1:24
Μᾶρκος, Ἀρίσταρχος, Δημᾶς, Λουκᾶς
આ પુરુષોના નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
Μᾶρκος, Ἀρίσταρχος, Δημᾶς, Λουκᾶς
પાઉલ અહીં કેટલાક શબ્દો છોડી રહ્યો છે જે વાક્ય પૂર્ણ કરવા માટે ઘણી ભાષાઓમાં જરૂરી છે. જો તે તમારી ભાષામાં સ્પષ્ટ હોય તો તમે આ શબ્દો સંદર્ભમાંથી આપી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “માર્ક, અરિસ્તાર્ખસ, દેમાસ અને લૂક, મારા સાથી કાર્યકરોની જેમ” અથવા “માર્ક, અરિસ્તાર્ખસ, દેમાસ અને લૂક,, મારા સાથી કાર્યકરો પણ તમને શુભેચ્છા પાઠવે છે” (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))
οἱ συνεργοί μου
વૈકલ્પિક ભાષાંતર: ""મારી સાથે કામ કરતા માણસો"" અથવા ""જે બધા મારી સાથે કામ કરે છે.""
Philemon 1:25
μετὰ τοῦ πνεύματος ὑμῶν
તમારી ભાવના શબ્દો એક સમન્વય છે અને તે લોકોનું જ પ્રતિનિધિત્વ કરે છે. પાઉલ ફિલેમોન અને તેના ઘરમાં મળેલા બધાનો ઉલ્લેખ કરી રહ્યો છે. (જુઓ: અભિવ્યક્ત અલંકાર)
ἡ χάρις τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ
જો તે તમારી ભાષામાં સ્પષ્ટ હશે, તો તમે અમૂર્ત સંજ્ઞા કૃપા પાછળનો વિચાર વિષેષણ અથવા ક્રિયાપદ સાથે વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા પર કૃપાળુ રહે અને” અથવા “આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા પર કૃપાળુ રહે અને” (જુઓ: અમૂર્ત નામો)
ὑμῶν
અહીં તમારો શબ્દ બહુવચન છે અને તે ફિલેમોન અને તેના ઘરમાં મળેલા બધાને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા આત્માઓ"" (જુઓ: તમેનાં સ્વરૂપો)