ગુજરાતી (Gujarati): translationNotes

Updated ? hours ago # views See on DCS Draft Material

John

John front

યોહાનની સુવાર્તાની પ્રસ્તાવના

ભાગ 1: સામાન્ય પ્રસ્તાવના

યોહાનની સુવાર્તાની રૂપરેખા
  1. ઈસુ કોણ છે તેનો પરિચય (1:1-18)
    1. ઈસુનુ બાપ્તિસ્મા થાય છે, અને તે બાર શિષ્યોને પસંદ કરે છે (1:19-51)
  2. ઈસુ લોકોને બોધ, શિક્ષણ અને સાજાપણું આપે છે. (2-11)
  3. ઈસુના મરણ પહેલાનાં સાત દિવસ (12-19)
    • મરિયમ ઈસુનાં પગનો અભિષેક કરે છે (12:1-11)
    • ઈસુ યરૂશાલેમમાં ગધેડા પર સવારી કરીને પ્રવેશ કરે છે. (12:12-19)
  4. કેટલાક ગ્રીક માણસો ઈસુને જોવા માંગે છે (12:20-36)
  5. યહૂદી આગેવાનો ઈસુનો નકાર કરે છે (12:37-50)
  6. ઈસુ તેમના શિષ્યોને શિક્ષણ આપે છે (13-17)
  7. ઈસુની ધરપકડ થાય છે અને અદાલતી કાર્યવાહીમાંથી પસાર થાય છે (18:1-19:15)
  8. ઈસુને વધસ્તંભ પર જડવામાં આવે છે અને દફનાવવામાં આવે છે (19:16-42)
    1. ઈસુ મૃત્યુમાંથી સજીવન થાય છે (20:1-29)
    2. યોહાન કહે છે કે શા માટે તેણે તેની સુવાર્તા લખી (20:30-31)
    3. ઈસુ શિષ્યોને મળે છે (21)
યોહાનની સુવાર્તા શેના વિષે છે?

યોહાનની સુવાર્તા નવા કરારની ચાર સુવાર્તાઓમાંની એક છે જે ઈસુ ખ્રિસ્તના જીવનની થોડી બાબતોનું વર્ણન કરે છે. સુવાર્તાઓના લેખકોએ ઈસુ કોણ હતા અને તેમણે શું કર્યું તેના વિવિધ પાસાંઓ વિષે લખ્યું છે. યોહાને કહ્યું કે તેણે તેમની સુવાર્તા લખી છે કે જેથી ""લોકો વિશ્વાસ કરે કે ઈસુ એ જ ખ્રિસ્ત છે, જીવંત ઈશ્વરના પુત્ર છે"" (20:31).

યોહાનની સુવાર્તા અન્ય ત્રણ સુવાર્તાઓથી ઘણી ભિન્ન છે. યોહાન અમુક શિક્ષણ અને ઘટનાઓનો સમાવેશ કરતો નથી જે અન્ય લેખકોએ તેમની સુવાર્તામાં સમાવેશ કર્યો છે. વળી, યોહાને અમુક શિક્ષણ અને ઘટનાઓ વિષે લખ્યું કે જે અન્ય સુવાર્તાઓમાં નથી.

ઈસુએ પોતાના વિષે જે કહ્યું હતું તે સાચું છે તે સાબિત કરવા ઈસુએ કરેલા ચમત્કારો વિષે યોહાને ઘણું લખ્યું છે (જુઓ: ચિહ્ન, ચિહ્નો, સાબિતી, સ્મૃતિપત્ર)

આ પુસ્તકના શીર્ષકનું અનુવાદ કેવી રીતે થવું જોઈએ?

અનુવાદકો આ પુસ્તકને તેનું પારંપારિક શીર્ષક, ""યોહાનની સુવાર્તા"" અથવા ""યોહાન આધારિત સુવાર્તા"" પસંદ કરી શકે છે. અથવા તેઓ કોઈ શીર્ષક પસંદ કરી શકે છે જે વધુ સ્પષ્ટ હોય, જેમ કે, ""યોહાને લખેલ ઈસુ વિષેની સુવાર્તા."" (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

યોહાનની સુવાર્તા કોણે લખી? આ પુસ્તક લેખકનું નામ આપતી નથી. જો કે, શરૂઆતના ખ્રિસ્તી સમયાનુસાર, મોટાભાગના ખ્રિસ્તીઓ વિચારતા હતાં કે પ્રેરિત યોહાન આ સુવાર્તાનો લેખક છે.

ભાગ 2: મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો

યોહાન શા માટે ઈસુના જીવનના અંતિમ સપ્તાહ વિષે ઘણું બધુ લખે છે?

યોહાન ઈસુના અંતિમ સપ્તાહ વિષે ઘણું લખે છે. તે ઇચ્છે છે કે તેના વાચકો ઈસુના અંતિમ સપ્તાહ અને તેમના વધસ્તંભ પરના મૃત્યુ વિષે ઊંડો વિચાર કરે. તે ઇચ્છતો હતો કે લોકો સમજે કે ઈસુ સ્વેચ્છાએ વધસ્તંભ પર મૃત્યુ પામ્યા જેથી ઈશ્વર તેઓને તેમની વિરુદ્ધ કરેલા પાપ માફ કરી શકે. (જુઓ: પાપ, પાપરૂપ, પાપી, પાપ કર્યા કરવું)

ભાગ 3: અનુવાદને લગતા મહત્વના મુદ્દાઓ

યોહાનની સુવાર્તામાં ""ટકી રહેવુ,"" ""રહેવું,"" અને વસવાટ કરવો"" શબ્દોનો અર્થ શું છે?

યોહાન વારંવાર ""ટકી રહેવુ,"" ""રહેવું,"" અને ""વસવાટ કરવો"" શબ્દોનો ઉપયોગ રૂપકો તરીકે કરે છે. યોહાન વિશ્વાસીઓને ઈસુને વધુ વિશ્વાસુ થવા માટે અને ઈસુને વધુ સારી રીતે ઓળખવા સારુ જાણે કે ઈસુનું વચન વિશ્વાસીમાં “રહે” તે માટે કહે છે. ઉપરાંત, યોહાન કોઈકને બીજા સાથે આત્મિક રીતે જોડાવાની વાત કરે છે જાણે કે તે વ્યક્તિ બીજી વ્યક્તિમાં ""રહેતી"" હોય. ખ્રિસ્તીઓને ખ્રિસ્તમાં અને ઈશ્વરમાં ""રહેવા"" કહેવામાં આવ્યું છે. પિતા એ પુત્રમાં ""રહેવા"" કહે છે, અને પુત્ર એ પિતામાં ""રહેવા"" કહે છે. પુત્રને વિશ્વાસીઓમાં ""રહેવા"" કહે છે. પવિત્ર આત્માને પણ વિશ્વાસીઓમાં ""રહેવા""નું કહે છે.

ઘણાં અનુવાદકોને આ વિચારોનું તેમની ભાષાઓમાં એક સમાન રીતે જ આલેખન કરવું અશક્ય લાગશે. ઉદાહરણ તરીકે, જ્યારે ઈસુએ કહ્યું કે, ""જે મારું માંસ ખાય છે અને મારું રક્ત પીએ છે તે મારામાં રહે છે, અને હું તેનામાં રહું છું"" ત્યારે તેમનો હેતુ એ પ્રદર્શિત કરવાનો હતો કે ખ્રિસ્તીઓ આત્મિક રીતે તેમની સાથે રહે (યોહાન 6:56). યુએસટી આવા વિચારનો ઉપયોગ કરે છે કે ""મારી સાથે જોડાશે, અને હું તેનામાં જોડાઈશ"" પરંતુ અનુવાદકોએ આ વિચાર વ્યક્ત કરવાનો અન્ય માર્ગ શોધવો જોઈએ. ફકરામાં એવું છે કે, ""જો મારું વચન તમારામાં રહે"" (યોહાન 15:7), યુએસટી આ વિચારને આવી રીતે વ્યક્ત કરે છે, ""જો તમે મારા સંદેશ મુજ્બ જીવશો."" આ અનુવાદને નમૂના તરીકે ઉપયોગ કરવાનું અનુવાદકોને શક્ય લાગતુ હશે.

યોહાનની સુવાર્તાના લખાણમાં કયા મુખ્ય મુદ્દાઓ છે?

નીચે આપેલી કલમો જૂની આવૃતિના બાઈબલમાં જોવા મળે છે પરંતુ મોટાભાગની આધુનિક આવૃતિમાં તેનો સમાવેશ નથી. અનુવાદકોને સલાહ આપવામાં આવે છે કે આ કલમોનું અનુવાદ કરવું નહિ. તોપણ, જો અનુવાદકોના પ્રાંતમાં, જૂની આવૃતિના બાઈબલમાં આ કલમો છે, તો અનુવાદકો તેનો સમાવેશ કરી શકે છે. જો તેઓનો અનુવાદ કરવામાં આવે તો, મૂળભૂત રીતે તે યોહાનની સુવાર્તા પ્રમાણે નથી તે દર્શાવવા માટે તેને ચોરસ કૌંસની([]) અંદર મૂકવું જોઈએ.

  • ""પાણી હાલવાની રાહ જોવી. કારણ કે પ્રભુનો દૂત પ્રસંગોપાત કૂંડમાં ઊતરીને પાણી હલાવતો અને પાણીના હાલ્યા પછી જે કોઈ પ્રથમ તેમાં જતો, તે તેના રોગથી નીરોગી થતો."" (5:3-4)
  • ""તેમની મધ્યેથી જતા રહેવુ, અને ચાલ્યા જવું"" (8:59)

બાઈબલની સૌથી જૂની અને આધુનિક આવૃતિમાં નીચેના ભાગનો સમાવેશ કરવામાં આવેલ છે. પરંતુ તે બાઈબલની શરૂઆતની નકલોમાં નથી. અનુવાદકોને આ ભાગને અનુવાદ કરવાની સલાહ આપવામાં આવે છે. મૂળભૂત રીતે તે યોહાનની સુવાર્તા પ્રમાણે નથી તે દર્શાવવા માટે તેને ચોરસ કૌંસની અંદર મૂકવું જોઈએ ([]).

  • વ્યભિચારી સ્ત્રીની વાત (7:53-8:11)

(જુઓ: શાબ્દિક ભિન્નતા)

John 1

યોહાન 01 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદોમાં કવિતાઓની દરેક પંક્તિને વાંચવી સરળ પડે માટે બાકીના લખાણ કરતાં જમણી બાજુએ ગોઠવેલ હોય છે. 1:23 ની કવિતા જે જૂના કરારમાંથી લેવામાં આવી છે તેને યુએલટી આ રીતે જ રજૂ કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

“શબ્દ”

યોહાન “શબ્દ” શબ્દસમુહનો ઉપયોગ ઇસુને દર્શાવવા(યોહાન 1:1, 14)માટે કરે છે. યોહાન કહે છે કે સર્વ લોકો માટે ઈશ્વરનો સૌથી મહત્વપૂર્ણ સંદેશ વાસ્તવિક રીતે ઈસુ છે એટ્લેકે દેહધારી એક વ્યક્તિ. (જુઓ: ઈશ્વરનો શબ્દ, યહોવાનો શબ્દ, પ્રભુનો શબ્દ, સત્યનો શબ્દ, શાસ્ત્ર)

અજવાળુ અને અંધારુ

બાઈબલ વારંવાર અન્યાયી લોકો વિષે કહે છે, તેઓ એવા લોકો છે કે જેઓ ઈશ્વર પ્રસન્ન્ન થાય તેવા કામો કરતા નથી, જાણે કે તેઓ અંધકારમાં આમતેમ ભટકી રહ્યા હોય. તે અજવાળાની વાત કરે છે જાણે કે તે પાપી લોકોને ન્યાયી બનવા માટે સક્ષમ કરે છે જેથી તેઓ શું ખોટું કરી રહ્યાં છે તે સમજી શકે અને ઈશ્વરને આધીન થવાની શરુઆત કરે. (જુઓ: ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું)

""ઈશ્વરનાં બાળકો""

જ્યારે લોકો ઈસુમાં વિશ્વાસ કરે છે, ત્યારે તેઓ ""કોપના બાળકો""માંથી ""ઈશ્વરના બાળકો"" બની જાય છે. તેઓને ""ઈશ્વરના પરિવારમાં"" દત્તક લેવામાં આવે છે. તેઓને ""ઈશ્વરના પરિવારમાં"" દત્તક લેવામાં આવે છે. આ એક અગત્યનું ચિત્ર છે જેને નવા કરારમાં પ્રગટ કરવામાં આવ્યું છે. (જુઓ: વિશ્વાસ કરવો, વિશ્વાસી, માન્યતા, અવિશ્વાસી, અનાસ્થા/અશ્રદ્ધા અને દત્તક લેવું, દત્તક, દત્તક લીધેલ)

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

રૂપકો

યોહાન અજવાળા અને અંધકાર અને શબ્દના રૂપકોનો ઉપયોગ કરીને વાચકને કહે છે કે તે સારાં તેમજ ખરાબ વિષે અને ઈશ્વર લોકોને ઈસુ દ્વારા જે કહેવા માંગે છે તે વિષે વધુ લખશે. (જુઓ: રૂપક)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

“આરંભમાં""

કેટલીક ભાષાઓ અને સંસ્કૃતિઓ જગતને એ રજૂ કરે છે જાણે કે તે પહેલેથી જ અસ્તિત્વ ધરાવે છે અને તેની કોઇ શરૂઆત હતી જ નહિ. પરંતુ ""ઘણાં લાંબા સમય પહેલા"" એ ""આરંભમાં"" થી ભિન્ન છે, અને તમારે ખાતરી કરવાની જરૂર છે કે તમારું અનુવાદ યોગ્ય રીતે સંદેશાવ્યવહાર કરે છે.

""માણસનો પુત્ર""

ઈસુ પોતાને આ અધ્યાયમાં ""માણસના પુત્ર"" તરીકે ઉલ્લેખ કરે છે (યોહાન 1:51). તમારી ભાષામાં લોકો પોતે કોઈ બીજા વિષે બોલતા હોય એ રીતે બોલવાની મંજૂરી ન હોય. (જુઓ: માણસનો દીકરો, માણસનો દીકરો અને પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

John 1:1

ἐν ἀρχῇ

ઈશ્વરે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા તેનાથી ખૂબ અગાઉના સમયનો ઉલ્લેખ કરે છે

ὁ λόγος

આ ઈસુનો ઉલ્લેખ કરે છે. શક્ય હોય તો ""શબ્દ"" તરીકે અનુવાદ કરો. જો તમારી ભાષામાં ""શબ્દ"" સ્ત્રીલિંગ છે, તો ""તે જે શબ્દ કહેવાય છે"" તે રીતે અનુવાદ કરો .

John 1:3

πάντα δι’ αὐτοῦ ἐγένετο

આ અનુવાદ સક્રિય ક્રિયાપદથી કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેમના દ્વારા સઘળું ઉત્પન્ન કર્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

χωρὶς αὐτοῦ ἐγένετο οὐδὲ ἕν ὃ γέγονεν

આ અનુવાદ સક્રિય ક્રિયાપદ સાથે કરી શકાય છે. જો તમારી ભાષા બેવડા નકારાત્મકને મંજૂરી આપતી નથી, તો ""સઘળું તેમના દ્વારા ઉત્પન્ન કરવામાં આવ્યું"" શબ્દો તદ્દન વિરોધી સંદેશાવ્યવહાર કરશે જે ખોટુ છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેમના વિના કંઈ ઉત્પન્ન કર્યું નહિ"" અથવા ""તેમની સાથે રહીને ત્યાં સઘળી વસ્તુઓ ઉત્પન્ન કરવામાં આવી "" અથવા ""ઈશ્વરે તેમની સાથે મળીને સઘળી વસ્તુઓ ઉત્પન્ન કરી."" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

John 1:4

ἐν αὐτῷ ζωὴ ἦν, καὶ ἡ ζωὴ ἦν τὸ φῶς τῶν ἀνθρώπων

તેમનામાં જીવન હતું એ દરેક વસ્તુનું જીવવાનું કારણ છે તે માટેનું ઉપનામ છે. અને, અહીં ""અજવાળું"" એ ""સત્ય""નું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""તે એ છે જેમણે સઘળું જીવંત બનાવ્યું છે. અને તેમણે લોકોને ઈશ્વર વિષે જે સાચું હતું તે પ્રગટ કર્યું"" (જુઓ: ઉપનામ અને રૂપક)

ἐν αὐτῷ

અહીં “તેનામાં” એ જે શબ્દ છે તેનો ઉલ્લેખ કરે છે.

ζωὴ

અહીં ""જીવન"" માટે સામાન્ય શબ્દનો ઉપયોગ કરો. જો તમે વધુ ચોક્ક્સ થવા માગો છો તો, ""આત્મિક જીવન"" તરીકે અનુવાદ કરો.

John 1:5

τὸ φῶς ἐν τῇ σκοτίᾳ φαίνει, καὶ ἡ σκοτία αὐτὸ οὐ κατέλαβεν

અહીં ""અજવાળું"" એ જે સાચુ અને સારુ છે તેના માટેનુ એક રૂપક છે. અહીં ""અંધકાર"" એ ખોટુ અને દુષ્ટ માટેનુ એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""સત્ય એ અંધકારમાં અજવાળુ પ્રકાશે તેના જેવું છે, અને અંધકારમાંની કોઈ પણ વ્યક્તિ અજવાળાને દૂર કરી શકતું નથી"" (જુઓ: રૂપક)

John 1:7

μαρτυρήσῃ περὶ τοῦ φωτός

અહીં ""અજવાળું"" એ ઈસુમાં ઈશ્વરનું પ્રકટીકરણ માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""દર્શાવો કે કેવી રીતે ઈસુ ઈશ્વરનું ખરુ અજવાળુ છે"" (જુઓ: રૂપક)

John 1:9

τὸ φῶς τὸ ἀληθινὸν

અહીં અજવાળું એક રૂપક છે જે ઈસુને ઈશ્વરનું સત્ય પ્રગટ કરનાર અને ઇસુ પોતે સત્ય છે તે બંને પ્રગટ કરે છે. (જુઓ: રૂપક)

John 1:10

ἐν τῷ κόσμῳ ἦν, καὶ ὁ κόσμος δι’ αὐτοῦ ἐγένετο, καὶ ὁ κόσμος αὐτὸν οὐκ ἔγνω

તે આ જગતમાં હતાં, અને ઈશ્વરે તેમના દ્વારા સઘળું ઉત્પન્ન કર્યું હતું, તેમ છતાં, લોકોએ તેમને ઓળખ્યા નહિ.

ὁ κόσμος αὐτὸν οὐκ ἔγνω

જગત"" એક ઉપનામ છે જે જગતમાં રહેતા સર્વ લોકો માટે વપરાયેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકોને ખબર નહોતી કે તે ખરેખર કોણ હતા"" (જુઓ: ઉપનામ)

John 1:11

εἰς τὰ ἴδια ἦλθεν, καὶ οἱ ἴδιοι αὐτὸν οὐ παρέλαβον

તે પોતાના જ સાથી દેશવાસીઓ પાસે આવ્યા, અને તેમના જ પોતાના સાથી દેશવાસીઓએ તેમને સ્વીકાર્યા નહિ

αὐτὸν…παρέλαβον

તેમનો સ્વીકાર કરવો. કોઈનો સ્વીકાર કરવો એનો અર્થ એમ થાય કે તેની સાથે સંબંધ બાંધવાની આશા સાથે તેનો આવકાર કરવો અને સન્માનપૂર્વક વ્યવ્હાર કરવો.

John 1:12

πιστεύουσιν εἰς τὸ ὄνομα αὐτοῦ

નામ"" શબ્દ એક ઉપનામ છે જે ઈસુની ઓળખ અને તેમના વિષેની દરેક બાબતને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેનામાં વિશ્વાસ કરવો"" (જુઓ: ઉપનામ)

ἔδωκεν…ἐξουσίαν

તેમણે તેઓને અધિકાર આપ્યો અથવા “તેણે તેઓને માટે તે શક્ય બનાવ્યું”

τέκνα Θεοῦ

બાળકો"" શબ્દ એક રૂપક છે જે ઈશ્વર સાથેના આપણા સંબંધને રજૂ કરે છે, જે બાળક અને પિતા વચ્ચેના સંબંધ જેવો છે. (જુઓ: રૂપક)

John 1:14

ὁ λόγος

આ ઈસુનો ઉલ્લેખ કરે છે. શક્ય હોય તો ""શબ્દ"" તરીકે અનુવાદ કરો. જો તમારી ભાષામાં ""શબ્દ"" સ્ત્રીલીંગ છે, તો ""તે જે શબ્દ કહેવાય છે"" તે રીતે અનુવાદ કરો. તમે યોહાન 1:1 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

σὰρξ ἐγένετο

અહીં ""દેહ"" એ ""એક વ્યક્તિ"" અથવા ""માનવી"" નું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""માનવ બન્યા"" અથવા ""માનવી બન્યા"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

μονογενοῦς παρὰ πατρός

એકના એક"" વાક્યનો અર્થ છે કે તે અજોડ છે, કે અન્ય કોઈ તેમના જેવું નથી. ""જે પિતા પાસેથી આવ્યા હતા"" આ વાક્યનો અર્થ એ છે કે તે પિતાના બાળક છે. વૈકલ્પિક અનુવાદ: ""પિતાનો અજોડ પુત્ર"" અથવા ""પિતાનો એકમાત્ર પુત્ર

πατρός

ઈશ્વરને માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

πλήρης χάριτος

આપણા પ્રત્યે ભલાઇથી ભરપૂર વર્તાવ , જેના માટે આપણે લાયક નથી તેવો વર્તાવ

John 1:15

ὁ ὀπίσω μου ἐρχόμενος

યોહાન ઈસુ વિષે કહી રહ્યો છે. ""મારી પાછળ આવે છે"" આ વાક્યનો અર્થ એ છે કે યોહાનનું સેવાકાર્ય શરૂ થઈ ચૂક્યું છે અને ઈસુનું સેવાકાર્ય પછીથી શરૂ થશે.

ἔμπροσθέν μου γέγονεν

તે મારા કરતા વધુ મહત્વપૂર્ણ છે અથવા “ તેમને મારા કરતા વધારે અધિકાર છે”

ὅτι πρῶτός μου ἦν

આનુ અનુવાદ એવી રીતે ન થાય તે માટે સાવચેત રહો જે સૂચવે છે કે ઈસુ વધારે મહત્વપૂર્ણ છે કારણ કે તે માનવીય ઉંમરમાં યોહાન કરતા મોટા છે. ઈસુ યોહાન કરતા મહાન અને વધારે મહત્વપૂર્ણ છે, કારણ કે તે ઈશ્વરના પુત્ર છે, જે સદાકાળ જીવંત છે.

John 1:16

τοῦ πληρώματος

આ શબ્દ ઈશ્વરની કૃપા કે જેનો કોઈ અંત નથી તેનો ઉલ્લેખ કરે છે

χάριν ἀντὶ χάριτος

કૃપા પર કૃપા

John 1:18

Πατρὸς

આ ઈશ્વરને માટે મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 1:19

ἀπέστειλαν οἱ Ἰουδαῖοι ἐξ Ἱεροσολύμων

અહીં ""યહૂદીઓ"" શબ્દ ""યહૂદી આગેવાનો""નો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનોએ મોકલ્યા... તેમની પાસે યરૂશાલેમથી "" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

John 1:20

ὡμολόγησεν καὶ οὐκ ἠρνήσατο, καὶ ὡμολόγησεν

તેણે નકાર કર્યો નહિ"" શબ્દસમૂહ નકારાત્મક રીતે તે જ વાત કહે છે જે હકારાત્મક રીતે કહેવાય છે કે ""તેણે કબૂલ કર્યુ"". આ બાબત ભાર મૂકે છે કે યોહાન જે કહેતો હતો તે સત્ય હતું અને ભારપૂર્વક જણાવી રહ્યો હતો કે તે ખ્રિસ્ત નથી. તમારી ભાષામાં આ પ્રમાણે કરવાની અલગ રીત હોઈ શકે છે.

John 1:21

τί οὖν? σὺ

તો પછી આ કિસ્સો શો છે, જો તું મસીહા નથી? અથવા ""તો પછી શું ચાલી રહ્યું છે?"" અથવા ""તો પછી તમે શું કરી રહ્યાં છો?

John 1:22

યોહાન યાજકો અને લેવીઓ સાથે વાત કરવાનુ ચાલુ રાખે છે.

εἶπαν…αὐτῷ

યાજકો અને લેવીઓએ યોહાનને કહ્યું

δῶμεν…ἡμᾶς

યાજકો અને લેવીઓ, યોહાન નહિ (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

John 1:23

ἔφη

યોહાને કહ્યું

ἐγὼ φωνὴ βοῶντος ἐν τῇ ἐρήμῳ

યોહાન કહે છે કે યશાયાની ભવિષ્યવાણી તેના પોતાના વિષે છે. અહીં ""વાણી"" શબ્દ અરણ્યમાં પોકાર કરનાર વ્યક્તિને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું જે અરણ્યમાં ઘાંટો પાડનારની વાણી છું"" (જુઓ: ઉપનામ)

εὐθύνατε τὴν ὁδὸν Κυρίου

અહીં “માર્ગ” શબ્દનો રૂપક તરીકે ઉપયોગ થયો છે. વૈકલ્પિક અનુવાદ: "" જે રીતે લોકો મહત્વપૂર્ણ વ્યક્તિને સારુ માર્ગ તૈયાર કરે છે તેજ રીતે પ્રભુના આગમન માટે તમે તૈયાર થાઓ. "" (જુઓ: રૂપક)

John 1:24

καὶ ἀπεσταλμένοι ἦσαν ἐκ τῶν Φαρισαίων

જે લોકોએ યોહાનને પ્રશ્ન કર્યો હતો તેના વિષેની આ પૂર્વભૂમિકાની માહિતી છે. (જુઓ: પૂર્વભૂમિકા)

John 1:26

કલમ 28 આ વાર્તાની પૂર્વભૂમિકા રજૂ કરે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

John 1:27

ὀπίσω μου ἐρχόμενος

તમારે એ સ્પષ્ટ કરવું જરુરી બનશે કે જ્યારે તે આવશે ત્યારે તે શું કરશે. વૈકલ્પિક અનુવાદ: ""મારા ગયા પછી કોણ તમને બોધ કરશે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

μου…οὗ οὐκ εἰμὶ ἐγὼ ἄξιος, ἵνα λύσω αὐτοῦ τὸν ἱμάντα τοῦ ὑποδήματος

ચંપલની દોરી છોડવી એ દાસ અથવા નોકરનું કામ હતું. આ શબ્દો નોકર જે સૌથી તુચ્છ કાર્ય કરે છે તેની માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""હું, સૌથી તુચ્છ કાર્ય કરીને તેની સેવા કરવા માટે લાયક નથી"" અથવા ""હું તેના ચંપલની દોરી છોડવા પણ યોગ્ય નથી"" (જુઓ: રૂપક)

John 1:29

Ἀμνὸς τοῦ Θεοῦ

આ એક રૂપક છે જે ઈશ્વરના સંપૂર્ણ બલિદાનને રજૂ કરે છે. ઈસુને ""ઈશ્વરનું હલવાન"" કહેવામાં આવે છે કારણકે લોકોના પાપોની ચુકવણી માટે તેમનું બલિદાન આપવામાં આવ્યુ. (જુઓ: રૂપક)

κόσμου

જગત"" શબ્દ એક ઉપનામ છે જે જગતના સર્વ લોકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: ઉપનામ)

John 1:30

ὀπίσω μου ἔρχεται ἀνὴρ, ὃς ἔμπροσθέν μου γέγονεν, ὅτι πρῶτός μου ἦν.

તમે કેવી રીતે યોહાન 1:15 માં અનુવાદ કર્યું છે તે જુઓ.

John 1:32

καταβαῖνον

આકાશથી નીચે ઊતરી આવવું

ὡς περιστερὰν

આ વાક્ય સમાનાર્થી છે. ""આત્મા"" નીચે ઊતરી આવે છે જેમ એક કબૂતર વ્યક્તિ પર આવી ને બેસે છે તેમ. (જુઓ: ઉપમા)

οὐρανοῦ

“સ્વર્ગ” શબ્દ એ “આકાશ”ને રજૂ કરે છે.

John 1:34

ὁ Υἱὸς τοῦ Θεοῦ

આ લખાણની કેટલીક નકલો ""ઈશ્વરનો પુત્ર"" કહે છે; અન્યો ""ઈશ્વરનો પસંદ કરેલ"" કહે છે. (જુઓ: શાબ્દિક ભિન્નતા)

Υἱὸς τοῦ Θεοῦ

ઈશ્વરનો પુત્ર, એ ઈસુને માટેનું એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 1:35

τῇ ἐπαύριον πάλιν

આ બીજો દિવસ છે. આ બીજો દિવસ છે જ્યારે યોહાન ઈસુને જુએ છે.

John 1:36

Ἀμνὸς τοῦ Θεοῦ

આ એક રૂપક છે જે ઈશ્વરના સંપૂર્ણ બલિદાનને રજૂ કરે છે. ઈસુને ""ઈશ્વરનું હલવાન"" કહેવામાં આવે છે કારણકે લોકોના પાપોની ચુકવણી માટે તેમનું બલિદાન આપવામાં આવ્યુ. તમે આ જ શબ્દસમૂહને યોહાન 1:29 માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: રૂપક)

John 1:39

ὥρα…δεκάτη

10મા કલાકે. આ વાક્ય બપોરનો સમય સૂચવે છે, અંધારુ થાય તે પહેલા, જે સમયે બીજા શહેર જવા માટે મુસાફરી શરૂ કરવાનું ખૂબ મોડુ થઈ જાય છે, સંભવિત રીતે સાંજના 4 કલાકની આજુબાજુ,

John 1:40

આ કલમો આપણને આન્દ્રિયા વિષે તેમજ તે કેવી રીતે તેના ભાઈ પિતરને ઈસુ પાસે લાવ્યો તેની માહિતી આપે છે. તેઓ જઈને જુએ કે ઈસુ ક્યાં રહે છે યોહાન 1:39 તે પહેલા આ ઘટના બની.

John 1:42

υἱὸς Ἰωάννου

આ યોહાન બાપ્તિસ્ત નથી. “યોહાન” ખૂબ સામાન્ય નામ હતું.

John 1:44

ἦν δὲ ὁ Φίλιππος ἀπὸ Βηθσαϊδά, ἐκ τῆς πόλεως Ἀνδρέου καὶ Πέτρου

આ ફિલિપ વિષેની પૂર્વભૂમિકાની માહિતી છે. (જુઓ: પૂર્વભૂમિકા)

John 1:46

εἶπεν αὐτῷ Ναθαναήλ

નથાનિયેલે ફિલિપને કહ્યું

ἐκ Ναζαρὲτ δύναταί τι ἀγαθὸν εἶναι

આ નોંધ પ્રશ્નના સ્વરૂપમાં ભાર મૂકવા માટે દર્શાવેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""શું નાઝરેથમાંથી કંઈ સારુ નીકળી શકે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 1:47

ἐν ᾧ δόλος οὐκ ἔστιν

આ હકારાત્મક રીતે વર્ણવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""સંપૂર્ણ સત્યવાદી માણસ"" (જુઓ: વક્રોક્તિ)

John 1:49

Υἱὸς τοῦ Θεοῦ

આ ઈસુ માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 1:50

ὅτι εἶπόν σοι, ὅτι εἶδόν σε ὑποκάτω τῆς συκῆς, πιστεύεις

આ ટિપ્પણી ભાર આપવા માટે પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: "" તું અંજીરી નીચે હતો ત્યારેમેં તને જોયો એમ કહ્યું, તેથી તું વિશ્વાસ કરે છે'! (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 1:51

ἀμὴν, ἀμὴν

હવે પછીની માહિતી મહત્વપૂર્ણ અને સાચી છે તે દર્શાવવા તમારી ભાષા જે રીતે ભાર મૂકે છે તે રીતે આનો અનુવાદ કરો.

John 2

યોહાન 02 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

દ્રાક્ષારસ

યહૂદીઓ ભોજન સમયે અને ખાસ કરીને જ્યારે તેઓ વિશેષ કાર્યક્રમની ઉજવણી કરતા ત્યારે તેઓ દ્રાક્ષારસ પીતા હતા. દ્રાક્ષારસ પીવો તે પાપ છે એવુ તેઓ માનતા નહોતા.

નાણાવટીઓને હાંકી કાઢ્યા

ઈસુને મંદિર અને સમગ્ર ઇઝરાએલ પર અધિકાર છે તે દર્શાવવા નાણાવટીઓને મંદિરમાંથી હાંકી કાઢ્યા

""તેઓ જાણતા હતા કે માણસમાં શું રહેલુ છે""

ઇસુ માણસના પુત્ર તેમજ ઈશ્વરના પુત્ર હતા અને છે તેથી બીજાઓ શું વિચારતા હતા તે જાણતા હતા.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""તેમના શિષ્યોને યાદ આવ્યું""

યોહાન આ વાક્યનો ઉપયોગ મુખ્ય ઇતિહાસ કહેવાનું બંધ કરવા અને જે ઘટના ઘણા સમય પછી બની હતી તે જણાવવા માટે કરે છે. તેણે કબૂતર વેચનારાઓને ઠપકો આપ્યો તેના પછી તરતજ (યોહાન 2:16) યહૂદી અધિકારીઓએ તેની સાથે વાત કરી. ઈસુના સજીવન થયા પછી તેમના શિષ્યોને પ્રબોધકોએ લાંબા સમય અગાઉ જે લખ્યુ હતુ તે અને ઈસુ તેમના શરીરરૂપી મંદિરની વાત કરી હતી તે યાદ આવ્યું (યોહાન 1:2 અને યોહાન 2:22).

John 2:1

ઈસુ અને શિષ્યોને લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કલમમાં ઘટનાનું આયોજન વિષેની પૃષ્ઠભૂમિકાની માહિતી રજૂ કરે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

τῇ ἡμέρᾳ τῇ τρίτῃ

ઘણાં અનુવાદકો આ ઘટનાને ઈસુએ ફિલિપ અને નથાનિએલને અનુસરવા બોલાવ્યા તે પછી ત્રીજા દિવસે વાંચે છે. યોહાન 1:35 માં પ્રથમ દિવસે અને યોહાન 1:43 માં બીજે દિવસ થાય છે.

John 2:2

ἐκλήθη…ὁ Ἰησοῦς καὶ οἱ μαθηταὶ αὐτοῦ εἰς τὸν γάμον

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈએ ઈસુ અને તેમના શિષ્યોને લગ્નમાં આમંત્રણ આપ્યું હતું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 2:4

γύναι

આ મરિયમનો ઉલ્લેખ છે. જો તમારી ભાષામાં કોઈ પુત્ર તેની માતાને ""સ્ત્રી"" કહીને બોલાવે છે તે અસભ્ય લાગે, તો બીજા શબ્દનો ઉપયોગ કરો જે વિવેકી છે, અથવા તેને છોડી દો.

τί ἐμοὶ καὶ σοί

આ પ્રશ્ન ભાર દર્શાવવા માટે પૂછવામાં આવ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""આને મારી સાથે કોઈ લેવાદેવા નથી."" અથવા ""તમારે મને કહેવાની જરૂર નથી કે મારે શું કરવું જોઈએ."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

οὔπω ἥκει ἡ ὥρα μου

સમય"" શબ્દએ ઉપનામ છે જે ઈસુ માટે યોગ્ય પ્રસંગ રજૂ કરે છે, જેથી તે ચમત્કારો કરવા દ્વારા દર્શાવે કે તે મસીહા છે. વૈકલ્પિક અનુવાદ: "" હજી પરાક્રમી કામો કરવાનો મારો યોગ્ય સમય આવ્યો નથી"" (જુઓ: ઉપનામ)

John 2:6

μετρητὰς δύο ἢ τρεῖς

તમે તેને આધુનિક માપદંડમાં બદલી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""75 થી 115 લિટર"" (જુઓ: બાઈબલનાં ઘન કે પ્રવાહી માપ)

John 2:7

ἕως ἄνω

આના અર્થ છે કે “છલોછલ” અથવા “સંપૂર્ણ ભરેલું”

John 2:8

τῷ ἀρχιτρικλίνῳ

આ બાબત ભોજન અને પીણા માટે જવાબદાર વ્યક્તિનો ઉલ્લેખ કરે છે.

John 2:9

οἱ δὲ διάκονοι ᾔδεισαν, οἱ ἠντληκότες τὸ ὕδωρ

આ પાશ્ચાત ભૂમિકાની માહિતી છે. (જુઓ: પૂર્વભૂમિકા)

John 2:10

μεθυσθῶσιν

વધુ પડતો દ્રાક્ષારસ પીવાને કારણે સસ્તો દ્રાક્ષારસ અને મોંઘો દ્રાક્ષારસ વચ્ચેનો તફાવત કહી શકતા નથી.

John 2:11

આ કલમ મુખ્ય વાર્તાની પંક્તિનો ભાગ નથી, પરંતુ તેને બદલે તે વાર્તા વિષે એક ટિપ્પણી આપે છે. (જુઓ: એક નવી ઘટનાનો પરિચય)

Κανὰ

આ જગ્યાનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

ἐφανέρωσεν τὴν δόξαν αὐτοῦ

અહીં ""તેમનો મહિમા"" ઈસુના પરાક્રમી સામર્થ્યનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમનું સામર્થ્ય પ્રગટ કર્યું

John 2:12

κατέβη

આ સૂચવે છે કે તેઓ ઉપરના સ્થળેથી નીચેના સ્થળે ગયા. કફરનહૂમ એ કાના ગામથી ઉત્તરપૂર્વમાં અને નીચાણમાં આવેલું છે.

οἱ ἀδελφοὶ

ભાઈઓ"" શબ્દએ ભાઈઓ અને બહેનો બંનેનો સમાવેશ કરે છે. ઈસુના સર્વ ભાઈઓ અને બહેનો તેમના કરતા નાના હતા.

John 2:13

ઈસુ અને તેમના શિષ્યો ઉપર આવેલા યરૂશાલેમના મદિરમાં ગયા.

ἀνέβη εἰς Ἱεροσόλυμα

આ સૂચવે છે કે તે નીચલા સ્થળેથી ઉપરના સ્થળે ગયા. યરૂશાલેમ ટેકરીઓ પર બાંધવામાં આવેલું છે.

John 2:14

καθημένους

પછીની કલમ સ્પષ્ટ કરે છે કે આ લોકો મંદિરના આંગણામાં છે. તે જ્ગ્યા ભક્તિ કરવા માટેની હતી નહિ કે વેપાર.

τοὺς πωλοῦντας βόας καὶ πρόβατα καὶ περιστερὰς

લોકો મંદિરના આંગણામાંથી પ્રાણીઓને ખરીદીને ઈશ્વરને તેનું બલિદાન કરતા હતા.

κερματιστὰς

યહૂદી અધિકારીઓ એવા લોકોને મદદ કરવાની હતી કે જેઓ પોતાની પાસેના નાણાં દ્વારા ખાસ પ્રકારના નાણા “નાણાંવટીઓ” પાસેથી મેળવીને બલિદાન માટે પ્રાણી ખરીદવા માંગતા હોય.

John 2:15

καὶ

પહેલા કંઇક બન્યુ તેથી આ ઘટના બની તે આ શબ્દ દ્વારા દર્શાવેલ છે. આ કિસ્સામાં, ઈસુએ નાણાવટીઓને મંદિરમાં બેઠેલા જોયા.

John 2:16

μὴ ποιεῖτε τὸν οἶκον τοῦ πατρός μου οἶκον ἐμπορίου

મારા પિતાના ઘરમાં વસ્તુઓની ખરીદ અને વેચાણ કરવાનું બંધ કરો

τὸν οἶκον τοῦ πατρός μου

આ શબ્દસમૂહનો ઉપયોગ ઈસુ મંદિરનો ઉલ્લેખ કરવા માટે કરે છે.

τοῦ πατρός μου

આ મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈસુ ઈશ્વર માટે વાપરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 2:17

γεγραμμένον ἐστίν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈએ લખ્યું હતું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τοῦ οἴκου σου

આ શબ્દ મંદિર, ઈશ્વરના ઘર નો ઉલ્લેખ કરે છે,.

καταφάγεταί

“ખાઇ નાખે છે” શબ્દએ ""અગ્નિ""ના રૂપક તરફ નિર્દેશ કરે છે. મંદિર પ્રત્યે ઈસુનો પ્રેમ તેમની અંદર સળગતા અગ્નિ જેવો છે. (જુઓ: રૂપક)

John 2:18

σημεῖον

આ એવી ઘટનાનો ઉલ્લેખ કરે છે કે જે કંઈક સાચુ સાબિત કરે છે.

ταῦτα

આ બાબત મંદિરમાં ઇસુએ નાણાવટીઓ સામે લીધેલ પગલાનો નિર્દેશ કરે છે.

John 2:19

λύσατε τὸν ναὸν τοῦτον, καὶ ἐν τρισὶν ἡμέραις ἐγερῶ αὐτόν

ઈસુ એક કાલ્પનિક પરિસ્થિતિ જણાવી રહ્યાં છે જેમાં કંઈક ચોક્કસપણે થશે, જો અન્ય કંઇક જે સાચુ ન હોય તે સાચુ હોય તો. આ મુદ્દામાં, જો યહૂદી આગેવાનો મંદિરનો નાશ કરે તો પણ તેને ચોક્કસપણે ઊભું કરશે. ઈસુ યહૂદી આગેવાનોને વાસ્તવિક મંદિરને તોડી નાખવાનો આદેશ આપતા નથી. તમે “નાશ” અને ઊભું કરવા” શબ્દોનો અનુવાદ ઈમારતને તોડી પાડવી અને ફરીથી ઊભી કરવી જેવા સામાન્ય શબ્દોને વાપરીને કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જો તમે આ મંદિરનો નાશ કરશો તો હું તેને ચોક્કસ ઊભું કરીશ"" અથવા ""જો તમે આ મંદિરનો નાશ કરશો, તો હું તેને ફરી ઊભું કરીશ તે ચોક્ક્સ યાદ રાખજો"" (જુઓ: આનુમાનિત પરિસ્થિતિઓ અને રૂપક)

ἐγερῶ αὐτόν

ઊભું કરીશ

John 2:20

21 અને 22 ની કલમો મુખ્ય ઘટનાની પંક્તિનો ભાગ નથી, પરંતુ તેના બદલે તેઓ ઘટના પર નોંધ કરે છે અને હવે પછી જે કંઇ થવાનું છે તેના વિષે કહે છે. (જુઓ: વાર્તાની સમાપ્તિ)

τεσσεράκοντα…ἓξ ἔτεσιν…τρισὶν ἡμέραις

46 વર્ષો ... 3 દિવસો (જુઓ: સંખ્યાઓ)

σὺ ἐν τρισὶν ἡμέραις ἐγερεῖς αὐτόν

આ નોંધ એ પ્રશ્નના રૂપમાં દેખાય છે કે જેથી યહૂદી આગેવાનો સમજે કે ઈસુ મંદિરને તોડી નાખીને ત્રણ દિવસમાં ફરીથી તેને ઊભું કરવા માંગે છે. ""ઊભું કરવું"" એ ""સ્થાપના"" કરવા માટેનો એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે તેને ત્રણ દિવસમાં ઊભું કરશો?"" અથવા ""તમે તેને ત્રણ દિવસમાં ફરીથી ઊભું કરો એ અશક્ય છે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન અને રૂઢિપ્રયોગ)

John 2:22

ἐπίστευσαν

અહીં “માનવું” એટલે કે કંઈક સ્વીકારવું અથવા સત્ય પર ભરોસો કરવો તે છે.

τῷ λόγῳ

યોહાન 2:19 માં ઈસુના નિવેદનનો ઉલ્લેખ કરે છે.

John 2:23

ὡς δὲ ἦν ἐν τοῖς Ἱεροσολύμοις

“હમણાં” શબ્દએ વાર્તામાં નવી ઘટનાનો પરિચય આપે છે.

ἐπίστευσαν εἰς τὸ ὄνομα αὐτοῦ

અહીં ""નામ"" એ ઉપનામ છે જે ઈસુને વ્યક્તિ તરીકે રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેનામાં વિશ્વાસ કર્યો "" અથવા ""તેનામાં ભરોસો કર્યો "" (જુઓ: ઉપનામ)

τὰ σημεῖα ἃ ἐποίει

ચમત્કારોને ""ચિહ્નો"" તરીકે પણ ઓળખી શકાય છે કારણ કે તેઓનો પુરાવા તરીકે ઉપયોગ થાય છે કે ઈશ્વર સર્વ-શક્તિમાન છે જેને સમગ્ર સંસાર પર સંપૂર્ણ અધિકાર છે.

John 2:25

περὶ τοῦ ἀνθρώπου…γὰρ ἐγίνωσκεν τί ἦν ἐν τῷ ἀνθρώπῳ

અહીં ""માણસ"" શબ્દ સામાન્ય રીતે લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: "" લોકો વિશે, કારણ કે લોકોમાં શું છે તે તેઓ જાણતા હતા "" (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)

John 3

યોહાન 03 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

અજવાળુ અને અંધકાર

બાઈબલ વારંવાર અન્યાયી લોકો કે જેઓ ઈશ્વરને પસંદ છે તેવા કામો કરતા નથી જાણે કે તેઓ અંધકારની આસપાસ ચાલતા હોય તે વિષે કહે છે. તે પ્રકાશની વાત કરે છે જાણે કે તે પાપી લોકોને ન્યાયી થવા તેમજ તેઓ જે કરી રહ્યા છે તે ખોટુ છે તે સમજવા અને ઈશ્વરને આધીન થવાની શરુઆત કરવા સક્ષમ કરે છે.(જુઓ: ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""માણસનો પુત્ર""

ઈસુ આ અધ્યાયમાં પોતાને ""માણસના પુત્ર"" તરીકે ઉલ્લેખ કરે છે (યોહાન 3:13). તમારી ભાષા લોકોને પોતાના વિષે એ રીતે બોલવાની મંજૂરી આપતા ન હોય જાણે કે તેઓ કોઈ બીજા વિષે બોલતા હોય. (જુઓ: માણસનો દીકરો, માણસનો દીકરો અને પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

John 3:1

નિકોદેમસ ઈસુને મળવા આવે છે

δὲ

આ શબ્દ અહીં વાર્તાના નવા ભાગને રજૂ કરે છે અને નિકોદેમસનો પરિચય કરાવે છે. (જુઓ: નવા અને જૂના પાત્રોનો પરિચય)

John 3:2

οἴδαμεν

અહીં ""અમે"" વિશિષ્ટ છે, તે ફક્ત નિકોદેમસ અને યહૂદી સભાના અન્ય સભ્યોનો જ ઉલ્લેખ કરે છે.

John 3:3

ઈસુ અને નિકોદેમસ વાત ચાલુ રાખે છે.

ἀμὴν, ἀμὴν

તમે (યોહાન 1:51) માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

γεννηθῇ ἄνωθεν

નવો જન્મ અથવા “ઈશ્વરથી જન્મેલ”

Βασιλείαν τοῦ Θεοῦ

રાજ્ય"" શબ્દ ઈશ્વરના રાજ માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર જ્યાં રાજ કરે છે તે સ્થળ"" (જુઓ: રૂપક)

John 3:4

πῶς δύναται ἄνθρωπος γεννηθῆναι, γέρων ὤν

આ બાબત શક્ય નથી તે ભારપૂર્વક કહેવા સારુ નિકોદેમસ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""માણસ વૃદ્ધ થયા પછી ફરીથી કેવી રીતે જન્મ લઈ શકે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

μὴ δύναται εἰς τὴν κοιλίαν τῆς μητρὸς αὐτοῦ δεύτερον εἰσελθεῖν καὶ γεννηθῆναι

નિકોદેમસ પણ આ પ્રશ્નનો ઉપયોગ કરી તેનો માન્યતા રજૂ કરે છે કે બીજો જન્મ અશક્ય છે. ""વાસ્તવિક રીતે, તે બીજી વાર પોતાની માના ઉદરમાં પ્રવેશી શકે નહિ! (જુઓ: આલંકારિક પ્રશ્ન)

δεύτερον

ફરીથી અથવા “બે વાર”

τὴν κοιλίαν

સ્ત્રીના શરીરનો ભાગ કે જ્યાં બાળક વૃદ્ધિ પામે છે

John 3:5

ἀμὴν, ἀμὴν

આ વાક્યને (યોહાન 3:3) માં તમે અનુવાદ કર્યું તે જ પ્રમાણે કરી શકો છો.

γεννηθῇ ἐξ ὕδατος καὶ Πνεύματος

ત્યાં બે શક્ય અર્થો છે: 1) ""પાણીમાં અને આત્મામાં બાપ્તિસ્મા લેવું"" અથવા 2) ""શારીરિક અને આત્મિક રીતે જન્મ લેવો"" (જુઓ: રૂપક)

εἰσελθεῖν εἰς τὴν Βασιλείαν τοῦ Θεοῦ

રાજ્ય"" શબ્દએ કોઈના જીવનમાં ઈશ્વર રાજ કરે છે તે દર્શાવવા માટેનુ એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""પોતાના જીવનમાં ઈશ્વરના રાજનો અનુભવ કરવો"" (જુઓ: રૂપક)

John 3:7

ઈસુ નિકોદેમસ સાથે વાત કરવાનુ ચાલુ રાખે છે

δεῖ ὑμᾶς γεννηθῆναι ἄνωθεν

તમે નવો જન્મ પામેલા હોવા જોઈએ

John 3:8

τὸ πνεῦμα ὅπου θέλει, πνεῖ

મૂળ ભાષામાં, પવન અને આત્મા બંને સમાન શબ્દ છે. અહીં વક્તા પવન જાણે કે વ્યક્તિ હોય તેમ તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પવિત્ર આત્મા એ પવન જેવા છે કે જે જ્યાં ચાહે ત્યાં વાય છે"" (જુઓ: વ્યક્તિનો અવતાર)

John 3:9

πῶς δύναται ταῦτα γενέσθαι

આ પ્રશ્ન વિધાનને વધુ ભારપૂર્વક રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આ શક્ય નથી!"" અથવા ""આ બાબત કેવી રીતે બની શકે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 3:10

σὺ εἶ ὁ διδάσκαλος τοῦ Ἰσραὴλ, καὶ ταῦτα οὐ γινώσκεις

ઈસુ જાણે છે કે નિકોદેમસ એક શિક્ષક છે. તે માહિતી શોધી રહ્યો નથી. વૈકલ્પિક અનુવાદ: ""તું ઇસ્રાએલનો શિક્ષક છે છતાં આ વાતો સમજી શકતો નથી તેથી મને આશ્ચર્ય થાય છે” અથવા "" તું ઇસ્રાએલનો શિક્ષક છે, તેથી તારે આ વાતો સમજવી જોઇએ!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

σὺ εἶ ὁ διδάσκαλος τοῦ Ἰσραὴλ, καὶ…οὐ γινώσκεις

તુ "" શબ્દ એકવચન છે અને તે નિકોદેમસનો ઉલ્લેખ કરે છે. (જુઓ: https://git.door43.org/STR/gu_ta/src/branch/master/translate/figs-you/01.md)

John 3:11

οὐ λαμβάνετε

તમે"" શબ્દ બહુવચન છે અને સામાન્યરીતે તે યહૂદીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: https://git.door43.org/STR/gu_ta/src/branch/master/translate/figs-you/01.md)

ἀμὴν, ἀμὴν

હવે પછીની માહિતી મહત્વપૂર્ણ અને સાચી છે તે દર્શાવવા તમારી ભાષા જે રીતે ભાર મૂકે છે તે રીતે આનો અનુવાદ કરો. તમે યોહાન 1:51 માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

λαλοῦμεν

જ્યારે ઈસુએ કહ્યું કે “આપણે,” ત્યારે તેઓ નિકોદેમસનો સમાવેશ કરતા નથી. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

John 3:12

ઈસુ નિકોદેમસને પ્રત્યુત્તર આપવાનું ચાલુ રાખે છે.

εἶπον ὑμῖν…οὐ πιστεύετε, πῶς ἐὰν εἴπω ὑμῖν…πιστεύσετε

તમે"" શબ્દ ત્રણેય સ્થળોએ બહુવચન છે અને સામાન્ય રીતે યહૂદીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

πῶς ἐὰν εἴπω ὑμῖν τὰ ἐπουράνια, πιστεύσετε

આ પ્રશ્ન નિકોદેમસ અને યહૂદીઓના અવિશ્વાસને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જો હું તમને આકાશમાંની વાતો કહીશ તોપણ તમે ચોક્કસપણે વિશ્વાસ કરવાના નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

εἶπον ὑμῖν…οὐ πιστεύετε, πῶς ἐὰν εἴπω ὑμῖν…πιστεύσετε

આત્મિક બાબતો

John 3:14

καθὼς Μωϋσῆς ὕψωσεν τὸν ὄφιν ἐν τῇ ἐρήμῳ, οὕτως ὑψωθῆναι δεῖ τὸν Υἱὸν τοῦ Ἀνθρώπου

આ શબ્દાલંકારને સમાનતા કહેવામાં આવે છે. જે રીતે મૂસાએ અરણ્યમાં પિત્તળનો સર્પ ""ઊંચો કર્યો” હતો તેમ કેટલાક લોકો ઈસુને “ઊંચો કરશે”. (જુઓ: ઉપમા)

ἐν τῇ ἐρήμῳ

અરણ્ય એ એક શુષ્ક અને વેરાન સ્થળ છે, પરંતુ અહીં ખાસ કરીને જ્યાં મૂસા અને ઇઝરાએલીઓ ચાલીસ વર્ષો સુધી ચાલ્યા હતા તે સ્થાનનો ઉલ્લેખ કરે છે.

John 3:16

οὕτως…ἠγάπησεν ὁ Θεὸς τὸν κόσμον

અહીં ""જગત"" એક ઉપનામ છે જે જગતમાંના દરેકનો ઉલ્લેખ કરે છે. (જુઓ: ઉપનામ)

ἠγάπησεν

આ પ્રકારનો પ્રેમ ઈશ્વર તરફથી આવે છે અને તેનું લક્ષ બીજાની ભલાઈ છે, પછી ભલે તે પોતાને ફાયદો ન કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને તે જ સાચા પ્રેમના સ્રોત છે.

John 3:17

οὐ γὰρ ἀπέστειλεν ὁ Θεὸς τὸν Υἱὸν εἰς τὸν κόσμον, ἵνα κρίνῃ τὸν κόσμον, ἀλλ’ ἵνα σωθῇ ὁ κόσμος δι’ αὐτοῦ

આ બે કલમોનો અર્થ લગભગ સમાન જ છે, ભારદર્શાવવા માટે બે વાર કહેવામાં આવ્યું છે, પ્રથમ નકારાત્મકમાં અને પછી હકારાત્મક વાક્યમાં. કેટલીક ભાષાઓ જુદી જુદી રીતે ભારનું વર્ણન કરવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: તેમના પુત્રને આ જગતમાં મોકલવાનું ઈશ્વરનું વાસ્તવિક કારણ જગતને બચાવવાનું હતું"" (જુઓ: સમાંતરણ અને બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

ἵνα κρίνῃ

સજા કરવી. સામાન્ય રીતે ""સજા"" સૂચવે છે કે જે વ્યક્તિને સજા કરવામાં આવે છે તેને પછીથી ઈશ્વર દ્વારા સ્વીકારવામાં આવે છે. કોઈ વ્યક્તિને દોષિત ઠરાવવામાં આવે છે ત્યારે તેને સજા કરવામાં આવે છે પરંતુ ઈશ્વર તેનો સ્વીકાર કરતા નથી.

John 3:18

Υἱοῦ τοῦ Θεοῦ

આ ઈસુ માટેનું મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 3:19

ઈસુ નિકોદેમસને પ્રત્યુત્તર આપવાનું પૂર્ણ કરે છે.

τὸ φῶς ἐλήλυθεν εἰς τὸν κόσμον

ઈસુમાં પ્રગટ થયેલ ઈશ્વરના સત્ય માટે “અજવાળું"" શબ્દ એક રૂપક છે. ઈસુ પોતાના વિષે ત્રીજા પુરુષમાં વાત કરે છે. જો તમારી ભાષા લોકોને ત્રીજા પુરુષમાં કહેવાની મંજૂરી આપતી નથી, તો તમારે અજવાળું કોણ છે તે સ્પષ્ટ કરવાની જરૂર પડશે. ""જગત"" એ સૃષ્ટિમાં રહેતા સર્વ લોકો માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""જે અજવાળા સમાન છે તેણે સર્વ લોકોને ઈશ્વરનું સત્ય પ્રગટ કર્યું છે"" અથવા ""હું, કે જે અજવાળા સમાન છું તે આ જગતમાં આવ્યો છું"" (જુઓ: રૂપક અને ઉપનામ અને પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

ἠγάπησαν οἱ ἄνθρωποι…τὸ σκότος

અહીં “અંધકાર” એ દુષ્ટતા માટેનું રૂપક છે. (જુઓ: રૂપક)

John 3:20

ἵνα μὴ ἐλεγχθῇ τὰ ἔργα αὐτοῦ

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેથી અજવાળા દ્વારા તેના કામો પ્રગટ થાય નહિ "" અથવા ""જેથી પ્રકાશ તેના કાર્યોને સ્પષ્ટ રીતે પ્રગટ ન કરે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 3:21

φανερωθῇ αὐτοῦ τὰ ἔργα, ὅτι

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકો તેમના કાર્યોને સ્પષ્ટ રીતે જોઈ શકે"" અથવા ""તે જે કરે છે તે દરેક વ્યક્તિ સ્પષ્ટ રીતે જોઈ શકે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 3:22

μετὰ ταῦτα

આ બાબત ઈસુની નિકોદેમસ સાથે વાત થયા પછીને નિર્દેશ કરે છે. તમે યોહાન 2:12 માં કેવી રીતે અનુવાદ કર્યો છે તે જુઓ.

John 3:23

Αἰνὼν

આ શબ્દનો અર્થ “ઝરણા” પાણીના (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

τοῦ Σαλείμ

યર્દન નદી પછી તરત આવેલુ ગામ અથવા નગર. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

ὅτι ὕδατα πολλὰ ἦν ἐκεῖ

કારણ કે તે સ્થળે ઘણાં ઝરણા હતા

ἐβαπτίζοντο

આ વાક્યને તમે સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""યોહાન તેઓને બાપ્તિસ્મા આપતો હતો"" અથવા ""તે તેઓને બાપ્તિસ્મા આપતો હતો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 3:25

ἐγένετο οὖν ζήτησις ἐκ τῶν μαθητῶν Ἰωάννου μετὰ Ἰουδαίου

સ્પષ્ટતા માટે તમે આ સક્રિય સ્વરૂપમાં વર્ણન કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""પછી યોહાનના શિષ્યો અને એક યહૂદી દલીલો કરવા લાગ્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ζήτησις

વાકયુધ્ધ

John 3:26

σὺ μεμαρτύρηκας, ἴδε, οὗτος βαπτίζει

આ વાક્યમાં, ""જુઓ"" એ આદેશ છે જેનો અર્થ છે ""ધ્યાન આપવું!"" વૈકલ્પિક અનુવાદ: ""તમે સાક્ષી આપી છે, 'જુઓ! તે બાપ્તિસ્મા આપે છે,'"" અથવા ""તમે સાક્ષી આપી છે. તે જુઓ! તે બાપ્તિસ્મા આપે છે,"" ""(જુઓ: rc://gu/ta/man/ translate/figs-explicit)

John 3:27

οὐ δύναται ἄνθρωπος λαμβάνειν, οὐδὲ ἓν ἐὰν μὴ

કોઈની પાસે સામર્થ્ય નથી સિવાય કે

ᾖ δεδομένον αὐτῷ ἐκ τοῦ οὐρανοῦ

અહીં “આકાશ” નો ઉપયોગ ઉપનામ તરીકે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. આ સક્રિય સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેને તે આપ્યુ છે"" (જુઓ: ઉપનામ અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 3:28

αὐτοὶ ὑμεῖς

અહીં ""તમે"" બહુવચન છે અને જે સર્વ લોકો સાથે યોહાન વાત કરી રહ્યો છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે સર્વ"" અથવા ""તમે બધાં"" (જુઓ: તમેનાં સ્વરૂપો અને સ્વવાચક સર્વનામો)

ἀπεσταλμένος εἰμὶ ἔμπροσθεν ἐκείνου

આ સક્રિય સ્વરૂપમાં કહી કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે મને તેમની આગળ મોકલ્યો છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 3:29

યોહાન બાપ્તિસ્ત વાત કરવાનુ ચાલુ રાખે છે

ὁ ἔχων τὴν νύμφην, νυμφίος ἐστίν

અહીં ""કન્યા"" અને ""વરરાજા"" રૂપકો છે. ઈસુ ""વરરાજા"" છે અને યોહાન ""વરરાજા"" ના મિત્ર જેવો છે. (જુઓ: રૂપક)

αὕτη οὖν ἡ χαρὰ ἡ ἐμὴ πεπλήρωται

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેથી મને અનહ્દ આનંદ થાય છે"" અથવા ""તેથી હું ખૂબ આનંદ કરું છું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἡ χαρὰ ἡ ἐμὴ

“મારો” શબ્દ એ યોહાન બાપ્તિસ્ત જે વાત કરી રહ્યો છે તેનો ઉલ્લેખ કરે છે.

John 3:30

ἐκεῖνον δεῖ αὐξάνειν

તે ઈસુનો, વરરાજા તરીકે ઉલ્લેખ કરે છે, જે મહત્વતામાં વૃદ્ધિ પામતા જશે.

John 3:31

ὁ ἄνωθεν ἐρχόμενος, ἐπάνω πάντων ἐστίν

જે સ્વર્ગમાંથી આવે છે તે અન્ય લોકો કરતાં વધુ મહત્વના છે

ὁ ὢν ἐκ τῆς γῆς, ἐκ τῆς γῆς ἐστιν, καὶ ἐκ τῆς γῆς λαλεῖ

યોહાનનો અર્થ એ છે કે ઈસુ તેના કરતા મોટા છે કારણ કે ઈસુ સ્વર્ગમાંથી આવ્યા છે અને યોહાનનો જન્મ પૃથ્વી પર થયો છે. વૈકલ્પિક અનુવાદ: ""જેનો જન્મ આ જગતમાં થયો છે તે વિશ્વમાં રહેનારા સર્વ લોકોના જેવો છે અને આ જગતમાં શું થાય છે તે વિષે તે કહે છે"" (જુઓ: ઉપનામ)

ὁ ἐκ τοῦ οὐρανοῦ ἐρχόμενος, ἐπάνω πάντων ἐστίν

આનો અર્થ પ્રથમ વાક્ય જેવો જ છે. યોહાન ભાર મૂકવા માટે પુનરાવર્તન કરે છે.

John 3:32

ὃ ἑώρακεν καὶ ἤκουσεν, τοῦτο μαρτυρεῖ

યોહાન ઈસુ વિષે બોલી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: "" “સ્વર્ગમાંથી જે આવ્યો છે તેણે સ્વર્ગમાં જે જોયું છે અને સાંભળ્યું છે તે કહે છે

τὴν μαρτυρίαν αὐτοῦ, οὐδεὶς λαμβάνει

ફક્ત થોડા લોકો જ ઈસુ પર વિશ્વાસ કરે છે તેની પર ભાર મૂકવા યોહાન અતિશયોકતિ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""બહુ થોડા લોકો તેના પર વિશ્વાસ કરે છે"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

John 3:33

ὁ λαβὼν αὐτοῦ τὴν μαρτυρίαν

ઈસુ જે કહે છે તે જે કોઇ વિશ્વાસ કરે છે

ἐσφράγισεν

સાબિત કરવું અથવા “સંમત થવું”

John 3:34

યોહાન બાપ્તિસ્ત તેની વાત પૂર્ણ કરે છે.

ὃν γὰρ ἀπέστειλεν ὁ Θεὸς

આ ઈસુ, જેમને ઈશ્વરે તેમના પ્રતિનિધિ તરીકે મોકલ્યા.

οὐ γὰρ ἐκ μέτρου δίδωσιν τὸ Πνεῦμα

માટે તે એ જ છે જેમને ઈશ્વરે તેમના આત્માનું સર્વ સામર્થ્ય આપ્યું છે

John 3:35

Πατὴρ…Υἱόν

આ મહત્વપૂર્ણ શીર્ષકો છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

δέδωκεν ἐν τῇ χειρὶ αὐτοῦ

આનો અર્થ તેમના અધિકાર અથવા નિયંત્રણમાં મૂકવું થાય છે. (જુઓ: રૂઢિપ્રયોગ)

John 3:36

ὁ πιστεύων

વિશ્વાસ કરનાર વ્યક્તિ અથવા “જે કોઈ વિશ્વાસ કરે છે”

ἡ ὀργὴ τοῦ Θεοῦ μένει ἐπ’ αὐτόν

અમૂર્ત સંજ્ઞા ""કોપ"" શબ્દનો અનુવાદ ""સજા"" ના ક્રિયાપદ સાથે કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેને સજા આપવાનું ચાલું રાખશે"" (જુઓ: https://git.door43.org/STR/gu_ta/src/branch/master/translate/figs-abstractnouns/01.md)

John 4

યોહાન 04 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

યોહાન: 4:4-38 એક વાર્તા રચે છે જેનુ કેંદ્ર ઈસુનું શિક્ષણ જે ""જીવતું પાણી"" છે અને જે કોઇ તેમનામાં વિશ્વાસ કરે છે તે સર્વને અનંતજીવન આપે છે. (જુઓ: વિશ્વાસ કરવો, વિશ્વાસી, માન્યતા, અવિશ્વાસી, અનાસ્થા/અશ્રદ્ધા)

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""તેમનું સમરૂનમાંથી પસાર થવું જરૂરનું હતું""

યહૂદીઓ સમરૂનમાંથી પસાર થવાનું ટાળતા હતા કારણ કે સમરૂનીઓ અધર્મી લોકોના વંશજ હતા. તેથી ઈસુએ એવુ કરવુ હતુ જે મોટાભાગના યહૂદીઓ કરતા ન હતા. (જુઓ: ઈશ્વરપરાયણ/ઈશ્વરીય, ધર્મનિષ્ઠા/ઈશ્વરપરાયણતા, અધર્મી, નાસ્તિક, નાસ્તિકતા/અનાસ્થા અને ઈઝરાયેલનું રાજ્ય)

""વેળા આવી રહી છે""

ઈસુએ આ શબ્દોનો ઉપયોગ તે સમય વિષેની ભવિષ્યવાણીને રજૂ કરવા માટે કર્યો કે જે સાઠ મિનિટથી ટૂંકી અથવા લાંબી હોઈ શકે છે. ""વેળા"" જેમાં સત્યથી ભજનારા લોકો આત્માથી અને સત્યથી ભક્તિ કરશે તે સાઠ મિનીટથી વધારે હોઈ શકે છે.

આરાધનાનું યોગ્ય સ્થાન

ઈસુના જીવનકાળના ઘણાં સમય અગાઉ, સમરૂનીઓએ મૂસાના નિયમનો ભંગ કરી તેમના પ્રદેશમાં ભ્રમણામાં નાખનાર મંદિર બનાવ્યા હતા (યોહાન 4:20). ઈસુએ સ્ત્રીને સમજાવ્યું કે લોકો ક્યાં આરાધના કરે છે તે મહત્વનું નથી (યોહાન: 4:21-24).

કાપણી

કાપણી કે જ્યારે લોકો તેમણે જે રોપ્યુ છે તેનો પાક લેવા જાય છે જેથી તેઓ તેને પોતાના ઘરે લાવીને તેને ખાઇ શકે. ઈસુએ આ રૂપક નો ઉપયોગ તેના શિષ્યોને એવુ શિક્ષણ આપવા માટે કર્યો કે તેઓએ જઈને બીજા લોકોને ઈસુ વિષે કહેવાની જરુર છે જેથી તે લોકો ઈશ્વરના રાજ્યના ભાગીદાર બની શકે. (જુઓ: વિશ્વાસ/શ્રદ્ધા)

""સમરૂની સ્ત્રી""

શક્યત યોહાને આ વાર્તા સમરૂની સ્ત્રી, જેણે વિશ્વાસ કર્યો અને યહૂદીઓ જેમણે વિશ્વાસ કર્યો નહિ અને પાછળથી ઈસુને મારી નાખ્યા તે બંને વચ્ચેનો ભેદ બતાવવા માટે આ વાર્તા કહી હતી. (જુઓ: વિશ્વાસ કરવો, વિશ્વાસી, માન્યતા, અવિશ્વાસી, અનાસ્થા/અશ્રદ્ધા)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""આત્માથી અને સત્યથી""

જે લોકો ખરેખર ઈશ્વરને જાણે છે અને તેમને ભજીને આનંદ માણે છે અને તે જે છે તેને પ્રેમ કરે છે તે લોકો ખરેખર તેમને પ્રસન્ન કરે છે. તેઓ ક્યાં ભક્તિ કરે છે તે મહત્વનું નથી.

John 4:1

યોહાન:4:16 આવનાર ઘટનાની પૃષ્ઠભૂમિની માહિતી આપે છે, ઈસુનો સમરૂની સ્ત્રી સાથેનો વાર્તાલાપ. (જુઓ: પૂર્વભૂમિકા)

લાંબુ વાક્ય અહીં શરૂ થાય છે.

ὡς οὖν ἔγνω ὁ Ἰησοῦς ὅτι ἤκουσαν οἱ Φαρισαῖοι, ὅτι Ἰησοῦς πλείονας μαθητὰς ποιεῖ καὶ βαπτίζει ἢ Ἰωάννης

હવે ઈસુ યોહાન કરતાં વધારે શિષ્યો બનાવતા અને બાપ્તિસ્મા આપતા હતા. જ્યારે તેમણે જાણ્યું કે તે જે કરી રહ્યા છે તે ફરોશીઓએ સાંભળ્યું છે.

ὡς οὖν ἔγνω ὁ Ἰησοῦς

હવે"" શબ્દનો ઉપયોગ મુખ્ય ઘટનામાં વિરામ દર્શાવવા માટે થયો છે. અહીં યોહાન ઘટનાના નવા ભાગને કહેવાનું શરૂ કરે છે.

John 4:2

Ἰησοῦς αὐτὸς οὐκ ἐβάπτιζεν

સ્વવાચક સર્વનામ ""પોતે"" ભાર વધારે છે કે તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા, નહિ કે ઇસુ (જુઓ: સ્વવાચક સર્વનામો)

John 4:3

ἀφῆκεν τὴν Ἰουδαίαν καὶ ἀπῆλθεν πάλιν εἰς τὴν Γαλιλαίαν

તમારે આખા વાક્યને ફરીથી ગોઠવવાની જરૂર પડી શકે છે જેની શરુઆત કલમ 1 મુજ્બ ""હવે જ્યારે ઈસુ"" શબ્દોથી થાય છે. હવે ઈસુ યોહાન કરતા વધારે લોકોને શિષ્યો બનાવતા અને બપ્તિસ્મા આપતા (ખરેખર ઈસુ નહિ પણ તેમના શિષ્યો બાપ્તિસ્માં આપતા હતા). ફરોશીઓએ જાણ્યું કે ઈસુ આ સર્વ કરી રહ્યાં છે. જ્યારે ઈસુને ખબર પડી કે ફરોશીઓને આ બાબતની જાણ થઈ છે, ત્યારે તે યહૂદિયા છોડીને પાછા ગાલીલ ચાલ્યા ગયા

John 4:7

δός μοι πεῖν

આ એક નમ્ર વિનંતી છે, આદેશ નહિ.

John 4:8

οἱ γὰρ μαθηταὶ αὐτοῦ ἀπεληλύθεισαν

ઈસુએ પોતાની માટે તેમના શિષ્યોને કૂવામાંથી પાણી કાઢવાનું કહ્યું નહિ કારણ કે તેઓ જતા રહ્યા હતા.

John 4:9

λέγει οὖν αὐτῷ ἡ γυνὴ ἡ Σαμαρεῖτις

“તેમને” શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે.

πῶς σὺ Ἰουδαῖος ὢν, παρ’ ἐμοῦ πεῖν αἰτεῖς

ઈસુએ સમરૂની સ્ત્રી પાસે પીવાનું પાણી માગ્યું તેથી તે આશ્ચર્ય પામી તેને દર્શાવવા માટે આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મારા માનવામાં નથી આવતું, કે તમે યહૂદી થઈને સમરૂની પાસે પીવાને પાણી કેમ માગો છો!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

οὐ…συνχρῶνται

ની સાથે વ્યવહાર રાખતા નથી

John 4:10

ὕδωρ ζῶν

ઈસુ ""જીવંત પાણી"" ના રૂપકનો ઉપયોગ પવિત્ર આત્માનો ઉલ્લેખ કરવા માટે કરે છે જે વ્યક્તિમાં પરિવર્તન લાવે છે અને નવુ જીવન આપે છે. (જુઓ: રૂપક)

John 4:12

μὴ σὺ μείζων εἶ τοῦ πατρὸς ἡμῶν Ἰακώβ, ὃς ἔδωκεν ἡμῖν τὸ φρέαρ, καὶ αὐτὸς ἐξ αὐτοῦ ἔπιεν, καὶ οἱ υἱοὶ αὐτοῦ, καὶ τὰ θρέμματα αὐτοῦ

આ નોંધ ભાર ઉમેરવા માટે પ્રશ્નના રૂપમાં વપરાયેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે અમારા પૂર્વજ યાકૂબ કરતા મોટા નથી ... ઢોર!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τοῦ πατρὸς ἡμῶν Ἰακώβ

અમારા પૂર્વજ યાકૂબ

ἐξ αὐτοῦ ἔπιεν

એમાંથી આવ્યુ તે પાણી પીધુ

John 4:13

διψήσει πάλιν

ફરીથી પાણી પીવાની જરૂર પડશે

John 4:14

τὸ ὕδωρ ὃ δώσω αὐτῷ γενήσεται ἐν αὐτῷ πηγὴ ὕδατος

અહીં ""ઝરો"" શબ્દ જીવન આપનાર પાણી માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીના ઝરા સમાન થશે"" (જુઓ: રૂપક)

ζωὴν αἰώνιον

અહીં “જીવન” એ “આત્મિક જીવન” ને દર્શાવે છે જે માત્ર ઈશ્વર જ આપી શકે છે.

John 4:15

κύριε

આ સંદર્ભમાં, સમરૂની સ્ત્રી ઈસુને ""પ્રભુ"" તરીકે સંબોધન કરે છે, જે આદર અથવા નમ્રતાનો ઉલ્લેખ કરે છે.

ἀντλεῖν

પાણી આપ અથવા એક વાસણ અને દોરડાનો ઉપયોગ કરી “કૂવામાંથી પાણી ખેંચો

John 4:18

τοῦτο ἀληθὲς εἴρηκας

કલમ 17 માં ઈસુ આ શબ્દો પોતાના શબ્દો પર ભાર મૂકવા માટે કહે છે ""તુ ખરું કહે છે, ‘મારે કોઈ પતિ નથી’"". તે એવું ઇચ્છે છે કે તે સ્ત્રી જાણે કે તે જે સત્ય રજૂ કરી રહી છે તેની ઇસુને ખબર છે.

John 4:19

κύριε

આ સંદર્ભમાં સમરૂની સ્ત્રી ઈસુને ""પ્રભુ"" તરીકે સંબોધન કરે છે, જે આદર અથવા નમ્રતાનો ઉલ્લેખ કરે છે.

θεωρῶ ὅτι προφήτης εἶ σύ

હું સમજી શકુ છું કે તમે પ્રબોધક છો

John 4:20

οἱ πατέρες ἡμῶν

અમારા પૂર્વજો અથવા “અમારા પિતૃઓ”

John 4:21

πίστευέ μοι

કોઈના પર વિશ્વાસ કરવો એનો અર્થ એમ થાય કે વ્યક્તિએ જે કહ્યું તે સત્ય છે એમ સ્વીકારવુ.

προσκυνήσετε τῷ Πατρί

પાપ(મય જીવન)થી અનંત તારણ ઈશ્વર પિતા પાસેથી આવે છે, જે યહોવાહ છે, યહૂદીઓના ઈશ્વર.

Πατρί

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 4:22

ὑμεῖς προσκυνεῖτε ὃ οὐκ οἴδατε, ἡμεῖς προσκυνοῦμεν ὃ οἴδαμεν

ઈસુનો કહેવાનો અર્થ એ છે કે ઈશ્વરે પોતાને અને તેમની આજ્ઞાઓ યહૂદીઓ સમક્ષ જાહેર કર્યા, સમરૂનીઓને નહિ. શાસ્ત્ર દ્વારા સમરૂનીઓ કરતાં યહૂદીઓ વધુ સારી રીતે જાણે છે કે ઈશ્વર કોણ છે.

ὅτι ἡ σωτηρία ἐκ τῶν Ἰουδαίων ἐστίν

આનો અર્થ એ છે કે ઈશ્વરે યહૂદીઓને તેમના વિશેષ લોક તરીકે પસંદ કર્યા કે જે બીજા સર્વ લોકોને તેમના(ઇશ્વર) તરફથી થતા તારણ વિષે જણાવશે. તેનો અર્થ એ નથી કે યહૂદી લોકો બીજાઓને તેમના પાપોથી બચાવશે. વૈકલ્પિક અનુવાદ: ""માટે યહૂદીઓને કારણે સર્વ લોકો ઈશ્વરના તારણ વિષે જાણશે

ἡ σωτηρία ἐκ τῶν Ἰουδαίων ἐστίν

પાપ(મય જીવન)થી અનંત તારણ ઈશ્વર પિતા પાસેથી આવે છે, જે યહોવાહ છે, યહૂદીઓના ઈશ્વર.

John 4:23

ઈસુ સમરૂની સ્ત્રી સાથે વાત કરવાનુ ચાલુ રાખે છે.

ἀλλὰ ἔρχεται ὥρα καὶ νῦν ἐστιν, ὅτε οἱ ἀληθινοὶ προσκυνηταὶ προσκυνήσουσιν

તેમ છતાં, સત્યથી ભજનારાઓને માટે આ યોગ્ય સમય છે

τῷ Πατρὶ

આ ઈશ્વરને માટે મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

ἐν πνεύματι καὶ ἀληθείᾳ

શક્ય અર્થો આ પ્રમાણે છે ""આત્મા"" અહીં 1) આંતરિક વ્યક્તિ, મન અને હૃદય, વ્યક્તિ શું વિચારે છે અને જેને પ્રેમ કરે છે તે અને ક્યાં ભક્તિ કરવા જાય છે અને કયા વિધિઓ પાળે છે તે ભિન્ન છે, અથવા 2) પવિત્ર આત્મા. વૈકલ્પિક અનુવાદ: ""આત્માથી અને સત્યતાથી"" અથવા ""આત્માની સહાયથી અને સત્યમાં

ἐν…ἀληθείᾳ

ઈશ્વર વિષે શું સત્ય તે યોગ્ય રીતે વિચારવુ

John 4:25

οἶδα ὅτι Μεσσίας ἔρχεται, ὁ λεγόμενος Χριστός

આ બંને શબ્દોનો અર્થ “ઈશ્વરના વચન મુજબનો રાજા”

ἐκεῖνος, ἀναγγελεῖ ἡμῖν ἅπαντα

બધું કહી બતાવશે"" શબ્દો સૂચવે છે કે તે બધું લોકોએ જાણવાની જરૂર છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણે જે જાણવાની જરૂર છે તે બધું તે કહી બતાવશે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 4:27

ἐπὶ τούτῳ ἦλθον οἱ μαθηταὶ αὐτοῦ

જયારે ઈસુ આ કહી રહ્યા હતા, ત્યારે તેમના શિષ્યો નગરમાંથી પાછા આવે છે

καὶ ἐθαύμαζον ὅτι μετὰ γυναικὸς ἐλάλει

અજાણી સ્ત્રી સાથે વાત કરવી એ યહૂદી માટે ખૂબ જ અસામાન્ય હતું, અને ખાસ કરીને જો તે સ્ત્રી સમરૂની સ્ત્રી હોય.

οὐδεὶς μέντοι εἶπεν, τί ζητεῖς? ἢ, τί λαλεῖς μετ’ αὐτῆς?

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) શિષ્યોએ ઈસુને બંને પ્રશ્નો પૂછ્યા કે 2) ""કોઈએ સ્ત્રીને પૂછ્યું નહિ, 'શું ... જોઈએ છે?' અથવા ઈસુને પૂછ્યું, 'કેમ ... તેણીની?'

John 4:29

δεῦτε, ἴδετε ἄνθρωπον ὃς εἶπέ μοι πάντα ὅσα ἐποίησα

ઈસુ તેના વિષે કેટલું બધું જાણે છે તેથી પ્રભાવિત થઈ ગઈ છે તે બતાવવા માટે સમરૂની સ્ત્રી અતિશયોક્તિ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આવોને એવા માણસને જુઓ કે જે માણસને હું અગાઉ ક્દી મળી નથી છતાંપણ તે મારા વિશે ઘણું જાણે છે. (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

μήτι οὗτός ἐστιν ὁ Χριστός

સ્ત્રી જાણતી નથી કે ઈસુ એ ખ્રિસ્ત છે, તેથી તે એક એવો પ્રશ્ન પૂછે છે જેના જવાબની અપેક્ષા ""ના"" છે, પરંતુ તે નિવેદન આપવાને બદલે પ્રશ્ન પૂછે છે કેમકે તે એવુ ઈચ્છતી હતી કે લોકો પોતાની માટે નિર્ણય કરે.

John 4:31

ἐν τῷ μεταξὺ

જ્યારે સ્ત્રી નગરમાં જઈ રહી હતી ત્યારે

ἠρώτων αὐτὸν οἱ μαθηταὶ

શિષ્યો ઈસુને કહેતા હતા અથવા “શિષ્યો ઈસુને ઉત્તેજન આપી રહ્યાં હતા”

John 4:32

ἐγὼ βρῶσιν ἔχω φαγεῖν, ἣν ὑμεῖς οὐκ οἴδατε

અહીં ઈસુ વાસ્તવિક ""ખોરાક"" વિષે વાત કરી રહ્યા નથી, પરંતુ ઈસુ શિષ્યોને આત્મિક શિક્ષણ માટે તૈયાર કરી રહ્યા છે યોહાન 4:34.

John 4:33

μή τις ἤνεγκεν αὐτῷ φαγεῖν

શિષ્યોને લાગે છે કે ઈસુ વાસ્તવિક ""ખોરાક"" વિષે વાત કરી રહ્યા છે. તેઓ ""ના"" પ્રતિસાદની અપેક્ષા રાખીને એકબીજાને આ પ્રશ્ન પૂછવાનું શરૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: "" ખરેખર અમે નગરમાં હતા ત્યારે કોઈએ તેને કંઈ પણ ખાવાનુ લાવી આપ્યું ન હતું!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 4:34

ἐμὸν βρῶμά ἐστιν ἵνα ποιήσω τὸ θέλημα τοῦ πέμψαντός με, καὶ τελειώσω αὐτοῦ τὸ ἔργον

અહીં ""ખોરાક"" એ રૂપક છે જે ""ઈશ્વરની ઇચ્છાનું પાલન કરવું"" તે રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ ખોરાક ભૂખ્યા વ્યક્તિને સંતોષ આપે છે, તેમ ઈશ્વરની ઇચ્છાનું પાલન કરવું તે મને સંતોષ આપે છે"" (જુઓ: રૂપક)

John 4:35

οὐχ ὑμεῖς λέγετε

શું આ તમારી પ્રખ્યાત કહેવતોમાંથી એક નથી

ἐπάρατε τοὺς ὀφθαλμοὺς ὑμῶν καὶ θεάσασθε τὰς χώρας, ὅτι λευκαί εἰσιν πρὸς θερισμόν ἤδη

ખેતરો"" અને ""કાપણી માટે તૈયાર"" શબ્દો એ રૂપકો છે. ""ખેતરો"" લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. શબ્દો ""કાપણી માટે તૈયાર"" એટલે કે લોકો ઈસુનો ઉપદેશ પ્રાપ્ત કરવા માટે તૈયાર છે, જેમ ખેતરોનો પાકની કાપણી માટે તૈયાર છે. વૈકલ્પિક અનુવાદ: ""આંખો ઊંચી કરીને જુઓ! જેમ ખેતરોમાં રહેલા પાકની કાપણી માટે લોકો માટે તૈયાર છે તેમ તેઓ મારા ઉપદેશ પર વિશ્વાસ કરવા માટે તૈયાર છે "" (જુઓ: રૂપક)

John 4:36

καὶ συνάγει καρπὸν εἰς ζωὴν αἰώνιον

અહીં ""અનંત જીવનનું ફળ"" એ રૂપક છે જે એવા લોકોનું વર્ણન કરે છે જેઓ ખ્રિસ્તના ઉપદેશ પર વિશ્વાસ કરે છે અને અનંતજીવન મેળવે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ ઉપદેશ પર વિશ્વાસ કરે છે અને અનંતજીવન પ્રાપ્ત કરે છે તે લોકો જેમ કાપણી કરનાર ફળને એકઠા કરે છે તેના જેવા છે "" (જુઓ: રૂપક)

John 4:37

ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરવાનુ ચાલુ રાખે છે.

ἄλλος ἐστὶν ὁ σπείρων, καὶ ἄλλος ὁ θερίζων

વાવણી"" અને ""કાપણી"" શબ્દો રૂપક છે. જે ""વાવણી કરે છે"" તે ઈસુનો ઉપદેશ પ્રગટ કરે છે. જે ""કાપણી"" કરે છે તે લોકોને ઈસુનો ઉપદેશ સ્વીકારવામાં મદદ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""એક વ્યક્તિ બીજ વાવે છે, અને બીજો વ્યક્તિ પાકની કાપણી કરે છે"" (જુઓ: રૂપક)

John 4:38

ὑμεῖς εἰς τὸν κόπον αὐτῶν εἰσεληλύθατε

તમે હવે તેઓના કાર્યોમાં જોડાઈ રહ્યાં છો

John 4:39

ἐπίστευσαν εἰς αὐτὸν

કોઈની પર ""વિશ્વાસ કરવો"" એનો અર્થ એ છે કે તે વ્યક્તિ ""માં ભરોસો કરવો"". અહીં આનો અર્થ એ પણ છે કે તેઓ વિશ્વાસ કરતા હતા કે તે ઈશ્વરના પુત્ર છે.

εἶπέν μοι πάντα ἃ ἐποίησα

આ અતિશયોક્તિ છે. ઈસુ તેના વિષે સર્વ જાણે છે તેથી સ્ત્રી ખૂબજ આશ્ચર્યચકિત થઈ ગઈ. વૈકલ્પિક અનુવાદ: ""તેમણે મને મારા જીવન વિષેની ઘણી વાતો કહી જણાવી"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

John 4:41

τὸν λόγον αὐτοῦ

અહીં ""વાત"" એ ઉપનામ છે જે ઈસુએ પ્રગટ કરેલા ઉપદેશને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમનો ઉપદેશ"" (જુઓ: ઉપનામ)

John 4:42

κόσμου

જગત"" એ આખા જગતના સર્વ વિશ્વાસી લોકો માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""જગતમાંના સર્વ વિશ્વાસીઓ"" (જુઓ: ઉપનામ)

John 4:43

ઈસુ નીચે ગાલીલમાં જાય છે અને એક જુવાનને સાજો કરે છે. અગાઉ ઈસુએ કંઇક કહ્યું હતું તે વિષેની પૃષ્ઠભૂમિ કલમ 44 આપણને પૂરી પાડે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

ἐκεῖθεν

યહૂદીયામાંથી

John 4:44

αὐτὸς γὰρ Ἰησοῦς ἐμαρτύρησεν

ઈસુએ ""પ્રગટ"" કર્યું છે અથવા આ કહ્યું છે તે ભારપૂર્વક કહેવા સારુ સ્વવાચક સર્વનામ ""પોતે"" ઉમેરેલ છે. આને તમે તમારી ભાષામાં અનુવાદ કરી શકો છો કે જે વ્યક્તિ પર ભાર દર્શાવે. (જુઓ: સ્વવાચક સર્વનામો)

προφήτης ἐν τῇ ἰδίᾳ πατρίδι, τιμὴν οὐκ ἔχει

લોકો પોતાના દેશના પ્રબોધકને આદર અથવા સન્માન આપતા નથી અથવા ""પ્રબોધક પોતાના વતનમાંના લોકોથી માન પામતો નથી"".

John 4:45

ἐν τῇ ἑορτῇ

અહીં પાસ્ખાપર્વનો ઉત્સવ છે.

John 4:46

οὖν

આ શબ્દનો ઉપયોગ અહીં મુખ્ય વાર્તાની પંક્તિના વિરામ દર્શાવવા માટે અને વાર્તાના નવા ભાગને રજૂ કરવા માટે થયો છે. જો તમારી ભાષામાં એ પ્રમાણે કરવાની રીત છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો.

βασιλικὸς

એવી કોઇ વ્યક્તિ જે રાજાની સેવામાં છે

John 4:48

ἐὰν μὴ σημεῖα καὶ τέρατα ἴδητε, οὐ μὴ πιστεύσητε

તે સિવાય... અવિશ્વાસ કરવોએ અહીં બમણું નકારાત્મક છે. કેટલીક ભાષાઓમાં આ વિધાનનું સકારાત્મક રૂપમાં અનુવાદ કરવું વધુ સ્વાભાવિક છે. વૈકલ્પિક અનુવાદ: ""ફ્ક્ત જો તમે ચમત્કાર જોશો તો જ વિશ્વાસ કરશો"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

John 4:50

ἐπίστευσεν…τῷ λόγῳ

અહીં ""વાત"" એ રૂપક છે જે ઈસુએ કરેલ ઉપદેશનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઉપદેશ પર વિશ્વાસ કર્યો"" (જુઓ: ઉપનામ)

John 4:51

ἤδη

આ શબ્દ એક જ સમયે બે ઘટના બની રહી છે તેને રજૂ કરવા માટે વપરાયો છે. અધિકારી ઘરે જતો હતો ત્યારે માર્ગમાં તેના ચાકરો તેને મળવા સારુ આવ્યા.

John 4:53

καὶ ἐπίστευσεν αὐτὸς καὶ ἡ οἰκία αὐτοῦ ὅλη

સ્વવાચક સર્વનામ ""પોતે"" શબ્દ “તેણે” પર ભાર આપવા માટે અહીં વપરાયો છે. જો તમારી ભાષામાં એ પ્રમાણે કરવાની રીત છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો.

John 4:54

σημεῖον

ચમત્કારોને ""ચિહ્નો"" પણ કહેવાય છે કારણ કે તેઓ સૂચક અથવા પુરાવા તરીકે વપરાય છે કે ઈશ્વર એ સર્વશક્તિમાન છે જેને આખી સૃષ્ટિ પર સંપૂર્ણ અધિકાર છે.

John 5

યોહાન 05 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

સાજાપણું આપનાર પાણી

ઘણાં યહૂદીઓ માનતા હતા કે યરૂશાલેમમાં આવેલ કૂંડનું પાણી હલાવવામાં આવે ત્યારે લોકોમાંનુ જે કોઇ તેમાં પડે તેને ઇશ્વર સાજા કરશે.

સાક્ષી

એક વ્યક્તિ બીજી વ્યક્તિ વિષે જે કહે છે તેને સાક્ષી કહે છે. વ્યક્તિ પોતાના વિષે જે કહે છે તે એટલું મહત્વનું નથી જેટલું અન્ય લોકો તે વ્યક્તિ વિષે કહે. ઈસુએ યહૂદીઓને કહ્યું કે ઈશ્વરે તમને જણાવ્યુ છે કે ઈસુ કોણ છે, તેથી મારે તમને કહેવાની જરૂરી નથી કે તે કોણ છે. આ એટલા માટે કે ઈશ્વરે જૂના કરારના લેખકોને કહ્યું હતું કે મસિહા શું કરવાના છે, અને ઈસુએ તેઓને તે સર્વ કરી બતાવ્યું જે તેમના વિષે લખ્યું હતું અને કહ્યું હતું.

જીવનનું પુનરુત્થાન અને ન્યાયનું પુનરુત્થાન

ઈશ્વર ઘણાંને ફરીથી જીવંત કરશે અને કારણ કે તે તેમને તેમની કૃપા આપે છે, તેથી તેઓ તેમની સાથે હંમેશ માટે જીવશે. પરંતુ તે કેટલાક લોકોને ફરીથી જીવંત કરશે અને કારણ કે તે તેમની સાથે ન્યાયી રીતે વર્તશે, તેથી તેઓ તેમનાથી કાયમ માટે જુદા રહીને જીવશે.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

પુત્ર, ઈશ્વરનો પુત્ર, અને માણસનો પુત્ર

ઈસુ આ અધ્યાયમાં પોતાનો ""પુત્ર"" (યોહાન 5:19), ""ઈશ્વરનો પુત્ર"" (યોહાન 5:25), અને ""માણસનો પુત્ર"" (યોહાન 5:27) તરીકે ઉલ્લેખ કરે છે. તમારી ભાષા લોકોને કોઈ બીજા વિષે બોલતા હોય તેમ પોતાના વિષે બોલવાની મંજૂરી આપતા ન હોય (જુઓ: માણસનો દીકરો, માણસનો દીકરો અને પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

John 5:1

વાર્તાની આ બીજી ઘટના છે, જેમાં ઈસુ યરૂશાલેમ જાય છે અને એક માણસને સાજો કરે છે. આ કલમ વાર્તાની ગોઠવણી વિષેની પૃષ્ઠભૂમિ આપે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

μετὰ ταῦτα

ઈસુએ અધિકારીના પુત્રને સાજો કર્યા પછીનો આ ઉલ્લેખ છે. તમે યોહાન 3:22 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

ἦν ἑορτὴ τῶν Ἰουδαίων

યહૂદીઓ પર્વની ઉજવણી કરતા હતા

ἀνέβη…εἰς Ἱεροσόλυμα

યરૂશાલેમ ટેકરી પર આવેલું છે. યરૂશાલેમ તરફના રસ્તાઓ નાની ટેકરીઓ પર ઉપર નીચે જતા હોય છે. જો તમારી ભાષામાં સપાટ જમીન પર ચાલવા કરતા ટેકરી ઉપર જવા માટે કોઈ અલગ શબ્દ હોઈ શકે છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો.

John 5:2

κολυμβήθρα

આ જમીનમાંનો કૂંડ હતો જેમાં લોકો પાણી ભરી રાખતા હતા. કેટલીકવાર તેઓ પૂલમાં લાદી અથવા અન્ય પત્થર ગોઠવતા હતા.

Βηθζαθά

એક જગ્યાનું નામ (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

στοὰς

છતવાળુ બાંધકામ જેની ઓછામાં ઓછી એક દિવાલ નથી અને ઇમારત જોડાયેલ છે.

John 5:3

πλῆθος τῶν ἀσθενούντων

ઘણાં લોકો

John 5:5

કલમ 5 કૂંડની બાજુમાં પડેલા માણસનો પરિચય આપે છે. (જુઓ: નવા અને જૂના પાત્રોનો પરિચય)

ἦν…ἐκεῖ

બેથઝાથા કૂંડની પાસે હતો (યોહાન 5:1)

τριάκοντα ὀκτὼ ἔτη

38 વર્ષો (જુઓ: સંખ્યાઓ)

John 5:6

γνοὺς

તે સમજી ગયો અથવા “તેણે શોધી કાઢ્યુ”

λέγει αὐτῷ

ઈસુએ પક્ષઘાતી માણસને કહ્યું

John 5:7

κύριε…οὐκ ἔχω

અહીં ""પ્રભુ"" એ સંબોધન કરવાની નમ્ર રીત છે.

ὅταν ταραχθῇ τὸ ὕδωρ

આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે દૂત પાણીને હલાવે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

εἰς τὴν κολυμβήθραν

આ જમીનમાંનો કૂંડ હતો જેમાં લોકો પાણી ભરી રાખતા હતા. કેટલીકવાર તેઓ પૂલમાં લાદી અથવા અન્ય પત્થર ગોઠવતા હતા.તમે યોહાન 5: 2 માં ""કૂંડ""નું અનુવાદ કેવી રીતે કર્યું છે.

ἄλλος πρὸ ἐμοῦ καταβαίνει

હંમેશા હું જાઉં તે પહેલા કોઈ મારી આગળ જઈને પાણીમાં ડૂબકી મારી દે છે

John 5:8

ἔγειρε

ઊભો થા!

ἆρον τὸν κράβαττόν σου, καὶ περιπάτει

તારુ બિછાનું ઊંચક, અને ચાલતો થા!

John 5:9

ἐγένετο ὑγιὴς ὁ ἄνθρωπος

તે માણસ ફરીથી સાજો થયો

δὲ…ἐκείνῃ τῇ ἡμέρᾳ

લેખક “હવે” શબ્દનો ઉપયોગ કરીને વર્ણન કરે છે કે હવે પછીના શબ્દો પૂર્વભૂમિકાની માહિતી રજૂ કરે છે (જુઓ: પૂર્વભૂમિકા)

John 5:10

ἔλεγον οὖν οἱ Ἰουδαῖοι τῷ τεθεραπευμένῳ

યહૂદીઓ (ખાસ કરીને યહૂદીઓના આગેવાનો) તેઓ ખૂબજ ગુસ્સે ભરાયા જ્યારે તેઓએ જોયું કે વિશ્રામવારને દિવસે તે તેનું બિછાનું ઊંચકીને જાય છે.

Σάββατόν ἐστιν

તે ઈશ્વરે ફરમાવેલ આરામનો દિવસ છે

John 5:11

ὁ ποιήσας με ὑγιῆ

જે માણસે મને સાજો કર્યો

John 5:12

ἠρώτησαν αὐτόν

યહૂદી આગેવાનો સાજા થયેલા માણસને પૂછે છે.

John 5:14

εὑρίσκει αὐτὸν ὁ Ἰησοῦς

જેને સાજો કરવામાં આવ્યો હતો તેને ઈસુએ શોધી કાઢ્યો

ἴδε

જો"" શબ્દનો ઉપયોગ હવે પછીના શબ્દો તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટે થયો છે.

John 5:16

καὶ

લેખક “હવે” શબ્દનો ઉપયોગ કરીને વર્ણન કરે છે કે હવે પછીના શબ્દો પૂર્વભૂમિકાની માહિતી રજૂ કરે છે (જુઓ: પૂર્વભૂમિકા)

οἱ Ἰουδαῖοι

અહીં ""યહૂદીઓ"" એક અલંકાર છે જે ""યહૂદી આગેવાનો""નો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ:""યહૂદી આગેવાનો""(જુઓ: અભિવ્યક્ત અલંકાર)

John 5:17

ἐργάζεται

આ મજૂરીનો ઉલ્લેખ કરે છે, જેમાં અન્ય લોકો માટે કંઈપણ કર્યુ હોય તેનો સમાવેશ થાય છે.

ὁ Πατήρ μου

આ ઈશ્વરને માટે મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 5:18

ἴσον ἑαυτὸν ποιῶν τῷ Θεῷ

તે ઈશ્વર જેવા હતા એમ કહેવું અથવા ""તેને ઈશ્વર જેટલોજ અધિકાર છે"" એમ કહેવું.

John 5:19

ઈસુ સતત યહૂદી આગેવાનો સાથે વાત કરે છે.

ἀμὴν, ἀμὴν

હવે પછીની માહિતી મહત્વની અને સત્ય છે તેની પર તમારી ભાષામાં ભાર દર્શાવીને અનુવાદ કરો. તમે યોહાન 1:51 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

ἃ γὰρ ἂν ἐκεῖνος ποιῇ, ταῦτα καὶ ὁ Υἱὸς…ποιεῖ

ઈસુ, ઈશ્વરના પુત્ર તરીકે, પૃથ્વી પર તેમના પિતાની આગેવાની અનુસર્યા અને તેનું પાલન કર્યુ , કારણ કે ઈસુ જાણતા હતા કે પિતા તેમને પ્રેમ કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Υἱὸς…Πατέρα

આ મહત્વપૂર્ણ શીર્ષકો છે જે ઈસુ અને ઈશ્વર વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 5:20

ὑμεῖς θαυμάζητε

તમે આશ્ચર્ય પામશો અથવા “તમે આઘાત લાગશે”

ὁ γὰρ Πατὴρ φιλεῖ τὸν Υἱὸν

ઈસુ, ઈશ્વરના પુત્ર તરીકે, પૃથ્વી પર તેમના પિતાની આગેવાની અનુસર્યા અને તેનું પાલન કર્યુ , કારણ કે ઈસુ જાણતા હતા કે પિતા તેમને પ્રેમ કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

φιλεῖ

ઈશ્વર તરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાની ભલાઇ પર કેન્દ્રિત હોય છે, પછી ભલેને તે પોતાને ફાયદો ન કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને સત્ય પ્રેમના સ્રોત છે.

John 5:21

Πατὴρ…Υἱὸς

આ મહત્વપૂર્ણ શીર્ષકો છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

ζῳοποιεῖ

આ “આત્મિક જીવન”નો ઉલ્લેખ કરે છે.

John 5:22

οὐδὲ γὰρ ὁ Πατὴρ κρίνει οὐδένα, ἀλλὰ τὴν κρίσιν πᾶσαν δέδωκεν τῷ Υἱῷ

કેમકે"" શબ્દ એક સરખામણી દર્શાવે છે. ઈશ્વરનો પુત્ર ઈશ્વર પિતાની માટે ન્યાય કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 5:23

τιμῶσι τὸν Υἱὸν, καθὼς τιμῶσι τὸν Πατέρα. ὁ μὴ τιμῶν τὸν Υἱὸν, οὐ τιμᾷ τὸν Πατέρα

ઈશ્વર પિતાની જેમ ઈશ્વર પુત્રનો પણ આદર કરવો જોઇએ અને ભજન કરવુ જોઇએ. જો આપણે ઈશ્વર પિતાને આદર આપવાનુ ચૂકી જઈએ છીએ તો પછી આપણે ઈશ્વર પુત્રને પણ આદર આપવામા નિષ્ફળ જઈએ છીએ. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 5:24

ἀμὴν, ἀμὴν

તમે યોહાન 1:51માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

ὁ τὸν λόγον μου ἀκούων

અહીં ""વચન"" એ ઉપનામ છે જે ઈસુના ઉપદેશનું વર્ણન કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જે કોઈ મારો ઉપદેશ સંભાળે છે."" (જુઓ: ઉપનામ)

εἰς κρίσιν οὐκ ἔρχεται

આ સકારાત્મક રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અપરાધી નહિ ઠરશે"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

John 5:25

ἀμὴν, ἀμὴν

હવે પછીની માહિતી મહત્વપૂર્ણ અને સાચી છે તે દર્શાવવા તમારી ભાષા જે રીતે ભાર મૂકે છે તે રીતે આનો અનુવાદ કરો.. તમે [યોહાન 1:51] (../ 01 / 51.md) માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

οἱ νεκροὶ ἀκούσουσιν τῆς φωνῆς τοῦ Υἱοῦ τοῦ Θεοῦ, καὶ οἱ ἀκούσαντες ζήσουσιν

ઈશ્વરપુત્ર ઈસુની વાણી કબરમાંના લોકોને સજીવન કરશે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Υἱοῦ τοῦ Θεοῦ

આ ઈસુને માટે મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 5:26

ὥσπερ γὰρ ὁ Πατὴρ ἔχει ζωὴν ἐν ἑαυτῷ, οὕτως καὶ τῷ Υἱῷ ἔδωκεν ζωὴν, ἔχειν ἐν ἑαυτῷ

કેમકે"" શબ્દ સરખામણી દર્શાવે છે. ઈશ્વર પુત્રને પિતાની જેમ જ જીવન આપવાનું સામર્થ્ય છે.(જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Πατὴρ…Υἱῷ

આ મહત્વપૂર્ણ શીર્ષકો છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

ζωὴν

આનો અર્થ છે આત્મિક જીવન.

John 5:27

Υἱὸς Ἀνθρώπου

આ મહત્વપૂર્ણ શીર્ષકો છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

ἐξουσίαν ἔδωκεν αὐτῷ κρίσιν ποιεῖν

ઈશ્વર પુત્રને ઈશ્વર પિતા પાસેથી ન્યાય કરવાનો અધિકાર મળેલ છે.

John 5:28

μὴ θαυμάζετε τοῦτο

આ એક હકીકતનો ઉલ્લેખ કરે છે કે ઈસુને મનુષ્યના પુત્ર તરીકે અનંતજીવન આપવાનો અને ન્યાય કરવાનો અધિકાર છે.

ἀκούσουσιν τῆς φωνῆς αὐτοῦ

મારી વાણી સાંભળશે

John 5:30

τὸ θέλημα τοῦ πέμψαντός με

“જેણે” શબ્દ એ ઈશ્વર પિતાનો ઉલ્લેખ છે.

John 5:32

ἄλλος ἐστὶν ὁ μαρτυρῶν περὶ ἐμοῦ

કૉઈક છે જે મારા વિષે સાક્ષી આપે છે.

ἄλλος

આ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે.

ἀληθής ἐστιν ἡ μαρτυρία ἣν μαρτυρεῖ περὶ ἐμοῦ

તે લોકોને મારા વિષે જે સાક્ષી આપે છે તે ખરી છે

John 5:34

ἐγὼ…οὐ παρὰ ἀνθρώπου τὴν μαρτυρίαν λαμβάνω

મને માણસોની સાક્ષીની જરૂર નથી

ἵνα ὑμεῖς σωθῆτε

આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેથી ઈશ્વર તમારો બચાવ કરે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 5:35

ἐκεῖνος ἦν ὁ λύχνος ὁ καιόμενος καὶ φαίνων; ὑμεῖς δὲ ἠθελήσατε ἀγαλλιαθῆναι πρὸς ὥραν ἐν τῷ φωτὶ αὐτοῦ

અહીં ""દીવો"" અને ""અજવાળું"" રૂપકો છે. યોહાન લોકોને ઈશ્વર વિષે શિક્ષણ આપ્યું કે આ તે દીવો છે જે અંધકારમાં પોતાનો પ્રકાશ ફેલાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""યોહાને તમને ઈશ્વર વિષે શિક્ષણ આપ્યું કે આ દીવો પોતાનું અજવાળું ફેલાવે છે. અને ઘડીભર માટે યોહાને તમને જે કહ્યું તેમાં તમે રાજી થયા."" (જુઓ: રૂપક)

John 5:36

τὰ…ἔργα ἃ δέδωκέν μοι ὁ Πατὴρ, ἵνα τελειώσω αὐτά, αὐτὰ τὰ ἔργα ἃ ποιῶ, μαρτυρεῖ περὶ ἐμοῦ, ὅτι ὁ Πατήρ με ἀπέσταλκεν

ઈશ્વર પિતાએ ઈશ્વર પુત્ર ઈસુને પૃથ્વી પર મોકલ્યા છે. પિતાએ તેમને જે કામ સોંપ્યુ છે તે ઈસુ પૂર્ણ કરે છે.

Πατὴρ

ઈશ્વર માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

αὐτὰ τὰ ἔργα ἃ ποιῶ, μαρτυρεῖ περὶ ἐμοῦ

અહીં ઈસુ કહે છે કે ચમત્કારો તેમના વિષે ""સાક્ષી આપે છે"" અથવા ""લોકોને તેમના વિષે કહે છે"" વૈકલ્પિક અનુવાદ:""હું જે કરું છું તેથી લોકોને ખબર પડે છે કે ઈશ્વરે મને મોકલ્યો છે"" (જુઓ: વ્યક્તિનો અવતાર)

John 5:37

ὁ πέμψας με Πατὴρ, ἐκεῖνος μεμαρτύρηκεν

સ્વવાચક સર્વનામ ""તેણે"" શબ્દ એ બાબત પર ભાર મૂકે છે કે તે પિતા છે જેણે સાક્ષી આપી છે, કોઈ ઓછું મહત્વપૂર્ણ વ્યક્તિ નહીં,. (જુઓ: સ્વવાચક સર્વનામો)

John 5:38

τὸν λόγον αὐτοῦ οὐκ ἔχετε ἐν ὑμῖν μένοντα, ὅτι ὃν ἀπέστειλεν ἐκεῖνος, τούτῳ ὑμεῖς οὐ πιστεύετε

જેણે મને મોકલ્યો છે તેનામાં તમે વિશ્વાસ કરતા નથી. તેથી હું જાણું છું કે તેનું વચન તમારામાં નથી

τὸν λόγον αὐτοῦ οὐκ ἔχετε ἐν ὑμῖν μένοντα

ઈસુ જણાવે છે કે જેઓ ઈશ્વરના વચન પ્રમાણે જીવે છે તેઓ ઘર જેવા છે અને ઈશ્વરનું એ વ્યક્તિ છે, જે ઘરમાં રહે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે તેના વચન પ્રમાણે જીવતા નથી"" અથવા ""તમે તેના વચનનું પાલન કરતા નથી"" (જુઓ: રૂપક)

τὸν λόγον αὐτοῦ

જે ઉપદેશ તેણે તમને કહ્યો

John 5:39

ἐν αὐταῖς ζωὴν αἰώνιον ἔχειν

જો તમે તેને વાંચશો તો તમે અનંતજીવન પ્રાપ્ત કરશો અથવા ""શાસ્ત્ર તમને જણાવશે કે તમે કેવી રીતે અનંતજીવન પ્રાપ્ત કરી શકો

John 5:40

οὐ θέλετε ἐλθεῖν πρός με

તમે મારા ઉપદેશ પર વિશ્વાસ કરવાનો નકાર કરો છો

John 5:41

λαμβάνω

સ્વીકાર

John 5:42

τὴν ἀγάπην τοῦ Θεοῦ οὐκ ἔχετε ἐν ἑαυτοῖς

આનો અર્થ થઈ શકે 1) ""તમે ખરેખર ઈશ્વરને પ્રેમ કરતા નથી"" અથવા 2) ""તમને ખરેખર ઈશ્વરનો પ્રેમ સ્વીકાર્યો નથી.

John 5:43

ἐν τῷ ὀνόματι τοῦ Πατρός μου

અહીં ""નામે"" શબ્દ એ ઉપનામ છે જે ઈશ્વરનું સામર્થ્ય અને અધિકારનું વર્ણન કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું મારા પિતાના અધિકારથી આવ્યો છું"" (જુઓ: ઉપનામ)

τοῦ Πατρός

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

λαμβάνετέ

મિત્ર તરીકે આવકારશે

ἐὰν ἄλλος ἔλθῃ ἐν τῷ ὀνόματι τῷ ἰδίῳ

નામે"" શબ્દ એ ઉપનામ છે જે અધિકારને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જો કોઈ બીજો પોતાને નામે આવશે"" (જુઓ: ઉપનામ)

John 5:44

πῶς δύνασθε ὑμεῖς πιστεῦσαι, δόξαν παρὰ ἀλλήλων λαμβάνοντες, καὶ τὴν δόξαν τὴν παρὰ τοῦ μόνου Θεοῦ

આ નોંધ પ્રશ્નના રૂપમાં ભારપૂર્વક રીતે રજૂ કરવા દર્શાવાયો છે. વૈકલ્પિક અનુવાદ: ""કેવી રીતે તમે વિશ્વાસ કરી શકો કારણકે તમે માન...ઈશ્વર"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

πιστεῦσαι

આનો અર્થ ઈસુમાં વિશ્વાસ કરવો

John 5:45

ἔστιν ὁ κατηγορῶν ὑμῶν Μωϋσῆς, εἰς ὃν ὑμεῖς ἠλπίκατε

અહીં મૂસા એ ઉપનામ છે જે નિયમ દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""મૂસા તમને નિયમમાં દોષી ઠેરવે છે, જે નિયમમાં તમે ભરોસો રાખો છો "" (જુઓ: ઉપનામ)

ἠλπίκατε

તમારો આત્મવિશ્વાસ અથવા “તમારો ભરોસો”

John 5:47

εἰ…τοῖς ἐκείνου γράμμασιν οὐ πιστεύετε, πῶς τοῖς ἐμοῖς ῥήμασιν πιστεύσετε

આ નોંધ પ્રશ્નના રૂપમાં ભારપૂર્વક રજૂ કરવા દર્શાવેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે તેના લેખો પર વિશ્વાસ કરતા નથી, તેથી તમે મારા વચનો પર કદી વિશ્વાસ કરશો નહિ!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τοῖς ἐμοῖς ῥήμασιν

જે હું કહું છું

John 6

યોહાન 06 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

રાજા

કોઈપણ રાષ્ટ્રનો રાજા તે રાષ્ટ્રનો સૌથી ધનિક અને સૌથી શક્તિશાળી વ્યક્તિ હતો. લોકો ઇચ્છતા હતા કે ઈસુ તેઓનો રાજા થાય કારણ કે તેણે તેઓને ખોરાક આપ્યો હતો અને તેથી તેઓ વિચારતા હતા કે તે યહૂદીઓને વિશ્વના સૌથી ધનિક અને સૌથી શક્તિશાળી રાષ્ટ્ર બનાવશે. તેઓ સમજી શક્યા નહોતા કે ઈસુ મરણ પામવા માટે આવ્યા હતા જેથી ઈશ્વર તેના લોકોના પાપોને માફ કરે અને વિશ્વ તેમના લોકો પર સતાવણી કરે.

આ અધ્યાયમાં મહત્વપૂર્ણ રૂપકો

રોટલી

ઈસુના સમયમાં રોટલી સૌથી સામાન્ય અને મહત્વપૂર્ણ ખોરાક હતો, અને તેથી ""રોટલી"" શબ્દ ""ખોરાક"" માટેનો સામાન્ય શબ્દ થયો હતો. જે ભાષાઓના લોકો રોટલી ન ખાતા હોય તેમની ભાષાઓમાં ""રોટલી"" શબ્દનું અનુવાદ કરવું ઘણીવાર મુશ્કેલ છે કેમકે કેટલીક ભાષાઓમાં ખોરાક માટેનો સામાન્ય શબ્દ હતો જે ખોરાકને દર્શાવે તે ઇસુની સંસ્કૃતિમાં નહોતો. ઈસુએ પોતાનો ઉલ્લેખ કરવા માટે ""રોટલી"" શબ્દનો ઉપયોગ કર્યો. ઇસુ ઇચ્છતા હતા કે તેઓ સમજે કે તેઓને તેમની જરૂર છે જેથી તેઓ અનંતજીવન પ્રાપ્ત કરી શકે. (જુઓ: રૂપક અને અભિવ્યક્ત અલંકાર)

માંસ ખાવું અને લોહી પીવું

જ્યારે ઈસુએ કહ્યું, ""જ્યાં સુધી તમે માણસના દીકરાનું માંસ ખાશો નહિ અને તેનું લોહી પીશો નહિ, ત્યાં સુધી તમે જીવન પ્રાપ્ત કરશો નહિ,"" તે જાણતા હતા કે તેના મરણ અગાઉ તે તેના શિષ્યોને રોટલી ખાવા અને દ્રાક્ષારસ પીવાનું કહેવા દ્વારા આ પ્રમાણે કરવાનું કહેશે. આ અધ્યાયમાંની ઘટના મુજબ તે અપેક્ષા રાખે છે કે તેના સાંભળનારાઓ સમજે કે તે રૂપકનો ઉપયોગ કરી રહ્યો છે, પરંતુ રૂપકનો કોના સંદર્ભમાં છે તે તેઓ સમજે નહિ. (જુઓ: દેહ અને રક્ત)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

કૌંસમાં આપેલા વિચારો

ઘણીવાર આ ફકરામાં, યોહાન કંઈક સમજાવે છે અથવા વાર્તાને વધુ સારી રીતે સમજવા માટેનો સંદર્ભ રજૂ કરે છે. વાર્તાના પ્રવાહમાં વિક્ષેપ થયા વિના વાચકોને થોડુ વધારે જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુસર આ સમજૂતી આપેલ છે. માહિતી કૌંસની અંદર મૂકવામાં આવી છે.

""માણસનો પુત્ર""

આ અધ્યાયમાં ઈસુ પોતાનો ઉલ્લેખ ""માણસના પુત્ર"" તરીકે કરે છે (યોહાન 6; 26). તમારી ભાષા લોકોને કોઈ બીજા વિષે બોલતા હોય તેમ પોતાના વિષે બોલવાની મંજૂરી આપતા ન હોય (જુઓ: માણસનો દીકરો, માણસનો દીકરો અને પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

John 6:1

ઈસુએ યરૂશાલેમથી ગાલીલની યાત્રા કરી. ટોળું તેની પાછળ પર્વત પર ગયુ. આ કલમો વાર્તાના ભાગની ગોઠવણી કરે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

μετὰ ταῦτα

એ પછી"" વાક્ય યોહાન 5:1-46માંની ઘટનાઓનો ઉલ્લેખ કરે છે અને પછીથી તે ઘટનાનો પરિચય આપે છે.

ἀπῆλθεν ὁ Ἰησοῦς

તે લખાણ સૂચવે છે કે ઈસુએ વહાણ મારફતે મુસાફરી કરી અને પોતાની સાથે તેમના શિષ્યોને પણ લઇ ગયા. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુએ પોતાના શિષ્યો સાથે વહાણ મારફતે મુસાફરી કરી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 6:2

ὄχλος πολύς

લોકોનો મોટો સમુદાય

σημεῖα

આ એવા ચમત્કારોનો ઉલ્લેખ કરે છે જેનો પુરાવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે કે ઈશ્વર સર્વશક્તિમાન છે જેમને સર્વ વસ્તુઓ પર સંપૂર્ણ અધિકાર છે.

John 6:4

કલમ 5થી ઘટનામાં લીધેલ પગલાની શરૂઆત થાય છે.

ἦν δὲ ἐγγὺς τὸ Πάσχα, ἡ ἑορτὴ τῶν Ἰουδαίων

યોહાન ટૂંકમાં વાર્તામાંની ઘટનાઓ વિષે કહેવાનું બંધ કરે છે જેથી ઘટનાઓ ક્યારે થઇ તે વિશેની પૃષ્ઠભૂમિ માહિતી આપી શકે. (જુઓ: પૂર્વભૂમિકા)

John 6:6

τοῦτο δὲ ἔλεγεν πειράζων αὐτόν; αὐτὸς γὰρ ᾔδει τί ἔμελλεν ποιεῖν

યોહાન ટૂંકમાં વાર્તામાંની ઘટનાઓ વિષે કહેવાનું બંધ કરે છે જેથી તે સમજાવી શકે કે શામાટે ઈસુએ ફિલિપને રોટલી ખરીદવાનુ કહ્યું હતું. (જુઓ: પૂર્વભૂમિકા)

αὐτὸς γὰρ ᾔδει

સ્વવાચક સર્વનામ ""તેણે"" સ્પષ્ટ કરે છે કે ""તે"" શબ્દ ઈસુને સૂચવે છે. ઈસુ જાણતા હતા કે તે શું કરશે. (જુઓ: સ્વવાચક સર્વનામો)

John 6:7

διακοσίων δηναρίων ἄρτοι

દીનાર"" શબ્દ એ ""દીનારીયસ"" નું બહુવચન છે. વૈકલ્પિક અનુવાદ: ""રોટલીની કીમત બસો દિવસનું વેતન દર્શાવે છે"" (જુઓ: બાઈબલમાં વર્ણિત ચલણ)

John 6:9

πέντε ἄρτους κριθίνους

જવની પાંચ રોટલી. જવ એ સમયનું સામાન્ય ધાન્ય હતુ.

ἄρτους

રોટલીનો ટુકડો એ લોટનો લોંદો છે જેને આકાર આપીને શેકવામાં આવે છે. કદાચને આ નાની ઘટ્ટ ગોળાકાર રોટલીઓ હશે.

ταῦτα τί ἐστιν εἰς τοσούτους

તેમની પાસે દરેકને ખવડાવવા માટે પૂરતો ખોરાક ન હતો તે ભારપૂર્વક દર્શાવવા આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આ થોડી રોટલીઓ અને માછલીઓ મોટી જનમેદનીને ખવડાવવા માટે પૂરતી નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 6:10

ἀναπεσεῖν

નીચે બેસો

ἦν δὲ χόρτος πολὺς ἐν τῷ τόπῳ

આ ઘટના ક્યાં બને છે તે સ્થાન વિષેની પૃષ્ઠભૂમિ આપવા માટે યોહાન વાર્તાની ઘટનાઓ વિષે સંક્ષિપ્તમાં કહેવાનું બંધ કરે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

ἀνέπεσαν οὖν οἱ ἄνδρες, τὸν ἀριθμὸν ὡς πεντακισχίλιοι

ટોળામાં શક્ય રીતે સ્ત્રીઓ અને બાળકોનો સમાવેશ થાય છે (યોહાન 6:4-5), અહીં યોહાન ફક્ત પુરુષોની જ ગણતરી કરે છે.

John 6:11

εὐχαριστήσας

ઈસુ ઈશ્વર પિતાને પ્રાર્થના કરે છે અને રોટલી અને માછલી માટે તેમનો આભાર માને છે.

διέδωκεν

અહીં તે ""ઈસુ અને તેમના શિષ્યો"" નો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ અને તેના શિષ્યોએ તે વહેંચ્યુ"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

John 6:13

ઈસુ ટોળામાંથી નીકળી ગયા. ઈસુએ પહાડ પર મોટી જનમેદનીને ખાવાનું પૂરું પાડ્યું તે વાર્તાના આ ભાગનો અંત છે.

συνήγαγον

શિષ્યોએ એકઠા થયા

ἃ ἐπερίσσευσαν

ખાધેલા ખોરાકમાંથી વધેલો ખોરાક-એઠવાડ

John 6:14

ὃ…σημεῖον

ઈસુએ 5000 લોકોને જવની પાંચ રોટલી અને બે માછલીથી જમાડ્યા.

ὁ προφήτης

મૂસાએ જે ખાસ પ્રબોધક વિષે કહ્યું હતું તે આ જગતમાં આવનાર છે

John 6:16

આ વાર્તાની હવે પછીની ઘટના છે. ઈસુના શિષ્યો હોડીમાં બેસીને સરોવરને પાર ગયા.

John 6:17

σκοτία ἤδη ἐγεγόνει, καὶ οὔπω ἐληλύθει πρὸς αὐτοὺς ὁ Ἰησοῦς

તમારી ભાષાની રીતનો ઉપયોગ કરીને વર્ણન કરો કે આ પૂર્વભૂમિકાની માહિતી છે. (જુઓ: પૂર્વભૂમિકા)

John 6:19

ἐληλακότες

હોડીમાં સામાન્ય રીતે બે, ચાર, અથવા છ લોકો હલેસા વડે પ્રત્યેક બાજુએ હલેસા મારતા હોય છે.તમારી સંસ્કૃતિમાં અન્ય કોઇ રીતે હોડીને પુષ્કળ પાણીને પેલેપાર લઈ જતા હોય.

ὡς σταδίους εἴκοσι πέντε ἢ τριάκοντα

રમતનું બાંધેલું મેદાન"" 185 મીટરનું છે. વૈકલ્પિક અનુવાદ: ""લગભગ પાંચ કે છ કિલોમીટર"" (જુઓ: બાઈબલમાં લિખિત અંતર)

John 6:20

μὴ φοβεῖσθε

બીહો મા!

John 6:21

ἤθελον…λαβεῖν αὐτὸν εἰς τὸ πλοῖον

તે સૂચિત છે કે ઈસુ હોડીમાં બેઠા. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ ખુશીથી તેમને હોડીમાં લીધા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 6:22

τῆς θαλάσσης

ગાલીલનો સમુદ્ર

John 6:23

ἄλλα ἦλθεν πλοῖα ἐκ Τιβεριάδος, ἐγγὺς τοῦ τόπου ὅπου ἔφαγον τὸν ἄρτον, εὐχαριστήσαντος τοῦ Κυρίου

તમારી ભાષાની રીતનો ઉપયોગ કરીને વર્ણન કરો કે આ પૂર્વભૂમિકાની માહિતી છે. (જુઓ: પૂર્વભૂમિકા)

ἦλθεν πλοῖα ἐκ Τιβεριάδος

અહીં, યોહાન વધુ પૃષ્ઠભૂમિની માહિતી પ્રદાન કરે છે. બીજા દિવસે, ઈસુએ લોકોને જમાડ્યા પછી, તિબેરિયાસના લોકો ઈસુને મળવા હોડીમાં બેસીને પેલે પાર આવ્યા. જો કે, ઈસુ અને તેના શિષ્યો તેમની અગાઉ રાત્રે જ નીકળી ગયા હતા. (જુઓ: પૂર્વભૂમિકા)

John 6:24

લોકો ઈસુને શોધવા કફર-નહૂમ જાય છે. જ્યારે તેઓ તેને જુએ છે, ત્યારે તેઓ તેને પ્રશ્નો પૂછવાનું શરૂ કરે છે.

John 6:26

ἀμὴν, ἀμὴν

તમે યોહાન 1:51 માં કેવું અનુવાદ કર્યું છે તે જુઓ.

John 6:27

ζωὴν αἰώνιον, ἣν ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου ὑμῖν δώσει; τοῦτον γὰρ ὁ Πατὴρ ἐσφράγισεν ὁ Θεός

માણસના પુત્ર ઇસુ, તેમનામાં(ઇસુમાં) વિશ્વાસ કરનારાઓને અનંત જીવન આપે તે માટે ઈશ્વર પિતાએ મહોર મારી છે.

Υἱὸς τοῦ Ἀνθρώπου…ὁ Πατὴρ…ὁ Θεός

આ મહત્વપૂર્ણ શીર્ષકો છે જે ઈસુ અને ઈશ્વર વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

τοῦτον…ἐσφράγισεν

કોઈ વસ્તુ પર ""મહોર મારવી"" એનો અર્થ એ કે તે કોની માલીકીનું છે તે દર્શાવવા માટે નિશાન કરવું. આનો અર્થ એ છે કે પુત્ર પિતાનો છે અને પિતાએ તેમને દરેક બાબતને માટે માન્ય કરેલ છે. (જુઓ: રૂપક)

John 6:31

οἱ πατέρες ἡμῶν

બાપદાદા અથવા “મારા પૂર્વજો”

τοῦ οὐρανοῦ

ઈશ્વરના નિવાસસ્થાનને દર્શાવે છે.

John 6:32

ἀμὴν, ἀμὴν

તમે યોહાન 1:51 માં કેવું અનુવાદ કર્યું છે તે જુઓ.

ὁ Πατήρ μου δίδωσιν ὑμῖν τὸν ἄρτον ἐκ τοῦ οὐρανοῦ τὸν ἀληθινόν

ખરી રોટલી"" એ ઈસુ માટે એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""પિતા તમને સ્વર્ગમાંથી ખરી રોટલી તરીકે પુત્ર આપે છે"" (જુઓ: રૂપક અને પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

ὁ Πατήρ μου

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 6:33

ζωὴν διδοὺς τῷ κόσμῳ

જગતને આત્મિક જીવન આપે છે.

τῷ κόσμῳ

જગતમાંના જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે તે સર્વ લોકો માટે ""જગત"" ઉપનામ તરીકે વપરાયેલ છે. (જુઓ: ઉપનામ)

John 6:35

ἐγώ εἰμι ὁ ἄρτος τῆς ζωῆς

રૂપક દ્વારા, ઈસુ પોતાને રોટલી સાથે સરખાવે છે. જેમ રોટલી આપણા શારીરિક જીવન માટે જરૂરી છે, તે જ રીતે આપણા આત્મિક જીવન માટે ઈસુ જરૂરી છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ કે ખોરાક તમને શારીરિક રીતે જીવંત રાખે છે, તેમ હું તમને આત્મિક જીવન આપી શકું છું"" (જુઓ: રૂપક)

ὁ πιστεύων εἰς

આનો અર્થ એ છે કે ઈસુ ઈશ્વરના પુત્ર છે, તેમની પર તારણહાર તરીકે વિશ્વાસ કરવો, અને તેમને મહિમા મળે તે રીતે જીવવું.

John 6:37

πᾶν ὃ δίδωσίν μοι ὁ Πατὴρ, πρὸς ἐμὲ ἥξει

જે કોઇ ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓનો સર્વકાળ માટે ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્ર બચાવ કરશે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Πατὴρ

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

τὸν ἐρχόμενον πρός ἐμὲ, οὐ μὴ ἐκβάλω ἔξω

ભાર દર્શાવવા આ વાક્ય ખરેખર અર્થથી વિરુદ્ધ જણાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ સર્વ મારી પાસે આવે છે તેઓને હું સંભાળી રાખીશ"" (જુઓ: વક્રોક્તિ)

John 6:38

ઈસુ લોકોના ટોળા સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

τοῦ πέμψαντός με

મારા પિતા જેમણે મને મોકલ્યો છે

John 6:39

πᾶν ὃ…μὴ ἀπολέσω ἐξ αὐτοῦ

અહીં મૃદુવ્યંગ્યનો ઉપયોગ ભાર મૂકવા માટે કરવામાં આવ્યો છે કે ઈશ્વરે જે સર્વને ઈસુને સોંપ્યા છે તેઓને તે સંભાળી રાખશે. વૈકલ્પિક અનુવાદ: ""હું તે સર્વને સંભાળી રાખીશ"" (જુઓ: વક્રોક્તિ)

ἀναστήσω αὐτὸ

અહીં ઉઠાડવું એ કોઈને મૃત્યુમાંથી ફરી પાછા જીવંત કરવું એ માટેનો રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓને ફરીથી જીવંત કરશે"" (જુઓ: રૂઢિપ્રયોગ)

John 6:41

ઈસુ લોકોના ટોળા સાથે વાત કરે છે ત્યારે યહૂદી આગેવાનો કચકચ કરે છે.

ἐγόγγυζον

નારાજગી સાથે વાત કરી

ἐγώ εἰμι ὁ ἄρτος

જેમ રોટલી આપણા શારીરિક જીવન માટે જરૂરી છે, તેમ જ આપણા આત્મિક જીવન માટે ઈસુ જરૂરી છે. તમે [યોહાન 6:35] (../06/35.md) માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે. વૈકલ્પિક અનુવાદ: ""હું જ છું ખરી રોટલી છું"" (જુઓ: રૂપક)

John 6:42

οὐχ οὗτός ἐστιν Ἰησοῦς ὁ υἱὸς Ἰωσήφ, οὗ ἡμεῖς οἴδαμεν τὸν πατέρα καὶ τὴν μητέρα

આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે અને ભારપૂર્વક દર્શાવે છે કે યહૂદી આગેવાનો માને છે કે ઈસુ કોઈ ખાસ વ્યક્તિ નથી. વૈકલ્પિક અનુવાદ: ""આ ફક્ત ઈસુ છે, યૂસફનો પુત્ર, જેના પિતા અને માતાને આપણે ઓળખીએ છીએ! (જુઓ: આલંકારિક પ્રશ્ન)

πῶς νῦν λέγει, ὅτι ἐκ τοῦ οὐρανοῦ καταβέβηκα

આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે જે ભારપૂર્વક દર્શાવે છે કે યહૂદી આગેવાનો માનતા નથી કે ઈસુ સ્વર્ગમાંથી આવ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તે કહે છે કે તે સ્વર્ગમાંથી આવ્યો છે ત્યારે તે જૂઠું બોલે છે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 6:43

ઈસુ લોકોના ટોળા સાથે અને હવે યહૂદી આગેવાનો સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

John 6:44

ἀναστήσω αὐτὸν

આ રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: “તેને ફરી જીવંત કર્યો” (જુઓ: રૂઢિપ્રયોગ)

ἑλκύσῃ

આનો અર્થ થઈ શકે 1) “ખેંચવું” અથવા 2) “આકર્ષવું”

Πατὴρ

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 6:45

ἔστιν γεγραμμένον ἐν τοῖς προφήταις

આ એક નિષ્ક્રીય નિવેદન છે જે સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રબોધકોએ લખ્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

πᾶς ὁ ἀκούσας παρὰ τοῦ Πατρὸς καὶ μαθὼν, ἔρχεται πρὸς ἐμέ

યહૂદીઓ વિચારતા હતા કે ઈસુ ""યૂસફનો પુત્ર"" છે (યોહાન 6:42), પરંતુ તે ઈશ્વરનો પુત્ર છે કારણ કે તેનો પિતા યૂસફ નથી પણ ઈશ્વર છે. જેઓ ખરેખર ઈશ્વર પિતા પાસેથી શીખ્યા છે તેઓ ઈસુ કે જે ઈશ્વર પુત્ર છે તેની પર વિશ્વાસ કરે છે.

John 6:46

ઈસુ લોકોના ટોળા સાથે અને યહૂદી આગેવાનો સાથે વાત કરવાનુ ચાલુ રાખે છે.

Πατέρα

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 6:47

ἀμὴν, ἀμὴν

તમે યોહાન 1:51 માં કેવું અનુવાદ કર્યું છે તે જુઓ.

ὁ πιστεύων ἔχει ζωὴν αἰώνιον

જેઓ ઈસુ, ઈશ્વર પુત્ર પર વિશ્વાસ કરે છે તેઓને ઈશ્વર “અનંત જીવન” આપે છે.

John 6:48

ἐγώ εἰμι ὁ ἄρτος τῆς ζωῆς

જેમ રોટલી આપણા શારીરિક જીવન માટે જરૂરી છે, તેમ જ આપણા આત્મિક જીવન માટે પણ ઈસુ જરૂરી છે. તમે યોહાન 6:35 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ ખોરાક તમને શારીરિક રીતે જીવંત રાખે છે, તેવી જ રીતે હું તમને આત્મિક જીવન આપીશ જે સદાકાળ રહે છે"" (જુઓ: રૂપક)

John 6:49

οἱ πατέρες ὑμῶν

તમારા પિતૃઓ અથવા “તમારા પૂર્વજ”

ἀπέθανον

આ શારીરિક મૃત્યુ દર્શાવે છે.

John 6:50

οὗτός ἐστιν ὁ ἄρτος

અહીં ""રોટલી"" એ રૂપક છે કે જે ઈસુનો નિર્દેશ કરે છે જે આત્મિક જીવન આપે છે જેમ રોટલી ભૌતિક જીવન ટકાવી રાખે છે તેમ. વૈકલ્પિક અનુવાદ: ""હું ખરી રોટલી છું"" (જુઓ: રૂપક)

μὴ ἀποθάνῃ

સદાકાળ જીવો. અહીં “મરે” શબ્દ એ આત્મિક જીવન દર્શાવે છે.

John 6:51

ἄρτος ὁ ζῶν

આનો અર્થ “જે રોટલી લોકોને જીવન આપે છે” (યોહાન 6:35).

ὑπὲρ τῆς τοῦ κόσμου ζωῆς

અહીં ""જગત"" એ ઉપનામ છે જે જગતના તમામ લોકોના જીવનને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જે જગતના સર્વ લોકો ને જીવન આપે છે"" (જુઓ: ઉપનામ)

John 6:52

કેટલાક યહૂદીઓ જેઓ હાજર હતા તેઓ અંદરોઅંદર વાદવિવાદ કરવા લાગ્યા અને ઈસુએ તેમના પ્રશ્નનો પ્રત્યુત્તર આપ્યો.

πῶς δύναται οὗτος ἡμῖν δοῦναι τὴν σάρκα φαγεῖν

ઈસુ એ “પોતાના માંસ” વિષે જે કહ્યુ તેને યહૂદી આગેવાનો નકારાત્મક પ્રતિક્રિયા આપી રહ્યાં હતા તે ભારપૂર્વક દર્શાવવા આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આ માણસ આપણને પોતાનું માંસ ખાવાને કેવી રીતે આપી શકે?"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 6:53

ἀμὴν, ἀμὴν

તમે (John 1:51)માં કેવું અનુવાદ કર્યું.

φάγητε τὴν σάρκα τοῦ Υἱοῦ τοῦ Ἀνθρώπου, καὶ πίητε αὐτοῦ τὸ αἷμα

અહીં ""માંસ ખાવું"" અને ""તેનું લોહી પીવું"" વાક્યો એ રૂપક છે જે બતાવે છે કે કેવી રીતે ઈસુ એટલેકે માણસના દીકરામાં વિશ્વાસ કરવો તે આત્મિક ખોરાક અને પાણી સમાન છે. જો કે, યહૂદીઓ આ સમજી શક્યા નહોતા. ઈસુએ જે રીતે આ રૂપકનો અર્થ સ્પષ્ટ કરેલ છે તેથી વધુ સ્પષ્ટતા ન કરો (જુઓ: રૂપક)

οὐκ ἔχετε ζωὴν ἐν ἑαυτοῖς

તમે અનંતજીવન પામશો નહિ

John 6:54

ઈસુ પોતાના સર્વ સાંભળનારાઓ સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

ὁ τρώγων μου τὴν σάρκα, καὶ πίνων μου τὸ αἷμα, ἔχει ζωὴν αἰώνιον

મારું માંસ ખાવું"" અને ""મારું લોહી પીવું"" આ વાક્યો ઈસુ પર વિશ્વાસ કરવા માટેના રૂપક છે. જીવન જીવવા માટે લોકોને જે રીતે ખોરાક અને પીણાંની જરૂર હોય છે તેમ, લોકોએ અનંતજીવન પામવા માટે ઈસુ પર વિશ્વાસ કરવો જરૂરી છે. ઈસુએ જે રીતે આ રૂપકનો અર્થ સ્પષ્ટ કરેલ છે તેથી વધુ સ્પષ્ટતા ન કરો (જુઓ: રૂપક)

ἀναστήσω αὐτὸν

અહીં ઊઠાડવું એ કોઈને મૃત્યુમાંથી ફરી સજીવન કરવો એ માટેનો રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: ""તેને ફરીથી સજીવન કરવો"" (જુઓ: રૂઢિપ્રયોગ)

τῇ ἐσχάτῃ ἡμέρᾳ

જે દિવસે ઈશ્વર સર્વનો ન્યાય કરશે

John 6:55

ἡ…σάρξ μου ἀληθής ἐστι βρῶσις, καὶ τὸ αἷμά μου ἀληθής ἐστι πόσις

ખરી રોટલી"" અને ""ખરું પાણી"" વાક્યો એ રૂપક છે જેનો અર્થ છે કે જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે તેઓને તે જીવન આપે છે. જો કે, યહૂદીઓ આ સમજી શક્યા નહિ. ઈસુએ જે રીતે આ રૂપકનો અર્થ સ્પષ્ટ કરેલ છે તેથી વધુ સ્પષ્ટતા ન કરો (જુઓ: રૂપક)

John 6:56

ἐν ἐμοὶ μένει, κἀγὼ ἐν αὐτῷ

મારી સાથે ગાઢ સબંધ ધરાવે છે

John 6:57

καὶ ὁ τρώγων με

મને ખાય છે"" વાક્ય ઈસુ પર વિશ્વાસ કરવા માટેનું રૂપક છે. જો કે, યહૂદીઓ આ સમજી શક્યા નહિ. ઈસુએ જે રીતે આ રૂપકનો અર્થ સ્પષ્ટ કરેલ છે તેથી વધુ સ્પષ્ટતા ન કરો. (જુઓ: https://git.door43.org/STR/gu_ ta/src/branch/master/translate/figs-metaphore.md)

ζῶν Πατὴρ

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""પિતા જે જીવન આપે છે"" અથવા 2) ""પિતા જે જીવંત છે.

Πατὴρ

ઈશ્વર માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 6:58

οὗτός ἐστιν ὁ ἄρτος ὁ ἐξ οὐρανοῦ καταβάς

ઈસુ પોતાના વિષે બોલતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""હું જ આકાશમાંથી આવેલી રોટલી છું"" (જુઓ: https://git.door43.org/STR/gu_ ta/src/branch/master/translate/figs-123person.md)

οὗτός ἐστιν ὁ ἄρτος ὁ ἐξ οὐρανοῦ καταβάς

રોટલી એ જે જીવન આપે છે તેનું રૂપક છે. જો કે, યહૂદીઓ આ સમજી શક્યા નહિ. ઈસુએ જે રીતે આ રૂપકનો અર્થ સ્પષ્ટ કરેલ છે તેથી વધુ સ્પષ્ટતા ન કરો. (જુઓ: રૂપક)

ὁ τρώγων τοῦτον τὸν ἄρτον

ઈસુએ પોતાને વિશે કહ્યુંકે “તે રોટલી છું.” વૈકલ્પિક અનુવાદ: ""જે મને ખાય છે, તે રોટલી ખાય છે"" (જુઓ: https://git.door43.org/STR/gu_ ta/src/branch/master/translate/figs-123person.md)

ὁ τρώγων τοῦτον τὸν ἄρτον

અહીં ""આ રોટલી જે ખાય છે"" એ ઈસુ પર વિશ્વાસ કરવા માટેનું રૂપક છે. જો કે, યહૂદીઓ આ સમજી શક્યા નહિ. ઈસુએ કરેલા રૂપકનો અર્થ તે કરતા વધુ સ્પષ્ટ ન કરો. (જુઓ: https://git.door43.org/STR/gu_ ta/src/branch/master/translate/figs-metaphore.md)

οἱ πατέρες

બાપદાદા અથવા “પૂર્વજો”

John 6:59

ταῦτα εἶπεν ἐν συναγωγῇ, διδάσκων ἐν Καφαρναούμ

અહીં યોહાન આ ઘટના ક્યારે બની તેની પૂર્વભૂમિકા પૂરી પાડે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

John 6:60

કેટલાક શિષ્યો પ્રશ્ન પૂછે છે અને ઈસુ જવાબ આપે છે, અને એમ ઈસુ લોકોની સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

τίς δύναται αὐτοῦ ἀκούειν

શિષ્યો ઈસુએ જે કહ્યું હતું તે સમજવામાં મુશ્કેલી અનુભવે છે તે ભારપૂર્વક રજૂ કરવા આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈ તેને સ્વીકારી શકે નહિ!"" અથવા ""તે સમજવું ખૂબજ કઠણ છે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 6:61

τοῦτο ὑμᾶς σκανδαλίζει

શું આનાથી તમને આઘાત લાગે છે? અથવા “શું આ તમને નિરાશ કરે છે?”

John 6:62

ἐὰν οὖν θεωρῆτε τὸν Υἱὸν τοῦ Ἀνθρώπου, ἀναβαίνοντα ὅπου ἦν τὸ πρότερον

શિષ્યો એવી બાબતો પણ જોશે કે જે તેમના માટે સમજવી કઠણ છે તે બાબત પર ભાર મૂકવા ઈસુ આ નોંધને પ્રશ્નના રૂપમાં રજૂ કરે છે . વૈકલ્પિક અનુવાદ: ""પછી જ્યારે તમે મને માણસના પુત્રને આકાશમાં ચઢતા જોશો ત્યારે શું વિચારવું તે તમને ખબર પડશે નહિ!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 6:63

ὠφελεῖ

શબ્દ “લાભ” એટલે કે સારું થાય તેવુ કરવુ

ῥήματα

શક્ય અર્થો આ પ્રમાણે છે 1)ઈસુના વચનો યોહાન 6: 32-58 અથવા 2) જે સઘળુ ઈસુએ શીખવ્યુ છે (જુઓ: ઉપનામ)

τὰ ῥήματα ἃ ἐγὼ λελάληκα ὑμῖν

મેં તમને જે કહ્યું હતુ

πνεῦμά ἐστιν καὶ ζωή ἐστιν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""આત્મા અને અનંત જીવન વિષે"" અથવા 2) ""આત્મા તરફથી છે અને અનંત જીવન આપે છે"" અથવા 3) ""આત્મિક બાબતો અને જીવન વિષે.

John 6:64

ઈસુ લોકોના ટોળા સાથે વાત પૂર્ણ કરે છે.

ᾔδει γὰρ ἐξ ἀρχῆς ὁ Ἰησοῦς, τίνες εἰσὶν οἱ μὴ πιστεύοντες, καὶ τίς ἐστιν ὁ παραδώσων αὐτόν

ભવિષ્યમાં શું થવાનું છે તે ઇસુ જાણતા હતા તે વિષેની પૃષ્ઠભૂમિ આપે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

John 6:65

οὐδεὶς δύναται ἐλθεῖν πρός με, ἐὰν μὴ ᾖ δεδομένον αὐτῷ ἐκ τοῦ Πατρός

જે કોઈ વિશ્વાસ કરવા માંગે છે તેણે પુત્ર મારફતે ઈશ્વર પાસે આવવું. ઈશ્વર પિતા જ લોકોને ઈસુ પાસે આવવાની પરવાનગી આપે છે.

Πατρός

ઈશ્વર માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

ἐλθεῖν πρός με

મારી પાસે આવો અને અનંત જીવન પામો

John 6:66

οὐκέτι μετ’ αὐτοῦ περιεπάτουν

ઈસુ ચાલીને એક સ્થળેથી બીજા સ્થળે ગયા, તેથી તે શાબ્દિક રીતે સાચું છે કે ઇસુ જ્યાં અને જ્યારે ગયા ત્યાં તેઓ (સાંભળનારાઓ) ગયા નહોતા પરંતુ વાચક એ પણ સમજી શકવો જોઇએકે આ રૂપક સૂચવે છે કે ઈસુ જે કહેવા માંગતા હતા તે તેઓ સાંભળવા ચાહતા ન હતા. (જુઓ: રૂપક)

τῶν μαθητῶν αὐτοῦ

અહીં “તેમના શિષ્યો” એ જૂથના સામાન્ય લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈસુને અનુસરી રહ્યા હતા.

John 6:67

τοῖς δώδεκα

આ ""બાર શિષ્યો"" માટે વાક્યમાં કરેલા શબ્દોનો લોપ છે, બાર પુરૂષોનું વિશિષ્ટ જૂથ જેઓ ઈસુના સંપૂર્ણ સેવાકાર્ય દરમિયાન તેમને અનુસર્યા હતા. વૈકલ્પિક અનુવાદ: ""બાર શિષ્યો"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

John 6:68

Κύριε, πρὸς τίνα ἀπελευσόμεθα

તે ફક્ત ઈસુને અનુસરવાની ઇચ્છા રાખે છે તે દ્રઢતાથી કહેવા સિમોન પિતર આ નોંધ પ્રશ્નના રૂપમાં વર્ણન કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ, અમે તમારા સિવાય કોની પાસે જઇએ!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 6:70

ઈસુએ જે કહ્યું તેના પર યોહાન ટીપ્પણી કરે છે તેથી કલમ 71 મુખ્ય વાર્તાની પંક્તિનો ભાગ નથી. (જુઓ: પૂર્વભૂમિકા)

οὐκ ἐγὼ ὑμᾶς τοὺς δώδεκα ἐξελεξάμην, καὶ ἐξ ὑμῶν εἷς διάβολός ἐστιν

એક શિષ્ય તેમને પરસ્વાધીન કરશે તે હકીકત તરફ ધ્યાન દોરવા ઈસુ આ નોંધ પ્રશ્નના રૂપમાં કહે છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં તમને સર્વને પસંદ કર્યા છે, છતાં તમારામાંનો એક શેતાનનો સેવક છે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 7

યોહાન 07 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ સમગ્ર અધ્યાય ઈસુને મસીહા બનવાના ખ્યાલ પર વિશ્વાસ કરવાની સાથે સંકળાયેલ છે. કેટલાક લોકોએ આ સાચું માને છે જ્યારે અન્ય લોકોએ તેને નકારી કાઢ્યું. કેટલાક તેમનું સામર્થ્ય અને તેમની પ્રબોધક હોવાની સંભાવનાને સ્વીકારવા રાજી હતા, પરંતુ મોટાભાગના લોકો અવિશ્વાસ કરતા હતા કે તે મસીહા છે. (જુઓ: ખ્રિસ્ત, મસીહ અને પ્રબોધક, પ્રબોધવાણી, પ્રબોધવાણી કરવી, દ્રષ્ટા, પ્રબોધિકા)

કલમ 7:53-8:11 નું અનુવાદ કરતાં અનુવાદકો કલમ 53માં એક નોંધ ઉમેરવાની ઇચ્છા કરી શકે છે જેથી વાચકો એ સમજી શકે કે કેમ તેઓએ પસંદ કર્યા અને ન કર્યા

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""મારો સમય હજી આવ્યો નથી""

આ વાક્ય અને ""તેનો સમય હજી આવ્યો નથી"" નો ઉપયોગ ઈસુ તેમના જીવનમાં ઉદ્દભવી રહેલી ઘટનાઓના નિયંત્રણમાં છે તે દર્શાવવા માટે થયેલ છે.

""જીવંત પાણી""

નવા કરારમાં આ એક મહત્વપૂર્ણ છબીઓનો ઉપયોગ કરે છે. તે એક રૂપક છે. કારણ કે આ રૂપક અરણ્ય વાતાવરણમાં આપવામાં આવેલ છે, તેથી તે સંભવિતપણે ભાર મૂકે છે કે ઈસુ જીવન ટકાવી રાખવા પોષણ આપવા સક્ષમ છે.(જુઓ: રૂપક)

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

ભવિષ્યવાણી

ઈસુ [યોહાન 7:33-34] (./33.md)માં સ્પષ્ટ નિવેદન કર્યા વિના પોતાના જીવન વિષે એક ભવિષ્યવાણી કરે છે.

વક્રોક્તિ

નિકોદેમસ અન્ય ફરોશીઓને સમજાવે છે કે નિયમની માંગ છે કે તેઓનો ન્યાય કરતા પહેલા મારે વ્યક્તિ પાસેથી સાંભળવાની જરૂર છે. તેના પ્રત્યુતરમાં ફરોશીઓ ઈસુ સાથે વાત કર્યા વિના ઈસુ વિષે ન્યાય કરે છે.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""તેના પર વિશ્વાસ કર્યો નહિ""

ઈસુના ભાઈઓએ વિશ્વાસ કર્યો ન હતો કે ઈસુ મસીહા છે. (જુઓ: વિશ્વાસ કરવો, વિશ્વાસી, માન્યતા, અવિશ્વાસી, અનાસ્થા/અશ્રદ્ધા)

""યહૂદીઓ""

આ શબ્દનો ઉપયોગ આ ફકરામાં બે જુદી જુદી રીતે થયો છે. યહૂદી આગેવાનો જેઓ તેમને મારી નાખવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા તેના વિરોધમાં ખાસ કરીને ઉપયોગ થયો છે (યોહાન 7:1). તે સામાન્ય રીતે યહૂદીયાના લોકોના સંદર્ભમાં પણ વપરાય છે જેમણે ઈસુ વિષે સકારાત્મક અભિપ્રાય આપ્યો હતો ([યોહાન 7:13] (../../jhn/07/13.md)). અનુવાદકો ""યહૂદી આગેવાનો"" અને ""યહૂદી લોકો"" અથવા ""યહૂદીઓ (આગેવાનો)"" અને ""યહૂદીઓ (સામાન્યરીતે)"" શબ્દોનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકે છે.

John 7:1

ઈસુ ગાલીલમાં તેમના ભાઈઓ સાથે વાત કરે છે. આ કલમો તે ઘટનાની પરિસ્થિતિ દરમિયાનની વાત કરે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

μετὰ ταῦτα

આ શબ્દો વાચકને કહે છે કે લેખક નવી ઘટના વિષે વાત કરવાનું શરૂ કરશે. ""તેમણે શિષ્યો સાથે વાત પૂરી કર્યા બાદ"" (યોહાન 6:66-71) અથવા ""થોડા સમય પછી

περιεπάτει

વાચકે સમજી લેવું જોઈએ કે ઈસુ કોઈ પ્રાણી પર અથવા વાહન ચલાવીને નહિ પણ ચાલતા જતા હતા.

ἐζήτουν αὐτὸν οἱ Ἰουδαῖοι ἀποκτεῖναι

અહીં ""યહૂદીઓ"" એ ""યહૂદી આગેવાનો"" માટેનો અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનો તેમને મારી નાખવાનું કાવતરું ઘડી રહ્યાં હતા"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

John 7:2

ἦν δὲ ἐγγὺς ἡ ἑορτὴ τῶν Ἰουδαίων ἡ σκηνοπηγία

હવે યહૂદીઓના તહેવારનો સમય નજીક હતો અથવા ""હવે યહૂદીઓનો માંડવાપર્વના તહેવારનો સમય લગભગ પાસે હતો

John 7:3

οἱ ἀδελφοὶ

અહીં ઈસુના વાસ્તવિક નાના ભાઈઓ એટલેકે મરિયમ અને યૂસફના પુત્રોનો ઉલ્લેખ કરે છે.

σοῦ τὰ ἔργα ἃ ποιεῖς

“કામો” શબ્દ એ ઈસુએ કરેલા ચમત્કારોનો ઉલ્લેખ કરે છે.

John 7:4

ζητεῖ αὐτὸς

પોતે"" શબ્દ એક સ્વવાચક સર્વનામ છે જે ""તે"" શબ્દ પર ભાર મૂકે છે. (જુઓ: સ્વવાચક સર્વનામો)

τῷ κόσμῳ

અહીં ""જગત"" એ જગતના સર્વ લોકો માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""સર્વ લોકો"" અથવા ""દરેક"" (જુઓ: ઉપનામ)

John 7:5

οὐδὲ γὰρ οἱ ἀδελφοὶ αὐτοῦ ἐπίστευον εἰς αὐτὸν

આ વાક્ય મુખ્ય વાર્તામાંથી વિરામ માટે છે કારણ કે યોહાન ઈસુના ભાઈઓ વિષેની કેટલીક પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

οἱ ἀδελφοὶ αὐτοῦ

તેમના નાના ભાઈઓ

John 7:6

ὁ καιρὸς ὁ ἐμὸς οὔπω πάρεστιν

સમય"" શબ્દ એક ઉપનામ છે. જે દ્વારા ઈસુ સૂચવે છે કે તેમણે પોતાનું સેવાકાર્ય બંધ કરવાનો આ યોગ્ય સમય નથી. વૈકલ્પિક અનુવાદ: ""મારું કાર્ય પૂર્ણ કરવાનો આ યોગ્ય સમય નથી"" (જુઓ: ઉપનામ અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ὁ…καιρὸς ὁ ὑμέτερος πάντοτέ ἐστιν ἕτοιμος

કોઈપણ સમય તમારા માટે સારો છે

John 7:7

οὐ δύναται ὁ κόσμος μισεῖν ὑμᾶς

અહીં ""જગત"" એ જેઓ જગતમાં રહે છે તે લોકો માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""જગતના સર્વ લોકો તમારો દ્વેષ કરી શકતા નથી"" (જુઓ: ઉપનામ)

ἐγὼ μαρτυρῶ περὶ αὐτοῦ, ὅτι τὰ ἔργα αὐτοῦ πονηρά ἐστιν

હું તેઓને કહું છું કે તેઓ જે કરી રહ્યાં છે તે ભૂંડા કામ છે

John 7:8

ઈસુ તેમના ભાઈઓ સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

ὁ ἐμὸς καιρὸς οὔπω πεπλήρωται

અહીં ઈસુ સૂચિત કરે છે કે જો તે યરૂશાલેમ જશે, તો તે પોતાનું કાર્ય સમાપ્ત કરશે. વૈકલ્પિક અનુવાદ: ""યરૂશાલેમ જવાનો આ મારો યોગ્ય સમય નથી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 7:10

વાર્તાની ગોઠવણી બદલાય છે, ઈસુ અને તેમના શિષ્યો હવે ઉત્સવમાં છે.

ὡς…ἀνέβησαν οἱ ἀδελφοὶ αὐτοῦ εἰς τὴν ἑορτήν

આ “ભાઈઓ” ઈસુના નાના ભાઈઓ હતા.

καὶ αὐτὸς ἀνέβη

યરૂશાલેમ ગાલીલથી ઊંચાઈ પર છે જ્યાં ઈસુ અને તેના ભાઈઓ અગાઉ હતા.

οὐ φανερῶς, ἀλλὰ ὡς ἐν κρυπτῷ

આ બે વાક્યોનો અર્થ એક જ છે. વિચારને ભાર આપવા માટે પુનરાવર્તિત કરવામાં આવેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""છાની રીતે"" (જુઓ: બેવડું/બમણાં)

John 7:11

οἱ…Ἰουδαῖοι ἐζήτουν αὐτὸν

અહીં ""યહૂદીઓ"" શબ્દ એ ""યહૂદી આગેવાનો"" માટે અલંકાર છે. ""તેની"" શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનો ઈસુની શોધ કરી રહ્યાં હતા"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

John 7:12

πλανᾷ τὸν ὄχλον

અહીં “ગેરમાર્ગે ... દોરી જાય છે” એ કોઈને કંઈક અસત્ય બાબત પર વિશ્વાસ કરવા માટે સમજાવવું તેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""તે લોકોને છેતરે છે"" (જુઓ: રૂપક)

John 7:13

τὸν φόβον

વ્યક્તિને પોતાને અથવા અન્યને નુકસાન પહોંચાડવાની ધાક હોય ત્યારે તે વ્યક્તિની અપ્રિય લાગણીનો દર્શાવે છે.

τῶν Ἰουδαίων

ઈસુનો વિરોધ કરનારા યહૂદીઓના આગેવાનો માટે ""યહૂદીઓ"" શબ્દ એક અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનો"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

John 7:14

ઈસુ યહૂદીઓને મંદિરમાં શિક્ષણ આપે છે.

John 7:15

πῶς οὗτος γράμματα οἶδεν

ઈસુ પાસે પુષ્કળ જ્ઞાન છે તે જાણીને યહૂદી આગેવાનો આશ્ચર્યચકિત થયા તે બાબત પર ભાર મૂકવા માટે આ નોંધ પ્રશ્નના રૂપમાં દર્શાવવામાં આવી છે. વૈકલ્પિક અનુવાદ: "" સંભવતઃ તે શાસ્ત્રો વિષે એટલુ જાણી શકે નહીં!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 7:16

ἀλλὰ τοῦ πέμψαντός με

ઈશ્વર પાસેથી આવે છે, જેણે મને મોકલ્યો છે

John 7:17

ઈસુ યહૂદીઓ સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

John 7:18

ὁ…δὲ ζητῶν τὴν δόξαν τοῦ πέμψαντος αὐτὸν, οὗτος ἀληθής ἐστιν, καὶ ἀδικία ἐν αὐτῷ οὐκ ἔστιν

જ્યારે કોઈ વ્યક્તિ ફક્ત તેના મોકલનારનો મહિમા શોધે છે, ત્યારે તે વ્યક્તિ સાચુ બોલે છે. તે જૂઠું બોલતો નથી

John 7:19

ઈસુ યહૂદીઓ સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

οὐ Μωϋσῆς δέδωκεν ὑμῖν τὸν νόμον

ભાર દર્શાવવા આ નોંધ પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""એ તો મૂસા હતો જેણે તમને નિયમ આપ્યો"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ποιεῖ τὸν νόμον

નિયમનુ પાલન કરો

τί με ζητεῖτε ἀποκτεῖναι

મૂસાના નિયમને તોડવા બદલ જે યહૂદી આગેવાનો ઇસુને મારી નાખવા માગે છે તેઓના ઇરાદાઓ પર ઈસુએ પ્રશ્ન કર્યો. તે એમ કહેવા માગે છે કે આગેવાનો પોતે જ તે નિયમનુ પાલન કરતા નથી. વૈકલ્પિક અનુવાદ: ""તમે પોતે જ નિયમનું ઉલ્લંઘન કરો છો અને છતાં તમે મને મારી નાખવા માંગો છો!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 7:20

δαιμόνιον ἔχεις

આ જણાવે છે કે તુ ગાંડો છે અથવા તને ભૂત વળગેલ છે.

τίς σε ζητεῖ ἀποκτεῖναι

ભાર દર્શાવવા આ નોંધ પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈ તને મારી નાખવાનો પ્રયાસ કરતું નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 7:21

ἓν ἔργον

એક ચમત્કાર અથવા “એક ચિહ્ન”

πάντες θαυμάζετε

તમે સર્વ આઘાત પામ્યા છો

John 7:22

οὐχ ὅτι ἐκ τοῦ Μωϋσέως ἐστὶν, ἀλλ’ ἐκ τῶν πατέρων

અહીં યોહાન સુન્નત વિષેની વધારાની માહિતી પૂરી પાડે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

ἐν Σαββάτῳ περιτέμνετε ἄνθρωπον

ઈસુ સૂચવે છે કે સુન્નત કરવી તે પણ કામ જ છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે વિશ્રામવારે છોકરો હોય તેની સુન્નત કરો છો. તે પણ કામ જ છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἐν Σαββάτῳ

યહૂદીઓના વિશ્રામના દિવસે

John 7:23

εἰ περιτομὴν λαμβάνει ἄνθρωπος ἐν Σαββάτῳ, ἵνα μὴ λυθῇ ὁ νόμος Μωϋσέως

જો તમે વિશ્રામવારે છોકરાની સુન્નત કરો છો તેથી તમે મૂસાના નિયમનું ઉલ્લંઘન કરતા નથી.

ἐμοὶ χολᾶτε ὅτι ὅλον ἄνθρωπον ὑγιῆ ἐποίησα ἐν Σαββάτῳ

ભાર દર્શાવવા આ નોંધ પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારે મારી પર ગુસ્સે ન થવું જોઈએ કારણ કે મેં વિશ્રામવારે એક માણસને સંપૂર્ણ સાજો કર્યો છે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἐν Σαββάτῳ

યહૂદીઓના વિશ્રામના દિવસે?

John 7:24

μὴ κρίνετε κατ’ ὄψιν, ἀλλὰ τὴν δικαίαν κρίσιν κρίνετε

આના દ્વારા ઈસુ સૂચવે છે કે લોકોએ તેઓ જે જુએ છે તેના આધારે જ શું યોગ્ય છે તે નક્કી ન કરવું જોઈએ. કાર્ય કરવા પાછળ એક હેતુ હોય છે જે જોઈ શકાતો નથી. વૈકલ્પિક અનુવાદ: ""તમે જે જુઓ છો તે પ્રમાણે લોકોનો ન્યાય કરવાનું બંધ કરો! ઈશ્વરની દ્રષ્ટીમાં જે યોગ્ય છે તેના પ્રત્યે વધુ સભાન રહો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 7:25

οὐχ οὗτός ἐστιν ὃν ζητοῦσιν ἀποκτεῖναι

ભાર દર્શાવવા આ નોંધ પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આ તે ઈસુ છે જેને તેઓ મારવા માગે છે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 7:26

οὐδὲν αὐτῷ λέγουσιν

આ સૂચવે છે કે યહૂદી આગેવાનો ઈસુનો વિરોધ કરી રહ્યા નથી. વૈકલ્પિક અનુવાદ: ""તેનો વિરોધ કરવા માટે તેઓ કંઈ કહેતા નથી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

μήποτε ἀληθῶς ἔγνωσαν οἱ ἄρχοντες, ὅτι οὗτός ἐστιν ὁ Χριστός

ભાર દર્શાવવા આ નોંધ પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કદાચ તેઓ જાણતા હશે કે તે ખરેખર મસીહા છે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 7:28

ἔκραξεν

ઘાંટૉ પાડીને કહ્યું

ἐν τῷ ἱερῷ

ખરેખર ઈસુ અને લોકો મંદિરના આંગણામાં હતા. વૈકલ્પિક અનુવાદ: ""મંદિરના આંગણામાં"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

κἀμὲ οἴδατε, καὶ οἴδατε πόθεν εἰμί

આ નિવેદનમાં યોહાન વક્રોક્તિનો ઉપયોગ કરે છે. લોકો માને છે કે ઈસુ નાઝરેથના છે. તેઓ જાણતા નથી કે ઈશ્વરે તેમને સ્વર્ગમાંથી મોકલ્યા છે અને તેમનો જન્મ બેથલહેમમાં થયો હતો. વૈકલ્પિક અનુવાદ: ""તમે સર્વ મને જાણો છો અને તમને લાગે છે કે હું ક્યાંથી આવ્યો છું તે ત મે જાણો છો "" (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન)

ἀπ’ ἐμαυτοῦ

મારા પોતાના અધિકારથી. તમે યોહાન 5:19 માં ""મારી મેળે"" કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

ἔστιν ἀληθινὸς ὁ πέμψας με

મને મૉકલનાર તો ઈશ્વર છે અને તે સત્ય છે

John 7:30

οὔπω ἐληλύθει ἡ ὥρα αὐτοῦ

“ઘડી” શબ્દ એક ઉપનામ છે જે ઈશ્વરની યોજના અનુસાર ઈસુની ધરપકડ કરવા માટેનો યોગ્ય સમય રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમની ધરપકડ કરવાનો તે યોગ્ય સમય ન હતો"" (જુઓ: ઉપનામ)

John 7:31

ὁ Χριστὸς, ὅταν ἔλθῃ, μὴ πλείονα σημεῖα ποιήσει ὧν οὗτος ἐποίησεν

ભાર દર્શાવવા આ નોંધ પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: "" ખ્રિસ્ત આવશે, ત્યારે તે આ માણસે કરેલા ચિહ્નો કરતાં વધુ ચમત્કારો કરી શકશે નહિ!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

σημεῖα

આ ચમત્કારો સાબિત કરે છે કે ઈસુ એ જ ખ્રિસ્ત છે.

John 7:33

ἔτι χρόνον μικρὸν μεθ’ ὑμῶν εἰμι

હું થોડી વાર જ તમારી સાથે છું

καὶ ὑπάγω πρὸς τὸν πέμψαντά με

અહીં ઈસુ ઈશ્વર પિતાનો ઉલ્લેખ કરે છે જેણે તેમને મોકલ્યા હતા.

John 7:34

ὅπου εἰμὶ ἐγὼ ὑμεῖς, οὐ δύνασθε ἐλθεῖν

હું જ્યાં છું ત્યાં તમે હમણાં આવી શકતા નથી

John 7:35

εἶπον οὖν οἱ Ἰουδαῖοι πρὸς ἑαυτούς

યહૂદીઓ"" એ અલંકાર છે જે ઈસુનો વિરોધ કરનારા યહૂદીઓના આગેવાનોનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનોએ અંદરોઅંદર એકબીજાને કહ્યું"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

τὴν διασπορὰν

આ બાબત પેલેસ્ટાઇનની બહાર, ગ્રીક જગતમાં ફેલાયેલા યહૂદીઓનો ઉલ્લેખ કરે છે..

John 7:36

τίς ἐστιν ὁ λόγος οὗτος ὃν εἶπε

આ ""શબ્દ"" એ રૂપક છે જે ઈસુના ઉપદેશનો અર્થ સૂચવે છે, જે યહૂદી આગેવાનો સમજવામાં નિષ્ફળ ગયા હતા. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તેણે કહ્યું ત્યારે તે શેના વિશે વાત કરે છે"" (જુઓ: ઉપનામ)

John 7:37

થોડા સમય પછી. હવે તે પર્વનો છેલ્લો દિવસ છે અને ઈસુએ જનમેદનીને કહ્યું.

ἡμέρᾳ…μεγάλῃ

તે “મોટો” દિવસછે કારણ કે તે પર્વનો છેલ્લો અથવા અતિ મહત્વનો દિવસ છે

ἐάν τις διψᾷ

અહીં ""તરસ"" શબ્દ રૂપક છે જેનો અર્થ એ છે કે કોઈ વ્યક્તિ પાણીની ""તરસ"" ની જેમ ઈશ્વરની બાબતોની ખૂબ ઇચ્છા રાખે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ ઈશ્વરની બાબતોની ઇચ્છા રાખે છે તે જાણે કે પાણીની ઇચ્છા રાખનાર તરસ્યા માણસ જેવો છે"" (જુઓ: રૂપક)

ἐρχέσθω πρός με καὶ πινέτω

પીએ"" શબ્દ રૂપક છે જેનો અર્થ છે કે ઈસુ જે આત્મિક જીવન પૂરું પાડે છે તેને મેળવવુ. વૈકલ્પિક અનુવાદ: ""તેને મારી પાસે આવવા દો અને તેની આત્મિક તરસ છીપાવા દો"" (જુઓ: રૂપક)

John 7:38

ὁ πιστεύων εἰς ἐμὲ, καθὼς εἶπεν ἡ Γραφή

શાસ્ત્ર કહે છે તે પ્રમાણે જે કોઈ મારામાં વિશ્વાસ કરે છે.

ποταμοὶ…ῥεύσουσιν ὕδατος ζῶντος

જીવતા પાણીની નદીઓ"" એ રૂપક છે જે આત્મિક રીતે ""તરસ્યા લોકોને"" ઇસુ તરફથી મળતા જીવનનું પ્રદર્શિત કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આત્મિક જીવન પાણીની નદીઓની જેમ વહેશે"" (જુઓ: રૂપક)

ὕδατος ζῶντος

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""પાણી જે જીવન આપે છે"" અથવા 2) ""પાણી જેને કારણે લોકો જીવે છે."" (જુઓ: રૂપક)

ἐκ τῆς κοιλίας αὐτοῦ

અહીં પેટ એ આંતરિક મનુષ્યને રજૂ કરે છે, ખાસ કરીને વ્યક્તિનો બિન-શારીરિક ભાગ. વૈકલ્પિક અનુવાદ: ""તેની અંદરથી"" અથવા ""તેના હૃદયમાંથી"" (જુઓ: ઉપનામ)

John 7:39

આ કલમમાં લેખક ઈસુની વાતને સ્પષ્ટ કરવા માહિતી આપે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

δὲ εἶπεν

અહીં “તેના” ઈસુનો ઉલ્લેખ કરે છે.

οὔπω…ἦν Πνεῦμα

યોહાન સૂચવે છે કે જેણે ઈસુ પર વિશ્વાસ કર્યો છે તેનામાં આત્મા પછીથી રહેવા આવશે. વૈકલ્પિક અનુવાદ: ""આત્મા હજુ સુધી વિશ્વાસીઓમાં રહેવા આવ્યો ન હતો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ὅτι Ἰησοῦς οὐδέπω ἐδοξάσθη

અહીં ""મહિમાવંત"" શબ્દ એ સમયનો ઉલ્લેખ કરે છે જ્યારે ઇશ્વર એ પુત્રને તેના મરણ અને પુનરુત્થાન પછી મહિમાવંત કરશે.

John 7:40

οὗτός ἐστιν ἀληθῶς ὁ προφήτης

આ કહેવા દ્વારા, લોકો સૂચવે છે કે તેઓ વિશ્વાસ કરે છે કે ઈસુ મૂસા જેવા પ્રબોધક છે કે જેને મોકલવાનું ઈશ્વરે વચન આપ્યું હતું. વૈકલ્પિક અનુવાદ: ""આ ખરેખર તે પ્રબોધક છે જે મૂસા જેવા છે જેની આપણે પ્રતીક્ષા કરી રહ્યા છીએ"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 7:41

ἐκ τῆς Γαλιλαίας ὁ Χριστὸς ἔρχεται

ભાર દર્શાવવા આ નોંધ પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ખ્રિસ્ત ગાલીલમાંથી આવવાનો નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 7:42

οὐχ ἡ Γραφὴ εἶπεν, ὅτι ἐκ τοῦ σπέρματος Δαυεὶδ, καὶ ἀπὸ Βηθλέεμ, τῆς κώμης ὅπου ἦν Δαυεὶδ, ἔρχεται ὁ Χριστός

ભાર દર્શાવવા આ નોંધ પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""શાસ્ત્રમાં લખેલું છે કે ખ્રિસ્ત દાઉદના વંશમાંથી અને બેથલેહેમ ગામમાં દાઉદ હતો ત્યાંથી આવશે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

οὐχ ἡ Γραφὴ εἶπεν

ખરેખર જાણે કે કોઈ વ્યક્તિ બોલતો હોય તેમ શાસ્ત્રોનો ઉલ્લેખ કરવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રબોધકોએ શાસ્ત્રોમાં લખ્યા મુજબ""(જુઓ: વ્યક્તિનો અવતાર)

ὅπου ἦν Δαυεὶδ

જ્યાં દાઉદ રહેતો હતો

John 7:43

σχίσμα οὖν ἐγένετο ἐν τῷ ὄχλῳ δι’ αὐτόν

ઈસુ કોણ છે અથવા શું છે તે વિષે ટોળામાં ફૂટ પડી.

John 7:44

ἀλλ’ οὐδεὶς ἐπέβαλεν ἐπ’ αὐτὸν τὰς χεῖρας

કોઈની ઉપર હાથ નાખવો એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ તેને સકંજામાં લેવુ અથવા પકડવું થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ તેમની ધરપકડ કરવા સારુ કોઇએ તેમની પર હાથ નાખ્યા નહિ "" (જુઓ: રૂઢિપ્રયોગ)

John 7:45

οἱ ὑπηρέται

મંદિરના ચોકીદારો

John 7:46

οὐδέποτε ἐλάλησεν οὕτως ἄνθρωπος

ઈસુએ જે કહ્યું તેનાથી તેઓ કેવી રીતે પ્રભાવિત થયા તે બતાવવા અધિકારીઓ અતિશયોક્તિ કરે છે. તમારે સ્પષ્ટતા કરવાની જરૂર પડી શકે છે પ્રત્યેક વ્યક્તિ સર્વ સમયે અને સ્થળે જે બોલ્યા તે જાણવાનો દાવો અધિકારીઓ કરી રહ્યાં ન હતા. "" એના જેવી અદ્ભુત વાતો કહેતા ક્દી કોઇ માણસને આપણે સાંભળ્યા નથી!"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને અત્યુક્તિ અને સામાન્યીકરણ)

John 7:47

οὖν…οἱ Φαρισαῖοι

કારણ કે તેઓએ કહ્યું કે, ફરોશીઓ

ἀπεκρίθησαν…αὐτοῖς

અધિકારીઓને જવાબ આપ્યો

καὶ ὑμεῖς πεπλάνησθε

ભાર દર્શાવવા આ નોંધ પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. અધિકારીઓના જવાબથી ફરોશીઓ ચોંકી ઉઠ્યા. વૈકલ્પિક અનુવાદ: ""તમે પણ છેતરાયા છો!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 7:48

τις ἐκ τῶν ἀρχόντων ἐπίστευσεν εἰς αὐτὸν, ἢ ἐκ τῶν Φαρισαίων

ભાર દર્શાવવા આ નોંધ પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અધિકારીઓમાંથી કે ફરોશીઓમાંથી કોઈએ તેનામાં વિશ્વાસ કર્યો નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 7:49

τὸν νόμον

આ નિયમ ફરોશીઓનો છે નહિ કે મૂસાનો તેનો નિર્દેશ કરે છે.

ἀλλὰ ὁ ὄχλος οὗτος, ὁ μὴ γινώσκων τὸν νόμον, ἐπάρατοί εἰσιν

જે લોકો નિયમ જાણતા નથી તેઓને ઈશ્વર શાપિત કરશે!

John 7:50

ὁ ἐλθὼν πρὸς αὐτὸν πρότερον, εἷς ὢν ἐξ αὐτῶν

યોહાન આ માહિતી પ્રદાન કરવા દ્વારા આપણને યાદ અપાવે છે કે નિકોદેમસ કોણ છે. તમારી ભાષામાં પૃષ્ઠભૂમિને ચિહ્નિત કરવાની વિશિષ્ટ રીત હોઈ શકે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

John 7:51

μὴ ὁ νόμος ἡμῶν κρίνει τὸν ἄνθρωπον, ἐὰν μὴ ἀκούσῃ πρῶτον παρ’ αὐτοῦ, καὶ γνῷ τί ποιεῖ

ભાર દર્શાવવા આ નોંધ પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. આને નિવેદન તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણો યહૂદી નિયમ અમને માણસનો ન્યાય કરવાની મંજૂરી આપતો નથી ... તે શું કરે છે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ὁ νόμος ἡμῶν κρίνει τὸν ἄνθρωπον

અહીં નિકોદેમસ નિયમની વાત જાણે કે તે વ્યક્તિ હોય તે રીતે કરે છે. જો તમારી ભાષામાં આ સ્વાભાવિક નથી, તો તમે તેને કોઈ વ્યક્તિગત વિષય સાથે અનુવાદિત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""શું આપણે માણસનો ન્યાય કરીએ છીએ"" અથવા ""આપણે માણસનો ન્યાય કરતા નથી "" (જુઓ: વ્યક્તિનો અવતાર)

John 7:52

καὶ σὺ ἐκ τῆς Γαλιλαίας εἶ

યહૂદી આગેવાનો જાણે છે કે નિકોદેમસ ગાલીલનો નથી. તેની ઠેકડી ઉડાવવા માટે તેઓ આ સવાલ પૂછે છે. વૈકલ્પિક અનુવાદ: ""તું પણ ગાલીલના નીચલા દરજ્જાઓની વ્યક્તિઓમાંનો એક હોવો જોઈએ!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἐραύνησον καὶ ἴδε

આ વાક્યમાં કરેલ શબ્દનો લોપ છે. તમે એવી માહિતી ઉમેરવા માંગતા હશો જે દેખાતી નથી. વૈકલ્પિક અનુવાદ: ""શાસ્ત્રમાં શું લખ્યું છે તે કાળજીપૂર્વક શોધો અને વાંચો"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

προφήτης ἐκ τῆς Γαλιλαίας οὐκ ἐγείρεται

કદાચ આ ઈસુ ગાલીલમાં જન્મ્યા હતા એ માન્યતાને દર્શાવે છે

John 7:53

શ્રેષ્ઠ પૌરાણિક લખાણોમાં 7:53- 8:11 નું લખાણ નથી. યુએલટીએ તેમને ચોરસ કૌંસ માં જુદા પાડ્યા છે તે બતાવે છે કે કદાચ યોહાને તેના મૂળ લખાણમાં તેનો ઉમેરો કર્યો ન હતો. અનુવાદકોને તેનો અનુવાદ કરવા, ચોરસ કૌંસ સાથે અલગ રાખવા અને યોહાન 7:53 પર જે નોંધ પાનની નીચે લખેલ છે તેનો ઉમેરો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. (જુઓ: શાબ્દિક ભિન્નતા)

John 8

યોહાન 08 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

શા માટે અનુવાદકોએ કલમ 8:1-11 નું અનુવાદ કરવાનું પસંદ કર્યું છે અથવા પસંદ કર્યું નથી તે વાંચકને સમજાવવા માટે તેઓ કલમ 1 પર એક નોંધ ઉમેરી શકે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

બાઈબલ વારંવાર અન્યાયી લોકો કે જેઓ ઈશ્વરને પસંદ છે તેવા કામો કરતા નથી જાણે કે તેઓ અંધકારની આસપાસ ચાલતા હોય તે વિષે કહે છે. તે પ્રકાશની વાત કરે છે જાણે કે તે પાપી લોકોને ન્યાયી થવા તેમજ તેઓ જે કરી રહ્યા છે તે ખોટુ છે તે સમજવા અને ઈશ્વરને આધીન થવાની શરુઆત કરે છે. અહીં તે સર્વ વિદેશીઓ છે (જુઓ: ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું)
હું છું

યોહાન નોંધ કરે છે કે ઈસુ આ શબ્દો આ પુસ્તકમાં ચાર વાર બોલે છે, આ અધ્યાયમાં ત્રણ વખત કહે છે. તેઓ સંપૂર્ણ વાક્ય તરીકે એકલા ઊભા છે, અને તેઓ ""હું છું"" માટેના હિબ્રૂ શબ્દનો શાબ્દિક અનુવાદ કરે છે, જેના દ્વારા યહોવાએ પોતાને મૂસાને ઓળખ આપી હતી. આ કારણોસર, ઘણાં લોકો માને છે કે જ્યારે ઈસુએ આ શબ્દો બોલ્યા ત્યારે તે યહોવાહ હોવાનો દાવો કરી રહ્યો હતો. (જુઓ: યહોવાહ).

શાસ્ત્રીઓ અને ફરોશીઓની કુયુક્તિ

શાસ્ત્રીઓ અને ફરોશીઓ ઈસુને ફસાવવા માંગતા હતા. તેઓ ઇચ્છતા હતા કે તે કહે કે તેઓએ મૂસાના નિયમ મુજબ વ્યભિચાર કરતા પકડાયેલ સ્ત્રીને મારી નાખવી જોઇએ અથવા તેઓએ મૂસાના નિયમને આધીન ન થઇને તેના પાપને માફ કરવું જોઈએ. ઈસુ જાણતા હતા કે તેઓ તેને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને તેઓ ખરેખર મૂસાના નિયમનું પાલન કરવા માંગતા નથી. તેને(ઇસુને)આ ખબર હતી કારણ કે નિયમ કહે છે કે સ્ત્રી અને પુરુષ બંનેને મરણની સજા થવી જોઇએ, પરંતુ તેઓ તે (વ્યભિચારમાં પકડાયેલ) પુરુષને ઈસુ પાસે લાવ્યા નહોતા. (જુઓ: વ્યભિચાર, વ્યભિચારી, વ્યભિચાર કરનાર, વ્યભિચારીણી, વ્યભિચારીઓ, લંપટો)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""માણસનો પુત્ર""

ઈસુ આ અધ્યાયમાં પોતાનો ""માણસનો પુત્ર"" તરીકે ઉલ્લેખ કરે છે (યોહાન 8:28). તમારી ભાષા લોકોને પોતાના વિષે એ રીતે બોલવાની મંજૂરી આપતા ન હોય જાણે કે તેઓ કોઈ બીજા વિષે બોલતા હોય. (જુઓ: માણસનો દીકરો, માણસનો દીકરો અને પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

John 8:1

કેટલાક લખાણોમાં 7:53-8:11 છે પરંતુ શ્રેષ્ઠ અને જૂની આવૃત્તિઓએ તેનો ઉમેરો કર્યો નથી.

John 8:12

યોહાન.7:1-52 ની ઘટનાઓ પછી અથવા યોહાન 7:53-8:11 ની ઘટનાઓ પછી ઈસુ મંદિરમાં દાનપેટી નજીકના લોકો સાથે વાત કરી રહ્યાં છે. લેખક આ ઘટનાની પૃષ્ઠભૂમિ રજૂ કરતા નથી કે નવી ઘટનાની શરૂઆત થાય ચે તે પણ દર્શાવતા નથી. (જુઓ: પૂર્વભૂમિકા અને એક નવી ઘટનાનો પરિચય)

ἐγώ εἰμι τὸ φῶς τοῦ κόσμου

અહીં ""પ્રકાશ"" ઈશ્વર તરફથી થતા પ્રગટીકરણનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""હું જ જગતને અજવાળું આપું છું"" (જુઓ: રૂપક)

τοῦ κόσμου

આ લોકો માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""જગતના લોકો"" (જુઓ: ઉપનામ)

ὁ ἀκολουθῶν ἐμοὶ

આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે "" દરેકજણ જેઓ મારા શિક્ષણ મુજબ કરે છે "" અથવા ""દરેક જે મારું કહ્યું માને છે"" (જુઓ: રૂઢિપ્રયોગ)

οὐ μὴ περιπατήσῃ ἐν τῇ σκοτίᾳ

અંધકારમાં ચાલવું"" એ પાપી જીવનનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: "" જાણેકે પાપના અંધકારમાં હોય તેમ જીવશે નહિ"" (જુઓ: રૂપક)

φῶς τῆς ζωῆς

જીવનનું અજવાળું"" એ ઈશ્વર તરફથી મળેલ સત્ય જે આત્મિક જીવન આપે છે તેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""સત્ય જે અનંતજીવન લાવે છે"" (જુઓ: રૂપક)

John 8:13

σὺ περὶ σεαυτοῦ μαρτυρεῖς

તમે આ બધી બાબતો તમારા વિષે કહો છો

ἡ μαρτυρία σου οὐκ ἔστιν ἀληθής

ફરોશીઓ સૂચિત કરી રહ્યાં છે કે માત્ર એક જ વ્યક્તિની સાક્ષી સાચી નથી કારણ કે તેની ચકાસણી કરી શકાતી નથી. વૈકલ્પિક અનુવાદ: ""તું પોતે તારા વિશે સાક્ષી આપી શકે નહિ"" અથવા "" તું પોતે તારા વિશે જે કહે તે ખરું ન પણ હોય "" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 8:14

κἂν ἐγὼ μαρτυρῶ περὶ ἐμαυτοῦ

જો હું આ બાબતો મારા વિષે કહું તોપણ

John 8:15

τὴν σάρκα

માનવીય ધોરણો અથવા માણસના નિયમો

ἐγὼ οὐ κρίνω οὐδένα

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""હું હજુ સુધી કોઈનો ન્યાય કરતો નથી"" અથવા 2) ""હવે હું કોઈનો ન્યાય કરતો નથી

John 8:16

ἐὰν κρίνω…ἐγώ

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""જો હું લોકોનો ન્યાય કરું"" અથવા 2) ""જ્યારે પણ હું લોકોનો ન્યાય કરું

ἡ κρίσις ἡ ἐμὴ ἀληθινή ἐστιν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""મારો ન્યાય યોગ્ય હશે"" અથવા 2) ""મારો ન્યાય યોગ્ય છે.

μόνος οὐκ εἰμί, ἀλλ’ ἐγὼ καὶ ὁ πέμψας με Πατήρ

ઈસુ કે જે ઈશ્વરના પુત્ર છે, તે પિતા સાથેના ખાસ સંબંધને કારણે અધિકાર ધરાવે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

μόνος οὐκ εἰμί

આ માહિતી દ્વારા એ સૂચિત થાય છે કે ઈસુ એકલા ન્યાય કરતા નથી. વૈકલ્પિક અનુવાદ: ""હું એક્લો મારી મેળે ન્યાય કરતો નથી"" અથવા ""હું એકલો ન્યાય કરતો નથી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἐγὼ καὶ ὁ…Πατήρ

પિતા અને પુત્ર એક સાથે ન્યાય કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પિતા પણ મારી સાથે ન્યાય કરે છે"" અથવા "" મારી સાથે પિતા પણ ન્યાય કરે છે

ὁ…Πατήρ

ઈશ્વર માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. આ કોના પિતા છે તે જો તમારી ભાષામાં જણાવવું પડે એમ હૉય તો તમે કહી શકો ""મારા પિતા"" કારણ કે ઈસુએ નીચેની કલમોમાં તે જણાવ્યું છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 8:17

ઈસુ ફરોશીઓને અને અન્ય લોકોને પોતાના વિશે કહેવાનું ચાલુ રાખે છે.

καὶ ἐν τῷ νόμῳ δὲ τῷ ὑμετέρῳ

“હા” શબ્દ દર્શાવે છે કે ઈસુએ પહેલા જે વાત કરી હતી તેમાં ઉમેરો કરે છે.

γέγραπται

આ એક નિષ્ક્રીય વાક્ય છે. તમે તેને કોઈ વ્યક્તિગત વિષય સાથે સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""મૂસાએ લખ્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

δύο ἀνθρώπων ἡ μαρτυρία ἀληθής ἐστιν

અહીં તાર્કિક રીતે એ સૂચિત થાય છે કે એક વ્યક્તિ બીજાના શબ્દોની ચકાસણી કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""જો બે માણસો એક જ વાત કહે છે, તો લોકો સમજી શકે છે કે તે સાચું છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 8:18

ἐγώ εἰμι ὁ μαρτυρῶν περὶ ἐμαυτοῦ

ઈસુએ પોતાના વિષે સાક્ષી આપે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું તમને મારા વિષેના પુરાવા આપુ છું

μαρτυρεῖ περὶ ἐμοῦ ὁ πέμψας με Πατήρ

પિતા પણ ઈસુ વિષે સાક્ષી આપે છે. તમે સ્પષ્ટ કરી શકો છો કે આનો અર્થ એ છે કે ઈસુની સાક્ષી સાચી છે. વૈકલ્પિક અનુવાદ: ""મારા પિતા જેમણે મને મોકલ્યો છે તે પણ મારા વિષે સાબિતી રજૂ કરે છે. તેથી તમારે વિશ્વાસ કરવો જોઇએ કે અમે તમને જે કહીએ છે તે સાચું છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ὁ…Πατήρ

ઈશ્વર માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. આ કોના પિતા છે તે જો તમારી ભાષામાં જણાવવું પડે એમ હૉય તો તમે કહી શકો ""મારા પિતા"" કારણ કે ઈસુએ નીચેની કલમોમાં તે જણાવ્યું છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 8:19

20 મી કલમમાં ઈસુની વાતમાં વિરામ છે જ્યાં લેખક આપણને ઈસુ કયાં શિક્ષણ આપે છે તે વિષેની પૃષ્ઠભૂમિ રજૂ કરે છે. વાર્તામાં યોહાન 8:12 આ ભાગની શરૂઆત કરવા વિશે કેટલીક ભાષાઓમાં માહિતીની જરૂર પડી શકે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

οὔτε ἐμὲ οἴδατε, οὔτε τὸν Πατέρα μου. εἰ ἐμὲ ᾔδειτε, καὶ τὸν Πατέρα μου ἂν ᾔδειτε

ઈસુ સૂચવે છે કે તેમને ઓળખવા એટલે પિતાને પણ ઓળખવા. પિતા અને પુત્ર બંને ઈશ્વર છે. ઈશ્વર માટે ""પિતા"" એ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

τὸν Πατέρα μου

ઈશ્વર માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 8:20

οὔπω ἐληλύθει ἡ ὥρα αὐτοῦ

ઈસુના મૃત્યુ માટેની ઘડી માટે "" સમય"" શબ્દ રૂપક છે.વૈકલ્પિક અનુવાદ: ""ઈસુના મૃત્યુનો યોગ્ય સમય હજી આવ્યો ન હતો"" (જુઓ: ઉપનામ)

John 8:21

ઈસુ ટોળા સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

ἐν τῇ ἁμαρτίᾳ ὑμῶν ἀποθανεῖσθε

અહીં ""મરશો"" શબ્દ આત્મિક મૃત્યુનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે તમારા પાપમાં મરશો"" અથવા ""જ્યારે તમે પાપ કરો છો ત્યારે તમે મરણ પામશો"".

ὑμεῖς οὐ δύνασθε ἐλθεῖν

તમે આવી શકતા નથી

John 8:22

ἔλεγον…οἱ Ἰουδαῖοι

અહીં ""યહૂદીઓ"" એ ""યહૂદી આગેવાનો"" માટે અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનોએ કહ્યું"" અથવા ""યહૂદી અધિકારીઓએ કહ્યું"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

John 8:23

ὑμεῖς ἐκ τῶν κάτω ἐστέ

તમે આ જગતમાં જનમ્યા છો છે

ἐγὼ ἐκ τῶν ἄνω εἰμί

હું આકાશથી આવ્યો છું

ὑμεῖς ἐκ τούτου τοῦ κόσμου ἐστέ

તમે આ જગતના છો

ἐγὼ οὐκ εἰμὶ ἐκ τοῦ κόσμου τούτου

હું આ જગતનો નથી

John 8:24

ἀποθανεῖσθε ἐν ταῖς ἁμαρτίαις ὑμῶν

તમે ઈશ્વર તરફથી તમારા પાપની માફી વિના મૃત્યુ પામશો

ὅτι ἐγώ εἰμι

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈસુ પોતાને યહોવાહ તરીકે ઓળખાવી રહ્યાં છે કે જેમણે મૂસા આગળ પોતાની ઓળખ ""હું છું"" તરીકે આપી હતી અથવા 2) ઈસુ અપેક્ષા રાખતા હતા કે લોકો સમજે કે તેમણે અગાઉથી પોતાના વિષે જે કહ્યું હતુ તેનો જ તે ઉલ્લેખ કરી રહયા છે: ""હું ઉપરનો છું.

John 8:25

ἔλεγον

“તેઓ” શબ્દ યહૂદી આગેવાનોનો ઉલ્લેખ છે (યોહાન 8:22)

John 8:26

ταῦτα λαλῶ εἰς τὸν κόσμον

અહીં ""જગત"" એ જગતમાં રહેતા લોકો માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""આ બાબતો હું સર્વ લોકોને કહું છું"" (જુઓ: ઉપનામ)

John 8:27

τὸν Πατέρα

ઈશ્વર માટે આ વિશેષ શીર્ષક છે. કેટલીક ભાષાઓમાં નામ પહેલા સ્વત્વબોધકનો ઉપયોગ કરવાની જરૂર પડી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેના પિતા"" (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 8:28

ὅταν ὑψώσητε

આ બાબત ઈસુને મારી નાખવા માટે વધસ્તંભ પર જડવાનો ઉલ્લેખ કરે છે.

Υἱὸν τοῦ Ἀνθρώπου

ઈસુએ પોતાને માટે “માણસનો પુત્ર” શીર્ષક વાપરેલ છે.

ἐγώ εἰμι

શક્ય અર્થો 1) ઈસુ પોતાને યહોવાહ તરીકે ઓળખાવી રહ્યાં છે કે જેમણે મૂસા આગળ પોતાની ઓળખ ""હું છું"" તરીકે આપી હતી અથવા 2) ઈસુ કહે છે, ""હું જે છું તે છું.

καθὼς ἐδίδαξέν με ὁ Πατὴρ, ταῦτα λαλῶ

હું ફક્ત તે જ કહું છું જે મારા પિતાએ મને કહેવાનું શીખવ્યું છે. ""પિતા"" શબ્દ ઈશ્વર માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 8:29

ὁ πέμψας με

“તે” શબ્દ ઈશ્વરને રજૂ કરે છે

John 8:30

ταῦτα αὐτοῦ λαλοῦντος

ઈસુ આ વચનો કહેતા હતા ત્યારે

πολλοὶ ἐπίστευσαν εἰς αὐτὸν

ઘણાં લોકોએ તેના પર વિશ્વાસ કર્યો

John 8:31

μείνητε ἐν τῷ λόγῳ τῷ ἐμῷ

આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે ""ઈસુને આધીન થવુ."" વૈકલ્પિક અનુવાદ: ""મેં જે કહ્યું હતુ તેનું પાલન કરો"" (જુઓ: રૂઢિપ્રયોગ)

μαθηταί μού

મારા શિષ્યો

John 8:32

ἡ ἀλήθεια ἐλευθερώσει ὑμᾶς

આ વ્યક્તિત્વ છે. ઈસુ ""સત્ય"" ની વાત એવી રીતે કરે છે જાણે કે તે વ્યક્તિ હોય. વૈકલ્પિક અનુવાદ: ""જો તમે સત્યને જાણશો તો ઈશ્વર તમને મુક્ત કરશે"" (જુઓ: વ્યક્તિનો અવતાર)

τὴν ἀλήθειαν

આ બાબત ઈસુ, ઈશ્વર વિષે જે પ્રગટ કરે છે તેને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર વિષે સત્ય શું છે

John 8:33

πῶς σὺ λέγεις, ὅτι ἐλεύθεροι γενήσεσθε

ઈસુએ જે કહ્યું છે તેના પર યહૂદી આગેવાનોએ પ્રત્યાઘાત વ્યક્ત કર્યો તે દર્શાવવા આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અમને મુક્ત થવાની જરૂર નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 8:34

ἀμὴν, ἀμὴν

તમે (યોહાન 1:51) માં તમે કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

δοῦλός ἐστιν τῆς ἁμαρτίας

અહીં ""દાસ"" શબ્દ રૂપક છે. આ સૂચવે છે કે ""પાપ""એ પાપ કરનારના માલિક જેવો છે. વૈકલ્પિક અનુવાદ: ""પાપના દાસ જેવો છે"" (જુઓ: રૂપક)

John 8:35

ἐν τῇ οἰκίᾳ

અહીં ""ઘર"" એ ""કુટુંબ"" માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""કુટુંબના કાયમી સભ્ય તરીકે"" (જુઓ: ઉપનામ)

ὁ Υἱὸς μένει εἰς τὸν αἰῶνα

આ વાક્યમાં કરેલ શબ્દનો લોપ છે. તમે ગર્ભિત શબ્દોનો સમાવેશ કરીને તેનું અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""પુત્ર સદાકાળને માટે કુટુંબનો સભ્ય છે"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

John 8:36

ἐὰν…ὁ Υἱὸς ὑμᾶς ἐλευθερώσῃ, ὄντως ἐλεύθεροι ἔσεσθε

તે સૂચિત છે કે ઈસુ પાપથી મુક્ત થવા વિષે વાત કરી રહ્યાં છે, જે પાપ ન કરવા માટે સક્ષમ થવું તે માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""જો પુત્ર તમને મુક્ત કરે છે, તો તમે ખરેખર પાપથી મુક્ત થશો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને રૂપક)

ἐὰν…ὁ Υἱὸς ὑμᾶς ἐλευθερώσῃ

ઈસુ, ઈશ્વરના પુત્ર માટે પુત્ર એક મહત્વપૂર્ણ શીર્ષક છે. ઈસુ પોતાના વિષે કહેતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""જો હું, પુત્ર, તમને મુક્ત કરુ"" (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ અને પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

John 8:37

ઈસુ યહૂદીઓ સાથે વાત કરવાનું ચાલુ છે.

ὁ λόγος ὁ ἐμὸς οὐ χωρεῖ ἐν ὑμῖν

અહીં ""વચન"" એ ઈસુના ""ઉપદેશ"" અથવા ""શિક્ષણ"" જેને યહૂદી આગેવાનો સ્વીકારતા નથી તેની માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે મારા શિક્ષણને સ્વીકારતા નથી"" અથવા ""તમે મારા ઉપદેશથી તમારા જીવનને બદલાવા દેતા નથી"" (જુઓ: ઉપનામ)

John 8:38

ἃ ἐγὼ ἑώρακα παρὰ τῷ Πατρὶ, λαλῶ

હું મારા પિતા પાસે હતો ત્યારે જે જોયું હતું તે જ વાતો વિશે હું તમને કહું છું .

καὶ ὑμεῖς…ἃ ἠκούσατε παρὰ τοῦ πατρὸς, ποιεῖτε

યહૂદી આગેવાનો સમજી શકતા નથી કે ""તમારા બાપ"" શબ્દના ઉપયોગ દ્વારા ઈસુ શેતાનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા પિતા એ તમને જે કરવાનું કહ્યું છે તે તમે કરવાનું ચાલુ રાખો

John 8:39

ὁ πατὴρ

પૂર્વજો

John 8:40

τοῦτο Ἀβραὰμ οὐκ ἐποίησεν

ઇબ્રાહિમે ક્યારેય એવા કોઈને મારવાનો પ્રયત્ન કર્યો નહોતો કે જેણે તેને ઈશ્વર તરફથી સત્ય પ્રગટ કર્યુ હૉય.

John 8:41

ὑμεῖς ποιεῖτε τὰ ἔργα τοῦ πατρὸς ὑμῶν

ઈસુ સૂચવે છે કે તેના પિતા શેતાન છે. વૈકલ્પિક અનુવાદ: ""ના! તમે તમારા બાપનાં કામ પ્રમાણે કરો છો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἡμεῖς ἐκ πορνείας οὐ γεγεννήμεθα

અહીં યહૂદી આગેવાનો એવું સૂચિત કરે છે કે ઈસુને ખબર નથી કે તેઓના અસલી પિતા કોણ છે. વૈકલ્પિક અનુવાદ: ""અમે તારા વિષે જાણતા નથી, પરંતુ અમે વ્યભિચારથી જન્મેલાં બાળકો નથી"" અથવા ""અમે સર્વ યોગ્ય લગ્નથી જન્મેલા છીએ"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἕνα Πατέρα ἔχομεν, τὸν Θεόν

અહીં યહૂદી આગેવાનો દાવો કરે છે કે ઈશ્વર તેમના આત્મિક પિતા છે. ઈશ્વર માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 8:42

ἠγαπᾶτε

આ પ્રકારનો પ્રેમ ઈશ્વર તરફથી આવે છે અને તેને પોતાને પણ કોઈ ફાયદો થતો ન હોય ત્યારે પણ તે બીજાના હિત પર લક્ષ રાખે છે (જેઓ આપણા શત્રુઓ છે તેમની પર પણ)

John 8:43

διὰ τί τὴν λαλιὰν τὴν ἐμὴν οὐ γινώσκετε

ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ મુખ્યત્વે યહૂદી આગેવાનોએ તેમનું સાંભળ્યું નહિ તેના બદલ ઠપકો આપવા માટે કરી રહ્યાં છે. વૈકલ્પિક અનુવાદ: ""હું તમને કહીશ કે મારું બોલવું તમે કેમ સમજતા નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ὅτι οὐ δύνασθε ἀκούειν τὸν λόγον τὸν ἐμόν

અહીં ""બોલવું"" એ ઈસુના ""ઉપદેશો"" માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""મારું વચન તમે સાંભળી શકતા નથી તે કારણથી. (જુઓ: ઉપનામ)

John 8:44

ὑμεῖς ἐκ τοῦ πατρὸς τοῦ διαβόλου ἐστὲ

તમે તમારા બાપ શેતાનના છો

ὁ πατὴρ αὐτοῦ

અહીં ""બાપ"" એ જેણે બધું જૂઠ્ઠાણું પેદા કર્યું છે તેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: "" તે એ જ છે જેણે શરૂઆતથી જ સર્વ પ્રકારનું જૂઠ્ઠાણું પેદા કર્યું છે "" (જુઓ: રૂપક)

John 8:45

ઈસુ યહૂદીઓ સાથે વાત કરવાનું ચાલું રાખે છે,

ἐγὼ…ὅτι τὴν ἀλήθειαν λέγω

કારણ કે હું તમને ઈશ્વર વિષેની સત્ય બાબતો કહું છું

John 8:46

τίς ἐξ ὑμῶν ἐλέγχει με περὶ ἁμαρτίας

તેમણે ક્યારેય પાપ કર્યું નથી એ ભારપૂર્વક કહેવા માટે ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે કે. વૈકલ્પિક અનુવાદ: ""તમારામાંનો કોણ મારા પર પાપ સાબિત કરે છે?"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

εἰ ἀλήθειαν λέγω

જે સત્ય બાબતો છે તે જો હું કહું

διὰ τί ὑμεῖς οὐ πιστεύετέ μοι

ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ યહૂદી આગેવાનો તેમના અવિશ્વાસ બદલ ઠપકો આપવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મારી પર અવિશ્વાસ કરવાનું તમારી પાસે કોઇ કારણ નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 8:47

τὰ ῥήματα τοῦ Θεοῦ

અહીં ""વચન"" એ ઈશ્વરના ""સંદેશ"" માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરનો સંદેશ"" અથવા ""ઈશ્વર તરફથી આવતું સત્ય"" (જુઓ: ઉપનામ)

John 8:48

οἱ Ἰουδαῖοι

યહૂદીઓ"" એ એક અલંકાર છે જે ઈસુનો વિરોધ કરનારા ""યહૂદી આગેવાનો""નું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનો"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

οὐ καλῶς λέγομεν ἡμεῖς ὅτι Σαμαρείτης εἶ σὺ, καὶ δαιμόνιον ἔχεις

યહૂદી આગેવાનો આ પ્રશ્નનો ઉપયોગ ઈસુને દોષી ઠેરવવા અને તેમનું અપમાન કરવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""અમારું કહેવું વાજબી નથીકે તું સમરૂની છે અને તને ભૂત વળગેલું છે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 8:50

ઈસુ યહૂદીઓને ઉત્તર આપવાનુ ચાલુ રાખે છે.

ἔστιν ὁ ζητῶν καὶ κρίνων

આ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે

John 8:51

ἀμὴν, ἀμὴν

જુઓ તમે (યોહાન 1:51) માં કેવી રીતે અનુવાદ કર્યું છે.

τὸν ἐμὸν λόγον τηρήσῃ

અહીં ""વચન"" એ ઈસુના ""શિક્ષણ"" માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""મારા વચનો પાળે છે"" અથવા ""હું જે કહું છું તે કરે છે"" (જુઓ: ઉપનામ)

θάνατον…θεωρήσῃ

આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે મૃત્યુનો અનુભવ કરવો. અહીં ઈસુ આત્મિક મૃત્યુનો ઉલ્લેખ કરી રહ્યાં છે. વૈકલ્પિક અનુવાદ: ""આત્મિક રીતે મરણ પામશે નહિ"" (જુઓ: રૂઢિપ્રયોગ)

John 8:52

Ἰουδαῖοι

અહીં ""યહૂદીઓ"" એ ઈસુનો વિરોધ કરનારા ""યહૂદી આગેવાનો"" માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનો"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

ἐάν τις τὸν λόγον μου τηρήσῃ

જે કોઈ મારા શિક્ષણને અનુસરે છે

γεύσηται θανάτου

આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે મૃત્યુનો અનુભવ કરવો. યહૂદી આગેવાનો ભૂલથી ધારે છે કે ઈસુ ફક્ત શારીરિક મૃત્યુ વિષે જ કહી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""મરણ"" (જુઓ: રૂઢિપ્રયોગ)

John 8:53

μὴ σὺ μείζων εἶ τοῦ πατρὸς ἡμῶν Ἀβραάμ, ὅστις ἀπέθανεν

યહૂદી આગેવાનો આ પ્રશ્નના ઉપયોગ દ્વારા ભારપૂર્વક કહેવા માંગે છે કે ઈસુ ઇબ્રાહિમ કરતા મોટા નથી. વૈકલ્પિક અનુવાદ: ""તું ખરેખર અમારા પિતા ઇબ્રાહિમ કરતાં મોટો નથીકે જે ખરેખર મૃત્યુ પામ્યા છે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τοῦ πατρὸς

પૂર્વજ

τίνα σεαυτὸν ποιεῖς

ઈસુ વિચારે છે કે તે ઇબ્રાહિમ કરતા મોટો છે માટે યહૂદીઓ આ પ્રશ્નનો ઉપયોગ તેમને ઠપકો આપવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: "" તું પોતાને મોટો ન માનીશ!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 8:54

ἔστιν ὁ Πατήρ μου ὁ δοξάζων με, ὃν ὑμεῖς λέγετε, ὅτι Θεὸς ἡμῶν ἐστιν

પિતા"" શબ્દ ઈશ્વર માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે. ઈસુ, ઈશ્વરના પુત્ર ની જેમ ઈશ્વર પિતાને કોઈ જાણી શકતું નથી. વૈકલ્પિક અનુવાદ: ""મને આપનાર તો મારા પિતા છે જેના વિશે તમે કહો છો કે તે અમારા ઈશ્વર છે"" (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 8:55

τὸν λόγον αὐτοῦ τηρῶ

અહીં ""વચન"" શબ્દએ ઈશ્વર જે કહે છે તે માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""તે જે કહે છે તેનુ હું પાલન કરું છું"" (જુઓ: ઉપનામ)

John 8:56

τὴν ἡμέραν τὴν ἐμήν

આ ઈસુ તેમના જીવન દરમિયાન જે પૂરું કરશે તે માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""હું મારા જીવનકાળ દરમિયાન શું કરીશ"" (જુઓ: ઉપનામ)

εἶδεν καὶ ἐχάρη

ઇશ્વરના પ્રગટીકરણથી તેમણે મારા આવવાનો સમય જોયો અને હર્ષ પામ્યા

John 8:57

ઈસુ યહૂદીઓ સાથે મંદિરમાં વાત કરે છે તે વાર્તાનો આ અંત છે, જેની શરૂઆત યોહાન 8:12 માં થઈ હતી.

εἶπον…οἱ Ἰουδαῖοι πρὸς αὐτόν

અહીં ""યહૂદીઓ"" એ ઈસુનો વિરોધ કરનારા ""યહૂદી આગેવાનો"" માટેનો અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનોએ તેને કહ્યું"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

πεντήκοντα ἔτη οὔπω ἔχεις, καὶ Ἀβραὰμ ἑώρακας

ઈસુએ દાવો કર્યો કે મેં ઇબ્રાહિમને જોયો છે તેની પર આઘાત વ્યક્ત કરવા યહૂદી આગેવાનો આ પ્રશ્નનો ઉપયોગ કરે છે . વૈકલ્પિક અનુવાદ: ""તું પચાસ વર્ષથી ઓછી ઉંમરનો છે. તું કેવી રીતે ઇબ્રાહિમને જોઇ શકે?"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 8:58

ἀμὴν, ἀμὴν

તમે (યોહાન 1:51) કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

ἐγὼ εἰμί

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈસુ પોતાને યહોવાહ તરીકે ઓળખાવી રહ્યાં છે કે જેમણે મૂસા આગળ પોતાની ઓળખ ""હું છું"" તરીકે આપી હતી અથવા 2) ઈસુ કહે છે, ""ઇબ્રાહિમ પહેલાંનો હું છું.

John 8:59

ἦραν οὖν λίθους, ἵνα βάλωσιν ἐπ’ αὐτόν

ઈસુએ જે કહ્યું છે તેનાથી યહૂદી આગેવાનો રોષે ભરાયા. અહીં સૂચિત છે કે તેઓ તેને મારી નાખવા માગે છે કારણ કે તેમણે પોતાને ઈશ્વર સમકક્ષ ગણાવી હતી.વૈકલ્પિક અનુવાદ ""ત્યારબાદ તેઓએ તેને મારી નાખવા માટે પથ્થરો લીધા કારણ કે તેમણે ઈશ્વર સમાન હોવાનો દાવો કર્યો હતો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 9

યોહાન 09 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""કોણે પાપ કર્યું?""

ઈસુના સમયના ઘણાં યહૂદીઓ વિશ્વાસ કરતા હતા કે જો કોઈ વ્યક્તિ અંધ અથવા બહેરો અથવા અપંગ હોય તો તેનું કારણ તેણે અથવા તેના માતાપિતા અથવા તેના પરિવારના કોઈએ પાપ કર્યું હશે. આ મૂસાના નિયમનું શિક્ષણ ન હતું. (જુઓ: પાપ, પાપરૂપ, પાપી, પાપ કર્યા કરવું અને નિયમ/કાયદો/કાનૂન, મુસાનો નિયમ, યહોવાનો નિયમ, ઈશ્વરનો નિયમ)

""તે વિશ્રામવારનું પાલન કરતા નથી""

ફરોશીઓએ વિચાર્યું કે ઈસુ કાદવ બનાવીને કામ કરે છે, અને તેથી વિશ્રામવારનું ઉલ્લંઘન કરે છે. (જુઓ: વિશ્રામવાર)

આ અધ્યાયમાંના અગત્યના રૂપકો

પ્રકાશ અને અંધકાર

બાઈબલ વારંવાર અન્યાયી લોકો કે જેઓ ઈશ્વરને પસંદ છે તેવા કામો કરતા નથી જાણે કે તેઓ અંધકારની આસપાસ ચાલતા હોય તે વિષે કહે છે. તે પ્રકાશની વાત કરે છે જાણે કે તે પાપી લોકોને ન્યાયી થવાની તેમજ તેઓ જે કરી રહ્યા છે તે ખોટુ છે તે સમજવાની અને ઈશ્વરને આધીન થવાની શરુઆત કરે છે (જુઓ: ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું)

જોવું અને અંધ બનવું

ઈસુ ફરોશીઓને અંધ કહે છે કારણ કે તેઓ જુએ છે કે ઈસુ અંધ લોકોને સાજા કરી શકે છે, પરંતુ તેઓ હજી પણ વિશ્વાસ કરતા નથી કે ઈશ્વરે તેને મોકલ્યો છે (યોહાન 9:39-40). (જુઓ: રૂપક)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""માણસનો પુત્ર""

આ અધ્યાયમાં ઇસુ પોતાનો ""માણસના પુત્ર"" તરીકે ઉલ્લેખ કરે છે (યોહાન 9:35). તમારી ભાષા લોકોને પોતાના વિષે એ રીતે બોલવાની મંજૂરી આપતા ન હોય જાણે કે તેઓ કોઈ બીજા વિષે બોલતા હોય. (જુઓ: માણસનો દીકરો, માણસનો દીકરો અને પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

John 9:1

ઈસુ અને તેમના શિષ્યો સાથે ચાલતા જતા હતા ત્યારે તેઓને માર્ગમાં અંધ માણસ મળે છે.

καὶ

આ શબ્દ દર્શાવે છે કે લેખક એક નવી ઘટનાનું વર્ણન કરવા જઈ રહ્યો છે. (જુઓ: એક નવી ઘટનાનો પરિચય)

παράγων

અહીં ""ઈસુ"" એ ઈસુ અને શિષ્યો માટેનો અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ અને તેના શિષ્યો ત્યાંથી પસાર થયા"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

John 9:2

τίς ἥμαρτεν, οὗτος ἢ οἱ γονεῖς αὐτοῦ, ἵνα τυφλὸς γεννηθῇ

આ પ્રશ્ન પ્રાચીન યહૂદી માન્યતાને પ્રતિબિંબિત કરે છે કે પાપને કારણે જ બધી બીમારીઓ અને અન્ય વિકૃતિઓ થાય છે. રાબ્બીઓએ એ પણ શીખવ્યું છે કે બાળક કૂખમાં હોય ત્યારે પણ પાપ કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""રાબ્બી, અમે જાણીએ છીએ કે પાપ માણસને આંધળો કરે છે. કોના પાપને લીધે આ માણસ આંધળો જનમ્યો?, એ માણસના પોતે પાપ કર્યું કે પછી તેના માતાપિતાએ ?” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 9:4

ἡμᾶς

અહીં “આપણે” એ ઈસુ અને શિષ્યો બંનેનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)

ἡμέρα…νὺξ

અહીં ""દિવસ"" અને ""રાત"" રૂપકો છે. ઈસુ એ સમયની તુલના કરી રહ્યાં છે જ્યારે લોકો ઈશ્વરનું કાર્ય દિવસના સમયે કરી શકે છે, એવો સમય કે જ્યારે લોકો સામાન્ય રીતે કામ કરે છે, અને રાતના સમયે જ્યારે તેઓ ઈશ્વરનું કાર્ય કરી શકતા નથી. (જુઓ: રૂપક)

John 9:5

ἐν τῷ κόσμῳ

અહીં ""જગત"" એ લોકો કે જેઓ જગતમાં રહે છે તે માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""આ જગતના લોકો મધ્યે રહેવું"" (જુઓ: ઉપનામ)

φῶς…τοῦ κόσμου

અહીં ""અજવાળું"" ઈશ્વરના સત્ય પ્રગટીકરણ માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""જે સત્યને પ્રગટ કરે છે તે પ્રકાશ જેવો છે જેના દ્વારા લોકો અંધકારમાં શું છે તે જોઇ શકે છે."" (જુઓ: રૂપક)

John 9:6

ἐποίησεν πηλὸν ἐκ τοῦ πτύσματος

ઈસુએ તેની આંગળીઓનો ઉપયોગ ધૂળ અને થૂંકને મિશ્રિત કરવા માટે કર્યો. વૈકલ્પિક અનુવાદ: ""અને તેની આંગળીનો ઉપયોગ કરીને ધૂળ અને થૂંકથી કાદવ બનાવ્યો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 9:7

νίψαι…ἐνίψατο

તમારે સ્પષ્ટતા કરવાની જરૂર પડી શકે છે કે ઈસુ ઇચ્છે છે કે તે તેની આંખોનો કાદવ કૂંડમાં ધોઈ નાખે અને તેણે તે કર્યું. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ὃ ἑρμηνεύεται, ἀπεσταλμένος

વાર્તા પંક્તિમાં અહીં એક ટૂંકૉ વિરામ જોવા મળે છે જેથી યોહાન તેના વાચકોને સમજાવી શકે કે ""શિલોઆહ"" નો અર્થ શું છે. વૈકલ્પિક અનુવાદ: ""જેનો અર્થ 'મોકલેલો' થાય છે (જુઓ: પૂર્વભૂમિકા)

John 9:8

οὐχ οὗτός ἐστιν ὁ καθήμενος καὶ προσαιτῶν

આ નોંધ લોકોના આશ્ચર્યને વ્યક્ત કરવા પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: "" જે બેસીને ભીખ માંગતો હતો તે છે !"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 9:10

અંધ માણસના પડોશીઓએ તેની સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું.

πῶς ἠνεῴχθησάν σου οἱ ὀφθαλμοί

ત્યારે તારી આંખો કેવી રીતે ઊઘડી ગઇ? અથવા “હવે તું કેવી રીતે જોઈ શકે છે?”

John 9:11

ἐπέχρισέν μου τοὺς ὀφθαλμοὺς

તેમણે પોતાની આંગળીઓનો વડે મારી આંખો પર કાદવ ચોપડ્યો. જુઓ તમે યોહાન 9:6 માં સમાન વાક્યનું અનુવાદ કેવી રીતે કર્યું છે.

John 9:13

કલમ 14 પૂર્વભૂમિકા પૂરી પાડે છે કે ઈસુએ તેને ક્યારે સાજો કર્યો . (જુઓ: પૂર્વભૂમિકા)

ἄγουσιν αὐτὸν πρὸς τοὺς Φαρισαίους, τόν ποτε τυφλόν

લોકોએ આગ્રહ કર્યો કે તે માણસ તેમની સાથે ફરોશીઓ પાસે જાય. તેઓ જવા માટે તેની સાથે જબરદસ્તી કરી નહોતી.

John 9:14

Σάββατον ἐν ᾗ ἡμέρᾳ

યહૂદીઓનો આરામનો દિવસ

John 9:15

πάλιν οὖν ἠρώτων αὐτὸν…οἱ Φαρισαῖοι

તેથી ફરોશીઓએ પણ તેને પૂછ્યું

John 9:16

ત્યાં 18મી કલમમાં મુખ્ય વાર્તામાંથી એક વિરામ છે કારણ કે યોહાન યહૂદીઓના અવિશ્વાસ વિષેની પૃષ્ઠભૂમિ કહે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

τὸ Σάββατον οὐ τηρεῖ

આનો અર્થ એ કે ઈસુએ યહૂદીઓના વિશ્રામના દિવસે કોઈ કામ કરવું નહિ તે કાયદાનો ભંગ કર્યો .

πῶς δύναται ἄνθρωπος ἁμαρτωλὸς τοιαῦτα σημεῖα ποιεῖν

ઈસુનો ચમત્કાર સાબિત કરે છે કે તે પાપી નથી તેના પર ભાર આપવા આ નોંધ પ્રશ્નનારૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પાપી આવા ચિન્હો કરી શકતો નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

σημεῖα

ચમત્કારનો આ બીજો શબ્દ છે. ""ચિહ્નો"" એ સાબિતી આપે છે કે ઈશ્વર સર્વશક્તિમાન છે જેને આખી સૃષ્ટિ પર સંપૂર્ણ અધિકાર છે.

John 9:17

προφήτης ἐστίν

હું માનું છું કે તે પ્રબોધક છે

John 9:18

οὐκ ἐπίστευσαν οὖν οἱ Ἰουδαῖοι

અહીં ""યહૂદીઓ"" એ ઈસુનો વિરોધ કરનારા ""યહૂદી આગેવાનો"" માટેનો અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: પણ હજુ સુધી યહૂદી આગેવાનો વિશ્વાસ કરતા ન હતા. (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

John 9:19

ἠρώτησαν αὐτοὺς

તેઓ શબ્દ યહૂદી આગેવાનોનો ઉલ્લેખ કરે છે.

John 9:21

ἡλικίαν ἔχει, αὐτὸς

તે પુખ્ત છે અથવા “તે હવે બાળક નથી ”

John 9:22

22 મી કલમમાં મુખ્ય વાર્તામાંથી વિરામ છે કારણ કે માણસના માતાપિતા યહૂદીઓથી ડરતા હતા તે વિશે યોહાન પૂર્વભૂમિકા પૂરી પાડે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

ἐφοβοῦντο τοὺς Ἰουδαίους

અહીં ""યહૂદીઓ"" એ ઈસુનો વિરોધ કરનારા ""યહૂદી આગેવાનો"" માટેનો અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: "" યહૂદી આગેવાનો તેઓને શું કરશે તેનાથી તેઓ બીતા હતા"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

ἐφοβοῦντο

જ્યારે પોતાને અથવા બીજાને નુકસાન પહોંચાડવાની ધમકી મળી હોય તે સમયે વ્યક્તિની લાગણીનો ઉલ્લેખ કરે છે.

αὐτὸν ὁμολογήσῃ Χριστόν…γένηται

ઈસુ તે જ ખ્રિસ્ત છે એવું કબૂલશે

ἀποσυνάγωγος

અહીં ""સભાસ્થાનમાંથી કાઢી મૂકવામાં આવશે"" હવેથી સભાસ્થાનમાં જવા દેવામાં આવશે નહિ અને હવેથી સભાસ્થાનમાં આવનારા લોકોના સમૂહથી દૂર કરવામાં આવશે તે માટેનું એક રૂપક છે,. વૈકલ્પિક અનુવાદ: ""તેને સભાસ્થાનમાં જવા દેવામાં આવશે નહિ"" અથવા ""તે હવે સભાસ્થાનનો સભ્ય નથી"" (જુઓ: રૂપક)

John 9:23

ἡλικίαν ἔχει

તે પુખ્ત ઉમરનો છે અથવા ""તે હવે બાળક નથી."" તમે યોહાન 9:21 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

John 9:24

ἐφώνησαν…τὸν ἄνθρωπον

અહીં “તેઓ” યહૂદીઓનો ઉલ્લેખ કરે છે (યોહાન 9:18)

δὸς δόξαν τῷ Θεῷ

આ રૂઢીપ્રયોગ છે જેનો ઉપયોગ લોકો શપથ લેતી વખતે કરે છે. વૈકલ્પિક અનુવાદ: "" ખા દેવના સમ, સાચુ બોલ"" અથવા ""ઈશ્વર સમક્ષ સત્ય બોલ"" (જુઓ: રૂઢિપ્રયોગ)

οὗτος ὁ ἄνθρωπος

આ ઈસુનો ઉલ્લેખ કરે છે

John 9:25

ἐκεῖνος

અહીં અંધ વ્યક્તિનો ઉલ્લેખ થયો છે

John 9:26

યહૂદીઓ અંધ વ્યક્તિ સાથે વાત કરવાનુ ચાલુ રાખે છે.

John 9:27

τί πάλιν θέλετε ἀκούειν

આ નોંધ એ માણસના આશ્ચર્યને વ્યક્ત કરવા પ્રશ્નના રૂપમાં દેખાય છે કે યહૂદી આગેવાનોએ તેને શું થયું તે ફરીથી કહેવા કહ્યું. વૈકલ્પિક અનુવાદ: "" મારી સાથે જે થયું તે તમે ફરીથી સાંભળવા માંગો છો તેથી મને આશ્ચર્ય થાય છે. (જુઓ: આલંકારિક પ્રશ્ન)

μὴ καὶ ὑμεῖς θέλετε αὐτοῦ μαθηταὶ γενέσθαι

આ નોંધ માણસના નિવેદનમાં કટાક્ષ ઉમેરવા પ્રશ્નના રૂપમાં દેખાય છે. તે જાણે છે કે યહૂદી આગેવાનો ઈસુને અનુસરવા માંગતા નથી. અહીં તે તેમની મજાક ઉડાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""એવું લાગે છે કે તમે પણ તેના શિષ્યો થવા માંગો છો!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન અને વક્રોક્તિ /કટાક્ષવચન)

John 9:28

σὺ μαθητὴς εἶ ἐκείνου

તું ઈસુનો શિષ્ય છે!

ἡμεῖς δὲ τοῦ Μωϋσέως ἐσμὲν μαθηταί

અમે"" સર્વનામ વિશિષ્ટ છે. યહૂદી આગેવાનો ફક્ત પોતાના વિશે જ કહી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ અમે મૂસાને અનુસરીએ છીએ"" (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

John 9:29

ἡμεῖς οἴδαμεν ὅτι Μωϋσεῖ λελάληκεν ὁ Θεός

અમે જાણીએ છીએ કે ઈશ્વરે મૂસા સાથે વાત કરી હતી

τοῦτον…οὐκ οἴδαμεν πόθεν ἐστίν

અહીં યહૂદી આગેવાનો ઈસુનો ઉલ્લેખ કરી રહ્યાં છે. તેઓ સૂચવે છે કે શિષ્યો થવા માટે તેડુ આપવાનો તેની પાસે કોઈ અધિકાર નથી. વૈકલ્પિક અનુવાદ: "" અમે જાણતા નથી કે તે ક્યાંનો છે અથવા કોણે તેને અધિકાર આપ્યો છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 9:30

ὅτι ὑμεῖς οὐκ οἴδατε πόθεν ἐστίν

યહૂદી આગેવાનો જાણે છે કે ઈસુ પાસે સાજા કરવાનું પરાક્રમ છે છતાંપણ તેઓ તેના અધિકાર પર સવાલ કરે છે તેથી તે માણસ આશ્ચર્ય પામે છે : ""કે તમે જાણતા નથી કે કોણે તેને અધિકાર આપ્યો છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 9:31

ἁμαρτωλῶν…οὐκ ἀκούει…τούτου ἀκούει

પાપીઓની પ્રાર્થનાના ઉત્તર આપતા નથી ... ઈશ્વર તેમની પ્રાર્થનાનો જવાબ આપે છે

John 9:32

જે માણસ પહેલા અંધ હતો તે યહૂદીઓ સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

οὐκ ἠκούσθη, ὅτι ἠνέῳξέν τις

આ નિષ્ક્રીય નિવેદન છે. તમે તેને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "" કોઈએ કદી સાંભળ્યું નથી કે જન્મથી અંધ માણસને કોઇએ સાજો કર્યો હોય.” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 9:33

εἰ μὴ ἦν οὗτος παρὰ Θεοῦ, οὐκ ἠδύνατο ποιεῖν οὐδέν

આ વાક્યમાં બમણી નકારાત્મકતાની રીતનો ઉપયોગ કરેલ છે. ""ઈશ્વર તરફથી આવેલો માણસ જ આવું કંઇક કરી શકે છે!"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

John 9:34

ἐν ἁμαρτίαις σὺ ἐγεννήθης ὅλος, καὶ σὺ διδάσκεις ἡμᾶς

ભાર દર્શાવવા માટે આ નોંધ પ્રશ્નનારૂપમાં દેખાય છે. તે પણ સૂચવે છે કે તે માણસ તેના માતાપિતાના પાપોને કારણે અંધ જ્ન્મયૉ હતો. વૈકલ્પિક અનુવાદ: "" તું તારા માતાપિતાના પાપોના લીધે જન્મયો છે. તું અમને બોધ કરવાને લાયક નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἐξέβαλον αὐτὸν ἔξω

તેઓએ તેને સભાસ્થાનની બહાર કાઢી મુક્યો

John 9:35

ઈસુએ જેને સાજો કર્યો હતો તેને શૉધી કાઢ્યો (યોહાન 9:1-7) અને તેની સાથે તેમજ લોકો સાથે વાત કરવા લાગ્યો.

πιστεύεις εἰς

તે ઈશ્વરના પુત્ર છે તેવો વિશ્વાસ કરવો, તેમની પર તારણહાર તરીકે ભરોસો કરવો, અને તેમને મહિમા મળે તેમ જીવવું તેનો અર્થ ""ઈસુમાં વિશ્વાસ કરવો"" થાય.

τὸν Υἱὸν τοῦ Ἀνθρώπου

અહીં વાચકે એ સમજવાની જરૂર છે કે ઈસુ એવી રીતે બોલતા હતા જાણે કે ""માણસનો પુત્ર"" બીજી વ્યક્તિ હોય. જે માણસ અંધ જન્મયૉ હતો તેને ખ્યાલ ન હતો કે ઈસુ “માણસના પુત્ર” ની વાત કહેતા હતા ત્યારે તે પોતાના વિશે બોલતા હતા. તમારે એ પ્રમાણે અનુવાદ કરવું જોઈએ કે 37 મીકલમ સુધી તે માણસને ખબર જ નહોતી કે ઇસુ એજ માણસના પુત્ર છે.

John 9:39

εἰς τὸν κόσμον τοῦτον ἦλθον

જગત"" એ ""જગતમાં રહેનારા લોકો"" માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""આ જગતના લોકો મધ્યે રહેવા માટે આવ્યો છું"" (જુઓ: ઉપનામ)

ἵνα οἱ μὴ βλέποντες, βλέπωσιν; καὶ οἱ βλέποντες, τυφλοὶ γένωνται

અહીં ""દેખવું-જોવું "" અને ""આંધળા"" રૂપકો છે. ઈસુ એવા લોકો વચ્ચે ભેદ પાડે છે જેઓ આત્મિક રીતે અંધ અને શારીરિક રીતે અંધ છે. વૈકલ્પિક અનુવાદ: "" માટે જેઓ આત્મિક રીતે અંધ છે, પણ જે ઈશ્વરને જોવા માંગે છે, તેઓ તેને જોઈ શકે છે, અને જેઓ પહેલેથી ખોટુ વિચારે છે કે તેઓ ઈશ્વરને જોઈ શકે છે તેઑ આંધળા જ રહેશે"" (જુઓ: રૂપક)

John 9:40

μὴ καὶ ἡμεῖς τυφλοί ἐσμεν

શું તમે માનો છો કે આપણે આત્મિક રીતે અંધ છીએ?

John 9:41

εἰ τυφλοὶ ἦτε, οὐκ ἂν εἴχετε ἁμαρτίαν

અહીં ""અંધત્વ"" એ ઈશ્વરનું સત્ય ન જાણતા હોય તે માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""જો તમે ઈશ્વરનું સત્ય જાણવા માંગતા હો, તો તમે દૃષ્ટિ પ્રાપ્ત કરી શકશો. (જુઓ: રૂપક)

νῦν δὲ λέγετε, ὅτι βλέπομεν, ἡ ἁμαρτία ὑμῶν μένει

અહીં ""જોવું"" એ ઈશ્વરના સત્યને જાણવા માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: "" પહેલેથી તમારી માન્યતા જ ખોટી છે કે તમે ઈશ્વરના સત્યને જાણૉ જ છો, તેથી તમે અંધ જ રહેશો"" (જુઓ: રૂપક)

John 10

યોહાન 10 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ઈશ્વરનિંદા

જ્યારે કોઈ વ્યક્તિ દાવો કરે છે કે તે ઈશ્વર છે અથવા ઈશ્વરે તેને બોલવાનું કહ્યું છે પણ તેને બોલવાનું કહ્યું હોતું નથી આને ઈશ્વરનિંદા કહેવામાં આવે છે. મૂસાનો નિયમ ઇઝરાએલીઓને આદેશ આપતો હતોકે ઇશ્વર નિંદા કરનારાને પથ્થરે મારવો. જ્યારે ઈસુએ કહ્યું, ""હું અને પિતા એક છીએ"", ત્યારે યહૂદીઓએ વિચાર્યું કે તે ઈશ્વરનિંદા કરે છે, તેથી તેઓએ તેમને મારી નાખવા માટે પથ્થર લીધા. (જુઓ: ઈશ્વર નિંદા, ઈશ્વરની નિંદા કરવી, નિંદા કરાયેલ, અનાદરભર્યું, દુર્ભાષણો અને નિયમ/કાયદો/કાનૂન, મુસાનો નિયમ, યહોવાનો નિયમ, ઈશ્વરનો નિયમ)

આ અધ્યાયમાં મહત્વપૂર્ણ રૂપકો

ઘેટાં

ઈસુએ લોકોને ઘેટાં કહ્યાં કારણ કે ઘેટાં સારી રીતે જોતા નથી, તેઓ સારી રીતે વિચારતા નથી, ઘણીવાર તેઓ તેમની સંભાળ રાખનાર લોકોથી દૂર ચાલે છે અને જ્યારે અન્ય પ્રાણીઓ તેમના પર હુમલો કરે ત્યારે તેઓ પોતાનો બચાવ કરી શકતા નથી. ઈશ્વરના લોકો પણ તેમની વિરુદ્ધ બળવા કરે છે અને તેઓ ખોટા કામો કરે છે પણ જાણતા હોતા નથી.

ઘેટાંનો વાડો

ઘેટાંનો વાડો એવી જ્ગ્યા હતી જેની ફરતે પથ્થરની દિવાલ દિવાલ હતી જેમાં ભરવાડ પોતાના ઘેટાંને રાખતા હતા. એકવાર ઘેટાં વાડામાં જાય પછી ભાગી શકતા નથી, અને પ્રાણીઓ તેમજ ચોરો તેમને મારવા અથવા ચોરવા માટે સરળતાથી અંદર પ્રવેશ કરી શકતા નથી.

જીવન આપવું અને જીવન લેવું

ઈસુ તેમના જીવનની વાત કરે છે જાણે કે તે દૈહિક વસ્તુ હોય કે જેને તે આપી દે છે , મૃત્યુ માટેનું રૂપક અથવા ફરીથી લઇ લેવુ એ ફરીથી જીવંત થવાનું રૂપક.

John 10:1

ઈસુ દ્રષ્ટાંતોમાં વાત કરવા લાગે છે. (જુઓ: દ્રષ્ટાંતો)

ઈસુ ફરોશીઓ સાથે વાત કરવાનું ચાલુ રાખે છે. આ વાર્તાનો તે જ ભાગ છે જેની શરૂઆત યોહાન 9:35 માં થઈ હતી.

ἀμὴν, ἀμὴν

તમે યોહાન 1:51 કેવું અનુવાદ કર્યું છે તે જુઓ.

αὐλὴν τῶν προβάτων

આ એક વાડ કરેલ જ્ગ્યા છે જ્યાં ઘેટાંપાળક તેના ઘેટાંને રાખે છે.

κλέπτης…καὶ λῃστής

આ બે સમાન અર્થવાળા શબ્દોનો ઉપયોગ ભાર દર્શાવવા થયેલ છે (જુઓ: બેવડું/બમણાં)

John 10:3

τούτῳ ὁ θυρωρὸς ἀνοίγει

દરવાન ઘેટાંપાળકને માટે દરવાજો ખોલે છે

ὁ θυρωρὸς

આ એક ભાડે રાખેલો માણસ છે જે ઘેટાંપાળક દૂર હોય ત્યારે રાત્રે ઘેટાંના વાડાની સંભાળ રાખે છે.

τὰ πρόβατα τῆς φωνῆς αὐτοῦ ἀκούει

ઘેટાં તેના ઘેટાંપાળકનો આવાજ સાંભળે છે

John 10:4

ἔμπροσθεν αὐτῶν πορεύεται

તે તેમની આગળ ચાલે છે

ὅτι οἴδασιν τὴν φωνὴν αὐτοῦ

કારણ કે તેઓ તેનો સાદ ઓળખે છે

John 10:6

ἐκεῖνοι…οὐκ ἔγνωσαν

શક્ય અર્થો આ પ્રમાણે છે : 1) ""શિષ્યો સમજ્યા નહીં"" અથવા 2) ""ટોળું સમજયું નહિ.

ταύτην τὴν παροιμίαν

રૂપકોનો ઉપયોગ કરીને, ઘેટાંપાળકોના કામનો આ એક દાખલો છે. ""ઘેટાંપાળક"" ઈસુ માટેનું રૂપક છે. ""ઘેટાં""એ જેઓ ઈસુને અનુસરે છે તેઓને દર્શાવે છે, અને ""અજાણ્યા"" યહૂદી આગેવાનો છે, જેમાં ફરોશીઓ પણ છે, જેઓ લોકોને છેતરવાનો પ્રયાસ કરે છે. (જુઓ: રૂપક)

John 10:7

ઈસુ પોતે કહેલા દ્રષ્ટાંતોને સમજાવવાની શરૂઆત કરે છે.

ἀμὴν, ἀμὴν

તમે યોહાન 1:51 માં જે અનુવાદ કર્યું છે તે જુઓ.

ἐγώ εἰμι ἡ θύρα τῶν προβάτων

અહીં ""દરવાજો"" એક રૂપક છે જેનો અર્થ છે કે જ્યાં ઈશ્વરનાં લોકો નિવાસ કરે છે તે ઘેટાંના વાડામાં ઇસુ પ્રવેશ કરાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું ઘેટાંનો દરવાજો છું કે જ્યાંથી ઘેટાં વાડામાં પ્રવેશ કરે છે"" (જુઓ: રૂપક)

John 10:8

πάντες ὅσοι ἦλθον πρὸ ἐμοῦ

આ કલમ લોકોને બોધ આપનાર અન્ય ઉપદેશકો જેમાં ફરોશીઓ અને અન્ય યહૂદી આગેવાનોનો સમાવેશ થાય છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: "" સર્વ ઉપદેશકો જેઓ મારા અધિકાર વિના આવ્યા હતા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

κλέπται…καὶ λῃσταί

આ શબ્દો રૂપક છે. ઈસુ તે શિક્ષકોને ""ચોર અને લૂંટારો"" કહે છે કારણ કે તેમના ઉપદેશો ખોટા હતા કેમકે તેઓ સત્ય જાણતા ન હતા અને ઇશ્વરના લોકોને દોરવાનો પ્રયાસ કરતા હતા. પરિણામે, તેઓએ લોકોને ભૂલાવામાં નાખ્યા. (જુઓ: રૂપક)

John 10:9

ἐγώ εἰμι ἡ θύρα

અહીં ""દરવાજો"" એક રૂપક છે. પોતાને ""દરવાજા"" તરીકે દર્શાવી ને ઈસુ બતાવી રહ્યાં છે કે તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવાનો સાચો માર્ગ બતાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું પોતે જ તે દરવાજા સમાન છું"" (જુઓ: રૂપક)

νομὴν

“ચરાણ કે ગોચર” એટલે કે ઘાસવાળૉ વિસ્તાર જ્યાં ઘેટાંઓ ચરે છે.

John 10:10

οὐκ ἔρχεται εἰ μὴ ἵνα κλέψῃ

આ બમણું નકારાત્મક છે. કેટલીક ભાષાઓમાં સકારાત્મક નિવેદનનો ઉપયોગ કરવો વધુ સ્વાભાવિક છે. વૈકલ્પિક અનુવાદ: ""ફક્ત ચોરી કરવા માટે આવે છે"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

κλέψῃ, καὶ θύσῃ, καὶ ἀπολέσῃ

અહીં ગર્ભિત રૂપક ""ઘેટાં"" છે, જે ઈશ્વરના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઘેટાંની ચોરી કરવી અને મારી નાખવું અને નાશ કરવો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને રૂપક)

ἵνα ζωὴν ἔχωσιν

તેઓ"" શબ્દ ઘેટાંનો ઉલ્લેખ કરે છે. ""જીવન"" અનંતજીવનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેથી તેઓ ખરેખર જીવશે, કંઈપણ અછત વિના

John 10:11

ઈસુ ઉત્તમ ઘેટાંપાળકનું દ્રષ્ટાંત કહેવાનું ચાલું રાખે છે

ἐγώ εἰμι ὁ ποιμὴν ὁ καλός

અહીં ""ઉત્તમ ઘેટાંપાળક"" એક રૂપક છે જે ઈસુને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું ઉત્તમ ઘેટાંપાળક છું"" (જુઓ: રૂપક)

τὴν ψυχὴν αὐτοῦ τίθησιν

આપી દેવું અર્થાત તેનું નિયંત્રણ છોડી દેવું. મૃત્યુનો ઉલ્લેખ કરવાની હળવી રીત છે. વૈકલ્પિક અનુવાદ: ""મૃત્યુ પામે છે"" (જુઓ: સૌમ્યોક્તિ)

John 10:12

ὁ μισθωτὸς

ભાડે રાખેલ નોકર"" એક રૂપક છે જે યહૂદી આગેવાનો અને શિક્ષકોને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ભાડે રાખેલા નોકર જેવો છે"" (જુઓ: રૂપક)

ἀφίησιν τὰ πρόβατα

અહીં ""ઘેટાં"" શબ્દ એક રૂપક છે જે ઈશ્વરના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. ભાડે રાખેલા નોકર જેઓ ઘેટાંને છોડી દે છે, ઈસુ કહે છે કે યહૂદી આગેવાનો અને શિક્ષકો ઈશ્વરના લોકોની સંભાળ રાખતા નથી. (જુઓ: રૂપક)

John 10:13

οὐ μέλει…περὶ τῶν προβάτων

અહીં ""ઘેટાં"" શબ્દ એક રૂપક છે જે ઈશ્વરના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. ભાડે રાખેલા નોકર જેઓ ઘેટાંને છોડી દે છે, ઈસુ કહે છે કે યહૂદી આગેવાનો અને શિક્ષકો ઈશ્વરના લોકોની સંભાળ રાખતા નથી. (જુઓ: રૂપક)

John 10:14

ἐγώ εἰμι ὁ ποιμὴν ὁ καλός

અહીં ""ઉત્તમ ઘેટાંપાળક"" એ ઈસુ માટે એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""હું ઉત્તમ ઘેટાંપાળક સમાન છું"" (જુઓ: રૂપક)

John 10:15

γινώσκει με ὁ Πατὴρ, κἀγὼ γινώσκω τὸν Πατέρα

ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્ર એકબીજાને ઓળખે છે તેમ મારાં પોતાના મને ઓળખે છે. ઈશ્વર માટે ""પિતા"" એ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

τὴν ψυχήν μου τίθημι ὑπὲρ τῶν προβάτων

ઈસુની કહેવા માટેની હળવી રીત છે તે પોતાના ઘેટાંના રક્ષણ માટે જીવ આપે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું ઘેટાંને સારુ મારો જીવ આપું છું"" (જુઓ: સૌમ્યોક્તિ)

John 10:16

ἄλλα πρόβατα ἔχω

અહીં “બીજા ઘેટાં” એ ઈસુના શિષ્યો જેઓ યહૂદી નથી તેનું રૂપક છે. (જુઓ: રૂપક)

μία ποίμνη, εἷς ποιμήν

અહીં ""ટોળું"" અને ""ઘેટાંપાળક"" રૂપકો છે. ઈસુના સર્વ અનુયાયીઓ, યહૂદીઓ અને બિન-યહૂદીઓ, ઘેટાંના એક ટોળા જેવા થશે. તે એક ઘેટાંપાળક થશે જે તેઓ સર્વની સંભાળ રાખે છે. (જુઓ: રૂપક)

John 10:17

ઈસુ ટોળા સાથેની વાત પૂર્ણ કરે છે.

διὰ τοῦτό, με ὁ Πατὴρ ἀγαπᾷ, ὅτι ἐγὼ τίθημι τὴν ψυχήν μου

ઈશ્વરની અનંત યોજના હતી કે માનવજાતના પાપોની ચૂકવણી કરવા માટે ઈશ્વર પુત્ર પોતાના જીવનનું બલિદાન આપે. ઈસુનું વધસ્તંભ પરનું મૃત્યુ પુત્રનો પિતા માટેનૉ અને પિતાનો પુત્ર માટેનો તીવ્ર પ્રેમ દર્શાવે છે.

Πατὴρ

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

ἀγαπᾷ

આ પ્રકારનો પ્રેમ ઈશ્વર તરફથી આવે છે અને તે પોતાનો લાભ હોતો નથી ત્યારે પણ બીજાના ભલા પર લક્ષ રાખે છે. આ પ્રકારનો પ્રેમ અન્ય લોકો માટે કાળજી લે છે, પછી ભલે તેઓ ગમે તે કરે.

ἐγὼ τίθημι τὴν ψυχήν μου, ἵνα πάλιν λάβω αὐτήν

ઈસુએ કહ્યું કે તે મરી જશે અને પછી ફરીથી જીવંત થશે તે જણાવા માટેની આ એક હળવી રીત છે. વૈકલ્પિક અનુવાદ: ""હું પોતે મારો જીવ આપું છું કે હું તે પાછૉ લઉં"" (જુઓ: સૌમ્યોક્તિ)

John 10:18

ἐγὼ τίθημι αὐτὴν ἀπ’ ἐμαυτοῦ

ઈસુ પોતે પોતાનું જીવન આપે છે. તેમની પાસેથી કોઈ લઇ લેતું નથી તે વાત પર ભાર દર્શાવવા સ્વવાચક સર્વનામ ""મારી પોતાની મેળે"" અહીં વાપરેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""હું મારી જાતે જ તેને આપું છું"" (જુઓ: સ્વવાચક સર્વનામો)

ταύτην τὴν ἐντολὴν ἔλαβον παρὰ τοῦ Πατρός μου

મારા પિતાએ મને આજ આજ્ઞા આપી છે. શબ્દ ""પિતા"" ઈશ્વર માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 10:19

આ કલમો જણાવે છે કે ઈસુએ જે કહ્યું હતું તેના પ્રત્યે યહૂદીઓએ કેવો પ્રત્યુત્તર આપ્યો.

John 10:20

τί αὐτοῦ ἀκούετε

લોકોએ ઈસુનું સાંભળવું ન જોઈએ તે બાબત પર ભાર મૂકવા માટે આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેનું સાંભળશો નહિ!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 10:21

δαιμόνιον δύναται τυφλῶν ὀφθαλμοὺς ἀνοῖξαι

આ નોંધ ભાર ઉમેરવા માટે પ્રશ્નનારૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ખરેખર કોઇ ભૂત દ્વારા અંધ માણસ દેખતો થઇ શકતો નથી!"" અથવા ""ચોક્કસપણે કોઈ ભૂત અંધ લોકોને દૃષ્ટિ આપી શકતું નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 10:22

પ્રતિષ્ઠાપર્વ દરમિયાન, કેટલાક યહૂદીઓ ઈસુને પ્રશ્નો પૂછવા લાગ્યા. 22 અને 23 ની કલમો વાર્તાની ગોઠવણી વિષેની પૂર્વભૂમિકા આપે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

ἐνκαίνια

આ આઠ દિવસ, શિયાળાની રજાઓમાં યહૂદીઓ ઇશ્વરના ચમત્કારને યાદ કરતા હતા જેમાં ઈશ્વરે દીવીમાંના થોડા તેલથી દીવાને આઠ દિવસ સુધી સળગતા રાખ્યા હતા. તેઓએ યહૂદીઓનું મંદિર ઈશ્વરને અર્પણ કરવા માટે દીવી પ્રગટાવતા હતા. કંઈક અર્પણ કરવું તેનો અર્થ એમ થાય કે ખાસ હેતુ માટે ઉપયૉગ કરવાનું વચન આપવું.

John 10:23

περιεπάτει ὁ Ἰησοῦς ἐν τῷ ἱερῷ

ઈસુ જ્યાં ચાલતા હતા તે જગ્યા ખરેખર આંગણું હતું જે મંદિરની બહાર આવેલુ હતું. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ મંદિરના આંગણામાં ચાલતા હતા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

στοᾷ

આ એક ઇમારતના પ્રવેશદ્વાર સાથે જોડાયેલ એવુ બાંધકામ છે; તેની છત છે અને તેમાં દિવાલો હોઈ શકે છે અને નહિ પણ.

John 10:24

ἐκύκλωσαν οὖν αὐτὸν οἱ Ἰουδαῖοι

અહીં ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનો માટે ""યહૂદીઓ"" એ અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: ""પછી યહૂદી આગેવાનોએ તેને ઘેરી લીધો"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

τὴν ψυχὴν ἡμῶν αἴρεις

આ એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: ""ક્યાં સુધી અમને સંદેહમાં રાખશે"" અથવા "" કયાં સુધી અમને જણાવે નહિ ?"" (જુઓ: રૂઢિપ્રયોગ)

John 10:25

ઈસુ યહૂદીઓને પ્રત્યુત્તર આપવા લાગે છે.

ἐν τῷ ὀνόματι τοῦ Πατρός μου

અહીં ""નામ"" ઈશ્વરના સામર્થ્ય માટેનું રૂપક છે. અહીં ઈશ્વર માટે ""પિતા"" એક મહત્વપૂર્ણ શીર્ષક છે. ઈસુએ પોતાના પિતાના સામર્થ્ય અને અધિકાર દ્વારા ચમત્કારો કર્યા. વૈકલ્પિક અનુવાદ: ""મારા પિતાના સામર્થ્ય દ્વારા"" અથવા ""મારા પિતાના સામર્થ્યથી"" (જુઓ: ઉપનામ અને પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

ταῦτα μαρτυρεῖ περὶ ἐμοῦ

તેના ચમત્કારો તેમના વિષે પુરાવો આપે છે જેમ કાયદાની અદાલતમાં સાક્ષી આપનાર વ્યક્તિ પુરાવો આપે છે તેમ. વૈકલ્પિક અનુવાદ: ""મારા વિષે સાક્ષી આપે છે"" (જુઓ: વ્યક્તિનો અવતાર)

John 10:26

οὐκ…ἐκ τῶν προβάτων τῶν ἐμῶν

ઈસુના શિષ્યો માટે ""ઘેટાં"" શબ્દ એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""મને અનુસરનારા નથી"" અથવા ""મારા શિષ્યો નથી"" (જુઓ: રૂપક)

John 10:27

τὰ πρόβατα τὰ ἐμὰ τῆς φωνῆς μου ἀκούουσιν

ઈસુના શિષ્યો માટે ""ઘેટાં"" શબ્દ એક રૂપક છે. ""ઘેટાંપાળક"" તરીકે ઈસુનું રૂપક પણ સૂચિત છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ ઘેટાં તેમના ખરા ઘેટાંપાળકનો અવાજ સંભાળે છે, તેમ જ મારા અનુયાયીઓ મારી વાણી પર લક્ષ આપે છે"" (જુઓ: રૂપક)

John 10:28

οὐχ ἁρπάσει…αὐτὰ ἐκ τῆς χειρός μου

અહીં ""હાથ"" શબ્દ ઉપનામ છે જે ઈસુની રક્ષણાત્મક સંભાળને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈ તેમને મારી પાસેથી છીનવી લેશે નહિ"" અથવા ""તેઓ મારી સંભાળમાં હંમેશા સુરક્ષિત રહેશે"" (જુઓ: ઉપનામ)

John 10:29

ὁ Πατήρ μου ὃς δέδωκέν μοι

“પિતા” શબ્દ ઈશ્વરને માટે મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

τῆς χειρὸς τοῦ Πατρός

હાથ"" શબ્દ એ રૂપક છે જે ઈશ્વરની માલિકી અને રક્ષણાત્મક સંભાળનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમને મારા પિતા પાસેથી કોઈ છીનવી લેશે નહિ"" (જુઓ: ઉપનામ)

John 10:30

ἐγὼ καὶ ὁ Πατὴρ ἕν ἐσμεν

ઈસુ, ઈશ્વર પુત્ર, અને ઈશ્વર પિતા એક છે. શબ્દ ""પિતા"" ઈશ્વર માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 10:31

ἐβάστασαν πάλιν λίθους οἱ Ἰουδαῖοι

ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનો માટે ""યહૂદીઓ"" શબ્દ એક અલંકારક છે. વૈકલ્પિક અનુવાદ: ""પછી યહૂદી આગેવાનોએ ફરીથી પથ્થર લીધા"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

John 10:32

ἀπεκρίθη αὐτοῖς ὁ Ἰησοῦς, πολλὰ ἔργα καλὰ ἔδειξα ὑμῖν ἐκ τοῦ Πατρός

ઈસુએ ઈશ્વરના સામર્થ્ય દ્વારા ચમત્કારો કર્યા. શબ્દ ""પિતા"" ઈશ્વર માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

διὰ ποῖον αὐτῶν ἔργον, ἐμὲ λιθάζετε

આ પ્રશ્ન કટાક્ષ કરે છે. ઈસુ જાણે છે કે યહૂદી આગેવાનો તેને પથ્થરે મારવા માંગતા નથી કારણ કે તેમણે ભલાઇનાં કામો કર્યા છે. (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન)

John 10:33

ἀπεκρίθησαν αὐτῷ οἱ Ἰουδαῖοι

યહૂદીઓ"" શબ્દ એક અલંકાર છે જે ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનોનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી વિરોધીઓએ જવાબ આપ્યો"" અથવા ""યહૂદી આગેવાનોએ તેને ઉત્તર આપ્યો"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

ποιεῖς σεαυτὸν Θεόν

ઈશ્વર હોવાનો દાવો કરે છે

John 10:34

οὐκ ἔστιν γεγραμμένον ἐν τῷ νόμῳ ὑμῶν, ὅτι ἐγὼ εἶπα, θεοί ἐστε?

આ નોંધ ભાર ઉમેરવા માટે પ્રશ્નનારૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: "" મેં કહ્યું કે 'તમે દેવો છો’ તે તમારા નિયમશાસ્ત્રમાં લખ્યું છે તેની તમને ખબર હોવી જોઈએ "" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

θεοί ἐστε

અહીં ઈસુ શાસ્ત્રવચનને ટાંકે છે જેમાં ઈશ્વર તેમના શિષ્યોને ""દેવો"" કહે છે, કદાચ એટલા માટે કે તેમણે તેઓને પૃથ્વી પર તેમનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કર્યા છે.

John 10:35

ὁ λόγος τοῦ Θεοῦ ἐγένετο

ઈસુ ઈશ્વરના સંદેશા વિષે વાત કરે છે જાણે કે તે વ્યક્તિ હોય અને તેના સાંભળનારા તરફ ફર્યો હોય વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે પોતાનો સંદેશ કહ્યો"" (જુઓ: રૂપક)

οὐ δύναται λυθῆναι ἡ Γραφή

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""કોઈપણ વ્યક્તિ શાસ્ત્રમાં ફેરફાર કરી શકે નહિ"" અથવા 2) ""શાસ્ત્ર હંમેશા સત્ય જ કહે છે.

John 10:36

ὃν ὁ Πατὴρ ἡγίασεν καὶ ἀπέστειλεν εἰς τὸν κόσμον, ὑμεῖς λέγετε, ὅτι βλασφημεῖς, ὅτι εἶπον, Υἱὸς τοῦ Θεοῦ εἰμι

ઈસુએ પોતાને ""ઈશ્વર પુત્ર"" કહ્યા ત્યારે તેમના વિરોધીઓએ એ કહ્યુંકે તે ઇશ્વરનિદા કરે છે તેથી તેઓને આવું કહેવા બદલ ઠપકૉ આપવા માટે આ પ્રશ્નનો ઉપયોગ કર્યો. વૈકલ્પિક અનુવાદ: ""પિતાએ જેને જગતમાં મોકલવા માટે અલગ કર્યો છે તેને તમારે એવું કહેવું ન જોઈએ કે ' તું નિંદા કરે છે,' જ્યારે હું કહુંછું કે હું ઈશ્વરનો પુત્ર છું!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

βλασφημεῖς

તમે ઈશ્વરનું અપમાન કરી રહ્યાં છો. ઈસુના વિરોધીઓ સમજી ગયા કે જ્યારે તેમણે કહ્યું કે તે ઈશ્વરનો પુત્ર છે, ત્યારે તે સૂચવી રહ્યા હતા કે તે ઈશ્વરની સમકક્ષ છે.

Πατὴρ…Υἱὸς τοῦ Θεοῦ

આ મહત્વપૂર્ણ શીર્ષકો છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 10:37

ઈસુ યહૂદીઓને પ્રત્યુત્તર આપવાનું બંધ કરે છે.

Πατρός

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

πιστεύετέ μοι

અહીં “વિશ્વાસ કરવો” એટલે કે ઇસુ જે કહે છે તે સત્ય છે એમ સ્વીકારવું અથવા તેના પર ભરોસો કરવો.

John 10:38

τοῖς ἔργοις πιστεύετε

અહીં “માં વિશ્વાસ કરવો” એનો અર્થ એવો થાય કે ઇસુએ કરેલા કામો પિતા તરફથી થયા છે તેમ સ્વીકારવું.

ἐν ἐμοὶ ὁ Πατὴρ, κἀγὼ ἐν τῷ Πατρί

આ રૂઢીપ્રયોગો છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના ગાઢ અંગત સંબંધને વ્યક્ત કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું અને મારા પિતા એકની વ્યક્તિની જેમ સંપૂર્ણપણે જોડાયેલા છીએ"" (જુઓ: રૂઢિપ્રયોગ)

John 10:39

ἐξῆλθεν ἐκ τῆς χειρὸς αὐτῶν

હાથ"" શબ્દ રૂપક છે જે યહૂદી આગેવાનોનો કબજો અથવા સત્તા રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ફરીથી તેમની પાસેથી નીકળી ગયા"" (જુઓ: ઉપનામ)

John 10:40

πέραν τοῦ Ἰορδάνου

ઈસુ યર્દન નદીની પશ્ચિમ બાજુએ હતા. વૈકલ્પિક અનુવાદ: ""યર્દન નદીની પૂર્વ તરફ"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἔμεινεν ἐκεῖ

ઈસુ થોડા સમય માટે યર્દનની પૂર્વ તરફ રહ્યાં. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ ત્યાં ઘણાં દિવસો સુધી રહ્યાં""(જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 10:41

Ἰωάννης μὲν σημεῖον ἐποίησεν οὐδέν; πάντα δὲ ὅσα εἶπεν Ἰωάννης περὶ τούτου ἀληθῆ ἦν

તે ખરું છે કે યોહાને કોઈ ચમત્કાર કર્યા ન હતા, પરંતુ તે ચોક્કસપણે આ માણસ જે ચમત્કારો કરે છે તેના વિષે સત્ય બોલતો હતો.

σημεῖον

આ એવા ચમત્કારો છે કે જે સાબિત કરે છે કે કંઈક સાચું છે અથવા તે કોઈને વિશ્વસનીયતા આપે છે.

John 10:42

ἐπίστευσαν εἰς

અહીં “વિશ્વાસ કરવો” એટલે કે ઈસુ જે કહ્યું છે તે સ્વીકારવું અથવા તે પર વિશ્વાસ કરવો.

John 11

યોહાન 11 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

પ્રકાશ અને અંધકાર

બાઈબલ વારંવાર અન્યાયી લોકો કે જેઓ ઈશ્વરને પસંદ છે તેવા કામો કરતા નથી જાણે કે તેઓ અંધકારની આસપાસ ચાલતા હોય તે વિષે કહે છે. તે પ્રકાશની વાત કરે છે જાણે કે તે પાપી લોકોને ન્યાયી થવા તેમજ તેઓ જે કરી રહ્યા છે તે ખોટુ છે તે સમજવાની અને ઈશ્વરને આધીન થવાની શરુઆત કરે છે.. (જુઓ: ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું)

પાસ્ખાપર્વ

ઈસુએ લાજરસને ફરીથી જીવીત કર્યા પછી, યહૂદી આગેવાનોએ તેમને મારી નાખવાની કોશિશ કરી, તેથી તેમણે ગુપ્ત રીતે તે એક સ્થળેથી બીજે સ્થળે મૂસાફરી કરવાનું શરૂ કર્યું. હવે ફરોશીઓ જાણતા હતા કે તે કદાચ પાસ્ખાપર્વ માટે યરૂશાલેમ આવશે, કારણ કે ઈશ્વરે સર્વ યહૂદી માણસોને યરૂશાલેમમાં પાસ્ખા પર્વની ઉજવણી કરવાની આજ્ઞા આપી હતી, તેથી તેઓએ તેને પકડીને તેની હત્યા કરવાની યોજના બનાવી. (જુઓ: પાસ્ખા, પાસ્ખાપર્વ)

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

""લોકો માટે એક માણસ મરે""

મૂસાના નિયમ મુજ્બ યાજકોને પ્રાણીઓનું બલિદાન આપવાની આજ્ઞા આપવામાં આવી છે કે જેથી ઈશ્વર લોકોના પાપોને માફ કરે. પ્રમુખ યાજક કાયાફાએ કહ્યું, "" તમારા માટે એ સારુ છે કે આખી પ્રજાનો નાશ થાય તેના કરતાં આખી પ્રજાને સારુ એક માણસ મરે."" (યોહાન 10:50). તેણે આ કહ્યું કારણ કે તે તેના ""દેશ"" અને ""પ્રજા""ને (યોહાન 10:48) લાજરસને સજીવન કરનાર ઇશ્વર કરતાં વધુ પ્રેમ કરતો હતો"" તે ઇચ્છતો હતો કે ઈસુ મૃત્યુ પામે જેથી રોમનો મંદિર અને યરૂશાલેમનો નાશ ન કરે, પરંતુ ઈશ્વર ઇચ્છતા હતા કે ઈસુ મૃત્યુ પામે જેથી તે પોતાનાં સર્વ લોકોનાં પાપો માફ કરી શકે.

કાલ્પનિક પરિસ્થિતિ

જ્યારે માર્થાએ કહ્યું, ""જો તમે તે અહીં હોત, મારો ભાઈ મૃત્યુ પામત નહિ, ""તે એક એવી પરિસ્થિતિ વિષે બોલી રહી હતી જે બની શકે, પણ બન્યું નહિ. ઈસુ આવ્યા નહિ , અને તેનો ભાઈ મૃત્યુ પામ્યો.

John 11:1

આ કલમો લાજરસની વાર્તા રજૂ કરે છે અને તેની તેમજ તેની બહેન મરિયમ વિષેની પૃષ્ઠભૂમિ આપે છે. (જુઓ: નવા અને જૂના પાત્રોનો પરિચય અને પૂર્વભૂમિકા)

John 11:2

ἦν δὲ Μαρία ἡ ἀλείψασα τὸν Κύριον μύρῳ, καὶ ἐκμάξασα τοὺς πόδας αὐτοῦ ταῖς θριξὶν αὐτῆς

યોહાન, માર્થાની બહેન મરિયમનો પરિચય કરાવતી વખતે, વાર્તામાં પછીથી શું થશે તે અંગેની માહિતી પણ રજૂ કરે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

John 11:3

ἀπέστειλαν…πρὸς αὐτὸν

ઈસુને આવવાને કહ્યું

φιλεῖς

અહીં ""પ્રેમ"" એ ભાઈબંધીનો પ્રેમ, મિત્રો અથવા સંબંધીઓ વચ્ચેનો કુદરતી, માનવીય પ્રેમનો ઉલ્લેખ કરે છે.

John 11:4

αὕτη ἡ ἀσθένεια οὐκ ἔστιν πρὸς θάνατον

ઈસુ સૂચવે છે કે તેને ખબર છે કે લાજરસ અને તેની માંદગીનું શું થશે. વૈકલ્પિક અનુવાદ: ""માંદગીનું અંતિમ પરિણામ મૃત્યુ નહિ હોય"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

θάνατον

આ શારીરિક મૃત્યુનો ઉલ્લેખ કરે છે.

ἀλλ’ ὑπὲρ τῆς δόξης τοῦ Θεοῦ, ἵνα δοξασθῇ ὁ Υἱὸς τοῦ Θεοῦ δι’ αὐτῆς

ઈસુ સૂચવે છે કે મને પરિણામ શું આવશે તેની ખબર છે. વૈકલ્પિક અનુવાદ: "" ઇશ્વર પોતાના સામર્થ્ય વડે જે કામો મને કરવા દેશે તે દ્વારા લોકો જોઈ શકે કે ઈશ્વર કેટલા મહાન છે તે હેતુ સર"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Υἱὸς τοῦ Θεοῦ

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 11:5

ἠγάπα δὲ ὁ Ἰησοῦς τὴν Μάρθαν, καὶ τὴν ἀδελφὴν αὐτῆς, καὶ τὸν Λάζαρον

આ પૃષ્ઠભૂમિની માહિતી છે. (જુઓ: પૂર્વભૂમિકા)

John 11:8

Ῥαββεί, νῦν ἐζήτουν σε λιθάσαι οἱ Ἰουδαῖοι, καὶ πάλιν ὑπάγεις ἐκεῖ

શિષ્યો ઈસુને યરૂશાલેમ જવા દેવા માંગતા નથી તેની પર ભાર આપવા આ નોંધ એ પ્રશ્નનારૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ગુરુજી, તમે ખરેખર ત્યાં પાછા જવા માંગો છો! છેલ્લી વાર જ્યારે તમે ત્યાં હતા ત્યારે યહૂદીઓએ તમને પથ્થરે મારવાનો પ્રયાસ કર્યો હતો!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

οἱ Ἰουδαῖοι

ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનો માટે આ એક અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનો"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

John 11:9

οὐχὶ δώδεκα ὧραί εἰσιν τῆς ἡμέρας

આ નોંધ ભાર ઉમેરવા માટે પ્રશ્નનારૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે જાણો છો કે દિવસમાં બાર કલાક અજવાળું હોય છે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἐάν τις περιπατῇ ἐν τῇ ἡμέρᾳ, οὐ προσκόπτει, ὅτι τὸ φῶς τοῦ κόσμου τούτου βλέπει

જે લોકો દિવસના અજવાળે ચાલે છે તેઓ સારી રીતે જોઈ શકે છે અને ઠોકર ખાતા નથી. ""અજવાળું"" એ ""સત્ય"" નું રૂપક છે. ઈસુએ સૂચવ્યું છે કે જે લોકો સત્ય પ્રમાણે જીવે છે તેઓ ઇશ્વરની ઇચ્છા મુજબના કામો સફળતાપૂર્વક કરી શકશે ""(જુઓ: રૂપક)

John 11:10

ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરવાની ચાલુ રાખે છે.

ἐὰν…τις περιπατῇ ἐν τῇ νυκτί

અહીં “રાત્રે” એ જે વ્યક્તિ ઈશ્વરના અજવાળા વિના ચાલે છે તેને દર્શાવે છે . (જુઓ: રૂપક)

τὸ φῶς οὐκ ἔστιν ἐν αὐτῷ

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “તે જોઈ શકતો નથી” અથવા “તેનામાં ઈશ્વરનું અજવાળું નથી”

John 11:11

Λάζαρος ὁ φίλος ἡμῶν κεκοίμηται

અહીં ""ઊંઘી ગયો છે"" એ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે લાજરસ મૃત્યુ પામ્યો છે. જો તમારી પાસે તમારી ભાષામાં આ કહેવા ની રીત છે, તો તેનો ઉપયોગ અહીં કરી શકો છો. (જુઓ: રૂઢિપ્રયોગ)

ἀλλὰ πορεύομαι ἵνα ἐξυπνίσω αὐτόν

તેને ઊંઘમાંથી જગાડૉ"" શબ્દો એ રૂઢીપ્રયોગ છે. ઈસુ લાઝરસને સજીવણ કરવાની તેની યોજના જાહેર કરી રહ્યો છે. જો તમારી પાસે તમારી ભાષામાં આ માટેનો રૂઢીપ્રયોગ છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો. (જુઓ: રૂઢિપ્રયોગ)

John 11:12

કલમ 13 માં વાર્તા પંક્તિમાં વિરામ છે કારણ કે જ્યારે ઈસુએ કહ્યું હતું કે લાજરસ ઊંઘી ગયો છે તેનો અર્થ સમજવામાં શિષ્યોને ગેરસમજ થાય છે તે અંગે યોહાન નોંધ કરે છે . (જુઓ: પૂર્વભૂમિકા)

εἰ κεκοίμηται

શિષ્યો ઈસુની વાતનો ખોટો અર્થ કર્યો કે લાજરસ આરામ કરી રહ્યો છે અને સ્વસ્થ થઈ જશે.

John 11:14

τότε…εἶπεν αὐτοῖς ὁ Ἰησοῦς παρρησίᾳ

તેથી ઈસુએ તેઓ સમજી શકે એ શબ્દોમાં તેઓને કહ્યુ.

John 11:15

ઈસુ શિષ્યો સાથે વાત કરે છે

δι’ ὑμᾶς

તમારા લાભ માટે

ἵνα πιστεύσητε, ὅτι οὐκ ἤμην ἐκεῖ

હું ત્યાં હતો નહિ. તેથી તમે મારા પર વધુ વિશ્વાસ કરતા શીખશો.

John 11:16

ὁ λεγόμενος Δίδυμος

તમે સક્રિય રૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જેને તેઓ દિદુમસ કહેતા હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Δίδυμος

આ પુરુષનું નામ છે જેનો અર્થ “જોડિયા” થાય છે (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

John 11:17

ઈસુ હવે બેથનિયામાં છે. આ કલમો ગોઠવણી વિષે અને ઈસુના આગમન પહેલાં જે બન્યું તે વિષેની પૃષ્ઠભૂમિ આપે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

εὗρεν αὐτὸν, τέσσαρας ἤδη ἡμέρας ἔχοντα ἐν τῷ μνημείῳ

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તેને ખબર પડી કે લોકોએ ચાર દિવસ પહેલાં લાજરસને કબરમાં મૂક્યો હતો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 11:18

ἀπὸ σταδίων δεκαπέντε

લગભગ ત્રણ કિલોમીટર દૂર. એક “ રમતનુંમેદાન” 185 મીટરનું હોય છે. (જુઓ: બાઈબલમાં લિખિત અંતર)

John 11:19

περὶ τοῦ ἀδελφοῦ

લાજરસ તેમનો નાનો ભાઈ હતો. વૈકલ્પિક અનુવાદ: ""તેમના નાના ભાઈ વિષે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 11:21

οὐκ ἂν ἀπέθανεν ὁ ἀδελφός μου

લાજરસ નાનો ભાઈ હતો. વૈકલ્પિક અનુવાદ: ""મારો નાનો ભાઈ હજુ જીવતો હોત"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 11:23

ἀναστήσεται ὁ ἀδελφός σου

લાજરસ નાનો ભાઈ હતો. વૈકલ્પિક અનુવાદ: ""તમારો નાનો ભાઈ ફરીથી જીવંત થઈ જશે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 11:24

ἀναστήσεται

તે ફરીથી જીવતો થશે

John 11:25

κἂν ἀποθάνῃ

અહીં “મૃત્યુ” એ શારીરિક મૃત્યુનો ઉલ્લેખ કરે છે

ζήσεται

અહીં “જીવતો” એ આત્મિક જીવનનો ઉલ્લેખ કરે છે.

John 11:26

πᾶς ὁ ζῶν καὶ πιστεύων εἰς ἐμὲ, οὐ μὴ ἀποθάνῃ εἰς τὸν αἰῶνα

જેઓ જીવે છે અને મારા પર વિશ્વાસ કરે છે તેઓ અનંતકાળ સુધી ઈશ્વરથી જુદા પડનાર નથી અથવા ""જેઓ જીવે છે અને મારા પર વિશ્વાસ કરે છે તેઓ ઈશ્વર સાથે સદાકાળ આત્મિક રીતે જીવતા રહેશે"".

οὐ μὴ ἀποθάνῃ εἰς τὸν αἰῶνα

અહીં “મરશે”એ આત્મિક મૃત્યુનો ઉલ્લેખ કરે છે.

John 11:27

λέγει αὐτῷ

માર્થાએ ઈસુને કહ્યું

ναί, Κύριε; ἐγὼ πεπίστευκα ὅτι σὺ εἶ ὁ Χριστὸς, ὁ Υἱὸς τοῦ Θεοῦ, ὁ εἰς τὸν κόσμον ἐρχόμενος

માર્થાએ વિશ્વાસ કર્યો કે ઈસુ એ પ્રભુ છે, ખ્રિસ્ત (મસીહા), ઈશ્વરના પુત્ર છે.

Υἱὸς τοῦ Θεοῦ

ઈસુ માટેનું આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 11:28

ἀπῆλθεν, καὶ ἐφώνησεν Μαριὰμ, τὴν ἀδελφὴν αὐτῆς

મરિયમ માર્થાની નાની બહેન છે. વૈકલ્પિક અનુવાદ: ""તે જઇને પોતાની નાની બહેન મરિયમને બોલાવી લાવી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

διδάσκαλος

આ શીર્ષક ઈસુનો ઉલ્લેખ કરે છે.

φωνεῖ σε

તને આવવાનું કહે છે

John 11:30

οὔπω δὲ ἐληλύθει ὁ Ἰησοῦς εἰς τὴν κώμην

અહીં યોહાન ઈસુના સ્થાનને લગતી પૃષ્ઠભૂમિની માહિતી આપવા માટે વાર્તામાં ટૂંકો વિરામ આપે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

John 11:32

ἔπεσεν αὐτοῦ πρὸς τοὺς πόδας

ઇસુને માન આપવા મરિયમ નીચે નમી અથવા ઈસુના પગે પડી.

οὐκ ἄν μου ἀπέθανεν ὁ ἀδελφός

લાજરસ મરિયમનો નાનો ભાઈ હતો. તમે યોહાન 11:21 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""મારો નાનો ભાઈ હજી જીવતો હોત"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 11:33

ἐνεβριμήσατο τῷ πνεύματι καὶ ἐτάραξεν ἑαυτόν

ઈસુના તીવ્ર નિસાસા અને સંભવતઃ ક્રોધને વ્યક્ત કરવા યોહાન આ શબ્દસમૂહોને જોડે છે જેના અર્થો સમાન છે. વૈકલ્પિક અનુવાદ: ""તે ખૂબ જ દિલગીર થયો"" (જુઓ: બેવડું/બમણાં)

John 11:34

ποῦ τεθείκατε αὐτόν

આ પૂછવાની હળવી રીત છે. તેને તમે ક્યાં દફનાવ્યો છે.” (જુઓ: સૌમ્યોક્તિ)

John 11:35

ἐδάκρυσεν ὁ Ἰησοῦς

ઈસુ રડવા લાગ્યા અથવા “ઈસુએ રડવાનું શરુ કર્યું”

John 11:36

ἐφίλει

આ ભાઈ પ્રત્યેનો પ્રેમ, મનુષ્ય પ્રેમ, મિત્ર પ્રેમ અથવા કૌટુંબિક પ્રેમનો ઉલ્લેખ કરે છે.

John 11:37

οὐκ ἐδύνατο οὗτος, ὁ ἀνοίξας τοὺς ὀφθαλμοὺς τοῦ τυφλοῦ, ποιῆσαι ἵνα καὶ οὗτος μὴ ἀποθάνῃ

ઈસુ પાસે લાજરસને મરવા ન દેવાની શક્તિ નહોતી એ વિશે યહૂદીઓના આશ્ચર્યને વ્યક્ત કરવા આ નોંધ પ્રશ્નનારૂપમાં દેખાય છે . વૈકલ્પિક અનુવાદ: ""તેમણે આંધળાને સાજો કર્યો તો આ વ્યક્તિને પણ સાજો કરી શક્યા હોત, જેથી તે મરણ પામ્યો હોત નહિ!"" અથવા ""કેમકે તે આને મરતા બચાવી શક્યો નહિ, કદાચિત તેણે ખરેખર અંધ જન્મેલા માણસને સાજો કર્યો નહિ હોય, એવુ તેણે કર્યુ એમ તેઓ કહેતા હતા. (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ὁ ἀνοίξας τοὺς ὀφθαλμοὺς

આ રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: “આંખો સાજી કરી” (જુઓ: રૂઢિપ્રયોગ)

John 11:38

ἦν δὲ σπήλαιον, καὶ λίθος ἐπέκειτο ἐπ’ αὐτῷ

લોકોએ લાજરસને ક્યાં દફનાવ્યો હતો તે કબરનું વર્ણન કરવા યોહાન વાર્તાને થોડા સમય માટે થોભાવે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

John 11:39

ἡ ἀδελφὴ τοῦ τετελευτηκότος Μάρθα

માર્થા અને મરિયમ લાજરસની મોટી બહેનો હતી. વૈકલ્પિક અનુવાદ: ""માર્થા, લાજરસની મોટી બહેન"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἤδη ὄζει

હવે તો તે ગંધાતો હશે અથવા “શરીર પહેલાથી જ ગંધાય છે”

John 11:40

οὐκ εἶπόν σοι, ὅτι ἐὰν πιστεύσῃς, ὄψῃ τὴν δόξαν τοῦ Θεοῦ

ઈશ્વર કંઈક અદભુત કરવા જઇ રહ્યાં છે તે મુદ્દા પર ભાર મૂકવા માટે આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં તમને કહ્યું હતું કે જો તમે મારા પર વિશ્વાસ રાખશો તો તમે ઇશ્વરના અદભુત કામો જોઇ શકશો !"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 11:41

Ἰησοῦς ἦρεν τοὺς ὀφθαλμοὺς ἄνω

આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે ઉપર જોવું. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુએ સ્વર્ગ તરફ આંખો ઊંચી કરીને જોયું"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Πάτερ, εὐχαριστῶ σοι ὅτι ἤκουσάς μου

ઈસુ સીધી જ પિતાને પ્રાર્થના કરે છે જેથી તેની આસપાસના અન્ય લોકો તેમની પ્રાર્થના સાંભળે. વૈકલ્પિક અનુવાદ: ""પિતા, હું તમારો આભાર માનું છું કે તમે મારું સાંભળ્યું છે"" અથવા ""પિતા, હું તમારો આભાર માનું છું કે તમે મારી પ્રાર્થના સાંભળી છે"".

Πάτερ

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 11:42

ἵνα πιστεύσωσιν ὅτι σύ με ἀπέστειλας

હું ચાહું છું કે તેઓ વિશ્વાસ કરે કે તમે મને મોકલ્યો છે

John 11:43

ταῦτα εἰπὼν

ઈસુએ પ્રાર્થના કર્યા બાદ

φωνῇ μεγάλῃ ἐκραύγασεν

તેને પોકાર કર્યો

John 11:44

δεδεμένος τοὺς πόδας καὶ τὰς χεῖρας κειρίαις, καὶ ἡ ὄψις αὐτοῦ σουδαρίῳ περιεδέδετο

તે સમયમાં દફનવિધિમાં શબને શણના કાપડની લાંબી પટ્ટીઓ સાથે લપેટવામાં આવતા હતા. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈકે તેના હાથ અને પગની આસપાસ કાપડની પટ્ટીઓ વીંટાળેલી હતી. તેઓએ તેના મોં પર પણ રૂમાલ બાંધી દીધો હતો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

λέγει αὐτοῖς ὁ Ἰησοῦς

“તેઓને” શબ્દ જે લોકો ત્યાં હતા અને જેઓએ આ ચમત્કાર જોય તેઓનો ઉલ્લેખ કરે છે.

John 11:45

આ કલમ અમને જણાવે છે કે ઈસુએ લાજરસને મરણમાંથી સજીવન કર્યા પછી શું થયું. (જુઓ: પૂર્વભૂમિકા)

John 11:47

ઘણાં લોકોએ તેમને કહ્યું છે કે લાજરસ ફરી જીવંત છે, તેથી મુખ્ય યાજકો અને ફરોશીઓને યહૂદી સભાની માટે એકત્ર કર્યા.

οὖν οἱ ἀρχιερεῖς

પછીથી યાજકો મધ્યે આગેવાનોએ

οὖν

લેખક આ શબ્દનો ઉપયોગ વાચકોને એ કહેવા માટે કરે છે કે આ કલમમાં શરૂ થતી ઘટનાઓ યોહાન 11:45-46 ની ઘટનાઓનું પરિણામ છે.

τί ποιοῦμεν

અહીં સૂચિત છે કે સભાના સભ્યો ઈસુ વિષે વાત કરી રહ્યાં છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણે ઈસુ વિષે શું કરીશું?"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 11:48

πάντες πιστεύσουσιν εἰς αὐτὸν

યહૂદી આગેવાનો ભયભીત હતા કે લોકો ઈસુને પોતાનો રાજા બનાવવાનો પ્રયત્ન કરશે. વૈકલ્પિક અનુવાદ: ""દરેક જણ તેના પર વિશ્વાસ કરશે અને રોમ સામે બળવો કરશે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἐλεύσονται οἱ Ῥωμαῖοι

આ રોમન સૈન્ય માટેનો અલંકારક છે. વૈકલ્પિક અનુવાદ: ""રોમન સૈન્ય આવશે"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

ἀροῦσιν ἡμῶν καὶ τὸν τόπον καὶ τὸ ἔθνος

તેઓ મંદિર અને રાષ્ટ્ર બંનેનો નાશ કરશે

John 11:49

εἷς…τις ἐξ αὐτῶν

વાર્તામાં નવા પાત્રનો પરિચય કરાવવાની આ રીત છે. જો તમારી પાસે તમારી ભાષામાં આ કરવાની રીત છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો. (જુઓ: નવા અને જૂના પાત્રોનો પરિચય)

ὑμεῖς οὐκ οἴδατε οὐδέν

આ એક અતિશયોક્તિ છે જે કાયાફા તેના સાંભળનારાઓનું અપમાન કરવા માટે વાપરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જે બની રહ્યું છે તે તમે સમજતા નથી "" અથવા ""તમે એવી રીતે બોલો છો જાણે કે તમને કંઈ ખબર નથી “(જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

John 11:50

καὶ μὴ ὅλον τὸ ἔθνος ἀπόληται

કાયાફા સૂચવે છે કે જો ઈસુને જીવવાની અને બળવો કરવાની મંજૂરી આપવામાં આવે તો રોમન સૈન્ય યહૂદી રાષ્ટ્રના તમામ લોકોને મારી નાખશે. અહીં ""પ્રજા"" શબ્દ એ એક અલંકાર છે જે તમામ યહૂદી લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""રોમનો આપણા દેશના સર્વ લોકોને મારી નાખે તે કરતાં"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને અભિવ્યક્ત અલંકાર)

John 11:51

કલમ 51 અને કલમ 52માં યોહાન સમજાવે છે કે કાયાફા ભવિષ્યવાણી કરી રહ્યો હતો પણ એ સમયે તે પોતે તેનાથી અજાણ હતો. આ પૃષ્ઠભૂમિ માહિતી છે. (જુઓ: પૂર્વભૂમિકા)

ἀποθνῄσκειν ὑπὲρ τοῦ ἔθνους

પ્રજા "" શબ્દ એક અલંકાર છે અને ઇઝરાએલ પ્રજાના લોકોને સૂચવે છે. (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

John 11:52

συναγάγῃ εἰς ἕν

આ એક ગૂઢ બાબત છે. ""લોકો"" શબ્દ સંદર્ભ દ્વારા સૂચિત છે. વૈકલ્પિક અનુવાદ: "" ભેગા કરીને એક કરવામાં આવશે.” (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

τέκνα τοῦ Θεοῦ

આ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈસુમાં વિશ્વાસ દ્વારા ઈશ્વરના છે અને આત્મિક રીતે ઈશ્વરના બાળકો છે.

John 11:54

ઈસુ બેથનિયા છોડીને એફ્રાઇમ ગયો. પાસ્ખાપર્વ નજીક છે ત્યારે હવે ઘણાં યહૂદીઓ શું કરે છે તે વિષે કલમ 55 માં વાર્તા કહે છે.

παρρησίᾳ περιεπάτει ἐν τοῖς Ἰουδαίοις

અહીં ""યહૂદીઓ"" એ યહૂદી આગેવાનો માટેનો અલંકાર છે અને ""ઉઘાડી રીતે ચાલવું"" એ "" દરેકજણ જૉઈ શકે તેમ રહેવું"" નું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યાં સર્વ યહૂદીઓ તેને જોઈ શકે ત્યાં રહેવું "" અથવા ""તેનો વિરોધ કરનારા યહૂદી આગેવાનોમાં ઉઘાડી રીતે ફર્યો "" (જુઓ: અભિવ્યક્ત અલંકાર અને રૂપક)

τὴν χώραν

શહેરની બહારનો ગ્રામ્ય વિસ્તાર જ્યાં થોડાક જ લોકો વસે છે

κἀκεῖ ἔμεινεν μετὰ τῶν μαθητῶν

ઈસુ અને તેમના શિષ્યો થોડા સમય માટે એફ્રાઈમમાં રહ્યાં. વૈકલ્પિક અનુવાદ: ""ત્યાં તેઓ ટૂંકા ગાળા માટે તેમના શિષ્યો સાથે રહ્યાં"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 11:55

ἀνέβησαν…εἰς Ἱεροσόλυμα

ઉપર ગયા"" વાક્ય અહીં વપરાય છે કારણ કે યરૂશાલેમ આસપાસના વિસ્તારો કરતા ઊંચાઈએ આવેલું છે.

John 11:56

કલમ 57 ની ઘટ્નાઓ કલમ 56 ની બિનાઓ બને તે પહેલાં બને છે. જો આ ક્રમ તમારા વાચકોને મૂંઝવણમાં મૂકે છે, તો તમે આ કલમને જોડી શકો છો અને કલમ 57 નું લખાણ કલમ 56 ના લખાણ પહેલાં મૂકી શકો છો. (જુઓ: ઘટનાઓનો ક્રમ)

ἐζήτουν…τὸν Ἰησοῦν

“તેઓ” શબ્દ યહૂદી લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ બહાર ગામથી યરૂશાલેમ આવ્યા હતા.

τί δοκεῖ ὑμῖν? ὅτι οὐ μὴ ἔλθῃ εἰς τὴν ἑορτήν

આ અતિશયોક્તિવાળા પ્રશ્નો છે જે પ્રબળ શંકાને વ્યક્ત કરે છે કે ઈસુ પાસ્ખાપર્વમાં આવશે. બીજો પ્રશ્ન એ શબ્દલોપ છે જે ""શું તમને લાગે છે” શબ્દો છોડી દે છે.અહીં વક્તાઓ વિચારતા હતા કે શું ઈસુ ઉત્સવમાં આવશે કેમ કે તેમની ધરપકડ થવાનો ભય હતો. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ કદાચ પર્વમાં નહિ આવે. તેમને કદાચ ધરપકડની બીક લાગતી હશે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન અને અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

John 11:57

δὲ οἱ ἀρχιερεῖς

આ પૃષ્ઠભૂમિ માહિતી છે જે સમજાવે છે કે શા માટે યહૂદી ઉપાસકો આશ્ચર્ય અનુભવતા હતા કે ઈસુ પર્વમાં આવશે કે નહિ. જો તમારી ભાષામાં પૃષ્ઠભૂમિ માહિતીને ચિહ્નિત કરવાની રીત છે, તો અહીં તેનો ઉપયોગ કરો. (જુઓ: પૂર્વભૂમિકા)

John 12

યોહાન 12 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદકોએ કવિતાઓની દરેક પંક્તિ બાકીના લખાણ કરતાં જમણી બાજુએ સુયોજિત કરી છે જેથી તે વાંચન માટે સરળ બને. યુએલટી 12:38 અને 40 ની કવિતાઓ સાથે આવું જ કરે છે, જેના શબ્દો જૂના કરારમાંથી છે.

કલમ 16 આ ઘટનાઓ પરનું એક વિવરણ છે. આ આખી કલમને સમાનતામાં મૂકવું શક્ય છે જેથી તેને વાર્તાના વર્ણનમાંથી અલગ કરી શકાય છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

મરિયમે ઈસુના પગનો અભિષેક કર્યો

વ્યક્તિનું સ્વાગત કરવા અને સારું લાગે તે માટે યહૂદીઓ તે વ્યક્તિના માથા પર તેલથી અભિષેક કરતાં હતા. તેઓ વ્યક્તિના મૃત્યુ પછી તેના શરીરને દફનાવતા પહેલા તેના શરીર પર તેલ પણ લગાવતા હતા. પરંતુ તેઓ ક્યારેય પણ કોઈના પગમાં તેલ લગાવવાનુ વિચારતા નહિ, કેમ કે તેઓ માનતા કે પગ ગંદા છે.

ગધેડુ અને વછેરો

ઈસુ યરૂશાલેમમાં પ્રાણી પર સવાર થઈને આવ્યા. આ રીતે તે એક રાજા જેવા હતા કે જે એક મહત્વપૂર્ણ યુદ્ધ જીત્યા પછી એક શહેરમાં આવે છે. ઉપરાંત, જૂના કરારમાં ઇઝરાએલના રાજા ગધેડા પર સવાર થયા હતા. અન્ય રાજાઓ ઘોડાઓ પર સવાર થયા. તેથી ઈસુ બતાવી રહ્યાં હતા કે તે ઇઝરાએલીઓનો રાજા છે અને તે બીજા રાજાઓ જેવો નથી.

માથ્થી, માર્ક, લૂક અને યોહાન સર્વએ આ ઘટના વિષે લખ્યું છે. માથ્થી અને માર્કે લખ્યું કે શિષ્યો ઈસુને માટે ગધેડું લાવ્યા. યોહાને લખ્યું કે ઈસુને એક ગધેડું મળ્યુ. લૂકે લખ્યું કે તેઓ તેમની પાસે એક વછેરું લાવ્યા. ફક્ત માથ્થીએ લખ્યું છે કે ત્યાં ગધેડું અને વછેરો બંને હતાં. કોઈએ ખાતરીપૂર્વક જાણ્યું નથી કે ઈસુ ગધેડા પર સવાર હતા કે વછેરા પર. જે રીતે યુએલટી માં દર્શાવેલ છે તેમ દરેક ઘટનાઓને સરખી દર્શાવ્યા કરતા આ દરેક ઘટના જેવી દેખાય છે તેવી જ અનુવાદ કરવામાં આવે તો શ્રેષ્ઠ છે. (જુઓ: માથ્થી 21:1-7) અને માર્ક 11:1-7 અને લૂક 19:29-36 અને યોહાન 12:14-15

મહિમા

શાસ્ત્ર વારંવાર ઈશ્વરના મહિમાને મહાન ગૌરવ પ્રકાશ તરીકે વર્ણવે છે. જ્યારે લોકો આ અજવાળાને જુએ છે, ત્યારે તેઓ ડરતા હોય છે. આ અધ્યાયમાં યોહાન કહે છે કે ઈસુનો મહિમા એ તેમનું પુનરુત્થાન છે (યોહાન 12:16).

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

અજવાળું અને અંધકારના રૂપકો

બાઈબલ વારંવાર અન્યાયી લોકો, જે લોકો ઈશ્વરને પ્રસન્ન કરતા નથી જાણે કે તેઓ અંધકારમાં ચાલે છે. તે અજવાળાની વાત કરે છે જાણે કે તે જ તે પાપી લોકોને ન્યાયી બનવા, જે ખોટું કરી રહ્યાં છે તેઓને સમજવા અને ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવાનું શરૂ કરવા કહે છે.. (જુઓ: રૂપક અને ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

વિરોધાભાસ

વિરોધાભાસ એ એક સાચું નિવેદન છે જે કંઈક અશક્યનું વર્ણન કરેછે. એક વિરોધાભાસ 12:25 માં જોવા મળે છે: ""જે પોતાનો જીવ ચાહે છે તે તેને ગુમાવશે; પરંતુ જે આ જગતમાં તેના જીવનો દ્વેશ કરે છે તે તેને અનંતજીવન માટે બચાવી રાખશે."" પરંતુ 12:26 માં ઈસુ સમજાવે છે કે કોઈનું જીવન અનંતજીવન સુધી સાચવી રાખવાનો અર્થ શું છે. (યોહાન 12: 25-26).

John 12:1

ઈસુ બેથાનીયામાં મોટી મિજબાનીમાં છે જ્યારે મરિયમ તેમના પગે તેલથી અભિષેક કરે છે.

πρὸ ἓξ ἡμερῶν τοῦ Πάσχα

લેખક ઘટનાના નવા ભાગને રજૂ કરે છે અને શરૂઆત કરે છે. (જુઓ: એક નવી ઘટનાનો પરિચય)

ἤγειρεν ἐκ νεκρῶν

આ રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: “ ફરી જીવંત કર્યો ” (જુઓ: રૂઢિપ્રયોગ)

John 12:3

λίτραν μύρου

તમે તેને આધુનિક માપમાં રૂપાંતરિત કરી શકો છો. ""લીટ્રા"" એક કિલોગ્રામના ત્રીજા ભાગનું હોય છે. અથવા તમે કોઈ એક પાત્ર જેમાં આટલું માપ સમાઇ શકે તેને દર્શાવી શકો. વૈકલ્પિક અનુવાદ: ""એક કિલોગ્રામ અત્તરનો ત્રીજો ભાગ"" અથવા ""અત્તરની શીશી"" (જુઓ: બાઈબલમાં લિખિત વજનનાં માપ)

μύρου

આ અતિ સુંદર સંગેમરમરનું પ્રવાહી હતું જેને સુગંધી ફૂલ અને પાનના તેલથી બનાવેલું હતું.

νάρδου

આ પ્રકારનું અત્તર નેપાળ, ચીન અને ભારતના પર્વતો પર થતા ગુલાબી, ઘંટડીના આકારના ફૂલોથી બનાવવામાં આવતું હતું. (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

ἡ…οἰκία ἐπληρώθη ἐκ τῆς ὀσμῆς τοῦ μύρου

આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેના અત્તરની સુગંધથી ઘર ભરાઈ ગયું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 12:4

ὁ μέλλων αὐτὸν παραδιδόναι

પછીથી જેણે ઈસુની ધરપકડ કરવા ઇસુના શત્રુઓને મદદ કરી

John 12:5

διὰ τί τοῦτο τὸ μύρον οὐκ ἐπράθη τριακοσίων δηναρίων, καὶ ἐδόθη πτωχοῖς

આ અતિશયોક્તિ દર્શાવતો પ્રશ્ન છે. તમે તેને મજબૂત નિવેદન તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""આ અત્તર ત્રણસો દીનારમાં વેચી શકાયું હોત અને નાણાં ગરીબોને આપી શકાયા હોત!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τριακοσίων δηναρίων

તમે આંકડામાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""300 દીનાર"" (જુઓ: સંખ્યાઓ)

δηναρίων

એક દીનાર એ ચાંદીની માત્રા હતી જે સામાન્ય કામદારનું એક દિવસના કામનું વેતન હતું. (જુઓ: બાઈબલમાં વર્ણિત ચલણ)

John 12:6

εἶπεν δὲ τοῦτο, οὐχ ὅτι περὶ τῶν πτωχῶν ἔμελεν αὐτῷ, ἀλλ’ ὅτι κλέπτης ἦν, καὶ τὸ γλωσσόκομον ἔχων τὰ βαλλόμενα ἐβάσταζεν

યોહાન સમજાવે છે કે કેમ યહૂદાએ ગરીબો વિષે પ્રશ્ન પૂછ્યો. જો તમારી ભાષામાં પૃષ્ઠભૂમિ દર્શાવવાની રીત છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો. (જુઓ: પૂર્વભૂમિકા)

εἶπεν…τοῦτο, οὐχ ὅτι περὶ τῶν πτωχῶν ἔμελεν αὐτῷ, ἀλλ’ ὅτι κλέπτης ἦν

તેને ગરીબોની ચિંતા હતી એટલા માટે નહિ પણ તે ચોર હતો તેથી આવું કહ્યું.

John 12:7

ἄφες αὐτήν, ἵνα εἰς τὴν ἡμέραν τοῦ ἐνταφιασμοῦ μου, τηρήσῃ αὐτό

ઈસુ સૂચવે છે કે સ્ત્રીએ જે કર્યું તેને તેમના મૃત્યુ અને દફનની પૂર્વતૈયારી સમજવી. વૈકલ્પિક અનુવાદ: ""તેને મારી કેટલી કદર છે તે તેને બતાવવા દો! આ રીતે તેણીએ મારા શરીરને દફન માટે તૈયાર કર્યુ છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 12:8

τοὺς πτωχοὺς…πάντοτε ἔχετε μεθ’ ἑαυτῶν

ઈસુ સૂચવે છે કે ગરીબોને મદદ કરવાની તકો હંમેશા તમારી સાથે રહેશે. વૈકલ્પિક અનુવાદ: "" ગરીબો તમારી મધ્યે હંમેશાં રહેશે અને ચાહો ત્યારે તેમને મદદ કરી શકો છો.” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἐμὲ δὲ οὐ πάντοτε ἔχετε

આ રીતે, ઈસુ સૂચવે છે કે તે મૃત્યુ પામશે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ હું હંમેશાં તમારી સાથે રહેવાનો નથી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 12:9

οὖν

આ વાર્તાનો ઉપયોગ અહીં મુખ્ય વાર્તા પંક્તિમાં વિરામ દર્શાવવા માટે થાય છે. અહીં યોહાન લોકોના એક નવા જૂથ વિષે જણાવે છે કે જે યરૂશાલેમથી બેથનિયા આવ્યુ છે. (જુઓ: પૂર્વભૂમિકા)

John 12:11

δι’ αὐτὸν

લાજરસ સજીવન થયો તે સત્ય જાણીને ઘણાં યહૂદીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો.

ἐπίστευον εἰς τὸν Ἰησοῦν

આ સૂચિત કરે છે કે ઘણાં યહૂદીઓ લોકો ઈસુ પર ઈશ્વરના પુત્ર તરીકે વિશ્વાસ કરતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ પર વિશ્વાસ રાખતા હતા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 12:12

ઈસુએ યરૂશાલેમ પ્રવેશ કર્યો અને લોકોએ તેમને રાજા તરીકે માનસન્માન આપ્યું.

τῇ ἐπαύριον

લેખક આ શબ્દોનો ઉપયોગ નવી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરવા માટે કરે છે. (જુઓ: એક નવી ઘટનાનો પરિચય)

ὁ ὄχλος πολὺς

લોકોનું મોટું ટોળું

John 12:13

ὡσαννά

આનો અર્થ “ઈશ્વર હમણાં જ અમને બચાવો !”

εὐλογημένος

ઈશ્વર દ્વારા વ્યક્તિનું ભલું થાય તેવી ઇચ્છાને પ્રગટ કરે છે..

ὁ ἐρχόμενος ἐν ὀνόματι Κυρίου

અહીં ""નામ"" શબ્દ એ વ્યક્તિના અધિકાર અને સામર્થ્ય માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: "" પ્રભુને નામે જે આવે છે "" અથવા ""પ્રભુના સામર્થ્યમાં આવે છે"" (જુઓ: ઉપનામ)

John 12:14

εὑρὼν…ὁ Ἰησοῦς ὀνάριον, ἐκάθισεν ἐπ’ αὐτό

અહીં યોહાન પૃષ્ઠભૂમિ માહિતી આપે છે કે ઈસુને એક ગધેડો મળી આવે છે. તે સૂચવે છે કે ઈસુ ગધેડા પર બેસીને યરૂશાલેમમાં ફરશે. વૈકલ્પિક અનુવાદ: ""તેમને એક ગધેડું મળ્યું અને તેના પર બેસીને, શહેરમાં સવારી કરી"" (જુઓ: પૂર્વભૂમિકા અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

καθώς ἐστιν γεγραμμένον

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""પ્રબોધકોએ શાસ્ત્રમાં લખ્યું હતું તેમ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 12:15

θυγάτηρ Σιών

હે સિયોન પુત્રી એ ઉપનામ છે જે યરૂશાલેમના લોકોને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઓ યરૂશાલેમના લોકો"" (જુઓ: ઉપનામ)

John 12:16

લેખક યોહાન, શિષ્યોને પછીથી જે સમજાયું તે વિષેની પૃષ્ઠ માહિતી વાચકોને આપવા માટે અહીં અવરોધે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

ταῦτα οὐκ ἔγνωσαν αὐτοῦ οἱ μαθηταὶ

અહીં ""એ વાતો "" શબ્દો એ શબ્દોનો ઉલ્લેખ કરે છે જે પ્રબોધકએ ઈસુ વિષે લખ્યું હતું.

ὅτε ἐδοξάσθη Ἰησοῦς

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "" ઈશ્વરે ઈસુને મહિમાવંત કર્યા ત્યારે "" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ταῦτα ἐποίησαν αὐτῷ

એ વાતો"" શબ્દો જ્યારે ઈસુ યરૂશાલેમ પર ગધેડા પર સવાર થયા ત્યારે લોકોએ શું કર્યું હતું તેનો ઉલ્લેખ કરે છે (તેની પ્રશંસા કરે છે અને ખજૂરીની ડાળીઓ લહેરાવે છે).

John 12:17

οὖν

મુખ્ય વર્ણનમાં વિરામ ચિહ્નિત કરવા માટે આ શબ્દનો અહીં ઉપયોગ કરેલ છે. અહીં યોહાન સમજાવે છે કે ઘણાં લોકો ઈસુને મળવા માટે આવ્યા કારણ કે તેઓને બીજાઓ દ્વારા જાણવા મળ્યું કે તેમણે લાજરસને મૃત્યુમાંથી સજીવન કર્યો હતો. (જુઓ: પૂર્વભૂમિકા)

John 12:18

ἤκουσαν τοῦτο αὐτὸν πεποιηκέναι τὸ σημεῖον

તેઓએ બીજાંઓ પાસેથી સાંભળયું કે તેમણે ચમત્કાર કર્યો છે

τοῦτο…τὸ σημεῖον

ચમત્કાર"" એ એવી ઘટના અથવા બનાવ છે કે જે સાબિત કરે છે કે કંઈક સાચું છે. આ ઘટનામાં, લાજરસને સજીવન કરવાનો “ચમત્કાર"" સાબિત કરે છે કે ઈસુ જ મસીહા છે.

John 12:19

θεωρεῖτε ὅτι οὐκ ὠφελεῖτε οὐδέν

ફરોશીઓ અહીં સૂચવે છે કે ઈસુને રોકવા અશક્ય છે. વૈકલ્પિક અનુવાદ: ""એવું લાગે છે કે આપણે તેને રોકવા માટે કંઇ કરી શકતા નથી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἴδε, ὁ κόσμος ὀπίσω αὐτοῦ ἀπῆλθεν

ફરોશીઓ તેમના આઘાતને વ્યક્ત કરવા માટે આ અતિશયોક્તિનો ઉપયોગ કરે છે કે ઘણાંબધા લોકો ઈસુને મળવા માટે બહારથી આવેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""એવું લાગે છે કે દરેકજણ તેમના શિષ્ય બની રહ્યાં છે"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

ὁ κόσμος

અહીં ""જગત"" એ ઉપનામ છે જે જગતના તમામ લોકોને (અતિશયોક્તિમાં) રજૂ કરે છે. તમારે સ્પષ્ટતા કરવાની જરૂર પડી શકે છે કે સાંભળનારાઓ સમજી ગયા હશે કે ફરોશીઓ ફક્ત યહૂદીયાના લોકોની જ વાત કરી રહ્યા હતા. (જુઓ: ઉપનામ અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 12:20

δὲ Ἕλληνές τινες

હવે ચોક્કસ"" શબ્દસમૂહ એ વાર્તામાં નવા પાત્રોનો પરિચય આપે છે. (જુઓ: નવા અને જૂના પાત્રોનો પરિચય)

ἵνα προσκυνήσωσιν ἐν τῇ ἑορτῇ

યોહાન સૂચવે છે કે આ ""ગ્રીક"" લોકો પાસ્ખાપર્વ દરમિયાન ઈશ્વરનું ભજન કરવા જતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""પાસ્ખાપર્વમાં ઈશ્વરનું ભજન કરવા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 12:21

Βηθσαϊδὰ

આ ગાલીલ પ્રાંતમાં આવેલું શહેર હતું.

John 12:22

λέγουσιν τῷ Ἰησοῦ

ફિલિપ અને આન્દ્રિયા ગ્રીક લોકોની વિનંતી ઈસુને જણાવે છે કે તેઓ તમને મળવા ચાહે છે.આનું તમે ગર્ભિત શબ્દો ઉમેરીને અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ગ્રીક લોકોની વાત તેઓએ ઈસુને જણાવી"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

John 12:23

ઈસુ ફિલિપ અને આન્દ્રિયાને જવાબ આપવા લાગ્યા.

ἐλήλυθεν ἡ ὥρα ἵνα δοξασθῇ ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου

ઈસુ સૂચવે છે કે આવનાર દુ:ખસહન, મરણ અને પુનરુત્થાન દ્વારા ઈશ્વર માણસના પુત્રને મહિમાવંત કરે તે ઘડી આવી ગઈ છે. વૈકલ્પિક અનુવાદ: ""હું મરણ પામીને પાછો સજીવન (પુનરુત્થાન પામીશ) થઇશ કે તરતજ ઈશ્વર મને મહિમાવંત કરશે."" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 12:24

ἀμὴν, ἀμὴν, λέγω ὑμῖν

તમારી ભાષા જે પ્રમાણે વર્ણન કરે છે તે રીતે અનુવાદ કરો જે નીચે મુજબ છે તે મહત્વપૂર્ણ અને સાચું છે. તમે યોહાન 1:51 માં ""ખચીત, ખચીતનું” અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

ἐὰν μὴ ὁ κόκκος τοῦ σίτου πεσὼν εἰς τὴν γῆν ἀποθάνῃ, αὐτὸς μόνος μένει; ἐὰν δὲ ἀποθάνῃ, πολὺν καρπὸν φέρει

અહીં ""ઘઉંનો દાણો"" અથવા ""બીજ"" એ ઈસુના મૃત્યુ, દફન અને પુનરુત્થાનનું રૂપક છે. જેમ બીજ રોપવામાં આવે છે અને તે છોડના રૂપમાં ઉગે છે જેને વધુ ફળ આવે છે, તેવી જ રીતે ઘણાં લોકો ઈસુના મૃત્યુ, દફન અને પુનરુત્થાન પછી તેમની પર વિશ્વાસ કરશે.(જુઓ: રૂપક)

John 12:25

ὁ φιλῶν τὴν ψυχὴν αὐτοῦ, ἀπολλύει αὐτήν

અહીં ""પોતાના જીવ પર પ્રેમ કરે છે"" નો અર્થ એ છે કે પોતાના શારીરિક જીવનને બીજાના જીવન કરતા અધિક મૂલ્યવાન ગણવું. વૈકલ્પિક અનુવાદ: ""જે કૉઈ પોતાના જીવનને બીજા કરતા વધારે મૂલ્યવાન ગણે છે તે અનંતજીવન પ્રાપ્ત કરશે નહિ"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ὁ μισῶν τὴν ψυχὴν αὐτοῦ ἐν τῷ κόσμῳ τούτῳ, εἰς ζωὴν αἰώνιον φυλάξει αὐτήν

અહીં "" જે પોતાના જીવનો નકાર કરે છે"" તે જે કોઇ પોતાનાં જીવને બીજાના જીવ કરતા ઓછો મૂલ્યવાન ગણે છે તેને દર્શાવે છે . વૈકલ્પિક અનુવાદ: ""જે વ્યક્તિ પોતાના જીવન કરતાં બીજાના જીવનને વધુ મહત્વ આપે છે તે ઈશ્વર સાથે સદાકાળ જીવશે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 12:26

ὅπου εἰμὶ ἐγὼ, ἐκεῖ καὶ ὁ διάκονος ὁ ἐμὸς ἔσται

ઈસુ સૂચવે છે કે જેઓ તેમની સેવા કરશે તેઓ સ્વર્ગમાં તેમની સાથે રહેશે. વૈકલ્પિક અનુવાદ: ""જયાં હું સ્વર્ગમાં છું, ત્યાં મારો સેવક પણ મારી સાથે રહેશે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

τιμήσει αὐτὸν ὁ Πατήρ

અહીં “પિતા” ઈશ્વરને માટે મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 12:27

τί εἴπω, Πάτερ, σῶσόν με ἐκ τῆς ὥρας ταύτης

આ નોંધ અતિશયોક્તિ દર્શાવતા પ્રશ્નના રૂપમાં દેખાય છે. જોકે ઈસુ વધસ્તંભને ટાળવાની ઇચ્છા રાખે છે તોપણ તે ઈશ્વરને આજ્ઞાકારી રહી અને મરવાનું પસંદ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું પ્રાર્થના કરીશ નહિ કે ‘પિતા, મને આ ઘડીથી બચાવો!'"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Πάτερ

ઈશ્વરને માટે આ મહત્વું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

τῆς ὥρας ταύτης

અહીં ""આ ઘડી"" એ ઉપનામ છે જે ઈસુ દુ:ખ સહન કરશે અને વધસ્તંભે મૃત્યુ પામશે તેને દર્શાવે છે. (જુઓ: ઉપનામ)

John 12:28

δόξασόν σου τὸ ὄνομα

અહીં ""નામ"" શબ્દ એ ઉપનામ છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારો મહિમા દેખાય"" અથવા ""તમારો મહિમા પ્રગટ કરો"" (જુઓ: ઉપનામ)

ἦλθεν…φωνὴ ἐκ τοῦ οὐρανοῦ

આ ઈશ્વરની વાણીને રજૂ કરે છે. કેટલીકવાર લોકો ઈશ્વરનો સીધો ઉલ્લેખ ટાળે છે કારણ કે તેઓ તેમનો આદર કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે આકાશવાણી કરી"" (જુઓ: ઉપનામ અને સૌમ્યોક્તિ)

John 12:30

ઈસુ સમજાવે છે કે શા માટે આકાશમાંથી વાણી થઈ.

John 12:31

νῦν κρίσις ἐστὶν τοῦ κόσμου τούτου

અહીં ""આ જગત"" એ ઉપનામ છે જે જગતના તમામ લોકોને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: "" હવે આ સર્વ લોકોનો ન્યાય કરવાનો સમય થઈ ગયો છે."" (જુઓ: ઉપનામ)

νῦν ὁ ἄρχων τοῦ κόσμου τούτου ἐκβληθήσεται ἔξω

અહીં ""અધિકારી"" શેતાનનો ઉલ્લેખ કરે છે. તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "" શેતાન કે જે આ જગત પર રાજ કરે છે તેના સામર્થ્યનો નાશ કરવાનો સમય હવે થઇ ગયો છે.” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 12:32

કલમ 33 માં યોહાન આપણને ઈસુએ પોતાને ""ઊંચો કરવા"" વિશે શું કહ્યું તેની પૂર્વભૂમિકા આપે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

κἀγὼ ἐὰν ὑψωθῶ ἐκ τῆς γῆς

અહીં ઈસુ પોતાના ક્રૂસારૉહણને દર્શાવે છે. તમે આને સક્રિય રૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે લોકો મને વધસ્તંભ પર ઊંચો કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

πάντας ἑλκύσω πρὸς ἐμαυτόν

તેમના ક્રૂસારૉહણને લીધે, ઈસુ દરેકને તેમના પર વિશ્વાસ કરવાનો માર્ગ પૂરો પાડશે.

John 12:33

τοῦτο…ἔλεγεν, σημαίνων ποίῳ θανάτῳ ἤμελλεν ἀποθνῄσκειν

યોહાન ઈસુના શબ્દોનું અર્થઘટન કરીને એવો અર્થ કરે છે કે લોકો તેમને વધસ્તંભ પર જડશે. વૈકલ્પિક અનુવાદ: ""તે કેવી રીતે મૃત્યુ પામશે તે લોકોને જણાવવા માટે આ કહ્યું હતું"" (જુઓ: પૂર્વભૂમિકા)

John 12:34

δεῖ ὑψωθῆναι τὸν Υἱὸν τοῦ Ἀνθρώπου

ઊંચો કરવૉ"" વાક્ય નો અર્થ છે કે વધસ્તંભે ચડાવવું. તમે આનો અનુવાદ એવી રીતે કરી શકો છો જેમાં ગર્ભિત શબ્દો ""વધસ્તંભ પર"" હોય. વૈકલ્પિક અનુવાદ: ""માણસનો પુત્ર વધસ્તંભ પર ઊંચો કરાવો જોઈએ"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

τίς ἐστιν οὗτος ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""માણસના આ પુત્રની ઓળખ શું છે? અથવા 2)"" તમે કયા પ્રકારના માણસના પુત્રની વાત કરો છો?

John 12:35

εἶπεν οὖν αὐτοῖς ὁ Ἰησοῦς, ἔτι μικρὸν χρόνον, τὸ φῶς ἐν ὑμῖν ἐστιν. περιπατεῖτε ὡς τὸ φῶς ἔχετε, ἵνα μὴ σκοτία ὑμᾶς καταλάβῃ; καὶ ὁ περιπατῶν ἐν τῇ σκοτίᾳ, οὐκ οἶδεν ποῦ ὑπάγει

અહીં “અજવાળું” એ ઈસુના ઉપદેશોનું રૂપક છે જે ઈશ્વરના સત્યને જાહેર કરે છે. ""અંધકારમાં ચાલવું"" એ એક રૂપક છે જેનો અર્થ થાય છે ઈશ્વરના સત્ય વિના જીવવું . વૈકલ્પિક અનુવાદ: ""મારા શબ્દો તમને પ્રકાશરૂપ છે, જે તમને ઈશ્વરની ઇચ્છા મુજબનું જીવન જીવવામાં મદદ કરશે. હું તમારી સાથે વધારે સમય રહેવાનો નથી. હું તમારી સાથે છું ત્યારેજ તમારે મારી સૂચનાઓનું પાલન કરવાની જરૂર છે. જો તમે મારા વચનોને નકારી કાઢશો, તે અંધકારમાં ચાલવા જેવું થશે અને તમે ક્યાં જઈ રહ્યાં છો તેની તમને ખબર પડશે નહિ ""(જુઓ: રૂપક)

John 12:36

ὡς τὸ φῶς ἔχετε, πιστεύετε εἰς τὸ φῶς, ἵνα υἱοὶ φωτὸς γένησθε

પ્રકાશ"" ઈસુના ઉપદેશોનું રૂપક છે જે ઈશ્વરના સત્યને જાહેર કરે છે. ""પ્રકાશના પુત્રો"" તે લોકો માટે એક રૂપક છે જેઓ ઈસુના સંદેશાને સ્વીકારે છે અને ઈશ્વરના સત્ય પ્રમાણે જીવે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યાં સુધી હું તમારી સાથે છું ત્યાંસુધી હું જે શીખવું છું તેની પર વિશ્વાસ કરો જેથી ઈશ્વરનું સત્ય તમારામાં રહે"" (જુઓ: રૂપક)

John 12:37

યશાયા પ્રબોધકે કરેલી ભવિષ્યવાણીઓની પૂર્તિ વિષે યોહાન સમજાવવાનું શરૂ કરે છે ત્યારે આ મુખ્ય વાર્તામાં એક વિરામ છે.

John 12:38

ἵνα ὁ λόγος Ἠσαΐου τοῦ προφήτου πληρωθῇ

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""યશાયા પ્રબોધકનું વચન પૂર્ણ કરવા માટે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Κύριε, τίς ἐπίστευσεν τῇ ἀκοῇ ἡμῶν? καὶ ὁ βραχίων Κυρίου τίνι ἀπεκαλύφθη

લોકો તેના સંદેશાને માનતા નથી તે પ્રત્યે પ્રબોધકની નારાજગી વ્યક્ત કરવા માટે અતિશયોક્તિવાળા બે પ્રશ્નો દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: "" તમારાં પરાક્રમ વડે તમે તેઓને બચાવી શકો છો એવું જોયાં છતાં ભાગ્યેજ કોઈએ આપણા સંદેશ પર વિશ્વાસ કર્યો હશે !"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ὁ βραχίων Κυρίου

આ ઉપનામ છે જે દર્શાવે છે કે ઈશ્વર બચાવવાને સામર્થ્યવાન છે. (જુઓ: ઉપનામ)

John 12:40

ἐπώρωσεν αὐτῶν τὴν καρδίαν…νοήσωσιν τῇ καρδίᾳ

અહીં ""હૃદય"" એ કોઈ વ્યક્તિના મનનું ઉપનામછે. ""તેઓનાં મન જડ કર્યા છે "" આ વાક્ય કોઈને હઠીલું બનાવવા માટેનું રૂપક છે. ઉપરાંત, ""તેમના હૃદયથી સમજવું"" નો અર્થ ""ખરેખર સમજવું"" છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમણે તેઓને હઠીલા કર્યા છે... ખરેખર સમજે છે"" (જુઓ: ઉપનામ અને રૂપક)

καὶ στραφῶσιν

અહીં "" પાછા ફરે"" એ ""પસ્તાવા"" માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""અને તેઓ પસ્તાવો કરે"" (જુઓ: રૂપક)

John 12:42

ἵνα μὴ ἀποσυνάγωγοι γένωνται

તમે સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જેથી લોકો તેમને સભાસ્થાનમાં જતા અટકાવશે નહિ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 12:43

ἠγάπησαν…τὴν δόξαν τῶν ἀνθρώπων μᾶλλον ἤπερ τὴν δόξαν τοῦ Θεοῦ

તેઓ લોકો પાસેથી પ્રસંશા ઇચ્છે છે અને ઈશ્વર પાસેથી પણ પ્રસંશા ઇચ્છે છે.

John 12:44

હવે યોહાન મુખ્ય વાર્તા તરફ પાછા ફરે છે. આ બીજો સમય છે જ્યારે ઈસુ લોકોને બોધ આપવાનું શરૂ કરે છે.

Ἰησοῦς…ἔκραξεν καὶ εἶπεν

અહીં યોહાન સૂચવે છે કે ઈસુની વાત સાંભળવા લોકોનું ટોળું એકઠું થયું હતું. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુએ એકઠા થયેલા ટોળાને પોકારીને કહ્યું કે "" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 12:45

ὁ θεωρῶν ἐμὲ, θεωρεῖ τὸν πέμψαντά με

અહીં ""તેને"" શબ્દ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેણે મને જોયો છે, તેણે મને મોક્લનાર ઈશ્વરને જોયા છે

John 12:46

ઈસુ લોકોના ટોળા સાથે વાત કરવાનું ચાલું રાખે છે.

ἐγὼ φῶς…ἐλήλυθα

અહીં ""પ્રકાશ"" ઈસુના ઉદાહરણ માટે એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""હું સત્ય પ્રગટ કરવા આવ્યો છું"" (જુઓ: રૂપક)

ἐν τῇ σκοτίᾳ μὴ μείνῃ

અહીં ""અંધકાર"" એ ઈશ્વરના સત્યની અજ્ઞાનતામાં જીવવા માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""આત્મિકરીતે અંધ રહી શકે નહિ"" (જુઓ: રૂપક)

τὸν κόσμον

અહીં ""જગત"" એ ઉપનામ છે જે જગતના તમામ લોકોને રજૂ કરે છે. (જુઓ: ઉપનામ)

John 12:47

καὶ ἐάν τίς μου ἀκούσῃ τῶν ῥημάτων, καὶ μὴ φυλάξῃ, ἐγὼ οὐ κρίνω αὐτόν, οὐ γὰρ ἦλθον, ἵνα κρίνω τὸν κόσμον, ἀλλ’ ἵνα σώσω τὸν κόσμον

અહીં ""જગતનો ન્યાય કરવા"" એ દોષિત ઠરાવવાને દર્શાવે છે. ઈસુ લોકોને દોષિત ઠરાવવાને આવ્યા ન હતા. વૈકલ્પિક અનુવાદ: ""જે કોઈ મારું શિક્ષણ સાંભળે છે અને તેને નકારે છે, તો હું તેને દોષિત ઠરાવતો નથી. હું લોકોને દોષિત ઠરાવવાને આવ્યો નથી. તેના બદલે, હું મારા પર વિશ્વાસ કરનારા લોકોનો ઉધ્ધાર કરવા આવ્યો છું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 12:48

ἐν τῇ ἐσχάτῃ ἡμέρᾳ

જે સમયે ઈશ્વર લોકોના પાપોનો ન્યાય કરશે

John 12:49

Πατὴρ

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 12:50

οἶδα, ὅτι ἡ ἐντολὴ αὐτοῦ ζωὴ αἰώνιός ἐστιν

હું જાણું છું કે તેમણે મને જે વચનો જણાવવાને આજ્ઞા કરી છે તે વચનો અનંતજીવન આપે છે

John 13

યોહાન 13 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ આધ્યાયની ઘટનાઓને સામાન્ય રીતે છેલ્લું ભોજન અથવા પ્રભુ ભોજન તરીકે ઓળખવામાં આવે છે. આ પાસ્ખાપર્વની ઉજવણી ઘણી રીતે ઈશ્વરના હલવાન તરીકે ઈસુનું બલિદાન આપવામાં આવે છે તેના જેવી છે. (જુઓ: પાસ્ખા, પાસ્ખાપર્વ)

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

પગ ધોવા

પૂર્વની નજીક વસતા પ્રાચીન લોકો માનતા કે પગ ખૂબજ ગંદા હોય છે. ફક્ત નોકરો જ લોકોના પગ ધોતા હતા. શિષ્યો ઇચ્છતા ન હતા કે ઈસુ તેમના પગ ધુએ, કારણ કે તેઓ તેમને તેમના ગુરુ અને પોતાને તેમના દાસ માનતા હતા, પરંતુ તે તેઓને શીખવવા માંગતા હતા કે તેઓએ એકબીજાની સેવા કરવાની જરૂર છે. (જુઓ: સાંકેતિક પગલું)

હું છું

આ પુસ્તકમાં યોહાન ઇસુને આ શબ્દો બોલતા ચાર વાર ટાંકે છે અને એકવાર આ અધ્યાયમાં. તેઓ સંપૂર્ણ વાક્ય તરીકે એકલા ઊભા રહે છે, અને તેઓ ""હું છું"" માટેના હિબ્રૂ શબ્દનો શાબ્દિક અનુવાદ કરે છે, જેના દ્વારા યહોવાએ પોતાની ઓળખ મૂસાને આપી. આ કારણોસર, ઘણાં લોકો માને છે કે જ્યારે ઈસુ આ શબ્દો બોલ્યા ત્યારે તે યહોવાહ હોવાનો દાવો કરી રહ્યા હતા. (જુઓ: યહોવાહ).

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""માણસનો પુત્ર""

ઈસુએ આ અધ્યાયમાં પોતાને ""માણસનો પુત્ર"" તરીકે દર્શાવેલ છે (યોહાન 13:31). તમારી ભાષા લોકોને કોઈ બીજા વિષે બોલતા હોય તેમ પોતાના વિષે બોલવાની મંજૂરી આપતા ન હોય (જુઓ: માણસનો દીકરો, માણસનો દીકરો અને પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

John 13:1

હજી પાસ્ખાપર્વનો સમય થયો નહોતો અને ઈસુ તેના શિષ્યો સાથે જમણ પર છે. આ કલમ વાર્તાની ગોઠવણીને સમજાવે છે અને ઈસુ તેમજ યહૂદા વિષેની પૂર્વભૂમિકા આપે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

Πατέρα

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

ἀγαπήσας

આ પ્રકારનો પ્રેમ ઈશ્વર તરફથી આવે છે અને તે પોતાનો લાભ હોતો નથી ત્યારે પણ બીજાના ભલા પર લક્ષ રાખે છે. આ પ્રકારનો પ્રેમ અન્ય લોકો માટે કાળજી લે છે, પછી ભલે તેઓ ગમે તે કરે.

John 13:2

τοῦ διαβόλου ἤδη βεβληκότος εἰς τὴν καρδίαν, ἵνα παραδοῖ αὐτὸν Ἰούδας, Σίμωνος Ἰσκαριώτης

વાક્ય ""મનમાં પ્રેરણા કરી"" આ વાક્ય એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ થાય છે કે કોઈકને કશા વિષે વિચારતા કરવા. વૈકલ્પિક અનુવાદ: ""શેતાને પહેલેથી જ સિમોનના પુત્ર યહૂદા ઇશ્કરિયોતને ઈસુને પરસ્વાધીન કરવા માટે પ્રેરણા કરી હતી"" (જુઓ: રૂઢિપ્રયોગ)

John 13:3

કલમ 3 ઈસુ જે જાણતા હતા તે વિષેની પૃષ્ઠભૂમિ માહિતી આપવાનું ચાલુ રાખે છે. કલમ 4થી વાર્તાની ક્રિયા શરૂ થાય છે. (જુઓ: પૂર્વભૂમિકા)

Πατὴρ

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

πάντα δέδωκεν αὐτῷ…εἰς τὰς χεῖρας

અહીં ""મારા હાથ"" સામર્થ્ય અને અધિકાર માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમને દરેક બાબતો પર સંપૂર્ણ સામર્થ્ય અને અધિકાર આપ્યો હતો"" (જુઓ: ઉપનામ)

ἀπὸ Θεοῦ ἐξῆλθεν καὶ πρὸς τὸν Θεὸν ὑπάγει

ઈસુ અનંતકાળથી પિતા સાથે હતા, અને પૃથ્વી પર તેમનું કાર્ય સમાપ્ત થયા પછી ત્યાં પાછા ફરશે.

John 13:4

ἐγείρεται ἐκ τοῦ δείπνου καὶ τίθησιν τὰ ἱμάτια

કેમકે આ પ્રદેશ ખૂબ જ ધૂળવાળો હોવાથી, રાત્રી ભોજન સમયે યજમાનના નોકર દ્વારા મહેમાનોના પગ ધોવાનો રિવાજ હતો. ઈસુએ તેના બાહ્ય વસ્ત્રો કાઢ્યા જેથી તે ચાકર જેવા દેખાય.

John 13:5

ἤρξατο νίπτειν τοὺς πόδας τῶν μαθητῶν

કેમકે આ પ્રદેશ ખૂબ જ ધૂળવાળો હોવાથી, રાત્રી ભોજન સમયે યજમાનના નોકર દ્વારા મહેમાનોના પગ ધોવાનો રિવાજ હતો. ઈસુએ શિષ્યોના પગ ધોવા દ્વારા નોકરનું કામ કર્યું.

John 13:6

Κύριε, σύ μου νίπτεις τοὺς πόδας

પિતરનો પ્રશ્ન દર્શાવે છે કે તે ઇચ્છતો નથી કે ઈસુ તેના પગ ધુએ. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ, મુજ પાપીના પગ ધોવા તે તમને યોગ્ય નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 13:8

ἐὰν μὴ νίψω σε, οὐκ ἔχεις μέρος μετ’ ἐμοῦ

અહીં ઈસુ, પિતરને ખાતરી કરાવવા બે નકારાત્મક બાબતો કહે છે જેથી તે ઇસુને તેના પગ ધોવા દે. ઈસુ સૂચવે છે કે જો તું મારો શિષ્ય બની રહેવા માંગે છે તો પિતર મને તારા પગ ધોવા દે. વૈકલ્પિક અનુવાદ: ""જો હું તને ધોઉં, તો તું સદાને માટે મારો થઇશ"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 13:10

ઈસુ “તમે” શબ્દનો ઉપયોગ સર્વ શિષ્યોનો ઉલ્લેખ કરવા કરે છે.

ઈસુ સિમોન પિતર સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

ὁ λελουμένος οὐκ ἔχει χρείαν, εἰ μὴ τοὺς πόδας νίψασθαι

અહીં ""નાહેલો છે"" એ રૂપક છે જેનો અર્થ છે કે ઈશ્વરે વ્યક્તિને આત્મિક રીતે શુદ્ધ કરેલ છે. વૈકલ્પિક અનુવાદ: "" જે કોઇ અગાઉથી જ ઈશ્વરની માફી પામ્યો છે, તેણે હવે ફક્ત તેના દૈનિક પાપોથી શુદ્ધ થવાની જરૂર છે"" (જુઓ: રૂપક)

John 13:11

οὐχὶ πάντες καθαροί ἐστε

ઈસુ સૂચવે છે કે મને પરસ્વાધીન કરનાર યહૂદાએ મારી પર વિશ્વાસ કર્યો નથી. તેથી ઈશ્વરે તેને તેનાં પાપો માફ કર્યા નથી. વૈકલ્પિક અનુવાદ: ""તમ સર્વને ઈશ્વરની માફી મળી નથી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 13:12

γινώσκετε τί πεποίηκα ὑμῖν

આ નોંધ એક પ્રશ્નના રૂપમાં દેખાય છે જેથી ઈસુ પોતાના શિષ્યોને જે શિક્ષણ આપે છે તેના મહત્વ પર ભાર મૂકી શકે. વૈકલ્પિક અનુવાદ: ""મેં તમને જે કર્યું છે તે તમારે સમજવાની જરૂર છે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 13:13

ὑμεῖς φωνεῖτέ με ὁ Διδάσκαλος καὶ, ὁ Κύριος

અહીં ઈસુ સૂચવે છે કે તેમના શિષ્યોને તેમની(ઇસુ) માટે ખૂબ આદર છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે મને 'ગુરુજી' અને 'પ્રભુ' કહીને બોલાવો છો ત્યારે તમે મારા પ્રત્યે ખૂબ આદર દર્શાવો છો."" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 13:15

καθὼς ἐγὼ ἐποίησα ὑμῖν, καὶ ὑμεῖς ποιῆτε

ઈસુ સૂચવે છે તેમના શિષ્યોએ સ્વેચ્છાએ તેમના નમૂનાને અનુસરીને એકબીજાની સેવા કરવી જોઈએ. વૈકલ્પિક અનુવાદ: ""તમારે નમ્રતાથી એકબીજાની સેવા કરવી જોઈએ"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 13:16

ઈસુ શિષ્યો સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

ἀμὴν, ἀμὴν

તમે યોહાન 1:51માં કેવું અનુવાદ કર્યું છે તે જુઓ.

μείζων

જે સૌથી મોટો અથવા સૌથી સામર્થ્યવાન છે, અથવા જેની પાસે સરળ જીવન અથવા સૌથી સુખદ જીવન હોવું જોઈએ.

John 13:17

μακάριοί ἐστε

અહીં ""ધન્ય"" નો અર્થ એ છે કે વ્યક્તિનું ભલું થાય કે લાભ થાય તેવું કરવું. તમે આને સક્રિય રૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ:""ઈશ્વર તમને આશીર્વાદ આપો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 13:18

ἵνα ἡ Γραφὴ πληρωθῇ

તમે આને સક્રિય રૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "" શાસ્ત્રવચનો પૂર્ણ થાય તે માટે આ છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὁ τρώγων μετ’ ἐμοῦ τὸν ἄρτον, ἐπῆρεν ἐπ’ ἐμὲ τὴν πτέρναν αὐτοῦ

અહીં વાક્ય ""મારી રોટલી ખાય છે"" એ કોઈ વ્યક્તિ જે મિત્ર હોવાનો ઢોંગ કરે છે તેની માટેનો એક રૂઢીપ્રયોગ છે . ""તેણે લાત ઉગામી છે"" તે વાક્ય પણ એક રૂઢીપ્રયોગ છે, જેનો અર્થ છે કે કોઈ વ્યક્તિ જે દુશ્મન બની ગયો છે. જો તમારી પાસે તમારી ભાષામાં રૂઢીપ્રયોગ છે જે આ અર્થો ધરાવે છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જેણે મારા મિત્ર બનાવાનો ડોળ કરીને દુશ્મન બની ગયો છે"" (જુઓ: રૂઢિપ્રયોગ)

John 13:19

ἀπ’ ἄρτι λέγω ὑμῖν πρὸ τοῦ γενέσθαι

એ થાય એ પહેલા શું થવાનું છે તે હવે હું તમને કહું છું

ἐγώ εἰμι

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈસુ પોતાને યહોવાહ તરીકે ઓળખાવી રહ્યાં છે, જેમણે મૂસાને ""હું છું"" કહીને પોતાની ઓળખ આપી અથવા 2) ઈસુ કહે છે, ""હું જે હોવાનો દાવો કરું છું તે જ છું.

John 13:20

ἀμὴν, ἀμὴν

જુઓ તમે (યોહાન 1:51)માં કેવું અનુવાદ કર્યું.

John 13:21

ἐταράχθη

વ્યાકુળ, નિરાશ

ἀμὴν, ἀμὴν

જુઓ તમે યોહાન 1:51માં કેવુ અનુવાદ કર્યું છે.

John 13:22

ἔβλεπον εἰς ἀλλήλους οἱ μαθηταὶ, ἀπορούμενοι περὶ τίνος λέγει

શિષ્યો એકબીજા સામે જૉઈને વિચારવા લાગ્યા કે : કોણ પરસ્વાધીન કરશે ઇસુને?”

John 13:23

εἷς ἐκ τῶν μαθητῶν αὐτοῦ…ὃν ἠγάπα ὁ Ἰησοῦς

આ યોહાનનો ઉલ્લેખ કરે છે.

ἀνακείμενος

ખ્રિસ્તના સમયમાં, યહૂદીઓ ઘણીવાર ગ્રીક શૈલીમાં સાથે જમતા, જેમાં તેઓ એકબીજાને પડખે અઢેલીને તકિયા પર બેસતા. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

τῷ κόλπῳ τοῦ Ἰησοῦ

ગ્રીક શૈલીમાં ભોજન દરમ્યાન એકનું માથું બીજાને પડખે અઢેલીને બેસવું એટલે તેની સાથે ગાઢ મિત્રતા હોવાનું ગણાતુ.

ἠγάπα

આ પ્રકારનો પ્રેમ ઈશ્વર તરફથી આવે છે અને તે પોતાનો લાભ હોતો નથી ત્યારે પણ બીજાના ભલા પર લક્ષ રાખે છે. આ પ્રકારનો પ્રેમ અન્ય લોકો માટે કાળજી લે છે, પછી ભલે તેઓ ગમે તે કરે.

John 13:26

Ἰσκαριώτη

આ દર્શાવે છે કે યહૂદા કેરીઓથ ગામથી આવે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

John 13:27

καὶ μετὰ τὸ ψωμίον

યહૂદાએ લીધો"" સંદર્ભથી સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: "" અને યહૂદાએ કોળિયૉ લીધા પછી"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

εἰσῆλθεν εἰς ἐκεῖνον ὁ Σατανᾶς

આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે શેતાને યહૂદાને પૂરેપૂરો વશમાં કરી લીધો. વૈકલ્પિક અનુવાદ: ""શેતાન તેના પર ક્બ્જો જમાવી દીધો"" અથવા ""શેતાનને આધીન થવા લાગ્યો"" (જુઓ: રૂઢિપ્રયોગ)

λέγει οὖν αὐτῷ ὁ Ἰησοῦς

અહીં ઈસુ યહૂદા સાથે વાત કરે છે.

ὃ ποιεῖς, ποίησον τάχειον

તું જે કરવાનો છે તે જલ્દી કર.

John 13:29

τοῖς πτωχοῖς ἵνα τι δῷ

તમે આને પ્રત્યક્ષ અવતરણ તરીકે અનુવાદ કરી શકો છો: “જા અને થોડા નાણાં ગરીબોને આપ”

John 13:30

ἐκεῖνος ἐξῆλθεν εὐθύς; ἦν…νύξ

યોહાન અહીં એ હકીકત તરફ ધ્યાન દોરતો લાગે છે કે યહૂદા રાતના અંધકારમાં તેના ભૂંડા કૃત્યો અથવા ""કાળા"" કામો કરશે. વૈકલ્પિક અનુવાદ: ""તે તરત જ રાત્રે બહાર ગયો"" (જુઓ: પૂર્વભૂમિકા)

John 13:31

νῦν ἐδοξάσθη ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου, καὶ ὁ Θεὸς ἐδοξάσθη ἐν αὐτῷ

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""હવે લોકો એ જોશે કે માણસના પુત્રને કેવી રીતે મહિમા આપવામાં આવશે અને માણસના પુત્રન કૃત્ય દ્વારા ઈશ્વરને કેવી રીતે મહિમા મળશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 13:32

ὁ Θεὸς δοξάσει αὐτὸν ἐν αὐτῷ, καὶ εὐθὺς δοξάσει αὐτόν

તેને"" શબ્દ માણસના પુત્રને સૂચવે છે. ""પોતે"" શબ્દ એક સ્વવાચક સર્વનામ છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર પોતે જ તરતજ માણસના પુત્રને મહિમા આપશે"" (જુઓ: સ્વવાચક સર્વનામો)

John 13:33

τεκνία

ઈસુ ""નાના બાળકો""એ શબ્દનો ઉપયોગ કરીને એમ કહે છે તે શિષ્યોને પોતાનાં નાના બાળકની જેમ જ પ્રેમ કરે છે.

καθὼς εἶπον τοῖς Ἰουδαίοις

અહીં ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનો માટે ""યહૂદીઓ"" એ અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં યહૂદી આગેવાનોને કહ્યું તેમ"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

John 13:34

ઈસુ શિષ્યો સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

ἀγαπᾶτε

આ પ્રકારનો પ્રેમ ઈશ્વર તરફથી આવે છે અને તે પોતાનો લાભ હોતો નથી ત્યારે પણ બીજાના ભલા પર લક્ષ રાખે છે. આ પ્રકારનો પ્રેમ અન્ય લોકો માટે કાળજી લે છે, પછી ભલે તેઓ ગમે તે કરે.

John 13:35

πάντες

તમારે સ્પષ્ટ કરવાની જરૂર પડી શકે છે કે આ અતિશયોક્તિ ફક્ત તે લોકોનો જ ઉલ્લેખ કરે છે જે જુએ છે કે શિષ્યો એક બીજાને કેવી રીતે પ્રેમ કરે છે. (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

John 13:37

τὴν ψυχήν μου…θήσω

મારો જીવ આપીશ અથવા “મૃત્યુ પામીશ”

John 13:38

τὴν ψυχήν σου ὑπὲρ ἐμοῦ θήσεις

આ નોંધ ઈસુના નિવેદનમાં ભાર દર્શાવવા માટે પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: "" તું કહે છે કે તું મારે માટે તારો જીવ આપીશ, પરંતુ સત્ય એ છે કે તું એમ નહિ કરે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

οὐ μὴ ἀλέκτωρ φωνήσῃ, ἕως οὗ ἀρνήσῃ με τρίς

મરઘો બોલ્યા અગાઉ તું મારો ત્રણ વાર નકાર કરીને કહીશ કે હું આ માણસને ઑળખતો નથી.

John 14

યોહાન 14 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""મારા પિતાનું ઘર""

ઈસુએ આ શબ્દોનો ઉપયૉગ સ્વર્ગ જ્યાં ઈશ્વર રહે છે, મંદિરમાં નહિ તે વાત કરવા કર્યો. (જુઓ: સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશી (સ્વર્ગીય))

પવિત્ર આત્મા

ઈસુએ તેમના શિષ્યોને કહ્યું કે તે તેમની પર પવિત્ર આત્મા મોકલી આપશે. પવિત્ર આત્મા એ દિલાસો આપનાર છે (યોહાન 14:16) જે મદદ કરવા અને તેમને સારૂ ઇશ્વરની આગળ મધયસ્થી કરવા હંમેશા ઈશ્વરના લોકોની સાથે રહે છે, તે સત્યનો આત્મા પણ છે (યોહાન 14:17) જે ઈશ્વરના લોકોને ઈશ્વર વિષેની જે સાચી બાબતો છે તે કહે છે જેથી તેઓ તેને વધુ સારી રીતે ઓળખે અને સારી રિતે સેવા કરી શકે. (જુઓ: પવિત્ર આત્મા, ઈશ્વરના આત્મા, પ્રભુના આત્મા, આત્મા)

John 14:1

પાછલા આધ્યાયની બાકીની વાત ચાલુ રહે છે. ઈસુ પોતાના શિષ્યો સાથે મેજ પર અઢેલીને બેઠા છે અને તેમની સાથે વાત કરવાનુ ચાલુ રાખે છે.

μὴ ταρασσέσθω ὑμῶν ἡ καρδία

અહીં ""હૃદય"" એ વ્યક્તિના આંતરિક મનુષ્યત્વ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""વ્યાકુળ અને ચિંતિત થવાનું બંધ કરો"" (જુઓ: ઉપનામ)

John 14:2

ἐν τῇ οἰκίᾳ τοῦ Πατρός μου, μοναὶ πολλαί εἰσιν

મારા પિતાના ઘરમાં રહેવાના ઠેકાણાં ઘણાં છે

ἐν τῇ οἰκίᾳ τοῦ Πατρός μου

આ સ્વર્ગની વાત કરે છે જ્યાં ઈશ્વર રહે છે.

Πατρός

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

μοναὶ πολλαί

“જગા” શબ્દ એ એક ઓરડાનો અથવા વિશાળ નિવાસસથાનનો ઉલ્લેખ કરે છે

πορεύομαι ἑτοιμάσαι τόπον ὑμῖν

ઈસુ દરેક વ્યક્તિ જે તેનામાં વિશ્વાસ રાખે છે તેઓની માટે સ્વર્ગમાં સ્થાન તૈયાર કરશે,. ""તમે"" બહુવચન છે અને તેના સર્વ શિષ્યોનો સંદર્ભ આપે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

John 14:4

τὴν ὁδόν

આ રૂપક છે જેનાં આ શક્ય અર્થો છે 1) ""ઈશ્વર તરફ જવાનો માર્ગ"" અથવા 2) ""જે લોકોને ઈશ્વર પાસે દોરી જાય છે."" (જુઓ: રૂપક)

John 14:5

πῶς δυνάμεθα τὴν ὁδὸν εἰδέναι

ત્યાં જવાનો માર્ગ અમે કેમ કરીને જાણીએ?

John 14:6

ἡ ἀλήθεια

આ રૂપક છે જેનાં આ શક્ય અર્થો છે 1) ""ખરો માણ્સ"" અથવા 2) ""જે ઈશ્વર વિષે સાચી વાતો કહે છે."" (જુઓ: રૂપક)

ἡ ζωή

આ રૂપક છે જેનો અર્થ છે કે ઈસુ લોકોને જીવન આપી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે જે લોકોને જીવંત બનાવે છે"" (જુઓ: રૂપક)

οὐδεὶς ἔρχεται πρὸς τὸν Πατέρα, εἰ μὴ δι’ ἐμοῦ

ફક્ત ઈસુ પર વિશ્વાસ કરીનેજ લોકો ઇશ્વર પાસે આવી શકે છે અને તેમની સાથે જીવી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""મારા વિના કોઇ પિતા પાસે આવી શકતું નથી કે તેમ્ની સાથે જીવી શકતું નથી."" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Πατέρα

ઈશ્વર માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 14:8

Κύριε, δεῖξον ἡμῖν τὸν Πατέρα

“પિતા” એ ઈશ્વરને માટે મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 14:9

τοσοῦτον χρόνον μεθ’ ὑμῶν εἰμι, καὶ οὐκ ἔγνωκάς με, Φίλιππε

આ નોંધ ઈસુના શબ્દો પર ભાર ઉમેરવા માટેના પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ફિલિપ, હું ઘણાં લાંબા સમયથી શિષ્યો તમારી સાથે રહ્યો છું. અત્યારસુધી તો તમારે મને જાણી લેવો જોઈતો હતો!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ὁ ἑωρακὼς ἐμὲ, ἑώρακεν τὸν Πατέρα

ઈસુ જે ઈશ્વર પુત્ર છે તેને જોવા એટલે ઈશ્વર પિતાને જોવા. ઈશ્વર માટે ""પિતા"" એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

πῶς σὺ λέγεις, δεῖξον ἡμῖν τὸν Πατέρα

ઈસુ ફિલિપને જે શબ્દો કહે છે તેની પર ભાર મૂકવા માટે આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેથી તારે ખરેખર એમ ન કહેવું જોઈએ કે 'અમને પિતા બતાવો!'"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 14:10

ઈસુ ફિલિપને પ્રશ્ન કરે છે ત્યારબાદ સર્વ શિષ્યો સાથે વાત કરવાનુ ચાલુ રાખે છે.

οὐ πιστεύεις ὅτι ἐγὼ ἐν τῷ Πατρὶ, καὶ ὁ Πατὴρ ἐν ἐμοί ἐστιν

ઈસુ ફિલિપને જે શબ્દો કહે છે તેની પર ભાર મૂકવા માટે આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારે ખરેખર મારા પર.. વિશ્વાસ કરવો જોઈએ."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Πατρὶ

ઈશ્વર માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

τὰ ῥήματα ἃ ἐγὼ λαλῶ ὑμῖν, ἀπ’ ἐμαυτοῦ οὐ λαλῶ

હું જે તમને કહું છું તે મારા તરફથી નથી અથવા “જે વચનો હું તમને કહું છું તે મારા નથી”

τὰ ῥήματα ἃ ἐγὼ λαλῶ ὑμῖν

અહીં “તમે” બહુવચન છે. હવે ઈસુ સર્વ શિષ્યો સાથે વાત કરે છે.

John 14:11

ἐγὼ ἐν τῷ Πατρὶ, καὶ ὁ Πατὴρ ἐν ἐμοί

આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે ઈશ્વર પિતા અને ઈસુનો સંબંધ અજૉડ છે. વૈકલ્પિક અનુવાદ: ""હું પિતા સાથે એક છું, અને પિતા મારી સાથે એક છે"" અથવા ""મારા પિતા અને હું એક જ છીએ."" (જુઓ: રૂઢિપ્રયોગ)

John 14:12

ἀμὴν, ἀμὴν

તમે યોહાન 1:51માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

ὁ πιστεύων εἰς ἐμὲ

આનો અર્થ એ છે કે ઈસુ ઈશ્વરના પુત્ર તેવો વિશ્વાસ કરવો.

Πατέρα

આ મહત્વપૂર્ણ શીર્ષકો છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 14:13

ὅ τι ἂν αἰτήσητε ἐν τῷ ὀνόματί μου

અહીં ""નામે"" એક રૂપક છે જે ઈસુના અધિકારને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મારા નામે તમે જે કંઈ માગશે"" (જુઓ: ઉપનામ)

ἵνα δοξασθῇ ὁ Πατὴρ ἐν τῷ Υἱῷ

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જેથી હું દરેકને બતાવી શકું કે મારા પિતા કેટલા મહાન છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Πατὴρ…Υἱῷ

આ મહત્વપૂર્ણ શીર્ષકો છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 14:14

ἐάν τι αἰτήσητέ με ἐν τῷ ὀνόματί μου, ἐγὼ ποιήσω

અહીં ""નામે"" એક ઉપનામ છે જે ઈસુના અધિકારને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જો તમે મારે નામે મારા શિષ્ય તરીકે કંઈ પણ માગશો તો હું તે કરીશ"" અથવા ""તમે મારા નામે જે કંઈ માગશો, તે હું કરીશ કારણ કે તમે મારા છો"" (જુઓ: ઉપનામ)

John 14:16

Παράκλητον

આ પવિત્ર આત્માનો ઉલ્લેખ કરે છે.

John 14:17

Πνεῦμα τῆς ἀληθείας

આ પવિત્ર આત્માનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વર વિષેની સત્ય વાતો શીખવે છે.

ὃ ὁ κόσμος οὐ δύναται λαβεῖν

અહીં ""જગત"" એ ઉપનામ છે જે ઈશ્વરનો વિરોધ કરનારા લોકોને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ""આ જગિક બાબતોમાં વિશ્વાસ કરનારા લોકો કદી તમારો આવકાર કરશે નહિ"" અથવા ""ઈશ્વરનો વિરોધ કરનારાઓ તેને સ્વીકારશે નહિ"" (જુઓ: ઉપનામ)

John 14:18

ἀφήσω ὑμᾶς ὀρφανούς

અહીં ઈસુ સૂચવે છે કે તેઓ તેમના શિષ્યોને અનાથ મૂકશે નહિ. વૈકલ્પિક અનુવાદ: "" અનાથ મૂકીશ નહિ"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 14:19

ὁ κόσμος

અહીં ""જગત"" એ ઉપનામ છે જે તે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે જેઓ ઈશ્વરના નથી. વૈકલ્પિક અનુવાદ: ""અવિશ્વાસીઓ"" (જુઓ: ઉપનામ)

John 14:20

γνώσεσθε ὑμεῖς ὅτι ἐγὼ ἐν τῷ Πατρί μου

ઈશ્વર પિતા અને ઈસુ એક વ્યક્તિ તરીકે જીવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે જાણશો કે મારા પિતા અને હું એક જ છીએ

Πατρί μου

ઈશ્વર માટે આ મહત્વનું શીર્ષક છે (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

καὶ ὑμεῖς ἐν ἐμοὶ, κἀγὼ ἐν ὑμῖν

હું અને તમે એક જ વ્યક્તિ સમાન છીએ.

John 14:21

ἀγαπῶν

આ પ્રકારનો પ્રેમ ઈશ્વર તરફથી આવે છે અને તે પોતાનો લાભ હોતો નથી ત્યારે પણ બીજાના ભલા પર લક્ષ રાખે છે. આ પ્રકારનો પ્રેમ અન્ય લોકો માટે કાળજી લે છે, પછી ભલે તેઓ ગમે તે કરે.

ὁ…ἀγαπῶν με, ἀγαπηθήσεται ὑπὸ τοῦ Πατρός μου

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જે કોઇ મારા પર પ્રેમ રાખે છે તેની પર મારા પિતા પણ પ્રેમ રાખશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Πατρός μου

ઈશ્વર માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 14:22

Ἰούδας, οὐχ ὁ Ἰσκαριώτης

આ બીજા શિષ્યની વાત કરે છે જેનું નામ યહૂદા હતુ, તે શિષ્યમાંનો નહોતો કે જે કેરીઓથ ગામનો હતો ને જેણે ઈસુની ધરપકડ કરાવી હતી. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

τί γέγονεν, ὅτι ἡμῖν μέλλεις ἐμφανίζειν σεαυτὸν

અહીં “પ્રગટ કરશે” શબ્દ ઈસુ કેટલા અદભૂત છે તેને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: "" શામાટે તમે ફ્ક્ત અમારી આગળ જ પોતાને પ્રગટ કરશો? અથવા ""તમે કેવા અદભુત છો એવું અમારી આગળ જ કેમ પ્રગટ કરશો?

οὐχὶ τῷ κόσμῳ

અહીં ""જગત"" એ ઉપનામ છે જે ઈશ્વરનો વિરોધ કરનારા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ ઈશ્વરના નથી તેઓને નહિ "" (જુઓ: ઉપનામ)

John 14:23

ઈસુએ યહૂદાને (ઇશ્કરિયોત નહિ) જવાબ આપ્યો.

ἐάν τις ἀγαπᾷ με, τὸν λόγον μου τηρήσει

જે મારા પર પ્રેમ કરે છે તે મારું વચન પાળે છે

ἀγαπᾷ

આ પ્રકારનો પ્રેમ ઈશ્વર તરફથી આવે છે અને તે પોતાનો લાભ હોતો નથી ત્યારે પણ બીજાના ભલા પર લક્ષ રાખે છે. આ પ્રકારનો પ્રેમ અન્ય લોકો માટે કાળજી લે છે, પછી ભલે તેઓ ગમે તે કરે.

ὁ Πατήρ μου

ઈશ્વર માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

πρὸς αὐτὸν ἐλευσόμεθα, καὶ μονὴν παρ’ αὐτῷ ποιησόμεθα

જેઓ ઈસુની આજ્ઞાનું પાલન કરે છે તેઓની સાથે પિતા અને પુત્ર જીવન વહેંચશે. વૈકલ્પિક અનુવાદ: ""અમે આવીને તેની સાથે રહીશું, અને તેની સાથે અંગત સંબંધ રાખીશું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 14:24

ὁ λόγος ὃν ἀκούετε, οὐκ ἔστιν ἐμὸς, ἀλλὰ τοῦ πέμψαντός με Πατρός

જે બાબતો મેં તમને કહી છે તે મેં એકલાએ નિર્ણય કરીને કહી નથી

ὁ λόγος

સંદેશ

ὃν ἀκούετε

અહીં જ્યારે ઈસુ કહે છે કે “તેમ” તે સર્વ શિષ્યોનો ઉલ્લેખ કરે છે.

John 14:26

Πατὴρ

ઈશ્વર માટે આ મહત્વું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 14:27

κόσμος

જગત"" એ ઉપનામ છે તે ઇશ્વર પર પ્રેમ ન રાખનાર લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. (જુઓ: ઉપનામ)

μὴ ταρασσέσθω ὑμῶν ἡ καρδία, μηδὲ δειλιάτω

અહીં ""હૃદય"" એ વ્યક્તિના આંતરિક મનુષ્યત્વ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તેથી વ્યાકુળ ન થાઓ, અને બીશો પણ નહિ"" (જુઓ: ઉપનામ)

John 14:28

ἠγαπᾶτέ

આ પ્રકારનો પ્રેમ ઈશ્વર તરફથી આવે છે અને તે પોતાને લાભ કરતું નથી ત્યારે પણ બીજાના ભલા પર લક્ષ રાખે છે. આ પ્રકારનો પ્રેમ અન્ય લોકો માટે કાળજી લે છે, પછી ભલે તેઓ ગમે તે કરે.

πορεύομαι πρὸς τὸν Πατέρα

અહીં ઈસુ સૂચવે છે કે તે પોતાના પિતા પાસે પાછા જશે. વૈકલ્પિક અનુવાદ: ""હું પિતા પાસે પાછો જાઉં છું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ὁ Πατὴρ μείζων μού ἐστιν

અહીં ઈસુ સૂચવે છે કે પુત્ર પૃથ્વી પર છે ત્યારે પુત્ર કરતા વધારે અધિકાર પિતા પાસે છે. વૈકલ્પિક અનુવાદ: "" મારી પાસે અહીં જે અધિકાર છે તેના કરતાં વધુ પિતા પાસે છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Πατέρα

ઈશ્વર માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 14:30

τοῦ κόσμου ἄρχων

અહીં ""અધિકારી""એ શેતાનનો ઉલ્લેખ કરે છે. તમે યોહાન 12:31 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""શેતાન જે આ જગત પર અધિકાર ચલાવે છે

ἔρχεται…ἄρχων

અહીં ઈસુ સૂચવે છે કે શેતાન તેમના પર હુમલો કરવા આવી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""શેતાન મારા પર હુમલો કરવા આવી રહ્યો છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 14:31

ἵνα γνῷ ὁ κόσμος

અહીં ""જગત"" એ એવા લોકો માટેનું ઉપનામ છે જે ઈશ્વરના નથી. વૈકલ્પિક અનુવાદ: "" જેથી કરીને કે જેઓ ઈશ્વરના નથી તેઓ જાણે” (જુઓ: ઉપનામ)

τὸν Πατέρα

ઈશ્વર માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 15

યોહાન 15 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

દ્રાક્ષાવેલો

ઈસુએ દ્રાક્ષાવેલાનો પોતાને માટે રૂપક તરીકે ઉપયોગ કર્યો છે. આનું કારણ એ છે કે દ્રાક્ષના છોડનો વેલો એ જમીનમાંથી પાણી અને ખનિજોને પાંદડા અને દ્રાક્ષાઓ સુધી લઈ જાય છે. વેલા વિના દ્રાક્ષાઓ અને પાંદડાઓ મરી જાય છે. તે ઇચ્છતો હતો કે તેના અનુયાયીઓ જાણે કે જ્યાં સુધી તેઓ તેને પ્રેમ કરતા નથી અને આધીન થતા નથી ત્યાં સુધી તેઓ ઇશ્વરને પ્રસન્ન કરી શકતા નથી. (જુઓ: રૂપક)

John 15:1

પાછલા અધ્યાયની બાકીની વાત ચાલુ રહે છે. ઈસુ પોતાના શિષ્યો સાથે મેજ પર અઢેલીને બેઠા છે અને તેમની સાથે વાત કરવાનુ ચાલુ રાખે છે.

ἐγώ εἰμι ἡ ἄμπελος ἡ ἀληθινή

અહીં ""ખરો દ્રાક્ષવેલો"" એક રૂપક છે. ઈસુ પોતાની જાતને દ્રાક્ષાવેલા અથવા વેલાની ડાળખી સાથે સરખાવે છે. તે જીવનના એક માત્ર સ્રોત છે જે લોકોને ઈશ્વર પ્રસન્ન થાય તેમ જીવવા પ્રેરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું એક દ્રાક્ષાવેલા સમાન છું જે સારું ફળ આપે છે"" (જુઓ: રૂપક)

ὁ Πατήρ μου ὁ γεωργός ἐστιν

માળી"" એક રૂપક છે. ""માળી"" એવી વ્યક્તિ છે કે જે વેલાની સંભાળ રાખે છે જેથી તે શક્ય તેટલું ફળદાયી થાય. વૈકલ્પિક અનુવાદ: ""મારા પિતા માળી જેવા છે"" (જુઓ: રૂપક)

ὁ Πατήρ μου

ઈશ્વર માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 15:2

πᾶν κλῆμα ἐν ἐμοὶ μὴ φέρον καρπὸν, αἴρει

અહીં ""દરેક ડાળી"" લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, અને ""ફળ આપે છે"" એ ઇશ્વરને પ્રસન્ન કરતાં જીવનને રજૂ કરે છે. (જુઓ: રૂપક)

αἴρει

કાપી નાખે છે અને ફેંકી દે છે

πᾶν…καθαίρει

દરેક ડાળીને શુદ્ધ કરે છે

John 15:3

ἤδη ὑμεῖς καθαροί ἐστε, διὰ τὸν λόγον ὃν λελάληκα ὑμῖν

અહીં સૂચિત રૂપક એ ""શુદ્ધ ડાળીઓ"" છે જેને પહેલાથી જ ""શુધ્ધ"" કરવામાં આવી છે. વૈકલ્પિક અનુવાદ: "" તમે મારા શીખવેલા વચનોને આધીન થયા છો તેથી તમારામાં કાપકૂપ કરવામાં આવી છે અને તમે શુધ્ધ થઇ ગયા છો. (જુઓ: રૂપક)

ὑμεῖς…ὑμῖν

આ આખા ફકરામાં ""તમે"" શબ્દ બહુવચન છે અને ઈસુના શિષ્યોને સૂચવે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

John 15:4

μείνατε ἐν ἐμοί, κἀγὼ ἐν ὑμῖν

જો તમે મારામાં જોડાયેલા રહો, હું તમારામાં જોડાયેલો રહીશ અથવા "" મારામાં જોડાયેલા રહો, અને હું તમારામાં જોડાયેલો રહીશ

ἐὰν μὴ ἐν ἐμοὶ μένητε

ખ્રિસ્તમાં રહેવું એટલે જેઓ તેના છે તેઓ દરેક બાબત માટે તેની પર આધાર રાખે છે. વૈકલ્પિક અનુવાદ: "" જયાંસુધી તમે મારી સાથે જોડાયેલા રહેતા નથી તેમજ દરેક બાબત માટે મારી પર આધાર રાખતા નથી

John 15:5

ἐγώ εἰμι ἡ ἄμπελος; ὑμεῖς τὰ κλήματα

દ્રાક્ષાવેલો"" એ રૂપક છે જે ઈસુને રજૂ કરે છે. ""ડાળીઓ"" એક રૂપક છે જે એવા લોકોને રજૂ કરે છે જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે અને તેમના છે. વૈકલ્પિક અનુવાદ: ""હું દ્રાક્ષાવેલો સમાન છું, અને તમે ડાળીઓ છો જે દ્રાક્ષાવેલા સાથે જોડાયેલી છે"" (જુઓ: રૂપક)

ὁ μένων ἐν ἐμοὶ κἀγὼ ἐν αὐτῷ

અહીં ઈસુ સૂચવે છે કે તે જે રીતે ઈશ્વર સાથે જોડાયેલા છે તેવીજ રીતે તેમના અનુયાયીઓ પણ તેમની સાથે જોડાયેલા છે. વૈકલ્પિક અનુવાદ: "" હું જેમ પિતા સાથે જોડાયેલો છું, એમ જ જે મારી સાથે જોડાયેલો છે તે પણ છે."" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

οὗτος φέρει καρπὸν πολύν

અહીં સૂચિત રૂપક છે એ ફળવંત ડાળી છે, જે ઈશ્વરને પ્રસન્ન કરનાર વિશ્વાસીને દર્શાવે છે. જેમ વેલો ડાળીમાં રહીને વધારે ફળ આપે છે, તેમ જ જેઓ ઈસુ સાથે જોડાયેલા રહે છે, તેઓ ઘણાં કામો કરશે જેથી ઈશ્વર પ્રસન્ન થાય. વૈકલ્પિક અનુવાદ: ""તમે ઘણાં ફળ આપશો"" (જુઓ: રૂપક)

John 15:6

ἐβλήθη ἔξω ὡς τὸ κλῆμα καὶ ἐξηράνθη

અહીં સૂચિત રૂપક છે એ બિનફળદાયી ડાળી છે, જે ઇસુ સાથે જોડાયેલા નથી એવાં લોકોને દર્શાવે છે.તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""માળી એવી ડાળીને કાપીને ફેંકી દે છે અને તે સુકાઈ જાય છે"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

καίεται

તમે સક્રિય રૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અગ્નિ તેઓને બાળી નાખે છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 15:7

ὃ ἐὰν θέλητε, αἰτήσασθε

ઈસુ સૂચવે છે કે વિશ્વાસીઓએ તેમની પ્રાર્થનાનો જવાબ ઈશ્વર પાસે માંગવો જોઇએ. વૈકલ્પિક અનુવાદ: "" જે કંઇ ચાહો તે તમે માંગો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

γενήσεται ὑμῖν

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તે તમારી માંગણી પૂરી કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 15:8

ἐν τούτῳ ἐδοξάσθη ὁ Πατήρ μου

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તેથી લોકો મારા પિતાને મહિમા આપશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὁ Πατήρ μου

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

ἵνα καρπὸν πολὺν φέρητε

અહીં ""ફળ"" એ ઈશ્વરને પ્રસન્ન કરવા માટેના જીવનનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: "" તમે તેને પસંદ પડે તેમ જીવો છો ત્યારે."" (જુઓ: રૂપક)

γένησθε ἐμοὶ μαθηταί

દર્શાવો છો કે તમે મારા શિષ્ય છો અથવા “નમૂનાસહિત બતાવો છો કે તમે મારા શિષ્ય છો”

John 15:9

καθὼς ἠγάπησέν με ὁ Πατήρ, κἀγὼ ὑμᾶς ἠγάπησα

ઈશ્વરપિતાને ઈસુ માટે જે પ્રેમ છે તે પ્રેમ તે(ઇસુ) જેઓ તેની(ઇસુ) પર વિશ્વાસ કરે છે તેઓની સાથે વહેંચે છે. અહીં ઈશ્વર માટે ""પિતા"" એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

μείνατε ἐν τῇ ἀγάπῃ τῇ ἐμῇ

મારો પ્રેમ સ્વીકારવાનુ ચાલુ રાખો

John 15:10

ἐὰν τὰς ἐντολάς μου τηρήσητε, μενεῖτε ἐν τῇ ἀγάπῃ μου, καθὼς ἐγὼ τοῦ Πατρός τὰς ἐντολὰς τετήρηκα, καὶ μένω αὐτοῦ ἐν τῇ ἀγάπῃ

જ્યારે ઈસુના અનુયાયીઓ તેને અનુસરે છે, ત્યારે તેઓ તેમના પ્રત્યેનો પોતાનો પ્રેમ બતાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે મેં તમને જે કરવાનું કહ્યું છે તે તમે કરો છો ત્યારે તમે મારા પ્રેમમાં રહો છો, જેમ હું મારા પિતાની આજ્ઞા પાળી અને તેના પ્રેમમાં રહું છું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

τοῦ Πατρός

અહીં “પિતા” ઈશ્વર માટે મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 15:11

ταῦτα λελάληκα ὑμῖν, ἵνα ἡ χαρὰ ἡ ἐμὴ ἐν ὑμῖν ᾖ

મેં તમને આ વાતો એટલા માટે કહી છે કે જેથી મારા જેવો આનંદ તમને પણ થાય.

καὶ ἡ χαρὰ ὑμῶν πληρωθῇ

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "" કે જેથી તમને પૂરેપૂરો આનંદ મળે "" અથવા ""કે જેથી તમારા આનંદમાં કંઇપણ ખૂટે નહિ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 15:13

τὴν ψυχὴν

આ શારીરિક જીવનનો ઉલ્લેખ કરે છે.

John 15:15

πάντα ἃ ἤκουσα παρὰ τοῦ Πατρός μου, ἐγνώρισα ὑμῖν

મારા પિતાએ મને જે કહ્યું છે તે સર્વ મેં તમને કહ્યું છે

τοῦ Πατρός μου

અહીં “પિતા”એ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 15:16

οὐχ ὑμεῖς με ἐξελέξασθε

ઈસુ સૂચવે છે કે તેમના અનુયાયીઓએ પોતે તેમના શિષ્યો બનવાનું નક્કી કર્યું નથી. વૈકલ્પિક અનુવાદ: ""તમે મારા શિષ્યો બનવાનું નક્કી કર્યું નથી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ὑπάγητε καὶ καρπὸν φέρητε

અહીં ""ફળ"" એ જે જીવન થી ઈશ્વરને પ્રસન્ન થાય છે તેને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: "" ઈશ્વર પ્રસન્ન થાય તેમ જીવો"" (જુઓ: રૂપક)

καὶ ὁ καρπὸς ὑμῶν μένῃ

કે જેથી તમે જે કંઇ કરો તેનું પરિણામ સદાકાળ ટકે.

ὅ τι ἂν αἰτήσητε τὸν Πατέρα ἐν τῷ ὀνόματί μου, δῷ ὑμῖν

અહીં ""નામ"" એ ઉપનામ છે જે ઈસુના અધિકારને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે તમે મારા છો, તેથી તમે પિતા પાસે જે કાંઈ માગશો તે તે તમને આપશે"" (જુઓ: ઉપનામ)

τὸν Πατέρα

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 15:18

ὁ κόσμος

જે લોકો ઈશ્વરના નથી અને વિરોધીઓ છે. (જુઓ: ઉપનામ)

John 15:19

τοῦ κόσμου

જે લોકો ઈશ્વરના નથી અને વિરોધીઓ છે. (જુઓ: ઉપનામ)

ἐφίλει

આ માનવીય પ્રેમ, ભાઈઓનો પ્રેમ, મિત્ર પ્રેમ અથવા કૌટુંબિક પ્રેમનો ઉલ્લેખ કરે છે,

John 15:20

μνημονεύετε τοῦ λόγου οὗ ἐγὼ εἶπον ὑμῖν

અહીં “વચન” એ ઇસુના ઉપદેશ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: “મેં તમને જે ઉપદેશ કર્યો છે તે યાદ રાખો” (જુઓ: ઉપનામ)

John 15:21

διὰ τὸ ὄνομά μου

અહીં ""મારા નામને કારણે"" એ ઉપનામ ઈસુને રજૂ કરે છે. લોકો તેમના અનુયાયીઓને હેરાન કરશે કારણ કે તેઓ તેમના છે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે તમે મારા છો"" (જુઓ: ઉપનામ)

John 15:22

εἰ μὴ ἦλθον καὶ ἐλάλησα αὐτοῖς, ἁμαρτίαν οὐκ εἴχοσαν; νῦν δὲ πρόφασιν οὐκ ἔχουσιν περὶ τῆς ἁμαρτίας αὐτῶν

ઈસુએ અહીં સૂચિત કર્યું કે જેઓ તેમના પર વિશ્વાસ કરતા નથી તેઓને તેમણે ઈશ્વરનો સંદેશો પ્રગટ કર્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""કેમકે મેં આવીને તેમને ઈશ્વરનો સંદેશ કહ્યો છે, તેથી જ્યારે ઈશ્વર તેમના પાપોનો ન્યાય કરશે ત્યારે તેઓ કોઈ બહાનું કાઢી શકશે નહિ."" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 15:23

ὁ ἐμὲ μισῶν, καὶ τὸν Πατέρα μου μισεῖ

ઈશ્વરપુત્રનો દ્વેષ કરવો તે ઇશ્વરપિતાનો દ્વેષ કરવા બરાબર છે.

τὸν Πατέρα

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 15:24

εἰ τὰ ἔργα μὴ ἐποίησα ἐν αὐτοῖς ἃ οὐδεὶς ἄλλος ἐποίησεν, ἁμαρτίαν οὐκ εἴχοσαν…δὲ

તમે આ બમણું નકારાત્મકનુ સકારાત્મક રૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""કારણકે મેં તેઓની મધ્યે એવા કાર્યો કર્યા છે જે બીજા કોઈએ કર્યા ન હતા, તેથી તેઓને પાપ લાગશે "" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

ἁμαρτίαν οὐκ εἴχοσαν

તેઓને પાપ લાગત નહિ. જુઓ તમે [યોહાન 15:22] (../15/22.md) માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે.

καὶ ἑωράκασιν καὶ μεμισήκασιν, καὶ ἐμὲ καὶ τὸν Πατέρα μου

ઈશ્વર પુત્રનો તિરસ્કાર કરવો તે ઈશ્વર પિતાનો તિરસ્કાર કરવા બરાબર છે.

John 15:25

ἵνα πληρωθῇ ὁ λόγος ὁ ἐν τῷ νόμῳ αὐτῶν γεγραμμένος

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. ""વચન""એ અહીં ઈશ્વરના સમગ્ર ઉપદેશ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમના નિયમશાસ્ત્રની ભવિષ્યવાણીને પરિપૂર્ણ કરવા"" અને ""તેમના શાસ્ત્રની ભવિષ્યવાણીને પરિપૂર્ણ કરવા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને ઉપનામ)

τῷ νόμῳ

આ સામાન્ય રીતે સમગ્ર જૂના કરારને દર્શાવે છે, જેમાં તેના લોકો માટેની ઈશ્વરની બધી સૂચનાઓ સામેલ છે.

John 15:26

πέμψω…παρὰ τοῦ Πατρός, τὸ Πνεῦμα τῆς ἀληθείας…ἐκεῖνος μαρτυρήσει περὶ ἐμοῦ

ઈશ્વર પિતાએ ઈશ્વર પવિત્ર આત્માને ઈસુ ઈશ્વર પુત્ર છે તે જગતને પ્રગટ કરવા મોકલ્યા છે

Πατρός

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

τὸ Πνεῦμα τῆς ἀληθείας

આ પવિત્ર આત્મા માટેનું શીર્ષક છે. વૈકલ્પિક અનુવાદ: ""આત્મા જે ઈશ્વર અને મારા વિષે સત્ય કહે છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 15:27

καὶ ὑμεῖς…μαρτυρεῖτε

અહીં ""સાક્ષી આપવી"" એટલે ઈસુ વિષે બીજાઓને કહેવું. વૈકલ્પિક અનુવાદ: ""તમારે પણ મારા વિશે જે જાણો છો તે દરેકને કહેવું જોઈએ"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἀρχῆς

અહીં ""આરંભથી"" એ ઉપનામ છે જેનો અર્થ છે ઈસુની સેવાના શરૂઆતના દિવસો. વૈકલ્પિક અનુવાદ: "" પ્રથમ દિવસથી જ મેં જ્યારે લોકોને ઉપદેશ આપવાનું અને ચમત્કારો કરવાનું શરૂ કર્યું હતું."" (જુઓ: ઉપનામ)

John 16

યોહાન 16 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

પવિત્ર આત્મા

ઈસુએ તેમના શિષ્યોને કહ્યું કે તે તેઓની પાસે પવિત્ર આત્માને મોકલશે. પવિત્ર આત્મા એ સંબોધક છે (યોહાન 14:16) જે હંમેશા ઈશ્વરના લોકોની મદદ કરવા અને તેમના માટે ઈશ્વર સાથે વાત કરવા માટે હોય છે, તે પણ છે સત્યનો આત્મા (યોહાન 14:17) જે ઈશ્વરના લોકોને ઈશ્વર વિશે જે સાચું છે તે કહે છે જેથી તેઓ તેને વધુ સારી રીતે ઓળખે અને તેમની સારી સેવા કરે. (જુઓ: પવિત્ર આત્મા, ઈશ્વરના આત્મા, પ્રભુના આત્મા, આત્મા)

""ઘડી આવી રહી છે""

ઈસુએ આ શબ્દોનો ઉપયોગ સમય વિશેની ભવિષ્યવાણી શરૂ કરવા માટે કર્યો હતો જે સાઠ મિનિટથી ટૂંકી કે લાંબી હોઇ શકે. ""એ ઘડી"" જેમાં લોકો તેમના(ઇસુના) અનુયાયીઓને સતાવશે (યોહાન 16:2) એ દિવસો, સપ્તાહો અને વર્ષો લાંબી હતી, પરંતુ તે ""ઘડી"" જેમાં તેમના શિષ્યો વિખેરાઇ જશે અને તેમને એકલા છોડી દેશે ([યોહાન 16:32] (../../jhn/16/32.md)) એ સાઠ મિનિટથી લાંબી હશે. (જુઓ: પ્રબોધક, પ્રબોધવાણી, પ્રબોધવાણી કરવી, દ્રષ્ટા, પ્રબોધિકા)

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

સમાનતા

ઈસુએ કહ્યું હતું કે જેમ સ્ત્રીને બાળકને જન્મ આપતી વખતે વેદના થાય છે તેજ રીતે તેમના શિષ્યો દુઃખી થશે જ્યારે તે મૃત્યુ પામશે. પરંતુ સ્ત્રી બાળકના જન્મ પછી ખુશ થાય છે, તેમજ જ્યારે તે સજીવન થશે ત્યારે તેના શિષ્યો હર્ષ પામશે. (જુઓ: ઉપમા)

John 16:1

અગાઉના અધ્યાયની બાકીની વાર્ત ચાલુ રહે છે. ઈસુ પોતાના શિષ્યો સાથે મેજ પર અઢેલીને બેઠા છે અને તેમની સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

μὴ σκανδαλισθῆτε

અહીં ""ઠોકર ખવડાવવી"" શબ્દનો અર્થ કોઈ વ્યક્તિ ઈસુ પર વિશ્વાસ કરવાનું મૂકી દે. તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તમને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેના કારણે તમે મારા પર વિશ્વાસ કરવાનું બંધ કરશો નહિ"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 16:2

ἔρχεται ὥρα, ἵνα πᾶς ὁ ἀποκτείνας ὑμᾶς, δόξῃ λατρείαν προσφέρειν τῷ Θεῷ

કોઇક દિવસે એમ થશે કે કોઈ વ્યક્તિ તમને મારી નાખશે અને વિચારશે કે તે ઈશ્વર માટે કંઈક સારું કરી રહ્યો છે.

John 16:3

ταῦτα ποιήσουσιν, ὅτι οὐκ ἔγνωσαν τὸν Πατέρα οὐδὲ ἐμέ

તેઓ કેટલાક વિશ્વાસીઓને મારી નાખશે કારણ કે તેઓ ઈશ્વર પિતાને કે ઈસુને ઓળખતા નથી.

Πατέρα

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 16:4

ὅταν ἔλθῃ ἡ ὥρα αὐτῶν

અહીં ""ઘડી"" એ ઉપનામ છે, તે એવા સમયનો ઉલ્લેખ કરે છે જ્યારે લોકો ઈસુના શિષ્યોની સતાવણી કરશે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ તમારી સતાવણી કરશે"" (જુઓ: ઉપનામ)

ἐξ ἀρχῆς

આ ઉપનામ છે જે ઈસુના પ્રચારના શરૂઆતના દિવસોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તમે મને અનુસરવાનું શરૂ કર્યું હતું"" (જુઓ: ઉપનામ)

John 16:6

ἡ λύπη πεπλήρωκεν ὑμῶν τὴν καρδίαν

અહીં ""હ્રદય"" એ વ્યક્તિના આંતરિક મનુષ્યત્વ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: "" હવે તમે હવે ખૂબજ શૉકિત છો"" (જુઓ: ઉપનામ)

John 16:7

ἐὰν…μὴ ἀπέλθω, ὁ Παράκλητος οὐκ ἐλεύσεται πρὸς ὑμᾶς

તમે આનું સકારાત્મક સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""હું દૂર જઈશ તો જ સંબોધક તમારી પાસે આવશે"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

Παράκλητος

આ પવિત્ર આત્મા માટેનું એક શીર્ષક છે જે ઈસુના ગયા પછી શિષ્યો સાથે રહેશે. તમે યોહાન 14:26 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

John 16:8

ἐκεῖνος ἐλέγξει τὸν κόσμον περὶ ἁμαρτίας

જ્યારે પવિત્ર આત્મા આવશે, ત્યારે તે લોકોને ભાન કરાવશે કે તેઓ પાપી છે.

ἐκεῖνος

આ પવિત્ર આત્માનો સંદર્ભ આપે છે. તમે યોહાન 14:16 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે.

κόσμον

આ ઉપનામ છે જે જગતના લોકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: ઉપનામ)

John 16:9

περὶ ἁμαρτίας μέν, ὅτι οὐ πιστεύουσιν εἰς ἐμὲ

તેઓ પાપને લીધે દૉષિતપણાની લાગણી અનુભવે છે કારણ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી.

John 16:10

περὶ δικαιοσύνης…ὅτι πρὸς τὸν Πατέρα ὑπάγω, καὶ οὐκέτι θεωρεῖτέ με

જ્યારે હું ઈશ્વર પાસે પાછો ફરીશ, અને તેઓ મને જોશે નહિ, ત્યારે તેઓ જાણશે કે મેં યોગ્ય બાબતો કરી છે

Πατέρα

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 16:11

περὶ…κρίσεως, ὅτι ὁ ἄρχων τοῦ κόσμου τούτου κέκριται

શેતાનને જે આ જગત પર રાજ કરે છે તેને તે સજા કરશે તેજ રીતે ઈશ્વર તેમને જવાબદાર ગણશે અને તેઓને તેમના પાપોની સજા આપશે,

ὁ ἄρχων τοῦ κόσμου τούτου

અહીં ""અધિકારી"" શેતાનનો ઉલ્લેખ કરે છે. તમે યોહાન 12:31 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""શેતાન જે આ જગત પર અધિકાર ચલાવે છે

John 16:12

πολλὰ…ὑμῖν λέγειν

તમારા માટે ઉપદેશો અથવા “તમારા માટે વચનો”

John 16:13

τὸ Πνεῦμα τῆς ἀληθείας

પવિત્ર આત્માનું આ નામ છે જે લોકોને ઈશ્વર વિશેનું સત્ય પ્રગટ કરશે.

ὁδηγήσει ὑμᾶς ἐν τῇ ἀληθείᾳ πάσῃ

સત્ય"" એ આત્મિક સત્યનો સંદર્ભ આપે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે તમને જે સર્વ આત્મિક સત્ય જાણવાની જરૂર છે તે શીખવશે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ὅσα ἀκούσει, λαλήσει

ઈસુ સૂચવે છે કે ઈશ્વર પિતા આત્મા સાથે વાત કરશે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેમને જે કંઈ કહેવાનું કહેશે તે તેઓ કહેશે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 16:14

ἐκ τοῦ ἐμοῦ λήμψεται, καὶ ἀναγγελεῖ ὑμῖν

અહીં ""મારું જે છે"" ઈસુના શિક્ષણ અને પરાક્રમી કાર્યોને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે તમને પ્રગટ કરશે કે મેં જે કહ્યું અને કર્યું તે ખરેખર સત્ય છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 16:15

Πατὴρ

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

ἐκ τοῦ ἐμοῦ λαμβάνει, καὶ ἀναγγελεῖ ὑμῖν

પવિત્ર આત્મા લોકોને કહેશે કે ઈસુના વચન અને કાર્યો સત્ય છે. વૈકલ્પિક અનુવાદ: ""પવિત્ર આત્મા દરેકને કહેશે કે મારા વચનો અને કાર્યો સત્ય છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 16:16

μικρὸν

જલદી અથવા “ઘણૉ સમય વીતી જાય તે પહેલા”

καὶ πάλιν μικρὸν

ફરીથી, ઘણૉ સમય વીતી જાય તે પહેલા

John 16:17

ઈસુના બોલવામાં વિરામ છે કેમકે તેમના શિષ્યો એકબીજાને પૂછે છે કે ઈસુ શું કહેવા માંગે છે.

μικρὸν…οὐ θεωρεῖτέ με

શિષ્યો સમજી શક્યા નહિ કે ઈસુ તેમના વધસ્તંભ પરના મૃત્યુની વાત કરે છે.

πάλιν μικρὸν καὶ ὄψεσθέ με

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ ઈસુના પુનરુત્થાનનો ઉલ્લેખ કરે છે અથવા 2) આ સમયના અંતે ઈસુના અવવાનો ઉલ્લેખ કરે છે.

τὸν Πατέρα

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 16:19

ઈસુ શિષ્યો સાથે વાત કરવાનુ ચાલુ રાખે છે.

περὶ τούτου ζητεῖτε μετ’ ἀλλήλων, ὅτι εἶπον, μικρὸν καὶ οὐ θεωρεῖτέ με; καὶ πάλιν μικρὸν καὶ ὄψεσθέ με

ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે જેથી હમણાં જ તેમણે પોતાના શિષ્યોને જે કહ્યું તેની પર તેઓ ધ્યાન આપે અને ઇસુ તેઓને આગળ સમજાવી શકે. વૈકલ્પિક અનુવાદ:""તમે પોતાની જાતને પૂછતા હતા કે મારા કહેવાનો અર્થ શું હતો ... મને જુઓ."" ""(જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 16:20

ἀμὴν, ἀμὴν, λέγω ὑμῖν

હવે પછીની બાબતો મહત્વપૂર્ણ અને સત્ય છે તે તમારી ભાષામાં ભારપૂર્વક રીતે અનુવાદ કરો. તમે યોહાન 1:51 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે.

ὁ δὲ κόσμος χαρήσεται

અહીં જે લોકો ઈશ્વરનો વિરોધ કરે છે તેમના માટે ""જગત"" ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ ઈશ્વરનો વિરોધ કરનારા લોકો ખુશ થશે"" (જુઓ: ઉપનામ)

ἀλλ’ ἡ λύπη ὑμῶν εἰς χαρὰν γενήσεται

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ તમારો શોક આનંદમાં ફેરવાશે"" અથવા ""પરંતુ પછીથી તમે દુ:ખી થવાને બદલે ખૂબજ હર્ષ પામશો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 16:22

χαρήσεται ὑμῶν ἡ καρδία

અહીં ""હૃદય"" એ વ્યક્તિના આંતરિક મનુષ્યત્વ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે ખૂબજ હર્ષ પામશો "" અથવા ""તમે ખૂબ આનંદિત થશો"" (જુઓ: ઉપનામ)

John 16:23

ἀμὴν, ἀμὴν, λέγω ὑμῖν

હવે પછીની બાબતો મહત્વપૂર્ણ અને સત્ય છે તે તમારી ભાષામાં ભારપૂર્વક રીતે અનુવાદ કરો. તમે યોહાન 1:51 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

ἄν τι αἰτήσητε τὸν Πατέρα, δώσει ὑμῖν ἐν τῷ ὀνόματί μου

અહીં ""નામ"" શબ્દ એક ઉપનામ છે જે ઈસુ અને તેમની સત્તાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જો તમે પિતાની પાસે કંઈ માગશો, તો તે તમને આપશે કારણ કે તમે મારા છો"" (જુઓ: ઉપનામ)

Πατέρα

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

ἐν τῷ ὀνόματί μου

અહીં ""નામ"" એક ઉપનામ છે જે ઈસુનો અને તેમની સત્તાનો ઉલ્લેખ કરે છે. ઈસુ સાથેના તેમના સંબંધને કારણે પિતા વિશ્વાસીઓની વિનંતીઓને માન્ય કરશે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે તમે મારા શિષ્યો છો"" અથવા ""મારા અધિકાર હેઠળ છો"" (જુઓ: ઉપનામ)

John 16:24

ἡ χαρὰ ὑμῶν ᾖ πεπληρωμένη

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તમને અદભુત આનંદ આપશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 16:25

ἐν παροιμίαις

અસ્પષ્ટ ભાષામાં

ἔρχεται ὥρα

તે જલદી થશે

παρρησίᾳ περὶ τοῦ Πατρὸς ἀπαγγελῶ ὑμῖν

તમે સ્પષ્ટ રીતે સમજી શકો તે રીતે પિતા વિષે તમને કહીશ.

Πατρὸς

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 16:26

ἐν τῷ ὀνόματί μου αἰτήσεσθε

અહીં ""નામ"" એ ઈસુ અને તેમની સત્તા માટેનું એક સર્વનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે માંગશો કારણ કે તમે મારા છો"" (જુઓ: ઉપનામ)

Πατέρα

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 16:27

αὐτὸς…ὁ Πατὴρ φιλεῖ ὑμᾶς, ὅτι ὑμεῖς ἐμὲ πεφιλήκατε

જ્યારે કોઈ ઈસુ એટલેકે પુત્રને પ્રેમ કરે છે, ત્યારે તેઓ પિતાને પણ પ્રેમ કરે છે, કેમ કે પિતા અને પુત્ર એક જ છે.

ἐγὼ παρὰ τοῦ Θεοῦ ἐξῆλθον

અહીં “પિતા” ઈશ્વરને માટે મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 16:28

ἐξῆλθον παρὰ τοῦ Πατρὸς, καὶ ἐλήλυθα εἰς τὸν κόσμον; πάλιν ἀφίημι τὸν κόσμον, καὶ πορεύομαι πρὸς τὸν Πατέρα

તેમના મૃત્યુ અને પુનરુત્થાન પછી, ઈસુ પિતા પાસે પાછા જશે.

ἐξῆλθον παρὰ τοῦ Πατρὸς…πορεύομαι πρὸς τὸν Πατέρα

અહીં “પિતા” ઈશ્વરને માટે મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

κόσμον

“જગત” શબ્દએ ઉપનામ છે જે આ જગતમાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: ઉપનામ)

John 16:29

શિષ્યોએ ઈસુને ઉત્તર આપ્યો.

John 16:31

ἄρτι πιστεύετε

પોતાના શિષ્યો હજુ હવે તેમની પર વિશ્વાસ કરવા તૈયાર થયા છે તે જાણીને ઇસુને આશ્ચર્ય થયું તે દર્શાવવા આ નોંધ એ પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેથી, હવે તમે મારા પર વિશ્વાસ મૂકો! (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 16:32

ઈસુ શિષ્યો સાથે વાત કરે છે.

σκορπισθῆτε

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""બીજાંઓ તમને વિખેરી નાખશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὁ Πατὴρ μετ’ ἐμοῦ ἐστιν

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 16:33

ἵνα ἐν ἐμοὶ εἰρήνην ἔχητε

અહીં ""શાંતિ"" એ આંતરિક શાંતિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેથી મારી સાથેના તમારા સંબંધોને કારણે તમને આંતરિક શાંતિ મળશે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἐγὼ νενίκηκα τὸν κόσμον

અહીં ""જગત"" એ મુશ્કેલીઓ અને સતાવણીનો સંદર્ભ આપે છે કે જે ઈશ્વરનો વિરોધ કરતા લોકો તરફથી વિશ્વાસીઓ સહન કરશે. વૈકલ્પિક અનુવાદ: "" મેં આ જગતના સંકટને જીત્યું છે"" (જુઓ: ઉપનામ)

John 17

યોહાન 17 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ અધ્યાય એક લાંબી પ્રાર્થના રચે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

મહિમા

શાસ્ત્ર વારંવાર ઈશ્વરના મહિમાની મહાન, તેજસ્વી અજવાળા તરીકે વાત કરે છે. જ્યારે લોકો આ અજવાળાને જુએ છે, ત્યારે તેઓ ડરે છે. આ અધ્યાયમાં ઈસુએ ઈશ્વરને કહ્યું તમે શિષ્યોની આગળ મારો ખરો મહિમા પ્રગટ કરો (યોહાન 17:1).

ઈસુ અનંતકાળિક છે

ઈશ્વરે સૃષ્ટિની રચના કરી તે પહેલા ઈસુ હતા યોહાન 17:5. યોહાને આ વિષે યોહાન 1:1 માં લખ્યું છે.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

પ્રાર્થના

ઈસુ ઈશ્વરનો એકાકીજનીત પુત્ર (યોહાન 3:16), જેથી તે અન્ય લોકો કરતાં અલગ રીતે પ્રાર્થના કરી શકે. તેમણે ઘણાં શબ્દોનો ઉપયોગ કર્યો જે આદેશો જેવા લાગતા. તમારા અનુવાદથી એ લાગવું જોઇએ કે ઈસુ પિતા સાથે પ્રેમ અને આદરભાવ સાથે વાત કરે છે અને પિતાએ જે કરવાની જરૂર છે તે કહે છે જેથી પિતા ખુશ થાય.

John 17:1

અગાઉના આધ્યાયની બાકીની વાત ચાલુ રહે છે. ઈસુ પોતાના શિષ્યો સાથે વાત કરે છે, પણ હવે તે ઈશ્વરની હ્જૂરમાં પ્રાર્થના કરવા જાય છે.

ἐπάρας τοὺς ὀφθαλμοὺς αὐτοῦ εἰς τὸν οὐρανὸν

આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે ઉપર તરફ જોવું. વૈકલ્પિક અનુવાદ: ""તેણે આકાશ તરફ નજર ઊંચી કરીને જોવું"" (જુઓ: રૂઢિપ્રયોગ)

οὐρανὸν

આ આકાશનો ઉલ્લેખ કરે છે.

Πάτερ…δόξασόν σου τὸν Υἱόν, ἵνα ὁ Υἱὸς δοξάσῃ σέ

ઈસુ ઈશ્વર પિતાને કહે છે કે મને મહિમાવાન કરો જેથી હું તમને મહિમાવાન કરી શકું.

Πάτερ…Υἱὸς

આ મહત્વપૂર્ણ શીર્ષકો છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

ἐλήλυθεν ἡ ὥρα

અહીં ""સમય"" શબ્દ એ ઉપનામ છે જે ઈસુના દુ:ખસહન અને મૃત્યુનો સમય સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ""મારે દુ:ખ સહન કરવાનો અને મરણ પામવાનો સમય પાસે છે"" (જુઓ: ઉપનામ)

John 17:2

πάσης σαρκός

આ સર્વ લોકોનો ઉલ્લેખ કરે છે.

John 17:3

αὕτη δέ ἐστιν ἡ αἰώνιος ζωὴ, ἵνα γινώσκωσι σὲ, τὸν μόνον ἀληθινὸν Θεὸν, καὶ ὃν ἀπέστειλας, Ἰησοῦν Χριστόν

અનંત જીવનનો અર્થ ખરા દેવને એટલેકે ઇશ્વરપિતા અને ઇશ્વરપુત્ર ઓળખવા.

John 17:4

τὸ ἔργον…ὃ δέδωκάς μοι ἵνα ποιήσω

અહીં “કામ” એ ઉપનામ છે જે ઈસુના પૃથ્વી પરનાં સેવાકાર્યનો ઉલ્લેખ કરે છે. (જુઓ: ઉપનામ)

John 17:5

δόξασόν με σύ, Πάτερ…τῇ δόξῃ ᾗ εἶχον πρὸ τοῦ τὸν κόσμον, εἶναι παρὰ σοί

જગતની રચના પહેલા"" ઈસુ ઈશ્વરપિતા સાથે મહિમા ભોગવતા હતા કારણ કે ઈસુ ઈશ્વર પુત્ર છે. વૈકલ્પિક અનુવાદ: ""પિતા, આપણે જગતને ઉત્પન્ન કર્યા તે અગાઉ જેમ હતા તેમ મને તમારી હજૂરમાં લઇને મહિમાવાન કરો."" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Πάτερ

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 17:6

ઈસુ શિષ્યો માટે પ્રાર્થના કરે છે.

ἐφανέρωσά σου τὸ ὄνομα

અહીં ""નામ"" એ ઉપનામ છે જે ઈશ્વરના વ્યક્તિત્વને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં તેઓને શીખવ્યું છે કે તમે ખરેખર કોણ છો અને તમે કેવા છો"" (જુઓ: ઉપનામ)

ἐκ τοῦ κόσμου

અહીં ""જગત"" એ ઉપનામ છે જે જગતના લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈશ્વરનો વિરોધ કરે છે. આનો અર્થ એ છે કે ઈશ્વરે વિશ્વાસીઓને અવિશ્વાસીઓથી આત્મિક રીતે જુદા પાડ્યા છે. (જુઓ: ઉપનામ)

τὸν λόγον σου τετήρηκαν

આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ પાલન કરવું થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા શિક્ષણનું પાલન કર્યું"" (જુઓ: રૂઢિપ્રયોગ)

John 17:9

οὐ περὶ τοῦ κόσμου ἐρωτῶ

અહીં ""જગત"" શબ્દ એ ઉપનામ છે જે ઈશ્વરનો વિરોધ કરનારા લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ મારા નથી તેઓને માટે હું પ્રાર્થના કરતો નથી"" (જુઓ: ઉપનામ)

John 17:11

ἐν τῷ κόσμῳ

આ ઉપનામ જેઓ પૃથ્વી પર છે અને ઈશ્વરનો વિરોધ કરનારા લોકોમાં છે તેઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: "" લોકોમાંના જેઓ તમારા નથી"" (જુઓ: ઉપનામ)

Πάτερ Ἅγιε, τήρησον αὐτοὺς…ἵνα ὦσιν ἓν, καθὼς ἡμεῖς

ઈસુ પિતાને કહે છે કે જેઓ તેમનામાં વિશ્વાસ રાખે છે તેઓનું રક્ષણ કરે કે જેથી તેઓ ઈશ્વર સાથે ગાઢ સંબંધ રાખી શકે.

Πάτερ

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

τήρησον αὐτοὺς ἐν τῷ ὀνόματί σου, ᾧ δέδωκάς μοι

અહીં ""નામ"" શબ્દ ઈશ્વરનું સામર્થ્ય અને અધિકાર માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમને તમે તમારા સામર્થ્ય અને અધિકાર દ્વારા સુરક્ષિત રાખો, જે તમે મને આપ્યો છે"" (જુઓ: ઉપનામ)

John 17:12

ἐγὼ ἐτήρουν αὐτοὺς ἐν τῷ ὀνόματί σου

અહીં ""નામ"" એ ઈશ્વરના સામર્થ્ય અને રક્ષણ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં તેઓને તમારી સુરક્ષા હેઠળ મૂક્યા છે"" (જુઓ: ઉપનામ)

οὐδεὶς ἐξ αὐτῶν ἀπώλετο, εἰ μὴ ὁ υἱὸς τῆς ἀπωλείας

તેઓમાંનો ફક્ત એક જ નાશ થયો છે જે વિનાશનો પુત્ર હતો

ὁ υἱὸς τῆς ἀπωλείας

આ યહૂદાનો ઉલ્લેખ કરે છે, જેણે ઈસુને પરસ્વાધીન કર્યા હતા. વૈકલ્પિક અનુવાદ: ""જેના વિશે તમે પહેલાથી જ નક્કી કર્યું હતું કે તમે તેનો નાશ કરશો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἵνα ἡ Γραφὴ πληρωθῇ

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""શાસ્ત્રમાં તેના વિષેની ભવિષ્યવાણી પરિપૂર્ણ થાય માટે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 17:13

τῷ κόσμῳ

આ શબ્દો ઉપનામ છેકે જેઓ આ જગતમાં જીવે છે. (જુઓ: ઉપનામ)

ἵνα ἔχωσιν τὴν χαρὰν τὴν ἐμὴν, πεπληρωμένην ἐν ἑαυτοῖς

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જેથી તમે તેમને મહા આનંદ આપો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 17:14

ἐγὼ δέδωκα αὐτοῖς τὸν λόγον σου

મેં તેમને તમારો સંદેશ કહી સંભળાવ્યો છે

ὁ κόσμος…ὅτι οὐκ εἰσὶν ἐκ τοῦ κόσμου…ἐγὼ οὐκ εἰμὶ ἐκ τοῦ κόσμου

અહીં ""જગત""એ ઉપનામ છે જે ઈશ્વરનો વિરોધ કરે છે તે લોકોનો સંદર્ભ આપે છે. વૈકલ્પિક અનુવાદ:"" જે લોકો તમારો વિરોધ કરે છે તે મારા શિષ્યોનો તિરસ્કાર કરે છે કારણ કે જે રીતે હું તેઓમાંનો નથી તેમ તેઓ અવિશ્વાસીઓમાંના નથી."" (જુઓ: ઉપનામ)

John 17:15

τοῦ κόσμου

આ વિભાગમાં “જગત” એ ઉપનામ છે કે જેઓ ઈશ્વરનો વિરોધ કરે છે. (જુઓ: ઉપનામ)

τηρήσῃς αὐτοὺς ἐκ τοῦ πονηροῦ

આ શેતાનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: "" શેતાન, જે દુષ્ટ છે તેની સામે તેઓને રક્ષણ આપો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 17:17

ἁγίασον αὐτοὺς ἐν τῇ ἀληθείᾳ

તેમને અલગ કરવાનો હેતુ સ્પષ્ટ રીતે કહી શકાય. અહીં ""સત્ય દ્વારા""વાક્ય એ સત્ય શીખવીને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓને સત્ય શીખવીને તમારા પોતાના લોકો બનાવો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ὁ λόγος ὁ σὸς ἀλήθειά ἐστιν

તમારું વચન સત્ય છે અથવા “તમે જે કહો છો તે સત્ય છે”

John 17:18

εἰς τὸν κόσμον

અહીં ""જગત"" એ ઉપનામ છે જેનો અર્થ જગતમાં રહેતા લોકો છે. વૈકલ્પિક અનુવાદ: ""જગતના લોકો મધ્યે"" (જુઓ: ઉપનામ)

John 17:19

ἵνα ὦσιν καὶ αὐτοὶ ἡγιασμένοι ἐν ἀληθείᾳ

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જેથી તેઓ પણ તમારી આગળ પોતાને સત્યથી પવિત્ર કરે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 17:20

τῶν πιστευόντων διὰ τοῦ λόγου αὐτῶν εἰς ἐμὲ

જેઑ મારામાં વિશ્વાસ કરે છે કારણ કે તેઓ મારુ શિક્ષણ આપે છે.

John 17:21

πάντες ἓν ὦσιν, καθὼς σύ, Πάτερ, ἐν ἐμοὶ, κἀγὼ ἐν σοί, ἵνα καὶ αὐτοὶ ἐν ἡμῖν ὦσιν

જેઓ ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓ જ્યારે વિશ્વાસ કરે છે ત્યારે પિતા અને પુત્ર સાથે એક થઈ જાય છે.

Πάτερ

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

ὁ κόσμος

અહીં ""જગત"" એ ઉપનામ છે જે એવા લોકોને દર્શાવે છે જેઓ હજીસુધી ઈશ્વરને ઓળખતા નથી. વૈકલ્પિક અનુવાદ: ""જે લોકો ઈશ્વરને ઓળખતા નથી"" (જુઓ: ઉપનામ)

John 17:22

κἀγὼ τὴν, δόξαν ἣν δέδωκάς μοι, δέδωκα αὐτοῖς

જેમ તમે મને મહિમા આપ્યો છે તેમ મેં મારા શિષ્યોને મહિમા આપ્યો છે

ἵνα ὦσιν ἓν, καθὼς ἡμεῖς ἕν

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "" જેમ આપણે એક છીએ તેમ તમે તેઓને એક કરો "" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 17:23

ἵνα ὦσιν τετελειωμένοι εἰς ἕν

જેથી તેઓ સંપૂર્ણપણે એક થાય

ἵνα γινώσκῃ ὁ κόσμος

અહીં ""જગત"" એ ઉપનામ છે જે એવા લોકોને સંદર્ભિત કરે છે જેઓ ઈશ્વરને ઓળખતા નથી. વૈકલ્પિક અનુવાદ: "" કે સર્વ લોકો જાણશે"" (જુઓ: ઉપનામ)

ἠγάπησας

આ પ્રકારનો પ્રેમ ઈશ્વર તરફથી આવે છે અને તે પોતાનો લાભ હોતો નથી ત્યારે પણ બીજાના ભલા પર લક્ષ રાખે છે. આ પ્રકારનો પ્રેમ અન્ય લોકો માટે કાળજી લે છે, પછી ભલે તેઓ ગમે તે કરે.

John 17:24

Πάτερ

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

ὅπου εἰμὶ ἐγὼ

અહીં ""હું જ્યાં છું"" સ્વર્ગનો ઉલ્લેખ આપે છે. વૈકલ્પિક અનુવાદ: ""મારી સાથે સ્વર્ગમાં"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

θεωρῶσιν τὴν δόξαν τὴν ἐμὴν

મારો મહિમા જુએ

πρὸ καταβολῆς κόσμου

અહીં ઈસુએ સર્જન પહેલાંના સમયનો ઉલ્લેખ કર્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""જગતને ઉત્પન્ન કર્યું તે પહેલા” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 17:25

ઈસુ તેમની પ્રાર્થના પૂર્ણ કરે છે

Πάτερ δίκαιε

અહીં “પિતા” ઈશ્વરને માટે મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

ὁ κόσμος σε οὐκ ἔγνω

જગત"" એવા લોકો માટે એક ઉપનામ છે કે જેઓ ઈશ્વરના નથી. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ તમારા નથી તે જાણતા નથી કે તમે કેવા છો"" (જુઓ: ઉપનામ)

John 17:26

ἐγνώρισα αὐτοῖς τὸ ὄνομά σου

નામ"" શબ્દ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે જેવા છો તેવા મેં તેમને પ્રગટ કર્યા છે"" (જુઓ: ઉપનામ)

ἀγάπη…ἠγάπησάς

આ પ્રકારનો પ્રેમ ઈશ્વર તરફથી આવે છે અને તે પોતાને ફાયદો કરતું નથી ત્યારે પણ બીજાના સારામાં લક્ષ કેન્દ્રિત કરે છે. આ પ્રકારનો પ્રેમ અન્ય લોકો માટે કાળજી લે છે, પછી ભલે તે ગમે તે કરે છે.

John 18

યોહાન 18 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કલમ 14 કહે છે, ""હવે કાયાફા તે જ હતા જેણે યહૂદીઓને સલાહ આપી હતી કે લોકો માટે એક માણસ મરે તે સારુ."" લેખક આ વાત વાંચકોન સમજી શકે માટેકૅઃએ કહે છે કે શામાટે તેઓ ઇસુને કાયાફાસ પાસે લઇ ગયા? તમે આ શબ્દોને કૌંસમાં મૂકવા ચાહતા હશો. (જુઓ: પૂર્વભૂમિકા)

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

"" કોઈ પણ માણસની હત્યા કરવી એ અમારા નિયમમાં નથી""

રોમન સરકારે યહૂદીઓને ગુનેગારોને મારી નાખવાની મંજૂરી આપી ન હતી, તેથી યહૂદીઓએ રાજ્યપાલ પિલાતને વિનંતી કરવાની હતી કે તે તેમને મારી નાખે. (યોહાન 18:31).

ઈસુનું રાજ્ય

કોઈને ખબર નહોતી કે ઈસુનો કહેવાનો અર્થ શું હતો જ્યારે તેમણે પિલાતને કહ્યું કે તેમનું રાજ્ય ""આ જગતનું નથી"" (યોહાન 18:36). કેટલાક લોકો વિશ્વાસ કરે છે કે ઈસુનો અર્થ એ છે કે તેનું રાજ્ય ફક્ત આત્મિક છે અને આ પૃથ્વી પર તેનું કોઈ દેખીતું રાજ્ય નથી, અન્ય લોકો માને છે કે ઈસુનો અર્થ હતો કે તે પોતાના રાજ્યનું નિર્માણ અને શાસન બળજબરીથી કરશે નહિ, જે રીતે અન્ય રાજાઓએ તેનું નિર્માણ કર્યું. ""આ જગતનું નથી"" શબ્દોનું સંભવિત અનુવાદ ""આ જગ્યાનું-અહીંનું નથી."" અથવા “ અન્ય જગાનું છે.”

યહૂદીઓનું રાજા

જ્યારે પિલાતે પૂછ્યું કે શું ઈસુ યહૂદીઓનો રાજા છે (યોહાન 18:33), ત્યારે તે પૂછી શું ઈસુ રાજા હેરોદ જેવો હોવાનો દાવો કરી રહ્યાં હતા, જેને રોમનોએ યહૂદા પર રાજ કરવાની મંજૂરી આપી રહ્યાં હતા. જ્યારે તેણે ટોળાને પૂછ્યું કે શું તેણે યહૂદીઓના રાજાને છોડી દઉં ([યોહાન 18:39] (../../jhn/18/39.md)), તે યહૂદીઓની મજાક ઉડાવી રહ્યો છે, કેમ કે રોમનો અને યહૂદીઓ એકબીજાને ધિક્કારતા હતા. તે ઈસુની મજાક પણ ઉડાવી રહ્યો હતો, કેમ કે તે વિચારતો ન હતો કે અંતે તો ઈસુ જ રાજા છે, (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન)

John 18:1

કલમ 1-2 હવે પછીની ઘટનાઓ માટે પૃષ્ઠભૂમિ માહિતી આપે છે. કલમ 1 જણાવે છે કે તેઓ ક્યાં ગયા હતા, અને કલમ 2 યહૂદા વિષેની પૃષ્ઠભૂમિ માહિતી આપે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

ταῦτα εἰπὼν, Ἰησοῦς

લેખક આ શબ્દોનો ઉપયોગ નવી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરવા માટે કરે છે. (જુઓ: એક નવી ઘટનાનો પરિચય)

Κεδρὼν

યરૂશાલેમમાં આવેલી એક ખીણ, જે પર્વત પર આવેલા મંદિર ને જૈતુન પહાડથી અલગ કરે છે (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

ὅπου ἦν κῆπος

આ જૈતુન વૃક્ષોની વાડી હતી. વૈકલ્પિક અનુવાદ: ""જ્યાં ઘણાં જૈતુન વૃક્ષો આવેલા હતા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 18:4

ઈસુ સૈનિકો, અમલદારો અને ફરોશીઓ સાથે વાત કરે છે.

Ἰησοῦς οὖν εἰδὼς πάντα τὰ ἐρχόμενα ἐπ’ αὐτὸν

પછીથી ઈસુ, જેમને ખબર હતીકકે હવેપછી તેમનું શું થવાનું છે

John 18:5

Ἰησοῦν τὸν Ναζωραῖον

નાઝરેથના ઇસુ

ἐγώ εἰμι

“તે” શબ્દ લખાણમાં સૂચિત છે. વૈકલ્પિક અનુવાદ: “હું તે છું” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ὁ παραδιδοὺς αὐτὸν

જેણે તેમને સોંપી દીધા

John 18:6

ἐγώ εἰμι

અહીં મૂળ લખાણમાં ""તે"" શબ્દ હાજર નથી, પરંતુ તે સૂચિત છે. વૈકલ્પિક અનુવાદ: ""હું તે છું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἔπεσαν χαμαί

ઈસુના સામર્થ્યને કારણે માણસો જમીન પર પડી ગયા. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુના સામર્થ્યને કારણે તેઓં નીચે પડી ગયા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 18:7

Ἰησοῦν τὸν Ναζωραῖον

નાઝરેથના ઈસુ

John 18:8

કલમ 9 માં મુખ્ય વાર્તામાં વિરામ છે, કારણકે ઇસુ શાસ્ત્રને પરિપૂર્ણ કરી રહ્યા છે તેની યોહાન આપણને પૃષ્ઠભૂમિ કહે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

ἐγώ εἰμι

અહીં મૂળ લખાણમાં ""તે"" શબ્દ હાજર નથી, પરંતુ તે માત્ર સૂચિત છે. વૈકલ્પિક અનુવાદ: ""હું તે છું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 18:9

ἵνα πληρωθῇ ὁ λόγος ὃν εἶπεν

અહીં ""એ વચન"" એ ઈસુએ કરેલી પ્રાર્થનાનો સંદર્ભ આપે છે. જે તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તે તેમના પિતાને પ્રાર્થના કરી રહ્યો હતો ત્યારે તેણે જે વચનો કહ્યા હતા તે પૂરા થાય માટે આ બન્યું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 18:10

Μάλχος

માલ્ખસ એ પ્રમુખ યાજકનો ચાકર હતો. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

John 18:11

θήκην

તીક્ષ્ણ ચાકુ અથવા તલવાર મૂકવાનું સાધન, જેથી ચાકુના માલિકને ઇજા થાય નહિ.

τὸ ποτήριον ὃ δέδωκέν μοι ὁ Πατὴρ, οὐ μὴ πίω αὐτό

આ નોંધ ઈસુના નિવેદનમાં ભાર ઉમેરવા માટેના પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પિતાએ મને જે પ્યાલો આપ્યો છે તે મારે પીવો જોઈએ!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τὸ ποτήριον

અહીં “પ્યાલો” એ રૂપક છે જે ઈસુના દુઃખ સહનનો ઉલ્લેખ કરે છે. (જુઓ: રૂપક)

Πατὴρ

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 18:12

કલમ 14 કાયાફા વિષે પૃષ્ઠભૂમિ માહિતી આપે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

τῶν Ἰουδαίων

અહીં ""યહૂદીઓ"" એ ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનો માટેનું અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનો"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

συνέλαβον τὸν Ἰησοῦν καὶ ἔδησαν αὐτὸν

સૈનિકોએ ઇસુના હાથ બાંધી દીધા જેથી તે નાસી જાય નહિ. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુને પકડ્યા અને તે છટકી ન શકે તે માટે તેમને બાંધી રાખ્યા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 18:15

ὁ δὲ μαθητὴς ἐκεῖνος ἦν γνωστὸς τῷ ἀρχιερεῖ, καὶ συνεισῆλθεν τῷ Ἰησοῦ

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""હવે પ્રમુખ યાજક તે શિષ્યને જાણતા હતા તેથી તે ઈસુ સાથે પ્રવેશ કરી શક્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 18:16

οὖν ὁ μαθητὴς ὁ ἄλλος ὅς ἦν γνωστὸς τοῦ ἀρχιερέως

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તેથી બીજો શિષ્ય, જેને પ્રમુખ યાજક જાણતા હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 18:17

μὴ καὶ σὺ ἐκ τῶν μαθητῶν εἶ τοῦ ἀνθρώπου τούτου

આ એક પ્રશ્નના રૂપમાં દેખાય છે, જેથી સેવક તેની નોંધને થોડી સાવધાનીપૂર્વક વ્યક્ત કરી શકે. વૈકલ્પિક અનુવાદ: ""તું પણ ધરપકડ કરાયેલા માણસના શિષ્યોમાંના એક છે! શું તમે તું નથી?"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 18:18

ἵστήκεισαν δὲ οἱ δοῦλοι καὶ οἱ ὑπηρέται, ἀνθρακιὰν πεποιηκότες, ὅτι ψῦχος ἦν, καὶ ἐθερμαίνοντο

આ પ્રમુખ યાજકના નોકરો અને મંદિરના દરવાનો હતા. વૈકલ્પિક અનુવાદ: ""ઠંડીનો સમય હતો, તેથી પ્રમુખ યાજકના નોકરો અને મંદિરના દરવાનો કોલસા સળગાવીને તેની આસપાસ ઊભા ઊભા તાપતા હતા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

δὲ

આ શબ્દ અહીં મુખ્ય વાર્તામાં વિરામ માટે વપરાય છે જેથી યોહાન તાપણું કરતા લોકોની માહિતી ઉમેરી શકે. (જુઓ: પૂર્વભૂમિકા)

John 18:19

અહીં વાર્તા ફરીથી ઈસુ તરફ વળે છે.

ὁ…ἀρχιερεὺς

આ કાયાફા છે (યોહાન 18:13).

περὶ τῶν μαθητῶν αὐτοῦ, καὶ περὶ τῆς διδαχῆς αὐτοῦ

અહીં ""તેના બોધ"" ઈસુ લોકોને જે શીખવતા હતા તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેના શિષ્યો વિશે અને તે લોકોને શું શીખવતા હતા તેના વિષે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 18:20

ἐγὼ παρρησίᾳ λελάληκα τῷ κόσμῳ

તમારે સ્પષ્ટ કરવાની જરૂર પડી શકે છે કે ""વિશ્વ"" શબ્દ એવા લોકો માટેનું ઉપનામ છે જેમણે ઈસુનો બોધ સાંભળ્યો હતો. અહીં ""જગત"" અતિશયોક્તિ માટે છે જે ભારપૂર્વક દર્શાવે છે કે ઈસુએ જાહેરમાં-ખુલ્લેઆમ બોધ કર્યો. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને ઉપનામ અને અત્યુક્તિ અને સામાન્યીકરણ)

ὅπου πάντες οἱ Ἰουδαῖοι συνέρχονται

અહીં ""સર્વ યહૂદીઓ"" એક અતિશયોક્તિ દર્શાવે છે જે ભાર મૂકે છે કે ઈસુએ એવી રીતે બોધ કર્યો કે જે કોઈપણ તેમને સાંભળવા ચાહે તે તેમને સાંભળી શકે છે. (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

John 18:21

τί με ἐρωτᾷς

ઈસુ શું કહે છે તેના પર ભાર મૂકવા માટે આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારે મને આ પ્રશ્નો પૂછવા જોઈએ નહિ!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 18:22

οὕτως ἀποκρίνῃ τῷ ἀρχιερεῖ

આ નોંધ ભાર ઉમેરવા માટેના પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: "" તમારે મુખ્ય યાજકને આ પ્રમાણે જવાબ આપવો જોઈએ નહિ !"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 18:23

μαρτύρησον περὶ τοῦ κακοῦ

મેં કઈ ખોટું કહ્યું હોય તો મને કહો

εἰ…καλῶς, τί με δέρεις

ઈસુ શું કહે છે તેના પર ભાર મૂકવા માટે આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જો મેં ખરું કહ્યું છે તેઓ તારે મને મારવું ન જોઈએ!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 18:25

અહીં વાર્તા પિતર તરફ પાછી વળે છે.

δὲ

આ શબ્દ વાર્તામાં વિરામ દર્શાવવા માટે વપરાય છે જેથી યોહાન પિતર વિષે માહિતી પ્રદાન કરી શકે. (જુઓ: પૂર્વભૂમિકા)

μὴ καὶ σὺ ἐκ τῶν μαθητῶν αὐτοῦ εἶ

આ નોંધ ભાર ઉમેરવા માટેના પ્રશ્નનારૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તું પણ તેના શિષ્યોમાંનો એક છે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 18:26

οὐκ ἐγώ σε εἶδον ἐν τῷ κήπῳ μετ’ αὐτοῦ

આ નોંધ ભાર ઉમેરવા માટેના પ્રશ્નનારૂપમાં દેખાય છે. અહીં ""તેની"" શબ્દ ઈસુને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં તને જે માણસની ધરપકડ કરવામાં આવી હતી તેની સાથે જૈતુન વૃક્ષોની વાડીમાં જોયો હતો! શું નહોતો જોયો?"" (જુઓ: આલંકારિક પ્રશ્ન અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 18:27

πάλιν οὖν ἠρνήσατο Πέτρος

અહીં એ સૂચિત છે કે પિતર ઈસુને ઓળખતો હોવાનો અને તેની સાથે હોવાનો નકાર કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પછી પિતરે ફરીથી નકાર કર્યો કે તે ઈસુને ઓળખે છે અથવા તેની સાથે હતો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

εὐθέως ἀλέκτωρ ἐφώνησεν

અહીં એવી ધારણા કરવામાં આવે છે કે વાચકને યાદ હશે કે ઈસુએ કહ્યું હતું કે, મરઘો બોલ્યા અગાઉ પિતર તેમનો નકાર કરશે. વૈકલ્પિક અનુવાદ: ""તરત જ મરઘો બોલ્યો, જેમ ઈસુએ કહ્યું હતું તેમ થયું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 18:28

અહીં વાર્તા ફરીથી ઈસુ તરફ વળે છે. સૈનિકો અને ઈસુના આરોપીઓ તેને કાયાફા પાસે લાવે છે. શા માટે તેઓ દરબારમાં દાખલ થયા નહિ તે વિષે કલમ 28 પૃષ્ઠભૂમિ આપે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

ἄγουσιν οὖν τὸν Ἰησοῦν ἀπὸ τοῦ Καϊάφα

અહીં સૂચિત છે કે તેઓ ઈસુને કાયાફાના ઘરેથી લઇ આવ્યા. વૈકલ્પિક અનુવાદ: ""ત્યારબાદ તેઓ ઈસુને કાયાફાન ઘરેથી લઇ આવ્યા. "" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

αὐτοὶ οὐκ εἰσῆλθον εἰς τὸ πραιτώριον, ἵνα μὴ μιανθῶσιν

પિલાત યહૂદી ન હતો, તેથી જો યહૂદી આગેવાનો તેના મુખ્ય મથકમાં પ્રવેશ કરે તો તેઓ અશુદ્ધ થઈ જાય, અને તેઓ પાસ્ખાપર્વની ઉજવણીમાં ભાગ લઇ શકે નહિ. તમે સકારાત્મક સ્વરૂપમાં બમણું નકારાત્મક અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ પોતે પિલાતના મુખ્ય મથકની બહાર રહ્યાં કારણ કે પિલાત એક વિદેશી હતો. તેઓ અપવિત્ર થવા માંગતા ન હતા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

John 18:30

εἰ μὴ ἦν οὗτος κακὸν ποιῶν, οὐκ ἄν σοι παρεδώκαμεν αὐτόν

તમે આ બમણા નકારાત્મકનું સકારાત્મક સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""આ માણસ ભૂંડા કામો કરનાર છે, અને અમે તેને સજા માટે તમારી પાસે લાવ્યા છે "" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

παρεδώκαμεν αὐτόν

અહીં આ વાક્યનો અર્થ થાય કે દુશ્મનના હાથમાં સોપવું.

John 18:31

કલમ 32 માં મુખ્ય વાતમાંથી વિરામ છે કારણ કે લેખક જણાવે છે કે ઈસુએ તેમના મૃત્યુની ભવિષ્યવાણી કેવી રીતે કરી હતી તે અંગેની પૃષ્ઠભૂમિ કહે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

εἶπον αὐτῷ οἱ Ἰουδαῖοι

અહીં ""યહૂદીઓ"" એ યહૂદી આગેવાનો માટેનો અલંકાર છે જેમણે ઈસુનો વિરોધ કર્યો અને તેમની ધરપકડ કરી. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનોએ તેને કહ્યું"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

ἡμῖν οὐκ ἔξεστιν ἀποκτεῖναι οὐδένα

રોમન નિયમ અનુસાર, યહૂદીઓને કોઈ માણસને મારી નાખવાનો અધિકાર નહોતો. વૈકલ્પિક અનુવાદ: ""રોમન નિયમ અનુસાર, આપણે કોઈ વ્યક્તિને મૃત્યુદંડ આપી શકતા નથી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 18:32

ἵνα ὁ λόγος τοῦ Ἰησοῦ πληρωθῇ

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુએ અગાઉ જે કહ્યું હતું તે પરિપૂર્ણ કરવા માટે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

σημαίνων ποίῳ θανάτῳ ἤμελλεν ἀποθνῄσκειν

તે કેવી રીતે મૃત્યુ પામશે તેના સંદર્ભમાં

John 18:35

μήτι ἐγὼ Ἰουδαῖός εἰμι

આ નોંધ એક પ્રશ્નનારૂપમાં દેખાય છે જેથી પિલાત ભારપૂર્વક કહી શકે કે તેને યહૂદી લોકોની સાંસ્કૃતિક બાબતોમાં કોઇ જ રસ નહોતો. વૈકલ્પિક અનુવાદ: "" હું ચોક્કસપણે યહૂદી નથી, અને મને આ બાબતોમાં કોઈ રસ નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τὸ ἔθνος τὸ σὸν

તમારા સાથી યહૂદીઓ

John 18:36

ἡ βασιλεία ἡ ἐμὴ οὐκ ἔστιν ἐκ τοῦ κόσμου τούτου

અહીં જે લોકો ઈસુનો વિરોધ કરે છે તેમના માટે ""જગત"" એક ઉપનામ છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""મારું રાજ્ય આ જગતનું નથી"" અથવા 2) ""મારે તેમના રાજા તરીકે શાસન કરવા માટે આ જગતની પરવાનગીની જરૂર નથી"" અથવા ""મને રાજા બનવાનો અધિકાર આ જગત પાસેથી મળ્યૉ નથી."" (જુઓ: ઉપનામ)

ἄν, ἵνα μὴ παραδοθῶ τοῖς Ἰουδαίοις

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""અને યહૂદી આગેવાનોને મારી ધરપકડ કરત નહિ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τοῖς Ἰουδαίοις

અહીં ""યહૂદીઓ"" એ અલંકાર છે જે ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

John 18:37

ἐλήλυθα εἰς τὸν κόσμον

અહીં “જગત” એ અલંકાર છે જે આ જગતમાં રહેલા લોકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

μαρτυρήσω τῇ ἀληθείᾳ

અહીં ""સત્ય"" ઈશ્વર વિષેના સત્યનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકોને ઈશ્વર વિષેનું સત્ય કહો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ὁ ὢν ἐκ τῆς ἀληθείας

આ રૂઢીપ્રયોગ છે અને જે કોઇ ઈશ્વરના સત્ય વિશે પ્રેમ કરે છે તેનો ઉલ્લેખ કરે છે. (જુઓ: રૂઢિપ્રયોગ)

μου τῆς φωνῆς

અહીં ""વાણી"" એ અલંકાર છે જે ઈસુના શબ્દોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું જે બાબતો કહું છું તે"" અથવા ""હું"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

John 18:38

τί ἐστιν ἀλήθεια

આ નોંધ એક પ્રશ્નના રૂપમાં પિલાતની માન્યતાને રજૂ કરે છે કે સત્ય શું છે તે ખરેખર કોઈને ખબર નથી. વૈકલ્પિક અનુવાદ: ""સત્ય શું છે તે કોઈને ખબર નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τοὺς Ἰουδαίους

અહીં ""યહૂદીઓ"" એ અલંકાર છે જે ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

John 18:40

μὴ τοῦτον, ἀλλὰ τὸν Βαραββᾶν

આ એક શબ્દ લોપ છે. તમે ગર્ભિત શબ્દો ઉમેરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ના! આ માણસને છોડશો નહિ! તેના બદલે બરબ્બાસને છોડી દો"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

ἦν δὲ ὁ Βαραββᾶς λῃστής

અહીં યોહાન બરબ્બાસની પૂર્વભૂમિકા રજૂ કરે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

John 19

યોહાન 19 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદકોએ કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં જમણી તરફ ગોઠવી છે જેથી તેને સરળતાથી વાંચી શકાય. યુએલટી 19:24 ની કવિતામાં આવું જ કરે છે, જે જૂના કરારના શબ્દો છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""જાંબુડી વસ્ત્ર""

જાંબુડિયો કલર એ લાલ અથવા વાદળી જેવો હોય છે. લોકો ઈસુની મજાક ઉડાવતા હતા, તેથી તેઓએ તેને જાંબુડિયા વસ્ત્રો પહેરાવ્યા. કેમ કે રાજાઓ જાંબુડિયા વસ્ત્રો પહેરતા હતા. તેઓ કોઈ રાજાને માન આપતા હોય તેમ બોલ્યા અને વર્તન કર્યુ , પરંતુ સર્વ જાણતા હતાકે તેઓ ઈસુને ધિક્કારતા હતા તેથી તેઓએ આ પ્રમાણે કર્યુ. (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન)

""તમે કૈસરના મિત્ર નથી""

પિલાત જાણતો હતો કે ઈસુ ગુનેગાર નથી, તેથી તે ચાહતો હતો કે તેના સૈનિકોને તેને મારી નાખે નહિ. પરંતુ યહૂદીઓએ તેમને કહ્યું કે ઈસુ રાજા હોવાનો દાવો કરી રહ્યાં છે, અને જે કોઇપણ આ કરે તે કૈસરના નિયમને તોડે છે ([યોહાન 19:12] (../../jhn/19/12.md)).

કબર

જે કબરમાં ઈસુને દફનાવવામાં આવ્યા હતા (યોહાન 19:41) તે કબર શ્રીમંત યહૂદી પરિવારોએ તેમના સગાંઓને દફનાવ્યા હતા તેના જેવી હતી. તે એક ખંડ હતો જે ખડકમાંથી કાપેલ હતો. તેની એક બાજુ સપાટ જગ્યા હતી જેની પર તેઓ શરીરને તેલ અને સુગંધીદાર દ્રવ્યો લગાવીને કપડામાં લપેટીને મૂકતા. પછી તેઓ કબર આગળ એક મોટો પથ્થર ગબડાવી દેતા કે જેથી કોઈ અંદર જોઈ શકે નહિ કે પ્રવેશ કરી શકે નહિ.

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

કટાક્ષ

સૈનિકોએ ઈસુનું અપમાન કર્યું જ્યારે તેઓએ પોકાર કર્યોકે, ""યહૂદીઓના રાજાની જય"". પિલાત યહૂદીઓનું અપમાન કરી રહ્યો હતો જ્યારે તેણે પૂછ્યું કે ""શું હું તમારા રાજાને વધસ્તંભ પર ચડાવું?"" જ્યારે તેણે લખ્યુંકે ""ઈસુ નાઝારી, યહૂદીઓનો રાજા"" ત્યારે તે કદાચ ઈસુ અને યહૂદીઓ બંનેનું અપમાન કરી રહ્યો હતો. (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

ગબ્બાથા, ગુલગુથા

આ બે હિબ્રૂ શબ્દો છે. આ શબ્દો (""પગરસ્તો"" અને ""ખોપરીની જગ્યા"") ના અર્થોનું અનુવાદ કર્યા પછી, લેખક તેને ગ્રીક અક્શરો સાથે લખીને તેના અવાજોનું સ્થાનાંતર કરે છે.

John 19:1

અગાઉના આધ્યાયની વાત ચાલુ રહે છે. ઈસુ પિલાતની સામે ઊભા છે કેમ કે યહૂદીઓ દ્વારા તેમના પર આરોપ મૂકવામાં આવ્યો હતો.

τότε οὖν ἔλαβεν ὁ Πειλᾶτος τὸν Ἰησοῦν καὶ ἐμαστίγωσεν

પિલાતે પોતે ઈસુને કોરડા માર્યા ન હતા. અહીં ""પિલાત"" એ સૈનિકોનો અલંકાર છે કે જેઓને પિલાતે ઈસુને કોરડા મારવાનો હુકમ આપ્યો. વૈકલ્પિક અનુવાદ: ""પછી પિલાતે તેના સૈનિકોને ઈસુને કોરડા મારવાનો આદેશ આપ્યો"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

John 19:3

χαῖρε, ὁ Βασιλεὺς τῶν Ἰουδαίων

હે""ની સલામ, હાથ ઊંચા કરીને ફક્ત કૈસરને જ કરવામાં આવતી હતી. સૈનિકોએ ઈસુની મજાક ઉડાવવા કાંટાનો તાજ અને જાંબુડિયા રંગના ઝભ્ભાનો ઉપયોગ કર્યો, તે વ્યંગાત્મક છે કે તેઓ સમજી શક્યા નહિ કે તે ખરેખર રાજા છે. (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન)

John 19:4

αἰτίαν ἐν αὐτῷ οὐχ εὑρίσκω

પિલાતે આ કહેવા માટે બે વાર જણાવ્યું છે કે મને તેનામાં કોઇ દોષ માલૂમ પડતો નથી. હું તેને સજા કરવા માંગતો નથી. વૈકલ્પિક અનુવાદ: ""હું તેને સજા કરવા માટેનું કોઈ કારણ જોઇએ શકતો નથી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 19:5

τὸν ἀκάνθινον στέφανον καὶ τὸ πορφυροῦν ἱμάτιον

મુગટ અને જાંબલી રંગનો ઝભ્ભો એ ફક્ત રાજાઓ જ પહેરે તે વસ્તુઓ છે. સૈનિકોએ તેની મજાક ઉડાડવા માટે ઈસુને આ રીતે તૈયાર કર્યો હતો. યોહાન 19:2 જુઓ.

John 19:7

ἀπεκρίθησαν αὐτῷ οἱ Ἰουδαῖοι

અહીં ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનો માટે ""યહૂદીઓ"" એ એક અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનોએ પિલાતને જવાબ આપ્યો"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

ὀφείλει ἀποθανεῖν, ὅτι Υἱὸν Θεοῦ ἑαυτὸν ἐποίησεν

ઈસુને વધસ્તંભ દ્વારા મૃત્યુની સજા કરવામાં આવી હતી કારણ કે તેમણે દાવો કર્યો હતો કે તે ""ઈશ્વરનો પુત્ર” છે.

Υἱὸν Θεοῦ

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 19:10

ἐμοὶ οὐ λαλεῖς

આ નોંધ એક પ્રશ્નના રૂપમાં દેખાય છે. અહીં પિલાત આશ્ચર્ય વ્યક્ત કરે છે કે ઈસુ આ તકનો ઉપયોગ કરીને પોતાનો બચાવ કરતા નથી. વૈકલ્પિક અનુવાદ: ""હું માની શકતો નથી કે તું મને જવાબ આપવાની ના પાડે છે!"" અથવા ""મને જવાબ આપો!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

οὐκ οἶδας ὅτι ἐξουσίαν ἔχω ἀπολῦσαί σε, καὶ ἐξουσίαν ἔχω σταυρῶσαί σε

આ નોંધ ભાર ઉમેરવા માટેના પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તારે જાણવું જોઈએ કે હું તને છૂટો કરી શકું છું અથવા મારા સૈનિકોને હુક્મ કરી શકું છું કે તે તને વધસ્તંભ ચડાવે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἐξουσίαν

અહીં ""અધિકાર"" એ ઉપનામ છે જે કંઈક કરવાની ક્ષમતા અથવા કંઈક થવાનું કારણને દર્શાવે છે. (જુઓ: ઉપનામ)

John 19:11

οὐκ εἶχες ἐξουσίαν κατ’ ἐμοῦ οὐδεμίαν, εἰ μὴ ἦν δεδομένον σοι ἄνωθεν

તમે આ બમણા નકારાત્મકનું સકારાત્મક અને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તું મારી વિરુદ્ધ કાર્યવાહી ફ્કત એટલા માટે કરી શકે છે કારણકે ઈશ્વરે તને એ સોંપ્યુ છે"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἄνωθεν

આ સન્માનીય રીત છે ઈશ્વરને દર્શાવવા માટે.

παραδούς μέ

અહીં આ શબ્દસમૂહનો અર્થ થાય છે કે શત્રુના હાથમાં સોંપી દેવું.

John 19:12

ἐκ τούτου

અહીં ""આ જવાબ"" ઈસુના જવાબનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે પિલાતે ઈસુનો જવાબ સાંભળ્યો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ὁ Πειλᾶτος ἐζήτει ἀπολῦσαι αὐτόν

મૂળ પ્રતોમાં ""કોશિશ"" શબ્દ દર્શાવે છે કે પિલાતે ઈસુને છોડી દેવા ""ભારે"" અથવા ""વારંવાર"" પ્રયત્ન કર્યા. વૈકલ્પિક અનુવાદ: ""તેણે ઈસુને છોડી દેવા સખત પ્રયત્ન કર્યો"" અથવા ""તેણે ઈસુને છૂટા કરવા માટે વારંવાર પ્રયાસ કર્યો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

οἱ δὲ Ἰουδαῖοι ἐκραύγασαν

અહીં ""યહૂદીઓ"" એ અલંકાર છે જે ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનોનો ઉલ્લેખ કરે છે. મૂળ પ્રતોમાં , ""બૂમ પાડી"" એ સૂચવે છે કે તેઓએ બૂમ પાડી અથવા વારંવાર બૂમ પાડી. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ યહૂદી આગેવાનો બૂમો પાડતા રહ્યા"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

οὐκ εἶ φίλος τοῦ Καίσαρος

તમે કૈસરનો વિરોધ કરો છો અથવા “તમે સામ્રાજ્યનો વિરોધ કરો છો”

βασιλέα ἑαυτὸν ποιῶν

દાવો કરે છે કે હું રાજા છું

John 19:13

ἤγαγεν ἔξω τὸν Ἰησοῦν

અહીં ""તે"" પિલાતનો ઉલ્લેખ કરે છે અને ""પિલાતે સૈનિકોને આદેશ આપ્યો."" વૈકલ્પિક અનુવાદ: ""તેણે ઈસુને બહાર લાવવા સૈનિકોને આદેશ આપ્યો"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

ἐκάθισεν

પિલાત જેવા અગત્યના લોકો તેમની નિયમસરની ફરજ પૂરી કરવા સારુ બેઠા અને અન્ય લોકો જેઓ સામાન્ય હતા તેઓ ઊભા રહ્યા.

ἐπὶ βήματος

આ ખાસ ખુરશી છે જેમાં પિલાત જેવા મહત્વપૂર્ણ વ્યક્તિ બેઠા હતા જ્યારે તે સત્તાવાર ન્યાય આપતો હતો. જો તમારી ભાષામાં આ ક્રિયાને વર્ણવવાની વિશેષ રીત છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો.

εἰς τόπον λεγόμενον Λιθόστρωτον…δὲ

આ એક ખાસ પથ્થરનો મંચ છે જ્યાં ફક્ત મહત્વપૂર્ણ લોકોને જ જવાની મંજૂરી આપવામાં આવી હતી. તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""એવી જગ્યા જેને લોકો ફરસબંદી કહે છે, પરંતુ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Ἑβραϊστὶ

ઇઝરાએલીઓ જે ભાષાનો ઉપયોગ કરે છે તેનો ઉલ્લેખ છે.

John 19:14

થોડો સમય પસાર થઈ ગયો અને હવે છઠ્ઠો પહોર છે, કેમકે પિલાતે તેના સૈનિકોને ઈસુને વધસ્તંભ પર ચડાવવાનો આદેશ આપ્યો.

δὲ

આ શબ્દ વાતમાં વિરામ દર્શાવે છે જેથી યોહાન આગામી પાસ્ખાપર્વ અને દિવસના સમય વિષે માહિતી આપી શકે. (જુઓ: પૂર્વભૂમિકા)

ὥρα…ἕκτη

બપોરના સમયે

λέγει τοῖς Ἰουδαίοις

અહીં ""યહૂદીઓ"" એ અલંકાર છે જે ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પિલાતે યહૂદી આગેવાનોને કહ્યું"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

John 19:15

τὸν βασιλέα ὑμῶν σταυρώσω

અહીં ""હું"" એ એક અલંકાર છે જે પિલાતના સૈનિકોનો ઉલ્લેખ કરે છે જે ખરેખર ઇસુને વધસ્તંભને જડવાના હતા. વૈકલ્પિક અનુવાદ: ""શું તમે ખરેખર મારા સૈનિકોને એમ કહેવા માંગો છો કે તેઓ તમારા રાજાને વધસ્તંભે ચડાવી દે?"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

John 19:16

τότε…παρέδωκεν αὐτὸν αὐτοῖς, ἵνα σταυρωθῇ

અહીં પિલાત તેના સૈનિકોને ઈસુને વધસ્તંભ પર ચડાવવાનો હુકમ આપે છે. તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ:""તેથી પિલાતે તેના સૈનિકોને ઈસુને વધસ્તંભ પર ચડાવવાનો આદેશ આપ્યો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 19:17

εἰς τὸν λεγόμενον, Κρανίου Τόπον

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તે સ્થાન પર કે જેને લોકો 'ખોપરીનું સ્થળ કહે છે,""(જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὃ λέγεται Ἑβραϊστὶ, Γολγοθᾶ

હિબ્રુ ઇઝરાએલના લોકોની ભાષા છે. તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જેને હિબ્રૂમાં તેઓ 'ગુલગુથા' કહે છે.

John 19:18

μετ’ αὐτοῦ ἄλλους δύο

આ એક શબ્દલોપ છે. ગર્ભિત શબ્દો ઉમેરીને તમે આ અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ બીજા બે ગુનેગારોને પણ તેમના વધસ્તંભ પર ચડાવી દીધા"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

John 19:19

ἔγραψεν…καὶ τίτλον ὁ Πειλᾶτος, καὶ ἔθηκεν ἐπὶ τοῦ σταυροῦ

અહીં ""પિલાત"" એ તે વ્યક્તિ માટેનો અલંકાર છે જેણે લેખ પર લખ્યું હતું. અહીં ""વધસ્તંભ પર""એ ઈસુના વધસ્તંભને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ""પિલાતે પણ કોઈકને તે લેખ લખવા અને તેને ઈસુના વધસ્તંભ સાથે જોડવાનો આદેશ આપ્યો હતો"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

ἦν…γεγραμμένον, Ἰησοῦς ὁ Ναζωραῖος, ὁ Βασιλεὺς τῶν Ἰουδαίων.

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તેથી તે વ્યક્તિએ આ શબ્દો લખ્યા: ઈસુ નાઝારી, યહૂદીઓનો રાજા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 19:20

ὁ τόπος…ὅπου ἐσταυρώθη ὁ Ἰησοῦς

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તે જગ્યા જ્યાં સૈનિકોએ ઈસુને વધસ્તંભે જડ્યા હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

καὶ ἦν γεγραμμένον Ἑβραϊστί, Ῥωμαϊστί, Ἑλληνιστί

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જેણે લેખ તૈયાર કર્યો હતો તેણે 3 ભાષાઓમાં શબ્દો લખ્યા: હિબ્રૂ, લેટિન અને ગ્રીક"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Ῥωμαϊστί

આ રોમન સરકારની ભાષા હતી.

John 19:21

ἔλεγον οὖν τῷ Πειλάτῳ οἱ ἀρχιερεῖς τῶν Ἰουδαίων

મુખ્ય યાજકઓએ લેખ પરના શબ્દો વિષે તેમનો વિરોધ દર્શાવવા સારુ પિલાતના મુખ્ય મથકે પાછા જવું પડ્યું. વૈકલ્પિક અનુવાદ: ""મુખ્ય યાજ્કો પિલાત પાસે પાછા ગયા અને કહ્યું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 19:22

ὃ γέγραφα, γέγραφα

પિલાત સૂચવે છે કે તે લેખ પરના શબ્દોને બદલશે નહિ. વૈકલ્પિક અનુવાદ: ""હું જે ચાહતો હતો તે મેં લખ્યું છે, અને હું તેને બદલીશ નહિ"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 19:23

કલમ 24 ના અંતે મુખ્ય વાતમાં વિરામ છે કારણ કે યોહાન આપણને કહે છે કે આ ઘટના દ્વારા શાસ્ત્ર કેવી રીતે પરિપૂર્ણ થાય છે. (જુઓ: પૂર્વભૂમિકા)

καὶ τὸν χιτῶνα

અને તેઓએ તેનો ઝભ્ભો પણ લીધો. સૈનિકોએ ઝભ્ભો અલગ રાખ્યો અને તેને વહેંચ્યો નહિ. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ તેનો ઝભ્ભો અલગ રાખ્યો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 19:24

λάχωμεν περὶ αὐτοῦ, τίνος ἔσται

સૈનિકોએ રમત કરીકે જે જીતે તેને ઝભ્ભો મળશે. વૈકલ્પિક અનુવાદ: ""ચાલો આપણે ઝભ્ભા માટે ચિઠ્ઠીઓ નાખીએ અને જે જીતે તેને તે મળે."" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἵνα ἡ Γραφὴ πληρωθῇ ἡ λέγουσα

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "" આનાથી શાસ્ત્રવચન પૂર્ણ થાય છે જે કહે છે કે "" અથવા ""આ એટલા માટે થયુંકે જેથી શાસ્ત્રવચન પરિપૂર્ણ થાય જે આવું કહે છે

λάχωμεν

આ રીતે સૈનિકોએ ઈસુના વસ્ત્રોને અંદરોઅંદર વહેંચી લીધા. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ ચિઠ્ઠીઓ નાખી

John 19:26

τὸν μαθητὴν…ὃν ἠγάπα

આ યોહાન છે, આ સુવાર્તાનો લેખક.

γύναι, ἰδοὺ, ὁ υἱός σου

અહીં ""પુત્ર"" શબ્દ એ રૂપક છે. ઈસુ ઇચ્છે છે કે તેનો શિષ્ય યોહાન તેની માતાનો પુત્ર થાય. વૈકલ્પિક અનુવાદ: ""સ્ત્રી, આ માણસ તારા પુત્રની જેમ તારી સાથે વર્તન કરશે.” (જુઓ: રૂપક)

John 19:27

ἴδε, ἡ μήτηρ σου

અહીં ""માતા"" શબ્દ એ રૂપક છે. ઈસુ ઇચ્છે છે કે તેમની માતા તેમના શિષ્ય યોહાનની પાસે માતાની જેમ રહે. વૈકલ્પિક અનુવાદ: ""આ સ્ત્રીને તારી પોતાની માં જાણ."" (જુઓ: રૂપક)

ἀπ’ ἐκείνης τῆς ὥρας

તે જ ઘડીથી

John 19:28

εἰδὼς…ὅτι ἤδη πάντα τετέλεσται

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તે જાણતા હતા કે ઈશ્વરે તેમને જે કાર્યો કરવા મોકલ્યા હતા તે સઘળા તેમણે પરિપૂર્ણ કર્યા છે. "" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 19:29

σκεῦος ἔκειτο ὄξους μεστόν

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""કોઈકે ત્યાં સરકો ભરેલું વાસણ મુક્યું હતું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὄξους

કડવો દ્રાક્ષારસ

περιθέντες

અહીં “તેઓ” એ રોમન ચોકીદારોનો ઉલ્લેખ કરે છે

σπόγγον

નાની ચીજ કે જે પ્રવાહીને સોસી લે છે.

ὑσσώπῳ περιθέντες

છૉડની લાકડી પર જેને ઝુફા કહે છે.

John 19:30

κλίνας τὴν κεφαλὴν, παρέδωκεν τὸ πνεῦμα

યોહાન અહીં સૂચવે છે કે ઈસુએ તેમનો આત્મા ઈશ્વરને સોંપ્યો. વૈકલ્પિક અનુવાદ: ""તેણે માથું નમાવ્યું અને ઈશ્વરને પોતાનો આત્મા સોંપ્યો"" અથવા ""તે માથું નમાવીને મૃત્યુ પામ્યો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 19:31

οἱ…Ἰουδαῖοι

અહીં ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનો માટે ""યહૂદીઓ"" એ એ અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનો"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

παρασκευὴ

આ પાસ્ખાપર્વ પહેલાનો સમય છે જ્યારે લોકો પાસ્ખા પર્વનું પાસ્ખા-ભોજન તૈયાર કરે છે.

ἵνα κατεαγῶσιν αὐτῶν τὰ σκέλη, καὶ ἀρθῶσιν

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""વધસ્તંભે જડેલા માણસોના પગ તોડવા અને તેમના મૃતદેહોને વધસ્તંભ પરથી નીચે ઉતારવા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 19:32

τοῦ συνσταυρωθέντος αὐτῷ

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જેને તેઓએ ઈસુની નજીક વધસ્તંભે જડ્યો હતો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 19:35

ὁ ἑωρακὼς

આ વાક્ય વાર્તાની પૃષ્ઠભૂમિ આપે છે. યોહાન વાચકોને જણાવી રહયો છે કે તે ત્યાં હતો અને તેમણે જે લખ્યું છે તેના પર આપણે વિશ્વાસ કરી શકીએ છીએ. (જુઓ: પૂર્વભૂમિકા)

μεμαρτύρηκεν, καὶ ἀληθινὴ αὐτοῦ ἐστιν ἡ μαρτυρία

સાક્ષી આપવી"" એટલે કોઈ વ્યક્તિએ પોતાની આંખોથી જે જે જોયું છે તે વિષે જુબાની આપવી. વૈકલ્પિક અનુવાદ: ""તેણે જે સત્ય જોયું છે તે વિષે કહ્યું છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἵνα καὶ ὑμεῖς πιστεύητε

અહીં ""વિશ્વાસ"" નો અર્થ પોતાનો વિશ્વાસ ઈસુ પર મૂકવો. વૈકલ્પિક અનુવાદ: ""જેથી તમે પણ ઈસુ પર તમારો વિશ્વાસ મૂકો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 19:36

આ કલમમાં મુખ્ય વાર્તામાંથી વિરામ છે કારણ કે યોહાન આપણને જણાવે છે કે કેવી રીતે આ ઘટનાઓએ શાસ્ત્રવચનને સત્ય ઠરાવ્યું છે. (જુઓ: પૂર્વભૂમિકા)

ἵνα ἡ Γραφὴ πληρωθῇ

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "" એ શાસ્ત્રવચન પૂર્ણ થાય માટે."" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὀστοῦν οὐ συντριβήσεται αὐτοῦ

આ ગીતશાસ્ત્ર 34 માંથી લેવામાં આવ્યું છે. તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તેનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહિ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 19:37

ὄψονται εἰς ὃν ἐξεκέντησαν

ઝખાર્યા 12 માંથી આ વચન લેવામાં આવ્યું છે.

John 19:38

Ἰωσὴφ ὁ ἀπὸ Ἁριμαθαίας

અરિમથાઈ એક નાનકડું શહેર હતું. વૈકલ્પિક અનુવાદ: "" અરિમથાઈનો યૂસફ "" (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

διὰ τὸν φόβον τῶν Ἰουδαίων

અહીં ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનો માટે ""યહૂદીઓ"" એ એ અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનોની બીકને લીધે"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

ἵνα ἄρῃ τὸ σῶμα τοῦ Ἰησοῦ

યોહાન સૂચવે છે કે અરિમથાઈનો યૂસફ ઈસુના શબને દફનાવવા માંગે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુના મૃતદેહને વધસ્તંભ પરથી નીચે ઉતારીને દફનાવવા સારુ લઈ જવા માટે પરવાનગી "" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 19:39

Νικόδημος

નિકોદેમસએ ફરોશીઓમાંનો એક હતો, જેણે ઈસુમાં વિશ્વાસ કર્યો હતો. તમે આ નામનું અનુવાદ યોહાન 3:1 માં શું કર્યું છે તે જુઓ.

σμύρνης καὶ ἀλόης

લોકો આ સુગંધી પદાર્થો લગાડીને શરીરને દફન માટે તૈયાર કરે છે.

ὡς λίτρας ἑκατόν

તમે તેને આધુનિક માપમાં રૂપાંતરિત અનુવાદ કરી શકો છો. એક ""લીટ્રા"" એક કિલોગ્રામના ત્રીજા ભાગની હોય છે. વૈકલ્પિક અનુવાદ: ""લગભગ 33 કિલોગ્રામ વજન"" અથવા ""આશરે તેત્રીસ કિલોગ્રામ વજન"" (જુઓ: બાઈબલમાં લિખિત વજનનાં માપ)

ἑκατόν

100 (જુઓ: સંખ્યાઓ)

John 19:41

ἦν δὲ ἐν τῷ τόπῳ ὅπου ἐσταυρώθη κῆπος, καὶ ἐν τῷ κήπῳ μνημεῖον καινόν, ἐν ᾧ οὐδέπω οὐδεὶς ἦν τεθειμένος

અહીં યોહાન કબરના સ્થળ કે જ્યાં તેઓ ઈસુને દફનાવવાના હતા તે વિષેની પૂર્વભૂમિકા પૂરી પાડવા માટે વાતમાં વિરામ રજૂ કરે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

ἦν δὲ ἐν τῷ τόπῳ ὅπου ἐσταυρώθη κῆπος

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""હવે જ્યાં તેઓએ ઈસુને વધસ્તંભે જડ્યા હતા ત્યાં એક વાડી હતી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐν ᾧ οὐδέπω οὐδεὶς ἦν τεθειμένος

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""એ કબર જેમાં લોકોએ કોઈનેપણ દફનાવ્યો ન હતો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 19:42

διὰ τὴν παρασκευὴν τῶν Ἰουδαίων

યહૂદી નિયમ મુજબ, શુક્રવારે સૂર્યાસ્ત પછી કામ કવાની મનાઇ હતી. તે વિશ્રામવાર અને પાસ્ખાપર્વની શરૂઆત હતી. વૈકલ્પિક અનુવાદ: ""તે સાંજે લગભગ પાસ્ખાપર્વ શરૂ થવાની તૈયારી હતી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 20

યોહાન 20 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

કબર

જે કબરમાં ઈસુને દફનાવવામાં આવ્યા હતા (યોહાન 20:1) જેમાં શ્રીમંત યહૂદી પરિવારો તેમના મૂએલાઓને દફનાવતા હતા. તે એક ખડકમાં તૈયાર કરેલ ઑરડૉ હતો. તેની એક બાજુ સપાટ હતી જેની પર તેઓ શરીરને, તેલ અને અત્તર લગાવીને કપડામાં લપેટ્યા પછી મૂકતા. પછી તેઓ કબરની આગળ એક મોટો પથ્થર મૂકતા જેથી કોઈ અંદર જોઈ શકે નહિ કે પ્રવેશી શકે નહિ.

""પવિત્ર આત્મા પ્રાપ્ત કરો""

જો તમારી ભાષામાં ""શ્વાસ લેવો"" અને ""આત્મા"" માટે સમાન શબ્દનો ઉપયોગ થતો હોય તો, ખાતરી કરો કે વાચક સમજે કે ઈસુ શ્વાસ દ્વારા પ્રતીકાત્મક ક્રિયા કરી રહયા હતા, અને શિષ્યોએ જે મેળવ્યો તે ઈસુનો શ્વાસ નહિ પણ પવિત્ર આત્મા હતો. (જુઓ: સાંકેતિક પગલું અને પવિત્ર આત્મા, ઈશ્વરના આત્મા, પ્રભુના આત્મા, આત્મા)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

રાબ્બી

યોહાને ગ્રીક અક્ષરોનો ઉપયોગ શબ્દના અવાજને વર્ણવવા માટે કર્યો, અને પછી તેણે સમજાવ્યું કે તેનો અર્થ ""શિક્ષક"" થાય છે. તમારી ભાષાના અક્ષરોનો ઉપયોગ કરીને તમે પણ આવું જ કરો.

ઈસુનું પુનરુત્થાન પામેલું શરીર

કોઈ જાણતું નથી કે ઈસુના પુનરુત્થાન પછી ઈસુનું શરીર કેવું હતું. તેમના શિષ્યો જાણતા હતા કે તે ઈસુ છે કારણ કે તેઓ તેમનો ચહેરો જોઈ શકતા હતા અને જ્યાં સૈનિકોએ તેના હાથ અને પગમાં ખીલા માર્યા હતા ત્યાં સ્પર્શ કરી શકતા હતા, પણ તે પણ નક્કર દિવાલો અને દરવાજામાંથી પસાર થઈ શકતા હતા. યુએલટી શું કહે છે તેના કરતા વધુ કહેવાનો પ્રયાસ ન કરવો તે શ્રેષ્ઠ છે.

ઊજળા વસ્ત્રો વાળા બે દૂતો

માથ્થી, માર્ક, લૂક અને યોહાન સર્વએ ઊજળા વસ્ત્રો પહેરેલા દૂતો જેઓ સ્ત્રીઓ સાથે ઈસુની કબર પર હતા તેના વિષે લખ્યું છે. બે લેખકોએ તેમને પુરુષો કહ્યા, પરંતુ તે એટલા માટે કે દૂતો માનવ સ્વરૂપમાં હતા. બે લેખકોએ લગભગ બે દૂતો વિષે લખ્યું. બે લેખકોએ બે દૂતો વિશે લખ્યું પરંતુ અન્ય બે લેખકોમાંથી ફક્ત એક જ લેખકે લખ્યું. બધાજ ફકરાઓ એકસરખીજ વાત કહે છે એવું દર્શાવવાનો પ્રયત્ન કર્યા વિના આ પ્રત્યેક ફકરાઓ યુએલટીમાં દેખાય છે તેમજ અનુવાદ કરવું શ્રેષ્ઠ છે. (જુઓ: [માથ્થી 28:1-2] (../../mat/28/01.md)) અને [માર્ક 16:5] (../../mrk/16/05.md) અને લૂક 24:4 અને [યોહાન 20:12] (../../jhn/20/12.md)

John 20:1

ઈસુને દફનાવ્યા પછીના ત્રીજા દિવસે.

μιᾷ τῶν σαββάτων

રવિવાર

βλέπει τὸν λίθον ἠρμένον

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તેણે જોયું કે કોઈએ પથ્થર હટાવી દીધો હતો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 20:2

μαθητὴν ὃν ἐφίλει ὁ Ἰησοῦς

આ વાક્ય તે જ રીતે દેખાય છે જે રીતે યોહાન પોતાને આખા પુસ્તકમાં દર્શાવે છે. અહીં ""પ્રેમ"" શબ્દ ભાઈ-ભાઈ વચ્ચેના પ્રેમને અથવા મિત્ર અથવા પરિવાર પ્રત્યેનો પ્રેમ છે.

ἦραν τὸν Κύριον ἐκ τοῦ μνημείου

મરિયમ માગ્દાલેણ વિચારે છે કે કોઈ પ્રભુનું શરીર ચોરી ગયું છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈ પ્રભુનું શરીર કબરમાંથી બહાર કાઢીને લઈ ગયું છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 20:3

ὁ ἄλλος μαθητής

અહીં પોતાનું નામ દર્શાવવાને બદલે ""બીજા શિષ્ય"" તરીકે પોતાનો ઉલ્લેખ કરીને યોહાન દેખીતી રીતે પોતાની નમ્રતા દર્શાવે છે.

ἐξῆλθεν

યોહાન સૂચવે છે કે આ શિષ્યો કબરે જતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""કબર તરફ દોડ્યા "" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 20:5

ὀθόνια

આ દફનના કપડા હતા જેનો ઉપયોગ લોકોએ ઈસુના શરીરને લપેટવા માટે કર્યો હતો.

John 20:6

ὀθόνια

આ દફનના કપડા હતા જેનો ઉપયોગ લોકોએ ઈસુના શરીરને લપેટવા માટે કર્યો હતો.. તમે યોહાન 20: 5 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

John 20:7

σουδάριον, ὃ ἦν ἐπὶ τῆς κεφαλῆς αὐτοῦ

અહીં ""તેના માથા"" ""ઈસુના માથા"" નો ઉલ્લેખ કરે છે. તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""કાપડ કે જેનો ઉપયોગ કોઈએ ઈસુના માથા પર વીટાળ્યૉ હતો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἀλλὰ χωρὶς ἐντετυλιγμένον εἰς ἕνα τόπον

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ કોઈએ તેને વાળીને એક બાજુ મૂકી દીધું હતું, શણના કપડાથી અલગ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 20:8

ὁ ἄλλος μαθητὴς

અહીં પોતાનું નામ દર્શાવવાને બદલે ""બીજા શિષ્ય"" તરીકે પોતાનો ઉલ્લેખ કરીને યોહાન દેખીતી રીતે પોતાની નમ્રતા દર્શાવે છે.

εἶδεν καὶ ἐπίστευσεν

જ્યારે તેણે જોયું કે કબર ખાલી છે, ત્યારે તેણે વિશ્વાસ કર્યો કે ઈસુ મૃત્યુમાંથી ઊઠયા છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણે આ વસ્તુઓ જોઈ અને વિશ્વાસ કરવા લાગ્યોકે ઈસુ મૃત્યુમાંથી સજીવન થયા છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 20:9

οὐδέπω…ᾔδεισαν τὴν Γραφὴν

અહીં ""તેઓ"" શબ્દ એ શિષ્યોનો ઉલ્લેખ કરે છે જેઓ શાસ્ત્રને સમજી શક્યા નહિ જેમાં જણાવવામાં આવ્યુ હતું કે ઈસુ પુનરુત્થાન પામશે. વૈકલ્પિક અનુવાદ: ""શિષ્યો હજી પણ શાસ્ત્ર સમજી શક્યા નહિ "" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἀναστῆναι

ફરીથી સજીવન થવુ

ἐκ νεκρῶν

મૃત્યુ પામેલા સર્વ લોકોમાંથી. આ અભિવ્યક્તિ સર્વ મૃત્યુ પામેલા લોકો જેઓ ભૂમિ નીચે(દટાયેલા)છે તેઓનું એક સાથે વર્ણન કરે છે.

John 20:10

ἀπῆλθον…πάλιν πρὸς αὑτοὺς

શિષ્યો યરૂશાલેમમાં રહ્યા. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ યરૂશાલેમમાં જ્યાં રહેતા હતા ત્યાં પાછા ગયા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 20:12

θεωρεῖ δύο ἀγγέλους ἐν λευκοῖς

દૂતોએ ઊજળા વસ્ત્રો પહેર્યા હતા. વૈકલ્પિક અનુવાદ: ""તેણે શ્વેત વસ્ત્રો પહેરેલા બે દૂતો જોયા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 20:13

λέγουσιν αὐτῇ ἐκεῖνοι

તેઓએ તેને પૂછ્યું

ὅτι ἦραν τὸν Κύριόν μου

કારણ કે તેઓ મારા પ્રભુને લઈ ગયા છે

οὐκ οἶδα ποῦ ἔθηκαν αὐτόν

તેઓએ તેમને ક્યાં મૂક્યો છે તે હું જાણતી નથી

John 20:15

λέγει αὐτῇ Ἰησοῦς

ઈસુએ તેને પૂછ્યું

κύριε, εἰ σὺ ἐβάστασας αὐτόν

અહીં ""તેને"" શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જો તમે ઈસુનું શરીર લઈ ગયા હો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

εἰπέ μοι ποῦ ἔθηκας αὐτόν

મને કહો કે તમે તેને ક્યાં મૂક્યો છે

κἀγὼ αὐτὸν ἀρῶ

મરિયમ મગ્દાલેણ ઈસુના શરીરને લઇને તેને ફરીથી દફનાવવા માંગે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું શરીરને લઇ જઇશ અને ફરીથી તેમને દફનાવીશ"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 20:16

Ραββουνεί

રાબ્બોની"" શબ્દ નો અર્થ રાબ્બી અથવા અરામિકમાં ગુરુ થાય છે, જે ભાષા ઈસુ અને તેના શિષ્યો બોલતા હતા.

John 20:17

τοὺς ἀδελφούς

ઈસુ પોતાના શિષ્યોનો ઉલ્લેખ કરવા માટે ""ભાઈઓ"" શબ્દનો ઉપયોગ કર્યો.

ἀναβαίνω πρὸς τὸν Πατέρα μου, καὶ Πατέρα ὑμῶν, καὶ Θεόν μου, καὶ Θεὸν ὑμῶν

ઈસુ મૃત્યુમાંથી સજીવન થયા અને પછી તેમણે આગાહી કરી કે તે સ્વર્ગમાં તેમના પિતા, જે ઈશ્વર છે તેમની પાસે પાછા જશે. વૈકલ્પિક અનુવાદ: ""હું મારા પિતા અને તમારા પિતા પાસે સ્વર્ગમાં પાછો જઇશ, જે મારા ઈશ્વર અને તમારા ઈશ્વર છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

τὸν Πατέρα μου, καὶ Πατέρα ὑμῶν

આ મહત્વપૂર્ણ શીર્ષકો છે જે ઈસુ અને ઈશ્વર તથા વિશ્વાસીઓ અને ઈશ્વર વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 20:18

ἔρχεται Μαριὰμ ἡ Μαγδαληνὴ ἀγγέλλουσα τοῖς μαθηταῖς

મરિયમ માગ્દાલેણે શિષ્યો રહેતા હતા ત્યાં જઈને તેણે જે જોયું તથા સાંભળ્યું તે કહ્યું. વૈકલ્પિક અનુવાદ: ""મરિયમ માગ્દાલેણ શિષ્યો હતા ત્યાં ગઈ અને તેઓને કહ્યું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 20:19

હવે સાંજ છે અને ઈસુ શિષ્યોની આગળ પ્રગટ થયા.

ἡμέρᾳ ἐκείνῃ τῇ μιᾷ σαββάτων

આ રવિવારનો ઉલ્લેખ કરે છે.

τῶν θυρῶν κεκλεισμένων ὅπου ἦσαν οἱ μαθηταὶ

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""શિષ્યોએ જ્યાં હતા ત્યાંના દ્વાર બંધ કરી દીધા હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

διὰ τὸν φόβον τῶν Ἰουδαίων

અહીં ""યહૂદીઓ"" એ યહૂદી આગેવાનો માટેનું અલંકાર છે જેઓ કદાચ શિષ્યોની ધરપકડ કરે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે તેઓને ડર હતો કે યહૂદી આગેવાનો તેમની ધરપકડ કરશે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

εἰρήνη ὑμῖν

આ એક સામાન્ય અભિવાદન છે જેનો અર્થ છે કે ""ઈશ્વર તમને શાંતિ આપે.

John 20:20

ἔδειξεν τὰς χεῖρας καὶ τὴν πλευρὰν αὐτοῖς

ઈસુએ શિષ્યોને પોતાના ઘા બતાવ્યા. વૈકલ્પિક અનુવાદ: ""તેમણે તેઓને પોતાના હાથના અને કૂખના ઘા બતાવ્યા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 20:21

εἰρήνη ὑμῖν

આ એક સામાન્ય અભિવાદન છે જેનો અર્થ છે કે ""ઈશ્વર તમને શાંતિ આપે.

Πατήρ

આ ઈશ્વર માટેનું મહત્વનું શીર્ષક છે. (જુઓ :પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

John 20:23

ἀφέωνται αὐτοῖς

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેમને માફ કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἄν τινων κρατῆτε

જો તમે બીજાના પાપોને માફ નહિ કરો તો

κεκράτηνται

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેમને માફ કરશે નહિ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 20:24

Δίδυμος

આ એક પુરુષનું નામ છે જેનો અર્થ છે ""જોડિયા."" તમે યોહાન 11:15 માં આ નામનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

John 20:25

ἔλεγον…αὐτῷ οἱ…μαθηταί

તેને"" શબ્દ થોમાનો ઉલ્લેખ કરે છે.

ἐὰν μὴ ἴδω ἐν ταῖς χερσὶν αὐτοῦ τὸν τύπον τῶν ἥλων, καὶ βάλω τὸν δάκτυλόν μου εἰς τὸν τύπον τῶν ἥλων, καὶ βάλω μου τὴν χεῖρα εἰς τὴν πλευρὰν αὐτοῦ, οὐ μὴ πιστεύσω

તમે આ બમણા નકારાત્મકનું હકારાત્મક રૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""હું..જોઇને જ વિશ્વાસ કરીશ ... તેમની બાજુ"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

ἐν ταῖς χερσὶν αὐτοῦ…εἰς τὴν πλευρὰν αὐτοῦ

તેમનો"" શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે.

John 20:26

οἱ μαθηταὶ αὐτοῦ

તેમનો"" શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે.

τῶν θυρῶν κεκλεισμένων

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તેઓએ બારણા બંધ કર્યા ત્યારે "" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

εἰρήνη ὑμῖν

આ એક સામાન્ય અભિવાદન છે જેનો અર્થ છે કે ""ઈશ્વર તમને શાંતિ આપે.

John 20:27

μὴ γίνου ἄπιστος, ἀλλὰ πιστός

હવે પછીના શબ્દો “ વિશ્વાસ કર” પર ભાર મૂકવા માટે ઈસુએ બમણાં નકારાત્મક શબ્દો ""અવિશ્વાસી ન રહે"" નો ઉપયોગ કર્યો. "" જો તમારી ભાષા બમણી નકારાત્મકતાને મંજૂરી આપતી નથી અથવા વાચક સમજી શકે નહિ કે ઈસુ હવે પછીના શબ્દો પર ભાર મૂકે છે, તો તમે આ શબ્દોને અનુવાદ કર્યા વગર છોડી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "" તારે માટે આ કરવું સૌથી અગત્યનું છે : તારે વિશ્વાસ કરવો જ જોઈએ"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

πιστός

અહીં ""વિશ્વાસ કરો"" નો અર્થ છે ઈસુ પર વિશ્વાસ કરવો. વૈકલ્પિક અનુવાદ: ""મારા પર વિશ્વાસ કર"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 20:29

πεπίστευκας

થોમા વિશ્વાસ કરે છે કે ઈસુ જીવંત છે કારણ કે તેણે તેને જોયો છે. વૈકલ્પિક અનુવાદ: "" તેં વિશ્વાસ કર્યો છે કે હું જીવિત છું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

μακάριοι οἱ

આનો અર્થ છે કે ""ઈશ્વર તેઓને મહા શાંતિ આપે છે.

μὴ ἰδόντες

આનો અર્થ એ છે કે જેઓએ ઈસુને જોયા નથી. વૈકલ્પિક અનુવાદ: ""જેઓએ મને સજીવન થયેલો જોયો નથી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 20:30

વાર્તા તેના અંત ભાગમાં છે તેથી લેખક ઈસુએ કરેલા ઘણાં ચમત્કારો વિષે લખે છે. (જુઓ: વાર્તાની સમાપ્તિ)

σημεῖα

ચિન્હો"" શબ્દ એ ચમત્કારોનો ઉલ્લેખ કરે છે જે બતાવે છે કે ઈશ્વર સર્વશક્તિમાન છે જેનો આ જગત પર સંપૂર્ણ અધિકાર છે.

ἃ οὐκ ἔστιν γεγραμμένα ἐν τῷ βιβλίῳ τούτῳ

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઘણાં ચમત્કારો લેખકે આ પુસ્તકમાં લખ્યા નથી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

John 20:31

ταῦτα δὲ γέγραπται

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ લેખકે આ ચમત્કારો વિષે લખ્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Υἱὸς τοῦ Θεοῦ

ઈસુ માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

ζωὴν…ἐν τῷ ὀνόματι αὐτοῦ

અહીં ""જીવન"" એક ઉપનામ છે જેનો અર્થ છે કે ઈસુ જીવન આપે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુને લીધે જ તમને જીવન છે"" (જુઓ: ઉપનામ)

ζωὴν

આ આત્મિક જીવનનો ઉલ્લેખ કરે છે.

John 21

યોહાન 21 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

ઘેટાંનું રૂપક

ઈસુ મૃત્યુ પામ્યા તે પહેલાં, તેમણે પોતા વિશે કહ્યુંકે જેમ ઉત્તમ ઘેટાપાળક પોતાના ઘેટાંની કાળજી લે છે તેમ મેં પોતાના લોકની કાળજી લીધી છે. (યોહાન 10:11). ફરીથી સજીવન થયા બાદ, તેમણે પિતરને કહ્યું કે ઈસુના ઘેટાંની સંભાળ રાખનાર પિતર જ હશે. (જુઓ: રૂપક)

John 21:1

ઈસુએ ફરીથી તિબેરીયાસ સમુદ્ર પાસે શિષ્યોને દર્શન દીધું. કલમ 2-૩ જણાવે છે કે ઈસુએ દર્શન આપ્યું પહેલા શું બન્યું. (જુઓ: પૂર્વભૂમિકા)

μετὰ ταῦτα

થોડા સમય પછી

John 21:2

ὁμοῦ…Θωμᾶς ὁ λεγόμενος Δίδυμος

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""થોમા કે જેને આપણે દિદુમસ કહીએ છીએ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Δίδυμος

આ એક પુરુષનું નામ છે જેનો અર્થ છે ""જોડિયા."" તમે યોહાન 11:15 માં આ નામનું અનુવાદ કેવી રીતે થાય છે તે જુઓ. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

John 21:5

παιδία

આ પ્રિયતમ શબ્દ છે જેનો અર્થ છે ""મારા પ્રિય મિત્રો.

John 21:6

εὑρήσετε

અહીં ""કેટલીક"" માછલીનો ઉલ્લેખ કર્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે તમારી જાળમાં થોડી માછલી પકડશો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

αὐτὸ ἑλκύσαι

માં જાળો નાખો

John 21:7

ἠγάπα

આ પ્રકારનો પ્રેમ ઈશ્વર તરફથી આવે છે અને તે પોતાનો લાભ હોતો નથી ત્યારે પણ બીજાના ભલા પર લક્ષ રાખે છે. આ પ્રકારનો પ્રેમ અન્ય લોકો માટે કાળજી લે છે, પછી ભલે તેઓ ગમે તે કરે.

τὸν ἐπενδύτην διεζώσατο

તેણે પોતાનો ડગલો પહેર્યો અથવા “તેણે પોતાનો ઝભ્ભો પહેર્યો ”

ἦν γὰρ γυμνός

આ પૂર્વભૂમિકા છે. પિતરે પોતાના અમુક વસ્ત્રો ઉતારી નાખ્યા હતા જેથી તે સરળતાથી કામ કરી શકે , પરંતુ હવે તે પ્રભુને સલામ કરવાનો હતો તેથી તે વધુ વસ્ત્રો પહેરવા માંગે છે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે તેણે તેના કેટલાક વસ્ત્રો ઉતારી નાખ્યા હતા"" (જુઓ: પૂર્વભૂમિકા)

ἔβαλεν ἑαυτὸν εἰς τὴν θάλασσαν

પિતર પાણીમાં કૂદી પડયૉ અને તરીને કાંઠે ગયો. વૈકલ્પિક અનુવાદ: ""સમુદ્રમાં કૂદકો લગાવ્યો અને કિનારા તરફ તરીને ગયો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἔβαλεν ἑαυτὸν

આ એક રૂઢીપ્રયોગ છે જેનૉ અર્થ છે પિતર ઝડપથી પાણીમાં કૂદી પડ્યો. (જુઓ: રૂઢિપ્રયોગ)

John 21:8

οὐ γὰρ ἦσαν μακρὰν ἀπὸ τῆς γῆς…ὡς ἀπὸ πηχῶν διακοσίων

આ પૂર્વભૂમિકા છે. (જુઓ: પૂર્વભૂમિકા)

πηχῶν διακοσίων

૯0 મીટર. 1 ક્યુબીક એટલે અડધા મીટર કરતા ઓછું. (જુઓ: બાઈબલમાં લિખિત અંતર)

John 21:11

ἀνέβη…Σίμων Πέτρος

અહીં ""પર ચઢ્યો"" એટલે સિમોન પિતર હોડી પર પાછો ચઢી ગયો. વૈકલ્પિક અનુવાદ: ""તેથી સિમોન પિતર હોડીમાં પાછો ચઢી ગયો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

εἵλκυσεν τὸ δίκτυον εἰς τὴν γῆν

જાળ કિનારે ખેંચી લાવ્યા

οὐκ ἐσχίσθη τὸ δίκτυον

તમે આને સક્રિયરૂપ તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જાળ ફાટી ગઈ નહિ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

μεστὸν ἰχθύων μεγάλων

એકસો ત્રેપન મોટી માછલીઓથી ભરાયેલી જાળ.ત્યાં 15૩ મોટી માછલીઓ હતી. (જુઓ: સંખ્યાઓ)

John 21:12

ἀριστήσατε

સવારનો નાસ્તો

John 21:14

τρίτον

તમે આ ક્રમાંક “ ત્રણ”ને “સમય નંબર ૩” તરીકે અનુવાદ કરી શકો છો.” (જુઓ: ક્રમવાચક સંખ્યાઓ)

John 21:15

ઈસુએ સિમોન પિતર સાથે વાત કરવાનું શરૂ કર્યું.

ἀγαπᾷς με

અહીં ""પ્રેમ"" એ ઈશ્વરના પ્રેમનો ઉલ્લેખ કરે છે, જે બીજાના ભલા પર લક્ષ કેન્દ્રિત કરે છે, પછી ભલેને પોતાનો લાભ ન થતો હોય.

σὺ οἶδας ὅτι φιλῶ σε

પિતર જવાબ આપે છે ત્યારે તે ""પ્રેમ"" શબ્દનો ઉપયોગ કરે છે જે મિત્ર અથવા કુટુંબના સભ્ય માટેનો અથવા ભાઈઓ વચ્ચેના પ્રેમનો ઉલ્લેખ કરે છે.

βόσκε τὰ ἀρνία μου

અહીં ""હલવાનો"" એક રૂપક છે, એ જેઓ ઈસુને પ્રેમ કરે છે અને તેને અનુસરે છે તે વ્યક્તિઓ માટે છે. વૈકલ્પિક અનુવાદ: ""મારા લોકોનું પોષણ કર "" (જુઓ: રૂપક)

John 21:16

ἀγαπᾷς με

અહીં ""પ્રેમ"" એ ઈશ્વરના પ્રેમનો ઉલ્લેખ કરે છે, જે બીજાના ભલા પર લક્ષ કેન્દ્રિત કરે છે, પછી ભલેને પોતાનો લાભ ન થતો હોય.

ποίμαινε τὰ πρόβατά μου

અહીં ""ઘેટાં"" તે ઈસુને પ્રેમ કરનાર અને અનુસરનાર લોકો માટેનું રૂપક છે જે વૈકલ્પિક અનુવાદ: """"મારા લોકોને સાચવ "" (જુઓ: રૂપક)

John 21:17

λέγει αὐτῷ τὸ τρίτον

તે"" સર્વનામ ઈસુનો ઉલ્લેખ કરે છે. અહીં ""ત્રીજી વખત"" નો અર્થ ""સમય નંબર 3"" છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુએ તેને ત્રીજી વખત કહ્યું"" (જુઓ: ક્રમવાચક સંખ્યાઓ)

φιλεῖς με

આ વખતે જ્યારે ઈસુ આ સવાલ પૂછે છે ત્યારે તે ""પ્રેમ"" શબ્દનો ઉપયોગ કરે છે જે મિત્ર અથવા કુટુંબના સભ્ય માટેનો પ્રેમ અથવા ભાઈઓ વચ્ચેના પ્રેમનો ઉલ્લેખ કરે છે.

βόσκε τὰ προβάτια μου

અહીં ""ઘેટાં"" તે ઈસુને પ્રેમ કરનાર અને અનુસરનાર લોકો માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""મારા લોકોને સાચવ "" (જુઓ: રૂપક)

John 21:18

ἀμὴν, ἀμὴν

તમે આનું અનુવાદ આ રીતે કર્યું હોવું જોઈએ યોહાન 1:51.

John 21:19

δὲ

યોહાન આ શબ્દનો ઉપયોગ કરીને બતાવે છે કે તે વાર્તા ચાલુ રાખતા પહેલા પૂર્વભૂમિકા આપે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

σημαίνων ποίῳ θανάτῳ δοξάσει τὸν Θεόν

અહીં યોહાન સૂચવે છે કે પિતર વધસ્તંભ પર મૃત્યુ પામશે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરનો મહિમા પ્રગટ કરવા માટે પિતર વધસ્તંભ પર મૃત્યુ પામશે તે સૂચવવા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἀκολούθει μοι

અહીં ""અનુસરો"" શબ્દનો અર્થ છે ""શિષ્ય બનવું."" વૈકલ્પિક અનુવાદ: ""મારી પાછળ ચાલતો રહે "" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 21:20

τὸν μαθητὴν ὃν ἠγάπα ὁ Ἰησοῦς

યોહાન તેના નામનો ઉલ્લેખ કર્યા વિના આખી સુવાર્તામાં આ રીતે પોતાનો ઉલ્લેખ કરે છે.

ἠγάπα

આ પ્રકારનો પ્રેમ ઈશ્વર તરફથી આવે છે અને તે પોતાનો લાભ હોતો નથી ત્યારે પણ બીજાના ભલા પર લક્ષ રાખે છે. આ પ્રકારનો પ્રેમ અન્ય લોકો માટે કાળજી લે છે, પછી ભલે તેઓ ગમે તે કરે.

ἐν τῷ δείπνῳ

આ છેલ્લા ભોજનને રજૂ કરે છે (યોહાન1૩).

John 21:21

τοῦτον…ἰδὼν, ὁ Πέτρος

અહી “તેને” શબ્દ “ઈસુ જે શિષ્ય પર પ્રેમ રાખતા હતા” તેનો ઉલ્લેખ કરે છે.

Κύριε, οὗτος δὲ τί

પિતર જાણવા માગે છે કે યોહાનનું શું થશે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ, આ માણસનું શું થશે?"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 21:22

λέγει αὐτῷ ὁ Ἰησοῦς

ઈસુએ પિતરને કહ્યું

ἐὰν αὐτὸν θέλω μένειν

અહી “તેને” એ “ઈસુ જે શિષ્યને પ્રેમ કરતા હતા” તેનો ઉલ્લેખ કરે છે.

ἔρχομαι

આ ઈસુના બીજા આગમનનો, તે સ્વર્ગમાંથી પૃથ્વી પર પાછા ફરશે તેનો ઉલ્લેખ કરે છે.

τί πρὸς σέ

હળવા ઠપકાને વ્યક્ત કરવા આ નોંધ પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""એ તારી ચિંતાનો વિષય નથી."" અથવા ""તું એના વિષે ચિંતા ન કરીશ."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

John 21:23

εἰς τοὺς ἀδελφοὺς

અહી “ભાઈઓ” ઈસુના બધાજ શિષ્યોનો ઉલ્લેખ કરે છે.

John 21:24

આ યોહાનની સુવાર્તાનો અંત છે. અહીં લેખક, પ્રેરિત યોહાન, પોતાના વિષે અને આ સુવાર્તામાં તેણે જે લખ્યું છે તે વિષે છેલ્લી ટિપ્પણી આપે છે. (જુઓ: વાર્તાની સમાપ્તિ)

ὁ μαθητὴς

શિષ્ય યોહાન

ὁ μαρτυρῶν περὶ τούτων

અહીં ""સાક્ષી આપી"" નો અર્થ છે કે તે વ્યક્તિગતરીતે કંઈક જુએ છે. વૈકલ્પિક અનુવાદ: ""આ સર્વ કોણે જોયું છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

οἴδαμεν

અહીં ""અમે"" તે લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણે જેઓ ઈસુ પર વિશ્વાસ રાખીએ છીએ તેઓ જાણીએ છીએ"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

John 21:25

ἐὰν γράφηται καθ’ ἕν

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જો કોઈએ તે બધુ લખ્યું હોય"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

οὐδ’ αὐτὸν…τὸν κόσμον χωρήσειν τὰ…βιβλία

યોહાન ભાર મૂકવા અતિશયોક્તિ કરે છે કે ઈસુએ ઘણાં ચમત્કારો કર્યા છે, જો તે સર્વ લખવામાં આવે તો ઘણાં પુસ્તકો લખાય. (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

τὰ γραφόμενα βιβλία

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "" તેણે કરેલ કામો વિષે ઘણાં પુસ્તકો લોકો લખી શકે "" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))