ગુજરાતી (Gujarati): translationNotes

Updated ? hours ago # views See on DCS Draft Material

1 Peter

1 Peter front

1લા પિતરની પ્રસ્તાવના

ભાગ 1: સામાન્ય પરિચય

1 પિતરની રૂપરેખા
  1. પરિચય (1: 1-2)
    1. વિશ્વાસીઓના તારણ માટે ઈશ્વરની સ્તુતિ (1: 3-2: 10)
    2. ખ્રિસ્તી જીવન (2: 11-4: 11)
    3. દુ:ખસહનના સમયમાં ખંત રાખવા પ્રોત્સાહન (4: 12-5: 11)
    4. સમાપન (5: 12-14)
પિતરનો પહેલો પત્ર કોણે લખ્યો?

પિતરનો પહેલો પત્ર પ્રેરિત પિતરે લખ્યો. એશિયા માઇનરમાં વિખેરાયેલા વિદેશી ખ્રિસ્તીઓને માટે તેણે આ પત્ર લખ્યો.

પિતરનો પહેલો પત્ર શેના વિષે છે?

પિતરે આ પત્ર “તેઓને ઉત્તેજન આપવા અને આ ઈશ્વરની ખરી કૃપા છે તે વિશે સાક્ષી આપવા માટે લખ્યો હતો "" (5:12). તેણે ખ્રિસ્તીઓને દુ:ખના સમયમાં પણ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવા ઉત્તેજન પૂરું પાડ્યું છે. ઇસુનું આગમન નજદીક છે તેથી તેણે તેઓને આમ કરવા કહ્યું. પિતરે ખ્રિસ્તીઓને અધિકારીઓને આધીન રહેવાની સૂચના પણ આપી.

આ પત્રનું શીર્ષક કેવી રીતે અનુવાદ થવું જોઈએ?

અનુવાદકો આ પત્રને તેના પરંપરાગત શીર્ષક ""1 પિતર"" અથવા ""પહેલો પિતર"" કહેવાનું પસંદ કરી શકે છે. અથવા તેઓ એક સ્પષ્ટ શીર્ષક પસંદ કરી શકે છે, જેમ કે "" પિતરનો પહેલો પત્ર"" અથવા ""પિતરનો લખેલો પહેલો પત્ર."" (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

ભાગ 2: મહત્વના ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો

રોમમાં ખ્રિસ્તીઓની સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે?

આ પત્ર લખતી વખતે પિતર કદાચ રોમમાં હતો. તેણે રોમને સાંકેતિક નામ ""બાબીલ"" (5:13) આપ્યું છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પિતરે આ પત્રનું આલેખન કર્યું ત્યારે રોમનો ખ્રિસ્તીઓની ભારે સતાવણી કરતા હતા.

ભાગ 3: અનુવાદના મહત્વના મુદ્દાઓ

""એકવચન અને બહુવચનમાં તમે

બે જગ્યાઓ સિવાય, આ પુસ્તકમાં ""હું"" શબ્દ પિતર માટે વપરાયો છે:[1 પિતર 1:16] (../1/16 એમડી) અને [1 પિતર 2: 6] (../ 02 / 06.એમડી). ""તમે"" શબ્દ હંમેશા બહુવચનમાં છે અને તે પિતરના પ્રેક્ષકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ:તમેનાં સ્વરૂપો)

પિતરના પહેલા પત્રમાં મહત્વના મુદ્દાઓ કયા છે?
  • "" તમે સત્યને આધીન થઇને તમારા આત્માઓને શુદ્ધ કર્યા છે. આનો હેતુ છેકે ભાઈઓ વચ્ચે પ્રમાણિક પ્રેમ હોય; તેથી ખરા અંતઃકરણથી એકબીજા પર પ્રેમ કરો""(1:22). યુએલટી, યુએસટી, અને બીજી અન્ય આધુનિક આવૃતિઓ પણ આ રીતે જ વાંચન કરે છે. કેટલીક જૂની આવૃત્તિઓ, તમે પવિત્રઆત્મા દ્વારા સત્યને આધીન થઇને તમારા આત્માઓને શુદ્ધ કર્યા છે એનો હેતુ એ છે કે ભાઈઓ વચ્ચે પ્રમાણિક પ્રેમ હોય , માટે ખરા અંતઃકરણથી એકબીજા પર પ્રેમ કરો.""

    જો બાઈબલનું અનુવાદ સામાન્ય ભાષામાં અસ્તિત્વ ધરાવતું હોય તો અનુવાદકોએ તે આવૃત્તિમાં જે લખાણ વાંચવા મળતુ હોય તેનો ઉપયોગ કરવો. જો એમ ન હોય તો, અનુવાદકોને આધુનિક વાંચનને અનુસરવાની સલાહ આપવામાં આવે છે.

    (જુઓ: શાબ્દિક ભિન્નતા)

1 Peter 1

1 પિતર 01 સામાન્ય નોંધો

માળખું અને વ્યવસ્થા

પિતર આ પત્રનો ઔપચારિક પરિચય કલમ 1-2 માં આપે છે. પ્રાચીન પૂર્વના નજીકના દેશોમાં લેખકો ઘણીવાર આ રીતે પત્રોની શરુઆત કરતા હતા. અમુક અનુવાદો કવિતાની દરેક પંક્તિને જમણી બાજુમાં ગોઠવે છે અને તેથી આગળનું લખાણ સરળતાથી વાંચી શકાય. 1: 24-25 જૂના કરારમાંથી ટાંકેલ કવિતા છે તેની સાથે યુએલટી આમ જ કરે છે.

આ અધ્યાયના વિશેષ ખ્યાલો

ઈશ્વર શું પ્રગટ કરે છે

જ્યારે ઇસુનું આગમન થશે ત્યારે દરેકજણ જોશેકે ઇસુમાં વિશ્વાસ કરનારા ઇશ્વરના લોકો કેવા સારા છે. પછીથી ઈશ્વરના લોકો જોશે કે ઈશ્વર તેમના પર કેટલા કૃપાળુ છે અને ત્યારે સર્વ લોકો ઈશ્વર અને તેના લોકોના વખાણ કરશે.

પવિત્રતા

ઈશ્વર ઇચ્છે છે કે તેમના લોકોને પવિત્ર હોય કારણ કે ઈશ્વર પવિત્ર છે. (જુઓ: પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પૂજ્ય)

અનંતકાળ

પિતર ખ્રિસ્તીઓને અનંતકાળ ટકનારી બાબતો માટે જીવવા કહે છે અને જગતની નાશવંત બાબતો માટે નહીં કે જેનો અંત આવનાર છે(જુઓ: અનંતકાળ, શાશ્વત, અનંત, સદાકાળ)

આ અધ્યાયમાં અનુવાદમાં આવતી અન્ય શક્ય અડચણો

વિરોધાભાસ

વિરોધાભાસ એ સાચું કથન છે જે અશક્ય બાબતનું વર્ણન કરે છે. પિતર લખે છે કે તેના વાંચકો એકજ સમયે ખુશ અને ઉદાસ પણ છે ([1 પિતર 1: 6] (./ 06.md)). તે આમ કહી શકે છે કારણકે તેઓ સતાવણી સહન કરી રહ્યા છે તેથી દુ:ખી છે , પણ તેઓ જાણે છે કે અંતના સમયમાં ઈશ્વર તેઓનો બચાવ કરવાના છે તેથી તેઓ આનંદિત છે"" ([1 પિતર 1: 5] (./ 05.md))

1 Peter 1:1

પિતર પોતાને લેખક તરીકે ઓળખાવે છે અને જે વિશ્વાસીઓને લખી રહ્યો છે તેઓને શુભેચ્છા પાઠવે છે.

παρεπιδήμοις διασπορᾶς

પિતર પોતાના વાચકોને તેમના ઘરોથી દૂર અલગ અલગ દેશોમાં રહેતા લોકો તરીકે દર્શાવે છે. (જુઓ: રૂપક)

Καππαδοκίας…Βιθυνίας

બીજા અન્ય દેશોની સાથે પિતર “કપ્પદોકિયા” અને “બિથૂનિયા”રોમન પ્રાંતમાં હતું, જે આજનૂ તુર્કીસ્તાન છે તેની નૉંધ કરે છે.

ἐκλεκτοῖς

જેઓને ઈશ્વર પિતાએ પસંદ કર્યા છે. ઈશ્વરે તેઓને પોતાના પૂર્વજ્ઞાન પ્રમાણે પસંદ કર્યા છે.

1 Peter 1:2

κατὰ πρόγνωσιν Θεοῦ Πατρός

તેમના પૂર્વજ્ઞાનથી પસંદ કર્યા છે.

πρόγνωσιν Θεοῦ Πατρός

અમૂર્ત નામ “પૂર્વજ્ઞાન” શાબ્દિક વાક્યમાં અનુવાદ કરી શકાય. શક્ય અર્થો 1) ઇશ્વરે અગાઉથી જ નિર્ધારીત કરેલ છે કે ભવિષ્યમાં શું થવાનુ છે વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર પિતાએ જે અગાઉથી નક્કી કર્યું છે” અથવા 2) ઇશ્વરને અગાઉથી જ ખબર છે કે ભવિષ્યમાં શું થવાનુ છે . બીજું અનુવાદ: “ જે (વાતો) ઈશ્વરપિતા પહેલાથી જ જાણે છે. (જુઓ: અમૂર્ત નામો)

ῥαντισμὸν αἵματος Ἰησοῦ Χριστοῦ

અહિંયા “રક્ત” ઈસુના મરણને દર્શાવે છે. જેમ મુસાએ ઈશ્વરના કરાર દર્શાવતુ રક્ત ઇઝરાયલ લોકો પર છાંટ્યું હતું, તેમ વિશ્વાસીઓ ઈસુના મરણને કારણે ઈશ્વર સાથેના કરારમાં જોડાયેલા છે. (જુઓ: ઉપનામઅને રૂપક)

χάρις ὑμῖν καὶ εἰρήνη πληθυνθείη

આ ભાગ કૃપા વિષે એમ કહે છે જાણે કે તે કોઇ વસ્તુ છે જે વિશ્વાસીઓ પાસે હોવી જોઇએ, અને શાંતિ વિશે એમ કહે છે જાણેકે તે કંઇક છે જે સંખ્યાના રૂપમાં વધતી હોવી જોઇએ. ખરેખર, વાસ્તવિક રીતે કૃપા એ તો ઇશ્વરનો વિશ્વાસીઓ પ્રત્યેનો નમ્રતાભર્યો વ્યવ્હાર છે અને શાંતિ એ છે કે કેવી રીતે વિશ્વાસીઓ સલામતી અને આનંદમાં ઈશ્વર સાથે રહે છે. (જુઓ: અમૂર્ત નામો)

1 Peter 1:3

પિતર વિશ્વાસીઓના તારણ અને વિશ્વાસ સંબંધી વાત કરવાનું શરૂ કરે છે. અહીં તે રૂપકને વિસ્તૃત કરે છે જેમાં ઇશ્વરે સર્વ વિશ્વાસીઓ માટે જે કરવાનું વચન આપ્યું છે તેના વિશે એમ કહે છે કે તે વારસો છે જે તેમણે તેઓને આપ્યો છે.

τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ…ἀναγεννήσας ἡμᾶς

“આપણા” અને “આપણને” શબ્દો એ પિતર અને તેના વાચકોને દર્શાવે છે. (જુઓ: સમાવેશક “અમે”)

ἀναγεννήσας ἡμᾶς

તેના લીધે આપણૉ નવા જન્મ થયો છે

1 Peter 1:4

εἰς κληρονομίαν

ક્રિયાપદનો ઉપયોગ કરીને તમે આનો અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આપણે ખાતરીપૂર્વક આશા રાખીએ છીએ કે વારસો પ્રાપ્ત કરીશું” (જુઓ: અમૂર્ત નામો)

κληρονομίαν

ઈશ્વરે વિશ્વાસીઓને જે વચન આપ્યું છે તે પ્રાપ્ત કરવા વિશે જણાવ્યું છે જાણે કે તે કુટુંબના સભ્ય તરફથી વારસામાં મળતી ધનસંપતિ હોય. (જુઓ: રૂપક)

ἄφθαρτον, καὶ ἀμίαντον, καὶ ἀμάραντον

વારસો એ સંપૂર્ણ અને અનંત છે એમ વર્ણન કરવા પિતર ત્રણ સમાન વાક્યોનો ઉપયોગ કરે છે. (જુઓ: રૂપક)

τετηρημένην ἐν οὐρανοῖς εἰς ὑμᾶς

આ વાક્યને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે તમારા માટે સ્વર્ગમાં રાખી મૂક્યું છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Peter 1:5

τοὺς ἐν δυνάμει Θεοῦ φρουρουμένους

આ વાક્યને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર તમારું રક્ષણ કરે છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐν δυνάμει Θεοῦ

અહિયાં “સામર્થ્ય” એ દર્શાવે છે કે ઈશ્વર સામર્થ્યવાન છે અને વિશ્વાસીઓની સંભાળ લેવા સમર્થ છે. (જુઓ: અમૂર્ત નામો)

διὰ πίστεως

અહિયાં “વિશ્વાસ” એ વિશ્વાસીઓનો ખ્રિસ્તમાં જે વિશ્વાસ છે તે હકીકતને દર્શાવે છે. બીજું અનુવાદ: “તમારા વિશ્વાસને કારણે” (જુઓ: અમૂર્ત નામો)

ἑτοίμην ἀποκαλυφθῆναι

આ વાક્યને સક્રિયરૂપમાં દર્શાવી શકાય: “ કે જે ઈશ્વર પ્રગટ કરવાની તૈયારીમાં છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Peter 1:6

ἐν ᾧ ἀγαλλιᾶσθε

“આ” શબ્દ અગાઉની કલમમાં પિતરે જે આશીર્વાદોનું વર્ણન કર્યુ છે તેને દર્શાવે છે.

1 Peter 1:7

ἵνα τὸ δοκίμιον ὑμῶν τῆς πίστεως

જેમ સોનું અગ્નિથી પરખાય છે તેમ વિપત્તિઓમાંજ વિશ્વાસીઓના ખ્રિસ્ત પરના વિશ્વાસની પરખ થાય છે. (જુઓ: રૂપક)

τὸ δοκίμιον ὑμῶν τῆς πίστεως

ઈશ્વર પરીક્ષા લેવા ચાહે છે કે વિશ્વાસીઓનો ખ્રિસ્ત પરનૉ વિશ્વાસ કેટલો દ્રઢ છે.

τῆς πίστεως πολυτιμότερον χρυσίου τοῦ ἀπολλυμένου, διὰ πυρὸς…δοκιμαζομένου

વિશ્વાસ સોના કરતાં પણ મૂલ્યવાન છે, કારણ કે સોનું અનંતકાળ સુધી ટકતું નથી, જો તેને અગ્નિમાં શુદ્ધ કરવામાં આવે તો પણ.

εὑρεθῇ εἰς ἔπαινον, καὶ δόξαν, καὶ τιμὴν

શક્ય અર્થો ૧) તમારા વિશ્વાસને કારણે “ઈશ્વર તમને ખૂબજ મહિમાવંત કરશે” અથવા ૨) “તમારા વિશ્વાસને લીધે ઈશ્વર સ્તુતિ, માન અને મહિમા પામશે.”

ἐν ἀποκαλύψει Ἰησοῦ Χριστοῦ

જ્યારે ઈસુ ખ્રિસ્ત પ્રગટ થશે. આ ઈસુના બીજા આગમન સંબંધી છે. આ વાક્ય સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “જ્યારે ઈસુ ખ્રિસ્ત સર્વ લોકો સમક્ષ પ્રગટ થશે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Peter 1:8

χαρᾷ ἀνεκλαλήτῳ καὶ δεδοξασμένῃ

અદ્બૂત આનંદ જે શબ્દોમાં વર્ણવી ન શકાય

1 Peter 1:9

σωτηρίαν ψυχῶν

અહિયા “આત્મા” શબ્દ આખા વ્યક્તિને વર્ણવે છે. અમૂર્ત નામ “તારણ”ને ક્રિયાપદ સાથે અનુવાદ કરી શકાય. બીજું અનુવાદ: “તમારું તારણ” અથવા “ઈશ્વર તમારું તારણ કરે” (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

σωτηρίαν

આ શબ્દો એ વિચારને એક વસ્તુના રૂપમાં પ્રગટ કરે છે. વાસ્તવિકરીતે “તારણ” એ તો આપણને બચાવવા માટે ઈશ્વરનું કૃત્ય, અથવા પરિણામ સ્વરૂપે જે થાય છે તે.

1 Peter 1:10

σωτηρίας…χάριτος

આ શબ્દ બે વિચારો પ્રગટ કરે છે જાણેકે તે પદાર્થ કે વસ્તુ હોય. વાસ્તવિકરીતે “તારણ” એ તો આપણને બચાવવા માટે ઈશ્વરનું કૃત્ય, અથવા પરિણામ સ્વરૂપે જે થાય છે તે. તેજ રીતે “કૃપા” એટ્લે ઈશ્વર વિશ્વાસીઓ સાથે નમ્રતાભર્યો વ્યવ્હાર કરે છે તે.

ἐξεζήτησαν καὶ ἐξηραύνησαν

“ ખંતથી તપાસીને શોધ કર્યો ” શબ્દોનો અર્થ મૂળભૂત રીતે “શોધવું” જેવો જ થાય. એક સાથે દર્શાવેલા આ શબ્દો ભારપૂર્વક દર્શાવે છે કે પ્રબોધકોએ તારણને સમજવા માટે કેટલો અથાગ પ્રયત્ન કર્યો હતો . બીજું અનુવાદ: “ ખૂબજ ચોક્સાઇપૂર્વક તપાસ કરવી” (જુઓ: બેવડું/બમણાં)

1 Peter 1:11

પ્રબોધકોએ તારણ સંબંધી જે તપાસ કરી તે વિશે પિતર વાત કરવાનું ચાલુ રાખે છે.

ἐραυνῶντες

તેઓએ તે શોધવાનો પ્રયત્ન કર્યો

τὸ…Πνεῦμα Χριστοῦ

આ પવિત્ર આત્મા સબંધી વાત કરે છે.

1 Peter 1:12

οἷς ἀπεκαλύφθη

આ વાક્ય સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “ઈશ્વરે પ્રબોધકોને પ્રગટ કર્યું ” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

εἰς ἃ ἐπιθυμοῦσιν ἄγγελοι παρακύψαι

દૂતો પણ તેને સમજવા માંગતા હતા.

1 Peter 1:13

διὸ ἀναζωσάμενοι

મનની કમર બાંધેલી હોવાને કારણે. પિતર અહિં “એ માટે” શબ્દનો ઉપયોગ કરીને તારણ, વિશ્વાસ અને ખ્રિસ્તનો પવિત્ર આત્મા જે પ્રબોધકોને પ્રકટીકરણ આપે છે તે સર્વ સંબંધી વાત કરે છે.

ἀναζωσάμενοι τὰς ὀσφύας τῆς διανοίας ὑμῶν

કમર કસવી એ સખત મહેનત માટે તૈયાર થવું તેને દર્શાવે છે. વ્યક્તિના ઝભ્ભાની કિનારીને સીવીને કમરની ફરતે પટ્ટૉ બાંધવાથી સહેલાઈથી ફરી શકાય તે પ્રથા પરથી આ આવેલ છે. બીજું અનુવાદ: “તમારાં મનો તૈયાર કરો” (જુઓ: રૂઢિપ્રયોગ)

νήφοντες

અહિયાં “સંયમી” શબ્દ એ માનસિક સ્પષ્ટતા અને સાવધાની દર્શાવે છે. બીજું અનુવાદ: “તમારા વિચારો પર સંયમ રાખવો” અથવા “તમારા વિચારો વિષે સાવધ રહો” (જુઓ: રૂઢિપ્રયોગ)

τὴν φερομένην ὑμῖν χάριν

આ વાક્ય સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “જે કૃપા ઈશ્વર તમારા પર કરશે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τὴν φερομένην ὑμῖν χάριν

અહિં વિશ્વાસીઓ સાથે માયાળુપણે વર્તવાની ઈશ્વરની રીતને એવી રીતે કહી છે જાણે કે તે એક વસ્તુ હોય કે જેને તે તેઓને આપશે. (જુઓ: રૂપક)

ἐν ἀποκαλύψει Ἰησοῦ Χριστοῦ

આ ખ્રિસ્તના બીજા આગમનને દર્શાવે છે. આ વાક્ય સક્રિય રૂપમાં પણ દર્શાવી શકાય. જુઓ અગાઉનું અનુવાદ ૧ પિત. ૧:૭. બીજું અનુવાદ: જ્યારે ઈસુ ખ્રિસ્ત સર્વ સમક્ષ પ્રગટ થશે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Peter 1:14

μὴ συνσχηματιζόμενοι ταῖς…ἐπιθυμίαις

એની એજ બાબતની ઇચ્છા ન રાખો. બીજું અનુવાદ: “ઇચ્છાને સંતોષવા માટે જીવશો નહિ.” (જુઓ: રૂઢિપ્રયોગ)

1 Peter 1:16

διότι γέγραπται

આ વાક્ય શાસ્ત્રમાં રહેલ ઈશ્વરના સંદેશને દર્શાવે છે. આ વાક્ય સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “કેમકે જેમ ઈશ્વરે કહ્યું છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἅγιοι ἔσεσθε, ὅτι ἐγὼ ἅγιος

અહિયાં “હું” શબ્દ ઈશ્વરને વર્ણવે છે.

1 Peter 1:17

τὸν τῆς παροικίας ὑμῶν χρόνον ἀναστράφητε

અહિ પિતર પોતાના વાચકોને એવી રીતે વર્ણવે છે કે જાણે તેઓ પોતાના ઘરથી દૂર પરદેશમાં વસતા લોક હોય. બીજું અનુવાદ: “ જેટલો સમય તમે તમારા ખરા ઘરથી દૂર રહો છો તેનો સદઉપયોગ કરો.” (જુઓ: રૂપક)

1 Peter 1:18

ἐλυτρώθητε

આ વાક્યને સક્રિય રૂપમાં દર્શાવી શકાય છે. બીજું અનુવાદ: “ઈશ્વરે તમારો ઉદ્ધાર કર્યો છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Peter 1:19

τιμίῳ αἵματι…Χριστοῦ

અહિ “રક્ત” એ ઈસુના વધસ્તંભ પરના મરણને માટે છે. (જુઓ: ઉપનામ)

ὡς ἀμνοῦ ἀμώμου καὶ ἀσπίλου

ઇસુ બલિદાન તરીકે મરણ પામ્યા જેથી ઈશ્વર લોકોના પાપ માફ કરે. બીજું અનુવાદ: “ જેમ યહૂદી યાજકો નિષ્કલંક અને નિર્દોષ હલવાનનું બલિદાન કરે છે તેમ.

ἀμώμου καὶ ἀσπίλου

ખ્રિસ્તની પવિત્રતાને ભારપૂર્વક દર્શાવવા માટે પિતર એકસરખા વિચારને બે જુદી જુદી રીતે વ્યક્ત કરે છે. બીજું અનુવાદ: “કોઈપણ પ્રકારની અશુદ્ધતા વિના” (જુઓ: બેવડું/બમણાં)

1 Peter 1:20

προεγνωσμένου

આ વાક્યને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “ઈશ્વરે ખ્રિસ્તને પસંદ કર્યા” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

πρὸ καταβολῆς κόσμου

તમે આને મૌખિકવાક્ય સાથે અનુવાદ કરી શકો છો. બીજું અનુવાદ: “ઈશ્વરે જગત ઉત્પન્ન કર્યું તે પહેલા” (જુઓ: અમૂર્ત નામો)

φανερωθέντος…δι’ ὑμᾶς

આ વાક્યને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “ઈશ્વરે તેમને તમારી સમક્ષ રજૂ કર્યા” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

φανερωθέντος…δι’ ὑμᾶς

પિતરનો કહેવાનો અર્થ એવો નથી કે તેના વાચકોએ ખ્રિસ્તને જોયા છે, પણ તેના વિશેના સત્યને જાણ્યું છે. (જુઓ: રૂપક)

1 Peter 1:21

τὸν ἐγείραντα αὐτὸν ἐκ νεκρῶν

અહિ ઉઠાડયો એ કોઈ મરણ પામ્યું હોય તેને ફરીથી સજીવન કરવા માટેનો રૂઢિપ્રયોગ છે. બીજું અનુવાદ: “ જેને તેમણે મૂએલામાંથી પાછો ઉઠાડયો કે જેથી તે હવે મૂએલાઓમાં ન ગણાય”

καὶ δόξαν αὐτῷ δόντα

અને તેને મહિમાવંત કર્યા અથવા “અને બતાવ્યું કે તે મહિમાવંત છે” (જુઓ: અમૂર્ત નામો)

1 Peter 1:22

τὰς ψυχὰς ὑμῶν ἡγνικότες

અહિ “આત્મા” શબ્દએ આખા વ્યક્તિને દર્શાવે છે. બીજું અનુવાદ: તમે પોતાને પવિત્ર કર્યા” (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

ἡγνικότες

અહિં પવિત્રતાનો વિચાર એ ઈશ્વરની આગળ સ્વીકાર્ય થવું તેને દર્શાવે છે. (જુઓ: રૂપક)

ἐν τῇ ὑπακοῇ τῆς ἀληθείας

મૌખિક વાક્યનો ઉપયોગ કરીને તમે આનો અનુવાદ કરી શકો. બીજું અનુવાદ: “સત્યનું પાલન કરવાથી” (જુઓ: અમૂર્ત નામો)

φιλαδελφίαν

આ વિશ્વાસી ભાઈઓ વચ્ચેનો પ્રેમ પ્રગટ કરે છે.

ἐκ…καρδίας, ἀλλήλους ἀγαπήσατε ἐκτενῶς

અહિયા “મન/હૃદય” એ વ્યક્તિના લાગણીઓ અને વિચારો માટેનું ઉપનામ છે. કોઈને પ્રેમ કરવો “હૃદયથી” એટલે કે કોઈને સમસ્ત સ્વાર્પણથી સંપૂર્ણ પ્રેમ કરવો. બીજું અનુવાદ: “ખંતથી અને પૂરા અંતઃકરણથી એકબીજા પર પ્રેમ કરવો” (જુઓ: ઉપનામ)

1 Peter 1:23

ἀναγεγεννημένοι, οὐκ ἐκ σπορᾶς φθαρτῆς, ἀλλὰ ἀφθάρτου

ઇશ્વરનાં વચનો વિશે પિતરે જે કહ્યું તેના શક્ય અર્થો 1) જેમ બીજ વધે છે અને નવું જીવન ઉતપન્ન થાય છે તેમ વિશ્વાસીમાં અથવા 2) જેમ સ્ત્રી અથવા પુરુષમાં રહેલા સૂક્ષ્મકણૉ એક થઈને સ્ત્રીના શરીરમાં નાના બાળકને વૃધ્ધિ પમાડે છે. (જુઓ: રૂપક)

ἀφθάρτου

બીજ જે સુકાઈ ન જાય કે મરણ ન પામે

διὰ λόγου ζῶντος Θεοῦ, καὶ μένοντος

પિતર ઈશ્વરના વચનોનો વિશે એવી રીતે જ્ણાવે છે જાણેકે સદાકાળ ટકનાર હોય. વાસ્તવિકતામાં, એતો ઈશ્વર છે જે સર્વકાળ જીવંત છે અને એમના સૂચનો તેમજ ખાતરીદાયક વચનો સર્વકાળ ટકે છે. (જુઓ: ઉપનામ)

1 Peter 1:24

આ કલમોમાં પિતર યશાયા પ્રબોધકના પુસ્તકમાંથી ફ્કરો ટાંકે છે અને તેને તે હમણાં તેઓ વિશે જે કહ્યુંકે તમે અવિનાશી બીજથી જન્મ પામ્યા છો તેની સાથે સાંકળે છે.

πᾶσα σὰρξ ὡς χόρτος, καὶ πᾶσα…αὐτῆς

“શરીર” શબ્દ એ માનવજાતને દર્શાવે છે. યશાયા પ્રબોધકે માનવજાતની સરખામણી ઘાસ જે વધે છે અને ચીમળાઈ જાય છે તેની સાથે કરી છે. બીજું અનુવાદ: “ સર લોકો ઘાસની પેઠે ચીમળાઈ જશે અને તેમનું સર્વ ” (જુઓ: ઉપનામ અને ઉપમા)

δόξα…ὡς ἄνθος χόρτου

અહિ “ગૌરવ” શબ્દ એ સુંદરતા અને ભલાઇને દર્શાવે છે. માનવજાત પ્રત્યે લોકો ભલાઇ અથવા સુંદરતા દર્શાવવા માટે જે બાબતો પસંદ કરે છે તેની સરખામણી યશાયા ફૂલ સાથે કરે છે જે ખરી પડે છે. વૈકલ્પિક અનુવાદ: જે રીતે ફૂલ તરતજ ખરી પડે છે તેમજ ભલાઇ પણ તરતજ નાશ પામે છે. (જુઓ: ઉપમા)

1 Peter 1:25

τὸ…ῥῆμα Κυρίου

સંદેશો જે ઈશ્વર તરફથી આવે છે

τὸ εὐαγγελισθὲν

આ વાક્ય સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “જે સુવાર્તા અમે પ્રગટ કરી. (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Peter 2

1 પિતર ૦૨ સામાન્ય નોંઘ

માળખું અને વ્યવસ્થા

અમુક અનુવાદો કવિતાની દરેક પંક્તિને જમણી બાજુમાં ગોઠવે છે અને તેથી આગળનું લખાણ સરળતાથી વાંચી શકાય. ૨:૬,૭,૮, અને ૨૨ માં જૂના કરારમાંથી કવિતા ટાંકેલ છે તેની સાથે યુએલટી આવું જ કરે છે..

અમુક અનુવાદો કવિતાની દરેક પંક્તિને જમણી બાજુમાં ગોઠવે છે અને તેથી આગળનું લખાણ સરળતાથી વાંચી શકાય.. યુએલટી ૨:૧૦માંની કવિતામાં આવું જ કરે છે.

આ અધ્યાયના ખાસ વિચારો

પથ્થર

બાઇબલ પથ્થરોથી બનેલી મોટી ઇમારતોને મંડળીનું રૂપક આપે છે.ઈસુ ખૂણાનો પથ્થર છે, સૌથી મહત્વનો પથ્થર છે. પ્રબોધકો અને પ્રેરિતો તો પાયો છે કે જેની પર બાકીની ઇમારતના પથ્થરોની ગોઠવણ કરવામાં આવે છે. આ અધ્યાયમાં, ખ્રિસ્તીઓ એ પથ્થર છે જેનાથી ઇમારતની દિવાલ બંધાય છે. (જુઓ: રૂપક અને ખૂણાનો મુખ્ય પથ્થર, ખૂણાના મુખ્ય પથ્થરો અને પાયો નાંખવો, સ્થાપન થયું, સ્થાપક, પાયો, પાયા)

આ અધ્યાયમાં મહત્વના શબ્દાલંકાર

દૂધ અને બાળકો

પિતર તેના વાચકોને કહે છે કે, “આત્મિક દૂધ માટે ઉત્કંઠા રાખો” ત્યારે તે બાળક પોતાની માતાનું દૂધ પીવા માટે તલપે છે તે રૂપકનો ઉપયૉગ કરે છે. પિતર ચાહે છે કે જેમ બાળક પોતાની માતાનું દૂધ પીવા માટે તલપે છે તેમ ખ્રિસ્તીઓ ઈશ્વરના વચન માટે તલખે. (જુઓ: રૂપક)

1 Peter 2:1

પિતર પોતાના વાચકોને પવિત્રતા અને આજ્ઞાપાલન વિષેનું શિક્ષણ આપવાનુ ચાલુ રાખે છે.

ἀποθέμενοι οὖν πᾶσαν κακίαν, καὶ πάντα δόλον, καὶ ὑποκρίσεις, καὶ φθόνους, καὶ πάσας καταλαλιάς

પાપી કામોને એવી રીતે દર્શાવવામાં આવ્યા છે જાણેકે તે એક વસ્તુ હોય જેને લોકો સહેલાઇથી ફેંકી દે છે. “એ માટે” શબ્દ દ્વારા પિતર ફરીથી એજ બધી બાબતો જે તેણે પવિત્ર થવા વિશે અને આધીન થવા વિશે કહી તેને દર્શાવે છે. બીજું અનુવાદ: એ માટે સઘળી દુષ્ટતા, અને દંભ, અને અદેખાઇ, અને સઘળા પ્રકારની નિંદાને દૂર કરો” અથવા “ એ માટે, દુષ્ટ થવાનું, અથવા કપટી થવાનું, અથવા દંભી થવાનું, અથવા ઈર્ષ્યાળુ થવાનું, અથવા નિંદા કરવાનું છૉડી દો. (જુઓ: રૂપક)

1 Peter 2:2

ὡς ἀρτιγέννητα βρέφη τὸ λογικὸν ἄδολον γάλα ἐπιποθήσατε

પિતર તેના વાચકો સાથે બાળકની પેઠે વાત કરે છે. બાળકોને બહુજ શુદ્ધ ખોરાક જોઈએ, જેનું તેઓ સહેલાઇથી પાચન કરી શકે. તેવી જ રીતે, વિશ્વાસીઓને ઈશ્વરના વચનોનું શુદ્ધ શિક્ષણ જરૂરી છે . બીજું અનુવાદ: “જેમ બાળકો પોતાની માના શુદ્ધ દૂધની ઉત્કંઠા રાખે છે તેમ તમે પણ નિષ્કપટ આત્મિક દૂધ ઝંખના રાખો” (જુઓ: રૂપક)

ἐπιποθήσατε

તીવ્ર ઈચ્છા રાખો અથવા “ઝંખના રાખો”

τὸ λογικὸν ἄδολον γάλα

પિતર ઈશ્વરના વચનને આત્મિક દૂધ સાથે સરખાવે છે કે જે બાળકોનું પોષણ કરે છે. (જુઓ: રૂપક)

αὐξηθῆτε εἰς σωτηρίαν

અહિંયા “તારણ” શબ્દ ઈસુના આગમન સમયે જ્યારે ઈશ્વર તેના લોકોને સંપૂર્ણ તારણ આપશે તેને દર્શાવે છે. (જુઓ ૧ પિત. ૧:૫). તેઓએ પોતાના તારણને સ્થિર રાખવા માટે વધારે પ્રયત્ન કરવો જોઈએ. તમે આ વાક્યને શાબ્દિક વાક્યમાં અનુવાદ કરી શકો છો. બીજું અનુવાદ: “ઈશ્વર તમને સંપૂર્ણપણે તારણ આપે ત્યાં સુધી તમે આત્મિક રીતે વૃધ્ધિ પામતા જાઓ” (જુઓ: અમૂર્ત નામો અને)

αὐξηθῆτε

બાળકો જેમ વૃધ્ધિ પામે છે તેમ પિતર વિશ્વાસીઓને ઈશ્વરના જ્ઞાનમાં અને તેમના પ્રત્યે વિશ્વાસુ થવામાં વૃધ્ધિ પામવાનું કહે છે.(જુઓ: રૂપક)

1 Peter 2:3

εἰ ἐγεύσασθε ὅτι χρηστὸς ὁ Κύριος

અહિંયા ચાખવું એટલેકે કશાકનો વ્યક્તિગત અનુભવ કરવો. બીજું અનુવાદ: “જો તમે તમારા પ્રત્યે ઈશ્વરની દયાનો અનુભવ કર્યો હોય (જુઓ: રૂપક)

1 Peter 2:4

ઇસુ અને વિશ્વાસીઓ જીવંત પથ્થરનું રૂપક છે તે વિશે પિતર કહેવાનું શરૂ કરે છે. (જુઓ: રૂપક)

πρὸς ὃν προσερχόμενοι λίθον ζῶντα

પિતર ઇસુને ઇમારતનો પથ્થર કહે છે. બીજું અનુવાદ: “તેની પાસે આવો કે જે ઇમારતના જીવંત પથ્થર જેવો છે, નહીંકે મૂએલો .” (જુઓ: રૂપક)

ὃν…λίθον ζῶντα

શક્ય અર્થો ૧) “ જે જીવંત પથ્થર છે ” અથવા ૨) “ જે પથ્થર જીવન આપે છે.”

ὑπὸ ἀνθρώπων μὲν ἀποδεδοκιμασμένον

આ વાક્યને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “જેને લોકોએ નકાર્યો છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

παρὰ δὲ Θεῷ ἐκλεκτὸν

આ વાક્યને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “ પરંતુ જેને ઈશ્વરે પસંદ કર્યો છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Peter 2:5

καὶ αὐτοὶ…οἰκοδομεῖσθε, οἶκος πνευματικὸς

જૂના કરારમાં જેમ લોકોએ મંદિર બાંધવા માટે પથ્થરોનો ઉપયોગ કર્યો, તેમ વિશ્વાસીઓ પણ સામગ્રી છે જેનો ઉપયોગ ઇશ્વર એવું ઘર બાંધવા માટે કરે છે જેમાં તે નિવાસ કરી શકે . (જુઓ: રૂપક)

καὶ αὐτοὶ ὡς λίθοι ζῶντες

પિતર તેના વાચકોને જીવંત પથ્થર સાથે સરખાવે છે. (જુઓ: ઉપમા)

οἰκοδομεῖσθε, οἶκος πνευματικὸς

આ વાક્યને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “ઈશ્વર આત્મિક ઘરનું બાંધકામ કરે છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἱεράτευμα ἅγιον ἀνενέγκαι πνευματικὰς θυσίας

અહિં યાજકવર્ગનો હોદ્દો એવા માટે છે જે યાજક તરીકેની પોતાની જવાબદારીઓ પરિપૂર્ણ કરે છે. (જુઓ: ઉપનામ)

1 Peter 2:6

διότι περιέχει ἐν Γραφῇ

શાસ્ત્રો વિશે એવું કહેવામાં આવ્યું છે જાણે કે તે એક પાત્ર હોય. શબ્દો કે જે વ્યક્તિ શાસ્ત્રમા વાંચે છે તેના વિશે આ ફકરો જણાવે છે . બીજું અનુવાદ: “ઘણાં સમય પહેલા પ્રબોધકે શાસ્ત્રમાં આ લખ્યું હતું.” (જુઓ: રૂપક)

ἰδοὺ

અહિંયા “જુઓ” શબ્દ આપણને હવે પછીની આશ્ચર્યચકિત કરી દે તેવી માહિતી પર ધ્યાન આપવા ચેતવે છે.

λίθον, ἀκρογωνιαῖον ἐκλεκτὸν ἔντιμον

ઈશ્વર જે પથ્થરની પસંદગી કરે છે. બીજું અનુવાદ: “ખૂણાનો મુખ્ય પથ્થર જેને મે પસંદ કર્યો છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

λίθον, ἀκρογωνιαῖον

મસીહા કે જે ઇમારતમાં ખૂણાનો મુખ્ય પથ્થર છે તે વિષે પ્રબોધક વાત કરે છે. (જુઓ: રૂપક)

1 Peter 2:7

પિતર શાસ્ત્રમાંથી ટાંકવાનું ચાલુ રાખે છે

λίθος ὃν ἀπεδοκίμασαν…ἐγενήθη εἰς κεφαλὴν γωνίας

આ એક રૂપક છે જેનો અર્થ છે કે, બાંધનારાઓ જેવા લોકોએ ઈસુનો નકાર કર્યો, પણ ઈશ્વરે તેમને ઇમારતનો સૌથી મુખ્ય પથ્થર બનાવી દીધો. (જુઓ: રૂપક અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

λίθος ὃν ἀπεδοκίμασαν οἱ οἰκοδομοῦντες

આ વાક્ય સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “બાંધકામ કરનારાઓએ જે પથ્થરનો નકાર કર્યો હતો. (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

κεφαλὴν γωνίας

આ ઇમારતના સૌથી મુખ્ય પથ્થરને દર્શાવે છે અને એટલેકે મૂળભૂતરીતે એજ બાબત “ખૂણાનો પથ્થર” ૧ પિત. ૨:૬..

1 Peter 2:8

λίθος προσκόμματος, καὶ πέτρα σκανδάλου

આ બે વાક્યોનો અર્થ સમાન છે. એકસાથે તે ભારપૂર્વક કહે છે કે લોકો આ “પથ્થર”થી અપરાધી ઠરશે, જે ઈસુને દર્શાવે છે. બીજું અનુવાદ: “પથ્થર અથવા ખડક કે જેનાથી લોકો ઠોકર ખાશે.” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને સમાંતરણ અને રૂપક)

προσκόπτουσιν τῷ λόγῳ ἀπειθοῦντες

અહિં “વચન” એ સુવાર્તાના સંદેશ માટે વપરાયો છે. અવજ્ઞા કરવી એટલેકે તેઓ વિશ્વાસ કરતા નથી. “ તેઓ ઠોકર ખાય છે કારણ કે તેઓ ઈસુ વિશેના સંદેશ ઉપર વિશ્વાસ કરતા નથી.”

εἰς ὃ…ἐτέθησαν

આ વાક્ય સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “જેના માટે ઈશ્વરે તેઓને નિર્માણ કર્યા છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Peter 2:9

૧૦મી કલમમાં પિતર હોશિયા પ્રબોધકના પુસ્તકમાંથી નોંધે છે. કેટલીક આધુનિક આવૃત્તિઓમાં આને ટાંકેલ વચન તરીકે નોંધતા નથી, જે પણ સ્વીકાર્ય છે.

γένος ἐκλεκτόν

તમે સ્પષ્ટ કરી શકો છો કે ઈશ્વરે જ તેઓને પસંદ કર્યા છે. બીજું અનુવાદ: “ એક પ્રજા જેને ઈશ્વરે પસંદ કરી છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

βασίλειον ἱεράτευμα

શક્ય અર્થો ૧) “રાજાઓનું જુથ અને યાજકોનું જુથ” અથવા ૨) “યાજકોનું જુથ જે રાજાની સેવા કરે છે.”

λαὸς εἰς περιποίησιν

જે લોકો ઈશ્વરના છે

ἐκ…ὑμᾶς καλέσαντος

જેણે તમને તેડ્યા છે, બહાર આવવા

ἐκ σκότους…εἰς τὸ θαυμαστὸν αὐτοῦ φῶς

અહિંયા “અંધકાર” એવી સ્થિતિને દર્શાવે છે જેમાં પાપી લોકો ઇશ્વરને ઓળખતા નથી અને “અજવાળું” એવી સ્થિતિને દર્શાવે છે જેમાં લોકો પોતાના ઇશ્વરને ઓળખે છે અને ન્યાયી રીતે જીવે છે. બીજું અનુવાદ: “ઈશ્વરને નકારનાર અને પાપમય જીવનમાંથી ઈશ્વરને જાણનાર અને તેમને પ્રસન્ન કરનાર જીવન તરફ. (જુઓ: રૂપક)

1 Peter 2:11

ખ્રિસ્તી જીવન કેવી રીતે જીવવું તે વિશે પિતર વાત શરૂ કરે છે

παροίκους καὶ παρεπιδήμους

આ બે શબ્દોનો અર્થ સામાન્ય રીતે સમાન છે. પિતર પોતાના વાચકોને એવા લોકો તરીકે સંબોધે છે જાણેકે તેઓ પોતાના ઘરથી દૂર પરદેશમાં રહે છે. જુઓ અગાઉનું અનુવાદ “પરદેશીઓ” [૧ પિત. ૧:૧] (../૦૧/૦૨.md). (જુઓ: બેવડું/બમણાં અને રૂપક)

ἀπέχεσθαι τῶν σαρκικῶν ἐπιθυμιῶν

અહિયાં દૈહિક એ માણસનો પાપરૂપી સ્વભાવ જે આ પતિત જગતમાં છે તેને દર્શાવે છે. બીજું અનુવાદ: “દૈહિક ઇચ્છાઓને સોંપાઇ ન જાઓ” (જુઓ: રૂપક)

στρατεύονται κατὰ τῆς ψυχῆς

અહિંયા “આત્મા” શબ્દ એ વ્યક્તિના આત્મિક જીવનનું વર્ણન કરે છે. પિતર દરેક દૈહિક ઈચ્છાઓને સૈનિકો સાથે સરખાવે છે કે જેઓ વિશ્વાસીના આત્મિક જીવનનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે. બીજું અનુવાદ: “તમારા આત્મિક જીવનને નાશ કરવાને મથે છે. (જુઓ: ઉપનામ અને રૂપક)

1 Peter 2:12

τὴν ἀναστροφὴν ὑμῶν…ἔχοντες καλήν

અમૂર્ત નામ “આચરણ”ને ક્રિયાપદના રૂપમાં અનુવાદ કરી શકાય. બીજું અનુવાદ: “તમારા આચરણ સારાં રાખો” અથવા “તમારે સૌમ્યતાપૂર્વક વર્તવું જોઇએ” (જુઓ: અમૂર્ત નામો)

ἐν ᾧ καταλαλοῦσιν ὑμῶν ὡς

જો તમારી વિરુદ્ધ બોલે/ આરોપ મૂકે

ἐκ τῶν καλῶν ἔργων ἐποπτεύοντες

અમૂર્ત નામ “કામો”ને ક્રિયાપદમાં અનુવાદ કરી શકાય. બીજું અનુવાદ:” તમારા સારા આચરણોનું તેઓ અનુકરણ કરે.” (જુઓ: અમૂર્ત નામો)

ἐν ἡμέρᾳ ἐπισκοπῆς

જ્યારે તે દિવસ આવશે. આ ન્યાયકરણના દિવસને દર્શાવે છે જ્યારે ઈશ્વર સર્વ લોકોનો ન્યાય કરવાના છે. બીજું અનુવાદ: “જ્યારે તે સર્વનો ન્યાય કરવાને આવશે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

1 Peter 2:13

διὰ τὸν Κύριον

શક્ય અર્થો ૧) માણસોના અધિકારને આધીન રહીને તેઓ પ્રભુએ સ્થાપિત કરેલી સત્તાઓને આધીન રહે છે અથવા ૨) માણસની સત્તાને આધિન રહેવાથી, તેઓ ઈસુને મહિમા આપે છે, જેઓ પોતે પણ માણસની સત્તાને આધીન રહ્યા હતા.

βασιλεῖ ὡς ὑπερέχοντι

રાજા એ મનુષ્યોમાં સર્વોપરી છે

1 Peter 2:14

δι’ αὐτοῦ πεμπομένοις, εἰς ἐκδίκησιν

આ વાક્યને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “જેને રાજાએ દંડ કરવાને મોકલ્યો છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Peter 2:15

ἀγαθοποιοῦντας φιμοῦν τὴν τῶν ἀφρόνων ἀνθρώπων ἀγνωσίαν

સારું કરવાથી તમે મૂર્ખ લોકોને જે વાત તેઓ જાણતા નથી તે બોલવાથી અટકાઓ છો.

1 Peter 2:16

ὡς ἐπικάλυμμα…τῆς κακίας

પિતર તેઓની સ્થિતિ વિશે વાત કરે છે કે તમે સ્વતંત્ર લોકો છો અને તમારી સ્વતંત્રતાનો ઉપયોગ તમારી પાપી વર્તણુંકને છાવરવા માટે ન કરો. બીજું અનુવાદ: “દુષ્ટતા કરવાનું બહાનું ” (જુઓ: રૂપક)

1 Peter 2:17

τὴν ἀδελφότητα

આ સર્વ ખ્રિસ્તી વિશ્વાસીઓને દર્શાવે છે.

1 Peter 2:18

પિતર એવા લોકો સાથે વાત કરવા લાગે છે કે જેઓ લોકોના ઘરોમાં નોકર તરીકે કામ કરે છે.

τοῖς ἀγαθοῖς καὶ ἐπιεικέσιν

અહીયા “ભલા” અને “માયાળુ” બંને શબ્દો સમાન અર્થ દર્શાવે છે અને ભારપૂર્વક કહે છે કે આ પ્રકારના માલિક તેઓના નોકરો સાથે દયાભાવથી વર્તે છે. બીજું અનુવાદ: “દયાળુ માલિક” (જુઓ: બેવડું/બમણાં)

τοῖς σκολιοῖς

ક્રૂર માલિક અથવા “એના જેવાં”

1 Peter 2:19

τοῦτο…χάρις

તે પ્રશંસાને પાત્ર છે અથવા “તે ઈશ્વરને પ્રસન્ન કરે છે”

διὰ συνείδησιν Θεοῦ, ὑποφέρει…λύπας

મૂળ ફકરામાથી શક્ય અર્થો ૧) કે આ પ્રકારના લોકો દુઃખસહન કરે છે કારણ કે તેઓ જાણે છે કે તે ઈશ્વરને આધીન થાયછે અથવા ૨) કે આ વ્યક્તિ અન્યાયી દંડ સહન કરી શકે છે કારણ કે તે જાણે છે કે ઈશ્વરને ખબર છે કે તે કેવી રીતે દુઃખસહન કરે છે.

1 Peter 2:20

ποῖον γὰρ κλέος, εἰ ἁμαρτάνοντες καὶ κολαφιζόμενοι ὑπομενεῖτε

ખોટું કરવાને લીધે દુઃખસહન કરવું તેમાં પ્રશંસાપાત્ર કંઈ નથી તેની પર ભાર મૂકવા પિતર આ પ્રશ્ન પૂછે છે. બીજું અનુવાદ: ""દંડ પામવા માટે ... કોઈ પ્રશંસા નથી."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

κολαφιζόμενοι

આ વાક્યને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “જ્યારે કોઈ તમને દંડ આપે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

πάσχοντες ὑπομενεῖτε

આ વાક્યને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “કોઈ તમને દંડ આપે છે ત્યારે તમે દુઃખસહન કરો છો.” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Peter 2:21

પિતર લોકોના ઘરોમાં કામ કરતાં નોકરો સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

εἰς τοῦτο…ἐκλήθητε

અહિંયા “આ” શબ્દ પિતર ની જેમ ભલું કરવાને લીધે જે વિશ્વાસીઓ દુ:ખ સહન કરે છે તેઓને વર્ણવે છે. આ વાક્યને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “ઈશ્વરે તમને આને માટે તેડ્યા છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὑμῖν…ἵνα ἐπακολουθήσητε τοῖς ἴχνεσιν αὐτοῦ

જેથી તમે તેના પગલે ચાલો. પિતરે તેઓને દુ:ખસહન કરવામાં ઈસુના નમૂનાને અનુસરવા કહે છે જાણેકે ઈસુ જે રસ્તે ચાલ્યા તે જ રસ્તા પર કોઇ ચાલે તેમ. બીજું અનુવાદ: “જેથી તમે તેના આચરણ અનુસરો” (જુઓ: રૂપક)

1 Peter 2:22

οὐδὲ εὑρέθη δόλος ἐν τῷ στόματι αὐτοῦ

આ વાક્યને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “કોઈને પણ તેના મોંમાંથી કપટ માલૂમ પડ્યું નહીં”(જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

οὐδὲ εὑρέθη δόλος ἐν τῷ στόματι αὐτοῦ

અહિંયા “કપટ” વ્યક્તિ જે શબ્દો બોલે છે તેને દર્શાવે છે કે જેનો હેતુ અન્ય લોકોને છેતરવાનો હોય છે. બીજું અનુવાદ: “તેણે કદી જૂઠાણું ઉચ્ચાર્યુ નહીં” (જુઓ: ઉપનામ)

1 Peter 2:23

ὃς λοιδορούμενος, οὐκ ἀντελοιδόρει

“નિંદા કરવી” એટલે કે કોઈને અપશબ્દ બોલવા. આ વાક્ય સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “જ્યારે લોકોએ તેનું અપમાન કર્યું, ત્યારે સામું તેણે તેઓનું અપમાન કર્યું નહીં. (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

παρεδίδου…τῷ κρίνοντι δικαίως

પણ તેણે પોતાને અદલ ન્યાય કરનારને સૉંપી દીધો. આનો અર્થ એમ થાય કે તેણે ભરોસો રાખ્યોકે ઇશ્વર તે કલંક લઇ લે, જે કલંક તેમની સાથે દુર્વ્યવ્હાર કરનારાઓએ તેમને લગાડયું હતુ.

1 Peter 2:24

પિતર ઈસુ ખ્રિસ્ત વિષે વાત કરવાનું ચાલુ રાખે છે. જે લોકો દાસ છે તેઓ સાથે તે હજુ વાત કરે છે.

ὃς…αὐτὸς

આ ભારપૂર્વક ઇસુને દર્શાવે છે. (જુઓ: સ્વવાચક સર્વનામો)

τὰς ἁμαρτίας ἡμῶν…ἀνήνεγκεν ἐν τῷ σώματι αὐτοῦ ἐπὶ τὸ ξύλον

તેણે “આપણાં પાપ માથે લીધાં” એટ્લે કે આપણાં પાપો માટે તેમણે સજા ભોગવી. બીજું અનુવાદ: “લાકડા પર આપણાં પાપો માટે સજા ભોગવી. (જુઓ: ઉપનામ)

τὸ ξύλον

ઈસુ જે વધસ્તંભ પર મરણ પામ્યા હતા તે વિષે વાત કરે છે, જે લાકડાનો બનેલો હતો (જુઓ: ઉપનામ)

οὗ τῷ μώλωπι ἰάθητε

આ વાક્ય સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “લોકોએ તેમને ઘાઓ આપ્યાં જેત્નાથી ઈશ્વરે તમને સાજાપણું આપ્યું છે. (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Peter 2:25

ἦτε…ὡς πρόβατα πλανώμενοι

પિતર તેના વાચકો વિષે કહે છે કે, ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો તે પહેલા તેઓ ખોવાયેલા ઘેટાં સમાન અહીં તહીં ભટકતા (જુઓ: ઉપમા)

τὸν ποιμένα καὶ ἐπίσκοπον τῶν ψυχῶν ὑμῶν

પિતર ઈસુ વિષે કહે છે જાણે કે તે ઘેટાપાળક હોય. જેમ ઘેટાપાળક તેના ઘેટાની સંભાળ લે છે તેમ ઈસુ તેના પર વિશ્વાસ કરનારાઓની સંભાળ લે છે. (જુઓ: રૂપક)

1 Peter 3

1 પિતર 03 સામાન્ય નોં

માળખું અને વ્યવસ્થા

અમુક અનુવાદો કવિતાની દરેક પંક્તિને જમણી બાજુમાં ગોઠવે છે અને તેથી આગળનું લખાણ સરળતાથી વાંચી શકાય. કલમ 3: 10-12 માં જૂના કરારમાથી કવિતા ટાંકવામાં આવી છે તેની સાથે યુએલટી આમ જ કરે છે.

આ અધ્યાયમાં વિશિષ્ટ ખ્યાલો

""બહારનો શણગાર""

મોટા ભાગના લોકો સારા દેખાવા ચાહે છે જેથી લોકો તેમને પસંદ કરે અને તેમને જોઈને કહે કે તેઓ સારા લોકો છે. સ્ત્રીઓ ખાસ કરીને સરસ કપડાં અને ઘરેણાં પહેરીને સુંદર દેખાય તે માટે કાળજી રાખે છે. પિતર કહે છે કે સ્ત્રીના દેખાવ કરતા તે જે વિચારે છે, કહે છે અને કરે છે તે ઈશ્વરને વધારે મહત્વનું છે અ.

એકતા

પિતર ઇચ્છે છે કે તેમના વાચકો એકબીજા સાથે સંમત થાય. સૌથી મહત્વનું, તે ચાહે છે કે તેઓ એકબીજાને પ્રેમ કરે અને એકબીજા સાથે નમ્ર બને.

આ અધ્યાયમાં અગત્યના શબદાલંકારો

રૂપક

પિતર ગીતશાસ્ત્રને ટાંકે છે જેમાં તે ઈશ્વરને આંખ, કાન અને ચહેરા સાથેના વ્યક્તિ તરીકે વર્ણવે છે. જો કે, ઈશ્વર આત્મા છે, તેથી તેમને શારીરિક આંખો અથવા કાન અથવા શારીરિક ચહેરો હોતો નથી. પણ તે લોકોના કામો જાણે છે , અને તે દુષ્ટૉની વિરુદ્ધ કાર્ય કરે છે. (જુઓ: રૂપક)

1 Peter 3:1

પિતર ખાસ કરીને જેઓ પત્નીઓ છે તેઓની સાથે વાત કરવાનું શરૂ કરે છે.

ὁμοίως, γυναῖκες, ὑποτασσόμεναι τοῖς ἰδίοις ἀνδράσιν

જેમ દરેક વિશ્વાસીએ “માણસે સ્થાપેલી દરેક સત્તાને આધીન રહેવાનુ છે” ([૧ પિત. ૨;૧૩]../૦૨/૧૩.md)) અને દાસોએ તેઓના માલિકોને આધીન રહેવાનું છે ([૧ પિત. ૨;૧૮]../૦૨/૮૩.md)) તેમજ પત્નીઓએ પણ પોતાના પતિને આધીન રહેવાનું છે. “પાલન” “આધીન” અને “સ્વાધીન’ શબ્દનો એક સરખો જ અનુવાદ થાય છે.

τινες ἀπειθοῦσιν τῷ λόγῳ

અહિં “વચન” એ સુવાર્તાના સંદેશને દર્શાવે છે. અવજ્ઞા એટલે કે તેઓ વિશ્વાસ કરતાં નથી. જુઓ તમે અગાઉ કેવી રીતે અનુવાદ કર્યા ([૧ પિત. ૨;૮]../૦૨/૮.md). બીજું અનુવાદ: ઘણા પુરુષો ઇસુ વિશેના સંદેશ પર વિશ્વાસ કરતા નથી. (જુઓ: ઉપનામ)

κερδηθήσονται

તેઓને ઈસુ પર વિશ્વાસ કરવા માટે સમજાવી શકાય. આનો અર્થ એમ થાયકે અવિશ્વાસી પતિ વિશ્વાસી થશે. આ વાક્ય સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “તેઓ કદાચ વિશ્વાસી થશે” (જુઓ: રૂઢિપ્રયોગ અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἄνευ λόγου

પત્ની એક પણ શબ્દ બોલ્યા વિના. અહિયા “શબ્દ” એ પત્ની ઈસુ વિષે જે કંઈ પણ કહે તેને દર્શાવે છે. (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

1 Peter 3:2

ἐποπτεύσαντες τὴν ἐν φόβῳ ἁγνὴν ἀναστροφὴν ὑμῶν

આ અમૂર્ત નામ “આચરણ”ને ક્રિયાપદમાં અનુવાદ કરી શકાય. બીજું અનુવાદ: તમારાં પ્રમાણિક અને મર્યાદાયુક્ત આચરણને જોઇને તેઓ ” (જુઓ: અમૂર્ત નામો)

τὴν ἐν φόβῳ ἁγνὴν ἀναστροφὴν ὑμῶν

શક્ય અર્થો ૧) “તેઓ પ્રત્યે તમારું પ્રમાણિક આચરણ અને જે રીતે તમે તેઓને માન આપો છો” અથવા ૨) “તેઓ પ્રત્યે તમારું શુદ્ધ આચરણ અને તમે કેવી રીતે ઈશ્વરને મહિમા આપો છો.”

1 Peter 3:3

પિતર જેઓ પત્નીઓ છે તેઓની સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

ἔστω

“તે” શબ્દ એ પત્નીઓની પતિ પ્રત્યેની આધીનતા અને પતિઓ પ્રત્યે તેઓની વર્તણુંકને દશાવે છે.

1 Peter 3:4

ὁ κρυπτὸς τῆς καρδίας ἄνθρωπος

અહિયા “આંતરિક મનુષ્યત્વ” અને “હૃદય” શબ્દો એ આંતરિક ચરિત્ર અને વ્યક્તિના વ્યક્તિત્વનું વર્ણન કરે છે. બીજું અનુવાદ: “ આંતરિક રીતે તમે ખરેખર કેવા છો” (જુઓ: ઉપનામ (જુઓ: બેવડું/બમણાં)

τοῦ πραέως καὶ ἡσυχίου πνεύματος

દીન અને શાંતિપૂર્ણ વ્યવહાર. અહિયા “શાંત” શબ્દનો અર્થ થાય “શાંતિપૂર્ણ” અથવા “શાંત”. “આત્મા” શબ્દ એ વ્યક્તિના આચરણ અને પ્રકૃતિને દર્શાવે છે.

ὅ ἐστιν ἐνώπιον τοῦ Θεοῦ πολυτελές

પિતર ઈશ્વરનો વ્યક્તિ વિશેનો અભિપ્રાય કહે છે જાણેકે તે વ્યક્તિ તેની સામે ઊભો હોય. બીજું અનુવાદ: ""જેને ઈશ્વર મૂલ્યવાન ગણે છે"" (જુઓ: રૂપક)

1 Peter 3:6

κύριον, αὐτὸν καλοῦσα

કહેતીકે તે તેનો પ્રભુછે એટલેકે તેનો સ્વામી

ἧς ἐγενήθητε τέκνα

પિતર કહે છે કે સારાહની જેમ વર્તતી વિશ્વાસી સ્ત્રીઓને તેના ખરા સંતાનો માની શકાય છે.

1 Peter 3:7

પિતર ખાસ કરીને પુરુષો કે જેઓ પતિઓ છે તેઓની સાથે વાત કરે છે.

ὁμοίως

આ ફરીથી સારાહ અને અન્ય ધાર્મિક સ્ત્રીઓ જેઓ તેમના પતિઓને આધીન રહેતી હતી તેને દર્શાવે છે [1 પિતર 3: 5] (../ 03 / 05.md) અને [1 પિતર 3: 6] (../ 03 / 06.md)

συνοικοῦντες κατὰ γνῶσιν, ὡς ἀσθενεστέρῳ σκεύει τῷ γυναικείῳ

પિતર સ્ત્રીઓ વિશે કહે છે કે તેઓ એક પાત્ર સમાન છે, જે રીતે પુરુષોને પણ કેટલીકવાર દર્શાવેલ છે. અમૂર્ત નામ “સમજણપૂર્વક”ને પણ ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય: “પત્નીઓ, સ્ત્રી નબળું પાત્ર છે એમ સમજવું. (જુઓ: રૂપક અને અમૂર્ત નામો)

ἀπονέμοντες τιμήν ὡς…συνκληρονόμοις χάριτος ζωῆς

મૌખિક શબ્દનો ઉપયોગ કરીને આનો અનુવાદ કરી શકાય. બીજું અનુવાદ: “તેઓને માન આપો કારણ કે તેઓ પણ કૃપાથી અનંત જીવન ઈશ્વર તરફથી પ્રાપ્ત કરશે. (જુઓ: અમૂર્ત નામો)

συνκληρονόμοις χάριτος ζωῆς

અનંત જીવન વિશે વારંવાર કહેલ છે જાણેકે તે એવુ કંઇક છે જેનો વારસો લોકોએ પ્રાપ્ત કરવાનો હોય. (જુઓ: રૂપક)

εἰς τὸ

અહિયા “આ” પતિઓએ પોતાની પત્ની સાથે કેવી રીતે વ્યવ્હાર કરવો તેને દર્શાવે છે. બીજું અનુવાદ: “પત્નીઓ સાથે આ રીતે વર્તો. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

εἰς τὸ μὴ ἐνκόπτεσθαι τὰς προσευχὰς ὑμῶν

“અટકાવવામાં” એટલે કે કઇંક થતું અટકાવવું. આ સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “કે કે જેથી તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં ન આવે” અથવા “ કે જેથી તમારે જે રીતે પ્રાર્થના કરવી જોઇએ તેમ કરતાં કોઇ તમને અટકાવે નહિ. (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Peter 3:8

પિતર ફરીથી બધાં વિશ્વાસીઓ સાથે વાત કરવાનું શરૂ કરે છે.

ὁμόφρονες

એક મનના હોવું અને અથવા “એક સમાન વ્યવહાર રાખવો”

εὔσπλαγχνοι

બીજા પ્રત્યે વિનમ્ર અને કરુણાળુ થવું

1 Peter 3:9

μὴ ἀποδιδόντες κακὸν ἀντὶ κακοῦ, ἢ λοιδορίαν ἀντὶ λοιδορίας

પિતર કહે છે કે અન્ય વ્યક્તિના વર્તનોને પ્રતિસાદ આપવો એ તેઓના વર્તનો માટે બદલો ચૂકવવા સમાન છે. બીજું અનુવાદ: ""જે તમારું ભૂંડું કરે છે તેનું ભૂંડું ન કરો અથવા તમારું અપમાન કરનારનું અપમાન ન કરો"" (જુઓ: રૂપક)

εὐλογοῦντες

તમે આશીર્વાદિત લાવનારી વસ્તુઓને પારખી લો. બીજું અનુવાદ: "" જેઓ તમારું ભૂંડું કરે છે અથવા અપમાન કરે છે તેઓને આશીર્વાદ આપવાનું ચાલુ રાખો."" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

εἰς τοῦτο ἐκλήθητε

આ વાક્યને સક્રિય રૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: ""ઈશ્વરે તમને એ માટે તેડ્યા છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἵνα εὐλογίαν κληρονομήσητε

પિતર કહે છે કે ઈશ્વરનો આશીર્વાદ મેળવવો એ વારસા મેળવવા સમાન છે. બીજું અનુવાદ: "" કે જેથી તમે ઈશ્વરના આશીર્વાદને તમારા કાયમી વારસા તરીકે પ્રાપ્ત કરો"" (જુઓ: રૂપક)

1 Peter 3:10

આ કલમોમાં પિતર ગીતશાસ્ત્રોમાંથી નોંધ કરે છે.

ζωὴν ἀγαπᾶν, καὶ ἰδεῖν ἡμέρας ἀγαθὰς

આ બે શબ્દસમૂહોનો અર્થ મૂળભૂત રીતે એકસરખો જ છે અને સારું જીવન પ્રાપ્ત કરવાની ઇચ્છા પર ભાર મૂકે છે. (જુઓ: સમાંતરણ)

ἰδεῖν ἡμέρας ἀγαθὰς

અહીં સારી બાબતોનો અનુભવ કરવો એને જાણે સારી બાબતોને જૉવી એ રીતે કહેલ છે. ""દિવસ"" શબ્દ કોઇ વ્યક્તિનો જીવનકાળ દર્શાવે છે. બીજું અનુવાદ: ""જીવનકાળ દરમિયાન સારી બાબતોનો અનુભવ કરવો"" (જુઓ: રૂપક અને ઉપનામ)

παυσάτω τὴν γλῶσσαν ἀπὸ κακοῦ, καὶ χείλη τοῦ μὴ λαλῆσαι δόλον

જીભ"" અને ""હોઠ"" શબ્દો બોલનાર વ્યક્તિને દર્શાવે છે. આ બે શબ્દસમૂહોનો અર્થ મૂળભૂત રીતે એકસરખો જ થાય છે અને જૂઠ્ઠું ન બૉલવું એ આજ્ઞા પર ભાર મૂકે છે. બીજું અનુવાદ: ""દુષ્ટ અને કપટી બાબતો બોલવાનું બંધ કરો"" (જુઓ: સમાંતરણ અને અભિવ્યક્ત અલંકાર)

1 Peter 3:11

ἐκκλινάτω…ἀπὸ κακοῦ

અહીં ""પાછા ફરો"" એક રૂપક છે જેનો અર્થ કંઈક કરવાનું બંધ કરવું એવો થાય છે. બીજું અનુવાદ: "" તેણે ભૂંડું કરવાનું બંધ કરવું"" (જુઓ: રૂપક)

1 Peter 3:12

ὀφθαλμοὶ Κυρίου ἐπὶ δικαίους

આંખો"" શબ્દ એ પ્રભુ દરેક બાબતોને પારખી શકે છે તે ક્ષમતાને દર્શાવે છે.પ્રભુ ન્યાયીઓને માન્ય કરે છે એટલેકે તેમની નજર તેઓ પર છે. બીજું અનુવાદ: ""પ્રભુ ન્યાયી પર દ્રષ્ટિ રાખે છે"" અથવા ""ઈશ્વર ન્યાયીઓણિ વિનંતી માન્ય રાખે છે”(જુઓ: અભિવ્યક્ત અલંકાર અને રૂપક)

ὦτα αὐτοῦ εἰς δέησιν αὐτῶν

કાન"" શબ્દ લોકો જે કહે છે તેના વિશે ઈશ્વર સજાગ છે તે દર્શાવે છે. કે ઈશ્વર તેમની વિનંતીઓ સાંભળે છે અને તેઓને જવાબ પણ આપે છે. બીજું અનુવાદ: ""તે તેમની વિનંતીઓ સાંભળે છે"" અથવા ""તે તેમની વિનંતિઓને માન્ય કરે છે"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

πρόσωπον…Κυρίου ἐπὶ

વિમુખ"" શબ્દ પ્રભુ દુષ્ટતા કરનારાનો વિરોધ કરે છે તે દર્શાવે છે. કોઈ વ્યક્તિનો વિરોધ કરવો એટલે કોઇ વ્યક્તિથી વિમુખ થવું એમ કહેલ છે બીજું અનુવાદ: ""ઈશ્વર વિમુખ છે"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર અને રૂપક)

1 Peter 3:13

ખ્રિસ્તી જીવન કેવી રીતે જીવવું તે વિશ્વાસીઓને શીખવવાનું પિતર ચાલુ રાખે છે.

τίς ὁ κακώσων ὑμᾶς, ἐὰν τοῦ ἀγαθοῦ ζηλωταὶ γένησθε

પિતર આ પ્રશ્ન પૂછીને એ બાબત ભારપૂર્વક દર્શાવવા માગે છે કે ભલું કરનારાઓને કોઈ નુકસાન પહોંચાડે.બીજું અનુવાદ એ શક્ય નથી : ""જો તમે ભલા કામો કરશો તો કોઈ તમને નુકસાન કરશે નહીં."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

1 Peter 3:14

πάσχοιτε διὰ δικαιοσύνην

તમે આને મૌખિક વાક્ય સાથે અનુવાદ કરી શકો છો. બીજું અનુવાદ: ""ન્યાયી કામો કરવાને લીધે સહન કરો."" (જુઓ: અમૂર્ત નામો)

μακάριοι

આ વાક્ય સક્રિય રૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: ""ઈશ્વર તમને આશીર્વાદ આપશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τὸν δὲ φόβον αὐτῶν, μὴ φοβηθῆτε μηδὲ ταραχθῆτε

આ બે શબ્દસમૂહો સમાન અર્થો ભારપૂર્વક દર્શાવે છે કે વિશ્વાસ કરનારાઓ તેમના સતાવનારાઓથી બીવું નહિ. બીજું અનુવાદ: ""લોકો તમને શું કરશે તેનાથી ડરશો નહીં"" (જુઓ: સમાંતરણ)

τὸν δὲ φόβον αὐτῶν

અહીં ""તેઓ"" શબ્દ પિતરના વાચકોને જે કોઇ નુકસાન કરવાનો પ્રયત્ન કરે તેને માટે લખેલ છે.

1 Peter 3:15

δὲ…ἁγιάσατε

ગભરાવાને બદલે પવિત્ર થાઓ

Κύριον…τὸν Χριστὸν ἁγιάσατε ἐν ταῖς καρδίαις ὑμῶν

“પ્રભુ ખ્રિસ્તને માનો....પવિત્ર” શબ્દસમુહ એ ખ્રિસ્તની પવિત્રતાનૉ સ્વીકાર કરવા માટેનું રૂપક છે. અહીં ""હૃદય"" એ ""આંતરિક મનુષ્યત્વ” માટેનું ઉપનામ છે. બીજું અનુવાદ: ""તમે તમારાં અંતઃકરણમાં સ્વીકારો કે પ્રભુ ખ્રિસ્ત પવિત્ર છે"" અથવા ""તમારા અંતઃકરણમાં પ્રભુ ખ્રિસ્તને પવિત્ર માનીને મહિમા આપો"" (જુઓ: રૂપક અને ઉપનામ)

1 Peter 3:18

પિતર સમજાવે છે કે ખ્રિસ્તે કેવી રીતે દુઃખ સહન કર્યું અને તે દ્વારા શું પરિપૂર્ણ કર્યું.

ἵνα ὑμᾶς προσαγάγῃ τῷ Θεῷ

કદાચિત પિતર અહિં એ દર્શાવવા માગે છે કે આપણી અને ઈશ્વરની વચ્ચે ગાઢ સંબંધ બાંધવા માટે ખ્રિસ્ત મરણ પામ્યા. (જુઓ: રૂપક)

θανατωθεὶς…σαρκὶ

અહીં ""દેહ"" ખ્રિસ્તના શરીરનો ઉલ્લેખ કરે છે; ખ્રિસ્ત શારીરિક રીતે મૃત્યુ પામ્યા હતા. આ સક્રિય રૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: ""લોકોએ ખ્રિસ્તને દેહમાં મારી નાખ્યા "" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ζῳοποιηθεὶς…Πνεύματι

આ સક્રિય રૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: ""આત્માએ તેમને સજીવન કર્યા” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Πνεύματι

શક્ય અર્થો છે 1) પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા અથવા 2) આત્મિક અસ્તિત્વમાં.

1 Peter 3:19

ἐν ᾧ…πορευθεὶς

શક્ય અર્થો છે 1) ""પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા, તે ગયા"" અથવા 2) ""તેમના આત્મિક અસ્તિત્વમાં, તે ગયા.

τοῖς ἐν φυλακῇ πνεύμασιν

આત્મા"" શબ્દના શક્ય અર્થો એ છે 1) ""દુષ્ટ આત્માઓ"" અથવા 2) ""મરણ પામેલા લોકોના આત્માઓ .

1 Peter 3:20

ὅτε ἀπεξεδέχετο ἡ τοῦ Θεοῦ μακροθυμία

શબ્દ ""ધીરજ"" એ ઈશ્વરના પોતાના માટેનું ઉપનામ છે. પિતર ઈશ્વરની ધીરજ વિશે એવી રીતે કહે છે જાણેકે તે એક વ્યક્તિ હોય. બીજું અનુવાદ: ""જ્યારે ઈશ્વર ધીરજથી રાહ જોતા હતા"" (જુઓ: વ્યક્તિનો અવતાર અને ઉપનામ)

ἐν ἡμέραις Νῶε, κατασκευαζομένης κιβωτοῦ

આ સક્રિય રૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: ""નૂહના સમયમાં, જ્યારે તે વહાણ બાંધતો હતો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Peter 3:21

δι’ ἀναστάσεως Ἰησοῦ Χριστοῦ

ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનના કારણે. આ શબ્દસમુહ વિચારને પૂર્ણ કરે છે, ""આ બાપ્તિસ્માનું પ્રતિક છે કે જે તમને હમણાં બચાવે છે.

1 Peter 3:22

ὅς ἐστιν ἐν δεξιᾷ Θεοῦ

દેવને જમણે હાથે"" હોવું એ ઈશ્વરે ઈસુને બીજાં સર્વ કરતાં જે સર્વોચ્ચ માન અને અધિકાર આપ્યા છે તેનું પ્રતિક છે. AT: ""માન અને અધિકારને સ્થાને ખ્રિસ્ત ઈશ્વરની બાજુમાં જ છે"" (જુઓ: ઉપનામ)

ὑποταγέντων αὐτῷ

ઈસુને સ્વાધીન થાઓ

1 Peter 4

1 પિતર 04 સામાન્ય નોંધો

માળખું અને ગોઠવણ

અમુક અનુવાદો કવિતાની દરેક પંક્તિને જમણી બાજુમાં ગોઠવે છે અને તેથી આગળનું લખાણ સરળતાથી વાંચી શકાય. કલમ 4:18 માં જૂના કરારમાથી ટાંકેલ કવિતા છે તેની સાથે યુએલટી આમ જ કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ વિચાર

અધર્મી વિદેશીઓ

આ ફકરા અને “વિદેશી” શબ્દ વપરાયેલ છે, જે સર્વ અધર્મી લોકો કે જેઓ યહૂદી નથી તેને દર્શાવે છે. જે વિદેશીઓ ખ્રિસ્તી થયા છે તેઓનો તેમાં સમાવેશ થતો નથી. "" વ્યભિચાર, વિષયભોગ, મદ્યપાન, મોજશોખ અને મૂર્તિપૂજાના ઘૃણાસ્પદ કૃત્યો"" એ એવાં કામો હતા અથવા નમૂના હતા જે અધર્મી વિદેશીઓને દર્શાવતા હતા. (જુઓ: ઈશ્વરપરાયણ/ઈશ્વરીય, ધર્મનિષ્ઠા/ઈશ્વરપરાયણતા, અધર્મી, નાસ્તિક, નાસ્તિકતા/અનાસ્થા)

શહિદ

તે સ્પષ્ટ છે કે પિતર ઘણા ખ્રિસ્તીઓને સંબોધી રહ્યો છે જેઓ મહા સતાવણીનો અનુભવ કરી રહ્યા છે અને તેમના વિશ્વાસને લીધે મરણનો સામનો કરી રહ્યા છે.

આ અધ્યાયમાં અનુવાદમાં થતી અન્ય શક્ય અડચણો

""એમ થવા દો"" અને ""કોઈપણ નહીં"" અને ""તેને કરવા દો” અને ""તેઓને એમ કરવા દો""

પિતર આ શબ્દસમુહોનો ઉપયોગ કરીને વાચકોને જણાવે છે કે તે તેમની પાસેથી શું ચાહે છે. તે તો આજ્ઞાસમાન છે કારણકે તે ચાહે છે કે તેના વાચકો તેનું પાલન કરે. પણ તે એના જેવું છે કે તે બીજાંઓ પાસેથી જે કાર્યોની ઇચ્છા રાખે છે તે તે એક વ્યક્તિને કહે છે.

1 Peter 4:1

ખ્રિસ્તી જીવન વિષે પિતર વિશ્વાસીઓને શિક્ષણ આપવાનું ચાલુ રાખે છે. તે ખ્રિસ્તના દુ:ખ વિશે અગાઉના અધ્યાયમાં તેના વિચારોનું સમાપન કરે છે ત્યાંથી તે શરૂઆત કરે છે.

σαρκὶ

તેમના શરીરમાં

ὑμεῖς τὴν αὐτὴν ἔννοιαν ὁπλίσασθε

હથિયારબંધ થાઓ"" શબ્દસમૂહ વાંચકોને સૈનિકો કે જેઓ યુધ્ધને માટે શસ્ત્રો તૈયાર રાખે છે. તે હથિયાર અથવા કદાચ શસ્ત્રના તરીકે ""સમાન હેતુ""નું ચિત્રણ કરે છે. અહીં આ રૂપકનો અર્થ છે કે ઇસુની જેમ દુઃખસહન કરવા માટે વિશ્વાસીઓએ દ્રઢ સંક્લ્પ ધરાવતા હોવા જૉઈએ. બીજું અનુવાદ: ""ખ્રિસ્તની જેમ તમે પણ દ્રઢ સંક્લ્પ રાખીને તૈયાર રહો"" (જુઓ: રૂપક)

σαρκὶ

અહીં ""દેહ"" નો અર્થ ""શરીર"" છે. બીજું અનુવાદ: ""તેના શરીરમાં"" અથવા ""અહીં જ્યારે પૃથ્વી પર હતો

πέπαυται ἁμαρτίας

પાપથી મુક્ત થયો છે

1 Peter 4:2

ἀνθρώπων ἐπιθυμίαις

પાપી લોકો સામાન્ય રીતે જે બાબતોની ઇચ્છાઓ રાખે છે

1 Peter 4:3

κώμοις, πότοις

આ શબ્દો એવી પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરે છે જયાં લોકો ભરપૂર મદ્યપાન કરવા અને શરમજનક આચરણો કરવા ભેગા થાય છે.

1 Peter 4:4

τῆς ἀσωτίας ἀνάχυσιν

આ દાખલાઓ જેવા કે જંગલી, અનહદ પાપ એ ભારે પાણીના પૂરના સમાન છે જેમાં લોકો તણાઇ જાય છે.

τῆς ἀσωτίας

તેમના શરીરની ઇચ્છાઓને સંતોષવા માટે તેઓ બધું જ કરી છૂટે છે

1 Peter 4:5

τῷ ἑτοίμως ἔχοντι κρῖναι

શક્ય અર્થો 1) ""ઈશ્વર, જે ન્યાય કરવાને તૈયાર છે"" અથવા 2) ""ખ્રિસ્ત, જે ન્યાય કરવાને તૈયાર છે

ζῶντας καὶ νεκρούς

આનો અર્થ એ થાય છે કે બધા જ લોકો, ભલે તેઓ હજી જીવતા હોય કે મૃત્યુ પામ્યા હોય. બીજું અનુવાદ: ""દરેક વ્યક્તિ” (જુઓ: મેરિઝમ)

1 Peter 4:6

καὶ νεκροῖς εὐηγγελίσθη

શક્ય અર્થો 1) ""જે લોકો મરણ પામ્યા છે તેઓને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવી હતી."" અથવા 2) "" જેઓ જીવતા હતા અને હવે મૂએલાં છે તેઓને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવી હતી.

εὐηγγελίσθη

આ સક્રિય રૂપમાં કહી શકાય છે. શક્ય અર્થો 1) ખ્રિસ્તે પ્રગટ કરી. બીજું અનુવાદ: ""ખ્રિસ્તે સુવાર્તા પ્રગટ કરી"" અથવા 2) માણસોએ પ્રગટ કરી . બીજું અનુવાદ: ""માણસોએ સુવાર્તા પ્રગટ કરી” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

κριθῶσι…κατὰ ἀνθρώπους σαρκὶ

આ સક્રિય રૂપમાં કહી શકાય છે. શક્ય અર્થો 1) ઈશ્વરે તેઓને પૃથ્વી પરના જીવનમાં ન્યાય કર્યો. બીજું અનુવાદ: ""ઈશ્વરે તેઓનો માણસો તરીકે તેમના શરીરમાં ન્યાય કર્યો"" અથવા 2) માણસોએ તેઓનો માનવીય ધોરણૉ પ્રમાણે ન્યાય કર્યો. બીજું અનુવાદ: ""માણસોએ તેઓનો માણસો તરીકે તેમના શરીરમાં ન્યાય કર્યો "" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

κριθῶσι…κατὰ ἀνθρώπους σαρκὶ

આ મરણ કે જે અંતિમ ન્યાયનું રૂપ છે તેને દર્શાવે છે. (જુઓ:સૌમ્યોક્તિ)

ζῶσι…κατὰ Θεὸν πνεύματι

શક્ય અર્થો 1) "" ઈશ્વરની જેમ આત્મિક રીતે જીવો કારણ કે પવિત્ર આત્મા તમને એ પ્રમાણે કરવા સક્ષમ કરશે"" અથવા 2) ""પવિત્ર આત્માના સામર્થ્ય વડે ઈશ્વરના ધોરણ પ્રમાણે જીવો

1 Peter 4:7

πάντων…τὸ τέλος

આ ખ્રિસ્તના બીજા આગમન સમયે જગતના અંતને દર્શાવે છે

ἤγγικεν

ટૂંક સમયમાં જ અંત થશે એ એવી રીતે કહેવામા આવ્યું છે જાણે કે તે અંતરમાં શારીરિક રીતે નજીક આવી રહ્યું હોય. બીજું અનુવાદ: ""ટૂંક સમયમાં થશે"" (જુઓ: રૂપક)

σωφρονήσατε…καὶ νήψατε

આ બે શબ્દસમૂહોનો અર્થ મૂળભૂત રીતે એક સમાન જ છે. જગતનો અંત નજીક હોવાથી જીવન વિશે સ્પષ્ટ રીતે વિચારવાની જરૂર છે તે પર ભાર મૂકવા સારુ પિતરે તેનો ઉપયૉગ કરેલ છે. (જુઓ: સમાંતરણ)

νήψατε

અહીં ""સંયમી"" શબ્દ માનસિક સ્પષ્ટતા અને સાવચેતી દર્શાવે છે. જુઓ [1 પિતર 1:13] (../ 01/13 md) માં તમે આનું અનુવાદ કેવી રીતે કર્યું. બીજું અનુવાદ: ""તમારા વિચારોને સંયમમાં રાખો"" અથવા ""તમારા વિચારો વિષે સાવધ રહો"" (જુઓ: રૂઢિપ્રયોગ)

1 Peter 4:8

πρὸ πάντων

સર્વ કરતાં વિશેષ મહત્વનું/ વિશેષ કરીને

ὅτι ἀγάπη καλύψει πλῆθος ἁμαρτιῶν

પિતર ""પ્રેમ"" ને એક વ્યક્તિ સાથે સરખાવે છે જે બીજાઓના પાપોને ઢાંકવાનો પ્રયત્ન કરે છે. શક્ય અર્થો 1)""જે કોઈ વ્યક્તિ બીજાઓને પ્રેમ કરે છે તે અન્યોના પાપ શોધવાનો પ્રયત્ન કરતો નથી"" અથવા 2) ""પ્રેમ કરનાર વ્યક્તિ બીજા લોકોના પાપોની ક્ષમા કરશે, જો કે તેના પાપ ઘણાં હોય તો પણ."" (જુઓ: વ્યક્તિનો અવતાર અને રૂપક)

1 Peter 4:9

φιλόξενοι

પ્રવાસીઓ અને મહેમાનો પર દયા દર્શાવીને તેઓની પરોણાગત કરો

1 Peter 4:10

ἕκαστος καθὼς ἔλαβεν χάρισμα

આ વિશેષ આત્મિક ક્ષમતાનો કે જે ઈશ્વર વિશ્વાસીઓને આપે છે તેનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: ""કારણ કે તમ દરેકે ઈશ્વર પાસેથી વિશેષ આત્મિક ક્ષમતાને ભેટ તરીકે પ્રાપ્ત કરી છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

1 Peter 4:11

ἵνα ἐν πᾶσιν δοξάζηται ὁ Θεὸς

આ સક્રિય રૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: ""જેથી તમે સર્વ બાબતમાં ઈશ્વરને મહિમા આપો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

δοξάζηται

સ્તુતિ અને મહિમા

1 Peter 4:12

τῇ ἐν ὑμῖν πυρώσει πρὸς πειρασμὸν ὑμῖν γινομένῃ

જે રીતે અગ્નિ સોનાને શુદ્ધ કરે છે, તેમ પરીક્ષણો અને સતાવણી વ્યક્તિના વિશ્વાસની ચકાસણી કરે છે. (જુઓ: રૂપક)

1 Peter 4:13

χαρῆτε ἀγαλλιώμενοι

આ બે શબ્દસમૂહોનો અર્થ મૂળભૂત રીતે એક જ થાય છે અને આનંદની તીવ્રતા પર ભાર મૂકે છે. બીજું અનુવાદ: ""વધુ હરખાઓ"" અથવા ""વધારે આનંદિત થાઓ"" (જુઓ: બેવડું/બમણાં)

ἐν τῇ ἀποκαλύψει τῆς δόξης αὐτοῦ

જ્યારે ઈશ્વર ખ્રિસ્તનો મહિમા પ્રગટ કરે ત્યારે

1 Peter 4:14

εἰ ὀνειδίζεσθε ἐν ὀνόματι Χριστοῦ

અહીં ""નામ"" શબ્દ ખ્રિસ્ત પોતે છે. આ સક્રિય રૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: ""તમે ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો તેથી જો લોકો તમારું અપમાન કરે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને ઉપનામ)

τὸ τῆς δόξης καὶ τὸ τοῦ Θεοῦ Πνεῦμα

આ બંને બાબતો પવિત્ર આત્માનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: ""મહિમાનો આત્મા, કે જે ઈશ્વરનો આત્મા છે"" અથવા "" ઈશ્વરનો મહિમાવંત આત્મા"" (જુઓ: સમાંતરણ)

ἐφ’ ὑμᾶς ἀναπαύεται

તે તમારી સાથે રહે છે

1 Peter 4:15

ἀλλοτριεπίσκοπος

આ એવી વ્યક્તિને દર્શાવે છે જે અધિકાર વિના અન્ય લોકોના કામકાજમાં સામેલ થાય છે.

1 Peter 4:16

ἐν τῷ ὀνόματι τούτῳ

કારણ કે તે ખ્રિસ્તી નામ ધરાવે છે અથવા ""લોકો તેને ખ્રિસ્તી તરીકે ઓળખે છે."" ""તે નામ"" શબ્દો ""ખ્રિસ્તી"" ને દર્શાવે છે.”

1 Peter 4:17

τοῦ οἴκου τοῦ Θεοῦ

આ શબ્દસમૂહ વિશ્વાસીઓને દર્શાવે છે, જેઓને પિતર ઈશ્વરના કુટુંબ તરીકે સંબોધે છે. (જુઓ: રૂપક)

εἰ δὲ πρῶτον ἀφ’ ἡμῶν, τί τὸ τέλος τῶν ἀπειθούντων τῷ τοῦ Θεοῦ εὐαγγελίῳ

ઈશ્વરનો ન્યાય વિશ્વાસીઓ કરતાં જેઓ સુવાર્તાને નકારે છે તેઓને માટે ખૂબજ સખત હશે તેને ભારપૂર્વક દર્શાવવા પિતર આ પ્રશ્નનો ઉપયોગ કરે છે : બીજું અનુવાદ: ""જો તેની શરૂઆત આપણાંથી થાય છે તો, જેઓએ ઈશ્વરની સુવાર્તાનો સ્વીકાર કર્યો નથી તેઓની હાલત કેવી ભયંકર થશે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τί τὸ τέλος τῶν ἀπειθούντων

તેઓનું શું થશે

τῶν ἀπειθούντων τῷ τοῦ Θεοῦ εὐαγγελίῳ

જેઓ ઈશ્વરની સુવાર્તા પર વિશ્વાસ કરતાં નથી. અહીં ""આધીન"" શબ્દનો અર્થ વિશ્વાસ કરવો એમ થાય છે.

1 Peter 4:18

ὁ δίκαιος…ὁ ἀσεβὴς καὶ ἁμαρτωλὸς ποῦ φανεῖται

પિતર આ પ્રશ્ન દ્વારા ભારપૂર્વક કહે છે કે વિશ્વાસીઓ કરતાં પાપીઓને વધારે સહન કરવું પડશે. બીજું અનુવાદ: ""ન્યાયી માણસ ... અધર્મી અને પાપીઓ માટે પરિણામ ગંભીર હશે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ὁ ἀσεβὴς καὶ ἁμαρτωλὸς ποῦ φανεῖται

અધર્મી અને પાપીઓનું શું થશે

εἰ ὁ δίκαιος μόλις σῴζεται

અહિયા “ઉધ્ધાર” શબ્દએ ખ્રિસ્તના આગમન સમયના અંતિમ તારણને દર્શાવે છે. આ સક્રિય રૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: ""જો ન્યાયી માણસનો ઉધ્ધાર ઈશ્વર કરે તે પહેલાં તેને ઘણી મુશ્કેલીઓનો અનુભવ કરવો પડે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὁ ἀσεβὴς καὶ ἁμαρτωλὸς

અધર્મી"" અને ""પાપી"" શબ્દોનો મૂળભૂત અર્થ એક જ થાય છે કે તે આ લોકોની દુષ્ટતા પર ભાર મૂકે છે. બીજું અનુવાદ: ""અધર્મી પાપીઓ"" (જુઓ: બેવડું/બમણાં)

1 Peter 4:19

παρατιθέσθωσαν τὰς ψυχὰς αὐτῶν

અહીં ""આત્માઓ"" શબ્દ આખા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: ""પોતાને સોંપી દો"" અથવા ""પોતાના જીવનને સોંપવું"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

ἐν ἀγαθοποιΐᾳ

અમૂર્ત નામ “સારું કરીને"" નો અનુવાદ શાબ્દિક શબ્દસમૂહ સાથે કરી શકાય છે. બીજું અનુવાદ: ""જ્યારે તેઓ સારું કરે છે"" અથવા ""જ્યારે તેઓ ન્યાયી રીતે જીવે છે"" (જુઓ: અમૂર્ત નામો)

1 Peter 5

1 પિતર 05 સામાન્ય નોંધો

માળખું અને ગોઠવણ

પ્રાચીન સમયમાં પૂર્વની નજીકના મોટાભાગના લોકો પિતરની જેમ આ રીતે પત્ર સમાપ્ત કરતા હતા

આ અધ્યાયમાં વિશેષ ખ્યાલો

મુગટ

જે મુગટ મુખ્ય ઘેટાંપાળક આપશે તે એક પુરસ્કાર છે, જે કંઇક વિશેષ સારું કામ કરનાર લોકોને મળે છે. (જુઓ: બદલો, બદલો આપે છે, બદલો આપ્યો, બદલો આપતું, બદલો આપનાર)

આ અધ્યાયમાં અગત્યના શબ્દાલંકારો

સિંહ

બધા પ્રાણીઓ સિંહોથી ડરે છે કારણ કે તેઓ વેગીલા અને મજબૂત છે અને તેઓ લગભગ અન્ય દરેક પ્રકારના પ્રાણીઓને ખાય છે. તેઓ લોકોને પણ ખાય છે. શેતાન ઈશ્વરના લોકોને ભયભીત કરવા માંગે છે, તેથી પિતર પોતાના વાંચકોને શેતાન તેઓના શરીરને નુકસાન પહોંચાડી શકે છે તે સમજાવવા માટે સિંહની ઉપમા આપે છે, પરંતુ જો તેઓ ઈશ્વરમાં ભરોસો રાખે અને તેને આધીન રહે, તો ઈશ્વર તેમની સંભાળ લેશે તેઓ સદાકાળ ઈશ્વરના લોકો થઇ રહેશે. (જુઓ: ઉપમા)

બાબિલ

બાબિલ એ દુષ્ટ પ્રજા હતી જેણે જૂના કરારના સમયમાં યરૂશાલેમનો નાશ કર્યો હતો, યહૂદીઓને તેમના ઘરોથી દૂર લઇ ગયા અને તેમના પર શાસન કર્યું. પિતરે બાબિલનો ઉપયોગ પ્રજાના રૂપક તરીકે કર્યો છે, એવી પ્રજાકે જે ખ્રિસ્તીઓની સતાવણી કરતી હતી અને જેઓને તે પત્ર લખી રહ્યો હતો. તે યરૂશાલેમનો ઉલ્લેખ કરી રહ્યો હતો કારણ કે યહૂદીઓ ખ્રિસ્તીઓ પર સતાવણી કરતા હતા. અથવા તે રોમનો ઉલ્લેખ કરી રહ્યો હતો કારણ કે રોમનો પણ ખ્રિસ્તીઓની સતાવણી કરતા હતા. (જુઓ: દુષ્ટ, દુરાચારી, ન ગમે એવું અને રૂપક)

1 Peter 5:1

પિતર વિશેષ કરીને પુરુષો કે જેઓ વડીલો છે તેઓને કહે છે.

τῆς μελλούσης ἀποκαλύπτεσθαι δόξης

આ ખ્રિસ્તના બીજા આગમન સંબંધી છે. આ સક્રિય રૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: "" ખ્રિસ્તનો મહિમા જે ઈશ્વર પ્રગટ કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને ઉપનામ)

1 Peter 5:2

ποιμάνατε τὸ…ποίμνιον τοῦ Θεοῦ

પિતર વિશ્વાસીઓને ઘેટાંના ટોળું અને વડીલોને તેઓની કાળજી લેનારા ઘેટાંપાળક તરીકે ગણાવે છે. (જુઓ: રૂપક)

1 Peter 5:3

μηδ’ ὡς κατακυριεύοντες τῶν κλήρων, ἀλλὰ τύποι γινόμενοι

વડીલોએ નમૂનારૂપ જીવન જીવીને દૉરવણી આપવાની છે, અને કઠોર માલિક જે રીતે પોતાના સેવકો સાથે વર્તન કરે છે તેવું વર્તન લોકો સાથે ન કરીને. (જુઓ: રૂપક)

τῶν κλήρων

તમે શાબ્દિક શબ્દસમૂહનો ઉપયોગ કરીને અનુવાદ કરી શકો છો. બીજું અનુવાદ: ""ઈશ્વરે જેઓને તમારી સંભાળ નીચે મૂક્યા છે."" (જુઓ: અમૂર્ત નામો)

1 Peter 5:4

καὶ φανερωθέντος τοῦ ἀρχιποίμενος

પિતર ઈસુ વિષે એ રીતે કહે છે જાણેકે તે એક ઘેટાંપાળક છે, જે બીજા બધાં ઘેટાંપાળકો પર અધિકાર ધરાવે છે. આ સક્રિય રૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: ""જ્યારે ઇસુ ,મુખ્ય ઘેટાં પાળક પ્રગટ થશે"" અથવા ""જ્યારે ઈશ્વર મુખ્ય ઘેટાં પાળક ઇસુને પ્રગટ કરશે"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τὸν ἀμαράντινον τῆς δόξης στέφανον

અહીં ""મુગટ"" શબ્દ એ ઈનામ ને દર્શાવે છે કે જે વિજયની નિશાની તરીકે કોઇને પ્રાપ્ત થાય છે. ""કરમાઇ ન જનારા"" શબ્દનો અર્થ છે કે અનંતકાળિક. બીજું અનુવાદ: ""મહિમાવંત ઈનામ જે સદાકાળ ટકનાર છે"" (જુઓ: રૂપક)

τῆς δόξης

મહિમાવંત

1 Peter 5:5

પિતર ખાસ કરીને યુવાન પુરુષોને સૂચના આપે છે અને પછી બધા વિશ્વાસીઓને શિક્ષણ આપવાનું ચાલુ રાખે છે.

ὁμοίως

પિતરે [1 પિતર 5: 1] (../ 05 / 01.md) માં [1 પિતર 5: 4] [1 પિતર 5: 4] માં વર્ણન કર્યા મુજબ વડીલોએ કેવી રીતે મુખ્ય ઘેટાપાળકને સ્વાધીન થવાનું છે તે ફરીથી દર્શાવે છે. (../ 05 / 04.md).

πάντες

આ સર્વ વિશ્વાસીઓને માટે છે, માત્ર જુવાન પુરુષો માટે જ નથી.

τὴν ταπεινοφροσύνην ἐγκομβώσασθε

પિતર કહે છે કે નમ્રતાની નૈતિક લાક્ષણિક્તા હોવી એ કપડાંને પહેરવા સમાન છે. બીજું અનુવાદ: ""નમ્રતાથી એકબીજા સાથે વર્તો"" અથવા ""પૂર્ણ નમ્રતાથી વર્તો"" (જુઓ: રૂપક)

1 Peter 5:6

ὑπὸ τὴν κραταιὰν χεῖρα τοῦ Θεοῦ, ἵνα

અહીં ""હાથ"" શબ્દ ઈશ્વરનું સામર્થ્ય જે નમ્ર લોકોને બચાવે છે અને ગર્વિષ્ઠોને સજા કરે છે તેને દર્શાવે છે. બીજું અનુવાદ: ""ઈશ્વરના મહાન સામર્થ્ય નીચે"" અથવા "" ઈશ્વરની આગળ, એમાટે તેમની પાસે મહાન સામર્થ્ય છે તેની સભાનતા સાથે ."" (જુઓ: ઉપનામ)

1 Peter 5:7

πᾶσαν τὴν μέριμναν ὑμῶν ἐπιρίψαντες ἐπ’ αὐτόν

પિતર ચિંતા વિશે બોલે છે, જાણે કે કોઈ વ્યક્તિ ભારે બોજ પોતે ઊંચકવાને બદલે ઈશ્વર પર મૂકે છે. બીજું અનુવાદ: "" તમારી સર્વ ચિંતા માટે તેમની પર વિશ્વાસ રાખો"" અથવા ""તમને તકલીફ આપતી દરેક બાબતોની કાળજી તેમને લેવા દો ."" (જુઓ: રૂપક)

1 Peter 5:8

νήψατε

અહીં ""સંયમી"" શબ્દ માનસિક સ્પષ્ટતા અને સાવચેતી દર્શાવે છે. જુઓ [1 પિતર 1:13] (../ 01/13 md) અગાઉનું અનુવાદ તપાસો. બીજું અનુવાદ: ""તમારા વિચારોને સંયમમાં રાખો"" અથવા ""તમારા વિચારો વિષે સાવચેત રહો"" (જુઓ: રૂઢિપ્રયોગ)

διάβολος, ὡς λέων ὠρυόμενος περιπατεῖ, ζητῶν τινα καταπιεῖν

પિતર શેતાનને ગર્જના કરતા સિંહની સાથે સરખાવે છે. જેમ ભૂખ્યો સિંહ તેના શિકારને ગળી જાય છે, તેવી જ રીતે શેતાન વિશ્વાસીઓના વિશ્વાસનો સંપૂર્ણ નાશ કરવા શોધે છે. (જુઓ: ઉપમા)

περιπατεῖ

શોધતો ફરે છે અથવા "" ગળી જવાને શોધતો ફરે છે

1 Peter 5:9

ᾧ ἀντίστητε

ઊભા રહેવું એ લડાઈ માટેનું રૂપક છે. બીજું અનુવાદ: ""તેની સામે લડો"" (જુઓ: ઉપનામ)

ὑμῶν ἀδελφότητι

પિતર સાથી વિશ્વાસીઓની વાત કરે છે જાણે કે તેઓ એક જ સમુદાયના સભ્યો હોય. બીજું અનુવાદ: ""તમારા સાથી વિશ્વાસીઓ"" (જુઓ: રૂપક)

ἐν τῷ κόσμῳ

જગતભરમાં વિવિધ સ્થળોએ

1 Peter 5:10

આ પિતરના પત્રનો અંત છે. અહીં તે તેમના પત્રનો અંતિમ નોંધ અને શુભેચ્છાઓ પાઠવે છે.

ὀλίγον

ટૂંક સમય માટે

ὁ…Θεὸς πάσης χάριτος

અહીં ""કૃપા"" શબ્દ એ ઈશ્વરે જે બાબતો આપે છે અથવા ઈશ્વરના ગુણને દર્શાવે છે. શક્ય અર્થો 1) ""ઈશ્વર જે હંમેશાં આપણને જે જરૂરી છે તે આપે છે"" અથવા 2) ""ઈશ્વર જે હંમેશા દયાળુ છે.

ὁ καλέσας ὑμᾶς εἰς τὴν αἰώνιον αὐτοῦ δόξαν ἐν Χριστῷ

તમે ખ્રિસ્તમાં જોડાયા છો તેથી તેમણે તમને સ્વર્ગમાં તેમના સર્વકાળીક મહિમામાં ભાગીદાર થવા પસંદ કર્યા છે

καταρτίσει

તમને પૂર્ણ કરે છે અથવા ""તમને પુનઃસ્થાપિત કરે છે"" અથવા ""તમને ફરીથી બળવાન કરે છે

σθενώσει, θεμελιώσει

આ બંને અભિવ્યક્તિઓના અર્થો સમાન છે, એટલે કે, ઈશ્વર વિશ્વાસીઓને તેમની પર વિશ્વાસ કરવા અને દરેક પ્રકારની સતાવણીમાં તેમને આધીન થવા સમર્થ કરશે. (જુઓ: રૂપક)

1 Peter 5:12

διὰ Σιλουανοῦ, ὑμῖν…δι’ ὀλίγων ἔγραψα

પિતરે સિલ્વાનુસને જે શબ્દો લખવા કહ્યા તે તેણે પત્રમાં લખ્યા.

ταύτην εἶναι ἀληθῆ χάριν τοῦ Θεοῦ

મેં ઈશ્વરની ખરી કૃપા વિશે લખ્યું છે. અહીંયા ""કૃપા"" શબ્દનો અર્થ સુવાર્તાનો સંદેશ થાય છે, જે વિશ્વાસીઓ માટે ઈશ્વરે કરેલી ભલાં કામો વિષે કહે છે. (જુઓ: ઉપનામ)

εἰς ἣν στῆτε

તેમાં"" શબ્દનો અર્થ ""ઈશ્વરની ખરી કૃપામાં"" એમ થાય છે. આ કૃપાને સંપૂર્ણ સ્વાર્પિત રહો એનો અર્થ થાય કે એક સ્થાને સ્થિર ઊભા રહેવું અને પાછા હટવું નહીં. બીજું અનુવાદ: ""તેને સંપૂર્ણ સ્વાર્પિત રહો"" (જુઓ: રૂપક)

1 Peter 5:13

ἡ ἐν Βαβυλῶνι

અહીંયા ""માંની"" એ કદાચિત ""બાબિલ""માં રહેનાર વિશ્વાસીઓના જૂથને દર્શાવે છે. ""બાબિલ"" માટે શક્ય અર્થો 1) રોમ શહેર માટેના પ્રતિક સમાન છે, 2) જે કોઇ જ્ગ્યાએ ખ્રિસ્તીઓ દુઃખ સહન કરે છે તેના પ્રતીક સમાન છે, અથવા 3) વાસ્તવિક રીતે તે બાબિલ શહેરને દર્શાવે છે. તે વિશિષ્ટ રૂપમાં રોમ શહેરનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સાંકેતિક ભાષા)

συνεκλεκτὴ

આ વાક્ય સક્રિય રૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: "" તમારી સાથે જેઓને ઈશ્વરે પસંદ કર્યા છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὁ υἱός μου

પિતર માર્કને તેનો આત્મિક પુત્ર ગણાવે છે. બીજું અનુવાદ: ""મારા આત્મિક પુત્ર"" અથવા ""જ મને પુત્ર સમાન છે.” (જુઓ: રૂપક)

1 Peter 5:14

φιλήματι ἀγάπης

પ્રેમાળ ચુંબનથી અથવા “ચુંબનથી એકબીજા પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત કરવો”