ગુજરાતી (Gujarati): translationNotes

Updated ? hours ago # views See on DCS Draft Material

2 Thessalonians

2 Thessalonians front

૨ થેસ્સલોનિકાના પત્રની પ્રસ્તાવના

ભાગ ૧ : સામાન્ય પરિચય

૨ થેસ્સલોનિકાના પત્રની રૂપરેખા
  1. શુભેચ્છા અને આભારવિધિ (૧: ૧-૩-3)
  2. સતાવણીથી પીડાતા ખ્રિસ્તીઓ
  • તેઓ ઈશ્વરના રાજ્ય માટે અને સતામણીમાંથી છુટકારાના ઈશ્વરીય વચન માટે યોગ્ય છે(૧: ૪-૭) જેઓ ઈશ્વરના લોકોને સતાવે છે તેઓનો ન્યાય થશે ( ૧:૮-૧૨ ) 1 ઘણા વિશ્વાસીઓ ઈસુના બીજા આગમન વિષે ગેરસમજ ધરાવે છે.

  • ખ્રિસ્તનું બીજું આગમન હજી થયું નથી. (2: 1-2)

    • ખ્રિસ્તના બીજા આગમન પહેલા થનારી બિનાઓ (2: 3-12) 1પાઉલને ખાતરી છે કે ઈશ્વર થેસ્સલોનિકાના વિશ્વાસીઓને બચાવશે- “તેઓ તેમના તેડાંને વળગી રહે” માટે પાઉલ દ્વારા આહવાન (2: 13-15)
  • તેની પ્રાર્થના છે કે ઈશ્વર તેમને દિલાસો આપશે (2: 16-17)

    1. પાઉલ થેસ્સલોનિકાના વિશ્વાસીઓને વિનંતી કરે છે કે તેઓ તેના માટે પ્રાર્થના કરે . (3: 1-5)
    2. પાઉલ આળસુ વિશ્વાસીઓ વિશે આદેશ આપે છે (3: 6-15) 1 સમાપન (3: 16-17)
2 થેસ્સલોનિકીઓને પત્ર કોણ લખ્યો?

પાઉલે ૨ થેસ્સલોનિકીઓનો પત્ર લખ્યો. તે તાર્સસ શહેરથી હતો. તેના આગલા જીવનમાં તે શાઉલ તરીકે જાણીતો હતો. ખ્રિસ્તી બન્યા પહેલા, પાઉલ એક ફરોશી હતો, તેણે ખ્રિસ્તીઓને સતાવ્યા હતા. ખ્રિસ્તી બન્યા પછી, તેણે ઘણી વાર રોમન સામ્રાજ્યમાં મુસાફરી કરીને ત્યાં વસતા લોકોને ઈસુ વિશે જણાવ્યું હતું.

પાઉલે કરિંથ શહેરમાંથી આ પત્ર લખ્યો હતો.

૨ થેસ્સલોનિકાના પત્ર વિશે શું જાણવા મળે છે?

પાઉલે આ પત્ર થેસ્સલોનિકા શહેરના વિશ્વાસીઓને લખ્યો હતો. તેણે વિશ્વાસીઓને પ્રોત્સાહન આપ્યું કારણ કે તેઓની સતાવણી થઈ રહી હતી. પાઉલે વિશ્વાસીઓને ઈશ્વરને પસંદ પડે એવું જીવન જીવવા માર્ગદર્શન આપ્યું હતું. અને તે તેઓને ખ્રિસ્તના બીજા આગમન વિશે ફરીથી શીખવવા માંગતો હતો.

આ પત્રના શીર્ષકનું ભાષાંતર કેવી રીતે થવું જોઈએ?

અનુવાદકો આ પત્રને તેના પરંપરાગત શીર્ષક, "" ૨ થેસ્સલોનિકા "" અથવા ""બીજો થેસ્સલોનિકીઓ "" તરીકે પસંદ કરી શકે છે. અથવા તેઓ એક સ્પષ્ટ શીર્ષક પસંદ કરી શકે છે, જેમકે "" થેસ્સલોનિકાની મંડળીને પાઉલનો બીજો પત્ર,"" અથવા ""પાઉલનો થેસ્સલોનિકામાંના ખ્રિસ્તીઓનો બીજો પત્ર."" (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

ભાગ ૨: મહત્વના ધાર્મિક અને સાંસ્કૃતિક વિચારો

ઈસુનું ""બીજું આગમન"" શું છે?

પાઉલે ઈસુના પૃથ્વી પરના આખરી આગમન વિશે આ પત્રમાં ઘણું લખ્યું છે. જ્યારે ઈસુનું આગમન થશે ત્યારે તે સર્વ માનવજાતનો ન્યાય કરશે. તે જગત ઉપર પણ અધિકાર ચલાવશે. અને ત્યાં સર્વત્ર શાંતિ રહેશે. પાઉલે સમજાવ્યું કે ખ્રિસ્તના આગમન પહેલાં ""અન્યાયી માણસ/પાપના માણસ""નું આવવું થશે. આ વ્યક્તિ શેતાનની આજ્ઞા માનશે અને ઘણા લોકોને ઈશ્વરનો વિરોધ કરવાનું કહેશે. પરંતુ જ્યારે ઈસુ પાછા આવશે ત્યારે તેઆ આ વ્યક્તિનો નાશ કરશે.

ભાગ ૩: અનુવાદના મુખ્ય મુદ્દાઓ

""ખ્રિસ્તમાં"" અથવા ""પ્રભુમાં"" એ વિશે પાઉલનો કહેવાનો અર્થ શું છે, વિગેરે…?

પાઉલનો કહેવાનો અર્થ ખ્રિસ્ત અને વિશ્વાસીઓ સાથેના ખૂબ જ નજીકના સબંધ વ્યક્ત કરે છે. કૃપા કરીને આ પ્રકારની અભિવ્યક્તિ વિશે વધુ વિગતો માટે રોમનોને પત્રની પ્રસ્તાવના જુઓ.

૨ થેસ્સલોનિકીઓના પત્રના લખાણમાં કયા મુખ્ય મુદ્દાઓ છે?

નીચેની કલમો માટે, બાઇબલની આધુનિક આવૃત્તિઓ જૂની આવૃત્તિઓથી અલગ પડે છે. યુએલટી લખાણ તે આધુનિક વાંચન છે અને જૂનું વાંચન ફૂટનોટમાં(નીમ્ન્લેખિત નોંધમાં) મૂકે છે. જો સામાન્ય ક્ષેત્રમાં (વાચકોના વિસ્તારમાં) બાઈબલનું ભાષાંતર ઉપલબ્ધ હોય તો ભાષાંતરકારોએ તે આવૃત્તિના વાંચનનો ઉપયોગ કરવો જોઈએ. જો નહીં, તો અનુવાદકોને આધુનિક વાંચનને અનુસરવાની સલાહ આપવામાં આવે છે.

*યુ.એલ.ટી, યુ.એસ.ટી. અને મોટા ભાગની આધુનિક આવૃત્તિઓમાં ""અન્યાયી માણસ પ્રગટ થશે” (૨:૩)., આ રીતે વાંચે છે. જૂની આવૃત્તિઓમાં ""અને પાપી માણસ પ્રગટ થશે.”

  • ""ઈશ્વરે તમને તારણના પ્રથમ ફળ તરીકે પસંદ કર્યા છે"" (૨:૧૩) યુએલટી, યુએસટી અને કેટલીક અન્ય આવૃત્તિઓ આ રીતે વાંચે છે. અન્ય આવૃત્તિઓમાં, ""ઈશ્વરે તમને તારણને માટે પ્રથમ પસંદ કર્યા છે.""

    (જુઓ: શાબ્દિક ભિન્નતા)

2 Thessalonians 1

૨ થેસ્સલોનીકા ૦૧ સામાન્ય નોંધ

માળખુ અને વ્યવસ્થા

કલમ ૧-૨ આ પત્રને ઔપચારિક રીતે રજૂ કરે છે. પ્રાચીન સમયોમાં પૂર્વ વિસ્તારના પત્રોમાં સામાન્ય રીતે આ પ્રકારની પ્રસ્તાવના જોવા મળતી હતી.

આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત મુશ્કેલીઓ

વિરોધાભાસ

વિરોધાભાસ એ સાચું વિધાન છે કે જે કંઈક અશક્યનું વર્ણન કરે છે. ૪-૫ કલમ વિરોધાભાસ દર્શાવે છે: ""તમારી બધી સતાવણીમાં તમારી સહનશીલતા અને વિશ્વાસ તથા જે ધીરજ તમે દર્શાવો છો તે વિશે અમે વાત કરીએ છીએ. આ ઈશ્વરના ન્યાયી ચુકાદાનો સંકેત છે."" સામાન્ય રીતે લોકો એવું માનતા નથી કે ઈશ્વરમાં વિશ્વાસ કરનારની સતાવણી થાય તે ઈશ્વરના ન્યાયી ચુકાદાનો સંકેત છે. પરંતુ કલમ ૫-૧૦માં, પાઉલે સમજાવ્યું છે કે ઈશ્વર પર વિશ્વાસ કરનારાઓને ઈશ્વર કેવી રીતે બદલો આપશે અને જે લોકો તેમને સતાવશે તેઓનો ન્યાયકેવી રીતે કરશે. ([૨ થેસ્સલોનિકીઓ ૧:૪-૫] (./ ૦૪.એમડી))

2 Thessalonians 1:1

પાઉલ આ પત્રનો લેખક છે, પરંતુ તે સિલ્વાનુસ અને તિમોથીને પણ પત્ર મોકલનાર તરીકે વર્ણવે છે. તે થેસ્સલોનિકાની મંડળીને શુભેચ્છા પાઠવીને પત્રની શરૂઆત કરે છે. અન્ય રીતે અલગ સ્થાને નોંધવામાં આવ્યું હોય તે સિવાય અહીં ""અમે"" અને ""અમારો"" આ શબ્દો પાઉલ, સિલ્વાનુસ અને તિમોથીનો ઉલ્લેખ કરે છે. ઉપરાંત, શબ્દ ""તમે"" બહુવચન છે અને થેસ્સલોનિકાની મંડળીમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે” અનેતમેનાં સ્વરૂપો)

Σιλουανὸς

આ “સિલાસ”નું લેટિન ઉચ્ચારણ છે. પાઉલના સાથી મુસાફર તરીકે પ્રેરિતોનાં કૃત્યોમાં જેનો ઉલ્લેખ છે, આ તે જ સિલ્વાનુસ છે.

2 Thessalonians 1:2

χάρις ὑμῖν

પાઉલ સામાન્ય રીતે આ પ્રકારની શુભેચ્છાનો ઉપયોગ કરે છે.

2 Thessalonians 1:3

પાઉલ થેસ્સલોનિકાના વિશ્વાસીઓનો આભાર માને છે.

εὐχαριστεῖν ὀφείλομεν τῷ Θεῷ πάντοτε

પાઉલે ""હંમેશાં"" શબ્દનો અર્થ સામાન્ય રીતે ""વારંવાર"" અથવા ""નિયમિત""તરીકે કર્યો છે. આ વાક્ય થેસ્સલોનિકાના વિશ્વાસીઓના જીવનમાં ઈશ્વર જે કાર્ય કરે છે તેની મહાનતા પર વધારે ભાર મૂકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે નિત્ય ઈશ્વરનો આભાર માનવો જોઈએ"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

ἀδελφοί

અહીં ""ભાઈઓ"" એટલે સ્ત્રી અને પુરુષો, બંન્નેના સમાવેશ સાથે સાથી ખ્રિસ્તીઓ થાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભાઈઓ અને બહેનો"" (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)

καθὼς ἄξιόν ἐστιν

એ કરવું સારું છે અથવા “તે સારું છે”

πλεονάζει ἡ ἀγάπη ἑνὸς ἑκάστου, πάντων ὑμῶν, εἰς ἀλλήλους

તમે અંતઃકરણપૂર્વક એકબીજા પર પ્રેમ રાખો.

ἀλλήλους

અહિયાં “એકબીજા” ”શબ્દ, સાથી ખ્રિસ્તીઓને દર્શાવે છે.

2 Thessalonians 1:4

αὐτοὺς ἡμᾶς

અહિયાં આપવામાં આવેલ શબ્દ “અમે” પાઉલ તેઓ સબંધી ગર્વ અનુભવે છે તે બાબત પર ભાર મૂકે છે. (જુઑ:સ્વવાચક સર્વનામો)

2 Thessalonians 1:5

καταξιωθῆναι ὑμᾶς τῆς Βασιλείας τοῦ Θεοῦ

આ સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાયછે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તમને તેમના રાજ્યમાં દાખલ કરવાને યોગ્ય ગણશે.” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Thessalonians 1:6

પાઉલ સતત ઈશ્વરના ન્યાયી હોવા વિશે વાત કરે છે.

εἴπερ δίκαιον παρὰ Θεῷ

ઈશ્વર સત્ય છે અથવા “ઈશ્વર ન્યાયી છે”

παρὰ Θεῷ, ἀνταποδοῦναι τοῖς θλίβουσιν ὑμᾶς θλῖψιν

અહીં ""બદલો વાળી આપવો” એ રૂપક છે જેનો અર્થ એ થાય છે કે કોઈને તે જ બાબતનો અનુભવ આપવો જે તેઓએ બીજા સાથે કર્યું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જે લોકો તમને દુઃખ પહોંચાડે છે તેઓને ઈશ્વર દુઃખ પહોંચાડશે"" (જુઓ: રૂપક)

2 Thessalonians 1:7

καὶ ὑμῖν…ἄνεσιν

(કલમ ૬) મુજબ ઈશ્વર ન્યાયી છે, લોકોને “બદલો વાળી આપવા”, આ શબ્દસમૂહનો ઉલ્લેખ પાઉલ સતત કરે છે. આ એક રૂપક છે જેનો અર્થ એ થાય કે કોઈને તે જ બાબતનો અનુભવ આપવો જે તેઓએ બીજા સાથે કર્યું હોય છે. વૈકલ્પિક ભાષાંતર: ""વિસામો આપશે” (જુઓ: રૂપક)

ὑμῖν…ἄνεσιν

તમે સ્પષ્ટ કરી શકો છો કે ઈશ્વર વિસામો આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તમને વિસામો આપવા માગે છે"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

ἀγγέλων δυνάμεως αὐτοῦ

તેના સામર્થ્યવાન દૂતો

2 Thessalonians 1:8

ἐν πυρὶ φλογός διδόντος ἐκδίκησιν τοῖς μὴ εἰδόσι Θεὸν, καὶ τοῖς

જેઓ ઈશ્વરને ઓળખતા નથી તેઓને તેઓ અગ્નિની જ્વાળામાં સજા કરશે અને જેઓ અથવા “જેઓ ઈશ્વરને નથી ઓળખાતા તેઓને અગ્નિની જ્વાળામાં સજા કરશે”

2 Thessalonians 1:9

οἵτινες δίκην τίσουσιν

અહીં ""તેઓ"" એ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ સુવાર્તાનું પાલન કરતા નથી. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “પ્રભુ તેઓને સજા કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Thessalonians 1:10

ὅταν ἔλθῃ…ἐν τῇ ἡμέρᾳ ἐκείνῃ

અહિયાં “તે દિવસ” એ દિવસ છે કે જયારે ઈસુ પૃથ્વી પર પાછા આવશે. .

ἐνδοξασθῆναι ἐν τοῖς ἁγίοις αὐτοῦ, καὶ θαυμασθῆναι ἐν πᾶσιν τοῖς πιστεύσασιν

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે તેમના લોકો તેમને મહિમા આપશે અને લોકો કે જેઓ તેમનામાં વિશ્વાસ કરે છે તેઓ તેમના સન્માનમાં ઊભા રહેશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Thessalonians 1:11

καὶ προσευχόμεθα πάντοτε περὶ ὑμῶν

પાઉલ તેઓ માટે કેટલીવાર પ્રાર્થના કરે છે તેના પર તે ભાર મૂકે છે. વૈકલ્પિક ભાષાંતર: અમે પણ નિત્ય તમારા માટે પ્રાર્થના કરીએ છીએ” અથવા “અમે તમારા માટે નિત્ય પ્રાર્થના કરીએ છીએ”

τῆς κλήσεως

અહીં ""તેડું/બોલાવવું"" એ ઈશ્વરની લોકોની નિમણૂક અથવા તેમના બાળકો અને સેવકો તરીકે લોકોને પસંદ કરવાને દર્શાવે છે અને ઈસુ મારફતે મુક્તિનો સંદેશ પ્રગટ કરવો તે બાબત દર્શાવે છે.

πληρώσῃ πᾶσαν εὐδοκίαν ἀγαθωσύνης

તમારી ઈચ્છા પ્રમાણે સર્વ રીતે સારું કરવાને તમને સક્ષમ બનાવે છે.

2 Thessalonians 1:12

ὅπως ἐνδοξασθῇ τὸ ὄνομα τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ, ἐν ὑμῖν

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેથી તમે આપણા પ્રભુ ઈસુના નામનો મહિમા કરી શકો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

καὶ ὑμεῖς ἐν αὐτῷ

આ સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુ તમને મહિમાવાન કરશે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

κατὰ τὴν χάριν τοῦ Θεοῦ ἡμῶν

ઈશ્વરની કૃપાને કારણે

2 Thessalonians 2

૨ થેસ્સલોનિકા ૦૨ સામાન્ય નોંધો

આ અધ્યાયમાં વિશિષ્ટ વિચારો

""તેમની સાથે રહેવા માટે ભેગા થવું""

આભાગ એવા સમયનો ઉલ્લેખ કરે છે જ્યારે ઈસુ તેમના પર વિશ્વાસ કરનારા લોકોને તેમની પાસે બોલાવશે. . અહીં ખ્રિસ્તના અંતિમ મહિમાવંત આગમનનો ઉલ્લેખ કરાયો છે કે કેમ? તે વિશે વિદ્વાનો ભિન્ન ભિન્ન મત ધરાવે છે. (જુઓ: વિશ્વાસ કરવો, વિશ્વાસી, માન્યતા, અવિશ્વાસી, અનાસ્થા/અશ્રદ્ધા)

પાપનો માણસ

આ અધ્યાયમાં ""વિનાશનો પુત્ર"" અને ""પાપનો માણસ” એ બન્ને સમાન છે. પાઉલ તેને જગતમાંના શેતાનના સક્રિય કાર્ય સાથે જોડે છે. (જુઓ: ખ્રિસ્તવિરોધી, ખ્રિસ્તવિરોધીઓ)

ઈશ્વરના મંદિરમાં બેસવું

આ પત્ર લખ્યાના કેટલાક વર્ષો પછી રોમન લોકોએ યરૂશાલેમના મંદિરનો નાશ કર્યો, કદાચ તેનો ઉલ્લેખ પાઉલ કરી રહ્યો છે. અથવા તે ભવિષ્યના ભૌતિક મંદિરનો ઉલ્લેખ કરી રહ્યો છે, અથવા તો કદાચ ઈશ્વરના લોકો/મંડળી કે જે ઈશ્વરનું આત્મિક મંદિર છે તેનો ઉલ્લેખ કરી રહ્યો છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

2 Thessalonians 2:1

પાઉલ વિશ્વાસીઓને સલાહ આપે છે કે ઈસુના આગમનના દિવસ વિષે છેતરાશો નહિ.

δὲ

હવે"" શબ્દ એ પાઉલના વિષય ફેરફારને દર્શાવે છે.

ἀδελφοί

અહીં ""ભાઈઓ"" એટલે ભાઈઓ-બહેનો સહિત સાથી ખ્રિસ્તીઓને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભાઈઓ અને બહેનો"". (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)

2 Thessalonians 2:2

εἰς τὸ μὴ ταχέως σαλευθῆναι ὑμᾶς…μηδὲ θροεῖσθαι

કે તમે સહેજે તમારા મનને ચલિત થવા દેશો નહીં.

διὰ πνεύματος, μήτε διὰ λόγου, μήτε δι’ ἐπιστολῆς, ὡς δι’ ἡμῶν

શાબ્દિક કે લેખિત પત્ર જે પાઉલ અને સાથીઓ તરફથી આવ્યો હોય, તેનું સૂચન કરે છે.

ὡς ὅτι

કહે છે કે

ἡ ἡμέρα τοῦ Κυρίου

આ તે સમયનો ઉલ્લેખ કરે છે કે જ્યારે ઈસુ બધા વિશ્વાસીઓ માટે ફરીથી જગતમાં આગમન કરશે.

2 Thessalonians 2:3

પાઉલ, નિયમ વિહોણા/પાપના માણસ વિશે શીખવે છે.

μὴ ἔλθῃ

તેના આગમન પહેલાં પ્રભુનો દિવસ આવશે નહિ.

ἡ ἀποστασία

આ ભવિષ્યના એ સમયને દર્શાવે છે કે જ્યારે ઘણા લોકો ઈશ્વરથી દૂર ચાલ્યા જશે/ધર્મત્યાગ કરશે.

ἀποκαλυφθῇ ὁ ἄνθρωπος τῆς ἀνομίας

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર નિયમ વિહોણાને/પાપના માણસને જાહેર કરશે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὁ υἱὸς τῆς ἀπωλείας

વિનાશ જાણે કે એક વ્યક્તિ હોય જેણે એક પુત્રને જન્મ આપ્યો હોય, જેનો ધ્યેય સમ્પૂર્ણ વિનાશનો હોય તે રીતે વાત પાઉલ અહીં કરે છે વૈકલ્પિક ભાષાંતર: ""એક કે જે બધું નાશ કરે છે તે"" (જુઓ: રૂપક)

2 Thessalonians 2:4

πάντα λεγόμενον θεὸν ἢ σέβασμα

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે લોકો સર્વ બાબતોને ઈશ્વર તરીકે માને છે અથવા તે સઘળું કે જેની લોકો પૂજા કરે છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἀποδεικνύντα ἑαυτὸν ὅτι ἔστιν Θεός

પોતાને ઈશ્વર તરીકે બતાવે છે.

2 Thessalonians 2:5

οὐ μνημονεύετε…ταῦτα

પાઉલ અગાઉ તેમની સાથે હતો ત્યારે તેણે જે શિક્ષણ આપ્યું હતું તે તેઓને યાદ કરાવવા તે અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરે છે. આ એક નિવેદન/વાક્ય તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મને ખાતરી છે કે તમને એ બાબતો યાદ છે"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ταῦτα

આ ઈસુના બીજા આગમનના દિવસનો ઉલ્લેખ કરે છે, જે પ્રભુનો દિવસ અને અન્યાયી (નિયમવિહિન/પાપના માણસનો) ઉલ્લેખ કરે છે.

2 Thessalonians 2:6

τὸ ἀποκαλυφθῆναι αὐτὸν ἐν τῷ αὐτοῦ καιρῷ

આ સક્રિય સ્વરૂપમાંરજૂ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે ખરો સમય હશે ત્યારે/નિર્માણ થયેલ સમયે ઈશ્વર અન્યાયી માણસને જાહેર કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Thessalonians 2:7

μυστήριον…τῆς ἀνομίας

આ એક પવિત્ર રહસ્ય છે જે ફક્ત ઈશ્વર જાણે છે.

ὁ κατέχων

કોઈને અટકાવવું એટલે તેમને નિયંત્રણમાં રાખવા અથવા તેઓ જે કરવા માંગે છે તે કરવાથી તેમને દૂર રાખવા.

2 Thessalonians 2:8

καὶ τότε ἀποκαλυφθήσεται ὁ ἄνομος

આ સક્રિય સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ત્યાર પછી ઈશ્વર તે અધર્મીને/પાપના માણસને પ્રગટ થવા દેશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τῷ πνεύματι τοῦ στόματος αὐτοῦ

અહીં ""શ્વાસ"" ઈશ્વરના સામર્થ્યને રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમના બોલાયેલા શબ્દના સામર્થ્ય દ્વારા"" (જુઓ: ઉપનામ)

καὶ καταργήσει τῇ ἐπιφανείᾳ τῆς παρουσίας αὐτοῦ

જ્યારે ઈસુનું પૃથ્વીમાં પુનરાગમન થશે અને તેઓ પોતાને પ્રગટ કરશે ત્યારે તેઓ આ અન્યાયીને હરાવશે.

2 Thessalonians 2:9

ἐν πάσῃ δυνάμει, καὶ σημείοις, καὶ τέρασιν ψεύδους

સર્વ સામર્થ્ય, ચમત્કાર અને જુઠા ચિહ્નોના પ્રકાર

2 Thessalonians 2:10

ἐν πάσῃ ἀπάτῃ ἀδικίας

આ પ્રકારનો વ્યક્તિ દરેક પ્રકારની દુષ્ટતાનો ઉપયોગ કરીને લોકોને ઈશ્વરના બદલે પોતાના પર વિશ્વાસ કરવા ભરમાવશે..

τοῖς ἀπολλυμένοις

આ માણસ જેને શેતાન તરફથી સર્વ સત્તા આપવામાં આવી છે તે દરેક જે ઈસુ પર વિશ્વાસ કરતાં નથી તેમને ભૂલવાશે.

ἀπολλυμένοις

અહિયાં “નાશ”એ સર્વકાળ અને અનંતકાળનો નાશ દર્શાવે છે.

2 Thessalonians 2:11

διὰ τοῦτο

કારણ કે લોકો સત્યને પ્રેમ કરતાં નથી.

πέμπει αὐτοῖς ὁ Θεὸς ἐνέργειαν πλάνης, εἰς τὸ πιστεῦσαι αὐτοὺς τῷ ψεύδει

પાઉલ એ બાબત રજૂ કરે છે કે ઈશ્વર લોકોને તેમ થવા દેશે જેમ કે તેઓ જાણે લોકોને કંઇક મોકલતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર અન્યાયી માણસને લોકોને ભૂલાવામાં નાખવા પરવાનગી આપશે."" (જુઓ: રૂપક)

2 Thessalonians 2:12

κριθῶσιν πάντες

આ સક્રિય રૂપમાં કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર એ સર્વનો ન્યાય કરશે. (જુઓ:સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

οἱ μὴ πιστεύσαντες τῇ ἀληθείᾳ, ἀλλὰ εὐδοκήσαντες τῇ ἀδικίᾳ

જેઓએ સત્યમાં વિશ્વાસ ન કરતા અન્યાયમાં આનંદ માણ્યો છે

2 Thessalonians 2:13

પાઉલ વિશ્વાસીઓને માટે ઈશ્વરનો આભાર માને છે અને તેઓને ઉત્તેજન આપે છે.

હવે પાઉલ વિષયો બદલે છે.

δὲ

પાઉલ અહિયાં આ શબ્દનો ઉપયોગ કરીને વિષયમાં ફેરફાર કરે છે.

ἡμεῖς…ὀφείλομεν εὐχαριστεῖν…πάντοτε

હંમેશાં"" શબ્દ એક સામાન્યીકરણ છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે નિત્ય આભાર માનવો. જોઈએ"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

ἡμεῖς…ὀφείλομεν

અહિયાં અમે”પાઉલ, સિલ્વાનુસ અને તિમોથીને દર્શાવે છે.

ἀδελφοὶ ἠγαπημένοι ὑπὸ Κυρίου

આ સક્રિય રૂપમાં રજૂ કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: કેમ કે ભાઈઓ, પ્રભુ તમને પ્રેમ કરે છે.

ἀδελφοὶ

અહીં ""ભાઈઓ"" એટલે ભાઈ-બહેનો સહિત સાથી ખ્રિસ્તીઓનો અર્થ છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભાઈઓ અને બહેનો"" (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)

ἀπαρχὴν εἰς σωτηρίαν ἐν ἁγιασμῷ Πνεύματος καὶ πίστει ἀληθείας

અહીં ""પ્રથમફળ"" એટલે, થેસ્સલોનિકાના લોકો તારણ પામનારાઓમાં પ્રથમલોકો હોય તે રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમૂર્ત/ગૂઢ સંજ્ઞાઓ/નામોને દૂર કરવા માટે પણ આનો ઉપયોગ કરી શકાય. ""તારણ/મુક્તિ,"" ""પવિત્રીકરણ,” ""માન્યતા,"" અને ""સત્ય"". વૈકલ્પિક ભાષાંતર: ""જે સત્ય છે તેમાં વિશ્વાસ કરનારા પ્રથમ લોકો, અને જેઓને ઈશ્વરે પોતાના આત્મા મારફતે બચાવીને અલગ કર્યા છે"" (જુઓ: રૂપક અનેઅમૂર્ત નામો)

2 Thessalonians 2:15

ἄρα οὖν, ἀδελφοί, στήκετε

પાઉલ વિશ્વાસીઓને તેમના ઈસુ પરના વિશ્વાસને વળગી રહેવા પ્રોત્સાહન આપે છે..

κρατεῖτε τὰς παραδόσεις

અહીં ""પરંપરાઓ"" ખ્રિસ્તના સત્યને દર્શાવે છે કે જે વિશે પાઉલ અને બીજા પ્રેરિતોએ શીખવ્યું હતું. પાઉલ તે શિક્ષણ વિશે એ રીતે વાત કરે છે જેમ કે તેના વાંચકો તેને તેમના હાથથી પકડી રાખી શકતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""પરંપરાઓને યાદ રાખો"" અથવા ""સત્યો પર વિશ્વાસ કરો"" (જુઓ: રૂપક)

ἐδιδάχθητε

તેને સક્રિય રૂપમાં રજૂ કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “અમે તમને શીખવ્યું છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

εἴτε διὰ λόγου, εἴτε δι’ ἐπιστολῆς ἡμῶν

અહીં આ શબ્દ, “સૂચનાઓ દ્વારા” અથવા “ઉપદેશો દ્વારા”નું પ્રતિનિધિત્વ કરે છે. કોઈ માહિતી અસ્પષ્ટ હોય તો તમે તેનું સ્પસ્ટીકરણ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""કાં તો અમે તમને વ્યક્તિગત રીતે જે શીખવ્યું તે દ્વારા અથવા પત્ર મારફતે તમને જે લખ્યું તે દ્વારા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અનેઅભિવ્યક્ત અલંકાર)

2 Thessalonians 2:16

પાઉલ ઈશ્વરના આશિષ વચન સાથે પત્રનું સમાપન કરે છે.

δὲ

પાઉલ અહીંયા વિષયમાં ફેરફાર કરવા માટે આ શબ્દનો ઉપયોગ કરે છે.

δὲ ὁ Κύριος ἡμῶν…ὁ ἀγαπήσας ἡμᾶς καὶ δοὺς

“આપણા” અને “આપણને” શબ્દો સર્વ વિશ્વાસીઓને આલેખે છે.

αὐτὸς…ὁ Κύριος…Ἰησοῦς Χριστὸς

અહિયાં “સ્વયં/પોતે” શબ્દ “પ્રભુ ઈસુ ખ્રિસ્ત” પર વધુ ભાર મૂકે છે. (જુઓ: સ્વવાચક સર્વનામો)

2 Thessalonians 2:17

παρακαλέσαι ὑμῶν τὰς καρδίας, καὶ στηρίξαι ἐν

અહીં ""હૃદયો” લાગણીઓને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમને દિલાસો આપો અને તમને બળવાન કરો” (જુઓ: ઉપનામ)

παντὶ ἔργῳ καὶ λόγῳ ἀγαθῷ

સર્વ સારી બાબતો જે તમે કહો અને કરો

2 Thessalonians 3

૨ થેસ્સલોનિકા ૦૩ સામાન્યનોંધો

આ અધ્યાયમાંના વિશેષ વિચારો

આળસુ વ્યક્તિઓ

થેસ્સાલોનીકામાં, મંડળીમાં દેખીતી સમસ્યા એ હતી કે જે લોકો કામ કરી શકે તેમ હતા છતાં પણ તેઓ કામનો નકાર કરતા હતા. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

જો તમારો ભાઈ પાપ કરે તો તમારે શું કરવું જોઈએ?

આ પત્રમાં, પાઉલ શિક્ષણ આપે છે કે ખ્રિસ્તીઓએ ઈશ્વરને પસંદ પડે તેવું જીવન જીવવું જોઈએ. ખ્રિસ્તીઓએ એકબીજાને પ્રોત્સાહન આપવું જોઈએ અને તેઓ જે કરે છે તેના માટે તેઓએ એકબીજાનેજવાબદાર રહેવું જોઈએ. જો વિશ્વાસીઓ પાપ કરે તો તેઓને પસ્તાવો કરવા માટે ઉત્તેજન આપવાની જવાબદારી, મંડળીએ પણ લેવી જોઈએ. (જુઓ: પશ્ચાતાપ કરવો, પશ્ચાતાપ કરે છે, પશ્ચાતાપ કર્યો, પશ્ચાતાપ અનેપાપ, પાપરૂપ, પાપી, પાપ કર્યા કરવું)

2 Thessalonians 3:1

પાઉલ વિશ્વાસીઓને તેના માટે અને તેના સાથી કાર્યકરો માટે પ્રાર્થના કરવા કહે છે.

τὸ λοιπὸν

પાઉલ “હમણાં” શબ્દનો ઉપયોગ કરીને વિષયસૂચિ બદલે છે.

ἀδελφοί

અહીં ""ભાઈઓ""નો અર્થ ભાઈ-બહેનો સહિત સાથી ખ્રિસ્તીઓ. વૈકલ્પિક ભાષાંતર: ""ભાઈઓ અને બહેનો"" (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)

ἵνα ὁ λόγος τοῦ Κυρίου τρέχῃ καὶ δοξάζηται, καθὼς καὶ πρὸς ὑμᾶς

પાઉલ ઈશ્વરના વચનોનો ફેલાવો એકસ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાની વાત કરે છે. તેને સક્રિય સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ તમારી સાથે થયું તેમ લોકો વધારે ને વધારે આપણા પ્રભુ ઈસુ વિશેનો સંદેશ સાંભળે અને તેને માન આપે,"" (જુઓ: રૂપક અનેસક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

2 Thessalonians 3:2

ῥυσθῶμεν

આ સક્રિય સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર અમારો બચાવ કરશે"" અથવા ""ઈશ્વર અમને બચાવશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

οὐ γὰρ πάντων ἡ πίστις

કેમ કે ઘણા લોકો ઈસુમાં વિશ્વાસ કરતાં નથી

2 Thessalonians 3:3

ὃς στηρίξει ὑμᾶς

તમને કોણ બળવાન કરશે.

τοῦ πονηροῦ

શેતાન

2 Thessalonians 3:4

πεποίθαμεν

આપણને વિશ્વાસ છે અથવા “આપણે વિશ્વાસ કરીએ છીએ”

2 Thessalonians 3:5

κατευθύναι ὑμῶν τὰς καρδίας

અહીં ""હૃદય"" એ વ્યક્તિના વિચારો અથવા મન માટે એક ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમને સમજાવવા કારણભૂત છે."" (જુઓ: ઉપનામ)

εἰς τὴν ἀγάπην τοῦ Θεοῦ, καὶ εἰς τὴν ὑπομονὴν τοῦ Χριστοῦ

પાઉલ ઈશ્વરના પ્રેમ અને ખ્રિસ્તની સહનશીલતા વિષે એ રીતે કહે છે જેમ કે તે મુસાફરીના અંતિમ મુકામો હતા. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તમને કેટલો બધો પ્રેમ કર્યો છે અને ખ્રિસ્તે તમારા માટે કેટલુ સહન કર્યું છે"" (જુઓ: રૂપક)

2 Thessalonians 3:6

પાઉલ વિશ્વાસીઓને કાર્યરત રહેવું અને આળસુ ન થવું તે વિશેના કેટલાક આખરી સૂચનો આપે છે.

δὲ

પાઉલ આ રીતે શબ્દપ્રયોગ કરી વિષયને બદલે છે.

ἀδελφοί

અહીં ""ભાઈઓ"" એટલે ભાઈ-બહેનો સહિત સાથી ખ્રિસ્તીઓનો અર્થ છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભાઈઓ અને બહેનો"" (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)

ἐν ὀνόματι τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ

અહીં નામ એ ઈસુ ખ્રિસ્તનું નામછે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણે સ્વયં બોલતા હોય.” (જુઓ: ઉપનામ)

τοῦ Κυρίου ἡμῶν

અહિયાં “આપણા” એ સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

2 Thessalonians 3:7

μιμεῖσθαι ἡμᾶς

જેમ હું અને મારા સાથી સેવકો વર્ત્યા એ પ્રમાણે વર્તન કરો.

οὐκ ἠτακτήσαμεν ἐν ὑμῖν

પાઉલ હકારાત્મક પર ભાર મૂકવા માટે બમણાં નકારાત્મકનો શબ્દપ્રયોગ કરે છે. આ હકારાત્મક રીતે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ ખૂબ શિસ્તબદ્ધ હોય તેઓની જેમ અમે તમારી મધ્યે રહ્યા હતા.” (જુઓ: )

2 Thessalonians 3:8

νυκτὸς καὶ ἡμέρας ἐργαζόμενοι

અમે રાત અને દિવસ સેવા કરી હતી. અહીં ""રાત"" અને ""દિવસ"" એ એક માર્મિક અર્થ ""સર્વસમય""માટે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમે સર્વ સમયે સેવા કરી હતી"" (જુઓ: મેરિઝમ)

ἐν κόπῳ καὶ μόχθῳ

તેના સંજોગો કેટલા કઠિન હતા તે પર પાઉલ ભાર મૂકે છે. કષ્ટથી કાર્ય કરવું તે સહન કરવામાં આવેલ દુઃખ અને પીડાને સૂચવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખૂબ મુશ્કેલ સંજોગોમાં” (જુઓ: બેવડું/બમણાં)

2 Thessalonians 3:9

οὐχ ὅτι οὐκ ἔχομεν ἐξουσίαν, ἀλλ’

પાઉલ બમણાં નકારાત્મક શબ્દપ્રયોગ કરીને હકારાત્મક ઉલ્લેખ કરે છે. આ હકારાત્મક રીતે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારી પાસેથી અન્ન મેળવવાનો અમને ચોક્કસપણે અધિકાર હોવા છતાં અમે પોતે અમારા અન્ન માટે કાર્ય કર્યું હતું” (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

2 Thessalonians 3:10

τις οὐ θέλει ἐργάζεσθαι, μηδὲ ἐσθιέτω

આ હકારાત્મક રીતે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર:“જો વ્યક્તિએ ખાવું છે તો તેણે કામ પણ કરવું પડે.” (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

2 Thessalonians 3:11

τινας περιπατοῦντας…ἀτάκτως

અહિયાં “ચાલવું” એ જીવનના વર્તન વિશેનો ઉલ્લેખ છે. વૈકલ્પિક ભાષાંતર: “ઘણા લોકો આળસુ જીવન જીવે છે” અથવા “ઘણા સુસ્ત છે.”(જુઓ: રૂપક)

ἀλλὰ περιεργαζομένους

ઘાલમેલ કરનાર એવા લોકો છે કે જેઓ મદદ માંગી ન હોવા છતાં બીજાઓની બાબતોમાં હસ્તક્ષેપ કરે છે.

2 Thessalonians 3:12

μετὰ ἡσυχίας

શાંત, શાંતિપૂર્ણ અને નમ્ર પ્રમાણમાં. પાઉલ અન્ય લોકોના કામમાં હસ્તક્ષેપ કરતા લોકોને તેમ ના કરવા માટે પ્રોત્સાહન આપે છે.

2 Thessalonians 3:13

δέ

પાઉલ આળસુ વિશ્વાસીઓના અને મહેનતુ વિશ્વાસીઓના તફાવતને રજૂ કરવા આ શબ્દનો ઉપયોગ કરે છે.

ὑμεῖς…ἀδελφοί

“તમે” શબ્દ થેસ્સલોનિકાના સર્વ વિશ્વાસીઓને આલેખે છે.

ἀδελφοί

અહીં ""ભાઈઓ"" એટલે ભાઈ-બહેનો સહિત સાથી ખ્રિસ્તીઓનો અર્થ છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભાઈઓ અને બહેનો"" (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)

2 Thessalonians 3:14

εἰ…τις οὐχ ὑπακούει τῷ λόγῳ ἡμῶν

જે કોઈ અમારા માર્ગદર્શનનું અનુકરણ કરતાં નથી

τοῦτον σημειοῦσθε

તે કોણ છે તેની નોંધ કરો. વૈકલ્પિક ભાષાંતર: “તે વ્યક્તિને જાહેરમાં ખુલ્લો પાડો” (જુઓ: રૂઢિપ્રયોગ)

ἵνα ἐντραπῇ

પાઉલ વિશ્વાસીઓને શીખવે છે કે શિસ્તના પગલાં તરીકે તેઓએ આળસુ વિશ્વાસી સાથે વ્યવહાર ન રાખવો.

2 Thessalonians 3:16

થેસ્સલોનિકા લોકો માટે પાઉલ અંતિમ સમાપન સૂચન કરે છે.

αὐτὸς…ὁ Κύριος τῆς εἰρήνης, δῴη ὑμῖν

અહિયાં સ્પષ્ટ થાય છે કે આ થેસ્સલોનિકાના લોકો માટે પાઉલની પ્રાર્થના છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું પ્રાર્થના કરું છું કે શાંતિનો પ્રભુ પોતે તમને શાંતિ આપે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

αὐτὸς…ὁ Κύριος τῆς εἰρήνης

અહીં ""પોતે"" શબ્દ એ દર્શાવે છે કે પ્રભુ પોતે વ્યક્તિગત રીતે સર્વ વિશ્વાસીઓને શાંતિ આપશે. (જુઓ: સ્વવાચક સર્વનામો)

2 Thessalonians 3:17

ὁ ἀσπασμὸς τῇ ἐμῇ χειρὶ, Παύλου, ὅ ἐστιν σημεῖον ἐν πάσῃ ἐπιστολῇ, οὕτως γράφω

હું, પાઉલ, આ શુભેચ્છાને મારા પોતાના હાથથી લખું છું, જેમ હું દરેક પત્રમાં કરું છું તેમ, એક ચિહ્ન તરીકે કે ખરા અર્થમાં આ પત્ર મારા તરફથી છે

οὕτως γράφω

પાઉલ સ્પષ્ટ કરે છે કે આ પત્ર તેના પોતા તરફથી છે, કોઈ બનાવટી પત્ર નથી.