ગુજરાતી (Gujarati): translationNotes

Updated ? hours ago # views See on DCS Draft Material

Revelation

Revelation front

પ્રકટીકરણના પુસ્તકની પ્રસ્તાવના

ભાગ 1: સામાન્ય પ્રસ્તાવના

પ્રકટીકરણના પુસ્તકની રૂપરેખા
  1. શરૂઆત (1:1-20)
  2. સાત મંડળીઓને પત્રો (2:1-3:22)
  3. આકાશમાં ઈશ્વરનું દર્શન અને હલવાનનું દર્શન (4:1-11)
  4. સાત મુદ્રાઓ (6:1-8:1)
  5. સાત રણશિંગડાં (8:2-13:18)
  6. હલવાનના ઉપાસકો, શહીદો અને કોપની કાપણી (14:1-20)
  7. સાત પ્યાલા (15:1-18:24)
  8. આકાશમાં આરાધના (19:1-10)
  9. હલવાનનો ન્યાય, શ્વાપદનો વિનાશ, હજાર વર્ષો, શેતાનનો વિનાશ, અને અંતિમ ન્યાય (20:11-15)
  10. નવી પૃથ્વી અને નવું યરૂશાલેમ (21:1-22:5)
  11. ઈસુનું પાછા આવવાનું વચન, દૂતોની સાક્ષી, યોહાનના અંતિમ શબ્દો, ખ્રિસ્તનો મંડળીને સંદેશ, આમંત્રણ અને ચેતવણી (22:6-21)
પ્રકટીકરણનું પુસ્તક કોણે લખ્યું?

લેખક પોતાની ઓળખ યોહાન તરીકે આપે છે. સંભવત: આ પ્રેરિત યોહાન હતો. તે પાત્મસ ટાપુ પર હતો ત્યારે તેણે પ્રકટીકરણનું પુસ્તક લખ્યું હતું. યોહાન ઈસુ વિશેનું શિક્ષણ આપતો હતો તેથી રોમનોએ તેનો દેશ નિકાલ કર્યો હતો.

પ્રકટીકરણનું પુસ્તક શેના વિષે છે?

યોહાને પ્રકટીકરણનું પુસ્તક વિશ્વાસીઓને સતાવણીના સમયમાં પણ વિશ્વાસુ રહેવા માટે ઉત્તેજન આપવા લખ્યું હતું. શેતાન અને તેના અનુયાયીઓ વિશ્વાસીઓ વિરુદ્ધ લડાઈ કરે છે અને તેઓને મારી નાંખે છે તે વિશે યોહાનને જે દર્શનો થયા તેનું તે વર્ણન કરે છે. દર્શનોમાં ઈશ્વર દુષ્ટ લોકોને સજા કરવા માટે પૃથ્વી પર ઘણી ભયંકર બાબતો થતી દેખાડે છે. અંતમાં, શેતાન અને તેના અનુયાયીઓનો ઈસુ દ્વારા પરાજય થાય છે. પછી ઈસુ જેઓ વિશ્વાસુઓ હતા તેઓને દિલાસો આપે છે. અને વિશ્વાસીઓ નવા આકાશ અને પૃથ્વીમાં ઈશ્વર સાથે સદાકાળ રહેશે.

આ પુસ્તકના શીર્ષકનું અનુવાદ કેવી રીતે કરવું જોઈએ?

અનુવાદકો આ પુસ્તકને તેના પરંપરાગત શીર્ષક, ""પ્રકટીકરણ,"" “ઈસુ ખ્રિસ્ત વિશેનું પ્રકટીકરણ,” “સંત યોહાનનું પ્રકટીકરણ” અથવા “યોહાનનો સાક્ષાત્કાર ” તરીકે પસંદ કરી શકે છે. અથવા તેઓ વધુ સ્પષ્ટ શીર્ષક ""ઈસુ ખ્રિસ્તે યોહાનને બતાવેલ બાબતો"" પસંદ કરી શકે છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

પ્રકટીકરણના પુસ્તકનું લખાણ કયા પ્રકારનું છે?

યોહાને તેના દર્શનોનું વર્ણન કરવા માટે વિશિષ્ટ લેખન શૈલીનો ઉપયોગ કર્યો છે. યોહાને જે જોયું છે તેનું વર્ણન કરવા માટે ઘણા ચિહ્નોનો ઉપયોગ કર્યો છે. આ પ્રકારના લખાણને સાંકેતિક ભવિષ્યવાણી અથવા જગત અંત દર્શનનું સાહિત્ય કહેવામાં આવે છે. (જુઓ: સાંકેતિક ભવિષ્યવાણી)

ભાગ 2: મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો

પ્રકટીકરણની ઘટનાઓ ભૂતકાળની કે ભવિષ્યની છે?

શરૂઆતના ખ્રિસ્તી સમયથી જ, વિદ્વાનોએ પ્રકટીકરણનું ભિન્ન રીતે અર્થઘટન કર્યું છે. કેટલાક વિદ્વાનો માને છે કે યોહાને તેના સમય દરમિયાન બનેલી ઘટનાઓનું વર્ણન કર્યું છે. કેટલાક વિદ્વાનો માને છે કે યોહાને તેના સમયથી ઈસુના પાછા આવવાના સમય સુધીની ઘટનાઓનું વર્ણન કર્યું છે. અન્ય કેટલાક વિદ્વાનો માને છે કે યોહાને ઈસુ પાછા આવશે તેના થોડા સમય અગાઉની ઘટનાઓનું વર્ણન કર્યું છે.

અનુવાદકો પુસ્તકનું અનુવાદ કરે તે પહેલાં તેનું અર્થઘટન કેવી રીતે કરવું તે નક્કી કરવાની જરૂર રહેશે નહિ. અનુવાદકોએ યુએલટી માં વપરાયેલ કાળમાંની ભવિષ્યવાણીઓને છોડી દેવી જોઈએ.

શું બાઈબલમાં પ્રકટીકરણ જેવા બીજા અન્ય પુસ્તકો છે?

બાઈબલમાં પ્રકટીકરણના પુસ્તક જેવું અન્ય કોઈ પુસ્તક નથી. પરંતુ, હઝકીએલ, ઝખાર્યા અને ખાસ કરીને દાનિયેલના પુસ્તકના ફકરાઓ પ્રકટીકરણના લખાણ અને શૈલી સમાન છે. દાનિયેલના પુસ્તક અનુવાદ કરતાં સમયે જ પ્રકટીકરણનું અનુવાદ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણકે તેઓની છબી અને શૈલીમાં સમાનતા છે.

ભાગ 3: અનુવાદના મહત્વપૂર્ણ મુદ્દાઓ

શું અનુવાદકે પ્રકટીકરણના પુસ્તકનું અનુવાદ કરવા માટે તેને સમજવું જરૂરી છે?

અનુવાદકે પ્રકટીકરણના પુસ્તકનું વ્યવસ્થિત અનુવાદ કરવા માટે તેમાંના સર્વ ચિહ્નોને સમજવાની જરૂર નથી. અનુવાદકોએ તેમના અનુવાદમાં ચિહ્નો અથવા સંખ્યાઓ માટે સંભવિત અર્થો આપવા જોઈએ નહિ. (જુઓ: સાંકેતિક ભવિષ્યવાણી)

યુએલટી માં પ્રકટીકરણમાં ""પવિત્ર"" અને ""શુધ્ધ"" શબ્દોના વિચારોને કેવી રીતે રજૂ કરવામાં આવ્યા છે?

વિવિધ વિચારોમાંથી કોઈ એક વિચારને દર્શાવવા માટે શાસ્ત્રો આ શબ્દોનો ઉપયોગ કરે છે. આ કારણોસર, ઘણીવાર અનુવાદકોને આ શબ્દોને તેમની આવૃતિઓમાં સારી રીતે રજૂ કરવામાં મુશ્કેલી પડે છે. પ્રકટીકરણને અંગ્રેજીમાં અનુવાદ કરવા માટે, યુએલટી નીચે પ્રમાણેના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે:

  • બે ફકરાઓના અર્થ નૈતિક પવિત્રતાનું વર્ણન કરે છે. અહીં, યુએલટી ""પવિત્ર"" શબ્દનો ઉપયોગ કરે છે. (જુઓ: 14:12; 22:11)
  • સામાન્ય રીતે પ્રકટીકરણનો અર્થ સરળ સંદર્ભમાં ખ્રિસ્તીઓને ખાસ ભૂમિકા સૂચવ્યા વિના રજૂ કરે છે. આ કિસ્સાઓમાં, યુએલટી ""વિશ્વાસી"" અથવા ""વિશ્વાસીઓ"" નો ઉપયોગ કરે છે. (જુઓ: 5:8; 8:3, 4; 11:18; 13:7; 16:6; 17:6; 18:20, 24; 19:8; 20: 9)
  • કેટલીક વાર કોઈ વ્યક્તિ અથવા કોઈ વસ્તુને ફ્ક્ત ઈશ્વર માટે જ અલગ કરવામાં આવેલ હોય તેવો અર્થ સૂચવે છે. આ કિસ્સાઓમાં, યુએલટી ""શુદ્ધ,"" ""અલગ કરાયેલ,"" ""ને સમર્પિત,"" અથવા ""ને માટે અનામત"" શબ્દોનો ઉપયોગ કરે છે.

    અનુવાદકો તરીકે આ વિચારોને પોતાની આવૃતિઓમાં કેવી રીતે રજૂ કરવા તે માટે યુએસટી ઘણીવાર મદદરૂપ બને છે.

સમયગાળૉ

યોહાન પ્રકટીકરણમાં વિવિધ સમયગાળાની અવધિનો ઉલ્લેખ કરે છે. ઉદાહરણ તરીકે, બેતાલીસ મહિના, સાત વર્ષો અને સાડા ત્રણ દિવસોના ઘણા ઉદાહરણો દર્શાવવામાં આવ્યા છે. ઘણા વિદ્વાનો માને છે કે આ સમયગાળો સાંકેતિક છે. અન્ય વિદ્વાનો માને છે કે આ વાસ્તવિક સમયગાળો દર્શાવે છે. અનુવાદકે આ સમયગાળાને વાસ્તવિક સમયગાળાના સંદર્ભ તરીકે ગણવો જોઈએ. તે પછી અર્થઘટન કરનારે તેનો મર્મ અથવા તેઓ શું રજૂ કરશે તે નક્કી કરવાનું છે.

પ્રકટીકરણના પુસ્તકના લખાણમાં મુખ્ય મુદ્દાઓ કયા છે?

નીચેની કલમો માટે, બાઈબલની કેટલીક આધુનિક આવૃતિઓ જૂની આવૃતિઓ કરતાં જુદી પડે છે. યુએલટીનું લખાણ આધુનિક છે અને જૂના લખાણને તે પાનની નીચે નોંધમાં મૂકે છે. જો બાઈબલનું અનુવાદ સામાન્યરીતે અસ્તિત્વમાં હોય, તો અનુવાદકોએ તે આવૃતિઓનો ઉપયોગ કરવાનું વિચારવું જોઈએ. જો નહિ, તો અનુવાદકોને આધુનિક લખાણને અનુસરવાની સલાહ આપવી જોઈએ.

  • ""'પ્રભુ ઈશ્વર જે છે, જે હતા અને જે આવનાર છે, જે સર્વશક્તિમાન છે, તે કહે છે કે ‘હું આલ્ફા તથા ઓમેગા છું'""(1:8). કેટલીક આવૃતિઓ ""શરૂઆત અને અંત"" જેવા શબ્દસમૂહોને ઉમેરે છે.
  • ""વડીલોએ પગે પડીને આરાધના કરી"" (5:14). કેટલાક જૂના સંસ્કરણોમાં ""ચોવીસ વડીલોએ પગે પડીને જે સદા સર્વકાળ જીવીત છે તેની આરાધના કરી.""
  • ""તેથી [પૃથ્વીનો] ત્રીજો ભાગ બળી ગયો"" (8:7). કેટલીક જૂની આવૃતિઓમાં આ શબ્દસમૂહનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
  • ""જે છે અને જે હતા"" (11:17). કેટલીક જૂની આવૃતિઓ"" અને જે આવનાર છે"" તે શબ્દસમૂહનો ઉમેરો કરે છે.""
  • ""તેઓ નિર્દોષ છે"" (14:5). કેટલીક જૂની આવૃતિઓમાં ""ઈશ્વરના રાજ્યાસન સમક્ષ"" શબ્દને ઉમેરવામાં આવ્યો છે. (14:5)
  • ""જે છે અને જે હતા, તે પવિત્ર છે"" (16:5). કેટલીક જૂની આવૃતિઓમાં, ""ઓ પ્રભુ, જે છે અને જે હતા અને જે આવનાર છે.""
  • ""તે નગરના પ્રકાશમાં સર્વ દેશો ચાલશે"" (21:24). કેટલીક જૂની આવૃતિઓમાં, ""જે દેશોને બચાવી લેવામાં આવ્યા છે તેઓ તે નગરના પ્રકાશમાં ચાલશે.""
  • ""જેઓ પોતાના વસ્ત્રો ધુએ છે તેઓને ધન્ય છે"" (22:14). કેટલીક જૂની આવૃતિઓમાં ""ધન્ય છે તેઓ જેઓ તેમની આજ્ઞાઓ માને છે.""
  • ""ઈશ્વર જીવનના વૃક્ષમાંથી અને પવિત્ર નગરમાંથી તેનો ભાગ કાઢી નાખશે"" (22:19). કેટલીક જૂની આવૃતિઓમાં, ""ઈશ્વર જીવનના પુસ્તકમાંથી અને પવિત્ર નગરમાંથી તેનો ભાગ કાઢી નાખશે.""

(જુઓ: શાબ્દિક ભિન્નતા)

Revelation 1

પ્રકટીકરણ 01 સામાન્ય નોંધો

માળખુ અને બંધારણ

આ અધ્યાય સમજાવે છે કે પાત્મસ ટાપુ પર યોહાનને થયેલ સંદર્શનને પ્રકટીકરણના પુસ્તકમાં કેવી રીતે નોંધવામાં આવ્યું છે.

કેટલાક અનુવાદો જૂના કરારના અવતરણોને જમણી તરફ બીજા લખાણથી અલગ ગોઠવે છે જેથી તેને વાંચવામાં સરળતા રહે. યુએલટી 7 મી કલમમાં ટાંકેલા વચનો સાથે આમ કરે છે.

આ અધ્યાયના વિશિષ્ટ ખ્યાલો

સાત મંડળીઓ

યોહાને આ પુસ્તક એશિયા માઇનોરની સાત મંડળીઓ જે ખરેખર અસ્તિત્વ ધરાવતી હતી તેઓને લખ્યું હતું, જે હાલમાં તુર્કી દેશ છે.

શ્વેત

બાઈબલ ઘણીવાર વ્યક્તિની માલિકીની કોઇ વસ્તુની વાત જાણે કે તે ""શ્વેત"" માણસ હોય તેમ કરે છે. વ્યક્તિ ન્યાયી અને ઈશ્વરને પસંદ પડે તેવું જીવન જીવે છે તેની માટેનું આ રૂપક અને ઉપનામ છે. (જુઓ: રૂપક અને ઉપનામ અને ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું)

""તે જે છે, અને જે હતા, અને જે આવનાર છે""

ઈશ્વર અત્યારે અસ્તિત્વ ધરાવે છે. તે હંમેશા અસ્તિત્વ ધરાવતા હતા. તે હંમેશા અસ્તિત્વ ધરાવતા રહેશે. તમારી ભાષામાં આ બાબતને રજૂ કરવાની અલગ રીત હોઈ શકે છે.

આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર

રક્ત

રક્ત એ મૃત્યુ માટેનું ઉપનામ છે. ઈસુએ “તેમના રક્ત દ્વારા આપણને પાપોથી મુક્ત કર્યા છે."" યોહાનનો અર્થ એ છે કે ઈસુએ આપણાં માટે મૃત્યુ પામીને આપણને આપણાં પાપોમાંથી બચાવ્યા છે. (જુઓ: ઉપનામ)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""તે વાદળાસહીત આવે છે""

ઈશ્વરે તેમને મરણમાંથી સજીવન કર્યા ત્યારે ઈસુ વાદળોમાં થઈને સ્વર્ગમાં ગયા. જ્યારે ઈસુ પાછા આવશે, ત્યારે પણ તે “વાદળોસહીત આવશે.” તે સ્પષ્ટ નથી કે તે વાદળો પર બેસીને કે વાદળો પર સવારી કરીને કે વાદળોમાં કે ""વાદળોસહીત આવશે"" કે અન્ય કોઈ રીતે આવશે. આ બાબત તમારી ભાષામાં સ્વાભાવિક રીતે અનુવાદ થયેલી હોવી જોઈએ.

""એક માણસના દીકરા સમાન""

આ ઈસુનો ઉલ્લેખ કરે છે. સુવાર્તામાં જ્યારે ઇસુએ પોતાને “માણસનો દીકરો” કહ્યો ત્યારે તમે જે શબ્દનો ઉપયોગ કર્યો હતો તેનો જ ઉપયૉગ કરીને ""માણસનો દીકરો"" શબ્દોનું અનુવાદ કરવું.

""સાત મંડળીઓના દૂતો""

અહીં “દૂતો"" શબ્દનો અર્થ “સંદેશાવાહકો"" પણ થઈ શકે છે. આ કદાચ આકાશી જીવો અથવા સંદેશાવાહકોને અથવા સાત મંડળીઓના આગેવાનોને દર્શાવે છે. યોહાન એ સમાન શબ્દ ""દૂત"" (એકવચન) નો ઉપયોગ કલમ 1 માં અને સમગ્ર પુસ્તકમાં ઘણી જગ્યાએ કરે છે. તમારા અનુવાદમાં પણ એ સમાન શબ્દનો જ ઉપયોગ થવો જોઈએ.

Revelation 1:1

આ પ્રકટીકરણના પુસ્તકનો પરિચય છે. તે વર્ણન કરે છે કે તે ઈસુ ખ્રિસ્ત તરફથી મળેલ સંદર્શન છે અને જે કોઈ તેને વાંચે છે તેઓને તે આશીર્વાદ આપે છે.

τοῖς δούλοις αὐτοῦ

આ બાબત જેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે તે લોકોનો ઉલ્લેખ કરે છે.

ἃ δεῖ γενέσθαι ἐν τάχει

ઘટનાઓ કે જે ટૂંક સમયમાં/નજીકના ભવિષ્યમાં થવી જ જોઈએ

ἐσήμανεν

તે જણાવ્યું

τῷ δούλῳ αὐτοῦ, Ἰωάννῃ

યોહાને આ પુસ્તક લખ્યું હતું અને તે અહીં પોતાનો જ ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મને, યોહાનને, તેમના દાસને"" (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

Revelation 1:2

τὸν λόγον τοῦ Θεοῦ

ઈશ્વર જે સંદેશ બોલ્યા તે

τὴν μαρτυρίαν Ἰησοῦ Χριστοῦ

શક્ય અર્થો છે 1) આ યોહાન દ્વારા આપવામાં આવેલી ઈસુ ખ્રિસ્ત વિશેની સાક્ષીનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણે પણ ઈસુ ખ્રિસ્ત વિશેની સાક્ષી આપી છે"" અથવા 2) ""ઈસુ ખ્રિસ્તે પોતાના વિશે જે સાક્ષી આપી છે તે

Revelation 1:3

ὁ ἀναγινώσκων

આ કોઈ ચોક્કસ વ્યક્તિનો ઉલ્લેખ કરતો નથી. તે કોઈ પણ વ્યક્તિ જે મોટેથી તેનું વાંચન કરે છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જે કોઈ મોટેથી વાંચે છે"" (જુઓ: સર્વ સામાન્ય નામ સાથેની વાક્યરચના)

τηροῦντες τὰ ἐν αὐτῇ γεγραμμένα

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""યોહાને તેમાં જે લખ્યું છે તેનું પાલન કરો"" અથવા ""જે તેઓ તેમાં વાંચે છે તેનું પાલન કરો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὁ…καιρὸς ἐγγύς

જે બાબતો બનવાની જ છે તે ટૂંક સમયમાં થશે

Revelation 1:4

આ યોહાનના પત્રની શરૂઆત છે. અહીં તે પોતાનું નામ લેખક તરીકે રજૂ કરે છે અને જેઓને તે લખે છે તેઓનું અભિવાદન કરે છે.

χάρις ὑμῖν καὶ εἰρήνη, ἀπὸ ὁ ὢν…καὶ ἀπὸ τῶν ἑπτὰ πνευμάτων

આ એક શુભેચ્છા અથવા આશીર્વાદ છે. યોહાન એવી રીતે કહે છે જાણે કે આ વસ્તુઓ છે જે ઈશ્વર આપી શકે છે, તેમ છતાં તે ખરેખર એવા માર્ગો છે જેમાં તેને આશા છે કે ઈશ્વર તેના લોકો માટે કાર્ય કરશે. વૈકલ્પિક અનુવાદ: ""જે તે છે ... અને સાત આત્માઓ ... તમારી સાથે માયાળુ રીતે વર્તે છે અને તમને શાંતિપૂર્વક અને સલામત રીતે જીવવા માટે સક્ષમ બનાવે"" (જુઓ: અમૂર્ત નામો)

ἀπὸ ὁ ὢν

ઈશ્વર તરફથી, જે છે

ὁ ἐρχόμενος

ભવિષ્યમાં થનારી વાત વિશે એ રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે આવી રહી છે. (જુઓ: રૂપક)

ἑπτὰ πνευμάτων

સાતમો નંબર સંપૂર્ણતા અને પૂર્ણતાનું પ્રતીક છે. ""સાત આત્માઓ"" ઈશ્વરના આત્માને અથવા ઈશ્વરની સેવા કરનારા સાત આત્માઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સાંકેતિક ભાષા)

Revelation 1:5

καὶ ἀπὸ Ἰησοῦ Χριστοῦ

પ્રકટીકરણ 1:4 માંથી મળતા આશીર્વાદને ચાલુ રાખે છે. ""ઈસુ ખ્રિસ્ત તરફથી પણ તમને કૃપા અને શાંતિ થાઓ"" અથવા ""અને ઈસુ ખ્રિસ્ત તમારી સાથે ભલાઇ દર્શાવે અને તમને શાંતિપૂર્ણ અને સલામત રીતે જીવવા માટે સક્ષમ કરે

ὁ πρωτότοκος τῶν νεκρῶν

મૃત્યુમાંથી સજીવન થયેલ પ્રથમ વ્યક્તિ

τῶν νεκρῶν

મૃત્યુ પામેલા સર્વ લોકોમાંથી. આ અભિવ્યક્તિ જમીનમાં દટાયેલા સર્વ મૃત લોકોનું વર્ણન કરે છે. તેઓ મધ્યેથી પાછા આવવું એને ફરીથી જીવંત થવું એમ કહે છે.

λύσαντι ἡμᾶς

આપણને મુક્ત કર્યા છે

Revelation 1:6

ἐποίησεν ἡμᾶς βασιλείαν, ἱερεῖς

આપણને અલગ કર્યા છે અને આપણી પર રાજ કરવાનું શરૂ કર્યું અને તેમણે આપણને યાજકૉ બનાવ્યા છે

τῷ Θεῷ καὶ Πατρί αὐτοῦ

આ એક વ્યક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર, તેમના પિતા

Πατρί

ઈશ્વર માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે કે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

αὐτῷ ἡ δόξα καὶ τὸ κράτος

આ એક શુભેચ્છા અથવા પ્રાર્થના છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""લોકો તેમના મહિમા અને અધિકારને સન્માન આપે"" અથવા 2) ""તેમને મહિમા અને અધિકાર હો ."" યોહાન પ્રાર્થના કરે છે કે ઈસુ ખ્રિસ્તને માનમહિમા આપવામાં આવશે અને તે દરેક વ્યક્તિ તથા દરેક વસ્તુ પર સંપૂર્ણ રીતે અધિકાર ચલાવવા સમર્થ થશે. (જુઓ: અમૂર્ત નામો)

τὸ κράτος

આ સંભવિત રીતે રાજા તરીકેના તેમના અધિકારનો ઉલ્લેખ કરે છે.

Revelation 1:7

કલમ 7 માં, યોહાન દાનિયેલ અને ઝખાર્યામાંથી ટાંકે છે.

πᾶς ὀφθαλμὸς

લોકો આંખોથી જુએ છે, તેથી ""આંખ"" શબ્દ લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""દરેક વ્યક્તિ"" અથવા ""દરેક"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

καὶ οἵτινες αὐτὸν ἐξεκέντησαν

જે લોકોએ તેમને વિંધ્યા તેઓ પણ તેમને જોશે.

αὐτὸν ἐξεκέντησαν

જ્યારે ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા હતા ત્યારે તેમના હાથ અને પગ વિંધવામાં આવ્યા. અહીં લોકોએ તેમને મારી નાખ્યા તેનો ઉલ્લેખ છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમને મારી નાંખ્યા"" (જુઓ: ઉપનામ)

ἐξεκέντησαν

માં એક છિદ્ર બનાવ્યું

Revelation 1:8

τὸ Ἄλφα καὶ τὸ Ὦ

આ ગ્રીક મૂળાક્ષરોના પ્રથમ અને છેલ્લા અક્ષરો છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) "" જેણે સર્વ બાબતોની શરૂઆત કરી છે અને જે સર્વ બાબતોનો અંત લાવે છે"" અથવા 2) ""જે સદાકાળ જીવિત છે અને જે સદાકાળ જીવિત રહેશે."" જો વાચકો માટે અસ્પષ્ટ હોય તો તમે તમારા મૂળાક્ષરોના પ્રથમ અને છેલ્લા અક્ષરોનો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""એ અને ઝેડ"" અથવા ""પ્રથમ અને છેલ્લું"" (જુઓ: રૂપક અને મેરિઝમ)

ὁ ἐρχόμενος

ભવિષ્યમાં થનારી વાતો જાણે કે તે આવી રહી છે એમ દર્શાવેલ છે. (જુઓ: રૂપક)

λέγει Κύριος, ὁ Θεός

કેટલીક ભાષાઓ વાક્યની શરૂઆતમાં અથવા તો અંતમાં ""પ્રભુ ઈશ્વર કહે છે"" એવું લખ્યું હોય છે. (જુઓ: અવતરણો અને અવતરણ શબ્દો)

Revelation 1:9

યોહાન સમજાવે છે કે તેના સંદર્શનની શરૂઆત કેવી રીતે થઈ અને આત્માએ તેને કેવી સૂચનાઓ આપી.

ὑμῶν

આ સાત મંડળીમાંના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ἐγὼ Ἰωάννης, ὁ ἀδελφὸς ὑμῶν, καὶ συνκοινωνὸς ἐν τῇ θλίψει, καὶ βασιλείᾳ, καὶ ὑπομονῇ, ἐν Ἰησοῦ, ἐγενόμην

આ અલગ વાક્ય તરીકે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું, યોહાન, તમારો ભાઈ જે ઈશ્વરના રાજ્યમાં તમારી સાથે સહભાગી છું અને દુ:ખસહન કરું છે અને તમારી સાથે પરીક્ષણોમાં ધીરજ રાખું છું કારણ કે આપણે ઈસુના છીએ. હું હતો

διὰ τὸν λόγον τοῦ Θεοῦ

કારણ કે મેં બીજાઓને ઈશ્વરનું વચન કહ્યું

τὸν λόγον τοῦ Θεοῦ

ઈશ્વર જે સંદેશ બોલ્યા તે. પ્રકટીકરણ 1:2 માં છે તે પ્રમાણે અનુવાદ કરો.

τὴν μαρτυρίαν Ἰησοῦ

જે સાક્ષી ઈશ્વરે ઈસુ વિષે આપી તે. પ્રકટીકરણ 1:2 માં છે તે પ્રમાણે અનુવાદ કરો.

Revelation 1:10

ἐγενόμην ἐν Πνεύματι

યોહાન, ઈશ્વરના આત્માથી અસર પામ્યો તે વાતને તે આત્મામાં હોય તે રીતે કહે છે . વૈકલ્પિક અનુવાદ: ""હું આત્માથી પ્રભાવિત હતો"" અથવા ""આત્માએ મને પ્રભાવિત કર્યો હતો"" (જુઓ: રૂઢિપ્રયોગ)

τῇ Κυριακῇ ἡμέρᾳ

ખ્રિસ્તમાંના વિશ્વાસીઓ માટે આરાધનાનો દિવસ

φωνὴν μεγάλην ὡς σάλπιγγος

વાણીનો અવાજ રણશિંગડાંના અવાજ જેવો મોટો હતો. (જુઓ: ઉપમા)

σάλπιγγος

આ સંગીતના સાધનનો ઉલ્લેખ કરે છે અથવા લોકોને જાહેરાત કે સભા માટે એકત્ર કરે છે.

Revelation 1:11

Σμύρναν…Πέργαμον…Θυάτειρα…Σάρδεις…Φιλαδέλφιαν…Λαοδίκιαν

આ પશ્ચિમ એશિયા પ્રાંતના શહેરોનાં નામ છે કે જે આજે આધુનિક તુર્કી છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Revelation 1:12

યોહાને તેના સંદર્શનમાં જોયું તે સમજાવવાની શરૂઆત કરે છે.

τὴν φωνὴν ἥτις

આ વાત કરનાર વ્યક્તિને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""કોણ"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Revelation 1:13

Υἱὸν Ἀνθρώπου

આ અભિવ્યક્તિ માનવીય આકૃતિનું વર્ણન કરે છે, જે મનુષ્ય જેવા દેખાય છે. (જુઓ: રૂપક)

ζώνην χρυσᾶν

કપડાનો એક ટુકડો જે છાતીની આસપાસ વીંટવામાં આવે છે. તેમાં કદાચ સોનેરી દોરા હોઈ શકે છે.

Revelation 1:14

ἡ…κεφαλὴ αὐτοῦ καὶ αἱ τρίχες λευκαὶ, ὡς ἔριον λευκόν ὡς χιών

ઊન અને બરફ બંને ખૂબ જ શ્વેત વસ્તુઓના ઉદાહરણો છે. ""નાં જેટલા શ્વેત""નું પુનરાવર્તન એ ભાર મૂકે છે તે ખૂબ જ શ્વેત હોય છે. (જુઓ: ઉપમા અને બેવડું/બમણાં)

ἔριον

આ ઘેટાં અથવા બકરીના વાળ છે. તે ખૂબ જ શ્વેત હોવાનું માનવામાં આવે છે.

οἱ ὀφθαλμοὶ αὐτοῦ ὡς φλὸξ πυρός

તેની આંખો અગ્નિની જ્યોત સમાન પ્રકાશથી ભરેલી હોવાનું વર્ણવવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેની આંખો અગ્નિની જ્યોતની જેમ ચમકતી હતી"" (જુઓ: ઉપમા)

Revelation 1:15

οἱ πόδες αὐτοῦ ὅμοιοι χαλκολιβάνῳ ὡς

કાંસાને ચમકાવવા અને પ્રકાશિત કરવા માટે તેને ઓપવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેના પગ ઓપેલા કાંસાની જેમ ખૂબજ ચમકતા હતા"" (જુઓ: ઉપમા)

ὅμοιοι χαλκολιβάνῳ ὡς ἐν καμίνῳ πεπυρωμένης

કાંસાને પહેલા શુદ્ધ કરવામાં આવે છે અને પછી તેને ચકચકિત કરવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: ""કાંસુ કે જેને ગરમ ભઠ્ઠીમાં શુદ્ધ કરીને ચકચકિત કરવામાં આવે છે"" (જુઓ: ઘટનાઓનો ક્રમ)

καμίνῳ

ખૂબ જ ગરમ અગ્નિને સમાવવા માટેનું એક મજબૂત પાત્ર. લોકો તેમાં ધાતુઓ નાખતા, અને અગ્નિ દ્વારા ધાતુમાં રહેલી કોઈપણ અશુદ્ધિ ભસ્મ થઇ જતી.

ἡ φωνὴ αὐτοῦ ὡς φωνὴ ὑδάτων πολλῶν

આ એક મોટો, ઝડપથી વહેતી નદીના જેવો મોટો અવાજ, મોટા ધોધનો, અથવા દરિયામાં ઉછળતા મોટા મોજાના જેવા અવાજ છે.

Revelation 1:16

ἐκ τοῦ στόματος αὐτοῦ ῥομφαία…ἐκπορευομένη

તેના મુખમાંથી તલવાર નીકળતી હતી. તલવાર પોતે ગતિમાં નહોતી.

ῥομφαία δίστομος ὀξεῖα

આ એક બેધારી તલવારનો ઉલ્લેખ કરે છે, જેને બંને બાજુએથી કાપવા માટે તીક્ષ્ણ કરેલ હોય છે.

Revelation 1:17

ἔπεσα πρὸς τοὺς πόδας αὐτοῦ, ὡς νεκρός

યોહાને તેનું મુખ ભૂમિ સુધી નમાવ્યું. તે કદાચ ખૂબ ગભરાઈ ગયો હતો અને ઈસુ પ્રત્યે ઉચ્ચ આદરભાવ પ્રદર્શિત કરતો હતો. (જુઓ: ઉપમા)

ἔθηκεν τὴν δεξιὰν αὐτοῦ ἐπ’ ἐμὲ

તેણે મને તેના જમણા હાથથી સ્પર્શ કર્યો

ἐγώ εἰμι ὁ πρῶτος καὶ ὁ ἔσχατος

આ બાબત ઈસુ અનંત છે તે ગુણ/સ્વભાવનો ઉલ્લેખ કરે છે. (જુઓ: મેરિઝમ)

Revelation 1:18

ἔχω τὰς κλεῖς τοῦ θανάτου καὶ τοῦ ᾍδου

કોઈ વસ્તુ પર અધિકાર હોવો એટલેકે તેની ચાવી હોવી. આ સૂચિત કરે છે કે જેઓ મરણ પામેલાઓ છે તેઓને તે જીવન આપી શકે છે અને તેઓને હાદેસમાંથી બહાર કાઢી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું મરણ અને હાદેસ પર અધિકાર ધરાવું છું "" અથવા ""મરણ પામેલા લોકોને જીવન આપવાનો અને તેઓને હાદેસમાંથી બહાર કાઢવાનો અધિકાર મારી પાસે છે. (જુઓ: રૂપક અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Revelation 1:19

માણસનો દીકરો વાત ચાલુ રાખે છે.

Revelation 1:20

ἀστέρων

આ તારાઓ એ પ્રતીક છે જે સાત મંડળીઓના સાત દૂતોને રજૂ કરે છે. (જુઓ: સાંકેતિક ભાષા)

λυχνίας

દીવીઓ પ્રતીકો છે જે સાત મંડળીઓનું પ્રતિનિધિત્વ કરે છે. તમે પ્રકટીકરણ 1:12 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: સાંકેતિક ભાષા)

ἄγγελοι τῶν ἑπτὰ ἐκκλησιῶν

શક્ય અર્થો છે કે આ ""દૂત"" એ 1) સ્વર્ગીય દૂતો કે જે આ મંડળીનું રક્ષણ કરે છે અથવા 2) મંડળીઓને મોકલાયેલ માનવ સંદેશવાહક, જે સંદેશવાહક યોહાન પાસેથી મંડળીમાં ગયા તે અથવા જે મંડળીના આગેવાન છે તે..

ἑπτὰ ἐκκλησιῶν

તે સમયમાં એશિયા માઇનોરમાં ખરેખર અસ્તિત્વ ધરાવતી સાત મંડળીનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 1:11 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Revelation 2

પ્રકટીકરણ 02 સામાન્ય નોંધો

માળખુ અને બંધારણ

2જા અને 3જા અધ્યાયને સામાન્ય રીતે ""સાત મંડળીઓને સાત પત્રો"" કહેવામાં આવે છે. તમે દરેક પત્રને અલગ રીતે દર્શાવી શકો છો. પછી વાચક સરળતાથી જોઈ શકે છે કે તે અલગ પત્રો છે.

કેટલાક અનુવાદો જૂના કરારમાંના અવતરણોને જમણી તરફ બીજા લખાણથી અલગ ગોઠવે છે જેથી તેને વાંચવામાં સરળતા રહે. યુએલટી કલમ 27 માં ટાંકવામાં આવેલા શબ્દોની સાથે આમ જ કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ગરીબી અને સંપત્તિ

સ્મુર્નાના ખ્રિસ્તીઓ ગરીબ હતા કારણ કે તેઓની પાસે બહુ નાણાં નહોતા. પરંતુ તેઓ આત્મિક રીતે ધનવાન હતા કારણ કે ઈશ્વર તેઓને દુઃખસહન માટે બદલો આપવાના છે. (જુઓ: આત્મા, આત્માઓ, આત્મિક)

""શેતાન તૈયાર છે ""

લોકો સ્મુર્નાના કેટલાક ખ્રિસ્તીઓને લઈ જઈને તેઓને બંદીખાનામાં નાંખવાની અને કેટલાકને મારી નાંખવાની તૈયારીમાં હતા (પ્રકટીકરણ 2:10). યોહાન જણાવતો નથી કે આ લોકો કોણ હતા. પરંતુ તેઓ ખ્રિસ્તીઓને નુકસાન પહોંચાડે છે તેને તે એવી રીતે કહે છે કે જાણે શેતાન પોતે જ તેમને નુકસાન પહોંચાડતો હતો . (જુઓ: ઉપનામ)

બલામ, બાલાક અને ઇઝબેલ

બલામ, બાલાક અને ઇઝબેલ એવા લોકો હતા જેઓ ઈસુના જન્મના ઘણા સમય પહેલાં જીવી ગયા હતા. તેઓ સર્વએ ઇઝરાએલીઓને શાપ આપીને કે ઈશ્વરની આજ્ઞા પાળવાનું બંધ કરે તેવું કરીને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો.

આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર

""જેને કાન છે, તે સાંભળે કે આત્મા મંડળીઓને શું કહી રહ્યો છે?""

લેખક જાણતો હતો કે લગભગ તેના સર્વ સાંભળનારાઓ પાસે શારીરિક કાન છે. અહીં કાન એ ઈશ્વર જે કહે છે તે સાંભળવું અને તેમને આધીન થવાની ઇચ્છા માટેનું એક ઉપનામ છે. (જુઓ: ઉપનામ)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""મંડળીનો દૂત""

""દૂત"" શબ્દનો અર્થ અહીં પણ ""સંદેશવાહક"" થાય છે. આ કદાચ મંડળીના સંદેશવાહક અથવા આગેવાનનો ઉલ્લેખ કરે છે. પ્રકટીકરણ 1:20 માં તમે ""દૂત"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

""કોઈ એકના વચનો કે જે""

આ શબ્દો વાળી કલમોનું અનુવાદ કરવું મુશ્કેલ હોઈ શકે છે. તેઓ સંપૂર્ણ વાક્ય બનાવતા નથી. તમારે આ કલમોની શરૂઆતમાં ""આ છે"" ઉમેરવાની જરૂર પડી શકે છે. ઈસુએ પણ આ શબ્દોનો ઉપયોગ પોતાના વિષે બોલવા માટે કર્યો છે જાણે કે તે બીજા વ્યક્તિ સાથે વાત કરી રહ્યો હોય. તમારી ભાષામાં લોકોને પોતાના વિષે એ રીતે બોલવાની મંજૂરી ન હોય જાણે કે તેઓ બીજા લોકોની વાત કરે છે. ઈસુ પ્રકટીકરણ 1:17 માં બોલવાનું શરૂ કરે છે. તે અધ્યાય 3 ના અંત ભાગ સુધી બોલવાનું ચાલુ રાખે છે.

Revelation 2:1

માણસનો પુત્ર એફેસસમાંની મંડળીના દૂતને જે સંદેશ કહે છે તેની આ શરૂઆત છે.

τῷ ἀγγέλῳ

શક્ય અર્થો છે કે આ ""દૂત"" એ 1) સ્વર્ગીય દૂતો કે જે આ મંડળીનું રક્ષણ કરે છે અથવા 2) મંડળીઓને મોકલાયેલ માનવ સંદેશવાહક, જે સંદેશવાહક યોહાન પાસેથી મંડળીમાં ગયા તે અથવા જે મંડળીના આગેવાન છે તે. તમે પ્રકટીકરણ 1:20 માં તમે ""દૂત"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

ἀστέρας

આ તારાઓ પ્રતીકો છે. તેઓ સાત મંડળીઓના સાત દૂતોનું વર્ણન કરે છે. તમે પ્રકટીકરણ 1:16 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: સાંકેતિક ભાષા)

λυχνιῶν

દીવીઓ એ પ્રતીકો છે જે સાત મંડળીઓનું વર્ણન કરે છે. તમે પ્રકટીકરણ 1:12 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: સાંકેતિક ભાષા)

Revelation 2:2

οἶδα…τὸν κόπον καὶ τὴν ὑπομονήν σου

મજૂરી અને ""સહનશીલતા"" એ અમૂર્ત નામો છે અને તેને ""કાર્ય"" અને ""ધીરજ"" ક્રિયાપદો સાથે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું જાણું છું ... કે તમે સખત પરિશ્રમ કરો છો અને તમે ધીરજથી સહન કરો છો"" (જુઓ: અમૂર્ત નામો)

καὶ οὐκ εἰσίν

પણ પ્રેરિતો નથી

εὗρες αὐτοὺς ψευδεῖς

તમે પારખી લીધા છે કે તે લોકો જૂઠા પ્રેરિતો છે

Revelation 2:3

διὰ τὸ ὄνομά μου

અહીં નામ એ ઈસુ ખ્રિસ્ત માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""મારે લીધે"" અથવા ""કારણ કે તમે મારા નામ પર વિશ્વાસ કરો છો"" અથવા ""કારણ કે તમે મારામાં વિશ્વાસ કરો છો"" (જુઓ: ઉપનામ)

οὐ κεκοπίακες

નિરાશ થવું એટલેકે થાકી જવું એ રીતે કહેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે નિરાશ થયા નથી"" અથવા ""તમે છોડી દીધું નથી"" (જુઓ: રૂપક)

Revelation 2:4

ἔχω κατὰ σοῦ, ὅτι

હું તમારી વિરુધ્ધ છું કારણ કે અથવા ""હું તમારાથી ગુસ્સે છું કારણ કે

τὴν ἀγάπην σου τὴν πρώτην ἀφῆκες

કંઇક કરવાનું બંધ કરવું એટલેકે ત્યજી દેવું એ રીતે કહેલ છે. પ્રેમ એ જાણે કોઈ પદાર્થ હોય અને તેને ત્યજી દઇ શકાય એ રીતે કહેલ છે. ""તમે શરૂઆતમાં મારી પર જેવૉ પ્રેમ રાખતા હતા તેવૉ પ્રેમ રાખવાનું મૂકી દીધું છે"" (જુઓ: રૂપક)

Revelation 2:5

πόθεν πέπτωκας

તેઓ અગાઉના જેવો પ્રેમ કરતા નથી જાણે કે તેઓનું પતન થયું છે તે રીતે કહે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે કેટલા બદલાઈ ગયા છો"" અથવા ""તમે મને કેટલો પ્રેમ કરતા હતા"" (જુઓ: રૂપક)

εἰ δὲ μή

જો તમે પસ્તાવો ન કરો તો

κινήσω τὴν λυχνίαν σου

દીવીઓ એ પ્રતીકો છે જે સાત મંડળીઓનું વર્ણન કરે છે. પ્રકટીકરણ 1:12 માં તમે ""દીવી"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: સાંકેતિક ભાષા)

Revelation 2:6

τῶν Νικολαϊτῶν

જે લોકો નિકલાયતી નામના માણસના શિક્ષણને અનુસરે છે (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Revelation 2:7

ὁ ἔχων οὖς, ἀκουσάτω

ઈસુ ભારપૂર્વક જણાવી રહ્યા છે કે હમણાં તેમણે જે કહ્યું છે તે મહત્વપૂર્ણ છે અને તેને સમજવા માટે તેમજ અમલમાં મૂકવા સારુ થોડો પ્રયત્ન જરુરી છે. અહીં ""જેને કાન છે"" એ સમજવા માટે અને પાલન કરવા માટેની સ્વેચ્છા માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""જેને સાંભળવાને કાન છે તે સાંભળે"" અથવા ""જે સમજવા તૈયાર છે, તે સમજે અને તેનું પાલન કરે"" (જુઓ: ઉપનામ)

ὁ…ἀκουσάτω

જ્યારે ઈસુ સીધા જ તેમના સાંભળનારાઓ સાથે વાત કરી રહ્યા છે ત્યારે, તમે અહીં બીજા પુરુષમાં વાત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જો તમે સાંભળવાને માટે તૈયાર છો, તો સાંભળો"" અથવા ""જો તમે સમજવા તૈયાર છો, તો પછી તેને સમજો અને પાલન કરો"" (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

τῷ νικῶντι

આ વિજેતાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જે કોઇ દુષ્ટતાનો પ્રતિકાર છે"" અથવા ""જેઓ દુષ્ટ કાર્યો કરવા માટે સંમત થતા નથી"" (જુઓ: સર્વ સામાન્ય નામ સાથેની વાક્યરચના)

τῷ Παραδείσῳ τοῦ Θεοῦ

ઈશ્વરની વાડી. આ સ્વર્ગમાટેનું એક પ્રતીક છે.

Revelation 2:8

માણસનો પુત્ર સ્મુર્નામાંની મંડળીના દૂતને જે સંદેશ કહે છે તેની આ શરૂઆત છે.

τῷ ἀγγέλῳ

શક્ય અર્થો છે કે આ ""દૂત"" એ 1) સ્વર્ગીય દૂતો કે જે આ મંડળીનું રક્ષણ કરે છે અથવા 2) મંડળીઓને મોકલાયેલ માનવ સંદેશવાહક, જે સંદેશવાહક યોહાન પાસેથી મંડળીમાં ગયા તે અથવા જે મંડળીના આગેવાન છે તે. તમે પ્રકટીકરણ 1:20 માં તમે ""દૂત"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ

Σμύρνῃ

આ પશ્ચિમએશિયામાં આવેલ એક શહેરનું નામ છે જે આજનું આધુનિક તુર્કી છે. તમે પ્રકટીકરણ 1:11 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

ὁ πρῶτος καὶ ὁ ἔσχατος

આ બાબત ઈસુ અનંત છે તે ગુણ/સ્વભાવનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 1:17 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: મેરિઝમ)

Revelation 2:9

οἶδά σου τὴν θλῖψιν καὶ τὴν πτωχείαν

વિપત્તિ અને ""ગરીબી"" ને ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય. વૈકલ્પિક અનુવાદ: ""હું તમારી વિપત્તિઓને જાણું છું અને તમારી ગરીબીને પણ જાણું છું"" (જુઓ: અમૂર્ત નામો)

οἶδά…τὴν βλασφημίαν ἐκ τῶν λεγόντων Ἰουδαίους εἶναι ἑαυτούς

નિંદા ને ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય. વૈકલ્પિક અનુવાદ: ""હું જાણું છું કે લોકોએ તમારી કેવી નિંદા કરી છે – જેઓ પોતાને યહૂદીઓ કહે છે"" અથવા "" હું જાણું છું કે લોકોએ તમારા વિશે કેવું દુર્ભાષણ કર્યું છે – જેઓ પોતાને યહૂદીઓ કહે છે"" (જુઓ: અમૂર્ત નામો)

καὶ οὐκ εἰσίν

પણ તેઓ ખરેખર યહૂદીઓ નથી

συναγωγὴ τοῦ Σατανᾶ

જે લોકો શેતાનને આધીન થવા અથવા તેને માન આપવા માટે એકત્ર થાય છે તેઓ વિશે કહે છે જાણે કે તેઓ સભાસ્થાન એટ્લેકે , યહૂદીઓ માટે આરાધના કરવાનું અને શિક્ષણનું સ્થળ હોય. (જુઓ: રૂપક)

Revelation 2:10

μέλλει βάλλειν ὁ διάβολος ἐξ ὑμῶν εἰς φυλακὴν

અહીં ""શેતાન"" શબ્દ જે લોકો શેતાનને આધીન થાયછે તેઓ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""શેતાન જલદીથી અન્ય લોકો દ્વારા તમારામાંથી કેટલાકને બંદીખાનામાં નાખશે"" (જુઓ: ઉપનામ)

γίνου πιστὸς ἄχρι θανάτου

તેઓ તમને મારી નાંખે તો પણ મને વિશ્વાસુ રહો. ""ત્યાં સુધી"" શબ્દનો ઉપયોગનો અર્થ એ નથી કે તમારે મૃત્યુ સમયે વિશ્વાસુ રહેવાનું બંધ કરી દેવું.

τὸν στέφανον

વિજેતાનો મુગટ. આ માળા હતી, જે મૂળ જૈતૂન વૃક્ષની ડાળીમાંથી અથવા લોરેલ વૃક્ષના પાંદડાની હતી, જે વિજેતા રમતવીરના શિર પર મૂકવામાં આવતી હતી.

τὸν στέφανον τῆς ζωῆς

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) "" મુગટ બતાવે છે કે મેં તમને અનંતજીવન આપ્યું છે"" અથવા 2) "" ઇનામ તરીકે ખરું જીવન જે વિજેતાના મુગટ જેવું છે"" (જુઓ: રૂપક)

Revelation 2:11

ὁ ἔχων οὖς, ἀκουσάτω

ઈસુ ભારપૂર્વક જણાવી રહ્યા છે કે તેમણે હમણાં જે કહ્યું છે તે મહત્વપૂર્ણ છે અને તે સમજવા અને તેને અમલમાં મૂકવા માટે થોડો પ્રયત્ન કરવો જરુરી છે. અહીં ""જેને કાન છે"" શબ્દસમૂહ સમજવા માટે અને આધીન થવા માટેની સ્વેચ્છા નું એક ઉપનામ છે. તમે પ્રકટીકરણ 2:7 માં આ વાક્યનું અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""જે કોઈ સાંભળવા ઇચ્છે છે, તે સાંભળે"" અથવા ""જે સમજવા માટેની ઇચ્છા રાખે છે, તે સમજે અને પાલન કરે"" (જુઓ: ઉપનામ)

ὁ…ἀκουσάτω

ઈસુ સીધા જ તેમના સાંભળનારાઓ સાથે વાત કરી રહ્યા છે, તમે અહીં બીજાપુરુષમાં તેનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકો છો. તમે પ્રકટીકરણ 2:7 માં આ શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""જે કોઈ સાંભળવાની ઇચ્છા રાખે છે, તે સાંભળે"" અથવા "" જો તમે સમજવા ચાહો છો, તો સમજો અને પાલન કરો"" (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

ὁ νικῶν

આ વિજેતાનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 2:7 માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""જે કોઈ દુષ્ટતાને ધિક્કારે છે"" અથવા "" જે કોઇ દુષ્ટતા કરવાને માટે સંમત થતો નથી"" (જુઓ: સર્વ સામાન્ય નામ સાથેની વાક્યરચના)

οὐ μὴ ἀδικηθῇ ἐκ τοῦ θανάτου τοῦ δευτέρου

બીજા મરણનો અનુભવ કરશે નહિ અથવા ""બીજી વાર મૃત્યુ પામશે નહિ

Revelation 2:12

માણસનો પુત્ર પર્ગામનમાંની મંડળીના દૂતને જે સંદેશ કહે છે તેની આ શરૂઆત છે.

τῷ ἀγγέλῳ

શક્ય અર્થો છે કે આ ""દૂત"" એ 1) સ્વર્ગીય દૂતો કે જે આ મંડળીનું રક્ષણ કરે છે અથવા 2) મંડળીઓને મોકલાયેલ માનવ સંદેશવાહક, જે સંદેશવાહક યોહાન પાસેથી મંડળીમાં ગયા તે અથવા જે મંડળીના આગેવાન છે તે. તમે પ્રકટીકરણ 1:20 માં તમે ""દૂત"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ

Περγάμῳ

આ પશ્ચિમએશિયામાં આવેલ એક શહેરનું નામ છે જે આજનું આધુનિક તુર્કી છે. તમે પ્રકટીકરણ 1:11 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

τὴν ῥομφαίαν τὴν δίστομον τὴν ὀξεῖαν

આ બેધારી તલવારનો ઉલ્લેખ કરે છે, જે બંને દિશાઓમાં કાપવા માટે બંને બાજુ તીક્ષ્ણ બનાવવામાં આવે છે. તમે પ્રકટીકરણ 1:16 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ

Revelation 2:13

ὁ θρόνος τοῦ Σατανᾶ

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) શેતાનની સત્તા અને તેનો લોકો પર દુષ્ટ પ્રભાવ, અથવા 2) તે જગ્યાકે જ્યાં શેતાન રાજ કરે છે. (જુઓ: ઉપનામ)

κρατεῖς τὸ ὄνομά μου

અહી નામ એ વ્યક્તિ માટેનું એક ઉપનામ છે. નિશ્ચિતપણે વિશ્વાસ કરવો એટલે કે વળગી રહેવું. વૈકલ્પિક અનુવાદ: ""તમે મારા પર દ્રઢ વિશ્વાસ કરો છો"" (જુઓ: રૂપક અને ઉપનામ)

οὐκ ἠρνήσω τὴν πίστιν μου

વિશ્વાસનું અનુવાદ ""માનવું"" ક્રિયાપદ સાથે કરી શકાય છે. “ત્યાં” તમે મારામાં વિશ્વાસ કરો છો એવું લોકોને કહેવાનું તમે ચાલુ રાખ્યું."" (જુઓ: અમૂર્ત નામો)

Ἀντιπᾶς

આ એક વ્યક્તિનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Revelation 2:14

ἀλλ’ ἔχω κατὰ σοῦ ὀλίγα

તમે કરેલા કેટલાક એવા કામૉને કારણે હું તમારી વિરુધ્ધ છું અથવા "" તમે કરેલા કેટલાક એવા કામૉને કારણે હું તમારાથી ગુસ્સે છું."" તમે પ્રકટીકરણ 2:4 માં સમાન શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

κρατοῦντας τὴν διδαχὴν Βαλαάμ, ὃς

શક્ય અર્થો 1) ""જે બલામે શીખવ્યું હતું તે કોણે શીખવ્યુ; તે"" અથવા 2) ""જે બલામે શીખવ્યું તે કોણ કરે છે; તે"" (જુઓ: રૂપક)

τῷ Βαλὰκ

આ એક રાજાનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

ὃς ἐδίδασκεν τῷ Βαλὰκ βαλεῖν σκάνδαλον ἐνώπιον τῶν υἱῶν Ἰσραήλ

જેના દ્વારા લોકો પાપ કરવા દોરાય છે તે જાણે કે લોકોને માર્ગમાં ઠોકર ખવડાવનાર પથ્થર જેવી છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમણે બાલકને બતાવ્યુ કે ઇઝરાએલના લોકોને પાસે કેવી રીતે પાપ કરાવવું"" (જુઓ: રૂપક)

πορνεῦσαι

જાતીયતાનું પાપ અથવા “વ્યભિચારનું પાપ”

Revelation 2:15

Νικολαϊτῶν

આ એક લોકોના જૂથનું નામ હતું જેઓ નિકલાયતી નામના માણસના ઉપદેશોનું પાલન કરતા હતા. તમે પ્રકટીકરણ 2:6 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Revelation 2:16

μετανόησον οὖν

તેથી પસ્તાવો કરો

εἰ δὲ μή

ક્રિયાપદને અગાઉના વાક્યથી શરૂ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જો તમે પસ્તાવો નહિ કરો તો, હું"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

πολεμήσω μετ’ αὐτῶν

તેઓની વિરુદ્ધ લડીશ

ἐν τῇ ῥομφαίᾳ τοῦ στόματός μου

પ્રકટીકરણ 1:16 માં આ બાબત તલવારને દર્શાવે છે. તેમ છતાં જગત અંત દર્શનની ભાષામાં પ્રતીકોને જે વસ્તુઓ સાથે રજૂ કરવામાં આવ્યા હોય છે તેની સાથે સામાન્યરીતે બદલવામાં આવતા નથી, અનુવાદકો આને ઈશ્વરના વચનના પ્રતીક તરીકે રજૂ કરવું કે નહિ તે પસંદ કરી શકે છે, યુએસટી ની જેમ. આ પ્રતીક સૂચવે છે કે માત્ર સરળ આજ્ઞા દ્વારા ખ્રિસ્ત તેમના શત્રુઓને પરાજિત કરશે. વૈકલ્પિક અનુવાદ: ""મારા મુખમાંની તલવારથી, કે જે ઈશ્વરનું વચન છે"" (જુઓ: સાંકેતિક ભાષા)

Revelation 2:17

ὁ ἔχων οὖς, ἀκουσάτω

ઈસુ ભારપૂર્વક જણાવી રહ્યા છે કે હમણાં તેમણે જે કહ્યું છે તે મહત્વપૂર્ણ છે અને તેને સમજવા માટે તેમજ અમલમાં મૂકવા સારુ થોડો પ્રયત્ન જરુરી છે. અહીં ""જેને કાન છે"" એ સમજવા માટે અને પાલન કરવા માટેની સ્વેચ્છા માટેનું એક ઉપનામ છે. તમે પ્રકટીકરણ 2:7 માં આ શબ્દનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""જેને સાંભળવાની ઇચ્છા છે, તે સાંભળે"" અથવા ""જે સમજવાની ઇચ્છા રાખે છે, તે સમજે અને તેનું પાલન કરે"" (જુઓ: ઉપનામ)

ὁ…ἀκουσάτω

ઈસુ સીધા જ તેમના સાંભળનારાઓ સાથે વાત કરી રહ્યા છે, તમે અહીં બીજાપુરુષમાં તેનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકો છો. તમે પ્રકટીકરણ 2:7 માં આ શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""જે કોઈ સાંભળવાની ઇચ્છા રાખે છે, તે સાંભળે"" અથવા "" જો તમે સમજવા ચાહો છો, તો સમજો અને પાલન કરો"" (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

τῷ νικῶντι

આ વિજેતાનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 2:7 માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""જે કોઈ દુષ્ટતાને ધિક્કારે છે"" અથવા "" જે કોઇ દુષ્ટતા કરવાને માટે સંમત થતો નથી"" (જુઓ: સર્વ સામાન્ય નામ સાથેની વાક્યરચના)

Revelation 2:18

માણસનો પુત્ર થુવાતિરામાંની મંડળીના દૂતને જે સંદેશ કહે છે તેની આ શરૂઆત છે.

τῷ ἀγγέλῳ

શક્ય અર્થો છે કે આ ""દૂત"" એ 1) સ્વર્ગીય દૂતો કે જે આ મંડળીનું રક્ષણ કરે છે અથવા 2) મંડળીઓને મોકલાયેલ માનવ સંદેશવાહક, જે સંદેશવાહક યોહાન પાસેથી મંડળીમાં ગયા તે અથવા જે મંડળીના આગેવાન છે તે. તમે પ્રકટીકરણ 1:20 માં તમે ""દૂત"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ

Θυατείροις

આ પશ્ચિમએશિયામાં આવેલ એક શહેરનું નામ છે જે આજનું આધુનિક તુર્કી છે. તમે પ્રકટીકરણ 1:11 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

ὁ Υἱὸς τοῦ Θεοῦ

ઈસુ માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

ὁ ἔχων τοὺς ὀφθαλμοὺς αὐτοῦ ὡς φλόγα πυρός

તેની આંખો અગ્નિની જ્યોતની જેમ પ્રકાશથી ભરેલી વર્ણવવામાં આવી છે. તમે પ્રકટીકરણ 1:14 માં અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""જેની આંખો અગ્નિની જ્યોતની જેમ ચમકે છે"" (જુઓ: ઉપમા)

οἱ πόδες αὐτοῦ ὅμοιοι χαλκολιβάνῳ

કાંસાને ચમકાવવા અને પ્રકાશિત કરવા માટે ઑપવામાં આવે છે. તમે પ્રકટીકરણ 1:15 માં અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""જેના પગ ઓપેલા કાંસા સમાન ચમકતા છે"" (જુઓ: ઉપમા)

Revelation 2:19

τὴν ἀγάπην, καὶ τὴν πίστιν, καὶ τὴν διακονίαν, καὶ τὴν ὑπομονήν σου

અમૂર્ત નામો ""પ્રેમ,"" ""વિશ્વાસ,"" ""સેવા,"" અને ""સહનશીલતા"" નો અનુવાદ ક્રિયાપદ સાથે કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે કેવી રીતે પ્રેમ કર્યો, ભરોસો કર્યો, સેવા કરી અને ધીરજથી સહન કર્યું છે"" (જુઓ: અમૂર્ત નામો)

τὴν ἀγάπην, καὶ τὴν πίστιν, καὶ τὴν διακονίαν, καὶ τὴν ὑπομονήν σου

અહીં દર્શાવેલા ક્રિયાપદોને સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે કેવી રીતે મને અને બીજાઓને પ્રેમ કર્યો છે, મારા પર ભરોસો કર્યો, મારી અને બીજાઓની સેવા કરી છે અને મુશ્કેલીઓને ધીરજથી સહન કરી છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Revelation 2:20

ἀλλ’ ἔχω κατὰ σοῦ

પરંતુ તમે જે કેટલાક કામો કરી રહ્યા છો તેનો હું અસ્વીકાર કરું છું અથવા ""પણ તમારા કામોને લીધે હું તમારા પર ગુસ્સે છું."" તમે પ્રકટીકરણ 2:4 માં સમાન શબ્દોનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

τὴν γυναῖκα Ἰεζάβελ, ἡ

ઈસુએ તેમની મંડળીમાં કોઈ ચોક્કસ સ્ત્રીની વાત કરી હતી જાણે કે તે રાણી ઇઝબેલ હોય, કારણ કે તેણીએ તે જ પ્રકારના પાપી કાર્યો કર્યા હતા જે રાણી ઇઝબેલ ઘણા લાંબા સમય અગાઉ કરી ચૂકી હતી. વૈકલ્પિક અનુવાદ: ""તે સ્ત્રી કે જે તદ્દન ઇઝબેલ જેવી છે અને"" (જુઓ: રૂપક)

Revelation 2:21

ἔδωκα αὐτῇ χρόνον ἵνα μετανοήσῃ

મેં તેને પસ્તાવો કરવાની તક આપી અથવા ""તે પસ્તાવો કરે તે માટે મેં રાહ જોઈ

Revelation 2:22

βάλλω αὐτὴν εἰς κλίνην…εἰς θλῖψιν μεγάλην

તે ખાટલે પડેલ છે એ ઈસુએ તેને ખૂબ જ બીમાર કરી છે તેનું પરિણામ હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું તેણીને પથારીવશ કરીશ ... હું તેની પર ભારે વિપત્તિ લાવીશ"" અથવા ""હું તેને ખૂબજ માંદી પાડીશ ... હું તેની પર ભારે વિપત્તિ લાવીશ "" (જુઓ: ઉપનામ)

τοὺς μοιχεύοντας μετ’ αὐτῆς εἰς θλῖψιν μεγάλην

ઈસુ કહે છે કે લોકો પર વિપત્તિ લાવવાને જાણે કે તેમને વિપતિમાં ફેંકવામાં આવતા હોય તે રીતે કહે છે. વૈકલ્પિક અનુવાદ: ""જે લોકો તેની સાથે વ્યભિચાર કર્યો છે તેઓની પર હું ભારે વિપત્તિમાં લાવીશ"" (જુઓ: રૂપક)

μοιχεύοντας

વ્યભિચાર કરે છે

ἐὰν μὴ μετανοήσουσιν ἐκ τῶν ἔργων αὐτῆς

આ સૂચવે છે કે તેઓ તેની સાથે તેની દુષ્ટતામાં ભાગીદાર થયા હતા.તેણીના કાર્યોનો પસ્તાવો કરવા દ્વારા , તેઓએ તેની સાથે ભાગીદાર થઇને જે કૃત્યો કર્યા હતા તેનો પણ પસ્તાવો કર્યો. વૈકલ્પિક અનુવાદ: ""તેણીએ કરેલા દુષ્ટ કાર્યોનો જો તેઓ પસ્તાવો નહિ કરે તો"" અથવા ""જો તેઓ તેણીના કાર્યોમાં સહભાગી થવા બદલ પસ્તાવો ન કરે તો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Revelation 2:23

τὰ τέκνα αὐτῆς ἀποκτενῶ ἐν θανάτῳ

હું તેણીના સંતાનોનો સંહાર કરીશ

τὰ τέκνα αὐτῆς

ઈસુ તેણીના અનુસારનારાઓની વાત કરે છે જાણે કે તેઓ તેણીના સંતાનો હોય. વૈકલ્પિક અનુવાદ: 'તેણીના અનુયાયીઓ” અથવા "" તેણીના શીખવ્યા મુજબ વર્તનાર લોકો "" (જુઓ: રૂપક)

νεφροὺς καὶ καρδίας

હૃદય"" શબ્દ એક ઉપનામ છે જે લાગણીઓ અને ઇચ્છાઓ વ્યક્ત કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકો શું વિચારે છે અને ઇચ્છે છે"" (જુઓ: ઉપનામ)

δώσω ὑμῖν ἑκάστῳ

આ સજા અને બદલો વિશેની અભિવ્યક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: ""હું તમ દરેકને સજા અથવા બદલો આપીશ"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Revelation 2:24

ὅσοι οὐκ ἔχουσιν τὴν διδαχὴν ταύτην

બોધ પર વિશ્વાસ કરવો એને જાણેકે બોધને વળગી રહેવુ એમ કહેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""દરેક વ્યક્તિ જે તેના બોધ પર વિશ્વાસ કરતો નથી"" (જુઓ: રૂપક)

οὐκ ἔχουσιν τὴν διδαχὴν ταύτην

બોધ"" નામને ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેના બોધને વળગી રહેતા નથી "" અથવા ""તેના બોધ પર વિશ્વાસ કરતા નથી

βαθέα

ગુપ્ત મર્મોની વાત કરવામાં આવી છે જાણે કે તે ખૂબ જ ઊંડા હોય. વૈકલ્પિક અનુવાદ: ""ગુપ્ત મર્મો"" (જુઓ: રૂપક)

Revelation 2:26

ὁ νικῶν

આ વિજેતાનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 2:7 માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""જે કોઈ દુષ્ટતાને ધિક્કારે છે"" અથવા "" જે કોઇ દુષ્ટતા કરવાને માટે સંમત થતો નથી"" (જુઓ: સર્વ સામાન્ય નામ સાથેની વાક્યરચના)

Revelation 2:27

ποιμανεῖ…συντρίβεται

ઇઝરાએલના રાજા વિશે આ જૂના કરારમાંની ભવિષ્યવાણી છે, પરંતુ ઈસુ અહીં એવા લોકો માટે લાગુ કરે છે જેઓને તેમણે દેશો પર અધિકાર આપ્યો છે.

ποιμανεῖ αὐτοὺς ἐν ῥάβδῳ σιδηρᾷ

કઠોરતાપૂર્વક અધિકાર ચલાવવો એને લોખંડના દંડથી અધિકાર ચલાવવો એમ કહેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""તે તેમના પર કઠોરતાપૂર્વક અધિકાર ચલાવશે જાણેકે તેઓને લોખંડના દંડથી મારતો હોય તેમ (જુઓ: રૂપક)

ὡς τὰ σκεύη τὰ κεραμικὰ συντρίβεται

તેમના ટુકડેટુકડા કરી નાખવા એ એક છબી છે જે રજૂ કરે છે: 1) દુષ્ટૉનો નાશ કરે અથવા 2) શત્રુઓને પરાજિત કરશે. વૈકલ્પિક અનુવાદ: "" જેમ માટીના વાસણના ટુકડા કરવામાં આવે તેમ તે તેના દુશ્મનોનો સંપૂર્ણ પરાજય કરશે"" (જુઓ: ઉપમા)

Revelation 2:28

ὡς κἀγὼ εἴληφα παρὰ τοῦ πατρός μου

કેટલીક ભાષાઓમાં જણાવવું જરૂરી છે કે શું પ્રાપ્ત થયું હતુ. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""જે રીતે મને મારા પિતા પાસેથી અધિકાર મળ્યો છે"" અથવા 2) ""જે રીતે મને મારા પિતા પાસેથી પ્રભાતનો તારો પ્રાપ્ત થયો છે."" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

τοῦ πατρός μου

આ ઈશ્વર માટે એક મહત્વનું શીર્ષક છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

καὶ δώσω αὐτῷ

અહીં ""તેને"" એટલેકે વિજેતાનો ઉલ્લેખ કરે છે.

τὸν ἀστέρα τὸν πρωϊνόν

આ એક તેજસ્વી તારો છે જે કેટલીકવાર વહેલી પરોઢ થતાં પહેલાં દેખાય છે. તે વિજયનું પ્રતીક હતું. (જુઓ: સાંકેતિક ભાષા)

Revelation 2:29

ὁ ἔχων οὖς, ἀκουσάτω

ઈસુ ભારપૂર્વક જણાવી રહ્યા છે કે હમણાં તેમણે જે કહ્યું છે તે મહત્વનું છે અને તે સમજવા માટે અને આધીન થવા માટે થૉડા પ્રયત્ન કરવા જરુરી છે. અહીં ""જેને કાન છે"" શબ્દ સમજવાની અને આધીન થવાની સ્વેચ્છાનું ઉપનામ છે. તમે પ્રકટીકરણ 2:7 માં આ શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""જે કોઈ સાંભળવાની ઇચ્છા રાખે છે, તે સાંભળે"" અથવા ""જે કોઈ સમજવાની ઇચ્છા રાખે છે, તે સમજે અને તેનું પાલન કરે"" (જુઓ: ઉપનામ)

ὁ…ἀκουσάτω

ઈસુ સીધા જ તેમના સાંભળનારાઓ સાથે વાત કરી રહ્યા છે, તમે અહીં બીજાપુરુષમાં તેનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકો છો. તમે પ્રકટીકરણ 2:7 માં આ શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""જે કોઈ સાંભળવાની ઇચ્છા રાખે છે, તે સાંભળે"" અથવા "" જો તમે સમજવા ચાહો છો, તો સમજો અને પાલન કરો"" (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

Revelation 3

પ્રકટીકરણ 03 સામાન્ય નોંધો

માળખુ અને બંધારણ

2 અને 3 અધ્યાયોને સામાન્ય રીતે ""સાત મંડળીઓને સાત પત્રો"" કહેવામાં આવે છે. તમે દરેક પત્રને અલગ કરી શકો છો. વાચકો સરળતાથી જોઈ શકે છે કે તે અલગ પત્રો છે

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં જમણી બાજુએ સુયોજિત કરે છે જેથી તેને વાંચવામાં સરળતા રહે. યુએલટીમાં આ કલમ 7 માં વર્ણન કરેલ છે.

આ આધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ઈશ્વરના સાત આત્માઓ

આ આત્માઓ પ્રકટીકરણ 1:4 ના સાત આત્માઓ છે.

સાત તારાઓ

આ તારાઓ પ્રકટીકરણ 1:20 ના સાત તારાઓ છે.

આ અધ્યાયમાંના મહત્વપૂર્ણ રૂપકો

જુઓ, હું દરવાજા પાસે ઊભો છું અને ખટખટાવું છું

ઈસુ લાવદિકિયાના ખ્રિસ્તીઓ તેમને આધીન થાય તેવી ઇચ્છા રાખે છે તેને જાણે કે તે ઘરમાંના લોકો પાસેથી પ્રવેશવાની અને તેમની સાથે જમવાની પરવાનગી માંગતા હોય તેમ કહે છે.(પ્રકટીકરણ 3:20). (જુઓ: રૂપક)

""જેનો સાંભળવાને કાન છે તે સાંભળે કે આત્મા મંડળીને શું કહે છે""

લેખક જાણતા હતા કે તેના બધા જ વાચકોને શારીરિક કાન હતા. અહીં કાન એ ઈશ્વરનું સાંભળવું અને તેનું પાલન કરવાની ઇચ્છા રાખવી તે માટેનું ઉપનામ છે.(જુઓ: ઉપનામ)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""મંડળીનો દૂત""

અહીં શબ્દ ""દૂત""નો અર્થ ""સંદેશવાહક"". અહીંયા કદાચ મંડળીના સંદેશવાહક અથવા આગેવાનનો ઉલ્લેખ કરે છે. તમે [પ્રકટીકરણ 1:20] (../../rev/01/20.md) માં તમે ""દૂત"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે.

""કોઈ એકના વચનો કે જે""

આ શબ્દો વાળી કલમોનું અનુવાદ કરવું મુશ્કેલ હોઈ શકે છે. તેઓ સંપૂર્ણ વાક્ય બનાવતા નથી. તમારે આ કલમોની શરૂઆતમાં ""આ છે"" ઉમેરવાની જરૂર પડી શકે છે. ઈસુએ પણ આ શબ્દોનો ઉપયોગ પોતાના વિષે બોલવા માટે કર્યો છે જાણે કે તે બીજા વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હોય. તમારી ભાષામાં લોકોને પોતાના વિષે એ રીતે બોલવાની મંજૂરી ન હોય જાણે કે તેઓ બીજા લોકોની વાત કરે છે. ઈસુએ પ્રકટીકરણ 1:17 માં બોલવાનું શરૂ કર્યું. તે 3જાઅધ્યાયના અંત સુધી વાત ચાલુ રાખે છે.

Revelation 3:1

માણસનો પુત્ર સાર્દિસમાંની મંડળીના દૂતને જે સંદેશ કહે છે તેની આ શરૂઆત છે.

τῷ ἀγγέλῳ

શક્ય અર્થો છે કે આ ""દૂત"" એ 1) સ્વર્ગીય દૂતો કે જે આ મંડળીનું રક્ષણ કરે છે અથવા 2) મંડળીઓને મોકલાયેલ માનવ સંદેશવાહક, જે સંદેશવાહક યોહાન પાસેથી મંડળીમાં ગયા તે અથવા જે મંડળીના આગેવાન છે તે. તમે પ્રકટીકરણ 1:20 માં તમે ""દૂત"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Σάρδεσιν

આ પશ્ચિમએશિયામાં આવેલ એક શહેરનું નામ છે જે આજનું આધુનિક તુર્કી છે. તમે પ્રકટીકરણ 1:11 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

ὁ ἔχων τὰ ἑπτὰ πνεύματα

સાતમો નંબર સંપૂર્ણતા અને પૂર્ણતાનું પ્રતીક છે. ""સાત આત્માઓ"" ઈશ્વરના આત્માનો અથવા ઈશ્વરની સેવા કરનારા સાત આત્માઓનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 1:4 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: સાંકેતિક ભાષા)

τοὺς ἑπτὰ ἀστέρας

આ તારા ચિહ્નો છે જે સાત મંડળીના સાત દૂતોને રજૂ કરે છે. તમે પ્રકટીકરણ 1:16 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: સાંકેતિક ભાષા)

ζῇς…νεκρὸς

ઈશ્વરને આધીન થનાર અને માન આપનાર જાણેકે જીવંત વ્યક્તિ છે એમ કહેલ છે; તેમને અનઆધીન અને અપમાન કરનાર જાણેકે મરેલો છે એમ કહેલ છે. (જુઓ: રૂપક)

Revelation 3:2

γίνου γρηγορῶν, καὶ στήρισον τὰ λοιπὰ, ἃ ἔμελλον ἀποθανεῖν

સાર્દિસમાંના સારાં કામો કરનાર વિશ્વાસીઓ વિશે જાણે એમ કહેલ છે તેઓ જીવતા હતા, પણ મરણ પામવાના જોખમમાં હતા. વૈકલ્પિક અનુવાદ: ""જાગૃત થાઓ અને બાકી રહેલ કાર્ય પૂર્ણ કરો, અથવા તમે જે કર્યું છે તે નિરર્થક થઈ જશે"" અથવા ""જાગૃત થા. જો તમે જે કાર્ય કરવાનું શરૂ કર્યું હતું તે સમાપ્ત નહિ કરો, તો તમારું અગાઉનું કાર્ય નકામું થશે"" (જુઓ: રૂપક)

γίνου γρηγορῶν

જોખમ વિશે સભાન રહે તે બાબતને જાણે કે જાગૃત થા એમ કહેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""સભાન રહો"" અથવા ""સાવચેત રહો"" (જુઓ: રૂપક)

Revelation 3:3

πῶς εἴληφας καὶ ἤκουσας

આ ઈશ્વરના વચનનો ઉલ્લેખ છે, જેના પર તેઓએ વિશ્વાસ કર્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરનું વચન જે તમે સાંભળ્યું અને જે સત્ય તમે સ્વીકાર્યું છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἐὰν…μὴ γρηγορήσῃς

જોખમ વિશે સભાન રહે તે બાબતને જાણે કે જાગૃત થા એમ કહેલ છે. તમે પ્રકટીકરણ 3: 2 માં ""જાગૃત થાઓ"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""જો તમે સભાન નથી"" અથવા ""જો તમે સાવચેત નથી"" (જુઓ: રૂપક)

ἥξω ὡς κλέπτης

ઈસુ એવા સમયે આવશે જ્યારે લોકો તેમની અપેક્ષા નહિ રાખતા હોય, જેમ ચોર અણધાર્યા સમયે આવે છે તેમ.(જુઓ: ઉપમા)

Revelation 3:4

ὀλίγα ὀνόματα

નામો"" શબ્દ લોકોની પોતાની માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""થોડા લોકો"" (જુઓ: ઉપનામ)

οὐκ ἐμόλυναν τὰ ἱμάτια αὐτῶν

ઈસુ વ્યક્તિના જીવનમાંના પાપ વિશે કહે છે જાણે કે તે ગંદા વસ્ત્રો હોય. વૈકલ્પિક અનુવાદ: ""તેમના જીવનને ગંદાવસ્ત્રોની જેમ પાપી બનાવ્યા નથી"" (જુઓ: રૂપક)

περιπατήσουσιν μετ’ ἐμοῦ

લોકો સામાન્ય રીતે જીવન જીવવું તેને ""ચાલવું"" કહેતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""મારી સાથે જીવશે"" (જુઓ: રૂપક)

ἐν λευκοῖς

શ્વેત વસ્ત્રો પાપ વિનાના શુદ્ધ જીવનને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""અને તેઓ શ્વેત વસ્ત્ર ધારણ કરશે, જે બતાવે છે કે તેઓ શુદ્ધ છે"" (જુઓ: રૂપક)

Revelation 3:5

ὁ νικῶν

આ વિજેતાનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 2:7 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""જે કોઈ દુષ્ટતાને નકારે છે"" અથવા ""જે કોઈ દુષ્ટતા કરવા માટે સમંત થતો નથી"" (જુઓ: સર્વ સામાન્ય નામ સાથેની વાક્યરચના)

περιβαλεῖται ἐν ἱματίοις λευκοῖς

આને સક્રિય ક્રિયાપદ સાથે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""શ્વેત વસ્ત્રો પહેરશે"" અથવા ""હું શ્વેત વસ્ત્રો આપીશ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὁμολογήσω τὸ ὄνομα αὐτοῦ

તે જાહેર કરશે કે તે વ્યક્તિ તેના છે, ફક્ત વ્યક્તિનું નામ બોલી જાય નહિ. વૈકલ્પિક અનુવાદ: ""હું જાહેર કરીશ કે તે મારો છે"" (જુઓ: ઉપનામ)

ἐνώπιον τοῦ Πατρός μου

મારા પિતાની હાજરીમાં

τοῦ Πατρός μου

આ ઈશ્વર માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Revelation 3:6

ὁ ἔχων οὖς, ἀκουσάτω

ઈસુ ભારપૂર્વક જણાવી રહ્યા છે કે હમણાં તેમણે જે કહ્યું છે તે મહત્વપૂર્ણ છે અને તેને સમજવા માટે તેમજ અમલમાં મૂકવા સારુ થોડો પ્રયત્ન જરુરી છે. અહીં ""જેને કાન છે"" એ સમજવા માટે અને પાલન કરવા માટેની સ્વેચ્છા માટેનું એક ઉપનામ છે. તમે પ્રકટીકરણ 2:7 માં આ શબ્દનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""જેને સાંભળવાની ઇચ્છા છે, તે સાંભળે"" અથવા ""જે સમજવાની ઇચ્છા રાખે છે, તે સમજે અને તેનું પાલન કરે"" (જુઓ: ઉપનામ)

ὁ…ἀκουσάτω

ઈસુ સીધા જ તેમના સાંભળનારાઓ સાથે વાત કરી રહ્યા છે, તમે અહીં બીજાપુરુષમાં તેનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકો છો. તમે પ્રકટીકરણ 2:7 માં આ શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""જે કોઈ સાંભળવાની ઇચ્છા રાખે છે, તે સાંભળે"" અથવા "" જો તમે સમજવા ચાહો છો, તો સમજો અને પાલન કરો"" (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

Revelation 3:7

માણસનો પુત્ર ફિલાદેલ્ફિયામાંની મંડળીના દૂતને જે સંદેશ કહે છે તેની આ શરૂઆત છે.

τῷ ἀγγέλῳ

શક્ય અર્થો છે કે આ ""દૂત"" એ 1) સ્વર્ગીય દૂતો કે જે આ મંડળીનું રક્ષણ કરે છે અથવા 2) મંડળીઓને મોકલાયેલ માનવ સંદેશવાહક, જે સંદેશવાહક યોહાન પાસેથી મંડળીમાં ગયા તે અથવા જે મંડળીના આગેવાન છે તે. તમે પ્રકટીકરણ 1:20 માં તમે ""દૂત"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ

Φιλαδελφίᾳ

આ પશ્ચિમએશિયામાં આવેલ એક શહેરનું નામ છે જે આજનું આધુનિક તુર્કી છે. તમે પ્રકટીકરણ 1:11 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

κλεῖν Δαυείδ

ઈસુ તેમના રાજ્યમાં કોણ જશે તે નક્કી કરવાના તેમના અધિકારની વાત કરે છે જાણે કે તે રાજા દાઉદની ચાવી હોય. (જુઓ: સાંકેતિક ભાષા)

ὁ ἀνοίγων καὶ οὐδεὶς κλείσει

તે રાજ્યનો દરવાજો ખોલે છે અને કોઈ તેને બંધ કરી શકતું નથી.

κλείων καὶ οὐδεὶς ἀνοίγει

તે દરવાજો બંધ કરે છે અને કોઈ તેને ખોલી શકશે નહિ

Revelation 3:8

δέδωκα ἐνώπιόν σου θύραν ἠνεῳγμένην

મેં તમારે માટે એક દરવાજો ખોલ્યો છે

ἐτήρησάς μου τὸν λόγον

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""તમે શિક્ષણને અનુસર્યા છો"" અથવા 2) ""તમે મારી આજ્ઞાઓનું પાલન કર્યું છે

τὸ ὄνομά μου

અહીં ""નામ"" શબ્દ એ વ્યક્તિ માટેનું ઉપનામ છે જેનું નામ તે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું"" (જુઓ: ઉપનામ)

Revelation 3:9

συναγωγῆς τοῦ Σατανᾶ

જે લોકો શેતાનને આધીન થવા અને તેને માન આપવા માટે ભેગા થયા છે તે જાણે કે યહૂદીઓનું સભાસ્થાનમાં છે, જે યહૂદીઓનું ઉપાસના અને શિક્ષણ માટેનું સ્થાન છે. તમે પ્રકટીકરણ 2:9 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: રૂપક)

προσκυνήσουσιν

આ સ્વાધીનતાની નિશાની છે, આરાધનાની નહિ. વૈકલ્પિક અનુવાદ: ""સ્વાધીન થઇને નમવું"" (જુઓ: સાંકેતિક પગલું)

ἐνώπιον τῶν ποδῶν σου

અહીં ""પગ"" શબ્દ જે વ્યક્તિ આગળ આ લોકો નમે છે તેને દર્શાવે છે . વૈકલ્પિક અનુવાદ: ""તારી આગળ"" અથવા ""તને"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

γνῶσιν

તેઓ શીખશે અથવા “તેઓ કબૂલ કરશે”

Revelation 3:10

κἀγώ σε τηρήσω ἐκ τῆς ὥρας τοῦ πειρασμοῦ

કસોટીની ઘડી તમારી પર આવી પડનાર છે તેનાથી તમને બચાવીશ અથવા ""તમારું રક્ષણ કરશે જેથી તમે કસોટીની એ ઘડીમાં પ્રવેશ ન કરો"".

ὥρας τοῦ πειρασμοῦ

કસોટીનો સમય. આનો સંભવિત અર્થ થાય કે "" એવો સમય કે જ્યારે લોકો એવો પ્રયત્ન કરશે કે તમે મને આધીન થાઓ નહિ

μελλούσης

ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિષે કહેવામા આવ્યું છે જાણે કે તે આવી રહી હોય. (જુઓ: રૂપક)

Revelation 3:11

ἔρχομαι ταχύ

તે ન્યાય કરવા આવી રહ્યા છે તેવું સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “હું ન્યાય કરવા આવી રહ્યો છું” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

κράτει ὃ ἔχεις

ખ્રિસ્તમાં દ્રઢ વિશ્વાસ કરવો તેને જાણે કોઇક વસ્તુને મજબુત રીતે પકડી રાખવી તેમ કહેલ છે. વૈકલ્પિક અનુવાદ: "" દ્રઢ વિશ્વાસ ચાલુ રાખ"" (જુઓ: રૂપક)

τὸν στέφανόν

મુગટ એક માળા હતી, જે મૂળ જૈતૂન ડાળીઓ અથવા લોરેલ પાંદડાની હતી, જે વિજેતા રમતવીરના માથા પર મૂકવામાં આવતો હતો. અહીં ""મુગટ"" ઇનામને દર્શાવે છે. તમે ""મુગટ"" નું અનુવાદ પ્રકટીકરણ 2:10 માં કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: રૂપક)

Revelation 3:12

ὁ νικῶν, ποιήσω αὐτὸν στῦλον ἐν τῷ ναῷ τοῦ Θεοῦ μου

અહીં ""જે કોઈ જીતે છે"" તે કોઈપણ વિજેતા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 2:7 માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. ""સ્તંભ"" એ ઈશ્વરના રાજ્યનો એક મહત્વપૂર્ણ અને કાયમી ભાગ રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: "" જે કોઇ દુષ્ટતાને ધિક્કારશે તેને હું મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભની જેમ મજબૂત કરીશ"" અથવા ""જેઓ દુષ્ટતા કરવા માટે સંમત થતાં નથી તેઓને હું, મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભની જેમ મજબૂત કરીશ"" (જુઓ: સર્વ સામાન્ય નામ સાથેની વાક્યરચના અને રૂપક)

Revelation 3:13

ὁ ἔχων οὖς, ἀκουσάτω

ઈસુ ભારપૂર્વક જણાવી રહ્યા છે કે હમણાં તેમણે જે કહ્યું છે તે મહત્વપૂર્ણ છે અને તેને સમજવા માટે તેમજ અમલમાં મૂકવા સારુ થોડો પ્રયત્ન જરુરી છે. અહીં ""જેને કાન છે"" એ સમજવા માટે અને પાલન કરવા માટેની સ્વેચ્છા માટેનું એક ઉપનામ છે. તમે પ્રકટીકરણ 2:7 માં આ શબ્દનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""જેને સાંભળવાની ઇચ્છા છે, તે સાંભળે"" અથવા ""જે સમજવાની ઇચ્છા રાખે છે, તે સમજે અને તેનું પાલન કરે"" (જુઓ: ઉપનામ)

ὁ…ἀκουσάτω

ઈસુ સીધા જ તેમના સાંભળનારાઓ સાથે વાત કરી રહ્યા છે, તમે અહીં બીજાપુરુષમાં તેનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકો છો. તમે પ્રકટીકરણ 2:7 માં આ શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""જે કોઈ સાંભળવાની ઇચ્છા રાખે છે, તે સાંભળે"" અથવા "" જો તમે સમજવા ચાહો છો, તો સમજો અને પાલન કરો"" (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

Revelation 3:14

માણસનો પુત્ર લાવદિકિયામાંની મંડળીના દૂતને જે સંદેશ કહે છે તેની આ શરૂઆત છે.

τῷ ἀγγέλῳ

શક્ય અર્થો છે કે આ ""દૂત"" એ 1) સ્વર્ગીય દૂતો કે જે આ મંડળીનું રક્ષણ કરે છે અથવા 2) મંડળીઓને મોકલાયેલ માનવ સંદેશવાહક, જે સંદેશવાહક યોહાન પાસેથી મંડળીમાં ગયા તે અથવા જે મંડળીના આગેવાન છે તે. તમે પ્રકટીકરણ 1:20 માં તમે ""દૂત"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Λαοδικίᾳ

આ પશ્ચિમએશિયામાં આવેલ એક શહેરનું નામ છે જે આજનું આધુનિક તુર્કી છે. તમે પ્રકટીકરણ 1:11 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

ὁ Ἀμήν

અહીં ""આમેન"" એ ઈસુ ખ્રિસ્ત માટેનું એક નામ છે. તે આમેન કહીને ઈશ્વરનાવચનોની તેમને ખાતરી આપે છે.

ἡ ἀρχὴ τῆς κτίσεως τοῦ Θεοῦ

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) "" ઈશ્વરે સર્જન કરેલી સમગ્ર સૃષ્ટિ પર જે રાજ કરે છે"" અથવા 2) "" જેના દ્વારા ઈશ્વરે સઘળુ સર્જન કર્યું છે.

Revelation 3:15

οὔτε ψυχρὸς εἶ οὔτε ζεστός

લેખક લાવદિકિયાના લોકો વિશે કહે છે જાણે કે તેઓ પાણી હોય. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""ઠંડા"" અને ગરમ” આધ્યાત્મિક રુચિ અથવા ઈશ્વર પ્રત્યેના પ્રેમ માટેની ચરમસીમાઓ દર્શાવે છે, જ્યાં “ઠંડા” એ સંપૂર્ણપણે ઈશ્વરની વિરુદ્ધ છે, અને “ગરમ” એ તેમની સેવા માટે ઉત્સાહી હોવું તેને દર્શાવે છે, અથવા 2) ""ઠંડા"" અને ""ગરમ"" બંને પાણીનો ઉલ્લેખ કરે છે જે અનુક્રમે પીવા માટે અથવા રસોઈ માટે અથવા ઉપચાર માટે ઉપયોગી છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે એવા પાણી જેવા છો જે ન તો ઠંડુ છે ન તો ગરમ છે"" (જુઓ: રૂપક)

Revelation 3:16

μέλλω σε ἐμέσαι ἐκ τοῦ στόματός μου

તેમને નકારી કાઢયા છે તેને જાણે કે તેઓને મુખમાંથી ઓકી કાઢતા હોય એમ દર્શાવેલ છે. વૈકલ્પિક અનુવાદ: "" હૂંફાળું પાણી જે રીતે હું થૂંકી નાખું તે રીતે હું તને નકારી કાઢીશ"" (જુઓ: રૂપક)

Revelation 3:17

σὺ εἶ ὁ ταλαίπωρος, καὶ ἐλεεινὸς, καὶ πτωχὸς, καὶ τυφλὸς, καὶ γυμνός

તેમની શારીરિક સ્થિતિ વિશે કહેતા હોય એ રીતે ઈસુ તેઓની આધ્યાત્મિક સ્થિતિની વાત કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જે લોકો સૌથી કંગાળ, દયનીય, ગરીબ, અંધ અને નગ્ન છે તેના જેવા તમે છો"" (જુઓ: રૂપક)

Revelation 3:18

ἀγοράσαι παρ’ ἐμοῦ χρυσίον πεπυρωμένον ἐκ πυρὸς, ἵνα πλουτήσῃς, καὶ ἱμάτια λευκὰ, ἵνα περιβάλῃ, καὶ μὴ φανερωθῇ ἡ αἰσχύνη τῆς γυμνότητός σου, καὶ κολλούριον ἐγχρῖσαι τοὺς ὀφθαλμούς σου, ἵνα βλέπῃς

અહીં ""ખરીદવું-વેચાતુ લેવુ"" એ ખરેખર આત્મિક મૂલ્યવાન બાબતો ઇસુ પાસેથી પ્રાપ્ત કરવી તેને દર્શાવે છે. ""અગ્નિથી શુદ્ધ કરેલ સોનું"" આત્મિક સંપત્તિનું વર્ણન કરે છે. ""તેજસ્વી શ્વેત વસ્ત્રો"" ન્યાયીપણાને રજૂ કરે છે. અને ""તમારી આંખોને આંજવા માટેનું અંજન"" આત્મિક બાબતોને સમજવાની ક્ષમતાને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મારી પાસે આવો અને આત્મિક સંપત્તિ મેળવો, કે જે અગ્નિથી શુદ્ધ કરેલા સોના કરતાં વધુ મૂલ્યવાન છે. મારી પાસેથી ન્યાયીપણું પ્રાપ્ત કરો, જે તેજસ્વી શ્વેત વસ્ત્રો જેવું છે, જેથી તમને શરમ લાગશે નહિ. અને મારી પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરો, જે આંખો માટે અંજન જેવું છે, જેથી તમે આત્મિક વાનાઓ સમજી શકો ""(જુઓ: https://git.door43.org/STR/gu_ta/src/branch/master/translate/figs-metaphor/01.md)

Revelation 3:19

ζήλευε…καὶ μετανόησον

ગંભીર બનો અને પસ્તાવો કર

Revelation 3:20

ἕστηκα ἐπὶ τὴν θύραν καὶ κρούω

જે લોકો તેમની સાથે સંબંધ બાંધવા ચાહે છે તેના વિશે ઇસુ કહે છે જાણે કે તેઓ તેમને તેમના ઘરે આવવા આમંત્રણ આપે. વૈકલ્પિક અનુવાદ: ""હું દરવાજા આગળ ઊભો રહીને ખટખટાવનાર વ્યક્તિ જેવો છે"" (જુઓ: રૂપક)

κρούω

જ્યારે લોકો ઇચ્છે કે કોઈ તેમના ઘરમાં તેમનું સ્વાગત કરે, ત્યારે તેઓ દરવાજો ખટખટાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું ચાહું છું કે તમે મને અંદર આવવા દો"" (જુઓ: સાંકેતિક પગલું)

ἀκούσῃ τῆς φωνῆς μου

મારી વાણી"" શબ્દસમૂહ એ ખ્રિસ્તના બોલવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: "" હું જે બોલું છું તે સાંભળે છે"" અથવા ""મને સાંભળે છે"" (જુઓ: ઉપનામ)

εἰσελεύσομαι πρὸς αὐτὸν

કેટલીક ભાષાઓ અહીં ""જવું"" ક્રિયાપદનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું તેના ઘરમાં જઈશ"" (જુઓ: જાઓ અને આવો)

καὶ δειπνήσω μετ’ αὐτοῦ

આ બાબત મિત્રો તરીકે સાથે રહેવું તેને રજૂ કરે છે. (જુઓ: રૂપક)

Revelation 3:21

માણસના દીકરાએ સાત મંડળીઓના દૂતોને જે સંદેશાઓ કહ્યા તેનો આ અંત છે.

ὁ νικῶν

આ વિજેતાનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 2:7 માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""જે કોઈ દુષ્ટતાને ધિક્કારે છે"" અથવા "" જે કોઇ દુષ્ટતા કરવાને માટે સંમત થતો નથી"" (જુઓ: સર્વ સામાન્ય નામ સાથેની વાક્યરચના)સ

καθίσαι μετ’ ἐμοῦ ἐν τῷ θρόνῳ μου

રાજ્યાસન પર બેસવું એટલે કે રાજ કરવું. વૈકલ્પિક અનુવાદ: ""મારી સાથે રાજ કરવા"" અથવા ""મારા રાજ્યાસન પર બેસવા અને મારી સાથે રાજ કરવા"" (જુઓ: ઉપનામ)

τοῦ Πατρός μου

આ ઈશ્વર માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Revelation 3:22

ὁ ἔχων οὖς, ἀκουσάτω

ઈસુ ભારપૂર્વક જણાવી રહ્યા છે કે હમણાં તેમણે જે કહ્યું છે તે મહત્વપૂર્ણ છે અને તેને સમજવા માટે તેમજ અમલમાં મૂકવા સારુ થોડો પ્રયત્ન જરુરી છે. અહીં ""જેને કાન છે"" એ સમજવા માટે અને પાલન કરવા માટેની સ્વેચ્છા માટેનું એક ઉપનામ છે. તમે પ્રકટીકરણ 2:7 માં આ શબ્દનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""જેને સાંભળવાની ઇચ્છા છે, તે સાંભળે"" અથવા ""જે સમજવાની ઇચ્છા રાખે છે, તે સમજે અને તેનું પાલન કરે"" (જુઓ: ઉપનામ)

ὁ…ἀκουσάτω

ઈસુ સીધા જ તેમના સાંભળનારાઓ સાથે વાત કરી રહ્યા છે, તમે અહીં બીજાપુરુષમાં તેનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકો છો. તમે પ્રકટીકરણ 2:7 માં આ શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""જે કોઈ સાંભળવાની ઇચ્છા રાખે છે, તે સાંભળે"" અથવા "" જો તમે સમજવા ચાહો છો, તો સમજો અને પાલન કરો"" (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

Revelation 4

પ્રકટીકરણ 04 સામાન્ય નોંધો

માળખુ અને બંધારણ

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં જમણી બાજુએ સુયોજિત કરે છે જેથી તેને વાંચવામાં સરળતા રહે.યુએલટી 8 અને 11 ની કલમોમાં આવું કરે છે.

યોહાન મંડળીઓને પત્રનું વર્ણન કરવાનું પૂર્ણ કરે છે. હવે તે ઈશ્વરે તેને જે સંદર્શન બતાવ્યું તેનું વર્ણન કરવાની શરૂઆત કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

યાસપિસ, ગોમેદ અને નીલમણી

આ શબ્દો એવા વિશેષ પથ્થરોનો ઉલ્લેખ કરે છે જેને યોહાનના સમયના લોકો કિંમતી ગણતા હતા. તમારી સંસ્કૃતિના લોકો આવા ખાસ પ્રકારના પથ્થરોને મહત્વ આપતા ન હોય તો આ શબ્દોનું અનુવાદ કરવાનું તમારા માટે મુશ્કેલ હોઈ શકે છે.

ચોવીસ વડીલો

વડીલો મંડળીના આગેવાનો છે. વર્ષોથી ચાલી આવતી સમગ્ર મંડળીના પ્રતીક સ્વરૂપે ચોવીસ વડીલો હોઈ શકે છે. જૂના કરારમાં ઇઝરાએલમાં બાર કુળ હતા અને નવા કરારની મંડળીમાં બાર પ્રેરિતો હતા. (જુઓ: સાંકેતિક ભવિષ્યવાણી)

ઈશ્વરના સાત આત્માઓ

આ આત્માઓ પ્રકટીકરણ 1:4 ના સાત આત્મા છે.

ઈશ્વરને મહિમા આપવો

ઈશ્વરનો મહિમા એ અતિ સુંદર અને તેજસ્વી ગૌરવ છે જે ઈશ્વર પાસે છે કારણ કે તે ઈશ્વર છે. બાઈબલના અન્ય લેખકો તેનું વર્ણન કરતા કહે છે જાણે કે તે પ્રકાશ એટલો તેજસ્વી છે કે કોઈ તેની સામું જોઈ શકે નહિ. આ પ્રકારનો મહિમા ઈશ્વરને કોઈ આપી શકતું નથી કારણ કે તે પહેલેથી જ તેમનો છે. જ્યારે લોકો ઈશ્વરને મહિમા આપે છે અથવા જ્યારે ઈશ્વરને મહિમા મળે છે, ત્યારે લોકો કહે છે કે ઈશ્વરને મહિમા થાઓ જે તેમનો છે, તે મહિમા ઈશ્વરનો થાય તે યથાયોગ્ય છે, અને લોકોએ ઈશ્વરનું ભજન કરવું જોઈએ કારણ કે તે તેમનો મહિમા છે. (જુઓ: ગૌરવ, તેજસ્વી/સ્તુત્ય, મહિમા કરવો અને લાયક, યોગ્ય, અયોગ્ય, મહત્વહીન અને ઉપાસના)

આ અધ્યાયમાં અનુવાદની અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

મુશ્કેલ છબીઓ

જેમ કે રાજ્યાસનમાંથી નીકળતી વીજળીઓ, દીવીઓ કે જે આત્માઓ છે, અને રાજ્યાસન સમક્ષનો સમુદ્રની કલ્પના કરવી મુશ્કેલ હોઈ શકે છે, અને તેથી તેમના માટેના શબ્દોનું અનુવાદ કરવું મુશ્કેલ હોઈ શકે છે. (જુઓ: સાંકેતિક ભવિષ્યવાણી)

Revelation 4:1

યોહાન ઈશ્વરના રાજ્યાસન વિશે તેને જે સંદર્શન થયું તેનું વર્ણન કરવાનું શરૂ કરે છે.

μετὰ ταῦτα

મેં હમણાં જ આ ઘટનાઓ જોયા પછી (પ્રકટીકરણ 2:1-3:22)

θύρα ἠνεῳγμένη ἐν τῷ οὐρανῷ

આનાથી વ્યક્ત થાય છે કે ઈશ્વર યોહાનને આકાશ જોવાની ક્ષમતા આપી, ફ્કત સંદર્શન દ્વારા. (જુઓ: રૂપક)

ὡς σάλπιγγος λαλούσης μετ’ ἐμοῦ

અવાજ રણશિંગડા જેવો હતો તે સ્પષ્ટ રીતે કહેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""રણશિંગડાના અવાજ જેવા મોટા અવાજે મારી સાથે વાત કરતી હતી"" (જુઓ: ઉપમા)

σάλπιγγος

આ સંગીત પેદા કરવાના સાધનનો અથવા જાહેરાત કે સભા માટે લોકોને એક સાથે ભેગા કરવાનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 1:10 માં અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Revelation 4:2

ἐγενόμην ἐν Πνεύματι

યોહાન ઈશ્વરના આત્માથી પ્રભાવિત થઈને વાત કરે છે જાણે કે તે આત્મામાં હોય. તમે પ્રકટીકરણ 1:10 માં અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""હું આત્માથી પ્રભાવિત હતો"" અથવા ""આત્માએ મને પ્રભાવિત કર્યો હતો"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Revelation 4:3

λίθῳ, ἰάσπιδι καὶ σαρδίῳ

આ મૂલ્યવાન પથ્થરો છે. યાસપિસ કાચ અથવા સ્ફટિકની જેમ સ્પષ્ટ હોઇ શકે છે, અને નીલમણિ લાલ હોઈ શકે છે. (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

σμαραγδίνῳ

લીલા મૂલ્યવાન પથ્થર (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

Revelation 4:4

εἴκοσι τέσσαρας πρεσβυτέρους

24 વડીલો (જુઓ: સંખ્યાઓ)

στεφάνους χρυσοῦς

આ જૈતૂન ડાળીઓ અથવા લોરેલ પાંદડાઓની માળાઓ જેવી છે, જે સોનાથી મઢેલી છે. આ પ્રકારના મુગટૉ પાંદડાના બનેલ હોય છે અને તે વિજેતા રમતવીરોને તેમના માથા પર પહેરવા માટે આપવામાં આવે છે.

Revelation 4:5

ἀστραπαὶ

દરેક વખતે જ્યારે વીજળી થાય છે ત્યારે કેવી દેખાય છે તેનું વર્ણન કરવા તમારી ભાષાની રીતનો ઉપયોગ કરો.

φωναὶ, καὶ βρονταί

આ તે જ ગર્જના સહિતનો અવાજ છે. ગર્જનાના અવાજનું વર્ણન કરવા તમારી ભાષાની રીતનો ઉપયોગ કરો.

τὰ ἑπτὰ πνεύματα τοῦ Θεοῦ

સાતની સંખ્યા એ સંપૂર્ણતા અને પૂર્ણતાનું પ્રતીક છે. ""સાત આત્માઓ"" એ ઈશ્વરનો આત્મા અથવા તો ઈશ્વરની સેવા કરનારા સાત આત્માઓનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 1:4 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: સાંકેતિક ભાષા)

Revelation 4:6

θάλασσα ὑαλίνη

તે કાચ અથવા સમુદ્ર જેવું હતું તે સ્પષ્ટ રીતે વર્ણવી શકાય છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) સમુદ્રને કાચ તરીકે વર્ણવેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""સમુદ્ર કાચની જેમ સરળ હતો"" અથવા 2) કાચને સમુદ્ર તરીકે વર્ણવેલ છે. વૈકલ્પિક અનુવાદ: "" કાચ કે જે સમુદ્રની જેમ ફેલાયેલો હતો."" (જુઓ: રૂપક)

ὁμοία κρυστάλλῳ

તે કેવી રીતે સ્ફટિકના જેવુ હતું તે સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""સ્ફટિક જેવુ સ્પષ્ટ"" (જુઓ: ઉપમા)

ἐν μέσῳ τοῦ θρόνου καὶ κύκλῳ τοῦ θρόνου

તરત જ રાજ્યાસનની આસપાસ અથવા ""રાજ્યાસનની નજીક અને તેની આસપાસ

τέσσαρα ζῷα

ચાર જીવંત પ્રાણીઓ અથવા “ચાર જીવંત વસ્તુઓ”

Revelation 4:7

τὸ ζῷον τὸ πρῶτον ὅμοιον λέοντι, καὶ τὸ δεύτερον ζῷον ὅμοιον μόσχῳ, καὶ τὸ τρίτον ζῷον ἔχων τὸ πρόσωπον ὡς ἀνθρώπου, καὶ τὸ τέταρτον ζῷον ὅμοιον ἀετῷ πετομένῳ

યોહાનને દરેક જીવંત પ્રાણીના શિર કેવા દેખાયા તેને વધુ પરિચિત વસ્તુ સાથે તુલના કરતું દર્શાવેલ છે. (જુઓ: ઉપમા)

ζῷον

સજીવ પ્રાણી અથવા ""જીવંત વસ્તુ."" તમે પ્રકટીકરણ 4:6 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Revelation 4:8

κυκλόθεν καὶ ἔσωθεν γέμουσιν ὀφθαλμῶν

દરેક પાંખોની ઉપર અને નીચે બાજુ તેની આંખોથી ઢંકાયેલી હતી.

ὁ ἐρχόμενος

ભવિષ્યમાં થનારી બાબતોને આવી રહી છે એમ કહેલ છે.. (જુઓ: રૂપક)

Revelation 4:9

τῷ καθημένῳ ἐπὶ τῷ θρόνῳ, τῷ ζῶντι εἰς τοὺς αἰῶνας τῶν αἰώνων

આ એક વ્યક્તિ છે. જે રાજ્યાસન પર બિરાજમાન છે તે સદા સર્વકાળ જીવીત છે.

εἰς τοὺς αἰῶνας τῶν αἰώνων

આ બંને શબ્દોનો અર્થ લગભગ એક સમાન જ થાય છે અને ભાર મૂકવા માટે પુનરાવર્તિત કરેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""સર્વકાળ માટે"" (જુઓ: બેવડું/બમણાં)

Revelation 4:10

εἴκοσι τέσσαρες πρεσβύτεροι

24 વડીલો. તમે પ્રકટીકરણ 4:4 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: સંખ્યાઓ)

πεσοῦνται

તેઓ હેતુપૂર્વક જમીન સુધી નમીને દંડવંત પ્રણામ કરીને દર્શાવે છે કે તેઓ ભજન કરે છે.

βαλοῦσιν τοὺς στεφάνους αὐτῶν ἐνώπιον τοῦ θρόνου

આ મુગટ જૈતૂન વૃક્ષની ડાળીઓની અથવા લોરેલ પાંદડાની માળા જેવો સોનાથી મઢેલો હોય તેવો દેખાતો હતો. વડીલો આદરપૂર્વક મુગટને જમીન પર મૂકીને પ્રગટ કરી રહ્યા હતા કે તેઓ ઈશ્વરના અધિકાર અને રાજને આધીન છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ રાજ્યાસન સમક્ષ પોતાનો મુગટ મુકીને પ્રગટ કર્યું કે તેઓ તેમને આધીન છે."" (જુઓ: સાંકેતિક પગલું)

βαλοῦσιν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) મૂકવું અથવા 2) બળજબરીથી નીચે ફેંકવું, જેમકે કંઈ નકામું હોય (""ફેંકવું,"" પ્રકટીકરણ 2:22). વાચકે સમજવાની જરૂર છે કે વડીલો આદરપૂર્વક વર્તન કરી રહ્યા છે.

Revelation 4:11

ὁ Κύριος καὶ ὁ Θεὸς ἡμῶν

અમારા પ્રભુ અને ઈશ્વર. આ એક જ વ્યક્તિ છે, કે જે રાજ્યાન પર બિરાજમાન છે.

λαβεῖν τὴν δόξαν καὶ τὴν τιμὴν καὶ τὴν δύναμιν

આ એવી બાબતો છે જે ઈશ્વર પાસે હંમેશા હોય છે. તે બાબતો હોવાને લીધે સ્તુતિ કરવામાં આવે છે એટલેકે તે બાબતોને પામે છે એવું કહેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા મહિમા, માન અને સામર્થ્યને માટે તમારી સ્તુતિ થાઓ"" અથવા ""દરેક તમારી સ્તુતિ કરે કેમ કે તમે મહિમાવાન, માનનીય અને સામર્થ્યવાન છો"" (જુઓ: ઉપનામ)

Revelation 5

પ્રકટીકરણ 05 સામાન્ય નોંધો

માળખુ અને બંધારણ

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં જમણી બાજુએ સુયોજિત કરે છે જેથી તેને વાંચવામાં સરળતા રહે. યુએલટી 9-13 કલમોમાં આવું કરે છે.

આ પ્રકરણમાંના વિશિષ્ટ ખ્યાલો

મુદ્રિત ઓળિયું

યોહાનના સમયમાં રાજાઓ અને મહત્વપૂર્ણ લોકો કાગળ અથવા પ્રાણીની ચામડીના મોટાં ટુકડાઓ પર અગત્યના દસ્તાવેજો લખતા હતા. ત્યારબાદ તેઓ તેને વાળીને મીણથી મુદ્રિત કરીને બંધ કરતાં જેથી તે બંધ રહી શકે. જેને આ દસ્તાવેજ લખવામાં આવ્યો હોય ફક્ત તે જ વ્યક્તિને તે મુદ્રા તોડીને ખોલવાનો અધિકાર હતો. આ અધ્યાયમાં, ""જે રાજ્યાસન પર બિરાજમાન હતો"" તેમણે ઓળિયું લખ્યું હતું. ફક્ત તે વ્યક્તિને જ ""યહૂદાના કુળનો સિંહ, દાઉદનું મૂળ"" અને ""હલવાન"" કહેવામાં આવ્યું છે અને તેમને જ ઓળિયું ખોલવાનો આધિકાર છે. (જુઓ: ઓળિયું, ઓળિયાઓ અને અધિકાર)

ચોવીસ વડીલો

વડીલો મંડળીના આગેવાનો છે. ચોવીસ વડીલો વર્ષોથી ચાલી આવતી સમગ્ર મંડળીના પ્રતીકરૂપે છે. જૂના કરારમાં ઇઝરાએલના બાર કુળો હતા અને નવા કરારની મંડળીમાં બાર પ્રેરિતો હતા. (જુઓ: સાંકેતિક ભવિષ્યવાણી)

ખ્રિસ્તી પ્રાર્થનાઓ

ખ્રિસ્તીઓની પ્રાર્થનાઓને ધૂપ તરીકે વર્ણવવામાં આવી છે. ખ્રિસ્તી પ્રાર્થનાઓ ઈશ્વરને સારી સુગંધ સમાન છે. ખ્રિસ્તીઓ પ્રાર્થના કરે છે ત્યારે તે પ્રસન્ન થાય છે.

ઈશ્વરના સાત આત્માઓ

આ સાત આત્માઓ એ પ્રકટીકરણ 1:4 માં છે.

આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર

રૂપકો

""યહૂદાના કુળનો સિંહ"" અને ""દાઉદનું મૂળ "" આ રૂપકો ઈસુનો ઉલ્લેખ કરે છે. ઈસુ યહુદાના કુળમાંથી દાઉદના કુટુંબમાંથી ઉતરી આવ્યા હતા. સિંહો ઘાતકી હોય છે, અને સર્વ પ્રાણીઓ અને લોકો તેમનાથી ડરતા હોય છે, તેથી તેઓ રાજા માટેનું એક રૂપક છે, જેનું દરેક પાલન કરે છે. ""દાઉદનું મૂળ "" શબ્દો ઇઝરાએલના રાજા દાઉદની વાત કરે છે જાણે કે તે એક બીજ હોય જેને ઈશ્વરે રોપ્યું હોય અને ઈસુ જાણે કે તે બીજમાંથી વૃદ્ધિ પામતું મૂળ હોય. (જુઓ: રૂપક)

Revelation 5:1

યોહાનને ઈશ્વરના રાજ્યાસન વિશે જે સંદર્શનમાં જે જોયું તેનું વર્ણન કરવાનું ચાલુ રાખે છે.

καὶ εἶδον

મેં તે વસ્તુઓ જોયા પછી, મેં જોયું

τοῦ καθημένου ἐπὶ τοῦ θρόνου

આ તે જ ""એક"" છે જે પ્રકટીકરણ 4: 2-3 માં છે.

βιβλίον, γεγραμμένον ἔσωθεν καὶ ὄπισθεν

આગળ અને પાછળના ભાગ પર લખાણ સાથેનું ઓળિયું

κατεσφραγισμένον σφραγῖσιν ἑπτά

અને તેને સાત મુદ્રાઓથી બંધ કરવામાં આવ્યું હતું

Revelation 5:2

τίς ἄξιος ἀνοῖξαι τὸ βιβλίον, καὶ λῦσαι τὰς σφραγῖδας αὐτοῦ?

ઓળિયું ખોલવા માટે વ્યક્તિએ મુદ્રાઓ તોડવી જરૂરી હોય છે. વૈકલ્પિક અનુવાદ: "" મુદ્રાઓ તોડવાને અને ઓળિયું ખોલવાને કોણ યોગ્ય છે?"" (જુઓ: ઘટનાઓનો ક્રમ)

τίς ἄξιος ἀνοῖξαι τὸ βιβλίον, καὶ λῦσαι τὰς σφραγῖδας αὐτοῦ?

આને આદેશ તરીકે અનુવાદ કરી શકાય છે: ""જે આ કરવા માટે યોગ્ય છે તેણે મુદ્રાઓ તોડવા અને ઓળિયાને ખોલવા સારુ આવવું જોઇએ!” (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Revelation 5:3

ἐν τῷ οὐρανῷ, οὐδὲ ἐπὶ τῆς γῆς, οὐδὲ ὑποκάτω τῆς γῆς

એટલે કે સર્વત્ર-સર્વ સ્થળે : ઈશ્વર અને દૂતો જ્યાં રહે છે તે સ્થળ, લોકો અને પ્રાણીઓ રહે છે તે સ્થળ, અને જ્યાં તેઓ મરણ પામ્યા છે તે સ્થળ છે. વૈકલ્પિક અનુવાદ: ""આકાશમાં કે પૃથ્વી પર અથવા પૃથ્વીની તળે પાતાળમાં કોઇપણ સ્થળે"" (જુઓ: મેરિઝમ)

Revelation 5:5

ἰδοὺ

સાંભળો અથવા ""હું તમને જે કહેવાનો છું તેના પર લક્ષ આપો

ὁ λέων ὁ ἐκ τῆς φυλῆς Ἰούδα

યહૂદાના કુળના માણસ માટે આ એક શીર્ષક છે કે જેને ઈશ્વરે મહાન રાજા આપવાનું વચન આપ્યું હતું. વૈકલ્પિક અનુવાદ: ""જે યહુદાના કુળનો સિંહ કહેવાય છે"" અથવા ""રાજા, જે યહૂદાના કુળનો સિંહ કહેવાય છે

ὁ λέων

રાજાને સિંહ કહેલ છે કારણ કે સિંહ ખૂબ જ બળવાન હોય છે. (જુઓ: રૂપક)

ἡ ῥίζα Δαυείδ

દાઉદના વંશજોને માટે આ એક શીર્ષક છે જેને ઈશ્વરે મહાન રાજા આપવાનું વચન આપ્યું હતું. વૈકલ્પિક અનુવાદ: ""જેને દાઉદનું મૂળ કહેવામા આવે છે

ἡ ῥίζα Δαυείδ

વંશજ વિશે કહેલ છે જાણે કે દાઉદનું પરિવાર એક વૃક્ષ હોય અને તે વૃક્ષનું મૂળ હોય. વૈકલ્પિક અનુવાદ: ""દાઉદના વંશજ"" (જુઓ: રૂપક)

Revelation 5:6

હલવાન રાજ્યાસનના ઓરડામાં જોવા મળે છે. (જુઓ: નવા અને જૂના પાત્રોનો પરિચય)

Ἀρνίον

હલવાન"" એ યુવાન ઘેટું છે. અહીં તેનો ઉપયોગ પ્રતીકાત્મક રીતે ખ્રિસ્તનો ઉલ્લેખ કરવા માટે થયો છે. (જુઓ: સાંકેતિક ભાષા)

τὰ ἑπτὰ πνεύματα τοῦ Θεοῦ

સાતની સંખ્યા એ સંપૂર્ણતા અને પૂર્ણતાનું પ્રતીક છે. ""સાત આત્માઓ"" ઈશ્વરના આત્મા અથવા ઈશ્વરની સેવા કરનારા સાત આત્માનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 1:4 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: સાંકેતિક ભાષા)

ἀπεσταλμένοι εἰς πᾶσαν τὴν γῆν

આ સક્રિય ક્રિયાપદમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓને ઈશ્વરે આખી પૃથ્વી પર મોકલ્યા "" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Revelation 5:7

ἦλθεν

તે રાજ્યાસન પાસે ગયો. કેટલીક ભાષાઓના ક્રિયાપદો ""આવ્યો"" નો ઉપયોગ થયો છે. વૈકલ્પિક અનુવાદ: ""તે આવ્યો"" (જુઓ: જાઓ અને આવો)

Revelation 5:8

τοῦ Ἀρνίου

આ યુવાન નર ઘેટું છે. અહીં તેનો ઉપયોગ પ્રતીકાત્મક રીતે ખ્રિસ્તનો ઉલ્લેખ કરવા માટે થયો છે. તમે પ્રકટીકરણ 5:6 માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: સાંકેતિક ભાષા)

οἱ εἴκοσι τέσσαρες πρεσβύτεροι

24 વડીલો. તમે પ્રકટીકરણ 4:4 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: સંખ્યાઓ)

ἔπεσαν

પગે પડ્યા. તેમના મુખ જમીન તરફ હતા તે દર્શાવતા છે કે તેઓ હલવાનની સ્તુતિ કરી રહ્યા છે. તેઓએ હેતુપૂર્વક આ પ્રમાણે કર્યું હતું; તેઓ આકસ્મિક રીતે પડી ગયા નહોતા.

ἕκαστος

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""દરેક વડીલો અને જીવંત પ્રાણીઓ"" અથવા 2) ""દરેક વડીલો.

φιάλας χρυσᾶς γεμούσας θυμιαμάτων, αἵ εἰσιν αἱ προσευχαὶ τῶν ἁγίων

અહીં ધૂપ એ વિશ્વાસીઓ ઈશ્વરને પ્રાર્થના કરે છે તે માટેનું પ્રતીક છે. (જુઓ: સાંકેતિક ભાષા)

Revelation 5:9

ὅτι ἐσφάγης

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કેમ કે તેઓએ તમને મારી નાખ્યા હતા"" અથવા ""કેમ કે લોકોએ તમને મારી નાખ્યા હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐσφάγης

બલિદાન માટે પ્રાણીનૉ વધ કરવામાં આવે છે તે માટે જો તમારી ભાષામાં શબ્દ છે, તો અહીં તમે તેનો ઉપયોગ કરો.

ἐν τῷ αἵματί σου

રક્ત એ વ્યક્તિના જીવનને રજૂ કરે છે, તેથી રક્ત વહી જવું એ મરણને રજૂ કરે છે. આનો અર્થ કદાચ ""તમારા મૃત્યુ દ્વારા"" અથવા ""મૃત્યુ દ્વારા."" (જુઓ: ઉપનામ)

ἠγόρασας τῷ Θεῷ

તમે લોકોને ખરીદી લીધાકે જેથી તેઓ ઇશ્વરની માલિકી હેઠળ આવે-ઈશ્વરના લોક થાય અથવા ""તમે કિંમત ચૂકવી જેથી લોકો ઈશ્વરના થાય-ઇશ્વર તેમના માલિક થાય .”

ἐκ πάσης φυλῆς, καὶ γλώσσης, καὶ λαοῦ, καὶ ἔθνους

આનો અર્થ એ છે કે દરેક વંશીય જૂથના લોકો શામેલ છે.

Revelation 5:11

μυριάδες μυριάδων καὶ χιλιάδες χιλιάδων

તમારી ભાષામાં એક અભિવ્યક્તિનો ઉપયોગ કરો કે જે બતાવે છે કે તેઓની સંખ્યા વિશાળ છે. વૈકલ્પિક અનુવાદ: ""લાખોલાખ"" અથવા "" હજારોહજાર"" (જુઓ: સંખ્યાઓ)

Revelation 5:12

ἄξιόν ἐστιν τὸ Ἀρνίον τὸ ἐσφαγμένον

જે હલવાનને મારી નાખવામાં આવ્યું છે તે (કંઇક પામવાને માટે) યોગ્ય/લાયક છે

λαβεῖν τὴν δύναμιν, καὶ πλοῦτον, καὶ σοφίαν, καὶ ἰσχὺν, καὶ τιμὴν, καὶ δόξαν, καὶ εὐλογίαν

આ સર્વ બાબતો અગાઉથી જ હલવાન પાસે છે. તે બાબતો હોવાને લીધે સ્તુતિ કરવામાં આવે છે એટલેકે તે બાબતોને પામે છે એવું કહેલ છે..આ અમૂર્ત નામોને દૂર કરવા માટે ફરીથી કહી શકાય છે. તમે પ્રકટીકરણ 4:11 માં સમાન વાક્યનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""માટે દરેક વ્યક્તિએ તેમને માન, મહિમા અને સ્તુતિ આપવા જોઈએ કારણ કે તે પરાક્રમી, ધનવાન, જ્ઞાની અને બળવાન છે"" (જુઓ: ઉપનામ અને અમૂર્ત નામો)

Revelation 5:13

ἐν τῷ οὐρανῷ, καὶ ἐπὶ τῆς γῆς, καὶ ὑποκάτω τῆς γῆς

આનો અર્થ થાય છે સર્વત્ર-સર્વ સ્થળે : ઈશ્વર અને દૂતો જ્યાં રહે છે તે સ્થળ, લોકો અને પ્રાણીઓ રહે છે તે સ્થળ, અને જ્યાં તેઓ મરણ પામ્યા છે તે સ્થળ. તમે પ્રકટીકરણ 5:3 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: મેરિઝમ)

τῷ καθημένῳ ἐπὶ τῷ θρόνῳ καὶ τῷ Ἀρνίῳ

તે જે રાજ્યાસન પર બિરાજમાન છે તેને અને હલવાનને(માન, મહિમા અને સ્તુતિ હોજો).

Revelation 6

પ્રકટીકરણ 06 સામાન્ય નોંધો

માળખુ અને બંધારણ

લેખક જણાવે છે કે હલવાને પ્રથમ છ ઓળિયાની મુદ્રાઓ ખોલી ત્યાર પછી શું થયું. 8માં અધ્યાય સુધી હલવાન સાતમું ઓળિયું ખોલતા નથી.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

સાત મુદ્રાઓ

યોહાનના સમયમાં રાજાઓ અને મહત્વપૂર્ણ લોકો અગત્યના દસ્તાવેજો ને કાગળ અથવા પ્રાણીની ચામડીના મોટા ટુકડા પર લખતા હતા. ત્યારબાદ તેઓ તેને વાળીને મીણથી મુદ્રિત કરતા જેથી તેઓ તેમાં બંધ રહે. જેને સંબોધીને આ દસ્તાવેજ લખવામાં આવ્યો હોય, ફક્ત તે જ વ્યક્તિને મુદ્રા તોડીને તેને ખોલવાનો અધિકાર હતો. આ અધ્યાયમાં હલવાન મુદ્રાને તોડે છે(જુઓ: સાંકેતિક ભવિષ્યવાણી)

ચાર ઘોડેસવારો

જ્યારે હલવાન પ્રથમ ચાર ઓળિયાની મુદ્રાઓ ખોલે છે, લેખક વર્ણવે છે કે ઘોડેસવારો જુદા જુદા રંગનાં ઘોડાઓ પર સવારી કરે છે. ઘોડાઓના રંગ ચિહ્નિત કરે છે કે ઘોડેસવાર પૃથ્વી પર કેવી અસર પહોંચાડશે.

આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર

હલવાન

આ ઈસુનો ઉલ્લેખ કરે છે. આ અધ્યાયમાં, આ પણ ઈસુ માટેનું શીર્ષક છે. (જુઓ: ઘેટું, ઈશ્વરનું હલવાન અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

સામ્યતાઓ

12-14 કલમોમાં, લેખક ઘણી સામ્યતાઓનો ઉપયોગ કરીને તેણે સંદર્શન જે છબીઓ જૉઈ તેનું વર્ણન કરવાનો પ્રયત્ન કરે છે. તે છબીઓની તુલના રોજીંદી વસ્તુઓ સાથે કરે છે. (જુઓ: ઉપમા)

Revelation 6:1

યોહાન ઈશ્વરના રાજ્યાસન સમક્ષ બનેલી ઘટનાઓનું વર્ણન કરવાનું ચાલુ રાખે છે. હલવાન ઓળિયાની મુદ્રા ખોલવાની શરૂઆત કરે છે.

ἔρχου!

આ એક વ્યક્તિને આદેશ છે, દેખીતી રીતે શ્વેત ઘોડેસવારને, જેના વિશે કલમ 2માં વાત કરવામાં આવી છે.

Revelation 6:2

ἐδόθη αὐτῷ στέφανος

આ પ્રકારનો મુગટ જૈતૂન ડાળીઓ અથવા લોરેલ પાંદડાઓનાં માળાઓ જેવો હતો અને કદાચ સોનાથી મઢેલો હતો. રમતમાં વિજય પામનારને તેના માથા પર પહેરવા માટે પાંદડાથી બનેલ આ નમૂનાઓ(ઇનામ) આપવામાં આવતા હતા. આ વાક્યનું અનુવાદ સક્રિય ક્રિયાપદમાં કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણે મુગટ પ્રાપ્ત કર્યો"" અથવા ""ઈશ્વરે તેને મુગટ આપ્યો (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

στέφανος

આ તો જૈતૂન ડાળીઓની અથવા લોરેલ પાંદડાઓનો બનેલી માળા હતી, જે યોહાનના સમયમાં સ્પર્ધામાં વિજય થનારને પ્રાપ્ત થતી માળા જેવી હતી.

Revelation 6:3

τὴν σφραγῖδα τὴν δευτέραν

તેના પછીની મુદ્રા અથવા "" બીજી મુદ્રા "" (જુઓ: ક્રમવાચક સંખ્યાઓ)

τοῦ δευτέρου ζῴου

તેના પછીનું જીવંત પ્રાણી અથવા ""બીજું જીવંત પ્રાણી"" (જુઓ: ક્રમવાચક સંખ્યાઓ)

Revelation 6:4

ἐξῆλθεν…πυρρός

આને બીજા વાક્ય તરીકે વર્ણવી શકાય. વૈકલ્પિક અનુવાદ: ""બહાર આવ્યું. તે અગ્નિ જેવું લાલ હતું"" અથવા ""બહાર આવ્યું. તે તેજસ્વી લાલ હતું

τῷ καθημένῳ ἐπ’ αὐτὸν, ἐδόθη αὐτῷ

આ વાક્ય સક્રિય ક્રિયાપદમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેના ઘોડેસવારને પરવાનગી આપી "" અથવા ""તેના ઘોડેસવારને પરવાનગી મળી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐδόθη αὐτῷ μάχαιρα μεγάλη

આને સક્રિય ક્રિયાપદ સાથે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઘોડેસવારે એક મોટી તલવાર મેળવી"" અથવા ""ઈશ્વરે આ ઘોડેસવારને એક મોટી તલવાર આપી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

μάχαιρα μεγάλη

એક ખૂબ જ મોટી તલવાર અથવા “એક મહાન તલવાર”

Revelation 6:5

τὴν σφραγῖδα τὴν τρίτην

તેના પછીની મુદ્રા અથવા ""ત્રીજી મુદ્રા"" (જુઓ: ક્રમવાચક સંખ્યાઓ)

τοῦ τρίτου ζῴου

તેના પછીનું જીવંત પ્રાણી અથવા "" ત્રીજુ જીવંત પ્રાણી"" (જુઓ: ક્રમવાચક સંખ્યાઓ)

ζυγὸν

વસ્તુઓનું વજન કરવા માટેનું સાધન

Revelation 6:6

χοῖνιξ σίτου δηναρίου

કેટલીક ભાષાઓ વાક્યમાં ""કિંમત"" અથવા ""ખરીદ"" જેવા ક્રિયાપદ વાપરવા ચાહે છે. સર્વ લોકો માટે ત્યાં ખૂબ જ ઓછા ઘઉં હતા, તેથી તેની કિંમત ખૂબ વધારે હતી. વૈકલ્પિક અનુવાદ: ""પાંચસો ગ્રામ ઘઉંની કિંમત એક દીનાર"" અથવા ""પાંચસો ગ્રામ ઘઉં એક દીનારે ખરીદો

χοῖνιξ σίτου…τρεῖς χοίνικες κριθῶν

પાંચસો ગ્રામ"" એ ચોક્ક્સ માપ હતું એટલેકે લગભગ એક લિટર જેટલું હતું. ""પાંચસો ગ્રામ"" નું બહુવચન એ ""કિલો"" છે. વૈકલ્પિક અનુવાદ: ""એક લિટર ઘઉં ... ત્રણ લિટર જવ"" અથવા ""ઘઉંનો એક વાટકો ... જવના ત્રણ વાટકા"" (જુઓ: બાઈબલનાં ઘન કે પ્રવાહી માપ)

δηναρίου

આ સિક્કો એક દિવસની કમાણી હતી-વેતન હતું. વૈકલ્પિક અનુવાદ: ""એક ચાંદીનો સિક્કો"" અથવા ""એક દિવસના કામનો પગાર"" (જુઓ: બાઈબલમાં વર્ણિત ચલણ)

καὶ τὸ ἔλαιον καὶ τὸν οἶνον μὴ ἀδικήσῃς

જો તેલ અને દ્રાક્ષારસનું નુકસાન કરવામાં આવે તો લોકોને ખરીદવા માટે પુરતું નહિ હોય(ખૂટી જશે), અને તેની કિંમતોમાં વધારો થશે.

τὸ ἔλαιον καὶ τὸν οἶνον

આ અભિવ્યક્તિઓ જૈતૂન તેલની ફસલ અને દ્રાક્ષની ફસલનો ઉલ્લેખ છે. (જુઓ: ઉપનામ)

Revelation 6:7

τὴν σφραγῖδα τὴν τετάρτην

તેના પછીની મુદ્રા અથવા ""ચોથી મુદ્રા"" (જુઓ: ક્રમવાચક સંખ્યાઓ)

τοῦ τετάρτου ζῴου

તેના પછીનું જીવંત પ્રાણી અથવા "" ચોથું જીવંત પ્રાણી"" (જુઓ: ક્રમવાચક સંખ્યાઓ)

Revelation 6:8

ἵππος χλωρός

રાખોડી ઘોડો. આ શબનો રંગ છે, તેથી તેનો રંગ એ મૃત્યુનું પ્રતીક છે.

τὸ τέταρτον τῆς γῆς

અહીંયા ""પૃથ્વી"" પૃથ્વીના લોકોનું વર્ણન કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પૃથ્વી પરના ચોથા ભાગના લોકો"" (જુઓ: ઉપનામ અને અપૂર્ણાંક)

ῥομφαίᾳ

તલવાર એ એક શસ્ત્ર છે, અને અહીં તે યુદ્ધને રજૂ કરે છે. (જુઓ: ઉપનામ)

ὑπὸ τῶν θηρίων τῆς γῆς

આનો અર્થ એ છે કે મરણ અને હાદેસ જંગલી પ્રાણીઓ દ્વારા હુમલો કરાવશે અને લોકોને મારી નાખશે.

Revelation 6:9

τὴν πέμπτην σφραγῖδα

તેના પછીની મુદ્રા અથવા ""પાંચમી મુદ્રા"" (જુઓ: ક્રમવાચક સંખ્યાઓ)

ὑποκάτω τοῦ θυσιαστηρίου

આ કદાચ ""વેદીના પાયા પાસે"" હોઇ શકે છે.

τῶν ἐσφαγμένων

આ સક્રિય ક્રિયાપદ સાથે અનુંવાદ કરી શકાય છે. AT ""જેઓને અન્ય લોકોએ મારી નાખ્યા હતા "" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

διὰ τὸν λόγον τοῦ Θεοῦ, καὶ διὰ τὴν μαρτυρίαν ἣν εἶχον

અહીંયા ""ઈશ્વરનું વચન"" એ ઈશ્વરના સંદેશ માટેનું ઉપનામ છે અને ""વળગી રહેવું"" એ રૂપક છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) સાક્ષીને વળગી રહેવું એ ઈશ્વરના વચનમાં અને સાક્ષીમાં વિશ્વાસ કરવો તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""શાસ્ત્રના શિક્ષણને કારણે અને તેઓએ ઈસુ ખ્રિસ્ત વિશે જે શીખવ્યું તેને કારણે"" અથવા ""ઈશ્વરનું જે વચન તેની સાક્ષી છે તેને કારણે"" અથવા 2) સાક્ષીને વળગી રહેવું એટલે ઈશ્વરના વચનને પ્રગટ કરવું એમ થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે તેઓએ ઈશ્વરના વચન વિશે સાક્ષી આપી"" (જુઓ: રૂપક અને ઉપનામ)

Revelation 6:10

ἐκδικεῖς τὸ αἷμα ἡμῶν

અહીં રક્ત શબ્દ તેઓના મરણને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓએ અમને મારી નાખ્યા હતા તેઓને સજા કરો"" (જુઓ: ઉપનામ)

Revelation 6:11

ἕως πληρωθῶσιν καὶ οἱ σύνδουλοι αὐτῶν, καὶ οἱ ἀδελφοὶ αὐτῶν, οἱ μέλλοντες ἀποκτέννεσθαι ὡς καὶ αὐτοί

આ સૂચિત કરે છે કે ઈશ્વરે એ નિર્માણ કરેલું છે કે અમુક સંખ્યામાં લોકો તેમના શત્રુઓ દ્વારા મરણ પામે. સક્રિય સ્વરૂપમાં આ વાક્યનું અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યાં સુધી લોકોએ તેમના સર્વ સાથી સેવકોને મારી નાખ્યા ત્યાં સુધી ..... બહેનો જેમના વિશે ઈશ્વરે નક્કી કર્યું હતું કે લોકો તેઓની હત્યા કરશે, જે રીતે લોકોએ તેમના સાથી સેવકોની હત્યા કરી હતી ... બહેનો"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

οἱ σύνδουλοι αὐτῶν, καὶ οἱ ἀδελφοὶ αὐτῶν

આ એક જૂથના લોકો છે જેમને બે રીતે વર્ણવામાં આવ્યા છે: સેવકો તરીકે અને ભાઈઓ તરીકે. વૈકલ્પિક અનુવાદ: ""તેમના ભાઈઓ જેઓએ તેમની સાથે ઈશ્વરની સેવા કરી"" અથવા ""તેમના સાથી વિશ્વાસીઓ જેઓએ તેમની સાથે ઈશ્વરની સેવા કરી

οἱ ἀδελφοὶ

ખ્રિસ્તીઓને ઘણીવાર એકબીજાના ભાઈઓ કહેવામાં આવ્યા છે. અહીં જેઓના વિશે કહેવામા આવ્યું છે તેમાં બહેનોનો પણ સમાવેશ થતો હતો. વૈકલ્પિક અનુવાદ: ""સાથી ખ્રિસ્તીઓ"" અથવા ""સાથી વિશ્વાસીઓ"" (જુઓ: રૂપક)

Revelation 6:12

τὴν σφραγῖδα τὴν ἕκτην

તેના પછીની મુદ્રા અથવા ""છઠ્ઠી મુદ્રા"" (જુઓ: ક્રમવાચક સંખ્યાઓ)

μέλας ὡς σάκκος

કેટલીકવાર કામળા કાળા વાળથી બનાવવામાં આવતા હતા. લોકો શોક કરતા ત્યારે તેઓ કામળા પહેરતા હતા. કામળાની છબી લોકોને મરણ અને શોકના વિચારો તરફ દોરી જવા માટે છે. વૈકલ્પિક અનુવાદ: ""શોકનાં વસ્ત્રો જેવા કાળા"" (જુઓ: ઉપમા)

ὡς αἷμα

રક્તની છબી લોકો મૃત્યુ વિશે વિચારે તે માટે આપેલ છે. તે રક્ત જેવું હતું તે સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""રક્ત જેવો લાલ"" (જુઓ: ઉપમા)

Revelation 6:13

ὡς συκῆ βάλλει τοὺς ὀλύνθους αὐτῆς, ὑπὸ ἀνέμου μεγάλου σειομένη

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ ભારે પવનથી અંજીરી હાલી ઊઠે છે અને તેના કાચા ફળ તૂટી પડે છે. (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Revelation 6:14

ὁ οὐρανὸς ἀπεχωρίσθη ὡς βιβλίον ἑλισσόμενον

સામાન્ય રીતે આકાશને ધાતુની મજબૂત ચાદર સમાન માનવામાં આવતું હતું, પરંતુ હવે તે કાગળની ચાદર(ઓળિયા) જેવું નબળું હતું અને સરળતાથી ફાડી શકાય અને વાળી લેવાય એવું હતું. (જુઓ: ઉપમા)

Revelation 6:15

οἱ χιλίαρχοι

આ શબ્દ યુદ્ધમાં આદેશ આપનાર યોદ્ધાઓનો ઉલ્લેખ કરે છે.

τὰ σπήλαια

ટેકરીઓની બાજુમાં મોટી ગુફાઓ

Revelation 6:16

προσώπου τοῦ

અહીં ""ચહેરો"" એ ""હાજરી"" રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેની હાજરી"" અથવા ""એક "" (જુઓ: ઉપનામ)

Revelation 6:17

ἦλθεν ἡ ἡμέρα ἡ μεγάλη τῆς ὀργῆς αὐτῶν

જે દિવસે તેઓ દુષ્ટ લોકોને સજા કરશે તેને(તે દિવસને) તેઓના કોપનો દિવસ કહેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""આ ભયંકર સમય છે જ્યારે તેઓ લોકોને સજા કરશે"" (જુઓ: ઉપનામ)

ἦλθεν

અત્યારે હયાત છે તેના વિશે કહેવામા આવ્યું છે જાણે કે તે બનવાનું છે-થવાનું છે-આવી રહ્યું છે. (જુઓ: રૂપક)

ὀργῆς αὐτῶν

આ બાબત રાજ્યાસન પર બિરાજમાનને અને હલવાનને દર્શાવે છે.

τίς δύναται σταθῆναι?

બચી જવું, અથવા જીવતા રહેવું એટલેકે જાણે ઊભા રહેવું એમ કહેલ છે. આ પ્રશ્ન તેમના મહાન દુ:ખ અને ભયને વ્યક્ત કરવા માટે ઉપયોગ થયો છે કે જ્યારે ઈશ્વર તેમને સજા કરશે ત્યારે કોઈપણ બચી જવા પામશે નહીં. વૈકલ્પિક અનુવાદ: ""કોઈપણ બચી શકશે નહિ"" (જુઓ: ઉપનામ અને આલંકારિક પ્રશ્ન)

Revelation 7

પ્રકટીકરણ 07 સામાન્ય નોંધો

માળખુ અને બંધારણ

વિદ્વાનોએ આ અધ્યાયના ભાગોનું ઘણી જુદી જુદી રીતે અર્થઘટન કર્યું છે. અનુવાદકોએ આ અધ્યાયને સચોટ રીતે અનુવાદ કરવા માટે તેના અર્થને સંપૂર્ણ રીતે સમજવાની જરૂર નથી. (જુઓ: સાંકેતિક ભવિષ્યવાણી)

આ અધ્યાયમાંની મોટી સંખ્યાનું ચોક્કસપણે અનુવાદ કરવું અગત્યનું છે. 1,44,૦૦૦ની સંખ્યા એ બાર ગુણ્યા બાર હજાર છે.

અનુવાદકો એ જાણવું જોઈએ કે ઇઝરાએલના લોકોના કુળોની સૂચિ જે રીતે જૂના કરારમાં સામાન્ય રીતે વર્ણવવામાં આવેલ છે તેમ આ અધ્યાયમાં આપવામાં આવેલી નથી.

કેટલાક અનુવાદો કવિતાની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં જમણી બાજુએ સુયોજિત કરે છે જેથી તેને વાંચવું સરળ બની શકે છે. યુએલટીમાં આવું કલમ 5-8 અને 15-17 માં કરવામાં આવ્યું છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

આરાધના

ઈશ્વર તેમના લોકોનું રક્ષણ કરે છે અને મુશ્કેલીના સમયમાં તેઓને બચાવે છે. તેમના લોકો તેમની આરાધના કરીને પ્રત્યુત્તર આપે છે. (જુઓ: ઉપાસના)

આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર

હલવાન

આ ઈસુનો ઉલ્લેખ કરે છે. આ અધ્યાયમાં પણ તે ઈસુ માટેનું શીર્ષક છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Revelation 7:1

યોહાન તેના સંદર્શનનું વર્ણન શરૂ કરતા કહે છે કે ઈશ્વરના 144,000 સેવકોને મુદ્રાંકિત કરવામાં આવ્યા. હલવાન છઠ્ઠી મુદ્રા ખોલે પછી અને સાતમી મુદ્રા ખોલે તે પહેલાં તેમને નિશાની કરવામાં આવશે.

τὰς τέσσαρας γωνίας τῆς γῆς

પૃથ્વી વિશે એ રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે સપાટ અને ચોરસ એક કાગળની ચાદર હોય. ""ચાર ખૂણા"" શબ્દસમૂહ એ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમનો ઉલ્લેખ કરે છે.

Revelation 7:2

σφραγῖδα Θεοῦ ζῶντος

અહીં ""મુદ્રા"" શબ્દ એ એક સાધનનો ઉલ્લેખ કરે છે કે જેનો ઉપયોગ મીણની નિશાની કરવા થાય છે. આ ઘટનામાં આ સાધનનો ઉપયોગ ઈશ્વરના લોકો પર નિશાની કરવા માટે થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""નિશાન કરનાર સાધન"" અથવા ""મહોર"" (જુઓ: ઉપનામ)

Revelation 7:3

σφραγίσωμεν…ἐπὶ τῶν μετώπων αὐτῶν

અહીં ""મુદ્રા"" શબ્દ એ નિશાનીનો ઉલ્લેખ કરે છે. આ નિશાની બતાવે છે કે લોકો ઈશ્વરના છે અને તે તેઓનું રક્ષણ કરશે. વૈકલ્પિક અનુવાદ: ""કપાળ પર નિશાની કરો"" (જુઓ: ઉપનામ)

μετώπων

કપાળ એ ચહેરાની ઉપર, આંખોની ઉપર હોય છે.

Revelation 7:4

τῶν ἐσφραγισμένων

આ સક્રિય ક્રિયાપદ સાથે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરના દૂતે જેમની પર નિશાની કરી છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἑκατὸν τεσσεράκοντα τέσσαρες χιλιάδες

એક લાખ ચુમ્માળીસ હજાર લોકો (જુઓ: સંખ્યાઓ અને અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

Revelation 7:5

ἐκ φυλῆς…δώδεκα χιλιάδες

કુળમાંના 12,000 લોકો. (જુઓ: સંખ્યાઓ)

Revelation 7:7

આ ઇઝરાએલના લોકોની સૂચિ ચાલુ રાખે છે જેમની પર નિશાની કરવામાં આવી હતી .

Revelation 7:9

યોહાન ઈશ્વરની સ્તુતિ કરતી મોટી જનમેદની વિશેના બીજા સંદર્શનનું વર્ણન શરૂ કરે છે. આ સંદર્શન પણ હલવાન છઠ્ઠી મુદ્રા ખોલે પછી અને સાતમી મુદ્રા ખોલે તે પહેલા બને છે.

ὄχλος πολύς

એક મોટું ટોળું અથવા ""મોટી જનમેદની

στολὰς λευκάς

અહીં “શ્વેત” રંગ શુદ્ધતાનું વર્ણન કરે છે.

Revelation 7:10

ἡ σωτηρία τῷ

દ્વારા તારણ આવે છે

ἡ σωτηρία τῷ…τῷ Ἀρνίῳ

તેઓ ઈશ્વર અને હલવાનની સ્તુતિ કરતા હતા. ""તારણ"" નામ એ ""બચાવવું"" ક્રિયાપદ સાથે વ્યક્ત કરી શકાય છે. AT "" રાજ્યાસન પર બિરાજમાન અમારા ઈશ્વર અને હલવાને અમારું તારણ કર્યુ છે!"" (જુઓ: અમૂર્ત નામો)

Revelation 7:11

τῶν τεσσάρων ζῴων

આ ચાર પ્રાણીઓનો પ્રકટીકરણ 4:6-8 માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ἔπεσαν…ἐπὶ τὰ πρόσωπα αὐτῶν

અહીં "" પોતાના માથાં નમાવીને"" એ એક રૂઢીપ્રયોગ છે કે જેનો અર્થ તેઓએ ભૂમિ સુધી નમીને દંડવત પ્રણામ કર્યા. તમે પ્રકટીકરણ 4:10 માં કેવી રીતે “દંડવત પ્રણામ કર્યા"" નું અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ નમ્યા"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Revelation 7:12

ἡ εὐλογία, καὶ ἡ δόξα…τῷ Θεῷ ἡμῶν

આપણા ઈશ્વર સર્વ સ્તુતિ, મહિમા, જ્ઞાન, આભારસ્તુતિ, માન, સામર્થ્ય અને પરાક્રમને યોગ્ય છે

ἡ εὐλογία, καὶ ἡ δόξα…ἡ εὐχαριστία, καὶ ἡ τιμὴ…τῷ Θεῷ ἡμῶν

આપવું"" ક્રિયાપદનો ઉપયોગ ઈશ્વરને સ્તુતિ, મહિમા માન એ સર્વ તેમને, ઈશ્વર “ને” હો દર્શાવવા માટે થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણે આપણા ઈશ્વરને સ્તુતિ, મહિમા આભારસ્તુતિ અને માન આપવું જોઈએ

εἰς τοὺς αἰῶνας τῶν αἰώνων

આ બંને શબ્દોનો મૂળ અર્થ એક સરખો જ થાય છે અને ભાર મૂકે છે કે સ્તુતિનો ક્યારેય અંત થશે નહિ.

Revelation 7:13

περιβεβλημένοι τὰς στολὰς τὰς λευκὰς

આ શ્વેત ઝભ્ભા બતાવે છે કે તેઓ ન્યાયી હતા.

Revelation 7:14

οἱ ἐρχόμενοι ἐκ τῆς θλίψεως τῆς μεγάλης

મહાન વિપત્તિમાંથી બચી ગયા છે અથવા ""મહાન વિપત્તિના સમયમાંથી જીવતા બચી ગયા છે

τῆς θλίψεως τῆς μεγάλης

ભયંકર વિપત્તિનો સમય અથવા ""તે સમય કે જ્યારે લોકોને ભયંકર વિપત્તિ સહન કરવી પડશે

ἔπλυναν τὰς στολὰς αὐτῶν, καὶ ἐλεύκαναν αὐτὰς ἐν τῷ αἵματι τοῦ Ἀρνίου

હલવાનના રક્તથી ન્યાયી કરવામાં આવ્યા છે તેને જાણે કે તેઓએ પોતાનાં વસ્ત્રો તેમના(હલવાનના) રક્તમાં ધોયા છે. વૈકલ્પિક અનુવાદ: "" તેમના(હલવાનના) રક્તમાં પોતાના વસ્ત્રો ધોઇને ઊજળા કરવા દ્વારા તેઓને ન્યાયી કરવામાં આવ્યા છે"" (જુઓ: રૂપક)

τῷ αἵματι τοῦ Ἀρνίου

રક્ત"" શબ્દનો ઉપયોગ હલવાનના મૃત્યુનો ઉલ્લેખ કરે છે. (જુઓ: ઉપનામ)

Revelation 7:15

વડીલો એ યોહાન સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું.

εἰσιν…αὐτούς

આ શબ્દો તે લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ મહાન વિપત્તિમાંથી પસાર થયા છે.

ἡμέρας καὶ νυκτὸς

દિવસના આ બે ભાગોનો ઉપયોગ એક સાથે કરીને ""સર્વ સમય"" અથવા ""રોકાયા વિના"" એવું દર્શાવેલ છે (જુઓ: મેરિઝમ)

σκηνώσει ἐπ’ αὐτούς

તેમના પર પોતાનો તંબૂ મૂકશે. તેમનું રક્ષણ કરવું એના વિશે કહેવામા આવ્યું છે જાણે કે તે તેમને રહેવા માટે આશ્રય આપતા હોય. વૈકલ્પિક અનુવાદ: ""તેમને આશ્રય આપશે"" અથવા ""તેમનું રક્ષણ કરશે"" (જુઓ: રૂપક)

Revelation 7:16

πεινάσουσιν…αὐτοὺς

આ શબ્દો તે લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ મહાન વિપત્તિમાંથી પસાર થયા છે.

μὴ πέσῃ…ὁ ἥλιος

સૂર્યની ગરમીની તુલના સજા સાથે કરવામાં આવી છે જેનાથી લોકોને પીડા આપવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: ""સૂર્ય તેમને બાળશે નહિ"" અથવા ""સૂર્ય તેમને અશક્ત કરશે નહિ"" (જુઓ: રૂપક)

Revelation 7:17

αὐτούς…αὐτοὺς

આ શબ્દો એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ મહાન વિપત્તિમાંથી પસાર થયા છે.

τὸ Ἀρνίον τὸ ἀνὰ μέσον τοῦ θρόνου

હલવાન, જે રાજ્યાસનની પાસે મધ્યમાં ઊભા છે.

ὅτι τὸ Ἀρνίον…ποιμανεῖ αὐτούς

હલવાન તેના લોકો માટે જે સંભાળ લે છે તે વિશે વડીલ એવી રીતે વાત કરે છે જાણે કે ઘેટાંપાળક તેના ઘેટાંની સંભાળ રાખતો હોય. વૈકલ્પિક અનુવાદ: ""હલવાન... તેમને માટે ઘેટાંપાળક જેવા થશે"" અથવા ""હલવાન માટે ... જેમ ઘેટાંપાળક તેના ઘેટાંની સંભાળ રાખે છે તેમ તેમની સંભાળ રાખશે"" (જુઓ: રૂપક)

ὁδηγήσει αὐτοὺς ἐπὶ ζωῆς πηγὰς ὑδάτων

વડીલ કહે છે કે જે જીવન આપે છે તે જાણે કે તાજા પાણીનાં ઝરણાં સમાન છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ ઘેટાંપાળક તેના ઘેટાંને તાજા પાણી પાસે દોરી જાય છે તેમ તે તેમને દોરી જશે"" અથવા ""જેમ ઘેટાંપાળક ઘેટાંને જીવંત પાણીની પાસે દોરી જાય તેમ તે તેમને જીવન તરફ દોરી જશે."" (જુઓ: રૂપક)

ἐξαλείψει ὁ Θεὸς πᾶν δάκρυον ἐκ τῶν ὀφθαλμῶν αὐτῶν

અહીં આંસુઓ દુ:ખને વ્યક્ત કરે છે. વૈકલ્પિક અનુવાદ: "" આંસુઓ લૂછવામાં આવે તેમ ઈશ્વર તેમના દુ:ખને લૂછી નાખશે” અથવા ""ઈશ્વર તેમને વધુ દુ:ખી થવા દેશે નહિ"" (જુઓ: ઉપનામ)

Revelation 8

પ્રકટીકરણ 08 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

સાત મુદ્રાઓ અને સાત રણશિંગડાં

આ અધ્યાય વર્ણન કરે છે કે જ્યારે હલવાન સાતમી મુદ્રા ખોલે ત્યારે શું થાય છે. ઈશ્વર સર્વ વિશ્વાસીઓની પ્રાર્થનાનો ઉપયોગ પૃથ્વી પર નાટકીય બાબતો થાય તે માટે કરે છે. ત્યારબાદ યોહાન વર્ણન કરે છે કે જ્યારે દૂતો સાત રણશિંગડાંમાંથી પ્રથમ ચાર રણશિંગડાં વગાડે છે ત્યારે શું થાય છે. (જુઓ: સાંકેતિક ભવિષ્યવાણી)

આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર

નિષ્ક્રિય વાણી

યોહાન આ અધ્યાયમાં અનેકવાર નિષ્ક્રિય વાણીનો ઉપયોગ કરે છે. આનાથી કૉણ વાક્ય બોલે છે તે ખબર પડતી નથી. જો અનુવાદકની ભાષામાં નિષ્ક્રિય વાણી નથી તો આ અભિવ્યક્ત કરવું મુશ્કેલ બની જશે. (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

સામ્યતા

કલમો8 અને 1૦માં, યોહાન સામ્યતાનો ઉપયોગ કરીને તેણે સંદર્શનમાં જે છબીઓ જોઇ હતી તેનું વર્ણન કરે છે. તે છબીઓની તુલના રોજિંદી વસ્તુઓ સાથે કરે છે. (જુઓ: ઉપમા)

Revelation 8:1

હલવાન સાતમી મુદ્રા ખોલે છે.

τὴν σφραγῖδα τὴν ἑβδόμην

ઓળિયા પરની સાત મુદ્રાઓમાંની આ છેલ્લી મુદ્રા છે. વૈકલ્પિક અનુવાદ: ""હવે પછીની મુદ્રા"" અથવા ""અંતિમ મુદ્રા"" અથવા ""સાતમી મુદ્રા"" (જુઓ: ક્રમવાચક સંખ્યાઓ)

Revelation 8:2

ἐδόθησαν αὐτοῖς ἑπτὰ σάλπιγγες

તેમને દરેકને એક એક રણશિંગડું આપવામાં આવ્યું હતું. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""ઈશ્વરે તેમને સાત રણશિંગડાં આપ્યા"" અથવા 2) ""હલવાને તેઓને સાત રણશિંગડાં આપ્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Revelation 8:3

δώσει

તે ધૂપ બાળીને ઈશ્વરને અર્પણ કરશે

Revelation 8:4

χειρὸς τοῦ ἀγγέλου

આ દૂતના હાથમાં રહેલ પ્યાલાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""દૂતના હાથમાં રહેલ પ્યાલુ "" (જુઓ: ઉપનામ)

Revelation 8:5

ἐγέμισεν αὐτὸν ἐκ τοῦ πυρὸς

અહીં ""અગ્નિ"" શબ્દ સંભવિત રીતે સળગતા કોલસાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""સળગતા કોલસાથી ભરી દીધું"" અથવા ""તેને અગ્નિના કોલસાથી ભરી દીધું"" (જુઓ: ઉપનામ)

Revelation 8:6

સાત દૂતો વારાફરતી(એક પછી એક) સાત રણશિંગડાં વગાડે છે.

Revelation 8:7

ἐβλήθη εἰς τὴν γῆν

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""દૂતે રક્તથી મિશ્રિત કરા અને અગ્નિ નીચે પૃથ્વી પર ફેંકી દીધા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τὸ τρίτον τῆς γῆς κατεκάη, καὶ τὸ τρίτον τῶν δένδρων κατεκάη, καὶ πᾶς χόρτος χλωρὸς κατεκάη

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણે પૃથ્વીનો ત્રીજો ભાગ, વૃક્ષોનો ત્રીજો ભાગ અને સર્વ લીલા ઘાસને બાળી નાંખ્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Revelation 8:8

ὁ δεύτερος ἄγγελος

તેના પછીના દૂતે અથવા ""બીજા દૂતે"" (જુઓ: ક્રમવાચક સંખ્યાઓ)

ὡς ὄρος μέγα πυρὶ καιόμενον, ἐβλήθη

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""દૂતે અગ્નિથી સળગતા એક મોટા પર્વત જેવુ કંઈક ફેંકયું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐγένετο τὸ τρίτον τῆς θαλάσσης αἷμα

અપૂર્ણાંક ""એક તૃતિયાંશ""ને અનુવાદ કરીને સમજાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જાણે કે સમુદ્રને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો હોય, અને તેમાંનો એક ભાગ રક્ત બની ગયો"" (જુઓ: અપૂર્ણાંક)

ἐγένετο…αἷμα

શક્ય અર્થો આ પ્રમાણે છે તે 1) ""રક્ત જેવો લાલ થઈ ગયો"" અથવા 2) ખરેખર રક્ત થઈ ગયો. (જુઓ: ઉપમા)

Revelation 8:9

τῶν κτισμάτων τῶν ἐν τῇ θαλάσσῃ τὰ ἔχοντα ψυχάς

સમુદ્રમાં રહેતા જીવો અથવા ""માછલી અને અન્ય પ્રાણીઓ જે સમુદ્રમાં રહેતા હતા

Revelation 8:10

ἔπεσεν ἐκ τοῦ οὐρανοῦ ἀστὴρ μέγας, καιόμενος ὡς λαμπάς

એક વિશાળ તારો કે જે મશાલની જેમ ઝળહળતો હતો તે આકાશમાંથી પડ્યો. તે વિશાળ તારાની અગ્નિની મશાલની અગ્નિ જેવી જ લાગતી હતી. (જુઓ: ઉપમા)

λαμπάς

લાકડીના એક છેડે અગ્નિ સળગાવી કે જેથી પ્રકાશ પ્રાપ્ત થાય

Revelation 8:11

τὸ ὄνομα τοῦ ἀστέρος λέγεται ὁ Ἄψινθος

એક કડવી વનસ્પતિ જેનો સ્વાદ કડવો હોય છે. લોકોએ તેમાંથી દવા બનાવી હતી, પરંતુ તેઓ એવું પણ માનતા હતા કે તે ઝેરી હતી. વૈકલ્પિક અનુવાદ: ""તે તારાનું નામ કડવાશ છે"" અથવા ""તે તારાનું નામ કડવી દવા છે"" (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

ἐγένετο…ἄψινθον

પાણીના કડવા સ્વાદને એ રીતે દર્શાવવામાં આવ્યું છે જાણે કે તે કડવી વનસ્પતિ હોય. વૈકલ્પિક અનુવાદ: "" કડવી વનસ્પતિ જેવું કડવું થયુ"" અથવા ""કડવું થયુ"" (જુઓ: રૂપક)

ἀπέθανον ἐκ τῶν ὑδάτων, ὅτι ἐπικράνθησαν

જયારે તેઓએ કડવું પાણી પીધું ત્યારે તેઓ મૃત્યુ પામ્યા

Revelation 8:12

ἐπλήγη τὸ τρίτον τοῦ ἡλίου

સૂર્યના ભાગને નુકસાન થવું તે જાણે કે તેને મારવું કે ફટકારવું એમ કહેલ છે. આ સક્રિય ક્રિયાપદ સાથે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""સૂર્યનો ત્રીજો ભાગ બદલાયો"" અથવા ""ઈશ્વરે સૂર્યના ત્રીજા ભાગને બદલ્યો"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

σκοτισθῇ τὸ τρίτον αὐτῶν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""સમયનો ત્રીજો ભાગ અંધકારરૂપ થાય"" અથવા 2) ""સૂર્યનો ત્રીજો ભાગ, ચંદ્રનો ત્રીજો ભાગ અને તારાઓનો ત્રીજો ભાગ અંધકારમય થઈ ગયો

ἡ ἡμέρα μὴ φάνῃ τὸ τρίτον αὐτῆς, καὶ ἡ νὺξ ὁμοίως

દિવસના ત્રીજા ભાગમાં અને રાત્રિના ત્રીજા ભાગમાં પ્રકાશ હતો નહિ અથવા ""તેઓ દિવસના ત્રીજા ભાગ દરમ્યાન અને રાત્રિના ત્રીજા ભાગ દરમ્યાન પ્રકાશિત થયા નહિ

Revelation 8:13

ἐκ τῶν λοιπῶν φωνῶν τῆς σάλπιγγος…σαλπίζειν

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે બાકી રહેલા ત્રણ દૂતો કે જેમણે પોતાના રણશિંગડાં વગાડ્યા નહોતા તેઓ હવે વગાડવાની તૈયારીમાં હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Revelation 9

પ્રકટીકરણ 09 સામાન્ય નોંધો

માળખુ અને બંધારણ

આ અધ્યાયમાં, જ્યારે દૂતોએ સાત રણશિંગડાઓ વગાડ્યા ત્યારે શું થયું તેનું વર્ણન યોહાન ચાલુ રાખે છે. (જુઓ: સાંકેતિક ભવિષ્યવાણી)

અફસોસ

યોહાન પ્રકટીકરણના પુસ્તકમાં ઘણા ""અફસોસ"" નું વર્ણન કરે છે. 8મા અધ્યાયના અંતમા જાહેર કરેલ ત્રણ “અફસોસ”નું વર્ણન કરવાની શરૂઆત આ અધ્યાયમાં થાય છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

પશુની છબી

આ અધ્યાય ઘણા પ્રાણીઓનો સમાવેશ કરે છે: તીડો, વીંછીઓ, ઘોડાઓ, સિંહો અને સાપો. પ્રાણીઓ વિવિધ ગુણો અથવા લક્ષણો અભિવ્યક્ત કરે છે. ઉદાહરણ તરીકે, સિંહ શક્તિશાળી અને ખતરનાક છે. જો શક્ય હોય તો અનુવાદકોએ તેમના અનુવાદમાં સમાન પ્રાણીઓનો જ ઉલ્લેખ કરવો જોઈએ. જો પ્રાણી અજાણ્યું છે, તો સમાન ગુણો અથવા લક્ષણો ધરાવતા પ્રાણીનો ઉપયોગ કરવો જોઈએ.

તળિયા વગરનો ખાડો

પ્રકટીકરણના પુસ્તકમાં આ છબી ઘણી વાર જોવા મળે છે. તે તો નર્કનું ચિત્ર છે જેમાંથી છટકી શકાય નહિ અને સ્વર્ગની વિરુદ્ધ દિશાનું છે. (જુઓ: નર્ક, અગ્નિની ખાઈ)

અબદ્દોન અને અપોલ્યોન

""અબેદ્દોન"" એ હિબ્રૂ શબ્દ છે. ""અપોલ્યોન"" એ ગ્રીક શબ્દ છે. બંને શબ્દોનો અર્થ ""સંહારક"" થાય છે. યોહાન હિબ્રૂ શબ્દોના ઉચ્ચારોનો ઉપયોગ કરીને તેને ગ્રીક મૂળાક્ષરો સાથે લખ્યા(ગ્રીક ભાષામાં લખ્યા) છે. યુએલટી અને યુએસટી, બંને ભાષાના શબ્દોના ઉચ્ચારોને અંગ્રેજી(મૂળાક્ષરો સાથે) ભાષામાં લખે છે. અનુવાદકોને ઉત્તેજન આપવામાં આવે છે કે જે ભાષામાં અનુવાદ કરવાનું હોય તે ભાષાના શબ્દોનો ઉપયોગ કરીને તેનું લિવ્યાંતર-સ્થાનાતંર કરવું. મૂળ ગ્રીક વાચકો ""એપોલ્યોન"" નો અર્થ ""સંહારક"" સમજતા હતા. તેથી અનુવાદકે લખાણમાં તેનો અર્થ સમજાવવો અથવા તેને પાનની નીચેની નોંધમાં લખવો. (જુઓ: શબ્દોની નકલ અથવા ઉછીના લેવા)

પસ્તાવો

ભારે નિશાનીઓ આપવા છતાં, પસ્તાવો ન કરનાર લોક તરીકે તેમનું વર્ણન કરવામાં આવ્યું છે અને તેથી તેમના પાપમાં રહે છે. પસ્તાવો કરવાનો ઇનકાર કરનારા લોકોનો ઉલ્લેખ અધ્યાય 16 માં પણ કરવામાં આવ્યો છે. (જુઓ: પશ્ચાતાપ કરવો, પશ્ચાતાપ કરે છે, પશ્ચાતાપ કર્યો, પશ્ચાતાપ અને પાપ, પાપરૂપ, પાપી, પાપ કર્યા કરવું)

આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર
સામ્યતા

યોહાન આ અધ્યાયમાં ઘણી સામ્યતાનો ઉપયોગ કરે છે. તેણે સંદર્શનમાં જે છબીઓ જોઇ હતી તેનું વર્ણન કરવામાં આ બાબતો સહાયરૂપ થાય છે. (જુઓ: ઉપમા)

Revelation 9:1

સાત દૂતોમાંના પાંચમાએ પોતાનું રણશિંગડું વગાડવાનું શરૂ કર્યું.

εἶδον ἀστέρα ἐκ τοῦ οὐρανοῦ πεπτωκότα

તારો (પૃથ્વી) પર પડ્યો ત્યારબાદ યોહાને તેને જોયો. તેણે તેને પડતાં જોયો નહોતો.

ἡ κλεὶς τοῦ φρέατος τῆς Ἀβύσσου

ચાવી કે જે તળિયા વગરના ખાડાના બાકોરાને ખોલે છે

τοῦ φρέατος τῆς Ἀβύσσου

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""બાકોરું"" એ ખાડાનો ઉલ્લેખ કરવા માટેની બીજી રીત છે અને તેનું વર્ણન લાંબો અને સાંકડો છે તે રીતે કરે છે, અથવા 2) ""બાકોરું"" ખાડાને ખોલવાનો ઉલ્લેખ કરે છે.

τῆς Ἀβύσσου

આ એક અતિશય ઊંડું સાંકડુ બાકોરું છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ખાડાને તળિયું નથી; તે સદાકાળ સુધી સતત ઊંડુને ઊંડુ થતું રહે છે અથવા 2) ખાડો એટલો ઊંડો છે કે તેનું તળિયું છે જ નહિ.

Revelation 9:2

ὡς καπνὸς καμίνου μεγάλης

એક વિશાળ ભઠ્ઠી કે જે અતિ મોટા પ્રમાણમાં ભારે, ઘેરો ધુમાડો કાઢે છે. વૈકલ્પિક અનુવાદ: "" જેમકે એક વિશાળ ભઠ્ઠીમાંથી અતિ મોટા પ્રમાણમાં ધુમાડો નીકળતો હોય તેમ"" (જુઓ: ઉપમા)

ἐσκοτώθη

અંધકાર થઈ ગયો

Revelation 9:3

ἀκρίδες

તીડો જે મોટા જૂથમાં એક સાથે ઉડે છે. લોકોને તેનો ડર લાગે છે કારણ કે તેઓ બગીચામાંના અને વૃક્ષો પરના બધા જ પાંદડા ખાઈ શકે એવા હોય છે. (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

ἐξουσία, ὡς ἔχουσιν ἐξουσίαν οἱ σκορπίοι

વીંછીમાં અન્ય પ્રાણીઓને અને લોકોને ડંખ મારવાની અને ઝેર પ્રસરાવવાની ક્ષમતા હોય છે. વૈકલ્પિક અનુવાદ: ""વીંછીની જેમ લોકોને ડંખવાની ક્ષમતા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

σκορπίοι

તેમની પૂંછડી પર ઝેરી ડંખવાળા નાની જીવાતો હોય છે. તેમનો ડંખ અત્યંત પીડાદાયક હોય છે અને તે પીડા લાંબા સમય સુધી રહે છે. (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

Revelation 9:4

ἐρρέθη αὐταῖς, ἵνα μὴ ἀδικήσουσιν τὸν χόρτον τῆς γῆς, οὐδὲ πᾶν χλωρὸν, οὐδὲ πᾶν δένδρον

સામાન્ય તીડ લોકો માટે અત્યંત ભયાનક છે કારણ કે જ્યારે તેઓ એક ટોળામાં હોય છે ત્યારે તેઓ છોડ અને ઝાડ પરના બધા ઘાસ અને પાંદડા ખાઈ જાય છે. આ તીડોને નુકશાન ન કરવા માટે કહેવામાં આવ્યું હતું.

εἰ μὴ τοὺς ἀνθρώπους

તોડફૉડ કરવી"" અથવા ""નુકસાન પહોંચાડવું"" વાક્ય સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ લોકોને નુકસાન જ પહોંચાડવા માટે"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

τὴν σφραγῖδα τοῦ Θεοῦ

અહીં ""મુદ્રા"" શબ્દ એ એક સાધનનો ઉલ્લેખ કરે છે જેનો ઉપયોગ મીણની મુદ્રાને દબાવવા માટે થાય છે. આ કિસ્સામાં સાધનનો ઉપયોગ ઈશ્વરના લોકો પર નિશાની કરવા માટે કરવામાં આવશે. તમે પ્રકટીકરણ 7:3 માં ""મુદ્રા"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરનું નિશાન કરનારું યંત્ર"" અથવા ""ઈશ્વરની મહોર"" (જુઓ: ઉપનામ)

μετώπων

કપાળ એ ચહેરા પર સૌથી ઊંચે અને આંખોની ઉપર આવેલ છે.

Revelation 9:5

ἐδόθη αὐτοῖς…μὴ

તેઓ તીડનો ઉલ્લેખ કરે છે. (પ્રકટીકરણ 9:૩)

αὐτούς

તીડો જેઓને ડંખ મારતા હતા તે લોકો

ἀλλ’ ἵνα βασανισθήσονται

અહીં "" પરવાનગી આપેલ "" શબ્દો સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પણ તેઓને માનસિક ત્રાસ પમાડવાની જ મંજૂરી આપવામાં આવી હતી"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

βασανισθήσονται μῆνας πέντε

તીડને પાંચ મહિના સુધી આ કરવાની મંજૂરી આપવામાં આવશે.

βασανισθήσονται μῆνας πέντε

તેમને ભયંકર પીડા સહન કરવા માટે

βασανισμὸς σκορπίου

વીંછી એ ઝેરી ડંખવાળુ તેમજ લાંબી પૂંછડી ધરાવતું નાનું જીવડું છે. તેના ડંખથી ભારે પીડા અથવા મૃત્યુ પણ થઇ શકે છે.

Revelation 9:6

ζητήσουσιν οἱ ἄνθρωποι τὸν θάνατον, καὶ οὐ μὴ εὑρήσουσιν αὐτόν

અમૂર્ત સંજ્ઞા ""મૃત્યુ""ને દૂર કરવા માટે આનો ફરીથી ઉલ્લેખ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકો મૃત્યુનો માર્ગ શોધવાનો પ્રયત્ન કરશે, પરંતુ તેને શોધી શકશે નહિ"" અથવા ""લોકો પોતાને મારી નાખવાનો પ્રયત્ન કરશે, પરંતુ મૃત્યુનો માર્ગ શોધી શકશે નહિ"" (જુઓ: અમૂર્ત નામો)

ἐπιθυμήσουσιν ἀποθανεῖν

મરવા માટે તલપાપડ થશે અથવા "" ઇચ્છા કરશેકે પોતે મરણ પામે

φεύγει ὁ θάνατος ἀπ’ αὐτῶν

યોહાન મૃત્યુની વાત એવી રીતે કરે છે જાણે કે તે કોઈ વ્યક્તિ અથવા પ્રાણી હોય કે જે દૉડી શકતું હોય. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ મૃત્યુ પામી શકશે નહિ"" અથવા ""તેઓ મૃત્યુ પામશે નહિ"" (જુઓ: વ્યક્તિનો અવતાર)

Revelation 9:7

આ તીડો સામાન્ય તીડો જેવા દેખાતા ન હતા. તેમના ભાગો બીજી વસ્તુઓની જેમ કેવા દેખાય છે તે કહીને યોહાન તેમનું વર્ણન કરે છે.

στέφανοι ὅμοιοι χρυσῷ

આ જૈતૂનની ડાળીઑ અથવા લોરેલ પાંદડાઓમાંથી બનેલ માળા સમાન છે, જે સોનાથી મઢેલી હોય છે. ખરેખર પાંદડાના બનેલ નમુનાઓ વિજેતા રમતવીરોને તેમના માથા પર પહેરવા માટે આપવામાં આવે છે.

Revelation 9:10

ἔχουσιν οὐρὰς

“તેઓ” શબ્દ એ તીડોનો ઉલ્લેખ કરે છે.

ὁμοίας σκορπίοις καὶ κέντρα

વીંછી એ ઝેરી ડંખવાળુ તેમજ લાંબી પૂંછડી ધરાવતું નાનું જીવડું છે. તેના ડંખથી ભારે પીડા અથવા મૃત્યુ પણ થઇ શકે છે. તમે પ્રકટીકરણ 9:6 માં આ સમાન શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""વીંછીના ડંખો જેવા ડંખો સાથે"" અથવા "" ડંખો કે જે વીંછીના ડંખોની જેમ ભયંકર પીડા આપી શકે છે” (જુઓ: ઉપમા)

ἐν ταῖς οὐραῖς αὐτῶν ἡ ἐξουσία αὐτῶν ἀδικῆσαι τοὺς ἀνθρώπους μῆνας πέντε

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તેઓ પાસે લોકોને પાંચ મહિના સુધી નુકસાન પહોંચાડવાની શક્તિ હતી અથવા 2) તેઓ લોકોને ડંખ મારે છે અને તેથી લોકોને પાંચ મહિના સુધી પીડા થાય છે.

Revelation 9:11

τῆς Ἀβύσσου

આ એક અતિશય ઊંડું સાંકડુ બાકોરું છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ખાડાને તળિયું નથી; તે સદાકાળ સુધી સતત ઊંડુને ઊંડુ થતું રહે છે અથવા 2) ખાડો એટલો ઊંડો છે કે તેનું તળિયું છે જ નહિ. તમે પ્રકટીકરણ 9:1 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Ἀβαδδών…Ἀπολλύων

બંને નામોનો અર્થ ""સંહારક"" થાય છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો અને શબ્દોની નકલ અથવા ઉછીના લેવા)

Revelation 9:12

ἔρχεται ἔτι δύο οὐαὶ

ભવિષ્યમાં થનારી બાબતોનું વર્ણન કરવામાં એ રીતે આવ્યું છે જાણે કે તે આવી રહી હોય. (જુઓ: રૂપક)

Revelation 9:13

સાત દૂતોમાંથી છઠ્ઠા દૂતે પોતાનું રણશિંગડું વગાડવાનું શરૂ કર્યું.

ἤκουσα φωνὴν μίαν ἐκ

વાણી એ જે બોલનારનો ઉલ્લેખ કરે છે . યોહાન જણાવતો નથી કે તે વક્તા કોણ હતો, પરંતુ લગભગ તે ઈશ્વર હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં કોઈને બોલતા સાંભળ્યો "" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

τῶν κεράτων τοῦ θυσιαστηρίου τοῦ χρυσοῦ

વેદીની ટોચ પર ચારે ખૂણાઓમાં શિંગડા નીકળી આવે છે.

Revelation 9:14

λέγουσαν

વાણી વક્તાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""વક્તાએ કહ્યું"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

τοὺς τέσσαρας ἀγγέλους, τοὺς δεδεμένους

લખાણ દર્શાવતું નથી કે દૂતોને કોણે બાંધી દીધા છે, પરંતુ તે સૂચવે છે કે ઈશ્વરે કોઇના દ્વારા તેમને બાંધી દીધા છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ચાર દૂતો કે જેઓને ઈશ્વરે તેઓને બાંધવા માટે આદેશ આપ્યો હતો"" અથવા ""ચાર દૂતો કે જેઓને ઈશ્વરે કોઇકને બાંધવા માટે આદેશ આપ્યો હતો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Revelation 9:15

ἐλύθησαν οἱ τέσσαρες ἄγγελοι, οἱ ἡτοιμασμένοι εἰς…ἐνιαυτόν

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""દૂતે એ ચાર દૂતોને મુક્ત કર્યાં કે જેઓ ... તે વર્ષ માટે તૈયાર રાખવામાં આવ્યા હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

οἱ τέσσαρες ἄγγελοι, οἱ ἡτοιμασμένοι

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે ચાર દૂતોને ઈશ્વરે તૈયાર કરેલા હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

εἰς τὴν ὥραν, καὶ ἡμέραν, καὶ μῆνα, καὶ ἐνιαυτόν

આ શબ્દો દર્શાવે છે કે કોઈ ચોક્કસ નક્કી કરેલો સમય છે, નહિ કે કોઈ પણ સમય. વૈકલ્પિક અનુવાદ: ""તે ચોક્કસ સમય માટે"" (જુઓ: સમાંતરણ)

Revelation 9:16

અચાનક, ઘોડા પર સવાર 200,000,000 સૈનિકો યોહાનને સંદર્શનમાં દેખાયા. યોહાન હવે અગાઉની કલમમાં ઉલ્લેખ કરેલા ચાર દૂતો વિશે કહેતો નથી.

δύο μυριάδες μυριάδων

આ બાબતને વ્યક્ત કરવાની કેટલીક રીતો છે: ""બસો લાખ/ વીસ કરોડ"" અથવા ""બસો હજાર હજાર"" અથવા ""વીસ હજાર વખત દસ હજાર."" જો તમારી ભાષામાં આ માટે કોઈ વિશિષ્ટ સંખ્યા નથી, તો તમે સમાન મોટી સંખ્યાનું અનુવાદ કરી શકો છો જે તમે પ્રકટીકરણ 5:11 માં અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: સંખ્યાઓ)

Revelation 9:17

πυρίνους

અગ્નિ જેવા લાલ અથવા ""તેજસ્વી લાલ."" તમે પ્રકટીકરણ 6:3 માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

θειώδεις

ગંધક જેવો પીળો અથવા ""ગંધકના જેવા ચળકતા પીળા રંગના હતા

ἐκ τῶν στομάτων αὐτῶν ἐκπορεύεται πῦρ, καὶ καπνὸς, καὶ θεῖον

તેમના મુખમાંથી અગ્નિ, ધુમાડો અને ગંધક નીકળતા હતા

Revelation 9:18

યોહાન માનવજાત પર મોકલવામાં આવેલ ઘોડાઓ અને મરકીઓનું વર્ણન કરવાનું ચાલુ રાખે છે.

τὸ τρίτον τῶν ἀνθρώπων

ત્રીજા ભાગના લોકો. તમે પ્રકટીકરણ 8:7 માં ""ત્રીજા ભાગના"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: અપૂર્ણાંક)

Revelation 9:20

οἳ οὐκ ἀπεκτάνθησαν ἐν ταῖς πληγαῖς ταύταις

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે લોકો મરકીઓમાં માર્યા ગયા નહોતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τὰ ξύλινα, ἃ οὔτε βλέπειν δύνανται, οὔτε ἀκούειν, οὔτε περιπατεῖν

આ શબ્દસમૂહ આપણને યાદ અપાવે છે કે મૂર્તિઓ જીવંત નથી અને આરાધનાને યોગ્ય નથી. પરંતુ લોકોએ તેમની આરાધના કરવાનું બંધ કર્યું નહિ. વૈકલ્પિક અનુવાદ: ""મૂર્તિઓ કે જેઓ જોઈ, સાંભળી તથા ચાલી પણ શકતી નથી તોપણ"" (જુઓ: માહિતી આપવી કે યાદ દેવડાવવું વચ્ચેનો તફાવત)

Revelation 10

પ્રકટીકરણ 10 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

સાત ગર્જનાઓ

યોહાન અહીં સાત ગર્જનાઓનું વર્ણન સાદ તરીકે કરે છે, જેને તે શબ્દોની જેમ સમજી શકે છે. જો કે, આ કલમોનો અનુવાદ કરતી વખતે અનુવાદક ""ગર્જના"" માટે કોઈ સામાન્ય શબ્દનો ઉપયોગ કરી શકે છે. (જુઓ: વ્યક્તિનો અવતાર અને સાંકેતિક ભવિષ્યવાણી)

""ઈશ્વરનું રહસ્ય/ ઇશ્વરનો મર્મ""

આ ઈશ્વરની ગુપ્ત યોજનાના કેટલાક પાસાનો ઉલ્લેખ કરે છે. અનુવાદ માટે આ રહસ્ય શું છે તે જાણવું જરૂરી નથી. (જુઓ: પ્રગટ કરવું, પ્રગટ કરે છે, પ્રગટ કર્યું/પ્રકટીકરણ)

આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર

સામ્યતા

યોહાન શક્તિશાળી દૂતનું મુખ, પગ અને અવાજનું વર્ણન કરવા માટે સામ્યતાનો ઉપયોગ કરે છે. અનુવાદકોએ આ અધ્યાયમાં અન્ય વસ્તુ, જેમ કે મેઘધનુષ્ય અને વાદળ એ સર્વને તેમના સામાન્ય અર્થ સાથે સમજવા જોઈએ. (જુઓ: ઉપમા)

Revelation 10:1

યોહાન એક બળવાન દૂતે ઓળિયું પકડેલ છે તે વિશેનું સંદર્શનનું વર્ણન કરવાનું શરૂ કરે છે. યોહાનના પોતાના સંદર્શનમાં પૃથ્વી પર શું થઈ રહ્યું છે તે જોઈ રહ્યો છે. આ બાબત છઠ્ઠું અને સાતમું રણશિંગડું વાગે છે તેની વચ્ચે થાય છે.

περιβεβλημένον νεφέλην

યોહાન એ દૂતની વાત એવી રીતે કરે છે જાણે કે તેણે વાદળને વસ્ત્રોની જેમ પહેર્યા હોય. આ અભિવ્યક્તિને રૂપક તરીકે સમજી શકાય છે. જો કે, કેટલીક અસામાન્ય વસ્તુઓ ઘણીવાર સંદર્શનમાં જોવા મળતી હતી, માટે ખરેખર સાચી રીતે તેને સમજવા માટે તેનો સંદર્ભ (સમજવો) જરુરી હતો. (જુઓ: રૂપક)

τὸ πρόσωπον αὐτοῦ ὡς ὁ ἥλιος

યોહાન તેના મુખના તેજને સૂર્યના તેજ સાથે સરખાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેનું મુખ સૂર્યના જેવું તેજસ્વી હતું"" (જુઓ: ઉપમા)અ

οἱ πόδες αὐτοῦ ὡς στῦλοι πυρός

અહીં ""સ્તંભ"" શબ્દ પગનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેના પગ અગ્નિના સ્તંભો જેવા હતા"" (જુઓ: ઉપનામ)

Revelation 10:2

ἔθηκεν τὸν πόδα αὐτοῦ τὸν δεξιὸν ἐπὶ τῆς θαλάσσης, τὸν δὲ εὐώνυμον ἐπὶ τῆς γῆς

તે પોતાનો જમણો પગ સમુદ્ર પર અને ડાબો પગ ભૂમિ પર મૂકીને ઊભો રહ્યો

Revelation 10:3

καὶ ἔκραξεν

પછી દૂતે પોકાર કર્યો

ἐλάλησαν αἱ ἑπτὰ βρονταὶ

ગર્જનાનું વર્ણન એ બોલતી વ્યક્તિ તરીકે કરવામાં આવ્યું છે. વૈકલ્પિક અનુવાદ: ""સાત ગર્જનાઓએ મોટો અવાજ કર્યો"" અથવા ""સાત વાર મોટેથી ગર્જનાઓ થઇ

ἑπτὰ βρονταὶ

સાત વખત ગર્જના થવાની બાબતને જાણે સાત અલગ અલગ ગર્જના હોય તે રીતે કહેલ છે

Revelation 10:4

καὶ ἤκουσα φωνὴν ἐκ τοῦ οὐρανοῦ

અવાજ"" શબ્દ એ દૂત સિવાય અન્ય કોઈએ બોલેલા શબ્દોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ મેં આકાશમાંથી કોઈને બોલતા સાંભળ્યા"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Revelation 10:5

ἦρεν τὴν χεῖρα αὐτοῦ τὴν δεξιὰν εἰς τὸν οὐρανόν

તે ઇશ્વરના સમ ખાય છે તે બતાવવા માટે આ પ્રમાણે કર્યું. (સાંકેતિક પગલું)

Revelation 10:6

ὤμοσεν τῷ ζῶντι εἰς τοὺς αἰῶνας τῶν αἰώνων

તેણે પૂછ્યું કે તે જે કહેવા જઈ રહ્યો છે તેની પુષ્ટિ સદાકાળ અને સર્વકાળ જીવંત છે તેના દ્વારા કરવામાં આવી છે

τῷ ζῶντι εἰς τοὺς αἰῶνας τῶν αἰώνων

અહી “જે ” ઈશ્વરનો ઉલ્લેખ કરે છે.

χρόνος οὐκέτι ἔσται

હવે વધુ રાહ જોવી પડશે નહિ અથવા ""ઈશ્વર વિલંબ કરશે નહિ

Revelation 10:7

ἐτελέσθη τὸ μυστήριον τοῦ Θεοῦ

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેમના મર્મને સંપૂર્ણ કરશે"" અથવા ""ઈશ્વર તેમના ગુપ્ત આયોજનને પૂર્ણ કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Revelation 10:8

યોહાન આકાશમાંથી વાણી સાંભળે છે, જે તેણે પ્રકટીકરણ 10:4 માં સાંભળી હતી, તેની સાથે ફરીથી વાત કરે છે.

ἡ φωνὴ ἣν ἤκουσα ἐκ τοῦ οὐρανοῦ

વાણી"" શબ્દ વક્તાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આકાશમાંથી બોલતી જે વાણી મેં સાંભળી "" અથવા ""આકાશમાંથી જેણે મારી સાથે વાત કરી હતી તે"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

ἤκουσα

યોહાને સાંભળ્યું

Revelation 10:9

λέγει μοι

દૂતે મને કહ્યું

πικρανεῖ

બનાવો ... ખાટું અથવા “બનાવો ... ખાટું” આ બાબત કંઈક અયોગ્ય એવું ખાધા પછી પેટમાંથી નીકળતા ખરાબ સ્વાદનો ઉલ્લેખ કરે છે.

Revelation 10:11

γλώσσαις

આ તે લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ભાષાઓ બોલે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઘણી ભાષાના સમુદાયો"" અથવા ""ઘણા પ્રજાજૂથો કે જેઓ પોતાની ભાષાઓ બોલે છે"" (જુઓ: ઉપનામ)

Revelation 11

પ્રકટીકરણ 11 સામાન્ય નોંધો

માળખુ અને બંધારણ

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં દૂર જમણી બાજુ સુયોજિત કરેલ છે જેથી તેને વાંચવામાં સરળતા રહે. યુએલટી 15 અને 17-18 કલમો સાથે આમ કરે છે.

અફસોસ

યોહાન આ પ્રકટીકરણના પુસ્તકમાં ઘણા “અફસોસ” નું વર્ણન કરે છે. ૮ માં અધ્યાયના અંતમાં જાહેર કરાયેલા બીજા અને ત્રીજા ""અફસોસ"" નું વર્ણન આ અધ્યાયમાં થાય છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

વિદેશીઓ

અહીં ""વિદેશીઓ"" શબ્દ અધર્મી લોકજૂથોનો ઉલ્લેખ કરે છે અને વિદેશી ખ્રિસ્તીઓનો નહી. (જુઓ: ઈશ્વરપરાયણ/ઈશ્વરીય, ધર્મનિષ્ઠા/ઈશ્વરપરાયણતા, અધર્મી, નાસ્તિક, નાસ્તિકતા/અનાસ્થા)

બે સાક્ષીઓ

વિદ્વાનોએ આ બે સાક્ષીઓ વિશે ઘણા જુદા જુદા વિચારો સૂચવ્યા છે. અનુવાદકોએ આ ફકરાનો સચોટ અનુવાદ કરવા માટે તેને સમજવાની જરૂર નથી. (જુઓ: પ્રબોધક, પ્રબોધવાણી, પ્રબોધવાણી કરવી, દ્રષ્ટા, પ્રબોધિકા)

તળિયા વગરનો ખાડો

આ છબી ઘણી વખત પ્રકટીકરણના પુસ્તકમાં જોવા મળે છે. તે નર્કનું એક ચિત્ર છે જેમાંથી છૂટી શકાય તેમ નથી અને સ્વર્ગની વિરુદ્ધની દિશામાં છે. (જુઓ: નર્ક, અગ્નિની ખાઈ)

Revelation 11:1

યોહાન એક માપપટ્ટી અને ઈશ્વર દ્વારા નિયુક્ત બે સાક્ષીઓ મેળવવા વિશેના સંદર્શનનું વર્ણન કરવાનું શરૂ કરે છે. આ સંદર્શન પણ છઠ્ઠું અને સાતમું રણશિંગડુ વાગે તેની વચ્ચેના સમયમાં થાય છે.

ἐδόθη μοι κάλαμος

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈએ મને એક બરુ આપ્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐδόθη μοι…λέγων

“મને” અને “હું” શબ્દો યોહાનનો ઉલ્લેખ કરે છે.

τοὺς προσκυνοῦντας ἐν αὐτῷ

મંદિરમાં જેઓ આરાધના કરે છે તેઓની ગણતરી કરો

Revelation 11:2

πατήσουσιν

કોઈ વસ્તુ પર ચાલીને તેને નકામું ગણી લેવું

μῆνας τεσσεράκοντα δύο

42 મહિનાઓ (જુઓ: સંખ્યાઓ)

Revelation 11:3

ઈશ્વરે યોહાન સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું.

ἡμέρας χιλίας διακοσίας ἑξήκοντα

એક હજાર બસો સાઠ દિવસો માટે અથવા ""બારસોને સાઇઠ દિવસ માટે"" (જુઓ: સંખ્યાઓ)

ἡμέρας…περιβεβλημένοι σάκκους

શા માટે તેઓ ટાટ પહેરે છે તે સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""દિવસો, કામચલાઉ શોકના વસ્ત્રો પહેરશે"" અથવા ""દિવસો: તેઓ ખૂબ દુઃખી છે તે બતાવવા માટે તેઓ ઉઝરડાવાળા વસ્ત્રો પહેરશે"" (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Revelation 11:4

οὗτοί εἰσιν αἱ δύο ἐλαῖαι καὶ αἱ δύο λυχνίαι, αἱ ἐνώπιον τοῦ Κυρίου τῆς γῆς ἑστῶτες

બે જૈતૂન વૃક્ષો અને બે દીવીઓ આ લોકોનું પ્રતીક છે, પરંતુ ખરેખર તેઓ લોકો નથી. વૈકલ્પિક અનુવાદ: ""પૃથ્વીના પ્રભુ સમક્ષ ઉભેલા બે જૈતૂન વૃક્ષો અને બે દીવીઓ આ સાક્ષીઓને રજૂ કરે છે"" (જુઓ: સાંકેતિક ભાષા)

αἱ δύο ἐλαῖαι καὶ αἱ δύο λυχνίαι, αἱ

યોહાન અપેક્ષા રાખે છે કે તેના વાચકો પોતાના વિશે જાણે કારણ કે ઘણા વર્ષો પહેલા અન્ય પ્રબોધકે તેમના વિશે લખ્યું હતું. વૈકલ્પિક અનુવાદ: ""બે જૈતૂન વૃક્ષો અને બે દીવીઓ, શાસ્ત્રમાં તે વિશે જણાવ્યું છે, કે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Revelation 11:5

πῦρ ἐκπορεύεται ἐκ τοῦ στόματος αὐτῶν, καὶ κατεσθίει τοὺς ἐχθροὺς αὐτῶν

કારણ કે આ ભવિષ્યની ઘટનાઓ વિશે છે, તેને ભવિષ્યકાળમાં પણ કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓના મુખમાંથી અગ્નિ નીકળી આવશે અને તેઓના શત્રુઓનો સંહાર કરશે

πῦρ…κατεσθίει τοὺς ἐχθροὺς αὐτῶν

સળગતો અગ્નિ અને લોકોની હત્યાની વાત એ રીતે કરવામાં આવી છે જાણે કે તે કોઈ પ્રાણી હોય જે તેમને ખાઈ જાય. વૈકલ્પિક અનુવાદ: ""અગ્નિ ... તેમના શત્રુઓનો નાશ કરશે"" અથવા ""અગ્નિ ... તેમના શત્રુઓને સંપૂર્ણપણે ભસ્મ કરી નાખશે"" (જુઓ: રૂપક)

Revelation 11:6

κλεῖσαι τὸν οὐρανόν, ἵνα μὴ ὑετὸς βρέχῃ

યોહાન આકાશ વિષે બોલે છે જાણે કે તેને એક દરવાજો હોય, જે વરસાદને વરસવા માટે ખોલી શકાય અથવા વરસાદને રોકવા માટે બંધ કરી શકાય. વૈકલ્પિક અનુવાદ: ""આકાશમાંથી વરસાદને વરસતો રોકવા માટે"" (જુઓ: રૂપક)

στρέφειν

બદલવું

πατάξαι τὴν γῆν ἐν πάσῃ πληγῇ

યોહાન મરકીઓની વાત કરે છે જાણે કે તેઓ કોઈ લાકડી હોય અને તેનાથી કોઈ પૃથ્વી પર પ્રહાર કરે. વૈકલ્પિક અનુવાદ: ""પૃથ્વી પર સર્વ પ્રકારની આફત લાવવા માટે"" (જુઓ: રૂપક)

Revelation 11:7

Ἀβύσσου

આ એક અતિશય ઊંડું સાંકડુ બાકોરું છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ખાડાને તળિયું નથી; તે સદાકાળ સુધી સતત ઊંડુને ઊંડુ થતું રહે છે અથવા 2) ખાડો એટલો ઊંડો છે કે તેનું તળિયું છે જ નહિ. તમે પ્રકટીકરણ 9:1 માં આનું કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

Revelation 11:8

τὰ πτώματα αὐτῶν

આ બંને સાક્ષીઓના દેહોનો ઉલ્લેખ કરે છે.

ἐπὶ τῆς πλατείας τῆς πόλεως τῆς μεγάλης

શહેરમાં એક કરતા વધારે માર્ગો હતા. આ એક સાર્વજનિક સ્થળ હતું જ્યાં લોકો તેમને જોઈ શકે. વૈકલ્પિક અનુવાદ: ""મોટા શહેરના માર્ગોમાંથી એકમાં"" અથવા ""મોટા શહેરના મુખ્ય માર્ગમાં

ὁ Κύριος αὐτῶν

તેઓએ ઈશ્વરની સેવા કરી, અને તેમની જેમ તે શહેરમાં મૃત્યુ પામશે.

Revelation 11:9

ἡμέρας τρεῖς καὶ ἥμισυ

3 આખા દિવસો અને એક અડધો દિવસ અથવા ""3.5 દિવસો"" અથવા ""3 1/2 દિવસો"" (જુઓ: સંખ્યાઓ)

τὰ πτώματα αὐτῶν οὐκ ἀφίουσιν τεθῆναι εἰς μνῆμα

આ એક અનાદરની નિશાની હશે.

Revelation 11:10

χαίρουσιν ἐπ’ αὐτοῖς, καὶ εὐφραίνονται

આનંદ કરશે કેમકે તે બે સાક્ષીઓ મૃત્યુ પામ્યા છે

δῶρα πέμψουσιν ἀλλήλοις

આ ક્રિયા બતાવે છે કે લોકો કેટલા ખુશ હતા. (જુઓ: સાંકેતિક પગલું)

ὅτι οὗτοι οἱ δύο προφῆται ἐβασάνισαν τοὺς κατοικοῦντας ἐπὶ τῆς γῆς

આ કારણ છે કે લોકો એટલા ખુશ થશે કે સાક્ષીઓ મૃત્યુ પામ્યા છે.

Revelation 11:11

τὰς τρεῖς ἡμέρας καὶ ἥμισυ

3 આખા દિવસો અને એક અડધો દિવસ અથવા ""3.5 દિવસો"" અથવા ""3 1/2 દિવસો."" તમે પ્રકટીકરણ 11:9 માં આ કેવી રીતે અનુવાદિત કર્યું છે તે જુઓ. (જુઓ: સંખ્યાઓ)

πνεῦμα ζωῆς ἐκ τοῦ Θεοῦ εἰσῆλθεν εἰς αὐτούς

શ્વાસ લેવાની ક્ષમતા વિશે એ રીતે વાત કરવામાં આવી છે જાણે કે તે એવુ કંઈક છે જે લોકોના શરીર અંદર જઈ શકે એમ છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર બે સાક્ષીઓને ફરીથી શ્વાસ લેતા કરશે અને જીવંત કરશે"" (જુઓ: રૂપક)

φόβος μέγας ἐπέπεσεν ἐπὶ τοὺς θεωροῦντας αὐτούς

ભયની વાત એ રીતે કરવામાં આવી છે જાણે કે તે કોઈ પદાર્થ હોય કે જે લોકો પર પડી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ તેમને જોશે તેઓ અત્યંત ડરી જશે"" (જુઓ: રૂપક)

Revelation 11:12

καὶ ἤκουσαν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) બે સાક્ષીઓ સાંભળશે અથવા 2) બે સાક્ષીઓને જે કહેવામાં આવ્યું છે તે, લોકો સાંભળશે.

φωνῆς μεγάλης ἐκ τοῦ οὐρανοῦ

વાણી"" શબ્દ બોલનારનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આકાશમાંથી કોઈ તેમની સાથે મોટેથી બોલે છે અને"" (જુઓ: ઉપનામ)

λεγούσης αὐτοῖς

બે સાક્ષીઓને કહો

Revelation 11:13

ὀνόματα ἀνθρώπων χιλιάδες ἑπτά

7,000 લોકો (જુઓ: સંખ્યાઓ)

οἱ λοιποὶ

જેઓ મૃત્યુ પામ્યા નથી અથવા ""જેઓ હજુ જીવતા છે

ἔδωκαν δόξαν τῷ Θεῷ τοῦ οὐρανοῦ

કહો કે આકાશના ઈશ્વર મહિમાવંત છે

Revelation 11:14

ἡ οὐαὶ ἡ δευτέρα ἀπῆλθεν

બીજી ભયંકર ઘટના પૂર્ણ થઈ. તમે પ્રકટીકરણ 9:12 માં ""પહેલી આપત્તિ આવી ગઈ છે"" કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

ἡ οὐαὶ ἡ τρίτη ἔρχεται ταχύ

ભવિષ્યમાં થનારી ઘટનાની વિશે એ રીતે વાત કરવામાં આવી છે જાણે કે તે આવી રહી છે. વૈકલ્પિક અનુવાદ: ""ત્રીજી આપત્તિ ટૂંક સમયમાં આવશે"" (જુઓ: રૂપક)

Revelation 11:15

સાત દૂતોમાંથી છેલ્લો(દૂત) તેનું રણશિંગડું વગાડવાનું શરૂ કરે છે.

ὁ ἕβδομος ἄγγελος

સાત દૂતોમાંનો આ છેલ્લો છે. તમે પ્રકટીકરણ 8:1 માં ""સાતમા"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""અંતિમ દૂત"" અથવા "" સાતમો દૂત"" (જુઓ: ક્રમવાચક સંખ્યાઓ)

ἐγένοντο φωναὶ μεγάλαι ἐν τῷ οὐρανῷ λέγουσαι

મોટી વાણી"" શબ્દસમૂહ મોટેથી બોલનાર વક્તાઓને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આકાશમાંથી બોલનારાઓ મોટેથી બોલ્યા અને કહ્યું

ἡ βασιλεία τοῦ κόσμου τοῦ Κυρίου ἡμῶν καὶ τοῦ Χριστοῦ αὐτοῦ

અહીં ""રાજ્ય"" જગત પર અધિકાર ચલાવવાની સત્તાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જગત પર રાજ કરવાનો અધિકાર ... તે સત્તા આપણા પ્રભુ અને તેમના ખ્રિસ્તની છે"" (જુઓ: ઉપનામ)

τοῦ κόσμου

આ વિશ્વના દરેકજણનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: જગતમાંનૉ પ્રત્યેક વ્યક્તિ "" (જુઓ: ઉપનામ)

ἐγένετο ἡ βασιλεία τοῦ κόσμου τοῦ Κυρίου ἡμῶν καὶ τοῦ Χριστοῦ αὐτοῦ

આપણા ઈશ્વર અને તેમના ખ્રિસ્ત હવે જગતના અધિકારી છે

Revelation 11:16

οἱ εἴκοσι τέσσαρες πρεσβύτεροι

24 વડીલો. તમે પ્રકટીકરણ 4:4 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: સંખ્યાઓ)

ἔπεσαν ἐπὶ τὰ πρόσωπα αὐτῶν

આ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે તેઓ જમીન સુધી નમીને પ્રણામ કરવા લાગ્યા. તમે પ્રકટીકરણ 4:10 માં કેવી રીતે "" પ્રણામ કરવા નમ્યા"" અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ નમન કર્યું"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Revelation 11:17

σοι, Κύριε ὁ Θεός ὁ Παντοκράτωρ, ὁ ὢν, καὶ ὁ ἦν

આ શબ્દસમૂહોને વાક્યો તરીકે વર્ણન કરી શકાય. વૈકલ્પિક અનુવાદ: ""ઓ પ્રભુ ઈશ્વર, સર્વ સત્તાધીશ. જે છે, અને જે હતા"" (જુઓ: માહિતી આપવી કે યાદ દેવડાવવું વચ્ચેનો તફાવત)

ὁ ὢν

જે અસ્તિત્વમાં છે અથવા "" જે જીવંત છે

ὁ ἦν

જે હંમેશાથી અસ્તિત્વ ધરાવે છે/અનંતકાલિક છે અથવા ""જે હંમેશાથી જીવંત છે/સદાકાળ જીવિત છે

εἴληφας τὴν δύναμίν σου τὴν μεγάλην

ઈશ્વરે તેમના મહાન સામર્થ્ય વડે જે કર્યું તે સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે તમારી વિરુદ્ધ બળવો કરનાર દરેકને તમારા સામર્થ્યથી પરાજિત કર્યા છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Revelation 11:18

તારા"" અને ""તમારા"" શબ્દો ઈશ્વરનો ઉલ્લેખ કરે છે.

ચોવીસ વડીલો ઈશ્વરની સ્તુતિ કરવાનું ચાલુ રાખે છે.

ὠργίσθησαν

ખૂબજ ક્રોધે ભરાયા

ἦλθεν ἡ ὀργή σου

વર્તમાનમાં અસ્તિત્વમાં હોય તેને જાણે કે આવી રહ્યું હોય એમ કહેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે તમારો ક્રોધ દર્શાવવા તૈયાર છો"" (જુઓ: રૂપક)

ἦλθεν…ὁ καιρὸς

વર્તમાનમાં અસ્તિત્વમાં હોય તેને જાણે કે આવી રહ્યું હોય એમ કહેલ છે. વૈકલ્પિક અનુવાદ: "" યોગ્ય સમય છે"" અથવા ""હવે સમય છે"" (જુઓ: રૂપક)

τῶν νεκρῶν κριθῆναι

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઇશ્વરે મૂએલાંનો ઇન્સાફ કરવાનો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τῶν νεκρῶν

આ સામાન્ય વિશેષણને ક્રિયાપદ અથવા વિશેષણ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ મૃત્યુ પામ્યા છે"" અથવા ""મૃત લોકો"" (જુઓ: નામવાચક વિશેષણો)

τοῖς προφήταις, καὶ τοῖς ἁγίοις, καὶ τοῖς φοβουμένοις τὸ ὄνομά σου

આ યાદી સમજાવે છે કે ""તમારા સેવકો"" નો અર્થ શું થાય છે. આ સંપૂર્ણ રીતે ત્રણ જુદા જુદા લોક જૂથો ન હતા. પ્રબોધકો પણ વિશ્વાસીઓ હતા અને ઈશ્વરના નામથી ડરતા હતા. ""નામ"" અહીં ઈસુ ખ્રિસ્તના વ્યક્તિત્વ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રબોધકો, જે લોકો વિશ્વાસીઓ છે, અને જેઓ તમારો ભય રાખે છે"" અથવા ""પ્રબોધકો અને અન્ય લોકો જેઓ વિશ્વાસી છે અને તમારા નામનું ભય રાખે છે"" (જુઓ: ઉપનામ)

Revelation 11:19

καὶ ἠνοίγη ὁ ναὸς τοῦ Θεοῦ ὁ ἐν τῷ οὐρανῷ

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પછી કોઈએ આકાશમાં ઈશ્વરનું મંદિર ખોલ્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὤφθη ἡ κιβωτὸς τῆς διαθήκης τοῦ Κυρίου ἐν τῷ ναῷ αὐτοῦ

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં તેમના કરાર કોષને તેમના મંદિરમાં જોયો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἀστραπαὶ

વીજળી થાય ત્યારે તે કેવી દેખાય છે તેનું વર્ણન તમારી ભાષા પ્રમાણે કરો. તમે પ્રકટીકરણ 4:5 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

φωναὶ, καὶ βρονταὶ

આ મોટા અવાજો છે જેનાથી ગર્જના થાય છે. ગર્જનાના અવાજનું વર્ણન તમારી ભાષા પ્રમાણે કરો. તમે પ્રકટીકરણ 4:5 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Revelation 12

પ્રકટીકરણ 12 સામાન્ય નોંધો

માળખુ અને બંધારણ

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં જમણી બાજુએ સુયોજિત કરે છે જેથી તેને વાંચવામાં સરળતા રહે. યુએલટી 10-12 કલમો સાથે આ કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

સર્પ

પ્રકટીકરણનું પુસ્તક જૂના કરારમાંની છબીનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, યોહાન શેતાનને સર્પ તરીકે ઉલ્લેખ કરે છે. આ છબી એદન વાડીના બનાવમાંથી આવી છે જ્યારે શેતાને હવાનું પરીક્ષણ કર્યું હતું. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""આકાશમાં એક મોટું ચિહ્ન દેખાયું""

અહીં નિષ્ક્રિય વાણીનો ઉપયોગ કરીને, યોહાન એ નથી કહેતો કે આકાશમાં આ મોટું ચિહ્ન કોણે જોયું. જો તમારી ભાષામાં નિષ્ક્રિય વાણી ન હોય અને વિષય અસ્પષ્ટ હોય ત્યારે અનુવાદ મુશ્કેલ થઈ પડેછે. ઘણા અંગ્રેજી અનુવાદો અહીં ભૂતકાળનો ઉપયોગ કરે છે અને કહે છે "" આકાશમાં એક મોટું ચિહ્ન દેખાયુ હતુ."" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને સાંકેતિક ભવિષ્યવાણી)

Revelation 12:1

યોહાન એક સ્ત્રીનું વર્ણન કરવાનું શરૂ કરે છે જે તેના સંદર્શનમાં દેખાય છે.

σημεῖον μέγα ὤφθη ἐν τῷ οὐρανῷ

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: "" આકાશમાં એક મોટું ચિહ્ન દેખાયું"" અથવા ""મેં, યોહાને, આકાશમાં એક મોટું ચિહ્ન જોયું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

γυνὴ περιβεβλημένη τὸν ἥλιον, καὶ ἡ σελήνη ὑποκάτω τῶν ποδῶν αὐτῆς

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""એક સ્ત્રી જેણે સૂર્ય પહેરેલો હતો અને તેના પગ નીચે ચંદ્ હતો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

στέφανος ἀστέρων δώδεκα

આ દેખીતી રીતે લોરેલ વૃક્ષના પાંદડા અથવા જૈતૂનની ડાળીઓથી બનેલા માળાની જેવી હતી, પરંતુ તેમાં બાર તારાઓ હતા.

ἀστέρων δώδεκα

12 તારાઓ (જુઓ: સંખ્યાઓ)

Revelation 12:3

યોહાન એક અજગરનું વર્ણન કરે છે જે તેને સંદર્શનમાં દેખાય છે.

δράκων

આ ગરોળીની જેમ મોટો, ઉગ્ર અજગર હતો. યહૂદી લોકો માટે, તે દુષ્ટતા અને અરાજકતાનું પ્રતીક હતું. (જુઓ: સાંકેતિક ભાષા)

Revelation 12:4

ἡ οὐρὰ αὐτοῦ σύρει τὸ τρίτον τῶν ἀστέρων

તેની પૂંછડીથી તેણે તારાઓનો ત્રીજો ભાગ પાડી નાખ્યો

τὸ τρίτον

ત્રીજો ભાગ. તમે પ્રકટીકરણ 8:7 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: અપૂર્ણાંક)

Revelation 12:5

ποιμαίνειν πάντα τὰ ἔθνη ἐν ῥάβδῳ σιδηρᾷ

કડકાઇથી અમલ ચલાવવો તેને જાણે કે લોખંડના દંડથી રાજ કરવું એમ કહેલ છે. તમે પ્રકટીકરણ 2:27 માં આજ શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: રૂપક)

ἡρπάσθη τὸ τέκνον αὐτῆς πρὸς τὸν Θεὸν

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે ઝડપથી તેણીના બાળકને પોતાની પાસે લઈ લીધો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Revelation 12:6

ἡμέρας χιλίας διακοσίας ἑξήκοντα

એક હજાર બસોને સાઇઠ દિવસો માટે અથવા ""બારસોને સાઇઠ દિવસો માટે"" (જુઓ: સંખ્યાઓ)

Revelation 12:7

καὶ

યોહાન તેના સંદર્શનમાં બીજું કંઈક થાય છે તેનો પરિચય આપવા આ શબ્દનો ઉપયોગ કરીને તેના વર્ણનમાં બદલાવને ચિન્હિત કરે છે.

δράκοντος

આ ગરોળીની જેમ મોટો, ઉગ્ર અજગર હતો. યહૂદી લોકો માટે, તે દુષ્ટતા અને અરાજકતાનું પ્રતીક હતું. અજગરને કલમ 9 માં ""દુષ્ટ અથવા શેતાન"" તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે પ્રકટીકરણ 12:3 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: સાંકેતિક ભાષા)

Revelation 12:8

οὐδὲ τόπος εὑρέθη αὐτῶν ἔτι ἐν τῷ οὐρανῷ

તેથી અજગર અને તેના દૂતો માટે હવે આકાશમાં સ્થાન નથી

Revelation 12:9

δράκων ὁ…ὄφις ὁ ἀρχαῖος…καλούμενος, Διάβολος, καὶ ὁ Σατανᾶς, ὁ πλανῶν τὴν οἰκουμένην ὅλην; ἐβλήθη εἰς τὴν γῆν, καὶ οἱ ἄγγελοι αὐτοῦ μετ’ αὐτοῦ ἐβλήθησαν

તેને પૃથ્વી પર નીચે ફેંકી દેવામાં આવ્યો તે નિવેદન પછી સર્પ વિશેની માહિતી એક અલગ વાક્યમાં આપી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અજગરને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો, અને તેના દૂતોને તેની સાથે નીચે ફેંકી દેવામાં આવ્યા. તે વૃદ્ધ સર્પ છે જે જગતને છેતરે છે અને તેને દુષ્ટ અથવા શેતાન કહેવામાં આવે છે"" (જુઓ: માહિતી આપવી કે યાદ દેવડાવવું વચ્ચેનો તફાવત)

ἐβλήθη ὁ δράκων ὁ μέγας, ὁ ὄφις ὁ ἀρχαῖος, ὁ καλούμενος, Διάβολος, καὶ ὁ Σατανᾶς, ὁ πλανῶν τὴν οἰκουμένην ὅλην; ἐβλήθη εἰς τὴν γῆν, καὶ οἱ ἄγγελοι αὐτοῦ μετ’ αὐτοῦ ἐβλήθησαν

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે મોટા અજગરને ફેંકી દીધો ... અને તેના દૂતોને પણ આકાશમાંથી પૃથ્વી પર નાખી દેવામાં આવ્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Revelation 12:10

ἤκουσα

“મેં” શબ્દ યોહાનનો ઉલ્લેખ કરે છે

ἤκουσα φωνὴν μεγάλην ἐν τῷ οὐρανῷ

વાણી"" શબ્દ બોલનારનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં કોઈકને આકાશમાંથી મોટેથી બોલતા સાંભળ્યા"" (જુઓ: ઉપનામ)

ἄρτι ἐγένετο ἡ σωτηρία, καὶ ἡ δύναμις, καὶ ἡ Βασιλεία τοῦ Θεοῦ ἡμῶν, καὶ ἡ ἐξουσία τοῦ Χριστοῦ αὐτοῦ

ઈશ્વર તેમના પરાક્રમ દ્વારા લોકોને બચાવે છે તેને જાણે કે તેમનું તારણ અને પરાક્રમની બાબતો આવી પહોંચી છે એ રીતે દર્શાવેલ છે. ઈશ્વરનું રાજ્ય અને ખ્રિસ્તના અધિકાર વિશે પણ એવું બોલવામાં આવે છે કે જાણે તેઓ આવ્યા હોય. વૈકલ્પિક અનુવાદ: ""હવે ઈશ્વરે પોતાના પરાક્રમ વડે પોતાના લોકોને બચાવ્યા છે, ઈશ્વર રાજા તરીકે રાજ કરે છે, અને સર્વ સત્તા તેના ખ્રિસ્ત પાસે છે"" (જુઓ: રૂપક)

ἐγένετο

ખરેખર અસ્તિત્વમાં આવવાનું શરૂ થયું છે અથવા ""દેખાયા"" અથવા ""વાસ્તવિક થયું."" ઈશ્વર આ બાબતો પ્રગટ કરી રહ્યા છે કારણ કે તે બાબતો થવાનો સમય ""આવી” ગયો છે. એવું નથી કે તે પહેલા અસ્તિત્વમાં નહોતી .

ἐβλήθη ὁ κατήγορος τῶν ἀδελφῶν ἡμῶν

આ તે અજગર છે જેને પ્રકટીકરણ 12:9 માં નીચે ફેંકી દેવામાં આવ્યો હતો.

τῶν ἀδελφῶν ἡμῶν

સાથી વિશ્વાસીઓની વાત કરવામાં આવી છે જાણે કે તે ભાઈઓ હોય. વૈકલ્પિક અનુવાદ: ""અમારા સાથી વિશ્વાસીઓ"" (જુઓ: રૂપક)

ἡμέρας καὶ νυκτός

દિવસના આ બે ભાગોનો ઉપયોગ એક સાથે થાય છે જેનો અર્થ ""સર્વ સમય"" અથવા ""રોકાયા વિના-અવિરત પણે"" થાય છે (જુઓ: મેરિઝમ)

Revelation 12:11

આકાશમાંથી મોટી વાણીએ બોલવાનું ચાલુ રાખ્યું.

αὐτοὶ ἐνίκησαν αὐτὸν

તેઓએ આરોપ મૂકનારને જીતી લીધો

διὰ τὸ αἷμα τοῦ Ἀρνίου

રક્ત તેના મરણનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે હલવાને પોતાનું રક્ત વહેવડાવ્યું અને તેઓના માટે મૃત્યુ પામ્યા"" (જુઓ: ઉપનામ)

διὰ τὸν λόγον τῆς μαρτυρίας αὐτῶν

સાક્ષી"" શબ્દ ""સાક્ષી આપવી"" ક્રિયાપદ સાથે રજૂ કરી શકાય છે. ઉપરાંત, તેઓએ કોના વિશે સાક્ષી આપી તે સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: "" પોતાની વાણી દ્વારા તેઓએ ઈસુ વિશે અન્ય લોકોને સાક્ષી આપી ત્યારે "" (જુઓ: અમૂર્ત નામો અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἄχρι θανάτου

વિશ્વાસીઓએ ઈસુ વિશે સત્ય પ્રગટ કર્યુ, જો કે તેઓ જાણતા હતા કે તેમના દુશ્મનો કદાચ તેના કારણે તેમને મારવાનો પ્રયત્ન કરશે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ તેઓ સાક્ષી આપતા રહ્યા, જો કે તેઓ જાણતા હતા કે તેઓને તેના લીધે મારી નાખવામાં આવી શકે છે

Revelation 12:12

ἔχων θυμὸν μέγαν

શેતાન વિષે એવું કહેલ છે જાણે કે તે એક પાત્ર હોય, અને ગુસ્સા વિષે એવું કહેલ છે જાણે કે તે પ્રવાહી હોય, અને તે પ્રવાહી તેનામાં છે.વૈકલ્પિક અનુવાદ: ""તે ઘણૉ કૉપાયમાન છે"" (જુઓ: રૂપક)

Revelation 12:13

εἶδεν ὁ δράκων ὅτι ἐβλήθη εἰς τὴν γῆν

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અજગરને ભાન થયું કે ઈશ્વરે તેને આકાશમાંથી ફેંકી દીધો છે અને તેને પૃથ્વી પર મોકલી દીધો છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐδίωξεν τὴν γυναῖκα

તેણે સ્ત્રીનો પીછો કર્યો

ὁ δράκων

આ ગરોળીની જેમ મોટો, ઉગ્ર અજગર હતો. યહૂદી લોકો માટે, તે દુષ્ટતા અને અરાજકતાનું પ્રતીક હતું. અજગરને કલમ 9 માં ""દુષ્ટ અથવા શેતાન"" તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે પ્રકટીકરણ 12:3 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: સાંકેતિક ભાષા)

Revelation 12:14

τοῦ ὄφεως

અજગરનો ઉલ્લેખ કરવાની આ બીજી રીત છે.

Revelation 12:15

ὄφις

પ્રકટીકરણ 12:9 માં અગાઉ નોંધવામાં આવેલ અજગર સમાન જ જીવ છે.

ὡς ποταμόν

નદીની જેમ તેના મુખમાંથી પાણી વહી ગયું. વૈકલ્પિક અનુવાદ: ""મોટો પ્રવાહ "" (જુઓ: ઉપમા)

αὐτὴν ποταμοφόρητον

પૂરથી તણાવા સારુ

Revelation 12:16

ἤνοιξεν ἡ γῆ τὸ στόμα αὐτῆς, καὶ κατέπιεν τὸν ποταμὸν, ὃν ἔβαλεν ὁ δράκων ἐκ τοῦ στόματος αὐτοῦ

પૃથ્વી વિષે કહેવામા આવ્યું છે જાણે કે તે કોઈ જીવંત વસ્તુ હોય, અને પૃથ્વીમાંના છિદ્ર વિષે કહેવામાં આવ્યું છે જાણે કે તે પાણી પી શકે એવુ મુખ હોય. વૈકલ્પિક અનુવાદ: ""જમીનમાંનું એક છિદ્ર ખુલ્યું અને પાણી છિદ્રમાં વહી ગયું"" (જુઓ: વ્યક્તિનો અવતાર)

δράκων

આ ગરોળીની જેમ મોટો, ઉગ્ર અજગર હતો. યહૂદી લોકો માટે, તે દુષ્ટતા અને અરાજકતાનું પ્રતીક હતું. અજગરને કલમ 9 માં ""દુષ્ટ અથવા શેતાન"" તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે પ્રકટીકરણ 12:3 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: સાંકેતિક ભાષા)

Revelation 12:17

ἐχόντων τὴν μαρτυρίαν Ἰησοῦ

સાક્ષી"" શબ્દનો અનુવાદ ક્રિયાપદ તરીકે કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ:""ઈસુ વિશે સાક્ષી આપવાનું ચાલુ રાખ્યું

Revelation 13

પ્રકટીકરણ 13 સામાન્ય નોંધો

માળખુ અને બંધારણ

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં જમણી બાજુ સુયોજિત કરે છે જેથી તેને વાંચવામાં સરળતા રહે. યુએલટી કલમ 10 ના શબ્દો સાથે આ પ્રમાણે કરે છે, જે જૂના કરારના છે.

આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર

સામ્યતા

યોહાન આ અધ્યાયમાં ઘણી સામ્યતા નો ઉપયોગ કરેલ છે. તેના સંદર્શનમાં જે છબીઓ જુએ છે તેનું વર્ણન કરવામાં તે મદદરુપ થાય છે. (જુઓ: ઉપમા)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

અજાણ્યા પ્રાણીઓ

યોહાન વિવિધ પ્રાણીઓનો ઉપયોગ કરીને તેણે જે જોયું હતું તેનું વર્ણન કરવાનો પ્રયત્ન કરે છે. આમાંના કેટલાક પ્રાણીઓ જે ભાષામાં અનુવાદ કરવાનું હોય તેમાં જાણીતા ન પણ હોઈ શકે. (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

Revelation 13:1

યોહાનને તેના સંદર્શનમાં એક શ્વાપદ દેખાય છે તેનું વર્ણન કરવાનું શરૂ કરે છે. અહીં ""હું"" શબ્દ એ યોહાનનો ઉલ્લેખ કરે છે.

Revelation 13:2

δράκων

આ ગરોળીની જેમ મોટો, ઉગ્ર અજગર હતો. યહૂદી લોકો માટે, તે દુષ્ટતા અને અરાજકતાનું પ્રતીક હતું. અજગરને ""દુષ્ટ અથવા શેતાન"" તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે [પ્રકટીકરણ 12:3] (../12/03.md) માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: સાંકેતિક ભાષા)

ἔδωκεν αὐτῷ ὁ δράκων τὴν δύναμιν αὐτοῦ

અજગરે તે શ્વાપદને પોતાના જેટલો પરાક્રમી કર્યો. જોકે તેણે તે શ્વાપદને આપીને પોતાનું સામર્થ્ય ગુમાવ્યું નહિ.

τὴν δύναμιν αὐτοῦ, καὶ τὸν θρόνον αὐτοῦ, καὶ ἐξουσίαν μεγάλην

તેના અધિકારનો ઉલ્લેખ કરવાની આ ત્રણ રીતો છે, અને સાથે મળીને તેઓ ભાર મૂકે છે કે તે અધિકાર મોટો હતો.

τὸν θρόνον αὐτοῦ

અહીં ""રાજ્યાસન"" શબ્દ રાજા તરીકે રાજ કરવાના અજગરના અધિકારનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેનો શાહી/રાજવી અધિકાર"" અથવા ""રાજા તરીકે રાજ કરવાનો તેનો અધિકાર"" (જુઓ: ઉપનામ)

Revelation 13:3

καὶ ἡ πληγὴ τοῦ θανάτου αὐτοῦ ἐθεραπεύθη

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ તેનો પ્રાણઘાતક ઘા રૂઝાયો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἡ πληγὴ τοῦ θανάτου

પ્રાણઘાતક ઘા. આ એક ઈજા છે કે જે વ્યક્તિનું મૃત્યુ નીપજાવી શકે છે.

ὅλη ἡ γῆ

પૃથ્વી"" શબ્દ તેની પર રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પૃથ્વી પરના સર્વ લોકો"" (જુઓ: ઉપનામ)

ὀπίσω τοῦ θηρίου

શ્વાપદને આધીન થયા

Revelation 13:4

δράκοντι

આ ગરોળીની જેમ મોટો, ઉગ્ર અજગર હતો. યહૂદી લોકો માટે, તે દુષ્ટતા અને અરાજકતાનું પ્રતીક હતું. અજગરને ""દુષ્ટ અથવા શેતાન"" તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે પ્રકટીકરણ 12:3 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: સાંકેતિક ભાષા)

ἔδωκεν τὴν ἐξουσίαν τῷ θηρίῳ

તેણે શ્વાપદને પોતાના જેટલો જ અધિકાર આપ્યો હતો

τίς ὅμοιος τῷ θηρίῳ

આ પ્રશ્ન બતાવે છે કે તેઓ શ્વાપદ વિશે કેટલા આશ્ચર્યચકિત હતા. વૈકલ્પિક અનુવાદ: ""શ્વાપદ જેટલું પરાક્રમી કોઈ નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τίς δύναται πολεμῆσαι μετ’ αὐτοῦ?

આ પ્રશ્ન બતાવે છે કે લોકોને શ્વાપદના પરાક્રમથી કેટલો ભય હતો. વૈકલ્પિક અનુવાદ: ""શ્વાપદની સામે ક્યારેય લડીને જીતી શકે એવું કોઇ નહોતું !"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Revelation 13:5

ἐδόθη αὐτῷ…ἐδόθη αὐτῷ

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે શ્વાપદને આપ્યું ... ઈશ્વરે શ્વાપદને મંજૂરી આપી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐδόθη αὐτῷ στόμα λαλοῦν

મુખ આપવું એ બોલવાની મંજૂરી આપવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""શ્વાપદને બોલવાની મંજૂરી આપવામાં આવી હતી"" (જુઓ: ઉપનામ)

μῆνας τεσσεράκοντα δύο

42 મહિનાઓ (જુઓ: સંખ્યાઓ)

Revelation 13:6

εἰς βλασφημίας πρὸς τὸν Θεόν

ઈશ્વરનો અનાદર થાય તેવી બાબતો કહેવા માટે

βλασφημῆσαι τὸ ὄνομα αὐτοῦ, καὶ τὴν σκηνὴν αὐτοῦ, τοὺς ἐν τῷ οὐρανῷ σκηνοῦντας

આ શબ્દસમૂહો જણાવે છે કે કેવી રીતે શ્વાપદ ઈશ્વરની વિરુદ્ધ નિંદા કરે છે.

Revelation 13:7

ἐδόθη αὐτῷ ἐξουσία

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે શ્વાપદને અધિકાર આપ્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

πᾶσαν φυλὴν, καὶ λαὸν, καὶ γλῶσσαν, καὶ ἔθνος

આનો અર્થ એ છે કે દરેક વંશીય જૂથના લોકો શામેલ છે. તમે પ્રકટીકરણ 5:9 માં સમાન સૂચિનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Revelation 13:8

προσκυνήσουσιν αὐτὸν

શ્વાપદની આરાધના કરશે

πάντες…γῆς, ὧν οὐ γέγραπται τὸ ὄνομα αὐτοῦ ἐν τῷ βιβλίῳ τῆς ζωῆς

આ વાક્ય સ્પષ્ટ કરે છે કે પૃથ્વી પર કોણ શ્વાપદની આરાધના કરશે. તે સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓનાં નામ હલવાને લખ્યા નથી ... જીવન પુસ્તકમાં"" અથવા ""જેઓનાં નામ હતા નહિ ... જીવનના પુસ્તકમાં"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἀπὸ καταβολῆς κόσμου

જયારે ઈશ્વરે સૃષ્ટિની રચના કરી

τοῦ Ἀρνίου

હલવાન"" એ એક યુવાન ઘેટું છે. અહીં પ્રતીકાત્મક રીતે તેનો ઉપયોગ ખ્રિસ્તનો ઉલ્લેખ કરવા થયો છે. પ્રકટીકરણ 5:6 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: સાંકેતિક ભાષા)

τοῦ ἐσφαγμένου

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમની કતલ લોકોએ કરી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Revelation 13:9

આ કલમો યોહાનના સંદર્શનના અહેવાલમાંથી વિરામ માટે છે. અહીં તે પોતાનો અહેવાલ વાંચીને લોકોને ચેતવણી આપે છે.

εἴ τις ἔχει οὖς, ἀκουσάτω

ઈસુ ભારપૂર્વક જણાવી રહ્યા છે કે તેમણે જે કહ્યું છે તે મહત્વપૂર્ણ છે અને તે સમજવા તેમજ અમલમાં મૂકવા માટે થોડો પ્રયત્ન કરવો જરુરી છે. અહીં "" જેને કાન છે"" શબ્દસમૂહ સમજવા અને પાલન કરવાની સ્વેચ્છા માટેનું એક ઉપનામ છે. તમે પ્રકટીકરણ 2:7 માં સમાન શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""જો કોઈ સાંભળવાની ઇચ્છા રાખે છે, તો તે સાંભળે"" અથવા ""જો કોઈ સમજવાની ઇચ્છા રાખે છે, તો તે સમજે અને પાલન કરે"" (જુઓ: ઉપનામ)

εἴ τις…ἀκουσάτω

ઈસુ તેમના શ્રોતાઓ સાથે સીધા જ વાત કરી રહ્યા છે, તમે અહીં બીજાપુરુષનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકો છો. તમે પ્રકટીકરણ 2:7 માં આ શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""જો તમે સાંભળવાની ઇચ્છા રાખો છો, તો સાંભળો"" અથવા ""જો તમે સમજવાની ઇચ્છા રાખો છો, તો સમજો અને તેનું પાલન કરો"" (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

Revelation 13:10

εἴ τις εἰς

આ અભિવ્યક્તિનો અર્થ એ છે કે કોઈએ નક્કી કર્યું છે કે કોને લઈ લેવો જોઈએ. જો જરૂર હોય તો, અનુવાદકો સ્પષ્ટ કરી શકે છે કે કોણે તે નિર્ણય લીધો છે. વૈકલ્પિક અનુવાદ: ""જો ઈશ્વરે નક્કી કર્યું છે કે કોઈને લઇ લેવો જોઈએ"" અથવા ""જો તે ઈશ્વરની ઇચ્છા છે કે કોઈને લઈ લેવો જોઈએ"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

εἴ τις εἰς αἰχμαλωσίαν

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. ""દાસત્વ"" નામને “પકડાવી દે” ક્રિયાપદ સાથે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જો ઈશ્વરની ઇચ્છા છે કે શત્રુ કોઈ ચોક્કસ વ્યક્તિને પકડાવી દે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને અમૂર્ત નામો)

ὑπάγει

દાસત્વ"" નામને “પકડાવી દે” ક્રિયાપદ સાથે વર્ણવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેની પકડાવી દેવામાં આવશે"" અથવા ""શત્રુ તેને પકડાવી દેશે"" (જુઓ: અમૂર્ત નામો)

εἴ τις ἐν μαχαίρῃ ἀποκτενεῖ

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જો શત્રુને માટે ઈશ્વરની ઇચ્છા છે કે તે કોઈ ચોક્કસ વ્યક્તિને તલવારથી મારી નાખે તો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐν μαχαίρῃ

તલવાર યુદ્ધને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""યુદ્ધમાં"" (જુઓ: ઉપનામ)

αὐτὸν…ἀποκτανθῆναι

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""શત્રુ તેને મારી નાખશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὧδέ ἐστιν ἡ ὑπομονὴ καὶ ἡ πίστις τῶν ἁγίων

ઈશ્વરના પવિત્ર લોકોએ ધીરજથી સહન કરવું જોઈએ અને વિશ્વાસુ રહેવું જોઈએ

Revelation 13:11

યોહાન બીજા શ્વાપદનું વર્ણન કરવાનું શરૂ કરે છે જે તેને સંદર્શનમાં દેખાય છે.

ἐλάλει ὡς δράκων

કઠોર ભાષણ વિશે એવું કહેવામાં આવ્યું છે કે જાણે તે અજગરની ગર્જના હોય. વૈકલ્પિક અનુવાદ: ""તે અજગરની કઠોરતાથી બોલ્યું"" (જુઓ: ઉપમા)

δράκων

આ ગરોળીની જેમ મોટો, ઉગ્ર અજગર હતો. યહૂદી લોકો માટે, તે દુષ્ટતા અને અરાજકતાનું પ્રતીક હતું. અજગરને ""દુષ્ટ અથવા શેતાન"" તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે પ્રકટીકરણ 12:3 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: સાંકેતિક ભાષા)

Revelation 13:12

τὴν γῆν καὶ τοὺς ἐν αὐτῇ κατοικοῦντας

પૃથ્વી પરના દરેક

οὗ ἐθεραπεύθη ἡ πληγὴ τοῦ θανάτου αὐτοῦ

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: "" જેને પ્રાણઘાતક ઘા થયો હતો તે રુઝાયો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἡ πληγὴ τοῦ θανάτου

પ્રાણઘાતક ઘા. આ એક ઈજા હતી જે એટલી ગંભીર હતી કે તેનાથી તેનું મૃત્યુ થઈ શકે.

Revelation 13:13

ποιεῖ

પૃથ્વી પરથી શ્વાપદે પ્રદર્શન કર્યું

Revelation 13:15

ἐδόθη αὐτῷ

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે પૃથ્વી પર શ્વાપદને મંજૂરી આપી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

δοῦναι πνεῦμα τῇ εἰκόνι τοῦ θηρίου

અહીં ""શ્વાસ"" શબ્દ જીવનને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""શ્વાપદની મૂર્તિને પ્રાણ આપવા માટે"" (જુઓ: ઉપનામ)

τῇ εἰκόνι τοῦ θηρίου

આ પ્રથમ શ્વાપદની મૂર્તિ છે જેનું વર્ણન કરવામાં આવ્યું હતું.

ποιήσῃ ὅσοι ἐὰν μὴ προσκυνήσωσιν τῇ εἰκόνι τοῦ θηρίου ἀποκτανθῶσιν

જે કોઇ પ્રથમ શ્વાપદની આરાધના કરવાનો નકાર કરે તેઓને મારી નાખવા

Revelation 13:16

καὶ ποιεῖ πάντας

પૃથ્વી પરના શ્વાપદે પણ દરેકને બળજબરી કરી.

Revelation 13:17

μή τις δύνηται ἀγοράσαι ἢ πωλῆσαι, εἰ μὴ ὁ ἔχων τὸ χάραγμα, τὸ ὄνομα τοῦ θηρίου

જે લોકોને શ્વાપદનું ચિહ્ન હોય તેઓ જ વસ્તુઓની ખરીદી અથવા વેચાણ કરી શકતા. સૂચિત માહિતી કે જેની આજ્ઞા પૃથ્વી પરના શ્વાપદે આપી છે તેને સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણે આજ્ઞા આપી હતી કે લોકો વસ્તુઓની ખરીદી અથવા વેચાણ ફક્ત ત્યારે જ કરી શકે જ્યારે તેઓ પર શ્વાપદનું ચિહ્ન હોય"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

τὸ χάραγμα, τὸ ὄνομα τοῦ θηρίου

આ એક ઓળખ ચિહ્ન હતુ કે જે સૂચવતું કે જેના પર તેની છાપ હોય તેણે શ્વાપદની પૂજા કરી હતી.

Revelation 13:18

આ કલમ યોહાનના સંદર્શનના અહેવાલમાંથી એક વિરામ છે. અહીં તે તેનો અહેવાલ વાંચતા લોકોને બીજી ચેતવણી આપે છે.

ὧδε ἡ σοφία ἐστίν

ડહાપણ જરૂરી છે અથવા ""તમારે આ વિશે સમજદાર થવાની જરૂર છે

ὁ ἔχων νοῦν ψηφισάτω

સૂઝ"" શબ્દને “સમજવું” ક્રિયાપદ સાથે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે બુધ્ધિવાન છે"" (જુઓ: અમૂર્ત નામો)

ψηφισάτω τὸν ἀριθμὸν τοῦ θηρίου

તેણે શ્વાપદની સંખ્યાનો અર્થ શું થાય છે તે પારખી લેવું જોઇએ અથવા ""તેણે શ્વાપદની સંખ્યાનો અર્થ શો થાય છે તે શોધી કાઢવું.

ἀριθμὸς…ἀνθρώπου ἐστίν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) સંખ્યા એક વ્યક્તિને રજૂ કરે છે અથવા 2) સંખ્યા સર્વ માનવજાતને રજૂ કરે છે.

Revelation 14

પ્રકટીકરણ 14 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર

કાપણી

કાપણી ત્યારે થાય છે જ્યારે લોકો પાકેલી ફસલને એકત્ર કરવા માટે બહાર જાય છે. ઈસુએ આનો ઉપયોગ એક રૂપક તરીકે તેમના અનુયાયીઓને એ શીખવવા માટે કર્યો કે તેઓએ જઈને અન્ય લોકોને ઇસુ વિશે કહેવાની જરૂર છે જેથી તેઓ ઈશ્વરના રાજ્યનો ભાગ બની શકે. આ અધ્યાય બે કાપણીના રૂપકનો ઉપયોગ કરે છે. ઈસુ આખી પૃથ્વીમાંથી તેમના લોકોને એકઠા કરે છે. પછી દૂત દુષ્ટ લોકોને એકઠા કરે છે જેઑને ઈશ્વર સજા કરશે. (જુઓ: રૂપક અને વિશ્વાસ/શ્રદ્ધા)

Revelation 14:1

“મેં” શબ્દ યોહાનનો ઉલ્લેખ કરે છે.

યોહાન તેના સંદર્શનના હવે પછીના ભાગનું વર્ણન કરવાનું શરૂ કરે છે. ત્યાં હલવાન સમક્ષ 144,000 વિશ્વાસીઓ ઊભા રહેલા છે.

τὸ Ἀρνίον

હલવાન"" એ એક યુવાન ઘેટું છે. અહીં પ્રતીકાત્મક રીતે ખ્રિસ્તનો ઉલ્લેખ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમે પ્રકટીકરણ 5:6 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: સાંકેતિક ભાષા)

ἑκατὸν τεσσεράκοντα τέσσαρες χιλιάδες

એક સો ચુમ્માલીસ હજાર. તમે પ્રકટીકરણ 7:4 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: સંખ્યાઓ)

ἔχουσαι τὸ ὄνομα αὐτοῦ, καὶ τὸ ὄνομα τοῦ Πατρὸς αὐτοῦ, γεγραμμένον ἐπὶ τῶν μετώπων αὐτῶν

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કોના કપાળ પર હલવાન અને તેમના પિતાનું નામ લખવામાં આવ્યું હતું."" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τοῦ Πατρὸς αὐτοῦ

ઈશ્વર માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Revelation 14:2

φωνὴν ἐκ τοῦ οὐρανοῦ

આકાશમાંથી વાણી

Revelation 14:3

ᾄδουσιν ᾠδὴν καινὴν

144,000 લોકોએ નવું ગીત ગાયું. આ સમજાવે છે કે યોહાને કયો અવાજ સાંભળ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""તે અવાજ એક નવું ગીત હતું જે તેઓએ ગાયું હતું

τῶν τεσσάρων ζῴων

જીવંત પ્રાણી અથવા ""જીવંત વસ્તુ."" તમે પ્રકટીકરણ 4:6 માં ""જીવંત પ્રાણી"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ

τῶν πρεσβυτέρων

આ બાબત રાજ્યાસનની આસપાસના ચોવીસ વડીલોનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 4:4 માં ""વડીલો"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

ἑκατὸν τεσσεράκοντα τέσσαρες χιλιάδες

એક સો ચુમ્માલીસ હજાર. તમે પ્રકટીકરણ 7:4 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: સંખ્યાઓ)

Revelation 14:4

μετὰ γυναικῶν οὐκ ἐμολύνθησαν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""સ્ત્રી સાથે ક્યારેય અનૈતિક જાતીય સંબંધો બાંધ્યા નથી"" અથવા 2) ""સ્ત્રી સાથે ક્યારેય જાતીય સંબંધો બાંધ્યા નથી."" સ્ત્રીઓ દ્વારા પોતાને અપવિત્ર કરવું એ મૂર્તિઓની પૂજા કરવાનું પ્રતીક હોઈ શકે છે.

παρθένοι

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""તેઓએ પોતાની પત્ની ન હોય એવી સ્ત્રી સાથે જાતીય સંબંધો રાખ્યા ન હતા."" અથવા 2) ""તેઓ કુંવારા છે.

οἱ ἀκολουθοῦντες τῷ Ἀρνίῳ ὅπου ἂν ὑπάγει

હલવાન જે કરે છે તે કરવા વિશે કહેવામા આવ્યું છે જાણે તેને અનુસરણ કરવું. વૈકલ્પિક અનુવાદ: ""હલવાન જે કંઇ કરે છે તે તેઓ કરે છે"" અથવા ""તેઓ હલવાનને આધીન થાય છે."" (જુઓ: રૂપક)

ἠγοράσθησαν ἀπὸ τῶν ἀνθρώπων ἀπαρχὴ

અહીં પ્રથમફળ એ કાપણીની ઉજવણીમાં ઈશ્વરને કરવામાં આવતા પ્રથમ અર્પણ માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""તારણની વિશેષ ઉજવણી તરીકે બાકીની માનવજાત મધ્યેથી ખરીદવામાં આવ્યા છે"" (જુઓ: રૂપક)

Revelation 14:5

ἐν τῷ στόματι αὐτῶν οὐχ εὑρέθη ψεῦδος

તેઓના ""મુખ"" એ તેઓએ જે કહ્યું તેનો ઉલ્લેખ કરે છે. ""વૈકલ્પિક અનુવાદ: ""તેઓ ક્યારેય જૂઠ્ઠું બોલ્યા નહોતા” (જુઓ: ઉપનામ)

Revelation 14:6

યોહાન તેના સંદર્શનના હવે પછીના ભાગનું વર્ણન કરવાનું શરૂ કરે છે. પૃથ્વી પર ન્યાય પ્રગટ કરનારા ત્રણ દૂતોમાંનો આ પ્રથમ છે.

πᾶν ἔθνος, καὶ φυλὴν, καὶ γλῶσσαν, καὶ λαόν

આનો અર્થ એ છે કે દરેક વંશીય જૂથના લોકો સામેલ છે. તમે પ્રકટીકરણ 5:9 માં આ જ યાદીનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Revelation 14:7

ἦλθεν ἡ ὥρα τῆς κρίσεως αὐτοῦ

અહીં ""સમય"" એ એવા સમયને રજૂ કરે છે જે કોઇ બાબતને માટે પસંદ કરવામાં આવ્યો છે, અને તે સમય ""આવી"" પહોંચ્યો છે એ પસંદ કરાયેલ સમય માટેનું એક રૂપક છે. ""ન્યાયશાસન"" નો વિચાર ક્રિયાપદ સાથે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હવે તે સમય છે કે જે ઈશ્વરે ન્યાયશાસન માટે પસંદ કર્યો છે"" અથવા "" લોકોનો ન્યાય કરવા માટેનો હવે આ ઈશ્વરનો સમય છે. "" (જુઓ: રૂપક અને અમૂર્ત નામો)

Revelation 14:8

ἔπεσεν, ἔπεσεν, Βαβυλὼν ἡ μεγάλη

દૂત વાત કરે છે કે બાબિલોન નાશ પામ્યું છે જાણે કે તે પડી ગયું હોય. વૈકલ્પિક અનુવાદ: ""મહાન બાબિલોનનો નાશ કરવામાં આવ્યો છે"" (જુઓ: રૂપક)

Βαβυλὼν ἡ μεγάλη

મોટું શહેર બાબિલોન અથવા ""બાબિલોનનું મહત્વપૂર્ણ શહેર."" આ લગભગ રોમ શહેર માટેનું એક પ્રતીક હતું, જે વિશાળ, શ્રીમંત અને પાપથી ભરેલ હતું. (જુઓ: સાંકેતિક ભાષા)

ἣ…πεπότικεν

બાબિલોનને લોકોથી ઉભરાતા શહેરને બદલે જાણે કે તે કોઈ વ્યક્તિ હોય તે રીતે રજૂ કરેલ છે. (જુઓ: ઉપનામ)

τοῦ οἴνου τοῦ θυμοῦ τῆς πορνείας αὐτῆς, πεπότικεν

આ તેણીના જાતીય અનૈતિક આવેગોમાં ભાગ લેવા માટેનું પ્રતીક છે. વૈકલ્પિક અનુવાદ: ""તેની જેમ વ્યભિચારી"" અથવા "" તેની જેમ વ્યભિચારના નશામાં "" (જુઓ: સાંકેતિક ભાષા)

τοῦ θυμοῦ τῆς πορνείας αὐτῆς

બાબિલોનને વેશ્યા કહેવામાં આવ્યું છે, જેણે પોતાની સાથે અન્ય લોકોને પાપ કરવા ઉશ્કેર્યા. આના બે અર્થ હોઈ શકે છે: ખરેખર વ્યભિચાર કરવો અને જૂઠા દેવોની ઉપાસના પણ હોઇ શકે. (જુઓ: વ્યક્તિનો અવતાર અને રૂપક)

Revelation 14:9

ἐν φωνῇ μεγάλῃ

મોટા અવાજે

Revelation 14:10

αὐτὸς πίεται ἐκ τοῦ οἴνου τοῦ θυμοῦ τοῦ Θεοῦ

ઈશ્વરનો કોપરૂપી દ્રાક્ષારસ પીવો એ ઈશ્વર દ્વારા સજા કરવામાં આવી છે તેનું પ્રતીક છે. વૈકલ્પિક અનુવાદ: ""થોડો દ્રાક્ષારસ પણ પીશે કે જે ઈશ્વરનો કોપ રજૂ કરે છે"" (જુઓ: સાંકેતિક ભાષા)

τοῦ κεκερασμένου ἀκράτου

આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કે ઈશ્વરે સંપૂર્ણ શક્તિ રેડી દીધી છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τοῦ κεκερασμένου ἀκράτου

આનો અર્થ એ છે કે દ્રાક્ષારસમાં પાણી ભેળવેલું નથી. તે જલદ છે, અને જે વ્યક્તિ તેમાંથી વધુ પીવે છે તે ખૂબ જ પીધેલો થશે. પ્રતીક તરીકે, તેનો અર્થ એ છે કે ઈશ્વર અતિશય કોપાયમાન થશે, નહિ કે થોડા જ ગુસ્સે થશે. (જુઓ: સાંકેતિક ભાષા)

τῷ ποτηρίῳ τῆς ὀργῆς αὐτοῦ

આ પ્રતીકાત્મક પ્યાલામાં દ્રાક્ષારસ છે જે ઈશ્વરના કોપને રજૂ કરે છે. (જુઓ: સાંકેતિક ભાષા)

Revelation 14:11

ત્રીજો દૂત બોલવાનુ ચાલુ રાખે છે.

ὁ καπνὸς τοῦ βασανισμοῦ αὐτῶν

તેઓની પીડા"" શબ્દસમૂહનો અર્થ અગ્નિનો ઉલ્લેખ કરે છે જે તેઓને પીડા આપે છે. વૈકલ્પિક અનુવાદ: ""અગ્નિમાંનો ધુમાડો કે જે તેમને પીડા આપે છે"" (જુઓ: ઉપનામ)

οὐκ ἔχουσιν ἀνάπαυσιν

તેઓને કોઈ રાહત નથી અથવા ""પીડા બંધ થતી નથી

Revelation 14:12

ὧδε ἡ ὑπομονὴ τῶν ἁγίων ἐστίν

ઈશ્વરના પવિત્ર લોકોએ ધીરજથી સહન કરવું જોઈએ અને વિશ્વાસુ રહેવું જોઈએ. તમે પ્રકટીકરણ 13:10 માં આવા જ શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Revelation 14:13

οἱ νεκροὶ οἱ…ἀποθνῄσκοντες

જેઓ મૃત્યુ પામે છે

οἱ ἐν Κυρίῳ ἀποθνῄσκοντες

જેઓ ઈશ્વર સાથે એક છે અને મૃત્યુ પામે છે. આ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ તેમના શત્રુઓ દ્વારા માર્યા ગયા છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ મૃત્યુ પામે છે કારણ કે તેઓ ઈશ્વર સાથે એક થયા છે

τῶν κόπων

મુશ્કેલીઓ અને વેદનાઓ

τὰ…ἔργα αὐτῶν ἀκολουθεῖ μετ’ αὐτῶν

આ કામોની વાત એ રીતે કરવામાં આવી છે જાણે કે તેઓ જીવંત હોય અને જેઓએ તે કર્યા છે તેની પાછળ જવા સક્ષમ છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""આ લોકોએ કરેલા સારા કામો અન્ય લોકો જાણશે"" અથવા 2) ""ઈશ્વર તેમના કામોને માટે તેમને બદલો આપશે"" (જુઓ: વ્યક્તિનો અવતાર)

Revelation 14:14

યોહાન તેના સંદર્શનના હવે પછીના ભાગનું વર્ણન કરવાનું શરૂ કરે છે. આ ભાગ પૃથ્વીની કાપણી કરતા મનુષ્ય પુત્ર વિશે છે. અનાજની કાપણી કરવી એ ઈશ્વર લોકોનો ન્યાય કરી રહ્યા છે તેનું પ્રતીક છે. (જુઓ: સાંકેતિક ભાષા)

ὅμοιον Υἱὸν Ἀνθρώπου

આ અભિવ્યક્તિ માનવીય આકૃતિનું વર્ણન કરે છે, જે માનવ જેવું દેખાય છે. તમે પ્રકટીકરણ 1:13 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: ઉપમા)

στέφανον χρυσοῦν

આ જૈતૂન ડાળીઓ અથવા લોરેલ પાંદડાઓનાં માળાઓ જેવો, સોનાથી મઢેલો હતો. રમતમાં વિજય પામનારને તેના માથા પર પહેરવા માટે પાંદડાથી બનેલ આ નમૂનાઓ(ઇનામ) આપવામાં આવતા હતા.

δρέπανον

ઘાસ, અનાજ અને દ્રાક્ષાવેલાઓને કાપવા માટેનું ઓજાર જે દાતરડું કહેવાય છે. (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

Revelation 14:15

ἐξῆλθεν ἐκ τοῦ ναοῦ

આકાશના મંદિરમાંથી બહાર આવ્યા

ἦλθεν ἡ ὥρα θερίσαι

વર્તમાનમાં અસ્તિત્વમાં હોય તેના વિશે કહેવામાં આવ્યું છે કે તે આવી રહ્યું છે. (જુઓ: રૂપક)

Revelation 14:16

ἐθερίσθη ἡ γῆ

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમણે પૃથ્વી (પરના પાક)ની કાપણી કરી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Revelation 14:17

યોહાન પૃથ્વી(પરના પાક)ની કાપણી વિશેના તેના સંદર્શનનું વર્ણન કરવાનું ચાલુ રાખે છે.

Revelation 14:18

ὁ ἔχων ἐξουσίαν ἐπὶ τοῦ πυρός

અહીં ""પર અધિકાર"" એ અગ્નિનું ધ્યાન રાખવાની જવાબદારીનો ઉલ્લેખ કરે છે.

Revelation 14:19

τὴν ληνὸν τοῦ θυμοῦ τοῦ Θεοῦ τὸν μέγαν

વિશાળ દ્રાક્ષાકુંડમાં ઈશ્વર તેમનો કોપ નાખશે

Revelation 14:20

ληνὸς

પ્રકટીકરણ 14:19 ના "" વિશાળ દ્રાક્ષાકુંડ"" છે.

ἄχρι τῶν χαλινῶν τῶν ἵππων

ઘોડાના મુખમાં જોડેલ લગામ જેટલું ઊંચુ

τῶν χαλινῶν

ચામડાના પટ્ટામાંથી બનેલું એક સાધન જે ઘોડાના માથાની ફરતે બાંધવામાં આવે છે અને તેનો ઉપયોગ ઘોડાને દિશા બતાવવા માટે થાય છે

σταδίων χιλίων ἑξακοσίων

એક હજાર છસોનું મેદાન અથવા ""સોળસોનું મેદાન."" એક ""મેદાન"" 185 મીટર હોય છે. આધુનિક માપમાં આ લગભગ ""300 કિલોમીટર"" અથવા ""200 માઇલ"" થાય. (જુઓ: સંખ્યાઓ અને બાઈબલમાં લિખિત અંતર)

Revelation 15

પ્રકટીકરણ 15 સામાન્ય નોંધો

માળખુ અને બંધારણ

આ અધ્યાયમાં, યોહાન આકાશમાં બનેલી ઘટનાઓ અને ચિત્રોનું વર્ણન કરે છે.

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં જમણી બાજુ સુયોજિત કરે છે જેથી તેને સરળતાથી વાંચી શકાય. યુએલટી ૩-4 કલમો સાથે આમ કહે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""શ્વાપદ ઉપર વિજયી""

આ લોકો આધ્યાત્મિક રીતે વિજયી છે. આમ તો મોટાભાગે આત્મિક યુદ્ધ જોઈ શકાતા નથી, પણ પ્રકટીકરણનું પુસ્તક આત્મિક યુદ્ધને ખુલ્લેઆમ થતું દર્શાવે છે. (જુઓ: આત્મા, આત્માઓ, આત્મિક અને સાંકેતિક ભવિષ્યવાણી)

""સાક્ષ્ય મંડપ ધરાવતું મંદિર આકાશમાં ખુલ્લું હતું""

પૃથ્વી પરનું મંદિર ઈશ્વરનું સંપૂર્ણ નિવાસસ્થાન જે આકાશમાં છે તેની નકલ છે તે વિશે શાસ્ત્રવચનમાં અન્ય જગ્યાએ સૂચિત કરેલ છે. અહીં યોહાન ઈશ્વરના સ્વર્ગીય નિવાસસ્થાન અથવા મંદિરનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશી (સ્વર્ગીય) અને સાંકેતિક ભવિષ્યવાણી)

ગીતો

પ્રકટીકરણનું પુસ્તક ઘણીવાર આકાશને એવા સ્થાન તરીકે વર્ણવે છે જ્યાં લોકો ગાયન કરતાં હોય છે. તેઓ ગીતોથી ઈશ્વરની આરાધના કરે છે. આ સ્પષ્ટ કરે છે કે સ્વર્ગ એવું સ્થાન છે જ્યાં નિરંતર ઈશ્વરની આરાધના કરવામાં આવે છે.

Revelation 15:1

આ કલમ 15:6-16:21 માં શું થશે તેનો સારાંશ છે.

μέγα καὶ θαυμαστόν

આ શબ્દો સમાન અર્થો ધરાવે છે અને ભાર મૂકવા માટે વપરાયા છે. વૈકલ્પિક અનુવાદ: "" મને ભારે આશ્ચર્યમાં નાખનાર ચિહ્ન "" (જુઓ: બેવડું/બમણાં)

ἀγγέλους ἑπτὰ ἔχοντας πληγὰς ἑπτὰ

પૃથ્વી પર સાત અનર્થો મોકલવાનો અધિકાર ધરાવતા સાત દૂતો

τὰς ἐσχάτας

અને તેમના પછી, ત્યાં કોઈ વધુ અનર્થો થશે નહિ

ὅτι ἐν αὐταῖς ἐτελέσθη ὁ θυμὸς τοῦ Θεοῦ

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કેમ કે આ અનર્થો ઈશ્વરનો કોપ પૂર્ણ કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὅτι ἐν αὐταῖς ἐτελέσθη ὁ θυμὸς τοῦ Θεοῦ

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ અનર્થો ઈશ્વરનો સઘળૉ ક્રોધ બતાવશે અથવા 2) આ અનર્થો પછી, ઈશ્વર હવે ગુસ્સે રહેશે નહિ.

Revelation 15:2

અહીં યોહાન જે લોકોએ શ્વાપદ ઉપર વિજય મેળવ્યો હતો અને જેઓ ઈશ્વરની સ્તુતિ કરી રહ્યા છે તે લોકો વિશેના તેના સંદર્શનનું વર્ણન કરવાની શરૂઆત કરે છે

θάλασσαν ὑαλίνην

તે કેવી રીતે કાચ અથવા સમુદ્ર જેવું હતું તે સ્પષ્ટ રીતે કહી શકાય છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) સમુદ્ર વિષે કહેવામા આવ્યું છે જાણે કે તે કાચ હોય. વૈકલ્પિક અનુવાદ: ""સમુદ્ર કે જે કાચ જેટલો સરળ હતો"" અથવા 2) કાચ વિષે કહેવામાં આવ્યું છે જાણે કે તે સમુદ્ર હોય. તમે [પ્રકટીકરણ 4:6] (../04/06.md) માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""કાચ કે જે સમુદ્રની જેમ ફેલાયેલો હતો"" (જુઓ: રૂપક)

τοὺς νικῶντας ἐκ τοῦ θηρίου, καὶ ἐκ τῆς εἰκόνος αὐτοῦ

તેઓ કેવી રીતે વિજયી થયા તે સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓએ શ્વાપદ અને તેની મૂર્તિની ઉપાસના ન કરવા દ્વારા તેઓ પર વિજય મેળવ્યો હતો "" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἐκ τοῦ ἀριθμοῦ τοῦ ὀνόματος αὐτοῦ

તેઓ સંખ્યા પર કેવી રીતે વિજયી થયા તે સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે સંખ્યા પર એટલે તે સંખ્યા દ્વારા ચિહ્નિત ન હોય તેના દ્વારા તે નામને રજૂ કરે છે "" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

τοῦ ἀριθμοῦ τοῦ ὀνόματος αὐτοῦ

પ્રકટીકરણ 13:18 માં વર્ણવેલ સંખ્યાનો ઉલ્લેખ કરે છે.

Revelation 15:3

ᾄδουσιν

જે લોકોએ શ્વાપદ પર વિજય મેળવ્યો હતો તેઓ ગાયન કરી રહ્યા હતા

Revelation 15:4

τίς οὐ μὴ φοβηθῇ, Κύριε, καὶ δοξάσει τὸ ὄνομά σου, ὅτι μόνος ὅσιος?

આ પ્રશ્નનો ઉપયોગ તેમના આશ્ચર્યને બતાવવા માટે થાય છે કે પ્રભુ કેટલા મહાન અને મહિમાવાન છે. તે ઉદ્ગારવાચક તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ, દરેકજણ તમારું ભય રાખશે અને તમારા નામનો મહિમા કરશે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

δοξάσει τὸ ὄνομά σου

તમારું નામ"" શબ્દસમૂહ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારો મહિમા કરો"" (જુઓ: ઉપનામ)

τὰ δικαιώματά σου ἐφανερώθησαν

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે દરેકને તમારા ન્યાયી કાર્યો જણાવ્યા છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Revelation 15:5

સાત દૂતો સાત અનર્થોને લઈને અતિ પવિત્ર સ્થાનની બહાર આવે છે. તેમના વિશે અગાઉ પ્રકટીકરણ 15:1 માં જણાવવામાં આવ્યું હતુ .

μετὰ ταῦτα

લોકો ગીત ગાઇ રહ્યા પછી

Revelation 15:6

οἱ ἑπτὰ ἄγγελοι οἱ ἔχοντες τὰς ἑπτὰ πληγὰς

આ દૂતોને સાત અનર્થો સાથે જોવામાં આવ્યા હતા કારણ કે પ્રકટીકરણ 17:7 માં તેઓને ઈશ્વરના કોપથી ભરેલા સાત પ્યાલા આપવામાં આવે છે.

λίθον

શણમાંથી બનાવેલું સુંદર, મોંઘું કાપડ

ζώνας

રેશમી પટ્ટૉ એ શોભા માટેનો કાપડનો ટુકડો છે જે શરીરના ઉપરના ભાગે પહેરવામાં આવે છે.

Revelation 15:7

τῶν τεσσάρων ζῴων

જીવંત પ્રાણી અથવા ""જીવંત વસ્તુ."" તમે પ્રકટીકરણ 4:6 માં કેવી રીતે ""જીવંત પ્રાણીઓ"" નું અનુવાદ કર્યું છે તે જુઓ

ἑπτὰ φιάλας χρυσᾶς, γεμούσας τοῦ θυμοῦ τοῦ Θεοῦ

દ્રાક્ષારસ ભરેલ પ્યાલાની છબી સ્પષ્ટ રીતે કહી શકાય છે. અહીં ""કોપ"" શબ્દ સજાનો ઉલ્લેખ કરે છે. દ્રાક્ષારસ સજા માટેનું પ્રતીક છે. વૈકલ્પિક અનુવાદ: ""દ્રાક્ષારસથી ભરેલાં સોનાના સાત પ્યાલા એ ઈશ્વરના કોપને દર્શાવે છે."" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી સાંકેતિક ભાષા)

Revelation 15:8

ἄχρι τελεσθῶσιν αἱ ἑπτὰ πληγαὶ τῶν ἑπτὰ ἀγγέλων

સાત દૂતો પૃથ્વી પર સાત અનર્થો પૂરા કરે ત્યાં સુધી

Revelation 16

પ્રકટીકરણ 16 સામાન્ય નોંધો

માળખુ અને બંધારણ

આ અધ્યાય 15 નું સંદર્શન ચાલુ રાખે છે. બંને અધ્યાયો સાત અનર્થો કે જે ઈશ્વરના કોપ પૂર્ણ કરે છે તેને દર્શાવે છે. (જુઓ: કોપ, ક્રોધ)

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં જમણી બાજુએ સુયોજિત કરે છે જેથી તેને વાંચવું સરળ બને. યુએલટી 5-7 કલમોમાં આ પ્રમાણે કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""મેં મંદિરમાંથી એક મોટી વાણી સાંભળી""

આ તે જ મંદિર છે જેનો ઉલ્લેખ અધ્યાય 15 માં કરવામાં આવ્યો છે.

ઈશ્વરના કોપના સાત પ્યાલા

આ અધ્યાય સખત ન્યાયને જાહેર કરે છે. દૂતો ઈશ્વરના કોપના સાત પ્યાલા રેડતા હોય તે રીતે તેઓને દ્રશ્યમાન કરવામાં આવ્યા છે. (જુઓ: રૂપક)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

આ અધ્યાયનો સ્વર વાચકને અચંબો પમાડવાનો છે. અનુવાદમાં આ અધ્યાયમાં વ્યક્ત કરવામાં આવેલી તીક્ષ્ણ ભાષાને ઘટાડવી ન જોઈએ.

હર-મગિદોન

આ એક હિબ્રૂ શબ્દ છે. તે સ્થળનું નામ છે. યોહાને હિબ્રૂ શબ્દના અવાજોનો ઉપયોગ કરીને તેને ગ્રીક અક્ષરોથી લખ્યા. અનુવાદકોને જે ભાષામાં અનુવાદ કરવાનું હોય તે ભાષાના(લક્ષિત ભાષાના) અક્ષરોનો ઉપયોગ કરીને લિવ્યંતર કરવા માટે ઉતેજન આપવામાં આવે છે. (જુઓ: શબ્દોની નકલ અથવા ઉછીના લેવા)

Revelation 16:1

યોહાન સાત અનર્થો સાથેના સાત દૂતો વિશેના સંદર્શનના બાકીના ભાગનું વર્ણન કરવાનું ચાલુ રાખે છે. સાત અનર્થો એ ઈશ્વરના કોપના સાત પ્યાલા છે.

ἤκουσα

મેં"" શબ્દ યોહાનનો ઉલ્લેખ કરે છે.

φιάλας τοῦ θυμοῦ τοῦ Θεοῦ

દ્રાક્ષારસથી ભરેલાં પ્યાલાની છબી સ્પષ્ટ કહી શકાય છે. અહીં ""કોપ"" શબ્દ સજાનો ઉલ્લેખ કરે છે. દ્રાક્ષારસ એ સજા માટેનું પ્રતીક છે. તમે પ્રકટીકરણ 15:7 માં સમાન શબ્દોનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: "" દ્રાક્ષારસથી ભરેલાં પ્યાલા એ ઈશ્વરના કોપને રજૂ કરે છે "" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી સાંકેતિક ભાષા)

Revelation 16:2

ἐξέχεεν τὴν φιάλην αὐτοῦ

પ્યાલો"" શબ્દ તેમાં જે ભરેલું છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેના પ્યાલામાંથી દ્રાક્ષારસ રેડ્યો"" અથવા ""તેના પ્યાલામાંથી ઈશ્વરનો કોપ રેડ્યો"" (જુઓ: ઉપનામ)

ἕλκος…πονηρὸν

પીડાદાયક જખમો. આ રોગોથી થયેલ ચેપ અથવા જેને રૂઝ ના આવી હોય તેવી ઇજાઓ હોઈ શકે છે.

τὸ χάραγμα τοῦ θηρίου

આ એક ઓળખ ચિહ્ન હતું, તે સૂચવતું હતું કે જેણે તે ચિહ્ન કરાવ્યું હોય તે વ્યક્તિ શ્વાપદની આરાધના કરે છે. તમે પ્રકટીકરણ 13:17 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Revelation 16:3

ἐξέχεεν τὴν φιάλην αὐτοῦ

પ્યાલો"" શબ્દ તેમાં જે ભરેલું છે તેનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 16:2 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""તેના પ્યાલામાંથી દ્રાક્ષારસ રેડ્યો"" અથવા ""તેના પ્યાલામાંથી ઈશ્વરનો કોપ રેડ્યો"" (જુઓ: ઉપનામ)

τὴν θάλασσαν

આ બાબત ખારા પાણીના સર્વ સરોવરો અને મહાસાગરોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Revelation 16:4

ἐξέχεεν τὴν φιάλην αὐτοῦ

પ્યાલો"" શબ્દ તેમાં જે ભરેલું છે તેનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 16:2 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""તેના પ્યાલામાંથી દ્રાક્ષારસ રેડ્યો"" અથવા ""તેના પ્યાલામાંથી ઈશ્વરનો કોપ રેડ્યો"" (જુઓ: ઉપનામ)

τοὺς ποταμοὺς καὶ τὰς πηγὰς τῶν ὑδάτων

આ બાબત તાજા પાણીના સર્વ ઝરાઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Revelation 16:5

τοῦ ἀγγέλου τῶν ὑδάτων

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ ત્રીજા દૂતનો ઉલ્લેખ કરે છે જેની પાસે નદીઓ અને પાણીના ઝરાઓ પર ઈશ્વરનો કોપ રેડી દેવાનો હવાલો હતો અથવા 2) આ એક અન્ય દૂત હતો જેની પાસે સર્વ પાણીનો હવાલો હતો.

δίκαιος εἶ

તમે/તું શબ્દ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ὁ ὢν, καὶ ὁ ἦν

ઈશ્વર જે છે અને જે હતા. તમે પ્રકટીકરણ 1:4 માં આ સમાન શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Revelation 16:6

αἷμα ἁγίων καὶ προφητῶν ἐξέχεαν

અહીં ""રક્ત વહેવડાવ્યું"" નો અર્થ મારી નાખવામાં આવ્યા. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ ઈશ્વરના પવિત્ર લોકો અને પ્રબોધકોની હત્યા કરી"" (જુઓ: ઉપનામ)

αἷμα αὐτοῖς ἔδωκας πιεῖν

ઈશ્વર દુષ્ટ લોકોને તે પાણી પીવા ફરજ પાડશે જેને તેઓએ રક્ત બનાવી દીધું છે.

Revelation 16:7

ἤκουσα τοῦ θυσιαστηρίου λέγοντος

અહીં ""વેદી"" શબ્દ કદાચ વેદી પાસેની કોઈ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. ""મેં કોઈને વેદી પાસેથી ઉત્તર આપતા સાંભળ્યો"" (જુઓ: ઉપનામ)

Revelation 16:8

ἐξέχεεν τὴν φιάλην αὐτοῦ

પ્યાલો"" શબ્દ તેમાં જે ભરેલું છે તેનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 16:2 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""તેના પ્યાલામાંથી દ્રાક્ષારસ રેડ્યો"" અથવા ""તેના પ્યાલામાંથી ઈશ્વરનો કોપ રેડ્યો"" (જુઓ: ઉપનામ)

ἐδόθη αὐτῷ καυματίσαι τοὺς ἀνθρώπους

યોહાન સૂર્ય વિષે એવું કહે છે જાણે કે તે કોઈ વ્યક્તિ હોય. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: "" સૂર્યથી લોકોને સખતરીતે બાળી નાખ્યા.” (જુઓ: વ્યક્તિનો અવતાર અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Revelation 16:9

ἐκαυματίσθησαν οἱ ἄνθρωποι καῦμα μέγα

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અતિશય ગરમીને લીધે તેઓ ખરાબ રીતે દાઝ્યાં"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐβλασφήμησαν τὸ ὄνομα τοῦ Θεοῦ

અહીં ઈશ્વરનું નામ ઈશ્વરને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ ઈશ્વરની નિંદા કરી"" (જુઓ: ઉપનામ)

τοῦ Θεοῦ, τοῦ ἔχοντος τὴν ἐξουσίαν ἐπὶ τὰς πληγὰς ταύτας

આ શબ્દસમૂહ વાચકો ઇશ્વર વિશે અગાઉથી જ થોડુંઘણું જાણે છે તેની યાદ અપાવે છે. લોકો શા માટે ઈશ્વરની નિંદા કરે છે તે સમજાવવામાં મદદરૂપ થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર કારણ કે તેમની પાસે આ અનર્થો પર અધિકાર છે"" (જુઓ: માહિતી આપવી કે યાદ દેવડાવવું વચ્ચેનો તફાવત)

τὴν ἐξουσίαν ἐπὶ τὰς πληγὰς ταύτας

આ બાબત લોકો પર આ અનર્થો લાદવાની શક્તિ, અને અનર્થોને રોકવાની શક્તિનો ઉલ્લેખ કરે છે. (જુઓ: રૂપક)

Revelation 16:10

ἐξέχεεν τὴν φιάλην αὐτοῦ

પ્યાલો"" શબ્દ તેમાં જે ભરેલું છે તેનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 16:2 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""તેના પ્યાલામાંથી દ્રાક્ષારસ રેડ્યો"" અથવા ""તેના પ્યાલામાંથી ઈશ્વરનો કોપ રેડ્યો"" (જુઓ: ઉપનામ)

τὸν θρόνον τοῦ θηρίου

આ તે સ્થળ છે જ્યાંથી શ્વાપદ શાસન કરે છે. તે કદાપી તેના રાજ્યના પાટનગરનો ઉલ્લેખ કરી શકે છે. (જુઓ: ઉપનામ)

ἐγένετο ἡ βασιλεία αὐτοῦ ἐσκοτωμένη

અહીં ""અંધકાર"" ને જાણે કે ધાબળા જેવું કંઈક હોય એમ કહેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""તેના આખા રાજ્યમાં અંધકાર વ્યાપી ગયો"" અથવા ""તેનું આખું રાજ્ય અંધકારમય થઈ ગયું"" (જુઓ: રૂપક)

ἐμασῶντο

શ્વાપદના રાજ્યમાંના લોકોએ પોતાની જીભો કરડી ખાધી.

Revelation 16:11

ἐβλασφήμησαν

શ્વાપદના રાજ્યમાંના લોકોએ નિંદા કરી.

Revelation 16:12

ἐξέχεεν τὴν φιάλην αὐτοῦ

પ્યાલો"" શબ્દ તેમાં જે ભરેલું છે તેનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 16:2 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""તેના પ્યાલામાંથી દ્રાક્ષારસ રેડ્યો"" અથવા ""તેના પ્યાલામાંથી ઈશ્વરનો કોપ રેડ્યો"" (જુઓ: ઉપનામ)

τὸν Εὐφράτην, καὶ ἐξηράνθη τὸ ὕδωρ αὐτοῦ

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ફ્રાત(નદી). તેનું પાણી સુકાઈ ગયું"" અથવા ""ફ્રાત, અને તેનું પાણી સૂકવી નાખ્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Revelation 16:13

ὡς βάτραχοι

દેડકો એક નાનું પ્રાણી છે જે પાણીની નજીક રહે છે. યહૂદીઓ તેમને અશુદ્ધ પ્રાણીઓ માને છે.

δράκοντος

આ ગરોળીની જેમ, એક મોટો, ઉગ્ર અજગર હતો. યહૂદી લોકો માટે, તે દુષ્ટતા અને અરાજકતાનું પ્રતીક હતું. શ્વાપદને કલમ 9 માં ""દુષ્ટ અથવા શેતાન"" તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે પ્રકટીકરણ 12:3 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: સાંકેતિક ભાષા)

Revelation 16:15

કલમ 15 એ યોહાનના દર્શનની મુખ્ય વાર્તા પંક્તિમાં વિરામ દર્શાવે છે. આ શબ્દો ઈસુ બોલ્યા છે. વાર્તા પંક્તિ કલમ 16 માં ચાલુ રહે છે.

ἰδοὺ, ἔρχομαι…τὴν ἀσχημοσύνην αὐτοῦ

આ કૌંસમાં છે જે દર્શાવે છે કે તે સંદર્શનની વાર્તા પંક્તિનો ભાગ નથી. તેને બદલે, આ એવું કંઈક છે જે પ્રભુ ઈસુએ કહ્યું હતું. તે સ્પષ્ટ રીતે કહી શકાય કે પ્રભુ ઈસુએ આ કહ્યું, જેમ યુએસટી માં આપેલ છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἔρχομαι ὡς κλέπτης

જેમ ચોર અણધાર્યા સમયે આવે છે તેમ ઈસુ એવા સમયે આવશે જ્યારે લોકો તેમની અપેક્ષા રાખતા નહિ હોય. તમે પ્રકટીકરણ 3:3 માં સમાન શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: ઉપમા)

τηρῶν τὰ ἱμάτια αὐτοῦ

યોગ્ય રીતે જીવવું તેને પોતાના વસ્ત્રોની સંભાળ લેવી એમ કહેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""જે યોગ્ય છે તે કરવું, એ પોતાના વસ્ત્રોની સંભાળ લેવા જેવું છે "" (જુઓ: રૂપક)

τηρῶν τὰ ἱμάτια αὐτοῦ

કેટલીક આવૃતિઓ અનુવાદ કરે છે, "" પોતાના વસ્ત્રોને પોતાની પાસે સાચવી રાખે છે.

βλέπωσιν τὴν ἀσχημοσύνην αὐτοῦ

અહીં ""તેઓ"" શબ્દ અન્ય લોકોનો ઉલ્લેખ કરે છે.

Revelation 16:16

συνήγαγεν αὐτοὺς

શેતાનના આત્માઓએ રાજાઓ અને તેમની સેનાઓને ભેગા કર્યા.

τὸν τόπον τὸν καλούμενον

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: "" એવી જગા કે જેને લોકો કહે છે "" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Ἁρμαγεδών

આ એક સ્થળનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Revelation 16:17

સાતમો દૂત ઈશ્વરના કોપનો સાતમો પ્યાલો રેડી દે છે.

ἐξέχεεν τὴν φιάλην αὐτοῦ

પ્યાલો"" શબ્દ તેમાં જે છે તેનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 16:2 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""તેના પ્યાલામાંથી દ્રાક્ષારસ રેડ્યો"" અથવા ""તેના પ્યાલામાંથી ઈશ્વરનો કોપ રેડ્યો"" (જુઓ: ઉપનામ)

καὶ ἐξῆλθεν φωνὴ μεγάλη ἐκ τοῦ ναοῦ ἀπὸ τοῦ θρόνου

આનો અર્થ એ છે કે કોઈ રાજ્યાસન પર બિરાજમાન છે અથવા જે રાજ્યાસનની નજીક ઊભુ છે તે મોટેથી બોલે છે. કોણ બોલી રહ્યું છે તે સ્પષ્ટ નથી. (જુઓ: ઉપનામ)

Revelation 16:18

ἀστραπαὶ

દરેક વખતે જ્યારે વીજળી થાય છે ત્યારે તે કેવી દેખાય છે તે તમારી ભાષામાં વર્ણવો. તમે પ્રકટીકરણ 4:5 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

φωναὶ, καὶ βρονταί

આ મોટા અવાજો છે જે ગર્જના કરે છે. ગર્જનાના અવાજોનું વર્ણન કરવા તમારી ભાષાની રીતનો ઉપયોગ કરો. તમે પ્રકટીકરણ 4:5 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Revelation 16:19

ἡ πόλις ἡ μεγάλη εἰς

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ભૂકંપથી મહાનગરના બે ભાગ થઇ ગયા/ વિભાજિત થઈ ગયું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐμνήσθη ἐνώπιον τοῦ Θεοῦ

પછી ઈશ્વરે સ્મરણ કર્યુ અથવા ""પછી ઈશ્વરે વિચાર કર્યો"" અથવા ""પછી ઈશ્વરે ધ્યાન આપવાનું શરૂ કર્યું."" આનો અર્થ એ નથી કે ઈશ્વર કંઈ ભૂલી ગયા હતા તે યાદ આવ્યું.

δοῦναι αὐτῇ τὸ ποτήριον τοῦ οἴνου τοῦ θυμοῦ τῆς ὀργῆς αὐτοῦ

દ્રાક્ષારસ તેમના કોપનું પ્રતીક છે. લોકોને તે પીવડાવવો તે તેમને શિક્ષા કરવાનું પ્રતીક છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમણે તે નગરના લોકોને દ્રાક્ષારસ પીવડાવ્યો કે જે તેમના કોપને રજૂ કરે છે"" (જુઓ: સાંકેતિક ભાષા)

Revelation 16:20

આ ઈશ્વરના કોપના સાતમા પ્યાલાનો એક ભાગ છે.

ὄρη οὐχ εὑρέθησαν

કોઈપણ પર્વતો જોવાની અસમર્થતા એ એક ઉપનામ છે જે એવા વિચારને અભિવ્યક્તિને કરે છે કે પર્વતો અદ્રશ્ય થઈ ગયા/ હવે કોઈ પર્વતોનું અસ્તિત્વ નથી. વૈકલ્પિક અનુવાદ: ""ત્યાં હવે કોઈપણ પર્વતો નહોતા"" (જુઓ: ઉપનામ)

Revelation 16:21

ταλαντιαία

તમે આને આધુનિક માપમાં રૂપાંતરિત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""33 કિલોગ્રામ"" (જુઓ: બાઈબલમાં લિખિત વજનનાં માપ)

Revelation 17

પ્રકટીકરણ 17 સામાન્ય નોંધો

માળખુ અને બંધારણ

આ અધ્યાય ઈશ્વર કેવી રીતે બાબિલોનનો નાશ કરશે તેનું વર્ણન કરવાનું શરૂ કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

વેશ્યા

શાસ્ત્ર ઘણીવાર મૂર્તિપૂજક યહૂદીઓને વ્યભિચારી લોકો અને ક્યારેક વેશ્યા તરીકે ચિત્રિત કરે છે. અહીં આ સંદર્ભ નથી. અનુવાદકે આ દ્રષ્ટાંતને અસ્પષ્ટ બનવાની મંજૂરી આપવી જોઈએ. (જુઓ: સાંકેતિક ભવિષ્યવાણી)

સાત ટેકરીઓ

આ સંભવત: રોમ નગરનો ઉલ્લેખ કરે છે, જે સાત ટેકરીઓના નગર તરીકે જાણીતું હતું. જો કે, અનુવાદકે અનુવાદમાં રોમને ઓળખવાનો પ્રયાસ કરવો જોઈએ નહિ.

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

રૂપકો

યોહાન આ અધ્યાયમાં ઘણા વિવિધ રૂપકોનો ઉપયોગ કરે છે. તે તેમાનાં કેટલાકનો અર્થ સમજાવે છે, પરંતુ તેમને પ્રમાણમાં અસ્પષ્ટ રહેવાની મંજૂરી આપે છે. અનુવાદકે પણ આવુ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. (જુઓ: રૂપક)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""તમે જે શ્વાપદને જોયું હતું, તે હવે અસ્તિત્વમાં નથી, પરંતુ તે નીકળી આવવાનું છે""

આ અને અધ્યાયમાંના સમાન શબ્દસમૂહો શ્વાપદને ઈસુ સાથે વિપરીત બનાવે છે. પ્રકટીકરણના પુસ્તકમાં અન્ય જગાએ ઈસુને "" જે છે, અને જે હતા, અને જે આવનાર છે"" કહેવામાં આવ્યા છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

વિરોધાભાસ

વિરોધાભાસ એ એક સાચુ નિવેદન છે જે કંઈક અશક્ય બાબતનું વર્ણન દર્શાવે છે. 17:11 માં આ વાક્ય એક વિરોધાભાસ છે: ""શ્વાપદ ... તે પોતે જ આઠમો રાજા પણ છે; પરંતુ તે સાત રાજાઓમાંનો એક છે."" અનુવાદકે આ વિરોધાભાસને ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ નહિ. તે રહસ્ય જ રહેવું જોઈએ. (પ્રકટીકરણ 17:11)

Revelation 17:1

યોહાન મોટી વેશ્યા વિશે તેના સંદર્શનના ભાગનું વર્ણન કરવાની શરૂઆત કરે છે.

τὸ κρίμα τῆς πόρνης τῆς μεγάλης

તિરસ્કાર"" નામ ને ""નિંદા"" ક્રિયાપદ સાથે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કેવી રીતે ઈશ્વર મોટી વેશ્યાને સજા કરશે"" (જુઓ: અમૂર્ત નામો)

τῆς πόρνης τῆς μεγάλης

વેશ્યા કે જે નામચીન છે. તે ચોક્કસ એક પાપી નગરને રજૂ કરે છે. (જુઓ: સાંકેતિક ભાષા)

ἐπὶ ὑδάτων πολλῶν

જો તમને જરૂર હોય તો તમે પાણીના પ્રકાર માટે વધુ ચોક્કસ શબ્દનો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઘણી નદીઓ પર"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Revelation 17:2

ἐμεθύσθησαν οἱ κατοικοῦντες τὴν γῆν ἐκ τοῦ οἴνου τῆς πορνείας αὐτῆς

દ્રાક્ષારસ વ્યભિચારને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પૃથ્વીના લોકો તેણીનો દ્રાક્ષારસ પીને છાકટા થયા, એટલે કે, તેઓએ વ્યભિચાર કર્યો"" (જુઓ: માહિતી આપવી કે યાદ દેવડાવવું વચ્ચેનો તફાવત અને સાંકેતિક ભાષા)

τῆς πορνείας αὐτῆς

આના લગભગ બે અર્થ હોઈ શકે છે: લોકો મધ્યે વ્યભિચાર અને ખોટા દેવોની ઉપાસના પણ. (જુઓ: રૂપક)

Revelation 17:3

ἀπήνεγκέν με εἰς ἔρημον ἐν Πνεύματι

યોહાન આકાશમાંથી અરણ્યમાં દ્રશ્યમાન થાય છે. (જુઓ: પૂર્વભૂમિકા)

Revelation 17:4

μαργαρίταις

સુંદર અને મૂલ્યવાન શ્વેત માળાઓ. નાના ચોક્કસ પ્રકારના પ્રાણી જે સમુદ્રમાં રહે છે તેના છીપની અંદર તેઓ રચાય છે. (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

Revelation 17:5

ἐπὶ τὸ μέτωπον αὐτῆς ὄνομα γεγραμμένον

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈએ તેના કપાળ પર નામ લખ્યું હતું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Βαβυλὼν ἡ Μεγάλη

જો તે સ્પષ્ટ કરવાની જરૂર હોય કે નામ સ્ત્રીનો ઉલ્લેખ કરે છે, તો તેને એક વાક્યમાં મૂકી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું શક્તિશાળી બાબિલોન છું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Revelation 17:6

દૂત યોહાનને વેશ્યા અને લાલ શ્વાપદનો અર્થ સમજાવવાની શરૂઆત કરે છે. દૂત આ બાબતોને કલમ 18 દ્વારા સમજાવે છે.

μεθύουσαν ἐκ τοῦ αἵματος…καὶ ἐκ τοῦ αἵματος

નશામાં હતો કારણ કે તેણીએ રક્ત પીધું હતું ... અને રક્ત પીધું હતું

τῶν μαρτύρων Ἰησοῦ

વિશ્વાસીઓ કે જેઓ મૃત્યુ પામ્યા છે કારણ કે તેઓએ ઈસુ વિષે બીજાઓને કહ્યું

ἐθαύμασα

વિસ્મય પમાડવું, આશ્ચર્યચકિત કરવું

Revelation 17:7

διὰ τί ἐθαύμασας

દૂત આ પ્રશ્નનો ઉપયોગ યોહાનને નરમાશથી ઠપકો આપવા કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તારે અચંબો ન પામવું જોઈએ!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Revelation 17:8

τῆς Ἀβύσσου

આ એક અતિશય ઊંડું સાંકડુ બાકોરું છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ખાડાને તળિયું નથી; તે સદાકાળ સુધી સતત ઊંડુને ઊંડુ થતું રહે છે અથવા 2) ખાડો એટલો ઊંડો છે કે તેનું તળિયું છે જ નહિ. તમે પ્રકટીકરણ 9:1 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

καὶ εἰς ἀπώλειαν ὑπάγει

વિનાશ"" નામ `નું ક્રિયાપદ સાથે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પછી તે નાશ પામશે"" અથવા ""પછી ઈશ્વર તેનો નાશ કરશે"" (જુઓ: અમૂર્ત નામો અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

εἰς ἀπώλειαν ὑπάγει

ભવિષ્યમાં શું બનશે તેની નિશ્ચિતતા વિષે એ રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે શ્વાપદ તેની પાસે જતું હોય. (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને રૂપક)

ὧν οὐ γέγραπται τὰ ὀνόματα

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ કે જેઓના નામ ઈશ્વરે લખ્યા નથી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Revelation 17:9

દૂત બોલવાનું ચાલુ રાખે છે. અહીં તે શ્વાપદના સાત માથાઓનો અર્થ સમજાવે છે કે જેના પર સ્ત્રી સવારી કરી રહી છે.

ὧδε ὁ νοῦς ὁ ἔχων σοφίαν

અમૂર્ત સંજ્ઞાઓ ""મન"" અને ""ડહાપણ"" ને ""વિચારો"" અને ""જ્ઞાની"" અથવા ""બુધ્ધિપૂર્વક"" સાથે વ્યક્ત કરી શકાય છે. શા માટે જ્ઞાની મનની જરૂર છે તે સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આ સમજવા માટે જ્ઞાની મનની જરૂર છે"" અથવા ""આ સમજવા માટે તમારે બુધ્ધિપૂર્વક વિચારવાની જરૂરી છે"" (જુઓ: અમૂર્ત નામો અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

આ તેને અનિવાર્ય બનાવે છે

αἱ ἑπτὰ κεφαλαὶ ἑπτὰ ὄρη εἰσίν

અહીં ""હોવું"" નો અર્થ ""તેના માટે"" અથવા ""રજૂ કરવું"" થાય છે.

Revelation 17:10

οἱ πέντε ἔπεσαν

દૂત મૃત્યુ પામવાની વાતને પડી જવું એમ કહે છે. વૈકલ્પિક અનુવાદ: ""પાંચ રાજાઓ મૃત્યુ પામ્યા છે"" (જુઓ: રૂપક)

ὁ εἷς ἔστιν

એક હવે રાજા છે અથવા ""એક રાજા હવે જીવંત છે

ὁ εἷς ἔστιν, ὁ ἄλλος οὔπω ἦλθεν

હજુ અસ્તિત્વમાં ન હોવું તેને જાણે કે તે હજુ સુધી આવ્યું નથી તે રીતે રજૂ કરેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""હજી સુધી બીજો કોઇ રાજા બન્યો નથી; જ્યારે તે રાજા બને છે"" (જુઓ: રૂપક)

ἔλθῃ, ὀλίγον αὐτὸν δεῖ μεῖναι

કોઈ રાજા તરીકે ચાલુ રહે છે તેના વિષે દૂત કહે છે જાણે કે તે કોઈ સ્થળે બાકી રહી ગયો હોય. વૈકલ્પિક અનુવાદ: ""તે થોડા સમય માટે જ રાજા થઈ શકે છે"" (જુઓ: રૂપક)

Revelation 17:11

ἐκ τῶν ἑπτά ἐστιν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) શ્વાપદ બે વાર શાસન કરે છે: પ્રથમવાર સાત રાજાઓમાંનો એક રાજા તરીકે, અને પછી આઠમા રાજા તરીકે અથવા 2) શ્વાપદ સાત રાજાઓના જૂથનું છે કારણ કે તે તેમના જેવું જ છે.

εἰς ἀπώλειαν ὑπάγει

ભવિષ્યમાં શું બનશે તેની નિશ્ચિતતા વિશે એ રીતે કહેવામા આવેલ છે જાણે કે તે શ્વાપદ તેની પાસે જતું હોય. વૈકલ્પિક અનુવાદ: ""તે ચોક્કસપણે નાશ પામશે"" અથવા ""ઈશ્વર નિશ્ચિત તેનો નાશ કરશે"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Revelation 17:12

દૂત યોહાન સાથે વાત કરવાનું ચાલુ રાખે છે. અહીં તે શ્વાપદના દસ શિંગડાનો અર્થ સમજાવે છે.

μίαν ὥραν

જો તમારી ભાષા દિવસને 24 કલાકમાં વહેંચતી નથી, તો તમારે વધુ સામાન્ય અભિવ્યક્તિનો ઉપયોગ કરવાની જરૂર પડી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""ખૂબ જ ટૂંકા સમય માટે"" અથવા ""દિવસના ખૂબ જ નાના ભાગ માટે"" (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

Revelation 17:13

οὗτοι μίαν γνώμην ἔχουσιν

આ બધા એક જ બાબત વિચારે છે અથવા ""આ બધા એક જ બાબત/કામ કરવા સંમત થાય છે

Revelation 17:14

τοῦ Ἀρνίου

હલવાન"" એ એક યુવાન ઘેટું છે. અહીં તેનો ઉપયોગ પ્રતીકાત્મક રીતે ખ્રિસ્તનનો ઉલ્લેખ કરવા માટે થયો છે. તમે પ્રકટીકરણ 5:6 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: સાંકેતિક ભાષા)

κλητοὶ, καὶ ἐκλεκτοὶ, καὶ πιστοί

આ એક લોકજૂથનો ઉલ્લેખ કરે છે. ""બોલાવેલા"" અને ""પસંદ કરાયેલ"" શબ્દો સક્રિય સ્વરૂપમાં વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેડવામાં આવેલા, પસંદ કરાયેલા અને વિશ્વાસુઓ "" અથવા ""જેઓને ઈશ્વરે તેડ્યા છે અને પસંદ કર્યા છે, જેઓ તેમને વિશ્વાસુ છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Revelation 17:15

τὰ ὕδατα ἃ εἶδες, οὗ ἡ πόρνη κάθηται, λαοὶ καὶ ὄχλοι εἰσὶν, καὶ ἔθνη καὶ γλῶσσαι

અહીં ""છે"" નો અર્થ ""રજૂ કરે છે"" થાય છે. (જુઓ: રૂપક)

τὰ ὕδατα

જો તમને જરૂર હોય તો, તમે પાણીના પ્રકાર માટે વધુ ચોક્ક્સ શબ્દનો ઉપયોગ કરી શકો છો. પ્રકટીકરણ 17:1 માં તમે ""ઘણા પાણી"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""નદીઓ"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ὄχλοι

લોકોના મોટા જૂથો

γλῶσσαι

આ તે લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ભાષાઓ બોલે છે. તમે પ્રકટીકરણ 10:11 માં કેવી રીતે આ અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: ઉપનામ)

Revelation 17:16

ἠρημωμένην ποιήσουσιν αὐτὴν καὶ γυμνήν

તેણીની પાસે જે સઘળું હોય તેને લૂંટી લો અને તેણીની પાસે કંઈપણ બાકી રાખશો નહિ

τὰς σάρκας αὐτῆς φάγονται

તેણીનો સંપૂર્ણ નાશ કરવો તેને જાણેકે તેણીનું સઘળુ માંસ ખાઈ જવું એમ કહેલ છે. ""તેઓ તેણીનો સંપૂર્ણ નાશ કરશે"" (જુઓ: રૂપક)

Revelation 17:17

ὁ γὰρ Θεὸς ἔδωκεν εἰς τὰς καρδίας αὐτῶν ποιῆσαι τὴν γνώμην αὐτοῦ, καὶ ποιῆσαι μίαν γνώμην, καὶ δοῦναι…ἄχρι τελεσθήσονται οἱ λόγοι τοῦ Θεοῦ

તેઓ તેમની સતા શ્વાપદને આપવા સંમત થશે, પરંતુ તેનો અર્થ એવો નથીકે તેઓ ઈશ્વરને આધીન થવાની ઇચ્છા રાખશે. વૈકલ્પિક અનુવાદ: ""માટે ઈશ્વરે તેઓના હ્રદયમાં એ વાત મૂકી છે કે તેઓ આપવા સંમત થાય..... ઈશ્વરની વાત પરિપૂર્ણ થાય ત્યાં સુધી, અને આ કરવા દ્વારા, તેઓ ઈશ્વરનો હેતુ પાર પાડશે

ὁ γὰρ Θεὸς ἔδωκεν εἰς τὰς καρδίας αὐτῶν ποιῆσαι τὴν γνώμην αὐτοῦ, καὶ ποιῆσαι μίαν γνώμην, καὶ δοῦναι…ἄχρι τελεσθήσονται οἱ λόγοι τοῦ Θεοῦ

અહીં ""હૃદય"" ઇચ્છાઓનું માટેનું ઉપનામ છે. તેમને કંઈક કરવા માટે તૈયાર કરવા તેને જાણે કે તે વાત તેઓના હૃદયમાં મૂકવી એ રીતે કહેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેમનામાં ઇચ્છા કરી/મૂકી"" (જુઓ: ઉપનામ અને રૂપક)

τὴν βασιλείαν αὐτῶν

અધિકાર અથવા ""રાજવી અધિકાર

ἄχρι τελεσθήσονται οἱ λόγοι τοῦ Θεοῦ

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે જે કહ્યું તે પૂર્ણ થશે ત્યાં સુધી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Revelation 17:18

દૂત યોહાન સાથે વેશ્યા અને શ્વાપદ વિષેની વાત પૂરી કરે છે.

ἔστιν

અહીં ""છે"" નો અર્થ "" રજૂ કરવું"" થાય છે. (જુઓ: રૂપક)

ἡ πόλις ἡ μεγάλη, ἡ ἔχουσα βασιλείαν

જ્યારે તે કહે છે કે નગર રાજ કરે છે, તેનો અર્થ એ છે કે નગરનો આગેવાન રાજ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે મોટા નગર જેના આગેવાન રાજ કરે છે"" (જુઓ: ઉપનામ)

Revelation 18

પ્રકટીકરણ 18 સામાન્ય નોંધો

માળખુ અને બંધારણ

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં જમણી બાજુએ સુયોજિત કરે છે જેથી વાંચવાનું સરળ બને. યુએલટી 1-8 કલમો સાથે આવું કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ભવિષ્યવાણી

દૂત બાબિલોનના પતનની ભવિષ્યવાણી કરે છે, જેનો અર્થ અહીં નાશ પામવો થાય છે. તે ઘટના જાણે થઈ ચૂકી છે તે રીતે કહેલ છે. આ સામાન્ય ભવિષ્યવાણી છે. તે ભારપૂર્વક જણાવે છે કે આવનાર ન્યાય ચોક્કસપણે થશે. દૂત એ પણ ભવિષ્યવાણી કરે છે કે લોકો બાબિલોનની પડતી ને કારણે વિલાપ કરશે. (જુઓ: પ્રબોધક, પ્રબોધવાણી, પ્રબોધવાણી કરવી, દ્રષ્ટા, પ્રબોધિકા અને ન્યાયાધીશ, ન્યાયાધીશો, ન્યાય, ચુકાદાઓ અને સાંકેતિક ભવિષ્યવાણી)

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

રૂપકો

ભવિષ્યવાણી વારંવાર રૂપકોનો ઉપયોગ કરે છે. આ અધ્યાયમાં પ્રકટીકરણના સમગ્ર પુસ્તક કરતાં એકંદરે થોડી અલગ જગત-અંત-દર્શનની શૈલી છે. (જુઓ: રૂપક)

Revelation 18:1

સર્વનામ ""તેણી"" અને ""તેણી"" બાબિલોન નગરનો ઉલ્લેખ કરે છે, જેને વેશ્યા કહેવામાં આવેલ છે. (જુઓ: વ્યક્તિનો અવતાર)

બીજો દૂત આકાશમાંથી નીચે આવીને બોલે છે. પાછલા અધ્યાયમાંના દૂત કરતા આ અલગ છે, જેણે વેશ્યા અને શ્વાપદ વિષે વાત કરી હતી.

Revelation 18:2

ἔπεσεν, Βαβυλὼν ἡ μεγάλη

બાબિલોન નાશ પામ્યું છે તે વિષે દૂત એવી રીતે વાત કરે છે જાણેકે તે પડી ગયું હોય. તમે પ્રકટીકરણ 14:8 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: રૂપક)

ὀρνέου…μεμισημένου

અશુધ્ધ/ઘૃણાસ્પદ પક્ષી અથવા ""ધિકકારપાત્ર/અણગમતું પક્ષી

Revelation 18:3

πάντα τὰ ἔθνη

રાષ્ટ્રો તે રાષ્ટ્રોના લોકો માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""સર્વ દેશના/ રાષ્ટ્રોના લોકો"" (જુઓ: ઉપનામ)

τοῦ οἴνου τοῦ θυμοῦ τῆς πορνείας αὐτῆς, πέπτωκαν

આ બાબત તેણીના વ્યભિચારના આવેગમાં ભાગ લેવા માટેનું પ્રતીક છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણીના જેવા વ્યભિચારી થયા છે"" અથવા ""તેણીની જેમ વ્યભિચારમાં છાકટા બની ગયા છે"" (જુઓ: સાંકેતિક ભાષા)

τοῦ θυμοῦ τῆς πορνείας αὐτῆς

બાબિલોન વિષે એવું કહેવામાં આવ્યું છે કે જાણે તે એક વેશ્યા છે, જેણે પોતાની સાથે બિજાઓને પણ પાપ કરાવ્યા છે/ પાપમાં ભાગીદાર કર્યા છે. આના લગભગ બે અર્થ હોઈ શકે છે: ખરેખર વ્યભિચાર અને ખોટા દેવોની ઉપાસના પણ. (જુઓ: વ્યક્તિનો અવતાર અને રૂપક)

ἔμποροι

વેપારી તે વ્યક્તિ છે જે વસ્તુઓનું વેચાણ કરે છે.

ἐκ τῆς δυνάμεως τοῦ στρήνους αὐτῆς

કારણ કે તેણીએ વ્યભિચાર પર ખૂબ જ નાણાં ખર્ચ્યા હતા.

Revelation 18:4

સર્વનામ ""તેણી"" અને ""તેણી"" બાબિલોન નગરનો ઉલ્લેખ કરે છે, જેને વેશ્યા કહેવામાં આવેલ છે. (જુઓ: વ્યક્તિનો અવતાર)

આકાશમાંથી બીજી વાણી બોલવાની શરૂઆત કરે છે.

ἄλλην φωνὴν

વાણી"" શબ્દ વક્તાનો ઉલ્લેખ કરે છે, જે સંભવત: ઈસુ અથવા પિતા છે. વૈકલ્પિક અનુવાદ: ""અન્ય કોઈ વ્યક્તિ"" (જુઓ: ઉપનામ)

Revelation 18:5

ἐκολλήθησαν αὐτῆς αἱ ἁμαρτίαι ἄχρι τοῦ οὐρανοῦ

તે વાણી બાબિલોનના પાપોની વાત કરે છે જાણે કે તે વસ્તુઓનો ઢગલો હોય. વૈકલ્પિક અનુવાદ: ""તેણીના પાપો અગણિત છે જે આકાશ સુધી પહોંચતા ઢગલા સમાન છે"" (જુઓ: રૂપક)

ἐμνημόνευσεν

તેના વિષે વિચાર્યું અથવા ""ધ્યાન આપવાનું શરૂ કર્યું."" આનો અર્થ એ નથી કે ઈશ્વર કંઈક ભૂલી ગયા હતા જે તેમને યાદ આવ્યું. પ્રકટીકરણ 16:19 માં તમે કેવી રીતે ""મનનાં યાદ કરાવ્યું/મનમાં લાવ્યા"" નું અનુવાદ કર્યું છે તે જુઓ.

Revelation 18:6

ἀπόδοτε αὐτῇ ὡς καὶ αὐτὴ ἀπέδωκεν

વાણી સજા વિશે વાત કરે છે જાણે કે તે વેતન/બદલો હોય. વૈકલ્પિક અનુવાદ: ""તેણીને સજા કરો જેમ તેણીએ અન્ય લોકોને સજા કરી હતી"" (જુઓ: રૂપક)

διπλώσατε

વાણી સજાની વાત એવી રીતે કરે છે જાણે કે તે વેતન/બદલો હોય. વૈકલ્પિક અનુવાદ: ""તેણીને બમણી સજા કરો"" (જુઓ: રૂપક)

ἐν τῷ ποτηρίῳ ᾧ ἐκέρασεν, κεράσατε αὐτῇ διπλοῦν

વાણી બીજાઓને દુ:ખ પહોંચાડવાની વાતએ રીતે કરે છે જાણેકે તેમના માટે જલદ દ્રાક્ષારસ તૈયાર કરી રહ્યા હોય. વૈકલ્પિક અનુવાદ: ""તેણીએ બીજાઓના માટે જે જલદ દ્રાક્ષારસ તૈયાર કર્યો હતો તેના કરતાં બમણા દુ:ખનો દ્રાક્ષારસ તેના માટે તૈયાર કરો. અથવા ""તેણીએ બીજાને જેટલી પીડા આપી હતી તેનાથી બમણી પીડા તેને ભોગવવા દો"" (જુઓ: રૂપક)

κεράσατε…διπλοῦν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) "" બમણી માત્રામાં તૈયાર કરો"" અથવા 2) ""તેને બમણું જલદ બનાવો

Revelation 18:7

તે જ વાણી આકાશમાંથી બાબિલોન વિષે બોલવાનુ ચાલુ રાખે છે જાણે કે તે કોઈ સ્ત્રી હોય.

ἐδόξασεν αὑτὴν

બાબિલોનના લોકોએ પોતાને મહિમાવંત કર્યા

ὅτι ἐν τῇ καρδίᾳ αὐτῆς λέγει

અહીં ""હૃદય"" એ વ્યક્તિના મન અથવા વિચારો માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""માટે તેણીએ પોતાને કહ્યું "" (જુઓ: ઉપનામ)

κάθημαι βασίλισσα

તે દાવો કરે છે કે હું રાણી છું અને મારું રાજ/અધિકાર છે. (જુઓ: ઉપમા)

χήρα οὐκ εἰμί

તેણીની સૂચવે છે કે તે અન્ય લોકો પર આધાર રાખશે નહિ. (જુઓ: રૂપક)

πένθος οὐ μὴ ἴδω

શોકના અનુભવની વાત એ રીતે કરવામાં આવી છે જાણે શોકને જોઈ રહ્યા હોય. વૈકલ્પિક અનુવાદ: ""હું ક્યારેય શોક કરીશ નહિ"" (જુઓ: રૂપક)

Revelation 18:8

ἥξουσιν αἱ πληγαὶ αὐτῆς

ભવિષ્યમાં થનારી ઘટના જાણેકે આવી રહી છે એમ દર્શાવેલ છે. (જુઓ: રૂપક)

ἐν πυρὶ κατακαυθήσεται

અગ્નિથી બળી જવાની વાતને આગ દ્વારા ખાઈ જવામાં આવ્યા હોય એ રીતે કહેલ છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અગ્નિ તેણીને સંપૂર્ણપણે બાળી નાખશે"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Revelation 18:9

આ કલમોમાં ""તેણી"" શબ્દ બાબિલોન નગરનો ઉલ્લેખ કરે છે.

યોહાન જણાવે છે કે લોકો બાબિલોન વિષે શું કહે છે.

μετ’ αὐτῆς πορνεύσαντες καὶ στρηνιάσαντες

વ્યભિચારનું પાપ કર્યુ અને બાબિલોનના લોકોની જેમ તેઓ પોતાની ઇચ્છા પ્રમાણે જ વર્ત્યા.

Revelation 18:10

διὰ τὸν φόβον τοῦ βασανισμοῦ αὐτῆς

અમૂર્ત નામ ""વેદના"" નો ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""બાબિલોનની જેમ તેઓને વેદના ભોગવવી પડશે તેવો ડર (અનુભવે છે)"" અથવા ""ઈશ્વર જેમ બાબિલોનને વેદના આપે છે તેમ તેઓને વેદના આપશે તેવો ડર(અનુભવે છે)"" (જુઓ: અમૂર્ત નામો)

οὐαὶ, οὐαί

આ બાબત ભારપૂર્વક દર્શાવવા માટે પુનરાવર્તિત કરવામાં આવી છે.

ἦλθεν ἡ κρίσις σου

વર્તમાનમાં અસ્તિત્વમાં હોય તે જાણેકે આવી રહી છે એમ કહેલ છે. (જુઓ: રૂપક)

Revelation 18:11

πενθοῦσιν ἐπ’ αὐτήν

બાબિલોનના લોકો માટે શોક કરો

Revelation 18:12

λίθου τιμίου, καὶ μαργαριτῶν

ઘણા પ્રકારના કિંમતી પથ્થરો. તમે પ્રકટીકરણ 17:4 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

βυσσίνου

શણમાંથી બનાવવામાં આવેલ કિંમતી વસ્ત્ર. પ્રકટીકરણ 15:6 માં તમે ""શણનું"" અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

πορφύρας, καὶ σιρικοῦ, καὶ κοκκίνου

જાંબલી એક ખૂબ જ ઘેરું લાલ કાપડ છે જે ખૂબ જ કિંમતી છે. રેશમ નરમ, મજબૂત કાપડ હોય છે જે રેશમના કીડા તેમના કોશેટા બનાવે છે ત્યારે તેમાંથી નીકળતા સુંદર રેષામાંથી બને છે. કિરમજી એ લાલ રંગનું એક કિંમતી વસ્ત્ર છે. (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

πᾶν σκεῦος ἐλεφάντινον

હાથીદાંતથી બનાવેલા સર્વ પ્રકારના પાત્રો

ἐλεφάντινον

મજબૂત સુંદર, શ્વેત વસ્તુ જે લોકોને હાથી અથવા વોલરસ જેવા ખૂબ મોટા પ્રાણીઓના દંતશૂળ અથવા દાંતોમાંથી મળે છે. વૈકલ્પિક અનુવાદ: "" દંતશૂળ "" અથવા "" પ્રાણીના મૂલ્યવાન દાંત"" (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

μαρμάρου

ઈમારત માટે કિંમતી પથ્થર વપરાયા હતા (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

Revelation 18:13

κιννάμωμον

સુગંધીદાર મસાલા જે ચોક્કસ પ્રકારના વૃક્ષની છાલમાંથી આવે છે

ἄμωμον

ખોરાકમાં સ્વાદ આવે તે માટે અથવા તેલની સારી સુવાસ આવે તે માટે વપરાતો પદાર્થ

Revelation 18:14

ἡ ὀπώρα

અહીં ફળ એ ""પરિણામ"" અથવા ""પરિણામ"" માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""પરિણામ"" (જુઓ: રૂપક)

τῆς ἐπιθυμίας τῆς ψυχῆς

તલપાપડ હતી

ἀπώλετο ἀπὸ σοῦ, καὶ οὐκέτι οὐ μὴ αὐτὰ εὑρήσουσιν

શોધી શકાય નહિ નો અર્થ થાય છે અસ્તિત્વમાં નથી. આ શબ્દાલંકારને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""નાશ પામ્યા છે; તે બાબતો ફરીથી ક્યારેય તમને મળશે નહિ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને રૂપક)

Revelation 18:15

આ કલમોમાં, ""તેણી"" શબ્દ બાબિલોન નગરનો ઉલ્લેખ કરે છે.

διὰ τὸν φόβον τοῦ βασανισμοῦ αὐτῆς

ડર"" અને ""વેદના"" જેવા અમૂર્ત નામોને દૂર કરવા માટે આનું ફરીથી વર્ણન કરી શકાય. વૈકલ્પિક અનુવાદ: "" જે રીતે ઈશ્વર તેણીને વેદના આપી રહ્યા હતા તેથી તેઓ ગભરાશે કે ઇશ્વર તેમને પણ વેદના આપશે. અથવા "" જે રીતે તે વેદના ભોગવી રહી હતી તેથી તેઓ પણ વેદનાથી ડરશે"" (જુઓ: અમૂર્ત નામો)

κλαίοντες καὶ πενθοῦντες

વેપારીઓ આ પ્રમાણે જ કરશે. વૈકલ્પિક અનુવાદ: ""અને તેઓ મોટેથી રુદન તથા શોક કરશે

Revelation 18:16

ἡ πόλις ἡ μεγάλη, ἡ περιβεβλημένη βύσσινον

આ સંપૂર્ણ અધ્યાય દરમિયાન, બાબિલોનની વાત એક સ્ત્રી તરીકે કરવામાં આવી છે. વેપારીઓ બાબિલોન વિશે વાત કરે છે જાણે કે તેણે બારીક શણના વસ્ત્ર પહેર્યા છે કારણ કે તેના લોકો બારીક શણના વસ્ત્રો પહેરેલા હતા. વૈકલ્પિક અનુવાદ: ""મહાન નગર, જે બારીક શણના વસ્ત્રો પહેરેલી સ્ત્રી જેવું હતું"" અથવા ""મહાન નગર, જેની સ્ત્રીઓ બારીક શણના વસ્ત્રો પહેરેલી હતી"" (જુઓ: રૂપક અને ઉપનામ)

ἡ περιβεβλημένη βύσσινον

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેણે બારીક શણના પહેર્યા હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

κεχρυσωμένη ἐν χρυσίῳ

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પોતાને સોનાથી શણગારેલ હતી"" અથવા ""તેઓએ પોતાને સોનાથી શણગારેલ હતા"" અથવા ""સોનું પહેર્યું હતું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

λίθῳ τιμίῳ

મૂલ્યવાન રત્નો અથવા ""કિંમતી રત્નો

μαργαρίτῃ

સુંદર અને મૂલ્યવાન શ્વેત માળાઓ. નાના ચોક્કસ પ્રકારના પ્રાણી જે સમુદ્રમાં રહે છે તેના છીપની અંદર તેઓ રચાય છે. તમે પ્રકટીકરણ 17:4 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

Revelation 18:17

τὴν θάλασσαν ἐργάζονται

સમુદ્રમાંથી"" શબ્દસમૂહ તેઓ સમુદ્ર પર શું કરે છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ પોતાના જીવનનિર્વાહ માટે સમુદ્ર પર મુસાફરી કરે છે"" અથવા "" વેપાર માટે જેઓ સમુદ્ર પર ભિન્ન ભિન્ન સ્થળોએ સફર કરે છે"" (જુઓ: ઉપનામ)

Revelation 18:18

આ કલમોમાં ""તેઓ"" શબ્દ ખલાસીઓ અને દરિયાઈ માર્ગે વેપાર કરનારાનો ઉલ્લેખ કરે છે અને ""તેણી"" શબ્દ બાબિલોન નગરનો ઉલ્લેખ કરે છે.

τίς ὁμοία τῇ πόλει τῇ μεγάλῃ

આ પ્રશ્ન લોકોને બાબિલોન નગરનું મહત્વ દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: "" અન્ય કોઈ નગર એ મહાન નગર, બાબિલોન જેવું નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Revelation 18:20

ἔκρινεν ὁ Θεὸς τὸ κρίμα ὑμῶν ἐξ αὐτῆς

ચુકાદો"" નામ “ન્યાય” ક્રિયાપદ સાથે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તમારા માટે તેણીનો ન્યાય કર્યો છે"" અથવા ""તેણીએ તમારી સાથે કરેલા ખરાબ કાર્યોને કારણે ઈશ્વરે તેણીનો ન્યાય કર્યો છે"" (જુઓ: અમૂર્ત નામો)

Revelation 18:21

બીજો દૂત બાબિલોન વિષે બોલવાની શરૂઆત કરે છે. જે અગાઉ બોલ્યો હતો તેના કરતા આ અલગ દૂત છે.

μύλινον

મોટો ગોળ પથ્થર જે અનાજને વાટે છે

ὁρμήματι βληθήσεται Βαβυλὼν ἡ μεγάλη πόλις, καὶ οὐ μὴ εὑρεθῇ ἔτι

ઈશ્વર નગરનો સંપૂર્ણ નાશ કરશે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર ઝપાટાથી મહાન નગર બાબિલોનને નીચે ફેંકી દેશે, અને તેનું અસ્તિત્વ હવે રહેશે નહિ"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

οὐ μὴ εὑρεθῇ ἔτι

હવે કોઈ તેને જોઈ શકશે નહિ. અહીં જોઈ શકશે નહિનો અર્થ એ છે કે તેનું અસ્તિત્વ રહેશે નહિ. વૈકલ્પિક અનુવાદ: ""હવે વધુસમય તેનું અસ્તિત્વ રહેશે નહિ"" (જુઓ: ઉપનામ)

Revelation 18:22

φωνὴ κιθαρῳδῶν, καὶ μουσικῶν, καὶ αὐλητῶν, καὶ σαλπιστῶν, οὐ μὴ ἀκουσθῇ ἐν σοὶ ἔτι

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા નગરમાં કોઈને ફરીથી ક્યારેય વીણાવાદકોન, સંગીતકારોના, વાંસળી વગાડનારાઓના, અને રણશિંગડું વગાડનારાઓના અવાજ સંભળાશે નહિ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐν σοὶ

દૂત એ રીતે વાત કરે છે જાણે કે બાબિલોન તેની વાત ત્યાં સાંભળી રહ્યું હોય. વૈકલ્પિક અનુવાદ: ""બાબિલોનમાં"" (જુઓ: લુપ્તાશર સંબોધન, મૃત કે ગેરહાજર વ્યક્તિ કે વસ્તુને ઉદ્દેશીને કરેલું સંબોધન, ઉદ્ગાર સંબોધન)

οὐ μὴ ἀκουσθῇ ἐν σοὶ ἔτι

તમારામાંથી કોઇ હવે તેઓને સાંભળશે નહિ. અહીં સાંભળી શકવું નહિ નો અર્થ કે તેઓ ત્યાં હશે નહિ. વૈકલ્પિક અનુવાદ: "" હવે તેઓ તમારા નગરમાં જોવા મળશે નહિ"" (જુઓ: ઉપનામ)

τεχνίτης οὐ μὴ εὑρεθῇ ἐν σοὶ

ત્યાં જોવા મળશે નહિનો અર્થ એ છે કે તેઓ ત્યાં હશે નહિ. વૈકલ્પિક અનુવાદ: ""કોઈપણ કારીગર તમારા નગરમાં જોવા મળશે નહિ"" (જુઓ: ઉપનામ)

φωνὴ μύλου οὐ μὴ ἀκουσθῇ ἐν σοὶ ἔτι

કોઈ વસ્તુનો અવાજ સંભળાતો નથી તેનો અર્થ એ છે કે કોઈપણ તે પ્રકારનો અવાજ કરશે નહિ. વૈકલ્પિક અનુવાદ: "" કોઈપણ તમારા નગરમાં ઘંટીનો ઉપયોગ કરશે નહિ"" (જુઓ: ઉપનામ)

Revelation 18:23

તમે,"" ""તમારા,"" અને ""તેણી"" શબ્દો બાબિલોનનો ઉલ્લેખ કરે છે.

દૂત કે જેણે ઘંટીનો પથ્થર ફેંક્યો હતો તે વાત પૂર્ણ કરે છે.

φωνὴ νυμφίου καὶ νύμφης οὐ μὴ ἀκουσθῇ ἐν σοὶ ἔτι

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""બાબિલોનમાં ફરીથી કોઈ પણ વરરાજા અને કન્યાના હર્ષના અવાજો સાંભળશે નહિ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

οὐ μὴ ἀκουσθῇ ἐν σοὶ ἔτι

અહીં સાંભળવા મળશે નહિ નો અર્થ એ કે તેઓ ત્યાં હશે નહિ. વૈકલ્પિક અનુવાદ: ""હવે તમારા નગરમાં હશે નહિ"" (જુઓ: ઉપનામ)

οἱ ἔμποροί σου ἦσαν οἱ μεγιστᾶνες τῆς γῆς

મહત્વપૂર્ણ અને શક્તિશાળી લોકોની વાત દૂત એ રીતે કરે છે જાણે કે તેઓ રાજકુમારો હોય. વૈકલ્પિક અનુવાદ: ""તમારા વેપારીઓ પૃથ્વીના રાજકુમારો જેવા હતા"" અથવા ""તમારા વેપારીઓ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિઓ હતા"" (જુઓ: રૂપક)

ἐν τῇ φαρμακείᾳ σου ἐπλανήθησαν πάντα τὰ ἔθνη

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે તમારા જાદુઈ મંત્રોથી દેશોના લોકોને છેતર્યા છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Revelation 18:24

ἐν αὐτῇ αἷμα προφητῶν καὶ ἁγίων εὑρέθη, καὶ πάντων τῶν ἐσφαγμένων ἐπὶ τῆς γῆς

ત્યાં રક્ત મળી આવ્યું હતું/જડ્યું હતું એટલે કે લોકોની હત્યા કરવા માટે ત્યાંના લોકો દોષી હતાં. વૈકલ્પિક અનુવાદ: "" પ્રબોધકો અને વિશ્વાસીઓ તથા જગતનાં અન્ય સર્વ લોકો જેઓ માર્યા ગયેલા છે તેઓની હત્યા માટે બાબિલોન દોષી છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને ઉપનામ)

Revelation 19

પ્રકટીકરણ 19 સામાન્ય નોંધો

માળખુ અને બંધારણ

અધ્યાય 19 ની શરૂઆત બાબિલોનની પડતીના વિષયને પૂર્ણ કરે છે.

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં જમણી બાજુ સુયોજિત કરે છે જેથી તેને વાંચવામાં સરળતા રહે. યુએલટી 1-8 કલમો સાથે આમ કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ગીતો

પ્રકટીકરણનું પુસ્તક ઘણીવાર આકાશને લોકોના ગીત ગાવાના સ્થાન તરીકે વર્ણવે છે . તેઓ ગીતો સાથે ઈશ્વરની આરાધના કરે છે. આ સમજાવે છે કે આકાશ એવી જ્ગ્યા છે જ્યાં નિરંતર ઈશ્વરની આરાધના કરવામાં આવે છે. (જુઓ: સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશી (સ્વર્ગીય))

લગ્નની ઉજવણી

લગ્નની ઉજવણી અથવા પર્વ/ઉત્સવની શાસ્ત્રમાં એક મહત્વપૂર્ણ છબી છે. યહૂદી સંસ્કૃતિ ઘણીવાર પારાદૈસ, અથવા મૃત્યુ પછી ઈશ્વર સાથે જીવનની છબી એક પર્વ/ઉત્સવ તરીકે ચિત્રિત કરે છે. અહીં, લગ્નની ઉજવણી એ ઇસુ કે જે હલવાન છે અને તેમના સર્વ લોકો જે તેમની કન્યા છે તેઓની માટે છે.

Revelation 19:1

આ યોહાનના દર્શનનો હવે પછીનો ભાગ છે. અહીં તે મોટી વેશ્યા, જે બાબિલોનનું નગર છે, તેના પતન લીધે આકાશમાં જે આનંદ થયો તેનું વર્ણન કરે છે.

ἤκουσα

અહીં ""મેં"" યોહાનનો ઉલ્લેખ કરે છે.

ἁλληλουϊά

આ શબ્દનો અર્થ ""ઈશ્વરની સ્તુતિ થાઓ"" થાય છે અથવા ""આવો/ચાલો આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ.

Revelation 19:2

τὴν πόρνην τὴν μεγάλην

અહીં યોહાન બાબિલોન નગરનો ઉલ્લેખ કરે છે જેના દુષ્ટ લોકો પૃથ્વીના સર્વ લોકો ઉપર રાજ કરે છે અને ખોટા દેવોની ઉપાસના માટે દોરી જાય છે. તે બાબિલોનના દુષ્ટ લોકો વિશે કહે છે કે તે મોટી વેશ્યા છે. (જુઓ: રૂપક)

ἥτις ἔφθειρεν τὴν γῆν

અહીં ""પૃથ્વી"" એ તેના રહેવાસીઓ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""જેણે પૃથ્વીના લોકોને ભ્રષ્ટ કર્યા"" (જુઓ: ઉપનામ)

τὸ αἷμα τῶν δούλων αὐτοῦ

અહીં ""રક્ત"" એક ઉપનામ છે જે હત્યાને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેના સેવકોની હત્યા"" (જુઓ: ઉપનામ)

ἐκ χειρὸς αὐτῆς

આ બાબિલોનનો ઉલ્લેખ કરે છે. સ્વવાચક સર્વનામ ""તેણી પર"" ભાર મૂકવા માટે વપરાયો છે. (જુઓ: સ્વવાચક સર્વનામો)

Revelation 19:3

εἴρηκαν

અહીં ""તેઓ"" આકાશમાં લોકોની ભીડનો ઉલ્લેખ કરે છે.

ἁλληλουϊά

આ શબ્દનો અર્થ છે ""ઈશ્વરની સ્તુતિ થાઓ"" અથવા ""આવો/ચાલો આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ."" તમે પ્રકટીકરણ 19:1 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

καπνὸς αὐτῆς ἀναβαίνει

તેણી"" શબ્દ બાબિલોન નગરનો ઉલ્લેખ કરે છે, જેને વેશ્યા કહેવામાં આવેલ છે. ધુમાડો તે આગનો છે જે નગરનો નાશ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે નગરમાંથી ધુમાડો ઉપર ચઢે છે.

Revelation 19:4

οἱ πρεσβύτεροι οἱ εἴκοσι τέσσαρες

24 વડીલો. તમે પ્રકટીકરણ 4:4 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: સંખ્યાઓ)

τὰ τέσσερα ζῷα

ચાર જીવંત પ્રાણીઓ અથવા ""ચાર જીવંત વસ્તુઓ."" તમે પ્રકટીકરણ 4:6: માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ

τῷ καθημένῳ ἐπὶ τῷ θρόνῳ

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે રાજ્યાસન પર બિરાજમાન હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Revelation 19:5

φωνὴ ἀπὸ τοῦ θρόνου ἐξῆλθεν

અહીં યોહાન ""વાણી""ને વ્યક્તિ તરીકે પ્રદર્શિત કરે છે. વૈકલ્પિક અનુવાદ: "" રાજયાસન પરથી કોઇ બોલ્યું "" (જુઓ: વ્યક્તિનો અવતાર)

αἰνεῖτε τῷ Θεῷ ἡμῶν

અહીં ""આપણા"" શબ્દ બોલનાર અને ઈશ્વરના સર્વ સેવકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)

οἱ φοβούμενοι αὐτόν

અહીં ""ભય"" નો અર્થ ઈશ્વરથી ડરવું એવો થતો નથી, પરંતુ તેમને આદર આપવો એવો થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે સર્વ જેઓ તેમને આદર આપો છો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

οἱ μικροὶ καὶ οἱ μεγάλοι

વક્તા આ શબ્દોનો ઉપયોગ એક સાથે ઈશ્વરના સર્વ લોકોને દર્શાવવા માટે કરે છે. (જુઓ: મેરિઝમ)

Revelation 19:6

καὶ ἤκουσα ὡς φωνὴν ὄχλου πολλοῦ, καὶ ὡς φωνὴν ὑδάτων πολλῶν, καὶ ὡς φωνὴν βροντῶν ἰσχυρῶν

યોહાન જે સાંભળી રહ્યો છે તે વિષે એવી રીતે વાત કરે છે જાણે કે તે અવાજ લોકોના વિશાળ જનમેદનીનો હોય, ધસમસતા પાણીના મોટા પ્રવાહ જેવો, અને ભારે ગર્જના જેવો હોય. (જુઓ: ઉપમા)

ἁλληλουϊά

આ શબ્દનો અર્થ છે ""ઈશ્વરની સ્તુતિ થાઓ"" અથવા ""આવો આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ."" તમે પ્રકટીકરણ 19:1 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

ὅτι…Κύριος

કારણ કે પ્રભુ

Revelation 19:7

પાછલી કલમ મુજબ વિશાળ જનમેદનીનો અવાજ ચાલુ રહે છે.

χαίρωμεν

અહીં ""આપણે"" શબ્દ ઈશ્વરના સર્વ સેવકોનો ઉલ્લેખ કરે છે.

δῶμεν τὴν δόξαν αὐτῷ

ઈશ્વરને મહિમા આપો અથવા ""ઈશ્વરને આદર આપો

ὁ γάμος τοῦ Ἀρνίου…ἡ γυνὴ αὐτοῦ ἡτοίμασεν ἑαυτήν

અહીં યોહાન ઈસુ અને તેમના લોકોને સદાકાળને માટે એકસાથે જોડવાની વાત એવી રીતે કરે છે જાણે કે તે લગ્નની ઉજવણી હોય. (જુઓ: રૂપક)

Ἀρνίου

આ એક યુવાન ઘેટું છે. અહીં તેનો ઉપયોગ પ્રતીકાત્મક રીતે ખ્રિસ્તનો ઉલ્લેખ કરવા માટે થયો છે.. તમે પ્રકટીકરણ 5:6 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: સાંકેતિક ભાષા)

ἦλθεν

વર્તમાનમાં અસ્તિત્વમાં હોય તેને જાણે તે આવી રહ્યું હોય એમ દર્શાવેલ છે. (જુઓ: રૂપક)

ἡ γυνὴ αὐτοῦ ἡτοίμασεν ἑαυτήν

યોહાન ઈશ્વરના લોકોની વાત એવી રીતે કરે છે જાણે કે તેઓ કન્યા હોય જેણે પોતાને લગ્ન માટે તૈયાર કરી છે. (જુઓ: રૂપક)

Revelation 19:8

ἐδόθη αὐτῇ ἵνα περιβάληται βύσσινον λαμπρὸν καθαρόν

અહીં ""તેણીને"" શબ્દ ઈશ્વરના લોકોનો ઉલ્લેખ કરે છે. યોહાન ઈશ્વરના લોકોના ન્યાયી કૃત્યોની વાત એવી રીતે કરે છે જાણે કે તે તેજસ્વી અને સ્વચ્છ પોશાક હોય જે કન્યા પોતાના લગ્નના દિવસે પહેરે છે. તમે આ સક્રિય સ્વરૂપમાં કહી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેણીને તેજસ્વી અને સ્વચ્છ બારીક શણનું વસ્ત્ર પહેરવા દીધું છે"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Revelation 19:9

એક દૂત યોહાન સાથે વાત કરવાની શરૂઆત કરે છે. આ સંભવત: તે જ દૂત છે જેણે પ્રકટીકરણ 17:1 માં યોહાન સાથે વાત કરવાની શરૂઆત કરી હતી.

οἱ…κεκλημένοι

તમે આ સક્રિય સ્વરૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર જે લોકોને આમંત્રણ આપે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τὸ δεῖπνον τοῦ γάμου τοῦ Ἀρνίου

અહીં દૂત ઈસુ અને તેમના લોકોને સદાકાળને માટે એકસાથે જોડવાની વાત કરે છે જાણે કે તે લગ્નની મિજબાની હોય. (જુઓ: રૂપક)

Revelation 19:10

ἔπεσα ἔμπροσθεν τῶν ποδῶν αὐτοῦ

આનો અર્થ એ છે કે યોહાને હેતુસર જમીન પર સૂઈ ગયો અને આદરભાવથી અથવા નમીને દંડવત પ્રણામ કરે છે. આ ક્રિયા આરાધનાનો અગત્યનો ભાગ હતો, જે આદર અને સેવા કરવાની સ્વેચ્છા બતાવે છે પ્રકટીકરણ 19:3 માં નોંધ જુઓ.

τῶν ἀδελφῶν σου

અહીં ""ભાઈઓ"" શબ્દ સર્વ વિશ્વાસીઓ, પુરુષો અને સ્ત્રીઓનો ઉલ્લેખ કરે છે.

τῶν ἐχόντων τὴν μαρτυρίαν Ἰησοῦ

અહીં વળગી રહેવું એ માં વિશ્વાસ કરવો અથવા જાહેર કરવું તેને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""જે ઈસુ વિષે સત્ય બોલે છે"" (જુઓ: રૂપક)

ἡ γὰρ μαρτυρία Ἰησοῦ ἐστιν τὸ πνεῦμα τῆς προφητείας

અહીં ""પ્રબોધનો આત્મા"" ઈશ્વરના પવિત્ર આત્માનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""કેમકે તે ઈશ્વરનો આત્મા છે જે લોકોને ઈસુ વિષે સત્ય બોલવાનું સામર્થ્ય આપે છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Revelation 19:11

આ એક નવા દર્શનની શરૂઆત છે. યોહાન શ્વેત ઘોડા પર સવારનું વર્ણન કરવાની શરૂઆત કરે છે.

καὶ εἶδον τὸν οὐρανὸν ἠνεῳγμένον

આ કલ્પનાનો ઉપયોગ નવા દર્શનની શરૂઆતનો ભાવાર્થ સમજાવવા માટે કરવામાં આવ્યો છે. તમે પ્રકટીકરણ 4:1 અને પ્રકટીકરણ 11:19 અને પ્રકટીકરણ 15:5 માં આ વિચારનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

ὁ καθήμενος ἐπ’ αὐτὸν

સવાર ઈસુ છે.

ἐν δικαιοσύνῃ κρίνει καὶ πολεμεῖ

અહીં ""ન્યાય"" જે યોગ્ય છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે સર્વ લોકોનો ન્યાય કરે છે અને અદલ ઇન્સાફ અનુસાર યુદ્ધ કરે છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Revelation 19:12

οἱ…ὀφθαλμοὶ αὐτοῦ φλὸξ πυρός

યોહાન સવારની આંખોની વાત કરે છે જાણે કે તેઓ અગ્નિની જ્યોતની જેમ ચમકતી હોય. (જુઓ: ઉપમા)

ἔχων ὄνομα γεγραμμένον

તમે આ સક્રિય સ્વરૂપમાં કહી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""કોઈએ તેના પર નામ લખ્યું છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὃ οὐδεὶς οἶδεν, εἰ μὴ αὐτός

તેના પર, અને તે નામનો અર્થ ફક્ત તે જ જાણે છે (જુઓ: સ્વવાચક સર્વનામો)

Revelation 19:13

περιβεβλημένος ἱμάτιον βεβαμμένον αἵματι

તમે આ સક્રિય સ્વરૂપમાં કહી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "" તેમનો ઝભ્ભો લોહીમાં તરબોળ થઈ ગયૉ."" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

κέκληται τὸ ὄνομα αὐτοῦ, ὁ λόγος τοῦ Θεοῦ

તમે આ સક્રિય સ્વરૂપમાં કહી શકો છો. અહીં “ઈશ્વરનો શબ્દ” એ ઈસુ ખ્રિસ્ત માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમના નામને ઈશ્વરનો સંદેશ કહેવામાં આવે છે"" અથવા ""તેમનું નામ પણ ઈશ્વરનું વચન છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને ઉપનામ)

Revelation 19:15

ἐκ τοῦ στόματος αὐτοῦ ἐκπορεύεται ῥομφαία ὀξεῖα

તેના મુખમાંથી ધારવાળી તલવાર નીકળી રહી હતી. તલવાર પોતે ગતિમાં નહોતી. તમે પ્રકટીકરણ 1:16 માં સમાન શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

πατάξῃ τὰ ἔθνη

રાષ્ટ્રોનો નાશ કરે છે અથવા ""રાષ્ટ્રોને તેમના નિયંત્રણ હેઠળ લાવે છે

ποιμανεῖ αὐτοὺς ἐν ῥάβδῳ σιδηρᾷ

યોહાન સવારના સામર્થ્યની વાત કરે છે જાણે કે તે લોખંડના દંડથી રાજ કરી રહ્યો હોય. તમે પ્રકટીકરણ 12:5 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: રૂપક)

αὐτὸς πατεῖ τὴν ληνὸν τοῦ οἴνου τοῦ θυμοῦ τῆς ὀργῆς τοῦ Θεοῦ τοῦ Παντοκράτορος

સવાર તેના શત્રુઓનો નાશ કરી રહ્યો છે તેની વાત યોહાન એ રીતે કરે છે જાણે કે તેઓ દ્રાક્ષા હતી જેને કોઈ વ્યક્તિ દ્રાક્ષાકુંડમાં કચડી રહ્યો હોય. અહીં ""કોપ"" એ દુષ્ટ વ્યક્તિઓ માટે ઈશ્વરની સજાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: "" જેમ કોઈ વ્યક્તિ દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષાને કચડી નાખે છે તેમ તે તેના શત્રુઓને સર્વશક્તિમાન ઈશ્વરના ન્યાય મુજબ કચડી નાખે છે. (જુઓ: રૂપક અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Revelation 19:16

ἔχει ἐπὶ τὸ ἱμάτιον καὶ ἐπὶ τὸν μηρὸν αὐτοῦ, ὄνομα γεγραμμένον

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈએ તેના ઝભ્ભા અને જાંઘ પર નામ લખ્યું છે:"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Revelation 19:17

εἶδον ἕνα ἄγγελον ἑστῶτα ἐν τῷ ἡλίῳ

અહીં ""સૂર્ય"" એ સૂર્યપ્રકાશ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""ત્યારબાદ મેં એક દૂતને સૂર્યના પ્રકાશમાં ઊભો રહેલો જોયો"" (જુઓ: ઉપનામ)

Revelation 19:18

ἐλευθέρων τε καὶ δούλων, καὶ μικρῶν καὶ μεγάλων

સર્વ લોકોને દર્શાવવા માટે દૂત વિરોધી-અર્થવાળા બે શબ્દોનો ઉપયોગ એકસાથે કરે છે. (જુઓ: મેરિઝમ)

Revelation 19:20

ἐπιάσθη τὸ θηρίον, καὶ μετ’ αὐτοῦ ὁ ψευδοπροφήτης

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""શ્વેત ઘોડા પરના સવારે શ્વાપદ અને જૂઠા પ્રબોધકને પકડી લીધા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τὸ χάραγμα τοῦ θηρίου

આ એક ઓળખ ચિહ્ન હતું જે દર્શાવે છે કે જેના પર તેની છાપ હોય તેણે શ્વાપદની આરાધના કરી છે. તમે પ્રકટીકરણ 13:17 માં આનો અનુવાદ કેવી રીતે કર્યો તે જુઓ.

ζῶντες ἐβλήθησαν οἱ δύο

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે શ્વાપદ અને જૂઠા પ્રબોધકને જીવતા ફેંકી દીધા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τὴν λίμνην τοῦ πυρὸς, τῆς καιομένης ἐν θείῳ

ગંધકથી બળનારી અગ્નિની ખાઈ અથવા ""ગંધકથી બળતી ભરપૂર અગ્નિવાળી જગા

Revelation 19:21

οἱ λοιποὶ ἀπεκτάνθησαν ἐν τῇ ῥομφαίᾳ τοῦ καθημένου ἐπὶ τοῦ ἵππου, τῇ ἐξελθούσῃ ἐκ τοῦ στόματος

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઘોડાના સવારે તેના મુખમાંથી નીકળતી ધારદાર તલવાર વડે શ્વાપદની સેનાઓના બાકી રહેલાઓની હત્યા કરી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τῇ ῥομφαίᾳ…τῇ ἐξελθούσῃ ἐκ τοῦ στόματος

તેના મુખમાંથી ધારદાર તલવાર નીકળી રહી હતી. તલવાર પોતે ગતિમાં નહોતી. તમે પ્રકટીકરણ 1:16 માં સમાન શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Revelation 20

પ્રકટીકરણ 20 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

એક હજાર વર્ષનું ખ્રિસ્તનું રાજ

આ અધ્યાયમાં, ઈસુ એક હજાર વર્ષો શાસન કરશે તે કહ્યું છે, તે જ સમયે શેતાનને બાંધી દેવામાં આવશે. વિદ્વાનોમાં એ બાબત માટે ભાગલા પડ્યા છે કે શું આ સમયગાળૉ ભવિષ્યને સૂચવે છે કે પછી ઈસુ અત્યારે આકાશમાંથી રાજ કરી રહ્યા છે. તેનો સચોટ અનુવાદ કરવા માટે આ ફકરાને સમજવાની જરૂર નથી. (જુઓ: પ્રબોધક, પ્રબોધવાણી, પ્રબોધવાણી કરવી, દ્રષ્ટા, પ્રબોધિકા)

અંતિમ બળવો

આ અધ્યાય એ પણ વર્ણવે છે કે જ્યારે હજાર વર્ષો પૂરા થશે પછી શું થશે. આ સમય દરમિયાન, શેતાન અને ઘણા લોકો ઈસુ સામે બળવો કરવાનો પ્રયાસ કરશે. આનું પરિણામ એ આવશે કે પાપ અને દુષ્ટતા પર ઈશ્વર જ આખરી અને અંતિમ વિજય મેળવશે. (જુઓ: પાપ, પાપરૂપ, પાપી, પાપ કર્યા કરવું અને દુષ્ટ, દુરાચારી, ન ગમે એવું અને અનંતકાળ, શાશ્વત, અનંત, સદાકાળ)

મહાન શ્વેત રાજ્યાસન

જે લોકો જીવી ગયા છે તેઓનો ઈશ્વર ન્યાય કરશે તેનાથી આ અધ્યાયનો અંત થાય છે. ઈશ્વર ઈસુમાં વિશ્વાસ કરનાર લોકોને જેઓ તેમનામાં વિશ્વાસ કરતા નથી તેનાથી જુદા કરશે. (જુઓ: ન્યાયાધીશ, ન્યાયાધીશો, ન્યાય, ચુકાદાઓ અને સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશી (સ્વર્ગીય) અને વિશ્વાસ/શ્રદ્ધા)

આ અધ્યાયમાંના મહત્વપૂર્ણ શબ્દાલંકાર

જીવનનું પુસ્તક

આ અનંત જીવન માટેનું રૂપક છે. જેઓ અનંત જીવન પામ્યા છે તેઓના નામ જીવનના પુસ્તકમાં લખેલા છે એમ કહેવામાં આવ્યું છે. (જુઓ: રૂપક)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

હાદેસ અને અગ્નિની ખાઈ

આ બે અલગ સ્થાનો હોવાનું જણાય છે. આ બંને સ્થાનોને કેવી રીતે અલગ અનુવાદ કરવું તે નિર્ધારિત કરવા માટે અનુવાદક વધુ સંશોધન કરવાની ઇચ્છા કરી શકે છે. તે બંનેનો અનુવાદ એકસરખો ન કરવો.(જુઓ: નર્ક, અગ્નિની ખાઈ)

Revelation 20:1

યોહાન દર્શનનું વર્ણન કરવાની શરૂઆત કરે છે જેમાં એક દૂત શેતાનને તળિયા વિનાના ખાડામાં ફેંકી દે છે.

καὶ εἶδον

અહીં ""મેં"" યોહાનનો ઉલ્લેખ કરે છે.

Ἀβύσσου

આ એક ખૂબ જ સાકડું છિદ્ર છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ખાડામાં કોઈ તળિયું નથી; તે સતત ઊંડું ઉતરતું જાય છે અથવા 2) ખાડો એટલો ઊંડો છે જાણે કે તેનું કોઈ તળિયું જ નથી. તમે પ્રકટીકરણ 9:1 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Revelation 20:2

δράκοντα

આ એક મોટી, ગરોળી જેવો, ઉગ્ર અજગર હતો. યહૂદી લોકો માટે, તે દુષ્ટતા અને અરાજકતાનું પ્રતીક હતું. (જુઓ: સાંકેતિક ભાષા)

Revelation 20:3

ἐσφράγισεν ἐπάνω αὐτοῦ

દૂતે ઊંડા ખાડાને મહોર મારી કે જેથી કોઇ તેને ખોલી શકે નહિ. વૈકલ્પિક અનુવાદ: ""મહોર મારીને બંધ કર્યું જેથી કોઈ પણ તેને ખોલી ન શકે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

πλανήσῃ…τὰ ἔθνη

અહીં ""રાષ્ટ્રો"" એ પૃથ્વીના લોકો માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકોજૂથો/પ્રજાજૂથોને છેતરવું"" (જુઓ: ઉપનામ)

τὰ χίλια ἔτη

1,000 વર્ષો (જુઓ: સંખ્યાઓ)

δεῖ αὐτὸν λυθῆναι

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેને મુક્ત કરવા દૂતને આદેશ કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Revelation 20:4

આ યોહાનના દર્શનનો હવે પછીનો ભાગ છે. તે વર્ણન કરે છે કે તેણે અચાનક રાજ્યાસનો અને વિશ્વાસીઓના આત્માઓને જોયા.

κρίμα ἐδόθη αὐτοῖς

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઑને ઈશ્વરે ન્યાય કરવાનો અધિકાર આપ્યો હતો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τῶν πεπελεκισμένων

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓના માથાઓ અન્ય લોકોએ કાપી નાખ્યા હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

διὰ τὴν μαρτυρίαν Ἰησοῦ, καὶ διὰ τὸν λόγον τοῦ Θεοῦ

કારણ કે તેઓએ ઈસુ વિષે અને ઈશ્વરના વચન વિષે સત્ય પ્રગટ કર્યું હતું

διὰ τὸν λόγον τοῦ Θεοῦ

આ શબ્દો ઈશ્વર તરફથી મળેલ સંદેશ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""માટે તેઓએ શાસ્ત્રો વિષે જે શીખવ્યું તે"" (જુઓ: ઉપનામ)

ἔζησαν

તેઓ પુનઃ જીવનમાં આવ્યા અથવા ""તેઓ સજીવન થયા

Revelation 20:5

οἱ λοιποὶ τῶν νεκρῶν

બીજા સર્વ મૃત લોકો

τελεσθῇ τὰ χίλια ἔτη

1,000 વર્ષોનો અંત (જુઓ: સંખ્યાઓ)

Revelation 20:6

ἐπὶ τούτων ὁ δεύτερος θάνατος οὐκ ἔχει ἐξουσίαν

અહીં યોહાન “મરણ”ને શક્તિશાળી વ્યક્તિ તરીકે વર્ણવે છે. વૈકલ્પિક અનુવાદ: ""આ લોકો બીજા મૃત્યુનો અનુભવ કરશે નહિ"" (જુઓ: વ્યક્તિનો અવતાર)

ὁ δεύτερος θάνατος

બીજી વખત મૃત્યુ પામે છે. આને અગ્નિની ખાઈમાં આ અનંત સજા તરીકે વર્ણવેલ છે પ્રકટીકરણ 20:14 અને પ્રકટીકરણ 21:8. તમે પ્રકટીકરણ 2:11 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""અગ્નિની ખાઈમાં અંતિમ મૃત્યુ"" (જુઓ: સાંકેતિક ભાષા)

Revelation 20:7

λυθήσεται ὁ Σατανᾶς ἐκ τῆς φυλακῆς αὐτοῦ

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર શેતાનને તેમના કેદખાનામાંથી મુક્ત કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Revelation 20:8

ὧν ὁ ἀριθμὸς αὐτῶν ὡς ἡ ἄμμος τῆς θαλάσσης

આ બાબત ભાર મૂકે છે કે શેતાનની સેનામાં ખૂબ જ મોટી સંખ્યામાં સૈનિકો છે (જુઓ: ઉપમા)

Revelation 20:9

ἀνέβησαν

શેતાનની સેના ગઈ

τὴν πόλιν τὴν ἠγαπημένην

આ યરૂશાલેમનો ઉલ્લેખ કરે છે.

κατέβη πῦρ ἐκ τοῦ οὐρανοῦ καὶ κατέφαγεν αὐτούς

અહીં યોહાન અગ્નિની વાત એ રીતે કરે છે જાણે કે તે જીવંત હોય. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેમને બાળી નાખવા માટે આકાશમાંથી અગ્નિ મોકલી આપ્યો "" (જુઓ: વ્યક્તિનો અવતાર)

Revelation 20:10

ὁ διάβολος, ὁ πλανῶν αὐτοὺς, ἐβλήθη εἰς

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે શેતાનને ફેંકી દીધો, જેણે તેમને છેતર્યા હતા, માં"" અથવા “ઈશ્વરના દૂતે શેતાનને ફેંકી દીધો, જેણે તેમને છેતર્યા હતા, માં” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τὴν λίμνην τοῦ πυρὸς καὶ θείου

ગંધક સાથે બળતી અગ્નિની ખાઈમાં અથવા ""ગંધકથી બળતી ભરપૂર અગ્નિની જગા."" પ્રકટીકરણ 19:20 માં તમે આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

ὅπου τὸ θηρίον καὶ ὁ ψευδοπροφήτης

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યાં તેમણે શ્વાપદ અને જૂઠા પ્રબોધકને પણ ફેંકી દીધા હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

βασανισθήσονται

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેઓને રિબાવશે/ વેદના આપશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Revelation 20:11

આ યોહાનના દર્શનનો હવેપછીનો ભાગ છે. તે વર્ણવે છે કે તેણે અચાનક એક મોટું શ્વેત રાજ્યાસન અને મૃત્યુ પામેલા લોકોનો ન્યાય થઈ રહ્યો છે તે જોયું.

οὗ ἀπὸ τοῦ προσώπου ἔφυγεν ἡ γῆ καὶ ὁ οὐρανός, καὶ τόπος οὐχ εὑρέθη αὐτοῖς

યોહાન આકાશ અને પૃથ્વીનું વર્ણન એ રીતે કરે છે જાણે કે તેઓ લોકો હતા જેઓ ઈશ્વરના ન્યાયથી બચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આનો અર્થ એ છે કે પરમેશ્વરે જૂના આકાશ અને પૃથ્વીનો સંપૂર્ણ નાશ કર્યો. (જુઓ: વ્યક્તિનો અવતાર)

Revelation 20:12

βιβλία ἠνοίχθησαν

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈ વ્યક્તિએ પુસ્તકો ખોલ્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐκρίθησαν οἱ νεκροὶ

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે મૃત્યુ પામેલા અને હવે ફરીથી જીવિત થયેલા લોકોનો ન્યાય કર્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐκ τῶν γεγραμμένων

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમણે જે નોંધ રાખી હતી તેના દ્વારા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Revelation 20:13

ἔδωκεν ἡ θάλασσα τοὺς νεκροὺς…ὁ θάνατος καὶ ὁ ᾍδης ἔδωκαν τοὺς νεκροὺς

અહીં યોહાન સમુદ્ર, મૃત્યુ અને હાદેસની વાત કરે છે જાણે કે તેઓ જીવંત વ્યક્તિઓ હોય. (જુઓ: વ્યક્તિનો અવતાર)

ἐκρίθησαν

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે મૃત લોકોનો ન્યાય કર્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὁ ᾍδης

અહીં ""હાદેસ"" ઉપનામ છે કે જે એવી જગ્યા દર્શાવે છે કે જ્યાં અવિશ્વાસીઓ પોતાના મૃત્યુ પછી જાય છે અને ઈશ્વરના ન્યાયની રાહ જુએ છે. (જુઓ: ઉપનામ)

Revelation 20:14

ὁ θάνατος καὶ ὁ ᾍδης ἐβλήθησαν

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે મૃત્યુ અને હાદેસને ફેંકી દીધા"" અથવા ""ઈશ્વરના દૂતે મૃત્યુ અને હાદેસને ફેંકી દીધા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὁ θάνατος ὁ δεύτερός

બીજી વખત મૃત્યુ પામે છે. આને અગ્નિની ખાઈમાં આ અનંત સજા તરીકે વર્ણવેલ છે પ્રકટીકરણ 20:14 અને પ્રકટીકરણ 21:8. તમે પ્રકટીકરણ 2:11 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""અગ્નિની ખાઈમાં અંતિમ મૃત્યુ"" (જુઓ: સાંકેતિક ભાષા)

Revelation 20:15

εἴ τις οὐχ εὑρέθη…γεγραμμένος

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જો ઈશ્વરના દૂતને કોઈ વ્યક્તિનું નામ(પુસ્તકમાં) ન મળ્યું તો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐβλήθη εἰς τὴν λίμνην τοῦ πυρός

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""દૂતે તેને અગ્નિની ખાઈમાં ફેંકી દીધો"" અથવા "" જ્યાં સદાકાળ અગ્નિ બળતો રહે છે ત્યાં દૂતે તેને ફેંકી દીધો "" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Revelation 21

પ્રકટીકરણ 21 સામાન્ય નોંધો

માળખુ અને બંધારણ

આ અધ્યાય નવા યરૂશાલેમનું વિગતવાર ચિત્ર આપે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

બીજું મરણ

મૃત્યુ એ એક પ્રકારનો વિયોગ/અલગતા છે. શારિરીક રીતે મરણ પામવું એ પ્રથમ મૃત્યુ છે, તે સમયે આત્મા શરીરથી જુદો પડે છે. બીજું મરણ એ ઈશ્વરથી અનંતકાળ માટે જુદા પડવું એ છે. (જુઓ: મરી જવું, મૃત્યુ પામે છે, મૃત્યુ પામેલ, મૃત, ઘાતક, મૃત હાલત, મરણ, મરણો, જીવલેણ અને આત્મા, આત્માઓ, જીવ, સ્વયં, વ્યક્તિ અને અનંતકાળ, શાશ્વત, અનંત, સદાકાળ)

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

જીવનનું પુસ્તક

આ અનંત જીવન માટેનું રૂપક છે. જેઓ અનંત જીવન પામ્યા છે તેઓના નામ આ જીવનના પુસ્તકમાં લખેલા છે તેમ કહેવાય છે. (જુઓ: રૂપક)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

નવું આકાશ અને નવી પૃથ્વી

તે અસ્પષ્ટ છે કે તે સંપૂર્ણ નવું આકાશ અને પૃથ્વી છે કે તે હાલના આકાશ અને પૃથ્વીમાંથી ફરીથી બનાવવામાં આવ્યું છે. નવા યરૂશાલેમ માટે પણ આવું જ છે. તે શક્ય છે કે કેટલીક ભાષાઓમાં આનાથી અનુવાદને અસર થશે. મૂળ ભાષામાં ""નવું"" શબ્દનો અર્થ ભિન્ન/અલગ અને જૂના કરતાં વધુ સારું થાય છે. તેનો અર્થ સમય પ્રમાણે નવું થતો નથી.

Revelation 21:1

યોહાન નવા યરૂશાલેમ વિશે તેના દર્શનનું વર્ણન કરવાની શરૂઆત કરે છે.

εἶδον

અહીં “મેં” યોહાનનો ઉલ્લેખ કરે છે.

Revelation 21:2

ὡς νύμφην, κεκοσμημένην τῷ ἀνδρὶ αὐτῆς

આ નવા યરૂશાલેમની સરખામણી એક કન્યા સાથે કરે છે જેણે પોતાના વરરાજાને સારુ પોતાને સુંદર બનાવી છે. (જુઓ: ઉપમા)

Revelation 21:3

φωνῆς μεγάλης ἐκ τοῦ θρόνου λεγούσης

“વાણી” શબ્દ બોલનારનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “કોઈ વ્યક્તિ રાજ્યાસન પરથી મોટેથી હાંક મારીને કહે છે” (જુઓ: ઉપનામ)

ἰδοὺ

અહીં “જુઓ” શબ્દ આપણને હવે પછીની આશ્ચર્યજનક માહિતી તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટે સજાગ બનાવે છે.

ἡ σκηνὴ τοῦ Θεοῦ μετὰ τῶν ἀνθρώπων, καὶ σκηνώσει μετ’ αὐτῶν

આ બંને શબ્દસમૂહોનો અર્થ એકસરખો જ થાય છે અને ભાર મૂકે છે કે ઈશ્વર, ખરેખર, મનુષ્યો મધ્યે રહેશે. (જુઓ: સમાંતરણ)

Revelation 21:4

ἐξαλείψει πᾶν δάκρυον ἐκ τῶν ὀφθαλμῶν αὐτῶν

અહીં આસુંઓ દુ:ખને વ્યક્ત કરે છે. તમે પ્રકટીકરણ 7:17 માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: આંસુઓ લૂછવામાં આવે તેમ ઈશ્વર તેમના દુ:ખને લૂછી નાખશે” અથવા ""ઈશ્વર તેમને વધુ દુ:ખી થવા દેશે નહિ"" (જુઓ: ઉપનામ)

Revelation 21:5

οὗτοι οἱ λόγοι πιστοὶ καὶ ἀληθινοί εἰσιν

અહીં “વચનો/વાતો” તેઓએ રચેલ સંદેશનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “આ સંદેશ વિશ્વાસપાત્ર અને સત્ય છે” (જુઓ: ઉપનામ)

Revelation 21:6

τὸ Ἄλφα καὶ τὸ Ὦ, ἡ ἀρχὴ καὶ τὸ τέλος

આ બે શબ્દસમૂહોનો અર્થ મૂળભૂત રીતે એકસરખો જ છે અને ઈશ્વર અનંત છે તે બાબત પર ભાર મૂકે છે. (જુઓ: સમાંતરણ અને મેરિઝમ)

τὸ Ἄλφα καὶ τὸ Ὦ

આ ગ્રીક મૂળાક્ષરોના પ્રથમ અને છેલ્લા અક્ષરો છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) "" જેણે સર્વ બાબતોની શરૂઆત કરી છે અને જે સર્વ બાબતોનો અંત લાવે છે"" અથવા 2) ""જે સદાકાળ જીવિત છે અને જે સદાકાળ જીવિત રહેશે."" જો વાચકો માટે અસ્પષ્ટ હોય તો તમે તમારા મૂળાક્ષરોના પ્રથમ અને છેલ્લા અક્ષરોનો ઉપયોગ કરી શકો છો. તમે પ્રકટીકરણ 1:8 માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ.વૈકલ્પિક અનુવાદ: ""એ અને ઝેડ"" અથવા ""પ્રથમ અને છેલ્લું"" (જુઓ: રૂપક અને મેરિઝમ )

ἡ ἀρχὴ καὶ τὸ τέλος

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “જેણે સર્વ બાબતોની શરૂઆત કરી અને જે સર્વ બાબતોનો અંત લાવશે” અથવા 2) “જે સર્વ બાબતો અગાઉ અસ્તિત્વમાં હતા અને જે સર્વ બાબતો પછી અસ્તિત્વમાં હશે.”

τῷ διψῶντι…τοῦ ὕδατος τῆς ζωῆς

ઈશ્વર વ્યક્તિની અનંત જીવન માટેની ઇચ્છા વિષે વાત કરે છે જાણે કે તે તરસ હોય અને તે વ્યક્તિ જીવન-આપનાર પાણી પીવા દ્વારા અનંત જીવન પ્રાપ્ત કરી રહી હોય. (જુઓ: રૂપક)

Revelation 21:7

જે રાજ્યાસન પર બિરાજમાન છે તે યોહાન સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

Revelation 21:8

τοῖς…δειλοῖς

જેઓ યોગ્ય કામો કરતા ખૂબ જ ડરતા હોય છે/બીકણૉ

ἐβδελυγμένοις

જેઓ ભયંકર કામો કરે છે

τῇ λίμνῃ τῇ καιομένῃ πυρὶ καὶ θείῳ

અગ્નિની ખાઈ કે જે ગંધક સાથે બળે છે અથવા “અગ્નિથી ભરપૂર સ્થળ કે જે ગંધક સાથે બળે છે.” તમે પ્રકટીકરણ 19:20 માં કેવું અનુવાદ કર્યું છે તે જુઓ.

ὁ θάνατος ὁ δεύτερος

બીજીવાર મૃત્યુ પામવું. આને અગ્નિની ખાઈમાં અનંત સજા તરીકે વર્ણવેલ છે પ્રકટીકરણ 20:14 અને પ્રકટીકરણ 21:8. તમે પ્રકટીકરણ 2:11 માં આનું કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: “અગ્નિની ખાઈમાં અંતિમ મૃત્યુ” (જુઓ: સાંકેતિક ભાષા)

Revelation 21:9

τὴν νύμφην, τὴν γυναῖκα τοῦ Ἀρνίου

દૂત યરૂશાલેમની વાત કરે છે જાણે કે તે કોઈ સ્ત્રી હોય જે તેના વર, હલવાન સાથે લગ્ન કરવા જઈ રહી હોય. યરૂશાલેમ એવા વિશ્વાસીઓ માટે એક ઉપનામ છે જેઓ તેમાં વસનાર છે.(જુઓ: વ્યક્તિનો અવતાર અને રૂપક અને ઉપનામ)

τοῦ Ἀρνίου

આ એક યુવાન ઘેટું છે. અહીં તેનો ઉપયોગ પ્રતીકાત્મક રીતે ખ્રિસ્તનો ઉલ્લેખ કરવા માટે થયો છે. તમે પ્રકટીકરણ 5:6 માં તમે આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: સાંકેતિક ભાષા)

Revelation 21:10

ἀπήνεγκέν με ἐν Πνεύματι

યોહાનને ઊંચા પર્વત પર લઈ જવામાં આવે છે જ્યાં તે યરૂશાલેમ નગરને જોઈ શકે ત્યારે સ્થિતિ બદલાય છે. તમે આ શબ્દસમૂહનું અનુવાદ પ્રકટીકરણ 17:3 માં કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: પૂર્વભૂમિકા)

Revelation 21:11

ἔχουσαν

આ “યરૂશાલેમ કે જે આકાશમાંથી નીચે આવી રહ્યું છે” તેનો ઉલ્લેખ કરે છે કે જે તેણે અગાઉની કલમમાં વર્ણન કર્યું હતું અને નહિ કે ભૌતિક યરૂશાલેમ.

ὅμοιος λίθῳ τιμιωτάτῳ, ὡς λίθῳ ἰάσπιδι κρυσταλλίζοντι

આ બે શબ્દસમૂહોનો મૂળભૂત અર્થ એકસરખો જ છે. બીજો (શબ્દસમૂહ) ચોક્કસ રત્નનું નામ આપીને યરૂશાલેમની તેજસ્વીતા પર ભાર મૂકે છે. (જુઓ: સમાંતરણ)

κρυσταλλίζοντι

અંત્યંત સ્પષ્ટ/નિર્મળ

ἰάσπιδι

આ એક મૂલ્યવાન પથ્થર છે. યાસપિસ એ કાચ અથવા સ્ફટિક જેવો સ્પષ્ટ હોઈ શકે છે. તમે પ્રકટીકરણ 4:3 માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

Revelation 21:12

πυλῶνας δώδεκα

12 દરવાજા (જુઓ: સંખ્યાઓ)

ἐπιγεγραμμένα

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “કોઈએ લખ્યું હતું” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Revelation 21:14

τοῦ Ἀρνίου

આ ઈસુનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 5:6 માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ.

Revelation 21:16

σταδίων δώδεκα χιλιάδων

12,000 રમતનું મેદાન. તમે આને આધુનિક માપમાં રૂપાંતરિત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “2,200 કિલોમીટર” (જુઓ: સંખ્યાઓ અને બાઈબલમાં લિખિત અંતર)

Revelation 21:17

ἑκατὸν τεσσεράκοντα τεσσάρων πηχῶν

એક સો ચુમ્માલીસ હાથ. તમે આને આધુનિક માપમાં રૂપાંતરિત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “66 મીટર” (જુઓ: સંખ્યાઓ અને બાઈબલમાં લિખિત અંતર)

Revelation 21:18

ἡ ἐνδώμησις τοῦ τείχους αὐτῆς ἴασπις; καὶ ἡ πόλις χρυσίον καθαρὸν

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: કોઈએ કોટને યાસપિસ વડે અને નગરને શુદ્ધ સોનાથી બાંધ્યું હતું” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

χρυσίον καθαρὸν, ὅμοιον ὑάλῳ καθαρῷ

સોનું એટલું શુદ્ધ/નિર્મળ હતું કે તેના વિષે કહેવામાં આવ્યું છે કે જાણે તે કાચ હોય. (જુઓ: ઉપમા)

ἴασπις

આ એક મૂલ્યવાન પથ્થર છે. યાસપિસ કાચ અથવા સ્ફટિક જેવો સ્પષ્ટ હોઈ શકે છે. તમે પ્રકટીકરણ 4:3 માં કેવી રીતે આનુ અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

Revelation 21:19

οἱ θεμέλιοι τοῦ τείχους…κεκοσμημένοι

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “કોઈએ કોટના પાયાને શણગાર્યા છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἴασπις…σάπφειρος…χαλκηδών…σμάραγδος

આ એક મૂલ્યવાન પથ્થર છે. યાસપિસ કાચ અથવા સ્ફટિક જેવો સ્પષ્ટ હોઈ શકે છે. તમે પ્રકટીકરણ 4:3 માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

Revelation 21:20

σαρδόνυξ…σάρδιον…χρυσόλιθος…βήρυλλος…τοπάζιον…χρυσόπρασος…ὑάκινθος…ἀμέθυστος

આ સર્વ મૂલ્યવાન રત્નો છે. (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

Revelation 21:21

μαργαρῖται

સુંદર અને મૂલ્યવાન શ્વેત માળાઓ. નાના ચોક્કસ પ્રકારના પ્રાણી જે સમુદ્રમાં રહે છે તેના છીપની અંદર તેઓ રચાય છે. (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ). તમે પ્રકટીકરણ 17:4 માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ.

ἀνὰ εἷς ἕκαστος τῶν πυλώνων ἦν ἐξ ἑνὸς μαργαρίτου

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “કોઈએ એક જ મોતીમાંથી દરેક દરવાજા બનાવ્યા હતા” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

χρυσίον καθαρὸν ὡς ὕαλος διαυγής

સોનું એટલું શુદ્ધ/નિર્મળ હતું કે તેના વિષે કહેવામા આવ્યું છે કે જાણે તે કાચ હોય. તમે પ્રકટીકરણ 21:18 માં આ સમાન શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ (જુઓ: ઉપમા)

Revelation 21:22

ὁ…Κύριος ὁ Θεός…ναὸς αὐτῆς ἐστιν, καὶ τὸ Ἀρνίον

મંદિર ઈશ્વરની હાજરીને દર્શાવે છે. આનો અર્થ એ છે કે નવા યરૂશાલેમમાં મંદિરની જરૂર નહિ હોય કારણ કે ત્યાં ઈશ્વર અને હલવાન નિવાસ કરશે. (જુઓ: રૂપક)

Revelation 21:23

ὁ λύχνος αὐτῆς τὸ Ἀρνίον

અહીં ઈસુ કે જે હલવાન છે તેના મહિમાની વાત એ રીતે કરવામાં આવે છે જાણે કે તે દીવો હોય જે નગરને પ્રકાશ આપે છે. (જુઓ: રૂપક)

Revelation 21:24

περιπατήσουσιν τὰ ἔθνη

“રાષ્ટ્રો” શબ્દો રાષ્ટ્રોમાં રહેતા લોકો માટેનું ઉપનામ છે. અહીં “ચાલશે” એ “જીવશે” માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: “સર્વ જુદા જુદા રાષ્ટ્રોના લોકો જીવશે” (જુઓ: ઉપનામ અને રૂપક)

Revelation 21:25

οἱ πυλῶνες αὐτῆς οὐ μὴ κλεισθῶσιν

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “કોઈ પણ દરવાજા બંધ કરશે નહિ” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Revelation 21:26

οἴσουσιν

પૃથ્વીના રાજાઓ લાવશે

Revelation 21:27

οὐ μὴ εἰσέλθῃ εἰς αὐτὴν πᾶν κοινὸν, καὶ ὁ

આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “ફક્ત જે શુદ્ધ છે તે જ હંમેશા પ્રવેશ કરી શકશે, અને અન્ય કોઇ ક્યારેય પ્રવેશ કરશે નહિ” (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

εἰ μὴ οἱ γεγραμμένοι ἐν τῷ βιβλίῳ τῆς ζωῆς τοῦ Ἀρνίου

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “પરંતુ જેઓના નામ હલવાને જીવનના પુસ્તકમાં લખ્યા છે તેઓ જ” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τοῦ Ἀρνίου

આ એક યુવાન ઘેટું છે. અહીં તેનો ઉપયોગ પ્રતીકાત્મક રીતે ખ્રિસ્તનો ઉલ્લેખ કરવા માટે થયો છે. તમે પ્રકટીકરણ 5:6 માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: સાંકેતિક ભાષા)

Revelation 22

પ્રકટીકરણ 22 સામાન્ય નોંધો

માળખુ અને બંધારણ

આ અધ્યાય ઈસુ જલદી આવી રહ્યા છે/ઇસુનું આગમન થોડી જ વારમાં થશે તે પર ભાર મૂકે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

જીવનનું વૃક્ષ

એદન વાડીમાંના જીવનના વૃક્ષ અને આ અધ્યાયમાં વર્ણવવામાં આવેલા જીવનના વૃક્ષ વચ્ચે સંભવતઃ એક હેતુસર જોડાણ છે. જે શ્રાપ એદનમાં શરૂ થયો હતો તે આ સમયે સમાપ્ત થશે.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

આલ્ફા અને ઓમેગા

આ ગ્રીક મૂળાક્ષરોના આ પ્રથમ અને અંતિમ અક્ષરો છે. યુએલટી તેઓના નામ અંગ્રેજી જોડણીમાં કરે છે. આ વ્યૂહરચના અનુવાદકો માટે એક નમૂના તરીકે સેવા આપી શકે છે. તેમ છતાં, કેટલાક અનુવાદકો, તેમના પોતાના મૂળાક્ષરોમાં પ્રથમ અને અંતિમ અક્ષરોનો ઉપયોગ કરવાનું નક્કી કરી શકે છે. આ અંગ્રેજીમાં ""A અને Z"" હોઈ શકે છે.

Revelation 22:1

દૂત તેને દર્શાવે છે તેમ યોહાન નવા યરૂશાલેમનું વર્ણન કરવાનું ચાલુ રાખે છે.

ἔδειξέν μοι

અહીં “મને” યોહાનનો ઉલ્લેખ કરે છે.

ποταμὸν ὕδατος ζωῆς

જીવન આપનાર પાણીની વહેતી નદી

ποταμὸν ὕδατος ζωῆς

અનંતજીવનની વાત એ રીતે કરવામાં આવી છે જાણે કે તે જીવન આપનાર પાણી દ્વારા પૂરું પાડવામાં આવ્યું હોય. તમે પ્રકટીકરણ 21:6 માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: રૂપક)

τοῦ Ἀρνίου

આ એક યુવાન ઘેટું છે. અહીં તેનો ઉપયોગ પ્રતીકાત્મક રીતે ખ્રિસ્તનો ઉલ્લેખ કરવા માટે થયો છે. તમે પ્રકટીકરણ 5:6 માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: સાંકેતિક ભાષા)

Revelation 22:2

τῶν ἐθνῶν

અહીં “રાષ્ટ્રો” એ લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ દરેક રાષ્ટ્રમાં રહેતા હોય. વૈકલ્પિક અનુવાદ: “સર્વ રાષ્ટ્રના લોકો” (જુઓ: ઉપનામ)

Revelation 22:3

πᾶν κατάθεμα οὐκ ἔσται ἔτι

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “ત્યાં કોઇ એવું હશે નહિ કે જેને ઇશ્વર શ્રાપ આપશે” અથવા 2) “ત્યાં કોઈ એવું હશે નહિ કે જે ઈશ્વરના શ્રાપ હેઠળ હોય”

οἱ δοῦλοι αὐτοῦ λατρεύσουσιν αὐτῷ

“તેના” અને “તેની” ના શક્ય અર્થો આ પ્રમાણે છે 1) બંને શબ્દો ઈશ્વર પિતાનો ઉલ્લેખ કરે છે, અથવા 2) બંને શબ્દો ઈશ્વર અને હલવાન બંને, જેઓ ભેગા મળીને એક થઈને રાજ કરે છે તેનો ઉલ્લેખ કરે છે.

Revelation 22:4

ὄψονται τὸ πρόσωπον αὐτοῦ

આ એક રૂઢિપ્રયોગ છે, જેનો અર્થ ઈશ્વરની હાજરીમાં રહેવું એમ થાય છે. વૈકલ્પિક અનુવાદ: “ તેઓ ઈશ્વરની હાજરીમાં રહેશે” (જુઓ: રૂઢિપ્રયોગ)

Revelation 22:6

આ યોહાનના સંદર્શનના અંતની શરૂઆત છે. કલમ 6 માં દૂત યોહાન સાથે વાત કરી રહ્યો છે. કલમ 7 માં, ઈસુ વાત કરી રહ્યા છે. આ યુએસટીની જેમ સ્પષ્ટ રીતે બતાવી શકાય છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

οὗτοι οἱ λόγοι πιστοὶ καὶ ἀληθινοί

અહીં “વાતો/વચનો” તેઓએ રચેલા સંદેશનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 21:5 માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: “આ સંદેશ વિશ્વાસપાત્ર અને સત્ય છે” (જુઓ: ઉપનામ)

ὁ Θεὸς τῶν πνευμάτων τῶν προφητῶν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “આત્માઓ” શબ્દ એ પ્રબોધકોના આંતરિક મનોવૃત્તિનો ઉલ્લેખ કરે છે અને સૂચવે છે કે ઈશ્વર તેમને પ્રેરણા આપે છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર જે પ્રબોધકોને પ્રેરણા આપે છે” અથવા 2) “આત્માઓ” શબ્દ પવિત્ર આત્માનો ઉલ્લેખ કરે છે જે પ્રબોધકોને પ્રેરણા આપે છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર જે પોતાનો આત્મા પ્રબોધકોને આપે છે” (જુઓ: ઉપનામ)

Revelation 22:7

ἰδοὺ

અહીં ઈસુ બોલવાની શરૂઆત કરે છે. “જુઓ” શબ્દ નીચેની બાબતો પર ભાર મૂકે છે.

ἔρχομαι ταχύ

તે ન્યાય કરવા આવી રહ્યા છે તે સમજી શકાય છે. તમે પ્રકટીકરણ 3:11 માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: “હું ન્યાય કરવા માટે થોડીજ વારમાં આવીશ!” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Revelation 22:8

યોહાન તેના વાચકોને કહે છે કે તેણે દૂતને કેવો પ્રતિભાવ આપ્યો.

ἔπεσα προσκυνῆσαι ἔμπροσθεν τῶν ποδῶν

આનો અર્થ એ છે કે યોહાને હેતુસર જમીન પર સૂઈ ગયો અને આદરભાવથી અથવા નમીને દંડવત પ્રણામ કરે છે. આ ક્રિયા આરાધનાનો અગત્યનો ભાગ હતો, જે આદર અને સેવા કરવાની સ્વેચ્છા બતાવે છે. તમે પ્રકટીકરણ 19:10 માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ.

Revelation 22:10

દૂત યોહાન સાથે વાત પૂરી કરે છે.

μὴ σφραγίσῃς…τοῦ βιβλίου τούτου

કોઈ પુસ્તકને મહોર મારવી એટલેકે તેને કોઈ વસ્તુ વડે બંધ કરવું, જેને(મહોરને) તોડ્યા વગર કોઈપણ વ્યક્તિ માટે અંદરનું વાંચન કરવું અશક્ય છે. દૂત યોહાનને કહે છે કે તારે સંદેશને ગુપ્ત રાખવો નહિ. વૈકલ્પિક અનુવાદ: “ગુપ્ત રાખીશ નહિ ... આ પુસ્તક” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

τοὺς λόγους τῆς προφητείας τοῦ βιβλίου τούτου

અહીં “વાત/વચનો” એ તેઓએ રચેલા સંદેશાનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 22:7 માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: “આ પુસ્તકનો પ્રબોધકીય સંદેશ” (જુઓ: ઉપનામ)

Revelation 22:12

પ્રકટીકરણનું પુસ્તક સમાપ્ત થઈ રહ્યું છે ત્યારે ઈસુ અંતિમ અભિવાદન કરે છે. (જુઓ: વાર્તાની સમાપ્તિ)

Revelation 22:13

τὸ Ἄλφα καὶ τὸ Ὦ, ὁ πρῶτος καὶ ὁ ἔσχατος, ἡ ἀρχὴ καὶ τὸ τέλος

આ ત્રણ શબ્દસમૂહોના અર્થો સરખા જ છે અને તે ભાર મૂકે છે કે ઈસુ છે અને સદાકાળ માટે અસ્તિત્વમાં રહેશે. (જુઓ: સમાંતરણ અને મેરિઝમ)

τὸ Ἄλφα καὶ τὸ Ὦ

આ ગ્રીક મૂળાક્ષરોના પ્રથમ અને છેલ્લા અક્ષરો છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) "" જેણે સર્વ બાબતોની શરૂઆત કરી છે અને જે સર્વ બાબતોનો અંત લાવે છે"" અથવા 2) ""જે સદાકાળ જીવિત છે અને જે સદાકાળ જીવિત રહેશે."" જો વાચકો માટે અસ્પષ્ટ હોય તો તમે તમારા મૂળાક્ષરોના પ્રથમ અને છેલ્લા અક્ષરોનો ઉપયોગ કરી શકો છો. તમે પ્રકટીકરણ 1:8 માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: “A અને Z” અથવા “પ્રથમ અને અંતિમ” (જુઓ: રૂપક અને મેરિઝમ)

ὁ πρῶτος καὶ ὁ ἔσχατος

આ ઈસુના અનંતકાળીક સ્વભાવનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 1:17 માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: મેરિઝમ)

ἡ ἀρχὴ καὶ τὸ τέλος

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “જેણે સર્વ બાબતોની શરૂઆત કરી અને જે સર્વ બાબતોનો અંત લાવશે” અથવા 2) “જે સર્વ બાબતો અગાઉ અસ્તિત્વમાં હતા અને જે સર્વ બાબતો પછી અસ્તિત્વમાં હશે.” તમે પ્રકટીકરણ 21:6 માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ.

Revelation 22:14

ઈસુએ તેમનું અંતિમ અભિવાદન ચાલુ રાખ્યું.

οἱ πλύνοντες τὰς στολὰς αὐτῶν

ન્યાયી થવું તેને એ રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે કોઈના વસ્ત્રો ધોતા હતા. તમે પ્રકટીકરણ 7:14 માં કેવી રીતે સમાન શબ્દસમૂહનું અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: “ જેઓ ન્યાયી થયા છે તે જાણે કે પોતાના વસ્ત્રો ધોઇને સ્વચ્છ થયા છે. ” (જુઓ: રૂપક)

Revelation 22:15

ἔξω

આનો અર્થ એ છે કે તેઓ નગરની બહાર છે અને પ્રવેશવાની મંજૂરી નથી.

οἱ κύνες

તે સંસ્કૃતિમાં કૂતરો એક અશુદ્ધ, ધિક્કારાયેલું પ્રાણી હતું. અહીં “કૂતરાઓ” શબ્દ અપમાનજનક છે અને તે દુષ્ટ લોકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: રૂપક અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Revelation 22:16

μαρτυρῆσαι ὑμῖν

અહીં “તમને” શબ્દ એ બહુવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ἡ ῥίζα καὶ τὸ γένος Δαυείδ

“મૂળ” અને “વંશજો” શબ્દોનો અર્થ સામાન્ય રીતે સમાન જ છે. ઈસુ “વંશજ” હોવાની વાત એ રીતે કરે છે જાણે કે તે “મૂળ” હતું જે દાઉદમાંથી વૃધ્ધિ પામ્યું. શબ્દો ભેગા મળીને ભાર મૂકે છે કે ઈસુ દાઉદના કુટુંબના છે. (જુઓ: રૂપક અને બેવડું/બમણાં)

ὁ ἀστὴρ ὁ λαμπρός, ὁ πρωϊνός

ઈસુ પોતાના વિષે વાત કરે છે જાણે કે તે ચમકતો તારો હોય જે ઘણીવાર વહેલી સવારે દેખાય છે અને દર્શાવે છે કે નવો દિવસ શરૂ થવાની તૈયારીમાં છે. તમે પ્રકટીકરણ 2:28 માં “પ્રભાતનો તારો” કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: રૂપક)

Revelation 22:17

આ કલમ ઈસુનો પ્રત્યુત્તર છે.

ἡ νύμφη

વિશ્વાસીઓ વિષે એવું કહેવામા આવ્યું છે જાણે કે તે ક્ન્યા છે, જે પોતાના વરરાજા ઈસુ સાથે લગ્ન કરવાની તૈયારીમાં છે. (જુઓ: રૂપક)

ἔρχου

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) કે આ લોકોને સારુ આમંત્રણ છે કે આવો અને જીવનનું પાણી પીઓ. વૈકલ્પિક અનુવાદ: “આવો અને પીઓ!” અથવા 2) કે આ ઈસુ પાછા ફરે તે માટે એક નમ્ર અરજ છે. વૈકલ્પિક અનુવાદ: “મહેરબાની કરીને આવો!” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ὁ διψῶν ἐρχέσθω…ὕδωρ ζωῆς

ઈશ્વર વ્યક્તિની અનંત જીવન માટેની ઇચ્છા વિષે વાત કરે છે જાણે કે તે તરસ હોય અને તે વ્યક્તિ જીવન-આપનાર પાણી પીવા દ્વારા અનંત જીવન પ્રાપ્ત કરી રહી હોય. (જુઓ: રૂપક)

ὕδωρ ζωῆς

અનંતજીવનની વાત તે રીતે કરવામાં આવી છે જાણે કે તે જીવન-આપનાર પાણી દ્વારા પૂરી પાડવામાં આવ્યું હોય. તમે પ્રકટીકરણ 21:6 માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: રૂપક)

Revelation 22:18

યોહાન પ્રકટીકરણના પુસ્તક વિષે અંતિમ ટિપ્પણી કરે છે.

μαρτυρῶ ἐγὼ

અહીં “હું” યોહાનનો ઉલ્લેખ કરે છે.

τοὺς λόγους τῆς προφητείας τοῦ βιβλίου τούτου

અહીં “વાતો/શબ્દો” એ તેઓએ રચેલા સંદેશનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 22:7 માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: આ પુસ્તકનો પ્રબોધકીય સંદેશ છે” (જુઓ: ઉપનામ)

ἐάν τις ἐπιθῇ ἐπ’ αὐτά, ἐπιθήσει ὁ Θεὸς

આ ભવિષ્યવાણીમાં કંઇપણ ફેરફાર ન કરવા માટેની આ સખત ચેતવણી છે.

τὰς γεγραμμένας ἐν τῷ βιβλίῳ τούτῳ

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “જે વિષે મેં આ પુસ્તકમાં લખ્યું છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Revelation 22:19

ἐάν τις ἀφέλῃ…ἀφελεῖ ὁ Θεὸς

આ ભવિષ્યવાણીમાં કંઇપણ ફેરફાર ન કરવા માટેની આ સખત ચેતવણી છે.

Revelation 22:20

આ કલમોમાં યોહાન તેનું અને ઈસુનું અંતિમ અભિવાદન કરે છે.

ὁ μαρτυρῶν

ઈસુ, જે સાક્ષી આપે છે

Revelation 22:21

μετὰ τῶν ἁγίων

તમારા દરેક સાથે