3 John
3 John front
યોહાનના ત્રીજા પત્રની (યોહાન ૩ ની) પ્રસ્તાવના
ભાગ ૧: સામાન્ય પ્રસ્તાવના
યોહાનના ત્રીજા પત્રની (યોહાન ૩ ની) રૂપરેખા
- પ્રસ્તાવના (૧:૧)
- અતિથિસત્કાર દર્શાવવા માટે પ્રોત્સાહન અને સૂચનાઓ (૧:૨-૮)
- દીયોત્રેફસ અને દીમીત્રીયસ (૧:૯-૧૨)
- સમાપન (૧:૧૩-૧૪)
યોહાનનો ત્રીજો પત્ર, પુસ્તક કોણે લખ્યું?
આ પત્ર લેખકનું નામ આપતો નથી. લેખક પોતાને માત્ર વડીલ તરીકે ઓળખાવે છે (૧:૧). સંભવિતપણે આ પત્ર પ્રેરિત યોહાન દ્વારા તેના જીવનના અંત સમય દરમ્યાન લખાયો હતો.
યોહાનનો ત્રીજો પત્ર, પુસ્તકનો વિષય શું છે/ પુસ્તક શા વિષે છે?
યોહાને આ પત્ર ગાયસ નામના વિશ્વાસીને લખ્યો હતો. તેણે ગાયસને આજ્ઞા/સૂચના આપી કે તેના વિસ્તારમાંથી પસાર થતા સાથી વિશ્વાસીઓ પ્રત્યે તેણે અતિથિસત્કાર દાખવવો.
આ પુસ્તકના શીર્ષકનો અનુવાદ કેવી રીતે થવો જોઈએ?
ભાષાંતરકારો, આ પુસ્તકને તેના પરંપરાગત શીર્ષક "યોહાન ૩" અથવા "ત્રીજો યોહાન" દ્વારા ઓળખવાનું પસંદ કરી શકે છે. અથવા તેઓ વધુ સ્પષ્ટ શીર્ષક પસંદ કરી શકે છે, જેમ કે "યોહાનનો ત્રીજો પત્ર" અથવા "યોહાને લખેલો ત્રીજો પત્ર". (See: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
ભાગ ૨: મહત્વના ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો
અતિથિસત્કાર શું છે?
પૂર્વ નજીકના પ્રાચીન પ્રદેશોમાં અતિથિસત્કાર એ એક મહત્વનો ખ્યાલ હતો. વિદેશીઓ તથા બહારનાઓ તરફ મૈત્રીભાવ દાખવવો અને જો તેઓને જરૂર હોય તો તેમને મદદ પૂરી પાડવી, મહત્વનું હતું . યોહાનના ૨ જા પત્રમાં, ખોટા શિક્ષકોનો અતિથિસત્કાર કરવા વિષે યોહાન ખ્રિસ્તીઓને નિરુત્સાહ કરે છે. યોહાનના ૩ જા પત્રમાં વિશ્વાસુ શિક્ષકોનો અતિથિસત્કાર કરવા વિષે યોહાન ખ્રિસ્તીઓને પ્રોત્સાહિત કરે છે.
ભાગ ૩: ભાષાંતરના મહત્વના મુદ્દાઓ
આ પત્રમાં પારિવારિક સંબંધોનો ઉપયોગ લેખક કેવી રીતે કરે છે?
ભાઈ અને બાળકો શબ્દોનો ઉપયોગ, લેખકે જે કર્યો છે તે ગૂંચવણભર્યું છે. શાસ્ત્ર ભાઈઓ શબ્દનો ઉપયોગ મહદઅંશે યહૂદીઓને દર્શાવવા માટે ઉલ્લેખે છે. પરંતુ આ પત્રમાં, યોહાને આ શબ્દ, ખ્રિસ્તીઓને દર્શાવવા માટે કર્યો છે. વધુમાં, કેટલાક વિશ્વાસીઓને યોહાન તેના બાળકો તરીકે ઉલ્લેખે છે. આ એ વિશ્વાસીઓ હતા જેમને તેણે ખ્રિસ્તને આધીન રહેવાનું શીખવ્યું હતું.
યોહાને વિદેશી શબ્દનો ઉપયોગ પણ એ રીતે કર્યો છે, જે ગુંચવણભર્યું છે. શાસ્ત્ર વિદેશી શબ્દનો ઉપયોગ બિન-યહૂદી લોકો માટે કરે છે. પરંતુ આ પત્રમાં, યોહાન આ શબ્દનો ઉપયોગ તેવા લોકોને દર્શાવવા માટે કરે છે જેઓએ ઈસુમાં વિશ્વાસ કર્યો નથી.
3 John 1
3 John 1:1
ગાયસને યોહાન તરફથી આ વ્યક્તિગત પત્ર છે. તું અને તારા, બધા જ ઉલ્લેખો ગાયસને દર્શાવે છે અને તે એકવચન છે. (See: તમેનાં સ્વરૂપો)
ὁ πρεσβύτερος
આ ઉલ્લેખ ઈસુના પ્રેરિત અને શિષ્ય, યોહાનનો છે. કારણ કે તે મંડળીના વડીલ છે અથવા તો તે ઉંમર લાયક (વૃદ્ધ) છે તેથી તે પોતાને વડીલ તરીકે ઓળખાવે છે. લેખકનું નામ સ્પષ્ટ રીતે દર્શાવી શકાય છે: "હું, વડીલ યોહાન, લખું છું" (See: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Γαΐῳ
આ એક સાથી વિશ્વાસી છે જેને યોહાન આ પત્ર લખે છે. (See: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
ὃν ἐγὼ ἀγαπῶ ἐν ἀληθείᾳ
“જેને હું સત્યમાં પ્રેમ કરું છું”
3 John 1:2
περὶ πάντων εὔχομαί σε εὐοδοῦσθαι καὶ ὑγιαίνειν
“સર્વમાં તું ક્ષેમકુશળ રહે અને તંદુરસ્ત રહે
καθὼς εὐοδοῦταί σου ἡ ψυχή
“આત્મિક રીતે જેમ તું સારું કરી રહ્યો છે તેમ
3 John 1:3
ἐρχομένων ἀδελφῶν
જ્યારે સાથી વિશ્વાસીઓ આવ્યા" આ લોકો સંભવતઃ બધા જ, પુરુષો હતા.
σὺ ἐν ἀληθείᾳ περιπατεῖς
વ્યક્તિ પોતાનું જીવન કેવી રીતે જીવી રહ્યો છે તેનું રૂપક, ચા*લવું* છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરના સત્ય અનુસાર તું જીવન જીવી રહ્યો છે” (See: રૂપક)
3 John 1:4
τὰ ἐμὰ τέκνα
ઈસુમાં વિશ્વાસ કરવાનું જેઓને તેણે શીખવ્યું હતું તેઓ વિષે યોહાન એ રીતે વાત કરી રહ્યો છે જાણે કે તેઓ તેના બાળકો હોય. આ તેઓ પ્રત્યે તેના પ્રેમ અને કાળજીને દર્શાવે છે. એમ પણ હોય કે તેણે સ્વયં તેઓને પ્રભુમાં દોર્યા હોય. વૈકલ્પિક ભાષાંતર: “મારા આત્મિક બાળકો” (See: રૂપક)
3 John 1:5
આ પત્ર લખવા પાછળ યોહાનનો હેતુ હતો કે તે ઈશ્વરની સેવા કરતા મુસાફર લોકોની સંભાળ રાખનાર ગાયસની પ્રશંસા કરે; ત્યારપછી તે બે વ્યક્તિઓની વાત કરે છે; એક ભૂંડા વ્યક્તિની અને બીજા સારા વ્યક્તિની.
ἀγαπητέ
અહીં, પ્રિય શબ્દ હેતાળવચન તરીકે સાથી વિશ્વાસી ગાયસ માટે ઉપયોગમાં લેવાયો છે. તમારી ભાષામાં પ્રિય મિત્ર તરીકે શબ્દોનો ઉપયોગ કરો. a term here for a dear friend in your language.
πιστὸν ποιεῖς
“ઈશ્વરને જે માન્ય છે તે તું કરી રહ્યો છે" અથવા "તું ઈશ્વરને વફાદાર છે"
ὃ, ἐὰν ἐργάσῃ εἰς τοὺς ἀδελφοὺς καὶ τοῦτο ξένους
“જ્યારે તું સાથી વિશ્વાસીઓને, વિશેષ કરીને જેઓને તું ઓળખતો નથી તેઓને મદદ કરે છે ત્યારે
3 John 1:6
οἳ ἐμαρτύρησάν σου τῇ ἀγάπῃ ἐνώπιον ἐκκλησίας
આ શબ્દો "અજાણ્યા વ્યક્તિઓ"નું વર્ણન કરે છે (કલમ ૫). "અજાણ્યા વ્યક્તિઓ/ભાઈઓએ મંડળીના વિશ્વાસીઓને જણાવ્યું કે તેં કઈ રીતે તેઓ પ્રત્યે પ્રેમ દર્શાવ્યો છે"
οὓς καλῶς ποιήσεις, προπέμψας
સેવાર્થે મુસાફરી કરતા વિશ્વાસીઓને મદદ કરવાના તેના નિયમિત આચરણ માટે યોહાન ગાયસની પ્રસંશા કરે છે.
3 John 1:7
ὑπὲρ γὰρ τοῦ ὀνόματος ἐξῆλθον
અહીં, આ નામ ઈસુને દર્શાવે છે. તેનો સંભવિત અર્થ છે: (૧) બીજાઓને ઈસુ વિષે જણાવવાને તેઓ જ્યાં હતા ત્યાંથી તેઓ નીકળ્યા, અથવા (૨) તેઓ જ્યાં હતા ત્યાંથી તેઓ નીકળ્યા કેમ કે ઈસુમાં તેઓની માન્યતાને લીધી બીજાઓએ તેમને બહાર નિકળવા માટે પ્રોત્સાહન આપ્યું, અથવા (૩) ઉપરોક્ત બંને બાબતો. વૈકલ્પિક ભાષાંતર: "ઈસુ વિષે લોકોને કહેવા માટે તેઓ બહાર નીકળ્યા છે તેથી" (See: ઉપનામ)
μηδὲν λαμβάνοντες
આનો અર્થ સંભવિત એ છે કે (૧) અવિશ્વાસીઓએ કશું પણ આપવા દ્વારા તેઓની મદદ કરી નથી (૨) તેઓએ અવિશ્વાસીઓ પાસેથી કોઈ મદદ અથવા ભેટોનો સ્વીકાર કર્યો નથી.
τῶν ἐθνικῶν
અહીં, વિદેશીઓનો અર્થ બિન-યહૂદી માત્ર થતો નથી. લોકો જે ઈસુમાં વિશ્વાસ કરતા નથી તેનો તે ઉલ્લેખ કરે છે.
3 John 1:8
ἵνα συνεργοὶ γινώμεθα τῇ ἀληθείᾳ
“તેથી ઈશ્વરનું સત્ય લોકોને પ્રગટ કરવામાં આપણે તેમની સાથે સંકળાયેલા હોઈશું
τῇ ἀληθείᾳ
અહીં 'સત્ય' નો ઉલ્લેખ એ રીતે કરવામાં આવ્યો છે જેમ કે તે એક વ્યક્તિ હોય જેના માટે યોહાન, ગાયસ, અને બીજા કાર્યકરોએ કાર્ય કર્યું હોય. તેનો સંભવિત અર્થ: (૧) "ઈશ્વર તરફથી સાચો સંદેશ" જે રીતે યુ.એસ.ટી.માં છે અથવા તેનો સંભવિત અર્થ (૨) ઈશ્વર, જે સત્ય છે." (See: વ્યક્તિનો અવતાર)
3 John 1:9
τῇ ἐκκλησίᾳ
મંડળી (વિશ્વાસી સમુદાય), ગાયસ અને વિશ્વાસીઓનું જૂથ જે ઈશ્વરની સ્તુતિ કરવા એકઠું મળતું હતું, તેમનો ઉલ્લેખ કરે છે.
Διοτρέφης
તે સમુદાયનો સભ્ય હતો. (See: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
ὁ φιλοπρωτεύων αὐτῶν
જે તેઓમાં સૌથી મહત્વના થવાનું પસંદ કરે છે" અથવા "તે તેઓનો આગેવાન હોય તે રીતે વર્તવું તેને ગમે છે
ἡμᾶς
આપણે/અમે શબ્દ સમાવિષ્ટ કરતો વિશેષ શબ્દ છે; તે યોહાન અને તેની સાથે જેઓ છે તેઓનો ઉલ્લેખ કરે છે અને ગાયસનો સમાવેશ કરતો નથી. આ શબ્દ દ્વારા યોહાન નમ્ર રીતે પોતાનો પણ ઉલ્લેખ કરતો હોય તે શક્ય છે. જુઓ યુ.એસ.ટી. (See: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)
Διοτρέφης, οὐκ ἐπιδέχεται ἡμᾶς
દિયોત્રેફસ … અમારો સ્વીકાર કરતો નથી એમ કહેવાનો અર્થ એમ નથી કે તેણે દેખીતી રીતે મોઢામોઢ યોહાન અને તેની સાથેનાઓનો નકાર કર્યો હોય, પરંતુ તે યોહાનના અધિકાર અથવા તે જે આજ્ઞાઓ આપે છે તેનો સ્વીકાર કરતો નથી, તેમ કહેવાનો ટૂંકો માર્ગ છે. જુઓ યુ.એસ.ટી. (See: ઉપનામ)
3 John 1:10
λόγοις πονηροῖς φλυαρῶν ἡμᾶς
“એટલે તે અમારા વિષે દુષ્ટ વાતો કહે છે જે વાતો ખાતરીપૂર્વક સત્ય નથી
οὔτε αὐτὸς ἐπιδέχεται τοὺς ἀδελφοὺς
“સાથી વિશ્વાસીઓનો આવકાર કરતો નથી
τοὺς βουλομένους κωλύει
અહીં અધૂરા મૂકાયેલા શબ્દો છે પરંતુ તે અગાઉની કલમ દ્વારા સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “જેઓ વિશ્વાસીઓનો આવકાર કરવા માંગતા હોય તેઓને તે અટકાવે છે” જુઓ યુ.એસ.ટી. (See: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))
ἐκ τῆς ἐκκλησίας ἐκβάλλει
“વિશ્વાસીઓનું જૂથ છોડી દેવા માટે તે તેઓ પર દબાણ કરે છે
3 John 1:11
ἀγαπητέ
અહીં, પ્રિય/વહાલા તે ગાયસ, સાથી વિશ્વાસી માટે ઉપયોગમાં લેવાયેલ હેતાળવચન છે. જુઓ તમે તેનું ભાષાંતર 3 John 1:5 માં કેવી રીતે કર્યું છે.
μὴ μιμοῦ τὸ κακὸν
“લોકો જે દુષ્ટ બાબતો કરે છે તેનું અનુસરણ કરીશ નહિ
ἀλλὰ τὸ ἀγαθόν
અહીં અધૂરા મૂકાયેલા શબ્દો છે પરંતુ તે અગાઉની કલમ દ્વારા સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “પરંતુ લોકો જે સારી બાબતો કરે છે તેનું અનુસરણ કર" જુઓ યુ.એસ.ટી. (See: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))
ἐκ τοῦ Θεοῦ ἐστιν
“ઈશ્વર તરફથી આવે છે”
οὐχ ἑώρακεν τὸν Θεόν
અહીં "જોવું" તે જાણવા અને સમજવા માટેનું એક રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરનો અનુભવ કર્યો નથી” અથવા “ઈશ્વરમાં વિશ્વાસ કર્યો નથી” યુ.એસ.ટી. પણ તપાસો. (See: રૂપક)
3 John 1:12
Δημητρίῳ μεμαρτύρηται ὑπὸ πάντων
આને સક્રિય સ્વરૂપે દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: "જેઓ દિમેત્રીયસને ઓળખે છે તેઓ તેના વિષે સાક્ષી આપે છે" અથવા "દરેક વિશ્વાસી જે દિમેત્રીયસને ઓળખે છે તે તેના વિષે સારું બોલે છે" જુઓ યુ.એસ.ટી. (See: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
Δημητρίῳ
આ સંભવિતપણે એક માણસ છે જેના વિષે યોહાન ઈચ્છા રાખે છે કે તે જ્યારે ગાયસ અને વિશ્વાસી સમુદાયની મુલાકાત લે ત્યારે તેઓ તેનો આવકાર કરે. તે કદાચ આ પત્ર પાઠવનાર વ્યક્તિ પણ હોઈ શકે છે. (See: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
ὑπὸ αὐτῆς τῆς ἀληθείας
“સ્વયં સત્ય તેના વિષે સારુ બોલે છે" અહીં સત્યનો ઉલ્લેખ એ રીતે કરાયો છે જાણે કે તે સત્ય બોલનાર એક વ્યક્તિ હોય. અહીં સત્યનો ઉલ્લેખ "ઈશ્વર તરફથી સત્ય સંદેશનો" ઉલ્લેખ કરે છે.” વૈકલ્પિક ભાષાંતર: "દરેક વ્યક્તિ જે સત્યને જાણે છે તેઓ જાણે છે કે તે એક સારો વ્યક્તિ છે” યુ.એસ.ટી. પણ તપાસો. (See: વ્યક્તિનો અવતાર)
ὑπὸ αὐτῆς τῆς ἀληθείας
અહીં અધૂરા મૂકાયેલા શબ્દો છે પરંતુ તે અગાઉની કલમ દ્વારા સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “અને સ્વયં સત્ય દ્વારા તેની સાક્ષી પૂરાય છે” (See: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))
ἡμεῖς δὲ μαρτυροῦμεν
યોહાન જેનું સમર્થન કરે છે તે સૂચિત/ગર્ભિત છે અને અહીં તેને સ્પષ્ટપણે દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “અને અમે પણ દેમેત્રિયસ વિષે સારું કહીએ છીએ" યુ.એસ.ટી. પણ તપાસો. (See: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ἡμεῖς
અહીં, અમે/આપણે તે યોહાન અને તેની સાથે જેઓ છે તેમનો ઉલ્લેખ કરે છે અને ગાયસનો સમાવેશ કરતું નથી. (See: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)
3 John 1:13
ગાયસને યોહાનના પત્રનું આ સમાપન છે. આ વિભાગમાં, તે તેને મળવા આવશે તેમ કહીને સલામ પાઠવી પત્રનું સમાપન કરે છે.
οὐ θέλω διὰ μέλανος καὶ καλάμου σοι γράφειν
આ સામ્યતા ધરાવતા બે શબ્દો છે, કારણ કે સ્યાહી અને કલમ, લખવાની પ્રક્રિયા દર્શાવે છે જેનો ઉલ્લેખ થઇ ચૂક્યો હતો. યોહાન એમ નથી કહેતો કે તે તેઓને સ્યાહી અને કલમ સિવાય અન્ય કશાથી લખાણ લખશે. તે એમ કહી રહ્યો છે કે તે આ અન્ય બાબતો લખવા જ માંગતો નથી. વૈકલ્પિક ભાષાંતર: “હું તે બાબતો વિષે તને લખવા માંગતો નથી” (See: બેવડું/બમણાં)
3 John 1:14
στόμα πρὸς στόμα
અહીં, મોંઢામોંઢ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે, "વ્યક્તિગત મુલાકાત.” વૈકલ્પિક ભાષાંતર: "વ્યક્તિગત મુલાકાત"
3 John 1:15
εἰρήνη σοι
“ઈશ્વર તને શાંતિ આપો”
ἀσπάζονταί σε οἱ φίλοι
“અહીંના વિશ્વાસીઓ તને સલામ પાઠવે છે
ἀσπάζου τοὺς φίλους κατ’ ὄνομα
“ત્યાંના દરેક વિશ્વાસીઓને મારા તરફથી સલામ પાઠવજે”