1 John
1 John front
યોહાનના ૧ લા પત્રની પ્રસ્તાવના
ભાગ ૧: સર્વસામાન્ય પ્રસ્તાવના
૧ લા યોહાનના પત્રની રૂપરેખા
ઈસુના અનુયાયીઓને ખોટું માનવા અને ખોટા માર્ગોમાં જીવવા દોરતા ખોટા શિક્ષણોને પડકાર આપવા અને સુધારવા પ્રેરિત યોહાને આ પત્ર લખ્યો. તે સમયે પત્રના સ્વરૂપમાં લખાણની શરૂઆત અને અંતના વિભાગો વિશિષ્ટ હતા. આ બંનેની વચ્ચે પત્રનો મુખ્ય ભાગ આવતો હતો.
- પત્રની શરૂઆત (૧:૧-૪)
પત્રનો મુખ્ય ભાગ (૧:૫-૫:૧૨)
- અસલ વિશ્વાસીઓ ઈશ્વરને આધીન થાય છે અને એકબીજાને પ્રેમ કરે છે (૧:૫-૨:૧૭)
- ઈસુ મસીહા/ઉદ્ધારક છે તેનો નકાર કરવો તે ખોટું શિક્ષણ છે (૨:૧૮-૨:૨૭)
- ઈશ્વરના અસલ/ખરા બાળકો પાપ કરતા નથી (૨:૨૮-૩:૧૦)
- અસલ વિશ્વાસીઓ એકબીજાને બલિદાનયુક્ત મદદ કરે છે (૩:૧૧-૧૮)
- અસલ વિશ્વાસીઓને પ્રાથનામાં ભરોસો હોય છે (૩:૧૯-૨૪)
- ઈસુ મનુષ્ય બન્યા તેનો નકાર કરવો તે ખોટું શિક્ષણ છે (૪:૧-૬)
- ઈશ્વરે તેઓને જે રીતે પ્રેમ કર્યો તે રીતે અસલ વિશ્વાસીઓ એકબીજાને પ્રેમ કરે છે (૪:૭-૨૧)
- ઈસુ ઈશ્વર પુત્ર છે તેનો નકાર કરવો તે ખોટું શિક્ષણ છે (૫:૧-૧૨)
પત્રનું સમાપન (૫:૧૩-૨૧)
૧ લા યોહાનનો પત્ર કોણે લખ્યો?
આ પત્રનો લેખક પોતાનું નામ આપતો નથી. જો કે, શરૂઆતના ખ્રિસ્તી સમયોથી, મંડળીએ વ્યાપકપણે પ્રેરિત યોહાનને લેખક માન્યા છે. તેણે યોહાનની સુવાર્તા લખી, અને તે પુસ્તક અને આ પત્રના વિષયાર્થ (લખાણ) વચ્ચે ઘણી સમાનતા છે. જો યોહાને આ પત્ર લખ્યો તો તે કદાચ તેના જીવનના અંત સમયની નજીકના સમયમાં તેણે આ પત્ર લખ્યો.
૧ લા યોહાનનો પત્ર કોને લખવામાં આવ્યો હતો?
લેખકે આ પત્ર એ લોકોને લખ્યો જેઓને તેણે “વહાલાઓ” અને અલંકારિક રીતે, “મારા નાના બાળકો” તરીકે ઉલ્લેખ્યા. આ સંભવિતપણે યોહાન જે વિસ્તારમાં ત્યારે રહેતો હતો ત્યાં સ્થાપિત વિવિધ મંડળીઓમાંના વિશ્વાસીઓનો અર્થમાં છે.
૧ લા યોહાનનો પત્ર શા વિષે છે?
ખોટા શિક્ષકો ઈસુના અનુયાયીઓને ખોટી બાબતોમાં વિશ્વાસ કરવા અને ખોટું જીવન જીવવા ઉત્તેજન આપતા હતા. યોહાન આ ખોટા શિક્ષણોને પડકાર આપવા અને સુધારવા ઈચ્છતો હતા કે જેથી જે લોકો આ પત્ર પ્રાપ્ત કરે તેઓ સાચા માર્ગોમાં જીવવા વિષેનું જે શિક્ષણ શીખ્યા છે તેમાં વિશ્વાસ કરવાનું સતત જારી રાખે. ખોટા શિક્ષકો કહેતા હતા કે આ લોકો તારણ પામ્યા હતા નહિ; યોહાન તેઓને ખાતરી આપવા માંગતો હતો કે તેઓ તારણ પામ્યા હતા.
આ પુસ્તકના શીર્ષકનું ભાષાંતર કેવી રીતે કરી શકાય?
ભાષાંતરકારો આ પુસ્તકને તેના પરંપરાગત શીર્ષક “૧ લો યોહાન” અથવા “પ્રથમ યોહાન.” તેઓ કદાચ અલગ શીર્ષક પસંદ કરે, જેમ કે “યોહાન તરફથી પ્રથમ પત્ર” અથવા “યોહાને લખેલો પ્રથમ પત્ર.” (See: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
ભાગ ૨: મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો
જેઓની વિરુદ્ધ યોહાન બોલ્યો તે લોકો કોણ હતા?
જૂઠા શિક્ષકો જેઓને યોહાન પડકાર આપી રહ્યો હતો તેઓ પાછળથી ગ્નોસ્ટીસીઝમ તરીકે ઓળખાનાર સમાન માન્યતાઓ ધરાવતા હતા. તે જૂઠા શિક્ષકો માનતા હતા કે ભૌતિક વિશ્વ દૃષ્ટ હતું. તેઓ વિચારતા હતા કે ઈશ્વર માનવ બને નહિ, કેમ કે તેઓએ ભૌતિક વિશ્વને દૃષ્ટ ધાર્યું, તેથી તેઓએ નકાર્યું કે ઈસુ, ઈશ્વર માનવ સ્વરૂપમાં પૃથ્વી પર આવ્યા હતા. (See: દુષ્ટ, દુરાચારી, ન ગમે એવું)
ભાગ ૩: ભાષાંતરના મહત્વના મુદ્દાઓ
“પાપ”
અધ્યાય ૧ માં, યોહાન કહે છે કે આપણે પાપ કર્યું છે તેવો નકાર આપણે કરવો જોઈએ નહિ. તેનાથી વિપરીત, જો આપણે આપણાં પાપ કબૂલ કરીએ તો, ઈશ્વર આપણને માફ કરશે. ૨ જા અધ્યાયમાં, યોહાન કહે છે કે તે આ પત્ર લખી રહ્યો છે કે જેથી તેના વાચકો પાપ કરે નહિ, પરંતુ તે ઉમેરો કરે છે કે જો તેઓ પાપ કરે, તો તેમના વતી ઈસુ મધ્યસ્થી કરશે. પરંતુ અધ્યાય ૩ માં, યોહાન કહે છે કે દરેક જે ઈશ્વર દ્વારા જન્મ પામ્યો છે અને જે ઈશ્વરમાં રહે છે તે પાપ કરતો નથી અને પાપ કરી શકતો નથી. અને અધ્યાય ૫ માં, અમુક ચોક્કસ રીતે પાપ કરનારા લોકો માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ નહિ, જો કે બીજી અન્ય રીતે પાપ કરતા લોકો માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ. આ કદાચ ગૂંચવણભર્યું અને વિરોધાભાસી લાગે.
જો કે, સ્પસ્ટીકરણ એ છે કે લોકો કે જેઓના શિક્ષણને પડકાર આપવા અને સુધારવા યોહાન લખી રહ્યો હતો તેઓ શીખવી રહ્યા હતા કે લોકો તેમના શરીરોમાં શું કરે તે મહત્વનું નથી. આ એટલા માટે હતું કારણ કે તેઓ માનતા હતા કે ભૌતિક બાબત દુષ્ટ છે, અને તેથી તેઓએ વિચાર્યું કે ઈશ્વરને તેની ચિંતા નથી. તેના પરિણામે, તેઓ કહેતા હતા કે પાપ જેવી કોઈ બાબત નથી. તેથી અધ્યાય ૧ માં, યોહાને કહેવાની જરૂર પડી કે પાપ વાસ્તવિક છે અને દરેકે પાપ કર્યું છે. કેટલાક વિશ્વાસીઓ આવા ખોટા શિક્ષણથી છેતરાઈને કદાચ પાપો કર્યા હતા, તેથી યોહાને તેઓને પુનઃખાતરી કરાવવાની જરૂર હતી કે જો તેઓ તેઓના પાપ કબૂલ કરી પસ્તાવો કરે તો, ઈશ્વર તેઓને માફ કરશે. અધ્યાય ૨ માં યોહાન સમાન બાબતો કહે છે. પછી અધ્યાય ૩ માં તે વર્ણવે છે કે ઈશ્વરના બાળકો તરીકે વિશ્વાસીઓને જે નવો સ્વભાવ છે તે એ છે જે પાપ કરવા ઈચ્છતો નથી અને તે પાપ કરવામાં આનંદ અનુભવતો નથી. તેથી તેઓએ જાણવું જોઈએ કે પાપ વિષે જેઓ બહાના કરે છે અથવા દરગુજર કરે છે, તેઓ ખરેખર ઈશ્વરના બાળકો નથી, અને ઈશ્વરના બાળકો તરીકે, તેઓ વધુને વધુ આજ્ઞાધીન અને પાપથી મુક્ત બની શકે છે. આખરે અધ્યાય ૫ માં, યોહાન ચેતવણી આપે છે કે જો કોઈ વ્યક્તિ ધૃષ્ટતાથી સતત પાપ કર્યા કરે, આ સંભવિત અર્થ છે કે તેઓએ ઈસુનો નકાર કર્યો છે અને તેઓ પવિત્ર આત્મા દ્વારા પ્રભાવિત નથી. તે કહે છે કે આ કેસમાં, તેઓ માટે પ્રાર્થના કરવી અસરકારક હોય નહિ. પરંતુ પછી તે તેના વાચકોને ઉત્તેજન આપે છે કે જો કોઈ વ્યક્તિ કે સમયાંતરે પાપ કરે પણ પસ્તાવો અનુભવે, તો તે પવિત્ર આત્મા દ્વારા પ્રભાવિત છે, તેથી અન્ય વિશ્વાસીઓની પ્રાર્થના તેને પસ્તાવો કરવા અને સાચા માર્ગમાં ફરીથી જીવવા મદદરૂપ થશે. (જુઓ: પાપ, પાપરૂપ, પાપી, પાપ કર્યા કરવું અને વિશ્વાસ/શ્રદ્ધા અને માફ કરવું, માફ કરે છે, માફ કરાયેલું, માફી, માફ કરવું, માફ થયેલ)
“રહેવું”
આ પત્રમાં યોહાન વારંવાર “રહેવું” શબ્દનો ઉપયોગ કરે છે (જેનું ભાષાંતર, “વાસ કરવો” અથવા “વળગી રહેવું” પણ થઇ શકે છે), અવકાશી રૂપક (સ્થળસૂચક રૂપક) તરીકે યોહાન વિશ્વાસી વિષે વાત કરે છે કે તે વિશ્વાસી ઈસુને વધારે વિશ્વાસુ બનશે અને ઈસુને વધુ સારી રીતે ઓળખશે જેમ ઈસુના શબ્દ/વચન તે વિશ્વાસીમાં “રહેશે.” તે વાત કરે છે એક વ્યક્તિ વિષે કે જે આધ્યાત્મિક રીતે બીજા કોઈ સાથે જોડાયેલ હોય જાણે કે તે વ્યક્તિ બીજા વ્યક્તિમાં “રહી હોય”: તે લખે છે કે ખ્રિસ્તીઓ ખ્રિસ્તમાં અને ઈશ્વરમાં “રહે” છે, અને તે કહે છે કે પિતા પુત્રમાં “રહે” છે અને પુત્ર પિતામાં “રહે” છે, પુત્ર વિશ્વાસીઓમાં “રહે” છે, અને “પવિત્ર આત્મા” વિશ્વાસીઓમાં “રહે” છે.
ભાષાંતરકારો કદાચ તેઓની પોતાની ભાષામાં આ ખ્યાલોને પ્રસ્તુત કરવામાં મુશ્કેલી અનુભવે જો તેઓ દરેક વખતે ચોક્કસ સમાન શબ્દો અને અભિવ્યક્તિઓનો ઉપયોગ કરે તો. ઉદાહરણ તરીકે ૨:૬માં, જ્યારે યોહાન વિશ્વાસીઓના ઈશ્વરમાં “રહેવા” વિષે વાત કરે છે, તેનો હેતુ છે એ ખ્યાલને વ્યક્ત કરવાનો કે વિશ્વાસીઓ આધ્યાત્મિક રીતે ઈશ્વર સાથે એકીકૃત છે. એ જ રીતે, યુ.એસ.ટી. વિશ્વાસીઓના “ઈશ્વરમાં એકરૂપ હોવા વિષે” વાત કરે છે. બીજું ઉદાહરણ આપીએ તો, ૨:૧૩ના વાક્ય વિષે કે “ઈશ્વરનું વચન તમારામાં રહે છે,” યુ.એસ.ટી. કહે છે “ઈશ્વર જે આજ્ઞાઓ કરે છે તેનું તમે સતત પાલન કરો છો.” આ દર્શાવે છે કે કેવી રીતે બીજી અભિવ્યક્તિઓ જે સચોટપણે વિવિધ ખ્યાલોને રજૂ કરે છે જેને યોહાન “રહેવું” શબ્દ દ્વારા અભિવ્યક્ત કરે છે.
“દેખાવું”
આ પત્રના કેટલાક ભાગોમાં, યોહાન એ શબ્દનો ઉપયોગ કરે છે જેને યુ.એલ.ટી. “પ્રગટ થવા” તરીકે ભાષાંતર કરે છે. ગ્રીકમાં આ એક પરોક્ષ શાબ્દિક સ્વરૂપ છે, પરંતુ તે ભાષામાં જેમ મહદઅંશે બીજા સ્વરૂપોના સંદર્ભમાં કેસ છે તેમ, તેનો અર્થ સક્રિય રીતે હોઈ શકે. જ્યારે તેનો અર્થ સક્રિય રીતે હોય ત્યારે, તે જાણવું મહત્વનું છે કે જેમ “પ્રગટ થયા/દેખાયું” શબ્દો કદાચ સૂચવે તેમ તેનો અર્થ સામન્યપણે “ત્યાં હોય તેમ દેખાય છે” તેવો નથી. તેનાથી વિપરીત, તેનો અર્થ છે, “ત્યાં હતા.” આનું ઉદાહરણ આ શબ્દનો સારી રીતે ઉપયોગ, નવા કરારના અન્ય પુસ્તક, ૨ જા કરંથીમાં કરવા દ્વારા થયો છે જેમાં પાઉલ ૫:૧૦ લખે છે કે “આપણે સર્વએ ખ્રિસ્તના ન્યાયસન આગળ ઉભા રહેવું પડશે.” સ્પસ્ટપણે આનો અર્થ એ નથી કે આપણે ત્યાં હાજર દેખાવા જોઈએ. તેનાથી વિપરીત, આપણે ખરેખર ત્યાં હોવા જોઈએ.
સમગ્ર પત્રમાં, અર્થઘટનની એ સૂક્ષ્મ બાબત છે એ નક્કી કરવા કે યોહાન “દેખાયું/પ્રગટ થયું” શબ્દ સક્રિય અર્થમાં અથવા નિષ્ક્રિય અર્થમાં ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, ૧:૨માં, “જીવનનો શબ્દ” એટલે કે ઈસુ, આ “જીવનનો શબ્દ” પદનો ઉપયોગ યોહાન બે વખત કરે છે. પરંતુ તે સ્પસ્ટ નથી કે તે એમ કહે છે કે કાંતો, ઈસુ સ્વયં “દેખાયા/પ્રગટ થયા” એટલે કે, તે પૃથ્વી પર આવ્યા, અથવા તો તેમને “દેખીતા કરાયા હતા” (દૃશ્યમાન કરવામાં આવ્યા હતા), એ ખ્યાલ પર ભાર મૂકવા સાથે કે ઈશ્વરે ઈસુને વિશ્વ સમક્ષ પ્રગટ કર્યા અને તે પ્રક્રિયામાં સ્વયંને ઈસુ દ્વારા વિશ્વ સમક્ષ પ્રગટ કર્યા. દરેક સ્થાને જ્યાં યોહાન આ પદનો ઉપયોગ કરે છે, નોંધો તે પ્રત્યે ધ્યાન દોરશે અને તે સંદર્ભમાં સંભવિત અર્થ શું છે તે વિષે ચર્ચા કરશે.
“વિશ્વ/જગત”
યોહાન આ પત્રમાં વિશ્વ/જગત શબ્દનો ઉપયોગ વિવિધ અર્થોમાં કરે છે. જેનો અર્થ પૃથ્વી થાય છે, ક્યારેક ભૈતિક, એટલે કે લોકો જે વિશ્વમાં રહે છે તે, લોકો જે ઈશ્વરને માન આપતા નથી, અથવા લોકોની મૂલ્યપ્રણાલિકા જે ઈશ્વરને માન આપતી નથી. “વિશ્વ/જગત” શબ્દના અર્થને નોંધો સંબોધિત કરશે, એ દરેક વખતે જ્યારે યોહાન તેનો ઉપયોગ કરે છે.
“જાણવું”
ક્રિયાપદ “જાણવું” બે અલગ રીતોથી આ પત્રમાં ઉપયોગ કરાયું છે. ક્યારેક તેનો ઉપયોગ તથ્યને જાણવા તરીકે, જેમ કે ૩:૨, ૩:૫ અને ૩:૧૯ માં છે તેમ. ક્યારેક તેનો અર્થ કોઈક અથવા કશાકનો અનુભવ કરવો અને સમજવું, જેમ ૩:૧, ૩:૬, ૩:૧૬ અને ૩:૨૦ માં છે તેમ. ક્યારેક યોહાન તેને બે વિવિધ અર્થોમાં, એક જ વાક્યમાં ઉપયોગ કરે છે, જેમ ૨:૩ માં છે તેમ, “આ રીતે અમે જાણીએ છીએ કે અમે તેમને ઓળખ્યા છે.” તમારી ભાષામાં આ અલગ અલગ અર્થો માટે અલગ અલગ શબ્દો હોય, અને તમારી ભાષામાં તેમનો ઉપયોગ કરવો યોગ્ય રહેશે.
યોહાનના ૧ લા પત્રના લખાણમાં મુખ્ય પાઠ્ય મુદ્દાઓ
જ્યારે બાઇબલની પ્રાચીન હસ્તપ્રતો તફાવત દર્શાવે ત્યારે, યુ.એલ.ટી. તે વાંચનને મૂકે છે જે તે પાઠ્યમાં વિદ્ધાનોના મતે સચોટ હોય, પરંતુ તે અન્ય સંભવિત વાંચનોને પાદનોંધમાં મૂકે છે. દરેક અધ્યાયની પ્રસ્તાવના એવા સ્થળોની ચર્ચા કરશે જ્યાં પ્રાચીન હસ્તપ્રતો નોંધપાત્ર રીતે અલગ પડે છે, અને નોંધો તે સ્થાનોને ફરીથી સંબોધશે, જ્યાં તેઓ પુસ્તકમાં જોવા મળે છે. જો તમારા વિસ્તારમાં બાઇબલનું ભાષાંતર પહેલેથી જ અસ્તિત્વમાં છે, તો તે સંસ્કરણમાં મળેલા વાંચનનો ઉપયોગ કરવાનું વિચારો. જો નહિ, તો અમે ભલામણ કરીએ છીએ કે તમે યુ.એલ.ટી. લખાણના વાંચનને અનુસરો. (See: શાબ્દિક ભિન્નતા)
1 John 1
યોહાનના ૧ લા પત્રના ૧ લા અધ્યાયની સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
- પત્રની શરૂઆત (૧:૧-૪). સાચા/અસલ વિશ્વાસીઓ ઈશ્વરને આધીન થાય અને એકબીજાને પ્રેમ કરે (૧:૫-૧૦ થી ૨:૧૭ સુધી જારી રહે છે)
આ અધ્યાયમાં ભાષાંતરના મહત્વના મુદ્દાઓ
આ સમયની ઘણી ગ્રીક રચનાઓની જેમ, શૈલીયુક્ત હેતુઓ માટે આ પત્ર ખૂબ લાંબા વાક્યથી શરૂ થાય છે. તે [૧:૧] (../ ૦૧/૦૧.md) ની શરૂઆતથી [૧:૩] (../ ૦૧/૦૩.md) ની મધ્ય સુધી વિસ્તરે છે. જેમ ઘણી ભાષાઓમાં પ્રચલિત છે તેમ આ વાક્યના ભાગો એક ક્રમમાં નથી. પ્રત્યક્ષ ક્રિયાપદ કર્મ પ્રથમ આવે છે, અને તે ઘણાં લંબાણમાં છે, ઘણી જુદી જુદી કલમો/શબ્દસમૂહો/વાક્યાંશોથી બનેલી છે. કર્તા અને ક્રિયાપદ અંત સુધી આવતા નથી. અને મધ્યમાં, લાંબી વિષયાંતર છે. તેથી ભાષાંતર કરવું એક પડકાર હશે.
એક અભિગમ તમારી ભાષામાં સારી રીતે કાર્ય કરી શકે એ તો એ છે કે એક કલમ સેતુ બનાવવો જે ૧:૧-૩માંના સઘળાનો સમાવેશ કરે. તમે આ લાંબા વાક્યને કેટલાક નાના વાક્યોમાં વિભાજીત કરી શકો છો, વિષય/કર્તા અને ક્રિયાપદને સ્પષ્ટતા માટે પુનરાવર્તિત કરી શકો છો. આ તમને વાક્યના ભાગોને તે ક્રમમાં રજૂ કરવાની મંજૂરી આપશે જે તમારી ભાષામાં વધુ રૂઢિગત હોઈ શકે અને તમારા વાચકો વધુ સારી રીતે સમજી શકે. ઉદાહરણ તરીકે:
“જેથી અમારી સાથે તમારી સંગત થાય તેથી અમે જે જોયું છે અને સાંભળ્યું છે તે તમને પ્રગટ કરીએ છીએ. અમે તમને જાહેર કરી રહ્યા છીએ કે શરૂઆતથી શું હતું, જે અમે સાંભળ્યું છે, જે અમે અમારી આંખોથી જોયું છે, જેની તરફ અમે જોયું અને અમારા હાથોએ તેનો સ્પર્શ કર્યો છે. આ જીવનના શબ્દ વિષે છે. ખરેખર, તે જીવન પ્રગટ થયું, અને અમે તે જોયું છે, અને અમે તેની શાહેદી પૂરીએ છે. હા, અમે તમને અનંતજીવન જાહેર કરીએ છે જે પિતા પાસે હતું અને અમારી સમક્ષ પ્રગટ થયું.”
જો તમે આ અભિગમ લો તો, બીજા વાક્યને ભાષાંતર કરવાનો અન્ય માર્ગ એ હશે કે, “જે શરૂઆતથી હતું તે અમે તમને જાહેર કરીએ છીએ, જે અમે સાંભળ્યું છે, જેને અમે અમારી આંખોથી જોયું છે, જેની તરફ અમે જોયું છે અને અમારા હાથોએ સ્પર્શ કર્યો છે.”
બીજો અભિગમ જે પણ સારી રીતે અસરકારક હોય, અને જેમાં કલમ સેતુની જરૂરત નહિ હોય તે એ કે, શબ્દસમૂહોને તેમના વર્તમાન ક્રમમાં મૂકો, પરંતુ કલમ વિભાગીકરણમાં વાક્યને ત્રણ ભાગોમાં વિભાજીત કરો. જો તમે આ પ્રમાણે કરો તો, તમે તમારા ભાષાંતરના શબ્દસમૂહ “જીવનના શબ્દ વિષે”ને પણ ૧:૧ના અંતમાં નહિ પણ શરૂઆતમાં મૂકી શકો અને તેને પત્રની વિષયાત્મક પ્રસ્તાવના તરીકે પણ પ્રસ્તુત કરી શકો છો. નહિ તો ૧:૪ સુધી, જ્યાં યોહાન તેના લખાણના હેતુને ઔપચારિક રીતે કહે છે ત્યાં સુધી, તમારા વાચકોને કદાચ ખ્યાલ ના આવે કે આ એક પત્ર છે.
૧:૧-૪ની નોંધો આગળ, વધુ ચોક્કસ સૂચનો પૂરા પાડે છે કે કેવી રીતે આ શરૂઆતી લાંબા વાક્યનું ભાષાંતર કરવું. (જુઓ: પદ્ય સેતુઓ)
આ અધ્યાયમાં મહત્વના પાઠ્ય મુદ્દાઓ
૧:૪માં, ખૂબ જ સચોટ પ્રાચીન હસ્તપ્રતનું લખાણ છે “જેથી અમારો આનંદ પરિપૂર્ણ થાય.” યુ.એલ.ટી. આ વાંચનને અનુસરે છે. જો કે, કેટલીક અન્ય પ્રાચીન હસ્તપ્રતોનું લખાણ છે “તમારો આનંદ”, “અમારા આનંદ”ના સ્થાને. જો તમારા વિસ્તારમાં બાઇબલનું ભાષાંતર ઉપલબ્ધ હોય તો, તે આવૃત્તિમાં જે પણ લખાણ હોય તેનો ઉપયોગ કરવાનું જારી રાખો. જો ભાષાંતર ઉપલબ્ધ ના હોય તો યુ.એલ.ટી.ના લખાણને તમે અનુસરો એવી ભલામણ અમે કરીએ છીએ. (See: શાબ્દિક ભિન્નતા)
1 John 1:1
ὃ ἦν ἀπ’ ἀρχῆς, ὃ ἀκηκόαμεν, ὃ ἑωράκαμεν τοῖς ὀφθαλμοῖς ἡμῶν, ὃ ἐθεασάμεθα, καὶ αἱ χεῖρες ἡμῶν ἐψηλάφησαν, περὶ τοῦ λόγου τῆς ζωῆς—
[૧:૧-૩] (../૦૧/૦૧.md)માં લાંબા વાક્યનું ભાષાંતર કેવી રીતે કરવું તે માટે આ અધ્યાયની સામાન્ય નોંધોમાંની ચર્ચા જુઓ. જો તમે શબ્દસમૂહ “જીવનના શબ્દ વિષે”ના ભાષાંતર માટેના સૂચનોને અનુસરો, આ પત્રની વિષયાત્મક પ્રસ્તાવના તરીકે, તો તમે પહેલેથી જ સૂચિત કર્યું છે કે આ કલમમાંના ચાર વાક્યાંશ એક વ્યક્તિ, ઈસુનો ઉલ્લેખ કરે છે. તેથી તમે તેમને વ્યક્તિગત સર્વનામો “કોણ” અને ""કોના"" સાથે રજૂ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “""તે એ છે જે અનંતકાળથી અસ્તિત્વમાં છે, જેને અમે બોલતા સાંભળ્યું છે, જેને અમે અમારી આંખોથી જોયું છે, અને જેની તરફ અમે જોયું છે અને અમારા પોતાના હાથથી સ્પર્શ કર્યો છે"" (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
ἀπ’ ἀρχῆς
યોહાન આ પત્રમાં વિવિધ રીતે “આરંભથી/શરૂઆતથી” શબ્દસમૂહનો ઉપયોગ કરે છે. અહિ તે ઈસુના અનંતકાળિક અસ્તિત્વનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર” “સર્વ અનંતકાળથી” (જુઓ: રૂઢિપ્રયોગ)
ἀκηκόαμεν…ἑωράκαμεν…ἡμῶν…ἐθεασάμεθα…ἡμῶν
આ પત્રમાં મોટાભાગના કિસ્સાઓમાં, પ્રથમ વ્યક્તિ બહુવચન સર્વનામો સમાવિષ્ટ છે, અને તેથી જો તમારી ભાષા આ તફાવત દર્શાવે છે, તો તમારા ભાષાંતરમાં સમાવિષ્ટ સ્વરૂપનો ઉપયોગ કરો. યોહાન, તે અને તેના વાચકો (ગ્રહણ કરનારાઓ), બંને જે જાણે છે તે વિષે બોલે છે, અથવા તે બાબતો વિષે, જે તે અને તેના વાચકો, બંને માટે સાચી છે. જો કે, કેટલાક કિસ્સાઓમાં, પ્રથમ વ્યક્તિ સર્વનામ વિશિષ્ટ છે, કેમ કે યોહાન તેના વાચકોને કહે છે કે તેણે અને તેના સાથી પ્રેરિતોએ ઈસુ પાસેથી શું જોયું અને સાંભળ્યું. આ નોંધો આવા તમામ સ્થળોને ઓળખી કાઢશે, અને જો તમારી ભાષા આ તફાવત દર્શાવે છે તો તેમાં તમારે વિશિષ્ટ સ્વરૂપોનો ઉપયોગ કરવો જોઈએ. અહિ સર્વનામ “અમે” અને “અમારા” વિશિષ્ટ/અનન્ય છે, કારણ કે યોહાન પોતાના અને અન્ય પ્રત્યક્ષદર્શીઓ વતી ઈસુના પૃથ્વી પરના જીવન વિષે વાત કરે છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)
ἀκηκόαμεν
તેનો અર્થ એ છે કે યોહાન અને અન્ય પ્રત્યક્ષદર્શીઓએ “જે સાંભળ્યું” જે ઈસુ બોલી રહ્યા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""જેને અમે બોલતા સાંભળ્યું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ὃ ἑωράκαμεν τοῖς ὀφθαλμοῖς ἡμῶν, ὃ ἐθεασάμεθα
આ બે શબ્દસમૂહોનો અર્થ એક જ છે. યોહાન ભાર મૂકવા માટે પુનરાવર્તનનો ઉપયોગ કરે છે. જો તમારા વાચકો માટે આ સ્પષ્ટ હોય તો તમે આ શબ્દસમૂહોને જોરદાર અભિવ્યક્તિમાં જોડી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""જેને અમે સ્પષ્ટપણે જાતે જોયું"" (જુઓ: સમાંતરણ)
ἑωράκαμεν τοῖς ὀφθαλμοῖς ἡμῶν…καὶ αἱ χεῖρες ἡμῶν ἐψηλάφησαν
તમારી ભાષામાં, જો એવું લાગે કે આ શબ્દસમૂહો બિનજરૂરી વધારાની માહિતી વ્યક્ત કરે છે. અને જો તેમ હોય તો, તમે તેમને સંક્ષિપ્ત કરી શકો છો. જો કે, તમારી ભાષામાં ભાર આપવા માટે આવી વધારાની માહિતીનો ઉપયોગ કરવાની પોતાની રીત હોઈ શકે છે, અને તમે તે તમારા ભાષાંતરમાં પણ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""જેને અમે જોયું ... સ્પર્શ્યું"" અથવા ""જેને અમે અમારી આંખોથી જોયું ... અમારા પોતાના હાથથી સ્પર્શ્યું"" (જુઓ: માહિતીને ક્યારે સૂચિતાર્થમાં રાખવું)
ἑωράκαμεν τοῖς ὀφθαλμοῖς ἡμῶν…αἱ χεῖρες ἡμῶν ἐψηλάφησαν
યોહાન જે કહી રહ્યો છે તેનો સૂચિતાર્થ એ છે કે, જો કે ખોટા શિક્ષકો આને નકારી રહ્યા છે તેમ છતાં, ઈસુ સાચા માનવી હોવા જ જોઈએ. જો તમારા વાચકોને તે મદદરૂપ હોય, તો તમે યુ.એસ.ટી.ની જેમ સ્પષ્ટપણે કહી શકો છો. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
περὶ τοῦ λόγου τῆς ζωῆς
આ અધ્યાયની સામાન્ય નોંધ સૂચવે છે તેમ, આ શબ્દસમૂહ “જીવનના વચન વિષે”ને ભાષાંતરમાં તમે કલમની શરૂઆતમાં મૂકી અને જેમ યુ.એસ.ટી. કરે છે તેમ તેને એક વાક્ય તરીકે રજૂ કરી શકો છો, પત્રની એક વિષયાત્મક પ્રસ્તાવના તરીકે. વૈકલ્પિક ભાષાંતર: “અમે તમને ઈસુ, જીવનના શબ્દ, વિષે લખી રહ્યા છીએ”
περὶ τοῦ λόγου τῆς ζωῆς
આ સમયના પત્ર લેખકો સામાન્ય રીતે પોતાના નામ આપીને પત્રની શરૂઆત કરતા હતા. નવા કરારમાં મોટાભાગના પત્રોમાં આ પ્રમાણે જ છે. આ પત્ર એક અપવાદ છે, પરંતુ જો તમારા વાચકોને તે મદદરૂપ હોય તો, તમે યુ.એસ.ટી.ની જેમ અહિ યોહાનનું નામ જણાવી શકો છો. ઉપર નોંધ્યા મુજબ, યોહાન બહુવચન સર્વનામ ""અમે""નો ઉપયોગ કરે છે કારણ કે તે પોતાના અને અન્ય સાક્ષીઓ વતી ઈસુના પૃથ્વીય જીવન વિષે વાત કરે છે. પરંતુ તમારી ભાષામાં તેના માટે એકવચન સર્વનામ સાથે તેનો ઉલ્લેખ કરવો વધુ સ્વાભાવિક હોઈ શકે છે, અને જો એમ હોય તો, તમે તમારા ભાષાંતરમાં તેમ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""હું, યોહાન, તમને ઈસુ, જીવનના શબ્દ વિષે લખી રહ્યો છું"" (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
τοῦ λόγου τῆς ζωῆς
અહિ, “જીવનનો શબ્દ” સ્પષ્ટપણે ઈસુનું વર્ણન કરે છે. જેમ સામાન્ય પ્રસ્તાવના વર્ણવે છે તેમ, આ પત્ર અને યોહાનની સુવાર્તા વચ્ચે ઘણી સમાનતા છે. તે સુવાર્તા ઈસુ વિષે “શરૂઆતમાં શબ્દ હતો” તેમ કહીને આરંભ કરે છે. તેથી તે શક્ય છે કે જ્યારે આ પત્રમાં યોહાન “જીવનના શબ્દ” વિષે જે “જે શરૂઆતથી હતો,” તેની વાત કરે છે, તો એ પણ ઈસુ વિષે વાત કરે છે. યુ.એલ.ટી. આનું સૂચન “શબ્દ”ને મોટા અક્ષરોમાં લખી આ શીર્ષક ઈસુ વિષે છે, તેમ સૂચિત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુ, ઈશ્વરના શબ્દ, જે જીવન આપે છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
τῆς ζωῆς
આ ઈસુના જીવનનો અથવા જે જીવન, ઈસુ આપે છે તેનો ઉલ્લેખ કરી શકે છે. પરંતુ જ્યારે યોહાન આ પત્ર વિશ્વાસીઓને ખાતરી આપવા લખી રહ્યો છે ત્યારે, એમ વધુ સંભવિત લાગે છે કે આ અભિવ્યક્તિ “જીવન”નો ઉલ્લેખ કરે છે, જે વિશ્વાસ કરનારાઓને ""શબ્દ"" (ઈસુ) આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ તેમનામાં વિશ્વાસ કરે છે તે સર્વને તે જીવન આપે છે"" (જુઓ: માલિકી)
τῆς ζωῆς
આ પત્રમાં, અલગ અલગ રીતે “જીવન”નો ઉપયોગ યોહાન કરે છે, ક્યાં તો શાબ્દિક રીતે ભૌતિક જીવન અથવા અલંકારિક રીતે આધ્યાત્મિક જીવનના સંદર્ભમાં. અહિ સંદર્ભ આધ્યાત્મિક જીવનનો છે. વૈકલ્પિક ભાષાંતર: ""આધ્યાત્મિક જીવન"" (જુઓ: રૂપક)
1 John 1:2
καὶ ἡ ζωὴ ἐφανερώθη
યોહાનના ૧ લા પત્રની પ્રસ્તાવનાના ભાગ 3 માં ""દેખાય છે/પ્રગટ થાય છે"" શબ્દો વિષેની ચર્ચા જુઓ. આનો અર્થ આ હોઈ શકે: (૧) યોહાન આ વાત પર ભાર મૂકી રહ્યો હોય કે ઈસુ આ પૃથ્વી પર કેવી રીતે આવ્યા. (યુ.એસ.ટી. ""તે અહિ પૃથ્વી પર આવ્યા છે"" કહી તેને દર્શાવે છે.) તે કિસ્સામાં, આ એવી પરિસ્થિતિ હશે જેમાં ગ્રીક નિષ્ક્રિય મૌખિક સ્વરૂપ, સક્રિય અર્થ ધરાવતું હોય. આ અધ્યાયની સામાન્ય નોંધો સૂચવે છે તેમ, અહિ નવું વાક્ય શરૂ કરવું મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખરેખર, જીવન અહિ આવ્યું છે"" (૨) યોહાન એ વાત પર ભાર મૂકી રહ્યો હોય કે ઈશ્વરે ઈસુને દુનિયામાં કેવી રીતે પ્રગટ કર્યા અને તેમ ઈસુ દ્વારા પોતાને દુનિયા સમક્ષ પ્રગટ કર્યા. ભાર મૂકવા માટે, તમે આનો ભાષાંતર નિષ્ક્રિય મૌખિક સ્વરૂપ સાથે કરી શકો છો અથવા, જો તમારી ભાષા નિષ્ક્રિય સ્વરૂપોનો ઉપયોગ કરતી નથી, તો તમે સક્રિય સ્વરૂપનો ઉપયોગ કરી શકો છો અને કહો કે ક્રિયા કોણે કરી. વૈકલ્પિક ભાષાંતર: ""ખરેખર, જીવન દૃશ્યમાન કરવામાં આવ્યું હતું"" અથવા ""ખરેખર, ઈશ્વરે જીવનને દૃશ્યમાન બનાવ્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἡ ζωὴ
યોહાન ઈસુ વિષે અલંકારિક રીતે બોલી રહ્યો છે, જેને તે તેમની સાથે જોડાયેલ “જીવન”નો ઉલ્લેખ કરીને અગાઉની કલમમાં ""જીવનનો શબ્દ"" કહે છે. આ કિસ્સામાં એમ લાગે છે કે આ, ઈસુ જે “જીવન” આપે છે તેના બદલે “જીવન” જે ઈસુ ધારણ કરે છે, તેનું વર્ણન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુ"" અથવા ""ઈસુ, જે જીવન છે"" (જુઓ: ઉપનામ)
ἑωράκαμεν…μαρτυροῦμεν…ἀπαγγέλλομεν…ἡμῖν
યોહાન તેના અને અન્ય સાક્ષીઓ વતી, ઈસુના પૃથ્વીય જીવન વિષે વાત કરે છે, તેથી આ કલમમાં સર્વનામો “અમે” અને “અમારા” વિશિષ્ટ છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)
ὑμῖν
જેમ કે સામાન્ય પ્રસ્તાવના સ્પસ્ટ કરે છે તેમ, આ પત્ર યોહાન વિવિધ મંડળીઓના વિશ્વાસીઓને લખે છે, અને તેથી સર્વનામ “તમે”, ""તમારા"" અને ""સ્વયં તમે"" આખા પત્રમાં બહુવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)
ἑωράκαμεν, καὶ μαρτυροῦμεν,
જો તમે [૧: ૧] (../ ૦૧/૦૧.md) માં વ્યક્તિગત સર્વનામનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હોય, તો તમે આ કિસ્સાઓમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “અમે તેમને જોયા છે, અને અમે સાક્ષી પૂરીએ છીએ કે અમે તેમને જોયા હતા” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
μαρτυροῦμεν, καὶ ἀπαγγέλλομεν ὑμῖν
આ બંને શબ્દસમૂહો સમાન બાબતોનો અર્થ ધરાવે છે. ભાર મૂકવા માટે યોહાન પુનરાવર્તનનો ઉપયોગ કરે છે. જો તે તમારી ભાષામાં સ્પષ્ટ હોય, તો તમે યુ.એસ.ટી.ની જેમ આ શબ્દસમૂહોને જોડી શકો છો. (જુઓ: સમાંતરણ)
τὴν ζωὴν τὴν αἰώνιον
જેમ આ કલમની શરૂઆતમાં તેમ, “જીવન,” જે ઈસુની સાથે જોડાયેલ છે તેનો ઉલ્લેખ કરીને યોહાન અલંકારિક રીતે ઈસુ વિષે વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુ, જે અનંતજીવન છે” અથવા “ઈસુ, જે હંમેશાથી જીવત છે” (જુઓ: ઉપનામ)
τὸν Πατέρα
“પિતા” શીર્ષક, ઈશ્વર માટે મહત્વનું શીર્ષક છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર આપણા પિતા” (જુઓ:પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
καὶ ἐφανερώθη ἡμῖν
જુઓ કે “પ્રગટ થયા/દેખાયા”નું ભાષાંતર તમે આ કલમના આગળના ભાગમાં કેવી રીતે કર્યું છે. વૈકલ્પિક ભાષાંતર: “અને આપણી સમક્ષ પ્રત્યક્ષ આવ્યા” અથવા “અને આપણી સમક્ષ દ્રશ્યમાન કરાયા” અથવા “અને જેમને ઈશ્વરે આપણી સમક્ષ દ્રશ્યમાન કર્યા” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
1 John 1:3
ὃ ἑωράκαμεν, καὶ ἀκηκόαμεν, ἀπαγγέλλομεν καὶ ὑμῖν, ἵνα καὶ ὑμεῖς κοινωνίαν ἔχητε μεθ’ ἡμῶν
જો તે તમારી ભાષામાં સ્પષ્ટ હોય તો તમે છેલ્લા વાક્યાંશ/શબ્દસમૂહને કલમની શરૂઆતમાં ખસેડી શકો છો, કારણ કે જેનું વર્ણન બાકીની કલમ કરે છે એ ક્રિયાનું કારણ તે કલમ આપે છે. સ્પસ્ટતા માટે, તમે પ્રત્યક્ષ-ક્રિયાપદ કર્મ વાક્યાંશને અહિ મૂકી શકો છો “અમે જે જોયું અને સાંભળ્યું” કર્તા અને ક્રિયાપદ પછી “અમે ઘોષણા કરી ... તમને”. તે કિસ્સામાં, તમારે “ઘોષણા” પછી “પણ”નું ભાષાંતર કરવાની જરૂર રહેશે નહિ. આ અધ્યાયની સામાન્ય નોંધો સૂચવે છે તેમ, અહિ નવું વાક્ય શરુ કરવું મદદરૂપ બનશે. વૈકલ્પિક ભાષાંતર: “જેથી અમારી સાથે તમારી પણ સંગત થાય, તેથી અમે જે જોયું અને સાંભળ્યું તેની ઘોષણા અમે તમને કરીએ છીએ” (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)
ὃ ἑωράκαμεν, καὶ ἀκηκόαμεν
જયારે ઈસુ આ પૃથ્વી પર જીવતા હતા ત્યારે યોહાને અને અન્ય પ્રત્યક્ષદર્શીઓ જે રીતે “જોયું અને સાંભળ્યું,” તેનો ઉલ્લેખ તે સૂચકપણે કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “જ્યારે ઈસુ પૃથ્વી પર જીવતા હતા ત્યારે અમે જે જોયું અને સાંભળ્યું” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ἑωράκαμεν, καὶ ἀκηκόαμεν, ἀπαγγέλλομεν…ἡμῶν
ઈસુના પૃથ્વીય જીવનના પ્રત્યક્ષદર્શીઓ તથા પોતા વિષે યોહાન વાત કરે છે, તેથી સર્વનામો “અમે” અને “અમારા” અનન્ય છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)
καὶ ὑμεῖς κοινωνίαν ἔχητε μεθ’ ἡμῶν…ἡ κοινωνία…ἡ ἡμετέρα μετὰ τοῦ Πατρὸς, καὶ μετὰ τοῦ Υἱοῦ αὐτοῦ
જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, આ ખ્યાલ પાછળના અમૂર્ત નામ “સંગત”ને તમે નક્કર નામ જેવા કે “મિત્રો” અને વિશેષણ જેવા કે “નીકટના” દ્વારા વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “જેથી અમારી સાથે તમે નીકટના મિત્રો બનો ... આપણે બધા ઈશ્વર પિતા અને તેમના પુત્ર ઈસુ સાથે નીકટના મિત્રો છીએ” (જુઓ: અમૂર્ત નામો)
ἡ κοινωνία…ἡ ἡμετέρα
“અમે” શબ્દ એ જ રીતે સમાવિષ્ટ છે, જ્યારે યોહાન વાત કરી રહ્યો છે કે કેવી રીતે જે વિશ્વાસીઓને તે લખી રહ્યો છે તેઓને તેની સાથે તથા જેઓ વતી તે લખી રહ્યો છે, તેમની સાથે સંગત છે. જો તમારી ભાષા આ તફાવત દર્શાવતી હોય તો, તમે આ શબ્દને સમાવિષ્ટ તરીકે ભાષાંતર કરી શકો છો. જો તમારી ભાષા આ તફાવતને ચિહ્નિત ના કરે તો પણ, તમારી ભાષામાં તમે સૂચિત કરી શકો છો કે આ શબ્દ યોહાન અને જે લોકોને તે લખી રહ્યો છે તે બંનેને લાગુ પડે છે. વૈકલ્પિક ભાષાંતર: “આપણે સર્વ નજદીકી મિત્રો છીએ” (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)
τοῦ Πατρὸς…τοῦ Υἱοῦ αὐτοῦ
આ મહત્વપૂર્ણ શીર્ષકો છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર પિતા ... તેમના પુત્ર ઈસુ” (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
1 John 1:4
ταῦτα γράφομεν ἡμεῖς
આ અધ્યાયની સામાન્ય નોંધો વર્ણવે છે તેમ, અહિ યોહાન ઔપચારિક રીતે તેના લખાણ માટેના હેતુને કહે છે. જો તમે [૧: ૧] (../ ૦૧/૦૧.md)માં નક્કી કરો છો કે તમારી ભાષામાં તેના માટે આવા સંદર્ભમાં એકવચન સર્વનામ સાથે પોતાનો ઉલ્લેખ કરવો વધુ સ્વાભાવિક હશે, તો તમે આ સંદર્ભમાં પણ સમાન રીતે ઉલ્લેખ કરી શકો છો વૈકલ્પિક ભાષાંતર: “હું, યોહાન, આ બાબતો લખી રહ્યો છું” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
ἡμεῖς…ἡμῶν
જો તમે બહુવચન સર્વનામ “અમે”નો ઉપયોગ કરો, તો તે અનન્ય હશે, કેમ કે યોહાન તેના અને અન્ય પ્રત્યક્ષદર્શીઓ, જેઓ વતી તે લખી રહ્યો છે, તેમની વાત કરી રહ્યો છે. જો કે, “અમારું” શબ્દ સંભવિત રીતે સમાવિષ્ટ છે, કારણ કે યોહાનનો અર્થ એ છે કે તે ઇચ્છે છે કે તે પોતે અને તેના વાચકો બંને, એકબીજા સાથે તથા પિતા અને પુત્ર સાથે વહેંચાયેલ સંગતમાં આનંદ કરે, જે તેણે અગાઉની કલમમાં વર્ણવ્યું છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)
ἡ χαρὰ ἡμῶν
આ અધ્યાયના લખાણ વિષેના મુદ્દાઓ, સામાન્ય નોંધોના અંત ભાગમાંની ચર્ચા જુઓ એ નક્કી કરવા કે યુ.એલ.ટી.ના વાંચનને અનુસરવું અને કહેવું “અમારો આનંદ” અથવા અમુક અન્ય આવૃત્તિઓના લખાણને અનુસરવું અને કહેવું “તમારો આનંદ.” નીચેની નોંધ ભાષાંતરના મુદ્દાની ચર્ચા કરે છે જે ભિન્ન વાંચન “તમારો આનંદ” સંબંધિત છે, તેઓ માટે જેઓ તેનો ઉપયોગ કરવાનું નક્કી કરે. (જુઓ: શાબ્દિક ભિન્નતા)
ἡ χαρὰ ἡμῶν
જો તમે ભિન્ન વાંચન “તમારો આનંદ”નું અનુસરણ કરો, તો “તમારો” શબ્દ બહુવચન હશે, જેમ બાકીના પત્રમાં છે તેમ, કેમ કે તે વિશ્વાસીઓના જૂથનો ઉલ્લેખ કરશે. (જુઓ: તમેનાં સ્વરૂપો)
ἵνα ἡ χαρὰ ἡμῶν ᾖ πεπληρωμένη
જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે અમૂર્ત નામ “આનંદ” પાછળના ખ્યાલને, વિશેષણ જેવા કે “ખુશ હોવું” દ્વારા વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “કે જેથી આપણે સંપૂર્ણપણે ખુશ હોઈશું” (જુઓ: અમૂર્ત નામો)
ἵνα ἡ χαρὰ ἡμῶν ᾖ πεπληρωμένη
જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે આને સક્રિય સ્વરૂપમાં કહી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “જેથી આપણે સંપૂર્ણપણે ખુશ હોઈશું” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἵνα ἡ χαρὰ ἡμῶν ᾖ πεπληρωμένη
સૂચિતાર્થ એ છે કે તેઓને જે સત્ય વિષે યોહાન લખી રહ્યો છે તે સત્યને જો તેના વાચકો ઓળખી લે તો તે અને તેના વાચકો એકસાથે સંપૂર્ણપણે ખુશ હશે. જો તમારા વાચકો માટે તે મદદરૂપ હોય તો, તમે તેને સ્પસ્ટપણે કહી શકો છો, જેમ યુ.એસ.ટી. કરે છે તેમ. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
1 John 1:5
ἀκηκόαμεν
સર્વનામ “અમે” અનન્ય છે, કેમ કે ઈસુના પૃથ્વીય જીવનના પ્રત્યક્ષદર્શીઓ અને પોતા વતી યોહાન વાત કરી રહ્યો છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)
ἀπ’ αὐτοῦ
આ કલમના પ્રથમ કિસ્સામાં “તેમના” સર્વનામ ઈસુનો ઉલ્લેખ કરે છે, કેમ કે યોહાન તે સંદેશ વિષે વાત કરી રહ્યો છે જે તેણે અને અન્ય પ્રત્યક્ષદર્શીઓએ ઈસુ પાસેથી સાંભળ્યો હતો. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુ તરફથી” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
ὁ Θεὸς φῶς ἐστιν, καὶ σκοτία ἐν αὐτῷ, οὐκ ἔστιν οὐδεμία
આ બે શબ્દસમૂહો સમાન બાબતોનો અર્થ ધરાવે છે. ભાર મૂકવા માટે યોહાન પુનરાવર્તનનો ઉપયોગ કરે તે સંભવિત છે. જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો તમે આ શબ્દસમૂહોને જોડી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર સંપૂર્ણપણે પ્રકાશ છે” અથવા, જો તમે આ રૂપકો બિન-અલંકારિક રીતે રજૂ કરો છો (આગળની બે નોંધો જુઓ), “ઈશ્વર સંપૂર્ણપણે પવિત્ર છે” (જુઓ: સમાંતરણ)
ὁ Θεὸς φῶς ἐστιν
યોહાન મહદઅંશે આ પત્રમાં, “પ્રકાશ”નો ઉપયોગ અલંકારિક રીતે કરે છે, એ અર્થ કરવા કે જે પવિત્ર, સાચું અને સારું છે. અહિ, ઈશ્વરના અનુસંધાનમાં, તે પવિત્રતાને સૂચવે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર પવિત્ર છે” (જુઓ: રૂપક)
σκοτία ἐν αὐτῷ, οὐκ ἔστιν οὐδεμία
યોહાન મહદઅંશે આ પત્રમાં, “અંધકાર”નો ઉપયોગ અલંકારિક રીતે કરે છે, એ અર્થ કરવા કે જે ભૂંડું છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર બિલકુલ દુષ્ટ નથી” (જુઓ: રૂપક)
σκοτία ἐν αὐτῷ, οὐκ ἔστιν οὐδεμία
ભાર મૂકવા માટે યોહાન બમણા નકારાત્મકનો ઉપયોગ કરે છે. અંગ્રેજીમાં તેનું ભાષાંતર થશે, ""અંધકાર તેમનામાં જરાય નથી."" ગ્રીકમાં હકારાત્મક અર્થના સર્જન માટે બીજો નકારાત્મક, પ્રથમ નકારાત્મકને રદ કરતો નથી. અંગ્રેજીમાં અર્થ અચોક્કસ રીતે હકારાત્મક હશે, તેથી જ યુ.એલ.ટી. માત્ર એક નેગેટિવનો ઉપયોગ કરે છે અને કહે છે કે ""અંધકાર તેમનામાં જરાય નથી."" પરંતુ જો તમારી ભાષા બમણા નકારાત્મકનો ઉપયોગ કરે, ભાર મૂકવા જે એકબીજાને રદ કરે નહિ, તો તમારા ભાષાંતરમાં તે બંધારણનો ઉપયોગ કરવો યોગ્ય હશે. (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)
ἐν αὐτῷ
આ કલમના બીજા કિસ્સામાં, “તેમને” સર્વનામ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે, તાત્કાલિક પૂર્વપદ. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરમાં” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
1 John 1:6
ἐὰν εἴπωμεν ὅτι κοινωνίαν ἔχομεν μετ’ αὐτοῦ, καὶ ἐν τῷ σκότει περιπατῶμεν, ψευδόμεθα καὶ οὐ ποιοῦμεν τὴν ἀλήθειαν
તેના વાચકોને તેમના શબ્દો અને તેમની ક્રિયાઓ વચ્ચે સુસંગતતાના મહત્વને ઓળખવામાં મદદ કરવા માટે યોહાન કાલ્પનિક પરિસ્થિતિનો ઉપયોગ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “ધારો કે આપણે કહીએ કે આપણે તેમની સાથે સંગત છે, પરંતુ આપણે અંધકારમાં ચાલીએ. તો પછી આપણે જુઠ્ઠું બોલીએ છે અને સત્ય પ્રમાણે વર્તતા નથી” (જુઓ: આનુમાનિત પરિસ્થિતિઓ)
ἐὰν εἴπωμεν ὅτι κοινωνίαν ἔχομεν μετ’ αὐτοῦ
જો તમારી ભાષા અમૂર્ત નામોનો ઉપયોગ કરે નહિ તો, તો તમે અમૂર્ત નામ “સંગત” ૧:૩ પાછળના ખ્યાલને કેવી રીતે વ્યક્ત કર્યો તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: “જો આપણે કહીએ કે આપણે ઈશ્વર સાથે નીકટના મિત્રો છીએ” (જુઓ: અમૂર્ત નામો)
μετ’ αὐτοῦ
સર્વનામ “તેમને” ઈશ્વરનો ઉલ્લેખ કરે છે, આગળની કલમમાંનું પૂર્વપદ. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરની સાથે” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
καὶ
ઈશ્વર સાથે સંગત હોવાનો દાવો કરનારી વ્યક્તિ પાસે શું અપેક્ષિત હોય અને તે વ્યક્તિ કાલ્પનિક રીતે શું કરી શકે છે તેની વચ્ચે વિરોધાભાસને પસ્તુત કરવા માટે યોહાન “અને” શબ્દનો ઉપયોગ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “પરંતુ” (જુઓ: જોડાણ-વિરોધાભાસ સબંધ)
ἐν τῷ σκότει περιπατῶμεν
વ્યક્તિ કેવી રીતે જીવે છે અને વર્તે છે તેનો અર્થ અલંકારિક રીતે કરવા યોહાન “ચાલવું” શબ્દનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “જે ભૂંડું છે તે કરે છે” (જુઓ: રૂપક)
ἐν τῷ σκότει περιπατῶμεν
જેમ ૧:૫માં છે તેમ, યોહાન અલંકારિક રીતે “અંધકાર”નો ઉપયોગ, જે ભૂંડું છે, તે અર્થ કરવા કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “જે ભૂંડું છે તે કરે છે” (જુઓ: રૂપક)
ψευδόμεθα καὶ οὐ ποιοῦμεν τὴν ἀλήθειαν
આ બંને શબ્દસમૂહો સમાન બાબતોનો અર્થ ધરાવે છે. ભાર મૂકવા માટે યોહન પુનરાવર્તનનો ઉપયોગ કરે છે. જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે આ શબ્દસમૂહોને જોડી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “આપણે ખરેખર સંપૂર્ણપણે સાચા નથી” (જુઓ: સમાંતરણ)
οὐ ποιοῦμεν τὴν ἀλήθειαν
જો તમારી ભાષામાં તે વધુ સ્પષ્ટ હોય તો તમે અમૂર્ત નામ “સત્ય” પાછળના ખ્યાલને, આગળની કલમમાંથી નક્કર નામ “સંદેશ” દ્વારા વ્યક્ત કરી શકો છો, જેમ કે આ કિસ્સામાં યોહાન આ શબ્દ દ્વારા તે અર્થને સૂચવતો દેખાય છે. વૈકલ્પિક ભાષાંતર: “આપણે જે સંદેશ સાંભળ્યો તે પ્રમાણે જીવતા નથી” (જુઓ: અમૂર્ત નામો)
1 John 1:7
ἐὰν δὲ ἐν τῷ φωτὶ περιπατῶμεν, ὡς αὐτός ἐστιν ἐν τῷ φωτί, κοινωνίαν ἔχομεν μετ’ ἀλλήλων
જેમ ઈશ્વર પવિત્ર છે તેમ પવિત્ર જીવન જીવવાના મૂલ્ય અને લાભો વિષે તેના વાચકો ઓળખ કરે તે માટે યોહાન અહિ કાલ્પનિક પરિસ્થિતિનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “પરંતુ ધારો કે જેમ તે પ્રકાશમાં છે તેમ પ્રકાશમાં આપણે ચાલીએ. તો આપણે એકબીજા સાથે સંગત છે” (જુઓ: આનુમાનિત પરિસ્થિતિઓ)
ἐν τῷ φωτὶ περιπατῶμεν
વ્યક્તિ કેવી રીતે જીવે છે અને વર્તે છે તેનો અર્થ કરવા યોહાન અલંકારિક રીતે “ચાલવું” શબ્દનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “જે સાચું છે તે અમે કરીએ છે” (જુઓ: રૂપક)
ἐν τῷ φωτὶ περιπατῶμεν
જેમ ૧:૫માં છે તેમ, “પ્રકાશ” શબ્દનો ઉપયોગ યોહાન અલંકારિક રીતે જે પવિત્ર, સાચું અને સારું છે, તે કરવા કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “જે પવિત્ર છે તે કરો” અથવા “જે સાચું છે તે કરો” (જુઓ: રૂપક)
ὡς αὐτός ἐστιν ἐν τῷ φωτί
સર્વનામ “તે” ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “જેમ ઈશ્વર પ્રકાશમાં છે” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
ὡς αὐτός ἐστιν ἐν τῷ φωτί
જે પવિત્ર છે તેનો અર્થ દર્શાવવા યોહાન “પ્રકાશ” શબ્દનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “જેમ ઈશ્વર પવિત્ર છે” (જુઓ: રૂપક)
κοινωνίαν ἔχομεν μετ’ ἀλλήλων
જો તમારી ભાષા અમૂર્ત નામોનો ઉપયોગ કરે નહિ તો, તો તમે અમૂર્ત નામ “સંગત” ૧:૩ પાછળના ખ્યાલને કેવી રીતે વ્યક્ત કર્યો તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: “આપણે એકબીજા સાથે નીકટના મિત્રો છીએ” (જુઓ: અમૂર્ત નામો)
τὸ αἷμα Ἰησοῦ
આનો અર્થ થઇ શકે છે: (૧) યોહાન કદાચ, પાપના બલીદાન તરીકે ઈસુએ અર્પણ કરેલ “લોહી”નો શબ્દશઃ અર્થ કરી રહ્યો છે. (૨) યોહાન કદાચ, “લોહી” શબ્દનો ઉપયોગ અલંકારિક રીતે કરી ઈસુના બલિદાનયુક્ત મરણનો અર્થ કરે છે, “લોહી” સાથે જોડાણ કરવા દ્વારા જે ઈસુ મરણ પામ્યા ત્યારે તેમણે વહાવ્યું હતું. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુનું મરણ” (જુઓ: ઉપનામ)
καθαρίζει ἡμᾶς ἀπὸ πάσης ἁμαρτίας
યોહાન “પાપ” વિષે અલંકારિક રીતે એમ વાત કરી રહ્યો છે જાણે કે તેણે વ્યક્તિને ગંદો બનવ્યો અને ઈસુનું “લોહી” તે વ્યક્તિને શુદ્ધ બનાવે છે. વૈકલ્પિક ભાષાંતર: “આપણા સર્વ પાપ લઇ લે છે” (જુઓ: રૂપક)
Ἰησοῦ τοῦ Υἱοῦ αὐτοῦ
“પુત્ર” ઈસુ માટે મહત્વનું શીર્ષક છે, ઈશ્વર પુત્ર. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
1 John 1:8
ἐὰν εἴπωμεν ὅτι ἁμαρτίαν οὐκ ἔχομεν, ἑαυτοὺς πλανῶμεν καὶ ἡ ἀλήθεια οὐκ ἔστιν ἐν ἡμῖν
તેના વાચકોને તેમના શબ્દો અને તેમની ક્રિયાઓ વચ્ચે સુસંગતતાના મહત્વને ઓળખવામાં મદદ કરવા માટે યોહાન અન્ય અનુમાનિત પરિસ્થિતિનો ઉપયોગ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “ધારો કે આપણે કહીએ કે આપણામાં પાપ નથી. તો પછી આપણે પોતાને ગેરમાર્ગે દોરીએ છે, અને આપણામાં સત્ય નથી” (જુઓ: આનુમાનિત પરિસ્થિતિઓ)
ἁμαρτίαν οὐκ ἔχομεν
વૈકલ્પિક ભાષાંતર: “આપણે કદી પાપ કર્યું નથી”
ἑαυτοὺς πλανῶμεν
યોહાન અલંકારિક રીતે એ લોકો વિષે વાત કરી રહ્યો છે, જેઓ કહે છે જાણે કે તેઓ લોકોને દોરનાર માર્ગદર્શકો હતા—સ્વયં, ખરેખર—ખોટી દિશામાં. વૈકલ્પિક ભાષાંતર: “આપણે પોતાને છેતરીએ છે” (જુઓ: રૂપક)
ἡ ἀλήθεια οὐκ ἔστιν ἐν ἡμῖν
યોહાન “સત્ય” વિષે અલંકારિક રીતે વાત કરે છે જાણે કે તે એક પદાર્થ હોય જે વિશ્વાસીઓની અંદર હોઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર જે કહે છે તે સત્ય છે તેવું આપણે માનતા નથી” (જુઓ: રૂપક)
ἡ ἀλήθεια οὐκ ἔστιν ἐν ἡμῖν
જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો તમે અમૂર્ત નામ “સત્ય” પાછળના ખ્યાલને એક વિશેષણ “સાચું” દ્વારા વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “આપણે એમ વિશ્વાસ કરતા નથી કે ઈશ્વર જે કહે છે તે સત્ય છે” (જુઓ: અમૂર્ત નામો)
1 John 1:9
ἐὰν ὁμολογῶμεν τὰς ἁμαρτίας ἡμῶν, πιστός ἐστιν καὶ δίκαιος
યોહાન બીજી એક અનુમાનિત સ્થિતિનો ઉપયોગ કરે છે કે જેથી તેના વાચકો પવિત્ર જીવન જીવવાના લાભો અને મૂલ્ય સમજી શકે. વૈકલ્પિક ભાષાંતર: “જો આપણે આપણાં પાપ કબૂલ કરીએ. તો તે વિશ્વાસુ અને ન્યાયી છે” (જુઓ: આનુમાનિત પરિસ્થિતિઓ)
πιστός ἐστιν…ἵνα ἀφῇ
સર્વનામ “તે” આ કલમના બંને કિસ્સામાં ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર વિશ્વાસુ છે ... અને ઈશ્વર માફ કરશે” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
ἵνα ἀφῇ ἡμῖν τὰς ἁμαρτίας, καὶ καθαρίσῃ ἡμᾶς ἀπὸ πάσης ἀδικίας
આ બંને શબ્દસમૂહો મૂળભૂતપણે સમાન અર્થ ધરાવે છે. ભાર મૂકવા માટે યોહાન એ બંનેનો ઉપયોગ સંભવિતપણે એકસાથે કરે છે. જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે તેમને જોડી શકો છો, ખાસ કરીને ત્યારે કે જ્યારે તે બંને શબ્દસમૂહો મૂકવા તમારા વાચકો માટે ગૂંચવણભર્યું હોય. વૈકલ્પિક ભાષાંતર: “અને આપણે જે ખોટું કર્યું છે તેનાથી તે આપણને સંપૂર્ણપણે માફ કરશે” (જુઓ: સમાંતરણ)
καθαρίσῃ ἡμᾶς ἀπὸ πάσης ἀδικίας
જેમ ૧:૭માં છે તેમ, યોહાન “પાપો” વિષે અલંકારિક રીતે વાત કરે છે જાણે કે તે વ્યક્તિને ગંદો બનાવે છે અને ઈશ્વરની માફી, જાણે કે તે વ્યક્તિને શુદ્ધ બનાવે છે. વૈકલ્પિક ભાષાંતર: “આપણે જે ખોટું કર્યું છે તેને તે આપણી વિરુદ્ધ રાખશે નહિ” (જુઓ: રૂપક)
πάσης ἀδικίας
જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે અમૂર્ત નામ “અન્યાયીપણાં” પાછળના ખ્યાલને એક સમાન શબ્દસમૂહ દ્વારા વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “જે કંઇ આપણે ખોટું કર્યું છે તે” (જુઓ: અમૂર્ત નામો)
1 John 1:10
ἐὰν εἴπωμεν ὅτι οὐχ ἡμαρτήκαμεν, ψεύστην ποιοῦμεν αὐτὸν
તેના વાચકો પવિત્ર જીવન ન જીવવાના ગંભીર પરિણામો સમજે તે માટે યોહાન અન્ય અનુમાનિત પરિસ્થિતિનો ઉપયોગ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “ધારો કે આપણે કહીએ કે આપણે પાપ કર્યું નથી. તો પછી આપણે ઈશ્વરને જુઠા કહીએ છીએ” (જુઓ: આનુમાનિત પરિસ્થિતિઓ)
αὐτὸν…αὐτοῦ
આ કલમમાં સર્વનામો, “તેમનામાં” અને “તેમના” ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર ... ઈશ્વરના” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
ψεύστην ποιοῦμεν αὐτὸν
તમારા ભાષાંતરમાં ખાતરી રાખો કે આ કિસ્સામાં ઈશ્વર ખરેખર “જુઠા” નથી. તેનાથી વિપરીત, વ્યક્તિ કે જે પોતે પાપરહિત હોવાનો દાવો કરે છે તે ઈશ્વરને જુઠા કહે છે, કેમ કે ઈશ્વરે કહ્યું છે કે દરેક વ્યક્તિ પાપી છે. જો તમારા વાચકોને તે મદદરૂપ હોય તો, તમે તેને સ્પસ્ટપણે કહી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “તે ઈશ્વરને જુઠા કહેવા સમાન છે, કારણ કે ઈશ્વરે કહ્યું છે કે આપણે સર્વએ પાપ કર્યું છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ὁ λόγος αὐτοῦ οὐκ ἔστιν ἐν ἡμῖν
યોહાન “વચન/શબ્દ” પદનો ઉપયોગ અલંકારિક રીતે કરી, તે શબ્દોના ઉપયોગ દ્વારા ઈશ્વરે શું કહ્યું છે, તેનો અર્થ નીપજાવે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે જે કહ્યું છે તેના પર આપણે વિશ્વાસ કરતા નથી” (જુઓ: ઉપનામ)
ὁ λόγος αὐτοῦ οὐκ ἔστιν ἐν ἡμῖν
જેમ તેણે ૧:૮માં “સત્ય” વિષે કર્યું તેમ, યોહાન અલંકારિક રીતે ઈશ્વરના “શબ્દ/વચન” વિષે વાત કરી રહ્યો છે જાણે કે તે વિશ્વાસીઓની માંહે હોઈ શકે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વરે જે કહ્યું તેના પર આપણે વિશ્વાસ કરતા નથી” (જુઓ: રૂપક)
1 John 2
યોહાનનો ૧ લો પત્ર અધ્યાય ૨ સામન્ય નોંધો
માળખું અને બંધારણ
- અસલ/સાચા વિશ્વાસીઓ ઈશ્વરને આધીન થાય છે અને એકબીજાને પ્રેમ કરે છે (૧:૫ થી શરુ થઇ ૨:૧-૧૭ સુધી)
- ઈસુ ઉદ્ધારક છે તેવો નકાર કરવો તે ખોટું શિક્ષણ છે (૨:૧૮-૨:૨૭)
- ઈશ્વરના સાચા/અસલ બાળકો પાપ કરતા નથી (૨:૨૮-૨૯ થી શરુ થઈને ૩:૧૦ સુધી)
યોહાન ૨:૧૨-૧૪માં કંઇક કવિતા જેવું લખે છે તે દર્શાવવા, કેટલાક ભાષાંતરકારો તે કલમોમાં વાક્યને બાકીના લખાણ કરતા આગળ જમણી બાજુએ મૂકે છે, અને તેઓ દરેક વાક્યની શરૂઆતે નવી પંક્તિ શરુ કરે છે.
આ અધ્યાયમાંના વિષેષ ખ્યાલો
ખ્રિસ્ત વિરોધી
૨:૧૮ અને ૨:૨૨માં, યોહાન બંને વિષે લખે છે, ખ્રિસ્તવિરોધી તરીકે ઓળખાનાર એક ચોક્કસ વ્યક્તિ અને ઘણાં લોકો જેઓ “ખ્રિસ્તવિરોધીઓ” હશે. “ખ્રિસ્તવિરોધી” શબ્દનો અર્થ છે “ખ્રિસ્તનો વિરોધ કરવો.” ખ્રિસ્તવિરોધી વ્યક્તિ એ છે જે ઈસુના પુનરાગમન પહેલાં જ આવશે અને ઈસુના કાર્યોનું અનુસરણ કરશે, પરંતુ તે દૃષ્ટ હેતુઓ માટે તેમ કરશે. તે વ્યક્તિના આગમન પહેલાં, ઘણાં વ્યક્તિઓ હશે જેઓ ખ્રિસ્તની વિરુદ્ધમાં કાર્ય કરશે. તેઓને પણ “ખ્રિસ્તવિરોધીઓ” તરીકે ઓળખવામાં આવશે, પરંતુ એક નામ કરતાં, વર્ણનમાં. (જુઓ: ખ્રિસ્તવિરોધી, ખ્રિસ્તવિરોધીઓ અને અંતિમ દિવસ, અંતિમ દિવસો, પછીના દિવસો અને દુષ્ટ, દુરાચારી, ન ગમે એવું)
આ અધ્યાયમાંના મહત્વપૂર્ણ લખાણના મુદ્દા
૨:૨૦, કેટલીક પ્રાચીન હસ્તપ્રતો વાંચે છે “તમે સર્વ જાણો છો,” અને તે જ લખાણને યુ.એલ.ટી. અનુસરે છે. જો કે, બીજી પ્રાચીન આવૃત્તિઓ વાંચે છે કે “તમે સર્વ બાબતો જાણો છો.” કેમ કે જુઠા શિક્ષકોના દાવાઓ, કે તેઓ બીજા વિશ્વાસીઓ કરતા વધુ જાણે છે, તેનો સામનો યોહાન કરે છે તેથી, તથા આ પત્રમાંના બીજા સર્વ લખાણોને આધારે સંભવિતપણે એમ લાગે છે કે, “તમે સર્વ જાણો છો,” તે સાચું મૂળભૂત લખાણ છે. કેમ કે નકલકારોને ક્રિયાપદ “જાણવું” માટે ક્રિયાપદ કર્મ હોય તેવી જરૂરીયાત લાગી તેથી “તમે સર્વ જાણો છો” લખાણ ઉદભવ્યું. તેમ છતાં, જો તમારા વિસ્તારમાં બાઇબલનું ભાષાંતર પહેલેથી જ અસ્તિત્વમાં હોય, તો તે સંસ્કરણમાં જે પણ વાંચન મળે તેનો ઉપયોગ કરવાનું વિચારો. જો ભાષાંતર પહેલાથી અસ્તિત્વમાં નથી, તો અમે ભલામણ કરીએ છીએ કે તમે યુ.એલ.ટી. લખાણમાંના વાંચનને અનુસરો.
1 John 2:1
τεκνία μου
આ પત્રમાં અહિ અને અન્ય કેટલાક સ્થાનોએ, યોહાન “બાળકો” શબ્દના અલ્પ સ્વરૂપનો ઉપયોગ એક લાગણીસભર સ્વરૂપે સંબોધન માટે કરે છે. વૈકલ્પિક ભાષાંતર” “મારા પ્રિય બાળકો”
τεκνία μου
વિશ્વાસીઓ, જેઓને તે લખી રહ્યો છે તેઓને વર્ણવવા માટે યોહાન “બાળકો” શબ્દનો ઉપયોગ અલંકારિક રીતે કરે છે. તેઓ તેની આધ્યાત્મિક સંભાળ હેઠળ છે, અને તેથી તેઓ તેમના પોતાના બાળકો હોય તેવું તે માને છે. તમે આનું ભાષાંતર બિન-અલંકારિક રીતે કરી શકો છો, અથવા તમે યુ.એસ.ટી.ની જેમ, રૂપકનું ઉદાહરણ તરીકે પ્રતિનિધિત્વ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર:
ταῦτα γράφω
""તમે પ્રિય વિશ્વાસીઓ જેઓ મારી સંભાળ હેઠળ છો"" (જુઓ: @)
καὶ
“અને” શબ્દનો ઉપયોગ કરી યોહાન તેના લખાણ દ્વારા જે પ્રાપ્ત કરવાની આશા રાખે છે તે વચ્ચેના તફાવતને પ્રસ્તુત કરે છે, કે આ વિશ્વાસીઓ પાપ કરશે નહિ, અને શું થઇ શકે, જો તેમનામાંથી કોઈ એક પાપ કરે તો. વૈકલ્પિક ભાષાંતર: “પરંતુ” (જુઓ: જોડાણ-વિરોધાભાસ સબંધ)
ἐάν τις ἁμάρτῃ, Παράκλητον ἔχομεν πρὸς τὸν Πατέρα
તેના વાચકોને પુન:ખાતરી અપાવવાના હેતુસર યોહાન અલંકારિક સ્થિતિનું વર્ણન કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “ધારો કે કોઈ પાપ કરે. તો પિતા પાસે આપણા મધ્યસ્થ છે” (જુઓ: આનુમાનિત પરિસ્થિતિઓ)
Παράκλητον ἔχομεν πρὸς τὸν Πατέρα, Ἰησοῦν Χριστὸν
યોહાન ધારે છે કે તેના વાચકો જાણશે કે “મધ્યસ્થ” એ એક વ્યક્તિ છે જે બીજા વ્યક્તિનો પક્ષ લઇ તેના વતી આજીજી કરે છે. જો તમારા વાચકો માટે તે મદદરૂપ હોય તો, આને તમે સ્પસ્ટપણે કહી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુ ખ્રિસ્ત આપણો પક્ષ લેશે અને આપણને માફ કરવા માટે ઈશ્વર પિતાને વિનંતી કરશે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
τὸν Πατέρα
ઈશ્વર માટે આ મહત્વનું શીર્ષક છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર પિતા” (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
δίκαιον
યોહાન “ન્યાયી” વિશેષણનો ઉપયોગ એક નામ તરીકે કરે છે, એક પ્રકારના વ્યક્તિને સૂચિત કરવા. તમારી ભાષામાં વિશેષણોનો ઉપયોગ કદાચ આ જ સમાન રીતે થતો હોય. જો તેમ ના હોય તો, તમે આનું ભાષાંતર સમાન અભિવ્યક્તિ દ્વારા કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “એક કે જે ન્યાયી છે” (જુઓ: નામવાચક વિશેષણો)
1 John 2:2
αὐτὸς
“તે” સર્વનામ ઈસુનો ઉલ્લેખ કરે છે, આગળની કલમમાંનું પૂર્વપદ. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુ” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
αὐτὸς ἱλασμός ἐστιν περὶ τῶν ἁμαρτιῶν ἡμῶν, οὐ περὶ τῶν ἡμετέρων δὲ μόνον, ἀλλὰ καὶ περὶ ὅλου τοῦ κόσμου
અમૂર્ત નામ/સંજ્ઞા “પ્રાયશ્ચિત” એ કોઈ બાબતનો ઉલ્લેખ કરે છે જે કોઈ બીજા માટે કરે છે અથવા કોઈ બીજાને આપે છે જેથી તે હવે ગુસ્સે ન રહે. જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે આનું ભાષાંતર એક સમાન અભિવ્યક્તિ દ્વારા કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુના કારણે, હવે ઈશ્વર આપણા અને ફક્ત આપણાં જ નહિ, પરંતુ આખા વિશ્વના સર્વ લોકોના પાપો સબંધી પણ ગુસ્સે નથી” (જુઓ: અમૂર્ત નામો)
ὅλου τοῦ κόσμου
“જગત” શબ્દનો ઉલ્લેખ વિવિધ બાબતોના સંદર્ભમાં યોહાન કરે છે. અહિ તે અલંકારિક રીતે જગતમાં રહેતા લોકોનો ઉલ્લેખ કરવા માટે કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “જગતમાંના સર્વ” (જુઓ: ઉપનામ)
1 John 2:3
ἐν τούτῳ γινώσκομεν ὅτι ἐγνώκαμεν αὐτόν, ἐὰν τὰς ἐντολὰς αὐτοῦ τηρῶμεν
જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો આ શબ્દસમૂહોના ક્રમને તમે ઉલટાવી શકો છો, જ્યારે પ્રથમ શબ્દસમૂહ જે વર્ણવે છે તેનું કારણ બીજો શબ્દસમૂહ આપે છે ત્યારે. વૈકલ્પિક ભાષાંતર: “તેમણે જે આજ્ઞાઓ આપી છે તેને જો આપણે આધીન થઈએ, તો પછી આપણે ખાતરી ધરાવી શકીએ કે આપણે તેમની સાથે ગાઢ સંબંધ છે"" (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)
ἐν τούτῳ γινώσκομεν ὅτι
આ એક રૂઢિપ્રયોગ છે જેનો ઉપયોગ આ પત્રમાં યોહાન ઘણી વખત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ રીતે આપણે જાણીએ છીએ"" (જુઓ: રૂઢિપ્રયોગ)
γινώσκομεν ὅτι ἐγνώκαμεν αὐτόν
“જાણવું” શબ્દનો ઉપયોગ યોહાન બે અલગ અલગ અર્થમાં કરી રહ્યો છે. યોહાનના ૧ લા પત્રની પ્રસ્તાવનાના ભાગ ૩ ની ચર્ચા શબ્દ “જાણવા” વિષે જુઓ. જો તમારી ભાષામાં આ જુદી જુદી સમજ માટે અલગ અલગ શબ્દો છે, તો તેનો અહિ ઉપયોગ કરવો યોગ્ય રહેશે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે ખાતરી ધરાવી શકીએ છે કે આપણો તેમની સાથે ગાઢ સંબંધ છે""
αὐτόν…αὐτοῦ
આ કલમમાં, સર્વનામ “તેમને” અને “તેમના” એ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે, જેમણે આજ્ઞાઓ આપી છે જેનું પાલન લોકોએ કરવું જ જોઈએ. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર ... ઈશ્વરના"" (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
ἐὰν τὰς ἐντολὰς αὐτοῦ τηρῶμεν
અહિ, “પાળો” એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ થાય છે ""પાલન કરો."" વૈકલ્પિક ભાષાંતર: ""જો આપણે તેમના આદેશનું પાલન કરીએ તો"" (જુઓ: રૂઢિપ્રયોગ)
1 John 2:4
ὁ λέγων, ὅτι ἔγνωκα αὐτὸν, καὶ τὰς ἐντολὰς αὐτοῦ μὴ τηρῶν, ψεύστης ἐστίν
તેના વાચકોને પડકારવા માટે યોહાન એક અનુમાનિત પરિસ્થિતિનું વર્ણન કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""ધારો કે કોઈ કહે કે, 'મારો ઈશ્વર સાથે ગાઢ સંબંધ છે,' પરંતુ ઈશ્વરે જે આદેશ આપ્યો છે તેનું પાલન તે કરતો નથી તો પછી તે વ્યક્તિ જુઠ્ઠો છે ”(જુઓ: આનુમાનિત પરિસ્થિતિઓ)
ὁ λέγων
વૈકલ્પિક ભાષાંતર: “જે કોઈ કહે છે” અથવા “વ્યક્તિ જે કહે છે”
ἔγνωκα αὐτὸν
૨:૩ના બીજા કિસ્સામાં, યોહાન “જાણવું” શબ્દનો ઉપયોગ ખાસ અર્થમાં કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “મારે ઈશ્વર સાથે ગાઢ સંબંધ છે”
αὐτὸν…αὐτοῦ
આ કલમમાં, સર્વનામો “તમે” અને “તેમના” ઈશ્વરનો ઉલ્લેખ કરે છે, એક કે જેઓએ આજ્ઞાઓ આપી છે કે લોકો આધીન થાય. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર ... ઈશ્વરના” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
καὶ
યોહાન “અને” શબ્દનો ઉપયોગ કરી વિરોધાભાસ સૂચવે છે કે, આ વ્યક્તિ કહેશે શું અને તેનો વ્યવહાર ખરેખર શું સત્ય સૂચવે છે. વૈકલ્પિક ભાષાંતર: “પરંતુ” (જુઓ: જોડાણ-વિરોધાભાસ સબંધ)
μὴ τηρῶν
આ કિસ્સામાં, “રાખવું/પાળવું” શબ્દ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ છે “આધીન થવું.” વૈકલ્પિક ભાષાંતર: “આધીન થતો નથી” અથવા “આજ્ઞાભંગ કરે છે” (જુઓ: રૂઢિપ્રયોગ)
ψεύστης ἐστίν, καὶ ἐν τούτῳ ἡ ἀλήθεια οὐκ ἔστιν
આ બે શબ્દસમૂહોનો અર્થ સમાન બાબતો થાય છે. ભાર મૂકવા માટે યોહાન પુનરાવર્તનનો ઉપયોગ કરે છે. જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે આ શબ્દસમૂહોને જોડી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “ચોક્કસપણે સત્ય બોલી રહ્યો નથી” (જુઓ: સમાંતરણ)
καὶ ἐν τούτῳ ἡ ἀλήθεια οὐκ ἔστιν
“સત્ય” વિષે યોહાન અલંકારિક રીતે વાત કરી રહ્યો છે જાણે કે તે એક પદાર્થ હોય જે કોઈકની માંહે હોય. વૈકલ્પિક ભાષાંતર: “અને આવો વ્યક્તિ સત્ય બોલી રહ્યો નથી” (જુઓ: રૂપક)
καὶ ἐν τούτῳ ἡ ἀλήθεια οὐκ ἔστιν
જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે અમૂર્ત નામ “સત્ય” પાછળના ખ્યાલને, વિશેષણ જેવા કે “સાચું” દ્વારા અભિવ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “અને આવો વ્યક્તિ જે કહે છે તે સાચું નથી” (જુઓ: અમૂર્ત નામો)
1 John 2:5
ὃς δ’ ἂν τηρῇ αὐτοῦ τὸν λόγον, ἀληθῶς ἐν τούτῳ ἡ ἀγάπη τοῦ Θεοῦ τετελείωται
તેના વાચકોને પુન:ખાતરી કરાવવા માટે યોહાન એક અન્ય અનુમાનિત સ્થિતિ સૂચવી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “પરંતુ ધારો કે કોઈ તેમના વચન પાળે છે. તો પછી તે વ્યક્તિમાં ઈશ્વરનો પ્રેમ ખરેખર પૂર્ણ થયેલ છે.” (જુઓ: આનુમાનિત પરિસ્થિતિઓ)
τηρῇ αὐτοῦ τὸν λόγον
શબ્દોના ઉપયોગ દ્વારા ઈશ્વરે શું આજ્ઞા કરી છે તેનો અર્થ દર્શાવવા યોહાન “શબ્દ/વચન” પદનો ઉપયોગ અલંકારિક રીતે કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે જે આજ્ઞાઓ આપી છે તેને આધીન થાય છે” (જુઓ: ઉપનામ)
τηρῇ αὐτοῦ τὸν λόγον
આ કિસ્સામાં, “પાળવું/રાખવું/જાળવવું” પદ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ છે “આધીન થવું.” વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે જે આજ્ઞાઓ આપી છે તેને આધીન થાય છે” (જુઓ: રૂઢિપ્રયોગ)
αὐτοῦ…αὐτῷ
આ કલમમાં, સર્વનામો “તમે” અને “તેમના” ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર ... ઈશ્વરના” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
ἀληθῶς ἐν τούτῳ ἡ ἀγάπη τοῦ Θεοῦ τετελείωται
“ઈશ્વરનો પ્રેમ” શબ્દસમૂહનો અર્થ હોઈ શકે છે: (૧) તે એક વ્યક્તિનો ઉલ્લેખ હોઈ શકે છે જે ઈશ્વરને પ્રેમ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “તે વ્યક્તિ સાચે જ ઈશ્વરને સંપૂર્ણપણે પ્રેમ કરે છે. (૨) ઈશ્વર લોકોને પ્રેમ કરે છે, તે ઉલ્લેખ હોઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: “તે વ્યક્તિના જીવનમાં ઈશ્વરના પ્રેમે તેનો હેતુ હાંસલ કર્યો છે” (જુઓ: માલિકી)
ἀληθῶς ἐν τούτῳ ἡ ἀγάπη τοῦ Θεοῦ τετελείωται
જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો તમે નિષ્ક્રિય શાબ્દિક સ્વરૂપ “સંપૂર્ણ કરાયો છે” ના સ્થાને સક્રિય શાબ્દિક સ્વરૂપનો ઉપયોગ કરી શકો છો. ક્રિયા કરનાર વ્યક્તિ અથવા વસ્તુ તેના પર આધાર રાખે છે કે તમે કેવી રીતે “ઈશ્વરનો પ્રેમ” શબ્દસમૂહનું ભાષાંતર કરવાનું નક્કી કરો છો (અગાઉની નોંધ જુઓ). વૈકલ્પિક ભાષાંતર: “તે વ્યક્તિ ખરેખર સંપૂર્ણપણે ઈશ્વરને પ્રેમ કરે છે” અથવા “તે વ્યક્તિના જીવનમાં ઈશ્વરના પ્રેમે તેનો હેતુ હાંસલ કર્યો છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἐν αὐτῷ ἐσμεν
જાણે કે વિશ્વાસીઓ ઈશ્વરની માંહે હોઈ શકે તેમ અલંકારિક રીતે યોહાન વાત કરે છે. આ અભિવ્યક્તિ ગાઢ/નજદીકી સંબંધ હોવાનું વર્ણવે છે. વૈકલ્પિક ભાષાંતર: “આપણને ઈશ્વર સાથે ગાઢ/નજદીકી સંબંધ છે” (જુઓ: રૂપક)
1 John 2:6
ἐν αὐτῷ μένειν
“ઈશ્વરમાં રહો” પદ માટે આ પત્રની પ્રસ્તાવનાના ભાગ ૩ ની ચર્ચા જુઓ. અહિ ઈશ્વરમાં રહેવાનો અર્થ ૧:૩ અને ૧:૬માં “ઈશ્વર સાથે સંગત” સમાન જ થાય છે. વૈકલ્પિક ભાષાંતર: “તે ઈશ્વર સાથે નજદીકી/ગાઢ મિત્ર છે” અથવા “તેને ઈશ્વર સાથે નજદીકી/ગાઢ મિત્રતા છે” (જુઓ: રૂપક)
ἐν αὐτῷ μένειν
જાણે કે વિશ્વાસીઓ ઈશ્વરની માંહે હોઈ શકે તેમ અલંકારિક રીતે યોહાન ફરી વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “તે ઈશ્વર સાથે નજદીકી/ગાઢ મિત્ર છે” અથવા “તેને ઈશ્વર સાથે નજદીકી/ગાઢ મિત્રતા છે” (જુઓ: રૂપક)
ἐν αὐτῷ
સર્વનામ “તેમના” ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરમાં” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
ὀφείλει καθὼς ἐκεῖνος περιεπάτησεν, καὶ αὐτὸς περιπατεῖν
વ્યક્તિ કેવી રીતે જીવે છે અને વર્તે છે તેનો અર્થ દર્શાવવા યોહાન ૧:૬ અને ૧:૭માં અલંકારિક રીતે વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “જેમ ઈસુ જીવ્યા તેમ જીવવું” અથવા “ઈશ્વરને આધીન થાઓ જ જેમ ઈસુ થયા તેમ” (જુઓ: રૂપક)
ἐκεῖνος
યોહાન ઈસુનો ઉલ્લેખ કરવા નિદર્શનત્મક સર્વનામનો ઉપયોગ કરે છે, વિષેષ કરીને ઈસુ જે પૃથ્વી પર જીવ્યા હતા તે. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુ” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
1 John 2:7
ἀγαπητοί
આ બીજો શબ્દ છે સ્નેહનો કે જેના દ્વારા જે વિશ્વાસીઓને તે લખી રહ્યો છે તેઓને યોહાન સંબોધન કરે છે. તે વિશેષણ “વહાલાં/પ્રિય”નો ઉપયોગ નામ તરીકે કરે છે જેથી તે વિષેષ જૂથના લોકોને સૂચિત કરી શકે. તમારી ભાષા આ જ સમાન રીતે વિશેષણોનો ઉપયોગ કરી શકે છે. જો તેમ ના હોય તો, આનું ભાષાંતર તમે સમાન અભિવ્યક્તિ તરીકે કરી શકો. વૈકલ્પિક ભાષાંતર: “તમે લોકો જેમને હું પ્રેમ કરું છું” અથવા “પ્રિય મિત્રો” (જુઓ: નામવાચક વિશેષણો)
ἀπ’ ἀρχῆς
આ પત્રમાં “આરંભથી” શબ્દનો ઉપયોગ યોહાન વિવિધ રીતે કરે છે. અહિ જે લોકોને તે લખી રહ્યો છે તેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો હતો, તે સમયનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુમાં તમે પ્રથમ વિશ્વાસ કર્યો ત્યારથી” (જુઓ: રૂઢિપ્રયોગ)
ὁ λόγος ὃν ἠκούσατε
યોહાન, “શબ્દ/વચન”ના અલંકારિક ઉપયોગ દ્વારા સંદેશનો ઉલ્લેખ કરે છે જેને આ વિશ્વાસીઓએ સાંભળ્યો અને જેને શબ્દો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. વૈકલ્પિક ભાષાંતર: “તે સંદેશ જે તમે સાંભળ્યો” (જુઓ: ઉપનામ)
ὁ λόγος ὃν ἠκούσατε
લાગુકરણ એ છે કે ચોક્કસ “શબ્દ” અથવા સંદેશ જે યોહાને વર્ણવ્યો છે તે વિશ્વાસીઓને ઈસુએ આપેલી આજ્ઞા છે કે તેઓએ એકબીજાને પ્રેમ કરવો જોઈએ. જુઓ યોહાનની સુવાર્તા ૧૩:૩૪ અને ૧૫:૧૨. આ પત્રમાં યોહાન સ્પસ્ટપણે સૂચિત કરે છે ૩:૨૩ અને ૪:૨૧. જો તમારા વાચકો માટે તે મદદરૂપ હોય તો, તમે આ મુકામે તેને પણ સ્પસ્ટપણે કહી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “આજ્ઞા જે ઈસુએ આપી કે આપણે એકબીજાને પ્રેમ કરવો જોઈએ” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
1 John 2:8
πάλιν
“ફરી વાર” પદનો ઉપયોગ રૂઢિપ્રયોગની રીતે કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “બીજી બાજુ/તરફ” (જુઓ: રૂઢિપ્રયોગ)
ἐντολὴν καινὴν γράφω ὑμῖν
જેમ ૨:૭માં છે તે જ “આજ્ઞા”નો ઉલ્લેખ યોહાન કરી રહ્યો છે, આજ્ઞા જે ઈસુએ આપી કે એકબીજાને પ્રેમ કરો, જે વિશ્વાસીઓએ પાસે હંમેશાથી છે. તેથી તે એ અર્થ કરતો નથી કે તે એક “નવી” અને ભિન્ન આજ્ઞા લખી રહ્યો છે, પરતું તેનાથી વિપરીત તે જ આજ્ઞા, જેને અહિ તે “જૂની” કહે છે, કેટલાક કિસ્સાઓમાં “નવી” તરીકે પણ સમજી શકાય. જો તમારા વાચકો માટે એ મદદરૂપ હોય તો, તો તમે સ્પસ્ટપણે કહી શકો છો કે કઈ આજ્ઞાનો ઉલ્લેખ યોહાન કરી રહ્યો છે, અને તમે સંભવિત કારણ પણ આપી શકો છો કે કેમ તેનો ઉલ્લેખ “નવી” તરીકે કરવો જોઈએ. વૈકલ્પિક ભાષાંતર: “આજ્ઞા જે હું તમને લખી રહ્યો છું, એકબીજાને પ્રેમ કરો, એ અર્થમાં, એક નવી આજ્ઞા, કારણ કે તે જીવનના નવા માર્ગની લાક્ષણિકતા ધરાવે છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ὅ ἐστιν ἀληθὲς ἐν αὐτῷ καὶ ἐν ὑμῖν, ὅτι ἡ σκοτία παράγεται, καὶ τὸ φῶς τὸ ἀληθινὸν ἤδη φαίνει
જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે આ વાંક્યાશોના ક્રમને ઉલટાવી શકો છો, જેમ કે જે પરિણામનું વર્ણન પ્રથમ વાક્યાંશ/શબ્દસમૂહ/કલમ કરે છે તેનું કારણ બીજું વાક્યાંશ/શબ્દસમૂહ/કલમ આપે છે. અહિ નવા વાક્યની શરૂઆત કરવી મદદરૂપ હોઈ શકે. વૈકલ્પિક ભાષાંતર: “કેમ કે અંધકાર જતો રહે છે અને સાચું અજવાળું/પ્રકાશ ઝળહળી રહ્યો છે, તેથી આ આજ્ઞા ઈસુમાં અને તમારામાં સત્ય છે” (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)
ὅ ἐστιν ἀληθὲς ἐν αὐτῷ καὶ ἐν ὑμῖν
કેમ કે ઈસુએ સતત પ્રેમ કરવાની આજ્ઞાનું પાલન કર્યું, તે સંભવિત છે કે યોહાન ભાર મૂકે છે કે તે જ બાબત વિશ્વાસીઓ જાતે કરી રહ્યા છે. જો તમારા વાચકો માટે તે મદદરૂપ હોય તો, તમે તમારા ભાષાંતરમાં સ્પસ્ટ ભારને તમે ઉભરાવી શકો છો. જેમ આગળની નોંધ સૂચવે છે તેમ, જો તમે આની આગળ હવે પછીના વાક્યાંશ/શબ્દસમૂહ/કલમને ના મૂકો તો, તોપણ અહિ નવા વાક્યની શરૂઆત કરવી મદદરૂપ થશે. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુએ ખરેખર આ આજ્ઞાનું પાલન કર્યું અને હવે તમે સાચે જ તેને પાળી રહ્યા છો” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ὅ ἐστιν ἀληθὲς ἐν αὐτῷ καὶ ἐν ὑμῖν
જાણે કે ઈસુ અને તેમના શિષ્યોની માંહે આ આજ્ઞા “સાચી” હોય તેમ યોહાન અલંકારિક રીતે વાત કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુએ ખરેખર આ આજ્ઞાનું પાલન કર્યું અને હવે તમે સાચે જ તેને પાળી રહ્યા છો” (જુઓ: રૂપક)
αὐτῷ
સર્વનામ “તેમને” ઈસુનો ઉલ્લેખ કરે છે. બીજાઓને પ્રેમ કરવાના સર્વોચ્ચ ઉદાહરણ તરીકે યોહાન તેમનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુ” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
ἡ σκοτία παράγεται, καὶ τὸ φῶς τὸ ἀληθινὸν ἤδη φαίνει
[૧: ૫] (../ ૦૧/૦૫.md)ની જેમ, યોહાન અલંકારિક રીતે “અંધકાર” શબ્દનો ઉપયોગ દૃષ્ટના અર્થમાં અને “પ્રકાશ’ શબ્દનો ઉપયોગ અલંકારિક રીતે પવિત્ર, યોગ્ય અને સારું, તે અર્થમાં કરી રહ્યો છે. પ્રકાશનું “ઝળહળવું” અલંકારીર રીતે તેની અસરને પ્રસ્તુત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “જે દૃષ્ટ છે તે જઈ રહ્યું છે અને તેના સ્થાને જે સાચે જ સારું છે તે વધારે અસરકારક થઇ રહ્યું છે” (જુઓ: રૂપક)
τὸ φῶς τὸ ἀληθινὸν
જ્યારે યોહાન ઈશ્વરને “સત્ય એક” તરીકે ૫:૨૦ સંબોધી રહ્યો છે, ત્યારે “સાચો પ્રકાશ” તેમ કહેવા દ્વારા તે કદાચ ઈશ્વરના સારપણાં અને પવિત્રતાનો ઉલ્લેખ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરનું સારપણું” અથવા “ઈશ્વરની પવિત્રતા” (જુઓ: ઉપનામ)
1 John 2:9
ὁ λέγων ἐν τῷ φωτὶ εἶναι, καὶ τὸν ἀδελφὸν αὐτοῦ μισῶν, ἐν τῇ σκοτίᾳ ἐστὶν ἕως ἄρτι
તેના વાચકોને પડકાર આપવા માટે યોહાન વધુ અનુમાનિત સ્થિતિનું સૂચન કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “ધારો કે કોઈ કહે છે કે તે પ્રકાશમાં છે, પરંતુ તે તેના ભાઈને ધિક્કારે છે. તો પછી તે વ્યક્તિ હજુપણ અંધકારમાં છે.” (જુઓ: આનુમાનિત પરિસ્થિતિઓ)
ἐν τῷ φωτὶ εἶναι
જેમ ૧:૫માં છે તેમ, યોહાન “પ્રકાશ” શબ્દનો અલંકારિક ઉપયોગ જે પવિત્ર, સાચું અને સારું છે તેના અર્થમાં કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “તે જે સાચું છે તે કરે છે” (જુઓ: રૂપક)
καὶ
યોહાન “અને” શબ્દનો ઉપયોગ કરવા દ્વારા એક વિરોધાભાસને પ્રસ્તુત કરે છે: આવો વ્યક્તિ કદાચ શું કહેશે અને તેનું વર્તન જે સત્યને ખરેખર સૂચિત કરશે. વૈકલ્પિક ભાષાંતર: “પરંતુ” (જુઓ: જોડાણ-વિરોધાભાસ સબંધ)
τὸν ἀδελφὸν αὐτοῦ
યોહાન “ભાઈ” શબ્દનો ઉપયોગ અલંકારિક રીતે કરવા દ્વારા કોઈક જે સમાન વિશ્વાસ ધરાવે છે તેનો અર્થ સૂચવે છે. વૈકલ્પિક ભાષાંતર: “એક સાથી વિશ્વાસી” (જુઓ: રૂપક)
τὸν ἀδελφὸν αὐτοῦ
જોકે “ભાઈ” શબ્દ પુરૂષવાચી છે, યોહાન તે શબ્દનો ઉપયોગ સામાન્ય અર્થમાં કરે છે જે બંનેપુરુષો અને સ્ત્રીઓનો સમાવેશ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “એક સાથી વિશ્વાસી” (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)
ἐν τῇ σκοτίᾳ ἐστὶν
જેમ ૧:૫માં છે તેમ, યોહાન “અંધકાર” શબ્દનો ઉપયોગ અલંકારિક રીતે કરીને જે ખોટું અથવા દૃષ્ટ છે તેનો અર્થ સૂચવે છે. વૈકલ્પિક ભાષાંતર: “જે ખોટું છે તે કરે છે” (જુઓ: રૂપક)
ἕως ἄρτι
વૈકલ્પિક ભાષાંતર: “છતાંય/હજુ પણ”
1 John 2:10
ὁ ἀγαπῶν τὸν ἀδελφὸν αὐτοῦ, ἐν τῷ φωτὶ μένει
તેના વાચકોને પુનઃખાતરી અપાવવા માટે યોહાન અનુમાનિત સ્થિતિનો ઉપયોગ આગળ/વધુમાં કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “ધારો કે/જો કે, કોઈ તેના સાથી વિશ્વાસીઓને પ્રેમ કરે. તો પછી તે જે સાચું છે તેને ખરી રીતે કરી રહ્યો છે” (જુઓ: આનુમાનિત પરિસ્થિતિઓ)
τὸν ἀδελφὸν αὐτοῦ
જુઓ તમે આનું ભાષાંતર ૨:૯ માં કેવી રીતે કર્યું છે. વૈકલ્પિક ભાષાંતર: “એક સાથી વિશ્વાસી” (જુઓ: રૂપક)
τὸν ἀδελφὸν αὐτοῦ
જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે આનું ભાષાંતર બહુવચનમાં કરી શકો છો, જ્યારે યોહાન જેમ ૨:૯માં કરી રહ્યો છે તેમ તેના ધ્યાનમાં કોઈ ચોક્કસ વ્યક્તિ નથી. તેનાથી વિપરીત, યોહાન સઘળા વિશ્વાસીઓને પ્રેમ કરવા વિષે કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “તેના સાથી વિશ્વાસીઓ” (જુઓ: સર્વ સામાન્ય નામ સાથેની વાક્યરચના)
ἐν τῷ φωτὶ μένει
યોહાન “પ્રકાશ” શબ્દનો અલંકારિક ઉપયોગ જે પવિત્ર, સાચું અને સારું છે તેના અર્થમાં કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “તે જે સાચું છે તે ખરેખર કરી રહ્યો છે” (જુઓ: રૂપક)
ἐν τῷ φωτὶ μένει
“માં રહેવું” પદની ચર્ચા, યોહાનના ૧ લા પત્રના ૩ જા ભાગની પ્રસ્તાવના જુઓ. અહિ આ શબ્દ લાગે છે કે વર્તન જે અસલ તરીકે ઓળખાયું છે તેને વર્ણવે છે કેમ કે તે સાતત્યપૂર્ણ છે. વૈકલ્પિક ભાષાંતર: “જે સાચું છે તેને તે અસલ રીતે કરી રહ્યો છે” (જુઓ: રૂપક)
σκάνδαλον ἐν αὐτῷ οὐκ ἔστιν
“ઠોકરરૂપ-પથ્થર” પદનો ઉપયોગ યોહાન કરે છે, જેનો અર્થ છે એવું કશુંક કે જેનાથી વ્યક્તિ પડી જશે, અલંકારિક રીતે અર્થ કે કશુંક જે વ્યક્તિને પાપ કરવા દોરશે. વૈકલ્પિક ભાષાંતર: “કશું તેને પાપ કરવા દોરશે નહિ” (જુઓ: રૂપક)
σκάνδαλον ἐν αὐτῷ οὐκ ἔστιν
“ઠોકરરૂપ-પથ્થર” વિષે યોહાન વાત કરે છે જે વ્યક્તિની “માંહે” છે કેમ કે તે ૨:૯માં વર્ણવે છે તેમ તે સાથી વિશ્વાસી પ્રત્યેની નફરતનું પ્રતિનિધિત્વ કરે છે. જો તમારા વાચકો માટે આ મદદરૂપ હોય તો, તમે આને સ્પસ્ટપૂર્વક સૂચિત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “તેની માંહે કોઈ નફરત નથી જે તેને પાપ કરવા દોરશે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
1 John 2:11
τὸν ἀδελφὸν αὐτοῦ
જુઓ તમે આનું ભાષાંતર ૨:૯માં કેવી રીતે કર્યું હતું. વૈકલ્પિક ભાષાંતર: “એક સાથી વિશ્વાસી” (જુઓ: રૂપક)
ἐν τῇ σκοτίᾳ ἐστὶν, καὶ ἐν τῇ σκοτίᾳ περιπατεῖ
આ બે શબ્દસમૂહોનો અર્થ સમાન થાય છે. ભાર મૂકવા માટે યોહાન પુનરાવર્તનનો ઉપયોગ કરે છે. જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે આ શબ્દસમૂહોને જોડી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “તે જે ખોટું છે તે કર્યા કરે છે” (જુઓ: સમાંતરણ)
ἐν τῇ σκοτίᾳ ἐστὶν, καὶ ἐν τῇ σκοτίᾳ περιπατεῖ
જેમ ૧:૫માં છે તેમ, યોહાન “અંધકાર” શબ્દનો ઉપયોગ અલંકારિક રીતે કરી રહ્યો છે, જે ખોટું અથવા દૃષ્ટ છે તેને દર્શાવવા. વૈકલ્પિક ભાષાંતર: “જે ખોટું છે તે કરે છે” (જુઓ: રૂપક)
ἐν τῇ σκοτίᾳ περιπατεῖ
“ચાલવું” શબ્દનો ઉપયોગ યોહાન અલંકારિક રીતે કરે છે એ અર્થ દર્શાવવા કે કેવી રીતે વ્યક્તિ જીવે છે અને વર્તે છે. વૈકલ્પિક ભાષાંતર: “તેનું જીવન ખોટા માર્ગોમાં જીવે છે” (જુઓ: રૂપક)
οὐκ οἶδεν ποῦ ὑπάγει, ὅτι ἡ σκοτία ἐτύφλωσεν τοὺς ὀφθαλμοὺς αὐτοῦ
જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે આ શબ્દસમૂહોના ક્રમને ઉલટાવી શકો છો, જ્યારે બીજો શબ્દસમૂહ કારણ આપે છે, પ્રથમ શબ્દસમૂહ જે વર્ણવે છે તેનું. વૈકલ્પિક ભાષાંતર: “કારણ કે અંધકારે તેની આંખોને આંધળી કરી નાખી છે, તેથી તે જાણતો નથી તે કયાં જઈ રહ્યો છે” (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)
οὐκ οἶδεν ποῦ ὑπάγει
વ્યક્તિ કેવી રીતે જીવે છે અને કેવી રીતે વર્તે છે તેના અલંકારિક વર્ણન તરીકે ચાલવાના રૂપકને આ જારી રાખે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે જીવવાનો સાચો માર્ગ જાણતો નથી"" (જુઓ: રૂપક)
ὅτι ἡ σκοτία ἐτύφλωσεν τοὺς ὀφθαλμοὺς αὐτοῦ
યોહાન અંધત્વનો ઉપયોગ અલંકારિક રીતે નૈતિક સમજણ ગુમાવવા માટે કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે દુષ્ટ ઇરાદાઓ તેને સાચું અને ખોટું જાણવાથી રોકી રહ્યા છે"" (જુઓ: રૂપક)
1 John 2:12
τεκνία
[૨: ૧] (../ ૦૨/૦૧.md) માં અને આ પત્રમાં અન્ય ઘણા સ્થળોએ યોહાન “નાના બાળકો” પદનો ઉપયોગ કરે છે, જે બધા વિશ્વાસીઓના સંદર્ભમાં છે, જેઓને તે લખી રહ્યો છે. [૨: ૧] (../ ૦૨/૦૧.md)ની બે નોંધોમાં તેનો ખુલાસો જુઓ. યુ.એસ.ટી. આ શબ્દનો અર્થ આ કિસ્સામાં પણ કરે છે. જો કે, તે પણ શક્ય છે કે આ કિસ્સામાં આ શબ્દ વધુ વિશિષ્ટ અર્થ ધરાવે છે અને તે માત્ર કેટલાક વિશ્વાસીઓને સંદર્ભિત કરે છે, કારણ કે એવું લાગે છે કે વિશ્વાસીઓના ત્રણ જૂથોમાંથી ફક્ત એક જ જૂથનું પ્રતિનિધિત્વ કરે છે જેને યોહાન [૨: ૧૨-૧૪] (../૦૨/૧૨.md)માં બે વખત સંબોધે છે. વધુમાં, ૨:૧૪માં ફરી વખત યોહાન આ પ્રથમ જૂથને સંબોધે છે, તે માટે તે એક અલગ શબ્દ વાપરે છે જેનો અર્થ થાય છે ""યુવાન બાળકો."" તેથી આ સંદર્ભમાં, આ શબ્દ અલંકારિક રીતે નવા વિશ્વાસીઓનું વર્ણન કરી શકે છે, એટલે કે, જેમણે તેમના પાપોની માફી માટે માત્ર ઈસુમાં વિશ્વાસ મૂક્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""નવા વિશ્વાસીઓ"" (જુઓ: રૂપક)
ἀφέωνται ὑμῖν αἱ ἁμαρτίαι
જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે આને સક્રિય સ્વરૂપમાં કહી શકો છો, અને તમે કહી શકો છો કે કાર્ય કોણે કર્યું છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે તમારા પાપો માફ કર્યા છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
διὰ τὸ ὄνομα αὐτοῦ
સર્વનામ “તેમના” ઈસુનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુના નામની ખાતર” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
διὰ τὸ ὄνομα αὐτοῦ
યોહાન ઈસુના “નામ’નો ઉપયોગ અલંકારિક રીતે કરી રહ્યો છે એ પ્રતિનિધિત્વ કરવા કે ઈસુ કોણ છે અને તેમણે શું કર્યું છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુએ તમારા માટે જે કર્યું તેના કારણે"" (જુઓ: ઉપનામ)
1 John 2:13
πατέρες
જો [૨:૧૨] (../ ૦૨/૧૨.md)માં ""નાના બાળકો""નો અર્થ અલંકારિક રૂપે ""નવા વિશ્વાસીઓ"" થાય છે, તો પછી “પિતા” શબ્દ સંભવિતપણે વિશ્વાસીઓના બીજા જૂથનું અલંકારિક રીતે વર્ણન છે. તેનો અર્થ બે વસ્તુઓમાંથી એક હોઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: (૧) ""પરિપક્વ વિશ્વાસીઓ"" (૨) ""મંડળીના આગેવાનો"" (જુઓ: રૂપક)
ἐγνώκατε
[૨: ૪] (../ ૦૨/૦૪.md) ની જેમ, યોહાન ચોક્કસ અર્થમાં “જાણવું” શબ્દનો ઉપયોગ કરી રહ્યો છે. જુઓ કે તમે ત્યાં તેનું ભાષાંતર કેવી રીતે કર્યું. વૈકલ્પિક ભાષાંતર: ""તમારી સાથે ગાઢ સંબંધ છે""
τὸν ἀπ’ ἀρχῆς
આ પત્રમાં યોહાન “આરંભથી” શબ્દનો ઉપયોગ વિવિધ રીતે કરે છે. અહિ તે ઈશ્વરના શાશ્વત અસ્તિત્વનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર, જે હંમેશા અસ્તિત્વમાં છે"" (જુઓ: રૂઢિપ્રયોગ)
νεανίσκοι
આ સંભવિતપણે વિશ્વાસીઓના ત્રીજા જૂથનું અલંકારિક વર્ણન છે. તે કદાચ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ તેમના વિશ્વાસમાં મજબૂત બન્યા છે, ભલે તેઓ બીજા જૂથના લોકો જેટલા પરિપક્વ ન હોય, કારણ કે “યુવાન પુરુષો” જીવનના એ સમયમાં હોય છે જ્યારે તેઓ મજબૂત અને ઉત્સાહી હોય છે. વૈકલ્પિક ભાષાંતર: “મજબૂત વિશ્વાસીઓ” (જુઓ: રૂપક)
νεανίσκοι
જો કે “પુરુષ” શબ્દ પુરૂષવાચી છે, યોહાન સંભવિત રૂપે આ શબ્દનો ઉપયોગ સામાન્ય અર્થમાં કરે છે જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મજબૂત વિશ્વાસીઓ"" (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)
νενικήκατε τὸν πονηρόν
યોહાન આ મજબૂત વિશ્વાસીઓની વાત અલંકારિક રીતે કરે છે કે તેઓ, શેતાન જે ઇચ્છે છે તે કરવાનો ઇનકાર કરે છે, જાણે તેઓએ તેને સંઘર્ષમાં હરાવ્યો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તમે શેતાન જે ઇચ્છે છે તે કરવાનો ઇનકાર કરો છો"" (જુઓ: રૂપક)
τὸν πονηρόν
ચોક્કસ અસ્તિત્વને સૂચવવા માટે યોહાન વિશેષણ “દુષ્ટ”નો ઉપયોગ સંજ્ઞા/નામ તરીકે કરી રહ્યો છે. યુ.એલ.ટી, આ દર્શાવવા માટે “એક” ઉમેરે છે. તમારી ભાષા વિશેષણનો ઉપયોગ કદાચ આ જ રીતે કરે. જો તેમ નહિ તો, તમે આનું ભાષાંતર સમાન અભિવ્યક્તિ દ્વારા કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “એક કે જે દૃષ્ટ છે” (જુઓ: નામવાચક વિશેષણો)
τὸν πονηρόν
શેતાન વિષે યોહાન અલંકારિક રીતે બોલી રહ્યો છે કે તે “દુષ્ટ” છે. વૈકલ્પિક ભાષાંતર: ""શેતાન"" (જુઓ: ઉપનામ)
1 John 2:14
ἔγραψα ὑμῖν, παιδία, ὅτι ἐγνώκατε τὸν Πατέρα
જેમ ૨:૧૨માં વાક્ય છે તેમ આ વાક્ય મૂળભૂત રીતે સમાન અર્થ ધરાવે છે. જેમ ૨:૧૩માં બે વાક્યો છે તેમ આ કલમમાં હવે પછીના બે વાક્યો મૂળભૂત રીતે સમાન અર્થ ધરાવે છે. ભાર મૂકવા માટે તથા કાવ્યાત્મક અસર ઉપજાવવા માટે યોહાન પુનરાવર્તનનો ઉપયોગ કરે છે. આ કારણોસર, આ બધા વાક્યોનું અલગથી ભાષાંતર કરવું અને પાછલી બે કલમોમાંના વાક્યો સાથે તેમને જોડવાનું યોગ્ય રહેશે નહિ, ભલે તમે પુસ્તકમાં અન્યત્ર સમાન અર્થો સાથે સમાંતર નિવેદનો જોડો. (જુઓ: સમાંતરણ)
ἔγραψα ὑμῖν, παιδία, ὅτι ἐγνώκατε τὸν Πατέρα
કેટલાક બાઇબલમાં, આ વાક્ય કલમની શરૂઆતના સ્થાને નહિ પરંતુ ૨:૧૩ના અંતભાગમાં આવે છે. બાઇબલના પુસ્તકો લખાયાની ઘણી સદીઓ પછી કલમ વિભાગો રજૂ કરવામાં આવ્યા હતા, અને તેમનો હેતુ વાચકોને વસ્તુઓ સરળતાથી શોધવામાં મદદ કરવાનો છે. તેથી આ વાક્યની સ્થાપના, ક્યાં તો આ કલમની શરૂઆતમાં અથવા પાછલા વાક્યના અંતે, પરંતુ અર્થમાં કોઈ નોંધપાત્ર તફાવત બનાવતો નથી. જો તમારા ક્ષેત્રમાં બાઇબલનું ભાષાંતર પહેલેથી જ અસ્તિત્વમાં છે, તો તે સંસ્કરણમાં સ્થાન આપી ઉપયોગ કરવાનું વિચારો. જો નહિ, તો અમે ભલામણ કરીએ છીએ કે તમે યુ.એલ.ટી. લખાણમાં સ્થાન આપવાનું અનુસરો. (જુઓ: શાબ્દિક ભિન્નતા)
ἔγραψα ὑμῖν
“મેં લખ્યું છે” એમ કહેવા દ્વારા યોહાન પોતાને થોડી અલગ રીતે વ્યક્ત કરે છે, ૨:૧૨-૧૩ કરતાં, જ્યાં તે કહે છે, “હું લખી રહ્યો છું.” આ પ્રકારનો તફાવત તે સંભવિતપણે માત્ર ભાર મૂકવાનો છે, જયારે યોહાન પાછળ જુએ છે કે હમણાં જ તેણે શું કહ્યું છે અને ફરી તે જે કહી રહ્યો છે તેને સૂચવે છે. જો કે, તમારી ભાષા વર્તમાન કાળ અને સંપૂર્ણ વર્તમાન કાળ વચ્ચે તફાવત તારવે છે તો એ તમારા ભાષાંતરમાં તે તફાવત દર્શાવવો યોગ્ય રહેશે. (જુઓ: ક્રિયાપદો)
παιδία
જ્યારે આ “નાના બાળકો” પદ કરતા થોડું અલગ પદ છે, ૨:૧૨માં, અલંકારિક રીતે તેનો અર્થ સમાન બાબત થાય છે. વૈકલ્પિક ભાષાંતર: “નવા વિશ્વાસીઓ” (જુઓ: રૂપક)
ἐγνώκατε
જેમ ૨:૪માં છે તેમ, યોહાન “જાણવું” શબ્દનો ઉપયોગ ચોક્કસ અર્થમાં કરે છે. જુઓ કે તમે ત્યાં તેનું ભાષાંતર કેવી રીતે કર્યું હતું. વૈકલ્પિક ભાષાંતર: “તમારે નજદીકી/ગાઢ સંબંધ છે સાથે”
τὸν Πατέρα
“પિતા” તે ઈશ્વર માટે મહત્વપૂર્ણ શીર્ષક છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર પિતા” (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
πατέρες
શબ્દ “પિતાઓ”નો સંભવિત અર્થ અલંકારિક રીતે જેમ ૨:૧૩માં છે, તેવો સમાન અર્થ છે. વૈકલ્પિક ભાષાંતર: (૧) “પરિપકવ વિશ્વાસીઓ” (૨) “મંડળીના આગેવાનો” (જુઓ: રૂપક)
ἐγνώκατε
જેમ ૨:૪માં છે તેમ, યોહાન “જાણવું” શબ્દનો ઉપયોગ ચોક્કસ અર્થમાં કરે છે. જુઓ કે તમે ત્યાં કેવી રીતે ભાષાંતર કર્યું છે. વૈકલ્પિક ભાષાંતર: “તમારે નજદીકી/ગાઢ સંબંધ છે સાથે”
τὸν ἀπ’ ἀρχῆς
“આરંભથી” શબ્દસમૂહનો ઉપયોગ યોહાન વિવિધ રીતે આ પત્રમાં કરે છે. અહિ તે ઈશ્વરના અનંતકાળિક અસ્તિત્વનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર, કે જે સદાકાળથી અસ્તિત્વમાં છે” (જુઓ: રૂઢિપ્રયોગ)
νεανίσκοι
૨:૧૩ની જેમ “યુવાન પુરુષો/માણસો” પદનો અર્થ સંભવિતપણે સમાન અલંકારિક છે. વૈકલ્પિક ભાષાંતર: “મજબૂત/દ્રઢ વિશ્વાસીઓ” (જુઓ: રૂપક)
νεανίσκοι
જો કે “પુરુષો/માણસો” પદ પુરુષવાચી છે, સંભવિતપણે યોહાન આ પદ/શબ્દનો ઉપયોગ સામાન્ય અર્થમાં બંને પુરુષો અને સ્ત્રીઓનો સમાવેશ કરતાં અલંકારિક રીતે કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “મજબૂત વિશ્વાસીઓ” (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)
ἰσχυροί ἐστε
યોહાન “મજબૂત” શબ્દનો ઉપયોગ શાબ્દિક રીતે વિશ્વાસીઓની શારીરિક શક્તિને વર્ણવવા માટે નથી કરતો, પરંતુ અલંકારિક રીતે ઈસુ પ્રત્યેના તેમના વિશ્વાસુપણાંનું વર્ણન કરવા માટે કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે ઈસુને વિશ્વાસુ છો"" (જુઓ: રૂપક)
ὁ λόγος τοῦ Θεοῦ ἐν ὑμῖν μένει
યોહાનના ૧ લા પત્રની પ્રસ્તાવનાના ભાગ ૩ માં ""રહેવું"" શબ્દની ચર્ચા જુઓ. અહિ આ શબ્દ વર્તનનું વર્ણન કરે છે જે વાસ્તવિક/અસલ હોવાનું માનવામાં આવે છે કારણ કે તે સાતત્યપૂર્ણ છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે જે આજ્ઞાઓ આપી છે તેનું તમે સાચા અર્થમાં પાલન કરો છો"" (જુઓ: રૂપક)
ὁ λόγος τοῦ Θεοῦ
શબ્દોનો ઉપયોગ કરીને ઈશ્વરે જે આદેશ આપ્યો છે તેનો સંદર્ભ આપવા માટે યોહાન “શબ્દ” પદનો ઉપયોગ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે શું આદેશ આપ્યો છે"" (જુઓ: ઉપનામ)
νενικήκατε τὸν πονηρόν
યોહાન આ મજબૂત વિશ્વાસીઓની વાત અલંકારિક રીતે કરે છે કે શેતાન જે ઇચ્છે છે તે કરવાનો તેઓ ઇનકાર કરે છે જાણે કે તેઓએ તેને સંઘર્ષમાં હરાવ્યો હતો. વૈકલ્પિક ભાષાંતર: “શેતાન જે ઈચ્છે છે તે કરવાનો તમે ઇનકાર કરો છો” (જુઓ: રૂપક)
τὸν πονηρόν
યોહાન એક ચોક્કસ અસ્તિત્વને સૂચવવા માટે વિશેષણ “દુષ્ટ”નો ઉપયોગ સંજ્ઞા/નામ તરીકે કરી રહ્યો છે. તમારી ભાષા એ જ રીતે વિશેષણોનો ઉપયોગ કરી શકે છે. જો નહિં, તો તમે સમકક્ષ અભિવ્યક્તિ સાથે આનો ભાષાંતર કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""જે દુષ્ટ છે તે"" (જુઓ: નામવાચક વિશેષણો)
τὸν πονηρόν
યોહાન શેતાન વિષે અલંકારિક રીતે બોલી રહ્યો છે કે તે “દુષ્ટ” છે. વૈકલ્પિક ભાષાંતર: ""શેતાન"" (જુઓ: ઉપનામ)
1 John 2:15
μὴ ἀγαπᾶτε τὸν κόσμον, μηδὲ τὰ ἐν τῷ κόσμῳ
આ વાક્યના બીજા વાક્યમાં, યોહાન એવા કેટલાક શબ્દોને છોડી દે છે જે ઘણી ભાષાઓમાં વાક્યને પૂર્ણ થવા માટે જરૂરી છે. આ શબ્દો પ્રથમ વાક્યમાંથી પૂરા પાડી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જગતને પ્રેમ ન કરો, અને જગતની કોઈપણ વસ્તુને પ્રેમ ન કરો"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))
μὴ ἀγαπᾶτε τὸν κόσμον
યોહાન આ પત્રમાં વિવિધ વસ્તુઓનો અર્થ કરવા માટે “જગત”નો ઉપયોગ કરે છે. અહિ તે અલંકારિક રીતે મૂલ્યોની વ્યવસ્થાનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરનું સન્માન ના કરતા લોકો ધરાવે છે. આ પ્રણાલી સ્વાભાવિક રીતે ઈશ્વરભક્તોના મૂલ્યોથી વિપરીત છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે લોકો ઈશ્વરનું સન્માન કરતા નથી તેમની અધર્મ મૂલ્ય વ્યવસ્થામાં ભાગ લેશો નહિ"" (જુઓ: ઉપનામ)
μηδὲ τὰ ἐν τῷ κόσμῳ
આ શબ્દસમૂહનો અર્થ અનિવાર્યપણે પહેલાની સમાન વસ્તુની સમાન જ છે. ભાર મૂકવા માટે યોહાન સંભવિતપણે પુનરાવર્તનનો ઉપયોગ કરી રહ્યો છે. જો કે, કેમ કે તેના અર્થમાં સૂક્ષ્મ તફાવત છે, તમે આ શબ્દસમૂહોનું ભાષાંતર જોડીને કરવાને બદલે અલગ અલગ રીતે કરવાનું વિચારો. અહિ નવા વાક્યની શરૂઆત કરવી મદદરૂપ હશે. વૈકલ્પિક ભાષાંતર: “ના, તે તંત્ર રચનાની લાક્ષણિકતા ધરાવતા કોઈપણ મૂલ્યોને અપનાવશો નહિ” (જુઓ: સમાંતરણ)
ἐάν τις ἀγαπᾷ τὸν κόσμον, οὐκ ἔστιν ἡ ἀγάπη τοῦ Πατρὸς ἐν αὐτῷ
તેના વાચકોને પડકાર આપવા માટે યોહાન અનુમાનિત/કાલ્પનિક સ્થિતિનું વર્ણન કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “ધારો કે કોઈ જગતને પ્રેમ કરે છે. તો તેનામાં પિતાનો પ્રેમ નથી” (જુઓ: આનુમાનિત પરિસ્થિતિઓ)
οὐκ ἔστιν ἡ ἀγάπη τοῦ Πατρὸς ἐν αὐτῷ
શબ્દસમૂહ “પિતાનો પ્રેમ”નો સંભવિત અર્થ છે: (૧) તે કદાચ વ્યક્તિ જે પિતાને પ્રેમ કરે છે તેનો ઉલ્લેખ કરે. વૈકલ્પિક ભાષાંતર: “તે વ્યક્તિ ખરેખર ઈશ્વર પિતાને પ્રેમ કરતો નથી” (૨) તે કદાચ ઈશ્વર લોકોને પ્રેમ કરે છે તેનો ઉલ્લેખ કરે. વૈકલ્પિક ભાષાંતર: “તે વ્યક્તિના જીવનમાં ઈશ્વરનો પ્રેમ ખરેખર રીતે કાર્યરત નથી” (જુઓ: માલિકી)
τοῦ Πατρὸς
ઈશ્વર માટે “પિતા” એક મહત્વપૂર્ણ શીર્ષક છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર પિતાનો” (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
1 John 2:16
ὅτι
આ કલમમાં, યોહાન એ નિવેદન સાચું હોવાનું કારણ આપી રહ્યો છે કે જે તેણે અગાઉની કલમના બીજા વાક્યમાં કર્યું હતું. જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે આ કલમ અને તેની આગળની કલમને, સેતુ કલમ તરીકે જોડી, આ કારણને તે પરિણામ પહેલાં મૂકી શકો છો. સેતુ કલમ બનાવવા માટે, તમે આ કલમની શરૂઆત “માટે”ના સ્થાને “જ્યારે” સાથે કરી શકો છો; તમે તેને વિરામચિહ્નાને બદલે અલ્પવિરામથી સમાપ્ત કરી શકો છો; અને તમે તેને ""જો કોઈ જગતને પ્રેમ કરે છે""ની આગળ મૂકીને તેના દ્વારા પાછલી કલમના બીજા વાક્યની શરૂઆત કરી શકો છો. (જુઓ: પદ્ય સેતુઓ)
πᾶν τὸ ἐν τῷ κόσμῳ
જુઓ કે તમે સમાન અભિવ્યક્તિનું ભાષાંતર ૨:૧૫ માં કેવી રીતે કર્યું છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો જે ઈશ્વરને માન આપતા નથી તેવા લોકોની અધર્મી મૂલ્ય પ્રણાલીને આ સઘળું દર્શાવે છે"" (જુઓ: ઉપનામ)
ἡ ἐπιθυμία τῆς σαρκὸς
યોહાન ભૌતિક માનવ શરીરનો અર્થ કરવા માટે “દેહ” શબ્દનો ઉપયોગ કરી રહ્યો છે, જે “માંસ”થી બનેલો છે. વૈકલ્પિક ભાષાંતર: ""પાપી શારીરિક આનંદ મેળવવાની તીવ્ર ઇચ્છા"" (જુઓ: ઉપનામ)
ἡ ἐπιθυμία τῶν ὀφθαλμῶν
જોવાની ક્ષમતાનો અર્થ કરવા માટે યોહાન “આંખો” શબ્દનો અર્થ અલંકારિક રીતે કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “જે વસ્તુઓ આપણે જોઈએ છે તે મેળવવાની મજબૂત ઈચ્છા” (જુઓ: ઉપનામ)
ἡ ἀλαζονία τοῦ βίου
યોહાન સંભવિતપણે ગ્રીક શબ્દ જેનું ભાષાંતર યુ.એલ.ટી. “જીવન” તરીકે કરે છે, તેના એક ચોક્કસ અર્થોમાં, “માલિકી હોવી”નો અર્થ દર્શાવવા, જેમ ૩:૧૭માં છે તેમ. વૈકલ્પિક ભાષાંતર: “પોતાની સંપત્તિઓમાં અભિમાન કરવું”
οὐκ ἔστιν ἐκ τοῦ Πατρός, ἀλλὰ ἐκ τοῦ κόσμου ἐστίν
જુઓ કે તમે ૨:૧૫માં “જગત” શબ્દનું ભાષાંતર કેવી રીતે કર્યું. આ કલમમાં તેનો અર્થ સમાન છે. વૈકલ્પિક ભાષાંતર: “આપણે કેવી રીતે જીવીએ તે વિષેની જે ઈચ્છા, ઈશ્વર પિતા ધરાવે છે તેનું પ્રતિનિધિત્વ તે કરતું નથી, પરંતુ તેના સ્થાને અધાર્મિક મૂલ્ય પ્રણાલી દ્વારા આવે છે” (જુઓ: ઉપનામ)
τοῦ Πατρός
“પિતા” તે ઈશ્વર માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર પિતા” (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
1 John 2:17
ὁ κόσμος
જુઓ કે તમે ૨:૧૫માં “જગત” શબ્દનું ભાષાંતર કેવી રીતે કર્યું. આ કલમમાં તેનો અર્થ સમાન છે. વૈકલ્પિક ભાષાંતર: “લોકો કે જેઓ ઈશ્વરને માન આપતા નથી તેઓની અધાર્મિક મૂલ્ય પ્રણાલી” (જુઓ: ઉપનામ)
ὁ κόσμος παράγεται
યોહાન અલંકારિક રીતે “જગત” શબ્દ વિષે વાત કરે છે જાણે કે તે જઈ રહ્યું હોઈ. વૈકલ્પિક ભાષાંતર: “આ જગત બહું લાંબુ ટકશે નહિ” (જુઓ: રૂપક)
καὶ ἡ ἐπιθυμία αὐτοῦ
યોહાન અહિ કેટલાક શબ્દોને છોડી દઈ રહ્યો છે જે શબ્દોની જરૂરત વાક્ય પૂર્ણ કરવા માટે ઘણી ભાષાઓમાં હોય શકે. આગળના શબ્દસમૂહ/વાક્યાંશ/કલમમાંથી આ શબ્દોને લઇ શકાય. વૈકલ્પિક ભાષાંતર: “અને તેની ઈચ્છા પણ જતી રહેશે” (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))
ἡ ἐπιθυμία αὐτοῦ
યોહાન માલિકી સ્વરૂપ/સ્વત્વિક સ્વરૂપનો ઉપયોગ કરી દર્શાવે છે કે આ “ઈચ્છા”નું સ્ત્રોત “જગત” છે અને તેને તેની લાક્ષણિકતાથી ચિત્રિત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “જગિક ઈચ્છા” અથવા “આ મૂલ્યોની પ્રણાલી લોકોમાં જે ઈચ્છાને ઉપજાવે છે તે” (જુઓ: માલિકી)
ἡ ἐπιθυμία αὐτοῦ
જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે આનું ભાષાંતર બહુવચન તરીકે કરી શકો છો, જ્યારે યોહાન આ બધા પ્રકારની “ઈચ્છાઓ”નો ઉલ્લેખ કરી રહ્યો છે જે તેણે ૨:૧૬માં વર્ણવ્યા મુજબ “જગત” સાથે જોડાયેલ છે. વૈકલ્પિક ભાષાંતર: “જગિક ઈચ્છાઓ” અથવા “આ મૂલ્યોની પ્રણાલી લોકોમાં જે ઈચ્છાઓને ઉપજાવે છે તે” (જુઓ: સર્વ સામાન્ય નામ સાથેની વાક્યરચના)
μένει εἰς τὸν αἰῶνα
યોહાનના ૧ લા પત્રની પ્રસ્તાવનાના ભાગ ૩ ની ચર્ચા “માં રહેવું” પદ માટે જુઓ. અહી આ શબ્દ સતત અસ્તિત્વના સંદર્ભમાં હોય તેમ લાગે છે. વૈકલ્પિક ભાષાંતર: “સદાકાળ માટે જીવીશું” (જુઓ: રૂપક)
εἰς τὸν αἰῶνα
આ એક રૂઢિપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “સદાના માટે” (જુઓ: રૂઢિપ્રયોગ)
1 John 2:18
παιδία
આ એ જ શબ્દ છે જે યોહાને નવા વિશ્વાસીઓનું વર્ણન કરવા માટે ૨:૧૪ માં અલંકારિક રીતે ઉપયોગ કર્યો હતો, પરંતુ અહિ તે શબ્દની માત્ર એક શૈલીયુક્ત ભિન્નતા હોય તેવું લાગે છે જેનો ઉપયોગ તે ૨:૧માં કરે છે, તેમજ પત્રમાં અન્ય ઘણા સ્થળોએ, જે બધા વિશ્વાસીઓને તે લખી રહ્યો છે તેઓને સંબોધવા માટે. જુઓ તમે તેનું ભાષાંતર ત્યાં કેવી રીતે કર્યું છે. વૈકલ્પિક ભાષાંતર: “મારા પ્રિય બાળકો” અથવા “તમે પ્રિય વિશ્વાસીઓ જેઓ મારી સંભાળ હેઠળ છો” (જુઓ: રૂપક)
ἐσχάτη ὥρα ἐστίν
“ઘડી” શબ્દનો ઉપયોગ ચોક્કસ સમયનો ઉલ્લેખ કરવા યોહાન અલંકારિક રીતે કરે છે. આ અભિવ્યકિત “છેલ્લી ઘડી” ઈસુના પુનરાગમન પહેલાંના પૃથ્વીય ઈતિહાસના સમયના અંતનો ઉલ્લેખ ચોક્કસપણે કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુ ખૂબ જલ્દી પાછા આવશે ... કે ઈસુ ખૂબ જલ્દી પાછા આવશે” (જુઓ: રૂઢિપ્રયોગ)
ἀντίχριστος ἔρχεται, καὶ νῦν ἀντίχριστοι πολλοὶ γεγόνασιν
આ અધ્યાયની સામાન્ય નોંધોમાં શબ્દો “ખ્રિસ્તવિરોધી” અને “ખ્રિસ્તવિરોધીઓ” વિષે ચર્ચા જુઓ. વૈકલ્પિક ભાષાંતર: “કોઈક આવી રહ્યો છે જે ઈસુ વિરુદ્ધ મોટા વિરોધની આગેવાની કરશે, ઘણાં લોકો હાલમાં ઈસુનો વિરોધ કરી રહ્યા છે”
1 John 2:19
ἐξ ἡμῶν ἐξῆλθαν
આ લોકો જેઓ અગાઉ વિશ્વાસીઓના જૂથ સાથે મળ્યા હતા તેઓને યોહાન લખે છે. વિશ્વાસીઓ મળતા હતા તે સ્થળોને તેઓએ જ્યારે શારીરિક રીતે છોડી દીધા હતા ત્યારે યોહાન અભિવ્યક્તિ “બહાર ગયા”નો ઉપયોગ અલંકારિક રીતે કરે છે એ અર્થ કરવા કે આ લોકોએ જૂથના ભાગરૂપ હોવાનું છોડી દીધું હતું. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુમાંના વિશ્વાસીઓના આપણા જૂથનો ભાગ બનવાનું તેઓએ બંધ કરી દીધું છે” (જુઓ: રૂપક)
ἀλλ’ οὐκ ἦσαν ἐξ ἡμῶν…οὐκ εἰσὶν πάντες ἐξ ἡμῶν
“આપણામાંથી” અભિવ્યક્તિનો ઉપયોગ આ કલમના પ્રથમ કિસ્સાથી અહિ આ કિસ્સાઓમાં યોહાન થોડા અલગ અર્થમાં કરે છે. પ્રથમ ઉદાહરણમાં, તેનો અર્થ એ છે કે આ લોકોએ જૂથ છોડી દીધું છે. આ કિસ્સામાં, તેનો અર્થ એ છે કે તેઓ ખરેખર ક્યારેય જૂથનો ભાગ ન હતા. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ તેઓ ક્યારેય અમારા જૂથનો સાચો ભાગ ન હતા ... તેમાંથી કોઈ પણ ખરેખર અમારા જૂથનો ભાગ નથી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
οὐκ ἦσαν ἐξ ἡμῶν
જો તમારા વાચકો માટે તે મદદરૂપ હોય તો, તમે એ સ્પસ્ટપણે કહી શકો છો કે યોહાન આ દાવો કેમ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ ક્યારેય અમારા જૂથનો સાચો ભાગ ન હતા, કારણ કે પ્રથમ સ્થાને તેઓ ખરેખર ઈસુમાં માનતા જ ન હતા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
εἰ γὰρ ἐξ ἡμῶν ἦσαν, μεμενήκεισαν ἂν μεθ’ ἡμῶν
તે જે દાવો કરી રહ્યો છે તે સાચો છે તે તેના વાચકોને ઓળખવામાં મદદ થાય તે માટે યોહાન અનુમાનિત પરિસ્થિતિનો ઉપયોગ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “ધારો કે તેઓ આપણા જૂથના ખરેખર ભાગ હતા. તો તેઓએ તેમાં ભાગ લેવાનું જારી રાખ્યું હોત” (જુઓ: આનુમાનિત પરિસ્થિતિઓ)
μεμενήκεισαν ἂν μεθ’ ἡμῶν
યોહાનના ૧ લા પત્રની પ્રસ્તાવનાના ભાગ ૩ ની ચર્ચા “માં રહેવું” પદ માટે જુઓ. અહિ આ શબ્દ જૂથમાં સતત ભાગીદારીનો સંદર્ભ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓએ આપણા જૂથમાં ભાગ લેવાનું જારી રાખ્યું હોત"" (જુઓ: રૂપક)
ἀλλ’ ἵνα φανερωθῶσιν ὅτι οὐκ εἰσὶν πάντες ἐξ ἡμῶν
યોહાન અહિ કેટલાક શબ્દોને છોડી દઈ રહ્યો છે જે શબ્દોની જરૂરત વાક્ય પૂર્ણ કરવા માટે ઘણી ભાષાઓમાં હોય શકે. આગળના વાક્યમાંથી આ શબ્દોને લઇ શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ જેથી તેમની ક્રિયાઓ જાહેર કરે કે તે બધા આપણા જૂથનો ખરેખર ભાગ ન હતા, તેઓએ આપણને છોડી દીધા"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))
ἵνα φανερωθῶσιν
“પ્રગટ થવું/દ્રશ્યમાન થવું” પદની ચર્ચા યોહાનના ૧ લા પત્રની પ્રસ્તાવનાના ભાગ ૩ની ચર્ચા જુઓ. આ કિસ્સામાં, આ ગ્રીક નિષ્ક્રિય મૌખિક સ્વરૂપનો અર્થ ખરેખર નિષ્ક્રિય હોય તેવું લાગે છે. એટલે કે, એટલે કે, જે લોકો જૂથ છોડી ગયા છે તેઓ આ ક્રિયાના કર્તાઓના બદલે ક્રિયાપદ કર્મ છે. પરંતુ જો તમારી ભાષા નિષ્ક્રિય સ્વરૂપોનો ઉપયોગ કરે નહિ તો તમે આને સક્રિય સ્વરૂપ સાથે કહી શકો, અને તમે કહી શકો કે ક્રિયા શું કરી રહી છે.
οὐκ εἰσὶν πάντες ἐξ ἡμῶν
“સઘળાં” શબ્દ, જેઓએ જૂથ છોડી દીધું છે તેમનો ઉલ્લેખ કરે છે. જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે કર્તા/વિષયને નકારાત્મક અને ક્રિયાપદને હકારાત્મક બનાવી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “તેઓમાંના કોઇપણ આપણામાંથી નથી” અથવા “તેઓમાંના કોઇપણ ખરેખર આપણા જૂથના હતા નહિ”
1 John 2:20
καὶ
લોકો કે જેઓ જૂથ છોડી ગયા અને જૂથમાં બાકી રહેલા વિશ્વાસીઓ, જેમને તે પત્ર લખી રહ્યો છે તે બંને વચ્ચેના વિરોધાભાસને દર્શાવવા યોહાન “અને” શબ્દનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “પરંતુ” (જુઓ: જોડાણ-વિરોધાભાસ સબંધ)
ὑμεῖς χρῖσμα ἔχετε ἀπὸ τοῦ Ἁγίου
જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો અમૂર્ત નામ/સંજ્ઞા “અભિષેક કરવો” પાછળના ખ્યાલને તમે શાબ્દિક શબ્દસમૂહ દ્વારા વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “જે પવિત્ર છે તેમણે તમને અભિષિક્ત કર્યા છે” (જુઓ: અમૂર્ત નામો)
ὑμεῖς χρῖσμα ἔχετε ἀπὸ τοῦ Ἁγίου
“અભિષેક કરવો” પદ એક વ્યવહારનો ઉલ્લેખ કરે છે, જે મોટાભાગે જૂના કરારમાં જોવા મળે છે, વ્યકિત પર તેલ રેડવું અને તે વ્યક્તિને ઈશ્વરની સેવા માટે અલક કરવો. જો તમારા વાચકો આ વ્યવહાર/પ્રથાથી પરિચિત હોય નહિ તો, તો તમે તમારા ભાષાંતરમાં તેને ચોક્કસપણે વર્ણવી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “તેમની સેવા કરવા માટે તમને અલગ કરવા, જે પવિત્ર છે તેમણે તમારા પર તેલ રેડ્યું છે” (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)
ὑμεῖς χρῖσμα ἔχετε ἀπὸ τοῦ Ἁγίου
પવિત્ર આત્માનું પ્રતિનિધિત્વ કરવા “અભિષેક કરવો”નો ઉપયોગ યોહાન અલંકારિક રીતે કરે છે, જેમની હાજરી વિશ્વાસીઓના જીવનમાં દર્શાવે છે કે વિશ્વાસીઓ અલગ કરાયેલા છે અને ઈશ્વરની સેવા કરવા માટે તૈયાર કરાયેલા છે. યોહાન ખાસ રીતે ૩:૨૪ અને ૪:૧૩માં કહે છે કે આ રીતે ઈશ્વરે વિશ્વાસીઓને આત્મા આપ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “જે પવિત્ર છે તેમણે તેમનો આત્મા આપ્યો છે” (જુઓ: રૂપક)
τοῦ Ἁγίου
એક ચોક્કસ વ્યક્તિને સૂચિત કરવા માટે યોહાન વિશેષણ “પવિત્ર”નો ઉલ્લેખ નામ તરીકે કરે છે. આને દર્શાવવા માટે યુ.એલ.ટી. “એક”નો ઉમેરો કરે છે. યોહાન વિશિષ્ટ રીતે ઈશ્વરનો ઉલ્લેખ કરી રહ્યો છે, તેથી યુ.એલ.ટી. બંને શબ્દોને મોટા અક્ષરોમાં લખે છે એ દર્શાવવા કે આ શબ્દો એક ઈશ્વરીય વ્યક્તિનું વર્ણન કરે છે. તમારી ભાષા તમને આ વિશેષણનો ઉપયોગ નામ તરીકે કરવા દે. જો એમ ના હોય તો, તમે આનું ભાષાંતર એકસમાન અભિવ્યક્તિ સાથે કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર, એક જે પવિત્ર છે” (જુઓ: નામવાચક વિશેષણો)
οἴδατε πάντες
શાબ્દિક મુદ્દાઓ વિષેની ચર્ચા આ અધ્યાયના અંતમાં સામાન્ય નોધોમાં જુઓ એ નક્કી કરવા કે કાંતો યુ.એલ.ટી.નું વાંચન અનુસરવું અને કહેવું કે “તમે સઘળું જાણો છો” અથવા અન્ય બીજા સંસ્કરણના વાંચનને અનુસરવું અને કહેવું “તમે આ સઘળી બાબતો જાણો છો.” (જુઓ: શાબ્દિક ભિન્નતા)
οἴδατε πάντες
આગળની કલમમાં તે શું કહે છે તેના આધારે, યોહાન સંભવિતપણે અહિ અર્થ દર્શાવે છે કે જે વિશ્વાસીઓને તે લખી રહ્યો છે તેઓ “સઘળું જાણે છે” સત્ય. જો તમારા વાચકો માટે તે મદદરૂપ હોય તો, તમે આને સ્પસ્ટપણે કહી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “તમે સર્વ સત્ય જાણો છો” અથવા “તમે સર્વ જાણો છો સત્ય શું છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
1 John 2:21
οὐκ ἔγραψα ὑμῖν ὅτι οὐκ οἴδατε τὴν ἀλήθειαν, ἀλλ’ ὅτι οἴδατε αὐτήν
જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે આ બમણાં નકારાત્મકને એક હકારાત્મક વાક્ય તરીકે ભાષાંતર કરી શકો છો. કેમ કે આગામી શબ્દસમૂહમાં યોહાન હકારાત્મક સ્વરૂપમાં વાક્યનું પુનરાવર્તન કરે છે, તેથી તમે તે શબ્દસમૂહ સાથે જોડાણ દર્શાવી વિરોધાભાસને સ્થાને સમર્થન દર્શાવી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “મેં તમને લખ્યું છે કારણ કે તમે સત્યને જાણો છો, હા, કારણ કે તમે તેને જાણો છો” (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)
τὴν ἀλήθειαν…ἐκ τῆς ἀληθείας
જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો તમે અમૂર્ત નામ “સત્ય” પાછળના ખ્યાલને વિશેષણ “સાચું” તરીકે અભિવ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “સાચું શું છે ... શામાંથી સાચું છે” (જુઓ: અમૂર્ત નામો)
τὴν ἀλήθειαν…ἐκ τῆς ἀληθείας
યોહાન સંભવતરીતે જે માર્ગ સાચો છે તેની સાથે જોડાણ દ્વારા વિશ્વાસીઓએ ઈસુ પાસેથી જે શિક્ષણ મેળવ્યું છે તેનો અલંકારિક રીતે ઉલ્લેખ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુ પાસેથી જે સાચું શિક્ષણ અમે મેળવ્યું તે .... આ સાચા શિક્ષણમાંથી” (જુઓ: ઉપનામ)
καὶ ὅτι πᾶν ψεῦδος ἐκ τῆς ἀληθείας οὐκ ἔστιν
એક વાક્યને પૂર્ણ થવા માટે ઘણી ભાષાઓમાં જરૂર પડે તેવા કેટલાક શબ્દોને યોહાન છોડી રહ્યો છે. આ વાક્યની શરૂઆતમાંથી આ શબ્દોને મેળવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""અને તમે જાણો છો કે દરેક અસત્ય સત્યથી નથી"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))
πᾶν ψεῦδος ἐκ τῆς ἀληθείας οὐκ ἔστιν
જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે વિષય/કર્તાને નકારાત્મક અને ક્રિયાપદને હકારાત્મક કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “કોઈ જૂઠ સત્યમાંથી નથી”
1 John 2:22
τίς ἐστιν ὁ ψεύστης, εἰ μὴ ὁ ἀρνούμενος ὅτι Ἰησοῦς οὐκ ἔστιν ὁ Χριστός?
ભાર મૂકવા માટે યોહાન પ્રશ્ન સ્વરૂપનો ઉપયોગ કરે છે. જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો તમે તેના શબ્દોનું ભાષાંતર એક વ્યાક્ય અથવા ઉદગાર તરીકે કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુ તે ખ્રિસ્ત છે તેવો નકાર જે કોઈ કરે છે એ ચોક્કસપણે જુઠ્ઠો છે!” (જુઓ: આલંકારિક પ્રશ્ન)
ὁ ἀρνούμενος ὅτι Ἰησοῦς οὐκ ἔστιν ὁ Χριστός
ભાર મૂકવા માટે યોહાન ગ્રીકમાં બમણાં નકારાત્મકનો ઉપયોગ કરે છે, વિષેષ પણે, એક નકારાત્મક ક્રિયાપદ (નકાર કરે છે), નકારાત્મક કૃદંત “નહિ” સાથે. અંગ્રેજીમાં તે પ્રમાણે લખાશે કે “એક કે જે નકાર કરે છે કે ઈસુ તે ખ્રિસ્ત નથી.” ગ્રીકમાં હકારાત્મક અર્થ ઉપજાવવા, બીજો નકારાત્મક પ્રથમને રદ કરતો નથી. પરંતુ અંગ્રેજીમાં, અર્થ અચોક્કસ રીતે હકારાત્મક હશે, તેથી જ યુ.એલ.ટી. માત્ર એક નકારાત્મક ઉપયોગ કરે છે. તે ""નહિ"" છોડી દે છે અને કહે છે ""એક કે જે નકારે છે કે ઈસુ તે ખ્રિસ્ત છે."" જો કે તમારી ભાષા બમણાં નકારાત્મકનો ઉપયોગ ભાર મૂકવા કરે છેમ જે એકબીજાને રદ કરતા નથી, તો તે પ્રમાણેના માળખાને તમારા ભાષાંતરમાં ઉપયોગ કરવું યોગ્ય રહેશે. (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)
“ખ્રિસ્ત” શબ્દ એ “મસીહા” માટેનો ગ્રીક શબ્દ છે. વૈકલ્પિક ભાષાંતર: “મસીહા”
οὗτός ἐστιν ὁ ἀντίχριστος
યોહાનનો અર્થ એ નથી કે આવી વ્યક્તિ અસલ ખ્રિસ્તવિરોધી છે કે જે પૃથ્વીના ઇતિહાસના અંતે દેખાશે. યોહાન કોઈ ચોક્કસ વ્યક્તિના સંદર્ભમાં નહિ પરંતુ તેના બદલે, તે સામાન્ય રીતે આવા બધા લોકો વિષે વાત કરી રહ્યો છે. જુઓ કે તમે “ખ્રિસ્તવિરોધી” શબ્દનું ભાષાંતર ૨:૧૮માં કેવી રીતે કર્યું હતું. વૈકલ્પિક ભાષાંતર: “આવો વ્યક્તિ ઈસુનો સાચે જ વિરોધ કરે છે” (જુઓ: સર્વ સામાન્ય નામ સાથેની વાક્યરચના)
ὁ ἀρνούμενος τὸν Πατέρα καὶ τὸν Υἱόν
જો તમારા વાચકો માટે તે મદદરૂપ હોય તો, આવા લોકો વિષે યોહાન આવું કેમ કહે છે તે તમે સ્પસ્ટપણે દર્શાવી શકો છો. અહિ નવા વાક્યની શરૂઆત કરવી મદદરૂપ હોઈ શકે. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુ એ મસીહા છે તેનો નકાર કરવા દ્વારા તે બંને, ઈશ્વર પિતા, જેમણે ઈસુને મસીહા થવા મોકલ્યા, અને ઈસુ તેમના પુત્ર, જેઓને તેમણે મોકલ્યા, તે બંનેનો નકાર કરે છે.” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
τὸν Πατέρα καὶ τὸν Υἱόν
“પિતા” અને “પુત્ર” મહત્વપૂર્ણ શીર્ષકો છે, ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધને વર્ણવા માટે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર પિતા અને ઈસુ તેમના પુત્ર” (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
1 John 2:23
πᾶς ὁ ἀρνούμενος τὸν Υἱὸν
જો તમારા વાચકો માટે મદદરૂપ હોય તો, તમે સ્પસ્ટપણે કહી શકો છો કે યોહાન આગળની કલમમાં જે કહે છે તેના પ્રકાશમાં આનો અર્થ શું થશે. વૈકલ્પિક ભાષાંતર: “દરેક જે નકાર કરે છે કે ઈસુ તે ઈશ્વર પુત્ર અને મસીહા છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
τὸν Υἱὸν
“પુત્ર” ઈસુ માટે મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
οὐδὲ τὸν Πατέρα ἔχει…καὶ τὸν Πατέρα ἔχει
માલિકી સ્વરૂપની ભાષા જેનો ઉપયોગ યોહાન કરે છે તે ખરેખર સૂચવે છે કે આવી વ્યક્તિ ઈશ્વર સાથે સંબંધિત છે અથવા નથી, તેના બદલે કે ઈશ્વર આવા વ્યક્તિ સાથે સંબંધ ધરાવે છે અથવા સાથે સંબંધ ધરાવતા નથી. વૈકલ્પિક ભાષાંતર: “પિતા સાથે સંબંધિત નથી ... પિતા સાથે સંબંધિત છે” (જુઓ: માલિકી)
τὸν Πατέρα
“પિતા” તે ઈશ્વર માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર પિતા ... ઈશ્વર પિતા” (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
ὁ ὁμολογῶν τὸν Υἱὸν
જો તમારા વાચકો માટે તે મદદરૂપ હોય તો તમે આને સ્પસ્ટપણે કહી શકો છો કે યોહાન આગળની કલમમાં જે કહે છે તેના પ્રકાશમાં આનો અર્થ શું છે. વૈકલ્પિક ભાષાંતર: “દરેક જે સાચે જ માને છે અને જાહેરમાં સ્વીકારે છે કે ઈસુ ઈશ્વર પુત્ર અને મસીહા છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
1 John 2:24
ὃ ἠκούσατε…ὃ…ἠκούσατε
યોહાન ઈસુ વિષેના શિક્ષણનો ઉલ્લેખ ગર્ભિતપણે કરી રહ્યો છે જેને આ વિશ્વાસીઓએ “સાંભળ્યું છે”. વૈકલ્પિક ભાષાંતર: “શિક્ષણ જે તમે સાંભળ્યું છે... શિક્ષણ જે તમે સાંભળ્યું છે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ἀπ’ ἀρχῆς
આ પત્રમાં “આરંભથી” શબ્દસમૂહનો ઉપયોગ યોહાન વિવિધ રીતે કરે છે. અહિ તે એ લોકો કે જેઓને તે લખી રહ્યો છે તેઓએ જ્યારે ઈસુ પર પ્રથમવાર વિશ્વાસ કર્યો તે સમયનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “જ્યારથી તમે ઈસુ પર પ્રથમવાર વિશ્વાસ કર્યો ... જ્યારથી તમે ઈસુ પર પ્રથમવાર વિશ્વાસ કર્યો” (જુઓ: રૂઢિપ્રયોગ)
ἐν ὑμῖν μενέτω…ἐν ὑμῖν μείνῃ
“માં રહેવું” પદ વિષેની ચર્ચા માટે યોહાનના ૧ લા પત્રના ભાગ ૩ ની પ્રસ્તાવના જુઓ. આ કિસ્સાઓમાં, ઈસુના શિક્ષણના સંદર્ભમાં, તે શિક્ષણમાં સતત વિશ્વાસને, આ પદ સૂચવી રહ્યું હોય તેમ લાગે છે. વૈકલ્પિક ભાષાંતર: “તેમાં વિશ્વાસ કરવાનું જારી રાખો ... તું વિશ્વાસ કરવાનું જારી રાખ” (જુઓ: રૂપક)
ἐὰν ἐν ὑμῖν μείνῃ ὃ ἀπ’ ἀρχῆς ἠκούσατε, καὶ ὑμεῖς ἐν τῷ Υἱῷ καὶ ἐν τῷ Πατρὶ μενεῖτε
તેના વાચકોને પુનઃખાતરી આપવા માટે યોહાન અહિ એક અનુમાનિત સ્થિતિનું વર્ણન કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “ધારો કે જે તમે આરંભથી સાંભળ્યું છે તે તમારામાં રહે છે. તો પછી તમે પુત્રમાં અને પિતામાં પણ રહેશો” (જુઓ: આનુમાનિત પરિસ્થિતિઓ)
καὶ ὑμεῖς ἐν τῷ Υἱῷ καὶ ἐν τῷ Πατρὶ μενεῖτε
“માં રહેવું” પદ વિષેની ચર્ચા માટે યોહાનના ૧ લા પત્રના ભાગ ૩ ની પ્રસ્તાવના જુઓ. આ કિસ્સામાં ૨:૬માં છે તે સમાન અર્થ હોવાનું લાગે છે. જુઓ કે ત્યાં તમે કેવી રીતે ભાષાંતર કર્યું છે. વૈકલ્પિક ભાષાંતર: “પુત્ર અને પિતા સાથે પણ તમે સતત નજદીકી/ગાઢ સંબંધમાં રહેશો” (જુઓ: રૂપક)
τῷ Υἱῷ…τῷ Πατρὶ
“પુત્ર” અને “પિતા” મહત્વપૂર્ણ શીર્ષકો છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુ ઈશ્વર પુત્ર ... ઈશ્વર પિતા” (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
1 John 2:25
ἡ ἐπαγγελία ἣν αὐτὸς ἐπηγγείλατο ἡμῖν
અહિ યોહાન એક જ્ઞાનાત્મક બીજી વિભક્તિનો ઉપયોગ કરે છે, એટલે કે, એક કર્મ જે તેના ક્રિયાપદના સમાન મૂળમાંથી આવે છે. તમે તમારી ભાષામાં આ જ રીતે કરી શકો છો. જો નહિ તો, તમે વર્ણવી શકો છો કે આનો અર્થ શું છે. વૈકલ્પિક ભાષાંતર: “વચન જે તેમણે આપણને આપ્યું” અથવા “જે વચન તેમણે આપણને આપ્યું”
αὐτὸς
આ સંદર્ભમાં સર્વનામ “તે” ક્યાં તો ઈસુ અથવા ઈશ્વર પિતાનો ઉલ્લેખ કરી શકે છે. જો કે સંભવિતપણે એમ લાગે છે કે તે ઈસુનો ઉલ્લેખ કરે છે જ્યારે યોહાને ૨:૨૨-૨૩માં હમણાં જ વાત કરી છે, તેમને કબૂલ કરવા કે નકારવા વિષે અને એ ઈસુ જ હતા જેઓએ “અનંતજીવન”નું વચન આપ્યું છે એ દરેકને જે તેમનામાં વિશ્વાસ કરે છે. ઉદાહરણ તરીકે, યોહાનની સુવાર્તા જુઓ ૩:૩૬ અને ૬:૪૭. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુ” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
τὴν ζωὴν τὴν αἰώνιον
શારીરિક “જીવન” કરતાં વધુ અર્થ યોહાન સૂચવે છે. આ અભિવ્યક્તિ સૂચવી શકે છે કે મરણ પછી ઈશ્વરની હજૂરમાં સદાકાળના માટે જીવવું, એક સામાન્ય સ્વીકૃત અર્થ, પરંતુ તે એમ પણ સૂચવી શકે છે કે આ જીવનમાં નવી રીતે જીવવા માટે ઈશ્વર પાસેથી સામર્થ્ય પ્રાપ્ત કરવું. વૈકલ્પિક ભાષાંતર: “કે હવે આપણી પાસે નવું જીવન જીવવાની શક્તિ હશે અને મૃત્યુ પછી આપણે તેમની સાથે કાયમ જીવીશું"" (જુઓ: રૂપક)
1 John 2:26
τῶν πλανώντων ὑμᾶς
યોહાન આ લોકો વિષે અલંકારિક રીતે વાત કરે છે જાણે કે તેઓ માર્ગદર્શકો હોય કે જેઓ અન્ય લોકોને ખોટી દિશામાં “દોરી રહ્યા” હોય. યોહાન જેઓને લખી રહ્યો છે તેઓને, જે બાબતો સાચી નથી તે માનવા માટે મેળવી લેવાના તેઓના (ખોટા માર્ગદર્શકોના) પ્રયાસો માટેનું આ એક રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: “જેઓ તમને ભમાવે છે” અથવા “જે બાબતો સાચી નથી તે પર વિશ્વાસ કરવા માટે, તમને મેળવી લેવા જેઓ પ્રયત્ન કરે છે” (જુઓ; રૂપક)
1 John 2:27
τὸ χρῖσμα ὃ ἐλάβετε ἀπ’ αὐτοῦ
જુઓ કે તમે ૨:૨૦માં આનું ભાષાંતર કેવી રીતે કર્યું છે. વૈકલ્પિક ભાષાંતર: “આત્મા, જેમને ઈસુએ તમને આપ્યા છે” (જુઓ: રૂપક)
ἀπ’ αὐτοῦ…ἐν αὐτῷ
સર્વનામ “તે”ની જેમ ૨:૨૫માં, આ કલમ, શબ્દો “તેમનામાં” અને “તેમના” સંભવિતપણે ઈસુનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુ તરફથી ... ઈસુમાં” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
μένει ἐν ὑμῖν
“માં રહેવું” પદ વિષેની ચર્ચા માટે યોહાનના ૧ લા પત્રના ભાગ ૩ ની પ્રસ્તાવના જુઓ. આ કિસ્સામાં, વિશ્વાસીની અંદર આત્માની સતત હાજરીનો ઉલ્લેખ કરતો હોય તેમ લાગે છે. વૈકલ્પિક ભાષાંતર: “તમારામાં રહે છે” (જુઓ: રૂપક)
καὶ
આ વાક્યના પાછલા ભાગમાં યોહાન જે કહે છે તેના પરિણામો રજૂ કરવા માટે “અને” શબ્દનો ઉપયોગ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “અને તેથી” (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)
τὸ αὐτοῦ χρῖσμα
જુઓ કે તમે આનો ભાષાંતર આ કલમમાં અગાઉ કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “તેમના આત્મા” (જુઓ: રૂપક)
περὶ πάντων
આ ભાર માટે સામાન્યીકરણ છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારે જે જાણવાની જરૂર છે તે વિષે"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)
ἀληθές ἐστιν καὶ οὐκ ἔστιν ψεῦδος
વૈકલ્પિક ભાષાંતર: “સત્ય કહે છે અને જુઠ્ઠું કહેતો નથી”
ἐδίδαξεν ὑμᾶς
કેમ કે આત્મા એક વ્યક્તિ છે, તેથી આ કલમમાં જો તમે “અભિષેક કરવો”નું ભાષાંતર “આત્મા” તરીકે કરો તો તમારી ભાષામાં, આ કલમમાં તટસ્થ સર્વનામનો ઉપયોગ કરવો કદાચ યોગ્ય ગણાય નહિ. વૈકલ્પિક ભાષાંતર: “તેમણે તમને શીખવ્યું છે” અથવા “આત્માએ તમને શીખવ્યું છે” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
μένετε ἐν αὐτῷ
“માં રહેવું” પદ વિષેની ચર્ચા માટે યોહાનના ૧ લા પત્રના ભાગ ૩ ની પ્રસ્તાવના જુઓ. આ કિસ્સામાં, ૨:૬માં છે તેમ સમાન અર્થ હોવાનું લાગે છે. જુઓ કે તમે ત્યાં આનું ભાષાંતર કેવી રીતે કર્યું. વૈકલ્પિક ભાષાંતર: “તેમની સાથે નજદીકી/ગાઢ સંબંધમાં રહેવાનું જારી રાખો” (જુઓ: રૂપક)
μένετε ἐν αὐτῷ
વિશ્વાસીઓ જાણે કે ઈશ્વરની માંહે હોઈ શકે તેમ અલંકારિક રીતે યોહાન વાત કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “તેમની સાથે નજદીકી/ગાઢ સંબંધમાં રહેવાનું જારી રાખો” (જુઓ: રૂપક)
1 John 2:28
καὶ νῦν
પત્રના નવા ભાગની પ્રસ્તુત કરવા માટે યોહાન આ અભિવ્યક્તિનો ઉપયોગ કરે છે, જેમાં તે ઈશ્વરના બાળકો હોવા વિષે અને ઈસુના પુનરાગમન વિષે વાત કરશે. જો તમારા ભાષાંતરમાં, તમે શબ્દ, શબ્દસમૂહ અથવા અન્ય પદ્ધતિ, જે તમારી ભાષામાં નવા વિષયને પ્રસ્તુત કરવા માટે સ્વાભાવિક હોય તેનો ઉપયોગ કરી શકો.
τεκνία
જેમ તે પત્રના નવા ભાગની શરૂઆત કરે છે ત્યારે યોહાન તેના વાચકોને પુનઃસંબોધન કરે છે. જુઓ કે તમે ૨:૧માં આનું ભાષાંતર કેવી રીતે કર્યું હતું. વૈકલ્પિક ભાષાંતર: “તમે પ્રિય વિશ્વાસીઓ જેઓ મારી સંભાળ હેઠળ છો” (જુઓ: રૂપક)
μένετε ἐν αὐτῷ
“માં રહેવું” પદ વિષેની ચર્ચા માટે યોહાનના ૧ લા પત્રના ભાગ ૩ ની પ્રસ્તાવના જુઓ. આ કિસ્સામાં, યોહાને હમણાં જ ૨:૨૭માં ઉપયોગ કર્યો છે તે સમાન રીતે જ અભિવ્યક્તિનો ઉપયોગ કરતો હોય તેવું લાગે છે. જુઓ કે તમે ત્યાં આનું ભાષાંતર કેવી રીતે કર્યું. વૈકલ્પિક ભાષાંતર: “તેમની સાથે નજદીકી/ગાઢ સંબંધમાં રહેવાનું જારી રાખો” (જુઓ: રૂપક)
αὐτῷ…ἐὰν φανερωθῇ…ἀπ’ αὐτοῦ…αὐτοῦ
આ કલમમાં સર્વનામો “તેમને”, “તે” અને “તેમના” સંભવિતપણે ઈસુનો ઉલ્લેખ કરે છે, કેમ કે યોહાન તેમના “આવવા વિષે” અથવા પુનરાગમન વિષે વાત કરે છે. તમારી ભાષામાં એ સ્વાભાવિક હોઈ શકે કે “ઈસુ” નામનો ઉલ્લેખ પ્રથમ કિસ્સામાં કરવો અને અન્ય કિસ્સાઓમાં સર્વનામોનો ઉપયોગ કરવો. (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
ἐὰν φανερωθῇ
“પ્રગટ થવું” પદ વિષેની ચર્ચા માટે યોહાનના ૧ લા પત્રના ભાગ ૩ ની પ્રસ્તાવના જુઓ. અહિ આ પદ/શબ્દનો કાંતો સક્રિય અથવા નિષ્ક્રિય અર્થ હોઈ શકે. (૧) જો અર્થ સક્રિય છે તો, યોહાન વાત કરી રહ્યો છે કે કેવી રીતે ઈસુ ખરેખર પૃથ્વી પર પાછા આવશે. ઈસુ પાછા આવવા માટે જ પ્રગટ થશે તેવું યોહાન કહેતો નથી. વૈકલ્પિક ભાષાંતર: “જ્યારે ઈસુ પાછા આવશે” (૨) જો અર્થ નિષ્ક્રિય છે તો, યોહાન વાત કરી રહ્યો છે કે કેવી રીતે ઈશ્વર, ઈસુને, જગતને તેના ખરા રાજા તરીકે પ્રગટ કરશે. આ અર્થ નીપજાવવા માટે, તમે આનું ભાષાંતર નિષ્ક્રિય શાબ્દિક સ્વરૂપો સાથે કરી શકો છો, પણ જો તમારી ભાષા નિષ્ક્રિય સ્વરૂપોનો ઉપયોગ કરતી નથી તો તમે સક્રિય સ્વરૂપનો ઉપયોગ કરી અને કહી શકો છો કે ક્રિયા કોણ કરશે. વૈકલ્પિક ભાષાંતર: “જ્યારે ઈસુ પ્રગટ કરાશે” અથવા “જ્યારે ઈશ્વર ઈસુને પ્રગટ કરશે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
σχῶμεν παρρησίαν, καὶ μὴ αἰσχυνθῶμεν ἀπ’ αὐτοῦ
આ બે શબ્દસમૂહોનો અર્થ સમાન બાબતો છે. ભાર મૂકવા માટે યોહાન પુનરાવર્તનનો ઉપયોગ કરી રહ્યો છે. જો તે તમારા વાચકો માટે વધુ સ્પષ્ટ હશે તો તમે આ શબ્દસમૂહોને ભારપૂર્વકની અભિવ્યક્તિમાં જોડી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “તેમના આગમન સમયે આપને સંપૂર્ણપણે હિમંતવાન હોઈએ” (જુઓ: સમાંતરણ)
σχῶμεν παρρησίαν
જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે અમૂર્ત નામ “નીડરતા” પાછળના ખ્યાલને વિશેષણ “હિમંતવાન” સાથે ભાષાંતર કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “અમે હિમંતવાન છીએ” (જુઓ: અમૂર્ત નામો)
μὴ αἰσχυνθῶμεν ἀπ’ αὐτοῦ
યોહાન “તેને” શબ્દનો ઉપયોગ કરી રહ્યો છે, જેનો અર્થ ઈસુ છે, અલંકારિક રીતે ઈસુની હાજરીનો અર્થ થાય છે. વૈકલ્પિક ભાષાંતર: “તેમની હજૂરમાં શરમ અનુભવવી પડે નહિ” (જુઓ: અભિવ્યક્ત અલંકાર)
μὴ αἰσχυνθῶμεν ἀπ’ αὐτοῦ
જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે આને સક્રિય સ્વરૂપમાં કહી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “આપણે તેમની હજૂરમાં શરમ અનુભવીએ નહિ” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἐν τῇ παρουσίᾳ αὐτοῦ
વૈકલ્પિક ભાષાંતર: “જ્યારે તે પૃથ્વી પર પાછા આવશે”
1 John 2:29
ἐὰν εἰδῆτε ὅτι δίκαιός ἐστιν
યોહાન એવું બોલી રહ્યો છે કે જાણે આ એક કાલ્પનિક સંભાવના હોય, પરંતુ તેનો અર્થ એ છે કે તે ખરેખર સાચું છે. જો તમારી ભાષા કોઈ વસ્તુને શરત તરીકે જણાવતી નથી, જો તે ચોક્કસ અથવા સાચી હોય, અને જો તમારા વાચકો ગેરસમજ કરી શકે અને વિચારે કે યોહાન જે કહી રહ્યો છે તે ચોક્કસ નથી, તો તમે તેના શબ્દોને હકારાત્મક નિવેદન તરીકે અનુવાદિત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “જયારે તમે જાણો છો કે ઈશ્વર ન્યાયી છે” (જુઓ: વાસ્તવિક સ્થિતિઓને – જોડવા)
ἐστιν…αὐτοῦ
સર્વનામ “તે” અને “તેમ” સંભવતઃ ઈશ્વર પિતાનો ઉલ્લેખ કરે છે, કારણ કે આગામી બે કલમોમાં યોહાન કહે છે કે વિશ્વાસીઓ ""ઈશ્વરના બાળકો"" છે અને તે આ કલમમાં બોલે છે કે જેઓ “તેમના દ્વારા જન્મેલા છે”. વૈકલ્પિક ભાષાંતર” ઈશ્વર છે ... ઈશ્વર” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
πᾶς ὁ ποιῶν τὴν δικαιοσύνην
જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે અમૂર્ત નામ “ન્યાયીપણાં” પાછળના ખ્યાલને વિશેષણ જેવા કે “સાચું” દ્વારા અભિવ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “દરેક જે સાચું છે તે કરે છે તે” (જુઓ: અમૂર્ત નામો)
πᾶς ὁ ποιῶν τὴν δικαιοσύνην ἐξ αὐτοῦ γεγέννηται
જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે આને સક્રિય સ્વરૂપ સાથે કહી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “જેઓ જે સાચું છે તે કરે છે તે દરેકના પિતા ઈશ્વર છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
πᾶς ὁ ποιῶν τὴν δικαιοσύνην ἐξ αὐτοῦ γεγέννηται
કેમ કે વિશ્વાસીઓ શબ્દશઃ ઈશ્વર દ્વારા “જન્મ પામ્યા” નથી, તેથી યોહાન અલંકારિક અર્થમાં કહે છે. તે ૪:૯માં કહે છે કે ઈશ્વર દ્વારા “એકમાત્ર-જન્મ પામેલા” ઈસુ જ છે, કેમ કે ઈસુના ખરા પિતા જે રીતે ઈશ્વર છે તે રીતે તે વિશ્વાસીઓના ખરા પિતા નથી. વૈકલ્પિક ભાષાંતર: “જે સાચું છે તે કરે છે એ દરેકના આત્મિક પિતા ઈશ્વર છે” (જુઓ: રૂપક)
1 John 3
યોહાનનો ૧ લો પત્ર, અધ્યાય ૩, સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
- ઈશ્વરના સાચા બાળકો પાપ કરતા નથી (૩:૧-૧૦, ૨:૨૮ થી જારી)
- અસલ વિશ્વાસીઓ એકબીજાને બલીદાનયુક્ત મદદ કરે છે (૩:૧૧-૧૮)
- અસલ વિશ્વાસીઓને પ્રાર્થનામાં વિશ્વાસ હોય છે (૩:૧૯-૨૪)
આ અધ્યાયના વિષેષ ખ્યાલો
“ઈશ્વરના બાળકો”
લોકોને ક્યારેક ઈશ્વરના બાળકો તરીકે વર્ણવવામાં આવે છે કારણ કે ઈશ્વરે તેમનું સર્જન કર્યું છે. જો કે આ અધ્યાયમાં યોહાન અલગ અર્થમાં આ અભિવ્યક્તિનો ઉપયોગ કરે છે. તે તેનો ઉપયોગ એવા લોકોનું વર્ણન કરવા માટે કરે છે કે જેમણે ઈસુમાં વિશ્વાસ અને ભરોસો મૂકીને ઈશ્વર સાથે પિતા-બાળકના સંબંધમાં પ્રવેશ કર્યો છે. ઈશ્વરે ખરેખર બધા લોકોનું સર્જન કર્યું છે, પરંતુ લોકો ફક્ત આ અર્થમાં ઈસુમાં વિશ્વાસ કરીને ઈશ્વરના બાળકો બની શકે છે. (જુઓ: વિશ્વાસ કરવો, વિશ્વાસી, માન્યતા, અવિશ્વાસી, અનાસ્થા/અશ્રદ્ધા)
આ પ્રકરણમાં અન્ય સંભવિત ભાષાંતર મુશ્કેલીઓ
""જે તેમની આજ્ઞાઓનું પાલન કરે છે તે તેમનામાં રહે છે, અને તેઓ તેનામાં રહે છે"" (૩:૨૪)
આનો અર્થ એ નથી કે આપણો ઉદ્ધાર અમુક કાર્યો કરવા પર શરતી છે. તેનાથી વિપરીત, યોહાન ૩:૩૨માં વર્ણવેલ આજ્ઞાઓનું પાલન કરવાના પરિણામોનું વર્ણન કરી રહ્યો છે. તે આજ્ઞાઓ એ છે કે ઈસુમાં વિશ્વાસ કરવો અને એકબીજાને પ્રેમ કરવો. યોહાન કહે છે કે જે વ્યક્તિ ઈસુમાં વિશ્વાસ કરે છે અને બીજાઓને પ્રેમ કરે છે તે દર્શાવે છે કે ઈશ્વર સાથે તેને ગાઢ સંબંધ છે, અને તે આ આજ્ઞાપાલનને લીધે તે ગાઢ સંબંધ ચાલુ રાખશે. જે લોકો ઉદ્ધાર પામ્યા છે તેઓ તેમનો ઉદ્ધાર ગુમાવી શકે છે કે કેમ તે અંગે વિશ્વભરના ખ્રિસ્તીઓ જુદી જુદી માન્યતાઓ ધરાવે છે. યોહાન અહિ તે વિષે સંબોધન કરતો નથી, અને ભાષાંતરકોએ સાવચેત રહેવું જોઈએ કે આ ફકરાનું ભાષાંતર કરતાં, આ મુદ્દા વિષેની તેમની સમજ ભાષાંતર પર અસર કરે નહિ. (જુઓ: અનંતકાળ, શાશ્વત, અનંત, સદાકાળ અને બચાવવું, બચાવ્યા, સલામત, તારણ)
આ પ્રકરણમાં મહત્વના પાઠ્ય મુદ્દાઓ
૩:૧માં, સૌથી સચોટ પ્રાચીન હસ્તપ્રતો ""અને અમે છીએ"" શબ્દોનો સમાવેશ કરે છે. તે વાંચનને યુ.એલ.ટી. અનુસરે છે. જો કે, કેટલીક અન્ય પ્રાચીન હસ્તપ્રતોમાં આ શબ્દોનો સમાવેશ થતો નથી, અને તેથી કેટલાક બાઇબલમાં તે નથી. જો તમારા પ્રદેશમાં બાઇબલનું ભાષાંતર પહેલેથી જ અસ્તિત્વમાં છે, તો તે સંસ્કરણમાં જે પણ વાંચન છે તેનો ઉપયોગ કરવાનું વિચારો. જો ભાષાંતર પહેલેથી અસ્તિત્વમાં નથી, તો અમે ભલામણ કરીએ છીએ કે તમે યુ.એલ.ટી. પાઠ્ય વાંચનને અનુસરો. (જુઓ: શાબ્દિક ભિન્નતા)
1 John 3:1
ἴδετε
“જુઓ” શબ્દનો ઉપયોગ યોહાન અલંકારિક રીતે કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “ધ્યાનમાં લો” (જુઓ: રૂપક)
ποταπὴν ἀγάπην δέδωκεν ἡμῖν ὁ Πατὴρ
વૈકલ્પિક ભાષાંતર: “કેવી મહાન રીતે ઈશ્વરે આપણને પ્રેમ કર્યો છે”
ὁ Πατὴρ
ઈશ્વર માટે “પિતા” એક મહત્વપૂર્ણ શીર્ષક છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર પિતા” (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
ἵνα τέκνα Θεοῦ κληθῶμεν
જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોઈ શકે તો, તમે આનું ભાષાંતર સક્રિય સ્વરૂપમાં કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “કે ઈશ્વર આપણને તેમના બાળકો તરીકે બોલાવે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
τέκνα Θεοῦ
અહિ યોહાન એ જ રૂપકને ૨:૨૯ જરા જુદી રીતે વ્યક્ત કરે છે. તમે ત્યાં અલંકારિક અર્થ સૂચવવાનું નક્કી કર્યું છે કે કેમ તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરના આત્મિક બાળકો” (જુઓ: રૂપક)
καὶ ἐσμέν
યુ.એલ.ટી.ના વાંચનને અનુસરવા અને આ શબ્દોનો સમાવેશ કરવા અથવા અન્ય સંસ્કરણોના વાંચનને અનુસરવા અને તેનો સમાવેશ ન કરવો તે નક્કી કરવા માટે આ પ્રકરણની સામાન્ય નોંધોના અંતે પાઠ્ય મુદ્દાઓની ચર્ચા જુઓ. (જુઓ: શાબ્દિક ભિન્નતા)
διὰ τοῦτο, ὁ κόσμος οὐ γινώσκει ἡμᾶς, ὅτι οὐκ ἔγνω αὐτόν
જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે આ શબ્દસમૂહોના ક્રમને ઉલટાવી શકે છે, કેમ કે પ્રથમ શબ્દસમૂહ જે વર્ણવે છે તેના પરિણામનું કારણ બીજો શબ્દસમૂહ દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: “કારણ કે જગતે ઈશ્વરને ઓળખ્યા નહિ, તે કારણથી તે આપણને ઓળખતું નથી” (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)
διὰ τοῦτο, ὁ κόσμος οὐ γινώσκει ἡμᾶς, ὅτι οὐκ ἔγνω αὐτόν
આ પત્રમાં યોહાન વિવિધ વસ્તુઓનો અર્થ કરવા માટે “જગત” શબ્દનો ઉપયોગ કરે છે. અહિ તે અલંકારિક રીતે એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈશ્વરને માન આપતા નથી અને જેઓ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવતા નથી. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે અધર્મી લોકો ઈશ્વરને ઓળખતા નથી, તેથી તેઓ આપણને ઓળખતા નથી"" (જુઓ: ઉપનામ)
οὐ γινώσκει ἡμᾶς…οὐκ ἔγνω αὐτόν
યોહાન “જાણવું” શબ્દનો ઉપયોગ બે અલગ અલગ અર્થમાં કરી રહ્યો છે. “જાણવું” શબ્દની ચર્ચા માટે ૧ લા યોહાનના ભાગ ૩ ની પ્રસ્તાવના જુઓ. જો તમારી ભાષામાં આ વિવિધ અર્થો માટે જુદા જુદા શબ્દો હોય, તો તમારા ભાષાંતરમાં તેનો ઉપયોગ કરવો યોગ્ય રહેશે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે કોણ છીએ તે ઓળખતા નથી ... તે તેમની સાથે પરિચિત થયા નહિ""
οὐ γινώσκει ἡμᾶς
જો તમારા વાચકો માટે તે મદદરૂપ હોય શકે તો તમે સ્પસ્ટપણે કહી શકો છો ઈસુમાં જે વિશ્વાસીઓ છે તેઓને “જગત જાણતું નથી.” વૈકલ્પિક ભાષાંતર: “આપણે સાચે જ ઈશ્વરના બાળકો છીએ તે જાણી શકતું નથી” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
αὐτόν
સર્વનામ “તેમને” ઈશ્વરનો ઉલ્લેખ કરે છે, જે અગાઉના વાક્યમાં પૂર્વવર્તી છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
1 John 3:2
ἀγαπητοί
જુઓ કે તમે આનું ભાષાંતર ૨:૭માં કેવી રીતે કર્યું. વૈકલ્પિક ભાષાંતર: “તમે લોકો જેઓને હું પ્રેમ કરું છું” અથવા “પ્રિય મિત્રો” (જુઓ: નામવાચક વિશેષણો)
τέκνα Θεοῦ
તમે ૩:૧ માં આ અભિવ્યક્તિનો અલંકારિક અર્થ સૂચવવાનું નક્કી કર્યું છે કે કેમ, તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરના આત્મિક બાળકો” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
καὶ
વિશ્વાસીઓ વિષે જે ""હવે"" જાણીતું છે અને જે ""હજુ સુધી જાણીતું નથી"" તે વચ્ચેનો વિરોધાભાસ રજૂ કરવા માટે યોહાન “અને” શબ્દનો ઉપયોગ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “પરંતુ” (જુઓ: જોડાણ-વિરોધાભાસ સબંધ)
οὔπω ἐφανερώθη τί ἐσόμεθα
૧ લા યોહાનની પ્રસ્તાવના ભાગ 3 માં ""પ્રગટ થયા/દેખાયા"" શબ્દની ચર્ચા જુઓ. અહિ શબ્દનો સક્રિય અથવા નિષ્ક્રિય અર્થ હોઈ શકે છે. (૧) જો અર્થ સક્રિય છે, તો યોહાન એ વાત કરી રહ્યો છે કે વિશ્વાસીઓ શું બનશે. તે એવું નથી કહેતો કે વિશ્વાસીઓ ફક્ત આમ જ દેખાશે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે જે બનીશું તે હજી બન્યા નથી"" (૨) જો અર્થ નિષ્ક્રિય છે, તો યોહાન કહે છે કે ઈશ્વરે હજુ સુધી પ્રગટ કર્યું નથી કે વિશ્વાસીઓ શું બનશે. તે અર્થને બહાર લાવવા માટે, તમે તેનો નિષ્ક્રિય મૌખિક સ્વરૂપ સાથે ભાષાંતર કરી શકો છો અથવા, જો તમારી ભાષા નિષ્ક્રિય સ્વરૂપોનો ઉપયોગ કરતી નથી, તો તમે સક્રિય સ્વરૂપનો ઉપયોગ કરી શકો છો અને કહી શકો છો કે ક્રિયા કોણ કરશે. વૈકલ્પિક ભાષાંતર: “આપણે શું હોઈશું તે હજુ સુધી જાહેર થયું નથી” અથવા “ઈશ્વરે હજી જાહેર કર્યું નથી કે આપણે શું હોઈશું” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἐὰν φανερωθῇ
૧ લા યોહાનની પ્રસ્તાવના ભાગ 3 માં ""પ્રગટ થયા/દેખાયા"" શબ્દની ચર્ચા જુઓ. આ કિસ્સામાં શબ્દનો અર્થ ૨:૨૮ જેવો જ લાગે છે. જુઓ કે તમે તેનો ભાષાંતર ત્યાં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે ઈસુ પાછા આવે છે"" અથવા ""જ્યારે ઈસુ પ્રગટ થાય છે"" અથવા ""જ્યારે ઈશ્વર ઈસુને પ્રગટ કરે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἐὰν φανερωθῇ…αὐτῷ…αὐτὸν…ἐστιν
સર્વનામ “તે” અને “તેમને” આ કલમમાં ઈસુનો સંદર્ભ આપે છે, કારણ કે યોહાન “જ્યારે દેખાય છે” અથવા પાછા ફરે છે તેની વાત કરે છે. તમારી ભાષામાં પ્રથમ કિસ્સામાં ""ઈસુ"" નામ અને અન્ય કિસ્સાઓમાં સર્વનામનો ઉપયોગ કરવો સ્વાભાવિક હોઈ શકે છે. (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
ὅμοιοι αὐτῷ ἐσόμεθα, ὅτι ὀψόμεθα αὐτὸν καθώς ἐστιν
જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે આ શબ્દસમૂહોના ક્રમને ઉલટાવી શકો છો કેમ કે પ્રથમ શબ્દસમૂહ જે પરિણામને વર્ણવે છે તેનું કારણ બીજો શબ્દસમૂહ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: “કારણ કે આપણે તે જેમ છે તેમ તેમને જોઈશું, આપણે તેમના જેવા થઇ જાઈશું” (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)
1 John 3:3
πᾶς ὁ ἔχων τὴν ἐλπίδα ταύτην ἐπ’ αὐτῷ
સર્વનામ “તેમને” “સર્વ”નો ઉલ્લેખ કરતું નથી; તે ઈસુનો ઉલ્લેખ કરે છે. અભિવ્યક્તિ “આ આશા” ઈસુ જેવા છે તેવા તેમને જોઈશું, એ આશાનો ઉલ્લેખ કરે છે, જેને યોહાન આગળની કલમમાં વર્ણવે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુ જેવા ખરેખર છે તેમ તેમને જોવાની આશા જે દરેક રાખે છે તે” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
αὐτῷ…ἐκεῖνος
આ સર્વનામો ઈસુનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુ ... ઈસુ” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
1 John 3:4
πᾶς ὁ ποιῶν τὴν ἁμαρτίαν, καὶ τὴν ἀνομίαν ποιεῖ, καὶ ἡ ἁμαρτία ἐστὶν ἡ ἀνομία
જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે અમૂર્ત નામ “અધર્મીપણાં” પાછળના ખ્યાલને એકસમાન અભિવ્યક્તિ દ્વારા વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “દરેક વ્યક્તિ જે પાપ કરે છે તે ઈશ્વરના નિયમનો પણ ભંગ કરે છે. ખરેખર, ઈશ્વરના નિયમનો ભંગ એ પાપ છે” (જુઓ: અમૂર્ત નામો)
πᾶς ὁ ποιῶν τὴν ἁμαρτίαν, καὶ τὴν ἀνομίαν ποιεῖ, καὶ ἡ ἁμαρτία ἐστὶν ἡ ἀνομία
જો તે તમારા વાચકોને મદદરૂપ હોય તો તમે સમજાવી શકો છો કે શા માટે યોહાન આ ચેતવણી આપે છે. ૧ લા યોહાનની પ્રસ્તાવના ભાગ ૩ માં “પાપ” વિષેની ચર્ચા જુઓ. વૈકલ્પિક ભાષાંતર: “દરેક વ્યક્તિ જે પાપ કરે છે તે ઈશ્વરના નિયમનો પણ ભંગ કરે છે. ખરેખર, ઈશ્વરના નિયમનો ભંગ એ પાપ છે. તેથી ખોટા શિક્ષકોને સાંભળશો નહિ જેઓ કહે છે કે તમે તમારા દૈહિક શરીરમાં શું કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
1 John 3:5
ἐκεῖνος…ἄρῃ…αὐτῷ
આ કલમમાં “તે એક”, “તે” અને “તેમના” સર્વનામો ઈસુનો ઉલ્લેખ કરે છે. તમારી ભાષામાં પ્રથમ કિસ્સામાં નામ ""ઈસુ"" અને અન્ય કિસ્સાઓમાં સર્વનામનો ઉપયોગ કરવો સ્વાભાવિક હોઈ શકે છે. (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
ἐκεῖνος ἐφανερώθη
૧ લા યોહાનની પ્રસ્તાવના ભાગ 3 માં ""પ્રગટ થયા/દેખાયા"" શબ્દની ચર્ચા જુઓ. અહિ આ શબ્દનો સક્રિય અર્થ જણાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુ પૃથ્વી પર આવ્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἁμαρτία ἐν αὐτῷ οὐκ ἔστιν
યોહાન “પાપ” વિષે અલંકારિક રીતે બોલે છે જાણે તે કોઈ વસ્તુ હોય જે ઈસુની અંદર હોઈ શકે, જો કે તે ભારપૂર્વક કહે છે કે ઈસુમાં “પાપ” નથી. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુએ ક્યારેય પાપ કર્યું નથી"" (જુઓ: રૂપક)
1 John 3:6
πᾶς ὁ ἐν αὐτῷ μένων
“માં રહેવું” પદ વિષેની ચર્ચા માટે યોહાનના ૧ લા પત્રના ભાગ ૩ ની પ્રસ્તાવના જુઓ. આ કિસ્સામાં, ૨:૬માંની જેમ સમાન અર્થ લાગે છે. જુઓ કે તમે આનું ભાષાંતર ત્યાં કેવી રીતે કર્યું. વૈકલ્પિક ભાષાંતર: “દરેક કે જેને ઈસુ સાથે નજદીકી/ગાઢ સંબંધ છે” (જુઓ: રૂપક)
πᾶς ὁ ἐν αὐτῷ μένων
યોહાન અલંકારિક રીતે વાત કરી રહ્યો છે જાણે કે વિશ્વાસીઓ ઈસુની અંદર હોઈ શકે. વૈકલ્પિક ભાષાંતર: “દરેક કે જેને ઈસુ સાથે નજદીકી/ગાઢ સંબંધ છે” (જુઓ: રૂપક)
αὐτῷ…αὐτὸν…αὐτόν
આ કલમમાં “તેમને” સર્વનામ ઈસુનો ઉલ્લેખ કરે છે. તમારી ભાષામાં પ્રથમ કિસ્સામાં નામ ""ઈસુ"" અને અન્ય કિસ્સાઓમાં સર્વનામનો ઉપયોગ કરવો સ્વાભાવિક હોઈ શકે છે. (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
οὐχ ἁμαρτάνει
જો તમારા વાચકો માટે તે મદદરૂપ હોય તો, જે પરીસ્થિતિને યોહાન આ પત્રમાં સંબોધી રહ્યો છે તેના પ્રકાશમાં આ સ્પસ્ટપણે શું અર્થ ધરાવે છે તે તમે કહી શકો છો. “પાપ” વિષે ૧ લા યોહાનના પત્રની પ્રસ્તાવનાના ભાગ ૩ ની ચર્ચા જુઓ. યોહાન આ પત્રમાં અન્યત્ર સ્વીકારે છે કે સાચા વિશ્વાસીઓ ખરેખર પાપ કરે છે, પરંતુ તેઓ સતત અથવા ધૃષ્ટતાથી પાપ કરતા નથી. વૈકલ્પિક ભાષાંતર: “ધૃષ્ટતાથી અને સતત પાપ કરતા નથી” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
οὐχ ἑώρακεν αὐτὸν, οὐδὲ ἔγνωκεν αὐτόν
“જોયું” અને “જાણ્યું” શબ્દોનો અર્થ સમાન બાબતો થાય છે. યોહાન સંભવતઃ ભાર મૂકવા માટે પુનરાવર્તનનો ઉપયોગ કરી રહ્યો છે. જો તે તમારી ભાષામાં સ્પષ્ટ હોય તો, તમે આ શબ્દોને એક જ અભિવ્યક્તિમાં જોડી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""ચોક્કસપણે ઈસુ સાથે ગાઢ સંબંધ નથી"" (જુઓ: બેવડું/બમણાં)
οὐχ ἑώρακεν αὐτὸν
યોહાન એવા લોકોનો ઉલ્લેખ કરતો નથી કે જેઓ વાસ્તવિક રીતે ઈસુને જોતા હોય. ઊલટાનું, તે ખ્યાલ અને માન્યતાનો અર્થ કરવા, દ્રષ્ટિનો ઉપયોગ અલંકારિક રીતે કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુ કોણ છે તે ઓળખી શક્યા નથી"" (જુઓ: રૂપક)
1 John 3:7
τεκνία
તમે ૨:૧ માં આનો અનુવાદ કેવી રીતે કર્યો તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""તમે પ્રિય વિશ્વાસીઓ જેઓ મારી સંભાળ હેઠળ છો"" (જુઓ: રૂપક)
μηδεὶς πλανάτω ὑμᾶς
તમે ૨:૨૬ માં સમાન અભિવ્યક્તિનો અનુવાદ કેવી રીતે કર્યો તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈને તમને છેતરવા દો નહિ"" અથવા ""જે સાચી નથી તેવી બાબતો પર કોઈને પણ વિશ્વાસ કરવા દો નહિ"" (જુઓ: રૂપક)
ὁ ποιῶν τὴν δικαιοσύνην
તમે ૨:૨૯ માં સમાન અભિવ્યક્તિનો અનુવાદ કેવી રીતે કર્યો તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""જે સાચું છે તે જે કરે છે"" (જુઓ: અમૂર્ત નામો)
δίκαιός ἐστιν, καθὼς ἐκεῖνος δίκαιός ἐστιν
જો તે તમારા વાચકોને મદદરૂપ હોય તો તમે સ્પષ્ટપણે કહી શકો છો કે આ સંદર્ભમાં “ન્યાયી” શબ્દનો અર્થ શું છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરને સ્વીકાર્ય છે, જેમ ઈસુ ઈશ્વરને સ્વીકાર્ય છે તેમ"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ἐκεῖνος
નિદર્શનકારી સર્વનામ “તે એક” ઈસુનો સંદર્ભ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુ” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
1 John 3:8
ἐκ τοῦ διαβόλου ἐστίν
અહિ નામયોગી અવ્યય “તરફથી” તે સંજ્ઞાના પ્રભાવને સૂચવે છે. અહિ આનો ઉપયોગ ૨:૧૬માં ""જગતમાંથી"" શબ્દસમૂહ સમાન છે. વૈકલ્પિક ભાષાંતર: “શેતાનના પ્રભાવ હેઠળ કાર્ય કરી રહ્યો છે”
ἀπ’ ἀρχῆς
યોહાન આ પત્રમાં “આરંભથી” શબ્દસમૂહનો ઉપયોગ વિવિધ રીતે કરે છે. અહિ તે ઈશ્વરે જ્યારે દુનિયાનું સર્જન કર્યું તેના સંદર્ભમાં છે. આ કિસ્સામાં, “માંથી” શબ્દ સૂચવે છે કે શેતાન તે સમયે પાપ કરવા લાગ્યો હતો નહિ, પરંતુ તે સમય સુધીમાં તો તેણે પાપ કરવાનું શરૂ કરી દીધું હતું. વૈકલ્પિક ભાષાંતર: “દુનિયાનું સર્જન થયું તે પહેલાંથી પણ” (જુઓ: રૂઢિપ્રયોગ)
ὁ Υἱὸς τοῦ Θεοῦ
ઈસુ માટે “ઈશ્વર પુત્ર” એક મહત્વનું શીર્ષક છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુ, ઈશ્વર પુત્ર” અથવા “ઈશ્વરના પુત્ર ઈસુ” (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
ἐφανερώθη
૧ લા યોહાનની પ્રસ્તાવના ભાગ 3 માં ""પ્રગટ થયા/દેખાયા"" શબ્દની ચર્ચા જુઓ. અહિ આ શબ્દનો સક્રિય અર્થ જણાય છે અને તે ૩:૫ના સમાન અર્થમાં છે. વૈકલ્પિક ભાષાંતર: ""પૃથ્વી પર આવ્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἵνα λύσῃ τὰ ἔργα τοῦ διαβόλου
જો તે તમારા વાચકોને મદદરૂપ હોય તો તમે સ્પષ્ટપણે કહી શકો છો કે આ સંદર્ભમાં તેનો અર્થ શું છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી તે લોકોને સતત પાપ કરવાથી મુક્ત કરી શકે, જેમ શેતાને તેમને તેમ કરવા મેળવ્યા હતા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
1 John 3:9
πᾶς ὁ γεγεννημένος ἐκ τοῦ Θεοῦ…ὅτι ἐκ τοῦ Θεοῦ γεγέννηται
તમે ૨:૨૯માં આનો અનુવાદ કેવી રીતે કર્યો તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""દરેક વ્યક્તિ જેના પિતા ઈશ્વર છે ... કારણ કે ઈશ્વર તેના પિતા છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
πᾶς ὁ γεγεννημένος ἐκ τοῦ Θεοῦ…ὅτι ἐκ τοῦ Θεοῦ γεγέννηται
જુઓ કે શું ૨:૨૯ માં તમે આ રૂપક સમજાવવાનું નક્કી કર્યું છે. વૈકલ્પિક ભાષાંતર: ""દરેક વ્યક્તિ જેના આધ્યાત્મિક પિતા ઈશ્વર છે ... કારણ કે ઈશ્વર તેના આધ્યાત્મિક પિતા છે"" (જુઓ: રૂપક)
σπέρμα αὐτοῦ ἐν αὐτῷ μένει
આ વાક્યમાં, “તેમના” એ ""ઈશ્વર""નો ઉલ્લેખ કરે છે અને “તેનો” એ તે વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે ""ઈશ્વરથી જન્મેલ છે."" વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરનું બીજ આવી વ્યક્તિમાં રહે છે"" (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
σπέρμα αὐτοῦ ἐν αὐτῷ μένει
“માં રહેવું” પદ વિષેની ચર્ચા માટે યોહાનના ૧ લા પત્રના ભાગ ૩ ની પ્રસ્તાવના જુઓ. આ કિસ્સામાં, ૨:૨૭માં છે તેમ, તે સતત હાજરીનો ઉલ્લેખ કરતું હોવાનું લાગે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરનું બીજ આવા વ્યક્તિમાં સતત હાજર રહે છે” (જુઓ: રૂપક)
σπέρμα αὐτοῦ ἐν αὐτῷ μένει
યોહાન “બીજ” શબ્દનો ઉપયોગ અલંકારિક રીતે કરે છે. આનો અર્થ થઈ શકે છે: (૧) આ “બીજ” જેમાંથી છોડ ઉગે છે તેના રૂપક સંદર્ભનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તે વ્યક્તિમાં જે નવું જીવન મૂક્યું છે તે સતત વૃદ્ધિ પામતું જાય છે"" (૨) આ એક પિતાની લાક્ષણિકતાઓના રૂપક સંદર્ભનો ઉલ્લેખ કરે છે જેની સાથે બાળક જન્મ્યું છે, અને જેમ બાળક વૃદ્ધિ પામે છે તેમ તે લાક્ષણિકતાઓને તે વધુને વધુ પ્રદર્શિત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે લક્ષણો દર્શાવે છે કે ઈશ્વર તેના પિતા છે તે લક્ષણો સતત વધુ સ્પષ્ટ થાય છે"" (જુઓ: રૂપક)
1 John 3:10
ἐν τούτῳ φανερά ἐστιν τὰ τέκνα τοῦ Θεοῦ, καὶ τὰ τέκνα τοῦ διαβόλου
“આમ/આમાં”નો અર્થ ""આમાં આપણે જાણીએ છીએ"" રૂઢિપ્રયોગાત્મક અભિવ્યક્તિ જેવો જ કંઈક છે. જેનો ઉપયોગ આ પત્રમાં યોહાન ઘણી વખત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ રીતે આપણે ઈશ્વરના બાળકો અને શેતાનના બાળકો વચ્ચેનો તફાવત કહી શકીએ છે"" (જુઓ: રૂઢિપ્રયોગ)
τὰ τέκνα τοῦ Θεοῦ, καὶ τὰ τέκνα τοῦ διαβόλου
યોહાન આ બંને કિસ્સાઓમાં રૂઢિપ્રયોગાત્મક રીતે “બાળકો” શબ્દનો ઉપયોગ કરી રહ્યો છે. તેનો ઉપયોગ હિબ્રુ રૂઢિપ્રયોગ જેવો જ છે જેમાં કોઈકનું ""બાળક"" તેની લાક્ષણિકતાઓનો હિસ્સો ધરાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો કે જેઓ ઈશ્વર સાથે ગાઢ સંબંધમાં નવું જીવન જીવે છે અને લોકો કે જેઓ હજુ પણ શેતાનથી પ્રભાવિત તેમની જૂની જીવનશૈલીમાં છે"" (જુઓ: રૂઢિપ્રયોગ)
πᾶς ὁ μὴ ποιῶν δικαιοσύνην, οὐκ ἔστιν ἐκ τοῦ Θεοῦ
જો તે તમારી ભાષામાં સ્પષ્ટ હોય તો તમે આ બમણા નકારાત્મકને હકારાત્મક નિવેદન તરીકે અનુવાદિત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""દરેક જે ખોટું કરે છે તે ઈશ્વરથી વિમુખ છે"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)
ὁ μὴ ποιῶν δικαιοσύνην
તમે ૨:૨૯ માં સમાન અભિવ્યક્તિનો અનુવાદ કેવી રીતે કર્યો તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""તે જે સાચું છે, તે કરતો નથી"" (જુઓ: અમૂર્ત નામો)
οὐκ ἔστιν ἐκ τοῦ Θεοῦ
“ઈશ્વર તરફથી” અભિવ્યક્તિ એક રૂઢિપ્રયોગ છે. આ પત્રમાં યોહાન તેનો ઉપયોગ વિવિધ રીતે કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર સાથે સંબંધમાં નથી"" અથવા ""ઈશ્વર સાથેના સંબંધમાં જીવતો નથી"" (જુઓ: રૂઢિપ્રયોગ)
καὶ ὁ μὴ ἀγαπῶν τὸν ἀδελφὸν αὐτοῦ
ઘણી ભાષાઓમાં વાક્યને પૂર્ણ થવા માટે જરૂરી હોય તેવા કેટલાક શબ્દોને યોહાન છોડી રહ્યો છે. આ વાક્યની શરૂઆતના ભાગમાંથી આ શબ્દો મેળવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને જે પોતાના ભાઈને પ્રેમ નથી કરતો તે ઈશ્વર તરફથી નથી"" અથવા, જો તમે અગાઉની કલમમાં બેવડા નકારાત્મકને હકારાત્મક નિવેદન તરીકે અનુવાદિત કર્યું છે તો, ""અને જે કોઈ સાથી વિશ્વાસીને ધિક્કારે છે તે ઈશ્વરથી વિમુખ છે"" (જુઓ અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))
τὸν ἀδελφὸν αὐτοῦ
તમે ૨:૯માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""એક સાથી વિશ્વાસી"" (જુઓ: રૂપક)
1 John 3:11
ἀπ’ ἀρχῆς
આ પત્રમાં “આરંભથી” શબ્દસમૂહનો ઉપયોગ યોહાન વિવિધ રીતે કરે છે. અહિ તે એ સમયનો ઉલ્લેખ કરે છે જે સમયે, જેઓને તે લખી રહ્યો છે તેઓએ, ઈસુ પર પ્રથમ વિશ્વાસ કર્યો હતો. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારથી તમે પ્રથમ વખત ઈસુમાં વિશ્વાસ કર્યો ત્યારથી"" (જુઓ: રૂઢિપ્રયોગ)
1 John 3:12
οὐ καθὼς Κάϊν
ઘણી ભાષાઓમાં વાક્યને પૂર્ણ થવા માટે જરૂરી હોય તેવા કેટલાક શબ્દોને યોહાન છોડી દઈ રહ્યો છે. આગળની કલમમાંથી આ શબ્દો મેળવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને આપણે કાઈન જેવા હોવા જોઈએ નહિ"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))
Κάϊν…ἔσφαξεν τὸν ἀδελφὸν αὐτοῦ
યોહાન ધારે છે કે તેના વાચકો જાણશે કે કાઈન પ્રથમ પુરુષ અને સ્ત્રી, આદમ અને હવાનો પુત્ર હતો. ઉત્પત્તિનું પુસ્તક વર્ણન કરે છે તેમ, કાઈનને તેના નાના ભાઈ હાબેલની ઈર્ષ્યા થઈ અને તેણે તેની હત્યા કરી. જો તમારા વાચકોને આ ખબર ના હોય તો, તમે આ સ્પષ્ટપણે કહી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""કાઈન, પ્રથમ પુરુષ અને સ્ત્રીનો પુત્ર, આદમ અને હવા ... તેના નાના ભાઈ હાબેલની હત્યા કરી કારણ કે તે તેની ઈર્ષ્યા કરતો હતો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
Κάϊν
“કાઈન” એક માણસનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
ἐκ τοῦ πονηροῦ ἦν
વૈકલ્પિક ભાષાંતર: ""જે દુષ્ટનો હતો"" અથવા ""જે દુષ્ટથી પ્રભાવિત હતો""
τοῦ πονηροῦ
યોહાન ચોક્કસ અસ્તિત્વને દર્શાવવા માટે વિશેષણ “દુષ્ટ”નો ઉપયોગ સંજ્ઞા/નામ તરીકે કરે છે. આ બતાવવા માટે યુ.એલ.ટી. “એક”નો ઉમેરો કરે છે. તમારી ભાષા એ જ રીતે વિશેષણોનો ઉપયોગ કરી શકે છે. જો નહિ, તો તમે આને સમકક્ષ અભિવ્યક્તિ સાથે અનુવાદિત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""જે દુષ્ટ છે તે"" (જુઓ: નામવાચક વિશેષણો)
τοῦ πονηροῦ
જે રીતે શેતાન “દુષ્ટ” છે તેના જોડાણમાં શેતાન વિષે યોહાન અલંકારિક રીતે વાત કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""શેતાન"" (જુઓ: ઉપનામ)
καὶ χάριν τίνος ἔσφαξεν αὐτόν? ὅτι
પ્રશ્નનો ઉપયોગ યોહાન શિક્ષણના ઉપકરણ તરીકે કરી રહ્યો છે. જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે આ શબ્દોનું ભાષાંતર એક વાક્ય તરીકે કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “તેણે તેને મારી નાખ્યો કારણ કે” (જુઓ: આલંકારિક પ્રશ્ન)
τὰ δὲ τοῦ ἀδελφοῦ αὐτοῦ, δίκαια
યોહાન એક શબ્દ ""હતા"" છોડી રહ્યો છે, જે ઘણી ભાષાઓમાં વાક્ય પૂર્ણ થવા માટે જરૂરી છે. સ્પસ્ટતા માટે શબ્દ “હતા”ને ઉમેરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “પરંતુ તેના ભાઈના કાર્યો ન્યાયી હતા” (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))
1 John 3:13
μὴ θαυμάζετε
વૈકલ્પિક ભાષાંતર: ""આશ્ચર્ય પામશો નહિ""
ἀδελφοί
તમે ૨:૯માં આનો અનુવાદ કેવી રીતે કર્યો તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""મારા સાથી વિશ્વાસીઓ"" (જુઓ: રૂપક)
εἰ μισεῖ ὑμᾶς ὁ κόσμος
આ પત્રમાં વિવિધ બાબતોના અર્થ સંદર્ભે યોહાન “જગત” શબ્દનો ઉપયોગ કરે છે. અહિ તે અલંકારિક રીતે એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈશ્વરને માન આપતા નથી અને જેઓ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવતા નથી. વૈકલ્પિક ભાષાંતર: ""જો અધર્મી લોકો તમને ધિક્કારે તો"" (જુઓ: ઉપનામ)
1 John 3:14
ἡμεῖς οἴδαμεν ὅτι μεταβεβήκαμεν ἐκ τοῦ θανάτου εἰς τὴν ζωήν, ὅτι ἀγαπῶμεν τοὺς ἀδελφούς
જો તમારી ભાષામાં તે વધુ સ્પષ્ટ હોય તો તમે આ શબ્દસમૂહોના ક્રમને ઉલટાવી શકો છો, કારણ કે પ્રથમ શબ્દસમૂહ જે વર્ણવે છે તે પરિણામનું કારણ બીજો શબ્દસમૂહ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે અમે ભાઈઓને પ્રેમ કરીએ છીએ, અમે જાણીએ છીએ કે અમે મૃત્યુમાંથી જીવનમાં સ્થાનાંતરિત થયા છીએ"" (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)
μεταβεβήκαμεν ἐκ τοῦ θανάτου εἰς τὴν ζωήν
મૃત અને જીવંત હોવાની વાત યોહાન અલંકારિક રીતે કરી રહ્યો છે જાણે કે તે ભૌતિક સ્થાનો છે, જેમની વચ્ચે વ્યક્તિ હલનચલન કરી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: “આપણે હવે મરેલા નથી પણ જીવતા થઈ ગયા છીએ” (જુઓ: રૂપક)
μεταβεβήκαμεν ἐκ τοῦ θανάτου εἰς τὴν ζωήν
કેમ કે યોહાન અને તેના વાચકો શબ્દશઃ મૃત નહોતા, તે આત્મિક “મરણ” અને આત્મિક “જીવન”ની વાત કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે હવે આધ્યાત્મિક રીતે મૃત્યુ પામ્યા નથી પણ આધ્યાત્મિક રીતે જીવતા થયા છીએ"" (જુઓ: રૂપક)
τοὺς ἀδελφούς
તમે ૨:૯માં આનો અનુવાદ કેવી રીતે કર્યો તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""આપણા સાથી વિશ્વાસીઓ"" (જુઓ: રૂપક)
ὁ μὴ ἀγαπῶν
યોહાન ચોક્કસપણે કહેતો નથી કે આવી વ્યક્તિ કોને “પ્રેમ કરતી નથી”. સંદર્ભમાં, એવું લાગે છે કે તેનો અર્થ અન્ય વિશ્વાસીઓ છે. યુ.એસ.ટી. તે અર્થઘટન વ્યક્ત કરે છે. પરંતુ એમ પણ શક્ય છે કે યોહાનનો અર્થ સામાન્ય રીતે અન્ય લોકો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જે પોતાના સાથી વિશ્વાસીઓને પ્રેમ કરતો નથી"" અથવા ""જે અન્ય લોકોને પ્રેમ કરતો નથી"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))
μένει ἐν τῷ θανάτῳ
“માં રહેવું” પદ વિષેની ચર્ચા માટે યોહાનના ૧ લા પત્રના ભાગ ૩ ની પ્રસ્તાવના જુઓ. આ કિસ્સામાં અર્થ, એક જ જગ્યામાં રહેવાનો છે. ફરી એકવાર યોહાન અલંકારિક રીતે “મૃત્ય”ના સ્થાન વિષે વાત કરી રહ્યો છે જાણે કે તે એક સ્થળ હતું. વૈકલ્પિક ભાષાંતર: “હજીપણ આત્મિક રીતે મૃતપાય છે” (જુઓ: રૂપક)
1 John 3:15
πᾶς ὁ μισῶν τὸν ἀδελφὸν αὐτοῦ, ἀνθρωποκτόνος ἐστίν
યોહાન “ખૂની” શબ્દનો અલંકારિક રૂપે ઉપયોગ કરી રહ્યો છે, અને તે માથ્થી ૫:૨૧-૨૨માં નોંધાયેલા ઈસુના શિક્ષણનો પડઘો પાડે છે. યોહાનનો અર્થ એ છે કે, લોકો હત્યા કરે છે કારણ કે તેઓ અન્ય લોકોને ધિક્કારે છે, તેથી કોઈપણ જે ધિક્કાર કરે છે તે અંદરથી ખરેખર, અન્ય વ્યક્તિને મારી નાખનાર જેવો જ છે. આ રૂપકનો ઉપમા તરીકે અનુવાદ કરવો મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે કોઈ બીજા વિશ્વાસીને ધિક્કારે છે તે એવી જ છે, જે કોઈ વ્યક્તિને મારી નાખે છે"" (જુઓ: રૂપક)
τὸν ἀδελφὸν αὐτοῦ
તમે ૨:૯ માં આનો અનુવાદ કેવી રીતે કર્યો તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""એક સાથી વિશ્વાસી"" (જુઓ: રૂપક)
πᾶς ἀνθρωποκτόνος οὐκ ἔχει ζωὴν αἰώνιον
જો તે તમારી ભાષામાં સ્પષ્ટ હોય તો તમે વિષયને નકારાત્મક અને ક્રિયાપદને હકારાત્મક બનાવી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈ ખૂનીને શાશ્વત જીવન નથી""
ζωὴν αἰώνιον
અહિ યોહાન વર્તમાન વાસ્તવિકતા વિષે વાત કરી રહ્યો હોવાથી, “શાશ્વત જીવન” દ્વારા તેનો અર્થ મૃત્યુ પછી ઈશ્વરની હાજરીમાં કાયમ જીવવાનો અર્થ, જે એક બાબત છે જે આ અભિવ્યક્તિ વર્ણવી શકે છે, પરંતુ તે અર્થ નથી. તેના બદલે, તેનો અર્થ એ છે કે પુનર્જીવિત શક્તિ કે જે ઈશ્વર આ જીવનમાં વિશ્વાસીઓને આપે છે, જે તેમને પાપ કરવાનું બંધ કરવામાં મદદ કરે છે અને જે ઈશ્વરને ખુશ કરે છે, તે કરવામાં મદદ કરે છે. દેખીતી રીતે, કોઈપણ જે ""ખુની"" છે તેની પાસે આ શક્તિ કામ કરતી નથી. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર જે શક્તિ આપે છે તે આપણને નવા લોકો બનવામાં મદદ કરે છે"" (જુઓ: રૂપક)
οὐκ ἔχει ζωὴν αἰώνιον ἐν αὐτῷ μένουσαν
“માં રહેવું” પદ વિષેની ચર્ચા માટે યોહાનના ૧ લા પત્રના ભાગ ૩ ની પ્રસ્તાવના જુઓ. આ કિસ્સામાં, યોહાન આ શબ્દને શબ્દશઃ ઉપયોગ કરતો હોય તેમ લાગે છે, “માં વસવાટ કરવો,” તેમ કહી “અનંત જીવન”નું તે અલંકારિક રીતે નિરૂપણ કરે છે જાણે કે તે એક જીવંત વસ્તુ હોય જે સક્રિય રીતે વ્યક્તિમાં રહી શકે. વૈકલ્પિક ભાષાંતર: “તેણે અનંતજીવન પ્રાપ્ત કર્યું નથી” (જુઓ: વ્યક્તિનો અવતાર)
1 John 3:16
ἐν τούτῳ ἐγνώκαμεν τὴν ἀγάπην
“આમાં”નો અર્થ ""આમાં આપણે જાણીએ છીએ,"" રૂઢિપ્રયોગાત્મક અભિવ્યક્તિ જેવો જ કંઈક છે. જેનો ઉપયોગ યોહાન આ પત્રમાં ઘણી વખત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ રીતે આપણે પ્રેમ શું છે તે સમજી શક્યા છીએ"" (જુઓ: રૂઢિપ્રયોગ)
ἐκεῖνος
નિદર્શનકારી સર્વનામ “તે એક” ઈસુનો સંદર્ભ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુ” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
ὑπὲρ ἡμῶν τὴν ψυχὴν αὐτοῦ ἔθηκεν
આ એક રૂઢિપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: ""સ્વેચ્છાએ આપણા માટે પોતાનો જીવ આપ્યો"" અથવા ""સ્વેચ્છાએ આપણા માટે મૃત્યુ પામ્યા"" (જુઓ: રૂઢિપ્રયોગ)
καὶ ἡμεῖς ὀφείλομεν ὑπὲρ τῶν ἀδελφῶν, τὰς ψυχὰς θεῖναι
યોહાન પ્રથમ સ્થાને કદાચ એવું કહેતો નથી કે આપણે આપણા સાથી વિશ્વાસીઓ માટે શબ્દશઃ મરણ પામવું જોઈએ. તેના બદલે, તે “આપણા જીવનોને અર્પણ કરીને” અભિવ્યક્તિનો ઉપયોગ કરી રહ્યો છે, તેનો અર્થ એ છે કે આપણે આપણા સાથી વિશ્વાસીઓને બલિદાનયુક્ત રીતે પ્રેમ કરવો જોઈએ. જો કે, જ્યારે ઈસુએ “આપણા માટે પોતાનો જીવ આપ્યો” ત્યારે એનો અર્થ એ થયો કે આપણા માટે મરી જવું. અને કારણ કે યોહાન ઈસુને ઉદાહરણ તરીકે રજૂ કરે છે, તો ખરેખર એવા સંજોગો હોઈ શકે છે કે જ્યારે આપણે કોઈ બીજા માટે મૃત્યુ પામવું જરૂરી હોઈ શકે. (જુઓ: રૂપક)
τῶν ἀδελφῶν
જુઓ કે તમે આનું ભાષાંતર ૨:૯માં કેવી રીતે કર્યું છે. વૈકલ્પિક ભાષાંતર: “આપણા સાથી વિશ્વાસીઓ” (જુઓ: રૂપક)
1 John 3:17
ὃς…ἂν ἔχῃ τὸν βίον τοῦ κόσμου
યોહાન આ અભિવ્યક્તિનો ઉપયોગ કાલ્પનિક પરિસ્થિતિનો પરિચય આપવા માટે કરે છે, જેની ચર્ચા તે સમગ્ર કલમ દરમિયાન કરે છે. આ બતાવવા માટે કલમનો અનુવાદ કરવાની એક રીત યુ.એસ.ટી. મોડેલ કરે છે. (જુઓ: આનુમાનિત પરિસ્થિતિઓ)
τὸν βίον τοῦ κόσμου
આ પત્રમાં યોહાન “જગત” શબ્દનો ઉપયોગ વિવિધ રીતે કરે છે. અહિ તે સર્જન કરાયેલ વિશ્વનો સંદર્ભ આપે છે, અને તેથી આ સંદર્ભમાં ભૌતિક વસ્તુઓ, જેમ કે પૈસા, ખોરાક અને કપડાં. વૈકલ્પિક ભાષાંતર: ""ભૌતીક સંપત્તિ"" (જુઓ: ઉપનામ)
τὸν ἀδελφὸν αὐτοῦ
જુઓ કે તમે આનું ભાષાંતર ૨:૯માં કેવી રીતે કર્યું છે. વૈકલ્પિક ભાષાંતર: “એક સાથી વિશ્વાસી” (જુઓ: રૂપક)
χρείαν ἔχοντα
વૈકલ્પિક ભાષાંતર: “કોને મદદની જરૂર છે”
κλείσῃ τὰ σπλάγχνα αὐτοῦ ἀπ’ αὐτοῦ
યોહાન “આંતરડા” અથવા આંતરિક અવયવોનો અલંકારિક રીતે ઉપયોગ કરે છે, જે લાગણીઓને રજૂ કરે છે, જે વ્યક્તિને ઉદારતાથી કાર્ય કરવા તરફ દોરી જાય છે. તમે તમારા અનુવાદમાં શાબ્દિક અર્થ પણ વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""તેના માટે તેનું હૃદય બંધ કરે છે"" અથવા ""તેને કરુણાપૂર્વક મદદ કરવાનો ઇનકાર કરે છે"" (જુઓ: રૂપક)
πῶς ἡ ἀγάπη τοῦ Θεοῦ μένει ἐν αὐτῷ?
યોહાન એક પ્રશ્નનો ઉપયોગ શિક્ષણના સાધન તરીકે કરી રહ્યો છે. જો તે તમારી ભાષામાં વધુ સ્પષ્ટ હોય તો તમે તેના શબ્દોનો અનુવાદ વિધાન અથવા ઉદગાર તરીકે કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરનો પ્રેમ આવા વ્યક્તિમાં રહેતો નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
πῶς ἡ ἀγάπη τοῦ Θεοῦ μένει ἐν αὐτῷ
“માં રહેવું” પદ વિષેની ચર્ચા માટે યોહાનના ૧ લા પત્રના ભાગ ૩ ની પ્રસ્તાવના જુઓ. જેમ ૨:૧૪માં છે તેમ આ શબ્દ એવા વર્તનને વર્ણવે છે જે અસલ તરીકે ઓળખાયું છે કેમ કે તે સાતત્યપૂર્ણ છે. વૈકલ્પિક ભાષાંતર: “પ્રેમ કે જે ઈશ્વર તરફથી છે તેવા પ્રેમથી આવો વ્યક્તિ અસલ રીતે બીજાઓને પ્રેમ કરતો નથી” (જુઓ: રૂપક)
πῶς ἡ ἀγάπη τοῦ Θεοῦ μένει ἐν αὐτῷ
જેમ ૨:૫માં છે તેમ, શબ્દસમૂહ “ઈશ્વરના પ્રેમ”નો અર્થ થઈ શકે છે કે: (1) તે ઈશ્વરને પ્રેમ કરતા લોકોનો સંદર્ભ આપી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રેમ જે ઈશ્વર તરફથી છે"" (2) તે ઈશ્વરને પ્રેમ કરતી વ્યક્તિનો સંદર્ભ આપી શકે છે. યુ.એસ.ટી. આ શક્યતાને સમજાવે છે. (જુઓ: માલિકી)
1 John 3:18
τεκνία
તમે ૨:૧માં આનો કેવી રીતે અનુવાદ કર્યો તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""તમે પ્રિય વિશ્વાસીઓ જેઓ મારી સંભાળ હેઠળ છો"" (જુઓ: રૂપક)
μὴ ἀγαπῶμεν λόγῳ, μηδὲ τῇ γλώσσῃ
“શબ્દમાં” અને ‘વાણીમાં” શબ્દસમૂહોનો અર્થ સમાન બાબતો છે. યોહાન સંભવતઃ ભાર આપવા માટે પુનરાવર્તનનો ઉપયોગ કરી રહ્યો છે. જો તે તમારી ભાષામાં સ્પષ્ટ હોય તો તમે આ શબ્દોને એક જ અભિવ્યક્તિમાં જોડી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""ચાલો આપણે ફક્ત કહીએ જ નહિ કે આપણે પ્રેમ કરીએ છીએ"" (જુઓ: બેવડું/બમણાં)
μὴ ἀγαπῶμεν λόγῳ, μηδὲ τῇ γλώσσῃ
કોઈ વ્યક્તિ શું કહે છે તેનો સંદર્ભ આપવા માટે યોહાન “શબ્દમાં” અને “વાણીમાં” શબ્દસમૂહોનો ઉપયોગ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""ચાલો આપણે ફક્ત કહીએ જ નહિ કે આપણે પ્રેમ કરીએ છીએ"" (જુઓ: ઉપનામ)
ἀλλὰ ἐν ἔργῳ καὶ ἀληθείᾳ
યોહાન કેટલાક શબ્દોને છોડી દઈ રહ્યો છે જે ઘણી ભાષાઓમાં વાક્ય પૂર્ણ કરવા જરૂરી હોય. આ વાક્યની શરૂઆતમાંથી આ શબ્દો મેળવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “પરંતુ આવો આપણે કૃત્ય અને સત્યમાં પ્રેમ કરીએ” (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))
ἐν ἔργῳ καὶ ἀληθείᾳ
યોહાન “અને” સાથે જોડાયેલા બે શબ્દોનો ઉપયોગ કરીને એક જ વિચાર વ્યક્ત કરી રહ્યો છે. “કાર્યમાં” પ્રેમાળ હોય તેને જે લાક્ષણિકતા હોય તેને “સત્ય” શબ્દ દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: “સાચે જ, ક્રિયાઓમાં” (જુઓ: સંયોજકો)
1 John 3:19
ἐν τούτῳ γνωσόμεθα…καὶ…πείσομεν τὰς καρδίας ἡμῶν
યોહાન આ કલમમાં પરિણામનું વર્ણન કરે છે. તે પરિણામનું કારણ તે પછીની કલમમાં આપે છે. જો તે તમારી ભાષામાં સ્પષ્ટ હોય તો તમે કલમ સેતુ બનાવીને પરિણામ પહેલાં કારણ મૂકી શકો છો. તમે તમારા અનુવાદમાં પ્રથમ ૩:૨૦ને મૂકી શકો છો, તેને એક અલગ વાક્ય બનાવીને ""તે"" શબ્દના બંને ઉદાહરણોને છોડી શકો છો. નીચેના સૂચનોમાં તેનો અનુવાદ કરીને તમે આ કલમને આગળ મૂકી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""આ રીતે આપણે જાણી શકીએ છીએ ... અને આપણે આપણા હૃદયને કેવી રીતે સમજાવી શકીએ છીએ"" (જુઓ: પદ્ય સેતુઓ)
ἐν τούτῳ γνωσόμεθα
આ એક રૂઢિપ્રયોગાત્મક અભિવ્યક્તિ છે જેનો ઉપયોગ યોહાન આ પત્રમાં ઘણી વખત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ રીતે આપણે જાણી શકીએ છીએ"" (જુઓ: રૂઢિપ્રયોગ)
γνωσόμεθα, ὅτι ἐκ τῆς ἀληθείας ἐσμέν, καὶ…πείσομεν τὰς καρδίας ἡμῶν
“આપણે જાણીશું” અને “અમે અમારા હૃદયને સમજાવીશું” શબ્દોનો અર્થ સમાન બાબતો છે. યોહાન સંભવતઃ ભાર આપવા માટે પુનરાવર્તનનો ઉપયોગ કરી રહ્યો છે. જો તે તમારા વાચકો માટે વધુ સ્પષ્ટ હોય તો તમે આ શબ્દસમૂહોને ભારપૂર્વકના અભિવ્યક્તિમાં જોડી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે સંપૂર્ણ રીતે ખાતરી પામીશું કે આપણે સત્યમાંથી છીએ"" (જુઓ: સમાંતરણ)
ἐκ τῆς ἀληθείας ἐσμέν
આનો અર્થ હોઈ શકે છે કે: (૧) યોહાન અલંકારિક રીતે કદાચ ઈશ્વરનો ઉલ્લેખ કરી રહ્યો છે, ઈશ્વર સાચા છે તે રીતે જોડાણ કરીને. બીજા શબ્દોમાં કહીએ તો, ઈશ્વર હંમેશા “સત્ય” કહે છે અને જે કહે છે તે તેઓ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે ઈશ્વર તરફથી છીએ, જે સત્ય છે"" (૨). ૨:૨૧ની જેમ, “સત્ય” શબ્દ કદાચ વિશ્વાસીઓ પાસે હોય તેવા સાચા શિક્ષણ, જે ઈસુ પાસેથી પ્રાપ્ત છે તેનો સંદર્ભ આપી શકે છે. તે યુ.એસ.ટી. આ પ્રમાણે અર્થઘટન કરે છે. (જુઓ: ઉપનામ)
ἐκ τῆς ἀληθείας ἐσμέν
જો તમારી ભાષામાં તે વધુ સ્પષ્ટ હોય તો તમે અમૂર્ત સંજ્ઞા “સત્ય” પાછળના વિચારને ""સાચા"" જેવા વિશેષણ સાથે વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""અમે જે સાચા છે તેમના તરફથી છીએ"" (જુઓ: અમૂર્ત નામો)
ἐκ τῆς ἀληθείας ἐσμέν
તમે ૩:૧૦ માં સમાન અભિવ્યક્તિનું ભાષાંતર કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે ઈશ્વરના છીએ"" અથવા ""આપણે ઈશ્વર સાથેના સંબંધમાં જીવીએ છીએ"" (જુઓ: રૂઢિપ્રયોગ)
πείσομεν τὰς καρδίας ἡμῶν
યોહાન અલંકારિક રીતે “હૃદય” વિષે વાત કરી રહ્યો છે જેનો અર્થ વિચારો અને લાગણીઓ છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે આ વિષે પોતાને ખાતરી આપી શકીએ છીએ"" (જુઓ: રૂપક)
ἔμπροσθεν αὐτοῦ
સર્વનામ “તેમને” ઈશ્વરનો સંદર્ભ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર સમક્ષ” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
ἔμπροσθεν αὐτοῦ
“પહેલાં” શબ્દનો અર્થ થાય છે “સામે” અથવા “ની હાજરીમાં”. તેનો સંભવતઃ અર્થ એ છે કે ઈશ્વર એવા વિશ્વાસી સાથે હાજર હશે જેને ખાતરીની જરૂર હશે અને તે વિશ્વાસીને આશ્વાસન મેળવવામાં મદદ કરશે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરની મદદ સાથે"" (જુઓ: રૂપક)
1 John 3:20
ὅτι ἐὰν καταγινώσκῃ ἡμῶν ἡ καρδία, ὅτι μείζων ἐστὶν ὁ Θεὸς τῆς καρδίας ἡμῶν, καὶ γινώσκει πάντα
યોહાન તેના વાચકોને ખાતરી આપવા માટે કાલ્પનિક પરિસ્થિતિની ચર્ચા કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “ધારો કે આપણું હૃદય આપણને દોષિત ઠરાવે છે. પણ પછી આપણે યાદ રાખવું જોઈએ કે ઈશ્વર આપણા હૃદય કરતા મહાન છે અને તે બધું જ જાણે છે” (જુઓ: આનુમાનિત પરિસ્થિતિઓ)
ἐὰν καταγινώσκῃ ἡμῶν ἡ καρδία
યોહાન વિચારો અને લાગણીઓનો અર્થ કરવા માટે “હૃદય” વિષે અલંકારિક રીતે બોલે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો આપણી લાગણીઓ આપણને નિંદા કરે છે"" અથવા ""જો આપણા વિચારો આપણને દોષિત ઠેરવે છે"" (જુઓ: રૂપક)
ἐὰν καταγινώσκῃ ἡμῶν ἡ καρδία
૩:૧૯ થી ચાલુ રાખીને અહિનો વિષય, એ છે કે આપણે કેવી રીતે જાણી શકીએ કે ""આપણે સત્યમાંથી છીએ,"" તેથી આ સંભવતઃ તેના વિષે ખાતરીની જરૂર હોવાનો સંદર્ભ છે. જો તે તમારા વાચકોને મદદરૂપ હોય તો તમે તે સ્પષ્ટપણે કહી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""જો આપણને ક્યારેય એવું લાગે કે આપણે ઈશ્વરના નથી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ἡμῶν ἡ καρδία…τῆς καρδίας ἡμῶν
જો તમારી ભાષામાં એક “હૃદય” સંખ્યાબંધ લોકોનું હોય તેમ બોલવું અસામાન્ય હોય, અને જો તમે તમારા અનુવાદમાં રૂપક તરીકે “હૃદય” શબ્દને જાળવી રાખવાનું નક્કી કરો છો, તો તમે તેને બહુવચન બનાવી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""આપણા હૃદય ... આપણા હૃદય"" (જુઓ: માલિકી)
μείζων ἐστὶν ὁ Θεὸς τῆς καρδίας ἡμῶν, καὶ γινώσκει πάντα
યોહાન “હૃદય”નો ઉપયોગ અલંકારિક રીતે વિચારો અને લાગણીઓનો અર્થ કરવા માટે કરી રહ્યો હોવાથી, “ઈશ્વર આપણા હૃદય કરતાં મહાન છે” એ વિધાનનો સંભવતઃ અર્થ એવો થાય છે કે ઈશ્વર આપણા કરતાં વધુ જાણે છે અને સમજે છે અને આપણને આપણા માટે છે તેના કરતાં ઈશ્વરને આપણા માટે વધુ કરુણા છે. જો તે તમારા વાચકો માટે વધુ સ્પષ્ટ હોય તો તમે આ શબ્દસમૂહોને ભારપૂર્વકના અભિવ્યક્તિમાં જોડી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર ચોક્કસપણે આપણા કરતાં વધુ સારી રીતે જાણે છે કે આપણે તેમના છીએ"" (જુઓ: સમાંતરણ)
μείζων ἐστὶν ὁ Θεὸς τῆς καρδίας ἡμῶν, καὶ γινώσκει πάντα
તેનો અર્થ એ છે કે, ઈશ્વરના વધુ જ્ઞાનને જોતાં, આપણે આપણા વિચારો અને લાગણીઓ શું કહે છે તેના કરતાં તેમણે જે કહ્યું છે તેના પર વિશ્વાસ કરવો જોઈએ. જો તમારા વાચકોને તે મદદરૂપ હોય તો તમે તે સ્પષ્ટપણે કહી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર ચોક્કસપણે આપણા કરતાં વધુ સારી રીતે જાણે છે કે આપણે તેમના છીએ, અને તેથી આપણે તે માનવું જોઈએ કારણ કે તેમણે તેમ કહ્યું છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
1 John 3:21
ἀγαπητοί
તમે ૨:૭માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: “તમે લોકો જેમને હું પ્રેમ કરું છું” અથવા “પ્રિય મિત્રો” (જુઓ: નામવાચક વિશેષણો)
ἐὰν ἡ καρδία μὴ καταγινώσκῃ, παρρησίαν ἔχομεν πρὸς τὸν Θεόν,
યોહાન તેના વાચકોને ખાતરી આપવા માટે બીજી કાલ્પનિક પરિસ્થિતિની ચર્ચા કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ધારો કે આપણું હૃદય આપણને દોષી ઠરાવતું નથી તો પછી આપણને ઈશ્વર પ્રત્યે વિશ્વાસ/હિમંત છે” (જુઓ: આનુમાનિત પરિસ્થિતિઓ)
ἐὰν ἡ καρδία μὴ καταγινώσκῃ
તમે ૩:૨૦ માં સમાન અભિવ્યક્તિનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: “જો આપણને એવું ન લાગે કે આપણે ઈશ્વરના નથી” અથવા, હકારાત્મક રીતે, “જો આપણને ખાતરી થાય કે આપણે ઈશ્વરના છીએ” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ἡ καρδία
જો તમે અગાઉની કલમમાં તમારા અનુવાદમાં “હૃદય” શબ્દને રૂપક તરીકે જાળવી રાખવાનું નક્કી કર્યું હોય અને તમે તેને ત્યાં બહુવચન બનાવ્યું હોય, તો તમે તેને આ કિસ્સામાં પણ બહુવચન બનાવી શકો છો. તમે અગાઉની કલમની જેમ સમાન માલિકીભર્યા સર્વનામનો પણ ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “આપણા હૃદય” (જુઓ: માલિકી)
παρρησίαν ἔχομεν πρὸς τὸν Θεόν
જો તે તમારા વાચકોને મદદરૂપ હોય તો પછીની કલમમાં યોહાન જે કહે છે તેના પ્રકાશમાં, આ “હિમંત/ભરોસો” દ્વારા શું લાગુ પડે છે તે તમે સ્પષ્ટપણે કહી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે હિમંતપૂર્વક/ભરોસાપૂર્વક ઈશ્વરને પ્રાર્થના કરી શકીએ છીએ"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
παρρησίαν ἔχομεν πρὸς τὸν Θεόν
જો તમારી ભાષામાં તે વધુ સ્પષ્ટ હોય તો તમે અમૂર્ત સંજ્ઞા “હિમંત/ભરોસો” પાછળના વિચારને ""હિમંતપૂર્વક/ભરોસાપૂર્વક"" જેવા ક્રિયાવિશેષણ સાથે વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે હિમંતપૂર્વક/ભરોસાપૂર્વક ઈશ્વરને પ્રાર્થના કરી શકીએ છીએ"" (જુઓ: અમૂર્ત નામો)
1 John 3:22
ὅτι τὰς ἐντολὰς αὐτοῦ τηροῦμεν, καὶ τὰ ἀρεστὰ ἐνώπιον αὐτοῦ ποιοῦμεν
યોહાન એવું નથી કહેતો કે કારણ કે આપણે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ અને તેમને જે ગમે છે તે કરીએ છીએ માટે આપણે જે કંઈ માંગીએ છીએ તે આપણે “પ્રાપ્ત” કરીએ છીએ. આપણું આજ્ઞાપાલન આપણે જે માંગીએ છીએ તે આપવા માટે ઈશ્વરને ફરજ પાડતું નથી. આપણું આજ્ઞાપાલન એ છે જે ઈશ્વરને આપણી પાસેથી અપેક્ષા રાખવાનો અધિકાર છે. ઊલટાનું, શબ્દ “કારણ કે” આ વાક્યમાં અગાઉના કથન સુધી પહોંચે છે, પાછલી કલમમાં, કે ""આપણને ઈશ્વર તરફ ભરોસો છે,"" એટલે કે, આપણે હિમંતપૂર્વક/ભરોસાપૂર્વક ઈશ્વરને પ્રાર્થના કરી શકીએ છીએ. જો તે તમારા વાચકોને મદદરૂપ હોય તો તમે અહિ એક નવું વાક્ય શરૂ કરીને સ્પષ્ટપણે આને સૂચવી શકો છો, જે તે નિવેદનનો સંદર્ભ આપે છે અને સમજાવે છે કે આ કલમમાં યોહાનનું નિવેદન તેની સાથે કેવી રીતે સંબંધિત છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે આ રીતે હિમંતપૂર્વક/ભરોસાપૂર્વક પ્રાર્થના કરી શકીએ છીએ કારણ કે આપણે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ અને તેમને જે ગમે છે તે કરીએ છીએ, અને તે આપણને ખાતરી આપે છે કે આપણે તેમના છીએ"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
τὰς ἐντολὰς αὐτοῦ τηροῦμεν
જેમ ૨:૩માં, શબ્દ “પાળવું” એ રૂઢિપ્રયોગ છે જેનો અર્થ થાય છે કે ""આજ્ઞા પાળવી."" વૈકલ્પિક ભાષાંતર: ""આપણે તેમની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ"" (જુઓ: રૂઢિપ્રયોગ)
τὰ ἀρεστὰ ἐνώπιον αὐτοῦ
“પ્રસન્ન કરવા** વિશેષણનો ઉપયોગ યોહાન સંજ્ઞા તરીકે કરી રહ્યો છે. આ બતાવવા માટે યુ.એલ.ટી. “વાનાંઓ” ઉમેરે છે. (શબ્દ બહુવચન છે.) તમારી ભાષા એ જ રીતે વિશેષણોનો ઉપયોગ કરી શકે છે. જો નહિ, તો તમે આને સમકક્ષ અભિવ્યક્તિ સાથે અનુવાદિત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""તે વાનાંઓ જે તેમને ખુશ કરે છે"" (જુઓ: નામવાચક વિશેષણો)
τὰ ἀρεστὰ ἐνώπιον αὐτοῦ
“પહેલા” શબ્દનો અર્થ અન્ય વ્યક્તિની ""સામે"" અથવા ""હાજરીમાં"" થાય છે. આ કિસ્સામાં, “તેમની આગળ” સૂચવે છે કે ""ઈશ્વર જ્યાં જોઈ શકે છે."" જોવું, તેના સંદર્ભમાં, ધ્યાન અને નિર્ણયનું પ્રતિનિધિત્વ કરે છે. તો આનો અર્થ એ છે કે જે વાનાંઓ ઈશ્વરને પ્રસન્ન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે વાનાંઓ જે તેમને ખુશ કરે છે"" અથવા ""જે તેમને ખુશ કરે છે"" (જુઓ: રૂપક)
1 John 3:23
αὕτη ἐστὶν ἡ ἐντολὴ αὐτοῦ
આ કલમમાં “તેમના” અને “તે” સર્વનામો ઈશ્વરનો સંદર્ભ સૂચવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ જે ઈશ્વરે આજ્ઞા કરી છે તે છે ... જેમ ઈશ્વરે આપણને આજ્ઞા આપી છે"" (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
τῷ ὀνόματι τοῦ Υἱοῦ αὐτοῦ, Ἰησοῦ Χριστοῦ
૨:૧૨માં, યોહાન ઈસુ કોણ છે અને તેમણે શું કર્યું છે તે દર્શાવવા માટે અલંકારિક રીતે ઈસુના “નામ”નો ઉપયોગ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુ ખ્રિસ્ત, તેમના પુત્રમાં અને તેમણે આપણા માટે જે કર્યું છે"" (જુઓ: ઉપનામ)
τοῦ Υἱοῦ
ઈસુ માટે “પુત્ર” એક મહત્વપૂર્ણ શીર્ષક છે, ઈશ્વર પુત્ર. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
1 John 3:24
ὁ τηρῶν τὰς ἐντολὰς αὐτοῦ, ἐν αὐτῷ μένει
“તેના” અને “તેમના” સર્વનામો સૂચવે છે કે ""જે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરે છે તે ઈશ્વરમાં રહે છે, અને ઈશ્વર તે વ્યક્તિમાં રહે છે"" (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
ὁ τηρῶν τὰς ἐντολὰς αὐτοῦ
“પાળવું” શબ્દ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ થાય છે ""આજ્ઞાપાલન."" વૈકલ્પિક ભાષાંતર: ""જે વ્યક્તિ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરે છે"" (જુઓ: રૂઢિપ્રયોગ)
ἐν αὐτῷ μένει
૧ લા યોહાનના પત્રના ભાગ ૩ની પ્રસ્તાવનામાં “માં રહેવું” શબ્દની ચર્ચા જુઓ. આ કિસ્સામાં, તેનો અર્થ ૨:૬ જેવો જ છે. જુઓ કે તમે તેનો ત્યાં કેવી રીતે અનુવાદ કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર:""તેમની સાથે ગાઢ સંબંધ ચાલુ રાખે છે"" (જુઓ: રૂપક)
ἐν αὐτῷ μένει
યોહાન અલંકારિક રીતે વાત કરે છે જાણે કે વિશ્વાસીઓ ઈશ્વરની અંદર હોઈ શકે. વૈકલ્પિક ભાષાંતર:""તેમની સાથે ગાઢ સંબંધ ચાલુ રાખે છે"" (જુઓ: રૂપક)
καὶ αὐτὸς ἐν αὐτῷ
યોહાન એવા કેટલાક શબ્દો છોડી રહ્યો છે જે વાક્યને પૂર્ણ થવા માટે ઘણી ભાષાઓમાં જરૂરી છે. આ શબ્દો વાક્યના આગળના ભાગમાંથી પૂરા પાડી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર:""અને ઈશ્વર તેનામાં રહે છે"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))
καὶ αὐτὸς ἐν αὐτῷ
યોહાન અલંકારિક રીતે વાત કરે છે જાણે કે ઈશ્વર વિશ્વાસીઓની અંદર હોઈ શકે. વૈકલ્પિક ભાષાંતર:""અને ઈશ્વર તે વ્યક્તિ સાથે ગાઢ સંબંધ જારી રાખે છે"" (જુઓ: રૂપક)
ἐν τούτῳ γινώσκομεν ὅτι
આ એક રૂઢિપ્રયોગાત્મક અભિવ્યક્તિ છે જેનો યોહાન આ પત્રમાં ઘણી વખત ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર:""આ રીતે આપણે જાણીએ છીએ"" (જુઓ: રૂઢિપ્રયોગ)
μένει ἐν ἡμῖν
૧ લા યોહાનના પત્રના ભાગ ૩ માંની પ્રસ્તાવનામાં “માં રહેવું” શબ્દની ચર્ચા જુઓ. આ કિસ્સામાં, તેનો અર્થ કલમમાં અગાઉ તે જે કરે છે તે જ બાબતનો અર્થ લાગે છે. વૈકલ્પિક ભાષાંતર:""તેમણે આપણી સાથે ગાઢ સંબંધ ચાલુ રાખ્યો છે"" (જુઓ: રૂપક)
1 John 4
યોહાનનો ૧ લો પત્ર અધ્યાય ૪ સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
- ઈસુ માનવી બન્યા તેનો નકાર કરવો તે ખોટું શિક્ષણ છે (૪:૧-૬)
- અસલ/ખરા વિશ્વાસીઓ એકબીજાને પ્રેમ કરે છે, જેમ ઈશ્વરે તેમને પ્રેમ કર્યો તેમ (૪:૭-૨૧)
આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
“પવિત્ર આત્મા” અને “આત્મા”
આ અધ્યાયમાં યોહાન “આત્મા” શબ્દનો ઉપયોગ વિવિધ રીતે કરે છે.
ક્યારેક “આત્મા” શબ્દ અલૌકિક અસ્તિત્વનો ઉલ્લેખ કરે છે.
ક્યારેક “આત્મા” શબ્દ કશાકની લાક્ષણિકતાઓનો ઉલ્લેખ કરે છે.
અભિવ્યક્તિઓ ""ખ્રિસ્ત વિરોધીનો આત્મા,"" ""સત્યનો આત્મા"" અને ""ભૂલનો આત્મા"" એ તેમની લાક્ષણિકતાનો સંદર્ભ આપે છે.
જ્યારે શબ્દ મોટા અક્ષર સાથે/ગાઢ અક્ષર સાથે લખવામાં આવે છે, જેમ કે ""ઈશ્વરનો આત્મા"" અને ""તેમનો આત્મા,"" તો તે પવિત્ર આત્માનો સંદર્ભ આપે છે.
આ અધ્યાયમાં અન્ય સંભવિત ભાષાંતર સમસ્યાઓ
ઈશ્વરને પ્રેમ કરવો
જો લોકો ઈશ્વરને પ્રેમ કરે છે તો તે તેઓએ તેમની જીવનશૈલીમાં અને બીજાઓ સાથે તેઓ કેવી રીતે વર્તે છે તેમાં દર્શાવવું જોઈએ. આમ કરવાથી આપણને ખાતરી થઈ શકે કે ઈશ્વરે આપણો ઉદ્ધાર કર્યો છે અને આપણે તેમના છીએ. પરંતુ બીજાઓને પ્રેમ કરવાથી આપણે પોતાનો ઉદ્ધાર કરી શકતા નથી. ખાતરી કરો કે તમારા અનુવાદમાં આ સ્પષ્ટ છે. યોહાન ૪:૭ માં કહે છે કે ""દરેક જે પ્રેમ કરે છે તે ઈશ્વરથી જન્મેલો છે અને ઈશ્વરને ઓળખે છે."" જેમ નોંધો સમજાવે છે તેમ, આનો અર્થ એ છે કે જે પ્રેમ કરે છે તે દરેક વ્યક્તિના આધ્યાત્મિક પિતા ઈશ્વર છે, અને જે પ્રેમ કરે છે તે દરેક ઈશ્વર સાથે ગાઢ સંબંધ ધરાવે છે. પરંતુ તે પ્રેમ એક સંકેત છે કે ઈસુએ વધસ્તંભ પર તેમના માટે જે કર્યું તેના કારણે તેઓ ઈશ્વરના છે, જેમ યોહાન ૪:૧૦ માં કહે છે તેમ. ઈસુએ જે કર્યું તેનાથી તેઓ ઉદ્ધાર પામ્યા, નહિ કે તેઓ પોતે બીજાઓને પ્રેમ કરતા હતા તેથી. (જુઓ: બચાવવું, બચાવ્યા, સલામત, તારણ)
આ અધ્યાયમાંના કેટલાક મહત્વના પાઠ્ય મુદ્દાઓ
4:3 માં, સૌથી સચોટ પ્રાચીન હસ્તપ્રતો કહે છે કે ""ઈસુને સ્વીકારો."" તે વાંચનને યુ.એલ.ટી. અનુસરે છે. કેટલીક અન્ય પ્રાચીન હસ્તપ્રતો કહે છે કે ""ઈસુ ખ્રિસ્ત દેહમાં આવ્યા છે તે સ્વીકારો."" (આમાંની કેટલીક હસ્તપ્રતો ""ઈસુ ખ્રિસ્ત"" ને બદલે ""ઈસુ"" અથવા ""પ્રભુ ઈસુ"" કહે છે.) જો તમારા પ્રદેશમાં બાઇબલનું ભાષાંતર પહેલેથી અસ્તિત્વમાં છે, તો તે સંસ્કરણમાં જે પણ વાંચન મળે તેનો ઉપયોગ કરવાનું વિચારો. જો અનુવાદ પહેલેથી અસ્તિત્વમાં નથી, તો અમે ભલામણ કરીએ છીએ કે તમે યુ.એલ.ટી. લખાણમાંના વાંચનને અનુસરો. (જુઓ: શાબ્દિક ભિન્નતા)
1 John 4:1
ἀγαπητοί
તમે ૨:૭માં આનો અનુવાદ કેવી રીતે કર્યો તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર:“તમે લોકો જેમને હું પ્રેમ કરું છું” અથવા “પ્રિય મિત્રો” (જુઓ: નામવાચક વિશેષણો)
μὴ παντὶ πνεύματι πιστεύετε, ἀλλὰ δοκιμάζετε τὰ πνεύματα
“આત્મા” જે પ્રબોધકને બોલવા માટે પ્રેરિત કરે છે તેની સાથે જોડાણ કરીને યોહાન, પ્રબોધક વિષે અલંકારિક રીતે વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર:“દરેક પ્રબોધક પર વિશ્વાસ ન કરો; તેના બદલે, પ્રબોધકો શું કહે છે તે કાળજીપૂર્વક ધ્યાનમાં લો"" (જુઓ: ઉપનામ)
εἰ ἐκ τοῦ Θεοῦ ἐστιν
“ઈશ્વર તરફથી” અભિવ્યક્તિ એક રૂઢિપ્રયોગ છે. યોહાન આ પત્રમાં તેનો ઉપયોગ વિવિધ રીતે કરે છે. વૈકલ્પિક ભાષાંતર:""ઈશ્વરે તેમને મોકલ્યા છે કે કેમ તે નિર્ધારિત કરવા માટે"" અથવા ""ઈશ્વર તેમને પ્રેરણા આપે છે કે કેમ તે નિર્ધારિત કરવા માટે"" (જુઓ: રૂઢિપ્રયોગ)
ἐξεληλύθασιν εἰς τὸν κόσμον
યોહાન આ પત્રમાં વિવિધ બાબતોનો અર્થ કરવા માટે “જગત”નો ઉપયોગ કરે છે. અહિ તે અલંકારિક રીતે જગતમાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો સાથે વાત કરવા આસપાસ જઈ રહ્યાં છે"" (જુઓ: ઉપનામ)
1 John 4:2
ἐν τούτῳ γινώσκετε
આ એક રૂઢિપ્રયોગાત્મક અભિવ્યક્તિ છે જેનો યોહાન આ પત્રમાં ઘણી વખત ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર:""આ રીતે તમે ઓળખી શકો છો"" (જુઓ: રૂઢિપ્રયોગ)
πᾶν πνεῦμα ὃ ὁμολογεῖ
“આત્મા” જે પ્રબોધકને બોલવા માટે પ્રેરિત કરે છે તેની સાથે જોડાણ કરીને યોહાન, પ્રબોધક વિષે અલંકારિક રીતે વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર:“દરેક પ્રબોધક જે શિક્ષણ આપે છે” (જુઓ: ઉપનામ)
Ἰησοῦν Χριστὸν ἐν σαρκὶ ἐληλυθότα
જેમ કે ૨:૧૬, યોહાન “દેહ” શબ્દનો અલંકારિક અર્થમાં ઉપયોગ કરી ભૌતિક માનવ શરીર જે “માંસ”થી બનેલ છે તેનો અર્થ કરે છે. જૂઠા શિક્ષકોએ શા માટે ઈસુને માનવ શરીર છે તે વાતનો ઇનકાર કર્યો તેના સમજૂતી માટે યોહાનના ૧ લા પત્રની પ્રસ્તાવનાનો ભાગ ૨ જુઓ. વૈકલ્પિક ભાષાંતર:""કે ઈસુ ખ્રિસ્તનું વાસ્તવિક માનવ શરીર હતું"" (જુઓ: ઉપનામ)
ἐκ τοῦ Θεοῦ ἐστιν
તમે ૪:૧માં આ અભિવ્યક્તિનો અનુવાદ કેવી રીતે કર્યો હતો તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર:""ઈશ્વર દ્વારા પ્રેરિત છે"" અથવા, જો તમારી ભાષા નિષ્ક્રિય સ્વરૂપોનો ઉપયોગ કરતી નથી, તો ""ઈશ્વર પ્રેરણાદાયક છે,"" તે વાક્યને ""દરેક આત્મા"" અથવા ""દરેક પ્રબોધક"" પહેલાં મૂકીને (જુઓ: રૂઢિપ્રયોગ)
1 John 4:3
πᾶν πνεῦμα ὃ μὴ ὁμολογεῖ
તમે ૪:૨માં સમાન અભિવ્યક્તિનો અનુવાદ કેવી રીતે કર્યો તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર:""દરેક પ્રબોધક જે શીખવતો નથી"" (જુઓ: ઉપનામ)
Ἰησοῦν
આ અધ્યાયની સામાન્ય નોંધોના અંતે પાઠ્ય મુદ્દાઓની ચર્ચા જુઓ કે શું યુ.એલ.ટી.ના વાંચનને અનુસરવું અને “ઈસુ” કહેવું અથવા અમુક અન્ય સંસ્કરણોના વાંચનને અનુસરવું અને કહેવું કે ""ઈસુ ખ્રિસ્તમાં દેહમાં આવ્યા છે."" જેઓ તેનો ઉપયોગ કરવાનું નક્કી કરે છે તેમના માટે નીચેની નોંધ, ભિન્ન વાંચન સંબંધિત અનુવાદના મુદ્દાની ચર્ચા કરે છે. (જુઓ: શાબ્દિક ભિન્નતા)
τὸν Ἰησοῦν
જો તમે ""ઈસુ ખ્રિસ્ત દેહમાં આવ્યા છે"" એવા વાંચનને અનુસરો છો, તો જુઓ કે તમે પહેલાની કલમમાં તે અભિવ્યક્તિનો અનુવાદ કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર:""કે ઈસુ ખ્રિસ્તનું વાસ્તવિક માનવ શરીર હતું"" (જુઓ: ઉપનામ)
τὸν Ἰησοῦν
જો તમે પાઠ્ય ભિન્નતાના આધારે આમ ન કરો તો પણ, ગર્ભિત માહિતીને સ્પષ્ટ બનાવવા માટે તમે “ઈસુ” દ્વારા યોહાનનો અર્થ શું છે, તે વધુ સંપૂર્ણ રીતે સમજાવવા ઈચ્છી શકો છો. વૈકલ્પિક ભાષાંતર:""કે ઈસુ ખ્રિસ્તનું વાસ્તવિક માનવ શરીર હતું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ἐκ τοῦ Θεοῦ οὐκ ἔστιν
જુઓ કે તમે અગાઉની કલમમાં સમાન અભિવ્યક્તિનું ભાષાંતર કેવી રીતે કર્યું છે. વૈકલ્પિક ભાષાંતર:""ઈશ્વર દ્વારા પ્રેરિત નથી"" અથવા, જો તમારી ભાષા નિષ્ક્રિય સ્વરૂપોનો ઉપયોગ કરતી નથી તો, ""ઈશ્વર પ્રેરણા આપી રહ્યા નથી,"" તે વાક્યને “દરેક આત્મા” અથવા ""દરેક પ્રબોધક"" પહેલાં મૂકવું. (જુઓ: રૂઢિપ્રયોગ)
τοῦτό ἐστιν τὸ τοῦ ἀντιχρίστου
“તે” શબ્દનો મોટે ભાગે અર્થ ""આત્મા"" થાય છે, જે પાછલા વાક્યમાં ""આત્મા"" શબ્દનો સંદર્ભ આપે છે. વૈકલ્પિક ભાષાંતર:""આ ખ્રિસ્તવિરોધીનો આત્મા છે"" (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
τοῦτό ἐστιν τὸ τοῦ ἀντιχρίστου
માની લઈએ કે “તે” શબ્દનો અર્થ ""આત્મા"" થાય છે, તો આ પ્રકરણની સામાન્ય નોંધોમાં ""આત્મા"" શબ્દની ચર્ચા જુઓ. યોહાન આ કિસ્સામાં, શબ્દનો ઉપયોગ કોઈ અલૌકિક અસ્તિત્વનો અર્થ કરવાને બદલે કશાકની લાક્ષણિકતાના અર્થમાં કરશે. એ પણ જુઓ કે તમે ૨:૧૮ માં “ખ્રિસ્તવિરોધી” શબ્દનો અનુવાદ કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ ખોટા શિક્ષણ ઈસુના વિરોધમાં છે""
ὃ ἀκηκόατε ὅτι ἔρχεται, καὶ νῦν ἐν τῷ κόσμῳ ἐστὶν ἤδη
“જે/કયો” શબ્દ ""ખ્રિસ્તવિરોધી” ના ""આત્મા"" નો સંદર્ભ આપે છે, જે પહેલાંથી જ આ “જગતમાં હતો” તે સમયે જ્યારે યોહાને લખ્યું હતું ત્યારે, અને ""ખ્રિસ્તવિરોધી"" સ્વયં નહિ, જે “જગતમાં” હતો જ નહિ. અહિ નવું વાક્ય શરૂ કરવું મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર:""તમે સાંભળ્યું છે કે આ ખોટા શિક્ષણ આવી રહ્યું છે, અને તે હવે લોકોમાં પ્રસારિત થઈ રહ્યું છે"" (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
ἐν τῷ κόσμῳ
યોહાન આ પત્રમાં વિવિધ બાબતોના અર્થમાં “જગત” શબ્દનો ઉપયોગ કરે છે. અહિ, જ્યારે તેનો અર્થ કદાચ શાબ્દિક રીતે પૃથ્વી હોઈ શકે છે (તેથી આ અભિવ્યક્તિનો અર્થ થશે ""આ પૃથ્વી પર""), તે સંભવતઃ જગતમાં રહેતા લોકો માટે અલંકારિક રીતે ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો વચ્ચે ફરતો"" (જુઓ: ઉપનામ)
1 John 4:4
ὑμεῖς ἐκ τοῦ Θεοῦ ἐστε
“ઈશ્વર તરફથી” અભિવ્યક્તિનો અર્થ આ કલમમાં અગાઉની ત્રણ કલમો કરતાં કંઈક જુદો છે, કારણ કે તે પ્રબોધકોને પ્રેરિત કરતા આત્માઓને સ્થાને વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. તેનો અર્થ એ જ છે જે ૩:૧૦માં છે. જુઓ કે તમે તેનો અનુવાદ ત્યાં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે ઈશ્વરના છો"" અથવા ""તમે ઈશ્વર સાથેના સંબંધમાં જીવો છો"" (જુઓ: રૂઢિપ્રયોગ)
τεκνία
તમે ૨:૧ માં આનો અનુવાદ કેવી રીતે કર્યો તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""તમે પ્રિય વિશ્વાસીઓ જેઓ મારી સંભાળ હેઠળ છો"" (જુઓ: રૂપક)
νενικήκατε αὐτούς
જેમ કે ૨:૧૩માં અને ૨:૧૪માં છે તેમ, યોહાન “જીતવું” શબ્દનો ઉપયોગ અલંકારિક રીતે કરે છે. તે વિશ્વાસીઓના ખોટા પ્રબોધકોને માનવાનો ઇનકાર વિષે વાત કરે છે જાણે કે વિશ્વાસીઓએ આ પ્રબોધકોને સંઘર્ષમાં હરાવ્યા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તમે આ ખોટા શિક્ષકોને માનવાનો ઇનકાર કર્યો છે"" (જુઓ: રૂપક)
αὐτούς
સર્વનામ “તેઓ” એ ખોટા પ્રબોધકોનો ઉલ્લેખ કરે છે જેમનું યોહાન ૪:૧ માં વર્ણન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ ખોટા શિક્ષકો"" (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
ἐστὶν ὁ ἐν ὑμῖν
જેમ ૩:૨૪માં છે તેમ, યોહાન અલંકારિક રીતે વાત કરે છે છે, જાણે કે ઈશ્વર વિશ્વાસીઓની માંહે હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર, જેની સાથે તમારો ગાઢ સંબંધ છે,"" (જુઓ: રૂપક)
μείζων…ἢ
વૈકલ્પિક ભાષાંતર: ""તેના કરતાં વધુ શક્તિશાળી છે""
ὁ ἐν τῷ κόσμῳ
યોહાન અગાઉની કલમમાં કહે છે કે ખ્રિસ્તવિરોધીનો આત્મા ""પહેલેથી જ જગતમાં"" છે, જેનો અર્થ થાય છે કે ""આ પૃથ્વી પર"" અથવા ""લોકો વચ્ચે ફરી રહ્યો છે."" તેના પ્રકાશમાં, “જગતમાં એક” શબ્દસમૂહને, “જગતમાં” તે આત્મા જે રીતે છે તેની સાથે સાંકળીને અલંકારિક રીતે ઉલ્લેખ, કદાચ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્તવિરોધીનો આત્મા"" (જુઓ: ઉપનામ)
જો શબ્દસમૂહ “જગતમાંનો એક” એ ખ્રિસ્તવિરોધીના આત્માનો સંદર્ભ આપે છે, તો યોહાન તે આત્માને વ્યક્ત કરી રહ્યો છે. યુ.એલ.ટી. તેને “તે એક” કહી સૂચવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્તવિરોધીનો આત્મા"" (જુઓ: વ્યક્તિનો અવતાર)
બીજી શક્યતા એ છે કે યોહાન “જગત” શબ્દનો ઉપયોગ ઈશ્વર વિરુદ્ધની મૂલ્ય પ્રણાલીનો અર્થ કરવા માટે કરે છે. તે કિસ્સામાં, શબ્દસમૂહ “જગતમાંનો એક” એટલે શેતાન જે રીતે તંત્ર વ્યવસ્થાને પ્રભાવિત કરે છે તે રીતે તેને જોડે છે. વૈકલ્પિક ભાષાંતર: ""શેતાન"" (જુઓ: ઉપનામ)
1 John 4:5
αὐτοὶ ἐκ τοῦ κόσμου εἰσίν; διὰ τοῦτο ἐκ τοῦ κόσμου λαλοῦσιν
યોહાન આ પત્રમાં વિવિધ બાબતોના અર્થમાં “જગત” શબ્દનો ઉપયોગ કરે છે. અહિ આ પ્રથમ બે કિસ્સાઓમાં, તે અલંકારિક રીતે એવા લોકો કે જેઓ ઈશ્વરને ઓળખતા નથી તેઓના દ્વારા ઉપયોગમાં લેવાતી મૂલ્ય પ્રણાલીનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “આ ખોટા શિક્ષકો એવા લોકોની અધર્મી મૂલ્ય પ્રણાલીથી પ્રભાવિત છે જેઓ ઈશ્વરને માન આપતા નથી. પરિણામે, તેઓ તે સિસ્ટમના દ્રષ્ટિકોણને વ્યક્ત કરે છે” (જુઓ: ઉપનામ)
αὐτοὶ
સર્વનામ “તેઓ” એ ખોટા પ્રબોધકોનો ઉલ્લેખ કરે છે જેમનું યોહાન ૪:૧માં વર્ણન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “આ ખોટા શિક્ષકો” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
ὁ κόσμος αὐτῶν ἀκούει
આ કિસ્સામાં, “જગત” શબ્દ અલંકારિક રીતે વિશ્વમાં રહેતા લોકોનો સંદર્ભ આપે છે, અને ખાસ કરીને એવા લોકોનો સંદર્ભ કે જેઓ ઈશ્વરને માન આપતા નથી અથવા તેમને આધીન થતા નથી. વૈકલ્પિક ભાષાંતર: ""અધર્મી લોકો તેમને સાંભળે છે"" (જુઓ: ઉપનામ)
ὁ κόσμος αὐτῶν ἀκούει
“સાંભળે છે” શબ્દો એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ થાય છે ""માને છે"" અથવા ""તેના દ્વારા મનાવવામાં આવે છે."" વૈકલ્પિક ભાષાંતર: ""અધર્મી લોકો તેમને માને છે"" (જુઓ: રૂઢિપ્રયોગ)
1 John 4:6
ἡμεῖς…ἡμῶν…ἡμῶν
આ કલમના પ્રથમ ત્રણ વાક્યોમાંના આ સર્વનામો વિશિષ્ટ હશે, અને તેથી જો તમારી ભાષા તે તફાવતને ચિહ્નિત કરતી હોય, તો તમારા અનુવાદમાં સમાવિષ્ટ સ્વરૂપનો ઉપયોગ કરો. યોહાન ઈસુ વિષેના સત્યના શિક્ષકો તરીકે પોતાની અને તેના સાથી પ્રત્યક્ષદર્શીઓની વાત પુનરુત્થાનના સાક્ષી તરીકે કરી રહ્યો છે. તે પોતાના વિષે અને જેઓને તે લખી રહ્યો છે તેઓ વિષે કહી રહ્યો નથી. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)
ἡμεῖς ἐκ τοῦ Θεοῦ ἐσμεν
અહિ, “ઈશ્વર તરફથી”નો અર્થ થઈ શકે છે: (૧) તેનો અર્થ તે જ થઈ શકે છે જે તે ૪:૪ અને ૪:૧-૩માં કરે છે. તે અર્થઘટન યુ.એસ.ટી.માં છે. વૈકલ્પિક ભાષાંતર: “આપણે ઈશ્વરના છીએ” (૨) યોહાન કદાચ એમ કહી રહ્યો હશે કે તે અને તેના સાથી પ્રત્યક્ષદર્શીઓ ઈસુ વિષે સત્ય શીખવે છે કારણ કે ઈશ્વરે તેમને તે કરવા મોકલ્યા છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે અમને મોકલ્યા છે"" (જુઓ: રૂઢિપ્રયોગ)
ἡμεῖς ἐκ τοῦ Θεοῦ ἐσμεν
જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે સ્પસ્ટપણે કહી શકો છો કે કેમ ઈશ્વરે શું કાર્ય કરવા, યોહાન અને અન્ય પ્રત્યક્ષદર્શીઓ મોકલ્યા છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે અમને ઈસુના પૃથ્વી પરના જીવનના પ્રત્યક્ષદર્શીઓ તરીકે ઈસુ વિષેના સત્ય શીખવવા મોકલ્યા છે"" (જુઓ: રૂઢિપ્રયોગ)
ὁ γινώσκων τὸν Θεὸν
જેમ ૨:૪માં છે તેમ, યોહાન ચોક્કસ અર્થમાં “જાણે/ઓળખે છે” શબ્દોનો ઉપયોગ કરે છે. જુઓ કે તમે તેનો અનુવાદ ત્યાં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈપણ વ્યક્તિ જેનો ઈશ્વર સાથે ગાઢ સંબંધ છે""
ἀκούει ἡμῶν…οὐκ ἀκούει ἡμῶν
જેમ ૪:૫માં છે તેમ, “સાંભળે છે” શબ્દો એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ થાય છે ""માનવું"" અથવા ""તેના દ્વારાથી મનાવવામાં આવે છે."" વૈકલ્પિક ભાષાંતર: ""આપણે જે શીખવીએ છીએ તે માને છે … આપણે જે શીખવીએ છીએ તે માનતા નથી"" (જુઓ: રૂઢિપ્રયોગ)
ὃς οὐκ ἔστιν ἐκ τοῦ Θεοῦ
“ઈશ્વર તરફથી** અભિવ્યક્તિનો અર્થ આ કલમમાં તે જ છે જે ૪:૪માં છે. જુઓ કે તમે તેનો અનુવાદ ત્યાં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે ઈશ્વરનો નથી"" અથવા ""જે ઈશ્વર સાથેના સંબંધમાં જીવતો નથી"" (જુઓ: રૂઢિપ્રયોગ)
ἐκ τούτου γινώσκομεν
આ એક રૂઢિપ્રયોગી અભિવ્યક્તિ છે. તેનો અર્થ ""આમાં આપણે જાણીએ છીએ"" અભિવ્યક્તિ જેવો જ અર્થ થાય છે જેનો ઉપયોગ આ પત્રમાં યોહાન ઘણી વખત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ રીતે આપણે ઓળખી શકીએ છીએ"" (જુઓ: રૂઢિપ્રયોગ)
γινώσκομεν
યોહાન ફરી એકવાર પોતાની જાત અને વિશ્વાસીઓ વિષે વાત કરી રહ્યો છે જેમને તે લખી રહ્યો છે, કલમના છેલ્લા વાક્યમાં “આપણે” શબ્દ સમાવિષ્ટ હશે, અને તેથી જો તમારી ભાષા તે તફાવતને ચિહ્નિત કરે છે, તો તમારા અનુવાદમાં સમાવિષ્ટ સ્વરૂપનો ઉપયોગ કરો. આ સમાવેશી ઉપયોગ ૪:૧૩ સુધી જારી રહે છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)
τὸ πνεῦμα τῆς ἀληθείας καὶ τὸ πνεῦμα τῆς πλάνης
આ પ્રકરણની સામાન્ય નોંધોમાં “આત્મા” શબ્દની ચર્ચા જુઓ. આ કિસ્સાઓમાં, આ શબ્દ કશાકની લાક્ષણિકતાના સંદર્ભમાં દર્શાવે છે. યોહાન તેનો ઉપયોગ અલંકારિક રીતે એવા લોકો સાથેના સંબંધ દ્વારા સંદર્ભિત કરવા માટે કરે છે જેમના શિક્ષણમાં ચોક્કસ લાક્ષણિકતા હોય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેનું શિક્ષણ સાચું છે અને જેનું શિક્ષણ ખોટું છે"" (જુઓ: ઉપનામ)
τὸ πνεῦμα τῆς ἀληθείας καὶ τὸ πνεῦμα τῆς πλάνης
જો તમારી ભાષામાં તે વધુ સ્પષ્ટ હોય તો તમે અમૂર્ત સંજ્ઞાઓ “સત્ય” અને “ભૂલ” પાછળના ખ્યાલને “સાચું” અને “ખોટું” વિશેષણો સાથે વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""જેનું શિક્ષણ સાચું છે અને જેનું શિક્ષણ ખોટું છે"" (જુઓ: અમૂર્ત નામો)
1 John 4:7
ἀγαπητοί
તમે ૨:૭ માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""તમે લોકો જેમને હું પ્રેમ કરું છું"" અથવા ""પ્રિય મિત્રો"" (જુઓ: નામવાચક વિશેષણો)
ἡ ἀγάπη ἐκ τοῦ Θεοῦ ἐστιν
“ઈશ્વર તરફથી” અભિવ્યક્તિનો અર્થ કંઈક એવો જ છે જે તે ૪:૧-૩ માં કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રેમ કરવા માટે ઈશ્વર આપણને પ્રેરણા આપે છે"" (જુઓ: રૂઢિપ્રયોગ)
πᾶς ὁ ἀγαπῶν, ἐκ τοῦ Θεοῦ γεγέννηται
તમે ૨:૨૯માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""જે પ્રેમ કરે છે તે દરેકના પિતા ઈશ્વર છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
πᾶς ὁ ἀγαπῶν, ἐκ τοῦ Θεοῦ γεγέννηται
જુઓ કે કાંતો ૨:૨૯ માં તમે આ રૂપક સમજાવવાનું નક્કી કર્યું છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે પ્રેમ કરે છે તે દરેકના આધ્યાત્મિક પિતા ઈશ્વર છે"" (જુઓ: રૂપક)
καὶ γινώσκει τὸν Θεόν
જેમ ૨:૪માં છે તેમ, યોહાન ચોક્કસ અર્થમાં “જાણે/ઓળખે છે” શબ્દોનો ઉપયોગ કરે છે. જુઓ કે તમે તેનો અનુવાદ ત્યાં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને આવી વ્યક્તિનો ઈશ્વર સાથે ગાઢ સંબંધ છે""
1 John 4:8
ὁ μὴ ἀγαπῶν, οὐκ ἔγνω τὸν Θεόν, ὅτι ὁ Θεὸς ἀγάπη ἐστίν
જો તમારી ભાષામાં તે વધુ સ્પષ્ટ હોય તો, તમે આ શબ્દસમૂહોના ક્રમને ઉલટાવી શકો છો, કારણ કે બીજો શબ્દસમૂહ તે પરિણામનું કારણ આપે છે જેને પ્રથમ શબ્દસમૂહ વર્ણવે છે. વૈકલ્પિક ભાષાંતર: “કેમ કે ઈશ્વર પ્રેમ છે, તેથી જે પ્રેમ નથી કરતો તે ઈશ્વરને ઓળખતો નથી” (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)
οὐκ ἔγνω τὸν Θεόν
જેમ ૨:૪માં છે તેમ, યોહાન ચોક્કસ અર્થમાં “જાણો” શબ્દનો ઉપયોગ કરે છે. જુઓ કે તમે તેનો અનુવાદ ત્યાં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર સાથે ગાઢ સંબંધ નથી""
ὁ Θεὸς ἀγάπη ἐστίν
આ એક રૂપક છે જે વર્ણવે છે કે ઈશ્વર તેમના સ્વભાવમાં કેવા છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર સંપૂર્ણ પ્રેમાળ છે"" (જુઓ: રૂપક)
ὁ Θεὸς ἀγάπη ἐστίν
જો તમારી ભાષામાં તે વધુ સ્પષ્ટ હોય તો તમે અમૂર્ત સંજ્ઞા “પ્રેમ” પાછળના વિચારને ""પ્રેમાળ"" જેવા વિશેષણ સાથે વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર સંપૂર્ણ પ્રેમાળ છે"" (જુઓ: અમૂર્ત નામો)
1 John 4:9
ἐν τούτῳ
“આમાં”નો અર્થ ""આમાં આપણે જાણીએ છીએ"" રૂઢિપ્રયોગાત્મક અભિવ્યક્તિ જેવો જ કંઈક છે જેનો ઉપયોગ યોહાન આ પત્રમાં ઘણી વખત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ રીતે"" (જુઓ: રૂઢિપ્રયોગ)
ἐφανερώθη ἡ ἀγάπη τοῦ Θεοῦ ἐν ἡμῖν
૧ લા યોહાનની પ્રસ્તાવનાના ભાગ 3 માં ""દેખાવ/પ્રગટ થવું"" શબ્દોની ચર્ચા જુઓ. આનો અર્થ આ હોઈ શકે છે: (1) યોહાન કદાચ આ પૃથ્વી પર ઈસુ કેવી રીતે આવ્યા તેના પર ભાર મૂકે છે. તે કિસ્સામાં, આ એવી પરિસ્થિતિ હશે જેમાં ગ્રીક નિષ્ક્રિય મૌખિક સ્વરૂપનો અર્થ સક્રિય હશે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરનો પ્રેમ આપણી વચ્ચે આવ્યો"" (2) યોહાન એ વાત પર ભાર મૂકી શકે છે કે કેવી રીતે ઈશ્વરે ઈસુ દ્વારા જગતને પોતાનો પ્રેમ પ્રગટ કર્યો. તે ભાર બહાર લાવવા માટે, તમે આનો નિષ્ક્રિય મૌખિક સ્વરૂપ સાથે અનુવાદ કરી શકો છો અથવા, જો તમારી ભાષા નિષ્ક્રિય સ્વરૂપોનો ઉપયોગ કરતી નથી, તો તમે સક્રિય સ્વરૂપનો ઉપયોગ કરી શકો છો અને કહી શકો છો કે ક્રિયા કોણે કરી. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરનો આપણા માટેનો પ્રેમ પ્રગટ થયો” અથવા “ઈશ્વરે આપણને બતાવ્યું કે તે આપણને કેટલો પ્રેમ કરે છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἡ ἀγάπη τοῦ Θεοῦ
અહિ, “ઈશ્વરનો પ્રેમ” એ ઈશ્વર લોકોને પ્રેમ કરે છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણા માટે ઈશ્વરનો પ્રેમ"" (જુઓ: માલિકી)
ἡμῖν
“આપણી મધ્યે” અભિવ્યક્તિ સંભવતઃ સમગ્ર માનવતાનો સંદર્ભ આપે છે, માત્ર એવા લોકો માટે જ નહિ કે જેમણે ઈસુ જીવતા હતા ત્યારે તેમને જોયા અને સાંભળ્યા હતા, તેથી આ “આપણા” શબ્દનો ઉપયોગ સમાવેશી હશે જેમાં વિશ્વાસીઓનો સમાવેશ થશે, જેમને યોહાન લખે છે. યોહાન પછીથી વાક્યમાં કહે છે કે ઈસુ આવ્યા હતા ""જેથી આપણે તેમના દ્વારા જીવી શકીએ,"" અને તે કિસ્સામાં ""આપણે"" આ વિશ્વાસીઓનો સમાવેશ કરે છે. તેથી સંભવ છે કે આ વાક્યમાં અગાઉ “આપણે”માં તેઓનો પણ સમાવેશ કરે છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)
τὸν Υἱὸν αὐτοῦ
“પુત્ર” એ ઈસુ માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમના પુત્ર ઈસુ"" (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
τὸν μονογενῆ
વૈકલ્પિક ભાષાંતર: ""જે ઈશ્વરનું એકમાત્ર વાસ્તવિક સંતાન છે""
εἰς τὸν κόσμον
યોહાન આ પત્રમાં વિવિધ બાબતોના અર્થમાં “જગત” શબ્દનો ઉપયોગ કરે છે. અહિ તે સૃજન કરવામાં આવેલા જગતનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “આ પૃથ્વી પર” (જુઓ: ઉપનામ)
ἵνα ζήσωμεν δι’ αὐτοῦ
કેમ કે ઈસુના આગમન પહેલાં લોકો શબ્દશઃ રીતે જીવિત હોવાથી, યોહાનનો અર્થ અલંકારિક અર્થમાં થાય છે. તે સંભવતઃ ૩:૧૫ માં જેને ""શાશ્વત જીવન"" કહે છે તેનો ઉલ્લેખ કરી રહ્યો છે. તેમાં મૃત્યુ પછી ઈશ્વરની હાજરીમાં હંમેશ માટે જીવવું, અને નવી રીતે જીવવા માટે આ જીવનમાં ઈશ્વર પાસેથી શક્તિ પ્રાપ્ત કરવી, તે બંનેનો સમાવેશ થાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી તેમના દ્વારા આપણે આ જીવનમાં નવા લોકો તરીકે જીવવા માટે અને મૃત્યુ પછી ઈશ્વરની હાજરીમાં હંમેશ માટે જીવવાની શક્તિ પ્રાપ્ત કરી શકીએ"" (જુઓ: રૂપક)
δι’ αὐτοῦ
વૈકલ્પિક ભાષાંતર: ""તેમણે અમારા માટે જે કર્યું તેના પરિણામે""
1 John 4:10
ἐν τούτῳ ἐστὶν ἡ ἀγάπη
“આમાં”નો અર્થ ""આમાં આપણે જાણીએ છીએ"" રૂઢિપ્રયોગાત્મક અભિવ્યક્તિ જેવો જ કંઈક છે જેનો ઉપયોગ યોહાન આ પત્રમાં ઘણી વખત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ રીતે આપણે સાચા પ્રેમનો અનુભવ કર્યો છે"" (જુઓ: રૂઢિપ્રયોગ)
τὸν Υἱὸν αὐτοῦ
“પુત્ર” એ ઈસુ માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમનો પુત્ર ઈસુ"" (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
ἀπέστειλεν τὸν Υἱὸν αὐτοῦ, ἱλασμὸν περὶ τῶν ἁμαρτιῶν ἡμῶν
જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે અમૂર્ત નામ “પ્રાયશ્ચિત” પાછળના અર્થને એક સમાન અભિવ્યક્તિ સાથે વ્યક્ત કરી શકો છો. આ શબ્દનો અનુવાદ તમે ૨:૨માં કેવી રીતે કર્યો તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""તેમના પુત્રને અર્પણ તરીકે મોકલ્યા જેમના થકી તેઓ હવે આપણા પાપો વિષે આપણી સાથે ગુસ્સે નથી"" (જુઓ: અમૂર્ત નામો)
1 John 4:11
ἀγαπητοί
તમે ૨:૭માં આનો અનુવાદ કેવી રીતે કર્યો તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""તમે લોકો જેમને હું પ્રેમ કરું છું"" અથવા ""પ્રિય મિત્રો"" (જુઓ: નામવાચક વિશેષણો)
εἰ οὕτως ὁ Θεὸς ἠγάπησεν ἡμᾶς
યોહાન એવું કહી રહ્યો છે જાણે કે આ એક કાલ્પનિક સંભાવના હતી, પરંતુ તેનો અર્થ એ છે કે તે ખરેખર સાચું છે. જો તમારી ભાષા કોઈ વસ્તુને શરત તરીકે જણાવતી નથી જો તે ચોક્કસ અથવા સાચી હોય, અને જો તમારા વાચકો ગેરસમજ કરી શકે અને વિચારે કે યોહાન જે કહી રહ્યો છે તે ચોક્કસ નથી, તો તમે તેના શબ્દોને હકારાત્મક નિવેદન તરીકે અનુવાદિત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે ઈશ્વર આપણને આ રીતે પ્રેમ કરે છે"" (જુઓ: વાસ્તવિક સ્થિતિઓને – જોડવા)
1 John 4:12
ἐὰν ἀγαπῶμεν ἀλλήλους, ὁ Θεὸς ἐν ἡμῖν μένει, καὶ ἡ ἀγάπη αὐτοῦ τετελειωμένη ἐν ἡμῖν ἐστιν
યોહાન તેના વાચકોને પડકારવા અને પ્રોત્સાહિત કરવા માટે કાલ્પનિક પરિસ્થિતિનું વર્ણન કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “ધારો કે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ. પછી ઈશ્વર આપણામાં રહે છે, અને તેમનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થાય છે” (જુઓ: આનુમાનિત પરિસ્થિતિઓ)
ὁ Θεὸς ἐν ἡμῖν μένει
યોહાનના ૧ લા પત્રની પ્રસ્તાવનાના ભાગ ૩ ની ચર્ચા “માં રહેવું” વિષે જુઓ. આ કિસ્સામાં, તેનો અર્થ ૨:૬ની સમાન લાગે છે. જુઓ કે તમે તેનો અનુવાદ ત્યાં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર આપણી સાથે ગાઢ સંબંધ રાખવાનું જારી રાખે છે” (જુઓ: રૂપક)
ἡ ἀγάπη αὐτοῦ τετελειωμένη ἐν ἡμῖν ἐστιν
તમે ૨:૫માં આની સમાન અભિવ્યક્તિનો અનુવાદ કેવી રીતે કર્યો તે જુઓ. આ કિસ્સામાં, તે સ્પષ્ટ છે કે યોહાન ઈશ્વર માટેના આપણા પ્રેમને બદલે, આપણા માટે ઈશ્વરના પ્રેમનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરના પ્રેમે આપણા જીવનમાં તેમનો હેતુ સિદ્ધ કર્યો છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
1 John 4:13
ἐν τούτῳ γινώσκομεν ὅτι
આ એક રૂઢિપ્રયોગાત્મક અભિવ્યક્તિ છે જેનો યોહાન આ પત્રમાં ઘણી વખત ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ રીતે આપણે જાણીએ છીએ"" (જુઓ: રૂઢિપ્રયોગ)
ἐν αὐτῷ μένομεν, καὶ αὐτὸς ἐν ἡμῖν
“અને તે આપણામાં” અભિવ્યક્તિમાં, યોહાન એવા કેટલાક શબ્દો છોડી રહ્યો છે કે જે વાક્યને પૂર્ણ થવા માટે ઘણી ભાષાઓમાં જરૂરી છે. આ શબ્દો અગાઉના શબ્દસમૂહમાંથી પૂરા પાડી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે તેમનામાં રહીએ છીએ અને તે આપણામાં રહે છે"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))
ἐν αὐτῷ μένομεν, καὶ αὐτὸς ἐν ἡμῖν
યોહાનના ૧ લા પત્રની પ્રસ્તાવનાના ભાગ ૩ ની ચર્ચા “માં રહેવું” વિષે જુઓ. આ કિસ્સામાં, તેનો અર્થ ૨:૬ની સમાન લાગે છે. જુઓ કે તમે તેનો અનુવાદ ત્યાં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “આપણે ઈશ્વર સાથે ગાઢ સંબંધ રાખવાનું જારી રાખીએ છીએ, અને ઈશ્વર આપણી સાથે ગાઢ સંબંધ રાખવાનું જારી રાખે છે” (જુઓ: રૂપક)
ἐν τούτῳ γινώσκομεν ὅτι ἐν αὐτῷ μένομεν, καὶ αὐτὸς ἐν ἡμῖν, ὅτι ἐκ τοῦ Πνεύματος αὐτοῦ δέδωκεν ἡμῖν
જો તમે “તેથી” શબ્દનો અનુવાદ ન કરો અથવા જો તમે તેનો અનુવાદ “કારણ કે” તરીકે કરો અને “આમાં” અભિવ્યક્તિને છોડી દો તો તમારું ભાષાંતર વધુ સ્પષ્ટ થઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ રીતે આપણે જાણીએ છીએ કે આપણે તેમનામાં રહીએ છીએ, અને તે આપણામાં: તેમણે આપણને તેમનો આત્મા આપ્યો છે"" અથવા ""આપણે જાણીએ છીએ કે આપણે તેમનામાં રહીએ છીએ, અને તે આપણામાં, કારણ કે તેમણે આપણને તેમનો આત્મા આપેલ છે""
ἐκ τοῦ Πνεύματος αὐτοῦ δέδωκεν ἡμῖν
“નો” શબ્દનો અર્થ થાય છે ""કેટલાક."" યોહાન એવું નથી કહેતા કે ઈશ્વરે તેમના આત્માનો કેટલોક ભાગ વિશ્વાસીઓના આખા સમુદાયને આપ્યો છે. તેના બદલે, યોહાન કહે છે કે તેમના આત્મા દ્વારા, ઈશ્વર સમગ્ર સમુદાયમાં સંપૂર્ણ રીતે હાજર છે, અને દરેક વિશ્વાસી તેના પોતાના જીવનમાં આત્માની હાજરી દ્વારા ઈશ્વરની સંપૂર્ણ હાજરીનો અમુક અંશ અનુભવે છે. ખાતરી કરો કે તમારા અનુવાદમાં પણ તે સ્પષ્ટ છે કે કેમ કે આપણામાં તે આત્માનો અંશ છે તેથી ઈશ્વર પાસે હવે તેમનો આત્મા ઓછો નથી. વૈકલ્પિક ભાષાંતર: ""તેમણે તેમના આત્માને આપણામાંના દરેકમાં રહેવા માટે મોકલ્યો છે""
1 John 4:14
ἡμεῖς τεθεάμεθα καὶ μαρτυροῦμεν, ὅτι
આ કલમમાં, યોહાન પોતાના અને ઈસુના પૃથ્વી પરના જીવનના અન્ય પ્રત્યક્ષદર્શીઓ વતી વાત કરે છે, તેથી સર્વનામ “અમે” વિશિષ્ટ છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે હકીકત છે તેને અમે પ્રેરિતોએ જોઈ છે અને સાક્ષી આપીએ છીએ"" (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)
ὁ Πατὴρ…τὸν Υἱὸν
આ મહત્વપૂર્ણ શીર્ષકો છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર પિતા … તેમના પુત્ર ઈસુ” (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
Σωτῆρα τοῦ κόσμου
યોહાન આ પત્રમાં વિવિધ બાબતોનો અર્થ કરવા માટે “જગત”નો ઉપયોગ કરે છે. અહિ તે અલંકારિક રીતે જગતમાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જગતના લોકોને બચાવવા માટે"" (જુઓ: ઉપનામ)
1 John 4:15
ὃς ἐὰν ὁμολογήσῃ ὅτι Ἰησοῦς ἐστιν ὁ Υἱὸς τοῦ Θεοῦ, ὁ Θεὸς ἐν αὐτῷ μένει, καὶ αὐτὸς ἐν τῷ Θεῷ
યોહાન વાસ્તવમાં શરતી નિવેદન કરી રહ્યો છે. તે કહે છે કે તે બીજા વાક્યમાં જે વર્ણવે છે તે જ બનશે, જો કે તે ચોક્કસપણે થશે જ, જો તે પ્રથમ વાક્યમાં જે વર્ણવે છે તે થાય તો. વૈકલ્પિક ભાષાંતર: ""જો કોઈ કબૂલ કરે કે ઈસુ ઈશ્વરના પુત્ર છે, તો ઈશ્વર તેનામાં રહેશે અને તે ઈશ્વરમાં રહેશે"" (જુઓ: આનુમાનિત પરિસ્થિતિઓ)
ὃς ἐὰν ὁμολογήσῃ ὅτι Ἰησοῦς ἐστιν ὁ Υἱὸς τοῦ Θεοῦ
આ અભિવ્યક્તિનો અર્થ ૨:૨૩ માં ""પુત્રને કબૂલ કરનાર"" અભિવ્યક્તિ જેવો જ છે. જુઓ કે તમે તેનો અનુવાદ ત્યાં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""દરેક વ્યક્તિ જે ખરેખર માને છે અને જાહેરમાં સ્વીકારે છે કે ઈસુ ઈશ્વરના પુત્ર અને મસીહા છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ὁ Υἱὸς τοῦ Θεοῦ
“ઈશ્વર પુત્ર” એ ઈસુ માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર સાથેના તેમના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
ὁ Θεὸς ἐν αὐτῷ μένει, καὶ αὐτὸς ἐν τῷ Θεῷ
“અને તે ઈશ્વરમાં” અભિવ્યક્તિમાં, યોહાન એવા કેટલાક શબ્દો છોડી રહ્યો છે કે જે વાક્યને પૂર્ણ થવા માટે ઘણી ભાષાઓમાં જરૂરી છે. આ શબ્દો અગાઉના શબ્દસમૂહમાંથી પૂરા પાડી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તેનામાં રહે છે અને તે ઈશ્વરમાં રહે છે"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))
ὁ Θεὸς ἐν αὐτῷ μένει, καὶ αὐτὸς ἐν τῷ Θεῷ
યોહાનના ૧ લા પત્રની પ્રસ્તાવનાના ભાગ ૩ ની ચર્ચા “માં રહેવું” વિષે જુઓ. આ કિસ્સામાં, તેનો અર્થ ૨:૬ની સમાન લાગે છે. જુઓ કે તમે તેનો અનુવાદ ત્યાં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર તેની સાથે ગાઢ સંબંધ રાખવાનું જારી રાખે છે અને તે ઈશ્વર સાથે ગાઢ સંબંધ રાખવાનું જારી રાખે છે,” (જુઓ: રૂપક)
1 John 4:16
ἡμεῖς…ἡμῖν
અહિ અને બાકીના પત્રમાં, યોહાન એકવાર પોતાના અને વિશ્વાસીઓ વિષે વાત કરે છે, જેઓને તે લખી રહ્યો છે, તેથી “આપણે” અને “અમને” શબ્દો સમાવિષ્ટ હશે, અને તેથી જો તમારી ભાષા તે તફાવતને ચિહ્નિત કરે છે, તો તમારા અનુવાદમાં સમાવિષ્ટ સ્વરૂપનો ઉપયોગ કરો. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)
τὴν ἀγάπην ἣν ἔχει ὁ Θεὸς ἐν ἡμῖν
“આપણા માં” શબ્દસમૂહનો અર્થ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. કેટલાક અનુવાદકો તેનો અર્થ ""અમારા માટે"" તરીકે લે છે. જો કે, અન્ય અનુવાદકો તેને ""આમાં"" શબ્દસમૂહ સાથે તુલનાત્મક સમજે છે જેનો ઉપયોગ યોહાન આ પત્રમાં ઘણી જગ્યાએ કરે છે. તે કિસ્સામાં, ""આપણા માં"" નો અર્થ ""પોતામાં"" થશે અને તે તે માધ્યમો દર્શાવે છે જેના દ્વારા વિશ્વાસીઓએ ઈશ્વરના પ્રેમને ઓળખ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણા પોતાના અનુભવથી, આપણે ઈશ્વરના પ્રેમને ઓળખ્યો છે અને તેમના પર વિશ્વાસ કર્યો છે"" (જુઓ: રૂઢિપ્રયોગ)
ὁ Θεὸς ἀγάπη ἐστίν
આ એક રૂપક છે જે વર્ણવે છે કે “ઈશ્વર” તેમના સ્વભાવમાં કેવા છે. જુઓ કે તમે તેનો અનુવાદ ૪:૮માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર સંપૂર્ણપણે પ્રેમાળ છે"" (જુઓ: રૂપક)
ὁ μένων ἐν τῇ ἀγάπῃ
યોહાનના ૧ લા પત્રની પ્રસ્તાવનાના ભાગ ૩ ની ચર્ચા “માં રહેવું” વિષે જુઓ. જેમ ૨:૨૪માં છે તેમ આ કિસ્સામાં આ શબ્દ વર્તનની એક રચનાનો ઉલ્લેખ કરતો હોય તેમ લાગે છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈ વ્યક્તિ જે બીજાને પ્રેમ કરવાનું જારી રાખે છે"" (જુઓ: રૂપક)
ἐν τῷ Θεῷ μένει, καὶ ὁ Θεὸς ἐν αὐτῷ μένει
યોહાનના ૧ લા પત્રની પ્રસ્તાવનાના ભાગ ૩ ની ચર્ચા “માં રહેવું” વિષે જુઓ. આ કિસ્સામાં, તેનો અર્થ ૨:૬ અને ૪:૧૫ની સમાન લાગે છે. જુઓ કે તમે તેનો અનુવાદ ત્યાં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર સાથે ગાઢ સંબંધ રાખવાનું જારી રાખે છે અને ઈશ્વર તેની સાથે ગાઢ સંબંધ રાખવાનું જારી રાખે છે,” (જુઓ: રૂપક)
1 John 4:17
ἵνα παρρησίαν ἔχωμεν ἐν τῇ ἡμέρᾳ τῆς κρίσεως
આનો અર્થ આ હોઈ શકે છે: (૧) “તેથી કરીને” શબ્દસમૂહ હેતુ શબ્દસમૂહ હોઈ શકે છે. એટલે કે, યોહાન એક કારણ કહેતો હોઈ શકે છે કે કેમ ઈશ્વરનો પ્રેમ હવે આપણા જીવનમાં તેનો હેતુ પ્રાપ્ત કરે છે કેમ કે તે ઇચ્છે છે કે ન્યાયના દિવસે આપણે તેમની માફી અને સ્વીકૃતિ વિષે હિમંતવાન બનીએ. જો તમે નક્કી કરો કે આ કેસ છે, તો તમારા અનુવાદે હેતુના શબ્દસમૂહો માટે તમારી ભાષાની રૂઢીનું પાલન કરવું જોઈએ, જેમ યુ.એલ.ટી. કરે છે. (2) “તેથી કરીને” શબ્દસમૂહ પરિણામ શબ્દસમૂહ હોઈ શકે છે. એટલે કે, યોહાન કહેતો હોઈ શકે છે કે ઈશ્વરનો પ્રેમ આપણા જીવનમાં તેનો હેતુ પ્રાપ્ત કરે છે તેના પરિણામે, ન્યાયના દિવસે આપણે તેમની માફી અને સ્વીકૃતિના વિષે હિમંતવાન હોઈશું. જો તમે નક્કી કરો કે આ કેસ છે, તો તમારા અનુવાદે પરિણામ શબ્દસમૂહો માટે તમારી ભાષાની રૂઢીનું પાલન કરવું જોઈએ. વૈકલ્પિક ભાષાંતર: ""આમાં આપણી સાથે પ્રેમ સંપૂર્ણ થયો છે, તેથી કરીને ન્યાયના દિવસે આપણને હિંમત/ભરોસો હોય” (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)
ἐν τούτῳ
જેમ કે ૪:૯માં છે તેમ, “આમાં”નો અર્થ, ""આમાં આપણે જાણીએ છીએ"" રૂઢિપ્રયોગાત્મક અભિવ્યક્તિ જેવો જ કંઈક છે જેનો ઉપયોગ યોહાન આ પત્રમાં ઘણી વખત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ રીતે"" (જુઓ: રૂઢિપ્રયોગ)
τετελείωται ἡ ἀγάπη μεθ’ ἡμῶν
તમે ૨:૫ માં સમાન અભિવ્યક્તિનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ. કેમ કે પાછળની કલમમાં યોહાન ઈશ્વરના પ્રેમ વિષે વાત કરતો હોવાથી, સંદર્ભ સૂચવે છે કે યોહાન ઈશ્વર પ્રત્યેના આપણા પ્રેમને બદલે, આપણા માટેના ઈશ્વરના “પ્રેમ”નો ઉલ્લેખ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરના પ્રેમે આપણા જીવનમાં તેનો હેતુ સિદ્ધ કર્યો છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ἵνα παρρησίαν ἔχωμεν
જો તે તમારા વાચકોને મદદરૂપ હોય તો તમે સ્પષ્ટપણે કહી શકો છો કે વિશ્વાસીઓને શું “હિમંત/ભરોસો હશે”. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી અમને હિમંત/ભરોસો છે કે ઈશ્વરે આપણને માફ કર્યા છે અને આપણો સ્વીકાર કરશે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ἵνα παρρησίαν ἔχωμεν
જો તમારી ભાષામાં તે વધુ સ્પષ્ટ હોય તો તમે અમૂર્ત સંજ્ઞા “હિમંત/ભરોસો” પાછળના ખ્યાલને ""ખાત્રીબધ્ધ"" જેવા વિશેષણ સાથે વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી આપણે ખાત્રીબધ્ધ છીએ કે ઈશ્વરે આપણને માફ કર્યા છે અને આપણો સ્વીકાર કરશે"" (જુઓ: અમૂર્ત નામો)
ἐν τῇ ἡμέρᾳ τῆς κρίσεως
યોહાન ચોક્કસ સમયનો સંદર્ભ આપવા માટે “દિવસ” શબ્દનો ઉપયોગ અલંકારિક રીતે કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે સમયે જ્યારે ઈશ્વર આપણો ન્યાય કરશે"" (જુઓ: રૂઢિપ્રયોગ)
ὅτι
૪:૧૩ ની જેમ, તમારો અનુવાદ વધુ સ્પષ્ટ થઈ શકે છે જો તમે “તે” શબ્દનો અનુવાદ ન કરો અથવા જો તમે તેનો અનુવાદ “કારણ કે” તરીકે કરો અને અભિવ્યક્તિ ‘આમાં”ને છોડી દો તો.
ὅτι καθὼς ἐκεῖνός ἐστιν, καὶ ἡμεῖς ἐσμεν
નિદર્શનકારી સર્વનામ “તે એક” ઈસુનો સંદર્ભ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે વધુ ને વધુ ઈસુ જેવા બની રહ્યા છીએ"" (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
ἐν τῷ κόσμῳ τούτῳ
યોહાન આ પત્રમાં વિવિધ બાબતોના અર્થમાં “જગત” શબ્દનો ઉપયોગ, મહંદ અંશે અલંકારિક અર્થમાં કરે છે. અહિ, જો કે, તે શબ્દશઃ સૃજન કરવામાં આવેલ જગતનો સંદર્ભ દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ આપણે આ જગતમાં જીવીએ છીએ"" અથવા ""આ પૃથ્વી પરના આપણા જીવનમાં"" (જુઓ: ઉપનામ)
1 John 4:18
φόβος οὐκ ἔστιν ἐν τῇ ἀγάπῃ, ἀλλ’ ἡ τελεία ἀγάπη ἔξω βάλλει τὸν φόβον, ὅτι ὁ φόβος κόλασιν ἔχει
જો તે તમારી ભાષામાં તે સ્પષ્ટ હોય તો તમે પ્રથમ વાક્યાંશ પહેલાં ત્રીજો વાક્યાંશ મૂકી શકો છો, કેમ કે જેને પ્રથમ વાક્યાંશ વર્ણવે છે તેનું કારણ ત્રીજો વાક્યાંશ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે ભયમાં સજા હોય છે, પ્રેમમાં ભય નથી, પરંતુ સંપૂર્ણ પ્રેમ ભયને બહાર ફેંકી દે છે"" (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)
φόβος οὐκ ἔστιν ἐν τῇ ἀγάπῃ, ἀλλ’ ἡ τελεία ἀγάπη ἔξω βάλλει τὸν φόβον, ὅτι ὁ φόβος κόλασιν ἔχει
જો તમારી ભાષામાં તે વધુ સ્પષ્ટ હોય તો તમે તેને સ્પષ્ટપણે કહી શકો છો કે આનો અર્થ શું છે, ખાસ કરીને અગાઉની કલમમાં યોહાન જે કહે છે તેના પ્રકાશમાં. વૈકલ્પિક ભાષાંતર: “કારણ કે જે વ્યક્તિ વિચારે છે કે તેને સજા થશે તે ભયભીત છે, કોઈ પણ વ્યક્તિ જે ખરેખર સમજે છે કે ઈશ્વર તેને કેટલો પ્રેમ કરે છે તે ભયભીત થશે નહિ, કારણ કે જ્યારે ઈશ્વરના પ્રેમે આપણા જીવનમાં તેનો હેતુ સિદ્ધ કર્યો છે, ત્યારે આપણને હિમંત/ભરોસો છે કે તેમણે આપણને માફ કર્યા અને આપણને સ્વીકારશે” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
φόβος οὐκ ἔστιν ἐν τῇ ἀγάπῃ
યોહાન અલંકારિક રીતે વાત કરે છે જાણે કે “ભય” “પ્રેમ”ની અંદર હોઈ શકે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈ પણ વ્યક્તિ જે ખરેખર સમજે છે કે ઈશ્વર તેને કેટલો પ્રેમ કરે છે તે ભયભીત થશે નહિ"" (જુઓ: રૂપક)
ἡ τελεία ἀγάπη ἔξω βάλλει τὸν φόβον
“સંપૂર્ણ પ્રેમ” દ્વારા, યોહાનનો અર્થ એ જ થાય છે જે રીતે તે અગાઉની કલમમાં પ્રેમ વિષે વાત કરે છે કે ""સંપૂર્ણ થયો છે"". તમે તે અભિવ્યક્તિનો અનુવાદ કેવી રીતે કર્યો તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે ઈશ્વરનો પ્રેમ આપણા જીવનમાં તેનો હેતુ સિદ્ધ કરે છે, ત્યારે તે આપણને ભયભીત થતાં અટકાવે છે""
ἡ τελεία ἀγάπη ἔξω βάλλει τὸν φόβον
યોહાન “પ્રેમ” વિષે અલંકારિક રીતે વાત કરે છે જાણે કે તે સક્રિયપણે “ભયને” આપણાથી દૂર ફેંકી દઈ શકે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે ઈશ્વરનો પ્રેમ આપણા જીવનમાં તેનો હેતુ સિદ્ધ કરે છે, ત્યારે તે આપણને ભયભીત થતાં અટકાવે છે"" (જુઓ: વ્યક્તિનો અવતાર)
ὁ δὲ φοβούμενος, οὐ τετελείωται ἐν τῇ ἀγάπῃ
તમે ૨:૫ માં સમાન અભિવ્યક્તિનો અનુવાદ કેવી રીતે કર્યો તે જુઓ. અહિ, ત્યાંની જેમ, “પ્રેમ”નો અર્થ થઈ શકે છે: (૧) તેનો અર્થ આપણા માટે ઈશ્વરનો પ્રેમ હોઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેથી જો કોઈ ભયભીત હોય, તો ઈશ્વરના પ્રેમે તેના જીવનમાં તેનો હેતુ પ્રાપ્ત કર્યો નથી"" (૨) તેનો અર્થ ઈશ્વર માટેનો આપણો પ્રેમ હોઈ શકે છે. યુ.એસ.ટી.માં તે અર્થઘટન છે. (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
ὁ δὲ φοβούμενος, οὐ τετελείωται ἐν τῇ ἀγάπῃ
જો તે તમારા વાચકો માટે મદદરૂપ હોય તો તમે સ્પષ્ટપણે કહી શકો છો કે આવી વ્યક્તિને શું “ભય” લાગે છે. આ અગાઉની કલમ દ્વારા સ્પષ્ટ થાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેથી જો કોઈને ભય હોય કે ઈશ્વરે તેને માફ કર્યો નથી અને ઈશ્વર તેને સ્વીકારશે નહિ, તો ઈશ્વરના પ્રેમે તેના જીવનમાં તેનો હેતુ પ્રાપ્ત કર્યો નથી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
1 John 4:19
ἡμεῖς ἀγαπῶμεν, ὅτι αὐτὸς πρῶτος ἠγάπησεν ἡμᾶς
જો તમારી ભાષામાં તે વધુ સ્પષ્ટ હોય તો તમે આ શબ્દસમૂહોના ક્રમને ઉલટાવી શકો છો, કારણ કે જે પરિણામને પ્રથમ શબ્દસમૂહ વર્ણવે છે તેનું કારણ બીજો શબ્દસમૂહ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે ઈશ્વરે પહેલા આપણને પ્રેમ કર્યો, તેથી આપણે પ્રેમ કરીએ છીએ"" (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)
ἡμεῖς ἀγαπῶμεν
આનો અર્થ બે બાબતોમાંથી એક હોઈ શકે છે. બંને બાબતોનો અર્થ યુ.એસ.ટી. સ્વીકારે છે. વૈકલ્પિક ભાષાંતર: (1) “આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ” (2) “આપણે બીજાઓને પ્રેમ કરીએ છીએ” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
αὐτὸς πρῶτος ἠγάπησεν ἡμᾶς
સર્વનામ “તે” ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “પ્રથમ ઈશ્વરે આપણને પ્રેમ કર્યો” (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
1 John 4:20
ἐάν τις εἴπῃ, ὅτι ἀγαπῶ τὸν Θεόν, καὶ τὸν ἀδελφὸν αὐτοῦ μισῇ, ψεύστης ἐστίν
યોહાન તેમના વાચકોને તેમના શબ્દો અને તેમની ક્રિયાઓ વચ્ચે સુસંગતતાના મહત્વને ઓળખવામાં મદદ કરવા માટે કાલ્પનિક પરિસ્થિતિનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ધારો કે કોઈ કહે છે, ‘હું ઈશ્વરને પ્રેમ કરું છું,’ પણ તે તેના ભાઈને ધિક્કારે છે. તો પછી તે જુઠ્ઠો છે” (જુઓ: આનુમાનિત પરિસ્થિતિઓ)
καὶ
શું અપેક્ષિત હશે કોઈકના વિષે કે જે ઈશ્વરને પ્રેમ કરતો હશે તે તેના સાથી વિશ્વાસીને પણ પ્રેમ કરશે, અને આ કાલ્પનિક વ્યક્તિ સંબંધિત ખરેખર સત્ય શું હશે, તે બે વચ્ચેના વિરોધાભાસ રજૂ કરવા માટે યોહાન શબ્દ “અને”નો ઉપયોગ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “પરંતુ” (જુઓ: જોડાણ-વિરોધાભાસ સબંધ)
τὸν ἀδελφὸν αὐτοῦ
તમે ૨:૯ માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""એક સાથી વિશ્વાસી"" (જુઓ: રૂપક)
ὁ…μὴ ἀγαπῶν τὸν ἀδελφὸν αὐτοῦ…τὸν Θεὸν…οὐ δύναται ἀγαπᾶν
જો તે તમારી ભાષામાં સ્પષ્ટ હોય તો તમે આ બમણા નકારાત્મકને હકારાત્મક નિવેદન તરીકે અનુવાદિત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""માત્ર જેઓ તેમના સાથી વિશ્વાસીઓને પ્રેમ કરે છે ... તેઓ ઈશ્વરને પ્રેમ કરવા સક્ષમ છે"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)
1 John 4:21
ταύτην τὴν ἐντολὴν ἔχομεν ἀπ’ αὐτοῦ
વૈકલ્પિક ભાષાંતર: ""આ તે છે જેની આજ્ઞા ઈશ્વરે આપણને કરી છે""
ἀπ’ αὐτοῦ
સર્વનામ “તેમના” ઈશ્વરનો સંદર્ભ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તરફથી"" (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
τὸν ἀδελφὸν αὐτοῦ
તમે ૨:૯માં આનો અનુવાદ કેવી રીતે કર્યો તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: “દરેક સાથી વિશ્વાસી” (જુઓ: રૂપક)
1 John 5
યોહાનના ૧ લા પત્રના ૫ મા અધ્યાયની સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
- ઈસુ ઈશ્વરના પુત્ર છે તે નકારવું એ ખોટું શિક્ષણ છે (૫:૧-૧૨)
- પત્રની સમાપ્તિ (૫:૧૩-૨૧)
આ અધ્યાયમાં અનુવાદની સંભવિત મુશ્કેલીઓ
""મૃત્યુ તરફનું પાપ""
આ વાક્ય દ્વારા યોહાનનો અર્થ શું છે તે સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. શબ્દ ""મૃત્યુ"" ક્યાં તો શારીરિક મૃત્યુ અથવા આધ્યાત્મિક મૃત્યુનો સંદર્ભ આપી શકે છે, એટલે કે, અનંતકાળ માટે ઈશ્વરથી અલગ થવું. વધુ ચર્ચા માટે ૫:૧૬ની નોંધો જુઓ. (જુઓ: મરી જવું, મૃત્યુ પામે છે, મૃત્યુ પામેલ, મૃત, ઘાતક, મૃત હાલત, મરણ, મરણો, જીવલેણ)
“આખું વિશ્વ દુષ્ટની સત્તા હેઠળ છે”
“દુષ્ટ” વાક્ય શેતાનનો સંદર્ભ આપે છે. ઈશ્વરે તેને જગત પર શાસન કરવાની મંજૂરી આપી છે, પરંતુ, આખરે, દરેક બાબત પર ઈશ્વર નિયંત્રણ ધરાવે છે. ઈશ્વર તેમના બાળકોને દુષ્ટથી સુરક્ષિત રાખે છે. (જુઓ: શેતાન, શેતાન, દુષ્ટ)
આ પ્રકરણમાં મહત્વના પાઠ્ય મુદ્દાઓ
૫:૭-૮ માં, બધી પ્રાચીન હસ્તપ્રતો કહે છે: ""કારણ કે સાક્ષી આપનારા ત્રણ છે, આત્મા અને પાણી અને રક્ત, અને ત્રણેય એક માટે છે."" તે વાંચનને યુ.એલ.ટી. અનુસરે છે. ત્યાર પછીના ઘણાં સમય પછીની કેટલીક હસ્તપ્રતો કહે છે: “કેમ કે સ્વર્ગમાં ત્રણ સાક્ષી આપે છે: પિતા, શબ્દ અને પવિત્ર આત્મા, અને આ ત્રણેય એક છે; અને પૃથ્વી પર સાક્ષી આપનારા ત્રણ છે: આત્મા અને પાણી અને લોહી, અને આ ત્રણેય એક માટે છે.” આ કિસ્સામાં, અનુવાદકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ યુ.એલ.ટી. લખાણ મુજબ જ આનો અનુવાદ કરે, કારણ કે તે ચોક્કસ વાંચનને અનુસરે છે તેવી ત્યાં વ્યાપક સમજૂતી છે. જો કે, તમારા પ્રદેશમાં બાઇબલની જૂની આવૃત્તિઓ છે જેમાં લખાણ લાંબુ છે, તો તમે તેને સમાવી શકો છો, પરંતુ તમારે તેને [] ચોરસ કૌંસમાં મૂકવું જોઈએ તે દર્શાવવા માટે કે તે મોટા ભાગે યોહાનના ૧ લા પત્રની મૂળ આવૃત્તિમાં નથી. યોહાન. (જુઓ: શાબ્દિક ભિન્નતા)
1 John 5:1
ὁ Χριστὸς
“ખ્રિસ્ત” ""મસીહા"" માટેનો ગ્રીક શબ્દ છે. વૈકલ્પિક ભાષાંતર: ""મસીહા""
πᾶς ὁ πιστεύων ὅτι Ἰησοῦς ἐστιν ὁ Χριστὸς, ἐκ τοῦ Θεοῦ γεγέννηται
તમે ૨:૨૯ માં સમાન અભિવ્યક્તિનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુ એ મસીહા છે એવું જે દરેક માને છે તેમના પિતા ઈશ્વર છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
πᾶς ὁ πιστεύων ὅτι Ἰησοῦς ἐστιν ὁ Χριστὸς, ἐκ τοῦ Θεοῦ γεγέννηται
જુઓ કે શું ૨:૨૯ માં તમે આ રૂપકને સમજાવવાનું નક્કી કર્યું છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુ એ મસીહા છે એવું માને છે તે દરેકના આધ્યાત્મિક પિતા ઈશ્વર છે"" (જુઓ: રૂપક)
πᾶς ὁ ἀγαπῶν τὸν γεννήσαντα, ἀγαπᾷ καὶ τὸν γεγεννημένον ἐξ αὐτοῦ
આ ટૂંકી કહેવતનો સમાવેશ કંઈક શીખવવા માટે યોહાન કરે છે જે સામાન્ય રીતે જીવન વિષે સાચું હોય છે અને તે એ મુદ્દાને લાગુ પડે છે જેને તે ૪:૭થી વિકસાવી રહ્યો છે, કે જે રીતે ઈશ્વરે તેમને પ્રેમ કર્યો છે તે રીતે સાચા વિશ્વાસીઓ એકબીજાને પ્રેમ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે પિતા છે તેને જે દરેક પ્રેમ કરે છે તે પિતાના બાળકને પણ પ્રેમ કરે છે"" (જુઓ: નીતિવચનો)
πᾶς ὁ ἀγαπῶν τὸν γεννήσαντα, ἀγαπᾷ καὶ τὸν γεγεννημένον ἐξ αὐτοῦ
જો તે તમારા વાચકોને મદદરૂપ હોય તો તમે સ્પષ્ટપણે કહી શકો છો કે આનો અર્થ શું છે, અને પત્રના આ ભાગમાં તે યોહાનની દલીલને કેવી રીતે લાગુ પડે છે. વૈકલ્પિક ભાષાંતર: ""દરેક જે ઈશ્વરને પ્રેમ કરે છે તે તેના સાથી વિશ્વાસીઓને પણ પ્રેમ કરશે, કારણ કે ઈશ્વર તેમના આધ્યાત્મિક પિતા છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
1 John 5:2
ἐν τούτῳ γινώσκομεν ὅτι
આ એક રૂઢિપ્રયોગાત્મક અભિવ્યક્તિ છે જેનો ઉપયોગ આ પત્રમાં યોહાન ઘણી વખત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ રીતે આપણે જાણીએ છીએ"" (જુઓ: રૂઢિપ્રયોગ)
τὰ τέκνα τοῦ Θεοῦ
કેમ કે યોહાન અગાઉની કલમમાં કહે છે કે વિશ્વાસીઓના આધ્યાત્મિક પિતા ઈશ્વર છે, તેથી “ઈશ્વરના બાળકો” દ્વારા તેનો અર્થ અન્ય વિશ્વાસીઓ છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણા સાથી વિશ્વાસીઓ"" (જુઓ: રૂપક)
τὰς ἐντολὰς αὐτοῦ τηρῶμεν
અહિ, “પાળવું” એ રૂઢિપ્રયોગ છે જેનો અર્થ થાય છે ""આજ્ઞાપાલન."" વૈકલ્પિક ભાષાંતર: ""આપણે તેમની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ"" (જુઓ: રૂઢિપ્રયોગ)
1 John 5:3
αὕτη γάρ ἐστιν ἡ ἀγάπη τοῦ Θεοῦ, ἵνα τὰς ἐντολὰς αὐτοῦ τηρῶμεν
જો તે તમારા વાચકોને મદદરૂપ થશે, તો તમે તેને સ્પષ્ટપણે કહી શકો છો કે યોહાન અગાઉની કલમમાં જે નિવેદન આપે છે તેનું કારણ આ શા માટે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને આ જ કારણ છે: જો આપણે ખરેખર ઈશ્વરને પ્રેમ કરીએ તો, જેમ તેમણે આજ્ઞા આપી છે તેમ આપણે અન્ય વિશ્વાસીઓને પ્રેમ કરીશું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
γάρ
આ કલમમાં, યોહાન એક કારણ આપે છે કે શા માટે તેના વાચકોએ જાણવું જોઈએ કે તેણે અગાઉની કલમમાં જે નિવેદન આપ્યું છે તે સાચું છે. વૈકલ્પિક ભાષાંતર: “આખરે બધા પછી,” (જુઓ: જોડાણ - કારણ-અને-પરિણામ સબંધ)
ἡ ἀγάπη τοῦ Θεοῦ
આ સંદર્ભમાં, શબ્દસમૂહ “ઈશ્વરનો પ્રેમ” ઈશ્વરને પ્રેમ કરતા વિશ્વાસીઓનો સંદર્ભમાં છે. યોહાન અગાઉની કલમમાં વાત કરે છે કે ""જ્યારે આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ,"" વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરને પ્રેમ કરવાનો અર્થ શું છે"" (જુઓ: માલિકી)
ἵνα τὰς ἐντολὰς αὐτοῦ τηρῶμεν
અહિ, “પાળવું” એ રૂઢિપ્રયોગ છે જેનો અર્થ થાય છે ""આજ્ઞાપાલન."" વૈકલ્પિક ભાષાંતર: ""કે આપણે તેમની આજ્ઞાઓનું પાલન કરવું જોઈએ"" (જુઓ: રૂઢિપ્રયોગ)
αἱ ἐντολαὶ αὐτοῦ βαρεῖαι οὐκ εἰσίν
ઈશ્વરની “આજ્ઞાઓ” વિષે યોહાન અલંકારિક રીતે વાત કરે છે જાણે તેમનું વજન હોય પણ બહુ વજન હોય નહિ. વૈકલ્પિક ભાષાંતર: ""આજ્ઞાધીન થવા માટે તેમની આજ્ઞાઓ મુશ્કેલ નથી"" (જુઓ: રૂપક)
1 John 5:4
ὅτι πᾶν τὸ γεγεννημένον ἐκ τοῦ Θεοῦ, νικᾷ τὸν κόσμον
સેતુ કલમ બનાવવા માટે, તમે આ વાક્યની શરૂઆત “માટે” ને બદલે “ત્યાર”થી કરી શકો છો; તમે તેને વિરામચિહ્નાને બદલે અલ્પવિરામથી સમાપ્ત કરી શકો છો; અને તમે તેને અગાઉની કલમના બીજા વાક્યની શરૂઆત બનાવી શકો છો. તે ""તેમની આજ્ઞાઓ બોજારૂપ નથી"" તેની અગાઉ જશે. ""અને"" શબ્દ છોડી દેવામાં આવશે. (જુઓ: પદ્ય સેતુઓ)
πᾶν τὸ γεγεννημένον ἐκ τοῦ Θεοῦ
૨:૨૯માં સમાન અભિવ્યક્તિનો અનુવાદ તમે કેવી રીતે કર્યો છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""દરેક વ્યક્તિ જેના પિતા ઈશ્વર છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
πᾶν τὸ γεγεννημένον ἐκ τοῦ Θεοῦ
જુઓ કે શું ૨:૨૯ માં તમે આ રૂપક સમજાવવાનું નક્કી કર્યું છે. વૈકલ્પિક ભાષાંતર: ""દરેક વ્યક્તિ જેના આધ્યાત્મિક પિતા ઈશ્વર છે"" (જુઓ: રૂપક)
νικᾷ τὸν κόσμον
જેમ ૨:૧૩માં છે તેમ, યોહાન “જીતે છે” શબ્દનો ઉપયોગ અલંકારિક રીતે કરે છે. તે અધર્મી લોકોની મૂલ્ય પ્રણાલી દ્વારા જીવવા માટે વિશ્વાસીઓના ઇનકાર વિષે વાત કરી રહ્યો છે, જાણે કે વિશ્વાસીઓએ તે તંત્ર વ્યવસ્થાને સંઘર્ષમાં હરાવી હોય. વૈકલ્પિક ભાષાંતર: ""અધર્મી લોકોની મૂલ્ય પ્રણાલી દ્વારા જીવતા નથી"" (જુઓ: રૂપક)
τὸν κόσμον
તમે ૨:૧૫માં “જગત” શબ્દનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ. આ કલમમાં તેનો સમાન અર્થ છે. વૈકલ્પિક ભાષાંતર: ""અધર્મી લોકોની મૂલ્ય પ્રણાલી"" (જુઓ: ઉપનામ)
ἡ νίκη
યોહાન એ વસ્તુની અલંકારિક રીતે વાત કરી રહ્યો છે જેણે “વિજય” પ્રાપ્ત કર્યો હોય તેવી તે “જીત” હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જેણે વિજય પ્રાપ્ત કર્યો હોય"" (જુઓ: ઉપનામ)
ἡ νικήσασα τὸν κόσμον
ફરી એકવાર યોહાન શબ્દ “જીતવું”નો ઉપયોગ અલંકારિક રીતે કરી રહ્યો છે. તે ""વિશ્વાસ"" વિષે વાત કરી રહ્યો છે જે તે અને તેના વાચકો ધરાવે છે, જાણે કે તે વિશ્વાસે સંઘર્ષમાં અધર્મી મૂલ્ય પ્રણાલીને હરાવી હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જે આપણને અધર્મી લોકોની મૂલ્ય પ્રણાલીથી અલગ રીતે જીવવા માટે સક્ષમ બનાવે છે"" (જુઓ: રૂપક)
τὸν κόσμον
યોહાન “જગત” શબ્દનો ઉપયોગ અગાઉના વાક્યની જેમ જ અર્થ કરવા માટે કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""અધર્મી લોકોની મૂલ્ય પ્રણાલી"" (જુઓ: ઉપનામ)
1 John 5:5
τίς ἐστιν δέ ὁ νικῶν τὸν κόσμον, εἰ μὴ ὁ πιστεύων ὅτι Ἰησοῦς ἐστιν ὁ Υἱὸς τοῦ Θεοῦ?
યોહાને અગાઉની કલમના પ્રથમ વાક્યમાં જે કહ્યું તેની પુનઃપુષ્ટિ કરવા માટે, ભાર આપવા માટે, પ્રશ્ન સ્વરૂપનો ઉપયોગ કરી રહ્યો છે. જો તે તમારી ભાષામાં સ્પષ્ટ હોય તો તમે તેના શબ્દોને નિવેદન તરીકે અનુવાદિત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ ફક્ત તે જ વ્યક્તિ કે જે માને છે કે ઈસુ ઈશ્વરના પુત્ર છે તે જ જગત પર વિજય મેળવે છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)
νικῶν τὸν κόσμον
જુઓ કે તમે અગાઉની કલમમાં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે અધર્મી લોકોની મૂલ્ય પ્રણાલી દ્વારા જીવતો નથી"" (જુઓ: રૂપક)
τὸν κόσμον
જુઓ કે તમે અગાઉની કલમમાં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""અધર્મી લોકોની મૂલ્ય પ્રણાલી"" (જુઓ: ઉપનામ)
ὁ Υἱὸς τοῦ Θεοῦ
“ઈશ્વરના પુત્ર” એ ઈસુ માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર સાથેના તેમના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
1 John 5:6
οὗτός ἐστιν ὁ ἐλθὼν δι’ ὕδατος καὶ αἵματος
“પાણી” અને “લોહી” સંભવિતપણે એક અથવા બે બાબતોનો અર્થ સૂચવે છે. કોઈપણ રીતે, યોહાન સ્પષ્ટ કરે છે કે અગાઉની કલમમાં વર્ણન કર્યા મુજબ ""ઈસુ ઈશ્વરના પુત્ર છે,"" તેમ સંપૂર્ણ રીતે માનવાનો અર્થ શું છે. (૧) યોહાન ૪:૨ માં સૂચવે છે તેમ, ખોટા શિક્ષકોએ નકારી કાઢ્યું કે ઈશ્વર વાસ્તવિક માનવ શરીરમાં પૃથ્વી પર આવ્યા હતા. તેના બદલે આ સમયે કેટલાક ખોટા શિક્ષકોએ એવો દાવો કર્યો હતો કે ઈશ્વરના દૈવી પુત્રએ ફક્ત તેમના બાપ્તિસ્મા સમયે જ એક મનુષ્ય, ઈસુ સાથે પોતાને એક કર્યા હતા. તેથી યોહાન “પાણી” શબ્દનો ઉપયોગ ઈસુના બાપ્તિસ્માને પ્રતીકાત્મક રીતે કરવા માટે અને “લોહી” શબ્દનો ઉપયોગ, માતાઓ જ્યારે જન્મ આપે છે ત્યારે રક્ત હોય છે તેની સાથે જોડાણ કરીને, ઈસુના વાસ્તવિક માનવ જન્મને અલંકારિક રીતે ઉલ્લેખવા કરી શકે છે. ઈસુના જન્મનો સંદર્ભ યોહાનના નિવેદનને અનુરૂપ હશે કે આ રીતે ઈસુ “આવ્યા”. વૈકલ્પિક ભાષાંતર: ""એ ખાતરી કરવી મહત્વપૂર્ણ છે કે ઈશ્વરના પુત્ર ફક્ત ઈસુના બાપ્તિસ્મા વખતે પૃથ્વી પર આવ્યા ન હતા, પરંતુ તે ઈસુ તરીકે જન્મ્યા હતા, જે એક વાસ્તવિક માનવ હતો"" (૨) “લોહી” શબ્દ પણ વધસ્તંભ પર ઈસુના મૃત્યુનો અલંકારિક સંદર્ભ હોઈ શકે છે, જ્યાં તેમણે જગતના તારણહાર તરીકે પોતાનું લોહી વહેવડાવ્યું હતું. યુ.એસ.ટી.નું અર્થઘટન તે પ્રમાણે છે. (જુઓ: ઉપનામ)
ὁ ἐλθὼν
જો તે તમારા વાચકોને મદદરૂપ હોય તો તમે વધુ સ્પષ્ટપણે કહી શકો છો કે આનો અર્થ શું છે, જેમ યુ.એસ.ટી. કરે છે તેમ. વૈકલ્પિક ભાષાંતર: ""જે એક વ્યક્તિ, ઈશ્વર દ્વારા પૃથ્વી પર આવ્યા છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
τὸ Πνεῦμά ἐστιν τὸ μαρτυροῦν
વૈકલ્પિક ભાષાંતર: ""પવિત્ર આત્મા આપણને આ વિષે ખાતરી આપે છે""
τὸ Πνεῦμά ἐστιν ἡ ἀλήθεια
૪:૮ અને ૪:૧૬ માં ""ઈશ્વર પ્રેમ છે"" વિધાનની જેમ, જે ઈશ્વરના સ્વભાવનું વર્ણન કરે છે, આ એક રૂપક છે જે પવિત્ર “આત્મા”ના વ્યક્તિત્વનું વર્ણન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આત્મા સંપૂર્ણપણે સત્ય છે"" (જુઓ: રૂપક)
1 John 5:7
ὅτι τρεῖς εἰσιν οἱ μαρτυροῦντες
આ વાક્યમાં, યોહાન એક કારણ આપે છે કે શા માટે વિશ્વાસીઓ ખાતરીબદ્ધ હોઈ શકે છે કે આત્મા ઈસુ વિષે સાચી સાક્ષી આપે છે, જેમ કે તેણે અગાઉની કલમમાં કહ્યું હતું. જો તે તમારા વાચકોને મદદરૂપ હોય તો તમે તેને વધુ સ્પષ્ટ રીતે સૂચવી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે ખાતરીબદ્ધ હોઈ શકીએ છે કે આત્મા ઈસુ વિષે સાચી સાક્ષી આપે છે કારણ કે બે વધુ સાક્ષીઓ તેમના વિષે તે જ કહે છે જે આત્મા કહે છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ὅτι τρεῖς εἰσιν οἱ μαρτυροῦντες
યુ.એલ.ટી.ના વાંચનને અનુસરવું કે કેટલાક સમય પછીની કેટલીક હસ્તપ્રતોના વાંચનને અનુસરવું તે નક્કી કરવા માટે આ પ્રકરણની સામાન્ય નોંધોના અંતે પાઠ્ય મુદ્દાઓની ચર્ચા જુઓ અને તમારા અનુવાદમાં કહો, “કારણ કે સ્વર્ગમાં સાક્ષી આપનારા ત્રણ છે: પિતા, શબ્દ અને પવિત્ર આત્મા; અને આ ત્રણ એક છે. અને પૃથ્વી પર સાક્ષી આપનાર ત્રણ છે.” સામાન્ય નોંધો ભલામણ કરે છે તેમ, જો તમે લાંબા વાંચનનો ઉપયોગ કરવાનું નક્કી કરો છો, તો તેને ચોરસ કૌંસમાં [] મૂકો તે દર્શાવવા માટે કે તે સંભવિતપણે યોહાનના ૧ લા પત્રના મૂળ સંસ્કરણમાં નહોતું. જેઓ વધુ અભ્યાસ કરવાનું નક્કી કરે છે તેઓને માટે નીચેની નોંધો વિવિધ વાંચન સંબંધિત અનુવાદ સમસ્યાઓની ચર્ચારૂપે ઉપલબ્ધ છે. (જુઓ: શાબ્દિક ભિન્નતા)
1 John 5:8
τὸ ὕδωρ, καὶ τὸ αἷμα
જુઓ કે તમે કેવી રીતે ૫:૬ માં “પાણી” અને “લોહી” શબ્દોનો અનુવાદ કરવાનું નક્કી કર્યું. વૈકલ્પિક ભાષાંતર: (૧) ""ઈસુનું બાપ્તિસ્મા અને તેમનો માનવ જન્મ"" (૨) ""ઈસુનો બાપ્તિસ્મા અને વધસ્તંભ પર તેમનું મૃત્યુ"" (જુઓ: ઉપનામ)
οἱ τρεῖς εἰς τὸ ἕν εἰσιν
આ એક રૂઢિપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ ત્રણેય એક જ વાત કહે છે"" અથવા ""આ ત્રણેય સહમત છે"" (જુઓ: રૂઢિપ્રયોગ)
1 John 5:9
εἰ τὴν μαρτυρίαν τῶν ἀνθρώπων λαμβάνομεν
યોહાન એવું બોલી રહ્યો છે કે જાણે આ એક કાલ્પનિક સંભાવના હોય, પરંતુ તે અર્થ તારવે છે કે તે ખરેખર સાચું છે. જો તમારી ભાષા કોઈ બાબતની શરત તરીકે જણાવતી નથી કે જો તે ચોક્કસ અથવા સાચી હોય, અને જો તમારા વાચકો ગેરસમજ કરી શકે અને વિચારે કે યોહાન જે કહી રહ્યો છે તે વિષે તે ચોક્કસ નથી, તો તમે તેના શબ્દોને હકારાત્મક નિવેદન તરીકે અનુવાદિત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારથી આપણે માણસોની સાક્ષી પ્રાપ્ત કરી છે"" (જુઓ: વાસ્તવિક સ્થિતિઓને – જોડવા)
τὴν μαρτυρίαν τῶν ἀνθρώπων λαμβάνομεν
આ એક રૂઢિપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે લોકો સાક્ષી આપે છે ત્યારે આપણે માનીએ છીએ"" (જુઓ: રૂઢિપ્રયોગ)
τῶν ἀνθρώπων
“માણસ” શબ્દ પુરૂષવાચી હોવા છતાં, યોહાન આ શબ્દનો ઉપયોગ સામાન્ય અર્થમાં કરે છે જેમાં સ્ત્રી અને પુરૂષ બંનેનો સમાવેશ થાય છે. વૈકલ્પિક ભાષાંતર: “લોકોના” (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)
ἡ μαρτυρία τοῦ Θεοῦ μείζων ἐστίν
“વધારે મહાન” શબ્દોનો ગર્ભિત અર્થ છે કે ઈશ્વરની સાક્ષી માનવીય સાક્ષી કરતાં વધુ વિશ્વસનીય છે, કારણ કે ઈશ્વર બધું જ જાણે છે અને ઈશ્વર હંમેશા સત્ય કહે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરની સાક્ષી વધુ વિશ્વસનીય છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ἡ μαρτυρία τοῦ Θεοῦ μείζων ἐστίν
યોહાન એવા કેટલાક શબ્દો છોડી રહ્યો છે જે વાક્યને પૂર્ણ થવા માટે ઘણી ભાષાઓમાં જરૂરી છે. આ શબ્દો અગાઉના શબ્દસમૂહમાંથી પૂરા પાડી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે ચોક્કસપણે ઈશ્વરની સાક્ષી સ્વીકારવી જોઈએ, કારણ કે તે વધારે મહાન છે"" અથવા ""જ્યારે તે જુબાની આપે ત્યારે આપણે ચોક્કસપણે ઈશ્વર પર વિશ્વાસ કરવો જોઈએ, કારણ કે તેમની સાક્ષી વધુ વિશ્વસનીય છે"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))
ὅτι αὕτη ἐστὶν ἡ μαρτυρία τοῦ Θεοῦ, ὅτι μεμαρτύρηκεν περὶ τοῦ Υἱοῦ αὐτοῦ
અહિ, “માટે” નો અર્થ થઈ શકે છે: (1) ઈશ્વર પુત્ર સંબંધી ઈશ્વરની સાક્ષીની વિગતોની પ્રસ્તાવના આપવા માટે યોહાન આ શબ્દનો ઉપયોગ કરી રહ્યો છે. તે કિસ્સામાં, ઈશ્વરની સાક્ષી પર વિશ્વાસ કરવાના મહત્વ પર ફરીથી ભાર આપવા માટે આગામી કલમનો ઉપયોગ કર્યા પછી, યોહાન પોતે ૫:૧૧ માં વિગતોનો ઉલ્લેખ કરશે, જ્યાં તે કહે છે, “અને આ સાક્ષી છે.” જે યુ.એલ.ટી.નું અર્થઘટન છે. વૈકલ્પિક ભાષાંતર: ""હવે આ તે સાક્ષી છે જે ઈશ્વરે તેમના પુત્ર વિષે આપી છે"" (2) જેમ તે અગાઉના વાક્યમાં કહે છે તેમ, યોહાન કદાચ “માટે” શબ્દનો ઉપયોગ એ કારણ આપવા માટે કરી શકે છે કે શા માટે ઈશ્વરની સાક્ષી માનવીય સાક્ષી કરતાં વધુ મહાન છે. યુ.એસ.ટી.નું અર્થઘટન આ છે.
τοῦ Υἱοῦ αὐτοῦ
“પુત્ર” એ ઈસુ માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમના પુત્ર ઈસુ"" (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
1 John 5:10
εἰς τὸν Υἱὸν τοῦ Θεοῦ
યોહાનનો ગર્ભિત અર્થ છે કે ઈસુ ઈશ્વરના પુત્ર છે એવું માનવું. વૈકલ્પિક ભાષાંતર: ""કે ઈસુ ઈશ્વરના પુત્ર છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
τὸν Υἱὸν τοῦ Θεοῦ
“પુત્ર” એ ઈસુ માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
ἔχει τὴν μαρτυρίαν ἐν αὑτῷ
યોહાન “સાક્ષી” વિષે અલંકારિક રીતે બોલે છે જાણે તે કોઈ વસ્તુ હોય જે વિશ્વાસીઓની અંદર હોઈ શકે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર જે કહે છે તેને તે સંપૂર્ણપણે સ્વીકારે છે"" (જુઓ: રૂપક)
τὴν μαρτυρίαν
જો તે તમારી ભાષામાં સ્પષ્ટ હોય તો તમે અમૂર્ત સંજ્ઞા/નામ “સાક્ષી” પાછળના વિચારને સમકક્ષ અભિવ્યક્તિ સાથે વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે જે કહ્યું છે"" (જુઓ: અમૂર્ત નામો)
ψεύστην πεποίηκεν αὐτόν
૧:૧૦ ની જેમ, ખાતરી કરો કે તમારા અનુવાદમાં એ સ્પષ્ટ છે કે આ કિસ્સામાં ઈશ્વરને ખરેખર “જૂઠા” કહેવામાં આવ્યા નથી. તેના બદલે, કેમ કે ઈશ્વરે કહ્યું છે કે ઈસુ તેમના પુત્ર છે, અને જે વ્યક્તિ તેમ માનતો નથી તે ઈશ્વરને જૂઠા કહી રહ્યો છે. જો તે તમારા વાચકોને મદદરૂપ હોય તો તમે તે સ્પષ્ટપણે કહી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""હકીકતમાં, ઈશ્વરને જૂઠા કહે છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
τὴν μαρτυρίαν ἣν μεμαρτύρηκεν ὁ Θεὸς περὶ τοῦ Υἱοῦ αὐτοῦ
યોહાન જ્ઞાનાત્મક બીજી વિભક્તિનો ઉપયોગ કરી રહ્યો છે, એટલે કે, એક કર્મ જે તેના ક્રિયાપદના સમાન મૂળમાંથી આવે છે. તમે તમારા અનુવાદમાં સમાન વસ્તુ કરી શકો છો. જો નહિ, તો તમે આનો અર્થ શું છે તે સમજાવી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તેમના પુત્ર વિષે જે સત્ય કહ્યું છે તે સાચું છે""
1 John 5:11
αὕτη ἐστὶν ἡ μαρτυρία
વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તેમના પુત્ર વિષે આ કહ્યું છે""
ζωὴν αἰώνιον ἔδωκεν ἡμῖν ὁ Θεὸς, καὶ αὕτη ἡ ζωὴ ἐν τῷ Υἱῷ αὐτοῦ ἐστιν
યોહાન “જીવન” વિષે અલંકારિક રીતે બોલે છે જાણે તે કોઈ વસ્તુ હોય જે ઈસુની અંદર હતું. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે આપણને શાશ્વત જીવન આપ્યું છે, જેને લોકો ઈશ્વરના પુત્ર ઈસુમાં વિશ્વાસ કરીને પ્રાપ્ત કરે છે"" (જુઓ: રૂપક)
ζωὴν αἰώνιον
જેમ ૪:૯, “શાશ્વત જીવન”નો અર્થ એક સાથે બે બાબતો થાય છે. તેનો અર્થ એ છે કે આ જીવનમાં નવી રીતે જીવવા માટે ઈશ્વર પાસેથી શક્તિ પ્રાપ્ત કરવી, અને તેનો અર્થ એ પણ છે કે મૃત્યુ પછી ઈશ્વરની હાજરીમાં હંમેશને માટે જીવવું. તમે ૪:૯માં આ અભિવ્યક્તિનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ. (જુઓ: રૂપક)
τῷ Υἱῷ
“પુત્ર” એ ઈસુ માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમના પુત્ર ઈસુ"" (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
1 John 5:12
ὁ ἔχων τὸν Υἱὸν, ἔχει τὴν ζωήν; ὁ μὴ ἔχων τὸν Υἱὸν τοῦ Θεοῦ, τὴν ζωὴν οὐκ ἔχει
યોહાન અલંકારિક રીતે એવા વિશ્વાસીઓ વિષે વાત કરે છે જેઓ ઈસુ સાથે ગાઢ સંબંધ ધરાવે છે જાણે કે તેમની સંપત્તિ ઈસુ જ હોય. વૈકલ્પિક ભાષાંતર: “કોઈપણ વ્યક્તિ જે પુત્ર સાથે ગાઢ સંબંધ ધરાવે છે તેની પાસે જીવન છે. જે કોઈ ઈશ્વરના પુત્ર સાથે ગાઢ સંબંધમાં નથી તેની પાસે જીવન નથી” (જુઓ: રૂપક)
ἔχει τὴν ζωήν…τὴν ζωὴν οὐκ ἔχει
લોકોના બંને જૂથો શબ્દશઃ જીવંત હોવાથી, યોહાનનો આનું અર્થઘટન અલંકારિક અર્થમાં કરે છે. જેમ ૪:૯માં છે તેમ, તે ૩:૧૫માં સંભવતઃ જેને તે ""શાશ્વત જીવન"" કહી રહ્યો છે, તેનો ઉલ્લેખ કરી રહ્યો છે. જુઓ કે તમે તે શબ્દનો અનુવાદ તે કલમોમાં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""હવે નવા વ્યક્તિ તરીકે જીવવા માટે ઈશ્વર તરફથી સામર્થ્ય છે અને મૃત્યુ પછી ઈશ્વરની હાજરીમાં હંમેશને માટે જીવશે … હવે નવા વ્યક્તિ તરીકે જીવવા માટે ઈશ્વર તરફથી શક્તિ નથી અને મૃત્યુ પછી ઈશ્વરની હાજરીમાં કાયમને માટે જીવશે નહિ"" ( જુઓ: રૂપક)
τὸν Υἱὸν…τὸν Υἱὸν τοῦ Θεοῦ
“ઈશ્વરના પુત્ર” એ ઈસુ માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર સાથેના તેમના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
1 John 5:13
ταῦτα
વૈકલ્પિક ભાષાંતર: “આ પત્ર”
τοῖς πιστεύουσιν εἰς τὸ ὄνομα τοῦ Υἱοῦ τοῦ Θεοῦ
૨:૧૨ માં, યોહાન ઈસુ કોણ છે અને તેમણે શું કર્યું છે તે દર્શાવવા માટે અલંકારિક રીતે ઈસુના “નામ”નો ઉપયોગ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે કે જેઓ ઈસુમાં અને તેમણે તમારા માટે જે કર્યું છે, તેમાં વિશ્વાસ કરો છો"" (જુઓ: ઉપનામ)
τοῦ Υἱοῦ τοῦ Θεοῦ
“ઈશ્વરના પુત્ર” એ ઈસુ માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર સાથેના તેમના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
ὅτι ζωὴν ἔχετε αἰώνιον
આ કલમમાં ભાર “શાશ્વત જીવન” અભિવ્યક્તિના ભાવિ પાસા પર વધુ લાગે છે. વૈકલ્પિક ભાષાંતર: ""કે તમે મૃત્યુ પામ્યા પછી ઈશ્વરની હાજરીમાં હંમેશ માટે જીવશો"" (જુઓ: રૂપક)
1 John 5:14
αὕτη ἐστὶν ἡ παρρησία ἣν ἔχομεν πρὸς αὐτόν
જો તે તમારા વાચકોને મદદરૂપ હોય તો, ૩:૨૧ની જેમ, તમે સ્પષ્ટપણે કહી શકો છો કે, આ વાક્યના બાકીના ભાગમાં યોહાન જે કહે છે તેના પ્રકાશમાં, “હિંમત/ભરોસો” શું લાગુકરણ ધરાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે આ વિષે ભરોસો રાખી શકીએ છીએ"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
αὕτη ἐστὶν ἡ παρρησία ἣν ἔχομεν πρὸς αὐτόν
જો તમારી ભાષામાં તે વધુ સ્પષ્ટ હોય તો તમે અમૂર્ત સંજ્ઞા “હિમંત/ભરોસો” પાછળના વિચારને ""હિમંત/દ્રઢપણે માનવું"" જેવા વિશેષણ સાથે વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે આ વિષે વિશ્વાસ રાખી શકીએ છીએ"" (જુઓ: અમૂર્ત નામો)
αὐτόν…αὐτοῦ…ἀκούει
આ કલમમાં “તેમને”, “તેમના” અને “તે” સર્વનામો ઈશ્વરના સંદર્ભમાં છે. તમારી ભાષામાં પ્રથમ કિસ્સામાં સંજ્ઞા ""ઈશ્વર""નો ઉપયોગ અને અન્ય કિસ્સાઓમાં સર્વનામોનો ઉપયોગ કરવો સ્વાભાવિક હોઈ શકે છે. (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
ἐάν τι αἰτώμεθα κατὰ τὸ θέλημα αὐτοῦ
વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર આપણા માટે જે ઈચ્છે છે તે બાબતો જો આપણે માંગીએ છીએ""
ἀκούει ἡμῶν
જેમ ૪:૫માં છે તેમ, “સાંભળે છે” શબ્દો એક રૂઢિપ્રયોગ છે. જો કે, અહીંનો અર્થ ત્યાંના અર્થ જેટલો મજબૂત નથી, ""તેના દ્વારા મનાવવામાં આવે છે."" ઊલટાનું, આ ઉલ્લેખ કરે છે કે આપણે જે માંગીએ છીએ તે આપવાની તૈયારી સાથે ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ આપણને તે આપવા માટે તૈયાર છે"" (જુઓ: રૂઢિપ્રયોગ)
1 John 5:15
ἐὰν οἴδαμεν ὅτι ἀκούει ἡμῶν
યોહાન એ રીતે વાત કરી રહ્યો છે જાણે કે આ એક કાલ્પનિક સંભાવના હોય, પરંતુ તેનો અર્થ એ છે કે તે ખરેખર સાચું છે. જો તમારી ભાષા કોઈ બાબતને શરત તરીકે જણાવતી નથી, જો તે ચોક્કસ અથવા સાચી હોય, અને જો તમારા વાચકો ગેરસમજ કરી શકે અને વિચારે કે યોહાન જે કહી રહ્યો છે તે ચોક્કસ નથી, તો તમે તેના શબ્દોને હકારાત્મક નિવેદન તરીકે અનુવાદિત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે આપણે જાણીએ છીએ કે તે આપણું સાંભળે છે"" (જુઓ: વાસ્તવિક સ્થિતિઓને – જોડવા)
ἀκούει ἡμῶν
જુઓ કે તમે અગાઉની કલમમાં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે જે માંગીએ છીએ તે આપવાને તે તૈયાર છે"" (જુઓ: રૂઢિપ્રયોગ)
ἀκούει ἡμῶν
યોહાન અગાઉની કલમમાં સ્પષ્ટ કરે છે તે સ્થિતિનું પુનરાવર્તન કરવું મદદરૂપ હોઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો તે તેમની ઇચ્છા મુજબ હોય તો આપણે જે માંગીએ છીએ તે આપવાને તે તૈયાર છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ἀκούει…αὐτοῦ
આ કલમમાં “તે” અને “તેમને” સર્વનામો ઈશ્વરના સંદર્ભમાં છે. તમારી ભાષામાં ઈશ્વરના નામ માટે “તે”નો ઉપયોગ કરવો અને પછી કલમના બાકીના ભાગમાં “તેમને” કહેવું સ્વાભાવિક હોઈ શકે છે. (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
οἴδαμεν ὅτι ἔχομεν τὰ αἰτήματα ἃ ᾐτήκαμεν ἀπ’ αὐτοῦ
વૈકલ્પિક ભાષાંતર: ""આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વર પાસે જે માંગ્યું છે તે પ્રાપ્ત કરીશું""
1 John 5:16
ἐάν τις ἴδῃ τὸν ἀδελφὸν αὐτοῦ ἁμαρτάνοντα ἁμαρτίαν μὴ πρὸς θάνατον, αἰτήσει
યોહાન તેના વાચકોને સલાહ આપવા માટે એક અનુમાનિત પરિસ્થિતિનું વર્ણન કરી રહ્યો છે. આ દર્શાવવા માટે યુ.એસ.ટી.નો નમૂનો એક રીત છે. (જુઓ: આનુમાનિત પરિસ્થિતિઓ)
τὸν ἀδελφὸν αὐτοῦ
તમે ૨:૯ માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""એક સાથી વિશ્વાસી"" (જુઓ: રૂપક)
ἁμαρτάνοντα ἁμαρτίαν
યોહાન જ્ઞાનાત્મક બીજી વિભક્તિનો ઉપયોગ કરી રહ્યો છે, એટલે કે, એક કર્મ જે તેના ક્રિયાપદના સમાન મૂળમાંથી આવે છે. તમે તમારા અનુવાદમાં સમાન વસ્તુ કરી શકો છો. જો નહિ, તો તમે આનો અર્થ શું છે તે સમજાવી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""પાપ કરે છે""
ἁμαρτίαν μὴ πρὸς θάνατον…τοῖς ἁμαρτάνουσιν μὴ πρὸς θάνατον…ἁμαρτία πρὸς θάνατον
અહીં, “મૃત્યુ”નો અર્થ થઈ શકે છે કે: (૧) આ આધ્યાત્મિક મૃત્યુના અલંકારિક સંદર્ભનો ઉલ્લેખ કરે છે, એટલે કે, ઈશ્વરથી અનંતકાળીક અલગ પડી જવું. (તે તરફ દોરી શકતા કયા પ્રકારનાં પાપ યોહાન વિચારે છે તેની ચર્ચા માટે આ કલમની પાછળની નોંધ જુઓ.) વૈકલ્પિક ભાષાંતર: ""એવું પાપ જે ઈશ્વરથી અનંતકાળીક અલગતા તરફ દોરી જતું નથી ... તેમના પાપ તેમને ઈશ્વરથી અનંતકાળીક અલગ થવા તરફ દોરી જશે નહિ ... એક પાપ જે ઈશ્વરથી અનંતકાળીક અલગતા તરફ દોરી જાય છે"" (૨) આ શારીરિક મૃત્યુના શબ્દશઃ સંદર્ભનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""એક પાપ જે તેને માટે મૃત્યુનું કારણ બનશે નહિ ... જેમના પાપ તેમને માટે મૃત્યુનું કારણ બનશે નહિ ... એક પાપ જે વ્યક્તિને માટે મૃત્યુનું કારણ બનશે"" (જુઓ: રૂપક)
αἰτήσει
યોહાન એક સૂચના અને આદેશ આપવા માટે ભવિષ્યના નિવેદનનો ઉપયોગ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેણે તે સાથી વિશ્વાસી માટે પ્રાર્થના કરવી જોઈએ"" (જુઓ: વિધાનો - અન્ય ઉપયોગો)
δώσει αὐτῷ ζωήν
આ કલમમાં, સર્વનામ “તે” ઈશ્વરના સંદર્ભમાં છે અને સર્વનામ “તેને” એ પાપ કરી રહેલા વિશ્વાસીના સંદર્ભમાં છે. કલમમાં અન્યત્ર, “તેના” અને “તે” શબ્દો એ વ્યક્તિનો સંદર્ભ આપે છે જે તેના સાથી વિશ્વાસીને પાપ કરતા જુએ છે. વૈકલ્પિક ભાષાંતર: ""વિશ્વાસી જે પાપ કરે છે તેને ઈશ્વર જીવન આપશે"" (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
δώσει αὐτῷ ζωήν
“જીવન” શબ્દનો અર્થ ""મૃત્યુ"" શબ્દના અર્થ પર આધાર રાખે છે. (૧) “મૃત્યુ” શબ્દ અલંકારિક હોઈ શકે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર ખાતરી કરશે કે જે વિશ્વાસી પાપ કરી રહ્યો છે તે તેમનાથી અનંતકાળ માટે અલગ ન થાય"" (૨) “મૃત્યુ” શબ્દ શબ્દશઃ હોઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર ખાતરી કરશે કે પાપ કરનાર વિશ્વાસી મૃત્યુ પામે નહિ"" (જુઓ: રૂપક)
ἔστιν ἁμαρτία πρὸς θάνατον; οὐ περὶ ἐκείνης λέγω ἵνα ἐρωτήσῃ
જો તે તમારા વાચકો માટે મદદરૂપ હોય તો તમે તેને વધુ સ્પષ્ટપણે કહી શકો છો કે જો “મૃત્યુ” શબ્દ અલંકારિક હોય તો તેનો સંભવિત અર્થ શું થાય. આખા પત્રના સંદર્ભમાં, “મૃત્યુ તરફના પાપ” દ્વારા, યોહાન કદાચ એવા વર્તનનો ઉલ્લેખ કરી રહ્યો છે કે જેમાં ખોટા શિક્ષકો રોકાયેલા હતા અને તેને પ્રોત્સાહિત કરી રહ્યા હતા. ૧ યોહાનની પ્રસ્તાવનાનો ભાગ 3 સમજાવે છે તેમ, આ ખોટા શિક્ષકોએ દાવો કરતા હતા કે લોકો તેમના શરીરમાં શું કરે છે તેનાથી કોઈ ફરક પડતો નથી, અને તેથી તેઓ તેમની ક્રિયાઓ ખોટી છે તેવી કોઈ પ્રતીતિ અનુભવ્યા વિના ઘણા ગંભીર પાપો કરી રહ્યા હશે. આ દર્શાવે છે કે તેઓએ ઈસુમાં વિશ્વાસ છોડી દીધો હતો અને પવિત્ર આત્માના પ્રભાવને નકારી કાઢ્યો હતો. યોહાન ફરી એકવાર ૫:૧૮માં આ ખોટા શિક્ષણને સ્પષ્ટપણે સુધારે છે. વિશ્વાસીઓએ એવા લોકો કે જેઓ આ રીતે વર્તે છે તેમના માટે પ્રાર્થના કરવી જોઈએ નહિ, તેનું તે નિવેદન સંભવિતપણે આદેશાત્મકને બદલે વર્ણનાત્મક છે. એટલે કે, તે એમ નથી કહેતો કે વિશ્વાસીઓ તેમના માટે પ્રાર્થના કરે તેમ તે ઇચ્છતો નથી. તેના બદલે, તે સમજાવે છે કે તેમના માટે પ્રાર્થના કરવાથી કોઈ ફાયદો થશે નહિ, કારણ કે તેઓએ એવી રીતે જીવવાનું નક્કી કર્યું છે જે ઈસુમાં વિશ્વાસ અને પવિત્ર આત્માના પ્રભાવની વિરુદ્ધ છે. વૈકલ્પિક ભાષાંતર: “ખોટા શિક્ષકો કે જેઓ કહે છે કે લોકો તેમના શરીરમાં શું કરે છે તેનાથી કોઈ ફરક પડતો નથી, તેઓ તેમની ક્રિયાઓ ખોટી છે તેવી કોઈ લાગણી અનુભવ્યા વિના ઘણા ગંભીર પાપો કરે છે. આ બતાવે છે કે તેઓ હવે ઈસુમાં વિશ્વાસ કરતા નથી, તેઓએ પવિત્ર આત્માના પ્રભાવને નકારી કાઢ્યો છે, અને તેઓ હવે ઈશ્વર સાથેના સંબંધમાં જીવતા નથી. આ સૂચવે છે કે તેઓ અનંતકાળ માટે પણ ઈશ્વરથી અલગ થઈ જશે. તેમના માટે પ્રાર્થના કરવાથી કોઈ ફરક પડવાની શક્યતા નથી” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
1 John 5:17
πᾶσα ἀδικία ἁμαρτία ἐστίν, καὶ ἔστιν ἁμαρτία οὐ πρὸς θάνατον
જો તે તમારી ભાષામાં સ્પષ્ટ હોય તો તમે અમૂર્ત સંજ્ઞા “અન્યાયીપણું” પાછળના વિચારને સમકક્ષ અભિવ્યક્તિ સાથે વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""દરેક વખતે ઈશ્વર જે ઈચ્છતા નથી તે આપણે કરીએ છે, તે પાપ છે"" (જુઓ: અમૂર્ત નામો)
καὶ
યોહાન “અને” શબ્દનો ઉપયોગ એક વિરોધાભાસી નિવેદન રજૂ કરવા માટે કરી રહ્યો છે જેનો હેતુ તે વિશ્વાસીઓને પ્રોત્સાહિત કરવાનો છે જેમને તે લખી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “પરંતુ” (જુઓ: જોડાણ-વિરોધાભાસ સબંધ)
ἔστιν ἁμαρτία οὐ πρὸς θάνατον
અગાઉની કલમમાં તમે ”મૃત્યુ” શબ્દનો અનુવાદ કેવી રીતે કર્યો તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""દરેક પાપ ઈશ્વરથી અનંતકાળીક અલગતા તરફ દોરી જતું નથી"" અથવા ""દરેક પાપ વ્યક્તિ માટે મૃત્યુનું કારણ નથી"" (જુઓ: રૂપક)
1 John 5:18
πᾶς ὁ γεγεννημένος ἐκ τοῦ Θεοῦ
તમે ૨:૨૯ માં સમાન અભિવ્યક્તિનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""દરેક વ્યક્તિ જેના પિતા ઈશ્વર છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))
πᾶς ὁ γεγεννημένος ἐκ τοῦ Θεοῦ
જુઓ કે શું ૨:૨૯માં તમે આ રૂપક સમજાવવાનું નક્કી કર્યું છે. વૈકલ્પિક ભાષાંતર: ""દરેક વ્યક્તિ કે જેના આધ્યાત્મિક પિતા ઈશ્વર છે"" (જુઓ: રૂપક)
οὐχ ἁμαρτάνει
તમે ૩:૬ માં આ અભિવ્યક્તિનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: “ધૃષ્ટતાથી અને સતત પાપ કરતા નથી” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ὁ γεννηθεὶς ἐκ τοῦ Θεοῦ
આ ઈસુનું વર્ણન છે, જેમને યોહાન ૪:૯ માં “એકમાત્ર જન્મેલ” કહે છે. જુઓ કે તમે તે અભિવ્યક્તિનો અનુવાદ ત્યાં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુ, ઈશ્વરના વાસ્તવિક સંતાન""
τηρεῖ ἑαυτὸν
આનો અર્થ બે બાબતોમાંથી એક હોઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: (1) ""તેને ઈશ્વર સાથે ગાઢ સંબંધમાં રાખે છે"" (2) ""તેને પાપ કરવાથી દૂર રાખે છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
ὁ πονηρὸς
જેમ ૨:૧૩માં છે તેમ, યોહાન ચોક્કસ અસ્તિત્વને દર્શાવવા માટે વિશેષણ “દુષ્ટ”નો ઉપયોગ સંજ્ઞા તરીકે કરે છે. યુ.એલ.ટી. આ બતાવવા માટે “એક” ઉમેરે છે. તમારી ભાષા કદાચ એ જ રીતે વિશેષણોનો ઉપયોગ કરી શકે છે. જો નહિં, તો તમે આને સમકક્ષ અભિવ્યક્તિ સાથે અનુવાદિત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""જે દુષ્ટ છે"" (જુઓ: નામવાચક વિશેષણો)
ὁ πονηρὸς
યોહાન શેતાન વિષે અલંકારિક રીતે વાત કરે છે કે તે “દુષ્ટ” છે. વૈકલ્પિક ભાષાંતર: ""શેતાન"" (જુઓ: ઉપનામ)
οὐχ ἅπτεται αὐτοῦ
આ એક રૂઢિપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેને નુકસાન પહોંચાડી શકે નહિ"" (જુઓ: રૂઢિપ્રયોગ)
1 John 5:19
ἐκ τοῦ Θεοῦ ἐσμεν
તમે ૪:૪ માં સમાન અભિવ્યક્તિનો અનુવાદ કેવી રીતે કર્યો હતો તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે ઈશ્વરના છીએ"" અથવા ""આપણે ઈશ્વર સાથેના સંબંધમાં જીવીએ છીએ"" (જુઓ: રૂઢિપ્રયોગ)
ὁ κόσμος ὅλος
આ પત્રમાં યોહાન “જગત” શબ્દનો ઉપયોગ વિવિધ રીતે કરે છે. આ કિસ્સામા, તે સંભવતઃ “જગત”માં રહેતા લોકો જે ઈશ્વરને માન આપતા નથી અને તેમની મૂલ્ય પ્રણાલી, તે બંનેને અલંકારિક રીતે સંદર્ભિત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""બધા અધર્મી લોકો અને તેમની મૂલ્ય પ્રણાલી"" (જુઓ: ઉપનામ)
ἐν τῷ πονηρῷ κεῖται
અભિવ્યક્તિ “માં આવેલું છે” અલંકારિક રીતે કોઈ વ્યક્તિ અથવા કંઈક દ્વારા નિયંત્રિત હોવાનું દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""દુષ્ટ દ્વારા નિયંત્રિત છે"" અથવા ""દુષ્ટ પ્રભાવો દ્વારા નિયંત્રિત છે"" (જુઓ: રૂપક)
τῷ πονηρῷ
જો તે તમારી ભાષામાં સ્પષ્ટ હોય તો તમે અમૂર્ત સંજ્ઞા “દુષ્ટ” પાછળનો અર્થ સમકક્ષ અભિવ્યક્તિ સાથે વ્યક્ત કરી શકો છો. આનો અર્થ આ હોઈ શકે છે: (૧) યોહાન શેતાન વિષે અલંકારિક રીતે વાત કરી રહ્યો છે, જેમ કે ૨:૧૩. વૈકલ્પિક ભાષાંતર: ""શેતાન"" (૨) યોહાન કદાચ દુષ્ટ પ્રભાવો વિષે વાત કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""દુષ્ટ પ્રભાવો"" (જુઓ: અમૂર્ત નામો)
1 John 5:20
ὁ Υἱὸς τοῦ Θεοῦ
“ઈશ્વરનો પુત્ર” એ ઈસુ માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર સાથેના તેમના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
ἥκει
જો તે તમારા વાચકોને મદદરૂપ હોય તો તમે આનો અર્થ શું છે તે વધુ સ્પષ્ટપણે કહી શકો છો, જેમ કે તમે ૫:૬ માં કર્યું હશે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તરફથી પૃથ્વી પર આવ્યા છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)
δέδωκεν ἡμῖν διάνοιαν
જો તે તમારી ભાષામાં સ્પષ્ટ હોય તો તમે અમૂર્ત સંજ્ઞા “સમજણ” પાછળના ખ્યાલને ""સમજવું"" જેવા ક્રિયાપદ સાથે વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""આપણને સમજવા સક્ષમ બનાવ્યા છે"" (જુઓ: અમૂર્ત નામો)
δέδωκεν ἡμῖν διάνοιαν
જો તે તમારા વાચકોને મદદરૂપ હોય તો તમે સ્પષ્ટપણે કહી શકો છો કે ઈસુએ આપણને શું સમજવા સક્ષમ કર્યા છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમને સત્ય સમજવા સક્ષમ બનાવ્યા છે"" અથવા ""ઈશ્વર ખરેખર કેવા છે તે સમજવામાં અમને સક્ષમ બનાવ્યા છે"" (જુઓ: અમૂર્ત નામો)
τὸν Ἀληθινόν…τῷ Ἀληθινῷ
યોહાન ચોક્કસ અસ્તિત્વને દર્શાવવા માટે વિશેષણ “સાચું”નો ઉપયોગ સંજ્ઞા તરીકે કરે છે. આ બતાવવા માટે યુ.એલ.ટી. “એક”ને ઉમેરે છે. તમારી ભાષા કદાચ એ જ રીતે વિશેષણોનો ઉપયોગ કરી શકે છે. જો નહિં, તો તમે આને સમકક્ષ અભિવ્યક્તિ સાથે અનુવાદિત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “એક કે જે સાચા છે … એક કે જે સાચા છે” (જુઓ: નામવાચક વિશેષણો)
τὸν Ἀληθινόν…τῷ Ἀληθινῷ
યોહાન જે રીતે તે “સાચું” છે તેની સાથે જોડાણ કરીને ઈશ્વર વિષે અલંકારિક રીતે વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર, જે હંમેશા સત્ય કહે છે અને જે કહે છે તે કરે છે"" (જુઓ: ઉપનામ)
ἐσμὲν ἐν τῷ Ἀληθινῷ, ἐν τῷ Υἱῷ αὐτοῦ, Ἰησοῦ Χριστῷ
૨:૫માં, યોહાન અલંકારિક રીતે વાત કરી રહ્યો છે જાણે કે વિશ્વાસીઓ ઈશ્વર અને ઈસુની અંદર હોઈ શકે. આ અભિવ્યક્તિ ઈશ્વર સાથે ગાઢ સંબંધ હોવાનું વર્ણન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત સાથે આપણો ગાઢ સંબંધ છે"" (જુઓ: રૂપક)
τῷ Υἱῷ αὐτοῦ
“પુત્ર” એ ઈસુ માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર સાથેના તેમના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)
οὗτός ἐστιν ὁ ἀληθινὸς Θεὸς
“આ” કાં તો ઈશ્વર અથવા ઈસુનો ઉલ્લેખ કરી શકે છે. યુ.એલ.ટી. તેને ઈશ્વરના સંદર્ભમાં ઉપયોગ કરે છે અને યુ.એસ.ટી. તેને ઈસુના સંદર્ભમાં ઉપયોગ કરે છે. (જુઓ: સર્વનામ - તેનો ઉપયોગ ક્યારે કરવો)
ὁ ἀληθινὸς Θεὸς καὶ ζωὴ αἰώνιος
યોહાન “અને” સાથે જોડાયેલ બે સંજ્ઞા/નામ શબ્દસમૂહોનો ઉપયોગ કરીને એક જ વિચાર વ્યક્ત કરી રહ્યો છે. “અનંત જીવન” શબ્દસમૂહ ”સાચા ઈશ્વર”ના ગુણનું વર્ણન કરે છે, કે તે અનંતજીવન આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સાચા ઈશ્વર, જે અનંતજીવન આપે છે"" (જુઓ: સંયોજકો)
ζωὴ αἰώνιος
જેમ કે ૪:૯માં છે તેમ, આનો અર્થ બંને રીતે છે, નવી રીતે જીવવા માટે આ “જીવન”માં ઈશ્વર પાસેથી શક્તિ પ્રાપ્ત કરવી અને મૃત્યુ પછી ઈશ્વરની હાજરીમાં હંમેશ માટે જીવવું. તમે ત્યાં અભિવ્યક્તિનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ. (જુઓ: રૂપક)
1 John 5:21
τεκνία
તમે ૨:૧માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""તમે પ્રિય વિશ્વાસીઓ જેઓ મારી સંભાળ હેઠળ છે"" (જુઓ: રૂપક)
φυλάξατε ἑαυτὰ
આ એક રૂઢિપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: ""થી દૂર રહો"" (જુઓ: રૂઢિપ્રયોગ)
τῶν εἰδώλων
આનો અર્થ હોઈ શકે કે: (૧) કોઈ પણ વ્યક્તિના જીવનમાં ઈશ્વરનું સ્થાન લઈ શકે તેવી કોઈ પણ વસ્તુનો અલંકારિક રીતે ઉલ્લેખ યોહાન કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા જીવનમાં ઈશ્વરનું સ્થાન લઈ શકે તેવી કોઈપણ વસ્તુ"" (૨) યોહાન શબ્દશઃ “મૂર્તિઓ”નો ઉલ્લેખ કરી રહ્યો છે, એટલે કે, એવી મૂર્તિઓ કે જે ઈશ્વરને મૂર્ત સ્વરૂપ આપતી હોય તેમ તેમની પૂજા કરવામાં આવતી હતી. યુ.એસ.ટી.નું અર્થઘટન તે મુજબ છે. (જુઓ: રૂપક)
“મૂર્તિઓથી દૂર રહો” અથવા “મૂર્તિઓની પૂજા ન કરો”