ગુજરાતી (Gujarati): translationNotes

Updated ? hours ago # views See on DCS Draft Material

Acts

Acts front

પ્રેરિતોનાં કૃત્યોનો પરિચય

ભાગ 1: સામાન્ય પરિચય

પ્રેરિતોનાં કૃત્યોના પુસ્તકની રૂપરેખા
  1. મંડળીની શરૂઆત અને તેનું સેવાકાર્ય (1:1-2:41)
  2. યરૂશાલેમની શરૂઆતની મંડળી (2:41-6:7)
  3. વધતો વિરોધ અને સ્તેફનની શહાદત (6:8-7:60)
  4. મંડળીની સતાવણી અને ફિલિપનું સેવાકાર્ય (8:1-40)
  5. પાઉલ પ્રેરિત બને છે (9:1-31)
  6. પિતરનું સેવાકાર્ય અને પ્રથમ વિદેશીનું બદલાણ (9:32-12:24)
  7. પાઉલ, વિદેશીઓ માટેનો પ્રેરિત, યહૂદી નિયમશાસ્ત્ર અને યરૂશાલેમની મંડળીની સભાનો આગેવાન (12:25-16:5)
  8. મધ્ય ભૂમધ્ય વિસ્તાર અને નાના એશિયા માઇનોર વિસ્તારમાંની મંડળીનો ફેલાવો (16:6-19:20) 1 પાઉલ યરૂશાલેમની મુસાફરી કરે છે અને રોમમાં બંદીવાન થાય છે (19:21-28:31)
પ્રેરિતોનું પુસ્તક શેના વિશે છે?

પ્રેરિતોનું પુસ્તક શરૂઆતની મંડળી વિશે અને વધારે ને વધારે લોકો વિશ્વાસીઓ બન્યા તેનું વર્ણન કરે છે. પવિત્ર આત્માનું કાર્ય પહેલાના ખ્રિસ્તીઓમાં થયું તેનું સામર્થ્ય રજૂ કરે છે. આ પુસ્તકની ઘટનાઓ ત્યારે શરૂ થઈ જ્યારે ઈસુ સ્વર્ગમાં પાછા ગયા અને લગભગ ત્રીસ વર્ષ પછી સમાપ્ત થઈ.

આ પુસ્તકનું શીર્ષક કેવી રીતે અનુવાદ કરવું જોઈએ?

અનુવાદકો આ પુસ્તકને તેના પરંપરાગત શીર્ષક દ્વારા કહેવાનું પસંદ કરી શકે છે, ""પ્રેરિતોનાં કૃત્યો."" અથવા અનુવાદકો સ્પષ્ટ શીર્ષક પસંદ કરી શકે છે, ઉદાહરણ તરીકે, ""પ્રેરિતો મારફતે પવિત્ર આત્માના કાર્યો.""

પ્રેરિતોનાં કૃત્યોનું પુસ્તક કોણે લખ્યું? આ પુસ્તક લેખકનું નામ જણાવતું નથી. જો કે, તે થિયોફિલને સંબોધિત કરવામાં આવે છે, આ તે જ વ્યક્તિ જેને સંબોધિને લૂકની સુવાર્તા લખવામાં આવી હતી. આ ઉપરાંત, પુસ્તકના ભાગોમાં લેખક ""અમે"" શબ્દનો ઉપયોગ કરે છે. આ સૂચવે છે કે લેખકે પાઉલ સાથે મુસાફરી કરી હતી. મોટાભાગના વિદ્વાનો માને છે કે આ વ્યક્તિ લૂક હતો જે પાઉલ સાથે મુસાફરી કરી રહ્યો હતો. તેથી, શરૂઆતના ખ્રિસ્તી સમયથી, મોટાભાગના ખ્રિસ્તીઓએ વિચાર્યું કે લૂક એ પ્રેરિતોનાં કૃત્યો અને લૂકની સુવાર્તાનો લેખક છે.

લૂક એક વૈદ હતો. તેની લખવાની રીત બતાવે છે કે તે એક શિક્ષિત માણસ હતો. તે કદાચ એક વિદેશી હતો. પ્રેરિતોનાં કૃત્યોમાં વર્ણવેલ ઘણી ઘટનાઓ તેણે નિહાળી હતી.

ભાગ 2: મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો

મંડળી શું છે?

મંડળી એવા લોકોનું જૂથ છે જેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે. મંડળીમાં યહૂદી અને વિદેશી વિશ્વાસીઓ બંનેનો સમાવેશ થાય છે. આ પુસ્તકની ઘટનાઓ દર્શાવે છે કે ઈશ્વર તેઓને મદદ કરે છે. તેમણે વિશ્વાસીઓને તેમના પવિત્ર આત્મા દ્વારા ન્યાયી જીવન જીવવા માટે પ્રોત્સાહન પુરા પાડ્યા.

ભાગ 3: અનુવાદ અંગેના અગત્યના મુદ્દાઓ

પ્રેરિતોનાં કૃત્યોના લખાણમાં મુખ્ય મુદ્દાઓ કયા છે?

પ્રેરિતોનાં કૃત્યોમાં સૌથી મહત્વપૂર્ણ લખાણના મુદ્દાઓ આ છે:

નીચેની કલમો બાઈબલના જૂના સંસ્કરણોમાં જોવા મળે છે, પરંતુ તે બાઈબલની શ્રેષ્ઠ પ્રાચીન નકલોમાં જોવા મળતી નથી. કેટલાક આધુનિક સંસ્કરણો કલમોને ચોરસ કૌંસમાં મૂકે છે. યુએલટી અને યુએસટી એ તેમને પાદનોંધમાં મૂક્યા છે.

  • ""ફિલિપે કહ્યું, 'જો તું તારા પુરા હ્રદયથી વિશ્વાસ કરે છે, તો તારે બાપ્તિસ્મા લેવું જોઈએ.' હબશીએ જવાબ આપ્યો, 'હું માનું છું કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનો પુત્ર છે.' ""(પ્રેરિતોનાં કૃત્યો 8:37).
  • ""પરંતુ સિલાસને ત્યાં રહેવાનું સારું લાગ્યું."" (પ્રેરિતોનાં કૃત્યો 15:34)
  • “અને અમે અમારા નિયમ અનુસાર તેનો ન્યાય કરવા માગતા હતા. પરંતુ લુસિયાસ, અધિકારી, આવ્યો અને તેને બળજબરીથી અમારા હાથમાંથી લઈ ગયો, તેને તમારી પાસે મોકલી દીધો."" (પ્રેરિતોનાં કૃત્યો 24:6b-8a)
  • “જ્યારે તેણે આ વાત કહી, ત્યારે યહૂદીઓ મોટા વિખવાદ સાથે વિદાય થયા. (પ્રેરિતોનાં કૃત્યો 28:29)

નીચેની કલમોમાં, મૂળ લખાણે શું કહ્યું છે તે અસ્પષ્ટ છે. અનુવાદકોને પસંદ કરવાનું છે કે કયું વાંચનનું લખાણ અનુવાદ કરવું. યુએલટી પાસે પ્રથમ વાંચન છે, પરંતુ બીજા વાંચનને પાદનોંધમાં સમાવેશ કર્યો છે.

  • ""તેઓ યરૂશાલેમથી પાછા ફર્યા"" (પ્રેરિતોનાં કૃત્યો 12:25). કેટલાક સંસ્કરણો વાંચે છે કે, ""તેઓ યરૂશાલેમ પાછા ફર્યા (અથવા ત્યાં).""
  • ""તે તેમની સાથે રહ્યો"" (પ્રેરિતોનાં કૃત્યો 13:18). કેટલાક સંસ્કરણો વાંચે છે કે, ""તે તેઓની સંભાળ રાખે છે.""
  • ""ઈશ્વર આ કહે છે કે, જેણે આ બાબતો કરી છે તે પ્રાચીન સમયોથી જાણીતી છે."" (પ્રેરિતોનાં કૃત્યો 15:17-18). કેટલાક જૂના સંસ્કરણો વાંચે છે, ""ઈશ્વર આ કહે છે, તેમના સર્વ કાર્યો જે પ્રાચીન સમયોથી જાણીતા છે.""

    (જુઓ: શાબ્દિક ભિન્નતા)

Acts 1

પ્રેરિતોનાં કૃત્યોની 01 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ અધ્યાયમાં એક ઘટના નોંધાય છે, જે સામાન્ય રીતે ""સ્વર્ગારોહણ"" તરીકે જાણીતી છે, જ્યારે ઈસુ ફરીથી જીવંત થયા પછી સ્વર્ગમાં પાછા ગયા. જ્યાં સુધી તેમનું ""બીજું આગમન"" નથી થતું ત્યાં સુધી તેઓ ફરી આવનાર નથી. (જુઓ: સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશી (સ્વર્ગીય) અને જીવનોત્થાન, ઉત્થાન)

યુએસટીમાં “પ્રિય થિયોફીલ” શબ્દો સુયોજિત કર્યા છે. કારણ કે અંગ્રેજી બોલનારાઓ ઘણીવાર આ રીતે પત્રોની શરૂઆત કરે છે. લોકો તમારી સંસ્કૃતિમાં જે રીતે પત્રો લખવાનું શરૂ કરે છે તે રીતે તમે શરૂ કરવાનું પસંદ કરી શકો છો.

કેટલાક અનુવાદોમાં બાકીના લખાણની તુલનામાં પાના પરના જૂના કરારનું લખાણ અવતરણ ચિહ્નમાં જમણી બાજુએ ગોઠવવામાં આવે છે. યુએલટી ગીતશાસ્ત્ર 1:20 માં બે અવતરણો સાથે આ પ્રમાણે કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

બાપ્તિસ્મા

આ અધ્યાયમાં “બાપ્તિસ્મા” શબ્દના બે અર્થ છે. તે યોહાનના પાણીના બાપ્તિસ્મા અને પવિત્ર આત્માના બાપ્તિસ્માનો ઉલ્લેખ કરે છે (પ્રેરિતોનાં કૃત્યો 1:5). (જુઓ: બાપ્તિસ્મા આપવું, બાપ્તિસ્મા પામેલ, બાપ્તિસ્મા)

""તેમણે ઈશ્વરના રાજ્ય વિષે વાત કરી""

કેટલાક વિદ્વાનોનું માનવું છે કે જ્યારે ઈસુએ “ઈશ્વરના રાજ્ય વિષે વાત કરી,” ત્યારે તેમણે શિષ્યોને સમજાવ્યું કે કેમ ઈશ્વરનું રાજ્ય તેમના મરણ પહેલાં ન આવ્યું? અન્ય એવો વિશ્વાસ કરે છે કે ઈસુ જીવંત હતા ત્યારે ઈશ્વરનું રાજ્ય શરૂ થયું હતું અને અહીં ઈસુ સમજાવી રહ્યા કે તેઓ શરૂઆતમાં એક નવા રૂપમાં હાજર હતા.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

બાર શિષ્યો

બાર શિષ્યોની સૂચિ નીચે મુજબ છે: માથ્થીમાં:

સિમોન (પિતર), આન્દ્રિયા, ઝબદીનો પુત્ર યાકૂબ, ઝબદીનો પુત્ર યોહાન, ફિલિપ, બર્થોલ્મી, થોમા, માથ્થી, અલ્ફીનો પુત્ર યાકૂબ, થદ્દી, સિમોન કનાની અને યહૂદા ઇશ્કરિયોત.

માર્કમાં:

સિમોન (પિતર), આન્દ્રિયા, ઝબદીનો પુત્ર યાકૂબ, ઝબદીનો પુત્ર યોહાન (જેને તેમણે બન-રગેસ નામ આપ્યું, એટલે કે ગર્જનાના પુત્રો), ફિલિપ, બર્થોલ્મી, થોમા, માથ્થી, અલ્ફી પુત્ર યાકૂબ, થદ્દી, સિમોન કનાની અને યહૂદા ઇશ્કરિયોત.

લૂકમાં:

સિમોન (પિતર), આન્દ્રિયા, યાકૂબ, યોહાન, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફી પુત્ર યાકૂબ, સિમોન (જે કનાની કહેવાતો હતો), યાકૂબનો પુત્ર યહૂદા અને યહૂદા ઇશ્કરિયોત.

થદ્દી શક્ય રીતે યાકૂબનો પુત્ર યહૂદા જ છે

હકેલ્દમા

આ હિબ્રૂ અથવા અરામિક શબ્દ છે. લૂક ગ્રીક શબ્દનો ઉપયોગ કરે છે જેથી તેના વાચકોને ખબર પડે કે તેનો ઉચ્ચાર કેવો થાય છે અને પછી તેણે તેઓને તેનો અર્થ પરંતુ સમજાવ્યો. તમે તમારી ભાષામાં જે રીતે ઉચ્ચાર થાય છે તે રીતે શબ્દાર્થ કરવો અને તેનો અર્થ સમજાવવો. (જુઓ: શબ્દોની નકલ અથવા ઉછીના લેવા)

Acts 1:1

τὸν μὲν πρῶτον λόγον ἐποιησάμην

અગાઉનું પુસ્તક એ લૂકની સુવાર્તા છે.

ὦ Θεόφιλε

લૂકે આ પુસ્તક થિઓફિલ નામના વ્યક્તિને લખ્યું હતું. કેટલાક અનુવાદ તેમની સંસ્કૃતિમાં પત્રને સંબોધવાની રીત અનુસરે છે અને વાક્યની શરૂઆતમાં ""પ્રિય થિયોફિલ"" એમ લખે છે. થિયોફિલ એટલે ""ઈશ્વરનો મિત્ર"" (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Acts 1:2

ἄχρι ἧς ἡμέρας…ἀνελήμφθη

આ ઈસુના સ્વર્ગારોહણનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેમને સ્વર્ગમાં લઈ લીધા તે દિવસ સુધી"" અથવા ""તેઓ સ્વર્ગમાં ગયા તે દિવસ સુધી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐντειλάμενος…διὰ Πνεύματος Ἁγίου

પવિત્ર આત્મા પ્રેરિતોને કંઈક કહેવા માટે ઈસુને માર્ગદર્શન આપે છે.

Acts 1:3

μετὰ τὸ παθεῖν αὐτὸν

આ વધસ્તંભ પર ઈસુનું દુઃખ અને મરણનો ઉલ્લેખ કરે છે.

οἷς…παρέστησεν ἑαυτὸν ζῶντα

ઈસુ પ્રેરિતો અને ઘણાં શિષ્યોને દેખાયા.

Acts 1:4

અહીં “તે"" શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે. સિવાય કે જ્યાં નોંધ્યું છે, પ્રેરિતોનાં કૃત્યોના પુસ્તકમાં ""તમે"" શબ્દ બહુવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

આ ઘટના 40 દિવસની દરમિયાન બની હતી જ્યારે ઈસુ મરણમાંથી સજીવન થઈ શિષ્યોને દર્શન આપે છે.

καὶ συναλιζόμενος

જ્યારે ઈસુ પ્રેરિતો સાથે એકત્ર થાય છે

τὴν ἐπαγγελίαν τοῦ Πατρὸς

આ પવિત્ર આત્માનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પવિત્ર આત્મા, જેમને પિતાએ મોકલવાનું વચન આપ્યું હતું"" (જુઓ: ઉપનામ)

ἣν

જો તમે ""પવિત્ર આત્મા"" શબ્દો શામેલ કરવા માટે અગાઉના વાક્યનું અનુવાદ કર્યું છે, તો તમે શબ્દ ""જે"" ને ""કોને"" તરીકે બદલી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જેના વિષે ઈસુએ કહ્યું હતું”

Acts 1:5

Ἰωάννης μὲν ἐβάπτισεν ὕδατι;…ἐν Πνεύματι βαπτισθήσεσθε Ἁγίῳ

ઈસુ યોહાન બાપ્તિસ્તનું લોકોને પાણીમાં બાપ્તિસ્મા અને ઈશ્વર પિતાનું પવિત્ર આત્માનું વિશ્વાસીઓને બાપ્તિસ્મા બંને વિષે ભેદ જણાવે છે.

Ἰωάννης μὲν ἐβάπτισεν ὕδατι

યોહાન બાપ્તિસ્ત લોકોને પાણીનું બાપ્તિસ્મા આપતો હતો.

ὑμεῖς…βαπτισθήσεσθε

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તમને પવિત્ર આત્માનું બાપ્તિસ્મા આપશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 1:6

અહીં શબ્દ “તેઓ” પ્રેરિતોનો ઉલ્લેખ કરે છે.

εἰ ἐν τῷ χρόνῳ τούτῳ, ἀποκαθιστάνεις τὴν βασιλείαν τῷ Ἰσραήλ

શું તમે હવે ઇઝરાએલને ફરીથી મહાન રાજ્ય બનાવશો

Acts 1:7

χρόνους ἢ καιροὺς

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""સમય"" અને ""ઋતુઓ"" શબ્દો વિવિધ પ્રકારનાં સમયનો દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""સમયનો સામાન્ય સમયગાળો અથવા ચોક્કસ તારીખ"" અથવા 2) બંને શબ્દો મૂળ રૂપે સમાનાર્થી છે. વૈકલ્પિક અનુવાદ: ""ચોક્કસ સમય"" (જુઓ: બેવડું/બમણાં)

Acts 1:8

λήμψεσθε δύναμιν,…καὶ ἔσεσθέ μου μάρτυρες,

પ્રેરિતો સામર્થ્ય પામશે અને તેઓ ઈસુના સાક્ષી બનશે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તમને સામર્થ્ય આપશે ... અને તમે મારા સાક્ષી થશો.

ἕως ἐσχάτου τῆς γῆς

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""સમગ્ર વિશ્વમાં"" અથવા 2) ""પૃથ્વી પરના સ્થાનો પર જે ખૂબ દૂર છે"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Acts 1:9

βλεπόντων αὐτῶν

જેમ તેઓએ જોયુ હતું. પ્રેરિતોએ ઈસુ તરફ ""નજર કરી"" હતી કારણ કે ઈસુ આકાશમાં ચડી ગયા હતા. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તેઓ આકાશ તરફ જોઈ રહ્યા હતા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἐπήρθη

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે આકાશમાં ચઢી ગયા"" અથવા ""ઈશ્વરે તેમને આકાશમાં લઈ લીધા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

νεφέλη ὑπέλαβεν αὐτὸν ἀπὸ τῶν ὀφθαλμῶν αὐτῶν

વાદળોએ તેમના દ્રશ્યને અવરોધિત કર્યું જેથી તેઓ તેમને જોઈ શક્યા નહિ

Acts 1:10

ἀτενίζοντες…εἰς τὸν οὐρανὸν

તેઓ આકાશ તરફ નજર કરી રહ્યા અથવા “આકાશ તરફ જોઈ રહ્યા”

Acts 1:11

ἄνδρες, Γαλιλαῖοι

દૂતોએ પ્રેરિતોને ગાલીલના લોકો તરીકે સંબોધન કરે છે.

ἐλεύσεται ὃν τρόπον

જ્યારે ઈસુને આકાશમાં લઈ લેવામાં આવ્યા જે રીતે વાદળોએ તેમને ઢાંકી દીધા, તેમ જ તે આકાશમાં ફરીથી પાછા આવશે.

Acts 1:12

τότε ὑπέστρεψαν

પ્રેરિતો પરત ફર્યા

Σαββάτου ἔχον ὁδόν

આ અંતરનો ઉલ્લેખ કરે છે જે રાબ્બોની પરંપરા મુજબ, વ્યક્તિને સબ્બાથના દિવસે ચાલવાની મંજૂરી આપવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: ""આશરે એક કિલોમીટર દૂર"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 1:13

καὶ ὅτε εἰσῆλθον

જ્યારે તેઓ તેમના સ્થળે પહોંચ્યા. કલમ 12 કહે છે કે તેઓ યરૂશાલેમ પરત ફરી રહ્યા હતા.

τὸ ὑπερῷον

ઘરની ઉપરના સ્તર પર નો ઓરડો

Acts 1:14

οὗτοι πάντες ἦσαν…ὁμοθυμαδὸ

આનો અર્થ એ છે કે ત્યાંના સર્વ પ્રેરિતો અને વિશ્વાસીઓ એક સમાન પ્રતિબદ્ધતા અને હેતુ સહભાગિતા ધરાવે છે, અને તેઓની મધ્યે કોઈ ઝઘડો ન હતો.

προσκαρτεροῦντες…τῇ προσευχῇ

આનો અર્થ કે શિષ્યો એકસાથે મળીને નિયમિત અને હંમેશા પ્રાર્થના કરતા હતા.

Acts 1:15

આ ઘટના તે સમય દરમિયાન થઈ જ્યારે પિતર અને અન્ય વિશ્વાસીઓ એકસાથે ઉપલી મેડી પર રહેતા હતા.

ἐν ταῖς ἡμέραις

આ શબ્દો વાર્તાના નવા ભાગની શરૂઆતને રજૂ કરે છે. આ એ સમય છે જ્યારે ઈસુનું સ્વર્ગારોહણ થયું અને ત્યાર બાદ શિષ્યો ઉપલી મેડી પર નિયમિત રીતે મળતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""તે સમય દરમિયાન"" (જુઓ: એક નવી ઘટનાનો પરિચય)

ἑκατὸν εἴκοσι

એકસો વીસ લોકો (જુઓ: સંખ્યાઓ)

ἐν μέσῳ τῶν ἀδελφῶν

અહીં ""ભાઈઓ"" શબ્દ સાથી વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે અને તેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.

Acts 1:16

ἔδει πληρωθῆναι τὴν Γραφὴν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે બાબતો વિષે આપણે શાસ્ત્રમાં વાંચીએ છીએ તે બનવું જરૂરી હતું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

διὰ στόματος Δαυεὶδ

મુખ"" શબ્દ દાઉદે લખેલા શબ્દોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""દાઉદના શબ્દો દ્વારા"" (જુઓ: ઉપનામ)

Acts 1:17

કલમ 18-19 માં લેખક યહૂદાનું મરણ કેવી રીતે થયું અને જ્યાં તે મરણ પામ્યો હતો ત્યાના લોકો તે જગ્યાને શું કહે છે તે વિષેની વાચકોને પૃષ્ઠભૂમિ માહિતી જણાવે છે. આ પિતરના ઉપદેશનો ભાગ નથી. (જુઓ: પૂર્વભૂમિકા)

જો કે પિતર લોકોના આખા જૂથને સંબોધિત કરી રહ્યો છે, અહીં ""આપણને"" શબ્દ ફક્ત પ્રેરિતોનો જ ઉલ્લેખ કરે છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

કલમ 17 માં પિતર વિશ્વાસીઓ માટે ઉપદેશ ચાલુ રાખે છે કે જેની શરૂઆત તેણે પ્રેરિતોનાં કૃત્યો 1:16 માં કરી હતી.

Acts 1:18

οὗτος…οὖν

“આ માણસ” શબ્દો એ યહૂદા ઇશ્કરિયોતનો ઉલ્લેખ કરે છે.

μισθοῦ τῆς ἀδικίας

જે પૈસા તેણે દુષ્ટ કાર્યથી મેળવ્યા હતા. ""તેની દુષ્ટતા"" શબ્દોમાં યહૂદા ઇશ્કારીયોતે ઈસુને મારવાને માટે તેને દગો કર્યો હતો તે લોકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

πρηνὴς γενόμενος, ἐλάκησεν μέσος, καὶ ἐξεχύθη πάντα τὰ σπλάγχνα αὐτοῦ

આ સૂચવે છે કે યહૂદા ફક્ત નીચે પડવાને બદલે, ઊંચી જગ્યાએથી નીચે પડ્યો. તેનું પડવું એટલુ ગંભીર હતું કે તેનું શરીર પણ ફાટી ગયું. શાસ્ત્રમાં અન્ય જગ્યાએ ઉલ્લેખ કરે છે કે તેણે પોતાને ફાંસીએ લટકાવી દીધો. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 1:19

Χωρίον Αἵματος

જ્યારે યરૂશાલેમમાં રહેતા લોકોએ જે રીતે યહૂદાનું મરણ થયું તે સંભાળ્યું, ત્યારે તેઓએ તે ખેતરનું નામ બદલી નાખ્યું.

Acts 1:20

યહૂદાની પરિસ્થિતિને આધારે કે પિતરે હમણાં જ કહ્યું, તે દાઉદના બે ગીતોને યાદ કરે છે જે આ ઘટના સાથે સંબંધિત છે. અવતરણ આ કલમના અંત ભાગમાં પૂર્ણ થાય છે.

પ્રેરિતોનાં કૃત્યો 1:16 માં પિતરે વિશ્વાસીઓને ઉપદેશ આપવવાનું શરૂ કર્યું હતું.

γέγραπται γὰρ ἐν βίβλῳ Ψαλμῶν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""માટે દાઉદે ગીતશાસ્ત્રમાં લખ્યું છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

γενηθήτω ἡ ἔπαυλις αὐτοῦ ἔρημος, καὶ μὴ ἔστω ὁ κατοικῶν ἐν αὐτῇ

આ બે શબ્દનો અર્થ મૂળભૂત રીતે એક જ વસ્તુ છે. બીજો વિચાર વિવિધ શબ્દોથી પુનરાવર્તિત કરીને પ્રથમના અર્થ પર ભાર મૂકે છે. (જુઓ: સમાંતરણ)

γενηθήτω ἡ ἔπαυλις αὐτοῦ ἔρημος

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) એ છે કે ""ખેતર"" શબ્દ એ ખેતર જ્યાં યહૂદા મરણ પામ્યો હતો અથવા 2) કે ""ખેતર"" શબ્દ એ યહૂદાના રહેઠાણ સ્થળનો ઉલ્લેખ કરે છે અને તે તેની કુટુંબની રેખાના રૂપક છે. (જુઓ: રૂપક)

γενηθήτω…ἔρημος

ખાલી થઈ જવું

Acts 1:21

અહીં ""અમને"" શબ્દ પ્રેરિતોને સૂચવે છે અને પિતર જેની સાથે વાત કરી રહ્યા છે તે શ્રોતાઓનો સમાવેશ કરતો નથી. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

પિતર વિશ્વાસીઓ સાથેનો ઉપદેશ પૂર્ણ કરે છે જે પ્રેરિતોનાં કૃત્યો 1:16 શરૂ કર્યો હતો.

δεῖ οὖν

તેમણે ટાંકેલા શાસ્ત્રો અને યહૂદાએ જે કર્યું તેના આધારે પિતર સમૂહને કહે છે કે તેઓએ શું કરવું જોઈએ.

εἰσῆλθεν καὶ ἐξῆλθεν ἐφ’ ἡμᾶς ὁ Κύριος Ἰησοῦς

લોકોના સમૂહની સાથે જવું અને આવવું તે જાહેર જૂથનો ભાગ હોવાનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ ઈસુ આપણી મધ્યે રહ્યા"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Acts 1:22

ἀρξάμενος ἀπὸ τοῦ βαπτίσματος Ἰωάννου ἕως τῆς ἡμέρας ἧς ἀνελήμφθη ἀφ’ ἡμῶν, μάρτυρα τῆς ἀναστάσεως αὐτοῦ σὺν ἡμῖν, γενέσθαι ἕνα τούτων

નવા પ્રેરિત માટેની લાયકાત કે જેની શરૂઆત કલમ 21 માં ""તે જરૂરી છે ... જે વ્યક્તિ આપણી સાથે આવ્યો હતો"" તે અહીં સમાપ્ત થાય છે. ક્રિયાપદનો વિષય ""હોવો જ જોઈએ"" એ ""તેઓમથી એક"" એમ થાય છે. અહીં વાક્યનું એક ઓછું સ્વરૂપ છે: ""તે જરૂરી છે ... કે જે માણસ અમારી સાથે આવ્યો હતો ... જે યોહાન બાપ્તિસ્માથી શરૂ થયુ ... તે અમારી સાથે સાક્ષીરૂપ થવો જોઈએ.

ἀρξάμενος ἀπὸ τοῦ βαπτίσματος Ἰωάννου

બાપ્તિસ્મા"" નું નામ ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય છે. શક્ય અર્થો આ પ્રમાણે છે: 1) ""યોહાને જ્યારે ઈસુનુ બાપ્તિસ્મા કર્યું તે શરૂઆતથી"" અથવા 2) ""યોહાને લોકોને બાપ્તિસ્મા આપ્યું તે શરૂઆતથી"" (જુઓ: અમૂર્ત નામો)

ἕως τῆς ἡμέρας ἧς ἀνελήμφθη ἀφ’ ἡμῶν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ અમને મુકીને આકાશમાં ચઢી ગયા ત્યારથી તે દિવસ સુધી"" અથવા ""જે દિવસથી ઈશ્વરે તેમને અમારી પાસેથી લઈ લીધા ત્યારથી” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

μάρτυρα τῆς ἀναστάσεως αὐτοῦ σὺν ἡμῖν, γενέσθαι

તેમના પુનરુત્થાન વિષે અમારી સાથે સાક્ષી થાઓ

Acts 1:23

ἔστησαν δύο

અહીં ""તેઓ"" શબ્દ એ હાજર રહેલા સર્વ વિશ્વાસીઓને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ બે માણસોના નામ રજૂ કર્યા જે વિશે પિતરે આવશ્યકતાઓનો ઉલ્લેખ કર્યો હતો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Ἰωσὴφ τὸν καλούμενον Βαρσαββᾶν, ὃς ἐπεκλήθη Ἰοῦστος

આ વાક્યને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""યૂસફ, જેને લોકો બર્સબા અને યુસ્તસ કહેતા હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Acts 1:24

προσευξάμενοι, εἶπαν

અહીં શબ્દ ""તેઓ"" સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે કરે છે, પરંતુ શક્ય છે કે પ્રેરિતોમાંના એક પ્રેરિત આ શબ્દો બોલતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""વિશ્વાસીઓએ એકસાથે પ્રાર્થના કરી અને પ્રેરિતોમાંના એકે કહ્યું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

σὺ Κύριε, καρδιογνῶστα πάντων

અહીં ""હૃદયો"" શબ્દ એ વિચારો અને હેતુઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે, પ્રભુ, સર્વના વિચારો અને હેતુઓ જાણો છો"" (જુઓ: ઉપનામ)

Acts 1:25

λαβεῖν τὸν τόπον τῆς διακονίας ταύτης καὶ ἀποστολῆς

અહીં ""પ્રેરિતપદ"" શબ્દ વ્યાખ્યારૂપ કરે છે કે આ કયા પ્રકારની “સેવા” છે. વૈકલ્પિક અનુવાદ: ""જેને યહૂદાને સ્થાને પ્રેરિતની સેવા કરવાની છે” અથવા ""પ્રેરિત તરીકે સેવા આપવા માટે યહૂદાનું સ્થાન લેવું"" (જુઓ: બેવડું/બમણાં)

ἀφ’ ἧς παρέβη Ἰούδας

અહીં ""પાછા ફરવું"" ભાવનાત્મક અર્થ છે કે યહૂદાની સેવા પૂર્ણ થઈ છે. વૈકલ્પિક અનુવાદ: ""જે યહૂદાએ પૂર્ણ કરવાનું મૂકી દીધું

πορευθῆναι εἰς τὸν τόπον τὸν ἴδιον

આ શબ્દસમૂહ યહૂદાના મરણ અને મરણ પછીના ન્યાયની સંભાવનાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યાં તેને જવું જોઈએ ત્યાં જવું"" (જુઓ: સૌમ્યોક્તિ)

Acts 1:26

ἔδωκαν κλήρους αὐτοῖς

પ્રેરિતોએ યૂસફ અને માથ્થિયાસ માટે ચિઠ્ઠીઓ નાખી.

ἔπεσεν ὁ κλῆρος ἐπὶ Μαθθίαν

ચિઠ્ઠીએ નિર્ણય કર્યો કે યહૂદાની જગ્યાએ માથ્થિયાસનો સમાવેશ થાય.

συνκατεψηφίσθη μετὰ τῶν ἕνδεκα ἀποστόλων

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""વિશ્વાસીઓએ અગિયાર પ્રેરિતોની સાથે તેને પ્રેરિત તરીકે માન્ય રાખ્યો” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 2

પ્રેરિતોનાં કૃત્યો 02 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદકોએ વાંચનને સરળ બનાવવા માટે કવિતાઓની પ્રત્યેક પંક્તિને બાકીના લખાણ કરતાં દૂર જમણી બાજુએ ગોઠવી છે. યુએલટી આ પ્રમાણે કવિતાની સાથે જે જૂના કરારના અવતરણમાંથી છે જે 2:17-21,25-28 અને 34-35 માંથી ટાંકવામાં આવ્યું છે.

કેટલાક અનુવાદકોએ જૂના કરારમાંથી પ્રત્યેક પંક્તિ બાકીના લખાણ કરતાં દૂર જમણી બાજુએ ગોઠવી છે. યુએલટી આ પ્રમાણે 2:31 માંના સમાવેશ અવશેષોના અવતરણ સાથે કરે છે. આ અધ્યાયમાં વર્ણવેલ ઘટનાઓને સામાન્ય રીતે ""પચાસમાંનો દિવસ"" કહેવામાં આવે છે. ઘણાં લોકો માને છે કે આ અધ્યાયમાં પવિત્ર આત્મા વિશ્વાસીઓમાં આવ્યા ત્યારથી મંડળીનું અસ્તિત્વ શરૂ થયું.

આ અધ્યાયમાં વિશિષ્ટ ખ્યાલો

જીભો

”જીભો” શબ્દના આ અધ્યાયમાં બે અર્થો છે. લૂક વર્ણવે છે કે જે સ્વર્ગમાંથી શું આવ્યું છે (પ્રેરિતોનાં કૃત્યો 2:3) અગ્નિ જેવી દેખાતી જીભો તરીકે. આ ""અગ્નિની જીભ"" કરતા અલગ છે, જે અગ્નિ છે તે જીભ જેવી દેખાય છે. લૂક વર્ણન કરે છે કે પવિત્ર આત્માએ તેમને ભરપૂર કર્યા પછી લોકો ભિન્ન ભાષાઓ બોલવા લાગ્યા (પ્રેરિતોનાં કૃત્યો 2: 4).

અંતિમ દિવસો

""અંતિમ દિવસો"" (પ્રેરિતોનાં કૃત્યો 2:17) ક્યારે છે તેની કોઈને ખબર નથી. તમારા અનુવાદમાં આ વિષે યુએલટી કરતા વધુ કહેવાનું હોવું જોઈએ નહીં. (જુઓ: અંતિમ દિવસ, અંતિમ દિવસો, પછીના દિવસો)

બાપ્તિસ્મા

આ અધ્યાયમાં ""બાપ્તિસ્મા"" શબ્દ ખ્રિસ્તી બાપ્તિસ્માનો ઉલ્લેખ કરે છે (પ્રેરિતોનાં કૃત્યો 2:38-41). જો કે પ્રેરિતોનાં કૃત્યો 2:1-11 માં આ ઘટના વર્ણવવામાં આવી છે જે પવિત્ર આત્માનું બાપ્તિસ્મા છે ઈસુએ જેનું વચન આપ્યું હતું પ્રેરિતોનાં કૃત્યો 1:5, અહીં ""બાપ્તિસ્મા"" શબ્દ તે ઘટનાનો ઉલ્લેખ કરતો નથી. (જુઓ: બાપ્તિસ્મા આપવું, બાપ્તિસ્મા પામેલ, બાપ્તિસ્મા)

યોએલની ભવિષ્યવાણી

યોએલે જે ભવિષ્યવાણી કરી હતી તે પચાસમાંનો દિવસના દિવસે પૂર્ણ થઈ. (પ્રેરિતોનાં કૃત્યો 2:17-18), પરંતુ યોએલે બીજી ઘણી બાબતો કહી હતી જે ન થાય તે પરંતુ પરિપૂર્ણ થયું (પ્રેરિતોનાં કૃત્યો 2:19-20). (જુઓ: પ્રબોધક, પ્રબોધવાણી, પ્રબોધવાણી કરવી, દ્રષ્ટા, પ્રબોધિકા)

ચમત્કારો અને ચિહ્નો

આ શબ્દો એવી બાબતોનો ઉલ્લેખ કરે છે કે જે ફક્ત ઈશ્વર જ કરી શકે છે તે બતાવ્યું હતું અને શિષ્યોએ કહ્યું હતું તે જ ઈસુ તે જ છે.

Acts 2:1

આ નવી ઘટના છે; પચાસમાંનો દિવસ, પાસ્ખાપર્વના 50 દિવસો પછી

અહીં ""તેઓ"" શબ્દ પ્રેરિતો અને અન્ય 120 વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે જેના વિષે લૂક પ્રેરિતોનાં કૃત્યો 1:15 માં વર્ણન કરે છે.

Acts 2:2

ἄφνω

આ એવી ઘટનાનો ઉલ્લેખ કરે છે જે અનપેક્ષિત રીતે બની હતી.

ἐγένετο…ἐκ τοῦ οὐρανοῦ ἦχος

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""આકાશ"" એ ઈશ્વરનું રહેઠાણ દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""આકાશમાંથી વાણી થઈ” અથવા 2) ""સ્વર્ગ"" એ આકાશને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ""આકાશમાંથી વાણી થઈ”

ἦχος, ὥσπερ φερομένης πνοῆς βιαίας

એવો ભયંકર અવાજ થયો જાણે કે ભારે પવન ફૂંકાયો હોય

ὅλον τὸν οἶκον

આ એક ઘર અથવા એક મોટું મકાન હોઈ શકે છે.

Acts 2:3

ὤφθησαν αὐτοῖς…γλῶσσαι ὡσεὶ πυρός

આ વાસ્તવિક રીતે જીભ અથવા અગ્નિ ન હોઈ શકે, પરંતુ તેમના જેવું કંઈક લાગતું હતું. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) જીભ જાણે કે અગ્નિની બનાવેલી હોય તેવું લાગ્યું અથવા 2) અગ્નિની જ્યોતિ જીભ સમાન દેખાતી હોય. જ્યારે અગ્નિ દીવા પર બળે છે, ત્યારે જ્યોત જીભ સમાન આકાર જોવા મળે છે. (જુઓ: ઉપમા)

διαμεριζόμεναι…καὶ ἐκάθισεν ἐφ’ ἕνα ἕκαστον αὐτῶν

આનો અર્થ એ છે કે ""અગ્નિ જેવી જીભો"" ફેલાય ગઈ જેથી દરેક વ્યક્તિ પર એક એક હતી.

Acts 2:4

ἐπλήσθησαν πάντες Πνεύματος Ἁγίου, καὶ

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ સર્વ ત્યાં હાજર હતા તેઓ પવિત્ર આત્માથી ભરપૂર થયા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

λαλεῖν ἑτέραις γλώσσαις

તેઓ એવી ભાષા બોલતા હતા કે જે તેઓ જણતા પણ ન હતા.

Acts 2:5

અહીં ""તેમને"" શબ્દ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે; શબ્દ ""તેમનુ"" ટોળાના દરેક વ્યક્તિને સૂચવે છે. કલમ 5 એ યરૂશાલેમમાં મોટી સંખ્યામાં રહેતા યહૂદીઓની માહિતી આપે છે, જેમાંથી ઘણાં આ ઘટના દરમિયાન હાજર હતા. (જુઓ: પૂર્વભૂમિકા)

ἄνδρες εὐλαβεῖς

અહીં ""ધાર્મિક માણસો"" એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈશ્વરની સ્તુતિમાં ભક્તિભાવ ધરાવતા હતા અને યહૂદી નિયમોનું પાલન કરવાનો પ્રયાસ કરતા હતા.

παντὸς ἔθνους τῶν ὑπὸ τὸν οὐρανόν

જગતમાંના દરેક દેશ. ""દરેક"" શબ્દ એ અતિશયોક્તિ છે જે ભાર મૂકે છે કે લોકો ઘણાં વિવિધ દેશોમાંથી આવ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""ઘણાં વિવિધ દેશો"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

Acts 2:6

γενομένης δὲ τῆς φωνῆς ταύτης

આ અવાજનો ઉલ્લેખ કરે છે કે જે તીવ્ર પવન જેવો હતો. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તેઓએ આ અવાજ સાંભળ્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τὸ πλῆθος

લોકોનું વિશાળ ટોળું

Acts 2:7

ἐξίσταντο δὲ πάντες καὶ ἐθαύμαζον

આ બે શબ્દોનો અર્થ એક સમાન છે. સાથે તેઓ આશ્ચર્ય પર વધારે ભાર મૂકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ ખૂબ જ દંગ થઈ ગયા"" (જુઓ: બેવડું/બમણાં)

οὐχ ἰδοὺ, ἅπαντες οὗτοί εἰσιν οἱ λαλοῦντες Γαλιλαῖοι

લોકો આશ્ચર્યચકિત થઈને પ્રશ્ન પૂછ્યો. આ પ્રશ્નને ઉદ્ગાગાર વાક્યમાં બદલી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આ સર્વ ગાલીલના લોકો આપણી ભાષા કેવી રીતે બોલી શકે છે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન અને ઉદ્ગાર સંબોધનો)

Acts 2:8

καὶ πῶς ἡμεῖς ἀκούομεν ἕκαστος τῇ ἰδίᾳ διαλέκτῳ ἡμῶν, ἐν ᾗ ἐγεννήθημεν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ એક અલંકારિક પ્રશ્ન છે જે વ્યક્ત કરે છે કે તેઓ કેટલા આશ્ચર્યચકિત થયા હતા અથવા 2) આ એક વાસ્તવિક પ્રશ્ન છે જેના માટે લોકો જવાબની અપેક્ષા રાખે છે. (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τῇ ἰδίᾳ διαλέκτῳ ἡμῶν, ἐν ᾗ ἐγεννήθημεν

આપણી પોતાની ભાષાઓમાં જે આપણે જન્મથી શીખ્યા છીએ

Acts 2:9

Πάρθοι,…Μῆδοι,…Ἐλαμεῖται

આ લોકોના જૂથોના નામો છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

τὴν Μεσοποταμίαν, Ἰουδαίαν;…Καππαδοκίαν, Πόντον,…Ἀσίαν;

આ ભૂમિના વિશાળ વિસ્તારોના નામો છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Acts 2:10

Φρυγίαν,…Παμφυλίαν, Αἴγυπτον,…Λιβύης…Κυρήνην

આ ભૂમિના વિશાળ વિસ્તારોના નામો છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Acts 2:11

Κρῆτες…Ἄραβες

આ લોકોના જૂથોના નામો છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

προσήλυτοι

યહૂદી ધર્મમાં બદલાણ પામ્યા

Acts 2:12

ἐξίσταντο…καὶ διηποροῦντο

આ બે શબ્દો સમાન અર્થ રજૂ કરે છે. જે ઘટના બની હતી તે વિષે તેઓ સમજી શક્યા ન હતા કે શું થઈ રહ્યું છે. વૈકલ્પિક અનુવાદ: ""આશ્ચર્યચકિત થયા અને મૂંઝવણમાં પડ્યા"" (જુઓ: બેવડું/બમણાં)

Acts 2:13

γλεύκους μεμεστωμένοι εἰσίν

કેટલાક લોકો વિશ્વાસીઓ પર આરોપ લગાવવા લાગ્યા કે તેઓએ ખૂબ મદ્યપાન કર્યું છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ પીધેલા છે"" (જુઓ: રૂઢિપ્રયોગ)

γλεύκους

દ્રાક્ષારસનો ઉલ્લેખ કરે છે જે આથવાની પ્રક્રિયામાં છે.

Acts 2:14

પચાસમાંનો દિવસના દિવસે જે યહૂદીઓ ત્યાં હાજર હતા તેઓને પિતર ઉપદેશ આપે છે.

σταθεὶς…σὺν τοῖς ἕνδεκα

સર્વ પ્રેરિતો પિતરના નિવેદન સાથે સહમત થયા અને તેના સહકારમાં ઊભા રહ્યા.

ἐπῆρεν τὴν φωνὴν αὐτοῦ

“ઊંચા અવાજે બોલવું” એ રૂઢીપ્રયોગ છે. (જુઓ: https://git.door43.org/STR/gu_ta/src/branch/master/translate/figs-idiom/01.md)

τοῦτο ὑμῖν γνωστὸν ἔστω

આનો અર્થ એ છે કે લોકોએ જે જોયું છે પિતર તેનો અર્થ સમજાવવા જઈ રહ્યો છે. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આ જાણો"" અથવા ""મને આ બાબત તમને સમજાવવા દો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐνωτίσασθε τὰ ῥήματά μου

પિતર જે કહે છે તેનો ઉલ્લેખ કરી રહ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""હું જે કહું છું તે વાત પર કાન ધરો."" (જુઓ: ઉપનામ)

Acts 2:15

γὰρ…ὥρα τρίτη τῆς ἡμέρας

અત્યારે હજુ સવારના નવ વાગ્યા છે. પિતરે તેના શ્રોતાઓને જાણવાની અપેક્ષા રાખી હતી કે લોકો દિવસના પ્રારંભમાં મદ્યપાન ન કરે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 2:16

અહીં પિતર તેમને એક ઉપદેશ કરે છે જેના વિષે યોએલ પ્રબોધકે જૂના કરારમાં લખ્યું હતું કે વિશ્વાસીઓ જે ભાષાઓ બોલે છે તેનાથી શું થશે તે સબધી કહે છે. આ અવતરણ હોવા ઉપરાંત કવિતાના રૂપમાં લખાયેલું છે.

τοῦτό ἐστιν τὸ εἰρημένον διὰ τοῦ προφήτου Ἰωήλ

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે યોએલ પ્રબોધાકને જે લખવા માટે કહ્યું હતું તે આ છે"" અથવા ""આ તે જ છે જે યોએલ પ્રબોધકે કહ્યું હતું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 2:17

ἔσται

આ પ્રમાણે થશે અથવા “હું આ પ્રમાણે કરીશ”

ἐκχεῶ ἀπὸ τοῦ Πνεύματός μου ἐπὶ πᾶσαν σάρκα

અહીં ""રેડવું"" શબ્દોનો અર્થ ઉદારતા અને પુષ્કળ પ્રમાણમાં આપવું થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ."" (જુઓ: રૂઢિપ્રયોગ)

Acts 2:18

પિતર યોએલ પ્રબોધાકની વાતને ટાંકે છે.

τοὺς δούλους μου, καὶ ἐπὶ τὰς δούλας

મારા પુરૂષ અને સ્ત્રી બંને સેવકો. આ શબ્દો ઇરાદાપૂર્વક જણાવે છે કે ઈશ્વર પુરુષ અને સ્ત્રી બંને પર તેમનો આત્મા રેડશે.

ἐκχεῶ ἀπὸ τοῦ Πνεύματός μου

અહીં ""રેડવું"" શબ્દોનો અર્થ ઉદારતા અને પુષ્કળ પ્રમાણમાં આપવું થાય છે. તમે પ્રેરિતોનાં 2:17 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ."" (જુઓ: રૂઢિપ્રયોગ)

Acts 2:19

ἀτμίδα καπνοῦ

ધુમાડો અથવા “વાદળાનો ધુમાડો

Acts 2:20

પિતર યોએલ પ્રબોધાકની વાતને પૂર્ણ કરે છે.

ὁ ἥλιος μεταστραφήσεται εἰς σκότος

આનો અર્થ એ છે કે સૂર્ય અજવાળાને બદલે અંધકારરૂપ થઈ જશે. વૈકલ્પિક અનુવાદ: ""સૂર્ય અંધકારરૂપ થઈ જશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἡ σελήνη εἰς αἷμα

આનો અર્થ એ છે કે ચંદ્ર રક્તની જેમ લાલ દેખાશે. વૈકલ્પિક અનુવાદ: ""ચંદ્ર લાલ રંગ સમાન થઈ જશે"" (જુઓ: રૂપક અને અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

ἡμέραν…τὴν μεγάλην καὶ ἐπιφανῆ

મહાન"" અને ""નોંધપાત્ર"" શબ્દો સમાન અર્થ રજૂ કરે છે અને મહાનતાની બાબત પર ભાર મૂકે છે. વૈકલ્પિક અનુવાદ: ""ખૂબ જ મહાન દિવસ"" (જુઓ: બેવડું/બમણાં)

ἐπιφανῆ

મહાન અને સુંદર

Acts 2:21

πᾶς ὃς ἂν ἐπικαλέσηται τὸ ὄνομα Κυρίου σωθήσεται

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે કોઈ પ્રભુને નામે પોકારશે કરશે તે તેનો બચાવ કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને ઉપનામ)

Acts 2:22

પ્રેરિતોનાં કૃત્યો 1:16 માં પિતરે યહૂદીઓને જે કહેવાનું શરૂ કર્યું હતું તે ચાલુ રાખે છે.

ἀκούσατε τοὺς λόγους τούτους

હું તમને જે કહેવાને જઈ રહ્યો છું તે પર ધ્યાન આપો.

ἀποδεδειγμένον ἀπὸ τοῦ Θεοῦ εἰς ὑμᾶς δυνάμεσι, καὶ τέρασι, καὶ σημείοις

આનો અર્થ એ છે કે ઈશ્વરે સાબિત કર્યું કે તેમણે ઈસુને ખાસ ઉદ્દેશ માટે નીમ્યા હતા, અને તેમના ઘણાં ચમત્કારો દ્વારા તે કોણ છે તે સાબિત કરી બતાવ્યું છે.

Acts 2:23

τῇ, ὡρισμένῃ βουλῇ καὶ προγνώσει τοῦ Θεοῦ

“યોજના” અને પૂર્વજ્ઞાન” નામોને ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય છે. આનો અર્થ એ છે કે ઈશ્વરની યોજના હતી અને તે જાણતા હતા કે ઈસુ સાથે શું થવાનું છે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે ઈશ્વરે સર્વ યોજના ઘડી હતી અને જે બનવાનું હતું તે પહેલેથી જ જાણતા હતા"" (જુઓ: અમૂર્ત નામો)

τοῦτον…ἔκδοτον

શક્ય અર્થો આ પ્રમાણે છે: 1) ""તમે ઈસુને તેમના વૈરીના હાથમાં સમર્પિત કર્યા."" અથવા 2) ""યહૂદાએ ઈસુને પરસ્વાધીન કરીને તેમને આપ્યા.” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

διὰ χειρὸς ἀνόμων, προσπήξαντες ἀνείλατε

જોકે ""અધર્મી માણસો"" એ ખરેખર ઈસુને વધસ્તંભે જડ્યા હતા, પિતરે ટોળા પર આરોપ મૂક્યો કે તેઓએ તેમના મૃત્યુની માંગણી કરી હતી.

διὰ χειρὸς ἀνόμων

અહીં ""હાથ"" એ અધર્મી માણસોની ક્રિયાઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""અન્યાયી માણસોની કૃત્યો મારફતે"" અથવા ""અધર્મી માણસોના કામોને લીધે"" (જુઓ: ઉપનામ)

ἀνόμων

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) અવિશ્વાસુ યહૂદીઓ કે જેમણે ઈસુ પર અપરાધોનો આરોપ લગાવ્યો હતો અથવા 2) રોમન સૈનિકો કે જેમણે ઈસુને ફાંસી આપી હતી.

Acts 2:24

ὃν ὁ Θεὸς ἀνέστησεν

અહીં પાછા ઉઠવું એ રૂઢીપ્રયોગ છે કે કોઈ મરણ પામેલ વ્યક્તિ ફરી સજીવન થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ ઈશ્વરે ફરીથી તેમને સજીવન કર્યા” (જુઓ: રૂઢિપ્રયોગ)

λύσας τὰς ὠδῖνας τοῦ θανάτου

પિતર મરવાની વાત કરે છે જાણે કે મરણ એ વ્યક્તિ છે જે લોકોને પીડાદાયક દોરડાઓથી બાંધે છે અને તેમને બંદીવાન રાખે છે. તે ખ્રિસ્તના મરણની વાતને પૂર્ણ કરે છે અને ઈશ્વર વિષે કહે છે કે જાણે ઈશ્વરે દોરડાઓને તોડી નાખ્યા હતા જે ખ્રિસ્તને બાંધ્યા હતા અને મુક્ત કર્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""મરણની વેદનાને નાબુદ કરી છે"" (જુઓ: રૂપક અને વ્યક્તિનો અવતાર)

κρατεῖσθαι αὐτὸν ὑπ’ αὐτοῦ

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “મૃત્યુ તેને પકડી રાખવા માટે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

κρατεῖσθαι αὐτὸν ὑπ’ αὐτοῦ

પિતર ખ્રિસ્તના મરણની વાત કરે છે કે કોઈ જાણે મરણના બંધનથી બંધાયેલો છે. વૈકલ્પિક અનુવાદ: ""તે મૃત રહે માટે” (જુઓ: વ્યક્તિનો અવતાર)

Acts 2:25

અહીં પિતર દાઉદ દ્વારા ગીતશાસ્ત્રમાં લખવામાં આવેલ ઈસુના વધસ્તંભ અને પુનરુત્થાન સંબંધનું વર્ણન કરે છે. પિતર કહે છે કે દાઉદે આ શબ્દો ઈસુ વિષે કહ્યા છે, તેથી ""હું"" અને ""મારું"" શબ્દો ઈસુને દર્શાવે છે અને ""પ્રભુ"" અને ""તે"" શબ્દો ઈશ્વરનો ઉલ્લેખ કરે છે.

ἐνώπιόν μου

મારી સંમુખ. વૈકલ્પિક અનુવાદ: “મારી સંમુખ” અથવા “મારી સાથે” (જુઓ: અભિવ્યક્ત અલંકાર અને રૂઢિપ્રયોગ)

ἐκ δεξιῶν μού

કોઈના ""જમણા હાથ"" પર રહેવાનો અર્થ એ છે કે સત્તા પર રહેવું અને કોઈની મદદ કરવી. વૈકલ્પિક અનુવાદ: ""મારી બાજુમાં જ"" અથવા ""મારી સહાય કરવા માટે મારી સાથે"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર અને રૂઢિપ્રયોગ)

μὴ σαλευθῶ

અહીં ""ખસેડવું"" શબ્દનો અર્થ મુશ્કેલીમાં મુકવું છે. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકો મારા માટે તકલીફ ઉભી કરી શકશે નહીં"" અથવા ""કંઈપરંતુ મને અડચણરૂપ થશે નહીં"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 2:26

ηὐφράνθη ἡ καρδία μου, καὶ ἠγαλλιάσατο ἡ γλῶσσά μου

લોકો ""હૃદય"" ને ભાવનાઓનું કેન્દ્ર માને છે અને ""જીભ"" તે ભાવનાઓને અવાજ આપે છે. વૈકલ્પિક અનુવાદ: ""મને આનંદ અને મને હર્ષ થયો"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

ἡ σάρξ μου κατασκηνώσει ἐπ’ ἐλπίδι

દેહ"" શબ્દના શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તે સામાન્ય માણસ છે જે મરણ પામશે. વૈકલ્પિક અનુવાદ: ""જોકે હું માત્ર સામાન્ય માણસ છું, પરંતુ મને ઈશ્વરમાં આશા છે"" અથવા 2) તે તેના સંપૂર્ણ વ્યક્તિ માટે અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: ""હું ઈશ્વરમાં આશા સાથે જીવીશ."" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Acts 2:27

પિતર કહે છે કે દાઉદ આ શબ્દો ઈસુ વિષે કહ્યા છે, શબ્દ ""મારૂ"", ""પવિત્ર"" અને ""હું"" શબ્દો ઈસુનો ઉલ્લેખ કરે છે અને ""તમે"" અને ""તમારૂ"" શબ્દો ઈશ્વરનો ઉલ્લેખ કરે છે.

પિતર દાઉદની વાત ટાંકવાનું પૂર્ણ કરે છે.

οὐδὲ δώσεις τὸν Ὅσιόν σου ἰδεῖν διαφθοράν

મસીહ, ઈસુ, ""તમારા પવિત્ર એક"" શબ્દોથી પોતાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે તમારા પવિત્રને, કોહવાણ લાગવા દેશો નહિ"" (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

ἰδεῖν διαφθοράν

અહીં ""જુઓ"" શબ્દનો અર્થ કંઈક અનુભવ કરવો. ""સડવું"" શબ્દ મરણ પછી તેના શરીરના વિઘટનને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ""કોહવાણ થવું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 2:28

ὁδοὺς ζωῆς

માર્ગો કે જે જીવન તરફ દોરી જાય છે

πληρώσεις με εὐφροσύνης μετὰ τοῦ προσώπου σου

અહીં ""મુખ"" શબ્દ ઈશ્વરની હાજરીનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે હું તમને જોઈશ ત્યારે ખૂબ હર્ષ પામીશ"" અથવા ""જ્યારે હું તમારી હાજરીમાં હોઉં છું ત્યારે ખૂબ આનંદ થાય છે"" (જુઓ: ઉપનામ)

εὐφροσύνης

આનંદ, હર્ષ

Acts 2:29

કલમ 29 અને 30 માં, તે, ""તેનું"" અને ""તેને"" શબ્દો દાઉદનો ઉલ્લેખ કરે છે. કલમ 31 માં, પ્રથમ ""તે"" દાઉદનો ઉલ્લેખ કરે છે અને ""તે"" અને ""તેનું” શબ્દમાં અવતરણ ખ્રિસ્તનો ઉલ્લેખ કરે છે.

પિતરે જે ઉપદેશ પ્રેરિતોનાં કૃત્યો 1:16 માં તેની આસપાસના યહૂદીઓ અને યરૂશાલેમમાંના અન્ય વિશ્વાસીઓ માટે શરૂ કર્યો હતો તે ચાલુ રાખે છે.

ἀδελφοί, ἐξὸν

મારા સાથી યહૂદીઓ, હું

καὶ ἐτελεύτησεν καὶ ἐτάφη

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે મરણ પામ્યો અને લોકોએ તેને દફનાવી દીધો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 2:30

ἐκ καρποῦ τῆς ὀσφύος αὐτοῦ, καθίσαι ἐπὶ τὸν θρόνον αὐτοῦ

ઈશ્વર દાઉદના પૂર્વજમાંથી દાઉદના રાજ્યાસન પર કોઈને બેસાડશે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર દાઉદની જગ્યાએ રાજા બનાવવા માટે દાઉદના વંશજોમાંથી એકને નિયુક્ત કરશે"" (જુઓ: ઉપનામ)

ἐκ καρποῦ τῆς ὀσφύος αὐτοῦ

અહીં ""ફળ"" શબ્દ “તેનું શરીર” જે ઉત્પન્ન કરે છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેના વંશજોમાંથી એકને"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Acts 2:31

οὔτε ἐνκατελείφθη εἰς ᾍδην

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેમને હાદેસમાં રહેવા દીધા નહિ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

οὔτε ἡ σὰρξ αὐτοῦ εἶδεν διαφθοράν

અહીં ""જુઓ"" શબ્દ નો અર્થ કંઈક અનુભવ કરવો છે. ""સડવું"" શબ્દ મરણ પછી તેના શરીરના વિઘટનને સૂચવે છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 2:27 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""તેમના દેહે કોહવાણ જોયું નહિ"" અથવા ""તેમના દેહને કોહવાણ થાય માટે તેમને મરણ પથારીએ રહેવા દીધા નહિ"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 2:32

અહીં, બીજો શબ્દ ""આ"" જ્યારે શિષ્યો પવિત્ર આત્મા પામ્યા ત્યારે તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા તેનો ઉલ્લેખ કરે છે. ""અમે"" શબ્દ શિષ્યો અને તેમના પુનરુત્થાન પછી જે લોકો ઈસુની સાક્ષી આપનારા છે તેનો ઉલ્લેખ કરે છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

ἀνέστησεν ὁ Θεός

આ એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે તેમને ફરી સજીવન કર્યા” (જુઓ: રૂઢિપ્રયોગ)

Acts 2:33

τῇ δεξιᾷ…τοῦ Θεοῦ ὑψωθεὶς

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કેમ કે ઈશ્વરે ઈસુને ઉપર લઈને તેમના જમણા હાથે બેસાડ્યા” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τῇ δεξιᾷ…τοῦ Θεοῦ ὑψωθεὶς

અહીં ઈશ્વરનો જમણો હાથ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે ઈશ્વરના અધિકારથી ખ્રિસ્ત ઈશ્વર તરીકે રાજ કરશે. વૈકલ્પિક અનુવાદ: ""ખ્રિસ્ત ઈશ્વરના પદે છે"" (જુઓ: રૂઢિપ્રયોગ)

ἐξέχεεν…ὃ

અહીં ""રેડવામાં"" શબ્દોનો અર્થ છે કે ઈસુ, જે ઈશ્વર છે, આ ઘટનાઓ બનવા દીધી. તે બાબત સ્પષ્ટ છે કે તેઓ આવું વિશ્વાસીઓને પવિત્ર આત્મા આપવા દ્વારા કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ આ બાબતો બનવાનું કારણ છે"" (જુઓ: રૂઢિપ્રયોગ અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἐξέχεεν

અહીં ""રેડવું"" શબ્દનો અર્થ ઉદારતા અને પુષ્કળ પ્રમાણમાં આપવાનો છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 2:17 માં સમાન શબ્દોનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""ભરપૂરીપણામાં આપવું"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Acts 2:34

પિતર ફરીથી દાઉદના ગીતોમાંથી એકને ટાંકે છે. આ ગીતમાં દાઉદ પોતાના વિશે બોલતો નથી. ""પ્રભુ"" અને ""મારા"" એ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે; ""મારા પ્રભુ"" અને ""તમારા"" એ ઈસુ મસીહાનો ઉલ્લેખ કરે છે.

પિતરે જે ઉપદેશ યહૂદીઓને આપવાની શરૂઆત પ્રેરિતોનાં કૃત્યો 1:16 માં કરી હતી તે પૂર્ણ કરે છે.

κάθου ἐκ δεξιῶν μου

ઈશ્વરના જમણા હાથે” બેસવું એ ઈશ્વર તરફથી મહાન સન્માન અને અધિકાર પ્રાપ્ત કરવાનું એક પ્રતિકાત્મક કાર્ય છે. વૈકલ્પિક અનુવાદ: ""સન્માનના સ્થાને ઈશ્વર સાથે બેસવું"" (જુઓ: સાંકેતિક પગલું)

Acts 2:35

ἕως ἂν θῶ τοὺς ἐχθρούς σου ὑποπόδιον τῶν ποδῶν σου

આનો અર્થ એ છે કે ઈશ્વર મસીહાના દુશ્મનોને સંપૂર્ણપણે પરાજિત કરશે અને તેને તેમના આધીન કરશે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યાં સુધી હું તને તારા સર્વ શત્રુઓને પર વિજયી બનવું નહિ ત્યાં સુધી"" (જુઓ: રૂપક)

Acts 2:36

πᾶς οἶκος Ἰσραὴλ

આ સમગ્ર ઇઝરાએલ દેશનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""દરેક ઇઝરાએલી"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Acts 2:37

અહીં શબ્દ “તેઓ” એ લોકોના ટોળાનો ઉલ્લેખ કરે છે જેની સાથે પિતર વાત કરી રહ્યો છે.

યહૂદીઓએ પિતરના ઉપદેશનો પ્રત્યુત્તર આપ્યો અને પિતરે તેમને જવાબ આપ્યો.

ἀκούσαντες

જ્યારે લોકોએ સાંભળ્યું કે પિતર શું કહે છે

κατενύγησαν τὴν καρδίαν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પિતરના શબ્દોથી તેમના હૃદય વીંધાઈ ગયા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

κατενύγησαν τὴν καρδίαν

આનો અર્થ એ થયો કે લોકો અપરાધ ભાવ અનુભવ્યો અને ખૂબ દુખી થઈ ગયા. વૈકલ્પિક અનુવાદ: ""ગંભીર મુશ્કેલીમાં મુકાઈ જવું""(જુઓ: રૂઢિપ્રયોગ)

Acts 2:38

βαπτισθήτω

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “અમને તમારું બપ્તિસ્મા કરવાની મંજૂરી આપો” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐπὶ τῷ ὀνόματι Ἰησοῦ Χριστοῦ

અહીં ""ના અધિકારથી” નામમાં એ એક ઉપનામ છે, વૈકલ્પિક અનુવાદના:""ઈસુ ખ્રિસ્તના અધિકારથી"" (જુઓ: ઉપનામ)

Acts 2:39

πᾶσι τοῖς εἰς μακρὰν

આનો અર્થ 1) ""સર્વ લોકો કે જેઓ દૂર રહે છે"" અથવા 2) ""જે સર્વ લોકો ઈશ્વરથી દૂર છે"" થાય છે.

Acts 2:40

પચાસમાંનો દિવસના દિવસે જે ઘટના બની હતી તેનો અંત ભાગ છે. કલમ 42 એ જણાવે છે કે પચાસમાંનો દિવસના દિવસ પછી વિશ્વાસીઓ કેવી રીતે જીવન જીવ્યા. (જુઓ: વાર્તાની સમાપ્તિ)

διεμαρτύρατο, καὶ παρεκάλει αὐτοὺς

તેમણે ગંભીરતાથી તેમને કહ્યું અને તેમને આજીજી કરી. અહીં ""જુબાની આપવી"" અને ""વિનંતી કરવી"" શબ્દો સમાન અર્થો અને ભારપૂર્વક જણાવે છે કે પિતરે તેઓને જે કહ્યું તેનો જવાબ આપવા માટે ભારપૂર્વક વિનંતી કરી. વૈકલ્પિક અનુવાદ: ""તેણે તેઓને ભારપૂર્વક વિનંતી કરી"" (જુઓ: બેવડું/બમણાં)

σώθητε ἀπὸ τῆς γενεᾶς τῆς σκολιᾶς ταύτης

ગર્ભિત અર્થ એ છે કે ઈશ્વર ""આ દુષ્ટ પેઢી"" ને શિક્ષા કરશે. વૈકલ્પિક અનુવાદ: “આ દુષ્ટ લોકો જે પીડા ભોગવશે તેમાંથી તમે પોતાને બચાવી લો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 2:41

οἱ…ν ἀποδεξάμενοι τὸν λόγον αὐτοῦ

અહીંયા ""પ્રાપ્ત કરવું"" શબ્દનો અર્થ એ છે કે તેઓએ સ્વીકાર્યું કે જે પિતરે કહ્યું છે તે સત્ય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ પિતરે જે કહ્યું તેના પર વિશ્વાસ કર્યો"" (જુઓ: રૂઢિપ્રયોગ)

ἐβαπτίσθησαν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકો બાપ્તિસ્મા પામ્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

προσετέθησαν ἐν τῇ ἡμέρᾳ ἐκείνῃ, ψυχαὶ ὡσεὶ τρισχίλιαι

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “તે દિવસે આશરે ત્રણ હજાર આત્માઓ વિશ્વાસીઓની સાથે જોડાયા” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ψυχαὶ ὡσεὶ τρισχίλιαι

અહીંયા ""આત્માઓ"" શબ્દ લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""લગભગ 3,000 લોકો"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર અને સંખ્યાઓ)

Acts 2:42

κλάσει τοῦ ἄρτου

રોટલી તેમના ભોજનનો એક ભાગ હતો. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ કોઈપણ ભોજનનો ઉલ્લેખ કરે છે જે તેઓ સાથે મળીને ખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""એકસાથે ભોજન લેવું"" અથવા 2) આ ખ્રિસ્તના મરણ અને પુનરુત્થાનને યાદ રાખવા માટે તેઓ એકસાથે સંગતમાં ભોજન લે છે તેનો સંદર્ભ છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ ભોજન એક સાથે ખાવું"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Acts 2:43

ἐγίνετο δὲ πάσῃ ψυχῇ φόβος

અહીંયા ""ડર"" શબ્દ ઈશ્વરને અત્યંત આદર અને સન્માનનો ઉલ્લેખ કરે છે. ""આત્મા"" શબ્દ એ સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રત્યેક વ્યક્તિ ઈશ્વર માટે અત્યંત આદર અને સન્માન અનુભવતો હતો"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

πολλά τε τέρατα καὶ σημεῖα διὰ τῶν ἀποστόλων ἐγίνετο

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""પ્રેરિતોએ ઘણાં અજાયબ કૃત્યો અને ચમત્કારો કર્યા"" અથવા 2) ""ઈશ્વરે પ્રેરિતો મારફતે ઘણાં અજાયબ કાર્યા અને ચિહ્નો કર્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τέρατα καὶ σημεῖα

ચમત્કારિક કાર્યો અને અલૌકિક ઘટનાઓ. તમે પ્રેરિતોનાં 2:22 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

Acts 2:44

πάντες δὲ οἱ πιστεύοντες ἦσαν ἐπὶ τὸ αὐτὸ

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""તેઓ સર્વએ સમાન બાબત પર વિશ્વાસ કર્યો"" અથવા 2) ""જેઓ વિશ્વાસ કરતા હતા તેઓ સર્વ એક જ જગ્યાએ એકઠા થયા હતા.

εἶχον ἅπαντα κοινά

તેઓની મિલકત એકબીજા સાથે વહેંચતા હતા

Acts 2:45

κτήματα καὶ τὰς ὑπάρξεις

જમીન અને વસ્તુઓ તેઓની હતી

διεμέριζον αὐτὰ πᾶσιν

અહીંયા ""તેમને"" શબ્દનો અર્થ તેઓએ તેમની સંપત્તિ અને મિલકત વેચીને મેળવેલા નફાને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ""આવક સર્વમાં સર્વને વહેંચી આપી"" (જુઓ: ઉપનામ)

καθότι ἄν τις χρείαν εἶχεν

તેઓએ તેમની સંપત્તિ અને મિલકત વેચી અને તેમાંથી મળેલી આવક કોઈપણ વિશ્વાસી જેને જરૂરીયાત હોય તેઓને વહેંચી આપતા.

Acts 2:46

προσκαρτεροῦντες ὁμοθυμαδὸν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""તેઓ એકસાથે મળવાનું ચાલુ રાખ્યું"" અથવા 2) ""તેઓ સર્વ એક સમાન વલણ રાખતા હતા.

κλῶντές…κατ’ οἶκον ἄρτον

રોટલી તેમના ભોજનનો એક ભાગ હતો. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ તેમના ઘેર એકસાથે ભોજન લેતા હતા."" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

ἐν ἀγαλλιάσει καὶ ἀφελότητι καρδίας

અહીંયા ""હૃદય"" એ વ્યક્તિની લાગણીઓ માટે રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""ઉમંગથી અને નમ્રતાથી"" (જુઓ: ઉપનામ)

Acts 2:47

αἰνοῦντες τὸν Θεὸν καὶ ἔχοντες χάριν πρὸς ὅλον τὸν λαόν

ઈશ્વરની સ્તુતિ કરતા હતા. સર્વ લોકોએ તેમને મંજૂરી આપી

τοὺς σῳζομένους

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે જેઓને બચાવ્યા છે તેઓ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 3

પ્રેરિતોનાં કૃત્યો 03 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ઇબ્રાહિમ સાથે ઈશ્વરનો કરાર

આ અધ્યાય સમજાવે છે કે ઈસુ યહૂદીઓ પાસે આવ્યા કારણ કે ઈશ્વરે ઇબ્રાહિમ સાથે કરાર કર્યો હતો તે પૂર્ણ કરે છે. પિતરનું માનવું હતું કે યહૂદીઓ જ ખરેખર ઈસુને મારી નાખવાના દોષી છે, પરંતુ તે

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""તમે પહોંચડ્યા""

રોમનોએ જ ઈસુની હત્યા કરી, પરંતુ તેઓએ તેમની હત્યા કરી કારણ કે યહૂદીઓએ તેમને પકડાવ્યા, તેમને રોમનો પાસે લાવ્યા, અને રોમનોને કહ્યું કે તેમને મારી નાખો. આ કારણોસર પિતરે વિચાર્યું કે ઈસુની હત્યા માટે ખરેખર તેઓ જ દોષી છે. પરંતુ તે તેમને કહે છે કે તેઓ એવા પ્રથમ લોકો છે જેમની પાસે ઈશ્વરે ઈસુના અનુયાયીઓને તેમને પસ્તાવો કરવા આમંત્રણ આપવા મોકલ્યા છે (લૂક 26:2). (જુઓ: પશ્ચાતાપ કરવો, પશ્ચાતાપ કરે છે, પશ્ચાતાપ કર્યો, પશ્ચાતાપ)

Acts 3:1

કલમ 2 અપંગ વ્યક્તિની પૃષ્ઠભૂમિની માહિત આપે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

એક દિવસ પિતર અને યોહાન ભક્તિસ્થાનમાં જાય છે.

εἰς τὸ ἱερὸν

તેઓ ભક્તિસ્થાનના ભવનની અંદર ગયા ન હતા જ્યાં ફક્ત યાજકોને જ મંજૂરી હતી. વૈકલ્પિક અનુવાદ: ""ભક્તિસ્થાનના આંગણામાં"" અથવા ""ભક્તિસ્થાનના વિસ્તારમાં

Acts 3:2

τις ἀνὴρ, χωλὸς ἐκ κοιλίας μητρὸς αὐτοῦ ὑπάρχων, ἐβαστάζετο, ὃν ἐτίθουν καθ’ ἡμέραν πρὸς τὴν θύραν τοῦ ἱεροῦ, τὴν λεγομένην Ὡραίαν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""દરરોજ, લોકો જન્મથી અપંગ, એક ચોક્કસ વ્યક્તિને ઊંચકી, અને સુંદર નામના દરવાજા પાસે લાવી મૂકતા હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

χωλὸς

ચાલવામાં અસમર્થ

Acts 3:4

ἀτενίσας…Πέτρος εἰς αὐτὸν σὺν τῷ Ἰωάννῃ εἶπεν

પિતર અને યોહાને બંનેએ તેની સામે જોયું, પરંતુ ફક્ત પિતરે કહ્યું.

ἀτενίσας…εἰς αὐτὸν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “પ્રત્યક્ષ તેની સામે જોયું” અથવા 2) “ઇરાદાપૂર્વક તેની સામે જોયું” (જુઓ: રૂઢિપ્રયોગ)

Acts 3:5

ὁ…ἐπεῖχεν αὐτοῖς

અહીંયા ""જોવું"" શબ્દનો અર્થ કંઈક વસ્તુ પર ધ્યાન આપવું થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અપંગ માણસે તેમના પર ખૂબ ધ્યાન આપ્યું

Acts 3:6

ἀργύριον καὶ χρυσίον

આ શબ્દો નાણાંનો ઉલ્લેખ કરે છે. (જુઓ: ઉપનામ)

ὃ…ἔχω

એ સમજી શકાય છે કે પિતર પાસે એ વ્યક્તિને સજા કરાવાનું સામર્થ્ય હતું. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἐν τῷ ὀνόματι Ἰησοῦ Χριστοῦ

અહીંયા ""નામ"" શબ્દ સામર્થ્ય અને અધિકાર રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ ખ્રિસ્તના અધિકાર સાથે"" (જુઓ: ઉપનામ)

Acts 3:7

ἤγειρεν αὐτόν

પિતરે તેને ઊભો કર્યો

Acts 3:8

εἰσῆλθεν…εἰς τὸ ἱερὸν

તે ભક્તિસ્થાનના અંદરના ભાગમાં ગયો ન હતો જ્યાં ફક્ત યાજકોને જ મંજૂરી હતી. વૈકલ્પિક અનુવાદ: ""તેણે પ્રવેશ કર્યો ... મંદિરના ભાગમાં"" અથવા ""તેને ભક્તિસ્થાનના આંગણામાં પ્રવેશ કર્યો….”

Acts 3:10

ἐπεγίνωσκον…ὅτι αὐτὸς ἦν ὁ

ખ્યાલ આવ્યો કે તે જ વ્યક્તિ હતો અથવા “લોકોએ તેને તે વ્યક્તિ તરીકે ઓળખ્યો”

τῇ Ὡραίᾳ Πύλῃ

આ ભક્તિસ્થાન વિસ્તારમાંના એક પ્રવેશદ્વારનું નામ હતું. તમે પ્રેરિતોનાં કૃત્યો 3:2 માં સમાન શબ્દોનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ.

ἐπλήσθησαν θάμβους καὶ ἐκστάσεως

અહીંયા ""આશ્ચર્ય"" અને ""વિસ્મય"" જેવા શબ્દો સમાન અર્થ રજૂ કરે છે અને લોકોની આશ્ચર્યની ભાવના પર ભાર મૂકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ પુષ્કળ આશ્ચર્યચકિત થયા"" (જુઓ: બેવડું/બમણાં)

Acts 3:11

સુલેમાનનું આંગણું કહેવામાં આવે છે"" આ શબ્દસમૂહ સ્પષ્ટ કરે છે કે તેઓ ભક્તિસ્થાનની અંદર ન હતા જ્યાં ફક્ત યાજકોને જ પ્રવેશવાની અનુમતિ હતી. અહીં ""આપણને"" અને ""આપણે"" શબ્દો પિતર અને યોહાનનો ઉલ્લેખ કરે છે પરંતુ જે ટોળાની સાથે પિતર વાત કરે છે તેઓને નહીં. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

જે વ્યક્તિ ચાલી શકતો ન હતો તેને સાજો કર્યા બાદ, પિતર લોકો સાથે વાત કરે છે.

τῇ στοᾷ τῇ καλουμένῃ Σολομῶντος

સુલેમાનના આંગણામાં. આ એક એવું સ્થાન જ્યાં છતને ટેકો આપવા સ્તંભનો ઉપયોગ કર્યો છે, અને જેને લોકોએ રાજા સુલેમાનના નામ પરથી નામ આપ્યું હતું.

ἔκθαμβοι

અત્યંત આશ્ચર્યચકિત

Acts 3:12

ἰδὼν δὲ, ὁ Πέτρος

અહીં શબ્દ “આ” એ લોકના આશ્ચર્યને દર્શાવે છે.

ἄνδρες, Ἰσραηλεῖται

સાથી ઇઝરાએલીઓ. પિતર ટોળાને સંબોધન કરતો હતો.

τί θαυμάζετε

પિતર આ પ્રશ્ન પર ભાર મૂકે છે કે જે બન્યું છે તે પર તેઓએ આશ્ચર્ય પામવું નહિ. વૈકલ્પિક અનુવાદ: ""તમારે આશ્ચર્ય ન પામવું.” (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἡμῖν τί ἀτενίζετε, ὡς ἰδίᾳ δυνάμει ἢ εὐσεβείᾳ πεποιηκόσιν τοῦ περιπατεῖν αὐτόν

પિતર આ પ્રશ્ન પર ભાર મૂકે છે કે લોકોએ એવું ન વિચારવું જોઈએ કે તેણે અને યોહાને પોતાની શક્તિથી આ માણસને સાજો કર્યો છે. આ બે નિવેદનો તરીકે લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અમારા પર તમારી નજર રાખશો નહીં. અમે તેને અમારી પોતાની શક્તિ અથવા ધાર્મિકતાથી ચાલતો કર્યો નથી"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἡμῖν…ἀτενίζετε

આનો અર્થ એ છે કે તેઓએ તેમને અટક્યા વિના ધ્યાનપૂર્વક તેઓ તરફ જોયું. વૈકલ્પિક અનુવાદ: ""આમારી તરફ તાકી રહેવું"" અથવા ""અમારી તરફ જુઓ"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Acts 3:13

પ્રેરિતોનાં કૃત્યો 3:12 માં પિતર યહૂદીઓ સાથે જે વાત કરે છે તે ચાલુ રાખે છે.

ἠρνήσασθε κατὰ πρόσωπον Πειλάτου

અહીં વાક્ય ""હાજરીમાં"" અર્થ ""તેની સમક્ષ."" વૈકલ્પિક અનુવાદ: ""પિલાતની હાજરીમાં નકાર કર્યો” (જુઓ: રૂઢિપ્રયોગ)

κρίναντος ἐκείνου ἀπολύειν

જ્યારે પિલાતે ઈસુને છોડી દેવાનું વિચાર્યું હતું ત્યારે

Acts 3:14

ᾐτήσασθε ἄνδρα, φονέα χαρισθῆναι ὑμῖν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ખૂનીને છોડી દેવા પિલાત પાસે માગ્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 3:15

અહીં શબ્દ “અમે” માત્ર પિતર અને યોહાનને રજૂ કરે છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

Ἀρχηγὸν τῆς ζωῆς

આ ઈસુનો ઉલ્લેખ કરે છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""જે લોકોને અનંત જીવન આપે છે"" અથવા 2) ""જીવનનો શાસક"" અથવા 3) ""જીવનનો સ્થાપક"" અથવા 4) ""એક વ્યક્તિ જે લોકોને જીવન તરફ દોરે છે"" (જુઓ: રૂપક)

Acts 3:16

καὶ

આ શબ્દ, “હમણાં” શ્રોતાઓના ધ્યાનને’ અપંગ વ્યક્તિ તરફ દોરે છે.

ἐστερέωσεν τὸ ὄνομα αὐτοῦ

તેને સાજો કર્યો

Acts 3:17

καὶ νῦν

અહીં પિતર અપંગ માણસથી લોકોનું ધ્યાન ખેંચીને તેમની સાથે સીધી વાત કરવાનું ચાલુ રાખે છે.

κατὰ ἄγνοιαν ἐπράξατε

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) કે લોકોને ખબર ન હતી કે ઈસુ મસીહા છે અથવા 2) લોકો જે કરી રહ્યા હતા તેનું મહત્વ તેઓ સમજી શક્યા ન હતા.

Acts 3:18

ὁ…Θεὸς…προκατήγγειλεν διὰ στόματος πάντων τῶν προφητῶν

જ્યારે પ્રબોધકો બોલતા હતા ત્યારે તે જાણે કે ઈશ્વર પોતે જ બોલતા હોય કારણ કે તેમણે જ તેઓને કહેવાનું કહ્યું હતું. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે સર્વ પ્રબોધકોએ શું બોલવું તે અગાઉથી કહ્યું હતું

ὁ…Θεὸς…προκατήγγειλεν

ઈશ્વરે સમય અગાઉ તે વિષે વાત કરી હતી અથવા “તે ઘટના બને તે અગાઉ ઈશ્વરે કહી હતી”

στόματος πάντων τῶν προφητῶν

અહીંયા ""મુખ"" શબ્દ એ શબ્દો કે જે પ્રબોધકો બોલ્યા અને લખ્યા તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""સર્વ પ્રબોધકોના વચનો"" (જુઓ: ઉપનામ)

Acts 3:19

καὶ ἐπιστρέψατε

અને પ્રભુ તરફ ફરવું. અહીં ""ફરવું"" એ ઈશ્વરનું પાલન કરવું એ એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""અને ઈશ્વરને આધીન થવાનું શરૂ કરો"" (જુઓ: રૂપક)

πρὸς τὸ ἐξαλειφθῆναι ὑμῶν τὰς ἁμαρτίας

અહીંયા ""ભૂસી નાખવું"" એ માફી માટેનું એક રૂપક છે. પાપની વાત જાણે કોઈ પુસ્તકમાં લખી છે અને ઈશ્વર તેમને ભૂસી નાખે છે અને માફ કરે છે તે સમાન છે. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેથી ઈશ્વર સમક્ષ કરેલા પાપ તેઓ માફ કરશે."" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને રૂપક)

Acts 3:20

καιροὶ ἀναψύξεως ἀπὸ προσώπου τοῦ Κυρίου

પ્રભુની હાજરીથી રાહતનો સમય આવે છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""ઈશ્વર જ્યારે તમારી આત્માને મજબૂત કરશે"" અથવા 2) ""સમય કે જ્યારે ઈશ્વર તમને પુનર્જીવિત કરશે

ἀπὸ προσώπου τοῦ Κυρίου

અહીં ""ઈશ્વરની હાજરીમાં"" શબ્દો ઈશ્વર માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ તરફથી"" (જુઓ: ઉપનામ)

ἀποστείλῃ τὸν προκεχειρισμένον ὑμῖν Χριστὸν

કે જેથી તે ફરી ખ્રિસ્તને મોકલે. આ ખ્રિસ્તનું ફરી આગમનનો ઉલ્લેખ કરે છે.

τὸν προκεχειρισμένον ὑμῖν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમને તેમણે તમારા સારું ઠરાવ્યો છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 3:21

કલમ 22-23 માં મૂસાએ મસીહના આગમન વિષે કહ્યું હતું તે પિતર જણાવે છે.

પ્રેરિતોનાં કૃત્યો 3:12 માં પિતર યહૂદીઓ સાથે ભક્તિસ્થાનના વિસ્તારમાં જે વાત કરે છે તે ચાલુ છે.

ὃν δεῖ οὐρανὸν μὲν δέξασθαι

તે જ એક છે આકાશે જેમનું સ્વાગત કરવું જ જોઈએ. પિતર સ્વર્ગની વાત કરે છે જાણે કે તે કોઈ વ્યક્તિ છે જે ઈસુને તેના ઘરે આવકાર આપે છે. (જુઓ: વ્યક્તિનો અવતાર)

δεῖ οὐρανὸν μὲν δέξασθαι, ἄχρι

આનો અર્થ એ છે કે ઈસુએ સ્વર્ગમાં રહેવું જોઈએ કારણ કે તે જ ઈશ્વરની યોજના છે.

ἄχρι χρόνων ἀποκαταστάσεως πάντων

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""જ્યાં સુધી ઈશ્વર સર્વ બાબતોને પુનઃસ્થાપિત કરશે ત્યાં સુધી” અથવા 2) ""ઈશ્વર જ્યાં સુધી તેમણે જે ભવિષ્યવાણીઓ કરી છે તે સઘળું પૂર્ણ કરશે ત્યાં સુધી.

ὧν ἐλάλησεν ὁ Θεὸς διὰ στόματος τῶν ἁγίων ἀπ’ αἰῶνος αὐτοῦ προφητῶν

જ્યારે પ્રબોધકોએ ઘણાં સમય પહેલા કહ્યું હતું, ત્યારે જાણે ઈશ્વર પોતે તેમના મારફતે બોલી રહ્યા હતા કારણ કે તેમને જ તેઓને બોલવાનું કહ્યું હતું. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેમના પવિત્ર પ્રબોધકો મારફતે તેમના વિષે ખૂબ પહેલા કહ્યું હતું.”

στόματος τῶν ἁγίων…αὐτοῦ προφητῶν

અહીંયા ""મુખ"" શબ્દ એ વચનનો ઉલ્લેખ કરે છે જે પ્રબોધકો બોલ્યા અને લખ્યા હતા. વૈકલ્પિક અનુવાદ: ""તેમના પવિત્ર પ્રબોધકોના વચનો"" (જુઓ: ઉપનામ)

Acts 3:22

προφήτην…ἀναστήσει…ἐκ τῶν ἀδελφῶν ὑμῶν, ὡς ἐμέ

તમારા ભાઈઓમાંના એકને સાચા પ્રબોધક બનાવવાનું કારણ બનશે, અને દરેક જણ તે વિષે જાણશે

τῶν ἀδελφῶν ὑμῶν

તમારો દેશ

Acts 3:23

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે પ્રબોધકનું સાંભળશે નહિ તેનો ઈશ્વર સંપૂર્ણ નાશ કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 3:24

પ્રેરિતોનાં કૃત્યો 3:12 માં પિતર યહૂદીઓ સાથે જે વાત કરે છે તે ચાલુ છે.

καὶ πάντες δὲ οἱ προφῆται

હકીકતમાં, સર્વ પ્રબોધકો. અહીં “હા” શબ્દ એ હવે શું અનુસરવાનું છે તે પર ભાર મૂકે છે.

ἀπὸ Σαμουὴλ καὶ τῶν καθεξῆς

શમુએલથી શરૂઆત કરી સર્વ પ્રબોધકો જેઓ જીવ્યા અને તેઓએ જે કર્યું અને કહ્યું તે સર્વએ આ દિવસ વિશે કહ્યું.

τὰς ἡμέρας ταύτας

આ સમયે અથવા “જે બાબતો હાલમાં બની રહી છે”

Acts 3:25

ὑμεῖς ἐστε οἱ υἱοὶ τῶν προφητῶν, καὶ τῆς διαθήκης

અહીંયા ""પુત્રો"" શબ્દ એ વારસનો ઉલ્લેખ કરે છે જે પ્રબોધકો અને કરાર દ્વારા વચન આપ્યું હતું તે પ્રાપ્ત કરશે. વૈકલ્પિક અનુવાદ: ""તમે પ્રબોધકોના અને કરારના વારસ છો"" (જુઓ: રૂઢિપ્રયોગ અને અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

ἐν τῷ σπέρματί σου

તમારા સંતાનને કારણે

ἐνευλογηθήσονται πᾶσαι αἱ πατριαὶ τῆς γῆς

અહીંયા ""પરિવારો"" શબ્દ લોક સમૂહો અથવા રાષ્ટ્રોનો ઉલ્લેખ કરે છે. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું પૃથ્વી પરના સર્વ લોક સમૂહોને આશીર્વાદિત કરીશ” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 3:26

ἀναστήσας ὁ Θεὸς τὸν παῖδα αὐτοῦ

ઈશ્વરે તેમના સેવકને ઊભા કર્યા અને તેમને અશીર્વાદિત કર્યા

τὸν παῖδα αὐτοῦ

આ મસીહ, ઈસુનો ઉલ્લેખ કરે છે.

τῷ ἀποστρέφειν ἕκαστον ἀπὸ τῶν πονηριῶν ὑμῶν

અહીંયા “પાછા ફરવું ... માંથી” એ કોઈને કંઇક કરવાનું બંધ કરવા માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારામાંના દરેકે દુષ્ટ કાર્યો કરવાનું બંધ કરવું જોઈએ"" અથવા ""તમારામાંના દરેકે તમારા દુષ્ટતામાંથી પસ્તાવો કરવો જોઈએ"" (જુઓ: રૂપક)

Acts 4

પ્રેરિતોનાં કૃત્યો 04 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો વાંચવામાં સરળતા રહે માટે કવિતાની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં વધુ દૂર જમણી બાજુએ ગોઠવે છે. યુએલટી આ પ્રમાણે કવિતા સાથે કરે છે જે 4:25-26 માં જૂના કરારમાંથી ટાંકવામાં આવેલ છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

એકતા

પ્રથમ ખ્રિસ્તીઓ એકતામાં રહેવાનુ ખૂબ જ ઇચ્છતા હતા. તેઓ સમાન બાબતોમાં વિશ્વાસ કરતા હતા અને તેમની માલિકીની બધી વસ્તુઓ વહેંચીને અને જરૂરીયાત લોકોની સહાય કરવા માંગતા હતા.

""ચિહ્નો અને ચમત્કારો""

આ શબ્દસમૂહ તે બાબતનો ઉલ્લેખ કરે છે જે ફક્ત ઈશ્વર જ કરી શકે છે. ખ્રિસ્તીઓ ઇચ્છતા હતા કે ઈશ્વર જ ફક્ત તે જ કરી શકે જેથી તેઓ વિશ્વાસ કરે કે ઈસુ વિષે તેઓએ જે કહ્યું છે તે સાચું જ છે.

આ અધ્યાયમાંના શબ્દાલંકાર

પાયાનો મુખ્ય પથ્થર

પાયાનો મુખ્ય પથ્થર એ પથ્થરનો પ્રથમ ભાગ છે જે લોકો બાંધકામ શરૂ કરે ત્યારે સૌપ્રથમ મૂકે છે. આ કોઈ વસ્તુના સૌથી મહત્વપૂર્ણ ભાગ માટેનું એક રૂપક છે, તે ભાગ કે જેના પર બધો આધાર રહેલો છે. ઈસુ મંડળીનો મુખ્ય પાયો છે તેવું કહેવું એ છે કે મંડળીમાં તેમના કરતા કંઈપણ એટલે કે ઈસુ કરતાં વધુ મહત્વનું નથી અને મંડળી વિશેની દરેક બાબત ઈસુ પર આધારિત છે. (જુઓ: રૂપક અને વિશ્વાસ/શ્રદ્ધા)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

નામ

""આકાશ નીચે આપણને એવું બીજું કોઈ નામ આપવામાં આવ્યું નથી જેનાથી આપણો ઉદ્ધાર થાય."" (પ્રેરિતોનાં કૃત્યો 4:22). આ રીતે પિતર કહી રહ્યો હતો કે પૃથ્વી પર એવી બીજી કોઈ વ્યક્તિ થઈ નથી કે જે લોકોનો ઉદ્ધાર કરી શકે અને એવી વ્યક્તિ થશે પણ નહિ.

Acts 4:1

પિતરે જન્મથી અપંગ વ્યક્તિને સાજો કર્યા પછી ધાર્મિક આગેવાનોએ પિતર અને યોહાનની ધરપકડ કરી.

ἐπέστησαν αὐτοῖς

તેઓને મળ્યા અથવા “તેઓની પાસે આવ્યા”

Acts 4:2

διαπονούμενοι

તેઓ ખૂબ ગુસ્સે થયા. સદૂકીઓ, ખાસ કરીને, પિતર અને યોહાન જે કહેતા હતા તેના પર ખૂબ ગુસ્સે થયા હતા, કારણ કે તેઓ પુનરુત્થાનમાં વિશ્વાસ કરતા નહોતા. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

καταγγέλλειν ἐν τῷ Ἰησοῦ τὴν ἀνάστασιν, τὴν ἐκ νεκρῶν

પિતર અને યોહાન કહેતા હતા કે ઈસુને મૃત્યુમાંથી સજીવન કર્યા તે જ રીતે ઈશ્વર લોકોને પણ મૃત્યુમાંથી સજીવન કરશે. એ રીતે અનુવાદ કરો કે જે ""પુનરુત્થાન"" ને અનુમતિ આપે કે તે ઈસુના પુનરુત્થાન અને અન્ય લોકોના સામાન્ય પુનરુત્થાન એમ બંનેનો ઉલ્લેખ કરે.

τὴν ἐκ νεκρῶν

મૃત્યુ પામેલા સર્વ લોકોમાંથી. આ ભાવના દર્શાવે છે કે આ જગતમાં સર્વ મૃત્યુ પામેલા લોકો. તેમની વચ્ચેથી પાછા આવવું અને ફરીથી સજીવન થવાની વાત કરે છે.

Acts 4:3

ἐπέβαλον αὐτοῖς

યાજકો, ભક્તિસ્થાનના સુબેદાર અને સદૂકીઓએ પિતર અને યોહાનની ધરપકડ કરી હતી.

ἦν γὰρ ἑσπέρα

રાત્રે લોકોને પ્રશ્ન ન કરવો તે સામાન્ય પ્રથા હતી.

Acts 4:4

ἀριθμὸς τῶν ἀνδρῶν

આ ફક્ત પુરુષોનો જ ઉલ્લેખ કરે છે અને તેમાં કેટલી મહિલાઓ અથવા બાળકોએ વિશ્વાસ કર્યો તેનો ઉલ્લેખ નથી.

ἐγενήθη…ὡς χιλιάδες πέντε

લગભગ પાંચ હજાર જેટલી થઈ

Acts 4:5

અહીં “તેઓનું” શબ્દ સામાન્ય રીતે સર્વ યહૂદીઓનો ઉલ્લેખ કરે છે.

અધિકારીઓ પિતર અને યોહાનને પ્રશ્ન કરતા હતા કે જેઓના તે નીડરતાથી જવાબ આપતા હતા.

ἐγένετο

આ વાક્યનો ઉપયોગ અહીં ક્રિયા શરૂ થાય છે તે ચિહ્ન કરવા માટે થયો છે. જો તમારી ભાષામાં આ કરવાની કોઈ રીત છે, તો તમે તેનો અહીં ઉપયોગ કરી શકો છો.

τοὺς ἄρχοντας, καὶ τοὺς πρεσβυτέρους, καὶ τοὺς γραμματεῖς

આ સભાનો સંદર્ભ લે છે, જ્યાં યહૂદી શાસન કરતાં અધિકારીઓ, કે જે ત્રણ લોકોનું જૂથ છે તેમનો સમાવેશ કરે છે. (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Acts 4:6

Ἰωάννης, καὶ Ἀλέξανδρος

આ બંને માણસો પ્રમુખ યાજકના પરિવારના સભ્યો હતા. આ યોહાન એ પ્રેરિત યોહાન સમાન ન હતો.

Acts 4:7

ἐν ποίᾳ δυνάμει

કોને તમને અધિકાર આપ્યો

ἐν ποίῳ ὀνόματι

અહીંયા ""નામ"" શબ્દ અધિકારનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""કોના અધિકારથી"" (જુઓ: ઉપનામ)

Acts 4:8

τότε Πέτρος πλησθεὶς Πνεύματος Ἁγίου

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 2:4 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""પવિત્ર આત્માએ પિતરને ભરપૂર કર્યો અને તેણે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 4:9

εἰ ἡμεῖς σήμερον ἀνακρινόμεθα…ἐν τίνι οὗτος σέσωσται

પિતર આ પ્રશ્ન પૂછે છે કે અમારી ધરપકડનું શું આજ ખરું વાસ્તવિક કારણ હતું. વૈકલ્પિક અનુવાદ: ""તમે આ દિવસ અમને પૂછી રહ્યા છો ...કે અમે કેવી રીતે આ માણસને સાજો કર્યો."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἡμεῖς σήμερον ἀνακρινόμεθα

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “આ દિવસે તમે અમને સવાલ પૂછી રહ્યા છો” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐν τίνι οὗτος σέσωσται

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “કે અમે કેવી રીતે આ માણસને સાજો કર્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 4:10

γνωστὸν ἔστω πᾶσιν ὑμῖν καὶ παντὶ τῷ λαῷ Ἰσραὴλ

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે સર્વ અને ઇઝરાએલના સર્વ લોકો આ જાણે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

πᾶσιν ὑμῖν καὶ παντὶ τῷ λαῷ Ἰσραὴλ

તમે જે પ્રશ્ન અમને કરી રહ્યા છો અને તે સર્વ ઇઝરાએલના લોકોને

ἐν τῷ ὀνόματι Ἰησοῦ Χριστοῦ τοῦ Ναζωραίου

અહીંયા ""નામ"" શબ્દ સામર્થ્ય અને અધિકારનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ ખ્રિસ્ત નાઝારીના સામર્થ્યથી"" (જુઓ: ઉપનામ)

ὃν ὁ Θεὸς ἤγειρεν ἐκ νεκρῶν

અહીં ઉઠાડવું એ જે મૃત્યુ પામેલ છે તેને ફરીથી સજીવન કરવા માટેનો એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમને ઈશ્વર ફરીથી સજીવન કર્યા છે"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Acts 4:11

અહીં શબ્દ “અમે” એ પિતર અને જેની સાથે તે વાત કરી રહ્યો છે તેઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)

પિતરે પ્રેરિતોનાં કૃત્યો 4:8 માં યહૂદી ધાર્મિક આગેવાનોની સાથે જે ઉપદેશ શરૂ કર્યો તે પૂર્ણ કરે છે.

οὗτός ἐστιν ὁ λίθος…ὁ γενόμενος εἰς κεφαλὴν γωνίας

પિતર ગીતશાસ્ત્રમાંથી ટાંકે છે. આ એક રૂપક છે કે જેનો અર્થ એ છે કે બંધાનારાઓની જેમ, ધાર્મિક આગેવાનો, ઈસુનો નકાર કર્યો, પરંતુ ઈશ્વરે તેમને તેમના રાજ્યમાં સર્વોત્તમ સ્થાન આપ્યું, એટલે કે જેમ ખૂણાનો મુખ્ય પથ્થર મહત્વપૂર્ણ છે તેમ. (જુઓ: રૂપક)

κεφαλὴν

અહીં “માથું” શબ્દ એટલે કે “અતિ મહત્વનું” અથવા “અત્યાવશ્યક.”

ὑμῶν, τῶν οἰκοδόμων

બંધાનારાઓની જેમ તમે નકાર કર્યો અથવા “તમે બાંધનારાઓએ નકાર કર્યો જેમ કે કોઈ મૂલ્ય ન હોય”

Acts 4:12

καὶ οὐκ ἔστιν ἐν ἄλλῳ οὐδενὶ

તારણ"" નામનું ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય છે. આ સકારાત્મક રીતે કહી શકાય. વૈકલ્પિક અનુવાદ: ""તે એકમાત્ર વ્યક્તિ છે જે બચાવી શકે છે"" (જુઓ: અમૂર્ત નામો)

οὐδὲ γὰρ ὄνομά ἐστιν ἕτερον ὑπὸ τὸν οὐρανὸν τὸ δεδομένον ἐν ἀνθρώποις

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “આકાશ નીચે બીજું કોઈ નામ ઈશ્વરે માણસોને આપેલું નથી” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

οὐδὲ…ὄνομά…ἕτερον…δεδομένον ἐν ἀνθρώποις

માણસોને આપવામાં આવેલું ... નામ"" શબ્દસમૂહ ઈસુના વ્યક્તિત્વનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આકાશ નીચે બીજો કોઈ વ્યક્તિ નથી, જેને માણસોને આપવામાં આવ્યો હોય, જેના દ્વારા"" (જુઓ: ઉપનામ)

ὑπὸ τὸν οὐρανὸν

સમગ્ર જગતમાં એ ઉલ્લેખ કરવાની એક રીત છે. વૈકલ્પિક અનુવાદ: “જગતમાં” (જુઓ: રૂઢિપ્રયોગ)

ἐν ᾧ δεῖ σωθῆναι ἡμᾶς

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “જે આપણને તારણ આપી શકે છે” અથવા “જેઓ આપણને તારણ આપી શકે છે. (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 4:13

અહીંયા ""તેઓ"" બીજો દાખલો એ પિતર અને યોહાનનો ઉલ્લેખ કરે છે. આ વિભાગમાં ""તેઓ"" શબ્દની અન્ય તમામ ઘટનાઓ યહૂદી આગેવાનોનો ઉલ્લેખ કરે છે.

τὴν τοῦ Πέτρου παρρησίαν καὶ Ἰωάννου

અહીં અમૂર્ત નામ ""નીડરતા"" એ જે રીતે યહૂદી આગેવાનોને પિતર અને યોહાને પ્રત્યુત્તર આપ્યો હતો તેનો ઉલ્લેખ કરે છે, અને તેનું અનુવાદ ક્રિયા વિશેષણ અથવા વિશેષણ દ્વારા કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પિતર અને યોહાન કેટલી હિંમતથી બોલ્યા"" અથવા ""પિતર અને યોહાન કેટલા નીડર હતા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને અમૂર્ત નામો)

παρρησίαν

કોઈ ભય નથી

καταλαβόμενοι ὅτι ἄνθρωποι ἀγράμματοί εἰσιν καὶ ἰδιῶται

યહૂદી આગેવાનોને જે રીતે પિતર અને યોહાન બોલ્યા તેના કારણે આ “ભાન થયું.” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

καὶ καταλαβόμενοι

અને સમજ્યા

ἄνθρωποι ἀγράμματοί…ἰδιῶτα

સામાન્ય"" અને ""અભણ"" શબ્દો સમાન અર્થ રજૂ કરે છે. તેઓ ભારપૂર્વક કહે છે કે પિતર અને યોહાનને યહૂદી નિયમશાસ્ત્રની કોઈપણ તાલીમ પ્રાપ્ત થઈ ન હતી. (જુઓ: બેવડું/બમણાં)

Acts 4:14

τόν…ἄνθρωπον…τὸν τεθεραπευμένον

આ વાક્ય સક્રિય રૂપમાં વર્ણવી શકાય. વૈકલ્પિક અનુવાદ: “જે માણસને પિતર અને યોહાને સાજો કર્યો હતો” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

οὐδὲν εἶχον ἀντειπεῖν

તે વ્યક્તિને સાજો કર્યો તે માટે પિતર અને યોહાન વિરુદ્ધ કંઈ બોલી શકાયું નહિ. અહિ “આ” શબ્દ એ પિતર અને યોહાને જે કર્યું તેનો ઉલ્લેખ કરે છે.

Acts 4:15

αὐτοὺς

આ પિતર અને યોહાનનો ઉલ્લેખ કરે છે.

Acts 4:16

τί ποιήσωμεν τοῖς ἀνθρώποις τούτοις

યહૂદી આગેવાનો આ પ્રશ્ન હતાશાથી પૂછે છે કારણ કે તેઓ પિતર અને યોહાન સાથે શું કરવું તે વિચારી શકતા નથી. વૈકલ્પિક અનુવાદ: ""આ માણસોને આપણે કંઇ કરી શકીએ એવું કંઈ નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

γὰρ γνωστὸν σημεῖον γέγονεν δι’ αὐτῶν, πᾶσιν τοῖς κατοικοῦσιν Ἰερουσαλὴμ φανερόν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""યરૂશાલેમમાં રહેનાર સર્વ જાણે છે કે તેમણે એક પ્રસિદ્ધ ચમત્કાર કર્યો છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

πᾶσιν τοῖς κατοικοῦσιν Ἰερουσαλὴμ

આ એક સામાન્યીકરણ છે. તે બતાવવા પરંતુ અતિશયોક્તિ હોઈ શકે છે કે આગેવાનો વિચારે છે કે આ ખૂબ મોટી સમસ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""યરૂશાલેમમાં રહેતા ઘણાં લોકો"" અથવા ""લોકો જેઓ યરૂશાલેમમાં રહે છે"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

Acts 4:17

ἵνα μὴ ἐπὶ πλεῖον διανεμηθῇ

અહીં ""તે"" શબ્દ કોઈ ચમત્કારનો અથવા પિતર અને યોહાને શિક્ષણ આપવાનું ચાલુ રાખી શકે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આ ચમત્કારના સમાચાર આગળ ફેલાય નહીં તે રીતે"" અથવા ""કોઈ વધુ લોકો આ ચમત્કાર વિષે સાંભળે નહીં"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

μηκέτι λαλεῖν ἐπὶ τῷ ὀνόματι τούτῳ μηδενὶ ἀνθρώπων

અહીં ""નામ"" શબ્દ ઈસુના વ્યક્તિત્વનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આ વ્યક્તિ, ઈસુ વિશે હવે કોઈને પણ કંઈ બોલવું નહિ"" (જુઓ: ઉપનામ)

Acts 4:19

અહીં ""અમે"" શબ્દ પિતર અને યોહાનનો ઉલ્લેખ કરે છે પરંતુ જેઓને સંબોધન કરી રહ્યા છે તેઓને નહીં. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

εἰ δίκαιόν ἐστιν ἐνώπιον τοῦ Θεοῦ

અહીં ""ઈશ્વરની નજરમાં"" શબ્દસમૂહ ઈશ્વરના અભિપ્રાયનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેને યોગ્ય માને છે કે નહિ"" (જુઓ: ઉપનામ)

Acts 4:21

કલમ 22 એ જન્મથી અંધ માણસની આયુ વિશેની પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

οἱ δὲ προσαπειλησάμενοι

યહૂદી આગેવાનોએ ફરી પિતર અને યોહાનને સજા આપવાની ધમકી આપે છે.

μηδὲν εὑρίσκοντες τὸ πῶς κολάσωνται αὐτούς

જો કે યહૂદી આગેવાનોએ પિતર અને યોહાનને ધમકી આપી હતી, પરંતુ લોકો હંગામો કર્યા વિના તેઓને શિક્ષા કરવાનું કારણ શોધી શક્યા ન હતા.

ἐπὶ τῷ γεγονότι

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પિતર અને યોહાને જે કર્યું હતું તેના માટે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 4:22

ὁ ἄνθρωπος, ἐφ’ ὃν γεγόνει τὸ σημεῖον τοῦτο τῆς ἰάσεως

જે માણસને પિતર અને યોહાને ચમત્કારિક રૂપે સાજો કર્યો હતો

Acts 4:23

એક સાથે બોલતા, લોકો જૂના કરારમાંથી દાઉદના ગીતશાસ્ત્રમાંથી કલમ ટાંકે છે. અહીં ""તેઓ"" શબ્દ બાકીના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે, પરંતુ પિતર અને યોહાનનો નહિ.

ἦλθον πρὸς τοὺς ἰδίους

તેમના પોતાના લોકો"" શબ્દસમૂહ બાકીના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""અન્ય વિશ્વાસીઓની પાસે ગયા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 4:24

ὁμοθυμαδὸν ἦραν φωνὴν πρὸς τὸν Θεὸν

ઊંચા અવાજથી બોલવું એ એક રૂઢીપ્રયોગ છે. ""તેઓએ એકસાથે મળીને ઈશ્વર સાથે વાત કરવાનું શરૂ કર્યું"" (જુઓ: https://git.door43.org/STR/gu_ta/src/branch/master/translate/figs-idiom/01.md)

Acts 4:25

ὁ τοῦ πατρὸς ἡμῶν, διὰ Πνεύματος Ἁγίου στόματος Δαυεὶδ παιδός σου εἰπών

આનો અર્થ એ છે કે પવિત્ર આત્માએ દાઉદને ઈશ્વરે જે કહ્યું તે બોલવાનું અને લખવાનું માધ્યમ બનાવ્યો.

τοῦ πατρὸς ἡμῶν…στόματος Δαυεὶδ παιδός σου

અહીં ""મુખ"" શબ્દ જે દાઉદ બોલ્યા અથવા લખેલા શબ્દોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા સેવક, અમારા પિતા દાઉદના શબ્દો દ્વારા"" (જુઓ: ઉપનામ)

τοῦ πατρὸς ἡμῶν…Δαυεὶδ

અહીં “પિતા” એ “પૂર્વજો/” નો ઉલ્લેખ કરે છે

ἵνα τί ἐφρύαξαν ἔθνη, καὶ λαοὶ ἐμελέτησαν κενά

આ એક અલંકારિક પ્રશ્ન છે જે ઈશ્વરનો વિરોધ કરવાની નિષ્ફળતા પર ભાર મૂકે છે. વૈકલ્પિક અનુવાદ: ""વિદેશી દેશોએ ક્રોધાવેશ ન કરવો જોઈએ, અને લોકોએ નકામી વસ્તુઓની કલ્પના પણ કરવી જોઈએ નહિ"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

λαοὶ ἐμελέτησαν κενά

આ ""નકામી વસ્તુઓ"" માં ઈશ્વરનો વિરોધ કરવાની યોજનાઓ છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકો ઈશ્વરની વિરુદ્ધ નકામી વસ્તુઓની કલ્પના કરે છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

λαοὶ

લોકોના સમૂહો

Acts 4:26

વિશ્વાસીઓએ રાજા દાઉદ પાસેથી તેમનાં અવતરણો તેમનાં પ્રાર્થના સ્તોત્રોમાંથી લીધા હતા તે પૂર્ણ કર્યા જે તેઓએ પ્રેરિતોનાં કૃત્યો 4:2 માં શરૂ કર્યા હતા.

παρέστησαν οἱ βασιλεῖς τῆς γῆς καὶ οἱ ἄρχοντες συνήχθησαν ἐπὶ τὸ αὐτὸ κατὰ τοῦ Κυρίου

આ બે પંક્તિનો મૂળ અર્થ એક જ છે. પૃથ્વીના શાસકોએ ઈશ્વરનો વિરોધ કરવાના સંયુક્ત પ્રયત્નો પર બંને પંક્તિઓ પર ભાર મૂકે છે. (જુઓ: સમાંતરણ)

παρέστησαν…συνήχθησαν

આ બે શબ્દસમૂહોનો અર્થ છે કે તેઓ યુદ્ધ લડવા માટે સાથે મળીને તેમની સેનામાં જોડાયા હતા. વૈકલ્પિક અનુવાદ: ""તેમના સૈન્યને સાથે રાખીને ... તેમના સૈન્યને સાથે એકત્ર કર્યા"" (જુઓ: ઉપનામ)

κατὰ τοῦ Κυρίου, καὶ κατὰ τοῦ Χριστοῦ αὐτοῦ

અહીં ""પ્રભુ"" શબ્દ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. ગીતશાસ્ત્રમાં, ""ખ્રિસ્ત"" શબ્દ મસીહા અથવા ઈશ્વરના અભિષિક્તનો ઉલ્લેખ કરે છે

Acts 4:27

વિશ્વાસીઓ પ્રાર્થના ચાલુ રાખે છે.

ἐν τῇ πόλει ταύτῃ

આ શહેર એ યરૂશાલેમનો ઉલ્લેખ કરે છે.

τὸν ἅγιον παῖδά σου Ἰησοῦν

ઈસુ જે તમારી વિશ્વાસથી સેવા કરે છે

Acts 4:28

ποιῆσαι ὅσα ἡ χείρ σου, καὶ ἡ βουλὴ σου προώρισεν

અહીં ""હાથ"" શબ્દના અર્થનો ઉપયોગ ઈશ્વરના સામર્થ્ય માટે થયો છે. આ ઉપરાંત, ""તમારા હાથ અને તમારી મનની ઇચ્છાએ નિર્ણય કર્યો"" એ શબ્દસમૂહ ઈશ્વરનું સામર્થ્ય અને યોજના બતાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે નક્કી કરેલું છે તે બધું કરવા કારણ કે તમે સામર્થ્યવાન છો અને તમે જે સર્વ આયોજન કર્યું છે તે કર્યું"" (જુઓ: ઉપનામ અને અભિવ્યક્ત અલંકાર)

Acts 4:29

વિશ્વાસીઓએ શરૂ કરેલી પ્રાર્થનાનો અંત અહીં પ્રેરિતોનાં કૃત્યો 4:14 માં આવે છે

ἔπιδε ἐπὶ τὰς ἀπειλὰς αὐτῶν

અહીંયા ""લક્ષમાં લેવું"" શબ્દો ઈશ્વરને વિનંતી કરે છે કે જે રીતે યહૂદી આગેવાનો વિશ્વાસીઓને ધમકી આપે છે તેની નોંધ લો. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ અમને શિક્ષા કરવાની ધમકી કેવી રીતે આપે છે તેની નોંધ લો"" (જુઓ: રૂઢિપ્રયોગ)

μετὰ παρρησίας πάσης λαλεῖν τὸν λόγον σου

અહીં શબ્દ ""શબ્દ"" ઈશ્વરના સંદેશા માટેનું એક ઉપનામ છે. અમૂર્ત નામ સંજ્ઞા ""નીડરતા"" નો એક વિશેષણ રૂપે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે નીડરતાથી ઉપદેશ કરો"" અથવા ""જ્યારે તમે ઉપદેશ કરો છો ત્યારે નીડર બનો"" (જુઓ: ઉપનામ)

Acts 4:30

τὴν χεῖρά σου, ἐκτείνειν σε εἰς ἴασιν

અહીંયા ""હાથ"" શબ્દ ઈશ્વરના સામર્થ્યનો ઉલ્લેખ કરે છે. ઈશ્વર કેટલા સામર્થ્યવાન છે તે બતાવવા માટે ઈશ્વરને આ એક વિનંતી છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તમે લોકોને સાજાપણું આપીને તમારું સામર્થ્ય બતાવતા હોવ"" (જુઓ: ઉપનામ)

διὰ τοῦ ὀνόματος τοῦ ἁγίου παιδός σου, Ἰησοῦ

અહીંયા ""નામ"" શબ્દ સામર્થ્ય અને અધિકારનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા પવિત્ર સેવક ઈસુના સામર્થ્ય દ્વારા"" (જુઓ: ઉપનામ)

τοῦ ἁγίου παιδός σου, Ἰησοῦ

ઈસુ જે તમને વિશ્વાસુ છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 4:27 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Acts 4:31

ἐσαλεύθη ὁ τόπος

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “તે જગ્યા ... હાલ્યું” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐπλήσθησαν ἅπαντες τοῦ Ἁγίου Πνεύματος

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 2:4 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""પવિત્ર આત્માએ તે સર્વને ભરપૂર કર્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 4:32

ἦν καρδία καὶ ψυχὴ μία

અહીંયા ""હૃદય"" શબ્દ વિચારોનો ઉલ્લેખ કરે છે અને ""આત્મા"" શબ્દ ભાવનાઓને સૂચવે છે. તે સાથે તેઓ સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ એક જ વિચારના અને એક જ ઇચ્છા ધરાવત હતા"" (જુઓ: ઉપનામ)

ἦν αὐτοῖς πάντα κοινά

તેઓએ પોતાનો સરસામાન એકબીજાને વહેંચ્યો. તમે પ્રેરિતોનાં કૃત્યો 2:44 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Acts 4:33

χάρις τε μεγάλη ἦν ἐπὶ πάντας αὐτούς

શક્ય અર્થો આ પ્રમાણે છે આ છે: 1) ઈશ્વર વિશ્વાસીઓને પુષ્કળ આશીર્વાદ આપતા હતા 2) યરૂશાલેમના લોકોએ વિશ્વાસીઓને ખૂબ ઊંચું સ્થાન આપ્યું.

Acts 4:34

ὅσοι…κτήτορες χωρίων ἢ οἰκιῶν ὑπῆρχον

અહીં ""સર્વ"" શબ્દ એક સામાન્યીકરણ છે. વૈકલ્પિક અનુવાદ: ""ઘણાં લોકો જેમની પાસે જમીન અથવા મકાનો હતા"" અથવા ""લોકો કે જેઓના નામે જમીનો અથવા મકાનો હતા"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

κτήτορες χωρίων ἢ οἰκιῶν ὑπῆρχον

જમીન અને મકાનો ધરાવતા હતા

τὰς τιμὰς τῶν πιπρασκομένων

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓની જે વસ્તુઓનું વેચાણ કરવાથી તેમને જે નાણાં પ્રાપ્ત થયા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 4:35

ἐτίθουν παρὰ τοὺς πόδας τῶν ἀποστόλων

આનો અર્થ એ થયો કે તેઓ તે નાણાં પ્રેરિતોના પગ આગળ લાવીને મૂકતા. વૈકલ્પિક અનુવાદ: ""તે પ્રેરિતોને આપ્યા"" અથવા ""તે પ્રેરિતોને આપ્યા"" (જુઓ: રૂઢિપ્રયોગ)

διεδίδετο…ἑκάστῳ, καθότι ἄν τις χρείαν εἶχεν

જરૂરિયાત"" નામનું ક્રિયાપદ સાથે અનુવાદ કરી શકાય છે. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ દરેક વિશ્વાસી જેઓને જરૂરીયાત હતી તે પ્રમાણે નાણાંનું વિતરણ કર્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને અમૂર્ત નામો)

Acts 4:36

લૂક વાર્તામાં બાર્નાબાસનો પરિચય કરાવે છે. (જુઓ: નવા અને જૂના પાત્રોનો પરિચય)

υἱὸς παρακλήσεως

પ્રેરિતોએ આ નામનો ઉપયોગ બતાવવા માટે કર્યો કે યૂસફ એવી વ્યક્તિ છે જેણે બીજાઓને પ્રોત્સાહન આપ્યું. ""નો પુત્ર"" એ એક રૂઢીપ્રયોગ છે જેનો ઉપયોગ વ્યક્તિના વર્તન અથવા ચરિત્રનું વર્ણન કરવા માટે કરવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રોત્સાહિત આપનાર"" અથવા ""એક જે પ્રોત્સાહિત કરે છે"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Acts 4:37

ἔθηκεν παρὰ τοὺς πόδας τῶν ἀποστόλων

આનો અર્થ એ થયો કે તેઓએ પ્રેરિતોને નાણાં આપ્યા. તમે પ્રેરિતોનાં કૃત્યો 4:35 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""તે પ્રેરિતોને સમર્પિત કર્યું"" અથવા ""પ્રેરિતોને આપ્યું"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Acts 5

પ્રેરિતોનાં કૃત્યો 05 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""પવિત્ર આત્માને જૂઠું બોલાવાનું શેતાને તમારા મનમાં ભરી દીધું છે""

કોઈ જાણતું નથી કે જ્યારે અનાન્યા અને સફિરાએ તેઓએ જે મિલકત વેચી તે વિશે તેઓ જૂઠું બોલ્યા ત્યારે તેઓ ખરા ખ્રિસ્તીઓ હતા. (પ્રેરિતોનાં કૃત્યો 5:1-10), કારણ કે લૂક એ બાબત જણાવતો નથી. જો કે, પિતર જાણતો હતો કે તેઓએ વિશ્વાસીઓને જૂઠું કહ્યું છે, અને તેઓએ શેતાનનું સાંભળ્યું અને તેનું પાલન કર્યું છે.

જ્યારે તેઓએ વિશ્વાસીઓને જૂઠું કહ્યું તે પવિત્ર આત્માને કહ્યું બરાબર છે. કારણ કે પવિત્ર આત્મા વિશ્વાસીઓમાં વાસો કરે છે.

Acts 5:1

કેવી રીતે નવા ખ્રિસ્તીઓએ તેમની પોતાની માલમિલકતને અન્ય વિશ્વાસીઓ સાથે વહેંચે ચે તે વાત ચાલુ રાખે છે, લૂક બે વિશ્વાસીઓ અનાન્યા અને સફિરા વિશે કહે છે. (જુઓ: પૂર્વભૂમિકા અને નવા અને જૂના પાત્રોનો પરિચય)

δέ

વાર્તાનો નવો ભાગ કહેવા માટે આ વાર્તાનો ઉપયોગ અહીં મુખ્ય વાર્તા પંક્તિના વિરામ માટે કરવામાં આવ્યો છે.

Acts 5:2

συνειδυίης καὶ τῆς γυναικός

તેની પત્ની પણ જાણતી હતી કે તેણે વેચાણ મૂલ્યનો થોડો ભાગ પોતાની પાસે પાછો રાખી મૂક્યો છે

παρὰ τοὺς πόδας τῶν ἀποστόλων ἔθηκεν

આનો અર્થ એ થયો કે તેઓએ પ્રેરિતોને નાણાં આપ્યા. તમે પ્રેરિતોનાં કૃત્યો 4:35 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""તે પ્રેરિતોને રજૂ કર્યું"" અથવા ""તે પ્રેરિતોને આપ્યા"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Acts 5:3

જો તમારી ભાષા અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરતી નથી, તો તમે આ વાક્યને નિવેદનના રૂપમાં લખી શકો છો.

διὰ τί ἐπλήρωσεν ὁ Σατανᾶς τὴν καρδίαν σου, ψεύσασθαί σε τὸ Πνεῦμα τὸ Ἅγιον, καὶ νοσφίσασθαι ἀπὸ τῆς τιμῆς τοῦ χωρίου

પિતર આ પ્રશ્નનો ઉપયોગ અનાન્યાને ઠપકો આપવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારે શેતાનને તમારા હ્રદયમાં જૂઠું ભરવા દેવું જોઈતું નહોતું ... ભૂમિ."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἐπλήρωσεν ὁ Σατανᾶς τὴν καρδίαν σου

અહીં ""હૃદય"" શબ્દ ઇચ્છા અને ભાવનાઓ માટેનું ઉપનામ છે. શબ્દસમૂહ ""શેતાને તમારા હૃદયને ભર્યું"" એક રૂપક છે. રૂપકના શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""શેતાને સંપૂર્ણપણે તમારું નિયંત્રિત કર્યું છે"" અથવા 2) ""શેતાને તમને ભમાવ્યા"" (જુઓ: ઉપનામ અને રૂપક)

ψεύσασθαί σε τὸ Πνεῦμα τὸ Ἅγιον, καὶ νοσφίσασθαι ἀπὸ τῆς τιμῆς

આનો અર્થ એ છે કે અનાન્યાએ પ્રેરિતોને કહ્યું હતું કે તેણે જે ભૂમિ વેચી તેમાથી જે નાણું મળ્યું તે સંપૂર્ણ તમને આપી રહ્યો છું. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 5:4

οὐχὶ μένον σοὶ ἔμενεν, καὶ πραθὲν ἐν τῇ σῇ ἐξουσίᾳ ὑπῆρχεν

પિતર આ પ્રશ્નનો ઉપયોગ અનાન્યાને ઠપકો આપવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તેનું વેચાણ નહોતું થયું, ત્યારે તે તારી પોતાની હતી ... નિયંત્રણ."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἔμενεν

જયારે તે વેચી ન હતી ત્યારે

πραθὲν ἐν τῇ σῇ ἐξουσίᾳ ὑπῆρχεν

પિતર આ પ્રશ્નનો ઉપયોગ અનાન્યાને ઠપકો આપવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેના વેચાણ પછી, તને પ્રાપ્ત થયેલ નાણાંનું સંપૂર્ણ નિયંત્રણ તારી પાસે હતું."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

πραθὲν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે તે વેચી દીધા પછી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τί ὅτι ἔθου ἐν τῇ καρδίᾳ σου τὸ πρᾶγμα τοῦτο

પિતરએ આ પ્રશ્નનો ઉપયોગ અનાન્યાને ઠપકો આપવા માટે કર્યો. અહીંયા ""હૃદય"" શબ્દ ઇચ્છા અને લાગણીઓ રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેં પોતાના મનમાં આ વિચાર કેમ આવવા દીધો.” (જુઓ: આલંકારિક પ્રશ્ન અને ઉપનામ)

Acts 5:5

πεσὼν ἐξέψυξεν

અહીંયા ""છેલ્લો શ્વાસ લીધો"" એટલે કે ""તેણે પોતાનો અંતિમ શ્વાસ લીધો"" એટલે કે તે મૃત્યુ પામ્યો એમ કહેવાની એક વિનમ્ર રીત છે. અનાન્યા નીચે પડી ગયો કારણ કે તે મૃત્યુ પામ્યો; તે નીચે પડ્યો એટલે મૃત્યુ પામ્યો એમ નહિ. વૈકલ્પિક અનુવાદ: ""તે મૃત્યુ પામ્યો અને જમીન પર પડ્યો"" (જુઓ: સૌમ્યોક્તિ)

Acts 5:7

ἡ γυνὴ αὐτοῦ…εἰσῆλθεν

“અનાન્યાની પત્ની અંદર આવી અથવા “સફિરા અંદર આવી”

τὸ γεγονὸς

કે તેણીનો પતિ મૃત્યુ પામ્યો છે

Acts 5:8

τοσούτου

આટલા નાણાં માટે. આ અનાન્યાએ પ્રેરિતોને જેટલા નાણાં આપ્યા હતા તેનો ઉલ્લેખ કરે છે.

Acts 5:9

અહીં શબ્દ “તમે” એ બહુવચન છે અને તે અનાન્યા અને સફિરાનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

અનાન્યા અને સફિરા વિષેની વાર્તાનો આ અહીં અંત ભાગ છે.

τί ὅτι συνεφωνήθη ὑμῖν πειράσαι τὸ Πνεῦμα Κυρίου

પિતર સફિરાને ઠપકો આપવા માટે આ પ્રશ્ન પૂછે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુના આત્માનું પરીક્ષણ કરવાનું તમે બંને કેમ સંપ કર્યો!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

συνεφωνήθη ὑμῖν

તમે બંને એકસાથે સંમત થયા

πειράσαι τὸ Πνεῦμα Κυρίου

અહીંયા ""પરીક્ષણ"" શબ્દનો અર્થ છે પડકાર અથવા સાબિત કરવું થાય છે. તેઓ એ જોવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે સજા પ્રાપ્ત કર્યા વિના શું તેઓ ઈશ્વરને જૂઠું બોલી ભાગી શકે છે કે કેમ.

οἱ πόδες τῶν θαψάντων τὸν ἄνδρα σου

અહીંયા ""પગ"" શબ્દસમૂહ પુરુષોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે પુરુષો કે જેમણે તારા પતિને દફનાવી દીધો છે"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Acts 5:10

ἔπεσεν…πρὸς τοὺς πόδας αὐτοῦ

આનો અર્થ એ છે કે જ્યારે તે મરણ પામી ત્યારે તે પિતરની આગળ જમીન પર પડી. આ અભિવ્યક્તિને નમ્રતાનું ચિહ્ન છે કે વ્યક્તિના પગ પાસે પડવું તેથી નીચે પડવું એ અભિવ્યક્તિ કોઈ મૂંઝવણમાં ન મૂકતી હોવી જોઈએ.

ἐξέψυξεν

અહીંયા ""તેણે અંતિમ શ્વાસ લીધો"" એટલે ""તેણીએ પોતાનો અંતિમ શ્વાસ લીધો"" અને ""તેણી મૃત્યુ પામી"" એમ કહેવાની એક વિનમ્ર રીત છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 5:5 માં સમાન શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: સૌમ્યોક્તિ)

Acts 5:12

અહીં શબ્દો “તેઓ” અને “તેઓ” વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

લૂક મંડળીના શરૂઆતના દિવસોમાં શું થાય છે તે કહેવાનું ચાલુ રાખે છે.

διὰ δὲ τῶν χειρῶν τῶν ἀποστόλων, ἐγίνετο σημεῖα καὶ τέρατα πολλὰ

અથવા ""પ્રેરિતોના હાથો દ્વારા લોકો મધ્યે ઘણાં ચિહ્નો અને ચમત્કારો થયા."" આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રેરિતોએ લોકો મધ્યે ઘણાં ચિહ્નો અને ચમત્કારો કર્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

σημεῖα καὶ τέρατα

અલૌકિક ઘટનાઓ અને ચમત્કારીક કાર્યો થયા. તમે પ્રેરિતોનાં કૃત્યો 2:22 માં આ શબ્દોનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

διὰ…τῶν χειρῶν τῶν ἀποστόλων

અહીં શબ્દ “હાથો” એ પ્રેરિતોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “પ્રેરિતો મારફતે” (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Στοᾷ Σολομῶντος

આ એકસાથે ચાલવાની ખુલ્લી જગ્યા જે થાંભલાઓની હરોળથી બનાવવામાં આવેલું છે અને જેને લોકોએ રાજા સુલેમાનના નામ પરથી નામ આપ્યું છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 3:11 માં તમે ""સુલેમાનની કહેવાતી પરસાળ” નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Acts 5:13

ἐμεγάλυνεν αὐτοὺς ὁ λαός

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “અન્ય લોકો વિશ્વાસીઓને ખૂબ માન આપતા હતા. (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 5:14

અહીં “તેઓ” શબ્દ એ જે લોકો યરૂશાલેમમાં રહે છે તેઓનો ઉલ્લેખ કરે છે.

μᾶλλον…προσετίθεντο πιστεύοντες τῷ Κυρίῳ

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. તમે પ્રેરિતોનાં 2:41 માં ""ઉમેરાયા"" અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""વધુ લોકો પ્રભુના વિશ્વાસમાં ઉમેરાયા."" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 5:15

ἡ σκιὰ ἐπισκιάσῃ τινὶ αὐτῶν

સંદર્ભ દર્શાવે છે કે જો પિતરનો પડછાયો તેમને સ્પર્શે તો ઈશ્વર તેમને સાજા કરે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 5:16

ὀχλουμένους ὑπὸ πνευμάτων ἀκαθάρτων

જેઓ અશુદ્ધ આત્માઓથી પીડાતા હતા

ἐθεραπεύοντο ἅπαντες

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તે સર્વને સાજા કર્યા"" અથવા ""પ્રેરિતોએ તે સર્વને સાજા કર્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 5:17

ધાર્મિક આગેવાનોએ વિશ્વાસીઓની સતાવણી કરવાની શરૂઆત કરી.

δὲ

આ વિરોધાભાસની વાત શરૂ કરે છે. તમારી ભાષા વિરોધાભાસની વાત રજૂ કરી શકાય તે રીતે તમે અનુવાદ કરી શકો છો.

ἀναστὰς…ὁ ἀρχιερεὺς

અહીંયા ""ઊભા થવું"" આ વાક્યનો અર્થ એ છે કે પ્રમુખ યાજકોએ તેમના વિરુધ્ધ નિર્ણય કર્યો એટલે કે તેઓ બેઠા હતા અને ઊભા થયા એવું નહિ. વૈકલ્પિક અનુવાદ: ""પ્રમુખ યાજકે તેમની વિરુદ્ધ નિર્ણય લીધો"" (જુઓ: રૂઢિપ્રયોગ)

ἐπλήσθησαν ζήλου

અમૂર્ત નામ ""અદેખાઈ"" ક્રિયા વિશેષણ તરીકે અનુવાદ કરી શકાય છે. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓને અદેખાઈ આવી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને અમૂર્ત નામો)

Acts 5:18

ἐπέβαλον τὰς χεῖρας ἐπὶ τοὺς ἀποστόλους

આનો અર્થ એ કે તેઓએ બળપૂર્વક પ્રેરિતોને પકડ્યા. તેઓએ સૈનિકોને આ કરવા આદેશ આપ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""સૈનીકોએ પ્રેરિતોને બંદીખાનામાં પૂર્યા"" (જુઓ: રૂઢિપ્રયોગ અને ઉપનામ)

Acts 5:19

અહીં શબ્દ “તેમને” અને “તેઓ” એ પ્રેરિતોનો ઉલ્લેખ કરે છે.

Acts 5:20

ἐν τῷ ἱερῷ

અહીંયા આ શબ્દસમૂહ ભક્તિસ્થાનના આંગણાને દર્શાવે છે, ભક્તિસ્થાનની અંદરનું સ્થાન નહિ જ્યાં માત્ર યાજકોને જ જવાની પરવાનગી છે. વૈકલ્પિક અનુવાદ: ""ભક્તિસ્થાનની પરસાળમાં"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

πάντα τὰ ῥήματα τῆς ζωῆς ταύτης

પ્રેરિતોએ પહેલેથી જ જે ઉપદેશ કર્યો હતો તે વચનો માટે અહીં ""શબ્દો"" નો ઉલ્લેખ કરે છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""આ સર્વ સંદેશ અનંત જીવનનો છે"" અથવા 2) ""સંપૂર્ણ સંદેશ આ નવી જીવન શૈલીનો છે"" (જુઓ: ઉપનામ)

Acts 5:21

εἰς τὸ ἱερὸν

તેઓ ભક્તિસ્થાનની પરસાળમાં ગયા, ભક્તિસ્થાનના અંદરના ભાગમાં નહીં, જ્યાં ફક્ત યાજકોને જ મંજૂરી હતી. વૈકલ્પિક અનુવાદ: ""ભક્તિસ્થાનની પરસાળમાં"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ὑπὸ τὸν ὄρθρον

જેમ ત્યાં અજવાળું થવાની શરૂઆત થઈ. જોકે દૂત તેઓને રાત્રે બંદીખાનામાંથી બહાર લઈ ગયો હતો, સૂર્ય ઉપર ચઢી રહ્યો તે સમયે પ્રેરિતો ભક્તિસ્થાનની પરસાળમાં પહોંચી ગયા.

ἀπέστειλαν εἰς τὸ δεσμωτήριον ἀχθῆναι αὐτούς

આ સૂચવે છે કે કોઈ જેલમાં ગયું હતું. વૈકલ્પિક અનુવાદ: ""પ્રેરિતોને લાવવા માટે કોઈને જેલમાં મોકલ્યો"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

Acts 5:23

ἔσω οὐδένα εὕρομεν

અહીં શબ્દ ""કોઈ નથી"" પ્રેરિતોને દર્શાવે છે. આ સૂચવે છે કે જેલની અંદર પ્રેરિતો સિવાય વૈકલ્પિક કોઈ નહોતું. વૈકલ્પિક અનુવાદ: ""અમે તેઓને અંદર શોધી શક્યા નહીં"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 5:24

અહીંયા ""તમે"" શબ્દ બહુવચન છે અને તે ભક્તિસ્થાનના ચોકીદાર અને મુખ્ય યાજકોને સૂચવે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

διηπόρουν

તેઓ ખૂબ જ આશ્ચર્યમાં મુકાયા અથવા “તેઓ ખૂબ જ ગુંચવણમાં પડ્યા”

περὶ αὐτῶν

તેઓએ જે શબ્દો સાંભળ્યા હતા તે વિષે અથવા “આ બાબતો વિશે”

τί ἂν γένοιτο τοῦτο

અને આ બાબતનું પરિણામ શું આવશે

Acts 5:25

ἐν τῷ ἱερῷ, ἑστῶτες

તેઓ ભક્તિસ્થાનના અંદરના ભાગમાં ગયા ન હતા જ્યાં ફક્ત યાજકોને જ મંજૂરી હતી. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ ભક્તિસ્થાનની પરસાળમાં ઊભા હતા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 5:26

શબ્દ ""તેઓ"" સરદાર અને અધિકારીઓનો ઉલ્લેખ કરે છે. આ વાક્યમાં ""તેમને બીક છે કે લોકો તેમને પથ્થરે મારશે"" શબ્દ “તેમને"" સરદાર અને અધિકારીઓનો ઉલ્લેખ કરે છે. ""તેમને"" ના અન્ય સર્વ બનાવો પ્રેરિતોનો ઉલ્લેખ કરે છે. અહીંયા ""તમે"" શબ્દ બહુવચન છે અને પ્રેરિતોનો ઉલ્લેખ આપે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

સરદાર અને અધિકારીઓએ પ્રેરિતોને યહૂદી ધર્મ સભાની આગળ રજૂ કર્યા.

ἐφοβοῦντο

તેઓને બીક લાગતી હતી

Acts 5:27

ἐπηρώτησεν αὐτοὺς ὁ ἀρχιερεὺς

પ્રમુખ યાજકે તેઓને પ્રશ્ન કર્યા. ""પૂછપરછ"" શબ્દનો અર્થ થાય છે કે સાચું શું છે તે શોધવા માટે કોઈને પ્રશ્ન પૂછવા.

Acts 5:28

ἐπὶ τῷ ὀνόματι τούτῳ

અહીંયા ""નામ"" શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 4:17 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""આ વ્યક્તિ, ઈસુનું નામ તમારે લેવું નહિ"" (જુઓ: ઉપનામ)

πεπληρώκατε τὴν Ἰερουσαλὴμ τῆς διδαχῆς ὑμῶν

કોઈ શહેરમાં ઘણાં લોકોને શિક્ષણ આપવું તે એવું છે જાણે કે તેઓ એક શહેરને શિક્ષણથી ભરી રહ્યા હોય. વૈકલ્પિક અનુવાદ: ""તમે યરૂશાલેમમાં ઘણાં લોકોને તેમના વિશે શિક્ષણ આપ્યું છે"" અથવા ""તમે સમગ્ર યરૂશાલેમમાં તેમના વિશે શિક્ષણ આપ્યું છે"" (જુઓ: રૂપક)

βούλεσθε ἐπαγαγεῖν ἐφ’ ἡμᾶς τὸ αἷμα τοῦ ἀνθρώπου τούτου

અહીંયા ""રક્ત"" શબ્દ એ મરણ માટેનું ઉપનામ છે, અને કોઈના મરણનું રક્ત લોકો પર લાવવું તે એમ કહેવા માટેનું એક રૂપક છે કે તે વ્યક્તિના મરણ માટે તેઓ દોષી છે. વૈકલ્પિક અનુવાદ: ""આ માણસના મરણ માટે અમને જવાબદાર બનાવવા માગો છો"" (જુઓ: ઉપનામ અને રૂપક)

Acts 5:29

અહીં “અમે” શબ્દ એ પ્રેરિતોનો ઉલ્લેખ કરે છે અને શ્રોતાઓનો નહીં. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

ἀποκριθεὶς…Πέτρος καὶ οἱ ἀπόστολοι

જ્યારે પિતર નીચેના શબ્દો બોલ્યો ત્યારે તે સર્વ પ્રેરીતોને બદલે બોલ્યો.

Acts 5:30

ὁ Θεὸς τῶν πατέρων ἡμῶν ἤγειρεν Ἰησοῦν

અહીં “ઉઠાડવું” એ એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: આપણા પૂર્વજોના ઈશ્વરે ઈસુને ફરી ઉઠાડ્યા છે” (જુઓ: રૂઢિપ્રયોગ)

κρεμάσαντες ἐπὶ ξύλου

અહીંયા પિતર “વૃક્ષ” નો ઉપયોગ વધસ્તંભ બતાવવા કરે છે કે જે લાકડામાંથી બનાવવામાં આવ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""તેને વધસ્તંભ પર લટકાવીને મારી નાખ્યો"" (જુઓ: ઉપનામ)

Acts 5:31

τοῦτον ὁ Θεὸς…ὕψωσεν, τῇ δεξιᾷ αὐτοῦ

ઈશ્વરના જમણે હાથે"" રહેવું એ ઈશ્વર તરફથી મહાન સન્માન અને અધિકાર પ્રાપ્ત કરવાની એક સાંકેતિક ક્રિયા છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેમને મહિમાવંત કરી ઊંચા કર્યા” (જુઓ: સાંકેતિક પગલું)

τοῦ δοῦναι μετάνοιαν τῷ Ἰσραὴλ καὶ ἄφεσιν ἁμαρτιῶν

પસ્તાવો"" અને ""ક્ષમા"" શબ્દોનો ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઇઝરાએલના લોકોને પસ્તાવો કરવાની તક આપો અને ઈશ્વર તેમના પાપોને ક્ષમા કરે"" (જુઓ: અમૂર્ત નામો)

τῷ Ἰσραὴλ

“ઇઝરાએલ” શબ્દ એ યહૂદી લોકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: ઉપનામ)

Acts 5:32

τοῖς πειθαρχοῦσιν αὐτῷ

જેઓ ઈશ્વરના અધિકારને સમર્પિત છે તેઓ

Acts 5:33

ગમાલ્યેલ સભાના સભ્યોને સંબોધિત કરે છે.

Acts 5:34

Γαμαλιήλ, νομοδιδάσκαλος τίμιος παντὶ τῷ λαῷ

લૂક ગમાલ્યેલનો પરિચય આપે છે અને તેના વિષે માહિતી રજૂ કરે છે. (જુઓ: નવા અને જૂના પાત્રોનો પરિચય અને પૂર્વભૂમિકા)

τίμιος παντὶ τῷ λαῷ

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “જેને સર્વ લોકો માન આપતા હતા. (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐκέλευσεν ἔξω…τοὺς ἀνθρώπους ποιῆσαι

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""સૈનિકોને હુકમ કર્યો કે પ્રેરિતોને બહાર લઈ જાવ” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 5:35

προσέχετε

આ વિષે કાળજીપૂર્વક વિચાર કરો અથવા ""તે વિષે સાવધ રહો."" ગમાલ્યેલ તેમને ચેતવણી આપી રહ્યો હતો કે તેઓ એવું કંઈક ન કરો કે જેના પછી તેમને પસ્તાવો થાય.

Acts 5:36

ἀνέστη Θευδᾶς

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “થિયુદાસે બળવો કર્યો” અથવા 2) “થિયુદાસે હાજરી આપી.”

λέγων εἶναί τινα

તે એક મહત્વપૂર્ણ વ્યક્તિ સમાન હોવાનું માન્યું

ὃς ἀνῃρέθη

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “લોકોએ તેમને મારી નાખ્યા” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

πάντες ὅσοι ἐπείθοντο αὐτῷ διελύθησαν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે લોકો તેમની સાથે હતા તેઓ સર્વ વિખેરાઈ ગયા"" અથવા ""જે લોકો તેમનું પાલન કરતા હતા તે સર્વ વિખેરાઈ ગયા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐγένοντο εἰς οὐδέν

આનો અર્થ એ કે તેઓએ જે કરવાની યોજના બનાવી હતી તે પ્રમાણે તેઓ કરી શક્યા નહિ.

Acts 5:37

μετὰ τοῦτον

થિયુદાસ પછી

ἐν ταῖς ἡμέραις τῆς ἀπογραφῆς

વસ્તી ગણતરીના સમય દરમિયાન

ἀπέστησε λαὸν ὀπίσω αὐτοῦ

આનો અર્થ એ થયો કે તેણે કેટલાક લોકોને તેની સાથે રોમન સરકાર સામે બળવો કરવા સમજાવ્યો. વૈકલ્પિક અનુવાદ: ""ઘણાં લોકોએ તેનું અનુસરણ કર્યું” અથવા ""ઘણાં લોકો તેમની સાથે બળવામાં જોડાયા"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Acts 5:38

ગમાલ્યેલ સભાના સભ્યોને સંબોધન કરતાં સમાપન કરે છે. તેમ છતાં તેઓએ પ્રેરિતોને માર માર્યો, તેમને ઈસુ વિષેનું શિક્ષણ ન કરવાનો આદેશ આપ્યો, અને તેઓને જવા દીધા, પરંતુ શિષ્યો શિક્ષણ અને ઉપદેશ આપતા જ રહ્યા.

ἀπόστητε ἀπὸ τῶν ἀνθρώπων τούτων καὶ ἄφετε αὐτούς

ગમાલ્યેલ યહૂદી આગેવાનોને કહે છે કે તેઓ પ્રેરિતોને સજા કરવાને બદલે તેઓને પાછા જેલમાં મૂકો. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἐὰν ᾖ ἐξ ἀνθρώπων, ἡ βουλὴ αὕτη ἢ τὸ ἔργον τοῦτο

જો માણસોએ આ યોજના ઘડી છે અથવા આ કાર્ય કરે છે

καταλυθήσεται

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈ તેને ઉથલાવી નાખશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 5:39

εἰ…ἐκ Θεοῦ ἐστιν

અહીંયા ""તે"" શબ્દનો અર્થ ""આ યોજના અથવા કાર્ય"" છે. વૈકલ્પિક અનુવાદ: ""જો ઈશ્વરની આ યોજના છે અથવા અને માણસોને આ કાર્ય કરવા આદેશ આપ્યો છે"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

ἐπείσθησαν δὲ

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “ગમાલ્યેલ આ પ્રમાણે કહ્યું” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 5:40

અહીંયા પ્રથમ શબ્દ ""તેઓ"" સભાના સભ્યોને સૂચવે છે. બાકીના શબ્દો ""તેમને,"" ""તેઓ"" અને ""તેઓ"" પ્રેરિતોનો ઉલ્લેખ કરે છે.

προσκαλεσάμενοι τοὺς ἀποστόλους, δείραντες

સભાના સભ્યોએ ભક્તિસ્થાનના ચોકીદારોને આ પ્રમાણે કરવાનું કહ્યું. (જુઓ: ઉપનામ)

λαλεῖν ἐπὶ τῷ ὀνόματι τοῦ Ἰησοῦ

અહીંયા ""નામ"" ઈસુના અધિકારનો ઉલ્લેખ કરે છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 4:18 માં સમાન શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુના અધિકારમાં હવે બોલવા માટે"" (જુઓ: ઉપનામ)

Acts 5:41

κατηξιώθησαν ὑπὲρ τοῦ ὀνόματος ἀτιμασθῆναι

પ્રેરિતો ખુશ થયા કારણ કે યહૂદી આગેવાનોએ તેઓનું અપમાન કર્યું અને ઈશ્વરે તેઓનું સન્માન કર્યું. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેમને નામ માટે અપમાનની પીડા સહન કરવા લાયક ગણ્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὑπὲρ τοῦ ὀνόματος

અહીં “નામ” ઈસુનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “ઈસુ માટે” (જુઓ: ઉપનામ)

Acts 5:42

πᾶσάν τε ἡμέραν

તે દિવસ પછી તેઓ નિત્ય ભક્તિસ્થાનમાં જતા. વાક્ય સૂચવે છે કે પ્રેરિતોએ પ્રત્યેક દિવસ ભક્તિસ્થાનમાં શિક્ષણ અને ઉપદેશ કર્યો.

ἐν τῷ ἱερῷ καὶ κατ’ οἶκον

તેઓ ભક્તિસ્થાનની અંદર ગયા ન હતા જ્યાં ફક્ત યાજકો જઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""ભક્તિસ્થાનના આંગણામાં અને લોકોના જુદા જુદા ઘરોમાં"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 6

પ્રેરિતોનાં કૃત્યો 06 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

વિધવાઓને વહેંચણી

યરૂશાલેમના વિશ્વાસીઓએ સ્ત્રીઓને જેમના પતિઓ મૃત્યુ પામ્યા હતા તેઓને દરરોજ ભોજન આપ્યું હતું. તે સર્વ યહૂદીઓ તરીકે ઉછરેલા હતા, પરંતુ તેમાંથી કેટલાક યહૂદીયામાં રહેતા હતા જેથી હિબ્રૂ ભાષા બોલતા હતા, અને બીજાઓ વિદેશી વિસ્તારોમાં રહેતા હતા અને ગ્રીક ભાષા બોલતા હતા. જે લોકો એ ખોરાક વહેંચતા હતા તેઓ હિબ્રૂ-બોલનાર વિધવાઓને આપતા હતા પરંતુ ગ્રીક-બોલનાર વિધવાઓને આપતા નહીં. ઈશ્વરને પ્રસન્ન કરવા મંડળીના આગેવાનોએ ગ્રીક-બોલનાર પુરુષોની નિમણૂક કરી કે જેથી તેઓ ખાતરી કરી શકે કે ગ્રીક-બોલનાર વિધવાઓને ખોરાકનો તેઓનો ભાગ મળે. આ ગ્રીક-બોલનાર પુરુષોમાંથી એક સ્તેફન હતો.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""તેનો ચહેરો દૂતના ચહેરા જેવો હતો""

સ્તેફનનો ચહેરો દૂત જેવો શા કારણે હતો તે કોઈ જાણતું ન હતું, કારણ કે લૂક એ વિશે આપણને કહેતો નથી. યુએલટી આ વિષે શું કહે છે તે જ કહેવાનું અને અનુવાદ કરવાનું શ્રેષ્ઠ છે.

Acts 6:1

અહીં વાર્તાના નવા ભાગની શરૂઆત છે. વાર્તાને સમજવા માટે લૂક પૃષ્ઠભૂમિની મહત્વપૂર્ણ માહિતી આપે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

ἐν δὲ ταῖς ἡμέραις ταύταις

તમારી ભાષામાં જણાવો કે વાર્તાના નવા ભાગોનો પરિચય કેવી રીતે કરવો છો. (જુઓ: એક નવી ઘટનાનો પરિચય)

πληθυνόντων

શિષ્યોની સંખ્યા વધતી જતી હતી

Ἑλληνιστῶν

આ એવા યહૂદીઓ હતા જેમણે પોતાનું મોટાભાગનું જીવન ઇઝરાએલની બહાર રોમન સામ્રાજ્યમાં વિતાવ્યું હતું, અને ગ્રીક બોલતા મોટા થયા હતા. તેમની ભાષા અને સંસ્કૃતિ ઇઝરાએલમાં મોટા થયેલા લોકોથી કંઈક અંશે અલગ હતી.

τοὺς Ἑβραίους

આ તે યહૂદીઓ હતા જેઓ ઇઝરાએલમાં હિબ્રૂ અથવા અરામિક બોલતા મોટા થયા હતા. મંડળીમાં ફક્ત યહૂદીઓ અને યહૂદી ધર્મમાં બદલાણ થયેલાઓનો જ સમાવેશ થતો હતો.

αἱ χῆραι

સ્ત્રીઓ કે જેમના પતિ મૃત્યુ પામ્યા હતા

παρεθεωροῦντο…αἱ χῆραι αὐτῶν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હિબ્રૂ વિશ્વાસીઓ ગ્રીક વિધવાઓને નજરઅંદાજ કરતા હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

παρεθεωροῦντο

અવગણના અથવા “પડતા મુકવું.” ત્યાં ઘણાંને મદદની જરૂર હતી પરંતુ પડતા મુકાતા હતા.

διακονίᾳ τῇ καθημερινῇ

પ્રેરિતોને જે નાણાં આપવામાં આવતા તે પહેલાની મંડળીની વિધવાઓને માટે ખોરાક ખરીદવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો.

Acts 6:2

અહીંયા ""તમે"" શબ્દ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. અહીં શબ્દો ""અમને"" અને ""અમે"" 12 પ્રેરિતોનો ઉલ્લેખ કરે છે. જ્યાં જરૂરીયાત જણાય ત્યાં તમારી ભાષામાં વિશિષ્ટરૂપનો ઉપયોગ કરો. (જુઓ: તમેનાં સ્વરૂપો અને વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

οἱ δώδεκα

આ અગિયાર પ્રેરિતો અને માથ્થિયાસનો ઉલ્લેખ કરે છે, જે પ્રેરિતોનાં કૃત્યો 01:26 માં પસંદ કરવામાં આવ્યો હતો.

τὸ πλῆθος τῶν μαθητῶν

સર્વ શિષ્યો અથવા “સર્વ વિશ્વાસીઓ”

καταλείψαντας τὸν λόγον τοῦ Θεοῦ

ઈશ્વરનું વચન શીખવવાનું તેમના કાર્યના મહત્વ પર ભાર આપવા માટે આ એક અતિશયોક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરના વચનનો ઉપદેશ અને શિક્ષણ આપવાનું બંધ કરો"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

διακονεῖν τραπέζαις

આ શબ્દસમૂહનો અર્થ લોકોને ભોજન પીરસવાનો છે. (જુઓ: ઉપનામ)

Acts 6:3

ἄνδρας…πλήρεις Πνεύματος καὶ σοφίας

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) માણસ પાસે ત્રણ ગુણો છે-સારી પ્રતિષ્ઠા, આત્માથી ભરપૂર હોવું, અને જ્ઞાનથી ભરપૂર હોવું અથવા 2) પુરુષો બે ગુણો માટે પ્રતિષ્ઠા હોય છે - આત્માથી ભરપૂર હોવું, અને જ્ઞાનથી ભરપૂર હોવું.

ἄνδρας…μαρτυρουμένους

પુરુષો કે જે લોકો જાણે છે તેઓ સારા છે અથવા “પુરુષો કે જેઓ પર લોકો ભરોસો મૂકી શકે”

ἐπὶ τῆς χρείας ταύτης

તે જે આ કામની જવાબદારી ઉઠાવી શકે છે

Acts 6:4

τῇ διακονίᾳ τοῦ λόγου

વધુ માહિતી ઉમેરવામાં તે મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઉપદેશ કરવાનો અને શિક્ષણ આપવાની સેવા"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

Acts 6:5

ἤρεσεν ὁ λόγος ἐνώπιον παντὸς τοῦ πλήθους

સર્વ શિષ્યોને તેમનું સૂચન સારું લાગ્યું

Στέφανον,…καὶ Πνεύματος Ἁγίου, καὶ Φίλιππον, καὶ Πρόχορον, καὶ Νικάνορα

આ ગ્રીક નામો છે, અને સૂચવે છે કે ચૂંટાયેલા તમામ પુરુષો વિશ્વાસીઓના ગ્રીક યહૂદી જૂથમાંથી હતા. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

προσήλυτον

એક વિદેશી જે યહૂદી ધર્મમાં બદલાણ પામ્યો હતો

Acts 6:6

ἐπέθηκαν αὐτοῖς τὰς χεῖρας

આમાં આશીર્વાદ આપવાનું અને સાત લોકોને કાર્ય માટે જવાબદારી અને અધિકાર આપવાનું વર્ણન કરે છે.(જુઓ: સાંકેતિક પગલું)

Acts 6:7

આ કલમ મંડળીની વૃદ્ધિ પર સુધારો દર્શાવે છે.

λόγος τοῦ Θεοῦ ηὔξανεν

લેખક લોકોની વધતી સંખ્યા વિષે વાત કરે છે જેમણે વચન પર વિશ્વાસ કર્યો જાણે કે ઈશ્વરનું વચન જ મોટા ભાગનો વિસ્તાર આવરી લીધો હોય. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરના વચન પર વિશ્વાસ કરનારાઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી ગઈ"" અથવા ""ઈશ્વરના વચનો પર વિશ્વાસ કરનારા લોકોનો વધારો થતો ગયો"" (જુઓ: રૂપક)

ὑπήκουον τῇ πίστει

નવી માન્યતાના શિક્ષણને અનુસરવા લાગ્યા

τῇ πίστει

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈસુમાં ભરોસાની સુવાર્તાનો સંદેશ અથવા 2) મંડળીનું શિક્ષણ અથવા 3) ખ્રિસ્તી શિક્ષણ.

Acts 6:8

આ કલમ સ્તેફન અને અન્ય લોકો વિષેની માહિતી આપે છે જે વાર્તાને સમજવા માટે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

આ વાર્તાના નવા ભાગની શરૂઆત છે.

Στέφανος δὲ

આ સ્તેફનને વાર્તામાંના મુખ્ય પાત્ર તરીકેનો પરિચય આપે છે. (જુઓ: નવા અને જૂના પાત્રોનો પરિચય)

Στέφανος…πλήρης χάριτος καὶ δυνάμεως, ἐποίει

અહીં ""કૃપા"" અને “સામર્થ્ય” શબ્દો ઈશ્વરના સામર્થ્યનો ઉલ્લેખ કરે છે. આ સ્પષ્ટ રીતે કહી શકાય. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર સ્તેફનને કાર્ય કરવાને સામર્થ્ય આપતા હતા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 6:9

συναγωγῆς, τῆς λεγομένης Λιβερτίνων

સ્વતંત્ર માણસ એ જુદા જુદા સ્થળેથી મુક્ત થયેલ પૂર્વ-ગુલામ હતા. તે સ્પષ્ટ નથી કે દર્શાવવામાં આવેલ અન્ય લોકો પરંતુ સભાસ્થાનના ભાગીદાર હતા અથવા સ્તેફન સાથે વાદવિવાદ કરવામાં ભાગીદાર હતા.

συνζητοῦντες τῷ Στεφάνῳ

સ્તેફન સાથે દલીલ કરે છે

Acts 6:10

અહીં ""અમે"" શબ્દ ફક્ત તે જ પુરુષોનો ઉલ્લેખ કરે છે જેઓ જૂઠ બોલવા માટે લોકોને સમજાવે છે. ""તેઓ"" શબ્દ એ સ્વતંત્ર વ્યક્તિઓ કે જે સભાસ્થાનમાંના લોકોનો ઉલ્લેખ પ્રેરિતોનાં કૃત્યો 6:9 માં કરે છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

પ્રેરિતોનાં કૃત્યો 6:8 માં જે પૃષ્ઠભૂમિની માહિતી શરૂ થઈ હતી તે કલમ 10 સુધી ચાલે છે.

οὐκ ἴσχυον ἀντιστῆναι

આ શબ્દસમૂહનો અર્થ છે કે તેમણે જે કહ્યું તે તેઓ ખોટા સાબિત કરી શક્યા નહીં. વૈકલ્પિક અનુવાદ: ""તેમની વિરુદ્ધ દલીલ કરી શક્યા નહીં"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Πνεύματι

આ પવિત્ર આત્માનો ઉલ્લેખ કરે છે

Acts 6:11

ἄνδρας λέγοντας

ખોટી સાક્ષી આપવા માટે તેઓને નાણાં આપવામાં આવ્યા હતા. વૈકલ્પિક અનુવાદ: ""કેટલાક પુરુષોને જૂઠું બોલવા અને કહેવા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ῥήματα βλάσφημα εἰς

ખરાબ વસ્તુઓ વિશે

Acts 6:12

તેઓ"" શબ્દનો દરેક ઉપયોગ મોટેભાગે સભાસ્થાનના સ્વતંત્ર પુરુષોનો પ્રેરિતોનાં કૃત્યો 6:9 માં ઉલ્લેખ કરે છે. તેઓ જૂઠાં સાક્ષીઓ માટે અને સભાને ઉશ્કેરવા માટે, વડીલો, શાસ્ત્રીઓ અને અન્ય લોકોને માટે જવાબદાર હતા. અહીંયા ""અમે"" શબ્દ ખોટા સાક્ષી કે જેઓ જુબાની આપવા લાવવામાં આવ્યા હતા તેઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

συνεκίνησάν…τὸν λαὸν, καὶ τοὺς πρεσβυτέρους, καὶ τοὺς γραμματεῖς

લોકો, વડીલો, અને શાસ્ત્રીઓને સ્તેફન પર ખૂબ જ ગુસ્સો થવાનું કારણ આપ્યું

συνήρπασαν αὐτὸν

તેને ઝડપી લઈ અને પકડી રાખ્યો જેથી તે છટકી ન શકે

Acts 6:13

οὐ παύεται λαλῶν

સતત બોલે છે

Acts 6:14

παρέδωκεν ἡμῖν

હસ્તગત કર્યું"" શબ્દસમૂહનો અર્થ ""આગળ પસાર કરવું."" વૈકલ્પિક અનુવાદ: ""અમારા પૂર્વજોને શીખવ્યું"" (જુઓ: રૂઢિપ્રયોગ અને ઉપનામ)

Acts 6:15

ἀτενίσαντες εἰς αὐτὸν

આ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે તેઓ તેને ઉત્સુકતાપૂર્વક જોતા હતા. અહીં ""આંખો"" એ દૃષ્ટિ માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""તેની તરફ ઉત્સુકતાપૂર્વક જોયું"" અથવા ""તેની સામે જોયું"" (જુઓ: રૂઢિપ્રયોગ)

ὡσεὶ πρόσωπον ἀγγέλου

આ શબ્દસમૂહ તેના ચહેરાની તુલના દૂત સાથે કરે છે પરંતુ તેઓમાં જે સામાન્ય છે તેના વિશે ખાસ કહેતા નથી. (જુઓ: ઉપમા)

Acts 7

પ્રેરિતોનાં કૃત્યો 07 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદકોએ વાંચનને સરળ બનાવવા માટે કવિતાઓની પ્રત્યેક પંક્તિ બાકીના લખાણ કરતાં જમણી બાજુએ ગોઠવે છે. યુએલટી કવિતા સાથે આ પ્રમાણે કરે છે જે 7:42-43 અને 49-50 માં જૂના કરારમાંથી ટાંકવામાં આવ્યું છે.

એવું લાગે છે કે 8:1 આ અધ્યાયના વર્ણનનો ભાગ છે.

આ અધ્યાયમાં વિશિષ્ટ ખ્યાલો

""સ્તેફને કહ્યું""

સ્તેફને ઇઝરાએલનો ઇતિહાસ ખૂબ ટૂંકમાં કહ્યો. ઇઝરાએલી લોકોએ તેઓને દોરવા માટે ઈશ્વરે પસંદ કરેલા લોકોને નકારી કાઢ્યા તે વિશેનું તેમણે ખાસ ધ્યાન આપ્યું. વાર્તાના અંતે, તેણે કહ્યું કે જે યહૂદી આગેવાનો જેની સાથે તે વાત કરી રહ્યો છે તેમણે ઈસુને નકારી કાઢ્યા હતા, જેમ દુષ્ટ ઇઝરાએલીઓ માટે ઈશ્વરે નિયુક્ત કરેલા આગેવાનોને હંમેશા નકાર્યા હતા.

""પવિત્ર આત્માથી ભરપૂર""

પવિત્ર આત્મા સંપૂર્ણ રીતે સ્તેફનને નિયંત્રિત કરતાં હતા જેથી તે ફક્ત એજ અને જે સર્વ ઈશ્વર તેને કહેવાનું ઇચ્છતા એ જ તે કહેતો હતો.

પૂર્વનિર્ધારણ

જ્યારે કોઈ લેખક કોઈ એવી વાત કરે છે જે તે સમયે મહત્વની નથી પરંતુ પાછળથી તે વાત મહત્વની છે,તેને લેખક પૂર્વનિર્ધારણ કહે છે. લૂકે અહીં શાઉલનો ઉલ્લેખ કર્યો છે, જેને અહીં પાઉલ તરીકે પણ ઓળખવામાં આવે છે, જોકે તે વાર્તાના આ ભાગમાં મહત્વપૂર્ણ વ્યક્તિ નથી. આ એટલા માટે છે કે બાકીના પ્રેરિતોના કૃત્યોના પુસ્તકમાં પાઉલ એક મહત્વપૂર્ણ વ્યક્તિ છે.

આ અધ્યાયમાંના શબ્દાલંકાર

દર્શાવેલી માહિતી

સ્તેફન યહૂદીઓ સાથે વાત કરી રહ્યો છે જેઓ મૂસાના નિયમને સારી રીતે જાણતા હતા, તેથી તેણે તે બાબતો સમજાવી નથી કે જે તેના સાંભળનારાઓને પહેલેથી જ ખબર હતી. પરંતુ તમારે આમાંથી કેટલીક બાબતોને સમજાવવાની જરૂર પડી શકે છે જેથી તમારા વાચકો સમજી શકશે કે સ્તેફન શું કહી રહ્યો હતો. ઉદાહરણ તરીકે, તમારે સ્પષ્ટ કરવાની જરૂર પડી શકે છે કે જ્યારે યૂસફના ભાઈઓએ તેને ""મિસરમાં વેચી દીધો"" (પ્રેરિતોનાં કૃત્યો 7:9), યૂસફ મિસરમાં ગુલામ બનવા જઈ રહ્યો હતો. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ઉપનામ

સ્તેફને યૂસફના ""મિસર ઉપર"" અને ફારુનના કુટુંબ પર શાસન વિષે કહ્યું. તેનો કહેવાનો અર્થ એ હતો કે યૂસફે મિસરના લોકો અને રાજાના ઘરના લોકો અને સંપત્તિ પર શાસન કર્યું. (જુઓ: ઉપનામ)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

પાશ્ચાત જ્ઞાન

જે યહૂદી આગેવાનો જેની સાથે સ્તેફન વાત કરી રહ્યો હતો તેઓ જે તે ઘટનાઓ વિશે પહેલેથી જ જાણતા હતા. તેઓ જાણતા હતા કે મૂસાએ ઉત્પત્તિના પુસ્તકમાં શું લખ્યું છે. જો ઉત્પત્તિનું પુસ્તક તમારી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું નથી, તો સ્તેફને શું કહ્યું તે તમારા વાચકોને સમજવામાં મુશ્કેલ થઈ શકે.

Acts 7:1

આપણા"" શબ્દ સ્તેફન અને યહૂદી સભા જેની સાથે તેણે વાત કરી હતી અને સમગ્ર શ્રોતાઓ બંનેનો સમાવેશ થાય છે. શબ્દ ""તમારું"" એકવચન છે જે ઇબ્રાહિમનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

સ્તેફન વિશેની વાર્તાનો ભાગ, જે પ્રેરિતોનાં કૃત્યો 6:8 માં શરૂ થયો હતો, તે ચાલુ છે. સ્તેફને ઇઝરાએલના ઇતિહાસમાં જે કંઇક બન્યું છે તેના વિશે વાત કરીને પ્રમુખ યાજક અને સભા સમક્ષ પોતાનો પ્રત્યુત્તર આપ્યો. આ ઇતિહાસનો મોટાભાગનો ભાગ મૂસાના લખાણો પરથી છે.

Acts 7:2

ἀδελφοὶ καὶ πατέρες, ἀκούσατε

સ્તેફન એક વિસ્તૃત કુટુંબ તરીકે સભાનું અભિવાદન ખૂબ જ માનપૂર્વક કરી રહ્યો હતો.

Acts 7:4

કલમ 4 માં શબ્દો ""તે,"" ""તેનું,"" અને ""તેને"" ઇબ્રાહિમનો ઉલ્લેખ કરે છે. કલમ 5 માં શબ્દો ""તે"" અને ""તેમનું"" ઈશ્વરનો ઉલ્લેખ કરે છે, પરંતુ ""તેને"" શબ્દ ઇબ્રાહિમ માટે છે.

અહીં શબ્દ “તમે” યહૂદી સભા અને શ્રોતાઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

Acts 7:5

οὐκ ἔδωκεν…ἐν αὐτῇ

તેણે તેમાંથી કંઈ આપ્યું નહીં

οὐδὲ βῆμα ποδός

આ શબ્દસમૂહના શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઊભા રહેવા માટે પૂરતી જમીન અથવા 2) એક પગલું ભરવા માટે પૂરતી જમીન. વૈકલ્પિક અનુવાદ: ""જમીનનો એક ખૂબ જ નાનો ભાગ"" (જુઓ: રૂઢિપ્રયોગ)

εἰς κατάσχεσιν αὐτὴν, καὶ τῷ σπέρματι αὐτοῦ μετ’ αὐτόν

ઇબ્રાહિમ પોતાને માટે અને તેના વંશજોને આપવા માટે

Acts 7:6

ἐλάλησεν…οὕτως ὁ Θεὸς

તે અગાઉની કલમના નિવેદન પછીથી બન્યું છે તે જણાવવામાં મદદરૂપ થઈ શકે. વૈકલ્પિક અનુવાદ: ""પછી ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું

ἔτη τετρακόσια

400 વર્ષો (જુઓ: સંખ્યાઓ)

Acts 7:7

τὸ ἔθνος…κρινῶ ἐγώ

દેશ તેમાં રહેલા લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું આ દેશના લોકોનો ન્યાય કરીશ"" (જુઓ: ઉપનામ)

τὸ ἔθνος ᾧ ἐὰν δουλεύσωσιν

દેશ કે જેની તેઓ સેવા કરશે

Acts 7:8

ἔδωκεν αὐτῷ διαθήκην περιτομῆς

યહૂદીઓ સમજી શક્યા હોત કે આ કરારથી ઇબ્રાહિમને તેના કુટુંબના પુરુષોની સુન્નત કરાવવી પડશે. વૈકલ્પિક અનુવાદ: ""ઇબ્રાહિમ સાથે તેના કુટુંબના પુરુષોની સુન્નત કરવા માટે કરાર કર્યો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

οὕτως ἐγέννησεν τὸν Ἰσαὰκ

ઇબ્રાહિમના સંતાનની મિલકત વહેંચણીની વાત

Ἰακὼβ τοὺς

યાકૂબ પિતા બન્યો. સ્તેફને આ વાત ટૂંકાવી. (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

Acts 7:9

οἱ πατριάρχαι

યાકૂબનો મોટા દીકરાઓ અથવા યૂસફના મોટા ભાઈઓ

ἀπέδοντο εἰς Αἴγυπτον

યહૂદીઓ જાણતા હતા કે તેમના પૂર્વજોએ યૂસફને મિસરમાં ગુલામ તરીકે વેચી દીધો હતો. વૈકલ્પિક અનુવાદ: ""તેને મિસરમા ગુલામ તરીકે વેચી દીધો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἦν…μετ’ αὐτοῦ

કોઈને મદદ કરવી એ એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: “તેને મદદ કરી” (જુઓ: રૂઢિપ્રયોગ)

Acts 7:10

ἐπ’ Αἴγυπτον

આ મિસરના લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મિસરના સર્વ લોકો ઉપર"" (જુઓ: ઉપનામ)

ὅλον τὸν οἶκον αὐτοῦ

આ તેની સર્વ સંપતિ વિશે સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: “જે કંઈપણ તેનું હતું” (જુઓ: ઉપનામ)

Acts 7:11

ἦλθεν…λιμὸς

દુકાળ પડ્યો. ભૂમિએ ખોરાક ઉત્પન્ન કરવાનું બંધ કરી દીધું.

οἱ πατέρες ἡμῶν

આ યાકૂબ અને તેના પુત્રોનો ઉલ્લેખ કરે છે, જેઓ યહૂદી લોકોના પૂર્વજો છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 7:12

σιτία

તે સમયે અનાજ એ સૌથી સામાન્ય ખોરાક હતો.

τοὺς πατέρας ἡμῶν

આ શબ્દસમૂહ યાકૂબના પુત્રોનો ઉલ્લેખ કરે છે, યૂસફના મોટા ભાઈઓ.

Acts 7:13

ἐν τῷ δευτέρῳ

તેઓની આગળની મુસાફરી દરમિયાન (જુઓ: ક્રમવાચક સંખ્યાઓ)

ἀνεγνωρίσθη

યૂસફે તેના ભાઈઓને તેઓના ભાઈ તરીકે પોતાની ઓળખાણ આપી.

φανερὸν ἐγένετο τῷ Φαραὼ τὸ γένος Ἰωσήφ

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ફારુને જાણ્યું કે તેઓ યૂસફનો પરિવાર છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 7:14

ἀποστείλας

તેના ભાઈઓને પાછા કનાન મોકલે છે અથવા “તેના ભાઈઓને ઘરે પાછા મોકલે છે”

Acts 7:15

ἐτελεύτησεν

ખાતરી કરો કે તે એવું ના દર્શાવે છે કે તે મિસર પહોંચતાની સાથે જ મરણ પામ્યો. વૈકલ્પિક અનુવાદ: ""આખરે યાકૂબ પરણ પામ્યો

αὐτὸς καὶ οἱ πατέρες ἡμῶν

યાકૂબ અને તેના પુત્રો જે આપણા પૂર્વજો બન્યા

Acts 7:16

καὶ μετετέθησαν…καὶ ἐτέθησαν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""યાકૂબના વંશજોએ યાકૂબના શરીર અને તેના પુત્રના મૃતદેહને દફનાવ્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τιμῆς ἀργυρίου

નાણાંથી

Acts 7:17

“આપણું” શબ્દ એ સ્તેફન અને તેના સાંભળનારાઓનો સમાવેશ કરે છે (જુઓ: સમાવેશક “અમે”)

કેટલીક ભાષાઓમાં તે કહેવું મદદરૂપ થઈ શકે છે કે વચનનો સમય આવી ગયો છે એમ કહેતા પહેલા લોકોની સંખ્યામાં વધારો થયો.

ἤγγιζεν ὁ χρόνος τῆς ἐπαγγελίας

ઈશ્વર તેમનો કરાર ઇબ્રાહિમ સાથે પરિપૂર્ણ કરવાના હતા તે સમય પાસે આવ્યો છે.

Acts 7:18

ἀνέστη βασιλεὺς ἕτερος

બીજો રાજા શાસન કરવા લાગ્યો

ἐπ’ Αἴγυπτον

મિસર એ મિસરના લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મિસરના લોકો"" (જુઓ: ઉપનામ)

ὃς οὐκ ᾔδει τὸν Ἰωσήφ

યૂસફ એ યૂસફની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે જાણતો ન હતો કે યૂસફે મિસરને સહાય કરી હતી"" (જુઓ: ઉપનામ)

Acts 7:20

ἐν ᾧ καιρῷ ἐγεννήθη Μωϋσῆς

આ વાર્તામાં મૂસાનો પરિચય કરાવે છે. (જુઓ: નવા અને જૂના પાત્રોનો પરિચય)

ἦν ἀστεῖος τῷ Θεῷ

આ શબ્દસમૂહ એક રૂઢીપ્રયોગ છે એટલે કે મૂસા ખૂબ જ સુંદર હતો. (જુઓ: રૂઢિપ્રયોગ)

ἀνετράφη

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેના માતાપિતાએ તેનું પોષણ કર્યું"" અથવા ""તેના માતાપિતાએ તેની સંભાળ રાખી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 7:21

ἐκτεθέντος δὲ αὐτοῦ

મૂસાને ફારુનની આજ્ઞાને કારણે “બહાર મૂક્યો.” આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તેના માતાપિતાએ તેને બહાર મૂક્યો"" અથવા ""જ્યારે તેઓએ તેને છોડી દીધો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἡ θυγάτηρ Φαραὼ, καὶ ἀνεθρέψατο αὐτὸν ἑαυτῇ εἰς υἱόν

જેમ એક મા પોતાના પુત્રને માટે કરે છે તેમ તેણીએ તેના માટે દરેક સારી બાબતો કરી. તમારી ભાષામાં સામાન્ય શબ્દનો ઉપયોગ કરો કે જે મા તેના પુત્રને તંદુરસ્ત પુખ્ત બનાવવા માટે કરે છે.

εἰς υἱόν

તે જાણે કે તેણીનો પોતાનો પુત્ર હોય

Acts 7:22

ἐπαιδεύθη Μωϋσῆς

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મિસરવાસીઓએ મૂસાને શિક્ષણ આપ્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

πάσῃ σοφίᾳ Αἰγυπτίων

આ એક અતિશયોક્તિ છે જે ભારપૂર્વક જણાવે છે કે તેને મિસરની શ્રેષ્ઠ શાળાઓમાં તાલીમ આપવામાં આવી હતી. (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

δυνατὸς ἐν λόγοις καὶ ἔργοις αὐτοῦ

તે બોલવામાં અને કાર્યોમાં અસરકારક અથવા “તેણે જે કહ્યું અને કર્યું તેમાં પ્રભાવશાળી”

Acts 7:23

ἀνέβη ἐπὶ τὴν καρδίαν αὐτοῦ

અહીં ""હૃદય"" એ ""મન"" માટેનું એક ઉપનામ છે. ""તેને થયું"" આ વાક્ય એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ કંઈક નક્કી કરવાનો છે. વૈકલ્પિક અનુવાદ: ""તે તેના મનમાં આવ્યું” અથવા ""તેણે નિર્ણય કર્યો"" (જુઓ: ઉપનામ અને રૂઢિપ્રયોગ)

ἐπισκέψασθαι τοὺς ἀδελφοὺς αὐτοῦ, τοὺς υἱοὺς Ἰσραήλ

આ તેના લોકોનો ઉલ્લેખ કરે છે, અને માત્ર તેના પરિવારનો જ નહીં. વૈકલ્પિક અનુવાદ: ""જુઓ તેના પોતાના લોકો, ઇઝરાએલના સંતાનો, કેવું કામ કરી રહ્યા હતા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 7:24

καὶ ἰδών τινα ἀδικούμενον, ἠμύνατο καὶ ἐποίησεν ἐκδίκησιν τῷ καταπονουμένῳ, πατάξας τὸν Αἰγύπτιον

આ ક્રમને ફરીથી ગોઠવીને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""એક મિસરીને ઇઝરાએલી સાથે દુર્વ્યવહાર કરતો જોઈને, મૂસાએ ઇઝરાએલીનો દમન કરી રહેલા મિસરી પર પ્રહાર કરીને ઇઝરાએલીનો બચાવ કર્યો અને બદલો લીધો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

πατάξας τὸν Αἰγύπτιον

મૂસાએ મિસરી પર એવો પ્રહાર કર્યો કે તે મરણ પામ્યો.

Acts 7:25

ἐνόμιζεν

તેણે કલ્પના કરી

διὰ χειρὸς αὐτοῦ δίδωσιν σωτηρίαν αὐτοῖς

અહીં ""હાથ"" એ મૂસાની ક્રિયાઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મૂસા જે કરે છે તે દ્વારા તેમને બચાવતા હતા"" અથવા ""મૂસાની ક્રિયાઓનો ઉપયોગ તેમને બચાવવા માટે કરવામાં આવી રહ્યો હતો"" (જુઓ: ઉપનામ)

Acts 7:26

અહીં શબ્દ “આપણને” એ ઇઝરાએલીઓનો ઉલ્લેખ કરે છે પરંતુ મૂસાનો સમાવેશ કરતો નથી. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

αὐτοῖς μαχομένοις

શ્રોતાઓએ નિર્ગમનમાંના અહેવાલથી જાણ્યું હોત કે આ બે વ્યક્તિઓ છે, પરંતુ સ્તેફન તેને સ્પષ્ટ કરતો નથી. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

συνήλλασσεν αὐτοὺς εἰς εἰρήνην

તેમની લડાઈ બંધ કરાવો

ἄνδρες, ἀδελφοί ἐστε

મૂસા લડતા ઇઝરાએલીને સંબોધન કરી રહ્યો છે

ἱνα τί ἀδικεῖτε ἀλλήλους

મૂસાએ તેમને લડાઈ બંધ કરવા માટે પ્રોત્સાહિત કરતા આ પ્રશ્ન પૂછ્યો. વૈકલ્પિક અનુવાદ: ""તમારે એકબીજાને નુકસાન ન કરવું જોઈએ!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Acts 7:27

τίς σε κατέστησεν ἄρχοντα καὶ δικαστὴν ἐφ’ ἡμῶν?

એક વ્યક્તિએ મૂસાને ઠપકો આપતા આ પ્રશ્ન કર્યો. વૈકલ્પિક અનુવાદ: “તારો અમારા પર કોઈ અધિકાર નથી!” (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Acts 7:28

μὴ ἀνελεῖν με σὺ θέλεις, ὃν τρόπον ἀνεῖλες ἐχθὲς τὸν Αἰγύπτιον

આ માણસે પ્રશ્નનો ઉપયોગ મૂસાને ચેતવણી અપવા માટે કર્યો કે તે અને કદાચ અન્ય લોકો જાણે છે કે મૂસાએ મિસરીની હત્યા કરી છે.

Acts 7:29

સ્તેફનના શ્રોતાઓ પહેલાથી જ જાણે છે કે જ્યારે તે મિસરમાંથી ભાગી ગયો ત્યારે મૂસાએ મિદ્યાની સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἐν τῷ λόγῳ τούτῳ

દર્શાવેલી માહિતી એ છે કે મૂસા સમજી ગયા કે ઇઝરાએલીઓ જાણે છે કે તેણે તે દિવસ અગાઉ મિસરીની હત્યા કરી હતી (પ્રેરિતોનાં કૃત્યો 7:28). (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 7:30

καὶ πληρωθέντων ἐτῶν τεσσεράκοντα

40 વર્ષો વીતી ગયા પછી. આ સમય મૂસાએ મિદ્યાનમાં વિતાવ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""મૂસા મિસરમાંથી ભાગી ગયાના ચાલીસ વર્ષો પછી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ὤφθη…ἄγγελος

સ્તેફનના શ્રોતાઓ જાણે છે કે ઈશ્વર દૂત દ્વારા બોલ્યો છે. યુએસટી આ સ્પષ્ટ કરે છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 7:31

ἐθαύμασεν τὸ ὅραμα

મૂસાને આશ્ચર્ય થયું કે ઝાડવું અગ્નિમાં બડી રહ્યું નથી. સ્તેફનના શ્રોતાઓને આ બાબતની અગાઉથી જાણ હતી. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે ઝાડવું બળી રહ્યું ન હતું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

προσερχομένου δὲ αὐτοῦ κατανοῆσαι

આનો અર્થ એ છે કે તપાસ કરવા માટે મૂસા ઝાડવાની પાસે ગયો.

Acts 7:32

ἐγὼ ὁ Θεὸς τῶν πατέρων σου

હું તારા પિતૃઓનો ઈશ્વર છું જેને તેઓ ભજતા હતા

ἔντρομος δὲ γενόμενος, Μωϋσῆς οὐκ ἐτόλμα κατανοῆσαι

આનો અર્થ એ છે કે જ્યારે મૂસાએ અવાજ સાંભળ્યો ત્યારે બીકને કારણે તે પાછો હટી ગયો.

ἔντρομος…γενόμενος, Μωϋσῆς

મૂસા ભયથી ધ્રુજી ઉઠ્યો. આ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મૂસા ભયથી કંપી ગયો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 7:33

λῦσον τὸ ὑπόδημα

ઈશ્વરે મૂસાને આ કહ્યું જેથી તેનો તે મહિમા ગાશે. (જુઓ: સાંકેતિક પગલું)

ὁ γὰρ τόπος ἐφ’ ᾧ ἕστηκας γῆ ἁγία ἐστίν

દર્શાવેલ માહિતી છે કે જ્યાં ઈશ્વર હાજર છે, ત્યાંની આસપાસની સર્વ જગ્યા તેમનાથી ભરાયેલી છે અને તે પવિત્ર માનવામાં આવે છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 7:34

ἰδὼν, εἶδον

નિશ્ચે જોયું છે. આ શબ્દ વિશિષ્ટ રીતે જોવું દર્શાવે છે.

τοῦ λαοῦ μου

મારા"" શબ્દ ભાર મૂકે છે કે આ લોકો ઈશ્વરના છે. વૈકલ્પિક અનુવાદ: ""ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના વંશજો

κατέβην ἐξελέσθαι αὐτούς

વ્યક્તિગત રૂપે તેમના છૂટકારાનું કારણ બનશે

νῦν δεῦρο

તૈયાર થાઓ. ઈશ્વર અહીં આદેશનો ઉપયોગ કરે છે.

Acts 7:35

કલમ 35-38 માં મૂસા વિશેની શ્રેણી દર્શાવવામાં આવી છે. દરેક વાક્ય જેમ કે ""મૂસા"" અથવા ""આ જ મૂસા"" અથવા ""આ તે માણસ છે"" અથવા ""તે જ મૂસા છે"" જેવા શબ્દો નિવેદનોથી શરૂ થાય છે. જો શક્ય હોય તો, મૂસાને રજૂ કરવા માટે સમાન નિવેદનોનો ઉપયોગ કરો. ઇઝરાએલીઓ મિસરમાંથી બહાર નીકળ્યા પછી, ઈશ્વરે તેઓને જે વચન આપ્યું હતું તે દેશમાં લઈ જતાં પહેલાં તેઓ 40 વર્ષો સુધી અરણ્યમાં ભટક્યા.

τοῦτον τὸν Μωϋσῆν, ὃν ἠρνήσαντο

પ્રેરિતોનાં કૃત્યો 7:27-28 માં નોંધાયેલી ઘટનાઓનો ઉલ્લેખ કરે છે.

λυτρωτὴν

બચાવનાર

σὺν χειρὶ ἀγγέλου τοῦ ὀφθέντος αὐτῷ ἐν τῇ βάτῳ

હાથ એ વ્યક્તિ કોઈ ક્રિયા કરવા માટેનું ઉપનામ છે. આ બાબતમાં દૂતોએ મૂસાને મિસર પાછો આવવા હુકમ કર્યો . સ્તેફન એ રીતે કહે છે જાણે કે દૂતને શારીરિક હાથ હોય. જે ક્રિયા દૂતોએ કરી છે તેને સ્પષ્ટ કરવી. વૈકલ્પિક અનુવાદ: “દૂતોની ક્રિયાઓથી” અથવા “દૂત હોવાને કારણે ... ઝાડવાએ તેને મિસર પાછા ફરવાનો હુકમ કર્યો.” (જુઓ: ઉપનામ)

Acts 7:36

ἔτη τεσσεράκοντα

સ્તેફનને શ્રોતાઓ જાણતા હતા કે ઇઝરાએલીઓ 40 વર્ષો સુધી અરણ્યમાં ભટક્યા. વૈકલ્પિક અનુવાદ: ""40 વર્ષો દરમિયાન ઇઝરાએલી લોકો અરણ્યમાં રહ્યા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 7:37

προφήτην…ἀναστήσει

વ્યક્તિને પ્રબોધક બનાવવાનું કારણ

ἐκ τῶν ἀδελφῶν ὑμῶν

તમારા પોતાના લોકોમાંથી

Acts 7:38

40 મી કલમના અવતરણમાં મૂસાનું લખાણ છે.

οὗτός ἐστιν ὁ γενόμενος ἐν τῇ ἐκκλησίᾳ

આ તે જ વ્યક્તિ મૂસા કે જે ઇઝરાએલીઓ મધ્યે હતો.

οὗτός ἐστιν ὁ γενόμενος

“આ તે જ વ્યક્તિ” શબ્દસમૂહ સમગ્ર ફકરા દરમિયાન મૂસાનો ઉલ્લેખ કરે છે.

ὃς ἐδέξατο λόγια ζῶντα δοῦναι ὑμῖν

ઈશ્વર જ હતા જેમણે આ વચનો આપ્યા. વૈકલ્પિક અનુવાદ: ""આ તે માણસ છે જેને ઈશ્વર આપણા માટે જીવંત વચનો આપે છે

λόγια ζῶντα

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “સંદેશ જે સહન કરે છે” અથવા 2) “વચન જે જીવન આપે છે.” (જુઓ: ઉપનામ)

Acts 7:39

ἀπώσαντο

આ રૂપક તેમણે કરેલો મૂસાના નકાર પર ભાર મૂકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ તેને તેમના આગેવાન તરીકે નકાર કર્યો"" (જુઓ: રૂપક)

ἐστράφησαν ἐν ταῖς καρδίαις αὐτῶν

અહીંયા ""મન” એ લોકોના વિચારો માટેનું એક ઉપનામ છે. મનમાં કંઇક કરવું એટલે કંઈક કરવાની ઇચ્છા કરવી. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ પાછા ફરવાની ઇચ્છા રાખે છે"" (જુઓ: ઉપનામ)

Acts 7:40

જ્યારે તેઓએ મિસર આવવાનો નિર્ણય કર્યો

Acts 7:41

અહીં સ્તેફનનું અવતરણ પ્રબોધક આમોસના પુસ્તકમાંથી છે.

ἐμοσχοποίησαν

સ્તેફનના શ્રોતાઓ જાણે છે કે તેઓએ બનાવેલું વાછરડું મૂર્તિ હતી. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ એક મૂર્તિ બનાવી જે વાછરડા જેવી દેખાતી હતી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἐμοσχοποίησαν…εἰδώλῳ…τοῖς ἔργοις τῶν χειρῶν αὐτῶν

અહીં સર્વ શબ્દસમૂહો વાછરડાની મૂર્તિનો ઉલ્લેખ કરે છે.

Acts 7:42

ἔστρεψεν…ὁ Θεὸς

ઈશ્વર તેઓથી વિમુખ થયા. આ ક્રિયા વ્યક્ત કરે છે કે ઈશ્વર લોકોથી પ્રસન્ન ન હતા અને હવે તેઓને મદદ કરશે નહીં. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેમને સુધારવાનું બંધ કર્યું"" (જુઓ: સાંકેતિક પગલું)

παρέδωκεν αὐτοὺς

તેમને તજી દીધા

τῇ στρατιᾷ τοῦ οὐρανοῦ

મૂળ શબ્દસમૂહના શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ફક્ત તારાઓ અથવા 2) સૂર્ય, ચંદ્ર અને તારાઓ.

βίβλῳ τῶν προφητῶν

આ દેખીતી રીતે જૂના કરારના ઘણાં પ્રબોધકોના લખાણોનો સંગ્રહ એક યાદીમાં સમાવેશ કર્યો છે. તે આમોસના લખાણનો પણ સમાવેશ કરે છે.

σφάγια καὶ θυσίας προσηνέγκατέ μοι, ἔτη τεσσεράκοντα ἐν τῇ ἐρήμῳ, οἶκος Ἰσραήλ

ઈશ્વર તેઓને આ પ્રશ્ન કરે છે કે તેઓએ તેમના બલિદાનો દ્વારા તેની ભક્તિ કરી ન હતી. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તમે મરેલા જાનવરોના બલિદાનો મને ચડાવ્યા અને ઇઝરાએલે ... મને મહિમા આપ્યો નહીં” (જુઓ: આલંકારિક પ્રશ્ન)

οἶκος Ἰσραήλ

આ સમગ્ર ઇઝરાએલ દેશનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તમે સર્વ ઇઝરાએલીઓ” (જુઓ: ઉપનામ)

Acts 7:43

પ્રબોધક આમોસમાંનું અવતરણ અહીં ચાલુ રહે છે.

સ્તેફન પ્રમુખ યાજક અને સભાને પ્રત્યુત્તર આપે છે જે તેણે પ્રેરિતોનાં કૃત્યો 7:2 માં શરૂઆત કરી હતી.

ἀνελάβετε

તે સૂચિત છે કે તેઓએ અરણ્યની મુસાફરી દરમિયાન આ મૂર્તિઓ તેમની સાથે લીધી. વૈકલ્પિક અનુવાદ: ""તમે તમારી સાથે એક જગ્યાએથી બીજે સાથે લઈ ગયા."" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

σκηνὴν τοῦ Μολὸχ

મંડપ કે જેમાં ઘર તરીકે ખોટા દેવ મોલેખને રાખવામા આવ્યો

ὸ ἄστρον τοῦ θεοῦ…Ῥαιφάν

ખોટા દેવ સાથે જે ઓળખાય છે તે રમ્ફા

τοὺς τύπους οὓς ἐποιήσατε

તેઓએ મોલેખ અને રમ્ફા દેવોની પૂજા કરવા માટે મૂર્તિઓ અથવા ખોટા દેવો બનાવ્યા.

μετοικιῶ ὑμᾶς ἐπέκεινα Βαβυλῶνος

હું તમને બાબિલથી પણ દૂરના સ્થળો સુધી દૂર કરીશ. આ ઈશ્વરનું ન્યાયનું કાર્ય હશે.

Acts 7:44

ἡ σκηνὴ τοῦ μαρτυρίου

સાક્ષ્યમંડપ કે જેની અંદર પથ્થરમાંથી કોતરવામાં આવેલી 10 આજ્ઞાઓ સાથે કોશને (પેટી) રાખવામાં આવતો

Acts 7:45

ἣν…εἰσήγαγον, διαδεξάμενοι οἱ πατέρες ἡμῶν μετὰ Ἰησοῦ

યહોશુઆ હેઠળ"" શબ્દસમૂહનો અર્થ એ છે કે તેમના પૂર્વજોએ યહોશુઆના માર્ગદર્શન હેઠળ આ બાબતોનું પાલન કર્યું હતું. વૈકલ્પિક અનુવાદ: ""અમારા પિતૃઓ, યહોશુઆની સૂચનાઓ અનુસાર, સાક્ષ્યમંડપ પ્રાપ્ત કર્યો અને તેને તેમની સાથે લાવ્યા

τῇ κατασχέσει τῶν ἐθνῶν, ὧν ἐξῶσεν ὁ Θεὸς ἀπὸ προσώπου τῶν πατέρων ἡμῶν

આ વાક્ય કહે છે કે શા માટે પૂર્વજો તે ભૂમિનો કબજો લેવા માટે સમર્થ હતા. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે આપણા પૂર્વજોની આગળ લોકોને દેશમાંથી હાંકી કાઢ્યા અને તેમને વતન તરીકે તે દેશ આપ્યો

τῇ κατασχέσει τῶν ἐθνῶν…ὁ Θεὸς ἀπὸ προσώπου τῶν πατέρων ἡμῶν

અહીંયા ""અમારા પૂર્વજોના મુખ"" તેમના પૂર્વજોની હાજરીનો ઉલ્લેખ કરે છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""આપણા પૂર્વજોએ જોયું તેમ, ઈશ્વરે લોકોને દેશમાંથી હાંકી કાઢ્યા અને તેમને વતન તરીકે તે દેશ આપ્યો” અથવા 2) ""જ્યારે આપણા પૂર્વજો આવ્યા, ત્યારે ઈશ્વરે લોકોને દેશમાંથી હાંકી કાઢ્યા અને તમને તે દેશ આપ્યો (જુઓ: ઉપનામ)

τῶν ἐθνῶν

આ તે લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઇઝરાએલીઓ અગાઉ તે ભૂમિમાંમાં રહેતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""પહેલા અહીં રહેનારા લોકો"" (જુઓ: ઉપનામ)

ὧν ἐξῶσεν

તેમને ભૂમિ છોડવાની ફરજ પાડી

Acts 7:46

σκήνωμα τῷ οἴκῳ Ἰακώβ

સાક્ષ્યમંડપ માટેનું ઘર કે જ્યાં યાકૂબના ઈશ્વર રહી શકે. દાઉદ સાક્ષ્યમંડપને માટે કાયમી રહેઠાણ યરૂશાલેમમાં ઇચ્છતો હતો, નહિ કે તંબૂમાં.

Acts 7:47

49 અને 50 કલમોમાં, સ્તેફન યશાયા પ્રબોધકની વાત ટાંકે છે. અવતરણ ચિહ્નમાં, ઈશ્વર પોતાના વિષે બોલી રહ્યા છે.

Acts 7:48

χειροποιήτοις

હાથ એ સંપૂર્ણ વ્યક્તિ માટે અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકો દ્વારા બનાવાયેલ"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Acts 7:49

ὁ οὐρανός μοι θρόνος, ἡ δὲ γῆ ὑποπόδιον τῶν ποδῶν μου

પ્રબોધક ઈશ્વરની હાજરી મહાનતાની તુલના કરી રહ્યા છે કે માણસ માટે ઈશ્વર પૃથ્વી પર આરામ કરવા માટે એક સ્થળ બનાવવું કેટલું અશક્ય છે કારણ કે આખી પૃથ્વી ઈશ્વર માટે આરામ કરવા માટેનું પાયાસન છે.

ποῖον οἶκον οἰκοδομήσετέ μοι

ઈશ્વર આ પ્રશ્ન પૂછે છે કે ઈશ્વરની સંભાળ રાખવા માટે માણસના પ્રયત્નો કેટલા નિષ્ફળ છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે મારા માટે યોગ્ય એવું ઘર બનાવી શકતા નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τίς τόπος τῆς καταπαύσεώς μου

ઈશ્વર માણસને બતાવવા માટે આ સવાલ પૂછે છે કે તે ઈશ્વરને આરામ આપી શકતો નથી. વૈકલ્પિક અનુવાદ: ""મારા માટે આરામ કરવા માટેનું કોઈ સારું સ્થાન નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Acts 7:50

οὐχὶ ἡ χείρ μου ἐποίησεν ταῦτα πάντα

ઈશ્વર આ પ્રશ્ન એ બતાવવા પૂછે છે કે માણસે કંઈપણ બનાવ્યું નથી. વૈકલ્પિક અનુવાદ: ""મારા હાથે આ સર્વ વસ્તુઓ બનાવી છે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Acts 7:51

પ્રેરિતોનાં કૃત્યો 7:2 માં સ્તેફને જે તીવ્ર ઠપકારૂપ પ્રત્યુત્તર પ્રમુખ યાજક અને સભાને આપ્યો તે પૂર્ણ કરે છે.

σκληροτράχηλοι

સ્તેફને યહૂદી આગેવાનોને ઠપકો આપી જે ઓળખાણ આપી તે ઘટના બદલાય છે.

σκληροτράχηλοι

આનો અર્થ એ નથી કે તેઓ દુષ્ટ છે પરંતુ તેથી વધારે તેઓ હઠીલા પણ છે.” (જુઓ: રૂઢિપ્રયોગ)

ἀπερίτμητοι καρδίαις καὶ τοῖς ὠσίν

યહૂદીઓ સુન્નત વિનાના લોકોને ઈશ્વરની આજ્ઞાનો અનાદર કરનાર ગણતા. સ્તેફન “હૃદયો અને કાન"" નો ઉપયોગ કરે છે અને યહૂદી આગેવાનોને રજૂ કરે છે કે જેઓ વિદેશીઓ જેવા છે જે ઈશ્વરનું સાંભળતા નથી અને પાલન કરતા નથી. વૈકલ્પિક અનુવાદ: ""તમે આધીન થવાનું અને સાંભળવાનો નકાર કરો છો"" (જુઓ: ઉપનામ)

Acts 7:52

τίνα τῶν προφητῶν οὐκ ἐδίωξαν οἱ πατέρες ὑμῶν

સ્તેફન આ પ્રશ્ન પૂછીને કહે છે કે તેઓ તેમના પૂર્વજોની ભૂલોથી કંઈ શીખ્યા નથી. વૈકલ્પિક અનુવાદ: ""તમારા પૂર્વજોએ દરેક પ્રબોધકને સતાવ્યા!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Δικαίου

આ ખ્રિસ્ત, મસીહાનો ઉલ્લેખ કરે છે.

ὑμεῖς προδόται καὶ φονεῖς ἐγένεσθε

તમે તેને પરસ્વાધીન કર્યો અને મારી નાખ્યો

φονεῖς

ન્યાયી માણસના ખૂની અથવા ""ખ્રિસ્તના ખૂની”

Acts 7:53

τὸν νόμον εἰς διαταγὰς ἀγγέλων

નિયમો જે ઈશ્વરે દૂતો મારફતે આપણા પૂર્વજોને આપ્યો

Acts 7:54

સભા સ્તેફનના આ શબ્દોની પ્રતિક્રિયા આપે છે

ἀκούοντες δὲ ταῦτα

આ એક વળાંક છે; ઉપદેશ પૂર્ણ થાય છે અને સભાજનો પ્રતિક્રિયા આપે છે.

διεπρίοντο

વ્યક્તિને અત્યંત ગુસ્સો આવવો તે માટે ""હૃદયને વીંધી નાંખે એવું"" એ એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: ""અત્યંત ગુસ્સે થયા"" અથવા ""ખૂબ ગુસ્સે થયા"" (જુઓ: રૂઢિપ્રયોગ)

ἔβρυχον τοὺς ὀδόντας ἐπ’ αὐτόν

આ પ્રભાવથી તેઓનો ગુસ્સો સ્તેફન પર વધી ગયો અથવા સ્તેફન પ્રત્યેનો દ્વેષભાવ સખત વ્યક્ત થયો. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ એટલા ગુસ્સે થયા કે તેઓ દાંત પીસવા લાગ્યા"" અથવા ""જ્યારે તેઓ સ્તેફન તરફ જોતા ત્યારે દાંત પીસવા લાગ્યા"" (જુઓ: સાંકેતિક પગલું)

Acts 7:55

ἀτενίσας εἰς τὸν οὐρανὸν

આકાશ તરફ જોયું. એવું લાગે છે કે આ દર્શન ફક્ત સ્તેફને જ જોયું અને ભીડમાં ઉભેલા બીજા કોઈએ નહીં.

εἶδεν δόξαν Θεοῦ

લોકોએ સામાન્ય રીતે એક તેજસ્વી પ્રકાશ તરીકે ઈશ્વરનો મહિમાનો અનુભવ કર્યો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તરફથી તેજસ્વી પ્રકાશ જોયો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

καὶ Ἰησοῦν ἑστῶτα ἐκ δεξιῶν τοῦ Θεοῦ

ઈશ્વરના જમણા હાથ તરફ"" ઊભા રહેવું એ ઈશ્વર તરફથી મહાન સન્માન અને અધિકાર પ્રાપ્ત કરવાની એક સાંકેતિક ક્રિયા છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણે ઈસુને માન અને અધિકાર સહીત ઈશ્વરને જમણે હાથે ઉભેલા જોયા” (જુઓ: સાંકેતિક પગલું)

Acts 7:56

Υἱὸν τοῦ Ἀνθρώπου

સ્તેફન ઈસુને “માણસનો દીકરો” શીર્ષકથી ઉલ્લેખ કરે છે

Acts 7:57

συνέσχον τὰ ὦτα αὐτῶν

તેમના કાન પર તેમના હાથ મુક્યા. તેઓ એ બતાવવા માટે કર્યું કે સ્તેફન જે કહે છે તે સાંભળવા માંગતા નથી. (જુઓ: સાંકેતિક પગલું)

Acts 7:58

ἐκβαλόντες ἔξω τῆς πόλεως

તેઓએ તેને ઘસડીને શહેરની બહાર લઈ ગયા

τὰ ἱμάτια

આ કપડા અથવા ઝભ્ભો જે તેઓ ગરમ રહેવા માટે બહાર પહેરે છે, જેવા કે સમારોહમાં તે જેકેટ અથવા કોટ સમાન છે.

παρὰ τοὺς πόδας

ની સામે. તેઓએ શાઉલના પગ આગળ મુક્યા જેથી તે રખેવાળી કરી શકે.

νεανίου

તે સમયે શાઉલ આશરે 30 વર્ષનો હતો.

Acts 7:59

આ સ્તેફનની વાર્તાને અહીં પૂર્ણ કરે છે.

δέξαι τὸ πνεῦμά μου

મારા આત્માનો અંગીકાર કરો. આ વિનંતી હતી તે બતાવવા માટે ""કૃપા કરીને"" ઉમેરવું મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""મહેરબાની કરીને મારા આત્માનો અંગીકાર કરો

Acts 7:60

θεὶς δὲ τὰ γόνατα

આ ઈશ્વરને સમર્પિત કરવાનું એક કાર્ય છે. (જુઓ: સાંકેતિક પગલું)

μὴ στήσῃς αὐτοῖς ταύτην τὴν ἁμαρτίαν

આ સકારાત્મક રીતે વર્ણવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમને આ પાપ માટે ક્ષમા કરો"" (જુઓ: વક્રોક્તિ)

ἐκοιμήθη

અહીં ઊંઘી જવું એ મરણ દર્શાવવા માટેનું એક સૌમ્યત્વ છે. વૈકલ્પિક અનુવાદ: ""મરણ પામ્યો"" (જુઓ: સૌમ્યોક્તિ)

Acts 8

પ્રેરિતોનાં કૃત્યો 08 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદકોએ વાંચનને સરળ બનાવવા માટે કવિતાઓની પ્રત્યેક પંક્તિ બાકીના લખાણ કરતાં દૂર જમણી બાજુએ ગોઠવે છે. યુએલટી આ કવિતાને સાથે જોડે છે જે 8:32-33 માં જૂના કરારમાંથી ટાંકવામાં આવ્યું છે.

કલમ 1 ની પંક્તિનું વર્ણન 7 માં અધ્યાય સુધી ચાલુ છે. લૂક અહીં તેના ઇતિહાસનો નવો ભાગ શરૂ કરે છે ""તેથી શરૂ થયું"" શબ્દથી.

આ અધ્યાયમાં વિશિષ્ટ ખ્યાલો

પવિત્ર આત્મા પ્રાપ્ત કરવો

લૂક આ અધ્યાયમાં પ્રથમ વખત પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા વિશે વાત કરે છે (પ્રેરિતોનાં કૃત્યો 8:15-19). પવિત્ર આત્માએ વિશ્વાસીઓને પહેલેથી જ અન્ય ભાષામાં ઉપદેશ કરવાનું દાન આપ્યું હતું, બીમારને સાજા કરવા, અને સમુદાય તરીકે જીવવું, અને તેણે સ્તેફને પણ ભરપૂર કર્યો હતો. પરંતુ જ્યારે યહૂદીઓ વિશ્વાસીઓને જેલમાં પુરવા લાગ્યા, ત્યારે જે વિશ્વાસીઓ યરૂશાલેમ છોડી શકે તેઓ છોડી ગયા, અને જતા જતા લોકોને ઈસુનું નામ આપતા ગયા. જે લોકોએ ઈસુનું નામ પ્રાપ્ત કર્યું તેઓને પવિત્ર આત્મા પ્રાપ્ત થયો અને મંડળીના આગેવાનોને જાણ થઈ કે તેઓ સાચા વિશ્વાસી બની ગયા છે.

પ્રગટ કર્યું

પ્રેરિતોનાં પુસ્તકનાં અન્ય અધ્યાય કરતા આ અધ્યાયમાં વિશ્વાસીઓ વચનનો ફેલાવો, સુવાર્તા પ્રચારનો ફેલાવો અને ઈસુ એ જ ખ્રિસ્ત છે તેનો ફેલાવો કર્યો તે વિષે સૌથી વધુ કહે છે. ""પ્રગટ કરવું"" શબ્દ એ ગ્રીક શબ્દનું અનુવાદ છે જેનો અર્થ છે કે કોઈ બાબત વિશે ભલા સમાચાર જણાવવા.

Acts 8:1

યુએસટી ની જેમ આ કલમ પણ સેતુ સમાન બનાવીને સ્તેફન વિશેની વાર્તાના આ ભાગોને એક સાથે બદલવામાં તમારા શ્રોતાઓને મદદરૂપ બની શકે છે. (જુઓ: પદ્ય સેતુઓ)

આ કલમોમાં વાર્તા સ્તેફન તરફથી શાઉલ તરફ બદલાય છે.

ἐγένετο…ἐν ἐκείνῃ τῇ ἡμέρᾳ, διωγμὸς μέγας ἐπὶ τὴν ἐκκλησίαν, τὴν ἐν Ἱεροσολύμοις. πάντες δὲ διεσπάρησαν κατὰ τὰς χώρας τῆς Ἰουδαίας καὶ Σαμαρείας, πλὴν τῶν ἀποστόλων

કલમ 1 નો આ ભાગ સ્તેફનના મરણ પછી શરૂ થયેલ સતાવણી વિષેની પૃષ્ઠભૂમિકાની માહિતી છે. આ સમજાવે છે કે શા માટે શાઉલ કલમ 3 માં વિશ્વાસીઓનો સતાવણી કરી રહ્યો હતો. (જુઓ: પૂર્વભૂમિકા)

ἐκείνῃ τῇ ἡμέρᾳ

આ તે દિવસનો ઉલ્લેખ કરે છે જ્યારે સ્તેફન મરણ પામ્યો હતો (પ્રેરિતોનાં કૃત્યો 7:59-60).

πάντες…διεσπάρησαν

સર્વ"" શબ્દ એ સામાન્ય રીતે વિશ્વાસીઓની મોટી સંખ્યા જે સતાવણીને લીધે યરૂશાલેમ ત્યજી દીધું હતું તે રજૂ કરે છે. (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

πλὴν τῶν ἀποστόλων

આ નિવેદન સૂચવે છે કે પ્રેરિતોએ યરૂશાલેમમાં જ રહ્યા, તેમ છતાં તેઓએ આ મહાન સતાવણીનો પરંતુ અનુભવ કર્યો. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 8:2

ἄνδρες εὐλαβεῖς

ઈશ્વરનો ભય રાખનાર માણસો અથવા “માણસો જે ઈશ્વરનો ભય રાખે છે”

ἐποίησαν κοπετὸν μέγαν ἐπ’ αὐτῷ

તેના મરણને લીધે ઘણો વિલાપ કર્યો

Acts 8:3

σύρων τε ἄνδρας καὶ γυναῖκας

શાઉલે બળપૂર્વક યહૂદી વિશ્વાસીઓને તેઓના ઘરમાંથી બહાર કાઢી અને તેમને જેલમાં ધકેલી દીધા.

κατὰ τοὺς οἴκους

એક પછી એક ઘરે

σύρων τε ἄνδρας καὶ γυναῖκας

સ્ત્રીઓ અને પુરુષોને બળપૂર્વક લઈ જવું

ἄνδρας καὶ γυναῖκας

આ જે સ્ત્રીઓ અને પુરુષો ઈસુ પર વિશ્વાસ કરતા હતા તેનો ઉલ્લેખ કરે છે (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 8:4

ફિલિપની વાર્તા શરૂ થાય છે, જેને લોકોએ સેવક તરીકે પસંદ કર્યો હતો (પ્રેરિતોનાં કૃત્યો 6:5).

διασπαρέντες

વિખેરાઈ જવાનું કારણ, સતાવણી, જે અગાઉ જણાવ્યું હતું. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે મહાન સતાવણીથી ભાગી ગયો હતો અને ચાલ્યો ગયો હતો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τὸν λόγον

આ ""સંદેશ"" માટેનું એક ઉપનામ છે. તમારે સ્પષ્ટ કરવાની જરૂર પડી શકે છે કે સુવાર્તા ઈસુ વિષેની હતી. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ વિશેનો સંદેશ"" (જુઓ: ઉપનામ અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 8:5

κατελθὼν εἰς τὴν πόλιν τῆς Σαμαρείας

“નીચે ઉતરવું"" શબ્દસમૂહનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે કારણ કે યરૂશાલેમ કરતા સમારીઆ નીચાણમાં આવેલું છે.

τὴν πόλιν τῆς Σαμαρείας

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) લૂક વાચકોને જાણવાની અપેક્ષા રાખતા હતા કે તે કયા શહેર વિષે લખે છે. વૈકલ્પિક અનુવાદ: ""સમારીઆનું મુખ્ય શહેર"" અથવા 2) લૂક તેના વાચકો જાણવાની અપેક્ષા રાખતા ન હતા કે તે કયા શહેર વિષે લખી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""સમારીઆનું એક શહેર

ἐκήρυσσεν αὐτοῖς τὸν Χριστόν

ખ્રિસ્ત"" શીર્ષક ઈસુ મસીહનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમને કહ્યું કે ઈસુ એ મસીહ છે"" (જુઓ: ઉપનામ)

Acts 8:6

δὲ οἱ ὄχλοι

જ્યારે સમારીઆ શહેરમાં ઘણાં લોકો. સ્થાન જે પ્રેરિતોનાં કૃત્યો 8:5 માં નિર્દેશ કરવામાં આવ્યું છે.

προσεῖχον

લોકોએ ધ્યાન આપ્યું તેનું કારણ એ છે કે ફિલિપે સાજાપણું આપ્યું હતું.

Acts 8:7

ἐχόντων πνεύματα ἀκάθαρτα

જે તેમની પાસે હતા અથવા “જેઓ અશુદ્ધ આત્માથી પીડાતા હતા”

Acts 8:8

ἐγένετο δὲ πολλὴ χαρὰ ἐν τῇ πόλει ἐκείνῃ

તે શહેર"" શબ્દસમૂહ તે લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ આનંદ કરતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""તેથી શહેરના લોકો આનંદ કરતા હતા"" (જુઓ: ઉપનામ)

Acts 8:9

સિમોન ફિલિપની વાર્તાનો પરિચય થાય છે. આ કલમ સિમોન અને તે સમરૂનીઓ મધ્યે કોણ હતો તે વિશેની પૃષ્ઠભૂમિકાની માહિતી આપે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

ἀνὴρ δέ τις ὀνόματι Σίμων

વાર્તામાં નવા વ્યક્તિને રજૂ કરવાનો આ એક માર્ગ છે. વાર્તામાં નવા વ્યક્તિને રજૂ કરવા માટે તમારી ભાષા વિવિધ શબ્દોનો ઉપયોગ કરી શકો છો. (જુઓ: નવા અને જૂના પાત્રોનો પરિચય)

τῇ πόλει

સમારીઆમાંનું શહેર (પ્રેરિતોનાં કૃત્યો 8:5)

Acts 8:10

ફિલિપની વાર્તામાં સિમોનનો પરિચય આપવામાં છે. આ કલમ સિમોન અને તે સમરૂનીઓ મધ્યે કોણ હતો તે વિશેની પૃષ્ઠભૂમિકાની માહિતી આપે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

πάντες

સર્વ"" એ શબ્દ એક સામાન્યીકરણ છે. વૈકલ્પિક અનુવાદ: ""ઘણાં સમરૂનીઓ"" અથવા ""શહેરમાંના સમરૂનીઓ"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

ἀπὸ μικροῦ ἕως μεγάλου

આ બે શબ્દસમૂહો દરેકને એક આંત્યતિકથી બીજા સુધીનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જરૂરી નથી કે તેઓ કેટલા મહત્વના હતા"" (જુઓ: મેરિઝમ)

οὗτός ἐστιν ἡ Δύναμις τοῦ Θεοῦ, ἡ καλουμένη Μεγάλη

લોકો કહેતા હતા કે સિમોનમાં દૈવીય સામર્થ્ય ધરાવતો હતો એટલે કે “મહાન સામર્થ્ય.”

ἡ Δύναμις τοῦ Θεοῦ, ἡ καλουμένη Μεγάλη

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈશ્વરનો સામર્થ્યવાન પ્રતિનિધિ અથવા 2) ઈશ્વર અથવા 3) સૌથી સામર્થ્યવાન માણસ અથવા 4) અને દૂત. આ શબ્દ અસ્પષ્ટ હોવાને કારણે તમે તેને ""ઈશ્વરનું મહાન સામર્થ્ય"" તરીકે અનુવાદ કરવું શ્રેષ્ઠ રહેશે.

Acts 8:11

ફિલિપની વાર્તામાં સિમોનનો પરિચય આપવામાં આવે છે. આ કલમ સિમોન અને તે સમરૂનીઓમાં કોણ હતો તે વિષેની પૃષ્ઠભૂમિકાની માહિતી આપે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

Acts 8:12

આ કલમ સિમોન અને ઈસુમાં વિશ્વાસ કરનારા તરીકે કેટલાક સમરૂનીઓ વિષે વધુ માહિતી આપે છે.

ἐβαπτίζοντο

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ફિલિપે તેમને બાપ્તિસ્મા આપ્યું"" અથવા ""ફિલિપ નવા વિશ્વાસીઓને બાપ્તિસ્મા આપે છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 8:13

ὁ…Σίμων…αὐτὸς ἐπίστευσεν

અહીંયા ""પોતે"" શબ્દનો ઉપયોગ સિમોનના વિશ્વાસ પર ભાર મૂકે છે. વૈકલ્પિક અનુવાદ: ""વિશ્વાસીઓમાં સિમોન પરંતુ તેઓમાંનો એક હતો"" (જુઓ: સ્વવાચક સર્વનામો)

βαπτισθεὶς

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ફિલિપ સિમોનને બાપ્તિસ્મા આપે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

θεωρῶν τε σημεῖα

આ એક નવું વાક્ય શરૂ કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: “જ્યારે તેણે જોયું”

Acts 8:14

લૂક સતત જણાવે છે કે સમારીઆમાં શું ઘટના બની રહી હતી.

ἀκούσαντες δὲ οἱ ἐν Ἱεροσολύμοις ἀπόστολοι

આ સમરૂનીઓ વિશ્વાસીઓ બનવાની ઘટનાને નવા ભાગની શરૂઆતની નિશાની છે. (જુઓ: એક નવી ઘટનાનો પરિચય)

ἡ Σαμάρεια

આ ઘણાં લોકોનો ઉલ્લેખ કરે છે, જેઓ સમારીઆ જિલ્લામાં વિશ્વાસીઓ બન્યા હતા. (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

δέδεκται

વિશ્વાસ કર્યો અથવા “સ્વીકાર કર્યો”

Acts 8:15

οἵτινες καταβάντες

જ્યારે પિતર અને યોહાન ત્યાં આવ્યા

καταβάντες

અહીં આ વાક્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે કારણ કે સમારીઆ યરૂશાલેમ કરતા નીચાણમાં આવેલું છે.

προσηύξαντο περὶ αὐτῶν

પિતર અને યોહાને સમરૂની વિશ્વાસીઓ માટે પ્રાર્થના કરી

ὅπως λάβωσιν Πνεῦμα Ἅγιον

કે જેથી સમરૂની વિશ્વાસીઓ પવિત્ર આત્મા પ્રાપ્ત કરે

Acts 8:16

μόνον…βεβαπτισμένοι ὑπῆρχον

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ફિલિપે ફક્ત સમરૂની વિશ્વાસીઓને જ બાપ્તિસ્મા આપ્યું હતું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

μόνον…βεβαπτισμένοι ὑπῆρχον εἰς τὸ ὄνομα τοῦ Κυρίου Ἰησοῦ

અહીંયા ""નામ"" અધિકારનું પ્રતિનિધિત્વ કરે છે, અને તેના નામે બાપ્તિસ્મા લેવું તેના અધિકારમાં બાપ્તિસ્મા લેવાનું દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ ફક્ત ઈસુના શિષ્યો બનાવવા માટે જ બાપ્તિસ્મા આપ્યું હતું"" (જુઓ: ઉપનામ)

Acts 8:17

ἐπετίθεσαν τὰς χεῖρας ἐπ’ αὐτούς

શબ્દ ""તેઓ"" સમરુનના લોકોનો ઉલ્લેખ કરે છે જેઓએ સ્તેફનની સુવાર્તા પર વિશ્વાસ કરતા હતા.

ἐπετίθεσαν τὰς χεῖρας ἐπ’ αὐτούς

આ સાંકેતિક ક્રિયા બતાવે છે કે પિતર અને યોહાન ઇચ્છતા હતા કે ઈશ્વર વિશ્વાસીઓને પવિત્ર આત્મા આપે. (જુઓ: સાંકેતિક પગલું)

Acts 8:18

διὰ τῆς ἐπιθέσεως τῶν χειρῶν τῶν ἀποστόλων δίδοται τὸ Πνεῦμα

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રેરિતોએ લોકો પર હાથ મૂકીને પવિત્ર આત્મા આપ્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 8:19

ἵνα ᾧ ἐὰν ἐπιθῶ τὰς χεῖρας, λαμβάνῃ Πνεῦμα Ἅγιον

કે જેના પર હું મારા હાથ મુકું છું તે કોઈપણને હું પવિત્ર આત્મા આપી શકું છું

Acts 8:20

અહીં શબ્દ તેમને, તમારું, તમે, અને તમારું એ સર્વ સિમોનનો ઉલ્લેખ કરે છે.

τὸ ἀργύριόν σου, σὺν σοὶ εἴη εἰς ἀπώλειαν

તમે અને તમારા પૈસા નાશ પામો

τὴν δωρεὰν τοῦ Θεοῦ

અહીંયા કોઈના પર હાથ મૂકીને પવિત્ર આત્મા આપવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે.

Acts 8:21

οὐκ ἔστιν σοι μερὶς οὐδὲ κλῆρος ἐν τῷ λόγῳ τούτῳ

ભાગ"" અને ""વહેંચણી"" શબ્દોનો અર્થ એક જ છે અને તેનો ભાર દર્શાવવા માટે થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે આ કાર્યમાં ભાગ ન લઈ શકો"" (જુઓ: બેવડું/બમણાં)

ἡ γὰρ καρδία σου οὐκ ἔστιν εὐθεῖα

અહીં ""હૃદય"" એ વ્યક્તિના વિચારો અને હેતુઓ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે તમારા હ્રદયમાં શુદ્ધ નથી"" અથવા ""તમારા મનના હેતુઓ યોગ્ય નથી"" (જુઓ: ઉપનામ)

Acts 8:22

ἡ ἐπίνοια τῆς καρδίας σου

અહીં ""હૃદય"" એ વ્યક્તિના વિચારો માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે જે કરવાનો નિર્ધાર કર્યો હતો તે"" અથવા ""તમે જે કરવાનું વિચારી રહ્યા હતા તેના માટે"" (જુઓ: ઉપનામ)

τῆς κακίας…ταύτης

આ દુષ્ટ વિચારો

εἰ ἄρα ἀφεθήσεταί

તે માફ કરવાનું ઇચ્છી શકે છે

Acts 8:23

εἰς…χολὴν πικρίας

અહીં ""કડવાશના ઝેરમાં"" એ ખૂબ જ અદેખાઈ હોવા માટેનું એક રૂપક છે. તે અદેખાઈની વાત કરે છે જાણે કે તે કડવો સ્વાદ લે છે અને અદેખાઈ કરનારને ઝેર આપે છે. વૈકલ્પિક અનુવાદ: ""ખૂબ જ ઇર્ષાળુ"" (જુઓ: રૂપક)

σύνδεσμον ἀδικίας

પાપનું બંધન"" શબ્દસમૂહ એવી રીતે કહેવામા આવે છે જાણે કે પાપ સિમોનને નિયંત્રણ કરતું હોય અને તેને બંદીવાન બનાવી રાખતું હોય. તે રૂપક છે જેનો અર્થ છે કે સિમોન પોતાને પાપ કરવાથી રોકી શકતો નથી. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે તમે પાપ કરવાનું ચાલુ રાખો છો જેમ કે તમે બંદીવાન છો"" અથવા ""તમે પાપના બંદીવાન છો"" (જુઓ: રૂપક)

Acts 8:24

અહીં “તમે” શબ્દ એ પિતર અને યોહાનનો ઉલ્લેખ કરે છે

ὅπως μηδὲν ἐπέλθῃ ἐπ’ ἐμὲ

આ બીજી રીતે કહી શકાય. વૈકલ્પિક અનુવાદ: ""તમે જે કહ્યું તે બાબતો મને નહીં થાય

ὅπως μηδὲν ἐπέλθῃ ἐπ’ ἐμὲ

આ પિતરનો સિમોનને ઠપકો આપવાનો ઉલ્લેખ કરે છે કે તેની સાથે તેનું ચાંદી પણ નાશ પામશે

Acts 8:25

આ સિમોન અને સમરૂનીઓ વિષેની વાર્તાના ભાગને સમાપ્ત કરે છે.

διαμαρτυράμενοι

પિતર અને યોહાને સમરૂનીઓને ઈસુ વિષે કહેવા જે ઠીક લાગ્યું તે કહ્યું.

λαλήσαντες τὸν λόγον τοῦ Κυρίου

અહીં “સંદેશ” શબ્દ માટેનું એક ઉપનામ છે. પિતર અને યોહાને સમરૂનીઓને ઈસુ વિષેનો સંદેશો સમજાવ્યો. (જુઓ: ઉપનામ)

πολλάς…κώμας τῶν Σαμαρειτῶν

અહીં ""ગામો"" તેમાંના લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""સમરૂનીઓના ઘણાં ગામના લોકોને"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Acts 8:26

27 મી કલમ ઇથોપિયાના વ્યક્તિની પૃષ્ઠભૂમિ માહિતી આપે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

આ ભાગ ફિલિપ અને ઇથોપિયાના વ્યક્તિની વિશેની વાર્તાના ભાગની શરૂઆત કરે છે.

δὲ

આ વાર્તામાંના બદલાવને ચિહ્નિત કરે છે. (જુઓ: એક નવી ઘટનાનો પરિચય)

ἀνάστηθι καὶ πορεύου

આ ક્રિયાપદો સાથે મળીને કામ કરે છે અને જણાવે છે કે તેને લાંબી મુસાફરી શરૂ કરવા તૈયાર થવું જોઈએ જે થોડા સમય માટે ચાલશે. વૈકલ્પિક અનુવાદ: ""મુસાફરી માટે તૈયાર થાવ

τὴν καταβαίνουσαν ἀπὸ Ἰερουσαλὴμ εἰς Γάζαν

નીચે જવું"" શબ્દસમૂહનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે કારણ કે ગાઝા યરૂશાલેમ કરતા નીચાણમાં આવેલું છે.

αὕτη ἐστὶν ἔρημος

મોટાભાગના વિદ્વાનોનું માનવું છે કે ફિલિપ મુસાફરી કરશે તે વિસ્તારનું વર્ણન કરવા લૂક આ ટિપ્પણી કરે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

Acts 8:27

ἰδοὺ

જુઓ"" શબ્દ વાર્તામાં નવા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. તમારી ભાષામાં આ કરવાની રીત હોઈ શકે છે. (જુઓ: નવા અને જૂના પાત્રોનો પરિચય)

εὐνοῦχος

અહીંયા “ખોજો” નો ભાર એ ઇથોપિયાના ઉચ્ચ સરકારી અધિકારી હોવા વિશે છે, નહિ કે તેની શારીરિક સ્થિતિમાં બદલાવ કરવામાં આવી રહ્યો છે.

Κανδάκης

ઇથોપિયાની રાણીઓ માટેનું આ એક શીર્ષક હતું. જે રીતે મિસર રાજાઓ માટે ફારુન શબ્દનો ઉપયોગ થતો હતો તે જ સમાન છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

ὃς ἐληλύθει προσκυνήσων εἰς Ἰερουσαλήμ

આ સૂચવે છે કે તે એક વિદેશી હતો જેણે ઈશ્વરમાં વિશ્વાસ કર્યો અને યહૂદી ભક્તિસ્થાનમાં ઉપાસના કરવા આવ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""તે યરૂશાલેમના ભક્તિસ્થાનમાં ઈશ્વરની ઉપાસના કરવા આવ્યો હતો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 8:28

τοῦ ἅρματος

સંભવત રીતે “રથ” અથવા “વાહન” વિચારમાં વધુ યોગ્ય છે. રથનો સામાન્ય રીતે યુદ્ધ માટેના વાહન તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે, લાંબા અંતરની મુસાફરી માટે વાહન તરીકે નહિ. વળી, લોકો રથમાં સવારી કરવા ઊભા હતા.

ἀνεγίνωσκεν τὸν προφήτην Ἠσαΐαν

આ જૂના કરારમાં યશાયાનું પુસ્તક છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રબોધક યશાયાના પુસ્તકમાંથી વાંચે છે"" (જુઓ: ઉપનામ)

Acts 8:29

κολλήθητι τῷ ἅρματι τούτῳ

ફિલિપ સમજી ગયો કે આનો અર્થ તે રથમાં સવાર વ્યક્તિની સાથે નજીક રહેવાનો હતો. વૈકલ્પિક અનુવાદ: ""રથમાં માણસને સાથ આપવો"" (જુઓ: ઉપનામ)

Acts 8:30

ἀναγινώσκοντος Ἠσαΐαν τὸν προφήτην

આ જૂના કરારમાં યશાયાનું પુસ્તક છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રબોધક યશાયાના પુસ્તકમાંથી વાંચે છે"" (જુઓ: ઉપનામ)

ἆρά…γινώσκεις ἃ ἀναγινώσκεις

ઇથોપિયાનો વ્યક્તિ બુદ્ધિશાળી હતો અને તે વાંચી શકતો હતો, પરંતુ તેની પાસે આત્મિક સમજશક્તિનો અભાવ હતો. વૈકલ્પિક અનુવાદ: ""તમે જે વાંચો છો તે શું તેનો અર્થ તમે સમજો છો?

Acts 8:31

πῶς…δυναίμην ἐὰν μή τις ὁδηγήσει με

આ પ્રશ્ન ભાર દર્શાવવા પૂછવામાં આવ્યો છે કે તે કોઈના સમજાવ્યા વિના સમજી શકશે નહીં. વૈકલ્પિક અનુવાદ: ""જ્યાં સુધી કોઈ મને સમજાવે નહિ ત્યાં સુધી હું સમજી શકતો નથી"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

παρεκάλεσέν…τὸν Φίλιππον, ἀναβάντα καθίσαι σὺν αὐτῷ

અહીંયા સૂચિત છે કે ફિલિપ શાસ્ત્રોને સમજાવવા માટે તેની સાથે માર્ગમાં મુસાફરી કરવા સંમત થયો. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 8:32

આ શાસ્ત્રભાગ એ યશાયાના પુસ્તકનો એક ભાગ છે. અહીં ""તે"" અને ""તેના"" શબ્દો મસીહાનો ઉલ્લેખ કરે છે.

ὡς ἀμνὸς ἐναντίον τοῦ κείραντος αὐτὸν ἄφωνος

કાતરનાર એ વ્યક્તિ છે જે ઘેટાંના ઉનને કાપે છે કે જેથી તેનો ઉપયોગ થઈ શકે.

Acts 8:33

ἐν τῇ ταπεινώσει, ἡ κρίσις αὐτοῦ ἤρθη

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમને અપમાનિત કરવામાં આવ્યા અને તેઓએ તેમનો યોગ્ય ન્યાય કર્યો નહીં"" અથવા ""તેણે તેના વિરોધીઓ સામે પોતાને દિન કર્યો અને તેણે અન્યાય સહન કર્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τὴν γενεὰν αὐτοῦ τίς διηγήσεται

આ પ્રશ્નનો ઉપયોગ તેને વંશજો નહીં હોવા પર ભાર મૂકવા માટે કરવામાં આવ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈપણ તેના વંશજ વિશે વાત કરતો ન હતો, કારણ કે ત્યાં કોઈ હતું નહીં"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

αἴρεται ἀπὸ τῆς γῆς ἡ ζωὴ αὐτοῦ

આ તેના મરણનો ઉલ્લેખ કરે છે. તે વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ:""લોકોએ તેને મારી નાખ્યા"" અથવા ""લોકોએ પૃથ્વી પરથી તેનો જીવ લઈ લીધો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 8:34

δέομαί σου

મહેરબાની કરીને મને કહો

Acts 8:35

τῆς Γραφῆς ταύτης

આ જૂના કરારમાંના યશાયાના લખાણનો ઉલ્લેખ કરે છે. અહીં ""તે"" અને ""તેના"" શબ્દો મસીહાને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: “યશાયાના લખાણોમાં” (જુઓ: ઉપનામ)

Acts 8:36

ἐπορεύοντο κατὰ τὴν ὁδόν

તેઓ માર્ગમાં મુસાફરી કરવાનું ચાલુ રાખ્યું

τί κωλύει με βαπτισθῆναι

ખોજો ફિલિપને બાપ્તિસ્મા લેવાની પરવાનગી લેવા માટે આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""કૃપા કરીને મને બાપ્તિસ્મા લેવાની મંજૂરી આપો"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Acts 8:38

ἐκέλευσεν στῆναι τὸ ἅρμα

રથના ચાલકને ઊભા રહેવા કહ્યું

Acts 8:39

આ ફિલિપ અને ઇથોપિયાના માણસ વિષેની વાર્તાના ભાગનો અંત છે. ફિલિપની વાર્તા કૈસરિયામાં અંત આવે છે.

οὐκ εἶδεν αὐτὸν οὐκέτι ὁ εὐνοῦχος

ખોજાએ ફિલિપને ફરીથી જોયો નહિ

Acts 8:40

Φίλιππος…εὑρέθη εἰς Ἄζωτον

તેણે ઇથોપિયન અને અશ્દોદને બાપ્તિસ્મા આપ્યું તેની વચ્ચે ફિલિપની મુસાફરીનો કોઈ સંકેત મળ્યો નથી. તે હમણાં જ અચાનક ગાઝા જવાના રસ્તેથી ગાયબ થઈ ગયો અને અશ્દોદ શહેરમાં જોવામાં આવ્યો.

διερχόμενος

આ અશ્દોદ નગરના આસપાસના પ્રદેશનું વર્ણન છે

τὰς πόλεις πάσας

તે પ્રાંતમાં આવનાર પ્રત્યેક શહેરો

Acts 9

પ્રેરિતોનાં કૃત્યો 09 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""માર્ગ""

કોઈને જાણ નથી કે કોણે વિશ્વાસીઓને સૌપ્રથમ ""માર્ગ અનુસરનારાઓ"" તરીકે કહ્યા. આ સંભવત: રીતે વિશ્વાસીઓ પોતાને એ પ્રમાણે કહેતા હતા, કારણ કે બાઈબલ ઘણીવાર વ્યક્તિને પોતાનું જીવન જીવવા વિશે કહે છે જાણે કે તે વ્યક્તિ કોઈ રસ્તા પર ચાલે છે અથવા ""માર્ગ."" જો આ સાચું છે, તો “ઈશ્વરનો માર્ગ અનુસરવો” કે જે રીતે ઈશ્વર ઇચ્છે છે અને પ્રસન્ન થાય છે તેવું જીવન જીવવું.

""દમસ્કસના સભાસ્થાનો માટે પત્રો""

પાઉલે જે “પત્રો” માગ્યા હતા તે કાયદાકીય કાગળો હતા જે તેને ખ્રિસ્તીઓને બંદીવાન બનાવવાની પરવાનગી આપે છે. દમસ્કસમાંના સભાસ્થાનના આગેવાનોએ પત્રનું પાલન કર્યું હોત કારણ કે તે પત્ર પ્રમુખ યાજકે લખ્યો હતો. જો રોમનોએ આ પત્ર જોયો હોત, તો તેઓએ શાઉલને ખ્રિસ્તીઓ પર અત્યાચાર ગુજારવાની છૂટ આપી હોત, કારણ કે તેઓએ તેમના ધાર્મિક કૃત્યોને તોડનારા લોકોને ઇચ્છે તે પ્રમાણે યહૂદીઓને કરવાની મંજૂરી આપી હતી.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

શાઉલ જ્યારે ઈસુને મળ્યો ત્યારે તેણે શું જોયું

તે સ્પષ્ટ છે કે શાઉલે પ્રકાશ જોયો અને તે આ પ્રકાશને કારણે ""જમીન પર પડી ગયો."" કેટલાક લોકો એવું વિચારે છે કે શાઉલ જાણે છે કે તે પ્રભુ હતા કે જે માનવ સ્વરૂપ વિના તેની સાથે બોલતા હતા, કારણ કે બાઈબલ જણાવે છે કે ઈશ્વર પ્રકાશ સમાન છે અને પ્રકાશમાં રહે છે. અન્ય લોકો વિચારે છે કે પાછળથી તેના જીવનમાં તે એમ કહેવા સમર્થ હશે કે, ""મેં પ્રભુ ઈસુને જોયા છે"" કારણ કે તેણે અહીં એક માનવ સ્વરૂપ જોયું હતું.

Acts 9:1

આ કલમો પૃષ્ઠભૂમિની માહિતી આપે છે જે જણાવે છે કે સ્તેફનને પથ્થરમારો થઈ રહ્યો હતો ત્યારે શાઉલ શું કરી રહ્યો હતો. અહીંયા ""તેને"" શબ્દ મુખ્ય યાજક અને ""તે"" શાઉલનો ઉલ્લેખ કરે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

અહીં આ ઘટના શાઉલના તારણ તરફ બદલાય છે.

ἔτι ἐμπνέων ἀπειλῆς καὶ φόνου εἰς τοὺς μαθητὰς

ખૂન"" નામ એક ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હજુ પણ ધમકીઓ આપે છે, શિષ્યોની હત્યા પણ કરે છે"" (જુઓ: અમૂર્ત નામો)

Acts 9:2

πρὸς τὰς συναγωγάς

આ સભાસ્થાનોમાંના લોકોને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ""સભાસ્થાનોમાંના લોકો માટે"" અથવા ""સભાસ્થાનોમાંના આગેવાનો માટે"" (જુઓ: ઉપનામ)

ἐάν τινας εὕρῃ

જ્યારે તેને કોઈ મળ્યું અથવા “જો કોઈ તેને મળે”

τῆς ὁδοῦ, ὄντας

જે કોઈ ઈસુ ખ્રિસ્તના શિક્ષણને અનુસરે

τῆς ὁδοῦ

આ શબ્દ તે સમયે ખ્રિસ્તીઓ માટે આ એક શીર્ષક હોવાનું જણાય છે.

δεδεμένους ἀγάγῃ εἰς Ἰερουσαλήμ

તે તેમને કેદીઓ તરીકે યરૂશાલેમ લઈ જાય છે. પાઉલના હેતુ “જેથી યહૂદી આગેવાનો તેમનો ન્યાય કરે અને સજા આપી શકે"" ઉમેરવા દ્વારા સ્પષ્ટ કરી શકે છે (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 9:3

મુખ્ય યાજકે શાઉલને પત્રો આપ્યા પછી, શાઉલ દમસ્ક જવા માટે રવાના થાય છે.

ἐν…τῷ πορεύεσθαι

શાઉલ યરૂશાલેમ છોડે છે અને હવે દમસ્ક તરફ મુસાફરી કરે છે.

ἐγένετο

આ એક અભિવ્યક્તિ છે જે કંઈક ભિન્ન બાબત બનવા જઈ રહી છે તે બતાવવા માટે વાર્તામાં બદલાણ લાવે છે. (જુઓ: એક નવી ઘટનાનો પરિચય)

τε αὐτὸν περιήστραψεν φῶς ἐκ τοῦ οὐρανοῦ

સ્વર્ગમાંથી એક પ્રકાશ તેની આસપાસ ચમક્યો

ἐκ τοῦ οὐρανοῦ

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) સ્વર્ગ, જ્યાં ઈશ્વર રહે છે અથવા 2) આકાશ. પ્રથમ અર્થ વધુ સારો છે. જો તમારી ભાષા માટે તેનો અલગ શબ્દ હોય તો તે અર્થનો ઉપયોગ કરો.

Acts 9:4

πεσὼν ἐπὶ τὴν γῆν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""શાઉલે પોતે જમીન પર પડી ગયો"" અથવા 2) ""પ્રકાશને કારણે તે જમીન પર પડ્યો"" અથવા 3) ""શાઉલ જે રીતે બેહોશ થઈ ગયો હોય તેમ તે જમીન પર પડી ગયો."" શાઉલ આકસ્મિક રીતે પડ્યો ન હતો.

τί με διώκεις

આ અલંકારિક પ્રશ્ન શાઉલને ઠપકો આપતો હતો. કેટલીક ભાષાઓમાં નિવેદન વધુ પ્રાકૃતિક હશે (AT): ""તું મને સતાવે છે!"" અથવા આદેશ (AT): ""મને સતાવવાનું બંધ કર!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Acts 9:5

અહીં “તમે” શબ્દની દરેક ઘટના એકવચન છે.

τίς εἶ, κύριε

શાઉલ સ્વીકારતો ન હતો કે ઈસુ પ્રભુ છે. તે શીર્ષકનો ઉપયોગ કરે છે કારણ કે તે એ સમજ્યો કે તે અલૌકિક શક્તિ સાથે વાત કરી રહ્યો છે.

Acts 9:6

ἀλλὰ ἀνάστηθι καὶ εἴσελθε εἰς τὴν πόλιν

ઊભો થા અને દમસ્ક શહેરમાં જા

λαληθήσεταί σοι

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈ તને કહેશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 9:7

ἀκούοντες μὲν τῆς φωνῆς, μηδένα δὲ θεωροῦντες

તેઓએ અવાજ સાંભળ્યો, પરંતુ તેઓએ કોઈને જોયો નહિ

μηδένα δὲ θεωροῦντες

પરંતુ કોઈને જોયા નહિ. દેખીતી રીતે માત્ર શાઉલે જ પ્રકાશ જોયો.

Acts 9:8

ἀνεῳγμένων…τῶν ὀφθαλμῶν αὐτοῦ

એ સ્પષ્ટ છે કે પુષ્કળ પ્રકાશને કારણે તેણે તેની આંખો બંધ કરી દીધી હતી.

οὐδὲν ἔβλεπεν

તે કઈ પણ જોઈ શકતો ન હતો કારણ કે તે અંધ થઈ ગયો

Acts 9:9

ἦν…μὴ βλέπων

અંધ થઈ ગયો હતો અથવા “કઈ પણ જોઈ શક્યો નહિ”

οὐκ ἔφαγεν οὐδὲ ἔπιεν

તે ભક્તિના રૂપમાં તેણે ખાવાનું કે પીવાનું પસંદ કર્યું નહીં તે દર્શાવવામાં આવ્યું નથી, અથવા તેને ભૂખ ન હતી કારણ કે તે તેની પરિસ્થિતિથી ખૂબ જ દુખદ હતી. કારણ સ્પષ્ટ ન કરવું તે પસંદગી છે.

Acts 9:10

શાઉલની વાર્તા ચાલુ છે પરંતુ લૂક બીજા એક માણસનો પરિચય આપે છે જેનું નામ અનાન્યા છે. આ અનાન્યા જે પ્રેરિતોનાં કૃત્યો 5:3 માં મરણ પામ્યો તે નથી. તમે આ નામનું અનુવાદ તે જ રીતે કરી શકો છો જેમ તમે પ્રેરિતોનાં કૃત્યો 5:1 માં કર્યું હતું. નવા કરારમાં એક કરતા વધારે યહૂદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો સંભવ છે કે આ યહૂદાનો ફક્ત આ રીતે દ્રશ્યમાન થાય છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

ἦν δέ

આ અનાન્યાને એક નવા પાત્ર તરીકે રજૂ કરે છે. (જુઓ: નવા અને જૂના પાત્રોનો પરિચય)

ὁ…εἶπεν

અનાન્યાએ કહ્યું

Acts 9:11

πορεύθητι ἐπὶ τὴν ῥύμην τὴν καλουμένην Εὐθεῖαν

સીધા રસ્તામાં જા

οἰκίᾳ Ἰούδα

આ યહૂદા એ શિષ્ય નથી જેણે ઈસુને પરસ્વાધીન કર્યો હતો. આ યહૂદા દમસ્કસમાં એક મકાનનો માલિક હતો જ્યાં શાઉલે ઉતારો કર્યો હતો.

Σαῦλον ὀνόματι Ταρσέα

તાર્સસ શહેરનો એક વ્યક્તિ જેનું નામ શાઉલ હતું અથવા “તાર્સસનો શાઉલ”

Acts 9:12

ἐπιθέντα αὐτῷ χεῖρας

આ શાઉલને આત્મિક આશીર્વાદ આપવાનું એક પ્રતિક છે. (જુઓ: સાંકેતિક પગલું)

ἀναβλέψῃ

તે જોવાની તેની ક્ષમતા પુનઃ મેળવી શકે

Acts 9:13

ἁγίοις σου

અહીંયા ""પવિત્ર લોકો"" ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""યરૂશાલેમના લોકો જે તમારામાં વિશ્વાસ કરે છે

Acts 9:14

ὧδε…ἐξουσίαν…δῆσαι πάντας

તે સૂચિત છે કે સત્તા અને અધિકાર જે શાઉલને આપવામાં આવ્યો હતો તે આ સમયે યહૂદી લોકો સુધી જ મર્યાદિત હતો. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

τοὺς ἐπικαλουμένους τὸ ὄνομά σου

અહીં “તમારું નામ” એ ઈસુનો ઉલ્લેખ કરે છે. (જુઓ: ઉપનામ)

Acts 9:15

σκεῦος ἐκλογῆς ἐστίν μοι οὗτος

પસંદ કરેલ સાધન એવી વસ્તુનો ઉલ્લેખ કરે છે જે સેવા માટે અલગ પાડવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં તેને મારી સેવા માટે પસંદ કર્યું છે"" (જુઓ: ઉપનામ)

τοῦ βαστάσαι τὸ ὄνομά μου

ઈસુને ઓળખવા અથવા બોલવા માટે આ એક અભિવ્યક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: ""મારું નામ પ્રગટ કરવા મારું પસંદ કરેલું પાત્ર છે” (જુઓ: ઉપનામ)

Acts 9:16

ὑπὲρ τοῦ ὀνόματός μου

અહીં અભિવ્યક્તિ અર્થ છે “લોકોને મારા વિશે કહેવા માટે.” (જુઓ: ઉપનામ)

Acts 9:17

“તમે” શબ્દ એ એકવચન છે અને શાઉલનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

અનાન્યા તે ઘરમાં જાય છે જ્યાં શાઉલ રહેતો હોય છે. શાઉલને સાજાપણું પ્રાપ્ત થયા પછી, વાર્તા અનાન્યાથી પાછી શાઉલ પર બદલાય છે.

ἀπῆλθεν δὲ Ἁνανίας καὶ εἰσῆλθεν εἰς τὴν οἰκίαν

તે જણાવવામાં મદદરૂપ થઈ શકે છે કે અનાન્યા પ્રવેશતા પહેલા તે ઘરમાં ગયો. વૈકલ્પિક અનુવાદ: ""તેથી અનાન્યા ગયો, અને તે ઘર જ્યાં શાઉલ હતો તે શોધ્યા પછી, તેણે તેમાં પ્રવેશ કર્યો

ἐπιθεὶς ἐπ’ αὐτὸν τὰς χεῖρας

અનાન્યાએ શાઉલ પર હાથ મૂક્યો. આ શાઉલને આશીર્વાદ આપવાનું ચિહ્ન હતું. (જુઓ: સાંકેતિક પગલું)

ὅπως ἀναβλέψῃς καὶ πλησθῇς Πνεύματος Ἁγίου

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તું દેખાતો થાય અને પવિત્ર આત્મા તને ભરપૂર કરે તે માટે મને મોકલવામાં આવ્યો છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 9:18

ἀπέπεσαν…ὡς λεπίδες

કંઈક જે માછલીના ભીંગડા જેવુ દેખાતું હતું તે પડી ગયું

ἀνέβλεψέν

તે ફરીથી જોવા માટે સમર્થ થયો

ἀναστὰς ἐβαπτίσθη

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે ઊભો થયો અને અનાન્યાએ તેને બાપ્તિસ્મા આપ્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 9:20

અહીં ફક્ત બીજુ ""તે"" શબ્દ ઈશ્વરના પુત્ર ઈસુનો ઉલ્લેખ કરે છે. પ્રથમ અને બીજો ""તે"" શબ્દ શાઉલનો ઉલ્લેખ કરે છે.

Υἱὸς τοῦ Θεοῦ

આ ઈસુને માટે મહત્વનું શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Acts 9:21

πάντες οἱ ἀκούοντες

સર્વ"" શબ્દ સામાન્ય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓએ તેને સાંભળ્યો"" અથવા ""ઘણાં લોકો જેઓએ તેને સાંભળ્યો"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

οὐχ οὗτός ἐστιν ὁ πορθήσας ἐν Ἰερουσαλὴμ τοὺς ἐπικαλουμένους τὸ ὄνομα τοῦτο

આ એક અલંકારિક અને નકારાત્મક પ્રશ્ન છે કે શાઉલ ખરેખર તે જ માણસ છે જે વિશ્વાસીઓને સતાવતો હતો. વૈકલ્પિક અનુવાદ: ""આ તે જ વ્યક્તિ છે જેણે યરૂશાલેમમાં જે લોકો ઈસુનું નામ લેતા હતા તેઓનો નાશ કર્યો હતો!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τὸ ὄνομα τοῦτο

અહીં “નામ” ઈસુનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “ઈસુના નામમાં” (જુઓ: ઉપનામ)

Acts 9:22

συνέχυννεν τοὺς Ἰουδαίους

તેઓ આ અર્થમાં દુખી થયા હતા કારણ કે ઈસુ તે જ ખ્રિસ્ત છે તેના પ્રમાણો આપીને તેણે યહૂદીઓને ગૂંચવી નાખ્યા.

Acts 9:23

“તેમને” શબ્દ આ ભાગમાં શાઉલનો ઉલ્લેખ કરે છે.

οἱ Ἰουδαῖοι

આ યહૂદી આગેવાનોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “યહૂદી આગેવાનો” (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Acts 9:24

ἐγνώσθη δὲ τῷ Σαύλῳ ἡ ἐπιβουλὴ αὐτῶν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ કોઈએ તેમની યોજના શાઉલને જણાવી"" અથવા ""પરંતુ શાઉલ તેમની યોજના જાણી ગયો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

παρετηροῦντο…καὶ τὰς πύλας

આ શહેરની આસપાસ દિવાલ હતી. લોકો ફક્ત સામાન્ય રીતે દરવાજાઓ દ્વારા શહેરમાં અવરજવર કરી શકતા હતા.

Acts 9:25

οἱ μαθηταὶ αὐτοῦ

જે લોકોએ શાઉલના ઈસુ વિષેના શિક્ષણ પર વિશ્વાસ કર્યો અને તેના શિક્ષણનું અનુસરણ કરતા હતા.

διὰ τοῦ τείχους, καθῆκαν αὐτὸν, χαλάσαντες ἐν σπυρίδι

તેને દોરડા વડે દીવાલની ખુલ્લી જગ્યા પરથી ટોપલીમાં બેસાડી નીચે ઉતાર્યો

Acts 9:26

અહીંયા ""તે"" અને ""તેને"" શબ્દો શાઉલનો ઉલ્લેખ કરે છે, પરંતુ એક વાર. ""અને 'તેણે' તેમને કેવી રીતે કહ્યું” કલમ 27 માં બાર્નાબાસનો ઉલ્લેખ કરે છે.

καὶ πάντες ἐφοβοῦντο αὐτόν

અહીંયા ""તેઓ સર્વ"" એ સામાન્ય છે, પરંતુ શક્ય છે કે તે દરેક વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ તેઓ તેનાથી ડરતા હતા"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

Acts 9:27

ἐπαρρησιάσατο ἐν τῷ ὀνόματι τοῦ Ἰησοῦ

આ દર્શાવે છે કે તેણે નિર્ભયતા વિના ઈસુ ખ્રિસ્તની સુવાર્તાનો ઉપદેશ આપ્યો અથવા શીખવ્યું. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ વિશેનો સંદેશ જાહેરમાં પ્રગટ કર્યો” (જુઓ: ઉપનામ)

Acts 9:28

ἦν μετ’ αὐτῶν

અહીંયા ""તે"" શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે. ""તેમને"" શબ્દ શક્ય રીતે યરૂશાલેમના પ્રેરિતો અને અન્ય શિષ્યોને સૂચવે છે.

ἐν τῷ ὀνόματι τοῦ Κυρίου

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ સામાન્ય રીતે પ્રભુ ઈસુનો ઉલ્લેખ કરે છે અને પાઉલ કોના વિશે કહે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ ઈસુ વિશે"" અથવા 2) ""નામ"" એ અધિકારનું માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ ઈસુના અધિકાર હેઠળ"" અથવા ""પ્રભુ ઈસુએ તેને જે અધિકાર આપ્યો છે તે સાથે"" (જુઓ: ઉપનામ)

Acts 9:29

συνεζήτει πρὸς τοὺς Ἑλληνιστάς

શાઉલ યહૂદીઓ સાથે વાત કરે છે જેઓ ગ્રીક બોલે છે.

Acts 9:30

οἱ ἀδελφοὶ

“ભાઈઓ” શબ્દ એ યરૂશાલેમમાંના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

κατήγαγον αὐτὸν εἰς Καισάρειαν

અહીંયા ""તેને નીચે લાવ્યો"" શબ્દસમૂહનો ઉપયોગ છે કારણ કે કૈસરિયા યરૂશાલેમ કરતા નીચાણમાં છે.

ἐξαπέστειλαν αὐτὸν εἰς Ταρσόν

કૈસરિયા એક સમુદ્રનું બંદર હતું. ભાઈઓએ શાઉલને વહાણ મારફતે તાર્સસ મોકલ્યો. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 9:31

કલમ 31 એ નિવેદન છે જે મંડળીની વૃદ્ધિ દર્શાવે છે.

કલમ 32 માં, શાઉલની વાર્તા પરથી પિતરની વાર્તા તરફ બદલાય છે.

ἡ…ἐκκλησία καθ’ ὅλης τῆς Ἰουδαίας, καὶ Γαλιλαίας, καὶ Σαμαρείας

એક કરતાં વધારે સ્થાનિક મંડળીનો ઉલ્લેખ કરવા માટે એકવચન “મંડળી” નો આ પ્રથમ ઉપયોગ છે. અહીં તે ઇઝરાએલમાંના સર્વ જ સમૂહોમાંના સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

εἶχεν εἰρήνην

શાંતિથી જીવવું. આનો અર્થ એ છે કે સ્તેફનની હત્યાથી શરૂ થયેલ સતાવણી પૂર્ણ થાય છે.

οἰκοδομουμένη

ઈશ્વર અથવા પવિત્ર આત્મા પ્રતિનિધિ હતા. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેમને વૃદ્ધિ માટે સહાય કરી"" અથવા ""પવિત્ર આત્માએ તેમને સમૃદ્ધ કર્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

πορευομένη τῷ φόβῳ τοῦ Κυρίου

અહીં ચાલવું એ ""સજીવન"" માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરની આધિનતામાં જીવન જીવવું"" અથવા ""ઈશ્વરને હંમેશા મહિમા આપવો"" (જુઓ: રૂપક)

τῇ παρακλήσει τοῦ Ἁγίου Πνεύματος

પવિત્ર આત્માથી તેમને બળવાન અને ઉત્સાહિત કર્યા

Acts 9:32

ἐγένετο δὲ

આ શબ્દસમૂહનો ઉપયોગ વાર્તાના નવા ભાગને ચિહ્નિત કરે છે. (જુઓ: એક નવી ઘટનાનો પરિચય)

διὰ πάντων

યહૂદીયા, ગાલીલ અને સમારીઆના પ્રદેશમાં ઘણાં સ્થળોએ પિતરની વિશ્વાસીઓની મુલાકાતનું સામાન્ય ચિત્ર રજૂ કરે છે. (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

κατελθεῖν

નીચે ઉતાર્યા"" શબ્દસમૂહ અહીં વપરાય છે કારણ કે લોદ એ જ્યાં મુસાફરી કરી રહ્યો હતો તે સ્થાનો કરતા નીચાણમાં હતું.

Λύδδα

લોદ એ યાફાથી 18 કિલોમીટરની દક્ષિણ પૂર્વમાં સ્થિત એક શહેર છે. આ શહેરને જૂના કરારમાં અને આધુનિક ઇઝરાએલમાં તેણે લોદ કહેવામાં આવતું હતું.

Acts 9:33

εὗρεν…ἐκεῖ ἄνθρωπόν τινα

પિતર ઇરાદાપૂર્વક લકવાગ્રસ્ત વ્યક્તિની શોધ કરી રહ્યો ન હતો, પરંતુ તે ઘટના બની. વૈકલ્પિક અનુવાદ: ""ત્યાં પિતર એક માણસને મળે છે

ἄνθρωπόν τινα ὀνόματι Αἰνέαν

આ એનિયાસનો એક નવા પાત્ર તરીકે વાર્તામાં પરિચય આપવામાં આવે છે.(જુઓ: નવા અને જૂના પાત્રોનો પરિચય)

κατακείμενον ἐπὶ κραβάττου, ὃς ἦν παραλελυμένος

આ એનિયાસની પાશ્ચાત ભૂમિકાની માહિતી છે. (જુઓ: પૂર્વભૂમિકા)

παραλελυμένος

ચાલવામાં અસમર્થ, સંભવતઃ કમરથી નીચેથી ખસવામાં અસમર્થ

Acts 9:34

στρῶσον σεαυτῷ

તારું બિછાનું વાળી લે

Acts 9:35

πάντες οἱ κατοικοῦντες Λύδδα καὶ τὸν Σαρῶνα

આ એક સામાન્યીકરણ છે જે ત્યાંના ઘણાં લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ લોદ અને શારોનમાં રહેતા હતા"" અથવા ""ઘણાં લોકો જેઓ લોદ અને શારોનમાં રહેતા હતા""(જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

Λύδδα καὶ τὸν Σαρῶνα

લોદ શહેર એ શારોનની સપાટ ભૂમિમાં સ્થિત હતું.

εἶδαν αὐτὸν

તે જણાવવું મદદરૂપ થઈ શકે કે તેઓએ જોયું કે તે સાજો થઈ ગયો છે. વૈકલ્પિક અનુવાદ: ""પિતરે સાજો કર્યો તે માણસને જોયો

οἵτινες ἐπέστρεψαν ἐπὶ τὸν Κύριον

અહીંયા “પ્રભુ તરફ વળવું” એ આજ્ઞાનું પાલન કરવા માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""અને તેઓએ તેમના પાપનો પસ્તાવો કર્યો અને પ્રભુને આધીન થવાની શરૂઆત કરી"" (જુઓ: રૂપક)

Acts 9:36

આ કલમો ટબીથા નામની એક સ્ત્રીની પાશ્ચાત ભૂમિકાની માહિતી આપે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

લૂક પિતર વિષેની એક નવી ઘટના સાથે વાર્તાને ચાલુ રાખે છે.

δέ…ἦν

આ વાર્તામાં એક નવા ભાગનો પરિચય કરાવે છે. (જુઓ: એક નવી ઘટનાનો પરિચય)

Ταβειθά, ἣ διερμηνευομένη λέγεται, Δορκάς

ટબીથા અરામિક ભાષામાં તેનું નામ છે, અને ગ્રીક ભાષામાં તેનું નામ દોરકસ છે. બંને નામનો અર્થ ""ચળકાટ"" છે. વૈકલ્પિક અનુવાદ: ""ગ્રીક ભાષામાં તેણીનું નામ દોરકસ છે (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

πλήρης ἔργων ἀγαθῶν

ઘણાં સારા કામ કરવાને

Acts 9:37

ἐγένετο δὲ ἐν ταῖς ἡμέραις ἐκείναις

આ તે સમયનો ઉલ્લેખ કરે છે જ્યારે પિતર યાફામાં હતો. આ કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પિતર નજીકમાં હતો ત્યારે આ ઘટના બની"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

λούσαντες…αὐτὴν

આ તેણીની દફનક્રિયા માટે તૈયારીને માટે ધોઈ રહી હતી.

ἔθηκαν ἐν ὑπερῴῳ

દફનક્રિયા પહેલા જે તૈયારી કરવી પડે તેમાં આ સામાન્ય ક્રિયા હતી.

Acts 9:38

ἀπέστειλαν δύο ἄνδρας πρὸς αὐτὸν

શિષ્યોએ બે માણસોને પિતર પાસે મોકલ્યા

Acts 9:39

εἰς τὸ ὑπερῷον

જ્યાં ઉપલી મેડી પર દોરકસના દેહને મૂકવામાં આવ્યું હતું

πᾶσαι αἱ χῆραι

તે સંભવ છે કે તે નગરની બધી વિધવાઓ ત્યાં હતી કારણ કે તે નગર મોટું ન હતું.

χῆραι

સ્ત્રીઓ કે જેઓના પતિઓ મરણ પામ્યા હોય અને તેથી મદદની જરૂર હોય

μετ’ αὐτῶν οὖσα

જ્યારે તે હજુ શિષ્યો સાથે જીવિત હતી

Acts 9:40

ટબીથાની વાર્તા કલમ 42 માં સમાપ્ત થાય છે. કલમ 43 જણાવે છે કે વાર્તા પૂરી થયા પછી પિતરનું શું થયું. (જુઓ: વાર્તાની સમાપ્તિ)

ἐκβαλὼν…ἔξω πάντας

સર્વને ઓરડામાંથી બહાર નીકળવાનું કહ્યું. પિતરે સર્વને બહાર જવાનું કહ્યું કે જેથી તે ટબીથા માટે પ્રાર્થના કરી શકે

Acts 9:41

δοὺς…αὐτῇ χεῖρα, ἀνέστησεν αὐτήν

પિતરે તેનો હાથ પકડ્યો અને તેણીને ઊભી કરી

τοὺς ἁγίους καὶ τὰς χήρας

વિધવાઓ સંભવતઃ વિશ્વાસીઓ પણ હતી પરંતુ ટબીથાનો ઉલ્લેખ ખાસ કરીને કરવામાં આવ્યો છે કારણ કે તે મહત્વની હતી.

Acts 9:42

γνωστὸν δὲ ἐγένετο καθ’ ὅλης τῆς Ἰόππης

આ પિતર ટબીથાને મરણમાંથી સજીવન કરે છે તે ચમત્કારનો ઉલ્લેખ કરે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""સમગ્ર યાફામાં લોકોએ આ વિશે સાંભળ્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐπίστευσαν…ἐπὶ τὸν Κύριον

પ્રભુ ઈસુની સુવાર્તા પર વિશ્વાસ કર્યો

Acts 9:43

ἐγένετο

તે ત્યાં સુધી આવ્યો. આ વાર્તામાં આગામી ઘટનાની શરૂઆતનો પરિચય કરાવે છે. (જુઓ: એક નવી ઘટનાનો પરિચય)

Σίμωνι, βυρσεῖ

સિમોન નામનો એક માણસ જેણે પ્રાણીઓની ખાલમાંથી ચામડું બનાવતો હતો

Acts 10

પ્રેરિતોનાં કૃત્યો 10 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

અશુદ્ધ

યહૂદીઓ માનતા હતા કે જો તેઓ કોઈ વિદેશી લોકોની મુલાકાત કરે અથવા તેમની સાથે ભોજન આરોગે તો તેઓ ઈશ્વરની દૃષ્ટિમાં અશુદ્ધ બની શકે છે. આ કારણ હતું કે ફરોશીઓએ તેની વિરુદ્ધ નિયમ બનાવ્યો હતો કારણ કે તેઓ લોકોને તે ખોરાક ખાવાનું બંધ કરાવવા માગતા હતા જે મૂસાના નિયમશાસ્ત્ર વિરુદ્ધ અશુદ્ધ છે. મૂસાનો નિયમ જણાવે છે કે કેટલોક ખોરાક અશુદ્ધ છે, પરંતુ એમ કહ્યું નહોતું કે ઈશ્વરના લોકો વિદેશી લોકોની મુલાકાત લઈ શકતા નથી અથવા ખોરાક ખાઈ શકતા નથી. (જુઓ: શુદ્ધ, સાફ કરવું અને નિયમ/કાયદો/કાનૂન, મુસાનો નિયમ, યહોવાનો નિયમ, ઈશ્વરનો નિયમ)

બાપ્તિસ્મા અને પવિત્ર આત્મા

પિતરને સાંભળનારા લોકો પર પવિત્ર આત્મા ""આવ્યો.” આથી યહૂદી વિશ્વાસીઓએ જાણ્યું કે વિશ્વાસીઓની જેમ જ વિદેશી લોકો પણ ઈશ્વરના વચનો પ્રાપ્ત કરી શકે છે અને પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકે છે. તે પછી, વિદેશી લોકોને બાપ્તિસ્મા આપવામાં આવ્યું.

Acts 10:1

આ કલમો કર્નેલિયસ વિશે પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

આ કર્નેલિયસ વિશેની વાર્તાના ભાગની શરૂઆત છે.

ἀνὴρ δέ τις

ઐતિહાસિક અહેવાલના આ ભાગમાં એક નવા વ્યક્તિને રજૂ કરવાની આ એક રીત છે. (જુઓ: નવા અને જૂના પાત્રોનો પરિચય)

ὀνόματι Κορνήλιος, ἑκατοντάρχης ἐκ Σπείρης τῆς καλουμένης Ἰταλικῆς

તેનું નામ કર્નેલિયસ હતું. તે રોમન સૈન્યમાં ઇટાલિયન વિભાગના 100 સૈનિકોનો હવાલો કરનાર અધિકારી હતો.

Acts 10:2

તે એક ધાર્મિક માણસ હતો, જે ઈશ્વરની ભક્તિ કરતો હતો તે ઈશ્વરમાં વિશ્વાસ રાખતો અને તેના જીવન મારફતે સ્તુતિ અને મહિમા પ્રગટ કરતો હતો

φοβούμενος τὸν Θεὸν

“ભક્તિ કરવી” માટે શબ્દ એ અહીં ખૂબ ઉમદા માન અને આદર દર્શાવે છે.

δεόμενος τοῦ Θεοῦ διὰ παντός

નિરંતર"" શબ્દ એ એક સામાન્યીકરણ છે. વૈકલ્પિક અનુવાદ: ""તે ઈશ્વરને ઘણી પ્રાર્થના કરતો હતો"" અથવા ""તે નિયમિત ઈશ્વરને પ્રાર્થના કરતો હતો"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

Acts 10:3

ὥραν ἐνάτην

બપોરના ત્રણ વાગે. યહૂદીઓ માટે સામાન્ય રીતે બપોરનો સમય પ્રાર્થના માટે હોય છે.

εἶδεν…φανερῶς

કર્નેલિયસે સ્પષ્ટ જોયું

Acts 10:4

αἱ προσευχαί σου, καὶ αἱ ἐλεημοσύναι σου, ἀνέβησαν εἰς μνημόσυνον ἔμπροσθεν τοῦ Θεοῦ

તે સૂચિત છે કે તેના દાનો અને પ્રાર્થના ઈશ્વર દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તમારી પ્રાર્થનાઓ અને તમારા દાનથી ખુશ થયા છે ... તેમને પ્રતિ યાદગીરીના અર્પણ” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 10:6

βυρσεῖ

એક વ્યક્તિ કે જે પ્રાણીઓના ચામડામાંથી વસ્તુઓ બનાવે છે

Acts 10:7

ὡς δὲ ἀπῆλθεν ὁ ἄγγελος ὁ λαλῶν αὐτῷ

જ્યારે કર્નેલિયસને દૂતનું દર્શન પૂર્ણ થયું.

στρατιώτην εὐσεβῆ τῶν προσκαρτερούντων αὐτῷ

તેની સેવા કરનારાઓમાંનો એક સૈનિક, જે પણ ઈશ્વરની ભક્તિ કરતો હતો. આ સૈનિકે ઈશ્વરની ભક્તિ કરી. તે રોમન સૈન્યમાં બનવું દુર્લભ હતું, તેથી કર્નેલિયસના અન્ય સૈનિકોએ કદાચ ઈશ્વરની ભક્તિ કરતા નહોતા.

εὐσεβῆ

વિશેષણ કે જે દર્શાવે છે વ્યક્તિ ઈશ્વરની ભક્તિ કરે છે અને સેવા કરે છે.

Acts 10:8

ἐξηγησάμενος ἅπαντα αὐτοῖς

કર્નેલિયસે તેનું દર્શન તેના બે ચાકરો અને તેના સેવકોમાંના એકને વર્ણવ્યું.

ἀπέστειλεν αὐτοὺς εἰς τὴν Ἰόππην

તેના બંને ચાકરોને અને એક સૈનિકને યાફા મોકલ્યા.

Acts 10:9

અહીં ""તેઓ"" શબ્દ કર્નેલિયસના બે સેવકો અને કર્નેલિયસના આજ્ઞા હેઠળના સૈનિકનો ઉલ્લેખ કરે છે (પ્રેરિતોનાં કૃત્યો 10:7).

આ વાર્તા કર્નેલિયસ પરથી ઈશ્વર પિતર સાથે શું કરી રહ્યા છે તે કહેતા બદલાય છે.

περὶ ὥραν ἕκτην

બપોરના સમયે

ἀνέβη…ἐπὶ τὸ δῶμα

ઘરની છતો સપાટ હતી અને લોકો તેના પર ઘણીવાર વિવિધ પ્રવૃત્તિઓ કરતા હતા.

Acts 10:10

παρασκευαζόντων…αὐτῶν

લોકો ભોજન તૈયાર કરે તે પહેલા

ἐγένετο ἐπ’ αὐτὸν ἔκστασις

ઈશ્વરે તેને દર્શન આપ્યું અથવા “તેણે દર્શન જોયું” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 10:11

θεωρεῖ τὸν οὐρανὸν ἀνεῳγμένον

આ પિતરના દર્શનની શરૂઆત હતી. તે નવું વાક્ય હોઈ શકે છે.

ὡς ὀθόνην μεγάλην, τέσσαρσιν ἀρχαῖς

પ્રાણીઓને પકડી રાખનાર પાત્રનો દેખાવ કાપડના વિશાળ ચોરસ ભાગના જેવો હતો.

τέσσαρσιν ἀρχαῖς καθιέμενον

તેના ચાર ખૂણાથી લટકાવેલ અથવા “તેના ચાર ખૂણાઓ બાકીના ખૂણાઓથી ઊંચા હતા”

Acts 10:12

πάντα τὰ τετράποδα, καὶ ἑρπετὰ τῆς γῆς, καὶ πετεινὰ τοῦ οὐρανοῦ

પછીની કલમમાં પિતરના પ્રત્યુત્તર પરથી, તે સૂચિત કરી શકાય છે કે મૂસાના નિયમ અનુસાર યહૂદીઓને અમુક પ્રકારનો ખોરાક લેવાની મંજૂરી આપવામાં આવી નથી. વૈકલ્પિક અનુવાદ: ""પ્રાણીઓ અને પક્ષીઓ જેને મૂસાનું નિયમશાસ્ત્ર યહૂદીઓને ખાવા માટે મનાઈ ફરમાવે છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 10:13

ἐγένετο φωνὴ πρὸς αὐτόν

બોલનાર વ્યક્તિનો ઉલ્લેખ કરાયેલ નથી. ""વાણી"" એ લગભગ ઈશ્વર હતા, જો કે તે કદાચ ઈશ્વરનો દૂત હોઈ શકે છે. (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Acts 10:14

μηδαμῶς

હું તે કરીશ નહિ

οὐδέποτε ἔφαγον πᾶν κοινὸν καὶ ἀκάθαρτον

તે સૂચિત છે કે પાત્રમાંના કેટલાક પ્રાણીઓ મૂસાના નિયમશાસ્ત્ર દ્વારા નિર્ધારિત રીતે અશુદ્ધ હતા અને ખ્રિસ્તના મરણ પહેલાં જેઓ જીવિત હતા તે વિશ્વાસીઓ દ્વારા ખાવા જોઈએ નહિ. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 10:15

ἃ ὁ Θεὸς ἐκαθάρισεν

જો ઈશ્વર બોલનાર છે, તો તે પોતાનો ઉલ્લેખ ત્રીજા વ્યક્તિના રૂપમાં કરી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""જેને મેં, ઈશ્વરે, શુદ્ધ કર્યું છે"" (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

Acts 10:16

τοῦτο…ἐγένετο ἐπὶ τρίς

સંભવ નથી કે પિતરે જે બધું જોયું તે ત્રણ વખત થયું હોય. આનો અર્થ કદાચ એ છે કે ""જેને ઈશ્વરે શુદ્ધ કર્યું છે, તેને અશુદ્ધ ન ગણો,” તે વાક્ય ત્રણ વાર પુનરાવર્તિત કરવામાં આવ્યું છે. જો કે, સામાન્ય રીતે કહી શકાય કે ""આ ત્રણ વખત બન્યું"" તેને વિગતવાર કહેવાને બદલે આ પ્રમાણે કહેવું શ્રેષ્ઠ રહેશે.

Acts 10:17

διηπόρει ὁ Πέτρος

આનો અર્થ એ છે કે પિતર એ સમજવામાં તકલીફ અનુભવી રહ્યો હતો કે દર્શનનો અર્થ શો હતો.

ἰδοὺ

અહીંયા ""જુઓ"" શબ્દ આપણને આશ્ચર્યજનક માહિતી તરફ ધ્યાન રાખવા ચેતવે છે, આ કિસ્સામાં, દરવાજા પર બે માણસો ઊભા રહેલા છે.

ἐπέστησαν ἐπὶ τὸν πυλῶνα

ઘરના દરવાજા આગળ ઊભા હતા. તે સૂચિત છે કે આ મકાનની મિલકતમાં પ્રવેશ કરવા માટે તેમાં દિવાલની સાથે એક દરવાજો હતો. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

διερωτήσαντες τὴν οἰκίαν

તેઓ ઘરે પહોંચે તે પહેલા આ બન્યું હતું. યુએસટીની જેમ અગાઉની કલમમાં બન્યું હતું.

Acts 10:18

φωνήσαντες

કર્નેલિયસના માણસો પિતર વિશે પૂછવાને ઘરની બહાર ઊભા રહ્યા.

Acts 10:19

διενθυμουμένου περὶ τοῦ ὁράματος

દર્શનના અર્થ વિષે આશ્ચર્ય દર્શાવવું

τὸ Πνεῦμα

પવિત્ર આત્મા

ἰδοὺ

ધ્યાન આપવું, કારણ કે હું જે કહેવાને જઈ રહ્યો છું તે સત્ય અને ઉપયોગી બંને છે: ત્રણ

ἄνδρες τρεῖς ζητοῦσιν σε

કેટલાક પ્રાચીન લખાણોમાં માણસોની સંખ્યા ભિન્ન છે. (જુઓ: શાબ્દિક ભિન્નતા)

Acts 10:20

κατάβηθι

ઘરના ધાબા પરથી નીચે ઉતર

πορεύου σὺν αὐτοῖς, μηδὲν διακρινόμενος

પિતર તેમની સાથે જવા ન ઇચ્છે તે સ્વાભાવિક છે, કારણ કે તેઓ અજાણ્યા હતા અને તેઓ વિદેશીઓ હતા.

Acts 10:21

ἐγώ εἰμι ὃν ζητεῖτε

હું તે જ માણસ છું જેને તમે શોધો છો

Acts 10:22

અહીંયા ""તેઓ"" અને ""તેઓને"" શબ્દો કર્નેલિયસના બે સેવકો અને સૈનિકનો ઉલ્લેખ કરે છે (પ્રેરિતોનાં કૃત્યો 10:7).

Κορνήλιος, ἑκατοντάρχης ἀνὴρ δίκαιος, καὶ φοβούμενος τὸν Θεὸν, μαρτυρούμενός τε ὑπὸ ὅλου τοῦ ἔθνους τῶν Ἰουδαίων, ἐχρηματίσθη ὑπὸ ἀγγέλου ἁγίου, μεταπέμψασθαί σε εἰς τὸν οἶκον αὐτοῦ, καὶ ἀκοῦσαι ῥήματα παρὰ σοῦ

આને ઘણાં વાક્યોમાં વહેંચી શકાય છે અને યુએસટીની જેમ સક્રિય સ્વરૂપમાં જણાવી શકાય છે. (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

φοβούμενος τὸν Θεὸν

અહીં “ભક્તિ” માટેનો શબ્દ એ ઊંડો માન અને આદર દર્શાવે છે.

ὅλου τοῦ ἔθνους τῶν Ἰουδαίων

આ સંખ્યાના લોકો ""સર્વ"" એ શબ્દ દર્શાવેલો છે જે ભાર મૂકે છે કે યહૂદીઓમાં આ વિશે કેટલી વ્યાપક રીતે ઓળખવામાં આવે છે. (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

Acts 10:23

εἰσκαλεσάμενος οὖν αὐτοὺς ἐξένισεν

તે બપોરે કૈસરિયાની મુસાફરી શરૂ કરવી તેમના માટે ખૂબ લાંબી હતી.

ἐξένισεν

તેના મહેમાનો બનો

τινες τῶν ἀδελφῶν τῶν ἀπὸ Ἰόππης

આ યાફામાં રહેતા વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

Acts 10:24

τῇ…ἐπαύριον

આ તેઓ યાફાથી નીકળ્યા પછીના બીજો જ દિવસ હતો. કૈસરિયાની મુસાફરી એક દિવસ કરતા વધારે હતી.

ὁ δὲ Κορνήλιος ἦν προσδοκῶν αὐτοὺς

કર્નેલિયસ તેમની અપેક્ષા રાખતો હતો

Acts 10:25

ὡς…τοῦ εἰσελθεῖν τὸν Πέτρον

જ્યારે પિતરે ઘરમાં પ્રવેશ કર્યો

πεσὼν ἐπὶ τοὺς πόδας, προσεκύνησεν

તેણે પિતરને પગે પડીને દંડ્વત પ્રણામ કર્યા. તેણે પિતરનું સન્માન કરવા આ કર્યું. (જુઓ: સાંકેતિક પગલું)

πεσὼν

તે ઇરાદાપૂર્વક જમીન સુધી નીચે નમે છે તે દર્શાવવા કે તે તેની ભક્તિ કરે છે.

Acts 10:26

ἀνάστηθι, καὶ ἐγὼ…ἄνθρωπός εἰμι

પિતરની ભક્તિ ન કરવી તે કર્નેલિયસને હળવો ઠપકો અથવા સુધારણા હતી. વૈકલ્પિક અનુવાદ: ""તે કરવાનું બંધ કરો! હું ફક્ત એક માણસ જ છું, જેમ તમે છો

Acts 10:27

અહીંયા ""તેને"" શબ્દ કર્નેલિયસનો ઉલ્લેખ કરે છે. અહીં ""તમે"" અને ""તમે"" શબ્દો બહુવચન છે અને તેમાં કર્નેલિયસ તેમ જ હાજર રહેલા વિદેશી લોકોનો સમાવેશ થાય છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

કર્નેલિયસના ઘરમાં જે લોકો હાજર હતા તેઓને સંબોધે છે.

συνεληλυθότας πολλούς

ઘણાં વિદેશી લોકો એકસાથે એકત્ર થયા હતા. સૂચિત છે કે આ કર્નેલિયસે આ લોકોને આમંત્રિત કર્યા તેઓ વિદેશીઓ હતા. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 10:28

ὑμεῖς ἐπίστασθε

પિતર કર્નેલિયસ અને તેના આમંત્રિત મહેમાનોને સંબોધે છે

ἀθέμιτόν ἐστιν ἀνδρὶ Ἰουδαίῳ

યહૂદી વ્યક્તિ માટે તે પ્રતિબંધિત છે. આ યહૂદી ધાર્મિક નિયમનો ઉલ્લેખ કરે છે.

ἀλλοφύλῳ

આ જે લોકો યહૂદી નથી તેઓનો ઉલ્લેખ કરે છે અને તેઓ વિશેષ રીતે જ્યાં રહે છે તેનો નહીં.

Acts 10:30

31 અને 32 કલમોમાં જે દૂતે કર્નેલિયસને કહ્યું હતું તેને ટાંકે છે જ્યારે રાત્રે નવ વાગ્યે તેને દર્શન થયું હતું. ""તમે"" અને ""તમારા"" શબ્દો સર્વ એકવચન છે. અહીંના ""અમે"" શબ્દમાં પિતરનો સમાવેશ થતો નથી. (જુઓ: તમેનાં સ્વરૂપો અને વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

કર્નેલિયસે પિતરના પ્રશ્નનો પ્રત્યુત્તર આપ્યો

ἀπὸ τετάρτης ἡμέρας

પિતર સાથે વાત કરતા પહેલા કર્નેલિયસ ત્રીજી રાત પહેલાના દિવસનો ઉલ્લેખ કરી રહ્યો છે. બાઈબલની સંસ્કૃતિ વર્તમાન દિવસની ગણતરી કરે છે, તેથી ત્રણ રાત પહેલાનો દિવસ ""ચાર દિવસ પહેલાનો"". વર્તમાન પશ્ચિમી સંસ્કૃતિ વર્તમાન દિવસની ગણતરી કરતી નથી, તેથી ઘણાં પશ્ચિમી લોકો આ અનુવાદને ""ત્રણ દિવસ અગાઉ"" એમ વાંચે.

προσευχόμενος

કેટલાક પ્રાચીન અધિકારીઓ સામાન્ય રીતે “પ્રાર્થના” કહેવાને બદલે “પ્રાર્થના અને ઉપવાસ” કહે છે. (જુઓ: શાબ્દિક ભિન્નતા)

τὴν ἐνάτην

સામાન્ય બપોરનો સમય કે જ્યારે યહૂદીઓ ઈશ્વરને પ્રાર્થના કરે છે.

Acts 10:31

εἰσηκούσθη σου ἡ προσευχὴ

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તમારી પ્રાર્થનાઓ સાંભળી છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐμνήσθησαν ἐνώπιον τοῦ Θεοῦ

ઈશ્વરના ધ્યાનમાં આવ્યા છે. આ દર્શાવતું નથી કે ઈશ્વર ભૂલી ગયા છે.

Acts 10:32

μετακάλεσαι Σίμωνα, ὃς ἐπικαλεῖται Πέτρος

સિમોન જેને પિતર કહેવામાં આવે છે તેને તમારી પાસે આવવા કહો.

Acts 10:33

ἐξαυτῆς

તરત જ

σύ τε καλῶς ἐποίησας παραγενόμενος

આ અભિવ્યક્તિ રજૂ કરે છે કે પિતર આવી રહ્યો છે તે જણાવવાની એક નમ્ર રીત છે. વૈકલ્પિક અનુવાદ: ""હું ચોક્કસપણે આવવા બદલ તમારો આભારમાનું છું

ἐνώπιον τοῦ Θεοῦ

આ ઈશ્વરની હાજરીનો ઉલ્લેખ કરે છે.

τὰ προστεταγμένα σοι ὑπὸ τοῦ Κυρίου

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુએ તમને જે કહેવા માટે કહ્યું છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 10:34

કર્નેલિયસના ઘરમાં હાજર રહેલા સર્વને પિતર સંબોધન કરવાની શરૂઆત કરે છે.

ἀνοίξας δὲ Πέτρος τὸ στόμα εἶπεν

પિતરે તેમની સાથે વાત કરવાની શરૂઆત કરી

ἐπ’ ἀληθείας

આનો અર્થ એ છે કે તે જે કહેવા જઈ રહ્યો છે તે ખરેખર જાણવા માટે મહત્વનું છે.

οὐκ ἔστιν προσωπολήμπτης ὁ Θεός

ઈશ્વર ચોક્કસ લોકોની તરફેણ કરતા નથી

Acts 10:35

ὁ φοβούμενος αὐτὸν καὶ ἐργαζόμενος δικαιοσύνην, δεκτὸς αὐτῷ ἐστιν

જે સર્વ તેમની સ્તુતિ કરે છે અને ન્યાયી કાર્યો કરે છે તે તેઓને સ્વીકારે છે

φοβούμενος

“ભક્તિ” શબ્દ અહીં ખૂબ જ માન અને આદર દર્શાવે છે.

Acts 10:36

“તેને” શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે

પિતર સતત કર્નેલિયસ અને તેના મહેમાનો સાથે વાત કરે છે.

οὗτός ἐστιν πάντων Κύριος

અહીં “સર્વ” એટલે “સર્વ લોકો”

Acts 10:37

καθ’ ὅλης τῆς Ἰουδαίας

સર્વ"" શબ્દ એક સામાન્યીકરણ છે. વૈકલ્પિક અનુવાદ: ""આખા યહૂદીયામાં"" અથવા ""યહૂદીયાના સર્વ સ્થાનોમાં” (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

μετὰ τὸ βάπτισμα ὃ ἐκήρυξεν Ἰωάννης

યોહાને લોકોને પસ્તાવો કરવાનો ઉપદેશ આપ્યા બાદ અને પછી તેમને બાપ્તિસ્મા આપ્યા બાદ

Acts 10:38

Ἰησοῦν τὸν ἀπὸ Ναζαρέθ, ὡς ἔχρισεν αὐτὸν ὁ Θεὸς Πνεύματι Ἁγίῳ καὶ δυνάμει

આ લાંબુ વાક્ય છે, જે કલમ 36 માં શરૂ થાય છે, યુએસટીની જેમ ઘણાં વાક્યોમાં ટૂંકાવી શકાય છે. ""તમે ... સર્વને જાણો છો. તમે જાતે જ જાણો છો ... જાહેર કર્યું છે. તમે ઘટનાઓ ... સામર્થ્યથી જાણો છો

ἔχρισεν αὐτὸν ὁ Θεὸς Πνεύματι Ἁγίῳ καὶ δυνάμει

પવિત્ર આત્મા અને ઈશ્વરનું સામર્થ્ય વિશે વાત કરવામાં આવે છે જાણે કે તે કોઈ વસ્તુ હોય જેને કોઈપણ વ્યક્તિ પર રેડવામાં આવે છે. (જુઓ: રૂપક)

πάντας τοὺς καταδυναστευομένους ὑπὸ τοῦ διαβόλου

સર્વ"" શબ્દ એ સામાન્યીકરણ છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ દુષ્ટાત્માથી પીડિત છે"" અથવા ""ઘણાં લોકો કે જેઓ દુષ્ટાત્માથી પીડાઈ રહ્યા છે"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

ὁ Θεὸς ἦν μετ’ αὐτοῦ

રૂઢીપ્રયોગ “તેની સાથે હતો” એટલે કે “તેને મદદ કરી રહ્યો હતો.” (જુઓ: રૂઢિપ્રયોગ)

Acts 10:39

અમે"" અને ""અમે"" શબ્દો પિતર અને પ્રેરિતો તથા વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે જેઓ ઈસુ જ્યારે પૃથ્વી પર હતા ત્યારે તેમની સાથે હતા. અહીં ""તે"" અને ""તેને"" શબ્દો ઈસુનો ઉલ્લેખ કરે છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

ἔν…τῇ χώρᾳ τῶν Ἰουδαίων

આ તે સમયના યહૂદીયાનો ઉલ્લેખ કરે છે.

κρεμάσαντες ἐπὶ ξύλου

આ બીજો ભાવ છે જે વધસ્તંભને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેને લાકડાના વધસ્તંભ પર ખીલાઓ માર્યા

Acts 10:40

τοῦτον ὁ Θεὸς ἤγειρεν

અહીં ઉઠાડવું એ એક રૂઢીપ્રયોગ છે જે કોઈને મરણમાંથી ફરીથી સજીવન કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેમને ત્રીજે દિવસે ફરી સજીવન કર્યા"" (જુઓ: રૂઢિપ્રયોગ)

τῇ τρίτῃ ἡμέρᾳ

તેમના મરણ પછીના ત્રીજા દિવસે

ἔδωκεν αὐτὸν ἐμφανῆ γενέσθαι

મરણમાંથી સજીવન થયા પછી ઘણા લોકોને તેમને જોવાની મંજૂરી આપી

Acts 10:41

ἐκ νεκρῶν

મરણ પામેલા સર્વ લોકોમાંથી. આ દર્શાવે છે કે તેઓ સર્વ જેઓ મરણ પામેલા છે તેઓનું વર્ણન કરે છે.

Acts 10:42

અહીં ""અમે"" શબ્દ પિતર અને વિશ્વાસીઓનો સમાવેશ કરે છે. તે તેના શ્રોતાઓને બાકાત રાખે છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

પિતર કર્નેલિયસના ઘરના હાજર રહેલા દરેકને પોતાનો ઉપદેશ પૂર્ણ કરે છે જેની શરૂઆત તેણે પ્રેરિતોનાં કૃત્યો 10:34 માં કરી હતી.

ὅτι οὗτός ἐστιν ὁ ὡρισμένος ὑπὸ τοῦ Θεοῦ

આં વાક્ય સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “કે ઈશ્વરે આ ઈસુને પસંદ કર્યા” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ζώντων καὶ νεκρῶν

આ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ હજુ જીવિત છે અને લોકો જેઓ મરણ પામેલા છે. વૈકલ્પિક અનુવાદ: ""જે લોકો જીવંત છે અને જે લોકો મરણ પામેલા છે"" (જુઓ: નામવાચક વિશેષણો)

Acts 10:43

τούτῳ πάντες οἱ προφῆται μαρτυροῦσιν

સર્વ પ્રબોધકો ઈસુની સાક્ષી આપે છે

ἄφεσιν ἁμαρτιῶν λαβεῖν…πάντα τὸν πιστεύοντα εἰς αὐτὸν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુએ કરેલા કાર્યોને લીધે ઈસુમાં વિશ્વાસ કરનારા દરેકના પાપો ઈશ્વર માફ કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

διὰ τοῦ ὀνόματος αὐτοῦ

અહીં ""તેમનું નામ"" ઈસુની ક્રિયાઓનો ઉલ્લેખ કરે છે. તેના નામનો અર્થ છે ઈશ્વર બચાવનાર. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુએ તેમના માટે જે કર્યું છે તે દ્વારા"" (જુઓ: ઉપનામ)

Acts 10:44

ἐπέπεσε τὸ Πνεῦμα τὸ Ἅγιον

અહીં ""પડવું"" શબ્દનો અર્થ ""અચાનક બન્યું."" વૈકલ્પિક અનુવાદ: ""પવિત્ર આત્મા અચાનક સર્વના ઉપર આવ્યો

πάντας τοὺς ἀκούοντας

અહીં “સર્વ” એ વિદેશીઓનો ઉલ્લેખ કરે છે જે ઘરમાં પિતર સાથે હાજર હતા અને તેનું સાંભળતા હતા.

Acts 10:45

ἡ δωρεὰ τοῦ Ἁγίου Πνεύματος

અહીં પવિત્ર આત્માનો ઉલ્લેખ કરે છે જે સર્વને આપવામાં આવ્યો છે.

τοῦ Ἁγίου Πνεύματος ἐκκέχυται

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે પવિત્ર આત્મા રેડ્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐκκέχυται

પવિત્ર આત્મા વિશે એવી રીતે કહેવામા આવ્યું છે જાણે કે તે કંઈક છે જે લોકો પર રેડવામાં આવ્યું હોય. તે ઉદાર માત્રા સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઉદારતાથી આપાવામાં આવ્યું છે""(જુઓ: રૂપક)

ἡ δωρεὰ

મફત ભેટ

καὶ ἐπὶ τὰ ἔθνη

અહીં ""તે પરંતુ"" એ પવિત્ર આત્માની હકીકતનો ઉલ્લેખ કરે છે જે યહૂદી વિશ્વાસીઓને પહેલેથી જ આપવામાં આવ્યો હતો.

Acts 10:46

“તે” અને “તેનું” શબ્દો પિતરનો ઉલ્લેખ કરે છે.

કર્નેલિયસ વિષેની વાર્તાના ભાગનો અહીં અંત આવે છે.

αὐτῶν λαλούντων γλώσσαις, καὶ μεγαλυνόντων τὸν Θεόν

આ જાણીતી બોલાતી ભાષાઓ હતી જેના કારણે યહૂદીઓએ સ્વીકાર્યું કે વિદેશી લોકો ખરેખર ઈશ્વરની સ્તુતિ કરી રહ્યા છે.

Acts 10:47

μήτι τὸ ὕδωρ δύναται κωλῦσαί τις τοῦ μὴ βαπτισθῆναι τούτους, οἵτινες τὸ Πνεῦμα τὸ Ἅγιον ἔλαβον, ὡς καὶ ἡμεῖς

પિતર આ પ્રશ્નનો ઉપયોગ યહૂદી ખ્રિસ્તીઓને ખાતરી આપવા માટે કરે છે કે વિદેશી વિશ્વાસીઓએ બાપ્તિસ્મા લેવું જોઈએ. વૈકલ્પિક અનુવાદ: ""કોઈએ પણ આ લોકોને બાપ્તિસ્માથી દૂર રાખવા જોઈએ નહિ! આપણે તેમને બાપ્તિસ્મા આપવું જોઈએ કારણ કે તેઓએ પ્રાપ્ત કર્યું છે ... અમે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 10:48

προσέταξεν…αὐτοὺς…βαπτισθῆναι

તે સૂચિત છે કે યહૂદી ખ્રિસ્તીઓ જ તેમને બાપ્તિસ્મા આપશે. વૈકલ્પિક અનુવાદ: ""પિતરે યહૂદી ખ્રિસ્તીઓને તેઓને બાપ્તિસ્મા આપવાની મંજૂરી આપવા વિદેશી વિશ્વાસીઓને આદેશ આપ્યો"" અથવા ""પિતરે યહૂદી ખ્રિસ્તીઓને તેઓનું બાપ્તિસ્મા કરવા મંજૂરી આપી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐν τῷ ὀνόματι Ἰησοῦ Χριστοῦ βαπτισθῆναι

અહીં ""ઈસુ ખ્રિસ્તના નામમાં"" રજૂ કરે છે કે તેમના બાપ્તિસ્માનું કારણ હતું કે તેઓએ ઈસુમાં વિશ્વાસ કર્યો. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસીઓ તરીકે બાપ્તિસ્મા લો"" (જુઓ: ઉપનામ)

Acts 11

પ્રેરિતોનાં કૃત્યો 11 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""વિદેશી લોકોએ પણ ઈશ્વરનું વચન પ્રાપ્ત કર્યું""

પ્રથમ વિશ્વાસીઓમાંના લગભગ સર્વ યહૂદીઓ હતા. લૂક આ અધ્યાયમાં લખે છે કે ઘણાં વિદેશી લોકોએ ઈસુમાં વિશ્વાસ કર્યો. તેઓ માને છે કે ઈસુનો સંદેશ સાચો છે અને તેથી તે ""ઈશ્વરના વચનોને પ્રાપ્ત કર્યા."" યરૂશાલેમના કેટલાક વિશ્વાસીઓ માનતા ન હતા કે વિદેશી લોકો ખરેખર ઈસુને અનુસરી શકે છે, તેથી પિતર તેઓની પાસે ગયો અને તેની સાથે શું થયું હતું તે કહ્યું અને કેવી રીતે તેણે જોયું કે વિદેશીઓ ઈશ્વરનું વચન અને પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો હતો.

Acts 11:1

આ વાર્તામાંની નવી ઘટનાની શરૂઆત છે.

પિતર યરૂશાલેમ આવે છે અને ત્યાં યહૂદીઓ સાથે વાત કરવાની શરૂઆત કરે છે.

δὲ

આ વાર્તાના એક નવા ભાગને ચિહ્નિત કરે છે. (જુઓ: એક નવી ઘટનાનો પરિચય)

οἱ…ἀδελφοὶ

“ભાઈઓ” શબ્દસમૂહ એ યહૂદીયાના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

οἱ ὄντες κατὰ τὴν Ἰουδαίαν

યહૂદીયા પ્રાંતમાં જેઓ રહેતા હતા તેઓ

ἐδέξαντο τὸν λόγον τοῦ Θεοῦ

આ હકીકતને રજૂ કરે છે કે વિદેશી લોકોએ પણ ઈસુ વિશેની સુવાર્તા સંદેશનો સ્વીકાર કર્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ વિશે ઈશ્વરનો સંદેશનો વિશ્વાસ કર્યો” (જુઓ: ઉપનામ)

Acts 11:2

ἀνέβη…εἰς Ἰερουσαλήμ

યરૂશાલેમ ઇઝરાએલમાંના લગભગ કોઈપણ અન્ય સ્થળ કરતા ઉંચાઈ પર છે, તેથી ઇઝરાએલીઓએ યરૂશાલેમ આવીને ત્યાંથી નીચે જવાની વાત કરવી તે સામાન્ય વાત હતી.

οἱ ἐκ περιτομῆς

આ કેટલાક યહૂદીઓનું વર્ણન છે જે માનતા હતા કે દરેક વિશ્વાસીની સુન્નત કરવી જ જોઈએ. વૈકલ્પિક અનુવાદ: ""યરૂશાલેમના કેટલાક યહૂદી વિશ્વાસીઓ ઇચ્છાતા હતા કે ખ્રિસ્તના સર્વ અનુયાયીઓની સુન્નત કરાવવી જોઈએ"" (જુઓ: ઉપનામ)

Acts 11:3

ἄνδρας, ἀκροβυστίαν ἔχοντας

“બેસુન્નાતી માણસો” શબ્દસમૂહ વિદેશીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: ઉપનામ)

συνέφαγεν αὐτοῖς

યહૂદીઓને યહૂદી રીતરિવાજ પ્રમાણે વિદેશીઓ સાથે જમવા બેસવું તે અયોગ્ય હતું.

Acts 11:4

પિતર યહૂદીઓને તેના દર્શન વિશે અને કર્નેલિયસના ઘરે જે બન્યું હતું તે કહેવા દ્વારા પ્રત્યુત્તર આપે છે.

ἀρξάμενος…Πέτρος ἐξετίθετο

પિતરે યહૂદી વિશ્વાસીઓની ટીકા કરી નહી પરંતુ મૈત્રીપૂર્ણ સ્પષ્ટતાત્મક રીતથી વર્તન કર્યું.

καθεξῆς

બરાબર શું થયું હતું

Acts 11:5

ὡς ὀθόνην μεγάλην

પ્રાણીઓને પકડનાર પાત્ર કાપડના વિશાળ ચોરસ ભાગ જેવું દેખાતું હતું. જેમાં ચારે બાજુ ચાર ખૂણા હતા. તમે પ્રેરિતોનાં કૃત્યો 10:11 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

τέσσαρσιν ἀρχαῖς

તેના ચાર ખૂણા પકડવાને માટે હતા અથવા ""તેના બાકીના કરતા તેના ચાર ખૂણાઓ ઊંચા હતા."" તમે પ્રેરિતોનાં કૃત્યો 10:11માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Acts 11:6

τετράποδα τῆς γῆς

પિતરના પ્રત્યુત્તરમાંથી, તે સૂચિત કરી શકાય છે કે મૂસાનું નિયમશાસ્ત્ર યહૂદીઓને અમુક પ્રકારનો ખોરાક લેવાની આજ્ઞા આપતું નથી. તમે પ્રેરિતોનાં કૃત્યો 10:12 માં સમાન શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ ""પ્રાણી અને પક્ષીઓ જેને મૂસાનો નિયમ યહૂદીઓને ખાવા માટે મનાઈ ફરમાવે છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

θηρία

આ કદાચ એવા પ્રાણીઓનો ઉલ્લેખ કરે છે કે જેને લોકો વશ કરી ના શકે અથવા નિયંત્રણ કરી ના શકે.

ἑρπετὰ

આ સારીસૃપો છે.

Acts 11:7

ἤκουσα…φωνῆς

વ્યક્તિ જે બોલે છે તેનો ઉલ્લેખ નથી. ""વાણી"" કદાચ ઈશ્વર હતા, જો કે તે ઈશ્વરનો દૂત હોઈ શકે છે. તમે પ્રેરિતોનાં 10:13 માં ""વાણી"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Acts 11:8

μηδαμῶς

હું તે પ્રમાણે કરીશ નહિ. તમે પ્રેરિતોનાં કૃત્યો 10:14 માં અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

κοινὸν ἢ ἀκάθαρτον οὐδέποτε εἰσῆλθεν εἰς τὸ στόμα μου

દેખીતી રીતે શાસ્ત્રમાં પ્રાણીઓ એવા હતા કે જેને જૂના કરારમાં યહૂદી નિયમ યહૂદીઓને ખાવા માટે મનાઈ કરે છે. આ સકારાત્મક રીતે કહી શકાય. વૈકલ્પિક અનુવાદ: ""મેં ફક્ત પવિત્ર અને શુદ્ધ પ્રાણીઓનું માંસ ખાધું છે"" (જુઓ: ઉપનામ અને બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

ἀκάθαρτον

જૂના કરારમાં યહૂદી નિયમમાં, વ્યક્તિ વિવિધ રીતે “અશુદ્ધ” બને છે, જેમ કે અમુક મનાઈ કરેલા પ્રાણીઓ ખાવા.

Acts 11:9

ἃ ὁ Θεὸς ἐκαθάρισεν, σὺ μὴ κοίνου

આ ચાદરમાંના પ્રાણીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: ઉપનામ)

Acts 11:10

τοῦτο…ἐγένετο ἐπὶ τρίς

તે એવું નથી કે સઘળું ત્રણ વખત પુનરાવર્તિત થયું હોય. આનો અર્થ કદાચ એ છે કે ""જેને ઈશ્વરે શુદ્ધ કર્યું છે, તેને અશુદ્ધ ન કહો"" ત્રણ વખત પુનરાવર્તિત કરવામાં આવ્યું હતું. જો કે, વિગતવાર સમજાવવાનો પ્રયાસ કરવાને બદલે ફક્ત ""આ ત્રણ વખત બન્યું"" કહેવું શ્રેષ્ઠ રહેશે. તમે [પ્રેરિતોનાં કૃત્યો 10:16] (../10/16.md) માં ""આ ત્રણ વખત બન્યું"" કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

Acts 11:11

અહીં ""અમે"" પિતર અને યાફાના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. તેમાં યરૂશાલેમના તેના વર્તમાન શ્રોતાઓનો સમાવેશ થતો નથી. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

ἰδοὺ

આ શબ્દ આપણને વાર્તામાં નવા લોકોનો ઉમેરો ચેતવે છે. તમારી ભાષામાં આ પ્રમાણે કરવાની રીત હોઈ શકે છે.

ἐξαυτῆς

તરત જ અથવા “તે ચોક્કસ ક્ષણે”

ἀπεσταλμένοι

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “કોઈએ તેમને મોકલ્યા” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 11:12

μηδὲν διακρίναντα

કે તેઓ વિદેશી છે તેથી હું તેઓ સંબંધિત ચિંતા કરું નહિ

ἦλθον…σὺν ἐμοὶ…οἱ ἓξ ἀδελφοὶ οὗτοι

આ છ ભાઈઓ કૈસરિયામાં મારી સાથે આવ્યા

οἱ ἓξ ἀδελφοὶ οὗτοι

આ છ યહૂદી વિશ્વાસીઓ

εἰς τὸν οἶκον τοῦ ἀνδρός

આ કર્નેલિયસના ઘરનો ઉલ્લેખ કરે છે.

Acts 11:13

Σίμωνα, τὸν ἐπικαλούμενον Πέτρον

સિમોન જેને પિતર પણ કહેવામાં આવે છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 10:32 માં સમાન શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Acts 11:14

πᾶς ὁ οἶκός σου

અહીં ઘરમાંના સર્વ લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""દરેક જણ જે તમારા ઘરમાં રહે છે"" (જુઓ: ઉપનામ)

Acts 11:15

અહીંયા ""અમને"" શબ્દ પિતર, પ્રેરિતો અને પચાસમાંના દિવસે જે યહૂદી વિશ્વાસીઓ પવિત્ર આત્મા પામ્યા હતા તેઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)

ἐν…τῷ ἄρξασθαί με λαλεῖν, ἐπέπεσεν τὸ Πνεῦμα τὸ Ἅγιον ἐπ’ αὐτοὺς

આ સૂચિત કરે છે કે પિતરે બોલવાનું પૂર્ણ કર્યું નથી પરંતુ તે વધુ કહેવા માગે છે.

ἐπέπεσεν τὸ Πνεῦμα τὸ Ἅγιον ἐπ’ αὐτοὺς, ὥσπερ καὶ ἐφ’ ἡμᾶς ἐν ἀρχῇ

વાર્તાને ટૂંકી કરવા માટે પિતર કેટલીક બાબતોને કહેવાની મૂકી દે છે. વૈકલ્પિક અનુવાદ: ""પવિત્ર આત્મા પચાસમાંના દિવસે યહૂદી વિશ્વાસીઓ ઉપર આવ્યો તે જ રીતે, વિદેશી વિશ્વાસીઓ પર આવ્યો"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

ἐν ἀρχῇ

પિતર પચાસમાંનો દિવસનો ઉલ્લેખ કરે છે.

Acts 11:16

ὑμεῖς…βαπτισθήσεσθε ἐν Πνεύματι Ἁγίῳ

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માથી કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 11:17

તેમને"" શબ્દ કર્નેલિયસ અને તેના વિદેશી મહેમાનો અને ઘરના લોકોનો ઉલ્લેખ કરે છે. પિતર તેના અહેવાલમાં યરૂશાલેમના યહૂદી વિશ્વાસીઓને વિદેશીઓ કહેતો નથી. ""તેઓ"" શબ્દ એ યહૂદી વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે કે જેમની સાથે પિતરે વાત કરી હતી. ""અમને"" શબ્દમાં સર્વ યહૂદી વિશ્વાસીઓનો સમાવેશ થાય છે. (જુઓ: સમાવેશક “અમે”)

પિતરે (જે તેણે શરૂ કર્યું હતું પ્રેરિતોનાં કૃત્યો 11:4) યહૂદીઓ માટેનું તેના દર્શન વિશે અને કર્નેલિયસના ઘરમાં જે બન્યું હતું તે પૂર્ણ કરે છે.

εἰ οὖν τὴν ἴσην δωρεὰν ἔδωκεν αὐτοῖς ὁ Θεὸς, ὡς καὶ ἡμῖν πιστεύσασιν ἐπὶ τὸν Κύριον Ἰησοῦν Χριστόν, ἐγὼ τίς ἤμην δυνατὸς κωλῦσαι τὸν Θεόν

પિતર આ પ્રશ્નનો ઉપયોગ ભાર દર્શાવવા માટે કરે છે કે તે ફક્ત ઈશ્વરની આજ્ઞાનું પાલન કરી રહ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેમને આપ્યું હોવાથી ... હું કોણ કે હું ઈશ્વરને અટકાવું!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τὴν ἴσην δωρεὰν

પિતર પવિત્ર આત્માના કૃપાદાન વિશે વાત કરે છે

Acts 11:18

ἡσύχασαν

તેઓએ પિતર સાથે વાદવિવાદ કર્યો નહિ

καὶ τοῖς ἔθνεσιν ὁ Θεὸς τὴν μετάνοιαν εἰς ζωὴν ἔδωκεν

ઈશ્વર વિદેશીઓને પણ પસ્તાવો કરવાનો સમય આપ્યો કે તે જીવન તરફ દોરી જાય છે. અહીં ""જીવન"" એ અનંત જીવનનો ઉલ્લેખ કરે છે. ""પસ્તાવો"" અને ""જીવન"" અમૂર્ત સંજ્ઞાઓનો અનુવાદ ""પાપ કબુલાત"" અને ""જીવંત"" તરીકે કરવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે વિદેશીઓને પણ પસ્તાવો કરવાનું અને અનંતકાળીક જીવવાની મંજૂરી આપી છે"" (જુઓ: અમૂર્ત નામો)

Acts 11:19

લૂક કહે છે કે તે વિશ્વાસીઓનું શું થયું જેઓ સ્તેફન પર પથ્થરમારો કર્યા બાદ ભાગી ગયા હતા.

οὖν

આ વાર્તાના નવા ભાગનો પરિચય આપે છે. (જુઓ: એક નવી ઘટનાનો પરિચય)

οἱ…διασπαρέντες ἀπὸ τῆς θλίψεως τῆς γενομένης ἐπὶ Στεφάνῳ, διῆλθον

યહૂદીઓએ ઈસુના શિષ્યોને સતાવવાનું શરૂ કર્યું કારણ કે સ્તેફને જે કહ્યું અને કર્યું તે કામ યહૂદીઓને પસંદ ન હતું. આ સતાવણીને લીધે, ઈસુના ઘણાં અનુયાયીઓ યરૂશાલેમ છોડીને ઘણાં જુદા જુદા સ્થળોએ ચાલ્યા ગયા.

οἱ…διῆλθον

તેઓ અલગ અલગ દિશાઓમાં ફેલાઈ ગયા

διασπαρέντες ἀπὸ τῆς θλίψεως

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓને યહૂદીઓ સતાવણી કરતા હતા અને તેથી યરૂશાલેમ છોડી દીધું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τῆς θλίψεως τῆς γενομένης ἐπὶ Στεφάνῳ

સ્તેફને જે કહ્યું અને કર્યું તેના કારણે સતાવણી થઈ હતી

εἰ μὴ μόνον Ἰουδαίοις

વિશ્વાસીઓએ વિચાર્યું કે ઈશ્વરનો સંદેશ યહૂદી લોકો માટે છે, અને વિદેશીઓ માટે નથી.

Acts 11:20

ἐλάλουν καὶ πρὸς τοὺς Ἑλληνιστάς

આ ગ્રીક-ભાષી લોકો યહૂદીઓ નહીં પરંતુ વિદેશીઓ હતા. વૈકલ્પિક અનુવાદ: ""ગ્રીક બોલનારા વિદેશી લોકો સાથે પણ વાત કરી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 11:21

ἦν χεὶρ Κυρίου μετ’ αὐτῶν

ઈશ્વરનો હાથ તેનો સામર્થ્યવાન સહાયનો સંકેત આપે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર વિશ્વાસીઓને અસરકારક રીતે ઉપદેશ આપવા માટે બળવાન કરતા હતા"" (જુઓ: ઉપનામ)

ἐπέστρεψεν ἐπὶ τὸν Κύριον

અહીં “ઈશ્વર તરફ ફરવું” એ પ્રભુનું પાલન કરવાનું શરૂ કરવા માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""અને તેઓએ તેમના પાપોથી પસ્તાવો કર્યો અને ઈશ્વરની આજ્ઞાનું પાલન કર્યું"" (જુઓ: રૂપક)

Acts 11:22

આ કલમમાં, ""તે"" શબ્દ બાર્નાબાસનો ઉલ્લેખ કરે છે. ""તેઓ"" શબ્દ યરૂશાલેમની મંડળીના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. ""તેમને"" અને ""તેઓને"" શબ્દો નવા વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે (પ્રેરિતોનાં કૃત્યો 11:20).

ὦτα τῆς ἐκκλησίας

અહીંયા ""કાન"" એ વિશ્વાસીઓને ઘટના સાંભળવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મંડળીમાં વિશ્વાસીઓ"" (જુઓ: ઉપનામ)

Acts 11:23

ἰδὼν τὴν χάριν τὴν τοῦ Θεοῦ

ઈશ્વર વિશ્વાસીઓ સાથે કેવી દયાથી વર્ત્યા તે દર્શાવે છે

παρεκάλει πάντας

તે તેમને ઉત્તેજન પૂરું પડતા હતા

προσμένειν τῷ Κυρίῳ

પ્રભુને વિશ્વાસુ રહેવું અથવા “સતત ઈશ્વર પર ભરોસો રાખવો”

τῇ προθέσει τῆς καρδίας

અહીં ""હૃદય"" એ વ્યક્તિની મરજી અને ઇચ્છાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમની સર્વ ઇચ્છાઓથી"" અથવા ""સંપૂર્ણ સ્વાર્પણ સાથે"" (જુઓ: ઉપનામ)

Acts 11:24

πλήρης Πνεύματος Ἁγίου

પવિત્ર આત્માએ બાર્નાબાસને નિયંત્રિત કર્યો જ્યારે તે પવિત્ર આત્માને આધીન થયો.

προσετέθη ὄχλος ἱκανὸς τῷ Κυρίῳ

અહીં ""ઉમેરવું” એટલે કે તેઓ અન્ય લોકોની જેમ જ વિશ્વાસ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ખૂબ ઘણાં લોકોએ પ્રભુમાં વિશ્વાસ કર્યો"" (જુઓ: ઉપનામ)

Acts 11:25

અહીં “તે” શબ્દ બાર્નાબાસનો અને “તેને” શાઉલનો ઉલ્લેખ કરે છે.

ἐξῆλθεν…εἰς Ταρσὸν

તાર્સસ શહેરની બહાર

Acts 11:26

καὶ εὑρὼν

બાર્નાબાસને શાઉલની શોધ કરવામાં ઘણો સમય લાગ્યો

ἐγένετο

આ વાર્તામાં એક નવી ઘટનાની શરૂઆત કરે છે. (જુઓ: એક નવી ઘટનાનો પરિચય)

αὐτοῖς…συναχθῆναι ἐν τῇ ἐκκλησίᾳ

બાર્નાબાસ અને શાઉલ મંડળી સાથે એક થઈને રહેતા હતા

χρηματίσαι…ἐν Ἀντιοχείᾳ τοὺς μαθητὰς, Χριστιανούς

આ સૂચવે છે કે અન્ય લોકો વિશ્વાસીઓને આ નામથી બોલાવતા હતા. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અંત્યોખના લોકો શિષ્યોને ખ્રિસ્તીઓ કહેતા હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

πρώτως ἐν Ἀντιοχείᾳ

અંત્યોખમાં પ્રથમ વખત

Acts 11:27

અહીં લૂક અંત્યોખની ભવિષ્યવાણી વિષે પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

δὲ

આ શબ્દ અહીં મુખ્ય વાર્તા-પંક્તિના વિરામને ચિહ્નિત કારવાં માટે વપરાયો છે.

κατῆλθον ἀπὸ Ἱεροσολύμων…εἰς Ἀντιόχειαν

અંત્યોખ કરતા યરૂશાલેમ ઊંચાઈમાં હતું, તેથી ઇઝરાએલીઓ એ યરૂશાલેમ જવું અથવા ત્યાંથી નીચે જવાની વાત કરવી તે સામાન્ય વાત હતી.

Acts 11:28

ὀνόματι Ἅγαβος

જેનું નામ આગાબાસ હતું

ἐσήμανεν διὰ τοῦ Πνεύματος

પવિત્ર આત્માએ તેને પ્રબોધવાણી કરવાની પ્રેરણા આપી

λιμὸν μεγάλην μέλλειν ἔσεσθαι

ખોરાકની મહાન અછત સર્જાશે

ἐφ’ ὅλην τὴν οἰκουμένην

આ એક સામાન્યીકરણ હતું, જેમાં તેઓને રુચિ હતી તે જગતના ભાગનો ઉલ્લેખ કરતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""સમગ્ર વસવાટ કરેલા જગતમાં"" અથવા ""સમગ્ર રોમન સામ્રાજ્યમાં"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

ἐπὶ Κλαυδίου

લૂકના શ્રોતાઓ જાણતા હશે કે ક્લોદિયસ તે સમયે રોમનો સમ્રાટ હતો. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે ક્લોદિયસ રોમન સમ્રાટ હતો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Acts 11:29

તેઓ"" અને ""તેઓ"" શબ્દો અંત્યોખમાંની મંડળીના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે (પ્રેરિતોનાં કૃત્યો 11:27).

δὲ

આ શબ્દનો અર્થ એ થાય છે કે જે ઘટના પહેલા બનેલી કોઈ બીજી વસ્તુને કારણે થઈ હતી. આ કિસ્સામાં, તેઓએ આગાબાસની ભવિષ્યવાણી અથવા દુષ્કાળને લીધે મદદ મોકલી.

καθὼς εὐπορεῖτό τις

ધનવાન લોકોએ વધુ મોકલ્યું અને ગરીબ લોકોએ થોડું મોકલ્યું.

ἐν τῇ Ἰουδαίᾳ ἀδελφοῖς

યહૂદીયામાંના વિશ્વાસીઓ

Acts 11:30

διὰ χειρὸς Βαρναβᾶ καὶ Σαύλου

સંપૂર્ણ વ્યક્તિની ક્રિયા માટે હાથ એ અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: ""બાર્નાબાસ અને શાઉલને તેમની પાસે લઈ ગયા"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Acts 12

પ્રેરિતોનાં કૃત્યો 12 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

અધ્યાય 12 જણાવે છે કે રાજા હેરોદનું શું થયું જ્યારે બાર્નાબાસ શાઉલને તાર્સસથી પાછો લઈને આવી રહ્યો હતો અને તેઓ અંત્યોખ યરૂશાલેમ મદદ પહોંચાડતા હતા (11:25-30). તેણે મંડળીના ઘણાં આગેવાનોની હત્યા કરી, અને તેણે પિતરને બંદીખાનામાં પૂર્યો. ઈશ્વરે પિતરને જેલમાંથી છૂટવામાં મદદ કરી પછી, હેરોદે જેલના રક્ષકોને મારી નાખ્યો, અને પછી ઈશ્વરે હેરોદને મારી નાખ્યો. આ અધ્યાયની છેલ્લી કલમમાં, લૂક જણાવે છે કે કેવી રીતે બાર્નાબાસ અને શાઉલ અંત્યોખ પાછા ફર્યા.

આ અધ્યાયમાંના શબ્દાલંકાર

વ્યક્તિત્વ

""ઈશ્વરનું વચન"" વિશે એવી રીતે કહેવામા આવ્યું છે જાણે કે તે જીવંત હોય કે જે વૃદ્ધિ પામતું હોય અને પુષ્કળ બની જતું હોય. (જુઓ: ઈશ્વરનો શબ્દ, યહોવાનો શબ્દ, પ્રભુનો શબ્દ, સત્યનો શબ્દ, શાસ્ત્ર અને વ્યક્તિનો અવતાર)

Acts 12:1

હેરોદ યાકૂબને મારી નાખે છે આ તેની પૃષ્ઠભૂમિની માહિતી છે. (જુઓ: પૂર્વભૂમિકા)

અહીં નવી સતાવણી શરૂ થાય છે, સૌ પ્રથમ યાકૂબનું મૃત્યુ અને પછી પિતરને બંદીખાનામાં પૂરવો અને પછી છુટકારો.

δὲ

આ વાર્તાના નવા ભાગને શરૂ કરે છે. (જુઓ: એક નવી ઘટનાનો પરિચય)

κατ’ ἐκεῖνον…τὸν καιρὸν

આ દુકાળના સમયનો ઉલ્લેખ કરે છે.

ἐπέβαλεν…τὰς χεῖρας…τινας

આનો અર્થ એ થયો કે હેરોદે વિશ્વાસીઓની ધરપકડ કરી. તમે પ્રેરિતોનાં કૃત્યો 5:18 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""ધરપકડ કરવા સૈનિકો મોકલ્યા"" (જુઓ: રૂઢિપ્રયોગ)

τινας τῶν ἀπὸ τῆς ἐκκλησίας

ફક્ત યાકૂબ અને પિતરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે સૂચવે છે કે આ યરૂશાલેમની મંડળીના આગેવાનો હતા. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

κακῶσαί

વિશ્વાસીઓને સતાવણીના કારણથી

Acts 12:2

ἀνεῖλεν δὲ Ἰάκωβον, τὸν ἀδελφὸν Ἰωάννου, μαχαίρῃ

આ યાકૂબની હત્યા કેવી રીતે થઈ હતી તેને રજૂ કરે છે.

ἀνεῖλεν…Ἰάκωβον

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) હેરોદે જાતે યાકૂબને મારી નાખ્યો હતો અથવા 2) હેરોદે કોઈને યાકૂબને મારી નાખવાનો આદેશ આપ્યો. વૈકલ્પિક અનુવાદ: ""હેરોદે આદેશ આપ્યો અને તેઓએ યાકૂબને મારી નાખ્યો"" (જુઓ: ઉપનામ)

Acts 12:3

અહીં “તે” શબ્દ હેરોદનો ઉલ્લેખ કરે છે (પ્રેરિતોનાં કૃત્યો 12:1).

ἰδὼν δὲ ὅτι ἀρεστόν ἐστιν τοῖς Ἰουδαίοις

જ્યારે હેરોદને સમજાયું કે યાકૂબની હત્યા કરવાથી યહૂદી આગેવાનો ખુશ થયા છે

ἀρεστόν ἐστιν τοῖς Ἰουδαίοις

યહૂદી આગેવાનોને ખુશ કર્યા

ὅτι…ἐστιν

હેરોદે આ કર્યું અથવા “આ પ્રમાણે થયું”

ἡμέραι τῶν Ἀζύμων

આ પાસ્ખાપર્વનો દિવસ યહૂદી આગેવાનોને ઉજવવાનો હતો તે ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પર્વ કે જ્યારે યહૂદી લોકો ખમીર વિનાની રોટલી ખાય છે

Acts 12:4

τέσσαρσιν τετραδίοις στρατιωτῶν

સૈનિકોની ચાર ટુકડીઓ. દરેક ટુકડીમાં ચાર સૈનિકો હતા જે એક સમયે એક જૂથ પિતરની ચોકી કરતા હતા. જૂથોએ 24 કલાકનો દિવસ ચાર પાળીમાં વહેંચ્યો. દર વખતે બે સૈનિકો તેની બાજુમાં અને અન્ય બે સૈનિકો પ્રવેશ દ્વાર પાસે.

βουλόμενος…ἀναγαγεῖν αὐτὸν τῷ λαῷ

હેરોદે લોકોની હાજરીમાં પિતરનો ન્યાય કરવાની યોજના બનાવી અથવા ""યહૂદી લોકો સમક્ષ પિતરનો ન્યાય કરવાની હેરોદે યોજના બનાવી

Acts 12:5

ὁ μὲν οὖν Πέτρος ἐτηρεῖτο ἐν τῇ φυλακῇ

આ સૂચવે છે કે સૈનિકોએ સતત જેલમાં પિતરની ચોકીદારી કરી. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""સૈનિકોએ જેલમાં પિતરની ચોકીદારી કરી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

προσευχὴ…ἦν ἐκτενῶς γινομένη ὑπὸ τῆς ἐκκλησίας πρὸς τὸν Θεὸν περὶ αὐτοῦ

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""યરૂશાલેમના વિશ્વાસીઓએ તેના માટે ઈશ્વરને આગ્રહથી પ્રાર્થના કરી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐκτενῶς

સતત અને સંપૂર્ણ સ્વાર્પણ સહીત

Acts 12:6

ἤμελλεν προαγαγεῖν αὐτὸν ὁ Ἡρῴδης τῇ νυκτὶ ἐκείνῃ

હેરોદે તેની હત્યા કરવાનું વિચાર્યું હતું તે સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હેરોદ પિતરને તેનો ન્યાય કરવો અને તેની પર આરોપ મૂકવા અને પછી તેને જેલમાંથી બહાર લાવવાનો હતો તેના પહેલા દિવસે એમ બન્યું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

δεδεμένος ἁλύσεσιν δυσίν

બે સાંકળોથી બંધાયેલો અથવા ""બે સાંકળોથી જોડાયેલો” દરેક સાંકળ પિતરની આજુબાજુમાં રહેતા બે ચોકીદારો સાથે જોડાયેલી હતી.

ἐτήρουν τὴν φυλακήν

બંદીખાનાના દરવાજા આગળ ચોકી કરતા હતા

Acts 12:7

“તેને” અને “તેનું” શબ્દો પિતરનો ઉલ્લેખ કરે છે.

ἰδοὺ

આ શબ્દ આપણને હવે પછીની આશ્ચર્યજનક માહિતી તરફ ધ્યાન આપવાની ચેતવણી આપે છે.

ἐπέστη

તેની બાજુમાં અથવા “તેની પાસે”

ἐν τῷ οἰκήματι

બંદીખાનાના ઓરડામાં

πατάξας…τοῦ Πέτρου

દૂત પિતરને મારીને જગાડે છે અથવા ""દૂત પિતરને માર્યું."" પિતર સ્પષ્ટપણે ભારે નિદ્રામાં હતો એટલે કે તેને જગાડવા માટે આની જરૂર હતી.

ἐξέπεσαν αὐτοῦ αἱ ἁλύσεις ἐκ τῶν χειρῶν

દૂતે પિતરના હાથે બંધાયેલી સાંકડો સ્પર્શ કર્યા વિના તોડી નાખી.

Acts 12:8

ἐποίησεν…οὕτως

દૂતે જે પ્રમાણે પિતરને કહ્યું હતું તે પ્રમાણે કર્યું અથવા “પિતર આજ્ઞાધીન થયો”

Acts 12:9

અહીં ""તે"" શબ્દ પિતરનો ઉલ્લેખ કરે છે. ""તેઓ"" અને ""તેઓ"" શબ્દો પિતર અને દૂતનો ઉલ્લેખ કરે છે.

οὐκ ᾔδει

તે કઈ સમજ્યો નહિ

ἀληθές ἐστιν τὸ γινόμενον διὰ τοῦ ἀγγέλου

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં બદલી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""દૂતના કાર્યો વાસ્તવિક હતા"" અથવા ""દૂતે ખરેખર જે કર્યું તે ખરેખર થયું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 12:10

διελθόντες δὲ πρώτην φυλακὴν καὶ δευτέραν

તે સૂચિત કરી શકાય છે કે સૈનિકો પિતર અને દૂતને ચાલતા જોઈ શક્યા ન હતા જ્યારે તેઓ ત્યાથી પસાર થયા. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તેઓ ત્યાંથી પસાર થયા ત્યારે પહેલો અને બીજો ચોકીદાર તેમને જોઈ શક્યો નહિ, અને પછી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

διελθόντες

ચાલતા પસાર થયા

καὶ δευτέραν

“ચોકીદાર"" શબ્દ અગાઉના શબ્દસમૂહ પરથી સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અને બીજો ચોકીદાર"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

ἦλθαν ἐπὶ τὴν πύλην τὴν σιδηρᾶν

પિતર અને દૂત લોખંડના દરવાજે પહોંચ્યા

τὴν φέρουσαν εἰς τὴν πόλιν

તે શહેર તરફ ખુલતો હતો અથવા “તે બંદીખાનામાંથી શહેર તરફ જતો હતો”

ἥτις αὐτομάτη ἠνοίγη αὐτοῖς

અહીં ""તેની જાતે"" નો અર્થ થાય છે કે ન તો પિતર કે દૂતે તેને ખોલ્યો. વૈકલ્પિક અનુવાદ: ""દરવાજો તેમના માટે ખુલી ગયો"" અથવા ""દરવાજો તેમના ઉઘડી ગયો"" (જુઓ: સ્વવાચક સર્વનામો)

προῆλθον ῥύμην μίαν

મહોલ્લામાંથી તેઓ ચાલતા ગયા

εὐθέως ἀπέστη…ἀπ’ αὐτοῦ

પિતરને અચાનક છોડી દીધો અથવા “અચાનક અદ્રશ્ય થઈ ગયો”

Acts 12:11

καὶ ὁ Πέτρος ἐν ἑαυτῷ γενόμενος

આ એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે પિતર સંપૂર્ણપણે ભાનમાં આવ્યો"" અથવા ""જ્યારે પિતરને ખબર પડી કે જે બન્યું હતું તે વાસ્તવિક હતું"" (જુઓ: રૂઢિપ્રયોગ)

ἐξείλατό με ἐκ χειρὸς Ἡρῴδου

અહીં ""હેરોદનો હાથ"" એ ""હેરોદની પકડ"" અથવા ""હેરોદની યોજનાઓ"" નો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હેરોદે મારા માટે જે યોજનાઓ કરી હતી તેમાંથી મને બચાવી લાવ્યા"" (જુઓ: ઉપનામ)

ἐξείλατό με

મને છોડાવ્યો

πάσης τῆς προσδοκίας τοῦ λαοῦ τῶν Ἰουδαίων

અહીં ""યહૂદીઓના લોકો"" શક્ય રીતે ખાસ કરીને યહૂદી આગેવાનોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનોએ વિચાર્યું હતું કે તે મને થશે” (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Acts 12:12

συνιδών

તે ભાનમાં આવ્યો કે ઈશ્વરે તેને છોડાવ્યો છે.

Ἰωάννου, τοῦ ἐπικαλουμένου Μάρκου

યોહાનને માર્ક પણ કહેતા હતા. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""યોહાન, જેને લોકો માર્ક પણ કહેતા હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 12:13

અહીં ""તેણી"" અને ""તેણીનું"" શબ્દો દાસી રોદાનો ઉલ્લેખ કરે છે. અહીં “તેઓ” અને “તેઓ” શબ્દોનો ઉલ્લેખ અંદર જે લોકો પ્રાર્થના કરતા હતા તેઓને માટે કરે છે (પ્રેરિતોનાં 12:12).

κρούσαντος…αὐτοῦ

પિતરે દરવાજો ખટખટાવ્યો. દરવાજો ખટખટાવવો એ સામાન્ય યહૂદી રિવાજ હતો કે અન્ય જાણે કે તમે તેમની મુલાકાત લેવા ચાહો છો. તમારી સંસ્કૃતિને યોગ્ય તમે બદલી શકો છો.

τὴν θύραν τοῦ πυλῶνος

બહારના દરવાજા પર અથવા ""શેરીથી આંગણા સુધીના પ્રવેશદ્વાર પર

προσῆλθε…ὑπακοῦσαι

કોઈએ આવીને પૂછ્યું કે દરવાજો કોણે ખટખટાવ્યો

Acts 12:14

ἀπὸ τῆς χαρᾶς

કારણ કે તે ખૂબ આનંદિત હતી અથવા “વધુ પડતી ઉત્સાહિત”

οὐκ ἤνοιξεν τὸν πυλῶνα

દરવાજો ખોલ્યો નહીં અથવા “દરવાજો ખોલવાનું ભૂલી ગઈ”

εἰσδραμοῦσα

તમે એ કહી શકો છો કે “દોડીને ઘરના ઓરડામાં ચાલી ગઈ”

ἀπήγγειλεν

તેણીએ તેમને કહ્યું અથવા “તેણીએ કહ્યું”

ἑστάναι…πρὸ τοῦ πυλῶνος

દરવાજાની બહાર ઊભો રહ્યો. પિતર હજુ પણ બહાર ઊભો હતો.

Acts 12:15

μαίνῃ

લોકોએ તેના પર વિશ્વાસ ન કર્યો એટલું જ નહિ પરંતુ તેના હર્ષને લીધે ઠપકો પણ આપ્યો. વૈકલ્પિક અનુવાદ: “તું તો ઘેલી છે”

ἡ…διϊσχυρίζετο οὕτως ἔχειν

તેણીએ કહ્યું કે હું જે કહું છું તે સાચું છે

οἱ…ἔλεγον

તેઓએ ઉત્તર આપ્યો

ὁ ἄγγελός ἐστιν αὐτοῦ

તે કદાચને પિતરના દૂતને જોયો છે. કેટલાક યહૂદી રક્ષણ કરનાર દૂતમાં વિશ્વાસ કરતા હતા અને તેઓએ વિચાર્યું હશે કે પિતરનો દૂત તેમની પાસે આવ્યો છે.

Acts 12:16

અહીંયા ""તેઓ"" અને ""તેમને"" શબ્દો ઘરમાં હાજર લોકોનો ઉલ્લેખ કરે છે. ""તે"" અને ""તે"" શબ્દો પિતરનો ઉલ્લેખ કરે છે.

ὁ δὲ Πέτρος ἐπέμενεν κρούων

સતત"" શબ્દનો અર્થ કે અંદરના લોકો વાતો કરતા હતા તે સંપૂર્ણ સમય સુધી પિતરે દરવાજો ખટખટાવ્યા કર્યો.

Acts 12:17

ἀπαγγείλατε…ταῦτα

આ બાબતો કહો

τοῖς ἀδελφοῖς

અન્ય વિશ્વાસીઓને

Acts 12:18

“તેને” શબ્દ પિતરનો ઉલ્લેખ કરે છે. “તેને” શબ્દ હેરોદનો ઉલ્લેખ કરે છે.

δὲ

આ શબ્દ વાર્તામાં વાક્યમાં વિરામ ચિહ્ન કરવા માટે વપરાય છે. સમય વીતી ગયો; તે હવે બીજા દિવસે છે.

γενομένης…ἡμέρας

સવારમાં

ἦν τάραχος οὐκ ὀλίγος ἐν τοῖς στρατιώταις, τί ἄρα ὁ Πέτρος ἐγένετο

આ વાક્યનો ઉપયોગ ખરેખર જે બન્યું તેના પર ભાર મૂકવા માટે કરવામાં આવે છે. આ સકારાત્મક રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પિતરનું શું થયું તે વિષે સૈનિકોમાં ભારે ગડબડ ચાલી રહી હતી"" (જુઓ: વક્રોક્તિ)

ἦν τάραχος οὐκ ὀλίγος ἐν τοῖς στρατιώταις, τί ἄρα ὁ Πέτρος ἐγένετο

ગડબડ"" અથવા ""તકલીફ” શબ્દોથી ભિન્ન વ્યાકરણ નામ ""ઉદાસ"" વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પિતરનું શું થયું હશે તે વિષે સૈનિકોમાં ખૂબ જ ગડબડ થઈ"" (જુઓ: અમૂર્ત નામો)

Acts 12:19

Ἡρῴδης δὲ ἐπιζητήσας αὐτὸν καὶ μὴ εὑρὼν

પછી હેરોદે પિતરની શોધ કરી અને તે તેને જડ્યો નહિ

Ἡρῴδης δὲ ἐπιζητήσας αὐτὸν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""જ્યારે હેરોદે સાંભળ્યું કે પિતર ગુમ થયેલ છે, ત્યારે તે પોતે બંદીખાનામાં તેની શોધ કરવા ગયો"" અથવા 2) ""જ્યારે હેરોદે સાંભળ્યું કે પિતર ગુમ થયો ત્યારે તેણે બંદીખાનામાં તેની શોધ કરવા માટે અન્ય સૈનિકોને મોકલ્યા.

ἀνακρίνας τοὺς φύλακας, ἐκέλευσεν ἀπαχθῆναι

રોમન સરકારમાં જો તેનો કેદી ભાગી જાય તો ચોકીદારોને મૃત્યુદંડ આપવો તે સામાન્ય સજા હતી.

καὶ κατελθὼν

ચાલ્યા જવું"" શબ્દસમૂહ અહીં વપરાય છે કારણ કે કૈસરિયા યહૂદિયા કરતા નીચાણમાં આવેલું છે.

Acts 12:20

લૂક હેરોદના જીવનમાં બનતી બીજી ઘટનાનો ઉલ્લેખ કરે છે.

δὲ

આ શબ્દ અહીં વાર્તામાંની આગામી ઘટનાને ચિહ્નિત કરવા માટે વપરાયો છે. (જુઓ: એક નવી ઘટનાનો પરિચય)

ὁμοθυμαδὸν…παρῆσαν πρὸς αὐτόν

અહીંયા ""તેઓ"" શબ્દ એક સામાન્યીકરણ છે. શક્ય નથી કે તૂર અને સિદોનના સર્વ લોકો હેરોદ પાસે ગયા હોય. વૈકલ્પિક અનુવાદ: ""તૂર અને સિદોનના લોકોનું પ્રતિનિધિત્વ કરતા માણસો હેરોદ સાથે વાત કરવા માટે એક સાથે ગયા"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

πείσαντες Βλάστον

આ માણસોએ બ્લાસ્તસને સમજાવ્યો

Βλάστον

બ્લાસ્તસ સહકાર્યકર હતો અથવા રાજા હેરોદનો એક અધિકારી હતો

ᾐτοῦντο εἰρήνην

આ માણસોએ શાંતિની વિનંતી કરી હતી

τὸ τρέφεσθαι αὐτῶν τὴν χώραν ἀπὸ τῆς βασιλικῆς

તેઓએ કદાચ આ ખોરાક ખરીદ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""હેરોદના રાજ્યમાં લોકો પાસેથી તૂર અને સિદોનના લોકોએ તેમનો બધો ખોરાક ખરીદ્યો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

τὸ τρέφεσθαι αὐτῶν

તે સૂચિત છે કે હેરોદે આ ખોરાકના પુરવઠા પર પ્રતિબંધ મૂક્યો હતો, કારણ કે તે તૂર અને સિદોનના લોકો પર કોપાયમાન થયો હતો. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 12:21

τακτῇ…ἡμέρᾳ

સંભવત: આ તે દિવસ હતો, જે દિવસે હેરોદ પ્રતિનિધિઓ સાથે મળવા સંમત થયા હતા. વૈકલ્પિક અનુવાદ: ""જે દિવસે હેરોદ તેમની સાથે મળવા સંમત થયો

ἐσθῆτα βασιλικὴν

કીમતી વસ્ત્રો જે બતાવી શકે કે તે રાજા હતો

καθίσας ἐπὶ τοῦ βήματος

આ એ સ્થાન છે જ્યાં સામાન્ય રીતે જે લોકો તેને મળવા આવે છે તેઓને હેરોદ સંબોધન કરે છે.

Acts 12:22

અહીં હેરોદ વિષેની વાર્તાના ભાગનો અંત આવે છે.

Acts 12:23

παραχρῆμα…ἄγγελος

તરત જ ઈશ્વરના દૂતે તેને માર્યો અથવા “જ્યારે લોકોએ હેરોદની પૂજા કરી રહ્યા હતા, એક દૂતે”

ἐπάταξεν αὐτὸν

પીડિત હેરોદ અથવા “હેરોદનું ખૂબ બીમાર થવાનું કારણ”

οὐκ ἔδωκεν τὴν δόξαν τῷ Θεῷ

હેરોદે લોકોને ઈશ્વરની ભક્તિ કરવાનું કહેવાને બદલે લોકોને તેની ભક્તિ કરવા દીધી.

γενόμενος σκωληκόβρωτος, ἐξέψυξεν

અહીં ""કીડા"" એ શરીરની અંદરના કૃમિઓનો ઉલ્લેખ કરે છે, કદાચ આંતરડાના કીડા. આ સક્રિય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કીડાઓ હેરોદને ખાઈ ગયા અને તે મરણ પામ્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 12:24

કલમ 24 એ કલમ 23 માંના ઇતિહાસને ચાલુ રાખે છે. જે કલમ 25 માં 11:30 માંથી ઇતિહાસ ચાલુ રાખે છે. (જુઓ: વાર્તાની સમાપ્તિ)

ὁ…λόγος τοῦ Θεοῦ ηὔξανεν καὶ ἐπληθύνετο

ઈશ્વરનું વચન જાણે કે જીવંત વૃક્ષ હોય જે વૃદ્ધિ પામે છે અને ફળ આપે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરના મહિમાનો આ સંદેશ સર્વ જગ્યાએ અને સર્વ સ્થાનોએ ફેલાઈ ગયો અને વધારે ને વધારે લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો"" (જુઓ: રૂપક)

ὁ…λόγος τοῦ Θεοῦ

ઈશ્વરને સંદેશ કે જેણે ઈસુને મોકલ્યા છે

Acts 12:25

πληρώσαντες τὴν διακονίαν

પ્રેરિતોનાં 11:29-30 માં અંત્યોખથી વિશ્વાસીઓ પાસેથી મદદ લાવ્યાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""નાણાં યરૂશાલેમની મંડળીના આગેવાનોને પહોંચડ્યા” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ὑπέστρεψαν εἰς Ἰερουσαλὴμ

તેઓ પાછા યરૂશાલેમથી અંત્યોખમાં ગયા. વૈકલ્પિક અનુવાદ: ""બાર્નાબાસ અને શાઉલ અંત્યોખ પાછા ફર્યા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 13

પ્રેરિતોનાં કૃત્યો 13 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદકોએ વાંચનને સરળ બનાવવા માટે જૂના કરારની પ્રત્યેક પંક્તિ બાકીના લખાણ કરતાં દૂર જમણી બાજુએ ગોઠવે છે. યુએલટી આ પ્રમાણે ગીતશાસ્ત્રમાં ત્રણ સ્થાનોના અવતરણ સાથે કરે છે જે જૂના કરારમાં 4:25-26 માંથી ટાંકવામાં આવે છે.

કેટલાક અનુવાદકો વાંચનને સરળ બનાવવા માટે કવિતાઓની પ્રત્યેક પંક્તિ બાકીના લખાણ કરતાં દૂર જમણી બાજુએ ગોઠવે છે. યુએલટી આ પ્રમાણે કવિતાની સાથે કરે છે જે જૂના કરારના 13:41 માંથી ટાંકવામાં આવે છે. પ્રેરિતોનાં કૃત્યોમાં આ અધ્યાયથી પુસ્તકનો બીજો ભાગ શરૂ થાય છે. લૂક પિતર કરતા વધારે પાઉલ વિશે લખે છે, અને તે વર્ણવે છે કે તે કેવી રીતે વિદેશી લોકો છે અને જે યહૂદીઓ નથી જેને વિશ્વાસીઓએ ઈસુ વિષેનો સંદેશ આપ્યો છે.

આ અધ્યાયમાં વિશિષ્ટ ખ્યાલો

વિદેશીઓ માટે અજવાળું

બાઈબલ ઘણી વાર અન્યાયી લોકો વિશે કહે છે, જે લોકો ઈશ્વરને ગમતું કાર્ય કરતા નથી, જેમ કે તેઓ અંધકારમાં ચાલતા હોય. તે પ્રકાશની વાત કરે છે જાણે કે તે પાપી લોકોને ન્યાયી બનવા, જે ખોટું કરી રહ્યા છે તેમને સમજવા અને ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવાનું શરૂ કરે છે. યહૂદીઓ સર્વ વિદેશી લોકોને અંધકારમાં ચાલતા ગણે છે પરંતુ પાઉલે અને બાર્નાબાસે વિદેશી લોકોને ઈસુ વિશેની વાત જણાવી હતી જાણે કે તેઓ તેમને માટે શારીરિક અજવાળું પ્રાપ્ત કરાવશે. (જુઓ: રૂપક અને ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું)

Acts 13:1

કલમ 1 અંત્યોખની મંડળીમાં રહેતા લોકો વિષેની પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. અહીં પ્રથમ ""તેઓ"" શબ્દ સંભવત આ પાંચ આગેવાનોનો ઉલ્લેખ કરે છે પરંતુ તેમાં અન્ય વિશ્વાસીઓનો પણ સમાવેશ થાય છે. ""તેઓ"" અને ""તેઓનું"" શબ્દો સંભવત રીતે અન્ય ત્રણ આગેવાનોનો ઉલ્લેખ કરે છે જેમાં બાર્નાબાસ અને શાઉલનો સમાવેશ નથી પરંતુ તેમાં અન્ય વિશ્વાસીઓનો સમાવેશ થાય છે. (જુઓ: પૂર્વભૂમિકા)

લૂક એ સેવાકાર્યની મુસાફરી વિશે જણાવવાની શરૂઆત કરે છે જેમાં અંત્યોખની મંડળીમાં બાર્નાબાસ અને શાઉલને મોકલે છે.

δὲ ἐν Ἀντιοχείᾳ κατὰ τὴν οὖσαν ἐκκλησίαν

તે સમયે અંત્યોખની મંડળીમાં

Συμεὼν…Νίγερ…Λούκιος…Μαναήν

આ વ્યક્તિઓના નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Ἡρῴδου τοῦ τετράρχου σύντροφος

મનાહેમ સંભવતઃ હેરોદનો દૂધભાઈ અથવા સાથે ઉછરેલો ગાઢ મિત્ર હતો.

Acts 13:2

ἀφορίσατε…μο

મારી સેવા કરવાને નીમવામાં આવ્યા

προσκέκλημαι αὐτούς

આ ક્રિયાપદ જણાવે છે કે ઈશ્વરે તેઓને આ કાર્યને માટે પસંદ કર્યા હતા.

Acts 13:3

ἐπιθέντες τὰς χεῖρας αὐτοῖς

ઈશ્વરે જે લોકોને તેની સેવાને માટે અલગ કર્યા છે તેઓ પર હાથ મુકીને તેમને વિદાય કર્યા. આ કાર્ય દર્શાવે છે કે આગેવાનો સંમત થયા કે પવિત્ર આત્માએ બાર્નાબાસ અને શાઉલને આ કાર્યને માટે તેડ્યા છે. (જુઓ: સાંકેતિક પગલું)

ἀπέλυσαν

તે માણસોને મોકલ્યા અથવા ""તે માણસોને પવિત્ર આત્માએ જે કાર્ય કરવાને કહ્યું હતું તે કરવા માટે મોકલ્યા

Acts 13:4

અહીં “તેઓ,” “તેઓ,” અને “તેઓનું” શબ્દો બાર્નાબાસ અને સિલાસનો ઉલ્લેખ કરે છે.

οὖν

આ શબ્દ એક ઘટના દર્શાવે છે જે પાછલી ઘટનાને કારણે થઈ હતી. આ કિસ્સામાં, અગાઉની ઘટનામાં બર્નાબાસ અને શાઉલને પવિત્ર આત્મા દ્વારા અલગ કરવામાં આવ્યા.

κατῆλθον

“નીચે ગયા” શબ્દસમૂહનો ઉપયોગ થયો છે કારણ કે સલૂકિયા અંત્યોખ કરતા નીચાણ વિસ્તારમાં આવેલું છે.

Σελεύκιαν

દરિયા કિનારે વસેલું શહેર

Acts 13:5

Σαλαμῖνι

સલામિસ શહેર તે સૈપ્રસ ટાપુ પર આવેલું છે.

κατήγγελλον τὸν λόγον τοῦ Θεοῦ

ઈશ્વરનું વચન અહીંયા “ઈશ્વરના સંદેશ” માટેનું એક અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરનો સંદેશ પ્રગટ કર્યો"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

συναγωγαῖς τῶν Ἰουδαίων

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""સલામિસ શહેરમાં ઘણાં યહૂદી સભાસ્થાનો હતા જ્યાં બાર્નાબાસ અને શાઉલે ઉપદેશ કર્યો"" અથવા 2) ""બાર્નાબાસ અને શાઉલ સલામિસના સભાસ્થાનમાં ઉપદેશ કરવાનું શરૂ કર્યું અને જ્યાં કઈ અન્ય સભાસ્થાનો મળે ત્યાં તેઓ ઉપદેશ કરતા અને સૈપ્રસ ટાપુની આસપાસ મુસાફરી કરી.

εἶχον δὲ καὶ Ἰωάννην, ὑπηρέτην

યોહાન માર્ક તેઓની સાથે ગયો અને તેઓને મદદ કરતો હતો

ὑπηρέτην

સહાયક

Acts 13:6

અહીં ""તેઓ"" શબ્દનો અર્થ પાઉલ, સિલાસ અને યોહાન માર્ક છે. ""આ માણસ"" શબ્દો ""સર્ગિયુસ પાઉલ"" નો ઉલ્લેખ કરે છે. પ્રથમ ""તે"" શબ્દ સર્ગિયુસ પાઉલનો ઉલ્લેખ કરે છે, જે બુધ્ધીશાળી હતો; બીજો શબ્દ ""તે"" એક જાદુગર અલિમાસ (જે બાર-ઈસુ પણ કહેવાય છે) નો ઉલ્લેખ કરે છે.

ὅλην τὴν νῆσον

તેઓ ટાપુની એક જગ્યાએથી બીજી તરફ ગયા અને તેઓ જ્યાંથી પસાર થયા તે દરેક શહેરમાં સુવાર્તાનો સંદેશ પ્રગટ કરતા ગયા.

Πάφου

સૈપ્રસનું મુખ્ય શહેર જેમાં આ બુદ્ધિશાળી રહેતો હતો

εὗρον

અહીંયા ""મળ્યો"" એટલે કે તેઓ તેની શોધ કર્યા વિના તેની પાસે આવ્યા. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ મળ્યા"" અથવા ""તેઓ ત્યાં આવ્યા

ἄνδρα, τινὰ μάγον

ખાસ વ્યક્તિ જે મેલીવિદ્યા કરે છે અથવા ""એક વ્યક્તિ જે અલૌકિક જાદુઈ કળાઓ કરે છે”

ᾧ ὄνομα Βαριησοῦς

બાર ઈસુનો અર્થ છે ""ઈસુનો દીકરો."" આ માણસ અને ઈસુ ખ્રિસ્ત વચ્ચે કોઈ સંબંધ નથી. ઈસુ નામ તે સમયે સામાન્ય નામ થઈ ગયું હતું. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Acts 13:7

σὺν

જે વારંવાર અથવા “જે સતત સંગત ઇચ્છતો હતો”

ἀνθυπάτῳ

આ રોમન પ્રાંતનો અધિકાર હતો. વૈકલ્પિક અનુવાદ: ""રાજયપાલ”

ἀνδρὶ συνετῷ

આ સર્ગિયુસ પાઉલસ વિષેની પૃષ્ઠભૂમિની માહિતી છે. (જુઓ: પૂર્વભૂમિકા)

Acts 13:8

Ἐλύμας ὁ μάγος

આ બાર-ઈસુ હતો, જેને “જાદુગર” પણ કહેવામાં આવતો હતો.” (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

οὕτως…μεθερμηνεύεται τὸ ὄνομα αὐτοῦ

તે એ હતો કે જે ગ્રીકમાં કહેવાતો હતો

ἀνθίστατο…αὐτοῖς…ζητῶν διαστρέψαι

તેઓને પાછા ફરવાનો પ્રયાસ કરીને અથવા “તેમને પાછા ફેરવવાના પ્રયાસ કરીને રોકવાની કોશિશ દ્વારા”

ζητῶν διαστρέψαι τὸν ἀνθύπατον ἀπὸ τῆς πίστεως

અહીં “ને પાછા ફેરવવા .. દૂર કરવાથી” એ કોઈને કંઈ ન કરવા દેવા મનાવવા માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""રાજ્યપાલને સુવાર્તાના સંદેશા પર વિશ્વાસ ન કરવા સમજાવવાનો પ્રયાસ કર્યો"" (જુઓ: રૂપક)

Acts 13:9

તેને"" શબ્દ જાદુગર અલિમાસનો ઉલ્લેખ કરે છે, જેને બાર ઈસુ પણ કહેવામાં આવે છે (પ્રેરિતોનાં કૃત્યો 13:6-8).

પાફસના ટાપુ પર હતા તે દરમિયાન, પાઉલે અલિમાસ સાથે વાત કરવાની શરૂઆત કરે છે.

Σαῦλος…ὁ καὶ Παῦλος

શાઉલ તેના યહૂદી નામની જેમ, અને ""પાઉલ"" તેનું રોમનું નામ હતું. તે કોઈ રોમન અધિકારી સાથે વાત કરી રહ્યો હોવાથી, તેણે પોતાનું રોમન નામનો ઉપયોગ કર્યો. વૈકલ્પિક અનુવાદ: ""શાઉલ, જે હવે પોતાને પાઉલ કહે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἀτενίσας εἰς αὐτὸν

તેની તરફ એકી નજરે જોઈને

Acts 13:10

υἱὲ διαβόλου

પાઉલ કહે છે કે તે માણસ શેતાનની જેમ વર્તન કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તું શેતાન જેવા છે"" અથવા ""તું શેતાન જેવા કાર્યો કરે છે"" (જુઓ: ઉપનામ)

ὦ πλήρης παντὸς δόλου καὶ πάσης ῥᾳδιουργίας

તું હંમેશા જૂઠાણાંનો ઉપયોગ કરીને જે સાચું નથી તે અન્યોને વિશ્વાસ કરે તેવું ઇચ્છે છે અને હંમેશા જે ખોટું છે તે કરે છે.

ῥᾳδιουργίας

આ સંદર્ભમાં તેનો અર્થ એ છે કે ઈશ્વરનો નિયમનું પાલન કરવામાં આળસુ અને મહેનતુ નહીં.

ἐχθρὲ πάσης δικαιοσύνης

પાઉલ અલિમાસની દુષ્ટ વાતો જાહેર કરે છે. જેમ શેતાન ઈશ્વરનો દુશ્મન છે અને ન્યાયીપણાની વિરુદ્ધ છે, તેમ જ અલિમાસ પણ હતો.

οὐ παύσῃ διαστρέφων τὰς ὁδοὺς τοῦ Κυρίου τὰς εὐθείας

પાઉલ ઈશ્વરનો વિરોધ કરવાના બદલામાં અલિમાસને ઠપકો આપતા આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તું હંમેશા કહે છે કે ઈશ્વર પ્રભુ વિષેનું સત્ય જ્ઞાન ખોટું છે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τὰς ὁδοὺς τοῦ Κυρίου τὰς εὐθείας

અહીં ""પાધરા રસ્તાઓ"" તે માર્ગોનો ઉલ્લેખ કરે છે જે સત્ય છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુના સત્ય માર્ગો"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Acts 13:11

તમે"" અને ""તેને"" શબ્દો અલિમાસ જાદુગરનો ઉલ્લેખ કરે છે. ""તે"" શબ્દ સર્ગિયુસ પાઉલ, રાજ્યપાલ (પાફસના રાજ્યપાલ) છે તેનો ઉલ્લેખ કરે છે.

પાઉલ અલિમાસ સાથેની વાત પૂર્ણ કરે છે.

χεὶρ Κυρίου ἐπὶ σέ

અહીં ""હાથ"" ઈશ્વરનું સામર્થ્ય રજૂ કરે છે અને ""તમારા ઉપર"" એ સજા સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ તમને સજા કરશે"" (જુઓ: ઉપનામ)

ἔσῃ τυφλὸς

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર તને અંધ બનાવશે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

μὴ βλέπων τὸν ἥλιον

અલિમાસ સંપૂર્ણ અંધ રહેશે કે તે સૂર્યને જોઈ શકશે નહીં. વૈકલ્પિક અનુવાદ: ""તું સૂર્યને પણ જોઈ શકીશ નહિ

ἄχρι καιροῦ

થોડી મુદત સુધી અથવા “ઈશ્વરે નિર્ધાર કરેલા સમય સુધી”

ἔπεσεν ἐπ’ αὐτὸν ἀχλὺς καὶ σκότος

અલિમાસની આંખો અસ્પષ્ટ અને પછી અંધકારમય થઈ ગઈ અથવા ""અલિમાસ અસ્પષ્ટ જોવા લાગ્યો અને પછી તે કંઈ પણ જોઈ શક્યો નહીં

περιάγων

અલિમાસ આમતેમ ફરવા લાગ્યો અથવા “અલિમાસ આસપાસ ફરવા લાગ્યો અને”

Acts 13:12

ἀνθύπατος

આ રોમન પ્રાંતનો પ્રભારી રાજ્યપાલ હતો. વૈકલ્પિક અનુવાદ: “રાજ્યપાલ”

ἐπίστευσεν

તેણે ઈસુ પર વિશ્વાસ કર્યો

ἐκπλησσόμενος ἐπὶ τῇ διδαχῇ τοῦ Κυρίου

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર વિષેના બોધથી તે વિસ્મય પામ્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 13:13

13 અને 14 કલમો વાર્તાના આ ભાગ વિશેની પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. ""પાઉલ અને તેના મિત્રો"" બાર્નાબાસ અને યોહાન માર્ક (જેને યોહાન પણ કહેવાય) છે. આ જગ્યાએથી, શાઉલને પ્રેરિતોનાં કૃત્યોમાં પાઉલ કહેવામાં આવે છે. પાઉલનું નામ પ્રથમ સૂચિબદ્ધ છે જે સૂચવે છે કે તે જૂથનો આગેવાન બન્યો હતો. અનુવાદમાં આ ક્રમ રાખવો અગત્યનું છે. (જુઓ: પૂર્વભૂમિકા)

આ પાઉલ વિશે પિસીદિયાના અંત્યોખમાં વાર્તાનો એક નવો ભાગ છે.

δὲ

આ વાર્તાના નવા ભાગની શરૂઆતને ચિહ્નિત કરે છે.

ἀναχθέντες…ἀπὸ τῆς Πάφου

પાફસથી વહાણમાં બેસીને મુસાફરી કરી

ἦλθον εἰς Πέργην τῆς Παμφυλίας

પર્ગેમાં આવ્યો જે પમ્ફૂલિયામાં છે

Ἰωάννης δὲ ἀποχωρήσας ἀπ’ αὐτῶν

પરંતુ યોહાન માર્ક પાઉલ અને બાર્નાબાસને છોડી ગયો

Acts 13:14

Ἀντιόχειαν τὴν Πισιδίαν

અંત્યોખ શહેર પિસીદિયા પ્રાંતમાં આવેલું છે

Acts 13:15

μετὰ δὲ τὴν ἀνάγνωσιν τοῦ νόμου καὶ τῶν προφητῶν

નિયમશાસ્ત્ર અને પ્રબોધકો"" એ યહૂદી ધર્મગ્રંથોના ભાગોનો ઉલ્લેખ કરે છે જે વાંચવામાં આવ્યા હતા. વૈકલ્પિક અનુવાદ: ""કોઈએ નિયમશાસ્ત્રના પુસ્તકો અને પ્રબોધકોનાં લખાણોમાંથી વાંચ્યુ પછી"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

ἀπέστειλαν…πρὸς αὐτοὺς λέγοντες

કોઈને કહેવાનું કહ્યું અથવા “કોઈને કહેવા માટે કહ્યું”

ἀδελφοί

ભાઈઓ"" શબ્દ અહીં પાઉલ અને બાર્નાબાસ અને સાથી યહૂદીઓ તરીકે સભાસ્થાનના લોકોનો ઉલ્લેખ કરે છે.

εἴ τίς ἐστιν ἐν ὑμῖν λόγος παρακλήσεως

જો તમે અમને પ્રોત્સાહિત કરવા કંઈ પણ કહેવા માંગતા હોય તો

λέγετε

મહેરબાની કરીને બોલો અથવા “મહેરબાની કરીને તે અમને કહો”

Acts 13:16

પ્રથમ શબ્દ ""તે"" પાઉલનો ઉલ્લેખ કરે છે. બીજો શબ્દ ""તે"" ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. અહીં ""આપણા"" શબ્દનો અર્થ પાઉલ અને તેના સાથી યહૂદીઓ છે. ""તેઓ"" અને ""તેમને"" શબ્દો ઇઝરાએલીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)

પાઉલ પિસીદિયાના અંત્યોખના સભાસ્થાનમાં રહેલા લોકોને ઉપદેશ આપે છે. તેણે ઇઝરાએલના ઇતિહાસમાં બનેલી ઘટનાઓ વિશે વાત કરવાની શરૂઆત કરી.

κατασείσας τῇ χειρὶ

આ તેના હાથનો સંકેત આપે છે કે તે બોલવા માટે તૈયાર છે. વૈકલ્પિક અનુવાદ: ""તે બોલવા જઈ રહ્યો છે તે બતાવવા માટે તેનો હાથ હલાવ્યો"" (જુઓ: સાંકેતિક પગલું)

οἱ φοβούμενοι τὸν Θεόν

આ તે વિદેશી લોકોનો ઉલ્લેખ કરે છે જેમણે યહૂદી ધર્મને અપનાવ્યો હતો. ""તમે જેઓ ઇઝરાએલી નથી પરંતુ ઈશ્વરને ભજનારા છો

τὸν Θεόν, ἀκούσατε

ઈશ્વર, મારું સાંભળો અથવા “ઈશ્વર, હું જે કહેવા જઈ રહ્યો છું તે સાંભળો”

Acts 13:17

ὁ Θεὸς τοῦ λαοῦ τούτου Ἰσραὴλ

ઇઝરાએલના લોકો જેને ભજે છે તે ઈશ્વર

τοὺς πατέρας ἡμῶν

આપણા પૂર્વજો

τὸν λαὸν ὕψωσεν

તેઓ સંખ્યામાં ઘણાં હતા

μετὰ βραχίονος ὑψηλοῦ

આ ઈશ્વરના સામર્થ્યનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મહાન પરાક્રમ સાથે"" (જુઓ: ઉપનામ)

ἐξ αὐτῆς

મિસરમાંથી બહાર કાઢી લાવ્યો

Acts 13:18

ἐτροποφόρησεν αὐτοὺς

આનો અર્થ છે ""તેમણે તેમને સહન કર્યા."" કેટલાક સંસ્કરણોમાં અલગ શબ્દ છે જેનો અર્થ છે કે ""તેમણે તેમની સંભાળ લીધી."" વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેમની અનઆજ્ઞાધીનતાને સહન કરી"" અથવા ""ઈશ્વરે તેમની સંભાળ લીધી

Acts 13:19

અહીંયા ""તે"" શબ્દ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. ""તેમનો દેશ"" શબ્દો તે ભૂમિનો ઉલ્લેખ કરે છે જે સાત દેશોએ અગાઉ કબજો કર્યો હતો. ""તેઓ"" શબ્દનો અર્થ ઇઝરાએલના લોકોનો છે. ""આપણો"" શબ્દ પાઉલ અને લોકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)

ἔθνη

અહીં ""દેશો"" શબ્દ વિવિધ લોક સમૂહોનો ઉલ્લેખ કરે છે અને ભૌગોલિક સીમાઓનો નહીં.

Acts 13:20

ὡς ἔτεσι τετρακοσίοις καὶ πεντήκοντα

પરિપૂર્ણ કરતાં 450 વર્ષો કરતા વધારે સમય લાગ્યો

ἕως Σαμουὴλ προφήτου

શમુએલ પ્રબોધકના સમયથી

Acts 13:21

અહીંનું અવતરણ શમુએલના ઇતિહાસથી અને જૂના કરારમાં એથાનનાં ભજનોમાંથી છે.

ἔτη τεσσεράκοντα

ચાલીસ વર્ષ માટે તેઓના રાજા બનવું

Acts 13:22

μεταστήσας αὐτὸν

આ ભાવનાત્મક અર્થ છે કે ઈશ્વરે શાઉલને રાજા તરીકે જાહેર ન કર્યો. વૈકલ્પિક અનુવાદ: ""શાઉલને રાજા તરીકે નકાર્યો

ἤγειρεν τὸν Δαυεὶδ αὐτοῖς εἰς βασιλέα

ઈશ્વરે દાઉદને તેઓનો રાજા ઠરાવ્યો

βασιλέα

ઇઝરાએલનો રાજા અથવા “ઇઝરાએલીઓનો રાજા”

ᾧ…εἶπεν

ઈશ્વરે દાઉદ વિશે આ કહ્યું હતું

εὗρον

મેં તેનું અવલોકન કર્યું

ἄνδρα κατὰ τὴν καρδίαν μου

આ અભિવ્યક્તિનો અર્થ છે “એક વ્યક્તિ છે તે ઇચ્છે છે જે હું ઇચ્છું છું.” (જુઓ: રૂઢિપ્રયોગ)

Acts 13:23

અહીં અવતરણ સુવાર્તાઓમાંથી છે.

τούτου…ἀπὸ τοῦ σπέρματος

દાઉદના વંશજોમાંથી. ભાર મૂકવામાં માટે આ વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે કે તારણહાર એ દાઉદના વંશજોમાંથી એક હોવા જોઈએ (પ્રેરિતોનાં કૃત્યો 13:22).

ἤγαγεν τῷ Ἰσραὴλ

આ ઇઝરાએલના લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઇઝરાએલના લોકોને આપ્યો"" (જુઓ: ઉપનામ)

κατ’ ἐπαγγελίαν

જે રીતે ઈશ્વરે વચન આપ્યું હતું તે પ્રમાણે

Acts 13:24

βάπτισμα μετανοίας

પસ્તાવો"" ક્રિયાપદ તરીકે તમે ""પસ્તાવો"" શબ્દ અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""પસ્તાવાનું બાપ્તિસ્મા"" અથવા ""લોકો તેમના પાપ માટે પસ્તાવો કરવા માગતા હોય ત્યારે બાપ્તિસ્મા લે છે"" (જુઓ: અમૂર્ત નામો)

Acts 13:25

τί ἐμὲ ὑπονοεῖτε εἶναι?

યોહાને આ પ્રશ્ન લોકોને પૂછવા માટે પૂછ્યો કે તે કોણ છે. વૈકલ્પિક અનુવાદ: ""હું કોણ છું તે વિશે વિચાર કરો"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

οὐκ εἰμὶ ἐγώ

યોહાન મસીહાનો ઉલ્લેખ કરી રહ્યો હતો, જેમના આવવાની તેઓ અપેક્ષા રાખતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""હું તે મસીહા નથી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἀλλ’ ἰδοὺ

હવે તે શું કહેવાનો છે તે મહત્વની બાબત પર ભાર મૂકે છે.

ἔρχεται μετ’ ἐμὲ

આ પણ મસીહાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મસીહા ખૂબ જલદી આવશે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

οὗ οὐκ εἰμὶ ἄξιος τὸ ὑπόδημα τῶν ποδῶν λῦσαι

હું તેમના પગરખાં ઉતારવાને પણ યોગ્ય નથી. મસીહા યોહાન કરતાં મહાન છે કે તે તેમના માટે નિમ્ન કક્ષાનું કાર્ય કરવાને પણ યોગ્ય નથી.

Acts 13:26

તેઓ"" અને ""તેમના"" શબ્દનો અર્થ યરૂશાલેમમાં રહેતા યહૂદીઓનો છે. અહીં ""અમે"" શબ્દમાં પાઉલ અને સભાસ્થાનમાં તેના સમગ્ર શ્રોતાઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)

ἀδελφοί, υἱοὶ γένους Ἀβραὰμ, καὶ οἱ ἐν ὑμῖν φοβούμενοι τὸν Θεόν

પાઉલ યહૂદીઓના શ્રોતાઓને સંબોધન કરે છે અને વિદેશી લોકોએ યહૂદી ધર્મ અપનાવ્યો છે તેઓને સાચા ઈશ્વરની ભક્તિ કરવા માટે તેમના વિશેષ દરજ્જાને યાદ કરાવે છે.

ὁ λόγος τῆς σωτηρίας ταύτης ἐξαπεστάλη

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે આ તારણ વિશેનો સંદેશ મોકલ્યો છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τῆς σωτηρίας ταύτης

તારણ"" શબ્દનો અનુવાદ ""બચાવવું"" ક્રિયાપદ સાથે કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર લોકોને બચાવશે” (જુઓ: અમૂર્ત નામો)

Acts 13:27

τοῦτον ἀγνοήσαντες

તેઓ સમજી શક્યા નહિ કે આ વ્યક્તિ ઈસુ તે જ છે જેમને ઈશ્વરે આપણને બચાવવા માટે મોકલ્યા હતા

τὰς φωνὰς τῶν προφητῶν

અહીં ""કહેવતો"" શબ્દ પ્રબોધકોના સંદેશને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રબોધકોનાં લખાણો"" અથવા ""પ્રબોધકોનો સંદેશ"" (જુઓ: ઉપનામ)

τὰς…ἀναγινωσκομένας

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેને કોઈ વાંચે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τὰς φωνὰς τῶν προφητῶν…ἐπλήρωσαν

પ્રબોધકોએ જે કહ્યું હતું તે જ તેઓએ કર્યું અને જે પ્રબોધકોનાં પુસ્તકોમાં લખેલું છે તે પ્રમાણે થશે

Acts 13:28

અહીં ""તેઓ"" શબ્દનો અર્થ યરૂશાલેમના યહૂદી લોકો અને તેમના ધાર્મિક આગેવાનો છે. અહીં “તેને” શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે.

μηδεμίαν αἰτίαν θανάτου εὑρόντες

ઈસુને મારી નાખવાનું કોઈ કારણ તેઓને મળ્યું નહિ.

ᾐτήσαντο Πειλᾶτον

શબ્દ “કહ્યું” એ વિનંતી કરવાનો મજબુત શબ્દ છે, એટલે કે વિનંતી અથવા આજીજી.

Acts 13:29

ὡς δὲ ἐτέλεσαν πάντα τὰ περὶ αὐτοῦ γεγραμμένα

પ્રબોધકોએ જે કહ્યું હતું કે તેઓ આ સર્વ બાબતો ઈસુને કરશે તે બની ત્યારે

καθελόντες ἀπὸ τοῦ ξύλου

સ્પષ્ટપણે કહેવું મદદરૂપ બની શકે છે કે આ થાય તે પહેલાં ઈસુનું મરણ થયું. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ ઈસુને મારી નાખ્યા અને પછી તે મરણ પામ્યા બાદ તેઓને વધસ્તંભથી નીચે ઉતારી લીધા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἀπὸ τοῦ ξύλου

વધસ્તંભથી. આ તે સમયે લોકોએ વધસ્તંભનો ઉલ્લેખ કર્યો હતો તે અલગ હતો. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 13:30

ὁ δὲ Θεὸς ἤγειρεν αὐτὸν

પરંતુ જે લોકોએ કર્યું અને જે ઈશ્વરે કર્યું તેમાં તીવ્ર વિરોધાભાસ સૂચવે છે.

ἤγειρεν αὐτὸν ἐκ νεκρῶν

મરણ પામેલા લોકોમાંથી તેમને ઉઠાડ્યા. ""મરણ"" પામેલા સાથે રહેવાનો અર્થ એ છે કે ઈસુ મરણ પામ્યા હતા.

ἤγειρεν αὐτὸν

અહીં, ઉઠાડવું એ મરણ પામનાર વ્યક્તિને ફરીથી સજીવન કરવાનું કારણ છે એટલે કે રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમને ફરીથી સજીવન કર્યા"" (જુઓ: રૂઢિપ્રયોગ)

ἐκ νεκρῶν

જેઓ મરણ પામેલા છે તે સર્વ લોકોમાંથી. આ દર્શાવે છે કે સર્વ જગતમાં મરણ પામેલા લોકોનું એક સાથે વર્ણન કરે છે. તેમની મધ્યેથી કોઈને ઉઠાડવું એટલે વ્યક્તિને ફરીથી સજીવન કરવાની વાત કરે છે.

Acts 13:31

ὃς ὤφθη ἐπὶ ἡμέρας πλείους τοῖς συναναβᾶσιν αὐτῷ ἀπὸ τῆς Γαλιλαίας εἰς Ἰερουσαλήμ

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે શિષ્યો ઈસુ સાથે ગાલીલથી યરૂશાલેમ ગયા હતા તેઓએ તેમને ઘણાં દિવસો સુધી જોયો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἡμέρας πλείους

અમે અન્ય લખાણોથી જાણીએ છીએ કે આ સમયગાળો 40 દિવસનો હતો. ""ઘણાં દિવસો"" નો એક એવા શબ્દ સાથે અનુવાદ કરો જે તે લાંબા સમયગાળા માટે યોગ્ય રહેશે.

νῦν εἰσιν μάρτυρες αὐτοῦ πρὸς τὸν λαόν

હવે લોકોને ઈસુ વિશેની સાક્ષી આપી રહ્યા છે અથવા ""હવે લોકોને ઈસુ વિશે કહી રહ્યા છે

Acts 13:32

અહીં બીજું અવતરણ એ પ્રબોધક યશાયામાંથી છે.

καὶ

આ શબ્દ એક ઘટનાને ચિહ્નિત કરે છે જે પાછલી ઘટનાને કારણે બની હતી. આ કિસ્સામાં, અગાઉની ઘટના એ છે કે ઈશ્વર ઈસુને મરણમાંથી ઉઠાડે છે.

τοὺς πατέρας

અમારા પૂર્વજો. પાઉલ હજી પરંતુ યહૂદીઓ સાથે વાત કરી રહ્યો છે અને પિસીદિયાના અંત્યોખના સભાસ્થાનમાં યહૂદી અને વિદેશીઓ વિષે વાત કરે છે. આ યહૂદીઓના શારીરિક પૂર્વજો અને બદલાણ પામેલાઓના આત્મિક પૂર્વજો હતા.

Acts 13:33

ἐκπεπλήρωκεν τοῖς τέκνοις ἡμῶν, ἀναστήσας

તમારે આ વાક્યના ભાગોને ફરીથી ગોઠવવાની જરૂર પડી શકે છે, જે કલમ 32થી શરૂ થાય છે. ""ઈશ્વર આપણા માટે, તેઓના બાળકો માટે, જે વચનો તેમણે આપણા પૂર્વજોને આપ્યા હતા, તે પૂર્ણ કર્યા છે, દ્વારા"" (જુઓ: [[https://git.door43.org/STR/gu_ ta/src/branch/master/translate:translate__versebridge.md]])

τοῖς τέκνοις ἡμῶν

અમારા માટે, જે આપણા પૂર્વજોનાં બાળકો છે. પાઉલ હજી પણ યહૂદીઓ સાથે વાત કરી રહ્યો છે અને પિસીદિયાના અંત્યોખના સભાસ્થાનમાં યહૂદી અને વિદેશીઓ વિશે વાત કરે છે. આ યહૂદીઓના શારીરિક પૂર્વજો અને બદલાણ પામેલાઓના આત્મિક પૂર્વજો હતા.

ἀναστήσας Ἰησοῦν

અહીં ઉઠાડવું એ કોઈ મરણ પામનારને ફરીથી સજીવન કરવા માટેનું એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુને ફરીથી સજીવન કરવા દ્વારા"" (જુઓ: રૂઢિપ્રયોગ)

ὡς…ἐν τῷ ψαλμῷ γέγραπται τῷ δευτέρῳ

ગીતશાસ્ત્ર 2 માં આ પ્રમાણે લખવામાં આવ્યું છે

τῷ ψαλμῷ…τῷ δευτέρῳ

ગીતશાસ્ત્ર 2

Υἱός…γεγέννηκά σε

આ મહત્વના શીર્ષકો છે જે ઈસુ અને ઈશ્વરના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

Acts 13:34

ὅτι δὲ ἀνέστησεν αὐτὸν ἐκ νεκρῶν, μηκέτι μέλλοντα ὑποστρέφειν εἰς διαφθοράν, οὕτως εἴρηκεν

ઈશ્વર આ શબ્દોમાં જણાવે છે કે ઈસુને ફરી સજીવન કરવામાં આવ્યા છે જેથી તે ફરીથી ક્યારેય મરણ ન પામે.

ἐκ νεκρῶν

મરણ પામેલા સર્વ લોકોમાંથી. આ ભાવનાત્મક જગતના સર્વ મરણ પામેલા લોકોનું વર્ણન કરે છે. તેમની મધ્યેથી જીવંત બનીને ફરી પાછા આવવું તે વિષે વાત કરે છે.

τὰ ὅσια…τὰ πιστά

ચોક્કસ આશીર્વાદો

Acts 13:35

διότι καὶ ἐν ἑτέρῳ λέγει

પાઉલના શ્રોતાઓ સમજી શક્યા કે આ ગીતશાસ્ત્ર મસીહાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""દાઉદના અન્ય ગીતશાસ્ત્રમાં, તે મસીહા વિષે પણ કહે છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

καὶ…λέγει

દાઉદ કહે છે કે. દાઉદ ગીતશાસ્ત્ર 16 થી જે અવતરણમાં આવે છે તેનો લેખક છે.

οὐ δώσεις τὸν Ὅσιόν σου ἰδεῖν διαφθοράν

સડો જુઓ"" શબ્દસમૂહ એ ""સડવું"" માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તે તેના પવિત્રના શરીરને કોહવાણ લાગવા દેશે નહિ"" (જુઓ: ઉપનામ)

οὐ δώσεις

અહીં દાઉદ ઈશ્વર વિશે કહે છે.

Acts 13:36

ἰδίᾳ γενεᾷ

તેમના જીવનકાળ દરમિયાન

ὑπηρετήσας τῇ τοῦ Θεοῦ βουλῇ

ઈશ્વર તેના દ્વારા જે કરાવવા ઇચ્છતા હતા તે કર્યું અથવા “ઈશ્વરને જે પસંદ છે તે કરવું”

ἐκοιμήθη

મરણને દર્શાવવાની આ નમ્ર રીત છે. વૈકલ્પિક અનુવાદ: “તે મરણ પામ્યા” (જુઓ: સૌમ્યોક્તિ)

προσετέθη πρὸς τοὺς πατέρας αὐτοῦ

તેમના પૂર્વજોની સાથે તેમને દફનાવવામાં આવ્યા

εἶδεν διαφθοράν

“કોહવાણનો અનુભવ” શબ્દસમૂહ એ “તેમના શરીરનું કોહવાણ થયું” માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: “તેમનું શરીર કોહવાણ પામ્યું” (જુઓ: ઉપનામ)

Acts 13:37

ὃν δὲ

પરંતુ ઈસુ જેમને

ὁ Θεὸς ἤγειρεν

અહીંયા ઉઠાડવું એ મરણ પામનારને ફરીથી સજીવન કરવાનું કારણ બનવાનો એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેમને ફરી સજીવન કર્યા"" (જુઓ: રૂઢિપ્રયોગ)

οὐκ εἶδεν διαφθοράν

સડાનો અનુભવ કર્યો નહિ” એ શબ્દસમૂહ ""તેમના શરીરમાં સડો ન પડ્યો"" તે કહેવાની રીત છે. વૈકલ્પિક અનુવાદ: ""સડો થયો નહિ"" (જુઓ: ઉપનામ)

Acts 13:38

અહીં “તેમને” શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે.

γνωστὸν…ἔστω ὑμῖν

આ જાણો અથવા “તમારા માટે આ જાણવું મહત્વપૂર્ણ છે”

ἀδελφοί

પાઉલ આ શબ્દનો ઉપયોગ કરે છે કારણ કે તેઓ તેમના સાથી-યહૂદીઓ અને યહૂદી ધર્મના અનુયાયીઓ છે. તેઓ આ સમયે ખ્રિસ્તી વિશ્વાસીઓ નથી. વૈકલ્પિક અનુવાદ: ""મારા સાથી ઇઝરાએલીઓ અને અન્ય મિત્રો

ὅτι διὰ τούτου, ὑμῖν ἄφεσις ἁμαρτιῶν καταγγέλλεται

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અમે તમને પ્રગટ કરીએ છીએ કે ઈસુ દ્વારા તમારા પાપો માફ કરી શકાય છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἄφεσις ἁμαρτιῶν

ક્ષમા"" એ અમૂર્ત સંજ્ઞાને ""ક્ષમા કરવી"" ક્રિયાપદ સાથે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કે ઈશ્વર તમારા પાપો માફ કરી શકે છે"" (જુઓ: અમૂર્ત નામો)

Acts 13:39

ἐν τούτῳ πᾶς ὁ πιστεύων

તેમના દ્વારા જે દરેક વ્યક્તિ વિશ્વાસ કરે છે અથવા “જે કોઈ તેમના પર વિશ્વાસ કરે છે”

ἐν τούτῳ πᾶς ὁ πιστεύων δικαιοῦται

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે કોઈ વિશ્વાસ કરે છે ઈસુ તેઓને ન્યાયી ઠરાવે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

સર્વ પાપો

Acts 13:40

પાઉલ સભાસ્થાનમાં લોકોને સંદેશ આપતા પ્રબોધક હબાક્કુકને ટાંકે છે. અહીં ""હું"" શબ્દ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે.

પાઉલે પિસીદિયાના અંત્યોખના સભાસ્થાનમાં ઉપદેશ પૂર્ણ કરે છે, જેની શરૂઆત તેણે પ્રેરિતોનાં કૃત્યો 13:16 માં કરી હતી.

βλέπετε

તે સૂચિત છે કે તેઓએ જે બાબત વિષે સાવધ રહેવાનું છે તે પાઉલનો સંદેશ છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં જે કહ્યું છે તે બાબતો વિષે દ્રઢ રહેજો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

τὸ εἰρημένον ἐν τοῖς προφήταις

જેથી કે પ્રબોધકોએ જે કહ્યું છે તે વિષે

Acts 13:41

ἴδετε, οἱ καταφρονηταί

તમે જેઓ તિરસ્કાર અનુભવો છો અથવા “તમે જેઓ ઉપહાસ કરનારા”

θαυμάσατε

આશ્ચર્ય થાઓ અથવા “આઘાત અનુભવો”

καὶ ἀφανίσθητε

પછી મરણ પામો

ἔργον ἐργάζομαι

હું કંઈ કરી રહ્યો છું અથવા “હું એક કાર્ય કરી રહ્યો છું”

ἐν ταῖς ἡμέραις ὑμῶν

તમારા જીવનકાળ દરમિયાન

ἔργον ὃ

હું કંઈક કરી રહ્યો છું જે

ἐάν τις ἐκδιηγῆται ὑμῖν

જો ભલે કોઈ તમને તે વિશે કહે

Acts 13:42

ἐξιόντων δὲ

જ્યારે પાઉલ અને બાર્નાબાસ જઈ રહ્યા હતા

ἐξιόντων δὲ, αὐτῶν παρεκάλουν

તેમને વિંનતી કરી

τὰ ῥήματα ταῦτα

અહીંયા ""શબ્દો"" એ સંદેશનો ઉલ્લેખ કરે છે જે પાઉલ બોલ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""આ સમાન સંદેશ છે"" (જુઓ: ઉપનામ)

Acts 13:43

λυθείσης δὲ τῆς συναγωγῆς

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ કલમ 42 માં ફરીથી શરૂ કરે છે ""જેમ પાઉલ અને બાર્નાબાસ ગયા"" અથવા 2) પાઉલ અને બાર્નાબાસ સભા પૂર્ણ થાય તે પહેલાં નીકળી ગયા હતા અને આ ઘટના પછી બને છે.

προσηλύτων

આ એ લોકો બિન-યહૂદી લોકો હતા જેઓ યહૂદી ધર્મમાં બદલાણ પામ્યા હતા.

οἵτινες προσλαλοῦντες αὐτοῖς, ἔπειθον αὐτοὺς

અને પાઉલ તથા બાર્નાબાસે તે લોકો સાથે વાત કરી અને વિનંતી કરી.

προσμένειν τῇ χάριτι τοῦ Θεοῦ

તે સૂચિત છે કે તેઓએ પાઉલના ઉપદેશ પર વિશ્વાસ કર્યો કે ઈસુ મસીહા હતા. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુએ જે કર્યું તેનાથી ઈશ્વર દયા કરીને લોકોના પાપને માફ કરે છે તે વિશ્વાસ કરવો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 13:44

અહીં “તેને” શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે.

σχεδὸν πᾶσα ἡ πόλις

શહેર"" એ શહેરના લોકોને દર્શાવે છે. આ વાક્યનો ઉપયોગ ઈશ્વરના વચનનો મહાન પ્રતિસાદ બતાવવા માટે થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""શહેરના લગભગ તમામ લોકો"" (જુઓ: ઉપનામ)

ἀκοῦσαι τὸν λόγον τοῦ Κυρίου

તે સૂચિત છે કે પાઉલ અને બાર્નાબાસ એ લોકો હતા જેઓ ઈશ્વરના વચનો બોલતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""પાઉલ અને બાર્નાબાસને પ્રભુ ઈસુ વિશે બોલતા સાંભળવા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 13:45

οἱ Ἰουδαῖοι

અહીં ""યહૂદીઓ"" યહૂદી આગેવાનોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનો"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

ἐπλήσθησαν ζήλου

અહીં અદેખાઈ વિશે એવું કહેવામાં આવે છે જાણે કે તે કોઈ વસ્તુ હોય જે વ્યક્તિને ભરી દે છે. વૈકલ્પિક અનુવાદ: ""ખૂબ જ અદેખાઈ આવી"" (જુઓ: રૂપક)

ἀντέλεγον

વિરોધાભાસી અથવા “વિરોધ કરવો”

τοῖς ὑπὸ Παύλου λαλουμένοις

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પાઉલે જે કહ્યું તે બાબતો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 13:46

તમે"" શબ્દના પ્રથમ બે ઉદાહરણો બહુવચન છે અને જે યહૂદીઓનો ઉલ્લેખ કરે છે જેની સાથે પાઉલ વાત કરી રહ્યો છે. અહીં ""અમે"" અને ""આપણે"" શબ્દો પાઉલ અને બાર્નાબાસનો ઉલ્લેખ કરે છે પરંતુ ત્યાં જે ભીડ હાજર હતી તેને નહીં. પાઉલનું અવતરણ જૂના કરારના પ્રબોધક યશાયામાંથી છે. મૂળ ભાગમાં, ""હું"" શબ્દ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે અને ""તમે"" શબ્દ એકવચન છે અને તે મસીહાનો ઉલ્લેખ કરે છે. અહીં, પાઉલ અને બાર્નાબાસ કહે છે કે અવતરણ દર્શાવેલ સેવાકાર્યનો ઉલ્લેખ કરે છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

ἦν ἀναγκαῖον

આ સૂચવે છે કે ઈશ્વરે આ કરવાને આદેશ આપ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે આદેશ આપ્યો છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ὑμῖν…ἀναγκαῖον πρῶτον λαληθῆναι τὸν λόγον τοῦ Θεοῦ

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. અહીં ""ઈશ્વરનો સંદેશ"" એ ""ઈશ્વર તરફથી સંદેશ” માટેનો એક અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: ""કે અમે તમને ઈશ્વરનો સંદેશ સૌપ્રથમ કહીએ છીએ"" અથવા ""કે અમે તમને ઈશ્વરનું વચન સૌપ્રથમ કહીએ છીએ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને અભિવ્યક્ત અલંકાર)

ἐπειδὴ ἀπωθεῖσθε αὐτὸν

ઈશ્વરના વચનને તેઓએ એ રીતે નકારી કાઢ્યો જાણે કે કોઈને દૂર ધકેલી દીધો હોય. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે તમે ઈશ્વરના વચનને નકારી કાઢો છો"" (જુઓ: રૂપક)

οὐκ ἀξίους κρίνετε ἑαυτοὺς τῆς αἰωνίου ζωῆς

બતાવ્યું છે કે તમે અનંત જીવન માટે તમે લાયક નથી અથવા ""અનંત જીવન માટે લાયક ન હોય તેમ તમે વર્તો છો”

στρεφόμεθα εἰς τὰ ἔθνη

અમે વિદેશીઓમાં જઈશું. પાઉલ અને બાર્નાબાસ સૂચન કરી રહ્યા હતા કે તેઓ વિદેશીઓમાં ઈશ્વરનું વચન પ્રગટ કરશે. વૈકલ્પિક અનુવાદ: ""અમે તમને છોડી અને વિદેશીઓમાં પ્રચાર કરવાનું શરૂ કરીશું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 13:47

εἰς φῶς

અહીં ઈસુ વિષેનું સત્ય કે પાઉલ જે વિષે પ્રચાર કરી રહ્યો હતો તે જાણે કે પ્રકાશ છે કે જે લોકોને જોવાની મંજૂરી આપે છે. (જુઓ: રૂપક)

εἰς σωτηρίαν ἕως ἐσχάτου τῆς γῆς

તારણ"" અમૂર્ત શબ્દને ""બચાવવું"" ક્રિયાપદ સાથે અનુવાદ કરી શકાય છે. ""પરમઊંચામાં ભાગો"" શબ્દસમૂહ દરેક જગ્યાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જગતની દરેક જગ્યાએ લોકોને કહો કે હું તેમને બચાવવા માંગુ છું"" (જુઓ: અમૂર્ત નામો)

Acts 13:48

ἐδόξαζον τὸν λόγον τοῦ Κυρίου

અહીં ""શબ્દ"" ઈસુ વિષેના સંદેશનો ઉલ્લેખ કરે છે કે તેઓએ વિશ્વાસ કર્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ વિષેના સંદેશ માટે ઈશ્વરની સ્તુતિ થાઓ"" (જુઓ: ઉપનામ)

ὅσοι ἦσαν τεταγμένοι εἰς ζωὴν αἰώνιον

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અનંત જીવન માટે જેટલાને ઈશ્વરે નિમણૂંક કર્યા છે તેટલા લોકોએ વિશ્વાસ કર્યો"" અથવા ""જેઓને ઈશ્વરે અનંત જીવન આપવા માટે પસંદ કર્યા છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 13:49

διεφέρετο…ὁ λόγος τοῦ Κυρίου δι’ ὅλης τῆς χώρας

અહીં ""શબ્દ"" ઈસુ વિષેના સંદેશનો ઉલ્લેખ કરે છે. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ વિશ્વાસ કરતા હતા કે તેઓએ પ્રભુની વાત આખા પ્રદેશમાં ફેલાવી"" અથવા ""જેઓ માનતા હતા તે પ્રદેશમાં દરેક જગ્યાએ ગયા અને બીજાઓને પરંતુ ઈસુની વાત કહી સંભળાવી"" (જુઓ: ઉપનામ અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 13:50

અહીં “તેઓ” શબ્દ પાઉલ અને બાર્નાબાસનો ઉલ્લેખ કરે છે.

અહીં પાઉલ અને બાર્નાબાસનો અંત્યોખમાં સમય પૂર્ણ થાય છે અને તેઓ ઇકોનિયા જાય છે.

οἱ…Ἰουδαῖοι

આ કદાચ યહૂદીઓના આગેવાનોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનો"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

παρώτρυναν

સમજાવવું અથવા “હંગામો કરાવવો”

τοὺς πρώτους

અતિ મહત્વપૂર્ણ વ્યક્તિઓ

ἐπήγειραν διωγμὸν ἐπὶ τὸν Παῦλον καὶ Βαρναβᾶν

તેઓએ મહત્વપૂર્ણ વ્યક્તિઓને સમજાવીને પાઉલ અને બાર્નાબાસની સતાવણી કરાવી

ἐξέβαλον αὐτοὺς ἀπὸ τῶν ὁρίων αὐτῶν

પાઉલ અને બાર્નાબાસને તેઓના શહેરમાંથી દૂર કર્યા

Acts 13:51

ἐκτιναξάμενοι τὸν κονιορτὸν τῶν ποδῶν ἐπ’ αὐτοὺς

આ વિશ્વાસ ન કરનાર લોકોને સૂચવવાનું એક સાંકેતિક કાર્ય હતું કે ઈશ્વરે તેમને નકારી દીધા છે અને તેઓ સજા પામશે. (જુઓ: સાંકેતિક ભાષા)

Acts 13:52

οἵ…μαθηταὶ

આ સંભવત રીતે પિસીદિયાના અંત્યોખના નવા વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે જેઓને પાઉલ અને સિલાસ હમણાં જ મૂકીને ગયા.

Acts 14

પ્રેરિતોનાં કૃત્યો 14 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""તેમની કૃપાનો સંદેશ""

ઈસુનો સંદેશ તે એ સંદેશ છે જે ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓના પર ઈશ્વર કૃપા બતાવે છે. (જુઓ: કૃપા, કૃપાળુ અને વિશ્વાસ કરવો, વિશ્વાસી, માન્યતા, અવિશ્વાસી, અનાસ્થા/અશ્રદ્ધા)

ઝિયૂસ અને હર્મેસ

રોમન સામ્રાજ્યમાં વિદેશી લોકોએ ઘણાં જુદા જુદા ખોટા દેવતાઓની ઉપાસના કરતાં હતા, જે ખરેખર અસ્તિત્વમાં નહોતા. પાઉલ અને બાર્નાબાસે તેમને ""જીવતા ઈશ્વર"" માં વિશ્વાસ રાખવા કહ્યું. (જુઓ: દેવ, જૂઠા દેવો, દેવી, મૂર્તિ, મૂર્તિઓ, મૂર્તિપૂજક, મૂર્તિપૂજકો, મૂર્તિપૂજક, મૂર્તિપૂજા)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""ઘણાં દુ:ખો દ્વારા આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરીશું.""

ઈસુએ તેમના મરણ પહેલાં તેમને અનુસરનારાઓને કહ્યું હતું કે તેઓ સર્વને દુઃખ સહન કરવું પડશે. પાઉલ તે જ વાત વિભિન્ન શબ્દોનો ઉપયોગ કરીને કહે છે.

Acts 14:1

પાઉલ અને બાર્નાબાસની ઇકોનિયાની વાર્તા ચાલુ છે.

ἐγένετο δὲ, ἐν Ἰκονίῳ

અહીં શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “ઇકોનિયામાં એવું બન્યું કે” અથવા 2) “ઇકોનિયામાં રાબેતા મુજબ”

λαλῆσαι οὕτως

ખૂબ જ સામર્થ્યથી બોલ્યા. તેઓ ઈસુ વિશેનો સંદેશ બોલ્યા તે જણાવવું મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ વિશેનો સંદેશ ખૂબ જ સામર્થ્યથી બોલ્યા” (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 14:2

οἱ…ἀπειθήσαντες Ἰουδαῖοι

આ ભાગ યહૂદીઓનો ઉલ્લેખ કરે છે જેઓ ઈસુ વિશેના સંદેશ પર વિશ્વાસ કરતા નથી.

ἐπήγειραν…τὰς ψυχὰς τῶν ἐθνῶν

વિદેશી લોકોના ગુસ્સો થવા માટેનું કારણ એવું છે કે જાણે શાંત પાણીમાં ખલેલ પહોંચાડવામાં આવી હોય. (જુઓ: રૂપક)

τὰς ψυχὰς

અહીં ""મન"" શબ્દ લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""વિદેશીઓ"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

τῶν ἀδελφῶν

અહીં “ભાઈઓ” પાઉલ અને બાર્નાબાસ તથા નવા વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

Acts 14:3

અહીં “તે” શબ્દ પ્રભુનો ઉલ્લેખ કરે છે.

μὲν οὖν…διέτριψαν

તેમ છતાં તેઓ ત્યાં રહ્યા. પ્રેરિતોનાં કૃત્યો 14:1 માં વિશ્વાસ કરનારા ઘણાં લોકોને સહાય કરવા માટે પાઉલ અને બાર્નાબાસ ઇકોનિયામાં રોકાયા. જો “તેથી” લખાણમાં મૂંઝવણ ઉમેરતું હોય તો છોડી શકો છો.

τῷ μαρτυροῦντι τῷ λόγῳ τῆς χάριτος αὐτοῦ

કૃપા વિષેનો તેનો સંદેશ સાચો હતો તે રજૂ થાય છે

τῷ λόγῳ τῆς χάριτος αὐτοῦ

પ્રભુની કૃપા વિશેનો સંદેશ

διδόντι σημεῖα καὶ τέρατα γίνεσθαι διὰ τῶν χειρῶν αὐτῶν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પાઉલ અને બાર્નાબાસે ચિહ્ન અને ચમત્કારો કર્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

διὰ τῶν χειρῶν αὐτῶν

અહીંયા ""હાથો"" એ પવિત્ર આત્માના માર્ગદર્શન મુજબ આ બંને માણસોની ઇચ્છા અને પ્રયત્નોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પાઉલ અને બાર્નાબાસની સેવા દ્વારા"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Acts 14:4

ἐσχίσθη…τὸ πλῆθος τῆς πόλεως

અહીં ""શહેર"" એ શહેરમાંના લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""શહેરના મોટાભાગના લોકોમાં ફાટફૂટ હતી"" અથવા ""શહેરના મોટાભાગના લોકો એકબીજા સાથે સહમત ન હતા"" (જુઓ: ઉપનામ)

ἦσαν σὺν τοῖς Ἰουδαίοις

યહૂદીઓને સમર્થન અથવા ""યહૂદીઓ સાથે સંમત."" ઉલ્લેખિત પ્રથમ જૂથ કૃપા વિષેના સંદેશ સાથે સહમત નથી.

σὺν τοῖς ἀποστόλοις

ઉલ્લેખિત બીજા જૂથે કૃપા વિષેના સંદેશ સાથે સંમત થયા. ક્રિયાપદને ફરીથી ગોઠવવા માટે તે મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રેરિતો સાથેનો પક્ષ"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

τοῖς ἀποστόλοις

લૂક પાઉલ અને બાર્નાબાસનો ઉલ્લેખ કરે છે. અહીં “પ્રેરિત” નો ઉપયોગ સામાન્ય સૂઝ તરીકે “મોકલેલા લોકો” કરવામાં આવે છે.

Acts 14:5

અહીં “તેઓ” શબ્દ પાઉલ અને બાર્નાબાસનો ઉલ્લેખ કરે છે.

ઇકોનિયામાંના આગેવાનોને મનાવવાનો પ્રયાસ કર્યો. અહીં ""પ્રયાસ કર્યો"" સૂચવે છે કે પ્રેરિતો શહેર છોડતા પહેલા તેમને સંપૂર્ણ રીતે તેઓના વિચારો બદલી શક્યા નહિ.

ὑβρίσαι καὶ λιθοβολῆσαι αὐτούς

પાઉલ અને બાર્નાબાસને મારી અને તેમની હત્યા કરવા માટે તેમના પર પથ્થરો ફેંક્યા

Acts 14:6

τῆς Λυκαονίας

એશિયા માઇનોરનો એક પ્રાંત (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Λύστραν

એશિયા માઇનોરનું શહેર એ ઇકોનિયાના દક્ષિણ અને દર્બેમાં પૂર્વ તરફ આવેલું છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Δέρβην

એશિયા માઇનોરનું શહેર એ ઇકોનિયાના દક્ષિણ અને લુસ્ત્રા (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Acts 14:7

κἀκεῖ εὐαγγελιζόμενοι ἦσαν

જ્યાં પાઉલ અને બાર્નાબાસે સતત સુવાર્તા પ્રચાર કર્યો

Acts 14:8

પહેલો શબ્દ ""તે"" અપંગ માણસનો ઉલ્લેખ કરે છે; બીજો શબ્દ ""તે"" પાઉલનો ઉલ્લેખ કરે છે. ""તેને"" શબ્દ અપંગ માણસનો ઉલ્લેખ કરે છે.

હવે પાઉલ અને બાર્નાબાસ લુસ્ત્રામાં છે.

τις ἀνὴρ…ἐκάθητο

આ વાર્તમાં નવા વ્યક્તિનો પરિચય આપે છે. (જુઓ: નવા અને જૂના પાત્રોનો પરિચય)

ἀδύνατος…τοῖς ποσὶν

તેના પગથી ચાલી શકતો ન હતો અથવા “તેના પગે ચાલી શકતો નહિ”

χωλὸς ἐκ κοιλίας μητρὸς αὐτοῦ

અપંગ તરીકે જન્મ્યો છે

χωλὸς

વ્યક્તિ જે ચાલી શકતો નથી

Acts 14:9

ὃς ἀτενίσας αὐτῷ

પાઉલે તેની સામે જોયુ

ἔχει πίστιν τοῦ σωθῆναι

અમૂર્ત નામ ""વિશ્વાસ"" નો અનુવાદ ""વિશ્વાસ કરવો"" ક્રિયાપદ સાથે કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ તેને સાજાપણું આપશે એવો વિશ્વાસ કર્યો"" અથવા ""વિશ્વાસ કરે છે કે ઈસુ તેને સાજો કરી શકે છે"" (જુઓ: અમૂર્ત નામો અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 14:10

ἥλατο

હવામાં કૂદકો લગાવ્યો. આ સૂચિત કરે છે કે તેના પગ સંપૂર્ણ સાજા થઈ ગયા

Acts 14:11

ὃ ἐποίησεν Παῦλος

આ પાઉલ અપંગ માણસને સાજો કરે છે તેનો ઉલ્લેખ કરે છે.

ἐπῆραν τὴν φωνὴν αὐτῶν

અવાજ ઊંચો કરવાઓ એ મોટેથી બોલવું છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ મોટેથી બોલ્યા"" (જુઓ: https://git.door43.org/STR/gu_ta/src/branch/master/translate/fig-idiom/01.md)

οἱ θεοὶ…κατέβησαν πρὸς ἡμᾶς

મોટી સંખ્યામાં લોકો માનતા હતા કે પાઉલ અને બાર્નાબાસ તેમના વિદેશી દેવો છે જેઓ સ્વર્ગમાંથી નીચે ઊતરી આવ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""દેવતાઓ આકાશથી નીચે આપણી પાસે આવ્યા છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Λυκαονιστὶ

તેઓની ઇકોનિયાની ભાષામાં કહ્યું. લુસ્ત્રાના લોકો ઇકોનિયા અને ગ્રીક પણ બોલતા હતા.

ὁμοιωθέντες ἀνθρώποις

આ લોકો વિશ્વાસ કરતા હતા કે દેવતાઓને પુરુષો જેવા દેખાવા માટે તેમનો દેખાવ બદલવાની જરૂર હતી.

Acts 14:12

Δία

ઝિયૂસ સર્વ અન્ય વિદેશી દેવોનો રાજા હતો. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Ἑρμῆν

હર્મેસ એ વિદેશીઓનો દેવ હતો જે ઝિયૂસ અને અન્ય દેવતાઓના સંદેશા લાવતો. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Acts 14:13

ὅ τε ἱερεὺς τοῦ Διὸς, τοῦ ὄντος πρὸ τῆς πόλεως…ἐνέγκας

તે યાજક વિષેની વધારાની માહિતી શામેલ કરવામાં મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""શહેરની બહાર એક મંદિર હતું જ્યાં લોકો ઝિયૂસની ઉપાસના કરતા હતા. જ્યારે મંદિરમાં સેવા આપતા પૂજારીએ પાઉલ અને બાર્નાબાસે જે કર્યું તે સાંભળ્યું, ત્યારે તે લાવ્યો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ταύρους καὶ στέμματα

બળદનું બલિદાન આપવું પડે. માળાઓ હતી જે કાં તો પાઉલ અને બાર્નાબાસને મુગટ પહેરાવવા માટે હતી, અથવા તો બલિદાન કરવાના બળદને ચઢાવવા માટે હતી.

ἐπὶ τοὺς πυλῶνας

શહેરોના દરવાજાઓ હંમેશા લોકોનું બેસવાનું અને ભેગા થવાનું સ્થળ ગણાતું.

ἤθελεν θύειν

તેઓ પાઉલ અને બાર્નાબાસ સમક્ષ ઝિયૂસ અને હર્મેસને બલિદાન ચઢાવતા હતા.

Acts 14:14

οἱ ἀπόστολοι Βαρναβᾶς καὶ Παῦλος

લૂક અહીં “પ્રેરિત” શબ્દ એટલે કે “મોકલેલા” નો ઉલ્લેખ કરે છે

διαρρήξαντες τὰ ἱμάτια ἑαυτῶν

આ દર્શાવવા માટે આ એક સાંકેતિક ક્રિયા હતી કે તેઓ ખૂબ વ્યથિત અને અસ્વસ્થ હતા કે લોકો તેમના માટે બલિદાન ચઢાવવા માગે છે.

Acts 14:15

ἄνδρες, τί ταῦτα ποιεῖτε

બાર્નાબાસ અને પાઉલ લોકોને બલિદાન આપવાનો પ્રયાસ કરવા બદલ લોકોને ઠપકો આપી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""પુરુષો, તમે આ કામ શા માટે કરો છો!” (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ταῦτα ποιεῖτε

અમારી ભક્તિ

καὶ ἡμεῖς ὁμοιοπαθεῖς ἐσμεν ὑμῖν ἄνθρωποι

આ નિવેદન દ્વારા, બાર્નાબાસ અને પાઉલ કહી રહ્યા છે કે તેઓ દેવ નથી. વૈકલ્પિક અનુવાદ: ""અમે તમારા જેવા માણસો છીએ. અમે દેવો નથી!

ὁμοιοπαθεῖς…ὑμῖν

સર્વ પ્રકારે તમારા જેવા

ἀπὸ τούτων τῶν ματαίων ἐπιστρέφειν ἐπὶ Θεὸν ζῶντα

અહીંયા ""થી ફરો ... તરફ"" એ એક રૂપક છે જેનો અર્થ થાય છે કે એક વસ્તુ કરવાનું બંધ કરો અને કંઈક બીજું કરવાનું શરૂ કરો. વૈકલ્પિક અનુવાદ: ""આ જૂઠાં દેવોની પૂજા કરવાનું બંધ કરો જે તમને મદદ કરી શકતા નથી, અને તેના બદલે જીવતા ઈશ્વરની ભક્તિ કરો"" (જુઓ: રૂપક)

Θεὸν ζῶντα

ઈશ્વર જે ખરેખર અસ્તિત્વ ધરાવે છે અથવા “ઈશ્વર જે જીવંત છે”

Acts 14:16

ἐν ταῖς παρῳχημέναις γενεαῖς

પહેલાના સમયમાં “અત્યાર સુધી”

πορεύεσθαι ταῖς ὁδοῖς αὐτῶν

માર્ગમાં ચાલવું અથવા માર્ગ પર ચાલવું એ જીવન જીવવાનો રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""જે રીતે તેઓ જીવે છે તે રીતે જીવવું"" અથવા ""તેઓ જે કરવા માગે છે તે કરવું"" (જુઓ: રૂપક)

Acts 14:17

પાઉલ અને બાર્નાબાસ લુસ્ત્રા શહેરની બહાર લોકોની સાથે વાત કરે છે (પ્રેરિતોનાં કૃત્યો 14:8).

οὐκ ἀμάρτυρον αὑτὸν ἀφῆκεν

આ સકારાત્મક સ્વરૂપમાં પરંતુ કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે ખરેખર શાહેદી રાખ્યો છે"" અથવા ""ઈશ્વરે ખરેખર પ્રગટ કર્યું છે"" (જુઓ: વક્રોક્તિ)

ἀγαθουργῶν

તે હકીકત દ્વારા દર્શાવવામાં આવ્યું છે

ἐμπιπλῶν τροφῆς καὶ εὐφροσύνης τὰς καρδίας ὑμῶν

અહીં ""તમારા હૃદયો"" લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમને પૂરતું ખાવાનું અને ખુશ થવા વિશેની બાબતો"" (જુઓ: ઉપનામ)

Acts 14:18

μόλις κατέπαυσαν τοὺς ὄχλους τοῦ μὴ θύειν αὐτοῖς

પાઉલ અને બાર્નાબાસે ટોળાને તેમના માટે બલિદાન ચઢાવતા અટકાવ્યા, પરંતુ તેમ કરવું મુશ્કેલ હતું.

μόλις κατέπαυσαν

અટકાવવા તે અઘરું હતું

Acts 14:19

અહીં “તે” અને “તેને” શબ્દો પાઉલનો ઉલ્લેખ કરે છે.

πείσαντες τοὺς ὄχλους

તેઓએ લોકના ટોળાને શું કરવાને કહ્યું તે સ્પષ્ટપણે જણાવવામાં મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકોને પાઉલ અને બાર્નાબાસ પર વિશ્વાસ ન કરવો સમજાવ્યા અને તેમનો વિરોધ કર્યો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

τοὺς ὄχλους

અગાઉની કલમમાં જે ""ટોળું"" નું સમાન જૂથ હતું તે ન હોઈ શકે. થોડો સમય પસાર થઈ ગયો હતો, અને આ એક અલગ જૂથ એકઠું થયું હોઈ શકે છે.

νομίζοντες αὐτὸν τεθνηκέναι

કારણ કે તેઓએ વિચાર્યું કે તે પહેલેથી જ મૃત્યુ પામ્યો છે

Acts 14:20

τῶν μαθητῶν

લુસ્ત્રા શહેરમાં આ નવા વિશ્વાસીઓ હતા.

εἰσῆλθεν εἰς τὴν πόλιν

પાઉલ લુસ્ત્રા શહેરમાં વિશ્વાસીઓ સાથે પ્રવેશ કર્યો

ἐξῆλθεν σὺν τῷ Βαρναβᾷ εἰς Δέρβην

પાઉલ અને બાર્નાબાસ દર્બે શહેરમાં ગયા

Acts 14:21

અહીં ""તેઓ"" અને ""તેઓ"" શબ્દો પાઉલનો ઉલ્લેખ કરે છે. અહીં ""અમે"" શબ્દમાં પાઉલ, બાર્નાબાસ અને વિશ્વાસીઓનો સમાવેશ થાય છે. (જુઓ: સમાવેશક “અમે”)

τὴν πόλιν ἐκείνην

દર્બે (પ્રેરિતોનાં કૃત્યો 14:20)

Acts 14:22

ἐπιστηρίζοντες τὰς ψυχὰς τῶν μαθητῶν

અહીં ""આત્માઓ"" શિષ્યોનો ઉલ્લેખ કરે છે. આ તેમના આંતરિક વિચારો અને માન્યતાઓ પર ભાર મૂકે છે. વૈકલ્પિક અનુવાદ: ""પાઉલ અને બાર્નાબાસે વિશ્વાસીઓને વિનંતી કરી કે તેઓ ઈસુ વિશેના સંદેશ પર વિશ્વાસ કરે"" અથવા ""પાઉલ અને બાર્નાબાસે વિશ્વાસીઓને ઈસુ સાથેના તેમના સંબંધોમાં મજબૂત બનવા માટે વિનંતી કરી (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

παρακαλοῦντες ἐμμένειν τῇ πίστει

વિશ્વાસીઓને ઈસુ પર ભરોસો રાખવા ઉત્તેજન આપ્યું

καὶ ὅτι διὰ πολλῶν θλίψεων, δεῖ ἡμᾶς εἰσελθεῖν εἰς τὴν Βασιλείαν τοῦ Θεοῦ

કેટલીક આવૃતિઓ પરોક્ષ અવતરણ તરીકે અનુવાદ કરે છે, ""એમ કહેતા કે આપણે ઘણાં દુ:ખો સહન કરવા દ્વારા ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરીશું."" અહીંના ""અમે"" શબ્દમાં લૂક અને વાંચકોનો સમાવેશ છે. (જુઓ: અવતરણો અને અવતરણ શબ્દો અને સમાવેશક “અમે”)

δεῖ ἡμᾶς εἰσελθεῖν

પાઉલ તેના સાંભળનારાઓનો સમાવેશ કરે છે એટલે “અમે” શબ્દ આવર્તી લેનારો છે. (જુઓ: સમાવેશક “અમે”)

Acts 14:23

તેઓ"" શબ્દનો ત્રીજો ઉપયોગ સિવાય કે જે લોકોનો ઉલ્લેખ કરે છે કે પાઉલ અને બાર્નાબાસે ઈશ્વર તરફ દોરવણી આપી હતી, અહીંના સર્વ શબ્દો ""તેઓ"" પાઉલ અને બાર્નાબાસનો ઉલ્લેખ કરે છે.

χειροτονήσαντες δὲ αὐτοῖς κατ’ ἐκκλησίαν πρεσβυτέρους

જ્યારે પાઉલ અને બાર્નાબાસે વિશ્વાસીઓના દરેક નવા જૂથમાં આગેવાનોની નિમણૂંક કરી

παρέθεντο αὐτοὺς

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""પાઉલ અને બાર્નાબાસે તેઓની નિમણૂક લોકોને વડીલોને સોંપ્યા"" અથવા 2) ""પાઉલ અને બાર્નાબાસે આગેવાઓ અને અન્ય વિશ્વાસીઓને સોંપ્યો

εἰς ὃν πεπιστεύκεισαν

તેઓ"" કોનો ઉલ્લેખ કરે છે તે અગાઉની નોંધમાં ""તેમને"" ના અર્થ માટેની તમારી પસંદગી પર આધારિત છે (કાં તો વડીલો અથવા આગેવાનો અને અન્ય વિશ્વાસીઓ).

Acts 14:25

καὶ λαλήσαντες ἐν Πέργῃ τὸν λόγον

“ઈશ્વરનો સંદેશ” શબ્દ અહીં એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: “(જુઓ: ઉપનામ)

κατέβησαν εἰς Ἀττάλιαν

નીચે ઉતરવું"" શબ્દસમૂહ અહીં વપરાય છે કારણ કે અત્તાલિયા પર્ગે કરતા નીચાણમાં છે.

Acts 14:26

ὅθεν ἦσαν παραδεδομένοι τῇ χάριτι τοῦ Θεοῦ

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યાં અંત્યોખમાં વિશ્વાસીઓએ અને આગેવાનોએ પાઉલ અને બાર્નાબાસને ઈશ્વરની કૃપાને સમર્પિત કર્યા હતા"" અથવા ""જ્યાં અંત્યોખના લોકોએ પ્રાર્થના કરી કે ઈશ્વર પાઉલ અને બાર્નાબાસની સંભાળ રાખે અને તેમનું રક્ષણ કરે"".

Acts 14:27

અહીંયા ""તેઓ"", ""તેમને"" અને ""તેઓ"" શબ્દો પાઉલ અને બાર્નાબાસનો ઉલ્લેખ કરે છે. ""તે"" શબ્દ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે.

συναγαγόντες τὴν ἐκκλησίαν

સ્થાનિક વિશ્વાસીઓને એકત્ર થવા માટે બોલાવ્યા

ἤνοιξεν τοῖς ἔθνεσιν θύραν πίστεως

ઈશ્વરે વિદેશી લોકોને વિશ્વાસ કરવા સક્ષમ બનાવ્યા તે એવી રીતે પ્રદર્શિત કરવામા આવે છે ઈશ્વરે દરવાજો ખોલ્યો હોય અને જેણે તેમને વિશ્વાસમાં પ્રવેશવાનું કારણ આપ્યું હોય. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે વિદેશીઓ માટે વિશ્વાસ કરવાનું શક્ય બનાવ્યું"" (જુઓ: રૂપક)

Acts 15

પ્રેરિતોનાં કૃત્યો 15 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદકોએ જૂના કરારમાંથી પ્રત્યેક પંક્તિ બાકીના લખાણ કરતાં જમણી બાજુએ ગોઠવે છે. યુએલટી 15:16-17 માં સમાવેશ અવશેષો સાથે અવતરણ કરે છે.

લૂક આ અધ્યાયમાં જે સભાનું વર્ણન કરે છે તેને સામાન્ય રીતે ""યરૂશાલેમની પરિષદ"" કહેવામાં આવે છે. આ તે સમય હતો જ્યારે સર્વ મંડળીના આગેવાનોએ ભેગા મળીને નિર્ણય કર્યો કે શું મૂસાના નિયમનું પાલન કરવાની જરૂર છે.

આ અધ્યાયમાં વિશિષ્ટ ખ્યાલો

ભાઈઓ

આ અધ્યાયમાં લૂક સાથી ખ્રિસ્તીઓનો ઉલ્લેખ સાથી યહૂદી કહેવાને બદલે “ભાઈઓ” શબ્દનો ઉપયોગ શરૂ કરે છે.

મૂસાના નિયમનું પાલન કરવું

કેટલાક વિશ્વાસીઓ ઇચ્છતા હતા કે વિદેશી લોકોની સુન્નત કરવામાં આવે કારણ કે ઈશ્વરે ઇબ્રાહિમ અને મૂસાને કહ્યું હતું કે જેણે તેમનું થવું છે તેણે સુન્નત કરાવવી જરૂરી હતી અને તે કાયદો હતો જે હંમેશા અસ્તિત્વમાં રહેશે. પરંતુ પાઉલ અને બાર્નાબાસે ઈશ્વરે સુન્નત ન કરેલી વિદેશી લોકોને પવિત્ર આત્માની ભેટ આપી, તેથી તેઓ ન ઇચ્છતા કે વિદેશીઓની સુન્નત થાય. બંને જૂથોના આગેવાનો યરૂશાલેમમાં ભેગા થયા અને શું કરવું જોઈએ તે વિષે નિર્ણય કર્યો.

""મૂર્તિઓને કરેલું અર્પણ, રક્ત, ગળાથી કાઢેલી વસ્તુઓ અને જાતીય અનૈતિકતા જેવી વસ્તુઓથી દૂર રહેવું""

શક્ય છે કે મંડળીના આગેવાનો નિયમ વિષે નિર્ણય લે કે જેથી યહૂદીઓ અને વિદેશી લોકો ફક્ત સાથે રહે જ નહીં, પરંતુ સાથે મળીને સમાન ખોરાક પરંતુ લે.

Acts 15:1

જ્યારે વિદેશીઓ અને સુન્નત વિશે વિવાદ થયો ત્યારે પાઉલ અને બાર્નાબાસ હજી સુધી અંત્યોખમાં જ હતા છે.

τινες

કેટલાક માણસો. તમે સ્પષ્ટ કરી શકો છો કે આ માણસો યહૂદીઓ હતા જેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ કરતા હતા. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

κατελθόντες ἀπὸ τῆς Ἰουδαίας

નીચે ઉતર્યા"" શબ્દસમૂહ અહીં વપરાય છે કારણ કે અંત્યોખ કરતા યહૂદીયા ઊંચાઈ પર આવેલું છે.

ἐδίδασκον τοὺς ἀδελφοὺς

અહીં ""ભાઈઓ"" શબ્દ ખ્રિસ્તમાં વિશ્વાસીઓ માટે વપરાય છે. તે સૂચિત છે કે તેઓ અંત્યોખમાં હતા. વૈકલ્પિક અનુવાદ: ""અંત્યોખમાં વિશ્વાસીઓને શીખવ્યું"" અથવા ""અંત્યોખના વિશ્વાસીઓને શિક્ષણ આપતા હતા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἐὰν μὴ περιτμηθῆτε τῷ ἔθει τῷ Μωϋσέως, οὐ δύνασθε σωθῆναι

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યાં સુધી કોઈ મૂસાના નિયમ મુજબ તમારી સુન્નત ન કરે, ત્યાં સુધી ઈશ્વર તમને બચાવી શકતા નથી"" અથવા ""જ્યાં સુધી તમે મૂસાના નિયમ પ્રમાણે સુન્નત નહીં કરો ત્યાં સુધી ઈશ્વર તમારા પાપોથી બચાવશે નહીં"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 15:2

γενομένης…στάσεως καὶ ζητήσεως οὐκ ὀλίγης

અમૂર્ત સંજ્ઞાઓ ""ઉગ્ર વિવાદ"" અને ""ચર્ચા"" ને ક્રિયાપદ તરીકે વર્ણવી શકાય છે અને પુરુષો ક્યાંથી આવ્યા છે તે સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદીયાના માણસો સામે પડકાર કર્યો અને ચર્ચા કરી હતી"" (જુઓ: અમૂર્ત નામો અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἀναβαίνειν…εἰς Ἰερουσαλὴμ

યરૂશાલેમ ઇઝરાએલના લગભગ દરેક સ્થળો કરતા ઊંચું હતું, તેથી ઇઝરાએલીઓ માટે કહેવું સામાન્ય હતું કે તેઓ ઉપર યરૂશાલેમ જાય છે.

τοῦ ζητήματος τούτου

આ મુદ્દો

Acts 15:3

અહીં ""તેઓ,"" ""તેઓ"" અને ""તેમને"" શબ્દો પાઉલ, બાર્નાબાસ અને કેટલાક અન્ય લોકોનો ઉલ્લેખ કરે છે (પ્રેરિતોનાં કૃત્યો 15:2).

οἱ μὲν οὖν προπεμφθέντες ὑπὸ τῆς ἐκκλησίας

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેથી વિશ્વાસીઓના સમુદાયે તેઓને અંત્યોખથી યરૂશાલેમ મોકલ્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

προπεμφθέντες ὑπὸ τῆς ἐκκλησίας

અહીં “મંડળી” એ લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ મંડળીના સભ્યો છે. (જુઓ: ઉપનામ)

διήρχοντο τήν τε Φοινίκην καὶ Σαμάρειαν, ἐκδιηγούμενοι

પસાર થયાં"" અને ""ઘોષણા"" જેવા શબ્દો સૂચવે છે કે તેઓએ વિગતવાર જુદા જુદા સ્થળોએ થોડો સમય પસાર કરીને લોકોને પ્રગટ કર્યું કે ઈશ્વર શું કરી રહ્યા હતા.

ἐκδιηγούμενοι τὴν ἐπιστροφὴν τῶν ἐθνῶν

અમૂર્ત સંજ્ઞા ""રૂપાંતર"" નો અર્થ છે કે વિદેશી લોકો તેમના જૂઠાં દેવોને નકારી રહ્યા હતા અને ઈશ્વરમાં વિશ્વાસ કરવા લાગ્યા હતા. વૈકલ્પિક અનુવાદ: ""તે સ્થળોમાં વિશ્વાસીઓના સમુદાયને જાહેર કર્યું કે જ્યાં વિદેશી લોકો ઈશ્વરમાં વિશ્વાસ કરતાં હતા"" (જુઓ: અમૂર્ત નામો)

ἐποίουν χαρὰν μεγάλην πᾶσι τοῖς ἀδελφοῖς

તેમનો સંદેશ ભાઈઓને આનંદ પમાડે છે તે એવી રીતે કહેવામા આવ્યું છે જાણે કે ""આનંદ"" એ કોઈ વસ્તુ છે જે તેઓ ભાઈઓ પાસે લાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ જે કહ્યું તેનાથી તેમના સાથી વિશ્વાસીઓને આનંદ થયો"" (જુઓ: રૂપક)

τοῖς ἀδελφοῖς

અહીં “ભાઈઓ” એ સાથી વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

Acts 15:4

παρεδέχθησαν ὑπὸ τῆς ἐκκλησίας, καὶ τῶν ἀποστόλων, καὶ τῶν πρεσβυτέρων

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રેરિતો, વડીલો અને વિશ્વાસીઓના બાકીના સમુદાયે તેમનો આવકાર કર્યો” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

μετ’ αὐτῶν

તેમના દ્વારા

Acts 15:5

અહીં શબ્દ ""તેમને"" બિન-યહૂદી વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે જેમની સુન્નત થઈ ન હતી અને તેઓએ ઈશ્વરના જૂના કરારના નિયમોનું પાલન કર્યું ન હતું.

પાઉલ અને બાર્નાબાસ હાલમાં યરૂશાલેમમાં છે જ્યાં તેઓ પ્રેરિતો અને વડીલો સાથે સંગત કરે છે.

δέ τινες

અહીં લૂક એવા લોકોની તુલના કરે છે જેઓ માને છે કે તારણ ફક્ત ઈસુમાં જ છે જેઓ માને છે કે તારણ ઈસુ દ્વારા છે, તેમ છતાં તેઓ માને છે કે તારણ માટે સુન્નત કરવી જરૂરી છે.

τηρεῖν τὸν νόμον Μωϋσέως

મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરવા માટે

Acts 15:6

ἰδεῖν περὶ τοῦ λόγου τούτου

ઈશ્વરે તેમના પાપોથી બચાવવા માટે વિદેશી લોકોની સુન્નત કરવાની અને મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરવાની જરૂર છે કે નહિ તે અંગે ચર્ચા કરવાનો નિર્ણય મંડળીના આગેવાનોએ કર્યો.

Acts 15:7

પ્રથમ શબ્દ ""તેમને"" પ્રેરિતો અને વડીલોનો (પ્રેરિતોનાં કૃત્યો 15:6) અને બીજા શબ્દો ""તેમને"" અને ""તેઓના"" વિદેશી વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. અહીં ""તમે"" શબ્દ બહુવચન છે અને હાજર પ્રેરિતો અને વડીલોનો ઉલ્લેખ કરે છે. ""તે"" શબ્દ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. અહીં ""અમને"" બહુવચન છે અને પિતર, પ્રેરિતો અને વડીલો તથા સામાન્ય રીતે સર્વ યહૂદી વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો અને સમાવેશક “અમે”)

પિતરે પ્રેરિતો અને વડીલો સાથે વાત કરવાનું શરૂ કર્યું જેઓ ચર્ચા કરવા માટે મળ્યા હતા કે વિદેશીઓએ સુન્નત કરાવવી અને નિયમશાસ્ત્રનું પાલન કરવું કે નહિ (પ્રેરિતોનાં કૃત્યો 15:5-6).

ἀδελφοί

પિતર ઉપસ્થિત સર્વ વિશ્વાસીઓને સંબોધન કરે છે.

διὰ τοῦ στόματός μου

અહીં “મુખ” પિતરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “મારામાંથી” અથવા “મારા દ્વારા” (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

ἀκοῦσαι τὰ ἔθνη

વિદેશીઓ સાંભળશે

τὸν λόγον τοῦ εὐαγγελίου

અહીં ""શબ્દ"" એ સંદેશ માટે વપરાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ વિષેનો સંદેશ"" (જુઓ: ઉપનામ)

Acts 15:8

ὁ καρδιογνώστης

અહીં ""હૃદય"" એ ""મન"" અથવા ""આંતરિકત્વ"" નો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકોના મન કોણ જાણી શકે"" અથવા ""લોકો શું વુચારે છે તે કોણ જાણી શકે"" (જુઓ: ઉપનામ)

ἐμαρτύρησεν αὐτοῖς

વિદેશીઓ માટે સાક્ષીઓ

δοὺς τὸ Πνεῦμα τὸ Ἅγιον

પવિત્ર આત્મા તેમના પર આવ્યો

Acts 15:9

οὐδὲν διέκρινεν

ઈશ્વરે યહૂદી વિશ્વાસીઓ કરતાં વિદેશી વિશ્વાસીઓ સાથે અલગ વ્યવહાર કર્યો નહોતો.

τῇ πίστει καθαρίσας τὰς καρδίας αὐτῶν

ઈશ્વર વિદેશી વિશ્વાસીઓના પાપોને માફ કરે છે તેવું શાબ્દિક રીતે તેમના હૃદયને સાફ કર્યા બરાબર છે. અહીં ""હૃદય"" એ વ્યક્તિના આંતરીકત્વને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમના પાપોને માફ કરાશે કારણ કે તેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો છે"" (જુઓ: રૂપક અને ઉપનામ)

Acts 15:10

પિતર “આપણું” અને “અમે” નો ઉપયોગ કરીને તેના શ્રોતાઓનો સમાવેશ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)

પિતર પ્રેરિતો અને વડીલો સાથે વાત કરવાનું પૂર્ણ કરે છે.

νῦν

આનો અર્થ ""આ ક્ષણે"" નથી, પરંતુ તે પછીના મહત્વપૂર્ણ મુદ્દા તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે થયો છે.

τί πειράζετε τὸν Θεόν, ἐπιθεῖναι ζυγὸν ἐπὶ τὸν τράχηλον τῶν μαθητῶν, ὃν οὔτε οἱ πατέρες ἡμῶν οὔτε ἡμεῖς ἰσχύσαμεν βαστάσαι

પિતર યહૂદી વિશ્વાસીઓને કહેવા માટે શાબ્દીક ચિત્ર રજૂ કરીને પ્રશ્નનો ઉપયોગ કરે છે કે તેઓને બિન-યહૂદી વિશ્વાસીઓના બચાવ માટે સુન્નત કરવાની જરૂર નથી. વૈકલ્પિક અનુવાદ: ""જે આપણે યહૂદીઓ સહન કરી શકતા નથી તેવી ઝૂંસરી તેવા બિન-યહૂદી વિશ્વાસીઓ પર મૂકીને ઈશ્વરનું પરીક્ષણ ન કરો!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન અને રૂપક)

οἱ πατέρες ἡμῶν

આ યહૂદી પૂર્વજોનો ઉલ્લેખ કરે છે.

Acts 15:11

ἀλλὰ διὰ τῆς χάριτος τοῦ Κυρίου Ἰησοῦ, πιστεύομεν σωθῆναι καθ’ ὃν τρόπον κἀκεῖνοι

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ આપણે માનીએ છીએ કે પ્રભુ ઈસુએ તેમની કૃપાથી આપણને બચાવ્યા, જેમ તેણે બિન-યહૂદી વિશ્વાસીઓને બચાવ્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 15:12

અહીં “તેમને” શબ્દ પાઉલ અને બાર્નાબાસનો ઉલ્લેખ કરે છે.

πᾶν τὸ πλῆθος

દરેક અથવા “આખો સમૂહ” (પ્રેરિતોનાં કૃત્યો 15:6)

ἐποίησεν ὁ Θεὸς

ઈશ્વરે કર્યું છે અથવા “ઈશ્વરે કરાવ્યું છે”

Acts 15:13

અહીં “તેઓ” શબ્દ પાઉલ અને બાર્નાબાસનો ઉલ્લેખ કરે છે (પ્રેરિતોનાં કૃત્યો 15:12).

યાકૂબ પ્રેરિતો અને વડીલો સાથે વાત કરવાની શરૂઆત કરે છે (પ્રેરિતોનાં કૃત્યો 15:6)

ἀδελφοί, ἀκούσατέ

સાથી વિશ્વાસીઓ, સાંભળો. યાકૂબ લગભગ ફક્ત પુરુષોની સાથે જ વાત કરી રહ્યો હતો.

Acts 15:14

λαβεῖν ἐξ ἐθνῶν λαὸν

જેથી તે તેમની મધ્યેથી લોકોને પસંદ કરી શકે.

τῷ ὀνόματι αὐτοῦ

ઈશ્વરના નામની ખાતર. અહીં “નામ” ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “પોતાને માટે” (જુઓ: ઉપનામ)

Acts 15:15

અહીં “હું” ઈશ્વરનો ઉલ્લેખ કરે છે જે વચનો મારફતે પ્રબોધકો સાથે વાત કરે છે.

યાકૂબ જૂના કરારમાંથી પ્રબોધક આમોસને ટાંકે છે.

συμφωνοῦσιν οἱ λόγοι τῶν προφητῶν

અહીં ""શબ્દો"" એ સંદેશ માટે વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: ""જે પ્રબોધકોએ કહ્યું તેથી સંમત છે"" અથવા ""પ્રબોધકો સંમત થયા"" (જુઓ: ઉપનામ)

τούτῳ συμφωνοῦσιν

આ સત્યની પુષ્ટિ કરો

καθὼς γέγραπται

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ તેઓએ લખ્યું"" અથવા ""પ્રબોધક આમોસ લાંબા સમય અગાઉ લખ્યું હતું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 15:16

ἀνοικοδομήσω τὴν σκηνὴν Δαυεὶδ τὴν πεπτωκυῖαν, καὶ τὰ κατεστραμμένα αὐτῆς, ἀνοικοδομήσω καὶ ἀνορθώσω αὐτήν

ઈશ્વર ફરીથી દાઉદના વંશજોમાંથી એકને તેના લોકો ઉપર રાજ કરવા પસંદ કરવા વિષે વાત કરે છે જાણે કે તે નીચે પડી ગયા પછી ફરીથી તંબુ ગોઠવી રહ્યો છે. (જુઓ: રૂપક)

σκηνὴν

અહીં “તંબુ” એ દાઉદના કુટુંબ માટે વપરાયો છે. (જુઓ: ઉપનામ)

Acts 15:17

ἐκζητήσωσιν οἱ κατάλοιποι τῶν ἀνθρώπων τὸν Κύριον

આ લોકો ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવા અને તેના વિશે વધુ જાણવા માગે છે જાણે કે તે શાબ્દિક રીતે તેને શોધી રહ્યા હોય. (જુઓ: રૂપક)

κατάλοιποι τῶν ἀνθρώπων

અહીં ""પુરુષો"" માં પુરુષો અને સ્ત્રીનો સમાવેશ થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકોના શેષ"" (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)

ἐκζητήσωσιν…τὸν Κύριον

ઈશ્વર ત્રીજા વ્યક્તિના રૂપમાં પોતાના વિષે બોલી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ, મને શોધી શકે છે"" (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

καὶ πάντα τὰ ἔθνη, ἐφ’ οὓς ἐπικέκληται τὸ ὄνομά μου ἐπ’ αὐτούς

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મારી સાથે સર્વ વિદેશીઓનો સમાવેશ થાય છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τὸ ὄνομά μου

અહીં “મારું નામ” ઈશ્વર માટે વપરાયો છે. (જુઓ: ઉપનામ)

Acts 15:18

γνωστὰ

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “જે લોકોએ જાણ્યું છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 15:19

અહીં “અમે” યાકૂબ, પ્રેરિતો અને વડીલોનો સમાવેશ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)

યાકૂબ પ્રેરિતો અને વડીલો સાથે વાત કરવાનું પૂર્ણ કરે છે (જુઓ: પ્રેરિતોનાં કૃત્યો 15:2 અને પ્રેરિતોનાં કૃત્યો 15:13)

μὴ παρενοχλεῖν τοῖς ἀπὸ τῶν ἐθνῶν

યાકૂબ શા માટે વિદેશીઓને મુશ્કેલીમાં મૂકવા માગતો નથી તે રીત તમે સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""આપણે વિદેશીઓની સુન્નત કરવાની અને મૂસાના નિયમોનું પાલન કરવાની આવશ્યકતા ન હોવી જોઈએ"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἐπιστρέφουσιν ἐπὶ τὸν Θεόν

જે વ્યક્તિ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરે છે તે જાણે કે તે વ્યક્તિ શારિરીક રીતે ઈશ્વર તરફ વળી રહ્યો છે. (જુઓ: રૂપક)

Acts 15:20

ἀπέχεσθαι τῶν ἀλισγημάτων τῶν εἰδώλων, καὶ τῆς πορνείας, καὶ τοῦ πνικτοῦ, καὶ τοῦ αἵματος

જાતીય અનૈતિકતા, પ્રાણીનું ગુંગડાવેલું અને રક્ત પીવું એ મોટાભાગે મૂર્તિઓ અને જૂઠાં દેવતાઓની ઉપાસનાના સમારંભોનો ભાગ છે.

ἀλισγημάτων τῶν εἰδώλων

અહીં પ્રાણીનું માંસ ખાવું કે જેનું બલિદાન મૂર્તિ સમક્ષ કરવામાં આવ્યું હોય અથવા મૂર્તિપૂજા કરવામાં આવી હોય તેનો ઉલ્લેખ કરે છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

τοῦ πνικτοῦ, καὶ τοῦ αἵματος

ઈશ્વર યહૂદીઓને જેમાં હજુ રક્ત હોય તે માંસ ખાવાની અનુમતિ આપી ન હતી. ઉપરાંત, ઉત્પત્તિમાં મૂસાના લખાણોમાં પણ ઈશ્વરે રક્ત પીવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેથી, તેઓ એવા પ્રાણીને ખાઈ શકતા ન હતા કે જેને કોઈએ ગૂંગળાવીને મારી નાખ્યું હોય કારણ કે તે પ્રાણીના શરીરમાંથી રક્ત યોગ્ય રીતે સુકાઈ ગયું ન હોય. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 15:21

Μωϋσῆς γὰρ ἐκ γενεῶν ἀρχαίων κατὰ πόλιν τοὺς κηρύσσοντας αὐτὸν, ἔχει ἐν ταῖς συναγωγαῖς κατὰ πᾶν Σάββατον ἀναγινωσκόμενος.

યાકૂબ સૂચિત કરે છે કે વિદેશી લોકો જાણે છે કે આ નિયમો કેટલા મહત્ત્વના છે કારણ કે યહૂદીઓ તેમને દરેક સભાસ્થાનોમાં અને શહેરોમાં ઉપદેશ આપે છે. તે પરંતુ સૂચવે છે કે વિદેશી લોકો આ નિયમો વિશેનું વધુ જ્ઞાન પ્રાપ્ત કરવા સભાસ્થાનોના શિક્ષકો પાસે જઈ શકે છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Μωϋσῆς…τοὺς κηρύσσοντας

અહીં ""મૂસા"" એ મૂસાના નિયમશાસ્ત્રને રજૂ કરે છે. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મૂસાનો નિયમ પ્રગટ કરવામાં આવ્યો છે"" અથવા ""યહૂદીઓએ મૂસાનો નિયમ શીખવ્યો છે"" (જુઓ: ઉપનામ અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

κατὰ πόλιν

અહીં ""દરેક"" શબ્દ સામાન્યીકરણ છે. વૈકલ્પિક અનુવાદ: ""ઘણાં શહેરોમાં"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

ἀναγινωσκόμενος

અહીં ""તે"" મૂસાનો ઉલ્લેખ કરે છે, જેનું નામ અહીં તેના નિયમશાસ્ત્રને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""અને નિયમશાસ્ત્ર વાંચવામાં આવે છે"" અથવા ""અને તેઓ નિયમશાસ્ત્ર વાંચે છે"" (જુઓ: ઉપનામ)

Acts 15:22

અહીંયા ""તેમને"" શબ્દનો યહૂદા અને સિલાસનો ઉલ્લેખ કરે છે. ""તેઓ"" શબ્દ પ્રેરિતો, વડીલો અને યરૂશાલેમની મંડળીના અન્ય વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

ὅλῃ τῇ ἐκκλησίᾳ

અહીં ""મંડળી"" જે લોકો યરૂશાલેમની મંડળીના ભાગ છે તેઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""યરૂશાલેમની મંડળી"" અથવા ""યરૂશાલેમના વિશ્વાસીઓનો સંપૂર્ણ સમુદાય"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને ઉપનામ)

Ἰούδαν τὸν καλούμενον Βαρσαββᾶν

આ એક માણસનું નામ છે. ""બર્સબા"" એ બીજું નામ છે જે નામથી લોકો તેને બોલાવતા હતા. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Acts 15:23

οἱ ἀπόστολοι καὶ οἱ πρεσβύτεροι, ἀδελφοὶ, τοῖς κατὰ τὴν Ἀντιόχειαν, καὶ Συρίαν, καὶ Κιλικίαν, ἀδελφοῖς τοῖς ἐξ ἐθνῶν, χαίρειν

આ પત્રનો પરિચય છે. તમારી ભાષામાં તે પત્રના લેખક અને તે કોને લખવામાં આવ્યો છે તેનો પરિચય આપવાની રીત હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""આ પત્ર તમારા ભાઈઓ, પ્રેરિતો અને વડીલોનો છે. અમે અંત્યોખ, સિરિયા અને કિલીકિયાના વિદેશી વિશ્વાસીઓને લખી રહ્યા છીએ. તમને અભિવાદન” અથવા અંત્યોખ, સિરિયા અને કિલીકિયામાંના આપણા વિદેશી ભાઈઓને તમારા ભાઈઓ, પ્રેરિતો અને વડીલો તરફથી અભિવાદન

ἀδελφοὶ, τοῖς κατὰ τὴν Ἀντιόχειαν

અહીં ""ભાઈઓ"" શબ્દ સાથી વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. આ શબ્દોનો ઉપયોગ કરીને, પ્રેરિતો અને વડીલો વિશ્વાસીઓને ખાતરી આપે છે કે તેઓ તેમને સાથી વિશ્વાસીઓ તરીકે સ્વીકારે છે.

Κιλικίαν

આ સૈપ્રસ ટાપુની ઉત્તરમાં એશિયા માઇનોરના કાંઠે આવેલા પ્રાંતનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Acts 15:24

અહીં ""અમે,"" ""આપણા"" અને ""અમને"" ના સર્વ શબ્દો યરૂશાલેમની મંડળીના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે” અને પ્રેરિતોનાં 15:22)

ὅτι τινὲς

તે કેટલાક માણસો

οἷς οὐ διεστειλάμεθα

અમે તેમને જવા માટે કોઈ આજ્ઞાઓ આપી નથી તેમ છતાં

ἐτάραξαν ὑμᾶς λόγοις ἀνασκευάζοντες τὰς ψυχὰς ὑμῶν

અહીં ""આત્માઓ"" લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમને મુશ્કેલીમાં મૂકે એવી બાબતો શીખવી છે"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Acts 15:25

ἐκλεξαμένοις ἄνδρας

જે માણસોને મોકલવામાં આવ્યા હતા તેઓને યહૂદા જેને બર્સબા અને સિલાસ કહે છે પ્રેરિતોનાં 15:22

Acts 15:26

τοῦ ὀνόματος τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ

અહીં ""નામ"" એ સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે તેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે"" અથવા ""કારણ કે તેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા કરે છે"" (જુઓ: ઉપનામ)

Acts 15:27

અહીં ""અમે"" અને ""આપણો"" શબ્દો યરૂશાલેમની મંડળીના આગેવાનો અને વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે” અને પ્રેરિતોનાં કૃત્યો 15:22)

યરૂશાલેમ મંડળીના લોકોનો પત્ર અંત્યોખના વિશ્વાસીઓને સંબોધતા પૂર્ણ કરે છે.

αὐτοὺς διὰ λόγου ἀπαγγέλλοντας τὰ αὐτά

આ વાક્ય ભારપૂર્વક જણાવે છે યહૂદા અને સિલાસ એ જ બાબતો કહેશે જે પ્રેરિતો અને વડીલોએ લખી છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ પોતાની રીતે તમને તે જ વાતો કહેશે જેના વિશે અમે લખ્યું છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 15:28

μηδὲν πλέον ἐπιτίθεσθαι ὑμῖν βάρος, πλὴν τούτων τῶν ἐπάναγκες

આ એવા નિયમ વિશે કહે છે કે જેને લોકોએ પાલન કરવાની જરૂર છે જાણે કે લોકો તેને ખભા પર વહન કરી રહ્યા છે. (જુઓ: રૂપક)

Acts 15:29

εἰδωλοθύτων

આનો અર્થ એ કે તેમને કોઈ એવા પ્રાણીનું માંસ ખાવાની મંજૂરી નથી કે જેને કોઈએ મૂર્તિને બલિદાન કર્યું હોય.

αἵματος

આ રક્ત પીવા અથવા માંસ ખાવાનો ઉલ્લેખ કરે છે જેમાંથી રક્ત નિકળ્યું નથી. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

πνικτῶν

ગૂંગળાવીને મારેલું પ્રાણી પણ જેનું રક્ત નીકળી ગયું નથી.

ἔρρωσθε

આ પત્રના અંતની જાહેરાત કરે છે. વૈકલ્પિક અનુવાદ: “આવજો”

Acts 15:30

પાઉલ, બાર્નાબાસ, યહૂદા અને સિલાસ અંત્યોખ જવા રવાના થયા.

οἱ μὲν οὖν ἀπολυθέντες, κατῆλθον εἰς Ἀντιόχειαν

તેઓ"" શબ્દ પાઉલ, બાર્નાબાસ, યહૂદા અને સિલાસનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""એટલે જ્યારે આ ચારેય માણસોને વિદાય આપવામાં આવી, ત્યારે તેઓ અંત્યોખ આવ્યા

ἀπολυθέντες

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે પ્રેરિતો અને વડીલોએ ચારેયને વિદાય આપી"" અથવા ""જ્યારે યરૂશાલેમના વિશ્વાસીઓએ તેમને મોકલ્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

κατῆλθον εἰς Ἀντιόχειαν

અહીં ""નીચે ઉતાર્યા"" શબ્દસમૂહનો ઉપયોગ કરવામાં આવ્યો છે કારણ કે અંત્યોખ યરૂશાલેમ કરતાં નીચાણમાં આવેલું છે.

Acts 15:31

ἀναγνόντες…ἐχάρησαν

અંત્યોખના વિશ્વાસીઓએ આનંદ કર્યો

ἐπὶ τῇ παρακλήσει

પ્રોત્સાહન"" અમૂર્ત સંજ્ઞા સાથે ""ઉત્તેજન"" ક્રિયાપદ વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે પ્રેરિતો અને વડીલોએ લખ્યું તેનાથી તેમને ઉત્તેજન મળ્યું"" (જુઓ: અમૂર્ત નામો)

Acts 15:32

καὶ…προφῆται

પ્રબોધકો તેમને કહેવા માટે નિમાયેલ ઈશ્વર પ્રેરિત શિક્ષકો હતા. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે તેઓ પ્રબોધકો હતા"" અથવા ""જેઓ પ્રબોધકો પણ હતા

τοὺς ἀδελφοὺς

સાથી વિશ્વાસીઓ

ἐπεστήριξαν

કોઈને ઈસુ પર વધારે નિર્ભર રહેવામાં મદદ કરવી તે વિશે કહેવામા આવ્યું છે જાણે કે તેઓને શારીરિક રીતે મજબૂત બનાવતા હોય. (જુઓ: રૂપક)

Acts 15:33

યહૂદા અને સિલાસ યરૂશાલેમ પાછા આવ્યા જ્યારે પાઉલ અને બાર્નાબાસ અંત્યોખમાં રહ્યા.

ποιήσαντες δὲ χρόνον

આ તે સમય વિશે વાત કરે છે જાણે કે તે કોઈ ચીજવસ્તુ હોય જેને કોઈ વ્યક્તિ ખર્ચ કરી શકતું હોય. ""તેઓ"" શબ્દ યહૂદા અને સિલાસનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ થોડો સમય ત્યાં રહ્યા પછી"" (જુઓ: રૂપક)

ἀπελύθησαν μετ’ εἰρήνης ἀπὸ τῶν ἀδελφῶν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ભાઈઓએ યહૂદા અને સિલાસને શાંતિથી પાછા મોકલ્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τῶν ἀδελφῶν

આ અંત્યોખના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

πρὸς τοὺς ἀποστείλαντας αὐτούς

યરૂશાલેમના વિશ્વાસીઓને જેણે યહૂદા અને સિલાસને મોકલ્યા (પ્રેરિતોનાં કૃત્યો 15:22)

Acts 15:35

τὸν λόγον τοῦ Κυρίου

અહીં ""વચન"" એ સંદેશ માટે વપરાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ વિશેનો સંદેશ"" (જુઓ: ઉપનામ)

Acts 15:36

પાઉલ અને બાર્નાબાસ અલગ મુસાફરી પર જાય છે.

ἐπιστρέψαντες δὴ

હું સૂચવું છું કે હવે આપણે પાછા ફરવું જોઈએ

ἐπισκεψώμεθα τοὺς ἀδελφοὺς

ભાઈઓની કાળજી અથવા “વિશ્વાસીઓની મદદ કરવા માગણી”

τὸν λόγον τοῦ Κυρίου

અહીં ""વચન"" એ સંદેશ માટે વપરાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ વિશેનો સંદેશ"" (જુઓ: ઉપનામ)

πῶς ἔχουσιν

તેઓ કેવી રીતે કરે છે તે શીખીએ. તેઓ ભાઈઓની હાલની સ્થિતિ અને તેઓ ઈશ્વરના સત્યને કેવી રીતે પકડી રાખે છે તે વિશે જાણવા માગે છે.

Acts 15:37

συνπαραλαβεῖν καὶ τὸν Ἰωάννην, τὸν καλούμενον Μᾶρκον

યોહાનને લેવા, જેને માર્ક પણ કહેવામાં આવતો હતો

Acts 15:38

Παῦλος…ἠξίου…μὴ…συνπαραλαμβάνειν τοῦτον

સારા નહીં"" શબ્દો સારાની વિરુદ્ધ કહેવા માટે વપરાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પાઉલે વિચાર્યું કે માર્કને સાથે લેવો સારું નથી"" (જુઓ: વક્રોક્તિ)

Παμφυλίας

આ એશિયા માઇનોરનો એક પ્રાંત હતો. તમે પ્રેરિતોનાં કૃત્યો 2:10 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

μὴ συνελθόντα αὐτοῖς εἰς τὸ ἔργον

પછી તેમની સાથે કાર્ય કરવાનું ચાલુ રાખ્યું નહીં અથવા “તેમની સાથે સેવા કરવાનું ચાલુ રાખ્યું નહીં”

Acts 15:39

“તેઓ” શબ્દ અહીં બાર્નાબાસ અને પાઉલનો ઉલ્લેખ કરે છે.

ἐγένετο δὲ παροξυσμὸς

મતભેદ"" અમૂર્ત સંજ્ઞાને “અસંમત” ક્રિયાપદ તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ એકબીજા સાથે ભારપૂર્વક અસંમત થયા"" (જુઓ: અમૂર્ત નામો)

Acts 15:40

παραδοθεὶς τῇ χάριτι τοῦ Κυρίου ὑπὸ τῶν ἀδελφῶν

કોઈને સોંપવાનો અર્થ એ છે કે કોઈની સંભાળ અને જવાબદારી અથવા બીજી વ્યક્તિને આપવી. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અંત્યોખના વિશ્વાસીઓએ પાઉલને પ્રભુની કૃપાને સોંપ્યા પછી"" અથવા ""પછી અંત્યોખના વિશ્વાસીઓએ ઈશ્વરને પાઉલની સંભાળ રાખવા અને તેમની પ્રત્યે દયા બતાવવા માટે પ્રાર્થના કરી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 15:41

διήρχετο

પહેલાનું વાક્ય સૂચવે છે કે સિલાસ પાઉલ સાથે હતો. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ ગયા"" અથવા ""પાઉલ અને સિલાસ ગયા"" અથવા ""પાઉલ સિલાસને લઈને ચાલ્યો ગયો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

διήρχετο…τὴν Συρίαν καὶ τὴν Κιλικίαν

આ એશિયા માઇનોરના પ્રાંતો અથવા વિસ્તારો, કે જે સૈપ્રસ ટાપુ પાસે આવેલા છે.

ἐπιστηρίζων τὰς ἐκκλησίας

મંડળીમાં વિશ્વાસીઓને પ્રોત્સાહિત કરવાની વાત તે રીતે કરવામાં આવે છે જાણે કે પાઉલ અને સિલાસ વિશ્વાસીઓને શારીરિક રીતે મજબૂત બનાવતા હોય. ""મંડળીઓ"" શબ્દ સિરિયા અને કિલીકિયામાંના વિશ્વાસીઓના જૂથોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મંડળીમાં વિશ્વાસીઓને પ્રોત્સાહન આપો"" અથવા ""વિશ્વાસીઓના સમુદાયને ઈસુમાં વધુ નિર્ભર રહેવા ઉતેજન આપ્યું"" (જુઓ: રૂપક અને ઉપનામ)

Acts 16

પ્રેરિતોનાં કૃત્યો 16 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો### તિમોથીની સુન્નત

પાઉલે તિમોથીની સુન્નત કરી કારણ કે તેઓ યહૂદીઓ અને વિદેશી લોકોને ઈસુનો સંદેશ પ્રગટ કરતા હતા. પાઉલ ઇચ્છતો હતો કે યહૂદીઓએ તે જાણવું જોઈએ કે તે મૂસાના નિયમનો આદર કરે છે, તેમ છતાં યરૂશાલેમની મંડળીના આગેવાનોએ નિર્ણય લીધો હતો કે ખ્રિસ્તીઓને સુન્નત કરવાની જરૂર નથી..

સ્ત્રી કે જેને ભવિષ્યવાણી કરવાનો આત્મા હતો

મોટાભાગના લોકો ઇચ્છતા હોય છે કે ભવિષ્ય જાણે, પરંતુ મૂસાના નિયમશાસ્ત્ર અનુસાર ભવિષ્ય વિશે શીખવા માટે મૃત લોકોના આત્મા સાથે વાત કરવી એ પાપ છે. આ મહિલા ભવિષ્ય ખૂબ સારી રીતે જણાવી શકે છે. તે ગુલામ હતી, અને તેણીનો માલિક તેણીના કામથી ખૂબ પૈસા કમાયો હતો. પાઉલ ઇચ્છે છે કે તેણી પાપ કરવાનું બંધ કરે, તેથી તેણે આત્માને કહ્યું કે તેને છોડી દે. લૂક કહેતા નથી કે તેણીએ ઈસુને અનુસરવાનું શરૂ કર્યું અથવા તેણીના વિષે વધારે માહિતી કહી નથી.

Acts 16:1

પ્રથમ, ત્રીજા અને ચોથા દાખલાઓમાં “તેને” તિમોથીનો ઉલ્લેખ કરે છે. બીજું “તેને” પાઉલનો ઉલ્લેખ કરે છે.

સિલાસ અને પાઉલની સેવાકાર્યની મુસાફરી ચાલુ છે. તિમોથીનો આ વાર્તામાં પરિચય આપવામાં આવે છે અને તે પાઉલ અને સિલાસ સાથે સેવામાં જોડાય છે. 1 અને 2 કલમો તિમોથી વિષેની પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

κατήντησεν…καὶ

અહીં “આવ્યા” તે “ગયા” ના રૂપમાં આનુવાદ કરી શકાય છે. (જુઓ: જાઓ અને આવો)

Δέρβην

આ એશિયા માઇનોરનું એક શહેર છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 14:6 માં તેનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

ἰδοὺ

જુઓ"" શબ્દ આપણને વાર્તામાં એક નવી વ્યક્તિના વર્ણન માટે ચેતવે છે. તમારી ભાષામાં આ કરવાની રીત હોઈ શકે છે.

πιστῆς

“ખ્રિસ્તમાં” શબ્દો સમજાય છે. વૈકલ્પિક અનુવાદ: “જે ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે” (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

Acts 16:2

ὃς ἐμαρτυρεῖτο ὑπὸ τῶν…ἀδελφῶν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ભાઈઓ તેમના માટે સારું બોલતા હતા"" અથવા ""તિમોથી ભાઈઓમાં સારી પ્રતિષ્ઠા ધરાવતો હતો"" અથવા ""ભાઈઓએ તેના વિશે સારો પરિચય આપ્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὑπὸ τῶν…ἀδελφῶν

અહીં “ભાઈઓ” વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “વિશ્વાસીઓ દ્વારા”

Acts 16:3

περιέτεμεν αὐτὸν

શક્ય છે કે પાઉલ પોતે તિમોથીની સુન્નત કરે પરંતુ શક્ય છે કે તેણે કોઈ બીજા દ્વારા તિમોથીની સુન્નત કરાવી હોય.

διὰ τοὺς Ἰουδαίους τοὺς ὄντας ἐν τοῖς τόποις ἐκείνοις

કારણ કે જે વિસ્તારોમાં યહૂદીઓ રહેતા હતા ત્યાં પાઉલ અને તિમોથી મુસાફરી કરવાના હતા

ᾔδεισαν γὰρ ἅπαντες, ὅτι Ἕλλην ὁ πατὴρ αὐτοῦ ὑπῆρχεν

ગ્રીક માણસોએ તેમના પુત્રોની સુન્નત ન કરી હોવાથી, યહૂદીઓ જાણતા કે તિમોથીની સુન્નત થઈ નથી, અને તેઓએ ખ્રિસ્ત વિષેનો સંદેશ સાંભળતા પહેલા પાઉલ અને તિમોથીને નકારી કાઢ્યા હોત. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 16:4

અહીં ""તેઓ"" શબ્દ પાઉલ, સિલાસ (પ્રેરિતોનાં કૃત્યો 15:40), અને તિમોથી (પ્રેરિતોનાં કૃત્યો 16:3) નો ઉલ્લેખ કરે છે.

αὐτοῖς φυλάσσειν

મંડળીના સભ્યોએ પાલન કરવા માટે અથવા “વિશ્વાસીઓએ પાલન કરવા માટે”

τὰ κεκριμένα ὑπὸ τῶν ἀποστόλων καὶ πρεσβυτέρων τῶν ἐν Ἱεροσολύμοις

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""યરૂશાલેમના પ્રેરિતો અને વડીલોએ લખ્યું હતું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

આ મંડળીના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: ઉપનામ)

Acts 16:5

αἱ…ἐκκλησίαι ἐστερεοῦντο τῇ πίστει, καὶ ἐπερίσσευον τῷ ἀριθμῷ καθ’ ἡμέραν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""વિશ્વાસીઓ તેમના વિશ્વાસમાં વધુ મજબૂત બન્યા, અને ત્યાં દરરોજ વધુને વધુ લોકો વિશ્વાસીઓ બની રહ્યા હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

αἱ…ἐκκλησίαι ἐστερεοῦντο τῇ πίστει

આ કોઈને આત્મામાં વધારે વિશ્વાસુ બનાવવામાં મદદ કરે છે જાણે કે તેમને શારીરિક રીતે મજબૂત બનાવતા હોય. (જુઓ: રૂપક)

Acts 16:6

τὴν Φρυγίαν

આ એશિયામાંનો એક પ્રદેશ છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 2:10 માં આ નામ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

κωλυθέντες ὑπὸ τοῦ Ἁγίου Πνεύματος

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પવિત્ર આત્માએ તેમને મનાઇ કરી હતી"" અથવા ""પવિત્ર આત્માએ તેમને મંજૂરી આપી ન હતી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τὸν λόγον

અહીં ""વચન"" એ ""સંદેશ"" માટે વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: ""ખ્રિસ્ત વિશેનો સંદેશ"" (જુઓ: ઉપનામ)

Acts 16:7

ἐλθόντες δὲ

અહીં “આવ્યા” એ “ગયા” અથવા “પહોંચ્યા” તરીકે અનુવાદ કરી શકાય છે. (જુઓ: જાઓ અને આવો)

Μυσίαν…Βιθυνίαν

આ એશિયાના વધુ બે પ્રદેશો છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

τὸ Πνεῦμα Ἰησοῦ

પવિત્ર આત્મા

Acts 16:8

κατέβησαν εἰς Τρῳάδα

નીચે ઉતર્યા"" શબ્દસમૂહનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે કારણ કે ત્રોઆસ એ મૂસિયા કરતા નીચાણમાં આવેલું છે.

κατέβησαν

અહીં “આવ્યા” ને “ગયા” તરીકે અનુવાદ કરી શકાય છે. (જુઓ: જાઓ અને આવો)

Acts 16:9

ὅραμα…τῷ Παύλῳ ὤφθη

પાઉલે ઈશ્વર તરફથી દર્શન જોયું અથવા “પાઉલને ઈશ્વર તરફથી દર્શન થયું”

παρακαλῶν αὐτὸν

વિનંતી કરી અથવા “તેને આમંત્રણ આપ્યું”

διαβὰς εἰς Μακεδονίαν

“અહી આવો” શબ્દસમૂહનો ઉપયોગ કરવામાં આવ્યો છે કારણ કે મકદોનિયા એ ત્રોઆસથી સમુદ્રને પેલે પાર છે.

Acts 16:10

ἐζητήσαμεν ἐξελθεῖν εἰς Μακεδονίαν, συμβιβάζοντες ὅτι προσκέκληται ἡμᾶς ὁ Θεὸς εὐαγγελίσασθαι αὐτούς

અહીં ""અમે"" અને ""આપણે"" શબ્દો પાઉલ અને તેના સાથીઓ જેમાં લૂક, જે પ્રરીતોનાં કૃત્યોનો લેખક છે તેનો સમાવેશ થાય છે, તેઓનો ઉલ્લેખ કરે છે.

Acts 16:11

પાઉલ અને તેના સાથીઓ હવે ફિલિપ્પીમાં તેમના સેવાકાર્યની મુસાફરી માટે છે. કલમ 13 લૂદિયાની વાર્તાની શરૂઆત કરે છે. આ ટૂંકી વાર્તા પાઉલની મુસાફરી દરમિયાન બને છે.

Σαμοθρᾴκην…Νέαν Πόλιν

આ મકદોનિયાના ફિલિપ્પી પ્રદેશની ઘટના છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

εἰς Νέαν Πόλιν

અહીં “આવ્યા” ને “ગયા” અથવા “પહોંચ્યા” તરીકે અનુવાદ કરી શકાય છે. (જુઓ: જાઓ અને આવો)

Acts 16:12

κολωνία

આ ઈટાલીની બહારનું એક શહેર છે જ્યાં રોમમાંથી આવેલા ઘણાં લોકો રહેતા હતા. ત્યાંના લોકોને એટલા જ અધિકાર અને સ્વતંત્રતાઓ હતી જે લોકો ઇટાલીના શહેરોમાં રહેતા હતા. તેઓ પોતે શાસન કરી શકતા હતા અને તેમને કર ચૂકવવાની જરૂર નહોતી. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 16:14

આ લૂદિયાની વાર્તા પૂર્ણ કરે છે.

τις γυνὴ ὀνόματι Λυδία

અહીં ""એક ચોક્કસ સ્ત્રી"" વાર્તામાં નવી વ્યક્તિનો પરિચય આપે છે. વૈકલ્પિક અનુવાદ: ""ત્યાં લૂદિયા નામની એક સ્ત્રી હતી"" (જુઓ: નવા અને જૂના પાત્રોનો પરિચય)

πορφυρόπωλις

અહીં ""વસ્ત્રો"" સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""એક વેપારી જે જાંબુડિયાં રંગના વસ્ત્રો વેચતી હતી"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

Θυατείρων

આ શહેરનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

σεβομένη τὸν Θεόν

ઈશ્વરની સ્તુતિ કરનાર વિદેશી છે જે ઈશ્વરની પ્રશંસા કરે છે અને તેમને અનુસરે છે, પરંતુ તે સર્વ યહૂદી નિયમોનું પાલન કરતા નથી.

ἧς ὁ Κύριος διήνοιξεν τὴν καρδίαν, προσέχειν

ઈશ્વર કોઈને ધ્યાન દોરવા અને વિશ્વાસ કરવા માટે કે કોઈ સંદેશ આપવામાં આવી રહ્યો છે તે જાણે કે કોઈ વ્યક્તિનું હૃદય ખોલી રહ્યું છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુએ તેને સારી રીતે સાંભળવા અને વિશ્વાસ કરવાનું મન આપ્યું"" (જુઓ: રૂપક)

ἧς…διήνοιξεν τὴν καρδίαν

અહીં ""હૃદય"" એ વ્યક્તિના મન માટે વપરાય છે. ઉપરાંત, લેખક ""હૃદય"" અથવા ""મન"" વિશે બોલે છે કે જાણે કે તે એક પેટી હોય જે કોઈ વ્યક્તિ ખોલી શકે છે તેથી કોઈ તેને ભરવા માટે તૈયાર છે. (જુઓ: ઉપનામ અને રૂપક)

τοῖς λαλουμένοις ὑπὸ τοῦ Παύλου

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “પાઉલે શું કહ્યું” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 16:15

ὡς δὲ ἐβαπτίσθη καὶ ὁ οἶκος αὐτῆς

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તેઓએ લૂદિયા અને તેના ઘરના સભ્યોને બાપ્તિસ્મા આપ્યુ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὁ οἶκος αὐτῆς

અહીંયા ""ઘર"" તે લોકોનું સજૂ કરે છે જેઓ તે ઘરમાં રહે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણીના ઘરના સભ્યો"" અથવા ""તેણીનું કુટુંબ અને ઘરના નોકરો"" (જુઓ: ઉપનામ)

Acts 16:16

પૃષ્ઠભૂમિની માહિતી અહીં સમજાવવા માટે આપવામાં આવી છે કે આ યુવાન નસીબ કહેનારી લોકોના ભવિષ્યનું અનુમાન કરીને તેણીના માલીકોને ખૂબ આર્થિક લાભ કરાવતી હતી. (જુઓ: પૂર્વભૂમિકા)

પાઉલની મુસાફરી દરમિયાન આ બીજી ટૂંકી વાર્તાની પ્રથમ ઘટનાની શરૂઆત થાય છે; તે એક યુવાન ભવિષ્યકથન કહેનાર વિશે છે.

ἐγένετο δὲ

આ વાક્ય વાર્તાના નવા ભાગની શરૂઆત દર્શાવે છે. જો તમારી ભાષામાં આ પ્રમાણે કરવાની રીત છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો.

παιδίσκην τινὰ

એક ચોક્કસ"" શબ્દસમૂહ વાર્તામાં એક નવા વ્યક્તિનો પરિચય કરાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""ત્યાં એક યુવાન સ્ત્રી હતી"" (જુઓ: નવા અને જૂના પાત્રોનો પરિચય)

πνεῦμα Πύθωνα

એક અશુદ્ધ આત્મા તેણી સાથે લોકોના તાત્કાલિક ભવિષ્ય વિશે વારંવાર વાત કરતો હતો

Acts 16:17

ὁδὸν σωτηρίας

કોઈ વ્યક્તિને કેવી રીતે બચાવી શકાય છે તે વાત અહીં કહેવામાં આવી છે જાણે કે તે કોઈ માર્ગ અથવા રસ્તો છે જેના પર તે વ્યક્તિ ચાલે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તમારો ઉદ્ધાર કેવી રીતે કરી શકે છે"" (જુઓ: રૂપક)

Acts 16:18

διαπονηθεὶς δὲ Παῦλος, καὶ ἐπιστρέψας

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ તેણીએ પાઉલને ખૂબ જ નારાજ કર્યો તેથી તે પાછો ફર્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐν ὀνόματι Ἰησοῦ Χριστοῦ

અહીંયા ""નામ"" એ અધિકાર સાથે બોલવા માટે અથવા ઈસુ ખ્રિસ્તના પ્રતિનિધિ માટે વપરાય છે. (જુઓ: ઉપનામ)

ἐξῆλθεν αὐτῇ τῇ ὥρᾳ

અને આત્મા તરત જ નીકળી ગયો

Acts 16:19

οἱ κύριοι αὐτῆς

ગુલામ છોકરીના માલિકો

ἰδόντες…οἱ κύριοι αὐτῆς, ὅτι ἐξῆλθεν ἡ ἐλπὶς τῆς ἐργασίας αὐτῶν

તે સ્પષ્ટપણે કહી શકાય છે કે શા માટે તેઓ હવે નાણાંની કમાણી કરવાની આશા રાખતા નથી. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તેના માલિકોએ જોયું કે તે હવે ભવિષ્ય કહીને તેમના માટે નાણાં કમાઈ શકતી નથી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

εἰς τὴν ἀγορὰν

જાહેર ચોકમાં. આ વ્યવસાયનું સાર્વજનિક સ્થળ છે, જ્યાં માલસામાન, ઢોરઢાંકર અથવા સેવાઓની ખરીદી અને વેચાણ થાય છે.

ἐπὶ τοὺς ἄρχοντας

અધિકારીઓની સમક્ષ લઈ ગયા અથવા “જેથી અધિકારીઓ તેઓનો ન્યાય કરે”

Acts 16:20

καὶ προσαγαγόντες αὐτοὺς τοῖς στρατηγοῖς

જ્યારે તેઓ તેમને અધિકારીઓ પાસે લાવ્યા

στρατηγοῖς

શાસકો, ન્યાયાધીશો

οὗτοι οἱ ἄνθρωποι ἐκταράσσουσιν ἡμῶν τὴν πόλιν

અહીં ""આપણો"" શબ્દ શહેરના લોકોનો ઉલ્લેખ કરે છે અને શાસન કરનારા ન્યાયાધીશોનો સમાવેશ થાય છે. (જુઓ: સમાવેશક “અમે”)

Acts 16:21

παραδέχεσθαι οὐδὲ ποιεῖν

વિશ્વાસ કરવો અથવા પાલન કરવું અથવા “સ્વીકારવું અથવા કરવું”

Acts 16:22

અહીંયા ""તેઓના"" અને ""તેમના"" શબ્દો પાઉલ અને સિલાસનો ઉલ્લેખ કરે છે. ""તેઓ"" શબ્દ સૈનિકોનો ઉલ્લેખ કરે છે.

ἐκέλευον ῥαβδίζειν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""સૈનિકોને આજ્ઞા આપવામાં આવી કે તેમને ફટકા મારે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 16:23

πολλάς…ἐπιθέντες αὐτοῖς πληγὰς

તેમને ઘણી વખત ફટકા મારવામાં આવ્યા

παραγγείλαντες τῷ δεσμοφύλακι ἀσφαλῶς τηρεῖν αὐτούς

દરોગાને બંદીખાનામાં તેઓની ચોકસાઈ રાખવાનું કહ્યું

δεσμοφύλακι

લોકોની ચોકસાઈ રાખવાની જવાબદારી જેલમાં અથવા બંદીખાનામાં કરવામા આવી

Acts 16:24

ὃς παραγγελίαν τοιαύτην λαβὼν

તેણે આ આજ્ઞા સાંભળી

τοὺς πόδας ἠσφαλίσατο αὐτῶν εἰς τὸ ξύλον

હેડમાં તેઓના પગોને સુરક્ષિત રીતે તાળા માર્યા

ξύλον

લાકડાનું કાણાવાળું પાત્ર કે જે વ્યક્તિના પગોને આગળ ચાલતા અટકાવે છે

Acts 16:25

“તેમને” શબ્દ એ પાઉલ અને સિલાસનો ઉલ્લેખ કરે છે.

આ ફિલિપ્પીમાં પાઉલ અને સિલાસનો જેલમાં સમય અને ચોકીદારોનું શું થયું તે કહે છે.

Acts 16:26

σεισμὸς…ὥστε σαλευθῆναι τὰ θεμέλια τοῦ δεσμωτηρίου

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ધરતીકંપથી જેલના પાયા હાલી ગયા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τὰ θεμέλια τοῦ δεσμωτηρίου

જ્યારે પાયાઓ ધ્રૂજયા, તેને કારણે આખું બંદીગૃહ ધ્રુજી ઉઠ્યું. (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

ἠνεῴχθησαν…αἱ θύραι πᾶσαι

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""બધાં જ દરવાજાઓ ખુલી ગયા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

πάντων τὰ δεσμὰ ἀνέθη

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""દરેકની સાંકળો તૂટી ગઈ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 16:27

અહીં ""અમે"" શબ્દનો અર્થ પાઉલ, સિલાસ અને અન્ય બધાં કેદીઓનો છે પરંતુ દરોગાનો સમાવેશ નથી. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

ἔξυπνος…γενόμενος ὁ δεσμοφύλαξ

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: દરોગો જાગ્યો” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἤμελλεν ἑαυτὸν ἀναιρεῖν

આપઘાત કરવા જતો હતો. દરોગાએ કેદીઓને છૂટી જવાનાં પરિણામો ભોગવવા કરતાં આત્મહત્યા કરવાનું વધારે પસંદ કર્યું.

Acts 16:29

αἰτήσας…φῶτα

દરોગાને કેમ અજવાળાની જરૂર છે તે કારણ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈને અજવાળું લાવવાની હાકલ કરી જેથી તે બંદીગૃહમાં જઈને જોઈ શકે કે હજી પણ કોઈ હતું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

φῶτα

અજવાળું"" શબ્દ કંઈક એવી વસ્તુ માટે વપરાય છે જે અજવાળું આપે છે. વૈકલ્પિક અનુવાદ: ""મશાલો"" અથવા ""દીવાઓ માટે"" (જુઓ: ઉપનામ)

εἰσεπήδησεν

જલદીથી જેલમાં પ્રવેશ કર્યો

προσέπεσεν τῷ Παύλῳ καὶ Σιλᾷ

દરોગાએ પાઉલ અને સિલાસના પગોમાં નમીને પોતાને નમ્ર કર્યો. (જુઓ: સાંકેતિક પગલું)

Acts 16:30

προαγαγὼν αὐτοὺς ἔξω

તેમને બંદીખાનામાંથી બહાર લઈ ગયો

τί με δεῖ ποιεῖν, ἵνα σωθῶ

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર મને મારા પાપોથી બચાવે તે માટે મારે શું કરવું જોઈએ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 16:31

σωθήσῃ

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તને તારણ આપશે"" અથવા ""ઈશ્વર તને તારા પાપોથી તારણ આપશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὁ οἶκός σου

અહીં ""ઘર"" એ લોકો માટે વપરાય છે જેઓ ઘરમાં રહે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા ઘરના સર્વ સભ્યો"" અથવા ""તમારા ઘરના"" (જુઓ: ઉપનામ)

Acts 16:32

અહીં ""તેઓ"" શબ્દનો પ્રથમ ઉપયોગ તેમ જ ""તેમના"" અને ""તેમને"" શબ્દોનો ઉપયોગ પાઉલ અને સિલાસનો છે. સરખામણી કરો પ્રેરિતોનાં કૃત્યો 16:25. ""તેઓ"" શબ્દનો છેલ્લો ઉપયોગ ચોકીદારના ઘરના લોકોનો ઉલ્લેખ કરે છે. ""તેને,"" ""તેના,"" અને ""તે"" શબ્દો ચોકીદારનો ઉલ્લેખ કરે છે.

ἐλάλησαν αὐτῷ τὸν λόγον τοῦ Κυρίου

અહીં “વચન” સંદેશ માટે વપરાય છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓએ તેને ઈસુ વિષેનો સંદેશ કહ્યો” (જુઓ: ઉપનામ)

Acts 16:33

ἐβαπτίσθη, αὐτὸς καὶ οἱ αὐτοῦ πάντες παραχρῆμα

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પાઉલ અને સિલાસે દરોગા અને તેના ઘરના સર્વ સભ્યોને બાપ્તિસ્મા આપ્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 16:35

પાઉલ અને સિલાસ ફિલીપ્પીમાં છે તેની આ અંતિમ ઘટના દર્શાવેલી છે પ્રેરિતોનાં કૃત્યો 16:12

δὲ

આ વાર્તાનો ઉપયોગ અહીં મુખ્ય વાર્તા પંક્તિમાં વિરામ ચિહ્ન કરવા માટે થાય છે. અહીં લૂક વાર્તાની છેલ્લી ઘટના જણાવે છે જે પ્રેરિતોનાં કૃત્યો 16:16 માં શરૂ થઈ હતી.

ἀπέστειλαν…τοὺς ῥαβδούχους

અહીં ""વચન"" નો અર્થ ""સંદેશ"" અથવા ""આદેશ"" છે. વૈકલ્પિક અનુવાદ: ""ચાકરોને સંદેશ મોકલ્યો"" અથવા ""ચાકારોને આદેશ મોકલ્યો"" (જુઓ: ઉપનામ)

ἀπέστειλαν

અહીં “મોકલ્યા” એટલે કે ન્યાયાધીશોએ કોઈને કહ્યું કે જાઓ ચોકીદારોને તેઓનો સંદેશ કહો.

ἀπόλυσον τοὺς ἀνθρώπους ἐκείνους

તે માણસોને છોડી દો અથવા “તે માણસોને જવા માટે પરવાનગી આપો”

Acts 16:36

ἐξελθόντες

બંદીખાનામાંથી બહાર આવ્યા

Acts 16:37

સર્વ સમયે ""તેઓ"" શબ્દનો ઉપયોગ થાય છે અને ""તેમને"" પ્રથમ વખત વપરાય છે તે શબ્દો અમલદારનો ઉલ્લેખ કરે છે. ""પોતાને"" શબ્દ ન્યાયાધીશોનો ઉલ્લેખ કરે છે. બીજી વાર ""તેમને"" શબ્દ વપરાય છે તે પાઉલ અને સિલાસનો ઉલ્લેખ કરે છે. ""અમે"" શબ્દ પાઉલ અને સિલાસ છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

ἔφη πρὸς αὐτούς

પાઉલ દરોગા સાથે વાત કરી રહ્યો છે, પરંતુ તે ચાહે છે કે દરોગો ન્યાયાધીશોને એ કહે જે તેણે કહ્યું છે. વૈકલ્પિક અનુવાદ: ""દરોગાને કહ્યું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

δείραντες ἡμᾶς δημοσίᾳ

અહીં ""તેઓ"" ન્યાયાધીશોનો ઉલ્લેખ કરે છે જેમણે તેમના સૈનિકોને તેઓને મારવા આદેશ આપ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""ન્યાયાધીશો તેમના સૈનિકોને આદેશ આપ્યો કે અમને જાહેરમાં કોરડા મારવા"" (જુઓ: ઉપનામ)

ἀκατακρίτους ἀνθρώπους Ῥωμαίους ὑπάρχοντας, ἔβαλαν εἰς φυλακήν

માણસો કે જેઓ રોમના નાગરિકો છે, અને તેઓએ કોર્ટમાં સાબિત કર્યું ન હતું કે અમે દોષી હતા તેમ છતાં તેઓના સૈનિકોએ અમને જેલમાં નાખ્યા

λάθρᾳ ἡμᾶς ἐκβάλλουσιν? οὔ

પાઉલ એ પ્રશ્નના ઉપયોગ પર ભાર મૂકે છે કે તેઓએ પાઉલ અને સિલાસ સાથે અવ્યવહારુ વર્તન કર્યા પછી તેઓ ન્યાયાધીશો તેઓને ગુપ્ત રીતે શહેર બહાર મોકલી દેવા માગે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું તેમને ગુપ્ત રીતે અમને શહેરની બહાર મોકલવા દઈશ નહીં!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

λάθρᾳ ἡμᾶς ἐκβάλλουσιν? οὔ

અહીં “પોતાનો” ઉપયોગ ભાર દર્શાવવા થયો છે (જુઓ: સ્વવાચક સર્વનામો)

Acts 16:38

ἐφοβήθησαν…ἀκούσαντες ὅτι Ῥωμαῖοί εἰσιν

રોમન બનવાનો અર્થ એ સામ્રાજ્યનો કાયદેસર નાગરિક બનવું છે. નાગરિકતા એ ત્રાસથી મુક્ત થવા અને ન્યાયી સુનાવણીનો અધિકાર પૂરો પાડે છે. શહેરના આગેવાનો ડરતા હતા કે વધુ મહત્વપૂર્ણ રોમન અધિકારીઓ સમજી શકે કે શહેરના આગેવાનોએ કેવી રીતે પાઉલ અને સિલાસ સાથે દુર્વ્યવહાર કર્યો છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 16:40

અહીં ""તેઓ"" શબ્દનો અર્થ પાઉલ અને સિલાસનો ઉલ્લેખ કરે છે. ""તેઓ"" શબ્દ ફિલિપ્પીમાંના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

આ પાઉલ અને સિલાસનો ફિલીપ્પીમાંનો સમય પૂર્ણ થાય છે. (જુઓ: વાર્તાની સમાપ્તિ)

εἰσῆλθον πρὸς τὴν Λυδίαν

અહીં “આવ્યા” ને “ગયા” ના રૂપમાં અનુવાદ કરી શકાય છે. (જુઓ: જાઓ અને આવો)

τὴν Λυδίαν

લૂદિયાનું ઘર

ἰδόντες

અહીં ""ભાઈઓ"" એ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે પછી તે સ્ત્રી હોય કે પુરુષ. વૈકલ્પિક અનુવાદ: ""વિશ્વાસીઓએ જોયું"" (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)

Acts 17

પ્રેરિતોનાં કૃત્યો 17 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

મસીહા વિશે ગેરસમજણો

જૂનો કરાર ઘણી વાર કહે છે તેમ યહૂદીઓ અપેક્ષા રાખે છે કે ખ્રિસ્ત અથવા મસીહા શક્તિશાળી રાજા હોવા જોઈએ. પરંતુ તે ઘણી વાર એમ પણ કહે છે કે મસીહાને દુખ સહન કરવું પડશે અને પાઉલ યહૂદીઓને તે વિશે કહેતો હતો. (જુઓ: ખ્રિસ્ત, મસીહ)

આથેન્સનો ધર્મ

પાઉલ કહે છે કે આથેન્સવાસીઓ ""ધાર્મિક"" હતા, પરંતુ તેઓ સાચા ઈશ્વરની ભક્તિ કરતા ન હતા. તેઓએ ઘણાં જુદા જુદા ખોટા દેવોઓની ઉપાસના કરી હતી. ભૂતકાળમાં તેઓએ અન્ય લોકો પર વિજય મેળવ્યો હતો અને તેઓએ જીતેલા લોકોના દેવોઓની ઉપાસના કરવાનું શરૂ કર્યું હતું.(જુઓ: દેવ, જૂઠા દેવો, દેવી, મૂર્તિ, મૂર્તિઓ, મૂર્તિપૂજક, મૂર્તિપૂજકો, મૂર્તિપૂજક, મૂર્તિપૂજા)

આ અધ્યાયમાં લૂકે પહેલીવાર વર્ણવ્યું કે કેવી રીતે પાઉલે ખ્રિસ્તનો સંદેશ એવા લોકોને કહ્યો કે જેઓ જૂના કરારમાંથી કઈ પણ જાણતા ન હતા.

Acts 17:1

અહીંયા ""તેઓ"" શબ્દનો અર્થ પાઉલ અને સિલાસ છે. સરખામણી કરો પ્રેરિતોનાં કૃત્યો 16:40. ""તેઓ"" શબ્દ થેસ્સાલોનીકાના સભાસ્થાનમાં યહૂદીઓનો ઉલ્લેખ આપે છે.

આ પાઉલ, સિલાસ અને તિમોથીની સેવાકાર્યની મુસાફરીની વાર્તા ચાલુ રાખે છે. તેઓ થેસ્સાલોનીકા પહોંચે છે, દેખીતી રીતે લૂક વિના, કેમ કે ""તેઓ"" કહે છે અને ""આપણે"" નહીં.

δὲ

આ વાર્તાનો ઉપયોગ અહીં મુખ્ય વાર્તાની પંક્તિમાં વિરામ ચિહ્ન કરવા માટે થાય છે. અહીં લૂક, લેખક, વાર્તાનો એક નવો ભાગ કહેવાનૈન શરૂઆત કરે છે.

διοδεύσαντες

એક છેડાથી બીજા સુધી મુસાફરી કરી

τὴν Ἀμφίπολιν καὶ τὴν Ἀπολλωνίαν

આ મકદોનિયાના દરિયાકાંઠાના શહેરો છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

ἦλθον εἰς Θεσσαλονίκην

અહીં ""આવ્યા"" નું અનુવાદ ""ગયા"" અથવા ""આવ્યા"" તરીકે કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ શહેરમાં આવ્યા"" અથવા ""તેઓ શહેરમાં પહોંચ્યા"" (જુઓ: જાઓ અને આવો)

Acts 17:2

κατὰ…τὸ εἰωθὸς

જેમ કે તેની આદત હતી અથવા ""તેનો સામાન્ય રીવાજ હતો."" પાઉલ સામાન્ય રીતે સાબ્બાથના દિવસે સભાસ્થાનમાં ગયો જ્યારે યહૂદીઓ હાજર હોય.

ἐπὶ Σάββατα τρία

દરેક સાબ્બાથ દિવસે ત્રણ અઠવાડિયા સુધી

διελέξατο αὐτοῖς ἀπὸ τῶν Γραφῶν

પાઉલે યહૂદીઓને સાબિત કરવા અને શાસ્ત્રનો અર્થ શું છે તે સમજાવ્યું કે ઈસુ જ મસીહા છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

διελέξατο αὐτοῖς

તેમને કારણો આપ્યા અથવા “તેમની સાથે વાદવિવાદ કર્યો” અથવા “તેમની સાથે ચર્ચા કરી”

Acts 17:3

અહીં “તે” શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે પ્રેરિતોનાં કૃત્યો 17:2

διανοίγων

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) શાસ્ત્રોને એવી રીતે સમજાવવા કે જે રીતે લોકો સમજી શકે તે રીતે બોલવામાં આવે છે જાણે કે પાઉલ કંઈક ખોલી રહ્યો હતો જેથી લોકો જોઈ શકે કે તેની અંદર શું છે) અથવા 2) પાઉલ વાસ્તવિક રીતે પુસ્તક અથવા લખાણ વાંચન માટે ખોલી રહ્યો હતો. (જુઓ: રૂપક)

ἔδει

તે ઈશ્વરની યોજનાનો એક ભાગ હતો

ἀναστῆναι

ફરીથી સજીવન થવું

ἐκ νεκρῶν

મરણ પામેલા સર્વ લોકોમાંથી. આ અભિવ્યક્તિ બધાં મરણ પામેલા લોકોનું અધોલોકમાં એક સાથે વર્ણન કરે છે. તેમની મધ્યેથી પાછા આવવાનું બોલવું એટલે ફરીથી સજીવન થવું છે.

Acts 17:4

αὐτῶν ἐπείσθησαν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “યહૂદીઓએ વિશ્વાસ કર્યો” અથવા “યહૂદીઓ તે સમજ્યા” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

προσεκληρώθησαν τῷ Παύλῳ

પાઉલની સાથે સહભાગી બન્યા

σεβομένων Ἑλλήνων

આ ગ્રીક લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈશ્વરની સ્તુતિ કરે છે પરંતુ હજી સુધી યહૂદી ધર્મમાં સુન્નત મારફતે બદલાણ પામ્યા નથી.

γυναικῶν…τῶν πρώτων οὐκ ὀλίγαι

આ એક અલ્પોક્તિ છે જે ભાર મૂકવા માટે છે કારણ કે ઘણી અગ્રણી મહિલાઓ તેમની સાથે જોડાઈ હતી. વૈકલ્પિક અનુવાદ: ""ઘણી અગ્રણી મહિલાઓ"" (જુઓ: વક્રોક્તિ)

Acts 17:5

અહીં “તેઓ” શબ્દ અવિશ્વાસી યહૂદીઓ અને ચોકમાંના દુષ્ટ લોકોનો ઉલ્લેખ કરે છે.

ζηλώσαντες

અદેખાઈની લાગણી વિશે એવી રીતે કહેવમાં આવે છે જાણે કે અદેખાઈ ખરેખર વ્યક્તિને ચલાવતી હોય. વૈકલ્પિક અનુવાદ: ""ખૂબ જ અદેખાઈ અનુભવવી"" અથવા ""ખૂબ જ ક્રોધની લાગણી અનુભવવી"" (જુઓ: રૂપક)

ζηλώσαντες

સ્પષ્ટપણે કહી શકાય કે આ યહૂદીઓ અદેખાઈ કરતા હતા કારણ કે કેટલાક યહૂદીઓ અને ગ્રીકોએ પાઉલના સંદેશા પર વિશ્વાસ કર્યો હતો. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

προσλαβόμενοι…ἄνδρας τινὰς πονηροὺς

અહીં “લેવું” તેનો અર્થ એ નથી કે યહૂદીઓએ લોકોને બળજબરીથી લીધા. યહૂદીઓએ આ લોકોને મદદ કરવા માટે સાથે લીધા.

ἄνδρας τινὰς πονηροὺς

કેટલાક દુષ્ટ લોકો. “માણસો” શબ્દ એ વિશેષ કરીને પુરુષોનો ઉલ્લેખ કરે છે.

τῶν ἀγοραίων

જાહેર ચોકમાંથી. આ વ્યવસાયનું એક સાર્વજનિક સ્થળ છે, જ્યાં માલસામાન, ઢોરઢાંક અથવા સેવાઓની ખરીદી અને વેચાણ થાય છે.

ἐθορύβουν τὴν πόλιν

અહીં ""શહેર"" એ શહેરના લોકો માટે વપરાય છે. વૈકલ્પિક અનુવાદ: ""શહેરના લોકો હંગામો મચાવ્યો"" અથવા ""શહેરના લોકોએ હંગામો કર્યો"" (જુઓ: ઉપનામ)

ἐπιστάντες τῇ οἰκίᾳ

હિંસક રીતે તેઓ યાસોનના ઘર પર હુમલો કર્યો. આનો અર્થ એ થઈ શકે છે કે લોકો ઘર પર પથ્થર મારો કરી રહ્યા અને ઘરનો દરવાજો તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

Ἰάσονος

આ એક વ્યક્તિનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

προαγαγεῖν εἰς τὸν δῆμον

શક્ય અર્થો અથવા ""લોકો"" આ પ્રમાણે છે 1) નિર્ણય લેવા માટે એકત્ર થયેલા નાગરિકોનું સરકારી અથવા કાનૂની જૂથ અથવા 2) એક ટોળું.

Acts 17:6

τινας ἀδελφοὺς

અહીં ""ભાઈઓ"" વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""કેટલાક અન્ય વિશ્વાસીઓ

ἐπὶ τοὺς πολιτάρχας

અધિકારીઓની હજારીમાં

οἱ…ἀναστατώσαντες, οὗτοι

યહૂદી આગેવાનો બોલી રહ્યા હતા અને ""આ માણસો"" એ શબ્દસમૂહ પાઉલ અને સિલાસનો ઉલ્લેખ કરે છે.

τὴν οἰκουμένην ἀναστατώσαντες

આ શબ્દસમૂહ પાઉલ અને સિલાસ વિશે કહેવાની બીજી રીત છે જ્યાં કહી તેઓ ગયા ત્યાં મુશ્કેલી સર્જાય છે. યહૂદી આગેવનો પાઉલ અને સિલાસના તેમના શિક્ષણ સાથેના પ્રભાવને રજૂ કરી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""જગતને ઉથલપાથલ કર્યું છે"" અથવા ""જ્યાં ગયા ત્યાં સર્વત્ર તેઓએ ઉથલપાથલ કર્યું છે"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ અને રૂઢિપ્રયોગ)

Acts 17:7

ὑποδέδεκται Ἰάσων

આ શબ્દસમૂહ સંકેત આપે છે કે યાસોન એ પ્રેરિતોનાં પરેશાન કરનાર સંદેશ સાથે સહમત હતા.

Acts 17:8

ἐτάραξαν

ચિંતિત હતા

Acts 17:9

λαβόντες τὸ ἱκανὸν παρὰ τοῦ Ἰάσονος καὶ τῶν λοιπῶν

યાસોન અને અન્ય લોકોએ આજ્ઞાનું પાલન કરવા બદલ શહેરના અધિકારીઓને નાણાં ચૂકવવા પડ્યા; જો સઘળું વ્યવસ્થિત રીતે ચાલે તો તે નાણાં પાછા આપવામાં આવે નહિ તો આજ્ઞાના ઉલ્લંઘન પૈસા બદલ નુકસાનને સુધારવા માટે તેનો ઉપયોગ થઈ શકે છે.

τῶν λοιπῶν

બાકીના"" શબ્દો અન્ય વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે કે જેઓને યહૂદીઓ અધિકારીઓ સમક્ષ લાવ્યા હતા.

ἀπέλυσαν αὐτούς

અધિકારીઓએ યાસોન અને અન્ય વિશ્વાસીઓને જવા દીધા

Acts 17:10

પાઉલ અને સિલાસ બરૈયા તરફ મુસાફરી શરૂ કરી.

οἱ…ἀδελφοὶ

“ભાઈઓ” શબ્દ વિશ્વાસી સ્ત્રી અને પુરુષનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “વિશ્વાસીઓ” (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)

Acts 17:11

δὲ

હવે"" શબ્દનો ઉપયોગ મુખ્ય વાર્તાની પંક્તિમાં વિરામ ચિહ્ન કરવા માટે થાય છે. અહીંયા લૂક બરૈયાના લોકોની માહિતી આપે છે અને તેઓ કેવી રીતે પાઉલને સાંભળવામાં અને તેમણે શું કહ્યું તે તપાસવા તૈયાર થયા. (જુઓ: પૂર્વભૂમિકા)

οὗτοι…ἦσαν εὐγενέστεροι

આ ""સારા-જન્મેલા"" લોકો અન્ય લોકો કરતા નવા વિચારો વિશે વધુ ઉદ્દેશ્યથી વિચારવા માટે ઇચ્છુક હતા. વૈકલ્પિક અનુવાદ: ""વધુ ખુલ્લા મનવાળા"" અથવા ""સાંભળવા માટે વધુ તૈયાર

ἐδέξαντο τὸν λόγον

અહીં “વચન” એ શિક્ષણનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “શિક્ષણને સાંભળ્યું” (જુઓ: ઉપનામ)

μετὰ πάσης προθυμίας

આ બરૈયાના લોકો શાસ્ત્ર વિષે પાઉલના શિક્ષણને વધુ નિષ્ઠાપૂર્વક તપાસ કરવા તૈયાર હતા.

καθ’ ἡμέραν ἀνακρίνοντες τὰς Γραφὰς

દરરોજ કાળજીપૂર્વક શાસ્ત્રોનું વાંચન અને મૂલ્યાંકન કરનારા હતા

ἔχοι ταῦτα οὕτως

પાઉલે જે કહ્યું હતું તે સાચું છે

Acts 17:13

આથેન્સ બરૈયાથી નીચેના પ્રદેશમાં હતું જે મકદોનિયામાં છે. આથેન્સ એ ગ્રીસના સૌથી મહત્વપૂર્ણ શહેરોમાંનું એક છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

ἦλθον κἀκεῖ, σαλεύοντες

આ તેમના આંદોલનકારી લોકો વિષે વાત કરે છે જાણે કે તે કોઈ વ્યક્તિ પ્રવાહીને હલાવે છે અને પ્રવાહીના તળિયે રહેલી વસ્તુઓ સપાટી પર ઊભો કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ત્યાં જઈને તેઓને ઉશ્કેર્યા"" અથવા ""ત્યાં જઈને લોકોને વ્યાકુળ કર્યા"" (જુઓ: રૂપક)

ταράσσοντες τοὺς ὄχλους

અને ટોળાને ચિંતા થઈ અથવા “લોકોમાં ભય અને ખળભળાટ મચાવી દીધો”

Acts 17:14

ἀδελφοὶ

અહીંયા “ભાઈઓ"" શબ્દ વિશ્વાસી પુરુષો અને સ્ત્રીઓ ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""વિશ્વાસીઓ"" (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)

πορεύεσθαι ἕως ἐπὶ τὴν θάλασσαν

કિનારે જવા માટે. પાઉલ અહીંથી કદાચ બીજા શહેરમાં મુસાફરી કરશે.

Acts 17:15

καθιστάνοντες τὸν Παῦλον

પાઉલની સાથે કોણ જશે અથવા “પાઉલની સાથે કોણ જશે”

λαβόντες ἐντολὴν πρὸς τὸν Σιλᾶν καὶ τὸν Τιμόθεον

તેમણે સિલાસ અને તિમોથીને સૂચના આપી. આ યુએસટી માં સીધા અવતરણ તરીકે પણ કહી શકાય. (જુઓ: પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

Acts 17:16

આ પાઉલ અને સિલાસની સેવાકાર્યની મુસાફરીની બીજો ભાગ છે. પાઉલ હવે આથેન્સમાં છે જ્યાં તે સિલાસ અને તિમોથીને સાથે જોડાવાની રાહ જોઈ રહ્યો છે.

δὲ

આ શબ્દનો ઉપયોગ અહીં મુખ્ય વાર્તા પંક્તિમાં વિરામ ચિહ્ન કરવા માટે થયો છે. અહીં લૂક વાર્તાના નવા ભાગને રજૂ કરે છે.

παρωξύνετο τὸ πνεῦμα αὐτοῦ ἐν αὐτῷ, θεωροῦντος κατείδωλον οὖσαν τὴν πόλιν

અહીં ""આત્મા"" પોતે પાઉલ માટે વપરાયો છે. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે નિરાશ બની ગયો કારણ કે તેણે જોયું કે શહેરમાં ઠેર ઠેર મૂર્તિઓ છે"" અથવા ""શહેરમાં દરેક જગ્યાએ મૂર્તિઓ જોઈને તેનો આત્મા ઊકળી ગયો"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 17:17

διελέγετο

તેણે ચર્ચા કરી અથવા ""વાદવિવાદ કર્યો"" આનો અર્થ એ છે કે ફક્ત તેના ઉપદેશને બદલે સાંભળનારાઓની સાથે ક્રિયા પ્રતિક્રિયા કરે છે. તેઓ પણ તેની સાથે વાત કરી રહ્યા છે.

τοῖς σεβομένοις

આ વિદેશી લોકો (બિન-યહૂદીઓ) નો ઉલ્લેખ કરે છે જેઓ ઈશ્વરની સ્તુતિ કરે છે અને તેમને અનુસરે છે પરંતુ તમામ યહૂદી નિયમોનું પાલન કરતા નથી.

ἐν τῇ ἀγορᾷ

જાહેર ચોકમાં. આ વ્યવસાયનું એક સાર્વજનિક સ્થળ છે, જ્યાં માલસામાન, ઢોરઢાંક અથવા સેવાઓની ખરીદી અને વેચાણ થાય છે.

Acts 17:18

અહીં શબ્દ “તેને”, “તે” અને “તે” એ પાઉલનો ઉલ્લેખ કરે છે.

Ἐπικουρίων καὶ Στοϊκῶν φιλοσόφων

આ લોકો માનતા હતા કે બધી બાબતોને રચવામાં આવી છે અને સૃષ્ટિનું સંચાલન કરવામાં દેવતાઓ ખુશ થઈ ગયા છે. તેઓએ પુનરુત્થાનને નકારી કાઢ્યું અને ફક્ત જગિક આનંદની ઇચ્છા રાખી. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Στοϊκῶν φιλοσόφων

આ લોકો માનતા હતા કે સ્વતંત્રતા કોઈ પોતાનું સ્થાન બદલવાથી ભાગ્યમાં આવે છે. તેઓએ વ્યક્તિગત પ્રેમાળ ઈશ્વર અને પુનરુત્થાનને નકારી કાઢ્યું. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

συνέβαλλον αὐτῷ

તેના પર થયું

τινες ἔλεγον

કેટલાક વિદ્વાનોએ કહ્યું

τί ἂν θέλοι ὁ σπερμολόγος οὗτος

લવરીખોર"" શબ્દનો ઉપયોગ પક્ષીઓ બીજને ખોરાક તરીકે ઉપાડતા હોવાનો ઉલ્લેખ કરે છે. તે નકારાત્મક રીતે વ્યક્તિ માટે રજૂ કર્યો છે કે જેને થોડી જ માહિતી છે. વિદ્વાનોએ કહ્યું કે પાઉલ પાસે થોડી જ માહિતી છે જે સાંભળવી અયોગ્ય છે. વૈકલ્પિક અનુવાદ: ""આ અભણ વ્યક્તિ કોણ છે"" (જુઓ: રૂપક)

οἱ

અન્ય વિદ્વાનોએ કહ્યું

δοκεῖ καταγγελεὺς

તે પ્રગટ કરનાર લાગે છે અથવા ""તે લોકોને તેમના તેની ફિલસૂફીમાં ઉમેરવાના સેવાકાર્યમાં હોય તેવું લાગે છે”

ξένων δαιμονίων

આ ""વિચિત્ર"" અર્થમાં નથી, પરંતુ ""વિદેશી"" ના અર્થમાં છે, એટલે કે, દેવો કે જેના વિશે ગ્રીકો અને રોમનો પૂજા કરતા નથી કે જાણતા નથી.

Acts 17:19

તેને,"" ""તે"" અને ""તમે"" શબ્દો પાઉલનો ઉલ્લેખ આપે છે (પ્રેરિતોનાં કૃત્યો 14:18). અહીં ""તેઓ"" અને ""અમે"" શબ્દો એપિકૂરી અને સ્ટોઈક વિદ્વાનોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

ἐπιλαβόμενοί τε αὐτοῦ, ἐπὶ τὸν Ἄρειον Πάγον ἤγαγον

આનો અર્થ એ નથી કે તેઓએ પાઉલની ધરપકડ કરી. વિદ્વાનોએ પાઉલને તેમના આગેવાનો સાથે ઔપચારિક વાત કરવા તેડયો.

ἐπὶ τὸν Ἄρειον Πάγον

અરિયોપગસ"" તે સ્થાન હતું જ્યાં આગેવાનોમળતા હતા. વૈકલ્પિક અનુવાદ: તે આગેવાનો કે જેઓ ""અરિયોપગસ” માં મળ્યા હતા. (જુઓ: ઉપનામ)

τὸν Ἄρειον Πάγον…λέγοντες

અહીંયા અરિયોપગસના આગેવાનો બોલી રહ્યા છે. આ એક નવા વાક્ય તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અરિયોપગસ. આગેવાનોએ પાઉલને કહ્યું

Ἄρειον Πάγον

આ આથેન્સમાં એક પ્રખ્યાત ખડક અથવા ટેકરી છે જેને કાપીને સભાસ્થાન બનાવવામાં આવ્યું છે ત્યાં આથેન્સની સર્વોચ્ચ અદાલત મળી હશે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Acts 17:20

ξενίζοντα γάρ τινα εἰσφέρεις εἰς τὰς ἀκοὰς ἡμῶν

પાઉલનું ઈસુ અને પુનરુત્થાન વિશેના શિક્ષણની વાત એવી રીતે કહેવામા આવે છે જાણે કે તે કોઈ વસ્તુ હોય જેને એક વ્યક્તિ બીજી વ્યક્તિ પાસે લાવી શકે છે. અહીં ""કાન"" તેઓ જે સાંભળે છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""કેમ કે તમે જે શિક્ષણ આપી રહ્યા છો તે અમે પહેલાં ક્યારેય સાંભળ્યું નથી"" (જુઓ: રૂપક અને ઉપનામ)

Acts 17:21

Ἀθηναῖοι δὲ πάντες καὶ οἱ ἐπιδημοῦντες ξένοι

સર્વ"" શબ્દ એ સામાન્યીકરણ છે જે ઘણાં લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હવે આથેન્સના ઘણાં લોકો અને અજાણ્યાઓ ત્યાં રહેતા હતા"" અથવા ""હવે ઘણાં આથેન્સના લોકો અને અજાણ્યા લોકો ત્યાં રહેતા હતા"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

Ἀθηναῖοι…πάντες

એથેનીઓ આથેન્સના લોકો છે, જે મકદોનિયા (વર્તમાન ગ્રીસ) નીચેના પ્રદેશની પાસે આવેલું એક શહેર છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

οἱ…ξένοι

વિદેશીઓ

εἰς οὐδὲν ἕτερον ηὐκαίρουν, ἢ λέγειν τι ἢ ἀκούειν

અહીંયા ""સમય"" વિશે વાત કરવામાં આવે છે જાણે કે તે કોઈ વસ્તુ હોય જેને કોઈ વ્યક્તિ ખર્ચ કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમનો સમય કાં તો કહેવા માટે અથવા સાંભળવા સિવાય ગાળતા નહોતા"" અથવા ""હંમેશા કહેવા અથવા સાંભળ્યા સિવાય કંઈ જ કરતા નહોતા"" (જુઓ: રૂપક)

εἰς οὐδὲν ἕτερον ηὐκαίρουν, ἢ λέγειν τι ἢ ἀκούειν

તેમનો સમય કામ વિના પસાર કર્યો"" એ શબ્દસમૂહ અતિશયોક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: ""ઘણું કર્યું નહીં પરંતુ કહ્યું અથવા સાંભળ્યું"" અથવા ""તેમનો ઘણો સમય કહેવામાં અથવા સાંભળવામાં ખર્ચ કર્યો"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

λέγειν τι ἢ ἀκούειν τι καινότερον

નવા દાર્શનિક વિચારોની ચર્ચા અથવા “તેઓને માટે જે નવું હતું તે વિશે વાત કરતાં”

Acts 17:22

પાઉલે અરિયોપગસના વિદ્વાનો સમક્ષ તેના ઉપદેશની શરૂઆત કરી.

κατὰ πάντα…δεισιδαιμονεστέρους

પાઉલ આથેન્સના લોકોને પ્રાર્થના દ્વારા દેવતાઓનું સન્માન કરવા, વેદીઓ બનાવવા અને બલિદાન આપવાના જાહેર પ્રદર્શનનો ઉલ્લેખ કરી રહ્યો છે.

Acts 17:23

διερχόμενος γὰρ

કારણ કે જેમ હું પસાર થયો અથવા “માર્ગેમાં પસાર થતાં”

ἀγνώστῳ Θεῷ

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""એક ચોક્કસ અજાણ્યા દેવને"" અથવા 2) ""એક દેવ જે અજાણ છે."" આ તે વેદી પર એક વિશિષ્ટ લેખ કોતરેલો હતો.

Acts 17:24

τὸν κόσμον

સૌથી સરળ અર્થમાં, ""જગત"" એ આકાશ અને પૃથ્વી તથા તેમાંની દરેક વસ્તુઓનો ઉલ્લેખ કરે છે.

οὗτος…ὑπάρχων Κύριος

કારણ કે તે પ્રભુ છે. અહીં ""તે"" પ્રેરિતોનાં કૃત્યો 17:23 માં ઉલ્લેખિતમાં અજાણ્યા દેવનો ઉલ્લેખ કરી રહ્યો છે જે પાઉલ સમજાવી રહ્યા છે કે તે પ્રભુ ઈશ્વર છે.

οὐρανοῦ καὶ γῆς

આકાશ"" અને ""પૃથ્વી"" શબ્દો એક સાથે આકાશ અને પૃથ્વી ના સર્વ માણસો અને વસ્તુઓ માટે વપરાય છે. (જુઓ: મેરિઝમ)

χειροποιήτοις

અહીં ""હાથ"" લોકોને માટે વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકોના હાથો દ્વારા બનાવેલ"" અથવા ""લોકોએ બનાવેલું"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Acts 17:25

οὐδὲ ὑπὸ χειρῶν ἀνθρωπίνων θεραπεύεται

અહીં “સેવા કરવી” નો અર્થ દર્દીને ફરીથી સ્વસ્થ બનાવવા માટે ડોક્ટર જે દર્દીની સારવાર કરે છે તે ભાવના છે. વૈકલ્પિક અનુવાદ: ""તેને માણસોના હાથની સેવા જોઈતી નથી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὑπὸ χειρῶν ἀνθρωπίνων

અહીં “હાથ” એ સંપૂર્ણ વ્યક્તિ માટે વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: “માણસો દ્વારા” (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

αὐτὸς διδοὺς

કારણ કે તે પોતે. શબ્દ “પોતે” એ ભાર મૂકવા માટે ઉમેરાયો છે. (જુઓ: સ્વવાચક સર્વનામો)

Acts 17:26

અહીં ""તે"" અને ""તેને"" શબ્દો એક સાચા ઈશ્વર, સર્જનહારનો ઉલ્લેખ કરે છે. ""તેમના"" અને ""તેઓને"" શબ્દો પૃથ્વીની સપાટી પર રહેતા દરેક રાષ્ટ્રના લોકોનો ઉલ્લેખ કરે છે. ""અમને"" શબ્દનો ઉપયોગ કરતા, પાઉલ પોતાને, તેના શ્રોતાઓને અને દરેક રાષ્ટ્રનો સમાવેશ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)

ἑνὸς

આનો અર્થ આદમ છે, જેને ઈશ્વરે સૌપ્રથમ સૃજ્યો હતો. અહીં હવાનો સમાવેશ કરી રહ્યો છે. તે આદમ અને હવા દ્વારા જ ઈશ્વરે સર્વને ઉત્પન્ન કર્યા. વૈકલ્પિક અનુવાદ: ""એક યુગલ

ὁρίσας προστεταγμένους καιροὺς καὶ τὰς ὁροθεσίας τῆς κατοικίας αὐτῶν

આ નવા વાક્ય તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અને તેઓ નક્કી કરે છે કે તેઓ ક્યારે અને ક્યાં રહેશે

Acts 17:27

ζητεῖν τὸν Θεὸν, εἰ ἄρα γε ψηλαφήσειαν αὐτὸν καὶ εὕροιεν

અહીં ""ઈશ્વરની શોધ"" એ તેને જાણવાની ઇચ્છા રજૂ કરે છે, અને ""તેની તરફ તેનો માર્ગનો અનુભવ કરે અને શોધે"" એ પ્રાર્થના અને તેની સાથેનો સંબંધ રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેથી તેઓ ઈશ્વરને વધુ જાણે અને પ્રાર્થના કરે અને તેમના લોકમાંના એક બને"" (જુઓ: રૂપક)

καί γε οὐ μακρὰν ἀπὸ ἑνὸς ἑκάστου ἡμῶν ὑπάρχοντα

આ સકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમ છતાં તે આપણા દરેકથી ખૂબ નિકટ છે"" (જુઓ: વક્રોક્તિ)

Acts 17:28

અહીં ""તેને"" અને ""તેના"" શબ્દો ઈશ્વરનો ઉલ્લેખ કરે છે (પ્રેરિતોનાં કૃત્યો 17:24). જ્યારે અહીં પાઉલ ""અમે"" કહે છે, ત્યારે તે પોતાને અને તેના સાંભળનારાઓનો સમાવેશ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)

ἐν αὐτῷ γὰρ

તેના કારણે

Acts 17:29

γένος…ὑπάρχοντες τοῦ Θεοῦ

કારણ કે ઈશ્વરે દરેકને બનાવ્યા છે, સર્વ લોકોની વાત તે રીતે કરવામાં આવે છે જાણે કે તેઓ ઈશ્વરના વાસ્તવિક બાળકો હોય. (જુઓ: રૂપક)

τὸ θεῖον

અહીં ""ઈશ્વરત્વ"" ઈશ્વરનો સ્વભાવ અથવા લાક્ષણિકતાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે ઈશ્વર"" (જુઓ: ઉપનામ)

χαράγματι τέχνης καὶ ἐνθυμήσεως ἀνθρώπου

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે પછી એક માણસ તેની કુશળતાનો ઉપયોગ કરીને તેને કંઈક એવી બનાવવામાં કે જે તેણે કોતરેલી છે"" અથવા ""લોકો તેમની કળા અને કૌશલ્યનો ઉપયોગ કરીને છબીઓ બનાવે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 17:30

અહીં “તે” શબ્દ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે.

પાઉલ અરિયોપગસમાં વિદ્વાનોને તેનો ઉપદેશ પૂર્ણ કરે છે, જેની શરૂઆત તેણે પ્રેરિતોનાં કૃત્યો 17:22 માં કરી હતી.

οὖν

કારણ કે મેં હમણાં જે કહ્યું તે સત્ય છે

χρόνους τῆς ἀγνοίας ὑπεριδὼν ὁ Θεὸς

ઈશ્વરે નિર્ણય કર્યો છે કે અજ્ઞાનતાના સમયને લીધે લોકોને સજા કરવામાં આવશે નહિ

χρόνους τῆς ἀγνοίας

આ એ સમયને દર્શાવે છે કે ઈશ્વરે પોતે ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ રીતે પ્રગટ કર્યા પહેલાં અને ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવું તે વિશે લોકો સત્ય વાત જાણે.

τοῖς ἀνθρώποις πάντας

આનો અર્થ સર્વ સ્ત્રી કે પુરુષ થાય છે. વૈકલ્પિક અનુવાદ: “સર્વ લોકો” (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)

Acts 17:31

ἐν ᾗ μέλλει κρίνειν τὴν οἰκουμένην ἐν δικαιοσύνῃ, ἐν ἀνδρὶ ᾧ ὥρισεν

જે વ્યક્તિને તેમણે પસંદ કર્યા છે તેઓ જગતનો ન્યાયીપણાથી ન્યાય કરશે.

μέλλει κρίνειν τὴν οἰκουμένην

અહીં ""જગત"" એ લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે સર્વ લોકોનો ન્યાય કરશે"" (જુઓ: ઉપનામ)

ἐν δικαιοσύνῃ

ન્યાયી રીતે અથવા “ઉચિત”

πίστιν παρασχὼν

ઈશ્વરે આ વ્યક્તિમાં તેમની પસંદગી દર્શાવી છે

ἐκ νεκρῶν

જેઓ મરણ પામ્યા છે તે સર્વ લોકોમાંથી. આ અભિવ્યક્તિ અધોલોકમાંના સર્વ મૃત લોકોનું એક સાથે વર્ણન કરે છે. તેમની મધ્યેથી પાછા આવવું એટલે ફરીથી સજીવન થવું.

Acts 17:32

અહીં ""અમે"" શબ્દ આથેન્સના માણસોનો ઉલ્લેખ કરે છે પરંતુ પાઉલનો નહીં, તેથી આ સ્પષ્ટ છે. તેમ છતાં, કેટલાક લોકો કદાચ પાઉલને ફરીથી સાંભળવાના ન હતા, તેઓ પોતાને નમ્ર બનાવે છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

આ આથેન્સમાં પાઉલ વિશેની વાર્તાના ભાગનો આ અંત છે. (જુઓ: વાર્તાની સમાપ્તિ)

δὲ

આ વાર્તાનો ઉપયોગ અહીં મુખ્ય વાર્તાની પંક્તિમાં વિરામ ચિહ્ન કરવા માટે થાય છે. અહીં લૂક પાઉલના ઉપદેશોથી આથેન્સના લોકો પર થયેલી અસર રજૂ કરે છે.

ἀκούσαντες

અહીં એ લોકો છે જેઓ અરિયોપગસમાં પાઉલનો ઉપદેશ સંભાળવા હાજર રહ્યા હતા.

οἱ μὲν ἐχλεύαζον

કેટલાકે પાઉલની મજાક ઉડાવી અથવા “કેટલાકે પાઉલની હાંસી ઉડાવી.” તેઓએ વિશ્વાસ કરતા ન હતા કે કોઈના માટે એ શક્ય છે કે તે મરણ પામે અને પછી સજીવન થઈ શકે છે.

Acts 17:34

Διονύσιος ὁ Ἀρεοπαγίτης

દિયોનુસ્થસ એ એક વ્યક્તિનું નામ છે. અરિયોપગસને સૂચવે છે કે દિયોનુસ્થસ અરિયોપગસના સામુદાયિક સભાના ન્યાયાધીશોમાંનો એક હતો. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Δάμαρις

આ એક સ્ત્રીનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Acts 18

પ્રેરિતોનાં કૃત્યો 18 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

યોહાનનું બાપ્તિસ્મા

કેટલાક યહૂદીઓ જેઓ યરૂશાલેમથી દૂર રહેતા હતા અને યહૂદીયાએ યોહાન બાપ્તિસ્ત વિષે સાંભળ્યુ અને તેમના શિક્ષણનું પાલન કર્યું. તેઓએ હજુ સુધી ઈસુ વિષે સાંભળ્યું ન હતું. આ યહૂદીઓમાંનો એક અપોલોસ હતો. તે યોહાન બાપ્તિસ્તને અનુસર્યો, પરંતુ તે જાણતો ન હતો કે મસીહા આવ્યા છે. યોહાને લોકોને બાપ્તિસ્મા આપવા દ્વારા બતાવ્યુ કે તેઓ તેમના પાપો માટે દિલગીર છે, પરંતુ આ બાપ્તિસ્મા ખ્રિસ્તી બાપ્તિસ્માથી અલગ હતું. (જુઓ: વફાદાર (વિશ્વાસુ), વિશ્વસનીય, વિશ્વાસપાત્ર, અવિશ્વાસુ, બેવફાઈ અને ખ્રિસ્ત, મસીહ અને પશ્ચાતાપ કરવો, પશ્ચાતાપ કરે છે, પશ્ચાતાપ કર્યો, પશ્ચાતાપ)

Acts 18:1

વાર્તામાં અકુલાસ અને પ્રિસ્કિલાનો પરિચય આપવામાં આવે છે અને 2 અને 3 કલમો તેમના વિશેની પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

આ પાઉલની મુસાફરીની વાર્તાનો બીજો ભાગ છે જ્યારે તે કરિંથ જાય છે.

μετὰ ταῦτα

આથેન્સમાં આ ઘટનાઓ બને છે ત્યારબાદ

ἐκ τῶν Ἀθηνῶν

આથેન્સ એ ગ્રીસનું સૌથી મહત્વપૂર્ણ શહેરોમાંનું એક હતું. તમે પ્રેરિતોનાં કૃત્યો 17:15 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Acts 18:2

καὶ εὑρών

શક્ય અર્થો આ પ્રમાણે છે કે 1) પાઉલને તેઓની સાથે મળવાનું થયું અથવા 2) પાઉલે ઇરાદાપૂર્વક શોધી કાઢ્યા.

τινα Ἰουδαῖον ὀνόματι Ἀκύλαν

અહીં ""એક ચોક્કસ"" શબ્દસમૂહ સૂચવે છે કે આ વાર્તામાં નવા વ્યક્તિનો પરિચય આપવામાં આવી રહ્યો છે. (જુઓ: નવા અને જૂના પાત્રોનો પરિચય)

Ποντικὸν τῷ γένει

કાળા સમુદ્રના દક્ષિણ કાંઠે પોન્તસનો પ્રાંત આવેલો હતો. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

προσφάτως ἐληλυθότα

આ કદાચ પાછલા વર્ષમાં કોઈક વાર.

τῆς Ἰταλίας

આ ભૂમિનું નામ છે. રોમ શહેર ઇટાલીનું પાટનગર છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

τὸ διατεταχέναι Κλαύδιον

ક્લોદિયસ એ વર્તમાનનો રોમન સમ્રાટ હતો. તમે પ્રેરિતોનાં કૃત્યો 11:28 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Acts 18:3

τὸ ὁμότεχνον εἶναι

તેઓના જેવું જ સમાન કામ તેણે કર્યું

Acts 18:4

સિલાસ અને તિમોથી ફરીથી પાઉલ સાથે જોડાયા.

διελέγετο δὲ

તેથી પાઉલે વાદવિવાદ કર્યો અથવા ""પાઉલે ચર્ચા કરી."" તેણે કારણો આપ્યા. આનો અર્થ એ કે ફક્ત ઉપદેશ આપવાને બદલે પાઉલે લોકો સાથે વાત કરી અને વાતચીત કરી.

ἔπειθέν τε Ἰουδαίους καὶ Ἕλληνας

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""તેણે યહૂદી અને ગ્રીક બંનેને વિશ્વાસ કરવા સમજાવ્યા"" અથવા 2) ""તે યહૂદીઓ અને ગ્રીક લોકોને સમજાવવા માટે પ્રયત્નો કરતો રહ્યો.

Acts 18:5

συνείχετο τῷ λόγῳ ὁ Παῦλος

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “આત્માએ પાઉલને ફરજ પાડી” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 18:6

ἐκτιναξάμενος τὰ ἱμάτια

આ સૂચક ક્રિયા છે કે જે સૂચવે છે કે પાઉલ હવે ત્યાંના યહૂદીઓને ઈસુ વિશે શીખવવાનો પ્રયાસ કરશે નહીં. તેણે તેમને ઈશ્વરના ન્યાય માટે છોડી દીધા. (જુઓ: સાંકેતિક પગલું)

τὸ αἷμα ὑμῶν ἐπὶ τὴν κεφαλὴν ὑμῶν

અહીં ""રક્ત"" એ તેમના કાર્યોના દોષ માટે વપરાય છે. અહીં ""માથે"" એ સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. પાઉલ યહૂદીઓને કહે છે કે જો તેઓ પસ્તાવો કરવાનો ઇનકાર કરે તો તેઓ તેમના હઠીલાપણાને ન્યાયના દિવસને માટે તેઓ પોતે સંપૂર્ણપણે જવાબદાર છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે તમારા પાપની સજાભોગવવા જવાબદાર છો"" (જુઓ: ઉપનામ અને અભિવ્યક્ત અલંકાર)

Acts 18:7

અહીં “તે” શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે. પ્રથમ શબ્દ “તે” એ યુસ્તસને રજૂ કરે છે અને બીજો શબ્દ “તે” ક્રિસ્પસને રજૂ કરે છે.

Τιτίου Ἰούστου

આ એક માણસનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

σεβομένου τὸν Θεόν

ઈશ્વરને ભજનારો એક વિદેશી છે જે ઈશ્વરની સ્તુતિ કરે છે અને તેમને અનુસરે છે પરંતુ તે યહૂદીઓનાં સર્વ નિયમોનું પાલન કરતો નથી.

Acts 18:8

Κρίσπος

આ એક વ્યક્તિનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

ἀρχισυνάγωγος

એક સભાસ્થાનના આગેવાને જેણે પ્રોત્સાહન આપ્યું અને સભાસ્થાનનું સંચાલન કર્યું, એ શિક્ષક નથી.

ὅλῳ τῷ οἴκῳ αὐτοῦ

અહીં ""ઘર"" એ લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ એકસાથે રહે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે લોકો જે તેની સાથે તેના ઘરમાં રહેતા હતા"" (જુઓ: ઉપનામ)

ἐβαπτίζοντο

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “બાપ્તિસ્મા પામ્યા” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 18:9

μὴ φοβοῦ, ἀλλὰ λάλει καὶ μὴ σιωπήσῃς

ઈશ્વર પાઉલને ચોક્કસપણે ઉપદેશ ચાલુ રાખવા માટે બે અલગ અલગ રીતે આદેશ આપી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""તું ભયભીત ન થા અને, તેને બદલે, બોલવાનું ચાલુ રાખજે અને છાનો રહેતો નહિ"" (જુઓ: સમાંતરણ)

λάλει καὶ μὴ σιωπήσῃς

પ્રભુ પાઉલને બોલવા માટે ભારપૂર્વક આદેશ આપવા માટે બે જુદી જુદી રીતે સમાન આદેશ આપે છે. વૈકલ્પિક અનુવાદ: ""તારે ચોક્કસ સતત બોલવું જ"" (જુઓ: બેવડું/બમણાં)

μὴ σιωπήσῃς

ઈશ્વર પાઉલ મારફતે શું કહેવા માગે છે તે સ્પષ્ટપણે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""સુવાર્તા વિશે બોલવાનું બંધ ન કરો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 18:10

λαός ἐστί μοι πολὺς ἐν τῇ πόλει ταύτῃ

આ શહેરમાં ઘણાં લોકો છે જેમણે મારા પર વિશ્વાસ મૂક્યો છે અથવા ""આ શહેરમાંના ઘણાં લોકો મારામાં તેમનો વિશ્વાસ મૂકશે

Acts 18:11

ἐκάθισεν δὲ ἐνιαυτὸν καὶ μῆνας ἓξ, διδάσκων ἐν αὐτοῖς τὸν λόγον τοῦ Θεοῦ

વાર્તાના આ ભાગ માટે અંતિમ નિવેદન છે. અહીં ""ઈશ્વરનું વચન"" એ સંપૂર્ણ શાસ્ત્રનો અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: ""પાઉલ ત્યાં રહ્યો ... તેમની મધ્યે શાસ્ત્રોનું શિક્ષણ આપ્યું"" (જુઓ: વાર્તાની સમાપ્તિ અને અભિવ્યક્ત અલંકાર)

Acts 18:12

અખાયા એ રોમનો પ્રાંત હતો જેમાં કરિંથ આવેલું હતું. કરિંથ દક્ષિણ ગ્રીસનું સૌથી મોટું શહેર અને પ્રાંતનું પાટનગર હતું. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

અવિશ્વાસી યહૂદીઓ ન્યાય માટે પાઉલને ગાલિયો સમક્ષ લાવે છે.

Γαλλίωνος

આ એક વ્યક્તિનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

οἱ Ἰουδαῖοι

આ તે યહૂદી અધિકારીઓ માટે વપરાયું છે જેઓ ઈસુ પર વિશ્વાસ કરતા નથી.

κατεπέστησαν ὁμοθυμαδὸν

સાથે આવ્યા અથવા “સાથે જોડાયા”

ἤγαγον αὐτὸν ἐπὶ τὸ βῆμα

યહૂદીઓ પાઉલને બળજબરી પૂર્વક કોર્ટ સમક્ષ લાવ્યા. અહીં ""ન્યાયાસન"" એ સ્થળનો ઉલ્લેખ કરે છે જ્યાં ગાલિયો ન્યાય કરવા માટે નિર્ણય કરવા બેસે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેને લઈ ગયા જેથી રાજ્યપાલ તેને ન્યાયાસન પરથી તેનો ન્યાય કરી શકે” (જુઓ: ઉપનામ)

Acts 18:14

εἶπεν ὁ Γαλλίων

ગાલિયો એ રોમન પ્રાંતનો રાજયપાલ હતો.

Acts 18:15

νόμου τοῦ καθ’ ὑμᾶς

અહીં ""નિયમ"" એ મૂસાના નિયમશાસ્ત્ર અને પાઉલના સમયના યહૂદીઓના રીતરિવાજોનો ઉલ્લેખ કરે છે.

κριτὴς ἐγὼ τούτων οὐ βούλομαι εἶναι

આ બાબત વિશે ન્યાય કરવા હું નકાર કરું છું.

Acts 18:16

અહીં ""તેઓ"" શબ્દ સભાસ્થાનમાં વિદેશીઓનો ઉલ્લેખ કરે છે. તેઓએ યહૂદીઓ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું જેઓ ન્યાય માટે પાઉલને ન્યાયાસન આગળ લાવ્યા હતા (પ્રેરિતોનાં કૃત્યો 18:12).

ἀπήλασεν αὐτοὺς ἀπὸ τοῦ βήματος

ગાલિયોએ તેમને ન્યાયાસન આગળથી કાઢી મૂક્યા. અહીં ""ન્યાયાસન"" એ જ્યાં ગાલિયો અદાલતમાં નિર્ણયો લેવા માટે બેસે છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ગાલિયોએ તેમને અદાલતમાં તેની હાજરીમાંથી બહાર કાઢી મૂક્યા” અથવા ""ગાલિયોએ તેમને બહાર જવા કહ્યું"" (જુઓ: ઉપનામ)

Acts 18:17

ἐπιλαβόμενοι…πάντες

લોકોની તીવ્ર લાગણીઓ પર ભાર મૂકવા માટે આ અતિશયોક્તિ હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઘણાં લોકોએ તેને જપ્ત કર્યો"" અથવા ""ઘણાં લોકોએ તેમને પકડ્યા” (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

ἐπιλαβόμενοι δὲ πάντες Σωσθένην τὸν ἀρχισυνάγωγον, ἔτυπτον ἔμπροσθεν τοῦ βήματος

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) વિદેશી લોકોએ સોસ્થનેસને ન્યાયાસન આગળ યહૂદી આગેવાનો સમક્ષ માર માર્યો અથવા 2) સંભવ છે કે સોસ્થેનેસ ખ્રિસ્તનો વિશ્વાસી હતો, તેથી યહૂદીઓએ તેને અદાલત સમક્ષ પકડીને માર માર્યો.

Σωσθένην τὸν ἀρχισυνάγωγον

સોસ્થેનેસ એ કરિંથના સભાસ્થાનાનો યહૂદી આગેવાન હતો. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

ἔτυπτον

વારંવાર તેને માર માર્યો અથવા “વારંવાર તેને મુક્કા માર્યા.”

Acts 18:18

અહીંયા ""તે"" શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે. કિંખ્રિયા એક બંદર હતું તે મોટાભાગના કરિંથ શહેરનો ભાગ હતો. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

જ્યારે પાઉલ, પ્રિસ્કિલા, અકુલાસ કરિંથ છોડે છે ત્યારથી આ પાઉલના સેવાકાર્યની મુસાફરી ચાલુ રાખે છે. આ સૂચવે છે કે સિલાસ અને તિમોથી ત્યાં જ રહે છે કારણ કે ત્યાં “તે” કહે છે અને ""આપણે"" નહિ. ""તેઓ"" શબ્દ પાઉલ, પ્રિસ્કિલા, અકુલાસનો ઉલ્લેખ કરે છે.

τοῖς ἀδελφοῖς ἀποταξάμενος

ભાઈઓ"" શબ્દ વિશ્વાસી પુરુષો અને સ્ત્રીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""સાથી વિશ્વાસીઓએ વિદાય લીધી"" (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)

ἐξέπλει εἰς τὴν Συρίαν, καὶ σὺν αὐτῷ Πρίσκιλλα καὶ Ἀκύλας

સિરિયા જતા વહાણમાં પાઉલે મુસાફરી કરી. પ્રિસ્કિલા, અકુલાસ તેની સાથે ગયા.

κειράμενος…τὴν κεφαλήν, εἶχεν γὰρ εὐχήν

આ એક સાંકેતિક ક્રિયા છે જે શપથની પૂર્ણતા રજૂ કરે છે. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણે તેના માથાના વાળ મૂંડાવી નાખ્યા હતા"" (જુઓ: સાંકેતિક પગલું અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 18:19

διελέξατο τοῖς

ની સાથે ચર્ચા અથવા “ની સાથે વાદવિવાદ”

Acts 18:20

અહીં “તેઓ” અને “તેમને” શબ્દો એફેસસના યહૂદીઓનો ઉલ્લેખ કરે છે.

Acts 18:21

ἀποταξάμενος

તેઓથી વિદાય લીધી

Acts 18:22

ફૂગિયા એ એશિયાનો એક પ્રાંત છે જે હાલના આધુનિક સમયમાં તૂર્કી તરીકે ઓળખાય છે. તમે પ્રેરિતોનાં 2:10 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

પાઉલ તેની સેવાકાર્યની મુસાફરી ચાલુ રાખે છે.

κατελθὼν εἰς Καισάρειαν

તે કૈસરિયામાં આવે છે. “ઉતર્યો” શબ્દ તેના વહાણ મારફતે પહોંચવા માટે વપરાયો છે.

ἀναβὰς

તે યરૂશાલેમ શહેર તરફ પ્રયાણ કર્યું. તે ""ઉપર ગયો"" શબ્દસમૂહ અહીં વપરાયો છે કારણ કે કૈસરિયા કરતા યરૂશાલેમ ઊંચાણમાં આવેલું છે.

ἀσπασάμενος τὴν ἐκκλησίαν

અહીં ""મંડળી"" યરૂશાલેમના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""યરૂશાલેમની મંડળીના સભ્યોને અભિવાદન પાઠવે છે"" (જુઓ: ઉપનામ)

κατέβη

નીચે ગયો"" શબ્દસમૂહનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે કારણ કે અંત્યોખએ યરૂશાલેમ કરતા નીચાણમાં આવેલું છે.

Acts 18:23

ἐξῆλθεν

પાઉલ દૂર ગયો અથવા “પાઉલ ગયો”

καὶ ποιήσας χρόνον τινὰ

આ ""સમય"" વિશે વાત કરે છે જાણે કે તે કોઈ ચીજ વસ્તુ હોય કોઈ વ્યક્તિ જેનો ખર્ચ કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: “કેટલોક વખત ત્યાં રહ્યા પછી ""(જુઓ: રૂપક)

Acts 18:24

વાર્તામાં અપોલોસનો પરિચય આપવામાં આવે છે. 24 અને 25 કલમો તેના વિશેની પૃષ્ઠભૂમિ માહિતી આપે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

પ્રિસ્કિલા અને અકુલાસની સાથે એફેસસમા શું થાય છે લૂક તેનું વર્ણન કરે છે.

δέ

અહીં આ શબ્દ મુખ્ય વાર્તાની પંક્તિમાં વિરામ ચિહ્ન દર્શાવવા માટે વપરાયો છે.

Ἰουδαῖος…τις Ἀπολλῶς ὀνόματι

એક ચોક્કસ"" શબ્દસમૂહ સૂચવે છે કે લૂક વાર્તામાં એક નવા વ્યક્તિનો પરિચય આપે છે. (જુઓ: નવા અને જૂના પાત્રોનો પરિચય)

Ἀλεξανδρεὺς τῷ γένει

એક માણસ જેનો જન્મ આલેકસાંદ્રિયા શહેરમાં થયો હતો. આ આફ્રિકાના ઉત્તર કાંઠે મિસરનું એક શહેર હતું. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

λόγιος

એક સારો વક્તા

δυνατὸς ὢν ἐν ταῖς Γραφαῖς

તે સંપૂર્ણ રીતે શાસ્ત્રો જાણતો હતો. તે જૂના કરારના લખાણોને સારી રીતે સમજી શકતો હતો.

Acts 18:25

οὗτος ἦν κατηχημένος τὴν ὁδὸν τοῦ Κυρίου

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અન્ય વિશ્વાસીઓએ અપોલોસને શીખવ્યું હતું કે પ્રભુ ઈસુ શું ચાહે છે કે લોકો કેવી રીતે જીવે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

καὶ ζέων τῷ πνεύματι

અહીં ""આત્મા"" અપોલોસના સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઘણો ઉત્સાહી બનવું"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

τὸ βάπτισμα Ἰωάννου

જે બાપ્તિસ્મા યોહાને આપ્યું હતું. આ યોહાનના પાણીથી આપવામાં આવતા બાપ્તિસ્માની તુલના પ્રભુ ઈસુના પવિત્ર આત્માના બાપ્તિસ્મા સાથે કરે છે.

Acts 18:26

τὴν ὁδὸν τοῦ Θεοῦ

ઈશ્વર ઇચ્છે છે કે લોકો કેવી રીતે જીવન જીવે તે વિશે વાત કરવામાં આવે છે જાણે કે તે માર્ગ હોય જેના પર વ્યક્તિ મુસાફરી કરે છે. (જુઓ: રૂપક)

ἀκριβέστερον

યોગ્ય રીતે અથવા “વધુ સંપૂર્ણ રીતે”

Acts 18:27

અહીં “તે” અને “તેને” અપોલોસનો ઉલ્લેખ કરે છે પ્રેરિતોનાં કૃત્યો 18:24.

διελθεῖν εἰς τὴν Ἀχαΐαν

અખાયાના પ્રદેશમાં જવું. ""પસાર થવું"" શબ્દસમૂહ અહીં વપરાય છે કારણ કે અપોલોસને એફેસસથી અખાયા જવા માટે એજિયન સમુદ્ર પાર કરવો પડ્યો હતો.

τὴν Ἀχαΐαν

અખાયા એ ગ્રીસના દક્ષિણ વિભાગનો રોમનો પ્રાંત હતો. તમે પ્રેરિતોનાં કૃત્યો 18:12 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

ἀδελφοὶ

અહીં ""ભાઈઓ"" શબ્દ વિશ્વાસી પુરુષો અને સ્ત્રીઓનો ઉલ્લેખ કરે છે. તમે સ્પષ્ટ કરી શકો છો કે આ એફેસસના વિશ્વાસીઓ છે. વૈકલ્પિક અનુવાદ: ""એફેસસમાંના સાથી વિશ્વાસીઓ"" (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἔγραψαν τοῖς μαθηταῖς

અખાયામાંના ખ્રિસ્તીઓને પત્ર લખ્યો

τοῖς πεπιστευκόσιν διὰ τῆς χάριτος

જેઓએ કૃપાથી તારણ પર વિશ્વાસ કર્યો હતો અથવા ""જેઓ ઈશ્વરની કૃપાથી ઈસુમાં વિશ્વાસ કરનારાઓ

Acts 18:28

εὐτόνως…τοῖς Ἰουδαίοις διακατηλέγχετο δημοσίᾳ

જાહેર વાદવિવાદમાં અપોલોસ પરાક્રમથી બતાવ્યુ કે યહૂદીઓ ખોટા હતા

ἐπιδεικνὺς διὰ τῶν Γραφῶν εἶναι τὸν Χριστὸν, Ἰησοῦν

તેમ જ શાસ્ત્રો દ્વારા બતાવ્યુ કે ઈસુ તે જ ખ્રિસ્ત છે

Acts 19

પ્રેરિતોનાં કૃત્યો 19 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

બાપ્તિસ્મા

યોહાને લોકોને બાપ્તિસ્મા આપીને બતાવ્યું કે તેઓ કેવી રીતે તેમના પાપો માટે દિલગીર છે. ઈસુના અનુયાયીઓએ ઈસુને અનુસરતા લોકોને બાપ્તિસ્મા આપ્યું.

આર્તિમિસનું મંદિર

એફેસસ શહેરમાં આર્તિમિસનું મંદિર એક મહત્વપૂર્ણ સ્થાન હતું. ઘણાં લોકો આ મંદિરને જોવા માટે એફેસસમાં આવતા હતા, અને તેઓ ત્યાંથી આર્તિમિસ દેવીની મૂર્તિઓની ખરીદી કરતા. આર્તિમિસની મૂર્તિઓ વેચનારા લોકોને ડર હતો કે જો લોકો આર્તિમિસને ખરેખર દેવી નહિ માને, તો તેઓ મૂર્તિઓ માટે વેચનારાઓને નાણાં આપવાનું બંધ કરશે.

Acts 19:1

ઉપલો પ્રદેશ"" એશિયાનો એક વિસ્તાર હતો જે આજે એફેસસના ઉત્તરમાં આધુનિક સમયનું તૂર્કી છે. પાઉલે એફેસસ (આજે તૂર્કીમાં) આવવા જવા માટે એજીયન સમુદ્રની ટોચની આસપાસની સરહદથી મુસાફરી કરી, જે સીધી રીતે સમુદ્ર દ્વારા કરિંથની પૂર્વ દિશામાં છે.

પાઉલ એફેસસ તરફ મુસાફરી કરે છે.

ἐγένετο δὲ

આ વાર્તાનો નવો ભાગની શરૂઆતને ચિહ્નિત કરવા માટે આ શબ્દસમૂહનો ઉપયોગ થાય છે. જો તમારી ભાષામાં એ આ કરવાની કોઈ રીત છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો.

διελθόντα

ત્યાંથી મુસાફરી કરી

Acts 19:2

Πνεῦμα Ἅγιον ἐλάβετε

આનો અર્થ એ છે કે પવિત્ર આત્મા તેના પર આવ્યો

οὐδ’ εἰ Πνεῦμα Ἅγιον ἔστιν ἠκούσαμεν

પવિત્ર આત્મા વિશે અમે સાંભળ્યું પણ નથી

Acts 19:3

અહીં ""તેઓ,"" ""તમે"" અને ""તેઓ"" જેવા શબ્દો એફેસસ શહેરના ચોક્કસ શિષ્યોનો ઉલ્લેખ કરે છે (પ્રેરિતોનાં કૃત્યો 19:1). ""તેને"" શબ્દ યોહાનનો ઉલ્લેખ કરે છે.

εἰς τί οὖν ἐβαπτίσθητε

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે કેવા પ્રકારનું બાપ્તિસ્મા લીધું છે?"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

εἰς τὸ Ἰωάννου βάπτισμα

તમે આને સંપૂર્ણ વાક્ય તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""અમે પ્રકારનું બાપ્તિસ્મા લીધું છે જેના વિશે યોહાને શીખવ્યું હતું"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

Acts 19:4

βάπτισμα μετανοίας

તમે ""પસ્તાવો"" અમૂર્ત સંજ્ઞાને ""પશ્ચાતાપ"" ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""લોકો પસ્તાવો કરે ત્યારે જે બાપ્તિસ્માની લોકો વિનંતી કરે છે તે"" (જુઓ: અમૂર્ત નામો)

τὸν ἐρχόμενον

અહીં “એક” એ ઈસુનો ઉલ્લેખ કરે છે.

τὸν ἐρχόμενον μετ’ αὐτὸν

તેનો અર્થ એ છે કે યોહાનનું બાપ્તિસ્મા કર્યું ખરું પરંતુ તેની પાછળ જે આવે છે જેને શારીરિક રીતે અનુસરવું તે નહીં.

Acts 19:5

પાઉલ એફેસસમાં જ રોકાઈ જાય છે.

ἀκούσαντες δὲ

અહીં ""લોકો"" એ એફેસસમાં શિષ્યોનો ઉલ્લેખ કરે છે જેઓ પાઉલ સાથે વાત કરતાં હતા (પ્રેરિતોનાં કૃત્યો 19:1),

ἐβαπτίσθησαν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓએ બાપ્તિસ્મા લીધું” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

εἰς τὸ ὄνομα τοῦ Κυρίου Ἰησοῦ

અહીં ""નામ"" એ ઈસુના સામર્થ્ય અને અધિકારનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ ઈસુમાંના વિશ્વાસીઓ તરીકે"" (જુઓ: ઉપનામ)

Acts 19:6

ἐπιθέντος αὐτοῖς τοῦ Παύλου χεῖρας

તેણે તેમના પર હાથ મૂક્યો. તેમણે કદાચ તેમના ખભા અથવા માથા પર હાથ મૂક્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""તેણે પ્રાર્થના કરતી વખતે તેઓના માથા પર હાથ મૂક્યો

ἐλάλουν τε γλώσσαις καὶ ἐπροφήτευον

પ્રેરિતોનાં કૃત્યો 2:3-4 ની જેમ, તેમના સંદેશાઓ કોણ સમજ્યા તેની કોઈ માહિતી નથી.

Acts 19:7

ἦσαν δὲ οἱ πάντες ἄνδρες ὡσεὶ δώδεκα

આ જણાવે છે કે કેટલા માણસો બાપ્તિસ્મા પામ્યા. (જુઓ: પૂર્વભૂમિકા)

ἄνδρες…δώδεκα

12 માણસો (જુઓ: સંખ્યાઓ)

Acts 19:8

εἰσελθὼν…εἰς τὴν συναγωγὴν, ἐπαρρησιάζετο ἐπὶ μῆνας τρεῖς

પાઉલે નિયમિતપણે ત્રણ મહિના સુધી સભાસ્થાનની સભાઓમાં ભાગ લેતો હતો અને ત્યાં હિંમતથી બોલ્યો

διαλεγόμενος καὶ πείθων

લોકોને ખાતરીપૂર્વક દલીલો અને સ્પષ્ટ શિક્ષણ સાથે સમજાવીને

περὶ τῆς Βασιλείας τοῦ Θεοῦ

અહીં ""રાજ્ય"" એ રાજા તરીકે ઈશ્વરના શાસન માટે વપરાય છે. વૈકલ્પિક અનુવાદ: ""રાજા તરીકે ઈશ્વરના શાસન વિશે"" અથવા ""ઈશ્વર પોતાને કેવી રીતે રાજા તરીકે બતાવશે"" (જુઓ: ઉપનામ)

Acts 19:9

τινες ἐσκληρύνοντο καὶ ἠπείθουν

કેટલાક લોકો દુરાગ્રહી થઈને સંદેશનો નકાર કર્યો જાણે કે લોકો કઠણ હૃદયના થયા હોય અને ત્યાંથી ખસેડવા અસમર્થ બન્યા હોય. વૈકલ્પિક અનુવાદ: ""કેટલાક યહૂદીઓ હઠીલા હતા અને વિશ્વાસ કર્યો નહિ"" અથવા ""કેટલાક યહૂદીઓએ હઠીલા થઈને સંદેશનો નકાર કર્યો અને પાલન કર્યું નહિ"" (જુઓ: રૂપક)

κακολογοῦντες τὴν ὁδὸν ἐνώπιον τοῦ πλήθους

ખ્રિસ્ત લોકો જે વિશ્વાસ કરાવવા માગે છે તે એ છે કે કોઈ વ્યક્તિ માર્ગ પર મુસાફરી કરી રહ્યો છે. ""માર્ગ"" એ વાક્ય તે સમયે ખ્રિસ્તી ધર્મનું એક શીર્ષક હતું. વૈકલ્પિક અનુવાદ: ""ભીડ સમક્ષ ખ્રિસ્તી ધર્મ વિશે દુષ્ટ બોલવા માટે"" અથવા ""જે લોકો ખ્રિસ્તને અનુસરે છે અને ઈશ્વર વિશે તેના શિક્ષણનું પાલન કરે છે તેમના વિશે ભીડને દુષ્ટ વાતો કરવા માટે"" (જુઓ: રૂપક અને પ્રેરિતોનાં કૃત્યો 9:2)

κακολογοῦντες

ને વિશે ખરાબ બાબતો બોલાવી

ἐν τῇ σχολῇ Τυράννου

મોટા ઓરડામાં જ્યાં તુરાનસે લોકોને શિક્ષણ આપ્યું હતું

Τυράννου

આ એક વ્યક્તિનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Acts 19:10

πάντας τοὺς κατοικοῦντας τὴν Ἀσίαν ἀκοῦσαι τὸν λόγον τοῦ Κυρίου

અહીં ""સર્વ"" એ સામાન્યીકરણ છે જેનો અર્થ છે કે એશિયામાંના અતિ ઘણાં લોકોએ સુવાર્તા સાંભળી. (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

τὸν λόγον τοῦ Κυρίου

અહીં ""વચન"" એ સંદેશ માટે વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ વિશેનો સંદેશ"" (જુઓ: ઉપનામ)

Acts 19:11

અહીં “તેમને” અને “તેઓ” શબ્દો જે લોકો બીમાર હતા તેઓનો ઉલ્લેખ કરે છે.

δυνάμεις τε οὐ τὰς τυχούσας, ὁ Θεὸς ἐποίει διὰ τῶν χειρῶν Παύλου

અહીંયા ""હાથ"" એ પાઉલના સંપૂર્ણ વ્યક્તિને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર પાઉલ દ્વારા ચમત્કારો કરાવી રહ્યા છે"" અથવા ""ઈશ્વર પાઉલ દ્વારા ચમત્કારો કરે છે"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Acts 19:12

καὶ ἐπὶ τοὺς ἀσθενοῦντας ἀποφέρεσθαι ἀπὸ τοῦ χρωτὸς αὐτοῦ σουδάρια ἢ σιμικίνθια, καὶ

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તેઓ રૂમાલો અને વસ્ત્રો જે પાઉલને સ્પર્શ કર્યા હતા તેણે પણ બીમાર લોકોની પાસે લઈ જતા હતા

καὶ…ἀπὸ τοῦ χρωτὸς αὐτοῦ σουδάρια ἢ σιμικίνθια

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ કાપડની વસ્તુઓ હતી જે પાઉલે સ્પર્શ કરી હતી અથવા 2) આ કાપડની વસ્તુઓ હતી જે પાઉલે પહેરી હતી અથવા ઉપયોગ કર્યો હતો.

σουδάρια

માથાની આસપાસ પહેરવામાં આવતા કપડાં

σιμικίνθια

લોકોના કપડાંને સુરક્ષિત રાખવા માટે શરીરના આગળના ભાગે પહેરવામાં આવતા કપડાં

τοὺς ἀσθενοῦντας

આ બીમાર લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""બીમાર લોકો"" અથવા ""જેઓ બીમાર હતા"" (જુઓ: નામવાચક વિશેષણો)

ἀπαλλάσσεσθαι ἀπ’ αὐτῶν τὰς νόσους

જેઓ બીમાર હતા તેઓ સ્વસ્થ થતા હતા

Acts 19:13

જ્યારે પાઉલ એફેસસમાં હતો ત્યારે આ બીજી ઘટનાની શરૂઆત હતી. તે યહૂદી ભૂવાઓ વિશે છે.

ἐξορκιστῶν

લોકો જે અશુદ્ધ આત્માઓને લોકો અથવા જગ્યાઓમાંથી કાઢી મૂકતા

τὸ ὄνομα τοῦ Κυρίου Ἰησοῦ

અહીં “નામ” એ ઈસુના સામર્થ્ય અને અધિકારનો ઉલ્લેખ કરે છે. (જુઓ: ઉપનામ)

τὸν Ἰησοῦν, ὃν Παῦλος κηρύσσει

તે સમયે ઈસુ એક સર્વ સામાન્ય નામ હતું, તેથી આ ભૂવાઓ લોકોને એ જાણવા ઇચ્છતા હતા કે તેઓ કોના વિશે બોલી રહ્યા છે.

τὸν Ἰησοῦν

આ ઈસુના સામર્થ્ય અને અધિકાર માટે વપરાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુના અધિકારથી"" અથવા ""ઈસુના સામર્થ્યથી"" (જુઓ: ઉપનામ)

Acts 19:14

Σκευᾶ

આ એક વ્યક્તિનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Acts 19:15

τὸν Ἰησοῦν γινώσκω, καὶ τὸν Παῦλον ἐπίσταμαι

હું ઈસુ અને પાઉલને જાણું છું અથવા “હું ઈસુને જાણું છું અને હું પાઉલને જાણું છું”

ὑμεῖς δὲ τίνες ἐστέ

આત્માએ આ પ્રશ્ન પૂછવા દ્વારા તે પર ભાર મૂક્યો કે ભૂવાઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર નથી. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ હું તમને ઓળખતો નથી!"" અથવા ""પરંતુ તમારો મારા પર કોઈ અધિકાર નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Acts 19:16

φαλόμενος ὁ ἄνθρωπος…ἐν ᾧ ἦν τὸ πνεῦμα τὸ πονηρὸν

આનો અર્થ એ છે કે દુષ્ટ આત્મા જે માણસ પર નિયંત્રણ રાખતો હતો તે ભૂવાઓ પર કૂદી પડ્યો.

αὐτοὺς

આ તે લોકોનો ઉલ્લેખ કરે છે જે લોકો અથવા જગ્યાઓમાંથી દુષ્ટ આત્માઓને કાઢી મૂકે છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 19:13 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

γυμνοὺς…ἐκφυγεῖν

ભૂવાઓ તેમના ફાટેલા કપડાંએ ત્યાથી ભાગી ગયા.

Acts 19:17

ἐμεγαλύνετο τὸ ὄνομα τοῦ Κυρίου Ἰησοῦ

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ પ્રભુ ઈસુના નામને મહિમા આપ્યો"" અથવા ""તેઓ પ્રભુ ઈસુના નામને મહાન માનતા થયા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τὸ ὄνομα

આ ઈસુના સામર્થ્ય અને અધિકાર માટે વપરાયો છે. (જુઓ: ઉપનામ)

Acts 19:18

આ યહૂદી ભૂવાઓ વિશેની વાર્તાનો અંત છે (જુઓ: વાર્તાની સમાપ્તિ)

Acts 19:19

συνενέγκαντες τὰς βίβλους

તેઓના પુસ્તકો એકત્રિત કરો. ""પુસ્તકો"" ઓળીયાનો ઉલ્લેખ કરે છે જેમાં જાદુઈ મંત્રો અને સૂત્રો લખેલા હતા.

ἐνώπιον πάντων

દરેક વ્યક્તિની સમક્ષ

τὰς τιμὰς αὐτῶν

પુસ્તકોનું મૂલ્ય અથવા “ઓળીયાનું મૂલ્ય”

μυριάδας πέντε

50,000 (જુઓ: સંખ્યાઓ)

ἀργυρίου

એક “ચાંદીનો સિક્કો” એ લગભગ સામાન્ય મજૂર માટેનું દૈનિક મહેનતાણું હતું (જુઓ: બાઈબલમાં વર્ણિત ચલણ)

Acts 19:20

οὕτως κατὰ κράτος τοῦ Κυρίου ὁ λόγος ηὔξανεν καὶ ἴσχυεν

તેથી આ શક્તિશાળી કાર્યોને કારણે, વધુને વધુ લોકોએ પ્રભુ ઈસુ વિશેનો સંદેશ સાંભળ્યો (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Acts 19:21

પાઉલ યરૂશાલેમ જવા વિશેની વાત કરે છે પરંતુ હજુ સુધી એફેસસ છોડ્યું નથી

δὲ

આ શબ્દનો ઉપયોગ અહીં મુખ્ય વાર્તાની પંક્તિમાં વિરામ ચિહ્ન માટે થયો છે. અહીં લૂક વાર્તાનો એક નવો ભાગ કહેવાની શરૂઆત કરે છે.

ἐπληρώθη ταῦτα…ὁ Παῦλος

એફેસસમાં ઈશ્વરે જે કાર્ય પાઉલને સોપ્યું હતું તે પૂર્ણ કરે છે

ἔθετο…ἐν τῷ Πνεύματι

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) પાઉલે પવિત્ર આત્માની સહાયથી નિર્ણય કર્યો અથવા 2) પાઉલે તેના પોતાના આત્માથી નિર્ણય કર્યો, જેનો મતલબ છે કે તેણે તેનું મન બનાવી લીધું

Ἀχαΐαν

અખાયા એ રોમન પ્રાંત હતો જેમાં કરિંથ આવેલું છે. તે દક્ષિણ ગ્રીસનું સૌથી મોટું શહેર અને પ્રાંતની રાજધાની હતી. તમે પ્રેરિતોનાં કૃત્યો 18:12 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

δεῖ με καὶ Ῥώμην ἰδεῖν

મારે રોમમાં પણ મુસાફરી કરવી જોઈએ

Acts 19:22

Ἔραστον

આ એક વ્યક્તિનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

αὐτὸς ἐπέσχεν χρόνον εἰς τὴν Ἀσίαν

અગાઉની કલમમાં આ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પાઉલ એફેસસમાં રહે છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

αὐτὸς

આ ભાર મૂકવા માટે પુનરાવર્તન કરવામાં આવે છે. (જુઓ: સ્વવાચક સર્વનામો)

Acts 19:23

વાર્તામાં દેમેત્રિયસનો પરિચય આપવામાં આવે છે. કલમ 24 દેમેત્રિયસની પૃષ્ઠભૂમિ માહિતી રજૂ કરે છે. એફેસસમાં આર્તિમિસ દેવીને અર્પણ કરેલું એક મોટું મંદિર હતું, જેને કેટલીક વાર ""ડાયના"" તરીકે પણ અનુવાદ કરવામાં આવે છે. તે ફળદ્રુપતાની જૂઠી દેવી હતી. (જુઓ: પૂર્વભૂમિકા અને નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

પાઉલ એફેસસમાં હતો ત્યારે જે ચળવળ ઊભી થઈ તે વિશે લૂક કહે છે.

ἐγένετο…τάραχος οὐκ ὀλίγος περὶ τῆς ὁδοῦ

આ શરૂઆતના નિવેદનનો સારાંશ છે.

ἐγένετο…τάραχος οὐκ ὀλίγος

લોકો ખૂબ નારાજ થઈ ગયા, તમે [પ્રેરિતોનાં કૃત્યો 12:18] (../12/18.md) માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

τῆς ὁδοῦ

આ શબ્દ ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કરે છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 9:1 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Acts 19:24

Δημήτριος…τις ὀνόματι ἀργυροκόπος

“એક ચોક્કસ” શબ્દોનો ઉલ્લેખ એ વાર્તામાં નવા વ્યક્તિનો પરિચય આપે છે. (જુઓ: નવા અને જૂના પાત્રોનો પરિચય)

ἀργυροκόπος

કારીગર કે જે ચાંદીની ધાતુનો ઉપયોગ કરીને મૂર્તિઓ અને ઝવેરાત બનાવે છે

Δημήτριος…ὀνόματι

આ એક માણસનું નામ છે. દેમેત્રિયસ એફેસસમાં એક સોની હતો જે પાઉલ અને સ્થાનિક મંડળીની વિરુદ્ધ હતો. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

παρείχετο…οὐκ ὀλίγην ἐργασίαν

મૂર્તિઓ બનાવનારાઓ માટે અઢળક નાણાં કમાતો હતો

Acts 19:25

τοὺς περὶ τὰ τοιαῦτα ἐργάτας

ધંધો એ એક વ્યવસાય અથવા નોકરી છે. વૈકલ્પિક અનુવાદ: ""અન્ય લોકો કે જેઓ આ પ્રકારનું કાર્ય કરેલું હતું”

Acts 19:26

દેમેત્રિયસ એ કારીગરો સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

θεωρεῖτε καὶ ἀκούετε ὅτι

હવે તમારા જાણવામાં આવ્યું છે અને સમજો છો કે

μετέστησεν ἱκανὸν ὄχλον

પાઉલે લોકોને મૂર્તિઓની પૂજા કરતા રોક્યા તે જણાવે છે કે પાઉલ લોકોને વાસ્તવિક રીતે જુદી દિશામાં ફેરવી રહ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""ઘણા લોકોને સ્થાનિક દેવતાઓની ઉપાસના કરવાનું બંધ કરાવ્યું"" (જુઓ: રૂપક)

λέγων ὅτι οὐκ εἰσὶν θεοὶ, οἱ διὰ χειρῶν γινόμενοι

અહીં ""હાથ"" શબ્દ સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે કહે છે કે લોકો જે મૂર્તિ બનાવે છે તે ખરા દેવો નથી"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ) અને અભિવ્યક્ત અલંકાર)

Acts 19:27

τοῦτο κινδυνεύει ἡμῖν, τὸ μέρος εἰς ἀπελεγμὸν ἐλθεῖν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ:""કે લોકો હવેથી આપણી પાસેથી મૂર્તિઓ ખરીદશે નહીં"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τὸ τῆς μεγάλης θεᾶς Ἀρτέμιδος ἱερὸν, εἰς οὐθὲν λογισθῆναι

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકો વિચારશે કે મહાન દેવી આર્તિમિસની પૂજા કરવા મંદિરમાં જવાનો કોઈ ફાયદો નથી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

μέλλειν τε καὶ καθαιρεῖσθαι τῆς μεγαλειότητος αὐτῆς

આર્તિમિસનું મહાત્મ્ય લોકો તેના વિશે જે વિચારે છે તેમાં રહેલું છે.

ἣν ὅλη ἡ Ἀσία καὶ ἡ οἰκουμένη σέβεται

દેવી આર્તિમિસ કેટલી લોકપ્રિય હતી તે બતાવવા માટે આ અતિશયોક્તિ હતી. અહીં ""એશિયા"" અને ""જગત"" શબ્દો એશિયા અને જાણીતા જગતના લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેની એશિયામાં અને જગતના અન્ય ભાગોમાં ઘણાં લોકો ઉપાસના કરે છે"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ અને ઉપનામ)

Acts 19:28

અહીં “તેઓ” કારીગરોનો ઉલ્લેખ કરે છે જેઓએ મૂર્તિઓ બનાવી હતી પ્રેરિતોનાં કૃત્યો 19:24-25.

γενόμενοι πλήρεις θυμοῦ

આ કારીગરોની વાત કરે છે જાણે કે તેઓ એક પાત્ર હોય. અહીં ""ક્રોધ"" વિશે કહેવામા આવે છે જાણે કે તે સામગ્રી હોય જે તે પાત્રને ભરતી હોય. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ ખૂબ જ ક્રોધિત થયા"" (જુઓ: રૂપક)

ἔκραζον

પોકારીને કહ્યું અથવા “ઊંચા અવાજે કહ્યું”

Acts 19:29

ἐπλήσθη ἡ πόλις τῆς συγχύσεως

અહીંયા ""શહેર"" એ લોકોનો ઉલ્લેખ કરે છે. શહેર વિશે કહેવામા આવ્યું છે જાણે કે એક પાત્ર હોય. અને, ""મૂંઝવણ"" વિશે કહેવામા આવ્યું છે જાણે કે તે સામગ્રી હોય કે જેનાથી તે પાત્રને ભરાઈ ગયું હોય. વૈકલ્પિક અનુવાદ: ""પછી સમગ્ર શહેરના લોકો નારાજ થઈ ગયા અને બૂમો પાડવા લાગ્યા” (જુઓ: ઉપનામ અને રૂપક)

ὥρμησάν τε ὁμοθυμαδὸν

આ લોકોનું ટોળું હતું અથવા હુલ્લડ થવાની સ્થિતિમાં હતું.

εἰς τὸ θέατρον

એફેસસના અખાડાનો ઉપયોગ જાહેર સભાઓ માટે અને નાટકો અને સંગીત જેવા મનોરંજન માટે કરવામાં આવતો હતો. તે બેઠકો સાથેનો અર્ધ ગોળાકાર ખુલ્લો વિસ્તાર હતો જ્યાં હજારો લોકો બેસી શકતા હતા.

συνεκδήμους Παύλου

જે માણસો પાઉલની સાથે હતા.

Γάϊον καὶ Ἀρίσταρχον

આ પુરુષોના નામ છે. ગાયસ અને અરિસ્તાર્ખસ મકદોનિયાથી આવ્યા હતા પરંતુ આ સમયે તેઓ એફેસસમાં પાઉલ સાથે કાર્યમાં જોડાયેલા હતા. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Acts 19:30

એફેસસ એ રોમનો પ્રાંત હતો જે એશિયામાં આવેલો હતો.

Acts 19:31

δοῦναι…εἰς τὸ θέατρον

એફેસસનો અખાડાનો ઉપયોગ જાહેર સભાઓ માટે અને નાટકો અને સંગીત જેવા મનોરંજન માટે કરવામાં આવતો હતો. તે બેઠકો સાથેનો અર્ધ ગોળાકાર ખુલ્લો વિસ્તાર હતો જ્યાં હજારો લોકો બેસી શકતા હતા. તમે પ્રેરિતોનાં 19:29 માં ""અખાડાનું"" અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Acts 19:33

Ἀλέξανδρον

આ એક વ્યક્તિનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

κατασείσας τὴν χεῖρα

તમે સ્પષ્ટ કરી શકો છો કે આલેકસાંદર ટોળાને બતાવી રહ્યો છે તે ઇચ્છે છે કે તેઓ શાંત રહે. વૈકલ્પિક અનુવાદ: ""ઇશારો કરીને ટોળાને શાંત રહેવા કહ્યું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἀπολογεῖσθαι

તે સ્પષ્ટ નથી થઈ રહ્યું કે આલેકસાંદર કોનો અથવા કેવી રીતે બચાવ કરવા માગતો હતો. જો તમારી ભાષાને આ માહિતીની જરૂર હોય, તો ""શું ચાલી રહ્યું છે તે સમજાવવા માટે"" જેવા સામાન્ય શબ્દસમૂહનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ રહેશે.

Acts 19:34

φωνὴ…μία

તે જ સમયે લોકો સાથે મળીને બૂમ પાડવા વિશે કહેવામા આવ્યું છે જાણે કે તેઓ એક અવાજથી બોલતા હોય. વૈકલ્પિક અનુવાદ: ""એક રાગ"" અથવા ""એકસાથે"" (જુઓ: રૂપક)

Acts 19:35

તું"" અને ""તમે"" શબ્દો એફેસસના હાજર સર્વ માણસોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

એફેસસના નગરના શેઠે ટોળાને શાંત રહેવા કહ્યું.

ὁ γραμματεὺς

આ નગરના “લેખક” અથવા “સચિવ” નો ઉલ્લેખ કરે છે.

τίς…ἐστιν ἀνθρώπων, ὃς οὐ γινώσκει τὴν Ἐφεσίων πόλιν νεωκόρον οὖσαν τῆς μεγάλης Ἀρτέμιδος καὶ τοῦ διοπετοῦ

શેઠ આ પ્રશ્ન ટોળાને ખાતરી અને તેમને દિલાસો આપવા માટે કરે છે કે તેઓ સાચા હતા. વૈકલ્પિક અનુવાદ: ""દરેક માણસ જાણે છે કે એફેસીઓનું શહેર મંદિરની રક્ષા કરનાર છે ... સ્વર્ગ"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ὃς οὐ γινώσκει

નગર શેઠ એ કહેવા માટે “નહિ” નો ઉપયોગ કરે છે કે સર્વ લોકો આ જાણતા હતા. (જુઓ: વક્રોક્તિ)

νεωκόρον

એફેસીઓના લોકોએ આર્તિમિસ મંદિરને જાળવી રાખ્યું અને તેની ચોકી કરી.

τοῦ διοπετοῦς

આર્તિમિસના મંદિરની અંદર દેવીની મૂર્તિ હતી. તે એક ઉલ્કાથી બનાવવામાં આવ્યું હતું જે આકાશમાંથી પડી હતી. લોકોએ વિચાર્યું હતું કે તેનો પથ્થર સીધો ગ્રીક દેવતાઓ (મૂર્તિઓ) ના શાસક ઝિયૂસ પાસેથી આવ્યો હતો.

Acts 19:36

ἀναντιρρήτων οὖν ὄντων τούτων

કારણ કે તમે આ વાતો જાણો છો

μηδὲν προπετὲς πράσσειν

તમને તેના વિશે વિચારવાનો સમય મળે તે પહેલાં કંઈપણ ન કરો

προπετὲς

સાવચેત વિચાર કર્યા વિના

Acts 19:37

τοὺς ἄνδρας τούτους

આ માણસો"" શબ્દો ગાયસ અને અરિસ્તાર્ખસ, પાઉલના સાથી મુસાફરોનો ઉલ્લેખ કરે છે (પ્રેરિતોનાં કૃત્યો 19:29).

Acts 19:38

નગર શેઠે ટોળા સાથે વાત કરવાનું પૂર્ણ કરે છે.

οὖν

કારણ કે મેં જે કહ્યું છે તે સાચું છે. નગરના શેઠે પ્રેરિતોનાં કૃત્યો 19:37 માં કહ્યું હતું કે ગાયસ અને અરિસ્તાર્ખસ લૂંટરાઓ કે નિંદાખોરો નથી.

ἔχουσιν πρός τινα λόγον

“આરોપ” શબ્દ “તહોમત” ક્રિયાપદ તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “કોઈના પર આરોપ મુકવો” (જુઓ: અમૂર્ત નામો)

ἀνθύπατοί

અદાલતમાં કાયદાકીય નિર્ણય લેનારા રોમના રાજયપાલના પ્રતિનિધિઓ. (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

ἐγκαλείτωσαν ἀλλήλοις

આનો અર્થ એ નથી કે દેમેત્રિયસ અને તેની સાથેના લોકો એકબીજા પર દોષારોપણ કરે. આનો અર્થ એ છે કે આ તે સ્થળ છે જ્યાં સામાન્ય રીતે લોકો તેમની ફરિયાદ જણાવી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકો એકબીજા પર દોષારોપણ કરી શકે છે

Acts 19:39

εἰ δέ τι περὶ ἑτέρων ἐπιζητεῖτε

પરંતુ જો તમારી પાસે ચર્ચા કરવા માટે બીજી કોઈ બાબતો હોય

ἐν τῇ ἐννόμῳ ἐκκλησίᾳ ἐπιλυθήσεται

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ચાલો આપણે તેનું નિયમિત સભામાં સમાધાન કરીએ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τῇ ἐννόμῳ ἐκκλησίᾳ

આ નાગરિકોના જાહેર સભાનો ઉલ્લેખ કરે છે જેના પર નગર શેઠની અધ્યક્ષતા હતી.

Acts 19:40

κινδυνεύομεν ἐνκαλεῖσθαι στάσεως περὶ τῆς σήμερον

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આજે આ હુલ્લડ શરૂ કરવાને કારણે અમે રોમન અધિકારીઓના જોખમમાં હેઠળ હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 20

પ્રેરિતોનાં કૃત્યો 20 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ અધ્યાયમાં લૂક પાઉલના યરૂશાલેમ જતાં પહેલા મકદોનિયા અને એશિયાના પ્રાંતોમાં વિશ્વાસીઓ સાથે તેની છેલ્લી મુલાકાતોનું વર્ણન કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

દોડ

પાઉલ કહે છે કે ઈસુ માટે જીવવું એટલે કે જાણે દોડમાં દોડવું છે. આ દ્વારા તેનો અર્થ એ હતો કે જ્યારે વસ્તુઓ મુશ્કેલ હતી અને તે છોડી દેવા ઇચ્છતો હતો ત્યારે પણ તેને સખત મહેનત કરવાની જરૂર હતી. (જુઓ: રૂપક અને શિસ્ત, સ્વ-શિસ્ત)

""આત્મા દ્વારા ફરજ પાડવી""

પાઉલે વિચાર્યું કે પવિત્ર આત્મા ઇચ્છે છે કે તે યરૂશાલેમ જાય, પાઉલ ત્યાં જવા ઇચ્છતો ન હોય તો પણ. એ જ પવિત્ર આત્માએ બીજા લોકોને કહ્યું કે જ્યારે પાઉલ યરૂશાલેમ પહોંચશે, ત્યારે લોકો તેને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે.

Acts 20:1

પાઉલ એફેસસથી નીકળી અને તેની મુસાફરી ચાલુ રાખે છે.

μετὰ δὲ τὸ παύσασθαι

હુલ્લડ પછી અથવા “હુલ્લડ બાદ”

ἀσπασάμενος

તેણે વિદાય લીધી

Acts 20:2

παρακαλέσας αὐτοὺς λόγῳ πολλῷ

વિશ્વાસીઓને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું અથવા ""વિશ્વાસીઓને પ્રોત્સાહન આપવા માટે ઘણી બાબતો કહી હતી

Acts 20:3

ποιήσας τε μῆνας τρεῖς

તે ત્યાં ત્રણ મહિના રહ્યા બાદ. આ સમય વિષે કહે છે જાણે કે તે કોઈ વસ્તુ હોય જેને કોઈ વ્યક્તિ ખર્ચ કરી શકતું હોય. (જુઓ: રૂપક)

γενομένης ἐπιβουλῆς αὐτῷ ὑπὸ τῶν Ἰουδαίων

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદીઓએ તેની વિરુદ્ધ કાવતરું રચ્યું"" અથવા ""યહૂદીઓએ તેને નુકસાન કરવા ગુપ્ત યોજના બનાવી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὑπὸ τῶν Ἰουδαίων

આનો અર્થ અમુક જ યહૂદીઓ થાય છે. વૈકલ્પિક અનુવાદ: “કેટલાક યહૂદીઓ મારફતે” (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

μέλλοντι ἀνάγεσθαι εἰς τὴν Συρίαν

જ્યારે તે જળમાર્ગે સિરિયા જવા તૈયાર હતો

Acts 20:4

અહીં ""તેને"" શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે પ્રેરિતોનાં કૃત્યો 20:1. ""અમે"" અને ""આપણે"" ની સર્વ કલમો લેખક અને પાઉલ તથા તેમની સાથે મુસાફરી કરનારાઓનો ઉલ્લેખ કરે છે, વાચકોનો નહીં. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

συνείπετο δὲ αὐτῷ

તેની સાથે મુસાફરી કરનારા

Σώπατρος…Πύρρου…Σεκοῦνδος,…Τυχικὸς…Τρόφιμος

આ માણસોના નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Βεροιαῖος…Δερβαῖος

આ સ્થળોના નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Ἀρίσταρχος…Γάϊος

આ પુરુષોના નામ છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 19:29 માં આ નામોનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Acts 20:5

Τρῳάδι

આ જગ્યાનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

οὗτοι…προσελθόντες

આ માણસોએ અમારી અગાઉ મુસાફરી કરી

Acts 20:6

τὰς ἡμέρας τῶν Ἀζύμων

આ યહૂદીઓનો પર્વ પાસ્ખાપર્વના સમયનો ઉલ્લેખ કરે છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 12:3 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Acts 20:7

અહીં ""અમે"" શબ્દનો અર્થ લેખક, પાઉલ અને તેમની સાથે મુસાફરી કરનારાઓનો ઉલ્લેખ કરે છે, પરંતુ વાચકોનનો નહિ. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે” અને પ્રેરિતોનાં કૃત્યો 20:4-6)

લૂક પાઉલનો ત્રોઆસમાં બોધ અને યુતુખસની સાથે શું બન્યું તે વિશે જણાવે છે.

κλάσαι ἄρτον

રોટલી તેમના ભોજનનો એક ભાગ હતો. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ સાથે ભોજન ખાવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ભોજન ખાવું"" અથવા 2) આ ખ્રિસ્તના મરણ અને પુનરુત્થાનને યાદ રાખવા માટે તેઓ એકસાથે ભોજન લે છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ ભોજન ખાવું"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

παρέτεινέν τε τὸν λόγον

તે વાત કરવાનું ચાલુ રાખે છે

Acts 20:8

ὑπερῴῳ

આ કદાચને ઘરનો ત્રીજો માળ હોઈ શકે છે.

Acts 20:9

અહીં ""પોતે"" શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે. પ્રથમ શબ્દ ""તે"" પાઉલનો ઉલ્લેખ કરે છે; બીજો શબ્દ ""તે"" એ યુતુખસ નામના યુવકનો ઉલ્લેખ કરે છે. ""તેને"" શબ્દ યુતુખસનો ઉલ્લેખ કરે છે.

ἐπὶ τῆς θυρίδος

આ એક છાજલી સાથેની ખુલ્લી દીવાલ હતી કે જે એટલું પહોળું હતું જેના પર કોઈ વ્યક્તિ બેસી શકે.

Εὔτυχος

આ એક વ્યક્તિનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

καταφερόμενος ὕπνῳ βαθεῖ

આ ઊંઘ વિશે કહે છે જાણે કે તે કોઈ ઊંડા ખાડામાં હોય જેમાં કોઈ વ્યક્તિ પડી શકે. વૈકલ્પિક અનુવાદ: ""જે શાંતિથી ઊંઘી ગયો છે” અથવા ""તે એટલો થાકી જાય છે કે છેવટે તે આરામથી સૂઈ જાય છે"" (જુઓ: રૂપક)

τριστέγου…καὶ ἤρθη νεκρός

જ્યારે તેઓ તેની હાલત તપાસવા ગયા ત્યારે તેઓએ જોયું કે તે મરી ગયો હતો. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ત્રીજી વાર્તા; અને જ્યારે તેઓ તેને ઉઠાવવા ગયા, ત્યારે તેઓએ જોયું કે તે મરણ પામ્યો હતો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τριστέγου

આનો અર્થ ભોંયતળીયાની ઉપર બે માળ છે. જો તમારી સંસ્કૃતિમાં ભોંયતળીયાની ગણતરી થતી નથી, તો તમે તેને ""બીજો માળ"" તરીકે કહી શકો છો.

Acts 20:11

અહીં “તે” શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે.

ત્રોઆસમાં અને યુતુખસ વિશે પાઉલના ઉપદેશ વિશેની વાર્તાનો આ અંત ભાગ હતો.

κλάσας τὸν ἄρτον

ભોજન દરમિયાન રોટલી એ સામાન્ય ખોરાક હતો. અહીં ""રોટલી તોડવી"" નો અર્થ છે કે તેઓ ફક્ત રોટલી કરતાં વધુ પ્રકારનાં ખોરાક સાથે ભોજન આરોગે છે. (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

οὕτως ἐξῆλθεν

તે ચાલ્યો ગયો

Acts 20:12

τὸν παῖδα

આ યુતુખસ (પ્રેરિતોનાં કૃત્યો 20:9) નો ઉલ્લેખ કરે છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તે 14 વર્ષનો યુવાન હતો અથવા 2) તે 9 થી 14 વર્ષ વચ્ચેનો છોકરો હતો અથવા 3) ""છોકરો"" શબ્દ સૂચવે છે કે તે એક નોકર અથવા ગુલામ હતો.

Acts 20:13

તે,"" ""પોતે"" અને ""તેને"" શબ્દો પાઉલને દર્શાવે છે. અહીં ""અમે"" શબ્દ લેખક અને તેની સાથે મુસાફરી કરનારાઓનો ઉલ્લેખ કરે છે, પરંતુ વાચકનો નહીં. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

લેખક લૂક, પાઉલ અને તેના અન્ય સાથીઓ તેમની મુસાફરી ચાલુ રાખે છે; જો કે, પાઉલ મુસાફરીના ભાગરૂપે અલગ જાય છે.

ἡμεῖς…προελθόντες

આપણે પોતે"" શબ્દ ભાર મૂકે છે અને લૂક અને તેના મુસાફરીના સાથીઓને પાઉલથી અલગ કરે છે, જેમણે હોડીથી મુસાફરી કરી ન હતી. (જુઓ: સ્વવાચક સર્વનામો)

ἀνήχθημεν ἐπὶ τὴν Ἆσσον

આસોસ એજીયન સમુદ્રના કાંઠે તૂર્કીમાં વર્તમાન બેહરામની સીધી નીચાણમાં સ્થિત એક શહેર છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

διατεταγμένος

પોતે જ તેનો ભાર મૂકવા માટે વપરાય છે કે આ જ પાઉલ ઇચ્છે છે. (જુઓ: સ્વવાચક સર્વનામો)

πεζεύειν

જમીની મુસાફરી કરવા માટે

Acts 20:14

ἤλθομεν εἰς Μιτυλήνην

મિતુલેની એજીયન સમુદ્રના કાંઠે હાલના તૂર્કીમાં આવેલું મિતીલીની સ્થિત એક શહેર છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Acts 20:15

અહીં ""અમે"" શબ્દ પાઉલ, લેખક અને તેમની સાથે મુસાફરી કરનારા લોકોનો ઉલ્લેખ કરે છે, પરંતુ વાચકોનો નહિ. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

ἄντικρυς Χίου

ટાપુ નજીક અથવા “ટાપુથી પસાર થયા”

Χίου

ખિયોસ એ એજીયન સમુદ્રમાં હાલના તૂર્કીના કાંઠે સ્થિત એક ટાપુ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

παρεβάλομεν εἰς Σάμον

અમે સામોસ બંદરે આવ્યા

Σάμον

સામોસ એ હાલના તૂર્કીના દરિયાકાંઠે આવેલા એજીયન સમુદ્રમાં ખિયોસ દક્ષિણમાં આવેલ એક ટાપુ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Μίλητον

મિલેતસ શહેર એ મેંદર નદીના કિનારે પશ્ચિમ એશિયા માઇનોરનું એક બંદર હતું. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Acts 20:16

κεκρίκει γὰρ ὁ Παῦλος παραπλεῦσαι τὴν Ἔφεσον

પાઉલે એફેસસ શહેરમાં બંદર આગળ દક્ષિણ તરફ જઈને, મિલેતસ પર ઉતરવા માટે વધુ દક્ષિણમાં પ્રયાણ કર્યું. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

ὅπως μὴ γένηται αὐτῷ χρονοτριβῆσαι

આ ""સમય"" વિશે વાત કરે છે જાણે કે તે કોઈ ચીજ વસ્તુ હોય જેનો કોઈ વ્યક્તિ ખર્ચ કરી શકે છે અથવા ઉપયોગ કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેથી તેને થોડો સમય રહેવું ન પડે"" અથવા ""જેથી તેને વિલંબ ન થાય"" (જુઓ: રૂપક)

Acts 20:17

અહીં ""તે"" શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે. ""આપણો"" શબ્દ પાઉલ અને વડીલોનો જેની સાથે તે વાત કરી રહ્યો છે તેમનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)

પાઉલ એફેસસ મંડળીના વડીલોને બોલાવે છે અને તેઓની સાથે વાત કરે છે.

τῆς Μιλήτου

મિલેતસ એ મેંદર નદીના મુખ પાસે પશ્ચિમ એશિયા માઇનોરનું એક બંદર શહેર હતું. તમે પ્રેરિતોનાં કૃત્યો 20:15 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Acts 20:18

ὑμεῖς

અહીં “તમે પોતે” એ ભાર મૂકવા માટે વપરાયું છે. (જુઓ: સ્વવાચક સર્વનામો)

ἐπέβην εἰς τὴν Ἀσίαν

અહીં “પગ” એ સંપૂર્ણ વ્યક્તિ માટે વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: “મેં એશિયામાં પ્રવેશ કર્યો” (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

πῶς μεθ’ ὑμῶν τὸν πάντα χρόνον ἐγενόμην

આ સમય વિશે વાત કરે છે જાણે કે તે કંઈક હોય જે વ્યક્તિ તેનો ખર્ચ કરી શકે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે હું તમારી સાથે હતો ત્યારે હું તમારી સાથે કેવી રીતે વર્ત્યો છું"" (જુઓ: રૂપક)

Acts 20:19

ταπεινοφροσύνης

આ નમ્રતા વિશે કંઈક બોલે છે કે જાણે તે જમીન સુધી નીચી હોય. ""મન"" શબ્દ એ વ્યક્તિના આંતરિક વલણ માટે વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: ""વિનમ્રતા"" અથવા ""નમ્રતા"" (જુઓ: રૂપક અને ઉપનામ)

δακρύων

અહીં ""આંસુઓ"" એ દુ:ખની લાગણી અને રડવા માટે વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: ""હું આંસુ સહીત પ્રભુની સેવા કરતો હતો"" (જુઓ: ઉપનામ)

πειρασμῶν, τῶν συμβάντων μοι

પીડા સહન કરવી એ એક અમૂર્ત સંજ્ઞા છે. અર્થને ક્રિયાપદ તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે મેં સહન કર્યું"" (જુઓ: https://git.door43.org/STR/gu_ta/src/branch/master/translation/figs-abstractnouns/01.md)

τῶν Ἰουδαίων

આનો અર્થ દરેક યહૂદી નથી. આ આપણને જણાવે છે કે કોણે કાવતરું કર્યું. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદીઓમાંથી અમુકે"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Acts 20:20

ὡς οὐδὲν ὑπεστειλάμην…τοῦ μὴ ἀναγγεῖλαι ὑμῖν

તમે જાણો છો કે હું શાંત રહ્યો નથી, પરંતુ મેં તમને હંમેશા પ્રગટ કર્યું છે

κατ’ οἴκους

પાઉલ લોકોને વિવિધ ખાનગી ઘરોમાં બોધ કરે છે. ""મેં શીખવ્યું"" શબ્દો સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું જ્યારે તમારા ઘરોમાં હતો ત્યારે પણ મેં તમને શિક્ષણ આપ્યું"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

Acts 20:21

τὴν εἰς Θεὸν μετάνοιαν καὶ πίστιν εἰς τὸν Κύριον ἡμῶν, Ἰησοῦν

આ ""પસ્તાવો"" અને ""વિશ્વાસ"" અમૂર્ત સંજ્ઞાઓને ક્રિયાપદ તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કે તેઓએ ઈશ્વર સમક્ષ પસ્તાવો કરવો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો"" (જુઓ: અમૂર્ત નામો)

Acts 20:22

અહીં “હું” શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે.

δεδεμένος…τῷ Πνεύματι

તેઓ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે આત્મા મને ત્યાં જવાની ફરજ પાડે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τὰ ἐν αὐτῇ συναντήσοντά μοι, μὴ εἰδώς

અને હું નથી જાણતો કે ત્યાં મારું શું થશે.

Acts 20:23

δεσμὰ καὶ θλίψεις με μένουσιν

અહીંયા ""સાંકળો"" પાઉલની ધરપકડ અને તેને જેલમાં પૂરવામાં આવ્યો તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકો મને જેલમાં નાખશે અને મને પીડા આપશે"" (જુઓ: ઉપનામ)

Acts 20:24

ὡς τελειῶσαι τὸν δρόμον μου, καὶ τὴν διακονίαν ἣν ἔλαβον παρὰ τοῦ Κυρίου Ἰησοῦ

આ પાઉલની ""દોડ"" અને ""સેવાકાર્ય"" વિશે જણાવે છે જાણે કે તેઓ પદાર્થ હોય જે ઈસુ આપે છે અને પાઉલ તેને પ્રાપ્ત કરે છે. અહીં ""દોડ"" અને ""સેવાકાર્ય"" નો અર્થ મૂળભૂત રીતે સમાન છે. પાઉલ દર્શાવવા માટે પુનરાવર્તન કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેથી પ્રભુ ઈસુએ મને જે કામ કરવાનો આદેશ આપ્યો છે તે હું પૂર્ણ કરી શકું"" (જુઓ: રૂપક અને બેવડું/બમણાં)

τελειῶσαι τὸν δρόμον

પાઉલને જે કાર્ય ઈસુએ તેને કરવાની આજ્ઞા આપી છે તે પૂર્ણ કરવા વિશે બોલે છે જાણે કે તે કોઈ દોડ દોડી રહ્યો હોય. (જુઓ: રૂપક)

διαμαρτύρασθαι τὸ εὐαγγέλιον τῆς χάριτος τοῦ Θεοῦ

લોકોને ઈશ્વરની કૃપા વિશે સુવાર્તા કહેવી. આ એ સેવા છે જે પાઉલને ઈસુ પાસેથી મળી છે.

Acts 20:25

પાઉલ એફેસસના વડીલો સાથે વાત કરવાનું ચાલુ રાખે છે (પ્રેરિતોનાં કૃત્યો 20:17).

καὶ νῦν ἰδοὺ, ἐγὼ οἶδα

હવે, કાળજીપૂર્વક ધ્યાન આપો, કારણ કે હું જાણું છું

ἐγὼ οἶδα ὅτι…ὑμεῖς πάντες

હું જાણું છું કે તમે સર્વ

ἐν οἷς διῆλθον κηρύσσων τὴν βασιλείαν

અહીંયા ""રાજ્ય"" એ ઈશ્વરના રાજા તરીકેના શાસનને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓને મેં ઈશ્વરના રાજા તરીકેના શાસનનો સંદેશ આપ્યો"" અથવા ""જેઓને મેં ઈશ્વર પોતાને રાજા તરીકે કેવી રીતે બતાવશે તે વિષેનો ઉપદેશ આપ્યો"" (જુઓ: ઉપનામ)

οὐκέτι ὄψεσθε τὸ πρόσωπόν μου

અહીં ""મુખ"" શબ્દ પાઉલના ભૌતિક શરીરને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હવેથી મને પૃથ્વી પર જોઈ શકશો નહિ"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Acts 20:26

καθαρός εἰμι ἀπὸ τοῦ αἵματος πάντων

અહીં ""રક્ત"" એ વ્યક્તિના મરણ માટે વપરાય છે, જે આ ઘટનામાં, શારીરિક મરણ નથી, પરંતુ આત્મિક મરણ છે જ્યારે ઈશ્વર વ્યક્તિને તેના પાપ માટે અપરાધી જાહેર કરશે. પાઉલે તેઓને ઈશ્વર વિષેનું સત્ય કહ્યું. વૈકલ્પિક અનુવાદ: ""સર્વ લોકોના પાપને માટે દોષિત નથી જેનો ન્યાય ઈશ્વર કરે છે કારણ કે તેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો નહિ"" (જુઓ: ઉપનામ)

πάντων

અહીં આનો અર્થ કોઈપણ વ્યક્તિ કાં તો પુરુષ કે સ્ત્રી થાય છે. વૈકલ્પિક અનુવાદ: “કોઈપણ વ્યક્તિ” (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)

Acts 20:27

οὐ γὰρ ὑπεστειλάμην τοῦ μὴ ἀναγγεῖλαι…ὑμῖν

કેમ કે હું શાંત રહ્યો નથી અને તમને કહ્યું છે. આ સકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં તમને ચોક્કસપણે પ્રગટ કર્યું છે"" (જુઓ: વક્રોક્તિ)

Acts 20:28

કેમ કે મેં હમણાં મેં જે કહ્યું છે તે સાચું છે, પાઉલે તેમને છોડીને જવા વિષે અત્યાર સુધી જે કહ્યું છે તે સર્વનો ઉલ્લેખ કરે છે.

τῷ ποιμνίῳ, ἐν ᾧ ὑμᾶς τὸ Πνεῦμα τὸ Ἅγιον ἔθετο ἐπισκόπους, ποιμαίνειν τὴν ἐκκλησίαν τοῦ Θεοῦ

વિશ્વાસીઓને અહીં ઘેટાંના ""ટોળા"" સાથે સરખાવી શકાય છે. મંડળીના આગેવાનોને ઈશ્વર દ્વારા વિશ્વાસીઓના ટોળાની સંભાળ લેવા તમને નિમણૂંક આપી છે, જેમ ઘેટાંપાળક તેના ઘેટાંના ટોળાની સંભાળ રાખે છે અને તેમને વરુઓથી બચાવે છે તેમ. વૈકલ્પિક અનુવાદ: ""પવિત્ર આત્માએ જે વિશ્વાસીઓના જૂથ તમને સોંપ્યા છે. સાવધ રહો, ઈશ્વરની મંડળીની સંભાળ લેવાની ખાતરી કરો"" (જુઓ: રૂપક)

τὴν ἐκκλησίαν τοῦ Θεοῦ, ἣν περιεποιήσατο διὰ τοῦ αἵματος τοῦ ἰδίου

અહીં ખ્રિસ્તનું ""રક્ત"" વહેવડાવવું એ ઈશ્વરે આપણા પાપોને માટે કરેલી ચૂકવણી સાથે સરખાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ખ્રિસ્તે વધસ્તંભ પર તેમનું રક્ત વહેવડાવી લોકોને તેમના પાપોથી બચાવ્યા છે"" (જુઓ: રૂપક)

τοῦ αἵματος τοῦ ἰδίου

અહીં “રક્ત” એ ખ્રિસ્તનું મરણ પ્રગટ કરે છે. (જુઓ: ઉપનામ)

Acts 20:29

εἰσελεύσονται…λύκοι βαρεῖς εἰς ὑμᾶς, μὴ φειδόμενοι τοῦ ποιμνίου

આ એવા લોકોનું ચિત્ર રજૂ કરે છે કે જેઓ જૂઠાં સિદ્ધાંત શીખવે છે અને જેઓ વિશ્વાસીઓના સમુદાયને નુકસાન પહોંચાડે છે જાણે કે તેઓ ઘેટાંના ટોળાને ખાનારા વરુઓ હોય. વૈકલ્પિક અનુવાદ: ""ઘણાં દુશ્મનો તમારી મધ્યે આવશે અને વિશ્વાસીઓના સમુદાયને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે"" (જુઓ: રૂપક)

Acts 20:30

τοῦ ἀποσπᾶν τοὺς μαθητὰς ὀπίσω ἑαυτῶν

ખોટા શિક્ષકોએ તેમના ખોટા ઉપદેશને વિશ્વાસીઓ માનવાનું શરૂ કરે તેની વાત એ રીતે કરવામાં આવી છે જાણે કે ઘેટાંને તેના ટોળાથી અલગ દોરી રહ્યા હોય. વૈકલ્પિક અનુવાદ: ""જે લોકો ખ્રિસ્તના શિષ્યો છે તેઓને તેના શિષ્યો બનાવવા અને સમજાવવા પ્રયત્ન કરે છે"" (જુઓ: રૂપક)

Acts 20:31

γρηγορεῖτε, μνημονεύοντες

સાવધ રહો અને યાદ રાખો અથવા “જ્યારે તમે યાદ કરો છો ત્યારે સાવધ રહો”

γρηγορεῖτε

જાગૃત થાઓ અને સાવધ રહો અથવા ""સાવધ રહો."" ખ્રિસ્તી આગેવાનો એવી કોઈપણ વ્યક્તિથી સાવધ રહે છે જે વિશ્વાસીઓના ટોળાને નુકસાન પહોંચાડી શકે છે તેના વિશે કહેવામા આવ્યું છે જાણે કે તેઓ સૈન્યમાંના સૈનિકો હોય જે દુશ્મન સૈન્યથી સાવધ રહેતા હોય. (જુઓ: રૂપક)

μνημονεύοντες ὅτι

યાદ કરતાં રહો કે અથવા “ભૂલશો નહિ કે”

τριετίαν νύκτα καὶ ἡμέραν, οὐκ ἐπαυσάμην…νουθετῶν

પાઉલે તેમને સતત ત્રણ વર્ષો સુધી નહીં, પરંતુ ત્રણ વર્ષોના સમયગાળા દરમિયાન શિક્ષણ આપ્યું. (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

οὐκ ἐπαυσάμην…νουθετῶν

મેં ચેતવણી આપવાનું બંધ કર્યું નહિ

μετὰ δακρύων

અહીં ""આંસુઓ"" એ લોકોને ચેતવણી આપતી વખતે ચિંતાની તીવ્ર લાગણીને કારણે અનુભવેલા પાઉલના રડવાનો ઉલ્લેખ કરે છે. (જુઓ: ઉપનામ)

Acts 20:32

παρατίθεμαι ὑμᾶς τῷ Θεῷ, καὶ τῷ λόγῳ τῆς χάριτος αὐτοῦ

અહીં ""વચન"" એ સંદેશ માટે વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: ""હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તમારી સંભાળ રાખવા માટે કહું છું અને તે તમને જે સંદેશ આપે છે તેની કૃપા વિષે તમને વિશ્વાસ કરવામાં મદદ કરશે"" (જુઓ: ઉપનામ)

παρατίθεμαι

કોઈ વ્યક્તિ અથવા કોઈ વસ્તુની સંભાળ રાખવાની જવાબદારી બીજા કોઈને આપવી

τῷ…δυναμένῳ οἰκοδομῆσαι

વ્યક્તિનો વિશ્વાસ વધુ મજબૂત બને છે તે વિશે કહેવામા આવ્યું છે જાણે કે તે વ્યક્તિ એક દિવાલ હોય અને કોઈ તેને વધુ ઊંચી અને મજબૂત બનાવી રહ્યું હોય. વૈકલ્પિક અનુવાદ: ""જે તમારા વિશ્વાસમાં વધુ ને વધુ મજબૂત બનાવવા માટે સક્ષમ છે"" (જુઓ: રૂપક)

δοῦναι τὴν κληρονομίαν

આ ""તેમની કૃપાના વચન” વિશે વાત કરે છે જાણે કે તે ઈશ્વર પોતે જ હોય જે વિશ્વાસીઓને વારસો આપશે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તમને વારસો આપશે"" (જુઓ: વ્યક્તિનો અવતાર)

τὴν κληρονομίαν

ઈશ્વર વિશ્વાસીઓને જે આશીર્વાદ આપે છે તે જાણે કે ઘન અથવા સંપત્તિ છે કે જે બાળકને તેના પિતા પાસેથી વારસામાં મળે છે. (જુઓ: રૂપક)

Acts 20:33

પાઉલે એફેસસની મંડળીના વડીલો સાથે વાત કરવાનું પૂર્ણ કર્યું; જે તેણે તેઓને પ્રેરિતોનાં કૃત્યો 20:18 માં બોલવાની શરૂઆત કરી હતી.

ἀργυρίου…οὐδενὸς ἐπεθύμησα

મેં કોઈની ચાંદીની ઇચ્છા કરી નથી અથવા “મને મારા માટે કોઈની ચાંદીની જરૂર નથી”

ἀργυρίου, ἢ χρυσίου, ἢ ἱματισμοῦ, οὐδενὸς

વસ્ત્રને એક ખજાનો માનવામાં આવતો; જેટલા વધારે તમારી પાસે હોય, તમે એટલા વધુ ઘનવાન ગણાતા.

Acts 20:34

αὐτοὶ

“તમે પોતે” શબ્દનો ઉપયોગ ભાર ઉમેરવા માટે થયો છે. (જુઓ: સ્વવાચક સર્વનામો)

ταῖς χρείαις μου…ὑπηρέτησαν αἱ χεῖρες αὗται

અહીં ""હાથ"" શબ્દ સંપૂર્ણ વ્યક્તિને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં નાણાં કમાવવા માટે કાર્ય કર્યું છે અને મારા પોતાના ખર્ચની ચૂકવણી કરી છે"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Acts 20:35

κοπιῶντας δεῖ ἀντιλαμβάνεσθαι τῶν ἀσθενούντων

તમારે પોતે ઉદ્યોગ કરીને નાણાં કમાઈને બીજાઓને મદદ કરવી જોઈએ કે જેઓ પોતાના માટે કમાઈ નથી શકતા.

τῶν ἀσθενούντων

તમે આ નજીવા વિશેષણને વિશેષણ તરીકે જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""નબળા વ્યક્તિઓ"" અથવા ""જેઓ નબળા છે"" (જુઓ: નામવાચક વિશેષણો)

ἀσθενούντων

બીમાર

τῶν λόγων τοῦ Κυρίου Ἰησοῦ

અહીં “વચનો” ઈસુએ જે કહ્યા તેનો ઉલ્લેખ કરે છે. (જુઓ: ઉપનામ)

μακάριόν ἐστιν μᾶλλον, διδόναι ἢ λαμβάνειν

આનો અર્થ એ છે કે કોઈ વ્યક્તિ ઈશ્વરની કૃપા મેળવે છે અને વધુ આનંદ અનુભવે છે જ્યારે તે અન્ય લોકો પાસેથી પ્રાપ્ત કરવાને બદલે અન્ય લોકોને આપે છે.

Acts 20:36

પાઉલ એફેસસની મંડળીના વડીલો સાથે પ્રાર્થના કરવા દ્વારા તેનો સમય પૂર્ણ કરે છે.

θεὶς τὰ γόνατα αὐτοῦ…προσηύξατο

ઘૂંટણે પડીને પ્રાર્થના કરવી તે એક સામાન્ય રીતે હતી. એ ઈશ્વર સમક્ષ નમ્રતાની નિશાની હતી. (જુઓ: સાંકેતિક પગલું)

Acts 20:37

ἐπιπεσόντες ἐπὶ τὸν τράχηλον τοῦ Παύλου

તેને નિકટતાથી ભેટ્યા અથવા “તેઓના હાથ તેની આસપાસ રાખ્યા”

κατεφίλουν αὐτόν

કોઈને ગાલ પર ચુંબન કરવું એ મધ્ય પૂર્વમાં ભાઈચારો અથવા મૈત્રીપૂર્ણ પ્રેમ રજૂ કરવાની રીત હતી.

Acts 20:38

οὐκέτι μέλλουσιν τὸ πρόσωπον αὐτοῦ θεωρεῖν

અહીં ""મુખ"" શબ્દ પાઉલના શારીરિક શરીરને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હવે પછી પૃથ્વી પર મને ફરી જોશો નહિ"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Acts 21

પ્રેરિતોનાં કૃત્યો 21 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

પ્રેરિતોનાં કૃત્યો 21:1-19 માં પાઉલની યરૂશાલેમ તરફની મુસાફરીનું વર્ણન કરે છે. તે યરૂશાલેમ પહોંચ્યા ત્યારે ત્યાંના વિશ્વાસીઓએ તેને કહ્યું કે યહૂદીઓ તેને નુકસાન પહોંચાડવા માગે છે અને તેણે શું કરવું જોઈએ જેથી તેઓ તેને નુકસાન ન પહોંચાડી શકે (કલમ 20-26). તેમ છતાં, પાઉલે તે કર્યું જે તેને વિશ્વાસીઓએ કરવાનું કહ્યું હતું, યહૂદીઓએ તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો. રોમનોએ તેને બચાવ્યો અને તેને યહૂદીઓ સાથે વાત કરવાની એક તક આપી.

આ અધ્યાયની અંતિમ કલમ અધૂરા વાક્ય સાથે સમાપ્ત થાય છે. મોટાભાગના અનુવાદોમાં વાક્ય અધૂરું રહે છે, જેમ યુએલટી માં છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""તેઓ સર્વ નિયમનું પાલન કરવા કટિબદ્ધ હતા""

યરૂશાલેમના યહૂદીઓ મૂસાના નિયમનું પાલન કરતા હતા. જેઓ ઈસુને અનુસરતા હતા તેઓ પણ નિયમનું પાલન કરતા હતા. બંને જૂથોએ વિચાર્યું કે પાઉલ ગ્રીસમાં યહૂદીઓને નિયમનું પાલન ન કરવા કહે છે. પરંતુ તે ફક્ત વિદેશી લોકોને જ કહેતા હતા.

નાઝારી પ્રતિજ્ઞા

પાઉલ અને તેના ત્રણ મિત્રોએ લગભગ નાઝારીની પ્રતિજ્ઞા લીધી હતી, કારણ કે તેઓએ માથું મૂંડાવ્યું હતું (પ્રેરિતોનાં કૃત્યો 21:23).

ભક્તિસ્થાનમાં વિદેશીઓ

યહૂદીઓએ પાઉલ પર આરોપ મૂક્યો કે તે એક વિદેશી માણસને ભક્તિસ્થાનમાં લાવે છે અને ભાગ આપે છે જેમાં ઈશ્વરે ફક્ત યહૂદીઓને જ જવા માટે પરવાનગી આપી છે. તેઓએ વિચાર્યું કે ઈશ્વર ઇચ્છે છે કે તેઓ તેને મારી નાખીને સજા આપે. (જુઓ: પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પૂજ્ય)

રોમન નાગરિકત્વ

રોમનો એ વિચાર્યું કે તેઓએ ફક્ત રોમન નાગરિકો સાથે ન્યાય પૂર્વક વર્તન કરવું જોઈએ. તેઓ રોમન નાગરિક ન હોય તેવા લોકો સાથે ઇચ્છે તે પ્રમાણે કરી શકતા, પરંતુ તેઓએ અન્ય રોમનો સાથે નિયમનું પાલન કરવું પડતું. કેટલાક લોકો રોમન નાગરિકત્વ સાથે જન્મ્યા હતા, અને બીજા લોકોએ રોમન સરકારને નાણાં આપ્યા હતા જેથી તેઓ રોમન નાગરિક બની શકે.

Acts 21:1

અહીં ""અમે"" શબ્દ લૂક, પાઉલ અને તેમની સાથે મુસાફરી કરનારાઓનો ઉલ્લેખ કરે છે, પરંતુ વાચકોનો નહિ. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

લેખક લૂક, પાઉલ અને તેના સાથીદારો તેઓની મુસાફરી ચાલુ રાખે છે.

εὐθυδρομήσαντες ἤλθομεν εἰς τὴν Κῶ

અમે સીધા કોસ શહેરમાં ગયા અથવા “અમે સીધા કોસ શહેરમાં ગયા”

Κῶ

કોસ એ દક્ષિણ ગ્રીક સમુદ્રના ક્ષેત્રમાં આધુનિક સમયનું તૂર્કીના દરિયાકાંઠે આવેલ ટાપુ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Ῥόδον

રોદસ એ ગ્રીક ટાપુ છે જે આધુનિક સમયનું તૂર્કીની દક્ષિણ પ્રદેશની દક્ષિણ દિશામાં અને ક્રીતના પૂર્વમાં દરિયાકાંઠે આવેલું છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Πάταρα

પાતરા એ ભૂમધ્ય સમુદ્રમાં એજીયન સમુદ્રની દક્ષિણે આધુનિક તૂર્કીના દક્ષિણ-પશ્ચિમ કાંઠે આવેલું શહેર છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Acts 21:2

καὶ εὑρόντες πλοῖον διαπερῶν εἰς Φοινίκην

અહીં ""વહાણ પ્રસાર થયું"" જે વહાણમાં ખલાસી સફર કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે અમને ખલાસીઓ સાથેનું ફિનીકિયા જતું એક વહાણ મળ્યું તેમાં સવાર થયા"" (જુઓ: ઉપનામ)

πλοῖον διαπερῶν

અહીં ""પસાર થયું"" નો અર્થ એ નથી કે તે હાલમાં પસાર કરી રહ્યો હતો, પરંતુ તે ટૂંક સમયમાં ફિનીકિયાને પસાર કરશે. વૈકલ્પિક અનુવાદ: ""એક વહાણ જે પાણી મારફતે જશે"" અથવા ""વહાણ પસાર થઈ રહ્યું છે

Acts 21:3

અહીં ""અમે"" શબ્દ લૂક, પાઉલ અને તેમની સાથે મુસાફરી કરનારાનો ઉલ્લેખ કરે છે, પરંતુ વાચકોનો નહિ. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

καταλιπόντες αὐτὴν εὐώνυμον

ડાબી બાજુએ ટાપુ પસાર થયો અને ડાબી બાજુ વહાણની “બંદર” તરફની બાજુ છે.

ἐκεῖσε…τὸ πλοῖον ἦν ἀποφορτιζόμενον τὸν γόμον

અહીં ""વહાણ"" ખલાસી માટે વપરાયો છે જે વહાણને ચલાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""ખલાસી વહાણમાંથી માલસામાન ખાલી કરે છે"" (જુઓ: ઉપનામ)

Acts 21:4

οἵτινες τῷ Παύλῳ ἔλεγον διὰ τοῦ Πνεύματος

આ વિશ્વાસીઓએ પાઉલને કહ્યું કે પવિત્ર આત્માએ તેઓને શું પ્રગટ કર્યું છે. તેઓએ ""તેને ફરી ફરીને અરજ કરી

Acts 21:5

અહીં “તેઓ” શબ્દ તૂરના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

ὅτε…ἐγένετο ἡμᾶς ἐξαρτίσαι τὰς ἡμέρας

આ તે દિવસો વિશે બોલે છે જાણે કે તે કોઈ વસ્તુ હોય કે જેને વ્યક્તિ ખર્ચ કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે સાત દિવસ પૂરા થયા"" અથવા ""જ્યારે રવાના થવાનો સમય થયો ત્યારે"" (જુઓ: રૂપક)

θέντες τὰ γόνατα ἐπὶ τὸν αἰγιαλὸν προσευξάμενοι

પ્રાર્થના કરતી વખતે ઘૂંટણ નમવાનો સામાન્ય રિવાજ હતો. આ ઈશ્વર સમક્ષ આ નમ્રતાની નિશાની હતી. (જુઓ: સાંકેતિક પગલું)

Acts 21:6

ἀπησπασάμεθα ἀλλήλους

એકબીજાને વિદાય આપી

Acts 21:7

અહીં ""અમે"" શબ્દનો લૂક, પાઉલ અને તેમની સાથે મુસાફરી કરનારાનો ઉલ્લેખ કરે છે, પરંતુ વાચકોનો નહિ. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

આ કૈસરિયામાં પાઉલના સમયની શરૂઆત છે.

κατηντήσαμεν εἰς Πτολεμαΐδα

તોલિમાઈ એ તૂર, લેબનોનના દક્ષિણનું શહેર હતું. તોલિમાઈ આધુનિક સમયનું આક્રે ઇઝરાએલ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

τοὺς ἀδελφοὺς

સાથી વિશ્વાસીઓ

Acts 21:8

ἐκ τῶν ἑπτὰ

સાત"" એ પ્રેરિતોનાં કૃત્યો 6:5 માં વિધવાઓને અનાજ અને સહાય વિતરણ કરવા માટે પસંદ કરવામાં આવેલા પુરુષોનો ઉલ્લેખ કરે છે.

εὐαγγελιστοῦ

જે વ્યક્તિ લોકોને સુવાર્તા પ્રગટ કરે છે

Acts 21:9

τούτῳ

8 મી કલમમાંથી ફિલિપ.

δὲ

આ શબ્દનો ઉપયોગ અહીં મુખ્ય વાર્તાની પંક્તિમાં વિરામ ચિહ્ન કરવા માટે થયો છે. અહીં લૂક એ ફિલિપ અને તેની પુત્રીઓ વિશેની પૃષ્ઠભૂમિ માહિતી જણાવે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

θυγατέρες τέσσαρες παρθένοι, προφητεύουσαι

આ ચાર કુંવારી દીકરીઓને નિયમિતપણે ઈશ્વર તરફથી સંદેશ પ્રાપ્ત થતો હતો અને આગળ પહોંચાડતી હતી.

Acts 21:10

અહીં ""અમે"" અને ""અમને"" શબ્દો લૂક, પાઉલ અને જેઓ તેમની સાથે હતા તેઓનો ઉલ્લેખ કરે છે, પરંતુ વાચકોનો નહિ. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

આગાબાસ તરફથી પાઉલ વિષેની ભવિષ્યવાણી કૈસરિયામાં કરવામાં આવી હતી.

τις…προφήτης ὀνόματι Ἅγαβος

આ વાર્તામાં એક નવા વ્યક્તિનો પરિચય આપે છે. (જુઓ: નવા અને જૂના પાત્રોનો પરિચય)

ὀνόματι Ἅγαβος

આબાગાસ એ યહૂદીયાનો માણસ હતો. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Acts 21:11

ἄρας τὴν ζώνην τοῦ Παύλου

પાઉલની કમરેથી કમરબંધ છોડી લીધો

τάδε λέγει τὸ Πνεῦμα τὸ Ἅγιον, τὸν ἄνδρα οὗ ἐστιν ἡ ζώνη αὕτη, οὕτως δήσουσιν ἐν Ἰερουσαλὴμ οἱ Ἰουδαῖοι, καὶ παραδώσουσιν εἰς χεῖρας ἐθνῶν.

અહીં આ અવતરણની અંદર અવતરણ છે. આંતરિક અવતરણને પરોક્ષ અવતરણ તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""'પવિત્ર આત્મા કહે છે કે યરૂશાલેમમાં યહૂદીઓ આ રીતે બાંધીને... વિદેશીઓને સોપશે.' (જુઓ: અવતરણોની અંદર અવતરણો અને પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

οἱ Ἰουδαῖοι

આનો અર્થ સર્વ યહૂદિઓનો નથી, પરંતુ આ તે લોકો હતા જે તે પ્રમાણે કરશે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી નેતાઓ"" અથવા ""કેટલાક યહૂદીઓ"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

παραδώσουσιν

તેને છોડાવશે

εἰς χεῖρας ἐθνῶν

હાથ"" શબ્દ નિયંત્રણ રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""વિદેશીઓની કેદના નિયંત્રણમાં"" અથવા ""વિદેશીઓને"" (જુઓ: ઉપનામ)

ἐθνῶν

આનો અર્થ વિદેશીઓના અધિકારીઓ માટે વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: ""વિદેશી અધિકારીઓ"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Acts 21:12

અહીં “અમે” શબ્દ એ લૂક અને અન્ય વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે પણ વાચકોનો સમાવેશ કરતો નથી. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

Acts 21:13

τί ποιεῖτε, κλαίοντες καὶ συνθρύπτοντές μου τὴν καρδίαν

પાઉલ આ પ્રશ્ન પૂછીને કહે છે કે વિશ્વાસીઓને તેણે સમજાવવાનો પ્રયાસ કરવાનું બંધ કરવું જોઈએ. વૈકલ્પિક અનુવાદ: ""તમે જે કરી રહ્યા છો તે બંધ કરો. તમારું રડવું મારું હૃદય તોડે છે"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

συνθρύπτοντές μου τὴν καρδίαν

કોઈને દુ:ખી કરવા અથવા કોઈને નિરાશ કરવા વિશે વાત કરે છે જાણે કે તે હૃદય હોય જે તૂટી રહ્યું હોય. અહીં ""હૃદય"" એ વ્યક્તિની લાગણીઓ માટે વપરાયું છે. વૈકલ્પિક અનુવાદ: ""મને નિરાશ કરો છો"" અથવા ""મને ખૂબ જ દુ:ખી કરો છો"" (જુઓ: રૂપક અને ઉપનામ)

οὐ μόνον δεθῆναι

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓ ફક્ત મને બાંધવા માટે જ નહિ” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὑπὲρ τοῦ ὀνόματος τοῦ Κυρίου Ἰησοῦ

અહીં ""નામ"" ઈસુનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ ઈસુના નામની ખાતર"" અથવા ""કારણ કે હું પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરું છું"" (જુઓ: ઉપનામ)

Acts 21:14

μὴ πειθομένου…αὐτοῦ

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પાઉલ તેને સમજાવવા અમને મંજૂરી આપશે નહિ"" અથવા ""અમે પાઉલને સમજાવવા અસમર્થ હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

πειθομένου

પાઉલને ન કરવાની બાબત માટે સ્પષ્ટ કરવાની જરૂર પડી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""યરૂશાલેમ ન જવા માટે સમજાવે છે"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

τοῦ Κυρίου τὸ θέλημα γινέσθω

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ પ્રભુએ યોજના કરી છે તે મુજબ સઘળું થાઓ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 21:15

અહીં ""અમે"" શબ્દ લૂક, પાઉલ અને તેમની સાથે મુસાફરી કરનારાઓનો ઉલ્લેખ કરે છે, અને વાચકનો નહિ. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

“તેઓ” શબ્દ કૈસરિયામાંના થોડા શિષ્યોનો ઉલ્લેખ કરે છે.

આ કૈસરિયામાં પાઉલનો સમય પૂરો કરે છે.

Acts 21:16

ἄγοντες παρ’…τινι

તેઓની મધ્યે એક માણસ હતો

Μνάσωνί, τινι Κυπρίῳ

મનાસોન એ સૈપ્રસ ટાપુનો માણસ હતો. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

ἀρχαίῳ μαθητῇ

આનો અર્થ એ છે કે મનાસોન ઈસુમાં વિશ્વાસ કરનારાઓમાં પ્રથમ હતો.

Acts 21:17

અહીં “તે” અને “તેનું” શબ્દો પાઉલનો ઉલ્લેખ કરે છે. “તેમને” શબ્દ વડીલોનો ઉલ્લેખ કરે છે.

પાઉલ અને તેના સાથીઓ યરૂશાલેમ આવી પહોંચ્યા.

ἀπεδέξαντο ἡμᾶς οἱ ἀδελφοί

અહીં ""ભાઈઓ"" યરૂશાલેમના વિશ્વાસીઓ સ્ત્રી કે પુરુષનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""સાથી વિશ્વાસીઓએ અમારો આવકાર કર્યો"" (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)

Acts 21:19

ἐξηγεῖτο καθ’ ἓν ἕκαστον

તેણે સર્વ વિશે વિગતવાર માહિતી આપી

Acts 21:20

યરૂશાલેમના વડીલોએ પાઉલને તેઓનો પ્રત્યુત્તર આપવાણી શરૂઆત કરી.

οἱ…ἀκούσαντες…ἐδόξαζον…εἶπόν τε αὐτῷ

અહીં “તેઓ” શબ્દ યાકૂબ અને વડીલોનો ઉલ્લેખ કરે છે. “તેને” શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે.

ἀδελφέ

અહીં “ભાઈઓ” એટલે કે સાથી વિશ્વાસીઓ.”

ὑπάρχουσιν

તેઓ"" શબ્દ યહૂદી વિશ્વાસીઓનો છે કે જેઓ ઇચ્છે છે કે સર્વ વિશ્વાસી યહૂદીઓ યહૂદી નિયમશાસ્ત્ર અને રિવાજોનું પાલન કરે.

Acts 21:21

κατηχήθησαν δὲ περὶ σοῦ, ὅτι ἀποστασίαν διδάσκεις ἀπὸ Μωϋσέως τοὺς κατὰ τὰ ἔθνη πάντας Ἰουδαίους, λέγων μὴ περιτέμνειν αὐτοὺς τὰ τέκνα, μηδὲ τοῖς ἔθεσιν περιπατεῖν

દેખીતી રીતે અહીં કેટલાક યહૂદીઓ છે કે જે પાઉલ છે તેનો ત્યાગ કરવાનું કહે છે. તે યહૂદીઓને મૂસાના નિયમનું પાલન કરવા બદલ નિરાશ ન કરે. તેનો સંદેશ એ છે કે ઈસુ માટે તેમનું તારણ કરવાને માટે સુન્નત તથા અન્ય રિવાજો જરૂરના નથી. તમે સ્પષ્ટ કરી શકો છો કે યરૂશાલેમના યહૂદી વિશ્વાસીઓના આગેવાનો જાણતા હતા કે પાઉલ ઈશ્વરનો સત્ય સંદેશ શીખવી રહ્યો હતો. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

κατηχήθησαν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકોએ યહૂદી વિશ્વાસીઓને કહ્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἀποστασίαν…ἀπὸ Μωϋσέως

અહીં ""મૂસા"" એ મૂસાના નિયમશાસ્ત્ર માટે વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: ""મૂસાએ આપેલા નિયમશાસ્ત્રનું પાલન બંધ કરવું"" (જુઓ : ઉપનામ)

μηδὲ τοῖς ἔθεσιν περιπατεῖν

જૂના રીતરિવાજોનું પાલન કરવા વિશે કહેવામા આવે છે જાણે કે તે રિવાજો તેમને દોરી રહ્યા હોય અને લોકો તેમની પાછળ ચાલતા હોય. વૈકલ્પિક અનુવાદ: ""જૂના રિવાજોનું પાલન ન કરવું"" અથવા ""જૂના નિયમોને અમલમાં મૂકવા નહિ"" (જુઓ: રૂપક)

τοῖς ἔθεσιν

જે નિયમો યહૂદીઓ પાલન કરે છે

Acts 21:22

અહીં ""અમે"" શબ્દ યાકૂબ અને વડીલોનો ઉલ્લેખ કરે છે (પ્રેરિતોનાં કૃત્યો 21:18). ""તેઓ"" શબ્દનો અર્થ યરૂશાલેમના યહૂદી વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે યહૂદી વિશ્વાસીઓને શિક્ષણ આપવા માગતા હતા કે જેઓ હજી પણ મૂસાના નિયમોનું પાલન કરે છે (પ્રેરિતોનાં કૃત્યો 21:20-21). ""તેમને,"" ""તેઓના"" અને પ્રથમ ""તેઓ"" શબ્દો ચાર માણસો જેઓએ શપથ લીધા હતા તેઓનો ઉલ્લેખ કરે છે. બીજા શબ્દો ""તેઓ"" અને ""તેઓ"" યરૂશાલેમના યહૂદી વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે જેઓ યહૂદી વિશ્વાસીઓને શિક્ષણ આપવા માગતા હતા કે જેઓ હજી પણ મૂસાના નિયમોનું પાલન કરી શકે છે (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

Acts 21:23

ἄνδρες τέσσαρες, εὐχὴν ἔχοντες

ચાર લોકોએ જેઓએ ઈશ્વર સમક્ષ સપથ લીધા હતા. આ તે પ્રકારના શપથ હતા કે કોઈ વ્યક્તિ નિશ્ચિત સમયગાળાના અંત સુધી દારૂ નહિ પીવે અથવા તેના વાળ કપાવશે નહિ.

Acts 21:24

τούτους παραλαβὼν, ἁγνίσθητι σὺν αὐτοῖς

તેઓએ પોતાને ધાર્મિક વિધિઓથી શુદ્ધ બનવાનું હતું જેથી તેઓ ભક્તિસ્થાનમાં જઈ આરાધના કરી શકે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

δαπάνησον ἐπ’ αὐτοῖς

તેઓને જેની જરૂર પડે તેની ચૂકવણી કરો. આ ખર્ચ નર અને માદા હલવાન, ઘેટું, અને અનાજ અને પેયાર્પણને માટે ખરીદવા માટે થાય. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ξυρήσονται τὴν κεφαλήν

આ એ વ્યક્તિની નિશાની છે કે જેણે ઈશ્વરને વચન આપ્યું હતું તે પ્રમાણે કર્યું છે. (જુઓ: સાંકેતિક પગલું)

ὧν κατήχηνται περὶ σοῦ

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકો જે બાબતો તમારા વિશે કહે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

φυλάσσων τὸν νόμον

આ નિયમશાસ્ત્રનું પાલન કરવાની વાત કરે છે જાણે કે નિયમશાસ્ત્ર કોઈ આગેવાન હોય અને લોકો તેની પાછળ ચાલે. વૈકલ્પિક અનુવાદ: ""નિયમશાસ્ત્રનું પાલન કરો"" અથવા ""મૂસાના નિયમ અને અન્ય યહૂદી રિવાજોને અનુરૂપ જીવન જીવવું"" (જુઓ: રૂપક)

Acts 21:25

અહીં “અમે” શબ્દ યાકૂબ અને વડીલોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

યાકૂબ અને યરૂશાલેમના વડીલોએ પાઉલને તેમની વિનંતી કરવનું પૂર્ણ કરે છે (પ્રેરિતોનાં કૃત્યો 21:18).

φυλάσσεσθαι αὐτοὺς, τό τε εἰδωλόθυτον, καὶ αἷμα, καὶ πνικτὸν

આ સર્વ નિયમો તેઓ શું ખાઈ શકે તે વિશેના છે. તેમણે મૂર્તિ આગળ અર્પણ ચઢાવેલ પ્રાણીઓનું માંસ, તેમાં રક્તવાળું માંસ અને ગૂંગળાવીને મારેલ પ્રાણીનું માંસ ખાવા માટેની મનાઈ કરવામાં આવી છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 15:20 માં સમાન શબ્દનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

φυλάσσεσθαι αὐτοὺς, τό τε εἰδωλόθυτον

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ એવા પ્રાણીના માંસથી દૂર રહે કે જે કોઈ વ્યક્તિએ મૂર્તિ આગળ અર્પણ કર્યું હોય"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

πνικτὸν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. તમે ગૂંગળાવીને મારેલ પ્રાણીઓ વિશે ધારેલી માહિતી પણ સ્પષ્ટ રીતે જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ગૂંગળાવીને મારેલ પ્રાણીનું માસ"" અથવા ""વ્યક્તિએ પ્રાણીઓને ખોરાક માટે માર્યું પરંતુ તેનું રક્ત હજી સુધી વહી ગયું નથી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 21:26

παραλαβὼν τοὺς ἄνδρας

આ ચાર લોકો છે જેઓએ શપથ લીધા છે.

σὺν αὐτοῖς ἁγνισθεὶς

ભક્તિસ્થાનના વિસ્તારમાં પ્રવેશતા પહેલા યહૂદીઓને પ્રાસંગિક અથવા ધાર્મિક વિધિથી શુદ્ધ થવું જરૂરી હતું. આ શુદ્ધિકરણ યહૂદીઓ વિદેશી લોકો સાથે સબંધ ધરાવે છે.

εἰσῄει εἰς τὸ ἱερόν

તેઓ ભક્તિસ્થાનમાં ગયા નહોતા કે જ્યાં ફક્ત પ્રમુખ યાજકને જ પ્રવેશવાની પરવાનગી હતી. તેઓ ભક્તિસ્થાનના આંગણામાં પ્રવેશ્યા. વૈકલ્પિક અનુવાદ: ""ભક્તિસ્થાનના આંગણામાં ગયા"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

τῶν ἡμερῶν τοῦ ἁγνισμοῦ

શુદ્ધિકરણ પ્રક્રિયાથી આ એક અલગ શુદ્ધિકરણ પ્રક્રિયા છે જે તેઓને મંદિરના ક્ષેત્રમાં પ્રવેશવા માટે પરિપૂર્ણ કરવાનું જરૂર હતી.

ἕως οὗ προσηνέχθη…ἡ προσφορά

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યાં સુધી તેઓ પ્રાણીઓનું અર્પણ કરે નહિ ત્યાં સુધી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 21:27

29 મી કલમ એશિયાના યહૂદીઓ વિશેની પૃષ્ઠભૂમિની માહિતી આપે છે.

આ પાઉલની ધરપકડની વાર્તાની શરૂઆત કરે છે.

αἱ ἑπτὰ ἡμέραι

શુદ્ધિકરણ માટે આ સાત દિવસો છે.

ἐν τῷ ἱερῷ

પાઉલ ભક્તિસ્થાનમાં ન હતો. તે ભક્તિસ્થાનના આંગણામાં હતો. વૈકલ્પિક અનુવાદ: ""ભક્તિસ્થાનના આંગણામાં"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

συνέχεον πάντα τὸν ὄχλον

લોકોને પાઉલ પર ખૂબ ગુસ્સે થવા માટે ઉશ્કેરતા હોય તેવું બોલવામાં આવે છે જાણે કે તો તેઓએ ભીડની ભાવનાઓને ભડાકાવી દીધી હોય. વૈકલ્પિક અનુવાદ: ""મોટી સંખ્યામાં લોકોને પાઉલ પર ખૂબ ગુસ્સો આવ્યો"" (જુઓ: રૂપક)

ἐπέβαλον ἐπ’ αὐτὸν τὰς χεῖρας

અહીં ""તે પર હાથ મૂક્યા"" નો અર્થ છે ""કબજે કરવું"" અથવા ""પકડવું"" થાય છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 5:18 માં ""હાથ નાખવો"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""પાઉલને પકડી લીધો"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Acts 21:28

τοῦ λαοῦ, καὶ τοῦ νόμου, καὶ τοῦ τόπου τούτου

ઇઝરાએલના લોકો, મૂસાનું નિયમશાસ્ત્ર અને ભક્તિસ્થાન

ἔτι τε καὶ Ἕλληνας εἰσήγαγεν εἰς τὸ ἱερὸν

યરૂશાલેમ ભક્તિસ્થાનના આંગણાના અમુક વિસ્તારોમાં ફક્ત યહૂદી પુરુષોને જ પ્રવેશની મંજૂરી હતી. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 21:29

ἦσαν γὰρ προεωρακότες Τρόφιμον τὸν Ἐφέσιον ἐν τῇ πόλει σὺν αὐτῷ, ὃν ἐνόμιζον ὅτι εἰς τὸ ἱερὸν εἰσήγαγεν ὁ Παῦλος

આ મુખ્ય માહિતી આપે છે. લૂક સમજાવી રહ્યો છે કે એશિયાના યહૂદીઓએ વિચાર્યું કે પાઉલ ગ્રીક લોકોને ભક્તિસ્થાનમાં લાવ્યો. (જુઓ: પૂર્વભૂમિકા)

Τρόφιμον

આ એક ગ્રીક માણસ હતો જેને તેઓએ પાઉલ પર આક્ષેપ મુક્યો હતો કે તે ફક્ત ભક્તિસ્થાનના અંદરના વિસ્તારમાં આવ્યો છે, જે ફક્ત યહૂદીઓ માટે જ હતો. તમે પ્રેરિતોનાં કૃત્યો 20:4 માં તેના નામનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Acts 21:30

ἐκινήθη τε ἡ πόλις ὅλη

અહીં ""સર્વ"" શબ્દ ભાર મૂકવા માટેની અતિશયોક્તિ છે. ""શહેર"" શબ્દ યરૂશાલેમમાંના લોકોને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""શહેરમાંના ઘણાં લોકો પાઉલ પર ગુસ્સે થયા"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ અને ઉપનામ)

ἐπιλαβόμενοι τοῦ Παύλου

પાઉલને પકડ્યો અથવા “પાઉલની ધરપકડ કરી”

εὐθέως ἐκλείσθησαν αἱ θύραι

ભક્તિસ્થાનના વિસ્તારમાં કોઈ હુલ્લડ ન થાય તે માટે તેઓએ દરવાજા બંધ કર્યા. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કેટલાક યહૂદીઓએ તરત જ ભક્તિસ્થાનના દરવાજ બંધ કર્યા"" અથવા ""મંદિરના રક્ષકોએ તરત જ દરવાજા બંધ કરી દીધા"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 21:31

ἀνέβη φάσις τῷ χιλιάρχῳ τῆς σπείρης

અહીં ""સમાચાર"" એ સંદેશવાહકનો સંદર્ભ લે છે જે સમાચાર કહે છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈએ ચોકીદારના મુખ્ય સરદારને સમાચાર આપ્યા"" (જુઓ: ઉપનામ)

ἀνέβη φάσις τῷ χιλιάρχῳ

ત્યાં સુધી"" શબ્દસમૂહનો ઉપયોગ થયો છે કારણ કે મુખ્ય સરદાર ભક્તિસ્થાન પરના ઊંચા સ્થાને હતો જે ભક્તિસ્થાનના આંગણ કરતા વધારે ઉંચાઇમાં આવેલું છે.

τῷ χιλιάρχῳ

રોમન સૈન્યનો અધિકારી અથવા લગભગ 600 સૈનિકોનો આગેવાન

ὅλη συνχύννεται Ἰερουσαλήμ

અહીં ""યરૂશાલેમ"" શબ્દ યરૂશાલેમના લોકોને રજૂ કરે છે. ""સર્વ"" શબ્દ એ મોટી સંખ્યામાં નિરાશ હોવા માટેની અતિશયોક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: ""યરૂશાલેમના ઘણાં લોકો હોબાળો મચાવતા હતા"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ અને ઉપનામ)

Acts 21:32

પ્રથમ શબ્દ ""તે"" અને ""તે"" શબ્દ એ પ્રેરિતોનાં કૃત્યો 21:31 માં ઉલ્લેખિત ચોકીદારના મુખ્ય સરદારનો ઉલ્લેખ કરે છે.

κατέδραμεν

કિલ્લા પરથી, ત્યાં એક નિસરણી હતી જે નીચે દરબારમાં જતી હતી.

τὸν χιλίαρχον

રોમન સૈન્યનો અધિકારી અથવા લગભગ 600 સૈનિકોનો આગેવાન

Acts 21:33

ἐπελάβετο αὐτοῦ

પાઉલને પકડી લીધો અથવા “પાઉલની ધરપકડ કરી”

ἐκέλευσε δεθῆναι

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેના સૈનિકોને તેને બાંધવા આદેશ આપ્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἁλύσεσι δυσί

એટલે કે પાઉલને બે રોમન સૈનિકની વચ્ચે બાંધ્યો, તેની બંને બાજુએ એક.

ἐπυνθάνετο τίς εἴη καὶ τί ἐστιν πεποιηκώς

આ સીધા અવતરણ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણે પૂછ્યું, 'આ માણસ કોણ છે? તેણે શું કર્યું છે?'"" (જુઓ: પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

ἐπυνθάνετο τίς εἴη

મુખ્ય સરદાર લોકોના ટોળા સાથે વાત કરે છે, પાઉલ સાથે નહિ

Acts 21:34

ἄλλοι

ચીસો પાડવી"" શબ્દો અગાઉના શબ્દસમૂહ પરથી સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અને બીજાઓ બીજી વાતોની બૂમો પાડતા હતા"" અથવા ""અને ટોળામાંના અન્ય લોકો બીજી કોઈ વસ્તુની ચીસો પાડી રહ્યા હતા"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

αὐτοῦ

રોમન સૈન્યનો અધિકારી અથવા લગભગ 600 સૈનિકોનો આગેવાન

ἐκέλευσεν ἄγεσθαι αὐτὸν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણે સૈનિકોને આદેશ આપ્યો કે પાઉલને બહાર લાવે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

εἰς τὴν παρεμβολήν

આ કિલ્લો ભક્તિસ્થાનના બહારના ભાગ સાથે જોડાયેલો હતો.

Acts 21:35

ὅτε δὲ ἐγένετο ἐπὶ τοὺς ἀναβαθμούς, συνέβη βαστάζεσθαι αὐτὸν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે પાઉલ કિલ્લાના પગથિયા પર આવ્યો, ત્યારે સૈનિકોએ તેને ઊંચકી લીધો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 21:36

αἶρε αὐτόν

લોકોની ભીડ અને ટોળું અયોગ્ય ભાષાનો ઉપયોગ કરી પાઉલના મરણની માંગ કરી રહ્યા હતા. વૈકલ્પિક અનુવાદ: ""તેને મોતને ઘાટ ઉતારી દો"" અથવા ""તેને મારી નાખો"" (જુઓ: સૌમ્યોક્તિ)

Acts 21:37

μέλλων τε εἰσάγεσθαι

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “જ્યારે સૈનિકો પાઉલને લાવવા તૈયાર થઈ ગયા” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τὴν παρεμβολὴν

આ કિલ્લો ભક્તિસ્થાનના બહારના આંગણ સાથે જોડાયેલ હતો. તમે પ્રેરિતોનાં કૃત્યો 21:34 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

τῷ χιλιάρχῳ

રોમન સૈન્યનો અધિકારી અથવા લગભગ 600 સૈનિકોનો આગેવાન

Ἑλληνιστὶ γινώσκεις

મુખ્ય સરદાર આ પ્રશ્નોનો ઉપયોગ આશ્ચર્ય વ્યક્ત કરવા માટે કરે છે કે પાઉલ એ નથી કે જેના વિષે હું વિચારતો હતો કે તે કોણ છે. વૈકલ્પિક અનુવાદ: ""શું તું ગ્રીક બોલે છે."" અથવા ""હું જાણતો નહોતો કે તું ગ્રીક બોલે છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Acts 21:38

οὐκ ἄρα σὺ εἶ ὁ Αἰγύπτιος, ὁ πρὸ τούτων τῶν ἡμερῶν, ἀναστατώσας καὶ ἐξαγαγὼν εἰς τὴν ἔρημον τοὺς τετρακισχιλίους ἄνδρας τῶν σικαρίων

મુખ્ય સરદાર આ પ્રશ્નનો ઉપયોગ કરે છે અને પ્રશ્ન છે કે ""શું તમે ગ્રીક બોલો છો?"" (કલમ 37) તે આશ્ચર્ય વ્યક્ત કરવા માટે કે પાઉલ તે નથી જે તેણે વિચાર્યું હતું. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) યુએલટી ની જેમ, મુખ્ય સરદાર માને છે કે પાઉલ ગ્રીક બોલે છે, તેમ છતાં, પાઉલ મિસરી છે. ""તમે ગ્રીક બોલતા હોવા છતાં, મને હજી પણ લાગે છે કે તમે મિસરી છો ... અરણ્યના."" 2) કારણ કે પાઉલ ગ્રીક બોલે છે, મુખ્ય સરદાર વિચારે છે કે કદાચ પાઉલ મિસરી નથી. ""તમે ગ્રીક બોલો છો. કદાચ હું ખોટો હતો કે વિચારતો હતો કે તમે મિસરી છો ... અરણ્યના."" પ્રશ્નોને ટકાવી રાખવો શ્રેષ્ઠ છે જો વાચક તેમની પાસેથી બે અર્થમાંથી કોઈ એકનો અંદાજ કાઢી શકે તો. (જુઓ: આલંકારિક પ્રશ્ન)

οὐκ ἄρα σὺ εἶ ὁ Αἰγύπτιος

પાઉલની મુલાકાતના થોડા સમય પહેલાં, મિસરના એક અનામી વ્યક્તિએ યરૂશાલેમમાં રોમ વિરુદ્ધ બળવો શરૂ કર્યો હતો. પાછળથી તે અરણ્યમાં ભાગી ગયો અને સેનાપતિ વિચારે છે કે શું તે માણસ કદાચ પાઉલ છે. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἀναστατώσας

આ ""બળવો"" શબ્દ એક ક્રિયાપદ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકોને રોમન સરકાર સામે બળવો કરવા પ્રેર્યા"" (જુઓ: અમૂર્ત નામો)

τοὺς τετρακισχιλίους ἄνδρας

4000 આતંકવાદીઓ (જુઓ: સંખ્યાઓ)

σικαρίων

આ યહૂદી બળવાખોરોના જૂથનો ઉલ્લેખ કરે છે જેમણે રોમનોને અને તેમને મદદ કરનારને પણ માર્યો હતા.

Acts 21:39

તેણે જે કર્યું હતું તે વિશે પાઉલ સામનો કરે છે.

δέομαι…σου

હું તમને અરજ કરું છું અથવા “હું તમને આજીજી કરું છું”

ἐπίτρεψόν μοι

મને પરવાનગી આપો અથવા “મને રજા આપો”

Acts 21:40

ἐπιτρέψαντος…αὐτοῦ

પરવાનગી"" શબ્દ ક્રિયાપદ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""સરદાર પાઉલને બોલવાની પરવાનગી આપે છે"" અથવા ""સરદારે પાઉલને બોલવાની મંજૂરી આપી"" (જુઓ: અમૂર્ત નામો)

ὁ Παῦλος ἑστὼς ἐπὶ τῶν ἀναβαθμῶν

“પગથિયા” શબ્દ અહીં કિલ્લાની નિસરણી ઉપરના પગથિયાનો ઉલ્લેખ કરે છે.

κατέσεισε τῇ χειρὶ τῷ λαῷ

તે સ્પષ્ટ રીતે કહી શકાય કે શા માટે પાઉલે હાથથી ઇશારો કર્યો. વૈકલ્પિક અનુવાદ: ""લોકો શાંત રહેવા માટે પાઉલે તેના હાથથી ઇશારો કર્યો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

πολλῆς δὲ σιγῆς γενομένης

જ્યારે લોકો સંપૂર્ણ શાંત થયા.

Acts 22

પ્રેરિતોનાં કૃત્યો 22 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

પ્રેરિતોનાં કૃત્યોના પુસ્તકમાં આ પાઉલના બદલાણનો આ બીજો અહેવાલ છે. શરૂઆતની મંડળીમાં આ એક ખૂબ જ અગત્યની ઘટના છે, જ્યાં પાઉલનાં બદલાણના ત્રણ અહેવાલો મળે છે. (જુઓ: પ્રેરિતોનાં કૃત્યો અને પ્રેરિતોનાં કૃત્યો 26)

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""હિબ્રૂ ભાષામાં""

આ સમયે મોટાભાગના યહૂદીઓ અરામીક અને ગ્રીક બોલતા હતા. હિબ્રૂ બોલતા મોટાભાગના લોકો શિક્ષિત યહૂદી વિદ્વાનો હતા. તેથી જ જ્યારે પાઉલે હિબ્રૂ ભાષામાં બોલવાનું શરૂ કર્યું ત્યારે લોકોએ ધ્યાન આપ્યું.

""માર્ગ""

કોઈપણ ચોક્કસપણે જાણતું નથી કે વિશ્વાસીઓને સૌપ્રથમ કોણે “માર્ગને અનુસરનારા” કહ્યા. આ શક્ય રીતે વિશ્વાસીઓ પોતાને એ રીતે બોલાવતા હતા, કારણ કે બાઈબલ વારંવાર જણાવે છે કે વ્યક્તિને પોતાનું જીવન જીવવા વિશે કહે છે જાણે કે તે વ્યક્તિ કોઈ રસ્તા અથવા ""માર્ગ"" પર ચાલે છે. જો આ સાચું છે, તો વિશ્વાસીઓ ઈશ્વરના માર્ગને અનુસરનારા છે"" કે જે રીતે ઈશ્વરને પ્રસન્ન છે તે રીતે જીવવું.

રોમન નાગરિકત્વ

રોમનો વિચારતા હતા કે તેઓએ ફક્ત રોમન નાગરિકો સાથે જ ન્યાયથી વર્તન કરવું જોઈએ. જેઓ રોમન નાગરિક ન હોય તેઓ સાથે તેઓની ઇચ્છા પ્રમાણે વર્તતા હતા, પરંતુ તેઓએ અન્ય રોમનો સાથે નિયમનું પાલન કરવું પડતું હતું. કેટલાક લોકો રોમન નાગરિક જન્મથી જ છે અને બીજાઓએ રોમન સરકારને નાણાં આપીને રોમન નાગરિકત્વ પ્રાપ્ત કર્યું હતું. રોમન નાગરિકની જેમ તે બિન-નાગરિક સાથે પણ “મુખ્ય સરદાર” વર્તે તેવી જ રીતે વર્તન કરીને સજા કરી શકે છે.

Acts 22:1

કલમ 2 પૃષ્ઠભૂમિ માહિતી આપે છે. (જુઓ: પૂર્વભૂમિકા)

પાઉલ યરૂશાલેમમાં યહૂદી ટોળા સાથે વાત કરે છે.

ἀδελφοὶ καὶ πατέρες

પાઉલની ઉંમરના લોકો સાથે તેમજ શ્રોતાઓમાં વૃદ્ધ પુરુષોને સંબોધન કરવાની આ એક નમ્ર રીત છે.

μου τῆς πρὸς ὑμᾶς νυνὶ

હવે હું તમને સમજાવીશ અથવા “હવે હું તમારી સમક્ષ રજૂ કરીશ”

Acts 22:2

τῇ Ἑβραΐδι διαλέκτῳ

હિબ્રૂ ભાષા એ યહૂદીઓની ભાષા હતી.

Acts 22:3

ἀνατεθραμμένος δὲ ἐν τῇ πόλει ταύτῃ, παρὰ τοὺς πόδας Γαμαλιήλ

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ હું અહીં યરૂશાલેમમાં રાબ્બી ગમાલ્યેલનો વિદ્યાર્થી હતો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

παρὰ τοὺς πόδας Γαμαλιήλ

અહીં ""ચરણ"" એ તે સ્થાન માટે વપરાય છે જ્યાં કોઈ વિદ્યાર્થી શિક્ષક પાસેથી શિક્ષણ લેતી વખતે બેસે છે. વૈકલ્પિક અનુવાદ: ""ગમાલ્યેલ દ્વારા"" (જુઓ: ઉપનામ)

Γαμαλιήλ

ગમાલ્યેલ એ યહૂદી નિયમના સૌથી પ્રખ્યાત શિક્ષકોમાંના એક હતા. તમે પ્રેરિતોનાં કૃત્યો 5:34 માં આ નામનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

πεπαιδευμένος κατὰ ἀκρίβειαν τοῦ πατρῴου νόμου

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમણે મને આપણા પૂર્વજોના દરેક નિયમને કાળજીપૂર્વક પાલન કેવી રીતે કરવું તે સૂચના આપી"" અથવા ""મને જે સૂચના મળી તે એ છે કે આપણા પૂર્વજોના નિયમ ચોક્કસ રીતે વિગતવાર અનુસરવા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

πατρῴου νόμου

આપણા પૂર્વજોના નિયમ. આ તે નિયમશાસ્ત્રનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરે મૂસા દ્વારા ઇઝરાએલીઓને આપ્યો હતો.

ζηλωτὴς ὑπάρχων τοῦ Θεοῦ

હું ઈશ્વરને સંપૂર્ણપણે સમર્પિત છું અથવા ""હું ઈશ્વરની સેવા કરવા માટે ઉત્સાહી છું

καθὼς πάντες ὑμεῖς ἐστε σήμερον

જેમ તમે સર્વ આજે ઉત્સાહી છો તેમ. પાઉલ પોતાને લોકોના ટોળા સાથે સરખાવે છે.

Acts 22:4

ὃς ταύτην τὴν Ὁδὸν ἐδίωξα

અહીં ""આ માર્ગ"" એવા લોકોને રજૂ કરે છે જેઓ ""માર્ગ"" નામના જૂથ તરીકે ઓળખાતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ આ માર્ગના છે તેઓની મેં સતાવાની કરી હતી” (જુઓ: ઉપનામ)

ταύτην τὴν Ὁδὸν

આ શબ્દ ખ્રિસ્તી ધર્મનો ઉલ્લેખ કરવા માટે વપરાયો છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 9:2 માં ""માર્ગ"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

ἄχρι θανάτου

મરણ"" શબ્દનો અનુવાદ ""મારી નાખવું"" અથવા ""મૃત્યુ"" ક્રિયાપદ સાથે કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અને મેં તેમને મારી નાખવાનો માર્ગ શોધી કાઢ્યો"" અથવા ""અને હું તેમનાં મરણનું કારણ પણ બન્યો હતો"" (જુઓ: અમૂર્ત નામો)

δεσμεύων καὶ παραδιδοὺς εἰς φυλακὰς, ἄνδρας τε καὶ γυναῖκας

પુરુષો અને સ્ત્રીઓ બંનેને બાંધી અને બંદીખાનામાં લઈ જતાં

Acts 22:5

μαρτυρεῖ

સાક્ષી આપી છે અથવા “તમને કહી શકું છું”

παρ’ ὧν…ἐπιστολὰς δεξάμενος

પ્રમુખ યાજકો અને વડીલોએ મને પત્ર આપ્યો

πρὸς τοὺς ἀδελφοὺς, εἰς Δαμασκὸν

અહીં “ભાઈઓ” એ “સાથી યહૂદીઓનો” ઉલ્લેખ કરે છે

ἄξων…τοὺς ἐκεῖσε ὄντας, δεδεμένους εἰς Ἰερουσαλὴμ

તેઓએ મને તે માર્ગમાં ચાલતા લોકોને સાંકળોથી બાંધીને પાછા યરૂશાલેમ લાવવાનો આદેશ આપ્યો

ἵνα τιμωρηθῶσιν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેથી તેઓ સજા મેળવી શકે"" અથવા ""યહૂદી અધિકારીઓ તેઓને સજા આપી શકે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 22:6

પાઉલ તેનો ઈસુ સાથેના મેળાપ વિશે વર્ણન કરે છે.

ἐγένετο δέ

આ વાક્યનો ઉપયોગ જ્યાં ક્રિયા શરૂ થાય છે તે દર્શાવવા માટે થયો છે. જો તમારી ભાષામાં આ પ્રમાણે કરવાની કોઈ રીત છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો.

Acts 22:7

ἤκουσα φωνῆς λεγούσης μοι

અહીં ""વાણી"" એ બોલી રહેલ વ્યક્તિ માટે વપરાયેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં કોઈને મને કહેતા સાંભળ્યા"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Acts 22:9

τὴν…φωνὴν οὐκ ἤκουσαν τοῦ λαλοῦντός μοι

અહીં ""વાણી"" એ બોલી રહેલ વ્યક્તિ માટે વપરાયેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""જેણે મારી સાથે બોલી રહ્યા હતા તે શું કહી રહ્યા છે તેઓ સમજી શક્યા નહિ"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Acts 22:10

κἀκεῖ σοι λαληθήσεται

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ત્યાં કોઈ તને કહેશે” અથવા ""ત્યાં તમે શોધી શકશો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 22:11

οὐκ ἐνέβλεπον ἀπὸ τῆς δόξης τοῦ φωτὸς ἐκείνου

તે પ્રકાશનાં તેજને કારણે હું અંધ બની ગયો

χειραγωγούμενος ὑπὸ τῶν συνόντων μοι, ἦλθον εἰς Δαμασκόν

અહીં ""હાથ"" એ જેઓ પાઉલને દોરી જાય છે તેઓ માટે વપરાયો છે. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ મારી સાથે હતા તેઓ મને દમસ્કસમાં લઈ ગયા"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 22:12

“તેને” અને “તેનું” શબ્દો એ અનાન્યાનો ઉલ્લેખ કરે છે.

Ἁνανίας

જો કે આ તે અનાન્યા નથી જે પ્રેરિતોનાં કૃત્યોમાં અગાઉ મરણ પામ્યો હતો, તમે પ્રેરિતોનાં કૃત્યો 5:3. સમાન રીતે અનુવાદ કરી શકો છો જે તમે પ્રેરિતોનાં કૃત્યો 5:1 કર્યું હતું. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

ἀνὴρ εὐλαβὴς κατὰ τὸν νόμον

અનાન્યા ઈશ્વરના નિયમને અનુસરવા વિશે ખૂબ ગંભીર હતો

μαρτυρούμενος ὑπὸ πάντων τῶν κατοικούντων Ἰουδαίων

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ત્યાં રહેતા યહૂદીઓ તેના વિશે સારું કહેતા હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 22:13

Σαοὺλ, ἀδελφέ

અહીં ""ભાઈ"" એ કોઈને સંબોધવાની એક નમ્ર રીત છે. વૈકલ્પિક અનુવાદ: ""મારા મિત્ર શાઉલ

ἀνάβλεψον

દ્રષ્ટિ"" શબ્દનો અનુવાદ ""જોવું"" ક્રિયાપદ સાથે કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ફરીથી જોવું"" (જુઓ: અમૂર્ત નામો)

αὐτῇ τῇ ὥρᾳ

તરત જ કંઈક બન્યું તે કહેવાની આ રીવાજની રીત હતી. વૈકલ્પિક અનુવાદ: ""તે જ ઘડીએ"" અથવા ""તરત જ"" અથવા ""તાત્કાલીક"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Acts 22:14

“તે” શબ્દ એ અનાન્યાનો ઉલ્લેખ કરે છે પ્રેરિતોનાં કૃત્યો 22:12 .

પાઉલે દમસ્કસમાં તેની સાથે જે બન્યું તે કહેવાનું પૂર્ણ કર્યું. અનાન્યાએ તેને જે કહ્યું તે ટાંકે છે. આ હજુ સુધી યરૂશાલેમના ટોળા સાથેના તેના ઉપદેશનો એક ભાગ છે.

τὸ θέλημα αὐτοῦ

ઈશ્વર જે આયોજન કરે છે અને તે પ્રમાણે થશે.

ἀκοῦσαι φωνὴν ἐκ τοῦ στόματος αὐτοῦ

વાણી"" અને ""મુખ"" બંને જે બોલી રહ્યું છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણે સીધો તમારી સાથે બોલતા સાંભળીયે"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Acts 22:15

πρὸς πάντας ἀνθρώπους

અહીં ""પુરુષો"" એટલે કે સર્વ લોકો ફરી તે પુરુષ હોય કે સ્ત્રી. વૈકલ્પિક અનુવાદ: ""સર્વ લોકોને"" (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)

Acts 22:16

νῦν

અહીં ""હવે"" નો અર્થ ""આ ક્ષણે"" થતો નથી, પરંતુ તે હવે પછીના મહત્વપૂર્ણ મુદ્દા તરફ ધ્યાન દોરવા માટે થયો છે.

τί μέλλεις

આ પ્રશ્ન પાઉલને બાપ્તિસ્મા લેવાની સલાહ આપવા માટે થયો છે. વૈકલ્પિક અનુવાદ: ""રાહ જોશો નહિ!"" અથવા ""વિલંબ કરશો નહીં!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

βάπτισαι

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું તમને બાપ્તિસ્મા આપીશ"" અથવા ""બાપ્તિસ્મા લો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἀπόλουσαι τὰς ἁμαρτίας σου

જેમ કોઈનું શરીર ધોવાથી ગંદકી દૂર થાય છે, તેમ જ ક્ષમા માટે ઈસુના નામનો પોકાર કરવાથી આંતરીકત્વને પાપથી શુદ્ધતા મળે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા પાપો માટે ક્ષમા માગો"" (જુઓ: રૂપક)

ἐπικαλεσάμενος τὸ ὄνομα αὐτοῦ

અહીં ""નામ"" ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરના નામથી પોકારવું"" અથવા ""પ્રભુમાં ભરોસો કરવો

Acts 22:17

પાઉલ ટોળાને તેના ઈસુ વિશેના દર્શનની વાત કહેવાની શરૂઆત કરે છે.

ἐγένετο δέ

આ વાક્યનો ઉપયોગ અહીં ક્રિયા દર્શાવવા માટે થયો છે. જો તમારી ભાષામાં આ પમાણે કરવાની રીત છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો.

γενέσθαι με ἐν ἐκστάσει

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મને દર્શન થયું"" અથવા ""ઈશ્વરે મને દર્શન આપ્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 22:18

ἰδεῖν αὐτὸν λέγοντά μοι

જેમ મેં કહ્યું તેમ ઈસુને મેં જોયો

οὐ παραδέξονταί σου μαρτυρίαν περὶ ἐμοῦ

જેઓ યરૂશાલેમમાં રહે છે તેઓને જો તમે મારા વિષે કહેશો તો તેઓ વિશ્વાસ કરશે નહિ

Acts 22:19

અહીં “તેઓ” શબ્દ યરૂશાલેમમાં રહેતા બિન-વિશ્વાસી યહૂદીઓનો ઉલ્લેખ કરે છે.

અહીં પાઉલ યહૂદીઓના ટોળાને કિલ્લા પરથી જે કહી રહ્યો હતો તેનો અંત આવે છે.

αὐτοὶ ἐπίστανται

“પોતાને” શબ્દ એ ભાર મૂકવા ઉપયોગ થયો છે. (જુઓ: સ્વવાચક સર્વનામો)

κατὰ τὰς συναγωγὰς

પાઉલ ઈસુના વિશ્વાસી યહૂદીઓને શોધવા સભાસ્થાનમાં ગયો.

Acts 22:20

ἐξεχύννετο τὸ αἷμα Στεφάνου τοῦ μάρτυρός σου

અહીં ""રક્ત"" એ સ્તેફનના જીવન માટે વપરાયું છે. રક્ત વહેતું કરવું એટલે ખૂન કરવું. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ સ્તેફનને મારી નાખ્યો જેણે તમારા વિશે શાહેદી આપી"" (જુઓ: ઉપનામ અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 22:22

અહીં ""તેને"" શબ્દો અને પ્રથમ બે શબ્દો ""તે"" પાઉલનો ઉલ્લેખ કરે છે. ""તે"" શબ્દ અને છેલ્લો ""તે"" મુખ્ય સરદારનો ઉલ્લેખ કરે છે.

αἶρε ἀπὸ τῆς γῆς τὸν τοιοῦτον

પૃથ્વીમાંથી"" આ શબ્દસમૂહ ""આવા સાથીથી દૂર રહો"" પર ભાર મૂકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેને મારી નાખો

Acts 22:23

κραυγαζόντων

જ્યારે તેઓ હતા. ""જેવા તેઓ હતા"" શબ્દનો ઉપયોગ તે જ સમયે બનતી બે ઘટનાઓને રજૂ કરે છે.

ῥιπτούντων τὰ ἱμάτια, καὶ κονιορτὸν βαλλόντων εἰς τὸν ἀέρα

આ ક્રિયા બતાવે છે કે ત્યાંના યહૂદીઓ રોષે ભરાયા છે કારણ કે તેઓને લાગ્યું કે પાઉલ ઈશ્વર વિરુદ્ધ વાત કરે છે. (જુઓ: સાંકેતિક પગલું)

Acts 22:24

χιλίαρχος

રોમન સૈન્યનો અધિકારી અથવા લગભગ 600 સૈનિકોનો આગેવાન

ἐκέλευσεν…εἰσάγεσθαι αὐτὸν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પાઉલને લાવવા માટે તેના સૈનિકોને આદેશ આપ્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τὴν παρεμβολήν

આ કિલ્લો ભક્તિસ્થાનના બહારના આંગણા સાથે જોડાયેલ હતો. તમે પ્રેરિતોનાં કૃત્યો 21:34 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

εἴπας μάστιξιν ἀνετάζεσθαι αὐτὸν

સરદાર ઇચ્છે છે કે સત્યની ખાતરી કરવા માટે પાઉલને કોરડા મારીને પીડા આપવામાં. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણે તેના સૈનિકોને આદેશ આપ્યો કે તે પાઉલને સત્ય કહેવા દબાણ કરે અને કોરડાનો માર મારે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

“પોતે” શબ્દ એ ભાર મૂકવા માટે વપરાયું થયો છે. (જુઓ: સ્વવાચક સર્વનામો)

Acts 22:25

અહીં “તેઓ” શબ્દ એ સૈનિકોનો ઉલ્લેખ કરે છે.

τοῖς ἱμᾶσιν

આ ચામડું અથવા પ્રાણીઓની ખાલમાંથી બનેલા પટ્ટાઓ હતા.

εἰ ἄνθρωπον Ῥωμαῖον καὶ ἀκατάκριτον, ἔξεστιν ὑμῖν μαστίζειν

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ સરદારે તેના સૈનિકોએ પાઉલને ચાબુક મારવાની માન્યતાની તપાસ માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જે રોમન વ્યક્તિ છે તેને ફટકા મારવા એ તમારા માટે કાયદેસર નથી અને જેમને તેનો કાનૂની અધિકાર સુનાવણી માટે આપવામાં આવ્યો ન હતો!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Acts 22:26

τί μέλλεις ποιεῖν

આ પ્રશ્નનો ઉપયોગ સરદારને પાઉલને કોરડા મારવાની તેની યોજનાની પુન:ર્વિચારણા પર વિનંતી કરવા માટે કરવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારે આ ન કરવું જોઈએ!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Acts 22:27

અહીં “તેને” શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે.

προσελθὼν…ὁ χιλίαρχος

અહીં “આવ્યો” એ “ગયો” તરીકે અનુવાદ કરી શકાય છે. (જુઓ: જાઓ અને આવો)

Acts 22:28

ἐγὼ πολλοῦ κεφαλαίου τὴν πολιτείαν ταύτην ἐκτησάμην

મેં રોમન અધિકારીઓને ઘણાં નાણાં ચૂકવ્યા પછી જ તે બન્યું હતું. સરદાર આ નિવેદન આપે છે કારણ કે તે જાણે છે કે રોમન નાગરિક બનવું કેટલું મુશ્કેલ છે, અને તેને પાઉલ પર સંદેહ કરે છે કે તે સત્ય કહી રહ્યો નથી.

ἐγὼ…τὴν πολιτείαν…ἐκτησάμην

મેં નાગરિકત્વ મેળવ્યું છે. “નાગરિકત્વ” શબ્દ એ અમૂર્ત સંજ્ઞા છે. વૈકલ્પિક અનુવાદ: “હું રોમન નાગરિક બન્યો” (જુઓ: અમૂર્ત નામો)

ἐγὼ δὲ…γεγέννημαι

જો પિતા રોમન નાગરિક હોય, તો પછી તેમના બાળકોનો જન્મ લે છે ત્યારે આપમેળે રોમન નાગરિકો બની જાય છે.

Acts 22:29

οἱ μέλλοντες…ἀνετάζειν

પુરુષો કે જેમણે પ્રશ્ન પૂછવાની યોજના બનાવી અથવા “પુરુષો કે જેઓ પ્રશ્ન પૂછવાની તૈયારી કરી રહ્યા હતા”

Acts 22:30

અહીં “તે” શબ્દ એ મુખ્ય સરદારનો ઉલ્લેખ કરે છે.

આશરે 600 સૈનિકોનો સૈન્ય સરદાર

ἔλυσεν αὐτόν

શક્ય રીતે ""મુખ્ય અધિકારી"" મુખ્ય અધિકારીના સૈનિકો માટે વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: ""તેથી મુખ્ય સરદારે તેના સૈનિકોને આદેશ આપ્યો કે તેઓ પાઉલના બંધનો છોડી નાખે"" (જુઓ: ઉપનામ)

καταγαγὼν τὸν Παῦλον

કિલ્લાથી, ત્યાં એક સીડી હતી જે નીચે ભક્તિસ્થાનના આંગણા સુધી જાય છે.

Acts 23

પ્રેરિતોનાં કૃત્યો 23 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો જૂના કરારમાંના અવતરણને બાકીના લખાણની તુલનાએ પાનાં પર જમણી બાજુએ સુયોજિત કરે છે. યુએલટી આ પ્રમાણે અવતરણમાં મૂકેલ 23:5 માં દર્શાવેલ સામગ્રી સાથે આવું કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

મૂએલાંઓનું પુનરુત્થાન

ફરોશીઓ માને છે કે લોકોના મૃત્યુ પછી, તેઓ ફરીથી જીવિત થાય છે અને ઈશ્વર તેમને ઇનામરૂપે બદલો આપે છે અથવા સજા કરે છે. સદૂકીઓ માને છે કે લોકો એકવાર મૃત્યુ પામ્યા બાદ, તેઓ મૃત જ રહે છે અને ફરીથી ક્યારેય્ય સજીવન થતા નથી. (જુઓ: ઉઠાડવું, ઉઠાડે છે, ઉઠાડ્યા, ઊઠવું, ઊઠેલું, ઊઠવું, ઉઠ્યો અને બદલો, બદલો આપે છે, બદલો આપ્યો, બદલો આપતું, બદલો આપનાર)

""એક શ્રાપ કહેવાય""

કેટલાક યહૂદીઓએ ઈશ્વરને વચન આપ્યું હતું કે તેઓ પાઉલની હત્યા કરે નહિ ત્યાં સુધી તેઓ અન્ન કે પાણી લેશે નહિ, અને તેઓએ ઈશ્વરને કહ્યું કે જો તેઓએ લીધેલા વચન પૂર્ણ ન કરે તો તેઓને સજા કરે.

રોમન નાગરિકત્વ

રોમનોએ વિચાર્યું કે તેઓને ફક્ત રોમન નાગરિકો સાથે જ ન્યાય પૂર્વક વર્તન કરવું જોઈએ. જેઓ રોમન નાગરિક નથી તેવા લોકો સાથે તેઓ ઇચ્છે તે પ્રમાણે વ્યવહાર કરી શકે છે, પરંતુ તેઓએ અન્ય રોમનો સાથે નિયમનું પાલન કરવું જ રહ્યું. કેટલાક લોકો રોમન નાગરિકત્વ સાથે જન્મ્યા હતા, અને બીજાઓએ રોમન સરકારને નાણાં આપીને રોમન નાગરિક બન્યા હતા. રોમન નાગરિકની જેમ તે બિન-નાગરિક સાથે જેવું વર્તન કરે તેવું જ વર્તન કરવા બદલ ""મુખ્ય સરદાર"" ને પણ સજા થઈ શકતી.

આ અધ્યાયમાંના શબ્દાલંકાર

એકદમ સાફ કરવું

શાસ્ત્રમાં આ એક સામાન્ય રૂપક છે જ્યારે કોઈ સારું અથવા શુદ્ધ અથવા ન્યાયી દેખાય છે જ્યારે અન્ય દુષ્ટ અથવા અશુદ્ધ અથવા અન્યાયી માલુમ પડે છે. (જુઓ: રૂપક)

Acts 23:1

પાઉલ મુખ્ય યાજકો અને મહાસભાના સભ્યોની સામે ઊભો રહે છે (પ્રેરિતોનાં કૃત્યો 22:30).

ἀδελφοί

અહીં તેનો અર્થ “સાથી યહૂદીઓ” થાય છે

ἐγὼ πάσῃ συνειδήσει ἀγαθῇ πεπολίτευμαι τῷ Θεῷ ἄχρι ταύτης τῆς ἡμέρας

હું જાણું છું કે હું આજ સુધી ઈશ્વરે જે મારાથી ઇચ્છ્યું છે તે જ મેં કર્યું છે

Acts 23:2

Ἁνανίας

આ એક માણસનું નામ છે. જો કે આ સમાન નામ છે, પરંતુ આ તે અનાન્યા નથી જે પ્રેરિતોનાં કૃત્યો 5:1 અથવા જે પ્રેરિતોનાં 9:10 હતો. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Acts 23:3

τοῖχε κεκονιαμένε

આ એક દિવાલનો ઉલ્લેખ કરે છે કે જેને સ્વચ્છ દેખાડવા માટે ધોળવામાં આવી હતી. પાઉલે અનાન્યાને કહ્યું કે જે રીતે દિવાલને સ્વચ્છ દેખાડવા માટે ધોળવામાં આવે છે, તેમ જ અનાન્યા નૈતિક રીતે સ્વચ્છ દેખાય છે, પરંતુ તે ખરેખર દુષ્ટ ઉદ્દેશ્યથી ભરેલો હતો. વૈકલ્પિક અનુવાદ: ""સફેદ ધોળેલી દીવાલ"" (જુઓ: રૂપક)

σὺ κάθῃ κρίνων με κατὰ τὸν νόμον, καὶ παρανομῶν κελεύεις με τύπτεσθαι

પાઉલ અનાન્યાના પાખંડનો નિર્દેશ કરવા પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે નિયમની વિરુદ્ધ ... ન્યાય કરવા ત્યાં બેઠા છો."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

κελεύεις με τύπτεσθαι

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. તમે ""પ્રહાર"" માટે સમાન શબ્દનો ઉપયોગ કરી શકો છો જેમ કે તમે ""ઈશ્વર તમારા પર પ્રહાર કરશે"" શબ્દસમૂહમાં કર્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""મારા પર પ્રહાર કરવા માટે લોકોને આદેશ આપ” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 23:4

τὸν ἀρχιερέα τοῦ Θεοῦ λοιδορεῖς

લોકો આ પ્રશ્નનો ઉપયોગ પાઉલને ઠપકો આપવા માટે કરે છે જે વિશે તેણે પ્રેરિતોનાં કૃત્યો 23:3 માં કહ્યું હતું. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરના મુખ્ય યાજકનું અપમાન કરવું નહિ!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Acts 23:5

γέγραπται γὰρ

મૂસાએ નિયમશાસ્ત્રમાં શું લખ્યું છે તે પાઉલ ટાંકે છે. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કેમ કે મૂસાએ નિયમશાસ્ત્રમાં લખ્યું છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 23:6

ἀδελφοί

અહીં “ભાઈઓ” એટલે “સાથી યહૂદીઓ”

υἱὸς Φαρισαίων

અહીં ""પુત્ર"" નો અર્થ છે કે તે ફરોશીનો વાસ્તવિક પુત્ર છે અને ફરોશીઓનો વંશજ પણ છે. વૈકલ્પિક અનુવાદ: ""અને મારા પિતા અને પૂર્વજો ફરોશીઓ હતા

ἀναστάσεως νεκρῶν

પુનરુત્થાન"" શબ્દ ""પુનઃ જીવિત થવું"" તરીકે દર્શાવી શકાય છે. ""મરણ"" શબ્દ “જેઓ મરણ પામેલા છે” તેઓ માટે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ મરણ પામ્યા છે તેઓ પાછા સજીવન થશે, હું"" (જુઓ: અમૂર્ત નામો અને નામવાચક વિશેષણો)

ἐγὼ κρίνομαι

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “તમે મારો ન્યાય કરી રહ્યા છો” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 23:7

ἐσχίσθη τὸ πλῆθος

ટોળામાંના લોકો એકબીજા સાથે ભારપૂર્વક અસમંત થયા.

Acts 23:8

Σαδδουκαῖοι…γὰρ…Φαρισαῖοι δὲ

આ સદૂકીઓ અને ફરોશીઓ વિશેની પૃષ્ઠભૂમિ માહિતી છે (જુઓ: પૂર્વભૂમિકા)

Acts 23:9

ἐγένετο δὲ κραυγὴ μεγάλη

તેથી તેઓ એકબીજા સામે જોરજોરથી બૂમો પાડવા લાગ્યા. ""તેથી"" શબ્દ તે ઘટનાને દર્શાવે છે કારણ કે અગાઉ કંઈક બની ગયું હતું. આ કિસ્સામાં, અગાઉ ઘટના એ કે જ્યાં પાઉલ પુનરુત્થાન અંગેની તેની માન્યતાઓ જણાવે છે.

εἰ…πνεῦμα ἐλάλησεν αὐτῷ, ἢ ἄγγελος

ફરોશીઓ ખાતરીપૂર્વક સદૂકીઓને ઠપકો આપી રહ્યા છે કે આત્માઓ અને દૂતો અસ્તિત્વ ધરાવે છે અને તે લોકો સાથે વાત કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""કદાચ આત્માએ અથવા દૂતે તેની સાથે વાત કરી હોય!"" (જુઓ: આનુમાનિત પરિસ્થિતિઓ)

Acts 23:10

πολλῆς δὲ γινομένης στάσεως

એક મહાન દલીલ"" શબ્દો ""હિંસક દલીલ"" તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તેઓ હિંસક રીતે દલીલ કરવા લાગ્યા ત્યારે"" (જુઓ: અમૂર્ત નામો)

χιλίαρχος

રોમન સૈન્ય અધિકારી અથવા લગભગ 600 સૈનિકોનો આગેવાન

διασπασθῇ ὁ Παῦλος ὑπ’ αὐτῶν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. આ શબ્દ ""ટુકડેટુકડા થઈ જશે"" શબ્દસમૂહ એ લોકો પાઉલને કેવી રીતે નુકસાન પહોંચાડશે તેની અતિશયોક્તિ હોય શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ પાઉલના ટુકડેટુકડા કરી શકે છે"" અથવા ""તેઓ પાઉલને પુષ્કળ શારીરિક નુકસાન પહોંચાડી શકે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને અત્યુક્તિ અને સામાન્યીકરણ)

ἁρπάσαι αὐτὸν

તેને જબરદસ્તીથી દૂર લઈ જાઓ

εἰς τὴν παρεμβολήν

આ કિલ્લો ભક્તિસ્થાનના બહારના આંગણ સાથે જોડાયેલ હતો. તમે પ્રેરિતોનાં કૃત્યો 21:34 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Acts 23:11

τῇ…ἐπιούσῃ νυκτὶ

આનો અર્થ એ છે કે પાઉલ મહાસભા સમક્ષ ગયો તે દિવસ પછીની રાત્રિ. વૈકલ્પિક અનુવાદ: ""તે રાત્રે

εἰς Ῥώμην μαρτυρῆσαι

મારા વિશે"" શબ્દો સમજાય છે. વૈકલ્પિક અનુવાદ: ""રોમમાં મારા વિશે સાક્ષી આપો"" અથવા ""રોમમાં મારા વિશેની સાક્ષી આપો"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

Acts 23:12

જ્યારે પાઉલ કિલ્લાની જેલમાં હતો, ત્યારે ધર્મ ન માનનારા ધાર્મિક યહૂદીઓએ તેને મારી નાખવાના શપથ લીધા.

ποιήσαντες συστροφὴν

અહીં પાઉલને મારી નાખવાના, ઉદ્દેશ્યથી એક ટોળાનું આયોજન કર્યું.

ἀνεθεμάτισαν ἑαυτοὺς

શ્રાપ"" નામ એ ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય છે. તે સ્પષ્ટ પણ કરી શકાય છે કે તેમના શ્રાપનું કારણ બની શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરને કહ્યું છે કે જો તેઓ તેમનું વચન પૂર્ણ ન કરે તો તેમને શ્રાપ આપો.” (જુઓ: અમૂર્ત નામો અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 23:13

τεσσεράκοντα οἱ

40 માણસો (જુઓ: સંખ્યાઓ)

ταύτην τὴν συνωμοσίαν ποιησάμενοι

કોણે આ યોજના બનાવી અથવા “પાઉલને મારી નાખવાની યોજના કોણે બનાવી”

Acts 23:14

અહીં ""તેઓ"" શબ્દ એ ચાલીસ યહૂદીઓનો ઉલ્લેખ કરે છે પ્રેરિતોનાં કૃત્યો 23:23. અહીં ""તમે"" બહુવચન છે અને તે મુખ્ય યાજકો અને વડીલોનો ઉલ્લેખ કરે છે. ""અમને"" અને ""અમે"" બંને ચાલીસ યહૂદીઓનો ઉલ્લેખ કરે છે જેઓએ પાઉલને મારી નાખવાની યોજના કરી. (જુઓ: તમેનાં સ્વરૂપો અને વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

ἀναθέματι ἀνεθεματίσαμεν ἑαυτοὺς, μηδενὸς γεύσασθαι ἕως οὗ ἀποκτείνωμεν τὸν Παῦλον

શપથ લેવા માટે અને ઈશ્વરને વિનંતી કરવી કે તેમને શ્રાપ દે જો તેઓ તેમની શપથ પૂર્ણ ન કરે તે વિશે વાત કરવામાં આવી છે જાણે કે શ્રાપ એ એક પદાર્થ હોય કે જેને તેઓ ખભા પર ઊંચકી શકતા હોય. વૈકલ્પિક અનુવાદ: ""અમે પાઉલને મારી નાખીએ નહિ ત્યાં સુધી કંઈપણ ન ખાવાના શપથ લીધા છે. અમે ઈશ્વરને કહ્યું છે કે જો અમે અમારી શપથ પૂર્ણ ન કરીએ તો અમને શ્રાપ આપો"" (જુઓ: રૂપક)

Acts 23:15

νῦν οὖν

કારણ કે અમે જે હમણાં કહ્યું છે તે સાચું છે અથવા “કારણ કે અમે પોતાને આ શ્રાપ હેઠળ મૂક્યા છે”

νῦν

આનો અર્થ ""આ ક્ષણે"" થતો નથી, પરંતુ તે પછીના મહત્વપૂર્ણ મુદ્દા તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે ઉપયોગ થયો છે.

καταγάγῃ αὐτὸν εἰς ὑμᾶς

તને મળવા માટે પાઉલને કિલ્લામાંથી બહાર લાવો

ὡς μέλλοντας διαγινώσκειν ἀκριβέστερον τὰ περὶ αὐτοῦ

જો કે તમે પાઉલે જે કર્યું છે તે વિશે વધુ જાણવા માગતા હો

Acts 23:16

અહીં ""તે"" શબ્દ પાઉલના ભાણેજનો ઉલ્લેખ કરે છે. ""તેને"" શબ્દ મુખ્ય સરદારનો ઉલ્લેખ કરે છે.

υἱὸς τῆς ἀδελφῆς Παύλου

પાઉલની બહેનનો દીકરો અથવા “પાઉલનો ભાણેજ”

τὴν ἐνέδραν

તેઓ પાઉલને મારી નાખવા તૈયાર હતા અથવા “તેઓ પાઉલને મારી નાખવાની રાહ જોતા હતા”

τὴν παρεμβολὴν

આ કિલ્લો ભક્તિસ્થાનના બહારના આંગણ સાથે જોડાયેલ હતો. તમે પ્રેરિતોનાં કૃત્યો 21:34 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Acts 23:18

ὁ δέσμιος, Παῦλος, προσκαλεσάμενός με

પાઉલ જે બંદીવાન હતો તેણે મને તેની સાથે વાત કરવા કહ્યું

τοῦτον τὸν νεανίαν

મુખ્ય સરદાર તેને જુવાન પુરુષ કહીને પોકારે છે, તેથી આ સૂચવે છે કે પાઉલનો ભાણેજ 12 થી 15 વર્ષનો હશે.

Acts 23:19

ἐπιλαβόμενος…τῆς χειρὸς αὐτοῦ ὁ χιλίαρχος

મુખ્ય સરદાર યુવકનો હાથ પકડીને તેને લઈ જાય છે અને તેને જુવાન કહે છે (કલમ 18), આ સૂચવે છે કે પાઉલનો ભાણેજ 12 થી 15 વર્ષનો હશે.

Acts 23:20

οἱ Ἰουδαῖοι συνέθεντο

આનો અર્થ સર્વ યહૂદીઓનો નથી, પરંતુ તે જે સર્વ જૂથ જે ત્યાં હતા તે થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કેટલાક યહૂદીઓ સંમત થયા"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Παῦλον καταγάγῃς

પાઉલને કિલ્લામાંથી નીચે લાવવો

μέλλων τι ἀκριβέστερον πυνθάνεσθαι περὶ αὐτοῦ.

પાઉલે જે કર્યું છે તે વિષેની વધારે તપાસ કરવા માંગતા હતા

Acts 23:21

ἄνδρες…τεσσεράκοντα

40 માણસો (જુઓ: સંખ્યાઓ)

ἐνεδρεύουσιν…αὐτὸν

પાઉલને ઘેરવા માટે તૈયાર હતા અથવા “પાઉલને મારી નાખવા તૈયાર હતા”

οἵτινες ἀνεθεμάτισαν ἑαυτοὺς μήτε φαγεῖν μήτε πιεῖν, ἕως οὗ ἀνέλωσιν αὐτόν

તેઓએ પાઉલની હત્યા ન કરે ત્યાં સુધી કંઇ ન ખાવાનું કે ન પીવાના શપથ લીધા હતા. અને તેઓએ ઈશ્વરને કહ્યું કે જો તેઓએ જે કરવાના શપથ લીધા છે તે તેઓ ન કરે તો તેઓને શ્રાપ આપો

Acts 23:22

અહીં “તે” શબ્દ મુખ્ય સરદારનો ઉલ્લેખ કરે છે.

ફેલિક્સ, જે કૈસરિયામાં રહેતો હતો, તે વિસ્તારનો રોમન રાજ્યપાલ હતો.

Acts 23:23

προσκαλεσάμενός

તેણે પોતાને કહ્યું

δύο τῶν ἑκατονταρχῶν

સુબેદારોમાંના 2 ને (જુઓ: સંખ્યાઓ)

ἱππεῖς ἑβδομήκοντα

70 ઘોડેસવારો (જુઓ: સંખ્યાઓ)

δεξιολάβους διακοσίους

200 સૈનિકો કે જેઓ ભાલાઓથી સજ્જ હતા (જુઓ: સંખ્યાઓ)

τρίτης ὥρας τῆς νυκτός

આ રાત્રિના 9 કલાકનો સમય હતો.

Acts 23:25

મુખ્ય રાજ્યપાલ ફેલિક્સ અધિકારીને પાઉલની ધરપકડ વિષે પત્ર લખે છે.

મુખ્ય સરદારનું નામ ક્લોદિયસ લુસિયાસ છે. રાજ્યપાલ ફેલિક્સ સંપૂર્ણ પ્રાંતનો રોમન રાજ્યપાલ હતો. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Acts 23:26

Κλαύδιος Λυσίας, τῷ κρατίστῳ ἡγεμόνι Φήλικι, χαίρειν

આ પત્રના ઔપચારિક પરિચયની રજૂઆત છે. મુખ્ય સરદાર પોતાનો ઉલ્લેખ કરીને પ્રારંભ કરે છે. તમે તેને પ્રથમ વ્યક્તિમાં અનુવાદ કરી શકો છો. ""લખું છું"" શબ્દો સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું, ક્લોદિયસ લુસિયાસ, નેકનામદાર રાજ્યપાલ ફેલિક્સ તમને લખું છું. તમને અભિવાદન” (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ અને અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

τῷ κρατίστῳ ἡγεμόνι Φήλικι

રાજ્યપાલ ફેલિક્સને જે સૌથી મહાન સન્માનને લાયક છે

Acts 23:27

τὸν ἄνδρα τοῦτον συνλημφθέντα ὑπὸ τῶν Ἰουδαίων

અહીં ""યહૂદીઓ"" એટલે ""કેટલાક યહૂદીઓ."" આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કેટલાક યહૂદીઓએ આ વ્યક્તિની ધરપકડ કરી"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

μέλλοντα ἀναιρεῖσθαι

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ પાઉલને મારવા માટે તૈયાર હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐπιστὰς σὺν τῷ στρατεύματι

હું અને મારા સૈનિકો જ્યાં પાઉલ અને યહૂદીઓ હાજર હતા ત્યાં આવી પહોંચ્યા

Acts 23:28

અહીં “હું” શબ્દ ક્લોદિયસ લુસિયાસ, મુખ્ય સરદારનો ઉલ્લેખ કરે છે.

“તેઓ” શબ્દ યહૂદીઓના જૂથ જેઓ પાઉલ પર દોષ મૂકે છે તેઓનો ઉલ્લેખ કરે છે.

“તમે” શબ્દ એ એકવચન છે અને તે ફેલિક્સ રાજ્યપાલનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

મુખ્ય સરદાર રાજ્યપાલ ફેલિક્સને લખેલો તેનો પત્ર પૂર્ણ કરે છે.

Acts 23:29

ὃν εὗρον ἐνκαλούμενον περὶ ζητημάτων τοῦ

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કે તેઓ તેના પર આ પ્રશ્નો દ્વારા આરોપ લગાવી રહ્યા હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

μηδὲν δὲ ἄξιον θανάτου ἢ δεσμῶν ἔχοντα ἔγκλημα

આરોપ,"" ""મરણ,"" અને ""કેદ"" અમૂર્ત સંજ્ઞાઓ ક્રિયાપદ તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ કોઈએ તેના પર આરોપ મૂક્યો નથી કે જેના કારણે રોમન અધિકારીઓ તેને મરણને અથવા જેલને હવાલે કરે"" (જુઓ: અમૂર્ત નામો)

Acts 23:30

μηνυθείσης δέ μοι

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “પછીથી હું શીખ્યો” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 23:31

અહીં પ્રથમ શબ્દ ""તેને"" પાઉલનો ઉલ્લેખ કરે છે; શબ્દનો બીજો ઉપયોગ ""તેને"" રાજ્યપાલ ફેલિક્સનો ઉલ્લેખ કરે છે. અંતિપાત્રિસ એ હેરોદ દ્વારા તેના પિતા, અંતિપાતેરના માનમાં બનાવવામાં આવ્યું હતું. તે આજે મધ્ય ઇઝરાએલ સ્થિત એક સ્થળ પર વસેલું છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

યરૂશાલેમમાં પાઉલની ધરપકડ સમય સમાપ્ત થાય છે અને કૈસરિયામાં તેની ધરપકડનો સમય રાજ્યપાલ ફેલિક્સની આગેવાનીમાં શરૂ થાય છે.

οἱ…οὖν στρατιῶται κατὰ τὸ διατεταγμένον αὐτοῖς

તેથી"" શબ્દ તે ઘટનાને ચિહ્નિત કરે છે જે અગાઉ બનેલી કોઈ બીજી બાબતને કારણે થઈ હતી. આ કિસ્સામાં, અગાઉની ઘટનામાં મુખ્ય સરદાર સૈનિકોને પાઉલને લઈને આવવાનો આદેશ આપે છે.

ἀναλαβόντες τὸν Παῦλον, ἤγαγον διὰ νυκτὸς

અહીં ""લાવ્યા"" નું અનુવાદ ""લઈને"" તરીકે કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ પાઉલને મળ્યા અને રાત્રે તેને લઈ ગયા

Acts 23:34

અહીં પ્રથમ અને બીજા શબ્દો ""તે"" રાજ્યપાલ ફેલિક્સનો ઉલ્લેખ કરે છે, ત્રીજો શબ્દ ""તે"" અને ""તેને"" શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે, અને છેલ્લો શબ્દ ""તે"" રાજ્યપાલ ફેલિક્સનો ઉલ્લેખ કરે છે. ""તમે"" અને તમારા” શબ્દો પાઉલનો ઉલ્લેખ કરે છે

ἐπερωτήσας ἐκ ποίας ἐπαρχείας ἐστὶν

આ પ્રત્યક્ષ અવતરણ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણે પાઉલને પૂછ્યું, 'તમે કયા પ્રાંતના છો?' જ્યારે ""(જુઓ: પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

Acts 23:35

ἔφη

આ વાક્ય, જે કલમ 43 માં ""જ્યારે તેને માલુમ પડ્યું"" શબ્દોથી શરૂ થાય છે, તેનું સીધું અવતરણ કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પાઉલે કહ્યું, 'હું કિલીકિયાનો છું.' પછી રાજ્યપાલે કહ્યું ""(જુઓ: પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

διακούσομαί σου

તારે જે કહેવું છે તે સર્વ હું સાંભળીશ

κελεύσας…φυλάσσεσθαι αὐτόν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણે સૈનિકોને તેને રાખવા આદેશ આપ્યો"" અથવા ""સૈનિકોને આદેશ આપ્યો કે તેને પહેરામાં રાખવો”

Acts 24

પ્રેરિતોનાં કૃત્યો 24 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

પાઉલે રાજ્યપાલને કહ્યું કે યહૂદીઓ જે કહે છે અને આરોપ લગાવે છે તેવું કશું જ તેણે કર્યું નથી અને રાજ્યપાલ તેને તે આરોપને માટે સજા ન આપવી.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

માન

બંને યહૂદી આગેવાનો પ્રેરિતોનાં કૃત્યો 24:2-4 અને પાઉલ (પ્રેરિતોનાં કૃત્યો 24:10) એ તેમના પ્રવચનોની શરૂઆત રાજ્યપાલને માન આપે છે તે શબ્દોથી કરી.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

સરકારી આગેવાનો

""રાજ્યપાલ,"" ""સેનાપતિ,"" અને ""સુબેદાર"" શબ્દો કેટલીક ભાષાઓમાં અનુવાદ કરવા મુશ્કેલ હોઈ શકે છે. (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

Acts 24:1

અહીં ""તમે"" શબ્દ રાજ્યપાલ, ફેલિક્સનો ઉલ્લેખ કરે છે. અહીં ""અમે"" ફેલિક્સ હેઠળના નાગરિકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો અને વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

પાઉલની કાર્યવાહી કૈસરિયામાં ચાલી રહી છે. તેર્તુલુસ રાજ્યપાલ ફેલિક્સને પાઉલના આરોપો સાથે રજૂ કરે છે.

μετὰ δὲ πέντε ἡμέρας

રોમન સૈનિકો પાઉલને પાંચ દિવસ પછી કૈસરિયા લાવ્યા પછી

Ἁνανίας

આ એક વ્યક્તિનું નામ છે. અ પ્રેરિતોનાં કૃત્યો 5:1 માં જે અનાન્યા છે તે નથી અથવા પ્રેરિતોનાં કૃત્યો 9:10 માં જે છે તે અનાન્યા નથી. તમે પ્રેરિતોનાં કૃત્યો 23:1 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

ῥήτορος

વકીલ. તેર્તુલુસ રોમન કાયદાનો નિષ્ણાત હતો, જે પાઉલ પર અદાલતમાં દોષારોપણ કરવા આવ્યો હતો.

Τερτύλλου

આ એક વ્યક્તિનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

κατέβη

કૈસરિયા જ્યાં પાઉલ હતો ત્યાં ગયો

τῷ ἡγεμόνι

રાજ્યપાલની હાજરીમાં જે અદાલતમાં ન્યાયાધીશ હતા

ἐνεφάνισαν…κατὰ τοῦ Παύλου

રાજ્યપાલ સમક્ષ ફરિયાદની દલીલ કરવાની શરૂઆત કરી કે પાઉલે નિયમનું ઉલ્લંઘન કર્યું છે.

Acts 24:2

πολλῆς εἰρήνης τυγχάνοντες

અહીં ""અમે"" ફેલિક્સ હેઠળના નાગરિકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""અમે, જે લોકો પર તમે શાસન કરો છો, ખૂબ જ શાંતિ ભોગવીએ છીએ"" (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

καὶ διορθωμάτων γινομένων τῷ ἔθνει τούτῳ διὰ τῆς σῆς προνοίας

અને તમારા આયોજનોએ આપણા દેશ મોટા પ્રમાણમાં સુધારો કર્યો છે

Acts 24:3

μετὰ πάσης εὐχαριστίας

આભારી"" શબ્દ એ અમૂર્ત સંજ્ઞા છે. તે વિશેષણ અથવા ક્રિયાપદ તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેથી અમે ખૂબ આભારી છીએ અને તમે કરો છો તે દરેક બાબતને સ્વીકારીએ છીએ"" અથવા ""તેથી અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ અને તમે જે કરો છો તે દરેક બાબતને સ્વીકારીએ છીએ"" (જુઓ: https://git.door43.org/STR/gu_ta/src/branch/master/translate/figs-abstractnouns/01.md)

κράτιστε Φῆλιξ

રાજ્યપાલ ફેલિક્સ જે ખૂબ સન્માનપાત્ર છે, ફેલિક્સ આખા ક્ષેત્રમાં રોમન રાજ્યપાલ હતા. તમે પ્રેરિતોના કૃત્યો 23:25 માં સમાન શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Acts 24:4

“અમે” શબ્દ એ અનાન્યા, કેટલાક વડીલો અને તેર્તુલુસનો ઉલ્લેખ કરે છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

ἵνα δὲ μὴ ἐπὶ πλεῖον σε ἐνκόπτω

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""જેથી હું તમારો વધારે સમય નહી લઉં"" અથવા 2) ""જેથી હું તમને કંટાડો ઉપજાવીશ નહીં

ἀκοῦσαί…ἡμῶν συντόμως, τῇ σῇ ἐπιεικείᾳ

કૃપા કરીને મારી ટૂંકી વાત સાંભળો

Acts 24:5

τὸν ἄνδρα τοῦτον λοιμὸν

આ પાઉલની વાત કરે છે જાણે કે તે મરકી હોય જે એક વ્યક્તિથી બીજામાં ફેલાતિ હોય છે. વૈકલ્પિક અનુવાદ: ""આ માણસ મુશ્કેલી પેદા કરનાર છે"" (જુઓ: રૂપક)

πᾶσι τοῖς Ἰουδαίοις τοῖς κατὰ τὴν οἰκουμένην

અહીં ""સર્વ"" શબ્દ કદાચ પાઉલ પરના તેમના આરોપોને મજબૂત બનાવવા માટે ઉપયોગમાં લેવાતી ફરિયાદો છે. (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

πρωτοστάτην…τῆς τῶν Ναζωραίων αἱρέσεως

નાઝારી પંથ"" શબ્દસમૂહ એ ખ્રિસ્તીઓનું વૈકલ્પિક નામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તે સમગ્ર સમૂહનું નેતૃત્વ કરે છે જેને લોકો નાઝારી પંથના અનુયાયીઓ કહે છે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

αἱρέσεως

મોટા જૂથની અંદરના લોકોનું આ એક નાનું જૂથ છે. તેર્તુલુસ ખ્રિસ્તીઓને યહૂદી ધર્મની અંદરનું એક નાનું જૂથ માને છે.

Acts 24:7

અહીં “તમે” શબ્દ એકવચન છે અને તે રાજ્યપાલ ફેલિક્સનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

તેર્તુલુસ પાઉલ વિરુદ્ધની પોતાની દલીલ અને ફરિયાદ રાજ્યપાલ ફેલિક્સ સમક્ષ પૂર્ણ કરે છે.

Acts 24:8

ἐπιγνῶναι ὧν ἡμεῖς κατηγοροῦμεν αὐτοῦ

અમે તેની વિરુદ્ધ જે આરોપો મુક્યા છે તેની આપ તપાસ કરશો કે તે સાચા છે કે નહિ અથવા ""તેના પર જે આરોપ મૂક્યો છે તેનાથી તે દોષી છે કે નહીં તેની તપાસ કરવી

Acts 24:9

οἱ Ἰουδαῖοι

અહીં યહૂદી આગેવાનો જેઓ પાઉલની કાર્યવાહી દરમિયાન હાજર હતા તેઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Acts 24:10

અહીં “તેઓ” શબ્દ એ યહૂદીઓનો ઉલ્લેખ કરે છે જેઓ પાઉલ પર આરોપ મૂકે છે.

પાઉલ રાજ્યપાલ ફેલિક્સને તેના પર મુકવામાં આવેલા આરોપોનો પ્રત્યુત્તર આપે છે.

νεύσαντος…τοῦ ἡγεμόνος

રાજ્યપાલે ઇશારો કર્યો

κριτὴν τῷ ἔθνει τούτῳ

અહીં ""રાષ્ટ્ર"" એ યહૂદી રાષ્ટ્રના લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી રાષ્ટ્રના લોકોનો ન્યાયાધીશ"" (જુઓ: ઉપનામ)

ἐμαυτοῦ ἀπολογοῦμαι

મારી પરિસ્થિતિ વર્ણવી

Acts 24:11

ἡμέραι δώδεκα, ἀφ’ ἧς

12 દિવસોથી (જુઓ: સંખ્યાઓ)

Acts 24:12

ἢ ἐπίστασιν ποιοῦντα ὄχλου

અહીં જગાડવું એ આંદોલનકારી લોકોને અશાંતિમાં રાખવા માટેનું એક રૂપક છે, જેમ કે પ્રવાહીને હલાવીને તેને ઉત્તેજિત કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં ભીડને ઉશ્કેરી નથી"" (જુઓ: રૂપક)

Acts 24:13

κατηγοροῦσίν

ખોટા કાર્યો માટે દોષો અથવા “અપરાધો માટેની સજા”

Acts 24:14

ὁμολογῶ…τοῦτό σοι

હું તમારી સમક્ષ કહું છું

ὅτι κατὰ τὴν Ὁδὸν

“માર્ગ” શબ્દસમૂહ પાઉલના સમયમાં ખ્રિસ્તી લોકોનું માટે શીર્ષક તરીકે વપરાતું હતું.

λέγουσιν αἵρεσιν

મોટા જૂથના લોકો મધ્યેનું આ એક નાનું જૂથ છે. તેર્તુલુસ યહૂદી ધર્મની અંદર ખ્રિસ્તીઓને એક નાનું જૂથ માને છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 24:5 માં ""પંથ"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

οὕτως λατρεύω τῷ πατρῴῳ Θεῷ

પાઉલ આ વાક્યનો ઉપયોગ ""તે જ રીતે"" અર્થ થાય છે કે તે અને ઈસુમાં વિશ્વાસ કરનારા એજ ઈશ્વરની ભક્તિ કરે છે જે યહૂદી પૂર્વજોએ કર્યું. તે કોઈ નવા “પંથ” નું નેતૃત્વ કરી રહ્યો નથી અને કોઈ નવું શિક્ષણ આપી રહ્યો નથી જે તેઓના પ્રાચીન ધર્મનો વિરોધ કરે છે.

Acts 24:15

καὶ αὐτοὶ

જેમ આ માણસોને છે તેમ. અહીં ""આ માણસો"" એ યહૂદીઓનો ઉલ્લેખ કરે છે જેઓ અદાલતમાં પાઉલ પર આરોપ લગાવી રહ્યા છે.

ἀνάστασιν μέλλειν ἔσεσθαι, δικαίων τε καὶ ἀδίκων

પુનરુત્થાન"" અમૂર્ત સંજ્ઞા ક્રિયાપદ સાથે ""ઉત્થાન"" દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કે જેઓ મરણ પામ્યા છે તેઓ સર્વને ઈશ્વર સજીવન કરશે, ન્યાયી અને અન્યાયી બંનેને"" (જુઓ: અમૂર્ત નામો)

δικαίων…καὶ ἀδίκων

આ સામાન્ય વિશેષણો ન્યાયી લોકો અને દુષ્ટ લોકોનો ઉલ્લેખ કરે છે. AT ""ન્યાયી લોકો અને દુષ્ટ લોકો"" અથવા ""જેઓએ જે સારું છે તે કર્યું છે એન જેઓએ જે દુષ્ટ છે તે કર્યું છે"" (જુઓ: નામવાચક વિશેષણો)

Acts 24:16

αὐτὸς ἀσκῶ…διὰ παντός

હું હંમેશા સખત પરિશ્રમ કરું છું અથવા “હું મારાથી બનતું સૌથી શ્રેષ્ઠ કરું છું”

ἀπρόσκοπον συνείδησιν ἔχειν πρὸς τὸν Θεὸν

અહીં ""અંત:કરણ"" એ વ્યક્તિની આંતરિક નૈતિકતાનો ઉલ્લેખ કરે છે, જે સાચું અને ખોટું શું છે તે પસંદ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""નિર્દોષ રહેવું"" અથવા ""હંમેશા જે સારું છે તે કરવું"" (જુઓ: ઉપનામ)

πρὸς τὸν Θεὸν

ઈશ્વરની હાજરીમાં

Acts 24:17

δὲ

આ શબ્દ પાઉલની દલીલમાં બદલાણને ચિહ્નિત કરે છે. અહીં તે યરૂશાલેમની પરિસ્થિતિ સમજાવે છે જ્યારે કેટલાક યહૂદીઓએ તેની ધરપકડ કરી હતી.

δι’ ἐτῶν…πλειόνων

યરૂશાલેમથી ઘણાં વર્ષો સુધી દૂર રહ્યા પછી

ἐλεημοσύνας ποιήσων εἰς τὸ ἔθνος μου, παρεγενόμην καὶ προσφοράς

અહીં ""હું આવ્યો"" એ “હું ગયો” તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું ભેટ તરીકે નાણાં લાવીને મારા લોકોને મદદ કરવા માટે ગયો હતો” (જુઓ: જાઓ અને આવો)

Acts 24:18

ἡγνισμένον ἐν τῷ ἱερῷ

ભક્તિસ્થાનમાં મારા શુદ્ધિકરણની પ્રક્રિયા સમાપ્ત કર્યા પછી

οὐ μετὰ ὄχλου, οὐδὲ μετὰ θορύβου

આ એક અલગ નવા વાક્ય તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં ટોળું એકત્ર કર્યું ન હતું અને ભીડને તોફાન કરવા તરફ પણ દોરી ગયો ન હતો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 24:19

τινὲς

એશિયામાંના યહૂદીઓ

εἴ τι ἔχοιεν

જો તેઓને કઈ કહેવું હોય તો

Acts 24:20

પાઉલ રાજ્યપાલ ફેલિક્સને તેના પર લગાવવામાં આવેલા તહોમત વિષેનો પ્રત્યુત્તર સમાપ્ત કરે છે

αὐτοὶ

અહીં પરિષદના સભ્યો કે જેઓ પાઉલની કાર્યવાહીના સમયે યરૂશાલેમમાં હાજર હતા તેઓનો ઉલ્લેખ કરે છે.

εἰπάτωσαν, τί εὗρον ἀδίκημα…μου

શું તેઓ મારામાં દોષ બતાવી શક્યા છે કે સાબિત કરી શક્યા છે.

Acts 24:21

περὶ ἀναστάσεως νεκρῶν

અમૂર્ત સંજ્ઞા ""પુનરુત્થાન"" એ “ઈશ્વર જીવનમાં પાછા લાવે છે” તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે એટલા માટે કે હું માનું છું કે જેઓ મરણ પામ્યા છે તેઓને ઈશ્વર જીવનમાં પાછા લાવે છે."" (જુઓ: અમૂર્ત નામો અને નામવાચક વિશેષણો)

ἐγὼ κρίνομαι σήμερον ἐφ’ ὑμῶν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક અનુવાદ: “તમે આજે મારો ન્યાય કરો છો” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 24:22

ફેલિક્સ એ વિસ્તારનો રોમન રાજ્યપાલ છે જે કૈસરિયામાં રહે છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 23:24 માં નામનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

τῆς Ὁδοῦ

ખ્રિસ્તીઓ માટે આ શીર્ષક છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 9:2 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ

ὅταν Λυσίας ὁ χιλίαρχος καταβῇ

જ્યારે લુસિયાસ સરદાર આવશે અથવા “જે સમયે લુસિયાસ સરદાર નીચે આવશે ત્યારે”

Λυσίας

આ મુખ્ય સરદારનું નામ છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 23:26 માં આ નામનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

καταβῇ

યરૂશાલેમ કૈસરિયા કરતા ઊંચાણમાં હતું તેથી તેઓના માટે યરૂશાલેમથી નીચે આવવાનું કહેવું સામાન્ય હતું.

διαγνώσομαι τὰ καθ’ ὑμᾶς

તમારી વિરુદ્ધ લગાવેલા આરોપ વિષે હું નિર્ણય લઈશ અથવા ""હું ન્યાય કરીશ કે તમે દોષી છો કે નહીં"".

Acts 24:23

ἔχειν…ἄνεσιν

પાઉલને સ્વતંત્રતા આપો નહિ તો તેને બંદીખાનામાં પૂરો

Acts 24:24

μετὰ δὲ ἡμέρας τινὰς

ઘણા દિવસો પછી

Δρουσίλλῃ, τῇ…γυναικὶ

દ્રુસિલા એ સ્ત્રીનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Ἰουδαίᾳ

આનો અર્થ યહૂદી સ્ત્રી છે. વૈકલ્પિક અનુવાદ: ""જે યહૂદી હતી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 24:25

ἔμφοβος γενόμενος, ὁ Φῆλιξ

ફેલિક્સ કદાચને તેના પાપ વિષે અફઓસ થયો છે.

τὸ νῦν ἔχον

હાલના સમય માટે

Acts 24:26

χρήματα δοθήσεται αὐτῷ ὑπὸ τοῦ Παύλου

ફેલિક્સ અપેક્ષા રાખતો હતો કે પાઉલ તેની સ્વતંત્રતા માટે તેને લાંચ આપશે.

διὸ καὶ πυκνότερον αὐτὸν μεταπεμπόμενος, ὡμίλει αὐτῷ

તેથી ફેલિક્સે વારંવાર તેને બોલાવીને તેની સાથે વાત કરતો હતો

Acts 24:27

ὁ…Πόρκιον Φῆστον

આ નવો રોમન રાજ્યપાલ હતો જે ફેલિક્સના સ્ર્થાને આવ્યો હતો.

θέλων…χάριτα καταθέσθαι τοῖς Ἰουδαίοις

અહીં ""યહૂદીઓ"" એ યહૂદી આગેવાનોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ:""યહૂદી આગેવાનો તેને મારી નાખવા માગતા હતા"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

ὁ Φῆλιξ…κατέλιπε τὸν Παῦλον δεδεμένον

તે પાઉલને જેલમાં મૂકી ગયો

Acts 25

પ્રેરિતોનાં કૃત્યો 25 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

તરફેણ

આ શબ્દનો ઉપયોગ આ અધ્યાયમાં બે જુદી જુદી રીતે કરવામાં આવ્યો છે. જ્યારે યહૂદી આગેવાનો ફેસ્તુસને તરફેણ માટે પૂછ્યું, ત્યારે તેઓએ તેમને તે દિવસે તેમના માટે કંઈક વિશેષ કરવાનું કહ્યું હતું. તેઓ ઇચ્છતા હતા કે તે તેમના માટે કંઈક વિશેષ કરે નહિ કે કંઈક સામાન્ય બાબત. જ્યારે ફેસ્તુસ ""યહૂદીઓની કૃપા મેળવવા માગતો હતો,"" ત્યારે તે ઇચ્છતો હતો કે તેઓ તેને પસંદ કરે અને આવતા મહિનાઓ અને વર્ષોમાં તેમનું પાલન કરે. (જુઓ: પક્ષ, પક્ષ લેવો, તરફેણ, પક્ષપાત)

રોમન નાગરિકત્વ

રોમનો ઇચ્છતા હતા કે ફક્ત રોમન નાગરિકો સાથે ન્યાય પૂર્વક વર્તન કરવામાં આવે. અને જેઓ રોમન નાગરિક ન હોય તેવા લોકો સાથે તેઓ ઇચ્છે તે પ્રમાણે વર્તન કરી શકે છે, પરંતુ તેઓએ રોમનના નિયમોનું પાલન કરવું જરૂરનું છે. કેટલાક લોકોએ જન્મથી જ રોમન નાગરિકત્વ ધારણ કર્યું હતું અને બીજાઓએ રોમન સરકારને નાણાં આપીને રોમન નાગરિક બન્યા હતા. રોમન નાગરિકની જેમ બિન-નાગરિક સાથે તેજ રીતે અધિકારીએ વર્તન કરવું.

Acts 25:1

ફેસ્તુસ કૈસરિયાનો રાજ્યપાલ બન્યો. તમે પ્રેરિતોનાં કૃત્યો 24: 27 માં આ નામનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

પાઉલ કૈસરિયામાં બંદીવાન બની રહ્યો

οὖν

આ શબ્દ વાર્તમાં નવી ઘટનાને રજૂ કરે છે.

Φῆστος…ἐπιβὰς τῇ ἐπαρχείᾳ

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ફેસ્તુસ તેના શાસનની શરૂઆત કરવા માટે તેના વિસ્તારમાં પહોંચ્યો અથવા 2) ફેસ્તુસ ફક્ત આ વિસ્તારમાં આવ્યો.

ἀνέβη εἰς Ἱεροσόλυμα ἀπὸ Καισαρείας

ઉપર ગયો"" શબ્દસમૂહ અહીં વપરાય છે કારણ કે યરૂશાલેમ કૈસરિયા કરતા ઉંચાણમાં વધારે છે.

Acts 25:2

ἐνεφάνισάν…οἱ ἀρχιερεῖς καὶ οἱ πρῶτοι τῶν Ἰουδαίων κατὰ τοῦ Παύλου

આ આક્ષેપો એ વિષે વાત કરે છે જાણે કે તે કોઈ પદાર્થ હોય કે કોઈ વ્યક્તિ બીજા કોઈને લાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""મુખ્ય યાજક અને નામાંકિત યહૂદીઓએ પાઉલના આરોપ ફેસ્તુસને જણાવ્યા” (જુઓ: રૂપક)

παρεκάλουν αὐτὸν

અહીં શબ્દ “તેને” એ ફેસ્તુસનો ઉલ્લેખ કરે છે

Acts 25:3

χάριν κατ’ αὐτοῦ

અહીં શબ્દ “તેને” એ ફેસ્તુસનો ઉલ્લેખ કરે છે

ὅπως μεταπέμψηται αὐτὸν εἰς Ἰερουσαλήμ

આનો અર્થ એ છે કે ફેસ્તુસ તેના સૈનિકોને આદેશ આપશે કે પાઉલને યરૂશાલેમ લઈ આવો. વૈકલ્પિક અનુવાદ: ""કદાચ તે તેના સૈનિકોને આદેશ આપશે કે પાઉલને યરૂશાલેમ લાવે

ἀνελεῖν αὐτὸν κατὰ τὴν ὁδόν

તેઓ સંતાઈને પાઉલ પર હુમલો કરે.

Acts 25:4

અહીં ""અમને"" શબ્દ ફેસ્તુસ અને તેની સાથે મુસાફરી કરતા રોમનોનો ઉલ્લેખ કરે છે, પરંતુ તેના શ્રોતાઓનો નહિ. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

Φῆστος ἀπεκρίθη, τηρεῖσθαι τὸν Παῦλον εἰς Καισάρειαν, ἑαυτὸν δὲ μέλλειν ἐν τάχει ἐκπορεύεσθαι

આ વાક્ય સીધા અવતરણ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ ફેસ્તુસે કહ્યું, 'પાઉલને કૈસરિયામાં કેદ કર્યો છે અને હું થોડા દિવસ ત્યાં જવાનો છું.'"" (જુઓ: પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

Acts 25:5

οἱ οὖν…φησίν, δυνατοὶ συνκαταβάντες

તેણે કહ્યું"" શબ્દસમૂહને શરૂઆતમાં મૂકી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પછી તેણે કહ્યું, 'તેથી, જેઓ કૈસરિયા જવા માટે સમર્થ છે તેઓ અમારી સાથે ત્યાં આવી શકે છે."" (જુઓ: અવતરણો અને અવતરણ શબ્દો)

εἴ τί ἐστιν ἐν τῷ ἀνδρὶ ἄτοπον

જો પાઉલે કંઈક ખોટું કર્યું છે તો

κατηγορείτωσαν αὐτοῦ

તો તમે તેને નિયમના ઉલ્લંઘન માટે આરોપ મૂકી શકો છો અથવા તમે તેના પર તહોમત મૂકી શકો છો

Acts 25:6

અહીં પ્રથમ ત્રણ વખત ""તે"" અને “તેને” શબ્દનો ઉપયોગ થયો છે તે શબ્દો ફેસ્તુસનો ઉલ્લેખ કરે છે. ચોથો શબ્દ ""તે"" પાઉલનો ઉલ્લેખ કરે છે. ""તેઓ"" શબ્દ યરૂશાલેમથી આવેલા યહૂદીઓનો ઉલ્લેખ કરે છે.

καταβὰς εἰς Καισάρειαν

યરૂશાલેમ ભૌગોલીક દ્રષ્ટીએ કૈસરિયા કરતા ઊંચું છે. તેથી યરૂશાલેમમાંથી નીચે જવું એ કહેવું સામાન્ય બાબત છે.

καθίσας ἐπὶ τοῦ βήματος

અહીં ""ન્યાયાસન"" એ પાઉલની કાર્યવાહી માટે ન્યાયાધીશ તરીકે ફેસ્તુસનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ન્યાયાધીશની બેઠક પર બેઠો જ્યાં તે ન્યાય કરશે"" અથવા ""તે ન્યાયાધીશ તરીકે બેઠા"" (જુઓ: ઉપનામ)

τὸν Παῦλον ἀχθῆναι

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “તેના સૈનિકો પાઉલને તેની પાસે લાવ્યા” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 25:7

παραγενομένου δὲ αὐτοῦ

તે હાજર થયો અને ફેસ્તુસ સમક્ષ ઊભો રહ્યો

πολλὰ…βαρέα αἰτιώματα καταφέροντες

કોઈ વ્યક્તિ પર આરોપ લગાવવો એ જાણે કે તે કોઈ પદાર્થ છે જે વ્યક્તિને અદાલતમાં લાવી શકે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ પાઉલ વિરુદ્ધ ઘણા ગંભીર આરોપો કહ્યા"" (જુઓ: રૂપક)

Acts 25:8

εἰς τὸ ἱερὸν

પાઉલ કહે છે કે તેણે યરૂશાલેમના ભક્તિસ્થાનમાં પ્રવેશ કરી શકે તે અંગેના કોઈ નિયમો તોડ્યા નથી. વૈકલ્પિક અનુવાદ: ""ભક્તિસ્થાનમાં પ્રવેશવાના નિયમોની વિરુદ્ધ"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Acts 25:9

પાઉલને કૈસરિયા સમક્ષ ન્યાય માટે લઈ જવામાં આવ્યો

θέλων τοῖς Ἰουδαίοις χάριν καταθέσθαι

અહીં ""યહૂદીઓ"" એટલે કે યહૂદી આગેવાનો. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનોને ખુશ કરવા માગતા હતા"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

εἰς Ἱεροσόλυμα ἀναβὰς

યરૂશાલેમ ભૌગોલીક દ્રષ્ટીએ કૈસરિયા કરતા ઊંચું છે. તેથી યરૂશાલેમમાં નીચે જવું એ કહેવું સામાન્ય બાબત છે.

ἐκεῖ περὶ τούτων κριθῆναι ἐπ’ ἐμοῦ

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યાં હું આ આરોપ અનુસાર તમારો ન્યાય કરીશ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 25:10

ἐπὶ τοῦ βήματος Καίσαρος ἑστώς εἰμι, οὗ με δεῖ κρίνεσθαι

ન્યાયાસન"" એ પાઉલનો ન્યાય કરનાર કૈસરિયાના અધિકારીનો ઉલ્લેખ કરે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું કૈસરિયા સમક્ષ ઊભો છું, જેથી તે મને ન્યાય આપી શકે"" (જુઓ: ઉપનામ અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 25:11

οὖν ἀδικῶ καὶ ἄξιον θανάτου πέπραχά τι, οὐ παραιτοῦμαι τὸ ἀποθανεῖν; εἰ δὲ οὐδέν ἐστιν ὧν οὗτοι κατηγοροῦσίν μου, οὐδείς με δύναται αὐτοῖς χαρίσασθαι

પાઉલ એક કાલ્પનિક પરિસ્થિતિ જણાવી રહ્યા છે. જો તે દોષી હોય, તો હું સજા સ્વીકારૂ છું, પરંતુ તે જાણે છે કે તે દોષી નથી. (જુઓ: આનુમાનિત પરિસ્થિતિઓ)

εἰ…ἄξιον θανάτου πέπραχά τι

જો મેં કંઈક ખોટું કર્યું છે કે જેનાથી હું મરણની સજા ભોગવવાને લાયક છું

οὐδέν ἐστιν ὧν οὗτοι κατηγοροῦσίν

જો મારી પર લગાવેલ આરોપો સાચા નથી તો

οὐδείς με δύναται αὐτοῖς χαρίσασθαι

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ફેસ્તુસ પાસે પાઉલને આ ખોટા આરોપીઓને સોંપવાનો કાયદેસર અધિકાર નથી અથવા 2) પાઉલ કહેતો હતો કે જો તેણે કંઈપણ ખોટું કર્યું નથી, તો રાજ્યપાલે યહૂદીઓની વિનંતી અનુસાર ન્યાય ન કરવો જોઈએ.

Καίσαρα ἐπικαλοῦμαι

હું માગું છું કે હું કૈસર સમક્ષ જાઉં જેથી તે મારો ન્યાય કરે

Acts 25:12

μετὰ τοῦ συμβουλίου

આ સભાસ્થાન નથી કે જેને સમગ્ર પ્રેરિતોનાં કૃત્યોમાં ""સભા"" તરીકે ઓળખવામાં આવે છે. રોમન સરકારની આ એક રાજકીય સભા છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમના પોતાના સરકારી સલાહકારો સાથે

Acts 25:13

રાજા અગ્રીપા અને બરનિકા વાર્તામાં નવા લોકો છે. તેમ છતાં તેમણે ફક્ત થોડા પ્રદેશો પર શાસન કર્યું હતું, રાજા અગ્રીપા પેલેસ્તાઇનમાં હાલના રાજા તરીકે રાજ કરે છે. બરનિકા એ અગ્રીપાની બહેન છે. (જુઓ: નવા અને જૂના પાત્રોનો પરિચય અને નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

ફેસ્તુસ પાઉલનો કેસ રાજા અગ્રીપાને સમજાવે છે.

δὲ

આ શબ્દ રચના વાર્તામાં નવી ઘટનાનો ઉલ્લેખ કરે છે.

ἀσπασάμενοι τὸν Φῆστον

સત્તાવાર બાબત વિષે ફેસ્તુસની મુલાકાત લે છે

Acts 25:14

ἀνήρ τὶς ἐστιν καταλελειμμένος ὑπὸ Φήλικος δέσμιος

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે ફેલિક્સ કાર્યાલયથી નીકળ્યા ત્યારે તે ત્યાં વ્યક્તિને અહીં જેલમાં મૂકી ગયા” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Φήλικος

ફેલિક્સ એ વિસ્તારનો રોમન રાજ્યપાલ હતો જે કૈસરિયામાં રહેતો હતો. તમે પ્રેરિતોનાં કૃત્યો 23:24 માં આ નામનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Acts 25:15

περὶ οὗ…ἐνεφάνισαν

કોઈને અદાલતમાં આરોપ લગાવવા માટે એવું બોલવામાં આવે છે જાણે કે તે કોઈ વસ્તુ હોય જે વ્યક્તિ તેને અદાલતમાં લાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""આ માણસ વિરુદ્ધ મારી સાથે વાત કરી"" (જુઓ: રૂપક)

αἰτούμενοι κατ’ αὐτοῦ καταδίκην

અમૂર્ત સંજ્ઞા ""સજા"" અને ""નિંદા"" ક્રિયાપદો તરીકે વ્યક્ત કરી શકાય છે. ""સજાની સુનાવણી"" આ શબ્દસમૂહ સૂચવે છે કે તેઓ વિનંતી કરી રહ્યા હતા કે પાઉલને ફાંસીની સજા આપવામાં આવે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ મને દેહાતદંડની સજા કરવાનું કહ્યું"" અથવા ""તેઓએ મને દેહાતદંડની સજા આપવાનું કહ્યું"" (જુઓ: અમૂર્ત નામો અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 25:16

χαρίζεσθαί τινα ἄνθρωπον

અહીં ""સોંપવું"" કોઈને લોકો પાસે મોકલવા જેથી તેને સજા કરે અથવા મારી નાખે એ દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈપણને કોઈને શિક્ષા કરવા દો"" અથવા ""કોઈને પણ દેહાતદંડની સજા કરવી"" (જુઓ: રૂપક)

πρὶν ἢ ὁ κατηγορούμενος, κατὰ πρόσωπον…τοὺς κατηγόρους

અહીં ""તેના આરોપીઓનો સામનો કરવો"" એ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે જે લોકો તેના પર આરોપ લગાવતા હોય તેમને મળવું. વૈકલ્પિક અનુવાદ: ""જેને લોકોએ આરોપી ગણાવ્યો હતો તેની સાથે આરોપ લગાવનારની મુલાકાત કરવી"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Acts 25:17

οὖν

કારણ કે મેં જે કહ્યું છે તે સાચું છે. ફેસ્તુસે હમણાં જ કહ્યું હતું કે આરોપી માણસે તેના આરોપીઓનો સામનો કરી પોતાનો બચાવ કરવો જોઈએ.

συνελθόντων…ἐνθάδε

જ્યારે યહૂદી આગેવાનો મને મળવાને અહીં આવ્યા

καθίσας ἐπὶ τοῦ βήματος

અહીં ""ન્યાયાસન"" એ ન્યાયાધીશ તરીકે પાઉલની સુનાવણી અંગેના ફેસ્તુસના ચુકાદાને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું ન્યાયાધીશ તરીકે ન્યાયાસન પર બેઠો છું"" અથવા ""હું ન્યાયાધીશ તરીકે બેઠો છું"" (જુઓ: ઉપનામ)

ἐκέλευσα ἀχθῆναι τὸν ἄνδρα

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “મેં સૈનિકોને આદેશ કર્યો કે તેઓ પાઉલને મારી સમક્ષ હાજર કરે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 25:19

τῆς ἰδίας δεισιδαιμονίας

અહીં “ધર્મ” એટલે કે લોકોને વિશ્વાસનું માળખું જે લોકોને જીવન અને અલૌકિક શક્તિ પ્રત્યે છે.

Acts 25:20

κἀκεῖ κρίνεσθαι περὶ τούτων

તપાસ મોકલવી"" એ ન્યાયાધીશ સાથે વાત કરવી કે જેથી તે નિર્ણય કરે કે વ્યક્તિ સાચી કે ખોટી છે એ દર્શાવવાનો રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: ""આ આરોપો અંગે તપાસ કરો"" અથવા ""ન્યાયાધીશ નક્કી કરશે કે આ વ્યક્તિ વિરુદ્ધ લગાવેલા આરોપો સાચા છે કે નહીં"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Acts 25:21

ફેસ્તુસ રાજા અગ્રીપા સમક્ષ પાઉલનો પ્રસંગનું વર્ણન પૂર્ણ કરે છે.

τοῦ δὲ Παύλου ἐπικαλεσαμένου τηρηθῆναι αὐτὸν εἰς τὴν τοῦ Σεβαστοῦ διάγνωσιν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ જ્યારે પાઉલે આગ્રહ કર્યો કે તે સમ્રાટ તેના પ્રસંગનો નિર્ણય લે ત્યાં સુધી રોમન રક્ષકની હેઠળ રહે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐκέλευσα τηρεῖσθαι αὐτὸν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં સૈનિકોને તેનો જાપતો રાખવાનો આદેશ આપ્યો"" અથવા ""મેં સૈનિકોને તેની રક્ષા કરવાનું કહ્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 25:22

αὔριον, φησίν, ἀκούσῃ αὐτοῦ

ફેસ્તુસે કહ્યું"" શબ્દસમૂહની શરૂઆતમાં મૂકી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ફેસ્તુસે કહ્યું, 'હું તમને કાલે પાઉલની વાત સાંભળવાની વ્યવસ્થા કરીશ."" ""(જુઓ: અવતરણો અને અવતરણ શબ્દો)

Acts 25:23

તેમ છતાં તેમણે ફક્ત થોડા પ્રદેશો પર રાજ કર્યું હતું, પરંતુ અગ્રીપા પેલેસ્તાઇનનો રાજા હતો. બરનિકા તેની બહેન હતી. તમે પ્રેરિતોનાં કૃત્યો 25:13 માં આ નામોનું અનુવાદ કેવી રીતે કર્યું છે.

ફેસ્તુસ ફરીથી રાજા અગ્રીપાને પાઉલ વિષેની માહિતી આપે છે.

μετὰ πολλῆς φαντασίας

તેઓને સન્માન આપવાના મહાન પ્રસંગ સાથે

τὸ ἀκροατήριον

આ એક મોટો ઓરડો હતો જ્યાં લોકો વિધિ, કાર્યવાહી અને અન્ય કાર્યક્રમો માટે એકઠા થાય છે.

ἤχθη ὁ Παῦλος

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""સૈનિકોએ પાઉલને તેમની સમક્ષ રજૂ કર્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 25:24

ἅπαν τὸ πλῆθος τῶν Ἰουδαίων

સર્વ"" શબ્દ એ એક અતિશયોક્તિ છે જે ભાર મૂકવા માટે વપરાય છે કે મોટી સંખ્યામાં યહૂદીઓ પાઉલનું મરણ ઇચ્છે છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદીઓની મોટી સંખ્યા"" અથવા ""ઘણાં યહૂદી આગેવાનો"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

βοῶντες

તેઓ ખૂબ જ ભારપૂર્વક મારી સાથે વાત કરી છે

μὴ δεῖν αὐτὸν ζῆν μηκέτι

આ નિવેદન હકારાત્મક સમકક્ષ પર ભાર મૂકવા માટે નકારાત્મક બનાવવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણે તરત જ મરણ પામવું જોઈએ"" (જુઓ: વક્રોક્તિ)

Acts 25:25

અહીં પ્રથમ “તમે” બહુવચન છે; અને બીજું “તમે” એકવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

δὲ τούτου ἐπικαλεσαμένου τὸν Σεβαστὸν

કારણ કે તેણે કહ્યું કે સમ્રાટ તેનો ન્યાય કરે તેવી તેની ઇચ્છા છે

τὸν Σεβαστὸν

સમ્રાટ એ રોમન સામ્રાજ્યનો રાજ્યકર્તા હતો. તે ઘણાં દેશો અને પ્રાંતો પર રાજ કરતો હતો.

Acts 25:26

προήγαγον αὐτὸν ἐφ’ ὑμῶν, καὶ μάλιστα ἐπὶ σοῦ, Βασιλεῦ Ἀγρίππα

તેથી હું પાઉલને તમારી સમક્ષ લાવ્યો, પરંતુ વિશેષ કરીને તમારી, રાજા અગ્રીપા સમક્ષ.

ὅπως…σχῶ τι γράψω

જેથી મને કંઈક લખી મોકલવાનું મળી આવે અથવા “તેથી હું જાણું કે મારે શું લખવું જોઈએ”

Acts 25:27

ἄλογον…μοι δοκεῖ πέμποντα δέσμιον, μὴ καὶ…σημᾶναι

નકારાત્મક શબ્દો ""ગેરવાજબી"" અને ""નહીં"" સકારાત્મક સ્વરૂપમાં કહી શકાય. વૈકલ્પિક અનુવાદ: ""તેના પરના તહોમત દર્શાવવા તેને બદલે તે મારા માટે અયોગ્ય છે કે જો હું તે કેદીને તમને મોકલી આપીશ"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

τὰς κατ’ αὐτοῦ αἰτίας

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) યહૂદી આગેવાનો તેની વિરુદ્ધ લાવેલા આરોપો અથવા 2) આરોપને લગતા રોમનના નિયમો કે જે પાઉલના કેસમાં તેને પણ લાગુ પડે છે.

Acts 26

પ્રેરિતોનાં કૃત્યો 26 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

પ્રેરિતોનાં કૃત્યોના પુસ્તકમાં પાઉલના બદલાણનો આ ત્રીજો અહેવાલ છે. શરૂઆતની મંડળીમાં આ એક અગત્યની ઘટના હોવાથી, ત્યાં પાઉલના બદલાણના ત્રણ અહેવાલો જોવા મળે છે. (જુઓ: પ્રેરિતોનાં કૃત્યો 9 અને પ્રેરિતોનાં કૃત્યો 22)

પાઉલે રાજા અગ્રીપાને કહ્યું કે તેણે શા માટે એ કર્યું અથવા તે શા માટે કર્યું અને તે માટે રાજ્યપાલે તેને સજા કરવી જોઈએ નહિ.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

પ્રકાશ અને અંધકાર

બાઈબલ ઘણી વાર અન્યાયી લોકો વિષે કહે છે કે જેઓ ઈશ્વરને પસંદ પડે એવા કામ કરતા નથી જાણે કે તેઓ અંધકારમાં ચાલતા હોય. તે પ્રકાશની વાત કરે છે જાણે કે તે જ તે પાપી લોકોને ન્યાયી બનવા, જે ખોટું કરી રહ્યા છે તેમને સમજવા અને ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવાનું શરૂઆત કરે. (જુઓ: ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું)

Acts 26:1

ફેસ્તુસ પાઉલને રાજા અગ્રીપા સમક્ષ લાવ્યો હતો. કલમ 2 માં, પાઉલ રાજા અગ્રીપાને પોતાના બચાવનો પ્રત્યુત્તર આપે છે.

Ἀγρίππας

અગ્રીપા રાજા હાલ પેલેસ્તાઇનમાં રાજ કરતો હતો, જોકે તેણે ફક્ત અમુક પ્રદેશો પર શાસન કર્યું હતું. તમે પ્રેરિતોનાં કૃત્યો 25:13 માં આ નામનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

ἐκτείνας τὴν χεῖρα

હાથ લાંબો કરીને અથવા “હાથનો ઇશારો કરીને”

ἀπελογεῖτο

અમૂર્ત સંજ્ઞા ""સંરક્ષણ"" એક ક્રિયાપદ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે લોકો તેમના પર આરોપ લગાવતા હતા તેમની સામે પોતાનો બચાવનો પ્રયત્ન કર્યો"" (જુઓ: અમૂર્ત નામો)

Acts 26:2

ἥγημαι ἐμαυτὸν μακάριον

પાઉલ ખુશ હતો કારણ કે તેણે અગ્રીપા સમક્ષ તેના હાજર હોવાને સુવાર્તા વિષે બોલવાની તક ગણાવી હતી.

ἀπολογεῖσθαι

આ વાક્યનો અર્થ કોઈની પરિસ્થિતિનું વર્ણન કરવું છે, જેથી અદાલતમાં તે તેના વિષે ચર્ચા કરી શકે અને નિર્ણય લઈ શકે. વૈકલ્પિક અનુવાદ: ""મારી જાતનો બચાવ કરવા માટે

περὶ πάντων ὧν ἐνκαλοῦμαι ὑπὸ Ἰουδαίων

અમૂર્ત સંજ્ઞા ""આરોપ"" ક્રિયાપદ ""તહોમત"" તરીકે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""સર્વ જ યહૂદીઓ વિષે જેઓ મારા પર આરોપ લગાવે છે"" (જુઓ: અમૂર્ત નામો)

Ἰουδαίων

આનો અર્થ સર્વ યહૂદીઓ નથી. વૈકલ્પિક અનુવાદ: “યહૂદી આગેવાનો” (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Acts 26:3

ζητημάτων

આ કેવા પ્રકારના પ્રશ્નો છે તેનો અર્થ તમે સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ધાર્મિક બાબતો વિષેના પ્રશ્નો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 26:4

πάντες οἱ Ἰουδαῖοι

આ એક સામાન્ય બાબત છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ સામાન્ય રીતે જેઓ પાઉલ વિષે જાણતા હતા તે યહૂદીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદીઓ"" અથવા 2) આ ફરોશીઓનો ઉલ્લેખ કરે છે જેઓ પાઉલને જાણતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનો"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

ἐν τῷ ἔθνει μου

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તેના પોતાના લોકો મધ્યે, ઇઝરાએલની ભૌગોલિક ભૂમિ આવશ્યક નથી અથવા 2) ઇઝરાએલની ભૂમિમાં.

Acts 26:5

τὴν ἀκριβεστάτην αἵρεσιν τῆς ἡμετέρας θρησκείας

યહૂદી ધર્મના સર્વ ચુસ્ત નિયમ પ્રમાણે જીવતો હતો

Acts 26:6

અહીં “તમે” બહુવચન છે અને જે લોકો પાઉલને સાંભળતા હતા તેઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

νῦν

આ શબ્દ વર્તમાનમાં પોતાને વિષે વાત કરવા માટે તેના ભૂતકાળની ચર્ચા કરતી બાબતને દર્શાવવાની નીશાની છે

ἕστηκα κρινόμενος

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું અહીં છું, જેઓ મારી તપાસ કરવા માંગે છે તેઓ ક્યા છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐπ’ ἐλπίδι τῆς εἰς τοὺς πατέρας ἡμῶν ἐπαγγελίας, γενομένης ὑπὸ τοῦ Θεοῦ

આ વચન વિષે વાત કરે છે જાણે કે તે કંઈક છે જે કોઈ વ્યક્તિ શોધતું હોય અને મળી જાય. વૈકલ્પિક અનુવાદ: ""હું ઇચ્છું છું કે જે વચન ઈશ્વરે આપણા પૂર્વજોને આપ્યું હતું તેની આશાને લીધે હું રાહ જોઈ રહ્યો છું"" (જુઓ: રૂપક)

Acts 26:7

εἰς ἣν τὸ δωδεκάφυλον ἡμῶν…ἐλπίζει καταντῆσαι

આપણી બાર જાતિઓ"" શબ્દસમૂહ તે જાતિના લોકો માટે વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: ""બાર જાતિના અમારા સાથી યહૂદીઓ પણ જેની રાહ જોઈ રહ્યા છે"" (જુઓ: ઉપનામ)

εἰς ἣν…ἐλπίζει καταντῆσαι

આ વચન વિષે કહે છે જાણે કે તે કોઈ પદાર્થ હોય જેને પ્રાપ્ત કરી શકાય છે. (જુઓ: રૂપક)

νύκτα καὶ ἡμέραν λατρεῦον

આતૂરતાથી “રાત” અને “દિવસ” એટલે કે તેઓ “ઈશ્વરની સતત ભક્તિ કરે છે.” (જુઓ: મેરિઝમ)

ὑπὸ Ἰουδαίων

આનો અર્થ સર્વ યહૂદીઓ નથી. વૈકલ્પિક અનુવાદ: ""કે યહૂદીઓના આગેવાનો” (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Acts 26:8

τί ἄπιστον κρίνεται παρ’ ὑμῖν, εἰ ὁ Θεὸς νεκροὺς ἐγείρει

ઉપસ્થિત યહૂદીઓને પડકારવા પાઉલ પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેઓ માને છે કે ઈશ્વર મરણ પામેલાને સજીવન કરી શકે છે, પરંતુ ઈશ્વરે ઈસુને સજીવન કર્યો છે તે વિશ્વાસ કરતા નથી. આ નિવેદન તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારામાંથી કોઈપણ એવું વિચારી શકતું નથી કે ઈશ્વર મૂએલાંઓને સજીવન કરે છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

νεκροὺς ἐγείρει

અહીં ઉઠાડવું એ કોઈને મરણમાંથી ફરી સજીવન કરવાનું દર્શાવે છે જે ઉઠાડવા માટેનો એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: ""મૂએલાંઓને ફરીથી સજીવન કરશે

Acts 26:9

μὲν οὖν

પાઉલ આ વાક્યનો ઉપયોગ તેના બચાવમાં બીજી વાર પ્રત્યુત્તર આપે છે તે ચિહ્નિત કરે છે. હવે તે વર્ણન કરે છે કે તેણે અગાઉ ઈસુના લોકોની કેવી રીતે સતાવણી કરી હતી.

πρὸς τὸ ὄνομα Ἰησοῦ…ἐναντία

અહીં ""નામ"" શબ્દ વ્યક્તિ વિષેના શિક્ષણનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકોને ઈસુ વિષેનું શિક્ષણ આપતા અટકાવવા"" (જુઓ: ઉપનામ)

Acts 26:10

ἀναιρουμένων…αὐτῶν, κατήνεγκα ψῆφον

માર્યા ગયા"" શબ્દસમૂહ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં અન્ય યહૂદી આગેવાનો સાથે કરારમાં સંમતી દર્શાવી હતી કે તેઓ વિશ્વાસીઓને મરણ પામતા સુધી સજા કરો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 26:11

πολλάκις τιμωρῶν αὐτοὺς

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) પાઉલે કેટલાક વિશ્વાસીઓને ઘણી વાર સજા કરી છે અથવા 2) પાઉલે ઘણાં અલગ અલગ વિશ્વાસીઓને સજા કરી છે.

Acts 26:12

રાજા અગ્રીપા સાથે વાત કરતા, પાઉલ કહે છે કે પ્રભુએ તેની સાથે વાત કરી હતી.

ἐν οἷς

પાઉલ આ વાક્યનો ઉપયોગ તેના બચાવના પ્રત્યુત્તરમાં બીજી વાર ચિહ્નિત કરે છે. હવે તે જણાવે છે કે તેણે કેવી રીતે ઈસુને જોયા અને તેનો શિષ્ય બન્યો.

ἐν οἷς

આ શબ્દ એક જ સમયે બનતી બે ઘટનાને દર્શાવવા માટે વપરાયો છે. આ કિસ્સામાં, પાઉલ જ્યારે ખ્રિસ્તીઓને સતાવવા દમસ્કમાં ગયો તે સમયે.

μετ’ ἐξουσίας καὶ ἐπιτροπῆς

પાઉલે પાસે યહૂદી આગેવાનો દ્વારા લખેલો પત્ર હતો, તેને યહૂદી વિશ્વાસીઓ પર સતાવણી કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.

Acts 26:14

ἤκουσα φωνὴν, λέγουσαν πρός με

અહીં ""વાણી"" એ બોલનાર વ્યક્તિ માટે વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં કોઈને મારી સાથે વાત કરતા સાંભળ્યા જેમણે કહ્યું"" (જુઓ: ઉપનામ)

Σαοὺλ, Σαούλ, τί με διώκεις

આ એક અલંકારિક પ્રશ્ન છે. વક્તા શાઉલને શાઉલ શું કરી રહ્યો છે તેની ચેતવણી આપી રહ્યો છે, અને સૂચવે છે કે શાઉલે એવું ન કરવું જોઈએ. વૈકલ્પિક અનુવાદ: ""શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે."" અથવા ""શાઉલ, શાઉલ, મને સતાવવાનું બંધ કરો."" (જુઓ: https://git.door43.org/STR/gu_ta/src/branch/master/translate/figs-rquestion/01.md)

σκληρόν σοι πρὸς κέντρα λακτίζειν

ઈસુનો પ્રતિકાર કરવો અને વિશ્વાસીઓને સતાવવા એ પાઉલ માટે એવું કહેવાય જાણે તે કોઈ બળદ હતો જે તીક્ષ્ણ લાકડી પર લાત મારતો હતો જેનો ઉપયોગ વ્યક્તિ પ્રાણીને (અથવા ""પરોણી"") થી નિયંત્રિત કરે છે. તેનો અર્થ એ છે કે પાઉલ ફક્ત પોતાને નુકસાન પહોંચાડી રહ્યો છે વૈકલ્પિક અનુવાદ: ""જેમ બળદ પરોણીથી પોતાને તકલીફ આપી રહ્યો છે તેમ તમે પોતાને નુકસાન પહોંચાડશો"" (જુઓ: રૂપક)

Acts 26:15

પાઉલ રાજા અગ્રીપાને પોતાનો પ્રત્યુત્તર આપી રહ્યા છે. આ કલમમાં તે ઈશ્વર સાથેની તેમની વાતચીતને દર્શાવે છે.

Acts 26:18

ἀνοῖξαι ὀφθαλμοὺς αὐτῶν

લોકોને સત્ય સમજાવવામાં મદદ કરવા વિષે વાત કરવામાં આવી છે જાણે કે કોઈ વ્યક્તિ કોઈની આંખો ખોલવા માટે શાબ્દિક રીતે મદદ કરી રહ્યું હોય. (જુઓ: રૂપક)

ἐπιστρέψαι ἀπὸ σκότους εἰς φῶς

દુષ્ટતા કરવાનું બંધ કરવામાં કોઈને મદદ કરવી અને ઈશ્વર પર વિશ્વાસ કરવો અને તેની આજ્ઞાનું પાલન કરવા મદદ કરવી તે જાણે કે વ્યક્તિ કોઈને અંધકારમાંથી પ્રકાશની જગ્યાએ લઈ જાય છે. (જુઓ: રૂપક)

ἐπιστρέψαι ἀπὸ…τῆς ἐξουσίας τοῦ Σατανᾶ

કોઈને શેતાનની આજ્ઞાનું પાલન કરવાનું અટકાવવા અને ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવાનું શરૂ કરવું તે જાણે કે કોઈ વ્યક્તિ શાબ્દિક રૂપે કોઈ વ્યક્તિનું રૂપાંતર કરી રહ્યો છે અને જ્યાં શેતાન રાજ કરે છે ત્યાંથી તેને લઈ જઈ ઈશ્વરના રાજ્યમાં તેને લાવવું. (જુઓ: રૂપક)

τοῦ λαβεῖν αὐτοὺς ἄφεσιν ἁμαρτιῶν

અમૂર્ત સંજ્ઞા ""માફી"" ક્રિયાપદ ""ક્ષમા"" તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેમના પાપ માફ કરે"" (જુઓ: અમૂર્ત નામો)

અમૂર્ત સંજ્ઞા ""વારસાઈ"" ક્રિયાપદ “વારસ” તરીકે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું જે આપીશ તે તેઓને વારસામાં મળશે"" (જુઓ: અમૂર્ત નામો)

κλῆρον

જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે તેમને તે આશીર્વાદ આપે છે તે જાણે કે બાળકો તેમના પિતા પાસેથી વારસો પ્રાપ્ત કરશે એ દર્શાવે છે. (જુઓ: રૂપક)

τοῖς ἡγιασμένοις πίστει τῇ εἰς ἐμέ

ઈસુએ કેટલાક લોકોને પોતાના બનવા પસંદ કરે છે, જેમ કે તેઓ શાબ્દિક રૂપે અન્ય લોકોથી અલગ કરે છે. (જુઓ: રૂપક)

πίστει τῇ εἰς ἐμέ

કારણ કે તેઓ મારા પર વિશ્વાસ કરે છે. અહીં પાઉલ પ્રભુને ટાંકવાનું પૂર્ણ કરે છે.

Acts 26:19

ὅθεν

કારણ કે મેં જે કહ્યું છે તે સાચું છે. પાઉલે હમણાં જ સમજાવ્યું હતું કે પ્રભુએ તેને તેના દર્શનમાં કઈ આજ્ઞા આપી હતી.

οὐκ ἐγενόμην

આ હકારાત્મક વાક્ય તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “મેં પાલન કર્યું” (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

τῇ οὐρανίῳ ὀπτασίᾳ

આ જણાવે છે કે પાઉલને દર્શનમાં શું કહ્યું હતું. વૈકલ્પિક અનુવાદ: ""વ્યક્તિએ આકાશમાંથી મને દર્શનમાં શું કહ્યું"" (જુઓ: ઉપનામ)

Acts 26:20

ἐπιστρέφειν ἐπὶ τὸν Θεόν

ઈશ્વર પર વિશ્વાસ કરવાનું શરૂ કરવું તે જાણે કે કોઈ વ્યક્તિ ઈશ્વરના માર્ગમાં ચાલવાનું શરૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર પર ભરોસો કરવો"" (જુઓ: રૂપક)

ἄξια τῆς μετανοίας ἔργα πράσσοντας

અમૂર્ત સંજ્ઞા ""પસ્તાવો"" ક્રિયાપદ “પશ્ચાતાપ” તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""સારા કાર્યો કરવાનું શરૂ કરવું એ જાણે કે તમે સાચે જ પસ્તાવો કર્યો છે"" (જુઓ: અમૂર્ત નામો)

Acts 26:21

Ἰουδαῖοι

આનો અર્થ સર્વ યહૂદીઓ નથી. વૈકલ્પિક અનુવાદ: ""કેટલાક યહૂદીઓ"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

Acts 26:22

પાઉલ રાજા અગ્રીપા સમક્ષ તેનો પ્રત્યુત્તર પૂર્ણ કરે છે.

μικρῷ τε καὶ μεγάλῳ, οὐδὲν

અહીં ""સામાન્ય લોકો"" અને ""મોટા લોકો"" નો અર્થ ""સર્વ લોકો"" એમ ઉપયોગ કર્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""સર્વ લોકો માટે, ભલે તે નાના કે મોટા, કંઈપણ નથી"" (જુઓ: https://git.door43.org/STR/gu_ta/src/branch/master/translate/figs-merism/01.md)

οὐδὲν ἐκτὸς…ὧν

આ સકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ચોક્કસ વસ્તુ વિષે કે

ὧν τε οἱ προφῆται

પાઉલ જૂના કરારના પ્રબોધકો વિષેના સામૂહિક લખાણોનો ઉલ્લેખ કરે છે.

Acts 26:23

εἰ παθητὸς ὁ Χριστός

તમે સ્પષ્ટ કરી શકો છો કે ખ્રિસ્તનું મરણ પણ થવું જ જોઈએ. વૈકલ્પિક અનુવાદ: ""ખ્રિસ્તે દુઃખ સહન કરવું અને મરણ પામવું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἐξ ἀναστάσεως

જીવનમાં પાછા આવવું

νεκρῶν

મરણ પામેલ"" શબ્દસમૂહનો અર્થ મરણ પામેલા આત્માઓનો ઉલ્લેખ કરે છે. તેઓની મધ્યેથી સજીવન થવું એ જાણે કે ફરીથી જીવંત બનવું.

φῶς μέλλει καταγγέλλειν

તે અજવાળા વિષે શાહેદી આપશે. ઈશ્વર લોકોને કેવી રીતે બચાવે છે તે વિષે લોકોને કહેશે તે જાણે કે કોઈ વ્યક્તિ પ્રકાશ વિષે વાત કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર લોકોને કેવી રીતે બચાવે છે તે વિષેનો સંદેશ લોકોને જાહેર કરશે"" (જુઓ: રૂપક)

Acts 26:24

પાઉલ અને રાજા અગ્રીપા બંને વાત કરે છે.

μαίνῃ

તું બકવાસ બોલી રહ્યો છે અથવા “તું ઘેલો થયો છે”

τὰ πολλά σε γράμματα εἰς μανίαν περιτρέπει

તું ઘણું શીખ્યો છે તેથી તું હવે ઘેલો થઈ ગયો છે

Acts 26:25

οὐ μαίνομαι…ἀλλὰ

આ સકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું સમજદાર છું ... અને"" અથવા ""હું સારી રીતે વિચારી શકું છું ... અને” (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

κράτιστε Φῆστε

ફેસ્તુસ જે સર્વોચ્ચ સન્માનને પાત્ર છે

Acts 26:26

γὰρ…ὁ βασιλεύς, πρὸς ὃν…αὐτὸν

પાઉલ હજી પણ રાજા અગ્રીપા સાથે વાત કરી રહ્યો છે, પરંતુ તે પોતાને ત્રીજા વ્યક્તિના રૂપમાં ઉલ્લેખ કરી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા માટે...તમને...તમારા તરફથી"" (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

παρρησιαζόμενος λαλῶ

પાઉલ રાજા સાથે ખ્રિસ્તની વાત કરવામાં ભયભીત થયો નહિ. વૈકલ્પિક અનુવાદ: ""હું નીડરતાથી બોલું છું

πείθομαι

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. “મને ખાતરી છે” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

λανθάνειν…αὐτὸν τι τούτων οὐ

આ વાક્ય સક્રિય અને સકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કે તે આ વિષે જાણે છે"" અથવા ""કે તમે આ વિષે જાણો છો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને વક્રોક્તિ)

οὐ…ἐστιν ἐν γωνίᾳ πεπραγμένον τοῦτο

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""બાબત એક ખૂણામાં બની નથી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐν γωνίᾳ

એટલે કે ગુપ્ત રીતે કંઈક કરવું, જો કોઈ વ્યક્તિએ ઓરડાના એક ખૂણામાં જઈને કંઈક કરવું છે જ્યાં કોઈ તેને જોઈ શકે નહિ. વૈકલ્પિક અનુવાદ: ""અંધારાવાળી જગ્યામાં"" અથવા ""ગુપ્તમાં"" (જુઓ: રૂપક)

Acts 26:27

πιστεύεις, Βασιλεῦ Ἀγρίππα, τοῖς προφήταις

પાઉલ આ પ્રશ્ન અગ્રીપાને યાદ કરાવવા માટે પૂછે છે કે અગ્રીપા પહેલેથી જ વિશ્વાસ કરે છે કે પ્રબોધકોએ ઈસુ વિષે કહ્યું હતું. આ વાક્ય નિવેદન તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""રાજા અગ્રીપા, હું જાણું છું તમે વિશ્વાસ કરો છો જે યહૂદી પ્રબોધકોએ કહ્યું હતું."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Acts 26:28

ἐν ὀλίγῳ με πείθεις Χριστιανὸν ποιῆσαι

અગ્રીપા પાઉલને બતાવવા માટે આ પ્રશ્ન પૂછે છે કે તેઓ વધુ પુરાવા વિના અગ્રીપાને એટલી સરળતાથી મનાવી શકતા નથી. આ વાક્ય નિવેદન તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ચોક્કસ તમે મને એટલી સરળતાથી ઈસુ પર વિશ્વાસ કરવા માટે તમે મનાવી શકતા નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

Acts 26:29

παρεκτὸς τῶν δεσμῶν τούτων

અહીં ""જેલની સાંકળો"" એ કેદી બનવા માટે વપરાયેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ, હા, હું ઇચ્છતો નથી કે તમે મારા જેવા કેદી બનો"" (જુઓ: ઉપનામ)

Acts 26:30

બરનિકા રાજા અગ્રીપાની બહેન હતી (પ્રેરિતોનાં કૃત્યો 25:13).

અહીં રાજા અગ્રીપા સમક્ષ પાઉલનો અંતિમ સમય આવે છે

ἀνέστη τε ὁ βασιλεὺς καὶ ὁ ἡγεμὼν

રાજા અગ્રીપા અને રાજ્યપાલ ફેસ્તુસ સર્વ ઊભા થયા

Acts 26:31

આ એક મોટો ઓરડો હતો જે વિધિ, તપાસ અને ઉત્સવોના માટે ઉપયોગમાં લેવાય છે.

οὐδὲν θανάτου ἢ δεσμῶν ἄξιον τι πράσσει ὁ ἄνθρωπος οὗτος

અમૂર્ત સંજ્ઞા ""મરણ"" એ “મરવું”ક્રિયાપદ તરીકે વર્ણવી શકાય છે. અહીં ""બંધન"" જેલમાં હોવાનું દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""આ માણસે મરણને યોગ્ય અથવા બંદીવાનને યોગ્ય એવું કશું જ કર્યું નથી"" (જુઓ: અમૂર્ત નામો અને ઉપનામ)

Acts 26:32

ἀπολελύσθαι ἐδύνατο ὁ ἄνθρωπος οὗτος

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આ માણસને છોડી દેવામાં આવ્યો હોત"" અથવા ""હું આ માણસને મુક્ત કરી શક્યો હોત"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 27

પ્રેરિતોનાં કૃત્યો 27 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

હંકારવું

સમુદ્રની નજીક રહેતા લોકો પવન દ્વારા ચાલતી નાવમાં મુસાફરી કરતા હતા. વર્ષના કેટલાક મહિના દરમિયાન, પવન ખોટી દિશામાં ફૂંકાય છે અથવા ખૂબ સખત કે હંકારવું અને સફર અશક્ય હતો.

ભરોસો

પાઉલે ઈશ્વર પર ભરોસો કર્યો કે તે તેને સુરક્ષિત રીતે જમીન પર પહોંચાડશે. તેણે નૌકાઓ અને સૈનિકોને પણ કહ્યું કે ઈશ્વર પર વિશ્વાસ રાખો કે તે તેમને પણ જીવંત રાખશે. (જુઓ :ભરોસો/વિશ્વાસ, વિશ્વાસ કર્યો, વિશ્વસનીય, વિશ્વસનીયતા)

પાઉલે રોટલી ભાંગી

અહીં લૂક સમાન શબ્દોનો ઉપયોગ કરે છે કે પાઉલે રોટલી લીધી, ઈશ્વરનો અભાર માન્યો, તેને ભાંગી અને ખાધી એ ઈસુએ લીધેલું શિષ્યો સાથેનું છેલ્લું ભોજન પ્રગટ કરે છે. તેમ છતાં અહીં તમારા અનુવાદથી તમારા વાચકને એવો વિચાર ન આવવો જોઈએ કે પાઉલ અહીં ધાર્મિક ઉજવણીની આગેવાની કરી રહ્યો છે.

Acts 27:1

અદ્રમુત્તિયા એ શહેર છે જે સંભવતઃ હાલમાં તૂર્કીના પશ્ચિમ કાંઠે આવેલું છે. ""અમે"" શબ્દ પ્રેરિતોનાં કૃત્યોના લેખકનો, પાઉલ અને પાઉલ સાથે મુસાફરી કરતા અન્ય લોકોનો ઉલ્લેખ કરે છે, પરંતુ વાચકોનો નહીં. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે” અને નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

પાઉલ, એક બંદીવાન તરીકે, રોમ તરફ તેની મુસાફરી શરૂ કરે છે.

ὡς…ἐκρίθη

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે રાજા અને રાજ્યપાલે નિર્ણય કર્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἀποπλεῖν…εἰς τὴν Ἰταλίαν

ઇટાલી એ પ્રાંતનું નામ છે જેમાં રોમ આવેલું હતું. જુઓ પ્રેરિતોનાં કૃત્યો 18:2 માં તમે ""ઇટાલી"" શબ્દનું અનુવાદ કેવી રીતે કર્યું છે.

παρεδίδουν τόν τε Παῦλον καί τινας ἑτέρους δεσμώτας, ἑκατοντάρχῃ ὀνόματι Ἰουλίῳ, σπείρης Σεβαστῆς

તેઓએ બાદશાહી પલટણના જુલિયસ નામના સુબેદારને, પાઉલ અને કેટલાક અન્ય કેદીઓનો હવાલો સોંપ્યો.

παρεδίδουν τόν τε Παῦλον καί τινας ἑτέρους δεσμώτας

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""તેઓ"" રાજ્યપાલ અને રાજાનો ઉલ્લેખ કરે છે અથવા 2) ""તેઓ"" અન્ય રોમન અધિકારીઓનો ઉલ્લેખ કરે છે.

ἑκατοντάρχῃ ὀνόματι Ἰουλίῳ

જુલિયસ એ પુરુષનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

σπείρης Σεβαστῆς

આ પલટણ અથવા સેનાનું નામ હતું જ્યાંથી સુબેદાર આવે છે. કેટલાક સંસ્કરણો “ઓગસ્તિયન બાદશાહી” તરીકે અનુવાદ કરે છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Acts 27:2

ἐπιβάντες…πλοίῳ…μέλλοντι πλεῖν

અહીં ""વહાણ ... જે સફર કરવા જઇ રહ્યું હતું"" એ ખલાસી માટે વપરાય છે જે વહાણને હંકારે છે. વૈકલ્પિક અનુવાદ: ""અમે વહાણમાં સવાર થયા... જેને ખલાસી હંકારવાની તૈયારીમાં હતા"" (જુઓ: ઉપનામ)

πλοίῳ Ἀδραμυντηνῷ

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) એ વહાણ કે જે અદ્રમુત્તિયાથી આવ્યું હતું અથવા 2) એક વહાણ કે જે અદ્રમુત્તિયામાં નોંધાયેલ અથવા પરવાનો પ્રાપ્ત થયો હતો.

μέλλοντι πλεῖν

જે સફરે નીકળવાની તૈયારીમાં હતું અથવા “જલદી પ્રસ્થાન કરશે”

ἀνήχθημεν

સમુદ્રમાં અમે અમારી મુસાફરી શરૂ કરી

Ἀριστάρχου

અરિસ્તાર્ખસ મકદોનિયાથી આવ્યો હતો, પરંતુ એફેસસમાં પાઉલ સાથે કાર્ય કરતો હતો. તમે પ્રેરિતોનાં કૃત્યો 19:29 માં તેના નામનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Acts 27:3

અહીં ""અમે"" શબ્દ લેખક, પાઉલ અને તેમની સાથે મુસાફરી કરનારાઓનો ઉલ્લેખ કરે છે, પરંતુ વાચકોનો નહિ. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

φιλανθρώπως…ὁ Ἰούλιος τῷ Παύλῳ χρησάμενος

જુલિયસે પાઉલની સાથે મૈત્રીપૂર્ણ વર્તન કર્યું. તમે પ્રેરિતોનાં કૃત્યો 27:1 માં ""જુલિયસ"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

πρὸς τοὺς φίλους πορευθέντι, ἐπιμελείας τυχεῖν

અમૂર્ત સંજ્ઞા ""સંભાળ"" એક ક્રિયાપદ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેના મિત્રો પાસે જવાની રજા આપી જેથી તેઓ તેની સંભાળ રાખે"" અથવા ""તેના મિત્રો પાસે જવા કહ્યું કે જેથી તેઓ તેને જે જોઈએ તે મદદ કરી શકે"" (જુઓ: અમૂર્ત નામો)

Acts 27:4

ἀναχθέντες, ὑπεπλεύσαμεν

અમે મુસાફરી શરૂ કરી અને ચાલી નીકળ્યા

ὑπεπλεύσαμεν τὴν Κύπρον

સૈપ્રસની ઉલટી બાજુ કે જે ટાપુની બાજુ છે જે તીવ્ર પવનને અવરોધે છે, તેથી નૌકા વહાણોને તેમના માર્ગ પર દબાણ કરવામાં આવતું નથી.

Acts 27:5

Παμφυλίαν

આ એશિયા માઇનોરનો એક પ્રાંત હતો. તમે પ્રેરિતોનાં 2:10 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે જુઓ.

κατήλθαμεν εἰς Μύρρα τῆς Λυκίας

તમે સ્પષ્ટ કરી શકો છો કે તેઓ વહાણમાંથી મૂરા બંદરે ઊતરી ગયા. વૈકલ્પિક અનુવાદ: ""લૂકિયાના શહેરના મૂરા આવ્યા, જ્યાં અમે વહાણમાંથી ઉતર્યા (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

κατήλθαμεν εἰς Μύρρα

મૂરા એ શહેરનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

τῆς Λυκίας

લૂકિયા એ રોમનો પ્રાંત હતો, જે આધુનિક સમયના તૂર્કીના દક્ષિણ-પશ્ચિમ કાંઠે સ્થિત છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Acts 27:6

εὑρὼν…πλοῖον Ἀλεξανδρῖνον, πλέον εἰς τὴν Ἰταλίαν

એવો સંકેત આપવામાં આવે છે કે એક ખલાસી વહાણને ઇટાલી તરફ હંકારશે. વૈકલ્પિક અનુવાદ: ""એક વહાણ મળી આવ્યું કે જેના ખલાસીઓ આલેકસાંદ્રિયાના હતા અને તે ઇટાલી જવા માટે તૈયાર હતું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Ἀλεξανδρῖνον

આ એક શહેરનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Acts 27:7

δὲ…βραδυπλοοῦντες καὶ μόλις, γενόμενοι

તમે સ્પષ્ટ કરી શકો છો કે તેઓ ધીમે ધીમે અને મુશ્કેલીથી આગળ સફર કરી રહ્યા હતા કારણ કે પવન તેમની સામે ફૂંકાતો હતો. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

κατὰ τὴν Κνίδον

આ એક પ્રાચીન વસાહત છે જે આજના દિવસના તૂર્કીમાં સ્થિત છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

μὴ προσεῶντος ἡμᾶς τοῦ ἀνέμου

અમે તે માર્ગેથી ભારે પવનને કારણે જઈ શક્યા નહિ

ὑπεπλεύσαμεν τὴν Κρήτην

જેથી અમે ક્રીતને કાંઠે હંકારી ગયા જ્યાં પવન ઓછો ફૂંકાતો હતો

κατὰ Σαλμώνην

આ ક્રીતમાં એક દરિયા કિનારાનું શહેર છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Acts 27:8

μόλις…παραλεγόμενοι αὐτὴν

તમે સ્પષ્ટ કરી શકો છો કે પહેલાંની જેમ ભારે પવન ફૂંકાતો ન હતો, તેમ છતાં તેઓ હજી પણ સફર મુશ્કેલ બનાવવા માટે પૂરતા હતા. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Καλοὺς Λιμένας

લસૈયાને કાંઠે આવેલું એક બંદર હતું, જે ક્રીતના દક્ષિણ કિનારા તરફ સ્થિત હતું. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

ἐγγὺς πόλις ἦν Λασαία

આ ક્રીતમાં એક દરિયા કિનારાનું શહેર છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Acts 27:9

ἱκανοῦ…χρόνου διαγενομένου

જે દિશામાં પવન ફુંકાઈ રહ્યો હતો તેને કારણે, કૈસરિયાથી ફેર હેવન્સ સુધીની મુસાફરીએ ધાર્યા કરતા વધારે સમય લીધો.

διαγενομένου

લેખક પોતાને, પાઉલ અને તેમની સાથે મુસાફરી કરનારા લોકોનો સમાવેશ કરે છે, પરંતુ વાચકોનો નહીં. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

καὶ ὄντος ἤδη ἐπισφαλοῦς τοῦ πλοὸς, διὰ τὸ καὶ τὴν νηστείαν ἤδη παρεληλυθέναι

આ ઉપવાસ પ્રાયશ્ચિત દિવસે લેવામાં આવ્યો હતો, જે સામાન્ય રીતે પશ્ચિમી તારીખિયા અનુસાર સપ્ટેમ્બરના અંતિમ ભાગમાં અથવા તો ઓક્ટોબરના પ્રથમ ભાગમાં હતો. આ સમય પછી વાતાવરણમાં તોફાનનું જોખમ વધુ હતું.

Acts 27:10

θεωρῶ ὅτι μετὰ ὕβρεως καὶ πολλῆς ζημίας…μέλλειν ἔσεσθαι τὸν πλοῦν

જો હમણાં આપણે મુસાફરી કરીશું, તો આપણે હાની અને નુકસાન વહોરી લઈશું

અહીં પાઉલ પોતાને અને તેના સાંભળનારાઓને આવરી લે છે. (જુઓ: સમાવેશક “અમે”).

ζημίας, οὐ μόνον τοῦ φορτίου καὶ τοῦ πλοίου, ἀλλὰ καὶ τῶν ψυχῶν ἡμῶν

અહીં ""નુકસાન"" એટલે વસ્તુઓનો ઉલ્લેખ હાની અને લોકોનો ઉલ્લેખ મરણને દર્શાવે છે.

οὐ μόνον τοῦ φορτίου καὶ τοῦ πλοίου

માલવાહક એક એવી વસ્તુ છે જે વ્યક્તિ બોટ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ફક્ત વહાણ અને વહાણ પરનો માલસમાન જ નહીં

Acts 27:11

ὑπὸ Παύλου λεγομένοις

આ સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “કે પાઉલે કહ્યું” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 27:12

ἀνευθέτου…τοῦ λιμένος ὑπάρχοντος πρὸς παραχειμασίαν

બંદરમાં રહેવું કેમ સરળ ન હતું તે તમે સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""શિયાળાના તોફાન દરમિયાન બંદર સગવડ ભરેલું હતું નહીં"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

λιμένος

તે જમીનની પાસે કે જે વહાણો માટે સુરક્ષિત છે

Φοίνικα

ફેનિક્સ એ ક્રીતમાં દક્ષિણ કિનારા બાજુ આવેલું શહેરી બંદર છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

παραχειμάσαι

આ શિયાળાની ઋતુ વિષે કહે છે કે જાણે કોઈ ચીજવસ્તુ છે જે કોઈ વ્યક્તિ ખર્ચ કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""શિયાળામાં ત્યાં રોકાણ માટે"" (જુઓ: રૂપક)

βλέποντα κατὰ λίβα καὶ κατὰ χῶρον

અહીં ""ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફના દિશાઓ"" એટલે કે બંદર સુરક્ષિત દિશાઓ હોવાનું દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે ઉત્તરપશ્ચિમ અને દક્ષિણપશ્ચિમમાં સુરક્ષિત હતું

λίβα καὶ…χῶρον

આ દિશાઓ સૂર્યોદય અને સૂર્યાસ્ત પર આધારિત છે. સૂર્યોદયની ડાબી બાજુએ ઇશાન થોડું છે. અગ્નિકોણ સૂર્યની જમણી તરફ આવેલું છે. કેટલાક સંસ્કરણો ""ઇશાન અને અગ્નિકોણ કહે છે.

Acts 27:13

ἄραντες

અહીં ""વજન"" એટલે પાણીમાંથી બહાર કાઢવું. લંગર એ દોરડાથી જોડાયેલ એક ભારે પદાર્થ છે જે વહાણને સુરક્ષિત રાખવા માટે હોય છે. લંગરને પાણીમાં ફેંકી દેવામાં આવે છે અને દરિયાની તળિયે નાખવામાં આવે છે જેથી તે વહાણને આજુબાજુ વહેતા રોકી રાખે છે.

Acts 27:14

પાઉલ અને તેની સાથે મુસાફરી કરનાર લોકને ભારે પવન નડ્યો

μετ’ οὐ πολὺ

થોડા સમય પછી

ἄνεμος τυφωνικὸς

એક ખૂબ જ ભારે અને ભયંકર પવન ફૂંકાયો

καλούμενος Εὐρακύλων

જેને 'ઉત્તરપૂર્વથી જોરદાર પવન ફૂંકાયો' કહેવામાં આવે છે. ""પૂર્વોત્તર"" શબ્દ માટેનો મૂળ ભાષામાં શબ્દ ""યુરાકુલોન"" છે. તમે તમારી ભાષામા આ શબ્દનું અનુવાદ કરી શકો છો. (જુઓ: શબ્દોની નકલ અથવા ઉછીના લેવા)

ἔβαλεν κατ’ αὐτῆς

ક્રીત ટાપુ દિશાએથી ફૂંકાયો હતો, અને તે ખૂબ ભારે પવન અમારા વહાણ તરફ ફૂંકાયો

Acts 27:15

συναρπασθέντος δὲ τοῦ πλοίου, καὶ μὴ δυναμένου ἀντοφθαλμεῖν τῷ ἀνέμῳ

જ્યારે પવન ખૂબ જ તોફાનથી વહાણની સામે ફૂંકાયો ત્યારે અમે તેની સામે સફર કરી શક્યા નહિ

ἐπιδόντες ἐφερόμεθα

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અમે આગળ જવાનો પ્રયત્ન બંધ કર્યો છે, અને અમે પવન જે દિશામાં ફૂંકાયો તે તરફ અમે ઘસડાવા લાગ્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 27:16

νησίον…τι ὑποδραμόντες

અમે એ દિશાના ટાપુ પર પ્રયાણ કર્યું જ્યાં પવન ખૂબ ભારે ન હતો

νησίον…τι ὑποδραμόντες

આ ટાપુ દક્ષિણ પ્રદેશના ક્રીતના કિનારે વસેલું છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

σκάφης

આ એક નાની હોડી છે જે કેટલીકવાર વહાણની પાછળ ખેંચવામાં આવે છે, અને કેટલીક વાર તેને વહાણ પર લાવવામાં આવે છે અને તેને નીચે બાંધી દેવામાં આવે છે. નાની હોડીનો ઉપયોગ ડૂબતા વહાણમાંથી બચવા માટે થાય છે.

Acts 27:17

ἣν ἄραντες

તેઓએ બચાવનાર હોડીને ઉપર કરી હતી અથવા “તેઓએ બચાવનાર હોડીને વહાણમાં ઉપર તરફ ખેંચી”

βοηθείαις ἐχρῶντο, ὑποζωννύντες τὸ πλοῖον

વહાણનું ખોખું"" એ વહાણનું શરીર છે. તેઓએ તેની ફરતે દોરડાથી બાંધી દીધુ કે તોફાન દરમિયાન વહાણ છુટું ન પડે.

τὴν Σύρτιν

રેતાળ સ્થાન સમુદ્રના ખૂબ જ છીછરા વિસ્તારો છે જ્યાં વહાણ રેતીમાં ફસાઈ શકે છે. સૂર્તિસ એ ઉત્તર આફ્રિકાના લિબિયાના કિનારે સ્થિત છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

χαλάσαντες τὸ σκεῦος

તેઓ વહાણના લંગરને પાણીમાં નાંખે છે જેથી જ્યારે પવન ફૂંકાય ત્યારે તેમને ધીમું કરી શકે.

σκεῦος

લંગર એ દોરડાથી જોડાયેલ એક ભારે પદાર્થ છે જે વહાણને સુરક્ષિત રાખે છે. લંગરને પાણીમાં ફેંકી દેવામાં આવે છે અને દરિયાની તળિયે ડૂબી જાય છે અને વહાણને લગભગ વહી જતા અટકાવે છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 27:13 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

ἐφέροντο

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પવન જે દિશામાં વહેતો હતો તે દિશામાં અમારે જવું પડ્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 27:18

σφοδρῶς…χειμαζομένων

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ભારે પવન ફૂંકાવા લાગ્યો અને સર્વ વાવાઝોડામાં પટકાવા લાગ્યા અને તોફાન દ્વારા ઇજા પામ્યા હતા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐκβολὴν ἐποιοῦντο

તેઓ એ ખલાસીઓ છે. આ વહાણને ડૂબતા અટકાવવાના પ્રયત્નોમાં વહાણનું વજન ઓછું કરવા માટે કરવમાં આવે છે.

ἐκβολὴν

માલવાહક એક એવી વસ્તુ છે જે વ્યક્તિ હોડી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 27:10 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: “વહાણ પરનો માલસામાન”

Acts 27:19

αὐτόχειρες τὴν σκευὴν τοῦ πλοίου ἔριψαν

અહીં ""માલસામાન"" એ વહાણમાં મુસાફરી કરવા માટે ફરતા ખલાસીઓનાં સાધનોને દર્શાવે છે: હાથ ધરવો, લાકડાના મોભ, અવરોધિત અને હલ, દોરડા, રેખાઓ, નૌકાઓ અને એના જેવું. આ સૂચવે છે કે પરિસ્થિતિ કેટલી ભયાવહ હતી.

Acts 27:20

μήτε δὲ ἡλίου μήτε ἄστρων ἐπιφαινόντων ἐπὶ πλείονας ἡμέρας

ભારે તોફાનને કારણે વાદળોમાં સૂર્ય અને તારાઓને જોઈ શક્યા નહીં. ખલાસીઓને તેઓ ક્યાં હતા અને કઈ દિશામાં હતા તે જાણવા માટે સૂર્ય અને તારાઓને જોવાની જરૂર હતી.

χειμῶνός…οὐκ ὀλίγου ἐπικειμένου

ભયંકર તોફાન હજુ પણ અમને લગભગ પાછળ અને આગળ ઉડાવી રહ્યું હતું

περιῃρεῖτο ἐλπὶς πᾶσα, τοῦ σῴζεσθαι ἡμᾶς

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""દરેકે આશા રાખવાનું છોડી દીધું કે આપણે બચી જઈશું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 27:21

પાઉલ વહાણના ખલાસીઓ સાથે વાત કરે છે.

πολλῆς τε ἀσιτίας ὑπαρχούσης

અહીં ""તેઓ"" ખલાસીનો ઉલ્લેખ કરે છે. તે સૂચિત છે કે લૂક, પાઉલ અને તેમની સાથેના લોકોએ પરંતુ ખોરાક લીધો ન હતો. વૈકલ્પિક અનુવાદ: ""અમે લાંબા સમય સુધી ખોરાક લીધો ન હતો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

μέσῳ αὐτῶν

પુરુષો વચ્ચે

κερδῆσαί τε τὴν ὕβριν ταύτην, καὶ τὴν ζημίαν

અને પરિણામે આ નુકસાન અને હાની વહોરી છે

Acts 27:22

ἀποβολὴ…ψυχῆς οὐδεμία ἔσται ἐξ ὑμῶν

પાઉલ ખલાસીઓ સાથે વાત કરે છે. સૂચિત છે કે પાઉલનો અર્થ એ પરંતુ છે કે તે અને તેની સાથેના લોકો પરંતુ મરી જશે નહીં. વૈકલ્પિક અનુવાદ: ""આપણામાંથી કોઈ મરણ પામશે નહિ"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

πλὴν τοῦ πλοίου

અહીં ""હાની"" નો ઉપયોગ નુકસાનના અર્થમાં થયો છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ તોફાન ફક્ત એકલા વહાણનો જ વિનાશ કરશે

Acts 27:24

Καίσαρί σε δεῖ παραστῆναι

કૈસરિયા સમક્ષ ઊભા રહેવું પડશે"" એ શબ્દસમૂહ પાઉલને અદાલતમાં જવું પડશે અને કૈસરિયા તેનો ન્યાય કરેશે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તારે કૈસરિયા સમક્ષ ન્યાય માટે ઊભા રહેવું પડશે."" (જુઓ: ઉપનામ)

κεχάρισταί σοι…πάντας τοὺς πλέοντας μετὰ σοῦ

જે લોકો તમારી સાથે મુસાફરી કરે છે તે સર્વને જીવવા દેવાનો નિર્ણય કર્યો છે

Acts 27:25

καθ’ ὃν τρόπον λελάληταί μοι

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""દૂતે જે પ્રમાણે મને કહ્યું તેમ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 27:26

εἰς νῆσον…τινα, δεῖ ἡμᾶς ἐκπεσεῖν

આપણે આપણી હોડી ચલાવવી જોઈએ જેથી તે કોઈ ટાપુ પર નાશ પામે

Acts 27:27

ભીષણ તોફાન ચાલુ જ હતું

ὡς δὲ τεσσαρεσκαιδεκάτη νὺξ ἐγένετο

ક્રમ સંખ્યા ""ચૌદ"" નો અનુવાદ ""ચૌદ"" અથવા ""14."" તરીકે થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે રાતે, તોફાન શરૂ થયાના 14 દિવસો પછી"" (જુઓ: ક્રમવાચક સંખ્યાઓ અને સંખ્યાઓ)

διαφερομένων ἡμῶν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ પવન અમને પાછળ અને આગળ ફંગોળતો હતો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τῷ Ἀδρίᾳ

આ ઇટાલી અને ગ્રિસ વચ્ચેનો સમુદ્ર છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Acts 27:28

βολίσαντες

તેઓએ દરિયાના પાણીની ઊંડાઈ માપી. તેઓએ પાણીની છેડે બંધાયેલ વજન સાથે એક દોરી પાણીમાં નાંખીને તેની ઊંડાઈ માપી.

εὗρον ὀργυιὰς εἴκοσι

20 વામ મળ્યું. ""વામ"" એ પાણીની ઊંડાઈને માપવા માટેના માપનું એકમ છે. એક વામ લગભગ બે મીટર છે. વૈકલ્પિક અનુવાદ: ""40 મીટર પાણી માલુમ પળ્યું"" (જુઓ: સંખ્યાઓ)

εὗρον ὀργυιὰς δεκαπέντε

15 વામ મળ્યું. ""વામ"" એ પાણીની ઊંડાઈને માપવા માટેના માપનું એકમ છે. એક વામ લગભગ બે મીટર છે. વૈકલ્પિક અનુવાદ: ""30 મીટર પાણી માલુમ પળ્યું"" (જુઓ: સંખ્યાઓ)

Acts 27:29

ἀγκύρας

લંગર એ દોરડાથી જોડાયેલ એક ભારે પદાર્થ છે જે વહાણને સુરક્ષિત રાખવામાં આવે છે. લંગરને પાણીમાં ફેંકી દેવામાં આવે છે અને સમુદ્રના તળિયે ડૂબી જાય છે જે વહાણને અથડાતા બચાવે છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 27:13 માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

ἐκ πρύμνης

વહાણના ડબૂસા પરથી

Acts 27:30

અહીંયા ""તમે"" શબ્દ બહુવચન છે અને તે સુબેદાર અને રોમન સૈનિકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

τὴν σκάφην

આ એક નાની હોડી છે જે કેટલીકવાર વહાણની પાછળ ખેંચાય છે અને તે વહાણ પર લાવવામાં આવે છે અને નીચે બાંધી દેવામાં આવે છે. નાની બોટનો ઉપયોગ ડૂબતા લોકોને બચાવવા થાય છે અને વિવિધ કારણોસર ઉપયોગ કરવામાં આવે છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 27:16 માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

ἐκ πρῴρης

વહાણની આગળની બાજુથી

Acts 27:31

ἐὰν μὴ οὗτοι μείνωσιν ἐν τῷ πλοίῳ, ὑμεῖς σωθῆναι οὐ δύνασθε

જ્યાં સુધી"" અને ""ન કરી શકે"" નકારાત્મક શબ્દો સકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. નિષ્ક્રિય શબ્દસમૂહ ""બચાવી શકાય"" સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા બચાવ માટે આ માણસોએ વહાણમાં રહેવું જરૂરનું છે"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 27:33

ἄχρι δὲ οὗ ἡμέρα ἤμελλεν γίνεσθαι

જ્યારે તે લગભગ સૂર્યોદય હતો

τεσσαρεσκαιδεκάτην σήμερον ἡμέραν

ક્રમ સંખ્યા ""ચૌદ"" ""ચૌદ"" તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""14 દિવસોથી"" (જુઓ: ક્રમવાચક સંખ્યાઓ અને સંખ્યાઓ)

Acts 27:34

οὐδενὸς…ὑμῶν θρὶξ ἀπὸ τῆς κεφαλῆς ἀπολεῖται

તેમના પર કોઈ નુકસાન આવી પડશે અહીં એ કહેવાની આ સામાન્ય રીત હતી. વૈકલ્પિક અનુવાદ: ""તમારામાંના કોઈને પણ કોઈ નુકસાન થવાનું નથી અને બચી જવાના છો"" (જુઓ: રૂઢિપ્રયોગ)

Acts 27:35

κλάσας

રોટલી ભાંગી અથવા “તેણે રોટલીમાંથી એક ટુકડો તોડ્યો”

Acts 27:36

εὔθυμοι δὲ γενόμενοι πάντες

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આથી તે સર્વને પ્રોત્સાહન મળ્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 27:37

ἤμεθα δὲ αἱ πᾶσαι ψυχαὶ ἐν τῷ πλοίῳ, διακόσιαι ἑβδομήκοντα ἕξ

અમે વહાણમાં બસો છોત્તેર લોકો હતા. આ પૃષ્ઠભૂમિ માહિતી છે. (જુઓ: સંખ્યાઓ અને પૂર્વભૂમિકા)

Acts 27:39

κόλπον

પાણીનો મોટા વિસ્તાર આંશિક રીતે જમીનથી ઘેરાયેલો હતો

τὴν γῆν οὐκ ἐπεγίνωσκον

જમીન જોઈ પરંતુ ઓળખી શક્યા નહિ જાણે કે તેઓ તે સ્થળ જાણતા હોય

Acts 27:40

τὰς ἀγκύρας περιελόντες, εἴων

દોરડા કાપી નાખ્યા અને લંગરોને પાછળ છોડી દીધા

πηδαλίων

સુકાનના બંધનો છોડી આગલા સઢ તરફ પવન જવા લાગ્યો

τὸν ἀρτέμωνα

વહાણે આગળની બાજુએ પ્રયાણ કર્યું. હંકારવાનું એ કાપડનો મોટો ટુકડો હતો જે વહાણને ચલાવવા માટે પવન ઝીલે છે.

κατεῖχον εἰς τὸν αἰγιαλόν

તેઓએ વહાણને કિનારા તરફ દોરી દીધું

Acts 27:41

περιπεσόντες…εἰς τόπον διθάλασσον

પ્રવાહ એ પાણી છે જે સતત એક જ દિશામાં વહે છે. કેટલીકવાર એક કરતા વધુ પાણીનો પ્રવાહ એકબીજા તરફ વહી શકે છે. આ પાણીની નીચેની રેતીને લીધે પાણીને વધુ છીછરા બનાવે છે.

πρῷρα

વહાણનો આગળનો ભાગ

ἡ…πρύμνα

વહાણનો પાછળનો ભાગ

Acts 27:42

τῶν…στρατιωτῶν, βουλὴ ἐγένετο

સૈનિકો તૈયારી કરતા હતા

Acts 27:43

ἐκώλυσεν αὐτοὺς τοῦ βουλήματος

તેથી તેમણે તેઓને જે કરવાનું હતું તે બંધ કરવા કહ્યું

ἀπορίψαντας

વહાણને પાણીમાં ઉછાળો

Acts 27:44

οὓς…ἐπὶ σανίσιν

કેટલાક લાકડાના પાટિયા પર

Acts 28

પ્રેરિતોનાં કૃત્યો 28 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કોઈ જાણતું નથી કે કેમ બે વર્ષો રોમમાં રહ્યા પછી પાઉલ સાથે શું બન્યું તે જણાવ્યાં વિના કેમ લૂક પોતાનો ઇતિહાસ સમાપ્ત કરે છે.

આ અધ્યાયમાં વિશિષ્ટ ખ્યાલો

""પત્રો"" અને ""ભાઈઓ""

યહૂદી આગેવાનો આશ્ચર્યચકિત થયા કે પાઉલ તેમની સાથે વાત કરવા માગે છે, કારણ કે પાઉલ આવે છે તે વિષેનો યરૂશાલેમના પ્રમુખ યાજક તરફથી કોઈ પત્ર મળ્યો ન હતો.

જ્યારે યહૂદી આગેવાનો ""ભાઈઓ"" ની વાત કરી, તેઓ સાથી યહૂદીઓનો ઉલ્લેખ કરતા હતા, ખ્રિસ્તીઓનો નહીં.

આ અધ્યાયમાં શક્ય અન્ય અનુવાદની મુશ્કેલીઓ

""તે દેવ હતો""

સ્થાનિક લોકો માનતા હતા કે પાઉલ દેવ હતો, પરંતુ તેઓ માનતા ન હતા કે તે જ એક સાચો દેવ છે. અમને જાણ નથી કે પાઉલ શા માટે સ્થાનિક લોકોને કેમ કહેતો નથી કે તે દેવ નથી.

Acts 28:1

અહીં ""અમે"" શબ્દ પાઉલ, એટલે લેખક, અને તેમની સાથે મુસાફરી કરનારાઓનો ઉલ્લેખ કરે છે, પરંતુ વાચકોનો નહી. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

વહાણના ભંગાણ પછી, માલ્ટાના ટાપુ પરના લોકોએ પાઉલ અને વહાણમાં સવાર દરેકની મદદ કરી. તેઓ ત્યાં 3 મહિનાઓ સુધી રહ્યા.

καὶ διασωθέντες

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે અમે સુરક્ષિત રીતે પહોંચ્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐπέγνωμεν

પાઉલ અને લૂકે ટાપુનું નામ જાણ્યું. વૈકલ્પિક અનુવાદ: ""અમે લોકો પાસેથી જાણ્યું"" અથવા ""અમને સ્થાનિક રહેવાસીઓ પાસેથી જાણ થઈ"" (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

Μελίτη ἡ νῆσος καλεῖται

માલ્ટા એ એક ટાપુ છે જે દક્ષિણ સ્થિત છે જે હાલ સિસિલી ટાપુ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Acts 28:2

οἵ…βάρβαροι

સ્થાનિક લોકો

παρεῖχαν οὐ τὴν τυχοῦσαν φιλανθρωπίαν ἡμῖν

કોઈની સાથે માયાળુ બનવું એવી રીતે કહેવામા આવે છે જાણે કે તે કોઈ વસ્તુ કોઈને આપે છે. વૈકલ્પિક અનુવાદ: ""અમારા માટે ખૂબ જ દયાળુ માત્ર ન હતા"" (જુઓ: રૂપક)

οὐ τὴν τυχοῦσαν φιλανθρωπίαν

આ શબ્દસમૂહનો ઉપયોગ જે કહેવામાં આવે છે તેનાથી વિરુદ્ધ ભાર મૂકવા માટે થાય છે. વૈકલ્પિક અનુવાદ: દયા દર્શાવવાનો વ્યવહાર"" (જુઓ: વક્રોક્તિ)

ἅψαντες…πυρὰν

તેઓએ લાકડા અને ડાળીઓ એકત્ર કરીને તેમને સળગાવ્યા

προσελάβοντο πάντας ἡμᾶς

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""વહાણમાંથી સર્વ લોકોનો આવકાર કર્યો"" અથવા 2) ""પાઉલ અને તેના સર્વ સાથીઓનો આવકાર કર્યો.

Acts 28:3

ἔχιδνα ἀπὸ τῆς θέρμης ἐξελθοῦσα

લાકડાના ભારામાંથી એક ઝેરી સાપ બહાર નીકળ્યો

καθῆψε τῆς χειρὸς αὐτοῦ

પાઉલના હાથે કરડ્યો અને હાથે વળગી રહ્યો

Acts 28:4

πάντως φονεύς ἐστιν ὁ ἄνθρωπος οὗτος

ખચિત, આ માણસ ખૂની છે અથવા “આ માણસ ખરેખર ખૂની છે”

ἡ δίκη…εἴασεν

ન્યાય"" શબ્દ એ દેવના નામનો ઉલ્લેખ કરે છે જેની તેઓ ઉપાસના કરતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""દેવ કે જેને ન્યાય કહેવામા આવતો હતો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

Acts 28:5

ἀποτινάξας τὸ θηρίον εἰς τὸ πῦρ

તેણે પોતાનો હાથ ઝાટક્યો એટલે સાપ તેના હાથમાંથી અગ્નિમાં પડ્યો

ἔπαθεν οὐδὲν κακόν

પાઉલને કઈ ઈજા થઈ નહિ

Acts 28:6

πίμπρασθαι

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) સાપના ઝેરને લીધે તેના શરીરે સોજો આવશે અથવા 2) તે તાવને કારણે ખૂબ જ ગરમ થઈ જશે.

μηδὲν ἄτοπον εἰς αὐτὸν γινόμενον

આ સકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેને કંઈ પણ થયું ન હતું"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

μεταβαλόμενοι

પરિસ્થિતિ વિષે ભિન્ન વિચારો તે જાણે કોઈ વ્યક્તિ પોતાનો વિચાર બદલી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ ફરીથી વિચાર કર્યો"" (જુઓ: રૂપક)

ἔλεγον αὐτὸν εἶναι θεόν

આ સીધા અવતરણ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કહ્યું કે, 'આ માણસ દેવ હોવો જોઈએ.'"" (જુઓ: પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

ἔλεγον αὐτὸν εἶναι θεόν

કદાચ એવી માન્યતા હતી કે જે કોઈને ઝેરી સાપ કરડે કે ડંખ મારે પછી જીવે છે તો તે દિવ્ય છે અથવા દેવ છે.

Acts 28:7

અહીંયા શબ્દ ""અમને"" અને અમે"" પાઉલ, લૂક અને તેમની સાથે મુસાફરી કરનારાઓનો ઉલ્લેખ કરે છે પરંતુ વાચકોનો નહિ. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

ἐν δὲ τοῖς περὶ τὸν τόπον ἐκεῖνον

હવે અહેવાલમાં નવી વ્યક્તિનો પરિચય આપવા અથવા ઘટના રજૂ કરવા માટે વપરાય છે

πρώτῳ τῆς νήσου

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) લોકોનો મુખ્ય આગેવાનો અથવા 2) કોઈ એવી વ્યક્તિ જે ટાપુ પરનો સૌથી મહત્વપૂર્ણ છે કદાચને તેની સંપત્તિને કારણે.

ὀνόματι Ποπλίῳ

આ એક વ્યક્તિનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Acts 28:8

ἐγένετο δὲ, τὸν πατέρα τοῦ Ποπλίου πυρετοῖς καὶ δυσεντερίῳ συνεχόμενον κατακεῖσθαι

આ પબ્લિયુસના પિતા વિષેની પૃષ્ઠભૂમિ માહિતી છે જે વાર્તાને સમજવા માટે મહત્વપૂર્ણ છે. (જુઓ: પૂર્વભૂમિકા)

συνεχόμενον κατακεῖσθαι

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “બીમાર હતો” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

πυρετοῖς καὶ δυσεντερίῳ συνεχόμενον κατακεῖσθαι

મરડાથી પીડાવું એ આંતરડાની ચેપી બીમારી છે

ἐπιθεὶς τὰς χεῖρας αὐτῷ

તેના હાથ મૂકીને સ્પર્શ કર્યો

Acts 28:9

ἐθεραπεύοντο

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “તેણે તેઓને સાજા કર્યા” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 28:10

πολλαῖς τιμαῖς ἐτίμησαν ἡμᾶς

કદાચને તેઓએ પાઉલ અને તેની સાથેનાનું ઘણું સન્માન કર્યું અને જરૂરી વસ્તુઓ આપી.

Acts 28:11

જોડિયા ભાઈઓ ગ્રીક દેવતા ઝિયૂસના જોડિયા પુત્રો કેસ્ટર અને પોલુક્ષનો ઉલ્લેખ કરે છે. તેઓ વહાણોના સંરક્ષક હોવાનું માનવામાં આવતું હતું. (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

પાઉલની રોમની મુસાફરી ચાલુ છે.

παρακεχειμακότι ἐν τῇ νήσῳ

ખલાસી ઠંડીને કારણે ત્યાં ટાપુ છોડી ચાલ્યો ગયો

Ἀλεξανδρίνῳ

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આલેક્સાંદ્રિયાથી આવતું વહાણ, અથવા 2) આલેક્સાંદ્રિયામાં નોંધાયેલ અથવા પરવાનો પ્રાપ્ત કરેલ વહાણનો ઉલ્લેખ કરે છે

Διοσκούροις

વહાણના સઢ પર, ત્યાં બે મૂર્તિઓની કોતરણી કરેલી હતી જેને ""જોડિયા દેવો"" કહેવામાં આવતા હતા. તેમના નામ કાસ્તર અને પોલુક્ષ હતા.

Acts 28:12

Συρακούσας

સુરાકુસમાં એ ઇટાલીના દક્ષિણ-પશ્ચિમમાં જે હાલના સિસિલીના ટાપુ દક્ષિણપૂર્વ કિનારે આવેલું એક શહેર છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Acts 28:13

રોમ શહેરથી લગભગ 50 કિલોમીટર દક્ષિણમાં આપિયન માર્ગ નામના મુખ્ય ધોરીમાર્ગ પર આપિયસ અને ત્રણ સરાનીનું બજાર એક લોકપ્રિય બજાર અને ધર્મશાળા હતું. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Ῥήγιον

આ બંદર શહેર હતું જે દક્ષિણપશ્ચિમ ઇટાલી તરફ આવેલું છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

ἐπιγενομένου νότου

દક્ષિણથી પવન ફૂંકાવા લાગ્યો

Ποτιόλους

પુત્યોલી ઇટાલીના પશ્ચિમ કાંઠે આધુનિક સમયના નેપલ્સમાં સ્થિત છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Acts 28:14

οὗ εὑρόντες

ત્યાં અમે મળ્યા

ἀδελφοὺς

આ ઈસુના અનુયાયીઓ હતા, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""સાથી વિશ્વાસીઓ"" (જુઓ: જ્યારે પુલીંગ શબ્દોનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરવામાં આવે છે)

παρεκλήθημεν

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓએ અમને આમંત્રણ આપ્યું” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

καὶ οὕτως εἰς τὴν Ῥώμην ἤλθαμεν

પાઉલ પુત્યોલી પહોંચ્યો, બાકીની મુસાફરી રોમમાં કરી. વૈકલ્પિક અનુવાદ: ""અને અમે તેમની સાથે સાત દિવસ રહ્યા પછી, અમે રોમ ગયા

Acts 28:15

ἀκούσαντες, τὰ περὶ ἡμῶν

તેઓએ સાભળ્યું કે અમે આવી રહ્યા છીએ

εὐχαριστήσας τῷ Θεῷ, ἔλαβε θάρσος

હિંમત રાખવી તે વિષે એ રીતે કહેવામા આવે છે જાણે કે તે કોઈ પદાર્થ હોય કે જે વ્યક્તિ લઈ શકે. વૈકલ્પિક અનુવાદ: ""આથી તેમને પ્રોત્સાહન મળ્યું, અને તેણે ઈશ્વરનો આભાર માન્યો"" (જુઓ: રૂપક)

Acts 28:16

અહીં ""અમે"" શબ્દ લેખક, પાઉલ અને તેમની સાથે મુસાફરી કરનારાઓનો ઉલ્લેખ કરે છે, પરંતુ વાચકોનો નહીં. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

પાઉલ રોમમાં બંદીવાન તરીકે પહોંચે છે પરંતુ તેના પોતાના રહેઠાણે સ્વતંત્રથી રહે છે. તે સ્થાનિક યહૂદિઓને એકઠા કરી તેની સાથે શું થયું તેનું વર્ણન કરે છે.

ὅτε δὲ εἰσήλθομεν εἰς Ῥώμην

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અમે રોમમાં પહોંચ્યા પછી, રોમન અધિકારીઓએ પાઉલને અલગ રહેવાની મંજૂરી આપી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 28:17

ἐγένετο δὲ

વાર્તાના નવા ભાગની શરૂઆત માટે આ વાક્યનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે. જો તમારી ભાષામાં આ પ્રમાણે કરવાની રીત છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો.

τῶν Ἰουδαίων πρώτους

આ રોમમાં હાજર યહૂદી નાગરિકો અથવા ધાર્મિક આગેવાનો છે.

ἀδελφοί

અહીં તેઓ અર્થ “સાથી યહૂદીઓ” છે

ἐναντίον…τῷ λαῷ

આપણાં લોકો વિરુદ્ધ અથવા “યહૂદી વિરુદ્ધ”

δέσμιος ἐξ Ἱεροσολύμων παρεδόθην εἰς τὰς χεῖρας τῶν Ῥωμαίων

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કેટલાક યહૂદીઓએ યરૂશાલેમમાં મારી ધરપકડ કરી અને રોમન અધિકારીઓની હસ્તક સોપ્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

εἰς τὰς χεῖρας τῶν Ῥωμαίων

અહીં “હાથ” એ સત્તા અને અધિકાર દર્શાવે છે (જુઓ: ઉપનામ)

Acts 28:18

τὸ μηδεμίαν αἰτίαν θανάτου ὑπάρχειν ἐν ἐμοί

મેં એવું કંઈ કર્યું નથી કે મને શિક્ષા થાય

Acts 28:19

τῶν Ἰουδαίων

આનો અર્થ સર્વ યહૂદીઓ નથી. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનો"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

ἀντιλεγόντων

રોમન અધિકારીઓ શું કરવા માગે છે તેના વિશે ફરિયાદ કરી

ἠναγκάσθην ἐπικαλέσασθαι Καίσαρα

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મારો ન્યાય કરવા માટે મારે કૈસર પાસે દાદ માગવી પડી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

οὐχ ὡς τοῦ ἔθνους μου ἔχων τι κατηγορεῖν

અમૂર્ત સંજ્ઞા ""આરોપ"" ક્રિયાપદ તરીકે “તહોમત” વર્ણવી શકાય છે. અહીં ""રાષ્ટ્ર"" લોકો માટે વપરાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ તે એટલા માટે નહી કે હું કૈસર સમક્ષ મારા રાષ્ટ્રના લોકો પર દોષ લાવવા માગતો હતો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને ઉપનામ)

Acts 28:20

τῆς ἐλπίδος τοῦ Ἰσραὴλ

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઇઝરાએલના લોકો વિશ્વાસપૂર્વક મસીહાની આવવાની અપેક્ષા રાખે છે અથવા 2) ઇઝરાએલના લોકો વિશ્વાસપૂર્વક અપેક્ષા રાખે છે કે જેઓ મૃત્યુ પામ્યા છે તેઓને ઈશ્વર જીવનમાં પાછા લાવશે.

τοῦ Ἰσραὴλ

અહીં ""ઇઝરાએલ"" લોકો માટે વપરાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઇઝરાએલના લોકો"" અથવા ""યહૂદીઓ"" (જુઓ: ઉપનામ)

τὴν ἅλυσιν ταύτην περίκειμαι

અહીં ""આ સાંકળ સાથે બંધાયેલ"" એટલે કેદી હોવાનો અર્થ છે. વૈકલ્પિક અનુવાદ: ""કે હું બંદીવાન છું"" (જુઓ: ઉપનામ)

Acts 28:21

અહીં ""અમે,"" ""અમે,"" અને ""અમને"" શબ્દો રોમમાં આવેલા યહૂદી આગેવાનોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: પ્રેરિતોનાં કૃત્યો 28:17 અને વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

યહૂદી આગેવાનોએ પાઉલને પ્રત્યુત્તર આપ્યો

οὔτε παραγενόμενός τις τῶν ἀδελφῶν

અહીં ""ભાઈઓ"" એટલે સાથી યહૂદીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""અમારા સાથી યહૂદીઓમાંથી કોઈપણ નહિ

Acts 28:22

φρονεῖς, περὶ…τῆς αἱρέσεως ταύτης

મોટા જૂથમાં એક પંથ એ એક નાનો જૂથ છે. અહીં તે ઈસુમાં વિશ્વાસ કરનારાઓને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે જે જૂથના છો તેના વિશે વિચાર કરો છો

γὰρ…γνωστὸν ἡμῖν ἐστι

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “અમે જાણીએ છીએ” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐστιν…πανταχοῦ ἀντιλέγεται

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""સમગ્ર રોમન રાજ્યમાં ઘણાં યહૂદીઓ તેના વિષે ખરાબ વાતો કરી રહ્યા છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 28:23

અહીં ""તેઓ"" શબ્દનો અર્થ રોમમાંના યહૂદી આગેવાનોનો ઉલ્લેખ કરે છે. ""તેને,"" ""તેના,"" અને ""તે"" શબ્દો પાઉલનો ઉલ્લેખ કરે છે (પ્રેરિતોનાં કૃત્યો 28:17).

ταξάμενοι…αὐτῷ ἡμέραν

તેમની સાથે વાત કરવાનો સમય પસંદ કર્યો

διαμαρτυρόμενος τὴν Βασιλείαν τοῦ Θεοῦ

અહીં ""ઈશ્વરનું રાજ્ય"" એ ઈશ્વર રાજા તરીકે રાજ કરતા સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમને ઈશ્વરને રાજા તરીકે રાજ કરે છે તે વિશે કહ્યું"" અથવા ""તેઓને કહ્યું કે ઈશ્વર કેવી રીતે પોતાને રાજા તરીકે પ્રગટ કરશે"" (જુઓ: ઉપનામ)

τῶν προφητῶν

અહીં ""પ્રબોધકો"" તેઓએ જે લખ્યું તે દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રબોધકોએ જે લખ્યું હતું તેમાંથી"" (જુઓ: ઉપનામ)

Acts 28:24

καὶ οἱ μὲν ἐπείθοντο τοῖς λεγομένοις

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પાઉલ તેમાંથી કેટલાકને મનાવવા સક્ષમ રહ્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

Acts 28:25

અહીં ""તેઓ"" શબ્દ રોમના યહૂદી આગેવાનોનો ઉલ્લેખ કરે છે (પ્રેરિતોનાં કૃત્યો 28:17). ""તમારું"" શબ્દ એ લોકોને સૂચવે છે કે જેમની સાથે પાઉલ વાત કરી રહ્યો છે. કલમ 26 માં, પાઉલ પ્રબોધક યશાયામાંથી ટાંકવાની શરૂઆત કરે છે.

યહૂદી આગેવાનો વિદાય લેવાની તૈયારીમાં હતા ત્યારે પાઉલે શાસ્ત્રમાંથી જૂના કરારની વાત કહી જે આ સમયે યોગ્ય હતી.

εἰπόντος τοῦ Παύλου ῥῆμα ἓν

અહીં ""વચન"" સંદેશ અથવા નિવેદન માટે વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: ""પાઉલે તેઓને એક વાત કહી"" અથવા ""પાઉલે આ નિવેદન આપ્યા પછી"" (જુઓ: ઉપનામ)

καλῶς τὸ Πνεῦμα τὸ Ἅγιον ἐλάλησεν διὰ Ἠσαΐου τοῦ προφήτου πρὸς τοὺς πατέρας ὑμῶν

આ વાક્ય અવતરણમાં અવતરણ દર્શાવે છે. (જુઓ: અવતરણોની અંદર અવતરણો)

Acts 28:26

λέγων, πορεύθητι πρὸς τὸν λαὸν τοῦτον…εἰπόν, ἀκοῇ ἀκούσετε, καὶ οὐ μὴ συνῆτε; καὶ βλέποντες βλέψετε, καὶ οὐ μὴ ἴδητε

આ વાક્યનો અંત છે જે કલમ 25 માં ""પવિત્ર આત્મા વાત કરે છે"" શબ્દોથી શરૂ થાય છે અને તેમાં અવતરણોમાં અવતરણો શમાયેલા છે. તમે આંતરિક અવતરણોમાંથી કોઈને પરોક્ષ અવતરણ તરીકે અનુવાદિત કરી શકો છો, અથવા તમે આંતરિક અવતરણોમાંથી બેને પરોક્ષ અવતરણો તરીકે અનુવાદિત કરી શકો છો. ""પવિત્ર આત્માએ યશાયા પ્રબોધક દ્વારા તમારા પૂર્વજોને વાજબી કહ્યું, ત્યારે આત્માએ યશાયાને કહ્યું હતું કે તું જઈને તેઓને કહે, કે તમે સાંભળશો પણ સમજશો નહીં અને તેઓ જોયા કરશો પણ તમને સુઝશે નહિ"" (જુઓ: અવતરણોની અંદર અવતરણો)

ἀκοῇ ἀκούσετ…βλέποντες βλέψετε

સાંભળવું"" અને ""જોવું"" શબ્દો ભાર દર્શાવવા માટે પુનરાવર્તિત થયા છે. ""તમે ધ્યાનથી સાંભળશો ... અને તમે ધ્યાનપૂર્વક જોશો

καὶ οὐ μὴ συνῆτε;…καὶ οὐ μὴ ἴδητε

આ બંને શબ્દસમૂહોનો અર્થ મૂળભૂત રીતે સમાન છે. તેઓ દર્શાવે છે કે યહૂદી લોકો ઈશ્વરની યોજના સમજી શકશે નહીં. (જુઓ: સમાંતરણ)

Acts 28:27

તમે પ્રેરિતોનાં કૃત્યો 28:25-26 માં અનુવાદ કર્યું છે તે રીતે પાઉલના યશાયામાંના અવતરણનો પ્રત્યક્ષ અવતરણ અથવા પરોક્ષ અવતરણ તરીકે અનુવાદ કરો.

પાઉલ યશાયા પ્રબોધાકની વાત પૂર્ણ કરે છે.

ἐπαχύνθη γὰρ ἡ καρδία τοῦ λαοῦ τούτου

ઈશ્વર જે કહી રહ્યા છે અથવા જે કરે છે તે સમજવા લોકો હઠીલાઇથી નકાર કરે છે જેમ કે તેઓનું હૃદય નિસ્તેજ છે. અહીં ""હ્રદય"" એ મન માટેનું એક રૂપક છે. (જુઓ: રૂપક અને ઉપનામ)

τοῖς ὠσὶν βαρέως ἤκουσαν, καὶ τοὺς ὀφθαλμοὺς αὐτῶν ἐκάμμυσαν

ઈશ્વર જે કહે છે અથવા કરે છે તે સમજવા માટે હઠીલા થઈને નકાર કરે છે તે લોકો જાણે સાંભળવામાં અસમર્થ છે અને આંખો બંધ કરી છે કે જેથી તેઓ જુએ નહિ. (જુઓ: રૂપક)

τῇ καρδίᾳ συνῶσιν

અહીં “હ્રદય” મન માટે વપરાયું છે. (જુઓ: ઉપનામ)

ἐπιστρέψωσιν

ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવું તે જાણે કે તે વ્યક્તિ શારિરીક રીતે ઈશ્વર તરફ વળી રહ્યો છે. (જુઓ: રૂપક)

ἰάσομαι αὐτούς

આનો અર્થ એ નથી કે ઈશ્વર ફક્ત તેમને શારીરિક રૂપે સાજા કરશે. પરંતુ તેઓ તેમના પાપોને માફ કરશે અને તેઓને આત્મિક રીતે પરંતુ સાજા કરશે.

Acts 28:28

પાઉલ રોમમાં યહૂદી આગેવાનો સાથે વાત પૂર્ણ કરે છે.

τοῖς ἔθνεσιν ἀπεστάλη τοῦτο τὸ σωτήριον τοῦ Θεοῦ

ઈશ્વરનો સંદેશ કે તે કેવી રીતે તેના લોકોને બચાવશે તે જાણે કે કોઈ પદાર્થ છે જેને મોકલવામાં આવ્યું હોય. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેમના સંદેશવાહકોને વિદેશીઓમાં મોકલશે અને પ્રગટ કરશે કે ઈશ્વર તેઓને કેવી રીતે બચાવશે"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

αὐτοὶ…ἀκούσονται

તેમાંના કેટલાક સાંભળશે. વિદેશી લોકોનો પ્રત્યુત્તર તે સમયના યહૂદીઓએ જે રીતે પ્રત્યુત્તર આપ્યો તે કરતા ભિન્ન છે.

Acts 28:30

લૂક પાઉલની વાત પ્રેરિતોનાં કૃત્યોમાં પૂર્ણ કરે છે. (જુઓ: વાર્તાની સમાપ્તિ)

Acts 28:31

κηρύσσων τὴν Βασιλείαν τοῦ Θεοῦ

અહીં ""ઈશ્વરનું રાજ્ય"" એ ઈશ્વર રાજા તરીકે રાજ કરશે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર રાજા તરીકે રાજ કરશે તે વિષે પ્રચાર કરતો હતો"" અથવા ""ઈશ્વર પોતાને રાજા તરીકે કેવી રીતે પ્રગટ કરશે તે વિષેનો બોધ કરતો હતો"" (જુઓ: ઉપનામ)