ગુજરાતી (Gujarati): translationNotes

Updated ? hours ago # views See on DCS Draft Material

1 Corinthians

1 Corinthians front

1 કરિંથીઓના પત્રનો પરિચય

ભાગ 1: સામાન્ય પરિચય

1 કરિંથીઓના પુસ્તકની રૂપરેખા
  1. મંડળીમાં ભાગલા (1:10-4:21)
  2. નૈતિક પાપો અને અનિયમિતતા (5:1-13)
  3. ખ્રિસ્તીઓનું અન્ય ખ્રિસ્તીઓને ન્યાયાલયમાં લઈ જવું (6:1-20)
  4. લગ્ન અને સંબંધિત બાબતો (7:1-40)
  5. ખ્રિસ્તી સ્વાતંત્ર્યનો દુરૂપયોગ; મૂર્તિઓને ધરેલ નૈવેદ; સ્ત્રીઓનું માથે ઓઢવું (8:1-13; 10:1-11:16)
  6. પ્રેરિત તરીકે પાઉલના અધિકારો (9:1-27)
  7. પ્રભુ ભોજન (11:17-34)
  8. પવિત્ર આત્માના દાનો (12:1-31)
  9. પ્રેમ (13:1-13)
  10. પવિત્ર આત્માના દાનો: ભવિષ્યવાણી અને અન્ય ભાષાઓ (14:1-40)
  11. વિશ્વાસીઓનું પુનરુત્થાન અને ખ્રિસ્તનું પુનરુત્થાન (15:1-58)
  12. સમાપન: યરૂશાલેમના ખ્રિસ્તીઓ માટેનું યોગદાન, વિનંતીઓ અને વ્યક્તિગત અભિવાદન (16:1-24)
1 કરિંથીઓનું પુસ્તક કોણે લખ્યું?

પાઉલે 1 કરિંથીઓનો પત્ર લખ્યો. પાઉલ તાર્સસ શહેરનો હતો. તેના અગાઉના જીવનમાં તે શાઉલ તરીકે જાણીતો હતો. ખ્રિસ્તી બન્યા પહેલાં, પાઉલ એક ફરોશી હતો. તેણે ખ્રિસ્તીઓની સતાવણી કરી હતી. તે ખ્રિસ્તી બન્યા પછી, લોકોને ઈસુ વિષે કહેતા તેણે રોમન સામ્રાજ્યમાં સર્વત્ર અનેક વખત મૂસાફરી કરી.

પાઉલે કરિંથમાં જે મંડળીની મળતી હતી તેની શરૂઆત કરી. જ્યારે તેણે આ પત્ર લખ્યો ત્યારે તે એફેસસ શહેરમાં રહેતો હતો.

1 કરિંથીઓનું પુસ્તક શેના વિષે છે?

1 કરિંથીઓનો પત્ર પાઉલે કરિંથ શહેરમાં રહેલા વિશ્વાસીઓને લખ્યો હતો. પાઉલે સાંભળ્યું હતું કે ત્યાંના વિશ્વાસીઓ વચ્ચે સમસ્યાઓ છે. તેઓ એકબીજા સાથે દલીલ કરી રહ્યા હતા. તેઓમાંના કેટલાક ખ્રિસ્તી ઉપદેશોને સમજી શક્યા ન હતા. અને તેઓમાંના કેટલાક અયોગ્ય વર્તન કરી રહ્યા હતા. આ પત્રમાં, પાઉલ તેમને પ્રત્યુત્તર આપ્યો અને તેમને ઈશ્વરને પ્રસન્ન કરે તેવી રીતે જીવન જીવવા માટે પ્રોત્સાહન આપ્યું.

આ પુસ્તકના શીર્ષકનું અનુવાદ કેવી રીતે કરવું જોઈએ?

અનુવાદકો આ પુસ્તકને તેના પરંપરાગત શીર્ષક દ્વારા બોલાવવાનું પસંદ કરી શકે છે, ""કરિંથીઓનો પહેલો પત્ર."" અથવા તેઓ એક સ્પષ્ટ શીર્ષક પસંદ કરી શકે છે, જેમ કે ""કરિંથમાંની મંડળીને પાઉલનો પહેલો પત્ર."" (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

ભાગ 2: મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો

કરિંથ શહેર કેવું હતું?

કરિંથ પ્રાચીન ગ્રીસમાં આવેલું એક મોટું શહેર હતું. તે ભૂમધ્ય સમુદ્રની નજીક હોવાને કારણે, ઘણા મૂસાફરો અને વેપારીઓ ત્યાં માલ ખરીદ અને વેચાણ માટે આવતા હતા. આના પરિણામે શહેરમાં વિવિધ સંસ્કૃતિઓના લોકો હતા. અનૈતિક રીતે જીવનારા લોકો માટે આ શહેર પ્રખ્યાત હતું. લોકો ગ્રીક પ્રેમની દેવી એફ્રોદીતની ઉપાસના કરતા હતા. એફ્રોદીતને સન્માનના ભાગરૂપે, તેના ઉપાસકો મંદિરની ગણિકાઓ સાથે જાતીય સંબંધ બાંધતા હતા.

મૂર્તિઓને ધરેલ માંસના નૈવેદની સમસ્યા શું હતી?

કરિંથમાં ઘણા પ્રાણીઓને મારીને જૂઠા દેવોને બલિદાન કરવામાં આવતા. યાજકો અને ઉપાસકો થોડું માંસ રાખી લેતા. મોટાભાગનું માંસ બજારોમાં વેચાવામાં આવતું. ઘણા ખ્રિસ્તીઓ આ માંસ ખાવું તેમના માટે યોગ્ય છે કે કેમ તે અંગે એકબીજા સાથે અસંમત હતા, કારણ કે તે જૂઠા દેવને અર્પણ કરવામાં આવ્યું હતું. પાઉલ આ સમસ્યા વિશે 1 કરિંથીઓના પત્રમાં લખે છે.

ભાગ 3: અનુવાદને લગતા મહત્વના મુદ્દાઓ

યુએલટીમાં 1 કરિંથીઓમાં ""પવિત્ર"" અને ""પવિત્ર કરવું"" ના વિચારો કેવી રીતે રજૂ કરવામાં આવ્યા છે?

શાસ્ત્રો વિવિધ વિચારોમાંના એક વિચારને સૂચવવા માટે આવા શબ્દોનો ઉપયોગ કરે છે. આ કારણોસર, અનુવાદકો માટે ઘણીવાર તેમની આવૃત્તિઓમાં તેમને સારી રીતે રજૂ કરવું મુશ્કેલ બને છે. અંગ્રેજીમાં અનુવાદ કરવામાં, 1 કરિંથીઓ યુએલટી નીચેના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે:

  • કેટલીકવાર શાસ્ત્રપાઠનો અર્થ નૈતિક પવિત્રતા સૂચવે છે. સુવાર્તાને સમજવા માટે ખાસ કરીને એ મહત્વનું છે કે ઈશ્વર ખ્રિસ્તીઓને પાપરહિત માને છે કારણ કે તેઓ ઈસુ ખ્રિસ્તમાં એક થયા છે. બીજું સંબંધિત સત્ય એ છે કે ઈશ્વર સંપૂર્ણ અને દોષરહિત છે. ત્રીજું સત્ય એ છે કે ખ્રિસ્તીઓએ જીવનમાં નિરપરાધી અને દોષરહિત વર્તવું જોઈએ. આ કિસ્સાઓમાં, યુએલટી ""પવિત્ર,"" ""પવિત્ર ઈશ્વર,"" ""પવિત્ર લોકો,"" અથવા ""પવિત્ર લોકો"" નો ઉપયોગ કરે છે. (જુઓ: 1:2; 3:17)
  • કેટલીકવાર શાસ્ત્રપાઠનો અર્થ ખ્રિસ્તીઓ દ્વારા ભરેલી કોઈ ખાસ ભૂમિકા સૂચવ્યા વિના સરળ સંદર્ભ સૂચવે છે. આ કિસ્સાઓમાં, યુએલટી ""વિશ્વાસી"" અથવા ""વિશ્વાસીઓ"" ઉપયોગ કરે છે. (જુઓ: 6:1, 2; 14:33; 16:1, 15)
  • કેટલીકવાર શાસ્ત્રપાઠનો અર્થ માત્ર ઈશ્વર માટે અલગ રાખેલ વ્યક્તિ કે વસ્તુનો અર્થ સૂચવે છે. આ કિસ્સાઓમાં, યુએલટી ""અલગ કરવું,"" ""ને સમર્પિત,"" ""માટે અનામત,"" અથવા ""પવિત્ર."" નો ઉપયોગ કરે છે. (જુઓ: 1:2; 6:11; 7:14, 34)

    અનુવાદકો આ વિચારોને તેમની આવૃત્તિઓમાં કેવી રીતે રજૂ કરે છે તે વિશે યુએસટી ઘણીવાર મદદરૂપ બનશે.

""દેહ"" નો અર્થ શો છે?

પાઉલ વારંવાર ""દેહ"" અથવા ""દૈહિક"" શબ્દોનો ઉપયોગ પાપી કાર્યો કરનારા ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કરવા માટે કરતો હતો. જો કે, તે ભૌતિક જગત નથી જે દુષ્ટ છે. પાઉલે ન્યાયી રીતે ""આત્મિક"" જીવન જીવતા ખ્રિસ્તીઓનું પણ વર્ણન કર્યું. આ કારણ કે તેઓએ પવિત્ર આત્માએ જે તેઓને કરવાનું શીખવ્યું હતું તે જ કર્યું. (જુઓ: દેહ અને ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું અને આત્મા, આત્માઓ, આત્મિક)

""ખ્રિસ્તમાં,"" ""પ્રભુમાં,"" વગેરે જેવા અભિવ્યક્તિ દ્વારા પાઉલનો અર્થ શો હતો?

આ પ્રકારની અભિવ્યક્તિ 1:2, 30, 31; 3:1; 4:10, 15, 17; 6:11, 19; 7:22; 9:1, 2; 11:11, 25; 12:3, 9, 13, 18, 25; 14:16; 15:18, 19, 22, 31, 58; 16:19, 24 માં થાય છે. પાઉલનો અર્થ ખ્રિસ્ત અને વિશ્વાસીઓની સાથે ખૂબ જ નિકટના સંબંધમાં વિચાર વ્યક્ત કરવાનો હતો. તે જ સમયે, તેણે ઘણીવાર બીજા અર્થનો હેતુ પણ રાખતો હતો. જુઓ, ઉદાહરણ તરીકે, ""જેઓ ખ્રિસ્ત ઈસુમાં સમર્પિત થયેલાઓ"" (1:2), જ્યાં પાઉલનો ખાસ અર્થ એ હતો કે ખ્રિસ્તી વિશ્વાસીઓ ખ્રિસ્તને સમર્પિત છે.

આ પ્રકાર અભિવ્યક્તિ વિશેની વધુ વિગતો માટે રોમનોના પુસ્તકનો પરિચય જુઓ.

1 કરિંથીઓના પુસ્તકના લખાણમાં મુખ્ય મુદ્દાઓ ક્યા છે?

નીચે આપેલી કલમો માટે, બાઈબલની આધુનિક આવૃત્તિઓ જૂની આવૃત્તિઓથી અલગ પડે છે. અનુવાદકોને બાઈબલની આધુનિક આવૃત્તિઓને અનુસરવાની સલાહ આપવામાં આવે છે. જો કે, અનુવાદકોના વિસ્તારમાં બાઈબલ હોય કે જે બાઈબલની જૂની આવૃતિઓ અનુસાર વાંચવામાં આવતું હોય, તો અનુવાદકો તેઓને અનુસરી શકે છે. જો એમ હોય, તો આ કલમોને 1 કરિંથીઓમાંની નથી તે સૂચવવા માટે ચોરસ કૌંસની ([]) અંદર મૂકવી જોઈએ.

  • ""તેથી તમારા શરીર દ્વારા ઈશ્વરને મહિમા આપો."" કેટલીક જૂની આવૃતિઓમાં વાંચવામાં આવે છે ""તો તમારા શરીર વડે અને તમારા આત્મામાં, કે જે ઈશ્વરના છે, ઈશ્વરને મહિમા આપો."" (6:20)
  • ""હું પોતે નિયમાધીન ન છતાં પણ મેં આમ કર્યું"" (9:20). કેટલીક જૂની આવૃતિઓ આ શાસ્ત્રપાઠને છોડી દે છે.
  • ""અંતઃકરણની ખાતર - અન્ય વ્યક્તિના અંતઃકરણ માટે."" કેટલીક જૂની આવૃત્તિઓમાં વાંચવામાં આવે છે ""અંતઃકરણને માટે: પૃથ્વી અને તેમાંની દરેક વસ્તુ ઈશ્વરની છે તેના માટે: અન્ય વ્યક્તિના અંતઃકરણ માટે."" (10:28)
  • ""અને જો હું મારું શરીર અગ્નિને સોંપું"" (13:3). કેટલીક જૂની આવૃતિઓમાં વાંચવામાં આવે છે, ""અને હું મારું શરીર આપું છું કે જેથી હું શેખી કરી શકું.""
  • ""પરંતુ જો કોઈ આ ઓળખાતું નથી, તો ભલે તેને ઓળખે નહિ"" (14:38). કેટલીક જૂની આવૃતિઓમાં વાંચવામાં આવે છે, ""પણ જો કોઈ આ બાબતે અજ્ઞાન હોય, તો ભલે તે અજ્ઞાન રહે.""

(જુઓ: શાબ્દિક ભિન્નતા)

1 Corinthians 1

1 કરિંથીઓના પત્રની સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

પ્રથમ ત્રણ કલમો અભિવાદન છે. પ્રાચીન નજીકના પૂર્વમાં, પત્ર શરૂ કરવાની આ એક સામાન્ય રીત હતી.

કેટલાક અનુવાદકોએ કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં જમણી બાજુ સુયોજિત કરે છે જેથી તેને વાંચવા માટે વધુ સરળ બનાવી શકાય. યુએલટી આ પ્રમાણે 19 મી કલમના શબ્દોની સાથે કરે છે, જે જૂના કરારમાંથી છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

કુસંપ

આ અધ્યાયમાં, પાઉલ વિભાજીત થવા બદલ અને જુદા જુદા પ્રેરિતોને અનુસરવા બદલ મંડળીને ઠપકો આપે છે. (જુઓ: પ્રેરિત, પ્રેરિતપદ)

આત્મિક દાનો

આત્મિક દાનો મંડળીને મદદ કરવા માટેનું વિશિષ્ટ અલૌકિક ક્ષમતાઓ છે. ખ્રિસ્તીઓ ઈસુ પર વિશ્વાસ કરે ત્યારબાદ પવિત્ર આત્મા આ દાનો આપે છે. પાઉલ 12 માં અધ્યાયમાં આત્મિક દાનોની યાદી આપે છે. કેટલાક વિદ્વાનો માને છે કે પવિત્ર આત્મા દ્વારા વૃદ્ધિ પામી રહેલી મંડળીની સ્થાપના માટે ફક્ત પ્રારંભિક મંડળીને આ દાનો આપવામાં આવ્યા હતા. અન્ય વિદ્વાનો માને છે કે બધા આત્મિક દાનો સમગ્ર મંડળીના ઇતિહાસમાં સર્વ ખ્રિસ્તીઓને મદદ કરવા માટે હજુ પણ ઉપલબ્ધ છે. (જુઓ: વિશ્વાસ/શ્રદ્ધા)

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

રૂઢીપ્રયોગો

આ અધ્યાયમાં, પાઉલ બે અલગ શબ્દસમૂહોનો ઉપયોગ કરીને ખ્રિસ્તના પુનઃ આગમનનો ઉલ્લેખ કરે છે: ""આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ"" અને ""આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દિવસ."" (જુઓ: રૂઢિપ્રયોગ)

અલંકારિક પ્રશ્નો

પાઉલ કરિંથીઓને જૂથોમાં વિભાજિત થવા અને માનવીય ડહાપણ પર આધાર રાખવા માટે ઠપકો આપવા અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરે છે. (જુઓ: આલંકારિક પ્રશ્ન)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

ઠોકર ખાવી

ઠોકર ખાવી એટલે એક પથ્થર છે જેના દ્વારા લોકો ઠોકર ખાય છે. અહીં તેનો અર્થ એ છે કે યહૂદીઓ માટે એ વિશ્વાસ કરવો અઘરો છે કે ઈશ્વર તેમના મસિહાને વધસ્તંભ પર ચઢવાની મંજૂરી આપે છે. (જુઓ: રૂપક)

1 Corinthians 1:1

Παῦλος

તમારી ભાષામાં પત્રના લેખકનો પરિચય આપવાની કોઈ ખાસ રીત હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું, પાઉલ

Σωσθένης, ὁ ἀδελφὸς

આ સૂચવે છે કે પાઉલ અને કરિંથના લોકો બંને સોસ્થનેસને જાણતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""તમે અને હું જાણીએ છીએ તે ભાઈ સોસ્થનેસ"" (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

1 Corinthians 1:2

τῇ ἐκκλησίᾳ τοῦ Θεοῦ…ἐν Κορίνθῳ

તમારી ભાષામાં ઇચ્છીત લોકોનો પરિચય આપવાની કોઈ ખાસ રીત હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""આ પત્ર કરિંથમાં ઈશ્વર પર વિશ્વાસ કરનારા તમને લોકોને લખ્યો છે

ἡγιασμένοις ἐν Χριστῷ Ἰησοῦ

અહીં ""પવિત્ર"" એ લોકોનો ઉલ્લેખ કરે છે કે જેમને ઈશ્વરે પોતાના મહિમાને અર્થે નિયુક્ત કર્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓને ખ્રિસ્ત ઈસુએ ઈશ્વર માટે અલગ કર્યા છે"" અથવા ""ઈશ્વરે જેઓને પોતાને માટે અલગ રાખ્યા છે કારણ કે તેઓ ખ્રિસ્ત ઈસુના છે

τῇ οὔσῃ…κλητοῖς ἁγίοις

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓને ઈશ્વરે પવિત્ર લોકો થવા તેડ્યા છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τοῖς ἐπικαλουμένοις τὸ ὄνομα τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ

અહીં ""નામ"" શબ્દ વ્યક્તિ ઈસુ ખ્રિસ્ત માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને હાંક મારે છે"" (જુઓ: ઉપનામ)

αὐτῶν καὶ ἡμῶν

આપણા"" શબ્દ પાઉલના શ્રોતાઓનો સમાવેશ કરે છે. ઈસુ એ પાઉલ અને કરિંથીઓ અને બધી જ મંડળીઓના પ્રભુ છે. (જુઓ: સમાવેશક “અમે”)

1 Corinthians 1:3

પાઉલ અને સોસ્થનેસે આ પત્ર ખ્રિસ્તીઓને લખ્યો કે જેઓ કરિંથમાંની મંડળીના હતા.

જ્યાં સુધી નોંધવામાં ન આવે ત્યાં સુધી, ""તમે"" અને ""તમારા"" જેવા શબ્દો પાઉલના શ્રોતાઓનો ઉલ્લેખ કરે છે અને તેથી તે બહુવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

1 Corinthians 1:4

પાઉલ ખ્રિસ્તમાં વિશ્વાસીઓની સ્થિતિ અને જ્યારે તેઓ તેમના આગમનની રાહ જુએ છે તેનું વર્ણન કરે છે.

ἐπὶ τῇ χάριτι τοῦ Θεοῦ τῇ δοθείσῃ ὑμῖν ἐν Χριστῷ Ἰησοῦ

ઈસુ ખ્રિસ્તીઓને દાન તરીકે આપે છે તે ભૌતિક પદાર્થ હોવા છતાં પાઉલ કૃપાની વાત કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે ખ્રિસ્ત ઈસુએ ઈશ્વરની કૃપા તમારા પર રાખવાનું શક્ય બનાવ્યું છે"" (જુઓ: રૂપક)

1 Corinthians 1:5

ἐπλουτίσθητε ἐν αὐτῷ

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""ખ્રિસ્તે તમને સંપત્તિવાન બનાવ્યા છે"" અથવા 2) ""ઈશ્વરે તમને સંપત્તિવાન બનાવ્યા છે.

ἐν παντὶ ἐπλουτίσθητε

પાઉલ સામાન્ય શબ્દોમાં બોલી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""તમને સર્વ પ્રકારના આત્મિક આશીર્વાદોથી સંપત્તિવાન બનાવ્યા છે"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

ἐν παντὶ λόγῳ

ઈશ્વરે તમને ઘણી રીતે ઈશ્વરનો સંદેશ લોકોને પ્રગટ કરવા માટે સક્ષમ બનાવ્યા છે.

πάσῃ γνώσει

ઈશ્વરે તમને ઘણી રીતે ઈશ્વરનો સંદેશ સમજવા માટે સક્ષમ બનાવ્યા છે.

1 Corinthians 1:6

τὸ μαρτύριον τοῦ Χριστοῦ ἐβεβαιώθη ἐν ὑμῖν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""તમે પોતે જોયું કે ખ્રિસ્ત વિશે અમે જે કહ્યું હતું તે સાચું હતું"" અથવા 2) ""અમે અને તમે જે ખ્રિસ્ત વિશે કહ્યું તે સત્ય છે તે તમે કેવી રીતે જીવો છો તે જોઈને અન્ય લોકો શીખ્યા.

1 Corinthians 1:7

ὥστε

કારણ કે મેં હમણાં જે કહ્યું તે સત્ય છે

ὑμᾶς μὴ ὑστερεῖσθαι ἐν μηδενὶ χαρίσματι

આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારી પાસે દરેક આત્મિક કૃપાદાન છે"" (જુઓ: વક્રોક્તિ)

τὴν ἀποκάλυψιν τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""તે ઘડી કે જયારે ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરશે"" અથવા 2) ""તે ઘડી કે જયારે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાને પ્રગટ કરશે.

1 Corinthians 1:8

ἀνεγκλήτους

તે ક્ષણે ઈશ્વર માટે તમને દોષિત ઠરાવવાનું કોઈ કારણ હશે નહિ.

1 Corinthians 1:9

πιστὸς ὁ Θεὸς

ઈશ્વરે જે કહ્યું કે તે કરશે તે સઘળું તેઓ કરશે

τοῦ Υἱοῦ αὐτοῦ

ઈશ્વરના પુત્ર, ઈસુ માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

1 Corinthians 1:10

પાઉલ કરિંથીના વિશ્વાસીઓને યાદ અપાવે છે કે તેઓ એકબીજા સાથે એકતામાં રહે અને ખ્રિસ્તના વધસ્તંભની સુવાર્તા જે તારણ આપે છે, નહિ કે લોકો દ્વારા આપવમા આવતું બાપ્તિસ્મા.

ἀδελφοί

અહીં આનો અર્થ સાથી ખ્રિસ્તીઓ છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.

διὰ τοῦ ὀνόματος τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ

અહીં નામ વ્યક્તિ ઈસુ ખ્રિસ્ત માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા"" (જુઓ: ઉપનામ)

ἵνα τὸ αὐτὸ λέγητε πάντες

કે તમે એક બીજા સાથે સુમેળમાં રહો

καὶ μὴ ᾖ ἐν ὑμῖν σχίσματα

કે તમે તમારી મધ્યે એકબીજાને અલગ જૂથોમાં વહેંચશો નહિ

ἦτε…κατηρτισμένοι ἐν τῷ αὐτῷ νοῒ καὶ ἐν τῇ αὐτῇ γνώμῃ

એકતામાં રહો

1 Corinthians 1:11

τῶν Χλόης

આ કુટુંબના સભ્યો, સેવકો અને અન્ય લોકો જે ખ્લોએ, સ્ત્રી, મુખ્ય છે, તેના ઘરના ભાગરૂપે છે.

ἔριδες ἐν ὑμῖν εἰσιν

તમે જૂથોમાં છો કે જે એક બીજા સાથે ઝઘડો કરે છે

1 Corinthians 1:12

ἕκαστος ὑμῶν λέγει

પાઉલ ભાગલાના સામાન્ય વર્તનને વ્યક્ત કરે છે.

1 Corinthians 1:13

μεμέρισται ὁ Χριστός?

પાઉલ સત્ય પર ભાર મૂકવા માંગે છે કે ખ્રિસ્તના વિભાજિત નથી, પરંતુ તેઓ એક જ છે. ""તમે જે રીતે કરો છો તે રીતે ખ્રિસ્તને વિભાજિત કરવા શક્ય નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

μὴ Παῦλος ἐσταυρώθη ὑπὲρ ὑμῶν

પાઉલ ભારપૂર્વક કહેવા માંગે છે કે તે ખ્રિસ્ત હતા, પાઉલ અથવા અપોલોસ નહોતા, કે જેમને વધસ્તંભ પર જડવામાં આવ્યા હતા. આને પણ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે ચોક્કસપણે પાઉલ નહોતો જેને તેઓએ તમારા તારણને માટે વધસ્તંભ પર જડ્યો!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

εἰς τὸ ὄνομα Παύλου ἐβαπτίσθητε?

પાઉલ ભારપૂર્વક જણાવે છે કે આપણે બધા ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા પામ્યા છીએ. આને પણ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે પાઉલના નામમાં નહિ કે જેમાં લોકો તમને બાપ્તિસ્મા આપે છે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

εἰς τὸ ὄνομα Παύλου

અહીં નામમાં એ ""ના અધિકાર દ્વારા"" નું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""પાઉલના અધિકાર દ્વારા"" (જુઓ: ઉપનામ)

1 Corinthians 1:14

οὐδένα ὑμῶν…εἰ μὴ

માત્ર

Κρίσπον

તે સભાસ્થાનનો અધિકારી હતો જે ખ્રિસ્તી બન્યો હતો. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Γάϊον

તેણે પ્રેરિત પાઉલ સાથે મૂસાફરી કરી હતી. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

1 Corinthians 1:15

ἵνα μή τις εἴπῃ, ὅτι εἰς τὸ ἐμὸν ὄνομα ἐβαπτίσθητε

અહીં ""નામ"" ""અધિકાર"" ને રજૂ કરે છે. આનો અર્થ છે કે પાઉલે બીજાને બાપ્તિસ્મા આપ્યું ન હતું કારણ કે તેઓ દાવો કરી શકે છે કે તેઓ પાઉલના શિષ્યો બન્યા છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""માટે તમારામાંના કેટલાક લોકોએ એવો દાવો કર્યો હશે કે તમને મારા શિષ્યો બનાવવા માટે મેં તમને બાપ્તિસ્મા આપ્યું છે"" (જુઓ: ઉપનામ અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 1:16

τὸν Στεφανᾶ οἶκον

આ સ્તેફનાસ, એક મુખ્ય વ્યક્તિ, ના કુટુંબનો અને ઘરના દાસોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

1 Corinthians 1:17

οὐ…ἀπέστειλέν με Χριστὸς βαπτίζειν

આનો અર્થ એ છે કે બાપ્તિસ્મા એ પાઉલની સેવાનો પ્રાથમિક હેતુ નહોતો.

σοφίᾳ λόγου…μὴ κενωθῇ ὁ σταυρὸς τοῦ Χριστοῦ

પાઉલ ""માનવીય ડહાપણના શબ્દો"" ની વાત કરે છે જાણે કે તેઓ લોકો હોય, તથા પાત્ર તરીકે વધસ્તંભ, અને તેના સામર્થ્યને ભૌતિક પદાર્થ તરીકે જણાવે છે જેને ઈસુ તે પાત્રમાં મૂકી શકે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""માનવીય ડહાપણના શબ્દો ..માનવીય ડહાપણના તે શબ્દોએ ખ્રિસ્તના વધસ્તંભને તેના સામર્થ્યથી ખાલી ન કરવો જોઈએ"" અથવા ""માનવીય ડહાપણના શબ્દો ... લોકોએ ઈસુ વિશેના સંદેશને વિશ્વાસ કરવાનું બંધ ન કરવું જોઈએ અને વિચારવું શરૂ કરવું જોઈએ કે હું ઈસુ કરતાં વધુ મહત્વપૂર્ણ છું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને રૂપક)

1 Corinthians 1:18

પાઉલ માણસના ડહાપણને બદલે ઈશ્વરના દહાપણ પર ભાર મૂકે છે.

ὁ λόγος…ὁ τοῦ σταυροῦ

ક્રૂસારોહણ વિશેનો ઉપદેશ અથવા ""વધસ્તંભ પર ખ્રિસ્તના મરણનો સંદેશ

μωρία ἐστίν

અર્થહીન છે અથવા ""મૂર્ખતા છે

τοῖς μὲν ἀπολλυμένοις

અહીં ""મરણ પામવું"" એ આત્મિક મરણની પ્રક્રિયાનો ઉલ્લેખ કરે છે.

δύναμις Θεοῦ ἐστιν

એ તો ઈશ્વરનું સામર્થ્ય છે જે આપણામાં કાર્ય કરે છે

1 Corinthians 1:19

τὴν σύνεσιν τῶν συνετῶν ἀθετήσω

હું જ્ઞાની લોકોને ગૂંચવીશ અથવા ""હું જ્ઞાની લોકો જે યોજનાઓ બનાવે છે તેને સંપૂર્ણ અસફળ કરીશ

1 Corinthians 1:20

ποῦ σοφός? ποῦ γραμματεύς? ποῦ συνζητητὴς τοῦ αἰῶνος τούτου?

પાઉલ ભારપૂર્વક જણાવે છે કે ખરેખર જ્ઞાની લોકો ક્યાંય જોવા મળતા નથી. વૈકલ્પિક અનુવાદ: ""સુવાર્તાના જ્ઞાનની તુલનામાં, કોઈ જ્ઞાની નથી, કોઈ વિદ્વાન નથી, કોઈ વાદવિવાદ કરનાર નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

γραμματεύς

કોઈ વ્યક્તિ કે જે વધુ અભ્યાસી હોય તે વ્યક્તિ તરીકે માન્યતા છે

συνζητητὴς

એક વ્યક્તિ કે જે જાણતી હોય તે અંગે દલીલ કરવામાં અથવા જે આવા પ્રકારની દલીલો કરવામાં કુશળ હોય

οὐχὶ ἐμώρανεν ὁ Θεὸς τὴν σοφίαν τοῦ κόσμου?

ઈશ્વરે આ જગતના જ્ઞાનીઓ માટે જે કર્યું છે તેના પર ભાર મૂકવા પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર દર્શાવ્યું છે કે દરેક વસ્તુ તેઓ જેને જ્ઞાન કહે છે તે ખરેખર મૂર્ખતા છે"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

1 Corinthians 1:21

τοὺς πιστεύοντας

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""જે સર્વ સંદેશ પર વિશ્વાસ કરે છે"" અથવા 2) ""જે સર્વ ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે.

1 Corinthians 1:22

અહીં ""અમે"" શબ્દનો અર્થ પાઉલ અને અન્ય બાઈબલ શિક્ષકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

1 Corinthians 1:23

Χριστὸν ἐσταυρωμένον

ખ્રિસ્ત વિશે, જે વધસ્તંભ પર મરણ પામ્યા (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

σκάνδαλον

જેમ કોઈ વ્યક્તિ રસ્તા પરના પથ્થરથી ઠોકર ખાય છે, તેમ ખ્રિસ્તના ક્રૂસારોહણ દ્વારા તારણનો સંદેશ યહૂદીઓને ઈસુમાં પર વિશ્વાસ કરાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""સ્વીકાર્ય નથી"" અથવા ""ખૂબ જ અપમાનજનક"" (જુઓ: રૂપક)

1 Corinthians 1:24

αὐτοῖς…τοῖς κλητοῖς

જે લોકોને ઈશ્વર તેડે છે

અમે ખ્રિસ્ત વિશે શિક્ષણ આપીએ છીએ અથવા ""અમે સર્વ લોકોને ખ્રિસ્ત વિશે કહીએ છીએ

Χριστὸν Θεοῦ δύναμιν, καὶ Θεοῦ σοφίαν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""આપણા માટે મરણ પામવા ખ્રિસ્તને મોકલીને ઈશ્વર સામર્થ્યવાન અને જ્ઞાની રીતે વર્ત્યા"" અથવા ""ખ્રિસ્ત દ્વારા ઈશ્વરે બતાવ્યું છે કે તેઓ કેટલા બળવાન અને જ્ઞાની છે.

Θεοῦ δύναμιν

અન્ય શક્ય અર્થ એ છે કે ખ્રિસ્ત સામર્થ્યવાન છે અને ખ્રિસ્ત દ્વારા જ ઈશ્વર આપણને તારણ આપે છે.

Θεοῦ σοφίαν

અન્ય શક્ય અર્થ એ છે કે ઈશ્વર ખ્રિસ્ત દ્વારા તેમના જ્ઞાનનો સંતોષ બતાવે છે.

1 Corinthians 1:25

τὸ μωρὸν τοῦ Θεοῦ, σοφώτερον τῶν ἀνθρώπων ἐστίν, καὶ τὸ ἀσθενὲς τοῦ Θεοῦ, ἰσχυρότερον τῶν ἀνθρώπων

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) પાઉલ ઈશ્વરની મૂર્ખતા અને નિર્બળતા વિષે વ્યંગાત્મક રીતે બોલી રહ્યો છે. પાઉલ જાણે છે કે ઈશ્વર મૂર્ખ અથવા નિર્બળ નથી. વૈકલ્પિક અનુવાદ: ""માણસોના જ્ઞાન કરતા ઈશ્વરની મૂર્ખતામાં વિશેષ જ્ઞાન છે, અને માણસોની શક્તિ કરતા ઈશ્વરની નિર્બળતામાં વિશેષ શક્તિ છે"" અથવા 2) પાઉલ ગ્રીક લોકોના દૃષ્ટિકોણથી બોલી રહ્યો છે જેઓને લાગે છે કે ઈશ્વર મૂર્ખ અથવા નિર્બળ છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકો જેને ઈશ્વરની મૂર્ખતા કહે છે તેને લોકો જેને જ્ઞાન કહે છે તે કરતાં જ્ઞાની છે, અને જેને લોકો ઈશ્વરની નિર્બળતા કહે છે તે લોકોના સામર્થ્ય કરતાં વિશેષ છે"" (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન)

1 Corinthians 1:26

પાઉલ ઈશ્વર સમક્ષ વિશ્વાસીઓની સ્થિતિ પર ભાર મૂકે છે.

οὐ πολλοὶ

આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારામાંના ઘણા ઓછા

σοφοὶ κατὰ σάρκα

જેને મોટાભાગના લોકો જ્ઞાની કહેશે

εὐγενεῖς

વિશેષ કારણ કે તમારું કુટુંબ મહત્વપૂર્ણ છે

1 Corinthians 1:27

ἐξελέξατο ὁ Θεός…τοὺς σοφούς…ἐξελέξατο ὁ Θεός…τὰ ἰσχυρά

પાઉલે સમાન શબ્દોમાંથી ઘણાને બે વાક્યોમાં પુનરાવર્તિત કર્યા છે, જેનો અર્થ એ જ છે કે કોઈપણ બાબતો કરવાની ઈશ્વરની રીત અને જે રીતે લોકો વિચારે છે કે ઈશ્વરે કરવું જોઈએ તે વચ્ચેના તફાવત પર ભાર મૂકે છે. (જુઓ: સમાંતરણ)

τὰ μωρὰ τοῦ κόσμου ἐξελέξατο ὁ Θεός, ἵνα καταισχύνῃ τοὺς σοφούς

જેઓ માટે જગત વિચારે છે કે તેઓ જ્ઞાની છે તેઓને શરમાવવા તથા જેઓ માટે જગત વિચારે છે કે તેઓ મૂર્ખ છે તેઓનો ઉપયોગ કરવાનું ઈશ્વરે પસંદ કર્યું

τὰ ἀσθενῆ τοῦ κόσμου ἐξελέξατο ὁ Θεός, ἵνα καταισχύνῃ τὰ ἰσχυρά

જેઓ માટે જગત વિચારે છે કે તેઓ સામર્થ્યવાન છે તેઓને શરમાવવા તથા જેઓ માટે જગત વિચારે છે કે તેઓ નબળાં છે તેઓનો ઉપયોગ કરવાનું ઈશ્વરે પસંદ કર્યું.

1 Corinthians 1:28

τὰ ἀγενῆ…καὶ τὰ ἐξουθενημένα

જે લોકોને જગત નકારે છે. વૈકલ્પિક અનુવાદ: ""જે લોકો નમ્ર અને અસ્વીકાર્ય છે

τὰ μὴ ὄντα

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેને લોકો સામાન્ય રીતે મૂલ્ય વિના માનતા હોય છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

μὴ ὄντα, ἵνα τὰ ὄντα καταργήσῃ

કંઈ નહીં. તેણે આ કર્યું જેથી તે બતાવી શકે કે જે વસ્તુઓ કે જેને મૂલ્યવાન તરીકે રાખવામા આવે છે તે ખરેખર નકામી છે

τὰ μὴ ὄντα

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે વસ્તુઓ લોકો વિચારે છે કે તે નાણાં જેટલું મૂલ્યવાન છે"" અથવા ""લોકો માને છે વસ્તુઓ આદરવા યોગ્ય છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 1:29

ઈશ્વરે આ કર્યું

1 Corinthians 1:30

ἐξ αὐτοῦ

આ વધસ્તંભ પર ખ્રિસ્તના કાર્યનો ઉલ્લેખ કરે છે.

ἡμῖν

આ શબ્દો પાઉલ, તેની સાથેના જેઓ છે અને કરિંથીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)

Χριστῷ Ἰησοῦ, ὃς ἐγενήθη σοφία ἡμῖν ἀπὸ Θεοῦ

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""ખ્રિસ્ત ઈસુ, જેમણે આપણને સ્પષ્ટ કર્યું છે કે ઈશ્વર કેટલા જ્ઞાની છે"" અથવા 2) ""ખ્રિસ્ત ઈસુ, જેમણે આપણને ઈશ્વરનું જ્ઞાન આપ્યું છે."" (જુઓ: ઉપનામ)

1 Corinthians 1:31

ὁ καυχώμενος, ἐν Κυρίῳ καυχάσθω

જો વ્યક્તિ અભિમાન કરે, તો તેણે પ્રભુ કેટલા મહાન છે તે વિશે અભિમાન કરવું જોઈએ

1 Corinthians 2

1 કરિંથીઓનો પત્ર 02 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદકોએ કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં દૂર જમણી બાજૂ એ સુયોજિત કરે છે જેથી તેને વાંચવું વધુ સરળ બને. યુએલટી આ પ્રમાણે 9 અને 16 કલમોના શબ્દોની સાથે કરે છે, જે જૂના કરારના છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

જ્ઞાન

પાઉલ પ્રથમ અધ્યાયથી ચર્ચા ચાલુ રાખે છે જે માનવીય જ્ઞાન અને ઈશ્વરીય જ્ઞાન વચ્ચે ભિન્નતા દર્શાવે છે. પાઉલ માટે, જ્ઞાન સરળ હોઈ શકે અને માનવ વિચારો મૂર્ખ હોઈ શકે છે. તેણે કહ્યું કે પવિત્ર આત્માનું જ્ઞાન એ જ સાચું જ્ઞાન છે. જ્યારે પાઉલ અગાઉના અજાણ્યા સત્યોનો ઉલ્લેખ કરે ત્યારે તે ""છુપાયેલું જ્ઞાન"" શબ્દસમૂહનો ઉપયોગ કરે છે. (જુઓ: ડાહ્યું, ડહાપણ અને મૂર્ખ, બુદ્ધિહીન, મૂર્ખતા)

1 Corinthians 2:1

પાઉલ માનવીય જ્ઞાન અને ઈશ્વરીય જ્ઞાન વચ્ચેનો વિરોધાભાસ દર્શાવે છે. તે ભાર મૂકે છે કે આત્મિક જ્ઞાન ઈશ્વર તરફથી આવે છે.

ἀδελφοί

અહીં આનો અર્થ સાથી ખ્રિસ્તીઓ છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.

1 Corinthians 2:2

ἔκρινά τι εἰδέναι…εἰ μὴ Ἰησοῦν Χριστὸν

જ્યારે પાઉલે કહ્યું કે તે ""બીજું કંઈ જ ન જાણે"" ત્યારે તેણે ભારપૂર્વક વર્ણન કરતા નક્કી કર્યું છે કે તે ઈસુ ખ્રિસ્ત સિવાય બીજા કશા પર ધ્યાન કેન્દ્રિત કરશે નહિ તથા તે સિવાય બીજું કંઈ શીખવશે નહિ. વૈકલ્પિક અનુવાદ: ""મેં ઈસુ ખ્રિસ્ત સિવાય ... બીજું કંઈ જ ન શીખવવાનો નિર્ણય કર્યો છે” અથવા ""મેં ઈસુ ખ્રિસ્તના ... શિક્ષણ વિના બીજું કંઈ જ ન શીખવવાનો નિર્ણય કર્યો છે” (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

1 Corinthians 2:3

κἀγὼ…ἐγενόμην πρὸς ὑμᾶς

હું તમારી સાથે મુલાકાત કરી રહ્યો હતો

ἐν ἀσθενείᾳ

શક્ય અર્થો આ પ્રમાણે છે: 1) ""શારીરિક રીતે નિર્બળ"" અથવા 2) ""હું એવી લાગણી અનુભવતો હતો કે મારે જે કરવાની જરૂર હતી તે હું કરી શકતો ન હતો.

1 Corinthians 2:4

πειθοῖς σοφίας λόγοις

એવા શબ્દો કે જે જ્ઞાનના લાગે કે જેના પર વક્તા આશા રાખે કે લોકો તે પ્રમાણે કરે અને તેના પર વિશ્વાસ કરે.

1 Corinthians 2:6

પાઉલ તેના મુખ્ય વિવાદને અટકાવીને ""જ્ઞાન"" નો અર્થ સમજાવે છે અને કોની સાથે તે વાત કરવાની ઇચ્છા રાખે છે.

δὲ λαλοῦμεν

હવે"" શબ્દનો ઉપયોગ મુખ્ય શિક્ષણમાં વિરામ માટે થયો છે. પાઉલે સમજાવવાનું શરૂ કર્યું કે સાચું જ્ઞાન એ ઈશ્વરનું જ્ઞાન છે.

σοφίαν…λαλοῦμεν

અમૂર્ત નામ ""જ્ઞાન"" વિશેષણ ""ડાહ્યું” તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્ઞાનની વાત કરીએ"" અથવા ""જ્ઞાની ઉપદેશ બોલીએ"" (જુઓ: અમૂર્ત નામો)

τοῖς τελείοις

પરિપક્વ વિશ્વાસીઓ

1 Corinthians 2:7

πρὸ τῶν αἰώνων

ઈશ્વરે કંઈપણ સર્જન કર્યું તે પહેલાં

εἰς δόξαν ἡμῶν

આપણા ભાવિ મહિમાની ખાતરી કરવા માટે

1 Corinthians 2:8

τὸν Κύριον τῆς δόξης

ઈસુ, મહિમાવાન પ્રભુ

1 Corinthians 2:9

ἃ ὀφθαλμὸς οὐκ…ἀνέβη, ἃ…ἀγαπῶσιν αὐτόν

આ એક અપૂર્ણ વાક્યરચના છે. કેટલાક અનુવાદોમાં તેને સંપૂર્ણ વાક્ય બનાવે છે: ""જે વાના આંખે ... કલ્પ્યા નથી; આ વાના ... જેઓ તેમને પ્રેમ કરે છે."" બીજા તેને અપૂર્ણ મૂકી દે છે પરંતુ અહીં વિરામચિહ્નો દ્વારા બતાવે છે કે તે અપૂર્ણ છે અને આ કલમને આગામી કલમમાં ચાલુ રાખે છે: ""'જે વાના આંખે … કલ્પ્યા નથી, જે વાના ... જે તેમને પ્રેમ કરે છે'—

ἃ ὀφθαλμὸς οὐκ εἶδεν, καὶ οὖς οὐκ ἤκουσεν, καὶ ἐπὶ καρδίαν ἀνθρώπου οὐκ ἀνέβη

આ ત્રિપાઇ છે જે વ્યક્તિના સર્વ ભાગોનો ભાર મૂકવા માટે ઉલ્લેખ કરે છે કે કોઈ વ્યક્તિ નથી કે ઈશ્વરે તૈયાર કરેલા વાનાની જાણ થઈ હોય. (જુઓ: ઉપનામ)

ἃ ἡτοίμασεν ὁ Θεὸς τοῖς ἀγαπῶσιν αὐτόν

જેઓ તેમને પ્રેમ કરે છે તેઓને માટે પ્રભુએ સ્વર્ગમાં અદ્દભુત વાનાઓ તૈયાર કર્યા છે.

1 Corinthians 2:10

પાઉલ ઈસુ અને વધસ્તંભ વિશે સત્યો બોલે છે. જો 1 કરિંથીઓનો પત્ર 2:9 ને અપૂર્ણ વાક્ય માનવામાં આવે છે, ""આ વાનાઓ છે.

1 Corinthians 2:11

τίς γὰρ οἶδεν ἀνθρώπων τὰ τοῦ ἀνθρώπου, εἰ μὴ τὸ πνεῦμα τοῦ ἀνθρώπου τὸ ἐν αὐτῷ?

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ ભારપૂર્વક કરવા માટે કરે છે કે માણસ જે વિચારે છે તેના સિવાય બીજું કોઈ જાણતું નથી કે તે શું વિચારી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""માણસ શું વિચારી રહ્યો છે તે માણસના આત્મા સિવાય બીજું કોઈ જાણતું નથી"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τὸ πνεῦμα τοῦ ἀνθρώπου

આ વ્યક્તિના આંતરિક મનુષ્યત્વ, તેના પોતાના આત્મિક સ્વભાવનો ઉલ્લેખ કરે છે.

τὰ τοῦ Θεοῦ οὐδεὶς ἔγνωκεν, εἰ μὴ τὸ Πνεῦμα τοῦ Θεοῦ

આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ફક્ત ઈશ્વરનો આત્મા ઈશ્વરની ગૂઢ વાતો જાણે છે"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

1 Corinthians 2:12

અહીં ""અમે"" શબ્દ પાઉલ અને તેના શ્રોતાઓ બંનેનો સમાવેશ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)

ὑπὸ τοῦ Θεοῦ χαρισθέντα ἡμῖν

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કે ઈશ્વરે આપણને મફતમાં આપ્યું"" અથવા ""કે ઈશ્વરે આપણને કૃપાથી આપ્યું છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 2:13

ἐν διδακτοῖς Πνεύματος, πνευματικοῖς πνευματικὰ συνκρίνοντες

પવિત્ર આત્મા આત્માના પોતાના શબ્દોમાં વિશ્વાસીઓ સાથે ઈશ્વરના સત્યની વાત કરે છે અને તેઓને તેમનું પોતાનું જ્ઞાન આપે છે.

ἐν διδακτοῖς Πνεύματος, πνευματικοῖς πνευματικὰ συνκρίνοντες

આત્મા પોતાના આત્મિક જ્ઞાનનો ઉપયોગ કરીને આત્મિક વચનો સમજાવે છે.

1 Corinthians 2:14

અહીં ""અમે"" શબ્દ પાઉલ અને તેના શ્રોતાઓ બંનેનો સમાવેશ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)

ψυχικὸς…ἄνθρωπος

બિન-ખ્રિસ્તી વ્યક્તિ, જેણે પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો નથી

ὅτι πνευματικῶς ἀνακρίνεται

કારણ કે આ બાબતોને સમજવા માટે આત્માની સહાયની જરૂર પડે છે

1 Corinthians 2:15

ὁ…πνευματικὸς

વિશ્વાસીઓ જેમણે આત્મા પ્રાપ્ત કર્યો છે

1 Corinthians 2:16

τίς γὰρ ἔγνω νοῦν Κυρίου, ὃς συμβιβάσει αὐτόν?

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ ભાર મૂકવા માટે કરે છે કે પ્રભુના મનને કોઈ જાણી શકતું નથી. પ્રભુ જેટલું કોઈ બુદ્ધિશાળી નથી. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુના મનને કોઈ જાણી શકતું નથી, તેથી કોઈ તેમને કંઈ શીખવી શકતું નથી, જે તે પહેલાથી જાણતો ન હોય"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

1 Corinthians 3

1 કરિંથીઓનો પત્ર 03 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો જૂના કરારમાંના અવતરણોને પાન પર દૂર જમણી બાજુ સુયોજિત કરે છે જેથી તેમને વાંચવું સરળ બને. યુએલટી આ પ્રમાણે 19 અને 20 ની કલમોના શબ્દો સાથે કરે છે.

આ અધ્યાયમાં વિશિષ્ટ ખ્યાલો

દૈહિક લોકો

કરિંથના વિશ્વાસીઓ તેમના અન્યાયીપણાના કાર્યોને કારણે અપરિપક્વ હતા. તે તેઓને ""દૈહિક"" કહે છે, જેનો અર્થ અવિશ્વાસીઓ તરીકે વર્તવું થાય છે. આ શબ્દ જેઓ ""આત્મિક""છે તેઓના વિરોધમાં વપરાવામાં આવ્યો છે. ખ્રિસ્તીઓ તેમના ""દેહ"" ને અનુસરે છે તે મૂર્ખતાથી વર્તે છે. તેઓ જગતના જ્ઞાનનું પાલન કરી રહ્યા છે. (જુઓ: ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું, દેહ, આત્મા, આત્માઓ, આત્મિક અને મૂર્ખ, બુદ્ધિહીન, મૂર્ખતા અને ડાહ્યું, ડહાપણ)

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

રૂપક

આ અધ્યાયમાં ઘણા રૂપકો છે. પાઉલ આત્મિક અપરિપક્વતાને સમજાવવા માટે ""બાળકો"" અને ""દૂધ"" નો ઉપયોગ કરે છે. તે રોપણી અને પાણી આપનાર રૂપકોનો ઉપયોગ કરિંથની મંડળીના વિકાસ માટે તેણે અને અપોલોસની ભૂમિકાઓ વર્ણવવા માટે કરે છે. કરિંથીઓને આત્મિક સત્યો શીખવવામાં અને તેના ઉપદેશોને સમજવામાં મદદ કરવા માટે પાઉલ અન્ય રૂપકોનો ઉપયોગ કરે છે. (જુઓ: રૂપક)

1 Corinthians 3:1

હવે પાઉલ કરિંથના વિશ્વાસીઓ યાદ અપાવે છે કે તેઓ ખરેખર કેવી રીતે જીવતા હતા તેને બદલે તેઓ ઈશ્વર સમક્ષ જે હતા તેથી ઉલટું વર્તતા હતા. પછી તે તેઓને યાદ અપાવે છે કે જે વ્યક્તિ તેમને શિક્ષણ આપે છે તે ઈશ્વર જેટલું મહત્વનું નથી કારણ કે એ તો ઈશ્વર જ છે જેઓ વૃદ્ધિ આપે છે.

ἀδελφοί

અહીં આનો અર્થ સાથી ખ્રિસ્તીઓ થાય છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.

πνευματικοῖς

લોકો જેઓ આત્માને આધીન થાય છે

σαρκίνοις

લોકો જેઓ પોતાની ઇચ્છાઓને અનુસરે છે

ὡς νηπίοις ἐν Χριστῷ

કરિંથીઓની સરખામણી ઉંમરમાં અને સમજણમાં ખૂબ જ નાના બાળકો સાથે કરવામાં આવી છે. વૈકલ્પિક અનુવાદ: ""ખ્રિસ્તમાં દરેક ખૂબ જ નાના વિશ્વાસીઓ તરીકે"" (જુઓ: રૂપક)

1 Corinthians 3:2

γάλα ὑμᾶς ἐπότισα, οὐ βρῶμα

કરિંથીઓ ફક્ત સરળ સત્યોને સમજી શકે છે જેમ કે બાળકો ફક્ત દૂધ પી શકે છે. પુખ્ત બાળકો જે હવે ખોરાક ખાઈ શકે છે એટલા મોટા સત્યો સમજવા માટે તેઓ એટલા પરિપક્વ નથી. (જુઓ: રૂપક)

οὐδὲ νῦν δύνασθε

તે સૂચિત છે કે તેઓ વધારે મુશ્કેલ શિક્ષણ સમજવા માટે તૈયાર નથી. વૈકલ્પિક અનુવાદ: ""તમે હજી પણ ખ્રિસ્તને અનુસરવા વિષે ભારે શિક્ષણ સમજવા માટે તૈયાર નથી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

1 Corinthians 3:3

ἔτι…σαρκικοί

હજુ પણ પાપી અથવા સાંસારિક ઇચ્છાઓ અનુસાર વર્તે છે

οὐχὶ σαρκικοί ἐστε καὶ κατὰ ἄνθρωπον περιπατεῖτε?

પાઉલ કરિંથીઓને તેમના પાપી વર્તન માટે ઠપકો આપી રહ્યો છે. ""તમારા વર્તનનો ન્યાય કરવો,"" માટે અહીં ""ચાલવું"" એક રૂપક છે, શું સારું અને ખરાબ શું છે તે નક્કી કરવું. વૈકલ્પિક અનુવાદ: ""તમને શરમ લાગવી જોઈએ કારણ કે તમે તમારી પાપી ઇચ્છાઓ અનુસાર વર્તન કરી રહ્યા છો અને તમારૂ વર્તન સારું છે કે ખરાબ તે નક્કી કરવા માટે તમે માનવ ધોરણોનો ઉપયોગ કરી રહ્યા છો!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન અને રૂપક)

1 Corinthians 3:4

οὐκ ἄνθρωποί ἐστε?

પાઉલ કરિંથીઓને ઠપકો આપી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""તમને શરમ આવવી જોઈએ કારણ કે જે લોકોને આત્મા નથી તેઓ જે રીતે જીવે છે તેમ તમે પણ જીવો છો"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

1 Corinthians 3:5

τί οὖν ἐστιν Ἀπολλῶς? τί δέ ἐστιν Παῦλος?

પાઉલ ભારપૂર્વક જણાવી રહ્યા છે કે તે અને અપોલોસ સુવાર્તાના મૂળ સ્રોત નથી, અને તેથી કરિંથીઓએ તેમને ન અનુસરવું જોઈએ. વૈકલ્પિક અનુવાદ: ""અપોલોસ અથવા પાઉલને અનુસરવા જૂથો પાડવા ખોટું છે!"" અથવા (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τί δέ ἐστιν Παῦλος?

પાઉલ જાણે કે બીજા કોઈની વાત કરી રહ્યો હોય તેમ પોતાના વિષે બોલી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""હું મહત્વપૂર્ણ નથી!"" અથવા ""હું કોણ છું?"" (જુઓ: આલંકારિક પ્રશ્ન અને પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

διάκονοι δι’ ὧν ἐπιστεύσατε

પાઉલે પોતાના પ્રશ્નનો જવાબ એમ કહીને આપ્યો કે તે અને અપોલોસ ઈશ્વરના સેવકો છે. વૈકલ્પિક અનુવાદ: ""પાઉલ અને અપોલોસ ખ્રિસ્તના સેવકો છે, અને તમે ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યો કારણ કે અમે તેમની સેવા કરી"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

διάκονοι δι’ ὧν ἐπιστεύσατε, καὶ ἑκάστῳ ὡς ὁ Κύριος ἔδωκεν

આ સમજાયેલી માહિતી સાથે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અમે સેવકો છીએ કે જેઓના દ્વારા તમે વિશ્વાસ કર્યો. અમે માત્ર લોકો જ છીએ કે જેને પ્રભુએ કાર્ય આપ્યું"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

1 Corinthians 3:6

ἐγὼ ἐφύτευσα

ઈશ્વરના જ્ઞાનની તુલના એક બીજ સાથે કરવામાં આવે છે જે વિકાસ માટે વાવેતર કરવા આવશ્યક છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે મેં ઈશ્વરના વચનનો પ્રચાર કર્યો, ત્યારે હું બગીચામાં બીજ રોપનારા જેવો હતો"" (જુઓ: રૂપક)

Ἀπολλῶς ἐπότισεν

જેમ બીજને પાણીની જરૂર હોય છે, તેમ વિશ્વાસને વિકાસ માટે વધુ શિક્ષણની જરૂર પડે છે. વૈકલ્પિક અનુવાદ: ""અને જ્યારે અપોલોસે તમને ઈશ્વરના વચનોનું શિક્ષણ આપવાનું ચાલુ રાખ્યું, ત્યારે તે બગીચાને પાણી આપનાર જેવો હતો"" (જુઓ: રૂપક)

ἀλλὰ ὁ Θεὸς ηὔξανεν

જેમ છોડ ઉગીને વૃદ્ધિ પામે છે, તેમ ઈશ્વર પરનો વિશ્વાસ અને જ્ઞાન પણ વૃદ્ધિ પામે છે અને ઊંડો અને મજબૂત બને છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ ઈશ્વરે તમને વૃદ્ધિ આપી"" અથવા ""પરંતુ જેમ ઈશ્વર છોડને વૃદ્ધિ આપે છે, તેમ તે તમને આત્મિક રીતે વૃદ્ધિ પમાડે છે"" (જુઓ: રૂપક)

1 Corinthians 3:7

οὔτε ὁ φυτεύων ἐστίν τι…ἀλλ’ ὁ αὐξάνων, Θεός

પાઉલ ભારપૂર્વક જણાવે છે કે તે અથવા અપોલોસ વિશ્વાસીઓના આધ્યાત્મિક વૃદ્ધિ માટે જવાબદાર નથી, પરંતુ તે તો ઈશ્વરનું કામ છે.

ὁ αὐξάνων, Θεός

અહીં વૃદ્ધિ આપવાનો અર્થ વિકાસ થાય છે. અમૂર્ત સંજ્ઞા ""વૃદ્ધિ"" નું અનુવાદ શાબ્દિક શબ્દસમૂહ સાથે કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે તો ઈશ્વર છે જે તમને વૃદ્ધિ આપે છે"" (જુઓ: અમૂર્ત નામો)

1 Corinthians 3:8

ὁ φυτεύων…καὶ ὁ ποτίζων, ἕν εἰσιν

પાઉલ લોકોને સુવાર્તા કહેવાની છે અને જેઓએ તેનો વિશ્વાસ કર્યો છે તેઓને શિક્ષણ આપવાની વાત કરે છે જાણે કે તેઓ છોડને રોપતા હોય અને પાણી પાતા હોય. (જુઓ: રૂપક)

ἕν εἰσιν

શક્ય અર્થો આ પ્રમાણે ""એક"" છે 1) ""હેતુમાં એક થવું"" અથવા 2) ""મહત્વમાં સમાન.

μισθὸν

કામદાર તેના કામના બદલામાં જે રકમ મેળવે છે

1 Corinthians 3:9

ἐσμεν

આ પાઉલ અને અપોલોસનો ઉલ્લેખ કરે છે પરંતુ કરિંથની મંડળીનો નહિ. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

Θεοῦ…συνεργοί

પાઉલ પોતાને અને અપોલોસ સહકાર્યકર તરીકે ગણે છે.

Θεοῦ γεώργιον

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈશ્વરનો બગીચો રજૂ કરે છે કે તે ઈશ્વરનું છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે બગીચા સમાન છો કે જે ઈશ્વરનો છે"" અથવા 2) ઈશ્વરનો બગીચો રજૂ કરે છે કે ઈશ્વર આપણને વૃદ્ધિ આપનાર છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે બગીચા સમાન છો જેને ઈશ્વર વૃદ્ધિ આપે છે"" (જુઓ: રૂપક)

Θεοῦ οἰκοδομή

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈશ્વરની ઇમારત હોવું રજૂ કરે છે કે તે ઈશ્વરની છે. વૈકલ્પિક અનુવાદ: ""અને તમે ઇમારત સમાન છો જે ઈશ્વરની છે"" અથવા 2) ઈશ્વરની ઇમારત હોવું રજૂ કરે છે કે ઈશ્વર ઇચ્છે તે પ્રમાણે બનવું. વૈકલ્પિક અનુવાદ: ""અને તમે ઇમારત સમાન છો જેને ઈશ્વર બાંધી રહ્યા છે"" (જુઓ: રૂપક)

1 Corinthians 3:10

κατὰ τὴν χάριν τοῦ Θεοῦ τὴν δοθεῖσάν μοι

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે મને જે કાર્ય સ્વતંત્રપણે કરવા માટે આપ્યું હતું તે અનુસાર"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

θεμέλιον ἔθηκα

પાઉલ ઈસુ ખ્રિસ્તમાં તેના વિશ્વાસ અને તારણના શિક્ષણને ઇમારત માટે પાયો નાખવા સાથે સરખાવે છે. (જુઓ: રૂપક)

ἄλλος…ἐποικοδομεῖ

પાઉલ તે વ્યક્તિ અથવા લોકોનો ઉલ્લેખ કરી રહ્યો છે જેઓ તે સમયે કરિંથીઓને શિક્ષણ આપી રહ્યા છે જાણે કે તેઓ સુથાર હોય જેઓ પાયાની ઉપરની ઇમારતનું નિર્માણ કરી રહ્યા હોય. (જુઓ: રૂપક)

ἕκαστος

સામાન્ય રીતે અહિયાં ઈશ્વરના કાર્યકરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""દરેક વ્યક્તિ જે ઈશ્વરની સેવા કરે છે

1 Corinthians 3:11

θεμέλιον…ἄλλον οὐδεὶς δύναται θεῖναι, παρὰ τὸν κείμενον

આ સક્રિય સ્વરૂપમાં વર્ણવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં, પાઉલે જે પાયો નાખ્યો છે તે સિવાય અન્ય કોઈ પાયો નાખી શકતું નથી"" અથવા ""મેં પહેલેથી જ એકમાત્ર પાયો નાખ્યો છે જે કોઈ પણ નાખી શકે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 3:12

પાઉલ કરિંથના શિક્ષકો ખરેખર શું કરી રહ્યાં છે તેનું વર્ણન કરવા માટે ઇમારત બાંધતી વખતે મિસ્ત્રીઓ સામાન્ય રીતે શું કરે છે તે વિશે બોલે છે. મિસ્ત્રીઓ સામાન્ય રીતે માત્ર સોનું, ચાંદી અથવા મૂલ્યવાન પાષાણનો ઉપયોગ ઇમારતોના શણગાર તરીકે કરે છે.

εἰ δέ τις ἐποικοδομεῖ ἐπὶ τὸν θεμέλιον χρυσόν, ἄργυρον, λίθους τιμίους, ξύλα, χόρτον, καλάμην

નવી ઇમારત બનાવવા માટે ઇમારતના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે તેને વ્યક્તિના જીવનકાળ દરમિયાન આત્મિક મૂલ્યો તેના જીવનને બનાવવામાં ઉપયોગમાં કરવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: ""શું વ્યક્તિ મૂલ્યવાન સામગ્રીથી બનાવશે કે જે ટકી રહેશે અથવા સસ્તી સામગ્રીઓ કે જે સરળતાથી બળી જશે"" (જુઓ: રૂપક)

λίθους τιμίους

મૂલ્યવાન પાષાણ

1 Corinthians 3:13

ἑκάστου τὸ ἔργον φανερὸν γενήσεται

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મિસ્ત્રીએ જે કર્યું તે ઈશ્વર દરેક સમક્ષ પ્રગટ કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἡ γὰρ ἡμέρα δηλώσει

અહીં ""દિવસ"" એ જ્યારે ઈશ્વર દરેકનો ન્યાય કરશે તે સમયનું રૂપક છે. જ્યારે ઈશ્વર પ્રગટ કરશે કે આ શિક્ષકોએ શું કર્યું છે, તે જાણે કે રાત્રે જે બન્યું હશે તેને પ્રગટ કરવા માટે સૂર્ય સમાન આવશે. (જુઓ: રૂપક)

ὅτι ἐν πυρὶ ἀποκαλύπτεται; καὶ ἑκάστου τὸ ἔργον, ὁποῖόν ἐστιν, τὸ πῦρ αὐτὸ δοκιμάσει

જેમ અગ્નિથી ઇમારતની શક્તિઓ છતી થશે અથવા નિર્બળતાઓ નાશ કરશે, તેમ ઈશ્વરની અગ્નિ માણસના પ્રયત્નો અને કામોનો ન્યાય કરશે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેમના કામની ગુણવત્તા પ્રગટ કરવા માટે અગ્નિનો ઉપયોગ કરશે"" (જુઓ: રૂપક)

1 Corinthians 3:14

એક વ્યક્તિ"" અને ""કોઈની પણ"" અને ""તે"" અને ""પોતે"" શબ્દો વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

τὸ ἔργον μενεῖ

કાર્ય ટકી રહેશે અથવા ""કાર્ય બચી જશે

1 Corinthians 3:15

εἴ τινος τὸ ἔργον κατακαήσεται

આ સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જો અગ્નિ કોઈનું કામ ભસ્મ કરશે"" અથવા ""જો અગ્નિ કોઈના કામનું નુકસાન કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ζημιωθήσεται

અમૂર્ત નામ ""નુકસાન"" ને ""ગુમાવવું"" ક્રિયાપદ સાથે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે તેનો બદલો ગુમાવશે"" (જુઓ: અમૂર્ત નામો)

αὐτὸς δὲ σωθήσεται

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ ઈશ્વર તેને બચાવશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 3:16

οὐκ οἴδατε ὅτι ναὸς Θεοῦ ἐστε, καὶ τὸ Πνεῦμα τοῦ Θεοῦ οἰκεῖ ἐν ὑμῖν?

પાઉલ કરિંથીઓને ઠપકો આપી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે એવું કામ કરો છો કે તમે જાણતા નથી કે તમે ઈશ્વરનું ભક્તિસ્થાન છો અને ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

1 Corinthians 3:18

μηδεὶς ἑαυτὸν ἐξαπατάτω

કોઈ પોતાને ન ભુલાવે કે તે પોતે જ આ જગતમાંનો જ્ઞાની વ્યક્તિ છે.

ἐν τῷ αἰῶνι τούτῳ

જે રીતે લોકો કે જેઓ વિશ્વાસ કરતા નથી કે શું ડહાપણભર્યું છે નક્કી કરે છે.

μωρὸς γενέσθω

તે વ્યક્તિ પાસે એવા લોકો રાખવા તૈયાર હોવું જોઈએ કે જેઓ માનતા નથી કે તેને મૂર્ખ કહે (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન)

1 Corinthians 3:19

ὁ δρασσόμενος τοὺς σοφοὺς ἐν τῇ πανουργίᾳ αὐτῶν

ઈશ્વર તેઓને સપડાવે છે કે જેઓ માને છે કે તેઓ હોશિયાર છે અને તેમને સપડાવવા માટે તેમની જ યુક્તિઓનો ઉપયોગ કરે છે.

1 Corinthians 3:20

Κύριος γινώσκει τοὺς διαλογισμοὺς τῶν σοφῶν, ὅτι εἰσὶν μάταιοι

પ્રભુ જાણે છે કે જે લોકો વિચારે છે કે તેઓ જ્ઞાની છે અને નિરર્થક યોજના કરે છે.

μάταιοι

નિરુપયોગી

1 Corinthians 3:23

ὑμεῖς δὲ Χριστοῦ, Χριστὸς δὲ Θεοῦ

તમે ખ્રિસ્તના છો, અને ખ્રિસ્ત ઈશ્વરના છે

1 Corinthians 4

1 કરિંથીઓનો પત્ર 04 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

અભિમાન

કરિંથીઓ અભિમાની હોવાની સાથે પ્રેરીતો નમ્ર હોવાનો પાઉલ વિરોધાભાસ દર્શાવે છે. કરિંથના વિશ્વાસીઓ પાસે અભિમાન કરવાનું કોઈ કારણ નહોતું. તેમની પાસે જે બધુ હતું અને તેઓ જે હતા તે સર્વ ઈશ્વરની એક ભેટ હતી. (જુઓ: પ્રેરિત, પ્રેરિતપદ)

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

રૂપકો

પાઉલ આ અધ્યાયમાં ઘણા રૂપકોનો ઉપયોગ કરે છે. તે પ્રેરિતોને સેવકો તરીકે વર્ણવે છે. પાઉલ વિજયકૂચની વાત કરે છે જ્યાં પ્રેરિતો કેદીઓ છે અને તેઓની હત્યા કરવામાં આવશે. તે સજા માટે લાકડીનો ઉપયોગ કરે છે. તે પોતાને તેમના પિતા કહે છે કારણ કે તે તેઓનો ""આત્મિક પિતા"" છે. (જુઓ: રૂપક અને આત્મા, આત્માઓ, આત્મિક)

વક્રોક્તિ

પાઉલ કરિંથીઓને અભિમાની હોવાને લીધે શરમાવવા માટે વક્રોક્તિનો ઉપયોગ કરે છે. કરિંથના વિશ્વાસીઓ શાસન કરી રહ્યા છે પરંતુ પ્રેરિતો યાતના ભોગવી રહ્યા છે. (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન)

અલંકારિક પ્રશ્નો

પાઉલ આ અધ્યાયમાં ઘણા અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરે છે. તે કરિંથીઓને શીખવે છે ત્યારે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ભાર મૂકવા માટે તે તેનો ઉપયોગ કરે છે. (જુઓ: https://git.door43.org/STR/gu_ta/src/branch/master/translate/figs-rquestion/01.md)

1 Corinthians 4:1

પ્રભુ વિષે તેમને કોણે શીખવ્યું હતું અને કોણે તેમને બાપ્તિસ્મા આપ્યું તેના વિષે અભિમાન ન કરવા લોકોને યાદ અપાવ્યા પછી, પાઉલે કરિંથના વિશ્વાસીઓને યાદ અપાવે છે કે બધા વિશ્વાસીઓએ નમ્ર સેવકો બનવું જોઈએ.

1 Corinthians 4:2

ὧδε λοιπὸν ζητεῖται ἐν τοῖς οἰκονόμοις

પાઉલ જાતે જ એવું બોલી રહ્યો છે કે જાણે તે બીજા લોકો વિશે વાત કરતો હોય. વૈકલ્પિક અનુવાદ: ""આપણે હોવું જરૂરી છે"" (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

1 Corinthians 4:3

ἐλάχιστόν ἐστιν, ἵνα ὑφ’ ὑμῶν ἀνακριθῶ

પાઉલ માણસોનો ન્યાય અને ઈશ્વરના ન્યાય વચ્ચેના તફાવતની તુલના કરે છે. માણસોના ન્યાય એ ઈશ્વરનો માણસોની ઉપર સત્ય ન્યાયની તુલનામાં મહત્વપૂર્ણ નથી.

1 Corinthians 4:4

οὐδὲν…ἐμαυτῷ σύνοιδα

મેં કોઈને પણ મારા પર ખોટું કામ કરવાનો આરોપ લગાવતા સાંભળ્યા નથી

οὐκ ἐν τούτῳ δεδικαίωμαι; ὁ δὲ ἀνακρίνων με Κύριός ἐστιν

કે દોષારોપણનો અભાવ એ સાબિત કરતો નથી કે હું નિર્દોષ છું. પ્રભુ જાણે છે કે હું નિર્દોષ છું કે દોષિત.

1 Corinthians 4:5

ὥστε

કારણ કે મેં હમણાં જે કહ્યું તે સાચું છે

ὃς καὶ φωτίσει τὰ κρυπτὰ τοῦ σκότους, καὶ φανερώσει τὰς βουλὰς τῶν καρδιῶν

અહીં ""અંધકારમાં રહેલી ગુપ્ત વાતો જાહેરમાં પ્રગટ કરાશે"" એ ગુપ્તમાં કરવામાં આવેલ દરેક વાતોને પ્રગટ કરવામાં આવશે તે માટેનું રૂપક છે. અહીં ""હૃદય"" એ લોકોનાં વિચારો અને ઇરાદાઓ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ અંધકારમાં રહેલી ગુપ્ત વાતો જાહેર કરવામાં આવે છે તેમ, ઈશ્વર બતાવશે કે લોકોએ ગુપ્ત રીતે શું કર્યું છે અને ગુપ્ત રીતે શું આયોજન કર્યું છે"" (જુઓ: રૂપક અને ઉપનામ)

1 Corinthians 4:6

ἀδελφοί

અહીં આનો અર્થ સાથી ખ્રિસ્તીઓ છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.

δι’ ὑμᾶς

તમારા ભલા માટે

1 Corinthians 4:7

σε…ἔχεις…ἔλαβες…ἔλαβες…καυχᾶσαι…λαβών

પાઉલ કરિંથીઓની સાથે વાત કરી રહ્યો છે જાણે કે તે એક વ્યક્તિ છે, તેથી અહીં ""તમે"" ના બધા ઉદાહરણો એકવચનમાં છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

τίς γάρ σε διακρίνει?

પાઉલ કરિંથીઓને ઠપકો આપી રહ્યો છે કે જેઓને લાગે છે કે તેઓ બીજાઓ કરતાં સારાં છે જેઓએ બીજા કોઈ પાસેથી સુવાર્તા સાંભળી છે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે તમારામાં અને તેમનામાં કોઈ તફાવત નથી."" અથવા ""કેમ કે તમે બીજા લોકો કરતા શ્રેષ્ઠ નથી."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τί δὲ ἔχεις ὃ οὐκ ἔλαβες?

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ ભાર મૂકવા માટે કરે છે કે તેમની પાસે જે વસ્તુઓ છે તે તેઓ કમાયા નથી. વૈકલ્પિક અનુવાદ: ""તમારી પાસે જે બધું છે તે સર્વ તમે મફત પામ્યા છો."" અથવા ""તમારી પાસે જે છે તે સર્વ ઈશ્વરે તમને મફતમાં આપ્યું છે!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τί καυχᾶσαι ὡς μὴ λαβών?

તેમની પાસે જે હતું તેમાં તેઓ અભિમાન કરતા હતા તેથી પાઉલ તેઓને ઠપકો આપી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારે અભિમાન ન કરવું જોઈએ જાણે કે તમે આવું ન કર્યું હોય."" અથવા ""તમને અભિમાન કરવાનો કોઈ અધિકાર નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ὡς μὴ λαβών

તે પ્રમાણે કર્યું"" શબ્દસમૂહનો અર્થ એ છે કે તેમની પાસે જે છે તે તેઓએ મફતમાં પ્રાપ્ત કર્યું છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ તમે તે મફત પ્રાપ્ત કર્યું નથી"" અથવા ""જાણે કે તમે તેને કમાયા હોય.

1 Corinthians 4:8

પાઉલ અહીં કરિંથીઓને શરમાવવા માટે કહે છે જ્યારે તેઓ તેમના પોતા પર અને તેમના શિક્ષકો પર અભિમાન કરે છે ત્યારે તેઓ પાપ કરે છે તે સમજાવવા માટે વક્રોક્તિનો ઉપયોગ કરે છે. (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન)

1 Corinthians 4:9

ὁ Θεὸς ἡμᾶς τοὺς ἀποστόλους…ἀπέδειξεν

કેવી રીતે ઈશ્વરે પ્રેરિતોને જગતને જોવા માટે પ્રદર્શિત કરવા મૂક્યા છે તે બાબત પાઉલ બે રીતે વ્યક્ત કરે છે. (જુઓ: સમાંતરણ)

ἡμᾶς τοὺς ἀποστόλους…ἀπέδειξεν

ઈશ્વરે રોમન સિપાઈઓની કવાયતના અંતે બંદીવાનોની જેમ પ્રેરિતોને પ્રદર્શિત કર્યા છે, જેઓને તેમના મરણદંડ પહેલા અપમાનિત કરવામાં આવે છે. (જુઓ: રૂપક)

ὡς ἐπιθανατίους

ઈશ્વરે પ્રેરિતોને માણસોની જેમ પ્રદર્શનમાં મૂક્યા જેમને મરણદંડ આપવામાં આવશે. (જુઓ: રૂપક)

τῷ κόσμῳ, καὶ ἀγγέλοις καὶ ἀνθρώποις

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""જગત"" બન્ને અલૌકિક (""દૂતો"") અને પ્રાકૃતિક (""માનવી"") ધરાવે છે, અથવા 2) યાદી ત્રણ વસ્તુઓનો સમાવેશ કરે છે: ""જગતને, દૂતોને અને માનવીને."" (જુઓ: મેરિઝમ)

1 Corinthians 4:10

ἡμεῖς μωροὶ…ἄτιμοι

પાઉલે કરિંથીઓને શરમાવવા માટે વક્રોક્તિનો ઉપયોગ કર્યો જેથી તે જે કહે છે તેના વિશે તેઓ વિચાર કરશે. (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન)

ὑμεῖς ἔνδοξοι

લોકો તમ કરિંથીઓની સાથે એ રીતે વર્તે છે જાણે કે તમે મહત્વપૂર્ણ લોકો હોય

ἡμεῖς…ἄτιμοι

લોકો અમ પ્રેરિતોનું અપમાન કરે છે

1 Corinthians 4:11

ἄχρι τῆς ἄρτι ὥρας

હમણાં સુધી અથવા ""અત્યાર સુધી

κολαφιζόμεθα

આનો ઉલ્લેખ ચાબુક અથવા ડાંગ વડે નહિ પણ હાથથી મારવાનો ઉલ્લેખ કરે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકોએ અમને માર્યા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἀστατοῦμεν

પાઉલનો અર્થ એ કે તેમની પાસે રહેવાની જગ્યાઓ હતી, પરંતુ તેઓને અલગ અલગ જગ્યાએ ભટકવું પડ્યું. તેમની પાસે કોઈ નિશ્ચિત ઘર નહોતું.

1 Corinthians 4:12

λοιδορούμενοι, εὐλογοῦμεν

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે લોકો અમારી નિંદા કરે છે, અમે તેમને આશીર્વાદ આપીએ છીએ"" અથવા ""જયારે લોકો અમારો તિરસ્કાર કરે છે, અમે તેમને આશીર્વાદ આપીએ છીએ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

διωκόμενοι

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે લોકો અમારી સતાવણી કરે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 4:13

δυσφημούμενοι

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે લોકો અમારી નિંદા કરે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὡς περικαθάρματα τοῦ κόσμου ἐγενήθημεν, πάντων περίψημα ἕως ἄρτι

લોકો અમને જગતના કચરા સમાન ગણે છે-અને હજી પણ તેઓ-અમને એવા જ ગણે છે.

1 Corinthians 4:14

οὐκ ἐντρέπων ὑμᾶς γράφω ταῦτα, ἀλλ’…νουθετῶ

હું તમને શરમાવવા સારું નહી, પરંતુ તમને સુધારવા માંગું છું અથવા ""હું તમને શરમાવવાનો પ્રયત્ન કરતો નથી, પરંતુ હું તમને સુધારવા માંગુ છું

νουθετῶ

કોઈને જઈને કહો કે તેઓ જે કરી રહ્યાં છે તે ખોટું છે અને તેનું પરિણામ ખરાબ આવશે

τέκνα μου ἀγαπητὰ

કારણ કે પાઉલે કરિંથીઓને ખ્રિસ્ત તરફ દોર્યા હતા, માટે તેઓ તેના આત્મિક બાળકો જેવા છે. (જુઓ: રૂપક)

1 Corinthians 4:15

μυρίους παιδαγωγοὺς

એક આત્મિક પિતાના મહત્વ પર ભાર મૂકવા માટે, માર્ગદર્શન આપતા લોકોની સંખ્યાની આ અતિશયોક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: ""ઘણા વાલીઓ"" અથવા ""વાલીઓની મોટી ભીડ"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

ἐν…Χριστῷ Ἰησοῦ διὰ τοῦ εὐαγγελίου, ἐγὼ ὑμᾶς ἐγέννησα

પાઉલ પ્રથમ ભારપૂર્વક જણાવી રહ્યાં છે કે કરિંથીઓ સાથેનો તેનો સબંધ ""ખ્રિસ્તમાં"" વધારે મહત્વપૂર્ણ છે, બીજું કે તે, તે માટે આવ્યું કારણ કે તેણે તેઓને સુવાર્તા આપી હતી, અને ત્રીજુ કે તેઓ માટે તે પિતા સમાન છે. વૈકલ્પિક અનુવાદ: ""તે એટલા માટે થયું કે જ્યારે મેં તમને સુવાર્તા આપી ત્યારે ઈશ્વરે તમને ખ્રિસ્તમાં જોડ્યા અને એ રીતે હું તમારો પિતા બન્યો છું

ἐγὼ ὑμᾶς ἐγέννησα

કારણ કે પાઉલે કરિંથીઓને ખ્રિસ્તમાં દોરવાની આપી હતી, તે તેમના પિતા સમાન છે. (જુઓ: રૂપક)

1 Corinthians 4:17

μου τέκνον, ἀγαπητὸν καὶ πιστὸν ἐν Κυρίῳ

જેને હું પ્રેમ કરું છું અને જેને પ્રભુ વિષેનું શિક્ષણ આપું છું તે જાણે કે મારા પોતાના બાળક સમાન છે

1 Corinthians 4:18

δέ

આ શબ્દ સૂચવે છે કે પાઉલ તેના મુદ્દાને કરિંથના વિશ્વાસીઓને તેમના મગરૂર વર્તન વિષે ઠપકો આપી રહ્યો છે તે તરફ વાળે છે.

1 Corinthians 4:19

ἐλεύσομαι…πρὸς ὑμᾶς

હું તમારી મુલકાત લઈશ

1 Corinthians 4:21

τί θέλετε?

પાઉલ કરિંથીઓને છેલ્લો આગ્રહ કરતો હતો, જેમ કે તેઓએ કરેલી ભૂલો બદલ તે તેમને ઠપકો આપતો હોય. વૈકલ્પિક અનુવાદ: ""હવે તમારે શું કરવું છે તે મને કહો"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἐν ῥάβδῳ ἔλθω πρὸς ὑμᾶς, ἢ ἐν ἀγάπῃ, πνεύματί τε πραΰτητος?

પાઉલ કરિંથીઓ સમક્ષ બે વિરોધાભાસી વલણોની દરખાસ્ત મૂકે છે જેનો તે જ્યારે તે આવશે ત્યારે ઉપયોગ કરશે. વૈકલ્પિક અનુવાદ: ""જો તમારી ઇચ્છા હોય, તો હું સજા કરવાને આવું, અથવા શું હું તમારી પાસે નમ્રતાથી આવું અને હું તમને કેટલો પ્રેમ કરું છું તે બતાવું"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

πραΰτητος

દયાથી અથવા ""હેતથી

1 Corinthians 5

1 કરિંથીઓનો પત્ર 05 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદોનું જૂના કરારમાંના અવતરણોને પાનની દૂર જમણી બાજુ સુયોજિત કરે છે જેથી તેને વાંચવું વધુ સરળ બને. યુએલટી આ પ્રમાણે કલમ 13 ના અવતરણવાળા શબ્દો સાથે કરે છે.

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

અસંગત શબ્દો

પાઉલ સંવેદનશીલ વિષયોનું વર્ણન કરવા માટે અસંગત શબ્દોનો ઉપયોગ કરે છે. આ અધ્યાય મંડળીના એક સભ્યની જાતીય અનૈતિકતા સાથે સંબંધિત છે. (જુઓ: સૌમ્યોક્તિ અને જાતીય અનૈતિકતા, અનૈતિકતા, અનૈતિક, વ્યભિચાર)

રૂપક

પાઉલ ઘણા રૂપકોનો ઉપયોગ કરીને વિસ્તૃત તુલનાનો ઉપયોગ કરે છે. આથો દુષ્ટતાને રજૂ કરે છે. રોટલી કદાચ આખી સભાને રજૂ કરે છે. બેખમીર રોટલી શુદ્ધ જીવનને રજૂ કરે છે. તેથી સંપૂર્ણ શાસ્ત્રભાગનો અર્થ છે: શું તમે નથી જાણતા કે થોડી દુષ્ટતા આખી સભાને અસર કરે છે? તેથી દુષ્ટતાથી દૂર રહો જેથી તમે શુદ્ધ જીવન જીવી શકો. ખ્રિસ્ત આપણા માટે બલિદાન થયા. તેથી આપણે નિષ્ઠાવાન અને સત્યવાદી બનીએ અને દુષ્ટતા તથા ખરાબ વર્તનથી દૂર રહીએ. (જુઓ: રૂપક, દુષ્ટ, દુરાચારી, ન ગમે એવું, બેખમીર રોટલી અને શુદ્ધ, શુદ્ધ કરવું, શુદ્ધિકરણ અને પાસ્ખા, પાસ્ખાપર્વ)

અલંકારિક પ્રશ્નો

પાઉલ આ અધ્યાયમાં અલંકારી પ્રશ્નોનો ઉપયોગ કરે છે. તે કરિંથીઓને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર શિક્ષણ આપે છે ત્યારે ભાર મૂકવા માટે તેનો ઉપયોગ કરે છે. (જુઓ: https://git.door43.org/STR/gu_ta/src/branch/master/translate/figs-rquestion/01.md)

1 Corinthians 5:1

પાઉલે હવે વિશેષરૂપે જણાવે છે કે તેણે તેઓના પાપ વિશે શું સાંભળ્યું છે, અને કરિંથના વિશ્વાસીઓ તે માણસ અને તેના પાપને સ્વીકારવામાં કેવી રીતે અભિમાની થયા છે.

ἥτις οὐδὲ ἐν τοῖς ἔθνεσιν

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કે વિદેશીઓને પણ પરવાનગી નથી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

γυναῖκά τινα τοῦ πατρὸς ἔχειν

તમારી મધ્યેનો એક વ્યક્તિ છે જે તેના પિતાની પત્ની સાથે વ્યભિચાર કરી રહ્યો છે

γυναῖκά…πατρὸς

તેના પિતાની પત્ની, પરંતુ કદાચ તેની પોતાની મા નહિ

1 Corinthians 5:2

οὐχὶ μᾶλλον ἐπενθήσατε

આ અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરિંથીઓને ઠપકો આપવા માટે કરવામાં આવ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારે તેના બદલે આ અંગે શોક કરવો જોઈએ!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἵνα ἀρθῇ ἐκ μέσου ὑμῶν ὁ, τὸ ἔργον τοῦτο ποιήσας

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેણે આ પ્રમાણે કર્યું છે તેને તમારે તમારી મધ્યેથી દૂર કરવો જોઈએ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 5:3

παρὼν…τῷ πνεύματι

હું આત્મામાં તમારી સાથે છું. આત્મામાં તેમની સાથે રહેવું એટલે કે તેમની કાળજી લેવી અથવા તેમની સાથે રહેવાની ઇચ્છાને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું તમારી ચિંતા કરું છું"" અથવા ""હું તમારી સાથે રહેવા માંગુ છું

ἤδη κέκρικα…τὸν οὕτως τοῦτο κατεργασάμενον

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""જેણે આ કર્યું છે તેની સાથે તમારે શું કરવું જોઈએ તે મેં નક્કી કર્યું છે"" અથવા 2) ""જે વ્યક્તિએ આ અપરાધ કર્યો છે તેને મેં શોધી કાઢ્યો છે

1 Corinthians 5:4

συναχθέντων ὑμῶν

જ્યારે તમે સાથે હોવ અથવા ""જ્યારે તમે એક સાથે મળો

ἐν τῷ ὀνόματι τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) પ્રભુ ઈસુનું નામ એ ઉપનામ છે જે તેમના અધિકારને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણા પ્રભુ ઈસુના અધિકારથી"" અથવા 2) પ્રભુના નામમાં એકઠા થવું તેનો અર્થ તેમની આરાધના કરવા માટે ભેગા થવું બરાબર છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણા પ્રભુ ઈસુની આરાધના કરવા"" (જુઓ: ઉપનામ અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

1 Corinthians 5:5

παραδοῦναι τὸν τοιοῦτον τῷ Σατανᾷ

માણસને શેતાનને સોંપવો એ રજૂ કરે છે કે માણસને તેમના જૂથનો ભાગ બનવા પરવાનગી ન આપવી જેથી શેતાનને તેને નુકસાન પહોંચાડવાની છૂટ આપવામાં આવે. વૈકલ્પિક અનુવાદ: ""આ માણસને તમારું જૂથ છોડવા કહો કે જેથી શેતાન તેને નુકસાન કરી શકે"" (જુઓ: રૂપક)

εἰς ὄλεθρον τῆς σαρκός

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""દેહ"" એ શારીરિક શરીરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેથી શેતાન તેના શરીરને નુકશાન કરી શકે"" અથવા 2) ""દેહ"" એ પાપી સ્વભાવનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""જેથી તેનો પાપી સ્વભાવ નાશ પામે"" અથવા ""જેથી તે તેના પાપી સ્વભાવ પ્રમાણે જીવી ન શકે"" (જુઓ: રૂપક)

ἵνα τὸ πνεῦμα σωθῇ ἐν τῇ ἡμέρᾳ τοῦ Κυρίου

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેથી ઈશ્વર તેના આત્માને પ્રભુના દિવસે બચાવે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 5:6

οὐ καλὸν τὸ καύχημα ὑμῶν

તમારું અભિમાન કરવું ખરાબ છે

οὐκ οἴδατε ὅτι μικρὰ ζύμη, ὅλον τὸ φύραμα ζυμοῖ?

જેમ થોડું ખમીર રોટલીના આખા લોંદામાં ફેલાય જાય છે, તેમ જ નાનું પાપ વિશ્વાસીઓની આખી સંગત પર અસર કરે છે. (જુઓ: રૂપક)

1 Corinthians 5:7

τὸ Πάσχα ἡμῶν ἐτύθη, Χριστός

જેમ પાસ્ખાપર્વનું એક હલવાન ઇઝરાએલના પાપોને વિશ્વાસ દ્વારા દર વર્ષે ઢાંકે છે, તેમ જ ખ્રિસ્તનું બલિદાન ખ્રિસ્ત પર વિશ્વાસ રાખનારા સર્વના પાપને અનંતકાળ માટે ઢાંકે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુએ આપણા પાસ્ખાપર્વનું હલવાન, ખ્રિસ્તનું બલિદાન આપ્યું છે"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 5:9

πόρνοις

આ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ કરવાનો દાવો કરે છે પરંતુ આ પ્રમાણે વર્તે છે.

1 Corinthians 5:10

τοῖς πόρνοις τοῦ κόσμου τούτου

એવા લોકો કે જેઓએ અનૈતિક જીવન જીવવાનું પસંદ કર્યું છે, કે જેઓ વિશ્વાસીઓ નથી

τοῖς πλεονέκταις

જેઓ લોભી છે અથવા ""જેઓ બીજાની પાસે છે તે મેળવવા માટે અપ્રામાણિક બનવા તૈયાર છે

ἅρπαξιν

આનો અર્થ એ છે કે જે લોકો બીજાની સંપત્તિ મેળવવા માટે છેતરપિંડી કરે છે.

ὠφείλετε…ἐκ τοῦ κόσμου ἐξελθεῖν

તમારે એવા સર્વ લોકોથી દૂર રહેવું

1 Corinthians 5:11

પાઉલ તેમને કહે છે કે મંડળીમાં વિશ્વાસીઓ તેઓની જાતીય અનૈતિકતા અને અન્ય લોકો સમક્ષ બીજા અન્ય દેખીતા પાપોથી દૂર રહેવા માટે નકાર કરે છે તેમની સાથે કેવું વર્તન કરવું.

τις…ὀνομαζόμενος

જે કોઈ પોતાને બોલાવે છે

ἀδελφὸς

અહીં આનો અર્થ સાથી ખ્રિસ્તી છે, પુરુષ અથવા સ્ત્રી હોઈ શકે છે.

1 Corinthians 5:12

τί…μοι τοὺς ἔξω κρίνειν?

પાઉલ ભારપૂર્વક જણાવે છે કે મંડળીની બહારના લોકોનો ન્યાય કરનાર તે નથી. આને સક્રિય સ્વરૂપમાં પણ કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું તે નથી જેણે એવા લોકોનો ન્યાય કરવો જોઈએ કે જેઓ મંડળીના નથી"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

οὐχὶ τοὺς ἔσω ὑμεῖς κρίνετε?

પાઉલ કરિંથીઓને ઠપકો આપી રહ્યો છે. ""તમારે જાણવું જોઈએ કે મંડળીની અંદરના લોકોનો ન્યાય તમારે કરવો જોઈએ"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

1 Corinthians 6

1 કરિંથીઓનો પત્ર 06 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

દાવો

પાઉલ શિક્ષણ આપે છે કે એક ખ્રિસ્તીએ બીજા ખ્રિસ્તીને બિન-ખ્રિસ્તી ન્યાયાધીશ સમક્ષ અદાલતમાં લઈ જવો જોઈએ નહિ. તેના કરતાં છેતરાવું વધારે સારું છે. ખ્રિસ્તીઓ દૂતોનો ન્યાય કરશે. તેથી તેઓ પોતાની વચ્ચેની સમસ્યાઓ હલ કરવા સમર્થ હોવા જોઈએ. અન્ય વિશ્વાસીને છેતરવા માટે ન્યાયાલયનો ઉપયોગ કરવો તે ખાસ કરીને ખરાબ છે. (જુઓ: ન્યાયાધીશ, ન્યાયાધીશો, ન્યાય, ચુકાદાઓ)

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

રૂપક

પવિત્ર આત્માનું ભક્તિસ્થાન એક મહત્વપૂર્ણ રૂપક છે. તે એવા સ્થાનનો ઉલ્લેખ કરે છે જ્યાં પવિત્ર આત્મા વસે છે અને તેમની સ્તુતિ કરવામાં આવે છે. (જુઓ: રૂપક)

અલંકારિક પ્રશ્નો

પાઉલ આ અધ્યાયમાં ઘણા અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરે છે. તે કરિંથીઓને શિક્ષણ આપે છે ત્યારે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ભાર મૂકવા માટે તે તેનો ઉપયોગ કરે છે. (જુઓ: https://git.door43.org/STR/gu_ta/src/branch/master/translate/figs-rquestion/01.md)

1 Corinthians 6:1

પાઉલ સમજાવે છે કે કેવી રીતે વિશ્વાસીઓએ અન્ય વિશ્વાસીઓ સાથેના મતભેદનો અંત લાવવો.

πρᾶγμα

મતભેદ અથવા દલીલ

τολμᾷ…κρίνεσθαι…τῶν ἁγίων?

પાઉલ ભારપૂર્વક જણાવે છે કે ખ્રિસ્તીઓએ પોતાની વચ્ચેના મતભેદનું સમાધાન કરવું જોઈએ. વૈકલ્પિક અનુવાદ: ""તેણે સંતોની પાસે જવાની હિંમત ... ન કરવી જોઈએ!"" અથવા ""તેણે ઈશ્વરનો ભય રાખવો જોઈએ અને ... સંતો પાસે ન જવું જોઈએ!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

જ્યાં સ્થાનિક સરકારના ન્યાયાધીશ કેસને ધ્યાનમાં લે છે અને કોણ સાચો છે તે નક્કી કરે છે

1 Corinthians 6:2

ἢ οὐκ οἴδατε ὅτι οἱ ἅγιοι τὸν κόσμον κρινοῦσιν?

પાઉલ કરિંથીઓને શરમાવે છે કારણ કે તેઓ એવું વર્તન કરે છે જાણે કે તેઓ જાણતા નથી. (જુઓ: આલંકારિક પ્રશ્ન)

καὶ εἰ ἐν ὑμῖν κρίνεται ὁ κόσμος, ἀνάξιοί ἐστε κριτηρίων ἐλαχίστων?

કારણ કે તેમને પછીથી વધુ જવાબદારી આપવામાં આવશે, જેથી તેઓ હવે ઓછી બાબતો માટે જવાબદાર હોવા જોઈએ. વૈકલ્પિક અનુવાદ: ""તમે ભવિષ્યમાં જગતનો ન્યાય કરશો, જેથી તમે હાલમાં આ બાબતનું સમાધાન કરવા સમર્થ હોવા જોઈએ."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

1 Corinthians 6:3

βιωτικά

જે બાબત આ જીવન સાથે સંકળાયેલી છે તે વિશે દલીલ બંધ કરવી.

οὐκ οἴδατε ὅτι ἀγγέλους κρινοῦμεν

પાઉલ આશ્ચર્ય પામે છે કારણ કે તેઓ જાણતા નથી. વૈકલ્પિક અનુવાદ: ""તમે જાણો છો કે આપણે દૂતોનો ન્યાય કરીશું."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

κρινοῦμεν

પાઉલ પોતાનો અને કરિંથીઓનો સમાવેશ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)

μήτι γε βιωτικά?

કારણ કે તેમને પછીથી વધુ જવાબદારી આપવામાં આવશે, હવે તેઓ ઓછી બાબતો માટે જવાબદાર હોવા જોઈએ. વૈકલ્પિક અનુવાદ: ""કેમ કે આપણે જાણીએ છીએ કે આપણે દૂતોનો ન્યાય કરીશું, આપણે ખાતરી પણ રાખીએ છીએ કે ઈશ્વર આપણને આ જીવનમાંની બાબતોનો ન્યાય કરવામાં સક્ષમ કરશે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

1 Corinthians 6:4

βιωτικὰ μὲν οὖν κριτήρια ἐὰν ἔχητε, τοὺς ἐξουθενημένους ἐν τῇ ἐκκλησίᾳ, τούτους καθίζετε?

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ એક અલંકારિક પ્રશ્ન છે અથવા 2) આ એક નિવેદન છે, ""જ્યારે તમે ભૂતકાળમાં આ બાબતોનું સમાધાન કર્યું છે જે આ જીવનમાં મહત્વપૂર્ણ છે, ત્યારે તમે ખ્રિસ્તીઓ વચ્ચેના વિવાદોને અવિશ્વાસીઓ દ્વારા સમાધાન કરવા માટે આપ્યો નથી"" અથવા 3 ) આ એક આજ્ઞા છે, ""આ જીવનના મહત્વપૂર્ણ બાબતોનું સમાધાન કરવા માટે મંડળીમાં જેઓ કંઈ વિસાતના નથી તેઓને તમે ન્યાય કરવા માટે સોંપો છો!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

βιωτικὰ μὲν οὖν κριτήρια ἐὰν ἔχητε, τοὺς ἐξουθενημένους ἐν τῇ ἐκκλησίᾳ, τούτους καθίζετε?

જો તમને દૈનિક જીવન વિશે નિર્ણયો લેવાનું કહેવામાં આવે અથવા ""જો તમારે આ જીવનમાંની મહત્વપૂર્ણ બાબતોનું સમાધાન કરવાનું હોય તો

τοὺς ἐξουθενημένους ἐν τῇ ἐκκλησίᾳ, τούτους καθίζετε?

પાઉલ કરિંથીઓને ઠપકો આપી રહ્યા છે કે તેઓ આ બાબતો કેવી રીતે સંભાળી રહ્યા છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""તમારે એવી બાબતોને મંડળીની બહારના લોકોને આપવાનું બંધ કરવું જોઈએ."" અથવા 2) ""તમે આવી બાબતો મંડળીના સભ્યોને પણ આપી શક્યા હોત, જેઓ બીજા વિશ્વાસીઓ દ્વારા સારી રીતે માનવામાં આવતા નથી."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

1 Corinthians 6:5

πρὸς ἐντροπὴν ὑμῖν

તમારા અપમાનને અથવા ""આ બાબતમાં તમે કેવી રીતે નિષ્ફળ ગયા છો તે બતાવવા

οὕτως οὐκ ἔνι ἐν ὑμῖν οὐδεὶς σοφὸς, ὃς δυνήσεται διακρῖναι ἀνὰ μέσον τοῦ ἀδελφοῦ αὐτοῦ?

પાઉલ કરિંથીઓને શરમાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારે શરમાવવું જોઈએ કે તમે વિશ્વાસીઓની વચ્ચે દલીલોનું સમાધાન કરાવે એવા એકે જ્ઞાનીને તમારામાં શોધી શકતા નથી"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τοῦ ἀδελφοῦ

અહીં આનો અર્થ સાથી ખ્રિસ્તીઓ છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.

διακρῖναι

દલીલ અથવા મતભેદ

1 Corinthians 6:6

પરંતુ હવે તે જે રીતે છે અથવા ""પરંતુ તેના બદલે

ἀλλὰ ἀδελφὸς μετὰ ἀδελφοῦ κρίνεται, καὶ τοῦτο ἐπὶ ἀπίστων?

વિશ્વાસીઓ કે જેઓને એક બીજાની સાથે તકરાર છે તેઓ તેમના માટે નિર્ણયો લેવા અવિશ્વાસી ન્યાયાધીશોને પૂછે છે

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""એક વિશ્વાસી તેની ફરિયાદ કરે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 6:7

ἤδη…ἥττημα…ἐστιν

પહેલેથી જ નિષ્ફળ છે

διὰ τί οὐχὶ μᾶλλον ἀδικεῖσθε? διὰ τί οὐχὶ μᾶλλον ἀποστερεῖσθε?

પાઉલ કરિંથીઓને શરમાવવાનું ચાલું રાખે છે. વૈકલ્પિક અનુવાદ: ""એકબીજાને ન્યાયાલય લઇ જવા કરતા એકબીજાનો અન્યાય સહન કરવો અને નુકસાન વેઠવું સારું છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

1 Corinthians 6:8

ἀδελφούς

ખ્રિસ્તમાં બધા વિશ્વાસીઓ એકબીજાના ભાઈઓ અને બહેનો છે. ""તમારા પોતાના સાથી વિશ્વાસીઓ

1 Corinthians 6:9

ἢ οὐκ οἴδατε ὅτι

પાઉલ ભાર મૂકે છે કે તેઓ આ સત્યને પહેલેથી જ જાણે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે તે પહેલેથી જાણો છો"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

κληρονομήσουσιν

ઈશ્વરે જે વચન વિશ્વાસીઓને આપ્યું છે તે પ્રાપ્ત કરવા વિશે કહેવામાં આવે છે જાણે કે તે કુટુંબના સભ્ય પાસેથી સંપત્તિ અને વારસામાં ધન મેળવવા સમાન હોય. (જુઓ: રૂપક)

Θεοῦ Βασιλείαν οὐ κληρονομήσουσιν

ઈશ્વર ન્યાયાલયમાં તેઓનો ન્યાય ન્યાયી તરીકે કરશે નહિ અને તેઓ અનંતજીવનમાં પ્રવેશ કરશે નહિ.

μαλακοὶ, οὔτε ἀρσενοκοῖται

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ બધી સમલૈંગિક પ્રવૃત્તિઓ માટે તે શબ્દાલંકાર છે અથવા 2) પાઉલ બે જુદી જુદી પ્રવૃત્તિઓને નામ આપી રહ્યો છે. (જુઓ: મેરિઝમ)

μαλακοὶ, οὔτε ἀρσενοκοῖται

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) પુરુષો કે જેઓ અન્ય પુરુષોને તેમની સાથે સૂવા દે છે અથવા 2) પુરુષો કે જેઓ તેમને કિંમત ચૂકવે છે તેવા પુરુષોને તેમની સાથે સૂવા દે છે અથવા 3) પુરુષો કે જેઓ અન્ય પુરુષોને ધાર્મિક પ્રવૃત્તિના ભાગરૂપે તેમની સાથે સૂવા દે છે.

ἀρσενοκοῖται

પુરુષો જેઓ અન્ય પુરુષો સાથે સૂઈ જાય છે

1 Corinthians 6:10

κλέπται

લોકો જેઓ બીજાઓ પાસેથી ચોરી કરે છે

πλεονέκται

જે લોકો દુષ્ટતાનો ઉપયોગ કરવા તૈયાર હોય છે તેઓ બીજાઓની સંપત્તિ લે છે

1 Corinthians 6:11

ἀπελούσασθε

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તમને શુદ્ધ કર્યા છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἡγιάσθητε

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તમને પોતાને માટે અલગ કર્યા છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐδικαιώθητε

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તમારી સાથે સમાધાન કર્યું છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐν τῷ ὀνόματι τοῦ Κυρίου Ἰησοῦ Χριστοῦ

અહિયાં નામ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય અને અધિકાર માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય અને અધિકાર મારફતે"" (જુઓ: ઉપનામ)

1 Corinthians 6:12

પાઉલે કરિંથના વિશ્વાસીઓને યાદ અપાવ્યું કે ઈશ્વર તેઓને શુદ્ધ કરવા ઇચ્છે છે કારણ કે ખ્રિસ્તે તેમને બલિદાન આપીને ખરીદ્યા છે. હવે તેમનું શરીર ઈશ્વરનું ભક્તિસ્થાન છે. તે કરિંથીઓ શું કહે છે તે કહીને અને પછી તેમને સુધારીને આમ કરે છે.

πάντα μοι ἔξεστιν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) પાઉલ જવાબ આપી રહ્યો છે કે કેટલાક કરિંથીઓ શું વિચારી રહ્યા છે, ""કેટલાક કહે છે, 'હું કંઈપણ કરી શકું છું"" અથવા 2) પાઉલ ખરેખર કહે છે કે તે જે વિચારે છે તે સત્ય છે, "" ઈશ્વરે મને કંઈપણ કરવાની પરવાનગી આપે છે.

ἀλλ’ οὐ πάντα συμφέρει

પાઉલ જવાબ આપી રહ્યો છે કે જે કોઈ કહે છે, ""મારા માટે બધું જ નિયમાનુસાર છે."" વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ મારા માટે દરેક વસ્તુ સારી નથી

οὐκ ἐγὼ ἐξουσιασθήσομαι ὑπό τινος

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું આ દરેક વસ્તુને મારા પર રાજ કરવા કે સત્તા ચાલવવા દઈશ નહિ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 6:13

τὰ βρώματα τῇ κοιλίᾳ, καὶ ἡ κοιλία τοῖς βρώμασιν; ὁ δὲ Θεὸς καὶ ταύτην καὶ ταῦτα καταργήσει

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) પાઉલ કેટલાક કરિંથીઓ શું વિચારી રહ્યા છે તે સુધારી રહ્યો છે, ""અન્ન પેટને સારુ છે અને પેટ અન્નને સારુ છે,"" જવાબ આપીને કે ઈશ્વર પેટ અને અન્ન બંનેનો નાશ કરશે અથવા 2) પાઉલ ખરેખર સંમત છે કે ""અન્ન પેટને સારુ છે અને પેટ અન્નને સારુ છે,"" પરંતુ તે ઉમેરતા કહે છે કે ઈશ્વર આ બંનેનો નાશ કરશે.

τὰ βρώματα τῇ κοιλίᾳ, καὶ ἡ κοιλία τοῖς βρώμασιν; ὁ δὲ Θεὸς καὶ ταύτην καὶ ταῦτα καταργήσει

એક શક્ય અર્થ એ છે કે ઉપદેશક આડકતરી રીતે શરીર અને અનૈતિકતા વિશે બોલતા હોય છે, પરંતુ તમે આનો શાબ્દિક અનુવાદ ""પેટ"" અને ""અન્ન"" કરી શકો.

καταργήσει

નાશ

1 Corinthians 6:14

τὸν Κύριον ἤγειρεν

પ્રભુને ફરી સજીવન કર્યા

1 Corinthians 6:15

οὐκ οἴδατε, ὅτι τὰ σώματα ὑμῶν μέλη Χριστοῦ ἐστιν?

સભ્યો"" તરીકે અનુવાદ કરેલ શબ્દ શરીરના ભાગોનો ઉલ્લેખ કરે છે. આપણે ખ્રિસ્તના છીએ તેવું બોલવામાં આવે છે જાણે કે આપણે તેમના શરીરના અવયવો હોઈએ. આપણે તેમના ખૂબ જ છીએ કે આપણા શરીરો પણ તેમના જ છે. પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ લોકોને કંઈક યાદ કરવા માટે કરે છે જેની તેઓને પહેલેથી જાણ હોવી જોઈએ. વૈકલ્પિક અનુવાદ: ""તમારે જાણવું જોઈએ કે તમારા શરીરો ખ્રિસ્તના છે"" (જુઓ: રૂપક અને આલંકારિક પ્રશ્ન)

ἄρας οὖν τὰ μέλη τοῦ Χριστοῦ, ποιήσω πόρνης μέλη? μὴ γένοιτο!

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ આ મુદ્દા પર ભાર મૂકવા માટે કરે છે કે જે કોઈ ખ્રિસ્તનો છે તે ગણિકા પાસે જાય તો તે કેટલું ખોટું છે. વૈકલ્પિક અનુવાદ: ""હું ખ્રિસ્તનો ભાગ છું. હું મારું શરીર લઈ અને મારી જાતને ગણિકા સાથે નહિ જોડાઉ!"" અથવા ""આપણે ખ્રિસ્તના શરીરના ભાગો છીએ. આપણે આપણા શરીરોને ગણિકાઓને સોંપવા જોઈએ નહી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

μὴ γένοιτο

કદાપી એમ ન થાઓ! અથવા ""આપણે કદી એ પ્રમાણે ન કરવું!

1 Corinthians 6:16

ἢ οὐκ οἴδατε ὅτι…σῶμά ἐστιν?

પાઉલે કરિંથીઓને શિક્ષણ આપવાનું શરૂ કર્યું કે જે સત્ય વિષે તેઓ પહેલેથી જ જાણતા હતા. ""હું તમને યાદ અપાવવા માંગુ છું કે ... તેણીનું."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ὁ κολλώμενος τῇ πόρνῃ, ἓν σῶμά ἐστιν

આ સક્રિય સ્વરૂપમાં પણ કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે કોઈ પુરુષનું તેના શરીરને ગણિકાના શરીરની સાથે જોડાય છે, ત્યારે જાણે કે તેમના શરીરો એક શરીર બની જાય છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 6:17

ὁ…κολλώμενος τῷ Κυρίῳ, ἓν πνεῦμά ἐστιν

આ સક્રિય સ્વરૂપમાં પણ કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જયારે પ્રભુ તેમના આત્માને અન્ય વ્યક્તિના આત્માની સાથે જોડે છે, ત્યારે જાણે કે તેઓનો આત્મા એક આત્મા થઈ જાય છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 6:18

φεύγετε

પાઉલ જાતીય પાપને નકારી કાઢતી વ્યક્તિની વાત કરે છે જાણે કે તે વ્યક્તિ ભયથી ભાગી રહ્યો હોય. વૈકલ્પિક અનુવાદ: ""દૂર નાસી જાઓ"" (જુઓ: રૂપક)

τὴν πορνείαν. πᾶν ἁμάρτημα ὃ ἐὰν ποιήσῃ ἄνθρωπος ἐκτὸς τοῦ σώματός ἐστιν…δὲ

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) પાઉલ બતાવે છે કે જાતીય પાપ ખાસ કરીને ખરાબ છે કારણ કે માણસ જે કંઈ બીજા પાપ કરે તે તેના શરીરની બહાર છે, પણ વ્યભિચારી પોતાના શરીરની વિરુદ્ધ પાપ કરે છે અથવા 2) પાઉલ કેટલાક કરિંથીઓ શું વિચારી રહ્યા હતા તે ટાંકે છે. વૈકલ્પિક અનુવાદ: ""અનૈતિકતા! તમારામાંના કેટલાક કહે છે કે, 'માણસ જે કંઈ પાપ કરે તે તેના શરીરની બહાર છે,' પણ હું કહું છું કે"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἁμάρτημα ὃ ἐὰν ποιήσῃ ἄνθρωπος

દુષ્ટ કાર્યો કે જે વ્યક્તિ કરે છે

1 Corinthians 6:19

ἢ οὐκ οἴδατε ὅτι…ἀπὸ Θεοῦ? καὶ οὐκ ἐστὲ ἑαυτῶν

પાઉલે કરિંથીઓને શિક્ષણ આપવાનું ચાલુ રાખ્યું કે જે વિષે તેઓ પહેલેથી જ જાણે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું તમને યાદ અપાવવા માંગુ છું ... ઈશ્વર અને તમે તમારા પોતાના નથી."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τὸ σῶμα ὑμῶν

દરેક ખ્રિસ્તીનું વ્યક્તિગત શરીર એ પવિત્ર આત્માનું ભક્તિસ્થાન છે

ναὸς τοῦ…Ἁγίου Πνεύματός

એક ભક્તિસ્થાન જે ઈશ્વરીય બાબતોને સમર્પિત છે, અને એ તે છે જ્યાં તેઓ વસે છે. તે જ રીતે, દરેક કરિંથી વિશ્વાસીનું શરીર ભક્તિસ્થાન જેવું છે કારણ કે તેમની અંદર પવિત્ર આત્મા હાજર છે. (જુઓ: રૂપક)

1 Corinthians 6:20

ἠγοράσθητε γὰρ τιμῆς

ઈશ્વરે કરિંથીઓના પાપની ગુલામીમાંથી સ્વતંત્ર કરવા માટે મૂલ્ય આપ્યું છે. આ સક્રિય રૂપ તરીકે કહી શકાય. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તમારી સ્વતંત્રતા માટે મૂલ્ય આપ્યું છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

δὴ

કારણ કે મેં જે કહ્યું છે તે સત્ય છે

1 Corinthians 7

1 કરિંથીઓનો પત્ર 07 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

પાઉલ કરિંથીઓએ કદાચ તેને પૂછેલા પ્રશ્નોની શ્રેણીના જવાબ આપવાનું શરૂ કરે છે. પહેલો પ્રશ્ન લગ્ન વિશે છે. બીજો પ્રશ્ન દાસ સ્વતંત્ર થવાનો પ્રયાસ કરી રહ્યો છે, એક બિન-યહૂદી યહૂદી બનશે, અથવા યહૂદી બિન-યહૂદી બનશે તે વિશે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

છૂટાછેડા

પાઉલ કહે છે પરણિત ખ્રિસ્તીએ છૂટાછેડા લેવા હોવા જોઈએ નહિ. અવિશ્વાસી સાથે લગ્ન કરેલા ખ્રિસ્તીએ તેમના પતિ અથવા પત્નીને છોડવા જોઈએ નહિ. જો અવિશ્વાસી પતિ કે પત્ની છોડે છે, તો આ પાપ નથી. પાઉલ સલાહ આપે છે કે, મુશ્કેલ સમયને કારણે અને ઈસુનું આગમન નજીક હોવાથી, અપરણિત રહેવું સ્વીકાર્ય છે. (જુઓ: વિશ્વાસ કરવો, વિશ્વાસી, માન્યતા, અવિશ્વાસી, અનાસ્થા/અશ્રદ્ધા અને પાપ, પાપરૂપ, પાપી, પાપ કર્યા કરવું)

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

વ્યક્તિત્વ

જાતીય સંબંધોને સમજદારીપૂર્વક ઉલ્લેખવા માટે પાઉલ ઘણા વ્યક્તિત્વનો ઉપયોગ કરે છે. આ ઘણીવાર સંવેદનશીલ વિષય છે. ઘણી સંસ્કૃતિઓ આ બાબતો વિશે ખુલ્લેઆમ બોલવાની ઇચ્છા રાખતી નથી. (જુઓ: સૌમ્યોક્તિ)

1 Corinthians 7:1

પાઉલ વિશ્વાસીઓને લગ્ન વિશે કેટલીક વિશિષ્ટ સૂચનાઓ આપે છે.

δὲ

પાઉલ તેના શિક્ષણમાં એક નવો વિષય રજૂ કરી રહ્યો છે.

ὧν ἐγράψατε

કરિંથીઓએ અમુક પ્રશ્નોના જવાબ મેળવવા માટે પાઉલને પત્ર લખ્યો હતો.

καλὸν ἀνθρώπῳ, γυναικὸς μὴ ἅπτεσθαι

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) પાઉલ કરિંથીઓએ જે લખ્યું હતું તેને ટાંકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે લખ્યું, 'શું માણસ સ્ત્રીનો સ્પર્શ ન કરે તે સારું છે.'"" અથવા 2) પાઉલ જે તે ખરેખર વિચારે છે તે કહે છે. વૈકલ્પિક અનુવાદ: ""મારો જવાબ એ છે કે હા, માણસ સ્ત્રીનો સ્પર્શ ન કરે તો તે સારું છે.

καλὸν

તે ખૂબ મદદરૂપ છે

ἀνθρώπῳ

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""એક પુરુષ"" એ પરણિત પુરુષનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પતિ"" અથવા 2) ""પુરુષ"" એ કોઈપણ પુરુષનો ઉલ્લેખ કરે છે.

γυναικὸς μὴ ἅπτεσθαι

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""સ્ત્રીનો સ્પર્શ કરવો"" એ જાતીય સંબંધો માટેની સૌમ્યોક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: ""તેની પત્ની સાથે થોડા સમય માટે જાતીય સંબંધ ન રાખવો"" અથવા 2) ""સ્ત્રીને સ્પર્શ"" એ લગ્ન માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""લગ્ન કરવા નહિ"" (જુઓ: સૌમ્યોક્તિ અને ઉપનામ)

1 Corinthians 7:2

διὰ δὲ

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) પાઉલ કરિંથીઓએ જે લખ્યું હતું તેનો જવાબ આપી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""તે સાચું છે, પરંતુ કારણ કે"" અથવા 2) પાઉલ કહે છે જે તે ખરેખર વિચારે છે.

διὰ δὲ τὰς πορνείας, ἕκαστος

કારણ કે શેતાન દરેક લોકોને જાતીય પાપ કરવા માટે લલચાવે છે અથવા ""પણ આપણે દરેક, પાપી સ્વભાવને કારણે જાતીય પાપ કરવાની ઇચ્છા રાખીએ છીએ

1 Corinthians 7:3

ὀφειλὴν

પતિઓ અને પત્નીઓ બંનેને તેમના જીવનસાથી સાથે નિયમિત સૂવાની ફરજ છે. (જુઓ: સૌમ્યોક્તિ)

ὁμοίως…καὶ ἡ γυνὴ τῷ ἀνδρί

આપવું જોઈએ"" અને ""જાતીય અધિકારો"" શબ્દો પહેલાના શબ્દસમૂહથી સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેવી જ રીતે પત્નીએ તેના પતિને તેના જાતીય અધિકારો આપવા જોઈએ"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

1 Corinthians 7:5

μὴ ἀποστερεῖτε ἀλλήλους

વંચિત કરવું"" શબ્દનો અર્થ એ છે કોઈની પાસેથી એવી બાબત દૂર રાખવી કે જે તે વ્યક્તિને પ્રાપ્ત કરવાનો અધિકાર છે. ""તમારા જીવનસાથી સાથે વૈવાહિક સંબંધ બાંધવાનો ઇનકાર ન કરો"" (જુઓ: સૌમ્યોક્તિ અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

ἵνα σχολάσητε τῇ προσευχῇ

જુદા પડો તો માત્ર પ્રાર્થનામાં લાગુ રહેવાને માટે જ

σχολάσητε

પોતાની જાતનું સ્વાર્પણ કરો

πάλιν ἐπὶ τὸ αὐτὸ ἦτε

ફરીથી સાથે સૂઈ જાઓ

διὰ τὴν ἀκρασίαν ὑμῶν

કારણ કે કેટલાક દિવસ પછી, તમારી જાતીય ઇચ્છાઓને નિયંત્રણમાં રાખવી મુશ્કેલ બનશે

1 Corinthians 7:6

τοῦτο δὲ λέγω κατὰ συνγνώμην, οὐ κατ’ ἐπιταγήν

શક્ય અર્થો આ પ્રમાણે છે એ છે કે પાઉલ કરિંથીઓને કહે છે કે તે તેમને છૂટ આપે છે, પરંતુ તેઓને આજ્ઞા આપી રહ્યો નથી, 1) લગ્ન કરવા અને એક સાથે સૂવા માટે અથવા 2) એક સમય માટે સાથે સૂવાનું બંધ કરો.

1 Corinthians 7:7

εἶναι ὡς καὶ ἐμαυτόν

કદાચને પાઉલે લગ્ન કર્યા નથી અથવા તો તેની પત્ની મરણ પામી હતી. તે અસંભવિત છે કે તે છૂટાછેડામાંથી પસાર થયો હતો.

ἀλλὰ ἕκαστος ἴδιον ἔχει χάρισμα ἐκ Θεοῦ; ὁ μὲν οὕτως, ὁ δὲ οὕτως

ઈશ્વર લોકોને વિવિધ બાબતો કરવા સક્ષમ બનાવે છે. તે એક વ્યક્તિને એક વસ્તુ કરવા માટે અને બીજા વ્યક્તિને કંઈક અલગ કરવા સક્ષમ બનાવે છે

1 Corinthians 7:8

τοῖς ἀγάμοις

આ તેઓ માટે છે જેઓએ લગ્ન કર્યા નથી

ταῖς χήραις

સ્ત્રીઓ કે જેમના પતિ મરણ પામ્યા છે

καλὸν

તમે 1 કરિંથીઓનો પત્ર 7:1 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

1 Corinthians 7:9

πυροῦσθαι

કોઈની સાથે સુવાની ઇચ્છા સાથે જીવવું

1 Corinthians 7:10

ἀπὸ…μὴ χωρισθῆναι

પાઉલના વાચકો જાણતા હતા કે છૂટાછેડા અને અલગ રહેતા લોકો વચ્ચે કોઈ ફરક નથી. કોઈની સાથે રહેવાનું બંધ કરવું એ લગ્નનો અંત હતો. વૈકલ્પિક અનુવાદ: ""છૂટાછેડા કરવા જોઈએ નહિ

1 Corinthians 7:11

τῷ ἀνδρὶ καταλλαγήτω

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણીએ તેના પતિ મેળાપ કરી અને તેની પાસે પાછા ફરવું જોઈએ” (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

μὴ ἀφιέναι

પાઉલના વાચકોને જાણતા હતા કે છૂટાછેડા અને સામાન્ય રીતે અલગ થવા વચ્ચે કોઈ ફરક નહોતો. બેમાંથી કંઈપણ કરવું એટલે કે લગ્નનો અંત. વૈકલ્પિક અનુવાદ: “અલગ ન થવું જોઈએ

1 Corinthians 7:12

συνευδοκεῖ

રાજી હોય અથવા સંતુષ્ટ

1 Corinthians 7:13

ἄνδρα

આ તે જ ગ્રીક શબ્દ છે જેમ કે ""માણસ.

1 Corinthians 7:14

ἡγίασται γὰρ ὁ ἀνὴρ ὁ ἄπιστος ἐν τῇ γυναικί

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""કેમ કે ઈશ્વરે અવિશ્વાસી પતિને તેની વિશ્વાસી પત્નીને કારણે પોતાને માટે અલગ કર્યા છે"" અથવા 2) ""ઈશ્વર અવિશ્વાસી પતિની સાથે એવી રીતે વર્તે છે જેમ તેઓ તેની વિશ્વાસી પત્નીને ખાતર તેમના પુત્ર સાથે વર્તતા હોય"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ὁ ἀνὴρ…τῇ γυναικί

આ સમાન જ ગ્રીક શબ્દો છે જેમ કે ""પુરુષ"" અને ""સ્ત્રી.

ἡγίασται ἡ γυνὴ ἡ ἄπιστος ἐν τῷ ἀδελφῷ

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""ઈશ્વરે વિશ્વાસી પતિને લીધે અવિશ્વાસી પત્નીને પોતાને માટે અલગ કર્યા છે"" અથવા 2) ) ""ઈશ્વર અવિશ્વાસી પત્નીની સાથે એવી રીતે વર્તે છે જેમ તેઓ તેના વિશ્વાસી પતિની ખાતર તેમની દીકરી સાથે વર્તતા હોય"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τῷ ἀδελφῷ

વિશ્વાસુ માણસ કે પતિ

ἅγιά ἐστιν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""ઈશ્વરે તેઓને તેમના માટે અલગ રાખ્યા છે"" અથવા 2) ""ઈશ્વર પોતાના બાળકોની જેમ તેમની સાથે વર્તે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 7:15

οὐ δεδούλωται ὁ ἀδελφὸς ἢ ἡ ἀδελφὴ ἐν τοῖς τοιούτοις

અહીં ""ભાઈ"" અને ""બહેન"" એ ખ્રિસ્તી પતિ અથવા પત્નીનો ઉલ્લેખ કરે છે. અહીં ""તેમની પ્રતિજ્ઞાઓ માટે બંધાયેલા નથી"" એ એક રૂપક છે જેનો અર્થ એ છે કે વ્યક્તિએ જે કરવાની પ્રતિજ્ઞા લીધી છે તે કરવા માટે તેઓ ફરજિયાત નથી. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આવા કિસ્સાઓમાં, ઈશ્વર ઇચ્છતા નથી કે વિશ્વાસપૂર્ણ જીવનસાથીને લગ્નની પ્રતિજ્ઞાનું પાલન કરવાનું ચાલુ રાખવાની જરૂર નથી"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 7:16

οἶδας, γύναι…τὸν ἄνδρα σώσεις…οἶδας, ἄνερ…τὴν γυναῖκα σώσεις

પાઉલ કરિંથીઓની સાથે વાત કરી રહ્યો છે જાણે કે તેઓ એક વ્યક્તિ હોય, તેથી અહીં ""તમે"" અને ""તમારા"" ના બધા ઉદાહરણો એકવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

τί…οἶδας, γύναι, εἰ τὸν ἄνδρα σώσεις

પાઉલ એક પ્રશ્નનો ઉપયોગ સ્ત્રીઓને તે શું કહે છે તેના વિશે ઊંડાણપૂર્વક વિચારવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે તમારા અવિશ્વાસી પતિને બચાવશો કે નહિ તે તમે જાણતા નથી."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τί οἶδας, ἄνερ, εἰ τὴν γυναῖκα σώσεις

પાઉલ એક પ્રશ્નનો ઉપયોગ પુરુષોને તે શું કહે છે તેના વિશે ઊંડાણપૂર્વક વિચારવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે તમારી અવિશ્વાસી પત્નીને બચાવશો કે નહિ તે તમે જાણતા નથી."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

1 Corinthians 7:17

ἑκάστῳ

દરેક વિશ્વાસી

οὕτως ἐν ταῖς ἐκκλησίαις πάσαις διατάσσομαι

પાઉલ તમામ મંડળીમાંના વિશ્વાસીઓને આ રીતે કાર્ય કરવા શિક્ષણ આપતો હતો.

1 Corinthians 7:18

περιτετμημένος τις ἐκλήθη?

પાઉલ સુન્નતીઓ (યહૂદીઓ) ને સંબોધન કરી રહ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""સુન્નતીઓને, જ્યારે ઈશ્વરે તમને વિશ્વાસ કરવા તેડ્યા છે, ત્યારે તમે સુન્નત કરાવી ચૂક્યા છો"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἐν ἀκροβυστίᾳ κέκληταί τις?

પાઉલ હવે બેસુન્નતીઓને સંબોધન કરી રહ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""બેસુન્નતીઓને, જ્યારે ઈશ્વરે તમને વિશ્વાસ કરવા તેડ્યા છે, ત્યારે તમારી સુન્નત કરવામાં આવી નહોતી"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

1 Corinthians 7:20

અહીં ""અમને"" અને ""અમે"" શબ્દો બધા ખ્રિસ્તીઓનો અને પાઉલના શ્રોતાઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)

ἐν τῇ κλήσει…μενέτω

અહીં ""તેડું"" એ કાર્ય અથવા સામાજિક સ્થિતિનો ઉલ્લેખ કરે છે જેમાં તમે સામેલ હતા. વૈકલ્પિક અનુવાદ: ""તમે જેમ કરો છો તેમ કાર્ય કરો અને રહો

1 Corinthians 7:21

ἐκλήθης…σοι…δύνασαι

પાઉલ કરિંથીઓની સાથે વાત કરી રહ્યો છે જાણે કે તેઓ એક જ વ્યક્તિ હોય, તેથી અહીં ""તમે"" અને ""હોવું"" આજ્ઞાના બધા ઉદાહરણો એકવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

δοῦλος ἐκλήθης? μή σοι μελέτω

આ નિવેદન તરીકે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ દાસ હતા તેઓને ઈશ્વરે તેડ્યા છે, હું આ કહું છું: ચિંતા કરશો નહિ"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

1 Corinthians 7:22

ἀπελεύθερος Κυρίου

આ સ્વતંત્ર માણસને ઈશ્વર દ્વારા માફ કરવામાં આવે છે અને તેથી તે શેતાન અને પાપથી સ્વતંત્ર છે.

1 Corinthians 7:23

τιμῆς ἠγοράσθητε

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ખ્રિસ્તે તમારા માટે મરણ પામીને તમને ખરીદ્યા છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 7:24

ἀδελφοί

અહીં આનો અર્થ સાથી ખ્રિસ્તીઓ છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.

ἐκλήθη

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે ઈશ્વરે અમને તેમના પર વિશ્વાસ રાખવા તેડયા છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 7:25

περὶ δὲ τῶν παρθένων, ἐπιταγὴν Κυρίου οὐκ ἔχω

ઈસુનું કોઈ શિક્ષણ કે જે આ સ્થિતિ વિશે બોલે છે તે પાઉલ જાણે છે. વૈકલ્પિક અનુવાદ: ""જે લોકોએ ક્યારેય લગ્ન કર્યા નથી તેમને કંઈપણ કહેવાની પ્રભુએ મને આજ્ઞા આપી નથી

γνώμην…δίδωμι

હું જે વિચારું છું તે હું તમને કહું છું

ὡς ἠλεημένος ὑπὸ Κυρίου, πιστὸς εἶναι

કારણ કે, પ્રભુની કૃપાથી, હું ભરોસાપાત્ર છું

1 Corinthians 7:27

પાઉલ કરિંથીઓની સાથે વાત કરી રહ્યો છે જાણે કે તે દરેક વ્યક્તિ સાથે વાત કરી રહ્યો હોય, તેથી ""તમે"" ના આ બધા ઉદાહરણો અને અહીં ""શોધવું નહિ"" આજ્ઞા એકવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

δέδεσαι γυναικί? μὴ ζήτει

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ શક્ય સ્થિતિની રજૂઆત માટે કરે છે. પ્રશ્ન ""જો"" સાથેના શબ્દસમૂહ તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જો તમે લગ્ન કર્યા છે, તો ન કરો"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

μὴ ζήτει λύσιν

તેને છૂટાછેડા આપવાનો પ્રયાસ કરશો નહિ અથવા ""તેનાથી અલગ રહેવાનો પ્રયાસ ન કર

μὴ ζήτει…γυναῖκα

લગ્ન કરવાની ઇચ્છા ન રાખ

1 Corinthians 7:28

ἐγὼ…ὑμῶν φείδομαι

આ"" શબ્દ એ દુન્યવી મુશ્કેલીના પ્રકારનો ઉલ્લેખ કરે છે જે પરણિત લોકોને પડી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમને દુન્યવી મુશ્કેલી ન પડે માટે હું તમને મદદ કરવા માંગુ છું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

1 Corinthians 7:29

ὁ καιρὸς συνεσταλμένος ἐστίν

આ સમય થોડો છે અથવા ""સમય લગભગ ચાલ્યો ગયો છે

1 Corinthians 7:30

οἱ κλαίοντες

રડવું અથવા આંસુ સહીત શોક

1 Corinthians 7:31

οἱ χρώμενοι τὸν κόσμον

જેઓ અવિશ્વાસીઓ સાથે દરરોજ વ્યવહાર કરે છે

ὡς μὴ καταχρώμενοι

તેમના કાર્યો દ્વારા બતાવવું જોઈએ કે તેઓને ઈશ્વરમાં આશા છે

1 Corinthians 7:32

ἀμερίμνους

અહીં નિશ્ચિંત એ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ સતત વિચાર્યા વિના જીવવાની ક્ષમતા છે."" વૈકલ્પિક અનુવાદ: ""ચિંતા કરવાની જરૂર વિના"" (જુઓ: રૂઢિપ્રયોગ)

μεριμνᾷ

પર ધ્યાન કેન્દ્રિત કરવું

1 Corinthians 7:34

μεριμνᾷ

તે ઈશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે અને તે જ સમયે તે તેની પત્નીને પ્રસન્ન કરે છે

1 Corinthians 7:35

βρόχον

અંકુશ

εὐπάρεδρον

પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે

1 Corinthians 7:36

ἀσχημονεῖν ἐπὶ

દયા ન રાખવી અથવા ""માન ન આપવું

τὴν παρθένον αὐτοῦ

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""જે સ્ત્રી સાથે તેણે લગ્ન કરવાનું વચન આપ્યું હતું"" અથવા 2) ""તેની કુંવારી દીકરી.

γαμείτωσαν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""તેણે તેની પ્રેમિકા સાથે લગ્ન કરવા જોઈએ"" અથવા 2) ""તેણે તેની દીકરીને લગ્ન કરવા દેવા જોઈએ.

1 Corinthians 7:37

ὃς δὲ ἕστηκεν ἐν τῇ καρδίᾳ αὐτοῦ ἑδραῖος

અહીં ""દ્રઢ ઉભા રહેવું"" એ નિશ્ચિતતા સાથે કંઈક નક્કી કરવા માટેનું એક રૂપક છે. અહીં ""હૃદય"" એ કોઈ વ્યક્તિના મન અથવા વિચારો માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ જો તેણે દ્રઢતાથી પોતાના મનમાં નિર્ણય લીધો હોય"" (જુઓ: રૂપક અને ઉપનામ)

1 Corinthians 7:39

γυνὴ δέδεται ἐφ’ ὅσον χρόνον ζῇ ὁ ἀνὴρ αὐτῆς

અહીં ""બંધાયેલું"" એ લોકો વચ્ચેના ગાઢ સંબંધો માટેનું એક રૂપક છે જેમાં તેઓ એકબીજાને લાગણીશીલ, આત્મિક અને શારીરિક રીતે ટેકો આપે છે. અહીં તેનો અર્થ લગ્નનું જોડાણ છે. વૈકલ્પિક અનુવાદ: ""એક સ્ત્રી તેના પતિ સાથે લગ્ન કરે છે"" અથવા ""સ્ત્રી તેના પતિ સાથે એક થાય છે"" (જુઓ: રૂપક)

ἐφ’ ὅσον χρόνον ζῇ

મરણ પામે ત્યાં સુધી

ᾧ θέλει

તે ઇચ્છે તે કોઈપણ

ἐν Κυρίῳ

જો નવો પતિ વિશ્વાસુ છે

1 Corinthians 7:40

τὴν ἐμὴν γνώμην

ઈશ્વરના વચનો માટેની મારી સમજ

μακαριωτέρα

વધુ સંતોષકારક, વધુ આનંદદાયક

οὕτως μείνῃ

લગ્ન કર્યા વગર રહે

1 Corinthians 8

1 કરિંથીઓનો પત્ર 08 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

અધ્યાય 8-10 માં, પાઉલ પ્રશ્નનો જવાબ આપે છે: ""શું ત માંસ ખાવાનું સ્વીકાર્ય છે જે મૂર્તિને અર્પણ કરવામાં આવ્યું છે?""

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

મૂર્તિઓને અર્પણ કરેલ માંસ

પાઉલે આ પ્રશ્નનો જવાબ એમ કહેવા દ્વારા આપે છે કે મૂર્તિઓ દેવો છે જે ખરેખર અસ્તિત્વ ધરાવતા નથી. તેથી માંસમાં કંઈ ખોટું નથી. ખ્રિસ્તીઓ તે ખાવા માટે સ્વતંત્ર છે. જો કે, જે કોઈ આ સમજી શકતો નથી તે કોઈ ખ્રિસ્તીને તે ખાતા જોઈ શકે છે. ત્યારબાદ તેઓને કદાચ મૂર્તિની ઉપાસનાના કાર્યરૂપે માંસ ખાવાનું પ્રોત્સાહન મળી શકે છે.

1 Corinthians 8:1

અમારો અર્થ છે પાઉલ અને, જોકે, ખાસ કરીને કરિંથીઓના વિશ્વાસીઓને લખવામાં, તેમાં બધા વિશ્વાસીઓ શામેલ છે. (જુઓ: સમાવેશક “અમે”)

પાઉલ વિશ્વાસીઓને યાદ અપાવે છે કે મૂર્તિઓમાં કોઈ સામર્થ્ય નથી, તેમ છતાં, વિશ્વાસીઓએ સાવચેત રહેવું જોઈએ કે નબળા વિશ્વાસીઓને અસર ન કરે જેમને લાગે કે તેઓ મૂર્તિઓની કાળજી રાખે છે. તે વિશ્વાસીઓને કહે છે કે વિશ્વાસીઓએ ખ્રિસ્તમાં રહેલી સ્વતંત્રતા વિષે સાવચેત રહેવું.

περὶ δὲ

પાઉલે આ શબ્દસમૂહનો ઉપયોગ કરિંથીઓએ તેને પૂછેલા પ્રશ્નમાં આગળ વધવા માટે કર્યો છે.

τῶν εἰδωλοθύτων

વિદેશી ઉપાસકો તેમના દેવોને અનાજ, માછલી, મરઘી અથવા માંસ અર્પણ કરી શકે છે. યાજક તેનો એક ભાગ વેદી પર બાળી નાખશે. પાઉલ ઉપાસકોને બજારમાં વેચવા માટે અથવા ખાવા માટે પાછું આપે તે ભાગની વાત કરી રહ્યો છે.

ἡ γνῶσις φυσιοῖ

જ્ઞાન માણસને ગર્વિષ્ઠ કરે છે. અહીં ""ગર્વિષ્ઠ"" એ કોઈને અભિમાની બનાવવા માટેનું એક રૂપક છે. અમૂર્ત સંજ્ઞા ""જ્ઞાન"", ""જાણો"" ક્રિયાપદ દ્વારા વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્ઞાન લોકોને ગર્વિષ્ઠ બનાવે છે"" અથવા ""જે લોકોને લાગે છે કે તેઓ ઘણું બધું જાણે છે તે અભિમાની બની જાય છે"" (જુઓ: રૂપક)

ἡ δὲ ἀγάπη οἰκοδομεῖ

અમૂર્ત સંજ્ઞા ""પ્રેમ"" એક ક્રિયાપદ તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ જ્યારે આપણે લોકોને પ્રેમ કરીએ છીએ, ત્યારે આપણે તેઓની વૃદ્ધિ કરીએ છીએ"" (જુઓ: અમૂર્ત નામો)

ἀγάπη οἰκοδομεῖ

લોકોની વૃદ્ધિ કરવી એ રજૂ કરે છે કે તેમને પરિપક્વ અને તેમના વિશ્વાસમાં મજબૂત બનવામાં મદદ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રેમ લોકોને મજબૂત કરે છે"" અથવા ""જ્યારે આપણે લોકોને પ્રેમ કરીએ છીએ, ત્યારે આપણે તેમને મજબૂત કરીએ છીએ"" (જુઓ: રૂપક)

1 Corinthians 8:2

δοκεῖ ἐγνωκέναι τι

વિશ્વાસીઓ કે તે કંઈક વિશે બધું જાણે છે

1 Corinthians 8:3

οὗτος ἔγνωσται ὑπ’ αὐτοῦ

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તે વ્યક્તિને જાણે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 8:4

અમે અને ""આપણે"" અહીં બધા વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે અને તેમાં પાઉલના શ્રોતાઓનો સમાવેશ થાય છે. (જુઓ: સમાવેશક “અમે”)

οἴδαμεν ὅτι οὐδὲν εἴδωλον ἐν κόσμῳ, καὶ ὅτι οὐδεὶς Θεὸς εἰ μὴ εἷς

પાઉલ સંભવત કેટલાક કરિંથીઓએ વાપરેલા શબ્દસમૂહોને ટાંકે છે. ""કંઈ નહી"" એ સામર્થ્ય ન હોવાને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણે બધા જાણીએ છીએ, જેમ તમે પોતે જ કહેવા માંગતા હો કે, આ જગતની મૂર્તિમાં કોઈ સામર્થ્ય નથી અને એક સિવાય બીજા કોઈ ઈશ્વર નથી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી અને રૂપક)

1 Corinthians 8:5

λεγόμενοι θεοὶ

એવી બાબતો જેને લોકો દેવો કહે છે

θεοὶ πολλοὶ καὶ κύριοι πολλοί

પાઉલ વિશ્વાસ કરતો નથી કે ઘણા દેવો અને ઘણા પ્રભુઓ અસ્તિત્વમાં છે, પરંતુ તે સ્વીકારે છે કે મૂર્તિપૂજકો માને છે કે તેઓ છે.

1 Corinthians 8:6

ἀλλ’ ἡμῖν εἷς Θεὸς

છતાં આપણે જાણીએ છીએ કે એક જ ઈશ્વર છે

1 Corinthians 8:7

પાઉલ અહીં ""નબળા"" ભાઈઓની વાત કરી રહ્યા છે, તે લોકો જે તે મૂર્તિઓની ઉપાસનાથી મૂર્તિઓને ધરેલ નૈવેદ અલગ કરી શકતા નથી. જો કોઈ ખ્રિસ્તી મૂર્તિને ધરાવેલ નૈવેદ ખાય છે, તો નબળા ભાઈઓને લાગે છે કે ઈશ્વર તેમને ખોરાક ખાવાથી મૂર્તિની ઉપાસના કરવાની છૂટ આપશે. જો ખાનારાએ મૂર્તિની ઉપાસના ન કરી હોય અને તે ફક્ત ખાય છે, તો પણ તેણે પોતાના નબળા ભાઈના અંતઃકરણને ભ્રષ્ટ કર્યું છે.

πᾶσιν…τινὲς

બધા લોકો ... કેટલાક લોકો જે હવે ખ્રિસ્તી છે

μολύνεται

વિનાશ અથવા નુકસાન

1 Corinthians 8:8

βρῶμα…ἡμᾶς οὐ παραστήσει τῷ Θεῷ

પાઉલ ખોરાકની વાત કરે છે જાણે કે તે વ્યક્તિ છે જાણે કે ઈશ્વર આપણો આવકાર કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ખોરાકથી આપણે ઈશ્વરની કૃપા પામતા નથી"" અથવા ""આપણે જે ખોરાક ખાઈએ છીએ તે આપણા ઈશ્વરને પ્રસન્ન કરતું નથી"" (જુઓ: વ્યક્તિનો અવતાર)

οὔτε ἐὰν μὴ φάγωμεν, ὑστερούμεθα; οὔτε ἐὰν φάγωμεν, περισσεύομεν

આ હકારાત્મક સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કેટલાક લોકોને લાગે છે કે જો આપણે કેટલીક વસ્તુઓ ન ખાઈએ તો ઈશ્વર આપણને થોડો પ્રેમ કરશે. પરંતુ તેઓ ખોટા છે. જેઓ વિચારે છે કે જો આપણે તે વસ્તુઓ ખાઈશું તો ઈશ્વર આપણને વધારે પ્રેમ કરશે"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

1 Corinthians 8:9

τοῖς ἀσθενέσιν

વિશ્વાસીઓ તેમના વિશ્વાસમાં મજબૂત નથી

1 Corinthians 8:10

ἴδῃ τὸν ἔχοντα

પાઉલ કરિંથીઓની સાથે વાત કરી રહ્યો છે જાણે કે તે એક વ્યક્તિ છે, તેથી આ શબ્દો એકવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ἡ συνείδησις αὐτοῦ

જે તે સમજે છે તે ખોટું અથવા સાચું છે

οἰκοδομηθήσεται, εἰς…ἐσθίειν

ખાવા માટે પ્રોત્સાહિત

1 Corinthians 8:11

τῇ σῇ γνώσει

પાઉલ કરિંથીઓની સાથે વાત કરી રહ્યો છે જાણે કે તે એક વ્યક્તિ હોય, તેથી અહીં ""તમારું"" શબ્દ એકવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ἀπόλλυται…ὁ ἀσθενῶν

ભાઈ કે બહેન કે જે તેના કે તેણીના વિશ્વાસમાં મજબૂત નથી તે પાપ કરશે અથવા તેનો કે તેણીનો વિશ્વાસ ગુમાવશે.

1 Corinthians 8:13

διόπερ

કારણ કે મેં જે કહ્યું છે તે સાચું છે

εἰ βρῶμα σκανδαλίζει

અહીં ખોરાક એ વ્યક્તિ જે ખોરાક લે છે તે માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""જો મારા ખાવાને કારણે,"" અથવા ""જો હું, કારણ કે હું જે ખાઉ છું, કારણે,"" (જુઓ: ઉપનામ)

1 Corinthians 9

1 કરિંથીઓનો પત્ર 09 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ અધ્યાયમાં પાઉલ પોતાનો બચાવ કરે છે. કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે તે મંડળીમાંથી આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

મંડળીમાંથી પૈસા કમાવવા

લોકોએ પાઉલ ઉપર મંડળી પાસેથી પૈસા માંગતા હોવાનો આરોપ લગાવ્યો. પાઉલે જવાબ આપ્યો કે તે વાજબી રીતે મંડળીમાંથી પૈસા મેળવી શકે છે. જૂના કરારમાં શિક્ષણ આપવામાં આવ્યું હતું કે જેમણે કામ કર્યું છે તેઓએ તેમના કામમાંથી તેમનું જીવનનિર્વાહ મેળવવું જોઈએ. તેણે અને બાર્નાબાસે હેતુપૂર્વક ક્યારેય આ હકનો ઉપયોગ કર્યો નહિ અને તેમણે પોતાનું ગુજરાન ચલાવ્યું.

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

રૂપક

પાઉલ આ અધ્યાયમાં ઘણા રૂપકોનો ઉપયોગ કરે છે. આ રૂપકો જટિલ સત્યોનું શિક્ષણ આપે છે. (જુઓ: રૂપક)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

સંદર્ભપૂર્ણ

આ શાસ્ત્રપાઠ મહત્વપૂર્ણ છે કારણ કે પાઉલ વિવિધ શ્રોતાઓને સુવાર્તાને ""સંદર્ભિત” કરે છે. આનો અર્થ એ છે કે પાઉલ પોતાને અને સુવાર્તાને સમજી શકાય તેવું બનાવે છે અને સુવાર્તા પ્રાપ્ત કરવામાં તેના કાર્યોના અવરોધ સિવાય. જો શક્ય હોય તો આ ""સંદર્ભપૂર્ણ"" ના પાસાઓને સાચવવા માટે અનુવાદકે વધારાની કાળજી લેવી જોઈએ. (જુઓ: સારા સમાચારો, સુવાર્તા)

અલંકારિક પ્રશ્નો

પાઉલે અધ્યાયમાં ઘણા અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કર્યો છે. તે કરિંથીઓને શિક્ષણ આપે છે તેમ વિવિધ મુદ્દાઓ પર ભાર મૂકવા માટે તેનો ઉપયોગ કરે છે. (જુઓ: https://git.door43.org/STR/gu_ta/src/branch/master/translate//01.md figs-rquestion)

1 Corinthians 9:1

પાઉલ કેવી રીતે ખ્રિસ્તમાં સ્વતંત્રતાનો ઉપયોગ કરે છે તે સમજાવે છે.

οὐκ εἰμὶ ἐλεύθερος

પાઉલ આ અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરિંથીઓને તેમના અધિકારની યાદ અપાવવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું સ્વતંત્ર વ્યક્તિ છું."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

οὐκ εἰμὶ ἀπόστολος

પાઉલ આ અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરિંથીઓને તે કોણ છે અને તેના પાસેના અધિકારની યાદ અપાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું એક પ્રેરિત છું."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

οὐχὶ Ἰησοῦν τὸν Κύριον ἡμῶν ἑόρακα

પાઉલ આ અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરિંથીઓને તે કોણ છે તેની યાદ અપાવવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મને આપણા પ્રભુ ઈસુને જોયા છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

οὐ τὸ ἔργον μου ὑμεῖς ἐστε ἐν Κυρίῳ

પાઉલ આ અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરિંથીઓને તેમની સાથેના તેમના સંબંધોની યાદ અપાવવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે ખ્રિસ્તમાં વિશ્વાસ કરો છો કારણ કે પ્રભુ જે ઇચ્છે છે તે રીતે મેં કામ કર્યું છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

1 Corinthians 9:2

ἡ…σφραγίς μου τῆς ἀποστολῆς, ὑμεῖς ἐστε ἐν Κυρίῳ

કંઈક સાબિત કરવા માટે જરૂરી પુરાવા એ સાબિતી માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે પુરાવો છો જેનો ઉપયોગ હું સાબિત કરવા માટે કરી શકું છું કે પ્રભુએ મને પ્રેરિત તરીકે પસંદ કર્યો છે"" (જુઓ: ઉપનામ)

1 Corinthians 9:3

ἡ ἐμὴ ἀπολογία…ἐμὲ…αὕτη:

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) જે શબ્દો અનુસરે છે તે પાઉલનો બચાવ છે અથવા 2) 1 કરિંથીઓનો પત્ર 9: 1-2 માં આવેલા શબ્દો પાઉલનો બચાવ છે. વૈકલ્પિક અનુવાદ: ""આ મારો બચાવ છે ... હું.

1 Corinthians 9:4

μὴ οὐκ ἔχομεν ἐξουσίαν φαγεῖν καὶ πεῖν

પાઉલ એક પ્રશ્નનો ઉપયોગ તેના પર ભાર મૂકવા માટે કરે છે કે તે જાણે છે કે કરિંથીઓ તે જે કહે છે તેનાથી સંમત છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણને મંડળીઓ પાસેથી ખોરાક અને પાણી મેળવવાનો સંપૂર્ણ અધિકાર છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἔχομεν

અહીં ""અમે"" પાઉલ અને બાર્નાબાસનો ઉલ્લેખ કરે છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

1 Corinthians 9:5

μὴ οὐκ ἔχομεν ἐξουσίαν ἀδελφὴν, γυναῖκα περιάγειν, ὡς καὶ οἱ λοιποὶ ἀπόστολοι, καὶ οἱ ἀδελφοὶ τοῦ Κυρίου, καὶ Κηφᾶς?

પાઉલ એક પ્રશ્નનો ઉપયોગ તેના પર ભાર મૂકવા માટે કરે છે કે તે જાણે છે કે કરિંથીઓ તે જે કહે છે તેનાથી સંમત છે. વૈકલ્પિક અનુવાદ: ""જો આપણી વિશ્વાસુ પત્નીઓ હોય, તો અન્ય પ્રેરિતો અને પ્રભુના ભાઈઓ તથા કેફા જે રીતે લે છે તેમ અમને પણ તેમને સાથે લેવાનો અધિકાર છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

1 Corinthians 9:6

ἢ μόνος ἐγὼ καὶ Βαρναβᾶς, οὐκ ἔχομεν ἐξουσίαν μὴ ἐργάζεσθαι?

પાઉલ કરિંથીઓને શરમાવવા કહે છે. વૈકલ્પિક અનુવાદ: ""લાગે છે કે તમે વિચારો છો કે નાણાં કમાવવા માટે ફક્ત જે લોકોને કામ કરવાની જરૂર છે તે હું અને બાર્નાબાસ છીએ."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

1 Corinthians 9:7

τίς στρατεύεται ἰδίοις ὀψωνίοις ποτέ?

પાઉલ એક પ્રશ્નનો ઉપયોગ તેના પર ભાર મૂકવા માટે કરે છે કે તે જાણે છે કે કરિંથીઓ તે જે કહે છે તેનાથી સંમત છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણે બધા જાણીએ છીએ કે કોઈ સિપાઈ પોતાનો પુરવઠો જાતે ખરીદતો નથી."" અથવા ""આપણે બધા જાણીએ છીએ કે દરેક સિપાઈ તેનો પુરવઠો સરકાર પાસેથી મેળવે છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τίς φυτεύει ἀμπελῶνα, καὶ τὸν καρπὸν αὐτοῦ οὐκ ἐσθίει?

પાઉલ એક પ્રશ્નનો ઉપયોગ તેના પર ભાર મૂકવા માટે કરે છે કે તે જાણે છે કે કરિંથીઓ તે જે કહે છે તેનાથી સંમત છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણે બધા જાણીએ છીએ કે જેણે દ્રાક્ષાવાડી રોપી છે તે હંમેશા તેનું ફળ ખાશે."" અથવા ""આપણે બધા જાણીએ છીએ કે કોઈ અપેક્ષા નથી કરતું કે જે દ્રાક્ષાવાડી રોપે છે તે તેના ફળ ખાશે નહિ."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἢ τίς ποιμαίνει ποίμνην, καὶ ἐκ τοῦ γάλακτος τῆς ποίμνης, οὐκ ἐσθίει?

પાઉલ એક પ્રશ્નનો ઉપયોગ તેના પર ભાર મૂકવા માટે કરે છે કે તે જાણે છે કે કરિંથીઓ તે જે કહે છે તેનાથી સંમત છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણે બધા જાણીએ છીએ કે જે લોકો ટોળાને ચરાવે છે તેઓ તેમના ટોળાંમાંથી દૂધ મળે છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

1 Corinthians 9:8

μὴ κατὰ ἄνθρωπον, ταῦτα λαλῶ

પાઉલ કરિંથીઓને શરમાવવા કહે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમને લાગે છે કે આ વાતો હું સામાન્ય માણસના અધિકાર રૂપે કરું છું."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἢ καὶ ὁ νόμος ταῦτα οὐ λέγει?

પાઉલ કરિંથીઓને શરમાવવા કહે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે એવું કામ કરો છો જાણે કે તમે જાણતા નથી કે આ નિયમમાં લખ્યું છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

1 Corinthians 9:9

οὐ φιμώσεις

મૂસા ઇઝરાએલીઓને એવું કહેતા હતા કે જાણે તેઓ એક જ વ્યક્તિ હોય, તેથી આ આજ્ઞા એકવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

μὴ τῶν βοῶν μέλει τῷ Θεῷ?

પાઉલ એક પ્રશ્ન પૂછે છે જેથી કરિંથીઓ તે શું કહે છે તેનો વિચાર કર્યા વિના તેને કહેશે. વૈકલ્પિક અનુવાદ: ""હું તમને જણાવું તે કરતાં તમારે એ જાણવું જોઈએ કે એ બળદ નથી જેની ઈશ્વર ચિંતા કરે છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

1 Corinthians 9:10

ἢ δι’ ἡμᾶς πάντως λέγει?

પાઉલ જે નિવેદન આપી રહ્યા છે તેના પર ભાર મૂકવા માટે એક પ્રશ્ન પૂછે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેના બદલે, ઈશ્વર ચોક્કસપણે આપણા વિશે બોલતા હતા."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

δι’ ἡμᾶς

અહીં ""અમને"" પાઉલ અને બાર્નાબાસનો ઉલ્લેખ કરે છે. (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે”)

1 Corinthians 9:11

μέγα εἰ ἡμεῖς ὑμῶν τὰ σαρκικὰ θερίσομεν?

પાઉલ એક પ્રશ્ન પૂછે છે જેથી કરિંથીઓ તે શું કહે છે તેનો વિચાર કર્યા વિના તેને કહેશે. વૈકલ્પિક અનુવાદ: ""હું તમને જણાવું તે વિના તમારે જાણવું જોઈએ કે તમારા તરફથી ભૌતિક બાબતો પ્રાપ્ત કરવી અમને વધારે પડતું નથી."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

1 Corinthians 9:12

εἰ ἄλλοι τῆς ὑμῶν ἐξουσίας μετέχουσιν, οὐ μᾶλλον ἡμεῖς?

પાઉલ એક પ્રશ્ન પૂછે છે જેથી કરિંથીઓ તે શું કહે છે તેનો વિચાર કર્યા વિના તેને કહેશે. અહીં ""અમે"" પાઉલ અને બાર્નાબાસનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""અન્ય લોકોએ એ કર્યું ... તમે, તેથી હું તમને કહું તે વિના તમે જાણો કે અમને આ કરતાં પણ વધુ અધિકાર છે."" (જુઓ: વિશિષ્ટ અને સમાવેશક “અમે” અને આલંકારિક પ્રશ્ન)

εἰ ἄλλοι τῆς…ἐξουσίας μετέχουσιν

પાઉલ અને કરિંથીઓ બંને જાણે છે કે બીજાઓએ અધિકારનો ઉપયોગ કર્યો. ""અન્ય લોકોએ આ અધિકારનો ઉપયોગ કર્યો હોવાથી

ἄλλοι

સુવાર્તા માટેના અન્ય કાર્યકરો

τῆς…ἐξουσίας

જેઓએ કરિંથના વિશ્વાસીઓને સુવાર્તા કહી તેઓનો દૈનિક ખર્ચ પૂરો પાડવો એ કરિંથના વિશ્વાસીઓનો હક્ક છે

μή τινα ἐνκοπὴν δῶμεν

પર બોજ મૂકવો અથવા ""નો ફેલાવો થતો અટકાવવો

1 Corinthians 9:13

οὐκ οἴδατε ὅτι οἱ τὰ ἱερὰ ἐργαζόμενοι, τὰ ἐκ τοῦ ἱεροῦ ἐσθίουσιν

પાઉલ કરિંથીઓને યાદ કરાવે છે કે તેઓ શું જાણે છે જેથી તે નવી માહિતી ઉમેરી શકે. વૈકલ્પિક અનુવાદ: ""હું તમને યાદ અપાવવા માંગુ છું કે જે લોકો મંદિરમાં સેવાનું કામ કરે છે તેઓ મંદિરમાંથી પોતાનો ખોરાક મેળવે છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

οἱ τῷ θυσιαστηρίῳ παρεδρεύοντες, τῷ θυσιαστηρίῳ συνμερίζονται?

પાઉલ કરિંથીઓને યાદ કરાવે છે કે તેઓ શું જાણે છે જેથી તે નવી માહિતી ઉમેરી શકે. વૈકલ્પિક અનુવાદ: ""હું તમને યાદ અપાવવા માંગુ છું કે જે લોકો વેદીની સેવા કરે છે તેઓને લોકો દ્વારા વેદી પર ચઢાવેલો કેટલોક ખોરાક અને માંસ મળે છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

1 Corinthians 9:14

ἐκ τοῦ εὐαγγελίου ζῆν

અહીં ""સુવાર્તા"" શબ્દો એક ઉપનામ છે 1) જે લોકોને તેઓ સુવાર્તા કહે છે, ""તેઓ પોતાનો ખોરાક અને અન્ય વસ્તુઓ જેમને તેઓ સુવાર્તા શીખવે છે તેઓ તરફથી પ્રાપ્ત કરે છે,"" અથવા 2) સુવાર્તા કહેવાના કામ કરવાનું પરિણામ, ""તેમનો ખોરાક અને તેમને જરૂરી અન્ય વસ્તુઓ પ્રાપ્ત કરશે કારણ કે તેઓ સુવાર્તા જણાવવાનું કામ કરે છે."" (જુઓ: ઉપનામ)

1 Corinthians 9:15

τούτων

આ વસ્તુઓ કે જેને માટે હું લાયક છું

ἵνα οὕτως γένηται ἐν ἐμοί

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેથી તમે મારા માટે કંઈક કરશો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τὸ καύχημά μου…κενώσει

આ તક છીનવી લેજે મારે શેખી મારવી પડશે

1 Corinthians 9:16

ἀνάγκη…μοι ἐπίκειται

મારે સુવાર્તા પ્રગટ કરવી જ જોઈએ

οὐαὶ…μοί ἐστιν, ἐὰν

મને અફસોસ થશે જો

1 Corinthians 9:17

εἰ…ἑκὼν τοῦτο πράσσω

જો હું સ્વેચ્છાએ સુવાર્તા પ્રગટ કરું અથવા ""જો હું પ્રચાર કરું છું કારણ કે હું એ કરવા માગું છું

εἰ δὲ ἄκων

હું આ કરું છું"" શબ્દો પહેલાના શબ્દસમૂહોથી સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ જો હું આ અનિચ્છનીય રીતે કરું"" અથવા ""પરંતુ જો હું આ કરવા માંગતો નથી તેમ છતાં કરું"" અથવા ""પણ જો હું આ કરું કેમ કે તે કરવા મારા પર દબાણ કરવામાં આવ્યું હતું"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

οἰκονομίαν πεπίστευμαι

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મારે આ કામ કરવું જ જોઇએ જેને પૂર્ણ કરવા ઈશ્વરે મારા પર વિશ્વાસ કર્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 9:18

τίς οὖν μού ἐστιν ὁ μισθός?

પાઉલ તેઓને નવી માહિતી આપવા માટે તૈયાર કરી રહ્યો છે જે તે તેમને આપવા જઈ રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""આ મારું ઇનામ છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἵνα εὐαγγελιζόμενος ἀδάπανον, θήσω τὸ εὐαγγέλιον

સુવાર્તા પ્રગટ કરવાનું મારું ઇનામ એ છે કે હું ચુકવણી મેળવ્યા વિના સુવાર્તા પ્રગટ કરી શકું છું

θήσω τὸ εὐαγγέλιον

સુવાર્તા પ્રગટ કરવી

εἰς τὸ μὴ καταχρήσασθαι τῇ ἐξουσίᾳ μου ἐν τῷ εὐαγγελίῳ

તેથી મૂસાફરી અને સુવાર્તા પ્રગટ કરવા માટે લોકોને મારો સહયોગ આપવા લોકોને ન પૂછો

1 Corinthians 9:19

ἐλεύθερος…ὢν ἐκ πάντων

અહીંથી મુક્ત એ એક રૂઢીપ્રયોગ છે, જેનો અર્થ એ છે કે બીજા માટે શું કરવું જોઈએ તે વિચાર્યા વિના જીવવાની ક્ષમતા. વૈકલ્પિક અનુવાદ: ""હું બીજાની સેવા કર્યા વિના જીવવા માટે સક્ષમ છું"" (જુઓ: રૂપક)

τοὺς πλείονας κερδήσω

બીજાઓને વિશ્વાસ કરવા સમજાવવું અથવા ""ખ્રિસ્તમાં ભરોસો રાખવા બીજાઓને મદદ કરો

1 Corinthians 9:20

ἐγενόμην…ὡς Ἰουδαῖος

હું યહૂદીની જેમ વર્તન કરું છું અથવા ""મેં યહૂદી રીતરિવાજોનું પાલન કર્યું

ὡς ὑπὸ νόμον

હું યહૂદી શાસ્ત્રોની તેમની સમજણ સ્વીકારીને, યહૂદી આગેવાનોની માંગણીઓનું પાલન કરવા પ્રતિબદ્ધ વ્યક્તિ જેવો બન્યો

1 Corinthians 9:21

ἀνόμοις

જેઓ મૂસાના નિયમોનું પાલન નથી કરતા

1 Corinthians 9:24

પાઉલ સમજાવે છે કે તે ખ્રિસ્તમાં પોતાની પાસે રહેલી સ્વતંત્રતાનો ઉપયોગ પોતાને શિસ્તમાં રાખવા માટે કરે છે.

οὐκ οἴδατε, ὅτι οἱ ἐν σταδίῳ τρέχοντες, πάντες μὲν τρέχουσιν, εἷς δὲ λαμβάνει τὸ βραβεῖον?

પાઉલ કરિંથીઓને યાદ કરાવે છે કે તેઓ શું જાણે છે જેથી તેઓ નવી માહિતી ઉમેરી શકે. વૈકલ્પિક અનુવાદ: ""મને તમને યાદ અપાવવા દો કે બધા દોડવીરો હરિફાઈમાં દોડે છે, તેમ છતાં ફક્ત એક જ દોડવીરને ઇનામ મળે છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τρέχουσιν

પાઉલ ખ્રિસ્તી જીવન જીવવું અને ઈશ્વર માટે કામ કરવાને એક દોડ દોડનાર અને રમતવીર સાથે તુલના કરે છે. એક દોડની જેમ, ખ્રિસ્તી જીવન અને કાર્યમાં દોડવીરના ભાગ પર ચુસ્ત શિસ્ત હોવું જરૂરી છે, અને, હરિફાઈની જેમ, ખ્રિસ્તી વ્યક્તિની પાસે એક ચોક્કસ ધ્યેય હોય છે. (જુઓ: રૂપક)

οὕτως τρέχετε, ἵνα καταλάβητε

પાઉલ ઇનામની વાત કરી રહ્યો છે ઈશ્વર તેના વિશ્વાસુ લોકોને તે રીતે આપશે જાણે કે સ્વદમનની હરીફાઈ માટે આપવામાં આવેલું ઇનામ હોય. (જુઓ: રૂપક)

1 Corinthians 9:25

φθαρτὸν στέφανον…ἄφθαρτον

માળા એ પાંદડાના સમૂહ છે જેને એકબીજા સાથે વણી લેવાયેલ છે. રમતો અને હરીફાઈ જીતેલા રમતવીરોને ઇનામ તરીકે માળા આપવામાં આવી હતી. પાઉલ અનંતજીવનની વાત કરે છે જાણે કે તે કોઈ માળા છે જે ક્યારેય સૂકાઈ જતી નથી. (જુઓ: રૂપક)

1 Corinthians 9:26

ἐγὼ…οὕτως τρέχω, ὡς οὐκ ἀδήλως; οὕτως πυκτεύω, ὡς οὐκ ἀέρα δέρων

અહીં ""દોડનાર"" અને ""મુક્કાબાજી"" એ ખ્રિસ્તી જીવન જીવવા અને ઈશ્વરની સેવા કરવા બંને માટેના રૂપક છે. તેને હકારાત્મક સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું કેમ દોડું છું તે હું ખૂબ જ સારી રીતે જાણું છું, અને જ્યારે હું મુક્કાબાજી કરું છું ત્યારે હું શું કરી રહ્યો છું તે મને ખબર છે"" (જુઓ: રૂપક અને બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

1 Corinthians 9:27

μή…αὐτὸς ἀδόκιμος γένωμαι

આ નિષ્ક્રિય વાક્યને સક્રિય સ્વરૂપમાં ફરીથી રજૂ કરી શકાય છે. કોઈ દોડ અથવા સ્પર્ધાના ન્યાયાધીશ એ ઈશ્વર માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""ન્યાયાધીશ મને અયોગ્ય ઠેરવશે નહિ"" અથવા ""ઈશ્વર મને કહેશે નહિ કે હું નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગયો છું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને રૂપક)

1 Corinthians 10

1 કરિંથીઓનો પત્ર 10 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

8-10 અધ્યાય મળીને આ પ્રશ્નના જવાબ આપે છે: ""શું મૂર્તિને અર્પણ કરેલ માંસ ખાવું એ સ્વીકાર્ય છે?""

આ અધ્યાયમાં, પાઉલ લોકોને પાપ ન કરવાની ચેતવણી આપવા માટે નિર્ગમનનો ઉપયોગ કરે છે. તે પછી, તે મૂર્તિઓને ધરાવવામાં આવતા નૈવેદની ચર્ચા કરવા પાછો આવે છે. તે ઉદાહરણ તરીકે પ્રભુ ભોજનનો ઉપયોગ કરે છે. (જુઓ: પાપ, પાપરૂપ, પાપી, પાપ કર્યા કરવું)

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

નિર્ગમન

પાઉલે મિસર દેશ છોડીને અને અરણ્યમાં ફરતા અનુભવોનો વિશ્વાસીઓ માટે ચેતવણી તરીકે ઉપયોગ કર્યો છે. જો કે ઇઝરાએલીઓ બધા મૂસાની પાછળ ગયા, તેઓ બધા માર્ગમાં મરણ પામ્યા. તેમાંથી કોઈ વચનના દેશમાં જવા પામ્યું નહિ. કેટલાકે મૂર્તિની ઉપાસના કરી, કેટલાકે ઈશ્વરની કસોટી કરી અને કેટલાકે કચકચ કરી. પાઉલ ખ્રિસ્તીઓને પાપ ન કરવાની ચેતવણી આપે છે. આપણે લાલચનો સામનો કરી શકીએ છીએ કારણ કે ઈશ્વર તેનાથી દૂર રહેવાનો માર્ગ પૂરો પાડે છે. (જુઓ: વચનનો દેશ)

મૂર્તિઓને અર્પણ કરેલ માંસ

પાઉલ મૂર્તિઓને અર્પણ કરેલ માંસની ચર્ચા કરે છે. ખ્રિસ્તીઓને ખાવાની છૂટ છે, પરંતુ તે અન્યને નુકસાન પહોંચાડી શકે છે. તેથી માંસ ખરીદો અથવા મિત્ર સાથે ખાઓ, ત્યારે પૂછશો નહિ કે તે મૂર્તિઓને અર્પણ કરવામાં આવ્યું હતું કે નહિ. પરંતુ જો કોઈ તમને કહે કે તે મૂર્તિઓને અર્પણ કરવામાં આવ્યું છે, તો તે વ્યક્તિ માટે તે ન ખાઓ. કોઈની લાગણી ન દુભાવો. તેના બદલે તેમને બચાવવા માટે માર્ગ શોધો. (જુઓ: બચાવવું, બચાવ્યા, સલામત, તારણ)

અલંકારિક પ્રશ્નો

પાઉલ આ અધ્યાયમાં ઘણા અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરે છે. તે કરિંથીઓને શિક્ષણ આપે છે ત્યારે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ભાર મૂકવા માટે તે તેનો ઉપયોગ કરે છે. (જુઓ: https://git.door43.org/STR/gu_ta/src/branch/master/translate/figs-rquestion/01.md)

1 Corinthians 10:1

પાઉલે તેઓને તેમના પ્રાચીન યહૂદી પિતાઓની અનૈતિકતા અને મૂર્તિપૂજા સાથેના અનુભવોના ઉદાહરણની યાદ અપાવે છે.

οἱ πατέρες ἡμῶν

જ્યારે મિસરના સૈન્યએ ઇઝરાએલ પ્રજાનો પીછો કર્યો ત્યારે તેઓ લાલ સમુદ્રમાંથી ભાગી ગયા તે નિર્ગમનના પુસ્તકના મૂસાના સમયનો ઉલ્લેખ પાઉલ કરી રહ્યો છે. ""આપણો"" શબ્દ પોતાનો અને કરિંથીઓનો ઉલ્લેખ કરે છે અને તે સમાવિષ્ટ છે. (જુઓ: સમાવેશક “અમે”)

διὰ τῆς θαλάσσης διῆλθον

આ સમુદ્ર લાલ સમુદ્ર અને વિશાળ સમુદ્ર એમ બે નામથી ઓળખાય છે.

διὰ…διῆλθον

દ્વારા પસાર અથવા ""દ્વારા પ્રવાસ

1 Corinthians 10:2

πάντες εἰς τὸν Μωϋσῆν ἐβαπτίσαντο

બધા અનુયાયી બનીને મૂસા માટે સમર્પિત હતા

ἐν τῇ νεφέλῃ

વાદળ દ્વારા કે જેણે ઈશ્વરની હાજરી પ્રગટ કરી અને દિવસ દરમિયાન ઇઝરાએલીઓને દોર્યા

1 Corinthians 10:4

τὸ αὐτὸ πνευματικὸν ἔπιον πόμα…πνευματικῆς…πέτρας

ઈશ્વરે અલૌકિક રીતે ખડકમાંથી જે પાણી કાઢ્યું તે જ પાણી પીધું ... અલૌકિક ખડક

ἡ…πέτρα ἦν ὁ Χριστός

ખડક"" એક શાબ્દિક, ભૌતિક ખડક હતો, તેથી આનું શાબ્દિક અનુવાદ કરવું શ્રેષ્ઠ રહેશે. જો તમારી ભાષા એમ ન કહી શકે કે ખડક એ એક વ્યક્તિનું નામ હતું, તો ખડક દ્વારા કામ કરનાર ખ્રિસ્તના સામર્થ્ય માટે ""ખડક"" શબ્દને ઉપનામ તરીકે ગણવું. વૈકલ્પિક અનુવાદ: ""તે ખ્રિસ્ત હતા જેમણે આ ખડક દ્વારા કાર્ય કર્યું"" (જુઓ: ઉપનામ)

1 Corinthians 10:5

οὐκ…ηὐδόκησεν

પ્રસન્ન ન હોવું અથવા ""ક્રોધ"" (જુઓ: વક્રોક્તિ)

τοῖς πλείοσιν αὐτῶν

ઇઝરાએલના પિતાઓ

κατεστρώθησαν

ઈશ્વર તેમના મૃતદેહોને આસપાસ વેરવિખેર કર્યા અથવા ""ઈશ્વરે તેમને મરણદંડ આપ્યો અને તેમના શરીર વેરવિખેર કર્યા

ἐν τῇ ἐρήμῳ

મિસર અને ઇઝરાએલ વચ્ચેની રણભૂમિ, જેના દ્વારા ઇઝરાએલીઓ 40 વર્ષ ભટકતા રહ્યા

1 Corinthians 10:7

εἰδωλολάτραι

જે લોકો મૂર્તિઓની પૂજા કરે છે

ἐκάθισεν…φαγεῖν καὶ πεῖν

લોકો ભોજન ખાવા માટે નીચે બેઠા

παίζειν

પાઉલ યહૂદી શાસ્ત્રોને ટાંકે છે. તેમના વાચકો આ એક શબ્દથી સમજી શક્યા હોત કે લોકો પવિત્ર આનંદ સાથે નહિ, પણ ગીતો ગાઇને અને નાચતા અને જાતીય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈને મૂર્તિની ઉપાસના કરી રહ્યા હતા. (જુઓ: સૌમ્યોક્તિ)

1 Corinthians 10:8

ἔπεσαν μιᾷ ἡμέρᾳ εἴκοσι τρεῖς χιλιάδες

ઈશ્વરે એક જ દિવસમાં 23,000 લોકોનો નાશ કર્યો

કારણ કે તેઓએ નિયમભંગ કરી વ્યભિચાર કર્યો હતો

1 Corinthians 10:9

ὑπὸ τῶν ὄφεων ἀπώλλυντο

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુનું પરીક્ષણ કર્યાને લીધે સર્પોથી તેઓનો નાશ થયો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 10:10

γογγύζετε

ફરિયાદ કરવી

ἀπώλοντο ὑπὸ τοῦ ὀλοθρευτοῦ

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કર્યું. પ્રાઇનામ સ્વરૂપે, મરણના દૂતે તેમનો નાશ કર્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 10:11

ταῦτα…συνέβαινεν ἐκείνοις

ઈશ્વરે આપણા પૂર્વજોને શિક્ષા કરી

τυπικῶς

અહીં ""આપણે"" બધા વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સમાવેશક “અમે”)

τὰ τέλη τῶν αἰώνων

અંતિમ દિવસો

1 Corinthians 10:12

μὴ πέσῃ

પાપ ન કરો અથવા ઈશ્વરને ન નકારો

1 Corinthians 10:13

πειρασμὸς ὑμᾶς οὐκ εἴληφεν, εἰ μὴ ἀνθρώπινος

આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરીક્ષણો જે તમારી પર હાવી થાય છે તે એ જ પરીક્ષણો છે જેનો અનુભવ બધા લોકો કરે છે"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

ὃς οὐκ ἐάσει ὑμᾶς πειρασθῆναι ὑπὲρ ὃ δύνασθε

તે ફક્ત તમને એવી રીતે લલચાવી દેશે કે તમે તેનો સામનો કરવા માટે સક્ષમ હો

οὐκ ἐάσει ὑμᾶς πειρασθῆναι

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈને પણ તમને પરીક્ષણમાં નાંખવાની મંજૂરી નહિ આપે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 10:14

પાઉલ જ્યારે તે પ્રભુભોજન, જે ખ્રિસ્તનું રક્ત અને શરીરને રજૂ કરે છે, તે વિષે વાત કરે છે ત્યારે તે સતત તેઓને પવિત્ર રહેવા અને મૂર્તિપૂજા અને અનૈતિકતાથી દૂર રહેવા માટે યાદ કરાવે છે.

φεύγετε ἀπὸ τῆς εἰδωλολατρίας

પાઉલ મૂર્તિઓની પૂજા કરવાની પ્રથા વિશે કહે છે જાણે કે તે કોઈ ખતરનાક પ્રાણી જેવી કોઈ ભૌતિક વસ્તુ હોય. વૈકલ્પિક અનુવાદ: ""મૂર્તિપૂજાથી નાસી જવા માટે તમે જે કરી શકો તે કરો"" (જુઓ: રૂપક)

1 Corinthians 10:16

τὸ ποτήριον τῆς εὐλογίας

પાઉલ ઈશ્વરના આશીર્વાદની વાત કરે છે જાણે કે તે પ્રભુભોજનના સંસ્કારમાં વપરાતો દ્રાક્ષારસનો પ્યાલો છે. (જુઓ: રૂપક)

ὃ εὐλογοῦμεν

જેના માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ

οὐχὶ κοινωνία ἐστὶν τοῦ αἵματος τοῦ Χριστοῦ?

પાઉલ કરિંથીઓને યાદ કરાવે છે કે તેઓ પહેલેથી જ જાણે છે, કે આપણે જે સંગતરૂપી પ્યાલો વહેંચીએ છીએ તે ખ્રિસ્તના રક્તમાં વહેંચાયેલ આપણને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""અમે ખ્રિસ્તના રક્તની સંગતરૂપ છીએ."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τὸν ἄρτον ὃν κλῶμεν, οὐχὶ κοινωνία τοῦ σώματος τοῦ Χριστοῦ ἐστιν?

પાઉલ કરિંથીઓને તેઓ જે અગાઉથી જાણે છે તે યાદ કરાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે આપણે રોટલી ભાંગીએ છીએ ત્યારે આપણે ખ્રિસ્તના શરીરની સંગતરૂપ છીએ."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

κοινωνία

સંગતરૂપ થવું અથવા ""બીજા લોકો સાથે સમાન રીતે સંગતરૂપ થવું

1 Corinthians 10:17

ἄρτος

એક જ રોટલી છે જેને ભાગવામાં આવે છે અથવા તેને ખાધા પહેલા ટુકડા કરવામાં આવે છે

1 Corinthians 10:18

οὐχὶ οἱ ἐσθίοντες τὰς θυσίας, κοινωνοὶ τοῦ θυσιαστηρίου εἰσίν

પાઉલ કરિંથીઓને યાદ કરાવે છે કે તેઓ પહેલેથી જ જાણે છે જેથી તે તેમને નવી માહિતી આપી શકે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ વેદી સમક્ષ અર્પણ કરેલી બાબતો ખાય છે અને સહભાગી થાય છે"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

1 Corinthians 10:19

τί οὖν φημι?

પાઉલ કરિંથીઓને યાદ કરાવે છે કે તેઓ પહેલેથી જ જાણે છે જેથી તે તેમને નવી માહિતી આપી શકે. વૈકલ્પિક અનુવાદ: ""હું જે કહું છું તેની સમીક્ષા કરવા દો."" અથવા ""મારો કહેવાનો અર્થ આ છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἢ ὅτι εἴδωλόν τὶ ἐστιν?

પાઉલ ઇચ્છે છે કે કરિંથીઓ તેમના મનમાં પ્રશ્નનો જવાબ આપે જેથી તેણે તેઓને કહેવું ન પડે. વૈકલ્પિક અનુવાદ: ""તમે જાણો છો કે હું એવું નથી કહેતો કે મૂર્તિ ખરેખર કંઈક છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન અને અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

ὅτι εἰδωλόθυτόν τὶ ἐστιν

પાઉલ ઇચ્છે છે કે કરિંથીઓ તેમના મનમાં પ્રશ્નનો જવાબ આપે જેથી તેણે તેઓને કહેવું ન પડે. વૈકલ્પિક અનુવાદ: ""તમે જાણો છો કે હું એમ નથી કહેતો કે મૂર્તિને ધરેલ નૈવેદ મહત્વપૂર્ણ નથી."" (જુઓ: આલંકારિક પ્રશ્ન અને અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

1 Corinthians 10:21

οὐ δύνασθε ποτήριον Κυρίου πίνειν, καὶ ποτήριον δαιμονίων

પાઉલ દુષ્ટાત્માના પ્યાલામાંથી પીતા વ્યક્તિની વાત કરે છે જે સાબિતી માટે તે વ્યક્તિ દુષ્ટાત્માના મિત્ર છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા માટે ઈશ્વર અને શેતાન બંને સાથે મિત્રતા રાખવી અશક્ય છે"" (જુઓ: ઉપનામ)

οὐ δύνασθε τραπέζης Κυρίου μετέχειν, καὶ τραπέζης δαιμονίων

તમારા માટે પ્રભુના લોકો સાથે અને શેતાન સાથે એક બનવું ખરેખર અશક્ય છે

1 Corinthians 10:22

ἢ παραζηλοῦμεν τὸν Κύριον

પાઉલ ઇચ્છે છે કે કરિંથીઓ તેમના મનમાં આ પ્રશ્નનો જવાબ આપે. વૈકલ્પિક અનુવાદ: ""તમારે મારા કહ્યા પહેલા જાણવું જોઈએ કે આપણે પ્રભુને ચીડવવા નહિ.

παραζηλοῦμεν

ક્રોધ અથવા ચીડવવું

μὴ ἰσχυρότεροι αὐτοῦ ἐσμεν?

પાઉલ ઇચ્છે છે કે કરિંથીઓ તેમના મનમાં આ પ્રશ્નનો જવાબ આપે. વૈકલ્પિક અનુવાદ: ""તમારે મારા કહ્યા વગર જાણવું જોઈએ કે તમે ઈશ્વર કરતાં સામર્થ્યવાન નથી."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

1 Corinthians 10:23

પાઉલે તેમને ફરીથી સ્વતંત્રના નિયમને અને બીજાના લાભ માટે સઘળું કરવાનું યાદ કરાવે છે.

πάντα ἔξεστιν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) પાઉલ જવાબ આપે છે કે કેટલાક કરિંથીઓ શું વિચારી શકે છે, ""કેટલાક કહે છે, 'હું કંઈપણ કરી શકું છું"" ""અથવા 2) પાઉલ ખરેખર તે કહે છે જે તે સાચું માને છે,"" ઈશ્વર મને કંઈપણ કરવા પરવાનગી આપે છે."" આ 1 કરિંથીનો પત્ર 6:12 ની જેમ અનુવાદિત થવું જોઈએ.

οὐ πάντα συμφέρει

કેટલીક વસ્તુઓ લાભકારક નથી

οὐ πάντα οἰκοδομεῖ

લોકોની ઉન્નતિ કરવી એ તેમના પરિપક્વતા અને તેમના વિશ્વાસમાં મજબૂત બનવા મદદને રજૂ કરે છે. તમે 1 કરિંથીઓનો પત્ર 8:1 માં ""ઉન્નતિ કરવી"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""દરેક વસ્તુ લોકોને મજબૂત કરતી નથી"" અથવા ""કેટલીક વસ્તુઓ લોકોને મજબૂત કરતી નથી"" (જુઓ: રૂપક)

1 Corinthians 10:27

ὑμῖν…μηδὲν ἀνακρίνοντες διὰ τὴν συνείδησιν

તમે. ઈશ્વર ઇચ્છે છે કે તમે શુદ્ધ અંતઃકરણથી ખોરાક ખાઓ

1 Corinthians 10:28

ἐὰν δέ τις ὑμῖν εἴπῃ…μὴ ἐσθίετε…τὸν μηνύσαντα

કેટલાક અનુવાદકો આ કલમોને આગળની કલમોમાં ""અને તમારા નહિ"" કૌંસમાં રાખ્યો છે, કારણ કે 1) અહીં ""તમે"" અને ""ખાવું"" ના સ્વરૂપો એકવચન છે, પરંતુ પાઉલ આ વાક્યની પહેલાં અને પછી તરત જ બહુવચનનો ઉપયોગ કરે છે, અને 2) ""શા માટે મારી સ્વતંત્રતાનો નિર્ણય બીજાના અંતઃકરણ દ્વારા કરવો જોઈએ?"" આગળની કલમમાં ""બીજા માણસના આત્માને બદલે"" અંતઃકરણના પ્રશ્નો પૂછ્યા વિના તમારી સમક્ષ જે કંઇપણ સુયોજિત છે તે ખાય છે"" (1 કરિંથીઓનો પત્ર 10:27) પર લાગેલું છે."" (જુઓ: તમેનાં સ્વરૂપો)

ὑμῖν εἴπῃ…μὴ ἐσθίετε…τὸν μηνύσαντα

પાઉલ કરિંથીઓની સાથે વાત કરે છે જાણે કે તેઓ એક વ્યક્તિ હોય, તેથી અહીં શબ્દ ""તમે"" અને આજ્ઞા ""ખાવું નહિ"" એકવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

1 Corinthians 10:29

συνείδησιν δὲ λέγω, οὐχὶ τὴν ἑαυτοῦ

કેટલાક અનુવાદોમાં આ શબ્દોની સાથે, આ કલમની અગાઉના શબ્દોની સાથે, કૌંસમાં મુકે છે, કારણ કે 1) અહીં ""તમારું"" નું સ્વરૂપ એકવચન છે, પાઉલ આ વાક્યની પહેલાં અને પછી તરત જ બહુવચનનો ઉપયોગ કરે છે, અને 2) શબ્દો ""શા માટે મારી સ્વતંત્રતાનો નિર્ણય બીજાના મત અનુસાર થવો જોઈએ?"" આ કલમમાં ""અંતઃકરણના પ્રશ્નો પૂછ્યા વિના તમારી સમક્ષ જે કંઇપણ મૂકવામાં આવ્યું છે તે વિનાસંકોચ ખાઓ,"" (1 કરિંથીઓનો પત્ર 10:2:27) કે બીજા વ્યક્તિના અંતઃકારણ” ને બદલે નહિ એ બાબત દર્શાવે છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

οὐχὶ τὴν ἑαυτοῦ

પાઉલ કરિંથીઓની સાથે વાત કરી રહ્યો છે જાણે કે તેઓ એક વ્યક્તિ હોય, તેથી અહીં ""તમારું"" શબ્દ એકવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ἵνα τί γὰρ…συνειδήσεως?

આ પ્રશ્નના શક્ય અર્થો આ પ્રમાણે છે, આગળની કલમોમાંના પ્રશ્નની સાથે, 1) ""માટે"" શબ્દનો ઉલ્લેખ 1 કરિંથીઓનો પત્ર 10: 27 નો છે. વૈકલ્પિક અનુવાદ: ""મારે અંતઃકરણના પ્રશ્નો પૂછવા નથી, તેથી શા માટે ... અંતઃકરણ?"" અથવા 2) કેટલાક કરિંથીઓ શું વિચારી રહ્યા હતા તે પાઉલ ટાંકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારામાંથી કેટલાક વિચારી રહ્યાં હશે કે, 'શા માટે ... અંતઃકરણ?'

ἵνα τί…ἡ ἐλευθερία μου κρίνεται ὑπὸ ἄλλης συνειδήσεως?

ઉપદેશક ઇચ્છે છે કે સાંભળનાર તેના મનમાં પ્રશ્નનો જવાબ આપે. વૈકલ્પિક અનુવાદ: ""તમને જણાવ્યા વિના કોઈ જાણી શકે નહિ કે હું ખોટું કરી રહ્યો છું કારણ કે તે વ્યક્તિના સાચા અને ખોટા વિચારો એ મારા વિચારોથી તદ્દન ભિન્ન છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

1 Corinthians 10:30

εἰ ἐγὼ χάριτι μετέχω, τί βλασφημοῦμαι ὑπὲρ οὗ ἐγὼ εὐχαριστῶ?

ઉપદેશક ઇચ્છે છે કે સાંભળનાર તેના મનમાં પ્રશ્નનો જવાબ આપે. વૈકલ્પિક અનુવાદ: ""હું આભારીપણા સાથે ભોજનમાં ભાગ લઉં છું, તો જેને સારું હું આભાર માનું છું તે વિષે મારી નિંદા કેમ કરવામાં આવે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

εἰ ἐγὼ…μετέχω

જો પાઉલ કેટલાક કરિંથીઓ શું વિચારી રહ્યાં હશે તે ટાંકતા નથી, તો ""હું"" તે લોકોને રજૂ કરૂ છું જે આભાર સાથે માંસ ખાય છે. ""જો વ્યક્તિ ભાગ લે છે"" અથવા ""જ્યારે વ્યક્તિ ખાય છે

χάριτι

અને તેના માટે ઈશ્વરનો આભાર અથવા ""અને તે વ્યક્તિનો આભાર કે જેણે તેને તેના માટે મને આપ્યો

1 Corinthians 10:32

ἀπρόσκοποι καὶ Ἰουδαίοις γίνεσθε, καὶ Ἕλλησιν

યહૂદીઓ અથવા ગ્રીક લોકોને નારાજ ન કરો અથવા ""યહૂદીઓ અથવા ગ્રીક લોકોને ક્રોધિત ન કરો.

1 Corinthians 10:33

πάντα…ἀρέσκω

સર્વને રાજી કરો

μὴ ζητῶν τὸ ἐμαυτοῦ σύμφορον

હું મારી જાતે કામ કરવાની ઇચ્છા રાખતો નથી

τῶν πολλῶν

શક્ય તેટલા વધુ લોકો

1 Corinthians 11

1 કરિંથીઓનો પત્ર 11 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ પત્રના નવા વિભાગની શરૂઆત છે (અધ્યાય 11-14). પાઉલ હવે યોગ્ય મંડળીની સેવાઓ વિશે વાત કરે છે. આ અધ્યાયમાં, તે બે જુદી જુદી સમસ્યાઓનો સામનો કરે છે: મંડળીમાં સ્ત્રીઓ (કલમ 1-16) અને પ્રભુભોજનની સેવાઓ (કલમ 17-34).

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

મંડળીની સેવામાં યોગ્ય વર્તન
શિસ્તહીન સ્ત્રીઓ

અહીં પાઉલની સૂચનાઓ વિદ્ધાનોમાં ચર્ચાનો વિષય છે. એવી સ્ત્રીઓ હોઈ શકે છે કે જેઓ તેમની ખ્રિસ્તી સ્વતંત્રતાનો દુરુપયોગ કરતી હતી અને સ્થાપિત સાંસ્કૃતિક રિવાજોની વિરુદ્ધ જઈને મંડળીમાં અવ્યવસ્થા પેદા કરી રહી હતી. તેમની ક્રિયાઓથી ઉભી થયેલી અવ્યવસ્થા તેને ચિંતિત કરી દેશે.

પ્રભુભોજન

કરિંથીઓ જે રીતે પ્રભુભોજન લઇ રહ્યા હતા તેમાં સમસ્યા હતી. તેઓ એકમત થઈને વર્ત્યા ન હતા. પ્રભુભોજન સાથે ઉજવાયેલા પર્વ દરમિયાન, તેમાંના કેટલાક લોકોએ પોતાનો ખોરાક વહેંચ્યા વિના જ ખાધો હતો. તેમાંના કેટલાકે નશો કર્યો જ્યારે ગરીબ લોકો ભૂખ્યા રહ્યા હતા. પાઉલે શિક્ષણ આપ્યું કે વિશ્વાસીઓએ ખ્રિસ્તના મરણનું અપમાન કર્યું છે, કારણ કે તેઓ પાપ કરતી વખતે અથવા એકબીજા સાથે તૂટેલા સંબંધોમાં હતા તેમ છતાં તેઓએ પ્રભુભોજનમાં ભાગ લીધો. (જુઓ: પાપ, પાપરૂપ, પાપી, પાપ કર્યા કરવું અને સમાધાન કરવું, સમાધાન કરે છે, સમાધાન કર્યું, સમાધાન)

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

અલંકારિક પ્રશ્નો

પાઉલ તેણે સૂચવેલ આરાધના નિયમોને અનુસરવા માટે લોકોની અનિચ્છા માટે અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ તેઓને ઠપકો આપવા માટે કરે છે. (જુઓ: આલંકારિક પ્રશ્ન)

શિર

પાઉલ કલમ 3 માં અધિકાર માટે રૂપક તરીકે ""શિર"" નો ઉપયોગ કરે છે અને કલમ 4 અને નીચેનામાં વ્યક્તિના વાસ્તવિક માથાનો ઉલ્લેખ કરવા માટે વપરાયો છે. તેઓ એક સાથે ખૂબ નજીક હોવાથી, શક્ય છે કે પાઉલે ઇરાદાપૂર્વક આ રીતે ""શિર"" શબ્દ વાપર્યો છે. આ વર્ણન કરે છે કે આ કલમમાંના વિચારો જોડાયેલા છે. (જુઓ: ઉપનામ)

1 Corinthians 11:1

તેઓ ખ્રિસ્તને જે રીતે અનુસરે છે તે રીતે તેમને અનુસરવાની યાદ કરાવ્યા પછી, પાઉલે સ્ત્રીઓ અને પુરુષોએ કેવી રીતે વિશ્વાસીઓ તરીકે જીવવું તે વિશે કેટલીક ચોક્કસ સૂચનાઓ આપે છે.

1 Corinthians 11:2

πάντα μου μέμνησθε

તમે હંમેશા મારા વિશે વિચારો છો અથવા ""તમે હંમેશા હું જેમ ઇચ્છું છું તેમ વર્તવાની કોશિશ કરો છો"" પાઉલ કોણ છે અથવા તેણે તેમને જે શિક્ષણ આપ્યું હતુ તે કરિંથીઓ ભૂલી ગયા ન હતા.

1 Corinthians 11:3

θέλω δὲ

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""આને કારણે, હું ઇચ્છું છું"" અથવા 2) ""જો કે, હું ઇચ્છું છું.

ἡ κεφαλὴ…ἐστιν

પર અધિકાર છે

κεφαλὴ…γυναικὸς ὁ ἀνήρ

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""પુરુષોને સ્ત્રીઓ પર અધિકાર રાખવો"" અથવા 2) ""પતિએ પત્ની પર અધિકાર રાખવો

1 Corinthians 11:4

κατὰ κεφαλῆς ἔχων

અને તેના માથા ઉપર કાપડ અથવા પડદો મૂક્યા પછી આવું કરે છે

καταισχύνει τὴν κεφαλὴν αὐτοῦ

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""પોતાનું અપમાન કરે છે"" અથવા 2) ""ખ્રિસ્તનું અપમાન કરે છે, જે તેનું શિર છે.

1 Corinthians 11:5

γυνὴ προσευχομένη…καταισχύνει τὴν κεφαλὴν αὐτῆς

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""જે સ્ત્રી પ્રાર્થના કરે છે ... તે પોતાની જાત પર અપમાન લાવે છે"" અથવા 2) ""જે પત્ની પ્રાર્થના કરે છે ... તે પોતાના પતિ પર અપમાન લાવે છે.

ἀκατακαλύπτῳ τῇ κεφαλῇ

એટલે, માથા પર જે કપડું નાખવામાં આવે છે તેના વગર અને જે વાળ અને ખભાને ઢાંકે છે.

τῇ ἐξυρημένῃ

જાણે કે તેણીએ અસ્ત્રા વડે તેણીના માથાના બધા વાળ કાઢી નાખ્યા હોય

1 Corinthians 11:6

εἰ…αἰσχρὸν γυναικὶ

સ્ત્રીને વાળ મૂંડાવવા અથવા ટૂંકા કપાવવા તે સ્ત્રીને માટે બદનામી અથવા અપમાનની નિશાની હતી.

κατακαλύπτεται

તેણીના માથાના ભાગે જે વસ્ત્ર પહેરવામાં આવે છે તેનાથી માથાને ઢાંકવામાં આવે અને જે વાળ અને ખભાને ઢાંકે છે.

1 Corinthians 11:7

οὐκ ὀφείλει κατακαλύπτεσθαι τὴν κεφαλήν

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""તેના માથાને ઢાંકવું જોઈએ નહિ"" અથવા 2) ""તેના માથાને ઢાંકવાની જરૂર નથી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

δόξα ἀνδρός

જેમ માણસ ઈશ્વરની મહાનતાને પ્રતિબિંબિત કરે છે, તેમ જ સ્ત્રી પુરુષના ચરિત્રને પ્રતિબિંબિત કરે છે.

1 Corinthians 11:8

οὐ γάρ ἐστιν ἀνὴρ ἐκ γυναικός, ἀλλὰ γυνὴ ἐξ ἀνδρός.

ઈશ્વરે પુરુષમાંથી એક હાડકું લઈને સ્ત્રી બનાવી અને તે હાડકામાંથી સ્ત્રી બનાવી. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે સ્ત્રીમાંથી પુરુષને બનાવ્યો નથી. તેના બદલે, તેમણે પુરુષમાંથી સ્ત્રીને બનાવી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 11:9

γὰρ οὐκ…διὰ τὸν ἄνδρα

આ શબ્દો અને બધા 1 કરિંથીઓનો પત્ર 11: 8 ને કૌંસમાં મૂકી શકાય છે જેથી વાચક ""આ માટે છે ... દૂતો” માં ""આ"" શબ્દ જોઈ શકે છે કે 1 કરિંથીઓનો પત્ર 11:7 માં ""સ્ત્રી પુરુષનો મહિમા છે"" શબ્દોનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરે છે.

1 Corinthians 11:10

ἐξουσίαν ἔχειν ἐπὶ τῆς κεφαλῆς

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""તે પ્રતિક છે કે તેણીના શિર તરીકે પુરુષ છે"" અથવા 2) ""તે પ્રતીક છે કે તેણીને પ્રાર્થના અને ભવિષ્યવાણી કરવાનો અધિકાર છે.

1 Corinthians 11:11

πλὴν…ἐν Κυρίῳ

જ્યારે મેં હમણાં કહ્યું છે તે બધું સાચું છે, સૌથી અગત્યની વાત આ છે: પ્રભુમાં

ἐν Κυρίῳ

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""ખ્રિસ્તીઓ મધ્યે, જે પ્રભુના છે"" અથવા 2) ""ઈશ્વરે સર્જન કરેલા આ જગતમાં.

οὔτε γυνὴ χωρὶς ἀνδρὸς, οὔτε ἀνὴρ χωρὶς γυναικὸς ἐν Κυρίῳ

આ હકારાત્મક સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""સ્ત્રી પુરુષ પર આધારીત છે, અને પુરુષ સ્ત્રી પર આધારીત છે"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

1 Corinthians 11:12

τὰ…πάντα ἐκ τοῦ Θεοῦ

ઈશ્વરે સઘળું ઉત્પન્ન કર્યું છે

1 Corinthians 11:13

ἐν ὑμῖν αὐτοῖς κρίνατε

તમે જાણો છો તે સ્થાનિક રિવાજો અને મંડળીની પ્રથાઓ અનુસાર આ મુદ્દાનો ન્યાય કરો

πρέπον ἐστὶν γυναῖκα ἀκατακάλυπτον, τῷ Θεῷ προσεύχεσθαι?

પાઉલ અપેક્ષા રાખે છે કે કરિંથીઓ તેની સાથે સંમત થાય. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. ""ઈશ્વરનું સન્માન કરવા માટે, સ્ત્રીએ તેણીના માથાને ઢાંકીને પ્રાર્થના કરવી જોઈએ."" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને આલંકારિક પ્રશ્ન)

1 Corinthians 11:14

οὐδὲ ἡ φύσις αὐτὴ διδάσκει ὑμᾶς…αὐτῷ ἐστιν;

પાઉલ અપેક્ષા રાખે છે કે કરિંથીઓ તેની સાથે સંમત થાય. વૈકલ્પિક અનુવાદ: ""કુદરત પોતે પણ તમને શીખવે છે ... તેમના માટે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

οὐδὲ ἡ φύσις αὐτὴ διδάσκει ὑμᾶς…αὐτῷ ἐστιν;

તે સમાજમાં લોકો સામાન્ય રીતે જે રીતે વર્તે છે તેના વિશે તે બોલી રહ્યો છે જાણે કે તે શીખવનાર વ્યક્તિ હોય. વૈકલ્પિક અનુવાદ: ""લોકો તેમના માટે સામાન્ય રીતે જે પ્રમાણે વર્તે છે તે જોવાથી તમે જાણો છો ... તેમના માટે."" (જુઓ: વ્યક્તિનો અવતાર)

1 Corinthians 11:15

ὅτι ἡ κόμη…δέδοται αὐτῇ

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કેમ કે ઈશ્વરે સ્ત્રીને વાળ સાથે સર્જન કર્યું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 11:17

જ્યારે પાઉલ મેજ, પ્રભુભોજન વિશે વાત કરે છે, તે તેમને યોગ્ય વલણ તેમજ એકતાની યાદ અપાવે છે. તે તેમને યાદ કરાવે છે કે જો તેઓ પ્રભુભોજન વખતે તે બાબતોમાં નિષ્ફળ જાય છે, તો તેઓ બીમાર થઈને મરણ પામશે, જેમ કે તેમાંના કેટલાકને પહેલેથી જ થયું છે.

τοῦτο δὲ παραγγέλλων, οὐκ ἐπαινῶ, ὅτι

બીજો શકાય અર્થ એ છે કે ""જેમ હું તમને આ સૂચનાઓ આપું છું, ત્યાં કંઈક એવું છે જેના માટે હું તમારી પ્રશંસા કરી શકતો નથી: જ્યારે”

τοῦτο…παραγγέλλων

હમણાં હું જે સૂચનાઓ વિશે વાત કરવા જઈ રહ્યો છું

συνέρχεσθε

એકઠા થવું અથવા ""મળવું

οὐκ εἰς τὸ κρεῖσσον, ἀλλὰ εἰς τὸ ἧσσον

તમે એકબીજાને મદદ કરતા નથી; તેને બદલે, તમે એકબીજાને નુકસાન પહોંચાડો છો

1 Corinthians 11:18

ἐν ἐκκλησίᾳ

વિશ્વાસીઓ તરીકે. પાઉલ કોઈ ઇમારતની અંદર હોવાની વાત કરી રહ્યો નથી.

σχίσματα ἐν ὑμῖν ὑπάρχειν

તમે તમારી જાતને વિરોધી જૂથોમાં વહેંચો છો

1 Corinthians 11:19

δεῖ γὰρ καὶ αἱρέσεις ἐν ὑμῖν εἶναι

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""અવશ્ય"" શબ્દ સૂચવે છે કે આ પરિસ્થિતિ થવાની સંભાવના છે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે કદાચ તમારી મધ્યે જૂથો હશે"" અથવા 2) પાઉલ તેમના જૂથો હોવાને કારણે વક્રોક્તિનો ઉપયોગ કરી રહ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે તમે વિચારો છો કે તમારી વચ્ચે જૂથો હોવા જ જોઈએ"" અથવા ""કારણ કે તમે વિચારો છો કે તમારામાં મતભેદ પડવા જોઈએ"" (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન)

αἱρέσεις

લોકોના જૂથોનો વિરોધ કરવો

ἵνα καὶ οἱ δόκιμοι φανεροὶ γένωνται ἐν ὑμῖν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""જેથી લોકો તમારી મધ્યેના સૌથી વધુ માનવામાં આવતા વિશ્વાસીઓને જાણશે"" અથવા 2) ""જેથી લોકો આ મંજૂરીને તમારી મધ્યેના અન્ય લોકોને પ્રદર્શિત કરી શકે."" પાઉલે કદાચ વક્રોક્તિનો ઉપયોગ કરીને, કરિંથીઓ જે સમજે તે ઇચ્છતો હતો, તેનાથી વિરુદ્ધ તેમને શરમાવવા કહ્યું હતું. (જુઓ: વક્રોક્તિ /કટાક્ષવચન)

δόκιμοι

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""જેમને ઈશ્વર મંજૂર કરે"" અથવા 2) ""જેમને તમે, મંડળી, મંજૂર કરે.

1 Corinthians 11:20

συνερχομένων

એકઠા થાઓ

οὐκ ἔστιν Κυριακὸν δεῖπνον φαγεῖν

તમે વિશ્વાસ કરો છો કે તમે પ્રભુભોજન કરી રહ્યા છો, પરંતુ તમે તેની સાથે સન્માનથી વર્તતા નથી

1 Corinthians 11:22

ἐσθίειν καὶ πίνειν

જેમાં જમવા માટે ભેગા થવું

καταφρονεῖτε

ધિક્કારવું અને અપમાન અને અનાદર સાથે વર્તવું

καταισχύνετε

શરમમાં નાખો છો અથવા શરમ અનુભવવાનું કારણ

τί εἴπω ὑμῖν? ἐπαινέσω ὑμᾶς ἐν τούτῳ?

પાઉલ કરિંથીઓને ઠપકો આપી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""હું આ વિશે કશું સારું કહી શકું નહિ. હું તમારી પ્રશંસા કરી શકતો નથી."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

1 Corinthians 11:23

ἐγὼ γὰρ παρέλαβον ἀπὸ τοῦ Κυρίου, ὃ καὶ παρέδωκα ὑμῖν, ὅτι ὁ Κύριος

મેં તમને જે કહ્યું હતું તે મેં સાંભળ્યું તે પ્રભુ તરફથી હતું અને તે આ છે: પ્રભુ

ἐν τῇ νυκτὶ ᾗ παρεδίδετο

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે દિવસે યહૂદા ઇશ્કારિયોતે તેની સાથે દગો કર્યો હતો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 11:24

ἔκλασεν

તેણે તેમાંથી ટુકડાઓ ખેંચ્યા

τοῦτό μού ἐστιν τὸ σῶμα

આ જે રોટલી મારા હાથમાં છે તે મારું શરીર છે

1 Corinthians 11:25

τὸ ποτήριον

આનું શાબ્દિક અનુવાદ કરવું શ્રેષ્ઠ છે. કરિંથીઓને ખબર હતી કે તેમણે કયો પ્યાલો લીધો, તેથી તે ફક્ત સામાન્ય ""પ્યાલો"" અથવા ""કોઈ પ્યાલો"" અથવા ""કોઈપણ પ્યાલો"" નથી. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) દ્રાક્ષારસનો પ્યાલો જેનો ઉપયોગ કરવા કોઈ તેની પાસે અપેક્ષા રાખશે અથવા 2) યહૂદીઓએ પાસ્ખાપર્વ ભોજન સમયે પીધેલા ચાર દ્રાક્ષારસના પ્યાલાઓમાંનો ત્રીજો અથવા ચોથો પ્યાલો.

τοῦτο ποιεῖτε, ὁσάκις ἐὰν πίνητε

આ પ્યાલામાંથી પીવો, અને જેટલી વાર તમે તેમાંથી પીવો

1 Corinthians 11:26

τὸν θάνατον τοῦ Κυρίου καταγγέλλετε

ક્રૂસારોહણ અને પુનરુત્થાન વિશે શીખવો

ἄχρι οὗ ἔλθῃ

જ્યાં ઈસુ આવે છે તે સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યાં સુધી ઈસુનું પૃથ્વી પર પાછા ન આવે ત્યાં સુધી"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

1 Corinthians 11:27

ἂν ἐσθίῃ τὸν ἄρτον ἢ πίνῃ τὸ ποτήριον τοῦ Κυρίου

પ્રભુની રોટલી ખાય છે અથવા પ્રભુનો પ્યાલો પીવે છે

1 Corinthians 11:28

δοκιμαζέτω

પાઉલ એવી વ્યક્તિની વાત કરે છે જે ઈશ્વર સાથેના તેના સંબંધોને જોઈ રહ્યો છે અને તે કેવી રીતે પોતાનું જીવન જીવી રહ્યો છે જાણે કે તે વ્યક્તિ કોઈ વસ્તુ ખરીદવા માટે તેને જોઈ રહ્યો હોય. તમે ""ગુણવત્તાની કસોટી"" નું અનુવાદ કેવી રીતે થાય છે તે 1 કરિંથીઓનો પત્ર 3:13 માં જુઓ. (જુઓ: રૂપક)

1 Corinthians 11:29

μὴ διακρίνων τὸ σῶμα

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""અને સ્વીકારતા નથી કે મંડળી એ પ્રભુનું શરીર છે"" અથવા 2) ""અને ધ્યાનમાં લેતા નથી કે તે પ્રભુના શરીરને સંભાળી રહ્યો છે.

1 Corinthians 11:30

ἀσθενεῖς καὶ ἄρρωστοι

આ શબ્દોનો અર્થ લગભગ સમાન છે અને યુએસટી માં જોડાઈ શકે છે.

κοιμῶνται ἱκανοί

અહીં ઊંઘ એ મરણ માટેની સૌમ્યોક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: ""અને તમારામાંના કેટલાક મરણ પામ્યા છે"" (જુઓ: સૌમ્યોક્તિ).

ἱκανοί

જો આમ લાગે કે પાઉલ મરણ પામેલ લોકો સાથે વાત કરી રહ્યો છે, તો તમારે સ્પષ્ટ કરવું જોઈએ કે તેમ નથી. વૈકલ્પિક અનુવાદ: ""તમારા જૂથના કેટલાક સભ્યો"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

1 Corinthians 11:31

διεκρίνομεν

પાઉલ એવી વ્યક્તિની વાત કરે છે જે ઈશ્વર સાથેના તેના સંબંધોને જોઈ રહ્યો છે અને તે કેવી રીતે તે પોતાનું જીવન જીવી રહ્યો છે જાણે કે તે વ્યક્તિ કોઈ વસ્તુ ખરીદવા માટે તેને જોઈ રહ્યો હોય. આ 1 કરિંથીઓનો પત્ર 11:28 માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: રૂપક)

οὐκ ἂν ἐκρινόμεθα

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર આપણો ન્યાય કરશે નહિ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 11:32

κρινόμενοι…ὑπὸ Κυρίου, παιδευόμεθα, ἵνα μὴ…κατακριθῶμεν

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ આપણો ન્યાય કરે છે, તે આપણને શિસ્તમાં રાખે છે, જેથી તે આપણી નિંદા ન કરે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 11:33

συνερχόμενοι εἰς τὸ φαγεῖν

પ્રભુભોજન લેતા પહેલા સાથે મળીને જમવા માટે એકઠા થાઓ

ἀλλήλους ἐκδέχεσθε

ભોજન શરૂ કરતા પહેલા બીજાઓને એકઠા થવા દો

1 Corinthians 11:34

ἐν οἴκῳ ἐσθιέτω

આ સંગતમાં ભાગ લેતા પહેલા તેને ભોજન કરવા દો

μὴ εἰς κρίμα

આ પ્રસંગ એ ઈશ્વર માટે તમને શિસ્તમાં રાખવાનો નથી (જુઓ: ઉપનામ)

1 Corinthians 12

1 કરિંથીઓનો પત્ર 12 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

પવિત્ર આત્માના દાનો

આ અધ્યાય એક નવો વિભાગ શરૂ કરે છે. 12-14 અધ્યાયો મંડળીની અંદર આત્મિક દાનોની ચર્ચા કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

મંડળી, ખ્રિસ્તનું શરીર

શાસ્ત્રમાં આ એક મહત્વપૂર્ણ રૂપક છે. મંડળીના ઘણા જુદા જુદા ભાગો છે. દરેક ભાગના અલગ અલગ કાર્યો હોય છે. તે બધા મળીને એક મંડળી બને છે. સઘળા જુદા જુદા ભાગો અગત્યના છે. દરેક ભાગે અન્ય સઘળા ભાગોની ચિંતા કરવી જોઈએ, પછી ભલે તેઓ ઓછા મહત્વના લાગે. (જુઓ: રૂપક)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""પવિત્ર આત્મા સિવાય કોઈ 'ઈસુ પ્રભુ છે' એમ કહી શકતું નથી.""

જૂનો કરાર વાંચતા, યહૂદીઓએ ""યહોવાહ"" શબ્દ માટે ""પ્રભુ"" શબ્દ બદલ્યો છે. આ વાક્યનો કદાચ અર્થ એ છે કે જ્યાં સુધી પવિત્ર આત્માનો પ્રભાવ તેમને આ સત્ય સ્વીકારવા દોરશે નહિ, ત્યાં સુધી કોઈપણ ઈસુ પ્રભુ, દેહમાં ઈશ્વર છે, એમ કહી શકશે નહિ. જો આ નિવેદનને નબળું અનુવાદ કરવામાં આવે, તો તેનાથી ધર્મશાસ્ત્રના અનિશ્ચિત પરિણામો આવી શકે છે.

1 Corinthians 12:1

પાઉલ તેમને જણાવે છે કે ઈશ્વરે વિશ્વાસીઓને વિશેષ દાનો આપ્યા છે. આ દાનો વિશ્વાસીઓના શરીરની સહાયતા માટે છે.

οὐ θέλω ὑμᾶς ἀγνοεῖν

આ હકારાત્મક સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું ઇચ્છું છું કે તમે જાણો"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

1 Corinthians 12:2

ἦτε, πρὸς τὰ εἴδωλα τὰ ἄφωνα ὡς ἂν ἤγεσθε, ἀπαγόμενοι

અહીં “ગેરમાર્ગે દોરવા” એ કંઈક ખોટું કરવા માટે સમજાવવા માટેનું એક રૂપક છે. મૂર્તિઓ પાછળ ગેરમાર્ગે દોરવાઈ જવું તે મૂર્તિઓની ઉપાસના કરવા માટે ખોટી રીતે સમજાવવાને રજૂ કરે છે. ""ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા"" અને ""તમને તેઓના દ્વારા દોરવામાં આવ્યા હતા"" જેવા શબ્દસમૂહો સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે મૂર્તિઓની પાછળ દોરવાઈ ગયા હતા જે બોલી શકતી નથી"" અથવા ""તમે કોઈક રીતે જૂઠ પર વિશ્વાસ કર્યો અને તેથી તમે મૂર્તિઓની ઉપાસના કરી કે જે બોલી શકતી નથી"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 12:3

οὐδεὶς ἐν Πνεύματι Θεοῦ λαλῶν, λέγει

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""કોઈ ખ્રિસ્તી જેની પાસે ઈશ્વરનો આત્મા છે તે કહી શકે નહિ"" અથવા 2) ""ઈશ્વરના આત્માના સામર્થ્યથી ભવિષ્યવાણી કરનાર કોઈ કહી શકે નહિ.

ἀνάθεμα Ἰησοῦς

ઈશ્વર ઈસુને શિક્ષા કરશે અથવા ""ઈશ્વર ઈસુને પીડા આપશે

1 Corinthians 12:6

ὁ ἐνεργῶν τὰ πάντα ἐν πᾶσιν

દરેકને તેમની પાસે રાખવાનું કારણ આપે છે

1 Corinthians 12:7

ἑκάστῳ…δίδοται

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. ઈશ્વર તે છે જે આપે છે (1 કરિંથીઓનો પત્ર 12: 6). વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર દરેકને આપે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 12:8

ᾧ μὲν…διὰ τοῦ Πνεύματος δίδοται λόγος

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આત્મા દ્વારા ઈશ્વર એક વ્યક્તિને વચન આપે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

λόγος

સંદેશ

διὰ τοῦ Πνεύματος

ઈશ્વર આત્માના કાર્ય દ્વારા કૃપાદાનો આપે છે.

σοφίας…γνώσεως

આ બંને શબ્દો વચ્ચેનો તફાવત અહીં એટલો મહત્વપૂર્ણ નથી કારણ કે ઈશ્વર એ બંનેને એક જ આત્મા દ્વારા આપે છે.

λόγος σοφίας

પાઉલ એક વિચારને બે શબ્દો દ્વારા જણાવી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્ઞાની શબ્દો"" (જુઓ: સંયોજકો)

λόγος γνώσεως

પાઉલ એક વિચારને બે શબ્દો દ્વારા જણાવી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""શબ્દો કે જે જ્ઞાન દર્શાવે છે"" (જુઓ: સંયોજકો)

δίδοται

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. આ 1 કરિંથીઓનો પત્ર 12: 8 માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર આપે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 12:9

ἄλλῳ…χαρίσματα ἰαμάτων ἐν τῷ ἑνὶ Πνεύματι

આપેલા"" શબ્દો પહેલાના શબ્દસમૂહથી સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""બીજાને એક આત્મા દ્વારા સાજાપણાના દાનો આપવામાં આવે છે"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

1 Corinthians 12:10

ἄλλῳ προφητεία

એક જ આત્મા દ્વારા આપવામાં આવે છે"" શબ્દસમૂહ અગાઉના શબ્દસમૂહોથી સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""બીજાને તે જ પવિત્ર આત્મા દ્વારા ભવિષ્યવાણીનું દાન આપવામાં આવે છે"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

ἑτέρῳ γένη γλωσσῶν

એક જ આત્મા દ્વારા આપવામાં આવે છે"" શબ્દસમૂહ અગાઉના શબ્દસમૂહોથી સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""બીજાને ભિન્ન ભિન્ન ભાષાઓનું કૃપાદાન એજ આત્મા દ્વારા આપવામાં આવે છે"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

γένη γλωσσῶν

અહીં ""જીભો"" ભાષાઓને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ભિન્ન ભિન્ન ભાષાઓ બોલવાની ક્ષમતા"" (જુઓ: ઉપનામ)

ἄλλῳ…ἑρμηνία γλωσσῶν

પવિત્ર આત્મા દ્વારા કૃપાદાનો આપવામાં આવે છે"" શબ્દસમૂહ અગાઉના શબ્દસમૂહોથી સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""બીજાને અન્ય ભાષાંતર કરવાનું કૃપાદાન એજ આત્મા દ્વારા આપવામાં આવે છે"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

ἑρμηνία γλωσσῶν

કોઈ એક ભાષામાં શું બોલે છે તે સાંભળવાની અને તે વ્યક્તિ શું કહે છે તે લોકોને કહેવા માટે બીજી ભાષાનો ઉપયોગ કરવાની ક્ષમતા છે. વૈકલ્પિક અનુવાદ: ""અન્ય ભાષાઓમાં જે કહેવામાં આવે છે તેનું અર્થઘટન કરવાની ક્ષમતા

1 Corinthians 12:11

τὸ ἓν καὶ τὸ αὐτὸ Πνεῦμα

ઈશ્વર એક અને એકમાત્ર પવિત્ર આત્માના કાર્ય દ્વારા કૃપાદાનો આપે છે. આ 1 કરિંથીઓનો પત્ર 12:8 માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

1 Corinthians 12:12

ઈશ્વર વિશ્વાસીઓને જે વિવિધ પ્રકારના દાન આપે તે વિષે વાત કરવાનું પાઉલ ચાલુ રાખે છે, ઈશ્વર અલગ અલગ વિશ્વાસીઓને અલગ અલગ દાન આપે છે, પરંતુ પાઉલ તેઓને એ જણાવા માગે છે કે બધા વિશ્વાસીઓ એક શરીરમાંના બનેલા છે, જેને ખ્રિસ્તનું શરીર કહેવામાં આવે છે. આ કારણોસર વિશ્વાસીઓમાં એકતા હોવી જોઈએ.

1 Corinthians 12:13

γὰρ ἐν ἑνὶ Πνεύματι ἡμεῖς πάντες…ἐβαπτίσθημεν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) પવિત્ર આત્મા એ છે કે જે આપણને બાપ્તિસ્મા આપે છે, ""કેમ કે એક આત્માએ આપણને બાપ્તિસ્મા આપ્યું"" અથવા 2) કે આત્મા, પાણીના બાપ્તિસ્મા જેવું છે, તે માધ્યમ છે કે જેના દ્વારા આપણે શરીરમાં બાપ્તિસ્મા લીધું છે, ""માટે એક આત્માથી આપણે બધાએ બાપ્તિસ્મા લીધું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને રૂપક)

εἴτε…δοῦλοι, εἴτε ἐλεύθεροι

અહીં બંધન એ ""દાસો"" માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""દાસ-લોકો અથવા સ્વતંત્ર-લોકો"" (જુઓ: ઉપનામ)

πάντες ἓν Πνεῦμα ἐποτίσθημεν

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે આપણ સર્વને એક આત્મા આપ્યો છે, અને લોકો જેમ પાણી વહેંચે તે રીતે અમે પવિત્ર આત્મા વહેંચીએ છીએ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને રૂપક)

1 Corinthians 12:17

ποῦ ἡ ἀκοή?…ποῦ ἡ ὄσφρησις?

આ એક નિવેદન બનાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે કંઈપણ સાંભળી શકતા નથી ... તમને કંઈપણ સૂંઘી શકતા નથી"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

1 Corinthians 12:19

τὰ…ἓν μέλος

સભ્ય"" શબ્દ એ શરીરના ભાગો, જેમ કે માથું, હાથ અથવા ઘૂંટણ જેવા માટેનો સામાન્ય શબ્દ છે. વૈકલ્પિક અનુવાદ: ""શરીરના સમાન અવયવ

ποῦ τὸ σῶμα?

આ એક નિવેદન બનાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ત્યાં શરીર ન હોત"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

1 Corinthians 12:21

χρείαν σου οὐκ ἔχω

મને તમારી જરૂર નથી

1 Corinthians 12:23

ἀτιμότερα

ઓછું મહત્વનું

τὰ ἀσχήμονα ἡμῶν

આ સંભવતઃ શરીરના ગુપ્ત ભાગોનો ઉલ્લેખ કરે છે, જેને લોકો ઢાંકીને રાખે છે. (જુઓ: સૌમ્યોક્તિ)

1 Corinthians 12:25

μὴ ᾖ σχίσμα ἐν τῷ σώματι, ἀλλὰ

શરીર એકીકૃત થઈ શકે છે, અને

1 Corinthians 12:26

δοξάζεται μέλος

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈ એક સભ્યને સન્માન આપે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 12:27

ὑμεῖς δέ ἐστε

અહીં ""હવે"" શબ્દનો ઉપયોગ પછીના મહત્વપૂર્ણ મુદ્દા તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે થયો છે.

1 Corinthians 12:28

πρῶτον ἀποστόλους

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""હું જે પ્રથમ દાનનો ઉલ્લેખ કરીશ તે પ્રેરિતો છે"" અથવા 2) ""સૌથી અગત્યનું દાન પ્રેરિતો છે.

ἀντιλήμψεις

જેઓ અન્ય વિશ્વાસીઓને મદદ પૂરી પાડે છે

κυβερνήσεις

જેઓ મંડળીનું સંચાલન કરે છે

κυβερνήσεις

એક વ્યક્તિ કે જે તે ભાષાનો અભ્યાસ કર્યા વિના એક અથવા વધારે ભિન્ન વિદેશી ભાષાઓમાં બોલી શકે છે

1 Corinthians 12:29

μὴ πάντες ἀπόστολοι? μὴ πάντες προφῆται? μὴ πάντες διδάσκαλοι? μὴ πάντες δυνάμεις?

પાઉલ તેમના વાચકોને તેઓ પહેલેથી જ જાણે છે તે યાદ કરાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમાંના કેટલાક પ્રેરિતો છે. તેમાંના કેટલાક પ્રબોધકો છે. તેમાંના કેટલાક શિક્ષકો છે. તેમાંના કેટલાક સામર્થ્યવાન કાર્યો કરે છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

1 Corinthians 12:30

μὴ πάντες χαρίσματα ἔχουσιν ἰαμάτων?

આ એક નિવેદન હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમાંના બધાને સજાપણાનું દાન હોતું નથી."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

μὴ πάντες γλώσσαις λαλοῦσιν?

આ એક નિવેદન હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમાંના બધા અન્ય ભાષાઓ બોલી શકતા નથી."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

μὴ πάντες διερμηνεύουσιν?

આ એક નિવેદન હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમાંના બધા ભાષાનું અર્થઘટન કરી શકતા નથી."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

διερμηνεύουσιν

આનો અર્થ એ છે કે કોઈએ ભાષામાં જે કહ્યું છે તે અન્ય લોકો જેઓ તે ભાષાને સમજી શકતા નથી. આ 1 કરિંથીઓનો પત્ર 2:13 માં કેવી રીતે અનુવાદ થયું છે તે જુઓ.

1 Corinthians 12:31

ζηλοῦτε…τὰ χαρίσματα τὰ μείζονα

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""તમારે આતુરતાથી ઈશ્વર પાસે કૃપાદાન માંગવું જોઈએ જે મંડળીને માટે શ્રેષ્ઠ મદદરૂપ થઈ શકે."" અથવા 2) ""તમે આતુરતાથી તે દાનો શોધી રહ્યા છો જે તમને લાગે છે કે વધુ મહાન છે કારણ કે તમને લાગે છે કે તે દાનો હોવા વધુ આકર્ષક છે.

1 Corinthians 13

1 કરિંથીઓનો પત્ર 13 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

પાઉલ આત્મિક દાનો વિશેના તેમના શિક્ષણને અટકાવે છે. જો કે, આ અધ્યાય કદાચ તેના ઉપદેશમાં મોટુ કાર્ય કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

પ્રેમ

પ્રેમ વિશ્વાસીઓની સૌથી મહત્વપૂર્ણ લાક્ષણિકતા છે. આ અધ્યાય પ્રેમનું સંપૂર્ણ વર્ણન છે. પાઉલ જણાવે છે કે શા માટે આત્માના દાનો કરતાં પ્રેમ વધુ મહત્વપૂર્ણ છે. (જુઓ: પ્રેમ, પ્રેમાળ, પ્રેમભર્યા, પ્રિય, અતિ પ્રિય)

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકારો

રૂપક

પાઉલ આ અધ્યાયમાં ઘણા વિવિધ રૂપકોનો ઉપયોગ કરે છે. તે આ રૂપકોનો ઉપયોગ કરિંથીઓને સૂચના આપવા માટે કરે છે, ખાસ કરીને મુશ્કેલ વિષયો માટે. આ ઉપદેશોને સમજવા માટે વાચકોને ઘણીવાર આત્મિક સમજદારીની જરૂર પડે છે. (જુઓ: રૂપક)

1 Corinthians 13:1

ઈશ્વરે વિશ્વાસીઓને આપેલા દાનો વિશે વાત કર્યા પછી, પાઉલ જે વધુ મહત્વનું છે તેના પર ભાર મૂકે છે.

શક્ય અર્થો આ પ્રમા ણે છે 1) પાઉલ અસર ખાતર અતિશયોક્તિ કરી રહ્યો છે અને તે વિશ્વાસ કરતો નથી કે લોકો દૂતો ઉપયોગ કરે છે તે ભાષા બોલે છે અથવા 2) પાઉલ વિચારે છે કે જેઓ અન્ય ભાષામાં બોલે છે તે ખરેખર તે ભાષા બોલે છે જેનો ઉપયોગ દૂતો કરે છે. (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

γέγονα χαλκὸς ἠχῶν ἢ κύμβαλον ἀλαλάζον

હું એવા વાજિંત્રોની જેમ બની ગયો છું જે મોટેથી ત્રાસજનક અવાજ કરે છે (જુઓ: રૂપક)

χαλκὸς

એક મોટી, પાતળી, ગોળાકાર ધાતુની થાળી કે જેને મોટેથી અવાજ કરવા માટે ગાદીવાળી લાકડીથી મારવામાં આવે છે (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

κύμβαλον ἀλαλάζον

બે પાતળી, ગોળાકાર ધાતુની થાળીઓ જેને એક સાથે મારવામાં આવે તો તે મોટેથી અવાજ કરે છે (જુઓ: અજાણી બાબતો નો અનુવાદ)

1 Corinthians 13:3

παραδῶ τὸ σῶμά μου

સળગાવવું"" શબ્દસમૂહ સક્રિય બનાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ મને સતાવે છે તેઓને હું મારા મરણ સુધી અગ્નિને સોંપવાની પરવાનગી આપું છું"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

1 Corinthians 13:4

ἡ ἀγάπη μακροθυμεῖ…οὐ φυσιοῦται

અહીં પાઉલ પ્રેમ વિશે વાત કરે છે જાણે કે તે વ્યક્તિ હોય. (જુઓ: વ્યક્તિનો અવતાર)

1 Corinthians 13:5

પાઉલ પ્રેમ વિશે બોલવાનું ચાલુ રાખે છે જાણે કે તે વ્યક્તિ હોય. (જુઓ: વ્યક્તિનો અવતાર)

οὐ παροξύνεται

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈ તેને જલદીથી ગુસ્સે કરાવી શકશે નહિ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 13:6

પાઉલ પ્રેમ વિશે બોલવાનું જારી રાખે છે જાણે કે તે વ્યક્તિ છે. (જુઓ: વ્યક્તિનો અવતાર)

οὐ χαίρει ἐπὶ τῇ ἀδικίᾳ, συνχαίρει δὲ τῇ ἀληθείᾳ

આ હકારાત્મક સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે ફક્ત ન્યાયીપણા અને સત્યમાં આનંદ કરે છે"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

1 Corinthians 13:7

પાઉલ પ્રેમ વિશે બોલવાનું ચાલુ રાખે છે જાણે કે તે વ્યક્તિ હોય. (જુઓ: વ્યક્તિનો અવતાર)

1 Corinthians 13:12

βλέπομεν γὰρ ἄρτι δι’ ἐσόπτρου ἐν αἰνίγματι

પાઉલના દિવસોમાં દર્પણ કાચને બદલે ઘસીને બનાવેલ ધાતુમાંથી બનાવવામાં આવી હતી અને ધૂંધળૂ, અસ્પષ્ટ પ્રતિબિંબ પૂરું પાડતું હતું.

βλέπομεν…ἄρτι

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""હવે આપણે ખ્રિસ્તને જોઈએ છીએ"" અથવા 2) ""હવે આપણે ઈશ્વરને જોઈએ છીએ.

τότε δὲ πρόσωπον πρὸς πρόσωπον

પરંતુ તે પછી આપણે ખ્રિસ્તને રૂબરૂ જોઈશું, આનો અર્થ એ કે આપણે ખ્રિસ્ત સાથે શારીરિકરૂપે હાજર રહીશું. (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ) અને અભિવ્યક્ત અલંકાર)

ἐπιγνώσομαι

ખ્રિસ્ત"" શબ્દ સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું ખ્રિસ્તને સંપૂર્ણ રીતે જાણીશ"" (જુઓ: અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ))

καθὼς καὶ ἐπεγνώσθην

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ ખ્રિસ્ત મને સંપૂર્ણ રીતે જાણે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 13:13

πίστις, ἐλπίς, ἀγάπη

આ અમૂર્ત સંજ્ઞા ક્રિયાપદ સાથેના શબ્દસમૂહોમાં વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણે પ્રભુ પર વિશ્વાસ કરવો જોઈએ, વિશ્વાસ રાખવો જોઈએ કે તે જે વચન આપે છે તે કરશે, અને તેને તથા અન્ય લોકોને પ્રેમ કરશે"" (જુઓ: અમૂર્ત નામો)

1 Corinthians 14

1 કરિંથીઓનો પત્ર 14 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ અધ્યાયમાં, પાઉલ આત્મિક કૃપાદાનોની ચર્ચા કરવા પાછા ફરે છે.

કેટલાક અનુવાદો જે જૂના કરારમાંથી ટાંકવામાં આવેલું છે તેને બાકીના લખાણથી પાનની દૂર જમણી બાજુએ ગોઠવે છે. યુએલટી આ પ્રમાણે કલમ 21 ના શબ્દો સાથે કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

અન્ય ભાષાઓ

અન્ય ભાષાના કૃપાદાનના ચોક્કસ અર્થ પર વિદ્વાનો અસંમત છે. પાઉલ અવિશ્વાસીઓ માટે ચિન્હો તરીકે અન્ય ભાષાના કૃપાદાનને વર્ણવે છે. જે બોલવામાં આવ્યું છે તેનું અર્થઘટન કરવામાં ન આવે ત્યાં સુધી તે આખી મંડળીની સેવા કરતું નથી. મંડળી આ કૃપાદાનનો ઉપયોગ યોગ્ય રીતે કરે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ભવિષ્યવાણી

ભવિષ્યવાણીના આત્મિક દાનના ચોક્કસ અર્થ પર વિદ્વાનો અસંમત છે. પાઉલ કહે છે કે પ્રબોધકો આખી મંડળીનું નિર્માણ કરી શકે છે. તે ભવિષ્યવાણીને વિશ્વાસીઓ માટેના દાન તરીકે વર્ણવે છે. (જુઓ: પ્રબોધક, પ્રબોધવાણી, પ્રબોધવાણી કરવી, દ્રષ્ટા, પ્રબોધિકા)

1 Corinthians 14:1

પાઉલ તેઓને જણાવવા માંગે છે કે શિક્ષણ આપવું વધુ મહત્વનું છે કારણ કે તે લોકોને સૂચના આપે છે, તે પ્રેમથી થવું જોઈએ.

διώκετε τὴν ἀγάπην

પાઉલ પ્રેમની વાત કરે છે જાણે કે તે વ્યક્તિ હોય. ""પ્રેમને અનુસરો"" અથવા ""લોકોને પ્રેમ કરવા માટે સખત પ્રયત્ન કરો"" (જુઓ: પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ)

μᾶλλον…ἵνα προφητεύητε

અને ભવિષ્યવાણી કરવા માટે સક્ષમ થવા માટે ખાસ કરીને સખત મહેનત કરો

1 Corinthians 14:3

οἰκοδομὴν

માણસોની ઉન્નતી કરવી એ તેમની પરિપક્વતા અને તેમના વિશ્વાસને મજબૂત બનવામાં મદદ કરે છે તેને રજૂ કરે છે. તમે 1 કરિંથીઓનો પત્ર 8:1 માં ""ઉન્નતિ પામવી"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""તેમને મજબૂત કરવા"" (જુઓ: રૂપક)

1 Corinthians 14:4

οἰκοδομεῖ

માણસોની ઉન્નતી કરવી એ તેમની પરિપક્વતા અને તેમના વિશ્વાસને મજબૂત બનવામાં મદદ કરે છે તેને રજૂ કરે છે. તમે 1 કરિંથીઓનો પત્ર 8:1 માં ""ઉન્નતિ પામવી"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""લોકોને મજબૂત કરવા"" (જુઓ: રૂપક)

1 Corinthians 14:5

μείζων δὲ ὁ προφητεύων

પાઉલ ભાર મૂકે છે કે ભવિષ્યવાણીનું દાન અન્ય ભાષા બોલવાના દાન કરતાં મોટું છે. વૈકલ્પિક અનુવાદ: ""વ્યક્તિ કે જે ભવિષ્યવાણી કરે છે તેને ઉત્તમ દાન છે"" (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

διερμηνεύῃ

આનો અર્થ એ છે કે કોઈ અન્ય ભાષામાં શું કહે છે તે અન્ય લોકો માટે જે તે ભાષાને સમજી શકતા નથી. આ 1 કરિંથીઓનો પત્ર 2:13 માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

1 Corinthians 14:6

τί ὑμᾶς ὠφελήσω

આ એક નિવેદન હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું તમારા લાભનું નહિ કરું."" અથવા ""મેં તમને કંઈપણ મદદ કરી હોય તેવું કર્યું નથી."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

1 Corinthians 14:7

διαστολὴν τοῖς φθόγγοις μὴ δῷ

આ વાંસળીના અવાજ અને વીણાના અવાજ વચ્ચેના તફાવતને ધ્યાનમાં રાખીને, ભિન્ન સૂરોના અવાજોનો ઉલ્લેખ કરે છે જે તેને મીઠો બનાવે છે.

πῶς γνωσθήσεται τὸ αὐλούμενον

પાઉલ ઇચ્છે છે કે કરિંથીઓ આનો જવાબ તેમણે પોતાને આપે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈને ખબર નહિ પડે કે વાંસળી અથવા વીણા શું વગાડતા હોય છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

મધુર સંગીત અથવા ગીત

1 Corinthians 14:8

τίς παρασκευάσεται εἰς πόλεμον?

પાઉલ ઇચ્છે છે કે કરિંથીઓ આનો જવાબ તેમણે પોતાને આપે. વૈકલ્પિક અનુવાદ: ""યુદ્ધની તૈયારી કરવાનો સમય ક્યારે થશે તે કોઈને ખબર નહિ પડે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

1 Corinthians 14:10

οὐδὲν ἄφωνον

આ હકારાત્મક રીતે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે બધાનો અર્થ છે"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો)

1 Corinthians 14:12

πνευμάτων

એવી બાબતો કરવામાં સમર્થ હોવા કે જે બતાવે છે કે પવિત્ર આત્મા તમને નિયંત્રિત કરે છે

πρὸς τὴν οἰκοδομὴν τῆς ἐκκλησίας, ζητεῖτε ἵνα περισσεύητε

પાઉલ મંડળીની વાત કરે છે જાણે કે તે ઘર હતું જે કોઈ બનાવી શકતું હતું અને મંડળીના નિર્માણનું કામ જાણે કોઈ કાપણી કરી શકતું હોય. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરના લોકોને ઈશ્વરની સેવા કરવામાં વધુ સક્ષમ બનાવવામાં મહાન રીતે સફળ થવા માટે"" (જુઓ: રૂપક)

1 Corinthians 14:13

διερμηνεύῃ

આનો અર્થ એ છે કે કોઈએ ભાષામાં શું કહ્યું છે તે અન્ય લોકો માટે જે તે ભાષાને સમજી શકતા નથી. આ 1 કરિંથીઓનો પત્ર 2:13 માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

1 Corinthians 14:14

ὁ…νοῦς μου ἄκαρπός ἐστιν

મન નથી સમજાતું કે શેના વિશે પ્રાર્થના કરવામાં આવે છે અને, તેથી, પ્રાર્થનાથી કોઈ લાભ મળતો નથી તેના વિષે કહેવામા આવે છે જાણે કે ""મન ફળદાયી નથી."" વૈકલ્પિક અનુવાદ: ""હું તેને મારા મનમાં સમજી શકતો નથી"" અથવા ""મારા મનને પ્રાર્થનાથી કોઈ ફાયદો થતો નથી, કારણ કે હું જે શબ્દો બોલી રહ્યો છું તે સમજી શકતો નથી"" (જુઓ: રૂપક)

1 Corinthians 14:15

τί…ἐστιν

પાઉલ પોતાનો નિષ્કર્ષ રજૂ કરી રહ્યાં છે. વૈકલ્પિક અનુવાદ: ""હું આ પ્રમાણે કરીશ."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

προσεύξομαι τῷ Πνεύματι…προσεύξομαι…τῷ νοΐ…ψαλῶ τῷ Πνεύματι…ψαλῶ…τῷ νοΐ

પ્રાર્થનાઓ અને ગીતો તે ભાષામાં હોવા જોઈએ જે લોકો હાજર છે તેઓ સમજી શકે.

τῷ νοΐ

હું સમજી શકું તેવા શબ્દો સાથે

1 Corinthians 14:16

εὐλογῇς…τῇ σῇ εὐχαριστίᾳ…λέγεις

તમે"" અહીં એકવચન હોવા છતાં, પાઉલ એવા દરેકને સંબોધિત કરી રહ્યા છે જે ફક્ત આત્મામાં જ પ્રાર્થના કરે છે, પરંતુ મનથી નહિ. (જુઓ: તમેનાં સ્વરૂપો)

πῶς ἐρεῖ, τὸ ἀμήν…οὐκ οἶδεν?

આ એક નિવેદન હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""બહારનો વ્યક્તિ ક્યારેય 'આમેન' ... કહી શકશે નહિ."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

τοῦ ἰδιώτου

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""બીજી વ્યક્તિ"" અથવા 2) ""લોકો કે જેઓ તમારા જૂથમાં નવા છે.

ἐρεῖ, τὸ ἀμήν

સંમત થવા માટે સક્ષમ (જુઓ: અભિવ્યક્ત અલંકાર)

1 Corinthians 14:17

σὺ μὲν…εὐχαριστεῖς

પાઉલ કરિંથીઓની સાથે વાત કરી રહ્યો છે જાણે કે તે એક વ્યક્તિ હોય, તેથી અહીં ""તમે"" શબ્દ એકવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ὁ ἕτερος οὐκ οἰκοδομεῖται

માણસોની ઉન્નતી કરવી એ તેમની પરિપક્વતા અને તેમના વિશ્વાસને મજબૂત બનવામાં મદદ કરે છે તેને રજૂ કરે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. તમે 1 કરિંથીઓનો પત્ર 8:1 માં ""ઉન્નતિ પામવી"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""બીજી વ્યક્તિ મજબૂત નથી"" અથવા ""તમે જે કહો છો તે કોઈપણ બહારની વ્યક્તિને મજબૂત કરતું નથી કે જે તમને સાંભળી શકે"" (જુઓ: રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 14:19

ἢ μυρίους λόγους ἐν γλώσσῃ

પાઉલ શબ્દોની ગણતરી કરી રહ્યા ન હતા, પરંતુ આ વાત પર અતિશયોક્તિનો ઉપયોગ કર્યો હતો કે લોકો સમજી શકતા નથી તે ભાષાના ઘણા બધા શબ્દો કરતાં પણ ઘણા સમજી શકાય તેવા શબ્દો ખૂબ મૂલ્યવાન છે. વૈકલ્પિક અનુવાદ: ""10,000 શબ્દો"" અથવા ""ઘણા બધા શબ્દો"" (જુઓ: સંખ્યાઓ અને અત્યુક્તિ અને સામાન્યીકરણ)

1 Corinthians 14:20

પાઉલ તેમને કહે છે કે ખ્રિસ્તની મંડળીની શરૂઆતમાં બીજી ભાષાઓમાં આ બોલવાનું થયું તેના ઘણા વર્ષો પહેલા પ્રબોધક યશાયા દ્વારા જુદી જુદી ભાષાઓમાં બોલવાનું સમય પહેલાં કહેવામાં આવ્યું હતું.

μὴ παιδία γίνεσθε ταῖς φρεσίν

અહીં ""બાળકો"" એ આત્મિક રીતે અપરિપક્વ હોવાનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""બાળકો જેવો વિચારો ન કરો"" (જુઓ: રૂપક)

1 Corinthians 14:21

ἐν τῷ νόμῳ γέγραπται

આ સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે: વૈકલ્પિક અનુવાદ: ""પ્રબોધકે નિયમમાં આ શબ્દો લખ્યા:"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐν ἑτερογλώσσοις καὶ ἐν χείλεσιν ἑτέρων

આ બે શબ્દસમૂહોનો અર્થ મૂળભૂત રીતે સમાન છે અને તેનો ઉપયોગ એક સાથે ભાર મૂકવા માટે કરવામાં આવે છે. (જુઓ: સમાંતરણ)

1 Corinthians 14:22

પાઉલ મંડળીમાં દાનનો ઉપયોગ કરવાની વ્યવસ્થિત રીત પર વિશેષ સૂચનાઓ આપે છે.

οὐ τοῖς πιστεύουσιν, ἀλλὰ τοῖς ἀπίστοις

આ હકારાત્મક રીતે વ્યક્ત કરી શકાય છે અને અન્ય હકારાત્મક નિવેદનો સાથે જોડાઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""ફક્ત વિશ્વાસીઓ માટે"" (જુઓ: બમણી નકારાત્મકતા/બેવડા નકારત્મકો અને સમાંતરણ)

1 Corinthians 14:23

οὐκ ἐροῦσιν ὅτι μαίνεσθε?

આ એક નિવેદન હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ કહેશે કે તમે ઘેલા છો."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

1 Corinthians 14:24

ἐλέγχεται ὑπὸ πάντων, ἀνακρίνεται ὑπὸ πάντων

પાઉલ મૂળભૂત રીતે તે જ વસ્તુ માટે બે વાર ભાર મૂકવા માટે કહે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેને ખ્યાલ આવશે કે તે પાપ માટે દોષિત છે કારણ કે તમે જે બોલી રહ્યા છો તે સાંભળે છે"" (જુઓ: સમાંતરણ)

1 Corinthians 14:25

τὰ κρυπτὰ τῆς καρδίας αὐτοῦ φανερὰ γίνεται

અહીં ""હૃદય"" એ વ્યક્તિના વિચારો માટેનું એક ઉપનામ છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેને તેના હૃદયની ગુપ્ત વાતો પ્રગટ કરશે"" અથવા ""તે પોતાના ગુપ્ત આંતરિક વિચારોને ઓળખશે"" (જુઓ: ઉપનામ અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

πεσὼν ἐπὶ πρόσωπον, προσκυνήσει τῷ Θεῷ

અહીં તેનું મુખ નમાવી ઊંધા પડવું એ એક રૂઢીપ્રયોગ છે, જેનો અર્થ નમન કરવું થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે નમીને ઈશ્વરનું ભજન કરશે"" (જુઓ: રૂઢિપ્રયોગ)

1 Corinthians 14:26

τί οὖν ἐστιν, ἀδελφοί?

પાઉલ તેના સંદેશનો આગળનો ભાગ રજૂ કરવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""કેમ કે મેં હમણાં જ તમને જે કહ્યું છે તે બધું સાચું છે, મારા સાથી વિશ્વાસીઓ, તમારે આ કરવાની જરૂર છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἑρμηνίαν

આનો અર્થ એ છે કે કોઈએ અન્ય ભાષામાં શું કહ્યું છે તે લોકોને કહેવું જેઓ તે ભાષાને સમજી શકતા નથી. 1 કરિંથીઓનો પત્ર 2:13 માં ""અર્થઘટન"" કેવી રીતે અનુવાદ થયું છે તે જુઓ.

1 Corinthians 14:27

καὶ ἀνὰ μέρος

અને તેઓએ વારાફરતી બોલવું જોઈએ અથવા ""અને તેઓએ એક સમયે એક જ વ્યક્તિએ બોલવું જોઈએ

διερμηνευέτω

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ જે કહ્યું તેનું અર્થઘટન કરો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

διερμηνευέτω

આનો અર્થ એ છે કે કોઈએ અન્ય ભાષામાં જે કહ્યું છે તે અન્ય લોકો માટે જે તે અન્ય ભાષાને સમજી શકતા નથી. 1 કરિંથીઓનો પત્ર 2:13 માં ""અર્થઘટન"" કેવી રીતે અનુવાદ થયું છે તે જુઓ.

1 Corinthians 14:29

προφῆται…δύο ἢ τρεῖς λαλείτωσαν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) કોઈપણ એક સભામાં બે કે ત્રણ પ્રબોધકો જ બોલે અથવા 2) કોઈપણ એક સમયે બે કે ત્રણ પ્રબોધકોને બોલવાનો વારો મળે.

προφῆται δὲ δύο ἢ τρεῖς λαλείτωσαν

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ જે બોલે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 14:30

ἐὰν…ἄλλῳ ἀποκαλυφθῇ

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જો ઈશ્વરથી કોઈને કંઈ પ્રકટીકરણ થાય"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

1 Corinthians 14:31

καθ’ ἕνα…προφητεύειν

એક સમયે ફક્ત એક જ વ્યક્તિએ ભવિષ્યવાણી કરવી જોઈએ.

πάντες…παρακαλῶνται

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે બધાને પ્રોત્સાહન આપો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 14:33

οὐ…ἐστιν ἀκαταστασίας ὁ Θεὸς

લોકો એક સમયે એક સાથે બોલવાથી ઈશ્વર ગુંચવણભરી પરિસ્થિતિઓ ઊભી કરતા નથી.

1 Corinthians 14:34

σιγάτωσαν

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) બોલવાનું બંધ કરો, 2) જયારે કોઈ ભવિષ્યવાણી કરે છે ત્યારે બોલવાનું બંધ કરો, અથવા 3) ભજનસેવા દરમિયાન એકદમ શાંત રહો.

1 Corinthians 14:36

ἢ ἀφ’ ὑμῶν ὁ λόγος τοῦ Θεοῦ ἐξῆλθεν, ἢ εἰς ὑμᾶς μόνους κατήντησεν?

પાઉલે ભારપૂર્વક જણાવ્યું હતું કે કરિંથીઓ ફક્ત એવા લોકો નથી જે સમજે છે કે ઈશ્વર ઇચ્છે છે કે ખ્રિસ્તીઓ કંઈક કરે. વૈકલ્પિક અનુવાદ: ""કરિંથમાં ઈશ્વરનું વચન તમારા દ્વારા આવ્યું નથી; તમે જ એવા લોકો નથી જે ઈશ્વરની ઇચ્છાને સમજે છે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ὁ λόγος τοῦ Θεοῦ

અહીં ઈશ્વરનું વચન એ ઈશ્વર તરફથી સંદેશ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરનો સંદેશ"" (જુઓ: ઉપનામ)

1 Corinthians 14:37

ἐπιγινωσκέτω

પ્રબોધક અથવા આત્મિક વ્યક્તિ પ્રભુ તરફથી આવતા પાઉલના લખાણને સ્વીકારશે.

1 Corinthians 14:38

ἀγνοείτω

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારે તેને ઓળખવો નહિ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 14:39

τὸ λαλεῖν μὴ κωλύετε γλώσσαις

પાઉલ સ્પષ્ટ કરે છે કે મંડળીની સંગતમાં અન્ય ભાષામાં બોલવું એ ગ્રાહ્ય અને સ્વીકાર્ય છે.

1 Corinthians 14:40

πάντα δὲ εὐσχημόνως καὶ κατὰ τάξιν γινέσθω

પાઉલ ભારપૂર્વક જણાવે છે કે મંડળીની સંગત વ્યવસ્થિત રીતે યોજાવી જોઈએ. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ બધી વસ્તુઓ શોભતી રીતે અને વ્યવસ્થિત કરો"" અથવા ""પરંતુ બધું શોભતી રીતે, તથા યોગ્ય રીતે કરવામાં આવે

1 Corinthians 15

1 કરિંથીઓનો પત્ર 15 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

પુનરુત્થાન

આ અધ્યાયમાં ઈસુના પુનરુત્થાન વિશે ખૂબ જ મહત્વપૂર્ણ શિક્ષણ સામેલ છે. ગ્રીક લોકો વિશ્વાસ કરતા ન હતા કે કોઈ વ્યક્તિ તેમના મરણ પછી સજીવન થઈ શકે છે. પાઉલ ઈસુના પુનરુત્થાનનો બચાવ કરે છે. તે શીખવે છે કે શા માટે તે સર્વ વિશ્વાસીઓ માટે મહત્વપૂર્ણ છે. (જુઓ: જીવનોત્થાન, ઉત્થાન અને વિશ્વાસ કરવો, વિશ્વાસી, માન્યતા, અવિશ્વાસી, અનાસ્થા/અશ્રદ્ધા)

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

પુનરુત્થાન

પાઉલે પુનરુત્થાનને અંતિમ પુરાવા તરીકે રજૂ કર્યું કે ઈસુ એ જ ઈશ્વર છે. ઘણા લોકોમાંથી ઈસુ પ્રથમ છે જેમને ઈશ્વર સજીવન કરશે. પુનરુત્થાન એ સુવાર્તાનું કેન્દ્ર છે. તેના જેવા કેટલાક સિદ્ધાંતો મહત્વપૂર્ણ છે. (જુઓ: સારા સમાચારો, સુવાર્તા અને ઉઠાડવું, ઉઠાડે છે, ઉઠાડ્યા, ઊઠવું, ઊઠેલું, ઊઠવું, ઉઠ્યો)

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

પાઉલ આ અધ્યાયમાં ઘણા શબ્દાલંકારનો ઉપયોગ કરે છે. તે મુશ્કેલ ધર્મશાસ્ત્રના ઉપદેશોને લોકો સમજી શકે તે રીતે વ્યક્ત કરવા માટે તેમનો ઉપયોગ કરે છે.

1 Corinthians 15:1

પાઉલ તેમને યાદ અપાવે છે કે તે સુવાર્તા છે જે તેમનું તારણ કરે છે અને તે તેમને ફરીથી કહે છે કે સુવાર્તા શું છે. પછી તે તેમને એક ટૂંકા ઇતિહાસનો પાઠ આપે છે, જે હવે જે બનશે તેની સાથે સમાપ્ત થાય છે.

γνωρίζω…ὑμῖ

તમને યાદ કરવામાં મદદ કરશે

ἐν ᾧ…ἑστήκατε

પાઉલ કરિંથીઓની વાત કરી રહ્યો છે જાણે કે તેઓ એક ઘર હોય અને સુવાર્તા જાણે કે તે પાયો હોય જેના પર ઘર સ્થિર હતું. (જુઓ: રૂપક)

1 Corinthians 15:2

σῴζεσθε

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. ""ઈશ્વર તમારો બચાવ કરશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

τίνι λόγῳ εὐηγγελισάμην ὑμῖν

જે સંદેશ મેં તમને પ્રગટ કર્યો

1 Corinthians 15:3

ἐν πρώτοις

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઘણી વસ્તુઓમાં સૌથી મહત્વપૂર્ણ તરીકે અથવા 2) સમયમાં પ્રથમ તરીકે.

ὑπὲρ τῶν ἁμαρτιῶν ἡμῶν

આપણા પાપો માટે મરણ પામ્યા અથવા ""જેથી ઈશ્વર આપણા પાપોને માફ કરી શકે

κατὰ τὰς Γραφάς

પાઉલ જૂના કરારના લખાણોનો ઉલ્લેખ કરી રહ્યા છે.

1 Corinthians 15:4

ἐτάφη

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ તેમને દફનાવી દીધા"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐγήγερται

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેમને સજીવન કર્યો"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐγήγερται

સજીવન કરવામાં આવ્યા

1 Corinthians 15:5

જો તમારે કલમ 5 ને સંપૂર્ણ વાક્ય બનાવવું હોય, તો 1 કરિંથીઓનો પત્ર 15:4 ને અલ્પવિરામથી સમાપ્ત કરો જેથી કલમ 5 એ શરૂ કલમને પૂર્ણ કરે છે 1 કરિંથીઓનો પત્ર 15:3.

ὤφθη

ને પોતાને પ્રગટ કર્યા

1 Corinthians 15:6

πεντακοσίοις

500 (જુઓ: સંખ્યાઓ)

τινὲς…ἐκοιμήθησαν

અહીં ઊંઘ એ મરણ માટેનું એક સામાન્ય યુક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: ""કેટલાક મરણ પામ્યા છે"" (જુઓ: સૌમ્યોક્તિ)

1 Corinthians 15:8

ἔσχατον…πάντων

છેલ્લે, તેને પણ દર્શન થયું

τῷ ἐκτρώματι

આ એક રૂઢીપ્રયોગ છે જેના દ્વારા પાઉલનો અર્થ એ થઈ શકે છે કે બીજા પ્રેરિતોની તુલનામાં તે પછીથી ખ્રિસ્તી બન્યો. અથવા કદાચ તેનો અર્થ એ છે કે, અન્ય પ્રેરિતોની જેમ, તેણે ઈસુની ત્રણ વર્ષ લાંબી સેવાની સાક્ષી આપી ન હતી. વૈકલ્પિક અનુવાદ: ""તે વ્યક્તિ જે બીજાઓના અનુભવો ચૂકી ગયો"" (જુઓ: રૂઢિપ્રયોગ)

1 Corinthians 15:10

χάριτι…Θεοῦ, εἰμι ὅ εἰμι

હાલમાં પાઉલ જે છે તે ફક્ત ઈશ્વરની કૃપા અથવા દયાથી છે.

ἡ χάρις αὐτοῦ ἡ εἰς ἐμὲ, οὐ κενὴ ἐγενήθη

પાઉલ મૃદુવ્યંગ્ય દ્વારા ભાર મૂકે છે કે ઈશ્વરે પાઉલ મારફતે કાર્ય કર્યું. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે તે મારા પ્રત્યે દયાળુ હતા, તેથી હું ઘણું સારું કાર્ય કરી શક્યો"" (જુઓ: વક્રોક્તિ)

ἡ χάρις τοῦ Θεοῦ σὺν ἐμοί

પાઉલ તે કામની વાત કરે છે જે તે કરી શક્યો હતો કારણ કે ઈશ્વર તેમના પ્રત્યે દયાળુ હતા જાણે કે કૃપા તે ખરેખર કામ કરી રહી હતી. વૈકલ્પિક અનુવાદ: શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ શાબ્દિક રીતે સાચું છે, અને ઈશ્વરે ખરેખર કામ કર્યું હતું અને કૃપાળુ રીતે પાઉલનો સાધન તરીકે ઉપયોગ કર્યો હતો અથવા 2) પાઉલ એક રૂપકનો ઉપયોગ કરી રહ્યો છે અને કહે છે કે ઈશ્વર પાઉલને કામ કરાવવા માટે અને પાઉલના કામને વધારવા માટે કૃપાળુ હતા જેથી સારા પરિણામો આવે. (જુઓ: રૂપક)

1 Corinthians 15:12

πῶς λέγουσιν ἐν ὑμῖν τινες, ὅτι ἀνάστασις νεκρῶν οὐκ ἔστιν?

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ કોઈ નવા વિષયની શરૂઆત કરવા માટે કરી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારે એમ ન કહેવું જોઈએ કે મૂએલાનું પુનરુત્થાન નથી!"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἐγήγερται

ફરી સજીવન થયો

1 Corinthians 15:13

εἰ…ἀνάστασις νεκρῶν οὐκ ἔστιν, οὐδὲ Χριστὸς ἐγήγερται

પાઉલ કાલ્પનિક ઘટનાનો ઉપયોગ કરીને દલીલ કરે છે કે મૂએલાનું પુનરુત્થાન છે. તે જાણે છે કે ખ્રિસ્ત સજીવન થયા છે અને એટલે કહે છે કે પુનરુત્થાન છે. પુનરુત્થાન નથી એમ કહેવું એટલે કે ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા નથી, પરંતુ આ ખોટું છે કારણ કે પાઉલે પુનરુત્થાન પામેલા ખ્રિસ્તને જોયા છે (1 કરિંથીઓનો પત્ર 15:8). (જુઓ: આનુમાનિત પરિસ્થિતિઓ)

οὐδὲ Χριστὸς ἐγήγερται

તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે પણ ખ્રિસ્તને ઉઠાડ્યા નથી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 15:15

પાઉલ તેઓને ખાતરી આપે છે કે ખ્રિસ્ત મરણમાંથી ઉઠ્યા છે.

εὑρισκόμεθα…ψευδομάρτυρες τοῦ Θεοῦ

પાઉલ એવી દલીલ કરે છે કે જો ખ્રિસ્ત મરણમાંથી ઉઠ્યા નથી, તો તેઓ ખોટી સાક્ષી આપી રહ્યા છે અથવા ખ્રિસ્તના ફરીથી સજીવન થવાની જૂઠી વાત કરી રહ્યા છે.

εὑρισκόμεθα

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""દરેકને ભાન થશે કે આપણે છીએ"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 15:17

ματαία ἡ πίστις ὑμῶν, ἔτι ἐστὲ ἐν ταῖς ἁμαρτίαις ὑμῶν

તેમનો વિશ્વાસ ખ્રિસ્તના મરણમાંથી ઉઠ્યા પર આધારીત છે, તેથી જો તે ન બન્યું હોત, તો તેમનો વિશ્વાસ વ્યર્થ છે.

1 Corinthians 15:19

πάντων ἀνθρώπων

વિશ્વાસીઓ અને અવિશ્વાસીઓ સહિત દરેકનો

ἐλεεινότεροι πάντων ἀνθρώπων ἐσμέν

લોકોએ બીજા લોકો કરતા વધારે આપણા માટે દિલગીર થવું જોઈએ

1 Corinthians 15:20

νυνὶ…Χριστὸς

તે છે, ખ્રિસ્ત અથવા ""આ સત્ય છે: ખ્રિસ્ત

ἀπαρχὴ

અહીં ""પ્રથમફળ"" એક રૂપક છે, જે કાપણીના પ્રથમફળ સાથે ખ્રિસ્તની તુલના કરે છે, જે બાકીના કાપણીના ફળને અનુસરશે. ખ્રિસ્ત મરણમાંથી ઉઠનાર પ્રથમ હતા. વૈકલ્પિક અનુવાદ: ""કાપણીના પ્રથમફળ જેવું છે"" (જુઓ: રૂપક)

Χριστὸς ἐγήγερται ἐκ νεκρῶν, ἀπαρχὴ τῶν κεκοιμημένων

અહીં ઉઠવું એ ""ફરી જીવંત થવા માટેનું કારણ""નો રૂઢીપ્રયોગ છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે ખ્રિસ્તને ઉઠાડ્યા, જે ઊંઘી ગયેલાઓનું પ્રથમફળ છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને રૂઢિપ્રયોગ)

1 Corinthians 15:21

δι’ ἀνθρώπου θάνατος

મરણ"" એ ક્રિયાપદ સાથે અમૂર્ત સંજ્ઞા ""મરણ પામેલાને"" વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ. ""એક માણસે જે કર્યું તેના કારણે લોકો મરણ પામે છે"" (જુઓ: અમૂર્ત નામો)

καὶ δι’ ἀνθρώπου ἀνάστασις νεκρῶν

અમૂર્ત નામ સંજ્ઞા ""પુનરુત્થાન"" ક્રિયાપદ ""સજીવન"" સાથે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: "" બીજા માણસના કારણે લોકો મરણમાંથી ઉઠાડવામાં આવે છે"" અથવા ""એક માણસે જે કર્યું તેના કારણે લોકો ફરીથી સજીવન થશે"" (જુઓ: અમૂર્ત નામો)

1 Corinthians 15:23

ἀπαρχὴ

અહીં ""પ્રથમફળ"" એક રૂપક છે, જે કાપણીના પ્રથમફળ સાથે ખ્રિસ્તની તુલના કરે છે, જે બાકીના કાપણીના ફળને અનુસરશે. ખ્રિસ્ત મરણમાંથી ઉઠનાર પ્રથમ હતા. વૈકલ્પિક અનુવાદ: "" કાપણીના પ્રથમફળ જેવું છે"" (જુઓ: રૂપક)

1 Corinthians 15:24

અહીં ""તે"" અને ""તેમના"" શબ્દો ખ્રિસ્તનો ઉલ્લેખ કરે છે.

καταργήσῃ πᾶσαν ἀρχὴν, καὶ πᾶσαν ἐξουσίαν, καὶ δύναμιν

જે લોકો રાજ કરે છે, જેની પાસે અધિકાર છે અને જેની પાસે કંઇ પણ કરવાનું સામર્થ્ય છે તે લોકોને બંધ કરશે

1 Corinthians 15:25

ἄχρι οὗ θῇ πάντας τοὺς ἐχθροὺς ὑπὸ τοὺς πόδας αὐτοῦ

યુદ્ધ જીતનારા રાજાઓએ જેને હરાવ્યા હતા તેના ગળા પર પગ મૂકતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""જ્યાં સુધી ઈશ્વર ખ્રિસ્તના બધા શત્રુઓનો સંપૂર્ણપણે નાશ ન કરે ત્યાં સુધી"" (જુઓ: રૂઢિપ્રયોગ)

1 Corinthians 15:26

ἔσχατος ἐχθρὸς καταργεῖται ὁ θάνατος

પાઉલ અહીં મરણની વાત કરે છે જાણે કે તે એવી વ્યક્તિ હોય જેનો ઈશ્વર નાશ કરશે. વૈકલ્પિક અનુવાદ: ""છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ પોતે છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ) અને વ્યક્તિનો અવતાર)

1 Corinthians 15:27

πάντα…ὑπέταξεν ὑπὸ τοὺς πόδας αὐτοῦ

યુદ્ધ જીતનારા રાજાઓએ જેને હરાવ્યા હતા તેના ગળા પર પગ મૂકતા હતા. 1 કરિંથીઓનો પત્ર 15:25 માં ""કેવી રીતે ... તેના પગ નીચે"" મૂકવામાં આવે છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે ખ્રિસ્તના બધા દુશ્મનોનો સંપૂર્ણપણે નાશ કર્યો છે"" (જુઓ: રૂઢિપ્રયોગ)

1 Corinthians 15:28

ὑποταγῇ αὐτῷ τὰ πάντα

આ સક્રિય કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે સઘળી બાબતોને ખ્રિસ્તને આધીન કર્યા છે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

αὐτὸς ὁ Υἱὸς, ὑποταγήσεται

આ સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""દીકરો પોતે પણ આધીન થશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

αὐτὸς ὁ Υἱὸς

અગાઉની કલમમાં તેમનો ""ખ્રિસ્ત"" તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""ખ્રિસ્ત, એટલે કે, દીકરો પોતે

ὁ Υἱὸς

આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈસુ અને ઈશ્વર વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: પુત્ર અને પિતા અંગે નો અનુવાદ)

1 Corinthians 15:29

ἐπεὶ τί ποιήσουσιν, οἱ βαπτιζόμενοι ὑπὲρ τῶν νεκρῶν?

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ કરિંથીઓને શિક્ષણ આપવા માટે કરે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અન્યથા ખ્રિસ્તીઓએ મરણ પામેલા માટે બાપ્તિસ્મા લેવાનું નકામું હશે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

εἰ ὅλως νεκροὶ οὐκ ἐγείρονται, τί καὶ βαπτίζονται ὑπὲρ αὐτῶν?

પાઉલે કાલ્પનિક પરિસ્થિતિનો ઉપયોગ દલીલ કરવા માટે કર્યો કે મરણ પામેલા સજીવન થાય છે. તે કહેવા માટે કે મરણ પામેલા લોકો સજીવન થતાં નથી, તે એમ કહેવા સમાન છે કે લોકોએ મરણ પામેલ માટે બાપ્તિસ્મા લેવું જોઈએ નહિ. પરંતુ કેટલાક લોકો, કદાચ કરિંથની મંડળીના કેટલાક સભ્યો, મરણ પામેલા લોકો માટે બાપ્તિસ્મા લે છે, તેથી તે અનુમાન કરીએ છે કે તે લોકો મરણ પામેલા માટે બાપ્તિસ્મા લે છે, કારણ કે તેઓ વિશ્વાસ ધરાવે છે કે મરણ પામેલાઓ સજીવન થયા છે. (જુઓ: આનુમાનિત પરિસ્થિતિઓ)

νεκροὶ οὐκ ἐγείρονται

આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર મરણ પામેલાને ઉઠાડતા નથી"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

οὐκ ἐγείρονται

સજીવન કરવામાં ન આવ્યા

τί καὶ βαπτίζονται ὑπὲρ αὐτῶν

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ કરિંથીઓને શિક્ષણ આપવા માટે કરે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મરણ પામેલા લોકો માટે લોકોએ તેમને બાપ્તિસ્મા આપવાનું કોઈ કારણ હોતું નથી."" (જુઓ: આલંકારિક પ્રશ્ન અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 15:30

τί καὶ ἡμεῖς κινδυνεύομεν πᾶσαν ὥραν

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ કરિંથીઓને શિક્ષણ આપવા માટે કરે છે. કારણ કે તે અને અન્ય લોકો જોખમમાં હતા કેટલાક લોકો ગુસ્સે થયા કે તેઓએ શીખવ્યું હતું કે ઈસુ લોકોને મરણમાંથી ઉઠાડશે. વૈકલ્પિક અનુવાદ: ""જો લોકો મરણમાંથી ઊભા નહિ થાય, તે શીખવવા માટે દર સમયે જોખમમાં આવીને આપણે કંઈ મેળવી શકતા નથી."" (જુઓ: આલંકારિક પ્રશ્ન અને અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

1 Corinthians 15:31

καθ’ ἡμέραν ἀποθνῄσκω

આ અતિશયોક્તિનો અર્થ એ છે કે તેને મરણનો ભય હતો. તે જાણતો હતો કે કેટલાક લોકો તેને મારી નાખવા માગે છે કારણ કે તે જે શિક્ષણ આપતો હતો તે તેમને પસંદ ન હતું. વૈકલ્પિક અનુવાદ: ""હું દરરોજ મરણના ભયમાં છું"" અથવા ""દરરોજ હું મારા જીવનને જોખમમાં મૂકું છું!"" (જુઓ: અત્યુક્તિ અને સામાન્યીકરણ)

νὴ τὴν ὑμετέραν καύχησιν

પાઉલ આ નિવેદનને પુરાવા તરીકે વાપરે છે કે તે દરરોજ મરણનો સામનો કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે જાણી શકશો કે આ સાચું છે, કારણ કે તમે મારામાં મારા અભિમાન કરવા વિશે જાણો છો"" અથવા ""તમે જાણો છો કે આ સાચું છે, કારણ કે તમે જાણો છો કે હું તમારામાં કેટલું અભિમાન કરું છું.

τὴν ὑμετέραν καύχησιν, ἀδελφοί, ἣν ἔχω ἐν Χριστῷ Ἰησοῦ, τῷ Κυρίῳ ἡμῶν

ખ્રિસ્ત ઈસુએ તેના માટે જે કર્યું છે તેનાથી પાઉલે તેમનામાં અભિમાન કર્યું. વૈકલ્પિક અનુવાદ: ""જે આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુએ તમારા માટે કર્યું, તેના કારણે હું તમારામાં મારું અભિમાન કરું છું"" (જુઓ: અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી)

τὴν ὑμετέραν καύχησιν

જે રીતે હું અન્ય લોકોને કહું છું કે તમે કેટલા સારા છો

1 Corinthians 15:32

εἰ…ἐθηριομάχησα ἐν Ἐφέσῳ…τί μοι τὸ ὄφελος…οὐκ ἐγείρονται

પાઉલ ઇચ્છે છે કે કરિંથીઓએ તેના કહ્યા વિના સમજવું જોઈએ. આ એક નિવેદન હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું એફેસસમાં સાવજોની સામે લડ્યો … મને કશો લાભ થયો નહિ ...ઉઠાડ્યા નહિ"" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἐθηριομάχησα ἐν Ἐφέσῳ

પાઉલ કંઈક કે જે તેમણે ખરેખર કર્યું તેનો ઉલ્લેખ કરી રહ્યા છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) પાઉલ મૂર્તિપૂજકો સાથેની તેમની દલીલો અથવા તેને મારવા માંગતા લોકો સાથેના અન્ય તકરાર વિશે અલંકારિક રીતે બોલતો હતો અથવા 2) તેને ખતરનાક પ્રાણીઓ સામે લડવા માટે ખરેખર અખાડામાં મૂકવામાં આવ્યો હતો. (જુઓ: રૂપક)

φάγωμεν καὶ πίωμεν, αὔριον γὰρ ἀποθνῄσκομεν

પાઉલે તારણ કાઢ્યું છે કે જો મરણ પછી આગળ કોઈ જીવન ન હોય તો, આ જીવનનો આપણે આનંદ માણીએ તે વધુ સારું છે, કાલનું આપણું જીવન આગળની કોઈ આશા વગર સમાપ્ત થશે.

1 Corinthians 15:33

φθείρουσιν ἤθη χρηστὰ ὁμιλίαι κακαί

જો તમે દુષ્ટ લોકો સાથે રહેશો, તો તમે તેમના જેવા વર્તન કરશો. પાઉલ એક સામાન્ય કહેવત ટાંકે છે.

1 Corinthians 15:34

ἐκνήψατε

તમારે આ વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ

1 Corinthians 15:35

પાઉલે વિશ્વાસીઓના શરીરના પુનરુત્થાન કેવી રીતે થશે તે વિશે કેટલાક વિશિષ્ટતાઓ જણાવે છે. તે કુદરતી અને આત્મિક શરીરની તસવીર આપે છે અને પ્રથમ માણસ આદમની તુલના છેલ્લા આદમ, ખ્રિસ્ત સાથે કરે છે.

ἀλλ’ ἐρεῖ τις, πῶς ἐγείρονται οἱ νεκροί? ποίῳ δὲ σώματι ἔρχονται?

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) વ્યક્તિ નિષ્ઠાપૂર્વક પૂછે છે અથવા 2) વ્યક્તિ સજીવન થવાના વિચારની મજાક ઉડાવવા માટે પ્રશ્નનો ઉપયોગ કરી રહી છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ કેટલાક કહેશે કે તેઓ કલ્પના કરી શકતા નથી કે ઈશ્વર મરણ પામેલા લોકોને કેવી રીતે સજીવન કરશે, અને પુનરુત્થાન પછી ઈશ્વર તેમને કેવું શરીર આપશે."" (જુઓ: આલંકારિક પ્રશ્ન)

ἐρεῖ τις

કોઈ પૂછશે

ποίῳ…σώματι ἔρχονται

એટલે કે, તે શારીરિક શરીર હશે કે આત્મિક શરીર? શરીરનો કેવો આકાર હશે? શરીર શું બનશે? સૌથી સામાન્ય પ્રશ્નનો ઉપયોગ કરીને અનુવાદ કરો કે જે કોઈ આ પ્રશ્નોના જવાબો જાણવા માંગતું હોય તે પૂછી શકે છે.

1 Corinthians 15:36

ἄφρων! σὺ ὃ σπείρεις

પાઉલ કરિંથીઓની સાથે વાત કરી રહ્યો છે જાણે કે તે એક વ્યક્તિ છે, તેથી અહીં ""તમે"" ના બંને કિસ્સા એકવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

ἄφρων! σὺ

તમને આ વિશે બિલકુલ ખબર નથી

ὃ σπείρεις, οὐ ζῳοποιεῖται, ἐὰν μὴ ἀποθάνῃ

બી ઉગશે નહિ જ્યાં સુધી તેને જમીનના ઊંડાણમાં નાખવામાં ન આવે. તે જ રીતે, ઈશ્વર તેને સજીવન કરે તે પહેલાં વ્યક્તિએ મરણ પામવું પડે છે. (જુઓ: રૂપક)

1 Corinthians 15:37

ὃ σπείρεις, οὐ τὸ σῶμα τὸ γενησόμενον

પાઉલે બીના રૂપકનો ફરીથી ઉપયોગ કરીને એમ કહ્યું છે કે ઈશ્વર વિશ્વાસીઓના મરણ પામેલા શરીરને સજીવન કરશે, પરંતુ તે શરીર જેવું હતું તેવું દેખાશે નહિ. (જુઓ: રૂપક)

ὃ σπείρεις

પાઉલ કરિંથીઓની સાથે વાત કરી રહ્યો છે જાણે કે તે એક વ્યક્તિ છે, તેથી અહીં ""તમે"" શબ્દ એકવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

1 Corinthians 15:38

ὁ…Θεὸς δίδωσιν αὐτῷ σῶμα, καθὼς ἠθέλησεν

ઈશ્વર નક્કી કરશે કે તેનું શરીર કેવું હશે

1 Corinthians 15:39

σὰρξ

પ્રાણીઓના સંદર્ભમાં, ""દેહ"" નું ભાષાંતર ""શરીર,"" ""ચામડી,"" અથવા ""માંસ"" તરીકે થઈ શકે છે.

1 Corinthians 15:40

σώματα ἐπουράνια

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) સૂર્ય, ચંદ્ર, તારાઓ અને આકાશમાં દેખાતા અન્ય પ્રકાશ અથવા 2) સ્વર્ગમાં માણસો, જેમ કે દૂતો અને અન્ય અલૌકિક સજીવો.

σώματα ἐπίγεια

આ માનવોનો ઉલ્લેખ કરે છે.

ἑτέρα μὲν ἡ τῶν ἐπουρανίων δόξα, ἑτέρα δὲ ἡ τῶν ἐπιγείων

સ્વર્ગીય શરીરનો જે ગૌરવ છે તે માનવ શરીરના ગૌરવથી જુદો છે

δόξα

અહીં ""ગૌરવ"" એ આકાશમાંના પદાર્થોની માનવ આંખની સંબંધિત તેજનો ઉલ્લેખ કરે છે.

1 Corinthians 15:42

σπείρεται…ἐγείρεται

કોઈ વ્યક્તિના શરીરને દફનાવવામાં આવે છે તેવું લેખક બોલે છે કે જાણે તે જમીનમાં વાવેલો બી હોય. અને તે વ્યક્તિના શરીરને મરણમાંથી ઉઠાડવાની વાત કરે છે જાણે કે તે બીમાંથી ઉગેલા છોડ હોય. નિષ્ક્રિય ક્રિયાપદોને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જમીનમાં શું જાય છે ... જમીનમાંથી શું બહાર આવે છે"" અથવા ""લોકો શું દફનાવે છે ... ઈશ્વર શું ઉઠાડે છે"" (જુઓ: રૂઢિપ્રયોગ અને રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐγείρεται

ફરી જીવવાનું કારણ બને છે

ἐν φθορᾷ…ἐν ἀφθαρσίᾳ

સડી શકે છે ... સડી શકતું નથી

1 Corinthians 15:43

σπείρεται…ἐγείρεται

કોઈ વ્યક્તિના શરીરને દફનાવવામાં આવે છે તેવું લેખક જણાવે છે કે જાણે તે જમીનમાં વાવેલુ બી છે. અને તે વ્યક્તિના શરીરને મરણમાંથી ઉઠાડવામાં આવવાની વાત કરે છે જાણે કે તે બીમાંથી ઉગેલા છોડ છે. નિષ્ક્રિય ક્રિયાપદોને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક અનુવાદ: ""તે ભૂમિમાં જાય છે ... તે જમીનની બહાર આવે છે"" અથવા ""લોકો તેને દફન કરે છે ... ઈશ્વર તેનો ઉછેર કરે છે"" (જુઓ: રૂઢિપ્રયોગ અને રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 15:44

σπείρεται…ἐγείρεται

કોઈ વ્યક્તિના શરીરને દફનાવવામાં આવે છે તેવું લેખક જણાવે છે કે જાણે તે જમીનમાં વાવેલુ બી છે. અને તે વ્યક્તિના શરીરને મરણમાંથી ઉઠાડવામાં આવવાની વાત કરે છે જાણે કે તે બીજમાંથી ઉગેલા છોડ છે. નિષ્ક્રિય ક્રિયાપદોને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે ભૂમિમાં જાય છે ... તે જમીનની બહાર આવે છે"" અથવા ""લોકો તેને દફન કરે છે ... ઈશ્વર તેનો ઉછેર કરે છે"" (જુઓ: રૂઢિપ્રયોગ અને રૂપક અને સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 15:46

ἀλλ’ οὐ πρῶτον τὸ πνευματικὸν, ἀλλὰ τὸ ψυχικόν, ἔπειτα τὸ πνευματικόν

પ્રાકૃતિક અસ્તિત્વ પ્રથમ આવ્યું. આત્મિક અસ્તિત્વ ઈશ્વર તરફથી છે અને તે પછીથી આવ્યું.

ψυχικόν

જગતની રીતે બનાવવામાં આવેલ છે, જે હજી ઈશ્વર સાથે જોડાયેલ નથી

1 Corinthians 15:47

ὁ πρῶτος ἄνθρωπος ἐκ γῆς, χοϊκός

ઈશ્વરે પ્રથમ માણસ આદમને પૃથ્વીમાંથી માટીનો બનાવ્યો. (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

χοϊκός

માટી

1 Corinthians 15:48

ὁ ἐπουράνιος

ઈસુ ખ્રિસ્ત

οἱ…ἐπουράνιοι

જેઓ ઈશ્વરના છે

1 Corinthians 15:49

ἐφορέσαμεν τὴν εἰκόνα…φορέσωμεν καὶ τὴν εἰκόνα

જેમ આપણે માટીની પ્રતિમા ધારણ કરી... તેવી ધારણ કરીશું

1 Corinthians 15:50

પાઉલ ઇચ્છે છે કે તેઓને ખ્યાલ આવે કે કેટલાક વિશ્વાસીઓ શારિરીક રીતે મરણ પામશે નહિ પણ ખ્રિસ્તના વિજય દ્વારા ફરીથી અવિનાશીપણાનો વારસો પામશે.

σὰρξ καὶ αἷμα Βασιλείαν Θεοῦ κληρονομῆσαι οὐ δύναται, οὐδὲ ἡ φθορὰ, τὴν ἀφθαρσίαν κληρονομεῖ

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) બે વાક્યોનો અર્થ એક જ છે. વૈકલ્પિક અનુવાદ: ""મનુષ્ય જે મરણ પામશે તે ઈશ્વરના અવિનાશીપણાનો વારસો મેળવી શકતો નથી"" અથવા 2) બીજું વાક્ય પ્રથમ દ્વારા શરૂ થયેલ વિચારને સમાપ્ત કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""નબળા માણસો ઈશ્વરના રાજ્યનો વારસો મેળવી શકતા નથી. ન તો મરણ પામનારાઓ રાજ્ય માટે કાયમ રહે છે જે કાયમ માટે રહેશે"" (જુઓ: સમાંતરણ)

σὰρξ καὶ αἷμα

જેઓ એવા શરીરમાં રહે છે જે મૃત્યુ પામે છે. (જુઓ: રૂપક અને ઉપનામ)

κληρονομῆσαι

ઈશ્વરે વિશ્વાસીઓને વચન આપ્યું છે તે પ્રાપ્ત કરવા વિશે એવું કહેવામાં આવે છે કે જાણે તે કુટુંબના સભ્ય પાસેથી મિલકત અને સંપત્તિ વારસામાં મળતી હોય. (જુઓ: રૂપક)

ἡ φθορὰ, τὴν ἀφθαρσίαν

સડી શકે છે ... સડી શકતું નથી. 1 કરિંથીઓનો પત્ર 15:42 માં આ શબ્દોનું અનુવાદ કેવી રીતે થાય છે તે જુઓ.

1 Corinthians 15:51

πάντες…ἀλλαγησόμεθα

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર આપણ સર્વને બદલી નાખશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

1 Corinthians 15:52

ἀλλαγησόμεθα

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર આપણને બદલી નાખશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐν ῥιπῇ ὀφθαλμοῦ

તે એટલું ઝડપથી બનશે જેટલું કે વ્યક્તિની આંખને પલકવામાં લાગે છે.

ἐν τῇ ἐσχάτῃ σάλπιγγι

જ્યારે છેલ્લું રણશિંગડું વાગશે

οἱ νεκροὶ ἐγερθήσονται

આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર મરણ પામેલાઓને પાછા ઉઠાડશે"" (જુઓ: સક્રિય (પ્રત્યક્ષ) અથવા નિષ્ક્રિય (પરોક્ષ))

ἐγερθήσονται

ફરી સજીવન કરશે

ἄφθαρτοι

એવા સ્વરૂપમાં કે જે સડી જતું નથી. 1 કરિંથીઓનો પત્ર 15:42 માં સમાન શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે થાય છે તે જુઓ.

1 Corinthians 15:53

τὸ φθαρτὸν τοῦτο…ἀφθαρσίαν

આ શરીર કે જે સડી શકે છે ... સડી શકતું નથી. 1 કરિંથીઓનો પત્ર 15:42 માં સમાન શબ્દસમૂહોનું અનુવાદ કેવી રીતે થાય છે તે જુઓ.

δεῖ…ἐνδύσασθαι

પાઉલ ઈશ્વર વિષે વાત કરી રહ્યો છે જેમણે આપણા શરીરો બનાવ્યા જાણે ઈશ્વર આપણા પર નવા વસ્ત્રો મૂકી રહ્યા હોય જેથી હવે તે કદી ફરીથી મરણ પામશે નહિ. (જુઓ: રૂપક)

1 Corinthians 15:54

ὅταν…τὸ φθαρτὸν τοῦτο ἐνδύσηται ἀφθαρσίαν

અહીં શરીરની જાણે કોઈ વ્યક્તિ હોય તેમ કહેવામાં આવ્યું છે, અને અવિનાશી બનવા વિષે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે અવિનાશી હોય તેવું કપડા જે શરીર પહેરશે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે આ વિનાશ પામેલું શરીર અવિનાશી થઈ જશે"" અથવા ""જ્યારે આ શરીર જે વિનાશી છે તે હવે અવિનાશી બની જશે"" (જુઓ: વ્યક્તિનો અવતાર અને રૂપક)

τὸ θνητὸν τοῦτο ἐνδύσηται ἀθανασίαν

અહીં શરીરને જાણે કોઈ વ્યક્તિ હોય તેવું કહેવામાં આવ્યું છે, અને અમર બનવું તેવું માનવામાં આવે છે જાણે કે અમર હોવું તે કપડા જેવું કોઈ શરીર પહેરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે આ મર્ત્ય શરીર અમરપણું ધારણ કરશે"" અથવા ""જ્યારે આ વિનાશી શરીર અવિનાશીને ધારણ કરશે"" (જુઓ: વ્યક્તિનો અવતાર અને રૂપક)

1 Corinthians 15:55

ποῦ σου, θάνατε, τὸ νῖκος? ποῦ σου, θάνατε, τὸ κέντρον?

પાઉલ વાત કરે છે જાણે કે મરણ એક વ્યક્તિ હોય, અને તે આ પ્રશ્નનો ઉપયોગ મરણની શક્તિની મશ્કરી કરવા માટે કરે છે, જેને ખ્રિસ્તે પરાજિત કરી છે. વૈકલ્પિક અનુવાદ: ""મરણનો જય નથી. મરણનો ડંખ નથી."" (જુઓ: લુપ્તાશર સંબોધન, મૃત કે ગેરહાજર વ્યક્તિ કે વસ્તુને ઉદ્દેશીને કરેલું સંબોધન, ઉદ્ગાર સંબોધન અને આલંકારિક પ્રશ્ન)

σου…σου

આ એકવચન છે. (જુઓ: તમેનાં સ્વરૂપો)

1 Corinthians 15:56

τὸ…κέντρον τοῦ θανάτου ἡ ἁμαρτία

તે પાપ દ્વારા જ આપણે મરણનો સામનો કરવાનો છે, તે મરણ પામે છે.

ἡ…δύναμις τῆς ἁμαρτίας ὁ νόμος

ઈશ્વરનો નિયમ જે મૂસા દ્વારા આપવામાં આવ્યો હતો તે પાપને નિર્ધારિત કરે છે અને બતાવે છે કે આપણે ઈશ્વર આગળ કેવી રીતે પાપ કરીએ છીએ.

1 Corinthians 15:57

τῷ διδόντι ἡμῖν τὸ νῖκος

આપણા માટે મરણને હરાવ્યું છે

1 Corinthians 15:58

પાઉલ વિશ્વાસીઓની પાસે એવી ઇચ્છા રાખે છે, જ્યારે તેઓ ઈશ્વર માટે કામ કરે છે, ત્યારે પરિવર્તન, પુનરુત્થાન પામેલું શરીર કે જે ઈશ્વર તેમને આપશે તે યાદ રાખે.

ἑδραῖοι γίνεσθε, ἀμετακίνητοι

પાઉલ એવી વ્યક્તિની વાત કરે છે જે તેને તેના નિર્ણયો લેવામાં રોકે નહિ જાણે કે તે શારીરિક રીતે ખસેડી શકાતો ન હોય. વૈકલ્પિક અનુવાદ: ""નક્કી કરો"" (જુઓ: રૂપક)

περισσεύοντες ἐν τῷ ἔργῳ τοῦ Κυρίου πάντοτε

પાઉલ ઈશ્વર માટે કામ કરવાના પ્રયત્નોની વાત કરે છે જાણે કે તે પદાર્થો હોય જેને વ્યક્તિ વધુ મેળવી શકતો હોય. વૈકલ્પિક અનુવાદ: ""હંમેશા પ્રભુ માટે વિશ્વાસુપણે કાર્ય કરો"" (જુઓ: રૂપક)

1 Corinthians 16

1 કરિંથીઓનો પત્ર 16 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

પાઉલ ટૂંકમાં આ અધ્યાયમાં ઘણા વિષયોને આવરી લે છે. પ્રાચીન નજીકના પૂર્વમાં પત્રોના અંતિમ ભાગ માટે વ્યક્તિગત અભિવાદન લખવી સામાન્ય હતી.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

તેના આગમનની તૈયારી

પાઉલે કરિંથીઓની મંડળીને તેની મુલાકાત માટે તૈયારીમાં મદદ કરવા વ્યવહારુ સૂચનાઓ આપી. તેણે તેઓને કહ્યું કે યરુશાલેમના વિશ્વાસીઓ માટે દર રવિવારે નાણાં એકઠા કરવાનું શરૂ કરો. તેમને આશા છે કે તેઓ આવીને શિયાળો તેમની સાથે વિતાવે. તેણે તેઓને કહ્યું જ્યારે તિમોથી આવે ત્યારે મદદ કરે. તેણે આશા રાખી હતી કે અપોલોસ તેમની પાસે જશે, પરંતુ અપોલોસે વિચાર્યું ન હતું કે તે યોગ્ય સમય છે. પાઉલે તેમને સ્તેફનાસને આધીન રહેવાનું કહ્યું. છેવટે, તેણે દરેકને તેની અભિવાદન મોકલી.

1 Corinthians 16:1

તેની અંતિમ નોધમાં, પાઉલ કરિંથના વિશ્વાસીઓને યરુશાલેમના જરૂરિયાતમંદ વિશ્વાસીઓ માટે નાણાં એકઠા કરવા યાદ કરાવે છે. તે તેમને યાદ અપાવે છે કે પાઉલના ગયા પહેલાં તિમોથી તેમની પાસે આવશે.

εἰς τοὺς ἁγίους

પાઉલ યરૂશાલેમ અને યહૂદીયાના ગરીબ યહૂદી ખ્રિસ્તીઓ માટે તેની મંડળીમાંથી નાણા એકઠા કરી રહ્યા હતા.

ὥσπερ διέταξα

જેમ કે મેં ચોક્કસ સૂચનાઓ આપી હતી

1 Corinthians 16:2

θησαυρίζων

શક્ય અર્થો આ પ્રમાણે છે છે: 1) ""તેને ઘરે રાખો"" અથવા 2) ""તેને મંડળી સાથે મૂકો

ἵνα μὴ ὅταν ἔλθω, τότε λογεῖαι γίνωνται

જેથી હું તમારી સાથે રહીશ ત્યારે તમારે વધારે નાણા ભેગા કરવા નહિ પડે

1 Corinthians 16:3

οὓς ἐὰν δοκιμάσητε

પાઉલ મંડળીને કહી રહ્યો છે કે તેઓ યરૂશાલેમમાં તેમનું દાન લેવા માટે તેમના પોતાના કેટલાક લોકોને પસંદ કરે. ""તમે જેમને પસંદ કરો"" અથવા ""તમે નિમણૂક કરો છો તે લોકો

δι’ ἐπιστολῶν…πέμψω

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""જે પત્રો હું લખીશ તે હું મોકલીશ"" અથવા 2) ""હું જે પત્રો મોકલીશ કે તમે લખશો.

1 Corinthians 16:6

ὑμεῖς με προπέμψητε, οὗ ἐὰν πορεύωμαι

આનો અર્થ એ કે તેઓ પાઉલને નાણાં અથવા તેની જરૂરિયાતની અન્ય વસ્તુઓ આપી શકે જેથી તેઓ અને તેનું જૂથ મૂસાફરી ચાલુ રાખી શકે.

1 Corinthians 16:7

οὐ θέλω…ὑμᾶς ἄρτι…ἰδεῖν

પાઉલ જણાવે છે કે તે ટૂંક સમયમાં જ નહિ પણ લાંબા સમય પછી મુલાકાત લેવા માંગે છે.

1 Corinthians 16:8

τῆς Πεντηκοστῆς

પાઉલ પચાસમાના પર્વ જે મે અથવા જૂનમાં આવતા આ તહેવાર સુધી એફેસસમાં રહેશે. ત્યારબાદ તે મક્દોનિયાથી મૂસાફરી કરશે અને પછી નવેમ્બરમાં શિયાળો શરૂ થાય તે પહેલાં કરિંથ પહોંચવાનો પ્રયત્ન કરશે.

1 Corinthians 16:9

θύρα…ἀνέῳγεν μεγάλη

પાઉલે ઈશ્વરની સુવાર્તાને જીતવા માટે આપેલી તકની વાત કરી છે, જાણે કે તે એક દ્વાર છે કે જે ઈશ્વર ખુલ્લો રાખે છે જેથી તે તેના દ્વારા ચાલી શકે. (જુઓ: રૂપક)

1 Corinthians 16:10

βλέπετε ἵνα ἀφόβως γένηται πρὸς ὑμᾶς

જુઓ કે તેને તમારી સાથે ભયનું કોઈ કારણ નથી

1 Corinthians 16:11

μή τις…αὐτὸν ἐξουθενήσῃ

તિમોથી પાઉલ કરતાં ખૂબ નાનો હતો, તેથી ઘણી વખત તેને સેવક તરીકે જોઈતું માન સુવાર્તાના કાર્યમાં મળતું ન હતું.

1 Corinthians 16:12

Ἀπολλῶ τοῦ ἀδελφοῦ

અહીં ""આપણો"" શબ્દ પાઉલ અને તેના વાચકોનો ઉલ્લેખ કરે છે, તેથી તે સમાવિષ્ટ છે. (જુઓ: સમાવેશક “અમે”)

1 Corinthians 16:13

γρηγορεῖτε, στήκετε ἐν τῇ πίστει, ἀνδρίζεσθε, κραταιοῦσθε

કરિંથીઓ શું કરે માટે પાઉલ જે ઇચ્છી રહ્યો છે તેનું વર્ણન તે કરી રહ્યો છે જાણે કે તે યુદ્ધમાં સૈનિકોને ચાર આજ્ઞા આપી રહ્યો હોય. આ ચાર આજ્ઞાનો અર્થ લગભગ સમાન છે અને ઉલ્લેખ કરવા ઉપયોગ થાય છે. (જુઓ: સમાંતરણ)

γρηγορεῖτε

પાઉલ લોકો શું થઈ રહ્યું છે તે અંગે જાગૃત હોવા વિશે વાત કરે છે જાણે કે તેઓ કોઈ શહેર અથવા દ્રાક્ષાવાડીની દેખરેખ રાખનારા રક્ષકો હોય. આ વધુ સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે જેના પર ભરોસો રાખો છો તેમનાથી સાવધ રહો"" અથવા ""સાવધ રહો"" (જુઓ: રૂપક)

στήκετε ἐν τῇ πίστει

પાઉલ ખ્રિસ્તમાં તેના શિક્ષણ પ્રમાણે વિશ્વાસ કરવાની વાત કરે છે જાણે કે દુશ્મનનો હુમલો આવે ત્યારે તેઓ પાછા ખસી જનાર સૈનિકો જેવા હોય. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""અમે તમને જે શિક્ષણ આપ્યું છે તેના પર ભારપૂર્વક વિશ્વાસ રાખો"" અથવા 2) ""ખ્રિસ્ત પર વિશ્વાસ રાખો"" (જુઓ: રૂપક)

ἀνδρίζεσθε

જે સમાજમાં પાઉલ અને તેના શ્રોતાઓ રહેતા હતા, પુરુષો સામાન્ય રીતે ભારે કામ કરીને અને આક્રમણકારો સામે લડીને કુટુંબોનું પોષણ કરતા હતા. આ વધુ સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જવાબદાર બનો"" (જુઓ: રૂપક)

1 Corinthians 16:14

πάντα ὑμῶν ἐν ἀγάπῃ γινέσθω

તમે જે કરો છો તે લોકોને બતાવવું જોઈએ કે તમે તેમને પ્રેમ કરો છો

1 Corinthians 16:15

પાઉલે પોતાનો પત્રને સમાપ્ત કરવાનું શરૂ કર્યું અને અન્ય મંડળી, તેમજ પ્રિસ્કા, અકુલાસ અને પાઉલ દ્વારા પણ અભિવાદન કરે છે.

τὴν οἰκίαν Στεφανᾶ

કરિંથની મંડળીમાંના વિશ્વાસીઓમાં સ્તેફનાસ પ્રથમ હતો. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

Ἀχαΐας

આ ગ્રીસના એક પ્રાંતનું નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

1 Corinthians 16:17

Στεφανᾶ, καὶ Φορτουνάτου, καὶ Ἀχαϊκοῦ

આ માણસો કાં તો કેટલાક કરિંથના વિશ્વાસીઓ અથવા મંડળીના વડીલો હતા જેઓ પાઉલના સહકાર્યકરો હતા.

Στεφανᾶ, καὶ Φορτουνάτου, καὶ Ἀχαϊκοῦ

આ પુરુષોનાં નામ છે. (જુઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

τὸ ὑμῶν ὑστέρημα οὗτοι ἀνεπλήρωσαν

તેઓએ તે હકીકત બનાવી કે તમે અહીં નથી.

1 Corinthians 16:18

ἀνέπαυσαν γὰρ τὸ ἐμὸν πνεῦμα

પાઉલ કહી રહ્યા છે કે તે તેમની મુલાકાતથી પ્રોત્સાહિત થયો હતો.

1 Corinthians 16:21

ὁ ἀσπασμὸς τῇ ἐμῇ χειρὶ, Παύλου

પાઉલ સ્પષ્ટ કરી રહ્યો હતો કે આ પત્રમાંની સૂચનાઓ તેની તરફથી છે, તેમ છતાં તેના એક સહકાર્યકર લેખકે બાકીના પત્રમાં પાઉલ શું કહે છે તે લખ્યું હતું. પાઉલે આ છેલ્લો ભાગ પોતાના હાથથી લખ્યો હતો.

1 Corinthians 16:22

ἤτω ἀνάθεμα

ઈશ્વર તેને શાપ આપે. [1 કરિંથીઓનો પત્ર 12: 3] (../ 12 / 03.md) માં ""શાપિત"" નું અનુવાદ કેવી રીતે કરવામાં આવ્યું છે તે જુઓ.